gu_ulb/39-MAL.usfm

148 lines
27 KiB
Plaintext

\id MAL માલાખી
\ide UTF-8
\h માલાખી
\toc1 માલાખી
\toc2 માલાખી
\toc3 mal
\mt1 માલાખી
\is લેખક
\ip માલાખીના પુસ્તકમાં, લેખક તરીકે માલાખી પ્રબોધકને ઓળખાવે છે. હિબ્રૂ ભાષામાં, આ નામ એક શબ્દ પરથી આવે છે જેનો અર્થ 'સંદેશવાહક' થાય છે, કે જે ઈશ્વરનો સંદેશ ઈશ્વરના લોકોને પહોંચાડતા પ્રભુના પ્રબોધક તરીકેની માલાખીની ભૂમિકા તરફ નિર્દેશ કરે છે. આમ, આપણને આ પુસ્તક આપવામાં માલાખી બમણાં અર્થમાં સંદેશવાહક છે અને તેનો સંદેશ એ છે કે ઈશ્વર ભવિષ્યમાં એલિયા પ્રબોધકના જેવો જ મહાન બીજો એક પ્રબોધક પ્રભુના મહાન દિવસ અગાઉ મોકલાશે.
\is લખાણનો સમય અને સ્થળ
\ip લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 430 ની આસપાસનો છે.
\ip આ દેશનિકાલ બાદનું પુસ્તક છે જેનો અર્થ એ થાય છે કે તે બાબિલના બંદીવાસથી પાછા આવ્યા બાદ આ પુસ્તક લખાયું હતું.
\is વાંચકવર્ગ
\ip યરુશાલેમમાં રહેતા યહૂદી લોકો તથા ઈશ્વરના દરેક જગ્યાના લોકો માટે સામાન્ય પત્ર.
\is હેતુ
\ip આ પુસ્તકનો હેતુ લોકોને યાદ કરાવવાનો છે કે ઈશ્વર પોતાના લોકોને બની શકે તેટલી મદદ કરશે અને જ્યારે ઈશ્વર ન્યાયાધીશ તરીકે આવશે ત્યારે તેઓ તેમની દુષ્ટતા માટે તેઓને જવાબદાર ઠેરવશે. તેનો હેતુ લોકોને પોતાની દુષ્ટતા બદલ પશ્ચાતાપ કરવા અરજ કરવાનો છે કે જેથી કરારના આશીર્વાદો પરિપૂર્ણ થાય. માલાખી દ્વારા લોકોને ઈશ્વર તરફ પાછા ફરવા વિષે આ ઈશ્વરની ચેતવણી હતી. જૂના કરારનું અંતિમ પુસ્તક સમાપ્ત થાય છે ત્યારે ઇઝરાયલીઓના કાનમાં ઈશ્વરનો ન્યાય તથા મસીહના આગમન દ્વારા ઈશ્વરના પુનઃસ્થાપનાના વચનની ઘોષણા સંભળાઈ રહી છે.
\is મુદ્રાલેખ
\ip ઔપચારિકતાવાદ ઠપકો
\iot રૂપરેખા
\io1 યાજકોને ઈશ્વરનું સન્માન કરવા બોધ (1:1 - 2:9)
\io1 યહૂદાને વિશ્વાસુ બનવા બોધ (2:10 - 3:6)
\io1 યહૂદાને ઈશ્વર પાસે પાછા ફરવા બોધ (3:7 - 4:6)
\s5
\c 1
\p
\v 1 માલાખી મારફતે ઇઝરાયલી પ્રજાને પ્રગટ કરાયેલા યહોવાહનો વચન.
