gu_ulb/14-2CH.usfm

1819 lines
336 KiB
Plaintext

\id 2CH 2 કાળવૃતાંત
\ide UTF-8
\h 2 કાળવૃતાંત
\toc1 2 કાળવૃતાંત
\toc2 2 કાળવૃતાંત
\toc3 2ch
\mt1 2 કાળવૃતાંત
\is લેખક
\ip યહૂદી પરંપરા એઝરા શાસ્ત્રીને લેખક માને છે. 2 કાળવૃતાંતની શરૂઆત સુલેમાનના રાજશાસનના હેવાલથી શરૂ થાય છે. સુલેમાનના મૃત્યુ બાદ રાજ્યના ભાગલા થયા હતા. 2 કાળવૃતાંત કે જે 1 કાળવૃતાંતનું સાથી પુસ્તક છે તે સુલેમાનના રાજ્યથી બાબિલના બંદીવાસ સુધીનો હિબ્રૂ લોકોનો ઇતિહાસ જણાવવાંનું ચાલુ રાખે છે.
\is લખાણનો સમય અને સ્થળ
\ip લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 450 થી 425 વચ્ચેનો છે.
\ip જો કે કાળવૃતાંતોના લખાણોનો સમય બાબિલના દેશનિકાલમાંથી ઇઝરાયલના પાછા ફરવા બાદનો છે તો પણ તે નક્કી કરવો ખૂબ જ કઠીન છે.
\is વાંચકવર્ગ
\ip પ્રાચીન યહૂદી લોકો તથા ત્યાર બાદના બાઇબલના બધા જ વાંચકો.
\is હેતુ
\ip 2 કાળવૃતાંતનું પુસ્તક મોટાભાગે 2 શમુએલ તથા 2 રાજાના પુસ્તકોની માહિતી સમાન જ માહિતી આવરે છે. 2 કાળવૃતાંતનું પુસ્તક તે સમયગાળાના યાજકીય પાસા પર વધારે દ્રષ્ટિ કરે છે. 2 કાળવૃતાંતનું પુસ્તક મૂળભૂત રીતે રાષ્ટ્રના ધાર્મિક ઇતિહાસનું મૂલ્યાંકન છે.
\is મુદ્રાલેખ
\ip ઇઝરાયલનો ધાર્મિક વારસો
\iot રૂપરેખા
\io1 સુલેમાન હેઠળ ઇઝરાયલનો ઇતિહાસ (1-9)
\io1 રહાબઆમ થી આહાઝ (10-28)
\io1 હિઝિકયાથી યહૂદાનો અંત (29-36)
\s5
\c 1
\s સુલેમાનની જ્ઞાન માટેની પ્રાર્થના
\r (૧ રા. ૩:૧-૫)
\p
\v 1 દાઉદનો દીકરો સુલેમાન પોતાના રાજ્યમાં પરાક્રમી થયો કારણ કે તેના પ્રભુ ઈશ્વર તેની સાથે હતા અને તેમણે તેને ઘણો સામર્થ્યવાન બનાવ્યો હતો.
\s5
\p
\v 2 સુલેમાને સર્વ ઇઝરાયલને, સહસ્રાધિપતિઓને, શતાધિપતિઓને, ન્યાયાધીશોને, ઇઝરાયલના દરેક રાજકુમારોને તથા કુટુંબનાં મુખ્ય વડીલોને આજ્ઞા કરી.
\v 3 પછી સુલેમાન પોતાની સાથે સમગ્ર પ્રજાને લઈને ગિબ્યોનના ઉચ્ચસ્થાનમાં ગયો; કેમ કે ત્યાં ઈશ્વરનો મુલાકાતમંડપ હતો, એ મુલાકાતમંડપ મૂસા અને ઈશ્વરના સેવકોએ અરણ્યમાં બનાવેલો હતો.
\v 4 દાઉદ ઈશ્વરના કરારકોશને કિર્યાથ-યારીમથી યરુશાલેમમાં લાવ્યો હતો, ત્યાં તેણે તેને માટે તંબુ તૈયાર કર્યો હતો.
\v 5 આ ઉપરાંત, હૂરના દીકરા, ઉરીના દીકરા, બસાલેલે પિત્તળની જે વેદી બનાવી હતી, તે ત્યાં ઈશ્વરના મંડપની આગળ હતી; સુલેમાન તથા આખી સભા ત્યાં ગયા.
\s5
\p
\v 6 મુલાકાતમંડપમાં ઈશ્વરની આગળ જે પિત્તળની વેદી હતી, ત્યાં સુલેમાન ગયો. અને તેના પર એક હજાર દહનીયાર્પણો ચઢાવ્યાં.
\p
\v 7 તે રાત્રે ઈશ્વરે સુલેમાનને દર્શન આપીને કહ્યું, "માગ! હું તને શું આપું?"
\s5
\p
\v 8 સુલેમાને ઈશ્વરને કહ્યું, "તમે મારા પિતા દાઉદ પ્રત્યે ઘણાં વિશ્વાસુ રહ્યા હતા. અને તેની જગ્યાએ મને રાજા બનાવ્યો છે.
\v 9 હવે, પ્રભુ ઈશ્વર, મારા પિતા દાઉદને જે વચન આપ્યું હતું તે ફળીભૂત કરો, કેમ કે તમે મને પૃથ્વીની ધૂળની રજ જેટલા અસંખ્ય લોકો પર રાજા બનાવ્યો છે.
\v 10 હવે તમે મને ડહાપણ તથા જ્ઞાન આપો, કે જેથી હું આ લોકોનો ન્યાયાધીશ થઈ શકું. કારણ કે તમારી આ મહાન પ્રજાનો ન્યાય કોણ કરી શકે?"
\v 11 ઈશ્વરે સુલેમાનને કહ્યું, "તારા હૃદયમાં આ મહાન બાબત છે. તેં ધન, સંપત્તિ, આદર અથવા તને જે ધિક્કારે છે તેઓના જીવ, તેમ જ પોતાના માટે લાંબુ આયુષ્ય માગ્યું નહિ; પણ તેં તારા માટે ડહાપણ તથા જ્ઞાન માગ્યું, કે જેથી તું મારા લોકો પર રાજ અને ન્યાય કરી શકે. જો કે એ માટે જ મેં તને રાજા બનાવ્યો છે.
\s5
\p
\v 12 હવે તને ડહાપણ તથા જ્ઞાન બક્ષ્યાં છે; હું તને એટલું બધું ધન, સંપત્તિ અને આદર આપીશ કે તારી અગાઉ જે રાજાઓ થઈ ગયા તેઓની પાસે એટલું ન હતું. અને તારા પછીના કોઈને મળશે પણ નહિ."
\v 13 તેથી સુલેમાન ગિબ્યોનના ઉચ્ચસ્થાનમાંથી મુલાકાતમંડપ આગળથી યરુશાલેમ આવ્યો; અને તેણે ઇઝરાયલ ઉપર રાજ કર્યું.
\s સુલેમાનની જાહોહલાલી
\r (૧ રા. ૧૦:૨૬-૨૯)
\s5
\p
\v 14 સુલેમાને રથો તથા ઘોડેસવારોને એકત્ર કર્યા: તેની પાસે એક હજાર ચારસો રથો તથા એક હજાર બસો ઘોડેસવારો હતા, તેમાંના કેટલાકને તેણે રથો રાખવાના નગરોમાં અને પોતાની પાસે યરુશાલેમમાં રાખ્યા.
\v 15 રાજાએ યરુશાલેમમાં સોનું તથા ચાંદી એટલાં બધાં વધારી દીધાં કે તે પથ્થરની તોલે થઈ ગયાં. અને દેવદારનાં લાકડાં એટલા બધાં વધી ગયા કે તે નીચાણના પ્રદેશમાંનાં ગુલ્લર વૃક્ષોનાં લાકડાં જેવા થઈ પડ્યાં.
\p
\v 16 સુલેમાનના ઘોડાને તેના વેપારીઓ મિસરમાંથી વેચાતા લાવ્યા હતા.
\v 17 મિસરથી તેઓ દરેક રથ ચાંદીના છસો શેકેલ ચૂકવીને ખરીદી લાવતા હતા. એ જ પ્રમાણે હિત્તીઓના સર્વ રાજાઓને માટે તથા અરામના રાજાઓને માટે પણ તે સોદાગરો ઘોડા લઈ આવતા.
\s5
\c 2
\s મંદિર બાંધવાની તૈયારી
\r (૧ રા. ૫:૧-૧૮ )
\p
\v 1 હવે સુલેમાને ઈશ્વરના માટે સભાસ્થાન તથા પોતાના રાજ્યને માટે રાજમહેલ બાંધવાનો હુકમ ફરમાવ્યો.
\v 2 સુલેમાને સિત્તેર હજાર માણસોને ભાર ઊંચકવા માટે, એંશી હજાર માણસોને પર્વતોમાં લાકડાં કાપવા માટે તથા ત્રણ હજાર છસો માણસોને તેઓના પર દેખરેખ રાખવા મુકાદમ તરીકે કામે રાખ્યા.
\v 3 સુલેમાને તૂરના રાજા હીરામની
\f +
\fr 2:3
\ft હુરામ
\f* પાસે સંદેશો મોકલીને જણાવ્યું, "તું મારા પિતા દાઉદની સાથે જેમ વર્ત્યો અને તેને રાજમહેલ બાંધવા માટે દેવદારનાં લાકડાં મોકલી આપ્યાં હતાં, તેમ જ તું મારી સાથે વર્તજે.
\s5
\p
\v 4 જુઓ, હું મારા ઈશ્વર યહોવાહ માટે ઘર બાંધવા માગું છું, ત્યાં તેમની સમક્ષ ખુશબુદાર સુગંધીઓનો ધૂપ બાળવાને, નિત્યની અર્પિત રોટલીને સારુ, વિશ્રામવારોએ, ચંદ્રદર્શનના દિવસોએ અને અમારા પ્રભુ ઈશ્વરનાં નક્કી કરેલાં પર્વોને માટે, સવાર તથા સાંજના દહનીયાર્પણોને સારુ તથા તેમના નામને સારુ, હું ઘર બાંધુ છું. ઇઝરાયલને માટે સર્વકાળને સારુ આ વિધિઓ ઠરાવેલા છે.
\v 5 હું જે ઘર બાંધવાનો છું તે ઘણું મોટું છે, કારણ કે આપણા ઈશ્વર બીજા સર્વ દેવો કરતાં મહાન છે.
\s5
\p
\v 6 તો પણ તેમને માટે સભાસ્થાન બાંધવાને કોણ સમર્થ છે? કારણ કે સમગ્ર વિશ્વમાં અને આકાશોના આકાશમાં તેમનો સમાવેશ થઈ શકે તેમ નથી. તો પછી હું કોણ કે તેમને માટે સભાસ્થાન બાંધું? એ તો માત્ર તેમની સમક્ષ અર્પણ કરવાને માટે જ છે.
\v 7 તેથી સોનાના, ચાંદીના, પિત્તળના, લોખંડના, જાંબુડિયા, ઘાટા લાલ, આસમાની રંગના વસ્ત્રના કામમાં બાહોશ તથા કોતરણી કોતરવામાં નિપુણ એવા માણસોને મારી પાસે મોકલ. યહૂદિયામાં તથા યરુશાલેમમાં મારી પાસે જે કુશળ પુરુષો છે, તેઓને તો મારા પિતા દાઉદે પૂરા પાડ્યા છે. તું જેઓને મોકલે તેઓ તેઓની સાથે રહીને કામ કરશે.
\s5
\p
\v 8 લબાનોનમાંથી એરેજવૃક્ષો, દેવદારનાં વૃક્ષો, ચંદનના વૃક્ષો મારા માટે મોકલી આપો; કેમ કે હું જાણું છું કે તારા ચાકરો લબાનોનમાં લાકડાં કાપવામાં કુશળ છે. જુઓ, મારા ચાકરો,
\v 9 મારા માટે પુષ્કળ લાકડાં તૈયાર કરવા તમારા ચાકરોની સાથે રહેશે; કેમ કે જે સભાસ્થાન બનાવવા હું જઈ રહ્યો છું તે ઘણું અદ્દભુત અને ભવ્ય થશે.
\v 10 જુઓ, હું તમારા ચાકરોને, એટલે લાકડાં કાપનારાઓને વીસ હજાર માપ ઝૂડેલા ઘઉં, વીસ હજાર ગૂણ જવ, વીસ હજાર બાથ એક લાખ એંશી હજાર ગેલન દ્રાક્ષારસ અને વીસ હજાર બાથ તેલ આપીશ."
\s5
\p
\v 11 પછી તૂરના રાજા હીરામે સુલેમાનને જવાબ લખી મોકલ્યો: "ઈશ્વરને પોતાના લોકો પર પ્રેમ છે, માટે તેમણે તને તેઓના પર રાજા બનાવ્યો છે."
\v 12 આ ઉપરાંત, હીરામે કહ્યું, "ઇઝરાયલના ઈશ્વર યહોવાહની પ્રશંસા હો! તેમણે આકાશ તથા પૃથ્વી બનાવ્યાં અને તેમણે દાઉદ રાજાને જ્ઞાની, બુદ્ધિશાળી તથા સમજણથી ભરપૂર એવો દીકરો આપ્યો છે, જે ઈશ્વરના નામે સભાસ્થાન અને પોતાના માટે રાજમહેલ બંધાવનાર છે.
\s5
\p
\v 13 હવે હું તારી પાસે મારો એક નિપુણ માણસ તે ઘણો હોશિયાર છે તેને હીરામ અબીને ભેટ તરીકે મોકલું છું,
\v 14 તે દાન કુળની એક સ્ત્રીનો દીકરો છે. તેનો પિતા તૂરનો માણસ હતો. તે સોનાચાંદીની, પિત્તળની, લોખંડની, કિંમતી પથ્થરની, લાકડાની તેમ જ જાંબુડિયા, કિરમજી, ભૂરા રંગની ઊન અને બારીક શણની કામગીરીમાં કુશળ છે. તે કોઈપણ પ્રકારનું કોતરકામ કરવામાં પણ હોશિયાર છે. તો મારા માલિક તથા તારા પિતા દાઉદના કારીગરોની સાથે તેની નિમણૂક કરજે.
\s5
\p
\v 15 હવે, મારા માલિકે જણાવ્યાં મુજબ ઘઉં, જવ, તેલ અને દ્રાક્ષારસ તે સર્વ તારા ચાકરોને માટે તું મોકલી આપ.
\v 16 તારે જોઈએ તેટલાં લાકડાં અમે લબાનોનમાંથી કાપીશું. અને તેના તરાપા બાંધીને અમે તે સમુદ્રના માર્ગે યાફામાં તારી પાસે લાવીશું અને ત્યાંથી તું તે યરુશાલેમ લઈ જજે."
\s મંદિરનું બાંધકામ
\r (૧ રા. ૬:૧-૩૮)
\p
\v 17 જે વિદેશીઓ ઇઝરાયલના દેશમાં રહેતા હતા તેઓ સર્વની સુલેમાને, તેના પિતા દાઉદે ગણતરી કરી હતી. તે પ્રમાણે, તેઓની સંખ્યા એક લાખ ત્રેપન હજાર છસો હતી.
\v 18 તેણે તેઓમાંના સિત્તેર હજારને ભાર ઊંચકવા માટે, એંસી હજારને પર્વતમાં લાકડાં કાપવા તથા ત્રણ હજાર છસોને આ કામ કરનારા લોકોની દેખરેખ રાખવા માટે મુકાદમ તરીકે નીમ્યા.
\s5
\c 3
\p
\v 1 પછી સુલેમાને યરુશાલેમમાં મોરિયા પર્વત પર ઈશ્વરનું સભાસ્થાન બાંધવાની શરૂઆત કરી. ત્યાં તેના પિતા દાઉદને ઈશ્વરે દર્શન આપ્યું હતું. તેના પર જે જગ્યા દાઉદે યબૂસી ઓર્નાનની ઘઉં ઝૂડવાની ખળીમાં તૈયાર કરી હતી, ત્યાં ઈશ્વરનું સભાસ્થાન બાંધવાનો પ્રારંભ કર્યો.
\v 2 આ બાંધકામની શરૂઆત તેણે પોતાના શાસનના ચોથા વર્ષના બીજા માસના બીજા દિવસથી કરી.
\v 3 હવે સુલેમાન ઈશ્વરનું જે સભાસ્થાન બાંધવાનો હતો તેના પાયાનાં માપ આ પ્રમાણે હતાં. તેની લંબાઈ સાઠ હાથ તથા પહોળાઈ વીસ હાથ હતી.
\s5
\p
\v 4 સભાસ્થાનના આગળના દ્વારમંડપની લંબાઈ સભાસ્થાનની પહોળાઈ જેટલી વીસ હાથ હતી. તેની ઊંચાઈ પણ વીસ હાથ હતી અને સુલેમાને તેની અંદરના ભાગને શુદ્ધ સોનાથી મઢાવ્યો હતો.
\v 5 તેણે મોટા ઓરડાની અંદરની દીવાલોને દેવદારના પાટિયાં જડી દીધાં, તેમને શુદ્ધ સોનાથી મઢ્યાં અને તેમના ઉપર ખજૂરીઓ તથા સાંકળીઓ કોતરાવી.
\s5
\p
\v 6 તેણે સભાસ્થાનને મૂલ્યવાન રત્નોથી શણગાર્યું; એ સોનું પાર્વાઈમથી લાવવામાં આવ્યું હતું.
\v 7 વળી તેણે સભાસ્થાનના મોભને, તેના ઊમરાઓને, તેની દીવાલોને અને તેનાં બારણાંઓને સોનાથી મઢાવ્યાં; દિવાલો પર કરુબો કોતરાવ્યા.
\s5
\p
\v 8 તેણે પરમપવિત્રસ્થાન બનાવ્યું. તેનું માપ આ પ્રમાણે હતું: તેની લંબાઈ સભાસ્થાનની પહોળાઈ પ્રમાણે વીસ હાથ, પહોળાઈ પણ વીસ હાથ અને ઊંચાઈ વીસ હાથ હતી. તેણે તેને છસો તાલંત ચોખ્ખા સોનાથી મઢ્યું હતું.
\v 9 સોનાના ખીલાઓનું વજન પચાસ શેકેલ હતું. તેણે ઉપરના ઓરડાઓને પણ સોનાથી મઢાવ્યા.
\s5
\p
\v 10 તેણે પરમપવિત્રસ્થાનને માટે બે કરુબોની કલાકૃતિઓ બનાવી; તેઓને ચોખ્ખા સોનાથી મઢાવ્યાં.
\v 11 કરુબોની પાંખો વીસ હાથ લાંબી હતી; એક કરુબની એક પાંખ પાંચ હાથ લાંબી હતી, તે ફેલાઈને સભાસ્થાનની દીવાલ સુધી સ્પર્શતી હતી; બીજી પાંખ પણ પાંચ હાથ લાંબી હતી, તે પણ ફેલાઈને બીજા કરુબની પાંખને પહોંચતી હતી.
\v 12 એ જ પ્રમાણે બીજા કરુબની એક પાંખ ફેલાઈને સભાસ્થાનની બીજી દિવાલને સ્પર્શતી હતી; બીજી પાંખ પણ પાંચ હાથ લાંબી હતી, તે પહેલા કરુબની પાંખ સુધી પહોંચતી હતી.
\s5
\p
\v 13 આ પ્રમાણે કરુબોની પાંખો વીસ હાથ ફેલાયેલી હતી. કરુબો પોતાના પગો ઉપર ઊભા રહેલા અને તેઓનાં ચહેરા અંદરની બાજુએ હતા.
\v 14 તેણે આસમાની, જાંબુડા, કિરમજી ઊનના અને લાલ રંગના શણના પડદા બનાવ્યા અને તેણે કરુબો બનાવ્યા.
\s પિત્તળના બે સ્તંભો
\r (૧ રા. ૭:૧૫-૨૨)
\p
\v 15 સુલેમાને સભાસ્થાન આગળ પાંત્રીસ હાથ ઊંચા બે સ્તંભ બનાવ્યા, દરેકની ટોચે કળશ મૂકાવ્યા હતા. તે પાંચ હાથ ઊંચા હતા.
\v 16 તેણે સાંકળો બનાવીને સ્તંભોની ટોચે કળશો પર મૂકી; તેણે સો દાડમો બનાવ્યાં અને તેને સાંકળો પર લટકાવ્યાં.
\v 17 તેણે તે સ્તંભો સભાસ્થાન આગળ ઊભા કર્યા, એક જમણે હાથે અને બીજો ડાબા હાથે; જમણા હાથ બાજુના સ્તંભનું નામ યાખીન સ્થાપના અને ડાબા હાથ બાજુના સ્તંભનું નામ બોઆઝ બળ રાખ્યું.
\s5
\c 4
\s મંદિર માટેની સામગ્રી
\r (૧ રા. ૭:૨૩-૫૧)
\p
\v 1 આ ઉપરાંત તેણે પિત્તળની એક વેદી બનાવી; તેની લંબાઈ વીસ હાથ, તેની પહોળાઈ વીસ હાથ હતી અને તેની ઊંચાઈ દસ હાથ હતી.
\v 2 તેણે ઢાળેલી ધાતુનો કુંડ પણ બનાવ્યો, તેનો આકાર ગોળ હતો, તેનો વ્યાસ દસ હાથ હતો. તેની ઊંચાઈ પાંચ હાથ હતી અને કુંડનો ઘેરાવો ત્રીસ હાથનો હતો.
\v 3 એ કુંડની નીચે ચારે તરફ ફરતી બળદના પૂતળાની કળીઓ હતી, એટલે દરેક હાથે દસ કળીઓ પડેલી હતી, કળીઓની જે હારો હતી તે કુંડની સાથે જ ઢાળવામાં આવી હતી.
\s5
\p
\v 4 તે કુંડ બાર બળદની ઉપર ગોઠવેલો હતો. આ બળદોમાંથી ત્રણનાં મુખ ઉત્તર તરફ, ત્રણનાં મુખ પૂર્વ તરફ, ત્રણનાં મુખ પશ્ચિમ તરફ અને ત્રણનાં મુખ દક્ષિણ તરફ હતાં. કુંડ તેમના ઉપર ગોઠવેલો હતો અને તેમનો સર્વ પાછળનો ભાગ અંદરની બાજુએ હતો.
\v 5 તેની જાડાઈ ચાર આંગળ હતી, તેના કાનાની બનાવટ વાટકાના કાનાની માફક કમળના ફૂલ જેવી હતી. તેમાં આશરે છ હજાર બેડાં પાણી સમાતાં હતાં.
\v 6 તેણે વસ્તુઓ ધોવા માટે દસ કૂંડાં બનાવ્યાં; તેણે પાંચને જમણી તરફ અને પાંચને ડાબી તરફ મૂક્યાં; તેઓમાં દહનીયાર્પણને લગતા પદાર્થો ધોવામાં આવતા હતા. કુંડ તો યાજકોને માટે નાહવાધોવા માટે હતો.
\s5
\p
\v 7 તેણે મળેલા વિધિ પ્રમાણે સોનાનાં દસ દીપવૃક્ષ બનાવ્યાં; તેણે તેમને ઘરમાં પાંચ જમણી તરફ અને પાંચ ડાબી તરફ મૂક્યાં.
\v 8 તેણે દસ મેજ બનાવીને ઘરમાં પાંચ મેજ જમણી બાજુએ અને પાંચ મેજ ડાબી બાજુએ મૂક્યાં. તેણે સોનાનાં સો કુંડાં બનાવ્યાં.
\s5
\p
\v 9 આ ઉપરાંત તેણે યાજકો માટેનો ચોક તથા મોટા ચોક બાંધ્યા અને ચોકના દરવાજા બનાવ્યા; તેણે દરવાજાને પિત્તળથી મઢ્યા.
\v 10 તેણે કુંડને સભાસ્થાનની જમણી બાજુએ પૂર્વ તરફના, દક્ષિણની સામે મૂક્યો.
\s5
\p
\v 11 હીરામે ઘડા, પાવડા અને ડોયા બનાવ્યા.
\p હિરામ ઈશ્વરના ઘરમાં સુલેમાન રાજા માટે જે કામ કરતો હતો તે તેણે પૂરું કર્યું.
\v 12 તેણે બે સ્તંભો, વાટકા તથા સ્તંભોની ટોચો ઉપરના બે કળશ તથા સ્તંભોની ટોચો ઉપરના કળશોને ઢાંકવા સારુ બે જાળીઓ,
\v 13 એ બે જાળીને માટે ચારસો દાડમ એટલે સ્તંભો ઉપરના કળશોને ઢાંકનાર દરેક જાળીને માટે દાડમની બબ્બે હારો બનાવી.
\s5
\p
\v 14 તેણે બાજઠો તથા તેના પરનાં કુંડાં પણ બનાવ્યાં.
\v 15 અને એક કુંડ અને તેની નીચે બાર બળદ બનાવ્યા.
\v 16 આ ઉપરાંત હીરામે ઘડા, પાવડા, ત્રિપાંખીયું ઓજાર તથા તેને લગતાં બીજાં કેટલાંક ઓજારો ઈશ્વરના સભાસ્થાનને માટે તથા સુલેમાન રાજાને માટે ચળકતા પિત્તળના બનાવ્યાં.
\s5
\p
\v 17 રાજાએ તેમને યર્દનના સપાટ પ્રદેશમાં સુક્કોથ તથા ઝેરેદાહની વચ્ચેની ચીકણી માટીની જમીનમાં ઢાળ્યાં.
\v 18 આ રીતે સુલેમાને ઘણાં પ્રમાણમાં સર્વ પાત્રો બનાવ્યાં; એમાં વપરાયેલા પિત્તળના વજનનો કોઈ હિસાબ નહોતો.
\s5
\p
\v 19 સુલેમાને ઈશ્વરના સભાસ્થાનનાં સર્વ પાત્રો, સોનાની વેદી તથા અર્પિત રોટલીની મેજો પણ ચોખ્ખા સોનાની બનાવી.
\v 20 સૌથી પવિત્ર સ્થળ આગળ સળગાવવા માટે દીપવૃક્ષોને ચોખ્ખા સોનાથી બનાવ્યાં;
\v 21 દીપવૃક્ષોનાં ફૂલો, દીવા, ચીપિયા,
\p
\v 22 ઉપરાંત કાતરો, તપેલાં, ચમચા અને સગડીઓ પણ ચોખ્ખા સોનાનાં બનાવ્યાં. તેમ જ સભાસ્થાનનાં સર્વ પ્રવેશદ્વારો તથા અંદરનું પરમપવિત્ર સ્થાન કે જે સભાસ્થાન છે તે સર્વ પણ ચોખ્ખા સોનાથી બનાવવામાં આવ્યાં હતાં.
\s5
\c 5
\p
\v 1 આમ ઈશ્વરના સભાસ્થાનનું સર્વ કામ સમાપ્ત થયું. સુલેમાન તેના પિતા દાઉદની અર્પિત કરેલી વસ્તુઓ સહિત ચાંદી, સોનું તથા સર્વ પાત્રો અંદર લાવીને ઈશ્વરના સભાસ્થાનના ભંડારમાં મૂક્યાં.
\s કરારકોશ મંદિરમાં લાવવામાં આવ્યો
\r (૧ રા. ૮:૧-૯)
\s5
\p
\v 2 પછી દાઉદ નગરમાંથી એટલે સિયોનમાંથી ઈશ્વરનો કરારકોશ લઈ આવવા માટે સુલેમાને ઇઝરાયલના વડીલોને, દરેક કુળના આગેવાનોને, એટલે ઇઝરાયલી લોકોના કુટુંબોના આગેવાનોને યરુશાલેમમાં એકત્ર કર્યા.
\v 3 ઇઝરાયલના સર્વ પુરુષો સાતમા મહિનાના પર્વમાં રાજાની આગળ ભેગા થયા.
\s5
\p
\v 4 ઇઝરાયલના સર્વ વડીલો આવ્યા એટલે લેવીઓએ કરારકોશ ઉપાડ્યો.
\v 5 તેઓ કરારકોશને, મુલાકાતમંડપને તથા તંબુની અંદરનાં સર્વ પવિત્ર પાત્રોને લઈ આવ્યા. જે યાજકો લેવીઓનાં કુળના હતા તેઓ આ વસ્તુઓ લઈ આવ્યા.
\v 6 સુલેમાન રાજાએ તથા તેની આગળ એકત્ર મળેલી ઇઝરાયલની સમગ્ર પ્રજાએ કરારકોશની આગળ, અસંખ્ય ઘેટાં તથા બળદોનું અર્પણ કર્યું.
\s5
\p
\v 7 યાજકોએ ઈશ્વરના કરારકોશને ઈશ્વરવાણીસ્થાનમાં, એટલે પરમપવિત્ર સ્થાનમાં, કરુબોની પાંખો નીચે લાવીને મૂક્યો.
\v 8 કરુબોની પાંખો કરારકોશ પર પસારેલી હતી, તેથી કરુબોની પાંખો દ્વારા કોશ તથા તેના દાંડાઓ પર આચ્છાદન કરાયું.
\s5
\p
\v 9 કરારકોશના દાંડા એટલા લાંબા હતા કે તેના છેડા પરમપવિત્ર સ્થાન આગળ કોશ પાસેથી દેખાતા હતા પણ તે બહારથી દેખાતા ન હતા. ત્યાં તે આજ દિવસ સુધી છે.
\v 10 જયારે ઇઝરાયલી લોકો મિસરમાંથી બહાર આવ્યા ત્યારે હોરેબ કે જ્યાં ઈશ્વરે તેઓની સાથે કરાર કર્યો, ત્યાં મૂસાએ જે બે શિલાપાટીઓ કોશમાં મૂક્યા હતાં તે સિવાય બીજું કશું એમાં ન હતું.
\s પ્રભુનો મહિમા
\s5
\p
\v 11 અને એમ થયું કે યાજકો સભાસ્થાનમાંથી બહાર આવ્યા. જે સર્વ યાજકો હાજર હતા તેઓએ પોતાને પવિત્ર કર્યા હતા; તેઓએ તેમના વિભાગોમાં જુદા પાડ્યાં.
\v 12 આ ઉપરાંત સર્વ ગાનારા લેવીઓ, એટલે આસાફ, હેમાન, યદૂથૂન તથા તેઓના સર્વ દીકરાઓ તથા ભાઈઓ બારીક શણનાં વસ્ત્ર પહેરીને ઝાંઝો, સિતાર તથા વીણા લઈને વેદીની પૂર્વ બાજુએ ઊભા હતા. તેઓની સાથે એકસો વીસ યાજકો રણશિંગડાં વગાડતા હતા.
\p
\v 13 અને એમ થયું કે રણશિંગડાં વગાડનારા તથા ગાનારાઓએ ઈશ્વરની સ્તુતિ કરવા તથા આભાર માનવા ઊંચે સ્વરે એક સરખો અવાજ કર્યો. તેઓએ ઈશ્વરની સ્તુતિ કરવા રણશિંગડાં, ઝાંઝ અને બીજા વાજિંત્રો સહિત ઊંચા સ્વરે સ્તુતિ કરી. તેઓએ ગાયું, "તે ઉત્તમ છે, કેમ કે તેમની કૃપા સર્વકાળ ટકે છે." પછી ઈશ્વરનું સભાસ્થાન વાદળ સ્વરૂપે ઈશ્વરના ગૌરવથી ભરાઈ ગયું.
\v 14 યાજકો ઘરમાં સેવા કરવા ઊભા રહી શક્યા નહિ. કેમ કે ઈશ્વરના મહિમાથી સભાસ્થાન ભરાઈ ગયું હતું.
\s5
\c 6
\s મંદિરમાં સુલેમાનનું બોધભાષણ
\r (૧ રા. ૮:૧૨-૨૧)
\p
\v 1 પછી સુલેમાને કહ્યું, "ઈશ્વરે કહ્યું છે, 'હું તો ગાઢ અંધકારમાં રહીશ.'
\v 2 પણ મેં તમારા માટે રહેવાનું સભાસ્થાન બાંધ્યું છે કે જેમાં તમે સદાકાળ રહી શકો."
\v 3 પછી જયારે ઇઝરાયલની સમગ્ર પ્રજા સુલેમાનની સમક્ષ ઊભી હતી ત્યારે તેણે લોકો તરફ દ્રષ્ટિ કરીને તેઓને આશીર્વાદ આપ્યો.
\s5
\p
\v 4 તેણે કહ્યું, "ઇઝરાયલના ઈશ્વર યહોવાહની સ્તુતિ હો. તેમણે મારા પિતા દાઉદને જે કહ્યું હતું તે પોતાના પરાક્રમી હાથે પૂરું કર્યું છે કે,
\v 5 'હું મારા લોકોને મિસર દેશમાંથી બહાર લાવ્યો, તે દિવસથી, મારું નામ ત્યાં રહે તે માટે સભાસ્થાન બાંધવા માટે, મેં ઇઝરાયલના સર્વ કુળોમાંથી કોઈ નગરને પસંદ કર્યું નથી. તેમ જ મારા ઇઝરાયલ લોકો પર મેં કોઈ પુરુષને રાજા તરીકે પસંદ કર્યો નથી.
\v 6 તો પણ, મેં યરુશાલેમને પસંદ કર્યું કે, મારું નામ ત્યાં રહે અને મારા ઇઝરાયલી લોકોનો અધિકારી થવા મેં દાઉદને પસંદ કર્યો છે.'
\s5
\p
\v 7 હવે મારા પિતા દાઉદના હૃદયમાં હતું કે, પ્રભુ, ઇઝરાયલના ઈશ્વરને નામે સભાસ્થાન બાંધવું.
\v 8 પણ ઈશ્વરે મારા પિતા દાઉદને કહ્યું, 'તારા હૃદયમાં મારા નામે સભાસ્થાન બનાવવાનો વિચાર છે તે સારો છે.
\v 9 તેમ છતાં, તારે સભાસ્થાન બાંધવું નહિ; પણ તને જે દીકરો થશે, તે મારા નામને માટે સભાસ્થાન બાંધશે.'
\s5
\p
\v 10 યહોવાહ પોતે જે વચન બોલ્યા હતા તે તેમણે પૂરું કર્યું, કેમ કે હું મારા પિતા દાઉદને સ્થાને ઊભો છું અને ઈશ્વરનાં વચનો પ્રમાણે ઇઝરાયલના રાજ્યાસન પર બેઠો છું. મેં ઇઝરાયલના પ્રભુ ઈશ્વરના નામને માટે સભાસ્થાન બાંધ્યું છે.
\v 11 મેં ત્યાં કોશ મૂક્યો છે, તે કોશમાં ઈશ્વરે ઇઝરાયલી લોકોની સાથે જે કરાર કર્યો હતો તે છે."
\s સુલેમાનની પ્રાર્થના
\r (૧ રા. ૮:૨૨-૫૩)
\s5
\p
\v 12 સુલેમાને ઈશ્વરની વેદીની સમક્ષ ઇઝરાયલની સમગ્ર પ્રજા આગળ ઊભા રહીને પોતાના હાથ પ્રસાર્યા.
