gu_ulb/45-ACT.usfm

1531 lines
309 KiB
Plaintext
Raw Blame History

This file contains ambiguous Unicode characters

This file contains Unicode characters that might be confused with other characters. If you think that this is intentional, you can safely ignore this warning. Use the Escape button to reveal them.

\id ACT
\ide UTF-8
\h પ્રેરિતોનાં ક્રત્યો
\toc1 પ્રેરિતોનાં ક્રત્યો
\toc2 પ્રેરિતોનાં ક્રત્યો
\toc3 act
\mt1 પ્રેરિતોનાં ક્રત્યો
\s5
\c 1
\cl અધ્યાય-1
\p
\v 1 પ્રિય થિયોફિલ, ઈસુએ પોતાના પસંદ કરેલા પ્રેરિતોને પવિત્ર આત્માથી આજ્ઞા આપી,
\v 2 અને તેમને ઉપર લઈ લેવામાં આવ્યા, તે દિવસ સુધી તેઓ જે કાર્ય કરતા તથા શિક્ષણ આપતા રહ્યા, તે બધી બિના વિષે મેં પહેલું પુસ્તક લખ્યું છે;
\v 3 ઈસુએ મરણ સહ્યા પછી તેઓને ઘણી સાબિતીઓથી પોતાને સજીવન થયેલા બતાવ્યા, ચાળીસ દિવસ સુધી તે તેઓની સમક્ષ પ્રગટ થતા અને ઈશ્વરના રાજ્ય વિશેની વાતો કહેતા રહ્યા;
\s5
\v 4 તેઓની સાથે મળીને ઈસુએ તેઓને આજ્ઞા આપી કે, તમે યરૂશાલેમથી જતા ના, પણ ઈશ્વરપિતાનું જે વચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની રાહ જોતા રહેજો;
\v 5 કેમ કે યોહાને પાણીથી બાપ્તિસ્મા આપ્યું હતું, પણ થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો.
\s5
\v 6 હવે તેઓ એકઠા થયા ત્યારે તેઓએ ઈસુને પૂછ્યું કે, પ્રભુ, શું તમે આ સમયે ઇઝરાયલના રાજ્યને પુનઃસ્થાપિત કરશો?
\v 7 ઈસુએ તેઓને જણાવ્યું કે, જે યુગો તથા સમયો પિતાએ પોતાના અધિકારમાં રાખ્યા છે, તે જાણવાનું કામ તમારું નથી.
\v 8 પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો; અને યરૂશાલેમમાં, સમગ્ર યહૂદિયામાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો.
\s5
\v 9 એ વાતો કહી રહ્યા પછી, તેઓના દેખતાં તેમને ઉપર લઈ લેવાયા; અને વાદળોએ તેઓની દૃષ્ટિથી તેમને ઢાંકી દીધા.
\v 10 તે જતા હતા ત્યારે તેઓ આકાશ તરફ અનિમેષ નયને જોઈ રહ્યા હતા, એવામાં ચળકતાં વસ્ત્ર પહેરેલા બે દૂત તેઓની પાસે ઊભા રહ્યા.
\v 11 તેઓએ કહ્યું કે, ગાલીલના માણસો, તમે આકાશ તરફ જોતા કેમ ઊભા રહ્યા છો? એ જ ઈસુ જેમને તમારી પાસેથી આકાશમાં લઇ લેવામાં આવ્યા છે, તેઓને જેમ તમે આકાશમાં જતાં જોયા તે જ રીતે તેઓ પાછા આવશે.
\s5
\v 12 ત્યારે જૈતૂન નામનો પહાડ જે યરૂશાલેમની પાસે, વિશ્રામવારની મુસાફરી જેટલે દૂર છે, ત્યાંથી તેઓ યરૂશાલેમમાં પાછા આવ્યા.
\v 13 તેઓ ત્યાં આવ્યા ત્યારે જે ઉપરના માળ પર તેઓ રહેતા હતા ત્યાં ગયા. એટલે પિતર, યોહાન, યાકૂબ, આન્દ્રિયા, ફિલિપ, થોમા, બર્થોલ્મી, માથ્થી, અલ્ફીનો દીકરો યાકૂબ, સિમોન ઝલોતસ, તથા યાકૂબનો ભાઈ યહૂદા મેડી પર ગયા.
\v 14 તેઓ સર્વ એક ચિત્તે પ્રાર્થનામાં; સ્ત્રીઓ, ઈસુની મા મરિયમ તથા તેમના ભાઈઓ સહિત લાગુ રહેતાં હતાં.
\s5
\v 15 તે દિવસોમાં તેઓની, આશરે એકસો વીસ માણસોની વચ્ચે પિતરે ઊભા થઈને કહ્યું કે,
\v 16 ભાઈઓ, જેઓએ ઈસુને પકડ્યા તેઓને દોરનાર યહૂદા વિષે દાઉદના મુખદ્વારા પવિત્ર આત્માએ અગાઉથી જે કહ્યું હતું તે શાસ્ત્રવચન પૂર્ણ થવાની આવશ્યકતા હતી.
\s5
\v 17 કેમ કે તે આપણામાંનો એક ગણાયો હતો, અને આ સેવામાં તેને ભાગ મળ્યો હતો.
\v 18 (હવે એ માણસે પોતાની દુષ્ટતાના બદલામાં મળેલા દ્રવ્યથી એક ખેતર વેચાતું લીધું. અને પછી પ્રથમ તે ઊંધા મોઢે પટકાયો, વચમાંથી ફાટી ગયો અને તેનાં બધાં આંતરડાં નીકળી પડ્યાં.
\v 19 યરૂશાલેમના બધા રહેવાસીઓએ તે જાણ્યું, તેથી તે ખેતરનું નામ તેઓની ભાષામાં હકેલ્દમા, એટલે લોહીનું ખેતર, એવું પાડવામાં આવ્યું.)
\s5
\v 20 કેમ કે ગીતશાસ્ત્રમાં લખેલું છે કે, "તેની રહેવાની જગ્યા ઉજ્જડ થાઓ; અને તેમાં કોઈ ન વસે,'' અને, ''તેનું અધ્યક્ષપદ બીજો લે.''
\s5
\v 21 માટે યોહાનના બાપ્તિસ્માથી માંડીને પ્રભુ ઈસુને આપણી પાસેથી ઉપર લઇ લેવામાં આવ્યા તે દિવસ સુધી ઈસુએ આપણામાં આવ જા કરી.
\v 22 તે સઘળા સમયોમાં જે માણસો આપણી સાથે ફરતા હતા તેઓમાંથી એક જણે આપણી સાથે ઈસુના ઉત્થાનના સાક્ષી થવું જોઈએ.
\v 23 ત્યારે યૂસફ જે બર્સબા કહેવાય છે, જેની અટક યુસ્તસ હતી તેને તથા માથ્થિયાસને તેઓએ રજૂ કર્યા.
\s5
\v 24 તેઓએ પ્રાર્થના કરી કે, હે અંતર્યામી પ્રભુ,
\v 25 જે સેવા તથા પ્રેરિતપદમાંથી પતિત થઇને યહૂદા પોતાને ઠેકાણે ગયો, તેની જગ્યા પૂરવાને આ બેમાંથી તમે કોને પસંદ કર્યો છે તે અમને બતાવો.
\v 26 પછી તેઓએ તેઓને સારુ ચિઠ્ઠીઓ નાખી. તેમાં માથ્થિયાસના નામની ચિઠ્ઠી નીકળી; પછી અગિયાર પ્રેરિતોની સાથે તે પણ પ્રેરિત તરીકે ગણાયો.
\s5
\c 2
\cl અધ્યાય-૨
\p
\v 1 પચાસમાનો દિવસ આવ્યો, તે સમયે તેઓ સર્વ એક સ્થળે એકત્ર થયા હતા.
\v 2 ત્યારે આકાશમાંથી એકાએક ભારે આંધીના ઘુઘવાટ જેવો અવાજ આવ્યો, અને તેઓ જ્યાં બેઠા હતા તે આખું ઘર ગાજી ઊઠયું.
\v 3 અગ્નિના જેવી છૂટી પડતી જીભો તેઓને દેખાઈ, અને તેઓમાંના દરેક ઉપર બેઠી.
\v 4 તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા.
\s5
\v 5 હવે આકાશની નીચેના દરેક દેશમાંથી ધાર્મિક યહૂદીઓ યરૂશાલેમમાં રહેતા હતા.
\v 6 તે અવાજ સંભળાયો ત્યારે ઘણા લોકો ભેગા થયા, અને ચકિત થઇ ગયા, કેમ કે તેઓમાંના દરેકે પોતપોતાની ભાષામાં તેઓને બોલતા સાંભળ્યા.
\v 7 તેઓ સઘળા વિસ્મિત થયા અને નવાઈ પામીને એકબીજાને કહેવા લાગ્યા કે, જુઓ, શું આ તમામ બોલનારા ગાલીલના નથી?
\s5
\v 8 તો કેમ તેઓને આપણે આપણી માતૃભાષામાં બોલતાં સાંભળીએ છીએ?
\v 9 પાર્થીઓ, માદીઓ, એલામીઓ, મેસોપોટેમિયાના, યહૂદિયાના, કપાદોકિયાના, પોન્તસના, આસિયાના,
\v 10 ફ્રુગિયાના, પામ્ફૂલિયાના, મિસરના તથા કુરેની પાસેના લિબિયાના પ્રાંતોમાંના રહેવાસીઓ તથા રોમન પ્રવાસીઓ, યહૂદીઓ તથા નવા થયેલા યહૂદીઓ,
\v 11 ક્રીતીઓ તથા અરબો, તેઓને આપણી પોતાની ભાષાઓમાં ઈશ્વરનાં મહાન કામો વિષે બોલતાં સાંભળીએ છીએ.
\s5
\v 12 તેઓ સર્વ વિસ્મિત થયા અને ગૂંચવણમાં પડીને એકબીજાને કહેવા લાગ્યા કે, "આ શું હશે?"
\v 13 પણ બીજાઓએ ઠઠ્ઠામશ્કરી કરતાં કહ્યું કે, "એ માણસોએ નવો દ્રાક્ષારસ પીધો છે."
\s5
\v 14 ત્યારે પિતરે અગિયારની સાથે ઊભા થઇ ઊંચે સ્વરે તેઓને કહ્યું કે, "યહૂદિયાના માણસો તથા યરૂશાલેમના રહેવાસીઓ, તમે સર્વ જાણી લો અને મારી વાતોને કાન દો."
\v 15 આ માણસો પીધેલા છે એમ તમે ધારો છો, પણ એમ નથી; કેમ કે હજી તો સવારના નવ થયા છે;
\s5
\v 16 પણ એ તો યોએલ પ્રબોધકે જે કહ્યું હતું તે જ છે; એટલે કે,
\v 17 ઈશ્વર કહે છે કે, "છેલ્લા દિવસોમાં એમ થશે કે, હું મારો પવિત્ર આત્મા સર્વ માણસો પર રેડી દઈશ; અને તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે, તમારા જુવાનોને સંદર્શનો થશે, અને તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે;
\s5
\v 18 વળી તે સમયોમાં હું મારા સેવકો પર તથા મારી સેવિકાઓ પર મારો આત્મા રેડી દઈશ; અને તેઓ પ્રબોધ કરશે;
\v 19 વળી હું ઉપર આકાશમાં અદ્દભુત કામ તથા નીચે પૃથ્વી પર ચિહ્નો બતાવીશ; લોહી, અગ્નિ તથા ધુમાડાના ગોટેગોટા;
\s5
\v 20 પ્રભુનો તે મહાન તથા પ્રસિદ્ધ દિવસ આવ્યા અગાઉ સૂર્ય અંધકારરૂપ અને ચંદ્ર લોહીરૂપ થઇ જશે;
\v 21 તે સમયે એમ થશે કે જે કોઈ પ્રભુને નામે પ્રાર્થના કરશે તે ઉદ્ધાર પામશે."
\s5
\v 22 ઓ ઇઝરાયલી માણસો, તમે આ વાતો સાંભળો: ઈસુ નાઝારી, જેમની મારફતે પ્રભુએ તમારામાં જે પરાક્રમો તથા આશ્ચર્યો તથા ચમત્કારો કરાવ્યાં, જે વિષે તમે પોતે પણ જાણો છો, તેઓ વડે તે ઈશ્વરને પસંદ પડેલા માણસ તરીકે તમારી આગળ સાબિત થયા તે છતાં,
\v 23 ઈશ્વરના સંકલ્પ તથા પૂર્વજ્ઞાન પ્રમાણે તેમને પરસ્વાધીન કરાયા, તેમને પકડીને દુષ્ટોની હસ્તક વધસ્તંભે જડાવીને મારી નખાયા.
\v 24 ઈશ્વરે તેમને મરણની વેદનાથી અલિપ્ત રાખી ઉઠાડ્યા; કેમ કે તેઓ મૃત્યુના બંધનમાં રહે તે અસંભવ હતું.
\s5
\v 25 કેમ કે દાઉદ તેમના વિષે કહે છે કે, મેં પોતાની સંમુખ પ્રભુને નિત્ય જોયા; તે મારે જમણે હાથે છે, તેથી મને ખસેડવામાં આવે નહિ.
\v 26 એથી મારું અંતઃકરણ મગ્ન થયું, અને મારી જીભે હર્ષ કર્યો; વળી મારો દેહ પણ આશામાં રહેશે;
\s5
\v 27 કેમ કે તમે મારા આત્માને હાદેસમાં રહેવા દેશો નહિ, વળી તમે તમારા પવિત્રને કોહવાણ પણ જોવા દેશો નહિ.
\v 28 તમે મને જીવનના માર્ગ જણાવ્યા છે; તમારા મુખના દર્શનથી તમે મને આંનદથી ભરપૂર કરશો.
\s5
\v 29 ભાઈઓ, આપણા પૂર્વજ દાઉદ વિષે હું તમને ખુલ્લી રીતે કહી શકું છું કે, તે મરણ પામ્યો છે, અને દફનાવાયો પણ છે, અને તેની કબર આજ સુધી અહીં આપણે ત્યાં છે.
\v 30 તે પ્રબોધક હતો, અને જાણતો હતો કે ઈશ્વરે સમ ખાઈને તેને કહ્યું છે કે, તારા સંતાનમાંના એકને હું તારા રાજ્યાસન પર બેસાડીશ;
\v 31 એવું અગાઉથી જાણીને તેણે ખ્રિસ્તના મૃત્યુમાંથી સજીવન થવા વિષે કહ્યું કે, તેમને હાદેસમાં રહેવા દેવામાં આવ્યા નહિ, અને તેમના દેહને સડી જવા દીધો નહીં.
\s5
\v 32 એ ઈસુને ઈશ્વરે સજીવન કર્યા છે, અને તે વિષે અમે સર્વ સાક્ષી છીએ.
\v 33 માટે ઈશ્વરને જમણે હાથે તેમને ઉપર લઈ લેવામાં આવ્યા, અને વચન અનુસાર ઈશ્વરપિતા પાસેથી પવિત્ર આત્મા પામીને, આ જે તમે જુઓ છો તથા સાંભળો છો, તેમ તેમણે આપણી ઉપર રેડ્યા છે.
\s5
\v 34 કેમ કે દાઉદ તો આકાશમાં ચઢ્યો નહોતો; પણ તે પોતે કહે છે,
\v 35 પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે, તારા શત્રુઓને હું તારું પાયાસન કરું ત્યાં લગી તું મારે જમણે હાથે બેસ.
\v 36 એ માટે ઇઝરાયલના તમામ લોકોએ નિશ્ચે જાણવું કે, જે ઈસુને તમે વધસ્તંભ પર મારી નાખ્યા, તેમને ઈશ્વરે પ્રભુ તથા ખ્રિસ્ત બનાવ્યા છે.
\s5
\v 37 હવે આ સાંભળીને તેઓનાં મન વીંધાઈ ગયાં, અને તેઓએ પિતરને તથા બીજા પ્રેરિતોને કહ્યું કે, ભાઈઓ, અમે શું કરીએ?
\v 38 ત્યારે પિતરે તેઓને કહ્યું કે, પસ્તાવો કરો, અને ઈસુ ખ્રિસ્તને નામે તમારામાંના પ્રત્યેક બાપ્તિસ્મા પામો કે, તમારાં પાપનું નિવારણ થાય; અને તમને પવિત્ર આત્મા દાન સ્વરૂપે પ્રાપ્ત થાય.
\v 39 કેમ કે તે વચન તમારે સારુ તથા તમારાં છોકરાંને તથા જેઓ દૂર છે તેઓને સારુ છે, એટલે આપણા ઈશ્વર પ્રભુ જેટલાંને પોતાની પાસે બોલાવશે તે સર્વને સારુ છે.
\s5
\v 40 પિતરે બીજી ઘણી વાતો કહીને સાક્ષી આપી તથા બોધ કર્યો કે, તમે આ જમાનાના દુષ્ટ લોકથી બચી જાઓ.
\v 41 ત્યારે જેઓએ તેમની વાત સ્વીકારી તેઓ બાપ્તિસ્મા
\f +
\fr 2.41
\ft જળસંસ્કાર = પ્રભુ ઈશુ માનવજાતને પાપમાંથી મુક્તિ અને અનંતજીવનનું દાન આપવા મરણ પામ્યાં, મરણમાંથી સજીવન થયા. જે મનુષ્ય પ્રભુ ઈશુ પર ઉપરોક્ત વિશ્વાસ કરે, તેની જાહેર કબુલાત સ્વરૂપે તેના શરીરને પાણીમાં ડૂબાડવાની ક્રિયા.
\f* (જળસંસ્કાર) પામ્યા. અને તે જ દિવસે ત્રણેક હજાર માણસો ઉમેરાયાં.
\v 42 તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં (પ્રભુ ભોજન લેવામાં) તથા પ્રાર્થનામાં દૃઢતાથી લાગુ રહ્યાં.
\s5
\v 43 દરેકે આદરયુક્ત ભીતિ અનુભવી; અને પ્રેરિતોથી ઘણાં અદભુત કૃત્યો તથા ચમત્કારો થયા.
\v 44 તમામ વિશ્વાસીઓ એકઠા રહેતા હતા અને તેઓની બધી મિલકત સહિયારી હતી.
\v 45 તેઓ પોતાની મિલકત તથા સરસામાન વેચી નાખતા, અને દરેકની અગત્ય પ્રમાણે સર્વને વહેંચી આપતા.
\s5
\v 46 તેઓ નિત્ય ભક્તિસ્થાનમાં એક ચિત્તે હાજર રહેતા તથા ઘેરઘેર રોટલી ભાંગીને ઉમંગથી તથા નિખાલસ મનથી ભોજન કરતા હતા.
\v 47 તેઓ ઈશ્વરની સ્તુતિ કરતા હતા, અને સર્વ લોકો તેમના પર પ્રસન્ન હતા. અને પ્રભુ રોજરોજ ઉદ્ધાર પામનારાઓને તેઓની સંગતમાં ઉમેરતા હતા.
\s5
\c 3
\cl અધ્યાય-૩
\p
\v 1 પ્રાર્થનાની વેળાએ, બપોરે ત્રણ વાગે, પિતર તથા યોહાન ભક્તિસ્થાનમાં જતા હતા.
\v 2 જન્મથી પગે અપંગ એક માણસને, ઊંચકીને લવાતો અને ભક્તિસ્થાનના સુંદર નામના દરવાજા આગળ નિત્ય બેસાડાતો કે જેથી ભક્તિસ્થાનમાં જનારાની પાસે તે ભીખ માંગી શકે.
\v 3 તેણે પિતરને તથા યોહાનને ભક્તિસ્થાનમાં જતા જોઇને ભીખ માગી.
\s5
\v 4 ત્યારે પિતર તથા યોહાને તેની સામે એકટસે જોઇને કહ્યું કે, અમારી તરફ જો.
\v 5 તેઓની પાસેથી કંઈક મળશે એવી આશાથી તેણે તેઓના પર ધ્યાન આપ્યું .
\v 6 પણ પિતરે કહ્યું કે, સોનુંરૂપું તો મારી પાસે નથી; પણ મારી પાસે જે છે તે હું તને આપું છું. નાઝારેથના ઈસુ ખ્રિસ્તના નામે ચાલતો થા.
\s5
\v 7 પિતરે તેનો જમણો હાથ પકડીને તેને ઊભો કર્યો. અને તરત જ તેના પગની ઘૂંટીમાં તાકાત આવી.
\v 8 તે કૂદીને ઊભો થયો, અને ચાલવા લાગ્યો; ચાલતાં અને કૂદતાં તથા ઈશ્વરની સ્તુતિ કરતાં તે તેઓની સાથે ભક્તિસ્થાનમાં ગયો.
\s5
\v 9 સર્વ લોકોએ તેને ચાલતો તથા ઈશ્વરની સ્તુતિ કરતો જોયો;
\v 10 લોકોએ તેને ઓળખ્યો કે ભક્તિસ્થાનના સુંદર નામના દરવાજા આગળ જે ભીખ માંગવા બેસતો હતો તે એ જ છે; અને તેને જે થયું હતું તેથી લોકો બહુ આશ્ચર્ય પામ્યા.
\s5
\v 11 સુલેમાન નામની પરસાળમાં, પિતર તથા યોહાનને તે વળગી રહયો હતો એટલામાં આશ્ચર્યસભર સઘળા લોક, તેઓની પાસે દોડી આવ્યા.
\v 12 તે જોઇને પિતરે લોકોને ઉત્તર આપ્યો કે, ઇઝરાયલી માણસો, આ જોઇ તમે આશ્ચર્ય કેમ પામો છો? અને જાણે અમારા સામર્થ્યથી અથવા ધાર્મિકપણાથી અમે તેને ચાલતો કર્યો હોય તેમ શા માટે અમને ધારીઘારીને જોઈ રહ્યા છો?
\s5
\v 13 ઇબ્રાહિમના, ઇસહાકના તથા યાકૂબના ઈશ્વરે, એટલે આપણા પૂર્વજોના ઈશ્વરે, પોતાના સેવક ઈસુને મહિમાવાન કર્યા, જેમને તમે પકડાવ્યા અને પિલાતે તેમને છોડી દેવાનું ઠરાવ્યું હતું ત્યારે તેની આગળ તમે તેમનો નકાર કર્યો હતો.
\v 14 તમે તે પવિત્ર તથા ન્યાયીનો વિરોધ કર્યો, અને અમારે સારુ એક ખૂનીને છોડી દેવામાં આવે એવું માગીને,
\s5
\v 15 તમે જીવનના અધિકારી ઈસુને મારી નાખ્યા; તેમને ઈશ્વરે મૂએલાંઓમાંથી સજીવન કર્યા; અને અમે તેના સાક્ષી છીએ.
\v 16 આ માણસ જેને તમે જુઓ છો અને ઓળખો છો, તેને ઈસુના નામ પરના વિશ્વાસથી શક્તિમાન કર્યો; હા, ઈશુ પરના વિશ્વાસે તમો સર્વની આગળ તેને આ પૂરું આરોગ્ય આપ્યું છે.
\s5
\v 17 હવે ભાઈઓ, તમે તેમ જ તમારા અધિકારીઓએ પણ અજ્ઞાનપણાથી તે કામ કર્યું એ હું જાણું છું.
\v 18 પણ ઈશ્વરે બધા પ્રબોધકોના મુખદ્વારા અગાઉથી જે કહ્યું હતું કે, 'તેમના ખ્રિસ્ત દુઃખ સહેશે', તે એ રીતે તેમણે પૂર્ણ કર્યું.
\s5
\v 19 માટે તમે પસ્તાવો કરો ને ફરો, જેથી તમારાં પાપ માફ કરવામાં આવે; અને એમ પ્રભુની હજૂરમાંથી તાજગીના સમયો આવે;
\v 20 અને ખ્રિસ્ત જેમને તમારે સારુ ઠરાવવામાં આવ્યા છે, તેમને એટલે ઇસુને, તેઓ મોકલે.
\s5
\v 21 ઈશ્વરે જગતના આરંભથી પોતાના પવિત્ર પ્રબોધકોનાં મુખદ્વારા જે વિષે કહ્યું છે તે સઘળાની પુનઃસ્થાપના થવાના સમયો સુધી ઈસુએ આકાશમાં રહેવું જોઈએ.
\v 22 મૂસાએ તો કહ્યું હતું કે, 'પ્રભુ ઈશ્વર તમારા ભાઈઓમાંથી મારા જેવા એક પ્રબોધકને તમારે સારુ ઊભો કરશે, તે જે કંઈ તમને કહે તે બધી બાબતો વિષે તમારે તેમનું સાંભળવું.
\v 23 જે કોઈ માણસ તે પ્રબોધકનું નહિ સાંભળે, તેનો લોકમાંથી પૂરેપૂરો નાશ થશે'.
\s5
\v 24 વળી શમુએલથી માંડીને તેની પાછળ આવનાર જેટલા પ્રબોધકો બોલ્યા છે, તે સર્વએ પણ આ દિવસો વિષે કહ્યું છે.
\v 25 તમે પ્રબોધકોના સંતાન છો, અને 'ઇબ્રાહિમના સંતાનો દ્વારા પૃથ્વી પરનાં સર્વ કુળો આશીર્વાદિત થશે,' એવું ઇબ્રાહિમને કહીને ઈશ્વરે તમારા પૂર્વજો સાથે કરાર કર્યો, તેનાં સંતાન તમે છો.
\v 26 ઈશ્વરે પોતાના સેવકને સજીવન કરી, તેમને પ્રથમ તમારી પાસે મોકલ્યા, જેથી તે તમને દરેકને તમારાં દુષ્કૃત્યોથી ફેરવીને આશીર્વાદ આપે.
\s5
\c 4
\cl અધ્યાય-૪
\p
\v 1 પિતર અને યોહાન લોકોની આગળ વાત કરતા હતા, એટલામાં ભક્તિસ્થાનના અગ્રેસર તથા સાદૂકીઓ તેઓ પર ધસી આવ્યા;
\v 2 કેમ કે તેઓ લોકોને બોધ કરતા હતા અને ઈસુમાં મૃત્યુ પામેલાંઓનું ઉત્થાન થાય છે એવું પ્રગટ કરતા હતા, તેથી તેઓ બહુ ઉશ્કેરાયા હતા.
\v 3 તેઓએ પિતર તથા યોહાનની ધરપકડ કરી. તે વેળા સાંજ પડી હતી માટે બીજા દિવસ સુધી તેઓને જેલમાં રાખ્યા.
\v 4 તોપણ જેઓએ તેમનું પ્રવચન સાંભળ્યું હતું તેઓમાંના ઘણાએ વિશ્વાસ કર્યો, અને વિશ્વાસ કરનાર માણસોની સંખ્યા આશરે પાંચ હજારની થઇ.
\s5
\v 5 બીજે દિવસે તેઓના અધિકારીઓ, વડીલો, શાસ્ત્રીઓ,
\v 6 તથા આન્નાસ પ્રમુખ યાજક, કાયાફાસ, યોહાન, એલેકઝાન્ડર તથા પ્રમુખ યાજકના સર્વ સગા યરૂશાલેમમાં એકઠા થયા.
\v 7 પિતર તથા યોહાનને તેઓની મધ્યમાં ઊભા રાખી, તેઓએ તેઓને પૂછ્યું કે, કયા પરાક્રમથી કે કયા નામથી તમે એ કર્યું છે?
\s5
\v 8 ત્યારે પિતરે પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેઓને કહ્યું કે, ઓ લોકોના અધિકારીઓ તથા વડીલો,
\v 9 જે સારું કામ એક અશક્ત માણસના હિતમાં થયું છે તે વિષે જો આજે અમને પૂછવામાં આવે છે, કે તે શાથી સાજો કરાયો છે;
\v 10 તો તમો સર્વને તથા સર્વ ઇઝરાયલી લોકોને એ માલૂમ થાય કે, ઈસુ ખ્રિસ્ત નાઝારી, જેમને તમે વધસ્તંભ પર મારી નાખ્યા, જેમને પરમેશ્વરે મરણમાંથી સજીવન કર્યા તેમના નામથી આ માણસ સાજો થઈ અહીં તમારી આગળ ઊભો રહયો છે.
\s5
\v 11 જે પથ્થર તમો બાંધનારાઓએ નકાર્યો હતો તે એ જ છે, ને તે ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.
\v 12 બીજા કોઇથી ઉદ્ધાર નથી, કેમ કે જેથી આપણો ઉદ્ધાર થાય એવું બીજું કોઈ નામ આકાશની નીચે માણસો મધ્યે અપાયેલું નથી.
\s5
\v 13 ત્યારે પિતર તથા યોહાનની હિંમત જોઇને તથા તેઓ સાધારણ તથા અશિક્ષિત માણસો છે, એ જાણીને તેઓ આશ્ચર્ય પામ્યા; અને તેઓએ પિતર તથા યોહાનને ઓળખ્યા કે તેઓ ઈસુની સાથે હતા.
\v 14 પેલા સાજા થયેલા માણસને તેઓની સાથે ઊભો રહેલો જોઇને તેઓથી કંઈ વિરુધ્ધ બોલી શકાયું નહિ.
\s5
\v 15 પણ તેઓને સભામાંથી બહાર જવાનો હુકમ કર્યા પછી તેઓએ અંદરોઅંદર ચર્ચા કરી કે, આ માણસોને આપણે શું કરીએ?
\v 16 કેમ કે તેઓના દ્વારા એક પ્રસિધ્ધ ચમત્કાર થયો છે, જેની યરૂશાલેમના સઘળા રહેવાસીઓને ખબર છે; અને આપણે તેનો ઇનકાર કરી શકતા નથી.
\v 17 પણ લોકોમાં તે વધારે ફેલાય નહિ, માટે આપણે તેઓને એવી ધમકી આપીએ કે હવે પછી તમારે કોઈપણ માણસની સાથે વાત કરતાં ઈસુનું નામ લેવું નહિ.
\v 18 પછી તેઓએ પિતર તથા યોહાનને બોલાવીને ચેતવણી આપી કે, વાત કરતાં તેમજ બોધ કરતાં પણ તમારે ઈસુનું નામ બિલકુલ લેવું નહિ.
\s5
\v 19 પણ પિતર તથા યોહાને તેઓને ઉત્તર આપ્યો કે, શું ઈશ્વરના કરતાં તમારું સાંભળવું એ ઈશ્વરની સમક્ષ યોગ્ય છે કે નહિ, એ તમે જ નક્કી કરો.
\v 20 કેમ કે અમે તો જે જે જોયું તથા સાંભળ્યું, તે કહ્યા વિના અમારાથી રહેવાય એમ નથી.
\s5
\v 21 પિતર તથા યોહાનને શિક્ષા કરવાનું કંઈ કારણ ન મળ્યાથી તેઓએ લોકોને લીધે તેઓને ફરી ચેતવણી આપીને છોડી દીધા; કેમ કે જે થયું હતું તેને લીધે સર્વ [લોકો] પરમેશ્વરને મહિમા આપતા હતા.
\v 22 કેમ કે જે માણસના હકમાં સાજાપણાનો આ ચમત્કાર થયો હતો તે ચાળીસ વરસથી વધારે ઉંમરનો હતો.
\s5
\v 23 પછી છૂટીને તેઓ પોતાના સાથીઓની પાસે ગયા. અને મુખ્ય યાજકોએ તથા વડીલોએ તેમને જે કંઈ કહ્યું હતું, તે સઘળું તેમને કહી સંભળાવ્યું.
\v 24 તે સાંભળીને તેઓએ એક ચિત્તે ઈશ્વરની આગળ મોટે સાદે કહ્યું કે, ઓ પ્રભુ, આકાશ તથા પૃથ્વી તથા સમુદ્ર અને તેઓમાંનાં સર્વને ઉત્પન્ન કરનાર [તમે છો];
\v 25 તમે પવિત્ર આત્માથી તમારા સેવક અમારા પૂર્વજ દાઉદના મુખે કહ્યું હતું કે, વિદેશીઓએ કેમ તોફાન કર્યું છે? અને લોકોએ વ્યર્થ કલ્પના કેમ કરી છે?
\s5
\v 26 પ્રભુની વિરુધ્ધ તથા તેના ખ્રિસ્તની વિરુધ્ધ પૃથ્વીના રાજાઓ સજ્જ થયા, તથા અધિકારીઓ એકઠા થયા;
\s5
\v 27 કેમ કે ખરેખર તમારા પવિત્ર સેવક ઈસુ જેમને તમે અભિષિક્ત કર્યા, તેમની વિરુધ્ધ હેરોદ તથા પોંતિયસ પિલાત, વિદેશીઓ તથા ઇઝરાયલી લોકો સહિત આ શહેરમાં એકઠા થયા હતા;
\v 28 જેથી તમારા હાથે તથા તમારા સંકલ્પે જે થવાનું અગાઉથી નિર્માણ થયું હતું તે બધું તેઓ કરે.
\s5
\v 29 હવે, હે પ્રભુ, તમે તેઓની ધમકીઓ ધ્યાનમાં લો, અને તમારા સેવકોને તમારી વાત પૂરી હિંમતથી કહેવાનું [સામર્થ્ય] આપો;
\v 30 તે દરમિયાન તમે લોકોને નીરોગી કરવાને તમારો હાથ લંબાવો; અને તમારા પવિત્ર સેવક ઈસુને નામે ચમત્કારો તથા અદ્દભુત કામો કરાવો.
\v 31 અને તેઓ પ્રાર્થના કરી રહ્યા ત્યારે જે મકાનમાં તેઓ ભેગા થયા હતા તે હાલ્યું; અને તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને ઈશ્વરની વાત હિંમતથી બોલવા લાગ્યા.
\s5
\v 32 વિશ્વાસ કરનારાઓનો સમુદાય એક મનનો તથા એક જીવનો હતો અને પોતાની જે વસ્તુઓ હતી તેમાંની કોઈ પોતાની માલિકીની છે એવું કોઈ કહેતું નહિ; પણ તમામ વસ્તુઓ સહિયારી હતી.
