gu_ulb/41-MAT.usfm

1596 lines
285 KiB
Plaintext

\id MAT
\ide UTF-8
\sts - Free Bible Gujarati
\h માથ્થી
\toc1 માથ્થી
\toc2 માથ્થી
\toc3 mat
\mt1 માથ્થી
\s5
\c 1
\p
\v 1 ઈસુ ખ્રિસ્ત જે દાઉદના દીકરા, જે ઇબ્રાહિમના દીકરા, તેમની વંશાવળી.
\v 2 ઇબ્રાહિમ ઇસહાકનો પિતા, ઇસહાક યાકૂબનો પિતા, યાકૂબ યહૂદા તથા તેના ભાઈઓનો પિતા;
\v 3 યહૂદા તથા તામાર પેરેસ તથા ઝેરાનાં માતાપિતા હતાં, પેરેસ હેસ્રોનનો પિતા, હેસ્રોન આરામનો પિતા.
\s5
\v 4 આરામ અમીનાદાબનો પિતા, અમીનાદાબ નાહશોનનો પિતા, નાહશોન સલ્મોનનો પિતા;
\v 5 સલ્મોન બોઆઝનો પિતા અને રાહાબ તેની માતા; બોઆઝ ઓબેદનો પિતા અને રૂથ તેની માતા; ઓબેદ યિશાઈનો પિતા;
\v 6 યિશાઈ દાઉદ જે રાજા હતો તેનો પિતા. દાઉદ સુલેમાન (કે જેની મા ઉરિયાની પત્ની હતી તે)નો પિતા;
\s5
\v 7 અને સુલેમાન રહાબામનો પિતા, રહાબામ અબિયાનો પિતા, અબિયા આસાનો પિતા;
\v 8 આસા યહોશાફાટનો પિતા, યહોશાફાટ યોરામનો પિતા, યોરામ ઉઝિયાનો પિતા;
\s5
\v 9 ઉઝિયા યોથામનો પિતા, યોથામ આહાઝનો પિતા, આહાઝ હિઝકિયાનો પિતા;
\v 10 હિઝકિયા મનાશ્શાનો પિતા; મનાશ્શા આમોનનો પિતા, આમોન યોશિયાનો પિતા;
\v 11 બાબિલના બંદીવાસને સમયે યોશિયા યખોન્યા તથા તેના ભાઈઓનો પિતા.
\s5
\v 12 અને બાબિલના બંદીવાસ પછી, યખોન્યા શાલ્તીએલનો પિતા, શાલ્તીએલ ઝરુબ્બાબેલનો પિતા;
\v 13 ઝરુબ્બાબેલ અબીઉદનો પિતા, અબીઉદ એલિયાકીમનો પિતા, એલિયાકીમ આઝોરનો પિતા;
\v 14 આઝોર સાદોકનો પિતા, સાદોક આખીમનો પિતા, આખીમ અલિયુદનો પિતા;
\s5
\v 15 અલિયુદ એલાઝારનો પિતા, એલાઝાર મથ્થાનનો પિતા, મથ્થાન યાકૂબનો પિતા;
\v 16 અને યાકૂબ યૂસફ જે મરિયમનો પતિ હતો તેનો પિતા; એ [મરિયમ]થી ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તે જન્મ્યા.
\v 17 માટે ઇબ્રાહિમથી દાઉદ સુધી બધી મળીને ચૌદ પેઢી થઈ, દાઉદથી બાબિલના બંદીવાસ સુધી ચૌદ પેઢી, બાબિલના બંદીવાસથી ખ્રિસ્ત[ના સમય] સુધી ચૌદ પેઢી થઈ.
\s5
\v 18 ઈસુ ખ્રિસ્તના જન્મની વાત આ પ્રમાણે: એટલે ઈસુની મા મરિયમની સગાઈ યૂસફ સાથે થયા પછી, તેઓનો મિલાપ થયા અગાઉ પવિત્ર આત્માથી મરિયમ સગર્ભા થયેલી જણાઈ.
\v 19 તેનો પતિ યૂસફ નીતિમાન માણસ હતો, તેણે તેનું ઉઘાડી રીતે અપમાન કરવા ન ચાહતાં, તેને ગુપ્ત રીતે મૂકી દેવાનો વિચાર કર્યો.
\s5
\v 20 જયારે તે એ બાબત વિશે વિચારતો હતો, ત્યારે પ્રભુના દૂતે તેને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું કે, "ઓ યૂસફ, દાઊદના દીકરા, તું તારી પત્ની મરિયમને તેડી લાવવાને બીશ નહિ; કેમ કે તેના ગર્ભમાં જે બાળક છે તે પવિત્ર આત્માથી છે.
\v 21 તેને દીકરો થશે, તું તેમનું નામ ઈસુ પાડશે; કેમ કે જે પોતાના લોકોનો તેઓનાં પાપથી ઉધ્ધાર કરશે, તે એ જ છે."
\s5
\v 22 હવે એ બધું એ માટે થયું કે, પ્રભુએ પ્રબોધકદ્વારા જે કહ્યું હતું તે પૂરું થાય એટલે,
\v 23 "જુઓ, કુંવારી ગર્ભવતી થશે, તેને દીકરો થશે અને તેનું નામ તેઓ ઇમ્માનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે, ઈશ્વર આપણી સાથે."
\s5
\v 24 ત્યારે યૂસફે ઊંઘમાંથી ઊઠીને જેમ પ્રભુના દૂતે તેને આજ્ઞા આપી હતી તેમ કર્યું. તે પોતાની પત્નીને તેડી લાવ્યો.
\v 25 મરિયમને દીકરો થયો ત્યાં સુધી યૂસફે મરિયમની સાથે મિલાપ કર્યો નહિ; અને તેણે દીકરાનું નામ ઈસુ પાડ્યું.
\s5
\c 2
\p
\v 1 હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં ઈસુ જન્મ્યા, ત્યારે, માગીઓએ પૂર્વથી યરુશાલેમમાં આવીને પૂછ્યુ કે,
\v 2 "યહૂદીઓના જે રાજા જન્મ્યા છે, તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં તેમનો તારો જોઈને, અમે તેમનું ભજન કરવાને આવ્યા છીએ."
\v 3 એ સાંભળીને હેરોદ રાજા ગભરાયો અને તેની સાથે આખું યરુશાલેમ પણ ગભરાયું.
\s5
\v 4 ત્યાર પછી હેરોદ રાજાએ સર્વ મુખ્ય યાજકોને તથા શાસ્ત્રી લોકોને એકત્ર કરીને તેઓને પૂછ્યું કે, 'ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ?'
\v 5 તેઓએ તેને કહ્યું કે, "યહૂદિયાના બેથલેહેમમાં; કેમ કે પ્રબોધકે એમ લખ્યું છે કે,
\v 6 ઓ યહૂદિયા દેશના બેથલેહેમ, તું યહૂદિયાના સૂબાઓમાં કોઈ પ્રકારે સર્વથી નાનું નથી, કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે, જે મારા ઇઝરાયલી લોકોના પાળક થશે."
\s5
\v 7 ત્યારે હેરોદ રાજાએ તે માગીઓને ગુપ્તમાં બોલાવીને, તારો કઈ સમયે દેખાયો, તે વિષે તેઓ પાસેથી ચોકસાઈથી ખબર મેળવી.
\v 8 તેણે તેઓને બેથલેહેમમાં મોકલતાં કહ્યું કે, 'તમે જઈને તે બાળક સંબંધી સારી રીતે શોધ કરો, અને તે પછી મને જણાવો, એ માટે કે હું પણ આવીને તેમનું ભજન કરું.'
\s5
\v 9 તેઓ રાજાનું કહેવું સાંભળીને ગયા, અને જે તારો તેઓએ પૂર્વમાં જોયો હતો તે તેઓની આગળ ચાલતો ગયો, અને જ્યાં બાળક [ઈસુ] હતા તે જગ્યા પર આવીને અટકી ગયો.
\v 10 તેઓ તારાને જોઇને મહા આનંદથી હરખાયા.
\s5
\v 11 ઘરમાં જઈને તેઓએ બાળકને તેમની મા મરિયમની પાસે જોયા. પગે પડીને તેમનું ભજન કર્યું; પછી તેઓએ પોતાની ઝોળી ખોલીને સોનું, લોબાન તથા બોળનું તેમને નજરાણું કર્યું.
\v 12 હેરોદ પાસે પાછા જવું નહિ, એવી ચેતવણી સ્વપ્નમાં મળ્યાથી તેઓ બીજે માર્ગે પોતાના દેશમાં પાછા ગયા.
\s5
\v 13 તેઓના પાછા ગયા પછી, પ્રભુના દૂતે સ્વપ્નમાં યૂસફને દર્શન આપીને કહ્યું કે, 'ઊઠ, બાળક તથા તેની માને લઈને મિસરમાં નાસી જા, હું તને કહું ત્યાં સુધી ત્યાં જ રહેજે, કેમ કે બાળકને મારી નાખવા સારુ હેરોદ તેમની શોધ કરવાનો છે.'
\v 14 ત્યારે યૂસફ રાત્રે ઊઠીને બાળક તથા તેની માને લઈને મિસરમાં ગયો;
\v 15 અને હેરોદના મરણ સુધી ત્યાં રહ્યો, એ માટે કે પ્રભુએ પ્રબોધકદ્વારા જે કહ્યું હતું તે પૂરું થાય કે, 'મિસરમાંથી મેં મારા દીકરાને બોલાવ્યો.'
\s5
\v 16 જયારે હેરોદને માલૂમ પડ્યું કે, માગીઓએ મને છેતર્યો, ત્યારે તે ઘણો ગુસ્સે થયો, અને [માણસો] મોકલીને જે વેળા સંબંધી તેણે માગીઓની પાસેથી ચોકસાઈથી ખબર મેળવી હતી, તે વેળા પ્રમાણે બે વર્ષનાં તથા તેથી નાનાં સર્વ બાળકો જેઓ બેથલેહેમમાં તથા તેના વિસ્તારમાં હતાં, તેઓને મારી નંખાવ્યાં.
\s5
\v 17 ત્યારે યર્મિયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થયું કે,
\v 18 'રડવાનો તથા મોટા વિલાપનો પોકાર રામા પ્રદેશમાં સંભળાયો. એટલે રાહેલ પોતાનાં બાળકો માટે રડતી પણ દિલાસો પામવા નહોતી ચાહતી, કેમ કે તેના સંતાન નહોતાં રહ્યાં.'
\s5
\v 19 હેરોદના મરણ પછી, પ્રભુના દૂતે મિસરમાં યૂસફને દર્શન આપીને કહ્યું કે,
\v 20 'ઊઠ, બાળક તથા તેની માને લઈને ઇઝરાયલ દેશમાં જા: કેમ કે જેઓ બાળકને મારી નાખવા ઇચ્છતા હતા, તેઓ મૃત્યુ પામ્યા છે.'
\v 21 ત્યારે યૂસફ બાળક તથા તેની માને લઈને ઇઝરાયલ દેશમાં આવ્યો.
\s5
\v 22 પણ આર્ખિલાઉસ પોતાના પિતા હેરોદને સ્થાને યહૂદિયામાં રાજ કરે છે, એ સાંભળીને તે ત્યાં જતાં ગભરાયો, તોપણ સ્વપ્નમાં ચેતવણી પામીને ગાલીલના પ્રાંત તરફ વળ્યો.
\v 23 તે 'નાસરીન કહેવાશે,' એવું પ્રબોધકોનું કહેલું પૂરું થાય તે માટે નાસરેથ નામના નગરમાં આવીને રહ્યો.
\s5
\c 3
\p
\v 1 તે દિવસોમાં યોહાન બાપ્તિસ્મા કરનાર પ્રગટ થયો, તે યહૂદિયાના અરણ્યમાં ઉપદેશ કરતાં એમ કહેતો હતો કે,
\v 2 'પસ્તાવો કરો; કેમ કે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.
\v 3 કારણ કે જેના વિષે યશાયા પ્રબોધકે કહ્યું હતું કે, અરણ્યમાં પોકારનારની એવી વાણી કે, પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા સીધા કરો' તે એ જ છે.'
\s5
\v 4 યોહાનનાં વસ્ત્રો ઊંટના વાળનાં હતાં, તેની કમરે ચામડાનો પટ્ટો હતો અને તીડ તથા રાની મધ તેનો ખોરાક હતા.
\v 5 ત્યારે યરુશાલેમના, યહૂદિયાના તથા યર્દનના આસપાસના સર્વ પ્રદેશના લોકો તેની પાસે ગયા;
\v 6 તેઓ પોતાનાં પાપો કબૂલ કરીને યર્દન નદીમાં તેનાથી બાપ્તિસ્મા પામ્યા.
\s5
\v 7 પણ ફરોશીઓમાંના તથા સદૂકીઓમાંના ઘણાને પોતાથી બાપ્તિસ્મા પામવા માટે આવતા જોઇને યોહાને તેઓને કહ્યું કે, 'ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાસવાને તમને કોણે ચેતવ્યા?
\v 8 પસ્તાવો [કરનારાને] શોભે તેવાં ફળ આપો;
\v 9 તમારા મનમાં એમ કહેવાનું ન ધારો કે, ઇબ્રાહિમ અમારા પિતા છે, કેમ કે હું તમને કહું છું કે, આ પથ્થરોમાંથી ઈશ્વર ઇબ્રાહિમને માટે સંતાનો ઉત્પન્ન કરી શકે છે.
\s5
\v 10 વૃક્ષોના મૂળ પર કુહાડો પહેલેથી જ મુકાયો છે; માટે દરેક ઝાડ જે સારું ફળ નથી આપતું તે કપાય છે, અને અગ્નિમાં નંખાય છે.
\v 11 માટે પસ્તાવાને સારુ હું પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું ખરો, પણ જે મારી પાછળ આવનાર છે તે મારા કરતાં સામર્થ્યવાન છે, હું તેમના ચંપલ ઊંચકવાને યોગ્ય નથી; તે તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્માથી તથા અગ્નિથી કરશે.
\v 12 તેમનું સૂપડું તેમના હાથમાં છે, તે પોતાની ખળીને પૂરેપૂરી સાફ કરશે અને પોતાના ઘઉં ભંડારમાં ભરશે, પણ ભૂસું ન હોલવાનાર અગ્નિમાં બાળી નાખશે.'
\s5
\v 13 ત્યારે ઈસુ યોહાનથી બાપ્તિસ્મા પામવા માટે ગાલીલથી યર્દન [નદીએ] તેની પાસે આવ્યા.
\v 14 પણ યોહાને તેમને અટકાવતા કહ્યું કે, 'તમારાથી તો મારે બાપ્તિસ્મા પામવું જોઈએ અને શું તમે મારી પાસે આવો છો?'
\v 15 પછી ઈસુએ ઉત્તર આપતાં કહ્યું કે, 'હમણાં એમ થવા દે: કેમ કે સર્વ ન્યાયીપણું એવી રીતે પૂરું કરવું તે આપણને ઘટિત છે.' ત્યારે ઈસુએ યોહાનને બાપ્તિસ્મા આપવા દીધું.
\s5
\v 16 જયારે ઈસુ બાપ્તિસ્મા પામીને તરત પાણીમાંથી બહાર આવ્યા; અને જુઓ, તેમને સારુ સ્વર્ગ ઉઘાડાયું અને ઈશ્વરના આત્માને કબૂતરની પેઠે ઊતરતા તથા પોતા પર આવતા તેમણે જોયા.
\v 17 અને જુઓ, એવી આકાશવાણી થઈ કે, "આ મારો વહાલો દીકરો છે, તેના પર હું પ્રસન્ન છું."
\s5
\c 4
\p
\v 1 પછી ઈસુનું પરીક્ષણ શેતાનથી થાય એ માટે પવિત્ર આત્મા તેમને અરણ્યમાં લઇ ગયા,
\v 2 ચાળીસ રાતદિવસ ઉપવાસ કર્યા પછી તેમને ભૂખ લાગી.
\v 3 પરીક્ષણ કરનારે તેમની પાસે આવીને કહ્યું કે, 'જો તું ઈશ્વરનો દીકરો છે, તો આ પથ્થરોને કહે કે, તેઓ રોટલી થઈ જાય.'
\v 4 પણ ઈસુએ ઉત્તર આપતા કહ્યું કે, એમ લખેલું છે કે, 'માણસ એકલી રોટલીથી નહિ, પણ દરેક શબ્દ જે ઈશ્વરના મુખમાંથી નીકળે છે તેથી જીવશે.'
\s5
\v 5 ત્યારે શેતાન તેમને પવિત્ર નગરમાં લઈ જાય છે અને ભક્તિસ્થાનના બુરજ પર તેમને બેસાડે છે;
\v 6 અને તેમને કહે છે કે, 'જો તું ઈશ્વરનો દીકરો છે, તો પોતાને નીચે પાડી નાખ; કેમ કે એમ લખેલું છે કે, 'ઈશ્વર પોતાના દૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે; અને દૂતો તને પોતાના હાથો પર ધરી લેશે, જેથી તારો પગ પથ્થર સાથે અફળાય.'
\s5
\v 7 ઈસુએ તેને કહ્યું, એમ પણ લખેલું છે કે, 'પ્રભુ તારા ઈશ્વરનું તું પરીક્ષણ ન કર.'
\v 8 ફરીથી શેતાન તેમને ઘણા ઊંચા પહાડ ઉપર લઈ જાય છે અને જગતનાં સઘળાં રાજ્યો તથા તેઓનો વૈભવ તેમને બતાવે છે;
\v 9 અને તેમને કહે છે કે, 'જો તું પગે પડીને મારું ભજન કરશે, તો આ સઘળાં હું તને આપીશ.'
\s5
\v 10 ત્યારે ઈસુ તેને કહે છે કે, 'અરે શેતાન, દૂર જા; કેમ કે લખેલું છે કે, 'પ્રભુ તારા ઈશ્વરનું ભજન કર અને એકલા તેમની જ સેવા કર.'
\v 11 ત્યારે શેતાન તેમને મૂકીને ગયો; અને, દૂતોએ તેમની પાસે આવીને તેમની સેવા કરી.
\s5
\v 12 યોહાન બંદીવાન કરાયો છે, એવું સાંભળીને ઈસુ ગાલીલમાં પાછા આવ્યા.
\v 13 પછી નાસરેથ મૂકીને ઝબુલોનના તથા નફતાલીના પ્રદેશમાંના સમુદ્ર પાસેના કપર-નાહૂમમાં તે આવીને રહયા;
\s5
\v 14 એ માટે કે પ્રબોધક યશાયાએ જે કહ્યું હતું તે પૂરું થાય કે,
\v 15 'ઝબુલોનના પ્રાંતના, નફતાલીના પ્રાંતના, યર્દન પાસેના સમુદ્રના રસ્તાઓમાં, એટલે બિનયહૂદીઓના ગાલીલમાંના
\v 16 જે લોકો અંધકારમાં બેઠેલા હતા, તેઓએ મોટું અજવાળું જોયું અને મરણસ્થાનમાં તથા મરણની છાયામાં જેઓ બેઠેલા હતા, તેમના પર અજવાળું પ્રકાશ્યું.'
\s5
\v 17 ત્યાર પછી ઈસુ પ્રગટ કરવા અને કહેવા લાગ્યા કે, 'પસ્તાવો કરો, કેમ કે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.'
\s5
\v 18 ઈસુ ગાલીલના સમુદ્રને કિનારે ચાલતા હતા ત્યારે તેમણે બે ભાઇઓને, એટલે સિમોન જે પિતર કહેવાય છે તેને તથા તેના ભાઇ આન્દ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા જોયા, કેમ કે તેઓ માછીમાર હતા.
\v 19 ત્યારે ઈસુ તેઓને કહે છે કે, 'મારી પાછળ આવો અને હું તમને માણસોના પકડનારા કરીશ.'
\v 20 તેઓ તરત જાળો મૂકીને તેમની પાછળ ગયા.
\s5
\v 21 ત્યાંથી આગળ જતાં તેમણે બીજા બે ભાઈઓને, એટલે ઝબદીના દીકરા યાકૂબને તથા તેના ભાઈ યોહાનને, તેઓના પિતા સાથે વહાણમાં પોતાની જાળો સાંધતા જોઈને તેઓને પણ બોલાવ્યા.
\v 22 ત્યારે તેઓ તરત વહાણને તથા પોતાના પિતાને મૂકીને તેમની પાછળ ગયા.
\s5
\v 23 ઈસુ તેઓના સભાસ્થાનોમાં ઉપદેશ કરતા તથા રાજ્યની સુવાર્તા પ્રગટ કરતા અને લોકોમાં દરેક પ્રકારના રોગ તથા દુઃખ મટાડતા, આખા ગાલીલમાં ફર્યા.
\v 24 ત્યારે આખા સિરિયામાં તેમની કીર્તિ ફેલાઈ ગઈ, સઘળાં માંદાંઓને, એટલે અનેક જાતના રોગીઓને, પીડાતાંઓને, અશુદ્ધ આત્મા વળગેલાંઓને, વાઈના રોગીઓને તથા લકવાગ્રસ્તોને તેઓ તેમની પાસે લાવ્યા; અને તેમણે તેઓને સાજાં કર્યા.
\v 25 ગાલીલથી, ડેકાપોલીસ [દસનગર]થી, યરુશાલેમથી, યહૂદિયાથી તથા યર્દનને પેલે પારથી લોકોનાં ટોળેટોળાં તેમની પાછળ ગયાં.
\s5
\c 5
\p
\v 1 ત્યારે ઘણા લોકને જોઈને ઈસુ પહાડ પર ચડ્યા; ત્યાં તેમના બેઠા પછી તેમના શિષ્યો તેમની પાસે આવ્યા.
\v 2 તેમણે પોતાનું મુખ ઉઘાડીને તેઓને ઉપદેશ કરતાં કહ્યું કે,
\v 3 "આત્મામાં જેઓ નિર્ધન છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.
\v 4 જેઓ શોક કરે છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ દિલાસો પામશે.
\s5
\v 5 જેઓ નમ્ર છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે.
\v 6 જેઓને ન્યાયીપણાની ભૂખ તથા તરસ છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ તૃપ્ત થશે.
\v 7 દયાળુઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ દયા પામશે.
\v 8 મનમાં જેઓ શુદ્ધ છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ ઈશ્વરને જોશે.
\s5
\v 9 સલેહ કરાવનારાઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ ઈશ્વરના દીકરા કહેવાશે.
\v 10 ન્યાયીપણાને લીધે જેઓની સતાવણી કરાઇ છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.
\s5
\v 11 જયારે લોક તમારી નિંદા કરશે, પાછળ પડશે અને મારે લીધે તમારી વિરુદ્ધ જાત જાતની ખોટી વાત અસત્યતાથી કહેશે, ત્યારે તમે આશીર્વાદિત છો.
\v 12 તમે આનંદ કરો તથા ખૂબ હરખાઓ; કેમ કે સ્વર્ગમાં તમારો બદલો મોટો છે; કેમ કે તમારી અગાઉના પ્રબોધકોની પાછળ તેઓ એમ જ લાગ્યા હતા.
\s5
\v 13 તમે જગતનું મીઠું છો; પણ જો મીઠું બેસ્વાદ થયું તો તે શાથી ખારું કરાશે? બહાર ફેંકાવા તથા માણસોના પગ નીચે છુંદાવા વગર તે કશા કામનું નથી.
\v 14 તમે જગતનું અજવાળું છો. પહાડ પર વસાવેલું નગર સંતાઈ રહી શકતું નથી.
\s5
\v 15 દીવો કરીને તેને માપવાના વાસણ નીચે નહિ, પણ દીવી પર મૂકવામાં આવે છે, ત્યારે ઘરમાંના બધાંને તે અજવાળું આપે છે.
\v 16 તેમ જ તમે તમારું અજવાળું લોકની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારાં સદ્દકૃત્યો જોઇને સ્વર્ગમાંના તમારા પિતાની સ્તુતિ કરે.
\s5
\v 17 નિયમશાસ્ત્ર અથવા પ્રબોધકોની વાતોનો નાશ કરવાને હું આવ્યો છું, એમ ન ધારો; હું નાશ કરવા નહિ, પણ પૂર્ણ કરવા આવ્યો છું.
\v 18 કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે, આકાશ તથા પૃથ્વી જતાં રહે ત્યાં સુધી સઘળાં પૂરાં થયા વગર નિયમશાસ્ત્રમાંથી એક કાનો અથવા માત્રા જતી રહેશે નહિ.
\s5
\v 19 એ માટે આ સૌથી નાની આજ્ઞાઓમાંની એકને જો કોઇ તોડશે અથવા માણસોને એવું કરવાનું શીખવશે, તો તે સ્વર્ગના રાજ્યમાં સૌથી નાનો કહેવાશે; પણ જો કોઇ તે પાળશે અને શીખવશે તે સ્વર્ગના રાજ્યમાં મોટો કહેવાશે.
\v 20 કેમ કે હું તમને કહું છું કે શાસ્ત્રીઓના તથા ફરોશીઓના ન્યાયીપણા કરતાં જો તમારું ન્યાયીપણું વધારે ન હોય, તો સ્વર્ગના રાજ્યમાં તમે પ્રવેશ નહિ જ કરશો.
\s5
\v 21 હત્યા ન કર. જે કોઇ હત્યા કરે તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે, એમ પહેલાંના સમયમાં લોકોને કહેલું હતું, એ તમે સાંભળ્યું છે;
\v 22 પણ હવે હું તમને કહું છું કે, 'જે કોઈ પોતાના ભાઈ પર કારણ વગર ક્રોધ કરે છે, તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે; જે પોતાના ભાઈને બેવકૂફ કહેશે, તે ન્યાયસભાથી અપરાધી ઠરવાના જોખમમાં આવશે; જે તેને કહેશે કે તું મૂર્ખ છે, તે નરકાગ્નિના જોખમમાં આવશે;
\s5
\v 23 એ માટે જો તું તારું અર્પણ વેદી પાસે લાવે અને જો ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારી વિરુદ્ધ કંઈ છે,
\v 24 તો ત્યાં વેદી આગળ તારું અર્પણ મૂકીને જા, પ્રથમ તારા ભાઈની સાથે સુલેહ કર અને ત્યાર પછી આવીને તારું અર્પણ ચઢાવ.
\s5
\v 25 જ્યાં સુધી તું તારા દુશ્મનની સાથે માર્ગમાં છે, ત્યાં સુધી તેની સાથે સમાધાન કર; રખેને તારો દુશ્મન તને ન્યાયાધીશને સોંપે, ન્યાયાધીશ તને સિપાઈને સોંપે, અને તને જેલમાં પૂરવામાં આવે.
\v 26 હું તમને નિશ્ચે કહું છું કે તમે પૂરેપૂરો દંડ ચૂકવી શકશો નહિ, ત્યાં સુધી તમે ત્યાંથી બહાર નીકળનાર જ નથી.
\s5
\v 27 વ્યભિચાર ન કરો, એમ કહેલું હતું, એ તમે સાંભળ્યું છે;
\v 28 પણ હું તમને કહું છું કે, સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની સાથે વ્યભિચાર કર્યો છે.
\s5
\v 29 જો તારી જમણી આંખ તને ઠોકર ખવડાવે, તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે, કેમ કે તારા અંગોમાંના એકનો નાશ થાય, અને તારું આખું શરીર નરકમાં ન નંખાય, એ તને ગુણકારક છે.
\v 30 જો તારો જમણો હાથ તને ઠોકર ખવડાવે, તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે, કેમ કે તારા અંગોમાંના એકનો નાશ થાય, અને તારું આખું શરીર નરકમાં ન નંખાય, એ તને ગુણકારક છે.
\s5
\v 31 જે કોઈ પોતાની પત્નીને છોડી દે તે તેને છૂટાછેડા લખી આપે, એમ પણ કહેલું હતું
\v 32 પણ હું તમને કહું છું કે, વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની સ્ત્રીને મૂકી દે, તેઓ તેની પાસે વ્યભિચાર કરાવે છે; અને જે કોઈ તે તજી દીધેલી સ્ત્રી સાથે લગ્ન કરે છે તે પણ વ્યભિચાર કરે છે.
\s5
\v 33 વળી, તું જૂઠા સમ ન ખા, પણ પ્રભુ પ્રત્યે તારા સમ પૂરા કર, એમ પહેલાના સમયમાં લોકોને કહેલું હતું, તે તમે સાંભળ્યું છે.
\v 34 પણ હું તમને કહું છું કે, કોઈપણ પ્રકારના સમ ન ખાઓ; આકાશના નહિ, કેમ કે તે ઈશ્વરનું રાજ્યાસન છે;
\v 35 પૃથ્વીના નહિ, કેમ કે તે તેમનું પાયાસન છે; અને યરુશાલેમના નહિ, કેમ કે તે મોટા રાજાનું નગર છે.
\s5
\v 36 તમે તમારા માથાના પણ સમ ન ખાઓ, કેમ કે તમે એકપણ વાળને પણ સફેદ અથવા કાળો કરી શકતા નથી.
\v 37 પણ તમારું બોલવું તે હા નું હા અને ના નું ના હોય, કેમ કે એ કરતાં અધિક જે કંઈ છે તે દુષ્ટ તરફથી છે.
\s5
\v 38 આંખને બદલે આંખ અને દાંતને બદલે દાંત, તેમ કહેલું હતું, તે તમે સાંભળ્યું છે.
\v 39 પણ હું તમને કહું છું કે જે દુર્જન હોય તેમની સામા ન થાઓ: પણ જે કોઈ તારા જમણા ગાલ પર તમાચો મારે, તેની તરફ બીજો પણ ફેરવ.
\s5
\v 40 જે તારો કોટ લેવા સારુ તારા પર દાવો કરે, તેને તારું પહેરણ પણ લેવા દે.
\v 41 જે કોઇ તને બળજબરીથી એક કિલોમીટર લઇ જાય, તો તેની સાથે બે કિલોમીટર જા.
\v 42 જે કોઈ તારી પાસે માગે તેને તું આપ અને તારી પાસે જે ઉછીનું લેવા ચાહે, તેનાથી મોં ન ફેરવ.