\v 13 તેણે પિત્તળનો પાંચ હાથ લાંબો, પાંચ હાથ પહોળો અને ત્રણ હાથ ઊંચો બાજઠ બનાવ્યો હતો. તેને આંગણાની વચ્ચે મૂક્યો હતો. સુલેમાન તેના પર ઊભો રહ્યો. અને સર્વ ઇઝરાયલી લોકોની આગળ ઘૂંટણે પડીને તેણે આકાશ તરફ પોતાના હાથ ઊંચા કર્યા.
\s5
\p
\v 14 તેણે કહ્યું, "પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર, આકાશમાં તથા પૃથ્વી પર તમારા જેવા બીજા કોઈ ઈશ્વર નથી, તમારા જે સર્વ સેવકો પોતાના ખરા અંતઃકરણથી તમારી આગળ ચાલે છે તેઓની સાથે તમે કરાર પાળો છો તથા તેઓ પર કૃપા રાખો છો;
\v 15 તમારા સેવક મારા પિતા દાઉદને આપેલું વચન તમે પાળ્યું છે. હા, તમે તમારા મુખથી જે બોલ્યા અને તમારા હાથોથી તે પૂરું કર્યું છે, જેમ અગાઉ કર્યું હતું તેવું આજે પણ કરો છો.
\s5
\p
\v 16 હવે પછી, પ્રભુ ઇઝરાયલના ઈશ્વર, તમે તમારા સેવક મારા પિતા દાઉદને જે વચન આપ્યું હતું તે પૂરું કરો, તમે તેને કહ્યું હતું, 'જો તારા વંશજો મારા વચનો સાંભળીને ચાલશે અને તારી જેમ મારા નિયમોનું સદા પાલન કરશે તો મારી નજર આગળ ઇઝરાયલના રાજ્યાસન પર બેસનાર પુરુષની ખોટ તને પડશે નહિ.'
\v 17 હવે પછી, ઇઝરાયલના ઈશ્વર, હું તમને પ્રાર્થના કરું છું કે તમે તમારા સેવક દાઉદને જે વચન આપેલું તે પૂર્ણ કરો.
\s5
\p
\v 18 તો પણ શું ઈશ્વર ખરેખર માણસોની સાથે પૃથ્વી પર રહે ખરા? જુઓ, આકાશ તથા આકાશોના આકાશમાં તમારો સમાવેશ થાય તેમ નથી, ત્યારે આ જે સભાસ્થાન મેં બાંધ્યું છે તેમાં તમારો સમાવેશ થવો એ કેટલું અશક્ય છે!
\v 19 તેમ છતાં હે મારા ઈશ્વર યહોવાહ આ તમારા સેવકની પ્રાર્થનાઓ તથા વિનંતીઓ ધ્યાનમાં લઈને તમારો સેવક તમારી આગળ જે પોકાર તથા પ્રાર્થના કરે તે તમે સાંભળજો.
\v 20 રાત અને દિવસ તમારી દ્રષ્ટિ આ સભાસ્થાન પર રાખજો. તેને વિષે તમે કહ્યું હતું કે મારું નામ હું ત્યાં કાયમ રાખીશ. જયારે તમારો સેવક એટલે હું આ સ્થળ બાજુ ફરીને પ્રાર્થના કરું, ત્યારે તમે તે કાન ધરજો.
\s5
\p
\v 21 તેથી જયારે તમારો સેવક તથા તમારા ઇઝરાયલ લોકો આ સભાસ્થાન તરફ જોઈને પ્રાર્થના કરે ત્યારે તેઓની વિનંતીઓ તમે સાંભળજો. હા, તમે તમારા નિવાસસ્થાનમાં, એટલે આકાશમાં, તે સાંભળજો; અને જયારે તમે સાંભળો, ત્યારે માફ કરજો.
\s5
\p
\v 22 જો કોઈ વ્યક્તિ પોતાના પડોશી વિરુદ્ધ પાપ કરે તથા તેને સમ આપીને પ્રતિજ્ઞા અપાવે અને જો તે વ્યક્તિ આ સભાસ્થાનમાંની વેદી આગળ શપથ લઈને પ્રતિજ્ઞા લે,
\v 23 ત્યારે આકાશમાં તમારા સેવકનું સાંભળી અને દુષ્ટનાં કામો તેના પોતાના માથા પર નાખીને તેનો બદલો આપીને તમારા સેવકોનો ન્યાય કરજો. અને ન્યાયી માણસને પ્રામાણિક ઠરાવીને, તેની પ્રામાણિકતાનો બદલો આપજો.
\s5
\p
\v 24 જયારે તમારા ઇઝરાયલી લોકો તમારી વિરુદ્ધ પાપ કર્યાને કારણે દુશ્મનોથી હારી જાય, ત્યારબાદ જો તેઓ પાછા ફરીને તમારા નામે પસ્તાવો કરે અને આ ઘરમાં આવીને માફી માટે પ્રાર્થના તથા વિનંતીઓ કરે,
\v 25 ત્યારે તમે આકાશમાં સાંભળીને તમારા સેવકોના તથા તમારા ઇઝરાયલી લોકોનાં પાપની ક્ષમા કરજો; તમે જે દેશ તમારા લોકોને તથા તેઓના પૂર્વજોને આપ્યો છે તેમાં તેઓને પાછા લાવજો.
\s5
\p
\v 26 તેઓએ તમારી વિરુદ્ધ પાપ કર્યાને કારણે જ્યારે આકાશ બંધ થઈ જાય અને વરસાદ ન વર્ષે, ત્યારે જો તેઓ આ સ્થળ તરફ ફરીને પ્રાર્થના કરે અને તમારા નામે પસ્તાવો કરે અને એ તમારી શિક્ષાને કારણે તેઓ પોતાના પાપોથી પાછા ફરે,
\v 27 તો પછી તમે આકાશમાં તે સાંભળીને તમારા સેવકોના તથા તમારા ઇઝરાયલી લોકોનાં પાપ માફ કરજો, કેમ કે સારા માર્ગે તેઓએ ચાલવું જોઈએ તે તમે તેઓને શીખવો છો. તમારા લોકોને જે દેશ વારસા તરીકે તમે આપ્યો છે તે પર વરસાદ મોકલજો.
\s5
\p
\v 28 કદાચ તે દેશમાં દુકાળ પડે અથવા રોગ ફેલાય, વિનાશ કે ફૂગ ફેલાય, તીડ કે ઈયળો પડે; અથવા દુશ્મનો તે દેશના પ્રવેશદ્વારો પર હુમલો કરે અથવા ગમે ત્યાં તે મરકી અથવા બીમારી આવે,
\v 29 ત્યારે તમારા લોકો તથા ઇઝરાયલી લોકોમાંના જો કોઈ આ સભાસ્થાન તરફ પોતાના હાથ પ્રસારીને પોતાની પીડામાં અને પોતાનું દુઃખ જાણીને પ્રાર્થના તથા વિનંતીઓ કરે;
\v 30 તો પછી તમે તમારા નિવાસસ્થાનમાં, એટલે કે આકાશમાં તે સાંભળીને માફી આપજો અને દરેકને તેના માર્ગો પ્રમાણે યોગ્ય બદલો આપજો; તમે તેમનું હૃદય જાણો છો, કેમ કે તમે અને કેવળ તમે જ દરેક મનુષ્યનાં હૃદયો જાણો છો.
\v 31 આ પ્રમાણે તમે કરો કે જેથી તેઓ તમારો ભય રાખે, જેથી તેઓ તમારા માર્ગોમાં ચાલે અને જે દેશ તમે અમારા પૂર્વજોને આપ્યો છે તેમાં તેઓ રહે.
\s5
\p
\v 32 આ ઉપરાંત, વિદેશીઓ કે જેઓ તમારા ઇઝરાયલી લોકોમાંના નથી તેઓ સંબંધી: જ્યારે તેઓ તમારા મહાન નામને કારણે, તમારા પરાક્રમી હાથ તથા તમારા લંબાવેલા ભુજની ખાતર દૂર દેશથી આવે; જયારે તેઓ આવીને આ સભાસ્થાન તરફ ફરીને પ્રાર્થના કરે,
\v 33 તો કૃપા કરી તમે તમારા નિવાસસ્થાનમાં, એટલે આકાશમાં તે સાંભળજો અને વિદેશીઓ જે કંઈ તમને કહે તે તમે કરજો, જેથી પૃથ્વી પરની સર્વ પ્રજાઓ તમારું નામ જાણે, જેથી તમારા ઇઝરાયલી લોકોની જેમ તેઓ તમારો ભય રાખે અને કે આ સભાસ્થાન જે મેં બાંધ્યું છે તે તમારા નામથી ઓળખાય.
\s5
\p
\v 34 કદાચ તમારા જે લોકો કોઈપણ માર્ગે તમે તેઓને મોકલો તે માર્ગે પોતાના દુશ્મનોની વિરુદ્ધ યુદ્ધ કરવા જાય અને ત્યાંથી જો તમે પસંદ કરેલ નગર તથા જે સભાસ્થાન મેં તમારા નામે બાંધ્યું છે, તેની તરફ ફરીને પ્રાર્થના કરે;
\v 35 ત્યારે તેઓની પ્રાર્થના તથા વિનંતિ સ્વર્ગથી સાંભળજો અને તેઓની મદદ કરજો.
\s5
\p
\v 36 તેઓ તમારી વિરુદ્ધ પાપ કરે, એવું કોણ છે કે જે પાપ નથી કરતું? અને કદાચ રોષે ભરાઈને તમે તેઓને શત્રુઓના હાથમાં સોંપી દો, જેથી તેઓ તેમને કેદ કરીને તેમના દેશમાં લઈ જાય પછી તે દૂર હોય કે નજીક હોય.
\v 37 પછી કદાચ જે દેશમાં તેઓને બંદીવાન કરાયા હોય તે દેશમાં તેમને ભાન થાય અને તેઓ પશ્ચાતાપ કરીને જ્યાં તેઓ બંદીવાન હોય તે દેશમાં તમારી કૃપા શોધે. તેઓ કહે, 'અમે પાપ કર્યુ છે અને સ્વછંદીપણે વર્ત્યા છીએ. અમે દુષ્ટ કાર્યો કર્યા છે.'
\v 38 કદાચ જો તેઓ તેમના બંદીવાસમાંથી કે જ્યાંથી તેઓને બંદી બનાવવામાં આવ્યા હતા ત્યાંથી તેમના પૂરા મનથી તથા આત્માથી તમારી તરફ પાછા ફરે અને કદાચ તેઓ તેમના પિતૃઓને આપેલી ભૂમિ અને તમે પસંદ કરેલા શહેર તથા તમારા નામ માટે મેં બાંધેલા આ સભાસ્થાન તરફ મોં કરીને પ્રાર્થના કરે.
\v 39 તો પછી તમે જ્યાં રહો છો ત્યાં એટલે સ્વર્ગમાં તેમની પ્રાર્થના અને અરજ સાંભળજો અને તેમને મદદ કરજો. તમારા જે લોકોએ તમારી વિરુદ્ધ પાપ કર્યું છે તેઓને માફ કરજો.
\p
\v 40 હવે, મારા ઈશ્વર, હું તમને વિનંતી કરું છું કે આ જગ્યાએથી કરાતી પ્રાર્થના માટે તમારી આંખો ખુલ્લી રાખો અને તમારા કાન સચેત રાખો.
\v 41 હવે, ઈશ્વર યહોવાહ, તમે ઊઠો અને જ્યાં તમારું સામર્થ્ય દર્શાવતો કરારકોશ મૂકવામાં આવ્યો છે તેમાં તમારા વિસામાના સ્થળમાં પ્રવેશ કરો. ઈશ્વર યહોવાહ, તમારા યાજકો ઉદ્ધારના વસ્ત્રો પહેરે અને તમારા ભક્તો તમારી ભલાઈમાં આનંદ કરે.
\v 42 ઈશ્વર યહોવાહ, તમારું મુખ તમારા અભિષિક્તને તરછોડો નહિ. તમારા સેવક દાઉદ પરની કૃપાનું અને કરારના કાર્યોનું સ્મરણ કરો."
\s5
\c 7
\s મંદિરની પ્રતિષ્ઠા
\r (૧ રા. ૮:૬૨-૬૬)
\p
\v 1 જયારે સુલેમાન પ્રાર્થના પૂરી કરી રહ્યો ત્યારે આકાશમાંથી અગ્નિએ ઊતરીને દહનીયાર્પણ તથા બલિદાન ભસ્મ કર્યાં અને ઈશ્વરના ગૌરવથી સભાસ્થાન ભરાઈ ગયું.
\v 2 જેથી યાજકો ઈશ્વરના ઘરમાં પ્રવેશ કરી શક્યા નહિ, કેમ કે ઈશ્વરના ગૌરવે સભાસ્થાનને ભરી દીધું હતું.
\v 3 ઇઝરાયલના સઘળા લોકોએ અગ્નિને ઊતરતો અને ઈશ્વરના ગૌરવને સભાસ્થાન ઉપર સ્થિર થતો જોયો. તેઓએ માથું નમાવીને સાષ્ટાંગ પ્રણામ કરીને સ્તુતિ કરી અને ઈશ્વરનો આભાર માન્યો. તેઓએ કહ્યું, "કેમ કે તે ઉત્તમ છે, તેમના કરારને તે હંમેશા નિભાવી રાખે છે."
\s5
\p
\v 4 પછી રાજા અને સર્વ લોકોએ ઈશ્વરને અર્પણ કર્યાં.
\v 5 રાજા સુલેમાને બાવીસ હજાર બળદ અને એક લાખ વીસ હજાર ઘેટાંનું અને બકરાનું બલિદાન આપ્યું. આ રીતે, રાજાએ અને બધા લોકોએ ઈશ્વરના સભાસ્થાનની પ્રતિષ્ઠા કરી.
\v 6 યાજકો તેમની સેવાના નિયત સ્થાને ઊભા રહ્યા, એ જ રીતે લેવીઓ પણ ઈશ્વરનાં કિર્તન વખતે વગાડવા માટે દાઉદે બનાવેલાં વાજિંત્રો લઈને ઊભા રહ્યા અને દાઉદે રચેલા સ્તવનો ગાવા લાગ્યા કે, "ઈશ્વરની કૃપા સર્વકાળ ટકે છે." તેઓની આગળ યાજકો રણશિંગડાં વગાડતા હતા અને બધા ઇઝરાયલીઓ ત્યાં ઊભા હતા.
\s5
\p
\v 7 સુલેમાને ઈશ્વરના સભાસ્થાનની સામે આવેલા ચોકનો મધ્ય ભાગ પવિત્ર કર્યો. ત્યાં તેણે દહનીયાર્પણો તથા શાંત્યર્પણોના ચરબીવાળા ભાગો અર્પણ કર્યા, કારણ કે સુલેમાને જે પિત્તળની વેદી બનાવડાવી હતી તે આ બલિદાનો એટલે દહનીયાર્પણો, ખાદ્યાર્પણ તથા ચરબીને સમાવવાને અસમર્થ હતી.
\s5
\p
\v 8 આ રીતે સુલેમાને અને તેની સાથે સર્વ ઇઝરાયલીઓએ ઉત્તરમાં છેક હમાથની ઘાટીથી તે દક્ષિણમાં મિસર સુધીના સમગ્ર સમુદાયે સાત દિવસ સુધી પર્વની ઊજવણી કરી.
\v 9 આઠમે દિવસે વિશેષ સભા રાખી, કેમ કે તેઓએ સાત દિવસ સુધી વેદીના સમર્પણની અને સાત દિવસ સુધી તે પર્વની ઉજવણી કરી હતી.
\v 10 ઈશ્વરે દાઉદનું, સુલેમાનનું, ઇઝરાયલનું તથા તેમના લોકોનું સારું કર્યુ હતું તેના કારણે સાતમા મહિનાના ત્રેવીસમા દિવસે સુલેમાને લોકોને આનંદ અને હર્ષથી ઉભરાતા હૃદયે તેઓના ઘરે મોકલી દીધા.
\s સુલેમાનને પ્રભુનાં પુનર્દર્શન
\r (૧ રા. ૯:૧-૯)
\s5
\p
\v 11 આ રીતે સુલેમાને ઈશ્વરના સભાસ્થાનનું અને તેના મહેલનું બાંધકામ પૂરું કર્યું. જે કંઈ તેણે સભાસ્થાન તથા તેના ઘર સંબંધી વિચાર્યું હતું તે બધું જ તેણે સફળતાથી પૂરું કર્યુ.
\v 12 રાત્રે ઈશ્વરે સુલેમાનને દર્શન આપીને કહ્યું, "મેં તારી પ્રાર્થના સાંભળી છે અને મેં પોતે આ જગ્યાને અર્પણના સભાસ્થાન માટે પસંદ કરી છે.
\s5
\p
\v 13 કદાચ હું આકાશને બંધ કરી દઉં કે જેથી વરસાદ ન વર્ષે, અથવા જો હું તીડોને પાક ખાઈ જવાની આજ્ઞા કરું, અથવા જો હું મારા લોકોમાં રોગચાળો મોકલું.
\v 14 પછી જો મારા લોકો, મારા નામથી ઓળખાતા મારા લોકો, પોતાને નમ્ર કરશે અને પ્રાર્થના કરીને મારું મુખ શોધશે, તેમના દુષ્ટ માર્ગોથી પાછા ફરશે તો હું આકાશમાંથી તેઓનું સાંભળીને તેઓના પાપોને માફ કરીશ અને તેઓના દેશને સાજો કરીશ.
\v 15 હવે આ સ્થળે કરેલી પ્રાર્થના સંબંધી મારી આંખો ખુલ્લી તથા મારા કાન સચેત રહેશે.
\s5
\p
\v 16 કેમ કે મારા સદાકાળના નામ માટે મેં આ સભાસ્થાનને પસંદ કરીને પવિત્ર કર્યુ છે; મારી આંખો અને મારું અંત:કરણ સદાને માટે અહીં જ રહેશે.
\v 17 જો તું મારી સમક્ષ તારા પિતા દાઉદની જેમ ચાલશે, મેં તને જે આજ્ઞા આપી છે તેને તું આધીન રહેશે અને મારા વિધિઓ અને નિયમોનું પાલન કરશે,
\v 18 તો જે કરાર મેં તારા પિતા દાઉદ સાથે કર્યો હતો ત્યારે મેં કહેલું, 'ઇઝરાયલમાં શાસક થવા માટે તારો વંશ કદી નિષ્ફળ જશે નહિ.' તે પ્રમાણે હું તારું રાજ્ય કાયમને માટે સ્થાપિત કરીશ.
\s5
\p
\v 19 પણ જો તું અને લોકો મારાથી ફરી જશો, મારા વિધિઓ અને મારી આજ્ઞાઓ જેને મેં તમારી આગળ મૂકી છે તેનો ત્યાગ કરી બીજા દેવોની પૂજા અને તેઓને દંડવત કરશો,
\v 20 તો મેં તમને જે દેશ આપ્યો છે તેમાંથી તમારો નાશ કરીશ અને મારા નામ માટે પવિત્ર કરેલા આ સભાસ્થાનનો હું ત્યાગ કરીશ. મારી સંમુખથી હું તેને દૂર કરીશ અને હું તેને સર્વ લોકોમાં કહેવતરૂપ તથા હાસ્યાસ્પદ કરીશ.
\p
\v 21 અને જોકે અત્યારે આ સભાસ્થાનનું ગૌરવ ઘણું છે તોપણ તે સમયે પસાર થનારાઓ આશ્ચર્ય પામીને પૂછશે, 'ઈશ્વરે આ દેશ અને આ સભાસ્થાનની આવી દુર્દશા શા માટે કરી હશે?'
\v 22 તે લોકો જવાબ આપશે, 'કેમ કે તેઓએ પોતાને મિસરમાંથી બહાર લાવનાર તેમના પિતૃઓના ઈશ્વર પ્રભુનો ત્યાગ કર્યો અને બીજા દેવોનો સ્વીકાર કર્યો. તેઓને દંડવત કરીને તેઓની પૂજા કરી. તેથી આ બધી આફતો ઈશ્વર તેઓના પર લાવ્યા છે."
\s5
\c 8
\s સુલેમાનની સિદ્ધિઓ
\r (૧ રા. ૯:૧૦-૨૮)
\p
\v 1 સુલેમાનને ઈશ્વરનું સભાસ્થાન અને પોતાનો રાજમહેલ બાંધતા વીસ વર્ષ લાગ્યા હતા,
\v 2 રાજા હીરામે સુલેમાનને જે નગરો આપ્યાં હતાં, તે નગરોને સુલેમાને ફરી બાંધ્યાં અને તેણે ઇઝરાયલના લોકોને ત્યાં વસાવ્યા.
\s5
\p
\v 3 સુલેમાને હમાથ-સોબા પર હુમલો કર્યો અને તેને હરાવ્યું.
\v 4 તેણે અરણ્યમાં આવેલા તાદમોરને ફરીથી બાંધ્યું અને હમાથમાં ભંડારના સર્વ નગરો બાંધ્યા.
\s5
\p
\v 5 વળી તેણે ઉપલું બેથ-હોરોન અને નીચલું બેથ-હોરોન પણ બાંધ્યાં અને તેણે સઘળાં નગરોને કોટ, દરવાજા અને સળિયાથી કિલ્લાબંધ કર્યું.
\v 6 સુલેમાને બાલાથ અને ભંડારના સર્વ નગરો કે જે તેની માલિકીનાં હતાં તે, તેના રથોનાં સર્વ શહેરો, ઘોડેસવારોનાં શહેરો, તેની મોજમજા માટે યરુશાલેમમાં, લબાનોનમાં અને તેના શાસન હેઠળના સર્વ દેશોમાં જે શહેરો બાંધવાનું તેણે ઇચ્છ્યું તે સર્વ તેણે બાંધ્યાં.
\s5
\p
\v 7 હિત્તીઓ, અમોરીઓ, પરિઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ જેઓ બિન ઇઝરાયલીઓ હતા, તે લોકોમાંના જે સઘળા બાકી રહ્યા હતા,
\v 8 તેઓના વંશજો જેઓ તેઓની પાછળ દેશમાં રહેલા હતા અને ઇઝરાયલ લોકોએ જેઓનો નાશ કર્યો નહોતો, તેઓ પાસે સુલેમાને ભારે મજૂરી કરાવી, જે આજે પણ એ જ મજૂરી કરે છે.
\s5
\p
\v 9 પણ ઇઝરાયલના લોકો પાસે સુલેમાને ગુલામનું કામ કરાવ્યું નહિ. તેના બદલે તેઓ તેના યોદ્ધા, સેનાપતિઓ, અધિકારીઓ, રથસેનાના તથા ઘોડેસવારોના અધિકારી થયા.
\v 10 લોકો ઉપર અધિકાર ચલાવનાર, સુલેમાન રાજાના મુખ્ય અધિકારીઓ બસો પચાસ હતા.
\s5
\p
\v 11 સુલેમાન ફારુનની દીકરીને દાઉદનગરમાંથી બહાર તેને માટે બંધાવેલ મહેલમાં લઈ આવ્યો; કેમ કે તેણે કહ્યું, "ઇઝરાયલના રાજા દાઉદના મહેલમાં મારી પત્નીએ રહેવું જોઈએ નહિ, કારણ કે ત્યાં ઈશ્વરનો કરારકોશ આવ્યો હોવાથી તે સ્થાન પવિત્ર છે."
\s5
\p
\v 12 ત્યાર બાદ પરસાળની સામે સુલેમાને ઈશ્વરની જે વેદી બાંધી હતી તે વેદી ઉપર તે ઈશ્વરને દહનીયાર્પણો ચઢાવતો હતો.
\v 13 રોજબરોજના કાર્યક્રમ અનુસાર, વિશ્રામવારને દિવસે, ચંદ્રદર્શનને દિવસે, ઠરાવેલા પર્વોના દિવસે તથા વર્ષમાં ત્રણ વાર; એટલે કે બેખમીરી રોટલીના પર્વમાં, અઠવાડિયાનાં પર્વમાં, અને માંડવાપર્વોમાં તે મૂસાની આજ્ઞા પ્રમાણે અર્પણ કરતો હતો.
\s5
\p
\v 14 દૈનિક કાર્યક્રમ અનુસાર, તેના પિતા દાઉદની વિધિઓ પ્રમાણે, સુલેમાને યાજકોનાં કાર્યો માટે યાજકોની ટોળીને નિયુક્ત કરી, યાજકોની સેવા કરવા માટે અને ઈશ્વરનાં સ્તોત્ર ગાવા માટે લેવીઓને તેઓના કામ પ્રમાણે નિયુકત કર્યા. તેણે દરેક દરવાજે દરવાનોની પણ નિમણૂક કરી, કેમ કે દાઉદે ઈશ્વરના સેવકે, એ આજ્ઞા કરી હતી.
\v 15 આ લોકો ભંડાર સંબંધી, યાજકો અને લેવીઓને રાજાએ જે આજ્ઞાઓ આપી હતી તેનું તેઓ ઉલ્લંઘન કરતા ન હતા.
\s5
\p
\v 16 હવે ઈશ્વરના સભાસ્થાનનો પાયો નંખાયો તે દિવસથી માંડીને તેની સમાપ્તિ સુધીનું બધું કામ સુલેમાને પૂર્ણ કર્યુ. આ રીતે, ઈશ્વરના સભાસ્થાનનું કામ સંપૂર્ણ થયું અને તેનો ઉપયોગ કરવાનું શરૂ કરાયું.
\p
\v 17 પછી સુલેમાન અદોમ દેશમાં દરિયાકિનારે આવેલા એસ્યોન-ગેબેર અને એલોથમાં ગયો.
\v 18 હીરામે દરિયાના જાણકાર અધિકારીઓ મારફતે તેને વહાણો મોકલી આપ્યાં; તેઓ સુલેમાનના માણસો સાથે ઓફીર ગયા. અને ત્યાંથી તેઓ ચારસો પચાસ તાલંત સોનું સુલેમાન રાજા માટે લાવ્યા.
\s5
\c 9
\s શેબાની રાણીની મુલાકાત
\r (૧ રા. ૧૦:૧-૧૩)
\p
\v 1 જયારે શેબાની રાણીએ સુલેમાનની કીર્તિ વિષે સાંભળ્યું ત્યારે તે તેની કસોટી કરવા માટે અટકટા પ્રશ્નો લઈને યરુશાલેમ આવી. તે મોટા રસાલા સહિત પોતાની સાથે સુગંધીઓથી લાદેલાં ઊંટો, પુષ્કળ સોનું, મૂલ્યવાન રત્નો લઈને યરુશાલેમમાં આવી. જયારે તે સુલેમાન પાસે આવી, ત્યારે તેણે પોતાના અંત:કરણમાં જે કંઈ હતું તે સર્વ તેને કહ્યું.
\v 2 સુલેમાને તેના સર્વ પ્રશ્નોના જવાબ તેને આપ્યાં; સુલેમાન માટે કંઈ જ અઘરું હતું નહિ; જેનો જવાબ તેણે આપ્યો ના હોય એવો કોઈ જ પ્રશ્ન ન હતો.
\s5
\p
\v 3 જયારે શેબાની રાણીએ સુલેમાનનું જ્ઞાન અને તેણે બાંધેલો મહેલ,
\v 4 તેના મેજ પરની વાનગીઓ, તેના ચાકરોનું બેસવું, તેના ચાકરોનું કામ, તેઓના વસ્ત્રો, તેના પાત્રવાહકો અને તેઓના વસ્ત્રો અને ઈશ્વરના ઘરમાં જે રીતથી તે દહનીયાર્પણ કરતો હતો તે સર્વ જોઈને તે સ્તબ્ધ થઈ ગઈ.
\s5
\p
\v 5 તેણે રાજાને કહ્યું, "મેં મારા દેશમાં તારા વિષે તથા તારા જ્ઞાન વિષે જે સાંભળ્યું હતું તે બધું સાચું છે.
\v 6 અહીં આવીને મેં મારી આંખોએ આ જોયું નહોતું ત્યાં સુધી હું તે માનતી નહોતી. તારા જ્ઞાન અને સંપત્તિ વિષે મને અડધું પણ કહેવામાં આવ્યું નહોતું! મેં જે સાંભળ્યું હતું તેના કરતાં તારું જ્ઞાન અતિ વિશાળ છે.
\s5
\p
\v 7 તારા લોકો કેટલા બધા આશીર્વાદિત છે અને સદા તારી આગળ ઊભા રહેનારા તારા ચાકરો પણ કેટલા આશીર્વાદિત છે કેમ કે તેઓ તારું જ્ઞાન સાંભળે છે!
\v 8 ઈશ્વર તારા પ્રભુની સ્તુતિ થાઓ કે જેમણે તારા પર પ્રસન્ન થઈને તારા પ્રભુ ઈશ્વરને માટે રાજા થવા સારુ તને સિંહાસન પર બેસાડ્યો છે. તેઓ ઇઝરાયલને પ્રેમ કરતા હોવાથી તેને કાયમ માટે સ્થાપિત કર્યું છે. તેથી તેમણે તને રાજા બનાવ્યો કે જેથી તું તેઓનો ન્યાય કરે."
\s5
\p
\v 9 રાણીએ એકસો વીસ તાલંત સોનું, પુષ્કળ માત્રામાં સુગંધીઓ અને કિંમતી રત્નો આપ્યાં. જે ભારે માત્રામાં શેબાની રાણીએ રાજા સુલેમાનને અત્તરો આપ્યાં હતા તેવાં અત્તર ફરી કદી કોઈએ તેને આપ્યાં નહોતાં.
\s5
\p
\v 10 હીરામ રાજાના ચાકરો અને સુલેમાન રાજાના ચાકરો ઓફીરથી સોનું લાવ્યા, વળી સાથે ચંદનના લાકડાં અને મૂલ્યવાન રત્નો પણ લાવ્યા.
\v 11 તે ચંદનના લાકડામાંથી રાજાએ ઈશ્વરના સભાસ્થાનના અને તેના મહેલના પગથિયાં અને સંગીતકારો માટે સિતાર તથા વીણા બનાવ્યાં. યહૂદિયાના દેશમાં અગાઉ આવાં લાકડાં કદી પણ જોવામાં આવ્યાં નહોતાં.
\v 12 રાજા સુલેમાને શેબાની રાણીને તેણે જે જે માગ્યું હતું તે બધું આપ્યું. ઉપરાંત, રાણી સુલેમાન રાજાને માટે જે ભેટસોગાદ તે લઈ આવી હતી તેટલી જ કિંમતની સમી ભેટ સુલેમાને પણ તેને આપી. વળી તેણે તેની સર્વ ઇચ્છા તૃપ્ત કરી. તે પોતાના રસાલા સાથે પોતાને દેશ પાછી ગઈ.
\s સુલેમાનનો વૈભવ
\r (૧ રા. ૧૦:૧૪-૨૫)
\s5
\p
\v 13 હવે દર વર્ષે સુલેમાન રાજાની પાસે છસો છાસઠ તાલંત સોનું આવતું હતું.
\v 14 આ સોના ઉપરાંત વેપારીઓ પાસેથી કરવેરા તરીકે મળતું. અરબસ્તાનના સર્વ રાજાઓ તથા દેશના રાજ્યપાલ તરફથી સુલેમાન રાજાને જે સોનું અને ચાંદી મળતાં હતાં તે તો વધારાના હતાં.
\s5
\p
\v 15 રાજા સુલેમાને સોનાની બસો ઢાલો બનાવી. દરેક ઢાલમાં છ હજાર શેકેલ સોનું વપરાયું હતું.
\v 16 વળી તેણે ઘડેલા સોનાની ત્રણસો નાની ઢાલો બનાવી. દરેક ઢાલ દસ તોલાના સોનાની બનેલી હતી; રાજાએ તેઓને લબાનોનના વનગૃહના મહેલમાં મૂકી.
\s5
\p
\v 17 પછી સુલેમાન રાજાએ હાથીદાંતનું એક મોટું સિંહાસન બનાવ્યું, તેને ચોખ્ખા સોનાથી મઢ્યું.
\v 18 સિંહાસનને છ પગથિયાં તથા સોનાનું એક પાયાસન હતું. તેઓ સિંહાસનની સાથે જડેલાં હતાં તથા બેઠકની જગ્યા પાસે બન્ને બાજુએ હાથા હતા અને હાથાઓની બન્ને બાજુએ બે ઊભેલા સિંહોની પ્રતિકૃતિ હતી.
\s5
\p
\v 19 છ પગથિયાં પર દરેક બાજુએ બાર સિંહ ઊભા હતા. બીજા કોઈપણ રાજ્યમાં આવું સિંહાસન કદી બનાવવામાં આવ્યું ન હતું.
\v 20 સુલેમાન રાજાનાં પીવાનાં સર્વ પાત્રો અને લબાનોન વનગૃહનાં સર્વ પાત્રો શુદ્ધ સોનાનાં હતાં. સુલેમાનના દિવસોમાં ચાંદીની કશી વિસાત ગણાતી ન હતી.
\v 21 રાજાનાં વહાણો હીરામના નાવિકોની સાથે તાર્શીશ જતાં. દર ત્રણ વર્ષે વહાણો એકવાર તાર્શીશથી સોનું, ચાંદી, હાથીદાંત, વાનરો તથા મોર લઈને આવતાં હતાં.
\s5
\p
\v 22 તેથી દ્રવ્ય તથા ડહાપણમાં પૃથ્વી પરના સર્વ રાજાઓ કરતાં સુલેમાન સૌથી શ્રેષ્ઠ રાજા હતો.
\v 23 સમગ્ર દુનિયાના સર્વ રાજાઓ ઈશ્વરે સુલેમાનના હૃદયમાં જે જ્ઞાન મૂક્યું હતું તે સાંભળવા તેની પાસે આવતા.
\v 24 દર વર્ષે તેઓ પોતપોતાની ભેટ, એટલે સોનાચાંદીનાં પાત્રો, વસ્ત્રો, શસ્ત્રો, સુગંધીદ્રવ્યો, ઘોડાઓ અને ખચ્ચરો ખંડણી તરીકે લાવતા હતા.
\s5
\p
\v 25 સુલેમાનની પાસે ઘોડા અને રથોને માટે ચાર હજાર તબેલા હતા અને બાર હજાર ઘોડેસવારો હતા, તેણે તેઓને રથોનાં નગરોમાં તેમ જ યરુશાલેમમાં પોતાની પાસે રાખ્યા હતા.
\v 26 નદીથી તે પલિસ્તીઓના દેશ સુધી તથા મિસરની સરહદ સુધી સર્વ રાજાઓ ઉપર તેની હકૂમત વિસ્તરેલી હતી.
\s5
\p
\v 27 સુલેમાને યરુશાલેમમાં ચાંદી એટલી બધી વધારી દીધી કે તેનું મૂલ્ય જમીન પરના પથ્થરના જેવું થઈ પડ્યું. તેણે દેવદારનાં લાકડાંનું પ્રમાણ એટલું બધું વધારી દીધું કે તે નીચાણના પ્રદેશના ગુલ્લર વૃક્ષના લાકડાને તોલે થઈ પડ્યું.