\v 33 પ્રેરિતોએ મહા પરાક્રમથી પ્રભુ ઈસુના મૃત્યુમાંથી સજીવન થયાની સાક્ષી પૂરી; અને તેઓ સર્વના ઉપર ઘણી કૃપા હતી.
\s5
\v 34 તેઓમાંના કોઈને કશાની અછત નહોતી; કારણ કે જેટલાની પાસે જમીન કે ઘર હતાં તેટલાએ તે વેચી નાખ્યાં,
\v 35 વેચેલી વસ્તુઓનું મૂલ્ય લાવીને તેઓ પ્રેરિતોના પગ આગળ મૂકતા; અને જેની જેને અગત્ય હતી તે પ્રમાણે તેમને વહેંચી આપવામાં આવતું હતું.
\s5
\v 36 યૂસફ કરીને એક લેવી હતો, તે સૈપ્રસનો વતની હતો, તેની અટક પ્રેરિતોએ બાર્નાબાસ (એટલે સુબોધનો દીકરો) રાખી હતી.
\v 37 તેની પાસે જમીન હતી, તે તેણે વેચી દીધી, અને તેનાં નાણાં લાવીને પ્રેરિતોના પગ આગળ મૂક્યાં.
\s5
\c 5
\cl અધ્યાય-૫
\p
\v 1 પણ અનાન્યા નામે એક માણસે તથા તેની પત્ની સાફીરાએ પોતાની મિલકત વેચી.
\v 2 સાફીરાની સંમતિથી અનાન્યાએ તેના મૂલ્યમાંથી થોડું પોતાની પાસે પણ રાખ્યું; અને કેટલોક ભાગ લાવીને પ્રેરિતોના પગ આગળ મૂક્યો.
\s5
\v 3 પણ પિતરે કહ્યું કે, 'ઓ અનાન્યા, પવિત્ર આત્માને જૂઠું કહેવાનું, તથા જમીનના મૂલ્યમાંથી થોડું પોતાની પાસે રાખવાનું શેતાને તારા મનમાં કેમ ભર્યું છે?
\v 4 તે [જમીન] તારી પાસે હતી ત્યારે શું તારી નહોતી? અને તેને વેચ્યા પછી શું [તેનું મૂલ્ય] તારે સ્વાધીન નહોતું? તેં પોતાના મનમાં આવો વિચાર કેમ આવવા દીધો? તેં માણસોને નહિ પણ ઈશ્વરને જૂઠું કહ્યું છે.'
\v 5 એ વાતો સાંભળતાં જ અનાન્યાએ પડીને પોતાનો પ્રાણ છોડ્યો, અને જેઓએ એ વાત સાંભળી તે સર્વને ઘણી બીક લાગી.
\v 6 પછી જુવાનોએ ઊઠીને તેને [કપડામાં] વીંટાળ્યો, અને બહાર લઇ જઈને દફનાવ્યો.
\s5
\v 7 ત્રણેક કલાક પછી તેની પત્ની અંદર આવી, જે થયું હતું તેની તેને ખબર નહોતી.
\v 8 ત્યારે પિતરે સાફીરાને પૂછ્યું કે, મને કહે, તમે શું આટલી જ કિંમતે તે જમીન વેચી? તેણે તેને કહ્યું કે, હા, એટલી જ કિંમતે.
\s5
\v 9 ત્યારે પિતરે તેને કહ્યું કે, પ્રભુના આત્માનું પરીક્ષણ કરવાને તમે બન્નેએ કેમ સંપ કર્યો છે? જો, તારા પતિને દફનાવનારાઓ હવે બારણા પાસે આવી પહોંચ્યા છે, અને તેઓ તને પણ લઇ જશે.
\v 10 તત્કાળ સાફીરાએ તેમના પગ પાસે પડીને પોતાનો પ્રાણ છોડ્યો; પછી તે જુવાનોએ આવીને તેને મરણ પામેલી જોઈ, અને બહાર લઇ જઈને તેને તેના પતિની કબર પાસે દફનાવી.
\v 11 આથી આખા વિશ્વાસી સમુદાયને તથા જે લોકોએ એ વાતો સાંભળી તે સર્વને ઘણો ડર લાગ્યો.
\s5
\v 12 પ્રેરિતોની હસ્તક લોકોમાં ઘણા ચમત્કારો તથા અદ્દભુત કામો થયાં; (તેઓ સર્વ એક ચિત્તે સુલેમાનની પરસાળમાં નિયમિત મળતા હતા;
\v 13 પણ બીજાઓમાંથી કોઈને તેઓની સાથે મળી જવાની હિંમત થતી ન હતી; તોપણ લોકો તેઓને માન આપતા;
\s5
\v 14 અને પ્રભુ પર વિશ્વાસ કરનારાં, સંખ્યાબંધ પુરુષો તથા સ્ત્રીઓ, વધારે પ્રમાણમાં ઉમેરાતાં ગયાં);
\v 15 એટલે સુધી કે તેઓએ માંદાઓને લાવીને પથારીઓ તથા ખાટલાઓ પર સુવાડ્યાં, જેથી પિતર પાસે થઇને જાય તો તેનો પડછાયો પણ તેઓમાંના કોઈના ઉપર પડે.
\v 16 વળી યરૂશાલેમની આસપાસનાં શહેરોમાંના ઘણા લોક બીમારોને તથા અશુદ્ધ આત્માઓથી પીડાતાંઓને લઈને ત્યાં આવતા હતા, અને તેઓ બધાંને સાજા કરવામાં આવતાં હતાં.
\s5
\v 17 પણ પ્રમુખ યાજક તથા તેના સઘળા સાથીઓ (જેઓ સાદૂકી પંથના હતા), તેઓને ખૂબ ઈર્ષા આવી,
\v 18 અને પ્રેરિતોને પકડીને તેઓએ તેમને જેલમાં પૂર્યા.
\s5
\v 19 પણ રાત્રે પ્રભુના દૂતે જેલનાં બારણાં ઉઘાડ્યાં, અને તેઓને બહાર લાવીને કહ્યું કે,
\v 20 તમે જાઓ, અને ભક્તિસ્થાનમાં ઊભા રહીને એ જીવન વિષેની બધી વાતો લોકોને સંભળાવો.
\v 21 એ સાંભળીને પિતર તથા યોહાને વહેલી સવારે ભક્તિસ્થાનમાં જઈને પ્રવચન કર્યું. પણ પ્રમુખ યાજક તથા તેના સાથીઓએ આવીને સભા બોલાવી ભક્તિસ્થાનમાં ઇઝરાયલી લોકોના વડીલોને એકઠા કર્યા અને પિતર તથા યોહાનને લાવવાને માટે જેલમાં [ માણસ] મોકલ્યા.
\s5
\v 22 પણ સિપાઈઓ ત્યાં ગયા ત્યારે તેઓ તેમને જેલમાં મળ્યા નહિ; તેઓએ પાછા આવીને ખબર આપી કે,
\v 23 અમે જેલના દરવાજાને સારી રીતે બંધ કરેલ તથા ચોકીદારોને દરવાજા આગળ ઊભા રહેલા જોયા; પણ અમે દરવાજો ઉઘાડ્યો ત્યારે અમને અંદર કોઈ માલૂમ પડ્યા નહિ.
\s5
\v 24 હવે જયારે ભક્તિસ્થાનના સરદારે તથા મુખ્ય યાજકોએ આ વાતો સાંભળી ત્યારે એ સંબંધી તેઓ બહુ ગૂંચવણ પામ્યા કે, આનું શું પરિણામ આવશે?
\v 25 એટલામાં એક વ્યક્તિએ આવી તેઓને ખબર આપી કે, જુઓ, જે માણસોને તમે જેલમાં પૂર્યા હતા, તેઓ તો ભક્તિસ્થાનમાં ઊભા રહીને લોકોને ઉપદેશ આપે છે.
\s5
\v 26 ત્યારે સરદાર સિપાઈઓને સાથે લઇને જબરદસ્તી કર્યા વિના તેઓને લઈ આવ્યો; કેમ કે તેઓ લોકોથી બીતા હતા કે, કદાચ તેઓ અમને પથ્થરે મારે.
\v 27 તેઓએ તેઓને લાવીને સભા આગળ હાજર કર્યા, અને પ્રમુખ યાજકે તેઓને પૂછ્યું કે,
\v 28 "અમે તમને સખત મના કરી હતી કે તમારે બોધ કરતાં એ નામ [ઈસુનું] લેવું નહિ; પણ જુઓ, તમે તો તમારા પ્રવચનથી યરૂશાલેમને ગજવી મૂક્યું છે, એ માણસનું લોહી [પાડવાનો દોષ] તમે અમારા પર મૂકવા માગો છો."
\s5
\v 29 પણ પિતર તથા પ્રેરિતોએ ઉત્તર આપ્યો કે, માણસોના કરતાં અમારે ઈશ્વરનું વધારે માનવું જોઈએ.
\v 30 જે ઈસુને તમે વધસ્તંભ પર જડીને મારી નાખ્યા, તેમને આપણા પૂર્વજોના ઈશ્વરે ઉઠાડ્યા છે.
\v 31 તેમને ઈશ્વરે પોતાને જમણે હાથે રાજા તથા ઉધ્ધારક થવાને ઊંચા કર્યા છે, કે તેઓ ઇઝરાયલને પશ્ચાતાપ [કરાવે] તથા તેઓને પાપની માફી આપે.
\v 32 અમે એ વાતોના સાક્ષી છીએ, અને ઈશ્વરે પોતાની આજ્ઞા માનનારાઓને જે પવિત્ર આત્મા આપ્યા છે તેઓ પણ સાક્ષી છે.
\s5
\v 33 આ સાંભળીને તેઓનાં મન વીંધાઈ ગયાં, અને તેઓએ તેમને મારી નાખવાનો નિર્ણય કર્યો.
\v 34 પણ ગમાલીએલ નામે એક ફરોશી ન્યાયશાસ્ત્રી, જેને સર્વ લોકો માન આપતા હતા, તેણે સભામાં ઊભા થઈને હુકમ કર્યો કે આ વ્યક્તિઓને થોડી વાર સુધી બહાર લઈ જાઓ.
\s5
\v 35 પછી તેણે તેઓને કહ્યું કે, ઓ ઇઝરાયલી માણસો, આ લોકોને તમે જે કરવા ઇચ્છો છો તે વિષે સાવચેત રહો.
\v 36 કેમ કે કેટલાક સમય પહેલાં થ્યુદાએ બળવો કરીને કહ્યું કે, હું એક મહાન વ્યક્તિ છું; તેની સાથે આશરે ચારસો માણસ સામેલ થયા હતા, તે માર્યા ગયા, અને જેટલાએ તેનું માન્યું તેઓ સર્વ નાશ પામ્યા..
\v 37 એના પછી વસ્તી ગણતરીના સમયે ગાલીલના યહૂદાએ બળવો કરીને ઘણા લોકોને પોતાની પાછળ ખેંચ્યા; તે પણ નાશ પામ્યો, અને જેટલા લોકોએ તેનું માન્યું તેઓ સર્વ વિખેરાઈ ગયા.
\s5
\v 38 હવે હું તમને કહું છું કે, આ માણસોથી તમે દૂર રહો, અને તેઓને રહેવા દો; કેમ કે જો એ મત અથવા એ કામ માણસોથી હશે તો તે ઊથલી પડશે;
\v 39 પણ જો ઈશ્વરથી હશે તો તમારાથી તે ઉથલાવી નંખાશે નહિ; નહિ તો કદાચ તમે ઈશ્વરની સામેં પણ લડનારા જણાશો.
\s5
\v 40 તેઓએ તેમનું માન્યું; પછી તેઓએ પ્રેરિતોને પોતાની પાસે પાછા બોલાવીને માર માર્યો; અને વાત કરતાં ઈસુનું નામ લેવું નહિ, એવી આજ્ઞા કરીને તેઓએ તેમને છોડી દીધા.
\v 41 તેઓ તે નામને લીધે અપમાન પામવા યોગ્ય ગણાયા, તેથી તેઓ આનંદ કરતા સભામાંથી ચાલ્યા ગયા.
\v 42 પણ તેઓએ નિત્ય ભક્તિસ્થાનમાં તથા ઘેર ઇસુ તે જ ખ્રિસ્ત છે તે વિષે શીખવવાનું તથા પ્રગટ કરવાનું ચાલુ રાખ્યું.
\s5
\c 6
\cl અધ્યાય-૬
\p
\v 1 તે દિવસોમાં શિષ્યોની સંખ્યા વધતી જતી હતી, ત્યારે હિબ્રૂઓની સામે ગ્રીક યહૂદીઓએ ફરિયાદ કરી, કેમ કે રોજ વહેંચણીમાં તેઓની વિધવાઓ ને ટાળવામાં આવતી હતી.
\s5
\v 2 ત્યારે બાર [પ્રેરિતોએ] બધા શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહ્યું કે, અમે ઈશ્વરની વાત પડતી મૂકીને ભોજન પીરસવાની સેવા કરીએ, એ ઉચિત નથી.
\v 3 માટે, ભાઈઓ, તમે તમારામાંથી [પવિત્ર] આત્માથી તથા જ્ઞાનથી ભરપૂર એવા સાત પ્રતિષ્ઠિત માણસોને શોધી કાઢો, કે જેઓને અમે એ કામ પર નીમીએ.
\v 4 પણ અમે તો પ્રાર્થનામાં તથા [ઈશ્વરના] વચનની સેવામાં લાગુ રહીશું.
\s5
\v 5 એ વાત આખા વિશ્વાસી સમુદાયને સારી લાગી; અને વિશ્વાસ તથા પવિત્ર આત્માથી ભરપૂર એવા સ્તેફન નામના એક પુરુષને, ફિલિપને, પ્રોખરસને, નિકાનોરને, તિમોનને,પાર્મિનાસને તથા અંત્યોખના યહૂદી થયેલા નિકોલસને તેઓએ પસંદ કર્યા.
\v 6 તેઓએ તેમને પ્રેરિતોની આગળ રજૂ કર્યા; અને પ્રાર્થના કરતાં તેમના પર હાથ મૂક્યા.
\s5
\v 7 ઈશ્વરની વચનોનો પ્રચાર થતો ગયો અને યરૂશાલેમમાં શિષ્યોની સંખ્યા ઘણી વધી ગઈ; ઘણા યાજકો પણ વિશ્વાસને આધીન થયા.
\s5
\v 8 સ્તેફન કૃપાથી તથા સામર્થ્યથી ભરપૂર હતો, તેણે લોકોમાં મોટાં અદ્દભુત કામો તથા ચમત્કારો કર્યાં.
\v 9 પણ લિબર્તીની કહેવાતી સભામાંના, કૂરેનીના, એલેકઝાન્દ્રિયાના, કિલીકિયાના તથા આસિયાના કેટલાએક આગળ આવીને સ્તેફન સાથે વાદવિવાદ કરવા લાગ્યા.
\s5
\v 10 પણ સ્તેફન એવા જ્ઞાનથી તથા આત્માની પ્રેરણાથી બોલતો હતો કે તેઓ તેની સામે ટકી શક્યા નહિ.
\v 11 ત્યારે તેઓએ કેટલાક માણસોને સમજાવ્યા, જેઓએ કહ્યું કે, અમે તેમને મૂસા તથા ઈશ્વરની વિરુધ્ધ બોલતા સાંભળ્યાં છે.
\s5
\v 12 તેઓ લોકોને, વડીલોને તથા શાસ્ત્રીઓને ઉશ્કેરીને તેના પર તૂટી પડ્યા, અને તેને પકડીને સભામાં લાવ્યા.
\v 13 તેઓએ જૂઠા સાક્ષીઓ ઊભા કર્યા, જેઓએ કહ્યું કે, એ માણસ આ પવિત્ર ભક્તિસ્થાન તથા નિયમશાસ્ત્ર વિરુધ્ધ દુર્ભાષણ કર્યા કરે છે;
\v 14 કેમ કે અમે તેને એમ કહેતાં સાંભળ્યો છે કે, ઈસુ નાઝારી આ સ્થાનનો નાશ કરશે, અને જે રીતરિવાજો મૂસાએ આપણને ફરમાવ્યા છે તેઓને બદલી નાખશે.
\v 15 જેઓ સભામાં બેઠા હતા તેઓ સર્વ સ્તેફનની તરફ એકનજરે જોઈ રહ્યા, અને તેનો ચહેરો દૂતના ચહેરા જેવો દેખાયો.
\s5
\c 7
\cl અધ્યાય-૭
\p
\v 1 ત્યારે પ્રમુખ યાજકે પૂછ્યું કે, શું હકીકત આ પ્રમાણે છે?
\v 2 સ્તેફને કહ્યું કે,” ભાઈઓ તથા વડીલો, સાંભળો. આપણો પૂર્વજ ઇબ્રાહિમ હારાનમાં રહેવા આવ્યો તે અગાઉ તે મેસોપોટેમિયામાં રહેતો હતો, ત્યારે મહિમાવાન ઈશ્વરે તેને દર્શન આપીને
\v 3 કહ્યું કે, તું તારા દેશમાંથી તથા તારા સગામાંથી નીકળ, અને જે દેશ હું તને બતાવું તેમાં જઇને રહે.
\s5
\v 4 ત્યારે ખાલ્દી દેશમાંથી નીકળીને તે હારાનમાં જઈને વસ્યો, અને ત્યાં તેના પિતા અવસાન પામ્યા ત્યાર પછી આ દેશ જેમાં તમે હમણાં રહો છો, તેમાં [ઈશ્વરે] તેને લાવીને વસાવ્યો.
\v 5 તેમણે એ દેશમાં તેને કંઈ વતન આપ્યું નહિ; ના, એક પગલાભર પણ નહિ; અને જોકે હજી સુધી તેને સંતાન થયું નહોતું તોપણ પરમેશ્વરે તેને તથા તેના પછી તેના વંશજોને વતન તરીકે [આ દેશ] આપવાનું વચન આપ્યું.
\s5
\v 6 ઈશ્વરે તેને કહ્યું કે, તારા વંશજો પરદેશમાં રહેશે, અને [ત્યાંના લોકો] ચારસો વર્ષ સુધી તેઓને ગુલામગીરીમાં રાખીને દુઃખ આપશે.
\v 7 વળી ઈશ્વરે કહ્યું કે, તેઓ જે લોકોના ગુલામ થશે તેઓનો ન્યાય હું કરીશ, અને ત્યાર પછી તેઓ ત્યાંથી આવીને આ સ્થળે મારી સેવા કરશે.
\v 8 પરમેશ્વરે તેને સુન્નતનો કરાર ઠરાવી આપ્યો; ત્યાર પછી [ઇબ્રાહિમથી] ઇસહાક થયો, તેણે આઠમે દિવસે તેની સુન્નત કરી; પછી ઇસહાકથી યાકૂબ થયો, અને યાકૂબથી બાર પૂર્વજો થયા.
\s5
\v 9 પછી પૂર્વજોએ યૂસુફ પર અદેખાઈ રાખીને તેને મિસરમાં [લઇ જવા સારુ] વેચી દીધો; પણ ઈશ્વર તેની સાથે હતા,
\v 10 તેમણે તેનાં સર્વ સંકટોમાંથી તેને ઉગાર્યો, અને મિસરના રાજા ફારુનની સમક્ષ તેને વિધ્વતા તથા કૃપા આપી. પછી ફારુને તેને મિસર પર તથા પોતાના સમગ્ર પરિવાર પર અધિકારી ઠરાવ્યો.
\s5
\v 11 પછી આખા મિસરમાં તથા કનાનમાં દુકાળ પડ્યો, જેથી ભારે સંકટ આવ્યું, અને આપણા પૂર્વજોને ખાવાનું મળ્યું નહિ.
\v 12 પણ યાકૂબે જાણ્યું કે મિસરમાં અનાજ છે, ત્યારે તેણે આપણા પૂર્વજોને પ્રથમ વાર મિસરમાં મોકલ્યા.
\v 13 પછી બીજી વાર યૂસુફે પોતાના ભાઈઓની આગળ પોતાની ઓળખાણ આપી; એટલે યોસેફનું કુળ ફારુનના જાણવામાં આવ્યું.
\s5
\v 14 ત્યારે યૂસફે સંદેશો મોકલીને પોતાના પિતા યાકૂબને તથા પોતાનાં સર્વ સગાંને, એટલે પંચોતેર માણસને પોતાની પાસે તેડાવ્યાં.
\v 15 યાકૂબ મિસરમાં ગયો, અને ત્યાં તે તથા આપણા પૂર્વજો અવસાન પામ્યા.
\v 16 તેઓને શખેમ લઇ જવામાં આવ્યા, ને જે કબ્રસ્થાન ઇબ્રાહિમે રૂપાનાણું આપીને હમોરના દીકરાઓ પાસેથી વેચાતું લીધું હતું તેમાં દફનાવ્યા.
\s5
\v 17 પણ જે વચન પરમેશ્વરે ઇબ્રાહિમને આપ્યું હતું, તેનો સમય જેમ જેમ પાસે આવતો ગયો તેમ તેમ લોકોની વૃદ્ધિ થઈ અને તેઓની સંખ્યા પુષ્કળ થઈ.
\v 18 એવામાં મિસરમાં એક બીજો રાજા થયો, જે યૂસફને ઓળખતો નહોતો.
\v 19 તેણે આપણા લોકોની સાથે કપટ કરીને આપણા પૂર્વજોને દુઃખ દીધું, એટલે તેઓનાં બાળકો જીવે નહિ માટે, તેઓને તેમની પાસે નાખી દેવડાવ્યાં.
\s5
\v 20 તે અરસામાં મૂસાના જન્મ થયો, તે ઘણો સુંદર હતો; પોતાના પિતાના ઘરમાં ત્રણ મહિના સુધી તેનું પાલન થયું;
\v 21 પછી તેને નદીમાં તજી દેવાયો. ત્યારે ફારુનની દીકરીએ તેને અપનાવી લીધો. પોતાના દીકરા તરીકે તેનો ઉછેર કર્યો.
\s5
\v 22 મૂસાને મિસરીઓની સર્વ વિદ્યા શીખવવામાં આવી હતી; તે બોલવામાં બાહોશ તથા કાર્ય કરવામાં પરાક્રમી હતા.
\v 23 પણ તે લગભગ ચાળીસ વર્ષનો થયો ત્યારે તેને પોતાના ઇઝરાયલી ભાઈઓને મળવાનું મન થયું.
\v 24 તેઓમાંના એક પર અન્યાય થતો જોઇને મૂસાએ તેની સહાય કરી, અને મિસરીને મારી નાખીને પોતાના જે ભાઈ પર જુલમ થતો હતો તેનું વૈર વાળ્યું.
\v 25 ઈશ્વર મારી હસ્તક તેઓનો છુટકારો કરશે, એમ મારા ભાઈઓ સમજતા હશે, એવું તેણે ધાર્યું; પણ તેઓ સમજ્યા નહિ.
\s5
\v 26 તેને બીજે દિવસે તેઓમાં ઝઘડો ચાલતો હતો તે સમયે મૂસા તેઓની પાસે આવ્યો તેણે તેઓની વચ્ચે સલાહ કરાવવાની ઇચ્છાથી કહ્યું કે, ભલા માણસો, તમે ભાઈઓ છો તો શા માટે એકબીજા પર અન્યાય ગુજારો છો?
\v 27 પણ જે પોતાના પડોશી પર અન્યાય ગુજારતો હતો તેણે તેને ધક્કો મારીને કહ્યું કે, અમારા પર તને કોણે અધિકારી તથા ન્યાયાધીશ નીમ્યો છે?
\v 28 પેલા મિસરીને તેં ગઈ કાલે મારી નાખ્યો તેમ શું તું મને પણ મારી નાખવા ઇચ્છે છે?
\s5
\v 29 મૂસા આ વાત સાંભળીને નાસી ગયો, અને મિદ્યાન દેશમાં જઈને વસ્યો, ત્યાં તેને બે દીકરા થયા.
\v 30 ચાળીસ વર્ષ પૂરાં થયાં ત્યારે દૂતે સિનાઈ પહાડના અરણ્યમાં ઝાડવા મધ્યે અગ્નિની જ્વાળામાં તેને દર્શન દીધું.
\s5
\v 31 મૂસા તે દ્રશ્ય જોઈને આશ્ચર્ય પામ્યો; અને તે એ દ્રશ્યને જોવા સારુ પાસે જતો હતો તેવામાં પ્રભુની વાણી થઇ કે,
\v 32 હું તારા પૂર્વજોનો ઈશ્વર, એટલે ઈબ્રાહિમનો, ઇસહાકનો તથા યાકૂબનો ઈશ્વર છું. ત્યારે મૂસા ધ્રૂજી ઉઠ્યો અને તેને જોવાની તેની જીગર ચાલી નહિ.
\s5
\v 33 પ્રભુએ તેને કહ્યું કે, તું તારા પગમાંથી ચંપલ ઉતાર; કેમકે જે જગ્યાએ તું ઊભો છે તે પવિત્ર ભૂમિ છે.
\v 34 મિસરમાં જે મારા લોક છે તેઓનું દુઃખ મેં નિશ્ચે જોયું છે, તેઓના નિસાસા મેં સાંભળ્યા છે, અને તેઓને છોડાવવા હું ઊતર્યો છું; હવે ચાલ, હું તને મિસરમાં મોકલીશ.
\s5
\v 35 જે મૂસાનો નકાર કરીને તેઓએ કહ્યું હતું કે, તને કોણે અધિકારી તથા ન્યાયાધીશ નીમ્યો છે તેને જે દૂત તેને ઝાડવા મધ્યે દેખાયો હતો તેની હસ્તક ઈશ્વરે અધિકારી તથા ઉધ્ધારક થવા સારુ મોકલ્યો.
\v 36 મૂસાએ તેઓને બહાર લાવતાં મિસર દેશમાં, સૂફ [લાલ] સમુદ્રમાં તથા ચાળીસ વર્ષ સુધી અરણ્યમાં અદ્દભુત કામો તથા ચમત્કારો કર્યા.
\v 37 જે મૂસાએ ઇઝરાયલીઓને કહ્યું હતું કે, ઈશ્વર તમારા ભાઈઓમાંથી મારા જેવા એક પ્રબોધકોને તમારે સારુ ઊભા કરશે, તે એ જ છે.
\s5
\v 38 જે [મૂસા] અરણ્યમાંના સમુદાયમાં હતો, જેની સાથે સિનાઈ પર્વત પર ઈશ્વરનો દૂત વાત કરતો હતો, અને આપણા પૂર્વજોની સાથે હતો તે એ જ છે; અને આપણને આપવા સારું તેને જીવનના વચનો આપવામાં આવ્યાં;
\v 39 આપણા પૂર્વજોએ તેને આધીન થવાને ઇચ્છ્યું નહિ, પણ પોતાની પાસેથી તેને હડસેલી મૂકયો, અને તેઓ પાછા મિસર જવાને મનમાં આતુર થયા;
\v 40 તેઓએ હારુનને કહ્યું કે, અમારી આગળ ચાલવા સારુ અમારે માટે દેવો બનાવ; કેમ કે એ મૂસા જે અમને મિસરમાંથી દોરી લાવ્યો તેનું શું થયું એ અમે જાણતા નથી.
\s5
\v 41 તે દિવસોમાં તેઓએ [સોનાનું] વાછરડું બનાવ્યું, અને મૂર્તિને તેનું બલિદાન ચઢાવ્યું, અને પોતાના હાથની કૃતિમાં તેઓ હર્ષ પામ્યા.
\v 42 પણ ઈશ્વરે તેઓથી વિમુખ થઈને તેઓને તજી દીધા, કે તેઓ આકાશના સૈન્યની પૂજા કરે; પ્રબોધકોના પુસ્તકમાં લખ્યું છે તે પ્રમાણે, ઓ ઇઝરાયલના વંશજો, અરણ્યમાં ચાળીસ વર્ષ સુધી શું તમે યજ્ઞ તથા બલિદાનો મને ચઢાવ્યાં હતાં?
\s5
\v 43 તમે મોલોખનો માંડવો તથા રમ્ફા દેવનો તારો, એટલે કે પૂજા કરવાને તમે જે મૂર્તિઓ બનાવી તેઓને ઊંચકીને ચાલ્યા. હવે હું તમને બાબિલથી આગળ લઈ જઈશ.
\s5
\v 44 જેમણે મૂસાને કહ્યું કે, જે નમૂનો તેં નિહાળ્યો છે તે પ્રમાણે તારે સાક્ષ્યમંડપ બનાવવો, તેમના ઠરાવ મુજબ અરણ્યમાં આપણા પૂર્વજોની પાસે [તે સાક્ષ્યમંડપ] હતો.
\v 45 આપણા પૂર્વજો, યહોશુઆ સહિત આ [સાક્ષ્યમંડપ] ને પોતાના ક્રમાનુસાર ઊંચકીને અન્ય દેશજાતિઓનું (જેઓને ઈશ્વરે આપણા પૂર્વજોની આગળથી હાંકી કાઢી) તેઓનું વતન પ્રાપ્ત કરીને તેમાં લાવ્યા તે [સાક્ષ્યમંડપ] દાઉદના સમય સુધી રહ્યો.
\v 46 દાઉદ પર ઈશ્વરની કૃપાદ્રષ્ટિ થઇ; તેમણે યાકૂબના ઈશ્વરને સારુ ઘર બનાવવાની રજા માગી;
\s5
\v 47 પણ સુલેમાને તેમને સારુ ભક્તિસ્થાન નિર્માણ કર્યું.
\v 48 તોપણ હાથે બાંધેલા ઘરમાં પરાત્પર [ઈશ્વર] રહેતા નથી; જેમ પ્રબોધક કહે છે તેમ,
\v 49 આકાશ મારું રાજ્યાસન, તથા પૃથ્વી મારું પાયાસન છે; તો તમે મારે સારુ કેવું નિવાસસ્થાન બાંધશો? એમ ઈશ્વર કહે છે: અથવા મારું નિવાસસ્થાન કયું હોય?
\v 50 શું, મેં મારે હાથે એ બધાં નથી બનાવ્યાં?
\s5
\v 51 ઓ સખત હઠીલાઓ, અને બેસુન્નત મન તથા કાનવાળાઓ, તમે સદા પવિત્ર આત્માની સામા થાઓ છો. જેમ તમારા પૂર્વજોએ કર્યું તેમ જ તમે પણ કરો છો.
\v 52 પ્રબોધકોમાંના કોને તમારા પૂર્વજોએ સતાવ્યા નહોતા? જેઓએ તે ન્યાયીના આવવા વિષે અગાઉથી ખબર આપી હતી તેઓને તેઓએ મારી નાખ્યા; અને હવે તમે, જેઓને દૂતો દ્વારા નિયમ મળ્યો, પણ તમે તે પાળ્યો નહિ.
\v 53 તે તમે, તે [ન્યાયી]ને પરસ્વાધીન કરનારા તથા તેમની હત્યા કરનારા થયા છો.”
\s5
\v 54 આ વાતો સાંભળીને તેઓનાં મન વીંધાઈ ગયા, અને તેઓ તેની સામે દાંત પીસવા લાગ્યા.
\v 55 પણ પવિત્ર આત્માથી ભરપૂર થઈને સ્તેફને આકાશ તરફ એકનજરે જોઈ રહેતાં, ઈશ્વરનો મહિમા તથા પરમેશ્વરને જમણે હાથે ઈસુને ઊભેલા જોયા.
\v 56 તેણે કહ્યું કે, જુઓ, આકાશ ઊઘડેલું તથા ઈશ્વરને જમણે હાથે માણસના દીકરાને ઊભેલા હું જોઉં છું.
\s5
\v 57 પણ તેઓએ બૂમ પાડીને પોતાના કાન બંધ કર્યા, અને તેઓ એક સાથે તેના પર ધસી આવ્યા.
\v 58 તેઓએ તેને શહેરની બહાર લઈ જઇને માર્યો; સાક્ષીઓએ શાઉલ નામે એક જુવાનના પગ આગળ પોતાનાં વસ્ત્રો મૂક્યાં હતાં.
\s5
\v 59 તેઓ સ્તેફનને પથ્થરે મારતા હતા ત્યારે તેણે [પ્રભુની] પ્રાર્થના કરતા કહ્યું કે, ઓ પ્રભુ ઇસુ, મારા આત્માનો અંગીકાર કરો.
\v 60 તેણે ઘૂંટણિયે પડીને મોટા અવાજે કહ્યું કે, ‘ઓ પ્રભુ, આ દોષ તેઓના ઉપર ન મૂકો. એમ કહીને તે ઊંઘી ગયો.
\s5
\c 8
\cl અધ્યાય-૮
\p
\v 1 શાઉલે તેની હત્યા કરવાની સંમતિ આપી હતી, તે જ દિવસે યરૂશાલેમના વિશ્વાસી સમુદાય પર ભારે સતાવણી શરૂ થઇ, અને પ્રેરિતો સિવાય તેઓ સર્વ યહૂદિયા તથા સમરૂનના પ્રાંતોમાં વિખેરાઈ ગયા.
\v 2 ધર્મનિષ્ઠ પુરુષોએ સ્તેફનને દફનાવ્યો, અને તેને સારુ ઘણો વિલાપ કર્યો.
\v 3 પણ શાઉલે વિશ્વાસી સમુદાયને ભારે ત્રાસ આપ્યો, એટલે ઘેરેઘેરથી પુરુષો તથા સ્ત્રીઓને ઘસડી લઇ જઈને જેલમાં પૂર્યા.
\s5
\v 4 જેઓ વિખેરાઈ ગયા હતા તેઓ સુવાર્તા પ્રગટ કરતા ચારેય બાજુ ફર્યા.
\v 5 અને ફિલિપે સમારીઆ શહેરમાં જઈને તેઓને ખ્રિસ્ત વિષે બોધ કર્યો.