\s5
\v 43 તું તારા પડોશી પર પ્રીતિ કર અને તારા દુશ્મન પર દ્વેષ કર, તેમ કહેલું હતું, તે તમે સાંભળ્યું છે:
\v 44 પણ હું તમને કહું છું કે તમે તમારા દુશ્મનો પર પ્રેમ કરો, જેઓ તમને સતાવે છે તેઓને સારુ પ્રાર્થના કરો;
\v 45 એ માટે કે તમે સ્વર્ગમાંના તમારા પિતાના દીકરા થાઓ; કારણ કે તેઓ સૂર્યને દુષ્ટ તથા ભલા પર ઉગાવે છે અને ન્યાયી તથા અન્યાયી પર વરસાદ વરસાવે છે.
\s5
\v 46 કેમ કે જેઓ તમારા પર પ્રીતિ કરે છે, તેઓ પર જો તમે પ્રીતિ કરો છો, તો તમને શો બદલો મળે? દાણીઓ પણ શું એમ નથી કરતા?
\v 47 જો તમે કેવળ તમારા ભાઇઓને સલામ કરો છો, તો તમે વિશેષ શું કરો છો? દાણીઓ પણ શું એમ નથી કરતાં?
\v 48 એ માટે જેવા તમારા સ્વર્ગમાંના પિતા સંપૂર્ણ છે તેવા તમે પણ સંપૂર્ણ થશો.
\s5
\c 6
\p
\v 1 માણસો તમને જુએ તેવા હેતુથી તેઓની આગળ તમારાં ધર્મકૃત્યો કરવાથી સાવધાન રહો; નહિ તો સ્વર્ગમાનાં તમારા પિતાથી તમને ફળ મળવાનું નથી.
\v 2 માટે જયારે તું દાનધર્મ કરે, ત્યારે જેમ ઢોંગીઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓમાં માણસોથી વખાણ પામવાને કરે છે, તેમ તું પોતાની આગળ રણશિંગડું ન વગાડ; હું તમને નિશ્ચે કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે.
\s5
\v 3 પણ તું જયારે દાનધર્મ કરે, ત્યારે જે તારો જમણો હાથ કરે તે તારો ડાબો હાથ ન જાણે;
\v 4 એ માટે કે તારાં દાનધર્મ ગુપ્તમાં થાય; ગુપ્તમાં જોનાર તારો પિતા તને બદલો આપશે.
\s5
\v 5 જયારે તમે પ્રાર્થના કરો ત્યારે ઢોંગીઓના જેવા ન થાઓ; કેમ કે માણસો તેઓને જુએ, માટે તેઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓનાં નાકાંઓ પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું ચાહે છે; હું તમને નિશ્ચે કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે.
\v 6 પણ જયારે તું પ્રાર્થના કરે, ત્યારે તારી ઓરડીમાં જા, તારું બારણું બંધ કરીને ગુપ્તમાંના તારા પિતાને પ્રાર્થના કર, ગુપ્તમાં જોનાર તારા પિતા તને બદલો આપશે.
\v 7 તમે પ્રાર્થના કરતાં બિનયહૂદીઓની જેમ બકવાસ ન કરો, કેમ કે તેઓ ધારે છે કે અમારા ઘણા બોલવાથી અમારું સાંભળવામાં આવશે.
\s5
\v 8 એ માટે તમે તેઓના જેવા ન થાઓ; કેમ કે જેની તમને જરૂર છે, તે તેમની પાસે માગ્યા અગાઉ તમારા પિતા જાણે છે.
\v 9 માટે તમે આ રીતે પ્રાર્થના કરો: "ઓ સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ;
\v 10 તમારું રાજ્ય આવો; જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.
\s5
\v 11 દિવસની અમારી રોટલી આજ અમને આપો;
\v 12 જેમ અમે અમારા અપરાધીને માફ કર્યા છે, તેમ તમે અમારા અપરાધ અમને માફ કરો;
\v 13 અમને પરીક્ષણમાં ન પડવા દો, પણ દુષ્ટથી અમારો છુટકારો કરો. [[ કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારાં છે. આમીન]]"
\s5
\v 14 કેમ કે જો તમે માણસોના અપરાધ તેઓને માફ કરો, તો તમારા સ્વર્ગમાંના પિતા પણ તમને માફ કરશે.
\v 15 પણ જો તમે માણસોને તેઓના અપરાધ માફ નહિ કરો, તો તમારા પિતા તમારા અપરાધ પણ તમને માફ નહિ કરે.
\s5
\v 16 વળી જયારે તમે ઉપવાસ કરો, ત્યારે ઢોંગીઓની માફક ઊતરી ગયેલા ચહેરાવાળા ન થાઓ, કેમ કે લોકોને ઉપવાસી દેખાવા માટે તેઓ પોતાનાં મોં પડી ગયેલા બનાવે છે. હું તમને નિશ્ચે કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે.
\v 17 પણ તું ઉપવાસ કરે, ત્યારે તારા માથા પર તેલ ચોપડ અને તારો ચહેરો ધો;
\v 18 એ માટે કે માણસોને નહિ, પણ તારા પિતા જે ગુપ્તમાં છે તેમને તું ઉપવાસી દેખાય અને ગુપ્તમાં જોનાર તારા પિતા તને બદલો આપશે.
\s5
\v 19 પૃથ્વી પર પોતાને સારુ દ્રવ્ય એકત્ર ન કરો, ત્યાં તો કીડા તથા કાટ નાશ કરે છે અને ચોરો દીવાલ તોડીને ચોરી જાય છે.
\v 20 પણ તમે પોતાને સારુ આકાશમાં દ્રવ્ય એકત્ર કરો, જ્યાં કીડા અથવા કાટ નાશ નથી કરતાં અને જ્યાં ચોરો દીવાલ તોડીને ચોરી જતા નથી.
\v 21 કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે, ત્યાં જ તમારું ચિત્ત પણ રહેશે.
\s5
\v 22 શરીરનો દીવો તે આંખ છે; એ માટે જો તારી આંખ ચોખ્ખી હોય, તો તારું આખું શરીર પ્રકાશે ભરેલું થશે.
\v 23 પણ જો તારી આંખ ખરાબ હોય, તો તારું આખું શરીર અંધકારે ભરેલું થશે; માટે તારામાં જે અજવાળું છે, તે જો અંધકારરૂપ હોય, તો તે અંધકાર કેટલો મોટો!
\v 24 કોઈથી બે માલિકની ચાકરી કરાય નહિ; કેમ કે તે એક પર દ્વેષ કરશે અને બીજા પર પ્રેમ કરશે; અથવા તે એકના પક્ષમાં રહેશે અને બીજાનો તિરસ્કાર કરશે; તમે એકસાથે ઈશ્વરની અને દ્રવ્યની સેવા ન કરી શકો.
\s5
\v 25 એ માટે હું તમને કહું છું કે તમારા જીવને સારુ ચિંતા ન કરો કે, અમે શું ખાઈશું અથવા શું પીશું; તેમ જ તમારા શરીરને માટે ચિંતા ન કરો કે, અમે શું પહેરીશું? શું જીવ ખોરાક કરતાં અને શરીર વસ્ત્રો કરતાં અધિક નથી?
\v 26 આકાશનાં પક્ષીઓને જુઓ; તેઓ તો વાવતાં નથી, કાપતાં નથી અને વખારોમાં ભરતાં નથી, તોપણ તમારા આકાશમાંના પિતા તેઓનું પાલન કરે છે; તો તેઓ કરતાં તમે અધિક નથી શું?
\s5
\v 27 ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના કદને એક હાથભર વધારી શકે છે?
\v 28 વળી વસ્ત્રો સંબંધી તમે ચિંતા કેમ કરો છો? ખેતરનાં ફૂલઝાડનો વિચાર કરો કે, તેઓ કેવાં વધે છે; તેઓ મહેનત કરતાં નથી, તેઓ કાંતતાં પણ નથી;
\v 29 તોપણ હું તમને કહું છું કે સુલેમાન પણ પોતાના સર્વ મહિમામાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો.
\s5
\v 30 એ માટે ખેતરનું ઘાસ જે આજે છે અને કાલે ભઠ્ઠીમાં નંખાય છે, તેને જો ઈશ્વર એવું પહેરાવે છે, તો, ઓ અલ્પવિશ્વાસીઓ, તમને શું તેથી વિશેષ નહિ પહેરાવે?
\v 31 માટે અમે શું ખાઈશું, શું પીશું અથવા શું પહેરીશું એમ કહેતાં ચિંતા ન કરો.
\s5
\v 32 કારણ કે એ સઘળાં વાનાં બિનવિશ્વાસીઓ શોધે છે; કેમ કે સ્વર્ગમાંના તમારા પિતા જાણે છે કે એ બધાંની તમને જરૂર છે.
\v 33 પણ તમે પ્રથમ તેમના રાજ્યને તથા તેમના ન્યાયીપણાને શોધો અને એ બધાં વાનાં પણ તમને અપાશે.
\v 34 તે માટે આવતી કાલને સારુ ચિંતા ન કરો, કેમ કે આવતી કાલ પોતા[ની વાતો]ની ચિંતા કરશે; દિવસને સારુ તે દિવસનું દુઃખ બસ છે.
\s5
\c 7
\p
\v 1 તમે કોઈને દોષિત ન ઠરાવો, જેથી તમને કોઈ દોષિત ન ઠરાવે.
\v 2 કેમ કે જેમ તમે બીજાને દોષિત ઠરાવશો તેમ તેઓ તમને પણ દોષિત ઠરાવશે; જે માપથી તમે માપી આપો છો, તે જ પ્રમાણે તમને માપી અપાશે.
\s5
\v 3 તું તારી આંખમાંનું તણખલું ધ્યાનમાં ન લાવતાં, તારા ભાઈના આંખમાંનું તણખલું શા માટે જુએ છે?
\v 4 અથવા તું તારા ભાઈને કેવી રીતે કહી શકે કે મને તારી આંખમાથી તણખલું કાઢવા દે; પણ જો, તારી પોતાની જ આંખમાં તણખલું છે!
\v 5 ઓ ઢોંગી, પ્રથમ તું પોતાની જ આંખમાંથી તણખલું કાઢ, ત્યાર પછી તને તારા ભાઈની આંખમાંથી તણખલું કાઢવાને સારી રીતે દેખાશે.
\s5
\v 6 જે પવિત્ર છે તે કૂતરાઓની આગળ ન નાખો, તમારાં મોતી ભૂંડોની આગળ ન ફેંકો; એમ ન થાય કે તેઓ તે પોતાના પગ તળે છૂંદે અને તમને ફાડી નાખે.
\s5
\v 7 માગો તો તમને અપાશે; શોધો, તો તમને જડશે; ખટખટાઓ, તો તમારે સારુ ઉઘાડાશે.
\v 8 કેમ કે જે દરેક માગે છે તેઓ પામે છે, જે શોધે છે તેને જડે છે અને જે કોઈ ખટખટાવે છે તેને સારુ ઉઘાડવામાં આવશે.
\v 9 તમારામાં એવી કઈ વ્યક્તિ છે કે, જો તેનો દીકરો તેની પાસે રોટલી માગે, તો તે તેને પથ્થર આપશે?
\v 10 અથવા જો માછલી માગે, તો તે તેને સાપ આપશે?
\s5
\v 11 તે માટે તમે ખરાબ હોવા છતાં, જો પોતાનાં બાળકોને સારાં વાનાં આપી જાણો છો, તો તમારા સ્વર્ગમાંના પિતાની પાસે જેઓ માગે છે તેઓને કેટલી વિશેષે કરીને તેઓ સારાં વાનાં આપશે?
\v 12 માટે જે જે તમે ઇચ્છો છો કે બીજા માણસ તમારા પ્રત્યે જેવું વર્તે, તેવું તમે પણ તેઓ પ્રત્યે વર્તો; કેમ કે નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો [ની વાતોનો સાર] તે છે.
\s5
\v 13 તમે સાંકડે બારણેથી અંદર પ્રવેશો; કેમ કે જે માર્ગ નાશમાં પહોંચાડે છે, તે પહોળો છે, તેનું બારણું પહોળું છે અને ઘણા તેમાં થઈને પ્રવેશે છે.
\v 14 જે માર્ગ જીવનમાં પહોંચાડે છે, તે સાંકડો છે, તેનું બારણું સાંકડું છે અને જેઓને તે જડે છે તેઓ થોડા જ છે.
\s5
\v 15 જે જૂઠા ઉપદેશકો ઘેટાંને વેશે તમારી પાસે આવે છે, પણ અંદરથી ફાડી ખાનાર વરુ[ના જેવા] છે, તેઓ સંબંધી તમે સાવધાન રહો.
\v 16 તેઓનાં ફળથી તમે તેઓને ઓળખશો. શું લોકો કાંટાના ઝાડ પરથી દ્રાક્ષ અથવા ઝાંખરા પરથી અંજીર તોડે છે?
\v 17 તેમ જ દરેક સારું ઝાડ સારાં ફળ આપે છે અને ખરાબ ઝાડ ખરાબ ફળ આપે છે.
\s5
\v 18 સારું ઝાડ ખરાબ ફળ આપી શકતું નથી અને ખરાબ ઝાડ સારાં ફળ આપી શકતું નથી.
\v 19 દરેક ઝાડ જે સારું ફળ નથી આપતું તે કપાય છે અને અગ્નિમાં નંખાય છે.
\v 20 તે માટે તેઓનાં ફળથી તમે તેઓને ઓળખશો.
\s5
\v 21 જેઓ મને પ્રભુ, પ્રભુ, કહે છે, તેઓ સર્વ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે [તેઓ જ પ્રવેશશે].
\v 22 તે દિવસે ઘણા મને કહેશે કે, પ્રભુ, પ્રભુ, શું અમે તમારે નામે પ્રબોધ કર્યો નહોતો? તમારે નામે ભૂતોને કાઢયાં નહોતાં? અને તમારે નામે ઘણાં પરાક્રમી કાર્યો કર્યા નહોતાં?
\v 23 ત્યારે હું તેઓને સ્પષ્ટ કહીશ કે, મેં તમને કદી પણ ઓળખ્યા નહિ; ઓ દુષ્ટતા કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ.
\s5
\v 24 એ માટે, જે કોઈ મારી આ વાતો સાંભળે છે અને પાળે છે, તેને એક ડાહ્યા માણસની ઉપમા આપવામાં આવશે કે, જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું;
\v 25 વરસાદ વરસ્યો, પૂર આવ્યું, વાવાઝોડાં થયાં અને તે ઘર પર સપાટા લાગ્યા; પણ તેનો પાયો ખડક પર નાખેલો હોવાથી તે પડ્યું નહિ.
\s5
\v 26 જે કોઈ મારી આ વાતો સાંભળે છે પણ પાળતો નથી, તેને એક મૂર્ખ માણસની ઉપમા આપવામાં આવશે કે, જેણે પોતાનું ઘર રેતી પર બાંધ્યું;
\v 27 વરસાદ વરસ્યો, પૂર આવ્યું, વાવાઝોડાં થયાં, તે ઘર પર સપાટા લાગ્યા અને તે પડી ગયું; અને તેનો નાશ મોટો થયો."
\s5
\v 28 ઈસુ એ વાતો કહી રહ્યા પછી, એમ થયું કે, લોકો તેમના ઉપદેશથી આશ્ચર્ય પામ્યા;
\v 29 કેમ કે શાસ્ત્રીઓની જેમ નહિ, પણ જેને અધિકાર હોય છે તેવી રીતે ઈસુ તેઓને ઉપદેશ કરતા હતા.
\s5
\c 8
\p
\v 1 પહાડ પરથી ઈસુ ઊતર્યા, ત્યાર પછી અતિ ઘણા લોક તેમની પાછળ ગયા.
\v 2 અને જુઓ, એક કુષ્ટ રોગીએ આવીને તેમને પગે પડીને કહ્યું કે, 'ઓ પ્રભુ, જો તમે ચાહો તો મને શુદ્ધ કરી શકો છો.'
\v 3 ત્યારે તેમણે હાથ લાંબો કર્યો, અને તેને સ્પર્શીને કહ્યું, 'હું ચાહું છું, તું શુદ્ધ થા.' અને તરત તે પોતાના રોગથી શુદ્ધ થયો.
\s5
\v 4 પછી ઈસુ તેને કહે છે કે, 'જો જે, તું કોઈને કહીશ નહિ; પણ જા, યાજકને જઈને પોતાને દેખાડ અને તેઓને માટે સાક્ષી તરીકે જે અર્પણ મૂસાએ ઠરાવ્યું હતું તે ચઢાવ.'
\s5
\v 5 ઈસુ કપર-નાહૂમમાં આવ્યા, પછી એક જમાદારે તેમની પાસે આવીને ઈસુને વિનંતી કરી કે,
\v 6 'ઓ પ્રભુ, મારો ચાકર ઘરમાં પક્ષઘાતી થઈને પડેલો છે, તેને ભારે પીડા થાય છે.'
\v 7 ત્યારે ઈસુ તેને કહે છે કે, 'હું આવીને તેને સાજો કરીશ.'
\s5
\v 8 જમાદારે ઉત્તર આપતાં કહ્યું કે, 'ઓ પ્રભુ, તમે મારા છાપરા હેઠળ આવો એવો હું યોગ્ય નથી; પણ તમે કેવળ શબ્દ કહો, એટલે મારો ચાકર સાજો થશે.
\v 9 કેમ કે હું પણ પરાધીન માણસ છું, સિપાઈઓ મારે સ્વાધીન છે; એકને હું કહું છું કે, જા, ને તે જાય છે; બીજાને [કહું છું કે,] આવ, ને તે આવે છે; અને મારા દાસને [કહું છું કે,] એ કર, ને તે તે કરે છે.'
\v 10 ત્યારે ઈસુને તે સાંભળીને આશ્ચર્ય થયું, પાછળ આવનારાઓને તેમણે કહ્યું, 'હું તમને નિશ્ચે કહું છું કે, આવો વિશ્વાસ મેં ઇઝરાયલમાં પણ જોયો નથી.
\s5
\v 11 હું તમને કહું છું કે પૂર્વથી તથા પશ્ચિમથી ઘણા લોકો આવશે, ઇબ્રાહિમની, ઇસહાકની તથા યાકૂબની સાથે આકાશના રાજ્યમાં બેસશે;
\v 12 પણ રાજ્યના દીકરાઓ બહારના અંધારામાં નંખાશે કે, જ્યાં રડવું ને દાંત પીસવું થશે.'
\v 13 ઈસુએ તે જમાદારને કહ્યું કે, 'જા, જેવો તેં વિશ્વાસ કર્યો તેવું જ તને થાઓ. તે જ ઘડી તેનો ચાકર સાજો થયો.'
\s5
\v 14 ઈસુ પિતરના ઘરમાં આવ્યા. ત્યાં તેમણે તેની સાસુને તાવે માંદી પડેલી જોઈ.
\v 15 ઈસુ તેના હાથને સ્પર્શ્યા; એટલે તેનો તાવ જતો રહ્યો અને તેણે ઊઠીને તેમની સેવા કરી.
\s5
\v 16 સાંજ પડી ત્યારે તેઓ ઘણા ભૂતવળગેલાઓને તેમની પાસે લાવ્યા અને તેમણે શબ્દથી તે આત્માઓને બહાર કાઢ્યા, અને સઘળાં માંદાંઓને સાજાં કર્યાં.
\v 17 એ માટે કે યશાયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે, 'તેમણે પોતે આપણી માંદગીઓ લીધી અને આપણા રોગો ભોગવ્યા.'
\s5
\v 18 ઈસુએ લોકોનો મોટો સમુદાય પોતાની આસપાસ એકત્ર થયેલો જોયો, ત્યારે તેમણે પેલે પાર જવાની આજ્ઞા કરી.
\v 19 એક શાસ્ત્રીએ પાસે આવીને તેમને કહ્યું કે, 'ઓ ઉપદેશક, જ્યાં કહીં તમે જશો ત્યાં હું તમારી પાછળ આવીશ.'
\v 20 ત્યારે ઈસુ તેને કહે છે કે, 'લોંકડાંને દર હોય છે, આકાશનાં પક્ષીઓને માળા હોય છે; પણ માણસના દીકરાને માથું ટેકવવાનું સ્થાન નથી.'
\s5
\v 21 તેમના શિષ્યોમાંથી બીજાએ તેમને કહ્યું કે, 'પ્રભુ, મને રજા આપો કે હું જઈને પ્રથમ મારા પિતાને દફનાવીને આવું.'
\v 22 પણ ઈસુએ તેને કહ્યું કે, 'તું મારી પાછળ આવ, મરણ પામેલાંઓને પોતાનાં મરણ પામેલાંઓને દફનાવવા દો.'
\s5
\v 23 ઈસુ હોડી પર ચઢ્યા ત્યારે તેમના શિષ્યો તેમની પાછળ ગયા.
\v 24 જુઓ, સમુદ્રમાં એવું મોટું તોફાન થયું કે હોડી મોજાંઓથી ઢંકાઈ ગઈ; પણ ઈસુ પોતે ઊંઘતા હતા.
\v 25 ત્યારે તેઓએ તેમની પાસે આવીને તેમને જગાડીને કહ્યું કે, 'ઓ પ્રભુ, અમને બચાવો, અમે નાશ પામીએ છીએ.'
\s5
\v 26 પછી ઈસુ તેઓને કહે છે, 'ઓ અલ્પવિશ્વાસીઓ, તમે શા માટે ભયભીત થયા છો?' પછી તેમણે ઊઠીને પવનને તથા સમુદ્રને ધમકાવ્યા; અને મહા શાંતિ થઈ.
\v 27 ત્યારે તે માણસોએ આશ્ચર્ય પામીને કહ્યું કે, 'એ ક્યા પ્રકારના માણસ છે કે પવન તથા સમુદ્ર પણ એમનું માને છે?'
\s5
\v 28 જયારે ઈસુ પેલે પાર ગાડરેનેસના દેશમાં પહોંચ્યા ત્યારે ભૂત વળગેલા બે માણસ કબરોમાંથી નીકળતા તેમને મળ્યા, તેઓ એવા બિહામણા હતા કે તે માર્ગે કોઈથી જવાતું નહોતું.
\v 29 જુઓ, તેઓએ બૂમ પાડતાં કહ્યું કે, 'ઓ ઈશ્વરના દીકરા, અમારે ને તમારે શું છે? સમય અગાઉ તમે અમને પીડા દેવાને અહીં આવ્યા છો શું?
\s5
\v 30 હવે તેઓથી બહુ દૂર ઘણાં ભૂંડોનું એક ટોળું ચરતું હતું.
\v 31 ભૂતોએ તેમને વિનંતી કરતાં કહ્યું કે, 'જો તમે અમને કાઢો તો ભૂંડોના ટોળામાં અમને મોકલો.'
\v 32 ઈસુએ તેઓને કહ્યું કે, 'જાઓ.' પછી તેઓ નીકળીને ભૂંડોમાં પેઠા; અને જુઓ, આખું ટોળું ટેકરા પરથી સમુદ્રમાં ઘસી પડ્યું, અને પાણીમાં ડૂબી મર્યું.
\s5
\v 33 ત્યારે ચરાવનારા દોડ્યા, તેઓએ નગરમાં જઈને સઘળું કહી સંભળાવ્યું; સાથે અશુદ્ધ આત્મા વળગેલાઓને શું થયું તે પણ કહ્યું.
\v 34 ત્યારે જુઓ, આખું નગર ઈસુને મળવાને બહાર આવ્યું; તેમને જોઈને તેઓએ તેમને વિનંતી કરી કે, 'અમારા વિસ્તારોમાંથી ચાલ્યા જાઓ.'
\s5
\c 9
\p
\v 1 ત્યારે હોડીમાં બેસીને ઈસુ પેલે પાર ગયા, ત્યાર પછી પોતાના નગરમાં આવ્યા.
\v 2 ત્યાં તે નગરમાં જુઓ, ખાટલે પડેલા એક પક્ષઘાતીને લોકો તેમની પાસે લાવ્યા, ઈસુએ તેઓનો વિશ્વાસ જોઇને પક્ષઘાતીને કહ્યું કે, 'દીકરા, હિંમત રાખ, તારાં પાપ તને માફ થયા છે.'
\s5
\v 3 ત્યારે શાસ્ત્રીઓમાંના કેટલાકે પોતાના મનમાં કહ્યું કે, 'એ દુર્ભાષણ કરે છે.'
\v 4 ઈસુએ તેઓના વિચાર જાણીને કહ્યું કે, 'તમે તમારા મનમાં શા માટે દુષ્ટ વિચાર કરો છો?
\v 5 કેમ કે એ બેમાંનું વધારે સહેલું કયું છે, એમ કહેવું કે તારાં પાપ તને માફ થયાં છે, અથવા એમ કહેવું કે ઊઠીને ચાલ્યો જા?'
\v 6 પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપોની માફી આપવાનો અધિકાર છે, એ તમે જાણો માટે, (ત્યારે ઈસુ પક્ષઘાતીને કહે છે કે) 'ઊઠ, તારો ખાટલો ઊંચકીને તારે ઘેર ચાલ્યો જા.'
\s5
\v 7 અને તે ઊઠીને પોતાને ઘેર ગયો.
\v 8 તે જોઈને લોકો આશ્ચર્યચકિત થયા, અને ઈશ્વરે માણસોને એવો અધિકાર આપ્યો માટે તેઓએ તેમની સ્તુતિ કરી.
\v 9 ઈસુએ ત્યાંથી જતાં માથ્થી નામે એક માણસને જકાત લેવાની ચોકી પર બેઠેલો જોયો; તેમણે તેને કહ્યું કે, 'તું મારી પાછળ આવ.' ત્યારે તે ઊઠીને તેમની પાછળ ગયો.
\s5
\v 10 ત્યાર પછી એમ થયું કે, ઈસુ ઘરમાં જમવા બેઠા ત્યારે જુઓ, ઘણા દાણીઓ તથા પાપીઓ આવીને ઈસુની તથા તેમના શિષ્યોની સાથે બેઠા.
\v 11 ફરોશીઓએ એ જોઈને તેમના શિષ્યોને કહ્યું કે, 'તમારો ઉપદેશક જકાત લેનારાઓની તથા પાપીઓની સાથે કેમ ખાય છે?'
\s5
\v 12 ઈસુએ એ સાંભળીને તેઓને કહ્યું કે, 'જેઓ સાજા છે તેઓને વૈદની અગત્ય નથી, પણ જેઓ માંદા છે તેઓને છે.
\v 13 પણ, "યજ્ઞ કરતાં હું દયા ચાહું છું," એનો શો અર્થ છે, તે જઇને શીખો; કેમ કે ન્યાયીઓને નહિ, પણ પાપીઓને તેડવા હું આવ્યો છું.'
\s5
\v 14 ત્યારે યોહાનના શિષ્યો તેમની પાસે આવીને કહે છે કે 'અમે તથા ફરોશીઓ ઘણીવાર ઉપવાસ કરીએ છીએ, પણ તમારા શિષ્યો ઉપવાસ કરતા નથી. એનું કારણ શું?'
\v 15 ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, 'જ્યાં સુધી વરરાજા જાનૈયાઓની સાથે છે, ત્યાં સુધી શું તેઓ શોક કરી શકે છે? પણ એવા દિવસો આવશે કે વરરાજા તેઓની પાસેથી લઈ લેવાશે, ત્યારે તેઓ ઉપવાસ કરશે.
\s5
\v 16 વળી નવા વસ્ત્રોનું થીંગડું જૂના વસ્ત્રોમાં કોઇ નથી દેતું, કેમ કે તે થીંગડાથી તે વસ્ત્રો ખેંચાય છે, અને તે વધારે ફાટી જાય છે.
\s5
\v 17 વળી નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ ભરતું નથી ; જો ભરે તો મશકો ફાટી જાય છે, અને દ્રાક્ષારસ ઢોળાઈ જાય છે, મશકોનો નાશ થાય છે; પણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવામાં આવે છે, જેથી બન્નેનું રક્ષણ થાય છે.'
\s5
\v 18 ઈસુ તેઓને આ વાત કહેતા હતા, ત્યારે જુઓ, એક અધિકારી આવીને તેમને પગે પડીને કહે છે કે, 'મારી દીકરી હમણાં જ મૃત્યુ પામી છે, પણ તમે આવીને તમારો હાથ તેના પર મૂકો એટલે તે જીવતી થશે.'
\v 19 ત્યારે ઈસુ ઊઠીને પોતાના શિષ્યો સહિત તેની પાછળ ગયા.
\s5
\v 20 ત્યારે જુઓ, એક સ્ત્રી જેને બાર વર્ષથી લોહીવા હતો, તે ઈસુની પાછળ આવીને તેમના વસ્ત્રોની કોરને અડકી;
\v 21 કેમ કે તેણે પોતાના મનમાં વિચાર્યું કે, 'જો હું માત્ર તેમના વસ્ત્રોને અડકું તો હું સાજી થઇ જઈશ.'
\v 22 ત્યારે ઈસુએ પાછા ફરીને તથા તેને જોઇને કહ્યું કે, 'દીકરી, હિંમત રાખ, તારા વિશ્વાસે તને સાજી કરી છે;' અને તે સ્ત્રી તે જ ઘડીથી સાજી થઈ.
\s5
\v 23 પછી જયારે ઈસુએ તે અધિકારીના ઘરમાં આવીને વાંસળી વગાડનારાઓને તથા લોકોને કકળાટ કરતા જોયા.
\v 24 ત્યારે તેમણે કહ્યું કે, 'અહીંથી ચાલ્યા જાઓ; કેમ કે છોકરી મરી ગઈ નથી, પણ ઊંઘે છે.' અને તેઓએ ઈસુની વાતને મજાકમાં કાઢી.
\s5
\v 25 લોકોને બહાર કાઢ્યા પછી, તેમણે અંદર જઈને તેનો હાથ પકડ્યો; અને તે છોકરી ઊઠી.
\v 26 તે વાતની ચર્ચા આખા પ્રદેશમાં ફેલાઈ ગઈ.
\s5
\v 27 ઈસુ ત્યાંથી જતા હતા, તેવામાં બે અંધજનો તેમની પાછળ જઈને બૂમ પાડતાં કહેતા કે, 'ઓ દાઉદના પુત્ર, અમારા પર દયા કરો.'
\v 28 ઈસુ ઘરમાં આવ્યા, ત્યારે તે અંધજનો તેમની પાસે આવ્યા, અને ઈસુ તેઓને કહે છે કે, 'હું એ કરી શકું છું એવો તમને વિશ્વાસ છે શું?' તેઓ તેમને કહે છે કે, 'હા પ્રભુ.'