\v 28 લોકો સુલેમાનને માટે મિસરમાંથી તથા બીજા સર્વ દેશોમાંથી ઘોડા લાવતા હતા.
\s સુલેમાનનો રાજ્યકાળ સંક્ષિપ્તમાં
\r (૧ રા. ૧૧:૪૧-૪૩)
\p
\v 29 સુલેમાનનાં અન્ય કૃત્યો તથા બીજી બાબતો વિષે પહેલેથી તે છેલ્લે સુધી નાથાન પ્રબોધકનાં ઇતિહાસમાં, શીલોની અહિયાના ભવિષ્યના પુસ્તકમાં અને નબાટના દીકરા યરોબામ સંબંધીના ઇદ્દો પ્રેરકને થયેલાં દર્શનનોના પુસ્તકમાં લખવામાં આવેલું છે.
\v 30 સુલેમાને યરુશાલેમમાં સમગ્ર ઇઝરાયલ ઉપર ચાળીસ વર્ષ રાજ કર્યુ.
\v 31 તે પોતાના પૂર્વજોની સાથે ઊંઘી ગયો અને તેને તેના પિતા દાઉદના નગરમાં દફનાવવામાં આવ્યો; તેના પછી તેનો દીકરો રહાબામ રાજા થયો.
\s5
\c 10
\s ઉત્તરનાં કુળોનો બળવો
\r (૧ રા. ૧૨:૧-૨૦)
\p
\v 1 રહાબામ શખેમ ગયો, કેમ કે સર્વ ઇઝરાયલીઓ તેને રાજા બનાવવા શખેમમાં આવ્યા હતા.
\v 2 એમ બન્યું કે નબાટના પુત્ર યરોબામે આ વિષે સાંભળ્યું ત્યારે તે મિસરમાં હતો. તે સુલેમાન રાજાની પાસેથી મિસરમાં નાસી ગયો હતો; રહાબામ અંગે જાણીને યરોબામ મિસરમાંથી પાછો આવ્યો.
\s5
\p
\v 3 માણસ મોકલીને તેને મિસરમાંથી બોલાવવામાં આવ્યો હતો. યરોબામે તથા સર્વ ઇઝરાયલીઓએ આવીને રહાબામને વિનંતી કરી,
\v 4 "તારા પિતાએ અમારા પર ભારે ઝૂંસરી મૂકી હતી. માટે હવે, તારા પિતાની સખત મહેનત તથા તેણે મૂકેલો ભારે બોજ તું કંઈક હલકો કર, એટલે અમે તારી સેવા કરીશું."
\v 5 રહાબામે તેઓને કહ્યું, "ત્રણ દિવસ પછી તમે મારી પાસે પાછા આવજો." તેથી લોકો ત્યાંથી પાછા ગયા.
\s5
\p
\v 6 રહાબામ રાજાએ, જયારે તેના પિતા સુલેમાન જીવતા હતા ત્યારે તેની હજૂરમાં જે વડીલો ઊભા રહેતા તેઓની સલાહ લેતાં તેઓને પૂછ્યું, "આ લોકોને શો જવાબ આપવો તેના વિષે તમે મને શી સલાહ આપો છો?"
\v 7 તેઓએ તેને કહ્યું, "જો તું આ લોકો સાથે માયાળુપણે વર્તશે, તેઓને રાજીખુશીમાં રાખશે અને તેઓની સાથે મીઠાશથી વાત કરશે, તો તેઓ હંમેશા તારી આધીનતામાં રહેશે."
\s5
\p
\v 8 પરંતુ વૃદ્ધ માણસોએ જે સલાહ આપી હતી તેની રહાબામે અવગણના કરીને તેની સાથે ઊભેલા જુવાનોની સલાહ લીધી.
\v 9 તેણે યુવાનોને પૂછ્યું, "આ લોકોએ મને એમ કહ્યું છે કે, 'તારા પિતાએ અમારા ઉપર જે બોજ મૂક્યો હતો તે કંઈક હલકો કર,' હવે મારે તેઓને શો જવાબ આપવો તે વિષે તમે શી સલાહ આપો છો?"
\s5
\p
\v 10 જે જુવાનો રહાબામ સાથે મોટા થયા હતા તેઓએ કહ્યું, "જે લોકોએ તારા પિતાએ મૂકેલો ભારે બોજો હલકો કરવાનું તને કહ્યું હતું. તેઓને તું કહેજે કે, 'મારી ટચલી આંગળી મારા પિતાની કમર કરતાં જાડી છે.
\v 11 તેથી હવે, મારા પિતાએ તમારા ઉપર જે ભારે બોજો મૂક્યો હતો, તે બોજાનો ભાર હલકો કરવાને બદલે હું તમારા પર વધારીશ. મારા પિતા તમને ચાબુકોથી શિક્ષા કરતા, પણ હું તો વીંછીઓથી શિક્ષા કરીશ.'"
\s5
\p
\v 12 રાજાએ કહેલું હતું, "ત્રીજા દિવસે મારી પાસે પાછા આવજો." તેથી યરોબામ અને સર્વ લોકો ત્રીજા દિવસે રહાબામ પાસે પાછા આવ્યા.
\v 13 રહાબામ રાજાએ તેઓને ઉદ્ધતાઈથી જવાબ આપ્યો; અને વડીલોની સલાહને ગણકારી નહિ.
\v 14 પણ જુવાનોની સલાહ પ્રમાણે તેણે તેઓ સાથે વાત કરી; તેણે કહ્યું,
\q "હું તમારા પરની ઝૂંસરી ભારે કરીશ; હું એ ઝૂંસરીનો ભાર વધારીશ.
\q મારા પિતા તમને ચાબુકોથી સજા કરતા હતા, પણ હું તમને વીંછીઓથી સજા કરીશ."
\s5
\p
\v 15 આમ, રાજાએ લોકોની વાત સાંભળી નહિ, આ સર્વ ઈશ્વરની ઇચ્છાથી થયું હતું, કેમ કે ઈશ્વરે શીલોની અહિયા મારફતે નબાટના દીકરા યરોબામને જે વચન આપ્યું હતું તેને તે પૂર્ણ કરે.
\s5
\p
\v 16 જ્યારે આખા ઇઝરાયલે જોયું કે રાજા તેઓનું સાંભળતો નથી ત્યારે લોકોએ તેને ઉત્તર આપ્યો, "દાઉદમાં અમારો શો ભાગ? યિશાઈના દીકરામાં અમારો શો વારસો? દરેક જણ પોતપોતાના ઘરે પાછા જાઓ. હે દાઉદ પુત્ર, હવે તારું પોતાનું ઘર તું સંભાળજે." એવું કહીને તમામ ઇઝરાયલી લોકો પોતપોતાને ઘરે પાછા ગયા.
\p
\v 17 પણ યહૂદિયાના નગરોમાં જે ઇઝરાયલી લોકો રહેતા હતા તેઓ પર રહાબામે રાજ કર્યું.
\v 18 પછી રહાબામ રાજાએ હદોરામ, જે મજૂરોનો ઉપરી હતો અને જુલમથી કામ કરાવતો હતો તેને ઇઝરાયલના લોકો પાસે મોકલ્યો, પણ ઇઝરાયલના લોકોએ તેને પથ્થરે મારીને મારી નાખ્યો. તેથી રાજા તેના રથ પર બેસીને ઉતાવળે યરુશાલેમ નાસી ગયો.
\v 19 એમ, ઇઝરાયલે દાઉદના ઘર વિરુદ્ધ બળવો કર્યો, જે આજ દિવસ સુધી ચાલતો રહ્યો છે.
\s5
\c 11
\s શમાયાની ભવિષ્યવાણી
\r (૧ રા. ૧૨:૨૧-૨૪)
\p
\v 1 જયારે રહાબામ યરુશાલેમ પહોંચ્યો ત્યારે તેણે પોતાનું રાજય પુન:સ્થાપિત કરવા માટે અને ઇઝરાયલ સામે યુદ્ધ કરવા માટે યહૂદા અને બિન્યામીનના કુળમાંથી પસંદ કરેલા કુલ એક લાખ એંશી હજાર યોદ્ધાઓને ભેગા કર્યા.
\s5
\p
\v 2 પરંતુ ઈશ્વરનું વચન ઈશ્વરભક્ત શમાયાની પાસે આવ્યું,
\v 3 "યહૂદિયાના રાજા અને સુલેમાનના દીકરા રહાબામને, યહૂદિયા અને બિન્યામીનમાંના સર્વ ઇઝરાયલના લોકોને કહે;
\v 4 'ઈશ્વર આમ કહે છે: તમારે તમારા ભાઈઓ તથા સંબંધીઓની
\f +
\fr 11:4
\ft ઉત્તર દેશ-યહૂદા
\f* વિરુદ્ધ હુમલો કે લડાઈ કરવી નહિ. દરેક માણસ પોતપોતાના ઘરે પાછા જાઓ, કેમ કે આ કામ મારાથી થયું છે.'" તેથી તેઓએ ઈશ્વરનું કહ્યું માન્યું અને યરોબામની વિરુદ્ધ ન જતા તેઓ પોતપોતાને ઘરે પાછા ગયા.
\s રહાબામે બાંધેલાં નગરો અને કોટ
\s5
\p
\v 5 રહાબામ યરુશાલેમમાં રહ્યો અને યહૂદિયાની સુરક્ષા માટે નગરો બાંધ્યાં.
\v 6 તેણે બેથલેહેમ, એટામ, તકોઆ,
\v 7 બેથ-સૂર, સોખો, અદુલ્લામ,
\v 8 ગાથ, મારેશા, ઝીફ,
\v 9 અદોરાઈમ, લાખીશ, અઝેકા,
\v 10 સોરાહ, આયાલોન, અને હેબ્રોન નગરો બાંધ્યાં. એ યહૂદિયામાં અને બિન્યામીનમાં આવેલા કિલ્લાવાળાં નગરો છે.
\s5
\p
\v 11 તેણે ત્યાં મજબૂત કિલ્લા બંધાવ્યા અને સેનાપતિઓને અનાજ, તેલ અને દ્રાક્ષારસના ભંડાર આગળ ચોકી કરવા મૂક્યા.
\v 12 દરેક નગરમાં તેણે ઢાલો અને ભાલાઓ મૂક્યા અને તે નગરોને મજબૂત કર્યાં. યહૂદિયા અને બિન્યામીન તેના તાબામાં હતાં.
\s યાજકો અને લેવીઓ યહૂદિયામાં પાછા આવ્યા
\s5
\p
\v 13 યાજકો અને લેવીઓ કે જેઓ ઇઝરાયલમાં હતા તેઓ તેમના સ્થળોમાંથી તેની પાસે આવ્યા.
\v 14 લેવીઓ પોતાના ગોચર અને મિલકત મૂકીને યહૂદિયા અને યરુશાલેમ આવ્યા હતા કેમ કે યરોબામે અને તેના દીકરાઓએ તેઓને નસાડી મૂક્યા હતા કે જેથી તેઓ ઈશ્વર માટે યાજકની જવાબદારી બજાવી ન શકે.
\v 15 યરોબામે સભાસ્થાનને માટે, પોતે બનાવેલા વાછરડાની અને બકરાની મૂર્તિની પૂજા માટે, તેઓના સ્થાને અન્ય યાજકો નિયુકત કર્યા.
\s5
\p
\v 16 તેઓની પાછળ ઇઝરાયલનાં કુળોના સર્વ લોકો, જેઓએ પોતાનાં અંત:કરણ ઇઝરાયલના પ્રભુ, ઈશ્વરને શોધવામાં લગાવ્યાં હતાં તેઓ પોતાના પિતૃઓના પ્રભુ ઈશ્વરને યજ્ઞ કરવા યરુશાલેમ આવ્યા.
\v 17 તે લોકોના કારણે યહૂદિયાનું રાજય બળવાન થયું. તે ત્રણ વર્ષ દરમિયાન તેઓએ સુલેમાનના પુત્ર, રહાબામને બળવાન કર્યો, કેમ કે ત્રણ વર્ષ સુધી તેઓ દાઉદ અને સુલેમાનને પગલે ચાલ્યા હતા.
\s રહાબામનું કુટુંબ
\s5
\p
\v 18 રહાબામે માહાલાથની સાથે લગ્ન કર્યું. માહલાથ દાઉદના દીકરા યરિમોથની દીકરી હતી. યિશાઈના દીકરા અલિયાબની દીકરી અબિહાઈલ તેની માતા હતી.
\v 19 તેને ત્રણ પુત્રો થયા; યેઉશ, શમાર્યા અને ઝાહામ.
\s5
\p
\v 20 માહલાથ પછી રહાબામે આબ્શાલોમની પુત્રી માકા સાથે લગ્ન કર્યું. તેણે અબિયા, આત્તાય, ઝીઝાહ અને શલોમીથને જન્મ આપ્યો.
\v 21 પોતાની બધી પત્નીઓ અને ઉપપત્નીઓ કરતાં રહાબામ માકા ઉપર વધારે પ્રેમ રાખતો હતો. તેને બધી મળીને અઢાર પત્નીઓ અને સાઠ ઉપપત્નીઓ હતી. તેના અઠ્ઠાવીસ દીકરા અને સાઠ દીકરીઓ હતી.
\s5
\p
\v 22 રહાબામે માકાના દીકરા અબિયાને તેના બધા ભાઈઓમાં અધિકારી નીમ્યો; તે તેને રાજા બનાવવાનું વિચારતો હતો.
\v 23 રહાબામે કુશળતાપૂર્વક રાજ કર્યું; તેણે તેના બધા પુત્રોને યહૂદિયાના અને બિન્યામીનનાં સર્વ કિલ્લાવાળાં નગરોમાં મોકલી દીધા. તેણે તેઓને માટે ખાવાપીવાની સામગ્રી પુષ્કળ પ્રમાણમાં પૂરી પાડી. ઘણી સ્ત્રીઓ સાથે તેઓના લગ્ન કરાવ્યાં.
\s5
\c 12
\s મિસરના લશ્કરનું આક્રમણ
\r (૧ રા. ૧૪:૨૫-૨૮)
\p
\v 1 અને એમ થયું કે, જયારે રહાબામનું રાજય સ્થિર થયું અને તે બળવાન બન્યો, ત્યારે તેણે તથા તેની સાથેના સર્વ ઇઝરાયલે ઈશ્વરના નિયમનો ત્યાગ કર્યો.
\s5
\p
\v 2 એ તે લોકો ઈશ્વરને અવિશ્વાસુ બન્યા હોવાથી રહાબામ રાજાના શાસનના પાંચમાં વર્ષે, મિસરના રાજા શિશાકે યરુશાલેમ ઉપર હુમલો કર્યો.
\v 3 તે બારસો રથો તથા સાઠ હજાર ઘોડેસવારો સહિત ચઢી આવ્યો. મિસરમાંથી તેની સાથે અસંખ્ય સૈનિકો આવ્યા હતા: તેઓમાં લૂબીઓ, સુક્કીઓ તથા કૂશીઓ હતા.
\v 4 યહૂદિયા સાથે સંકળાયેલાં પિસ્તાળીસ નગરોનો કબજો કરીને તે યરુશાલેમ આવ્યો.
\s5
\p
\v 5 હવે રહાબામ તથા યહૂદાના આગેવાનો, જેઓ શિશાકને લીધે યરુશાલેમમાં એકત્ર થયા હતા, તેઓની પાસે શમાયા પ્રબોધકે આવીને તેઓને કહ્યું, "ઈશ્વર આમ કહે છે: 'તમે મને તજી દીધો છે, તેથી મેં પણ તમને શિશાકના હાથમાં સોંપી દીધાં છે.'"
\v 6 પછી ઇઝરાયલના આગેવાનોએ તથા રાજાએ પોતાને નમ્ર બનાવીને કહ્યું, "ઈશ્વર ન્યાયી છે."
\s5
\p
\v 7 ઈશ્વરે જયારે જોયું કે તેઓએ પોતાને નમ્ર બનાવ્યા છે, ત્યારે ઈશ્વરની વાણી શમાયાની પાસે આવી, "તેઓએ પોતાને નમ્ર બનાવ્યા છે. માટે હું તેમનો નાશ નહિ કરું; હું તેમને થોડીવારમાં છોડાવીશ અને હું મારો ક્રોધ શિશાકની મારફતે યરુશાલેમ પર નહિ ઉતારું.
\v 8 તેમ છતાં, તેઓ તેના ગુલામો થશે, કે જેથી તેઓને સમજાય કે મારી સેવા કરવામાં તથા વિદેશી રાજાઓની સેવા કરવામાં કેટલો ફેર છે."
\s5
\p
\v 9 મિસરના રાજા શિશાકે યરુશાલેમ ઉપર ચઢાઈ કરીને ઈશ્વરના સભાસ્થાનનો ખજાનો તથા રાજાના મહેલનો બધો ખજાનો લૂંટી લીધો. તેણે બધું જ લૂંટી લીધું; સુલેમાને સોનાની જે ઢાલો બનાવી હતી એ પણ તે લઈ ગયો.
\v 10 રહાબામ રાજાએ તેમને સ્થાને પિત્તળની ઢાલો બનાવીને અંગરક્ષકોના ઉપરી અમલદારના, એટલે કે જેઓ રાજાના મહેલની ચોકી કરતા તેઓના હાથમાં સોંપી.
\s5
\p
\v 11 જયારે રાજા ઈશ્વરના ઘરમાં પ્રવેશ કરતો, ત્યારે રક્ષકો તે ઢાલોને ઊંચકી લેતા; પછી તેઓ તે ઢાલોને પરત લાવતા અને રક્ષકગૃહમાં મૂકી દેતા.
\v 12 જયારે રહાબામે પોતાને નમ્ર કર્યો ત્યારે ઈશ્વરનો ક્રોધ ઊતર્યો, કેમ કે તે તેનો સંપૂર્ણ નાશ કરવા ચાહતા નહોતા; આ ઉપરાંત, યહૂદિયામાં પણ કંઈક સારી વર્તણૂક માલૂમ પડી.
\s રહાબામના રાજ્યકાળનું ટૂંક વર્ણન
\s5
\p
\v 13 તેથી રહાબામ રાજાએ યરુશાલેમમાં બળવાન થઈને રાજ કર્યુ. રહાબામ રાજા બન્યો ત્યારે તે એકતાળીસ વર્ષનો હતો. તેણે યરુશાલેમ નગર કે, જેને ઈશ્વરે પોતાનું નામ રાખવા માટે ઇઝરાયલનાં સર્વ કુળોમાંથી પસંદ કર્યું હતું, ત્યાં સત્તર વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ નાઅમાહ હતું, તે આમ્મોની સ્ત્રી હતી.
\v 14 તેણે દુષ્ટતા કરી, તેણે સાચા હૃદયથી ઈશ્વરની ભક્તિ કરવાનું મન લગાડ્યું નહિ.
\p
\v 15 રહાબામનાં કૃત્યો, પ્રથમથી તે છેલ્લે સુધી, શમાયા પ્રબોધકની તથા ઇદ્દો દ્રષ્ટાનાં લખાણોમાં વંશાવળીના અનુક્રમે નોંધેલા છે. રહાબામ તથા યરોબામ વચ્ચે સતત વિગ્રહ ચાલતો રહ્યો હતો.
\v 16 રહાબામ પોતાના પૂર્વજોની સાથે ઊંઘી ગયો અને તેને દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો; તેની જગ્યાએ તેનો દીકરો અબિયા રાજા થયો.
\s5
\c 13
\s ઇઝરાયલ અને યહૂદિયા વચ્ચે યુદ્ધ
\r (૧ રા. ૧૫:૧-૮)
\p
\v 1 રાજા યરોબામના અઢારમા વર્ષે, અબિયા યહૂદિયા પર રાજ કરવા લાગ્યો.
\v 2 તેણે ત્રણ વર્ષ યરુશાલેમમાં રાજ કર્યુ; તેની માતાનું નામ મિખાયા હતું. તે ગિબયાના ઉરીએલની દીકરી હતી. અબિયા તથા યરોબામ વચ્ચે યુદ્ધ ચાલ્યું.
\v 3 અબિયાએ પસંદ કરેલા ચાર લાખ શૂરવીર યોદ્ધાઓને લઈને યુદ્ધમાં ગયો. યરોબામ આઠ લાખ પસંદ કરેલા શૂરવીર લડવૈયાઓને લઈને સામે ગયો.
\s5
\p
\v 4 અબિયાએ એફ્રાઇમના પહાડી પ્રદેશમાં આવેલા સમારાઈમ પર્વત પર ઊભા રહીને કહ્યું, "યરોબામ તથા સર્વ ઇઝરાયલ મારું સાંભળો!
\v 5 શું તમે નથી જાણતા કે પ્રભુ, ઇઝરાયલના ઈશ્વરે દાઉદને, એટલે તેને તથા તેના દીકરાઓને, ઇઝરાયલ પર સદા રાજ કરવાને માટે કરાર કરેલો છે?
\s5
\p
\v 6 તેમ છતાં દાઉદના દીકરા સુલેમાનના સેવક નબાટના દીકરા યરોબામે પોતાના માલિક સામે બળવો કર્યો.
\v 7 હલકા માણસો તથા અધમ માણસો તેની પાસે એકત્ર થયા. સુલેમાનનો દીકરો રહાબામ જુવાન તથા બિનઅનુભવી હોવાથી તેમની સામે લડવાને અશક્ત હતો, ત્યારે તેઓ તેની સામે લડવાને તૈયાર થયા.
\s5
\p
\v 8 હવે તમે દાઉદના વંશજોના હાથમાં ઈશ્વરનું રાજ છે, તેની સામે થવાનો ઇરાદો રાખો છો. તમારું સૈન્ય બહુ મોટું છે અને યરોબામે જે સોનાના દેવો બનાવ્યા છે તે પણ તમારી પાસે છે.
\v 9 શું તમે ઈશ્વરના યાજકોને, એટલે હારુનના વંશજોને તથા લેવીઓને કાઢી મૂક્યા નથી? શું તમે બીજા દેશોના લોકોના રિવાજ પ્રમાણે પોતાને માટે મૂર્તિપૂજક યાજકો નીમ્યા નથી? તમારામાં તો કોઈપણ માણસ એક જુવાન બળદ તથા સાત ઘેટાં લઈને પોતાને પવિત્ર કરવા માટે આવે છે; તે પોતે, તમારા દેવો જેઓ દેવ નથી, તે તેઓનો યાજક થાય છે.
\s5
\p
\v 10 પરંતુ અમારા માટે તો પ્રભુ એ જ અમારા ઈશ્વર છે અને અમે તેમને તજી દીધા નથી. ઈશ્વરની સેવા કરનારા અમારા યાજકો તો હારુનના વંશજો છે તથા લેવીઓ પણ પોતપોતાનાં કામ કરે છે.
\v 11 તેઓ રોજ સવારે તથા સાંજે ઈશ્વરને માટે દહનીયાર્પણો તથા સુવાસિત ધૂપ બાળે છે. તેઓ અર્પિત રોટલી પણ શુદ્ધ મેજ પર ગોઠવે છે; દરરોજ સાંજે સોનાના દીપવૃક્ષ પર દીવા પણ સળગાવે છે. અમે તો અમારા પ્રભુ, ઈશ્વરની આજ્ઞાઓ પાળીએ છીએ, પણ તમે તો તેમને તજી દીધા છે.
\s5
\p
\v 12 જુઓ, ઈશ્વર અમારી સાથે છે તથા અમારા આગેવાન છે અને તેમના યાજકો ચેતવણીનાં રણશિંગડાં લઈને તમારી વિરુદ્ધ અમારી સાથે છે. તમે ઇઝરાયલના લોકોની સામે, તમારા પૂર્વજોના પ્રભુ, ઈશ્વરની સામે ન લડો, તેમાં તમે સફળ થવાના નથી."
\s5
\p
\v 13 યરોબામે તેઓની પાછળ છુપાઈને હુમલો કરનારા સૈનિકોની એક ટુકડીને તૈયાર કરી; તેનું સૈન્ય યહૂદાની આગળ હતું અને એ ટુકડી તેઓની પાછળ હતી.
\v 14 જયારે યહૂદાએ પાછળ જોયું, તો જુઓ, પોતાની આગળ તથા પાછળ યુદ્ધની તૈયારી કરી રાખી હતી. તેઓએ ઈશ્વરને પોકાર કર્યો અને યાજકોએ રણશિંગડાં વગાડ્યાં.
\v 15 પછી યહૂદાના માણસોએ ઊંચા સાદે પોકાર કર્યો; તેઓએ પોકાર કર્યો તે સાથે જ ઈશ્વરે યરોબામ અને ઇઝરાયલને અબિયા અને યહૂદાની આગળ માર્યા.
\s5
\p
\v 16 ઇઝરાયલના લોકો યહૂદાની આગળથી નાસી ગયા અને ઈશ્વરે યહૂદાના હાથે યરોબામને તથા ઇઝરાયલને હરાવ્યા.
\v 17 અબિયા અને તેના સૈન્યએ તેઓની ભારે ખુવારી કરીને તેઓનો સંહાર કર્યો; ઇઝરાયલના પાંચ લાખ ચુનંદા માણસો માર્યા ગયા.
\v 18 આ રીતે, તે સમયે ઇઝરાયલીઓ હારી ગયા અને યહૂદિયાના લોકો જીતી ગયા યહૂદિયાના લોકોએ પોતાના પિતૃઓના ઈશ્વર, પ્રભુ પર આધાર રાખ્યો હતો.
\p
\v 19 અબિયાએ યરોબામનો પીછો કર્યો; તેણે તેની પાસેથી બેથેલ, યશાના અને એફ્રોન નગરો તેના ગામો સહિત જીતી લીધાં.
\v 20 અબિયાના દિવસો દરમિયાન યરોબામ ફરી બળવાન થઈ શક્યો નહિ; ઈશ્વરે તેને સજા કરી અને તે મરણ પામ્યો.
\v 21 પરંતુ અબિયા બળવાન થતો ગયો; તેણે ચૌદ સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં. તેને બાવીસ દીકરા તથા સોળ દીકરીઓ હતી.
\v 22 અબિયાના બાકીનાં કાર્યો, તેનું આચરણ અને તેનાં વચનો ઇદ્દો પ્રબોધકના ટીકાગ્રંથમાં લખેલાં છે.
\s5
\c 14
\s પ્રભુને વફાદાર આસા રાજા
\p
\v 1 પછી અબિયા તેના પિતૃઓની જેમ ઊંઘી ગયો. તેને દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો. તેની જગ્યાએ તેનો દીકરો આસા ગાદીનશીન થયો. યહૂદિયાના રાજા આસાના શાસનકાળના દસ વર્ષ દરમિયાન દેશમાં શાંતિ હતી.
\v 2 આસાએ તેના ઈશ્વર, પ્રભુની નજરમાં જે સારું અને યોગ્ય હતું તે કર્યુ.
\v 3 તેણે અન્ય દેવોની વેદીઓ અને ઉચ્ચસ્થાનો દૂર કર્યાં. તેણે તેઓના ભજનસ્તંભના પવિત્ર પથ્થરોને ભાંગી નાખ્યાં અને અશેરીમ મૂર્તિને કાપી નાખી.
\v 4 તેણે યહૂદિયાના લોકોને, તેઓના પિતૃઓના ઈશ્વરને શોધવાનો, તેના વિધિઓ અને આજ્ઞાઓનું પાલન કરવાનો હુકમ કર્યો.
\s5
\p
\v 5 તેણે યહૂદિયાના દરેક નગરમાંના ઉચ્ચસ્થાનો અને ધૂપવેદીઓને દૂર કર્યા. તેના શાસન દરમિયાન રાજયમાં શાંતિ પ્રવર્તેલી રહી.
\v 6 તેણે યહૂદિયામાં કિલ્લાવાળાં નગરો બાંધ્યાં. તે વર્ષોમાં યુદ્ધ ન હોવાના કારણે તે દેશમાં શાંતિ વ્યાપેલી રહી હતી. કેમ કે ઈશ્વરે તેને શાંતિ આપી હતી.
\s5
\p
\v 7 આસાએ યહૂદિયાના લોકોને કહ્યું, "ચાલો, આપણે આ નગરો બાંધીએ, તેમની ફરતે કોટ કરીએ. બુરજો, દરવાજા અને ભૂંગળો બાંધીએ; આ દેશ હજી પણ આપણો છે, કારણ કે, આપણે આપણા ઈશ્વરની પાસે માગ્યો છે. તેમણે આપણને ચારે બાજુએથી શાંતિ આપી છે." તેથી તેમણે નગરો બાંધવા માંડ્યાં તેમાં તેઓ સફળ થયા.
\v 8 આસા પાસે યહૂદા કુળના ઢાલ અને ભાલાથી સજ્જ ત્રણ લાખ પુરુષો અને હજાર ઢાલ તથા ધનુષ્યથી સજ્જ બિન્યામીન કુળના બે લાખ એંશી હજાર પુરુષો હતા. તેઓ બધા શક્તિશાળી શૂરવીર યોદ્ધાઓ હતા.
\s કૂશી ઝેરાનો પરાજય
\s5
\p
\v 9 કૂશ દેશનો ઝેરાહ દસ લાખ સૈનિકો અને ત્રણસો રથનું સૈન્ય લઈને તેઓ સામે યુદ્ધ કરવા આવ્યો; તે મારેશા સુધી આવી પહોંચ્યો.
\v 10 પછી આસા તેની સામે ગયો અને તેઓએ મારેશા આગળ સફાથાના મેદાનમાં યુદ્ધ માટે વ્યૂહ રચ્યો.
\v 11 આસાએ તેના ઈશ્વરને પોકાર કર્યો, "ઈશ્વર, બળવાનની વિરુદ્ધમાં નિર્બળને સહાય કરનાર, તમારા સિવાય અમારો બીજો કોઈ આશ્રય નથી; હે ઈશ્વર, અમારા પ્રભુ, અમને સહાય કરો; કેમ કે અમે માત્ર તમારા પર જ આધાર રાખીએ છીએ અને તમારા નામના લીધે જ અમે આ મોટા સૈન્ય સામે આવ્યા છીએ; હે ઈશ્વર, તમે અમારા પ્રભુ છો; માણસો તમને હરાવી શકશે નહિ."
\s5
\p
\v 12 તેથી ઈશ્વરે આસા અને યહૂદિયાના સૈન્યની સામે કૂશીઓને હરાવ્યા અને તેઓ નાસી ગયા.
\v 13 આસા અને તેના સૈનિકોએ ગેરાર સુધી તેમનો પીછો કર્યો. ઈથિયોપિયાના કૂશી લોકોમાંથી એટલા બધા માણસો માર્યા ગયા કે તેઓમાંથી કોઈ બચ્યો નહિ, તેઓ સંપૂર્ણ રીતે ઈશ્વર અને તેમની સેના દ્વારા નષ્ટ થયા. સૈનિકોએ લૂંટ ચલાવીને પુષ્કળ પ્રમાણમાં સંપત્તિ મેળવી.
\p
\v 14 યહૂદિયાના સૈનિકોએ ગેરારની આસપાસના બધાં નગરોનો નાશ કર્યો, ત્યાંના રહેવાસીઓને ઈશ્વરનો ભય લાગ્યો. તેઓએ બધાં ગામો લૂંટ્યાં અને તેઓ પાસે પુષ્કળ લૂંટ હતી.
\v 15 તેઓએ ઘેટાંપાળકોનાં જાનવર રાખવાના માંડવા તોડી નાખ્યા અને સંખ્યાબંધ ઘેટાં તથા ઊંટો લઈને પછી તેઓ યરુશાલેમ પાછા આવ્યા.
\s5
\c 15
\s આસાએ કરાવેલી ધર્મસુધારણા
\p
\v 1 ઈશ્વરનો આત્મા ઓદેદના દીકરા અઝાર્યા પર આવ્યો.
\v 2 તેથી તે આસાને મળીને બોલ્યો, "આસા તથા સમગ્ર યહૂદિયા અને બિન્યામીનના બધા લોકો, મારી વાત સાંભળો જ્યાં સુધી તમે ઈશ્વર સાથે રહેશો ત્યાં સુધી તેઓ તમારી સાથે રહેશે. તમે જો તેમને શોધશો તો તે તમને મળશે; પણ જો તમે તેમનો ત્યાગ કરશો, તો તે તમારો ત્યાગ કરશે.
\s5
\p
\v 3 હવે ઘણાં લાંબા સમયથી, ઇઝરાયલીઓ ખરા ઈશ્વરની ભક્તિ કરતા ન હતા. તેઓ સદ્દ્બોધ આપનાર યાજક વિનાના અને નિયમશાસ્ત્ર વિનાના હતા.
\v 4 પરંતુ સંકટના સમયે તેઓ ઇઝરાયલના ઈશ્વર, એટલે પોતાના પ્રભુ તરફ ફર્યા અને તેમનો પોકાર કર્યો ત્યારે ઈશ્વર તેમને મળ્યા.
\v 5 તે દિવસોમાં ત્યાં કોઈ માણસમાં શાંતિ નહોતી, દેશના સર્વ રહેવાસીઓ બહુ દુઃખી હતા.
\s5
\p
\v 6 પ્રજાઓ એકબીજાની વિરુદ્ધ અને નગરો એકબીજા વિરુદ્ધ લડીને પાયમાલ થતાં હતાં, તેઓ તૂટી ગયા હતા, કેમ કે ઈશ્વર તેઓને દરેક પ્રકારની આફતો વડે શિક્ષા કરતા હતા.
\v 7 પણ તમે બળવાન થાઓ અને તમારા હાથોને ઢીલા પડવા ન દો, કેમ કે તમારી મહેનતનું ફળ તમને મળશે."
\s5
\p
\v 8 જયારે આસાએ પ્રબોધક ઓદેદની પ્રબોધવાણી સાંભળી ત્યારે હિંમત રાખીને યહૂદિયા તથા બિન્યામીનના સર્વ દેશમાંથી તથા જે નગરો એફ્રાઇમના પહાડી પ્રદેશમાં કબજે કરી લીધાં હતા, તે બધામાંથી ધિક્કારપાત્ર મૂર્તિઓને હઠાવી દીધી. અને તેણે ઈશ્વરના સભાસ્થાનના દ્વારમંડપ આગળની ઈશ્વરની વેદીને ફરીથી બાંધી.
\v 9 તેણે આખા યહૂદિયા તથા બિન્યામીનને, તેમ જ જેઓ તેઓની સાથે રહેતા હતા તેઓમાં - એફ્રાઇમ, મનાશ્શા તથા શિમયોનમાંથી આવી વસેલાઓને એકત્ર કર્યા. જયારે તેઓએ જોયું કે પ્રભુ તેઓના ઈશ્વર તેની સાથે છે, ત્યારે ઇઝરાયલમાંથી ઘણાં લોકો તેના પક્ષમાં આવ્યા.
