Door43-Catalog_gu_tw/bible/kt/boast.md

40 lines
4.2 KiB
Markdown
Raw Normal View History

2019-04-16 13:46:19 +00:00
# બડાઈ, બડાઈ મારવી, બડાઈખોર
## વ્યાખ્યા:
“બડાઈ” શબ્દનો અર્થ કંઈક અથવા કોઈને વિશે ગર્વથી બોલવું.
તેનો અર્થ વારંવાર પોતા વિશે બડાઈ મારવી.
* જયારે કોઈ વ્યક્તિ પોતાના વિશે “બડાઈખોર” બનીને ગર્વથી બોલે છે.
* દેવે ઈઝરાએલીઓને તેઓના મૂર્તિઓ માટે “બડાઈ મારવા” માટે ઠપકો આપ્યો.
તેઓ ઉધ્ધત્તાઈથી સાચા દેવને બદલે જુઠા દેવોની આરાધના કરી.
બાઈબલ પણ બડાઈ મારનારા લોકો વિશે વાત કરે છે જેમાં તેઓની સંપત્તિ, તેઓની શક્તિ, તેઓના ફળદ્રુપ ખેતરો, અને તેઓના કાયદાકાનૂનનો સમાવેશ થાય છે.
તેનો અર્થ એ કે તેઓ આ સર્વ વસ્તુઓ વિશે ગર્વ કરતા હતા, અને તેઓએ સ્વીકાર્યું નહીં કે દેવે આ વસ્તુઓ તેમને પૂરી પાડી છે.
* દેવે ઇઝરાએલીઓને અરજ કરી કે તેઓ “બડાઈ કરવાને” બદલે તેઓ દેવને જાણે છે તેનો તેઓ ગર્વ કરે.
* પાઉલ પ્રેરિત પણ પ્રભુમાં અભિમાન કરવા વિશે વાત કરે છે, કે જેનો અર્થ પ્રભુમાં આનંદ કરવો અને તેઓ માટે તેણે જે કર્યું તે વિશે તેઓ દેવના આભારી રહે.
## ભાષાંતરના સૂચનો
* “બડાઈ” શબ્દનું ભાષાંતર બીજી રીતે કરીએ તો “બડાઈ હાંકવી” અથવા “અભિમાનથી બોલવું” એમ થઈ શકે છે.
* “ઉન્મત” શબ્દ અથવા શબ્દસમૂહના ભાષાંતરનો અર્થ “અભિમાનથી ભરપૂર વાતો” અથવા “અભિમાનથી ભરપૂર” અથવા “પોતા વિશે બડાઈથી વાતો કરવી” એમ થઈ શકે છે.
* અભિમાન કરવાના સંદર્ભમાં અથવા ઈશ્વરને જાણવાની બાબતમાં, આ શબ્દનું ભાષાંતર “તેનામાં અભિમાન કરવું” અથવા “ખુબજ આનંદ કરવો” અથવા “ઈશ્વરનો આભાર માનવો” એમ થઈ શકે છે.
* અમુક ભાષામાં “અભિમાન” શબ્દ માટે બે પ્રકારના શબ્દો આવેલા હોય છે: એક શબ્દ નકારાત્મક છે જેનો અર્થ ઘમંડ કરવું એમ થાય છે જયારે બીજો શબ્દ છે જેનો હકારત્મક અર્થ, પોતાના કાર્યમાં, કુટુંબમાં, અથવા દેશમાં આભિમાન કરવું, એમ થઈ શકે છે.
## ભાષાંતરના સુચનો:
(તે પણ જુઓ: [અભિમાની](../other/proud.md))
## બાઈબલની કલમો:
* [1 રાજા 20:11-12](rc://gu/tn/help/1ki/20/11)
* [2 તિમોથી 3:1-4](rc://gu/tn/help/2ti/03/01)
* [યાકૂબ 3:13-14](rc://gu/tn/help/jas/03/13)
* [યાકૂબ 4:15-17](rc://gu/tn/help/jas/04/15)
* [ગીતશાસ્ત્ર 44:7-8](rc://gu/tn/help/psa/044/007)
## શબ્દ માહિતી:
* Strong's: H1984, H3235, H6286, G212, G213, G2620, G2744, G2745, G2746, G3166