\s5
\v 29 ત્યારે ઈસુ તેઓની આંખોને અડકીને કહે છે કે, 'તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાઓ.'
\v 30 તે જ સમયે તેઓની આંખો ઊઘડી ગઈ. પછી ઈસુએ તેઓને કડક આજ્ઞા આપીને કહ્યું કે, 'જો જો, કોઈ આ વિષે જાણે નહિ.'
\v 31 પણ તેઓએ બહાર જઈને આખા દેશમાં તેમની કીર્તિ ફેલાવી.
\s5
\v 32 તેઓ બહાર ગયા ત્યારે જુઓ, અશુદ્ધ આત્મા વળગેલા એક મૂંગા માણસને તેઓ તેમની પાસે લાવ્યા.
\v 33 ભૂત કાઢવામાં આવ્યું ત્યારે તે મૂંગો માણસ બોલ્યો, અને લોકોએ આશ્ચર્ય પામીને કહ્યું કે, 'ઇઝરાયલમાં આવું કદી જોવામાં આવ્યું નથી!'
\v 34 પણ ફરોશીઓએ કહ્યું કે, 'તે ભૂતોના સરદારની સહાયથી ભૂતોને કાઢે છે.'
\s5
\v 35 ઈસુ તેઓનાં સભાસ્થાનોમાં બોધ કરતા, રાજ્યની સુવાર્તા પ્રગટ કરતા, દરેક [પ્રકારનો] રોગ તથા દરેક [પ્રકારની] બીમારી મટાડતા, સઘળાં નગરોમાં તથા ગામોમાં ફરતા ગયા.
\v 36 લોકોને જોઈને તેઓ પર તેમને દયા આવી, કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાંના જેવા હેરાન તથા વેરાઈ ગયેલા હતા.
\s5
\v 37 ત્યારે ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે, 'ફસલ પુષ્કળ છે ખરી, પણ મજૂરો થોડા છે.
\v 38 એ માટે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે, તે પોતાની ફસલને સારુ મજૂરો મોકલે.'
\s5
\c 10
\p
\v 1 પછી ઈસુએ પોતાના બાર શિષ્યોને પાસે બોલાવીને અશુદ્ધ આત્માઓને કાઢવાનો, તથા દરેક પ્રકારનો મંદવાડ તથા દરેક જાતનો રોગ મટાડવાનો અધિકાર તેઓને આપ્યો.
\s5
\v 2 તે બાર પ્રેરિતનાં નામ આ છે; પહેલો સિમોન જે પિતર કહેવાય છે તે, તેનો ભાઈ આન્દ્રિયા; ઝબદીનો દીકરો યાકૂબ, તથા તેનો ભાઈ યોહાન;
\v 3 ફિલિપ તથા બર્થોલ્મી; થોમા તથા માથ્થી દાણી; અલ્ફીનો દીકરો યાકૂબ તથા થાદી;
\v 4 સિમોન કનાની તથા યહૂદા ઇશ્કારિયોત, જે ઈસુને પરસ્વાધીન કરનાર પણ હતો.
\s5
\v 5 ઈસુએ તે બાર શિષ્યોને મોકલીને એવી આજ્ઞા આપી કે, 'તમે વિદેશીઓને માર્ગે ન જાઓ અને સમરૂનીઓના કોઇ નગરમાં ન પેસો;
\v 6 પણ તેના કરતાં ઇઝરાયલના ઘરનાં ખોવાએલાં ઘેટાંની પાસે જાઓ.
\v 7 તમે જતાં જતાં એમ પ્રસિદ્ધ કરો કે, આકાશનું રાજ્ય પાસે આવ્યું છે.
\s5
\v 8 માંદાઓને સાજાં કરો, રક્તપિત્તનારોગીઓને શુદ્ધ કરો, મૂએલાંઓને ઉઠાડો, ભૂતોને કાઢો: તમે મફત પામ્યા છો, મફત આપો.
\v 9 સોનુંરૂપું કે તાંબુ તમારા કમરબંધમાં ન રાખો.
\v 10 મુસાફરીને સારુ થેલો, બે અંગરખા, બૂટ, લાકડી પણ ન લો; કેમ કે મજૂર પોતાના પોષણને યોગ્ય છે.
\s5
\v 11 જે જે નગરમાં કે ગામમાં તમે જાઓ, તેમાં યોગ્ય કોણ છે એની તપાસ કરો, ત્યાંથી નીકળતાં સુધી તેને ત્યાં રહો.
\v 12 ઘરમાં જઈને તેઓને સલામ કહો.
\v 13 જો તે ઘર યોગ્ય હોય તો તમારી શાંતિ તેના પર આવે, પણ જો તે યોગ્ય ન હોય તો તમારી શાંતિ તમારા પર પાછી આવશે.
\s5
\v 14 જો કોઈ તમારો આવકાર નહિ કરે, તથા તમારી વાતો નહિ સાંભળે તો તે ઘરમાંથી અથવા તે નગરમાંથી નીકળતાં તમે તેની ધૂળ તમારા પગ પરથી ખંખેરી નાખો.
\v 15 હું તમને નિશ્ચે કહું છું કે, ન્યાયકાળે સદોમ તથા ગમોરા દેશના હાલ તે નગરના કરતાં સહેલ થશે.
\s5
\v 16 જુઓ, વરુઓમાં ઘેટાંના જેવા હું તમને મોકલું છું; માટે તમે સાપના જેવા હોશિયાર, તથા કબૂતરના જેવા સાલસ થાઓ.
\v 17 તમે માણસોથી સાવધાન રહો; કેમ કે તેઓ તમને ન્યાયસભાને સોંપશે, અને તેઓનાં સભાસ્થાનોમાં તમને કોરડા મારશે.
\v 18 તેઓને તથા બિનયહૂદીઓને માટે સાક્ષીને અર્થે મારે લીધે તમને અધિકારીઓની તથા રાજાઓની આગળ લઈ જવાશે.
\s5
\v 19 પણ જયારે તેઓ તમને પકડાવે ત્યારે તમે ચિંતા ન કરો કે શી રીતે અથવા શું બોલીએ. કેમ કે શું બોલવું તે તે જ ઘડીએ તમને અપાશે.
\v 20 કેમ કે જે બોલે છે તે તો તમે નથી, પણ તમારા પિતાનો જે [પવિત્ર] આત્મા તે તમારામાં બોલે છે.
\s5
\v 21 ભાઈ ભાઈને તથા પિતા બાળકને મારી નંખાવવાને સોંપી દેશે અને બાળકો માતાપિતાની સામે ઊઠીને તેઓને મારી નંખાવશે.
\v 22 મારા નામને સારુ સહુ તમારો દ્વેષ કરશે, તોપણ જે કોઇ અંત સુધી ટકશે તે ઉધ્ધાર પામશે.
\v 23 જયારે તેઓ એક નગરમાં તમારી પાછળ પડે ત્યારે તમે બીજામાં ભાગી જાઓ, કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે માણસનો દીકરો આવે ત્યાં સુધી ઇઝરાયલનાં સઘળાં નગરોમાં તમે ફરી નહિ વળશો.
\s5
\v 24 શિષ્ય ગુરુ કરતાં મોટો નથી અને નોકર પોતાના શેઠ કરતાં મોટો નથી.
\v 25 શિષ્ય પોતાના ગુરુ સરખો અને નોકર પોતાના શેઠ સરખો હોય તો તે જ ઘણું છે. જો ઘરના માલિકને તેઓએ બાલઝબૂલ કહ્યો છે, તો તેના ઘરના લોકોને કેટલું વિશેષે કરીને તેઓ એમ જ કહેશે?
\s5
\v 26 તે માટે તેઓથી તમે ગભરાશો નહિ, કેમ કે ઉઘાડું નહિ કરાશે એવું કંઈ ઢાંકેલું નથી, અને પ્રગટ નહિ થશે એવું કશું ગુપ્ત નથી.
\v 27 હું તમને અંધારામાં જે કહું છું તે તમે અજવાળામાં કહો, તમે કાને જે સાંભળો છો તે ધાબાંઓ પરથી પ્રગટ કરો.
\s5
\v 28 શરીરને જેઓ મારી નાખે છે, પણ આત્માને મારી નાખી શકતા નથી, તેઓથી બીહો મા; પણ એના કરતાં આત્મા તથા શરીર એ બન્નેનો નાશ નરકમાં કરી શકે છે તેનાથી ગભરાઓ.
\v 29 પૈસાની બે ચકલીઓ વેચાતી નથી શું? તોપણ તમારા પિતા[ની ઇચ્છા] વગર તેમાંથી એકે જમીન પર પડનાર નથી.
\v 30 તમારા માથાના બધા વાળ પણ ગણેલા છે.
\v 31 તે માટે ગભરાશો નહિ; ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો.
\s5
\v 32 માટે માણસોની આગળ જે કોઇ મને કબૂલ કરશે તેને હું પણ મારા સ્વર્ગમાંના પિતાની આગળ કબૂલ કરીશ.
\v 33 પણ માણસોની આગળ જે કોઇ મારો ઇનકાર કરશે, તેનો હું પણ મારા સ્વર્ગમાંના પિતાની આગળ ઇનકાર કરીશ.
\s5
\v 34 પૃથ્વી પર શાંતિ કરાવવાને હું આવ્યો છું એમ ન ધારો; શાંતિ તો નહિ, પણ તરવાર ચલાવવાને હું આવ્યો છું.
\v 35 કેમ કે પુત્રને તેના પિતાની વિરુધ્ધ, દીકરીને તેની માની વિરુધ્ધ તથા પુત્રવધુને તેની સાસુની વિરુધ્ધ કરવાને હું આવ્યો છું.
\v 36 માણસના દુશ્મન તેના ઘરનાં જ થશે.
\s5
\v 37 મારા કરતાં જે પોતાની મા અથવા પોતાના પિતા પર વધારે પ્રીતિ કરે છે તે મારે યોગ્ય નથી; અને દીકરા કે દીકરી પર જે મારા કરતાં વધારે પ્રીતિ કરે છે, તે પણ મારે કામના નથી.
\v 38 જે પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવતો નથી તે મારે યોગ્ય નથી;
\v 39 જે પોતાનો જીવ બચાવે છે તે તેને ખોશે, મારે લીધે જે પોતાનો જીવ ગુમાવે છે તે તેને બચાવશે.
\s5
\v 40 જે તમારો આવકાર કરે છે તે મારો આવકાર કરે છે, જે મારો આવકાર કરે છે તે મારા મોકલનારનો પણ આવકાર કરે છે.
\v 41 પ્રબોધકોને નામે પ્રબોધકનો આવકાર જે કરે છે, તે પ્રબોધકનું ફળ પામશે; અને ન્યાયીને નામે ન્યાયીનો આવકાર જે કરે છે તે ન્યાયીનું ફળ પામશે.
\s5
\v 42 હું તમને નિશ્ચે કહું છું કે શિષ્યને નામે જે કોઈ આ નાનામાંના એકને માત્ર ઠંડા પાણીનું પ્યાલું પીવાને આપશે તે તેનું ફળ પામ્યા વિના રહેશે જ નહિ.'
\s5
\c 11
\p
\v 1 ઈસુ પોતાના બાર શિષ્યોને આજ્ઞા આપી ચૂક્યા, ત્યારે એમ થયું કે બોધ કરવાને તથા વાત પ્રગટ કરવાને ત્યાંથી તેઓનાં નગરોમાં તે ગયા.
\v 2 હવે યોહાને જેલમાં ખ્રિસ્તનાં કાર્યો સંબંધી સાંભળીને પોતાના શિષ્યોને મોકલીને તેમને પૂછાવ્યું કે,
\v 3 'જે આવનાર છે તે તમે જ છો કે, અમે બીજાની રાહ જોઈએ?'
\s5
\v 4 ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, તમે જે જે સાંભળો છો તથા જુઓ છો, તે જઇને યોહાનને કહી બતાવો કે,
\v 5 'અંધજનો દેખતા થાય છે, પગે અપંગ ચાલતા થાય છે, રક્તપિત્તનારોગી શુદ્ધ કરાય છે, બહેરા સાંભળતા થાય છે; મૃત્યુ પામેલાઓ સજીવન થાય છે,તથા દરિદ્રીઓને સુવાર્ત્તા પ્રગટ કરાય છે.
\v 6 જે કોઈ મારા સબંધી ઠોકર નહિ ખાય તે આશીર્વાદિત છે.'
\s5
\v 7 જયારે તેઓ જતા હતા ત્યારે - ઈસુ યોહાન સબંધી લોકોને કહેવા લાગ્યા કે, 'તમે અરણ્યમાં શું જોવા ગયા હતા? શું પવનથી હાલતા બરુને?
\v 8 પણ તમે શું જોવા નીકળ્યા? શું મુલાયમ વસ્ત્રો પહેરેલા માણસને? જુઓ, જે એવાં વસ્ત્રો પહેરે છે તેઓ તો રાજમહેલોમાં છે.
\s5
\v 9 તો તમે શું જોવા નીકળ્યા? શું પ્રબોધકોને? હું તમને કહું છું કે, હા, પ્રબોધકો કરતાં જે ઘણા અધિક છે તેને.
\v 10 જેના સંબંધી એમ લખેલું છે કે, જો, હું મારા દૂતને તારી આગળ મોકલું છું, જે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે, તે એ જ છે.
\s5
\v 11 હું તમને નિશ્ચે કહું છું કે, જેટલા સ્ત્રીઓથી જન્મ્યા છે, તેઓમાં યોહાન બાપ્તિસ્મા કરનાર કરતાં કોઈ મોટો ઉત્પન્ન થયો નથી, તોપણ સ્વર્ગના રાજ્યમાં જે સૌથી નાનો છે તે પણ તેના કરતાં મોટો છે.
\v 12 યોહાન બાપ્તિસ્મા કરનારના સમયથી તે અત્યાર સુધી આકાશના રાજ્ય પર બળજબરી થાય છે, તથા બળજબરી કરનારાઓ એવું કરીને તે લઇ લે છે.
\s5
\v 13 કેમ કે બધા પ્રબોધકોએ તથા નિયમશાસ્ત્રે યોહાન સુધી પ્રબોધ કર્યો છે.
\v 14 જો તમે માનવા ચાહો તો એલિયા જે આવનાર છે તે એ જ છે.
\v 15 જેને સાંભળવાને કાન છે તે સાંભળે.
\s5
\v 16 પણ આ પેઢીને હું શાની ઉપમા આપું? તે છોકરાંના જેવી છે કે, જેઓ બજારોમાં બેસીને પોતાના સાથીઓને હાંક મારતાં કહે છે કે,
\v 17 અમે તમારી આગળ વાંસળી વગાડી, પણ તમે નાચ્યા નહિ; અમે શોક કર્યો, પણ તમે રડ્યા નહિ.
\s5
\v 18 કેમ કે યોહાન ખાતોપીતો નથી આવ્યો, છતાં તેઓ કહે છે કે, તેને ભૂત વળગ્યું છે.
\v 19 માણસનો દીકરા [ઈસુ] ખાતોપીતો આવવ્યા, તો તેઓ કહે છે કે, જુઓ, ખાઉધરા અને દારૂબાજ માણસ, દાણીઓનો તથા પાપીઓનો મિત્ર! પણ જ્ઞાન પોતાનાં કૃત્યોથી યથાર્થ ઠરે છે.'
\s5
\v 20 ત્યારે જે નગરોમાં તેમનાં પરાક્રમી કામો ઘણાં થયાં હતાં, તેઓએ પસ્તાવો નહિ કર્યો, માટે તે તેઓ ઉપર દોષ મૂકવા લાગ્યા કે,
\v 21 'ઓ ખોરાજીન, તને હાય! હાય! ઓ બેથસાઈદા, તને હાય! હાય! કેમ કે જે પરાક્રમી કામો તમારામાં થયાં, તે જો તૂર તથા સિદોનમાં થયાં હોત, તો તેઓએ ટાટ તથા રાખમાં બેસીને ક્યારનોય પસ્તાવો કર્યો હોત.
\v 22 વળી હું તમને કહું છું કે ન્યાયકાળે તૂર તથા સિદોનને તમારા કરતાં સહેલ થશે.
\s5
\v 23 ઓ કપર-નાહૂમ, તું આકાશ સુધી ઊંચું કરાશે શું? તું હાદેસ સુધી નીચું ઊતરશે; કેમ કે જે પરાક્રમી કામો તારામાં થયાં તે જો સદોમમાં થયાં હોત, તો તે આજ સુધી રહેત.
\v 24 વળી હું તમને કહું કે, ન્યાયકાળે સદોમ દેશને તારા કરતાં સહેલ પડશે.'
\s5
\v 25 તે વેળા ઈસુએ કહ્યું કે, 'ઓ પિતા, આકાશ તથા પૃથ્વીના પ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું, કેમ કે જ્ઞાનીઓ તથા તર્કશાસ્ત્રીઓથી તમે એ વાતો ગુપ્ત રાખી, તથા બાળકોની આગળ પ્રગટ કરી છે.
\v 26 હા, ઓ પિતા, કેમ કે તમને એવું સારું લાગ્યું.
\v 27 મારા પિતાએ મને સઘળું સોંપ્યું છે; પિતા વગર દીકરાને કોઈ જાણતું નથી અને દીકરા વગર તથા જેમને દીકરો પ્રગટ કરવા ચાહે તેના વગર, પિતાને કોઈ જાણતું નથી.
\s5
\v 28 ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો, અને હું તમને વિસામો આપીશ.
\v 29 મારી ઝૂંસરી તમે પોતા પર લો, અને મારી પાસેથી શીખો; કેમ કે હું મનમાં નમ્ર તથા સાલસ છું, તમે તમારા જીવમાં વિસામો પામશો.
\v 30 કેમ કે મારી ઝૂંસરી સહેલી અને મારો બોજો હલકો છે.'
\s5
\c 12
\p
\v 1 તે વેળાએ ઈસુ વિશ્રામવારે અનાજનાં ખેતરોમાં થઈને જતા હતા, ત્યારે તેમના શિષ્યોને ભૂખ લાગી, તેઓ કણસલાં તોડવા તથા ખાવા લાગ્યા.
\v 2 ફરોશીઓએ તે જોઈને ઈસુને કહ્યું કે, 'જો, વિશ્રામવારે જે કરવું ઉચિત નથી તે તમારા શિષ્યો કરે છે.'
\s5
\v 3 પણ ઈસુએ તેઓને કહ્યું કે, 'જયારે દાઉદ તથા તેના સાથીઓ ભૂખ્યા હતા, ત્યારે તેણે જે કર્યું તે શું તમે વાંચ્યું નથી?
\v 4 કે તેણે ઈશ્વરના ઘરમાં પેસીને અર્પણ કરેલી રોટલી, જે તેને તથા તેના સાથીઓને ખાવી ઉચિત ન હતી, પણ એકલા યાજકોને ઉચિત હતી, તે તેણે ખાધી.
\s5
\v 5 અથવા શું નિયમશાસ્ત્રમાં તમે એ નથી વાંચ્યું કે, વિશ્રામવારે [રવિવારે] ભક્તિસ્થાનમાં યાજકોએ વિશ્રામવારને અપવિત્ર કર્યા છતાં પણ નિર્દોષ છે?
\v 6 પણ હું તમને કહું છું કે ભક્તિસ્થાન કરતાં અહીં એક મોટો છે.
\s5
\v 7 વળી 'યજ્ઞ કરતાં હું દયા ચાહું છું,' એનો અર્થ જો તમે જાણતા હોત તો નિર્દોષને તમે દોષિત ન ઠરાવત.
\v 8 કેમ કે માણસના દીકરા [ઈસુ] વિશ્રામવારના પણ પ્રભુ છે.'
\s5
\v 9 ઈસુ ત્યાંથી નીકળીને તેઓના સભાસ્થાનમાં આવ્યા.
\v 10 ત્યારે જુઓ, ત્યાં એક માણસ હતો, જેનો હાથ સુકાઈ ગયેલો હતો. ઈસુ પર દોષ મૂકવા સારુ તેમને પૂછ્યું કે, 'શું વિશ્રામવારે સાજું કરવું ઉચિત છે?'
\s5
\v 11 ત્યારે તેમણે તેઓને કહ્યું કે, 'તમારામાં કયો માણસ એવો છે કે, જેને એક ઘેટું હોય, અને વિશ્રામવારે જો તે ખાડામાં પડે તો તેને પકડીને બહાર નહિ કાઢશે?
\v 12 તો માણસ ઘેટાં કરતાં કેટલું ઉત્તમ છે? એ માટે વિશ્રામવારે સારું કરવું ઉચિત છે.'
\s5
\v 13 ત્યારે પેલા માણસને ઈસુએ કહ્યું કે, 'તારો હાથ લાંબો કર.' તેણે તે લાંબો કર્યો, તરત તેનો હાથ બીજા હાથના જેવો સાજો થયો.
\v 14 ત્યારે ફરોશીઓએ નીકળીને તેમને મારી નાખવાને માટે તેમની વિરુદ્ધ મસલત કરી.
\s5
\v 15 પણ ઈસુ એ જાણીને ત્યાંથી નીકળી ગયા; ઘણા લોક તેમની પાછળ ગયા; ત્યારે બધાને સાજા કરીને
\v 16 તેઓને કડક આજ્ઞા આપી કે, 'તમારે મને પ્રગટ કરવો નહિ.'
\v 17 એ માટે કે પ્રબોધક યશાયાએ જે કહ્યું હતું તે પૂરું થાય કે,
\s5
\v 18 'જુઓ, મારો સેવક, જેને મેં પસંદ કર્યો; મારો પ્રિય, જેના પર મારો જીવ પ્રસન્ન છે; તે પર હું મારો આત્મા મૂકીશ; અને તે અન્ય દેશનાઓને ન્યાયકરણ પ્રગટ કરશે.
\s5
\v 19 તે ઝઘડો નહિ કરશે, બૂમ નહિ પાડશે; તેની વાણી રસ્તાઓમાં કોઇ નહિ સાંભળશે.
\v 20 જ્યાં સુધી ન્યાયકરણને તે જયમાં નહિ પહોંચાડે, ત્યાં સુધી છૂંદેલું બરુ તે ભાંગી નહિ નાખશે, ધુમાતુ શણ પણ તે નહિ હોલવશે.
\v 21 વિદેશીઓ તેમના નામ પર આશા રાખશે.'
\s5
\v 22 ત્યારે અશુદ્ધ આત્મા વળગેલા કોઈ અંધ, મૂંગા માણસને તેઓ તેમની પાસે લાવ્યા; તેમણે તેને સાજો કર્યો, એટલે જે અંધ તથા મૂંગો હતો તે બોલવા અને જોવા લાગ્યો.
\v 23 સર્વ લોકોએ આશ્ચર્ય પામીને કહ્યું કે, 'શું આ દાઉદનો દીકરો હોઈ શકે?'
\s5
\v 24 પણ ફરોશીઓએ તે સાંભળીને કહ્યું કે, 'ભૂતોના સરદાર બાલઝબૂલની મદદથી જ તે ભૂતોને કાઢે છે.'
\v 25 ત્યારે ઈસુએ તેઓનો વિચાર જાણીને તેઓને કહ્યું કે, 'દરેક રાજ્ય જેમાં ફૂટ પડે, તે તૂટી પડે છે; તથા દરેક નગર અથવા ઘર જેમાં ફૂટ પડે, તે સ્થિર નહિ રહેશે.
\s5
\v 26 જો શેતાન શેતાનને કાઢે તો તે પોતે પોતાની સામે થયો; તો પછી તેનું રાજ્ય શી રીતે સ્થિર રહેશે?
\v 27 જો હું બાલઝબૂલની મદદથી ભૂતોને કાઢું છું, તો તમારા દીકરા કોની મદદથી કાઢે છે? માટે તેઓ તમારા ન્યાયાધીશ થશે.
\s5
\v 28 પણ જો હું ઈશ્વરના આત્માથી ભૂતોને કાઢું છું, તો ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવ્યું છે[એમ સમજો].
\v 29 વળી બળવાનના ઘરમાં જઈને તે બળવાનને પહેલાં બાંધ્યા વિના તેનો સામાન કોઇથી કેમ લૂંટાય? પણ તેને બાંધ્યા પછી તે તેનું ઘર લૂંટી લેશે.
\v 30 જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધ છે, જે મારી સાથે સંગ્રહ નથી કરતો, તે વિખેરી નાખે છે.
\s5
\v 31 એ માટે હું તમને કહું છું કે, દરેક પાપ તથા દુર્ભાષણ માણસોને માફ કરાશે; પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે દુર્ભાષણ કરે તે માણસને માફ નહિ કરાશે.
\v 32 માણસના દીકરા વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે, તે તેને માફ કરાશે; પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે, તે તેને માફ નહિ કરાશે; આ યુગમાં પણ નહિ, અને આવનાર યુગમાં પણ નહિ.
\s5
\v 33 ઝાડ સારું કરો અને તેનું ફળ સારું થશે, અથવા ઝાડ ખરાબ કરો અને તેનું ફળ ખરાબ થશે; કેમ કે ઝાડ ફળથી ઓળખાય છે.
\v 34 ઓ સર્પોના વંશ, તમે દુષ્ટ છતાં સારી વાતો તમારાથી શી રીતે કહી શકાય? કેમ કે મનના ભરપૂરીપણામાંથી મોં બોલે છે.
\v 35 સારું માણસ મનના સારા ભંડારમાંથી સારું કાઢે છે, ખરાબ માણસ ખરાબ ભંડારમાંથી ખરાબ બહાર કાઢે છે.
\s5
\v 36 વળી હું તમને કહું છું કે, માણસો જે દરેક નકામી વાત બોલશે, તે સંબંધી ન્યાયકાળે તેઓને જવાબ આપવો પડશે.
\v 37 કેમ કે તારી વાતોથી તું ન્યાયી ઠરાવાશે; અને તારી વાતોથી અન્યાયી ઠરાવાશે.'
\s5
\v 38 ત્યારે કેટલાએક શાસ્ત્રીઓએ તથા ફરોશીઓએ તેમને ઉત્તર આપતાં કહ્યું કે, 'ઓ ઉપદેશક, અમારે કંઈ નિશાની જોવી છે.'
\v 39 પણ ઈસુએ ઉત્તર દેતાં તેઓને કહ્યું કે, 'દુષ્ટ તથા વ્યભિચારી પેઢી નિશાની માગે છે, પણ યૂના પ્રબોધકની નિશાની સિવાય કોઇ નિશાની તેને નહિ અપાશે.
\v 40 કેમ કે જેમ યૂના ત્રણ રાતદિવસ મોટી માછલીના પેટમાં રહ્યો હતો, તેમ માણસનો દીકરો [ઈસુ] પણ ત્રણ રાતદિવસ પૃથ્વીના પાતાળમાં રહેશે.
\s5
\v 41 ન્યાયકાળે નિનવેનાં માણસ આ પેઢી સાથે ઊઠીને ઊભાં રહેશે અને તેને અપરાધી ઠરાવશે; કેમકે યૂનાનો ઉપદેશ સાંભળીને તેઓએ પસ્તાવો કર્યો, પણ જુઓ, યૂના કરતાં અહીં એક મોટો છે.
\s5
\v 42 દક્ષિણની રાણી આ પેઢીની સાથે ન્યાયકાળે ઊઠીને એને અપરાધી ઠરાવશે; કેમ કે પૃથ્વીને છેડેથી સુલેમાનનું જ્ઞાન સાંભળવાને તે આવી; પણ જુઓ, સુલેમાન કરતાં અહીં એક મોટો છે.
\s5
\v 43 જયારે અશુદ્ધ આત્મા માણસમાંથી નીકળે છે ત્યારે તે ઉજ્જડ જગ્યામાં વિસામો શોધતો ફરે છે, પણ નથી પામતો.
\v 44 ત્યારે તે કહે છે કે, જે ઘરમાંથી હું નીકળ્યો તેમાં જ હું પાછો જઈશ; જયારે તે આવે છે ત્યારે ખાલી તથા વાળેલું તથા વ્યવસ્થિત જુએ છે.
\v 45 પછી તે જઈને પોતા કરતાં ભૂંડા બીજા સાત આત્માઓને પોતાની સાથે લાવે છે, અને તેઓ તેમાં પેસીને ત્યાં રહે છે, ત્યારે તે માણસની છેલ્લી અવસ્થા પહેલીના કરતાં ખરાબ થાય છે. તેમ આ દુષ્ટ પેઢીને પણ થશે.'
\s5
\v 46 ઈસુ લોકોને હજુ વાત કહેતા હતા એટલામાં જુઓ, તેમની મા તથા તેમના ભાઈઓ બહાર આવીને ઊભાં હતાં, અને તેમની સાથે વાત કરવા ચાહતાં હતાં.
\v 47 ત્યારે કોઈએ તેમને કહ્યું કે, 'જુઓ, તમારી મા તથા તમારા ભાઈઓ બહાર ઊભાં છે, તેઓ તમારી સાથે વાત કરવા ચાહે છે.'
\s5
\v 48 પણ પેલા કહેનારને તેમણે ઉત્તર દેતાં કહ્યું કે, 'મારી મા કોણ છે? અને મારા ભાઈઓ કોણ છે?'
\v 49 તેમણે પોતાના શિષ્યોની તરફ પોતાનો હાથ લંબાવીને કહ્યું કે, જુઓ મારી મા, તથા મારા ભાઈઓ.
\v 50 કેમ કે મારા સ્વર્ગમાંના પિતાની ઇચ્છા પ્રમાણે જે કોઈ કરે, તે જ મારો ભાઈ, બહેન તથા મા છે.'
\s5
\c 13
\p
\v 1 તે જ દિવસે ઈસુ ઘરમાંથી નીકળીને સમુદ્રને કિનારે બેઠા.
\v 2 અતિ ઘણા લોક તેમની પાસે એકઠા થયા, માટે તે હોડી પર ચઢીને બેઠા; અને સર્વ લોક કિનારે ઊભા રહ્યા.
\s5
\v 3 ઈસુએ દૃષ્ટાંતોમાં તેઓને ઘણી વાતો કહેતા કહ્યું કે, 'જુઓ, વાવનાર વાવવાને બહાર ગયો.
\v 4 તે વાવતો હતો ત્યારે કેટલાંક [બી] રસ્તાના કિનારે પડ્યાં; એટલે પક્ષીઓ આવીને તે ખાઈ ગયાં.