\s5
\p
\v 10 આસાની કારકિર્દીના પંદરમા વર્ષે ત્રીજા મહિનામાં યરુશાલેમમાં તેઓ ભેગા થયા.
\v 11 તેઓએ પોતાને મળેલી લૂંટમાંથી તે દિવસે ઈશ્વરને સાતસો બળદો તથા સાત હજાર ઘેટાંનું અર્પણ કર્યું.
\s5
\p
\v 12 તેઓએ ઈશ્વરને શોધવાને માટે પોતાના પિતૃઓના પ્રભુ ઈશ્વરની સાચા હૃદયથી તથા સંપૂર્ણ ભાવથી સ્તુતિ કરવાનો કરાર કર્યો.
\v 13 નાનો હોય કે મોટો, સ્ત્રી હોય કે પુરુષ, જે કોઈ ઇઝરાયલના પ્રભુ ઈશ્વરની સ્તુતિ ન કરે તેને મૃત્યુદંડ આપવાને એકમત થયા.
\s5
\p
\v 14 તેઓએ ઈશ્વરની આગળ ઊંચા અવાજે પોકારીને તથા રણશિંગડાં અને શરણાઈ વગાડીને સોગન ખાધા.
\v 15 તે સોગનથી યહૂદિયાના સર્વ લોકો ખૂબ આનંદ પામ્યા, કારણ કે તેઓએ પોતાના પૂરા અંત:કરણથી સોગન ખાધા હતા અને તેઓએ પોતાની સંપૂર્ણ ઇચ્છાથી ઈશ્વરને શોધ્યા અને તે તેઓને મળ્યા. ઈશ્વરે તેઓને ચારેતરફની શાંતિ આપી.
\s5
\p
\v 16 આસાએ પોતાની દાદી માકાને પણ રાજમાતાની પદવી પરથી દૂર કરી, કારણ કે તેણે અશેરાને માટે ધિક્કારપાત્ર મૂર્તિ બનાવી હતી. આસાએ તે મૂર્તિને કાપી નાખી, તેનો ભૂકો કરીને કિદ્રોન નાળાં આગળ તેને સળગાવી દીધી.
\v 17 જો કે ઇઝરાયલમાંથી ધર્મ સ્થાનો કાઢી નંખાયા નહિ. તોપણ આસાનું હૃદય તેના દિવસોમાં ઈશ્વર પ્રત્યે સંપૂર્ણ હતું.
\p
\v 18 તેના પિતાની પવિત્ર વસ્તુઓ તથા તેની પોતાની પવિત્ર વસ્તુઓ, એટલે સોનું તથા ચાંદીની વસ્તુઓ તે ઈશ્વરના ઘરમાં લાવ્યો.
\v 19 આસાની કારકિર્દીના પાંત્રીસમા વર્ષ સુધી ત્યાં એક પણ યુદ્ધ થયું નહિ.
\s5
\c 16
\s ઇઝરાયલ સાથે અથડામણ
\r (૧ રા. ૧૫:૧૭-૨૨)
\p
\v 1 આસાની કારકિર્દીના છત્રીસમા વર્ષમાં, ઇઝરાયલના રાજા બાશાએ યહૂદિયા વિરુદ્ધ આક્રમણ કર્યું. યહૂદિયાના રાજા આસાની મદદે બીજા કોઈને આવતા અટકાવી દેવા સારુ તેણે રામાનો કિલ્લો બાંધ્યો.
\s5
\p
\v 2 પછી આસાએ ઈશ્વરના સભાસ્થાનના તથા રાજાના મહેલના ભંડારોમાંથી સોનુંચાંદી લઈને દમસ્કસમાં રહેનાર અરામના રાજા બેન-હદાદ પર મોકલીને તેને કહેવડાવ્યું,
\v 3 "જેમ તારા પિતા તથા મારા પિતા વચ્ચે સંપ હતો, તેમ મારી તથા તારી વચ્ચે છે. આ ચાંદી તથા સોનું મેં તારા માટે મોકલ્યું છે. ઇઝરાયલના રાજા બાશાની સાથે તારો સંબંધ તોડી નાખ, કે જેથી તે અહીંથી ચાલ્યો જાય."
\s5
\p
\v 4 બેન-હદાદે આસા રાજાનું સાંભળીને પોતાના સૈન્યના સેનાપતિઓને ઇઝરાયલનાં નગરો પર ચઢાઈ કરવા મોકલી આપ્યાં. તેઓએ ઇયોન, દાન, આબેલ-માઈમ તથા નફતાલીનાં સર્વ ભંડાર નગરો પર હુમલો કર્યો.
\v 5 જયારે બાશાએ આ સાંભળ્યું, ત્યારે તેણે રામાનો કિલ્લો બાંધવાનું કામ બંધ કરાવી દીધું.
\v 6 પછી આસા રાજાએ યહૂદિયાના લોકોને સાથે લીધા. તેઓ જે પથ્થરો તથા જે લાકડાં બાશાએ રામાના કિલ્લાના બાંધકામમાં વાપરવા માટે તૈયાર કર્યાં હતાં તે લઈ ગયા. પછી તે વડે આસા રાજાએ ગેબા તથા મિસ્પા બાંધ્યાં.
\s પ્રબોધક હનાનીની ચીમકી
\s5
\p
\v 7 તે જ સમયે હનાની પ્રબોધક યહૂદિયાના આસા રાજા પાસે આવીને તેને કહ્યું, "તમે પ્રભુ ઈશ્વરને બદલે અરામના રાજા ઉપર ભરોસો રાખ્યો છે, માટે અરામના રાજાનું સૈન્ય તમારા હાથમાંથી છટકી જઈ શક્યું છે.
\v 8 શું તને યાદ નથી કે કૂશીઓ તથા લૂબીઓના સૈન્યની સાથે અસંખ્ય રથો તથા ઘોડેસવારો હતા છતાં તેઓની શી હાલત થઈ હતી? પણ તે સમયે તેં ઈશ્વર પર ભરોસો રાખ્યો હતો, એટલે તેમણે તને તેઓ પર વિજય અપાવ્યો હતો.
\s5
\p
\v 9 કેમ કે ઈશ્વરની દ્રષ્ટિ સમગ્ર પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે. અને જેઓનું અંત:કરણ તેમના પ્રત્યે સંપૂર્ણ છે, તેઓને સહાય કરીને તે પોતે બળવાન છે એમ બતાવી આપે છે. પણ તેં તેમની બાબતમાં મૂર્ખાઈ કરી છે. હવેથી તારે યુદ્ધો લડવાં પડશે."
\v 10 એ સાંભળીને આસા તે પ્રબોધક પર ગુસ્સે થયો; તેણે તેને જેલમાં પૂરી દીધો, કેમ કે તે આ બધી બાબતોને લઈને તે તેના પર કોપાયમાન થયો હતો. એ જ સમયે આસાએ કેટલાક લોકો પર ત્રાસ વર્તાવ્યો.
\s આસાના રાજ્યકાળનો અંત
\r (૧ રા. ૧૫:૨૩-૨૪)
\s5
\p
\v 11 જુઓ, આસાનાં કૃત્યો, પ્રથમથી તે છેલ્લે સુધી, યહૂદિયાના રાજાઓના તથા ઇઝરાયલના પુસ્તકમાં લખેલાં છે.
\v 12 તેના રાજયના ઓગણચાળીસમા વર્ષમાં આસાના પગમાં કોઈ રોગ થયો, તે રોગની પીડા ત્રાસજનક હતી. તોપણ તેણે બીમારીમાં ઈશ્વરની નહિ, પણ વૈદોની સહાય લીધી.
\s5
\p
\v 13 આસા પોતાના પૂર્વજોની સાથે ઊંઘી ગયો; તેની કારકિર્દીના એકતાળીસમા વર્ષે તે મરણ પામ્યો.
\v 14 દાઉદનગરમાં તેણે પોતાને માટે જે કબર ખોદાવી હતી તેમાં તેને દફનાવવામાં આવ્યો. તેના કફનમાં સુગંધીઓ તથા ગાંધીએ તૈયાર કરેલાં વિવિધ પ્રકારનાં સુગંધીદ્રવ્યો ભરીને તેઓએ તેમાં તેને સુવાડ્યો. પછી તેઓએ મોટા પ્રમાણમાં સુગંધીદ્રવ્યોનું દહન કર્યું.
\s5
\c 17
\s યહોશાફાટ યહૂદિયાની ગાદીએ
\p
\v 1 તેની જગ્યાએ તેનો દીકરો યહોશાફાટ ગાદીએ બેઠો. તેણે ઇઝરાયલની સામે યુદ્ધ કર્યું.
\v 2 યહૂદિયાના કિલ્લાવાળાં બધાં નગરોમાં લશ્કર તહેનાત કર્યું અને યહૂદિયા દેશમાં તેમ જ તેના પિતા આસાએ કબજે કરેલાં એફ્રાઇમના નગરોમાં થાણાં સ્થાપિત કર્યા.
\s5
\p
\v 3 ઈશ્વર યહોશાફાટની સાથે હતા, કેમ કે તેના પિતૃ દાઉદ શરૂઆતના વર્ષોમાં જે માર્ગે ચાલ્યા હતા તે જ માર્ગ પર યહોશાફાટ ચાલ્યો અને તે બઆલિમ તરફ ફર્યો ન હતો.
\v 4 પણ તેના બદલે તે તેના પિતાના ઈશ્વર પર આધાર રાખતો અને તેમની આજ્ઞાઓ પ્રમાણે ચાલતો હતો, ઇઝરાયલના લોકો કરતાં તેનું જીવન જુદા જ પ્રકારનું હતું; તેણે ઇઝરાયલનું ખોટું અનુસરણ કર્યું નહિ.
\s5
\p
\v 5 તેથી ઈશ્વરે તેના હાથમાં રાજ સ્થિર કર્યું; આખું યહૂદા યહોશાફાટને ખંડણી આપતું હતું. તે પુષ્કળ માન અને સંપત્તિ પામ્યો.
\v 6 ઈશ્વરના માર્ગોમાં તેનું અંત:કરણ લાગેલું હતું. તેણે યહૂદિયામાંથી ઉચ્ચસ્થાનો તેમ જ અશેરીમ મૂર્તિના સ્તંભોનો પણ નાશ કર્યો.
\s5
\p
\v 7 તેના શાસનકાળના ત્રીજા વર્ષે તેણે પોતાના અધિકારીઓ બેન-હાયિલ, ઓબાદ્યા, ઝખાર્યા, નથાનએલ અને મિખાયાને યહૂદિયાના નગરોમાં બોધ કરવાને મોકલ્યા.
\v 8 વળી તેઓની સાથે લેવીઓને એટલે શમાયા, નાથાન્યા, ઝબાદ્યા, અસાહેલ, શમિરામોથ, યોનાથાન, અદોનિયા, ટોબિયા અને ટોબ-અદોનિયાને તેમ જ યાજકોને એટલે અલિશામા અને યહોરામને પણ મોકલ્યા.
\v 9 તેઓએ યહૂદિયામાં શિક્ષણ આપ્યું. તેઓની પાસે ઈશ્વરનું નિયમશાસ્ત્ર હતું. યહૂદાનાં સર્વ નગરોમાં જઈને તેઓએ નિયમશાસ્ત્ર અનુસાર લોકોને શિક્ષણ આપ્યું.
\s યહોશાફાટની મહાનતા
\s5
\p
\v 10 આથી યહૂદિયાની આસપાસના બધા પ્રદેશોનાં રાજયોને ઈશ્વરનો ભય લાગ્યો તેથી તેઓએ યહોશાફાટ સાથે યુદ્ધ કર્યું નહિ.
\v 11 કેટલાક પલિસ્તીઓ યહોશાફાટ પાસે ઉપહાર અને ખંડણી તરીકે ચાંદી લાવ્યા. આરબો પણ પશુઓ એટલે સાત હજાર સાતસો બકરો અને સાત હજાર સાતસો ઘેટાં ભેટ તરીકે લાવ્યા.
\s5
\p
\v 12 યહોશાફાટ ક્રમે ક્રમે વધારે બળવાન થતો ગયો. તેણે યહૂદિયામાં કિલ્લાઓ અને ભંડાર માટે નગરો બાંધ્યાં.
\v 13 તેની પાસે યહૂદિયાના નગરોમાં પુષ્કળ સામગ્રી તેમ જ યરુશાલેમમાં ઘણાં સૈનિકો તથા પરાક્રમી અને શક્તિશાળી પુરુષો હતા.
\s5
\p
\v 14 તેઓના પિતૃઓના ઘરનાં નામ પ્રમાણે તેઓની યાદી આ પ્રમાણે છે:
\q યહૂદિયાના હજારો સેનાપતિઓનો મુખ્ય સેનાપતિ આદના હતો.
\q તેની પાસે ત્રણ લાખ લડવૈયા પુરુષો હતા;
\q2
\v 15 તેનાથી ઊતરતા દરજ્જાનો સેનાપતિ યહોહાનાન હતો. તેની હકૂમતમાં બે લાખ એંશી હજાર લડવૈયા હતા;
\q
\v 16 તેના હાથ નીચે સ્વેચ્છાથી ઈશ્વરની સેવા કરનાર ઝિખ્રીનો દીકરો અમાસ્યા હતો; તેની પાસે બે લાખ લડવૈયા હતા.
\p
\v 17 એલ્યાદા બિન્યામીનના કુળનો શૂરવીર માણસ હતો અને તેની પાસે બે લાખ ધનુષ્ય અને ઢાલથી સજ્જ સૈનિકો હતા;
\q
\v 18 તેનાથી ઊતરતો દરજ્જો યહોઝાબાદ હતો અને તેની પાસે યુદ્ધ માટે સજ્જ એવા એક લાખ એંશી હજાર યોદ્ધાઓ હતા.
\v 19 આખા યહૂદિયામાં કિલ્લાવાળાં સર્વ નગરોમાં જેઓને રાજાએ રાખ્યા હતા. તે ઉપરાંત આ લોકો પણ રાજાની સેવામાં તત્પર રહેતા હતા.
\s5
\c 18
\s મિખાયા પ્રબોધકની આહાબને ચેતવણી
\r (૧ રા. ૨૨:૧-૨૮)
\p
\v 1 યહોશાફાટ રાજાની પાસે પુષ્કળ પ્રમાણમાં સંપત્તિ હતી અને તે ઘણો લોકપ્રિય હતો. તેણે પોતાના દીકરાનું લગ્ન આહાબની પુત્રી સાથે કરીને તેની સાથે આહાબની સાથે સગાઈના સંબંધ બાંધ્યો.
\v 2 થોડાં વર્ષો પછી, તે આહાબને મળવા સમરુન ગયો. આહાબે તેની અને તેની સાથે જે માણસો હતા તેઓની મોટી સંખ્યામાં ઘેટાં અને બળદોની મિજબાની આપી. અને પોતાની સાથે રામોથ ગિલ્યાદ પર ચઢાઈ કરવા આહાબને સમજાવ્યો. તેથી રામોથ ગિલ્યાદ પરની ચઢાઈમાં આહાબે પણ યહોશાફાટને સાથ આપ્યો.
\v 3 ઇઝરાયલના રાજા આહાબે યહૂદિયાના રાજા યહોશાફાટને કહ્યું, "તમે મારી સાથે રામોથ ગિલ્યાદ પર ચઢાઈમાં આવશો?" યહોશાફાટે ઉત્તર આપ્યો, "હું તારા જેવો છું અને મારા લોકો પણ તારા લોકો છે; અમે તારી સાથે યુદ્ધમાં રહીશું."
\s5
\p
\v 4 યહોશાફાટે ઇઝરાયલના રાજાને કહ્યું, "તમારા ઉત્તર માટે પ્રથમ તમે ઈશ્વરની ઇચ્છાને શોધો."
\v 5 પછી ઇઝરાયલના રાજાએ ચારસો પ્રબોધકોને ભેગા કર્યા અને તેઓને પૂછ્યું, "અમારે રામોથ ગિલ્યાદ ઉપર ચઢાઈ કરવી કે નહિ?" તેઓએ કહ્યું, "હુમલો કરો, કેમ કે ઈશ્વર રાજાને વિજય આપશે."
\s5
\p
\v 6 પણ યહોશાફાટે પૂછ્યું, "અહીં ઈશ્વરનો બીજો કોઈ પ્રબોધક નથી કે જેની આપણે સલાહ પૂછીએ?"
\v 7 ઇઝરાયલનો રાજાએ તેને કહ્યું, "હજી એક માણસ છે જેની મારફતે આપણે ઈશ્વરની સલાહ પૂછી શકીએ, પણ હું તેનો તિરસ્કાર કરું છું, કારણ કે તેણે કદી મારા વિષે સારું ભવિષ્ય કહ્યું નથી, પણ ફક્ત માઠું જ કહ્યું છે, તે તો ઈમલાહનો પુત્ર મિખાયા છે." પણ યહોશાફાટે કહ્યું, "રાજાએ એવું ન બોલવું જોઈએ, આપણે તેનું પણ સાંભળીએ."
\v 8 પછી ઇઝરાયલના રાજાએ એક અધિકારીને બોલાવીને કહ્યું, "ઈમલાહના દીકરા મિખાયાને જલ્દી બોલાવી લાવો."
\s5
\p
\v 9 હવે, ઇઝરાયલનો રાજા આહાબ અને યહૂદાનો રાજા યહોશાફાટ રાજપોશાક પહેરીને સમરુનના દરવાજાની આગળ ખુલ્લી જગ્યામાં પોતપોતાનાં સિંહાસન પર બેઠા અને બધા પ્રબોધકો તેઓની આગળ પોતપોતાની પ્રબોધવાણીઓ સંભળાવતા હતા.
\v 10 કેનાહના દીકરા સિદકિયાએ પોતાને માટે લોખંડનાં શિંગડાં બનાવડાવ્યા હતાં. તે બતાવીને બોલ્યો, "ઈશ્વર એવું કહે છે, 'અરામીઓનો નાશ થતાં સુધી આવાં શિંગ વડે તમે તેમને હઠાવશો.'"
\v 11 સર્વ પ્રબોધકોએ એવો જ પ્રબોધ કર્યો હતો, "રામોથ ગિલ્યાદ પર ચઢાઈ કરીને વિજયી થાઓ; કારણ કે ઈશ્વરે તેને રાજાના હાથમાં આપી દીધું છે."
\s5
\p
\v 12 જે સંદેશવાહક મિખાયાને બોલાવવા ગયો હતો તેણે મિખાયાને કહ્યું, "હવે જો, બધા પ્રબોધકો એક સાથે રાજાને માટે સારું ભવિષ્ય કહે છે. કૃપા કરી તારું કહેવું પણ તેમના જેવું જ હોય તો સારું."
\v 13 મિખાયાએ જવાબ આપ્યો, "જીવતા ઈશ્વરના સમ કે, મારા પ્રભુ મને જે કહેશે તે જ હું બોલીશ."
\v 14 જયારે તે રાજા પાસે આવ્યો, ત્યારે રાજાએ તેને કહ્યું, "મિખાયા, અમે રામોથ ગિલ્યાદ પર ચઢાઈ કરીએ કે ન કરીએ?" મિખાયાએ જવાબ આપ્યો, "ચઢાઈ કરીને વિજય પામો! કેમ કે એ મોટો વિજય હશે."
\s5
\p
\v 15 પછી રાજાએ તેને કહ્યું, "ઈશ્વરને નામે મને કેવળ સત્ય જ કહેવા માટે મારે તારી પાસે કેટલી વાર સમ લેવડાવવા?"
\v 16 તેથી મિખાયાએ કહ્યું, "મેં સર્વ ઇઝરાયલીઓને પાળક વગરનાં ઘેટાંની જેમ પર્વતો ઉપર વિખેરાઈ ગયેલા જોયા અને ઈશ્વરે કહ્યું, 'એમનો કોઈ પાળક નથી. તેઓ દરેક પોતપોતાને ઘરે શાંતિથી પાછા જાય.'"
\s5
\p
\v 17 તેથી ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, "શું મેં તને નહોતું કહ્યું કે તે મારા સંબંધી સારું નહિ, પણ માઠું ભવિષ્ય ભાખશે?"
\v 18 પછી મિખાયાએ કહ્યું, "તમે સર્વ ઈશ્વરનું વચન સાંભળો મેં ઈશ્વરને તેમના સિંહાસન પર બેઠેલા જોયા છે અને આકાશનું આખું સૈન્ય તેમને જમણે હાથે તથા ડાબે હાથે ઊભેલું હતું.
\s5
\p
\v 19 ઈશ્વરે કહ્યું, 'કોણ ઇઝરાયલના રાજા આહાબને ફોસલાવીને રામોથ ગિલ્યાદ લઈ જાય કે ત્યાં તે માર્યો જાય?' ત્યારે એકે આમ કહ્યું અને બીજાએ તેમ કહ્યું.
\s5
\p
\v 20 પછી એક આત્માએ આગળ આવીને ઈશ્વરની સમક્ષ ઊભા રહીને કહ્યું, 'હું તેને ફોસલાવીશ.' ઈશ્વરે તેને પૂછ્યું, 'કેવી રીતે?'
\v 21 આત્માએ જવાબ આપ્યો, 'ત્યાં જઈને હું તેના બધા પ્રબોધકોના મુખમાં જૂઠું બોલનાર આત્મા થઈશ.' ઈશ્વરે જવાબ આપ્યો, 'તું તેને ફોસલાવશે અને તું સફળ પણ થશે. હવે જઈને એમ કર.'
\s5
\p
\v 22 હવે જો, ઈશ્વરે આ તારા પ્રબોધકોના મુખમાં જૂઠું બોલનાર આત્મા મૂક્યો છે અને ઈશ્વર તારા સંબંધી અશુભ બોલ્યા છે."
\s5
\p
\v 23 ત્યારે કેનાહના દીકરા સિદકિયાએ ઉપર આવીને મિખાયાને તેના ગાલ પર તમાચો મારીને કહ્યું, "ઈશ્વરનો આત્મા તારી સાથે બોલવાને મારી પાસેથી ક્યા માર્ગે થઈને ગયો?"
\v 24 મિખાયાએ કહ્યું, "જો, જે દિવસે તું સંતાવાને અંદરના ઓરડામાં ભરાઈ જશે તે દિવસે તું તે જોશે."
\s5
\p
\v 25 ઇઝરાયલના રાજાએ કેટલાક ચાકરોને કહ્યું, "મિખાયાને પકડીને તેને નગરના રાજ્યપાલ આમોનની પાસે તથા મારા દીકરા યોઆશની પાસે પાછો લઈ જાઓ.
\v 26 તમે તેમને કહેજો કે, 'રાજા કહે છે, આને જેલમાં પૂરો અને હું સુરક્ષિત પાછો આવું ત્યાં સુધી તેને થોડી જ રોટલી તથા થોડું જ પાણી આપજો.'"
\v 27 પછી મિખાયાએ કહ્યું, "જો તું સુરક્ષિત પાછો ફરે તો ઈશ્વર મારા દ્વારા બોલ્યા નથી એમ સમજવું." વળી તેણે કહ્યું, "હે સર્વ લોકો તમે આ સાંભળો."
\s આહાબનું મૃત્યુ
\r (૧ રા. ૨૨:૨૯-૩૫)
\s5
\p
\v 28 તેથી ઇઝરાયલના રાજા આહાબે તથા યહૂદિયાના યહોશાફાટે રામોથ ગિલ્યાદ પર ચઢાઈ કરી.
\v 29 ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, "હું મારો વેશ બદલીને યુદ્ધમાં જઈશ, પણ તમે તમારો રાજપોષાક પહેરી રાખજો." તેથી ઇઝરાયલના રાજાએ વેશ બદલ્યો અને તેઓ યુદ્ધમાં ગયા.
\v 30 હવે અરામના રાજાએ પોતાના રથાધિપતિઓને એવી આજ્ઞા આપી હતી કે, "તમારે ઇઝરાયલના રાજા સિવાય બીજા કોઈની પર હુમલો કરવો નહિ."
\s5
\p
\v 31 અને એમ થયું કે જયારે રથાધિપતિઓએ યહોશાફાટને જોયો ત્યારે તેઓએ કહ્યું કે, "આ ઇઝરાયલનો રાજા છે." માટે તેઓ તેની સાથે લડવાને આવ્યા, પણ યહોશાફાટે બૂમ પાડી અને ઈશ્વરે તેને મદદ કરી. ઈશ્વરે તેઓનાં મન ફેરવ્યાં.
\v 32 અને એમ થયું કે જયારે રથાધિપતિઓએ જોયું કે એ તો ઇઝરાયલનો રાજા નથી, ત્યારે તેઓ તેની પાછળ ન પડતાં પાછા ફર્યા.
\s5
\p
\v 33 પણ એક માણસે અનાયાસે ધનુષ્ય ખેંચીને ઇઝરાયલના રાજાને કવચના સાંધાની વચમાં બાણ માર્યું. પછી આહાબે પોતાના સારથિને કહ્યું, "રથ ફેરવીને મને યુદ્ધમાંથી બહાર લઈ જા, કેમ કે હું બહુ ખરાબ રીતે ઘવાયો છું."
\v 34 તે દિવસે ભીષણ યુદ્ધ ખેલાયું અને ઇઝરાયલના રાજાને ટેકો આપીને અરામીઓની સામે રથમાં સાંજ સુધી ટટ્ટાર બેસાડી રાખ્યો હતો. આશરે સૂર્યાસ્ત થતાં તે મરણ પામ્યો.
\s5
\c 19
\s યહોશાફાટને પ્રબોધકનો ઠપકો
\p
\v 1 યહૂદિયાનો રાજા યહોશાફાટ સુરક્ષિત રીતે યરુશાલેમમાં પોતાના ઘરે પાછો ફર્યો.
\v 2 ત્યારે પ્રબોધક હનાનીનો દીકરો યેહૂ યહોશાફાટ રાજાને મળવા ગયો અને તેને કહ્યું, "શું તારે દુર્જનોને મદદ કરવી જોઈએ? અને જેઓ ઈશ્વરને ધિક્કારે છે તેઓ પર શું તારે પ્રેમ કરવો જોઈએ? એને લીધે ઈશ્વરનો કોપ તારા પર પ્રગટ થયો છે.
\v 3 તોપણ તારામાં કંઈક સારી બાબતો માલૂમ પડી છે, કેમ કે તેં દેશમાંથી અશેરોથ મૂર્તિને હઠાવી દીધી છે. અને ઈશ્વર પ્રત્યે વિશ્વાસુ રહેવામાં તારું મન વાળ્યું છે."
\s યહોશાફાટે કરાવેલી ધર્મસુધારણા
\s5
\p
\v 4 યહોશાફાટ યરુશાલેમમાં રહ્યો; અને ફરીથી બેરશેબાથી માંડીને એફ્રાઇમના પહાડી પ્રદેશ સુધી લોકોમાં ફરીને તેણે તેઓના પિતૃઓના પ્રભુ ઈશ્વર તરફ તેઓનાં મન ફેરવ્યાં.
\v 5 તેણે દેશમાં, એટલે યહૂદિયાના સર્વ કિલ્લાવાળાં નગરોમાંના પ્રત્યેક નગરમાં, ન્યાયાધીશો નીમ્યા.
\s5
\p
\v 6 તેણે ન્યાયાધીશોને કહ્યું, "તમે જે ન્યાય કરો તે વિચારીને કરજો કેમ કે તમે માણસો તરફથી ન્યાય કરતા નથી પણ ઈશ્વરના નામે ન્યાય કરો છો; યાદ રાખજો કે તમે જ્યારે ઇનસાફ કરો ત્યારે ઈશ્વર તમારી સાથે હોય છે.
\v 7 માટે હવે ઈશ્વરનો ડર રાખીને ચાલજો. જયારે તમે ન્યાય કરો ત્યારે સાંભળીને કરજો, કેમ કે આપણા પ્રભુ, ઈશ્વરને અન્યાય, પક્ષપાત અને લાંચ રુશવત પસંદ નથી."
\s5
\p
\v 8 ઉપરાંત, યહોશાફાટે ઈશ્વરના નિયમ સંબંધી ન્યાય ચૂકવવા માટે અને તકરારો માટે યરુશાલેમમાં લેવીઓ, યાજકો અને ઇઝરાયલના કુટુંબોના વડીલોમાંથી કેટલાકને નિયુકત કર્યા. તેઓ યરુશાલેમમાં આવ્યા.
\v 9 તેણે તેઓને સૂચનો આપ્યાં, "ઈશ્વરને આદર આપતા તમારે વિશ્વાસુપણાથી અને સંપૂર્ણ હૃદયથી વર્તવું.
\s5
\p
\v 10 જયારે પોતાનાં નગરોમાં રહેતા તમારા ભાઈઓના ખૂન, નિયમો અને આજ્ઞાઓ, મૂર્તિઓ અથવા વ્યવસ્થા સંબંધી કોઈપણ તકરાર તમારી પાસે આવે ત્યારે તમારે લોકોને ચેતવણી આપવી કે, તેઓ ઈશ્વરની વિરુદ્ધ પાપ ન કરે અને તેથી ઈશ્વરનો કોપ તમારા ઉપર અને તમારા ભાઈઓ ઊપર ઊતરે નહિ. જો તમે આ પ્રમાણે વર્તશો તો તમે દોષિત ઠરશો નહિ.
\s5
\p
\v 11 જુઓ, તે મુખ્ય યાજક અમાર્યા, ઈશ્વર સંબંધી બધી બાબતોમાં તમારો અધિકારી છે. રાજાને લગતી તમામ બાબતોમાં યહૂદા કુળનો આગેવાન ઇશ્માએલનો પુત્ર ઝબાદ્યા તમારો અધિકારી થશે. લેવીઓ પણ તમારા અધિકારીઓની સેવા માટે હશે. હિંમતપૂર્વક વર્તજો. નિર્દોષનું રક્ષણ કરવા માટે ઈશ્વર તમારો ઉપયોગ કરો."
\s5
\c 20
\s અદોમ સાથે યુદ્ધ
\p
\v 1 આ પછી એવું બન્યું કે, મોઆબીઓ અને આમ્મોનીઓ અને તેઓની સાથે કેટલાક મેઉનીઓ યહોશાફાટ સામે લડવા આવ્યા.
\v 2 કેટલાકે યહોશાફાટને ખબર આપી, "એક મોટું લશ્કર મૃતસમુદ્રને સામે કિનારે આવેલા અરામથી તારી વિરુદ્ધ આવી રહ્યું છે," તે લોકો હાસસોન-તામાર એટલે કે એન-ગેદીમાં છે.
\s5
\p
\v 3 યહોશાફાટ ગભરાઈ ગયો અને તેણે પોતે ઈશ્વરની સહાય માગી. તેણે આખા યહૂદિયામાં ઉપવાસ જાહેર કર્યો.
\v 4 યહૂદિયાવાસીઓ ઈશ્વરની મદદ માગવા ભેગા થયા. તેનાં સર્વ નગરોમાંથી તેઓ ઈશ્વરની પ્રાર્થના કરવા આવ્યા.
\s5
\p
\v 5 યહોશાફાટ ઈશ્વરના સભાસ્થાનની સામે નવા ચોક સામે યરુશાલેમ અને યહૂદિયાની લોકોની સભામાં ઊભો થયો.
\v 6 તેણે કહ્યું, "હે ઈશ્વર, અમારા પિતૃઓના પ્રભુ, શું તમે સ્વર્ગમાંના ઈશ્વર નથી? શું બધી પ્રજાઓના રાજ્યો ઉપર તમે અધિકારી નથી? બળ અને પરાક્રમ તમારા હાથમાં છે. તેથી કોઈ તમારી સામે ટકી શકતું નથી.
\v 7 અમારા ઈશ્વર, શું તમે જ આ દેશના રહેવાસીઓને નસાડી મૂકીને ઇબ્રાહિમના વંશજોને, ઇઝરાયલના લોકોને એ દેશ આપ્યો નહોતો?
\s5
\p
\v 8 તમારા લોકો એ દેશમાં રહ્યા અને તેઓએ તમારા નામ માટે એક પવિત્રસ્થાન બાંધ્યું અને કહ્યું,
\v 9 'આ પવિત્રસ્થાનમાં તમારો વાસ છે. એટલે જો અમારા પર કોઈ આફત આવે, એટલે ન્યાયાસનની તલવાર, મરકી કે દુકાળ આવે તો અમે આ સભાસ્થાનની સમક્ષ ઊભા રહીને તમારું નામ આ ઘરમાં છે માટે તે સંકટ સમયે અમે તમને પ્રાર્થના કરીશું અને તમે અમને સાંભળજો અને બચાવી લેજો.'
\s5
\p
\v 10 અગાઉ જો, આ આમ્મોનીઓ, મોઆબીઓ અને સેઈર પર્વત પરના લોકો પર ઇઝરાયલીઓ મિસરમાંથી બહાર આવતા હતા ત્યારે તમે હલ્લો કરવા દીધો ન હતો પણ તેના બદલે ઇઝરાયલ તેઓ દૂર વળી ગયા અને એ લોકોનો નાશ થવા દીધો નહિ.
\v 11 હવે જુઓ, તેઓ અમને કેવો બદલો આપે છે? તમે અમને જે દેશ વારસા તરીકે આપ્યો છે તેમાંથી અમને કાઢી મૂકવાને તેઓ આવ્યા છે.
\s5
\p
\v 12 અમારા ઈશ્વર, શું તમે તેઓનો ન્યાય નહિ કરો? કેમ કે અમારી સામે જે મોટું સૈન્ય ધસી આવી રહ્યું છે તેનો સામનો કરવાને અમારામાં શક્તિ નથી. શું કરવું એની અમને સમજ પડતી નથી, પણ અમે તો તમારા તરફ જોઈએ છીએ."
\v 13 યહૂદિયાના બધા લોકો, નાનામોટાં સર્વ, તેઓની પત્નીઓ અને તેઓનાં બાળકો ઈશ્વર સમક્ષ ઊભા રહ્યાં.
\s5
\p
\v 14 પછી તે સભાની વચ્ચે યાહઝીએલ, જે લેવી આસાફના પુત્ર, માત્તાન્યાના પુત્ર, યેઈએલના પુત્ર, બનાયાના પુત્ર, ઝખાર્યાનાં પુત્ર હતો તેના ઉપર ઈશ્વરનો આત્મા આવ્યો.
\v 15 યાહઝીએલે કહ્યું, "સમગ્ર યહૂદિયાના તથા યરુશાલેમના બધા રહેવાસીઓ અને રાજા યહોશાફાટ સાંભળો ઈશ્વર તમને કહે છે: 'ડરશો નહિ; આ મોટા સૈન્યથી નાહિંમત થશો નહિ. કેમ કે આ યુદ્ધ તમારું નહિ પણ ઈશ્વરનું છે.
\s5
\p
\v 16 આવતી કાલે તમે તેઓની સામે લડવા નીકળી પડો. જુઓ, તેઓ સીસના ઢોળાવ પર થઈને આવે છે, યરુએલના અરણ્યની સામે ખીણના છેડે તેઓ તમને સામે મળશે.