\s5
\v 6 તેણે કહેલી વાતો સાંભળીને તથા કરેલા ચમત્કારો જોઇને લોકોએ તેની વાતો પર એક ચિત્તે ધ્યાન આપ્યું.
\v 7 કેમ કે જેઓને અશુદ્ધ આત્માઓ વળગ્યા હતા તેઓમાંના ઘણામાંથી તેઓ મોટી બૂમ પાડતા બહાર નીકળ્યા, અને ઘણા પક્ષઘાતીઓ તથા પગે અપંગો સાજા કરવામાં આવ્યા.
\v 8 અને તે શહેરમાં બહુ આનંદ થયો.
\s5
\v 9 પણ સિમોન નામે એક માણસ તે શહેરમાં અગાઉ જાદુ કરતો હતો, અને હું કોઈ મહાન વ્યક્તિ છું એમ કહીને સમરૂનના લોકોને આશ્ચર્યચકિત કરી નાખતો હતો;
\v 10 તેઓ નાનાથી તે મોટા સુધી સર્વ તેનું સાંભળતાં, તેઓ કહેતા કે, ઈશ્વરનું જે મહાન પરાક્રમ કહેવાય છે, તે આ વ્યક્તિ છે.
\v 11 તેણે ઘણા સમય સુધી પોતાની જાદુક્રિયાઓથી તેઓને આશ્ચર્યચકિત કરી નાખ્યા હતા, તેથી તેઓ તેનું સાંભળતાં હતા.
\s5
\v 12 પણ ફિલિપ ઈશ્વરના રાજ્ય તથા ઈસુ ખ્રિસ્તના નામ વિષે સુવાર્તા પ્રગટ કરતો હતો ત્યારે તેઓનો વિશ્વાસ તેના પર બેઠો, અને પુરુષોએ તેમ જ સ્ત્રીઓએ બાપ્તિસ્મા લીધું.
\v 13 સિમોને પોતે પણ વિશ્વાસ કર્યો, અને બાપ્તિસ્મા પામીને ફિલિપ સાથે રહ્યો; અને ચમત્કારો તથા મોટા પરાક્રમી કામો બનતાં જોઇને તે આશ્ચર્ય પામ્યો.
\s5
\v 14 હવે સમરૂનીઓએ ઈશ્વરની વાત સ્વીકારી છે એવું યરૂશાલેમમાં પ્રેરિતોએ સાંભળ્યું, ત્યારે તેઓએ પિતર તથા યોહાનને તેઓની પાસે મોકલ્યા.
\v 15 તેઓએ ત્યાં પહોંચ્યાં પછી તેઓને સારુ પ્રાર્થના કરી કે તેઓ પવિત્ર આત્મા પામેં;
\v 16 કેમ કે ત્યાર સુધી તેઓમાંના કોઈ પર પવિત્ર આત્મા ઊતર્યો નહોતો; પણ તેઓ માત્ર પ્રભુ ઈસુને નામે બાપ્તિસ્મા પામ્યા હતા.
\v 17 પછી પિતર તથા યોહાને તેઓ પર હાથ મૂક્યા, અને તેઓ પવિત્ર આત્મા પામ્યા.
\s5
\v 18 હવે પ્રેરિતોના હાથ મૂકવાથી પવિત્ર આત્મા પમાય છે, એ જોઇને સિમોને તેઓને પૈસા આપવા માંડ્યા.
\v 19 તેણે કહ્યું કે, તમે મને પણ એ અધિકાર આપો કે જેના પર હું હાથ મૂકું તે પવિત્ર આત્મા પામે.
\s5
\v 20 પણ પિતરે તેને કહ્યું કે, ઈશ્વરનું દાન પૈસાથી વેચાતું લેવાનું તેં વિચાર્યું માટે તારા પૈસા તારી સાથે નાશ પામો.
\v 21 આ બાબતમાં તારે કશી લેવા દેવા નથી. કારણ કે તારું અંતઃકરણ ઈશ્વરની આગળ શુદ્ધ નથી.
\v 22 માટે તારી આ દુષ્ટતાનો પસ્તાવો કર, અને પ્રભુને વિનંતી કર કે, કદાચ તારા અંતઃકરણના વિચાર તને માફ થાય.
\v 23 કેમ કે હું જોઉં છું કે તુ કડવાશમાં અને પાપના બંધનમાં છે.
\s5
\v 24 ત્યારે સિમોને ઉત્તર આપ્યો કે, તમારી કહેલી વાતો મુજબ કંઈપણ મને ના થાય તે માટે તમે મારે માટે પ્રભુને વિનંતી કરો.
\s5
\v 25 હવે [ત્યાં] સાક્ષી આપ્યા પછી તથા પ્રભુની વાત પ્રગટ કર્યા પછી સમરૂનીઓનાં ઘણાં ગામોમાં સુવાર્તા પ્રગટ કરીને તેઓ યરૂશાલેમમાં પાછા આવ્યા.
\s5
\v 26 હવે પ્રભુના એક દૂતે ફિલિપને કહ્યું કે, ઊઠ, ને યરૂશાલેમથી ગાઝા જવાના માર્ગ સુધી દક્ષિણ તરફ જા; ત્યાં અરણ્ય છે.
\v 27 તે ઊઠીને ગયો; અને જુઓ, ત્યાં ઈથિયોપિયાનો એક ખોજો કે જે ઈથિયોપિયાની રાણી કંદિકાના હાથ નીચે મોટો અમલદાર તથા તેના સઘળા ભંડારનો કારભારી હતો, તે ભજન કરવા સારુ યરૂશાલેમમાં આવ્યો હતો.
\v 28 તે પાછા જતાં પોતાના રથમાં બેસીને પ્રબોધક યશાયાનું પુસ્તક વાંચતો હતો.
\s5
\v 29 આત્માએ ફિલિપને કહ્યું કે, તું પાસે જઈને એ રથની સાથે થઈ જા.
\v 30 ત્યારે ફિલિપ તેની પાસે દોડી ગયો, અને તેને પ્રબોધક યશાયાનું પુસ્તક વાંચતા સાંભળીને પૂછ્યું કે, તુ જે વાંચે છે તે શું તુ સમજે છે?
\v 31 ત્યારે તેણે કહ્યું કે, કોઈના સમજાવ્યા સિવાય હું કેમ કરીને સમજી શકું? તેણે ફિલિપને વિનંતી કરી કે, મારા રથમાં ઉપર આવી મારી પાસે બેસ.
\s5
\v 32 શાસ્ત્રનું જે પ્રકરણ તે વાંચતો હતો તે એ હતું કે, ઘેટાની પેઠે મારી નંખાવાને તેમને લઇ જવાયા; અને જેમ હલવાન પોતાના કાતરનારની આગળ મૂંગું રહે છે, તેમ તેમણે પોતાનું મુખ ઉઘાડ્યું નહિ;
\v 33 તેમની દીનાવસ્થામાં તેમનો ન્યાય ડૂબી ગયો; તેમના જમાનાના લોકનું વર્ણન કોણ કહી દેખાડશે? કેમકે તેમનો જીવ પૃથ્વી પરથી લઈ લેવામાં આવ્યો.”
\s5
\v 34 ત્યારે તે ખોજાએ ફિલિપને ઉત્તર દેતા કહ્યું કે, હું તને વિનંતી કરું છું કે, પ્રબોધક કોના વિષે એ કહે છે? પોતાના વિષે કે કોઈ બીજાના વિષે?
\v 35 ત્યારે ફિલિપે કહેવાનું શરૂ કર્યું, અને શાસ્ત્રની એ વાતથી આરંભ કરીને તેને ઇસુ વિષેની સુવાર્તા પ્રગટ કરી.
\s5
\v 36 માર્ગમાં તેઓ એક જળાશય પાસે આવી પહોંચ્યા; ત્યારે ખોજાએ કહ્યું કે, જો, [અહીં] પાણી છે, બાપ્તિસ્મા પામવાથી મને શું અટકાવી શકે?
\v 37 ત્યારે ફિલિપે કહ્યું કે, જો તું તારા પૂરા મનથી વિશ્વાસ કરે છે તો એ ઉચિત છે; ખોજાએ ઉત્તર દેતાં કહ્યું કે, ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના પુત્ર છે, એવું હું માનું છું.
\v 38 પછી તેણે રથ ઊભો રાખવાનો હુકમ કર્યો, અને ફિલિપ તથા ખોજો બન્ને જાણ પાણીમાં ઊતર્યા, ફિલિપે તેને બાપ્તિસ્મા આપ્યું.
\s5
\v 39 તેઓ પાણીમાંથી બહાર આવ્યા ત્યારે પ્રભુનો આત્મા ફિલિપને લઇ ગયા; અને ખોજાએ ફરી ફિલિપને જોયા નહિ, પરંતુ તે આનંદ કરતા કરતા પોતાના માર્ગે ચાલ્યા ગયા.
\v 40 પણ ફિલિપ આશ્દોદમાં દેખાયા; તે કાઈસારિયા પહોંચતાં સુધી માર્ગમાંના સર્વ શહેરમાં સુવાર્તા પ્રગટ કરતો કરતો ગયો.
\s5
\c 9
\cl અધ્યાય-૯
\p
\v 1 શાઉલ હજુ સુધી પ્રભુના શિષ્યોને મારી નાખવાની ધમકીઓ આપતો હતો. પ્રમુખ યાજકની પાસે જઈને
\v 2 તેણે તેની પાસેથી દમસ્કસમાંની સભાઓ પર પત્રો માગ્યા કે જો તેને એ માર્ગનો કોઈ પુરુષ કે સ્ત્રી મળે, તો તે તેઓને બાંધીને યરૂશાલેમ લઈ આવે.
\s5
\v 3 મુસાફરી કરતાં તે દમસ્કસ નજીક પહોંચ્યો; ત્યારે એવું બન્યું કે એકાએક તેની આસપાસ આકાશમાંથી અજવાળું પ્રગટ્યું.
\v 4 તે જમીન પર પડી ગયો, અને તેની સાથે વાત કરતી એક વાણી તેણે સાંભળી કે, શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે?
\s5
\v 5 ત્યારે તેણે કહ્યું કે પ્રભુ, તમે કોણ છો? તેમણે કહ્યું કે, હું ઈસુ છું, કે જેને તું સતાવે છે;
\v 6 પણ તું ઊઠ, ને શહેરમાં જા, અને તારે શું કરવું તે તને કહેવામાં આવશે.
\v 7 તેની સાથે ચાલનારા માણસો સ્તબ્ધ થઇ ગયા, કેમકે તેઓએ વાણી સાંભળી ખરી, પણ કોઈને જોયા નહિ.
\s5
\v 8 પછી શાઉલ જમીન પરથી ઊઠયો; અને તેની આંખો ખૂલી ત્યારે તે કંઈ જોઈ શકયો નહિ. એટલે તેઓ તેનો હાથ પકડીને તેને દમસ્કસમાં દોરી ગયા.
\v 9 ત્રણ દિવસ સુધી તે જોઈ શક્યો નહિ; અને તેણે કશું ખાધું કે પીધું નહિ.
\s5
\v 10 હવે દમસ્કસમાં અનાન્યા નામે એક શિષ્ય હતો, તેને પ્રભુએ દર્શન દઇને કહ્યું કે, અનાન્યા; ત્યારે તેણે કહ્યું કે, પ્રભુ, હું આ રહ્યો.
\v 11 પ્રભુએ તેને કહ્યું કે, ઊઠીને પાધરા નામના રસ્તામાં જા. અને શાઉલ નામે તાર્સસના એક માણસ વિષે યહૂદિયાના ઘરમાં ખબર કાઢ; કેમકે જો, તે પ્રાર્થના કરે છે;
\v 12 તેણે [દર્શનમાં] જોયું છે કે, અનાન્યા નામે એક માણસ અંદર આવીને, તે દેખતો થાય માટે તેના પર હાથ મૂકે છે.
\s5
\v 13 પણ અનાન્યાએ ઉત્તર આપ્યો કે, પ્રભુ યરૂશાલેમમાંના તમારા સંતોને એ માણસે કેટલું બધું દુઃખ દીધું છે એ મેં ઘણા [ના મોં]થી સાંભળ્યું છે;
\v 14 અને જેઓ તમારા નામે પ્રાર્થના કરે છે તેઓ સર્વને બાંધીને લઈ જવા સારુ મુખ્ય યાજકો પાસેથી અહીં પણ તેને અધિકાર મળ્યો છે.
\v 15 પણ પ્રભુએ તેને કહ્યું કે, તું ચાલ્યો જા; કેમકે વિદેશીઓ, રાજાઓ તથા ઇઝરાયલપુત્રોની આગળ મારું નામ પ્રગટ કરવા સારુ એ મારું પસંદ કરેલું પાત્ર છે.
\v 16 કેમ કે મારા નામને લીધે તેને કેટલું બધું દુઃખ સહન કરવું પડશે, એ હું તેને બતાવીશ.
\s5
\v 17 ત્યારે અનાન્યા ચાલ્યો ગયો, અને તે ઘરમાં પ્રવેશીને શાઉલ પર હાથ મૂકીને કહ્યું કે, ભાઈ શાઉલ, પ્રભુ, એટલે ઈસુ જે તને માર્ગમાં આવતા દેખાયા, તેમણે તું દેખતો થાય, અને પવિત્ર આત્માથી ભરપૂર થાય માટે મને મોકલ્યો છે.
\v 18 ત્યારે શાઉલની આંખો પરથી તત્કાળ છાલાં જેવું કશું ખરી પડ્યું, અને તે દેખતો થયો, અને ઊઠીને તે બાપ્તિસ્મા પામ્યો;
\v 19 તેણે ભોજન કર્યું એટલે તેને શક્તિ આવી. પછી તેઓ દમસ્કસમાંના શિષ્યોની સાથે કેટલાક દિવસ સુધી રહ્યો.
\s5
\v 20 તેણે તરત જ સભાસ્થાનોમાં ઈસુને પ્રગટ કર્યા કે, તે ઈશ્વરના દીકરા છે.
\v 21 જેઓએ તેનું સાંભળ્યું તેઓ સર્વ વિસ્મય પામીને બોલ્યા કે, જેણે આ નામની પ્રાર્થના કરનારાઓની યરૂશાલેમમાં સતાવણી કરી, અને તેઓને બાંધીને મુખ્ય યાજકોની પાસે લઇ જવા માટે જે અહીં આવ્યો છે, તે શું એ નથી?
\v 22 પણ શાઉલમાં વિશેષ શક્તિ આવતી ગઈ. ઈસુ તે જ ખ્રિસ્ત છે એ ઘણી સાબિતીઓ આપીને દમસ્કસમાં રહેનારા યહૂદીઓને તેણે આશ્ચર્ય પમાડ્યું.
\s5
\v 23 ઘણા દિવસો પસાર થયા પછી યહૂદીઓએ તેમને મારી નાખવાની યોજના ઘડી.
\v 24 પણ તેઓનું કાવતરું શાઉલને માલૂમ પડ્યું. તેઓએ તેને મારી નાખવા સારુ રાતદિવસ દરવાજાઓની ચોકી પણ કરી;
\v 25 પણ તેના શિષ્યોએ રાત્રે તેને ટોપલામાં [બેસાડીને] કોટ ઉપરથી ઉતારી મુક્યો.
\s5
\v 26 શાઉલે યરૂશાલેમમાં આવ્યા પછી શિષ્યોની સાથે ભળી જવાની કોશિશ કરી, પણ તેઓ બધા તેનાથી બીતા હતા, કેમકે તે શિષ્ય છે એવું તેઓ માનતા નહોતા.
\v 27 પણ બર્નાબાસ તેને પ્રેરિતોની પાસે લઈ ગયો, અને કેવી રીતે તેણે માર્ગમાં પ્રભુને જોયા, અને કેવી રીતે પ્રભુ તેની સાથે બોલ્યા, અને તેણે કેવી રીતે દમસ્કસમાં ઈસુને નામે હિંમતથી ઉપદેશ કર્યો, એ તેઓને કહી સંભળાવ્યું.
\s5
\v 28 અને ત્યાર પછી યરૂશાલેમમાં તેઓની સાથે તે અવરજવર કરતો રહ્યો;
\v 29 તે હિંમતથી પ્રભુને નામે ઉપદેશ કરતો હતો, અને ગ્રીક યહૂદીઓ સાથે વાદવિવાદ કરતો હતો, પણ તેઓ તેને મારી નાખવાની તક શોધતા હતા.
\v 30 જયારે ભાઈઓના જાણવામાં તે આવ્યું ત્યારે તેઓ તેને કાઈસારિયા લઇ ગયા, અને ત્યાંથી તેઓએ તેને તાર્સસ મોકલી દીધો.
\s5
\v 31 ત્યારે આખા યહૂદિયા, ગાલીલ, તથા સમરૂનમાંનો વિશ્વાસી સમુદાય ર્દઢ થઈને શાંતિ પામ્યો; અને પ્રભુના ભયમાં તથા પવિત્ર આત્માના દિલાસામાં વૃદ્ધિ પામતો ગયો.
\v 32 પિતર એક સ્થળેથી બીજે સ્થળે ફરતો ફરતો લુદામાં રહેનારા સંતોની પાસે પણ આવ્યો.
\s5
\v 33 ત્યાં તેને એનિયસ નામે એક માણસ મળ્યો. તે પક્ષઘાતી હતો, અને આઠ વર્ષથી પથારીવશ હતો.
\v 34 પિતરે તેને કહ્યું કે, એનિયસ, ઈસુ ખ્રિસ્ત તને સાજા કરે છે; ઊઠ, અને તારું બિછાનું ઉઠાવી લે. એટલે તે તરત જ ઉઠ્યો.
\v 35 [ત્યારે] લુદા તથા શારોનના બધા લોકો તેને જોઇને પ્રભુ તરફ વળ્યા.
\s5
\v 36 હવે જોપ્પામાં એક શિષ્યા હતી, તેનું નામ તાબીથા, એટલે દરકાસ, હતું; તે સ્ત્રી ભલા કરવામાં તથા દાનધર્મ કરવામાં આગળપડતી હતી.
\v 37 તે દિવસોમાં એમ થયું કે તે બીમાર પડીને મરણ પામી. અને તેઓએ તેને સ્નાન કરાવીને મેડી પર સુવાડી.
\s5
\v 38 હવે લુદા જોપ્પાથી નજીક હતું અને પિતર ત્યાં છે એવું સાંભળીને શિષ્યોએ બે વ્યક્તિઓને તેની પાસે મોકલીને એવી આજીજી કરી કે, અમારી પાસે આવવાને તું વિલંબ કરીશ નહિ.
\v 39 ત્યારે પિતર ઊઠીને તેઓની સાથે ગયો, જયારે તે ત્યાં પહોંચ્યો ત્યારે તેઓ તેને મેડી પર લઇ ગયા; સર્વ વિધવા બહેનો તેની પાસે ઊભા રહીને રુદન કરતી કરતી દરકાસ તેઓની સાથે હતી ત્યારે જે અંગરખા તથા વસ્ત્રો તેણે બનાવ્યાં હતા તે તેઓ પિતરને બતાવવા લાગી.
\s5
\v 40 પણ પિતરે તે સર્વને બહાર જવાનું કહી, ઘૂંટણ ટેકવીને પ્રાર્થના કરી, પછી મૃતદેહ તરફ ફરીને તેણે કહ્યું કે, તાબીથા, ઊઠ; ત્યારે તાબીથાએ પોતાની આંખો ખોલી, અને પિતરને જોઇને તે બેઠી થઈ.
\v 41 પછી પિતરે તેને હાથ આપીને ઊભી કરી. અને સંતોને તથા વિધવાઓને બોલાવીને તેને જીવતી થયેલી બતાવી.
\v 42 અને આખા જોપ્પામાં દરકાસના ચમત્કારની વાત ફેલાઈ, અને ઘણાએ પ્રભુ પર વિશ્વાસ કર્યો.
\v 43 પછી જોપ્પામાં સિમોન નામે એક ચર્મકારને ત્યાં તે ઘણા દિવસ સુધી રહ્યો.
\s5
\c 10
\cl અધ્યાય-૧૦
\p
\v 1 હવે કાઈરિયામાં કર્ન્યેલ્યસ નામે એક માણસ ઇટાલિયન નામે ઓળખાતી પલટણનો સૂબેદાર હતો.
\v 2 તે તથા તેનાં ઘરનાં સર્વ માણસો ઈશ્વરનો ભય રાખતાં હતાં. તે લોકોને ઘણાં દાન આપતો અને નિત્ય ઈશ્વરની પ્રાર્થના કરતો હતો.
\s5
\v 3 તેણે એક દિવસ બપોરે આશરે ત્રણ કલાકે દર્શનમાં ઈશ્વરના દૂતને પોતાની પાસે આવતો, તથા પોતાને, ઓ કર્નેલિયસ, એમ કહેતો પ્રત્યક્ષ જોયો.
\v 4 ત્યારે દૂતની સામે એકનજરે જોઈ રહીને તથા ભયભીત થઈને તેણે કહ્યું કે, પ્રભુ શું છે? દૂતે કહ્યું કે, તારી પ્રાર્થનાઓ તથા તારાં દાન ઈશ્વરની આગળ યાદગીરીને સારુ પહોંચ્યાં છે.
\v 5 હવે તું જોપ્પામાં માણસો મોકલીને સિમોન, જેનું બીજું નામ પિતર છે, તેને તેડાવ.
\v 6 સિમોન ચર્મકાર, કે જેનું ઘર સમુદ્રકિનારે છે, તેને ત્યાં તે અતિથી છે.
\s5
\v 7 જે દૂતે તેની સાથે વાત કરી હતી, તેના અદ્રશ્ય થઈ ગયા પછી કર્ન્યેલ્યસે પોતાના ઘરના ચાકરોમાંના બેને, તથા જેઓ સતત તેની સમક્ષ હાજર રહેતા હતા તેઓમાંના ઈશ્વરમાં શ્રદ્ધાળુ એક સિપાઈને બોલાવ્યા.
\v 8 અને તેઓને બધી વાત કહીને તેણે તેઓને જોપ્પામાં મોકલ્યા.
\s5
\v 9 હવે તેને બીજે દિવસે તેઓ ચાલતાં ચાલતાં શહેરની પાસે આવી પહોંચ્યા, તેવામાં આશરે બપોરના સમયે પિતર પ્રાર્થના કરવાને ઘરની અગાસી પર ગયો.
\v 10 તે ભૂખ્યો થયો, અને તેને ભોજન કરવાની ઇચ્છા થઈ; પરંતુ તેઓ રસોઈ તૈયાર કરતા હતા તે સમયે પિતર મૂર્છાગત થયો;
\v 11 અને આકાશ ખુલ્લું થયેલું તથા મોટી ચાદરના જેવું એક વાસણ તેના ચાર ખૂણાથી લટકાવેલું ધરતી પર ઊતરી આવતું તેણે નિહાળ્યું.
\v 12 તેમાં પૃથ્વી પરનાં સર્વ જાતનાં ચોપગાં તથા પેટે ચાલનારાં પ્રાણીઓ તથા આકાશનાં પક્ષીઓ હતાં.
\s5
\v 13 ત્યારે એવી વાણી [તેના સાંભળવામાં] આવી કે, પિતર, ઊઠ; મારીને ખા.
\v 14 પણ પિતરે કહ્યું કે, પ્રભુ, એમ તો નહિ; કેમ કે કોઈ નાપાક કે અશુદ્ધ વસ્તુ મેં કદી ખાધી નથી.
\v 15 ત્યારે બીજી વાર [તેના સાંભળવામાં] એવી વાણી આવી કે, ઈશ્વરે જે શુદ્ધ કર્યું છે, તેને તું નાપાક ન ગણ.
\v 16 એમ ત્રણ વાર થયું; પછી તરત તે વાસણ આકાશમાં પાછું ખેંચી લેવામાં આવ્યું.
\s5
\v 17 હવે આ જે દર્શન મને થયું છે તેનો શો અર્થ હશે, એ વિષે પિતર બહુ મૂંઝાતો હતો એવામાં, જુઓ, કર્ન્યેલ્યસે મોકલેલા માણસો સિમોનનું ઘર પૂછતા પૂછતા બારણા આગળ આવીને ઊભા રહ્યા.
\v 18 તેઓએ હાંક મારીને પૂછ્યું કે, સિમોન, જેનું બીજું નામ પિતર છે, તે શું અહીં રોકાયેલ છે?
\s5
\v 19 હવે પિતર તે દર્શન વિષે વિચાર કરતો હતો ત્યારે આત્માએ તેને કહ્યું કે, જો, ત્રણ માણસો તને શોધે છે.
\v 20 માટે તું ઊઠ અને નીચે ઊતરીને કંઈ સંદેહ રાખ્યા વિના તેઓની સાથે જા, કેમ કે મેં તેઓને મોકલ્યા છે.
\v 21 ત્યારે પિતર ઊતરીને તે માણસો પાસે ગયો, અને કહ્યું કે, જુઓ, જેને તમે શોધો છો તે હું છું, તમે શા માટે આવ્યા છો?
\s5
\v 22 ત્યારે તેઓએ કહ્યું કે, કર્ન્યેલ્યસ નામે એક સેનાપતિ જે ન્યાયી તથા ઈશ્વરનું સન્માન જાળવનાર વ્યક્તિ છે, અને તેને વિષે આખી યહૂદી કોમ સારું બોલે છે, તેને પવિત્ર દૂતની મારફતે આજ્ઞા મળી છે કે તે તને તેના ઘેર તેડાવીને તમારી વાતો સાંભળે.
\v 23 ત્યારે તેણે તેઓને અંદર બોલાવીને મહેમાન તરીકે ઘરમાં રાખ્યા. બીજા દિવસે તે તેઓની સાથે ગયો, અને જોપ્પામાંના કેટલાક ભાઈઓ પણ તેની સાથે ગયા.
\s5
\v 24 બીજે દિવસે તેઓ કાઈસારિયા આવી પહોંચ્યા, તે સમયે કર્ન્યેલ્યસ પોતાનાં સગાંઓને તથા પ્રિય મિત્રોને એકત્ર કરીને તેઓની રાહ જોતો હતો.
\s5
\v 25 પિતર અંદર આવ્યો ત્યારે કર્ન્યેલ્યસ તેને મળ્યો, અને તેના ચરણે ઝૂકીને દંડવત પ્રણામ કર્યા.
\v 26 પણ પિતરે તેને ઉઠાડીને કહ્યું કે, ઊભો થા, હું પણ માણસ છું.
\s5
\v 27 તેની સાથે વાત કરતાં કરતાં પિતર અંદર ગયો, ત્યારે તેણે ઘણાંને એકઠાં થયેલાં જોયાં;
\v 28 તેણે તેઓને કહ્યું કે, તમે પોતે જાણો છો કે બીજી કોમના માણસોની સાથે સબંધ રાખવો, અથવા તેના ત્યાં જવું, એ યહૂદી માણસને માટે યોગ્ય નથી; પણ ઈશ્વરે મને બતાવ્યું છે કે, મારે કોઈ વ્યક્તિને નાપાક અથવા અશુદ્ધ ગણવી નહિ.
\v 29 તેથી જ જયારે તમે મને આમંત્રણ આપ્યું ત્યારે કંઈ આનાકાની કર્યા વગર હું આવ્યો; માટે હું પૂછું છું કે, તમે શા કારણથી મને બોલાવ્યો છે?
\s5
\v 30 કર્ન્યેલ્યસે કહ્યું કે, ચાર દિવસ પહેલાં હું આ જ સમયે મારા ઘરમાં બપોરના ત્રણ કલાકે પ્રાર્થના કરતો હતો; ત્યારે જુઓ, તેજસ્વી પોશાક પહેરેલા એક માણસને મેં મારી સામે ઊભો રહેલો જોયો;
\v 31 તે બોલ્યો કે, કર્ન્યેલ્યસ, તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે, અને તારાં દાન ઈશ્વરની સમક્ષ સ્મરણમાં આવ્યાં છે.
\v 32 માટે તું માણસને જોપ્પામાં મોકલીને સિમોન, જેનું બીજુ નામ પિતર છે, તેને તારી પાસે બોલવ; તે સમુદ્રના કિનારે સિમોન ચર્મકારના નિવાસસ્થાને અતિથી છે.
\v 33 માટે મેં તરત તને બોલાવ્યો; અને તું આવ્યો તે તેં બહુ સારું કર્યું. હવે પ્રભુએ જે વાતો તને ફરમાવી છે, તે સર્વ સંભાળવા સારુ અમે સઘળા અહીં ઈશ્વરની સમક્ષ ઉપસ્થિત થયા છીએ.
\s5
\v 34 ત્યારે પિતરે પ્રવચન શરૂ કરતાં કહ્યું કે, હવે હું નિશ્ચે સમજું છું કે ઈશ્વર પક્ષપાતી નથી;
\v 35 પણ દરેક દેશમાં જે કોઈ તેમનું સન્માન જાળવે છે, અને ન્યાયીપણે વર્તે છે, તેઓ તેમને માન્ય છે.
\s5
\v 36 ઈસુ ખ્રિસ્ત (જે સર્વનાં પ્રભુ છે) તેમની મારફતે શાંતિની સુવાર્તા પ્રગટ કરતા ઈશ્વરે ઇઝરાયલપુત્રોની પાસે જે વાત મોકલી,
\v 37 એટલે યોહાને બાપ્તિસ્મા પ્રગટ કર્યા પછી ગાલીલથી શરૂ કરીને આખા યહૂદિયામાં જે વાત જાહેર કરવામાં આવી તે તમે પોતે જાણો છો;
\v 38 એટલે કે નાસરેથના ઈસુની વાત કે જેમને પરમેશ્વરે પવિત્ર આત્માથી તથા સામર્થ્યથી અભિષિક્ત કર્યા; તે ભલું કરતા તથા શેતાનથી જેઓ પીડાતા હતા તેઓ સર્વને સાજા કરતા ફર્યા; કેમકે ઈશ્વર તેમની સાથે હતા.
\s5
\v 39 તેમણે યહૂદીઓના પ્રાંતમાં તથા યરૂશાલેમમાં જે કાર્યો કર્યા તે સર્વના અમે સાક્ષી છીએ; વળી તેમને તેઓએ વધસ્તંભ પર જડીને મારી નાખ્યા.
\v 40 તેમને ઈશ્વરે ત્રીજા દિવસે સજીવન કર્યા, અને સર્વ લોકોની આગળ નહિ,
\v 41 પણ અગાઉથી ઈશ્વરના પસંદ કરેલા સાક્ષીઓ, જેઓએ તેમના મૃત્યુમાંથી સજીવન થયા પછી તેમની સાથે ખાધું પીધું હતું તેઓની આગળ, એટલે અમારી આગળ, તેમને પ્રગટ કર્યા,
\s5
\v 42 તેમણે અમને આજ્ઞા આપી કે લોકોને ઉપદેશ કરો, અને સાક્ષી આપો કે, ઈશ્વર એમને જ જીવતાંના તથા મૂએલાંના ન્યાયાધીશ નીમ્યા છે.
\v 43 તેમને વિષે સર્વ પ્રબોધકો સાક્ષી આપે છે કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે છે તે તેમના નામથી પાપની માફી પામશે.
\s5
\v 44 પિતર એ વાતો કહેતો હતો એટલામાં જે લોકો વાત સાંભળતા હતા તે સર્વ ઉપર પવિત્ર આત્માએ આચ્છાદન કર્યું.
\v 45 ત્યારે બિનયહૂદીઓ પર પણ પવિત્ર આત્માનું દાન રેડાયું છે [એ જોઇને] સુન્નતીઓમાંના જે વિશ્વાસીઓ પિતરની સાથે આવ્યા હતા તે સર્વ વિસ્મય પામ્યા;
\s5
\v 46 કેમ કે તેઓને અન્ય ભાષાઓમાં બોલતા, તથા ઈશ્વરની સ્તુતિ કરતા તેઓએ સાંભળ્યા.
\v 47 ત્યારે પિતરે ઉત્તર આપ્યો કે, આપણી માફક તેઓ પણ પવિત્ર આત્મા પામ્યા છે, તો તેઓને પાણીનું બાપ્તિસ્મા આપવાને કોણ મનાઈ કરી શકે?
\v 48 તેણે ઈસુ ખ્રિસ્તને નામે તેઓને બાપ્તિસ્મા આપવાની આજ્ઞા આપી, પછી તેઓએ કેટલાક દિવસ [ત્યાં] રહેવાની તેને વિનંતી કરી.
\s5
\c 11
\cl અધ્યાય-૧૧
\p
\v 1 હવે જે પ્રેરિતો તથા ભાઈઓ યહૂદિયામાં હતા તેઓએ સાંભળ્યું કે, વિદેશીઓએ પણ ઈશ્વરની વાતનો અંગીકાર કર્યો છે.
\v 2 જયારે પિતર યરૂશાલેમ પાછો આવ્યો, ત્યારે સુન્ન્તીઓએ તેની ટીકા કરતા કહ્યું કે,
\v 3 'તેં બેસુન્ન્તીઓના ઘરમાં જઈને તેઓની સાથે ભોજન કર્યું.'
\s5
\v 4 ત્યારે પિતરે તેઓને તે વાતનો વિગતવાર ખુલાસો કરતા કહ્યું કે,
\v 5 'હું જોપ્પા શહેરમાં પ્રાર્થના કરતો હતો,તે વખતે મને મૂર્છા આવી; અને મેં દર્શનમાં જાણે કે એક મોટી ચાદર તેના ચાર ખૂણાથી લટકાવેલુ હોય તેવું એક વાસણ આકાશમાંથી ઊતરતું જોયું; તે મારી પાસે આવ્યું.'
\v 6 તેના પર એકટસે જોઇને મેં ધ્યાન આપ્યું, તો મેં [તેમાં] પૃથ્વી પરનાં ચોપગાં પ્રાણીઓ, રાની પશુઓ, પેટે ચાલનારાં પ્રાણીઓ તથા આકાશનાં પક્ષીઓ જોયાં.
