* નવા કરારમાં, ઈસુના દરેક વિશ્વાસીને “યાજક” કહેવામાં આવે છે કે જે પોતાના માટે અને બીજાઓ માટે મધ્યસ્થીની પ્રાર્થનાઓ કરવા ઈશ્વર પાસે પ્રત્યક્ષ રીતે આવી શકે છે.
* સંદર્ભ અનુસાર, “યાજક” શબ્દનો અનુવાદ “બલિદાન આપનાર વ્યક્તિ” અથવા તો “ઈશ્વરનો મધ્યસ્થ” અથવા તો “બલિદાન આપનાર મધ્યસ્થ” અથવા તો “ઈશ્વર પોતાના પ્રતિનિધિ તરીકે જેને નિયુક્ત કરે છે તે વ્યક્તિ” તરીકે કરી શકાય.
* “યાજક” નો અનુવાદ “મધ્યસ્થ” ના અનુવાદ કરતા અલગ હોવો જોઈએ.
* કેટલાક અનુવાદકો “ઇઝરાયલનો યાજક” અથવા તો “યહૂદી યાજક” અથવા તો “યહોવાનો યાજક” અથવા તો “બઆલનો યાજક” જેવા શબ્દો હંમેશાં વાપરવાનું પસંદ કરી શકે છે કે જેથી સ્પષ્ટ થાય કે આ શબ્દો આધુનિક સમયના યાજકોનો ઉલ્લેખ કરતા નથી.
* “યાજક” માટે વપરાતો શબ્દ “મુખ્ય યાજક”, “પ્રમુખ યાજક”, “લેવી” તથા “પ્રબોધક” કરતા અલગ હોવો જોઈએ.
* __[13:9](rc://*/tn/help/obs/13/09)__ જેણે પણ ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હોય તે મુલાકાત મંડપની સામે વેદી પર ઈશ્વર માટે બલિદાન તરીકે એક પ્રાણી લાવી શકતો હતો. એક __યાજક__ તે પ્રાણીનું બલિદાન આપતો અને તેને વેદી પર બાળતો. બલિદાન કરાયેલા પ્રાણીનું રક્ત વ્યક્તિના પાપને ઢાંકતું અને તે વ્યક્તિને ઈશ્વરની નજરમાં શુદ્ધ કરતું. ઈશ્વરે મૂસાના ભાઈ હારુનને તથા તેના વંશજોને પોતાના __યાજકો__ થવા પસંદ કર્યા.
* __[19:7](rc://*/tn/help/obs/19/07)__ તેથી બઆલના __યાજકોએ__ એક બલિદાન તૈયાર કર્યું પણ અગ્નિ સળગાવ્યો નહીં.
* __[21:7](rc://*/tn/help/obs/21/07)__ ઇઝરાયલી __યાજક__ એ માણસ હતો કે જે લોકો માટે તેઓના પાપની સજાની અવેજી બદલ ઈશ્વરને બલિદાનો ચડાવતો હતો. __યાજકો__ લોકો માટે ઈશ્વરને પ્રાર્થના પણ કરતા હતા.