\v 17 આ યુદ્ધમાં તમારે લડવાની જરૂર નથી. હે યહૂદિયા અને યરુશાલેમના લોકો તમે તમારા સ્થાને જ ઊભા રહેજો અને જોજો કે ઈશ્વર તમને કઈ રીતે બચાવી લે છે. ગભરાશો નહિ કે નાહિંમત થશો નહિ. આવતીકાલે તેમનો સામનો કરવા બહાર જજો, ઈશ્વર તમારી સાથે છે.'"
\s5
\p
\v 18 રાજા યહોશાફાટે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને યહૂદિયા તથા યરુશાલેમના સર્વ લોકોએ પણ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ઈશ્વરની આરાધના કરી.
\v 19 કહાથ અને કોરાહના કુળના લેવીઓ ઇઝરાયલના ઈશ્વરની ઊંચા સ્વરે સ્તુતિ કરવા ઊભા થયા.
\s5
\p
\v 20 બીજે દિવસે તેઓ સવારમાં વહેલા ઊઠયા અને તકોઆના અરણ્યમાં ગયા. તેઓ જતા હતા ત્યારે યહોશાફાટે ઊભા થઈને કહ્યું, "યહૂદિયા અને યરુશાલેમના રહેવાસીઓ મને ધ્યાનથી સાંભળો! તમારા પ્રભુ ઈશ્વર ઉપર વિશ્વાસ રાખો અને તમે સ્થિર થશો. તેના પ્રબોધકો ઉપર વિશ્વાસ રાખો. તમે સફળ થશો."
\v 21 જયારે તેણે લોકોને બોધ શિક્ષા આપવાનું પૂરું કર્યું ત્યારપછી સૈન્યની આગળ ચાલતાં ચાલતાં ઈશ્વરની સમક્ષ ગાયન કરનારાઓને, પવિત્ર વસ્ત્રો ધારણ કરીને તેમની સ્તુતિ કરનારાઓને તથા 'ઈશ્વરનો આભાર માનો કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે' એ સ્તોત્ર ગાનારાઓને નિયુક્ત કર્યા."
\s5
\p
\v 22 તેઓએ ગાયન ગાવાનું અને સ્તુતિ કરવાનું શરૂ કર્યુ, ત્યારે ઈશ્વરે જેઓ યહૂદિયાની સામે ચઢી આવ્યા હતા તેઓએ એટલે આમ્મોનીઓ, મોઆબીઓ અને સેઈર પર્વતના લોકો વિરુદ્ધ ઓચિંતો હુમલો કરાવ્યો અને તેઓને હરાવ્યા.
\v 23 આમ્મોન અને મોઆબના સૈન્યોએ સેઈર પર્વતના સૈન્યની વિરુદ્ધ લડીને તેનો સંપૂર્ણ નાશ કર્યો, તેમ કર્યા પછી તેઓએ માંહોમાંહે યુદ્ધ કરીને એકબીજાનો સંહાર કર્યો.
\s5
\p
\v 24 યહૂદિયાના માણસો જ્યારે અરણ્ય તરફ નજર કરી શકાય તેવી જગ્યાએ આવી પહોંચ્યા, ત્યારે તેમણે શત્રુઓના સૈન્ય તરફ ફરીને જોયું અને તેમણે ચારે બાજુ ભૂમિ ઉપર મૃતદેહો પડેલા જોયા. એક પણ માણસ જીવતો રહ્યો નહોતો.
\s5
\p
\v 25 જયારે યહોશાફાટ રાજા અને તેના લોકો તેઓ પાસેથી લૂંટ એકત્ર કરવા લાગ્યા ત્યારે તેઓને પુષ્કળ દ્રવ્ય, પોશાક, કિંમતી દાગીનાઓ મળ્યા તેઓ ઊંચકી ના શકે તેટલું બધું તેઓએ પોતાના માટે ઉતારી લીધું. આ લૂંટ એટલી બધી હતી કે તે બધી લઈ જવા માટે તેઓને ત્રણ દિવસ લાગ્યા.
\v 26 ચોથે દિવસે તેઓ બરાખાની ખીણમાં ભેગા થયા અને ત્યાં તેમણે ઈશ્વરની સ્તુતિ કરી તેથી તે જગ્યાનું નામ બરાખા આશીર્વાદની ખીણ પાડવામાં આવ્યું અને આજે પણ તે એ જ નામે ઓળખાય છે.
\s5
\p
\v 27 પછી યહૂદિયા તથા યરુશાલેમના તમામ માણસો આનંદ સાથે યરુશાલેમ પાછા આવ્યા. યહોશાફાટ તેઓને આગેવાની આપતો હતો; ઈશ્વરે તેઓના શત્રુઓનો પરાજય કરીને તેઓને હર્ષ પમાડ્યો હતો.
\v 28 તેઓ સિતાર, વીણા તથા રણશિંગડાં વગાડતા વગાડતા યરુશાલેમમાં ઈશ્વરના ઘરમાં આવ્યા.
\s5
\p
\v 29 ઈશ્વરે ઇઝરાયલના શત્રુઓ સામે જે કર્યુ તે જયારે આસપાસના સર્વ રાજ્યોએ સાંભળ્યું ત્યારે તેઓ ઈશ્વરથી ભયભીત થઈ ગયા.
\v 30 તેથી યહોશાફાટના રાજ્યમાં શાંતિ થઈ, તેને ઈશ્વરે સંપૂર્ણ વિશ્રામ આપ્યો હતો.
\s યહોશાફાટના રાજ્યકાળનો અંત
\r (૧ રા. ૨૨:૪૧-૫૦)
\s5
\p
\v 31 યહોશાફાટ યહૂદિયા પર રાજ કરવા લાગ્યો: જ્યારે તે રાજ કરવા લાગ્યો ત્યારે તેની ઉંમર પાંત્રીસ વર્ષની હતી. તેણે યરુશાલેમમાં પચીસ વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ અઝૂબાહ હતું, એ શિલ્હીની દીકરી હતી.
\v 32 તે પોતાના પિતા આસાને માર્ગે ચાલ્યો; તે તેના માગેર્થી જરા પણ આડોઅવળો ગયો નહિ; ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે તેણે કર્યું.
\v 33 પણ દેવદેવીઓનાં ઉચ્ચસ્થાનો નષ્ટ કરવામાં આવ્યાં નહિ. લોકો હજુ સુધી પોતાના પિતૃઓના ઈશ્વર પર ખરા અંતઃકરણથી ભરોસો રાખતા થયા ન હતા.
\s5
\p
\v 34 યહોશાફાટ સંબંધી બાકીના બનાવો પ્રથમથી તે છેલ્લે સુધી હનાનીના પુત્ર યેહૂની તવારિખમાં કે જે ઇઝરાયલના રાજાઓના પુસ્તકમાં દાખલ કરેલી છે, તેમાં નોંધેલા છે.
\s5
\p
\v 35 ત્યાર પછી યહૂદિયાના રાજા યહોશાફાટે ઇઝરાયલના રાજા અહાઝયાહની સાથે સંપ કર્યો, તે તો ઘણો દુરાચારી હતો.
\v 36 તેણે તેની સાથે મળી જઈને તાર્શીશ જવા માટે એસ્યોન-ગેબેરમાં વહાણો બનાવ્યાં.
\v 37 પછી મારેશાના વતની દોદાવાહુના પુત્ર અલીએઝેરે યહોશાફાટની વિરુદ્ધમાં પ્રબોધ કરીને કહ્યું, "તેં અહાઝયાહની સાથે સંપ કર્યો છે, માટે ઈશ્વરે તારાં કામોનો નાશ કર્યો છે." એ વહાણો ભાંગી ગયાં અને તેથી તેઓ તાર્શીશ જઈ શક્યા નહિ.
\s5
\c 21
\s યહૂદિયા પર યહોરામ રાજા
\r (૨ રા. ૮:૧૭-૨૪)
\p
\v 1 યહોશાફાટ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો અને તેને દાઉદનગરમાં તેના પૂર્વજો સાથે દફનાવવામાં આવ્યો; તેની જગ્યાએ તેનો પુત્ર યહોરામ ગાદી પર બિરાજમાન થયો.
\v 2 યહોરામના ભાઈઓ, એટલે ઇઝરાયલના રાજા યહોશાફાટના દીકરાઓ: અઝાર્યા, યહીએલ, ઝખાર્યા, અઝાર્યા, મિખાએલ તથા શફાટયા હતા.
\v 3 તેઓના પિતાએ તેઓને પુષ્કળ પ્રમાણમાં સોનું, ચાંદી તથા કિંમતી વસ્તુઓ ભેટમાં આપી. તે ઉપરાંત યહૂદિયામાં કિલ્લાવાળાં નગરો પણ આપ્યાં. પણ રાજગાદી તો તેણે યહોરામને આપી હતી, કારણ કે તે જયેષ્ઠ પુત્ર હતો.
\s5
\p
\v 4 હવે યહોરામ પોતાના પિતાના રાજયાસન પર બેઠો. પછી જયારે તે બળવાન થયો ત્યારે પોતાના સર્વ ભાઈઓને તથા ઇઝરાયલના કેટલાક સરદારોને તલવારથી મારી નાખ્યા.
\v 5 જયારે યહોરામ રાજ કરવા લાગ્યો, ત્યારે તે બત્રીસ વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં આઠ વર્ષ સુધી રાજ કર્યું.
\s5
\p
\v 6 જેમ આહાબના કુટુંબીઓએ કર્યું તેમ તે પણ ઇઝરાયલના રાજાઓના માર્ગે ચાલ્યો; તેણે આહાબની દીકરી સાથે લગ્ન કર્યું હતું; અને ઈશ્વરની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે તેણે કર્યું.
\v 7 તોપણ ઈશ્વરે દાઉદની સાથે જે કરાર કર્યો હતો અને તેને તથા તેના વંશજો તેઓનું રાજય કાયમ રાખવાનું પ્રભુએ જે વચન આપ્યું હતું તેને લીધે તે દાઉદના કુટુંબનો નાશ કરવા ઇચ્છતો ન હતો.
\s5
\p
\v 8 યહોરામના દિવસોમાં, અદોમે યહૂદિયાની વિરુદ્ધ બળવો કરીને પોતાના પર રાજ કરવા માટે એક બીજો રાજા નિયુક્ત કર્યો.
\v 9 પછી યહોરામે તેના સેનાપતિઓ તથા પોતાની સાથે સર્વ રથો લઈને તેઓના પર ચઢાઈ કરી. તેણે રાત્રે ઊઠીને પોતાની આસપાસ ઘેરો કરનાર અદોમીઓને તથા રથાધિપતિઓને મારી નાખ્યા.
\v 10 તેથી અદોમ બળવો કરીને યહૂદિયાના તાબા નીચેથી જતો રહ્યો. પછી તે જ સમયે લિબ્નાહએ પણ યહૂદિયા સામે બળવો કર્યો, કારણ કે યહોરામે તેના પિતૃઓના પ્રભુ, ઈશ્વરનો ત્યાગ કર્યો હતો.
\s5
\p
\v 11 આ ઉપરાંત યહોરામે યહૂદિયાના પર્વતોમાં ધર્મસ્થાનો પણ બનાવ્યાં; તેણે યરુશાલેમના રહેવાસીઓની પાસે મૂર્તિપૂજા કરાવી અને યહૂદિયાના લોકોને વ્યભિચારની માર્ગે દોર્યા.
\s5
\p
\v 12 એલિયા પ્રબોધક તરફથી યહોરામ ઉપર એક એવો પત્ર આવ્યો કે, "તારા પિતા દાઉદના પ્રભુ, ઈશ્વર કહે છે: તું તારા પિતા યહોશાફાટને માર્ગે કે યહૂદિયાના રાજા આસાને માર્ગે ન ચાલતાં,
\v 13 ઇઝરાયલના રાજાઓને માર્ગે ચાલ્યો છે અને આહાબના કુટુંબની જેમ તેં યહૂદિયા તથા યરુશાલેમના રહેવાસીઓની પાસે વ્યભિચાર કરાવી છે અને તારા પિતાના કુટુંબનાં તારા ભાઈઓ જે તારા કરતા સારા હતા, તેઓને તેં મારી નાખ્યા છે.
\v 14 તે માટે, ઈશ્વર તારા લોકોને, તારાં બાળકોને, તારી પત્નીઓને તથા તારી બધી સંપત્તિ પર મોટી મરકી લાવશે.
\v 15 તને પોતાને આંતરડાંના રોગની ભારે બીમારી લાગુ પડશે અને એ રોગ એટલો બધો વ્યાપી જશે કે તેથી તારાં આંતરડાં બહાર આવી જશે."
\s5
\p
\v 16 ઈશ્વરે પલિસ્તીઓ તથા કૂશીઓની પડોશમાં રહેતા આરબોને યહોરામની વિરુદ્ધ ઉશ્કેર્યા.
\v 17 તેઓએ યહૂદિયા દેશ પર આક્રમણ કર્યું અને દેશમાં ઘૂસી આવ્યા. તેઓ રાજાના મહેલમાં જે સર્વ સંપત્તિ હતી તેને લૂંટી લીધી. અને તેના દીકરાઓનું તથા તેની પત્નીઓનું હરણ કર્યું. તેના દીકરાઓમાં સૌથી નાના દીકરા યહોઆહાઝ સિવાય તેને એકે દીકરો રહ્યો નહિ.
\s5
\p
\v 18 આ સર્વ બનાવો બન્યા પછી, ઈશ્વરે તેને આંતરડાંનો અસાધ્ય રોગ લાગુ કર્યો.
\v 19 કેટલોક સમય પસાર થયા પછી, એટલે બે વર્ષને અંતે, તે રોગને કારણે તેનાં આંતરડાં ખરી પડ્યાં. એવા દુઃખદાયક રોગથી તે મરણ પામ્યો. તેના લોકોએ તેના પિતૃઓને માટે જેવો દફનવિધિ કર્યો હતો, તેવો તેનો દફનવિધિ કર્યો નહિ.
\v 20 જયારે તે રાજપદે નિયુક્ત થયો, ત્યારે તે બત્રીસ વર્ષનો હતો; તેણે યરુશાલેમમાં આઠ વર્ષ સુધી રાજ કર્યું. અને તે મૃત્યુ પામ્યો ત્યારે તે લોકોમાં અપ્રિય થઈ પડ્યો હતો. તેઓએ તેને દાઉદનગરમાં દફનાવ્યો ખરો, પણ રાજાઓની કબરોમાં નહિ.
\s5
\c 22
\s યહૂદિયા પર અહાઝયાહ રાજા
\r (૨ રા. ૮:૨૫-૨૯; ૯:૨૧-૨૮)
\p
\v 1 યરુશાલેમના રહેવાસીઓએ તેના સ્થાને યહોરામના સૌથી નાના દીકરા અહાઝયાહને રાજા તરીકે નિયુક્ત કર્યો; કેમ કે આરબો સાથે જે માણસો છાવણીમાં આવ્યા હતા, તેઓએ તેના બધા મોટા દીકરાઓને મારી નાખ્યા હતા. તેથી યહોરામનો દીકરો અહાઝયાહ યહૂદાનો રાજા બન્યો.
\v 2 અહાઝયાહ રાજા થયો ત્યારે તે બેતાળીસ વર્ષનો હતો; તેણે યરુશાલેમમાં એક વર્ષ રાજય કર્યુ. તેની માતાનું નામ અથાલ્યા હતું. તે ઓમ્રીની દીકરી હતી.
\v 3 તે પણ આહાબના કુટુંબનાં માર્ગમાં ચાલ્યો કેમ કે તેની માતા તેને ખોટા કાર્યો કરવાની સલાહ આપતી હતી.
\s5
\p
\v 4 આહાબના કુટુંબની જેમ અહાઝયાહએ ઈશ્વરની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યુ, કારણ કે તેના પિતાના મૃત્યુ પછી તેઓ તેનો નાશ થાય એવાં સલાહસૂચનો આપતા હતા.
\v 5 અને તે તેઓની ખોટી સલાહ માનતો હતો; રામોથ ગિલ્યાદ તરફ હઝાએલની વિરુદ્ધ યુદ્ધ કરવા માટે તે ઇઝરાયલના રાજા, આહાબના દીકરા યહોરામ સાથે ગયો. અરામીઓએ યહોરામને ઘાયલ કર્યો.
\s5
\p
\v 6 રામા આગળ અરામના રાજા હઝાએલ વિરુદ્ધ લડતાં જે ઘા થયેલો તેમાંથી સાજો થવા માટે યહોરામ યિઝ્એલ પાછો ગયો. તેથી યરોહામનો દીકરો અહાઝયાહ જે યહૂદાનો રાજા હતો, યોરામની ખબર કાઢવા યિઝ્રએલ ગયો. યોરામ અરામના સૈન્યથી ઘવાયેલો હતો.
\s5
\p
\v 7 હવે અહાઝયાહ યહોરામને ત્યાં ગયો માટે ઈશ્વર અહાઝયાહ પર નાશ લાવવાના હતા. જ્યારે તે ત્યાં પહોંચ્યો ત્યારે તે યહોરામ સાથે નિમ્શીના દીકરા યેહૂ કે જેને ઈશ્વરે આહાબના કુટુંબનો નાશ કરવા અભિષિક્ત કર્યો હતો, તેની સામે ગયો.
\v 8 એવું બન્યું કે જયારે યેહૂ આહાબના કુટુંબ પર ઈશ્વરના ન્યાયાસનનો અમલ કરતો હતો ત્યારે તે યહૂદાના આગેવાનો અને અહાઝયાહની સેવામાં રહેતા તેના ભાઈઓને મળ્યો. યેહૂએ તેઓને મારી નાખ્યા.
\s5
\p
\v 9 યેહૂએ અહાઝયાહને શોધ્યો. તે સમરુનમાં સંતાઈ ગયો હતો, પણ યેહૂના માણસો તેને ત્યાંથી પકડીને યેહૂ પાસે લાવ્યા અને તેઓએ તેને મારી નાખ્યો. પછી તેઓએ તેને દફનાવ્યો. કેમ કે, તેઓએ કહ્યું, "યહોશાફાટ કે જે ખરા હૃદયથી ઈશ્વરની શોધ કરતો હતો તેનો તે દીકરો છે." તેથી અહાઝયાહ પછી તેના કુટુંબમાં યોઆશ વિના રાજય ચલાવી શકે એવો કોઈ સામર્થ્ય રહ્યો ન હતો.
\s યહૂદિયાની રાણી અથાલ્યા
\r (૨ રા. ૧૧:૧-૩)
\s5
\p
\v 10 હવે જ્યારે અહાઝયાહની માતા અથાલ્યાએ જોયું કે તેનો દીકરો મૃત્યુ પામ્યો છે. તેણે ત્યારે ઊઠીને યહૂદિયાના રાજ કુટુંબનાં સર્વ રાજકુંવરોને મારી નાખ્યા.
\v 11 પણ રાજાની દીકરી યહોશાબાથ અહાઝયાહના દીકરા યોઆશને જે રાજાના દીકરાઓને મારી નાખવામાં આવતા હતા તેઓની વચ્ચેથી સંતાડીને તેની દાઈના શયનખંડમાં લઈ ગઈ. યહોશાબાથ, રાજા યહોરામની દીકરી અને યાજક યહોયાદાની પત્ની હતી. તે અહાઝયાહની બહેન પણ હતી. તેણે યોઆશને અથાલ્યાથી સંતાડી દીધો હતો, તેથી અથાલ્યા તેને મારી શકી નહિ.
\v 12 રાજકુંવર યોઆશ તેઓની સાથે છ વરસ સુધી ઈશ્વરના ઘરમાં સંતાઈ રહ્યો. તે સમય દરમિયાન દેશ ઉપર અથાલ્યા રાજય કરતી હતી.
\s5
\c 23
\s રાણી અથાલ્યા સામે બળવો
\r (૨ રા. ૧:૪-૧૬)
\p
\v 1 સાતમે વર્ષે યહોયાદા બળવાન થયો. તેણે શતાધિપતિ એટલે યરોહામનો દીકરો અઝાર્યા, યહોહાનાનનો દીકરો ઇશ્માએલ, ઓબેદનો દીકરો અઝાર્યા, અદાયાનો દીકરો માસેયા તથા ઝિખ્રીનો દીકરો અલીશાફાટને લઈને તેઓની સાથે કોલકરાર કર્યા.
\v 2 તેઓએ સમગ્ર યહૂદિયામાં ફરીને ત્યાંના બધાં નગરોમાંથી લેવીઓને તેમ જ ઇઝરાયલી કુટુંબોના વડીલોને એકઠા કર્યા અને તેઓ યરુશાલેમ આવ્યા.
\v 3 તે આખી સભાએ ઘરમાં રાજા સાથે કોલકરાર કર્યો. યહોયાદાએ તેઓને કહ્યું, "જે પ્રમાણે ઈશ્વરે દાઉદનાં સંતાનો સંબંધી વચન આપ્યું હતું કે તેના વંશજો રાજ કરશે તેમ જુઓ, રાજાનો દીકરો રાજ કરશે.
\s5
\p
\v 4 તમારે આ પ્રમાણે કામ કરવાનું છે: વિશ્રામવારે સેવા કરનાર તમારે એટલે યાજકો અને લેવીઓ ત્રીજા ભાગે દરવાજા આગળ દ્વારપાળ તરીકે ઊભા રહેવું.
\v 5 અને બીજા એક તૃતીયાંશ ભાગે રાજાના મહેલ આગળ ખડા રહેવું; બાકીના ત્રીજા ભાગે ઘોડાના દરવાજા આગળ ઊભા રહેવું. બધા લોકોએ ઈશ્વરના સભાસ્થાનના આંગણામાં રહેવું.
\s5
\p
\v 6 યાજકો તથા લેવીઓ જે સેવા કરતા હોય તેઓના સિવાય કોઈને પણ ઘરમાં પ્રવેશ કરવા દેવો નહિ; માત્ર તેઓએ જ અંદર જવું, કેમ કે તેઓ પવિત્ર હોઈને આજના દિવસના કામ માટે તેઓને નિયત કરાયા છે. સર્વ લોકોએ ઈશ્વરની આજ્ઞા પાળવી.
\v 7 લેવીઓએ પોતપોતાની તલવાર હાથમાં રાખીને રાજાની આસપાસ ઊભા રહેવું. જે કોઈ ઘરમાં પ્રવેશે તેને મારી નાખવો. રાજા અંદર આવે કે બહાર જાય ત્યારે તમારે તેની સાથે રહેવું."
\s5
\p
\v 8 તેથી યહોયાદા યાજકે જે જે આજ્ઞા કરી તે સર્વનો લેવીઓએ તથા યહૂદિયાના બધાં લોકોએ પાલન કર્યુ. તેઓએ પોતપોતાનાં માણસોને એટલે વિશ્રામવારે અંદર આવનાર અને બહાર જનારને ભેગા કર્યા; કેમ કે યહોયાદા યાજકે વારા પ્રમાણે પાછા જનારાઓને જવા દીધાં નહોતા.
\v 9 યાજક યહોયાદાએ ઈશ્વરના ઘરમાં દાઉદ રાજાની જે નાનીમોટી ઢાલો અને ભાલા હતા તે શતાધિપતિ અધિકારીઓને આપ્યાં.
\s5
\p
\v 10 યહોયાદાએ લોકોના હાથમાં હથિયાર આપીને સભાસ્થાનની જમણી બાજુ અને ડાબી બાજુ સુધી વેદી અને સભાસ્થાનને ઘેરીને રાજાનું રક્ષણ કરવા તેઓને ગોઠવી દીધા.
\v 11 પછી યહોયાદા રાજાના દીકરાને લઈ આવ્યો. અને તેના માથા ઉપર મુગટ પહેરાવ્યો. તેણે તેને નિયમશાસ્ત્રના ગ્રંથની નકલ આપી. પછી તેને રાજા તરીકે જાહેર કર્યો. યહોયાદા અને તેના પુત્રોએ તેનો રાજયાભિષેક કર્યો. પછી તેઓએ કહ્યું, "રાજા ઘણું જીવો."
\s5
\p
\v 12 જયારે અથાલ્યાએ લોકોની ભાગદોડનો અવાજ અને રાજાની સ્તુતિનો અવાજ સાંભળ્યો ત્યારે તે યહોવાહના ઘરમાં આવી.
\v 13 અને તેણે જોયું કે રાજા સ્તંભ પાસે દરવાજા આગળ ઊભો હતો. તેની પાસે લશ્કરી અધિકારીઓ અને રણશિંગડાં વગાડનારાઓ ઊભા હતા. દેશના બધા લોકો આનંદ કરતા હતા અને રણશિંગડાં વગાડતા હતા. ગાયકો વાજિંત્રો સાથે ગીતો ગાઈને ઈશ્વરની સ્તુતિ કરતા હતા. તે જોઈને અથાલ્યાએ પોતાનાં વસ્ત્રો ફાડ્યાં અને તેણે મોટે સાદે બૂમ પાડી, "રાજદ્રોહ, રાજદ્રોહ!"
\s5
\p
\v 14 પછી યાજક યહોયાદાએ સૈન્યના ઉપરી સેનાધિપતિઓને બોલાવીને કહ્યું, "તેને સૈનિકોની હરોળની વચમાં થઈને બહાર લાવો; જે કોઈ તેની પાછળ જાય તેને મારી નાખો." યાજકે ચેતવણી આપતા કહ્યું, "ઈશ્વરના ઘરમાં તેને મારી નાખવી નહિ."
\v 15 તેથી તેઓએ તેને રસ્તો આપ્યો અને તે ઘોડા-દરવાજાના પ્રવેશદ્વાર પાસેથી પસાર થઈને તે રાજમહેલ પાસે આવી. ત્યાં તેઓએ તેને મારી નાખી.
\s યહોયાદાની ધર્મસુધારણા
\s5
\p
\v 16 પછી યહોયાદાએ પોતે, સર્વ લોકો અને રાજાની વચ્ચે કરેલ કરાર કર્યો કે, તેઓ ઈશ્વરના લોકો જ બનીને રહેશે.
\v 17 તેથી બધા લોકોએ જઈને બઆલના મંદિરને તોડી નાખ્યું; તેઓએ બઆલની વેદીઓ અને મૂર્તિઓને ભાંગીને તેના ટુકડાં કરી નાખ્યા. અને બઆલના યાજક માત્તાનને તે વેદીઓની સામે જ મારી નાખ્યો.
\s5
\p
\v 18 મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે ઈશ્વરને દહનીયાર્પણ ચઢાવવા માટે દાઉદ રાજાએ જે લેવી યાજકોની ઈશ્વરના ઘરમાં સેવા આપવા નિમણૂક કરી હતી તેઓના હાથ નીચે આનંદ તથા કિર્તન કરવાને દાઉદના સંચાલન મુજબ યહોયાદાએ સભાસ્થાન માટે કારભારીઓ નીમ્યા.
\v 19 તેણે ઈશ્વરના સભાસ્થાનના દરવાજાઓ આગળ દ્વારપાળો ગોઠવી દીધા જેથી કોઈ પણ રીતે અશુદ્ધ હોય એવો માણસ તેમાં દાખલ ન થાય.
\s5
\p
\v 20 યહોયાદા પોતાની સાથે શાતાધિપતિઓને, કુલીન પુરુષોને, લોકોના અધિકારીઓને તથા દેશના બધા લોકોને લઈને રાજાને સભાસ્થાનથી નીચે લઈ આવ્યો અને પછી ઈશ્વરના સભાસ્થાનના 'ઉપલા દરવાજાથી' તેને રાજમહેલમાં લઈ ગયો અને તેને રાજસિંહાસન ઉપર બેસાડ્યો.
\v 21 દેશના સર્વ લોકો ખૂબ આનંદ પામ્યા અને નગરમાં સર્વત્ર શાંતિ વ્યાપી ગઈ. કેમ કે તેઓએ અથાલ્યાને તલવારથી મારી નાંખી હતી.
\s5
\c 24
\s યહૂદિયાની ગાદીએ યોઆશ
\r (૨ રા. ૧૨:૧-૧૬)
\p
\v 1 જયારે યોઆશ રાજ કરવા લાગ્યો ત્યારે તેની ઉંમર સાત વર્ષની હતી; તેણે યરુશાલેમમાં ચાળીસ વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ સિબ્યાહ હતું, તે બેરશેબાની હતી.
\v 2 યોઆશે યહોયાદા યાજકના દિવસોમાં ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું.
\v 3 યહોયાદાએ બે સ્ત્રીઓ સાથે તેના લગ્ન કરાવ્યાં અને તેને દીકરા તથા દીકરીઓ થયાં.
\s5
\p
\v 4 એ પછી એમ થયું કે યોઆશે ઈશ્વરના ઘરને પુનઃસ્થાપિત કરવાનું નક્કી કર્યું.
\v 5 તેણે યાજકોને તથા લેવીઓને ભેગા કરીને તેઓને કહ્યું, "યહૂદિયાના નગરોમાં જાઓ. અને સર્વ ઇઝરાયલીઓ પાસેથી તમારા પ્રભુ, ઈશ્વરના ઘરને પુનઃસ્થાપિત કરવા માટે નાણાં ઉઘરાવી લાવો. આ કામ કાળજી રાખીને ઉતાવળથી કરજો." તોપણ લેવીઓએ તે ઉતાવળથી કર્યું નહિ.
\s5
\p
\v 6 તેથી રાજાએ પ્રમુખ યાજક યહોયાદાને બોલાવીને કહ્યું, "સાક્ષ્યમંડપને માટે ઈશ્વરના સેવક મૂસાએ તથા ઇઝરાયલી લોકોએ ઠરાવેલો ફાળો યહૂદિયામાંથી તથા યરુશાલેમમાંથી ઉઘરાવવાને તેં લેવીઓને શા માટે ફરમાવ્યું નહિ?"
\v 7 કેમ કે પેલી દુષ્ટ સ્ત્રી અથાલ્યાના પુત્રોએ ઈશ્વરનું ઘર ભાંગી નાખ્યું હતું અને તેઓએ ઈશ્વરના ઘરની સર્વ અર્પિત વસ્તુઓ પણ બઆલ દેવોની પૂજાના કામમાં લઈ લીધી હતી.
\s5
\p
\v 8 તેથી રાજાએ આજ્ઞા કરી તે પ્રમાણે તેઓએ એક પેટી બનાવીને તેને ઈશ્વરના ઘરના પ્રવેશદ્વારે મુકાવી.
\v 9 પછી ઈશ્વરના સેવક મૂસાએ અરણ્યમાં ઇઝરાયલ પર જે ફાળો નાખ્યો હતો તે ઈશ્વરને માટે ભરી જવાને તેઓએ આખા યહૂદિયામાં તથા યરુશાલેમમાં જાહેરાત કરી.
\v 10 સર્વ આગેવાનો તથા સર્વ લોકો ઉત્સાહપૂર્વક તે કરના પૈસા ત્યાં લાવવા લાગ્યા અને પેટીમાં નાખવા લાગ્યા.
\s5
\p
\v 11 જયારે પણ પેટી ભરાઈ જતી ત્યારે લેવીઓની મારફતે તે પેટી રાજાની કચેરીમાં લાવવામાં આવતી અને જયારે પણ તેઓ જોતા કે તેમાં ઘણાં પૈસા જમા થયા છે, ત્યારે રાજાનો પ્રધાન તથા મુખ્ય યાજકનો અધિકારી આવીને તે પેટીને ખાલી કરતા અને તેને ઉપાડીને પાછી તેની જગ્યાએ લઈ જઈને મૂકતા. દરરોજ આ પ્રમાણે કરવામાં આવતું અને તેઓએ પુષ્કળ પૈસા એકત્ર કર્યા.
\v 12 રાજાએ તથા યહોયાદાએ ઈશ્વરના ઘરની સેવાનું કામ કરનારાઓને તે આપ્યાં. ઈશ્વરના ઘરને પુનઃસ્થાપિત કરવા માટે કડિયા તથા સુથારોને તેઓએ કામે રાખ્યા અને લોખંડનું તથા પિત્તળનું કામ કરનાર કારીગરોને પણ પુનઃસ્થાપિત કરવા માટે રાખ્યા.
\s5
\p
\v 13 તેથી કારીગરો કામે લાગી ગયા અને તેઓના હાથથી કામ સંપૂર્ણ થયું; તેઓએ ઈશ્વરના ઘરને પહેલાંના જેવું જ મજબૂત બનાવી દીધું.
\v 14 તેઓ તે કામ સમાપ્ત કરી રહ્યા, ત્યારે તેઓ બાકીના પૈસા રાજા તથા યહોયાદાની પાસે લાવ્યા. તેમાંથી ઈશ્વરના ઘરને માટે સેવાના તથા અર્પણનાં પાત્રો, ચમચાઓ તથા સોના ચાંદીની બીજી વસ્તુઓ બનાવવામાં આવી. યહોયાદાના દિવસો સુધી તેઓ ઈશ્વરના ઘરમાં નિત્ય દહનીયાર્પણ ચઢાવતા હતા.
\s યોઆશનો ધર્મત્યાગ
\s5
\p
\v 15 યહોયાદા વૃદ્ધ થયો અને પાકી ઉંમરે તે મરણ પામ્યો; જયારે તે મરણ પામ્યો, ત્યારે તે એકસો ત્રીસ વર્ષનો હતો.
\v 16 તેઓએ તેને રાજાઓની સાથે દાઉદનગરમાં દફનાવ્યો, કેમ કે તેણે ઇઝરાયલમાં તથા ઈશ્વરના અને ઈશ્વરના ઘરના સંબંધમાં સારી સેવા બજાવી હતી.
\s5
\p
\v 17 હવે યહોયાદાના મૃત્યુ પછી યહૂદિયાના સરદારોએ આવીને રાજાને વિનંતી કરી. પછી રાજાએ તેઓનું સાંભળ્યું.
\v 18 તેઓએ તેમના પિતૃઓના પ્રભુ, ઈશ્વરના ઘરને તજી દીધું અને અશેરીમની તથા મૂર્તિઓની પૂજા કરવા લાગ્યા. તેઓના આ અપરાધને કારણે યહૂદિયા તથા યરુશાલેમ ઉપર ઈશ્વર કોપાયમાન થયા.
\v 19 તોપણ તેઓને પોતાની તરફ પાછા લાવવાને ઈશ્વરે તેઓની પાસે પ્રબોધકોને મોકલ્યા; પ્રબોધકોએ લોકોને ચેતવણી આપી, પણ તેઓએ તેઓનું કંઈ સાંભળ્યું નહિ.
\s5
\p
\v 20 યહોયાદા યાજકના પુત્ર ઝખાર્યા પર ઈશ્વરનો આત્મા આવ્યો; ઝખાર્યાએ લોકોની સમક્ષ ઊભા થઈને કહ્યું, "ઈશ્વર એમ કહે છે: 'શા માટે તમે ઈશ્વરની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરીને પોતાને માથે આફત લાવો છો? તમે ઈશ્વરને તજ્યા છે, માટે તેમણે તમને તજ્યા છે.'"