\s5
\v 7 વળી મેં એક વાણીને મને એમ કહેતી સાંભળી કે, પિતર, ઊઠ, મારીને ખા.
\v 8 પણ મેં કહ્યું, પ્રભુ, એમ નહિ; કેમકે કોઈ પણ નાપાક અથવા અશુદ્ધ ખોરાકનો આહાર મેં કર્યો નથી.
\v 9 પણ તેના ઉત્તરમાં આકાશમાંથી બીજી વાર વાણી થઇ કે, પરમેશ્વરે જેને શુદ્ધ કર્યું છે, તેને તું નાપાક ન ગણ.
\v 10 એમ ત્રણ વાર થયું; પછી તે બધાંને આકાશમાં પાછાં ખેંચી લેવામાં આવ્યાં.
\s5
\v 11 અને જુઓ, તે જ સમયે કાઈસારિયાથી મારી પાસે મોકલેલા ત્રણ માણસો, જે ઘરમાં અમે હતા તેની આગળ આવી ઊભા રહયા.
\v 12 આત્માએ મને કહ્યું કે, કંઈ પણ ભેદ રાખ્યા વિના તેઓની સાથે જા. આ છ ભાઈઓ પણ મારી સાથે આવ્યા; અને અમે તે વ્યક્તિના ઘરમાં ગયા;
\v 13 ત્યારે તેણે અમને ખબર આપી કે, મેં મારા ઘરમાં એક દૂતને ઊભેલો જોયો, તેણે મને કહ્યું કે, જોપ્પામાં [માણસ] મોકલી સિમોન જેમનું બીજું નામ પિતર છે, તેને બોલવ;
\v 14 તે તને એવી વાતો કહેશે કે તેથી તું તથા તારાં ઘરનાં સર્વ વ્યક્તિઓ ઉધ્ધાર પામશો.
\s5
\v 15 હું જેમ પ્રવચન કરવા લાગ્યો કે તરત જેમ પ્રથમ આપણા પર પવિત્ર આત્માએ આચ્છાદન કર્યું હતું, તેમ તેઓ પર પણ પવિત્ર આત્મા ઉતર્યો.
\v 16 ત્યારે પ્રભુની એ કહેલી વાત મને યાદ આવી કે, યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરું, પણ તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો.
\s5
\v 17 માટે જ્યારે આપણે પ્રભુ ઇસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો ત્યારે આપણને જેવું [દાન] મળ્યું તેવું જ દાન ઈશ્વરે તેઓને પણ આપ્યું, તો હું કોણ કે, ઈશ્વરને અટકાવું?
\v 18 આ વાતો સાંભળીને તેઓ ચૂપ રહ્યા, અને ઈશ્વરને મહિમા આપતા કહ્યું કે, ઈશ્વરે બિનયહૂદીઓને પણ પશ્ચાતાપ [કરવાનું મન] આપ્યું છે કે તેઓ જીવન પામે.
\s5
\v 19 સ્તેફનના સબંધમાં થયેલી સતાવણીથી જેઓ વિખેરાઈ ગયા હતા તેઓ ફિનિકિયા, સાયપ્રસ તથા અંત્યોખ સુધી ગયા, પણ તેઓએ યહૂદીઓ સિવાય કોઈને [પ્રભુની] વાત પ્રગટ કરી ન હતી.
\v 20 પણ તેઓમાંના કેટલાક સાયપ્રસના તથા કુરેનીના માણસો હતા, તેઓએ અંત્યોખ આવીને ગ્રીક લોકોને પણ પ્રભુ ઈસુ વિષેની સુવાર્તા કહી સંભળાવી.
\v 21 પ્રભુનો હાથ તેઓની સાથે હતો, અને ઘણા લોકો વિશ્વાસ કરીને પ્રભુ તરફ વળ્યા.
\s5
\v 22 તેઓ વિષેના સમાચાર યરૂશાલેમના વિશ્વાસી સમુદાયના કાને આવ્યા, ત્યારે તેઓએ બાર્નાબાસને અંત્યોખ સુધી મોકલ્યો;
\v 23 તે ત્યાં આવ્યો, ત્યારે ઈશ્વરની કૃપા જોઇને તે આંનદ પામ્યો; અને તેણે તેઓ સર્વને દ્દ્રઢ મનથી પ્રભુને વળગી રહેવાનો બોધ કર્યો;
\v 24 કેમ કે તે સારો માણસ હતો, અને પવિત્ર આત્માથી તથા વિશ્વાસથી ભરપૂર હતો; અને ઘણા લોક પ્રભુના વિશ્વાસી સમુદાયમાં જોડાયા.
\s5
\v 25 પછી [બાર્નાબાસ] શાઉલની શોધ કરવા સારુ તાર્સસ ગયો;
\v 26 અને તે મળ્યો ત્યારે બાર્નાબાસ તેને અંત્યોખમાં લાવ્યો. તેઓએ એક આખું વર્ષ વિશ્વાસી સમુદાયની સાથે રહીને ઘણા લોકોને બોધ કર્યો; શિષ્યો પ્રથમ અંત્યોખમાં ખ્રિસ્તી કહેવાયા.
\s5
\v 27 હવે એ દિવસોમાં કેટલાક પ્રબોધકો યરૂશાલેમથી અંત્યોખ આવ્યા.
\v 28 તેઓમાંના આગાબસ નામે એકે જણે ઊભા થઈને આત્મા [ની પ્રેરણા]થી સૂચવ્યું કે, આખી દુનિયામાં મોટો દુકાળ સર્જાશે; અને કલોડિયસના રાજ્યકાળમાં તેમ જ થયું.
\s5
\v 29 ત્યારે શિષ્યોએ ઠરાવ કર્યો કે, આપણામાંના દરેક માણસે પોતપોતાની શક્તિ પ્રમાણે યહૂદિયામાં રહેનાર ભાઈઓને કંઈ મદદ મોકલવી.
\v 30 તેઓએ તેમ કર્યું, અને બાર્નાબાસ તથા શાઉલની મારફતે વડીલો પર નાણાં મોકલ્યાં.
\s5
\c 12
\cl અધ્યાય-૧૨
\p
\v 1 આશરે તે જ સમયે હેરોદ રાજાએ વિશ્વાસી સમુદાયના કેટલાકની સતાવણી કરવા હાથ લંબાવ્યા.
\v 2 તેણે યોહાનના ભાઈ યાકૂબને તરવારથી મારી નંખાવ્યો.
\s5
\v 3 યહૂદીઓને એ વાતથી ખુશી થાય છે તે જોઇને તેણે પિતરની પણ ધરપકડ કરી. તે બેખમીર રોટલીના [પર્વના] દિવસો હતા.
\v 4 તેણે પિતરને પકડીને જેલમાં પૂર્યો, અને તેની ચોકી કરવા સારુ ચાર ચાર સિપાઈઓની ચાર ટુકડીઓને આધીન કર્યો, અને પાસ્ખા [પર્વ] પછી લોકોની સમક્ષ તેને બહાર લાવવાનો ઈરાદો રાખ્યો.
\s5
\v 5 તેથી તેણે પિતરને જેલમાં રાખ્યો; પણ વિશ્વાસી સમુદાયે તેને સારુ આગ્રહથી ઈશ્વરની પ્રાર્થના કરી.
\v 6 હેરોદ તેને બહાર લાવવાનો હતો તેની આગલી રાત્રે પિતર બે સિપાઈઓની વચ્ચે બે સાંકળોથી બંધાયેલી સ્થિતિમાં ઊંઘતો હતો; અને ચોકીદારો જેલના દરવાજા આગળ ચોકી કરતા હતા.
\s5
\v 7 ત્યારે જુઓ, પ્રભુનો દૂત તેની પાસે ઊભો રહ્યો, અને જેલમાં પ્રકાશ પ્રગટ્યો; તેણે પિતરને કૂખમાં હલકો હાથ મારીને જગાળ્યો, અને કહ્યું કે, જલદી ઊઠ. ત્યારે તેની સાંકળો તેના હાથ પરથી સરકી પડી.
\v 8 દૂતે તેને કહ્યું કે, કમર બાંધ, અને તારાં ચંપલ પહેર. તેણે તેમ કર્યું. પછી દૂતે કહ્યું કે, તારો કોટ પહેરી લે અને મારી પાછળ આવ.
\s5
\v 9 તે બહાર નીકળીને દૂતની પાછળ ગયો; અને દૂત જે કરે છે તે વાસ્તવિક છે એમ તે સમજતો નહોતો, પણ તે દર્શન જોઈ રહ્યો છે એમ તેને લાગ્યું.
\v 10 તેઓ પહેલી તથા બીજી ચોકી વટાવીને શહેરમાં જવાના લોખંડના દરવાજે પહોંચ્યા; અને તે દરવાજો આપોઆપ ખૂલી ગયો; તેઓએ આગળ ચાલીને એક મહોલ્લો ઓળંગ્યો; એટલે તરત દૂત તેની પાસેથી ચાલ્યો ગયો.
\s5
\v 11 જયારે પિતર સભાન થયો ત્યારે તેણે કહ્યું કે, હવે હું ચોક્કસ રીતે જાણું છું કે પ્રભુએ પોતાના દૂતને મોકલીને હેરોદના હાથમાંથી તથા યહૂદીઓની સર્વ ધારણાથી મને છોડાવ્યો છે.
\v 12 પછી તે વિચાર કરીને યોહાન, જેનું બીજું નામ માર્ક હતું, તેની મા મરિયમના ઘેર આવ્યો, ત્યાં ઘણાં માણસો એકઠા થઈને પ્રાર્થના કરતા હતા.
\s5
\v 13 તે આગળનો દરવાજો ખટખટાવતો હતો ત્યારે રોદા નામે એમ જુવાન દાસી દરવાજો ખોલવા આવી.
\v 14 તેણે પિતરનો અવાજ પારખીને આનંદને લીધે બારણું ન ઉઘાડતાં, અંદર દોડી જઈને કહ્યું કે, પિતર બારણા આગળ ઊભો છે.
\v 15 તેઓએ તેને કહ્યું કે, તું પાગલ છે. પણ તેણે ખાતરીપૂર્વક કહ્યું કે [હું કહું છું] તેમ જ છે. ત્યારે તેઓએ કહ્યું કે તેનો દૂત હશે.
\s5
\v 16 પણ પિતરે દરવાજો ખટખટાવ્યા કર્યો; અને તેઓએ બારણું ઉઘાડીને તેને જોયો, ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યાં.
\v 17 પણ પિતરે ચૂપ રહેવાને તેઓને હાથથી ઈશારો કર્યો; અને પ્રભુ તેમને શી રીતે જેલમાંથી બહાર લાવ્યા તે તેઓને કહી સંભળાવ્યું, તેમણે કહ્યું કે, એ સમાચાર યાકૂબને તથા [બીજા] ભાઈઓને પહોંચાડજો. પછી તે બીજી જગ્યાએ ચાલ્યો ગયો.
\s5
\v 18 સૂર્યોદય થયો ત્યારે સિપાઇઓમાં ઘણી ઉત્કંઠા ઉત્પન્ન થઈ કે, પિતરનું શું થયું હશે?
\v 19 હેરોદે તેની શોધ કરી, પણ તે તેને મળ્યો નહિ, ત્યારે તેણે ચોકીદારોને પૂછપરછ કરી, અને તેઓને મારી નાખવાનો હુકમ કર્યો; પછી યહૂદિયાથી નીકળીને [હેરોદ] કાઈસારિયામાં ગયો, અને ત્યાં રહ્યો.
\s5
\v 20 હવે તૂરના તથા સિદોનના લોક પર [હેરોદ] ઘણો ગુસ્સે થયો હતો; પણ તેઓ સર્વ સંપ કરીને તેની પાસે આવ્યા, અને રાજાના મુખ્ય સેવક બ્લાસ્તસને પોતાના પક્ષમાં લઈને સુલેહની માગણી કરી, કેમ કે તેઓના દેશના પોષણનો આધાર રાજાના દેશ પર હતો.
\v 21 પછી ઠરાવેલા દિવસે હેરોદે રાજપોશાક પહેરીને, તથા રાજ્યાસન પર બેસીને, તેઓની આગળ ભાષણ કર્યું.
\s5
\v 22 ત્યારે લોકોએ પોકાર કર્યો કે, આ વાણી તો ઈશ્વરની છે, માણસની નથી.
\v 23 તેણે [હેરોદે] ઈશ્વરને મહિમા આપ્યો નહિ, માટે પ્રભુના દૂતે તરત તેને માર્યો; અને તેના શરીરમાં કીડા પડ્યા અને તે મરણ પામ્યો.
\s5
\v 24 પણ ઈશ્વરની વાત પ્રસરતી અને વૃદ્ધિ પામતી ગઈ,
\v 25 બાર્નાબાસ તથા શાઉલ દાનસેવા પૂરી કરીને યોહાન, જેનું બીજું નામ માર્ક હતું, તેને સાથે લઈને યરૂશાલેમથી પાછા આવ્યા.
\s5
\c 13
\cl અધ્યાય-૧૩
\p
\v 1 હવે અંત્યોખમાં જે વિશ્વાસી સમુદાય હતો તેમાં કેટલાક પ્રબોધકો તથા ઉપદેશકો હતા, એટલે બાર્નાબાસ તથા શિમયોન જે નિગેર કહેવાતો હતો તે, તથા કુરેનીનો લુકિયસ, તથા હેરોદ રાજાનો દૂધભાઈ મનાહેમ, તથા શાઉલ.
\v 2 તેઓ પ્રભુની ઉપાસના કરતા તથા ઉપવાસ કરતા હતા, ત્યારે પવિત્ર આત્માએ તેઓને કહ્યું કે, જે કામ કરવા સારુ મેં બાર્નાબાસ તથા શાઉલને બોલાવ્યા છે તે કામને વાસ્તે તેઓને મારે સારુ અલગ કરો.
\v 3 ત્યારે તેઓએ ઉપવાસ તથા પ્રાર્થના કરીને તથા તેઓ પર હાથ મૂકીને તેઓને વિદાય કર્યા.
\s5
\v 4 એ પ્રમાણે પવિત્ર આત્માના મોકલવાથી તેઓ સલૂકિયા ગયા; તેઓ ત્યાંથી વહાણમાં બેસીને સાઈપ્રસમાં ગયા.
\v 5 તેઓ સાલામિસ આવ્યા, ત્યારે તેઓએ યહૂદીઓના સભાસ્થાનોમાં ઈશ્વરનું વચન પ્રગટ કર્યું; યોહાન પણ સેવક તરીકે તેઓની સાથે હતો.
\s5
\v 6 તેઓ તે ટાપુ ઓળંગીને પાફોસ ગયા, ત્યાં બાર-ઈસુ નામનો એક યહૂદી તેઓને મળ્યો, તે જાદુગર [તથા] જૂઠો પ્રબોધક હતો.
\v 7 [ટાપુનો] હાકેમ, સર્જિયસ પાઉલ, જે બુદ્ધિશાળી માણસ હતો, તેની સાથે તે હતો. તે [હાકેમે] બાર્નાબાસ તથા શાઉલને પોતાની પાસે બોલાવીને ઈશ્વરનુ વચન સાંભળવાની ઇચ્છા બતાવી.
\v 8 પણ એલિમાસ જાદુગર (કેમ કે તેના નામનો અર્થ એ જ છે,) તે હાકેમને વિશ્વાસ કરતાં અટકાવવાના ઈરાદા સાથે તેઓની સામો થયો.
\s5
\v 9 પણ શાઉલે (જે પાઉલ પણ કહેવાય છે), પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેની સામે એકનજરે જોઇને કહ્યું કે,
\v 10 'અરે સર્વ કપટ તથા સર્વ કાવતરાંથી ભરપૂર, શેતાનના દીકરા અને સર્વ ન્યાયીપણાના શત્રુ, શું પ્રભુના સીધા માર્ગને વાંકા કરવાનું તું મૂકી દઈશ નહિ?'
\s5
\v 11 હવે, જો, પ્રભુનો હાથ તારી વિરુદ્ધ છે, કેટલીક મુદત સુધી તું અંધ રહેશે, અને તને સૂર્ય દેખાશે નહિ. ત્યારે એકાએક ઘૂમર તથા અંધકાર તેના પર આવી પડ્યાં, અને હાથ પકડીને પોતાને દોરે એવાની તેણે શોધ કરવા માંડી.
\v 12 અને જે થયું તે હાકેમે જોયું ત્યારે તેણે પ્રભુ વિષેના બોધથી વિસ્મય પામીને વિશ્વાસ કર્યો.
\s5
\v 13 પછી પાઉલ તથા તેના સાથીઓ પાફોસથી વહાણમાં બેસીને પામ્ફૂલિયાના પેર્ગા [બંદર] માં આવ્યા, અને યોહાન તેઓને મૂકીને યરૂશાલેમ પાછો ચાલ્યો ગયો.
\v 14 પણ તેઓ પેર્ગાથી આગળ જતાં પીસીદિયાના અંત્યોખ આવ્યા; અને વિશ્રામવારે સભાસ્થાનમાં જઈને બેઠા.
\v 15 ત્યારે નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો [નાં વચનો ]નું વાંચન પૂરું થયા પછી સભાસ્થાનના અધિકારીઓએ તેઓને કહેવડાવ્યું કે, ભાઈઓ, જો તમારે લોકોને બોધરૂપી કંઈ વાત કહેવી હોય તો કહી સંભળાવો.
\s5
\v 16 ત્યારે પાઉલ ઊભો થઈને અને હાથથી ઇશારો કરીને બોલ્યો કે, ઓ ઈઝરાયલી માણસો તથા તમે ઈશ્વરનું સન્માન જાળવનારાઓ, સાંભળો;
\v 17 આ ઇઝરાયલી લોકોના ઈશ્વરે આપણા પૂર્વજોને પસંદ કર્યા, અને તેઓ મિસર દેશમાં રહેતા હતા, ત્યારે તેઓને આઝાદ કર્યા, અને તે તેઓને ત્યાંથી પરાક્રમી હાથ વડે કાઢી લાવ્યા.
\v 18 ઈશ્વરે ચાળીસ વર્ષ સુધી અરણ્યમાં તેઓની વર્તણૂક સહન કરી.
\s5
\v 19 અને કનાન દેશમાંનાં સાત રાજ્યોના લોકોનો નાશ કરીને તેમણે તેઓનો દેશ આશરે ચારસો પચાસ વર્ષ સુધી તેઓને વતન તરીકે આપ્યો;
\v 20 એ પછી તેમણે શમુએલ પ્રબોધકના સમય સુધી તેઓને ન્યાયાધીશો આપ્યા.
\s5
\v 21 ત્યાર પછી તેઓએ રાજા માગ્યો; ત્યારે ઈશ્વરે ચાળીસ વર્ષ સુધી બિન્યામીનના કુળનો કીશનો દીકરો શાઉલ તેઓને રાજા તરીકે આપ્યો.
\v 22 પછી તેને દૂર કરીને તેમણે દાઉદને તેઓનો રાજા થવા સારુ ઊભો કર્યો, અને તેમણે તેના સંબંધી સાક્ષી આપી કે, 'મારો મનગમતો એક માણસ, એટલે યશાઈનો દીકરો દાઉદ, મને મળ્યો છે; તે મારી બધી ઇચ્છા પૂરી કરશે.'
\s5
\v 23 એ માણસના વંશમાંથી ઈશ્વરે વચન પ્રમાણે ઇઝરાયલને સારુ એક ઉધ્ધારકને એટલે ઈસુને ઊભા કર્યા.
\v 24 તેમના આવ્યા અગાઉ યોહાને બધા ઇઝરાયલી લોકોને પસ્તાવાનું બાપ્તિસ્મા પ્રગટ કર્યું હતું.
\v 25 યોહાન પોતાની દોડ પુરી કરી રહેવા આવ્યો હતો એ દરમિયાન તે બોલ્યો કે, 'હું કોણ છું એ વિષે તમે શું ધારો છો? હું તે નથી. પણ જુઓ, એક [વ્યક્તિ] મારી પાછળ આવે છે કે, જેમના પગનાં ચંપલની ચામડાની દોરી છોડવાને હું યોગ્ય નથી.'
\s5
\v 26 ભાઈઓ, ઇબ્રાહિમના વંશજો તથા તમારામાંના ઈશ્વરનું વચન જાળવનારાઓ, આપણી પાસે એ તારણની વાત મોકલવામાં આવી છે.
\v 27 કેમ કે યરૂશાલેમના રહેવાસીઓએ તથા તેઓના અધિકારીઓએ તેમને વિષે તથા પ્રબોધકોની જે વાતો દરેક વિશ્રામવારે વાંચવામાં આવે છે તે વિષે પણ અજ્ઞાન હોવાથી તેમને અપરાધી ઠરાવીને [તે ભવિષ્યની વાતો] પૂર્ણ કરી.
\s5
\v 28 મૃત્યુને યોગ્ય શિક્ષા કરાય એવું કંઈ કારણ તેઓને મળ્યું નહિ, તેમ છતાં પણ તેઓએ પિલાતને એવી વિનંતી કરી કે તેમને મારી નંખાવો.
\v 29 તેમને વિષે જે લખ્યું હતું તે સઘળું તેઓએ પૂર્ણ કર્યું ત્યારે વધસ્તંભ પરથી તેમને ઉતારીને તેઓએ તેમને કબરમાં મૂક્યા.
\s5
\v 30 પણ ઈશ્વરે તેમને મૃત્યુમાંથી સજીવન કર્યા.
\v 31 અને તેમની સાથે ગાલીલથી યરૂશાલેમમાં આવેલા માણસોને ઘણા દિવસ સુધી તે દર્શન આપતા રહ્યા, અને તેઓ હમણાં લોકોની આગળ તેમના સાક્ષી છે.
\s5
\v 32 અને જે વચન આપણા પૂર્વજોને આપવામાં આવ્યું હતું તેની વધામણી અમે તમારી પાસે લાવ્યા છીએ કે,
\v 33 ઈસુને મૃત્યુમાંથી સજીવન કરીને ઈશ્વરે આપણાં છોકરાં પ્રત્યે તે [વચન] પૂર્ણ કર્યું છે, અને તે પ્રમાણે બીજા ગીતમાં (ગી.શા.2)માં પણ લખેલું છે કે, તું મારો દીકરો છે, આજ મેં તને જન્મ આપ્યો છે.
\v 34 તેમણે [ઈશ્વરે] તેમને [ઈસુને] મરણમાંથી ઉઠાડયા, અને તેમનો દેહ સડો પામશે નહિ, તે વિષે તેમણે એમ કહ્યું છે કે, દાઉદ પરના પવિત્ર તથા અચળ [આશીર્વાદો] હું તમને આપીશ.
\s5
\v 35 એ માટે બીજા વચનોમાં પણ કહે છે કે, તમે પોતાના પવિત્રના [દેહને] સડવા દેશો નહી.
\v 36 કેમ કે દાઉદ તો પોતાના જમાનામાં ઈશ્વરની ઇચ્છા પ્રમાણે સેવા કરીને ઊંઘી ગયો, અને તેને પોતાના પૂર્વજોની બાજુમાં દફનાવવામાં આવ્યો, અને તેનો દેહ સડો પામ્યો.
\v 37 પણ જેમને ઈશ્વરે મૃત્યુમાંથી સજીવન કર્યા, તેમના દેહને સડો લાગ્યો નહિ.
\s5
\v 38 એ માટે, ભાઈઓ, તમને માલૂમ થાય કે, એમના [ઈસુના] દ્વારા પાપોની માફી છે; તે તમને પ્રગટ કરવામાં આવે છે.
\v 39 અને જે [બાબતો] વિષે મૂસાના નિયમશાસ્ત્રથી તમે ન્યાય કરી શક્યા નહિ, તે સર્વ વિષે દરેક વિશ્વાસ કરનાર તેમના દ્વારા ન્યાયી ઠરે છે.
\s5
\v 40 માટે સાવધાન રહો, રખેને પ્રબોધકોના લેખમાંનું આ વચન તમારા ઉપર આવી પડે કે,
\v 41 'ઓ તિરસ્કાર કરનારાઓ, તમે જુઓ, અને આશ્ચર્ય અનુભવો અને નાશ પામો; કેમ કે તમારા દિવસોમાં હું એવું કાર્ય કરવાનો છું કે, તે વિષે કોઈ તમને કહે, તો તમે તે માનશો જ નહિ.'
\s5
\v 42 અને તેઓ [ભક્તિસ્થાનમાંથી] બહાર આવતા હતા ત્યારે લોકોએ વિનંતી કરી કે, 'આવતા વિશ્રામવારે એ વચનો ફરીથી અમને કહી સંભળાવજો'.
\v 43 સભાનું વિસર્જન થયા પછી યહૂદીઓ તથા [નવા] યહૂદી થયેલા ભક્તિમય માણસોમાંના ઘણા પાઉલ તથા બાર્નાબાસની પાછળ ગયા; તેઓએ તેઓની સાથે વાત કરી, અને તેમને સમજાવ્યું કે ઈશ્વરની કૃપામાં ટકી રહેવું.
\s5
\v 44 બીજે વિશ્રામવારે લગભગ આખું શહેર ઈશ્વરનું વચન સાંભળવા ભેગું થયું.
\v 45 પણ લોકોની ભીડ જોઇને યહૂદીઓને અદેખાઈ આવી. તેઓએ પાઉલની કહેલી વાતોની વિરુદ્ધ બોલીને દુર્ભાષણ કર્યું.
\s5
\v 46 ત્યારે પાઉલે તથા બાર્નાબાસે હિંમતથી કહ્યું કે, 'ઈશ્વરનું વચન પ્રથમ તમને કહેવાની જરૂર હતી. પણ તમે તેનો નકાર કરો છો અને અનંતજીવન પામવાને પોતાને અયોગ્ય ઠરાવો છો, માટે, જુઓ, અમે બિનયહૂદીઓ તરફ ફરીએ છીએ.
\v 47 કેમ કે અમને પ્રભુએ એવો હુકમ આપ્યો છે કે, "મેં તમને બિનયહૂદીઓને સારુ અજવાળા તરીકે ઠરાવ્યા છે કે તમે પૃથ્વીના અંતભાગ સુધી ઉધ્ધાર સિધ્ધ કરનારા થાઓ."
\s5
\v 48 એ સાંભળીને બિનયહૂદીઓએ ખુશ થઈને ઈશ્વરનું વચન મહિમાવાન માન્યું; અને અનંતજીવનને સારુ જેટલા નિર્માણ કરાયેલા હતા તેટલાએ વિશ્વાસ કર્યો.
\v 49 તે આખા પ્રદેશમાં પ્રભુની વાત ફેલાઈ ગઈ.
\s5
\v 50 પણ યહૂદીઓએ ધાર્મિક તથા કુલીન મહિલાઓને, તથા શહેરના અધિકારીઓને ઉશ્કેરીને તેઓને કાઢી મૂક્યા.
\v 51 પણ પોતાના પગની ધૂળ તેઓની વિરુદ્ધ ખંખેરીને તેઓ ઇકોનિયમ ગયા.
\v 52 શિષ્યો આનંદથી તથા પવિત્ર આત્માથી ભરપૂર હતા.
\s5
\c 14
\cl અધ્યાય-૧૪
\p
\v 1 ઇકોનિયમમાં તેઓ બંને યહૂદીઓના ભક્તિસ્થાનમાં ગયા, અને એવી રીતે બોલ્યા કે ઘણા યહૂદીઓએ તથા ગ્રીક લોકોએ વિશ્વાસ કર્યો.
\v 2 પણ અવિશ્વાસી યહૂદીઓએ બિનયહૂદીઓને ઉશ્કેરીને તેઓનાં મનમાં ભાઈઓની સામે ઉશ્કેરાટ ઊભો કર્યો.
\s5
\v 3 તેથી તેઓ લાંબા સમય સુધી ત્યાં રહીને પ્રભુની સહાયથી હિંમતથી બોલતા રહ્યા અને પ્રભુએ તેઓની મધ્યે ચમત્કારો તથા આશ્ચર્ય કૃત્યો થવા દઈને પોતાની કૃપાના વચનના સમર્થનમાં સાક્ષી આપી.
\v 4 પણ શહેરના લોકોમાં ભાગલા પડ્યા, કેટલાક યહૂદીઓના પક્ષમાં રહ્યા અને કેટલાક પ્રેરિતોના પક્ષમાં રહ્યા.
\s5
\v 5 તેઓનું અપમાન કરવા તથા તેઓને પથ્થરે મારવા સારુ જયારે બિનયહૂદીઓએ તથા યહૂદીઓએ પોતાના અધિકારીઓ સહિત યોજના કરી.
\v 6 ત્યારે તેઓ તે જાણીને લુકાનિયાનાં શહેરો લુસ્ત્રા તથા દેર્બેમાં તથા આસપાસના પ્રાંતોમાં વિખેરાઈ ગયા;
\v 7 ત્યાં તેઓએ સુવાર્તા પ્રગટ કરી.
\s5
\v 8 લુસ્રામાં એક અપંગ માણસ બેઠેલો હતો, તે જન્મથી જ અપંગ હતો અને કદી ચાલ્યો ન હતો.
\v 9 તેણે પાઉલને બોલતાં સાંભળ્યો. પાઉલે તેની તરફ એકનજરે જોઈ રહીને તથા તેને સાજો થવાનો વિશ્વાસ છે,
\v 10 એ જાણીને મોટે સ્વરે કહ્યું કે, 'તું પોતાને પગે સીધો ઊભો રહે.' ત્યારે તે કૂદીને ઊભો થયો અને ચાલવા લાગ્યો.
\s5
\v 11 પાઉલે જે [ચમત્કાર] કર્યો હતો તે જોઈને લોકોએ લુકાનિયાની ભાષામાં મોટે સ્વરે કહ્યું કે, માણસોનું રૂપ ધારણ કરીને દેવો આપણી પાસે ઊતરી આવ્યા છે.
\v 12 તેઓએ બાર્નાબાસને ઝૂસ માન્યો, અને પાઉલને હેમ્રેસ માન્યો, કેમ કે પાઉલ મુખ્ય બોલનાર હતો.
\v 13 ઝૂસ [નું મંદિર] એ શહેરની બહાર હતું તેનો યાજક બળદો તથા ફૂલના હાર શહેરના દરવાજાએ લાવીને લોકો સાથે અર્પણ ચઢાવવા ઇચ્છતો હતો.
\s5
\v 14 પણ બાર્નાબાસ તથા પાઉલ પ્રેરિતોએ તે વિષે સાંભળ્યું ત્યારે તેઓએ પોતાનાં વસ્ત્રો ફાડ્યાં, અને લોકોમાં દોડીને મોટે સ્વરે કહ્યું કે,
\v 15 'સદ્દગૃહસ્થો તમે એ કામ કેમ કરો છો? અમે પણ તમારા જેવા માણસ છીએ, આ વ્યર્થ વાતો મૂકીને આકાશ, પૃથ્વી, સમુદ્ર, તથા તેઓમાંના સઘળાના ઉત્પન્નકર્તા, કે જે જીવતા ઈશ્વર છે તેમની તરફ તમે ફરો, માટે અમે તમને સુવાર્તા પ્રગટ કરીએ છીએ.
\v 16 તેમણે તો ભૂતકાળમાં સર્વ લોકોને પોતપોતાને માર્ગે ચાલવા દીધા;
\s5
\v 17 તો પણ ભલું કરીને આકાશથી વરસાદ તથા ફળવંત ઋતુઓ તમને આપીને, અને અન્નથી તથા આનંદથી તમારાં મન તૃપ્ત કરીને તેઓ (ઈશ્વર) પોતાના વિષે સાક્ષી આપ્યા વગર રહ્યા નથી.
\v 18 અને [પાઉલે અને બાર્નાબાસે] લોકોને એ વાતો કહીને પોતાને બલિદાન આપતાં તેઓને મુશ્કેલીથી અટકાવ્યા.
\s5
\v 19 પણ અંત્યોખ તથા ઇકોનિયમથી કેટલાક યહૂદીઓ ત્યાં આવ્યા, અને તેઓએ લોકોને સમજાવીને પાઉલને પથ્થરે માર્યો અને તે મરી ગયો છે એવું માનીને તેને ઘસડીને શહેર બહાર લઈ ગયા.
\v 20 પણ તેની આસપાસ શિષ્યો ઊભા હતા એવામાં તે ઊઠીને શહેરમાં આવ્યો; અને બીજે દિવસે બાર્નાબાસ સાથે દેર્બે ગયો.
\s5
\v 21 તે શહેરમાં સુવાર્તા પ્રગટ કર્યા પછી, ઘણા શિષ્યો બનાવ્યા પછી તેઓ લુસ્ત્રા, ઇકોનિયમ થઇને અંત્યોખમાં પાછા આવ્યા,
\v 22 શિષ્યોનાં મન સ્થિર કરતાં [પાઉલ તથા બાર્નાબાસે] [વિશ્વાસીઓને] વિશ્વાસમાં ટકી રહેવાને વચનમાંથી શીખવ્યું, અને [કહ્યું કે,] આપણને ઘણાં સંકટમાં થઈને ઈશ્વરના રાજ્યમાં જવું પડે છે.'
\s5
\v 23 તેઓએ દરેક વિશ્વાસી સમુદાયમાં તેઓને સારુ વડીલોની નિમણૂક કરી અને ઉપવાસ સહિત પ્રાર્થના કરીને તેઓને જે પ્રભુ પર તેઓએ વિશ્વાસ કર્યો હતો તેમને સોંપ્યા.
\v 24 પછી તેઓ પીસીદિયા થઈને પામ્ફૂલિયા આવ્યા.
\v 25 અને પેર્ગામાં ઉપદેશ કર્યા પછી તેઓ અત્તાલિયા આવ્યા.