\v 5 કેટલાંક પથ્થરવાળી જમીન પર પડ્યાં, જ્યાં ઘણી માટી ન હતી; તેને માટીનું ઊંડાણ ન હતું માટે તે વહેલાં ઊગી નીકળ્યાં.
\v 6 પણ જયારે સૂર્ય ઊગ્યો ત્યારે તે ચીમળાઈ ગયાં, તેને જડ ન હોવાથી તે સુકાઈ ગયાં.
\s5
\v 7 કેટલાંક કાંટાના જાળાંમાં પડ્યાં; કાંટાના જાળાંએ વધીને તેને દબાવી નાખ્યાં.
\v 8 બીજાં સારી જમીન પર પડ્યાં, તેઓએ ફળ આપ્યાં; કેટલાંકે સોગણાં, કેટલાંકે સાઠગણાં, અને કેટલાંક ત્રીસગણાં
\v 9 જેને સાંભળવાને કાન છે તે સાંભળે.'
\s5
\v 10 પછી શિષ્યોએ પાસે આવીને તેમને કહ્યું કે, 'તમે તેઓની સાથે દૃષ્ટાંતોમાં શા માટે બોલો છો?'
\v 11 ત્યારે ઈસુએ તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, 'સ્વર્ગના રાજ્યના મર્મો જાણવાનું તમને આપેલું છે, પણ તેઓને આપેલું નથી.
\v 12 કેમ કે જેની પાસે છે તેને અપાશે, અને તેની પાસે પુષ્કળ થશે; પણ જેની પાસે નથી તેની પાસે જે છે, તે પણ તેની પાસેથી લઈ લેવાશે.
\s5
\v 13 એ માટે હું તેઓને દૃષ્ટાંતોમાં બોલું છું; કેમ કે જોતાં તેઓ જોતા નથી, સાંભળતાં તેઓ સાંભળતા નથી, અને સમજતા પણ નથી;
\v 14 યશાયાની ભવિષ્યવાણી તેઓના સંબંધમાં પૂરી થઈ છે, જે કહે છે કે, તમે સાંભળતાં સાંભળશો, પણ સમજશો નહિ; અને જોતાં જોશો, પણ તમને સૂઝશે નહિ.
\s5
\v 15 કેમ કે એ લોકોનાં મન જડ થઈ ગયાં છે, તેઓના કાન બહેર મારી ગયા છે, તેઓએ પોતાની આંખો બંધ રાખી છે, એમ ન થાય કે, તેઓને આંખે દેખાય, તેઓ કાને સાંભળે, મનથી સમજે, ફરે અને હું તેઓને સાજા કરું.
\s5
\v 16 પણ તમારી આંખો આશીર્વાદિત છે, કેમ કે તેઓ જુએ છે; અને તમારા કાનો આશીર્વાદિત છે, કેમ કે તેઓ સાંભળે છે.
\v 17 કારણ કે હું તમને નિશ્ચે કહું છું કે, તમે જે જે જુઓ છો તે તે ઘણા પ્રબોધકોએ તથા ન્યાયીઓએ જોવા ચાહ્યું, પણ જોયું નહિ; તમે જે જે સાંભળો છો તે સાંભળવા ચાહ્યું, પણ સાંભળ્યું નહિ.'
\s5
\v 18 હવે વાવનારનું દૃષ્ટાંત સાંભળો.
\v 19 'જયારે રાજ્યનું વચન કોઈ સાંભળે છે,પણ સમજતો નથી, ત્યારે શેતાન આવીને તેના મનમાં જે વાવેલું તે છીનવી લઈ જાય છે; રસ્તાની કોરે જે બી વાવેલું તે એ જ છે.
\s5
\v 20 તથા પથ્થરવાળી જમીન પર જે બી વાવેલું તે એ છે કે, તે વચન સાંભળીને તરત હર્ષથી તેને માની લે છે.
\v 21 તોપણ તેના પોતામાં જડ નહિ હોવાથી તે થોડી જ વાર ટકે છે, જયારે વચનને લીધે વિપત્તિ અથવા સતાવણી આવે છે, ત્યારે તરત તે ઠોકર ખાય છે.
\s5
\v 22 કાંટાનાં જાળામાં જે બી વાવેલું તે એ છે કે, તે વચન સાંભળે છે, પણ આ જગતની ચિંતા તથા દ્રવ્યની માયા વચનને દબાવી નાખે છે, અને તે નિષ્ફળ થઈ જાય છે.
\v 23 સારી જમીન પર જે બી વાવેલું તે એ છે કે, તે વચન સાંભળે છે, સમજે છે, અને તેને નિશ્ચે ફળ લાગે છે, એટલે કોઈને સોગણાં, તો કોઈને સાઠગણાં, અને કોઈને ત્રીસગણાં લાગે છે.'
\s5
\v 24 ઈસુએ તેઓની આગળ બીજું દૃષ્ટાંત પ્રગટ કરતાં કહ્યું કે, 'સ્વર્ગનું રાજ્ય એવા માણસના જેવું છે કે જેણે પોતાના ખેતરમાં સારું બી વાવ્યું.'
\v 25 પણ માણસો ઊંઘતા હતા તેવામાં તેનો દુશ્મન આવીને ઘઉંમાં કડવા દાણા વાવીને ચાલ્યો ગયો.
\v 26 પણ જયારે છોડવા ઊગ્યા, તેમને ઉંબીઓ આવી, ત્યારે કડવા દાણા પણ દેખાયા.
\s5
\v 27 ત્યારે તે માલિકના ચાકરોએ પાસે આવીને તેને કહ્યું કે, સાહેબ, તમે શું તમારા ખેતરમાં સારું બી વાવ્યું નહોતું? તો તેમાં કડવા દાણા ક્યાંથી આવ્યા?
\v 28 તેણે તેઓને કહ્યું કે, કોઈ દુશ્મને એ કર્યું છે; ત્યારે ચાકરોએ તેને કહ્યું કે, તારી મરજી હોય તો અમે જઈને તેને એકઠા કરીએ.
\s5
\v 29 પણ તેણે કહ્યું, ના, એમ ના થાય કે તમે કડવા દાણા એકઠા કરતાં ઘઉંને પણ તેની સાથે ઉખેડો.
\v 30 કાપણી સુધી બન્નેને સાથે વધવા દો. કાપણીની મોસમમાં હું કાપનારાઓને કહીશ કે, તમે પહેલાં કડવા દાણાને એકઠા કરો, બાળવા સારુ તેના ભારા બાંધો, પણ ઘઉં મારી વખારમાં ભરો.'
\s5
\v 31 ઈસુએ તેઓની આગળ બીજું દૃષ્ટાંત પ્રગટ કરતાં કહ્યું કે, 'સ્વર્ગનું રાજ્ય રાઈના બી જેવું છે, જેને એક વ્યક્તિએ લઈને પોતાના ખેતરમાં વાવ્યું.
\v 32 તે સઘળાં બી કરતાં નાનું છે, પણ વધ્યા પછી છોડવા કરતાં તે મોટું થાય છે, તે એવું ઝાડ પણ થાય છે કે આકાશનાં પક્ષીઓ આવીને તેની ડાળીઓ પર વાસો કરે છે.'
\s5
\v 33 તેમણે તેઓને બીજું દૃષ્ટાંત કહ્યું કે, સ્વર્ગનું રાજ્ય ખમીર જેવું છે કે, જેને એક સ્ત્રીએ લઈને ત્રણ માપ લોટમાં મેળવી દીધું, એટલે સુધી કે તે બધો ખમીરવાળો થઈ ગયો.'
\s5
\v 34 એ બધી વાતો ઈસુએ લોકોને દૃષ્ટાંતોમાં કહી; દૃષ્ટાંત વગર તેમણે તેઓને કંઈ કહ્યું નહિ;
\v 35 એ માટે કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે, હું મારું મુખ ઉઘાડીને દૃષ્ટાંતો કહીશ, જગતનો પાયો નાખ્યાના વખતથી જે ચૂપ રખાયાં છે તે હું પ્રગટ કરીશ.'
\s5
\v 36 ત્યારે લોકોને મૂકીને ઈસુ ઘરમાં ગયા; પછી તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું કે, 'ખેતરનાં કડવા દાણાના દૃષ્ટાંતનો અર્થ અમને કહો.'
\v 37 ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, 'સારું બી જે વાવે છે તે માણસનો દીકરો છે;
\v 38 ખેતર જગત છે; સારાં બી રાજ્યના સંતાન છે; પણ કડવા દાણા શેતાનનાં સંતાન છે;
\v 39 જે દુશ્મનોએ વાવ્યાં તે શેતાન છે; કાપણી જગતનો અંત છે; અને કાપનારા દૂતો છે.
\s5
\v 40 એ માટે જેમ કડવા દાણા એકઠા કરાય છે, અને અગ્નિમાં બાળી નંખાય છે, તેમ આ જગતને અંતે થશે..
\v 41 માણસનો દીકરો પોતાના દૂતોને મોકલશે, ઠોકર ખવડાવનારી બધી વસ્તુઓને તથા દુષ્ટ કરનારાંઓને તેમના રાજ્યમાંથી તેઓ એકઠા કરશે.
\v 42 અને તેઓને બળતી ભઠ્ઠીમાં નાખી દેશે, ત્યાં રડવું ને દાંત પીસવું થશે.
\v 43 ત્યારે ન્યાયીઓ પોતાના પિતાના રાજ્યમાં સૂર્યની જેમ પ્રકાશશે. જેને સાંભળવાને કાન છે તે સાંભળે.
\s5
\v 44 વળી સ્વર્ગનું રાજ્ય ખેતરમાં સંતાડેલા દ્રવ્ય જેવું છે; કે જે એક માણસને મળ્યું, પછી તેણે તે સંતાડી રાખ્યું, તેના હર્ષને લીધે જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખીને તે ખેતર વેચાતું લીધું.
\v 45 વળી સ્વર્ગનું રાજ્ય સારાં મોતી શોધનાર કોઇએક વેપારીના જેવું છે;
\v 46 જેને અતિ મૂલ્યવાન મોતીની શોધ લાગી, ત્યાર પછી જઈને તેણે પોતાનું સર્વસ્વ વેચી નાખીને તે ખરીદી લીધું.
\s5
\v 47 વળી સ્વર્ગનું રાજ્ય જાળના જેવું છે, જેને લોકોએ સમુદ્રમાં નાખી, અને દરેક જાતના સમુદ્રજીવો તેમાં સમેટાયા.
\v 48 જયારે તે ભરાઈ ગઈ ત્યારે તેઓ તેને કિનારે ખેંચી લાવ્યા, બેસીને જે સારું હતું તે તેઓએ વાસણમાં એકઠું કર્યું, પણ નરસું ફેંકી દીધું.
\s5
\v 49 એમ જ જગતને અંતે પણ થશે. દૂતો આવીને ન્યાયીઓમાંથી ભૂંડાઓને જુદા પાડશે;
\v 50 અને તે તેઓને બળતી ભઠ્ઠીમાં ફેંકી દેશે; ત્યાં રડવું ને દાંત પીસવું થશે.
\s5
\v 51 શું તમે એ બધી વાતો સમજ્યા?' તેઓ ઈસુને કહ્યું કે, 'હા.'
\v 52 ત્યારે તેમણે તેઓને કહ્યું કે, 'દરેક શાસ્ત્રી જે સ્વર્ગના રાજ્યનો શિષ્ય થયો છે તે એક ઘરમાલિક કે જે પોતાના ભંડારમાંથી નવી તથા જૂની વસ્તુઓ કાઢે છે તેના જેવો છે.'
\v 53 ત્યારે એમ થયું કે ઈસુ એ દૃષ્ટાંતો કહી રહ્યા, ત્યારે તે ત્યાંથી ચાલ્યા ગયા.
\s5
\v 54 પછી પોતાના પ્રદેશમાં આવીને તેમણે તેઓના સભાસ્થાનમાં તેઓને એવો બોધ કર્યો કે, તેઓ આશ્ચર્યચકિત થઈને બોલ્યા કે, 'આ માણસની પાસે આવું જ્ઞાન તથા આવાં પરાક્રમી કામો ક્યાંથી?
\v 55 શું એ સુથારના દીકરા નથી? એમની માનું નામ મરિયમ નથી શું? શું યાકૂબ તથા યૂસફ તથા સિમોન તથા યહૂદા તેમના ભાઈઓ નથી?
\v 56 શું એમની સઘળી બહેનો આપણી સાથે નથી? તો આ માણસની પાસે આ બધું ક્યાંથી?'
\s5
\v 57 તેઓએ તેમના સંબંધી ઠોકર ખાધી. પણ ઈસુએ તેઓને કહ્યું કે, 'પ્રબોધક પોતાના પ્રદેશમાં તથા પોતાના ઘર સિવાય [બીજે ઠેકાણે] માન વગરનો નથી.'
\v 58 અને તેઓના અવિશ્વાસને લીધે તેમણે ત્યાં ઘણાં પરાક્રમી કામ કર્યા નહિ.
\s5
\c 14
\p
\v 1 તે સમયે હેરોદ રાજાએ ઈસુની કીર્તિ સાંભળીને.
\v 2 પોતાના ચાકરોને કહ્યું કે, 'આ તો યોહાન બાપ્તિસ્મા કરનાર છે; તે મૃત્યુમાંથી સજીવન થયો છે, એ માટે એવાં પરાક્રમી કામો તેનાથી થાય છે.'
\s5
\v 3 કેમ કે હેરોદે તેના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાને લીધે યોહાનને પકડ્યો હતો અને તેને બાંધીને જેલમાં નાખ્યો હતો.
\v 4 કેમ કે યોહાને તેને કહ્યું હતું કે, 'તેને તારે રાખવી યોગ્ય નથી.'
\v 5 તે તેને મારી નાખવા ઈચ્છતો હતો, પણ લોકોથી તે બીતો હતો, કેમકે તેઓ તેને પ્રબોધક ગણતા હતા.
\s5
\v 6 પણ હેરોદની વર્ષગાંઠ આવી, ત્યારે હેરોદિયાની દીકરીએ તેઓની આગળ નાચીને હેરોદને ખુશ કર્યો.
\v 7 ત્યારે તેણે સમ ખાઈને વચન આપ્યું કે, 'જે કંઈ તું માગે તે હું તને આપીશ.'
\s5
\v 8 ત્યારે તેની માના શીખવ્યા પ્રમાણે તે બોલી કે, 'યોહાન બાપ્તિસ્મા કરનારનું માથું મને થાળમાં આપો.'
\v 9 હવે રાજા દિલગીર થયો, તોપણ પોતે સમ ખાધા હતા તેને લીધે તથા તેની સાથે જમવા બેઠેલાઓને લીધે, તેણે તે આપવાનો હુકમ કર્યો.
\s5
\v 10 તેણે [માણસોને] મોકલીને યોહાનનું માથું જેલમાં કપાવ્યું.
\v 11 પછી થાળમાં તેનું માથું લાવીને છોકરીને આપવામાં આવ્યું, તે પોતાની માની પાસે તે લઈ ગઈ.
\v 12 ત્યારે તેના શિષ્યોએ પાસે આવીને તેનો મૃતદેહ ઉઠાવી લઈ જઈને તેને દફનાવ્યું અને જઈને ઈસુને ખબર આપી.
\s5
\v 13 ત્યારે ઈસુ એ સાંભળીને ત્યાંથી હોડીમાં ઉજજડ જગ્યાએ એકાંત ગયા, લોકો તે સાંભળીને નગરોમાંથી પગરસ્તે તેમની પાછળ ગયા.
\v 14 ઈસુએ નીકળીને ઘણા લોકોને જોયા, ત્યારે તેઓ પર તેમને દયા આવી; અને તેમણે તેઓમાંનાં માંદાંઓને સાજાં કર્યા.
\s5
\v 15 સાંજ પડી ત્યારે તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું કે, 'આ જગ્યા ઉજજડ છે, હવે સમય થઈ ગયો છે, માટે લોકોને વિદાય કરો કે તેઓ ગામોમાં જઈને પોતાને સારુ ખાવાનું વેચાતું લે.'
\s5
\v 16 પણ ઈસુએ તેઓને કહ્યું કે, 'તેઓને જવાની જરૂર નથી, તમે તેઓને જમવાનું આપો.'
\v 17 તેઓએ તેમને કહ્યું કે, 'અહીં અમારી પાસે માત્ર પાંચ રોટલી અને બે માછલી છે.'
\v 18 ત્યારે ઈસુએ કહ્યું કે, 'તે અહીં મારી પાસે લાવો.'
\s5
\v 19 પછી તેમણે લોકોને ઘાસ પર બેસવાની આજ્ઞા આપી. અને તે પાંચ રોટલી તથા બે માછલી લઈ આકાશ તરફ જોઈને આશીર્વાદ માગ્યો અને રોટલી ભાંગીને શિષ્યોને આપી અને શિષ્યોએ લોકોને [આપી].
\v 20 તેઓ સર્વ જમીને ધરાયાં; પછી ભાણામાં વધેલા કકડાઓની બાર ટોપલી ભરાઈ.
\v 21 જેઓ જમ્યા તેઓ સ્ત્રીઓ અને બાળકો ઉપરાંત આશરે પાંચ હજાર પુરુષ હતા.
\s5
\v 22 પછી તરત તેમણે શિષ્યોને આગ્રહથી હોડીમાં બેસાડ્યા અને તેઓને પોતાની આગળ પેલે પાર મોકલ્યા અને તેણે પોતે લોકોને વિદાય કર્યા.
\v 23 લોકોને વિદાય કર્યા પછી, ઈસુ પ્રાર્થના કરવાને પહાડ પર એકાંતમાં ગયા અને સાંજ પડી ત્યારે ઈસુ ત્યાં એકલા હતા.
\v 24 પણ તે સમયે હોડી સમુદ્ર મધ્યે મોજાંઓથી ડામાડોળ થતી હતી, કેમકે પવન સામો હતો.
\s5
\v 25 રાતના ચોથા પહોરે ઈસુ સમુદ્ર પર ચાલતા તેઓની પાસે આવ્યા.
\v 26 શિષ્યોએ તેમને સમુદ્ર પર ચાલતા જોયા, ત્યારે તેઓએ ગભરાઈને કહ્યું, એ તો કોઈ ભૂત છે અને બીકથી તેઓએ બૂમ પાડી.
\v 27 પણ તરત ઈસુએ તેઓને કહ્યું કે, 'હિંમત રાખો, એ તો હું છું, ગભરાશો નહિ.'
\s5
\v 28 ત્યારે પિતરે તેમને ઉત્તર આપતાં કહ્યું કે, 'પ્રભુ, એ જો તમે હો, તો મને આજ્ઞા આપો કે હું પાણી પર ચાલીને તમારી પાસે આવું.'
\v 29 ઈસુએ કહ્યું કે 'આવ.' ત્યારે પિતર હોડી માંથી ઊતરીને ઈસુ પાસે જવાને પાણી પર ચાલવા લાગ્યો.
\v 30 પણ પવનને જોઈને તે ગભરાયો અને ડૂબવા લાગ્યો, તેથી તેણે બૂમ પાડતાં કહ્યું કે, 'ઓ પ્રભુ, મને બચાવો.'
\s5
\v 31 ઈસુએ તરત જ હાથ લાંબો કરીને તેને પકડી લીધો અને તેને કહ્યું કે, 'અરે અલ્પવિશ્વાસી, તેં શંકા કેમ કરી?'
\v 32 પછી તેઓ હોડીમાં ચઢ્યા એટલે તરત જ પવન બંધ પડ્યો.
\v 33 હોડીમાં જેઓ હતા તેઓએ તેમની સ્તુતિ કરતાં કહ્યું કે, 'ખરેખર તમે ઈશ્વરના દીકરા છો.'
\s5
\v 34 તેઓ પાર ઊતરીને ગન્નેસારેત દેશમાં આવ્યા.
\v 35 જયારે તે જગ્યાના લોકોએ તેમને ઓળખ્યા, ત્યારે તેઓએ તે આખા દેશમાં ચોતરફ [માણસોને] મોકલીને બધા માંદાઓને તેમની પાસે લાવ્યા.
\v 36 તેઓએ ઈસુને વિનંતી કરી કે 'કેવળ તમારાં વસ્ત્રોની કોરને જ તમે અમને અડકવા દો;' અને જેટલા અડક્યા તેટલા સાજા થયા.
\s5
\c 15
\rem Theology draft by Maikal Khristi
\p
\v 1 તે પ્રસંગે યરુશાલેમથી ફરોશીઓ તથા શાસ્ત્રીઓએ ઈસુની પાસે આવીને કહ્યું કે,
\v 2 તમારા શિષ્યો વડીલોના રિવાજોનું ઉલ્લંઘન કેમ કરે છે? કેમકે તેઓ હાથ ધોયા વગર ભોજન કરે છે.
\v 3 પણ ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, 'તમે તમારા રિવાજોથી ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરો છો?'
\s5
\v 4 કેમકે ઈશ્વરે કહ્યું છે કે, 'તમે તમારા માતાપિતાનું સન્માન કરો અને જે કોઇ પોતાના માતાપિતાની નિંદા કરે તે નિશ્ચે માર્યો જાય.'
\v 5 પણ તમે કહો છો કે, જે કોઇ પોતાના માતાપિતાને કહેશે કે, 'જે વડે મારાથી તમને લાભ થયો હોત તે ઈશ્વરને અર્પિત છે;
\v 6 તો તેઓ ભલે પોતાના માતાપિતાનું સન્માન ન કરે; એમ તમે તમારા રિવાજથી ઈશ્વરની આજ્ઞાને રદ કરી છે.
\s5
\v 7 ઓ ઢોંગીઓ, યશાયાએ તમારા સંબંધી ઠીક જ કહ્યું છે કે,
\v 8 'આ લોક પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેઓનાં મન મારાથી વેગળાં જ રહે છે.
\v 9 તેઓની ભક્તિ નિરર્થક છે, કેમકે તેઓ પોતાના સિદ્ધાંત પ્રમાણે માણસોની આજ્ઞાઓ શીખવે છે.'
\s5
\v 10 પછી ઈસુએ લોકોને પાસે બોલાવીને કહ્યું કે, 'સાંભળો અને સમજો.
\v 11 મુખમાં જે જાય છે તે માણસને અશુદ્ધ કરતું નથી, પણ મુખમાંથી જે નીકળે છે તે જ માણસને અશુદ્ધ કરે છે.'
\s5
\v 12 ત્યારે ઈસુના શિષ્યોએ પાસે આવીને તેમને કહ્યું કે, 'આ વાત સાંભળીને ફરોશીઓ નાખુશ છે, એ શું તમે જાણો છો?'
\v 13 પણ ઈસુએ જવાબ આપતાં કહ્યું કે, 'જે રોપા મારા સ્વર્ગીય પિતાએ રોપ્યા નથી, તે દરેક ઉખેડી નંખાશે.
\v 14 તેઓને રહેવા દો, તેઓ અંધ માર્ગદર્શક છે; અને જો અંધવ્યક્તિ બીજી અંધવ્યક્તિને દોરે તો તેઓ બન્ને ખાડામાં પડશે.
\s5
\v 15 ત્યારે પિતરે ઈસુને જવાબ આપતાં કહ્યું કે, આ દૃષ્ટાંતનો અર્થ અમને કહો.
\v 16 ઈસુએ કહ્યું કે, 'શું હજી સુધી તમે પણ અણસમજુ છો?'
\v 17 શું તમે હજી નથી સમજતા કે મુખમાં જે કંઈ ભોજન લઈએ છીએ છે, તે પેટમાં જાય છે તેનો બિનઉપયોગી કચરો નીકળી જાય છે?
\s5
\v 18 પણ મુખમાંથી જે કંઈ મલિન બાબત નીકળે છે, તે હૃદયમાંથી આવે છે, અને તે જ માણસને વટાળે છે.
\v 19 કેમ કે દુષ્ટ કલ્પનાઓ, હત્યાઓ, વ્યભિચારો, બદ્કૃત્યો, ચોરીઓ, જુઠી સાક્ષીઓ, તથા નિંદાઓ હૃદયમાંથી નીકળે છે.
\v 20 માણસને જે વટાળે છે તે એ જ છે; પણ હાથ ધોયા વગર ભોજન કરવું એ માણસને વટાળતું નથી.'
\s5
\v 21 ઈસુ ત્યાંથી નીકળીને તૂર તથા સિદોનના પ્રદેશમાં ગયા.
\v 22 જુઓ, એક કનાની સ્ત્રીએ તે વિસ્તારમાંથી આવીને ઊંચે અવાજે કહ્યું કે, 'ઓ પ્રભુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો; મારી દીકરી અશુદ્ધ આત્માથી બહુ પીડા પામે છે.'
\v 23 પણ ઈસુએ તે સ્ત્રીને કંઈ જવાબ આપ્યો નહિ; અને તેમના શિષ્યોએ આવીને તેમને વિનંતી કરતાં કહ્યું કે, 'તે સ્ત્રીને વિદાય કરો, કેમકે તે આપણી પાછળ બૂમ પાડયા કરે છે.'
\s5
\v 24 તેમણે તે સ્ત્રીને ઉત્તર આપ્યો કે, 'ઇઝરાયેલના ઘરનાં ખોવાએલાં ઘેટાં સિવાય બીજા કોઈની પાસે મને મોકવામાં આવ્યો નથી.'
\v 25 પછી તે સ્ત્રીએ ઈસુની પાસે આવીને તેમને પગે પડીને કહ્યું કે, ઓ પ્રભુ, મને મદદ કરો.
\v 26 તેમણે ઉત્તર આપતાં કહ્યું કે, છોકરાંની રોટલી લઈને કૂતરાંને નાખવી તે યોગ્ય નથી.
\s5
\v 27 તે સ્ત્રીએ કહ્યું કે, 'ખરું, પ્રભુ, પરંતુ કૂતરાં પણ પોતાના માલિકોની મેજ પરથી જે કકડા પડે છે તે ખાય છે.'
\v 28 ઈસુએ ઉત્તર આપતાં તેને કહ્યું કે, 'ઓ બહેન, તારો વિશ્વાસ મોટો છે: જેવું તું ચાહે છે તેવું તને થાઓ.' તે જ સમયે તેની દીકરીને સાજાપણું મળ્યું.
\s5
\v 29 પછી ઈસુ ત્યાંથી નીકળીને ગાલીલના સમુદ્ર પાસે આવ્યા; અને પહાડ પર ચઢીને બેઠા.
\v 30 ત્યારે કેટલાક પંગુઓ, અંધજનો, મૂંગાંઓ, પગે અપંગ તથા બીજાં ઘણાંઓને લોકો તેમની પાસે લઇને આવ્યા અને ઈસુના પગ પાસે તેઓને લાવ્યા,અને તેમણે તેઓને સાજાપણું આપ્યું.
\v 31 જયારે લોકોએ જોયું કે મૂંગાઓ બોલતાં થયાં છે, જેઓ ટૂંડાઓ સાજા થયાં છે, પાંગળાઓ ચાલતાં થયા છે તથા અંધજનો દેખતાં થયાં છે, ત્યારે તેઓ એ આશ્ચર્ય પામીને ઇઝરાયલના ઈશ્વરની સ્તુતિ કરી.
\s5
\v 32 ઈસુએ પોતાના શિષ્યોને પાસે બોલાવીને કહ્યું કે, 'આ લોકો પર મને દયા આવે છે, કેમકે તેઓ ત્રણ દિવસથી મારી સાથે રહ્યા છે, તેઓની પાસે કંઈ ખાવા માટે નથી, તેઓને ભૂખ્યા વિદાય કરવાનું હું ઇચ્છતો નથી, એમ ન થાય કે તેઓ રસ્તામાં બેહોશ થઈ જાય.'
\v 33 શિષ્યોએ તેમને કહ્યું કે, આટલા બધા લોકો ભોજનથી તૃપ્ત થાય તેટલું ભોજન અમે આ અરણ્યમાં ક્યાંથી લાવીએ?
\v 34 ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, 'તમારી પાસે કેટલી રોટલી છે?' તેઓએ કહ્યું કે, 'સાત રોટલી અને થોડીએક નાની માછલીઓ છે.'
\v 35 તેમણે લોકોને જમીન પર બેસવાની આજ્ઞા કરી.
\s5
\v 36 તેમણે તે સાત રોટલી તથા માછલી લઇ સ્તુતિ કરીને ભાંગી અને પોતાના શિષ્યોને આપી, શિષ્યોએ લોકોને આપી.
\v 37 સઘળાં ખાઈને તૃપ્ત થયાં; પછી વધેલા કકડાની તેઓએ સાત ટોપલી ભરી.
\v 38 જેઓ જમ્યાં તેઓ સ્ત્રીઓ તથા બાળકો ઉપરાંત ચાર હજાર પુરુષ હતા.
\v 39 લોકોને વિદાય કર્યા પછી ઈસુ હોડીમાં બેસીને મગદાનના પ્રદેશમાં આવ્યા.
\s5
\c 16
\p
\v 1 ફરોશીઓએ તથા સાદૂકીઓએ આવીને ઈસુનું પરીક્ષણ કરતાં માંગણી કરી કે, 'અમને આકાશથી કોઈ ચમત્કાર કરી બતાવો.'
\v 2 પણ તેમણે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, 'સાંજ પડે છે ત્યારે તમે કહો છો કે ઉઘાડ થશે, કેમકે આકાશ લાલ છે.
\s5
\v 3 સવારે [તમે કહો છો] કે, આજે વરસાદ પડશે, કેમકે આકાશ લાલ તથા અંધરાયેલું છે. તમે આકાશનું રૂપ પારખી જાણો છો ખરા, પણ સમયોના ચિહ્ન તમે પારખી નથી શકતા.
\v 4 દુષ્ટ તથા વ્યભિચારી પેઢી ચિહ્ના માગે છે, પણ યૂનાના ચિહ્ન વગર બીજું કોઈ ચિહ્ન તેઓને નહિ અપાશે.' ત્યાર પછી ઈસુ તેઓને મૂકીને ચાલ્યા ગયા.
\s5
\v 5 શિષ્યો સરોવરને પેલે પાર ગયા,પરંતુ તેઓ રોટલી લેવાનું ભૂલી ગયા હતા.
\v 6 ઈસુએ તેઓને કહ્યું કે, 'ફરોશીઓના તથા સાદૂકીઓના ખમીર વિષે તમે સાવધાન થાઓ અને સચેત રહો.'
