gu_ulb/19-PSA.usfm

10390 lines
618 KiB
Plaintext

\id PSA ગીતશાસ્ત્ર
\ide UTF-8
\h ગીતશાસ્ત્ર
\toc1 ગીતશાસ્ત્ર
\toc2 ગીતશાસ્ત્ર
\toc3 psa
\mt1 ગીતશાસ્ત્ર
\is લેખક
\ip ગીતશાસ્ત્ર, ભાવાત્મક કવિતાઓનો એક સંગ્રહ, જૂના કરારનું એક પુસ્તક છે કે જે વિભિન્ન લેખકો દ્વારા લખાયેલ સંયુક્ત લખાણોનો સંગ્રહ છે. દાઉદે 73, આસાફે 12, કોરહના દીકરાઓએ 9, સુલેમાને 3 તથા એથાન અને મૂસાએ એક એક ગીત લખ્યાં છે. (ગીતશાસ્ત્ર 90), અને 51 ગીતોનો કર્તા અજ્ઞાત છે. સુલેમાન અને મૂસાને બાદ કરતાં બીજા બાકીના લેખકો યાજકો તથા લેવીઓ હતા કે જેઓ દાઉદના રાજ્યકાળ દરમ્યાન પવિત્રસ્થાનની આરાધના માટે સંગીત પૂરું પાડવા જવાબદાર હતા.
\is લખાણનો સમય અને સ્થળ
\ip લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 1440 થી 430 વચ્ચેનો છે.
\ip વ્યક્તિગત સ્તોત્રો ઇતિહાસમાં મૂસાના સમય જેટલા પ્રાચીન સમયમાં લખાયા હતા અને પછી દાઉદ, આસાફ અને સુલેમાનના સમયમાં લખાયા અને એઝ્રાહીઓના સમય સુધી કે જેઓ સંભવિત રીતે બાબિલના બંદીવાસ પછી થઈ ગયા અને આનો અર્થ એ થાય છે કે લખાણોનો ગાળો હજાર વર્ષ સુધીનો છે.
\is વાંચકવર્ગ
\ip ઇઝરાયલનું રાષ્ટ્ર કે જેમના માટે ઈશ્વરે શું કર્યું હતું તેના સ્મરણરૂપે તથા ઇતિહાસના બધા જ વિશ્વાસીઓ.
\is હેતુ
\ip ગીતશાસ્ત્ર ઈશ્વર અને તેમનું સર્જન, યુદ્ધ, આરાધના, ડહાપણ, પાપ અને દુષ્ટતા, ન્યાયશાસન, ન્યાય અને મસીહાનું આગમન જેવા વિષયો વિષે જણાવે છે. સમગ્ર લાંબા લખાણમાં ગીતશાસ્ત્ર તેના વાંચકોને ઈશ્વર પોતે જે છે અને તેમણે જે કર્યું છે તે માટે સ્તુતિ કરવા ઉત્તેજન આપે છે. ગીતશાસ્ત્ર આપણા ઈશ્વરની મહાનતા પ્રકાશિત કરે છે, સંકટના સમયોમાં તેમના આપણા પ્રત્યેના વિશ્વાસુપણાની પુષ્ટિ કરે છે અને આપણને તેમના વચનની સંપૂર્ણ કેંદ્રીયતા યાદ કરાવે છે.
\is મુદ્રાલેખ
\ip સ્તુતિ
\iot રૂપરેખા
\io1 મસીહનું પુસ્તક (1-41)
\io1 ઇચ્છાઓનું પુસ્તક (42-72)
\io1 ઇઝરાયલનું પુસ્તક (73-89)
\io1 ઈશ્વરના નિયમોનું પુસ્તક (90-106)
\io1 સ્તુતિનું પુસ્તક (107-150)
\s5
\c 1
\ms ભાગ ૧
\r (ગી.શા. ૧—૪૧)
\s સાચું સુખ
\q
\p
\v 1 જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી,
\q જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી,
\q અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તે આશીર્વાદિત છે.
\q
\v 2 યહોવાહના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે
\q અને રાતદિવસ તે તેમના નિયમશાસ્ત્રનું મનન કરે છે.
\s5
\q
\v 3 તે નદીના કિનારે રોપાયેલાં વૃક્ષ જેવો થશે,
\q જે પોતાનાં ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે,
\q જેનાં પાંદડાં કદી પણ કરમાતાં નથી,
\q તે જે કંઈ કરે છે તે સફળ થાય છે.
\s5
\q
\v 4 દુષ્ટો એવા નથી,
\q પણ તેઓ પવનથી ઊડતાં ફોતરાં જેવા છે.
\q
\v 5 તેથી દુષ્ટો ન્યાયાસન આગળ ટકશે નહિ
\q અને ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ.
\s5
\q
\v 6 કેમ કે યહોવાહ ન્યાયીઓનો માર્ગ જાણે છે,
\q પણ દુષ્ટોના માર્ગનો નાશ થશે.
\s5
\c 2
\s પ્રભુનો અભિષિક્ત રાજા
\q
\v 1 વિદેશીઓ શા માટે તોફાન કરે છે?
\q અને લોકો શા માટે વ્યર્થ યોજનાઓ કરે છે?
\q
\v 2 યહોવાહ તથા તેમના અભિષિક્તની વિરુદ્ધ
\q પૃથ્વીના રાજાઓ સજ્જ થાય છે
\q અને હાકેમો અંદરોઅંદર મસલત કરીને કહે છે,
\q
\v 3 "આવો આપણે તેઓનાં બંધન તોડી પાડીએ;
\q અને તેઓની ગુલામીમાંથી આપણે મુક્ત થઈએ."
\s5
\q
\v 4 આકાશમાં જે બિરાજમાન છે તે હાસ્ય કરશે;
\q પ્રભુ તેઓને તુચ્છ ગણશે.
\q
\v 5 પછી તે ક્રોધમાં તેઓની સાથે બોલશે
\q અને પોતાના કોપથી તે તેઓને ત્રાસ પમાડીને કહેશે,
\s5
\q
\v 6 "મારા પવિત્ર સિયોન
\f +
\fr 2:6
\ft મોરીયાહ પર્વતને સિયોન નામ આપ્યું હતું, જેના પર સુલેમાને મંદિર બનાવ્યું; વિસ્તરણમાં સિયોન નામ મંદિરને, યરુશાલેમ નગરને, અને ક્યારેક સમગ્ર ઇઝરાયલ દેશને પણ લાગુ પડે છે. આ પર્વતને પવિત્ર કહેવામાં આવે છે કારણ કે તે ફક્ત ઈશ્વરનો જ છે. ભજનમાં સિયોન અને યરુશાલેમ બંનેનો ઉપયોગ યરુશાલેમના શહેરના સંદર્ભમાં કરવામાં આવ્યો છે. ત્યાં "યરુશાલેમ" તરીકે બન્ને શબ્દોનો અનુવાદ કરવામાં કેટલાક ફાયદા છે, ખાસ કરીને મોટા ભાગના વાચકોને તે નામથી શહેરના અસ્તિત્વ વિશે જાણે છે. તેમ છતાં, સિયોન અને યરુશાલેમ વિવિધ સંદર્ભોમાં જોવા મળે છે.
\f* પર્વત પર મેં
\q મારા રાજાને અભિષિક્ત કર્યો છે."
\q
\v 7 હું તો એ યહોવાહના નિયમો જાહેર કરીશ.
\q તેમણે મને કહ્યું, "તું મારો પુત્ર છે!
\q આજે મેં તને જન્મ આપ્યો છે.
\s5
\q
\v 8 તું મારી પાસે માગ, એટલે હું તને વારસા તરીકે રાષ્ટ્રો
\q અને પૃથ્વીની ચારે દિશાનું વતન આપીશ.
\q
\v 9 તું લોઢાના દંડથી તેઓને તોડી પાડશે;
\q તું તેઓને કુંભારના વાસણની જેમ અફાળીને ટુકડેટુકડા કરશે."
\b
\s5
\q
\v 10 તેથી હવે, રાજાઓ, તમે સમજો;
\q ઓ પૃથ્વીના અધિકારીઓ, તમે શિખામણ લો.
\q
\v 11 ભયથી યહોવાહની સેવા કરો
\q અને કંપીને હર્ષ પામો.
\s5
\q
\v 12 તેમના પુત્રને ચુંબન કરો, જેથી તે તમારા પર ગુસ્સે ન થાય અને તમે નાશ ન પામો
\q કેમ કે તેમનો કોપ જલદીથી ભભૂકી ઊઠશે
\q જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વ આશીર્વાદિત છે.
\s5
\c 3
\s સહાય માટે સવારની પ્રાર્થના
\d પોતાના દીકરા આબ્શાલોમથી નાસી જતી વખતનું દાઉદનું ગીત.
\b
\q
\v 1 હે યહોવાહ, મારા વેરીઓ કેટલા બધા વધી ગયા છે!
\q મારી સામે હુમલો કરનારા ઘણા છે.
\q
\v 2 ઘણા મારા વિષે કહે છે,
\q "ઈશ્વર તરફથી તેને કોઈ મદદ મળશે નહિ."
\qs સેલાહ
\f +
\fr 3:2
\ft મનન કરો
\f*
\qs*
\s5
\q
\v 3 પણ હે યહોવાહ તમે મારી આસપાસ ઢાલરૂપ છો,
\q તમે મારું ગૌરવ તથા મારું માથું ઊંચું કરનાર છો.
\q
\v 4 હું મારી વાણીથી યહોવાહને વિનંતી કરું છું
\q અને તે પોતાના પવિત્ર પર્વત પરથી મને ઉત્તર આપે છે.
\qs સેલાહ
\qs*
\s5
\q
\v 5 હું સૂઈને ઊંઘી ગયો;
\q હું જાગ્યો, કેમ કે યહોવાહ મારું રક્ષણ કરે છે.
\q
\v 6 જે હજારો લોકોએ મને ઘેરી લીધો છે
\q તેઓથી હું બીશ નહિ.
\s5
\q
\v 7 હે યહોવાહ, ઊઠો! મારા ઈશ્વર, મારો બચાવ કરો!
\q કેમ કે તમે મારા સર્વ શત્રુઓનાં જડબાં પર પ્રહાર કર્યો છે;
\q તમે દુષ્ટોના દાંત ભાંગી નાખ્યા છે.
\q
\v 8 વિજય
\f +
\fr 3:8
\ft ઉદ્ધાર
\f* યહોવાહ પાસેથી મળે છે.
\q તમારા લોકો પર તમારો આશીર્વાદ આવો.
\qs સેલાહ.
\qs*
\s5
\c 4
\s સહાયને માટે સાંજની પ્રાર્થના
\d મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે ગાવાને. દાઉદનું ગીત.
\b
\q
\v 1 હે મને ન્યાયી ઠરાવનાર મારા ઈશ્વર, જ્યારે હું તમને વિનંતિ કરું, ત્યારે તમે મને ઉત્તર આપજો;
\q મારી પ્રાર્થના સાંભળીને તમારી કૃપા વરસાવજો.
\s5
\q
\v 2 હે મનુષ્યો, તમે ક્યાં સુધી મારા ગૌરવનું અપમાન કરશો?
\q તમે ક્યાં સુધી વ્યર્થતા ઇચ્છશો અને જૂઠાણું ચલાવશો?
\qs સેલાહ
\qs*
\q
\v 3 પણ જાણો કે જે પવિત્ર છે તેને યહોવાહે પોતાને માટે પસંદ કર્યો છે.
\q હું જ્યારે યહોવાહને વિનંતિ કરું, ત્યારે તે મારું સાંભળશે.
\s5
\q
\v 4 તેમનાથી ભયભીત થાઓ, પણ પાપ ન કરો!
\q તમારા બિછાના પર પોતાના હૃદયમાં મનન કરો અને શાંત રહો.
\qs સેલાહ
\qs*
\q
\v 5 ન્યાયીપણાના અર્પણોને અર્પિત કરો
\q અને તમારો ભરોસો યહોવાહ પર રાખો.
\s5
\q
\v 6 ઘણા કહે છે, "કોણ અમને કંઈક સારું બતાવશે?"
\q યહોવાહ, તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો.
\q
\v 7 લોકોનું અનાજ તથા નવો દ્રાક્ષારસ વધવાથી તેઓને આનંદ થાય છે,
\q તે કરતાં વધારે આનંદ તમે મારા હૃદયમાં મૂક્યો છે.
\q
\v 8 હું શાંતિથી સૂઈ જઈશ, તેમ જ ઊંઘી પણ જઈશ,
\q કેમ કે, હે યહોવાહ, હું એકલો હોઉં તોપણ તમે મને સલામત અને સુરક્ષિત રાખો છો.
\s5
\c 5
\s રક્ષણ માટેની પ્રાર્થના
\d મુખ્ય ગવૈયાને માટે; નહીલોથ સાથે ગાવાને. દાઉદનું ગીત.
\b
\q
\v 1 હે યહોવાહ, મારા બોલવા પર કાન ધરો;
\q મારા ચિંતન પર લક્ષ આપો.
\q
\v 2 હે મારા રાજા અને મારા ઈશ્વર, મારી અરજ સાંભળો,
\q કારણ કે હું તમારી પ્રાર્થના કરું છું.
\q
\v 3 હે યહોવાહ, સવારમાં તમે મારી પ્રાર્થના સાંભળશો;
\q સવારમાં હું તારી પાસે મારી અરજીઓ લાવું છું
\f +
\fr 5:3
\ft હું ઈશ્વરને માટે બલિદાન તૈયાર કરું છું
\f* કરીને ઉત્તરને માટે હું રાહ જોઈ રહીશ.
\s5
\q
\v 4 દુષ્ટતાથી ખુશ થાય એવા ઈશ્વર તમે નથી;
\q દુષ્ટ લોકો તમારી પાસે રહી શકતા નથી.
\q
\v 5 તમારી હજૂરમાં અભિમાની ઊભા રહી શકતા નથી;
\q જેઓ દુષ્ટતા સાથે વ્યવહાર કરે તે સર્વને તમે ધિક્કારો છો.
\q
\v 6 જૂઠું બોલનારાઓનો તમે નાશ કરશો;
\q યહોવાહ હિંસક તથા કપટી લોકોને ધિક્કારે છે.
\s5
\q
\v 7 પણ હું તો તમારી પુષ્કળ કૃપાથી તમારા ઘરમાં આવીશ;
\q હું તમારી બીક રાખીને તમારા પવિત્રસ્થાન તરફ ફરીને ભજન કરીશ.
\q
\v 8 હે પ્રભુ, મારા શત્રુઓના કારણથી તમે તમારા ન્યાયીપણામાં મને ચલાવો;
\q મારી આગળ તમારો માર્ગ સીધા કરો.
\s5
\q
\v 9 કેમ કે તેઓના મુખમાં કંઈ સત્ય નથી;
\q તેઓનાં અંતઃકરણોમાં નરી દુષ્ટતા છે;
\q તેઓનું ગળું ઉઘાડી કબર છે;
\q તેઓ પોતાની જીભે ખુશામત કરે છે.
\q
\v 10 હે ઈશ્વર, તેઓને દોષિત જાહેર કરો;
\q તેઓ પોતાની જ યુક્તિઓમાં ફસાઈ પડો!
\q તેઓના પુષ્કળ અપરાધોને લીધે તેઓને દૂર કરો,
\q કેમ કે તેઓએ તમારી વિરુદ્ધ બંડ કર્યું છે.
\s5
\q
\v 11 પણ જેઓએ તમારા પર ભરોસો રાખ્યો છે તેઓ સર્વ આનંદ કરશે;
\q તમે તેઓને બચાવ્યા છે માટે તેઓ સદા હર્ષનાદ કરશે;
\q તમારા નામ પર પ્રેમ રાખનારા તમારામાં હર્ષ પામશે.
\q
\v 12 કેમ કે, હે યહોવાહ, તમે ન્યાયીને આશીર્વાદ આપશો;
\q તમે ઢાલથી તેમ મહેરબાનીથી તેને ઘેરી લેશો.
\s5
\c 6
\s સંકટ સમયે સહાયની પ્રાર્થના
\d મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે, શમીનીથ પ્રમાણે ગાવાને. દાઉદનું ગીત.
\b
\q
\v 1 હે યહોવાહ, તમારા ક્રોધમાં મને ધમકાવશો નહિ
\q અને તમારા રોષમાં મને શિક્ષા કરશો નહિ.
\q
\v 2 હે યહોવાહ, મારા પર દયા રાખો, કારણ કે હું નિર્બળ છું;
\q હે યહોવાહ, મને સાજો કરો, કારણ કે મારાં હાડકાંમાં પીડા થાય છે.
\s5
\q
\v 3 મારો જીવ પણ બહુ મૂંઝાયો છે.
\q પણ, હે યહોવાહ, તે ક્યાં સુધી?
\q
\v 4 હે યહોવાહ, પાછા આવો, મારા જીવને બચાવો.
\q તમારી કૃપાને લીધે મારો બચાવ કરો!
\q
\v 5 કેમ કે મરણાવસ્થામાં કોઈ તમારું સ્મરણ કરતું નથી.
\q શેઓલમાં તમારો આભાર કોણ માનશે?
\s5
\q
\v 6 હું નિસાસા નાખીને થાકી ગયો છું.
\q દરરોજ રાત્રે હું મારા આંસુઓથી પલંગને પલાળું છું;
\q હું આંસુઓથી મારા બિછાનાને ભીંજવું છું.
\q
\v 7 રુદનથી મારી આંખો નબળી થઈ ગઈ છે;
\q મારા સર્વ શત્રુઓને લીધે તે જીર્ણ થતી જાય છે.
\s5
\q
\v 8 ઓ ભૂંડુ કરનારાઓ, તમે સર્વ મારાથી દૂર જાઓ;
\q કેમ કે યહોવાહે મારા વિલાપનો અવાજ સાંભળ્યો છે.
\q
\v 9 યહોવાહે મારા કાલાવાલા સાંભળ્યા છે;
\q યહોવાહે મારી પ્રાર્થના માન્ય કરી છે.
\q
\v 10 મારા સર્વ શત્રુઓ લજવાશે અને ભારે મુશ્કેલીમાં આવી પડશે.
\q તેઓ પાછા ફરશે અને ઓચિંતા બદનામ થશે.
\s5
\c 7
\d દાઉદનું શિગ્ગાયોન, જે તેણે બિન્યામીન કૂશના શબ્દો વિષે યહોવાહની આગળ ગાયું.
\b
\q
\v 1 હે યહોવાહ મારા ઈશ્વર, હું તમારા પર ભરોસો રાખું છું!
\q જે સઘળા મારી પાછળ પડે છે, તેઓથી મને બચાવીને છોડાવો.
\q
\v 2 રખેને સિંહની જેમ તે મને ચીરીને ફાડી નાખે,
\q મને છોડાવનાર કોઈ મળે નહિ.
\s5
\q
\v 3 હે મારા ઈશ્વર યહોવાહ, મારા દુશ્મનોએ જે કર્યું તે મેં કદી કર્યું નથી;
\q મારા હાથમાં કંઈ બૂરાઈ નથી.
\q
\v 4 મારી સાથે શાંતિમાં રહેનારનું મેં કદી ખોટું કર્યું નથી,
\q વગર કારણે જે મારો શત્રુ હતો તેને મેં છોડાવ્યો છે.
\s5
\q
\v 5 જો હું સત્ય નથી કહેતો, તો ભલે મારા શત્રુઓ મને પકડીને મારો નાશ કરે;
\q મારા જીવને છૂંદીને જમીનદોસ્ત કરે
\q અને મારું માન ધૂળમાં મેળવી દે.
\qs સેલાહ
\qs*
\s5
\q
\v 6 હે યહોવાહ, તમે કોપ કરીને ઊઠો;
\q મારા શત્રુઓના ક્રોધની સામે ઊભા થાઓ;
\q મારા માટે જાગૃત થાઓ અને એ ન્યાયી નિયમોનું પાલન કરો કે જેને માટે તમે તેઓને માટે આજ્ઞા આપી છે.
\q
\v 7 દેશોની પ્રજા તમારી આસપાસ એકત્ર થાય;
\q તમારા રાજ્યાસન પર તમે ઉચ્ચસ્થાને પાછા પધારો.
\s5
\q
\v 8 યહોવાહ લોકોનો ન્યાય કરે છે;
\q હે યહોવાહ, મારા ન્યાયીપણા પ્રમાણે તથા મારામાં જે પ્રામાણિકપણું છે, તે પ્રમાણે મારો ન્યાય કરો.
\q
\v 9 દુષ્ટ લોકોનાં દુષ્ટ કાર્યોનો અંત લાવો, પણ ન્યાયી લોકોને સ્થાપન કરો,
\q ન્યાયી ઈશ્વર, હૃદયોને તથા મનને પારખનાર છે.
\s5
\q
\v 10 મારી ઢાલ ઈશ્વર છે,
\q તે ઇમાનદાર હૃદયવાળાને બચાવે છે.
\q
\v 11 ઈશ્વર ન્યાયી ન્યાયાધીશ છે,
\q ઈશ્વર દરરોજ દુષ્ટો પર કોપાયમાન થાય છે.
\s5
\q
\v 12 જો માણસ પાપથી પાછો ન કરે, તો ઈશ્વર તેમની તલવાર તીક્ષ્ણ કરશે
\q તેમણે પોતાના ધનુષ્યને તાણીને તૈયાર રાખ્યું છે.
\q
\v 13 તેમણે તેને માટે કાતિલ હથિયાર સજ્જ કર્યાં છે;
\q અને પોતાનાં બાણને બળતાં કરે છે.
\s5
\q
\v 14 તે ભૂંડાઈથી કષ્ટાય છે,
\q તેણે ઉપદ્રવનો ગર્ભ ધર્યો છે, જે જૂઠને જન્મ આપ્યો છે.
\q
\v 15 તેણે ખાડો ખોદ્યો છે
\q અને જે ખાઈ તેણે ખોદી, તેમાં તે પોતે પડ્યો છે.
\q
\v 16 તેનો ઉપદ્રવ તેના પોતાના શિર પર આવશે,
\q કેમ કે તેનો બળાત્કાર તેના પોતાના માથા પર પડશે.
\s5
\q
\v 17 હું યહોવાહના ન્યાયપણાને લીધે તેમનો આભાર માનીશ;
\q હું પરાત્પર યહોવાહના નામનું સ્તોત્ર ગાઈશ.
\s5
\c 8
\s પ્રભુમહિમા અને માનવગૌરવ
\d મુખ્ય ગવૈયાને માટે; રાગ ગિત્તીથ. દાઉદનું ગીત.
\b
\q
\v 1 હે યહોવાહ, અમારા પ્રભુ, આખી પૃથ્વી પર તમારું નામ કેવું ભવ્ય છે!
\q તમે આકાશમાં પોતાનો મહિમા મૂક્યો છે.
\q
\v 2 તમારા શત્રુઓને કારણે,
\q તમે બાળકોને તથા દૂધ પીતાં બાળકોને મુખે તમારો મહિમા પ્રગટ કર્યો છે કે,
\q શત્રુને તથા વેરીને તમે શાંત પાડો.
\s5
\q
\v 3 આકાશો, જે તમારા હાથનાં કૃત્યો છે,
\q ચંદ્ર તથા તારાઓ, જેઓને તમે ઠરાવ્યા છે, તેઓ વિષે હું જ્યારે વિચાર કરું છું,
\q
\v 4 ત્યારે હું કહું છું કે, માણસ તે કોણ છે કે, તમે તેનું સ્મરણ કરો છો?
\q અને મનુષ્યપુત્ર કોણ કે, તમે તેની મુલાકાત લો છો?
\q
\v 5 કારણ કે તમે તેને ઈશ્વર
\f +
\fr 8:5
\ft સ્વર્ગદૂત
\f* કરતાં થોડો જ ઊતરતો બનાવ્યો છે
\q અને તમે તેના માથા પર મહિમા તથા માનનો મુગટ મૂક્યો છે.
\s5
\q
\v 6 તમારા હાથનાં કામ પર તમે તેને અધિકાર આપ્યો છે;
\q તેના પગ નીચે તમે બધું મૂક્યું છે
\f +
\fr 8:6
\ft જુઓ હિબ્રૂ ૨:૬-૯
\f* :
\q
\v 7 સર્વ ઘેટાં અને બળદો
\q અને વન્ય પશુઓ,
\q
\v 8 આકાશના પક્ષીઓ તથા સમુદ્રનાં માછલાં,
\q હા, સમુદ્રના રસ્તામાંથી જે પસાર થાય છે તે બધું તમે તેની સત્તા નીચે મૂક્યું છે.
\s5
\q
\v 9 હે યહોવાહ, અમારા પ્રભુ,
\q આખી પૃથ્વીમાં તમારું નામ કેવું ભવ્ય છે!
\s5
\c 9
\s પ્રભુના અદલ ઇનસાફ માટે સ્તુતિગાન
\d મુખ્ય ગવૈયાને માટે; રાગ મુથ-લાબ્બેન. દાઉદનું ગીત.
\b
\q
\v 1 હું મારા સંપૂર્ણ હૃદયથી યહોવાહની આભારસ્તુતિ કરીશ;
\q હું તમારાં સર્વ આશ્ચર્યકારક કૃત્યો જાહેર કરીશ.
\q
\v 2 હું તમારામાં આનંદ પામીશ તથા ઉલ્લાસ કરીશ;
\q હે પરાત્પર ઈશ્વર, હું તમારા નામનું સ્તોત્ર ગાઈશ.
\s5
\q
\v 3 જ્યારે મારા શત્રુઓ પાછા ફરે છે,
\q ત્યારે તમારી આગળ તેઓ ઠોકર ખાઈને નાશ પામે છે.
\q
\v 4 કેમ કે તમે મારો હક તથા દાવો સિદ્ધ કર્યો છે;
\q ન્યાયાસન પર બેસીને તમે સાચો ન્યાય કર્યો છે.
\s5
\q
\v 5 તમે વિદેશીઓને ધમકાવ્યા છે,
\q તમે દુષ્ટોનો નાશ કર્યો છે;
\q તમે તેઓનું નામ સદાને માટે ભૂંસી નાખ્યું છે.
\q
\v 6 શત્રુઓનો ખંડેરોની જેમ અંત આવશે
\q તેઓ હંમેશને માટે નાશ પામ્યા છે.
\q જે નગરો તમે પાયમાલ કર્યાં છે, તેમનું સ્મરણ પણ રહ્યું નથી.
\s5
\q
\v 7 પણ યહોવાહ સદાકાળ રાજ કરશે;
\q તેમણે ન્યાય કરવાને માટે પોતાનું આસન તૈયાર કર્યું છે.
\q
\v 8 તે ન્યાયીપણાથી જગતનો ન્યાય કરશે.
\q તે લોકોનો અદલ ઇનસાફ કરશે.
\s5
\q
\v 9 વળી યહોવાહ હેરાન થયેલા લોકોને કિલ્લારૂપ થશે,
\q તે સર્વ સંકટસમયે ગઢ થશે.
\q
\v 10 જેઓ તમારું નામ જાણે છે, તેઓ તમારા પર ભરોસો રાખશે,
\q કારણ કે, હે યહોવાહ, તમે તમારા શોધનારને તરછોડ્યા નથી.
\s5
\q
\v 11 સિયોનના અધિકારી યહોવાહનાં સ્તુતિગાન ગાઓ;
\q લોકોમાં તેમનાં કૃત્યો જાહેર કરો.
\q
\v 12 કેમ કે લોહીનો બદલો માગનાર ગરીબોનું સ્મરણ રાખે છે;
\q તે તેમની અરજ ભૂલી જતા નથી.
\s5
\q
\v 13 હે યહોવાહ, મારા પર દયા કરો; મોતના દ્વારથી મને ઉઠાડનાર,
\q મારો દ્વ્રેષ કરનાર મને દુ:ખ દે છે, તે તમે જુઓ.
\q
\v 14 સિયોનની દીકરીના દરવાજાઓમાં
\q હું તમારાં પૂરેપૂરાં વખાણ કરું
\q હું તમારા ઉદ્ધારમાં હર્ષ પામીશ.
\s5
\q
\v 15 પોતે ખોદેલા ખાડામાં વિદેશીઓ પડ્યા છે;
\q પોતે સંતાડી રાખેલા જાળમાં તેઓના પોતાના પગ સપડાયા છે.
\q
\v 16 યહોવાહે પોતે પોતાની ઓળખાણ આપી છે; તેમણે ન્યાય કર્યો છે;
\q દુષ્ટો પોતાના હાથના કામમાં પોતે ફસાઈ ગયા છે.
\qs સેલાહ
\qs*
\s5
\q
\v 17 દુષ્ટો, એટલે ઈશ્વરને ભૂલનાર
\q સર્વ લોકો શેઓલમાં જશે.
\q
\v 18 કેમ કે દરિદ્રીને હંમેશા ભૂલી જવામાં આવશે નહિ,
\q ગરીબોની આશા હંમેશ માટે નિષ્ફળ જશે નહિ.
\s5
\q
\v 19 હે યહોવાહ, ઊઠો; માણસને અમારા પર વિજયી ન થવા દો;
\q તમારી સમક્ષ રાષ્ટ્રોનો ન્યાય થાય.
\q
\v 20 હે યહોવાહ, તેઓને ભયભીત કરો;
\q જેથી રાષ્ટ્રો જાણે કે તેઓ માણસો જ છે.
\qs સેલાહ.
\qs*
\s5
\c 10
\s ન્યાય માટે પ્રાર્થના
\q
\v 1 હે યહોવાહ, તમે શા માટે દૂર ઊભા રહો છો?
\q સંકટના સમયમાં તમે શા માટે સંતાઈ જાઓ છો?
\q
\v 2 દુષ્ટો ગર્વિષ્ઠ થઈને ગરીબોને બહુ સતાવે છે;
\q પણ તેઓ પોતાની કલ્પેલી યુક્તિઓમાં ફસાઈ જાય છે.
\q
\v 3 કેમ કે દુષ્ટ લોકો પોતાના અંતઃકરણની ઇચ્છાની તૃપ્તિ થતાં અભિમાન કરે છે;
\q લોભીઓ યહોવાહને ધિક્કારે છે
\f +
\fr 10:3
\ft દુષ્ટ લોભીઓની મદદ કરે છે
\f* અને તેમની નિંદા કરે છે.
\s5
\q
\v 4 દુષ્ટ પોતાના અહંકારી ચહેરાથી બતાવે છે કે, ઈશ્વર બદલો લેશે નહિ.
\q તેના સર્વ વિચાર એવા છે કે, ઈશ્વર છે જ નહિ.
\q
\v 5 તે બધા સમયે સુરક્ષિત રહે છે,
\q પણ તમારો ન્યાય એટલો બધો ઊંચો છે કે તે તેના સમજવામાં આવતો નથી;
\q તે પોતાના સર્વ શત્રુઓનો તિરસ્કાર કરે છે.
\s5
\q
\v 6 તે પોતાના હૃદયમાં કહે છે, "હું કદી નિષ્ફળ થઈશ નહિ;
\q પેઢી દરપેઢી હું વિપત્તિમાં નહિ આવું."
\q
\v 7 તેનું મુખ શાપ, કપટ તથા જુલમથી ભરેલું છે;
\q તેની જીભમાં ઉપદ્રવ તથા અન્યાય ભરેલા છે.
\s5
\q
\v 8 તે ગામોની છૂપી જગ્યાઓમાં બેસે છે;
\q તે સંતાઈને નિર્દોષનું ખૂન કરે છે;
\q તેની આંખો નિરાધારને છાની રીતે તાકી રહે છે.
\q
\v 9 જેમ સિંહ ગુફામાં છુપાઈ રહે છે;
\q તેમ તે ગુપ્ત જગ્યામાં ભરાઈ રહે છે.
\q તે ગરીબોને પકડવાને છુપાઈ રહે છે, તે ગરીબને પકડીને પોતાની જાળમાં ખેંચી લઈ જાય છે.
\q
\v 10 તેઓના બળ આગળ ગરીબો દબાઈને નીચા નમી જાય છે;
\q લાચાર બની તેઓના પંજામાં સપડાઈ જાય છે.
\s5
\q
\v 11 તે પોતાના હૃદયમાં કહે છે, "ઈશ્વર ભૂલી ગયા છે;
\q તેમણે પોતાનું મુખ જોયું નથી, સંતાડી રાખ્યું છે અને તે કદી જોશે નહિ."
\q
\v 12 હે યહોવાહ, ઊઠો; હે ઈશ્વર, તમારો હાથ ઊંચો કરો.
\q ગરીબોને ભૂલી ન જાઓ.
\s5
\q
\v 13 દુષ્ટો શા માટે ઈશ્વરનો નકાર કરે છે?
\q અને પોતાના હૃદયમાં કહે છે, "તમે બદલો નહિ માગો."
\q
\v 14 તમે જોયું છે; કેમ કે તમારા હાથમાં લેવાને માટે તમે ઉપદ્રવ કરનારા તથા ઈર્ષ્યાખોરોને નજરમાં રાખો છો.
\q નિરાધાર પોતાને તમારા હવાલામાં સોંપે છે;
\q તમે અનાથને બચાવો છો.
\s5
\q
\v 15 દુષ્ટ લોકોના હાથ તમે ભાંગી નાખો;
\q તમે દુષ્ટ માણસની દુષ્ટતાને એટલે સુધી શોધી કાઢો કે કંઈ પણ બાકી રહે નહિ.
\q
\v 16 યહોવાહ સદાસર્વકાળ રાજા છે;
\q તેમના દેશમાંથી વિદેશીઓ નાશ પામ્યા છે.
\s5
\q
\v 17 હે યહોવાહ, તમે નમ્રની અભિલાષા જાણો છો;
\q તમે તેઓનાં હૃદયોને દૃઢ કરશો, તમે તેઓની પ્રાર્થના સાંભળશો;
\q
\v 18 તમે અનાથ તથા દુઃખીઓનો ન્યાય કરો
\q તેથી પૃથ્વીનાં માણસો હવે પછી ત્રાસદાયક રહે નહિ.
\s5
\c 11
\s ઈશ્વરમાં ભરોસો
\d મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું [ગીત]
\q
\v 1 યહોવાહ પર હું ભરોસો રાખું છું;
\q તમે મારા જીવને કેમ કહો છો કે,
\q "પક્ષીની જેમ તું પર્વત પર ઊડી જા?"
\q
\v 2 કારણ કે, જુઓ! દુષ્ટો પોતાના ધનુષ્યને તૈયાર કરે છે.
\q તેઓ ધનુષ્યની દોરી પર પોતાનાં બાણ તૈયાર કરે છે
\q એટલે તેઓ અંધારામાં શુદ્ધ હૃદયવાળાને મારે.
\s5
\q
\v 3 કેમ કે જો રાજ્યના પાયાનો નાશ થાય છે,
\q તો ન્યાયી શું કરી શકે?
\q
\v 4 યહોવાહ પોતાના પવિત્રસ્થાનમાં છે;
\q તેમની આંખો જુએ છે અને તેમની આંખો મનુષ્યના દીકરાઓને પારખે છે.
\s5
\q
\v 5 યહોવાહ ન્યાયી તથા દુષ્ટ લોકોની પરીક્ષા કરે છે,
\q પણ જેઓ હિંસા કરવામાં આનંદ માને છે તેઓને તે ધિક્કારે છે.
\q
\v 6 તે દુષ્ટ લોકો પર વરસાદની જેમ અગ્નિ, ગંધક અને ભયંકર લૂ વરસાવે છે;
\q તે તેઓના પ્યાલાનો ભાગ થશે.
\q
\v 7 કારણ કે યહોવાહ ન્યાયી છે અને તે ન્યાયીપણાને ચાહે છે;
\q જે પવિત્ર છે તે તેમનું મુખ જોશે.
\s5
\c 12
\s મદદ માટે પ્રાર્થના
\d મુખ્ય ગવૈયાને માટે; શમીનીથ પ્રમાણે ગાવાને. દાઉદનું ગીત.
\q
\v 1 હે યહોવાહ, મદદ કરો, કેમ કે ઈશ્વરના લોકો ઓછા થઈ ગયા છે;
\q વિશ્વાસુ લોકો ઓછા થઈ ગયા છે.
\s5
\q
\v 2 દરેક પોતાના પડોશી સાથે અસત્ય બોલે છે;
\q દરેક માણસ ખુશામત કરનાર હોઠ અને બે મનવાળાની જેમ બોલે છે.
\q
\v 3 યહોવાહ સર્વ ખુશામત કરનાર હોઠોનો
\q તથા દરેક બડાઈ કરનારી જીભોનો નાશ કરશે.
\q
\v 4 તેઓએ એવું કહ્યું, "અમારી જીભથી અમે જીતીશું.
\q જ્યારે અમારા હોઠ અમારા પોતાના છે, ત્યારે અમારો માલિક કોણ છે?"
\s5
\q
\v 5 યહોવાહ કહે છે,
\q "ગરીબોને લૂંટ્યાને લીધે તથા દરિદ્રીઓના નિસાસાને લીધે, હું હવે ઊઠીશ."
\q "જેને તેઓ તુચ્છકારે છે તેને હું સહીસલામત રાખીશ."
\s5
\q
\v 6 યહોવાહના શબ્દો શુદ્ધ છે,
\q જેમ જમીન પરની ભઠ્ઠીમાં તપાવેલી ચાંદી, જે સાત વાર શુદ્ધ કરેલી હોય,
\q તેના જેવા તેઓ પવિત્ર છે.
\q
\v 7 હે યહોવાહ, તમે અમને
\f +
\fr 12:7
\ft તેઓને
\f* સંભાળજો.
\q આ દુષ્ટ પેઢીના માણસોથી તમે સદા તેઓનું રક્ષણ કરશો.
\q
\v 8 જ્યારે મનુષ્યના પુત્રોમાં દુષ્ટતા વધે છે
\q ત્યારે દુષ્ટો ચારેતરફ ફરે છે.
\s5
\c 13
\s મદદ માટે પ્રાર્થના
\d મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત.
\b
\q
\v 1 હે યહોવાહ, ક્યાં સુધી તમે મને ભૂલી જશો?
\q ક્યાં સુધી તમે મારાથી વિમુખ રહેશો?
\q
\v 2 આખો દિવસ મારા હૃદયમાં શોકાતુર થઈને
\q ક્યાં સુધી મારા જીવની સાથે હું તર્કવિતર્ક કર્યા કરીશ?
\q ક્યાં સુધી મારા શત્રુઓ મારા પર ચઢી વાગશે?
\s5
\q
\v 3 હે યહોવાહ, મારા ઈશ્વર, ધ્યાન આપીને મને ઉત્તર આપો!
\q મારી આંખો પર પ્રકાશ પાડો, રખેને હું મરણની ઊંઘમાં પડું.
\q
\v 4 રખેને મારો શત્રુ એમ કહે કે, "મેં તેને હરાવ્યો છે,"
\q જેથી તે એમ પણ ન કહે કે, "મેં મારા દુશ્મનો પર વિજય મેળવ્યો છે;" નહિ તો, જ્યારે હું પડી જાઉં, ત્યારે મારા શત્રુઓ આનંદ કરે.
\s5
\q
\v 5 પણ મેં તમારી કૃપા પર ભરોસો રાખ્યો છે;
\q તમે કરેલા ઉદ્ધારમાં મારું હૃદય હર્ષ પામે છે.
\q
\v 6 યહોવાહની આગળ હું ગાયન ગાઈશ,
\q કારણ કે તે મારા પર કૃપાવાન થયા છે.
\s5
\c 14
\s માણસોની દુષ્ટતા (ગીત ૫૩)
\d મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું [ગીત].
\b
\q
\v 1 મૂર્ખ માણસ પોતાના મનમાં કહે છે, "ઈશ્વર છે જ નહિ."
\q તેઓ ભ્રષ્ટ થયા છે અને અન્યાયથી ભરેલાં ઘૃણાપાત્ર કામો કર્યાં છે;
\q તેઓમાં સત્કાર્ય કરનાર કોઈ નથી.
\s5
\q
\v 2 કોઈ સમજનાર અને કોઈ ઈશ્વરને શોધનાર છે કે નહિ
\q તે જોવાને યહોવાહે આકાશમાંથી
\q મનુષ્યો પર દ્રષ્ટિ કરી.
\q
\v 3 દરેક માર્ગભ્રષ્ટ થયા છે; તેઓ પૂરેપૂરા મલિન થઈ ગયા છે;
\q સત્કાર્ય કરનાર કોઈ નથી, ના એક પણ નથી.
\s5
\q
\v 4 શું સર્વ દુષ્ટતા કરનારને કંઈ ડહાપણ નથી?
\q તેઓ રોટલીની જેમ મારા લોકોને ખાઈ જાય છે,
\q પણ યહોવાહને વિનંતિ કરતા નથી.
\s5
\q
\v 5 તેઓ બહુ ભયભીત થયા,
\q કારણ કે ઈશ્વર ન્યાયીઓની સાથે છે.
\q
\v 6 તમે ગરીબના વિચાર નિરર્થક કરી નાખો છો
\q પણ યહોવાહ તો તેનો આશ્રય છે.
\s5
\q
\v 7 સિયોનમાંથી ઇઝરાયલનો ઉદ્ધાર આવે તો કેવું સારું!
\q જ્યારે યહોવાહ પોતાના લોકોની આબાદી પાછી આપશે,
\q ત્યારે યાકૂબ હર્ષ પામશે અને ઇઝરાયલ આનંદ કરશે.
\s5
\c 15
\s ઈશ્વર શું ચાહે છે?
\d દાઉદનું ગીત.
\b
\q
\v 1 હે યહોવાહ, તમારા પવિત્રમંડપમાં કોણ નિવાસ કરશે?
\q તમારા પવિત્ર પર્વતમાં કોણ રહેશે?
\q
\v 2 જે નિર્દોષતાથી ચાલે છે અને ન્યાયથી વર્તે છે
\q અને જે પોતાના હૃદયમાં સત્ય બોલે છે, તે.
\s5
\q
\v 3 તે કદી પોતાની જીભે ચાડી કરતો નથી,
\q બીજાનું ખરાબ કરતો નથી,
\q પોતાના પડોશી પર તહોમત મૂકતો નથી.
\s5
\q
\v 4 તેની દ્રષ્ટિમાં પાપી માણસ ધિક્કારપાત્ર છે
\q પણ જેઓ યહોવાહથી ડરે છે તેને તે માન આપે છે.
\q તે પોતાના હિત વિરુદ્ધ સોગન ખાઈને ફરી જતો નથી.
\q
\v 5 તે પોતાનાં નાણાં વ્યાજે આપતો નથી.
\q જે નિરપરાધી વિરુદ્ધ લાંચ લેતો નથી.
\q એવાં કામ કરનાર કદી ડગશે નહિ.
\s5
\c 16
\s વિશ્વાસની પ્રાર્થના
\d દાઉદનું મિખ્તામ.
\b
\q
\v 1 હે ઈશ્વર, મારી રક્ષા કરો, કારણ કે હું તમારા પર ભરોસો રાખું છું.
\q
\v 2 મેં યહોવાહને કહ્યું છે, "તમે મારા પ્રભુ છો; તમારા વગર મારું કોઈ હિત નથી.
\q
\v 3 જે સંતો પૃથ્વી પર છે, તેઓ તો ઉમદા લોકો છે; મારો સર્વ આનંદ તેઓમાં છે.
\s5
\q
\v 4 જેઓ બીજા દેવોની પૂજા કરવા દોડે છે, તેઓનાં દુ:ખ વધી પડશે. તેઓના દેવોને માટે લોહીનાં પેયાર્પણ હું ચઢાવીશ નહિ
\q અને મારે હોઠે તેઓનાં નામ લઈશ નહિ.
\s5
\q
\v 5 યહોવાહ, તમે મારા વારસાનો તથા મારા પ્યાલાનો ભાગ છો. તમે મારા હિસ્સાનો આધાર છો.
\q
\v 6 મારો ભાગ આનંદદાયક સ્થળે પડ્યો છે; ચોક્કસ મને સુશોભિત વારસો મારો છે.
\s5
\q
\v 7 યહોવાહે મને બોધ આપ્યો છે, હું તેમની પ્રશંસા કરું છું; મારું અંતઃકરણ રાતના સમયે મને બોધ આપે છે.
\q
\v 8 મેં યહોવાહને સદા મારી સમક્ષ રાખ્યા છે, તે મારે જમણે હાથે છે, તેથી મને ખસેડનાર કોઈ નથી.
\s5
\q
\v 9 તેથી મારું હૃદય આનંદમાં છે; મારો આત્મા હર્ષ પામે છે; ચોક્કસ હું સહીસલામત રહીશ.
\q
\v 10 કારણ કે તમે મારો આત્મા શેઓલને સોંપશો નહિ; તમે તમારા પવિત્રને કહોવાણ જોવા દેશો નહિ.
\s5
\q
\v 11 તમે મને જીવનનો માર્ગ જણાવશો; તમારી સમક્ષ સંપૂર્ણ આનંદ છે; તમારા જમણા હાથમાં અનંતકાળ ટકનારાં સુખદાયક વાનાં છે.
\s5
\c 17
\s નિર્દોષના કાલાવાલા
\d દાઉદની પ્રાર્થના.
\b
\q
\v 1 હે યહોવાહ, મારો ન્યાય સાંભળો; મારી પ્રાર્થના પર ધ્યાન આપો!
\q દંભી હોઠોમાંથી નીકળતી નથી એવી મારી પ્રાર્થના સાંભળો.
\q
\v 2 મારો ન્યાય તમારી હજૂરમાંથી આવો; તમારી આંખો ન્યાયને જુએ!
\s5
\q
\v 3 જો તમે મારા હૃદયને પારખ્યું છે, જો તમે મારી તપાસ રાત્રે રાખી છે,
\q તમે મને પવિત્ર કરશો અને મારામાં તમને કંઈ દોષ માલૂમ પડશે નહિ; કેમ કે હું નિશ્ચિત છું કે હું મારા મુખે અપરાધ કરીશ નહિ.
\s5
\q
\v 4 માણસનાં કૃત્યો વિષે હું બોલું તો તમારાં વચનોની સહાયથી હું જુલમીઓના માર્ગમાંથી દૂર રહ્યો છું.
\q
\v 5 મારાં પગલાં તમારા માર્ગોમાં સ્થિર રહ્યાં છે; મારો પગ લપસી ગયો નથી.
\s5
\q
\v 6 મેં તમને વિનંતિ કરી, કેમ કે, હે ઈશ્વર, તમે મને ઉત્તર આપશો; મારી તરફ કાન ધરો અને મારું બોલવું સાંભળો.
\q
\v 7 જેઓ તમારા પર ભરોસો રાખે છે તેમની સામે ઊઠનારાઓથી તેમને તમારા જમણા હાથથી બચાવીને તમારી અદ્દભૂત કરુણા દર્શાવો!
\s5
\q
\v 8 તમારી આંખની કીકીની જેમ મારી રક્ષા કરો; તમારી પાંખોની છાયા નીચે મને સંતાડો.
\q
\v 9 જેઓ મારા ઘાતકી વેરીઓ છે અને જેઓ મને ચારે બાજુથી ઘેરે છે, એવો મારો નાશ કરનારા દુષ્ટોથી મને બચાવો.
\q
\v 10 તેઓ કોઈની પર પણ દયા દર્શાવતા નથી; તેઓ પોતાના મુખે અભિમાનથી બોલે છે.
\s5
\q
\v 11 તેઓએ અમને અમારા દરેક પગલે ઘેર્યા છે. તેઓની આંખો અમને ભૂમિ પર પછાડવાને તાકી રહી છે.
\q
\v 12 તેઓ સિંહની જેમ શિકારને ફાડી ખાવા આતુર છે, ત્રાટકવાની રાહ જોતા છુપાઈ ગયેલા જુવાન સિંહના બચ્ચાં જેવા છે.
\s5
\q
\v 13 હે યહોવાહ, તમે ઊઠો! તેમના પર હુમલો કરો! તેમને નીચે પાડી નાખો! તમારી તલવાર દ્વારા દુષ્ટથી મારા જીવને બચાવો.
\q
\v 14 હે યહોવાહ, તમારા હાથ વડે માણસોથી કે જેઓનો હિસ્સો આ જિંદગીમાં છે તેવા આ જગતના માણસોથી મારા જીવને બચાવો!
\q જેઓનાં પેટ તમે તમારા દ્રવ્યથી ભરો છો; તેઓને ઘણા બાળકો છે અને પોતાની બાકી રહેલી મિલકતનો વારસો પોતાનાં બાળકોને માટે મૂકી જાય છે.
\s5
\q
\v 15 પણ હું તો ન્યાયપણે વર્તીને તમારું મુખ જોઈશ; જ્યારે હું જાગીશ ત્યારે તમને જોઈને સંતોષ પામીશ.
\s5
\c 18
\s દાઉદ રાજાનું વિજયગાન
\d મુખ્ય ગવૈયાને માટે. યહોવાહના સેવક દાઉદનું [ગીત]. જે દિવસે યહોવાહે તેને તેના સર્વ શત્રુઓના હાથમાંથી તથા શાઉલના હાથમાંથી છોડાવ્યો, તે દિવસે તેણે યહોવાહને આ ગીતનાં વચન કહ્યાં કે,
\q
\v 1 હે યહોવાહ, મારા સામર્થ્ય, હું તમારા પર પ્રેમ કરું છું.
\s5
\q
\v 2 યહોવાહ મારા ખડક, મારા કિલ્લા તથા મારા બચાવનાર છે; તે મારા ઈશ્વર, મારા ગઢ; તે પર હું ભરોસો રાખીશ.
\q તે મારું બખ્તર છે, મારા ઉદ્ધારનું શિંગ અને મારો ઊંચો બુરજ છે.
\q
\v 3 હું યહોવાહને વિનંતિ કરીશ તે સ્તુતિપાત્ર છે અને એમ હું મારા શત્રુઓથી બચી જઈશ.
\s5
\q
\v 4 મને મૃત્યુનાં બંધનોએ ઘેરી લીધો છે અને દુષ્ટતાનાં મોજાં મારા પર ફરી વળ્યાં છે.
\q
\v 5 શેઓલ
\f +
\fr 18:5
\ft પાતાળ
\f* નાં બંધનોએ મને બધી બાજુએથી ઘેરી લીધો છે; મૃત્યુના પાશ મારા પર આવી પડ્યા છે.
\s5
\q
\v 6 મારા સંકટમાં મેં યહોવાહને વિનંતિ કરી; મદદને માટે મેં મારા ઈશ્વરને વિનંતિ કરી. તેમણે પોતાના પવિત્રસ્થાનમાંથી મારો અવાજ સાંભળ્યો;
\q તેમની આગળ મારી અરજ તેમને કાને પહોંચી.
\s5
\q
\v 7 ત્યારે પૃથ્વી હાલી તથા કાંપી; વળી, પર્વતોના પાયા ખસી ગયા
\q અને હાલવા લાગ્યા કેમ કે ઈશ્વર ગુસ્સે થયેલા હતા.
\q
\v 8 તેમનાં નસકોરાંમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને તેમના મુખમાંથી ભસ્મ કરનાર અગ્નિ નીકળવા લાગ્યો. તેથી કોલસા સળગી ઊઠ્યા.
\s5
\q
\v 9 તે આકાશોને નમાવીને નીચે ઊતર્યા અને તેમના પગની નીચે ઘોર અંધકાર હતો.
\q
\v 10 તે કરુબ
\f +
\fr 18:10
\ft જૂના કરારમાં કરુબ (બહુવચન "કરુબો") એક પાંખવાળા પ્રાણી છે, જે ઈશ્વરનું સિંહાસનનું રક્ષણ કરે છે.
\f* પર સવારી કરીને ઊડ્યા; તે પવનની પાંખોની જેમ ઊડ્યા.
\s5
\q
\v 11 તેમણે મેઘજળના અંધકારને તથા અંતરિક્ષના ગાઢા વાદળને પોતાનું સંતાવાનું સ્થળ અને પોતાની આસપાસ આચ્છાદન બનાવ્યું.
\q
\v 12 તેમની સામેના પ્રકાશથી તેમનાં ગાઢ વાદળ જતાં રહ્યાં, કરા તથા અગ્નિના અંગારા વરસ્યા
\f +
\fr 18:12
\ft આ લખાણો હિબ્રૂ ભાષામાં મળશે નહિ
\f* .
\s5
\q
\v 13 યહોવાહે આકાશમાં ગર્જના કરી! પરાત્પરે મોટો અવાજ કાઢ્યો અને કરા તથા વીજળીના ચમકારા થયા.
\q
\v 14 તેમણે બાણ મારીને તેના શત્રુઓને મારી નાખ્યા; તેમણે વીજળીઓ મોકલીને તેમને થથરાવી નાખ્યા.
\s5
\q
\v 15 પછી, હે યહોવાહ, તમારી ધમકીથી, તમારાં નસકોરાંના શ્વાસથી સમુદ્રના તળિયાં દેખાયાં અને ધરતીના પાયા ઉઘાડા થયા.
\s5
\q
\v 16 તેમણે હાથ લંબાવી મને પકડી લીધો! તે ઘણા પાણીમાંથી મને બહાર લાવ્યા.
\q
\v 17 તેમણે મને મારા બળવાન શત્રુથી અને મારા દ્વેષીઓથી બચાવ્યો, કારણ કે તેઓ મારા કરતાં વધારે જોરાવર હતા.
\s5
\q
\v 18 મારી વિપત્તિના દિવસોમાં તેઓ મારા પર તૂટી પડ્યા, પણ યહોવાહે મને સ્થિર રાખ્યો.
\q
\v 19 તેઓ મને ખુલ્લી જગ્યામાં કાઢી લાવ્યા; તેમણે મને બચાવ્યો કેમ કે તે મારા પર પ્રસન્ન હતા.
\s5
\q
\v 20 યહોવાહે મારા ન્યાયીપણાનું ફળ આપ્યું છે; તેમણે મારા હાથની શુદ્ધતા પ્રમાણે મને પાછું વાળી આપ્યું છે.
\q
\v 21 કારણ કે હું યહોવાહને માર્ગે ચાલ્યો છું અને દુષ્ટતા કરીને મારા ઈશ્વરથી વિમુખ થયો નથી.
\s5
\q
\v 22 હું તેમના સર્વ નિયમોને કાળજીપૂર્વક અનુસર્યો છું; મેં તેમના વિધિઓ મારી પાસેથી દૂર કર્યા નહોતા.
\q
\v 23 વળી હું તેમની આગળ નિર્દોષ હતો અને હું અન્યાયથી દૂર રહ્યો.
\q
\v 24 યહોવાહે મારું ન્યાયીપણું અને મારા હાથની શુદ્ધતા જોઈને તે પ્રમાણે મને પ્રતિદાન આપ્યું છે.
\s5
\q
\v 25 જેઓ તમારી પ્રત્યે વિશ્વાસુ છે, તેને તમે વિશ્વાસુ છો;
\q2 જેઓ તમારી સાથે ન્યાયી છે, તેઓની સાથે તમે ન્યાયી દેખાશો.
\q
\v 26 જેઓ શુદ્ધ છે તેઓની સાથે તમે શુદ્ધ છો; પણ જેઓ કપટી છે તેઓને સાથે હઠીલા દેખાશો.
\s5
\q
\v 27 કેમ કે તમે દુઃખીઓને બચાવો છો, પણ અભિમાની લોકોને અપમાનિત કરો છો.
\q
\v 28 કેમ કે તમે મારો દીવો સળગાવશો; યહોવાહ મારા ઈશ્વર મારા અંધકારનો પ્રકાશ કરશે.
\q
\v 29 કેમ કે તમારાથી હું કિલ્લો પણ કૂદી
\f +
\fr 18:29
\ft પગથી ખૂંદવું
\f* જાઉં છું; મારા ઈશ્વરના કારણે હું કોટ કૂદી જાઉં છું.
\s5
\q
\v 30 ઈશ્વરને માટે તેમનો માર્ગ તો સંપૂર્ણ છે. યહોવાહના શબ્દો શુદ્ધ છે!
\q જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વની તે ઢાલ છે.
\q
\v 31 કારણ કે યહોવાહ વિના બીજા ઈશ્વર કોણ છે? અમારા ઈશ્વર વિના બીજો ખડક કોણ છે?
\q
\v 32 ઈશ્વર જે મારી કમરે સામર્થ્યરૂપી પટ્ટો બાંધે છે અને મારો માર્ગ સીધો કરે છે.
\s5
\q
\v 33 તે મારા પગોને હરણીના જેવા કરે છે અને મારાં ઉચ્ચસ્થાનો પર મને સ્થાપે છે.
\q
\v 34 તે મારા હાથોને લડતાં શીખવે છે અને મારા હાથ પિત્તળનું ધનુષ્ય તાણે છે.
\s5
\q
\v 35 તમે તમારા ઉદ્ધારની ઢાલ મને આપી છે. તમારા જમણા હાથથી તમે મને ટેકો આપ્યો છે અને તમારી અમીદ્રષ્ટીએ મને મોટો કર્યો છે.
\q
\v 36 તમે મારા ચાલવાની જગ્યા ખુલ્લી કરી છે, જેથી મારા પગ કદી લપસ્યા નથી.
\s5
\q
\v 37 હું મારા શત્રુઓની પાછળ પડીને તેઓને પકડી પાડીશ; જ્યાં સુધી તેઓનો નાશ નહિ થાય, ત્યાં સુધી હું પાછો ફરીશ નહિ.
\q
\v 38 હું તેઓને એવા શરમાવી નાખીશ કે તેઓ ફરી ઊભા થઈ શકશે નહિ; તેઓ મારા પગે પડશે.
\q
\v 39 કારણ કે તમે યુદ્ધને માટે મારી કમરે સામર્થ્યરૂપી પટ્ટો બાંધ્યો છે; મારી સામે ચઢાઈ કરનારને તમે મારે તાબે કર્યા છે.
\s5
\q
\v 40 તમે મારા શત્રુઓની પીઠ મારી તરફ ફેરવી છે કે, જેથી મારા દ્વેષીઓનો નાશ કરું.
\q
\v 41 તેઓએ મદદને માટે પોકાર કર્યો, પણ તેઓને બચાવનાર કોઈ નહોતું; તેઓએ યહોવાહને વિનંતી કરી, પણ તેમણે તેઓને કોઈ જવાબ આપ્યો નહિ.
\q
\v 42 પવનથી ફૂંકાતી ધૂળની જેમ તેમને મેં વિખેરી નાખ્યા છે; ગલીઓમાંની ધૂળની જેમ મેં તેમને કચડી નાખ્યા છે.
\s5
\q
\v 43 તમે મને મારા વિરુદ્ધ લડતાં લોકોથી બચાવો. તમે મને બીજા દેશોનો અધિકારી બનાવો છો. જે લોકોને હું જાણતો નથી તેઓ મારી સેવા કરશે.
\q
\v 44 જ્યારે તેઓએ મારે વિષે સાંભળ્યું, ત્યારે તેઓ મારે આધીન થયા; વિદેશીઓ મારે શરણે આવ્યા.
\q
\v 45 વિદેશીઓ હિંમત ગુમાવી બેઠા છે અને ધ્રૂજતા ધ્રૂજતા તેઓ કિલ્લાની બહાર આવ્યા.
\s5
\q
\v 46 યહોવાહ જીવતા જાગતા ઈશ્વર છે; મારા રક્ષકની સ્તુતિ હો. મારા ઉદ્ધાર કરનાર ઈશ્વર ઉત્તમ મનાઓ.
\q
\v 47 એટલે જે ઈશ્વર મારું વેર વાળે છે અને લોકોને મારે તાબે કરે છે તેમની સ્તુતિ થાઓ.
\s5
\q
\v 48 તે મારા શત્રુઓથી મને છોડાવે છે! હા, મારી સામે ઊઠનારા પર તમે મને વિજય આપો છો! બલાત્કાર કરનાર માણસથી તમે મને બચાવો છો.
\q
\v 49 માટે હે યહોવાહ, વિદેશીઓમાં હું તમારી સ્તુતિ કરીશ; હું તમારા નામનાં સ્તોત્ર ગાઈશ.
\s5
\q
\v 50 તે પોતાના રાજાને વિજય આપે છે અને પોતાના અભિષિક્ત ઉપર, એટલે દાઉદ તથા તેના વંશજો ઉપર, સર્વકાળ કૃપા રાખે છે.
\s5
\c 19
\s સૃષ્ટિમાં પ્રગટતો પ્રભુમહિમા
\d મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત.
\b
\q
\v 1 આકાશો ઈશ્વરનો મહિમા પ્રગટ કરે છે
\q અને અંતરિક્ષ તેમના હાથનું કામ દર્શાવે છે!
\q
\v 2 દિવસ દિવસને તેમના વિષે કહે છે;
\q રાત રાતને તેમનું ડહાપણ પ્રગટ કરે છે.
\q
\v 3 ત્યાં વચન નથી અને શબ્દો પણ નથી; તેઓની વાણી સંભાળતી નથી.
\s5
\q
\v 4 તેઓનો વિસ્તાર આખી પૃથ્વીમાં છે
\q અને જગતના છેડા સુધી તેઓની સાક્ષી ફેલાયેલી છે.
\q તેઓમાં ઈશ્વરે સૂર્યને માટે મંડપ ઊભો કર્યો છે.
\q
\v 5 સૂર્ય પોતાના ઓરડામાંથી નીકળતા વરરાજા જેવો છે
\q અને તે બળવાન માણસની જેમ પોતાની શરત દોડવામાં આનંદ માને છે.
\q
\v 6 તે આકાશને એક છેડેથી નીકળી આવે છે
\q અને તેના બીજા છેડા સુધી પરિક્રમણ કરે છે;
\q તેની ઉષ્ણતા પામ્યા વિના કોઈ બાકી રહી જતું નથી.
\s પ્રભુનો નિયમ
\s5
\q
\v 7 યહોવાહના નિયમો સંપૂર્ણ છે, તે આત્માને તાજગી આપે છે;
\q યહોવાહની સાક્ષી વિશ્વાસપાત્ર છે, તે ભોળાને બુદ્ધિમાન કરે છે.
\q
\v 8 યહોવાહના વિધિઓ યથાર્થ છે, તેઓ હૃદયને આનંદ આપે છે;
\q યહોવાહની આજ્ઞાઓ નિર્મળ છે, જે આંખોને પ્રકાશ આપે છે.
\s5
\q
\v 9 યહોવાહનો ભય શુદ્ધ અને અનાદિ છે;
\q યહોવાહના ઠરાવો સત્ય તથા તદ્દન ન્યાયી છે.
\q
\v 10 તે શુદ્ધ સોના કરતાં, પણ વધુ પસંદ કરવા યોગ્ય છે;
\q વળી મધપૂડાનાં ટીપાં કરતાં તેઓ વધારે મીઠાં છે.
\s5
\q
\v 11 હા, તેનાથી તમારા સેવકને ચેતવણી મળે છે
\q તેઓને પાળવામાં મોટો લાભ છે.
\q
\v 12 પોતાની ભૂલો કોણ જાણી શકે?
\q છાના પાપથી તમે મને મુક્ત કરો.
\s5
\q
\v 13 જાણી જોઈને કરતાં પાપથી તમે તમારા સેવકને અટકાવો;
\q તેઓને મારા પર રાજ કરવા ન દો.
\q એટલે હું સંપૂર્ણ થઈશ
\q અને હું મહાપાપમાંથી બચી જઈશ.
\q
\v 14 હે યહોવાહ, મારા ખડક તથા મારા ઉદ્ધારનાર
\q મારા મુખના શબ્દો તથા મારા હૃદયના વિચારો
\q તમારી આગળ માન્ય થાઓ.
\s5
\c 20
\s વિજય માટે પ્રાર્થના
\d મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત.
\q
\v 1 સંકટના સમયે યહોવાહ તારી મદદ કરો;
\q યાકૂબના ઈશ્વરનું નામ તારું રક્ષણ કરો.
\q
\v 2 પવિત્રસ્થાનમાંથી તને સહાય મોકલો
\q અને સિયોનમાંથી તને બળ આપો.
\s5
\q
\v 3 તે તારાં સર્વ અર્પણોનું સ્મરણ કરો
\q અને તારું દહનીયાર્પણ માન્ય કરો.
\q
\v 4 તે તારા હૃદયની ઇચ્છા પ્રમાણે આપો
\q અને તારી સર્વ યોજનાઓ પૂરી કરો.
\s5
\q
\v 5 તારા ઉદ્ધારમાં અમે આનંદ માનીશું
\q અને આપણા ઈશ્વરને નામે આપણી ધ્વજાઓ ચઢાવીશું.
\q યહોવાહ તારી સર્વ અરજો સ્વીકારો.
\q
\v 6 હવે હું જાણું છું કે યહોવાહ પોતાના અભિષિક્તને બચાવે છે;
\q તે પોતાના પવિત્ર આકાશમાંથી પોતાના જમણા હાથની
\q તારકશક્તિથી તેને જવાબ આપશે.
\s5
\q
\v 7 કોઈ રથ પર ભરોસો રાખે છે અને કોઈ ઘોડા પર,
\q પણ આપણે આપણા ઈશ્વર યહોવાહના નામનું સ્મરણ કરીશું.
\q
\v 8 તેઓ નમીને પડી ગયા છે;
\q પણ આપણે ઊઠીને ઊભા થયા છીએ.
\s5
\q
\v 9 હે યહોવાહ, રાજાને વિજય આપો;
\q જ્યારે અમે વિનંતિ કરીએ, ત્યારે અમને મદદ કરો.
\s5
\c 21
\s વિજય-સ્તવન
\d મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત.
\q
\v 1 હે યહોવાહ, તમારા સામર્થ્યથી રાજા હર્ષ પામશે!
\q તમે કરેલા ઉદ્ધારથી તે કેટલો બધો આનંદ કરશે!
\q
\v 2 તમે તેને તેના હૃદયની ઇચ્છા પ્રમાણે આપ્યું છે
\q તેના હોઠની અરજીનો ઇનકાર તમે કર્યો નથી.
\s5
\q
\v 3 કારણ કે આશીર્વાદો લઈને તમે તેની સામે જાઓ છો;
\q તમે ચોખ્ખા સોનાનો મુગટ તેના માથા પર મૂકો છો.
\q
\v 4 તેણે તમારી પાસેથી જીવનદાન માગ્યું; તે તમે તેને આપ્યું;
\q તમે તેને સર્વકાળ ટકે એવું આયુષ્ય આપ્યું.
\s5
\q
\v 5 તમારા મહિમાથી તેને વિજય મળે છે;
\q તમે તેને માન તથા મહિમા બક્ષો છો.
\q
\v 6 કારણ કે તમે તેને સદાને માટે આશીર્વાદ આપો છો;
\q તમે તેને તમારી સમક્ષ આનંદ પમાડો છો.
\s5
\q
\v 7 કારણ કે રાજા યહોવાહ પર ભરોસો રાખે છે;
\q તે પરાત્પરની કૃપાથી ડગશે નહિ.
\q
\v 8 તારા સર્વ શત્રુઓ તારા હાથમાં આવશે;
\q તારો જમણો હાથ તારા દ્વ્રેષીઓને શોધી કાઢશે.
\s5
\q
\v 9 તું તારા ગુસ્સાના સમયે તેઓને બળતી ભઠ્ઠી જેવા કરી દેશે.
\q યહોવાહ પોતાના કોપથી તેઓને ગળી જશે
\q અને અગ્નિ તેઓને ભસ્મ કરી નાખશે.
\q
\v 10 તમે પૃથ્વી પરના તેઓના પરિવારોનો વિનાશ કરશો;
\q મનુષ્યોમાંથી તેમના વંશજો નાશ પામશે.
\s5
\q
\v 11 કારણ કે તેઓએ તમારી વિરુદ્ધ દુષ્ટતા કરવાનું ધાર્યું છે;
\q જેને તેઓ અમલમાં લાવી શકતા નથી, એવી યુક્તિ તેઓએ કલ્પી છે.
\q
\v 12 તમે તમારી પાછળથી તેઓનાં મુખ સામે
\q તૈયારી કરશો, ત્યારે તેઓને પાછા હઠી જવું પડશે.
\s5
\q
\v 13 હે યહોવાહ, તમે પોતાને સામર્થ્યે ઊંચા થાઓ;
\q અમે તમારા પરાક્રમનાં સ્તોત્ર ગાઈને સ્તવન કરીશું.
\s5
\c 22
\s ભક્તનો આર્તનાદ અને સ્તુતિગાન
\d મુખ્ય સંગીતકાર માટે; "હરણની લય"દાઉદનું એક ગીત
\q
\v 1 હે મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ તજી દીધો છે?
\q મને સહાય કરવાને તથા મારો વિલાપ સાંભળવાને તમે એટલે દૂર કેમ રહો છો?
\q
\v 2 હે મારા ઈશ્વર, હું દિવસે પોકાર કરું છું, પણ તમે મને જવાબ આપતા નથી;
\q અને રાત્રે પણ હું ચૂપ રહેતો નથી!
\s5
\q
\v 3 તોપણ, હે ઇઝરાયલનાં સ્તોત્ર પર બિરાજમાન,
\q તમે પવિત્ર છો.
\q
\v 4 અમારા પૂર્વજોએ તમારા પર ભરોસો રાખ્યો હતો;
\q તેઓએ ભરોસો રાખ્યો હતો અને તમે તેઓને છોડાવ્યા.
\q
\v 5 તેઓએ તમને પ્રાર્થના કરી અને તેઓ બચી ગયા.
\q તેઓએ તમારા પર ભરોસો રાખ્યો અને નિરાશ થયા નહિ.
\s5
\q
\v 6 પણ હું તો માત્ર કીડો છું, માણસ નથી,
\q માણસોથી ધિક્કાર પામેલો અને લોકોથી તુચ્છ ગણાયેલો છું.
\q
\v 7 જેઓ મને જુએ છે તેઓ બધા મારી હાંસી કરે છે;
\q તેઓ મોં ફેરવીને માથું ધુણાવીને કહે છે.
\q
\v 8 તેઓ કહે છે, "તું યહોવાહ પર ભરોસો રાખ;
\q યહોવાહ તને છોડાવશે.
\q તે તારા પર રાજી છે, માટે તે બચાવશે."
\s5
\q
\v 9 તમે મને ઉદરમાંથી બહાર લાવનાર છો;
\q જ્યારે હું મારી માતાનું દૂધ પીતો હતો, ત્યારે તમે મારામાં ભરોસો ઉપજાવ્યો.
\q
\v 10 હું જન્મથી જ તમારા હાથમાં સોંપાયેલો છું
\q મારી માતાના ગર્ભમાં હતો ત્યારથી તમે મારા ઈશ્વર છો!
\s5
\q
\v 11 તમે મારાથી દૂર ન જાઓ, કેમ કે સંકટ પાસે છે;
\q મને સહાય કરનાર કોઈ નથી.
\q
\v 12 ઘણા સાંઢોએ મને ઘેરી લીધો છે;
\q બાશાનના બળવંત સાંઢ મારી આસપાસ ફરી વળ્યા છે.
\q
\v 13 ફાડી ખાનાર તથા ગર્જનાર સિંહની જેમ
\q તેઓ મારી સામે પોતાનું મોં ઉઘાડે છે.
\s5
\q
\v 14 જેમ પાણી વહી જાય તેમ, મારી શક્તિ ચાલી ગઈ છે
\q અને મારાં સર્વ હાડકાં ઢીલાં થઈ ગયાં છે.