\v 26 પછી ત્યાંથી તેઓ વહાણમાં બેસીને અંત્યોખ ગયા, કે જ્યાં તેઓ જે કામ પૂર્ણ કરી આવ્યા તેને સારુ તેઓ ઈશ્વરની કૃપાને સમર્પિત થયા હતા.
\s5
\v 27 તેઓએ ત્યાં આવીને વિશ્વાસી સમુદાયને એકત્ર કરીને જે કામ ઈશ્વરે તેઓની હસ્તક કરાવ્યાં હતાં તે, અને શી રીતે તેમણે વિદેશીઓને સારુ વિશ્વાસનું દ્વાર ખોલ્યું છે તે વિશે તેઓને કહી સંભળાવ્યું.
\v 28 શિષ્યોની સાથે તેઓ ત્યાં ઘણા દિવસ રહ્યા.
\s5
\c 15
\cl અધ્યાય-૧૫
\p
\v 1 કેટલાએકે યહૂદિયાથી આવીને ભાઈઓને એવું શીખવ્યું કે, જો મૂસાની રીત પ્રમાણે તમારી સુન્નત ન કરાય તો તમે ઉધ્ધાર પામી શકતા નથી.
\v 2 અને પાઉલ તથા બાર્નાબાસને તેઓની સાથે બહુ તકરાર ને વાદવિવાદ થયા પછી [ભાઈઓએ] ઠરાવ્યું કે પાઉલ તથા બાર્નાબાસ અને તેમના બીજા કેટલાક આ વિવાદ સંબંધી સલાહ માટે યરૂશાલેમના પ્રેરિતો તથા વડીલો પાસે જાય.
\s5
\v 3 એ માટે વિશ્વાસી સમુદાયે તેઓને વળાવ્યા પછી તેઓએ ફિનીકિયા તથા સમરૂનમાં થઈને જતાં વિદેશીઓના [પ્રભુ તરફ] ફર્યાના સમાચાર પ્રગટ કર્યા, અને સઘળા ભાઈઓને ઘણો આનંદ થયો.
\v 4 તેઓ યરૂશાલેમ પહોંચ્યા ત્યારે વિશ્વાસી સમુદાયે, પ્રેરિતોએ તથા વડીલોએ તેઓનો આવકાર કર્યો, ઈશ્વરે જે અદ્દભુત કર્યા તેઓની મારફતે કરાવ્યું હતું તે સર્વ તેઓએ તેઓને કહી સંભળાવ્યું.
\s5
\v 5 પણ ફરોશીપંથના કેટલાએક વિશ્વાસીઓએ ઊઠીને કહ્યું કે, 'તેઓની સુન્નત કરાવવી, તથા મૂસાનું નિયમશાસ્ત્ર પાળવાનું તેઓને ફરમાવવું જોઈએ.'
\v 6 ત્યારે પ્રેરિતો તથા વડીલો એ વાત વિષે વિચાર કરવાને એકઠા થયા.
\s5
\v 7 અને ઘણો વાદવિવાદ થયા પછી પિતરે ઊભા થઈને તેઓને કહ્યું કે, ભાઈઓ તમે જાણો છો કે શરૂઆતથી જ ઈશ્વરે તમારામાંથી મને પસંદ કરીને [ઠરાવ્યું] કે, મારા મુખથી બિન યહૂદીઓ સુવાર્તા સાંભળે અને વિશ્વાસ કરે.
\v 8 અંતઃકરણના જાણનાર ઈશ્વરે જેમ આપણને તેમ તેઓને પણ પવિત્ર આત્મા આપ્યાથી તેઓના વિષે સાક્ષી પૂરી,
\v 9 અને વિશ્વાસથી તેઓનાં મન પવિત્ર કરીને આપણામાં તથા તેઓમાં કંઈ ભેદ રાખ્યો નહિ.
\s5
\v 10 તો હવે જે ઝૂંસરી આપણા પૂર્વજો તેમજ આપણે પણ સહી શક્યા નહિ તે શિષ્યોની ગરદન પર મૂકીને ઈશ્વરનું પરીક્ષણ કેમ કરો છો?
\v 11 પણ જેમ તેઓ પ્રભુ ઈસુની કૃપાથી ઉધ્ધાર પામશે, તેમ આપણે પણ પામીશું, એવો વિશ્વાસ આપણે કરીએ છીએ.
\s5
\v 12 ત્યારે સઘળા લોકો ચૂપ રહ્યા; અને બાર્નાબાસ તથા પાઉલની મારફતે ઈશ્વરે જે ચમત્કારો તથા અદ્દભૂત કામો બિનયહૂદીઓમાં કરાવ્યાં હતાં તેઓની હકીકત તેઓએ તેમના મુખથી સાંભળી.
\s5
\v 13 તેઓ બોલી રહ્યા પછી યાકૂબે ઉત્તર આપતા કહ્યું કે, ભાઈઓ, મારું સાંભળો;
\v 14 પહેલાં ઈશ્વરે બિનયહૂદીઓમાંથી પોતાના નામને સારુ એક પ્રજાને [પસંદ કરી] લેવાને કઈ રીતે તેઓની મુલાકાત લીધી, એ તો સિમોને કહી બતાવ્યું છે.
\s5
\v 15 પ્રબોધકોની વાતો એની સાથે મળતી આવે છે, જેમ લખેલું છે કે,
\v 16 "એ પછી હું પાછો આવીશ, અને દાઉદનો પડેલો મંડપ હું પાછો બાંધીશ; તેનાં ખંડિયેર હું સમારીશ, અને તેને પાછો ઊભો કરીશ;
\v 17 એ માટે કે બાકી રહેલા લોક તથા સઘળા બિનયહૂદીઓ જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ પ્રભુને શોધે;
\v 18 પ્રભુ જે દુનિયાના આરંભથી એ વાતો પ્રગટ કરે છે તે એમ કહે છે."
\s5
\v 19 માટે મારો અભિપ્રાય એવો છે કે બિનયહૂદીઓમાંથી ઈશ્વર તરફ જે ફરે છે તેઓને આપણે હેરાન ન કરીએ;
\v 20 પણ તેઓને લખી મોકલીએ કે તમારે મૂર્તિઓની ભ્રષ્ટતાથી, વ્યભિચારથી, ગૂંગળાવીને મરેલાથી, તથા લોહીથી દૂર રહેવું.
\v 21 કેમ કે મૂસાની વાત પ્રગટ અને તેના વચનો દર વિશ્રામવારે ભક્તિસ્થાનોમાં વાંચવામાં આવે છે. તેને પ્રગટ કરનારા પ્રાચીનકાળથી દરેક શહેરમાં છે.
\s5
\v 22 ત્યારે વિશ્વાસી સમુદાય સહિત પ્રેરિતોને તથા વડીલોને એ સારુ લાગ્યું કે પોતાનામાંથી પસંદ કરેલા માણસોને, એટલે યહૂદા જે બર્સબા કહેવાય છે તે, તથા સિલાસ, જેઓ ભાઈઓમાં આગેવાન હતા, તેઓને પાઉલની તથા બાર્નાબાસની સાથે અંત્યોખ મોકલવા.
\v 23 તેઓની મારફતે તેઓને લખી મોકલ્યું કે, અંત્યોખમાં, સિરિયામાં, કિલીકિયામાં તથા વિદેશીઓમાંના જે ભાઈઓ છે, તેઓને પ્રેરિતોની તથા વડીલ ભાઈઓની કુશળતા.
\s5
\v 24 અમે એવું સાંભળ્યું છે કે અમારામાંથી કેટલાક જેઓને અમે કંઈ આજ્ઞા આપી ન હતી તેઓએ [તમારી પાસે] આવીને [પોતાની] વાતોથી તમારા મન ભમાવીને તમને ગૂંચવણમાં મૂક્યા છે.
\v 25 માટે અમોએ સર્વાનુમતે ઠરાવ કર્યો કે, માણસોને પસંદ કરીને તેઓને આપણા વહાલા બાર્નાબાસ તથા પાઉલ.
\v 26 કે જેઓએ આપણા પ્રભુ ઇસુ ખ્રિસ્તના નામને સારુ પોતાના જીવ જોખમમાં નાખ્યા છે, તેઓની સાથે તમારી પાસે મોકલવા.
\s5
\v 27 માટે અમે યહૂદાને તથા સિલાસને મોકલ્યા છે, ને તેઓ પોતે પણ તમને રૂબરૂ એ જ વાતો કહેશે.
\v 28 કેમકે પવિત્ર આત્માને તથા અમને એ સારુ લાગ્યું કે આ અગત્યની વાતો કરતાં ભારે બોજો તમારા પર મુકવો નહિ.
\v 29 એટલે કે, મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, ગૂંગળાવીને મરેલાંથી, તથા વ્યભિચારથી તમારે દૂર રહેવું; જો તમે એ વાતોથી દૂર રહેશો, તો તમારું ભલું થશે; તમે કુશળ રહો.
\s5
\v 30 પછી તેઓ વિદાયગીરી પામીને અંત્યોખમાં આવ્યા; લોકોને એકઠા કરીને તેઓએ પત્ર આપ્યો.
\v 31 તેઓ તે વાંચીને તેમના દિલાસાથી આનંદ પામ્યા.
\v 32 યહૂદા તથા સિલાસ કે જેઓ પોતે પણ પ્રબોધક હતા, તેઓએ ઈશ્વરના વચનોથી ભાઈઓને શિક્ષણ આપ્યુ, અને તેઓનાં મન સ્થિર કર્યાં.
\s5
\v 33 તેઓ કેટલાક દિવસો સુધી ત્યાં રહ્યાં પછી, જેઓએ તેમને મોકલ્યા હતા તેઓની પાસે પાછા જવા સારુ ભાઈઓ પાસેથી તેઓ શાંતિથી વિદાય થયા.
\v 34 [પણ સિલાસને તો ત્યાં જ રહેવું સારું લાગ્યું]
\v 35 પણ પાઉલ તથા બાર્નાબાસ અંત્યોખમાં રહ્યા, અને બીજા ઘણાઓની સાથે પ્રભુના વચનોનું શિક્ષણ તથા ઉપદેશ આપતા રહ્યા.
\s5
\v 36 કેટલાક દિવસ પછી પાઉલે બાર્નાબાસને કહ્યું કે, 'ચાલો, હવે આપણે પાછા વળીએ, અને જે જે શહેરમાં આપણે પ્રભુનું વચન પ્રગટ કર્યું હતું, ત્યાંના આપણા ભાઈઓની મુલાકાત લઈને [જોઈએ કે] તેઓ કેમ છે.'
\v 37 યોહાન જે માર્ક કહેવાય છે, તેને પણ સાથે લેવાનું બાર્નાબાસનું મન હતું.
\v 38 પણ પાઉલે એવું વિચાર્યું કે જે આપણને પામ્ફૂંલિયામાં મૂકીને જતો રહ્યો, આપણી સાથે કામ કરવા આવ્યો નહિ, તેને સાથે લઈ જવો તે યોગ્ય નથી.
\s5
\v 39 ત્યારે એવો વાદવિવાદ થયો કે તેઓ એકબીજાથી અલગ થયા, બાર્નાબાસ માર્કને સાથે લઈને વહાણમાં બેસીને સાયપ્રસ ગયો.
\v 40 પણ પાઉલે સિલાસને પસંદ કર્યો, અને ભાઈઓએ તેને ઈશ્વરની કૃપાને સોંપ્યો. પછી તેઓ ચાલી નીકળ્યા.
\v 41 સિરિયામાં તથા કિલીકિયામાં ફરીને તેઓએ વિશ્વાસી સમુદાયને દૃઢ કર્યો.
\s5
\c 16
\cl અધ્યાય-૧૬
\p
\v 1 પછી પાઉલ દેર્બે તથા લુસ્ત્રામાં આવ્યો, તિમોથી નામે એક શિષ્ય હતો; તે એક વિશ્વાસી યહૂદી સ્ત્રીનો દીકરો હતો, પણ તેનો પિતા ગ્રીક હતો.
\v 2 લુસ્ત્રા તથા ઇકોનિયમમાંના ભાઈઓમાં તિમોથીની સાક્ષી સારી હતી.
\v 3 તેને પાઉલ પોતાની સાથે લઈ જવાની ઈચ્છા રાખતો હતો, તેને લઈને તે પ્રાંતોમાંના યહૂદીઓને લીધે તેણે તેની સુન્નત કરાવી; કેમકે સર્વ જાણતા હતા કે તેનો પિતા ગ્રીક હતો.
\s5
\v 4 જે જે શહેરમાં થઈને પાઉલ અને તિમોથી ગયા ત્યાંના લોકોને તેઓએ યરૂશાલેમમાંના પ્રેરિતોએ તથા વડીલોએ કરેલા ઠરાવો પાળવા સારુ સોંપ્યા.
\v 5 એ રીતે વિશ્વાસીઓનો સમુદાય વિશ્વાસમાં બળવાન બનતો ગયો, અને રોજેરોજ તેઓની સંખ્યા વધતી ગઈ.
\s5
\v 6 તેઓને આસિયામાં સુવાર્તા પ્રગટ કરવાની પવિત્ર આત્માએ મના કરી તેથી તેઓ ફ્રૂંગિયા તથા ગલાતીયાના પ્રદેશમાં ફર્યા.
\v 7 મુસિયાની સરહદ સુધી આવીને તેઓએ બિથુનિયામાં જવાનો પ્રયત્ન કર્યો; પણ ઈસુના આત્માએ તેઓને જવા દીધા નહિ;
\v 8 માટે તેઓ મુસિયાને બાજુએ મૂકીને ત્રોઆસ આવ્યા.
\s5
\v 9 રાત્રે પાઉલને એવું દર્શન થયું કે મકદોનિયાના એક માણસે ઊભા રહીને તેને વિનંતી કરીને કહ્યું કે મકદોનિયામાં આવીને અમને સહાય કર.
\v 10 તેને [પાઉંલને] દર્શન થયા પછી તેઓને સુવાર્તા પ્રગટ કરવા સારુ ઈશ્વરે અમને બોલાવ્યા છે, એવું અનુમાન કરીને અમે તરત મકદોનિયામાં જવાની તૈયારી કરી.
\s5
\v 11 એ માટે અમે વહાણમાં બેસીને ત્રોઆસથી સીધા સામોથ્રાકી આવ્યા, બીજે દિવસે નિઆપોલીસ પહોંચ્યા;
\v 12 ત્યાંથી ફિલિપી ગયા, જે મકદોનિયા પ્રાંતમાંનું મુખ્ય શહેર છે, અને તે [રોમનોએ] વસાવેલું છે; તે શહેરમાં અમે કેટલાએક દિવસ રહ્યા.
\v 13 શહેરની બહાર નદીના કિનારે ભક્તિસ્થાન હોવું જોઈએ એવું ધારીને વિશ્રામવારે અમે ત્યાં ગયા; ત્યાં જે સ્ત્રીઓ એકઠી થઇ હતી તેઓને અમે બેસીને બોધ કર્યો.
\s5
\v 14 અને થૂઆતૈરા શહેરની, જાંબુડિયાં [વસ્ત્ર] વેચનારી લુદિયા નામની એક સ્ત્રી હતી જે ઈશ્વરને ભજનારી હતી, તેણે અમારું સાંભળ્યું, તેનું અંતઃકરણ પ્રભુએ એવું ઉઘાડ્યું કે, તેણે પાઉલના કહેલા વચનો મનમાં રાખ્યા.
\v 15 તેનું તથા તેના ઘરનાનું બાપ્તિસ્મા થયા પછી તેણે વિનંતી કરીને કહ્યું કે, જો તમે મને પ્રભુ પ્રત્યે વિશ્વાસુ ગણતા હો, તો મારા ઘરમાં આવીને રહો; તેણે અમને ઘણો આગ્રહ કર્યો.
\s5
\v 16 અમે પ્રાર્થનાસ્થાને જતાં હતા ત્યારે એમ થયું કે, એક જુવાન દાસી અમને મળી, કે જેને અગમસૂચક આત્મા વળગ્યો હતો, તે ભવિષ્યકથન કરીને પોતાના માલિકોને ખૂબ કમાણી કરી આપતી હતી.
\v 17 તેણે પાઉલની તથા અમારી પાછળ આવીને બૂમ પાડીને કહ્યું કે, આ માણસો પરાત્પર ઈશ્વરના ભક્ત છે, જેઓ તમને ઉધ્ધારનો માર્ગ પ્રગટ કરે છે.
\v 18 તેણે ઘણા દિવસો સુધી એમ કર્યા કર્યું, ત્યારે પાઉલે બહુ નારાજ થઈને પાછા ફરીને તે અશુદ્ધ આત્માને કહ્યું કે, ઈસુ ખ્રિસ્તને નામે હું તને આજ્ઞા કરું છું કે એનામાંથી નીકળ; અને તેજ ઘડીએ [અશુદ્ધ આત્મા] તેનામાંથી નીકળી ગયો.
\s5
\v 19 પણ તેના માલિકોએ પોતાના લાભની આશા નષ્ટ થઇ છે, એ જોઇને પાઉલ તથા સિલાસને પકડ્યા, અને તેઓને ચૌટાના અધિકારીઓની પાસે ઘસડી લાવ્યા.
\v 20 તેઓને અધિકારીઓની આગળ લાવીને કહ્યું કે, આ માણસો યહૂદી છતાં આપણા શહેરમાં બહુ ધમાલ મચાવે છે.
\v 21 અને આપણ રોમનોને જે રીતરિવાજો માનવા અથવા પાળવા ઉચિત નથી, તે તેઓ શીખવે છે.
\s5
\v 22 ત્યારે સર્વ લોકો તેમની સામે ઉઠ્યા, અને અધિકારીઓએ તેઓનાં વસ્ત્રો ફાડી નાખીને તેઓને ફટકા મારવાની આજ્ઞા આપી.
\v 23 અને તેઓએ [અધિકારીઓએ] ઘણા ફટકા મારીને તેઓને [પાઉલ અને સિલાસને] જેલમાં પૂર્યા, જેલરને તેઓની ચોકસાઈ રાખવાની આજ્ઞા આપી.
\v 24 અને અમલદારને એવી આજ્ઞા મળવાથી તેઓને અંદરના જેલખાનામાં પુરવામાં આવ્યા, અને તેઓના પગ હેડમાં બાંધી દીધા.
\s5
\v 25 ત્યાં મધરાતને સુમારે પાઉલ તથા સિલાસ પ્રાર્થના કરતા તથા ઈશ્વરનાં સ્તોત્ર ગાતા હતા, બીજા કેદીઓ તે સાંભળતા હતા;
\v 26 ત્યારે એકાએક એવો મોટો ધરતીકંપ થયો કે, જેલના પાયા હાલ્યા; અને બધા દરવાજા તરત ઊઘડી ગયા; અને સર્વના બંધનો છુટી ગયાં.
\s5
\v 27 જેલર ઊઘમાંથી જાગી ઊઠ્યો, અને જેલના દરવાજા ખુલ્લા જોઇને કેદીઓ નાસી ગયા હશે, એમ વિચારીને તે તરવાર ઉગામીને આત્મહત્યા કરવા જતો હતો.
\v 28 પણ પાઉલે મોટેથી બૂમ પાડીને કહ્યું કે, અમે સહુ અહીં છીએ, માટે તું પોતાને કંઈ પણ ઈજા કરીશ નહિ.
\s5
\v 29 ત્યારે તે દીવો મંગાવીને અંદર કૂદી આવ્યો, અને ધ્રૂજતો ધ્રૂજતો પાઉલ તથા સિલાસને પગે પડ્યો.
\v 30 તેઓને બહાર લાવીને તેણે કહ્યું કે, હે સાહેબો, ઉધ્ધાર પામવા સારુ મારે શું કરવું જોઈએ?
\v 31 ત્યારે તેઓએ કહ્યું કે, પ્રભુ ઇસુ પર વિશ્વાસ કર, એટલે તું તથા તારા ઘરના સર્વ ઉધ્ધાર પામશો.
\s5
\v 32 ત્યારે તેઓએ [પાઉલ અને સિલાસે] જેલરને તથા જે તેનાં ઘરમાં હતાં તે સર્વને પ્રભુનાં વચનો કહી સંભળાવ્યા.
\v 33 પછી રાતના તે જ સમયે તેણે [જેલરે] તેઓને [પાઉલ તથા સિલાસને] લઈને તેઓના સોળ ધોયા અને તરત તે તથા તેનાં ઘરનાં બધા માણસો બાપ્તિસ્મા પામ્યાં.
\v 34 જેલરે તેઓને પોતાને ઘેર લાવીને તેઓની આગળ ભોજન પીરસ્યું, અને તેના ઘરનાં સર્વએ ઈશ્વર પર વિશ્વાસ કરીને ઘણો આંનદ કર્યો.
\s5
\v 35 દિવસ ઊગતાં અધિકારીઓએ સુરક્ષા કર્મચારીઓને મોકલીને કહેવડાવ્યું કે , તે માણસોને છોડી દે.
\v 36 પછી જેલરે પાઉલને એ વાતની ખબર આપી કે, અધિકારીઓએ તમને છોડી દેવાનું કહેવડાવ્યું છે, માટે હવે તમે નીકળીને શાંતિએ ચાલ્યા જાઓ.
\s5
\v 37 પણ પાઉલે તેઓને કહ્યું કે, અમને ગુનેગાર ઠરાવ્યા વગર તેઓએ અમો રોમનોને જાહેર રીતે માર મારીને જેલમાં નાખ્યા છે, અને હવે શું તેઓ અમને છાની રીતે બહાર કાઢી મૂકે છે? ના, એમ તો નહિ, પણ તેઓ પોતે આવીને અમને બહાર કાઢે.
\v 38 ત્યારે સુરક્ષા કર્મચારીઓએ અધિકારીઓને એ વાતની ખબર આપી. ત્યારે તેઓ રોમન છે, એ સાંભળીને તેઓ ગભરાઈ ગયા.
\v 39 પછી તેઓએ [અધિકારીઓએ] આવીને તેઓને [પાઉલ અને સિલાસને] કાલાવાલા કર્યા, અને તેઓને બહાર લાવીને શહેરમાંથી નીકળી જવાને વિનંતી કરી.
\s5
\v 40 પછી તેઓ જેલમાંથી નીકળીને લુદિયાને ત્યાં આવ્યા; અને ભાઈઓને મળીને તેઓને દિલાસો આપ્યો, પછી ત્યાંથી વિદાય થયા.
\s5
\c 17
\cl અધ્યાય-૧૭
\p
\v 1 તેઓ આમ્ફીપોલીસ તથા આપલોનિયા થઈને થેસ્સાલોનિકામાં આવ્યા; ત્યાં યહૂદીઓનું ભક્તિસ્થાન હતું;
\v 2 પાઉલ પોતાની રીત પ્રમાણે તેઓની [સભામાં] ગયો, ત્રણ વિશ્રામવારે તેણે ધર્મશાસ્ત્રને આધારે તેઓની સાથે વાદવિવાદ કર્યો,
\s5
\v 3 પાઉલે તેઓને ખુલાસો આપીને સિદ્ધ કર્યું કે ખ્રિસ્તે સહેવું, મરણ પામેલાઓમાંથી પાછા ઊઠવું એ જરૂરનું હતું, [અને એવું પણ કહ્યું કે] જે ઈસુને હું તમારી આગળ પ્રગટ કરુ છું તે જ ખ્રિસ્ત છે.
\v 4 ત્યારે તેઓમાંના કેટલાએક તથા ધાર્મિક ગ્રીકોમાંના ઘણા લોકો, તથા ઘણી પ્રતિષ્ઠિત સ્ત્રીઓ એ વાત સ્વીકારી પાઉલ તથા સિલાસની સંગતમાં જોડાયા.
\s5
\v 5 પણ યહૂદીઓએ અદેખાઈ રાખીને ચોકમાંના કેટલાક દુષ્કર્મીઓને સાથે લીધા, ભીડ જમાવીને આખા શહેરને ખળભળાવી મૂક્યું, યાસોનના ઘર પર હુમલો કરીને તેઓને લોકો આગળ બહાર કાઢી લાવવાનો પ્રયત્ન કર્યો.
\v 6 પણ [પાઉલ અને સિલાસ] તેઓને મળ્યા નહિ ત્યારે યાસોનને તથા કેટલાક ભાઈઓને શહેરના અધિકારીઓ પાસે ખેંચી જઈને તેઓએ બૂમ પાડી કે, 'આ લોક કે જેઓએ જગતને ઉથલપાથલ કર્યું છે તેઓ અહી પણ આવ્યા છે.
\v 7 યાસોને પાઉલ અને સિલાસને પોતાના ઘરમાં રાખ્યા છે; અને તેઓ સર્વ કાઈસારની આજ્ઞાની વિરુદ્ધ થઈને કહે છે કે, ઇસુ [નામે] બીજો એક રાજા છે.'
\s5
\v 8 તેઓની એ વાતો સાંભળીને લોકો તથા શહેરના અધિકારીઓ ગભરાયા.
\v 9 ત્યારે તેઓએ યાસોનને તથા બીજાઓને જામીન પર છોડી દીધા.
\s5
\v 10 પછી ભાઈઓએ રાત્રે પાઉલ તથા સિલાસને તરત બૈરિયામાં મોકલી દીધા; અને તેઓ ત્યાં પહોંચીને યહૂદીઓના ભક્તિસ્થાનમાં ગયા.
\v 11 થેસ્સાલોનિકાના લોક કરતા તેઓ અધિક ગુણવાન હતા, કેમકે તેઓ મનની પૂરી આતુરતાથી વચનોનો અંગીકાર કરીને, એ વચનો એમ જ છે કે નહિ, એ વિષે નિત્ય ધર્મશાસ્ત્ર તપાસતા હતા.
\v 12 તેઓમાંના ઘણાઓએ વિશ્વાસ કર્યો, આબરૂદાર ગ્રીક સ્ત્રીઓ તથા પુરુષોમાંના પણ ઘણાએ [વિશ્વાસ કર્યો].
\s5
\v 13 પણ જયારે થેસ્સાલોનિકાના યહૂદીઓએ જાણ્યું કે પાઉલ ઈશ્વરની વાત બૈરિયામાં પણ જાહેર કરે છે ત્યારે ત્યાં પણ આવીને તેઓએ લોકોને ઉશ્કેરી મૂક્યા.
\v 14 ત્યારે ભાઈઓએ તરત પાઉલને સમુદ્ર સુધી મોકલી દીધો, પણ સિલાસ તથા તિમોથી ત્યાં જ રહ્યા.
\v 15 પણ પાઉલને મૂકવા જનારાઓએ તેને આથેન્સ સુધી પહોંચાડ્યો. પછી સિલાસ તથા તિમોથી તેની પાસે વહેલી તકે આવે, એવી આજ્ઞા એમને સારુ લઈને તેઓ વિદાય થયા.
\s5
\v 16 અને પાઉલ આથેન્સમાં તેઓની રાહ જોતો હતો એટલામાં તે શહેરમાં ઠેરઠેર મૂર્તિઓને જોઇને તેનો અંતરાત્મા ઊકળી ઊઠ્યો.
\v 17 તે માટે તે ભક્તિસ્થાનમાં યહૂદીઓ તથા ધાર્મિક પુરુષો સાથે, ચોકમાં જેઓ તેને મળતા તેઓની સાથે નિત્ય વાદવિવાદ કરતો હતો.
\s5
\v 18 ત્યારે એપીકયુરી તથા સ્ટોઈક [મત માનનારા] પંડિતોમાંના કેટલાએક તેની સામા થયા, તેઓમાંના કેટલાકે કહ્યું કે, આ ગુપ્ત વાત પ્રગટ કરનાર શું કહેવા માગે છે? બીજા કેટલાકે કહ્યું કે, પારકા ઈશ્વરને પ્રગટ કરનારો દેખાય છે; કેમકે તે ઈસુ તથા પુનરુત્થાન વિષે [નું વચન] પ્રગટ કરતો હતો.
\s5
\v 19 તેઓ તેને એરિયોપગસમાં લઇ ગયા, અને કહ્યું કે, જે નવો ઉપદેશ તું કરે છે તે અમારાથી સમજાય એમ છે?
\v 20 કેમકે તુ અમોને કેટલીક નવીન વાતો સંભળાવે છે; માટે તેનો અર્થ અમે જાણવા ઇચ્છીએ છીએ.
\v 21 (હવે, આથેન્સના સર્વ લોકો તથા ત્યાં રહેનારા પરદેશીઓ, કંઈ નવા વચન કહેવા અથવા સાંભળવા તે સિવાય બીજા કશામાં પોતાનો સમય ગાળતા ન હતા.)
\s5
\v 22 પાઉલે એરિયોપગસની વચ્ચે ઊભા રહીને કહ્યું કે, 'આથેન્સના સદ્દગૃહસ્થો, હું જોઉં છું કે તમે બધી બાબતોમાં અતિશય ધર્મચુસ્ત છો.
\v 23 કેમકે જે [દેવ દેવીઓને] તમે ભજો છો તેઓને હું માર્ગોમાં ચાલતા ચાલતા જોતો હતો, ત્યારે મેં એક વેદી પણ જોઈ, જેના પર એવો લેખ કોતરેલો હતો કે, "અજાણ્યા દેવના માનમાં;" માટે જેને તમે જાણ્યા વિના ભજો છો તેને હું તમારી આગળ પ્રગટ કરું છું.
\s5
\v 24 જે ઈશ્વરે જગત તથા તેમાંનું સઘળું ઉત્પન્ન કર્યું, તે આકાશ તથા પૃથ્વીના પ્રભુ હોવાથી હાથે બાંધેલા મંદિરોમાં રહેતાં નથી.
\v 25 અને જાણે તેમને કશાની ગરજ હોય એમ માણસોના હાથની સેવા તેમને જોઈએ છે એવું નહિ, કેમકે જીવન, શ્વાસોચ્છવાસ તથા સર્વ વસ્તુ તે પોતે સર્વને આપે છે.
\s5
\v 26 તેમણે માણસોની સર્વ દેશજાતિઓને આખી પૃથ્વીના પૃષ્ઠ પર રહેવા સારુ એકમાંથી ઉત્પન્ન કરી, તેણે તેઓને સારુ નીમેલા સમય તથા તેઓના નિવાસની સીમાઓ ઠરાવી આપી.
\v 27 એ માટે કે તેઓ ઈશ્વરને શોધે, કે કદાપિ તેઓ તેમને માટે શોધીને તેમને પામે; પરંતુ ઈશ્વર આપણામાંના કોઇથી દુર નથી.
\s5
\v 28 કેમકે આપણે તેમનામાં જીવીએ છીએ, હાલીએ છીએ, હોઈએ છીએ, જેમ તમારા પોતાનાજ કવિઓમાંના કેટલાકે કહ્યું છે કે, 'આપણે પણ તેમના વંશજો છીએ.'
\v 29 હવે આપણે ઈશ્વરના વંશજો છીએ માટે આપણે એમ ન ધારવું જોઈએ કે ઈશ્વર માણસોની કારીગરી તથા ચતુરાઈથી કોતરેલા સોના કે રૂપા કે પત્થરના જેવા છે.
\s5
\v 30 એ અજ્ઞાનપણાના સમયો પ્રત્યે ઈશ્વરે ઉપેક્ષા કરી ખરી; પણ હવે સર્વ સ્થળે સઘળાં માણસોને પસ્તાવો કરવાની તે આજ્ઞા કરે છે.
\v 31 કેમકે તેણે એક દિવસ નિયત કર્યો છે કે જે દિવસે તે પોતાના ઠરાવેલા માણસ દ્વારા જગતનો અદલ ન્યાય કરશે; જે વિષે તેમણે તેમને મરણ પામેલાઓમાંથી સજીવન કરીને સર્વને ખાતરી કરી આપી છે.
\s5
\v 32 હવે તેઓએ મરણ પામેલાઓના પુનરુત્થાન વિષે સાંભળ્યું, ત્યારે કેટલાકે મશ્કરી કરી. પણ બીજાઓએ કહ્યું કે, અમે એ સંબંધી કોઈ બીજી વાર તારું સાંભળીશું.'
\v 33 એવી રીતે પાઉલ તેઓની મધ્યેથી ચાલ્યો ગયો.
\v 34 પણ કેટલાક માણસોએ પાઉલની સંગતમાં રહીને વિશ્વાસ કર્યો; તેઓમાં અરિયોપાગસનો સભ્ય દિઓનુસીઅસ, તથા દામરિસ નામની એક સ્ત્રી, તેઓના ઉપરાંત બીજા પણ હતા.
\s5
\c 18
\cl અધ્યાય-૧૮
\p
\v 1 પછી [પાઉલ] આથેન્સથી નીકળીને કરિંથમાં આવ્યો.
\v 2 પોન્તસનો વતની, આકુલા નામે એક યહૂદી, જે થોડા સમય માટે ઇટાલીથી આવેલો હતો, તે તથા તેની પત્ની પ્રિસ્કીલા તેને મળ્યાં, કેમકે બધા યહૂદીઓને રોમમાંથી નીકળી જવાની ક્લોડિયસે[કૈસરે] આજ્ઞા આપી હતી; પાઉલ તેઓને ત્યાં ગયો;
\v 3 પાઉલ તેઓના જેવો જ વ્યવસાય કરતો હતો, માટે તે તેઓને ઘેર રહ્યો, અને તેઓ સાથે કામ કરતા હતા; કેમકે તેઓનો વ્યવસાય પણ તંબુ બનાવવાનો [તંબુ ના કપડા વણવાનો] હતો.
\s5
\v 4 દરેક વિશ્રામવારે પાઉલ ભક્તિસ્થાનમાં વાતચીત કરતો, યહૂદીઓને તથા ગ્રીકોને [વચનમાંથી] સમજાવતો હતો.
\v 5 પણ જયારે સિલાસ તથા તિમોથી મકદોનિયાથી આવ્યા, ત્યારે પાઉલે ઉત્સાહથી [ઈસુની] વાત પ્રગટ કરતા યહૂદીઓને સાક્ષી આપી કે, 'ઈસુ તે જ ખ્રિસ્ત છે.'