\v 7 ત્યારે તેઓએ પરસ્પર વિચાર કર્યો કે, 'આપણે રોટલી નથી લાવ્યા [માટે ઈસુ એમ કહે છે].'
\v 8 ઈસુએ તેમના વિચાર જાણીને તેઓને કહ્યું કે, 'ઓ અલ્પવિશ્વાસીઓ, તમારી પાસે રોટલી નથી તે માટે તમે પરસ્પર કેમ વિચારો છો?'
\s5
\v 9 શું હજી સુધી તમે નથી સમજતા? પેલા પાંચ હજાર પુરુષ માટે પાંચ રોટલી હતી અને તમે કેટલી ટોપલી ઉઠાવી, તેનું શું તમને સ્મરણ નથી?
\v 10 વળી પેલા ચાર હજાર પુરુષ માટે સાત રોટલી હતી અને તમે કેટલી ટોપલી ઉઠાવી, તેનું પણ શું તમને સ્મરણ નથી?
\s5
\v 11 તમે કેમ નથી સમજતા કે મેં તમને રોટલી સંબંધી કહ્યું નહોતું, પણ ફરોશીઓના તથા સાદૂકીઓના ખમીર વિષે તમે સાવધાન રહો [એમ મેં કહ્યું હતું].
\v 12 ત્યારે તેઓ સમજ્યા કે રોટલીના ખમીર સંબંધી નહિ, પરંતુ ફરોશીઓના તથા સદૂકીઓના મત વિષે સાવધાન રહેવાનું તેમણે કહ્યું હતું.
\s5
\v 13 ઈસુએ કૈસરિયા ફિલિપીના વિસ્તારમાં આવીને પોતાના શિષ્યોને પૂછ્યું કે, 'માણસનો દીકરો કોણ છે, એ વિષે લોકો શું કહે છે?'
\v 14 ત્યારે તેઓએ કહ્યું કે, 'કેટલાક [કહે છે], યોહાન બાપ્તિસ્મા કરનાર, કેટલાક એલિયા, કેટલાક યર્મિયા, અથવા પ્રબોધકોમાંના એક.'
\v 15 ઈસુ તેઓને કહે છે, 'પણ હું કોણ છું, તે વિષે તમે શું કહો છો?'
\v 16 ત્યારે સિમોન પિતરે જવાબ આપતાં કહ્યું કે, તમે મસીહ, જીવતા ઈશ્વરના દીકરા છો.
\s5
\v 17 ઈસુએ જવાબ આપતાં સિમોન પિતરને કહ્યું કે, સિમોન યૂનાપુત્ર, તને ધન્ય છે: કેમકે માંસે તથા લોહીએ નહિ, પણ સ્વર્ગમાના મારા પિતાએ તને એ જણાવ્યું છે.
\v 18 હું પણ તને કહું છું કે તું પિતર છે અને આ પથ્થર પર હું મારો વિશ્વાસી સમુદાય સ્થાપીશ, તેની વિરુદ્ધ મૃત્યુલોકની સત્તાનું જોર ચાલશે નહીં.
\s5
\v 19 આકાશના રાજ્યની ચાવીઓ હું તને આપીશ, પૃથ્વી પર જે કંઈ તું બાંધીશ, તે સ્વર્ગમાં બંધાશે; અને પૃથ્વી પર તું જે કંઈ છોડીશ, તે સ્વર્ગમાં પણ છોડાશે.'
\v 20 ઈસુએ શિષ્યોને આજ્ઞા આપી કે, 'હું ખ્રિસ્ત છું એ તમારે કોઈને કહેવું નહિ.'
\s5
\v 21 ત્યારથી માંડીને ઈસુ પોતાના શિષ્યોને જણાવવા લાગ્યા કે, 'હું યરૂશાલેમમાં જાઉં, વડીલો, મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓને હાથે ઘણું દુઃખ સહન કરું, માર્યો જાઉં અને ત્રણ દિવસ પછી પાછો ઊઠું એ જરૂરનું છે.'
\v 22 પિતર તેમને એક બાજુ પર લઈ જઈને ઠપકો દેવા લાગ્યો અને કહ્યું કે, અરે પ્રભુ, એ તમારાથી દૂર રહે; એવું તમને કદાપિ નહિ થશે.'
\v 23 પણ તેમણે પાછળ ફરીને પિતરને કહ્યું કે, 'અરે શેતાન, મારી પછવાડે જા; તું મને ઠોકરરૂપ છે; કેમકે ઈશ્વરની વાતો પર નહિ, પણ માણસોની વાતો પર તું મન લગાડે છે.'
\s5
\v 24 પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, 'જો કોઇ મને અનુસરવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો અને પોતાનો વધસ્તંભ ઊંચકીને મને અનુસરવું.'
\v 25 કેમકે જે કોઇ પોતાનો જીવ બચાવવા ચાહે છે, તે તેને ગુમાવશે; પણ જે કોઇ મારે લીધે પોતાનો જીવ ગુમાવશે, તે તેને બચાવશે.
\v 26 કેમકે જો માણસ આખું જગત મેળવે અને પોતાનો જીવ ગુમાવે, તો તેને શો લાભ થશે? અથવા માણસ પોતાના જીવને બદલે શું આપશે?
\s5
\v 27 કેમકે માણસનો દીકરો પોતાના પિતાના મહિમામાં પોતાના દૂતોસહિત આવશે, ત્યારે તે દરેકને તેમનાં કાર્યો પ્રમાણે બદલો ભરી આપશે.
\v 28 હું તમને નિશ્ચે કહું છું કે, અહીં જેઓ ઊભા છે તેઓમાંના કેટલાક એવા છે કે જે માણસના દીકરાને તેના રાજ્યમાં આવતો દેખશે ત્યાં સુધી મરણ પામશે જ નહિ.
\s5
\c 17
\p
\v 1 છ દિવસ પછી ઈસુ પિતર, યાકૂબ તથા તેના ભાઈ યોહાનને સાથે લઈને તેમને એક ઊંચા પહાડ પર એકાંતમાં લઇ ગયા.
\v 2 તેઓની આગળ તેમનું રૂપાંતર થયું, એટલે તેમનું મુખ સૂર્યના જેવું તેજસ્વી થયું અને તેમનાં વસ્ત્ર અજવાળાના જેવા શ્વેત થયા.
\s5
\v 3 ત્યારે મૂસા તથા એલિયા તેમની સાથે વાતો કરતાં તેઓને દેખાયા.
\v 4 પિતરે ઈસુને કહ્યું કે, 'પ્રભુ, જો તમારી ઈચ્છા હોય તો આપણે અહીં રહીએ તેસારું છે હું અહીં ત્રણ માંડવા બાંધુ; એક તમારે માટે, એક મોશેને માટે અને એક એલિયાને માટે.'
\s5
\v 5 તે બોલતો હતો એટલામાં, જુઓ, એક ચળકતી વાદળી તેઓ પર આચ્છાદિત થઈ; અને વાદળીમાંથી એવી વાણી થઈ કે, 'આ મારો વહાલો દીકરો છે, તેના પર હું પ્રસન્ન છું, તેનું સાંભળો.'
\v 6 શિષ્યો એ સાંભળીને બહુ ગભરાયા, અને ઊંધે મોઢે જમીન પર પડયા.
\v 7 ઈસુએ તેઓની પાસે આવીને તેઓને સ્પર્શ કરીને કહ્યું કે, 'ઊઠો, અને બીશો નહિ.'
\v 8 તેઓએ પોતાની નજર ઊંચી કરી તો એકલા ઈસુ વિના તેઓએ અન્ય કોઈને જોયા નહિ.
\s5
\v 9 જયારે તેઓ પહાડ પરથી ઊતરતા હતા, ત્યારે ઈસુએ તેઓને આજ્ઞા કરી કે, 'આ જે તમે જોયું તે માણસનો દીકરો મરણમાંથી પાછો સજીવન થાય ત્યાં સુધી કોઈને ન કહેતા.'
\v 10 તેમના શિષ્યોએ તેમને પૂછ્યું કે, 'શાસ્ત્રીઓ કેમ કહે છે કે, એલિયાએ પ્રથમ આવવું જોઈએ?'
\s5
\v 11 ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, 'એલિયા આવી ચૂક્યા છે અને સઘળું વ્યવસ્થિત કરશે;'
\v 12 પણ હું તમને કહું છું કે, 'એલિયા આવી ચૂક્યા છે, તોપણ તેઓએ તેને ઓળખ્યા નહિ, પણ જેમ તેઓએ ચાહ્યું તેમ તેઓએ તેને કર્યું; તેમ જ માણસના દીકરા [ઈસુ] પણ તેઓથી દુઃખ સહન કરશે.'
\v 13 ત્યારે શિષ્યો સમજ્યા કે યોહાન બાપ્તિસ્મા કરનાર સંબંધી તેમણે તેઓને કહ્યું હતું.
\s5
\v 14 જયારે તેઓ લોકની ભીડ પાસે આવ્યા, ત્યારે એક વ્યક્તિએ ઈસુની પાસે આવીને તેમની આગળ ઘૂંટણે પડીને કહ્યું કે,
\v 15 'ઓ પ્રભુ, મારા દીકરા પર દયા કરો; કેમકે તેને વાઈનુ દર્દ છે, તેથી તે ઘણો પીડાય છે; અને તે ઘણી વાર અગ્નિમાં તથા પાણીમાં પડે છે.'
\v 16 તેને હું તમારા શિષ્યોની પાસે લાવ્યો હતો, પણ તેઓ તેને સાજો કરી શક્યા નહીં.
\s5
\v 17 ત્યારે ઈસુએ જવાબ આપ્યો કે, 'ઓ અવિશ્વાસી તથા આડી પેઢી, ક્યાં સુધી હું તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું સહન કરીશ? તેને મારી પાસે લાવો.'
\v 18 પછી ઈસુએ તે આત્માને ધમકાવ્યો ; અને તે તેનામાંથી નીકળી ગયો; તે જ સમયે તે છોકરો સાજો થયો.
\s5
\v 19 પછી શિષ્યો એકાંતમાં ઈસુની પાસે આવીને કહે છે કે, 'અમે તેને કેમ કાઢી ન શક્યા?'
\v 20 ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, 'તમારા અવિશ્વાસને લીધે; કેમકે હું તમને નિશ્ચે કહું છું કે, જો તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ પહાડને કહેશો કે, "તું અહીંથી ત્યાં ખસી જા" અને તે ખસી જશે; અને તમારા માટે કંઈ અશક્ય નહિ હોય.'
\v 21 [પણ પ્રાર્થના તથા ઉપવાસ વગર એ જાત ખસતી નથી].'
\s5
\v 22 જયારે તેઓ ગાલીલમાં રહેતા હતા ત્યારે ઇસુએ તેઓને કહ્યું કે, 'માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાશે;
\v 23 તેઓ તેને મારી નાખશે, પણ ત્રણ દિવસ પછી તે પાછો ઊઠશે.' ત્યારે તેઓ બહુ દિલગીર થયા.
\s5
\v 24 પછી તેઓ કફર-નાહૂમમાં આવ્યા ત્યારે કર લેનારાઓએ પિતરની પાસે આવીને કહ્યું કે, 'શું તમારો ઉપદેશક [ભક્તિસ્થાન]ના કરનું નાણું નથી આપતો?'
\v 25 પિતરે કહ્યું કે, 'હા,' અને તે ઘરમાં આવ્યો ત્યારે [તેના બોલવા] અગાઉ ઈસુએ કહ્યું કે, 'સિમોન, તને શું લાગે છે, પૃથ્વીના રાજા કોની પાસેથી દાણ અથવા કર લે છે? પોતાના દીકરાઓ પાસેથી કે બિનયહૂદીઓ પાસેથી?'
\s5
\v 26 પિતરે ઈસુને કહ્યું કે, 'બિનયહૂદીઓ પાસેથી. ત્યારે ઈસુએ તેને કહ્યું કે, 'તેમના દીકરાઓ તો આઝાદ છે.
\v 27 તો પણ આપણે તેઓને ઠોકર ન ખવડાવીએ માટે તું સમુદ્રકિનારે જઈને ગલ નાખ; અને જે માછલી પહેલી આવે તેને પકડી લે, જયારે તું તેનું મુખ ઉઘાડશે ત્યારે તેમાંથી તને પૈસા મળશે, તે લઈને મારે અને તારે માટે તેઓને આપ.'
\s5
\c 18
\p
\v 1 તે જ સમયે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું કે, 'સ્વર્ગના રાજ્યમાં સૌથી મોટું કોણ છે?'
\v 2 ત્યારે ઈસુએ એક બાળકને પોતાની પાસે બોલાવીને તેને તેઓની વચ્ચે ઊભું રાખીને
\v 3 તેઓને કહ્યું કે, 'હું તમને નિશ્ચે કહું છું કે, જો તમે તમારું બદલાણ નહિ કરો, અને બાળકોના જેવા નહિ થાઓ તો સ્વર્ગના રાજ્યમાં તમે પ્રવેશ નહિ જ પામશો.
\s5
\v 4 માટે જે કોઇ પોતાને આ બાળકના જેવો નમ્ર કરશે, તે જ આકાશના રાજ્યમાં સૌથી મોટો છે.
\v 5 વળી જે કોઇ મારે નામે એવા એક બાળકનો સ્વીકાર કરે છે તે મારો પણ સ્વીકાર કરે છે.
\v 6 પણ આ નાનાંઓ જેઓ મારા પર વિશ્વાસ કરે છે, તેઓમાંના એકને જે કોઇ ઠોકર ખવડાવશે તે કરતાં તેને ગળે ભારે પથ્થર બંધાય અને તે સમુદ્રના ઊંડાણમાં ડુબાડાય એ તેને માટે સારું છે.
\s5
\v 7 ઠોકરોને લીધે જગતને અફસોસ છે! ઠોકરો આવવાની અગત્ય તો છે, પણ જે વ્યક્તિથી ઠોકર આવે છે તેને અફસોસ છે!
\v 8 માટે જો તારો હાથ અથવા પગ તને ઠોકર ખવડાવે, તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે; તારા બે હાથ અથવા બે પગ છતાં તું અનંતઅગ્નિમાં નંખાય, તેના કરતાં હાથ અથવા પગે અપંગ થઇ જીવનમાં પેસવું એ તારે માટે સારું છે.
\s5
\v 9 જો તારી આંખ તને ઠોકર ખવડાવે, તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે; બન્ને આંખ છતાં તું નરકાગ્નિમાં નંખાય, તેના કરતાં એક આંખ સાથે જીવનમાં પેસવું એ તારે માટે સારું છે.
\s5
\v 10 સાવધાન રહો કે આ નાનાંઓમાના એકનો પણ અનાદર તમે ન કરો, કેમ કે હું તમને કહું છું કે સ્વર્ગમાં તેઓના દૂત મારા સ્વર્ગમાંના પિતાનું મુખ સદા જુએ છે.
\v 11 [કેમકે જે ખોવાયેલું છે તેને બચાવવાને માણસનો દીકરો [ઈસુ] આવ્યો છે.]
\s5
\v 12 તમે શું ધારો છો? જો કોઇ વ્યક્તિની પાસે સો ધેટાં હોય અને તેમાંથી એક ભૂલું પડે, તો શું નવ્વાણુંને પહાડ પર મૂકીને તે ભૂલાં પડેલાં ઘેટાંને શોધવા જતો નથી?
\v 13 જો તે તેને મળે તો હું તમને નિશ્ચે કહું છું કે, જે નવ્વાણું ભૂલાં પડેલાં ન હતાં, તેઓના કરતાં તેને લીધે તે વધારે ખુશ થાય છે.
\v 14 એમ આ નાનાંઓમાંથી એકનો નાશ થાય, એવી તમારા સ્વર્ગમાંના પિતાની ઈચ્છા નથી.
\s5
\v 15 વળી જો તારો ભાઇ તારી વિરુદ્ધ અપરાધ કરે, તો જા અને તેને એકાંતમાં લઈ જઈને તેનો દોષ તેને કહે; જો તે તારું સાંભળે, તો તેં તારા ભાઈને મેળવી લીધો છે.
\v 16 પણ જો તે ન સાંભળે, તો બીજા એક બે માણસને તારી સાથે લે, એ માટે કે "દરેક બાબત બે અથવા ત્રણ સાક્ષીઓના મૂખથી સાબિત થાય."
\s5
\v 17 જો તે તેઓનું ન માને, તો વિશ્વાસી સમુદાયને કહે અને જો તે વિશ્વાસી સમુદાયનુ પણ ન માને તો તેને બિનયહૂદી તથા દાણીના જેવા ગણ.
\s5
\v 18 હું તમને નિશ્ચે કહું છું કે, જે કંઇ તમે પૃથ્વી પર બાંધશો, તે સ્વર્ગમાં બંધાશે; અને જે કંઇ તમે પૃથ્વી પર છોડશો, તે સ્વર્ગમાં છોડાશે.
\v 19 વળી હું તમને કહું છું કે, જો પૃથ્વી પર તમારામાંના બે જણ કંઈપણ બાબત સબંધી એક ચિત્તના થઈને માગશે, તો મારા સ્વર્ગમાંના પિતા તેઓને માટે એવું કરશે.
\v 20 કેમકે જ્યાં બે અથવા ત્રણ મારે નામે એકઠા થયેલા હોય ત્યાં તેઓની મધ્યે હું છું.'
\s5
\v 21 ત્યારે પિતરે ઈસુની પાસે આવીને કહ્યું કે, 'ઓ પ્રભુ, મારો ભાઇ મારી વિરુદ્ધ કેટલી વાર અપરાધ કરે અને હું તેને માફ કરું? શું સાત વાર સુધી?'
\v 22 ઈસુએ તેને કહ્યું કે, 'સાત વાર સુધીનું હું તને કહેતો નથી, પણ સિત્તેરગણી સાત વાર સુધી કહું છુ.
\s5
\v 23 એ માટે સ્વર્ગના રાજ્યને એક રાજાની ઉપમા અપાય છે કે જેણે પોતાના ચાકરોની પાસે હિસાબ માગ્યો.
\v 24 તે હિસાબ લેવા લાગ્યો ત્યારે તેઓ દસ હજાર તાલંતના એક દેવાદારને તેમની પાસે લાવ્યા.
\v 25 પણ પાછું આપવાનું તેની પાસે કંઈ નહિ હોવાથી, તેના શેઠે તેને, તેની પત્ની, તેનાં બાળકોને તથા તેની પાસે જે હતું તે સઘળું વેચીને દેવું ચૂકવવાની આજ્ઞા કરી.
\s5
\v 26 એ માટે તે ચાકરે તેને પગે પડીને વિનંતી કરતાં કહ્યું કે,"શેઠ, ધીરજ રાખો અને હું તમારું બધું દેવું ચૂકવી આપીશ."
\v 27 ત્યારે તે ચાકરના શેઠને દયા આવી તેથી તેણે તેને જવા દીધો અને તેનુ દેવું માફ કર્યું.
\s5
\v 28 પણ તે જ ચાકરે બહાર જઈને પોતાના સાથી ચાકરોમાંના એકને જોયો કે, જે તેના સો દીનારનો દેવાદાર હતો, ત્યારે તેણે તેનુ ગળું પકડીને કહ્યું કે, "તારું દેવું ચૂકવ."
\v 29 ત્યારે તેના સાથી ચાકરે તેને પગે પડીને વિનંતી કરતાં કહ્યું કે, "ધીરજ રાખ અને હું તારું દેવું ચૂકવી આપીશ."
\s5
\v 30 તેણે તેનું માન્યું નહિ, પણ જઈને દેવું ચૂકવે નહિ ત્યાં સુધી તેણે તેને જેલમાં પુરાવ્યો.
\v 31 ત્યારે જે થયું તે જોઇને તેના સાથી ચાકરો ઘણા દિલગીર થયા, તેઓએ જઈને તે સઘળું પોતાના શેઠને કહી સંભળાવ્યું.
\s5
\v 32 ત્યારે તેના શેઠે તેને બોલાવીને કહ્યું કે, "અરે દુષ્ટ ચાકર, તેં મને વિનંતી કરી, માટે મેં તારું તે બધું દેવું માફ કર્યું.
\v 33 મેં તારા પર જેવી દયા કરી તેવી દયા શું તારે પણ તારા સાથી ચાકર પર કરવી ઘટિત નહોતી?"
\s5
\v 34 તેના શેઠે ગુસ્સે થઈને તેનું બધું દેવું ચૂકવે ત્યાં સુધી તેને પીડા આપનારાઓને સોંપ્યો.
\v 35 એ પ્રમાણે જો તમે પોતપોતાના ભાઇઓના અપરાધ તમારાં હૃદયથી માફ નહિ કરો, તો મારા આકાશમાંના પિતા પણ તમને એમ જ કરશે.'
\s5
\c 19
\p
\v 1 ઈસુએ એ વાતો પૂરી કર્યા પછી એમ થયું કે, તે ગાલીલથી નીકળીને યર્દન નદીને પેલે પાર યહૂદિયાના વિસ્તારોમાં આવ્યા.
\v 2 અતિ ઘણા લોક તેમની પાછળ ગયા અને ત્યાં તેમણે તેઓને સાજા કર્યા.
\s5
\v 3 ફરોશીઓએ તેમની પાસે આવીને તેમનું પરીક્ષણ કરતાં પૂછ્યું કે, 'શું કોઈપણ કારણને લીધે પુરુષ પત્નિને તજી દે એ ઉચિત છે?'
\v 4 ઈસુએ જવાબ આપતાં કહ્યું કે, 'શું તમે એમ નથી વાંચ્યું કે, જેમણે તેઓને ઉત્પન્ન કર્યાં, તેમણે તેઓને આરંભથી નરનારી ઉત્પન્ન કર્યા?'
\s5
\v 5 અને કહ્યું કે 'તે કારણને લીધે પુરુષ પોતાનાં માતાપિતાને મૂકીને પોતાની પત્નીને વળગી રહેશે, અને તે બન્ને એક શરીર થશે.
\v 6 માટે તેઓ હવેથી બે નથી, પણ એક શરીર છે. એ માટે ઈશ્વરે જેમને જોડ્યાં છે તેમને માણસોએ જૂદા ન પાડવાં.
\s5
\v 7 તેઓએ ઈસુને કહ્યું કે, 'તો મૂસાએ એવી આજ્ઞા કેમ આપી કે, છૂટાછેડા આપીને તેને મૂકી દેવી?'
\v 8 ઈસુએ તેઓને કહ્યું કે, મૂસાએ તમારાં હૃદયની જડતાને લીધે તમને તમારી પત્નીઓને મૂકી દેવા દીધી, પણ આરંભથી એવું ન હતું.
\v 9 હું તમને કહું છું કે વ્યભિચારના કારણ વગર જે કોઇ પોતાની પત્નીને તજીને બીજી સ્ત્રી સાથે લગ્ન કરે, તો તે વ્યભિચાર કરે છે; અને જો કોઈ મૂકી દીધેલી સ્ત્રી સાથે લગ્ન કરે તો તે પણ વ્યભિચાર કરે છે.'
\s5
\v 10 તેમના શિષ્યોએ તેમને કહ્યું કે, 'જો પત્ની અને પતિના સંબંધના એવા હાલ છે, તો લગ્ન કરવું સારું નથી.'
\v 11 ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, 'બધાથી એ વાત પળાતી નથી, પણ જેઓને તે આપેલું છે તેઓથી જ.
\v 12 કેમ કે કેટલાક નપુંશક છે કે જેઓ પોતાની માતાઓથી જ એવા જન્મેલા છે; કેટલાક એવા છે કે જેઓને માણસોએ નપુંશક બનાવ્યા છે; વળી કેટલાક એવા છે કે જેઓએ સ્વર્ગના રાજ્યને લીધે પોતાની જાતને જ નપુંશક તરીકે કર્યા છે. જે પાળી શકે છે તે પાળે.'
\s5
\v 13 ત્યાર પછી તેઓ બાળકોને તેમની પાસે લાવ્યા, એ માટે કે તે તેઓ પર હાથ મૂકીને પ્રાર્થના કરે; પણ શિષ્યોએ તેઓને ધમકાવ્યાં.
\v 14 પણ ઈસુએ કહ્યું કે, 'બાળકોને મારી પાસે આવવા દો, તેઓને રોકો નહિ, કેમ કે સ્વર્ગનું રાજ્ય એવાંઓનું જ છે.'
\v 15 પછી તેઓને આશીર્વાદ દઈને તે ત્યાંથી ગયા.
\s5
\v 16 ત્યાર પછી, કોઈકે ઈસુની પાસે આવીને કહ્યું કે, 'ઉપદેશક, અનંતકાળનું જીવન પામવા માટે હું શું સારું કરું?'
\v 17 ત્યારે તેમણે તે વ્યક્તિને કહ્યું, 'તુ મને સારા વિષે કેમ પૂછે છે? સારો તો એક જ છે જો તું જીવનના માર્ગમાં પ્રવેશવા ચાહે છે, તો આજ્ઞાઓ પાળ.'
\s5
\v 18 તે વ્યક્તિ ઈસુને કહે છે કે, 'કઈ કઈ?' ત્યારે ઇસુએ કહ્યું કે, 'તું હત્યા ન કર, તું વ્યભિચાર ન કર, તું ચોરી ન કર, તું જૂઠી સાક્ષી ન પૂર,
\v 19 પોતાનાં માતાપિતાને માન આપ, પોતાના પડોશી પર પોતાના જેવો પ્રેમ કર.'
\s5
\v 20 તે જુવાને તેમને કહ્યું કે, 'એ બધી આજ્ઞાઓ તો હું પાળતો આવ્યો છું; હજી મારામાં શું ખૂટે છે?'
\v 21 ઈસુએ તે જુવાનને કહ્યું કે, 'જો તું સંપૂર્ણ થવા ચાહે છે, તો જઈને તારું જે છે તે વેચી નાખ અને ગરીબોને આપી દે, એટલે સ્વર્ગમાં તને દ્રવ્ય મળશે; અને આવીને મારી પાછળ ચાલ.'
\v 22 પણ તે જુવાન એ વાત સાંભળીને દિલગીર થઈને ચાલ્યો ગયો, કેમકે તેની મિલકત ઘણી હતી.
\s5
\v 23 ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, 'હું તમને નિશ્ચે કહું છું કે ધનવાનને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશવું મુશ્કેલ છે.
\v 24 વળી હું તમને ફરી કહું છું કે 'દ્રવ્યવાનને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા કરતાં ઊંટને સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે.'
\s5
\v 25 ત્યારે તેમના શિષ્યો તે સાંભળીને ઘણા અચરત થયા અને કહેવા લાગ્યા કે, 'તો કોણ ઉધ્ધાર પામી શકે?'
\v 26 પણ ઈસુએ તેઓની તરફ જોઇને કહ્યું કે, 'માણસોને તો એ અશક્ય છે, પણ ઈશ્વરને સર્વ શક્ય છે.'
\v 27 ત્યારે પિતરે ઈસુને જવાબ આપ્યો કે, 'જો, અમે બધું મૂકીને તમારી પાછળ આવ્યા છીએ, તો અમને શું મળશે?'
\s5
\v 28 ઈસુએ તેઓને કહ્યું, 'હું તમને નિશ્ચે કહું છું કે, જયારે પુનઃઆગમનમાં માણસનો દીકરો પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે, ત્યારે તમે, મારી પાછળ આવનારા, ઇઝરાયલનાં બાર કુળનો ન્યાય કરતાં બાર રાજ્યાસનો પર બિરાજશો.'
\s5
\v 29 જે કોઇએ ઘરોને, ભાઈઓને, બહેનોને, પિતાઓને, માતાઓને, બાળકોને, કે ખેતરોને મારા નામને લીધે તજી દીધાં છે, તે સોગણાં પામશે અને અનંતજીવનનો વારસો પામશે.
\v 30 પણ ઘણા જેઓ પ્રથમ તેઓ છેલ્લા થશે; અને જેઓ છેલ્લા તેઓ પ્રથમ થશે.'
\s5
\c 20
\p
\v 1 કેમ કે સ્વર્ગનું રાજ્ય એક ઘરના માલિક જેવું છે, જે પોતાની દ્રાક્ષાવાડીને માટે મજૂરો નક્કી કરવાને વહેલી સવારે બહાર ગયો.
\v 2 તેણે મજૂરોની સાથે રોજનો એક દીનાર નક્કી કરીને પોતાની દ્રાક્ષાવાડીમાં તેઓને મોકલ્યા.
\s5
\v 3 તે દિવસના આશરે સવારના સમયે બહાર જઈને તેણે ચોકમાં બીજાઓને કામની શોધમા ઊભા રહેલા જોયા.
\v 4 ત્યારે માલિકે તેઓને કહ્યું કે, 'તમે પણ દ્રાક્ષાવાડીમાં જાઓ અને જે કંઈ યોગ્ય હશે, તે હું તમને આપીશ;' ત્યારે તેઓ ગયા.
\s5
\v 5 વળી તે જ દિવસે આશરે બપોરના ત્રણ વાગ્યે ફરીથી બહાર જઈને તેણે તે જ પ્રમાણે કર્યું.
\v 6 ત્યાર પછી આશરે પાંચેક વાગ્યે પણ તેણે બહાર જઈને બીજાઓને કામ મળવાની રાહમાં ઉભેલા જોયા; તે માલિક તેઓને કહે છે કે, 'આખો દિવસ તમે કેમ અહીં કામ વગરનાં ઊભા રહો છો?'
\v 7 તેઓ તેને કહે છે કે, 'કેમ કે કોઇએ અમને મજૂરીએ રાખ્યા નથી.' તે તેઓને કહે છે કે, 'તમે પણ દ્રાક્ષાવાડીમાં જાઓ.
\s5
\v 8 સાંજ પડી ત્યારે દ્રાક્ષાવાડીનો માલિક પોતાના કારભારીને કહે છે કે, મજૂરોને બોલાવીને છેલ્લી વ્યક્તિથી માંડીને તે પહેલી વ્યક્તિ સુધીનાઓને તેઓનું વેતન આપ.
\v 9 જેઓને આશરે અગિયારમાં કલાકે કામ પર રાખ્યા હતા, તેઓ જયારે આવ્યા ત્યારે તેઓને એક એક દીનાર આપવામાં આવ્યો.