\q મારું હૃદય મીણના જેવું બની ગયું છે;
\q તે મારાં આંતરડાંમાં પીગળી ગયું છે.
\q
\v 15 મારું બળ
\f +
\fr 22:15
\ft મારું ગળું
\f* વાસણના એક તૂટેલા ટુકડા જેવું સુકું થઈ ગયું છે;
\q મારી જીભ મારા મુખના તાળવે ચોંટી જાય છે.
\q તમે મને મરણની ધૂળમાં બેસાડી દીધો છે.
\s5
\q
\v 16 કારણ કે મારી આસપાસ કૂતરા ફરી વળ્યા છે;
\q મને દુષ્ટોની ટોળીએ ઘેરી લીધો છે
\q તેઓએ મારા હાથપગ વીંધી નાખ્યા છે.
\q
\v 17 હું મારા શરીરનાં સર્વ હાડકાં ગણી શકું છું.
\q તેઓ મને ધારીને જુએ છે;
\s5
\q
\v 18 તેઓ મારાં વસ્ત્રો અંદરોઅંદર વહેંચી લે છે,
\q તેઓ મારા ઝભ્ભાને માટે ચિઠ્ઠી નાખે છે.
\q
\v 19 હે યહોવાહ, મારાથી દૂર ન જાઓ;
\q હે મારા સામર્થ્ય, મારી મદદે આવો.
\s5
\q
\v 20 મને આ તલવારથી બચાવો,
\q મારા મૂલ્યવાન જીવનને આ કૂતરાના કબજામાંથી છોડાવો.
\q
\v 21 મને સિંહોનાં મોંમાંથી બચાવો;
\q તમે જંગલી સાંઢોના શિંગડાંઓથી મને બચાવશે
\f +
\fr 22:21
\ft ઈશ્વર સંભાળશે
\f* .
\b
\s5
\q
\v 22 હું મારા ભાઈઓમાં તમારું નામ પ્રગટ કરીશ;
\q હું ભરી સભામાં તમારી સ્તુતિ કરીશ.
\q
\v 23 હે યહોવાહનો ભય રાખનારાઓ, તેમનાં ગુણગાન ગાઓ!
\q તમે બધા યાકૂબના વંશજો, તેમને માન આપો!
\q હે ઇઝરાયલના સર્વ વંશજો, તમે તેમનું ભય રાખો.
\s5
\q
\v 24 કેમ કે તેમણે દુઃખીઓના દુઃખને તુચ્છ ગણ્યું નથી અને તેનાથી કંટાળ્યા નથી;
\q યહોવાહે તેનાથી પોતાનું મુખ ફેરવ્યું નથી;
\q જ્યારે તેણે મદદને માટે અરજ કરી, ત્યારે તેમણે તેનું સાંભળ્યું.
\q
\v 25 હું તમારી કૃપાથી મોટી મંડળીમાં તમારી સ્તુતિ કરું છું;
\q તેમનું ભય રાખનારાઓની આગળ હું મારી પ્રતિજ્ઞાઓ પૂરી કરીશ.
\s5
\q
\v 26 દરિદ્રીઓ ખાઈને તૃપ્ત થશે;
\q જેઓ યહોવાહને શોધે છે, તેઓ તેમની સ્તુતિ કરશે.
\q તેઓનો
\f +
\fr 22:26
\ft અમારું
\f* હૃદય સર્વકાળ જીવો.
\q
\v 27 પૃથ્વીના સર્વ લોકો યહોવાહને સંભારીને તેમની તરફ ફરશે;
\q વિદેશીઓનાં સર્વ કુટુંબો તેમની
\f +
\fr 22:27
\ft તમારી
\f* આગળ આવીને પ્રણામ કરશે.
\s5
\q
\v 28 કારણ કે રાજ્ય યહોવાહનું છે;
\q તે સર્વ પ્રજા પર રાજ કરે છે.
\q
\v 29 પૃથ્વીના સર્વ મોટા લોકો પ્રણામ કરશે
\f +
\fr 22:29
\ft તથા ભોજન કરશે
\f* ;
\q જેઓ ધૂળમાં જનારા છે, એટલે જેઓ પોતાના જીવને
\q બચાવી શકતા નથી, તેઓ સર્વ ઈશ્વરની આગળ નમશે.
\s5
\q
\v 30 તેઓના વંશજો પ્રભુ ઈશ્વરની સેવા કરશે;
\q આવતી પેઢીની આગળ તેઓને તેનું ન્યાયીપણું પ્રગટ કરવામાં આવશે.
\q
\v 31 તેઓ આવશે અને હવે પછી જન્મનારા લોકોને;
\q તેઓનું ન્યાયીપણું પ્રગટ કરીને કહેશે કે, તેમણે તે કર્યું છે!
\s5
\c 23
\s યહોવાહ મારા પાળક
\d દાઉદનું ગીત.
\b
\q
\v 1 યહોવાહ મારા પાળક છે; તેથી મને કશી ખોટ પડશે નહિ.
\q
\v 2 તે મને લીલાં ઘાસમાં સુવાડે છે
\q તે મને શાંત પાણીની પાસે દોરી જાય છે.
\s5
\q
\v 3 તે મારા આત્માને તાજગી આપે છે;
\q પોતાના નામની ખાતર તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.
\s5
\q
\v 4 જો કે હું મૃત્યુની છાયાની ખીણમાં ચાલું,
\q તોય હું કંઈપણ દુષ્ટતાથી બીશ નહિ, કેમ કે તમે મારી સાથે છો;
\q તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો આપે છે.
\s5
\q
\v 5 તમે મારા દુશ્મનોની સામે મારે માટે ભોજન પીરસો છો
\q તમે મારા માથા પર તેલ રેડ્યું છે;
\q મારો પ્યાલો છલકાઈ જાય છે
\f +
\fr 23:5
\ft જુઓ લૂક ૭:૪૬
\f* .
\s5
\q
\v 6 નિશ્ચે મારી જિંદગીના સર્વ દિવસો દરમ્યાન ભલાઈ તથા દયા મારી સાથે આવશે;
\q અને હું સદા સર્વકાળ સુધી યહોવાહના ઘરમાં રહીશ.
\s5
\c 24
\s મહાન રાજા
\d દાઉદનું ગીત.
\b
\q
\v 1 પૃથ્વી તથા તેનું સર્વસ્વ યહોવાહનાં છે,
\q જગત અને તેમાં વસનારાં પણ તેમનાં છે.
\q
\v 2 કેમ કે તેમણે સમુદ્રો પર તેનો પાયો નાખ્યો છે
\q અને નદીઓ પર તેને સ્થાપન કરી છે.
\s5
\q
\v 3 યહોવાહના પર્વત
\f +
\fr 24:3
\ft આ પર્વત પર મંદિર બાંધવામાં આવ્યું હતું. લોકો સિયોન પર્વત ચઢીને મંદિરમાં પ્રવેશતા હતા અને ઈશ્વરની ઉપાસના કરતા હતા.
\f* પર કોણ ચઢી શકશે?
\q તેમના પવિત્રસ્થાનમાં કોણ પ્રવેશ કરશે?
\q
\v 4 જેના હાથ શુદ્ધ છે અને જેનું હૃદય પવિત્ર છે;
\q જેણે પોતાનું મન અસત્યમાં લગાડ્યું નથી
\q અને જે જૂઠા સમ ખાતો નથી તે જ ઊભો રહી શકશે.
\s5
\q
\v 5 તે યહોવાહનો આશીર્વાદ પ્રાપ્ત કરશે
\q અને પોતાના ઉદ્ધાર કરનાર ઈશ્વરથી ન્યાયીપણું પામશે.
\q
\v 6 હે યાકૂબના ઈશ્વર, જેઓ તમારું મુખ શોધે છે
\q તેઓની પેઢી આ છે.
\qs સેલાહ.
\qs*
\b
\s5
\q
\v 7 હે પ્રવેશદ્વારો, તમારાં માથા ઊંચાં કરો;
\q હે પ્રાચીન પ્રવેશદ્વારો, તમે ઊંચાં થાઓ,
\q કે જેથી ગૌરવવાન રાજા અંદર આવશે!
\q
\v 8 ગૌરવવાન રાજા તે કોણ છે?
\q યહોવાહ, જે બળવાન તથા યુદ્ધમાં પરાક્રમી છે, તે જ.
\s5
\q
\v 9 હે પ્રવેશદ્વારો, તમારાં માથાં ઊંચાં કરો;
\q હે પ્રાચીન પ્રવેશદ્વારો, તમે પણ ઊંચાં થાઓ,
\q કે જેથી ગૌરવવાન રાજા અંદર આવશે!
\q
\v 10 આ ગૌરવવાન રાજા તે કોણ છે?
\q યહોવાહ આકાશોના સર્વ સૈન્યોના માલિક એ જ
\q ગૌરવવાન રાજા છે.
\qs સેલાહ.
\qs*
\s5
\c 25
\s માર્ગદર્શન અને રક્ષા માટે પ્રાર્થના
\d દાઉદનું [ગીત].
\b
\q
\v 1 હે યહોવાહ, હું તમારામાં મારું અંતઃકરણ લગાડું છું!
\q
\v 2 હે મારા ઈશ્વર, હું તમારા પર ભરોસો રાખું છું.
\q મને અપમાનિત ન થવા દો;
\q મારા શત્રુઓને મારા પર વિજય મેળવીને આનંદિત થવા ન દો.
\q
\v 3 જેઓ તમારામાં આશા રાખે છે તેઓમાંનો કોઈ શરમાશે નહિ,
\q પણ જેઓ વગર કારણે કપટ કરે છે તેઓ બદનામ થશે!
\s5
\q
\v 4 હે યહોવાહ, મને તમારા માર્ગ બતાવો;
\q તમારા રસ્તા વિષે મને શીખવો.
\q
\v 5 તમારા સત્યમાં મને દોરો અને મને શીખવો,
\q કેમ કે તમે મારો ઉદ્ધાર કરનાર ઈશ્વર છો;
\q હું આખો દિવસ તમારામાં આશા રાખું છું.
\s5
\q
\v 6 હે યહોવાહ, તમારી કૃપા તથા તમારા વાત્સલ્યનું સ્મરણ કરો;
\q કારણ કે તેઓ હંમેશાં સનાતન છે.
\q
\v 7 મારી જુવાનીનાં પાપ અને મારા અપરાધનું સ્મરણ ન કરો;
\q હે યહોવાહ, તમારી ભલાઈ અને તમારી કૃપા પ્રમાણે મને સંભારો!
\s5
\q
\v 8 યહોવાહ ઉત્તમ અને ન્યાયી છે;
\q તેથી તે પાપીઓને સાચા માર્ગ વિષે શીખવશે.
\q
\v 9 તે નમ્ર લોકોને ન્યાયી બનવા માટે દોરે છે
\q અને તે તેઓને તેઓના માર્ગે ચાલવાનું શીખવશે.
\s5
\q
\v 10 જેઓ તેમનો કરાર તથા તેમના સાક્ષ્યો પાળે છે,
\q તેઓને માટે યહોવાહના સર્વ માર્ગો કૃપા તથા સત્યતાથી ભરેલા છે.
\q
\v 11 હે યહોવાહ, તમારા નામની ખાતર,
\q મારા પાપની ક્ષમા કરો, કેમ કે તે ઘણા છે.
\s5
\q
\v 12 યહોવાહથી બીહે એવું માણસ કયું છે?
\q કયો માર્ગ પસંદ કરવો તે તેને પ્રભુ શીખવે છે.
\q
\v 13 તેનો જીવ સુખમાં રહેશે;
\q અને તેના વંશજો દેશનો વારસો પામશે.
\s5
\q
\v 14 યહોવાહનો મર્મ તેમના ભક્તોની પાસે છે
\q અને તેઓને તે પોતાનો કરાર જણાવે છે.
\q
\v 15 મારી દ્રષ્ટિ સદા યહોવાહ તરફ છે,
\q કારણ કે તે મારા પગને જાળમાંથી મુક્ત કરશે.
\q
\v 16 તમે મારી તરફ ફરો અને મારા પર દયા કરો;
\q કેમ કે હું નિરાશ્રિત અને દુ:ખી છું.
\s5
\q
\v 17 મારા મનનું દુઃખ વધી ગયું છે;
\q તમે મને મારા સંકટમાંથી છોડાવો.
\q
\v 18 મારાં દુ:ખ તથા વેદના પર નજર કરો;
\q મારાં સર્વ પાપની ક્ષમા કરો.
\q
\v 19 મારા શત્રુઓને જુઓ, કેમ કે તેઓ ઘણા છે;
\q તેઓ કેટલી ક્રૂરતાથી મારી ઘૃણા કરે છે.
\s5
\q
\v 20 મારા જીવનું રક્ષણ કરો અને મને છોડાવો;
\q મારી લાજ જવા દેતા નહિ, કારણ કે હું તમારા પર ભરોસો રાખું છું.
\q
\v 21 પ્રામાણિકપણું તથા ન્યાયીપણું મારું રક્ષણ કરો,
\q કારણ કે હું તમારા પર આશા રાખું છું.
\s5
\q
\v 22 હે ઈશ્વર, ઇઝરાયલને
\q તેનાં સર્વ સંકટોમાંથી છોડાવો.
\s5
\c 26
\s સજજનની પ્રાર્થના
\d દાઉદનું [ગીત].
\b
\q
\v 1 હે યહોવાહ, મારો ન્યાય કરો, કેમ કે હું પ્રામાણિકપણે ચાલ્યો છું;
\q મેં યહોવાહ પર ભરોસો રાખ્યો છે અને હું ડગ્યો નથી.
\q
\v 2 હે યહોવાહ, મારી કસોટી કરીને મારી પરીક્ષા કરો;
\q મારા અંત:કરણની તથા મારા હૃદયની શુદ્ધતાની કસોટી કરો!
\q
\v 3 કારણ કે તમારી કૃપા હું નજરે નિહાળું છું
\q અને હું તમારા સત્ય માર્ગે ચાલતો આવ્યો છું.
\s5
\q
\v 4 મેં ક્યારેય દુરાચારીઓની સંગત કરી નથી
\q હું ક્યારેય કપટીઓની સાથે જોડાયો નથી.
\q
\v 5 હું દુષ્ટોની સંગતને ધિક્કારું છું
\q અને હું તેઓની સાથે બેસીશ નહિ.
\s5
\q
\v 6 હું નિર્દોષપણામાં મારા હાથ ધોઈશ
\q અને હે યહોવાહ, એ જ પ્રમાણે હું વેદીની પ્રદક્ષિણા કરીશ.
\q
\v 7 જેથી હું આભારસ્તુતિનાં ગીત ગાઉં
\q અને તમારાં સર્વ ચમત્કારી કામો પ્રગટ કરું.
\q
\v 8 હે યહોવાહ, તમે જે ઘરમાં રહો છો તે
\q અને તે જગ્યા કે જ્યાં તમારું ગૌરવ છે, તે મને પ્રિય છે.
\s5
\q
\v 9 પાપીઓની સાથે મારો સર્વનાશ કરશો નહિ
\q ઘાતકી માણસોની સાથે મને મારી નાખશો નહિ.
\q
\v 10 તેઓને હાથે ઉપદ્રવ થાય છે
\q અને તેઓના જમણા હાથ લાંચથી ભરેલા છે.
\s5
\q
\v 11 પણ હું તો પ્રામાણિકપણે વર્તીશ;
\q મારા પર દયા કરીને મને છોડાવો.
\q
\v 12 મારો પગ મેં સપાટ જગ્યા પર મૂકેલો છે;
\q જનસમૂહમાં હું યહોવાહની સ્તુતિ કરીશ.
\s5
\c 27
\s સ્તુતિગાન
\d દાઉદનું [ગીત].
\b
\q
\v 1 યહોવાહ મારા ઉદ્ધારનાર તથા પ્રકાશ છે;
\q હું કોનાથી બીહું ?
\q યહોવાહ મારા જીવનનું સામર્થ્ય છે;
\q મને કોનો ભય લાગે?
\s5
\q
\v 2 જ્યારે દુરાચારીઓ અને મારા શત્રુઓ મારો સંહાર કરવા આવશે,
\q ત્યારે તેઓ ઠોકર ખાઈને નીચે પડશે.
\q
\v 3 જો કે સૈન્ય મારી સામે છાવણી નાખે,
\q તોપણ હું મનમાં ડરીશ નહિ;
\q જો કે મારી વિરુદ્ધ યુદ્ધ ઊઠે,
\q તોપણ હું ઈશ્વર પર ભરોસો રાખીશ.
\s5
\q
\v 4 યહોવાહ પાસે મેં એક વરદાન માગ્યું છે:
\q કે યહોવાહનું ઘર મારી જિંદગીના સર્વ દિવસો દરમ્યાન મારું નિવાસસ્થાન થાય,
\q જેથી હું યહોવાહના સૌંદર્યનું અવલોકન કર્યા કરું
\q અને તેમના પવિત્રસ્થાનમાં તેમનું ધ્યાન ધરું.
\s5
\q
\v 5 કેમ કે સંકટના સમયે તેઓ મને પોતાના મંડપમાં ગુપ્ત રાખશે;
\q તે પોતાના મંડપને આશ્રયે મને સંતાડશે.
\q તે મને ખડક પર ચઢાવશે!
\q
\v 6 પછી મારી આસપાસના શત્રુઓ પર મારું માથું ઊંચું કરવામાં આવશે
\q અને હું તેમના મંડપમાં હર્ષનાદનાં અર્પણ ચઢાવીશ!
\q હું ગાઈશ અને યહોવાહનાં સ્તોત્રો ગાઈશ!
\b
\s5
\q
\v 7 હે યહોવાહ, જ્યારે હું વિનંતી કરું, ત્યારે તે સાંભળો!
\q મારા પર દયા કરીને મને ઉત્તર આપો!
\q
\v 8 મારું હૃદય તમારા વિષે કહે છે કે,
\q "તેમનું મુખ શોધો!" હે યહોવાહ, હું તમારું મુખ શોધીશ!
\s5
\q
\v 9 તમે તમારું મુખ મારાથી ફેરવશો નહિ;
\q કોપ કરીને તમે તમારા સેવકને તજી દેશો નહિ!
\q તમે મારા સહાયકારી થયા છો;
\q હે મારા ઉદ્ધારનાર ઈશ્વર, મને દૂર ન કરો અને મને તજી ન દો!
\q
\v 10 જો કે મારા માતાપિતાએ મને તજી દીધો છે,
\q તોપણ યહોવાહ મને સંભાળશે.
\s5
\q
\v 11 હે યહોવાહ, મને તમારો માર્ગ શીખવો!
\q મારા શત્રુઓને લીધે
\q મને સરળ માર્ગે દોરી જાઓ.
\q
\v 12 મને મારા શત્રુઓના હાથમાં ન સોંપો,
\q કારણ કે જૂઠા સાક્ષીઓ તથા જુલમના ફૂંફાડા મારનારા
\q મારી વિરુદ્ધ ઊઠ્યા છે!
\s5
\q
\v 13 આ જીવનમાં હું યહોવાહની દયાનો અનુભવ કરીશ, એવો જો મેં વિશ્વાસ કર્યો ન હોત તો હું નિર્બળ થઈ જાત!
\q
\v 14 યહોવાહની રાહ જો;
\q બળવાન થા અને હિંમત રાખ!
\q હા, યહોવાહની રાહ જો!
\s5
\c 28
\s સહાય માટે પ્રાર્થના
\d દાઉદનું [ગીત].
\b
\q
\v 1 હે યહોવાહ, હું તમને વિનંતિ કરીશ; હે મારા ખડક, મને તરછોડશો નહિ.
\q જો તમે મારી સાથે મૌન ધારણ કરશો, તો હું કબરમાં ઊતરી જનારા જેવો થઈ જઈશ.
\q
\v 2 જ્યારે હું તમને વિનંતી કરું, ત્યારે મારા કાલાવાલા સાંભળજો,
\q જ્યારે હું મારા હાથ તમારા પરમપવિત્રસ્થાન તરફ જોડું, ત્યારે મારી યાચનાના કાલાવાલા સાંભળજો.
\s5
\q
\v 3 જેઓ મુખ પર શાંતિ અને હૃદયમાં પાપ રાખીને પોતાના પડોશી સાથે બોલે છે,
\q તે દુષ્ટ અને કુકર્મીઓની સાથે મને ધકેલી દેશો નહિ.
\q
\v 4 તેઓનાં કૃત્ય પ્રમાણે અને તેઓનાં કર્મોની દુષ્ટતા પ્રમાણે તેઓને ફળ આપો;
\q તેઓના હાથનાં કામ પ્રમાણે તેઓને ફળ આપો; તેઓને યોગ્ય બદલો આપો.
\q
\v 5 કેમ કે તેઓ યહોવાહના માર્ગો તથા તેમના હાથનાં કામો સમજતા નથી,
\q તે તેઓને તોડી પાડશે અને કદી તેઓને સ્થિર કરશે નહિ.
\b
\s5
\q
\v 6 યહોવાહની સ્તુતિ થાઓ,
\q કારણ કે તેમણે મારા કાલાવાલા સાંભળ્યા છે!
\q
\v 7 યહોવાહ મારું સામર્થ્ય અને મારી ઢાલ છે;
\q મારા હૃદયે તેમના ઉપર ભરોસો રાખ્યો છે અને મને તેમની સહાય મળી છે.
\q માટે મારા હૃદયમાં અત્યંત આનંદ થાય છે
\q અને તેમની સ્તુતિ ગાઈને હું તેમનો આભાર માનીશ.
\q
\v 8 યહોવાહ પોતાના અભિષિક્ત લોકોનું સામર્થ્ય છે
\q તે તેમના ઉદ્ધાર માટેનો કિલ્લો છે.
\s5
\q
\v 9 તમારા લોકોનો બચાવ કરો અને તમારા વારસાને આશીર્વાદ આપો.
\q વળી તેઓનું પાલનપોષણ કરીને સદા તેઓને ઊંચકી રાખો.
\s5
\c 29
\s આંધીમાં ઈશ્વરનો અવાજ
\d દાઉદનું ગીત.
\b
\q
\v 1 હે પરાક્રમી યહોવાહના દીકરાઓ, તમે તેમની સ્તુતિ કરો;
\q ગૌરવ તથા સામર્થ્ય યહોવાહને આપો.
\q
\v 2 યહોવાહના નામનું ગૌરવ તેમને આપો;
\q પવિત્રતાની શોભા ધારણ કરીને યહોવાહની સ્તુતિ કરો.
\b
\s5
\q
\v 3 યહોવાહનો સાદ સાગરો પર ગાજે છે;
\q ગૌરવવાન ઈશ્વર ગર્જના કરે છે,
\q યહોવાહ ઘણા પાણી પર ગર્જના કરે છે.
\q
\v 4 યહોવાહનો અવાજ સમર્થ છે;
\q યહોવાહનો અવાજ માહાત્મ્યથી ભરપૂર છે.
\q
\v 5 યહોવાહનો અવાજ દેવદારોને ભાંગી નાખે છે;
\q યહોવાહ લબાનોનનાં દેવદારોના ટુકડેટુકડા કરી નાખે છે.
\s5
\q
\v 6 તે તેઓને વાછરડાની જેમ કુદાવે છે, જંગલી બળદની જેમ
\q લબાનોન તથા સીર્યોનને કુદાવે છે.
\q
\v 7 યહોવાહનો અવાજ અગ્નિની જ્વાળાને ભેદે છે.
\q
\v 8 યહોવાહનો અવાજ અરણ્યને ધ્રૂજાવે છે;
\q યહોવાહ કાદેશના અરણ્યને ધ્રૂજાવે છે.
\s5
\q
\v 9 યહોવાહના અવાજથી હરણીઓના ગર્ભ ગળી જાય છે
\f +
\fr 29:9
\ft યહોવાહના અવાજથી ઓક વૃક્ષ પવનથી હાલે છે
\f* ;
\q ઝાડીઓનાં ડાળાપાંખડાં તૂટી પડે છે;
\q પણ તેમના પવિત્રસ્થાનમાં સર્વ લોકો કહે છે, "તેમને મહિમા હો!"
\b
\q
\v 10 યહોવાહ જળપ્રલય સમયે બિરાજમાન હતા;
\q યહોવાહ સદા સર્વકાળ રાજા તરીકે બિરાજનાર છે.
\s5
\q
\v 11 યહોવાહ પોતાના લોકોને સામર્થ્ય આપશે;
\q યહોવાહ પોતાના લોકોને શાંતિનો આશીર્વાદ આપશે.
\s5
\c 30
\s આભારસ્તુતિ
\d ઘરની પ્રતિષ્ઠા કરતી વખતનું ગાયન.દાઉદનું [ગીત].
\b
\q
\v 1 હે યહોવાહ, હું તમને મોટા માનીશ, કારણ કે તમે મને ઊંચો કર્યો છે અને તમે મારા શત્રુઓને મારા પર હર્ષ પામવા દીધા નથી.
\q
\v 2 હે યહોવાહ, મારા ઈશ્વર, મેં તમને સહાયને માટે અરજ કરી અને તમે મને સાજો કર્યો છે.
\q
\v 3 હે યહોવાહ, તમે મારા જીવને શેઓલમાંથી કાઢી લાવ્યા છો; તમે મને જીવતો રાખ્યો છે અને મને કબરમાં પડવા દીધો નથી.
\s5
\q
\v 4 હે યહોવાહના વિશ્વાસુ ભક્તો, તેમનાં સ્તોત્ર ગાઓ! તેમના પવિત્ર નામની આભારસ્તુતિ કરો.
\q
\v 5 તેમનો કોપ તો કેવળ ક્ષણિક છે; પણ તેમની કૃપા જીવનભર છે.
\q રુદન રાત પર્યંત રહે છે, પણ સવારમાં હર્ષાનંદ થાય છે.
\s5
\q
\v 6 હું નિર્ભય હતો, ત્યારે મેં કહ્યું હતું, "હું કદી ડગીશ નહિ."
\q
\v 7 હે યહોવાહ, તમે મારા પર કૃપા કરીને મને પર્વતની જેમ સ્થિર બનાવ્યો છે;
\q પણ જ્યારે તમે મારાથી મુખ ફેરવ્યું, ત્યારે હું ભયભીત થયો.
\q
\v 8 હે યહોવાહ, મેં તમને પોકાર કર્યો અને મેં મારા પ્રભુને વિનંતી કરી!
\s5
\q
\v 9 જો હું કબરમાં જાઉં તો મારા મરણથી તમને શો લાભ થાય? શું ધૂળ તમારી સ્તુતિ કરશે? શું તે તમારું સત્ય પ્રગટ કરશે?
\q
\v 10 હે યહોવાહ, સાંભળો અને મારા પર દયા કરો! હે યહોવાહ, તમે મારા સહાયકારી થાઓ.
\s5
\q
\v 11 તમે મારા શોકને નૃત્યમાં ફેરવ્યું છે; તમે મારા શોકનાં વસ્ત્રો ઉતારી લઈને મને ઉત્સાહ રૂપી વસ્ત્રો પહેરાવી દીધાં.
\q
\v 12 જેથી મારું ગૌરવી હૃદય તમારાં સ્તોત્ર ગાય અને શાંત રહે નહિ; હું આનંદપૂર્વક, યહોવાહ મારા ઈશ્વરની સદાકાળ આભારસ્તુતિ કરીશ!
\s5
\c 31
\s વિશ્વાસની પ્રાર્થના
\d મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત.
\b
\q
\v 1 હે યહોવાહ, હું તમારા ઉપર આધાર રાખું છું;
\q મારી જરા પણ બદનામી થવા દેતા નહિ.
\q તમારા ન્યાયીપણાથી મારું રક્ષણ કરો.
\q
\v 2 મારું સાંભળો; ઉતાવળથી મને છોડાવો;
\q તમે મારે માટે મજબૂત ગઢ
\q તથા મારા બચાવને માટે કિલ્લો થાઓ.
\s5
\q
\v 3 કેમ કે તમે મારા ખડક અને કિલ્લો છો;
\q માટે તમારા નામની ખાતર મને દોરવણી આપો અને મને ચલાવો.
\q
\v 4 મારા શત્રુઓએ પાથરેલી ગુપ્ત જાળમાંથી મને બચાવો,
\q કારણ કે તમે મારો આશ્રય છો.
\s5
\q
\v 5 હું મારો આત્મા તમારા હાથમાં સોંપુ છું;
\q હે યહોવાહ, સત્યના ઈશ્વર, તમે મારો ઉદ્ધાર કર્યો છે.
\q
\v 6 જુઠા દેવોની પૂજા કરનારને હું ધિક્કારું છું,
\q પણ હું યહોવાહ પર ભરોસો રાખું છું.
\q
\v 7 હું તમારી દયાથી આનંદ કરીશ તથા હરખાઈશ,
\q કેમ કે તમે મારું દુ:ખ જોયું છે;
\q તમે મારા આત્માની વિપત્તિઓ જાણી છે.
\s5
\q
\v 8 તમે મને શત્રુઓના હાથમાં સોંપ્યો નથી.
\q તમે મારા પગ વિશાળ જગ્યા પર સ્થિર કર્યા છે.
\q
\v 9 હે યહોવાહ, મારા પર દયા કરો, કેમ કે હું સંકટમાં છું;
\q ખેદથી મારી આંખ, મારો પ્રાણ તથા મારું શરીર ક્ષીણ થાય છે.
\s5
\q
\v 10 કેમ કે સંતાપથી મારી જિંદગી
\q અને નિસાસાથી મારાં વર્ષો વહી જાય છે.
\q મારા ત્રાસના
\f +
\fr 31:10
\ft પાપ, દુષ્ટતા
\f* કારણે મારું બળ ઘટે છે
\q અને મારાં હાડકાં ક્ષીણ થાય છે.
\q
\v 11 મારા સર્વ દુશ્મનોને લીધે લોકો મને મહેણાં મારે છે;
\q મારા પડોશીઓ તો મારી અતિશય નિંદા કરે છે
\q અને મારા ઓળખીતાઓને મારો ભય લાગે છે.
\q જે કોઈ મને મહોલ્લાઓમાં જુએ છે, તે જોતાંની સાથે જ મારી પાસેથી નાસી જાય છે.
\s5
\q
\v 12 મૃત્યુ પામેલા મનુષ્યની જેમ હું વિસરાઈ ગયો છું, જેના વિષે કોઈ વિચારતું પણ નથી.
\q હું તૂટી ગયેલા વાસણ જેવો છું.
\q
\v 13 કેમ કે મેં ઘણાંને તેઓને મુખે મારી બદનક્ષી કરતાં સાંભળ્યા છે,
\q ચારે બાજુ ધાસ્તી છે
\q તેઓ ભેગા થઈને મારી વિરુદ્ધ કાવતરાં ઘડે છે.
\q તેઓ મારો જીવ લેવાની યોજનાઓ ઘડે છે.
\s5
\q
\v 14 પણ, હે યહોવાહ, હું તમારા પર ભરોસો રાખું છું;
\q મેં કહ્યું, "તમે મારા ઈશ્વર છો."
\q
\v 15 મારા સર્વ પ્રસંગો તમારા હાથમાં છે.
\q મારા શત્રુઓના હાથમાંથી તથા જેઓ મારો પીછો કરી રહ્યા છે તેઓનાથી મને બચાવો.
\q
\v 16 તમારા સેવક ઉપર તમારા મુખનો પ્રકાશ પાડો;
\q તમારી કૃપાથી મને બચાવો.
\s5
\q
\v 17 હે યહોવાહ, મારી બદનામી થવા દેતા નહિ; કેમ કે મેં તમને વિનંતિ કરી છે!
\q દુષ્ટો લજ્જિત થાઓ! તેઓ ચૂપચાપ શેઓલમાં પડી રહો.
\q
\v 18 જે જૂઠા હોઠ ન્યાયી માણસોની વિરુદ્ધ ગર્વથી
\q તથા તિરસ્કારથી અભિમાની વાત બોલે છે તે મૂંગા થાઓ.
\s5
\q
\v 19 જે ઉદારતા તમારા ભક્તોને માટે તમે રાખી મૂકી છે,
\q તથા તમારા પર ભરોસો રાખનારને માટે
\q મનુષ્યોની આગળ તમે દર્શાવી છે,
\q તે કેટલી મોટી છે!
\q
\v 20 તમે તમારી સંમુખ તેઓને સંતાડી રાખશો અને તેઓનાં કાવતરાં વિરુદ્ધ રક્ષણ કરશો.
\q તમે તમારા નિવાસસ્થાનમાં તેઓને સુરક્ષિત રાખશો અને તેઓને અનિષ્ટ જીભોથી બચાવશો.
\s5
\q
\v 21 યહોવાહની સ્તુતિ થાઓ,
\q કેમ કે તેમણે મારા પર અસીમ વિશ્વાસુપણું દર્શાવ્યુ છે. જ્યારે દુશ્મનોએ નગરને ઘેરી લીધું હતું, ત્યારે તેમણે મારા પર અદ્દભુત દયા કરી.
\q
\v 22 અધીરતાથી મેં કહી દીધું હતું કે,
\q "તમે તમારી દ્રષ્ટિ આગળથી મને દૂર કર્યો છે,"
\q તોપણ મેં જ્યારે તમને મદદને માટે વિનંતી કરી,
\q ત્યારે તમે મારું સાંભળ્યું.
\s5
\q
\v 23 હે યહોવાહના સર્વ ભક્તો, તમે તેમના પર પ્રેમ રાખો.
\q યહોવાહ વિશ્વાસીઓની રક્ષા કરે છે,
\q પણ અભિમાનીને પુષ્કળ બદલો આપે છે.
\q
\v 24 જે સર્વ યહોવાહ પર મદદને માટે ભરોસો રાખે છે,
\q તે બળવાન તથા હિંમતવાન થાઓ.
\s5
\c 32
\s કબૂલાત અને ક્ષમા
\d દાઉદનું [ગીત]. માસ્કીલ.
\b
\q
\v 1 જેનું ઉલ્લંઘન માફ થયું છે તથા જેનું પાપ ઢંકાઈ ગયું છે,
\q તે આશીર્વાદિત છે.
\q
\v 2 જેને યહોવાહ દોષિત ગણતા નથી અને જેના આત્મામાં કંઈ કપટ નથી,
\q તે આશીર્વાદિત છે.
\s5
\q
\v 3 જ્યારે હું છાનો રહ્યો, ત્યારે આખો દિવસ
\q છાના રુદનથી મારાં હાડકાં જીર્ણ થયાં.
\q
\v 4 કેમ કે રાતદિવસ તમારો હાથ મારા પર ભારે હતો.
\q જેમ ઉનાળાંની ગરમીમાં જળ સુકાઈ જાય છે, તેમ મારી શક્તિ હણાઈ ગઈ હતી.
\qs સેલાહ
\qs*
\s5
\q
\v 5 મેં મારાં પાપ તમારી સમક્ષ કબૂલ કર્યાં
\q અને મારો અન્યાય મેં સંતાડ્યો નથી.
\q મેં કહ્યું, "હું મારાં પાપો યહોવાહ સમક્ષ કબૂલ કરીશ."
\q અને તમે મારાં પાપોની ક્ષમા આપી.
\qs સેલાહ
\qs*
\q
\v 6 તે માટે જરૂરના સમયે
\f +
\fr 32:6
\ft જયારે તે મળી શકે
\f* દરેક ભક્ત તમારી પ્રાર્થના કરે.
\q પછી જ્યારે ઘણા પાણીની રેલ ચઢે, ત્યારે તે તેને પહોંચશે નહિ.
\s5
\q
\v 7 તમે મારી સંતાવાની જગ્યા છો; તમે મને મારા સંકટમાંથી ઉગારશો.
\q તમે મારી આસપાસ વિજયનાં ગીતો ગવડાવશો.
\qs સેલાહ
\qs*
\q
\v 8 કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ.
\q મારી નજર હું તારા પર રાખીને તને બોધ આપીશ.
\s5
\q
\v 9 ઘોડા તથા ખચ્ચર જેને કંઈ સમજણ નથી,
\q જેને કાબૂમાં રાખવા માટે ચોકડા તથા લગામની જરૂર છે,
\q નહિ તો તું જ્યાં લઈ જવા ચાહે ત્યાં તેઓ આવી ન શકે, માટે તેઓના જેવો અણસમજુ ન થા.
\q
\v 10 દુષ્ટોને ઘણી તકલીફો સહન કરવી પડે છે
\q પણ જેઓ યહોવાહ પર ભરોસો રાખે છે, તેઓ તો તેમની કૃપાથી ઘેરાશે.
\s5
\q
\v 11 હે ન્યાયીઓ, યહોવાહમાં આનંદ કરો તથા હરખાઓ;
\q હે શુદ્ધ હૃદયના માણસો, તમે સર્વ હર્ષના પોકાર કરો.
\s5
\c 33
\s સ્તુતિ ગાન
\q
\v 1 હે ન્યાયી લોકો, યહોવાહમાં આનંદ કરો;
\q યથાર્થીઓ સ્તુતિ કરે તે યોગ્ય છે.
\q
\v 2 વીણા વગાડી યહોવાહની સ્તુતિ કરો;
\q દશ તારનું વાજિંત્ર વગાડીને તેમનાં સ્તોત્ર ગાઓ.
\q
\v 3 તેમની આગળ નવું ગીત ગાઓ;
\q વાજિંત્રોને કુશળતાથી અને આનંદથી વગાડો.
\s5
\q
\v 4 કેમ કે યહોવાહનો શબ્દ યથાર્થ છે
\q અને તેમણે કરેલાં સર્વ કામો વિશ્વાસયોગ્ય છે.
\q
\v 5 તે ન્યાય અને ન્યાયી વર્તન ચાહે છે.
\q પૃથ્વી યહોવાહની કૃપાથી ભરાઈ ગઈ છે.
\q
\v 6 યહોવાહના શબ્દ વડે આકાશો ઉત્પન્ન થયાં
\q અને તેમના મુખના શ્વાસ વડે આકાશના સર્વ તારાઓની રચના થઈ.
\s5
\q
\v 7 તેઓ સમુદ્રનાં પાણીને મશકની માફક ભેગાં કરે છે;
\q તેના અતિશય ઊંડાણોને તે વખારોમાં ભરી રાખે છે.
\q
\v 8 સમગ્ર પૃથ્વી યહોવાહની બીક રાખે;
\q દુનિયાના સર્વ રહેવાસીઓ તેમનો ભય રાખો.
\q
\v 9 કારણ કે તેઓ બોલ્યા અને સૃષ્ટિ ઉત્પન્ન થઈ;
\q તેમણે આજ્ઞા કરી અને તે સ્થિર થઈ.
\s5
\q
\v 10 યહોવાહ વિદેશીઓની યોજનાઓને નિષ્ફળ બનાવે છે;
\q તે લોકોની યોજનાઓને નિરર્થક બનાવે છે.
\q
\v 11 યહોવાહની યોજનાઓ સદાકાળ ટકે છે,
\q તેમણે કરેલી ઘારણા પેઢી દર પેઢી રહે છે.
\q
\v 12 જે પ્રજાના ઈશ્વર યહોવાહ છે અને જેઓને તેમણે પોતાના વારસાને માટે પસંદ કર્યા છે,
\q તેઓ આશીર્વાદિત છે.
\s5
\q
\v 13 યહોવાહ આકાશમાંથી જુએ છે;
\q તે સર્વ મનુષ્યપુત્રો પર નજર રાખે છે.
\q
\v 14 પોતાના નિવાસસ્થાનમાંથી
\q તે પૃથ્વીના સર્વ રહેવાસીઓને નિહાળે છે.
\q
\v 15 તે સર્વના હૃદયના સરજનહાર છે
\q અને તેઓ જે કાંઈ કરે છે તે તે ધ્યાનમાં રાખે છે.
\s5
\q
\v 16 મોટા સૈન્ય વડે કોઈ રાજા બચી શકતો નથી;
\q મોટા પરાક્રમ વડે બળવાન પુરુષ છૂટી શકતો નથી.
\q
\v 17 યુદ્ધમાં વિજય માટે ઘોડાઓ પર આધાર રાખવો તે વ્યર્થ છે;
\q તેઓ પોતાના બહુ બળથી કોઈને ઉગારી શકતા નથી.
\s5
\q
\v 18 જુઓ, જેઓ યહોવાહનો ભય રાખે છે અને તેમના કરારના વિશ્વાસુપણામાં રહે છે,
\q તેઓ પર તેમની નજર રહે છે.
\q
\v 19 જેથી તે તેઓના જીવને મૃત્યુથી બચાવે
\q અને દુકાળ સમયે તેઓને જીવતાં રાખે.
\s5
\q
\v 20 અમે યહોવાહની રાહ જોઈ;
\q તે આપણી સહાય તથા આપણી ઢાલ છે.
\q
\v 21 અમારાં હૃદયો તેમનામાં આનંદ માને છે,
\q કેમ કે અમે તેમના પવિત્ર નામ પર ભરોસો રાખ્યો છે.
\s5
\q
\v 22 હે યહોવાહ, અમે તમારા પર આશા રાખી છે
\q તે પ્રમાણે તમારી કૃપા અમારા ઉપર થાઓ.
\s5
\c 34
\s પ્રભુની ભલાઈનાં ગુણગાન
\d દાઉદનું ગીત; તેણે અબીમેલેખની આગળ ગાંડાઈનો ઢોંગ કર્યો, અને એણે તેને કાઢી મૂકયાથી તે જતો રહ્યો, તે વખતનું.
\b
\q
\v 1 હું સર્વ સમયે યહોવાહને ધન્યવાદ આપીશ;
\q મારે મુખે તેમની સ્તુતિ નિરંતર થશે.
\s5
\q
\v 2 હું યહોવાહની સ્તુતિ કરીશ;
\q દિન લોકો તે સાંભળીને આનંદ કરશે.
\q
\v 3 મારી સાથે યહોવાહની સ્તુતિ કરો;
\q આપણે એકઠાં મળીને તેમનું નામ બુલંદ માનીએ.
\s5
\q
\v 4 મેં યહોવાહને પોકાર
\f +
\fr 34:4
\ft શોધ કરવું
\f* કર્યો અને તેમણે મને ઉત્તર આપ્યો
\q અને મારા સર્વ ભયમાંથી મને વિજય અપાવ્યો.
\q
\v 5 જેઓ તેમની તરફ જુએ છે, તેઓ પ્રકાશ પામશે
\q અને તેઓનાં મુખ કદી ઝંખવાણા પડશે નહિ.
\q
\v 6 આ લાચાર માણસે પોકાર કર્યો અને યહોવાહે તે સાંભળીને
\q તેને તેના સર્વ સંકટમાંથી બચાવ્યો.
\s5
\q
\v 7 યહોવાહના ભક્તોની આસપાસ તેમનો દૂત છાવણી કરે છે
\q અને તે તેમને સંકટમાંથી છોડાવે છે.
\q
\v 8 અનુભવ કરો અને જુઓ કે યહોવાહ કેટલા ઉત્તમ છે;
\q જે માણસ તેમના પર ભરોસો રાખે છે તે આશીર્વાદિત છે.
\q
\v 9 યહોવાહના પસંદ કરાયેલા લોકો, તેમનો ભય રાખો;
\q તેમનો ભય રાખનારાને કંઈ ખોટ પડતી નથી.
\s5
\q
\v 10 સિંહનાં બચ્ચાંને તંગી પડે છે અને ભૂખ વેઠવી પડે છે;
\q પણ જેઓ યહોવાહને શોધે છે તેઓને કોઈપણ સારા વાનાની ખોટ પડશે નહિ.
\q
\v 11 આવો, મારાં બાળકો, મારું સાંભળો;
\q હું તમને યહોવાહનો ભય રાખતાં શીખવીશ.
\s5
\q
\v 12 કયો માણસ લાંબી જિંદગી ઇચ્છે છે?
\q અને શુભ જોવાને માટે દીર્ઘાયુષ્ય ચાહે છે?
\q
\v 13 તો દુષ્ટ બોલવાથી તારી જીભને
\q અને જૂઠું બોલવાથી તારા હોઠોને અટકાવ.
\q
\v 14 દુષ્ટતાથી દૂર રહે અને ભલું કર;
\q શાંતિ શોધ અને તેની પાછળ લાગ.
\s5
\q
\v 15 યહોવાહની દ્રષ્ટિ ન્યાયી પર છે
\q અને તેઓના પોકાર પ્રત્યે તેમના કાન ઉઘાડા છે.
\q
\v 16 જેઓ દુષ્ટતા કરે છે તેઓનું સ્મરણ પૃથ્વી ઉપરથી નાબૂદ કરવાને માટે
\q યહોવાહનું મુખ તેઓની વિરુદ્ધ છે.
\q
\v 17 ન્યાયીઓ પોકાર કરશે અને યહોવાહ તેઓનું સાંભળશે
\q અને તેઓના સર્વ સંકટમાંથી તેઓને છોડાવશે.
\s5
\q
\v 18 જેમનાં હૃદય ભાંગી ગયાં છે, તેમની પાસે યહોવાહ છે
\q અને નમ્ર આત્માવાળાને તે બચાવે છે.
\q
\v 19 ન્યાયી માણસના જીવનમાં ઘણા દુ:ખો આવે છે,
\q પણ યહોવાહ તેને તે સર્વમાંથી વિજય અપાવે છે.
\q
\v 20 તે તેનાં સર્વ હાડકાંનું રક્ષણ કરે છે;
\q તેઓમાંનું એકપણ ભાંગવામાં આવતું નથી.
\s5
\q
\v 21 દુષ્ટો પોતાની જ દુષ્ટતાથી નાશ પામશે;
\q જેઓ ન્યાયીઓને ધિક્કારે છે તેઓ દોષિત ઠરશે.
\q
\v 22 યહોવાહ પોતાના સેવકોના પ્રાણોનો ઉદ્ધાર કરે છે;
\q તેઓના પર ભરોસો રાખનારાઓમાંથી એકપણ દોષિત ઠરશે નહિ.
\s5
\c 35
\s સહાય માટે પ્રાર્થના
\d દાઉદનું (ગીત).
\b
\q
\v 1 હે યહોવાહ, મારી વિરુદ્ધ વાદ કરનારની સામે તમે વાદ કરો;
\q મારી વિરુદ્ધ લડનારની સાથે તમે લડાઈ કરો.
\q
\v 2 નાની તથા મોટી ઢાલ સજીને
\q મારી સહાયને માટે ઊભા થાઓ.
\q
\v 3 જેઓ મારી પાછળ લાગેલા છે તેઓની વિરુદ્ધ તમારા ભાલાનો ઉપયોગ કરો;
\q મારા આત્માને કહો, "હું તારો ઉદ્ધાર કરનાર છું."
\s5
\q
\v 4 જેઓ મારા જીવના તરસ્યા છે તેઓ બદનામ થાઓ.
\q જેઓ મારું નુકસાન ઇચ્છે છે, તેઓ રઝળી પડો અને પાછા હઠો.
\q
\v 5 તેઓ પવનથી ઊડતાં ફોતરાં જેવા થાય,
\q તેઓને યહોવાહનો દૂત નસાડી મૂકો.
\q
\v 6 તેઓનો માર્ગ અંધકારમય અને લપસણો થાઓ,
\q યહોવાહનો દૂત તેઓની પાછળ પડો.
\s5
\q
\v 7 તેઓએ વગર કારણે મારે માટે ખાડામાં પોતાની જાળ સંતાડી રાખી છે;
\q વિનાકારણ તેઓએ મારા જીવને માટે ખાડો ખોદ્યો છે.
\q
\v 8 તેઓના પર અચાનક વિપત્તિ આવી પડો.
\q પોતાના જાળમાં તેઓ પોતે જ ફસાઈ પડો.
\q પોતાના ખોદેલા ખાડામાં પડીને તેઓનો સંહાર થાઓ.
\s5
\q
\v 9 પણ હું યહોવાહમાં આનંદ કરીશ
\q અને તેમના ઉદ્ધારમાં હર્ષ પામીશ.
\q
\v 10 મારા સઘળા બળથી હું કહીશ કે, "હે યહોવાહ, તમારા જેવું કોણ છે?
\q જે દીનને તેના કરતાં વધારે બળવાનથી બચાવે છે
\q અને દીન તથા કંગાલને લૂંટનારાથી છોડાવે છે."
\s5
\q
\v 11 જૂઠા સાક્ષીઓ ઊભા થાય છે;
\q તેઓ મારા પર આરોપ મૂકે છે.
\q
\v 12 તેઓ ભલાઈને બદલે મને બુરું પાછું આપે છે.
\q જેથી હું અનાથ થઈ જાઉં છું.
\s5
\q
\v 13 પણ, જ્યારે તેઓ બીમાર હતા, ત્યારે હું ટાટ પહેરતો;
\q હું ઉપવાસથી મારા જીવને દુઃખી કરતો
\q અને મારી પ્રાર્થના મારા હૃદયમાં પાછી આવતી હતી
\f +
\fr 35:13
\ft તેમણે મારી પ્રાર્થના સાંભળી નહિ
\f* .
\q
\v 14 તે લોકો જાણે મારા ભાઈઓ અને મારા નજીકના મિત્રો હોય તેવો વર્તાવ મેં તેઓની સાથે રાખ્યો;
\q પોતાની માતાને માટે વિલાપ કરનારની માફક હું શોકથી નમી જતો.
\s5
\q
\v 15 પણ જ્યારે મારી પડતી થઈ, ત્યારે તેઓ હર્ષ પામતા અને ટોળે વળતા;
\q હું તે જાણતો નહિ, એવી રીતે તેઓ મારી વિરુદ્ધ ટોળે વળતા.
\q
\v 16 કોઈ પણ માન વગર તેઓએ મારી હાંસી ઉડાવી;
\q તેઓએ મારા તરફ દાંત કચકચાવીને ગુસ્સો કર્યો.
\s5
\q
\v 17 હે પ્રભુ, ક્યાં સુધી શાંત બેસી રહી જોયા કરશો?
\q તેઓના સંહારથી મારા જીવને
\q તથા સિંહોથી મારા આત્માને બચાવી લો.
\q
\v 18 એટલે હું ભરસભામાં તમારી આભારસ્તુતિ કરીશ;
\q ઘણા લોકોની મધ્યે હું તમારી પ્રશંસા કરીશ.
\s5
\q
\v 19 મારા જૂઠા શત્રુઓને મારા પર હસવા દેશો નહિ;
\q જેઓ વિનાકારણ મારો દ્વ્રેષ કરે છે તેઓ આંખના મિચકાર ન મારો.
\q
\v 20 કારણ કે તેઓનું બોલવું શાંતિદાયક નથી,
\q પણ દેશમાં શાંત રહેનારાઓની વિરુદ્ધ તેઓ દગાબાજી કરે છે.
\s5
\q
\v 21 તેઓ મારી વિરુદ્ધ ખુલ્લા મુખે બોલે છે;
\q તેઓએ કહ્યું, "હા, હા, અમારી આંખોએ તે જોયું છે."
\q
\v 22 હે યહોવાહ, તમે તે જોયું છે, તમે ચૂપ ન રહો;
\q હે પ્રભુ, મારાથી દૂર ન જાઓ.
\q
\v 23 મારો ન્યાય કરવા માટે જાગૃત થાઓ;
\q હે મારા ઈશ્વર અને મારા પ્રભુ, મારી દાદ સાંભળવા માટે જાગો.
\s5
\q
\v 24 હે મારા ઈશ્વર યહોવાહ, તમારા ન્યાયીપણાથી મારો ન્યાય કરો;
\q તેઓને મારા પર આનંદ કરવા ન દો.
\q
\v 25 તેઓને પોતાના હૃદયમાં એમ કહેવા ન દો કે, "આહા, અમારે જે જોઈતું હતું, તે અમારી પાસે છે."
\q તેઓને એમ કહેવા ન દો કે, "અમે તેને ગળી ગયા છીએ
\f +
\fr 35:25
\ft અમે તેને સંપૂર્ણપણે નાશ કર્યો
\f* ."
\q
\v 26 મારા નુકસાનમાં આનંદ પામનારા સર્વ બદનામ થાઓ અને ઝંખવાણા પડો.
\q મારી વિરુદ્ધ બડાઈ કરનારાઓ અપમાનિત થઈને શરમાઈ જાઓ.
\s5
\q
\v 27 જેઓ મારા ન્યાયીપણામાં આનંદ કરે છે; તેઓ હર્ષ પામીને જયજયકાર કરો;
\q તેઓ હમેશાં કહો, જે પોતાના સેવકની આબાદીમાં ખુશ રહે છે,
\q તે યહોવાહની સ્તુતિ થાઓ.
\q
\v 28 ત્યારે હું તમારું ન્યાયીપણું પ્રગટ કરીશ
\q અને આખો દિવસ હું તમારાં સ્તોત્ર ગાઈશ.
\s5
\c 36
\s માણસની દુષ્ટતા
\d મુખ્ય ગવૈયાને માટે. યહોવાહના સેવક દાઉદનું [ગીત].
\b
\q
\v 1 દુષ્ટનો અપરાધ મારા હૃદયમાં કહે છે કે;
\q તેની દ્રષ્ટિમાં ઈશ્વરનો ભય છે જ નહિ.
\q
\v 2 કેમ કે તે પોતાના મનમાં અભિમાન કરે છે
\q કે મારો અન્યાય પ્રગટ થશે નહિ અને મારો તિરસ્કાર થશે નહિ.
\s5
\q
\v 3 તેના શબ્દો અન્યાય તથા કપટથી ભરેલા છે;
\q તેને જ્ઞાની થવાનું તથા ભલું કરવાનું ગમતું નથી.
\q
\v 4 તે પોતાના પલંગ ઉપર અન્યાય કરવાને યોજના ઘડે છે;
\q તે અન્યાયના માર્ગમાં ઊભો રહે છે;
\q તે દુષ્ટતાને નકારતો નથી.
\s5
\q
\v 5 હે યહોવાહ, તમારી કૃપા આકાશો સુધી વિસ્તરેલી છે;
\q તમારું વિશ્વાસપણું વાદળો સુધી વ્યાપેલું છે.
\q
\v 6 તમારું ન્યાયીપણું મોટા પર્વતોના જેવું અચળ છે;
\q તમારો ન્યાય અતિ ગહન છે.
\q હે યહોવાહ, તમે માનવજાતનું અને પશુનું રક્ષણ કરો છો.
\s5
\q
\v 7 હે ઈશ્વર, તમારી કૃપા કેવી અમૂલ્ય છે!
\q તમારી પાંખોની છાયામાં સર્વ મનુષ્ય આશ્રય લે છે.
\q
\v 8 તેઓ તમારા ઘરની સમૃદ્ધિથી પુષ્કળ તૃપ્ત થશે;
\q તમારા આશીર્વાદોની નદીઓમાંથી તેઓ પીશે.
\q
\v 9 કારણ કે તમારી પાસે જીવનનો ઝરો છે;
\q અમે તમારા અજવાળામાં અજવાળું જોઈશું.
\s5
\q
\v 10 જેઓ તમને ઓળખે છે, તેમના ઉપર તમારી દયા
\q તથા જેમનાં હૃદય પવિત્ર છે, તેમની સાથે તમારું ન્યાયીપણું જારી રાખજો.
\q
\v 11 મને ઘમંડીઓના પગ નીચે કચડાવા દેશો નહિ.
\q દુષ્ટોના હાથ મને નસાડી મૂકે નહિ.
\q
\v 12 દુષ્ટોનું કેવું પતન થયું છે;
\q તેઓ એવા પડી ગયા છે કે પાછા ઊઠી શકશે નહિ.
\s5
\c 37
\s ભલા-ભૂંડાના આખરી અંજામ
\d દાઉદનું [ગીત].
\b
\q
\v 1 દુષ્ટતા આચરનારાઓને લીધે તું ખીજવાઈશ નહિ;
\q અન્યાય કરનારાઓની ઈર્ષ્યા કરીશ નહિ.
\q
\v 2 કારણ કે તેઓ તો જલ્દી ઘાસની માફક કપાઈ જશે
\q લીલા વનસ્પતિની માફક ચીમળાઈ જશે.
\s5
\q
\v 3 યહોવાહ પર ભરોસો રાખ અને ભલું કર;
\q દેશમાં રહે અને વિશ્વાસુપણાની પાછળ લાગ.
\q
\v 4 પછી તું યહોવાહમાં આનંદ કરીશ
\q અને તે તારા હૃદયની ઇચ્છાઓ પૂરી પાડશે.
\s5
\q
\v 5 તારા માર્ગો યહોવાહને સોંપ;
\q તેમના પર ભરોસો રાખ અને તે તને ફળીભૂત કરશે.
\q
\v 6 તે તારું ન્યાયીપણું અજવાળાની માફક
\q અને તારા પ્રામાણિકપણાને બપોરની માફક તેજસ્વી કરશે.
\s5
\q
\v 7 યહોવાહની આગળ શાંત થા અને ધીરજથી તેમની રાહ જો.
\q જે પોતાના માર્ગે આબાદ થાય છે
\q અને કુયુક્તિઓથી ફાવી જાય છે, તેને લીધે તું ખીજવાઈશ નહિ.
\s5
\q
\v 8 ખીજવાવાનું બંધ કર અને ગુસ્સો કરીશ નહિ.
\q ચિંતા ન કર; તેથી દુષ્કર્મ જ નીપજે છે.
\q
\v 9 દુષ્કર્મીઓનો વિનાશ થશે,
\q પણ જેઓ યહોવાહ પર ભરોસો રાખે છે, તેઓ દેશનું વતન પામશે.
\q
\v 10 થોડા સમયમાં દુષ્ટો હતા ન હતા થશે;
\q તું તેના ઘરને ખંતથી શોધશે, પણ તેનું નામ નિશાન મળશે નહિ.
\s5
\q
\v 11 પણ નમ્ર લોકો દેશનું વતન પામશે
\q અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.
\q
\v 12 દુષ્ટો ન્યાયીઓની વિરુદ્ધ ખરાબ યુક્તિઓ રચે છે
\q અને તેની સામે પોતાના દાંત પીસે છે.
\q
\v 13 પ્રભુ તેની હાંસી કરશે,
\q કેમ કે તે જુએ છે કે તેના દિવસો નજીક છે.
\s5
\q
\v 14 નિર્વસ્ત્ર દરિદ્રીને પાડી નાખવાને તથા
\q યથાર્થીને મારી નાખવાને માટે
\q દુષ્ટોએ તલવાર તાણી છે અને પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે.
\q
\v 15 તેઓની પોતાની જ તલવાર તેઓના પોતાના જ હૃદયને વીંધશે
\q અને તેઓના ધનુષ્યને ભાંગી નાંખવામાં આવશે.
\s5
\q
\v 16 નીતિમાન લોકો પાસે જે કંઈ થોડું છે,
\q તે ઘણા દુષ્ટ લોકોની વિપુલ સંપત્તિ કરતાં ઘણું વધારે છે.
\q
\v 17 કારણ કે દુષ્ટ લોકોના હાથોની શક્તિનો નાશ કરવામાં આવશે,
\q પણ યહોવાહ નીતિમાન લોકોની કાળજી લેશે અને તેઓને ધરી રાખશે.
\s5
\q
\v 18 યહોવાહ ન્યાયીઓની જિંદગીના સર્વ પ્રસંગો જાણે છે
\q અને તેઓનો વારસો સર્વ કાળ ટકી રહેશે
\q
\v 19 જ્યારે તેઓનો સમય ખરાબ હોય છે, ત્યારે પણ તેઓ શરમાતા નથી.
\q જ્યારે દુકાળ આવે, ત્યારે પણ તેઓ તૃપ્ત થશે.
\s5
\q
\v 20 પણ દુષ્ટો નાશ પામશે.
\q યહોવાહના શત્રુઓ જેમ બળતણનો ધુમાડો થઈ જાય છે;
\q તેમ નાશ પામશે.
\q
\v 21 દુષ્ટ ઉછીનું લે છે ખરો પણ પાછું આપતો નથી,
\q પણ ન્યાયી કરુણાથી વર્તે છે અને દાન આપે છે.
\s5
\q
\v 22 જેઓ ઈશ્વરથી આશીર્વાદિત છે, તેઓ દેશનો વારસો પામશે,
\q જેઓ તેમનાથી શાપિત છે તેઓનો સંપૂર્ણ વિનાશ થશે.
\q
\v 23 માણસનો માર્ગ યહોવાહને પસંદ પડે છે
\q અને તે ઈશ્વર તરફના તેના માર્ગો સ્થિર કરે છે.
\q
\v 24 જો કે તે પડી જાય, તોપણ તે છેક જમીનદોસ્ત થશે નહિ,
\q કેમ કે યહોવાહ તેનો હાથ પકડીને તેને નિભાવશે.
\s5
\q
\v 25 હું જુવાન હતો અને હવે હું વૃદ્ધ થયો છું;
\q પણ ન્યાયીને તજેલો કે તેનાં સંતાનને ભીખ માગતાં મેં કદી જોયાં નથી.
\q
\v 26 આખો દિવસ તે કરુણાથી વર્તે છે અને ઉછીનું આપે છે
\q અને તેનાં સંતાન આશીર્વાદ પામેલા હોય છે.
\q
\v 27 બુરાઈથી દૂર થા અને ભલું કર;
\q અને સદાકાળ દેશમાં રહે.
\s5
\q
\v 28 કારણ કે યહોવાહ ન્યાયને ચાહે છે
\q અને તે પોતાના વિશ્વાસુ ભક્તોને છોડી દેતા નથી.
\q તે સદા તેઓનું રક્ષણ કરે છે,
\q પણ દુષ્ટોનાં સંતાનનો વિનાશ કરશે.
\q
\v 29 ન્યાયીઓ વતનનો વારસો પામશે
\q અને તેમાં તેઓ સદાકાળ રહેશે.
\q
\v 30 ન્યાયી પોતાને મુખે ડહાપણ ભરેલી વાત કરે છે
\q અને તેની જીભે તે સદા ન્યાયની બાબત બોલે છે.
\s5
\q
\v 31 તેના પોતાના હૃદયમાં ઈશ્વરનો નિયમ છે;
\q તેના પગ લપસી જશે નહિ.
\q
\v 32 દુષ્ટો સદા ન્યાયી માણસો પર નજર રાખે છે
\q અને તેઓને મારી નાખવાના લાગ શોધતા ફરે છે.
\q
\v 33 યહોવાહ ન્યાયીઓને દુષ્ટ માણસોના હાથમાં પડવા દેશે નહિ
\q જ્યારે તેનો ન્યાય થશે, ત્યારે તે તેને દોષિત ઠરાવશે નહિ.
\s5
\q
\v 34 યહોવાહની રાહ જુઓ અને તેના માર્ગને અનુસરો
\q અને દેશનો વારસો પામવાને તે તને મોટો કરશે.
\q જ્યારે દુષ્ટ લોકોનો નાશ થતો હશે, ત્યારે તું તે જોશે.
\s5
\q
\v 35 અનુકૂળ ભૂમિમાં રોપેલા લીલા વૃક્ષની
\f +
\fr 37:35
\ft લબાનોન રાજ્યના દેવદાર વૃક્ષ જેવા
\f* જેમ
\q મેં દુષ્ટને મોટા સામર્થ્યમાં ફેલાતો જોયો.
\q
\v 36 પણ જ્યારે હું
\f +
\fr 37:36
\ft તે
\f* ફરીથી ત્યાં થઈને પસાર થયો, ત્યારે તે ત્યાં નહોતો.
\q મેં તેને શોધ્યો, પણ તેનો પત્તો લાગ્યો નહિ.
\s5
\q
\v 37 નિર્દોષ માણસનો વિચાર કર અને જે પ્રામાણિક છે તેને જો;
\q શાંતિપ્રિય માણસને બદલો મળશે.
\q
\v 38 દુષ્ટો સમૂળગા વિનાશ પામશે;
\q અંતે તેઓના વંશજોનો અંત આવશે.
\s5
\q
\v 39 યહોવાહ ન્યાયીઓનો ઉદ્ધાર કરે છે;
\q સંકટ સમયે તે તેઓનું રક્ષણ કરે છે.
\q
\v 40 યહોવાહ તેઓને મદદ કરે છે અને તેમને છોડાવે છે.
\q તે તેઓને દુષ્ટોથી છોડાવીને બચાવે છે
\q કેમ કે તેઓએ તેમનો આશરો લીધો છે.
\s5
\c 38
\s બીમારની પ્રાર્થના
\d સંભારણાને અર્થે દાઉદનું ગીત.
\b
\q
\v 1 હે યહોવાહ, તમારા ક્રોધમાં મને ઠપકો ન આપો;
\q તમારા કોપમાં મને શિક્ષા ન કરો.
\q
\v 2 કેમ કે તમારાં બાણો મને વાગ્યાં છે
\q અને તમારો હાથ મને જોરથી દાબે છે.
\s5
\q
\v 3 તમારા ગુસ્સાને લીધે મારું આખું શરીર બીમાર છે;
\q મારા પાપોને લીધે મારાં હાડકાંમાં આરોગ્ય નથી.
\q
\v 4 કેમ કે મારો અન્યાય મારા માથા પર ચઢી આવ્યો છે;
\q ભારે બોજાની જેમ તે મને અસહ્ય થઈ પડ્યો છે.
\s5
\q
\v 5 મારાં મૂર્ખાઈ ભર્યાં પાપોને કારણે
\q મારા જખમ સડીને ગંધાઈ ઊઠ્યા છે.
\q
\v 6 હું લથડી ગયો છું અને વાંકો વળી ગયો છું;
\q હું આખો દિવસ શોક કર્યા કરું છું.
\s5
\q
\v 7 કેમ કે મારી કમરમાં અસહ્ય બળતરા થાય છે
\q અને મારું આખું શરીર રોગગ્રસ્ત થઈ ગયું છે.
\q
\v 8 હું નિર્બળ થઈને કચડાઈ ગયો છું;
\q મારા હૃદયની વેદનાને કારણે નિસાસા નાખું છું.
\s5
\q
\v 9 હે પ્રભુ, મારી સર્વ ઇચ્છા તમે જાણો છો
\q અને મારો વિલાપ તમને અજાણ્યો નથી.
\q
\v 10 મારા હૃદયના ધબકારા વધી ગયા છે, મારું બળ ઘટી ગયું છે
\q અને મારી આંખોનું તેજ ઘટી ગયું છે.
\s5
\q
\v 11 મારા રોગના ભયથી, મારા સ્નેહીજનો અને મિત્રો દૂર થઈ ગયા છે;
\q મારા પડોશીઓ મારાથી દૂર ઊભા રહે છે.
\q
\v 12 જેઓ મારો જીવ લેવા તાકે છે તેઓ ફાંદા માંડે છે.
\q જેઓ મને ઉપદ્રવ કરવા પ્રયાસ કરે છે તેઓ હાનિકારક વાતો બોલે છે
\q અને આખો દિવસ કપટ ભરેલા ઇરાદા કરે છે.
\s5
\q
\v 13 પણ હું તો બહેરા માણસની જેમ તે સાંભળતો નથી;
\q મૂંગો માણસ પોતાનું મુખ ઉઘાડતો નથી, તેના જેવો હું છું.
\q
\v 14 જે માણસ સાંભળતો નથી
\q અને જેના મુખમાં દલીલો નથી તેના જેવો હું છું.
\s5
\q
\v 15 હે યહોવાહ હું નિશ્ચે તમારી રાહ જોઈશ;
\q હે પ્રભુ, મારા ઈશ્વર, તમે મને ઉત્તર આપશો.
\q
\v 16 મેં આ કહ્યું કે જેથી મારા શત્રુઓ મારા પર હરખાય નહિ.
\q જો મારો પગ લપસી જાય, તો તેઓ મારી સામે વડાઈ કરે છે.
\s5
\q
\v 17 કેમ કે હું ઠોકર ખાઈ રહ્યો છું
\q અને હું સતત દુઃખમાં છું.
\q
\v 18 હું મારા અન્યાયને કબૂલ કરું છું;
\q હું મારા પાપને કારણે શોક કરું છું.
\s5
\q
\v 19 પણ જેઓ વિનાકારણ મારા શત્રુઓ થયા છે તેઓ અતિ પ્રબળ છે;
\q જેઓ વિનાકારણ મારો તિરસ્કાર કરે છે તેઓની સંખ્યા વધી છે.
\q
\v 20 તેઓ ભલાઈને બદલે ભૂંડું પાછું વાળે છે;
\q તેઓ મારા શત્રુઓ છે, કેમ કે જે સારું છે તેને હું અનુસરું છું.
\s5
\q
\v 21 હે યહોવાહ, તમે મને તજી દેશો નહિ;
\q હે મારા ઈશ્વર, મારાથી દૂર ન થાઓ.
\q
\v 22 હે પ્રભુ, મારા ઉદ્ધારક,
\q મને સહાય કરવાને ઉતાવળ કરો.
\s5
\c 39
\s દુ:ખીની કબૂલાત
\d મુખ્ય ગવૈયા યદૂથૂન માટે. દાઉદનું ગીત.
\b
\q
\v 1 મેં નક્કી કર્યું કે, "હું જે કહું છું, તે હું ધ્યાન રાખીશ
\q કે જેથી હું મારી જીભે પાપ ન કરું.
\q જ્યાં સુધી દુષ્ટો મારી આસપાસ હશે, ત્યાં સુધી
\q હું મારા મોં પર લગામ રાખીશ.
\s5
\q
\v 2 હું શાંત રહ્યો; સત્ય બોલવાથી પણ હું છાનો રહ્યો
\q અને મારો શોક વધી ગયો.
\q
\v 3 મારું હૃદય મારામાં તપી ગયું;
\q જ્યારે મેં આ બાબતો વિષે વિચાર કર્યો, ત્યારે વિચારોનો અગ્નિ સળગી ઊઠ્યો.
\q પછી અંતે હું બોલ્યો કે,
\s5
\q
\v 4 "હે યહોવાહ, મને જણાવો કે મારું આયુષ્ય કેટલું છે?
\q અને મારા આયુષ્યના દિવસો કેટલા છે, તે મને જણાવો.
\q હું કેવો ક્ષણભંગુર છું, તે મને સમજાવો.
\q
\v 5 જુઓ, તમે મારા દિવસો મુઠ્ઠીભર કર્યા છે
\q અને મારું આયુષ્ય તમારી આગળ કંઈ જ નથી.
\q ચોક્કસ દરેક માણસ વ્યર્થ છે.
\s5
\q
\v 6 નિશ્ચે દરેક માણસ આભાસરૂપે હાલેચાલે છે.
\q નિશ્ચે દરેક જણ મિથ્યા ગભરાય છે
\q તે સંગ્રહ કરે છે પણ તે કોણ ભોગવશે એ તે જાણતો નથી.
\q
\v 7 હવે, હે પ્રભુ, હું શાની રાહ જોઉં?
\q તમે જ મારી આશા છો.
\s5
\q
\v 8 મારા સર્વ અપરાધો પર મને વિજય અપાવો:
\q મૂર્ખો મારી મશ્કરી કરે, એવું થવા ન દો.
\q
\v 9 હું ચૂપ રહ્યો છું અને મેં મારું મુખ ઉઘાડ્યું નથી
\q કેમ કે તમે જે કર્યુ છે એ હું જાણું છું.
\s5
\q
\v 10 હવે મને વધુ શિક્ષા ન કરશો,
\q તમારા પ્રબળ હાથના પ્રહારે હું નિશ્ચે નષ્ટ જેવો જ થઈ ગયો છું.
\q
\v 11 જ્યારે તમે લોકોને તેઓનાં પાપોને કારણે શિક્ષા કરો છો,
\q ત્યારે તમે તેની સુંદરતાનો પતંગિયાની જેમ નાશ કરી દો છો;
\q નિશ્ચે દરેક લોકો કંઈ જ નથી પણ વ્યર્થ છે.