\s ઇઝરાયલ માટે યહોવાહનો પ્રેમ
\p
\v 2 યહોવાહ કહે છે કે, "મેં તને પ્રેમ કર્યો છે," પણ તમે પૂછો છો કે, "કઈ બાબતે તમે અમને પ્રેમ કર્યો છે?" યહોવાહ કહે છે, "શું એસાવ યાકૂબનો ભાઈ ન હતો. "તોપણ મેં યાકૂબને પ્રેમ કર્યો,
\v 3 પણ મેં એસાવનો તિરસ્કાર કર્યો. મેં તેના પર્વતોને ઉજ્જડ બનાવી દીધા, તેના વારસાને મેં અરણ્યનાં શિયાળોનું સ્થાન બનાવી દીધું."
\s5
\p
\v 4 જો અદોમ કહે કે, "અમારો વિનાશ થઈ ગયો છે, પણ અમે પાછા ફરીને ઉજ્જડ જગાઓને બાંધીશું;" તોપણ સૈન્યોના યહોવાહ કહે છે કે, "તેઓ બાંધશે, પણ હું તેનો નાશ કરીશ; અને લોકો તેને દુષ્ટતાનો દેશ અને લોકોને યહોવાહ જેઓના પર હંમેશા કોપાયમાન રહે છે' એવું કહેશે.
\v 5 તમે તમારી નજરે તે જોશો અને કહેશો કે, "ઇઝરાયલની સરહદોની પાર સર્વત્ર યહોવાહ મહાન છે."
\s યાજકોને યહોવાહનો ઠપકો
\s5
\p
\v 6 "દીકરો પોતાના પિતાનો આદર કરશે, અને ચાકર પોતાના માલિકનો આદર કરશે. જો, હું તમારો પિતા છું તો, મારો આદર ક્યાં છે? અને જો માલિક છું તો મારું સન્માન ક્યાં છે? એવું મારા નામને ધિક્કારના યાજકો, યહોવાહ તમને પૂછે છે. પણ તમે કહ્યું, 'અમે તમારા નામને કેવી રીતે ધિક્કારીએ છીએ?'
\v 7 યહોવાહ કહે છે, "તમે મારી વેદી પર અપવિત્ર રોટલી ચઢાવીને પૂછો છો, "અમે તમને કેવી રીતે ભ્રષ્ટ કર્યા?' એવું કહીને કે યહોવાહ મેજને ધિક્કારપાત્ર છે.
\s5
\p
\v 8 તમે અંધ પશુઓ મને અર્પણ કરો છો તે શું ખોટું નથી? તમે અપંગ કે બીમાર પશુઓ અર્પણ કરો છો તે શું ખોટું નથી? જો તમે પશુઓની તે ભેટ તમારા રાજકર્તાને આપશો તો શું તે સ્વીકાર કરશે? શું તે તમારા પર પ્રસન્ન થશે?" એવું સૈન્યોના યહોવાહ કહે છે.
\v 9 અને હવે તમે ઈશ્વરને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરો છો, કે જેથી તેઓ અમારા પર દયા કરે. "પણ તમારા આવાં જ અર્પણોને લીધે, શું તેઓ તમારામાંના કોઈને માયાળુપણે સ્વીકાર કરશે?" એવું સૈન્યોના યહોવાહ કહે છે.
\s5
\p
\v 10 "સભાસ્થાનના દરવાજા બંધ કરી દઈને મારી વેદી પર નિરર્થક અગ્નિ સળગાવવા ન દે એવો જો તમારામાં કોઈ હોત તો ઓહ કેવું સારુ હોત! હું તમારા પર જરાપણ પ્રસન્ન નથી, એમ સૈન્યોના યહોવાહ કહે છે, હું તમારા હાથનું એક પણ અર્પણ સ્વીકારીશ નહિ.
\v 11 સૈન્યોના યહોવાહ કહે છે, કેમ કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી પ્રજાઓ વચ્ચે મારું નામ મહાન ગણાય છે; સર્વ સ્થળે મારે નામે ધૂપ તથા પવિત્ર અર્પણ ચઢાવવામાં આવે છે. સર્વ પ્રજાઓ મધ્યે મારું નામ મહાન ગણાય છે."
\v 12 પણ પ્રભુની મેજ અપવિત્ર છે, તેમનું ફળ તથા અન્ન ધિક્કારપાત્ર છે એવું કહીને તમે તેમનું અપમાન કરો છો.