\v 6 પણ યહૂદીઓ તેની વિરુદ્ધ થઈને દુર્ભાષણ કરવા લાગ્યા ત્યારે પાઉલે પોતાના વસ્ત્ર ખંખેરીને તેઓને કહ્યું કે, તમારું લોહી તમારે માથે; હું તો નિર્દોષ છું, હવેથી હું બિનયહૂદીઓ પાસે જઈશ.
\s5
\v 7 પછી ત્યાંથી જઈને તે તિતસ યુસ્તસ નામે એક ઈશ્વરભક્ત હતો તેને ઘેર ગયો; તેનું ઘર ભક્તિસ્થાનની તદન પાસે હતું.
\v 8 અને ભક્તિસ્થાનના આગેવાન ક્રીસ્પસે અને તેના ઘરના માણસોએ પ્રભુ પર વિશ્વાસ કર્યો; અને ઘણા કરિંથીઓએ પણ વચન સાંભળીને વિશ્વાસ કર્યો, અને તેઓ બાપ્તિસ્મા પામ્યા.
\s5
\v 9 પ્રભુએ રાત્રે પાઉલને દર્શનમાં કહ્યું કે, તું બીશ નહીં, પણ બોલજે, શાંત ન રહેતો;
\v 10 કેમકે હું તારી સાથે છું, અને તને ઈજા થાય એવો હુમલો કોઈ તારા પર કરશે નહિ, કારણ કે આ શહેરમાં મારા ઘણા લોક છે.
\v 11 તે [પાઉલ] તેઓને ઈશ્વરના વચનોનો બોધ કરતો રહીને દોઢ વરસ સુધી [ત્યાં] રહ્યો.
\s5
\v 12 પણ ગાલિયો અખાયાનો અધિકારી હતો, ત્યારે યહૂદીઓ [સંપ કરીને] પાઉલની સામે ઊભા થયા, અને તેઓએ તેને [પાઉલને] ન્યાયાસન આગળ લાવીને કહ્યું કે,
\v 13 આ માણસ ઈશ્વરનું ભજન નિયમશાસ્ત્રથી વિપરીત રીતે કરવાનું લોકોને સમજાવે છે.
\s5
\v 14 પાઉલ બોલવા જતો હતો, એટલામાં ગાલિયોએ યહૂદીઓને કહ્યું કે, 'ઓ યહૂદીઓ. જો અન્યાયની અથવા દુરાચારણની વાત હોત, તો તમારું સાંભળવું વાજબી ગણાત;
\v 15 પણ જો શબ્દો, નામો, અથવા તમારા પોતાના નિયમશાસ્ત્ર વિષેની એ તકરાર હોય તો, તમે પોતે તે વિષે ન્યાય કરો, કેમકે એવી વાતોનો ન્યાય ચૂકવવા હું ઇચ્છતો નથી.'
\s5
\v 16 એમ કહીને તેણે તેઓને ન્યાયાસન આગળથી કાઢી મૂક્યા.
\v 17 ત્યારે તેઓ સર્વએ સભાસ્થાનના આગેવાન સોસ્થેનેસને પકડીને ન્યાયાસન આગળ માર માર્યો, પણ ગાલિયોએ તે વાત વિષે કંઈ પરવા કરી નહિ.
\s5
\v 18 ત્યાર પછી ઘણા દિવસ ત્યાં રહ્યા બાદ પાઉલે ભાઇઓથી વિદાય લીધી, અને પ્રિસ્કીલા તથા અકુલાની સાથે વહાણમાં બેસીને સિરિયા જવા ઊપડ્યો; [તે પહેલાં] તેણે કેખ્રિયામાં પોતાના વાળ ઉતારી નાખ્યાં, કેમકે પાઉલે શપથ લીધી હતી.
\v 19 તેઓ એફેસસમાં પહોંચ્યાં ત્યારે તેણે [પાઉલે] તેઓને ત્યાં મૂક્યાં, ને પોતે ભક્તિસ્થાનમાં જઈને યહૂદીઓની સાથે વાદવિવાદ કર્યો.
\s5
\v 20 પોતાની સાથે વધારે સમય રહેવાની તેઓએ તેને વિનંતી કરી, પણ તેણે માન્યું નહિ.
\v 21 પણ ઈશ્વરની ઇચ્છા હશે તો હું તમારી પાસે પાછો આવીશ, એમ કહીને તેણે તેઓથી વિદાય લીધી, અને એફેસસથી જવા સારુ વહાણમાં બેઠો.
\s5
\v 22 કાઇસારિયા પહોંચ્યા પછી, તેણે યરૂશાલેમ જઈને મંડળીના માણસો સાથે મુલાકાત કરી, અને પછી અંત્યોખમાં ગયો.
\v 23 થોડા સમય સુધી ત્યાં રહ્યા પછી તે નીકળ્યો, અને સર્વ શિષ્યોને દૃઢ કરતો કરતો ગલાતિયા પ્રાંત તથા ફ્રુગિયામાં ફર્યો.
\s5
\v 24 આપોલસ નામનો એક વિદ્વાન યહૂદી જે ધર્મલેખોમાં પ્રવીણ હતો, અને આલેકઝાંડ્રીયાનો વતની હતો, તે એફેસસ આવ્યો.
\v 25 એ માણસ પ્રભુના માર્ગ વિષેનું શિક્ષણ પામેલો હતો, અને પવિત્ર આત્મામાં ઘણો આતુર હોવાથી તે કાળજીથી ઈસુ વિષેની વાતો પ્રગટ કરતો તથા શીખવતો હતો, પણ તે એકલું યોહાનનું બાપ્તિસ્મા જાણતો હતો;
\v 26 તે હિંમતથી સભાસ્થાનમાં બોલવા લાગ્યો, પણ પ્રિસ્કીલાએ તથા આકુલાએ તેની વાત સાંભળી ત્યારે તેઓએ તેને પોતાને ઘેર લઇ જઈને ઈશ્વરના માર્ગનો વધારે ચોકસાઈથી ખુલાસો આપ્યો.
\s5
\v 27 પછી તે અખાયા જવાને ઇચ્છતો હતો, ત્યારે ભાઈઓએ તેને ઉત્તેજન આપીને શિષ્યો પર લખી મોકલ્યું કે તેઓ તેનો [આપોલસનો] આવકાર કરે; તે ત્યાં આવ્યો ત્યારે જેઓએ [પ્રભુની] કૃપાથી વિશ્વાસ કર્યો હતો, તેઓને તેણે ઘણી સહાય કરી;
\v 28 કેમ કે ઈસુ તે જ ખ્રિસ્ત છે, એવું ધર્મશાસ્ત્ર દ્વારા પુરવાર કરીને તેણે જાહેર [વાદવિવાદ]માં યહૂદીઓને સંપૂર્ણ રીતે હરાવ્યા.
\s5
\c 19
\cl અધ્યાય-૧૯
\p
\v 1 એમ થયું કે જયારે આપોલસ કરિંથમાં હતો, ત્યારે પાઉલ ઉપલા પ્રદેશમાં ફરીને એફેસસમાં આવ્યો, અને કેટલાક શિષ્યો તેને મળ્યા.
\v 2 તેણે તેઓને પૂછ્યું કે, 'તમે વિશ્વાસ કર્યો ત્યારે શું પવિત્ર આત્મા પામ્યા? તેઓએ તેને કહ્યું કે, ના, પવિત્ર આત્મા છે એ અમે સાંભળ્યું પણ નથી.'
\s5
\v 3 પાઉલે પૂછ્યું કે, 'ત્યારે તમે કોનું બાપ્તિસ્મા પામ્યા?' અને તેઓએ કહ્યું કે, 'યોહાનનું બાપ્તિસ્મા.'
\v 4 ત્યારે પાઉલે કહ્યું કે, યોહાને પશ્ચાતાપનું બાપ્તિસ્મા કર્યું ખરું, અને લોકોને કહ્યું કે, 'મારી પાછળ જે આવે છે તેના પર એટલે ઈસુ પર તમારે વિશ્વાસ કરવો.'
\s5
\v 5 તેઓએ એ સાંભળીને પ્રભુ ઈસુને નામે બાપ્તિસ્મા લીધું.
\v 6 જયારે પાઉલે તેઓ પર હાથ મૂક્યા ત્યારે પવિત્ર આત્મા તેઓ પર આવ્યો; તેઓ [અન્ય] ભાષાઓ બોલવા તથા પ્રબોધ કરવા લાગ્યા.
\v 7 તેઓ બધા મળીને બાર પુરુષ હતા.
\s5
\v 8 પછી ભક્તિસ્થાનમાં જઈને તેણે ત્રણ મહિના સુધી હિંમતથી ઈસુના વચનો કહ્યા, અને વાદવિવાદ કરીને ઈશ્વરના રાજ્ય વિષેની બાબતો સમજાવી.
\v 9 પણ કેટલાકે મનમાં કઠણ થઈને, તથા પ્રભુની વાતનો અનાદર કરીને, લોકોની આગળ એ માર્ગની નિંદા કરી, ત્યારે તેણે તેઓની પાસેથી જઈને શિષ્યોને જુદા પાડ્યા અને તે તુરાનસના સભાગૃહમાં રોજ ઉપદેશ આપતો રહ્યો.
\v 10 બે વર્ષ સુધી એવું ચાલતું રહ્યું; તેથી આસિયામાં રહેનાર સર્વ યહૂદીઓએ, તથા ગ્રીકોએ પણ પ્રભુની વાત સાંભળી.
\s5
\v 11 ઈશ્વરે પાઉલના હાથથી એવા અદ્દભુત ચમત્કારો કર્યા કે,
\v 12 તેના વપરાયેલા રૂમાલો તથા વસ્ત્રો તેઓ માંદાઓની પાસે લાવીને સ્પર્શ કરાવતા, એટલે તેઓના રોગ દૂર થતા, અને તેઓમાંથી અશુદ્ધ આત્માઓ નીકળી જતા હતા.
\s5
\v 13 પણ કેટલાક ભટકતા યહૂદી ભૂવા પણ અશુદ્ધ આત્મા વળગેલાઓ પર ઈસુનું નામ ઉચ્ચારીને કહેવા લાગ્યા કે, જે ઈસુને પાઉલ પ્રગટ કરે છે, તેમને નામે અમે હુકમ કરીએ છીએ કે 'નીકળી જાઓ.'
\v 14 સ્કેવા નામે એક યહૂદી મુખ્ય યાજકના સાત દીકરા એ પ્રમાણે કરતા હતા.
\s5
\v 15 પણ અશુદ્ધ આત્માએ ઉત્તર દેતાં કહ્યું કે, 'ઈસુ વિષે હું જાણું છું, પાઉલને પણ હું ઓળખું છું, પણ તમે કોણ છો?'
\v 16 જે માણસમાં અશુદ્ધ આત્મા હતો તે તેઓમાંના બે જન પર કૂદી પડ્યો, બન્નેને હરાવીને તેઓ પર એવો જય પામ્યા કે તેઓ વસ્ત્રો વગરના ઉઘાડા તથા ઘાયલ થઈને તે ઘરમાંથી જતા રહ્યા.
\v 17 એફેસસમાં જે યહૂદીઓ તથા ગ્રીકો રહેતા હતા તેઓ સર્વને એ વાત માલૂમ પડી, તે સર્વ ભય પામ્યા, અને પ્રભુ ઈસુનું નામ મહિમાવંત મનાયું.
\s5
\v 18 વિશ્વાસી થયેલાઓમાંના ઘણાં આવ્યાં, અને પોતાનાં કૃત્યો કબૂલ કરીને કહી બતાવ્યાં.
\v 19 ઘણા જાદુગરોએ પોતાના પુસ્તકો ભેગાં કરીને સર્વના દેખતાં બાળી નાખ્યાં; તેઓની કિંમત ગણી જોતાં તે પચીસ હજાર રૂપિયા જેટલી થઇ.
\v 20 એ રીતે પ્રભુની વાત પરાક્રમથી ફેલાઈ અને પ્રબળ થઈ.
\s5
\v 21 એ બનાવ પછી પાઉલે મકદોનિયા તથા અખાયામાં થઈને મનમાં યરૂશાલેમ જવાનો નિશ્ચય કરીને કહ્યું કે, 'ત્યાં ગયા પછી રોમમાં પણ મારે જવું જોઈએ.'
\v 22 તેણે પોતાને સહાય કરનારાઓમાંના બેને એટલે તિમોથી તથા એરાસ્તસને મકદોનિયામાં મોકલ્યા, અને પોતે કેટલાક દિવસ આસિયામાં રહ્યો.
\s5
\v 23 તે અરસામાં એ માર્ગ વિષે ઘણી ચળવળ ઊભી થઈ.
\v 24 દેમેત્રિયસ નામે એક સોની હતો, જે અર્તેમિસના રૂપાના દેવસ્થાનો બનાવીને કારીગરોને ઘણું કામ અપાવતો હતો,
\v 25 તેણે તેઓને તથા એના જેવા બીજા કારીગરોને એકઠા કરીને કહ્યું કે, 'ભાઈઓ, તમે જાણો છો કે આ ધંધાથી આપણને ઘણી કમાણી થાય છે.
\s5
\v 26 અને તમે જુઓ છો અને સાંભળો છો તેમ, એકલા એફેસસમાં નહિ, પણ લગભગ આખા આસિયામાં, કે જે હાથથી બનાવેલા છે તે દેવો નથી, એવું સમજાવીને પાઉલે બહુ લોકોના મન ફેરવી નાખ્યા છે;
\v 27 તેથી આપણો આ વ્યવસાય વખોડવામાં આવે એવો ભય છે, એટલું જ નહિ, પણ આર્તેમિસ મહાદેવી જેને આખો આસિયા તથા જગત પૂજે છે, તેનું મંદિર તુચ્છ ગણાવાનો અને તેનો મહિમા નષ્ટ થવાનો સંભવ છે.
\s5
\v 28 એ સાંભળીને તેઓ ક્રોધે ભરાયા, અને બૂમ પાડીને કહેવા લાગ્યા કે, 'એફેસીઓની આર્તેમિસની જય!'
\v 29 આખા શહેરમાં એ ગડબડાટ પ્રસરી ગયો. ત્યારે તેઓ મકદોનિયાના ગાયસ તથા આરીસ્તાર્ખસ, જેઓ મુસાફરીમાં પાઉલના સાથીઓ હતા, તેઓને પકડીને બધા ભેગા મળીને શલ્યખંડમાં દોડી ગયા.
\s5
\v 30 જયારે પાઉલે લોકોની ભીડની અંદર જવા ઇચ્છા કરી, ત્યારે શિષ્યોએ તેને જવા દીધો નહિ.
\v 31 આસિયાના મુખ્ય અધિકારીઓમાંના કેટલાક તેના મિત્ર હતા, તેઓએ પણ તેને કહેવડાવ્યું 'તારે શલ્યખંડમાં જવાનું સાહસ કરવું નહિ.
\v 32 તે વેળાએ કેટલાક આમ બૂમ પાડતા, અને બીજા કેટલાક તેમ બૂમ પાડતા હતા, કેમકે સભામાં ગડબડ થઇ રહી હતી, અને પોતે શા માટે ભેગા થયા છે, એ તેઓમાંના કેટલાક જાણતા પણ ન હતા.
\s5
\v 33 તેઓ [યહૂદીઓ] એલેકઝાન્ડરને ભીડમાંથી બહાર ખેંચી કાઢીને તેને આગળ ધકેલતા હતા ત્યારે એલેકઝાન્ડર હાથે ઇશારો કરીને લોકોને પ્રત્યુત્તર આપવા ચાહતો હતો.
\v 34 પણ તે યહૂદી છે, એ તેઓએ જાણ્યું, ત્યારે તેઓ સર્વએ આશરે બે કલાક સુધી એકસામટા અવાજે બૂમ પાડી કે, 'એફેસીઓની આર્તેમિસની જય!'
\s5
\v 35 ત્યારે શહેરના નગરશેઠે લોકોને શાંત કરીને કહ્યું કે, 'ઓ એફેસસના લોકો, કોણ નથી જાણતું કે એફેસીઓનું શહેર આર્તેમિસ મહાદેવીને તથા ઝૂસ પાસેથી પડેલી મૂર્તિને પૂજનારું છે?
\v 36 એ વાતોની વિરુધ્ધ કોઇથી બોલી શકાય એમ નથી, માટે તમારે શાંત રહેવું જોઈએ, અને કંઈ અયોગ્ય કૃત્ય કરવું નહિ.
\v 37 કેમકે તમે આ માણસોને અહીં લાવ્યા છો, તેઓ મંદિરોને લૂંટનારા નથી, આપણા દેવીની નિંદા કરનારા પણ નથી.
\s5
\v 38 માટે જો દેમેત્રિયસને તથા તેના સાથેના સાથી કારીગરોને કોઈના પર કશી ફરિયાદ કરવી હોય તો અદાલત ખુલ્લી છે, અને અધિકારીઓ પણ છે, માટે તેઓ એકબીજાની સામે ફરિયાદ કરી શકે.
\v 39 પણ જો કોઈ બીજી બાબતો વિષે તમે ન્યાય માંગતા હો, તો કાયદેસર નીમેલી સભામાં તેનો નિર્ણય કરવામાં આવશે.
\v 40 કેમકે આજે કારણ વિના હંગામો થયો તે વિષે આપણી સામે ફરિયાદ થવાનો ખરેખર સંભવ છે; અને તેના સંબંધમાં આ ભીડ થયાનો ખુલાસો આપણે આપી શકવાના નથી.
\v 41 તેણે એ વાતો કહીને સભાને સમાપ્ત કરી.
\s5
\c 20
\cl અધ્યાય-૨૦
\p
\v 1 હંગામો બંધ થયા પછી પાઉલે શિષ્યોને બોલાવીને તેઓને બોધ કર્યો, અને તેમની વિદાય લઈને મકદોનિયા જવા સારુ નીકળ્યો.
\v 2 તે પ્રાંતોમાં ફરીને, લોકોને ઘણો ઉપદેશ આપ્યા પછી તે ગ્રીસ દેશમાં આવ્યો.
\v 3 તે ત્યાં ત્રણ મહિના રહયો, પછી સિરિયા જવા સારુ જળમાર્ગે ઊપડવાની તૈયારીમાં હતો, ત્યારે યહૂદીઓએ તેની વિરુદ્ધ કાવતરું રચ્યું, માટે તેણે મકદોનિયામાં થઈને પાછા જવાનો નિર્ણય કર્યો.
\s5
\v 4 પુર્હસનો [દીકરો] બેરિયાનો સોપાતર; થેસ્સાલોનિકીઓમાંના આરીસ્તાર્ખસ; સેકુંદસ; દેર્બેનો ગાયસ, તિમોથી; આસિયાના તુખીકસ તથા ત્રોફિમસ; તેઓ તેની સાથે આસિયા સુધી ગયા.
\v 5 તેઓ આગળ જઈને ત્રોઆસમાં અમારી રાહ જોતા હતા.
\v 6 બેખમીર રોટલીના દિવસ પછી અમે વહાણમાં બેસીને ફિલિપીથી નીકળ્યા, અને પાંચ દિવસમાં તેઓની પાસે ત્રોઆસ પહોંચ્યા, અને સાત દિવસ ત્યાં રહ્યા.
\s5
\v 7 અઠવાડિયાને પહેલે દિવસે અમે પ્રભુ ભોજન માટે એકઠા થયા હતા, ત્યારે પાઉલે, પોતે બીજે દિવસે અહીંથી જવાનો હોવાથી, [શિષ્યોને] ઉપદેશ આપ્યો, મધરાત સુધી પોતાનો ઉપદેશ ચાલુ રાખ્યો.
\v 8 જે મેડી પર અમે એકઠા થયા હતા ત્યાં ઘણા દીવા [પ્રકાશતા] હતા.
\s5
\v 9 બારીમાં બેઠેલો યુતુખસ નામે એક જુવાન ભરઊંઘમાં ઘેરાઈ ગયો હતો, પાઉલ વધારે વાર સુધી ઉપદેશ કરતો હતો માટે ઊંઘમાં ગરકાવ થયેલો હોવાથી તે [યુતુખસ] ત્રીજા માળેથી નીચે પડ્યો, અને મરણ પામ્યો.
\v 10 ત્યારે પાઉલે નીચે ઉતરીને તેને બાથમાં લઈને કહ્યું કે, 'ગભરાઓ નહિ, કેમકે તે જીવતો છે.'
\s5
\v 11 અને તેણે ઉપર આવીને રોટલી ભાંગીને ખાધી અને પ્રભુ ભોજન લીધું અને તેઓની સાથે ઘણા સમય સુધી, એટલે છેક સવાર થતાં સુધી, સંદેશો આપ્યો, ત્યાર પછી પાઉલ વિદાય થયો.
\v 12 તેઓ તે જુવાનને જીવતો લાવ્યા, તેથી ઘણો આનંદ પામ્યા.
\s5
\v 13 પણ અમે આગળ જઈને વહાણમાં બેસીને આસોસ જવાને ઊપડી ગયા, ત્યાંથી પાઉલને વહાણમાં લેવાનો અમારો ઇરાદો હતો, કેમકે ત્યાંથી પગરસ્તે આવવા ધારીને તેણે એ વ્યવસ્થા કરી હતી.
\v 14 આસોસમાં તે અમને મળ્યો, ત્યારે અમે તેને વહાણમાં લઈને મિતુલેનેમાં આવ્યા.
\s5
\v 15 ત્યાંથી હંકારીને બીજે દિવસે ખીઓસ પાસે પહોંચ્યા, અને બીજે દિવસે સામોસ પહોંચ્યા, પછીના દિવસે, [ત્રોગુલિયામાં થોડુંક થોભ્યા પછી] અમે મિલેતસમાં આવ્યા.
\v 16 કેમકે આસિયામાં વખત પસાર કરવો ન પડે તે માટે પાઉલે એફેસસને બાજુ પર મૂકીને હંકારી જવાનું નક્કી કર્યું હતું, કેમકે તે એ માટે ઉતાવળ કરતો હતો કે જો બની શકે તો પચાસમાંના પર્વને દિવસે પોતે યરૂશાલેમમાં હાજર થાય.
\s5
\v 17 પછી તેણે મિલેતસથી એફેસસમાં [સંદેશો] મોકલીને મંડળીના વડીલોને પોતાની પાસે બોલાવ્યા.
\v 18 તેઓ તેની પાસે આવ્યા ત્યારે તેણે તેઓને કહ્યું કે, આસિયામાં મેં પગ મૂક્યો તે દિવસથી માંડીને એ બધો વખત હું તમારી સાથે રહીને કેવી રીતે વર્ત્યો છું.
\v 19 મનની પૂરી નમ્રતાથી, તથા આંસુઓ સહિત, જે સંતાપ યહૂદીઓના કાવતરાથી મારા પર આવી પડયા તે સહન કરીને હું પ્રભુની સેવા કરતો હતો; એ તમારી જાણ બહાર નથી.
\v 20 જે કોઈ વચન લાભકારક હોય તે તમને જણાવવામાં હું અચકાયો નથી, પણ જાહેરમાં તથા ઘેરેઘેર તમને ઉપદેશ કર્યો;
\v 21 ઈશ્વર સમક્ષ પસ્તાવો કરવો, તથા આપણા પ્રભુ ઇસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખવો, એવી સાક્ષી મેં યહૂદીઓને તથા ગ્રીકોને આપી.
\s5
\v 22 હવે જુઓ, હું પવિત્ર આત્માના બંધનમાં યરૂશાલેમ જાઉં છું, ત્યાં મારા પર શું શું વીતશે એ હું જાણતો નથી;
\v 23 માત્ર એટલું જ હું [જાણું છું] કે, દરેક શહેરમાં પવિત્ર આત્મા મને ખાસ જણાવે છે કે તારે માટે બંધનો તથા સંકટો રાહ જુએ છે.
\v 24 પણ હું મારો જીવ વહાલો ગણીને તેની કંઈ પણ દરકાર કરતો નથી એ માટે કે મારી દોડ અને ઈશ્વરની કૃપાની સુવાર્તાની સાક્ષી આપવાની જે સેવા પ્રભુ ઈસુ તરફથી મને મળી છે તે હું પૂરી કરું.
\s5
\v 25 હવે જુઓ, હું જાણું છું કે, તમે સર્વ જેઓમાં હું ઈશ્વરનું રાજ્ય પ્રગટ કરતો ફર્યો છું, તેઓ [માંનો કોઈ પણ] મારું મુખ ફરી જોશે નહિ.
\v 26 તે સારુ આજે હું તમને સાક્ષી આપું છું કે સર્વ માણસના લોહી વિષે હું નિર્દોષ છું.
\v 27 કેમકે ઈશ્વરની પૂરી ઇચ્છા તમને જણાવવાને મેં ઢીલ કરી નથી.
\s5
\v 28 તમે પોતા સંબંધી તથા જે ટોળા ઉપર પવિત્ર આત્માએ તમને અધ્યક્ષો ઠરાવ્યા છે તે સર્વ સબંધી સાવધ રહો, એટલે કે ઈશ્વરનો જે વિશ્વાસી સમુદાય જે તેમણે પોતાના લોહીથી ખરીદ્યો છે, તેનું તમે પાલન કરો.
\v 29 હું જાણું છું કે, મારા ગયા પછી ટોળા પર દયા નહિ કરે એવા ક્રૂર વરુઓ તમારામાં દાખલ થશે;
\v 30 તમારા પોતાનામાંથી પણ કેટલાએક માણસો ઊભા થશે. અને શિષ્યોને પોતાની પાછળ ખેંચી લઇ જવા માટે વિપરીત વાતો કહેશે.
\s5
\v 31 માટે જાગતા રહો, અને યાદ રાખો કે ત્રણ વર્ષ સુધી રાત દિવસ આંસુઓ પાડીને દરેકને ઉપદેશ આપવાનું હું ચૂક્યો નથી.
\v 32 હવે હું તમને ઈશ્વરને તથા ઈશ્વરની કૃપાની વાત જે તમને સંસ્થાપન કરવાને તથા સર્વ પવિત્ર થયેલાઓમાં તમને વારસો આપવાને સમર્થ છે, તેને સોંપું છું.
\s5
\v 33 મેં કોઈના રૂપાનો સોનાનો કે વસ્ત્રનો લોભ કર્યો નથી.
\v 34 તમે પોતે જાણો છો કે મને તથા મારા સાથીઓને જે જોઈતું હતું તે મેં આ હાથોએ પૂરું પાડ્યું છે.
\v 35 મેં બધી બાબતો તમને કરી બતાવી છે કે, કેવી રીતે ઉદ્યોગ કરીને તમારે નબળાઓને સહાય કરવી જોઈએ, અને પ્રભુ ઈસુનું વચન જે તેમણે પોતે કહ્યું, તેને યાદ રાખવું કે, "પામવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે".
\s5
\v 36 એ પ્રમાણે વાત કર્યા પછી તેણે ઘૂંટણે પડીને તે સર્વની સાથે પ્રાર્થના કરી.
\v 37 તેઓ સર્વ બહુ રડ્યા, અને પાઉલને ભેટીને તેઓએ તેને ચુંબન કર્યું.
\v 38 તમે મારું મુખ ફરી જોશો નહિ એ જે વાત તેણે કહી હતી તેથી તેઓ વધારે ઉદાસ થયા. તેથી તેઓ પાઉલને વિદાય આપવાને વહાણ સુધી ગયા.
\s5
\c 21
\cl અધ્યાય-૨૧
\p
\v 1 એમ થયું કે, અમે તેઓનાથી જુદા થયા પછી વહાણ હંકારીને સીધે રસ્તે કોસ આવ્યા, અને બીજે દિવસે રોડેસ પછી ત્યાંથી પાતરા આવ્યા.
\v 2 ફિનીકિયા જનાર એક વહાણ મળ્યું તેથી અમે તેમાં બેસીને રવાના થયા.
\s5
\v 3 પછી સાયપ્રસ [ટાપુ] નજરે પડ્યો, એટલે તેને ડાબી તરફ મૂકીને અમે સિરિયા ગયા, અને તૂર ઊતર્યા; કેમકે ત્યાં વહાણનો માલ ઉતારવાનો હતો.
\v 4 અમને શિષ્યો મળી આવ્યા. તેથી અમે સાત દિવસ ત્યાં રહ્યા; તેઓએ પવિત્ર આત્મા [ની પ્રેરણા] થી પાઉલને કહ્યું કે, 'તારે યરૂશાલેમમાં પગ મૂકવો નહિ.'
\s5
\v 5 તે દિવસો પૂરા થયા પછી એમ થયું કે અમે નીકળીને આગળ ચાલ્યા, ત્યારે તેઓ સર્વ, સ્ત્રીછોકરાં સહિત, શહેરની બહાર સુધી અમને વિદાય આપવાને આવ્યા; અમે સમુદ્રકાંઠે ઘૂંટણે પાડીને પ્રાર્થના કરી,
\v 6 એકબીજાને ભેટીને અમે વહાણમાં બેઠા, અને તેઓ પાછા ઘેર ગયાં.
\s5
\v 7 પછી અમે તૂરથી સફર પૂરી કરીને ટાલેમાઈસ આવી પહોંચ્યા; ભાઈઓને ભેટીને એક દિવસ તેઓની સાથે રહ્યા.
\v 8 બીજે દિવસે અમે [ત્યાંથી] નીકળીને કાઈસારિયામાં આવ્યા, સુવાર્તિક ફિલિપ જે સાત [સેવકો] માંનો એક હતો તેને ઘેર જઈને તેની સાથે રહ્યા.
\v 9 આ માણસને ચાર કુંવારી દીકરીઓ હતી, તેઓ પ્રબોધિકાઓ હતી.
\s5
\v 10 અમે ત્યાં ઘણા દિવસ રહ્યા, એટલામાં આગાબસ નામે એક પ્રબોધક યહૂદિયાથી આવ્યો.
\v 11 તેણે અમારી પાસે આવીને પાઉલનો કમરબંધ લીધો, અને પોતાના હાથ પગ બાંધીને કહ્યું કે, 'પવિત્ર આત્મા એમ કહે છે કે, 'જે માણસનો આ કમરબંધ છે તેને યરૂશાલેમમાંના યહૂદીઓ આવી રીતે બાંધીને બિનયહૂદીઓના હાથમાં સોંપશે.'
\s5
\v 12 અમે એ સાંભળ્યું, ત્યારે અમે તથા ત્યાંના લોકોએ પણ તેને યરૂશાલેમ ન જવાની વિનંતી કરી.
\v 13 ત્યારે પાઉલે ઉત્તર દીધો કે, તમે શા માટે રડો છો, અને મારું દિલ દુ:ખવો છો? હું તો એકલો બંધાવાને નહિ, પણ પ્રભુ ઈસુના નામને સારુ યરૂશાલેમમાં મરવાને પણ તૈયાર છું.
\v 14 જયારે તેણે માન્યું નહિ, ત્યારે 'પ્રભુની ઇચ્છા પ્રમાણે થાઓ,' એવું કહીને અમે શાંત રહ્યા.
\s5
\v 15 તે દિવસો પછી અમે અમારો સામાન લઇને યરૂશાલેમ ગયા.
\v 16 શિષ્યોમાંના કેટલાક કાઈસારિયામાંથી અમારી સાથે આવ્યા, અને સાયપ્રસના મનાસોન નામના એક જૂના શિષ્યના ઘેર, જ્યાં અમારે રોકવાનું હતું, તેને ત્યાં તેઓએ અમને પહોંચાડ્યા.
\s5
\v 17 અમે યરૂશાલેમ આવ્યા ત્યારે ભાઈઓએ આનંદથી અમારો આવકાર કર્યો.
\v 18 બીજે દિવસે પાઉલ અમારી સાથે યાકૂબને ઘેર ગયો, અને સઘળા વડીલો ત્યાં હાજર હતા.
\v 19 તેણે તેઓને ભેટીને ઈશ્વરે તેની સેવા વડે બિનયહૂદીઓમાં જે કામ કરાવ્યા હતા તે વિષે વિગતવાર કહી સંભળાવ્યું.
\s5
\v 20 તેઓએ તે સાંભળીને ઈશ્વરની સ્તુતિ કરતા કહ્યું કે, ભાઈ, યહૂદીઓમાંના હજારો વિશ્વાસીઓ થયા છે, એ તુ જુએ છે; અને તેઓ સર્વ ચુસ્ત રીતે નિયમશાસ્ત્રને પાળે છે.
\v 21 તેઓએ તારા વિષે સાંભળ્યું છે કે, તું મૂસાના નિયમશાસ્ત્રનો તથા યહૂદી રીતરિવાજોનો વિરોધી છે. બિનયહૂદીઓમાં વસતા યહૂદી વિશ્વાસીઓના છોકરાઓની સુન્નત કરાવવી નહિ, પૂર્વજોના રીતરિવાજ પ્રમાણે ચાલવું નહિ, એવું તું શીખવે છે.
\s5
\v 22 તો હવે શું કરવું? તું આવ્યો છે એ વિષે લોકોને ચોક્કસ ખબર પડશે જ.
\v 23 માટે અમે તને કહીએ તેમ કર; અમારામાંના ચાર માણસોએ શપથ લીધેલ છે;
\v 24 તેઓને લઈને તેઓની સાથે તું પણ પોતાને શુદ્ધ કર, અને તેઓને સારુ ખર્ચ કર, કે તેઓ પોતાના માથાં મૂંડાવે; એટલે સઘળા જાણશે કે, તારા વિષે જે તેઓએ સાંભળ્યું છે તેમાં કંઈ સાચું નથી, પરતું તું પોતે પણ નિયમશાસ્ત્ર પાળીને તે પ્રમાણે ચાલે છે.