\s5
\q
\v 12 હે યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો; મારી વિનંતિ કાને ધરો;
\q મારાં આંસુ જોઈને!
\q શાંત બેસી ન રહો,
\q કેમ કે હું તમારી સાથે વિદેશી જેવો છું, મારા સર્વ પૂર્વજોની જેમ હું પણ મુસાફર છું.
\q
\v 13 હું મૃત્યુ પામું તે અગાઉ,
\q તમારી કરડી નજર મારા પરથી દૂર કરો કે જેથી હું ફરીથી હર્ષ પામું.
\s5
\c 40
\s સ્તુતિ ગાન
\d મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત.
\b
\q
\v 1 મેં ધીરજથી યહોવાહની રાહ જોઈ;
\q તેમણે મારી વિનંતી સાંભળી અને મને ઉત્તર આપ્યો.
\q
\v 2 તેમણે મને નાશના ખાડામાંથી તથા ચીકણા કાદવમાંથી ખેંચી કાઢ્યો
\q અને તેમણે મારા પગ ખડક પર ગોઠવ્યા અને મારાં પગલાં સ્થિર કર્યાં.
\s5
\q
\v 3 તેમણે આપણા ઈશ્વરનું સ્તોત્ર, મારા મુખમાં મૂક્યું છે.
\q ઘણા તે જોશે અને બીશે
\q અને યહોવાહ પર ભરોસો રાખશે.
\q
\v 4 જે માણસ યહોવાહ પર ભરોસો રાખે છે
\q અને અહંકારીને
\f +
\fr 40:4
\ft જૂઠા મૂર્તિઓ
\f* તથા સત્ય માર્ગથી ફરી જનાર જૂઠાને ગણકારતો નથી, તે આશીર્વાદિત છે.
\s5
\q
\v 5 હે યહોવાહ મારા ઈશ્વર, તમે અમારા માટે આશ્ચર્યકારક કાર્યો કર્યાં છે
\q અને અમારા સંબંધી તમારા જે વિચારો છે
\q તે એટલા બધા છે કે તેઓને
\q તમારી આગળ અનુક્રમે ગણી શકાય પણ નહિ;
\q જો હું તેઓને જાહેર કરીને તેઓ વિષે બોલું,
\q તો તેઓ ગણતરીમાં અસંખ્ય છે.
\q
\v 6 તમને યજ્ઞ તથા ખાદ્યાર્પણની અપેક્ષા નથી,
\q પણ તમે મારા કાન ઉઘાડ્યાં છે;
\q તમે દહનીયાર્પણ અથવા પાપાર્થાર્પણ માગ્યાં નથી.
\s5
\q
\v 7 પછી મેં કહ્યું, "જુઓ, હું આવ્યો છું;
\q પુસ્તકના ઓળિયામાં મારા વિષે લખેલું છે.
\q
\v 8 હે મારા ઈશ્વર, તમારી ઇચ્છાનુસાર કરવાને માટે હું રાજી છું."
\q
\v 9 ભરી સભામાં મેં તમારા ન્યાયપણાની જાહેરાત કરી છે;
\q હે યહોવાહ, તે તમે જાણો છો.
\s5
\q
\v 10 મેં મારા હૃદયમાં તમારું ન્યાયીપણું સંતાડી રાખ્યું નથી;
\q મેં તમારું વિશ્વાસુપણું તથા ઉદ્ધાર પ્રગટ કર્યો છે;
\q તમારી કૃપા તથા સત્યતા મેં જાહેર સભામાં છુપાવી નથી.
\q
\v 11 હે યહોવાહ, તમારી કૃપાદ્રષ્ટિ મારાથી પાછી ન રાખશો;
\q તમારી કૃપા તથા સત્યતા નિરંતર મારું રક્ષણ કરો.
\s5
\q
\v 12 કારણ કે અગણિત દુષ્ટોએ મને ઘેરી લીધો છે;
\q મારા અન્યાયોએ મને પકડી પાડ્યો છે, તેથી હું ઊંચું જોઈ શકતો નથી;
\q તેઓ મારા માથાના વાળ કરતાં પણ વધારે છે
\q અને મારું હૃદય નિર્બળ થયું છે.
\q
\v 13 હે યહોવાહ, કૃપા કરીને મને છોડાવો;
\q હે યહોવાહ, મને સહાય કરવાને ઉતાવળ કરો.
\s5
\q
\v 14 જેઓ મારી પાછળ પડીને મારા આત્માનો નાશ કરવા મથે છે
\q તેઓ સર્વ ફજેત થાઓ અને ત્રાસ પામો.
\q જેઓને મારા નુકસાનથી સંતોષ થાય છે,
\q તેઓ પાછા હઠો અને બદનામ થાઓ.
\q
\v 15 જેઓ મને કહે છે કે, "આહા, આહા."
\q તેઓ પોતાની શરમભરેલી ચાલના બદલામાં પાયમાલ થાઓ.
\s5
\q
\v 16 પણ જે સર્વ તમને શોધે છે તેઓ તમારાથી હર્ષ પામો અને તમારામાં આનંદ કરો;
\q જેઓ તમારા દ્વારા ઉદ્ધાર ચાહે છે તેઓ નિરંતર કહો,
\q "યહોવાહ મોટા મનાઓ."
\q
\v 17 હું દીન તથા દરિદ્રી છું;
\q પ્રભુ મારી ચિંતા કરશે.
\q તમે મારા સહાયકારી તથા મારા છોડાવનાર છો;
\q હે મારા ઈશ્વર, તમે વિલંબ ન કરો.
\s5
\c 41
\s બીમારીમાંથી છુટકારા માટે પ્રાર્થના
\d મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત.
\b
\q
\v 1 જે દરિદ્રીની ચિંતા કરે છે, તે આશીર્વાદિત છે;
\q સંકટને સમયે યહોવાહ તેને છોડાવશે.
\q
\v 2 યહોવાહ તેનું રક્ષણ કરશે અને તેને જીવંત રાખશે
\q અને તે પૃથ્વી પર આશીર્વાદિત થશે;
\q યહોવાહ તેને તેના શત્રુઓની ઇચ્છાને સ્વાધીન નહિ કરે.
\q
\v 3 બીમારીના બિછાના પર યહોવાહ તેનો આધાર થશે;
\q તેની માંદગીમાં તેનાં દુ:ખ લઈને તેને સાજો કરશે.
\s5
\q
\v 4 મેં કહ્યું, "હે યહોવાહ, મારા પર દયા કરો;
\q મારા આત્માને સાજો કરો; કેમ કે મેં તમારી વિરુદ્ધ પાપ કર્યાં છે."
\q
\v 5 મારા શત્રુઓ મારી વિરુદ્ધ બોલીને કહે છે,
\q 'તે ક્યારે મરણ પામશે અને તેના નામનો નાશ ક્યારે થશે?'
\q
\v 6 જો મારો શત્રુ મને મળવા આવે, તો તે અયોગ્ય બાબતો કહે છે;
\q તેનું હૃદય અન્યાયનો સંગ્રહ કરે છે;
\q જ્યારે તે મારી પાસેથી બહાર જાય છે, ત્યારે તે મારા વિષે બીજાઓને કહે છે.
\s5
\q
\v 7 મારો દ્વેષ કરનારા અંદરોઅંદર કાનમાં વાતો કરે છે;
\q તેઓ મારી વિરુદ્ધ ઉપદ્રવ કલ્પે છે
\f +
\fr 41:7
\ft તેઓ મારી વિરુદ્ધ દુષ્ટ કર્યો કલ્પે છે
\f* .
\q
\v 8 તેઓ કહે છે, "એક અસાધ્ય સજ્જડ રોગ," તેને લાગુ પડ્યો છે;
\q હવે તે પથારીમાં પડ્યો છે, એટલે પાછો ઊઠવાનો નથી."
\q
\v 9 હા, મારો ખાસ મિત્ર, જેનો મને ભરોસો હતો,
\q જે મારી રોટલી ખાતો હતો,
\q તેણે મારી સામે લાત ઉગામી છે.
\s5
\q
\v 10 પણ, હે યહોવાહ, મારા પર કૃપા કરો અને મને ઉઠાડો
\q કે જેથી હું તેઓનો પ્રતિકાર કરું.
\q
\v 11 તેથી હું જાણું છું કે તમે મારા પર પ્રસન્ન છો,
\q કે મારો શત્રુ મારા પર જયજયકાર કરતો નથી.
\q
\v 12 તમે મને મારી નિર્દોષતામાં સ્થિર રાખો છો
\q અને તમારી હજૂરમાં મને સર્વકાળ રાખો છો.
\b
\s5
\q
\v 13 અનાદિકાળથી તે અનંતકાળ સુધી
\q હે મારા યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર, તમારી સ્તુતિ થાઓ.
\q આમીન તથા આમીન.
\s5
\c 42
\ms ભાગ બીજો
\r (ગી.શા. ૪૨—૭૨)
\d મુખ્ય ગવૈયાને માટે; કોરાના દીકરાઓનું માસ્કીલ.
\s ઈશ્વર માટે તીવ્ર ઝંખના
\b
\q
\v 1 હરણ જેમ પાણીના ઝરણાં માટે તલપે છે,
\q તેમ હે ઈશ્વર, તમારે માટે મારો આત્મા તલપે છે.
\q
\v 2 ઈશ્વર, હા, જીવતા ઈશ્વરને માટે, મારો આત્મા તરસે છે;
\q હું ક્યારે ઈશ્વરની આગળ હાજર થઈશ?
\s5
\q
\v 3 મારાં આંસુ રાતદિવસ મારો આહાર થયા છે,
\q મારા શત્રુઓ આખો દિવસ કહે છે, "તારો ઈશ્વર ક્યાં છે?"
\q
\v 4 હું લોકોના ટોળાં સાથે અને પર્વ પાળનારા લોકોના સમુદાયને આનંદોત્સવમાં,
\q સ્તુતિના નાદ સાથે, ઈશ્વરના ઘરમાં દોરી જતો હતો,
\q એ વાતો યાદ કરું છું, ત્યારે મારો આત્મા છેક પીગળી જાય છે.
\s5
\q
\v 5 હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે?
\q તું મારામાં કેમ ગભરાયો છે?
\q ઈશ્વરની આશા રાખ, કેમ કે તેમની કૃપાદ્રષ્ટિની સહાયને માટે
\q હું હજી સુધી તેમની સ્તુતિ કરીશ.
\b
\q
\v 6 હે મારા ઈશ્વર, મારો આત્મા મારામાં નિરાશ થયો છે;
\q માટે હું યર્દનના દેશથી, હેર્મોન પર્વત પરથી તથા
\q મિઝાર ડુંગર પરથી તમારું સ્મરણ કરું છું.
\s5
\q
\v 7 તમારા ધોધના અવાજથી ઊંડાણને ઊંડાણ હાંક મારે છે;
\q તમારાં સર્વ મોજાં તથા મોટાં મોજાંઓ મારા પર ફરી વળ્યાં છે.
\q
\v 8 દિવસે યહોવાહ પોતાના કરારના વિશ્વાસુપણાની વાત કરતા;
\q અને રાત્રે હું તેમનાં સ્તુતિગીત ગાતો,
\q એટલે મારા જીવનદાતા ઈશ્વરની પ્રાર્થના કરતો.
\s5
\q
\v 9 ઈશ્વર મારા ખડક છે, હું તેમને કહીશ કે, "તમે મને કેમ ભૂલી ગયા છો?
\q શત્રુઓના જુલમને લીધે હું કેમ શોક કરતો ફરું છું?"
\q
\v 10 "તારા ઈશ્વર ક્યાં છે" એમ મશ્કરીમાં રોજ કહીને
\q મારા શત્રુઓના મહેણાં મારા હાડકાંને તલવારની જેમ કચરી નાખે છે.
\s5
\q
\v 11 હે મારા આત્મા, તું શા માટે ઉદાસ થયો છે?
\q તું મારામાં કેમ ગભરાયો છે?
\q તું ઈશ્વરની આશા રાખ, કેમ કે તે મારા ઉદ્ધારક તથા મારા ઈશ્વર છે,
\q હું હજી તેમનું સ્તવન કરીશ.
\s5
\c 43
\s વતનની ઝંખના
\b
\q
\v 1 હે ઈશ્વર, મારો ન્યાય કરો અને અધર્મી પ્રજાની સાથે મારા પક્ષમાં વાદ કરો;
\q
\v 2 કારણ કે હે ઈશ્વર, તમે મારું સામર્થ્ય છો; તમે મને શા માટે તજી દીધો?
\q શત્રુઓના જુલમને લીધે હું કેમ શોક કરતો ફરું છું?
\s5
\q
\v 3 તમારું સત્ય તથા પ્રકાશ પ્રગટ કરો; જેથી તેઓ મને દોરે;
\q તેઓ મને તમારા પવિત્ર પર્વતમાં
\q અને તમારા મુલાકાતમંડપમાં લાવે.
\q
\v 4 પછી હું ઈશ્વરની વેદી પાસે,
\q ઈશ્વર જે મારો અત્યાનંદ છે, તેમની પાસે જઈશ;
\q હે ઈશ્વર, મારા ઈશ્વર, હું વીણા સાથે તમારી આભારસ્તુતિ કરીશ.
\s5
\q
\v 5 હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે?
\q તું કેમ ગભરાયો છે?
\q તું ઈશ્વરની આશા રાખ; કેમ કે તે મારા મદદગાર તથા મારા ઈશ્વર છે,
\q તેમનું સ્તવન હું હજી કરીશ.
\s5
\c 44
\s રક્ષણ માટે પ્રજાનો પોકાર
\d મુખ્ય ગવૈયાને માટે; કોરાના દીકરાઓનું [ગીત]. માસ્કીલ.
\b
\q
\v 1 હે ઈશ્વર, જે કૃત્યો અમારા પિતૃઓના સમયમાં
\q એટલે પુરાતન કાળમાં, તમે જે કામો કર્યાં હતાં, તે વિષે તેઓએ અમને કહ્યું છે
\q તે અમે અમારા કાનોએ સાંભળ્યું છે.
\q
\v 2 તમે તમારે હાથે વિદેશીઓને નસાડી મૂક્યા,
\q અને તમે તમારા લોકોને વસાવ્યા;
\q તમે વિદેશી લોકો પર દુઃખ લાવ્યા,
\q પણ તમે અમારા લોકોને દેશમાં વસાવ્યા.
\s5
\q
\v 3 તેઓએ પોતાની તલવાર વડે દેશને કબજે કર્યો નહોતો,
\q વળી તેઓએ પોતાના ભુજ વડે પોતાનો બચાવ કર્યો નહોતો;
\q પણ તમારા જમણા હાથે, તમારા ભુજે અને તમારા મુખના પ્રકાશે તેમને બચાવ્યા હતા,
\q કેમ કે તમે તેઓ પર પ્રસન્ન હતા.
\q
\v 4 તમે મારા ઈશ્વર તથા રાજા છો;
\q તમે યાકૂબને વિજય ફરમાવો.
\s5
\q
\v 5 તમારી સહાયતાથી અમે અમારા વૈરીઓને જમીનદોસ્ત કરી નાખીશું;
\q તમારે નામે અમારી વિરુદ્ધ ઊઠનારને છૂંદી નાખીશું.
\q
\v 6 કેમ કે હું મારા ધનુષ્ય પર ભરોસો રાખીશ નહિ,
\q મારી તલવાર પણ મારો બચાવ કરી શકશે નહિ.
\s5
\q
\v 7 પણ અમારા વૈરીઓથી તમે અમને બચાવ્યા છે
\q અને જેઓ અમને ધિક્કારે છે તેઓને બદનામ કર્યા છે.
\q
\v 8 આખો દિવસ અમે ઈશ્વરમાં બડાશ મારી છે
\q અને અમે સદાકાળ તમારા નામની આભારસ્તુતિ કરીશું.
\qs સેલાહ.
\qs*
\b
\s5
\q
\v 9 પણ હવે તમે અમને દૂર કર્યા છે અને શરમિંદા કર્યા છે
\q અને અમારા સૈન્યોની સાથે તમે બહાર આવતા નથી.
\q
\v 10 તમે શત્રુઓ આગળ અમારી પાસે પીઠ ફેરવાવો છો;
\q અને જેઓ અમને ધિક્કારે છે તેઓ પોતાની મરજી પ્રમાણે અમને લૂંટે છે.
\q
\v 11 તમે અમને કાપવાનાં ઘેટાંની જેમ બનાવી દીધા છે
\q અને વિદેશીઓમાં અમને વિખેરી નાખ્યા છે.
\s5
\q
\v 12 તમે તમારા લોકોને મફત વેચી દીધા છે;
\q તેઓની કિંમતથી અમને કંઈ લાભ થતો નથી.
\q
\v 13 અમારા પડોશીઓ આગળ તમે અમને નિંદારૂપ બનાવ્યા છે,
\q અમારી આસપાસના લોકો સમક્ષ અમને હાંસીરૂપ તથા તિરસ્કારરૂપ બનાવ્યા છે.
\q
\v 14 તમે અમને વિદેશીઓમાં કહાણીરૂપ
\q અને લોકોમાં માથાં હલાવવાનું કારણ કરો છો.
\s5
\q
\v 15 આખો દિવસ મારી આગળથી મારું અપમાન ખસતું નથી
\q અને મારા મુખ પર થતી શરમિંદગીએ મને ઢાંકી દીધો છે.
\q
\v 16 નિંદા તથા દુર્ભાષણ કરનાર બોલને લીધે
\q અને શત્રુ તથા વેર વાળનારની દ્રષ્ટિને લીધે આવું થાય છે.
\q
\v 17 આ બધું અમારા પર આવી પડ્યું છે; તોપણ અમે તમને વીસરી ગયા નથી
\q અને તમારા કરાર પ્રતિ વિશ્વાસઘાતી બન્યા નથી.
\s5
\q
\v 18 અમારું હૃદય તમારાથી પાછું હઠી ગયું નથી;
\q અમારાં પગલાં તમારા માર્ગ પરથી અન્ય માર્ગે વળ્યાં નથી.
\q
\v 19 તોપણ તમે અમને શિયાળવાંની જગ્યામાં કચડ્યા છે
\q અને અમને મોતની છાયાથી ઢાંકી દીધા છે
\q
\v 20 જો અમે અમારા ઈશ્વરનું નામ ભૂલી ગયા હોઈએ
\q અથવા પારકા દેવોની તરફ અમારા હાથ ફેલાવ્યા હોય,
\q
\v 21 તો શું ઈશ્વર તે શોધી ન કાઢત?
\q કેમ કે તે હૃદયની ગુપ્ત વાતો જાણે છે.
\q
\v 22 કેમ કે તમારે લીધે અમે આખો દિવસ માર્યા જઈએ છીએ;
\q કાપવાના ઘેટાંની જેવા અમને ગણવામાં આવે છે.
\s5
\q
\v 23 હે પ્રભુ, જાગો, તમે કેમ ઊંઘો છો?
\q ઊઠો, અમને સદાને માટે દૂર ન કરો.
\q
\v 24 તમે તમારું મુખ અમારાથી શા માટે અવળું ફેરવ્યું છે?
\q અને અમારું સંકટ તથા અમારી સતાવણી કેમ વીસરી જાઓ છો?
\s5
\q
\v 25 કેમ કે અમારો જીવ જમીન સુધી નમી ગયો છે;
\q અને અમે પેટ ઘસડતા થયાં છીએ.
\q
\v 26 અમને મદદ કરવાને ઊઠો
\q અને તમારી કૃપાથી અમને છોડાવો.
\s5
\c 45
\s રાજવી લગ્નગીત
\d મુખ્ય ગવૈયાને માટે; રાગ શોશાન્નિમ; કોરાના દીકરાઓનું [ગીત]. માસ્કીલ. પ્રેમ વિષે ગીત.
\b
\q
\v 1 મારું હૃદય ઉત્તમ વિષયથી ભરાઈ ગયું છે;
\q જે શબ્દો મેં રાજાને માટે લખ્યા છે તે હું બોલું છું;
\q મારી જીભ શ્રેષ્ઠ લેખકની કલમ જેવી ચપળ છે.
\q
\v 2 તમે માણસ કરતાં વધારે સુંદર છો;
\q તમારા હોઠો કૃપાથી ભરેલા છે;
\q માટે અમે જાણીએ છીએ કે ઈશ્વરે તમને સદાને માટે આશીર્વાદિત કર્યા છે.
\s5
\q
\v 3 હે પરાક્રમી, તમે તમારી તલવાર કમરે બાંધો,
\q તમારું ગૌરવ તથા તમારો મહિમા ધારણ કરો.
\q
\v 4 સત્ય, નમ્રતા તથા ન્યાયીપણાને અર્થે
\q તમારા પ્રતાપે સવારી કરીને વિજયવંત થાઓ;
\q તમારો જમણો હાથ તમને ભયંકર કૃત્યો શીખવશે.
\s5
\q
\v 5 તમારાં બાણ તીક્ષ્ણ છે;
\q તે રાજાના શત્રુઓના હૃદયને વીંધે છે;
\q તેથી લોકો તમારે શરણે આવે છે.
\q
\v 6 ઈશ્વરે તમારા માટે આપેલા રાજ્યાસન સનાતન છે
\f +
\fr 45:6
\ft હે ઈશ્વર તમારો રાજ્યાસન સનાતન છે
\f* ;
\q તમારો રાજદંડ તે યથાર્થ રાજદંડ છે.
\q
\v 7 તમને ન્યાયીપણા પર પ્રીતિ છે અને દુષ્ટતા પ્રતિ તિરસ્કાર છે;
\q માટે ઈશ્વર, તમારા ઈશ્વર, તમારા સાથીઓ કરતાં
\q તમને સર્વશ્રેષ્ઠ ગણીને આનંદના તેલથી અભિષિક્ત કર્યા છે.
\s5
\q
\v 8 તમારા બધાં વસ્ત્રો બોળ, અગર તથા તજની સુગંધથી મહેંકે છે;
\q હાથીદાંતના મહેલોમાં તારનાં વાજિંત્રો તમને આનંદ પમાડે છે.
\q
\v 9 રાજાની દીકરીઓની મધ્યે કેટલીક સ્ત્રીઓ આદરમાન છે;
\q તમારે જમણે હાથે ઓફીરના સોનાથી શણગારેલા રાણી ઊભાં રહે છે.
\s5
\q
\v 10 હે દીકરી, સાંભળ, કાન ધર;
\q તારા લોકોને અને તારા પિતાના ઘરને ભૂલી જા.
\q
\v 11 આ રીતે રાજા તારા સૌંદર્ય પર મોહિત થશે;
\q તે તારા સ્વામી છે; તું તેમની સેવા કર.
\s5
\q
\v 12 તૂરની દીકરી ભેટ લઈને ત્યાં આવશે;
\q ધનવાન લોકો તારી કૃપાને માટે તને કાલાવાલા કરશે.
\q
\v 13 રાજપુત્રી મહેલમાં સંપૂર્ણ ગૌરવવાન છે;
\q તેનાં વસ્ત્રોમાં સોનાના તાર વણેલા છે.
\s5
\q
\v 14 શણગારેલાં વસ્ત્રો પહેરીને તેને રાજા પાસે લઈ જવામાં આવશે;
\q કુમારિકાઓ, જે તેની સાથીઓ છે, તે તેની પાછળ ચાલે છે,
\q તેઓને તમારી પાસે લાવવામાં આવશે.
\q
\v 15 તેઓને આનંદથી તથા ઉત્સાહથી લાવવામાં આવશે;
\q તેઓ રાજમહેલમાં પ્રવેશ કરશે.
\s5
\q
\v 16 તમારા પિતૃઓને સ્થાને તમારા દીકરાઓ આવશે,
\q જેઓને તમે આખા દેશ પર રાજકુમાર ઠરાવશો.
\q
\v 17 હું પેઢી દરપેઢી તમારા નામનું સ્મરણ રખાવીશ;
\q તેથી લોકો સદાકાળ સુધી તમારી આભારસ્તુતિ કરશે.
\s5
\c 46
\s પ્રભુ આપણી સાથે છે
\d મુખ્ય ગવૈયાને માટે; કોરાના દીકરાઓનું [ગીત]; રાગ અલામોથ. ગાયન.
\b
\q
\v 1 ઈશ્વર આપણો આશ્રય તથા સામર્થ્ય છે,
\q સંકટને સમયે તે હાજરહજૂર મદદગાર છે.
\q
\v 2 માટે જો પૃથ્વી ઊથલપાથલ થાય
\q જો પર્વતો સમુદ્રમાં ડૂબી જાય, તોપણ આપણે બીહીએ નહિ.
\q
\v 3 જો તેનું પાણી ગર્જના કરે તથા વલોવાય
\q જો તેના ઊછળવાથી પર્વતો કાંપી ઊઠે, તોપણ આપણે બીહીએ નહિ.
\qs સેલાહ.
\qs*
\b
\s5
\q
\v 4 ત્યાં એક નદી છે જેના ઝરણાંઓ ઈશ્વરના નગરને
\q એટલે પરાત્પરના મંડપના પવિત્રસ્થાનને આનંદમય કરે છે.
\q
\v 5 ઈશ્વર તેની વચમાં છે; તેને હલાવી શકાશે નહિ;
\q મોટી સવારે ઈશ્વર તેને મદદ કરશે.
\s5
\q
\v 6 વિદેશીઓએ તોફાન મચાવ્યું છે અને રાજ્યો ડગમગી ગયાં;
\q તેમણે ગર્જના કરી એટલે, પૃથ્વી પીગળી ગઈ.
\q
\v 7 આપણી સાથે સૈન્યોના સરદાર યહોવાહ છે;
\q આપણો આશ્રય યાકૂબના ઈશ્વર છે.
\qs સેલાહ.
\qs*
\b
\s5
\q
\v 8 આવો યહોવાહનાં પરાક્રમો જુઓ,
\q તેમણે પૃથ્વીની કેવી પાયમાલી કરી છે તે જુઓ.
\q
\v 9 તે પૃથ્વીના છેડાઓ સુધી યુદ્ધોને બંધ કરી દે છે;
\q તે ધનુષ્યને ભાંગી નાખે છે અને ભાલાને કાપી નાખે છે;
\q રથોને
\f +
\fr 46:9
\ft ઢાલ - પ્રાચીનકાળના ઢાલ લાકડું અને ચામડાની બનેલી હોય છે, અને વારંવાર જૈતૂનના તેલથી ઘસવામાં આવે છે; પરિણામે તેઓ સરળતાથી બળી જાય છે.
\f* અગ્નિથી બાળી નાખે છે.
\s5
\q
\v 10 લડાઈ બંધ કરો
\f +
\fr 46:10
\ft શાંત રહો
\f* અને જાણો કે હું ઈશ્વર છું;
\q હું વિદેશીઓમાં મોટો મનાઈશ; હું પૃથ્વીમાં મોટો મનાઈશ.
\q
\v 11 સૈન્યોના યહોવાહ આપણી સાથે છે;
\q યાકૂબના ઈશ્વર આપણા આશ્રય છે.
\qs સેલાહ.
\qs*
\s5
\c 47
\s સર્વોપરી શાસક
\d મુખ્ય ગવૈયાને માટે; કોરાના દીકરાઓનું ગીત.
\b
\q
\v 1 હે સર્વ લોકો, તાળી પાડો;
\q આનંદથી મોટા અવાજે ઈશ્વરની સ્તુતિ કરો.
\q
\v 2 કારણ કે પરાત્પર યહોવાહ ભયાવહ છે;
\q તે આખી પૃથ્વીના રાજાધિરાજ છે.
\s5
\q
\v 3 તે આપણા તાબામાં લોકોને તથા આપણા પગ નીચે
\q વિદેશીઓને હરાવીને મૂકશે.
\q
\v 4 તેમણે આપણા માટે આપણો વારસો પસંદ કર્યો છે,
\q એટલે તેમણે, પોતાના વહાલા યાકૂબની ઉત્તમતા પસંદ કરી છે.
\qs સેલાહ
\qs*
\q
\v 5 ઈશ્વર વિજયના પોકારસહિત,
\q યહોવાહ રણશિંગડાના અવાજસહિત ચઢી ગયા છે.
\s5
\q
\v 6 ઈશ્વરનાં સ્તોત્રો ગાઓ, સ્તોત્રો ગાઓ;
\q આપણા રાજાનાં સ્તોત્રો ગાઓ, સ્તોત્રો ગાઓ.
\q
\v 7 કેમ કે ઈશ્વર આખી પૃથ્વીના રાજા છે;
\q સમજદારીથી તેમની પ્રશંસાનાં ગીતો ગાઓ.
\s5
\q
\v 8 ઈશ્વર વિદેશીઓ પર રાજ કરે છે;
\q ઈશ્વર પોતાના પવિત્ર સિંહાસન પર બિરાજમાન છે.
\q
\v 9 લોકોના રાજકુમારો એકત્ર થયા છે
\q ઇબ્રાહિમના ઈશ્વરના લોકોની સાથે બધા ભેગા થયા છે;
\q કેમ કે પૃથ્વીની સર્વ ઢાલો ઈશ્વરની છે;
\q તે સર્વોચ્ય છે.
\s5
\c 48
\s સિયોન:ઈશ્વરનું નગર
\d ગાયન; કોરાના દીકરાઓનું ગીત.
\b
\q
\v 1 આપણા ઈશ્વરના નગરમાં તેમના પવિત્ર પર્વતમાં
\q યહોવાહ મહાન છે અને ઘણા સ્તુત્યમાન છે.
\q
\v 2 મોટા રાજાનું નગર, ઉત્તર બાજુએ,
\q ઊંચાઈમાં ખૂબસૂરત અને આખી
\q પૃથ્વીના આનંદરૂપ સિયોન પર્વત છે.
\q
\v 3 તેમના મહેલમાં ઈશ્વરે પોતાને આશ્રયરૂપે જાહેર કર્યા છે.
\s5
\q
\v 4 કેમ કે રાજાઓ એકત્ર થયા,
\q તેઓ એકત્ર થઈને ચાલ્યા ગયા.
\q
\v 5 પછી તેઓએ જોયું, એટલે તેઓ આશ્ચર્ય પામ્યા;
\q ભયથી ગભરાઈ ગયા તેથી તેઓ ઝડપથી પાછા ચાલ્યા ગયા.
\q
\v 6 ત્યાં તેમને ભયથી ધ્રૂજારી થઈ
\q તથા પ્રસૂતિવેદના જેવું કષ્ટ થયું.
\s5
\q
\v 7 તમે પૂર્વના વાયુ વડે તાર્શીશનાં
\q વહાણોને ભાંગી નાખ્યાં.
\q
\v 8 જેમ આપણે સાંભળ્યું હતું તેમ સૈન્યોના
\q સરદાર યહોવાહના નગરમાં, આપણા ઈશ્વરના નગરમાં, આપણે જોયું છે;
\q ઈશ્વર સદાકાળ તેને સ્થિર કરશે.
\qs સેલાહ
\qs*
\s5
\q
\v 9 હે ઈશ્વર, અમે તમારા ઘરમાં
\q તમારી કૃપા વિષે વિચાર કર્યો.
\q
\v 10 હે ઈશ્વર, જેવું તમારું નામ છે,
\q તેવી તમારી સ્તુતિ પણ પૃથ્વીના અંત સુધી છે;
\q તમારો જમણો હાથ ન્યાયીપણાથી ભરેલો છે.
\s5
\q
\v 11 તમારા ન્યાયનાં કાર્યોથી
\q સિયોન પર્વત આનંદ પામશે
\q યહૂદિયાની દીકરીઓ
\f +
\fr 48:11
\ft યહૂદિયા નગરના લોકો
\f* હરખાશે.
\s5
\q
\v 12 સિયોનની આસપાસ પ્રદક્ષિણા કરો;
\q તેના બુરજોની ગણતરી કરો.
\q
\v 13 તેનો કોટ ધ્યાનથી જુઓ
\q અને તેના મહેલો પર લક્ષ આપો
\q જેથી તમે આવતી પેઢીને તે વિષે કહી શકો.
\s5
\q
\v 14 કારણ કે આ ઈશ્વર આપણા સનાતન ઈશ્વર છે;
\q તે મરણ પર્યંત આપણને દોરનાર છે.
\s5
\c 49
\s ધનદોલત પર મિથ્યા મદાર
\d મુખ્ય ગવૈયાને માટે; કોરાના દીકરાઓનું ગીત.
\b
\q
\v 1 હે સર્વ લોકો, તમે આ સાંભળો;
\q હે વિશ્વાસીઓ, કાન ધરો.
\q
\v 2 નિમ્ન અને ઉચ્ચ બન્ને,
\q શ્રીમંત તથા દરિદ્રી, તમે સર્વ ધ્યાન આપો.
\s5
\q
\v 3 હું મારે મુખે બુદ્ધિ વિષે બોલીશ
\q અને મારા હૃદયના વિચારો ડહાપણ વિષે હશે.
\q
\v 4 હું દ્રષ્ટાંત પર કાન લગાડીશ;
\q વીણા પર મારો મર્મ ખોલીશ.
\q
\v 5 જ્યારે મારી આસપાસ અન્યાય થાય
\q અને મને શત્રુઓ ઘેરી લે, ત્યારે એવા દુષ્ટોના દિવસોમાં હું શા માટે બીહું?
\s5
\q
\v 6 જેઓ પોતાની સંપત્તિ પર ભરોસો રાખે છે
\q અને પોતાના પુષ્કળ દ્રવ્યનું અભિમાન કરે છે.
\q
\v 7 તેઓમાંનો કોઈ પોતાના ભાઈને કોઈ પણ રીતે બચાવી શકતો નથી
\q અથવા તેના બદલામાં ઈશ્વરને ખંડણી આપી શકતો નથી.
\q
\v 8 કેમ કે તેના પ્રાણની કિંમત મોટી છે
\q અને એ વિચાર તેણે સદાને માટે છોડી દેવો જોઈએ.
\s5
\q
\v 9 તે સદાકાળ જીવતો રહે
\q કે જેથી તેનું શરીર કબરમાં દફનાવાય નહિ.
\q
\v 10 કેમ કે તે જુએ છે કે બુદ્ધિવંત માણસો મરણ પામે છે;
\q મૂર્ખ તથા અસભ્ય જેવા સાથે નાશ પામે છે
\q અને પારકાઓને માટે પોતાનું ધન મૂકીને જાય છે.
\s5
\q
\v 11 તેઓના કબરો
\f +
\fr 49:11
\ft તેઓના અંતર વિચારોકબર તરફ ઉતરશે
\f* સદા માટે તેઓના ઘર રહેશે
\q અને અમારાં રહેઠાણ પેઢી દરપેઢી રહેશે;
\q તેઓ પોતાની જાગીરોને પોતાનાં નામ આપે છે.
\s5
\q
\v 12 પણ માણસ ધનવાન હોવા છતાં, ટકી રહેવાનો નથી;
\q તે નાશવંત પશુના જેવો છે.
\b
\q
\v 13 આપમતિયા માણસોનો માર્ગ મૂર્ખ જ છે;
\q તેમ છતાં તેઓના પછીના લોકો તેઓનો બોલ પસંદ કરે છે.
\qs સેલાહ
\qs*
\s5
\q
\v 14 તેમને શેઓલમાં લઈ જવાના ટોળાં જેવા ઠરાવવામાં આવશે;
\q મૃત્યુ તેઓનો ઘેટાંપાળક થશે;
\q તેઓ સીધા કબર તરફ ઉતરશે
\f +
\fr 49:14
\ft યથાર્થીઓ સવારમાં તેમના પર અધિકાર ચલાવશે;
\f* ;
\q તેઓનું સૌંદર્ય શેઓલમાં એવું નાશ પામશે કે,
\q ત્યાં કોઈ બાકી રહેશે નહિ.
\q
\v 15 પણ ઈશ્વર મારા આત્માને શેઓલના નિયંત્રણમાંથી છોડાવી લેશે;
\q તે મારો અંગીકાર કરશે.
\qs સેલાહ
\qs*
\s5
\q
\v 16 જ્યારે કોઈ ધનવાન થાય છે,
\q જ્યારે તેના ઘરનો વૈભવ
\f +
\fr 49:16
\ft સંપત્તિ
\f* વધી જાય, ત્યારે તું ગભરાઈશ નહિ.
\q
\v 17 કેમ કે જ્યારે તે મૃત્યુ પામે, ત્યારે તે પોતાની સાથે કંઈ લઈ જવાનો નથી;
\q તેનો વૈભવ તેની પાછળ જવાનો નથી.
\s5
\q
\v 18 જ્યારે તે જીવતો હતો, ત્યારે તે પોતાના આત્માને આશીર્વાદ આપતો હતો
\q અને જ્યારે તું તારું પોતાનું ભલું કરે છે, ત્યારે માણસો તારાં વખાણ કરે છે.
\q
\v 19 તે પોતાના પૂર્વજોના પિતૃઓની પાસે ચાલ્યો જાય છે;
\q પછી તેઓ જીવનનું અજવાળું ક્યારેય પણ નહિ જુએ.
\q
\v 20 જે માણસ ધનવાન છે, પણ જેને આત્મિક સમજ નથી
\q તે નાશવંત પશુ સમાન છે.
\s5
\c 50
\s સાચી ભક્તિ
\d આસાફનું ગીત.
\b
\q
\v 1 સામર્થ્યવાન, ઈશ્વર, યહોવાહ, બોલ્યા છે
\q અને તેમણે સૂર્યના ઉદયથી તે તેના અસ્ત સુધી પૃથ્વીને બોલાવી છે.
\q
\v 2 સિયોન, જે સૌંદર્યની સંપૂર્ણતા છે,
\q તેમાંથી ઈશ્વર પ્રકાશે છે.
\s5
\q
\v 3 આપણા ઈશ્વર આવશે અને છાના રહેશે નહિ;
\q તેમની આગળ અગ્નિ બાળી મૂકશે
\q અને તેમની આસપાસ મહાતોફાન જાગશે.
\q
\v 4 પોતાના લોકોનો ન્યાય કરવા
\q તે ઉપરના આકાશને તથા પૃથ્વીને બોલાવશે.
\q
\v 5 "જેઓએ બલિદાનથી મારી સાથે કરાર કર્યો છે;
\q એવા મારા ભક્તોને મારી પાસે ભેગા કરો."
\s5
\q
\v 6 આકાશો તેમનું ન્યાયીપણું પ્રગટ કરશે,
\q કેમ કે ઈશ્વર પોતે ન્યાયાધીશ છે.
\s5
\q
\v 7 "હે મારા લોકો, સાંભળો અને હું બોલીશ;
\q હું ઈશ્વર, તમારો ઈશ્વર છું.
\q
\v 8 તારા બલિદાનોને લીધે હું તને ઠપકો આપીશ નહિ;
\q તારાં દહનીયાર્પણો નિરંતર મારી આગળ થાય છે.
\s5
\q
\v 9 હું તારી કોડમાંથી બળદ
\q અથવા તારા વાડાઓમાંથી બકરા લઈશ નહિ.
\q
\v 10 કારણ કે અરણ્યનું દરેક પશુ
\q અને હજાર ડુંગરો ઉપરનાં પશુઓ મારાં છે.
\q
\v 11 હું પર્વતોનાં સર્વ પક્ષીઓને ઓળખું છું
\q અને જંગલના હિંસક પશુઓ મારાં છે.
\s5
\q
\v 12 જો હું ભૂખ્યો હોઉં, તોપણ હું તમને કહીશ નહિ;
\q કારણ કે જગત તથા તેમાંનું સર્વસ્વ મારું છે.
\q
\v 13 શું હું બળદોનું માંસ ખાઉં?
\q અથવા શું હું બકરાઓનું લોહી પીઉં?
\s5
\q
\v 14 ઈશ્વરને આભારસ્તુતિનાં અર્પણો ચઢાવ
\q અને પરાત્પર પ્રત્યેની તારી પ્રતિજ્ઞા પૂર્ણ કર.
\q
\v 15 સંકટને સમયે મને વિનંતિ કર;
\q હું તને છોડાવીશ અને તું મારો મહિમા પ્રગટ કરશે."
\b
\s5
\q
\v 16 પણ ઈશ્વર દુષ્ટને કહે છે કે,
\q "તારે મારા વિધિઓ શા માટે પ્રગટ કરવા જોઈએ?
\q મારો કરાર શા માટે તારા મુખમાં લેવો જોઈએ?
\q
\v 17 છતાં પણ તું મારી શિખામણનો તિરસ્કાર કરે છે
\q અને મારા શબ્દો તું તારી પાછળ નાખે છે.
\s5
\q
\v 18 જ્યારે તું ચોરને જુએ છે, ત્યારે તું તેને સંમતિ આપે છે;
\q જેઓ વ્યભિચારમાં જોડાયેલા છે તેઓનો તું ભાગીદાર થયો છે.
\q
\v 19 તું ભૂંડાઈને તારું મોં સોંપે છે
\q અને તારી જીભ કપટ રચે છે.
\q
\v 20 તું બેસીને તારા પોતાના ભાઈઓની વિરુદ્ધ બોલે છે;
\q તું તારી પોતાની માતાના દીકરાની બદનામી કરે છે.
\s5
\q
\v 21 તેં આવાં કામ કર્યાં છે, પણ હું ચૂપ રહ્યો,
\q તેથી તેં વિચાર્યું કે હું છેક તારા જેવો છું.
\q પણ હું તને ઠપકો આપીશ અને હું તારાં કામ તારી આંખો આગળ અનુક્રમે ગોઠવીશ.
\b
\q
\v 22 હે ઈશ્વરને વીસરનારાઓ, હવે આનો વિચાર કરો;
\q નહિ તો હું તમારા ફાડીને ટુકડેટુકડા કરીશ અને તમને ત્યાં છોડાવવા માટે કોઈ નહિ આવે.
\s5
\q
\v 23 જે આભારસ્તુતિનાં અર્પણો ચઢાવે છે તે મને માન આપે છે
\q અને જે પોતાના માર્ગો નિયમસર રાખે છે
\q તેને હું ઈશ્વર દ્વારા મળતો ઉદ્ધાર બતાવીશ."
\s5
\c 51
\s ક્ષમા માટે પ્રાર્થના
\d મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત; બાથશેબાની પાસે ગયા પછી તેની પાસે નાથાન પ્રબોધક આવ્યો, તે વખતનું.
\b
\q
\v 1 હે ઈશ્વર, તમારી કૃપા પ્રમાણે મારા પર દયા કરો;
\q તમારી પુષ્કળ કૃપાથી મારા અપરાધો માફ કરો.
\q
\v 2 મારા અપરાધથી મને પૂરો ધૂઓ
\q અને મારા પાપોથી મને શુદ્ધ કરો.
\s5
\q
\v 3 કેમ કે હું મારા અપરાધો જાણું છું
\q અને મારું પાપ નિત્ય મારી આગળ છે.
\q
\v 4 તમારી, હા, તમારી જ વિરુદ્ધ મેં પાપ કર્યું છે
\q અને જે તમારી દ્રષ્ટિમાં ખરાબ છે તે મેં કર્યું છે;
\q તેથી જ્યારે તમે બોલો, ત્યારે તમે ન્યાયી ઠરો;
\q અને તમે ન્યાય કરો, ત્યારે તમે નિર્દોષ ઠરો.
\s5
\q
\v 5 જુઓ, હું અન્યાયીપણામાં જન્મ્યો હતો;
\q મારી માતાએ પાપમાં મારો ગર્ભ ધારણ કર્યો હતો.
\q
\v 6 તમે તમારા હૃદયમાં અંત:કરણની સત્યતા માગો છો;
\q મારા હૃદયને તમે ડહાપણ શીખવશો.
\s5
\q
\v 7 ઝુફાથી મને ધોજો એટલે હું શુદ્ધ થઈશ
\f +
\fr 51:7
\ft તમે મને મારા પાપોથી શુદ્ધ કરો છો
\f* ;
\q મને નવડાવો એટલે હું હિમ કરતાં સફેદ થઈશ.
\q
\v 8 મને હર્ષ તથા આનંદ સંભળાવો
\q એટલે જે હાડકાં તમે ભાંગ્યાં છે તેઓ આનંદ કરે.
\q
\v 9 મારાં પાપ તરફ નજર ન કરો
\q અને મારા સર્વ અન્યાય ક્ષમા કરો.
\s5
\q
\v 10 હે ઈશ્વર, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો
\q અને મારા આત્માને નવો અને દ્રઢ કરો.
\q
\v 11 મને તમારી સંમુખથી દૂર ન કરો
\q અને તમારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ લેશો નહિ.
\s5
\q
\v 12 તમારા ઉદ્ધારનો હર્ષ મને પાછો આપો
\q અને ઉદાર આત્માએ કરીને મને નિભાવી રાખો.
\q
\v 13 ત્યારે હું ઉલ્લંઘન કરનારાઓને તમારા માર્ગ શીખવીશ
\q અને પાપીઓ તમારા તરફ ફરશે.
\s5
\q
\v 14 હે ઈશ્વર, મારા ઉદ્ધારનાર, ખૂનના દોષથી મને માફ કરો
\q અને હું મારી જીભે તમારા ન્યાયીપણા વિષે મોટેથી ગાઈશ.
\q
\v 15 હે પ્રભુ, તમે મારા હોઠ ઉઘાડો
\q એટલે મારું મુખ તમારી સ્તુતિ પ્રગટ કરશે.
\q
\v 16 કેમ કે તમે બલિદાનોથી રીઝતા નથી, નહિ તો હું તે અર્પણ કરત;
\q તમે દહનીયાર્પણથી આનંદ પામતા નથી.
\s5
\q
\v 17 હે ઈશ્વર, મારો બલિદાનો તો રાંક મન છે;
\q હે ઈશ્વર, તમે રાંક અને નમ્ર હૃદયને ધિક્કારશો નહિ
\f +
\fr 51:17
\ft ઈશ્વરને તેના બલિદાનો સ્વીકાર છે
\f* .
\b
\q
\v 18 તમે કૃપા કરીને સિયોનનું ભલું કરો;
\q યરુશાલેમના કોટોને ફરી બાંધો.
\q
\v 19 પછી ન્યાયીપણાના બલિદાનોથી, દહનાર્પણ
\q તથા સર્વ દહનીયાર્પણથી તમે આનંદ પામશો;
\q પછી તેઓ તમારી વેદી પર બળદોનું અર્પણ કરશે.
\s5
\c 52
\s ઈશ્વરનું ન્યાયશાસન અને કૃપા
\d મુખ્ય ગવૈયાને માટે દાઉદનું માસ્કીલ:દોએગ અદોમીએ આવીને શાઉલને ખબર આપી કે, દાઉદ અહીમેલેખને ત્યાં આવ્યો છે, તે વખતનું.
\b
\q
\v 1 ઓ શક્તિશાળી માણસ, તું તારાં દુષ્ટ કાર્યો
\f +
\fr 52:1
\ft ભલા માણસો પ્રત્યે કરેલા દુષ્ટ કાર્યો
\f* વિષે શા માટે અભિમાન કરે છે?
\q ઈશ્વરની કૃપા સર્વકાળ ટકે છે.
\q
\v 2 તારી જીભ દુષ્ટ યોજનાઓ કરે છે
\q અણીદાર અસ્ત્રાની જેમ તે છેતરે છે.
\s5
\q
\v 3 તું ભલાઈ કરતાં વધારે દુષ્ટતા ચાહે છે
\q અને ન્યાયીપણું બોલવા કરતાં જૂઠું બોલવું તને વધારે ગમે છે.
\s5
\q
\v 4 અરે કપટી જીભ,
\q તું સર્વ વિનાશકારી વાતો ચાહે છે.
\q
\v 5 ઈશ્વર સદાને માટે તારો નાશ કરશે;
\q તે તને પકડીને તારા તંબુમાંથી ખેંચી કાઢશે
\q અને પૃથ્વીમાંથી તે તને ઉખેડી નાખશે.
\qs સેલાહ
\qs*
\s5
\q
\v 6 વળી ન્યાયીઓ પણ તે જોશે અને ગભરાશે;
\q તેઓ હસીને તેને કહેશે કે,
\q
\v 7 "જુઓ, એ આ માણસ છે કે જેણે ઈશ્વરને પોતાનો આશ્રય ન કર્યો,
\q પણ પોતાના ઘણા ધન પર ભરોસો રાખીને
\q પોતાનાં દુષ્કર્મોને વળગી રહ્યો
\f +
\fr 52:7
\ft તે દુષ્ટ કાર્યોમાં વધી ગયો
\f* ."
\s5
\q
\v 8 પણ હું તો ઈશ્વરના ઘરના લીલા જૈતૂનવૃક્ષ જેવો છું;
\q હું ઈશ્વરની કૃપા પર સદાકાળ ભરોસો રાખું છું.
\q
\v 9 હે ઈશ્વર, તમે જે કર્યું છે, તે માટે હું તમારી આભારસ્તુતિ સદા કરીશ.
\q હું તમારા નામ પર આશા રાખું છું, કેમ કે તમારું નામ ઉત્તમ છે અને હું તે તમારાં સંતોની સમક્ષ પ્રગટ કરીશ.
\s5
\c 53
\d મુખ્ય ગવૈયાને માટે; રાગ માહલાથ. દાઉદનું માસ્કીલ.
\r (ગી.શા. ૧૪)
\s માણસોની દુષ્ટતા
\b
\q
\v 1 મૂર્ખ પોતાના મનમાં કહે છે કે, "ઈશ્વર છે જ નહિ."
\q તેઓએ ભ્રષ્ટ થઈને ધિક્કારવા લાયક દુષ્ટતા કરી છે;
\q ભલું કરનાર કોઈ નથી.
\q
\v 2 સમજણો કે ઈશ્વરને શોધનાર માણસ છે કે નહિ,
\q તે જોવાને ઈશ્વરે આકાશમાંથી
\q મનુષ્યજાત પર દ્રષ્ટિ કરી.
\q
\v 3 તેઓમાંનો દરેક માર્ગભ્રષ્ટ થયો છે; તેઓ સર્વ અશુદ્ધ થયા છે;
\q ભલું કરનાર કોઈ રહ્યો નથી, ના, એક પણ નહિ.
\s5
\q
\v 4 શું ખોટું કરનારને કંઈ સમજણ નથી?
\q તેઓ રોટલા ખાતા હોય તેમ મારા લોકોને ખાઈ જાય છે
\f +
\fr 53:4
\ft તેઓ મારા લોકોને લૂટી લેશે
\f*
\q પણ તેઓ કોઈ ઈશ્વરને પોકારતા નથી.
\q
\v 5 જ્યાં ભય ન હતો ત્યાં તેઓ ઘણા ભયભીત થયા;
\q કેમ કે જે તમારી સામે છાવણી નાખે છે તેઓનાં હાડકાં ઈશ્વરે વિખેરી નાખ્યાં છે
\f +
\fr 53:5
\ft ઈશ્વર ભક્તિહીન લોકોના હાડકાંને વિખેરી નાખશે
\f* ;
\q તમે તેઓને બદનામ કર્યા છે કેમ કે ઈશ્વરે તેઓને નકાર્યા છે
\f +
\fr 53:5
\ft ઈશ્વરે તેઓને લજ્જિત કર્યા છે
\f* .
\s5
\q
\v 6 સિયોનમાંથી ઇઝરાયલના ઉદ્ધારકર્તા વહેલા આવે!
\q જ્યારે ઈશ્વર પોતાના લોકોને બંદીવાસમાંથી છોડાવીને આબાદ કરશે,
\q ત્યારે યાકૂબ હરખાશે અને ઇઝરાયલ આનંદિત થશે.
\s5
\c 54
\s શત્રુઓથી બચાવ માટે પ્રાર્થના
\d મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે ગાવાને. દાઉદનું માસ્કીલ. ઝીફીઓએ આવીને શાઉલને કહ્યું, "શું, દાઉદ અમારે ત્યાં સંતાઈ રહેલો નથી?" તે વખતનું.
\b
\q
\v 1 હે ઈશ્વર, તમારા નામે મને બચાવો
\q અને તમારા પરાક્રમથી મારો ન્યાય કરો.
\q
\v 2 હે ઈશ્વર, મારી પ્રાર્થના સાંભળો;
\q મારા મુખની વાતો પર કાન ધરો.
\q
\v 3 કેમ કે વિદેશીઓ મારી વિરુદ્ધ થયા છે
\q અને જુલમગારો મારો જીવ લેવા મથે છે;
\q તેઓએ ઈશ્વરને પોતાની આગળ રાખ્યા નથી.
\s5
\q
\v 4 જુઓ, ઈશ્વર મારા મદદગાર છે;
\q પ્રભુ જ મારા આત્માનાં આધાર છે
\f +
\fr 54:4
\ft જેઓ મારી જિંદગી જાળવી રહ્યાં છે તેમની સાથે ઈશ્વર છે
\f* .
\q
\v 5 તે મારા શત્રુઓને દુષ્ટતાનો બદલો આપશે;
\q તમારાં સત્ય વચનો પ્રમાણે દુષ્ટોનો નાશ કરો.
\s5
\q
\v 6 હું રાજીખુશીથી મારાં અર્પણો ચઢાવીશ;
\q હે યહોવાહ, હું તમારા નામની સ્તુતિ કરીશ, કેમ કે તે ઉત્તમ છે.
\q
\v 7 કેમ કે તેમણે મને સર્વ સંકટમાંથી છોડાવ્યો છે;
\q મારી ઇચ્છા પ્રમાણે મારા શત્રુઓને થયું, તે મેં નજરે જોયું છે.
\s5
\c 55
\s વિશ્વાસઘાતની વ્યથા
\d મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે ગાવાને. દાઉદનું માસ્કીલ.
\b
\q
\v 1 હે ઈશ્વર, મારી પ્રાર્થના સાંભળવાને તમારા કાન ધરો;
\q અને મારી વિનંતિ સાંભળવાથી સંતાઈ ન જાઓ.
\q
\v 2 મારી વાત પર ધ્યાન આપીને મને ઉત્તર આપો;
\q હું શોકને કારણે અશાંત છું અને વિલાપ કરું છું.
\q
\v 3 દુશ્મનોના અવાજને લીધે
\q અને દુષ્ટોના જુલમને લીધે, હું વિલાપ કરું છું;
\q કેમ કે તેઓ મારા પર અન્યાય કરવાનો દોષ મૂકે છે
\q અને ક્રોધથી મને સતાવે છે.
\s5
\q
\v 4 મારા હૃદયમાં મને ઘણી વેદના થાય છે
\q અને મૃત્યુનો ભય મારા પર આવી પડ્યો છે.
\q
\v 5 મને ત્રાસથી ધ્રૂજારી આવે છે
\q અને ભયથી ઘેરાયેલો છું.
\s5
\q
\v 6 મેં કહ્યું, "જો મને કબૂતરની જેમ પાંખ હોત, તો કેવું સારું!
\q તો હું દૂર ઊડી જઈને વિશ્રામ લેત.
\q
\v 7 હું અરણ્યમાં દૂર સુધી ઊડી જાત
\q અને ત્યાં મુકામ કરત.
\qs સેલાહ
\qs*
\s5
\q
\v 8 પવનના સુસવાટાથી તથા તોફાનથી નાસીને ઉતાવળે
\q આશ્રયસ્થાને જઈ પહોંચત."
\q
\v 9 હે પ્રભુ, તેઓનો નાશ કરો અને તેઓની ભાષાઓ બદલી નાખો,
\q કેમ કે મેં નગરમાં બળાત્કાર તથા ઝઘડા જોયા છે.
\s5
\q
\v 10 તેઓ રાતદિવસ તેના કોટ પર આંટા મારે છે;
\q અને તેની મધ્યે દુષ્ટતા તથા હાનિ ચાલુ રહી છે.
\q
\v 11 તેની વચ્ચે બૂરાઈ છે;
\q જુલમ તથા ઠગાઈ તેના રસ્તા પરથી ખસતાં નથી.
\s5
\q
\v 12 કેમ કે મને જે ઠપકો આપનારો હતો તે મારો શત્રુ ન હતો,
\q એ તો મારાથી સહન કરી શકાત;
\q મારી વિરુદ્ધ વડાઈ કરનારો તે મારો શત્રુ ન હતો,
\q એવાથી તો હું સંતાઈ રહી શકત.
\q
\v 13 પણ તે તું જ છે, તું જે મારા સરખો,
\q મારો સાથી અને મારો ખાસ મિત્ર.
\q
\v 14 આપણે એકબીજાની સાથે મીઠી સંગત કરતા હતા;
\q આપણે જનસમુદાય સાથે ઈશ્વરના ઘરમાં જતા હતા.
\s5
\q
\v 15 એકાએક તેમના પર મોત આવી પડો;
\q તેઓ જીવતા જ શેઓલમાં ઊતરી પડો,
\q કેમ કે ભૂંડાઈ તેઓનાં ઘરોમાં, હા, તેઓનાં અંતરમાં છે.
\s5
\q
\v 16 હું તો ઈશ્વરને પોકાર કરીશ
\q અને યહોવાહ મારો બચાવ કરશે.
\q
\v 17 હું મારા દુ:ખમાં સવારે, બપોરે અને સાંજે ઈશ્વરને ફરિયાદ કરીશ
\q અને તે મારો અવાજ સાંભળશે.
\q
\v 18 કોઈ મારી પાસે આવે નહિ, માટે તેમણે છોડાવીને મારા આત્માને શાંતિ આપી છે
\q કેમ કે મારી સામે લડનારા ઘણા છે.
\s5
\q
\v 19 ઈશ્વર જે અનાદિકાળથી ન્યાયાસન પર બિરાજમાન છે,
\q તે તેઓને સાંભળશે અને જવાબ આપશે.
\qs સેલાહ
\qs*
\q જે માણસોમાં કંઈ ફેરફાર થતો નથી;
\q તેઓ ઈશ્વરથી બીતા નથી.
\s5
\q
\v 20 મારા મિત્રો કે જેઓ તેની સાથે સમાધાન રાખતા હતા તેણે તેમના પર હાથ ઉગામ્યો છે;
\q તેણે પોતાનો કરેલો કરાર તોડ્યો છે.
\q
\v 21 તેના મુખના શબ્દો માખણ જેવા સુંવાળા છે,
\q પણ તેનું હૃદય યુદ્ધના વિચારોથી ભરેલું છે;
\q તેના શબ્દો તેલ કરતાં વધારે મુલાયમ છે,
\q પણ તે શબ્દો ખરેખર તલવારની જેમ કાપે છે.
\s5
\q
\v 22 તમારી ચિંતાઓ યહોવાહને સોંપી દો અને તે તમને નિભાવી રાખશે;
\q તે ક્યારેય ન્યાયી વ્યક્તિને પરાજિત થવા દેતા નથી.
\q
\v 23 પણ, હે ઈશ્વર, તમે મારા શત્રુઓને વિનાશની ખાઈમાં ધકેલી દો છો;
\q ખૂની કે કપટી પોતાનું અડધું આયુષ્ય પણ ભોગવી નથી શકતા,
\q પણ હું તો તમારા પર ભરોસો રાખીશ.
\s5
\c 56
\s ઈશ્વર પર વિશ્વાસ માટે પ્રાર્થના
\d મુખ્ય ગવૈયાને માટે; રાગ યોનાથ-એલેમ રહોકીમ. દાઉદનું મિખ્તામ. ગાથમાં પલિસ્તીઓએ તેને પકડયો તે વખતનું.
\b
\q
\v 1 હે ઈશ્વર, તમે મારા પર દયા કરો, કેમ કે માણસ તો મને ગળી જાય છે;
\q તે આખો દિવસ લડીને મારા પર જુલમ કરે છે.
\q
\v 2 મારા શત્રુઓ તો આખો દિવસ મને ગળી જાય છે;
\q કેમ કે જેઓ મારી સામે અહંકારથી લડે છે તેઓ ઘણા છે.
\s5
\q
\v 3 જ્યારે મને બીક લાગશે,
\q ત્યારે હું તમારા પર ભરોસો રાખીશ.
\q
\v 4 હું ઈશ્વરની મદદથી તેમના વચનની પ્રશંસા કરીશ,
\q ઈશ્વર પર મેં ભરોસો રાખ્યો છે; હું બીવાનો નથી;
\q મનુષ્યમાત્ર મને શું કરનાર છે?
\s5
\q
\v 5 તેઓ આખો દિવસ મારા શબ્દોનો અનર્થ કરે છે;
\q તેઓના વિચારો મારું ખરાબ કરવાના છે.
\q
\v 6 તેઓ એકઠા થાય છે, તેઓ સંતાઈ રહે છે
\q અને તેઓ મારાં પગલાંને ધ્યાનમાં રાખે છે,
\q તેઓ મારો જીવ લેવાની રાહ જુએ છે.
\s5
\q
\v 7 તેઓની દુષ્ટતાથી તેમને બચાવશો નહિ.
\q હે ઈશ્વર, તમારા ગુસ્સાથી લોકોને નીચે પાડી નાખો.
\q
\v 8 તમે મારું ભટકવું જાણો છો
\q અને મારાં આંસુઓ તમારી કુપ્પીમાં રાખો;
\q શું તેઓ તમારા પુસ્તકમાં નોંધેલાં નથી?
\s5
\q
\v 9 જે સમયે હું વિનંતી કરું, તે સમયે મારા શત્રુઓ પાછા ફરશે;
\q હું જાણું છું કે ઈશ્વર મારા પક્ષમાં છે
\f +
\fr 56:9
\ft હું આ જાણું છું, કેમ કે યહોવાહ મારા પક્ષમાં છે
\f* .
\q
\v 10 ઈશ્વરની મદદથી હું તેમનાં વચનની સ્તુતિ કરીશ,
\q યહોવાહની મદદથી હું તેમનાં વચનની સ્તુતિ કરીશ.
\q
\v 11 ઈશ્વર પર મેં ભરોસો રાખ્યો છે; હું બીવાનો નથી;
\q માણસ મને શું કરનાર છે?
\s5
\q
\v 12 હે ઈશ્વર, મેં તમારી સમક્ષ સંકલ્પો કરેલા છે;
\q હું તમને આભારસ્તુતિનાં અર્પણ ચઢાવીશ.
\q
\v 13 કારણ કે તમે મારા આત્માને મરણથી બચાવ્યો છે;
\q તમે મારા પગને લથડવાથી બચાવ્યા છે,
\q કે જેથી હું ઈશ્વરની સમક્ષ,
\q જીવતાઓના અજવાળામાં ચાલું.
\s5
\c 57
\s સંકટ સમયે વિનંતી
\d મુખ્ય ગવૈયાને માટે; રાગ આલ તાશ્ખેથ. દાઉદનું મિખ્તામ. તે શાઉલથી નાસી જઈ ગુફામાં રહેતો તે વખતનું.
\b
\q
\v 1 હે ઈશ્વર, મારા પર દયા કરો, મારા પર દયા કરો,
\q કેમ કે મારો આત્મા તમારા પર ભરોસો રાખે છે
\q જ્યાં સુધી આ વિપત્તિઓ થઈ રહે.
\s5
\q
\v 2 હું પરાત્પર ઈશ્વરને પ્રાર્થના કરીશ,
\q ઈશ્વર જે મારું પૂરું કરનાર છે, તેમની હું પ્રાર્થના કરીશ.
\q
\v 3 જ્યારે માણસ મને ગળી જવા ચાહે છે, તે મારી નિંદા કરે છે,
\q ત્યારે ઈશ્વર આકાશમાંથી સહાય મોકલીને મને બચાવશે;
\qs સેલાહ
\qs*
\q તે પોતાનાં કરારનું વિશ્વાસુપણું અને તેની સત્યતા ને મારા પર મોકલશે.
\s5
\q
\v 4 મારો આત્મા સિંહોની મધ્યે છે
\f +
\fr 57:4
\ft મારો આત્મા ઈર્ષ્યાળુ લોકો મધ્યે છે
\f* ;
\q અગ્નિથી સળગેલા સાથે મારે સૂઈ રહેવું પડે છે,
\q માણસોના દીકરાઓ, જેઓના દાંત ભાલા તથા બાણ જેવા છે
\q અને તેઓની જીભ તીક્ષ્ણ તલવાર જેવી છે.
\q
\v 5 હે ઈશ્વર, તમે આકાશો કરતાં ઊંચા મનાઓ;
\q તમારો મહિમા આખી પૃથ્વી કરતાં મોટો થાઓ.
\b
\s5
\q
\v 6 તેઓએ મારા પગને સારુ જાળ બિછાવી છે;
\q મારો આત્મા નમી ગયો છે;
\q તેઓએ મારી આગળ ખાડો ખોદ્યો છે,
\q પણ તેઓ પોતે જ તેમાં પડી ગયા છે.
\qs સેલાહ
\qs*
\s5
\q
\v 7 હે ઈશ્વર, મારું હૃદય સ્થિર છે, મારું હૃદય સ્થિર છે;
\q હું ગાયન કરીશ, હા, હું સ્તોત્રો ગાઈશ.
\q
\v 8 હે મારા આત્મા; મારી વીણા અને તંબુરા; તમે જાગો;
\q હું તો પ્રભાતમાં વહેલો ઊઠીશ.
\s5
\q
\v 9 હે પ્રભુ, હું લોકોમાં તમારી આભારસ્તુતિ કરીશ;
\q વિદેશીઓમાં હું તમારાં સ્તોત્ર ગાઈશ.
\q
\v 10 કેમ કે તમારી કૃપા સ્વર્ગ કરતાં મોટી છે
\q અને તમારી સત્યતા આકાશમાં પહોંચે છે.
\q
\v 11 હે ઈશ્વર, તમે સ્વર્ગ કરતાં ઊંચા મનાઓ;
\q આખી પૃથ્વી કરતાં તમારો મહિમા મોટો થાઓ.
\s5
\c 58
\s અન્યાયીઓ ઉપર શબ્દ-પ્રહારો
\d મુખ્ય ગવૈયાને માટે; રાગ આલ-તાશ્ખેથ. દાઉદનું સોનેરી ગીત.
\b
\q
\v 1 શું તમે ખરેખર ન્યાયીપણાથી બોલો છો
\f +
\fr 58:1
\ft ઈશ્વર જેવા અથવા મૂંગા માણસ
\f* ?
\q હે માણસોના દીકરાઓ, શું તમે અદલ ઇનસાફ કરો છો?
\q
\v 2 ના, તમે તમારા મનમાં દુષ્ટતા યોજો છો;
\q પૃથ્વી પર તમે તમારા હાથથી જુલમ તોળી આપો છો.
\s5
\q
\v 3 દુષ્ટો જન્મથી જ ખોટા માર્ગે વળી ગયેલા હોય છે;
\q તેઓ જન્મે છે કે તરત જ જૂઠું બોલે છે અને ખોટે રસ્તે ચઢી જાય છે.
\q
\v 4 તેઓનું વિષ સાપના વિષ જેવું છે;
\q તેઓ કાન બંધ કરી રાખનાર બહેરા સાપ જેવા છે.
\q
\v 5 કે જે ઘણી જ ચાલાકીથી મોરલી વગાડનાર મદારીનો
\q પણ અવાજ સાંભળતો નથી.
\s5
\q
\v 6 હે ઈશ્વર, તમે તેઓના દાંત તોડી નાખો;
\q હે યહોવાહ, તમે યુવાન સિંહોના મોટા દાંત તોડી પાડો.
\q
\v 7 તેઓ ઝડપથી વહેતા પાણીની જેમ વહી જાઓ;
\q જ્યારે તેઓ પોતાનાં બાણ તાકે, ત્યારે તેઓ બૂઠાં થઈ જાઓ.
\q
\v 8 ગોકળગાય જે ચાલતા ચાલતા પીગળી જાય છે તેના જેવા
\q અથવા જેણે સૂર્ય જોયો નથી, એવા સ્ત્રીને અધૂરે ગયેલા ગર્ભ જેવા તેઓ થાઓ.
\s5
\q
\v 9 તમારા હાંલ્લાંને કાંટાનો તાપ લાગે તે પહેલાં,
\q પછી તે લીલા હોય કે સૂકા હોય, તો પણ, તેમને વંટોળિયો ઘસડી લઈ જશે.
\q
\v 10 જ્યારે તે ઈશ્વરનો બદલો જોશે, ત્યારે ન્યાયી માણસ હરખાશે;
\q તે દુષ્ટોના લોહીમાં પોતાના પગ ધોશે,
\q
\v 11 કે જેથી માણસો કહેશે કે, "ન્યાયી માણસને ચોક્કસ બદલો મળશે;
\q નિશ્ચે પૃથ્વીમાં ન્યાય કરનાર ઈશ્વર છે."
\s5
\c 59
\s સલામતી માટે પ્રાર્થના
\d મુખ્ય ગવૈયાને માટે; રાગ આલ-તાશ્ખેથ. દાઉદનું મિખ્તામ. શાઉલે મોકલેલા માણસોએ તેને મારવાને ઘરની ચોકી કરી, તે વખતનું.
\b
\q
\v 1 હે મારા ઈશ્વર, મારા શત્રુઓથી મને છોડાવો;
\q મારી વિરુદ્ધ જેઓ ઊઠે છે, તેઓથી તમે મને ઉગારો.
\q
\v 2 દુષ્ટતા કરનારાઓથી મને દૂર રાખો
\q અને ખૂની માણસોથી મને બચાવો.
\s5
\q
\v 3 કેમ કે, જુઓ, તેઓ મારો પ્રાણ લેવા સંતાઈ રહ્યા છે;
\q શક્તિશાળી દુષ્ટો મારી સામે એકત્ર થાય છે,
\q પણ, હે યહોવાહ, મારા ઉલ્લંઘન કે મારાં પાપને લીધે આ થાય છે, એમ નથી.
\q
\v 4 જો કે મારો કંઈ પણ દોષ ન હોવા છતાં તેઓ દોડી આવીને તૈયારી કરે છે;
\q મને સહાય કરવાને જાગો અને જુઓ.
\s5
\q
\v 5 તમે, હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર,
\q તમે સર્વ દેશોને શિક્ષા કરવાને ઊઠો;
\q કોઈ પણ દુષ્ટ અપરાધીઓ પર તમે દયા કરશો નહિ.
\qs સેલાહ
\qs*
\s5
\q
\v 6 તેઓ સાંજના સમયે પાછા આવે છે, અને તેઓ કૂતરાની જેમ ઘૂરકે છે;
\q અને નગરની આસપાસ ફરે છે.
\q
\v 7 જુઓ, તેઓ પોતાના મુખથી ઓડકાર લે છે;
\q તેઓના હોઠોમાં તલવારો છે,
\q કેમ કે તેઓ કહે છે કે, "અમારું સાંભળનાર કોણ છે?"
\s5
\q
\v 8 પણ, હે યહોવાહ, તમે તેઓને હસી કાઢશો;
\q તમે સર્વ દેશોની મજાક ઉડાવો છો.
\q
\v 9 હે ઈશ્વર, મારા સામર્થ્ય, હું તમારી તરફ લક્ષ રાખીશ;
\q તમે મારો ઊંચો ગઢ છો.
\s5
\q
\v 10 મારા ઈશ્વર તેમની કૃપાથી મને મળવા આવશે;
\q ઈશ્વર મારા શત્રુઓ ઉપર મને મારી ઇચ્છા પૂરી કરવા દેશે.
\q
\v 11 તેઓનો સંહાર કરશો નહિ, નહિ તો મારા લોકો ભૂલી જશે;
\q હે પ્રભુ, અમારી ઢાલ, તમારી શક્તિ વડે તેઓને વિખેરીને નીચે પાડી નાખો.