\s5
\p
\v 13 વળી તમે કહો છો, "આ કેવું કંટાળાજનક છે,' તમે તેની સામે છીંક્યા છો," એમ સૈન્યોના યહોવાહ કહે છે. "તમે જોરજુલમથી પડાવી લીધેલાં અપંગ અને માંદાં પશુઓ લઈને આવો છો; અને એવાં બલિદાન મને ચઢાવો છો. તો શું હું તમારા હાથથી એવા અર્પણોનો સ્વીકાર કરું?"
\v 14 "જે ઠગ માનતા માનીને પોતાના ટોળાંમાં નર જાનવર હોવા છતાં ખોડવાળાં પશુને પ્રભુ યહોવાહ માટે બલિદાનમાં ચઢાવે છે તે શાપિત થાઓ! કેમ કે હું મહાન રાજા છું, "મારું નામ પ્રજાઓ મધ્યે ભયાવહ છે." એવું સૈન્યોના યહોવાહ કહે છે.
\s5
\c 2
\p
\v 1 અને હવે, હે યાજકો, આ આજ્ઞા તમારા માટે છે.
\v 2 સૈન્યોના યહોવાહ કહે છે, "જો તમે મને સાંભળો નહિ અને મારા નામને મહિમા આપવાનું તમારા હૃદયમાં નહિ ઠસાવો, તો હું તમારા પર શાપ મોકલીશ, અને તમારા આશીર્વાદોને શાપરૂપ કરી નાખીશ. ખરેખર, મેં તેમને શાપરૂપ કરી દીધા છે, કેમ કે મારી આજ્ઞા તમે તમારા હૃદયમાં સમાવતા નથી.
\s5
\p
\v 3 જો, હું તમારા વંશજોને ઠપકો આપીશ, અને તમારા મુખ પર છાણ નાખીશ અને તમારા છાણના અર્પણો સાથે તમને પણ બહાર કાઢી મૂકવામાં આવશે.
\v 4 ત્યારે તમે જાણશો કે મેં તમારી પાસે આ આજ્ઞા મોકલી છે, કે મારો કરાર લેવી સાથે થાય," એવું સૈન્યોના યહોવાહ કહે છે.
\s5
\p
\v 5 "તેની સાથેનો મારો કરાર જીવન તથા શાંતિ આપવાનો હતો, અને તે મારો આદર કરે તે માટે મેં તેને તે આપ્યો. તે મારો આદર કરતો હતો અને મારા નામનો ભય રાખતો હતો.
\v 6 સાચું શિક્ષણ તેમના મુખમાં હતું, તેમના હોઠમાંથી કદી અન્યાયીપણું માલૂમ પડતું નહતું. તે મારી સાથે શાંતિ અને પ્રામાણિકપણે ચાલતો હતો, અને તે ઘણાંને પાપમાંથી પાછા ફેરવતો હતો
\f +
\fr 2:6
\ft ખોટો ઉપદેશ
\f* .
\v 7 કેમ કે યાજકના હોઠોમાં ડહાપણ હોવું જોઈએ, અને લોકો તેમના મુખમાંથી નિયમ શોધવો જોઈએ, કેમ કે તે સૈન્યોના યહોવાહનો સંદેશાવાહક છે.
\s5
\p
\v 8 પણ તમે સાચા માર્ગમાંથી ભટકી ગયા છો. તમે ઘણાં લોકોને નિયમનો આદર કરવા વિષે ઠોકર ખવડાવ્યા છો. તમે લેવીના કરારને ભ્રષ્ટ કર્યો છે," એવું સૈન્યોના યહોવાહ કહે છે.
\v 9 "મેં તમને લોકોની આગળ ધિક્કારપાત્ર અને અધમ બનાવી દીધા છે, કેમ કે તમે મારા માર્ગોને વળગી રહ્યા નથી, પણ શિક્ષણ આપવામાં તમે પક્ષપાત કર્યો છે."