\v 21 પણ તેઓએ તેની વિરુદ્ધમાં કાવતરું કરીને રાજાની આજ્ઞાથી ઈશ્વરના ઘરના ચોકમાં તેને પથ્થરા મારીને મારી નાખ્યો.
\v 22 એ પ્રમાણે, યોઆશ રાજાએ ઝર્ખાયાના પિતા યહોયાદાએ તેના પર જે કૃપા કરી હતી, તે ન સંભારતા તેના પુત્રને મારી નાખ્યો. મરતા સમયે ઝખાર્યાએ કહ્યું, "ઈશ્વર આ કૃત્ય ધ્યાનમાં લઈને તેનો જવાબ આપશે."
\s યોઆશનો રાજ્યકાળ પૂરો
\s5
\p
\v 23 વર્ષના અંતે એમ બન્યું કે અરામીઓનું સૈન્ય યોઆશ ઉપર ચઢી આવ્યું. તેઓએ યહૂદિયા તથા યરુશાલેમ આવીને લોકોના બધા આગેવાનોને મારી નાખ્યા અને તેઓની માલમિલકત લૂંટી લઈને તેઓએ દમસ્કસના રાજાની પાસે તે મોકલી આપી.
\v 24 અરામીઓનું સૈન્ય ઘણું નાનું હતું, પણ ઈશ્વરે તેઓને ઘણાં મોટા સૈન્ય પર વિજય આપ્યો, કેમ કે યહૂદિયાએ પોતાના પિતૃઓના પ્રભુ ઈશ્વરનો ત્યાગ કર્યો હતો. આ રીતે અરામીઓએ યોઆશને શિક્ષા કરી.
\s5
\p
\v 25 જે સમયે અરામીઓ પાછા ગયા, તેઓ તો યોઆશને ગંભીર બીમારીની હાલતમાં મૂકી ગયા. તેના પોતાના સેવકોએ યહોયાદા યાજકના પુત્રના ખૂનને લીધે તેની વિરુદ્ધ કાવતરું રચીને તેને તેના બિછાનામાં મારી નાખ્યો, એ પ્રમાણે તે મરણ પામ્યો. તેઓએ તેને દાઉદનગરમાં દફનાવ્યો, તેને રાજાઓના કબ્રસ્તાનમાં દફનાવ્યો નહિ.
\v 26 ત્યાં એવા કેટલાક લોકો હતા કે જેઓ તેની વિરુદ્ધ કાવતરું રચનારા હતા: આમ્મોની મહિલા શિમાથનો દીકરો ઝાબાદ, મોઆબણ શિમ્રીથનો દીકરો યહોઝાબાદ એ બે કાવતરાખોર હતા.
\s5
\p
\v 27 હવે તેના દીકરાઓ ના વૃતાંત, તેના માટે બોલાયેલી ભવિષ્યવાણી તથા ઈશ્વરના ઘરનું પુનઃસ્થાપન એ સર્વ રાજાઓના પુસ્તકના ટીકાગ્રંથમાં લખેલાં છે. અને તેને સ્થાને તેનો દીકરો અમાસ્યા રાજા બન્યો.
\s5
\c 25
\s યહૂદિયાની ગાદી પર અમાસ્યા
\r (૨ રા. ૧૪:૨-૬)
\p
\v 1 અમાસ્યા રાજ કરવા લાગ્યો ત્યારે તેની ઉંમર પચીસ વર્ષની હતી; તેણે યરુશાલેમમાં ઓગણત્રીસ વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ યહોઆદ્દીન હતું અને તે યરુશાલેમની હતી.
\v 2 તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું, પણ પૂરા હૃદયથી નહિ.
\s5
\p
\v 3 જયારે રાજ તેના હાથમાં સ્થિર થયું, ત્યારે તેના જે ચાકરોએ તેના પિતાને મારી નાખ્યો હતો તેઓને તેણે મારી નાખ્યા.
\v 4 પણ તેણે તેઓનાં બાળકોને મારી નાખ્યાં નહિ, પણ મૂસાના નિયમશાસ્ત્રમાં જેમ લખેલું છે તેમ કર્યું, એમાં ઈશ્વરે એવી આજ્ઞા આપી હતી, "બાળકોના કારણે પિતાઓને મારી નાખવાં નહિ, તેમ જ પિતાઓને કારણે બાળકોને મારી નાખવા નહિ. તેના બદલે, દરેક વ્યક્તિ પોતાનાં જ પાપનાં કારણે માર્યો જાય."
\s અદોમ સામે યુદ્ધ
\r (૨ રા. ૧૪:૭)
\s5
\p
\v 5 પછી, અમાસ્યાએ યહૂદિયાના લોકોને એકત્ર કર્યા અને તેઓના પૂર્વજોના કુટુંબો પ્રમાણે તેઓને, એટલે સર્વ યહૂદિયાના લોકોને તથા બિન્યામીનીઓને સહસ્રાધિપતિઓ તથા શતાધિપતિઓના હાથ નીચે નીમ્યા. તેણે તેઓમાંના વીસ વર્ષના તેથી ઉપરની વય ધરાવનારાઓની ગણતરી કરી. તો ભાલા તથા ઢાલ વાપરી શકે તેવા તથા યુદ્ધમાં જઈ શકે તેવા પસંદ કરેલા એવા ત્રણ લાખ માણસો મળી આવ્યા.
\v 6 તેણે એકસો તાલંત ચાંદી ત્રણ હજાર ચારસો કિલો ચાંદી આપવાનું કહીને ઇઝરાયલમાંથી એક લાખ લડવૈયાઓને નીમ્યા.
\s5
\p
\v 7 પણ એવામાં એક ઈશ્વરભક્તે આવીને તેને કહ્યું, "હે રાજા, ઇઝરાયલી સૈન્યને તારી સાથે આવવા ન દઈશ, કેમ કે ઇઝરાયલીઓ એટલે એફ્રાઇમીઓની સાથે ઈશ્વર નથી.
\v 8 પણ તેમ છતાં જો તમે જશો અને તમે ગમે તેટલી નીડરતાથી લડશો, તો પણ ઈશ્વર તમને દુશ્મનો આગળ પરાજય અપાવશે. કેમ કે, સહાય કરવાને તથા પાડી નાખવાને પણ ઈશ્વર સમર્થ છે."
\s5
\p
\v 9 અમાસ્યાએ તે ઈશ્વરભક્તે કહ્યું, "પણ ઇઝરાયલના સૈન્ય માટે જે એકસો તાલંત ચાંદી મેં આપી છે તેનું આપણે શું કરવું?" તેણે ઉત્તર આપ્યો, "ઈશ્વર તને એથી પણ વિશેષ આપવાને સમર્થ છે."
\v 10 તેથી અમાસ્યાએ એફ્રાઇમમાંથી જે સૈનિકો આવ્યા હતા તેઓને પોતાના સૈન્યથી જુદા પાડીને ઘરે પાછા મોકલી દીધા; તેથી તે લોકો યહૂદિયા પર ઘણાં નારાજ થયા અને ક્રોધાયમાન થઈને પોતાના ઘરે ચાલ્યા ગયા.
\s5
\p
\v 11 અમાસ્યા પોતાના સૈન્યને હિંમતપૂર્વક મીઠાની ખીણમાં લઈ ગયો અને ત્યાં તેણે સેઈરના દસ હજાર માણસોને હરાવ્યા.
\v 12 યહૂદિયાના સૈન્યએ બીજા દસ હજારને જીવતા પકડીને તેઓને ખડકની ટોચ પરથી નીચે ફેંકી દીધાં. તેથી તેઓ બધાના ટુકડે ટુકડાં થઈ ગયા.
\s5
\p
\v 13 તે દરમિયાન અમાસ્યાએ જે સૈન્યના સૈનિકોને પાછા મોકલી દીધા હતા કે જેથી તેઓ તેની સાથે યુદ્ધમાં ના જાય, તેઓએ સમરુનથી બેથ-હોરોન સુધીના યહૂદિયાના નગરો પર હુમલો કરીને ત્રણ હજાર માણસોને મારી નાખ્યા અને મોટી લૂંટ એકત્ર કરીને ચાલ્યા ગયા.
\s5
\p
\v 14 તે પછી અદોમીઓની કતલ કરીને અમાસ્યા પાછો આવ્યો અને સેઈરના લોકોના દેવોને સાથે લઈ આવ્યો, તેણે પોતાના દેવો તરીકે તેઓની સ્થાપના કરી. તેણે તેઓની પૂજા કરી અને તેઓની આગળ ધૂપ બાળ્યો.
\v 15 તેથી ઈશ્વરનો રોષ તેના ઉપર સળગી ઊઠ્યો. તેમણે એક પ્રબોધકને તેની પાસે મોકલ્યો. તેણે અમાસ્યાને કહ્યું, "જે લોકોના દેવોએ પોતાના લોકોને તારા હાથમાંથી બચાવ્યા નથી તે દેવોની પૂજા તેં શા માટે કરી?"
\s5
\p
\v 16 એવું થયું કે તે પ્રબોધક હજી અમાસ્યાની સાથે વાત કરતો હતો તેટલામાં જ રાજાએ તેને કહ્યું, "શું અમે તને રાજાનો સલાહકાર ઠરાવ્યો છે? ચૂપ રહે. શા માટે હાથે કરીને મરવા માગે છે?" પછી પ્રબોધકે જતાં જતાં કહ્યું, "હું જાણું છું કે, ઈશ્વરે તારો નાશ કરવાનો નિર્ણય કર્યો છે, કારણ કે તેં આ કામ કર્યું છે. અને મારી સલાહ સાંભળી નથી."
\s ઇઝરાયલ સામે યુદ્ધ
\r (૨ રા. ૧૪:૮-૨૦)
\s5
\p
\v 17 પછી યહૂદાના રાજા અમાસ્યાએ સલાહ મસલત કરીને ઇઝરાયલના રાજા યેહૂના પુત્ર યહોઆહાઝના પુત્ર યોઆશ પાસે સંદેશાવાહક મોકલીને કહેવડાવ્યું કે, "આવો, આપણે યુદ્ધમાં સામસામા લડીએ."
\s5
\p
\v 18 પણ ઇઝરાયલના રાજા યોઆશે યહૂદાના રાજા અમાસ્યાને પ્રતિઉત્તર મોકલ્યો કે, "લબાનોન પરના એક ઉટકંટાએ લબાનોનમાંના દેવદાર વૃક્ષને સંદેશો મોકલ્યો, 'મારા પુત્ર સાથે તારી પુત્રીનાં લગ્ન કર.' પણ લબાનોનના એક વન્ય પશુએ ત્યાંથી પસાર થતી વખતે પેલા ઉટકંટાને પોતાના પગ તળે કચડી નાખ્યો.
\v 19 તું કહે છે, 'જો, મેં અદોમને માર્યો છે' અને તું તારા મનમાં ફુલાઈ ગયો છે. તારી જીતમાં તું ઘણો અભિમાની થયો છે, પણ તું તારે ઘરે રહે કેમ કે તારું પોતાનું નુકસાન તારે શા માટે વહોરી લેવું જોઈએ કે જેથી તારી સાથે યહૂદિયાના લોકો પણ માર્યા જાય?"
\s5
\p
\v 20 પણ અમાસ્યાએ તેનું સાંભળ્યું નહિ કેમ કે તે ઘટના તો ઈશ્વરથી થઈ હતી. તેઓ અદોમના દેવને પૂજતા હતા તેથી તેઓને તેઓના શત્રુઓના હાથમાં સોંપ્યાં હતા.
\v 21 માટે ઇઝરાયલના રાજા યોઆશે ચઢાઈ કરી; અને તે તથા યહૂદિયાનો રાજા અમાસ્યા યહૂદિયાના બેથ-શેમેશમાં એકબીજાની સામે જંગે ચઢ્યા.
\v 22 યહૂદિયાના માણસો ઇઝરાયલના માણસોથી હારીને પોતપોતાને ઘરે નાસી ગયા.
\s5
\p
\v 23 ઇઝરાયલનો રાજા યોઆશ યહોઆહાઝના પુત્ર યોઆશના પુત્ર યહૂદિયાના રાજા અમાસ્યાને બેથ-શેમેશમાં પકડીને યરુશાલેમ લઈ ગયો. ત્યાં તેણે એફ્રાઇમના દરવાજાથી ખૂણાના દરવાજા સુધીનો ચારસો હાથ જેટલો યરુશાલેમનો કોટ તોડી નંખાવ્યો.
\v 24 તેણે ઈશ્વરના સભાસ્થાનમાંથી બધું સોનુંચાંદી તથા જે સર્વ પાત્રો તેને મળ્યા હતાં તે, રાજાના મહેલમાંથી કિંમતી વસ્તુઓ લઈ લીધી તે તથા ઓબેદ-અદોમના કુટુંબને તથા થોડા કેદીઓને લઈને સમરુન પાછો ફર્યો.
\s5
\p
\v 25 ઇઝરાયલના રાજા યહોઆહાઝના પુત્ર યોઆશના મૃત્યુ પછી યહૂદિયાના રાજા યોઆશનો પુત્ર અમાસ્યા પંદર વર્ષ જીવ્યો.
\v 26 અમાસ્યાનાં બાકીનાં કૃત્યો પહેલેથી તે છેલ્લે સુધી યહૂદિયાના તથા ઇઝરાયલના રાજાઓના પુસ્તકમાં લખેલાં છે.
\s5
\p
\v 27 હવે અમાસ્યા ઈશ્વરનું અનુકરણ ન કરતાં અલગ માર્ગ તરફ વળ્યો, તે સમયથી યરુશાલેમમાં લોકોએ તેની વિરુદ્ધમાં બંડ કર્યુ. તેથી તે લાખીશ નાસી ગયો, પણ લાખીશ સુધી તેનો પીછો કરવામાં આવ્યો અને ત્યાં તેને મારી નાખવામાં આવ્યો.
\v 28 તેઓ તેનો મૃતદેહ ઘોડા ઉપર યરુશાલેમ લઈ આવ્યા અને ત્યાં યહૂદાના નગરમાં તેના પિતૃઓ સાથે તેને દફનાવવામાં આવ્યો.
\s5
\c 26
\s યહૂદિયાની ગાદીએ ઉઝિયા રાજા
\r (૨ રા. ૧૪:૨૧-૨૨; ૧૫:૧-૭)
\p
\v 1 યહૂદિયાના બધા લોકોએ સોળ વર્ષની ઉંમરના ઉઝિયાને પસંદ કર્યો અને તેને તેના પિતા અમાસ્યા પછી રાજગાદી પર બેસાડ્યો.
\v 2 અમાસ્યાના મૃત્યુ પછી ઉઝિયાએ યહૂદિયા માટે એલોથ પાછું મેળવ્યું. તેને ફરી બંધાવ્યું.
\v 3 ઉઝિયા રાજા થયો ત્યારે તે સોળ વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં બાવન વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ યકોલ્યા હતું. તે યરુશાલેમની વતની હતી.
\s5
\p
\v 4 તેના પિતા અમાસ્યાએ ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું, તે જ પ્રમાણે ઉઝિયાએ પણ કર્યું.
\v 5 ઝખાર્યાએ ઉઝિયાને ઈશ્વર વિશેનું શિક્ષણ
\f +
\fr 26:5
\ft ઝખાર્યા ઈશ્વરના પ્રકાશનમાં પ્રવીણ હતો
\f* આપ્યું હતું અને તેની હયાતીમાં તે ઈશ્વરની આરાધના કરતો હતો. જેમ જેમ તે ઈશ્વરના માર્ગે ચાલતો ગયો તેમ તેમ ઈશ્વરે તેને સમૃદ્ધિ આપી.
\s5
\p
\v 6 ઉઝિયાએ પલિસ્તીઓ ઉપર ચઢાઈ કરીને ગાથ, યાબ્ને અને આશ્દોદનો કોટ તોડી પાડ્યો. તેણે આશ્દોદમાં અને પલિસ્તીઓના દેશમાં નગરો બંધાવ્યાં.
\v 7 ઈશ્વરે તેને પલિસ્તીઓ, ગૂર-બઆલમાં વસતા આરબો અને મેઉનીઓની વિરુદ્ધ સહાય કરી.
\v 8 આમ્મોનીઓ ઉઝિયાને નજરાણું આપતા હતા અને તેની કીર્તિ મિસરની સરહદ સુધી ફેલાઈ ગઈ, કેમ કે તે ઘણો પરાક્રમી થયો હતો.
\s5
\p
\v 9 આ ઉપરાંત, ઉઝિયાએ યરુશાલેમમાં ખૂણાના દરવાજે, ખીણને દરવાજે તથા દિવાલને ખૂણાઓમાં બુરજો બાંધીને તેઓને મજબૂત કર્યા.
\v 10 તેણે અરણ્યમાં બુરજો બાંધ્યાં અને ઘણાં કૂવા ખોદાવ્યા, કારણ કે તેની પાસે નીચાણના પ્રદેશમાં તેમ જ મેદાનમાં ઘણાં જાનવર હતાં. તેણે દ્રાક્ષવાડીઓ ઉગાડનાર ફળદ્રુપ ભૂમિમાં તથા પર્વતોમાં કામ કરનાર ખેડૂતો રાખ્યા હતા, કેમ કે તેને ખેતીવાડીનો શોખ હતો.
\s5
\p
\v 11 આ ઉપરાંત, ઉઝિયા પાસે યુદ્ધ માટે સૈન્ય હતું. તેના સૈનિકો યેઈએલ ચિટનીસ તથા માસેયા અધિકારીએ નિયત કરેલી સંખ્યા પ્રમાણે, રાજાના સેનાપતિઓમાંના એકના, એટલે હનાન્યાના હાથ નીચે ટુકડીઓ પ્રમાણે લડવા નીકળી પડતા.
\v 12 પૂર્વજોનાં કુટુંબોના સરદારોની, એટલે મુખ્ય લડવૈયા પુરુષોની કુલ સંખ્યા બે હજાર છસોની હતી.
\v 13 તેમના હાથ નીચે ત્રણ લાખ, સાત હજાર પાંચસો પુરુષોનું કેળવાયેલું સૈન્ય હતું, તેઓ રાજાના શત્રુઓની વિરુદ્ધ મહા પરાક્રમથી લડીને તેને મદદ કરતા હતા.
\s5
\p
\v 14 ઉઝિયાએ આખા સૈન્યને માટે ઢાલો, ભાલાઓ, ટોપ, બખતરો, ધનુષ્યો તથા ગોફણોના ગોળા તૈયાર કરાવ્યા.
\v 15 તેણે યરુશાલેમમાં બુરજો પર, મોરચાઓ પર ગોઠવવા માટે બાણો તથા મોટા પથ્થરો ફેંકવા માટે બાહોશ કારીગરો દ્વારા યાંત્રિક ઉપકરણો બનાવડાવ્યા. તેની કીર્તિ ઘણે દૂર સુધી ફેલાઈ ગઈ, કેમ કે તે બળવાન થયો ત્યાં સુધી અજાયબ રીતે તેને સહાય મળી હતી.
\s ઉઝિયાનું ઉન્મતપણું અને તેની સજા
\s5
\p
\v 16 પણ જયારે ઉઝિયા બળવાન થયો, ત્યારે તેનું હૃદય ભ્રષ્ટ થયું, તેથી તેનો નાશ થયો; તેણે પોતાના પ્રભુ, ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યું. તે ધૂપવેદી ઉપર ધૂપ ચઢાવવા માટે ઈશ્વરના ઘરમાં ગયો.
\v 17 અઝાર્યા યાજક તથા તેની સાથે ઈશ્વરના એંશી મુખ્ય યાજકો તેની પાછળ અંદર ગયા.
\v 18 તેઓએ ઉઝિયા રાજાને અટકાવતાં તેને કહ્યું, "હે ઉઝિયા, ઈશ્વરની આગળ ધૂપ ચઢાવવો એ તારું કામ નથી, પણ હારુનના જે દીકરાઓ ધૂપ ચઢાવવા માટે પવિત્ર થયેલા છે, તે યાજકોનું એ કામ છે. સભાસ્થાનમાંથી બહાર આવ, કેમ કે તેં પાપ કર્યું છે. ત્યાં પ્રભુ, ઈશ્વર તરફથી તને સન્માન મળશે નહિ."
\s5
\p
\v 19 પછી ઉઝિયાને ક્રોધ ચઢયો. તેના હાથમાં ધૂપદાની હતી. જયારે તે યાજકો પર કોપાયમાન થયો હતો, ત્યારે ઈશ્વરના ઘરમાં યાજકોના જોતાં ધૂપવેદીની બાજુમાં જ તેના કપાળમાં કોઢ ફૂટી નીકળ્યો.
\v 20 અઝાર્યા મુખ્ય યાજકે તથા બીજા સર્વ યાજકોએ તેની તરફ જોયું, તો તેઓએ તેના કપાળ પર કોઢ જોયો. તેઓએ તેને ત્યાંથી એકદમ કાઢી મૂક્યો. તેણે પોતે પણ બહાર નીકળી જવાને ઉતાવળ કરી, કેમ કે ઈશ્વરે તેને રોગી કર્યો હતો.
\s5
\p
\v 21 ઉઝિયા રાજા પોતાના મરણના દિવસ સુધી કુષ્ટરોગી રહ્યો. તેને કારણે તેને અલગ ખંડમાં રહેવું પડ્યું હતું. તેને ઈશ્વરના ઘરમાં આવવાથી વંચિત રાખવામાં આવ્યો હતો. તેનો પુત્ર યોથામ રાજાના મહેલનો ઉપરી થઈને દેશના લોકોનો ન્યાય ચૂકવતો હતો.
\s5
\p
\v 22 ઉઝિયાના બાકીનાં કૃત્યો પહેલેથી તે છેલ્લે સુધી આમોસના પુત્ર યશાયા પ્રબોધકે લખ્યાં છે.
\v 23 તેથી ઉઝિયા પોતાના પૂર્વજોની સાથે ઊંઘી ગયો; તેઓએ તેને રાજાઓના કબ્રસ્તાનની બાજુના ખેતરમાં તેના પૂર્વજોની સાથે દફનાવ્યો, કેમ કે તેઓએ કહ્યું, "તે કુષ્ટરોગી છે." તેનો પુત્ર યોથામ તેની જગ્યાએ રાજા બન્યો.
\s5
\c 27
\s યહૂદિયાની ગાદીએ યોથામ
\r (૨ રા. ૧૫:૩૨-૩૮)
\p
\v 1 યોથામ જયારે રાજ કરવા લાગ્યો, ત્યારે તેની ઉંમર પચીસ વર્ષની હતી; તેણે યરુશાલેમમાં સોળ વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ યરુશા હતું; તે સાદોકની દીકરી હતી.
\v 2 તેના પિતા ઉઝિયાએ જે સારું કર્યું હતું તે પ્રમાણે તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. તેણે ઉઝિયાની માફક ઈશ્વરના ઘરમાં પ્રવેશીને પાપ કર્યું નહિ. પણ લોકો તો હજી સુધી દુષ્ટ કાર્યો કર્યા કરતા હતા.
\s5
\p
\v 3 તેણે ઈશ્વરના ઘરનો ઉપલો દરવાજો બાંધ્યો અને ઓફેલના કોટ ઉપર પુષ્કળ પ્રમાણમાં બાંધકામ કર્યા.
\v 4 આ ઉપરાંત તેણે યહૂદિયાના પહાડી પ્રદેશમાં નગરો બાંધ્યાં અને જંગલોમાં કિલ્લાઓ તથા બુરજો બાંધ્યાં.
\s5
\p
\v 5 વળી તેણે આમ્મોનીઓના રાજાની સાથે યુદ્ધ કરીને તેઓના ઉપર વિજય મેળવ્યો. તે જ વર્ષે આમ્મોનીઓએ તેને સો તાલંત ચાંદી, દસ હજાર માપ ઘઉં તથા દસ હજાર માપ જવ ખંડણી તરીકે આપ્યાં. આમ્મોનીઓએ તેને બીજા તથા ત્રીજા વર્ષમાં પણ એટલી ખંડણી ભરી આપી.
\s5
\p
\v 6 યોથામ બળવાન થતો ગયો, કેમ કે તે પોતાના પ્રભુ ઈશ્વરના માર્ગોમાં યથાર્થ રીતે ચાલ્યો.
\v 7 યોથામનાં બાકીનાં કૃત્યો સંબંધી, તેના વિગ્રહો તથા તેનાં આચરણો વિષે ઇઝરાયલ તથા યહૂદિયાના રાજાઓના પુસ્તકમાં લખવામાં આવેલું છે.
\s5
\p
\v 8 તે જ્યારે રાજ કરવા લાગ્યો, ત્યારે તેની ઉંમર પચીસ વર્ષની હતી; તેણે યરુશાલેમમાં સોળ વર્ષ રાજ કર્યું.
\v 9 યોથામ પોતાના પૂર્વજોની સાથે ઊંઘી ગયો અને તેઓએ તેને દાઉદનગરમાં દફનાવ્યો. તેનો પુત્ર આહાઝ તેને સ્થાને રાજા બન્યો.
\s5
\c 28
\s યહૂદિયાની ગાદીએ આહાઝ
\r (૨ રા. ૧૬:૧-૪)
\p
\v 1 આહાઝ જ્યારે રાજ કરવા લાગ્યો, ત્યારે તેની ઉંમર વીસ વર્ષની હતી અને તેણે યરુશાલેમમાં સોળ વર્ષ રાજ કર્યું. તેના પૂર્વજ દાઉદે જેમ સારું કર્યું હતું તેમ તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે પ્રમાણે કર્યું નહિ.
\v 2 પણ તે ઇઝરાયલના રાજાઓને માર્ગે ચાલ્યો; તેણે બઆલિમની ઢાળેલી મૂર્તિઓ બનાવી અને તેની પૂજા કરી.
\s5
\p
\v 3 આ ઉપરાંત, જે વિદેશીઓને ઈશ્વરે ઇઝરાયલીઓની આગળથી હાંકી કાઢ્યાં હતા તેઓની ધિક્કારપાત્ર વર્તણૂક પ્રમાણે તે હિન્નોમપુત્રની ખીણમાં ધૂપ બાળતો અને પોતાનાં બાળકોનો અગ્નિમાં હોમ કરતો.
\v 4 પર્વતો પર આવેલા ધર્મસ્થાનોમાં, પર્વત પર તથા પ્રત્યેક લીલા વૃક્ષ નીચે તે બલિદાન ચઢાવતો અને ધૂપ બાળતો.
\s સજારૂપ યુદ્ધ (અરામ અને ઇઝરાયલ સામે)
\r (૨ રા. ૧૬:૫)
\s5
\p
\v 5 આથી તેના પ્રભુ ઈશ્વરે તેને અરામના રાજાના હાથમાં સોંપી દીધો. અરામીઓ તેને હરાવીને તેની પ્રજામાંથી ઘણાં માણસોને બંદીવાન કરીને દમસ્કસમાં લઈ ગયા. આહાઝ ઇઝરાયલના રાજાના હાથમાં કેદ પકડાયો. અને ઇઝરાયલના રાજાએ તેના સૈન્યનો ભારે સંહાર કરીને તેને હરાવ્યો.
\v 6 રમાલ્યાના પુત્ર પેકાહે જે ઇઝરાયલનો રાજા હતો તે યહૂદિયામાં એક જ દિવસમાં એક લાખ વીસ હજાર શૂરવીર યોદ્ધાઓને મારી નાખ્યા. કારણ કે તેઓએ તેમના પિતૃઓના ઈશ્વરને તજી દીધા હતા.
\s5
\p
\v 7 એફ્રાઇમના શૂરવીર ઝિખ્રીએ રાજાના પુત્ર માસેયાને અને રાજમહેલના કારભારી આઝ્રીકામ તેમ જ રાજાથી થોડા નીચા દરજજાના એલ્કાનાને મારી નાખ્યા.
\v 8 ઇઝરાયલીઓના સૈનિકોએ પોતાના ભાઈઓમાંથી સ્ત્રીઓ અને બાળકો મળીને બે લાખને પકડ્યા અને પુષ્કળ લૂંટ મેળવીને તેઓ સમરુનમાં પાછા આવ્યા.
\s આદેદ પ્રબોધકની ચેતવણી
\s5
\p
\v 9 પણ ત્યાં ઓદેદ નામે ઈશ્વરનો એક પ્રબોધક રહેતો હતો. તે સમરુન પાછા ફરતાં ઇઝરાયલી સૈન્યને મળવા ગયો અને તેણે કહ્યું, "યહોવાહ તમારા પિતૃઓના ઈશ્વર યહૂદિયાના લોકો ઉપર ક્રોધે ભરાયા છે અને તેથી તેમણે તેઓને તમારા હાથમાં સોંપી દીધા, પણ તમે તેઓને મારી નાખ્યા અને તેથી તે ક્રોધ આકાશ સુધી ઉપર પહોંચ્યો છે.
\v 10 અને હવે તમે યહૂદિયા અને યરુશાલેમનાં સ્ત્રીપુરુષોને ગુલામ તરીકે રાખો છો. એવું કરીને તમે પોતે પણ તમારા ઈશ્વર પ્રભુની વિરુદ્ધ અપરાધ કર્યા નથી?
\v 11 હવે પછી મારું કહેવું સાંભળો, આ તમારા ભાઈઓમાંથી જેઓને તમે બંદીવાન કર્યા છે તેઓને મુક્ત કરો અને ઘરે પાછા મોકલી દો. કેમ કે ઈશ્વરનો ઉગ્ર કોપ તમારા ઉપર છે."
\s5
\p
\v 12 ત્યાર બાદ કેટલાક એફ્રાઇમી આગેવાનો, યોહાનાનનો પુત્ર અઝાર્યા, મશિલ્લેમોથનો પુત્ર બેરેખ્યા, શાલ્લુમનો પુત્ર હિઝકિયા અને હાદલાઈનો પુત્ર, અમાસા યુદ્ધમાંથી પાછા ફરતા માણસોની સામે ઊભા રહ્યા.
\v 13 તેઓએ તેઓને કહ્યું, "તમે આ કેદીઓને અહીં લાવશો નહિ. કેમ કે તમે એવું કરવા ધારો છો જેથી અમે ઈશ્વર આગળ ગુનેગાર ઠરીશું અને અમારા પાપોમાં તથા ઉલ્લંઘનોમાં વધારો થશે. ઈશ્વરનો ઉગ્ર રોષ ઇઝરાયલ ઉપરનો ઝઝૂમી રહ્યો છે."
\s5
\p
\v 14 તેથી સૈન્યના માણસોએ આગેવાનો અને આખી સભા આગળ કેદીઓ અને લૂંટના સામાનને મૂકી દીધાં.
\v 15 પછી જે પુરુષોનાં નામ ઉપર દર્શાવેલાં છે તેઓએ ઊઠીને બંદીવાનોમાંથી જેઓ નિર્વસ્ત્ર હતા તેઓને લૂંટમાંથી વસ્ત્ર પહેરાવ્યાં. તેઓએ તેમને વસ્ત્ર ઉપરાંત પગરખાં તેમ જ ખોરાક અને દ્રાક્ષારસ પણ આપ્યાં, વળી તેઓએ તેમના ઘા પર મલમ લગાવ્યો અને જે અશક્ત હતા તેઓને ગધેડા પર બેસાડીને ખજૂરીઓનાં નગર યરીખોમાં તેઓનાં કુટુંબ પાસે લઈ ગયા. પછી તેઓ સમરુનમાં પાછા ફર્યા.
\s આહાઝ આશ્શૂરની સહાય માગે છે
\r (૨ રા. ૧૬:૭-૯)
\s5
\p
\v 16 તે વખતે રાજા આહાઝે આશ્શૂરના રાજાને પોતાની સહાય માટે સંદેશ મોકલાવ્યો.
\v 17 કેમ કે, અદોમીઓ ફરી એકવાર યહૂદિયા પર ચઢી આવ્યા અને ઘણાં લોકોને બંદીવાન તરીકે પકડી ગયા.
\v 18 પલિસ્તીઓએ પણ યહૂદિયાના નીચાણના પ્રદેશોમાં તેમ જ દક્ષિણનાં શહેરો ઉપર હુમલો કર્યો અને આજુબાજુ ગામડાંઓ સહિત બેથ-શેમેશ, આયાલોન, ગદેરોથ, સોખો, તિમ્ના અને ગિમ્ઝો નગરો કબજે કર્યાં અને તેમાં વસવાટ કર્યો.
\s5
\p
\v 19 ઇઝરાયલના રાજા આહાઝને લીધે ઈશ્વરે યહૂદિયાને નમાવ્યું. કેમ કે તે રાજા યહૂદિયામાં ઉદ્ધતાઈથી વર્ત્યો હતો અને તેણે ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યાં હતાં.
\v 20 આશ્શૂરના રાજા તિલ્ગાથ-પિલ્નેસેરે તેને મદદ કરવાને બદલે આવીને તેને હેરાન કર્યો.
\v 21 આહાઝે યહોવાહના સભાસ્થાનમાંથી, રાજમહેલમાંથી અને પોતાના આગેવાનોના ઘરોમાંથી લૂંટ ચલાવીને એ લૂંટનો માલ આશ્શૂરના રાજાને આપ્યો. પણ તેનાથી તેને કશો લાભ થયો નહિ, કશું વળ્યું નહિ.
\s5
\p
\v 22 અતિ સંકટના આ સમયે રાજા આહાઝ યહોવાહનો વિરુદ્ધ વધુ અને વધુ પાપ કરતો ગયો.
\v 23 દમસ્કસના જે દેવોએ તેને હાર આપી હતી તેઓને તેણે બલિદાનો ચઢાવ્યા. તેણે કહ્યું, "કેમ કે અરામના રાજાઓના દેવોએ તેઓને સહાય કરી છે તો આ બલિદાનો ચઢાવવાને લીધે એ દેવો મારી પણ મદદ કરશે." પણ તેમ કરવાથી ઊલટું તેને અને આખા ઇઝરાયલને ભારે નુકસાન થયું.
\s5
\p
\v 24 આહાઝે ઈશ્વરના સભાસ્થાનના પાત્રો ભાંગીને તેના ટુકડેટુકડાં કરી નાખ્યા. તેણે ઈશ્વરના સભાસ્થાનના બારણાં બંધ કરીને યરુશાલેમમાં ખૂણેખાંચરે બીજા દેવોની વેદી બનાવી.
\v 25 યહૂદિયાના એકે એક નગરમાં દેવોની આગળ ધૂપ બાળવા ઉચ્ચસ્થાનો બાંધીને પોતાના પિતૃઓના ઈશ્વરનો રોષ વહોરી લીધો.
\s5
\p
\v 26 હવે તેનાં બાકીનાં કૃત્યો અને તેનાં બધાં આચરણોની વિગતો યહૂદિયા અને ઇઝરાયલના રાજાઓનાં પુસ્તકમાં લખેલી છે.
\v 27 આહાઝ તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો અને તેને યરુશાલેમ નગરમાં દફનાવવામાં આવ્યો, જો કે તેને ઇઝરાયલના રાજાઓના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો નહિ. તેના પછી તેનો પુત્ર હિઝકિયા રાજા બન્યો.