\v 10 પછી જેઓ પહેલા આવ્યા હતા, તેઓ ધારતા હતા કે અમને વધારે મળશે; પરંતુ તેઓને પણ એક દીનાર અપાયો.
\s5
\v 11 ત્યારે તે લઈને તેઓએ ઘરના માલિકની વિરુદ્ધ કચકચ કરી;
\v 12 અને કહ્યું કે, 'આ મોડેથી આવનારાઓએ માત્ર એક જ કલાક કામ કર્યું છે અને અમે આખા દિવસનો બોજો તથા લૂ સહન કરી, તેમ છતાં તેં તેઓને અમારી બરોબર ગણ્યા છે.'
\s5
\v 13 પણ તેણે તેઓમાંના એકને જવાબ આપ્યો કે, મિત્ર, હું તને કશો અન્યાય નથી કરતો; શું તે મારી સાથે એક દીનાર નક્કી કર્યો નહોતો?
\v 14 તારું જે છે તે લઈને ચાલ્યો જા; જેટલું તને તેટલું આ છેલ્લાઓને પણ આપવાની મારી મરજી છે.
\s5
\v 15 જે મારું છે તે મારી મરજી પ્રમાણે વાપરવાનો શું મને હક નથી? અથવા હું સારો છું માટે તારી આંખ દુષ્ટ છે શું?
\v 16 એમ જેઓ છેલ્લા તેઓ પહેલાં અને જેઓ પહેલાં તેઓ છેલ્લા થશે.'
\s5
\v 17 ઈસુએ યરુશાલેમ જતાં, રસ્તા પર બાર શિષ્યોને એકાંતમાં લઇ જઈને તેઓને કહ્યું કે,
\v 18 આપણે યરૂશાલેમ જઈએ છીએ, માણસના દીકરાને મુખ્ય યાજકોને તથા શાસ્ત્રીઓને હાથે પરાધીન કરાશે અને તેઓ તેના પર મૃત્યુદંડ ઠરાવશે.
\v 19 ઠઠ્ઠામશ્કરી કરવાને, કોરડા મારવાને,વધસ્તંભે જડવાને તેઓ તેમને બિનયહૂદીઓને સોંપશે; અને ત્રીજે દિવસે તે પાછો સજીવન થશે.
\s5
\v 20 ત્યારે ઝબદીના દીકરાઓની માએ પોતાના દીકરાઓની સાથે ઈસુની પાસે આવીને તથા પગે પડીને તેમની પાસે કંઈક માગણી કરી.
\v 21 ઈસુએ તેમને કહ્યું કે, 'તમે શું ચાહો છો? તે તેમને કહે છે કે, તમારા રાજ્યમાં આ મારા બે દીકરામાનો એક તમારે જમણે હાથે અને બીજો તમારે ડાબે હાથે બેસે, એવી આજ્ઞા તમે કરો.'
\s5
\v 22 પણ ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, 'તમે જે માગો છો તે તમે સમજતાં નથી; જે પ્યાલો હું પીવાનો છું તે તમે પી શકો છો?' તેઓ તેમને કહે છે કે, 'અમે પી શકીએ છીએ.'
\v 23 તે તેઓને કહે છે કે, 'તમે મારો પ્યાલો પીશો ખરા, પણ જેઓને માટે મારા પિતાએ સિદ્ધ કરેલું છે તેઓના વગર બીજાઓને મારે જમણે હાથે અને ડાબે હાથે બેસવા દેવા એ મારા અધિકારમાં નથી.'
\v 24 દસ શિષ્યોએ તે સાંભળ્યું ત્યારે તેઓ બન્ને ભાઇઓ પર ગુસ્સે થયા.
\s5
\v 25 પણ ઈસુએ તેઓને પાસે બોલાવીને કહ્યું કે, 'તમે જાણો છો કે વિદેશીઓના રાજાઓ તેઓ પર સત્તા ચલાવે છે. અને જે મોટા છે તેઓ તેઓના પર અધિકાર ચલાવે છે.
\v 26 પણ તમારામાં એવું ન થાય; તમારામાં જે કોઇ મોટો થવા ચાહે, તે તમારો સેવક થાય;
\v 27 અને જે કોઇ તમારામાં મુખ્ય થવા ચાહે, તે તમારો દાસ થાય;
\v 28 જેમ માણસનો દીકરો સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને, તથા ઘણા લોકોના મુક્તિમૂલ્યને સારુ પોતાનો જીવ આપવાને આવ્યો છે તેમ.'
\s5
\v 29 જયારે તેઓ યરીખોમાંથી નીકળતા હતા, ત્યારે લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ચાલતો હતો.
\v 30 જુઓ, બે અંધ જનો રસ્તાની બાજુએ બેઠા હતા, ઈસુ તેઓની પાસે થઈને જાય છે તે સાંભળીને તેઓએ ઊંચા અવાજે કહ્યું કે, 'ઓ પ્રભુ, દાઉદના દીકરા, અમારા પર દયા કરો.'
\v 31 પણ લોકોએ તેઓને ધમકાવીને ચૂપ રહેવા કહ્યું, પણ તેઓએ વધારે બૂમ પાડતાં કહ્યું કે, 'ઓ પ્રભુ, દાઉદના દીકરા, અમારા ઉપર દયા કરો.'
\s5
\v 32 ત્યારે ઈસુએ ઊભા રહીને તેઓને બોલાવીને કહ્યું કે, 'હું તમારે માટે શું કરું, એ વિષે તમારી શી ઇચ્છા છે?'
\v 33 તેઓએ તેમને કહ્યું કે, 'પ્રભુ, અમારી આંખો ઊઘાડો.'
\v 34 ત્યારે ઈસુને દયા આવી, અને તે તેઓની આંખોને અડક્યા અને તરત તેઓ દેખતા થયા; અને તેઓ ઈસુની પાછળ ચાલ્યા.
\s5
\c 21
\p
\v 1 જયારે તેઓ યરુશાલેમની નજીક આવ્યા અને તેઓ જૈતૂન નામના પહાડ પાસે બેથફાગે સુધી પહોંચ્યા, ત્યારે ઈસુએ બે શિષ્યોને મોકલીને
\v 2 કહ્યું કે, તમે સામેના ગામમાં જાઓ, તેમાં પ્રવેશતા જ તમને બાંધેલી એક ગધેડી તથા તેની પાસે બચ્ચું જોવા મળશે; તેઓને છોડીને મારી પાસે લાવો.
\v 3 જો કોઇ તમને કંઈ કહે તો તમારે કહેવું કે, 'પ્રભુને તેઓની જરૂર છે, એટલે તે તેઓને તરત જ મોકલી દેશે.'
\s5
\v 4 હવે આ એટલા માટે થયું કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે,
\v 5 'સિયોનની દીકરીને એમ કહો કે, જુઓ, તારો રાજા તારી પાસે આવે છે, તે નમ્ર છે, તથા ગધેડા પર, હા, ખોલા પર, એટલે ગધેડીના વછેરા પર, સવાર થઈને આવે છે.'
\s5
\v 6 ત્યારે શિષ્યોએ જઈને ઈસુએ તેઓને જે ફરમાવ્યું હતું તેમ કર્યું;
\v 7 તેઓ ગધેડીને બચ્ચા સહિત લાવ્યા અને પોતાના વસ્ત્રો તેઓ પર નાખ્યાં; અને ઈસુ તેના પર સવાર થયા.
\v 8 લોકોમાંના ઘણાખરાએ પોતાના વસ્ત્રો રસ્તામાં પાથર્યા, બીજાઓએ વૃક્ષો પરથી ડાળીઓ કાપીને રસ્તામાં પાંથરી.
\s5
\v 9 હવે આગળ ચાલનાર તથા પાછળ આવનાર લોકે પોકાર્યું કે, 'દાઉદના દીકરાને હોસાન્ના, પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે; પરમ ઊંચામાં હોસાન્ના.'
\v 10 તેઓ જયારે યરૂશાલેમમાં આવ્યા ત્યારે આખા નગરે ખળભળી ઊઠીને કહ્યું કે, 'એ કોણ છે?'
\v 11 ત્યારે લોકોએ કહ્યું કે, 'ઈસુ પ્રબોધક કે, જે ગાલીલના નાઝરેથના, તે એ છે.'
\s5
\v 12 પછી ઈસુ ઈશ્વરના ભક્તિસ્થાનમાં ગયા, ત્યાં જેઓ વેચતા તથા ખરીદતા હતા, તે સર્વને તેમણે કાઢી મૂક્યા; અને નાણાવટીઓનાં બાજઠ, તથા કબૂતર વેચનારાઓનાં આસનો ઊંધા વાળ્યાં;
\v 13 ઈસુએ તેઓને કહ્યું કે, "મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે, એમ લખેલું છે, પણ તમે એને લૂંટારાઓનું કોતર કર્યું છે."
\v 14 ત્યાર પછી અંધજનો તથા અપંગો તેમની પાસે ભક્તિસ્થાનમાં આવ્યા અને તેમણે તેઓને સાજા કર્યા.
\s5
\v 15 પણ જે ચમત્કારો તેમણે કર્યા, તથા જે બાળકો ભક્તિસ્થાનમાં મોટા અવાજે 'દાઉદના દીકરાને હોસાન્ના' પોકારતા હતાં, તેઓને જયારે મુખ્ય યાજકોએ તથા શાસ્ત્રીઓએ જોયા, ત્યારે તેઓ બહુ ગુસ્સે થયા.
\v 16 તેઓએ ઈસુને કહ્યું કે, 'તેઓ શું કહે છે, તે શું તું સાંભળે છે?' ત્યારે ઈસુ તેઓને કહે છે કે, 'હા, "બાળકોના તથા નવજાત શિશુઓના મુખથી તેં સ્તુતિ સંપૂર્ણ કરાવી છે, એ શું તમે કદી નથી વાંચ્યું?"
\v 17 પછી તેઓને મૂકીને નગર બહાર બેથનિયામાં જઈને ઈસુએ રાતવાસો કર્યો.
\s5
\v 18 હવે સવારે નગરમાં પાછા આવતા ઈસુને ભૂખ લાગી.
\v 19 રસ્તાની બાજુમાં એક અંજીરી જોઇને ઈસુ તેની પાસે ગયા, પણ તેના પર એકલાં પાંદડા વગર બીજું કંઈ ન મળવાથી તેમણે તેને કહ્યું કે, 'હવેથી તારા પર કદી ફળ ન લાગો; અને એકાએક તે અંજીરી સુકાઈ ગઈ.'
\s5
\v 20 તે જોઈને શિષ્યો આશ્ચર્ય પામીને બોલ્યા કે, અંજીરી કેવી રીતે એકાએક સુકાઈ ગઈ?
\v 21 ત્યારે ઈસુએ ઉત્તર આપતા તેઓને કહ્યું કે, હું તમને નિશ્ચે કહું છું કે, જો તમને વિશ્વાસ હોય અને સંદેહ ન લાવો, તો આ અંજીરીને જે થયું તે તમે કરશો, એટલું જ નહિ પણ જો તમે આ પહાડને કહેશો કે, 'તું ઊંચકાઈને સમુદ્રમાં પડ. તો તેમ જ થશે.'
\v 22 જે કંઈ તમે વિશ્વાસ રાખીને પ્રાર્થનામાં માગશો, તે સઘળું તમે પામશો.
\s5
\v 23 પછી ભક્તિસ્થાનમાં આવીને ઈસુ બોધ કરતા હતા, એટલામાં મુખ્ય યાજકોએ તથા લોકોનાં વડીલોએ તેમની પાસે આવીને કહ્યું કે, 'તું કયા અધિકારથી એ કામો કરે છે? અને તે અધિકાર તને કોણે આપ્યો?'
\v 24 ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, 'હું પણ તમને એક વાત પૂછીશ, તેનો જવાબ જો તમે આપશો તો હું કયા અધિકારથી એ કામો કરું છું, તે હું પણ તમને કહીશ.'
\s5
\v 25 જે બાપ્તિસ્મા યોહાન આપતો હતો તે ક્યાંથી હતું સ્વર્ગથી કે માણસોથી?' ત્યારે તેઓએ પરસ્પર વિચાર કરીને કહ્યું, 'જો આપણે કહીએ કે સ્વર્ગથી, તો ઈસુ આપણને કહેશે કે, ત્યારે તમે તેના પર કેમ વિશ્વાસ કર્યો નહિ?
\v 26 અથવા જો આપણે કહીએ કે માણસોથી, તો લોકોથી આપણને બીક છે, કેમકે સહુ યોહાનને પ્રબોધક માને છે.'
\v 27 પછી તેઓએ ઈસુને ઉત્તર આપતાં કહ્યું કે, 'અમે નથી જાણતા. તેમણે પણ તેઓને કહ્યું કે, 'હું કયા અધિકારથી એ કામો કરું છું તે હું પણ તમને નથી કહેતો.
\s5
\v 28 પણ તમે શું ધારો છો? એક વ્યક્તિને બે દીકરા હતા; તેણે પહેલાની પાસે આવીને કહ્યું કે, દીકરા, તું આજ દ્રાક્ષાવાડીમાં જઈને કામ કર.
\v 29 ત્યારે તેણે ઉત્તર આપ્યો કે, હું નથી જવાનો; તોપણ પછીથી તે પસ્તાઇને ગયો.
\v 30 અને બીજા પાસે આવીને તેણે તેમ જ કહ્યું, ત્યારે તેણે ઉત્તર આપ્યો કે "હું જાઉં છું, સાહેબ," તોપણ તે ગયો નહિ.
\s5
\v 31 તો તે બન્નેમાંથી કોણે પોતાના પિતાની ઈચ્છા પ્રમાણે કર્યું? તેઓ ઈસુને કહે છે કે, પહેલાએ. ઈસુ તેઓને કહે છે કે, હું તમને નિશ્ચે કહું છું કે, દાણીઓ તથા કસબણો તમારી અગાઉ ઈશ્વરના રાજ્યમાં જાય છે.
\v 32 કેમકે યોહાન ન્યાયને માર્ગે તમારી પાસે આવ્યો, તોપણ તમે તેના ઉપર વિશ્વાસ ન કર્યો પણ દાણીઓએ તથા વારંગનાઓ તેના પર વિશ્વાસ કર્યો; એ જોયા પછી પણ તમે પસ્તાવો કર્યો નહિ કે તમે તેના પર વિશ્વાસ કરો.
\s5
\v 33 'એક બીજું દૃષ્ટાંત સાંભળો. એક ઘરનો માલિક હતો, તેણે દ્રાક્ષાવાડી રોપી, તેની આસપાસ વાડ કરી, તેમાં દ્રાક્ષાકુંડ ખોદ્યો અને બુરજ બનાવ્યો, પછી ખેડૂતોને તે ઈજારે આપી, તે પરદેશ ગયો.
\v 34 ફળની ઋતુ પાસે આવી ત્યારે તેણે ફળ લેવા સારુ પોતાના ચાકરોને તે ખેડૂતો પાસે મોકલ્યા.
\s5
\v 35 ત્યારે ખેડૂતોએ તેના ચાકરોને પકડીને એકને માર્યો, બીજાને મારી નાખ્યો અને ત્રીજાને પથ્થરે માર્યો.
\v 36 પછી તેણે અગાઉ કરતાં બીજા વધારે ચાકરોને મોકલ્યા, પણ તેઓએ તેઓને એવું જ કર્યું.
\v 37 પછી તેણે પોતાના દીકરાને તેઓની પાસે મોકલતાં કહ્યું કે, તેઓ મારા દીકરાનું માન રાખશે.'
\s5
\v 38 પણ ખેડૂતોએ દીકરાને જોઇને પરસ્પર કહ્યું કે, એ તો વારસ છે, ચાલો, આપણે એને મારી નાખીએ અને તેનો વારસો લઈ લઈએ.
\v 39 ત્યારે તેઓએ તેને પકડ્યો અને દ્રાક્ષાવાડીમાંથી બહાર કાઢીને તેને મારી નાખ્યો.
\s5
\v 40 એ માટે જયારે દ્રાક્ષવાડીનો માલિક આવશે ત્યારે તે ખેડૂતોનું શું કરશે?'
\v 41 તેઓએ ઈસુને કહ્યું કે, 'તે દુષ્ટોનો પૂરો નાશ કરશે; અને બીજા ખેડૂતો કે જેઓ મોસમે તેને ફળ પહોંચાડે, તેઓને દ્રાક્ષાવાડી ઈજારે આપશે.'
\s5
\v 42 ઈસુએ તેઓને કહ્યું કે, 'જે પથ્થરનો નકાર ઘર બાંધનારાઓએ કર્યો, તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયા: તે પ્રભુથી બન્યું અને આપણી નજરમાં આશ્ચર્યકારક છે,'એ શું તમે શાસ્ત્રમાં કદી નથી વાંચ્યું?
\s5
\v 43 એ માટે હું તમને કહું છું કે, ઈશ્વરનું રાજ્ય તમારી પાસેથી લઇ લેવાશે અને જે પ્રજા તેનાં ફળ આપશે, તેઓને તે અપાશે.
\v 44 આ પથ્થર પર જે પડશે તેના ટુકડેટુકડા થઇ જશે, પણ જેના પર તે પડશે, તેનો તે ભૂકો કરી નાખશે.'
\s5
\v 45 મુખ્ય યાજકો તથા ફરોશીઓ તેમનાં દૃષ્ટાંતો સાંભાળીને સમજ્યા કે તેઓ અમારા સબંધી બોલે છે.
\v 46 પણ જયારે તેઓએ ઈસુને પકડવાનો પ્રયત્ન કરો, ત્યારે તેઓ લોકોથી ડરી ગયા, કેમ કે લોકો ઈસુને પ્રબોધક માનતા હતા.
\s5
\c 22
\p
\v 1 ઈસુએ ફરીથી તેઓને દૃષ્ટાંતોમાં કહ્યું કે,
\v 2 સ્વર્ગનું રાજ્ય એક રાજાના જેવું છે, જેણે પોતાના દીકરાના લગ્નનો સમારંભ યોજ્યો.
\v 3 લગ્નમાં આમંત્રિતોને બોલાવવા માટે તેણે પોતાના ચાકરોને મોકલ્યા, પણ તેઓએ આવવા ચાહ્યું નહિ.
\s5
\v 4 ફરી તેણે બીજા ચાકરોને મોકલીને કહ્યું કે, 'આમંત્રિતોને કહો, 'જુઓ, મેં મારું ભોજન તૈયાર કર્યું છે, મારા બળદ તથા પુષ્ટ પ્રાણીઓ કાપ્યાં છે અને સઘળી ચીજો તૈયાર છે, લગ્નમાં આવો.
\s5
\v 5 પણ તેઓએ તે ગણકાર્યું નહિ; તેઓ પોતપોતાને માર્ગે ચાલ્યા ગયા, કોઈ તેના પોતાના ખેતરમાં અને કોઈ પોતાના વેપાર પર;
\v 6 બાકીનાઓએ તેના ચાકરોને પકડ્યા અને તેમનું અપમાન કરીને તેમને મારી નાખ્યા.
\v 7 તેથી રાજા ગુસ્સે થયો, તેણે પોતાનું લશ્કર મોકલીને તે હત્યારાઓનો નાશ કર્યો અને તેઓનું નગર બાળી નાખ્યું.
\s5
\v 8 પછી તે પોતાના ચાકરોને કહે છે કે, 'લગ્નનું ભોજન તૈયાર છે ખરુ, પણ આમંત્રિતો યોગ્ય નહોતા.
\v 9 એ માટે તમે રસ્તાઓનાં નાકા પર જાઓ અને જેટલા તમને મળે તેટલાને લગ્નમાં બોલાવો.
\v 10 તે ચાકરોએ બહાર રસ્તાઓમાં જઈને સારા-નરસા જેટલા તેઓને મળ્યા તે સર્વને એકત્ર કર્યા, એટલે મહેમાનોથી લગ્નનો સમારંભ ભરાઈ ગયો.
\s5
\v 11 મહેમાનોને જોવા સારુ રાજા અંદર આવ્યા, ત્યારે તેમણે ત્યાં લગ્નના વસ્ત્રો પહેર્યા વગરના એક માણસને જોયો.
\v 12 ત્યારે તે તેને કહે છે કે, 'ઓ મિત્ર, તું લગ્નનો પોશાક પહેર્યા વિના અહીં કેમ આવ્યો?' તે ચૂપ રહ્યો.
\s5
\v 13 ત્યારે રાજાએ ચાકરોને કહ્યું કે, 'તેના હાથપગ બાંધીને તેને બહારના અંધકારમાં ફેંકી દો; ત્યાં રડવું અને દાંત પીસવું થશે.'
\v 14 કેમ કે નિમંત્રિત ઘણા છે, પણ પસંદ કરેલા થોડા [છે].
\s5
\v 15 ત્યાર પછી ફરોશીઓએ જઈને ઈસુને શી રીતે વાતમાં ફસાવવા, એ સંબંધી મનસૂબો કર્યો.
\v 16 પછી તેઓએ પોતાના શિષ્યોને હેરોદીઓ સહિત તેમની પાસે મોકલીને કહેવડાવ્યું કે, ઉપદેશક, અમે જાણીએ છીએ કે, તમે સાચા છો, સત્યથી ઈશ્વરનો માર્ગ શીખવો છો અને તમે કોઈની પરવા કરતા નથી, કેમકે તમે માણસો વચ્ચે પક્ષપાત કરતા નથી.
\v 17 માટે તમે શું ધારો છો? કાઈસારને કર આપવો ઉચિત છે કે નહિ, તે અમને કહો.
\s5
\v 18 પણ ઈસુએ તેઓની ચાલાકી જાણીને કહ્યું કે, ઓ ઢોંગીઓ, તમે મારું પરીક્ષા કેમ કરો છો?
\v 19 કરનું નાણું મને બતાવો.' ત્યારે તેઓ એક દીનાર તેમની પાસે લાવ્યા.
\s5
\v 20 અને ઈસુએ તેઓને કહ્યું કે, 'આ છાપ તથા લેખ કોનાં છે?'
\v 21 તેઓએ તેમને કહ્યું કે, 'કાઈસારનાં. ત્યારે ઈસુ તેઓને કહે છે કે, જે કાઈસારના તે કાઈસારને, તથા જે ઈશ્વરનાં તે ઈશ્વરને ભરી આપો.
\v 22 એ સાંભળીને તેઓ આશ્ચર્ય પામ્યા, અને તેમને મૂકીને ચાલ્યા ગયા.
\s5
\v 23 તે જ દિવસે સાદૂકીઓ, જેઓ કહે છે કે મૃત્યુ બાદ ઉત્થાન નથી, તેઓએ તેમની પાસે આવીને પૂછ્યું,
\v 24 'ઓ ઉપદેશક, મૂસાએ કહ્યું છે કે, જો કોઈ પુરુષ નિઃસંતાન મરી જાય, તો તેનો ભાઈ તેની સ્ત્રીની સાથે લગ્ન કરીને પોતાના ભાઈને સારુ વંશ ઉપજાવે.
\s5
\v 25 તો અમારામાં સાત ભાઈ હતા, અને પ્રથમ લગ્ન કરીને મરણ પામ્યો. તે નિઃસંતાન હોવાથી પોતાના ભાઈને સારુ પોતાની પત્ની મૂકી ગયો.
\v 26 તે પ્રમાણે બીજો તથા ત્રીજો એમ સાતેય મરણ પામ્યા.
\v 27 સહુથી છેલ્લે તે સ્ત્રી પણ મૃત્યુ પામી.
\v 28 એ માટે મૃત્યુમાંથી ઉત્થાન પામેલા પેલા સાતમાંથી તે કોની પત્ની થશે? કેમકે તે બધા ભાઈઓની પત્ની થઈ હતી.
\s5
\v 29 ત્યારે ઈસુએ ઉત્તર આપ્યો કે, 'ધર્મલેખો તથા ઈશ્વરનું પરાક્રમ નહિ જાણ્યાને લીધે તમે ભૂલ ખાઓ છો.'
\v 30 કેમ કે મૃત્યુમાંથી ઉત્થાન બાદ તેઓ લગ્ન કરતા કે કરાવતા નથી, પણ તેઓ સ્વર્ગમાંના દૂતો જેવા હોય છે.
\s5
\v 31 પણ મૃત્યુ પામેલાંઓના ઉત્થાન સબંધી, ઈશ્વરે જે તમને કહ્યું તે શું તમે નથી વાંચ્યું?
\v 32 કે, 'હું ઈબ્રાહિમનો, ઈસહાકનો તથા યાકૂબનો ઈશ્વર છું;' તેઓ મૃત્યુ પામેલાઓના નહિ પણ જીવતાંઓના ઈશ્વર છે.'
\v 33 લોકો તે સાંભળીને તેમના બોધથી આશ્ચર્ય પામ્યા.
\s5
\v 34 જયારે ફરોશીઓએ સાંભળ્યું કે તેમણે સાદૂકીઓના મોં બંધ કર્યા ત્યારે તેઓ એકઠા થયા.
\v 35 તેઓમાંથી એક હોશિયારે તેમની પરીક્ષા કરવા સારુ તેમને પૂછ્યું કે,
\v 36 ઓ ઉપદેશક, નિયમશાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ છે?
\s5
\v 37 ત્યારે ઈસુએ તેને કહ્યું કે, 'પ્રભુ તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી તથા તારા પૂરા મનથી પ્રેમ કર.
\v 38 પહેલી અને મોટી આજ્ઞા તે જ છે.
\s5
\v 39 બીજી આજ્ઞા એના જેવી જ છે, એટલે જેવો સ્વયં પર તેવો પોતાના પડોશી પર તું પ્રેમ કર.'
\v 40 આ બે આજ્ઞાઓ સંપૂર્ણ નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોનો પાયો છે.'
\s5
\v 41 હવે ફરોશીઓ એકઠા મળેલા હતા, ત્યારે ઈસુએ તેઓને એવું પૂછ્યું કે,
\v 42 'મસીહ સબંધી તમે શું ધારો છો? તે કોનો દીકરો છે? તેઓએ તેમને કહ્યું કે, 'દાઉદનો.'
\s5
\v 43 ઈસુએ તેઓને કહ્યું , 'તો [પવિત્ર] આત્મા વડે દાઉદ તેમને પ્રભુ કેમ કહે છે?'
\v 44 [જેમકે], 'પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે, તારા શત્રુઓને હું તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.'
\s5
\v 45 હવે જો દાઉદ તેમને પ્રભુ કહે છે, તો તે કેવી રીતે તેનો દીકરો કહેવાય?
\v 46 એકપણ શબ્દનો ઉત્તર કોઈ તેમને આપી શકયું નહિ, વળી તે દિવસથી કોઈએ તેમને કંઈ પૂછવાની હિંમત કરી નહિ.
\s5
\c 23
\p
\v 1 ત્યારે ઈસુએ લોકોને તથા પોતાના શિષ્યોને કહ્યું કે,
\v 2 'શાસ્ત્રીઓ તથા ફરોશીઓ મૂસાના આસન પર બેસે છે;
\v 3 એ માટે જે કંઈ તેઓ તમને ફરમાવે, તે કરો તથા પાળો; પણ તેઓનાં કાર્યોને ન અનુસરો, કેમ કે તેઓ કહે છે, તે પ્રમાણે કરતા નથી.
\s5
\v 4 કેમકે ભારે અને ઊંચકતાં મહામુસીબત પડે એવા બોજા તેઓ માણસોની પીઠ પર ચઢાવે છે, પણ તેઓ પોતે પોતાની આંગળી પણ તેને લગાવવા ઇચ્છતા નથી.'
\v 5 લોકો તેઓને જુએ તે હેતુથી તેઓ પોતાનાં સઘળાં કામ કરે છે; તેઓ પોતાનાં સ્મરણપત્રોને પહોળાં બનાવે છે તથા પોતાનાં વસ્ત્રોની કોર વધારે છે.
\s5
\v 6 વળી જમણવારોમાં મુખ્ય જગ્યાઓ, સભાસ્થાનોમાં મુખ્ય આસનો
\v 7 તથા ચોકમાં સલામો તથા માણસો તેઓને ગુરુજી કહે, તેવું તેઓ ચાહે છે.
\s5
\v 8 પણ તમે પોતાને ગુરુ ન કહેવડાઓ; કેમ કે તમારો એક જ ગુરુ છે અને તમે સઘળાં ભાઈઓ છો.
\v 9 પૃથ્વી પર તમે કોઈ માણસને તમારા પિતા ન કહો, કેમકે એક જે સ્વર્ગમાં છે, તે તમારા પિતા છે.
\v 10 તમે સ્વામી ન કહેવડાઓ, કેમકે એક, જે ખ્રિસ્ત, તે તમારા સ્વામી છે.
\s5
\v 11 પણ તમારામાં જે મોટો છે તે તમારો સેવક થાય.
\v 12 જે કોઈ પોતાને ઊંચો કરશે, તે નીચો કરાશે; જે કોઈ પોતાને નીચો કરશે, તેને ઉચ્ચ સ્થાન અપાશે.
\s5
\v 13 ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમકે લોકોની સામે તમે સ્વર્ગનું રાજ્ય બંધ કરો છો; કેમકે તેમાં તમે પોતે પેસતા નથી, અને જેઓ પ્રવેશવા ચાહે છે તેઓને તમે પ્રવેશવા દેતા નથી.
\v 14 [ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમકે તમે વિધવાઓનાં ઘર ખાઈ જાઓ છો, દેખાડા માટે લાંબી પ્રાર્થનાઓ કરો છો, તે માટે તમે વિશેષ સજા ભોગવશો].
\v 15 ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમકે એક શિષ્ય બનાવવા સારુ તમે સમુદ્ર તથા પૃથ્વીમાં ફરી વળો છો; અને તેવું થાય છે ત્યારે તમે તેને તમારા કરતાં બમણો નરકનો દીકરો બનાવો છો.
\s5
\v 16 ઓ અંધજનોને દોરનારાઓ, તમને અફસોસ છે; તમે કહો છો કે, જો કોઈ ભક્તિસ્થાનના સમ ખાય, તો તેમાં કંઈ નહિ; પણ જો કોઈ ભક્તિસ્થાનના સોનાના સમ ખાય તો તેથી બંધાયેલો છે.
\v 17 ઓ મૂર્ખો તથા અંધજનો, વિશેષ મોટું કયું? સોનું કે સોનાને પવિત્ર કરનારું ભક્તિસ્થાન?