\s લોકોના ઈશ્વર પ્રત્યે બેવફા
\s5
\p
\v 10 શું આપણા સર્વના એક જ પિતા નથી? શું એક જ ઈશ્વરે આપણું સર્જન કર્યું નથી? તો શા માટે આપણે આપણા ભાઈઓ સામે અવિશ્વાસુ રહીને પિતૃઓના કરારનું અપમાન કરીએ?
\v 11 યહૂદાએ અવિશ્વાસુ છે, અને ઇઝરાયલમાં તથા યરુશાલેમમાં ધિક્કારપાત્ર કૃત્ય કરવામાં આવ્યું છે. કેમ કે યહોવાહ જેને પ્રેમ કરતા હતા તે પવિત્રસ્થાનને યહૂદાએ અપવિત્ર કર્યું છે, અને તેણે વિદેશી દેવની દીકરી સાથે લગ્ન કર્યું છે.
\v 12 જે કોઈ વંશજોએ આ પ્રમાણે કર્યું હશે, તેમ જ સૈન્યોના યહોવાહને માટે અર્પણ લાવનારને પણ યહોવાહ યાકૂબના તંબુમાંથી નાબૂદ કરશે.
\s5
\p
\v 13 અને તમે પણ આવું કરો છો. તમે તમારાં આંસુઓથી, રુદનથી તથા શોકથી યહોવાહની વેદીને ઢાંકી દો છો, કેમ કે તેઓ તમારાં અર્પણો જોવાને તથા તમારા હાથથી તેનો સ્વીકાર કરવાને સહમત નથી.
\s5
\p
\v 14 પણ તું કહે છે, "શા માટે તે નહિ?" કેમ કે, યહોવાહ તારી અને તારી જુવાનીની પત્ની વચ્ચે સાક્ષી થયા છે, જોકે તે તારી સાથી અને કરારની રૂએ તારી પત્ની હતી છતાં તું તેને અવિશ્વાસુ રહ્યો છે.
\v 15 શું તેણે પોતાના આત્માનાં અંશ વડે તમને એક બનાવ્યા નથી? અને શા માટે તેમણે તમને એક બનાવ્યા છે? કેમ કે તે ધાર્મિક સંતાનની આશા રાખતા હતા? માટે તમારા આત્મા વિષે સાવધ રહો, કોઈ પણ પોતાની જુવાનીની પત્નીને અવિશ્વાસુ ન રહે.
\v 16 કેમ કે ઇઝરાયલના ઈશ્વર યહોવાહ કહે છે કે, "હું છૂટાછેડાને ધિક્કારું છું, સૈન્યોના યહોવાહ કહે છે "જે પોતાની પત્ની પર જુલમ કરે છે તેને હું ધિક્કારું છું. "માટે તમારા આત્મા વિષે સાવધ રહો અને અવિશ્વાસુ ન બનો."
\s ન્યાયનો દિવસ પાસે છે
\s5
\p
\v 17 તમે તમારા શબ્દોથી યહોવાહને કંટાળો ઉપજાવ્યો છે. પણ તમે કહો છો કે, "કેવી રીતે અમે તેમને કંટાળો ઉપજાવ્યો છે? "દુષ્કર્મ કરનાર દરેક માણસ યહોવાહની નજરમાં સારો છે, તેનાથી તેઓ પ્રસન્ન થાય છે; અથવા ઈશ્વરનો ન્યાય ક્યાં છે?" એવું કહીને તમે તેમને કંટાળો ઉપજાવ્યો છે.
\s5
\c 3
\p
\v 1 "જુઓ, હું મારા સંદેશાવાહકને મોકલું છું, તે મારી આગળ માર્ગ તૈયાર કરશે. અને જે પ્રભુને તમે શોધો છો, તે અચાનક પોતાના મંદિરમાં આવશે; અને કરારનો સંદેશાવાહક જેને જોવાને તમે ખુશ છો, જુઓ, તે આવી રહ્યો છે," એવું સૈન્યોના યહોવાહ કહે છે.
