Door43-Catalog_gu_tw/bible/kt/anoint.md

42 lines
4.9 KiB
Markdown
Raw Normal View History

2019-04-16 13:46:19 +00:00
# અભિષેક, અભિષિક્ત, અભિષિક્ત કરેલો
## વ્યાખ્યા:
“અભિષેક” શબ્દનો અર્થ, વ્યક્તિ અથવા વસ્તુ ઉપર તેલ ચોળવું અથવા રેડવું.
ક્યારેક આ તેલમાં મસાલા મિશ્રિત કરાતા હતા, જે મધુર, સુગંધીદાર સુવાસ આપે છે.
આ શબ્દનો ઉપયોગ રૂપકાત્મક રીતે પણ થાય છે, જે પવિત્ર આત્મા દ્વારા થયેલી પસંદગી અને તેના દ્વારા મળેલ સામર્થ્યને દર્શાવે છે.
* જૂનાકરારમાં, યાજકો, રાજાઓ અને પ્રબોધકોને તેલથી અભિષિક્ત કરી દેવની વિશેષ સેવા માટે તેઓને અલગ કરાતા હતા.
* વસ્તુઓ જેવી કે ધૂપવેદીઓ અથવા મુલાકાતમંડપને પણ તેલથી અભિષિક્ત કરવામાં આવતા હતા કે જેઓ દેવના મહિમા અને આરાધના માટે વપરાતા હતા.
* નવા કરારમાં ઉપચાર માટે, માંદા લોકોને સાજા કરવા તેલથી અભિષિક્ત કરવામાં આવતા હતા.
* નવા કરારમાં નોંધ લેવામાં આવી છે કે ઈસુને બે વાર સ્ત્રી દ્વારા સુગંધી તેલથી અભિષિક્ત કરી તેમનું ભજન કરવામાં આવ્યું.
એકવાર ઈસુએ અભિપ્રાય આપ્યો કે આ કરવાથી તેણીએ તેના ભવિષ્યના દફન માટે તૈયારી કરી.
* ઈસુના મરણ બાદ, તેના મિત્રોએ ઇસુના શરીરને તેલ અને મસાલા દ્વારા અભિષિક્ત કરીને દફનને સારુ તૈયાર કર્યું.
* “મસીહ” (હિબ્રુ) અને “ખ્રિસ્ત” (ગ્રીક) શીર્ષકોનો અર્થ “અભિષિક્ત થયેલો” થાય છે.
* ઈસુ મસીહ એક કે જે પસંદ કરાયેલો અને પ્રબોધક, મુખ્ય યાજક, અને રાજા તરીકે અભિષિક્ત થયેલ હતો.
## ભાષાંતરના સુચનો:
* સંદર્ભ પર આધાર રાખીને, “અભિષેક” નું શબ્દ ભાષાંતર “ઉપર તેલ રેડવું” અથવા “ઉપર તેલ મુકવું” અથવા “સુગંધીદાર તેલ ઉપર રેડીને અર્પણ કરવું” એમ થઇ શકે છે.
* “અભિષિક્ત હોવું” તેનું ભાષાંતર “તેલ દ્વારા અર્પણ થયેલું” અથવા “નિમણુક પામેલ” અથવા “અર્પણ થયેલું” તેવો થઇ શકે છે.
* કેટલાક સંદર્ભમાં “અભિષેક” શબ્દનું ભાષાંતર “નિમણુક” થઇ શકે છે.
* “અભિષિક્ત યાજક” જેવા શબ્દનું ભાષાંતર “યાજક કે જે તેલથી અર્પણ થયેલો હતો” અથવા “યાજક કે જે તેલ રેડીને અલગ કરાયેલ હતો.”
(આ પણ જુઓ: [ખ્રિસ્ત](../kt/christ.md), [અર્પણ](../kt/consecrate.md), [મુખ્ય યાજક](../kt/highpriest.md), [યહૂદીઓનો રાજા](../kt/kingofthejews.md), [યાજક](../kt/priest.md), [પ્રબોધક](../kt/prophet.md))
## બાઈબલની કલમો:
* [1 યોહાન 2:20-21](rc://gu/tn/help/1jn/02/20)
* [1 યોહાન 2:27-29](rc://gu/tn/help/1jn/02/27)
* [1 શમુએલ 16:2-3](rc://gu/tn/help/1sa/16/02)
* [પ્રેરિતો 4:27-28](rc://gu/tn/help/act/04/27)
* [આમોસ 6:5-6](rc://gu/tn/help/amo/06/05)
* [નિર્ગમન 29:5-7](rc://gu/tn/help/exo/29/05)
* [યાકૂબ 5:13-15](rc://gu/tn/help/jas/05/13)
## શબ્દ માહિતી:
* Strong's: H47, H430, H1101, H1878, H3323, H4397, H4398, H4473, H4886, H4888, H4899, H5480, H8136, G32, G218, G743, G1472, G2025, G3462, G5545, G5548