\s5
\q
\v 12 કેમ કે તેઓના મુખના પાપને લીધે અને તેઓના હોઠોના શબ્દોને લીધે,
\q તેઓ જે શાપ દે છે અને જે જૂઠું બોલે છે,
\q તેને લીધે તેઓને પોતાના જ અભિમાનમાં ફસાઈ જવા દો.
\q
\v 13 કોપથી તેઓનો નાશ કરો, નાશ કરો, કે જેથી તેઓ રહે જ નહિ;
\q તેઓને જણાવો કે ઈશ્વર યાકૂબમાં
\f +
\fr 59:13
\ft ઇઝરાયલ દેશ
\f* રાજ કરે છે
\q અને પૃથ્વીના અંત સુધી પણ રાજ કરે છે.
\qs સેલાહ
\qs*
\s5
\q
\v 14 સાંજે તેઓ પાછા આવો; તેઓ કૂતરાની જેમ ઘૂરકો
\q અને નગરની આસપાસ ફરો.
\q
\v 15 તેઓ અહીંતહીં ખાવા માટે ફરતા ફરશે
\q અને જો તેઓ સંતોષી ન હોય તો આખી રાત તેઓ રાહ જોશે
\f +
\fr 59:15
\ft આખી રાત કચકચ કરશે
\f* .
\s5
\q
\v 16 પણ હું તો તમારા સામર્થ્યનું ગીત ગાઈશ;
\q અને મારા સંકટના સમયે ભરોસો રાખીશ,
\q કેમ કે તમે મારે માટે ઊંચો ગઢ છો.
\q
\v 17 હે મારા સામર્થ્ય, હું તમારાં સ્તોત્રો ગાઈશ;
\q કેમ કે ઈશ્વર મારે માટે ઊંચો ગઢ અને મારા પર કૃપા કરનાર ઈશ્વર છે.
\s5
\c 60
\s છુટકારા માટે પ્રાર્થના
\d મુખ્ય ગવૈયાને માટે. રાગ શૂશાન-એડૂથ; શિખામણને અર્થે દાઉદનું મિખ્તામ. તે અરામ-નાહરાઈમ તથા અરામ-સોબા સાથે લડ્યો, ને યોઆબે પાછા ફરીને મીઠાની ખીણમાં અદોમમાંના બાર હજાર માણસ માર્યા, તે વખતનું.
\b
\q
\v 1 હે ઈશ્વર, તમે અમને તજી દીધા છે; તમે અમને પાયમાલ કર્યા છે;
\q તમે કોપાયમાન થયા છો; અમને ફરીથી સ્થાપો.
\s5
\q
\v 2 તમે દેશને ધ્રૂજાવ્યો છે; તમે તેને ચીરીને અલગ કર્યો છે;
\q તેના વિભાગોને તમે સમારો, કેમ કે તે કાંપે છે.
\q
\v 3 તમે તમારા લોકોને અતિ વિકટ સમયમાં લઈ ગયા છો;
\q તમે અમને લથડિયાં ખવડાવનારો દ્રાક્ષારસ પીવડાવ્યો છે.
\s5
\q
\v 4 તમે તમારી બીક રાખનારાઓને ધ્વજા આપી છે,
\q કે જેથી તે સત્યને અર્થે પ્રદર્શિત કરાય
\f +
\fr 60:4
\ft જેથી તેઓ ધનુષ્યમાંથી છટકી શકાય
\f* .
\b
\q
\v 5 કે જેથી જેઓ તમને પ્રેમ કરે છે, તેઓ છૂટી જાય,
\q તમારા જમણા હાથથી અમને છોડાવો અને મને જવાબ આપો.
\s5
\q
\v 6 ઈશ્વર પોતાની પવિત્રસ્થાનમાંથી
\f +
\fr 60:6
\ft પવિત્રતાથી
\f* બોલ્યા છે, "હું હરખાઈશ;
\q હું શખેમના ભાગ પાડીશ અને સુક્કોથની ખીણ વહેંચી આપીશ.
\q
\v 7 ગિલ્યાદ મારું છે અને મનાશ્શા પણ મારું છે;
\q એફ્રાઇમ પણ મારા માથાનો ટોપ છે.
\q યહૂદિયા મારો રાજદંડ છે.
\s5
\q
\v 8 મોઆબ મારો કળશિયો છે;
\q અદોમ ઉપર હું મારું પગરખું નાખીશ;
\q હું પલિસ્તીઓને કારણે હું જય પોકાર કરીશ
\f +
\fr 60:8
\ft ઓ પલિસ્તીઓના દેશ, તું મારા વિષે જય પોકાર કરીશ
\f* .
\q
\v 9 મજબૂત શહેરમાં મને કોણ લાવશે?
\q અદોમમાં મને કોણ દોરવણી આપશે?"
\s5
\q
\v 10 પણ, હે ઈશ્વર, તમે શું અમને તજી દીધા નથી?
\q તમે અમારા સૈન્યોની સાથે યુદ્ધમાં આવતા નથી.
\q
\v 11 અમારા શત્રુઓ વિરુદ્ધ અમારી સહાય કરો,
\q કારણ કે માણસોની સહાય વ્યર્થ છે.
\q
\v 12 ઈશ્વરની સહાયથી અમે જીત મેળવીશું;
\q તે અમારા શત્રુઓને કચડી નાખશે.
\s5
\c 61
\s રક્ષણ માટે પ્રાર્થના
\d મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે ગાવા માટે. દાઉદનું (ગીત).
\b
\q
\v 1 હે ઈશ્વર, મારો પોકાર સાંભળો;
\q મારી પ્રાર્થના પર ધ્યાન આપો.
\q
\v 2 જ્યારે મારું હૃદય વ્યાકુળ થશે, ત્યારે પૃથ્વીને છેડેથી હું તમને અરજ કરીશ;
\q જે ખડક પર હું મારી જાતે ચઢી શકતો નથી તે પર તમે મને લઈ જજો.
\q
\v 3 કેમ કે તમે મારા આશ્રય છો,
\q મારા શત્રુઓ સામે મારો મજબૂત બુરજ છો.
\s5
\q
\v 4 હું સદાકાળ તમારા મંડપમાં રહીશ;
\q તમારી પાંખોના આશ્રયે હું રહીશ.
\qs સેલાહ
\qs*
\q
\v 5 કેમ કે, હે ઈશ્વર, મારી પ્રતિજ્ઞાઓ તમે સાંભળી છે;
\q જેઓ તમારા નામનો આદર કરે છે તેઓને તમે વારસો આપ્યો છે.
\s5
\q
\v 6 તમે રાજાનું આયુષ્ય વધારશો;
\q તેઓનાં વર્ષો ઘણી પેઢીઓ જેટલાં થશે.
\q
\v 7 તે ઈશ્વરની સંમુખ સર્વદા રહેશે;
\q તેઓનું રક્ષણ કરવાને તમારી કૃપા અને સત્યને તૈયાર રાખજો.
\s5
\q
\v 8 હું નિરંતર તમારા નામની સ્તુતિ ગાઈશ
\q કે જેથી હું દરરોજ મારી પ્રતિજ્ઞા પૂરી કરું.
\s5
\c 62
\s ઈશ્વરના રક્ષણમાં વિશ્વાસ
\d મુખ્ય ગવૈયાને માટે; યદૂથૂનની રીત પ્રમાણે ગાવા માટે. દાઉદનું ગીત.
\b
\q
\v 1 મારો આત્મા શાંતિથી ઈશ્વરની રાહ જુએ છે;
\q કેમ કે તેમનાથી મારો ઉદ્ધાર છે.
\q
\v 2 તે એકલા જ મારો ખડક તથા મારા ઉદ્ધારક છે;
\q તે મારો ગઢ છે; હું પડી જનાર નથી.
\s5
\q
\v 3 જે માણસ નમી ગયેલી ભીંત કે
\q ખસી ગયેલી વાડના જેવો છે,
\q તેને મારી નાખવાને તમે સર્વ ક્યાં સુધી તેના પર હુમલો કરશો?
\q
\v 4 તેઓ તેને તેના શ્રેષ્ઠ સ્થાનેથી નીચે પાડી નાખવા સલાહ લે છે;
\q તેઓને જૂઠું બોલવું ગમે છે;
\q તેઓ મુખેથી આશીર્વાદ આપે છે, પણ તેઓના હૃદયમાં તેઓ શાપ આપે છે.
\s5
\q
\v 5 હે મારો આત્મા, તું શાંતિથી ઈશ્વરની રાહ જો;
\q કેમ કે મારી આશા તેમના પર જ છે.
\q
\v 6 તે એકલા જ મારા ખડક તથા મારા ઉદ્ધારક છે;
\q તે મારા ગઢ છે; હું પડી જનાર નથી.
\s5
\q
\v 7 ઈશ્વરમાં મારો ઉદ્ધાર તથા ગૌરવ છે;
\q મારા સામર્થ્યનો ખડક તથા મારો આશ્રય ઈશ્વરમાં છે.
\q
\v 8 હે લોકો, તમે સર્વ સમયે તેમના પર ભરોસો રાખો;
\q તેમની આગળ તમારું હૃદય ખુલ્લું કરો;
\q ઈશ્વર આપણો આશ્રય છે.
\qs સેલાહ
\qs*
\s5
\q
\v 9 નિશ્ચે નિમ્ન પંક્તિના માણસો વ્યર્થ છે અને ઉચ્ચ પંક્તિના માણસો જૂઠા છે;
\q તોલતી વેળાએ તેઓનું પલ્લું ઊંચું જશે;
\q તેઓ બધા મળીને હવા કરતાં હલકા છે.
\q
\v 10 જુલમ અથવા લૂંટ પર ભરોસો કરશો નહિ;
\q અને સમૃદ્ધિમાં નકામી આશા રાખશો નહિ,
\q કેમ કે તેઓ ફળ આપશે નહિ; તેઓ પર મન ન લગાડો.
\s5
\q
\v 11 ઈશ્વર એક વાર બોલ્યા છે,
\q આ વાત મેં બે વાર સાંભળી છે:
\q સામર્થ્ય ઈશ્વરનું જ છે.
\q
\v 12 વળી, હે પ્રભુ, કૃપા પણ તમારી જ છે,
\q કેમ કે તમે દરેક માણસને તેના કામ પ્રમાણે બદલો વાળી આપો છો.
\s5
\c 63
\s ઈશ્વર માટે ઉત્કટ ઇચ્છા
\d દાઉદનું ગીત; તે યહૂદિયાના અરણ્યમાં હતો તે વખતનું.
\b
\q
\v 1 હે ઈશ્વર, તમે મારા ઈશ્વર છો; હું ગંભીરતાપૂર્વક તમારી શોધ કરીશ;
\q જ્યાં પાણી હોતું નથી, એવા સૂકા તથા ખેદજનક દેશમાં
\q મારો આત્મા તમારે માટે તલસે છે અને મારો દેહ તમારે માટે તલપે છે.
\q
\v 2 તેથી તમારું સામર્થ્ય તથા ગૌરવ જોવાને માટે
\q મેં પવિત્રસ્થાનમાં તમારી તરફ જોયું છે.
\s5
\q
\v 3 કારણ કે તમારી કૃપા જીવન કરતાં ઉત્તમ છે,
\q મારા હોઠો તમારી સ્તુતિ કરશે.
\q
\v 4 હું આવી રીતે મરણ પર્યંત તમને ધન્યવાદ આપીશ;
\q હું તમારે નામે મારા હાથ જોડીને ઊંચા કરીશ.
\s5
\q
\v 5 હું મારી પથારીમાં તમારા વિષે વિચારું છું;
\q અને રાતના સમયે હું તમારું મનન કરું છું
\q
\v 6 મજ્જા તથા મેદથી મારો આત્મા તૃપ્ત થશે
\q અને હર્ષિત હોઠોથી મારું મુખ તમારું સ્તવન કરશે.
\s5
\q
\v 7 કેમ કે તમે મારા સહાયકારી થયા છો
\q અને હું તમારી પાંખોની છાયામાં હરખાઈશ.
\q
\v 8 મારો આત્મા તમને વળગી રહે છે;
\q તમારો જમણો હાથ મને ઊંચકી રાખે છે.
\s5
\q
\v 9 પણ જેઓ મારા આત્માનો નાશ કરવા મથે છે,
\q તેઓ પૃથ્વીના ઊંડાણમાં ધકેલાઈ જશે.
\q
\v 10 તેઓ તલવારને સ્વાધીન થશે;
\q તેઓ શિયાળોનું ભક્ષ થઈ જશે.
\s5
\q
\v 11 પણ રાજા ઈશ્વરમાં આનંદ કરશે,
\q જે તેમના સમ ખાય છે તે દરેકનો જય થશે,
\q પણ જૂઠું બોલનારાનાં મુખ તો બંધ કરી દેવામાં આવશે.
\s5
\c 64
\s રક્ષણ માટે પ્રાર્થના
\d મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત.
\b
\q
\v 1 હે ઈશ્વર, મારી ફરિયાદનો પોકાર સાંભળો;
\q શત્રુના ભયથી મારા જીવનનો બચાવ કરજો.
\q
\v 2 દુષ્ટોનાં કાવતરાંથી,
\q અન્યાય કરનારાઓનાં હુલ્લડથી મને સંતાડો.
\s5
\q
\v 3 તેઓએ તલવારની જેમ તેમની જીભને તીક્ષ્ણ કરી છે;
\q તેઓનો ઉદ્દેશ્ય બાણ, એટલે કડવા શબ્દો છે,
\q
\v 4 કે જેથી તેઓ એકાંતમાં નિર્દોષ માણસને મારે;
\q અચાનક તેઓ તેને મારે છે અને બીતા નથી.
\s5
\q
\v 5 તેઓ પોતાની દુષ્ટ ધારણા દ્રઢ કરે છે;
\q તેઓ ગુપ્ત જાળ બિછાવવાને મસલત કરે છે;
\q તેઓ કહે છે કે, "અમને કોણ જોશે?"
\q
\v 6 તેઓ પાપમય યોજનાઓ શોધે છે;
\q તેઓ કહે છે, "સાવધાનીપૂર્વકની યોજના, તે અમે પૂર્ણ કરી છે."
\q માણસના આંતરિક વિચારો તથા હૃદયો ઊંડાં છે.
\s5
\q
\v 7 પણ ઈશ્વર તેઓને તાકીને બાણ મારશે;
\q તેઓ એકાએક ઘાયલ થઈ જશે.
\q
\v 8 એમ તેઓ ઠોકર ખાશે, તેમની જીભ તેઓને નડશે;
\q જેઓ તેમને જોશે તેઓ સર્વ માથાં ધુણાવશે.
\q
\v 9 દરેક લોકો બીશે
\q અને ઈશ્વરનાં કાર્યો પ્રગટ કરશે.
\q તેઓ તેમનાં કામ વિષે સમજણથી વિચારશે.
\s5
\q
\v 10 ન્યાયીઓ યહોવાહ વિષે આનંદ કરશે અને તેમના પર ભરોસો રાખશે;
\q હૃદયના સર્વ યથાર્થીઓ ગર્વ કરશે.
\s5
\c 65
\s આભારસ્તુતિ
\d મુખ્ય ગવૈયાને માટે ગીત. દાઉદનું ગાયન.
\b
\q
\v 1 હે ઈશ્વર, સિયોનમાં તમારી સ્તુતિ થાય તે ઘટિત છે;
\q અમારી પ્રતિજ્ઞા તમારી આગળ પૂરી કરવામાં આવશે.
\q
\v 2 હે પ્રાર્થનાના સાંભળનાર,
\q તમારી પાસે સર્વ લોક આવશે.
\q
\v 3 ભૂંડાઈની વાતો અમારા પર જય પામે છે;
\q અમારા અપરાધો માટે, અમને માફ કરશો.
\s5
\q
\v 4 જેને તમે પસંદ કરીને પાસે લાવો છો
\q જે તમારાં આંગણાંમાં રહે છે તે આશીર્વાદિત છે.
\q અમે તમારા ઘરની ઉત્તમતાથી તૃપ્ત થઈશું,
\q જે તમારું સભાસ્થાન છે.
\s5
\q
\v 5 હે અમારા તારણના ઈશ્વર;
\q ન્યાયીકરણથી તમે અદ્ભૂત કૃત્યો વડે અમને ઉત્તર આપશો,
\q તમે પૃથ્વીની સર્વ સીમાઓના
\q અને દૂરના સમુદ્રો સુધી તમે સર્વના આશ્રય છો.
\s5
\q
\v 6 તેમણે પોતાને બળે પર્વતો સ્થાપ્યા,
\q તેઓ સામર્થ્યથી ભરપૂર છે.
\q
\v 7 તે સમુદ્રની ગર્જના,
\q તેઓનાં મોજાંના ઘુઘવાટ શાંત કરે છે
\q અને લોકોનો ગભરાટ પણ શાંત પાડે છે.
\s5
\q
\v 8 પૃથ્વીની સરહદના રહેનારાઓ પણ તમારાં અદ્દભુત કાર્યોથી બીએ છે;
\q તમે પૂર્વ તથા પશ્ચિમ દિશાના લોકોને પણ આનંદમય કરો છો.
\q
\v 9 તમે પૃથ્વીની સહાય કરો છો; તમે તેને પાણીથી સિંચો છો;
\q તમે તેને ઘણી ફળદ્રુપ કરો છો;
\q ઈશ્વરની નદી પાણીથી ભરેલી છે;
\q જ્યારે તમે પૃથ્વીને તૈયાર કરી, ત્યારે તમે મનુષ્યોને અનાજ પૂરું પાડ્યું.
\s5
\q
\v 10 તમે તેના ચાસોને પુષ્કળ પાણી આપો છો;
\q તમે તેના ઊમરાઓને સપાટ કરો છો;
\q તમે ઝાપટાંથી તેને નરમ કરો છો;
\q તેના ઊગતા ફણગાને તમે આશીર્વાદ આપો છો.
\q
\v 11 તમે વર્ષને પુષ્કળ ફસલથી આશીર્વાદિત કરો છો;
\q તમારા માર્ગોમાંથી સમૃદ્ધિ વર્ષે છે.
\q
\v 12 અરણ્યનાં બીડો પર તે ટપકે છે
\q અને ટેકરીઓ આનંદમય થાય છે.
\s5
\q
\v 13 ઘાસનાં બીડો ઘેટાંઓનાં ટોળાંથી ઢંકાઈ જાય છે;
\q ખીણોની સપાટીઓ પણ અનાજથી ઢંકાયેલી છે;
\q તેઓ આનંદથી પોકારે છે અને તેઓ ગાયન કરે છે.
\s5
\c 66
\s પ્રભુનાં મહાન કામો માટે યશોગાન
\d મુખ્ય ગવૈયાને માટે. ગાયન; ગીત.
\b
\q
\v 1 હે સર્વ પૃથ્વીના રહેવાસી, ઈશ્વરની આગળ હર્ષનાં ગીત ગાઓ;
\q
\v 2 તેમના નામના ગૌરવની સ્તુતિ ગાઓ;
\q સ્તુતિગાનથી તેમને મહિમાવાન કરો.
\s5
\q
\v 3 ઈશ્વરને કહો, "તમારાં કામ કેવાં ભયંકર છે!
\q તમારા મહા સામર્થ્યને લીધે તમારા શત્રુઓ તમારી આગળ નમી જશે.
\q
\v 4 આખી પૃથ્વી તમારી સ્તુતિ કરશે
\q અને તે તમારી આગળ ગાયન કરશે;
\q તેઓ તમારા નામનું સ્તવન કરશે."
\qs સેલાહ
\qs*
\s5
\q
\v 5 આવો અને ઈશ્વરનાં કૃત્યો જુઓ;
\q માણસો પ્રત્યે તેમનાં કામ ભયંકર છે.
\q
\v 6 તે સમુદ્રને સૂકવી નાખે છે;
\q તેઓ પગે ચાલીને નદીને સામે કિનારે ગયા;
\q ત્યાં આપણે તેમનામાં આનંદ કર્યો હતો.
\q
\v 7 તે પોતાના પરાક્રમથી સદાકાળ રાજ કરે છે;
\q તેમની આંખો દેશોને જુએ છે;
\q બંડખોરો ફાવી જઈને ઊંચા ન થઈ જાય.
\qs સેલાહ
\qs*
\s5
\q
\v 8 હે લોકો, આપણા ઈશ્વરને, ધન્યવાદ આપો
\q અને તેમનાં સ્તવનનો ધ્વનિ સંભળાવો.
\q
\v 9 તે આપણા આત્માને જીવનમાં સુરક્ષિત રાખે છે
\q અને આપણા પગને લપસી જવા દેતા નથી.
\s5
\q
\v 10 કેમ કે, હે ઈશ્વર, તમે અમારી કસોટી કરી છે;
\q જેમ ચાંદી કસાય છે તેમ તમે અમને કસ્યા છે.
\q
\v 11 તમે અમને તમારી જાળમાં પકડ્યા છે;
\q તમે અમારી પીઠ પર ભારે બોજો મૂક્યો છે.
\q
\v 12 તમે અમારાં માથાં પર માણસો પાસે સવારી કરાવી;
\q અમારે અગ્નિ અને પાણીમાંથી ચાલવું પડ્યું,
\q પણ તમે અમને બહાર લાવીને સમૃદ્ધિવાન જગ્યાએ પહોંચાડ્યા.
\s5
\q
\v 13 દહનીયાર્પણો લઈને હું તમારા ઘરમાં આવીશ;
\q હું તમારી સંમુખ મારી પ્રતિજ્ઞાઓ પૂર્ણ કરીશ.
\q
\v 14 હું જ્યારે સંકટમાં હતો, ત્યારે મારા મુખે હું જે બોલ્યો
\q અને મારા હોઠોએ જે વચન આપ્યું હતું, તે હું પૂરું કરીશ.
\q
\v 15 પુષ્ટ જાનવરનાં દહનીયાર્પણો ઘેટાંના ધૂપ સાથે
\q હું તમારી આગળ ચઢાવીશ;
\q હું બળદો તથા બકરાં ચઢાવીશ.
\qs સેલાહ
\qs*
\s5
\q
\v 16 હે ઈશ્વરના ભક્તો, તમે સર્વ આવો અને સાંભળો
\q અને તેમણે મારા આત્માને માટે જે કઈ કર્યું તે હું કહી સંભળાવીશ.
\q
\v 17 મેં મારા મુખે તેમને અરજ કરી
\q અને મારી જીભે તેમનું સ્તવન કર્યું.
\q
\v 18 જો હું મારા હૃદયમાં દુષ્ટતા કરવાનો ઇરાદો રાખું,
\q તો પ્રભુ મારું સાંભળે જ નહિ.
\s5
\q
\v 19 પણ ઈશ્વરે નિશ્ચે મારું સાંભળ્યું છે;
\q તેમણે મારી પ્રાર્થના પર ધ્યાન આપ્યું છે.
\q
\v 20 ઈશ્વરની સ્તુતિ હો,
\q જેમણે મારી પ્રાર્થનાની અવગણના કરી નથી
\q તથા મારા પરની તેમની કૃપા અટકાવી નથી.
\s5
\c 67
\s પ્રભુનો જયજયકાર
\d મુખ્ય ગવૈયાને માટે. તારવાળાં વાજાં સાથે ગાવાને. ગીત; ગાયન.
\b
\q
\v 1 ઈશ્વર અમારા પર કૃપા કરીને અમને આશીર્વાદ આપો
\q અને અમારા પર તેમના મુખનો પ્રકાશ પાડો.
\q
\v 2 જેથી પૃથ્વી પર લોકોને તમારા માર્ગો જણાય,
\q તમારાથી કરતો ઉદ્ધાર સર્વ પ્રજાઓની આગળ પ્રગટ થાય.
\s5
\q
\v 3 હે ઈશ્વર, લોકો તમારી આભારસ્તુતિ કરે;
\q સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે.
\q
\v 4 પ્રજાઓ આનંદ કરશે અને હર્ષથી ગાશે,
\q કારણ કે તમે લોકોનો અદલ ઇનસાફ કરશો
\q અને પૃથ્વી પરની પ્રજાઓ પર તમે રાજ કરશો.
\qs સેલાહ
\qs*
\s5
\q
\v 5 હે ઈશ્વર, લોકો તમારી આભારસ્તુતિ કરે;
\q સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે.
\q
\v 6 પૃથ્વીએ પોતાનું ફળ આપ્યું છે
\q અને ઈશ્વર, આપણા ઈશ્વરે, આપણને આશીર્વાદિત કર્યા છે.
\s5
\q
\v 7 ઈશ્વરે આપણને આશીર્વાદિત કર્યા છે
\q અને પૃથ્વીના અંત સુધી સર્વ લોકો તેમનાથી બીશે.
\s5
\c 68
\s રાષ્ટ્રનું વિજયગાન
\d મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત; ગાયન.
\b
\q
\v 1 ઈશ્વર ઊઠો; તેમના શત્રુઓ વિખેરાઈ જાઓ;
\q તેમને ધિક્કારનારા સર્વ લોકો પણ તેમની આગળથી નાસી જાઓ.
\q
\v 2 તેઓને ધુમાડાની જેમ ઉડાવી નાખો,
\q જેમ મીણ અગ્નિથી ઓગળી જાય છે,
\q તેમ દુષ્ટો ઈશ્વરની આગળ નાશ પામો.
\q
\v 3 પણ ન્યાયીઓ આનંદ કરો; તેઓ ઈશ્વરની આગળ હર્ષ પામો;
\q તેઓ આનંદ કરો અને હર્ષ પામો.
\s5
\q
\v 4 ઈશ્વરની સમક્ષ ગાઓ, તેમના નામનાં સ્તુતિગાન કરો;
\q એમના માટે રાજમાર્ગ બનાવો જે યર્દન નદીની ખીણના મેદાનોમાં થઈને સવારી કરે છે
\f +
\fr 68:4
\ft તે વાદળમાંથી સવાર થઈને આવે છે માટે તેમના માટે ઊંચું સ્થાન તૈયાર કરો
\f* ;
\q તેમનું નામ યહોવાહ છે; તેમની સમક્ષ આનંદ કરો.
\q
\v 5 અનાથોના પિતા અને વિધવાઓના રક્ષણહાર
\f +
\fr 68:5
\ft ન્યાયાધીશ
\f* ,
\q એવા ઈશ્વર પોતાના પવિત્રસ્થાનમાં છે.
\q
\v 6 ઈશ્વર એકલા માણસોને કુટુંબવાળા બનાવે છે;
\q તે કેદીઓને બંધનમાંથી છોડાવીને સમૃદ્ધિવાન કરે છે;
\q પણ બંડખોરો સૂકા અને વેરાન પ્રદેશમાં રહે છે.
\b
\s5
\q
\v 7 હે ઈશ્વર, જ્યારે તમે લોકોની આગળ આગળ ચાલ્યા,
\q જ્યારે અરણ્યમાં થઈને તમે કૂચ કરી,
\qs સેલાહ
\qs*
\q
\v 8 ત્યારે પૃથ્વી કાંપી;
\q વળી ઈશ્વરની આગળ આકાશમાંથી વરસાદ વરસ્યો,
\q ઈશ્વર, ઇઝરાયલના ઈશ્વરની આગળ સિનાઈ પર્વત કાંપ્યો.
\s5
\q
\v 9 હે ઈશ્વર, તમે પુષ્કળ વરસાદ વરસાવ્યો;
\q જ્યારે તમારું વતન નિર્બળ થયું હતું, ત્યારે તમે તેને બળવાન કર્યું.
\q
\v 10 તમારા લોકો તેમાં રહે છે;
\q હે ઈશ્વર, તમે ગરીબો ઉપર ઉપકાર કરીને તેમની ભૂખ ભાંગી.
\s5
\q
\v 11 પ્રભુ હુકમ આપે છે
\q અને તેઓને ખબર આપનાર એક મહાન સૈન્ય હતું.
\q
\v 12 રાજાઓનું સૈન્ય નાસે છે, તેઓ દોડી જાય છે
\q અને સ્ત્રીઓ ઘરમાં બેસીને લૂંટ વહેંચવાની રાહ જુએ છે:
\q
\v 13 જ્યારે તમે ઘેટાંના વાડામાં સૂઈ રહેશો, ત્યારે જેની પાંખે ચાંદીનો
\f +
\fr 68:13
\ft તે બગાડનું વર્ણન છે જે સ્ત્રીઓ એકબીજા વચ્ચે વિભાજન કરી રહી છે. કબૂતર ઇઝરાયલ માટે એક પ્રતીક છે ઘેટાંની વચ્ચે રહેનારાઓ માટે પણ ચાંદીમાં કવચાયેલી કબૂતરની પાંખો હોય છે, તેના ઝીણા સોનાનું હોય છે
\f* ઢોળ અને પીંછાએ કેસરી સોનાનો ઢોળ ચઢાવેલો હોય,
\q એવા સૂતેલા કબૂતરનાં જેવા લાગશો.
\s5
\q
\v 14 જ્યારે સર્વસમર્થે ત્યાં રાજાઓને વિખેરી નાખ્યા,
\q ત્યારે સાલ્મોનના પર્વત પર હિમ પડ્યા જેવું થયું.
\q
\v 15 એક શક્તિશાળી પર્વત બાશાનનો પહાડી દેશ છે;
\q બાશાનનો પર્વત ઘણા શિખરોવાળો છે.
\q
\v 16 અરે શિખરવાળા પર્વતો, ઈશ્વરે રહેવાને માટે જે પર્વત પસંદ કર્યો છે,
\q તેને તમે વક્ર દ્રષ્ટિએ કેમ જુઓ છો?
\q નિશ્ચે યહોવાહ ત્યાં સદાકાળ રહેશે.
\s5
\q
\v 17 ઈશ્વરના રથો વીસ હજાર છે, લાખોલાખ છે;
\q જેમ તે સિનાઈના પવિત્રસ્થાનમાં
\f +
\fr 68:17
\ft યહોવાહ સિનાઈ પર્વતથી પવિત્રસ્થાનમાં આવ્યા
\f* છે, તેમ પ્રભુ તેઓમાં છે.
\q
\v 18 તમે ઉચ્ચસ્થાનમાં ગયા છો; તમે બંદીવાનોને લઈને આવ્યા;
\q તમે માણસો પાસેથી ભેટો લીધી,
\q એ લોકો પાસેથી પણ જેઓ તમારી વિરુદ્ધ હતા,
\q કે જેથી યહોવાહ ઈશ્વર ત્યાં રહે.
\b
\s5
\q
\v 19 પ્રભુની સ્તુતિ થાઓ, કે જે રોજ આપણો બોજો ઊંચકી લે છે,
\q તે આપણા ઉદ્ધારના ઈશ્વર છે.
\qs સેલાહ
\qs*
\q
\v 20 ઈશ્વર એ આપણા ઈશ્વર છે જેમણે આપણને બચાવ્યા;
\q મરણથી છૂટવાના માર્ગો પ્રભુ યહોવાહ પાસે છે.
\q
\v 21 પણ ઈશ્વર પોતાના શત્રુઓનાં માથાં ફોડી નાખશે,
\q પાપમાં રચ્યાપચ્યા રહેનારની કેશવાળી ખોપરી તે ફોડી નાખશે.
\s5
\q
\v 22 પ્રભુએ કહ્યું, "હે મારા લોકો, હું તમને બાશાનથી પાછા લાવીશ,
\q હું સમુદ્રના ઊંડાણોમાંથી તમને પાછા લાવીશ.
\q
\v 23 કે જેથી તું તારા શત્રુઓને શાપ આપે અને તેમના લોહીમાં તારો પગ બોળે
\q અને જેથી તારા કૂતરાઓની જીભને તારા શત્રુઓનો ભાગ મળે."
\s5
\q
\v 24 હે ઈશ્વર, તેઓએ તમારી સવારી જોઈ છે,
\q મારા ઈશ્વર, મારા રાજાના પવિત્રસ્થાનની સવારી તેઓએ જોઈ છે.
\q
\v 25 આગળ ગાયકો ચાલતા હતા, પાછળ વાજાં વગાડનારા ચાલતા હતા
\q અને તેઓની વચમાં ખંજરી વગાડનારી કન્યાઓ ચાલતી હતી.
\s5
\q
\v 26 હે ભક્તમંડળ, તમે ઈશ્વરની સ્તુતિ કરો;
\q ઇઝરાયલના વંશજો તમે યહોવાહની સ્તુતિ કરો.
\q
\v 27 પ્રથમ ત્યાં બિન્યામીનનું નાનું કુળ આગેવાની આપે છે,
\q પછી યહૂદાના આગેવાનો અને તેઓની સભા,
\q ત્યારબાદ ઝબુલોનના આગેવાનો અને નફતાલીના આગેવાનો પણ ત્યાં છે.
\b
\s5
\q
\v 28 તમારા ઈશ્વરે તમારું બળ સર્જ્યું છે
\f +
\fr 68:28
\ft ઈશ્વર તમારું બળ દેખાવ
\f* ;
\q1 હે ઈશ્વર, જેમ ભૂતકાળમાં તમે તમારું સામર્થ્ય પ્રગટ કર્યું હતું તેમ અમને તમારું સામર્થ્ય પ્રગટ કરો.
\q
\v 29 કેમ કે યરુશાલેમના તમારા ઘરમાં
\q રાજાઓ તમારી પાસે ભેટો લાવશે.
\s5
\q
\v 30 સરકટોમાં રહેનાર વન્ય પ્રાણીઓને ધમકાવો,
\q બળદોનાં ટોળાં તથા વાછરડાં જેવા લોકોને પણ ઠપકો આપો.
\q જે લોકો વિજયી થવા ચાહે છે, તેઓને તમારા પગ નીચે કચડી નાખો;
\q જે લોકો યુદ્ધમાં રાજી હોય છે, તેઓને તમે વિખેરી નાખો.
\q
\v 31 મિસરમાંથી રાજકુમારો આવશે;
\q કૂશના લોકો જલદી ઈશ્વર આગળ હાથ જોડશે.
\s5
\q
\v 32 હે પૃથ્વીના રાજ્યો, તમે ઈશ્વર માટે ગાઓ;
\qs સેલાહ
\qs*
\q યહોવાહનું સ્તવન કરો.
\q
\v 33 પુરાતન કાળનાં આકાશોનાં આકાશ પર સવારી કરનારનું સ્તવન કરો;
\q જુઓ, તે પોતાની સામર્થ્યવાન વાણી કાઢે છે.
\s5
\q
\v 34 પરાક્રમ કેવળ ઈશ્વરનું છે;
\q તેમની સત્તા ઇઝરાયલ પર છે
\q અને તેમનું સામર્થ્ય આકાશોમાં છે.
\q
\v 35 હે ઈશ્વર, તમે તમારાં પવિત્રસ્થાનોમાં અતિ ભયાવહ છો;
\q ઇઝરાયલના ઈશ્વર પોતાના લોકોને સામર્થ્ય તથા બળ આપે છે.
\q ઈશ્વરની સ્તુતિ થાઓ.
\s5
\c 69
\s સહાય માટે પોકાર
\d મુખ્ય ગવૈયાને માટે; રાગ શોશાન્નીમ. દાઉદનું [ગીત].
\b
\q
\v 1 હે ઈશ્વર, મારો બચાવ કરો;
\q કેમ કે મારા પ્રાણ સુધી પાણી ચઢી આવ્યું છે.
\q
\v 2 હું ઊંડા કીચડમાં ડૂબી જાઉં છું, જ્યાં ઊભા રહેવાને પણ જગ્યા નથી;
\q હું ઊંડા પાણીમાં આવી પડ્યો છું, રેલ મારે માથે ફરી વળી છે.
\s5
\q
\v 3 હું રડી રડીને નિર્બળ થઈ ગયો છું; મારું ગળું સુકાઈ ગયું છે;
\q મારા ઈશ્વરની રાહ જોતાં મારી આંખોનું તેજ ઘટી ગયું છે.
\q
\v 4 જેઓ વિનાકારણે મારો દ્વેષ કરે છે, તેઓ મારા માથાના નિમાળા કરતાં વધારે છે;
\q જેઓ ગેરવાજબી રીતે મારો નાશ કરવા ઇચ્છનાર શત્રુઓ છે, તેઓ બળવાન છે;
\q જે મેં લૂંટી લીધું ન હતું, તે મારે પાછું આપવું પડ્યું છે.
\s5
\q
\v 5 હે ઈશ્વર, તમે મારી મૂર્ખાઈ જાણો છો
\q અને મારાં પાપો તમારાથી છુપાયેલાં નથી.
\q
\v 6 હે સૈન્યના પ્રભુ યહોવાહ, તમારી રાહ જોનારા મારે લીધે બદનામ ન થાઓ;
\q હે ઇઝરાયલના ઈશ્વર, મારે લીધે તમને શોધનારાઓનું અપમાન ન થાય.
\s5
\q
\v 7 કેમ કે તમારે લીધે મેં મહેણાં સહન કર્યાં છે.
\q મારા મુખ પર શરમ પથરાયેલી છે.
\q
\v 8 હું મારા ભાઈઓને પારકા જેવો
\q અને મારી માતાના પુત્રોને માટે પરદેશી જેવો થયો છું.
\q
\v 9 કારણ કે તમારા ઘરનો ઉત્સાહ મને ખાઈ જાય છે
\q અને તમારી નિંદા કરનારાઓની નિંદા મારા પર આવી પડી છે.
\s5
\q
\v 10 જ્યારે હું રડ્યો અને ઉપવાસ કરીને મારા આત્માને લીન કર્યો,
\q ત્યારે તેને લીધે મારી નિંદા થઈ.
\q
\v 11 જ્યારે મેં ટાટનાં વસ્ત્ર પહેર્યાં,
\q ત્યારે તેઓમાં હું ઉપહાસરૂપ થયો.
\q
\v 12 જેઓ નગરના પ્રવેશદ્વારે બેસે છે, તેઓ મારા વિષે વાતો કરે છે;
\q છાકટાઓ મારા વિષે રાસડા ગાય છે.
\s5
\q
\v 13 પણ, હે યહોવાહ, હું તમારી પ્રાર્થના કરું છું, માન્યકાળમાં તમારી ઘણી કૃપાએ;
\q તમારા ઉદ્ધારની સત્યતાએ મને ઉત્તર આપો.
\q
\v 14 મને કીચડમાંથી કાઢો અને મને ડૂબવા ન દો;
\q જેઓ મને ધિક્કારે છે તેઓથી મને દૂર રાખો અને પાણીના ઊંડાણમાંથી મને ખેંચી કાઢો.
\q
\v 15 પાણીની રેલ મને ન ડુબાડો,
\q ઊંડાણ મને ગળી ન જાઓ.
\q કબર મારા પર તેનું મુખ બંધ ન કરો.
\s5
\q
\v 16 હે યહોવાહ, મને જવાબ આપો, કેમ કે તમારી કૃપા ઉત્તમ છે;
\q કેમ કે તમારી કૃપા ઘણી છે, મારી તરફ ફરો.
\q
\v 17 તમારું મુખ તમારા આ દાસથી છુપાવશો નહિ,
\q કેમ કે હું સંકટમાં છું; મને જલદીથી ઉત્તર આપો.
\s5
\q
\v 18 મારા આત્મા પાસે આવીને તેને છોડાવો;
\q મને મારા શત્રુઓથી મુક્ત કરો.
\q
\v 19 તમે મારી શરમ, મારું અપમાન તથા મારી નિંદા જાણો છો;
\q મારા સર્વ શત્રુઓ તમારી આગળ છે.
\s5
\q
\v 20 નિંદાએ મારું હૃદય ભાંગ્યું છે; હું મરણતોલ થયો છું;
\q મેં કરુણા કરનારની રાહ જોઈ, પણ ત્યાં કોઈ નહોતું;
\q મેં દિલાસો આપનારની રાહ જોઈ, પણ મને ત્યાં કોઈ મળ્યું નહિ.
\q
\v 21 તેઓએ મને ખોરાકને માટે ઝેર આપ્યું છે;
\q મને તરસ લાગતાં તેઓએ સરકો પીવડાવ્યો.
\s5
\q
\v 22 તેઓનું ભોજન તેઓને માટે ફાંદારૂપ થાઓ;
\q જ્યારે તેઓ વિચારે છે કે અમે સુરક્ષિત છીએ, ત્યારે તે ફાંદારૂપ થાઓ
\f +
\fr 69:22
\ft તેઓની સંપત્તિ તેમના માટે ફાંદારૂપ થશે
\f* .
\q
\v 23 તેઓની આંખો એવી ઝાંખી થાઓ કે તેઓ જોઈ ન શકે;
\q અને તેઓની કમરો નિત્ય કાંપે.
\s5
\q
\v 24 તેઓના ઉપર તમારો કોપ વરસાવો
\q અને તમારો ક્રોધાવેશ તેઓને પકડી પાડો.
\q
\v 25 તેઓની જગ્યા ઉજ્જડ થાઓ;
\q તેઓના તંબુમાં કોઈ ન રહો.
\s5
\q
\v 26 કારણ કે જેને તમે શિક્ષા કરી છે તેઓ તેની પાછળ પાડીને તેને પકડે છે;
\q જેને તમે ઘાયલ કર્યો છે તેના દુ:ખની વાત કરીને તેઓ ખુશ થાય છે.
\q
\v 27 તમે તેઓના અન્યાય પર અન્યાય વધવા દો;
\q તેઓને તમારા ન્યાયપણામાં આવવા ન દો.
\s5
\q
\v 28 જીવન પુસ્તકમાંથી આ લોકોનાં નામ ભૂંસી નાખો
\q અને ન્યાયીઓની સાથે તેઓનાં નામ નોંધાય નહિ.
\q
\v 29 પણ હું તો ગરીબ તથા દુઃખી છું;
\q હે ઈશ્વર, તમારા દ્વારા મળતો ઉદ્ધાર મને ઊંચો કરો.
\s5
\q
\v 30 હું ગીત ગાઈને ઈશ્વરના નામનું સ્તવન કરીશ
\q અને આભાર માનીને તેમના નામની સ્તુતિ કરીશ.
\q
\v 31 તે સ્તુતિ બળદના કરતાં
\q અથવા શિંગડાં તથા ખરીવાળા બળદ કરતાં પણ યહોવાહને વધારે પસંદ પડશે.
\s5
\q
\v 32 નમ્રજનો તે જોઈને આનંદ પામ્યા છે;
\q હે ઈશ્વરને શોધનારાઓ, તમારા હૃદયો નવું જીવન પામો.
\q
\v 33 કારણ કે યહોવાહ દરિદ્રીઓનું સાંભળે છે
\q અને તે પોતાના બંદીવાનોને તુચ્છ ગણતા નથી.
\s5
\q
\v 34 આકાશ તથા પૃથ્વી તેમનું સ્તવન કરો,
\q સમુદ્રો તથા તેમાંનાં સર્વ જળચર તેમની સ્તુતિ કરો.
\q
\v 35 કારણ કે ઈશ્વર સિયોનને ઉદ્ધાર કરશે અને યહૂદિયાના નગરોને બાંધશે;
\q લોકો તેમાં વસશે અને તેનું વતન પામશે.
\q
\v 36 તેમના સેવકોના વંશજો તેનો વારસો પામશે;
\q અને જેઓ તેમના નામ પર પ્રેમ રાખે છે તેઓ તેમાં વસશે.
\s5
\c 70
\s સહાય માટે પ્રાર્થના
\r (ગી.શા. ૪૦:૧૩-૧૭)
\d મુખ્ય ગવૈયાને માટે. સંભારણને અર્થે. દાઉદનું ગીત.
\b
\q
\v 1 હે ઈશ્વર, મારો બચાવ કરો!
\q હે યહોવાહ, ઉતાવળ કરીને મને સહાય કરો.
\q
\v 2 જેઓ મારો પ્રાણ લેવા ઇચ્છે છે,
\q તેઓ નિરાશ થાઓ અને આકુળવ્યાકુળ થઈ જાઓ;
\q જેઓ મારું અનિષ્ટ ઇચ્છે છે,
\q તેઓ પાછા પડો અને અપમાનિત થાઓ.
\q
\v 3 જેઓ કહે છે કે, "આહા, આહા,"
\q તેઓ પોતાના અપમાનને કારણે પાછા હઠો.
\s5
\q
\v 4 તમારા શોધાનારાઓ હરખાઓ અને તમારામાં આનંદ કરો;
\q જેઓ તમારા દ્વારા મળતા ઉદ્ધાર પર પ્રેમ કરે છે તેઓ પોકારીને કહો કે,
\q "ઈશ્વર મોટા મનાઓ."
\q
\v 5 પણ હું તો દીન તથા દરિદ્રી છું;
\q હે ઈશ્વર, મારી પાસે ઉતાવળથી આવો;
\q તમે મારા સહાયકારી તથા મને છોડાવનાર છો.
\q હે યહોવાહ, વિલંબ ન કરો.
\s5
\c 71
\s વૃદ્ધજનની પ્રભુસ્તુતિ
\b
\q
\v 1 હે યહોવાહ, મેં તમારા પર ભરોસો રાખ્યો છે;
\q મને કદી આબરુહીન થવા દેશો નહિ.
\q
\v 2 તમારા ન્યાયીપણાથી મને છોડાવો તથા બચાવો;
\q મારી તરફ તમારા કાન ધરો અને મને ઉગારો.
\q
\v 3 જ્યાં હું નિત્ય જઈ શકું તેવો મારા રહેવાને માટે ગઢ તમે થાઓ;
\q તમે મને બચાવવાને આજ્ઞા આપી છે,
\q કેમ કે તમે મારો ખડક તથા કિલ્લો છો.
\s5
\q
\v 4 હે મારા ઈશ્વર, તમે દુષ્ટોના હાથોમાંથી,
\q અન્યાયી તથા ક્રૂર માણસના હાથમાંથી મને બચાવો.
\q
\v 5 હે પ્રભુ, ફક્ત તમે જ મારી આશા છો.
\q મેં મારા બાળપણથી તમારા પર વિશ્વાસ કર્યો છે.
\s5
\q
\v 6 હું ગર્ભસ્થાનમાં હતો, ત્યારથી તમે મારા આધાર રહ્યા છો;
\q મારી માતાના ઉદરમાંથી મને બહાર લાવનારા તમે જ છો;
\q હું હંમેશા તમારી સ્તુતિ કરીશ.
\q
\v 7 હું ઘણા લોકો માટે એક દ્રષ્ટાંત બન્યો છું;
\q તમે મારો મજબૂત ગઢ છો.
\s5
\q
\v 8 મારું મુખ તમારી સ્તુતિથી ભરપૂર થશે
\q અને આખો દિવસ તમારા ગૌરવની વાતોથી ભરપૂર થશે.
\q
\v 9 મારી વૃદ્ધાવસ્થામાં મને તજી ન દો;
\q જ્યારે મારી શક્તિ ખૂટે, ત્યારે મારો ત્યાગ ન કરો.
\s5
\q
\v 10 કેમ કે મારા શત્રુઓ મારી વિરુદ્ધ વાતો કરે છે;
\q જેઓ મારો પ્રાણ લેવાને તાકી રહ્યા છે, તેઓ અંદરોઅંદર મસલત કરે છે.
\q
\v 11 તેઓ કહે છે કે, "ઈશ્વરે તેને તજી દીધો છે;
\q તેની પાછળ દોડીને તેને પકડી પાડીએ, કેમ કે તેને બચાવનાર કોઈ નથી."
\s5
\q
\v 12 હે ઈશ્વર, મારાથી દૂર ન જાઓ;
\q હે મારા ઈશ્વર, મને મદદ કરવાને ઉતાવળ કરો.
\q
\v 13 મારા આત્માનાં દુશ્મનો બદનામ થઈને નાશ પામો;
\q મને ઉપદ્રવ કરવાને મથનારાઓ નિંદા તથા અપમાનથી ઢંકાઈ જાઓ.
\s5
\q
\v 14 પણ હું નિત્ય તમારી આશા રાખીશ
\q અને તમારી સ્તુતિ વધારે અને વધારે કરીશ.
\q
\v 15 મારું મુખ આખો દિવસ તમારા ન્યાયીપણા વિષે તથા
\q તમારા દ્વારા મળતા ઉદ્ધાર વિષે વાતો પ્રગટ કરશે,
\q તેમ છતાં હું તેમને સમજી શકતો નથી.
\q
\v 16 હું પ્રભુ યહોવાહના પરાક્રમી કામોનું વર્ણન કરતો આવીશ;
\q હું તમારા, કેવળ તમારા જ ન્યાયીપણાનું વર્ણન કરીશ.
\s5
\q
\v 17 હે ઈશ્વર, મારી જુવાનીથી તમે મને શીખવ્યું છે;
\q ત્યારથી હું તમારા ચમત્કારો પ્રગટ કરતો આવ્યો છું.
\q
\v 18 હે ઈશ્વર, જ્યારે હું વૃદ્ધ તથા પળિયાંવાળો થાઉં, ત્યારે પણ તમે મને મૂકી દેતા નહિ,
\q હું આવતી પેઢીને તમારું બળ જણાવું અને સર્વ આવનારાઓને તમારું પરાક્રમ પ્રગટ કરું,
\q ત્યાં સુધી મારો ત્યાગ ન કરશો.
\s5
\q
\v 19 હે ઈશ્વર, તમારું ન્યાયીપણું અતિશય ઉચ્ચ છે;
\q હે ઈશ્વર, તમે મોટાં કામો કર્યાં છે; તમારા જેવો બીજો કોણ છે?
\q
\v 20 ઘણા ખેદજનક સંકટો તમે અમને દેખાડ્યાં છે
\q તમે અમને ફરીથી સજીવ કરશો
\q અને પૃથ્વીનાં ઊંડાણોમાંથી તમે અમને પાછા બહાર લાવશો.
\s5
\q
\v 21 તમે મારું મહત્વ વધારો;
\q પાછા ફરીને મને દિલાસો આપો.
\q
\v 22 સિતાર સાથે હું તમારું સ્તવન કરીશ
\q હે મારા ઈશ્વર, હું તમારી સત્યતાનું સ્તવન કરીશ;
\q હે ઇઝરાયલના પવિત્ર,
\q વીણા સાથે હું તમારાં સ્તોત્રો ગાઈશ.
\s5
\q
\v 23 જ્યારે હું તમારી સ્તુતિ કરીશ, ત્યારે મારા હોઠો હર્ષનો પોકાર કરશે
\q અને મારો ઉદ્ધાર પામેલો આત્મા અતિશય આનંદ પામશે.
\q
\v 24 મારી જીભ આખો દિવસ તમારા ન્યાયીપણા વિષે વાતો કરશે;
\q કેમ કે મારું ખરાબ શોધનારાઓ બદનામ થયા છે અને ગભરાઈ ગયા છે.
\s5
\c 72
\s રાજા માટે પ્રાર્થના
\d સુલેમાનનું [ગીત]
\b
\q
\v 1 હે ઈશ્વર, તમે રાજાને ન્યાય કરવાનો અધિકાર આપો,
\q રાજાના પુત્રને તમારું ન્યાયીપણું આપો.
\q
\v 2 તે ન્યાયીપણાથી તમારા લોકોનો ન્યાય
\q અને નિષ્પક્ષપાતથી તમારા દીનોનો ઇનસાફ કરશે.
\q
\v 3 પર્વતો લોકોને શાંતિ આપો;
\q ડુંગરો ન્યાયીપણું આપો.
\s5
\q
\v 4 તે લોકોમાંના ગરીબોનો ન્યાય કરશે;
\q તે દરિદ્રીઓના દીકરાઓને બચાવશે
\q અને જુલમગારને છૂંદી નાખશે.
\q
\v 5 સૂર્ય તથા ચંદ્ર રહે ત્યાં સુધી
\q તેઓ પેઢી દરપેઢી તમારી બીક રાખશે
\f +
\fr 72:5
\ft સૂર્ય તથા ચંદ્ર રહે ત્યાં સુધી તે પેઢી દરપેઢી રહેશે
\f* .
\s5
\q
\v 6 જેમ કાપેલા ઘાસ પર વરસાદ વરસે છે,
\q અને જેમ પૃથ્વીને સિંચનારા ઝાપટાં થાય છે, તેમ તેની ઉન્નતિ થતી રહેશે.
\q
\v 7 તેના દિવસોમાં ન્યાયીઓ
\f +
\fr 72:7
\ft ન્યાયી લોકો
\f* ખીલશે
\q અને ચંદ્ર જતો રહેશે, ત્યાં સુધી પુષ્કળ શાંતિ રહેશે.
\s5
\q
\v 8 વળી તે સમુદ્રથી સમુદ્ર સુધી
\q અને નદીથી તે પૃથ્વીના છેડા સુધી રાજ કરશે.
\q
\v 9 જેઓ અરણ્યમાં
\f +
\fr 72:9
\ft તેમના શત્રુઓ
\f* રહે છે, તેઓ તેમની આગળ નમશે;
\q તેમના શત્રુઓ ધૂળ ચાટશે.
\q
\v 10 તાર્શીશના રાજાઓ અને દરિયાકિનારાનાં રાજાઓ ખંડણી આપશે;
\q શેબા તથા સબાના રાજાઓ નજરાણાં કરશે.
\s5
\q
\v 11 સર્વ રાજાઓ તેમની આગળ પ્રણામ કરશે;
\q સર્વ દેશનાઓ તેમની સેવા કરશે.
\q
\v 12 કારણ કે દરિદ્રી પોકાર કરે, ત્યારે તે તેને સહાય કરશે
\q અને દુઃખી જેનો કોઈ મદદગાર નથી તેનો તે બચાવ કરશે.
\s5
\q
\v 13 તે લાચાર તથા દરિદ્રીઓ ઉપર દયા બતાવશે
\q અને દરિદ્રીઓના આત્માનો બચાવ કરશે.
\q
\v 14 તે તેઓના આત્માઓને જુલમ તથા બળાત્કારથી છોડાવશે
\q અને તેમની દ્રષ્ટિમાં તેઓનું લોહી
\f +
\fr 72:14
\ft જીવન
\f* મૂલ્યવાન થશે.
\s5
\q
\v 15 રાજા જીવશે! તેમને શેબાનું સોનું આપવામાં આવશે.
\q લોકો તેના માટે નિત્ય પ્રાર્થના કરશે;
\q ઈશ્વર તેમને આખો દિવસ આશીર્વાદ આપશે.
\q
\v 16 દેશમાં પર્વતોનાં શિખરો પર પુષ્કળ ધાન્ય પાકશે;
\q તેનાં ફળ લબાનોનનાં ફળ જેવાં ઝૂલશે
\q અને નગરના રહેવાસીઓ ઘાસની જેમ વધશે.
\s5
\q
\v 17 રાજાનું નામ સર્વદા રહેશે;
\q સૂર્ય તપે ત્યાં સુધી તેમનું નામ ટકશે;
\q તેમનામાં લોકો આશીર્વાદ પામશે.
\q સર્વ દેશનાઓ તેમની સ્તુતિ કરશે.
\s5
\q
\v 18 યહોવાહ ઈશ્વરની, ઇઝરાયલના ઈશ્વરની, સ્તુતિ થાઓ,
\q એકલા તે જ આશ્ચર્યકારક કામો કરે છે.
\q
\v 19 સર્વકાળ માટે તેમના ગૌરવી નામને પ્રશંસા હોજો
\q અને આખી પૃથ્વી તેમના મહિમાથી ભરપૂર થાઓ.
\q આમીન તથા આમીન.
\b
\q
\v 20 યિશાઈના પુત્ર દાઉદની પ્રાર્થનાઓ પૂર્ણ થઈ છે.
\s5
\c 73
\ms ભાગ ૩
\s ઈશ્વરનો અદલ ઇનસાફ
\r (ગી.શા. ૭૩—૮૯)
\b
\q
\v 1 ઇઝરાયલ કે, જેઓનાં હૃદય શુદ્ધ છે,
\q તેઓના પર, ઈશ્વર ખરેખર પરોપકારી છે.
\q
\v 2 પણ મેં તો મારે પગે લગભગ ઠોકર ખાધી હતી;
\q હું પગલાં ભરતાં લગભગ લપસી ગયો હતો.
\q
\v 3 કારણ કે જ્યારે મેં દુષ્ટોની સમૃદ્ધિ જોઈ,
\q ત્યારે મેં ગર્વિષ્ઠોની અદેખાઈ કરી.
\s5
\q
\v 4 કેમ કે મરણ સમયે તેઓને વેદના થતી નથી,
\q પણ તેઓ મજબૂત અને દ્રઢ રહે છે.
\q
\v 5 તેઓના પર માનવજાતનાં દુ:ખો આવતાં નથી;
\q બીજાઓની જેમ તેઓને પીડા થતી નથી.
\s5
\q
\v 6 તેઓનો ગર્વ ગળાની કંઠી જેવો છે, જે
\q વસ્ત્રની જેમ જુલમ તેઓને ઢાંકી રાખે છે.
\q
\v 7 તેઓની દુષ્ટતા તેઓનાં હૃદયમાંથી ઊભરાયા કરે છે;
\q તેઓના મનની દુષ્ટ કલ્પનાઓ ઊભરાઈ જાય છે.
\s5
\q
\v 8 તેઓ નિંદા કરે છે અને ભૂંડાઈ વિષે બોલે છે;
\q તેઓ જુલમની બડાઈ હાંકે છે.
\q
\v 9 તેઓ આકાશો વિરુદ્ધ બોલે છે
\q અને પૃથ્વીમાં તેઓની જીભ છૂટથી ચાલે છે.
\s5
\q
\v 10 એ માટે ઈશ્વરના લોકો તેમની તરફ ફરશે
\q અને તેઓ ઊભરાતું પાણી પી જાય છે
\f +
\fr 73:10
\ft તેઓ પોતાનામાં કોઈ દોષ શોધી શકતા નથી
\f* .
\q
\v 11 તેઓ પૂછે છે કે, "ઈશ્વર કેવી રીતે જાણે છે?
\q શું ચાલી રહ્યું છે તે વિષે ઈશ્વર માહિતગાર છે?"
\q
\v 12 જુઓ, આ લોકો દુષ્ટ છે;
\q હંમેશાં શાંતિમાં રહીને તેઓ વધારે અને વધારે ધનવાન થતા જાય છે.
\s5
\q
\v 13 ખરેખર મેં મારું હૃદય અમથું શુદ્ધ રાખ્યું છે
\q અને મેં મારા હાથ નિરર્થક નિર્દોષ રાખ્યા છે.
\q
\v 14 કારણ કે આખો દિવસ હું પીડાયા કરું છું
\q અને દરરોજ સવારે મને શિક્ષા થાય છે.
\q
\v 15 જો મેં કહ્યું હોત, "હું આ પ્રમાણે બોલીશ,"
\q તો હું તમારા દીકરાઓની પેઢીનો વિશ્વાસઘાત કરત.
\s5
\q
\v 16 તો પણ આ બાબતો સમજવાને માટે મેં કોશિશ કરી,
\q એ મારા માટે ખૂબ અઘરી હતી.
\q
\v 17 પછી હું ઈશ્વરના પવિત્રસ્થાનમાં ગયો
\q અને ત્યાં તેઓના અંત વિષે હું સમજ્યો.
\s5
\q
\v 18 ચોક્કસ તમે તેઓને લપસણી જગ્યામાં મૂકો છો;
\q તમે તેઓનો વિનાશ કરો છો.
\q
\v 19 તેઓ એક ક્ષણમાં કેવા નષ્ટ થાય છે!
\q તેઓ ધાકથી છેક નાશ પામેલા છે.
\q
\v 20 માણસ જાગે કે તરત જ તે જેમ સ્વપ્ન હતું ન હતું થઈ જાય છે,
\q તેમ, હે પ્રભુ, તમે જાગીને તેઓની પ્રતિમાને તુચ્છ કરશો.
\s5
\q
\v 21 કેમ કે મારું હૃદય વ્યાકુળ થયું
\q અને હું બહુ ગંભીર રીતે ઝખમી થયો છું.
\q
\v 22 હું એવો જડબુદ્ધિનો તથા અજ્ઞાન હતો;
\q હું તમારી આગળ પશુ જેવો હતો.
\s5
\q
\v 23 પણ હું હંમેશા તમારી સાથે છું;
\q તમે મારો જમણો હાથ પકડી રાખ્યો છે.
\q
\v 24 તમારા બોધથી મને દોરવણી આપશો
\q અને પછી તમારા મહિમામાં મારો સ્વીકાર કરશો.
\s5
\q
\v 25 આકાશમાં તમારા વિના મારું બીજું કોણ છે?
\q પૃથ્વી પર મારો બીજો કોઈ પ્રિય નથી.
\q
\v 26 મારું શરીર તથા હૃદયનો ક્ષય થાય છે,
\q પણ ઈશ્વર સદાકાળ મારા હૃદયનો ગઢ
\f +
\fr 73:26
\ft ઈશ્વર મારા હૃદયનો સમર્થ છે
\f* તથા વારસો છે.
\s5
\q
\v 27 જેઓ તમારાથી દૂર છે તેઓ નાશ પામશે;
\q જેઓ તમને અવિશ્વાસુ છે તે સર્વનો તમે નાશ કરશો.
\q
\v 28 પણ ઈશ્વર પાસે આવવું, તેમાં મારું ભલું છે.
\q મેં પ્રભુ યહોવાહને મારો આશ્રય કર્યો છે.
\q હું તમારાં સર્વ કૃત્યો પ્રગટ કરીશ.
\s5
\c 74
\s રાષ્ટ્રની મુક્તિ માટે પ્રાર્થના
\d આસાફનું માસ્કીલ.
\b
\q
\v 1 હે ઈશ્વર, તમે અમને સદાને માટે કેમ તજી દીધા છે?
\q તમારા ચારાનાં ઘેટાં વિરુદ્ધ તમારો કોપનો ધુમાડો કેમ ચઢે છે?
\q
\v 2 પુરાતન સમયમાં તમે લોકોને પસંદ કરીને ખરીદ્યા હતા,
\q જેને તમે તમારા વતનનો વારસો થવાને છોડાવ્યા છે તેઓનું સ્મરણ કરો;
\q અને સિયોન પર્વત, જ્યાં તમે રહો છો તેનું સ્મરણ કરો.
\s5
\q
\v 3 આવો અને આ ખંડિયેર તરફ નજર કરો,
\q તમારા પવિત્રસ્થાનમાં શત્રુઓએ ઘણું નુકસાન કર્યું છે, તે જુઓ.
\q
\v 4 તમારા પવિત્રસ્થાનમાં તમારા શત્રુઓએ બુમરાણ કરી મૂકી છે;
\q તેઓએ પોતાના ઝંડા ઊભા કર્યા છે.
\q
\v 5 જંગલનાં વૃક્ષો પર કુહાડા
\q ઉગામનારાઓના જેવા તેઓ માલૂમ પડ્યા.
\q
\v 6 તેઓ કુહાડી તથા હથોડાથી
\q તેનું તમામ નકશીદાર કામ તોડી નાખે છે.
\s5
\q
\v 7 તેઓએ તમારા પવિત્રસ્થાનને આગ લગાડી છે;
\q તેઓએ તમારું નિવાસસ્થાન ભ્રષ્ટ કરીને ધૂળમાં મેળવી દીધું છે.
\q
\v 8 તેઓએ પોતાના હૃદયોમાં કહ્યું, "આપણે તે સર્વનો નાશ કરીશું."
\q તેઓએ દેશમાંના બધાં સભાસ્થાનોને બાળી મૂક્યાં છે.
\s5
\q
\v 9 અમે ઈશ્વર તરફથી એક પણ ચમત્કાર કે ચિહ્નો જોઈ શકતા નથી;
\q ત્યાં કોઈ પ્રબોધક નથી
\q અને આવું ક્યાં સુધી ચાલશે તે જાણનાર અમારામાં કોઈ નથી.
\q
\v 10 હે ઈશ્વર, ક્યાં સુધી અમારા શત્રુઓ તમારા નામનું અપમાન કરશે?
\q શું શત્રુ હંમેશાં તમારા નામની નિંદા કરશે?
\q
\v 11 તમે તમારો હાથ, હા, તમારો જમણો હાથ, કેમ પાછો ખેંચો છો?
\q તમારા ઉરમાંથી તમારો જમણો હાથ બહાર લાવીને તેઓનો નાશ કરો.
\b
\s5
\q
\v 12 તોપણ પુરાતન કાળથી, ઈશ્વર મારા રાજા છે,
\q પૃથ્વી પર ઉદ્ધાર કરનાર તે જ છે.
\q
\v 13 તમે તમારા મહાન પરાક્રમ વડે રાતા સમુદ્રના બે ભાગ પાડ્યા;
\q વળી તમે પાણીમાં મહા અજગરનો માથાં ફોડી નાખ્યાં.
\s5
\q
\v 14 તમે મહા મગરમચ્છનાં
\f +
\fr 74:14
\ft લેવીયાથાન (જુઓ ગીત. 104:26; યશા. 27:1) લેવીયાથાન કાલ્પનિક રાક્ષસનું નામ છે, જે અન્ય સ્થળોમાં બીજા નામથી જોવા મળે છે. તેને ઘણા માથા હોવા તરીકે માનવામાં આવે છે. પાણીના રાક્ષસો ક્યારેક "મહાન સમુદ્રના સાપ" અથવા "સમુદ્રમાં રહેલા મોટા પ્રાણીઓ" તરીકે કહેવામાં આવે છે.
\f* માથાના કકડેકકડા કરી નાખ્યા;
\q તમે તેને અરણ્યમાં રહેતા લોકોને
\f +
\fr 74:14
\ft અરણ્યમાં રહેતા જીવજંતુઓ
\f* ખાવાને આપ્યો.
\q
\v 15 ઝરાઓ તથા નાળાંઓમાં તમે રસ્તા પાડ્યા;
\q તમે નિરંતર વહેતી નદીઓને સૂકવી નાખી.
\s5
\q
\v 16 દિવસ તમારો છે અને રાત પણ તમારી છે;
\q તમે સૂર્ય તથા ચંદ્રને તેની જગ્યાએ સ્થિર કર્યા છે.
\q
\v 17 તમે પૃથ્વીની સીમાઓ સ્થાપન કરી છે;
\q તમે ઉનાળો તથા શિયાળો ઠરાવ્યા.
\s5
\q
\v 18 હે યહોવાહ, શત્રુઓ તમારી મશ્કરી કરે છે
\q અને મૂર્ખ લોકો તમારા નામની નિંદા કરે છે, તેનું સ્મરણ કરો.
\q
\v 19 તમારા કબૂતરનો જીવ હિંસક પશુઓનાં હાથમાં જવા દેશો નહિ;
\q તમારા પીડિત લોકોને સદાને માટે ભૂલી જશો નહિ.
\s5
\q
\v 20 તમે કરેલા કરારનું સ્મરણ કરો,
\q કેમ કે પૃથ્વીના અધર્મરૂપી અંધકારવાળા ભાગો બળાત્કારથી ભરપૂર છે.
\q
\v 21 દુ:ખી લોકોને બદનામ કરીને પાછા હઠાવતા નહિ;
\q દરિદ્રીઓ અને લાચારો તમારા નામનું સ્તવન કરે.
\s5
\q
\v 22 હે ઈશ્વર, તમે ઊઠો તમારા પોતાના પક્ષની હિમાયત કરો;
\q મૂર્ખ માણસો આખો દિવસ તમારું અપમાન કરે છે, તે યાદ કરો.
\q
\v 23 તમારા શત્રુઓની વાણી અને તમારી વિરુદ્ધ બંડ ઉઠાવનારાઓનો ઘોંઘાટ,
\q નિત્ય ઊંચો ચઢે છે, તે તમે વીસરશો નહિ.
\s5
\c 75
\s ન્યાય-તુલા ઈશ્વરને હાથ
\d મુખ્ય ગવૈયાને માટે; રાગ આલ-તાશ્ખેથ આસાફનું ગીત; ગાયન
\q
\v 1 હે ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ;
\q અમે તમારો આભાર માનીએ છીએ, કેમ કે તમે તમારી હાજરીને પ્રગટ કરો છો;
\q લોકો તમારાં આશ્ચર્યકારક કામો પ્રગટ કરે છે.
\q
\v 2 પ્રસંગ આવશે ત્યારે હું તમારો યથાર્થ ન્યાય કરીશ.
\q
\v 3 જો કે પૃથ્વી તથા તેમાં રહેનારાં બધાં ક્ષય પામે,
\q તો હું તેના સ્તંભો સ્થાપન કરીશ.
\qs સેલાહ
\qs*
\s5
\q
\v 4 મેં ઘમંડીઓને કહ્યું, "અભિમાન કરશો નહિ"
\q અને દુષ્ટોને કહ્યું, "શિંગ ઉઠાવશો નહિ.
\q
\v 5 તમારું શિંગ ઊંચું ન કરો;
\q અભિમાન સાથે ન બોલો."
\q
\v 6 ઉન્નતિ દક્ષિણ કે પૂર્વ બાજુએથી આવતી નથી,
\q ના તો અરણ્યમાંથી.
\s5
\q
\v 7 પણ ઈશ્વર ન્યાયાધીશ છે;
\q તે એકને નીચે પાડી નાખે છે અને બીજાને ઊંચો કરે છે.
\q
\v 8 કેમ કે યહોવાહના હાથમાં રાતા દ્રાક્ષારસનો પ્યાલો છે,
\q તે તેજાનાની મેળવણીથી ભરેલો છે તેમાંથી તે પીરસે છે.
\q નિશ્ચે પૃથ્વીના દુષ્ટ લોકો નીચે પડી રહેલો છેલ્લો કૂચો ચૂસી જશે.
\s5
\q
\v 9 પણ હું તો સદાકાળ બીજાઓને તમારાં કર્યો વિષે કહીશ;
\q હું યાકૂબના ઈશ્વરની સ્તુતિ ગાઈશ.
\q
\v 10 તે કહે છે કે, "હું દુષ્ટોનાં સર્વ શિંગ
\f +
\fr 75:10
\ft સામાર્થ્ય
\f* કાપી નાખીશ,
\q પણ ન્યાયીઓનાં શિંગો ઊંચાં કરવામાં આવશે."
\s5
\c 76
\s ન્યાયી ઈશ્વર
\d મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે ગાવાને, આસાફનું ગીત; ગાયન.
\b
\q
\v 1 યહૂદિયામાં ઈશ્વર પ્રગટ થયેલા છે;
\q ઇઝરાયલમાં તેમનું નામ મોટું છે.
\q
\v 2 તેમનો મંડપ સાલેમમાં
\f +
\fr 76:2
\ft યરુશાલેમ
\f* છે
\q અને તેમનું નિવાસસ્થાન સિયોનમાં છે.
\q
\v 3 ત્યાં તેમણે ધનુષ્યનાં ચળકતાં બાણોને ભાંગી નાખ્યાં,
\q ઢાલ, તલવાર તથા યુદ્ધસામગ્રી તેમણે ભાંગી નાખ્યાં.
\qs સેલાહ
\qs*
\s5
\q
\v 4 સનાતન પર્વતોમાંથી
\q તમે મહિમાવાન તથા ઉત્તમ છો.
\q
\v 5 જેઓ શૂરવીર છે, તેઓ લૂંટાયેલા છે,
\q તેઓ નિદ્રાવશ થયા છે.
\q સર્વ લડવૈયાઓ અસહાય થઈ ગયા છે.
\s5
\q
\v 6 હે યાકૂબના ઈશ્વર, તમારી ધમકીથી
\q રથ અને ઘોડા બન્ને ભરનિદ્રામાં પડ્યા છે.