\p
\v 2 પણ તેમના આવવાનો દિવસ કોણ સહન કરી શકશે? અને જ્યારે તે પ્રગટ થશે ત્યારે કોણ ઊભો રહી શકશે? કેમ કે તે ધાતુને શુદ્ધ કરનાર અગ્નિ સમાન તથા ધોબીના સાબુ સમાન છે.
\v 3 તે ચાંદી ગાળનાર તથા શુદ્ધ કરનારની જેમ ન્યાય કરવા બિરાજશે. તે લેવીના દીકરાઓને શુદ્ધ કરશે. તે તેમને સોના તથા ચાંદી જેવા શુદ્ધ કરશે, તેઓ યહોવાહને ન્યાયીપણાનું અર્પણ ચઢાવશે.
\s5
\p
\v 4 ત્યારે પ્રાચીન કાળનાં વર્ષો તથા જૂના દિવસોની જેમ યહૂદિયા તથા યરુશાલેમનાં અર્પણો યહોવાહને પસંદ પડશે.
\v 5 "પછી હું ન્યાય કરવા તમારી પાસે આવીશ. જાદુગરો, વ્યભિચારીઓ અને જૂઠા સાક્ષીઓ વિરુદ્ધ તથા મજૂર પર તેના વેતનમાં જુલમ કરનારની વિરુદ્ધ, વિધવા તથા અનાથો પર જુલમ કરનારની વિરુદ્ધ, પરદેશીનો હક પચાવી પાડનાર તથા મારો આદર નહિ કરનારની વિરુદ્ધ હું સાક્ષી પૂરવા તત્પર રહીશ," એમ સૈન્યોના યહોવાહ કહે છે.
\s5
\p
\v 6 "કેમ કે હું, યહોવાહ, બદલાતો નથી, તેથી હે યાકૂબના લોકો, તમારો સર્વનાશ થયો નથી.
\s દશાંશો આપવા વિષે
\p
\v 7 તમારા પિતૃઓના સમયથી તમે મારા વિધિઓથી દૂર ફર્યા છો અને તેઓને પાળ્યા નથી. મારી પાસે પાછા આવો, અને હું તમારી પાસે પાછો આવીશ," એમ સૈન્યોના યહોવાહ કહે છે. "પણ તમે કહો છો, 'અમે કેવી રીતે પાછા ફરીએ?'
\s5
\p
\v 8 શું માણસ ઈશ્વરને લૂંટી શકે છે? છતાં તમે મને લૂંટો છો. પણ તમે કહો છો, અમે કેવી રીતે તમને લૂંટ્યા? દશાંશોમાં તથા અર્પણોમાં.
\v 9 તમે શાપથી શાપિત થયા છો, કેમ કે તમારી આખી પ્રજાએ, મને લૂંટ્યો છે.
\s5
\p
\v 10 દશાંશો ભર્યાપૂરા ભંડારમાં લાવો, કે જેથી મારા ઘરમાં અન્નની અછત રહે નહિ. અને તમે મને પારખો કે," "જુઓ હું તમારા માટે આકાશની બારીઓ ખોલીને સમાવેશ કરવાની જગા નહિ હોય, એટલો આશીર્વાદ તમારા પર મોકલું છું કે નહિ, એવું સૈન્યોના યહોવાહ કહે છે.
\v 11 તમારે સારુ હું ભક્ષકોને ધમકાવીશ, જેથી તેઓ તમારી જમીનની ઊપજનો નાશ ન કરે; ખેતરમાં તમારા દ્રાક્ષાવેલાઓનાં ફળ યોગ્ય સમય આવ્યા પહેલાં ખરી પડશે નહિ," એવું સૈન્યોના યહોવાહ કહે છે.
\v 12 "સર્વ પ્રજાઓ તમને આશીર્વાદિત કહેશે, કેમ કે તમારો દેશ ખુશહાલ થશે," એવું સૈન્યોના યહોવાહ કહે છે.