\s5
\v 25 પણ બિનયહૂદી વિશ્વાસીઓ સંબંધી અમે ઠરાવીને લખી મોકલ્યું છે કે, તેઓ મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, ગૂંગળાવીને મારેલાથી, તથા વ્યભિચારથી દૂર રહે.'
\v 26 ત્યારે પાઉલ બીજે દિવસે તે માણસોને લઈને તેઓની સાથે શુદ્ધ થઈને ભક્તીસ્થાનમાં ગયો. અને એવું જાહેર કર્યું કે તેઓમાંના દરેકને સારુ અર્પણ ચઢાવવામાં આવશે ત્યારે જ શુધ્ધીકરણના દિવસો પૂરા થશે.
\s5
\v 27 તે સાત દિવસ પૂરા થવા આવ્યા ત્યારે આસિયાના યહૂદીઓએ તેને ભક્તીસ્થાનમાં જોઇને સર્વ લોકોને ઉશ્કેરીને તેના પર હાથ નાખીને તેને પકડી લીધો;
\v 28 તેઓએ બૂમ પાડી કે, 'હે ઇઝરાયલી માણસો, સહાય કરો: જે માણસ સર્વ જગ્યાએ લોકોની તથા નિયમશાસ્ત્રની તથા આ જગ્યાની વિરુદ્ધ સર્વને શીખવે છે તે આ છે; વળી તેણે ગ્રીકોને પણ ભક્તિસ્થાનમાં લાવીને આ પવિત્ર જગ્યાને અશુદ્ધ કરી છે.
\v 29 [કેમકે તેઓએ એફેસસના ત્રોફીમસને તેની સાથે શહેરમાં પહેલાં જોયો હતો, પાઉલ તેને ભક્તિસ્થાનમાં લાવ્યો હશે એવું તેઓએ માન્યું.]
\s5
\v 30 ત્યારે આખા શહેરમાં ધમાલ મચી ગઈ, લોકો દોડીને એકઠા થઇ ગયા, અને તેઓએ પાઉલને પકડીને ભક્તિસ્થાનમાંથી બહાર કાઢી મૂક્યો, અને તરત બારણાં બંધ કરવામાં આવ્યાં.
\v 31 તેઓ તેને મારી નાખવાની તૈયારીમાં હતા એટલામાં પલટણના આગેવાનને સમાચાર મળ્યા કે, આખા યરૂશાલેમમાં હુલ્લડ મચી રહ્યું છે.
\s5
\v 32 ત્યારે સિપાઈઓને તથા સૂબેદારોને સાથે લઈને તે તેઓ પાસે દોડી આવ્યો, અને તેઓએ સરદારને તથા સિપાઈઓને જોયા ત્યારે પાઉલને મારવાનું બંધ કર્યું.
\v 33 ત્યારે સરદારે પાસે આવીને તેને પકડીને બે સાંકળથી બાંધવાની આજ્ઞા આપી; અને પૂછ્યું કે, 'એ કોણ છે, અને એણે શું કર્યું છે?'
\s5
\v 34 ત્યારે લોકોમાંના કેટલાકે એક વાત કરી અને કેટલાકે બીજી વાત કરી, તેથી ગડબડના કારણથી તે ચોક્કસ જાણી શક્યો નહિ, ત્યારે તેણે તેને કિલ્લામાં લઇ જવાની આજ્ઞા આપી.
\v 35 પાઉલ પગથિયાં પર ચઢયો ત્યારે એમ થયું કે, લોકોના ધસારાને લીધે સિપાઈઓને તેને ઊચકી લઇ જવો પડ્યો;
\v 36 કેમકે લોકોની ભીડ તેઓની પાછળ ને પાછળ ચાલીને બૂમ પાડતી હતી કે, 'તેને મારી નાખો.'
\s5
\v 37 તેઓ પાઉલને કિલ્લામાં લઇ જતા હતા, એટલામાં તેણે સરદારને કહ્યું કે, 'મને તારી સાથે બોલવાની રજા છે?' ત્યારે તેણે કહ્યું કે, શું તું ગ્રીક ભાષા જાણે છે?
\v 38 મિસરીએ કેટલાક સમય ઉપર ચાર હજાર ખૂનીઓને ઉશ્કેરીને બળવો કરાવ્યો અને તેઓનો [આગેવાન થઈને] તેઓને બહાર અરણ્યમાં લઈ ગયો તે શું તું નથી?'
\s5
\v 39 પણ પાઉલે કહ્યું કે, 'હું કિલીકિયાના તાર્સસનો યહૂદી છું, હું કંઈ અપ્રસિદ્ધ શહેરનો વતની નથી; હું તને વિનંતી કરું છું કે, લોકોની આગળ મને બોલવાની રજા આપ.'
\v 40 તેણે તેને રજા આપી, ત્યારે પાઉલે પગથિયાં પર ઊભા રહીને લોકોને હાથે ઈશારો કર્યો, તેઓ બધા એકદમ શાંત થઇ ગયા, ત્યારે તેણે હિબ્રૂ ભાષામાં બોલતાં કહ્યું કે:
\s5
\c 22
\cl અધ્યાય-૨૨
\p
\v 1 'ભાઈઓ તથા વડીલો, હવે હું મારા બચાવમાં જે પ્રત્યુતર તમને આપું છે તે સાંભળો.'
\v 2 તેને હિબ્રૂ ભાષામાં બોલતો સાંભળીને તેઓએ વધારે શાંતિ જાળવી; ત્યારે પાઉલે કહ્યું કે,
\s5
\v 3 'હું યહૂદી માણસ છું, કિલીકિયાના તાર્સસમાં જન્મેલો, પણ આ શહેરના ગમાલીએલના ચરણમાં ઊછરેલો, આપણા પૂર્વજોના નિયમ પ્રમાણે ચુસ્ત રીતે શીખેલો, અને અત્યારે તમે સર્વ જેવા ઈશ્વર વિષે ઉત્સાહી છો તેવો હું પણ હતો.
\v 4 વળી હું આ માર્ગના પુરુષોને તેમજ સ્ત્રીઓને બાંધીને જેલમાં નાખીને તેઓને મરણ પામતા સુધી સતાવતો હતો.
\v 5 પ્રમુખ યાજક તથા આખો વડીલ વર્ગ [એ વિષે] મારા સાક્ષી છે; વળી એમની પાસેથી ભાઈઓ ઉપર પત્ર લઈને હું દમસ્કસ જવા નીકળ્યો, એ માટે કે જેઓ ત્યાં હતા તેઓને પણ બાંધીને શિક્ષા કરવા સારુ યરૂશાલેમમાં લાવું.
\s5
\v 6 હું ચાલતાં ચાલતાં દમસ્કસ પાસે પહોંચ્યો, ત્યારે એમ થયું કે લગભગ મધ્યાહને મારી આસપાસ આકાશથી એકાએક મોટો પ્રકાશ ચમક્યો.
\v 7 ત્યારે હું જમીન પર પડી ગયો, અને મારી સાથે બોલતી હોય એવી એક વાણી મેં સાંભળી કે, શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે?
\v 8 ત્યારે મેં ઉત્તર આપ્યો કે, પ્રભુ, તમે કોણ છો? તેમણે મને કહ્યું કે, 'હું ઇસુ નાઝારી છું, જેને તું સતાવે છે.'
\s5
\v 9 મારી સાથે જે હતા તેઓએ તે પ્રકાશ જોયો તો ખરો, પણ મારી સાથે બોલનારની વાણી તેઓએ સાંભળી નહી.
\v 10 ત્યારે મેં કહ્યું કે, પ્રભુ હું શું કરું? 'પ્રભુએ મને કહ્યું કે, ઊઠીને દમસ્કસમાં જા, જે સઘળું તારે કરવાનું નિયત કરાયેલું છે તે વિષે ત્યાં તને કહેવામાં આવશે.
\v 11 તે પ્રકાશના તેજના કારણથી હું જોઈ શક્યો નહિ, માટે મારા સાથીઓના હાથ પકડીને હું દમસ્કસમાં આવ્યો.
\s5
\v 12 અનાન્યા નામે એક માણસ નિયમશાસ્ત્રને આધારે ચાલનારો ઈશ્વરભક્ત હતો, જેના વિષે ત્યાં રહેનારા સઘળા યહૂદીઓ સારું બોલતા હતા.
\v 13 તે મારી પાસે આવ્યો, તેણે મારી બાજુમાં ઊભા રહીને મને કહ્યું કે, 'ભાઈ શાઉલ, તું દેખતો થા.' અને તે જ ઘડીએ દેખતો થઈને મેં તેને જોયો.
\s5
\v 14 પછી તેણે કહ્યું કે, 'આપણા પૂર્વજોના ઈશ્વરે તેમની સેવા માટે તને પસંદ કર્યો છે કે, તું તેમની ઇચ્છા જાણે, તે ન્યાયીને જુએ અને તેમના મુખની વાણી સાંભળે.
\v 15 કેમકે જે તેં જોયું છે, અને સાંભળ્યું છે, તે વિષે સર્વ લોકોની આગળ તું તેમનો સાક્ષી થશે.
\v 16 હવે તું કેમ ઢીલ કરે છે? ઊઠ અને તેમના નામની પ્રાર્થના કરીને બાપ્તિસ્મા લે, તારાં પાપોની ક્ષમા પામ.
\s5
\v 17 પછી એમ થયું કે હું યરૂશાલેમમાં પાછો આવ્યો અને ભક્તિસ્થાનમાં પ્રાર્થના કરતો હતો, એવામાં મૂર્છાગત થઇ ગયો,
\v 18 [પ્રભુએ] મને દર્શન દઈને કહ્યું કે, 'ઉતાવળ કર, અને યરૂશાલેમથી વહેલો નીકળ, કેમકે મારા વિષે તારી સાક્ષી તેઓ માનશે નહિ.'
\s5
\v 19 ત્યારે મેં કહ્યું કે, 'પ્રભુ, તેઓ પોતે જાણે છે કે તારા પર વિશ્વાસ કરનારાઓને હું જેલમાં નાખતો હતો, દરેક ભક્તિસ્થાનમાં તેઓને મારતો હતો;
\v 20 તમારા સાક્ષી સ્તેફનનું લોહી વહેવડાવવામાં આવ્યું ત્યારે હું પણ પાસે ઊભો હતો, અને તે કામમાં રાજી હતો, તેને મારી નાખનારાઓના વસ્ત્રો હું સાચવતો હતો.'
\v 21 ત્યારે તેમણે મને કહ્યું કે, 'તું ચાલ્યો જા, કેમકે હું તને અહીથી દૂર બીનયહૂદીઓની પાસે મોકલી દઈશ.'
\s5
\v 22 તેઓએ તેની વાત સાંભળી, પછી બૂમ પાડીને કહ્યું કે, 'એવા માણસને પૃથ્વી પરથી દૂર કરો, કેમકે એ જીવવા યોગ્ય નથી.
\v 23 તેઓ બૂમ પાડતા, તથા પોતાના ઝભ્ભા ઉછાળતા, તથા પવનમાં ધૂળ ઉડાવતા હતા;
\v 24 ત્યારે સરદારે તેને કિલ્લામાં લાવવાની આજ્ઞા કરી, તેઓએ કયા કારણ માટે તેની સામે એવી બૂમ પાડી,તે જાણવા સારુ તેને કોરડા મારીને તપાસ કરવાનું ફરમાવ્યું.
\s5
\v 25 તેઓએ તેને ચામડાના દોરડાથી બાંધ્યો, ત્યારે પાઉલે પાસે ઊભેલા સૂબેદારને કહ્યું કે, 'જે માણસ રોમન છે, તથા ગુનેગાર ઠરાવવામાં આવ્યો નથી, તેને તમારે કોરડા મારવા શું કાયદેસર છે?'
\v 26 સૂબેદારે તે સાંભળ્યું એટલે તેણે જઈને સરદારને જણાવીને કહ્યું કે, 'તું શું કરવા માગે છે? એ માણસ તો રોમન છે.'
\s5
\v 27 ત્યારે સરદારે આવીને તેને કહ્યું કે, 'મને કહે, તું શું રોમન છે?' પાઉલે કહ્યું, 'હા.'
\v 28 ત્યારે સરદારે ઉત્તર દીધો કે, 'મોટી રકમ ચૂકવીને આ નાગરિકતાનો હક મેં ખરીદ્યો છે. પણ પાઉલે કહ્યું કે, 'હું તો જન્મથી જ [નાગરિક] છું.'
\v 29 ત્યારે જેઓ તેની તપાસ કરવાને તૈયાર હતા, તેઓ તરત તેને મૂકીને ચાલ્યા ગયા; અને તે રોમન છે, એ જાણ્યાથી તથા પોતે તેને બંધાવ્યો હતો તેથી સરદાર પણ ડરી ગયો.
\s5
\v 30 યહૂદીઓ શા કારણથી તેના પર દોષ મૂકે છે એ નિશ્ચે જાણવા ચાહીને તેણે બીજે દિવસે તેનાં બંધનો છોડ્યાં; મુખ્ય યાજકોને તથા તેઓની આખી ન્યાયસભાને હાજર થવાને આજ્ઞા આપી, પછી તેણે પાઉલને લાવીને તેઓની આગળ ઊભો રાખ્યો.
\s5
\c 23
\cl અધ્યાય-૨૩
\p
\v 1 ત્યારે પાઉલે ન્યાયસભાની સામે એકનજરે જોઇ રહીને કહ્યું કે, ભાઈઓ, 'હું આજ સુધી ઈશ્વર સમક્ષ શુદ્ધ અંતઃકરણથી વર્ત્યો છું.'
\v 2 ત્યારે અનાન્યા પ્રમુખ યાજકે તેની પાસે ઊભા રહેનારાઓને તેના મુખ ઉપર [તમાચો] મારવાની આજ્ઞા કરી.
\v 3 ત્યારે પાઉલે તેને કહ્યું કે, 'ઓ ધોળેલી ભીંત, ઈશ્વર તને મારશે; તું નિયમશાસ્ત્ર પ્રમાણે મારો ન્યાય કરવા બેઠેલો છતાં નિયમશાસ્ત્ર વિરુદ્ધ મને મારવાની આજ્ઞા કરે છે શું?'
\s5
\v 4 પાસે ઊભા રહેનારાઓએ કહ્યું કે, 'શું તું ઈશ્વરના પ્રમુખ યાજકની નિંદા કરે છે?'
\v 5 ત્યારે પાઉલે કહ્યું કે, ભાઈઓ, એ પ્રમુખ યાજક છે, તે હું જાણતો ન હતો, કેમ કે એમ લખ્યું છે કે, તારા લોકોના અધિકારીનું તારે ખોટું બોલવું નહિ.
\s5
\v 6 પછી પાઉલે જોયું કે એક ભાગ સાદૂકીઓનો, અને બીજો ફરીશીઓનો છે, ત્યારે તેણે સભામાં બૂમ પાડી કે, 'ઓ ભાઈઓ, હું ફરોશી છું ને મારા પૂર્વજો ફરોશી હતા, મરણ પામેલાઓના પુનરુત્થાન સબંધી આશા બાબત વિષે મારો ન્યાય કરવામાં આવે છે.'
\v 7 તેણે એવું કહ્યું, ત્યારે ફરોશીઓ તથા સાદૂકીઓની વચ્ચે તકરાર ઊભી થઇ, અને સભામાં પક્ષ પડયા.
\v 8 કેમકે સાદૂકીઓ કહે છે કે, 'પુનરુત્થાન નથી, દૂત કે આત્મા પણ નથી; પણ ફરોશીઓ એ બન્ને વાત માન્ય કરે છે.
\s5
\v 9 ત્યારે મોટી ગડબડ ઊભી થઇ; ફરોશીઓના પક્ષના કેટલાક શાસ્ત્રીઓ ઊઠ્યા, અને રકઝક કરતાં કહેવા લાગ્યા કે, 'આ માણસમાં અમે કોઈ પણ અપરાધ જોતા નથી; કદાચને [પવિત્ર] આત્માએ અથવા [પ્રભુના] દૂતે તેને કંઈ કહ્યું હોય પણ તેથી શું?'
\v 10 તકરાર વધી પડી, ત્યારે તેઓ પાઉલના કત્લેઆમ કરશે, એવો ભય લાગ્યાથી સરદારે સિપાઈઓને આજ્ઞા કરી કે, 'જઈને જબરદસ્તીથી તેને તેઓ મધ્યેથી ખેંચી લાવીને કિલ્લામાં લાવો.'
\s5
\v 11 તે જ રાત્રે પ્રભુએ તેની પાસે ઊભા રહીને કહ્યું કે, 'હિંમત રાખ; કેમકે જેમ મારે વિષે તેં યરૂશાલેમમાં સાક્ષી આપી છે, તેમ રોમમાં પણ તારે સાક્ષી આપવી પડશે.'
\s5
\v 12 દિવસ ઊગ્યા પછી યહૂદીઓએ સંપ કર્યો, અને સોગનથી પ્રતિજ્ઞા કરી કે, 'પાઉલને મારી નાખીએ ત્યાં સુધી આપણે અન્નજળ લેવું નહિ.'
\v 13 આ સંપ કરનારા ચાલીસથી વધારે હતા.
\s5
\v 14 તેઓએ મુખ્ય યાજક તથા વડીલોની પાસે જઈને કહ્યું કે, 'અમે ગંભીર સોગનથી બંધાયા છીએ કે, પાઉલને મારી નાખીએ નહિ ત્યાં સુધી અમે મુખમાં કશું પણ મુકીશું નહિ.
\v 15 માટે જાણે કે તેની બાબતે તમારે વધારે ઝીણવટથી તપાસ કરવી હોય [એવા બહાને] સભા સુદ્ધાં તમે સરદારને એવી સૂચના આપો કે, તે તેને તમારી પાસે રજૂ કરે, તે પહોંચે ત્યાર પહેલાં અમે તેને મારી નાખવાને તૈયાર છીએ.'
\s5
\v 16 પણ પાઉલના ભાણેજે તેઓના સંતાઈ રહેવા વિષે સાંભળ્યું, ત્યારે તેણે કિલ્લામાં જઈને પાઉલને ખબર આપી.
\v 17 ત્યારે પાઉલે સૂબેદારોમાંના એકને પોતાની પાસે બોલાવીને કહ્યું કે, 'આ જુવાનને સરદારની પાસે લઇ જા; કેમકે એ તેને કંઈ કહેવા માગે છે.'
\s5
\v 18 ત્યારે તેણે સરદારની પાસે તેને લઇ જઈને કહ્યું કે, 'પાઉલ બંદીવાને મને પોતાની પાસે બોલાવીને વિનંતી કરી કે, આ જુવાનને સરદારની પાસે લઇ જા, કેમકે એ તેને કંઈ કહેવા માગે છે.'
\v 19 ત્યારે સરદાર તેનો હાથ પકડીને તેને એકાંતમાં લઇ ગયો, અને ખાનગી રીતે પૂછ્યું કે, 'તારે મને શું કહેવાનું છે?'
\s5
\v 20 તેણે કહ્યું કે, 'યહૂદીઓએ તારી પાસે વિનંતી કરવાનો સંપ કર્યો છે કે, જાણે કે તું પાઉલ સંબંધી વધારે ઝીણવટથી તપાસ કરવા માગતો હોય એ હેતુથી તું આવતી કાલે તેને ન્યાયસભામાં લઇ આવે.
\v 21 એ માટે તું તેઓનું કહેવું માનીશ નહિ, કેમકે તેઓમાંના ચાળીસથી વધારે માણસ તારે સારુ સંતાઈ રહ્યા છે, તેઓ એવા સોગનથી બંધાયા છે કે, તને મારી નાખીએ નહિ ત્યાં સુધી અમે અન્નજળ લઈશું નહિ; હમણાં તેઓ તૈયાર છે અને તારા નિર્ણયની રાહ જુએ છે.
\s5
\v 22 ત્યારે સરદારે તે જુવાનને એવી તાકીદ આપીને વિદાય કર્યો કે, તેં આ વાતની ખબર મને આપ્યા વિષે કોઈને કહીશ નહિ.
\v 23 પછી તેણે સૂબેદારોમાંના બેને પોતાની પાસે બોલાવીને કહ્યું કે, 'બસો સિપાઈઓને, તથા સિત્તેર સવારોને તથા બસો બરછીવાળાને, રાત્રે નવ વાગે કાઈસરિયા સુધી જવાને તૈયાર રાખો;
\v 24 અને પાઉલને માટે જાનવર તૈયાર રાખો કે તેને તે પર બેસાડીને હાકેમ ફેલીક્સ પાસે સહીસલામત પહોંચાડવામાં આવે.'
\s5
\v 25 તેણે નીચે પ્રમાણે પત્ર લખ્યો કે,
\v 26 'નેક નામદાર ફેલીકસ રાજ્યપાલને ક્લોડિયસ લુકિયસની સલામ.
\v 27 આ માણસને યહૂદીઓએ પકડ્યો હતો ને તેઓ એને મારી નાખવાના હતા, ત્યારે એ રોમન છે એમ સાંભળીને હું સિપાઈઓ સાથે લઈને ત્યાં ગયો અને તેને છોડાવી લાવ્યો.
\s5
\v 28 તેઓ તેના પર શા કારણથી દોષ મૂકે છે એ જાણવા સારુ હું તેઓની ન્યાયસભામાં તેને લઇ ગયો.
\v 29 ત્યારે મને માલૂમ પડ્યું કે, તેઓના નિયમશાસ્ત્રની બાબતો સંબંધી તેઓ તેના પર દોષ મૂકે છે, પણ મોતની અથવા કેદની સજા થાય એવો દોષ તેઓ તેના પર મૂકતા નથી.
\v 30 જયારે મને ખબર મળી કે એ માણસની વિરુદ્ધ કાવતરું રચાવાનું છે, તેજ વેળાએ મેં તેને તરત તમારી પાસે મોકલ્યો, અને ફરિયાદીઓને પણ આજ્ઞા કરી કે, તેની વિરુદ્ધ તેઓને [જે કહેવું હોય તે] તેઓ તમારી આગળ કહે.'
\s5
\v 31 ત્યારે સિપાઈઓ તેમને મળેલી આજ્ઞા પ્રમાણે પાઉલને લઈને રાતોરાત આંતિપાત્રસમાં આવ્યા.
\v 32 પણ બીજે દિવસે સવારોને તેની સાથે જવા સારુ મૂકીને તેઓ કિલ્લામાં પાછા આવ્યા.
\v 33 તેઓ કાઈસારિયા પહોંચ્યા પછી રાજ્યપાલને પત્ર આપ્યો, પાઉલને પણ તેની સમક્ષ ઊભો કર્યો.
\s5
\v 34 તેણે તે પત્ર વાંચીને પૂછ્યું કે, 'એ કયા પ્રાંતનો છે?' જયારે તેને માલુમ પડ્યું કે, તે કિલીકિયાનો છે,
\v 35 ત્યારે તેણે કહ્યું કે ફરિયાદીઓ આવ્યા પછી હું તારા મુકદ્દમાની તપાસ કરીશ;' પછી તેણે એવી આજ્ઞા આપી કે, તેને હેરોદના દરબારમાં ચોકી પહેરામાં રાખવામાં આવે.'
\s5
\c 24
\cl અધ્યાય-૨૪
\p
\v 1 પાંચ દિવસ પછી અનાન્યા પ્રમુખ યાજક, કેટલાક વડીલોને તથા તર્તુલસ નામે એક વકીલને સાથે લઈને આવ્યો, તેઓએ રાજ્યપાલની સમક્ષ પાઉલની વિરુદ્ધ ફરિયાદ રજૂ કરી.
\v 2 પાઉલને બોલાવવામાં આવ્યો ત્યારે તર્તુલસે નીચે દર્શાવ્યા પ્રમાણે બોલીને તેના વિરુદ્ધ આરોપ મુકવાનુ શરૂ કરતા કહ્યું કે, 'ઓ નેકનામદાર ફેલીકસ, આપનાથી અમે બહુ સુખશાંતિ પામીએ છીએ, આપની સમજદારીથી આ પ્રજાના લાભમાં અનર્થો દૂર કરવામાં આવે છે,
\v 3 તેથી અમે સર્વ પ્રકારે આપના ખૂબ આભારી છીએ.
\s5
\v 4 પણ હું આપને વધારે તસ્દી ન આપું માટે હું વિનંતી કરું છું કે, કૃપા કરીને અમારી થોડી વાતો સાંભળો.
\v 5 કે આ માણસ પીડાકારક તથા આખા જગતના સર્વ યહૂદીઓમાં હંગામો પેદા કરનાર તથા ઇસુ નાઝારી પંથનો આગેવાન હોવાનું અમને માલૂમ પડયું છે.
\v 6 તેણે ભક્તિસ્થાનને પણ અશુદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે અમે તેની ધરપકડ કરી; [[અને અમે અમારા શાસ્ત્ર પ્રમાણે તેનો ન્યાય કરવા માગતા હતા.
\s5
\v 7 પણ લુકિયસ સરદાર આવીને બહુ બળજબરી કરીને અમારા હાથમાંથી તેને છોડાવી લઈ ગયા.
\v 8 તેના પર ફરિયાદ કરનારાઓને આપની પાસે આવવાની આજ્ઞા કરી. એની તપાસ આપ પોતે કરશો, જે સઘળા વિશે અમે એના પર દોષ મૂકીએ છીએ તે સર્વથી આપ વાકેફ થશો.
\v 9 યહૂદીઓએ પણ ફરિયાદમાં સામેલ થઈને કહ્યું કે, એ વાતો એ પ્રમાણે જ છે.
\s5
\v 10 પછી રાજ્યપાલે પાઉલને બોલવાનો ઇશારો કર્યો, ત્યારે તેણે ઉત્તર આપ્યો કે, 'ઘણાં વર્ષોથી તમે આ દેશના ન્યાયાધીશ છો, એ જાણીને હું ખુશીથી પોતાના બચાવમાં પ્રત્યુત્તર આપું છું.
\v 11 કેમકે [તપાસ કરવાથી] આપને માલૂમ પડશે કે ભજન કરવા સારુ યરૂશાલેમમાં જવાને મને બાર કરતાં વધારે દિવસ થયા નથી.
\v 12 ભક્તિસ્થાનોમાં, સભાસ્થાનોમાં કે શહેરમાં કોઈની સાથે વાદવિવાદ કરતો, અથવા લોકોમાં હંગામો ઉઠાવતો તેઓએ મને જોયો નથી.
\v 13 મારા પર જે આરોપો તેઓ હમણાં મૂકે છે તેની સાબિતી તેઓ આપની આગળ કરી શકતા નથી.
\s5
\v 14 પણ આપની આગળ હું આટલું કબૂલ કરું છું કે, જે માર્ગને તેઓ દુર્મતે કહે છે તે પ્રમાણે હું અમારા પૂર્વજોના ઈશ્વરની ભક્તિ કરું છું, જે વચનો નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકોના પુસ્તકમાં લખેલી છે તે સર્વ હું માનું છું.
\v 15 હું ઈશ્વર વિષે એવી આશા રાખું છું, જેમ તેઓ પોતે પણ રાખે છે, કે ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરુત્થાન થશે.
\v 16 વળી હું એવો પ્રયત્ન કરું છું કે, ઈશ્વરની તથા માણસોની પ્રત્યે હું સદા નિર્દોષ અંતઃકરણ રાખું.
\s5
\v 17 હવે ઘણા વર્ષ પછી હું પોતાના લોકને દાન આપવાને અને અર્પણ કરવાને આવ્યો.
\v 18 તે દરમ્યાન તેઓએ મને ભક્તિસ્થાનમાં શુદ્ધ થયેલો જોયો, ત્યાં ભીડ કે તોફાન થયું નહોતું; પણ આસિયાના કેટલાક યહૂદીઓ [ત્યાં હતા],
\v 19 જો મારી વિરુદ્ધમાં તેઓને કંઈ કહેવાનું હોત, તો તેઓ અહીં આપની પાસે આવીને આરોપો મૂકવા જોઈતા હતા.
\s5
\v 20 હવે આ માણસો પોતે કહી બતાવે કે, હું ન્યાયસભાની આગળ ઊભો હતો ત્યારે મારામાં તેઓને કયો ગુનો માલૂમ પડ્યો હતો?
\v 21 એટલું તો ખરું કે, તેઓની મધ્યે ઊભા રહીને મેં આ એક વચન કહ્યું કે, મૂએલાઓના પુનરુત્થાન વિષે તમારી રૂબરૂ આજે મારો ન્યાય કરવામાં આવે છે.'
\s5
\v 22 પણ ફેલીકસને તે માર્ગ વિષે વધારે ચોક્કસ જ્ઞાન હતું, માટે તેણે મુકાદમાને મુલતવી રાખીને તેઓને કહ્યું કે લુકિયસ સરદાર આવશે ત્યારે હું તમારા કામનો નિર્ણય કરીશ.
\v 23 તેણે સૂબેદારને આજ્ઞા કરી કે, તેને જાપતામાં રાખવો પણ તેને છૂટ આપવી, અને તેના મિત્રોમાંના કોઈને તેની સેવા કરવાની મના કરવી નહિ.
\s5
\v 24 પણ કેટલાક દિવસ પછી ફેલીકસ પોતાની પત્ની દ્રુસિલા, કે જે યહૂદી હતી, તેની સાથે આવ્યો, અને તેણે પાઉલને બોલાવીને ખ્રિસ્ત પરના વિશ્વાસ વિષે વચન સાંભળ્યું.
\v 25 પાઉલ સદાચાર, સંયમ તથા આવનાર ન્યાયકાળ વિષે સમજાવતો હતો, ત્યારે ફેલીકસે ભયભીત થઈને ઉત્તર આપ્યો કે, 'હમણાં તો તું જા, મને અનુકૂળ પપ્રસંગ મળશે ત્યારે હું તને મારી પાસે બોલાવીશ.'
\s5
\v 26 તે એવી પણ આશા રાખતો હતો કે, પાઉલ મને પૈસા [લાંચ] આપશે; એ સારુ તે તેને ઘણી વાર બોલાવીને તેની સાથે વાતચીત કરતો હતો.
\v 27 પણ બે વર્ષ પછી ફેલીક્સની જગ્યાએ પોર્કિયસ ફેસ્તસ આવ્યો, યહૂદીઓને પ્રસન્ન કરવાની ઇચ્છાથી ફેલીકસ પાઉલને બંધનમાં મૂકી ગયો.
\s5
\c 25
\cl અધ્યાય-૨૫
\p
\v 1 ફેસ્તસ પોતાના પ્રાંતમાં આવીને ત્રણ દિવસ પછી કાઈસારિયાથી યારૂશાલેમ ગયો.
\v 2 ત્યારે મુખ્ય યાજકોએ તથા યહૂદીઓમાંના મુખ્ય માણસોએ પાઉલની વિરુદ્ધ ફરિયાદ કરી.
\v 3 તેઓએ પાઉલની વિરૂદ્ધમાં તેને એવી વિનંતિ કરી કે, 'તેને યરૂશાલેમ તેડાવી મંગાવ,' [એવા હેતુથી] કે તેઓ માણસોને સંતાડી રાખી માર્ગમાં તેને મારી નંખાવે.
\s5
\v 4 પણ ફેસ્તસે ઉત્તર આપ્યો કે, 'પાઉલને કાઈસારિયામાં જ પહેરામાં રાખેલો છે, અને હું પોતે ત્યાં થોડા દિવસોમાં જવાનો છું.
\v 5 માટે તમારામાંના જેની પાસે દોષ મૂકવાનું કારણ હોય તેઓ મારી સાથે આવીને એ માણસનો જો કંઈ દોષ હોય તો તેના પર આરોપ મૂકે એમ તેણે કહ્યું.
\s5
\v 6 તેઓ સાથે આઠ દસ દિવસથી વધારે ન રહેતાં તે કાઈસારિયા ગયો, બીજે દિવસે ન્યાયાસન પર બેસીને તેણે પાઉલને પોતાની સમક્ષ લાવવાની આજ્ઞા કરી.
\v 7 તે હાજર થયો ત્યારે યરૂશાલેમથી આવેલા યહૂદીઓ તેની આસપાસ ઊભા રહીને તેના પર ઘણા ભારે આરોપ મૂકવા લાગ્યા, પણ તેઓ તે સાબિત કરી શક્યા નહિ.
\v 8 ત્યારે પાઉલે પોતાના બચાવમાં કહ્યું કે, 'યહૂદીઓના નિયમશાસ્ત્ર અથવા ભક્તિસ્થાનમાં અથવા કાઈસારની વિરુદ્ધ મેં કોઈ વિરોદ્ધ કર્યો નથી.
\s5
\v 9 પણ ફેસ્તસે યહૂદીઓને ખુશ કરવાની ઇચ્છાથી પાઉલને ઉત્તર આપ્યો કે, 'શું તું યરૂશાલેમમાં જઈને ત્યાં એ બાબતો વિષે મારી આગળ પોતાનો ન્યાય કરાવવાને રાજી છે?'
\v 10 પણ પાઉલે કહ્યું કે, કાઈસારિયાના ન્યાયાસન આગળ હું ઊભો છું, ત્યાં મારો ન્યાય થવો જોઈએ; મેં યહૂદીઓનું કંઈ ખરાબ કર્યું નથી, તે આપ પણ સારી રીતે જાણો છો.
\s5
\v 11 જો હું ગુનેગાર હોઉં, અને મરણદંડને યોગ્ય મેં કંઈ કર્યું હોય, તો હું મરવાને ના નથી પાડતો, પણ જે વિષે તેઓ મારા પર આરોપ મૂકે છે તેમાંની જો એકે વાત સાચી ન હોય તો તેઓના હાથમાં કોઈ મને સોંપી શકતો નથી. હું કાઈસારની પાસે દાદ માંગુ છું.'
\v 12 ત્યારે ફેસ્તસે ન્યાયસભાની સલાહ લઈને ઉત્તર આપ્યો કે, 'તેં કાઈસાર પાસે દાદ માગી છે; તો તારે કાઈસારની પાસે જવું પડશે.