\q
\v 7 તમે, હા, તમે ભયાવહ છો;
\q જ્યારે તમે કોપાયમાન થાઓ, ત્યારે તમારી સામે કોણ ઊભું રહી શકે?
\s5
\q
\v 8 તમે આકાશમાંથી ન્યાય ચુકાદો ફરમાવ્યો,
\q ધરતી ભયભીત બનીને શાંત થઈ ગઈ.
\q
\v 9 હે ઈશ્વર, તમે ન્યાય કરવા માટે
\q અને પૃથ્વીના સર્વ ગરીબોને બચાવવાને માટે ઊભા થયા છે.
\qs સેલાહ
\qs*
\s5
\q
\v 10 નિશ્ચે માણસનો કોપ તમારું સ્તવન કરશે.
\q બાકી રહેલો તેનો કોપ તમે તમારી કમરે બાંધશો
\f +
\fr 76:10
\ft યુદ્ધમાં બચી ગયેલા લોકો તમારી ઉજવણી કરશે
\f* .
\s5
\q
\v 11 તમે તમારા ઈશ્વર યહોવાહની પ્રતિજ્ઞાઓ લઈને પૂરી કરો.
\q તેમની આસપાસના સર્વ ભયાવહ ઈશ્વરની પાસે દાન લાવો.
\q
\v 12 તે રાજકુમારોનું અભિમાન ઉતારશે;
\q પૃથ્વીના રાજાઓની પ્રત્યે તે ભયાવહ છે.
\s5
\c 77
\s આપત્તિકાળમાં દિલાસો
\d મુખ્ય ગવૈયાને માટે; યદૂથૂનની રીત પ્રમાણે રચેલું. આસાફનું ગીત.
\b
\q
\v 1 હું ઈશ્વરની આગળ મારી વાણી પોકારીશ;
\q હું મારી વાણીથી ઈશ્વરને પોકારીશ અને ઈશ્વર મારું સાંભળશે.
\s5
\q
\v 2 મારા સંકટના દિવસે મેં પ્રભુને પોકાર્યા.
\q મેં તેમની તરફ મારા હાથ ઊંચા રાખીને આખી રાત પ્રાર્થના કરી;
\q મારા આત્માએ દિલાસો સ્વીકારવાની ના પાડી.
\q
\v 3 હું ઈશ્વરનું સ્મરણ કરીને વ્યાકુળ થાઉં છું;
\q હું તેમના વિષે વિચારું છું, તો હું મૂર્છિત થઈ જાઉં છું.
\qs સેલાહ.
\qs*
\b
\s5
\q
\v 4 તમે મને મારી આંખો બંધ કરવા દેતા નથી;
\q હું મુશ્કેલીમાં બોલી શકતો નહોતો.
\q
\v 5 હું અગાઉના દિવસોનો,
\q પૂર્વના ભૂતકાળનો વિચાર કરું છું.
\s5
\q
\v 6 રાતના સમયે મારું ગાયેલું ગીત મને યાદ આવે છે
\f +
\fr 77:6
\ft રાત્રે હું મારા હૃદય સાથે વાતચીત કરી
\f* .
\q હું ઘણી ગંભીરતાથી વિચારું છું
\f +
\fr 77:6
\ft મેં મારા હૃદયની તપાસ કરી
\f* .
\q
\v 7 શું પ્રભુ મને સર્વકાળને માટે તજી દેશે?
\q શું તે ફરી પ્રસન્ન થશે નહિ?
\s5
\q
\v 8 શું તેમની કૃપા સદાને માટે જતી રહી છે?
\q શું તેમનું વચન સદાકાળ રદ જશે?
\q
\v 9 અમારા પર કૃપા કરવાનું ઈશ્વર શું ભૂલી ગયા છે?
\q શું તેમણે તેમની સહાનુભૂતિને કોપમાં બદલી નાખી છે?
\qs સેલાહ
\qs*
\s5
\q
\v 10 મેં કહ્યું, "આ તો મારું દુઃખ છે:
\q પરાત્પરના જમણા હાથનાં વર્ષો હું સંભારીશ."
\s5
\q
\v 11 પણ હું યહોવાહનાં કૃત્યોનું સ્મરણ કરીશ;
\q તમારા પુરાતન કાળના ચમત્કાર વિષે હું વિચાર કરીશ.
\q
\v 12 હું તમારાં સર્વ કામોનું મનન કરીશ
\q અને તમારાં કૃત્યો વિષે વિચાર કરીશ.
\s5
\q
\v 13 હે ઈશ્વર, તમારા માર્ગો પવિત્ર છે
\f +
\fr 77:13
\ft તમારી માર્ગ પવિત્ર જગ્યાએ છે
\f* ,
\q આપણા મહાન ઈશ્વર જેવા બીજા ઈશ્વર કોણ છે?
\q
\v 14 તમે ચમત્કાર કરનાર ઈશ્વર છો;
\q તમે લોકોમાં તમારું સામર્થ્ય પ્રગટ કર્યું છે.
\q
\v 15 તમે તમારા મહાન પરાક્રમ વડે લોકોને,
\q એટલે યાકૂબના તથા યૂસફના વંશજોને વિજય અપાવ્યો છે.
\s5
\q
\v 16 હે ઈશ્વર, સાગરો તમને જોયા;
\q સાગરો તમને જોઈને ગભરાયાં;
\q ઊંડાણો પણ ધ્રૂજ્યાં.
\q
\v 17 વાદળોએ પાણી વરસાવ્યાં;
\q આકાશે ગર્જના કરી;
\q તમારાં બાણો ચારેબાજુ ઊડ્યાં.
\s5
\q
\v 18 તમારી ગર્જનાનો અવાજ વંટોળિયામાં હતો;
\q વીજળીઓએ જગતને પ્રકાશિત કર્યું;
\q પૃથ્વી કાંપી તથા હચમચી.
\q
\v 19 તમારો માર્ગ તો સમુદ્રમાં
\q અને તમારી વાટો મહાજળમાં હતી,
\q પણ તમારાં પગલાં કોઈના જોવામાં આવ્યાં નહિ.
\q
\v 20 તમે મૂસા તથા હારુનની મારફતે
\q તમારા લોકોને ઘેટાંનાં ટોળાંની જેમ દોર્યા.
\s5
\c 78
\s ઈશ્વર અને તેમના લોકો
\d આસાફનું માસ્કીલ.
\b
\q
\v 1 મારા લોકો, મારો નિયમ સાંભળો,
\q મારા મુખના શબ્દોને તમે ધ્યાનથી સાંભળો.
\q
\v 2 હું ડહાપણ વિશેનું ગીત ગાઈશ;
\q હું ભૂતકાળનાં રહસ્યોની વાત સમજાવીશ કે,
\s5
\q
\v 3 જે વાત આપણે સાંભળી છે તથા શીખ્યા છીએ
\q જે આપણા પૂર્વજોએ આપણને કહી છે.
\q
\v 4 યહોવાહનાં સ્તોત્ર, તેમનું સામર્થ્ય
\q તથા તેમનાં કરેલાં આશ્ચર્યકારક કામો આવતી પેઢીને જાહેર કરીને
\q તેઓના વંશજોથી આપણે તે સંતાડીશું નહિ.
\s5
\q
\v 5 કારણ કે તેમણે યાકૂબ સાથે તેમનો કરાર કર્યો
\q અને ઇઝરાયલમાં નિયમ ઠરાવ્યો.
\q તેમણે આપણા પૂર્વજોને આજ્ઞા કરી
\q કે તેઓ પોતાનાં બાળકોને પણ શીખવે.
\q
\v 6 જેથી આવતી પેઢીનાં જે બાળકો જન્મે તેઓ તે જાણે,
\q તેઓ મોટાં થઈને પોતાનાં સંતાનોને તે જણાવે, માટે તેમણે આજ્ઞા આપી છે.
\s5
\q
\v 7 જેથી તેઓ સહુ ઈશ્વરની આશા રાખે
\q અને તેમનાં અદ્દભુત કાર્યોને વીસરી જાય નહિ,
\q પણ તેમની આજ્ઞાઓને પાળે.
\q
\v 8 પછી તેઓ પોતાના પૂર્વજોના જેવા ન થાય,
\q કે જેઓ હઠીલા તથા બંડખોર પેઢીના છે,
\q એવી પેઢી કે જેઓનાં હૃદય સ્થિર નથી
\q અને જેઓનો આત્મા સમર્પિત કે ઈશ્વરને વિશ્વાસુ નથી.
\s5
\q
\v 9 એફ્રાઇમના લોકો શસ્ત્રસજ્જિત ધનુર્ધારી હોવા છતાં
\q પણ લડાઈના દિવસમાં પાછા હઠી ગયા.
\q
\v 10 તેઓએ ઈશ્વરનો કરાર પાળ્યો નહિ
\q અને તેમના નિયમ પ્રમાણે વર્તવાની ના પાડી.
\q
\v 11 તેમણે કરેલાં અદ્દભુત કાર્યો,
\q ચમત્કારો તેમણે તેઓને બતાવ્યા હતા તે તેઓ ભૂલી ગયા.
\s5
\q
\v 12 મિસર દેશમાં, સોઆનનાં ક્ષેત્રમાં,
\q તેઓના પૂર્વજોની આગળ તેમણે આશ્ચર્યકારક કૃત્યો કર્યાં.
\q
\v 13 તેમણે સમુદ્રના બે ભાગ કરીને તેઓને પાર બહાર લાવ્યા;
\q તેમણે દીવાલની જેમ પાણીને સ્થિર રાખ્યાં.
\q
\v 14 તે તેઓને દિવસે મેઘથી
\q અને આખી રાત અગ્નિના પ્રકાશથી દોરતા.
\s5
\q
\v 15 તેમણે અરણ્યમાં ખડકને તોડીને
\q અને ઊંડાણમાંથી વહેતું હોય તેમ પુષ્કળ પાણી તેઓને આપ્યું.
\q
\v 16 તેમણે ખડકમાંથી પાણીની ધારો કાઢી
\q અને વહેતી નદીની જેમ પ્રવાહ વહેવડાવ્યો.
\s5
\q
\v 17 તેમ છતાં તેઓએ તેમની વિરુદ્ધ પાપ કરવાનું ચાલુ જ રાખ્યું,
\q અરણ્યમાં પરાત્પરની વિરુદ્ધ તેઓ બંડ કરતા રહ્યા.
\q
\v 18 પોતાના ખાઉધરાપણાને વશ થઈને ખોરાક માગીને તેઓએ પોતાના
\q હૃદયથી ઈશ્વરની પરીક્ષા કરી.
\s5
\q
\v 19 તેઓ ઈશ્વરની વિરુદ્ધ બોલ્યા;
\q તેઓએ કહ્યું, "શું અરણ્યમાં ઈશ્વર મેજ તૈયાર કરી શકે?
\q
\v 20 જુઓ, જ્યારે તેમણે ખડકને લાકડી મારી, ત્યારે પાણી વહી આવ્યું
\q અને પાણીનાં ઝરણાં વહેવા માંડ્યાં.
\q પણ શું તે આપણને રોટલી આપી શકે છે?
\q શું તે પોતાના લોકોને માટે માંસ પૂરું પાડી શકશે?"
\s5
\q
\v 21 જ્યારે યહોવાહે આ સાંભળ્યું, ત્યારે તેઓ ગુસ્સે થયા;
\q તેથી યાકૂબની વિરુદ્ધ તેમનો અગ્નિ ઊઠ્યો
\q અને ઇઝરાયલ પર તેમનો કોપ ભભૂક્યો,
\q
\v 22 કારણ કે તેઓએ ઈશ્વર પર વિશ્વાસ કર્યો નહિ
\q અને તેમના દ્વારા મળતા ઉદ્ધાર પર ભરોસો રાખ્યો નહિ.
\s5
\q
\v 23 છતાં તેમણે વાદળાંને આજ્ઞા આપી
\q અને આકાશના દ્વાર ખોલી નાખ્યાં.
\q
\v 24 તેઓના ખોરાક માટે માન્નાની વૃષ્ટિ કરી
\q અને તેમણે સ્વર્ગમાંથી ધાન્ય આપ્યું.
\q
\v 25 લોકોએ દૂતોનો ખોરાક ખાધો.
\q અને તેઓ તૃપ્ત થયા ત્યાં સુધી તેમણે ભોજન આપ્યું.
\s5
\q
\v 26 તેમણે આકાશમાં પૂર્વ તરફથી પવન ફુંકાવ્યો
\q અને પોતાના સામર્થ્યથી દક્ષિણ તરફથી પવન ફુંકાવ્યો.
\q
\v 27 તેમણે ધૂળની જેમ માંસ
\q અને સમુદ્રની રેતીની જેમ પીંછાવાળા પક્ષીઓ તેઓના પર વરસાવ્યાં.
\q
\v 28 તેમણે તેઓની છાવણી મધ્યે
\q અને તેઓના તંબુઓની ચારેબાજુએ તે પાડ્યાં.
\s5
\q
\v 29 લોકો ધરાઈ રહ્યા ત્યાં સુધી ખાધું.
\q તેઓના માગ્યા પ્રમાણે તેમણે આપ્યું.
\q
\v 30 પણ તેઓ તેમની ભૂખનું નિયંત્રણ કરી શક્યા નહિ;
\q તેઓનો ખોરાક તેઓના મુખમાં જ હતો,
\s5
\q
\v 31 એટલામાં, ઈશ્વરનો કોપ તેઓ પર પ્રગટ્યો
\q અને તેઓમાંના હુષ્ટપુષ્ટોને મારી નાખ્યા. તેમણે ઇઝરાયલના શ્રેષ્ઠ યુવાનોને મારી નાખ્યાં.
\q
\v 32 આમ છતાં, તેઓ પાપ કરતા રહ્યા
\q અને તેમના ચમત્કારો પર ભરોસો કર્યો નહિ.
\s5
\q
\v 33 માટે ઈશ્વરે તેઓના દિવસો વ્યર્થપણામાં સમાપ્ત કર્યા;
\q અને તેઓનાં વર્ષોને ત્રાસથી ભર્યાં.
\q
\v 34 જ્યારે જ્યારે ઈશ્વરે તેઓને દુઃખી કર્યા, ત્યારે તેઓએ તેમને શોધ્યા
\q અને તેઓ પાછા ફરીને આતુરતાથી તેમને શરણે આવ્યા.
\s5
\q
\v 35 તેઓએ યાદ કર્યુ કે ઈશ્વર તેઓના ખડક છે
\q અને પરાત્પર ઈશ્વર તે જ તેઓના છોડાવનાર છે.
\q
\v 36 પણ તેઓએ પોતાના મુખે તેમની પ્રશંસા કરી
\q અને પોતાની જીભે તેમની સમક્ષ જૂઠું બોલ્યા.
\q
\v 37 કેમ કે તેઓનાં હૃદય તેમના પ્રત્યે વિશ્વાસુ નહોતાં
\q અને તેઓ તેમના કરાર પ્રત્યે વફાદાર નહોતા.
\s5
\q
\v 38 તેમ છતાં તેમણે, દયા દર્શાવી, તેઓનાં પાપોની ક્ષમા આપી અને તેઓનો નાશ ન કર્યો.
\q હા, ઘણીવાર તેમણે પોતાનો ક્રોધ સમાવી દીધો
\q અને પોતાનો પૂરો કોપ પ્રગટ કર્યો નહિ.
\s5
\q
\v 39 તેમણે સંભાર્યુ કે તેઓ દેહથી બનેલા છે
\q એક ક્ષણમાં પસાર થતાં વાયુ જેવા છે.
\q
\v 40 તેઓએ કેટલી વાર અરણ્યમાં તેમની વિરુદ્ધ બંડ કર્યું
\q અને રાનમાં તેમને દુ:ખી કર્યા!
\q
\v 41 વારંવાર તેઓએ ઈશ્વરની કસોટી કરી
\q અને ઇઝરાયલના પવિત્રને દુ:ખી કર્યા.
\s5
\q
\v 42 તેઓ તેમનાં મહાન સામર્થ્યનો વિચાર કર્યો નહિ,
\q તેમણે કેવી રીતે તેઓને શત્રુઓથી છોડાવ્યા, તે પણ યાદ કર્યું નહિ.
\q
\v 43 મિસરમાં તેમણે જે ચમત્કારિક ચિહ્નો
\q અને સોઆનના મેદાનમાં આશ્ચર્યકર્મો કર્યા હતાં તે પણ ભૂલી ગયા.
\s5
\q
\v 44 તેમણે તેઓની નદીઓને તથા તેઓના વહેળાઓને લોહી વહેતાં બનાવી દીધાં
\q જેથી તેઓ તે ઝરણામાંથી પી શકે નહિ.
\q
\v 45 તેમણે મધમાખીઓનું મોટું ઝૂંડ મોકલ્યું, તે મધમાખીઓ તેઓને કરડી
\q અને દેડકાંઓએ બધી વસ્તુઓનો નાશ કર્યો.
\q
\v 46 તેઓની ફસલ તેમણે કાતરાઓને આપી
\q અને તેઓની મહેનતનું ફળ તીડને આપી દીધું.
\s5
\q
\v 47 તેમણે કરાથી તેઓની દ્રાક્ષવાડીઓ
\q અને હિમથી તેઓનાં ગુલ્લરવૃક્ષોનો નાશ કર્યો હતો.
\q
\v 48 તેમણે તેઓનાં જાનવર કરાને
\q અને તેઓનાં ટોળાં વીજળીને સ્વાધીન કર્યા.
\q
\v 49 તેમણે પોતાનો કોપ તેઓ પર પ્રગટ કર્યો,
\q તેમણે રોષ, ગુસ્સો અને તિરસ્કાર તેઓની વિરુદ્ધ
\q સંહારક દૂતોની માફક મોકલ્યા.
\s5
\q
\v 50 તેમણે પોતાના કોપ માટે રસ્તો ખુલ્લો કર્યો;
\q તેમણે મરણથી તેઓના પ્રાણ બચાવ્યા નહિ
\q પણ તેઓના પર મરકી મોકલી.
\q
\v 51 તેમણે મિસરમાં સર્વ પ્રથમજનિતને મારી નાખ્યા;
\q હામના તંબુઓમાં
\f +
\fr 78:51
\ft હામના તંબુ મિસર દેશને માનવામાં આવે છે (જુઓ 105.23, 27; 106.22, જ્યાં મિસરને "હામની ભૂમિ" કહેવામાં આવે છે). નૂહનો પુત્રમાનો એક હામને, મિસરવાસીઓના પૂર્વજ તરીકે જોવામાં આવે છે (જુઓ ઉ. 10.6)
\f* તેઓના પ્રથમ પ્રથમજનિત નરબાળકોને માર્યા.
\s5
\q
\v 52 તે પોતાના લોકોને ઘેટાંનાં ટોળાંની જેમ બહાર લાવ્યાં
\q અને તેમણે અરણ્યમાં થઈને તેઓને ટોળાંની જેમ દોર્યા.
\q
\v 53 તેમણે તેઓને એવા સુરક્ષિત ચલાવ્યા કે તેઓ બીધા નહિ,
\q પણ સમુદ્રના પાણી શત્રુઓ પર ફરી વળ્યાં.
\s5
\q
\v 54 અને તેમણે તેઓને તેની પવિત્ર ભૂમિમાં,
\q એટલે તેમને જમણે હાથે ખરીદાયેલા આ પહાડી દેશમાં પોતાના લોકોને લાવ્યા.
\q
\v 55 તેમણે તેઓની આગળથી વિદેશીઓને કાઢી મૂક્યા
\q અને જમીન માપીને ઇઝરાયલનાં કુળોને વારસાના ભાગ પાડી આપ્યા
\q અને તેમને તેઓના તંબુઓમાં વસાવ્યા.
\s5
\q
\v 56 તોપણ તેઓએ પરાત્પર ઈશ્વરની કસોટી કરવાનું
\q તથા તેમની વિરુદ્ધ બંડ કરવાનું ચાલુ રાખ્યું અને તેમની આજ્ઞાઓ પાળી નહિ.
\q
\v 57 તેઓ તેમના પૂર્વજોની જેમ પાછા ફરી જઈને અવિશ્વાસુઓની જેમ વર્તવા લાગ્યા;
\q વાંકા ધનુષ્યના બાણની જેમ તેઓ આડે રસ્તે ચઢ્યા.
\s5
\q
\v 58 કેમ કે તેઓએ પોતાનાં ઉચ્ચસ્થાનો બનાવીને
\q અને પોતાની કોરેલી મૂર્તિઓ વડે તેમને ઈર્ષ્યા ઉત્પન્ન કર્યો.
\q
\v 59 જ્યારે ઈશ્વરે એ સાંભળ્યું, ત્યારે તે ગુસ્સે થયા
\q અને ઇઝરાયલનો પૂરેપૂરો નકાર કર્યો.
\s5
\q
\v 60 તેથી તેમણે શીલોહ
\f +
\fr 78:60
\ft શીલોહ એ એફ્રાઇમના કુળના પ્રદેશમાંનું એક શહેર હતું, જે યરુશાલેમના 32 કિલોમીટરના ઉત્તરે છે, જ્યાં કરારકોશને ઇઝરાયલનાં ઇતિહાસના પ્રારંભિક દિવસોમાં રાખવામાં આવ્યો હતો (જુઓ યહો. 18.1; 1 શમુ 1.3).
\f* નગરનો માંડવો
\q એટલે જે તંબુ
\f +
\fr 78:60
\ft નિવાસસ્થાન
\f* તેમણે માણસોમાં ઊભો કર્યો હતો, તેનો ત્યાગ કર્યો.
\q
\v 61 તેમણે પોતાનું સામર્થ્ય બંધનમાં
\q અને પોતાનું ગૌરવ શત્રુના હાથમાં સોંપ્યા.
\s5
\q
\v 62 તેમણે પોતાના લોકોને તલવારને સ્વાધીન કર્યા
\q અને પોતાના વારસા પર તે કોપાયમાન થયા.
\q
\v 63 તેઓના યુવાનો અગ્નિથી નાશ પામ્યા
\q અને તેઓની કન્યાઓના લગ્નમાં ગીત ગાવામાં આવ્યાં નહિ.
\s5
\q
\v 64 તેઓના યાજકો તલવારથી માર્યા ગયા
\q અને તેઓની વિધવાઓએ કંઈ રુદન કર્યું નહિ.
\q
\v 65 જેમ કોઈ ઊંઘમાંથી જાગે, તેમ, દ્રાક્ષારસના કેફથી
\q શૂરવીર પુરુષની જેમ પ્રભુ ઊઠ્યા.
\q
\v 66 તેમણે પાછળથી પોતાના શત્રુઓને માર્યા;
\q તેમણે તેઓને સદાને માટે શરમિંદા કર્યા.
\s5
\q
\v 67 તેમણે યૂસફના તંબુનો નકાર કર્યો
\q અને એફ્રાઇમના કુળનો સ્વીકાર કર્યો નહિ.
\q
\v 68 તેમણે યહૂદાના કુળને
\q અને પોતાના પ્રિય સિયોન પર્વતને, પસંદ કર્યા.
\q
\v 69 તેમણે પર્વત જેવું ઉન્નત અને સદા માટે સ્થાપન કરેલી પૃથ્વી જેવું
\q અચળ પોતાનું પવિત્રસ્થાન બાંધ્યું.
\s5
\q
\v 70 તેમણે વાડામાંથી ઘેટાંની સંભાળ રાખનાર દાઉદને
\q પોતાના સેવક તરીકે પસંદ કર્યો.
\q
\v 71 દૂઝણી ઘેટીઓની પાછળ ફરતો હતો, ત્યાંથી તેમના લોકો યાકૂબના સંતાનનું તથા
\q તેમના વારસા ઇઝરાયલનું પાલન કરવા તે તેને લાવ્યા.
\q
\v 72 દાઉદે તેમને શુદ્ધ હૃદયથી
\q અને કૌશલ્યસભર શાણપણથી દોર્યા.
\s5
\c 79
\s શોક ગીત
\d આસાફનું ગીત.
\b
\q
\v 1 હે ઈશ્વર, વિદેશીઓ તમારા વતનમાં આવ્યા છે;
\q તેઓએ તમારા પવિત્રસ્થાનને અશુદ્ધ કર્યુ છે;
\q તેઓએ યરુશાલેમને ખંડિયેર કરી નાખ્યું છે.
\q
\v 2 તેઓએ તમારા સેવકોના મૃતદેહોને જંગલી પક્ષીઓને ખાવા માટે આપ્યા છે
\q તેઓએ તમારા ભક્તોના મૃતદેહોને ખાવા માટે જંગલી પશુઓને આપ્યા છે.
\q
\v 3 તેઓએ યરુશાલેમની આસપાસ પાણીની જેમ લોહી વહેવડાવ્યું છે
\q અને તેઓને દફનાવનાર કોઈ નથી.
\s5
\q
\v 4 અમે અમારા પડોશીઓને નિંદારૂપ થયા છીએ,
\q જેઓ અમારી આસપાસ છે તેઓની આગળ તિરસ્કારરૂપ તથા મશ્કરીપાત્ર થયા છીએ.
\q
\v 5 હે યહોવાહ, ક્યાં સુધી? શું તમે સદાને માટે કોપાયમાન રહેશો?
\q શું તમારો રોષ અગ્નિની જેમ સળગી ઊઠશે?
\s5
\q
\v 6 જે વિદેશીઓ તમને જાણતા નથી
\q અને જે રાજ્યની પ્રજાઓ તમારા નામે અરજ કરતી નથી, તેઓ પર તમારો કોપ રેડો.
\q
\v 7 કારણ કે તેઓ યાકૂબને ગળી ગયા છે
\q અને તેનું રહેઠાણ ઉજ્જડ કર્યું છે.
\s5
\q
\v 8 અમારા પૂર્વજોનાં પાપોને લીધે અમને દોષિત ઠરાવશો નહિ;
\q અમારા પર તમારી દયા કરવામાં વિલંબ કરશો નહિ,
\q કારણ કે અમે બહુ દુર્દશામાં આવી પડ્યા છીએ.
\q
\v 9 હે અમારા ઉદ્ધારનાર ઈશ્વર, તમારા નામના મહિમાને માટે, અમારી સહાય કરો;
\q તમારા નામની ખાતર અમને અમારાં પાપોથી બચાવો અને માફ કરો.
\s5
\q
\v 10 વિદેશીઓ શા માટે એવું કહે છે કે, "તેઓના ઈશ્વર ક્યાં છે?"
\q અમે નજરે જોઈએ એવી રીતે તમારા સેવકોના વહેવડાવેલા
\q લોહીનો બદલો વિદેશીઓને આપો.
\q
\v 11 બંદીવાનોના નિસાસા તમારી આગળ પહોંચો;
\q જેઓ મરણને માટે નિર્મિત થયેલા છે તેઓનું, તમારા મહાન સામર્થ્ય પ્રમાણે, રક્ષણ કરો.
\s5
\q
\v 12 હે પ્રભુ, અમારા પડોશી જે રીતે તમારું અપમાન કરે છે,
\q તે જ રીતે તેઓને તમે સાતગણી સજા તેઓના ખોળે આપો.
\q
\v 13 જેથી અમે અમારા લોકો તથા તમારા ચારના ઘેટાં
\q નિરંતર તમારી આભારસ્તુતિ કરીશું.
\q પેઢી દરપેઢી અમે તમારું સ્તવન કરીશું.
\s5
\c 80
\s રાષ્ટ્રના જીર્ણોદ્ધાર માટે પ્રાર્થના
\d મુખ્ય ગવૈયાને માટે; રાગ શોશાન્નીમ-એદૂથ. આસાફનું ગીત.
\b
\q
\v 1 હે ઇઝરાયલનાં પાળક, અમારી પ્રાર્થના સાંભળો;
\q જેમણે યૂસફના લોકોને ઘેટાંની જેમ દોર્યા હતા;
\q કરુબો પર બિરાજમાન અમારા પર પ્રકાશ પાડો!
\q
\v 2 એફ્રાઇમ, બિન્યામીન તથા મનાશ્શાની આગળ, તમારું સામર્થ્ય પ્રગટ કરો;
\q આવીને અમને બચાવો.
\q
\v 3 હે ઈશ્વર, અમને પાછા ફેરવો;
\q તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો એટલે અમારો બચાવ થાય.
\b
\s5
\q
\v 4 હે સૈન્યોના ઈશ્વર યહોવાહ,
\q તમારા લોકો તમારી પ્રાર્થના કરે છે, છતાં તમારો કોપ ક્યાં સુધી સળગતો રહેશે.
\q
\v 5 તમે તમારા લોકોને આંસુવાળી રોટલી ખવડાવી છે
\q અને તેઓને પુષ્કળ આંસુઓ પાયાં છે.
\q
\v 6 તમે અમને અમારા પડોશીઓને લડવા માટે યુદ્ધના નિશાન બનાવ્યાં છે;
\q અને અમારા શત્રુઓ અંદરોઅંદર અમારી હાંસી કરે છે.
\s5
\q
\v 7 હે સૈન્યોના ઈશ્વર, અમને પાછા ફેરવો;
\q તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો બચાવ થાય.
\b
\q
\v 8 તમે મિસરમાંથી દ્રાક્ષાવેલો લાવ્યા;
\q તમે વિદેશીઓને હાંકી કાઢીને તેને રોપ્યો.
\s5
\q
\v 9 તમે તેને માટે જગ્યા સાફ કરી;
\q તેમાં મૂળ નાંખ્યા અને તેનાથી દેશ ભરપૂર થયો.
\q
\v 10 તેની છાયાથી પર્વતો ઢંકાઈ ગયા,
\q તેની વિશાળ લાંબી ડાળીઓ ઈશ્વરના દેવદારો જેવી હતી.
\q
\v 11 તેણે પોતાની ડાળીઓ સમુદ્ર સુધી પ્રસારી
\q અને તેની ડાળખીઓ ફ્રાત નદી સુધી પ્રસારી.
\s5
\q
\v 12 તમે તેનો દિવાલ એવી રીતે કેમ તોડી છે કે
\q જેથી રસ્તે જતાં મુસાફરો તેની દ્રાક્ષો ચૂંટી લે છે?
\q
\v 13 જંગલમાંથી ડુક્કરો આવીને તેને બગાડે છે
\q અને રાની પશુઓ તેને ખાઈ જાય છે.
\s5
\q
\v 14 હે સૈન્યોના ઈશ્વર, તમે પાછા આવો,
\q આકાશમાંથી નીચે દ્રષ્ટિ કરો અને ધ્યાનમાં લો તથા આ દ્રાક્ષાવેલાની રક્ષા કરો.
\q
\v 15 તમે તમારા જમણા હાથે જેને રોપી છે,
\q જે ડાળીને તમે તમારે માટે બળવાન કરી છે, તેનું રક્ષણ કરો.
\q
\v 16 તેને કાપીને બાળવામાં આવી;
\q તમારા ઠપકાથી તમારા શત્રુઓ નાશ પામે છે.
\s5
\q
\v 17 તમારા જમણા હાથના માણસ પર,
\q એટલે જે માણસના દીકરાને તમે પોતાને માટે બળવાન કરેલો છે તેના પર તમારો હાથ રાખો.
\q
\v 18 એટલે અમે તમારાથી વિમુખ થઈશું નહિ;
\q અમને પુનર્જીવન આપો અને અમે તમારા નામમાં પ્રાર્થના કરીશું.
\s5
\q
\v 19 હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, અમને પાછા ફેરવો;
\q તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો બચાવ થાય.
\s5
\c 81
\s પર્વનું ગીત
\d મુખ્ય ગવૈયાને માટે; રાગ ગિત્તિથ. આસાફનું [ગીત].
\b
\q
\v 1 ઈશ્વર જે આપણું સામર્થ્ય છે, તેમની સમક્ષ મોટેથી ગાઓ;
\q યાકૂબના ઈશ્વર સમક્ષ હર્ષનાદ કરો.
\q
\v 2 ગીત ગાઓ અને ઢોલક વગાડો,
\q સિતાર અને મધુર વીણા સાથે વગાડો.
\q
\v 3 ચંદ્રદર્શન તેમ જ પૂનમના દિવસે
\q એટલે આપણા પવિત્ર પર્વને દિવસે, રણશિંગડુંં વગાડો.
\s5
\q
\v 4 કેમ કે એમ કરવું એ ઇઝરાયલને માટે વિધિ છે,
\q તે યાકૂબના ઈશ્વરનો હુકમ છે.
\q
\v 5 જ્યારે તે મિસર દેશની સામે નીકળ્યા
\q ત્યારે તેમણે યૂસફમાં એ સાક્ષી ઠરાવી;
\q હું ઓળખતો નહોતો એવાની વાણી મેં ત્યાં સાંભળી,
\s5
\q
\v 6 "મેં તમારા ખભાનો ભાર ઉતાર્યો;
\q તેના હાથ વજનદાર ટોપલાથી મુક્ત થયા.
\q
\v 7 સંકટમાં તમે મને પોકાર કર્યો, તેથી મેં તમને છોડાવ્યા;
\q ગુપ્તસ્થાનમાંથી ગર્જના દ્વારા મેં તમને પ્રત્યુત્તર આપ્યો.
\q મરીબાહનાં પાણી આગળ મેં તારી પરીક્ષા કરી.
\qs સેલાહ.
\qs*
\b
\s5
\q
\v 8 હે મારા લોકો, સાંભળો, કેમ કે આ મારી ચેતવણી છે,
\q હે ઇઝરાયલ, જો તમે મારું સાંભળો, તો કેવું સારું!
\q
\v 9 તારામાં કોઈ અન્ય દેવ ન હોવો જોઈએ;
\q તું કોઈ પારકા દેવની પૂજા કરીશ નહિ.
\q
\v 10 તને મિસર દેશમાંથી બહાર કાઢી લાવનાર
\q તારો ઈશ્વર યહોવાહ હું છું.
\q તારું મુખ ઉઘાડ અને હું તેને ભરી દઈશ.
\s5
\q
\v 11 પણ મારા લોકોએ મારી વાણી સાંભળી નહિ;
\q ઇઝરાયલે મારો આદર કર્યો નહિ.
\q
\v 12 તેથી મેં તેઓને તેઓનાં હૃદયની હઠ પ્રમાણે ચાલવા દીધા
\q કે જેથી તેઓ પોતાની યોજનાઓ પ્રમાણે વર્તે.
\s5
\q
\v 13 મારા લોકો મારું સાંભળે
\q1 અને મારા લોકો મારા માર્ગોમાં ચાલે, તો કેવું સારું!
\q
\v 14 તો હું તેઓના શત્રુઓને પરાજિત કરું
\q અને તેઓના વૈરીઓ વિરુદ્ધ મારો હાથ ઉપાડું.
\s5
\q
\v 15 જેઓ યહોવાહને ધિક્કારે છે તેઓ તેમની સામે ભયથી સંકોચાશે!
\q તેઓનું અપમાન સદાને માટે રહેશે.
\q
\v 16 હું શ્રેષ્ઠ ઘઉંથી તેઓને તૃપ્ત કરીશ;
\q ખડકમાંના મધથી હું તને સંતોષ પમાડીશ."
\s5
\c 82
\s પર્વનું ગીત
\d મુખ્ય ગવૈયાને માટે; રાગ ગિત્તિથ. આસાફનું [ગીત].
\b
\q
\v 1 ઈશ્વર પવિત્ર સભામાં ઊભા રહે છે;
\q તે દેવો
\f +
\fr 82:1
\ft દૂતો અથવા જે ઈશ્વર પાસે ગયેલા લોકો
\f* મધ્યે ન્યાય કરે છે.
\q
\v 2 તમે ક્યાં સુધી ગેરઇનસાફ કરશો?
\q અને ક્યાં સુધી તમે દુષ્ટો ઉપર વિશેષ કૃપા કરવાનું ચાલુ રાખશો?
\qs સેલાહ.
\qs*
\b
\s5
\q
\v 3 ગરીબ તથા અનાથનો ન્યાય કરો;
\q દુ:ખિત અને લાચારને ઇનસાફ આપો.
\q
\v 4 ગરીબ તથા જરૂરિયાતમંદોને છોડાવો;
\q તેઓને દુષ્ટોની પકડમાંથી મુક્ત કરો.
\s5
\q
\v 5 તેઓ જાણતા નથી કે સમજતા નથી;
\q તેઓ અંધકારમાં ભટકતા ફરે છે;
\q પૃથ્વીના તમામ પાયા હાલી ઊઠ્યા છે.
\s5
\q
\v 6 મેં કહ્યું કે, "તમે દેવો છો
\q અને તમે સર્વ પરાત્પરના દીકરાઓ છો.
\q
\v 7 તોપણ તમે માણસની જેમ મૃત્યુ પામશો
\q અને રાજકુમારની જેમ પડશો."
\s5
\q
\v 8 હે ઈશ્વર, ઊઠો, પૃથ્વીનો ન્યાય કરો,
\q કારણ કે તમે સર્વ વિદેશીઓને વારસા તરીકે પામશો.
\s5
\c 83
\s ઇઝરાયલના શત્રુઓની હાર માટે પ્રાર્થના
\d ગાયન, આસાફનું ગીત.
\b
\q
\v 1 હે ઈશ્વર, તમે છાના ન રહો!
\q હે ઈશ્વર, અમારી અવગણના ના કરશો અને સ્થિર રહો.
\q
\v 2 જુઓ, તમારા શત્રુઓ હુલ્લડ મચાવે છે
\q અને જેઓ તમને ધિક્કારે છે તેમણે તમારી સામે માથું ઊંચું કર્યું છે.
\s5
\q
\v 3 તેઓ તમારા લોકો વિરુદ્ધ કપટભરી યોજનાઓ કરે છે
\q અને તમારા લોક જેઓ તમને મૂલ્યવાન છે, તેઓની વિરુદ્ધ પ્રપંચ રચે છે.
\q
\v 4 તેઓએ કહ્યું છે, "ચાલો, પ્રજા તરીકેના તેમના અસ્તિત્વનો આપણે સંપૂર્ણ નાશ કરીએ.
\q જેથી ઇઝરાયલના નામનું સ્મરણ હવે પછી કદી રહે નહિ."
\q
\v 5 તેઓએ એકસાથે મસલત કરી છે;
\q તેઓ તમારી વિરુદ્ધ કરાર કરે છે.
\s5
\q
\v 6 તંબુમાં રહેનાર અદોમીઓ,
\q ઇશ્માએલીઓ, મોઆબીઓ તથા હાગ્રીઓ,
\q
\v 7 ગબાલ, આમ્મોન, અમાલેક;
\q તૂર દેશના લોકો અને પલિસ્તીઓ પણ કરાર કરે છે.
\s5
\q
\v 8 તેઓની સાથે આશ્શૂર પણ સામેલ થાય છે;
\q તેઓએ લોતના વંશજોને સહાય કરી છે.
\qs સેલાહ
\qs*
\s5
\q
\v 9 તમે જે મિદ્યાન સાથે કર્યું,
\q જેમ કીશોન નદી પર સીસરા તથા યાબીન સાથે કર્યું, તેમ તેઓની સાથે કરો.
\q
\v 10 એન-દોરમાં તેઓ નાશ પામ્યા
\q અને ભૂમિના ખાતર જેવા થઈ ગયા.
\s5
\q
\v 11 તેઓના સરદારોને ઓરેબ તથા ઝએબના જેવા
\q અને તેઓના સર્વ રાજકુમારોને ઝેબાહ તથા સાલ્મુન્ના જેવા કરો.
\q
\v 12 તેઓએ કહ્યું, "ચાલો આપણે પોતાને માટે
\q ઈશ્વરના નિવાસસ્થાનને પ્રાપ્ત કરીએ."
\s5
\q
\v 13 હે મારા ઈશ્વર, તેઓને વંટોળિયાની ધૂળ જેવા,
\q પવનથી ઊડતાં ફોતરાં જેવા કરો.
\q
\v 14 જેમ અગ્નિ જંગલોને ભસ્મ કરે છે
\q અને આગ પર્વતોને સળગાવે તેમ વિનાશ કરો.
\q
\v 15 તમારા વંટોળિયાઓથી
\q અને તમારા તોફાનોથી તેમનો પીછો કરો અને તેમને ત્રાસ પમાડો.
\s5
\q
\v 16 બદનામીથી તેઓ પોતાનાં મુખ સંતાડે
\q કે જેથી, હે યહોવાહ, તેઓ તમારું નામ શોધે.
\q
\v 17 તેઓ હંમેશા લજ્જિત થાઓ અને ગૂંચવાઈ જાઓ;
\q તેઓ અપમાનિત થાઓ અને નાશ પામો.
\s5
\q
\v 18 જેથી તેઓ જાણે કે તમે એકલા જ યહોવાહ છો,
\q તમે એકલા જ સમગ્ર પૃથ્વી પર પરાત્પર ઈશ્વર છો.
\s5
\c 84
\s તમારા નિવાસસ્થાન કેવું મનોહર છે!
\d મુખ્ય ગવૈયાને માટે; રાગ ગિત્તિથ. કોરાના દીકરાઓનું ગીત.
\b
\q
\v 1 હે સૈન્યોના યહોવાહ,
\q તમારું નિવાસસ્થાન કેવું મનોહર છે!
\q
\v 2 મારો આત્મા યહોવાહના આંગણાની અભિલાષા રાખે છે;
\q જીવતા જાગતા ઈશ્વર માટે મારું હૃદય તથા મારો દેહ હર્ષનાદ કરશે.
\s5
\q
\v 3 ચકલીઓને ઘર મળ્યું છે
\q અને અબાબીલને પોતાનાં બચ્ચાં રાખવા માટે માળો મળ્યો છે
\q એટલે તમારી વેદીઓ આગળ, હે સૈન્યોના યહોવાહ,
\q મારા રાજા તથા મારા ઈશ્વર.
\q
\v 4 તમારા ઘરમાં રહેનારાઓ આશીર્વાદિત છે;
\q તેઓ સદા તમારાં સ્તુતિગાન ગાશે.
\qs સેલાહ
\qs*
\s5
\q
\v 5 જે માણસનું સામર્થ્ય તમારામાં છે,
\q જેઓનાં હૃદય સિયોનના માર્ગો ધ્યાનમાં રાખે છે, તેઓ આશીર્વાદિત છે.
\q
\v 6 રુદનના નીચાણને ઓળંગતા તેઓ તેને ઝરાની જગ્યા બનાવે છે.
\q પ્રથમ વરસાદ તેને આશીર્વાદથી ભરપૂર કરશે.
\s5
\q
\v 7 તેઓ વધારે અને વધારે સામર્થ્યવાન થતાં જાય છે;
\q તેઓમાંનો દરેક જણ સિયોનમાં ઈશ્વરની સમક્ષ હાજર થાય છે.
\q
\v 8 હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો;
\q હે યાકૂબના ઈશ્વર, હું જે પ્રાર્થના કરું, તે પર ધ્યાન આપો!
\qs સેલાહ
\qs*
\q
\v 9 હે ઈશ્વર, અમારી ઢાલને જુઓ;
\q તમારા અભિષિક્ત માટે કાળજી રાખો.
\q
\v 10 કારણ કે હજાર દિવસ કરતાં તમારા આંગણામાંનો એક દિવસ શ્રેષ્ઠ છે.
\q દુષ્ટોના તંબુમાં રહેવું તે કરતાં મારા ઈશ્વરના ઘરના દરવાન થવું, તે મને વધારે પસંદ છે.
\s5
\q
\v 11 કારણ કે યહોવાહ ઈશ્વર આપણા સૂર્ય તથા ઢાલ છે;
\q યહોવાહ કૃપા તથા ગૌરવ આપશે;
\q ન્યાયથી વર્તનારને માટે તે કંઈ પણ શ્રેષ્ઠ બાબત બાકી રાખશે નહિ.
\q
\v 12 હે સૈન્યોના યહોવાહ,
\q જે માણસ તમારા પર ભરોસો રાખે છે તે આશીર્વાદિત છે.
\s5
\c 85
\s દેશ માટે પ્રાર્થના
\d મુખ્ય ગવૈયાને માટે. કોરાના દીકરાઓનું ગીત.
\b
\q
\v 1 હે યહોવાહ, તમારા દેશ પર તમે તમારી કૃપા દર્શાવી છે. અને તમે યાકૂબના બંદીઓને આ દેશમાં પાછા મોકલી આપ્યા છે.
\q
\v 2 તમારા લોકોનાં પાપો તમે માફ કર્યા છે; અને તમે તેઓનાં બધાં પાપોનું પ્રાયશ્ચિત કર્યુ છે.
\s5
\q
\v 3 તેથી હવે તમારા કોપનો;
\q ભસ્મ કરનારા ક્રોધનો અંત આવ્યો છે.
\q
\v 4 હે મારા ઈશ્વર, અમારા ઉદ્ધારનાર, તમારા પર પ્રેમ કરવામાં તમે અમને સંસ્થાપિત કરો. જેથી ફરી કદી તમારે અમારા ઉપર ક્રોધિત ન થવું પડે.
\q
\v 5 શું તમે સદા અમારા પર કોપાયમાન રહેશો? શું તમારો કોપ પેઢી દર પેઢી લંબાવાશો?
\s5
\q
\v 6 શું તમે અમને ફરી પુનર્જીવિત નહિ કરો?
\q ત્યારે તમારા લોકો તમારામાં આનંદ કરશે.
\q
\v 7 તમારો પ્રેમ અને દયા, અમારા ઉપર રેડી દો. અને યહોવાહ અમારો ઉદ્ધાર કરો.
\s5
\q
\v 8 યહોવાહ ઈશ્વર જે કહે છે તે હું કાળજી પૂર્વક સાંભળું છું,
\q કેમ કે તે પોતાના લોકોની સાથે તથા તેમના વફાદાર અનુયાયીઓની સાથે શાંતિથી વર્તે.
\q પરંતુ તેઓ મૂર્ખાઈ તરફ પાછા ફરી ન જાય.
\q
\v 9 જેઓ તેમનો ભય રાખે છે તેઓનો ઈશ્વર ઉદ્ધાર કરે છે;
\q બહુ જલદી અમારી ભૂમિ પર અમે માનપૂર્વક રહીશું.
\s5
\q
\v 10 કૃપા અને સત્યતા એકબીજાની સાથે મળેલી છે;
\q ન્યાયીપણાએ તથા શાંતિએ એકબીજાને ચુંબન કર્યુ છે.
\q
\v 11 પૃથ્વીમાંથી સત્ય ઉપર ઊંચે જાય છે.
\q અને ન્યાયીપણું આકાશમાંથી વરસશે.
\s5
\q
\v 12 હા, યહોવાહ સારા આશીર્વાદ આપશે;
\q અને આપણો દેશ મબલખ પાક ઉપજાવશે.
\q
\v 13 તેમનું ન્યાયીપણું આગળ ચાલશે,
\q અને તેમનાં પગલાં આપણે માટે માર્ગ તૈયાર કરે છે.
\s5
\c 86
\s સહાય માટે પ્રાર્થના
\d દાઉદની પ્રાર્થના.
\b
\q
\v 1 હે યહોવાહ, સાંભળીને મને ઉત્તર આપો,
\q કારણ કે હું દીન તથા દરિદ્રી છું.
\q
\v 2 મારું રક્ષણ કરો, કેમ કે હું વફાદાર છું;
\q હે મારા ઈશ્વર, તમારા પર ભરોસો રાખનાર તમારા સેવકને બચાવો.
\s5
\q
\v 3 હે પ્રભુ, મારા પર દયા કરો,
\q કારણ કે આખો દિવસ હું તમને અરજ કરું છું.
\q
\v 4 તમારા સેવકને આનંદ આપો,
\q કેમ કે, હે પ્રભુ, હું તમારા પર મારું અંતઃકરણ લગાડું છું.
\s5
\q
\v 5 હે પ્રભુ, તમે ઉત્તમ અને ક્ષમા કરનાર છો
\q અને સહાયને માટે તમને પ્રાર્થના કરનારા પર તમે ઘણા કૃપાળુ છો.
\q
\v 6 હે યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો;
\q મારી વિનંતી સાંભળો.
\q
\v 7 મારા સંકટના સમયે હું તમને પોકાર કરીશ,
\q કેમ કે તમે મને ઉત્તર આપશો.
\s5
\q
\v 8 હે પ્રભુ, દેવોમાં તમારા જેવો કોઈ નથી.
\q તમારા જેવા પરાક્રમો કોઈનાં નથી.
\q
\v 9 હે પ્રભુ, જે સર્વ પ્રજાઓને તમે ઉત્પન્ન કરી છે, તેઓ આવીને તમારી આગળ નમશે.
\q તેઓ તમારા નામનો મહિમા ગાશે.
\s5
\q
\v 10 કારણ કે તમે મહાન છો અને અદ્દભુત કાર્યો કરનાર છો;
\q તમે જ એકલા ઈશ્વર છો.
\q
\v 11 હે યહોવાહ, તમે તમારા માર્ગ શીખવો. પછી હું તમારા સત્ય માર્ગ પર ચાલીશ.
\q તમારો આદર કરવાને મારા હૃદયને એકાગ્ર કરો.
\q
\v 12 હે પ્રભુ, મારા ઈશ્વર, મારા પૂરા હૃદયથી હું તમારી સ્તુતિ કરીશ;
\q હું તમારા નામને સર્વદા મહિમા આપીશ.
\s5
\q
\v 13 કારણ કે મારા પર તમારી કૃપા પુષ્કળ છે;
\q તમે શેઓલનાં ઊંડાણથી મારી રક્ષા કરી છે.
\q
\v 14 હે ઈશ્વર, ઘમંડી માણસો મારી સામા ઊઠ્યા છે.
\q અને ક્રૂર માણસો મારો સંહાર કરવા માટે મારી પાછળ પડ્યા છે.
\q તેઓ તમારું સન્માન કરતા નથી.
\s5
\q
\v 15 પણ, હે પ્રભુ, તમે તો દયાથી તથા કરુણાથી ભરપૂર,
\q ક્રોધ કરવામાં ધીમા અને કૃપા તથા સત્યતાથી પરિપૂર્ણ, એવા ઈશ્વર છો.
\q
\v 16 મારી તરફ ફરો અને મારા પર દયા કરો;
\q તમારા આ દાસને તમારું સામર્થ્ય આપો;
\q તમારી દાસીના દીકરાને બચાવો.
\q
\v 17 તમારી ભલાઈનું ચિહ્ન મને આપો.
\q પછી જેઓ મને ધિક્કારે છે તેઓ જોઈને શરમાઈ જશે
\q કેમ કે, હે યહોવાહ, તમે મને મદદ કરી છે અને દિલાસો આપ્યો છે.
\s5
\c 87
\s આશીર્વાદિત સિયોન નગર
\d કોરાના દીકરાઓનું ગીત; ગાયન.
\b
\q
\v 1 નગરનો પાયો પવિત્ર પર્વત પર સ્થાપેલો છે.
\q
\v 2 યાકૂબના સર્વ તંબુઓ કરતાં,
\q સિયોનના દરવાજાઓ યહોવાહને વધુ પ્રિય છે.
\q
\v 3 હે ઈશ્વરના નગર, તારા વિષે ગૌરવની વાતો કહેવાય છે.
\qs સેલાહ
\qs*
\s5
\q
\v 4 હું મારા અનુયાયીઓમાં રાહાબ
\f +
\fr 87:4
\ft મિસર દેશ
\f* તથા બાબિલનો ઉલ્લેખ કરું છું.
\q જુઓ, ત્યાં પલિસ્તી અને તૂર, કૂશ સાથે છે.
\q આનો જન્મ ત્યાં થયો હતો.
\s5
\q
\v 5 વળી સિયોન વિષે કહેવાશે કે, "દરેકનો સિયોનમાં જન્મ થયો;
\q અને પરાત્પર પોતે તેને સ્થિર રાખશે."
\q
\v 6 યહોવાહ લોકોને નોંધશે ત્યારે તે ગણશે કે,
\q "આનો જન્મ ત્યાં થયો."
\qs સેલાહ
\qs*
\s5
\q
\v 7 વળી સર્વ ગાનારાઓ તથા નાચનારાઓ કહેશે,
\q "મારા સર્વ ઝરાઓ તમારામાં છે."
\s5
\c 88
\s મદદ માટે પોકાર
\d કોરાના દીકરાઓનું ગાયન; ગીત. મુખ્ય ગવૈયાને માટે; રાગ માહલાથ-લાનોથ. હેમાન એઝ્રાહીનું માસ્કીલ.
\b
\q
\v 1 હે યહોવાહ, મારો ઉદ્ધારકરનાર ઈશ્વર,
\q મેં રાતદિવસ તમારી આગળ વિનંતી કરી છે.
\q
\v 2 મારી પ્રાર્થના સાંભળો;
\q મારા પોકાર પર ધ્યાન આપો.
\s5
\q
\v 3 કારણ કે મારો જીવ ઘણો દુઃખી છે
\q અને મારો પ્રાણ શેઓલ તરફ ખેંચાઈ જાય છે.
\q
\v 4 કબરમાં ઊતરનાર ભેગો હું ગણાયેલો છું;
\q હું નિરાધાર માણસના જેવો છું.
\s5
\q
\v 5 મને તજીને મૃત્યુ પામેલાઓની સાથે ગણી લીધો છે;
\q મારી નંખાયેલા, કબરમાં સૂતેલા કે,
\q જેઓનું તમે સ્મરણ કરતા નથી,
\q જેઓ તમારા હાથથી દૂર થયેલા છે, તેમના જેવો હું છું.
\q
\v 6 તમે મને છેક નીચલા ખાડામાં ધકેલી દીધો છે,
\q તે સ્થળો અંધકારથી ભરેલાં અને ઊંડાં છે.
\s5
\q
\v 7 મારા પર તમારો કોપ અતિ ભારે છે
\q અને તમારાં સર્વ મોજાં મારા પર ફરી વળ્યાં છે.
\s5
\q
\v 8 કેમ કે તમે મારા ઓળખીતાઓને મારી પાસેથી દૂર કર્યા છે.
\q તેઓ મારાથી આંચકો પામે એવો તમે મને કર્યો છે.
\q હું ફાંદામાં ફસાઈ ગયો છું અને તેમાંથી બહાર નીકળી શકતો નથી.
\s5
\q
\v 9 દુ:ખને લીધે મારી આંખો ક્ષીણ થાય છે;
\q હે યહોવાહ, મેં દરરોજ તમને અરજ કરી છે;
\q તમારી સંમુખ મેં મારા હાથ જોડ્યા છે.
\q
\v 10 શું તમે મરણ પામેલાઓને ચમત્કાર બતાવશો?
\q શું મરણ પામેલા ઊઠીને તમારી આભારસ્તુતિ કરશે?
\qs સેલાહ
\qs*
\s5
\q
\v 11 શું કબરમાં તમારી કૃપા કે,
\q વિનાશમાં તમારું વિશ્વાસપણું જાહેર કરવામાં આવશે?
\q
\v 12 શું અંધકારમાં તમારાં આશ્ચર્યકારક કૃત્યો
\q અને વિસ્મરણના દેશમાં તમારા ન્યાયીપણાનાં કૃત્યો વિષે જણાવવામાં આવશે?
\s5
\q
\v 13 પણ, હે યહોવાહ, હું પોકાર કરીશ;
\q સવારે મારી પ્રાર્થના તમારી સમક્ષ આવશે.
\q
\v 14 હે યહોવાહ, તમે મને કેમ તજી દીધો છે?
\q શા માટે તમે તમારું મુખ મારાથી ફેરવો છો?
\s5
\q
\v 15 મારી યુવાવસ્થાથી મારા પર દુ:ખ આવી પડ્યાં છે અને હું મરણતોલ થઈ ગયો છું.
\q તમારો ત્રાસ વેઠતાં હું ગભરાઈ ગયો, હું કંઈ કરી શકતો નથી.
\q
\v 16 તમારો ઉગ્ર કોપ મારા પર આવી પડ્યો છે
\q અને તમારા ત્રાસે મારો નાશ કર્યો છે.
\s5
\q
\v 17 તેઓએ પાણીની જેમ દરરોજ મને ઘેર્યો છે;
\q તેઓ ભેગા થઈને મારી આસપાસ ફરી વળ્યા છે.
\q
\v 18 તમે મારા મિત્રોને અને સંબંધીઓને મારાથી દૂર કર્યા છે.
\q મારા સંબંધીઓમાં હવે તો અંધકાર જ રહ્યો છે.
\s5
\c 89
\s રાષ્ટ્રીય આપત્તિ સમયનું ગીત
\d એથાન એઝ્રાહીનું માસ્કીલ.
\b
\q
\v 1 હું નિરંતર યહોવાહની કૃપા વિષે ગાઈશ.
\q હું મારે મુખે પેઢી દરપેઢી તમારું વિશ્વાસુપણું પ્રગટ કરીશ.
\q
\v 2 કેમ કે મેં કહ્યું છે, "કૃપા સદાને માટે સ્થાપન કરવામાં આવશે;
\q આકાશોમાં જ તમે તમારું વિશ્વાસુપણું સ્થાપજો."
\b
\s5
\q
\v 3 યહોવાહે કહ્યું, "મેં મારા પસંદ કરેલાની સાથે કરાર કર્યો છે,
\q મેં મારા સેવક દાઉદને વચન આપ્યું છે.
\q
\v 4 તારા વંશજોને હું સદા ટકાવી રાખીશ
\q અને વંશપરંપરા હું તારું રાજ્યાસન સ્થિર રાખીશ."
\qs સેલાહ
\qs*
\s5
\q
\v 5 હે યહોવાહ, આકાશો તમારા ચમત્કારોની સ્તુતિ કરશે;
\q સંતોની સભામાં તમારું વિશ્વાસુપણું વખાણવામાં આવશે.
\q
\v 6 કેમ કે આકાશમાં એવો કોણ છે કે જેની તુલના યહોવાહ સાથે થાય?
\q ઈશ્વરના દીકરાઓમાં યહોવાહ જેવો કોણ છે?
\s5
\q
\v 7 સંતોની સભામાં તે ઘણા ભયાવહ ઈશ્વર છે
\q અને જેઓ તેમની આસપાસ છે તે સર્વ કરતાં તે વધારે ભયાવહ છે.
\q
\v 8 હે સૈન્યોના ઈશ્વર યહોવાહ,
\q હે યહોવાહ, તમારા જેવો પરાક્રમી કોણ છે?
\q તમારી આસપાસ તમારું વિશ્વાસુપણું છે.
\s5
\q
\v 9 સમુદ્રના ગર્વ પર તમે અધિકાર ચલાવો છો;
\q જ્યારે તેનાં મોજાંઓ ઊછળે છે, ત્યારે તેઓને તમે શાંત પાડો છો.
\q
\v 10 મારી નંખાયેલાની જેમ તમે રાહાબ
\f +
\fr 89:10
\ft એક કાલ્પનિક સમુદ્રના રાક્ષસ જે અયૂબ 9.13; 26.12 અને યશા. 51.9 માં જોવા મળે છે. રહાબ અહીં પૌરાણિક સમુદ્ર સર્પનો ઉલ્લેખ કરે છે.
\f* ને છૂંદી નાખ્યો છે.
\q તમારા બાહુબળથી તમે તમારા શત્રુઓને વિખેરી નાખ્યા છે.
\s5
\q
\v 11 આકાશો તમારાં છે અને પૃથ્વી પણ તમારી છે.
\q તમે જગત તથા તેના સર્વસ્વને સ્થાપન કર્યાં છે.
\q
\v 12 ઉત્તર તથા દક્ષિણ તમારાથી ઉત્પન્ન થયાં છે.
\q તાબોર
\f +
\fr 89:12
\ft તાબોર દક્ષિણી ગાલીલના તળાવના પશ્ચિમ ભાગનો પર્વતમાળા છે.જે 555 મીટરની ઊંચાઈએ પહોંચ્યો હતો.
\f* અને હેર્મોન
\f +
\fr 89:12
\ft હર્મન પર્વત ગાલીલતળાવના 75 કિલોમીટર (45 માઇલ) ઉત્તરપૂર્વે છે, જે 2,750 મીટર (8,940 ફીટ) ની ઊંચાઇએ પહોંચે છે.
\f* તમારા નામે હર્ષનાદ કરે છે.
\s5
\q
\v 13 તમારો હાથ બળવાન છે
\q અને તમારો હાથ મજબૂત તથા તમારો જમણો હાથ ઊંચો છે.
\q
\v 14 ન્યાયીપણું તથા ઇનસાફ તમારા રાજ્યાસનનો પાયો છે.
\q તમારી હજૂરમાં કૃપા તથા સત્યતા હોય છે.
\s5
\q
\v 15 જેઓ તમારી સ્તુતિ
\f +
\fr 89:15
\ft ઈશ્વર માટે ઉજવણીનો અવાજ
\f* કરે છે, તેઓ આશીર્વાદિત છે!
\q હે યહોવાહ, તેઓ તમારા મુખના પ્રકાશમાં ચાલે છે.
\q
\v 16 તેઓ આખો દિવસ તમારા નામમાં આનંદ કરે છે
\q અને તમારા ન્યાયીપણાથી તેઓને ઊંચા કરવામાં આવે છે.
\s5
\q
\v 17 તમે તેઓના સામર્થ્યનો મહિમા છો
\q અને તમારી ઇચ્છા પ્રમાણે અમે વિજયવંત છીએ.
\q
\v 18 કેમ કે અમારી ઢાલ તો યહોવાહ છે;
\q ઇઝરાયલના પવિત્ર અમારા રાજા છે.
\s ઈશ્વરે દાઉદને આપેલું વચન
\b
\s5
\q
\v 19 ઘણા સમયો પહેલાં તમારા ભક્તોને તમે દર્શનમાં કહ્યું હતું;
\q "જે પરાક્રમી છે તેને મેં સહાય કરી છે;
\q લોકોમાંથી મેં એક યુવાનને પસંદ કરીને ઊંચો કર્યો છે.
\q
\v 20 મેં મારા સેવક દાઉદને પસંદ કર્યો છે;
\q મેં તેને મારા પવિત્ર તેલથી અભિષિક્ત કર્યો છે.
\q
\v 21 મારો હાથ તેને ટકાવી રાખશે;
\q મારો બાહુ તેને સામર્થ્ય આપશે.
\q
\v 22 શત્રુ તેનું નુકસાન કરી શકશે નહિ;
\q અને દુષ્ટ લોકો તેને દુઃખ આપશે નહિ.
\q
\v 23 તેની આગળ હું તેના શત્રુઓને પાડી નાખીશ;
\q જેઓ તેનો ધિક્કાર કરે છે તેઓની ઉપર હું મરકી લાવીશ.
\s5
\q
\v 24 મારું વિશ્વાસપણું તથા મારી કૃપા તેની સાથે નિરંતર રહેશે;
\q મારા નામે તેનું શિંગ ઊંચું કરવામાં આવશે.
\q
\v 25 હું તેના હાથ સમુદ્ર પર સ્થાપન કરીશ
\q અને નદીઓ પર તેનો જમણો હાથ સ્થાપન કરીશ.
\q
\v 26 તે મને પોકારીને કહેશે, 'તમે મારા પિતા છો,
\q મારા ઈશ્વર અને મારા તારણના ખડક છો.'
\s5
\q
\v 27 વળી હું તેને મારા પ્રથમજનિત પુત્રની જેમ,
\q પૃથ્વીના રાજાઓમાં શ્રેષ્ઠ બનાવીશ.
\q
\v 28 હું તેના ઉપર મારી કૃપા સદા રાખીશ;
\q અને તેની સાથે મારો કરાર દ્રઢ રહેશે.
\q
\v 29 તેના વંશજો સદા રહે એવું પણ હું કરીશ
\q અને તેનાં સિંહાસન ઉપર તેના સંતાનને આકાશોની જેમ સ્થાયી કરીશ.
\s5
\q
\v 30 જો તેનાં સંતાનો મારા નિયમોનો ભંગ કરશે
\q અને મારા હુકમોને આધીન નહિ રહે,
\q
\v 31 જો તેઓ મારા વિધિઓને તોડશે
\q અને મારી આજ્ઞાઓ નહિ પાળે,
\q
\v 32 તો હું સોટીથી તેઓના અપરાધોની
\q અને ફટકાથી તેઓના અન્યાયની શિક્ષા કરીશ.
\s5
\q
\v 33 પણ હું તેઓની પાસેથી મારી કૃપા લઈ લઈશ નહિ
\q અને હું તેઓને અવિશ્વાસુ નહિ બનું.
\q
\v 34 હું મારો કરાર નહિ તોડું
\q અને મારા હોઠોથી નીકળેલી વાત ફેરવીશ નહિ.
\s5
\q
\v 35 એકવાર મેં મારી પવિત્રતાના સમ ખાધા છે
\q હું દાઉદ સાથે જૂઠું બોલીશ નહિ.
\q
\v 36 તેના વંશજો સર્વકાળ ટકશે
\q અને મારી આગળ સૂર્યની જેમ તેનું રાજ્યાસન ટકશે.
\q
\v 37 ચંદ્રની જેમ તે સદા અચળ રહેશે,
\q આકાશમાંના વિશ્વાસુ સાક્ષી જેવું થશે."
\qs સેલાહ.
\qs*
\b
\s5
\q
\v 38 પણ તમે તમારા અભિષિક્ત રાજાને તજીને તેને તુચ્છ ગણ્યો છે;
\q તેના પર કોપાયમાન થયા છો.
\q
\v 39 તમે તમારા સેવક સાથે કરેલા કરારને તોડ્યો છે.
\q તમે તેના મુગટને કચરામાં ફેંકી દીધો હતો.
\q
\v 40 તેનું રક્ષણ કરનાર દીવાલોને તમે તોડી પાડી છે,
\q તેના દરેક કિલ્લાને તમે ખંડેર બનાવ્યા છે.
\s5
\q
\v 41 માર્ગે જનારા સર્વ તેને લૂંટી લે છે.
\q તે પોતાના પડોશીઓથી અપમાન પામે છે.
\q
\v 42 તમે તેના વૈરીઓને તેમની વિરુદ્ધ બળવાન કર્યા છે;
\q અને તમે તેના સર્વ શત્રુઓને આનંદિત કર્યા છે.
\q
\v 43 તમે તેની તલવારની ધાર વાળી દો છો
\q અને તમે તેને યુદ્ધમાં ઊભો રાખ્યો નથી.
\s5
\q
\v 44 તમે તેનું તેજ
\f +
\fr 89:44
\ft રાજદંડ
\f* લઈ લીધું છે
\q અને તેનું રાજ્યાસન જમીનદોસ્ત કરી નાખ્યું છે.
\q
\v 45 તમે તેની યુવાનીના દિવસો ટૂંકા કર્યા છે.
\q તમે તેને શરમિંદો કરી દીધો છેે.
\s બચાવ માટે પ્રાર્થના
\s5
\q
\v 46 હે યહોવાહ, તે ક્યાં સુધી? શું તમે સદાકાળ સુધી સંતાઈ રહેશો?
\q તમારો કોપ ક્યાં સુધી અગ્નિની જેમ સળગતો રહેશે?
\q
\v 47 મારું આયુષ્ય કેટલું ટુંકું છે, તે વિષે વિચારો
\q અને તમે માનવજાતને કેવી વ્યર્થતાને માટે ઉત્પન્ન કરી છે!
\q
\v 48 એવું કોણ છે કે જે જીવશે અને મરણ પામશે નહિ?
\q શેઓલના કબજામાંથી પોતાનો આત્મા કોણ છોડાવશે?
\qs સેલાહ
\qs*
\s5
\q
\v 49 હે પ્રભુ, જેને વિષે તમે તમારા વિશ્વાસુપણાએ દાઉદ પ્રત્યે સમ ખાધા,
\q તે તમારી અગાઉની કૃપા ક્યાં છે?
\q
\v 50 હે પ્રભુ, તમારા સેવકોનું અપમાન સંભારો
\q અને હું કેવી રીતે મારા હૃદયમાં બધા પરાક્રમી લોકોનો તિરસ્કાર સહન કરું છું.
\q
\v 51 હે યહોવાહ, તમારા શત્રુઓએ અપમાન કર્યું છે;
\q તેઓ તમારા અભિષિક્તનાં પગલાની મશ્કરી કરે છે, તે પણ તમે સંભારો.
\b
\s5
\q
\v 52 નિરંતર યહોવાહને ધન્યવાદ આપો.
\q આમીન તથા આમીન.
\s5
\c 90
\ms ભાગ ૪
\r (ગી.શા. ૯૦—૧૦૬)
\s ઈશ્વરભક્ત મૂસાની પ્રાર્થના.
\b
\q
\v 1 હે ઈશ્વર, પેઢી દરપેઢી
\q તમે અમારું નિવાસસ્થાન થયા છો.
\q
\v 2 પર્વતો ઉત્પન્ન થયા હતા,
\q અને તમે પૃથ્વી અને જગતને રચ્યાં હતાં, તે પહેલાંથી,
\q એટલે અનાદિકાળથી તે અનંતકાળ સુધી, તમે ઈશ્વર છો.
\s5
\q
\v 3 તમે મનુષ્યોને ધૂળમાં પાછા મેળવી દો છો
\q અને તમે કહો છો, "હે મનુષ્યપુત્રો પાછા ફરો."
\q
\v 4 કારણ કે તમારી દ્રષ્ટિમાં હજાર વર્ષો
\q વીતી ગયેલી કાલના જેવાં છે
\q અને રાતના એક પહોર જેવાં છે.
\s5
\q
\v 5 તમે તેઓને પૂરની જેમ તાણી જાઓ છો અને તેઓ નિંદ્રા જેવાં છે;
\q તેઓ સવારમાં ઊગતાં ઘાસ જેવા છે.
\q
\v 6 તે સવારે ખીલે છે અને વધે છે;
\q સાંજે સુકાઈ જાય છે અને ચીમળાય છે.
\s5
\q
\v 7 ખરેખર, તમારા કોપથી અમારો નાશ થાય છે
\q અને તમારા રોષથી અમને ત્રાસ થાય છે.
\q
\v 8 તમે અમારા અન્યાય તમારી સમક્ષ,
\q અમારાં ગુપ્ત પાપો તમારા મુખના પ્રકાશમાં મૂક્યાં છે.
\s5
\q
\v 9 તમારા રોષમાં અમારા સર્વ દિવસો વીતી જાય છે;
\q નિસાસાની જેમ અમે અમારા વર્ષો પૂરાં કરીએ છીએ.
\q
\v 10 અમારી ઉંમરના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે,
\q અથવા બળના
\f +
\fr 90:10
\ft અભિમાન
\f* કારણથી તેઓ એંસી વર્ષ થાય;
\q પણ તેઓનો ગર્વ, શ્રમ તથા દુ:ખમાત્ર છે.
\q હા, તે ઝડપથી પસાર થઈ જાય છે અને અમે ઊડી જઈએ છીએ.
\s5
\q
\v 11 તમારા ક્રોધના બળને તથા તમારો રોષ ધ્યાનમાં લઈને
\q તે પ્રમાણે તમારી બીક રાખવી તે કોણ જાણે છે?
\q
\v 12 તમે અમને અમારું જીવન એવી રીતે ગણવાને શીખવો
\q કે જેથી અમને ડહાપણવાળું હૃદય પ્રાપ્ત થાય.
\q
\v 13 હે યહોવાહ, પાછા આવો; ક્યાં સુધી?
\q તમારા સેવકો પર કરુણા કરો.
\s5
\q
\v 14 સવારે અમને તમારી કૃપાથી ભરી દો,
\q કે જેથી અમે અમારા સર્વ દિવસો હર્ષ તથા આનંદમાં ગુજારીએ.