\s ઈશ્વર દયા દર્શાવનાર છે
\s5
\p
\v 13 યહોવાહ કહે છે, "તમે મારી વિરુદ્ધ કઠોર વચનો કહ્યાં છે," પણ તમે કહો છો કે, 'અમે તમારી વિરુદ્ધ શું બોલ્યા છીએ?'
\v 14 તમે કહ્યું છે કે, 'ઈશ્વરની સેવા કરવી વ્યર્થ છે. અમે તેમના વિધિઓ પાળ્યા તથા સૈન્યોના યહોવાહની આગળ શોકપૂર્વક ચાલ્યા તેથી અમને શો લાભ થયો?
\v 15 અને હવે અમે ઘમંડી લોકોને આશીર્વાદિત કહીએ છીએ. દુરાચારીઓ ફક્ત આબાદ થતાં નથી, પણ તેઓ, ઈશ્વરને પારખે છે અને બચી જાય છે.'"
\s5
\p
\v 16 ત્યારે યહોવાહનો ભય રાખનારાઓએ એકબીજાની સાથે વાત કરી; યહોવાહે તે ધ્યાનથી સાંભળ્યું અને ભય રાખનારાઓને સારુ તથા તેમના નામનું આદર રાખનારાઓને સારુ યાદીનું પુસ્તક તેમની હજૂરમાં લખવામાં આવ્યું.
\s5
\p
\v 17 સૈન્યોના યહોવાહ કહે છે, "તેઓ મારા થશે," "જે દિવસે હું આ કરીશ તે દિવસે, તેઓ મારું ખાસ દ્રવ્ય થશે; જેમ પિતા પોતાની સેવા કરનાર દીકરા પર દયા રાખે, તેમ હું તેમના પર દયા રાખીશ.
\v 18 ત્યારે તમે ફરી એકવાર ન્યાયી અને દુષ્ટ વચ્ચેનો તથા ઈશ્વરની સેવા કરનાર અને સેવા નહિ કરનાર વચ્ચેનો ભેદ સમજશો.
\s5
\c 4
\s પ્રભુનો દિવસ આવે છે
\p
\v 1 કેમ કે જુઓ, તે દિવસ આવી રહ્યો છે, ભઠ્ઠીની પેઠે બળે છે, જ્યારે બધા અભિમાની તથા દુરાચારીઓ ભૂસા સમાન થશે. સૈન્યોના યહોવાહ કહે છે કે, જે દિવસ આવે છે તે તેઓને એવા બાળી નાખશે કે" "તેમનું મૂળ કે ડાળી રહેશે નહિ.
\v 2 પણ તમે જેઓ મારા નામનો ભય રાખો છો, તેઓના માટે ન્યાયીપણાનો સૂર્ય ઊગશે અને તેની પાંખોમાં સાજાપણું હશે. તમે બહાર આવીને વાડામાંથી છૂટેલા વાછરડાની જેમ કૂદશો.
\v 3 અને તમે દુષ્ટ લોકોને તમારા પગ નીચે છૂંદશો, સૈન્યોના યહોવાહ કહે છે કે, "જે દિવસે હું આ કરીશ તે દિવસે તેઓ તમારાં પગનાં તળિયાં નીચે રાખ જેવા થશે."
\s5
\p
\v 4 "મારા સેવક મૂસાનો નિયમ, જે મેં હોરેબમાં સર્વ ઇઝરાયલને માટે ફરમાવ્યો હતો, તે કાનૂનો તથા વિધિઓ પાળવા યાદ રાખો.
\v 5 જુઓ, યહોવાહનો મહાન તથા ભયંકર દિવસ આવે તે પહેલાં, હું તમારી પાસે એલિયા પ્રબોધકને મોકલીશ.
\v 6 તે પિતાઓનાં હૃદયને દીકરા તરફ તથા દીકરાઓનાં હૃદયને પિતાઓ તરફ ફેરવશે; રખેને હું આવીને પૃથ્વીનો શાપથી વિનાશ કરું."