\s5
\v 13 કેટલાક દિવસ પસાર થયા પછી આગ્રીપા રાજા તથા બેરનીકે કાઈસારિયા આવ્યાં. અને ફેસ્તસની મુલાકાત લીધી.
\v 14 તેઓ ઘણા દિવસ ત્યાં રહ્યા પછી ફેસ્તસે પાઉલ સબંધીની વાત રાજાને જાહેર કરતાં કહ્યું કે, ફેલીકસ એક બંદીવાન માણસને મૂકી ગયો છે;
\v 15 જયારે હું યરૂશાલેમમાં હતો ત્યારે મુખ્ય યાજકોએ તથા યહૂદીઓના વડીલોએ તેના પર ફરિયાદ કરીને તેની વિરુદ્ધ તેને ગુનેગાર ઠરાવવાની માગણી કરી.
\v 16 મેં તેઓને ઉત્તર આપ્યો કે, કોઈ પણ તહોમતદારને ફરિયાદીઓની રૂબરૂ તહોમત વિષે પોતાના બચાવમાં પ્રત્યુત્તર આપવાની તક ન મળે ત્યાં સુધી તેને [મારી નાખવાને] સોંપી દેવો એ રોમનોની રીત નથી.
\s5
\v 17 તે માટે તેઓ અહીં એકઠા થયા, ત્યારે વિલંબ કર્યા વિના બીજે દિવસે ન્યાયાસન પર બેસીને તે માણસને મારી રૂબરૂ લાવવાનો હુકમ મેં આપ્યો.
\v 18 ફરિયાદીઓએ ઊભા થઈને, હું ધારતો હતો તેવા કોઈ પણ દુષ્કૃત્યો વિષે તેના પર આરોપ મૂક્યા નહિ.
\v 19 પણ તેઓના પોતાના ધર્મ વિષે, તથા ઇસુ નામે કોઈ માણસ જે મરણ પામ્યા છે પણ જેના વિષે પાઉલ કહે છે કે તે જીવતા છે, તે વિષે તેની વિરુદ્ધ તેઓએ કેટલાક સવાલ ઉઠાવ્યા.
\v 20 એ બાબત વિષે કેવી રીતે તપાસ કરવી તેની સૂઝ મને ન પડવાથી મેં પૂછ્યું કે, શું તું યરૂશાલેમમાં જઈને ત્યાં આ બાબતો સબંધી પોતાનો ન્યાય કરાવવા ઇચ્છે છે?
\s5
\v 21 પણ પાઉલે તેના મુકાદમા અંગે કાઈસાર પાસે દાદ માગી છે. તેથી મેં હુકમ કર્યો કે 'કૈસરની પાસે હું તેને મોકલું ત્યાં સુધી તેને જેલમાં રાખવો.'
\v 22 ત્યારે આગ્રીપાએ ફેસ્તસને કહ્યું કે, 'એ માણસનું સાંભળવાની મારી પણ ઇચ્છા છે. ત્યારે તેણે કહ્યું કે, કાલે આપ તેને સાંભળી શકશો.'
\s5
\v 23 માટે બીજે દિવસે આગ્રીપા તથા બેરનીકે મોટા દબદબા સાથે દરબારમાં આવ્યાં, સરદારો તથા શહેરના મુખ્ય માણસો પણ દરબારમાં હાજર થયા, ફેસ્તસની આજ્ઞાથી તેઓએ પાઉલને ત્યાં રજૂ કર્યો.
\v 24 ત્યારે ફેસ્તસે કહ્યું કે, 'ઓ આગ્રીપા રાજા તથા હાજર થયેલા સર્વ ગૃહસ્થો, જે માણસ વિષે યહૂદીઓના આખા સમુદાયે યરૂશાલેમમાં તથા અહીં પણ મને વિનંતી કરી, અને બૂમ પાડી કે, તેને જીવતો રહેવા દેવો [યોગ્ય] નથી, તેને તમે જુઓ છો.
\s5
\v 25 પણ મને એવું માલૂમ પડ્યું કે તેણે મરણની શિક્ષાને યોગ્ય કંઈ નથી કર્યું, તેણે પોતે કાઈસાર પાસે દાદ માગી, તેથી મેં તેને [રોમ] મોકલી આપવાનો નિશ્ચય કર્યો છે.
\v 26 તેના વિષે એવી કંઈ ચોક્ક્સ વાત મારી પાસે નથી કે જે હું મારા અધિકારી પર લખું, માટે મેં તમારી આગળ, અને, ઓ આગ્રીપા રાજા, વિશેષે કરીને આપની આગળ, તેને રજૂ કર્યો છે, એ માટે કે તપાસ થયા પછી મને કંઈ લખી જણાવવાનું મળી આવે.
\v 27 કેમકે કેદીને મોકલવો, અને તેના પરના આરોપ ન દર્શાવવાં એ મને અયોગ્ય લાગે છે.'
\s5
\c 26
\cl અધ્યાય-૨૬
\p
\v 1 આગ્રીપાએ પાઉલને કહ્યું કે, તને તારી હકીકત જણાવવાની રજા છે; ત્યારે પાઉલે હાથ લંબાવીને પ્રત્યુત્તર આપ્યો કે
\v 2 ઓ આગ્રીપા રાજા, યહૂદીઓ જે સબંધી મારા પર આરોપ મૂકે છે, તે બધી બાબતો વિષે મારે આજે આપની આગળ પ્રત્યુત્તર આપવાનો છે તેથી હું પોતાને આશીર્વાદિત ગણું છું;
\v 3 વિશેષે કરીને જે રિવાજો તથા મતો યહૂદીઓમાં ચાલે છે, તે સર્વ વિષે તમે પરિચિત છો, માટે હું આપને વિનંતી કરું છું કે, ધીરજથી મારું સાંભળો.
\s5
\v 4 બાળપણથી લઈને જે વર્તન મારા પોતાના લોકમાં તથા યરૂશાલેમમાં હું કરતો આવ્યો છું, તે બધા યહૂદીઓ જાણે છે.
\v 5 જો તેઓ સાક્ષી આપવા માગે, તો તેઓ મારે વિષે પહેલાંથી જાણે છે કે અમારા ધર્મના સર્વથી ચુસ્ત પંથના નિયમ પ્રમાણે હું ફરોશી હતો.
\s5
\v 6 હવે ઈશ્વરે જે વચન અમારા પૂર્વજોને આપ્યું હતું તે [વચન] ની આશાને લીધે હું મારો ન્યાય કરાવવાને અહીં ઊભો છું;
\v 7 અમારાં બારે કુળો પણ [ઈશ્વરની] સેવા આતુરતાથી રાત દિવસ કરતાં તે [વચન]ની પૂર્ણતાની આશા રાખે છે; અન હે રાજા, એ જ આશાને લઈને યહૂદીઓ મારા પર આરોપ મૂકે છે!
\v 8 ઈશ્વર મરણ પામેલાઓને પાછાં ઉઠાડે, એ આપને કેમ અશક્ય લાગે છે?
\s5
\v 9 હું તો [પ્રથમ] મારા મનમાં એવું વિચારતો હતો કે, ઈસુ નાઝારીના નામની વિરુદ્ધ મારે ઘણું કરવું જોઈએ.
\v 10 મેં યરૂશાલેમમાં પણ તેમ જ કર્યું; મુખ્ય યાજકોથી અધિકાર પ્રાપ્ત કરીને સંતોમાંના ઘણાને મેં જેલમાં પુરાવ્યા, અને તેઓને મારી નખાતા હતા ત્યારે મેં તેઓની વિરુદ્ધ મત આપ્યો.
\v 11 સર્વ ભક્તિસ્થાનોમાં મેં ઘણી વાર તેઓને શિક્ષા કરીને તેઓની પાસે દુર્ભાષણ કરાવવા પ્રયત્ન કર્યા; તેઓ પર અત્યંત ક્રોધાયમાન થઈને પરદેશી શહેરોમાં જઈને પણ તેઓને સતાવ્યા.
\s5
\v 12 એ કામ માટે મુખ્ય યાજકો પાસેથી અધિકાર તથા પરવાનો મેળવીને હું દમસ્કસ જતો હતો.
\v 13 ત્યારે, હે રાજા, બપોરના સમયે માર્ગમાં સૂર્યના તેજ કરતા વધારે પ્રકાશિત એવો પ્રકાશ આકાશથી મારી તથા મારી સાથે ચાલનારાઓની આસપાસ ચમકતો મેં જોયો.
\v 14 ત્યારે અમે બધા જમીન પર પડી ગયા, પછી એક વાણી મેં સાંભળી, તેણે હિબ્રૂ ભાષામાં મને કહ્યું કે, 'શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે?' આરને લાત મારવી તને કઠણ છે.
\s5
\v 15 ત્યારે મેં કહ્યું કે, 'પ્રભુ, તમે કોણ છો?' અને પ્રભુએ કહ્યું કે, હું ઈસુ છું, જેને તું સતાવે છે.'
\v 16 પણ ઊઠ, ઊભો થા, કેમકે હું તને મારો સેવક ઠરાવું, અને મારા વિષે જે જે તે જોયું છે તથા જે દર્શન હું હવે પછી તને આપીશ, તે વિષે તને સાક્ષી ઠરાવું, એ હેતુથી મેં તને દર્શન આપ્યું છે.
\v 17 આ લોકો તથા બિનયહૂદીઓ કે જેઓની પાસે હું તને મોકલું છું તેઓથી હૂ તારું રક્ષણ કરીશ,
\v 18 કે તું તેઓની આંખો ખોલે, તેઓને અંધકારમાંથી અજવાળામાં તથા શેતાનના અધિકાર નીચેથી ઈશ્વરની તરફ ફેરવે, એ સારું કે તેઓ પાપની માફી તથા જેઓ મારા પરના વિશ્વાસથી પવિત્ર થયા છે, તેઓમાં વારસો પામે.'
\s5
\v 19 તે માટે, ઓ આગ્રીપા રાજા, એ આકાશી દર્શનને હું આધીન થયો.
\v 20 પણ પહેલાં દમસ્કસના, યરૂશાલેમના, તથા યહૂદિયાના બધા પ્રાંતોના લોકોને તથા બીનયહુદીઓને પણ ઉપદેશ આપ્યો કે તમે પસ્તાવો કરીને તથા ઈશ્વરની તરફ ફરીને પસ્તાવો કરનારને શોભે એવાં સુકૃત્યો કરો.
\v 21 એ કારણ માટે યહૂદીઓએ ભક્તિસ્થાનમાં મને પકડીને મારી નાખવાની કોશિશ કરી.
\s5
\v 22 પરંતુ ઈશ્વરના સામર્થ્યથી હું આજ સુધી ટકી રહ્યો છું, અને નાના મોટાને સાક્ષી આપું છું, પ્રબોધકો તથા મૂસા જે જે બનવાની બીનાઓ વિષે બોલ્યા હતા તે સિવાય હું બીજું કંઈ કહેતો નથી;
\v 23 એટલે કે ખ્રિસ્ત [મરણની] વેદના સહે અને તે પ્રથમ મરણમાંથી પાછા ઊઠ્યાથી લોકોને તથા બિનયહૂદીઓને પ્રકાશ આપે.
\s5
\v 24 પાઉલ આ પ્રમાણે પ્રત્યુત્તર આપતો હતો, ત્યારે ફેસ્તસે મોટે અવાજે કહ્યું કે, 'પાઉલ તું પાગલ છે, પુષ્કળ જ્ઞાનને કારણે તુ પાગલ થઈ ગયો છે.'
\v 25 પણ પાઉલે કહ્યું કે, 'ઓ નેકનામદાર ફેસ્તસ, હું પાગલ નથી, પણ સત્યની તથા જ્ઞાનની વાતો કહું છું.
\v 26 કેમકે આ રાજા કે જેમની આગળ પણ હું મુક્ત રીતે બોલું છું તે એ વિષે જાણે છે, કેમકે મને ખાતરી છે કે તેઓમાની કોઈ વાત તેમનાથી ગુપ્ત નથી; કારણ કે એમાનું કશું ખૂણામાં બન્યું નથી.
\s5
\v 27 હે આગ્રીપા રાજા, 'શું આપ પ્રબોધકો [ની વાતો] પર વિશ્વાસ કરો છો?' હા, હું જાણું છું કે આપ વિશ્વાસ કરો છો.'
\v 28 ત્યારે આગ્રીપાએ પાઉલને કહ્યું કે, 'તું તો થોડા જ પ્રયાસથી તું મને ઈસુનો શિષ્ય બનાવવા માગે છે.'
\v 29 પાઉલે કહ્યું કે, 'ઈશ્વર કરે કે ગમે તો થોડા પ્રયાસથી કે વધારેથી, એકલા આપ જ નહિ પણ જેઓ આજ મારું સાંભળે છે તેઓ સર્વ પણ આ બેડીઓ સિવાય, મારા જેવો થાય.'
\s5
\v 30 પછી રાજા, રાજ્યપાલ, બેરનીકે તથા તેઓની સાથે બેઠેલા સર્વ ઊઠ્યાં;
\v 31 તેઓએ એકાંતમાં જઈને પરસ્પર વાત કરી કે, 'એ માણસે મરણની શિક્ષા અથવા કેદની સજાને યોગ્ય કંઈ જ ગુનો કર્યો નથી.'
\v 32 ત્યારે આગ્રીપાએ ફેસ્તસને કહ્યું કે, 'જો એ માણસે કાઈસારની પાસે દાદ માગી ન હોત તો એને છોડી દેવામાં આવત.'
\s5
\c 27
\cl અધ્યાય-૨૭
\p
\v 1 અમોને જળમાર્ગે ઇટાલી લઈ જવામાં આવે એવું નક્કી કરાયા પછી તેઓએ પાઉલને તથા બીજા કેટલાએક કેદીઓને બાદશાહી પલટણના જુલિયસ નામના સૂબેદારને સોંપ્યા.
\v 2 અદ્રમુત્તિયાનું એક વહાણ જે આસિયાના કિનારા પરના બંદરોએ જવાનું હતું તેમાં બેસીને અમે સફર શરુ કરી; મકદોનિયાના થેસ્સાલોનિકાનો આરિસ્તાર્ખસ અમારી સાથે હતો.
\s5
\v 3 બીજે દિવસે અમે સિદોનના બંદરે પહોંચ્યા, અને જુલિયસે પાઉલ પર મહેરબાની રાખીને તેને તેના મિત્રોને ઘેર જઈને આરામ કરવાની પરવાનગી આપી.
\v 4 ત્યાંથી નીકળ્યા પછી પવન સામો હોવાને લીધે અમે સાયપ્રસની બાજુએ રહીને હંકારી ગયા;
\v 5 અને કિલીકિયા તથા પામ્ફૂલિયાની પાસેનો સમુદ્ર વટાવીને અમે લૂકિયોના મૂરા [બંદરે] પહોંચ્યા.
\v 6 ત્યાં સૂબેદારને ઇટાલી તરફ જનારું આલેકઝાંન્ડ્રીયાનું એક વહાણ મળ્યું; તેમાં તેણે અમને બેસાડ્યા.
\s5
\v 7 પણ અમે ઘણા દિવસ સુધી ધીમે ધીમે વહાણ હંકારીને કનિદસની સામા મુશ્કેલીથી પહોંચ્યા, ત્યાર પછી પવનને લીધે આગળ જવાયું નહિ, માટે અમે સાલ્મોનની આગળ ક્રીતની બાજુએ રહીને હંકાર્યું.
\v 8 મુશ્કેલીથી તેને કિનારે કિનારે હંકારીને સુંદર બંદર નામની જગ્યાએ આવ્યા; તેની પાસે લાસીયા શહેર છે.
\s5
\v 9 સમય ઘણો થઇ ગયો હોવાથી, હવે સફર કરવી એ જોખમી હતું. ઉપવાસ [નો દિવસ] વીતી ગયો હતો, ત્યારે પાઉલે તેઓને સાવધ કરતા કહ્યું કે,
\v 10 'ઓ ભાઈઓ, મને માલૂમ પડે છે કે, આ સફરમાં એકલા સામાનને તથા વહાણને જ નહિ, પણ આપણા જીવનું પણ જોખમ છે; અને ઘણું નુકસાન થઇ શકે તેમ છે.
\v 11 પણ પાઉલે જે કહ્યું, તે કરતા કપ્તાન તથા વહાણના માલિકના કહેવા પર સૂબેદારે વધારે ભરોસો રાખ્યો.
\s5
\v 12 વળી શિયાળો પસાર કરવા સારુ તે બંદર સગવડ ભરેલું નહોતું, માટે ઘણાને એ સલાહ આપી કે, આપણે અહીંથી નીકળીએ, કોઈ પણ રીતે ફેનિક્સ પહોંચીને ત્યાં શિયાળો ગાળીએ; ત્યાં ક્રીતનું બંદર છે, ઇશાન તથા અગ્નિકોણની સામે તેનું મુખ છે.
\v 13 દક્ષિણ દિશાથી મંદ પવન વાવા લાગ્યો, ત્યારે અમારી ઇચ્છા પ્રમાણે થશે એમ સમજીને લંગર ઉપાડીને ક્રીતને કિનારે કિનારે હંકાર્યું.
\s5
\v 14 પણ થોડી વાર પછી તે તરફથી યુરાકુલોન નામનો તોફાની પવન ફુંકાયો.
\v 15 વહાણ તેમાં એવું સપડાયું કે પવનની સામે ટકી શક્યું નહિ, ત્યારે અમે તેને ઘસડાવા દીધું.
\v 16 કૌદા નામના એક નાના બંદરની બાજુમાં થઈને અમે પસાર થયા, ત્યારે મછવાને [જીવનરક્ષક હોડીઓ]માં બચાવી લેવામાં ઘણી મુસીબત પડી;
\s5
\v 17 તેને ઉપર તાણી લીધા પછી તેઓએ વહાણની નીચે બચાવના બંધ બાંધ્યા, અને સીર્તસ આગળ અથડાઈ પડવાની બીકથી સઢ છોડી નાખ્યાં, અને વહાણ સાથે અમે તણાવા લાગ્યા.
\v 18 અમને બહું તોફાન નડવાથી બીજે દિવસે તેઓએ માલ બહાર નાખવા માંડ્યો;
\s5
\v 19 ત્રીજે દિવસે તેઓએ પોતાને હાથે વહાણનો સામાન નાખી દીધો.
\v 20 ઘણા દિવસ સુધી સૂર્ય તથા તારાઓ દેખાયા નહિ, તોફાન સતત ચાલતું રહ્યું, તેથી અમારા બચવાની કોઈ આશા રહી નહિ.
\s5
\v 21 કેટલાક દિવસ સુધી ખોરાક પાણી વિના ચલાવ્યા પછી પાઉલે તેઓની વચ્ચે ઊભા રહીને કહ્યું કે, 'ભાઈઓ, તમારે મારું માનવું જોઈતું હતું, ક્રિતથી નીકળીને આ હાનિ તથા નુકસાન વહોરી લેવાની જરૂર નહતી.
\v 22 પણ હવે હું તમને વિનંતી કરું છું કે, હિંમત રાખો, કેમકે તમારામાંથી કોઈના પણ જીવને નુકશાન નહિ થશે, એકલા વહાણને થશે.
\s5
\v 23 કેમકે જે ઈશ્વરનો હું છું, અને જેમની સેવા હું કરું છું તેમના દૂતે ગઈ રાત્રે મારી પાસે ઊભા રહીને કહ્યું કે,
\v 24 'પાઉલ, ડરીશ નહિ. કાઈસારની રૂબરૂ તારે ઊભા રહેવું પડશે, જો તારી સાથે સફર કરનારા સર્વને ઈશ્વરે તારી ખાતર બચાવ્યા છે.
\v 25 એ માટે, ભાઈઓ, હિંમત રાખો, કેમકે ઈશ્વર પર મારો ભરોસો છે કે, જેમ મને કહેવામાં આવ્યું છે તેમ જ થશે.
\v 26 તોપણ આપણને એક બેટ પર અથડાવું પડશે.
\s5
\v 27 ચૌદમી રાત આવી ત્યારે અમે આદ્રિયા[સમુદ્ર]માં આમતેમ ઘસડાતા હતા, અને આશરે મધરાતે ખલાસીઓને લાગ્યું કે અમે કોઈ એક દેશની નજદીક આવી પહોંચ્યા છીએ.
\v 28 તેઓએ પાણી માપવાની દોરી નાખી, ત્યારે વીસ મીટર [પાણી] માલૂમ પડ્યું અને થોડે આગળ ગયા પછી તેઓએ ફરીથી દોરી નાખી. ત્યારે પંદર મીટર[પાણી] માલૂમ પડ્યું.
\v 29 રખેને કદાચ અમે ખડક સાથે અથડાઈએ, એવી બીકથી તેઓ ડબૂસા[પાછળનાભાગ] પરથી ચાર લંગર નાખ્યાં, અને દિવસ ઊગવાની રાહ જોતા બેઠા રહ્યા.
\s5
\v 30 ખલાસીઓ વહાણમાંથી નાસી જવાનો લાગ શોધતા હતા, અને વહાણના અગલાભાગ પરથી લંગર નાખવાનો ડોળ કરીને તેઓએ સમુદ્રમાં મછવા [જીવનરક્ષક હોડીઓ] ઉતાર્યા.
\v 31 ત્યારે પાઉલે સૂબેદારોને તથા સિપાઈઓને કહ્યું કે, જો તેઓ વહાણમાં નહિ રહે તો તમે બચી શકવાના નથી.
\v 32 તેથી સિપાઈઓએ મછવાના દોરડાં કાપી નાખીને તેઓને જવા દીધા.
\s5
\v 33 દિવસ ઊગવાનો હતો એટલામાં પાઉલે સર્વને અન્ન ખાવાને વિનંતી કરીને કહ્યું કે, 'આજ ચૌદ દિવસ થયા રાહ જોતાં જોતાં તમે છેલ્લા ઘણા દિવસથી કંઈ ખાધું નથી.
\v 34 એ માટે હું તમને વિનંતી કરું છું કે, કંઇક ખોરાક લો, કેમકે એ તમારા રક્ષણને માટે છે; કારણ કે તમારામાંના કોઈના માથાનો એક પણ વાળ ખરવાનો નથી.'
\v 35 પાઉલે એવું કહીને રોટલી લીધી, અને તે સર્વની આગળ ઈશ્વરની સ્તુતિ કરી, અને તેને ભાંગીને ખાવા લાગ્યો.
\s5
\v 36 ત્યારે તેઓ સર્વને હિંમત આવી, અને તેઓએ પણ ભોજન કર્યું.
\v 37 વહાણમાં અમે સર્વ મળીને બસ્સો છોત્તેર {૨૭૬} માણસો હતા.
\v 38 બધા ખાઈને તૃપ્ત થયા પછી તેઓએ ઘઉં સમુદ્રમાં નાખી દઈને વહાણને હલકું કર્યું.
\s5
\v 39 દિવસ ઊગ્યો ત્યારે તેઓએ તે પ્રદેશ ઓળખ્યો નહિ, પણ [રેતીના] કાંઠાવાળી એક ખાડી દીઠી, અને વહાણને હંકારીને તે [કિનારા] પર પહોંચી શકાશે કે નહિ એ બાબતે તેઓ વિચારવા લાગ્યા.
\v 40 લંગરો છૂટાં કરીને સમુદ્રમાં રહેવા દીધાં, ને તેજ વખતે સુકાનના બંધ છોડીને આગલો સઢ પવન તરફ ચઢાવીને કિનારા તરફ જવા લાગ્યા.
\v 41 વહાણ સમુદ્રમાં રેતીના ઢગલા સાથે અથડાવાથી રેતીમાં ખૂંપી ગયું, અને વહાણનો આગળનો ભાગ રેતીમાં સજ્જડ ભરાઈ ગયો. અને ડબૂસો મોજાના મારથી ભાંગી જવા લાગ્યો.
\s5
\v 42 ત્યારે સિપાઈઓએ એવી સલાહ આપી કે તેઓ બંદીવાનોને મારી નાખે કે રખેને તેઓમાંથી કોઈ તરીને નાસી જાય.
\v 43 પણ સૂબેદારે પાઉલને બચાવવાના ઈરાદાથી તેઓને એ સલાહને અમલમાં મુકતા અટકાવ્યા, અને આજ્ઞા આપી કે, જેઓને તરતાં આવડતું હોય તેઓએ દરિયામાં ઝંપલાવીને પહેલાં કિનારે જવું;
\v 44 અને બાકીનામાંથી કેટલાકે પાટિયા પર તથા કેટલાકે વહાણના કંઇ બીજા સામાન પર ટેકીને કિનારે જવું. તેથી એમ થયું કે તેઓ સઘળા સહીસલામત કિનારા પર પહોંચ્યા.
\s5
\c 28
\cl અધ્યાય-૨૮
\p
\v 1 આ રીતે અમારો બચાવ થયા પછી અમે જાણ્યું કે તે ટાપુનું નામ માલ્ટા હતું.
\v 2 ત્યાંના વતનીઓએ અમારા પર ખૂબ પ્રેમ દર્શાવ્યો. કેમકે તે વખતે વરસાદ વરસતો હતો અને ઠંડી પડતી હતી તેથી અગ્નિ સળગાવીને તેઓએ અમ સર્વનો આવકાર કર્યો.
\s5
\v 3 પાઉલે થોડાંક લાકડાં એકઠાં કરીને અગ્નિમાં નાખ્યાં, ત્યારે ગરમીને લીધે એક સર્પ તેમાંથી નીકળીને તેને હાથે વીંટળાઈ ગયો.
\v 4 ત્યાંના વતનીઓએ તે સાપને તેના હાથ પર લટકતો જોઇને એક બીજાને કહ્યું કે, નિશ્ચે આ માણસ ખૂની છે, જો કે સમુદ્રમાંથી એ બચી ગયો છે ખરો, તોપણ ન્યાય એને જીવવા દેતો નથી.
\s5
\v 5 પણ તેણે તે સાપને અગ્નિમાં ઝાટકી નાખ્યો, અને તેને કંઈ ઇજા થઇ નહિ.
\v 6 પણ તેઓ ધારતા હતા કે, તેનો હાથ હમણાં સૂજી જશે, અથવા તે એકાએક પડીને મરી જશે, પણ ઘણી વાર રાહ જોયા પછી તેઓએ જોયું કે તેને કશું નુકસાન થયું નથી, ત્યારે તેઓએ વિચાર ફેરવીને કહ્યું કે, તે કોઈ દેવ છે.
\s5
\v 7 હવે તે ટાપુના પબ્લિયુસ નામના મુખ્ય માણસની જમીન તે જગ્યાની નજદીક હતી, તેણે અમારો ઉમળકાભેર આવકાર કરીને ત્રણ દિવસ સુધી મિત્રભાવથી અમારી પરોણાગત કરી.
\v 8 તે વેળાએ પબ્લિયુસના પિતાને તાવ આવ્યો હતો. અને મરડો થયો હતો, પાઉલ તેની પાસે અંદર ગયો, પછી પાઉલે પ્રાર્થના કરી, તેના પર પોતાના હાથ મૂકીને તેને સાજો કર્યો.
\v 9 આ બનાવ પછી ટાપુમાંના અન્ય રોગીઓ પણ આવ્યા અને તેઓને સજા કરાયા.
\v 10 વળી તેઓએ અમને ઘણું માન આપ્યું, અમે પ્રવાસ શરુ કર્યો ત્યારે અમારે માટે જરૂરી સામગ્રી તેઓએ વહાણમાં મૂકી.
\s5
\v 11 ત્રણ મહિના પછી એલેકઝાંન્ડ્રીયાનું એક વહાણ શિયાળો ગાળવાને તે ટાપુમાં રહ્યું હતું, તેની નિશાની દિયોસ્કુરી [અશ્વિનીકુમાર] હતી, તેમાં બેસીને અમે રવાના થયા.
\v 12 અમે સિરાકુસ બંદરે ત્રણ દિવસ સુધી રહ્યા.
\s5
\v 13 ત્યાંથી અમે વળાંક વળીને રેગિયમ આવ્યા, અને એક દિવસ પછી દક્ષિણનો પવન ફૂંકાવા લાગ્યો, જેથી અમે બીજે દિવસે પુત્તૈલી આવી પહોંચ્યા.
\v 14 ત્યાં અમને [વિશ્વાસી] ભાઈઓ મળ્યા, તેઓની સાથે સાત સુધી દિવસ રહેવાને તેઓએ અમને વિનંતી કરી; ત્યાર બાદ અમે રોમમાં આવ્યા.
\v 15 રોમમાના [વિશ્વાસી] ભાઈઓ અમારાં આગમન વિષે સાંભળીને ત્યાંથી આપ્પિયસ બજાર તથા 'ત્રણ ધર્મશાળા' નામના સ્થળો સુધી અમને સામેથી મળવા આવ્યા; પાઉલે તેઓને જોઇને ઈશ્વરની સ્તુતિ કરી અને હિંમત રાખી.
\s5
\v 16 અમે રોમમાં આવ્યા ત્યારે [સૂબેદારે બંદીવાનોને ચોકી કરનારા સરદારને સ્વાધીન કર્યા, પણ] પાઉલને તેના સાચવનાર સિપાઈની સાથે સ્વતંત્રતાથી રહેવાની પરવાનગી મળી.
\v 17 ત્રણ દિવસ પછી એમ થયું કે, [પાઉલે] યહૂદીઓના મુખ્ય [આગેવાનોને] બોલાવીને એકત્ર કર્યા અને તેઓને કહ્યું કે, "ભાઈઓ, મેં કોઈનું અહિત કે કોઈની વિરુધ્ધ કશું કર્યું નથી, અને આપણા પૂર્વજોના નીતિનિયમોનો ભંગ પણ કર્યો નથી. તોપણ યરૂશાલેમથી રોમન સરકારના હાથમાં મને બંદીવાન તરીકે સોંપવામાં આવેલો છે.
\v 18 મારી તપાસ કર્યા પછી તેઓ મને છોડી દેવા ઇચ્છતા હતા, કેમકે મને મોતની શિક્ષા થાય એવું કોઈ કારણ ન હતું.
\s5
\v 19 પણ યહૂદીઓએ વિરોધ કર્યો, ત્યારે કાઈસાર પાસે દાદ માગવાની મને ફરજ પડી; એમાં મારે પોતાના સ્વદેશીઓ[ભાઈઓ] પર કંઈ દોષ મૂકવાનો હતો એવું ન હતું.
\v 20 એ જ કારણ માટે મને મળીને મારી સાથે વાત કરવાની મેં આપને વિનંતી કરી, કેમકે ઇઝરાયલની આશા એટલે કે ખ્રિસ્તને લીધે મને આ સાંકળથી બાંધવામાં આવ્યો છે.
\s5
\v 21 ત્યારે તેઓએ તેને કહ્યું કે, યહૂદિયામાંથી અમને તારા વિષે કોઈ પત્રો મળ્યા નથી, તેમજ [અમારા] ભાઈઓમાંથી પણ કોઈએ અહીં આવીને તારા વિષે કંઈ ખરાબ જાહેર કર્યું અથવા કહ્યું નથી.
\v 22 પણ તું શું માને છે, તે તારી પાસેથી અમે સાંભળવા ચાહીએ છીએ, કેમકે લોકો સર્વ જગ્યાએ આ પંથના વિશ્વાસીઓ વિરુદ્ધ બોલે છે તે અમે જાણીએ છીએ.
\s5
\v 23 તેઓએ તેને સારુ એક દિવસ નિયત કર્યો તે દિવસે ઘણા લોકો તેની પાસે તેના ઉતારામાં આવ્યા; તેઓને પાઉલે સાબિતીઓ સાથે ઈશ્વરના રાજ્ય વિષેની સાક્ષી આપી, અને મોઝિસના નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો ઉપરથી ઇસુ વિષેની વાત સવારથી સાંજ સુધી તેઓને કહી અને સમજાવી.
\v 24 જે વાતો કહેવામાં આવી તે કેટલાકે માની, અને બાકીનાઓએ માની નહિ.
\s5
\v 25 તેઓ પરસ્પર એક મતના ન થયાથી ચાલ્યા ગયા, પણ તે પહેલાં તેઓને પાઉલે કહ્યું કે, પવિત્ર આત્માએ યશાયા પ્રબોધક મારફતે તમારા પૂર્વજોને સાચું જ કહ્યું હતું કે;
\v 26 તું એ લોકની પાસે જઈને કહે કે, તમે સાંભળ્યા કરશો પણ સમજશો નહિ, અને જોયા કરશો પણ તમને સૂઝશે નહિ.
\s5
\v 27 કેમ કે એ લોકોનાં મન જડ થઇ ગયાં છે, તેઓના કાન બહેર મારી ગયા છે, તેઓએ પોતાની આંખો બંધ કરેલી છે, કદાપિ તેઓને આંખે દેખાય, તેઓ કાને સાંભળે, મનથી સમજે અને ફરે અને હું તેઓને સાજા કરું.
\s5
\v 28 તેથી જાણજો કે, ઈશ્વરે બક્ષેલા આ ઉધ્ધાર બીનયહૂદીઓની પાસે મોકલવામાં આવ્યો છે, અને તેઓ તો તે સ્વીકારશે જ.'
\v 29 [પાઉલે એ વાતો કહી રહ્યા પછી યહૂદીઓ પરસ્પર ઉગ્ર વિવાદ કરતા ચાલ્યા ગયા.]
\s5
\v 30 [પાઉલ] પોતાના ભાડાના ઘરમાં બે વર્ષ સુધી રહ્યો, જેઓ તેને ત્યાં આવતા તે સર્વનો તે આવકાર કરતો હતો.
\v 31 તે પૂરી હિંમતથી તથા અટકાવ સિવાય ઈશ્વરના રાજ્ય વિષે તથા પ્રભુ ઇસુ ખ્રિસ્ત વિષેનાં વચનોનો ઉપદેશ કરતો હતો.