\q
\v 15 જે દિવસોમાં તમે અમને દુઃખી કર્યા છે
\q અને જે વર્ષોમાં અમે પીડા ભોગવી છે, તે પ્રમાણે અમને આનંદ પમાડો.
\q
\v 16 તમારા સેવકોને તમારાં કૃત્યો
\q અને તેઓના દીકરાઓ પર તમારો મહિમા દેખાઓ.
\s5
\q
\v 17 અમારા પર અમારા પ્રભુ ઈશ્વરની કૃપા થાઓ;
\q તમે અમારા હાથનાં કામ અમારે માટે સ્થાપન કરો;
\q હા, અમારા હાથનાં કામ તમે સ્થાપન કરો.
\s5
\c 91
\s ઈશ્વર આપણા રક્ષક
\b
\q
\v 1 પરાત્પર ઈશ્વરના આશ્રયસ્થાનમાં જે વસે છે,
\q તે સર્વસમર્થની છાયામાં રહેશે.
\q
\v 2 હું યહોવાહ વિષે કહીશ કે, "તે મારા આશ્રય અને ગઢ છે,
\q એ જ મારા ઈશ્વર છે, તેમના પર હું ભરોસો રાખું છું."
\s5
\q
\v 3 કારણ કે તે તને શિકારીના સર્વ ફાંદાઓથી
\q અને નાશકારક મરકીથી બચાવશે.
\q
\v 4 તે પોતાનાં પીંછાથી તને ઢાંકશે
\q અને તેમની પાંખો નીચે આશ્રય મળશે.
\q તેમની સત્યતા ઢાલ તથા બખતર છે.
\s5
\q
\v 5 રાત્રે જે ભય લાગે છે તેથી
\q અથવા તો દિવસે ઊડનાર તીરથી,
\q
\v 6 અથવા અંધકારમાં ચાલનાર મરકીથી કે,
\q બપોરે મહામારીથી તું બીશ નહિ.
\q
\v 7 તારી બાજુએ હજાર
\q અને તારે જમણે હાથે દશ હજાર માણસો પડશે,
\q પણ તે તારી પાસે આવશે નહિ.
\s5
\q
\v 8 તું માત્ર નજરે જોશે
\q અને તું દુષ્ટોને મળેલો બદલો જોશે.
\q
\v 9 કારણ કે યહોવાહ મારા આધાર છે!
\q તેં પરાત્પરને તારો આશ્રય કર્યો છે.
\s5
\q
\v 10 તારા પર કંઈ દુઃખ આવી પડશે નહિ;
\q મરકી તારા ઘરની પાસે આવશે નહિ.
\q
\v 11 કારણ કે તને તારા સર્વ માર્ગમાં સંભાળવાને માટે,
\q તે પોતાના દૂતોને આજ્ઞા આપશે.
\s5
\q
\v 12 તેઓ તને પોતાના હાથોમાં ધરી રાખશે,
\q કે જેથી તારો પગ માર્ગમાં ખડકો સાથે અફળાય નહિ.
\q
\v 13 તું સિંહ તથા સાપ પર પગ મૂકશે;
\q સિંહનાં બચ્ચાંને તથા સાપને તું છૂંદી નાખશે.
\s5
\q
\v 14 કારણ કે તે મને સમર્પિત છે, માટે હું તેને બચાવીશ.
\q તેણે મારું નામ જાણ્યું છે, માટે હું તેને ઊંચો કરીશ.
\q
\v 15 જ્યારે તે મને પોકારશે, ત્યારે હું તેને ઉત્તર આપીશ.
\q હું સંકટસમયે તેની સાથે રહીશ;
\q હું તેને વિજય અપાવીને માન આપીશ.
\q
\v 16 હું તેને લાંબા આયુષ્યથી વેષ્ટિત કરીશ
\q અને તેને મારા તરફથી મળતો ઉદ્ધાર દેખાડીશ.
\s5
\c 92
\s સ્તુતિગાન
\d ગીત, વિશ્રામવારને માટે ગાયન.
\b
\q
\v 1 યહોવાહની સ્તુતિ કરવી
\q અને હે પરાત્પર તમારા નામનાં સ્તોત્ર ગાવાં, તે સારું છે.
\q
\v 2 સવારે તમારી કૃપા
\q અને રાત્રે તમારું વિશ્વાસુપણું પ્રગટ કરો.
\q
\v 3 દશ તારવાળાં વાજાં સાથે
\q અને સિતાર સાથે વીણાના મધુર સ્વરથી તેમની સ્તુતિ કરો.
\s5
\q
\v 4 કેમ કે, હે યહોવાહ, તમે તમારા કૃત્યોથી મને આનંદ પમાડ્યો છે.
\q તમારા હાથે થયેલાં કામને લીધે હું હર્ષનાદ કરીશ.
\q
\v 5 હે યહોવાહ, તમારાં કૃત્યો કેવાં મહાન છે!
\q તમારા વિચારો બહુ ગહન છે.
\s5
\q
\v 6 અજ્ઞાની માણસ તે જાણતો નથી,
\q મૂર્ખ પણ તે સમજી શકતો નથી.
\q
\v 7 જ્યારે દુષ્ટો ઘાસની જેમ વધે છે
\q અને જ્યારે સર્વ અન્યાય કરનારાઓની ચઢતી થાય છે,
\q ત્યારે તે તેઓનો સર્વકાલિક નાશ થવાને માટે છે.
\s5
\q
\v 8 પણ, હે યહોવાહ, તમે સર્વકાળ રાજ કરશો.
\q
\v 9 તેમ છતાં, હે યહોવાહ, તમારા શત્રુઓ તરફ જુઓ;
\q સર્વ દુષ્ટો વિખેરાઈ જશે.
\s5
\q
\v 10 તમે મારું શિંગ
\f +
\fr 92:10
\ft બળ
\f* જંગલી બળદના શિંગ જેવું ઊંચું કર્યું છે;
\q તાજા તેલથી મારો અભિષેક કરવામાં આવ્યો છે
\f +
\fr 92:10
\ft તમે મને આનંદથી ભરપૂર કર્યો છે
\f* .
\q
\v 11 મારા શત્રુઓને મારી ઇચ્છા પ્રમાણે થયેલ મેં મારી નજરે જોયું છે;
\q મારી સામે ઊઠનારા દુષ્કર્મીઓને મારી ઇચ્છા પ્રમાણે ફળ મળ્યું એ મેં મારે કાને સાંભળ્યું છે.
\s5
\q
\v 12 ન્યાયી માણસ ખજૂરના વૃક્ષની જેમ ખીલશે;
\q તે લબાનોનના દેવદારની જેમ વધશે.
\q
\v 13 જેઓને યહોવાહના ઘરમાં રોપવામાં આવેલા છે;
\q તેઓ આપણા ઈશ્વરનાં આંગણામાં ખીલી ઊઠશે.
\s5
\q
\v 14 વૃદ્ધાવસ્થામાં પણ તેઓ ફળ આપશે;
\q તેઓ તાજા અને લીલા રહેશે.
\q
\v 15 જેથી પ્રગટ થાય કે યહોવાહ યથાર્થ છે.
\q તે મારા ખડક છે અને તેમનામાં કંઈ અન્યાય નથી.
\s5
\c 93
\s ઈશ્વર રાજા છે
\b
\q
\v 1 યહોવાહ રાજ કરે છે; તેમણે મહત્વ ધારણ કર્યું છે;
\q યહોવાહે પોતાની કમરે પરાક્રમ બાંધ્યું છે.
\q ખસેડાય નહિ તેમ જગત સ્થિર કરવામાં આવ્યું છે.
\q
\v 2 તમારું રાજ્યાસન પુરાતન કાળથી સ્થપાયેલું છે;
\q તમે અનાદિકાળથી છો.
\s5
\q
\v 3 હે યહોવાહ, પ્રવાહોએ ઊંચો કર્યો છે;
\q તેઓએ પોતાનો અવાજ ઊંચો કર્યો છે;
\q પ્રવાહો પોતાનાં મોજાં ઊંચાં કરે છે.
\q
\v 4 ઘણા પાણીઓના ખળખળાટ કરતાં,
\q સમુદ્રનાં પરાક્રમી મોજાં કરતાં,
\q યહોવાહ પરમ ઊંચામાં પરાક્રમી છે.
\s5
\q
\v 5 તમારી પવિત્ર આજ્ઞાઓ અતિ વિશ્વાસયોગ્ય છે;
\q હે યહોવાહ, સર્વકાળ
\q પવિત્રતા તમારા ઘરને શોભે છે.
\s5
\c 94
\s ઈશ્વર:સર્વના ન્યાયાધીશ
\q
\v 1 હે બદલો વાળનાર ઈશ્વર, યહોવાહ,
\q હે બદલો વાળનાર ઈશ્વર, અમારા પર પ્રકાશ પાડો
\f +
\fr 94:1
\ft તમારા રોષ બતાવો
\f* .
\q
\v 2 હે પૃથ્વીના ન્યાયાધીશ, ઊઠો,
\q ગર્વિષ્ઠોને બદલો વાળી આપો.
\s5
\q
\v 3 હે યહોવાહ, દુષ્ટો ક્યાં સુધી,
\q ક્યાં સુધી દુષ્ટો જીત પ્રાપ્ત કરશે?
\q
\v 4 તેઓ અભિમાની અને ઉગ્ર વાતો કરે છે
\q અને તેઓ સર્વ બડાઈ મારે છે.
\s5
\q
\v 5 હે યહોવાહ, તેઓ તમારા લોકો પર જુલમ કરે છે;
\q તેઓ તમારા વારસાને દુ:ખ આપે છે.
\q
\v 6 તેઓ વિધવાને અને વિદેશીઓને મારી નાખે છે
\q અને તેઓ અનાથની હત્યા કરે છે.
\q
\v 7 તેઓ કહે છે, "યહોવાહ જોશે નહિ,
\q યાકૂબના ઈશ્વર ધ્યાન આપશે નહિ."
\s5
\q
\v 8 હે અજ્ઞાની લોકો, તમે ધ્યાન આપો;
\q મૂર્ખો, તમે ક્યારે બુદ્ધિમાન થશો?
\q
\v 9 જે કાનનો બનાવનાર છે, તે શું નહિ સાંભળે?
\q જે આંખના રચનાર છે, તે શું નહિ જુએ?
\s5
\q
\v 10 જે દેશોને શિસ્તમાં રાખે છે, તે શું તમને સુધારશે નહિ?
\q તે જ એક છે કે જે માણસને ડહાપણ આપે છે.
\q
\v 11 યહોવાહ માણસોના વિચારો જાણે છે,
\q કે તે વ્યર્થ છે.
\s5
\q
\v 12 હે યહોવાહ, તમે જેને શિસ્તમાં રાખો છો,
\q જેને તમે તમારા નિયમશાસ્ત્રમાંથી શીખવો છો, તે દરેક આશીર્વાદિત છે.
\q
\v 13 દુષ્ટને માટે ખાડો ખોદાય ત્યાં સુધી
\q તમે તેને સંકટના દિવસોમાંથી શાંતિ આપશો.
\s5
\q
\v 14 કેમ કે યહોવાહ પોતાના લોકોને તરછોડશે નહિ
\q તે પોતાના વારસાનો ત્યાગ કરશે નહિ.
\q
\v 15 કારણ કે ન્યાયીકરણ ન્યાયીપણા તરફ પાછું વળશે;
\q અને સર્વ યથાર્થ હૃદયવાળા તેને અનુસરશે.
\q
\v 16 મારા બચાવમાં મારે માટે દુષ્કર્મીઓની સામે કોણ ઊઠશે?
\q મારે માટે દુષ્ટની વિરુદ્ધ કોણ ઊભો રહેશે?
\s5
\q
\v 17 જો યહોવાહે મારી સહાય કરી ન હોત
\q તો મારો આત્મા વહેલો છાનો થઈ જાત.
\q
\v 18 જ્યારે મેં કહ્યું કે, "મારો પગ લપસી જાય છે,"
\q ત્યારે, હે યહોવાહ, તમારી કૃપાએ મને પકડી લીધો છે.
\q
\v 19 જ્યારે મારા અંતરમાં પુષ્કળ ચિંતા થાય છે, ત્યારે તમારા દિલાસાઓ મારા આત્માને ખુશ કરે છે.
\s5
\q
\v 20 દુષ્ટ અધિકારીઓ નિયમસર ઉપદ્રવ યોજે છે,
\q તેઓ શું તારી સાથે મેળાપ રાખશે?
\q
\v 21 તેઓ ન્યાયીઓની વિરુદ્ધ કાવતરાં રચે છે
\q અને નિર્દોષને દોષિત ઠરાવીને તેઓને મૃત્યદંડ આપે છે.
\s5
\q
\v 22 પણ યહોવાહ મારો ઊંચો ગઢ છે
\q અને મારા ઈશ્વર મારા આશ્રયના ખડક છે.
\q
\v 23 તેમણે તેઓને તેઓનો અન્યાય વાળી આપ્યો છે
\q અને તે તેઓની દુષ્ટતાને માટે તેઓનો સંહાર કરશે.
\q યહોવાહ આપણા ઈશ્વર તેઓનો સંહાર કરશે.
\s5
\c 95
\s પ્રભુનો જયજયકાર
\b
\q
\v 1 આવો, આપણે યહોવાહની સમક્ષ ગાઈએ;
\q આપણા ઉદ્ધારક ખડકની આગળ હર્ષનાદ કરીએ.
\q
\v 2 આભારસ્તુતિ સાથે તેમની હજૂરમાં આવીએ;
\q આવો આપણે ગીતોથી તેમની સમક્ષ હર્ષનાદ કરીએ.
\q
\v 3 કારણ કે યહોવાહ મહાન ઈશ્વર છે
\q અને તે સર્વ દેવો પર મોટા રાજા છે.
\s5
\q
\v 4 તેમનાં હાથમાં પૃથ્વીનાં ઊંડાણો છે;
\q પર્વતોનાં શિખરો પણ તેમનાં છે.
\q
\v 5 સમુદ્ર તેમનો છે, કેમ કે તેમણે તે બનાવ્યો છે
\q અને તેમના હાથોએ કોરી ભૂમિ રચી.
\s5
\q
\v 6 આવો, આપણે તેમની સ્તુતિ કરીએ અને નમીએ;
\q આવો આપણે આપણા કર્તા યહોવાહની આગળ ઘૂંટણિયે પડીએ.
\q
\v 7 કારણ કે તે આપણા ઈશ્વર છે
\q અને આપણે તેમના ચારાના લોક તથા તેમના હાથનાં ઘેટાં છીએ.
\q આજે, જો તમે તેમની વાણી સાંભળો તો કેવું સારું!
\s5
\q
\v 8 "મરીબાહ
\f +
\fr 95:8
\ft સંઘર્ષ
\f* માં કર્યાં હતાં તેમ, તમારા હૃદય કઠણ ન કરો,
\q અને જેમ અરણ્યમાં માસ્સા
\f +
\fr 95:8
\ft પરીક્ષણ
\f* ને દિવસે,
\q
\v 9 જ્યાં તમારા પિતૃઓએ મારી કસોટી કરી
\q અને તેઓએ મને પારખ્યો તથા મારું કૃત્ય જોયું.
\s5
\q
\v 10 કેમ કે ચાળીસ વર્ષ સુધી હું તે પેઢીથી કંટાળી જતો હતો
\q અને કહ્યું, 'તે આ જ લોકો છે, કે જેઓનાં હૃદયો કુમાર્ગે ભટકી ગયાં છે;
\q તેઓ મારા માર્ગો જાણતા નથી
\f +
\fr 95:10
\ft તેઓ મારા આજ્ઞાઓ પાળ્યા નહિ
\f* .'
\q
\v 11 માટે મેં મારા ક્રોધમાં સમ ખાધા
\q કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહિ."
\s5
\c 96
\s ઈશ્વર:સર્વોચ્ચ રાજા
\r (૧ કાળ. ૧૬:૨૩-૩૩)
\b
\q
\v 1 યહોવાહની આગળ નવું ગીત ગાઓ;
\q આખી પૃથ્વી, યહોવાહની આગળ ગાઓ.
\q
\v 2 યહોવાહની આગળ ગાઓ, તેમના નામની પ્રશંસા કરો;
\q તેમના દ્વારા મળતો ઉદ્ધાર દિનપ્રતિદિન પ્રગટ કરો.
\s5
\q
\v 3 વિદેશીઓમાં તેમનો મહિમા પ્રગટ કરો,
\q સર્વ લોકોમાં તેમના ચમત્કાર, જાહેર કરો.
\q
\v 4 કારણ કે યહોવાહ મહાન છે અને બહુ સ્તુત્ય છે.
\q સર્વ દેવો કરતાં તે ભયાવહ છે.
\s5
\q
\v 5 કેમ કે લોકોના સર્વ દેવો મૂર્તિઓ જ છે,
\q પણ યહોવાહે, આકાશોને ઉત્પન્ન કર્યાં.
\q
\v 6 ભવ્યતા અને મહિમા તેમની હજૂરમાં છે.
\q સામર્થ્ય તથા સૌંદર્ય તેમના પવિત્રસ્થાનમાં છે.
\s5
\q
\v 7 લોકોનાં કુળો, યહોવાહની સ્તુતિ કરો,
\q ગૌરવ તથા સામર્થ્ય યહોવાહને આપો.
\q
\v 8 યહોવાહના નામને શોભતું ગૌરવ તેમને આપો.
\q અર્પણ લઈને તેમના આંગણામાં આવો.
\s5
\q
\v 9 પવિત્રતાની સુંદરતાએ યહોવાહને ભજો.
\q આખી પૃથ્વી, તેમની આગળ કંપો.
\q
\v 10 વિદેશીઓમાં કહો, "યહોવાહ રાજ કરે છે."
\q જગત પણ એવી રીતે સ્થાપન કરવામાં આવ્યું છે કે તે ખસેડી શકાય નહિ.
\q તે યથાર્થપણે લોકોનો ન્યાય કરશે.
\s5
\q
\v 11 આકાશો આનંદ કરો અને પૃથ્વી હરખાઓ;
\q સમુદ્ર તથા તેનું ભરપૂરીપણું ગાજો.
\q
\v 12 ખેતરો અને તેમાં જે કંઈ છે, તે સર્વ આનંદ કરો.
\q વનનાં સર્વ વૃક્ષો હર્ષ સાથે
\q
\v 13 યહોવાહની આગળ ગાઓ, કેમ કે તે આવે છે.
\q તે પૃથ્વીનો ન્યાય કરવા આવે છે.
\q તે પ્રમાણિકપણે જગતનો
\q અને વિશ્વાસુપણે લોકોનો ન્યાય કરશે.
\s5
\c 97
\s પ્રભુ સર્વોચ્ચ રાજકર્તા
\b
\q
\v 1 યહોવાહ રાજ કરે છે; પૃથ્વી હરખાઓ;
\q ટાપુઓનો સમૂહ આનંદ પામો.
\q
\v 2 વાદળો અને અંધકાર તેમની આસપાસ છે.
\q ન્યાયીપણું તથા ન્યાય તેમના રાજ્યાસનનો પાયો છે
\f +
\fr 97:2
\ft યહોવાહ ન્યાયીપણું તથા ન્યાય સાથે રાજ્ય કરે છે
\f* .
\s5
\q
\v 3 અગ્નિ તેમની આગળ ચાલે છે
\q અને તે તેમની આસપાસના તેમના શત્રુઓને ભસ્મ કરે છે.
\q
\v 4 તેમની વીજળીઓએ જગતને પ્રકાશિત કર્યું છે;
\q તે જોઈને પૃથ્વી કાંપી.
\q
\v 5 યહોવાહની સમક્ષ, આખી પૃથ્વીના પ્રભુની સમક્ષ,
\q પર્વતો મીણની જેમ પીગળી ગયા.
\s5
\q
\v 6 આકાશો તેમનું ન્યાયીપણું પ્રગટ કરે છે
\q અને સર્વ લોકોએ તેમનો મહિમા જોયો છે.
\q
\v 7 મૂર્તિઓની પૂજા કરનારાઓ,
\q મૂર્તિઓમાં અભિમાન કરનારાઓ,
\q ઓ બધી દેવતાઓ! તેમની આગળ પ્રણામ કરો.
\q
\v 8 હે યહોવાહ, તમારાં ન્યાયનાં કાર્યો વિષે
\q સાંભળીને સિયોન આનંદ પામ્યું
\q અને યહૂદિયાની દીકરીઓ હરખાઈ.
\s5
\q
\v 9 કેમ કે, હે યહોવાહ, તમે સમગ્ર પૃથ્વી પર પરાત્પર છો.
\q તમે સર્વ દેવો કરતાં શ્રેષ્ઠ છો.
\q
\v 10 હે યહોવાહ પર પ્રેમ કરનારાઓ, તમે દુષ્ટતાને ધિક્કારો
\f +
\fr 97:10
\ft યહોવાહ દુષ્ટતાને ધિક્કારનારાઓને પ્રેમ કરે છે
\f* !
\q તે પોતાના ભક્તોના આત્માઓનું રક્ષણ કરે છે
\q અને તે તેઓને દુષ્ટોના હાથમાંથી છોડાવે છે.
\q
\v 11 ન્યાયીઓને અજવાળાથી
\q અને જેઓનાં હૃદય શુદ્ધ છે તેઓને સુખથી ભરપૂર કરવામાં આવે છે.
\s5
\q
\v 12 હે ન્યાયીઓ, તમે યહોવાહમાં આનંદ કરો;
\q અને તેમના પવિત્ર નામની સ્તુતિ કરો
\f +
\fr 97:12
\ft આભાર માનો
\f* .
\s5
\c 98
\s ઈશ્વર:સૃષ્ટિના રાજા
\d ગીત.
\b
\q
\v 1 યહોવાહની સમક્ષ, એક નવું ગીત ગાઓ,
\q કેમ કે તેમણે અદ્દભુત કૃત્યો કર્યાં છે;
\q તેમના જમણા હાથે તથા તેમના પવિત્ર બાહુએ પોતાને માટે વિજય મેળવ્યો છે.
\q
\v 2 યહોવાહે પોતાનું તારણ બતાવ્યું છે;
\q તેમણે પોતાનું ન્યાયીપણું વિદેશીઓની દ્રષ્ટિમાં પ્રગટ કર્યું છે.
\s5
\q
\v 3 તેમણે પોતાની કૃપા તથા વિશ્વાસુપણું ઇઝરાયલના લોકોને માટે સંભાર્યાં છે;
\q આખી પૃથ્વીએ આપણા ઈશ્વરનો વિજય જોયો છે.
\q
\v 4 હે પૃથ્વીના લોકો, યહોવાહની આગળ હર્ષનાદ કરો;
\q આનંદ અને ઉત્સાહથી તેમની સ્તુતિ ગાઓ, હા, સ્તોત્રો ગાઓ.
\s5
\q
\v 5 વીણાસહિત, વીણા તથા ગાયનસહિત
\q યહોવાહનાં સ્તોત્રો ગાઓ.
\q
\v 6 તૂરી તથા રણશિંગડાંના અવાજથી
\q યહોવાહ રાજાની આગળ હર્ષનાદ કરો.
\s5
\q
\v 7 સમુદ્ર તથા તેનું સર્વસ્વ,
\q જગત અને તેમાંના સર્વ રહેવાસીઓ, ગાજો.
\q
\v 8 નદીઓના પ્રવાહો તાળી પાડો
\q અને પર્વતો હર્ષનાદ કરો.
\q
\v 9 યહોવાહ પૃથ્વીનો ન્યાય કરવાને આવે છે;
\q તે ન્યાયીપણાએ પૃથ્વીનો
\q અને યથાર્થપણાએ લોકોનો ન્યાય કરશે.
\s5
\c 99
\s વિશ્વના રાજાધિરાજ
\b
\q
\v 1 યહોવાહ રાજ કરે છે; લોકો કાંપો.
\q તે કરુબો પર બિરાજે છે; પૃથ્વી કાંપો.
\q
\v 2 યહોવાહ સિયોનમાં મહાન છે;
\q તે સર્વ લોકો કરતાં ઊંચા છે.
\q
\v 3 તેઓ તમારા મહાન અને ભયાવહ નામની સ્તુતિ કરો;
\q તે પવિત્ર છે.
\b
\s5
\q
\v 4 રાજા પરાક્રમી છે અને તે ન્યાયને ચાહે છે
\f +
\fr 99:4
\ft યહોવાહ જે રાજા છે ન્યાયને ચાહે છે
\f* .
\q તમે ન્યાયને સ્થાપન કરો છો;
\q તમે યાકૂબમાં ન્યાયીપણાને ઉત્પન્ન કરો છો.
\q
\v 5 આપણા ઈશ્વર યહોવાહ મોટા મનાઓ
\q અને તેમના પાયાસન પાસે ભજન કરો.
\q તે પવિત્ર છે.
\b
\s5
\q
\v 6 તેમના યાજકોમાં મૂસાએ તથા હારુને
\q અને તેમના નામને હાંક મારનારાઓમાં શમુએલે પણ
\q યહોવાહને વિનંતિ કરી અને તેમણે તેઓને ઉત્તર આપ્યો.
\q
\v 7 તેમણે મેઘસ્તંભમાંથી તેઓની સાથે વાત કરી.
\q તેઓએ તેમની પવિત્ર આજ્ઞાઓ
\q અને તેમણે આપેલા વિધિઓ પાળ્યા.
\s5
\q
\v 8 હે યહોવાહ, અમારા ઈશ્વર, તમે તેઓને ઉત્તર આપો.
\q જો કે તમે તેઓને તેઓના પાપોની શિક્ષા કરી,
\q તોપણ તેઓને ક્ષમા કરનાર ઈશ્વર તો તમે જ હતા.
\q
\v 9 આપણા ઈશ્વર યહોવાહને મોટા માનો
\q અને તેમના પવિત્ર પર્વત પર ભજન કરો,
\q કેમ કે આપણા ઈશ્વર યહોવાહ પવિત્ર છે.
\s5
\c 100
\s સ્તુતિગાન
\d આભારસ્તુતિનું ગીત.
\b
\q
\v 1 હે પૃથ્વીના લોકો, યહોવાહની સમક્ષ ગાઓ.
\q
\v 2 આનંદથી યહોવાહની સેવા કરો;
\q ગાતાં ગાતાં તેમની આગળ આવો.
\s5
\q
\v 3 જાણો કે યહોવાહ તે જ ઈશ્વર છે;
\q તેમણે આપણને ઉત્પન્ન કર્યા છે અને આપણે તેમના જ છીએ.
\q આપણે તેમના લોક અને તેમના ચારાનાં ઘેટાં છીએ.
\s5
\q
\v 4 આભારસ્તુતિ સાથે તેમના દ્વારમાં પ્રવેશો
\q અને સ્તવન કરતાં તેમના આંગણામાં આવો.
\q આભાર માનીને તેમના નામની પ્રશંસા કરો.
\q
\v 5 કારણ કે યહોવાહ ઉત્તમ છે; તેમની કૃપા સર્વકાળ
\q અને તેમનું ન્યાયીપણું પેઢી દરપેઢી ટકી રહે છે.
\s5
\c 101
\s રાજાની પ્રતિજ્ઞા
\d દાઉદનું ગીત.
\b
\q
\v 1 કૃપા તથા ન્યાય વિષે હું ગાયન કરીશ;
\q હે યહોવાહ, હું તમારી સ્તુતિ કરીશ.
\s5
\q
\v 2 હું સીધા માર્ગમાં ચાલીશ.
\q તમે મારી પાસે ક્યારે આવશો?
\q હું ખરા અંતઃકરણથી મારા ઘરમાં વર્તીશ.
\q
\v 3 હું કંઈ ખોટું કાર્ય મારી દ્રષ્ટિમાં રાખીશ નહિ;
\q પીછેહઠ કરનારાનાં કામથી હું કંટાળું છું;
\q તેમની કંઈ અસર મને થશે નહિ.
\s5
\q
\v 4 અનુચિત લોકોને હું મારાથી દૂર રાખીશ;
\q હું કોઈ દુષ્ટની ઓળખાણ રાખીશ નહિ.
\q
\v 5 જે કોઈ પોતાના પાડોશીની છાની ચાડી કરે છે તેનો હું નાશ કરીશ.
\q જેની દ્રષ્ટિ અભિમાની અને જેનું હૃદય ગર્વિષ્ઠ છે તેનું હું સહન કરીશ નહિ.
\q
\v 6 દેશમાંના વિશ્વાસુઓ મારી પાસે વાસો કરે તે માટે હું તેઓ પર રહેમ નજર રાખીશ.
\q જે કોઈ સીધા માર્ગમાં ચાલે છે તે મારી સેવા કરશે.
\s5
\q
\v 7 કપટી લોકો મારા ઘરમાં રહી શકશે નહિ;
\q જૂઠું બોલનારા કોઈ મારી આંખ આગળ રહેશે નહિ.
\q
\v 8 આ દેશમાં રહેતા દુષ્ટ લોકોનો હું દરરોજ નાશ કરીશ;
\q સર્વ દુષ્ટ કરનારાઓને યહોવાહના નગરમાંથી કાપી નાખીશ.
\s5
\c 102
\s સંકટમાં યુવાનની પ્રાર્થના
\d દુ:ખીની પ્રાર્થના; આકુળવ્યાકુળ થઈને તે યહોવાહની સમક્ષ શોકનો સાદ કાઢે છે.
\b
\q
\v 1 હે યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો;
\q મારા પોકારને તમારી પાસે આવવા દો.
\q
\v 2 મારા સંકટના દિવસે તમારું મુખ મારાથી ન ફેરવો.
\q મારું સાંભળો.
\q જ્યારે હું તમને પોકારું, ત્યારે તમે મને વહેલો ઉત્તર આપો.
\s5
\q
\v 3 કારણ કે મારા દિવસો તો ધુમાડાની જેમ વીતી જાય છે
\q અને મારાં હાડકાં અગ્નિની જેમ બળી જાય છે.
\q
\v 4 મારું હૃદય તો ઘાસના જેવું કપાયેલું અને ચીમળાયેલું છે.
\q એટલે સુધી કે રોટલી ખાવાનું પણ હું ભૂલી જાઉં છું.
\s5
\q
\v 5 મારા નિસાસાને કારણે
\q હું ઘણો સુકાઈ ગયો છું.
\q
\v 6 હું રાનની જળકૂકડી
\f +
\fr 102:6
\ft ગરુડ અથવા ઘુવડ
\f* જેવો થઈ ગયો છું;
\q અરણ્યના ઘુવડ જેવો થઈ ગયો છું.
\s5
\q
\v 7 હું જાગૃત રહું છું, હું અગાસી પર એકલી પડેલી
\q ચકલી જેવો થઈ ગયો છો.
\q
\v 8 મારા શત્રુ આખો દિવસ મને મહેણાં મારે છે;
\q જેઓ મારી મજાક ઉડાવે છે તેઓ બીજાને શાપ આપવા મારા નામનો ઉપયોગ કરે છે.
\s5
\q
\v 9 રોટલીને બદલે હું રાખ ખાઉં છું
\q મારાં આંસુ વહીને મારા પ્યાલામાં પડે છે.
\q
\v 10 તે તમારા રોષને કારણે છે,
\q કેમ કે તમે મને ઊંચો કરીને નીચે ફેંકી દીધો છે.
\s5
\q
\v 11 મારા દિવસો નમતી છાયા જેવા છે
\q અને હું ઘાસની જેમ કરમાઈ ગયો છું.
\b
\q
\v 12 પણ, હે યહોવાહ, તમે સર્વકાળ ટકનાર છો
\q અને તમારું સ્મરણ પેઢી દરપેઢી રહેશે.
\s5
\q
\v 13 તમે ઊભા થઈને સિયોન પર દયા કરશો.
\q તેના પર દયા કરવાનો સમય,
\q એટલે ઠરાવેલો સમય, આવ્યો છે.
\q
\v 14 કારણ કે તમારા સેવકોને તેના પથ્થરો વહાલા છે
\q અને તેની ધૂળ પર તેઓને દયા આવે છે.
\q
\v 15 હે યહોવાહ, વિદેશીઓ તમારા નામનો આદર કરશે
\q અને પૃથ્વીના સર્વ રાજાઓ તમારા ગૌરવનો આદર કરશે.
\q
\v 16 યહોવાહે સિયોનને ફરીથી બાંધ્યું છે
\q અને તે પોતાના ગૌરવથી પ્રગટ થયા છે.
\s5
\q
\v 17 તે જ સમયે, તેમણે લાચારની પ્રાર્થના પર લક્ષ લગાડ્યું છે;
\q તે તેઓની પ્રાર્થના નકારશે નહિ.
\q
\v 18 આ વાતો તો આવનાર પેઢી માટે લખવામાં આવી છે
\q અને જે લોકો હજી સુધી જન્મ્યા નથી, તેઓ પણ યહોવાહની સ્તુતિ કરશે.
\s5
\q
\v 19 કેમ કે તેમણે પોતાના ઉચ્ચ પવિત્રસ્થાનમાંથી જોયું છે;
\q આકાશમાંથી યહોવાહે પૃથ્વીને નિહાળી,
\q
\v 20 જેથી તે બંદીવાનોના નિસાસા સાંભળી શકે,
\q જેઓ મરણના સપાટામાં સપડાયેલા છે તેઓને તે છોડાવે.
\s5
\q
\v 21 પછી માણસો સિયોનમાં યહોવાહનું નામ
\q અને યરુશાલેમમાં તેમની સ્તુતિ જાહેર કરે.
\q
\v 22 જ્યારે લોકો અને રાજ્યો ભેગા થાય છે,
\q ત્યારે તેઓ યહોવાહની સેવા કરે છે.
\b
\s5
\q
\v 23 તેમણે માર્ગમાં
\f +
\fr 102:23
\ft મારી જુવાનીમાં
\f* મારી શક્તિ ઘટાડી છે.
\q તેમણે મારા દિવસો ટૂંકા કર્યા છે.
\q
\v 24 મેં કહ્યું, "હે મારા ઈશ્વર, મારા દિવસો પૂરા થયા અગાઉ તમે મને ન લઈ જાઓ;
\q તમે અહીંયાં પેઢી દરપેઢી સુધી છો.
\s5
\q
\v 25 પૂર્વે તમે પૃથ્વીનો પાયો નાખ્યો;
\q આકાશો તમારા હાથનું કામ છે.
\q
\v 26 તેઓ નાશ પામશે, પણ તમે ટકી રહેશો;
\q તેઓ સર્વ વસ્ત્રની જેમ જીર્ણ થઈ જશે;
\q વસ્ત્રની જેમ તમે તેઓને બદલશો અને તેઓ બદલાઈ જશે.
\q
\v 27 પણ તમે તો એવા અને એવા જ રહેશો
\q તમારાં વર્ષોનો અંત આવશે નહિ.
\s5
\q
\v 28 તમારા સેવકોનાં બાળકો અહીં વસશે
\q અને તેઓનાં વંશજો તમારી હજૂરમાં રહેશે."
\s5
\c 103
\s ઈશ્વરનો પ્રેમ
\d દાઉદનું [ગીત]
\b
\q
\v 1 હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન
\q અને મારા ખરા અંતઃકરણ, તેમના પવિત્ર નામને સ્તુત્ય માન.
\q
\v 2 હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન,
\q અને તેમના સર્વ ઉપકારો તું ભૂલી ન જા.
\s5
\q
\v 3 તે તારાં સઘળાં પાપ માફ કરે છે;
\q અને તારા સર્વ રોગ મટાડે છે.
\q
\v 4 તે તારો જીવ નાશથી બચાવે છે;
\q તને કૃપા તથા દયાનો મુગટ પહેરાવે છે.
\q
\v 5 તે તારા જીવને ઉત્તમ વસ્તુઓથી તૃપ્ત કરે છે
\q જેથી ગરુડની જેમ તારી જુવાની તાજી કરાય છે.
\s5
\q
\v 6 યહોવાહ જે ઉચિત છે તે કરે છે,
\q અને તે સર્વ જુલમથી લદાયેલાને માટે ન્યાયનાં કૃત્યો કરે છે.
\q
\v 7 તેમણે પોતાના માર્ગો મૂસાને
\q અને પોતાનાં કૃત્યો ઇઝરાયલના વંશજોને જણાવ્યાં.
\q
\v 8 યહોવાહ દયાળુ તથા કરુણાળુ છે;
\q તે ધીરજ રાખનાર છે; તે કૃપા કરવામાં મોટા છે.
\s5
\q
\v 9 તે હંમેશાં શિક્ષા કરશે નહિ;
\q તે હંમેશા ગુસ્સે રહેતા નથી.
\q
\v 10 તેઓ આપણાં પાપ પ્રમાણે આપણી સાથે વર્ત્યા નથી
\q અથવા આપણા પાપના પ્રમાણમાં તેમણે આપણને બદલો વાળ્યો નથી.
\s5
\q
\v 11 કારણ કે જેમ પૃથ્વીથી આકાશ ઊંચું છે,
\q તેમ તેમનો આદર કરનાર પર તેમની કૃપા વિશાળ છે.
\q
\v 12 પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે,
\q તેટલાં તેમણે આપણા અપરાધો આપણાથી દૂર કર્યાં છે.
\q
\v 13 જેમ પિતા પોતાનાં સંતાનો પર દયાળુ છે,
\q તેમ યહોવાહ પોતાના ભક્તો પર દયાળુ છે.
\s5
\q
\v 14 કારણ કે તે આપણું બંધારણ જાણે છે;
\q આપણે ધૂળ છીએ એવું તે જાણે છે.
\q
\v 15 માણસના દિવસો ઘાસ જેવા છે;
\q ખેતરમાંના ફૂલની જેમ તે ખીલે છે.
\q
\v 16 પવન તેના પર થઈને વાય છે અને તે ઊડી જાય છે
\q અને તે ક્યાં હતું એ કોઈને માલૂમ પડતું નથી.
\s5
\q
\v 17 પણ યહોવાહની કૃપા તેમના ભક્તો પર અનાદિકાળથી તે અનંતકાળ સુધી છે.
\q તેમનું ન્યાયીપણું તેમના વંશજોને માટે છે.
\q
\v 18 તેઓ તેમનો કરાર માને છે
\q અને તેમની સૂચનાઓનું પાલન કરે છે.
\q
\v 19 યહોવાહે પોતાનું રાજ્યાસન આકાશમાં સ્થાપ્યું છે
\q અને તેમના રાજ્યની સત્તા સર્વ ઉપર છે.
\s5
\q
\v 20 હે બળમાં પરાક્રમી, યહોવાહનું વચન પાળનારા
\q તથા તેમની આજ્ઞાઓ પાળનારા
\q તેમના દૂતો, તમે યહોવાહની સ્તુતિ કરો.
\q
\v 21 હે યહોવાહનાં સર્વ સૈન્યો,
\q તેમની ઇચ્છાને અનુસરનારા તેમના સેવકો, તમે તેમને સ્તુત્ય માનો.
\q
\v 22 યહોવાહના રાજ્યમાં સર્વ સ્થળોમાં
\q તેમનાં સૌ કૃત્યો તેમને સ્તુત્ય માનો;
\q હે મારા આત્મા, તું યહોવાહને સ્તુત્ય માન.
\s5
\c 104
\s સર્જનહારની સ્તુતિ
\b
\q
\v 1 હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન.
\q હે યહોવાહ મારા ઈશ્વર, તમે અતિ મહાન છો;
\q તમે વૈભવ તથા ગૌરવ ધારણ કર્યાં છે.
\q
\v 2 તમે વસ્ત્રની જેમ અજવાળું પહેર્યું છે;
\q પડદાની જેમ તમે આકાશને વિસ્તારો છો.
\q
\v 3 તમારા આકાશી ઘરનો પાયો તમે અંતરિક્ષનાં પાણી પર નાખ્યો છે;
\q તમે વાદળાંને તમારા રથ બનાવ્યા છે;
\q તમે પવનની પાંખો પર સવારી કરો છો.
\s5
\q
\v 4 તમે પવનોને તમારા દૂત બનાવો છો
\f +
\fr 104:4
\ft ઈશ્વર પવનને દૂતો તરીકે બનાવે છે
\f*
\q અને તમારા સેવકો અગ્નિના ભડકા છે.
\q
\v 5 તમે પૃથ્વીને તેના પાયા પર સ્થિર કરી છે
\q જેથી તે ખસે નહિ.
\s5
\q
\v 6 તમે પૃથ્વીને વસ્ત્રની જેમ જળના ભંડારોથી આચ્છાદિત કરો છો;
\q પાણીએ પર્વતોને આચ્છાદિત કર્યાં છે.
\q
\v 7 તમારી ધમકીથી તેઓ નાસી ગયાં;
\q તમારી ગર્જનાથી તેઓ જતાં રહ્યાં.
\s5
\q
\v 8 પહાડો ચઢી ગયા અને ખીણો ઊતરી ગઈ
\q જે સ્થળ તમે પાણીને માટે મુકરર કર્યું હતું, ત્યાં સુધી તે પ્રસરી ગયાં.
\q
\v 9 તેઓ ફરીથી પૃથ્વીને ઢાંકે નહિ માટે
\q તમે તેઓને માટે હદ બાંધી છે કે જેથી તેઓ તે પાર ન કરી શકે;
\s5
\q
\v 10 તેમણે ખીણોમાં વહેતાં ઝરણાં બનાવ્યાં;
\q તે પર્વતોની વચ્ચે વહે છે.
\q
\v 11 તે સર્વ પશુઓને પાણી પૂરું પાડે છે;
\q રાની ગધેડાંઓ પણ પોતાની તરસ છિપાવે છે.
\q
\v 12 આકાશના પક્ષીઓ ઝરણાંઓને કિનારે માળા બાંધે છે;
\q વૃક્ષોની ડાળીઓ મધ્યે ગાયન કરે છે.
\s5
\q
\v 13 તે ઓરડામાંથી
\f +
\fr 104:13
\ft આકાશમાંથી
\f* પર્વતો પર પાણી સિંચે છે.
\q પૃથ્વી તેમનાં કામના ફળથી તૃપ્ત થાય છે.
\q
\v 14 તે જાનવરને માટે ઘાસ ઉપજાવે છે
\q અને માણસના માટે શાકભાજી ઉપજાવે છે
\q કે જેથી માણસ ભૂમિમાંથી અન્ન ઉપજાવે છે.
\q
\v 15 તે માણસને આનંદ આપનાર દ્રાક્ષારસ,
\q તેના મુખને તેજસ્વી કરનાર તેલ
\q અને તેના જીવનને બળ આપનાર રોટલી તે નિપજાવે છે.
\s5
\q
\v 16 યહોવાહનાં વૃક્ષો, એટલે લબાનોનનાં દેવદારો;
\q જે તેમણે રોપ્યાં હતાં, તેઓ પાણીથી ભરપૂર છે.
\q
\v 17 ત્યાં પક્ષીઓ પોતાના માળા બાંધે છે.
\q વળી દેવદાર વૃક્ષ બગલાઓનું રહેઠાણ છે.
\q
\v 18 ઊંચા પર્વતો પર રાની બકરાઓને
\q અને ખડકોમાં સસલાને રક્ષણ અને આશ્રય મળે છે.
\s5
\q
\v 19 ઋતુઓને માટે તેમણે ચંદ્રનું સર્જન કર્યું;
\q સૂર્ય પોતાનો અસ્તકાળ જાણે છે.
\q
\v 20 તમે અંધારું કરો છો એટલે રાત થાય છે
\q ત્યારે જંગલનાં પશુઓ બહાર આવે છે.
\s5
\q
\v 21 સિંહનાં બચ્ચાં શિકાર માટે ગર્જના કરે છે
\q અને તેઓ ઈશ્વર પાસે પોતાનું ભોજન માગે છે.
\q
\v 22 સૂર્ય ઊગે કે તરત તેઓ જતાં રહે છે
\q અને પોતાના કોતરોમાં સૂઈ જાય છે.
\s5
\q
\v 23 માણસ પોતાના કામકાજ કરવા બહાર આવે છે
\q અને સાંજ સુધી પોતાનો ઉદ્યોગ ચલાવે છે.
\q
\v 24 હે યહોવાહ, તમારાં કામ કેવાં તરેહતરેહનાં છે!
\q તમે તે સર્વને બુદ્ધિપૂર્વક બનાવ્યાં છે;
\q તમારી બનાવેલી વસ્તુઓથી પૃથ્વી ભરપૂર છે.
\s5
\q
\v 25 જુઓ આ વિશાળ તથા ઊંડા સમુદ્રમાં,
\q અસંખ્ય જીવજંતુઓ,
\q નાનાંમોટાં જળચરો છે.
\q
\v 26 વહાણો તેમાં આવજા કરે છે
\q અને જે મગરમચ્છ
\f +
\fr 104:26
\ft જુઓ ગીત શાસ્ત્ર : ૭૪:૧૪
\f* તેમાં રમવા માટે તમે ઉત્પન્ન કર્યાં છે તે સમુદ્રમાં રહે છે.
\s5
\q
\v 27 તમે તેઓને યોગ્ય સમયે ખાવાનું આપો છો,
\q તેથી આ સર્વ તમારી રાહ જુએ છે.
\q
\v 28 જ્યારે તમે તેઓને આપો છો, ત્યારે તેઓ ભેગા થાય છે;
\q જ્યારે તમે તમારો હાથ ખોલો છો, ત્યારે તેઓ તૃપ્ત થાય છે.
\s5
\q
\v 29 જ્યારે તમે તમારું મુખ ફેરવો છો, ત્યારે તેઓ ગભરાઈ જાય છે;
\q જો તમે તેઓનો પ્રાણ લઈ લો છો, તો તેઓ મરણ પામે છે
\q અને પાછાં ધૂળમાં મળી જાય છે.
\q
\v 30 જ્યારે તમે તમારો આત્મા મોકલો છો, ત્યારે તેઓ ઉત્પન્ન થાય છે
\q અને તમે દેશભરનું નવીકરણ કરો છો.
\s5
\q
\v 31 યહોવાહનો મહિમા સદાકાળ ટકી રહો;
\q પોતાના સર્જનથી યહોવાહ આનંદ પામો.
\q
\v 32 તે પૃથ્વી પર દ્રષ્ટિ કરે છે અને તે કંપે છે;
\q તે પર્વતોને સ્પર્શે છે અને તેઓમાંથી ધુમાડો નીકળે છે.
\s5
\q
\v 33 હું જીવનપર્યંત યહોવાહની પ્રશંસાનાં ગીતો ગાઈશ;
\q હું મારા છેલ્લાં શ્વાસ સુધી યહોવાહની સ્તુતિ કરીશ.
\q
\v 34 તેમના માટેના મારા શબ્દો વડે તે પ્રસન્ન થાઓ;
\q હું યહોવાહમાં આનંદ કરીશ.
\s5
\q
\v 35 પૃથ્વીમાંથી સર્વ પાપીઓ નાશ પામો
\q અને દુષ્ટોનો અંત આવો.
\q હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન.
\q યહોવાહની સ્તુતિ કરો.
\s5
\c 105
\s ઈશ્વર અને તેમના લોકો
\b
\q
\v 1 યહોવાહનો આભાર માનો, તેમના નામને વિનંતિ કરો;
\q તેમનાં કૃત્યો લોકોમાં પ્રસિદ્ધ કરો.
\q
\v 2 તેમની આગળ ગાઓ, તેમનાં સ્તોત્ર ગાઓ;
\q તેમનાં સર્વ આશ્ચર્યકારક કામોનું મનન કરો.
\q
\v 3 તેમના પવિત્ર નામને લીધે તમે ગૌરવ અનુભવો;
\q યહોવાહને શોધનારનાં હૃદય આનંદ પામો.
\s5
\q
\v 4 યહોવાહને તથા તેમના સામર્થ્યને શોધો;
\q સતત તેમની હાજરીનો અનુભવ કરો.
\q
\v 5 તેમણે જે આશ્ચર્યકારક કામો કર્યાં છે,
\q તે તથા તેમના ચમત્કારો અને તેમના મુખમાંથી નીકળતા ન્યાયચુકાદા યાદ રાખો.
\q
\v 6 તેમના સેવક ઇબ્રાહિમના વંશજો,
\q તમે યાકૂબના વંશજો છો, તેમના પસંદ કરેલા, તમે તેમને યાદ કરો.
\s5
\q
\v 7 તે યહોવાહ, આપણા ઈશ્વર છે.
\q આખી પૃથ્વીમાં તેમનાં ન્યાયનાં કૃત્યો પ્રસિદ્ધ છે.
\q
\v 8 તે પોતાનો કરાર સર્વદા યાદ રાખે છે,
\q હજાર પેઢીઓને આપેલું વચન પાળે છે.
\s5
\q
\v 9 જે કરાર તેમણે ઇબ્રાહિમ સાથે કર્યો હતો
\q અને ઇસહાક પ્રત્યેની પ્રતિજ્ઞા કરી હતી.
\q
\v 10 તેમણે યાકૂબ માટેના નિયમ તરીકે તેનું સ્થાપન કર્યું
\q તેને તેમણે ઇઝરાયલ માટે સર્વકાળનો કરાર બનાવ્યો.
\q
\v 11 તેમણે કહ્યું, "આ કનાન દેશ હું તમને આપીશ
\q તે સર્વદા તમારું પોતાનું વતન થશે."
\s5
\q
\v 12 તેમણે આમ પણ કહ્યું જ્યારે તેઓ અલ્પ સંખ્યામાં હતા,
\q ત્યારે તેઓની વસ્તી ઘણી ઓછી હતી અને તેઓ દેશમાં પ્રવાસીઓ હતા.
\q
\v 13 તેઓ એક દેશથી બીજે દેશ
\q અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ફરતા.
\s5
\q
\v 14 તેમણે તેઓ પર કોઈને જુલમ કરવા દીધો નહિ;
\q તેઓને લીધે તેમણે રાજાઓને શિક્ષા કરી.
\q
\v 15 તેમણે કહ્યું, "મારા અભિષિક્તોને અડશો નહિ
\q અને મારા પ્રબોધકોને નુકસાન પહોંચાડશો નહિ."
\s5
\q
\v 16 તેમણે કનાનની ભૂમિમાં
\f +
\fr 105:16
\ft મિસર દેશમાં
\f* દુકાળ આવવા દીધો;
\q તેમણે અન્નનો આધાર તોડી નાખ્યો
\f +
\fr 105:16
\ft તેમના ભંડાર તોડી નાખ્યો
\f* .
\q
\v 17 તેમણે તેઓની પહેલાં યૂસફને
\q કે જે ગુલામ તરીકે વેચાઈ ગયો હતો તેને મોકલ્યો.
\s5
\q
\v 18 બંદીખાનામાં તેઓએ તેના પગોએ સાંકળો બાંધી
\q અને તેઓએ લોખંડનાં બંધનો તેના ગળે બાંધ્યાં.
\q
\v 19 યહોવાહના શબ્દે પુરવાર કર્યુ કે તે સાચો હતો,
\q ત્યાં સુધી યૂસફ જેલમાં રહ્યો.
\s5
\q
\v 20 રાજાએ માણસો મોકલીને તેને છોડાવ્યો;
\q લોકોના અધિપતિઓએ તેનો છુટકારો કર્યો.
\q
\v 21 તેણે તેને પોતાના મહેલનો કારભારી
\q અને પોતાની સર્વ મિલકતનો વહીવટદાર ઠરાવ્યો.
\q
\v 22 કે તે રાજકુમારોને નિયંત્રણમાં રાખે
\q અને પોતાના વડીલોને ડહાપણ શીખવે.
\q
\v 23 પછી ઇઝરાયલ મિસરમાં આવ્યો
\q અને ત્યાં હામનાં દેશમાં યાકૂબે મુકામ કર્યો.
\s5
\q
\v 24 ઈશ્વરે પોતાના લોકોને ઘણા આબાદ કર્યા
\q અને તેમના દુશ્મનો કરતાં વધારે બળવાન કર્યા.
\q
\v 25 તેમણે પોતાના લોકો પર દ્વ્રેષ રાખવાને તથા પોતાના સેવકોની સાથે કપટથી
\q વર્તવાને તેઓની બુદ્ધિ ફેરવી નાખી.
\q
\v 26 તેમણે પોતાના સેવક મૂસાને
\q અને તેમના પસંદ કરેલા, હારુનને મોકલ્યા.
\q
\v 27 તેઓએ મિસરના લોકોમાં તેમનાં ચિહ્નો બતાવ્યાં,
\q વળી હામના દેશમાં ચમત્કારો પ્રગટ કર્યા.
\s5
\q
\v 28 તેમણે પૃથ્વી પર ગાઢ અંધકાર મોકલ્યો,
\q પણ તે લોકોએ તેમની વાતને માની નહિ
\f +
\fr 105:28
\ft મિસરીઓ તેમની વાત માની નહિ
\f* .
\q
\v 29 તેમણે તેઓનું પાણી લોહી કરી નાખ્યું
\q અને તેઓનાં માછલાં મારી નાખ્યાં.
\q
\v 30 તેઓના દેશ પર અસંખ્ય દેડકાં ચઢી આવ્યાં,
\q હા, તેઓ છેક રાજમહેલના ઓરડા સુધી ભરાયાં.
\s5
\q
\v 31 તે બોલ્યા અને માખીઓ તથા જૂનાં ટોળાં આવ્યાં
\q અને તેઓના આખા દેશમાં ફેલાઈ ગયાં.
\q
\v 32 તેમણે વરસાદ અને કરા મોકલ્યા,
\q તેઓના દેશમાં ભડભડતો અગ્નિ સળગાવ્યો.
\q
\v 33 તેમણે તેઓના દ્રાક્ષવેલાઓ તથા અંજીરીનાં ઝાડોનો નાશ કર્યો
\q તેમણે તેઓના દેશનાં બધાં વૃક્ષો તોડી પાડ્યાં.
\s5
\q
\v 34 તે બોલ્યા અને અગણિત,
\q તીડો આવ્યા.
\q
\v 35 તીડો તેઓના દેશની સર્વ વનસ્પતિ ખાઈ ગયાં;
\q જમીનનાં બધાં ફળ ભક્ષ કરી ગયાં.
\q
\v 36 તેઓના દેશમાંના સર્વ પ્રથમજનિતને મારી નાખ્યા,
\q તેઓના મુખ્ય બળવાનોને તેમણે મારી નાખ્યા.
\s5
\q
\v 37 તે ઇઝરાયલીઓને તેમના સોના તથા ચાંદી સાથે બહાર લાવ્યા;
\q તેઓના કુળોમાં કોઈ પણ નિર્બળ ન હતું.
\q
\v 38 જ્યારે તેઓ ગયા ત્યારે મિસરના લોકો આનંદ પામ્યા,
\q કારણ કે મિસરના લોકો તેમનાથી ગભરાઈ ગયા હતા.
\q
\v 39 તેમણે આચ્છાદનને માટે વાદળું પ્રસાર્યું
\q અને રાત્રે પ્રકાશ આપવા માટે અગ્નિસ્તંભ આપ્યો.
\s5
\q
\v 40 ઇઝરાયલીઓએ ખોરાક માગ્યો, તો તેમણે લાવરીઓ આપી
\q અને આકાશમાંની રોટલીઓથી તેઓને તૃપ્ત કર્યા.
\q
\v 41 તેમણે ખડક તોડ્યો એટલે ત્યાં પાણી નીકળ્યું;
\q તે નદી થઈને સૂકી ભૂમિમાં વહેવા લાગ્યું.
\q
\v 42 તેમણે પોતાના સેવક ઇબ્રાહિમને
\q આપેલા પોતાના વચનનું સ્મરણ કર્યું.
\s5
\q
\v 43 તે પોતાના લોકોને,
\q પોતાના પસંદ કરેલાઓને, ખુશીથી પાછા લઈ આવ્યા.
\q
\v 44 તેમણે તેઓને વિદેશીઓની ભૂમિ આપી;
\q તે લોકોએ કરેલા શ્રમના ફળનો વારસો તેમને મળ્યો.
\q
\v 45 કે જેથી તેઓ તેમના વિધિઓનું પાલન કરે
\q અને તેમના નિયમોને પાળે.
\q યહોવાહની સ્તુતિ કરો.
\s5
\c 106
\s ઇઝરાયલ પ્રત્યે ઈશ્વરની ભલાઈ
\b
\q
\v 1 યહોવાહની સ્તુતિ કરો.
\q યહોવાહનો આભાર માનો, કારણ કે તે ઉત્તમ છે,
\q કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
\q
\v 2 યહોવાહનાં મહાન કૃત્યો કોણ વર્ણવી શકે?
\q અથવા તેમની સંપૂર્ણ સ્તુતિ કોણ કરી શકે?
\s5
\q
\v 3 જેઓ ન્યાયને અનુસરે છે
\q અને જેઓના કામો હંમેશાં ન્યાયી છે તે આશીર્વાદિત છે.
\q
\v 4 હે યહોવાહ, જ્યારે તમે તમારા લોકો પર કૃપા કરો, ત્યારે મને યાદ રાખજો;
\q જ્યારે તમે તેઓને બચાવો ત્યારે મને સહાય કરજો.
\q
\v 5 જેથી હું તમારા પસંદ કરેલાઓનું ભલું જોઉં,
\q તમારી પ્રજાના આનંદમાં હું આનંદ માણું
\q અને તમારા વારસાની સાથે હું હર્ષનાદ કરું.
\b
\s5
\q
\v 6 અમારા પિતૃઓની જેમ અમે પણ પાપ કર્યુ છે;
\q અમે અન્યાય કર્યા છે અને અમે દુષ્ટતા કરી છે.
\q
\v 7 મિસરમાંના તમારાં ચમત્કારોમાંથી અમારા પિતૃઓ કંઈ સમજ્યા નહિ;
\q તેઓએ તમારી કૃપાનાં કાર્યોની અવગણના કરી;
\q તેઓએ સમુદ્ર પાસે, એટલે રાતા સમુદ્ર પાસે તમારી વિરુદ્ધ બંડ પોકાર્યું.
\s5
\q
\v 8 તોપણ તમે પોતાના નામની ખાતર તેઓને બચાવ્યા
\q કે જેથી તમે પોતાના લોકોને તમારું પરાક્રમ બતાવી શકો.
\q
\v 9 પ્રભુએ રાતા સમુદ્રને ધમકાવ્યો, એટલે તે સુકાઈ ગયો.
\q એ પ્રમાણે તેમણે જાણે અરણ્યમાં હોય, તેમ ઊંડાણોમાં થઈને તેઓને દોર્યા.
\s5
\q
\v 10 જેઓ તેઓને ધિક્કારે છે તેઓના હાથમાંથી તેમણે તેઓને બચાવ્યા
\q અને દુશ્મનના પરાક્રમથી તેઓને છોડાવ્યા.
\q
\v 11 તેઓના દુશ્મનો પર પાણી ફરી વળ્યું;
\q તેઓમાંનો એક પણ બચ્યો નહિ.
\q
\v 12 ત્યારે તેઓએ તેમની વાતો પર વિશ્વાસ રાખ્યો
\q અને તેઓએ તેમનાં સ્તોત્ર ગાયા.
\s5
\q
\v 13 પણ તેઓ તેમનાં કરેલાં કૃત્યો પાછા જલદીથી ભૂલી ગયા;
\q તેમની સલાહ સાંભળવાને તેઓએ ધીરજ રાખી નહિ.
\q
\v 14 અરણ્યમાં તેઓએ ઘણી જ દુર્વાસના કરી
\q અને તેઓએ રાનમાં ઈશ્વરને પડકાર આપ્યો.
\q
\v 15 તેમણે તેઓની માગણીઓ પ્રમાણે તેઓને આપ્યું,
\q પણ તેઓના આત્મામાં નબળાઈ મોકલી.
\s5
\q
\v 16 તેઓએ છાવણીમાં મૂસાની ઈર્ષ્યા કરી
\q અને યહોવાહના પવિત્ર યાજક હારુનની અદેખાઈ કરી.
\q
\v 17 ભૂમિ ફાટીને દાથાનને ગળી ગઈ
\q અને અબિરામના સમુદાયને ભૂમિમાં ઉતારી દીધો.
\q
\v 18 તેઓના સમુદાયમાં અગ્નિ સળગી પ્રગટ્યો;
\q અગ્નિએ દુષ્ટોને બાળી નાખ્યા.
\s5
\q
\v 19 તેઓએ હોરેબ આગળ વાછરડો બનાવ્યો
\q અને ઢાળેલી મૂર્તિની પૂજા કરી.
\q
\v 20 તેઓએ આ પ્રમાણે તેમના મહિમાવંત ઈશ્વરને બદલી નાખ્યા,
\q કેમ કે ઘાસ ખાનાર બળદની પ્રતિમા પસંદ કરીને પોતાનો મહિમા બદલ્યો.
\q
\v 21 તેઓ પોતાના બચાવનાર ઈશ્વરને ભૂલી ગયા,
\q કે જેમણે મિસરમાં અદ્દભુત કાર્યો કર્યાં હતાં.
\s5
\q
\v 22 તેમણે હામના દેશમાં આશ્ચર્યકારક કામો તથા
\q લાલ સમુદ્ર પાસે ભયંકર કામો કર્યાં હતાં.
\q
\v 23 તેમણે તેઓનો સંહાર કરવાને કહ્યું
\q પણ તેઓનો સંહાર કરવાને થયેલા કોપને શમાવવાને માટે
\q તેમનો પસંદ કરેલો મૂસા વચ્ચે પડ્યો અને પ્રભુની સમક્ષ આવીને ઊભો રહ્યો.
\s5
\q
\v 24 પછી તેમણે તે ફળદ્રુપ દેશને તુચ્છ ગણ્યો;
\q તેઓએ તેના વચનનો વિશ્વાસ કર્યો નહિ.
\q
\v 25 પણ તેઓ પોતાના તંબુઓમાં કચકચ કરીને
\q યહોવાહને આધીન થયા નહિ.
\s5
\q
\v 26 તેથી તેમણે તેઓને માટે શપથ લીધા
\q કે તેઓ અરણ્યમાં નાશ પામે.
\q
\v 27 વિદેશીઓમાં તેઓના વંશજોને વિખેરી નાખ્યા
\q અને દેશપરદેશમાં તેઓને વિખેરી નાખ્યા.
\s5
\q
\v 28 તેઓએ બઆલ-પેઓરની પૂજા કરી
\q અને અર્પણને માટે અર્પિત કરેલા મૃતદેહનો ભક્ષ કર્યો.
\q
\v 29 એ પ્રમાણે તેઓએ પોતાની કરણીઓથી તેમને ચીડવ્યા
\q અને તેઓમાં મરકી ફાટી નીકળી.
\s5
\q
\v 30 પછી ફીનહાસે ઊભા થઈને મધ્યસ્થી કરી
\q અને મરકી અટકી ગઈ.
\q
\v 31 આ તેનું કામ તેના લાભમાં પેઢી દરપેઢી સર્વકાળ માટે
\q ન્યાયીપણાને અર્થે ગણવામાં આવ્યું.
\s5
\q
\v 32 મરીબાહના પાણીના સંબંધમાં પણ તેઓએ તેમને ખીજ્વ્યા
\q અને તેઓને લીધે મૂસાને સહન કરવું પડ્યું.
\q
\v 33 તેઓએ મૂસાને ઉશ્કેર્યો
\q અને તે અવિચારીપણે બોલવા લાગ્યો.
\q
\v 34 જેમ યહોવાહે તેઓને આજ્ઞા આપી હતી તેમ,
\q તેઓએ તે લોકોનો નાશ કર્યો નહિ.
\q
\v 35 પણ તેઓ પ્રજાઓ સાથે ભળી ગયા
\q અને તેઓના માર્ગો અપનાવ્યા.
\q
\v 36 અને તેઓની મૂર્તિઓની પૂજા કરી,
\q તે તેઓને ફાંદા રૂપ થઈ પડી.
\s5
\q
\v 37 તેઓએ પોતાનાં દીકરા તથા દીકરીઓનું દુષ્ટાત્માઓને બલિદાન આપ્યું.
\q
\v 38 તેઓએ નિર્દોષ લોહી,
\q એટલે પોતાનાં દીકરાદીકરીઓનું લોહી વહેવડાવ્યું,
\q તેનું તેઓએ કનાનની મૂર્તિઓને બલિદાન કર્યુ,
\q લોહીથી દેશને અશુદ્ધ કર્યો.
\q
\v 39 તેમનાં દુષ્ટ કાર્યોથી તેઓ અપવિત્ર બન્યા
\q તેમનાં કાર્યોમાં તેઓ અવિશ્વાસુ થયા.
\s5
\q
\v 40 તેથી યહોવાહ પોતાના લોકો પર ગુસ્સે થયા
\q અને તે પોતાના લોકોથી કંટાળી ગયા.
\q
\v 41 તેમણે તેઓને વિદેશીઓના હાથમાં સોંપી દીધા
\q અને જેઓ તેમને ધિક્કારતા હતા, તેઓએ તેમના પર રાજ કર્યું.
\s5
\q
\v 42 તેઓના શત્રુઓએ પણ તેઓને કચડ્યા
\q અને તેઓના અધિકાર નીચે પડીને તેઓ તાબેદાર થયા.
\q
\v 43 ઘણી વાર તે તેમની મદદે આવ્યા,
\q પણ તેઓએ બંડ કરવાનું ચાલું રાખ્યું
\q અને પોતાના પાપને લીધે તેઓ પાયમાલ થયા.
\s5
\q
\v 44 તેમ છતાં તેઓની પ્રાર્થનાઓ સાંભળીને
\q તેમણે તેઓનું સંકટ લક્ષમાં લીધું.
\q
\v 45 તેઓની સાથે કરેલો તેમનો કરાર યાદ કર્યો
\q અને પોતાની પુષ્કળ દયાને લીધે પસ્તાવો કર્યો.
\q
\v 46 તેમણે તેઓને બંદીવાન કરનારાઓની પાસે
\q તેમના પર કરુણા કરાવી.
\s5
\q
\v 47 હે યહોવાહ, અમારા ઈશ્વર, અમારો બચાવ કરો.
\q વિદેશીઓમાંથી અમને એકત્ર કરો
\q કે જેથી અમે તમારા પવિત્ર નામનો આભાર માનીએ
\q અને સ્તુતિ કરીને તમારો મહિમા કરીએ.
\b
\q
\v 48 હે ઇઝરાયલના ઈશ્વર યહોવાહ,
\q તમે અનાદિકાળથી અનંતકાળ સુધી સ્તુત્ય મનાઓ.
\q સર્વ લોકોએ કહ્યું, "આમીન."
\q યહોવાહની સ્તુતિ કરો.
\s5
\c 107
\ms ભાગ ૫
\r (ગી.શા. ૧૦૭—૧૫૦)
\s યહોવાહની ભલાઈ
\b
\q
\v 1 યહોવાહનો આભાર માનો, કારણ કે તે ઉત્તમ છે
\q અને તેમની કૃપા સર્વકાળ ટકે છે.
\q
\v 2 જેઓ યહોવાહના છોડાવેલા છે તેઓએ આ પ્રમાણે બોલવું,
\q એટલે જેઓને તેમણે શત્રુઓના હાથમાંથી છોડાવ્યા તેઓએ.
\q
\v 3 તેમણે તેઓને દેશવિદેશથી
\q એટલે પૂર્વથી તથા પશ્ચિમથી,
\q ઉત્તરથી તથા દક્ષિણથી એકત્ર કર્યા.
\b
\s5
\q
\v 4 અરણ્યમાં તેઓ ઉજ્જડ માર્ગે ભટક્યા
\q અને તેઓને રહેવા માટે કોઈ નગર મળ્યું નહિ.
\q
\v 5 તેઓ ભૂખ્યા અને તરસ્યા હતા;
\q તેઓના પ્રાણ આકુળવ્યાકુળ થઈ ગયા.
\q
\v 6 પછી તેઓએ પોતાના સંકટમાં યહોવાહને પોકાર્યાં
\q અને તેમણે તેઓને દુઃખમાંથી છોડાવ્યા.
\q
\v 7 તેમણે તેઓને સીધે માર્ગે દોર્યા
\q કે જેથી તેઓ વસવાલાયક નગરમાં જાય અને ત્યાં વસવાટ કરે.
\s5
\q
\v 8 તેમની કૃપા તથા માનવજાત માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો
\q ધ્યાનમાં રાખીને લોકો યહોવાહની સ્તુતિ કરે, તો કેવું સારું!
\q
\v 9 કારણ કે તે તરસ્યાઓને સંતોષ પમાડે છે
\q અને ભૂખ્યાઓને ઉત્તમ વાનાંથી તૃપ્ત કરે છે.
\b
\q
\v 10 કેટલાક અંધકાર તથા મરણછાયામાં બેઠેલા હતા,
\q આપત્તિમાં તથા બેડીઓમાં સપડાયેલા હતા.
\s5
\q
\v 11 કેમ કે તેઓએ ઈશ્વરની વિરુદ્ધ બળવો કર્યા,
\q પરાત્પર ઈશ્વરની સૂચનાઓનો ઇનકાર કર્યો.
\q
\v 12 તેઓનાં હૃદયો તેમણે કષ્ટથી નમ્ર કર્યાં;
\q તેઓ લથડી પડ્યા અને તેઓને સહાય કરનાર કોઈ ન હતું.
\q
\v 13 પછી તેઓએ પોતાના સંકટમાં યહોવાહને પોકાર્યા
\q અને તેમણે તેઓને દુઃખમાંથી ઉગાર્યા.
\s5
\q
\v 14 તે તેઓને અંધકાર અને મરણછાયામાંથી બહાર લાવ્યા
\q અને તેમણે તેઓનાં બંધન તોડી નાખ્યાં.
\q
\v 15 તેમની કૃપા તથા માનવજાત માટેના તેમનાં આશ્ચર્યકારક કૃત્યો
\q ધ્યાનમાં રાખીને લોકો યહોવાહની સ્તુતિ કરે તો કેવું સારું!
\q
\v 16 કેમ કે તેમણે પિત્તળના દરવાજા ભાંગી નાખ્યા
\q અને તેઓની લોખંડની ભૂંગળો તોડી નાખી.
\b
\s5
\q
\v 17 તેઓ પોતાના બળવાખોર માર્ગોમાં મૂર્ખ હતા
\q તથા પોતાના પાપથી સંકટમાં આવી પડ્યા.
\q
\v 18 તેઓના જીવો સર્વ પ્રકારના ખોરાકથી કંટાળી જાય છે
\q અને તેઓ મરણ દ્વાર સુધી આવી પહોંચે છે.
\q
\v 19 પછી તેઓ પોતાના સંકટમાં યહોવાહને પોકારે છે
\q અને તે તેઓને દુઃખમાંથી ઉગારે છે.
\s5
\q
\v 20 તેઓ પોતાનું વચન મોકલીને તેઓને સાજા કરે છે
\q અને તેમણે તેઓને દુર્દશામાંથી છોડાવ્યા છે.
\q
\v 21 આ તેમની કૃપા તથા માનવજાત માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો
\q ધ્યાનમાં રાખીને માણસો યહોવાહની સ્તુતિ કરે તો કેવું સારું!
\q
\v 22 તેઓને આભારસ્તુતિનાં અર્પણો ચઢાવવા દો
\q અને તેઓનાં કામ ગીતોથી પ્રગટ કરે.
\b
\s5
\q
\v 23 જેઓ વહાણમાં બેસીને સમુદ્રમાં ઊતરે છે
\q અને સમુદ્રપાર વ્યાપાર કરે છે.