\s5
\c 29
\s યહૂદિયાની ગાદી પર હિઝકિયા
\r (૨ રા. ૧૮:૧-૩)
\p
\v 1 પચીસ વર્ષની ઉંમરે હિઝકિયા રાજા બન્યો અને તેણે યરુશાલેમમાં ઓગણત્રીસ વર્ષ સુધી રાજ કર્યુ. તેની માતાનું નામ અબિયા હતું. તે ઝખાર્યાની પુત્રી હતી.
\v 2 હિઝકિયાએ પોતાના પિતૃ દાઉદની જેમ ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યુ.
\s મંદિરનું શુદ્ધિકરણ
\s5
\p
\v 3 તેના શાસનના પહેલા વર્ષના પહેલા મહિનામાં તેણે ઈશ્વરના સભાસ્થાનના દરવાજા ખોલી નાખ્યાં અને તેમની મરામત કરાવી.
\v 4 તેણે યાજકોને અને લેવીઓને બોલાવીને પૂર્વ તરફના ચોકમાં એકત્ર કર્યા.
\v 5 તેણે તેઓને કહ્યું, "લેવીઓ, મારી વાત સાંભળો! તમે પોતાને શુદ્ધ કરો, તમારા પિતૃઓના ઈશ્વરના સભાસ્થાનને પણ શુદ્ધ કરો અને એ પવિત્રસ્થાનમાં જે કંઈ મલિનતા હોય તેને દૂર કરો.
\s5
\p
\v 6 આપણા પિતૃઓએ પાપ કરીને આપણા ઈશ્વરની દ્રષ્ટિમાં ખરાબ કામો કર્યાં છે. તેઓ તેમનો ત્યાગ કરીને જ્યાં ઈશ્વર રહે છે ત્યાંથી વિમુખ થઈ ગયા.
\v 7 તેઓએ મંદિરના દરવાજા બંધ કરી દીધા હતા, દીપ હોલવી નાખ્યા હતા અને ઇઝરાયલના ઈશ્વરના પવિત્રસ્થાનમાં ધૂપ કે દહનીયાર્પણ કરવાનું બંધ કરી દીધું હતું.
\s5
\p
\v 8 તેથી ઈશ્વરનો કોપ યહૂદિયા અને યરુશાલેમ ઉપર ઊતર્યો છે અને તેમણે તમે જુઓ છો તેમ, તેઓને આમતેમ હડસેલા ખાવાને અચંબારૂપ તથા ફિટકારરૂપ કર્યા છે.
\v 9 આ કારણે આપણા પિતૃઓ તલવારથી મરણ પામ્યા છે અને એને લીધે આપણા દીકરા, દીકરીઓ તથા આપણી સ્ત્રીઓને બંદીવાન કરી લઈ જવામાં આવ્યા છે.
\s5
\p
\v 10 હવે મેં ઇઝરાયલના પ્રભુ ઈશ્વર સાથે કરાર કરવા મારા મનને વાળ્યું છે, કે જેથી તેમનો ભયંકર ક્રોધ આપણા ઉપરથી ઊતરી જાય.
\v 11 માટે હવે, મારા દીકરાઓ, આળસુ ન બનો, કેમ કે ઈશ્વરે તેની આગળ ઊભા રહીને તેમની સેવા કરવા માટે તથા તેમના સેવક થઈને ધૂપ બાળવા માટે તમને પસંદ કર્યાં છે."
\s5
\p
\v 12 પછી લેવીઓ ઊઠ્યા: કહાથીઓના પુત્રોમાંના અમાસાયનો પુત્ર માહાથ તથા અઝાર્યાનો પુત્ર યોએલ; મરારીના પુત્રોમાંના આબ્દીનો પુત્ર કીશ તથા યહાલ્લેલેલનો પુત્ર અઝાર્યા; ગેર્શોનીઓમાંના ઝિમ્માનો પુત્ર યોઆહ તથા યોઆનો પુત્ર એદેન;
\v 13 અલિસાફાનના પુત્રોમાંના શિમ્રી તથા યેઈએલ; આસાફના પુત્રોમાંના ઝખાર્યા તથા માત્તાન્યા;
\v 14 હેમાનના પુત્રોમાંના યહીએલ તથા શિમઈ; યદૂથૂનના પુત્રોમાંના શમાયા તથા ઉઝિયેલ.
\s5
\p
\v 15 તેઓએ પોતાના ભાઈઓને ભેગા કર્યા અને પોતાને પવિત્ર કરીને તેઓ ઈશ્વરના વચનથી રાજાની આજ્ઞા પ્રમાણે ઈશ્વરના ઘરને શુદ્ધ કરવા સારુ અંદર ગયા.
\v 16 યાજકો ઈશ્વરના ઘરના અંદરના ભાગમાં સફાઈ કરવા ગયા; જે સર્વ અશુધ્ધિ ઈશ્વરના સભાસ્થાનમાંથી તેઓને મળી તે તેઓ ઈશ્વરના ઘરના આંગણામાં બહાર લાવ્યા. લેવીઓ તે અશુધ્ધિ કિદ્રોન નાળાં આગળ બહાર લઈ ગયા.
\v 17 હવે તેઓએ પહેલા મહિનાના પહેલા દિવસે ઘરમાં સ્વચ્છતાનું કામ શરૂ કર્યું. અને તે જ મહિનાને આઠમે દિવસે તેઓ ઈશ્વરના ઘરની પરસાળમાં આવ્યા. તેઓએ આઠ દિવસમાં ઈશ્વરના ઘરને શુદ્ધ કરીને પહેલા મહિનાના સોળમા દિવસે તે કામ પૂરું કર્યું.
\s મંદિરની પુન:પ્રતિષ્ઠા
\s5
\p
\v 18 પછી તેઓએ રાજમહેલમાં હિઝકિયા રાજાની હજૂરમાં જઈને તેને કહ્યું, "અમે ઈશ્વરનું આખું ઘર, દહનીયાર્પણની વેદી અને તેનાં ઓજારો તથા અર્પેલી રોટલીની મેજ અને તેનાં સર્વ ઓજારો સ્વચ્છ કર્યાં.
\v 19 વળી જે સર્વ પાત્રો આહાઝ રાજાની કારકિર્દીમાં તેણે ઉલ્લંઘન કર્યું ત્યારે દૂર કર્યાં, તેઓને પણ અમે સાફ કરીને શુદ્ધ કર્યાં છે. જુઓ, તે ઈશ્વરની વેદી આગળ મૂકેલાં છે."
\s5
\p
\v 20 પછી હિઝકિયાએ વહેલી સવારે ઊઠીને નગરના આગેવાનોને એકત્ર કરીને ઈશ્વરના ઘરમાં ગયો.
\v 21 તેઓ રાજ્યને માટે, પવિત્રસ્થાનને માટે તથા યહૂદિયાના લોકો માટે પાપાર્થાર્પણને માટે સાત બળદ, સાત ઘેટાં, સાત હલવાન તથા સાત બકરા લાવ્યા. હિઝકિયાએ હારુનના વંશજોને, એટલે યાજકોને, ઈશ્વરની વેદી પર તેમનું અર્પણ કરવાની આજ્ઞા આપી.
\s5
\p
\v 22 તેથી તેઓએ બળદોને મારી નાખ્યા અને યાજકોએ તેમનું લોહી વેદી પર છાંટ્યું. તેઓએ ઘેટાંઓને મારી નાખીને તેમનું લોહી પણ વેદી પર છાંટ્યું; તેઓએ હલવાનને મારીને તેમનું લોહી પણ વેદી ઉપર છાંટ્યું.
\v 23 પછી રાજા તથા પ્રજાની આગળ પાપાર્થાર્પણના બકરાઓને નજીક લાવીને તેઓએ તેમના ઉપર હાથ મૂક્યા.
\v 24 યાજકોએ તેમને કાપી નાખીને તેમનું લોહી સમગ્ર ઇઝરાયલના પાપના પ્રાયશ્ચિત માટે વેદી ઉપર તેમનું પાપાર્થાર્પણ કર્યું; કેમ કે રાજાએ એવી આજ્ઞા આપી હતી કે, સર્વ ઇઝરાયલીઓને માટે દહનીયાર્પણ તથા પાપાર્થાર્પણ કરવું જોઈએ.
\s5
\p
\v 25 દાઉદના પ્રબોધક ગાદની તથા નાથાન પ્રબોધકની આજ્ઞા પ્રમાણે તેણે લેવીઓને ઝાંઝો, સિતારો તથા વીણાઓ સહિત ઈશ્વરના ઘરમાં સેવા કરવા માટે નિયુક્ત કર્યા. કેમ કે ઈશ્વરે પોતાના પ્રબોધકો દ્વારા એવી આજ્ઞા આપી હતી.
\v 26 લેવીઓ દાઉદનાં વાજિંત્રો તથા યાજકો રણશિંગડાં લઈને ઊભા રહ્યા.
\s5
\p
\v 27 હિઝકિયાએ વેદી ઉપર દહનીયાર્પણ ચઢાવવાની આજ્ઞા આપી. જયારે દહનીયાર્પણ ચઢાવવાનું શરૂ થયું તે જ સમયે તેઓ ઈશ્વરનાં ગીત ગાવા લાગ્યા અને તેની સાથે રણશિંગડાં તથા ઇઝરાયલના રાજા દાઉદનાં વાજિંત્રો પણ વગાડવામાં આવ્યાં.
\v 28 આખી સભાએ સ્તુતિ કરી, સંગીતકારોએ ગીતો ગાયા તથા રણશિંગડાં વગાડનારાઓએ રણશિંગડાં વગાડ્યાં; એ પ્રમાણે દહનીયાર્પણ પૂરું થતાં સુધી ચાલુ રહ્યું.
\s5
\p
\v 29 જયારે તેઓ અર્પણ કરી રહ્યા ત્યારે રાજાએ તથા તેની સાથે જેઓ હાજર હતા તે સર્વએ નમન કરીને સ્તુતિ કરી.
\v 30 વળી હિઝકિયા રાજાએ તથા આગેવાનોએ, દાઉદે તથા પ્રેરક આસાફે રચેલાં ગીતો ગાઈને લેવીઓને ઈશ્વરની સ્તુતિ કરવાની આજ્ઞા કરી. તેઓએ આનંદથી સ્તુતિનાં ગીતો ગાયા અને તેઓએ સાષ્ટાંગ પ્રણામ કરીને તેમની સ્તુતિ કરી.
\s5
\p
\v 31 પછી હિઝકિયાએ કહ્યું, "હવે તમે પોતાને ઈશ્વરને માટે પવિત્ર કરો. પાસે આવીને ઈશ્વરના ઘરમાં યજ્ઞો તથા આભારાર્થાર્પણો લાવો." આથી સમગ્ર પ્રજા યજ્ઞો તથા આભારાર્થાર્પણો લાવી; જેઓના મનમાં આવ્યું તેઓ રાજીખુશીથી દહનીયાર્પણો લાવી.
\s5
\p
\v 32 જે દહનીયાર્પણો પ્રજા લાવી હતી તેઓની સંખ્યા સિત્તેર બળદો, સો ઘેટાં તથા બસો હલવાન હતાં. આ સર્વ ઈશ્વરને દહનીયાર્પણ તરીકે ચઢાવવામાં આવ્યા.
\v 33 વળી આભારાર્થાર્પણ તરીકે છસો બળદ તથા ત્રણસો ઘેટાં ચઢાવવામાં આવ્યાં.
\s5
\p
\v 34 પણ યાજકો ઓછા હોવાથી તેઓએ સર્વ દહનીયાર્પણોનાં ચર્મ ઉતારી શક્યા નહિ, માટે તેઓના ભાઈઓ લેવીઓએ એ કામ પૂરું થતાં સુધી તથા યાજકોએ પોતાને પવિત્ર કર્યા ત્યાં સુધી તેઓને મદદ કરી; કેમ કે પોતાને પવિત્ર કરવા વિષે યાજકો કરતાં લેવીઓ વધારે ઉત્સુક હતા.
\s5
\p
\v 35 વળી દહનીયાર્પણો, તથા દરેક દહનીયાર્પણને માટે શાંત્યર્પણોની ચરબી તથા પેયાર્પણો પણ પુષ્કળ હતાં. તેથી ઈશ્વરના ઘરની સેવા કરવાની વ્યવસ્થા કરવામાં આવી.
\v 36 ઈશ્વરની ભક્તિ લોકો કરે તેને માટે તેમણે જે સિદ્ધ કર્યું હતું તે જોઈને હિઝકિયા તથા સર્વ લોકોએ આનંદ કર્યો; કેમ કે એ કામ એકાએક કરાયું હતું.
\s5
\c 30
\s પાસ્ખાપર્વની તૈયારી
\p
\v 1 હિઝકિયાએ આખા ઇઝરાયલ અને યહૂદિયાને સંદેશો મોકલ્યો અને એફ્રાઇમ અને મનાશ્શાના લોકોને પત્રો લખ્યા. "તેઓએ ઇઝરાયલના ઈશ્વરનું પાસ્ખાપર્વ પાળવા માટે યરુશાલેમમાં ઈશ્વરના ઘરમાં આવવું."
\v 2 કેમ કે રાજાએ, તેના અધિકારીઓએ અને યરુશાલેમમાં આખી સભાએ ભેગા થઈને નિર્ણય કર્યો હતો કે વર્ષના બીજા મહિનામાં પાસ્ખાપર્વ ઊજવવું.
\v 3 તે સમયે તેઓ તે ઊજવી શક્યા નહોતા કેમ કે પૂરતી સંખ્યામાં યાજકો પવિત્ર થયા ન હતા અને યરુશાલેમમાં સર્વ લોકો એકત્ર થયા નહોતા.
\s5
\p
\v 4 આ યોજના રાજાને તેમ જ સમગ્ર સભાને સારી લાગી.
\v 5 તેથી એવું નક્કી કરવામાં આવ્યું કે દાનથી તે બેરશેબા સુધી સમગ્ર ઇઝરાયલમાં એવી જાહેરાત કરવી કે, બધા લોકોએ ઇઝરાયલના ઈશ્વરનું પાસ્ખાપર્વ પાળવા માટે યરુશાલેમ આવવું, કેમ કે નિયમશાસ્ત્રમાં લખેલી રીત મુજબ તેઓએ લાંબા સમય સુધી પાળ્યું નહોતું.
\s5
\p
\v 6 તેથી રાજાના હુકમથી રાજાના અને તેના આગેવાનોના પત્રો લઈને સંદેશાવાહકો સમગ્ર ઇઝરાયલમાં અને યહૂદિયામાં ગયા. તેઓએ કહ્યું, "ઇઝરાયલના લોકો, તમે ઇબ્રાહિમ, ઇસહાક અને ઇઝરાયલના ઈશ્વર તરફ પાછા ફરો, જેથી આશ્શૂરના રાજાઓના હાથમાંથી તમારામાંના જે બચી ગયા છે, તેઓના પર ઈશ્વર કૃપાદ્રષ્ટિ કરે.
\s5
\p
\v 7 તમે તમારા પિતૃઓ કે ભાઈઓ જેવા થશો નહિ; તેઓએ તો પોતાના પિતૃઓના ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યાં હતાં. તેથી ઈશ્વરે તેઓનો નાશ કર્યો, તે તમે જોયું છે.
\v 8 હવે તમે તમારા પિતૃઓના જેવા હઠીલા થશો નહિ. ઈશ્વરને આધીન થાઓ. સદાને માટે જેને તેમણે પવિત્ર કર્યું છે તે પવિત્રસ્થાનમાં આવો, તમારા ઈશ્વરની આરાધના કરો, કે જેથી તેનો રોષ તમારા પરથી દૂર થઈ જાય.
\v 9 જો તમે ખરા અંત:કરણથી ઈશ્વર તરફ પાછા વળશો તો તમારા ભાઈઓ અને તમારા પુત્રો તેમને પકડીને લઈ જનારાની નજરમાં કૃપા પામશે. તેઓ પાછા આ દેશમાં આવી શકશે, કારણ, તમારો ઈશ્વર કૃપાળુ અને દયાળુ છે. તમે જો તેના તરફ પાછા ફરશો તો તેઓ તમારાથી કદી મુખ નહિ ફેરવે."
\s5
\p
\v 10 સંદેશાવાહકો એફ્રાઇમ અને મનાશ્શા તેમ જ છેક ઝબુલોન સુધી નગરેનગર ફરી વળ્યા, પણ લોકોએ તેઓની હાંસી ઉડાવી તેમ જ તેઓને હસી કાઢ્યાં.
\v 11 જો કે આશેર, મનાશ્શા અને ઝબુલોનમાંથી થોડા માણસો નમ્ર થઈને યરુશાલેમમાં આવ્યા.
\v 12 ઈશ્વરના વચન દ્વારા રાજાની તથા આગેવાનોની આજ્ઞા પ્રમાણે કરવાને ઈશ્વરે યહૂદિયાના લોકોને એક હૃદયના કર્યા હતા.
\s પાસ્ખાપર્વ પાળવામાં આવ્યું
\s5
\p
\v 13 બેખમીરી રોટલીનું પર્વ પાળવા માટે બીજા મહિનામાં મોટો લોકસમુદાય યરુશાલેમમાં એકત્ર થયો.
\v 14 તેઓએ યરુશાલેમમાં આવેલી અન્ય દેવોની વેદીઓનો નાશ કર્યો, સર્વ ધૂપવેદીઓ તોડી નાખી અને તેઓને કિદ્રોન નાળાંમાં નાખી દીધી.
\v 15 પછી તેઓએ બીજા મહિનાના ચૌદમા દિવસે પાસ્ખાનું હલવાન કાપ્યું. યાજકો અને લેવીઓ શરમિંદા થઈ ગયા અને તેઓએ પોતાને પવિત્ર કરીને ઈશ્વરના ઘરમાં દહનીયાર્પણો કર્યા.
\s5
\p
\v 16 તેઓ ઈશ્વરભક્ત મૂસાના નિયમ મુજબ પોતાના દરજ્જા પ્રમાણે પોતપોતાની જગ્યાએ ઊભા રહ્યા; યાજકોએ લેવીઓ પાસેથી લોહી લઈને વેદી પર છાંટ્યું.
\v 17 જે લોકો ભેગા થયા હતા તેઓમાંના ઘણાએ પોતાને શુદ્ધ કર્યા નહોતા, એટલે એ લોકો રિવાજ પ્રમાણે પાસ્ખાના હલવાન ચઢાવી શકે તેમ નહોતા. તેથી તેઓના વતી ઈશ્વર માટે હલવાનો પવિત્ર કરીને, પાસ્ખા કાપવાનું કામ લેવીઓને સોંપવામાં આવ્યું.
\s5
\p
\v 18 કેમ કે એફ્રાઇમ, મનાશ્શા, ઇસ્સાખાર અને ઝબુલોનના ઘણાં લોકો શુદ્ધ થયા નહોતા, છતાં તેમણે વિધિપૂર્વક નિયમો પાળ્યા વગર જ પાસ્ખાનું ભોજન લીધું હતું. પણ હિઝકિયાએ તેઓને માટે પ્રાર્થના કરી કે, "દરેકને ઈશ્વર માફ કરો;
\v 19 કે જેઓએ પોતાના પિતૃઓના ઈશ્વરની શોધ ખરા અંત:કરણથી કરી છે - પછી ભલે તેઓ પવિત્રસ્થાનના શુદ્ધિકરણના નિયમ પ્રમાણે પવિત્ર ના થયા હોય."
\v 20 ઈશ્વરે હિઝકિયાની પ્રાર્થના સાંભળી અને લોકોને માફ કર્યા.
\s5
\p
\v 21 આ રીતે ઇઝરાયલના લોકો જેઓ યરુશાલેમમાં હતા તેઓએ સાત દિવસ સુધી બહુ આનંદ સાથે બેખમીરી રોટલીના પર્વની ઊજવણી કરી. તે દરમિયાન લેવીઓ અને યાજકો દરરોજ ગીતો અને વાજિંત્રો સાથે ઈશ્વરની સ્તુતિ કરતા હતા.
\v 22 ઈશ્વરની સેવામાં ઊભા રહેનારા તમામ લેવીઓને હિઝકિયા રાજાએ ઘણું ઉત્તેજન આપ્યું. આમ તેઓએ સાત દિવસ સુધી તહેવારમાં શાંત્યર્પણો કરીને ઈશ્વર આગળ પસ્તાવો કરીને લોકોએ તેઓના પિતૃઓના ઈશ્વરની સ્તુતિ કરી.
\s બીજી વાર પાસ્ખાપર્વની ઉજવણી
\s5
\p
\v 23 આખી સભાએ બીજા સાત દિવસ સુધી ઉત્સવ ઊજવવાનો નિર્ણય કર્યો. અને તેમણે બીજા સાત દિવસ સુધી આનંદોત્સવ કર્યો.
\v 24 કારણ કે, યહૂદાના રાજા હિઝકિયાએ પ્રજાને એક હજાર બળદો અને સાત હજાર ઘેટાં અર્પણ માટે આપ્યાં હતાં અને તેના અધિકારીઓએ તે ઉપરાંત બીજા એક હજાર બળદો અને દસ હજાર ઘેટાં આપ્યાં હતા. મોટી સંખ્યામાં યાજકોએ પોતાને પવિત્ર કર્યા હતા.
\s5
\p
\v 25 યાજકો અને લેવીઓ સહિત યહૂદિયાની આખી સભાએ તેમ જ ઇઝરાયલથી આવેલા સમગ્ર લોકોની સભાએ તથા જે વિદેશીઓ ઇઝરાયલથી આવ્યા હતા તેમ જ જેઓ યહૂદામાં વસતાં હતા એ બધાએ આનંદોત્સવ કર્યો.
\v 26 યરુશાલેમમાં ઘણો મોટો આનંદ ઉત્સવ ઊજવાયો; ઇઝરાયલના રાજા દાઉદના પુત્ર સુલેમાનના સમય પછી યરુશાલેમમાં આવો ઉત્સવ કદી ઊજવાયો નહોતો.
\v 27 ત્યાર બાદ યાજકો અને લેવીઓએ ઊભા થઈને આશીર્વાદ આપ્યાં. તેઓનો અવાજ અને તેઓની પ્રાર્થના ઈશ્વરના પવિત્ર નિવાસમાં-સ્વર્ગમાં સાંભળવામાં આવી.
\s5
\c 31
\s હિઝકિયાની ધર્મસુધારણા
\p
\v 1 હવે આ સર્વ પૂરું થયું. એટલે જે સર્વ ઇઝરાયલીઓ ત્યાં હાજર હતા તેઓ યહૂદિયાના નગરોમાં ગયા. અને તેઓએ ઉચ્ચસ્થાનોને ભાંગીને ટુકડેટુકડાં કરી નાખ્યા તથા અશેરીમ મૂર્તિઓને કાપી નાખી. આખા યહૂદિયા તથા બિન્યામીનમાંથી, તેમ જ એફ્રાઇમ તથા મનાશ્શામાંથી પણ ઉચ્ચસ્થાનો તથા વેદીઓ તોડી પાડીને તે સર્વનો નાશ કર્યો. પછી સર્વ ઇઝરાયલી લોકો પોતપોતાના વતનનાં નગરોમાં પાછા ગયા.
\s5
\p
\v 2 હિઝકિયાએ યાજકોના તથા લેવીઓના ક્રમ પ્રમાણે સેવાને અર્થે વર્ગો પાડ્યા, બન્નેને એટલે યાજકોને તથા લેવીઓને તેણે નિશ્ચિત કામ નક્કી કરી આપ્યું. તેણે તેઓને દહનીયાર્પણ તથા શાંત્યર્પણો ચઢાવવા, તેમ જ સેવા કરવા, આભાર માનવા અને ઈશ્વરના સભાસ્થાનના પ્રવેશદ્વારે સ્તુતિ કરવાને માટે નીમ્યા.
\v 3 રાજાની સંપત્તિનો એક ભાગ પણ દહનીયાર્પણોને માટે, એટલે સવારનાં તથા સાંજનાં દહનીયાર્પણોને માટે, તેમ જ વિશ્રામવારના, ચંદ્રદર્શનના દિવસોનાં તથા નિયુક્ત પર્વોનાં દહનીયાર્પણોને માટે ઈશ્વરના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે આપવાનો નિર્ણય કર્યો.
\s5
\p
\v 4 તે ઉપરાંત તેણે યરુશાલેમના લોકોને આજ્ઞા કરી કે તેઓ પોતાની ઊપજનો થોડો ભાગ યાજકોને તથા લેવીઓને આપે, કે જેથી તેઓ ઈશ્વરના નિયમશાસ્ત્રને પાળવાને પોતાને પવિત્ર કરી શકે.
\v 5 એ હુકમ બહાર પડતાં જ ઇઝરાયલી લોકોએ અનાજ, દ્રાક્ષારસ, તેલ, મધ તથા ખેતીવાડીની સર્વ ઊપજનો પ્રથમ પાક આપ્યો; અને સર્વ વસ્તુઓનો પૂરેપૂરો દશાંશ પણ તેઓ લાવ્યા.
\s5
\p
\v 6 ઇઝરાયલી લોકો તથા યહૂદિયાના માણસો જેઓ યહૂદિયાના નગરોમાં રહેતા હતા, તેઓએ પણ બળદો તથા ઘેટાંનો દશાંશ તથા પોતાના પ્રભુ ઈશ્વરને માટે પવિત્ર કરેલી વસ્તુઓ લાવીને તેમના ઢગલા કર્યા.
\v 7 તેઓએ આ ઢગલા ત્યાં કરવાનું કામ ત્રીજા માસમાં શરૂ કર્યું અને સાત માસમાં જ પૂરું કર્યું.
\v 8 જયારે હિઝકિયાએ તથા આગેવાનોએ આવીને તે ઢગલા જોયા, ત્યારે તેઓએ ઈશ્વરને મહિમા આપ્યો. તથા તેમના ઇઝરાયલી લોકોને ધન્યવાદ આપ્યો.
\s5
\p
\v 9 પછી હિઝકિયાએ યાજકોને તથા લેવીઓને એ ઢગલાઓ વિષે પૂછ્યું.
\v 10 સાદોકના કુટુંબનાં મુખ્ય યાજક અઝાર્યાએ તેને જવાબ આપ્યો, "લોકોએ ઈશ્વરના ઘરમાં અર્પણો લાવવાનું શરૂ કર્યું, ત્યારથી અમે ધરાઈને જમ્યા છીએ. તેમાંથી ધરાતાં સુધી જમ્યા પછી પણ જે વધ્યું છે, કારણ કે ઈશ્વરે પોતાના લોકોને પુષ્કળ આશીર્વાદ આપ્યો છે. વધારાનું જે બાકી રહેલું છે તેનો આ મોટો સંગ્રહ છે."
\p
\v 11 પછી હિઝકિયાએ ઈશ્વરના ઘરમાં ભંડારોના ઓરડા તૈયાર કરવાની આજ્ઞા આપી અને તેઓએ તે તૈયાર કર્યા.
\v 12 તેઓ વિશ્વાસુપણે અર્પણો, દશાંશ અને પવિત્ર કરેલી વસ્તુઓ ભંડારમાં લાવ્યા. લેવી કોનાન્યા તેઓની સંભાળ રાખતો હતો અને તેનો ભાઈ શિમઈ તેનો મદદગાર હતો.
\v 13 યહીએલ, અઝાઝ્યા, નાહાથ, અસાહેલ, યરિમોથ, યોઝાબાદ, અલિયેલ, યિસ્માખ્યા, માહાથ તથા બનાયા, તેઓ રાજા હિઝકિયાના અને ઈશ્વરના ઘરના કારભારી અઝાર્યાના હુકમથી કોનાન્યા તથા તેના ભાઈ શિમઈના હાથ નીચે નિમાયેલા મુકાદમ હતા.
\s5
\p
\v 14 લેવી યિમ્નાનો દીકરો કોરે પૂર્વનો દ્વારપાળ હતો. વળી તે ઈશ્વરનાં અર્પણો તથા પરમપવિત્ર વસ્તુઓ વહેંચી આપવા માટે, ઈશ્વરનાં ઐચ્છિકાર્પણો પર કારભારી હતો.
\v 15 તેના હાથ નીચે એદેન, મિન્યામીન, યેશૂઆ, શમાયા, અમાર્યા તથા શખાન્યાને, યાજકોના નગરોમાં નીમવામાં આવ્યા હતા. નગરોમાં સર્વ કુટુંબોના જુવાનોને તથા વૃધ્ધોને દાનનો હિસ્સો વહેંચી આપવાની જવાબદારી તેઓની હતી.
\s5
\p
\v 16 તેઓ સિવાય પુરુષોની વંશાવળીથી ગણાયેલા ત્રણ વર્ષના તથા તેથી વધારે વયના પુરુષો, જેઓ પોતપોતાનાં વર્ગો પ્રમાણે તેમને સોંપાયેલાં કામોમાં સેવા કરવા માટે દરરોજના કાર્યક્રમ પ્રમાણે ઈશ્વરના ઘરમાં જતા હતા, તેઓનો તેમાં સમાવેશ થતો ન હતો.
\s5
\p
\v 17 તેઓની વંશાવળી પરથી તેઓના પૂર્વજોનાં કુટુંબો પ્રમાણે યાજકોની યાદી તૈયાર કરવામાં આવી હતી. લેવીઓને તેઓના વર્ગો પ્રમાણે તેઓને સોંપાયેલા કામ પર હાજર રહેનાર વીસ વર્ષના તથા તેથી વધારે ઉંમરના ગણવામાં આવ્યા હતા.
\v 18 સમગ્ર પ્રજામાંનાં સર્વ બાળકો, પત્નીઓ, દીકરા તથા દીકરીઓની, તેઓની વંશાવળી પ્રમાણે ગણતરી કરવામાં આવી હતી. તેઓ પોતાના પવિત્ર કામ પર પ્રામાણિકપણે હાજર રહેતા હતા.
\v 19 વળી જે યાજકો હારુનના વંશજો હતા તેઓ પોતાના દરેક નગરની આસપાસનાં ગામોમાં રહેતા હતા, તેઓને માટે પણ કેટલાક પસંદ કરેલા માણસોને નીમવામાં આવ્યા હતા, જેથી તેઓ યાજકોમાંના સર્વ પુરુષોને તથા લેવીઓમાં જેઓ વંશાવળી પ્રમાણે ગણાયા હતા, તેઓ સર્વને ખોરાક તથા અન્ય સામગ્રી વહેંચી આપે.
\s5
\p
\v 20 હિઝકિયાએ સમગ્ર યહૂદિયામાં આ પ્રમાણે કર્યું. તેણે પ્રભુ પોતાના ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું તથા સાચું હતું તે વિશ્વાસુપણે કર્યું.
\v 21 ઈશ્વરના ઘરને લગતું, નિયમશાસ્ત્રને લગતું તથા ઈશ્વરની આજ્ઞાઓને લગતું જે કંઈ કામ પોતાના ઈશ્વરની સેવાને અર્થે તેણે હાથમાં લીધું, તે તેણે પોતાના ખરા અંતઃકરણથી કર્યું અને તેમાં તે ફતેહ પામ્યો.
\s5
\c 32
\s યરુશાલેમ ઉપર આશ્શૂરનું આક્રમણ
\r (૨ રા. ૧૮:૧૩-૩૭; ૧૯:૧૪-૧૯,૩૫-૩૭; યશા. ૩૬:૧-૨૨; ૩૭:૮-૩૮)
\p
\v 1 હિઝકિયા રાજાએ આ સેવાભક્તિના કાર્યો નિષ્ઠાપૂર્વક કર્યાં. તેના થોડા સમય પછી આશ્શૂરના રાજા સાન્હેરીબે યહૂદિયા પર ચઢાઈ કરી અને કિલ્લેબંદીવાળાં નગરો સામે પડાવ નાખ્યો. અને હુમલો કરીને આ નગરોને કબજે કરવાનો હુકમ આપ્યો.
\s5
\v 2 જ્યારે હિઝકિયાએ જોયું કે સાન્હેરીબ આવ્યો છે અને તેનો ઇરાદો યરુશાલેમ ઉપર આક્રમણ કરવાનો છે,
\v 3 ત્યારે જે ઝરાઓ નગરની બહાર હતા તે ઝરાઓનું પાણી બંધ કરી દેવા વિષે તેણે પોતાના આગેવાનો તથા સામર્થ્યવાન પુરુષોની સલાહ પૂછી. તેઓએ તેને માર્ગદર્શન આપ્યું.
\v 4 ઘણાં લોકો ભેગા થયા અને તેઓએ સર્વ ઝરાઓને તથા દેશમાં થઈને વહેતાં નાળાંંને પૂરી દીધાં. તેઓએ કહ્યું, "શા માટે આશ્શૂરના રાજાઓને ઘણું પાણી મળવું જોઈએ?"
\s5
\p
\v 5 હિઝકિયાએ ભાંગી ગયેલો કોટ હિંમત રાખીને ફરીથી બાંધ્યો; તેના પર બુરજો બાંધ્યા અને કોટની બહાર બીજો કોટ પણ બાંધ્યો. તેણે દાઉદનગરમાંના મિલ્લોને મજબૂત કર્યું અને પુષ્કળ બરછીઓ તથા ઢાલો બનાવી.
\s5
\p
\v 6 તેણે લશ્કરના સેનાપતિઓની નિમણૂક કરીને તેઓને નગરના દરવાજા પાસેના ચોકમાં પોતાની હજૂરમાં એકત્ર કર્યા. અને તેઓને ઉત્તેજન આપતા કહ્યું,
\v 7 "તમે બળવાન તથા હિંમતવાન થાઓ. આશ્શૂરના રાજાથી તથા તેની સાથેના મોટા સૈન્યથી ગભરાશો તથા નાહિંમત થશો નહિ, કેમ કે તેની સાથેના સૈન્ય કરતાં આપણી સાથે જેઓ છે તેઓ વધારે છે.
\v 8 તેની પાસે ફક્ત માણસો જ છે, પણ આપણને સહાય કરવાને તથા આપણાં યુદ્ધો લડવાને આપણી સાથે આપણા પ્રભુ ઈશ્વર છે." પછી યહૂદિયાના રાજા હિઝકિયાના ઉત્તેજનથી લોકો ઉત્સાહિત થયા હતા.
\s5
\p
\v 9 તે પછી, આશ્શૂરના રાજા સાન્હેરીબે પોતાના ચાકરોને યરુશાલેમમાં મોકલ્યા તે તો પોતાના સર્વ બળવાન સૈન્ય સાથે લાખીશની સામે પડેલો હતો તથા યહૂદિયાના રાજા હિઝકિયાને અને યરુશાલેમમાં રહેતા યહૂદિયાના સર્વ લોકોને કહેવડાવ્યું,
\v 10 "આશ્શૂરનો રાજા સાન્હેરીબ કહે છે કે, 'તમે કોના ઉપર ભરોસો રાખીને યરુશાલેમની ઘેરાબંધી સહન કરી રહ્યા છો?
