Door43-Catalog_gu_tw/bible/kt/angel.md

69 lines
7.6 KiB
Markdown
Raw Normal View History

2019-04-16 13:46:19 +00:00
# દેવદૂત, દેવદૂતો, મુખ્ય દેવદૂત
## વ્યાખ્યા:
દેવદૂત ઈશ્વર દ્વારા સર્જાયેલ એક આત્મા છે.
જે પ્રમાણે ઈશ્વર આજ્ઞા આપે તે પ્રમાણે કરવા દૂતો હયાતી ધરાવે છે.
“મુખ્ય દેવદૂત” શબ્દ એવા દેવદૂતને દર્શાવે છે કે જે બીજા દેવદૂતો પર શાસન કરનાર અથવા આગેવાની આપનાર છે.
* “દેવદૂત” શબ્દનો શાબ્દિક અર્થ “સંદેશવાહક” થાય છે.
* “મુખ્ય દેવદૂત” આ શબ્દનો શાબ્દિક અર્થ “મુખ્ય સંદેશવાહક” થાય છે.
બાઈબલમાં ફક્ત મિખાયેલ માટે “મુખ્ય દેવદૂત” છે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
* બાઈબલમાં દેવદૂતો દેવ તરફથી લોકોને સંદેશાઓ આપતા.
આ સંદેશાઓમાં દેવ લોકો પાસે શું કરાવવા માંગે છે તેની સૂચનાઓનો સમાવેશ થાય છે.
* દેવદૂતો ભવિષ્યમાં શું ઘટનાઓ બનવાની છે અથવા કઈ ઘટનાઓ અગાઉથી બની ગઈ છે તે વિશે પણ લોકોને જણાવતા.
* દેવદૂતોને દેવના પ્રતિનિધિ તરીકે અધિકાર રહેલો છે અને ઘણીવાર બાઈબલમાં દેવ પોતે બોલી રહ્યા છે તેમ તેઓ બોલ્યા.
* બીજી રીતે જોઈએ દેવદૂતો લોકોને રક્ષણ આપી અને તેમને દ્રઢ કરી દેવની સેવા કરતા.
* “યહોવાનો દૂત” તે વિશેષ વાક્યના એક કરતાં વધારે અર્થ હોઈ શકે: 1) તે અર્થ કદાચ “દેવદૂત કે જે યહોવાનું પ્રતિનિધિત્વ કરે છે તે દર્શાવે છે” અથવા “સંદેશવાહક કે જે યહોવાની સેવા કરે છે.” 2) તે કદાચ યહોવા પોતે છે તેમ દર્શાવે છે, અને જે વ્યક્તિ સાથે તે બોલે છે તેને દેવદૂત જેવો દેખાય છે.
આ બેમાંનો એક અર્થ સમજાવે છે કે કેવી રીતે દુતો “હું” શબ્દનો ઉપયોગ કરે છે જાણે કે યહોવા પોતે બોલી રહ્યા છે.
## ભાષાંતરના સૂચનો:
“દૂત” શબ્દનું ભાષાંતર “દેવ તરફથી સંદેશવાહક” અથવા “દેવનો સ્વર્ગીય સેવક” અથવા “દેવનો આત્મિક સંદેશ વાહક” એમ થઇ શકે છે.
આ શબ્દ “મુખ્ય દૂતનું” ભાષાંતર “વડો દૂત” અથવા “સૌની ઉપર હુકમ ચલાવનાર દૂત” અથવા “દુતોનો આગેવાન” એમ થઇ શકે છે.
* આ શબ્દનું રાષ્ટ્રીય ભાષા અથવા સ્થાનિક ભાષામાં કેવી રીતે ભાષાંતર કરવું તે ધ્યાન રાખવું.
“યહોવાનો દૂત” શબ્દના ભાષાંતર માટે “દૂત” અથવા “યહોવા” શબ્દોનો ઉપયોગ થયો હોવો જોઈએ.
તેથી આ શબ્દ માટે જુદાજુદા ખુલાસાઓ થઇ શકે છે.
આ શબ્દનું શક્ય ભાષાંતર “યહોવા તરફથી દૂત” અથવા “યહોવા દ્વારા મોકલેલ દૂત” અથવા “યહોવા, કે જે દૂત સમાન દેખાય છે” તેમ થઇ શકે છે.
(આ પણ જુઓ : [અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-unknown)
(આ પણ જુઓ : [મુખ્ય](../other/chief.md), [વડો](../other/head.md), [સંદેશવાહક](../other/messenger.md), [મિખાએલ](../names/michael.md), [શાસક](../other/ruler.md), [સેવક](../other/servant.md))
## બાઈબલની કલમો :
* [2 શમુએલ 24:15-16](rc://gu/tn/help/2sa/24/15)
* [પ્રેરિતો 10:3-6](rc://gu/tn/help/act/10/03)
* [પ્રેરિતો 12:22-23](rc://gu/tn/help/act/12/22)
* [ક્લોસ્સીઓ 2:18-19](rc://gu/tn/help/col/02/18)
* [ઉત્પત્તિ 48:14-16](rc://gu/tn/help/gen/48/14)
* [લૂક 2:13-14](rc://gu/tn/help/luk/02/13)
* [માર્ક 8:38](rc://gu/tn/help/mrk/08/38)
* [માથ્થી 13:49-50](rc://gu/tn/help/mat/13/49)
* [પ્રકટીકરણ 1:19-20](rc://gu/tn/help/rev/01/19)
* [ઝખાર્યા 1:7-9](rc://gu/tn/help/zec/01/07)
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[2:12](rc://gu/tn/help/obs/02/12)__ દેવે મોટા શક્તિશાળી દૂતોને બાગના પ્રવેશ દ્વાર આગળ રાખ્યા કે કોઇપણ જીવનના વ્રુક્ષનું ફળ ખાવાથી દુર રહે.
* __[22:3](rc://gu/tn/help/obs/22/03)__ દૂતે ઝખાર્યાને જવાબ આપ્યો “તને સુસમાચાર આપવા દેવે મને મોકલ્યો હતો.”
* __[23:6](rc://gu/tn/help/obs/23/06)__ એકાએક ચમકતો __દૂત__ તેઓને (ઘેટાપાળકોને) દેખાયો, અને તેઓ ભયભીત થયા. __દૂતે__ “કહ્યું ગભરાશો નહીં કારણકે મારી પાસે તમારા માટે શુભ સમાચાર છે.”
* __[23:7](rc://gu/tn/help/obs/23/07)__ એકાએક, દેવની સ્તુતિ કરતાં __દેવદૂતો__ થી આકાશ ભરાઈ ગયું.
* __[25:8](rc://gu/tn/help/obs/25/08)__ પછી __દેવદૂતો__ એ આવીને ઈસુની સંભાળ લીધી.
* __[38:12](rc://gu/tn/help/obs/38/12)__ ઈસુ ખુબજ વ્યથિત હતા અને તેનો પરસેવો લોહીના ટીપાં જેવો થઇ ગયો.
તેને શક્તિ આપવા દેવે દૂતને મોકલ્યો.
* __[38:15](rc://gu/tn/help/obs/38/15)__ “મારા બચાવ માટે પિતા પાસે હું __દૂતો__ નું સૈન્ય માગી શકું છું.”
## શબ્દ માહિતી:
* Strong's: H47, H430, H4397, H4398, H8136, G32, G743, G2465