\q
\v 24 તેઓ યહોવાહનાં કાર્યો
\q તથા સમુદ્ર પરનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો જુએ છે.
\s5
\q
\v 25 કેમ કે તે આજ્ઞા આપે છે અને તોફાની પવનો ચડી આવે છે;
\q તેથી સમુદ્રના મોજાંઓ ઊંચાં ઊછળે છે.
\q
\v 26 મોજાં આકાશ સુધી ચઢે છે, પછી પાછા ઊંડાણમાં ઊતરે છે.
\q તેઓના પ્રાણ ત્રાસથી આકુળવ્યાકુળ થાય છે.
\q
\v 27 તેઓ પીધેલાની જેમ આમતેમ ડોલતા લથડે છે
\q અને તેઓની બુદ્ધિ બહેર મારી જાય છે.
\s5
\q
\v 28 પછી તેઓ પોતાના સંકટમાં યહોવાહને પોકારે છે
\q અને તે તેઓને દુઃખમાંથી છોડાવે છે.
\q
\v 29 તેમણે તોફાનને શાંત કર્યાં
\q અને મોજાં શાંત થયાં.
\q
\v 30 પછી શાંતિ થવાથી તેઓને આનંદ થાય છે
\q અને તેઓને તેમની પસંદગીના બંદરે દોરી જાય છે.
\s5
\q
\v 31 આ તેમની કૃપા તથા માનવજાતને માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો
\q ધ્યાનમાં રાખીને માણસો યહોવાહની સ્તુતિ કરે તો કેવું સારું!
\q
\v 32 લોકોની સભામાં તેમને મોટા મનાવો
\q અને વડીલોની સભામાં તેમની સ્તુતિ કરો.
\b
\s5
\q
\v 33 તે નદીઓને સ્થાને અરણ્ય,
\q પાણીના ઝરાઓને સ્થાને કોરી ભૂમિ,
\q
\v 34 અને ત્યાં રહેતા લોકોની દુષ્ટતાને કારણે
\q ફળદ્રુપ ભૂમિને ખારવાળી જમીન બનાવે છે.
\q
\v 35 તે અરણ્યને સ્થાને સરોવર
\q અને કોરી ભૂમિને સ્થાને ઝરાઓ કરી નાખે છે.
\s5
\q
\v 36 તેમાં તે ભૂખ્યાજનોને વસાવે છે
\q અને તેઓ પોતાને રહેવાને માટે નગર બાંધે છે.
\q
\v 37 તેઓ ખેતરમાં વાવેતર કરે છે;
\q અને દ્રાક્ષવાડીઓમાં રોપણી કરીને તેનાં ફળની ઊપજ મેળવે છે.
\q
\v 38 તે તેઓને આશીર્વાદ આપે છે, તેથી તેમની પુષ્કળ વૃદ્ધિ થાય છે.
\q તે તેઓનાં જાનવરોને ઓછા થવા દેતા નથી.
\s5
\q
\v 39 તેઓના જુલમ, વિપત્તિ તથા શોક
\q પાછા ઘટાડવામાં આવે છે અને તેઓને નીચા પાડવામાં આવે છે.
\q
\v 40 તે શત્રુઓના સરદારો પર અપમાન લાવે છે
\q અને માર્ગ વિનાના અરણ્યમાં તેઓને રખડાવે છે.
\s5
\q
\v 41 પણ તે જરૂરિયાતમંદોને સંકટમાંથી છોડાવીને તેઓનું રક્ષણ કરે છે
\q અને ટોળાંની જેમ તેઓના કુટુંબની સંભાળ લે છે.
\q
\v 42 તે જોઈને ન્યાયીઓ આનંદ પામશે
\q અને સઘળા અન્યાયીઓનાં મુખ બંધ થશે.
\q
\v 43 જે કોઈ જ્ઞાની હશે તે આ વાતો ધ્યાનમાં લેશે
\q અને યહોવાહની કૃપા વિષે મનન કરશે.
\s5
\c 108
\s શત્રુઓ વિરુદ્ધ પ્રાર્થના
\r (ગી.શા. ૫૭:૭-૧૧; ૬૦:૫-૧૨)
\d ગાયન:દાઉદનું ગીત.
\b
\q
\v 1 હે ઈશ્વર, મેં મારું હૃદય દૃઢ કર્યું છે;
\q હું મારા અંતઃકરણથી ગીત ગાઈશ અને સ્તુતિ કરીશ.
\q
\v 2 વીણા, સિતાર, જાગો;
\q હું જાતે પરોઢિયાને જગાડીશ.
\s5
\q
\v 3 હે યહોવાહ, હું લોકોમાં તમારો આભાર માનીશ;
\q પ્રજાઓમાં હું તમારાં સ્તોત્ર ગાઈશ.
\q
\v 4 કારણ કે તમારી કૃપા આકાશો કરતાં ઊંચી છે;
\q અને તમારું વિશ્વાસુપણું આભ સુધી પહોંચે છે.
\s5
\q
\v 5 હે ઈશ્વર, તમે આકાશો કરતાં ઊંચા મનાઓ
\q અને તમારું ગૌરવ આખી પૃથ્વી કરતાં ઊંચું મનાઓ.
\q
\v 6 કે જેથી જેઓ તમને પ્રેમ કરે છે તેઓનો છૂટકો થાય,
\q તમારા જમણા હાથથી અમને છોડાવો અને ઉત્તર આપો.
\s5
\q
\v 7 ઈશ્વર પોતાની પવિત્રતાએ બોલ્યા છે; "હું હરખાઈશ;
\q હું શખેમના ભાગ કરીશ અને સુક્કોથની ખીણ વહેંચી આપીશ.
\q
\v 8 ગિલ્યાદ મારું છે અને મનાશ્શા મારું છે;
\q એફ્રાઇમ મારા માથાનો ટોપ છે;
\q યહૂદિયા મારો રાજદંડ છે.
\s5
\q
\v 9 મોઆબ મારા હાથ ધોવાનો કૂંડ છે;
\q અદોમ ઉપર હું મારાં પગરખાં ફેંકીશ;
\q પલિસ્તીઓને કારણે હું વિજયમાં આનંદ કરીશ.
\q
\v 10 મને કોટબંધ નગરમાં કોણ લઈ જશે?
\q મને અદોમમાં કોણ દોરી જશે?"
\s5
\q
\v 11 હે ઈશ્વર, શું તમે અમને તરછોડ્યા નથી?
\q તમે અમારા સૈન્યોની સાથે બહાર આવતા નથી.
\q
\v 12 અમને અમારા શત્રુઓ સામે મદદ કરો,
\q કેમ કે માણસની મદદ તો મિથ્યા છે.
\q
\v 13 અમે ઈશ્વરની સહાયથી પરાક્રમો કરીશું;
\q તે જ અમારા શત્રુઓને કચડી નાખશે.
\s5
\c 109
\s સંકટ સમયની પ્રાર્થના
\d મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત.
\b
\q
\v 1 હે મારા સ્તુતિના ઈશ્વર, તમે શાંત ન રહો.
\q
\v 2 કારણ કે દુષ્ટ અને કપટી માણસો મારા પર હુમલાઓ કરે છે;
\q તેઓ મારી વિરુદ્ધ જૂઠું બોલે છે.
\q
\v 3 તેઓએ મને તિરસ્કૃત શબ્દોથી ઘેરી લીધો છે
\q અને કોઈ કારણ વગર મારી સાથે લડાઈ કરવા હુમલો કરે છે.
\s5
\q
\v 4 તેઓ મારી પ્રીતિના બદલામાં મારા શત્રુ થયા છે,
\q પણ હું તેઓને માટે પ્રાર્થના જ કરું છું.
\q
\v 5 તેઓ ઉપકારને બદલે અપકાર કરે છે
\q અને તેઓ મારા પ્રેમને ધિક્કારે છે.
\s5
\q
\v 6 મારા શત્રુનો સામનો કરવા માટે એક દુષ્ટ માણસને નિયુક્ત કરો;
\q તેને જમણે હાથે કોઈ અપ્રામાણિકને ઊભો રાખો.
\q
\v 7 જ્યારે તે ન્યાય કરે, ત્યારે તે અપરાધી ઠરો;
\q તેની પ્રાર્થના પાપરૂપ ગણાઓ.
\s5
\q
\v 8 તેના દિવસો થોડા થાઓ;
\q તેનું સ્થાન બીજા કોઈ લઈ લો.
\q
\v 9 તેના સંતાનો અનાથ
\q અને તેની પત્ની વિધવા થાઓ.
\q
\v 10 તેના સંતાનો રખડીને ભીખ માગો,
\q ઉજ્જડ થયેલાં પોતાના ઘરોમાંથી તેઓને નસાડી મૂકવામાં આવે.
\s5
\q
\v 11 તેનો લેણદાર જોરજુલમથી તેનું બધું લઈ જાઓ;
\q તેની મહેનતનું ફળ અજાણ્યા લૂંટી જાઓ.
\q
\v 12 તેના પર દયા રાખનાર કોઈ ન રહો;
\q તેનાં અનાથ બાળકો પર કોઈ કૃપા રાખનાર ન રહો.
\q
\v 13 તેના વંશજોનો ઉચ્છેદ થાઓ;
\q આવતી પેઢીમાંથી તેનું નામ સંપૂર્ણપણે ભૂંસાઈ જાઓ.
\s5
\q
\v 14 તેના પિતૃઓનાં પાપ યહોવાહને યાદ રહો;
\q અને તેની માતાનું પાપ માફ કરવામાં ન આવો.
\q
\v 15 તેનાં પાપો નિત્ય યહોવાહની નજરમાં રહો;
\q યહોવાહ તેનું નામ પૃથ્વી પરથી ઉખેડી નાખે.
\q
\v 16 કારણ કે તેણે બીજાઓ પ્રત્યે દયા કરવાનું ચાહ્યું નહિ,
\q પણ નિરુત્સાહીની હત્યા કરવા માટે
\q અને ગરીબ તથા જરૂરતમંદને સતાવ્યા.
\s5
\q
\v 17 બીજાઓને શાપ આપવામાં તે ખુશ હતો; માટે એ શાપ તેને લાગો.
\q તે આશીર્વાદને ધિક્કારતો; તેથી તેના પર કોઈ આશીર્વાદ ન આવો.
\q
\v 18 તેણે વસ્ત્રની જેમ પોતાના શરીર પર શાપ ધારણ કર્યો હતો
\q અને તેનો શાપ પાણીની માફક તેના અંતઃકરણમાં
\q તેના હાડકામાં તેલની જેમ પ્રસરી જતો હતો.
\s5
\q
\v 19 પહેરવાનાં વસ્ત્રની જેમ તે તેને આચ્છાદિત કરનાર થાઓ
\q કમરબંધની જેમ તે સદા વીંટળાઈ રહો.
\q
\v 20 જેઓ મારા શત્રુ છે અને જેઓ મારા આત્માની વિરુદ્ધ બોલનાર છે,
\q તેઓને યહોવાહ તરફથી આવો બદલો મળો.
\s5
\q
\v 21 હે યહોવાહ, મારા પ્રભુ, તમે તમારા નામની ખાતર મારા માટે લડો.
\q કેમ કે તમારી કૃપા ઉત્તમ છે, મારો બચાવ કરો.
\q
\v 22 કેમ કે હું ગરીબ તથા દરિદ્રી છું
\q અને મારું હૃદય ઊંડે સુધી ઘાયલ થયું છે.
\q
\v 23 હું નમી ગયેલી છાયાના જેવો થઈ ગયો છું;
\q મને તીડની જેમ ખંખેરી નાખવામાં આવે છે.
\s5
\q
\v 24 ઉપવાસથી મારાં ઘૂંટણ નબળા પડ્યાં છે;
\q મારું માંસ પુષ્ટિ વિના ઘટી ગયું છે.
\q
\v 25 હું સર્વ માણસો માટે નિષ્ફળતાનું પ્રતીક બન્યો છું;
\q જ્યારે તેઓ મને જુએ છે, ત્યારે તેઓ પોતાના માથાં હલાવે છે.
\s5
\q
\v 26 હે યહોવાહ મારા ઈશ્વર, મને મદદ કરો;
\q તમારી કૃપા પ્રમાણે મારો બચાવ કરો.
\q
\v 27 તેઓ જાણે કે આ તમે કર્યું છે,
\q હે યહોવાહ, તમે જ આ કર્યું છે,
\s5
\q
\v 28 જો તેઓ મને શાપ આપે, તો કૃપા કરી તેમને આશીર્વાદ આપજો;
\q જ્યારે તેઓ હુમલો કરે, ત્યારે તેઓ શરમાઈ જાઓ,
\q પણ તમારો સેવક આનંદ કરે.
\q
\v 29 મારા શત્રુઓ વસ્ત્રની જેમ બદનામીથી શરમ અનુભવો
\q અને ઝભ્ભાની જેમ તેઓ શરમથી ઢંકાઈ જાઓ.
\s5
\q
\v 30 હું વારંવાર યહોવાહનો આભાર માનીશ;
\q હું ઘણા લોકોમાં તેમની સ્તુતિ ગાઈશ.
\q
\v 31 કારણ કે દરિદ્રીના આત્માને અપરાધી ઠરાવનારાઓથી
\q ઉદ્ધાર આપવાને માટે યહોવાહ તેને જમણે હાથે ઊભા રહેશે.
\s5
\c 110
\s અભિષિક્ત રાજા
\d દાઉદનું ગીત.
\b
\q
\v 1 યહોવાહે મારા પ્રભુને કહ્યું, "જ્યાં સુધી હું તારા દુશ્મનોને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ."
\s5
\q
\v 2 યહોવાહે કહ્યું, "સિયોનમાંથી તમારા સામર્થ્યનો રાજદંડ પકડો;
\q તારા શત્રુઓ પર રાજ કર.
\q
\v 3 તારા લોકો તારા યુદ્ધને દિવસે તારી સાથે જોડાવા ઇચ્છશે
\q પવિત્રતાની સુંદરતા પહેરીને અને મળસકાના ગર્ભસ્થાનમાંથી નીકળીને તમે આવો;
\q તારી યુવાવસ્થાનું જોર તને દોરે છે.
\s5
\q
\v 4 યહોવાહે સમ ખાધા છે અને તે બદલશે નહિ:
\q તમે મલ્ખીસદેકના
\f +
\fr 110:4
\ft જુઓ હિબ્રૂ ૫:૬, ૬:૨૦, ૭:૧૭, ૨૧
\f* ધોરણે,
\q સદાને માટે યાજક છો."
\s5
\q
\v 5 પ્રભુ તમારે જમણે હાથે છે.
\q તે પોતાના કોપને દિવસે રાજાઓને મારી નાખશે.
\q
\v 6 તે દેશોનો ન્યાય કરશે;
\q તે ખીણોને મૃતદેહોથી ભરશે;
\q તે ઘણા દેશોમાંથી આગેવાનોને મારી નાખશે.
\s5
\q
\v 7 તે માર્ગમાંના ઝરાઓમાંથી પાણી પીશે
\q અને વિજય પછી તે પોતાનું માથું ઊંચું કરશે.
\s5
\c 111
\s પ્રભુના ગુણગાન
\b
\q
\v 1 યહોવાહની સ્તુતિ કરો.
\q ન્યાયીઓની સભામાં અને મંડળીઓમાં
\q હું ખરા હૃદયથી યહોવાહની આભારસ્તુતિ કરીશ.
\q
\v 2 યહોવાહનાં કાર્યો મહાન છે,
\q જે બાબતો તેઓ ઇચ્છે છે તેની તેઓ આતુરતાપૂર્વક રાહ જુએ છે.
\q
\v 3 તેમનાં કાર્યો તેજસ્વી અને મહિમાવંત છે
\q અને તેમનું ન્યાયીપણું સદાકાળ ટકે છે.
\s5
\q
\v 4 તેમણે પોતાના ચમત્કારી કાર્યોથી પોતાને માટે સ્મારક કર્યું છે;
\q યહોવાહ દયાળુ તથા કૃપાથી ભરપૂર છે.
\q
\v 5 તે પોતાના અનુયાયીઓને ખોરાક પૂરો પાડે છે.
\q તે પોતાના કરારનું હંમેશાં સ્મરણ રાખશે.
\q
\v 6 વિદેશીઓનો વારસો પોતાના લોકોને આપીને તેમણે તેઓને
\q પોતાનાં અદ્દભુત કાર્યોનું પરાક્રમ બતાવ્યું છે.
\s5
\q
\v 7 તેમના હાથનાં કામ સત્ય અને ન્યાયી છે;
\q તેમની સર્વ આજ્ઞાઓ વિશ્વસનીય છે.
\q
\v 8 તેઓ સદા સ્થિર રખાયેલી છે,
\q અને સત્યતાથી તથા વિશ્વાસુપણાથી કરવામાં આવી છે.
\q
\v 9 તેમણે પોતાના લોકોને વિજય આપ્યો છે;
\q પોતાનો કરાર સદાકાળ માટે ફરમાવ્યો છે;
\q તેમનું નામ પવિત્ર અને ભયાવહ છે.
\s5
\q
\v 10 યહોવાહને માન આપવું એ બુદ્ધિની શરૂઆત છે.
\q જે લોકો તેમની સૂચનાઓનું પાલન કરે છે, તેઓ સમજદાર છે.
\q તેમની સ્તુતિ સર્વકાળ થશે.
\s5
\c 112
\s સજ્જનનું સુખ
\b
\q
\v 1 યહોવાહની સ્તુતિ કરો.
\q જે યહોવાહને માન આપે છે,
\q જે તેમની આજ્ઞાઓ પાળવામાં ખુશ થાય છે, તેઓ આશીર્વાદિત છે.
\q
\v 2 તેના વંશજો પૃથ્વી પર બળવાન થશે;
\q ઈશ્વરના લોકો આશીર્વાદ પામશે.
\s5
\q
\v 3 તેઓના ઘરમાં ધનદોલતની વૃદ્ધિ થશે;
\q તેઓનું ન્યાયીપણું સદાકાળ ટકશે.
\q
\v 4 ઈશ્વરના લોકો માટે અંધકારમાં પ્રકાશ પ્રગટ થાય છે;
\q તેઓ કૃપાળુ, દયાળુ અને ન્યાયી છે
\f +
\fr 112:4
\ft ઈશ્વર કૃપાળુ, દયાળુ અને ન્યાયી છે
\f* .
\q
\v 5 જે માણસ કૃપા રાખીને આપે છે,
\q તે પોતાના કામમાં પ્રામાણિકપણે ચાલશે.
\s5
\q
\v 6 કેમ કે તે કદી પડશે નહિ;
\q ન્યાયી માણસનું સ્મરણ સર્વકાળ રહેશે.
\q
\v 7 તે ખરાબ સમાચારથી ગભરાતો નથી;
\q તેને યહોવાહમાં આત્મવિશ્વાસ અને ભરોસો હોય છે.
\s5
\q
\v 8 તેનું હૃદય શાંત છે,
\q તે પોતાના શત્રુઓ પર વિજય મેળવતા સુધી ગભરાશે નહિ.
\q
\v 9 તેણે ઉદારતાથી ગરીબોને આપ્યું છે;
\q તેનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે;
\q તેને માન સહિત ઊંચો કરવામાં આવશે
\f +
\fr 112:9
\ft તે સામર્થી અને મહાન બનશે
\f* .
\s5
\q
\v 10 દુષ્ટો આ જોઈને ગુસ્સે થશે;
\q તેઓ પોતાના દાંત પીસશે અને ઓગળી જશે;
\q દુષ્ટોની યોજનાઓ નિષ્ફળ જશે.
\s5
\c 113
\s પ્રભુની ભલાઈનાં ગુણગાન
\b
\q
\v 1 યહોવાહની સ્તુતિ કરો.
\q હે યહોવાહના સેવકો, સ્તુતિ કરો;
\q યહોવાહના નામની સ્તુતિ કરો.
\q
\v 2 યહોવાહનું નામ આ સમયથી
\q તે સર્વકાળ સુધી સ્તુત્ય થાઓ.
\s5
\q
\v 3 સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી
\q યહોવાહના નામની સ્તુતિ કરો.
\q
\v 4 યહોવાહ સર્વ પ્રજાઓ ઉપર સર્વોપરી અધિકારી છે
\q અને તેમનું ગૌરવ આકાશો કરતાં મહાન છે.
\s5
\q
\v 5 આપણા ઈશ્વર યહોવાહ જેવા કોણ છે?
\q જે ઉચ્ચસ્થાનમાં બેઠા છે.
\q
\v 6 આકાશમાં તથા પૃથ્વીમાં
\q જે છે તે કોણ જુએ છે?
\s5
\q
\v 7 તે ગરીબને ધૂળમાંથી ઉઠાવી લે છે
\q અને જરૂરિયાતમંદોને રાખના ઢગલામાંથી ઊંચા કરે છે.
\q
\v 8 જેથી તે અમીરો સાથે
\q એટલે પોતાના રાજકુમારો સાથે બેસનાર થાય.
\s5
\q
\v 9 તે નિઃસંતાન સ્ત્રીને ઘર આપે છે,
\q તેને પુત્રોની આનંદી માતા બનાવે છે.
\q યહોવાહની સ્તુતિ કરો.
\s5
\c 114
\s નિર્ગમન સમયે પ્રભુનાં આશ્ચર્ય-કૃત્યો
\b
\q
\v 1 જ્યારે ઇઝરાયલીઓએ મિસર છોડ્યું,
\q એટલે યાકૂબનું કુટુંબ વિદેશી લોકોમાંથી બહાર આવ્યું,
\q
\v 2 ત્યારે યહૂદિયા તેમનું પવિત્રસ્થાન,
\q અને ઇઝરાયલ તેમનું રાજ્ય થયું.
\s5
\q
\v 3 સમુદ્ર તે જોઈને નાસી ગયો;
\q યર્દન પાછી હઠી.
\q
\v 4 પર્વતો ઘેટાંઓની માફક કૂદ્યા
\q ડુંગરો હલવાનની જેમ કૂદ્યા.
\s5
\q
\v 5 અરે સમુદ્ર, તું કેમ નાસી ગયો?
\q યર્દન નદી, તું કેમ પાછી હઠી?
\q
\v 6 અરે પર્વતો, તમે શા માટે ઘેટાંની જેમ કૂદ્યા?
\q નાના ડુંગરો, તમે કેમ હલવાનોની જેમ કૂદ્યા?
\q
\v 7 હે પૃથ્વી, પ્રભુની સમક્ષ,
\q યાકૂબના ઈશ્વરની સમક્ષ, તું કાંપ.
\s5
\q
\v 8 તેમણે ખડકમાંથી પાણી વહેવડાવીને સરોવર બનાવ્યું,
\q મજબૂત ખડકને પાણીનાં ઝરામાં ફેરવ્યા.
\s5
\c 115
\s એકમાત્ર ખરા ઈશ્વર
\b
\q
\v 1 હે યહોવાહ, અમોને નહિ, અમોને નહિ,
\q કેમ કે તમારી કૃપા અને તમારા વિશ્વાસુપણાને લીધે,
\q તમારું નામ મહિમાવાન મનાઓ,
\q
\v 2 પ્રજાઓ શા માટે કહે છે,
\q "તેઓના ઈશ્વર ક્યાં છે?"
\s5
\q
\v 3 અમારા ઈશ્વર સ્વર્ગમાં છે;
\q જે તેમણે ઇચ્છ્યું તે સર્વ તેમણે કર્યું.
\q
\v 4 તેઓની મૂર્તિઓ સોના તથા ચાંદીની જ છે,
\q તેઓ માણસોના હાથનું કામ છે.
\s5
\q
\v 5 તેઓને મુખ છે, પણ તેઓ બોલી શકતી નથી;
\q તેઓને આંખો છે, પણ તેઓ જોઈ શકતી નથી;
\q
\v 6 તેઓને કાન છે, પણ તેઓ સાંભળી શકતી નથી;
\q તેઓને નાક છે, પણ તેઓ સૂંઘી શકતી નથી.
\s5
\q
\v 7 તેઓને હાથ છે, પણ તેમનો ઉપયોગ કરી શકતી નથી;
\q તેઓને પગ છે, પણ તે ચાલી શકતી નથી;
\q વળી તેઓ પોતાના ગળામાંથી અવાજ કાઢી શકતી નથી.
\q
\v 8 તેઓના બનાવનારા અને
\q તેઓના પર ભરોસો રાખનારા સર્વ તેઓના જેવા છે.
\s5
\q
\v 9 હે ઇઝરાયલ, યહોવાહ પર ભરોસો રાખ;
\q તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે.
\q
\v 10 હારુનનું કુટુંબ, યહોવાહ પર ભરોસો રાખો;
\q તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે.
\q
\v 11 હે યહોવાહના ભક્તો, તેમના પર ભરોસો રાખો;
\q તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે.
\s5
\q
\v 12 યહોવાહે આપણને સંભાર્યા છે અને તે આપણને આશીર્વાદ આપશે;
\q તે ઇઝરાયલના પરિવારને
\q અને હારુનના પરિવારને આશીર્વાદ આપશે.
\q
\v 13 જે યહોવાહને માન આપે છે,
\q તેવાં નાનાં કે મોટાં બન્નેને તે આશીર્વાદ આપશે.
\q
\v 14 યહોવાહ તમારી તેમ જ તમારા
\q વંશજોની વૃદ્ધિ કર્યા કરશે.
\s5
\q
\v 15 તમે આકાશ અને પૃથ્વીના ઉત્પન્નકર્તા,
\q યહોવાહના આશીર્વાદ પામ્યા છો.
\q
\v 16 આકાશો યહોવાહનાં છે;
\q પણ પૃથ્વી તેમણે માણસોને આપી છે.
\s5
\q
\v 17 મૃત્યુ પામેલાઓ અથવા કબરમાં ઊતરનારા
\q તેઓમાંનું કોઈ યહોવાહની સ્તુતિ કરતું નથી.
\q
\v 18 પણ અમે આજથી તે સર્વકાળ સુધી
\q યહોવાહની સ્તુતિ કરીશું.
\q યહોવાહની સ્તુતિ થાઓ.
\s5
\c 116
\s મૃત્યુમાંથી બચાવ માટે આભારસ્તુતિ
\b
\q
\v 1 હું યહોવાહને પ્રેમ કરું છું કેમ કે તેમણે મારો અવાજ
\q અને મારી વિનંતી સાંભળી છે.
\q
\v 2 તેમણે મારી તરફ પોતાના કાન ધર્યા છે,
\q મારા જીવનપર્યંત હું તેમની પ્રાર્થના કરીશ.
\s5
\q
\v 3 મરણની જાળમાં હું સપડાઈ ગયો હતો
\q અને મને લાગતું હતું જાણે હું શેઓલમાં હોઉં;
\q મને સંકટ તથા શોક મળ્યાં હતાં.
\q
\v 4 ત્યારે મેં યહોવાહના નામનો પોકાર કર્યો:
\q "હે યહોવાહ, કૃપા કરીને મારા આત્માને છોડાવો."
\s5
\q
\v 5 યહોવાહ ન્યાયી તથા કૃપાળુ છે;
\q આપણા ઈશ્વર ખરેખરા માયાળુ છે.
\q
\v 6 યહોવાહ ભોળા માણસોનું રક્ષણ કરે છે;
\q હું છેક લાચાર બની ગયો હતો અને તેમણે મને બચાવ્યો.
\s5
\q
\v 7 હે મારા આત્મા, તારા વિશ્રામસ્થાનમાં પાછો આવ;
\q કારણ કે યહોવાહ તારી સાથે ઉદારતાથી વર્ત્યા છે.
\q
\v 8 કેમ કે તમે મારા પ્રાણને મૃત્યુથી,
\q મારી આંખોને આંસુથી
\q અને મારા પગોને લથડવાથી બચાવ્યા છે.
\s5
\q
\v 9 હું જીવલોકમાં
\q યહોવાહની સેવા કરવાનું ચાલુ રાખીશ.
\q
\v 10 મને તેમનામાં વિશ્વાસ છે
\f +
\fr 116:10
\ft હું યહોવાહ પર વિશ્વાસ રાખતો ગયો
\f* માટે હું આમ બોલું છું,
\q "હું ઘણો દુઃખી થઈ ગયો છું."
\q
\v 11 મારા ગભરાટમાં મેં કહ્યું,
\q "સર્વ માણસો જૂઠા છે."
\s5
\q
\v 12 હું યહોવાહના મારા પર થયેલા સર્વ
\q ઉપકારોનો તેમને શો બદલો આપું?
\q
\v 13 હું ઉદ્ધારનો પ્યાલો લઈને,
\q યહોવાહના નામને વિનંતિ કરીશ.
\q
\v 14 યહોવાહની આગળ મેં જે સંકલ્પો કર્યા છે,
\q તે હું તેમના સર્વ લોકોની સમક્ષ પૂર્ણ કરીશ.
\q
\v 15 યહોવાહની દ્રષ્ટિમાં
\q તેમના ભક્તોનું મરણ કિંમતી છે.
\s5
\q
\v 16 હે યહોવાહ, નિશ્ચે, હું તમારો સેવક છું;
\q હું તમારો જ સેવક છું, તમારી સેવિકાનો દીકરો;
\q તમે મારાં બંધન છોડ્યાં છે.
\q
\v 17 હું તમારા માટે આભારસ્તુતિનાં અર્પણો ચઢાવીશ
\q અને હું યહોવાહના નામે પોકારીશ.
\s5
\q
\v 18 યહોવાહની સમક્ષ લીધેલા સંકલ્પો
\q જે મેં તેમના સર્વ લોકોની સમક્ષ લીધા છે, તે પાળીશ.
\q
\v 19 હે યરુશાલેમ, તારી અંદર,
\q યહોવાહના ઘરનાં આંગણામાં
\q યહોવાહની સ્તુતિ થાઓ.
\s5
\c 117
\s યહોવાહની સ્તુતિ
\b
\q
\v 1 પૃથ્વીના સર્વ લોકો યહોવાહની સ્તુતિ કરો;
\q સર્વ લોકો, તેમને મહાન માનો.
\q
\v 2 કારણ કે તેમની અનહદ કૃપા આપણા પર છે
\q અને યહોવાહની સત્યતા સર્વકાળ ટકે છે.
\q યહોવાહની સ્તુતિ કરો.
\s5
\c 118
\s વિજય માટે આભારસ્તુતિ
\b
\q
\v 1 યહોવાહનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે,
\q તેમની કૃપા સર્વકાળ ટકે છે.
\q
\v 2 ઇઝરાયલ, એમ કહો,
\q "તેમની કૃપા સર્વકાળ ટકે છે."
\s5
\q
\v 3 હારુનનું કુટુંબ કહો,
\q "તેમની કૃપા સર્વકાળ ટકે છે."
\q
\v 4 યહોવાહના વફાદાર અનુયાયીઓ કહો,
\q "તેમની કૃપા સર્વકાળ ટકે છે."
\s5
\q
\v 5 મેં મારા સંકટમાં યહોવાહને વિનંતી કરી;
\q યહોવાહે ઉત્તર આપીને મને મુક્ત કર્યો.
\q
\v 6 યહોવાહ મારા પક્ષમાં છે; હું બીવાનો નથી;
\q માણસ મને શું કરનાર છે?
\q
\v 7 મારા મદદગાર તરીકે યહોવાહ મારી પાસે છે;
\q હું મારા શત્રુઓને, કે જેઓ મને ધિક્કારે છે, તેઓને પરાજિત થતાં જોઈશ.
\s5
\q
\v 8 માણસ પર ભરોસો રાખવા કરતાં
\q યહોવાહ પર ભરોસો રાખવો વધારે સારો છે.
\q
\v 9 રાજાઓ પર ભરોસો રાખવા કરતાં
\q યહોવાહ પર આધાર રાખવો વધારે સારો છે.
\s5
\q
\v 10 સર્વ પ્રજાઓએ મને ઘેરી લીધો છે;
\q યહોવાહને નામે મેં તેઓને કાપી નાખ્યા
\f +
\fr 118:10
\ft યહોવાહને નામે મેં તેઓને નાશ કર્યો
\f* .
\q
\v 11 તેઓએ મને ઘેરી લીધો છે, હા, તેઓએ મને ઘેરી લીધો છે;
\q યહોવાહને નામે મેં તેઓને કાપી નાખ્યા.
\q
\v 12 તેઓએ મને મધમાખીઓની જેમ ઘેરી લીધો હતો;
\q તેઓ સળગતા કાંટાની જેમ તરત જ હોલવાઈ ગયા છે;
\q યહોવાહને નામે મેં તેઓને કાપી નાખ્યા.
\s5
\q
\v 13 નીચે પાડી નાખવાને માટે તેઓએ મારા પર હુમલો કર્યો,
\q પણ યહોવાહે મને મદદ કરી.
\q
\v 14 યહોવાહ મારું સામર્થ્ય તથા મારો આનંદ છે
\q અને તે જ મારા છોડાવનાર થયા છે.
\s5
\q
\v 15 ન્યાયીઓના તંબુમાં વિજયોત્સવના હર્ષનાદ સંભળાય છે;
\q યહોવાહનો જમણો હાથ વિજય આપનાર છે.
\q
\v 16 યહોવાહનો જમણો હાથ ઊંચો થયેલો છે;
\q યહોવાહનો જમણો હાથ વિજય આપનાર છે.
\s5
\q
\v 17 હું મરણ પામીશ નહિ, પણ જીવતો રહીશ
\q અને યહોવાહનાં કૃત્યોને પ્રગટ કરીશ.
\q
\v 18 યહોવાહે મને ભારે શિક્ષા કરી છે;
\q પણ તેમણે મને મરણને સ્વાધીન કર્યો નથી.
\s5
\q
\v 19 મારે માટે ન્યાયીપણાનું પ્રવેશદ્વાર
\f +
\fr 118:19
\ft મારા માટે ઈશ્વરના લોકો પ્રવેશતા દ્વાર ખોલો
\f* ઉઘાડો;
\q હું તેમાં પ્રવેશ કરીશ અને હું યહોવાહનો આભાર માનીશ.
\q
\v 20 યહોવાહનું દ્વાર આ છે;
\q એમાં થઈને ન્યાયીઓ અંદર પ્રવેશ કરશે.
\q
\v 21 હું તમારો આભાર માનીશ, કેમ કે તમે મને ઉત્તર આપ્યો છે
\q અને તમે મારો ઉદ્ધાર કર્યો છો.
\s5
\q
\v 22 જે પથ્થરને ઘર બાંધનારાઓએ નકાર્યો હતો;
\q તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.
\q
\v 23 આ કાર્ય તો યહોવાહથી થયું છે;
\q આપણી દ્રષ્ટિમાં તે આશ્ચર્યકારક છે.
\s5
\q
\v 24 આ દિવસ યહોવાહે આપણને આપ્યો છે;
\q તેમાં આપણે આનંદોત્સવ કરીએ.
\q
\v 25 હે યહોવાહ, કૃપા કરી હવે અમને વિજય આપો.
\s5
\q
\v 26 યહોવાહને નામે જે આવે છે તે આશીર્વાદિત છે;
\q અમે તમને યહોવાહના ઘરમાંથી આશીર્વાદ આપ્યો છે.
\q
\v 27 યહોવાહ તે જ ઈશ્વર છે અને તેમણે આપણને અજવાળું આપ્યું છે;
\q વેદીનાં શિંગોની સાથે દોરડાંથી બલિદાનને બાંધો.
\q
\v 28 તમે મારા ઈશ્વર છો અને હું તમારો આભાર માનીશ;
\q તમે મારા ઈશ્વર છો; હું તમને મહાન માનીશ.
\s5
\q
\v 29 યહોવાહનો આભાર માનો; કેમ કે તે ઉત્તમ છે;
\q તેમની કૃપા સર્વકાળ ટકે છે.
\s5
\c 119
\d આલેફ.
\q1
\v 1 જેના માર્ગો સીધા છે,
\q જેઓ યહોવાહના નિયમો પ્રમાણે ચાલે છે, તેઓ આશીર્વાદિત છે.
\q
\v 2 જેઓ તેમનાં સાક્ષ્ય પાળે છે તેઓ આશીર્વાદિત છે,
\q તેઓ પૂર્ણ હૃદયથી તેમને શોધે છે.
\s5
\q
\v 3 તેઓ અન્યાય કરતા નથી;
\q તેઓ તેમના માર્ગમાં ચાલે છે.
\q
\v 4 તમારાં શાસનો પાળવાની તમે અમને આજ્ઞા આપી છે
\q કે જેથી અમે તેનું ખૂબ કાળજીપૂર્વક પાલન કરીએ.
\s5
\q
\v 5 તમારા વિધિઓ પાળવાને માટે
\q મારા વિચારો દ્રઢ થાય તો કેવું સારું!
\q
\v 6 જ્યારે હું તમારી બધી આજ્ઞાઓનો વિચાર કરું,
\q ત્યારે હું શરમિંદો નહિ થાઉં.
\s5
\q
\v 7 જ્યારે હું તમારા ન્યાયી સાક્ષ્યો શીખીશ
\q ત્યારે હું મારા શુદ્ધ અંતઃકરણથી તમારો આભાર માનીશ.
\q
\v 8 હું તમારા વિધિઓને અનુસરીશ;
\q મારો ત્યાગ ન કરો.
\b
\s તમારાં વચનો મેં મારા હૈયામાં રાખ્યાં છે.
\d બેથ.
\s5
\q
\v 9 જુવાન માણસ કેવી રીતે પોતાનું જીવન શુદ્ધ રાખી શકે?
\q તમારા વચનો પાળવાથી.
\q
\v 10 મેં મારા ખરા હૃદયથી તમને શોધ્યા છે;
\q તમારી આજ્ઞાઓથી ચૂકીને મને ભટકવા ન દો.
\s5
\q
\v 11 મેં તમારાં વચન કાળજીપૂર્વક મારા હૃદયમાં રાખી મૂક્યાં છે
\q કે જેથી તમારી વિરુદ્ધ હું ફરી પાપ ન કરું.
\q
\v 12 હે યહોવાહ, તમે સ્તુતિપાત્ર છો;
\q કૃપા કરીને મને તમારાં શાસનો શીખવો.
\s5
\q
\v 13 મારા હોઠોથી હું તમારા બધા
\q નિયમો વિષે વાત કરીશ.
\q
\v 14 તમારાં સાક્ષ્યોના માર્ગમાં
\q મને પુષ્કળ સંપત્તિ કરતાં વધારે આનંદ મળ્યો છે.
\s5
\q
\v 15 હું તમારા નિયમોનું મનન કરીશ
\q અને તમારા માર્ગોને અનુસરીશ.
\q
\v 16 તમારા વિધિઓ પાળવામાં મને આનંદ થશે;
\q હું તમારું વચન વીસરીશ નહિ.
\b
\s મને તમારાં વચનોની અદ્બૂતતા બતાવો
\d ગિમેલ.
\s5
\q
\v 17 તમારા સેવક ઉપર કૃપા કરો કે હું જીવું
\q અને તમારાં વચનો પાળું.
\q
\v 18 તમારા નિયમશાસ્ત્રમાંની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે;
\q મારી આંખો ઉઘાડો.
\s5
\q
\v 19 હું તો પૃથ્વી પર વિદેશી છું;
\q તમારી આજ્ઞાઓ મારાથી ન સંતાડો.
\q
\v 20 મારું હૃદય તમારાં ન્યાયવચનો માટે
\q સર્વ સમયે તીવ્ર ઝંખના કરે છે.
\s5
\q
\v 21 તમે ગર્વિષ્ઠ લોકોને તેમ જ
\q જેઓ તમારી આજ્ઞાઓને માનતા નથી, તેઓને શ્રાપ આપો છો.
\q
\v 22 મહેણાં તથા અપમાનને મારાથી દૂર કરો,
\q કારણ કે મેં તમારા નિયમો માન્યા છે.
\s5
\q
\v 23 સરદારો પણ આસનો પર બેસીને મારી વિરુદ્ધ બોલતા હતા,
\q પણ તમારા સેવકે તમારા વિધિઓનું મનન કર્યું છે.
\q
\v 24 તમારાં સાક્ષ્યોથી મને આનંદ થાય છે
\q અને તેઓ મારા સલાહકારો છે.
\b
\s પ્રભુ-નિયમ પાળવાનો સંકલ્પ
\d દાલેથ.
\s5
\q
\v 25 મારો આત્મા ધૂળ ભેગો થઈ ગયો છે;
\q તમારા વચન પ્રમાણે મને જિવાડો.
\q
\v 26 મેં મારા માર્ગો તમને પ્રગટ કર્યા અને તમે મને ઉત્તર આપ્યો;
\q મને તમારા વિધિઓ શીખવો.
\s5
\q
\v 27 તમારી સૂચનાઓના માર્ગો સમજવા મારી મદદ કરો,
\q જેથી હું તમારા અદ્દભુત શિક્ષણ
\f +
\fr 119:27
\ft અદ્દભુત કાર્યો
\f* વિશે ચર્ચા કરી શકું.
\q
\v 28 દુઃખને કારણે મારું હૃદય ભારે થઈ ગયું છે;
\q તમારાં વચન પ્રમાણે મને બળવાન કરો.
\s5
\q
\v 29 અસત્યનો માર્ગ મારાથી દૂર કરો;
\q કૃપા કરીને મને તમારા નિયમો શીખવો.
\q
\v 30 મેં વિશ્વાસુપણાનો માર્ગ પસંદ કર્યો છે;
\q મેં હંમેશા તમારાં ન્યાયવચનો મારી નજરમાં રાખ્યાં છે.
\s5
\q
\v 31 હું તમારાં સાક્ષ્યોને વળગી રહ્યો છું;
\q હે યહોવાહ, મારે લજ્જિત થવું ન પડે.
\q
\v 32 તમારી આજ્ઞાઓના માર્ગમાં હું દોડીશ,
\q કેમ કે તમે મારા હૃદયને પ્રફુલ્લિત કરો છો.
\b
\s તમારા નિયમો શીખવો
\d હે
\s5
\q
\v 33 હે યહોવાહ, તમારા વિધિઓનો માર્ગ મને શીખવો
\q અને હું અંત સુધી તે પ્રમાણે ચાલીશ.
\q
\v 34 મને સમજણશક્તિ આપો એટલે હું તમારો નિયમ પાળીશ;
\q હું મારા હૃદયથી તેનું અનુકરણ કરીશ.
\s5
\q
\v 35 મને તમારી આજ્ઞાઓના માર્ગમાં દોરો,
\q કારણ કે હું તેમાં આનંદ માનું છું.
\q
\v 36 તમારા કરાર પર ધ્યાન આપવા માટે મારા હૃદયને દોરો
\q અને લોભ તરફથી મને વારો.
\s5
\q
\v 37 વ્યર્થતામાંથી તમે મારી દ્રષ્ટિ ફેરવો;
\q તમારા માર્ગ વિષે મને આતુર કરો.
\q
\v 38 તમારું જે વચન ભય ઉપજાવનારું છે;
\q તે તમારા સેવકના લાભમાં દ્રઢ કરો.
\s5
\q
\v 39 જે અપમાનનો મને ડર છે; તે મારાથી દૂર કરો;
\q કારણ કે તમારાં ન્યાયવચનો ઉત્તમ છે.
\q
\v 40 જુઓ, તમારા નિયમોને આધીન થવા માટે હું ઝંખુ છું;
\q મારા ન્યાયીપણામાં તમે મારા જીવનને સંભાળી રાખો.
\b
\s તમારાં વચનોમાં મને સંપૂર્ણ ભરોસો
\d વાવ.
\s5
\q
\v 41 હે યહોવાહ, તમારો અવિકારી પ્રેમ,
\q તમારા વચન પ્રમાણે, તમારો ઉદ્ધાર મને આપો.
\q
\v 42 તેથી હું મારું અપમાન કરનારને જવાબ આપી શકું,
\q કેમ કે હું તમારાં વચનનો ભરોસો કરું છું.
\s5
\q
\v 43 મારા મુખમાંથી સત્ય વચનો કદી ન લઈ લો,
\q કેમ કે હું તમારાં ન્યાયવચનોની આશા રાખી રહ્યો છું.
\q
\v 44 હું સદા સર્વદા તમારા
\q નિયમોનું અવલોકન કરીશ.
\s5
\q
\v 45 તમારા શિક્ષણને આધીન થવામાં મેં ચિત્ત લગાડ્યું છે;
\q તેથી હું નિરાંતે જીવીશ.
\q
\v 46 હું રાજાઓ સાથે તમારા કરાર વિષે વાત કરીશ
\q અને તેમાં શરમાઈશ નહિ.
\s5
\q
\v 47 તમારી આજ્ઞાઓમાં હું આનંદ પામીશ,
\q તેઓ પર મેં પ્રેમ કર્યો છે.
\q
\v 48 હું તમારી આજ્ઞાઓ પાળવા મારા હાથ ઊંચા કરીશ, તેમના પર મેં પ્રેમ કર્યો છે;
\q હું તમારા વિધિઓનું મનન કરીશ.
\b
\s તમારાં વચન કેવાં દિલાસાદાયક!
\d ઝ.
\s5
\q
\v 49 તમારા જે વચનથી મને આશા ઊપજી છે,
\q તે વચન તમારા સેવકને માટે સંભારો.
\q
\v 50 મારા દુઃખમાં મને દિલાસો મળ્યો છે:
\q તમારા વચને મને જિવાડ્યો છે.
\s5
\q
\v 51 અભિમાની લોકો મારી મજાક કરે છે,
\q પણ હું તમારા નિયમમાંથી પાછો વળ્યો નથી.
\q
\v 52 હે યહોવાહ, પુરાતન કાળથી તમારાં જે ન્યાયવચનો છે તેમને મેં સંભાર્યાં છે
\q અને મને દિલાસો મળ્યો છે.
\s5
\q
\v 53 જે દુષ્ટો તમારા નિયમોની અવગણના કરે છે;
\q તેઓ પર મને ક્રોધ ઊપજે છે.
\q
\v 54 તમારા વિધિઓ મારાં ગીતો છે
\q તેઓ મારી જીવનયાત્રામાં મારા માટે આનંદદાયક સ્તોત્ર બન્યા છે.
\s5
\q
\v 55 હે યહોવાહ, મને રાત્રે તમારા નામનું સ્મરણ થાય છે
\q અને હું તમારા નિયમો પાળું છું.
\q
\v 56 આ મારું આચરણ છે
\q કેમ કે મેં તમારાં સાક્ષ્યોનું અનુસરણ કર્યું છે.
\b
\s પ્રભુનાં વચનો પર ભક્તિભાવ
\d ખેથ.
\s5
\q
\v 57 હે યહોવાહ તમે મારો વારસો છો;
\q હું તમારાં વચનો પાળીશ એમ મેં કહ્યું છે.
\q
\v 58 મેં મારા હૃદયની ઉત્કંઠાથી તમારી કૃપાની માગણી કરી છે;
\q તમારા વચન પ્રમાણે, તમે મારા ઉપર દયા કરો.
\s5
\q
\v 59 મેં મારી ચાલ વિષે વિચાર કર્યો છે
\q અને તમારાં સાક્ષ્યો તરફ હું વળ્યો છું.
\q
\v 60 તમારી આજ્ઞાઓ પાળવા માટે મેં ઉતાવળ કરી છે;
\q વાર લગાડી નથી.
\s5
\q
\v 61 મને દુષ્ટોનાં બંધનોએ ઘેરી લીધો છે;
\q તમારા નિયમોને હું ભૂલી ગયો નથી.
\q
\v 62 તમારાં ન્યાયીવચનોને લીધે
\q હું તમારો આભાર માનવા મધ્ય રાત્રે ઊઠીશ.
\s5
\q
\v 63 જે કોઈ તમને માન આપે છે
\q અને જેઓ તમારી સૂચનાઓને અનુસરે છે, તેઓનો હું સાથી છું.
\q
\v 64 હે યહોવાહ, પૃથ્વી તમારી કૃપાથી ભરેલી છે;
\q મને તમારા વિધિઓ શીખવો.
\b
\s તમારાં વચન કેવાં અમૂલ્ય!
\d ટેથ.
\s5
\q
\v 65 હે યહોવાહ, વચન પ્રમાણે,
\q તમે તમારા સેવકને માટે સારું જ કર્યું છે.
\q
\v 66 મને સારો વિવેક તથા ડહાપણ શીખવો,
\q કેમ કે હું તમારી આજ્ઞાઓ પર વિશ્વાસ કરું છું.
\s5
\q
\v 67 દુઃખી થયા અગાઉ હું આડે રસ્તે ગયો હતો,
\q પણ હવે હું તમારાં વચન પાળું છું.
\q
\v 68 તમે ઉત્તમ છો અને ઉત્તમ જ કરો છો;
\q મને તમારા વિધિઓ શીખવો.
\s5
\q
\v 69 ઘમંડી લોકો મારા વિશે જૂઠું બોલે છે,
\q પણ હું તમારા નિયમો મારા ખરા હૃદયથી પાળીશ.
\q
\v 70 તેઓના હૃદયો જડ
\f +
\fr 119:70
\ft તેઓના હૃદયમાં સત્ય નથી
\f* છે,
\q પણ હું તો તમારા નિયમમાં આનંદ પામું છું.
\s5
\q
\v 71 મેં જે સહન કર્યું છે તે મને ગુણકારક થઈ પડ્યું છે
\q કે જેથી હું તમારા વિધિઓ શીખી શકું.
\q
\v 72 સોનાચાંદીના હજારો સિક્કા કરતાં તમારા
\q મુખનો નિયમ મારે માટે વધુ મૂલ્યવાન છે.
\b
\s પ્રભુનો નિયમ ન્યાયી છે
\d યોદ.
\s5
\q
\v 73 તમે તમારા હાથોથી જ મને ઘડ્યો છે તથા બનાવ્યો છે;
\q તમારી આજ્ઞાઓ શીખવા માટે મને સમજણ આપો.
\q
\v 74 તમારો ભય રાખનારા મને જોઈને આનંદ પામશે
\q કારણ કે મેં તમારાં વચનોની આશા રાખી છે.
\s5
\q
\v 75 હે યહોવાહ, હું જાણું છું કે, તમારાં વચનો ન્યાયી છે
\q અને વિશ્વાસુપણાએ તમે મને શિસ્તબદ્ધ કર્યો છે.
\q
\v 76 તમારા સેવકને આપેલા તમારા વચન પ્રમાણે
\q તમારી કૃપાથી મને દિલાસો મળો.
\s5
\q
\v 77 હું જીવતો રહું, માટે તમારી દયા મને બતાવો,
\q કેમ કે તમારો નિયમ એ જ મારો આનંદ છે.
\q
\v 78 અભિમાનીઓ લજ્જા પામો,
\q કેમ કે તેઓ મારા વિષે જૂઠું બોલ્યા છે;
\q પણ હું તો તમારાં વચનોનું મનન કરું છું.
\s5
\q
\v 79 જેઓ તમને માન આપે છે
\q અને જેઓને તમારાં સાક્ષ્યો વિષે ડહાપણ છે, તેઓ મારી પાસે આવો.
\q
\v 80 તમારા નિયમોની આધીનતામાં મારું હૃદય નિર્દોષ રહો
\q કે જેથી મારે બદનામ ન થવું પડે.
\b
\s બચાવ માટે પ્રાર્થના
\d કાફ.
\s5
\q
\v 81 મારો જીવ તમારા તરફથી મળતા ઉદ્ધારને માટે મૂંઝાય છે;
\q હું તમારાં વચનની આશા રાખું છું.
\q
\v 82 તમે મને ક્યારે દિલાસો આપશો?
\q એમ કહેતાં મારી આંખો તમારાં વચનને માટે નિસ્તેજ થઈ જાય છે.
\s5
\q
\v 83 કેમ કે હું ધુમાડામાં રહેલી મશકના જેવો થઈ ગયો છું;
\q હું તમારા વિધિઓને વીસરતો નથી.
\q
\v 84 તમારા સેવકના દિવસ કેટલા છે?
\q મને સતાવનારાઓનો ન્યાય તમે ક્યારે કરશો?
\s5
\q
\v 85 જે ગર્વિષ્ઠો તમારા નિયમો પ્રમાણે નથી વર્તતા,
\q તેઓએ મારા માટે ખાડા ખોદ્યા છે.
\q
\v 86 તેઓ વિનાકારણ મને ત્રાસ આપે છે, તમે મને મદદ કરો;
\q તમારી સર્વ આજ્ઞાઓ ભરોસાપાત્ર છે.
\s5
\q
\v 87 પૃથ્વી પરથી તેઓએ લગભગ મારો નાશ કર્યો હતો,
\q પણ મેં તમારાં શાસનોનો ત્યાગ કર્યો નથી.
\q
\v 88 તમારી કૃપા પ્રમાણે તમે મને જિવાડો
\f +
\fr 119:88
\ft મારા જીવનનું રક્ષણ કરો
\f* ;
\q એટલે હું તમારા મુખની શિખામણ પાળીશ.
\b
\s પ્રભુના નિયમનું વિશ્વાસુપણું
\d લામેદ.
\s5
\q
\v 89 હે યહોવાહ, તમારું વચન
\q આકાશમાં સદાકાળ સ્થિર છે.
\q
\v 90 તમારું વિશ્વાસપણું પેઢી દરપેઢી કાયમ રહે છે;
\q તમે જ પૃથ્વી સ્થાપી છે અને તે નીભી રહે છે.
\s5
\q
\v 91 તમારાં ન્યાયી વચનને કારણે દરેક વસ્તુ આજ સુધી નીભી રહી છે;
\q કેમ કે તે સર્વ તમારા સેવકો છે.
\q
\v 92 જો તમારા નિયમમાં મેં આનંદ માન્યો ન હોત,
\q તો હું મારા દુઃખમાં જ નાશ પામ્યો હોત.
\s5
\q
\v 93 હું કદી તમારાં શાસનોને ભૂલીશ નહિ,
\q કારણ કે તમે મને તેઓથી જ જિવાડ્યો છે.
\q
\v 94 હું તમારો છું; મારું રક્ષણ કરો,
\q કારણ કે મેં તમારાં શાસનોને શોધ્યાં છે.
\s5
\q
\v 95 દુષ્ટો મારો નાશ કરવાની તૈયારીમાં છે,
\q પણ હું શાંત રહીને તમારાં વચનોમાં ધ્યાન રાખીશ.
\q
\v 96 મેં જોયું છે કે પ્રત્યેક વસ્તુઓને તેની પોતાની સીમાઓ હોય છે,
\q પણ તમારી આજ્ઞાની તો સીમા જ નથી
\f +
\fr 119:96
\ft ખૂબ વિશાલ
\f* .
\b
\s પ્રભુના નિયમ માટેનો પ્રેમ
\d મેમ.
\s5
\q
\v 97 તમારા નિયમો પર હું કેટલો બધો પ્રેમ રાખું છું!
\q હું આખો દિવસ તેમના વિષે મનન કરું છું.
\q
\v 98 મારા શત્રુઓના કરતાં તમારી આજ્ઞાઓ મને વધુ બુદ્ધિમાન કરે છે;
\q કારણ કે તમારી આજ્ઞાઓ મારી પાસે સર્વદા છે.
\s5
\q
\v 99 મારામાં મારા શિક્ષકો કરતાં વધારે શાણપણ છે
\q કારણ કે હું તમારાં સાક્ષ્યોનું મનન કરું છું.
\q
\v 100 વૃદ્ધોના કરતાં હું વિશેષ જાણું છું;
\q આ એ માટે કે મેં તમારા નિયમો પાળ્યા છે.
\s5
\q
\v 101 હું તમારું વચન પાળી શકું તે માટે
\q મેં મારા પગ સર્વ ભૂંડા માર્ગોથી પાછા વાળ્યા છે.
\q
\v 102 તમારાં ન્યાયી વચનોને મેં તજી દીધા નથી,
\q કારણ કે તમે મને તે શીખવ્યાં છે.
\s5
\q
\v 103 મારી રુચિને તમારાં વચનો કેવા મીઠાં લાગે છે,
\q હા, તેઓ મારા મુખને માટે મધ કરતાં વધુ મીઠાં છે!
\q
\v 104 તમારાં શાસનોથી મને સમજણ મળે છે;
\q માટે હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.
\b
\s તમારા નિયમમાં જીવનપ્રકાશ છે
\d નુન.
\s5
\q
\v 105 મારા પગોને માટે તમારાં વચન દીવારૂપ છે
\q અને મારા માર્ગોને માટે અજવાળારૂપ છે.
\q
\v 106 હું તમારાં યથાર્થ ન્યાયશાસનો પાળીશ,
\q એવી પ્રતિજ્ઞા મેં કરી હતી અને તે પાળી પણ છે.
\s5
\q
\v 107 હું દુઃખમાં બહુ દબાઈ ગયો છું;
\q હે યહોવાહ, તમારાં વચનો પ્રમાણે મને જિવાડો.
\q
\v 108 હે યહોવાહ, મારા મુખનાં રાજીખુશીથી આપેલાં ઐચ્છિકાર્પણનો તમે સ્વીકાર કરો;
\q અને તમારાં ન્યાયવચનો મને શીખવો.
\s5
\q
\v 109 મારો પ્રાણ સદા મુશ્કેલીમાં છે
\f +
\fr 119:109
\ft મારો પ્રાણ સદા મારા હાથમાં છે
\f* ,
\q પણ હું તમારા નિયમને વીસરતો નથી.
\q
\v 110 દુષ્ટોએ મારે માટે પાશ નાખ્યો છે,
\q પણ હું તમારાં શાસનોથી નાસી ગયો નથી.
\s5
\q
\v 111 મેં તમારાં સાક્ષ્યોને સદાકાળનો વારસો માન્યાં છે,
\q કેમ કે તેઓ મારા હૃદયનો આનંદ છે.
\q
\v 112 તમારા વિધિઓ અંત સુધી સદા પાળવાને
\q મેં મારા હૃદયને વાળ્યું છે.
\b
\s તમારા નિયમમાં જ મારી સહીસલામતી
\d સામેખ.
\s5
\q
\v 113 હું બે મન વાળાઓને ધિક્કારું છું,
\q પણ હું તમારા નિયમ પર પ્રેમ રાખું છું.
\q
\v 114 તમે જ મારી સંતાવાની જગ્યા તથા ઢાલ છો;
\q હું તમારાં વચનની આશા રાખું છે.
\s5
\q
\v 115 દુષ્ટ મનવાળા માણસો મારાથી દૂર રહો,
\q કે જેથી હું મારા ઈશ્વરની આજ્ઞાઓ પાળું.
\q
\v 116 તમારા વચન મુજબ મને આધાર આપો કે જેથી હું જીવી શકું
\q અને મારી આશાઓને નિરર્થક કરશો નહિ.
\s5
\q
\v 117 તમે મારા સહાયકારી થાઓ અને હું સલામત રહીશ;
\q હું સદા તમારા નીતિ નિયમોનું મનન કરીશ.
\q
\v 118 જેઓ તમારા નિયમોનો ભંગ કરે છે તેનો તમે ધિક્કાર કરો છો,
\q કારણ કે તેઓનો ઢોંગ વ્યર્થ છે.
\s5
\q
\v 119 તમે પૃથ્વીના સર્વ દુષ્ટોને કચરાની જેમ ફેંકી દો છો;
\q માટે હું તમારા નિયમોને પ્રેમ કરું છું.
\q
\v 120 હું તમારા ભયથી કાંપુ છું
\q અને હું તમારા ન્યાયવચનોથી ગભરાઉં છું.
\b
\s પ્રભુનો નિયમ ભક્તનો પરમાનંદ
\d હાયિન.
\s5
\q
\v 121 મેં જે ન્યાયી અને સાચું છે તે કર્યું છે;
\q મને મારા પર જુલમ કરનારનાં હાથમાં ન સોંપો.
\q
\v 122 તમારા સેવક માટે તેના જામીન થાઓ;
\q ગર્વિષ્ઠ લોકોને મારા પર જુલમ કરવા ન દો.
\s5
\q
\v 123 તમારા ઉદ્ધારની અને ન્યાયી વચનની
\q રાહ જોતાં જોતાં મારી આંખો નિસ્તેજ થઈ ગઈ છે.
\q
\v 124 તમારી કૃપા પ્રમાણે તમારા સેવકની સાથે વર્તજો
\q અને તમારા વિધિઓ મને શીખવજો.
\s5
\q
\v 125 હું તો તમારો સેવક છું, મને બુદ્ધિ આપો,
\q કે જેથી હું તમારાં સાક્ષ્યોને જાણી શકું.
\q
\v 126 હવે યહોવાહને કામ કરવાનો સમય આવ્યો છે,
\q કેમ કે લોકોએ તમારો નિયમ તોડ્યો છે.
\s5
\q
\v 127 હું સોના કરતાં, શુદ્ધ સોના કરતાં પણ
\q તમારી આજ્ઞાઓ પર વધારે પ્રેમ રાખું છું.
\q
\v 128 તમારાં શાસનો પ્રમાણે હું મારી સર્વ વર્તણૂક યથાર્થ રાખું છું
\q અને હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.
\b
\s પ્રભુનો નિયમ પાળવાની તમન્‍ના
\d પે.
\s5
\q
\v 129 તમારા નિયમો અદ્દભુત છે;
\q તેથી હું તેમને પાળું છું.
\q
\v 130 તમારાં વચનો ખુલ્લો પ્રકાશ આપે છે;
\q તે ભોળા માણસ પણ સમજી શકે છે.
\s5
\q
\v 131 હું મારું મુખ ઉઘાડીને તલપી રહ્યો છું,
\q કેમ કે હું તમારી આજ્ઞાઓની અભિલાષા રાખતો હતો.
\q
\v 132 જેમ તમે તમારા નામ પર પ્રેમ રાખનારાઓની સાથે વર્તો છો,
\q તેમ તમે મારા તરફ ફરીને મારા પર દયા કરો.
\s5
\q
\v 133 તમારા વચન પ્રમાણે મને ચલાવો;
\q કોઈ પણ પાપને મારા પર શાસન કરવા ન દો.
\q
\v 134 જુલમી માણસોથી મને બચાવો,
\q કે જેથી હું તમારાં શાસનોનું પાલન કરી શકું.
\s5
\q
\v 135 તમારા સેવક પર તમારા મુખનો પ્રકાશ પાડો
\q અને તમારા બધા નિયમો મને શીખવો.
\q
\v 136 તેઓ તમારા નિયમો પાળતા નથી,
\q તેથી મારી આંખોમાંથી ચોધાર આંસુ વહે છે.
\b
\s તમારો નિયમ તદ્દન ન્યાયી છે
\d સાદે.
\s5
\q
\v 137 હે યહોવાહ, તમે ન્યાયી છો
\q અને તમારાં ન્યાયવચનો યથાર્થ છે.
\q
\v 138 ન્યાયીપણાથી તથા પૂરેપૂરા વિશ્વાસુપણાથી
\q તમે તમારાં સાક્ષ્યો ફરમાવ્યાં છે.
\s5
\q
\v 139 મારા શત્રુઓ તમારાં વચન વીસરી ગયા છે
\q તેથી મારા રોષે મને ક્ષીણ કર્યો છે.
\q
\v 140 તમારું વચન તદ્દન નિર્મળ છે
\q અને તમારો સેવક તેના પર પ્રેમ રાખે છે.
\s5
\q
\v 141 હું નાનો તથા ધિક્કારાયેલો છું,
\q તોપણ હું તમારાં શાસનોને ભૂલી જતો નથી.
\q
\v 142 તમારું ન્યાયીપણું તો અનંતકાળ ટકશે;
\q અને તમારો નિયમ સત્ય છે.
\s5
\q
\v 143 મને ઉપાધિઓએ તથા આપત્તિઓએ જકડી લીધો છે,
\q તમારી આજ્ઞાઓ મારો આનંદ છે.
\q
\v 144 તમારાં સાક્ષ્યો સદાકાળ ન્યાયયુક્ત છે;
\q માટે મને સમજણ આપો, જેથી હું જીવતો રહીશ.
\b
\s તમારો નિયમ તદ્દન ન્યાયી છે
\d કોફ.
\s5
\q
\v 145 મેં ખરા હૃદયથી વિનંતિ કરી છે, "હે યહોવાહ, મને ઉત્તર આપો,
\q હું તમારા નિયમોનું પાલન કરીશ.
\q
\v 146 મેં તમને પ્રાર્થના કરી છે; મારો બચાવ કરો,
\q એટલે હું તમારા નિયમોનું પાલન કરીશ."
\s5
\q
\v 147 પ્રભાત થતાં પહેલા મેં સહાયને માટે પ્રાર્થના કરી.
\q મને તમારાં વચનોની આશા છે.
\q
\v 148 તમારા વચનનું મનન કરવા માટે
\q મારી આંખો રાતના છેલ્લાં પહોર અગાઉ ઊઘડી ગઈ હતી.
\s5
\q
\v 149 તમારી કૃપા પ્રમાણે મારી વાણી સાંભળો;
\q હે યહોવાહ, તમારાં ન્યાયવચનો પ્રમાણે મને જિવાડો.
\q
\v 150 જેઓ દુષ્ટ ભાવથી મારી પાછળ લાગેલા છે તેઓ મારી નજીક આવે છે,
\q પણ તેઓ તમારા નિયમથી દૂર છે.
\s5
\q
\v 151 હે યહોવાહ, તમે મારી નજદીક છો
\q અને તમારી સર્વ આજ્ઞાઓ સત્ય છે.
\q
\v 152 લાંબા સમય પૂર્વે તમારા સાક્ષ્યોથી મેં જાણ્યું કે,
\q તમે તેઓને સદાને માટે સ્થાપ્યા છે.
\b
\s સહાય માટે પ્રાર્થના
\d રેશ.
\s5
\q
\v 153 મારી વિપત્તિ સામું જુઓ અને મને સહાય કરો,
\q કેમ કે હું તમારો નિયમ ભૂલતો નથી.
\q
\v 154 મારી લડતને લડો અને મને બચાવો;
\q મને તમારા વચન પ્રમાણે જીવવા દો.
\s5
\q
\v 155 દુષ્ટોથી ઉદ્ધાર દૂર રહે છે,
\q કારણ કે તે તમારા નિયમોને પ્રેમ કરતા નથી.
\q
\v 156 હે યહોવાહ, તમારી કરુણા મહાન છે;
\q તમારાં ન્યાયવચનો પ્રમાણે મને જિવાડો.
\s5
\q
\v 157 મને સતાવનારા અને મારા શત્રુઓ ઘણા છે,
\q પણ હું તમારા નિયમોથી પાછો હઠી ગયો નથી.
\q
\v 158 મેં વિશ્વાસઘાતીઓને જોયા અને મેં તેમનો અસ્વીકાર કર્યો
\q કારણ કે તેઓ તમારા વચનનું પાલન કરતાં નથી.
\s5
\q
\v 159 હું તમારાં શાસનો પર કેટલો બધો પ્રેમ રાખું છું;
\q હે યહોવાહ, તે ધ્યાનમાં લેજો, તમારી કૃપા અનુસાર તમે મને જિવાડો.
\q
\v 160 તમારાં બધાં વચનો સત્ય છે;
\q તમારાં સર્વ ન્યાયી વચનો અનંતકાળ સુધી ટકનારાં છે.
\b
\s પ્રભુનાં વચનોમાં ભક્ત રાજીરાજી
\d શીન.
\s5
\q
\v 161 સરદારોએ મને વિનાકારણ સતાવ્યો છે;
\q મારું હૃદય તમારાં વચનોનો ભય રાખે છે.
\q
\v 162 જેમ કોઈ એકને મોટો ખજાનો મળે
\q તેમ તમારા વચનથી મને આનંદ થાય છે.
\s5
\q
\v 163 હું અસત્યને ધિક્કારું છું અને તેનાથી કંટાળું છું,
\q પણ હું તમારા નિયમને ચાહું છું.
\q
\v 164 તમારાં યથાર્થ અને ન્યાયી વચનોને કારણે,
\q હું દિવસમાં સાતવાર તમારી સ્તુતિ કરું છું.
\s5
\q
\v 165 તમારા નિયમ પર પ્રેમ રાખનારાઓને અત્યંત શાંતિ મળે છે;
\q તેઓને કોઈ પણ ઠોકર ખવડાવી શકે તેમ નથી.
\q
\v 166 હે યહોવાહ, તમારા ઉદ્ધારની મેં આશા રાખી છે
\q અને મેં તમારી આજ્ઞાઓ પાળી છે.
\s5
\q
\v 167 હું તમારાં સાક્ષ્યોને અનુસર્યો
\q અને હું તેમના પર ઘણો પ્રેમ રાખું છું.
\q
\v 168 હું તમારાં બધાં શાસનો અને સાક્ષ્યોને અનુસર્યો છું,
\q કેમ કે હું જે કરું તે બધું તમે જાણો છો.
\b
\s મારો પોકાર તમને પહોંચો
\d તાવ.
\s5
\q
\v 169 હે યહોવાહ, મને સહાય કરવાને મારી પ્રાર્થનાઓ સાંભળો;
\q તમે વચન આપ્યું છે તે પ્રમાણે મને સમજણ આપો.
\q
\v 170 મારી પ્રાર્થનાને તમારી સમક્ષ આવવા દો;
\q તમારા વચન પ્રમાણે મને સહાય કરો.
\s5
\q
\v 171 મારા હોઠો તમારી સ્તુતિ ઉચ્ચારશે,
\q કારણ કે તમે મને તમારા વિધિઓ શીખવો છો.
\q
\v 172 મારી જીભ તમારા વચન વિષે ગાયન કરો,
\q કારણ કે તમારી સર્વ આજ્ઞાઓ ન્યાયી છે.
\s5
\q
\v 173 મને મદદ કરવા તમારો હાથ તૈયાર થાઓ,
\q કારણ કે મેં તમારાં શાસનોને અનુસરવાનું પસંદ કર્યું છે.
\q
\v 174 હે યહોવાહ, હું તમારા તરફથી મળતા ઉદ્ધારને માટે અભિલાષી છું
\q અને તમારો નિયમ એ જ મારો આનંદ છે.
\s5
\q
\v 175 મારા આત્માને જિવાડો જેથી હું તમારી સ્તુતિ કરી શકું;
\q તમારાં ન્યાયવચનો મને મદદરૂપ થાઓ.
\q
\v 176 હું ભૂલા પડેલા ઘેટાંની જેમ ભટકી ગયો છું;
\q તમારા સેવકને શોધી કાઢો,
\q કારણ કે હું તમારી આજ્ઞાઓને ભૂલ્યો નથી.
\s5
\c 120
\s સંકટમાં સહાય
\d ચઢવાનું ગીત.
\b
\q
\v 1 મારા સંકટમાં મેં યહોવાહને પોકાર કર્યો
\q અને તેમણે મને ઉત્તર આપ્યો.
\q
\v 2 હે યહોવાહ, જેઓ પોતાના હોઠોથી જૂઠું બોલે છે
\q અને તેમની જીભથી છેતરે છે, તેઓથી તમે મારા આત્માને બચાવો.
\s5
\q
\v 3 હે કપટી જીભ, તને તો તે શું કરશે?
\q અને તારા તે શા હાલ કરશે?
\q
\v 4 તને યોદ્ધાઓ
\f +
\fr 120:4
\ft મજબૂત માણસ
\f* તીક્ષ્ણ બાણોથી વીંધશે,
\q અને ધગધગતા કોલસાથી તને દઝાડાશે.
\s5
\q
\v 5 મને અફસોસ છે કે હું મેશેખમાં
\f +
\fr 120:5
\ft કાળો સમુદ્ર અને કેસ્પિયન સમુદ્ર વચ્ચેનું ક્ષેત્ર
\f* રહું છું;
\q અગાઉ હું કેદારના તંબુઓ મધ્યે રહેતો હતો.