\s5
\v 18 અને તમે કહો છો કે, જો કોઈ વેદીના સમ ખાય તો તેમાં કંઈ નહિ; પણ જો કોઈ તે પરના અર્પણના સમ ખાય તો તે તેથી બંધાયલો છે.
\v 19 ઓ અંધજનો, વિશેષ મોટું કયું? અર્પણ કે અર્પણને પવિત્ર કરનારી વેદી?
\s5
\v 20 એ માટે જે કોઇ વેદીના સમ ખાય છે, તે તેના તથા જે બધું તેના પર છે તેના પણ સમ ખાય છે.
\v 21 જે કોઇ ભક્તિસ્થાનના સમ ખાય છે, તે તેના તથા તેમાં જે રહે છે તેના પણ સમ ખાય છે.
\v 22 જે સ્વર્ગના સમ ખાય છે, તે ઈશ્વરના રાજ્યાસનના તથા તે પર બિરાજનારના પણ સમ ખાય છે.
\s5
\v 23 ઓ શાસ્ત્રીઓ, ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમકે ફુદીનાનો, સૂવાનો તથા જીરાનો દસમો ભાગ તમે આપો છો; પણ નિયમશાસ્ત્રની અગત્યની વાતો, એટલે ન્યાય, દયા તથા વિશ્વાસ, તે તમે પડતાં મૂક્યાં છે; તમારે આ કરવાં, અને એ પડતાં મૂકવા જોઈતાં ન હતાં.
\v 24 ઓ અંધજનોને દોરનારાઓ, તમે મચ્છરને ગાળી કાઢો છો, પણ ઊંટને ગળી જાઓ છો.
\s5
\v 25 ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમકે તમે થાળીવાટકો બહારથી સાફ કરો છો, પણ તેમની અંદર જુલમ તથા અન્યાય ભરેલા છે.
\v 26 ઓ આંધળા ફરોશી, તું પહેલાં થાળીવાટકો અંદરથી સાફ કર કે, તે બહારથી પણ સાફ થઇ જાય.
\s5
\v 27 ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમકે તમે ધોળેલી કબરના જેવા છો, જે બહારથી શોભાયમાન દેખાય છે ખરી, પણ અંદર મૃતકનાં હાડકા તથા દરેક અશુધ્ધિથી ભરેલી છે.
\v 28 તેમ તમે પણ માણસોની આગળ બહારથી ન્યાયી દેખાઓ છો ખરા, પણ અંદર ઢોંગથી તથા દુષ્ટતાથી ભરેલા છો.
\s5
\v 29 ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમકે તમે પ્રબોધકોની કબરો બાંધો છો અને ન્યાયીઓની કબરો શણગારો છો;
\v 30 અને કહો છો કે, જો અમે અમારા પૂર્વજોના સમયોમાં હોત, તો તેઓની સાથે પ્રબોધકોની હત્યામાં ભાગીદાર ન થાત.
\v 31 તેથી તમે પોતાના સબંધી સાક્ષી આપો છો કે પ્રબોધકોને મારી નાખનારાઓના દીકરા તમે જ છો.
\s5
\v 32 તો તમારા પૂર્વજોના બાકી રહેલાં માપ પૂરા કરો.
\v 33 ઓ સર્પો, સાપોના વંશ, નરકના શિક્ષાથી તમે કેવી રીતે બચશો?
\s5
\v 34 તેથી, જુઓ, પ્રબોધકોને, જ્ઞાનીઓને તથા શાસ્ત્રીઓને હું તમારી પાસે મોકલું છું. તમે તેઓમાંના કેટલાકને મારી નાખશો, વધસ્તંભે જડશો, તેઓમાંના કેટલાકને તમારાં સભાસ્થાનોમાં કોરડા મારશો અને નગરેનગર તેઓની પાછળ પડશો;
\v 35 કે ન્યાયી હાબેલના લોહીથી તે બારાખ્યાના દીકરા ઝખાર્યા, જેને ભક્તિસ્થાનની તથા વેદીની વચ્ચે તમે મારી નાખ્યો હતો, તેના લોહી સુધી જે બધા ન્યાયીઓનું લોહી પૃથ્વી પર વહેવડાવવામાં આવ્યું છે, તે તમારા પર આવે.
\v 36 હું તમને નિશ્ચે કહું છું કે, એ બધું આ પેઢીને શિરે આવશે.
\s5
\v 37 ઓ યરુશાલેમ, યરુશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર, તારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર! જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખો તળે એકઠાં કરે છે, તેમ તારાં છોકરાને એકઠાં કરવાનું મેં કેટલી વાર ચાહ્યું, પણ તમે ચાહ્યું નહિ!
\v 38 જુઓ, તમારે સારુ તમારું ઘર ઉજજડ મુકાયું છે.
\v 39 કેમકે હું તમને કહું છું કે, 'જ્યાં સુધી તમે એમ નહિ કહો કે, પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે, ત્યાં સુધી હવેથી તમે મને નહિ જ દેખશો.'
\s5
\c 24
\p
\v 1 ઈસુ ભક્તિસ્થાનમાંથી નીકળીને માર્ગે ચાલતા હતા, ત્યારે તેમના શિષ્યો તેમને ભક્તિસ્થાનમાંનાં બાંધકામો બતાવવાને પાસે આવ્યા.
\v 2 ત્યારે તેમણે તેઓને કહ્યું કે, 'શું તમે એ બધા નથી જોતા? હું તમને નિશ્ચે કહું છું કે, પાડી નહિ નંખાય, એવો એક પણ પત્થર બીજા ઉપર અહીં રહેવા દેવાશે નહિ.'
\s5
\v 3 પછી જૈતૂનના પહાડ પર ઈસુ બેઠા હતા, ત્યારે શિષ્યોએ એકાંતમાં તેમની પાસે આવીને કહ્યું કે, 'એ બધુ ક્યારે થશે? તમારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે? તે અમને કહો.
\v 4 ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, 'તમને કોઇ ન ભુલાવે માટે સાવધાન રહો.
\v 5 કેમકે મારે નામે ઘણા એમ કહેતા આવશે કે, હું તે ખ્રિસ્ત છું; અને ઘણાને ગેરમાર્ગે દોરશે.
\s5
\v 6 યુધ્ધો તથા યુધ્ધોની અફવાઓ તમે સાંભળશો, ત્યારે જોજો, ગભરાતા ના; કેમકે એ બધું થવાની અગત્ય છે, પણ એટલેથી જ અંત નહિ આવે.
\v 7 કેમકે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે દુષ્કાળો, મરકીઓ તથા જગ્યા જગ્યાએ ધરતીકંપો થશે.
\v 8 પણ એ બધાં તો દુઃખોનો આરંભ માત્ર છે.
\s5
\v 9 ત્યારે તેઓ તમને વિપત્તિમાં નાખશે, તમને મારી નાખશે, મારા નામને લીધે સઘળી પ્રજાઓ તમારો દ્વેષ કરશે.
\v 10 અને તે સમયે ઘણા ઠોકર ખાશે, અને એકબીજાને પરાધીન કરાવશે અને એકબીજા પર વૈર કરશે.
\v 11 ઘણા જૂઠા પ્રબોધકો ઉઠશે, અને ઘણાને ભુલાવામાં નાખશે,
\s5
\v 12 અન્યાય વધી જવાના કારણથી ઘણાખરાનો પ્રેમ ઠંડો થઇ જશે.
\v 13 પણ જે અંત સુધી ટકશે તે જ ઉધ્ધાર પામશે.
\v 14 સર્વ પ્રજાઓને સાક્ષી રૂપ થવા માટે ઈશ્વરના રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે; ત્યારે અંત આવશે.
\s5
\v 15 માટે ઉજ્જડની ધિક્કારપાત્ર નિશાની જે સબંધી દાનિયેલ પ્રબોધકે કહેલું છે, તેને જયારે તમે પવિત્રસ્થાને ઊભેલી જુઓ વાચક તેનો અર્થ સમજે,
\v 16 ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓ પહાડો પર નાસી જાય;
\v 17 અગાસી પર જે હોય તે પોતાના ઘરનો સામાન લેવાને ન ઊતરે;
\v 18 જે ખેતરમાં હોય તે પોતાનાં વસ્ત્ર લેવાને પાછો આવે.
\s5
\v 19 તે દિવસોમાં જેઓ સગર્ભા હોય અને જેઓ સ્તનપાન કરાવતી હોય, તેઓને અફસોસ છે.
\v 20 પણ તમારુ નાશવાનું શિયાળામાં કે વિશ્રામવારે ન થાય, તે માટે તમે પ્રાર્થના કરો.
\v 21 કેમ કે તે સમયે એવી મોટી વિપત્તિ આવી પડશે કે તેના જેવી જગતના આરંભથી તે આજ સુધી આવી નથી, અને કદી આવશે પણ નહિ.
\v 22 જો તે દિવસો ઓછા કરવામાં ન આવત તો કોઇ માણસ બચી ન શકત; પણ પસંદ કરેલાઓની ખાતર તે દિવસો ઓછા કરાશે.
\s5
\v 23 ત્યારે જો કોઈ તમને કહે કે, જુઓ, ખ્રિસ્ત અહીં અથવા ત્યાં છે, તો તમે માનશો નહિ;
\v 24 કેમકે નકલી ખ્રિસ્ત તથા નકલી પ્રબોધકો ઊઠશે, અને મોટા ચમત્કાર તથા અદ્દભુત કૃત્યો કરી બતાવશે કે જો બની શકે તો પસંદ કરેલાઓને પણ તેઓ ભુલાવી શકે.
\v 25 જુઓ, મેં અગાઉથી તમને કહ્યું છે.
\s5
\v 26 એ માટે જો તેઓ તમને કહે કે, 'જુઓ, તે અરણ્યમાં છે,' તો બહાર જતા નહી; કે જુઓ, તે ઓરડીઓમાં છે,' તો માનતા નહિ.
\v 27 કેમકે જેમ વીજળી પૂર્વથી નીકળીને પશ્ચિમ સુધી ચમકે છે, તેમ જ માણસના દીકરાનું આગમન થશે.
\v 28 જ્યાં મૃતદેહ હોય, ત્યાં ગીધો એકઠાં થશે.
\s5
\v 29 તે દિવસોની વિપત્તિ પછી, તરત સૂર્ય અંધકારરૂપ થઇ જશે, ચંદ્ર પોતાનું અજવાળું નહિ આપે અને આકાશથી તારા ખરશે, તથા આકાશનાં પરાક્રમો હલાવાશે.
\s5
\v 30 પછી માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે, ત્યારે પૃથ્વી પરનાં સઘળાં વંશો શોક કરશે; અને માણસના દીકરાને પરાક્રમ તથા મહા મહિમાસહિત તેઓ આકાશનાં વાદળ પર આવતા જોશે.
\v 31 રણશિંગડાના મોટા અવાજ સહિત તે પોતાના દૂતોને મોકલશે, તેઓ ચારે દિશામાંથી, આકાશના એક છેડાથી તે બીજા છેડા સુધી, તેમના પસંદ કરેલાઓને એકત્ર કરશે.
\s5
\v 32 હવે અંજીરી પરથી તેનું દૃષ્ટાંત શીખો. જયારે તેની ડાળી કુમળી થઇ હોય છે અને પાંદડા ફૂટી નીકળે છે, ત્યારે તમે જાણો છે કે ઉનાળો પાસે આવ્યો છે.
\v 33 એમ જ તમે પણ જયારે તે બધાં થતાં જુઓ, ત્યારે તમારે જાણવું કે, તેઓ [ખ્રિસ્ત] પાસે એટલે બારણા આગળ જ છે.
\s5
\v 34 હું તમને નિશ્ચે કહું છું કે, તે બધાં પૂરાં નહિ થશે ત્યાં સુધી આ પેઢી મૃત્યુ પામશે નહિ.
\v 35 આકાશ તથા પૃથ્વી જતાં રહેશે, પણ મારી વાતો જતી રહેશે નહિ.
\s5
\v 36 પણ તે દિવસો તથા તે ઘડી સબંધી પિતા વગર કોઇ પણ જાણતું નથી, આકાશના દૂતો નહિ તેમ જ [ઈશ્વરના] દીકરા [ઈસુ] પણ નહિ.
\s5
\v 37 જેમ નૂહના સમયમાં થયું, તેમ જ માણસના દીકરાનું આગમન પણ થશે.
\v 38 કેમ કે જેમ જળપ્રલયની અગાઉ નૂહ વહાણમાં બેઠો ત્યાં સુધી તેઓ ખાતાપીતા, લગ્ન કરતાં અને કરાવતાં હતા;
\v 39 અને જળપ્રલય આવીને બધાને તાણી લઇ ગયો, ત્યાં સુધી તેઓ ન સમજ્યા, તેમ જ માણસના દીકરાનું આવવું પણ થશે.
\s5
\v 40 તે સમયે બે માણસ ખેતરમાં હશે તેમાંનો એક લેવાશે તથા બીજો પડતો મુકાશે.
\v 41 બે સ્ત્રીઓ ઘંટીએ દળતી હશે તેમાંની એક લેવાશે અને બીજી પડતી મુકાશે.
\v 42 માટે જાગતા રહો, કેમકે તમે જાણતા નથી કે કયા દિવસે તમારા પ્રભુ આવી રહ્યા છે.
\s5
\v 43 પણ જાણો કે ચોર કયા પહોરે આવશે એ જો ઘરનો માલિક જાણતો હોત, તો તે જાગતો રહેત અને પોતાના ઘરમાં તેને ચોરી કરવા ન દેત.
\v 44 એ માટે તમે પણ તૈયાર રહો; કેમ કે જે સમયે તમે ધારતા નથી તે જ સમયે માણસનો દીકરો [ઈસુ] આવશે.
\s5
\v 45 તો જે ચાકરને તેના માલિકે પોતાના ઘરનાને સમયસર ખાવાનું આપવા સારુ પોતાના ઘરનો કારભારી ઠરાવ્યો છે, તેવો વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર કોણ છે?
\v 46 જે ચાકરને તેનો માલિક આવીને એમ કરતો જોશે, તે ચાકર આશીર્વાદિત છે.
\v 47 હું તમને નિશ્ચે કહું છું કે, તે તેને પોતાની બધી સંપતિનો કારભારી ઠરાવશે.
\s5
\v 48 પણ જો કોઈ દુષ્ટ ચાકર પોતાના મનમાં કહે કે, 'મારા માલિકને આવવાની વાર છે;'
\v 49 અને તે બીજા ચાકરોને મારવા તથા છાકાટાઓની સાથે ખાવાપીવા લાગે;
\v 50 તો જે દિવસે તે તેની રાહ જોતો નહિ હોય અને જે સમય તે જાણતો નહિ હોય તે જ સમયે તેનો માલિક આવશે.
\v 51 તે તેને કાપી નાખશે તથા તેનો ભાગ ઢોંગીઓની સાથે ઠરાવશે; ત્યાં રડવાનું તથા દાંત પીસવાનું થશે.
\s5
\c 25
\p
\v 1 તો આકાશના રાજ્યને દસ કુમારિકાઓની ઉપમા અપાશે કે, જેઓ પોતાની મશાલો લઈને વરરાજાને મળવા સારુ બહાર ગઈ.
\v 2 તેઓમાંની પાંચ મૂરખી હતી અને પાંચ બુદ્ધિમાન હતી.
\v 3 મૂર્ખીઓએ પોતાની મશાલો લીધી ખરી, પણ તેઓએ સાથે તેલ લીધું નહિ.
\v 4 પણ બુદ્ધિવંતીઓએ પોતાની મશાલો સાથે કુપ્પીમાં તેલ લીધું.
\s5
\v 5 વરરાજાને આવતાં વાર લાગી એટલામાં તેઓ સર્વ ઝોકાં ખાઈને નિદ્રાવશ થઇ.
\v 6 મધરાતે જાહેરાત થઇ કે, જુઓ, વરરાજા આવ્યો છે, તેને મળવાને નીકળો.
\s5
\v 7 ત્યારે તે સર્વ કુમારિકાઓએ ઊઠીને પોતાની મશાલો તૈયાર કરી.
\v 8 મૂર્ખીઓએ બુદ્ધિવંતીઓને કહ્યું કે, 'તમારા તેલમાંથી અમને આપો, કેમકે અમારી મશાલો હોલવાઇ જાય છે.'
\v 9 પણ બુદ્ધિવંતીઓએ ઉત્તર આપતાં કહ્યું કે, 'કદાચ અમને તથા તમને પૂરું નહિ પડે, માટે તમે વેચનારાઓની પાસે જઈને પોતાને સારુ તેલ વેચાતું લો.'
\s5
\v 10 તેઓ તેલ ખરીદવા ગઇ એટલામાં વરરાજા આવી પહોંચ્યા, જેઓ તૈયાર હતી તેઓ તેમની સાથે લગ્નજમણમાં ગઇ અને બારણું બંધ કરવામાં આવ્યું.
\v 11 પછી મુર્ખ કુમારિકાઓએ આવીને કહ્યું કે, 'ઓ સ્વામી, સ્વામી, અમારે સારુ ઉઘાડો.'
\v 12 પણ તેણે ઉત્તર દેતાં કહ્યું, હું તમને નિશ્ચે કહું છું કે હું તમને ઓળખતો નથી.
\v 13 માટે તમે જાગતા રહો, કેમ કે તે દિવસ અથવા તે ઘડી તમે જાણતા નથી.
\s5
\v 14 કેમ કે [તેમનું આવવું] એક માણસના જેવું છે, જેણે પરદેશ જતી વખતે પોતાના ચાકરોને બોલાવીને પોતાની સંપત્તિ તેઓને સોંપી.
\v 15 એકને તેણે પાંચ તાલંત, બીજાને બે, ત્રીજાને એક એમ દરેકને તેઓની શક્તિ પ્રમાણે આપ્યું; અને તે પરદેશ ગયો.
\v 16 પછી જેને પાંચ તાલંત મળ્યા હતા, તે તરત જઈને વેપાર કરીને તે વડે બીજા પાંચ તાલંત કમાયો.
\s5
\v 17 તેમ જ જેને બે, તે પણ બીજા બે તાલંત કમાયો.
\v 18 પણ જેને એક તાલંત મળ્યો હતો તેણે જઈને જમીનમાં ખોદીને પોતાના માલિકનું નાણું દાટી રાખ્યું;
\s5
\v 19 હવે લાંબી મુદત પછી તે ચાકરોનો માલિક આવ્યો, ત્યારે તેણે તેઓની પાસેથી હિસાબ માગ્યો.
\v 20 ત્યારે જેને પાંચ તાલંત મળ્યા હતા તે બીજા પાંચ તાલંત પણ લેતો આવ્યો, તેણે કહ્યું કે, 'માલિક, તમે મને પાંચ તાલંત સોંપ્યા હતા; જુઓ, હું તે ઉપરાંત બીજા પાંચ તાલંત કમાયો છું.'
\v 21 ત્યારે તેના માલિકે તેને કહ્યું કે, 'શાબાશ, સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલૂમ પડ્યો છે; હું તને ઘણા પર ઠરાવીશ: તારા માલિકના આનંદમાં પ્રવેશ કર.'
\s5
\v 22 જેને બે તાલંત મળ્યા હતા, તેણે પણ પાસે આવીને કહ્યું કે, 'માલિક, તેં મને બે તાલંત સોંપ્યાં હતા; જો, હું તે ઉપરાંત બીજા બે તાલંત કમાયો છુ.'
\v 23 તેના માલિકે તેને કહ્યું કે, 'શાબાશ, સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલૂમ પડ્યો છે; હું તને ઘણા પર ઠરાવીશ, તારા માલિકના આનંદમાં પ્રવેશ કર.'
\s5
\v 24 પછી જેને એક તાલંત મળ્યો હતો, તેણે પણ પાસે આવીને કહ્યું કે, માલિક મેં જોયું કે તું એવો કઠોર માણસ છે કે, જ્યાં તેં નથી વાવ્યું ત્યાંથી તું કાપનાર અને જ્યાં તેં નથી વેર્યું ત્યાંથી તું એકઠું કરનાર છે.
\v 25 માટે મને બીક લાગી અને જઈને તારા તાલંતને મેં જમીનમાં દાટી રાખ્યું; જો, તને તારું તાલંત પાછુ પહોચ્યું છે.
\s5
\v 26 તેના માલિકે ઉત્તર દેતાં તેને કહ્યું કે, અરે દુષ્ટ તથા આળસુ ચાકર જ્યાં મેં નથી વાવ્યું ત્યાંથી હું કાપું છું અને જ્યાં મેં નથી વેર્યું ત્યાંથી હું એકઠું કરું છું, એમ તું જાણતો હતો;
\v 27 તો તારે મારાં નાણાં વ્યાજે આપવા જોઈતાં હતા કે હું આવું ત્યારે મને વ્યાજ સાથે પાછા મળત.
\s5
\v 28 એ માટે તેની પાસેથી તાલંત લઈને જેની પાસે દસ તાલંત છે તેને તે આપો.
\v 29 કેમ કે જેની પાસે છે તે દરેકને અપાશે અને તેની પાસે ઘણું થશે; પણ જેની પાસે નથી, તેની પાસે જે છે તે પણ લઇ લેવામાં આવશે.
\v 30 તે નકામા ચાકરને બહારના અંધકારમાં ફેકી દો. ત્યાં તેણે રડવાનું તથા દાંત પીસવાનું થશે.
\s5
\v 31 જયારે માણસના દીકરા [ઈસુ] પોતાના મહિમામાં સર્વ પવિત્ર દૂતો સાથે આવશે, ત્યારે તે પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે.
\v 32 સર્વ દેશજાતિઓ તેમની આગળ એકઠી કરાશે; અને જેમ ઘેટાંપાળક ઘેટાંને બકરાંથી જુદાં પાડે છે, તેમ તે તેઓને એકબીજાથી જુદા પાડશે.
\v 33 ઘેટાંને તે પોતાને જમણે હાથે, પણ બકરાંને ડાબે હાથે રાખશે.
\s5
\v 34 ત્યારે રાજા પોતાની જમણી તરફનાઓને કહેશે કે, 'મારા પિતાના આશીર્વાદિતો- તમે આવો, જે રાજ્ય જગતનો પાયો નાખ્યા અગાઉ તમારે સારુ તૈયાર કરેલું છે તેનો વારસો લો;
\v 35 કેમકે હું ભૂખ્યો હતો, ત્યારે તમે મને ખવડાવ્યું; હું તરસ્યો હતો, ત્યારે તમે મને [પાણી] પાયું; હું પારકો હતો; ત્યારે તમે મને અતિથિ તરીકે રાખ્યો;
\v 36 હું નિર્વસ્ત્ર હતો, ત્યારે તમે મને વસ્ત્ર પહેરાવ્યાં; હું માંદો હતો ત્યારે તમે મને જોવા આવ્યા; હું જેલમાં હતો, ત્યારે તમે મારી ખબર લીધી.'
\s5
\v 37 ત્યારે ન્યાયીઓ તેમને ઉત્તર આપશે કે, 'પ્રભુ, ક્યારે અમે તમને ભૂખ્યા જોઈને ખવડાવ્યું, તરસ્યા જોઈને [પાણી] પાયું?'
\v 38 ક્યારે અમે તમને પારકા જોઈને અતિથિ રાખ્યા, નિર્વસ્ત્ર જોઈને વસ્ત્ર પહેરાવ્યાં?
\v 39 ક્યારે અમે તમને માંદા અથવા જેલમાં જોઇને તમારી ખબર લીધી?
\v 40 ત્યારે રાજા તેઓને ઉત્તર આપશે, 'હું તમને નિશ્ચે કહું છું કે, 'આ મારા ભાઈઓમાંના બહુ નાનાંઓમાંથી એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું.'
\s5
\v 41 પછી ડાબી તરફનાઓને પણ તે કહેશે કે, 'ઓ શાપિતો, જે સાર્વકાલિક અગ્નિ શેતાન તથા તેના દૂતોને સારુ તૈયાર કરેલો છે, તેમાં તમે મારી આગળથી જાઓ.
\v 42 કેમકે હું ભૂખ્યો હતો, પણ તમે મને ખવડાવ્યું નહિ, હું તરસ્યો હતો, પણ તમે મને [પાણી] પાયું નહિ;
\v 43 હું પારકો હતો, પણ તમે મને અતિથિ રાખ્યો નહિ; નિર્વસ્ત્ર હતો, પણ તમે મને વસ્ત્ર પહેરાવ્યાં નહિ; માંદો તથા જેલમાં હતો, પણ તમે મારી ખબર લીધી નહિ.'
\s5
\v 44 ત્યારે તેઓ પણ તેમને ઉત્તર આપશે કે, 'પ્રભુ, ક્યારે અમે તમને ભૂખ્યા, તરસ્યા, પારકા, નિર્વસ્ત્ર, માંદા કે જેલમાં જોઈને તમારી સેવા નથી કરી?'
\v 45 ત્યારે ઈસુ તેઓને ઉત્તર આપશે કે, 'હું તમને નિશ્ચે કહું છું કે, 'આ બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું નહિ, એટલે તે મને કર્યું નહિ.'
\v 46 તેઓ સાર્વકાલિક સજા માટે જશે, પણ ન્યાયીઓ અનંતજીવનમાં પ્રવેશશે.'
\s5
\c 26
\p
\v 1 ઈસુએ સર્વ વાતો પૂરી કરી ત્યારે એમ થયું કે તેમણે પોતાના શિષ્યોને કહ્યું,
\v 2 'તમે જાણો છો બે દિવસ પછી પાસ્ખા પર્વ છે; અને માણસના દીકરા [ઈસુને] વધસ્તંભે જડાવા સારુ પરાધીન કરાશે.'
\s5
\v 3 પછી મુખ્યયાજકો તથા લોકોના વડીલો કાયાફા નામે પ્રમુખયાજકની કચેરીમાં એકત્ર થયા.
\v 4 ઈસુને કપટથી પકડીને મારી નાખવા માટે તેઓએ સંકલ્પ કર્યો.
\v 5 પણ તેઓએ કહ્યું કે, 'પર્વમાં નહિ, રખેને લોકોમાં હુલ્લડ થાય.'
\s5
\v 6 ઈસુ બેથનિયામાં સિમોન કુષ્ઠરોગીના ઘરમાં હતા,
\v 7 ત્યારે અતિ મૂલ્યવાન અત્તરની સંગેમરમરની ડબ્બી લઈને એક સ્ત્રી ઈસુની પાસે આવી, તેઓ જમવા બેઠા હતા ત્યારે ઈસુના માથા ઉપર તેણે અત્તર રેડ્યું.
\v 8 જયારે તેમના શિષ્યોએ તે જોયું ત્યારે તેઓએ ગુસ્સે થઈને કહ્યું કે, 'એ બગાડ શા માટે?'
\v 9 કેમકે એ અત્તર ઘણે મૂલ્યે વેચાત અને ગરીબોને અપાત.
\s5
\v 10 ત્યારે ઈસુએ એ જાણીને તેઓને કહ્યું કે, 'એ સ્ત્રીને તમે કેમ સતાવો છો? કેમકે તેણે તો મારા પ્રત્યે ઉત્તમ કામ કર્યું છે.'
\v 11 કેમકે ગરીબો સદા તમારી સાથે છે, પણ હું સદા તમારી સાથે નથી.
\s5
\v 12 તેણે અત્તર મારા શરીર પર રેડ્યું તે કામ તો મારા દફનની તૈયારીને સારુ કર્યું છે.
\v 13 હું તમને નિશ્ચે કહું છું કે, 'આ સુવાર્તા આખા જગતમાં જ્યાં કહીં પ્રસિદ્ધ કરાશે ત્યાં એણે જે કર્યું છે તે પણ તેની યાદગીરીને અર્થે કહેવામાં આવશે.'
\s5
\v 14 ત્યારે યહુદા ઇશ્કરિયોત નામે બાર શિષ્યોમાંના એકે મુખ્યયાજકોની પાસે જઈને
\v 15 કહ્યું કે, 'તેને હું તમારે સ્વાધીન કરું તો તમે મને શું આપવા રાજી છો?' તેઓએ તેને ચાંદીના ત્રીસ સિક્કા ચૂકવી આપ્યા.
\v 16 ત્યારથી તે ઈસુને પરસ્વાધીન કરવાની તક શોધતો રહ્યો.
\s5
\v 17 બેખમીર રોટલીના [પર્વને] પહેલે દિવસે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું કે, 'અમે તમારે માટે પાસ્ખા ખાવાની તૈયારી ક્યાં કરીએ? તમારી શી ઈચ્છા છે?'
\v 18 ત્યારે ઈસુએ કહ્યું કે, 'નગરમાં ફલાણાની પાસે જઈને તેને કહો, ઉપદેશક કહે છે કે મારો સમય પાસે આવ્યો છે, હું મારા શિષ્યો સુદ્ધાં તારે ઘેર પાસ્ખા પાળીશ.'
\v 19 ઈસુએ શિષ્યોને જેવી આજ્ઞા આપી હતી, તેવું તેઓએ કર્યું અને પાસ્ખા તૈયાર કર્યું.
\s5
\v 20 સાંજ પડી ત્યારે બાર શિષ્યોની સાથે ઈસુ જમવા બેઠા હતા.
\v 21 તેઓ જમતા હતા ત્યારે તેમણે કહ્યું કે, હું તમને નિશ્ચે કહું છું કે, 'તમારામાંથી એક મને પરાધીન કરશે.'
\v 22 ત્યારે તેઓ ઘણા દુઃખી થયા અને તેઓમાંનો દરેક તેમને કહેવા લાગ્યો કે, 'પ્રભુ, શું તે હું છું?'
\s5
\v 23 ઈસુએ ઉત્તર દેતાં કહ્યું કે, 'જેણે મારી સાથે થાળીમાં હાથ મુક્યો છે તે જ મને પરાધીન કરશે.
\v 24 માણસના દીકરા સબંધી જેમ લખેલું છે તેમ તે જાય છે ખરો; પણ જે માણસથી માણસનો દીકરો પરાધીન કરાય છે, તેને અફસોસ છે; જો તે માણસ જન્મ્યો ન હોત, તો તેને માટે સારૂ હોત.'
\v 25 ત્યારે તેને પરસ્વાધીન કરનાર યહુદાએ પૂછ્યું કે, 'ગુરુજી, શું તે હું છું?' ઈસુ તેને કહે છે કે, 'તેં પોતે જ કહ્યું.'