\q
\v 6 જે શાંતિ પર દ્વેષ રાખે છે
\q તેની સાથે રહીને હવે તો હું ધરાઈ ગયો છું.
\q
\v 7 હું શાંતિ ચાહું છું,
\q પણ જ્યારે હું બોલું છું, ત્યારે તેઓ લડાઈ કરવા માગે છે.
\s5
\c 121
\s પ્રભુજીનાં રખવાળાં
\d ચઢવાનું ગીત.
\b
\q
\v 1 હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ.
\q મને ક્યાંથી સહાય મળે?
\q
\v 2 જે યહોવાહે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે,
\q તેમની તરફથી મને સહાય મળે છે.
\b
\s5
\q
\v 3 તે તારા પગને ડગવા દેશે નહિ;
\q જે તારું રક્ષણ કરે છે તે ઊંઘશે નહિ.
\q
\v 4 જુઓ, ઇઝરાયલના જે રક્ષક છે
\q તે કદી ઊંઘતા નથી અને નિદ્રાવશ થતા નથી.
\s5
\q
\v 5 યહોવાહ તારા રક્ષક છે;
\q યહોવાહ તારા જમણે હાથે તને છાયા કરશે.
\q
\v 6 દિવસે સૂર્ય કે રાત્રે ચંદ્ર
\q તને નુકસાન પહોંચાડશે નહિ.
\s5
\q
\v 7 સર્વ દુઃખથી યહોવાહ તારું રક્ષણ કરશે;
\q તે તારા આત્માની સંભાળ રાખશે.
\q
\v 8 હમણાંથી તે સર્વકાળ માટે
\q તારા સર્વ કાર્યોમાં યહોવાહ તારું રક્ષણ કરશે.
\s5
\c 122
\s યરુશાલેમનું મહિમાગીત
\d ચઢવાનું ગીત; દાઉદનું.
\b
\q
\v 1 જ્યારે તેઓએ
\f +
\fr 122:1
\ft મિત્રો
\f* મને કહ્યું કે,
\q "ચાલો આપણે યહોવાહના ઘરમાં જઈએ," ત્યારે હું આનંદ પામ્યો.
\q
\v 2 હે યરુશાલેમ, તારા દ્વારોમાં
\q અમે ઊભા રહ્યા હતા.
\q
\v 3 યરુશાલેમ તો હારબંધ ઇમારતોવાળા
\q નગરના જેવું બાંધેલું છે.
\s5
\q
\v 4 ત્યાં કુળો ચઢે છે, યહોવાહનાં કુળો,
\q ઇઝરાયલને સાક્ષીરૂપ થવાને અર્થે,
\q યહોવાહના નામનો આભાર માનવાને માટે કુળો ચઢે છે.
\q
\v 5 કેમ કે ત્યાં ઇનસાફનાં રાજ્યાસનો
\q દાઉદના કુટુંબના રાજ્યાસનો સ્થાપવામાં આવેલાં છે.
\s5
\q
\v 6 યરુશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો!
\q જેઓ તને ચાહે છે તેને શાંતિ મળો.
\q
\v 7 તારા કોટની અંદર શાંતિ
\q અને તારા મહેલોની અંદર કુશળતા થાઓ.
\s5
\q
\v 8 મારા ભાઈઓ તથા મારા મિત્રોની ખાતર
\q હવે હું બોલીશ, "તારામાં શાંતિ થાઓ."
\q
\v 9 આપણા ઈશ્વર યહોવાહના ઘરને અર્થે
\q હું તેની ઉત્તમતાને
\f +
\fr 122:9
\ft કલ્યાણ
\f* લીધે પ્રાર્થના કરીશ.
\s5
\c 123
\s કૃપાદૃષ્ટિ યાચના
\d ચઢવાનું ગીત.
\b
\q
\v 1 હે આકાશના રાજ્યાસન પર બિરાજનાર,
\q હું તમારા તરફ મારી આંખો ઊંચી કરું છું.
\q
\v 2 જુઓ, જેમ સેવકની આંખો પોતાના માલિકના હાથ તરફ,
\q જેમ દાસીની આંખો પોતાની શેઠાણીના હાથ તરફ તાકેલી રહે છે,
\q તેમ અમારા ઈશ્વર યહોવાહની અમારા ઉપર દયા થાય ત્યાં સુધી
\q અમારી આંખો તેમના તરફ તાકી રહે છે.
\s5
\q
\v 3 અમારા પર દયા કરો, હે યહોવાહ, અમારા પર દયા કરો,
\q કેમ કે અમે અપમાનથી ભરાઈ ગયા છીએ.
\q
\v 4 બેદરકાર માણસોના તુચ્છકાર
\q તથા ગર્વિષ્ઠોના અપમાનથી
\q અમારો આત્મા તદ્દન કાયર થઈ ગયો છે.
\s5
\c 124
\s શત્રુઓથી છુટકારો મળતાં સ્‍તુતિગાન
\d ચઢવાનું ગીત; દાઉદનું.
\b
\q
\v 1 હવે ઇઝરાયલ એમ કહો,
\q "જો યહોવાહ અમારા પક્ષમાં ન હોત,"
\q
\v 2 જ્યારે માણસો અમારા પર ચઢી આવ્યા ત્યારે,
\q "જો યહોવાહ અમારા પક્ષમાં ન હોત,
\q
\v 3 તો તેઓનો ક્રોધ અમારા ઉપર સળગી ઊઠતાં
\q તેઓ અમને જીવતા જ ગળી જાત.
\s5
\q
\v 4 પાણીની રેલો અમને તાણી જાત,
\q પાણીએ અમને ડુબાડી દીધા હોત.
\q
\v 5 તે અભિમાની માણસોએ અમને પાણીમાં ડુબાડી દીધા હોત."
\s5
\q
\v 6 યહોવાહની સ્તુતિ થાઓ,
\q જેમણે તેઓના દાંતનો શિકાર થવાને અમને સોંપ્યા નહિ.
\q
\v 7 જેમ પારધીની જાળમાંથી પક્ષી છટકી જાય, તેમ અમારા જીવ બચી ગયા છે;
\q જાળ તૂટી ગઈ છે અને અમે બચી ગયા છીએ.
\s5
\q
\v 8 આકાશ અને પૃથ્વીના સર્જનહાર,
\q યહોવાહ અમારા મદદગાર છે.
\s5
\c 125
\s પ્રભુના શરણમાં સલામતી
\d ચઢવાનું ગીત.
\b
\q
\v 1 જેઓ યહોવાહમાં ભરોસો રાખે છે
\q તેઓ સિયોન પર્વત જેવા અચળ છે, જે કદી ખસનાર નથી, પણ સદાકાળ ટકી રહે છે.
\q
\v 2 જેમ યરુશાલેમની આસપાસ પર્વતો આવેલા છે,
\q તેમ આ સમયથી તે સર્વકાળ માટે
\q યહોવાહ પોતાના લોકોની આસપાસ છે.
\q
\v 3 દુષ્ટતાનો રાજદંડ ન્યાયીઓના હિસ્સા પર ટકશે નહિ.
\q નહિ તો, ન્યાયીઓ અન્યાય કરવા લલચાય.
\s5
\q
\v 4 હે યહોવાહ, જેઓ સારા છે
\q અને જેઓનાં હૃદય યથાર્થ છે, તેમનું ભલું કરો.
\q
\v 5 પણ જેઓ પોતે આડેઅવળે માર્ગે વળે છે,
\q તેઓને યહોવાહ દુષ્ટોની સાથે લઈ જશે.
\q ઇઝરાયલ પર શાંતિ થાઓ.
\s5
\c 126
\s બંદીવાસમાંથી મુક્તિનો આનંદ
\d ચઢવાનું ગીત.
\b
\q
\v 1 જ્યારે યહોવાહ બંદીવાસમાં પડેલાઓને સિયોનમાં પાછા લાવ્યા
\f +
\fr 126:1
\ft યહોવાહ સિયોનને પુનઃસ્થાપિત કર્યું
\f* ,
\q ત્યારે અમે સ્વપ્ન જોતાં હોઈએ એવું લાગ્યું.
\s5
\q
\v 2 ત્યારે અમારું મુખ હાસ્યથી ભરાઈ ગયું
\q અને અમારી જીભ ગાયન કરવા લાગી.
\q ત્યારે તેઓએ લોકોની વચ્ચે કહ્યું,
\q "યહોવાહે તેઓને માટે મહાન કૃત્યો કર્યાં છે."
\q
\v 3 યહોવાહે અમારે માટે મહાન કામ કર્યાં છે;
\q અમે કેટલા ખુશ છીએ!
\s5
\q
\v 4 નેગેબના ઝરણાંની જેમ,
\q હે યહોવાહ, અમારી સંપત્તિ પુનઃસ્થાપિત કરો
\f +
\fr 126:4
\ft સફળ કરો
\f* .
\q
\v 5 જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે, તેઓ હર્ષનાદસહિત લણશે.
\q
\v 6 જે કોઈ મુઠ્ઠીભર બીજ લઈને રડતાં રડતાં વાવવા જાય છે,
\q તે પોતાની સાથે પૂળીઓ લઈને આનંદ સાથે પાછો આવશે.
\s5
\c 127
\s ઈશ્વરના આશીર્વાદ વિના માનવ-મહેનત મિથ્યા
\d ચઢવાનું ગીત; સુલેમાનનું.
\b
\q
\v 1 જો યહોવાહ ઘર ન બાંધે તો,
\q તેના બાંધનારાનો શ્રમ વ્યર્થ છે,
\q જો યહોવાહ નગરનું રક્ષણ ન કરે તો,
\q ચોકીદારની ચોકી કરવી કેવળ વ્યર્થ છે.
\q
\v 2 તમારું વહેલું ઊઠવું,
\q અને મોડું સૂવું,
\q અને કષ્ટ વેઠીને રોટલી ખાવી તે પણ વ્યર્થ છે,
\q કેમ કે યહોવાહ પોતાના વહાલાઓને ઊંઘમાં આપે છે.
\f +
\fr 127:2
\ft યહોવાહનો બદલો
\f*
\s5
\q
\v 3 જુઓ, સંતાનો તો યહોવાહ પાસેથી મળેલો વારસો છે
\q અને પેટનાં સંતાન તેમના તરફનું ઇનામ છે.
\q
\v 4 યુવાવસ્થામાંના પુત્રો
\q બળવાન વીર યોદ્ધાના હાથમાંના તીક્ષ્ણ બાણ જેવા છે.
\q
\v 5 જે માણસનો ભાથો તેનાથી ભરેલો છે તે આશીર્વાદિત છે.
\q જ્યારે તે નગરના દરવાજે શત્રુઓ સામે લડશે,
\q ત્યારે તેઓ લજ્જિત નહિ થાય.
\s5
\c 128
\s ઈશ્વરને આધીન આશીર્વાદિત ઘર
\d ચઢવાનું ગીત.
\b
\q
\v 1 જે યહોવાહને માન આપે છે
\q અને તેમના માર્ગમાં ચાલે છે, તે સર્વ આશીર્વાદિત છે.
\q
\v 2 તું તારે હાથે મહેનત કરીને આનંદ મેળવીશ;
\q તું આશીર્વાદિત થશે અને સમૃદ્ધ થશે.
\s5
\q
\v 3 તારી પત્ની તારા ઘરમાં
\q ફળવંત દ્રાક્ષવેલાના જેવી થશે;
\q તારાં સંતાનો તારી મેજની આસપાસ
\q જૈતૂનવૃક્ષના રોપા જેવાં થશે.
\q
\v 4 હા, નિશ્ચે, જે યહોવાહને માન આપે છે
\q તે આશીર્વાદિત થશે.
\q
\v 5 યહોવાહ તને સિયોનમાંથી આશીર્વાદ આપશે;
\q તારા જીવનના સર્વ દિવસો પર્યંત તું યરુશાલેમનું ભલું જોશે.
\q
\v 6 તું પોતાનાં સંતાનોનાં સંતાનો જોશે.
\q ઇઝરાયલને શાંતિ થાઓ.
\s5
\c 129
\s પ્રભુએ સંભાળેલી ઇઝરાયલ પ્રજા
\d ચઢવાનું ગીત.
\b
\q
\v 1 ઇઝરાયલ કહો કે,
\q "તેઓએ મારી યુવાવસ્થાથી મને બહુ દુઃખ આપ્યું છે."
\q
\v 2 "મારી યુવાવસ્થાથી તેઓએ મને બહુ જ દુઃખ આપ્યું છે,
\q તેમ છતાં તેઓ મને હરાવી શક્યા નહિ.
\q
\v 3 મારી પીઠ પર હળ ખેડનારાઓએ હળ ચલાવ્યું છે;
\q તેઓએ લાંબા અને ઊંડા કાપા પાડ્યા છે.
\s5
\q
\v 4 યહોવાહ ન્યાયી છે;
\q દુષ્ટોએ બાંધેલાં બંધનો તેમણે તોડ્યાં છે
\f +
\fr 129:4
\ft યહોવાહ દુષ્ટોના બંધનોથી બચાવે છે
\f* ."
\q
\v 5 સિયોનને ધિક્કારનારા બધા
\q અપમાનિત થાઓ અને પાછા ફરો.
\s5
\q
\v 6 તેઓ ધાબા પરના ઘાસના જેવા થાઓ
\q કે તે ઊગે તે પહેલાં કરમાઈ જાય,
\q
\v 7 જેથી કાપનાર પોતાનો હાથ
\q અને પૂળા બાંધનાર પોતાની બાથ ભરી શકતો નથી.
\q
\v 8 તેઓની પાસેથી જનારા એવું કહેતા નથી કે,
\q "યહોવાહનો આશીર્વાદ તમારા પર હો;
\q યહોવાહના નામે અમે તમને આશીર્વાદ આપીએ છીએ."
\s5
\c 130
\s સહાયને માટે પ્રાર્થના
\d ચઢવાનું ગીત.
\b
\q
\v 1 હે યહોવાહ, ઊંડાણોમાંથી મેં તમને પોકાર કર્યો.
\q
\v 2 હે પ્રભુ, મારો અવાજ સાંભળો;
\q મદદ માટેની મારી પ્રાર્થના પર
\q તમારા કાન ધરો.
\s5
\q
\v 3 હે યહોવાહ, જો તમે દુષ્ટ કામો ધ્યાનમાં રાખો,
\q તો, હે પ્રભુ, તમારી આગળ કોણ ઊભો રહી શકે?
\q
\v 4 પણ તમારી પાસે માફી છે,
\q તેથી તમે આદર પામશો.
\s5
\q
\v 5 હું યહોવાહની રાહ જોઈશ, મારો આત્મા રાહ જોશે
\q અને તેમના વચનમાં હું આશા રાખું છું.
\q
\v 6 સવારની રાહ જોનાર ચોકીદાર કરતાં
\q મારો આત્મા પ્રભુની રાહ વધારે જુએ છે.
\s5
\q
\v 7 હે ઇઝરાયલ, યહોવાહમાં આશા રાખ.
\q યહોવાહ દયાળુ છે
\q અને માફી આપવામાં ઉતાવળા છે.
\q
\v 8 તે ઇઝરાયલને તેનાં
\q સર્વ પાપોથી ઉગારશે.
\s5
\c 131
\s બાળકની જેમ ઈશ્વર પર વિશ્વાસ
\d ચઢવાનું ગીત; દાઉદનું.
\b
\q
\v 1 હે યહોવાહ, મારું હૃદય ઘમંડી નથી અને મારી આંખો અભિમાની નથી.
\q મારી પાસે મારા માટે કોઈ મહાન આશાઓ નથી
\q અથવા જે વાતોને હું પહોંચી શકતો નથી તેમાં, હું હાથ નાખતો નથી.
\s5
\q
\v 2 તેમ છતાં, મેં મારો આત્મા નમ્ર અને શાંત કર્યો છે;
\q જેમ એક બાળક પોતાની માતાનું દૂધ છોડે છે,
\q તેમ મારો આત્મા દૂધ છોડી દેનાર બાળકના જેવો જ છે.
\q
\v 3 હે ઇઝરાયલ, આ સમયથી તે સદાકાળ માટે
\q યહોવાહની જ આશા રાખજે.
\s5
\c 132
\s દાઉદને પ્રભુનું વચન
\d ચઢવાનું ગીત.
\b
\q
\v 1 હે યહોવાહ, જે સર્વ કષ્ટો દાઉદે સહન કર્યા
\q તે તેના લાભમાં સંભારો.
\q
\v 2 તેણે યહોવાહની આગળ કેવા સમ ખાધા,
\q યાકૂબના સમર્થ ઈશ્વરની આગળ તેણે કેવી પ્રતિજ્ઞા લીધી, તેનું સ્મરણ કરો.
\s5
\q
\v 3 તેણે કહ્યું, "જ્યાં સુધી હું યહોવાહને માટે ઘર ન મેળવું;
\q અને યાકૂબના સમર્થ ઈશ્વરને માટે નિવાસસ્થાન તૈયાર ન કરું,
\q
\v 4 ત્યાં સુધી હું મારા તંબુમાં નહિ આવું
\q અને મારા પલંગ પર નહિ સૂઉં.
\q
\v 5 વળી મારી આંખોને ઊંઘ
\q અને મારા પોપચાંને નિદ્રા આવવા નહિ દઉં."
\s5
\q
\v 6 જુઓ, અમે તેના વિષે એફ્રાથાહમાં સાંભળ્યું;
\q અમને તે યેરામના ખેતરોમાં મળ્યો.
\q
\v 7 ચાલો આપણે ઈશ્વરના મુલાકાતમંડપમાં જઈએ;
\q આપણે તેમના પાયાસનની આગળ
\f +
\fr 132:7
\ft સિંહાસન
\f* તેમની સ્તુતિ કરીએ.
\q
\v 8 હે યહોવાહ, તમે તમારા વિશ્રામસ્થાનમાં આવવાને ઊઠો.
\s5
\q
\v 9 તમારા યાજકો ન્યાયીપણાથી આશીર્વાદિત થાઓ;
\q તમારા વિશ્વાસુઓ હર્ષનાદ કરો.
\q
\v 10 તમારા સેવક દાઉદની ખાતર
\q તમારા અભિષિક્ત રાજાનો અસ્વીકાર ન કરો.
\s5
\q
\v 11 યહોવાહે દાઉદની સાથે સત્ય પ્રતિજ્ઞા કરી;
\q "હું તારા રાજ્યાસન પર તારા વંશજોને બેસાડીશ;
\q તેથી તે પ્રતિજ્ઞાભંગ કરશે નહિ.
\q
\v 12 જો તારા પુત્રો મારો કરાર
\q અને જે નિયમો હું તેઓને શીખવું, તે પાળે;
\q તો તેઓના સંતાનો પણ તારા રાજ્યાસને સદાકાળ બેસશે."
\s5
\q
\v 13 હે યહોવાહ, તમે સિયોનને પસંદ કર્યું છે;
\q તેમણે પોતાના નિવાસસ્થાનને માટે તેને ઇચ્છ્યું છે.
\q
\v 14 આ મારું સદાકાળનું વિશ્રામસ્થાન છે;
\q હું અહીં જ રહીશ, કેમ કે મેં તેને ઇચ્છ્યું છે.
\s5
\q
\v 15 હું ચોક્કસ તેની સમૃદ્ધિને આશીર્વાદ આપીશ;
\q હું રોટલીથી તેના કંગાલોને તૃપ્ત કરીશ.
\q
\v 16 હું તેના યાજકોને ઉદ્ધારનો પોષાક પહેરાવીશ;
\q તેના ભક્તો આનંદથી જયજયકાર કરશે.
\s5
\q
\v 17 ત્યાં હું દાઉદને માટે શિંગ ઊભુ કરીશ;
\q ત્યાં મેં મારા અભિષિક્તને માટે દીવો તૈયાર કર્યો છે.
\q
\v 18 તેના શત્રુઓને હું શરમથી ઢાંકી દઈશ,
\q પણ તેનો મુગટ પ્રકાશશે.
\s5
\c 133
\s કુટુંબમાં સંપનો મહિમા
\d ચઢવાનું ગીત; દાઉદનું.
\b
\q
\v 1 ભાઈઓ એકતામાં રહે
\q તે કેવું સારું તથા શોભાયમાન છે!
\s5
\q
\v 2 તે માથે ચોળેલા, દાઢી સુધી, હા,
\q હારુનની દાઢી સુધી,
\q તેના વસ્ત્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલનાં જેવું છે.
\q
\v 3 વળી તે હેર્મોન પર્વત પરના
\q તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે.
\q કારણ કે યહોવાહે આશીર્વાદ,
\q એટલે અનંતકાળનું જીવન ફરમાવ્યું છે.
\s5
\c 134
\s પ્રભુની સ્તુતિ ગાવા સર્વ સેવકોને હાકલ
\d ચઢવાનું ગીત.
\b
\q
\v 1 હે યહોવાહના ઘરમાં રાત્રે સેવા આપનારા,
\q યહોવાહના સર્વ સેવકો, તમે યહોવાહની સ્તુતિ કરો.
\q
\v 2 પવિત્રસ્થાન તરફ તમારા હાથ ઊંચા કરો
\q અને યહોવાહની સ્તુતિ કરો.
\s5
\q
\v 3 સિયોનમાંથી યહોવાહ,
\q જેમણે આકાશ તથા પૃથ્વીનું સર્જન કર્યું છે તે તમને આશીર્વાદ આપો.
\s5
\c 135
\s ઈશ્વરસ્તુતિ
\b
\q
\v 1 યહોવાહની સ્તુતિ કરો.
\q યહોવાહના નામની સ્તુતિ કરો.
\q હે યહોવાહના સેવકો, તમે તેમની સ્તુતિ કરો.
\q
\v 2 યહોવાહના ઘરમાં, આપણા ઈશ્વરના ઘરના,
\q આંગણાંમાં ઊભા રહેનારા તેમની સ્તુતિ કરો.
\s5
\q
\v 3 યહોવાહની સ્તુતિ કરો, કારણ કે તે ઉત્તમ છે;
\q તેમના નામની સ્તુતિ કરો, કારણ કે તેમ કરવું આનંદદાયક છે.
\q
\v 4 કેમ કે યહોવાહે પોતાને માટે યાકૂબને પસંદ કર્યો છે,
\q ઇઝરાયલ ખાસ તેમની સંપત્તિ છે.
\s5
\q
\v 5 હું જાણું છું કે યહોવાહ મહાન છે,
\q આપણા પ્રભુ સર્વ દેવો કરતાં તે મહાન છે.
\q
\v 6 આકાશમાં તથા પૃથ્વી પર, સમુદ્રોમાં અને સર્વ મહાસાગરના ઊંડાણોમાં
\q યહોવાહને જે જે સારું લાગ્યું, તે સર્વ તેમણે કર્યું છે.
\s5
\q
\v 7 તે પાણીની વરાળને ઊંચે લઈ જઈ તેનાં વાદળાં ચઢાવે છે,
\q તે વીજળી મોકલી વરસાદને વરસાવે છે
\q અને પોતાના ખજાનામાંથી તે વાયુને બહાર કાઢે છે.
\s5
\q
\v 8 મિસરમાં તેમણે માણસોના
\q તથા પશુઓના પ્રથમજનિતોનો નાશ કર્યો.
\q
\v 9 તેમણે ફારુન અને તેના સેવકોની વિરુદ્ધ
\q પોતાના ચિહ્નો તથા ચમત્કારો સમગ્ર મિસરમાં મોકલ્યાં.
\s5
\q
\v 10 તેમણે ઘણી પ્રજાઓ પર હુમલો કર્યો
\q અને પરાક્રમી રાજાઓને મારી નાખ્યા,
\q
\v 11 અમોરીઓના રાજા સીહોનને
\q અને બાશાનના રાજા ઓગને
\q અને કનાનના સર્વ રાજ્યોને તેમણે માર્યાં.
\s5
\q
\v 12 તેમના દેશને તેમણે પોતાના
\q લોક ઇઝરાયલને વારસામાં આપ્યો.
\q
\v 13 હે યહોવાહ, તમારું નામ અનંતકાળ ટકનાર છે,
\q હે યહોવાહ, તમારું સ્મરણ પેઢી દરપેઢી ટકી રહેનાર છે.
\s5
\q
\v 14 કેમ કે યહોવાહ પોતાના લોકોનો ન્યાય કરશે
\q અને તે પોતાના સેવકો પ્રત્યે દયાળુ થશે.
\b
\q
\v 15 વિદેશીઓની મૂર્તિઓ તો સોનાચાંદીની છે,
\q તેઓ માણસોના હાથથી જ બનેલી છે.
\q
\v 16 તે મૂર્તિઓને મુખ છે, પણ તેઓ બોલતી નથી;
\q તેઓને આંખો છે, પણ તેઓ જોઈ શકતી નથી.
\q
\v 17 તેઓને કાન છે, પણ તેઓ સાંભળતી નથી,
\q તેઓનાં મુખમાં શ્વાસ નથી.
\q
\v 18 જેઓ તેને બનાવે છે તેઓ પણ તેના જેવા જ થશે,
\q જેઓ તેમના પર ભરોસો રાખે છે તેઓ પણ તેના જેવા જ થશે.
\s5
\q
\v 19 હે ઇઝરાયલના વંશજો, યહોવાહની સ્તુતિ કરો;
\q હે હારુનના વંશજો, યહોવાહની સ્તુતિ કરો.
\q
\v 20 હે લેવીના વંશજો, યહોવાહની સ્તુતિ કરો;
\q હે યહોવાહના ભક્તો, યહોવાહની સ્તુતિ કરો.
\q
\v 21 સિયોનમાં યહોવાહની સ્તુતિ કરો,
\q જે યરુશાલેમમાં રહે છે.
\q તે યહોવાહની સ્તુતિ કરો.
\s5
\c 136
\s પ્રભુની કૃપા અનંતકાળ છે
\b
\q
\v 1 યહોવાહની સ્તુતિ કરો, કારણ કે તે ઉત્તમ છે,
\q કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
\q
\v 2 સર્વોચ્ચ ઈશ્વરની સ્તુતિ કરો,
\q કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
\q
\v 3 પ્રભુઓના પ્રભુની સ્તુતિ કરો,
\q કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
\s5
\q
\v 4 જે એકલા જ મહાન ચમત્કારો કરનાર છે, તેમની સ્તુતિ કરો,
\q કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
\q
\v 5 જેમણે પોતાના ડહાપણ વડે આકાશો ઉત્પન્ન કર્યાં છે; તેમની સ્તુતિ કરો,
\q કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
\s5
\q
\v 6 જેમણે પાણી પર ભૂમિને વિસ્તારી છે, તેમની સ્તુતિ કરો,
\q કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
\q
\v 7 મહાન જ્યોતિઓના બનાવનારની સ્તુતિ કરો,
\q કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
\s5
\q
\v 8 દિવસ પર અમલ ચલાવવા જેમણે સૂર્ય બનાવ્યો છે, તેમની સ્તુતિ કરો,
\q કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
\q
\v 9 રાત પર અમલ ચલાવવાં જેમણે ચંદ્ર અને તારા બનાવ્યા છે, તેમની સ્તુતિ કરો,
\q કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
\s5
\q
\v 10 મિસરના પ્રથમજનિતોનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો,
\q કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
\q
\v 11 વળી તેઓની પાસેથી ઇઝરાયલને છોડાવનારની સ્તુતિ કરો;
\q કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
\q
\v 12 પોતાના બળવાન ભુજ અને લાંબા કરેલા હાથ વડે જે તેઓને છોડાવી લાવ્યા; તેમની સ્તુતિ કરો,
\q કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
\s5
\q
\v 13 તેઓની આગળ માર્ગ કરવા જેમણે લાલ સમુદ્રના બે ભાગ કર્યા, તેમની સ્તુતિ કરો,
\q કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
\q
\v 14 તેની વચ્ચે થઈને ઇઝરાયલને પાર ઉતારનારાની સ્તુતિ કરો,
\q કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
\q
\v 15 ફારુન તથા તેની ફોજને લાલ સમુદ્રમાં ડુબાવી દેનારની સ્તુતિ કરો,
\q કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
\s5
\q
\v 16 જે પોતાના લોકોને અરણ્યમાં થઈને દોરી લીધા તેમની સ્તુતિ કરો,
\q કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
\q
\v 17 જેમણે મોટા રાજાઓને મારી નાખ્યા, તેમની સ્તુતિ કરો.
\q કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
\s5
\q
\v 18 નામાંકિત રાજાઓના સંહારનારની સ્તુતિ કરો,
\q કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
\q
\v 19 અમોરીઓના રાજા સીહોનને સંહારનારની સ્તુતિ કરો,
\q કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
\q
\v 20 બાશાનના રાજા ઓગનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો,
\q કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
\s5
\q
\v 21 જેમણે તેઓનો દેશ વારસામાં આપ્યો તેમની સ્તુતિ કરો,
\q કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
\q
\v 22 જેમણે તે દેશ પોતાના સેવક ઇઝરાયલને વારસામાં આપ્યો તેમની સ્તુતિ કરો,
\q કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
\q
\v 23 જેમણે અમારી નબળાઈઓમાં અમને સંભાર્યા; તેમની સ્તુતિ કરો,
\q કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
\s5
\q
\v 24 અમારા શત્રુઓ પર જેમણે અમને વિજય અપાવ્યો, તેમની સ્તુતિ કરો,
\q કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
\q
\v 25 જે બધાં પ્રાણીઓને અન્ન આપે છે; તેમની સ્તુતિ કરો,
\q કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
\q
\v 26 આકાશના ઈશ્વરની સ્તુતિ કરો,
\q કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
\s5
\c 137
\s બંદીપ્રવાસીઓનું વિલાપગીત
\b
\q
\v 1 અમે બાબિલની નદીઓને કિનારે બેઠા
\q અને અમને સિયોનનું સ્મરણ થઈ આવ્યું,
\q ત્યારે અમે રડ્યા.
\q
\v 2 ત્યાંનાં વૃક્ષો પર
\q અમે અમારી સિતારો લટકાવી દીધી.
\s5
\q
\v 3 અમને બંદીવાસમાં લઈ જનારાંઓએ અમને આનંદી ગીતો ગાવા કહ્યું,
\q જેઓએ અમારી મશ્કરી કરી હતી તેઓએ અમને ખુશ કરવા જણાવ્યું કે,
\q "સિયોનનાં ગીતોમાંનું કોઈ એક ગીત ગાઓ."
\q
\v 4 પણ આ વિદેશી ભૂમિ પર અમે
\q યહોવાહનાં ગીતો કેવી રીતે ગાઈ શકીએ?
\s5
\q
\v 5 હે યરુશાલેમ, જો હું તને ભૂલી જાઉં,
\q તો મારો જમણો હાથ પોતાનું કર્તવ્ય વીસરી જાય.
\q
\v 6 જો હું તારા વિષે વિચાર ન કરું,
\q મારા મુખ્ય આનંદ કરતાં
\q જો હું યરુશાલેમને શ્રેષ્ઠ ન માનતો હોઉં,
\q તો મારી જીભ મારા તાળવાને ચોંટી જાય
\f +
\fr 137:6
\ft હું કદી ગીત ન ગાઈ શકું
\f* .
\s5
\q
\v 7 હે યહોવાહ, અદોમીઓએ જે કર્યું
\q તે સંભારો, કેમ કે તેઓએ કહ્યું કે, યરુશાલેમને પાડી નાખો,
\q તેઓએ કહ્યું, "તેના પાયાઓને,
\q ઉખેડી નાખો, ઉખેડી નાખો."
\s5
\q
\v 8 હે નાશ પામનારી બાબિલની દીકરી,
\q તેં જે વર્તન અમારી સાથે ચલાવ્યું છે
\q તેવું જ વર્તન જે કોઈ તારી સાથે કરે તે આશીર્વાદિત છે.
\q
\v 9 જે કોઈ તારાં નાના બાળકોને ખડક પર
\q પછાડે તે આશીર્વાદિત છે.
\s5
\c 138
\s આભારની પ્રાર્થના
\d દાઉદનું [ગીત]
\b
\q
\v 1 હું મારા ખરા હૃદયથી તમારી આભારસ્તુતિ કરીશ;
\q હું દેવોની આગળ તમારાં સ્તોત્ર ગાઈશ.
\q
\v 2 હું તમારા પવિત્રસ્થાન તરફ ફરીને દંડવત્ પ્રણામ કરીશ
\q તમારી કૃપા તથા સત્યતાને લીધે
\f +
\fr 138:2
\ft તમારા નામ તથા આજ્ઞાને લીધે હું આભાર માનીશ
\f* હું તમારા નામનો આભાર માનીશ.
\s5
\q
\v 3 મેં તમને પ્રાર્થના કરી, તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો;
\q તમે મારા આત્માને ઉત્તેજન આપીને બળવાન કર્યો છે.
\q
\v 4 હે યહોવાહ, પૃથ્વીનાં સર્વ રાજાઓએ તમારા મુખનાં વચન સાંભળ્યાં છે,
\q તેથી તેઓ તમારી સ્તુતિ કરશે.
\s5
\q
\v 5 તેઓ યહોવાહનાં કાર્યો વિષે ગીત ગાશે,
\q કારણ કે યહોવાહનો મહિમા મહાન છે.
\q
\v 6 જો કે યહોવાહ સર્વોચ્ચ છે, તોપણ તે દિન લોકોની કાળજી લે છે,
\q પણ ગર્વિષ્ઠોને તો તે દૂરથી જ ઓળખે છે.
\s5
\q
\v 7 જો મારે સંકટમાં ચાલવું પડશે, તો પણ તમે મને જિવાડશો;
\q મારા શત્રુઓના ક્રોધની સામે તમે તમારો હાથ લાંબો કરશો
\q અને તમારો જમણો હાથ મારો બચાવ કરશે.
\q
\v 8 યહોવાહ અંત સુધી મારી સાથે છે;
\q હે યહોવાહ, તમારી કૃપા સદાકાળ ટકે છે;
\q તમારા હાથથી બનાવેલા તમારા લોકોનો ત્યાગ કરશો નહિ.
\s5
\c 139
\s સર્વત્ર ઈશ્વરની પ્રેમભરી સંભાળ
\d મુખ્ય ગવૈયાને માટે, દાઉદનું ગીત,
\b
\q
\v 1 હે યહોવાહ, તમે મારા હૃદયની પરીક્ષા કરી છે અને તમે મને ઓળખો છો.
\q
\v 2 મારું બેસવું તથા મારું ઊઠવું તમે જાણો છો;
\q તમે મારા વિચારો વેગળેથી સમજો છો.
\s5
\q
\v 3 જ્યારે હું સૂઈ જાઉં છું, ત્યારે તમે મારા માર્ગોનું અવલોકન કરો છો;
\q તમે મારા બધા માર્ગોના માહિતગાર છો.
\q
\v 4 કેમ કે, હે યહોવાહ, તમે મારા મુખની
\q બધી વાતો પૂરેપૂરી જાણો છો.
\q
\v 5 તમે આગળ પાછળ મને ઘેરી લીધો છે
\q અને તમે તમારા હાથે મને પકડી રાખ્યો છે.
\q
\v 6 આવું ડહાપણ તો મને આશ્ચર્ય પમાડનારું છે;
\q તે અતિ ઉચ્ચ છે અને હું તેને સમજી શકતો નથી.
\s5
\q
\v 7 તમારા આત્મા પાસેથી હું ક્યાં જાઉં?
\q તમારી હાજરીમાંથી હું ક્યાં નાસી જાઉં?
\q
\v 8 જો હું આકાશોમાં ચઢી જાઉં, તો તમે ત્યાં છો;
\q જો હું શેઓલમાં મારી પથારી નાખું, તો ત્યાં પણ તમે છો.
\s5
\q
\v 9 જો હું પરોઢિયાની પાંખો લઈને
\q સમુદ્રને પેલે પાર જઈને વસું,
\q
\v 10 તો ત્યાં પણ તમારો હાથ મને દોરશે
\q તમારો જમણો હાથ મને પકડી રાખશે.
\s5
\q
\v 11 જો હું કહું, "અંધકાર તો નિશ્ચે મને ઢાંકશે
\q અને રાત મારી આસપાસ અજવાળારૂપ થશે;"
\q
\v 12 અંધકાર પણ મને તમારાથી સંતાડી શકતો નથી.
\q રાત દિવસની જેમ પ્રકાશે છે,
\q કેમ કે અંધારું અને અજવાળું બન્ને તમારી આગળ સમાન છે.
\s5
\q
\v 13 તમે મારું અંતઃકરણ ઘડ્યું છે;
\q મારી માતાના ઉદરમાં તમે મારી રચના કરી છે.
\q
\v 14 હું તમારો આભાર માનીશ,
\q કેમ કે તમારાં કાર્યો અદ્દભુત અને આશ્ચર્યજનક છે.
\q તમે મારા જીવન વિષે સઘળું જાણો છો.
\s5
\q
\v 15 જ્યારે મને અદ્રશ્ય રીતે રચવામાં આવ્યો,
\q જ્યારે પૃથ્વીના ઊંડાણોમાં વિવિધ કરામતથી મને ગોઠવવામાં આવ્યો,
\q ત્યારે પણ મારું શરીર તમારાથી અજાણ્યું ન હતું.
\q
\v 16 ગર્ભમાં પણ તમે મને નિહાળ્યો છે;
\q મારું એકે અંગ થયેલું ન હતું, ત્યારે તેઓ સર્વ,
\q તેમ જ તેઓના ઠરાવેલા સમયો તમારા પુસ્તકમાં લખેલા હતા.
\s5
\q
\v 17 હે ઈશ્વર, તમારા વિચારો મને કેટલા બધા મૂલ્યવાન લાગે છે!
\q તેઓની સંખ્યા કેટલી બધી મોટી છે!
\q
\v 18 જો હું તેઓને ગણવા જાઉં તો તેઓ રેતીના કણ કરતાં વધારે થાય.
\q જ્યારે હું જાગું, ત્યારે હું હજી તમારી સાથે હોઉં છું.
\s5
\q
\v 19 હે ઈશ્વર, તમે જ દુષ્ટોનો સંહાર કરશો;
\q હે ખૂની માણસો
\f +
\fr 139:19
\ft હિંસક માણસો
\f* મારાથી દૂર થાઓ.
\q
\v 20 તેઓ તમારી વિરુદ્ધ બળવો કરે છે અને કપટથી વર્તે છે;
\q તમારા શત્રુઓ વ્યર્થ ફુલાઈ જાય છે.
\s5
\q
\v 21 હે યહોવાહ, તમારો દ્વેષ કરનારાઓનો શું હું દ્વેષ ન કરું?
\q જેઓ તમારી સામે ઊઠે છે, તેઓનો શું હું ધિક્કાર ન કરું?
\q
\v 22 હું તેઓને સંપૂર્ણ રીતે ધિક્કારું છું;
\q તેઓને હું મારા શત્રુઓ જ ગણું છું.
\s5
\q
\v 23 હે ઈશ્વર, મારી કસોટી કરો અને મારું અંતઃકરણ ઓળખો;
\q મને પારખો અને મારા વિચારો જાણી લો.
\q
\v 24 જો મારામાં કંઈ દુષ્ટતા હોય, તો તે તમે જોજો
\q અને મને સનાતન માર્ગમાં ચલાવજો.
\s5
\c 140
\s રક્ષણ માટે પ્રાર્થના
\d મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત,
\b
\q
\v 1 હે યહોવાહ, દુષ્ટ માણસોથી મને છોડાવો;
\q જુલમગાર માણસોથી મારું રક્ષણ કરો.
\q
\v 2 તેઓ પોતાની દુષ્ટ યોજનાઓ ઘડે છે;
\q તેઓ નિત્ય ઝઘડા ઊભા કરે છે.
\q
\v 3 તેઓએ પોતાની જીભ સાપના જેવી તીક્ષ્ણ બનાવી છે;
\q તેઓની જીભની નીચે નાગનું વિષ છે.
\qs સેલાહ
\qs*
\s5
\q
\v 4 હે યહોવાહ, દુષ્ટોના હાથમાંથી મને બચાવો;
\q જેઓએ મને નુકસાન પહોંચાડવાની યોજના કરી છે;
\q એવા જુલમગાર માણસોથી મારું રક્ષણ કરો.
\q
\v 5 ગર્વિષ્ઠોએ મારે માટે પાશ તથા દોરીઓ ગુપ્ત રીતે પાથર્યાં છે;
\q તેઓએ રસ્તાની બાજુ પર જાળ બિછાવી છે;
\q મારે માટે ફાંસા ગોઠવ્યા છે.
\qs સેલાહ
\qs*
\s5
\q
\v 6 મેં યહોવાહને કહ્યું, "તમે મારા ઈશ્વર છો;
\q મારી આજીજી સાંભળો."
\q
\v 7 હે યહોવાહ, મારા પ્રભુ, તમે મારા ઉદ્ધારના સામર્થ્ય છો;
\q યુદ્ધના દિવસે તમે મારા શિરનું રક્ષણ કરો છો.
\q
\v 8 હે યહોવાહ, તમે દુષ્ટોની ઇચ્છા પૂરી ન કરો;
\q તેઓની યોજનાઓને સફળ થવા દેશો નહિ.
\qs સેલાહ
\qs*
\s5
\q
\v 9 મને ઘેરો ઘાલનારામાં જેઓ મુખ્ય છે;
\q તેઓના હોઠોથી કરવામાં આવેલો અપકાર તેમના પોતાના ઉપર આવી પડો.
\q
\v 10 ધગધગતા અંગારા તેમના મસ્તક પર પડો;
\q તેઓને અગ્નિમાં ફેંકી દેવામાં આવે;
\q એવા ઊંડા ખાડાઓમાં નાખવામાં આવે કે જ્યાંથી તેઓ કદી બચી શકે નહિ."
\q
\v 11 ખોટું બોલનારાઓને પૃથ્વીમાં રહેવા દેશો નહિ;
\q જુલમગાર માણસને ઉથલાવી પાડવાને દુષ્ટતા તેની પાછળ પડી રહેશે.
\s5
\q
\v 12 હું જાણું છું કે યહોવાહ તો દુઃખીની દાદ સાંભળશે
\q અને ગરીબોનો હક જાળવશે.
\q
\v 13 નિશ્ચે ન્યાયી માણસ યહોવાહના નામનો આભાર માનશે;
\q યથાર્થ મનુષ્યો તમારી સમક્ષતામાં જીવશે.
\s5
\c 141
\s સાયંકાળની પ્રાર્થના
\d દાઉદનું ગીત.
\b
\q
\v 1 હે યહોવાહ, હું તમને વિનંતિ કરું છું; તમે મારી પાસે ઉતાવળથી આવો.
\q જ્યારે હું તમને પોકારું ત્યારે મારું સાંભળો.
\q
\v 2 મારી પ્રાર્થના તમારી સંમુખ ધૂપ જેવી થાઓ;
\q મારા ઊંચા થયેલા હાથો સંધ્યાકાળના અર્પણ જેવા થાઓ.
\s5
\q
\v 3 હે યહોવાહ, મારા મુખની ચોકી કરો
\q અને મારા હોઠનું દ્વાર સંભાળો.
\q
\v 4 અન્યાય કરનારાઓની સાથે
\q હું દુષ્ટ કર્મ કરવામાં સામેલ ન થાઉં તેથી
\q મારા હૃદયને કોઈ પણ દુષ્ટ વાતને વળગવા ન દો.
\q તેઓના મિષ્ટાનમાંથી મને ખાવા ન દો.
\s5
\q
\v 5 જો કોઈ ન્યાયી માણસ મને ફટકા મારે; તો હું તે કૃપા સમજીશ.
\q તે મને સુધારે; તો તે મારા માથા પર ચોળેલા તેલ જેવો થશે;
\q મારું માથું તેનો નકાર નહિ કરે.
\q પણ દુષ્ટ લોકોનાં કર્મોની વિરુદ્ધ હું પ્રાર્થના કર્યા કરીશ.
\q
\v 6 તેઓના ન્યાયધીશોને પર્વતની ટોચ ઉપરથી પાડી નાખવામાં આવ્યા છે;
\q તેઓ સાંભળશે કે મારા પોતાના શબ્દો સુખદ છે.
\q
\v 7 તેઓ કહેશે, "જેમ કોઈ જમીન પર લાકડાંને કાપીને ચીરે છે તેમ,
\q અમારાં હાડકાં કબરના પ્રવેશ આગળ વિખરાયેલાં હતાં."
\s5
\q
\v 8 હે પ્રભુ, યહોવાહ, નિશ્ચે મારી દ્રષ્ટિ તમારા તરફ છે;
\q હું તમારા પર ભરોસો રાખું છું; મારા આત્માનો નાશ થવા ન દો.
\q
\v 9 તેઓએ મારા માટે ગોઠવેલા ફાંદાથી તથા
\q દુર્જનોએ ગોઠવેલી જાળમાંથી મને બચાવો.
\q
\v 10 દુષ્ટો પોતાની જાળમાં ફસાઈ જાય,
\q એટલામાં તો હું બચી જાઉં.
\s5
\c 142
\s તમે મારો આશરો-તમે મારું સર્વકાંઈ
\d દાઉદ ગુફામાં હતો તે વખતનું તેનું માસ્કીલ; પ્રાર્થના.
\b
\q
\v 1 હું મોટા અવાજે યહોવાહને વિનંતિ કરું છું;
\q ઊંચે સ્વરે હું યહોવાહને વિનંતી કરું છું.
\q
\v 2 તેમની આગળ મારું દુઃખ ઠાલવું છું;
\q હું તેમની આગળ મારી મુશ્કેલીઓ પ્રગટ કરું છું.
\s5
\q
\v 3 જ્યારે મારો આત્મા નિર્બળ થાય છે,
\q ત્યારે તમે મારા માર્ગો જાણો છો.
\q જે રસ્તે હું ચાલું છું તેમાં તેઓએ
\q મારે માટે પાશ સંતાડી મૂક્યો છે.
\q
\v 4 હું મારી જમણી બાજુએ જોઉં છું,
\q તો ત્યાં મારી સંભાળ લેનાર કોઈ નથી.
\q મારું નાસવું નિષ્ફળ ગયું છે;
\q મારા જીવનની સંભાળ લેનાર કોઈ નથી.
\q
\v 5 હે યહોવાહ, મેં તમને વિનંતિ કરીને કહ્યું,
\q "તમે જ મારો આશ્રય છો,
\q મારી જિંદગીપર્યંત તમે મારો વારસો છો.
\s5
\q
\v 6 મારો પોકાર સાંભળો,
\q કેમ કે હું બહુ દુઃખી થઈ ગયો છું;
\q મને સતાવનારાના હાથમાંથી છોડાવો,
\q કેમ કે તેઓ મારા કરતા બળવાન છે.
\q
\v 7 મારા આત્માને બંદીવાસમાંથી બહાર લાવો,
\q કે જેથી હું તમારા નામનો આભાર માની શકું.
\q ન્યાયીઓ મારી આસપાસ ફરી વળશે
\q કેમ કે તમે મારા માટે ભલા છો.
\s5
\c 143
\s નિરાશ બનેલા ભક્તનો આર્તનાદ
\d દાઉદનું ગીત.
\b
\q
\v 1 હે યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો; મારા કાલાવાલા પર ધ્યાન આપો.
\q તમારી સત્યતાથી અને ન્યાયીપણાથી મને ઉત્તર આપો!
\q
\v 2 તમારા સેવકની સાથે ન્યાયની રૂએ ન વર્તો,
\q કેમ કે તમારી નજરમાં કોઈ ન્યાયી નથી.
\s5
\q
\v 3 મારો શત્રુ મારી પાછળ પડ્યો છે;
\q તેણે મને જમીન પર પછાડ્યો છે;
\q તેણે મને ઘણા દિવસ પર મરણ પામેલાની જેમ અંધકારમાં પૂર્યો છે.
\q
\v 4 મારો આત્મા મૂંઝાઈ ગયો છે;
\q મારું અંતઃકરણ સ્તબ્ધ થઈ ગયું છે.
\s5
\q
\v 5 હું ભૂતકાળનાં દિવસોનું સ્મરણ કરું છું;
\q તમારા સર્વ કૃત્યોનું મનન કરું છું;
\q અને તમારા હાથનાં કાર્યોનો વિચાર કરું છું.
\q
\v 6 પ્રાર્થનામાં હું મારા હાથ તમારા તરફ પ્રસારું છું;
\q સૂકી ભૂમિની જેમ મારો જીવ તમારા માટે તરસે છે.
\s5
\q
\v 7 હે યહોવાહ, મને જલદી જવાબ આપો, કારણ કે મારો આત્મા ક્ષય પામે છે.
\q તમારું મુખ મારાથી ન સંતાડો,
\q રખેને હું ખાડામાં ઊતરનારના જેવો થાઉં.
\q
\v 8 મને સવારે તમારી કૃપા અનુભવવા દો;
\q કારણ કે હું તમારા પર ભરોસો રાખું છું.
\q જે માર્ગે મારે ચાલવું જોઈએ તે મને બતાવો,
\q કારણ કે હું મારું જીવન તમારા હાથોમાં મૂકું છું.
\s5
\q
\v 9 હે યહોવાહ, મને મારા શત્રુઓથી બચાવો;
\q સંતાવા માટે હું તમારે શરણે આવ્યો છું.
\q
\v 10 મને તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો,
\q કારણ કે તમે મારા ઈશ્વર છો.
\q તમારો ઉત્તમ આત્મા
\q મને સત્યને માર્ગે દોરી જાઓ.
\s5
\q
\v 11 હે યહોવાહ, તમારા નામને માટે મને જિવાડો;
\q તમારા ન્યાયીપણાથી મારો જીવ મુશ્કેલીમાંથી બચાવો.
\q
\v 12 તમારી કૃપાથી તમે મારા શત્રુઓનો નાશ કરો;
\q અને મારા આત્માને સતાવનારાઓનો સંહાર કરો;
\q કારણ કે હું તમારો સેવક છું.
\s5
\c 144
\s રાજાની વિજય માટે આભારસ્તુતિ
\d દાઉદનું ગીત.
\b
\q
\v 1 યહોવાહ મારો ખડક છે, તેમની સ્તુતિ કરો,
\q તે મારા હાથને
\q અને મારી આંગળીઓને યુદ્ધમાં લડતાં શીખવે છે.
\q
\v 2 તમે મારા કૃપાનિધિ, મારો ગઢ,
\q મારો ઊંચો કિલ્લો તથા મારા બચાવનાર છો,
\q તમે મારી ઢાલ તથા જેમના પર મારો ભરોસો છે તે તમે જ છો,
\q તમે દેશોને
\f +
\fr 144:2
\ft મારા લોકોને
\f* મારે તાબે કરો છો.
\s5
\q
\v 3 હે યહોવાહ, માણસ તે શા લેખામાં છે કે, તમે તેની કાળજી રાખો છો
\q અથવા માણસનો દીકરો
\f +
\fr 144:3
\ft મનુષ્ય જાતિ
\f* કોણ કે તેના વિષે તમે વિચારો છો?
\q
\v 4 માણસ તો શ્વાસ જેવું છે;
\q તેના દિવસો સરી જતી છાયા જેવા છે.
\s5
\q
\v 5 હે યહોવાહ, તમારાં આકાશોને નીચે નમાવીને ઊતરી આવો;
\q પર્વતોને સ્પર્શ કરો, એટલે તેઓ ધુમાડો કાઢશે.
\q
\v 6 વીજળી ચમકાવો અને મારા શત્રુઓને વિખેરી નાખો;
\q તમારાં બાણ છોડીને તેઓને હરાવી દો.
\s5
\q
\v 7 ઉપરથી તમારા હાથ લંબાવો;
\q ઘણા પાણીમાંથી મારો છુટકારો કરો
\q વિદેશીઓના હાથમાંથી મને બચાવો.
\q
\v 8 તેઓનાં મુખ જૂઠું બોલે છે
\q અને તેઓનો જમણો હાથ તો જૂઠનો હાથ છે.
\s5
\q
\v 9 હે ઈશ્વર, હું તમારે માટે નવું ગીત ગાઈશ;
\q દશ તારવાળાં વાજિંત્ર સાથે હું તમારી સમક્ષ નવું ગીત ગાઈશ.
\q
\v 10 તમે રાજાઓને તારણ આપો છો;
\q તમે તમારા સેવક દાઉદને ઘાતકી તલવારથી બચાવ્યો.
\q
\v 11 મને છોડાવો અને મને આ વિદેશીઓના હાથમાંથી મુક્ત કરો
\q તેઓનું મુખ મિથ્યા બોલે છે
\q તેઓના જમણા હાથો કપટના હાથો છે.
\b
\s5
\q
\v 12 અમારા પુત્રો પોતાની યુવાવસ્થામાં વધેલા રોપા જેવા થાઓ;
\q અને અમારી પુત્રીઓ રાજમહેલની શણગારેલી ખૂણાની થાંભલીઓ જેવી થાઓ.
\q
\v 13 અમારી વખારો વિવિધ જાતનાં બધાં અનાજથી ભરપૂર થાઓ;
\q અને અમારાં ઘેટાં અમારા વાડાઓમાં હજારો અને દશ હજારો બચ્ચાંને જન્મ આપનારાં થાઓ.
\s5
\q
\v 14 અમારા બળદો ખેતરોની પેદાશથી લાદેલા થાઓ;
\q ગાબડું પાડનાર કોઈ પણ ન થાઓ; નાસી છૂટનાર કોઈ ન હો
\q અને શેરીઓમાં કોઈ બૂમ ન પડો.
\q
\v 15 જે લોકો આવા હોય છે તેઓ આશીર્વાદિત હોય છે;
\q જેઓનો ઈશ્વર યહોવાહ છે તેઓ આનંદિત છે.
\s5
\c 145
\s સર્વસમર્થ પ્રભુનું યશોગાન
\d સ્તવન [ગીત]; દાઉદનું.
\b
\q
\v 1 હે મારા ઈશ્વર, મારા રાજા, હું તમને મોટા માનીશ;
\q હું સદા તમારા નામની સ્તુતિ કરીશ.
\q
\v 2 હું પ્રતિદિન તમારી પ્રશંસા કરીશ;
\q સદા હું તમારા નામની સ્તુતિ કરીશ.
\q
\v 3 યહોવાહ મહાન છે તે બહુ જ સ્તુતિપાત્ર છે;
\q તેમની મહાનતા સમજશક્તિની બહાર છે.
\s5
\q
\v 4 પેઢી દરપેઢી તમારાં કામની પ્રશંસા થશે
\q અને તમારા પરાક્રમનાં કાર્યો પ્રગટ કરવામાં આવશે.
\q
\v 5 હું તમારી મહાનતા તથા તમારા મહિમા
\q અને તમારાં અદ્દભુત કાર્યો વિષે મનન કરીશ.
\s5
\q
\v 6 લોકો તમારાં પરાક્રમી કૃત્યોનું સામર્થ્ય પ્રગટ કરશે;
\q હું તમારી મહાનતા વર્ણવીશ.
\q
\v 7 તેઓ તમારા અનહદ પરોપકારનું સ્મરણ કરીને તમારી કીર્તિ ફેલાવશે
\q અને તેઓ તમારા ન્યાયીપણા વિષે ગાયન કરશે.
\s5
\q
\v 8 યહોવાહ દયાળુ અને કૃપાળુ છે,
\q તે ક્રોધ કરવામાં ધીમા અને કૃપા કરવામાં ભરપૂર છે.
\q
\v 9 યહોવાહ સર્વને હિતકારક છે;
\q પોતાનાં સર્વ કામો પર તેમની રહેમ નજર છે.
\s5
\q
\v 10 હે યહોવાહ, જે બધાં તમારું સર્જન છે તે બધાં તમારો આભાર માનો;
\q તમારા ભક્તો તમારી સ્તુતિ કરો.
\q
\v 11 તેઓ ભેગા મળીને તમારા રાજ્યના મહિમા વિષે વાત કરશે;
\q અને તેઓ તમારું પરાક્રમ પ્રગટ કરશે.
\q
\v 12 સર્વ લોકોમાં તેઓ ઈશ્વરના પરાક્રમી કામો જાહેર કરશે
\q અને તમારા રાજ્યના મહિમા વિષે અને તમારા પ્રતાપ વિષે જાણશે.
\s5
\q
\v 13 તમારું રાજ્ય સદાકાળનું રાજ્ય છે
\q અને તમારું શાસન પેઢી દરપેઢી ટકી રહે છે
\f +
\fr 145:13
\ft અમુક લખાણોમાં જોવા મળશે: ઈશ્વર તેના વચનો પ્રત્યે વિશ્વાસુ છે અને તેના સર્વ કાર્યોમાં કૃપાળુ છે.
\f* .
\s5
\q
\v 14 સર્વ પડતા માણસોને યહોવાહ આધાર આપે છે
\q અને સર્વ દબાઈ રહેલાઓને તે ઊભા કરે છે.
\q
\v 15 સર્વની આંખો તમને આતુરતાથી જોઈ રહી છે;
\q તમે તેઓને રાતના સમયે પણ અન્ન આપો છો.
\q
\v 16 તમે તમારો હાથ ખોલો છો,
\q એટલે સર્વ સજીવોની ઇચ્છા તૃપ્ત થાય છે.
\s5
\q
\v 17 યહોવાહ પોતાના સર્વ માર્ગોમાં ન્યાયી છે
\q અને તે પોતાના સર્વ કામોમાં કૃપાળુ છે.
\q
\v 18 જેઓ પ્રામાણિકપણે તેમને મદદ માટે પોકારે છે,
\q તેઓની સાથે યહોવાહ રહે છે.
\q
\v 19 જેઓ યહોવાહને માન આપે છે તેમની ઇચ્છાઓને તે પૂરી કરે છે;
\q તે તેઓનો પોકાર સાંભળીને તેમને બચાવે છે.
\s5
\q
\v 20 યહોવાહ તેમના પર પ્રેમ રાખનારા સર્વનું તે ધ્યાન રાખે છે,
\q પણ તે સર્વ દુષ્ટોનો નાશ કરે છે.
\q
\v 21 મારું મુખ યહોવાહની સ્તુતિ કરશે;
\q સર્વ માણસો તેમના પવિત્ર નામની સ્તુતિ કરો.
\s5
\c 146
\s દુખ:હરતા પ્રભુની સ્તુતિ
\b
\q
\v 1 યહોવાહની સ્તુતિ કરો.
\q હે મારા આત્મા, યહોવાહની સ્તુતિ કર.
\q
\v 2 મારા જીવન પર્યંત હું યહોવાહની સ્તુતિ કરીશ;
\q મારા જીવનના છેલ્લાં શ્વાસ સુધી હું મારા ઈશ્વરનાં સ્તુતિગીતો ગાઈશ.
\s5
\q
\v 3 તમે રાજાઓ કે માણસો પર ભરોસો ન રાખો,
\q કારણ કે તેઓની પાસે ઉદ્ધાર નથી.
\q
\v 4 જ્યારે તેનો પ્રાણ તેને છોડી જાય છે, ત્યારે તેનું શરીર ધૂળમાં પાછું મળી જાય છે;
\q તે જ દિવસે તેની બધી યોજનાઓનો અંત આવે છે.
\s5
\q
\v 5 જે માણસને સહાય કરનાર યાકૂબના ઈશ્વર છે,
\q જેની આશા તેના ઈશ્વર યહોવાહમાં છે, તે આશીર્વાદિત છે.
\q
\v 6 યહોવાહે પૃથ્વી તથા આકાશ,
\q સમુદ્ર તથા તેમાંના સર્વસ્વનું સર્જન કર્યું છે;
\q તે સદા સત્ય પાળનાર છે.
\s5
\q
\v 7 તે પીડિતોનો ન્યાય જાળવી રાખે છે
\q અને તે ભૂખ્યાઓને અન્ન પૂરું પાડે છે.
\q યહોવાહ કેદીઓને છોડાવે છે.
\q
\v 8 યહોવાહ દૃષ્ટિહીનોની આંખો ખોલે છે;
\q યહોવાહ ભારે બોજથી દબાયેલાઓનો બોજો હલકો કરે છે;
\q યહોવાહ ન્યાયી લોકોને પ્રેમ કરે છે.
\s5
\q
\v 9 યહોવાહ દેશમાંના વિદેશીઓનું રક્ષણ કરે છે;
\q તે અનાથો તથા વિધવાઓને ઊંચાં કરે છે,
\q પણ તે દુષ્ટોનો વિરોધ કરે છે.
\q
\v 10 યહોવાહ સદાકાળ રાજ કરશે,
\q હે સિયોન, તમારા ઈશ્વર પેઢી દરપેઢી રાજ કરશે.
\q યહોવાહની સ્તુતિ કરો.
\s5
\c 147
\s રક્ષક-પોષક પ્રભુની સ્તુતિ
\b
\q
\v 1 યહોવાહની સ્તુતિ કરો,
\q કેમ કે આપણા ઈશ્વરનાં સ્તુતિગીતો ગાવાં
\q એ સારું તથા મનોરંજક છે, સ્તુતિ કરવી એ ઘટતું છે.
\s5
\q
\v 2 યહોવાહ યરુશાલેમને ફરી બાંધે છે;
\q તે ઇઝરાયલનાં વિખેરાઈ ગયેલા લોકોને પાછા એકઠાં કરે છે.
\q
\v 3 હૃદયભંગ થયેલાઓને તે સાજા કરે છે
\q અને તે તેઓના ઘા રુઝવે છે.
\s5
\q
\v 4 તે તારાઓની ગણતરી કરે છે;
\q તે તેઓને નામ આપીને બોલાવે છે.
\q
\v 5 આપણા પ્રભુ કેવા મહાન છે અને ઘણા પરાક્રમી છે;
\q તેમના ડહાપણની કોઈ સીમા નથી.
\s5
\q
\v 6 યહોવાહ નમ્રજનોને ઊંચાં કરે છે;
\q તે દુષ્ટોને જમીનદોસ્ત કરી નાખે છે.
\q
\v 7 યહોવાહનો આભાર માનતાં માનતાં ગાઓ;
\q વીણા સાથે આપણા ઈશ્વરનાં સ્તોત્ર ગાઓ.
\s5
\q
\v 8 તે આકાશને વાદળોથી ઢાંકે છે
\q અને પૃથ્વીને માટે તે વરસાદ તૈયાર કરી રાખે છે,
\q તે પહાડો પર ઘાસ ઉગાડે છે.
\q
\v 9 પશુઓને તેમ જ પોકાર કરતાં
\q કાગડાનાં બચ્ચાંને પણ તે ખોરાક આપે છે.
\s5
\q
\v 10 તે ઘોડાના બળથી પ્રસન્ન થતા નથી;
\q તે માણસના પગના જોરથી પણ ખુશ થતા નથી.
\q
\v 11 જેઓ તેમનો ભય રાખે છે
\q અને તેમની કૃપાની આશા રાખે છે, તેમના પર યહોવાહ ખુશ રહે છે.
\s5
\q
\v 12 હે યરુશાલેમ, યહોવાહની સ્તુતિ કર;
\q હે સિયોન, તારા ઈશ્વરની સ્તુતિ કર.
\q
\v 13 કારણ કે તેમણે તારાં દ્વારોની ભૂંગળો મજબૂત કરી છે;
\q તેમણે તારામાં તારાં સંતાનોને આશીર્વાદિત કર્યાં છે.
\q
\v 14 તે તારી સરહદમાં શાંતિ સ્થાપે છે;
\q સારા ઘઉંથી તે તારા કોઠારોને ભરપૂર કરે છે.
\s5
\q
\v 15 તે પોતાની આજ્ઞા પૃથ્વી પર મોકલે છે;
\q તેમની આજ્ઞા બહુ ઝડપથી દોડે છે.
\q
\v 16 તે ઊનના જેવો બરફ મોકલે છે;
\q તે હવામાંથી રાખ જેવા કરાની વૃષ્ટિ કરે છે.
\s5
\q
\v 17 રોટલીના કટકા જેવા કરા વરસાવે છે;
\q તેની ટાઢ આગળ કોણ ઊભું રહી શકે?
\q
\v 18 તે પોતાની આજ્ઞા મોકલીને તેમને ઓગળાવે છે;
\q તે પોતાના પવનને ફૂંકાવાની આજ્ઞા કરે છે અને પાણીઓ વહેતાં થાય છે.
\s5
\q
\v 19 તેમણે યાકૂબને તેમનાં વચનો પ્રગટ કર્યાં,
\q તેમણે તેમના વિધિઓ અને નિયમો ઇઝરાયલને પણ પ્રગટ કર્યા.
\q
\v 20 અન્ય કોઈ પ્રજા સાથે તેમણે આ પ્રમાણે કર્યું નથી;
\q તેઓએ તેમનાં ન્યાયવચનો જાણ્યાં નથી.
\q યહોવાહની સ્તુતિ થાઓ.
\s5
\c 148
\s સમસ્ત સૃષ્ટિ પ્રભુની સ્તુતિ કરો
\b
\q
\v 1 યહોવાહની સ્તુતિ કરો.
\q આકાશોથી યહોવાહની સ્તુતિ કરો;
\q ઉચ્ચસ્થાનોમાં તેમની સ્તુતિ કરો.
\q
\v 2 તેમના સર્વ દૂતો, તમે તેમની સ્તુતિ કરો;
\q તેમનાં સર્વ સૈન્યો, તેમની સ્તુતિ કરો.
\s5
\q
\v 3 સૂર્ય તથા ચંદ્ર, તમે તેમની સ્તુતિ કરો;
\q સર્વ ઝગઝગતાં તારા, તેમની સ્તુતિ કરો.
\q
\v 4 આકાશોનાં આકાશ, તમે તેમની સ્તુતિ કરો
\q આકાશ ઉપરનાં પાણી, તેમની સ્તુતિ કરો.
\s5
\q
\v 5 યહોવાહના નામની સ્તુતિ તેઓ કરો,
\q કેમ કે તેમની આજ્ઞાથી તેઓ ઉત્પન્ન થયાં.
\q
\v 6 વળી તેમણે સદાકાળને માટે તેઓને સ્થાપન કર્યાં છે;
\q જેનો અપરાધ તેઓ કરી શકે નહિ, એવો નિયમ તેમણે કર્યો છે.
\s5
\q
\v 7 હે પૃથ્વી પરના બધા જ જીવો, તમે યહોવાહની સ્તુતિ કરો,
\q હે સમુદ્રના જીવો અને મહાસાગરનાં ઊંડાણો, તમે તેમની સ્તુતિ કરો.
\q
\v 8 અગ્નિ
\f +
\fr 148:8
\ft વિજળી
\f* તથા કરા, હિમ તથા મેઘ,
\q આંધીના વાયુ, જે તેમનું વચન પૂરું કરે છે,
\s5
\q
\v 9 પર્વતો તથા ડુંગરો
\q ફળવૃક્ષો તથા સર્વ દેવદારો,
\q
\v 10 વન્ય જાનવરો તથા સર્વ પશુઓ,
\q પેટે ચાલનારાં જીવજંતુ તથા ઊડનારાં પક્ષીઓ,
\s5
\q
\v 11 પૃથ્વીના રાજાઓ અને સર્વ પ્રજાઓ,
\q રાજકુમારો તથા પૃથ્વીના સર્વ ન્યાયાધીશો,
\q
\v 12 જુવાન પુરુષો તથા જુવાન સ્ત્રીઓ,
\q વૃદ્ધો તથા બાળકો.
\s5
\q
\v 13 તમે સર્વ યહોવાહની સ્તુતિ કરો,
\q કારણ કે એકલું તેમનું જ નામ પ્રતિષ્ઠાપાત્ર છે
\q અને તેમનું ગૌરવ આકાશ તથા પૃથ્વી કરતાં મોટું છે.
\q
\v 14 તેમણે પોતાના લોકોનું શિંગ ઊંચું કર્યું છે
\q જેથી તેમના ભક્તો તેમની સ્તુતિ કરે,
\q તેમની પાસેના ઇઝરાયલ લોકોને તેમણે ઊંચા કર્યા છે.
\q યહોવાહની સ્તુતિ કરો.
\s5
\c 149
\s ઇઝરાયલ ઈશ્વરની સ્તુતિ કરે
\b
\q
\v 1 યહોવાહની સ્તુતિ કરો.
\q તેમની સમક્ષ નવું ગીત ગાઓ;
\q સંતોની સભામાં તેમની સ્તુતિ કરો.
\s5
\q
\v 2 ઇઝરાયલ પોતાના સર્જનહારથી આનંદ પામે;
\q સિયોનના લોકો પોતાના રાજાને લીધે આનંદ મનાવો.
\q
\v 3 તેઓ તેના નામની સ્તુતિ નૃત્યસહિત કરો;
\q ખંજરી તથા વીણાથી તેમનાં સ્તોત્ર ગાઓ.
\s5
\q
\v 4 કારણ કે યહોવાહ પોતાના લોકોથી આનંદ માને છે;
\q તે નમ્રજનોને ઉદ્ધારથી સુશોભિત કરે છે.
\q
\v 5 સંતો વિજયમાં
\f +
\fr 149:5
\ft મહિમામાં
\f* હરખાઓ;
\q પોતાની પથારીમાં પણ તમે આનંદનાં ગીતો ગાઓ.
\s5
\q
\v 6 તેઓના મુખમાંથી ઈશ્વરની ઉત્તમ સ્તુતિ ગવાઓ
\q અને તેઓના હાથમાં બેધારી તલવાર રહો.
\q
\v 7 તેઓ વિદેશીઓને બદલો વાળે
\q અને લોકોને શિક્ષા પહોંચાડે.
\s5
\q
\v 8 તેઓ પોતાના રાજાઓને સાંકળોથી
\q અને તેઓના હાકેમોને લોખંડની બેડીઓથી બાંધે.
\q
\v 9 લખેલો ચુકાદો તેમના પર બજાવે.
\q એવું મન તેમના બધા સંતોને છે.
\q યહોવાહની સ્તુતિ કરો.
\s5
\c 150
\s ગાઓ, વાજિંત્રો વગાડો, ને પ્રભુની સ્તુતિ કરો
\b
\q
\v 1 યહોવાહની સ્તુતિ કરો.
\q તેમના પવિત્રસ્થાનમાં તેમની સ્તુતિ કરો;
\q આકાશો તેમના પરાક્રમનો પ્રદેશ છે, તેમાં તેમની સ્તુતિ કરો.
\q
\v 2 તેમનાં પરાક્રમી કાર્યો માટે તેમની સ્તુતિ કરો;
\q તેમના ઉત્તમ માહાત્મ્ય પ્રમાણે તેમની સ્તુતિ કરો.
\s5
\q
\v 3 રણશિંગડાં વગાડીને તેમની સ્તુતિ કરો;
\q સિતાર તથા વીણાથી તેમની સ્તુતિ કરો.
\q
\v 4 ખંજરી વગાડીને તથા નૃત્યસહિત તેમની સ્તુતિ કરો;
\q સારંગી તથા શરણાઈ સાથે તેમની સ્તુતિ કરો.
\q
\v 5 તીવ્ર સૂરવાળી ઝાંઝો સાથે તેમની સ્તુતિ કરો;
\q ઝાંઝોના હર્ષનાદ સાથે તેમની સ્તુતિ કરો.
\s5
\q
\v 6 શ્વાસોચ્છવાસ લેનારાં સર્વ યહોવાહની સ્તુતિ કરો.
\q યહોવાહની સ્તુતિ કરો.