\s5
\v 26 તેઓ ભોજન કરતા હતા ત્યારે ઈસુએ રોટલી લઈને, આશીર્વાદ માગીને ભાંગી અને શિષ્યોને આપીને કહ્યું કે, લો, ખાઓ, આ મારું શરીર છે.
\s5
\v 27 પછી ઈસુએ પ્યાલો લઇને સ્તુતિ કરીને તેઓને આપતાં કહ્યું કે, 'તમે બધા એમાંથી પીઓ.'
\v 28 કેમકે એ [નવા] કરારનું મારૂં રક્ત છે, જે પાપોની માફીને અર્થે ઘણાઓને માટે વહેવડાવવામાં આવે છે.
\v 29 હું તમને કહું છું કે, 'હું મારા બાપના રાજ્યમાં તમારી સાથે નવો દ્રાક્ષારસ નહિ પીઉં, તે દિવસ સુધી હું હવેથી તે પીનાર જ નથી.'
\s5
\v 30 તેઓ ગીત ગાયા પછી જૈતૂનના પહાડ પર ગયા.
\v 31 ત્યારે ઈસુ તેઓને કહે છે કે, 'તમે બધા આજ રાત્રે મારા સબંધી ઠોકર ખાશો;' કેમકે એમ લખેલું છે કે 'હું ઘેટાંપાળકને મારીશ અને ટોળાનાં ઘેટાં વિખેરાઈ જશે.'
\v 32 'પણ મારા ઉત્થાન પછી હું તમારી અગાઉ ગાલીલમાં જઈશ.'
\s5
\v 33 ત્યારે પિતરે ઉત્તર દેતાં ઈસુને કહ્યું કે, 'જો બધા તમારા સબંધી ઠોકર ખાશે, તોપણ હું કદી ઠોકર ખાઈશ નહિ.'
\v 34 ઈસુએ તેને કહ્યું, 'હું તને નિશ્ચે કહું છું કે, આજ રાત્રે મરઘો બોલ્યા અગાઉ, ત્રણ વાર તું મારો નકાર કરીશ.'
\v 35 પિતર તેને કહે છે કે, 'જો મારે તમારી સાથે મરવું પડે તોપણ હું તમારો નકાર નહિ જ કરીશ. બધાં શિષ્યોએ પણ તેમજ કહ્યું'
\s5
\v 36 ત્યારે ઈસુ તેઓની સાથે ગેથસેમાને નામે એક જગ્યાએ આવે છે અને શિષ્યોને કહે છે કે, 'હું ત્યાં જઈને પ્રાર્થના કરૂં ત્યાં સુધી તમે અહીં બેસો.'
\v 37 પિતરને તથા ઝબદીના બે દીકરાઓને સાથે લઈને ઈસુ પોતે શોકાતુર તથા ઉદાસ થવા લાગ્યા;
\v 38 પછી ઈસુ તેઓને કહે છે કે, 'મારો જીવ મરવા જેવો ઘણો દુઃખી છે, તમે અહીં રહીને મારી સાથે જાગતા રહો.'
\s5
\v 39 પછી તેમણે થોડે દૂર જઈને મુખ નમાવીને પ્રાર્થના કરતાં કહ્યું કે, "ઓ મારા બાપ, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કરો; તોપણ મારી ઈચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઈચ્છા પ્રમાણે થાઓ."
\v 40 પછી શિષ્યોની પાસે ઈસુ આવે છે અને તેઓને ઊંઘતા જોઈને પિતરને કહે છે, 'શું તમે એક ઘડી પણ મારી સાથે જાગતા રહી નથી શકતા?
\v 41 તમે જાગતા રહો અને પ્રાર્થના કરો કે પરીક્ષણમાં ન પડો; આત્મા તત્પર છે ખરો, પણ શરીર નિર્બળ છે.'
\s5
\v 42 બીજી વાર ઈસુએ જઈને પ્રાર્થના કરતા કહ્યું કે, 'ઓ મારા બાપ, જો આ પ્યાલો મારા પીધા વગર મારી પાસેથી દૂર થઇ ન શકે તો તમારી ઈચ્છા પ્રમાણે થાઓ.'
\v 43 ઈસુએ બીજી વાર આવીને તેઓને ઊંઘતા જોયા; કેમકે તેઓની આંખો [ઊંઘથી] ભારે થઇ હતી.
\v 44 ઈસુ ફરીથી શિષ્યોને મૂકીને પ્રાર્થના કરવા ગયા, અને ત્રીજી વાર એ જ વાત કહેતાં તેમણે પ્રાર્થના કરી.
\s5
\v 45 ત્યારે તે પોતાના શિષ્યોની પાસે આવીને તેઓને કહે છે કે, 'હવે ઊંઘ્યા કરો અને આરામ લો; જુઓ, સમય પાસે આવ્યો છે, માણસનો દીકરો પાપીઓના હાથમાં પરાધીન કરાય છે.
\v 46 ઉઠો આપણે જઈએ; જુઓ, મને પકડાવનાર આવી પહોંચ્યો છે.
\s5
\v 47 તે હજી બોલતા હતા, એટલામાં જુઓ, બાર શિષ્યમાંનો એક, એટલે યહૂદા, આવ્યો; તેની સાથે મુખ્યયાજકોની તથા લોકોના વડીલોની પાસેથી ઘણા લોક તરવારો તથા લાકડીઓ લઈને આવ્યા.
\v 48 હવે તેમને પરાધીન કરનારે તેઓને નિશાની આપી હતી કે, હું જેને ચુંબન કરું તે જ તે છે; તેને પકડી લેજો.
\s5
\v 49 તરત તેણે ઈસુ પાસે આવીને કહ્યું, 'ગુરુજી સલામ' અને તેને ચુંબન કર્યું;
\v 50 ઈસુએ તેને કહ્યું કે, 'મિત્ર, જે કરવાને તું આવ્યો છે તે કર.' ત્યારે તેઓએ પાસે આવીને, ઈસુ પર હાથ નાખીને, તેમની ધરપકડ કરી.
\s5
\v 51 પછી જુઓ, ઈસુના સાથીઓમાંના એકે હાથ લાંબો કરીને પોતાની તરવાર કાઢી અને પ્રમુખયાજકના ચાકરને મારીને તેનો કાન કાપી નાખ્યો.
\v 52 ત્યારે ઈસુ તેને કહે છે કે, 'તારી તરવાર મ્યાનમાં પાછી મુક; કેમકે જેઓ તરવાર પકડે છે તેઓ તરવારથી જ નાશ પામશે.'
\v 53 શું તું ધારે છે કે હું બાપની પાસે એવું નથી માગી શકતો કે તે હમણાં જ સૈન્યની બાર ટુકડીઓ કરતાં વધારે દુતોને મારી પાસે મોકલી દે?
\v 54 તો ધર્મશાસ્ત્ર[માં જે લખેલું છે] કે, 'એવું થવું જોઈએ, તે કેમ પૂરું થશે?'
\s5
\v 55 તેજ સમયે ઈસુએ લોકોને કહ્યું કે, 'તમે તરવારો તથા લાકડીઓ લઈને જેમ ચોરને તેમ મને પકડવા નીકળી આવ્યા છો શું? હું રોજ ભક્તિસ્થાનમાં બેસીને બોધ કરતો હતો; ત્યારે તમે મને પકડ્યો નહતો.
\v 56 પણ પ્રબોધકોના લેખો પૂર્ણ થાય માટે આ બધું થયું છે. 'ત્યારે બધા શિષ્યો ઈસુને મુકીને જતા રહ્યા.'
\s5
\v 57 પછી જેઓએ ઈસુને પકડ્યા હતા, તેઓ જ્યાં શાસ્ત્રીઓ તથા વડીલો એકઠા થયા હતા ત્યાં કાયાફા પ્રમુખ યાજકની પાસે તેમને લઇ ગયા.
\v 58 પિતર દૂરથી તેમની પાછળ પ્રમુખ યાજકની કચેરી સુધી ચાલ્યો અને અંદર જઈને ઈસુને શું કરશે તે જોવાને ભાલદારોની સાથે બેઠો.
\s5
\v 59 મુખ્યયાજકોએ તથા આખી ન્યાયસભાએ, ઈસુને મારી નાખવાને, તેમની વિરુદ્ધ જૂઠી શાહેદી શોધી;
\v 60 જો કે ઘણા જુઠા સાક્ષીઓ આવ્યા, પણ તેમની સાક્ષી મળતી આવી નહિ; પણ પાછળથી બે માણસો આવીને,
\v 61 બોલ્યા કે, તેણે [ઈસુએ]કહ્યું હતું કે, હું ઈશ્વરના ભક્તિસ્થાનને પાડી નાખવાને તથા ત્રણ દિવસમાં તેને પાછું બાંધવાને સમર્થ છું.'
\s5
\v 62 ત્યારે પ્રમુખ યાજકે ઊભા થઈને તેને કહ્યું, 'શું તું કંઈ ઉત્તર નથી દેતો? તેઓ તારી વિરુદ્ધ શાહેદી આપે છે.'
\v 63 પણ ઈસુ મૌન રહ્યા. ત્યારે પ્રમુખયાજકે ઈસુને કહ્યું, 'હું તને જીવતા ઈશ્વરના સમ આપૂ છું કે, ઈશ્વરનો દીકરો જે ખ્રિસ્ત તે તું જ છે કે નહિ, એ અમને કહે.'
\v 64 ઈસુ તેને કહે છે કે, તેં જ કહ્યું, પરંતુ હું તમને કહું છું કે, હવે પછી તમે માણસના દીકરાને પરાક્રમના જમણા હાથ પર બેઠેલો તથા આકાશનાં વાદળો પર આવતા નિહાળશો.
\s5
\v 65 ત્યારે પ્રમુખયાજકે પોતાના વસ્ત્ર ફાડીને કહ્યું કે, 'એણે દુર્ભાષણ કર્યું છે; આપણને બીજા સાક્ષીઓની શી જરૂર છે? જુઓ, હવે તમે એ દુર્ભાષણ સાંભળ્યું છે.
\v 66 તમે શું વિચારો છો?' તેઓએ ઉત્તર દેતાં કહ્યું કે, 'મૃત્યુદંડને પાત્ર છે.
\s5
\v 67 ત્યારે તેઓએ તેના મુખ પર થૂંકીને તેને મુક્કીઓ મારી; અને તેને થપ્પડો મારતાં
\v 68 કહ્યું કે, 'ઓ ખ્રિસ્ત, તને કોણે માર્યું એ અમને કહી બતાવ.'
\s5
\v 69 પિતર બહાર ચોકમાં બેઠો હતો, ત્યારે એક દાસીએ તેની પાસે આવીને કહ્યું કે, 'તું પણ ગાલીલના ઈસુની સાથે હતો.'
\v 70 પણ તેણે સહુની આગળ નકાર કરતાં કહ્યું કે, 'તું જે કહે છે તે હું જાણતો નથી.'
\s5
\v 71 તે બહાર પરસાળમાં ગયો ત્યારે બીજી દાસીએ તેને દેખીને જેઓ ત્યાં હતા તેઓને કહ્યું કે, 'એ પણ નાસરેથના ઈસુની સંગાથે હતો.'
\v 72 પણ તેણે સમ ખાતાં ફરીથી નકાર કર્યો કે, 'હું તે માણસને ઓળખતો નથી.'
\s5
\v 73 થોડી વાર પછી પાસે ઉભેલાઓએ આવીને પિતરને કહ્યું કે, 'ખરેખર તું પણ તેઓમાંનો એક છે, કેમકે તારી બોલીથી તું ઓળખાય છે..
\v 74 ત્યારે તે શાપ દેવા તથા સમ ખાવા લાગ્યો કે, 'હું તે માણસને ઓળખતો નથી.' તરત જ મરઘો બોલ્યો.
\v 75 જે વાત ઈસુએ પિતરને કહી હતી કે, 'મરઘો બોલ્યા અગાઉ ત્રણ વાર તું મારો નકાર કરીશ,' તે તેને યાદ આવી; ત્યારે બહાર જઈને તે બહુ રડ્યો.
\s5
\c 27
\p
\v 1 હવે સવાર થઇ, ત્યારે સર્વ મુખ્ય યાજકોએ તથા લોકોનાં વડીલોએ ઈસુને મારી નાખવા માટે તેની વિરુદ્ધ કાવતરું કર્યું.
\v 2 પછી તેઓએ ઈસુને બાંધ્યા અને તેમને લઇ જઈને પિલાત રાજ્યપાલને સોંપ્યા.
\s5
\v 3 જયારે યહૂદાએ, જેણે તેમને પરાધીન કર્યાં હતા તેણે જોયું કે ઈસુને અપરાધી ઠરાવાયા છે, ત્યારે તેને ખેદ થયો, અને તેણે ચાંદીના ત્રીસ સિક્કા મુખ્યયાજકોની તથા વડીલોની પાસે પાછા લાવીને;
\v 4 કહ્યું કે, 'નિરપરાધી રક્ત પરસ્વાધીન કર્યાથી મેં પાપ કર્યું છે.' ત્યારે તેઓએ કહ્યું કે, 'તેમાં અમારે શું? તે તું જાણે.'
\v 5 પછી સિક્કાઓ ભક્તિસ્થાનમાં ફેંકી દઈને તે ગયો; અને જઈને ગળે ફાંસો ખાધો.
\s5
\v 6 મુખ્યયાજકોએ તે રૂપિયા લઈને કહ્યું કે, એ લોહીનું મૂલ્ય છે માટે ભંડારમાં મૂકવા ઉચિત નથી.
\v 7 તેઓએ ચર્ચા કરીને પરદેશીઓને દફનાવવા સારું એ રૂપિયાથી કુંભારનું ખેતર વેચાતું લીધું.
\v 8 તે માટે આજ સુધી તે ખેતર 'લોહીનું ખેતર' કહેવાય છે.
\s5
\v 9 ત્યારે યર્મિયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થયું કે, 'જેનું મૂલ્ય ઠરાવવામાં આવ્યું, એટલે જેનું મૂલ્ય ઈઝરાયેલપુત્રોએ ઠરાવ્યું તેના મૂલ્યના ચાંદીના ત્રીસ સિક્કા તેઓએ લીધા;
\v 10 જેમ પ્રભુએ મને હુકમ કર્યો, તેમ કુંભારના ખેતરને માટે આપ્યા.'
\s5
\v 11 અને ઈસુ રાજ્યપાલની આગળ ઊભા રહ્યા અને રાજ્યપાલે તેમને પૂછ્યું કહ્યું કે, 'શું તું યહુદીઓનો રાજા છે?' ઈસુએ તેને કહ્યું કે, 'તું પોતે કહે છે.'
\v 12 મુખ્ય યાજકોએ તથા વડીલોએ તેમના પર આરોપ મૂક્યો છતાં તેમણે કંઈ ઉત્તર આપ્યો નહિ.
\v 13 ત્યારે પિલાતે તેમને કહ્યું કે, 'તારી વિરુદ્ધ તેઓ કેટલા આરોપો મુકે છે એ શું તું નથી સાંભળતો?'
\v 14 ઈસુએ તેને એક પણ શબ્દનો ઉત્તર આપ્યો નહિ તેથી રાજ્યપાલ ઘણું આશ્ચર્ય પામ્યો.
\s5
\v 15 હવે પર્વમાં જે એક બંદીવાનને લોકો માગે, તેને તેઓને માટે છોડી દેવાનો રાજ્યપાલનો રિવાજ હતો.
\v 16 તે વખતે બારાબાસ નામનો એક પ્રખ્યાત બંદીવાન હતો.
\s5
\v 17 તેથી તેઓ એકઠા થયા પછી પિલાતે તેઓને કહ્યું કે, 'હું તમારે માટે કોને છોડી દઉં, તે વિષે તમારી શી મરજી છે? બારાબાસને, કે ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને?'
\v 18 કેમકે તે જાણતો હતો કે તેઓએ અદેખાઇથી ઈસુને સોંપ્યો હતો.
\v 19 જયારે ન્યાયાસન પર તે બેઠો હતો, ત્યારે તેની પત્નીએ તેને કહેવડાવ્યું કે, 'તે ન્યાયી માણસને તું કંઈ કરતો નહિ, કેમ કે આજ મને સ્વપ્નમાં તેને લીધે ઘણું દુઃખ થયું છે.'
\s5
\v 20 હવે મુખ્યયાજકોએ તથા વડીલોએ લોકોને સમજાવ્યા, કે તેઓ બારાબાસને માગે અને ઈસુને મારી નંખાવે.
\v 21 પણ રાજ્યપાલે તેઓને કહ્યું કે, 'તે બેમાંથી હું કોને તમારે માટે છોડી દઉં, તમારી શી મરજી છે?' તેઓને કહ્યું કે 'બારાબાસને.'
\v 22 પિલાતે તેઓને કહ્યું છે કે, 'તો ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને હું શું કરું?' સઘળાએ તેને કહ્યું કે, 'ઈસુને વધસ્તંભે જડાવો.'
\s5
\v 23 ત્યારે તેણે કહ્યું, 'શા માટે? તેણે શો અપરાધ કર્યો છે?' પણ તેઓએ વધારે ઊંચા અવાજે કહ્યું કે, ઈસુને વધસ્તંભે જડાવો.
\v 24 જયારે પિલાતે જોયું કે મારું કંઇ ચાલતું નથી, પણ તેને બદલે વધારે ગડબડ થાય છે, ત્યારે તેણે પાણી લઈને લોકોની આગળ પોતાના હાથ ધોઈને કહ્યું કે, 'એ ન્યાયીના લોહી સબંધી હું નિર્દોષ છું; તે તમે પોતે જાણો.'
\s5
\v 25 ત્યારે સર્વ લોકોએ ઉત્તર દેતાં કહ્યું કે, 'એનું લોહી અમારે માથે તથા અમારા સંતાનને માથે આવે.'
\v 26 ત્યારે તેણે બારાબાસને તેઓને માટે છોડી દીધો, અને ઈસુને કોરડા મરાવીને વધસ્તંભે જડાવા સારુ સોંપ્યો.
\s5
\v 27 ત્યારે રાજ્યપાલના સિપાઈઓ ઈસુને મહેલમાં લઇ ગયા અને આખી પલટણ તેની આસપાસ એકથી થઈ એકઠી કરી.
\v 28 પછી તેઓએ તેમનાં વસ્ત્રો ઉતારીને લાલ ઝભ્ભો પહેરાવ્યો.
\v 29 કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથા પર મુક્યો, તેમના જમણા હાથમાં સોટી આપી અને તેમની આગળ ઘૂંટણ ટેકીને તેમના ઠઠ્ઠામશ્કરી કરતાં કહ્યું કે, 'હે યહૂદીઓના રાજા, સલામ.'
\s5
\v 30 પછી તેઓ તેમના પર થૂંક્યા અને સોટી લઈને તેમના માથામાં મારી.
\v 31 તેમની ઠઠ્ઠામશ્કરી કરી રહ્યા પછી તેઓએ તેમનો ઝભ્ભો ઉતારીને તેમના પોતાના જ વસ્ત્રો તેમને પહેરાવ્યાં અને વધસ્તંભે જડવાને તેઓ તેમને લઇ ગયા.
\s5
\v 32 તેઓ બહાર ગયા ત્યારે કુરેનીનો સિમોન નામે એક માણસ તેઓને મળ્યો, જેની પાસે તેઓએ તેમનો વધસ્તંભ બળજબરીપૂર્વક ઊંચકાવ્યો.
\v 33 તેઓ ગલગથા એટલે કે, 'ખોપરીની જગા' કહેવાય છે, ત્યાં પહોંચ્યા.
\v 34 તેઓએ પિત્ત ભેળવેલો સરકો તેમને પીવાને આપ્યો, પણ ચાખ્યા પછી તેમણે પીવાની ના પાડી.
\s5
\v 35 ઈસુને વધસ્તંભે જડ્યા પછી તેઓએ ચિઠ્ઠી નાખીને તેમનાં વસ્ત્રો માંહોમાંહે વહેંચી લીધાં;
\v 36 અને તેઓએ ત્યાં બેસીને તેમની ચોકી કરી.
\v 37 'ઈસુ જે યહૂદીઓનો રાજા, તે એજ છે.' એવું તેમના વિરુધ્ધનું આરોપનામું તેમના માથાની ઉપર મુકાવ્યું.
\s5
\v 38 તેઓએ તેમની સાથે બે ચોરને વધસ્તંભે જડ્યા, એકને જમણી તરફ અને બીજાને ડાબી તરફ.
\v 39 પાસે થઈને જનારાઓએ પોતાના માથાં હલાવતાં તથા તેમની નિંદા કરતાં
\v 40 કહ્યું કે, 'અરે ભક્તિસ્થાનને પાડી નાખનાર તથા તેને ત્રણ દિવસમાં બાંધનાર, તું પોતાને બચાવ; જો તું ઈશ્વરનો દીકરો છે તો વધસ્તંભ પરથી ઊતરી આવ.'
\s5
\v 41 તે જ રીતે મુખ્યયાજકોએ પણ શાસ્ત્રીઓ તથા વડીલો સાથે ઠઠ્ઠામશ્કરી કરતાં કહ્યું કે,
\v 42 'તેણે બીજાઓને બચાવ્યા, પણ તે પોતાને બચાવી નથી શક્તો; એ તો ઈઝરાયલનો રાજા છે, તે હમણાં જ વધસ્તંભ પરથી ઉતરી આવે, એટલે અમે તેના પર વિશ્વાસ કરીશું.
\s5
\v 43 તે ઈશ્વર પર ભરોસો રાખે છે, જો તે તેમને ચાહતો હોય તો હમણાં તેને છોડાવે; કેમકે તેણે કહ્યું હતું કે, 'હું ઈશ્વરનો દીકરો છું.'
\v 44 જે ચોરોને તેમની સાથે વધસ્તંભે જડ્યા હતા, તેઓએ પણ તેમ જ નિંદા કરી.
\s5
\v 45 હવે છઠ્ઠા કલાકથી નવમાં કલાક સુધી આખા દેશ પર અંધકાર છવાયો.
\v 46 આશરે નવમા કલાકે ઈસુએ ઊંચા અવાજે બૂમ પાડતાં કહ્યું કે, 'એલી, એલી, લમા શબકથની,' એટલે, 'ઓ મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ મૂકી દીધો છે?'
\v 47 જેઓ ત્યાં ઊભા હતા તેઓમાંથી કેટલાક તે સાંભળીને કહ્યું કે, 'તે એલિયાને બોલાવે છે.'
\s5
\v 48 તરત તેઓમાંથી એકે દોડીને વાદળી લઈને સરકાથી ભીંજવી અને લાકડીની ટોચે બાંધીને તેમને ચુસવા આપી.
\v 49 પણ બીજાઓએ કહ્યું કે, 'રહેવા દો, આપણે જોઈએ કે એલિયા તેમને છોડાવવા આવે છે કે નહિ.'
\v 50 પછી ઈસુએ બીજી વાર ઉંચે અવાજે બૂમ પાડીને પ્રાણ છોડ્યો.
\s5
\v 51 ત્યારે જુઓ, ભક્તિસ્થાનનો પડદો ઉપરથી નીચે સુધી ફાટીને તેના બે ભાગ થઇ ગયા, ધરતી કાંપી, ખડકો ફાટ્યા,
\v 52 કબરો ઊઘડી ગઇ અને ઊંઘેલા સંતોનાં ઘણાં શરીર ઉઠ્યાં.
\v 53 અને ઈસુના ઉત્થાન પછી તેઓ કબરોમાંથી નીકળીને પવિત્ર નગરમાં ગયા અને ઘણાઓને દેખાયા.
\s5
\v 54 ત્યારે સુબેદાર તથા તેની સાથે જેટલા ઈસુની ચોકી કરતાં હતા, તેઓએ ધરતીકંપ તથા જે જે થયું, તે જોઇને બહુ ગભરાતા કહ્યું કે, 'ખરેખર એ ઈશ્વરના દીકરા હતા.'
\v 55 ત્યાં ઘણી સ્ત્રીઓ, જેઓ ઈસુની સેવા કરતી ગાલીલથી તેમની પાછળ આવી હતી, તેઓ દૂરથી જોયા કરતી હતી.
\v 56 તેઓમાં મગ્દલાની મરિયમ, યાકૂબની તથા યોસેની મા મરિયમ તથા ઝબદીના દીકરાઓની મા હતી.
\s5
\v 57 સાંજ પડી ત્યારે યૂસફ નામે અરિમથાઈનો એક શ્રીમંત માણસ આવ્યો, જે પોતે પણ ઈસુનો શિષ્ય હતો,
\v 58 તેણે પિલાત પાસે જઇને ઈસુનું શબ માગ્યું, ત્યારે પિલાતે તે સોપવાની આજ્ઞા આપી.
\s5
\v 59 પછી યૂસફે શબ લઇને શણના સફેદ વસ્ત્રમાં તે વીંટાળ્યું.
\v 60 અને ખડકમાં ખોદાવેલી પોતાની નવી કબરમાં તેને મુકયો; અને એક મોટો પથ્થર કબરના દ્વાર પર ગબડાવીને તે ચાલ્યો ગયો.
\v 61 મગ્દલાની મરિયમ તથા બીજી મરિયમ ત્યાં કબરની સામે બેઠેલી હતી.
\s5
\v 62 સિધ્ધિકરણને બીજે દિવસે મુખ્ય યાજકો તથા ફરોશીઓએ પિલાત પાસે એકઠા થઈને
\v 63 કહ્યું કે, 'સાહેબ, અમને યાદ છે કે, તે ઠગ જીવતો હતો ત્યારે કહેતો હતો કે, 'ત્રણ દિવસ પછી હું પાછો ઊઠીશ.'
\v 64 માટે ત્રણ દિવસ સુધી કબરની ચોકી રાખવાની આજ્ઞા કરો, રખેને તેના શિષ્યો રાત્રે આવીને તેને ચોરી જાય અને લોકોને કહે કે, મૂએલાંઓમાંથી તે ઉત્થાન પામ્યો છે અને છેલ્લી ભૂલ પહેલીના કરતાં મોટી થશે.'
\s5
\v 65 ત્યારે પિલાતે તેઓને કહ્યું કે, 'આ ચોકીદારો લઈને જાઓ અને તમારાથી બને તેવી તેની ચોકી રખાવો.'
\v 66 તેથી તેઓ ગયા અને પથ્થરને મહોર મારીને તથા ચોકીદારો બેસાડીને કબરનો જાપ્તો રાખ્યો.'
\s5
\c 28
\p
\v 1 વિશ્રામવારની આખરે, અઠવાડિયાને પહેલે દિવસે વહેલી સવારે મગ્દલાની મરિયમ તથા બીજી મરિયમ કબરને જોવા આવી.
\v 2 ત્યારે જુઓ, મોટો ધરતીકંપ થયો, કેમકે પ્રભુનો દૂત આકાશથી ઊતર્યો, અને પાસે આવીને કબરના મુખ પરથી પથ્થરને ગબડાવીને તે પર બેઠો.
\s5
\v 3 તેનું રૂપ વિજળી જેવું, તેનું વસ્ત્ર બરફના જેવું ઊજળું હતું.
\v 4 તેની ધાકથી ચોકીદારો ધ્રૂજી ગયા અને મરણતોલ થઇ ગયા.
\s5
\v 5 ત્યારે દૂતે ઉત્તર દેતાં તે સ્ત્રીઓને કહ્યું, તમે બીશો નહિ, કેમકે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો, એ હું જાણું છું.
\v 6 જુઓ ઈસુ અહીં નથી, કેમકે તેમણે જેમ કહ્યું હતું તેમ તે સજીવન થયા છે, તમે આવો, જ્યાં પ્રભુ સૂતા હતા તે જગ્યા જુઓ.
\v 7 વહેલા જઈને તેમના શિષ્યોને કહો કે, મૃત્યુમાંથી તે સજીવન થયા છે. જુઓ, તે તમારા અગાઉ ગાલીલમાં જાય છે, ત્યાં તમે તેમને દેખશો; જુઓ મેં તમને કહ્યું છે.
\s5
\v 8 ત્યારે તેઓ ભય તથા ઘણા હર્ષસહિત, કબરની પાસેથી વહેલા નીકળીને તેમના શિષ્યોને ખબર આપવાને દોડી.
\v 9 ત્યારે જુઓ, ઈસુએ તેઓને મળીને કહ્યું કે, 'કુશળતા.' તેઓએ પાસે આવીને તેમના પગ પકડ્યા, અને તેમનું ભજન કર્યું.
\v 10 ઈસુ તેઓને કહે છે, 'બીશો નહિ,' જાઓ, મારા ભાઈઓને કહો કે, તેઓ ગાલીલમાં જાય અને ત્યાં તેઓ મને દેખશે.
\s5
\v 11 તેઓ જતી હતી, ત્યારે જુઓ, ચોકીદારોમાંના કેટલાએકે નગરમાં જઈને જે જે થયું તે સઘળું મુખ્ય યાજકોને કહ્યું.
\v 12 તેઓએ તથા વડીલોએ એકઠા થઈને સંકલ્પ કરીને તે સિપાઈઓને ઘણાં નાણાં આપીને
\v 13 સમજાવ્યું કે, તમે એમ કહો કે, 'અમે ઊંઘતા હતા એટલામાં તેમના શિષ્યો રાત્રે આવીને તેમને ચોરી ગયા.'
\s5
\v 14 જો એ વાત રાજ્યપાલને કાને પહોંચશે, તો અમે તેમને સમજાવીને તમને બચાવી લઈશું.'
\v 15 પછી તેઓએ નાણાં લીધાં અને શીખવ્યા પ્રમાણે તેઓએ કર્યું; એ વાત યહૂદીઓમાં આજ સુધી ચાલે છે.
\s5
\v 16 પણ અગિયાર શિષ્યો ગાલીલમાં એક પહાડ પર જ્યાં ઇસુએ તેઓને [જવાનું] કહ્યું હતું, ત્યાં ગયા.
\v 17 તેઓએ તેમને જોઇને તેમનું ભજન કર્યું, પણ કેટલાકને સંદેહ આવ્યો.
\s5
\v 18 ઈસુએ પાસે આવીને તેઓને કહ્યું કે, 'આકાશ તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે.'
\v 19 એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો; પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ.
\s5
\v 20 મેં તમને જે જે આજ્ઞા આપી તે સર્વ પાળવાનું તેઓને શીખવવું; અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.'