\s5
\p
\v 11 'ઈશ્વર અમારા પ્રભુ અમને આશ્શૂરના રાજાના હાથમાંથી બચાવશે', એવું તમને કહીને હિઝકિયા ગેરમાર્ગે દોરી રહ્યો છે, તે તમને દુકાળ અને તરસથી રીબાઈને મૃત્યુને સોંપી રહ્યો છે.
\v 12 શું એ જ હિઝકિયાએ તેના ઉચ્ચસ્થાનો અને તેની વેદીઓ કાઢી નાખીને યહૂદાને તથા યરુશાલેમને આજ્ઞા નહોતી આપી કે તમારે એક જ વેદી આગળ આરાધના કરવી તથા તેના જ ઉપર ધૂપ બાળવો?
\s5
\p
\v 13 તમને ખબર નથી કે મેં અને મારા પિતૃઓએ બીજા દેશોના લોકોના શા હાલ કર્યા છે? તે દેશોના લોકોના દેવો પોતાના દેશોને મારા હાથમાંથી બચાવી શકવાને સમર્થ છે?
\v 14 મારા પિતૃઓએ નાશ કરી નાખેલી પ્રજાઓના દેવોમાં એવો કોણ હતો કે જે પોતાના લોકોને મારા હાથમાંથી બચાવી શક્યો હોય? તો પછી તમારા ઈશ્વર તમને મારા હાથમાંથી બચાવવાને શી રીતે સમર્થ હોઈ શકે?
\v 15 હવે હિઝકિયા તમને જે રીતે સમજાવે છે તે રીતે તમે છેતરાશો નહિ. તેનો વિશ્વાસ કરશો નહિ, કેમ કે કોઈ પણ પ્રજા કે રાજ્યનો દેવ પોતાના લોકોને મારાથી કે મારા પૂર્વજોથી બચાવી શક્યા નથી. તો પછી મારા હાથમાંથી તમને બચાવવાને તમારા ઈશ્વર કેટલા શક્તિમાન છે?"
\s5
\p
\v 16 આ મુજબ, સાન્હેરીબના માણસો ઈશ્વર પ્રભુ અને તેના સેવક હિઝકિયાની વિરુદ્ધમાં બકવાસ કર્યા.
\v 17 સાન્હેરીબે પોતે પણ ઇઝરાયલના ઈશ્વરનું અપમાન કરતા પત્રો લખ્યા અને તેમની વિરુદ્ધ ઉદ્દગારો કર્યાં. તેણે કહ્યું કે, "જેમ બીજા દેશોની પ્રજાઓના દેવો પોતાના લોકોને મારા હાથથી બચાવી શક્યા નથી તેમ હિઝકિયાના ઈશ્વર પણ તેમની પ્રજાને મારા હાથથી નહિ બચાવી શકે."
\s5
\p
\v 18 યરુશાલેમના જે લોકો કોટ ઉપર ઊભેલા હતા તેઓ મુશ્કેલીમાં મુકાઈ જાય અને ડરી જાય કે જેથી તેઓ નગરને કબજે કરી શકે તે માટે તેઓએ તેઓને યહૂદી ભાષામાં મોટા અવાજથી ધમકી આપી.
\v 19 જગતના બીજા લોકોના દેવો જેવા યરુશાલેમના ઈશ્વર પણ માણસોના હાથથી બનાવેલા હોય તેમ તેઓ તેમના વિષે એલફેલ બોલતા હતા.
\s5
\p
\v 20 આવી વિકટ પરિસ્થિતિમાં આ બાબતને માટે રાજા હિઝકિયાએ અને આમોસના પુત્ર યશાયા પ્રબોધકે આકાશ તરફ દ્રષ્ટિ કરીને પ્રાર્થના કરી.
\v 21 યહોવાહે એક દૂતને મોકલ્યો. તેણે આશ્શૂરના રાજા સાન્હેરીબની છાવણીમાં જે યોદ્ધાઓ, સેનાપતિઓ અને અધિકારીઓ હતા તે સૌને મારી નાખ્યા. તેથી સાન્હેરીબને શરમિંદા થઈને પોતાને દેશ પાછા જવું પડ્યું. તે પોતાના દેવના મંદિરમાં ગયો. અને ત્યાં તેના પોતાના જ કોઈ એક પુત્રએ તેને તલવારથી મારી નાખ્યો.
\s5
\p
\v 22 આ રીતે ઈશ્વરે હિઝકિયાને તથા યરુશાલેમના રહેવાસીઓને આશ્શૂરના રાજા સાન્હેરીબના તથા બીજા બધાના હાથમાંથી બચાવી લીધા અને ચારે બાજુથી તેઓનું રક્ષણ કર્યુ.
\v 23 ઘણાં લોકો યરુશાલેમમાં ઈશ્વરને માટે અર્પણો લાવ્યા તથા યહૂદાના રાજા હિઝકિયાને પણ ઉત્તમ વસ્તુઓ ભેટમાં આપી. તેથી આ સમયથી તે સર્વ પ્રજાઓમાં પ્રિય અને આદરપાત્ર થયો.
\s હિઝકિયાની માંદગી
\r (૨ રા. ૨૦:૧-૩,૧૨-૧૯)
\s5
\p
\v 24 પછીના થોડા દિવસો બાદ હિઝકિયા મરણતોલ બીમારીનો ભોગ થયો. તેણે ઈશ્વરને પ્રાર્થના કરી; તેના જવાબમાં ઈશ્વરે તેની સાથે વાત કરી અને તે તેને સાજો કરશે તેવું દર્શાવવા માટે તેને એક ચિહ્ન આપવામાં આવ્યું.
\v 25 પણ હિઝકિયાને ઈશ્વર તરફથી જે સહાય મળી હતી તેનો બદલો તેણે યોગ્ય રીતે વાળ્યો નહિ. તે પોતાના હૃદયમાં ગર્વિષ્ઠ થયો. તેથી તેના પર, તેમ જ યહૂદા તથા યરુશાલેમ પર ઈશ્વરનો કોપ ઊતરી આવ્યો.
\v 26 આવું થવાથી હિઝકિયા પોતાનો ગર્વ છોડીને છેક દીન થઈ ગયો. યહૂદિયા અને યરુશાલેમના રહેવાસીઓ પણ રાજાની માફક નમ્ર થયા. તેથી હિઝકિયાના જીવનકાળ દરમિયાન ઈશ્વરનો રોષ ફરી તેમના પર ઊતર્યો નહિ.
\s હિઝકિયાનો વૈભવ
\s5
\p
\v 27 હિઝકિયા પુષ્કળ સંપત્તિ અને કીર્તિ પામ્યો. તેણે સોનું, ચાંદી, રત્નો, સુગંધીઓ, ઢાલ અને બીજી કિંમતી ઘરેણાંઓ
\f +
\fr 32:27
\ft વાસણો
\f* રાખવા ભંડારો બનાવ્યા.
\v 28 તેમ જ અનાજની ફસલ, દ્રાક્ષારસ અને તેલ માટે કોઠારો, બધી જાતનાં જાનવરો માટે તબેલા તથા ઘેટાં માટે વાડા બંધાવ્યા.
\v 29 વળી આ ઉપરાંત તેણે પોતે નગરો વસાવ્યાં અને પુષ્કળ પ્રમાણમાં ઘેટાંબકરાં તથા અન્ય જાનવરોની સંપત્તિ પ્રાપ્ત કરી. ઈશ્વરે તેને પુષ્કળ સંપત્તિ આપી હતી.
\s5
\p
\v 30 હિઝકિયાએ ગિહોનના ઉપલાણે વહેતા ઝરણાંને બંધ કર્યા અને તેનાં પાણીને તે દાઉદનગરની પશ્ચિમે વાળી લાવ્યો. હિઝકિયા તેના દરેક કાર્યમાં સફળ થયો.
\v 31 બાબિલના સત્તાધારીઓએ દેશમાં બનેલા ચમત્કાર વિષે તેને પૂછવા એલચીઓ મોકલ્યા હતા. તેની પરીક્ષા થાય અને તેના હૃદયમાં જે હોય તે સર્વ જાણવામાં આવે માટે ઈશ્વરે તેને સ્વતંત્રતા બક્ષી હતી.
\s હિઝકિયાના રાજ્યકાળનો અંત
\r (૨ રા. ૨૦:૨૦-૨૧)
\s5
\p
\v 32 હિઝકિયાની અન્ય બાબતો અને તેણે જે સારાં કાર્યો કર્યાં હતાં તે વિષેની નોંધ આમોસના પુત્ર યશાયા પ્રબોધકના પુસ્તકમાં તથા યહૂદિયાના અને ઇઝરાયલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલી છે.
\v 33 હિઝકિયા તેના પિતૃઓની સાથે ઊંઘી ગયો અને તેને તેના પિતૃઓ સાથે દાઉદના વંશજોના કબ્રસ્તાનમાં ઉપરના ભાગમાં
\f +
\fr 32:33
\ft પ્રતિષ્ઠિત
\f* દફનાવવામાં આવ્યો. તે મૃત્યુ પામ્યો ત્યારે યહૂદિયાના બધા લોકોએ અને યરુશાલેમના બધા રહેવાસીઓએ તેને અંતિમ આદર આપ્યો. તેના પછી તેનો પુત્ર મનાશ્શા રાજા બન્યો.
\s5
\c 33
\s યહૂદિયાની ગાદીએ મનાશ્શા અને તેનાં પાપ
\r (૨ રા. ૨૧:૧-૯)
\p
\v 1 મનાશ્શા બાર વર્ષની ઉંમરે રાજા બન્યો. તેણે પંચાવન વર્ષ સુધી યરુશાલેમમાં રાજય કર્યુ.
\v 2 ઇઝરાયલીઓની આગળથી ઈશ્વરે જે પ્રજાઓને કાઢી મૂકી હતી તેઓના જેવાં ધિક્કારપાત્ર કાર્યો કરીને તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં ખરાબ કાર્ય કર્યું.
\v 3 તેના પિતા હિઝકિયાએ જે ઉચ્ચસ્થાનો તોડી પાડ્યાં હતાં તે તેણે ફરી બંધાવ્યાં. વળી તેણે બઆલિમને માટે વેદીઓ અને અશેરોથની મૂર્તિઓ બનાવી તેમ જ આકાશના બધાં નક્ષત્રોની પૂજા કરી.
\s5
\p
\v 4 જે યહોવાહના સભાસ્થાન વિષે ઈશ્વરે એમ કહ્યું હતું કે, "યરુશાલેમમાં મારું નામ સદાકાળ કાયમ રહેશે." તેમાં તેણે અન્ય દેવોની વેદીઓ બંધાવી.
\v 5 તે યહોવાહના સભાસ્થાનના બન્ને ચોકમાં તેણે આકાશના તારામંડળ માટે વેદીઓ સ્થાપિત કરી.
\v 6 વળી તેણે બેન-હિન્નોમની ખીણમાં પોતાનાં જ છોકરાનું અગ્નિમાં બલિદાન કર્યું. તેણે શુકન જોવડાવ્યા, મેલીવિદ્યા કરી, જાદુમંત્રનો ઉપયોગ કર્યો અને ભૂવાઓ તથા તાંત્રિકોની સલાહ લીધી. ઈશ્વરની નજરમાં તેણે સર્વ પ્રકારની દુષ્ટતા કરીને તેણે ઈશ્વરને અતિશય કોપાયમાન કર્યાં.
\s5
\p
\v 7 મનાશ્શાએ અશેરાની કોતરેલી મૂર્તિઓ બનાવીને ઈશ્વરના ઘરમાં મૂકી. જે સભાસ્થાન વિષે ઈશ્વરે દાઉદ તથા તેના પુત્ર સુલેમાનને કહ્યું હતું, "આ ઘરમાં તેમ જ યરુશાલેમ કે, જે નગર મેં ઇઝરાયલનાં સર્વ કુળોમાંથી પસંદ કર્યું છે, તેમાં મારું નામ હું સદા રાખીશ.
\v 8 જો તમે મારી આજ્ઞાઓને એટલે કે મૂસાએ તમને આપેલા સર્વ નિયમો અને આજ્ઞાઓને આધીન રહેશો તો તમારા પૂર્વજોને મેં આપેલા આ દેશમાંથી ઇઝરાયલને હું કદી કાઢી મૂકીશ નહિ."
\v 9 મનાશ્શાએ યહૂદિયાના તથા યરુશાલેમનાં રહેવાસીઓને ભુલાવામાં દોર્યા, જેથી જે પ્રજાનો ઈશ્વરે ઇઝરાયલી લોકો આગળથી નાશ કર્યો હતો તેઓના કરતાં પણ તેઓની દુષ્ટતા વધારે હતી.
\s મનાશ્શાનો પસ્તાવો
\s5
\p
\v 10 ઈશ્વરે મનાશ્શા તથા તેના લોકોની સાથે વાત કરી; પણ તેઓએ ધ્યાન આપ્યું નહિ.
\v 11 તેથી ઈશ્વરે તેઓની વિરુદ્ધ આશ્શૂરના રાજાના સૈન્યને તેઓની સામે મોકલ્યા અને તેઓ મનાશ્શાને સાંકળોથી જકડીને તથા બેડીઓ પહેરાવીને બાબિલમાં લઈ ગયા.
\s5
\p
\v 12 મનાશ્શા જયારે સંકટમાં ફસાઈ ગયો, ત્યારે તેણે પોતાના પ્રભુ ઈશ્વરને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કર્યો અને પોતાના પૂર્વજોના ઈશ્વરની આગળ અતિશય નમ્ર બન્યો.
\v 13 તેણે તેમની પ્રાર્થના કરી; અને ઈશ્વરે તેની વિનંતી કાને ધરીને તેની પ્રાર્થના માન્ય કરી તેને યરુશાલેમમાં તેના રાજ્યમાં પાછો લાવ્યા. પછી મનાશ્શાને ખાતરી થઈ કે યહોવાહ તે જ ઈશ્વર છે.
\s5
\p
\v 14 આ પછી, મનાશ્શાએ દાઉદનગરની બહારની દીવાલ ફરીથી બાંધી, ગિહોનની પશ્ચિમ બાજુએ, ખીણમાં મચ્છી દરવાજા સુધી તે દીવાલ બાંધી. આ દીવાલ ઓફેલની આસપાસ વધારીને તેને ઘણી ઊંચી કરી. તેને યહૂદિયાના સર્વ કિલ્લાવાળા નગરોમાં નીડર સરદારોની નિમણૂક કરી.
\v 15 તેણે વિદેશીઓના દેવોને, ઈશ્વરના ઘરમાંથી પેલી મૂર્તિઓને તથા જે સર્વ વેદીઓ તેણે ઈશ્વરના ઘરના પર્વત પર તથા યરુશાલેમમાં બાંધી હતી, તે સર્વને તોડી પાડીને તેનો ભંગાર નગરની બહાર નાખી દીધો.
\s5
\p
\v 16 તેણે ઈશ્વરની વેદી ફરી બંધાવી. અને તેના પર શાંત્યર્પણોના તથા આભાર માનવાને કરેલા અર્પણના યજ્ઞો કર્યા; તેણે યહૂદિયાને ઇઝરાયલના પ્રભુ ઈશ્વરની સેવા કરવાની આજ્ઞા આપી.
\v 17 તેમ છતાં હજી પણ લોકો ધર્મસ્થાનોમાં અર્પણ કરતા, પણ તે ફક્ત પોતાના પ્રભુ ઈશ્વરને માટે જ કરતા.
\s મનાશ્શાના રાજ્યકાળનો અંત
\r (૨ રા. ૨૧:૧૭-૧૮)
\s5
\p
\v 18 મનાશ્શાનાં બાકીનાં કાર્યો સંબંધીની, તેણે કરેલી તેમના ઈશ્વરની પ્રાર્થનાની અને ઇઝરાયલના પ્રભુ ઈશ્વરને નામે પ્રબોધકોએ ઉચ્ચારેલાં વચનોની સર્વ વિગતો ઇઝરાયલના રાજાઓના પુસ્તકમાં લખેલી છે.
\v 19 તેણે કરેલી પ્રાર્થના, ઈશ્વરે આપેલો તેનો જવાબ, તેનાં બધાં પાપો તથા અપરાધ, જે જગ્યાઓમાં તેણે ધર્મસ્થાનો બાંધ્યાં અને અશેરીમ તથા કોતરેલી મૂર્તિઓ બેસાડી તે સર્વ બાબતોની નોંધ પ્રબોધકના પુસ્તકમાં કરવામાં આવેલી છે.
\v 20 મનાશ્શા પોતાના પૂર્વજો સાથે ઊંઘી ગયો અને તેઓએ તેને તેના પોતાના મહેલમાં દફનાવ્યો. તેના પછી તેનો દીકરો આમોન રાજા બન્યો.
\s યહૂદિયાની ગાદીએ આમોન
\r (૨ રા. ૨૧:૧૯-૨૬)
\s5
\p
\v 21 આમોન જયારે રાજ કરવા લાગ્યો ત્યારે તે બાવીસ વર્ષનો હતો; તેણે યરુશાલેમમાં બે વર્ષ સુધી રાજ કર્યું.
\v 22 જેમ તેના પિતા મનાશ્શાએ કર્યું હતું તેમ તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં ખોટું હતું તે જ પ્રમાણે કર્યું. તેના પિતા મનાશ્શાએ કોતરેલી મૂર્તિઓ બનાવી હતી તે સર્વને આમોને બલિદાન આપ્યાં અને તેઓની પૂજા કરી.
\v 23 જેમ તેનો પિતા મનાશ્શા નમ્ર થઈ ગયો હતો તેમ તે ઈશ્વરની આગળ નમ્ર થયો નહિ. પરંતુ આમોન ઉત્તરોત્તર અધિક અપરાધ કરતો ગયો.
\s5
\p
\v 24 તેના ચાકરોએ તેની વિરુદ્ધમાં બળવો કરીને તેને તેના પોતાના જ મહેલમાં જ મારી નાંખ્યો.
\v 25 પણ દેશના લોકોએ, આમોન રાજાની વિરુદ્ધ બંડ ઉઠાવનારાઓને મારી નાખ્યા અને તેના પુત્ર યોશિયાને તેની જગ્યાએ રાજા બનાવ્યો.
\s5
\c 34
\s યહૂદિયાની ગાદીએ યોશિયા
\r (૨ રા. ૨૨:૧-૨)
\p
\v 1 જ્યારે યોશિયા રાજ કરવા લાગ્યો, ત્યારે તે આઠ વર્ષનો હતો; તેણે યરુશાલેમમાં એકત્રીસ વર્ષ સુધી રાજ કર્યું.
\v 2 તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે પ્રમાણે કર્યું અને પોતાના પૂર્વજ દાઉદને માર્ગે ચાલીને તેની જમણે કે ડાબે ખસ્યો નહિ.
\s યોશિયાની મૂર્તિપૂજા સામે ઝૂંબેશ
\p
\v 3 તેના શાસનના આઠમે વર્ષે, એટલે કે જયારે તે માત્ર સોળ વર્ષનો કિશોર હતો, ત્યારે તેણે પોતાના પૂર્વજ દાઉદના ઈશ્વરની શોધ કરવાની શરૂઆત કરી. બારમા વર્ષમાં તેણે ધર્મસ્થાનો, અશેરીમ મૂર્તિઓ, કોતરેલી મૂર્તિઓ તથા ઢાળેલી મૂર્તિઓને તોડીફોડી નાખીને યહૂદિયા તથા યરુશાલેમને તે શુદ્ધ કરવા લાગ્યો.
\s5
\p
\v 4 લોકોએ તેની આગળ બઆલિમની વેદીઓ તોડી પાડી; જે સૂર્યમૂર્તિઓ ઉચ્ચસ્થાનો પર હતી તેઓને તેણે કાપી નાખી. તેણે અશેરીમ મૂર્તિઓ, કોતરેલી મૂર્તિઓ તથા ઢાળેલી મૂર્તિઓનો ભાંગીને ભૂકો કરી નાખ્યો. તેઓની આગળ જેઓએ યજ્ઞો કર્યા હતા તેઓની કબરો પર તે ભૂકો વેર્યો.
\v 5 તેણે તેઓની વેદીઓ પર યાજકોના હાડકાં બાળ્યાં. આ રીતે તેણે યહૂદિયાને તથા યરુશાલેમને શુદ્ધ કર્યાં.
\s5
\p
\v 6 તેણે મનાશ્શા, એફ્રાઇમ, શિમયોન તથા નફતાલીના નગરો સુધી તેઓની આસપાસનાં ખંડેરોમાં આ પ્રમાણે કર્યું.
\v 7 તેણે વેદીઓ તોડી પાડી, અશેરીમ મૂર્તિઓનો તથા કોતરેલી મૂર્તિઓનો કૂટીને ભૂકો કર્યો અને ઇઝરાયલના આખા દેશમાં સર્વ સૂર્યમૂર્તિઓને કાપી નાખીને તે યરુશાલેમ પાછો આવ્યો.
\s નિયમશાસ્ત્રનું પુસ્તક જડ્યું
\r (૨ રા. ૨૨:૩-૨૦)
\s5
\p
\v 8 હવે તેના રાજ્યના અઢારમાં વર્ષે, દેશને તથા સભાસ્થાનને શુદ્ધ કર્યા પછી, તેણે અસાલ્યાના પુત્ર શાફાનને, નગરના સૂબા માસેયાને તથા ઇતિહાસકાર યોઆહાઝના પુત્ર યોઆને પોતાના પ્રભુ ઈશ્વરનું સભાસ્થાન સમારવા માટે મોકલ્યા.
\v 9 તેઓ મુખ્ય યાજક હિલ્કિયાની પાસે ગયા અને જે પૈસા ઈશ્વરના ઘરમાં લોકો લાવ્યા હતા તે તથા દ્વારરક્ષક લેવીઓએ મનાશ્શા, એફ્રાઇમ તથા ઇઝરાયલના જે બાકી રહેલા હતાં તેમની પાસેથી તથા યહૂદિયા, બિન્યામીન તથા યરુશાલેમના સર્વ રહેવાસીઓ પાસેથી, ઉઘરાવેલાં હતાં તે દાનના નાણાં તેઓએ તેને સોંપ્યાં.
\s5
\p
\v 10 તેઓએ તે નાણાં ઈશ્વરના સભાસ્થાન પર દેખરેખ રાખનારા કામદારોને સોંપ્યાં. તે માણસોએ ઘરમાં કામ કરનારા કામદારોને સભાસ્થાનની મરામત કરીને સમારવા સારુ તે આપ્યાં.
\v 11 તેઓએ ઘડેલા પથ્થરો જોડવાને માટે જોઈતાં લાકડાં ખરીદવા સારુ તથા જે ઈમારતોનો યહૂદિયાના રાજાઓએ નાશ કર્યો હતો તેઓને સારુ જોઈતા પાટડા લેવાને સારુ તે નાણાં સુથારોને અને કડિયાઓને આપ્યાં.
\s5
\p
\v 12 તે માણસો વિશ્વાસુપણે કામ કરતા હતા. મરારીના પુત્રોમાંના લેવીઓ યાહાથ અને ઓબાદ્યા તથા કહાથીઓના પુત્રોમાંના ઝખાર્યા અને મશુલ્લામ તેઓના પર દેખરેખ રાખતા હતા. બીજા લેવીઓ પણ હતા જેઓ કુશળ સંગીતકાર હતા તેઓ પણ કામદારોને નિર્દેશ કરતા હતા.
\v 13 આ લેવીઓ ભાર ઊંચકનારાઓ તેમ જ જુદાં જુદાં કામોના કારીગરો પર પણ દેખરેખ રાખતા હતા. વળી કેટલાક લેવીઓ સચિવ, કારભારીઓ અને દ્વારપાળો તરીકે ફરજ બજાવતા હતા.
\s5
\p
\v 14 ઈશ્વરના ઘરમાં સંગ્રહ કરેલાં નાણાંને જયારે તેઓ બહાર કાઢતાં હતા ત્યારે મૂસા દ્વારા આપવામાં આવેલું ઈશ્વરના નિયમોનું પુસ્તક હિલ્કિયા યાજકને હાથ લાગ્યું.
\v 15 તે બતાવતાં હિલ્કિયાએ શાફાન શાસ્ત્રીને કહ્યું, "ઈશ્વરના સભાસ્થાનમાંથી મને નિયમનું આ પુસ્તક મળ્યું છે." હિલ્કિયાએ તે પુસ્તક શાફાનને આપી દીધું.
\v 16 શાફાન તે પુસ્તક રાજા પાસે લઈ ગયો અને કહ્યું, "તારા સેવકો તેમને સોંપેલું કામ વિશ્વાસપૂર્વક કરી રહ્યા છે.
\s5
\p
\v 17 જે નાણાં ઈશ્વરના ઘરમાં હતાં તે તેઓએ બહાર કાઢી લીધા છે અને તેને મુકાદમોને અને કારીગરોને સોંપી દીધાં છે."
\v 18 શાસ્ત્રી શાફાને રાજાને એ પણ કહ્યું કે, "યાજક હિલ્કિયાએ મને એક પુસ્તક આપ્યું છે." પછી તેણે તે પુસ્તક રાજા સમક્ષ વાંચ્યું.
\v 19 રાજાએ જયારે નિયમશાસ્ત્રનાં વચનો સાંભળ્યાં ત્યારે તેણે પોતાનાં વસ્ત્રો ફાડી નાખ્યાં.
\s5
\p
\v 20 હિલ્કિયાને, શાફાનના પુત્ર અહિકામને, મિખાના પુત્ર આબ્દોનને, શાસ્ત્રી શાફાનને તથા રાજાના સેવક અસાયાને રાજાએ હુકમ કર્યો કે,
\v 21 "તમે જાઓ અને મારી ખાતર તેમ જ ઇઝરાયલમાં તથા યહૂદામાં બાકી રહેલાઓને ખાતર મળી આવેલા આ પુસ્તકનાં વચનો સંબંધી ઈશ્વરની ઇચ્છા પૂછો. ઈશ્વરનો રોષ આપણા ઉપર થયો છે, તે ભયંકર છે, કારણ કે આ પુસ્તકમાં જે જે લખેલું છે તે પ્રમાણે આપણા પિતૃઓએ ઈશ્વરનું વચન પાળ્યું નથી."
\s5
\p
\v 22 તેથી હિલ્કિયા અને રાજાએ જે માણસોને આજ્ઞા આપી હતી તે સર્વ પોશાકખાતાના ઉપરી, હાસ્રાના પુત્ર, તોક્હાથના પુત્ર, શાલ્લુમની પત્ની હુલ્દા પ્રબોધિકા પાસે ગયા. તે તો યરુશાલેમના બીજા વિભાગમાં રહેતી હતી. તેઓએ તેની સાથે આ રીતે વાત કરી.
\s5
\p
\v 23 તેણે તેઓને કહ્યું, "ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, "જે માણસે તમને મોકલ્યા છે તેને આમ કહો,
\v 24 "ઈશ્વર કહે છે કે, 'જુઓ, હું આ જગ્યા પર અને એના રહેવાસીઓ પર આફત ઉતારનાર છું, યહૂદિયાના રાજા સમક્ષ વાંચવામાં આવેલા પુસ્તકમાં લખેલા બધા શાપો અમલમાં હું લાવનાર છું.
\v 25 કારણ, તે લોકોએ મને છોડી દઈને અન્ય દેવોની આગળ ધૂપ બાળ્યો છે. અને પોતાનાં બધાં કૃત્યોથી તેઓએ મને રોષ ચઢાવ્યો છે. તેથી મારો રોષ આ જગ્યા પર સળગશે અને હોલવાશે નહિ.'"
\s5
\p
\v 26 પણ આ બાબતમાં ઈશ્વરને પૂછવા માટે તમને મોકલનાર યહૂદિયાના રાજાને કહી દો: "ઇઝરાયલના ઈશ્વર કહે છે કે જે વાતો તેં સાંભળી છે તે વિષે
\v 27 જયારે આ જગ્યા અને તેના રહેવાસીઓ વિરુદ્ધમાં મારાં વચનો તેં સાંભળ્યાં ત્યારે તારું હૃદય પીગળી ગયું હતું અને મારી આગળ તું દીન બન્યો હતો. તેં તારાં વસ્ત્ર ફાડ્યાં અને મારી સમક્ષ તું રડ્યો તેથી મેં તારી અરજ સાંભળી છે - એમ ઈશ્વર કહે છે.
\v 28 'જો, હું આ જગ્યા અને તેના રહેવાસીઓ ઉપર જે આફતો ઉતારનારો છું તે તું તારી નજરે જોઈશ નહિ, તે પહેલાં તું તારા પિતૃઓ સાથે ઊંઘી જશે અને શાંતિથી કબરમાં જશે.'"'" આ જવાબ લઈને તેઓ રાજા પાસે પાછા ગયા.
\s કરારનાં વચન પાળવા યોશિયાની પ્રતિજ્ઞા
\r (૨ રા. ૨૩:૧-૨૦)
\s5
\p
\v 29 પછી રાજાએ સંદેશાવાહકોને મોકલીને યહૂદિયા અને યરુશાલેમના સર્વ વડીલોને એકત્ર થવાની આજ્ઞા કરી.
\v 30 પછી રાજાએ, યહૂદિયાના સર્વ માણસો તથા યરુશાલેમના સર્વ રહેવાસીઓ, યાજકો, લેવીઓ અને નાનામોટાં સર્વ લોકોને પોતાની સાથે યહોવાહના ઘરમાં એકત્ર કર્યા. રાજાએ તેઓને સભાસ્થાનમાંથી મળી આવેલા કરારના પુસ્તકમાંથી વચનો વાંચી સંભળાવ્યાં.
\s5
\p
\v 31 રાજાએ તેની જગાએ ઊભા રહીને ઈશ્વર સમક્ષ એ વચનો પ્રમાણે અનુસરવાની, તેમની બધી આજ્ઞાઓ, તેમના સાક્ષ્યો અને વિધિઓનું પૂર્ણ હૃદયથી પાલન કરવાની અને પુસ્તકમાં લખેલા કરારના બધા વચનો પાળવાની પ્રતિજ્ઞા લીધી.
\v 32 બિન્યામીનના લોકો અને યરુશાલેમમાં જેઓ હાજર હતા તેઓની તેણે તેમાં સંમંતિ લીધી. યરુશાલેમના રહેવાસીઓએ ઈશ્વરના એટલે પોતાના પિતૃઓના ઈશ્વરના કરાર પ્રમાણે કર્યું.
\s5
\p
\v 33 યોશિયાએ ઇઝરાયલી લોકોના તાબામાં જે પ્રદેશ હતા ત્યાંથી સર્વ પ્રકારની ઘૃણાસ્પદ વસ્તુઓને દૂર કરી. તેણે તેમના ઈશ્વર પ્રભુની આરાધના કરવાની આજ્ઞા કરી. તેના બાકીના જીવનકાળ દરમિયાન સર્વ લોકો તેઓના પિતૃઓના ઈશ્વરના માર્ગમાંથી પાછા ફર્યા નહિ.
\s5
\c 35
\s યોશિયા પાસ્ખાપર્વ પાળે છે
\r (૨ રા. ૨૩:૨૧-૨૩)
\p
\v 1 યોશિયાએ યરુશાલેમમાં યહોવાહના માટે પાસ્ખાપર્વ પાળ્યું; અને યોશિયા સહિત લોકોએ પ્રથમ મહિનાના ચૌદમા દિવસે પાસ્ખાનું હલવાન કાપ્યું.
\v 2 તેણે યાજકોને પોતપોતાને સ્થાને ફરી નિયુક્ત કર્યા અને તેઓને ઈશ્વરના ઘરમાં પોતાની ફરજ બજાવવા માટે ઉત્તેજન આપ્યું.
\s5
\p
\v 3 તેણે ઈશ્વરને માટે પવિત્ર થયેલા અને ઇઝરાયલને બોધ કરનાર લેવીઓને કહ્યું કે, "ઇઝરાયલના રાજા દાઉદના પુત્ર સુલેમાને બંધાવેલા ઘરમાં પવિત્ર કોશને મૂકો. તમારે તેને ખભા પર ઊંચકવો નહિ. હવે તમે ઈશ્વર તમારા પ્રભુની અને તેમના લોકો, ઇઝરાયલીઓની સેવા કરો;
\v 4 ઇઝરાયલના રાજા દાઉદ અને તેના પુત્ર સુલેમાનની સૂચનાઓમાં લખ્યા પ્રમાણે તમે તમારા પિતૃઓના કુટુંબો પોતપોતાના વિભાગોમાં ગોઠવાઈ જાઓ.
\s5
\p
\v 5 તમારા ભાઈઓના પિતૃઓના કુટુંબોના વિભાગો અને વંશજો પ્રમાણે પવિત્ર સ્થાનમાં ઊભા રહો. અને લેવીઓના પિતૃઓના જુદાં જુદાં કુટુંબોના વિભાગ પ્રમાણે તમારું સ્થાન લો.
\v 6 પાસ્ખાનું હલવાન કાપો; અને પોતાને પવિત્ર કરો. મૂસા દ્વારા અપાયેલા ઈશ્વરના વચન પ્રમાણે તમારા ઇઝરાયલી ભાઈઓ માટે પાસ્ખાની તૈયારી કરો."
\s5
\p
\v 7 પાસ્ખાનાં અર્પણો માટે યોશિયાએ લોકોને ત્રીસ હજાર ઘેટાંબકરાંના હલવાનો અને લવારાં આપ્યાં. વળી તેણે ત્રણ હજાર બળદો પણ આપ્યાં. તે સર્વ રાજાની સંપત્તિમાંથી પાસ્ખાના અર્પણોને માટે આપવામાં આવ્યા હતાં.
\v 8 તેના અધિકારીઓએ યાજકોને, લેવીઓને અને બાકીના લોકોને ઐચ્છિકાર્પણો આપ્યાં. ઈશ્વરના સભાસ્થાનના અધિકારીઓ હિલ્કિયા, ઝખાર્યા અને યહીએલ યાજકોને પાસ્ખાનાં અર્પણો તરીકે બે હજાર છસો ઘેટાંબકરાં તથા ત્રણસો બળદો આપ્યાં.
\v 9 કોનાન્યાએ તથા તેના ભાઈઓએ, એટલે શમાયા તથા નથાનએલે અને લેવીઓના આગેવાનો હશાબ્યા, યેઈએલ તથા યોઝાબાદે લેવીઓને પાસ્ખાર્પણને માટે પાંચ હાજર ઘેટાંબકરાં તથા પાંચસો બળદો આપ્યાં.
\s5
\p
\v 10 એમ પાસ્ખાવિધિ સેવાની પૂર્વ વ્યવસ્થા પૂરી થઈ અને રાજાની આજ્ઞા પ્રમાણે યાજકો પોતાને સ્થાને અને લેવીઓ પણ પોતપોતાનાં વર્ગો પ્રમાણે નિયત સ્થાને ઊભા રહ્યા.
\v 11 તેઓએ પાસ્ખાનાં પશુઓને કાપ્યાં અને યાજકોએ તેઓના હાથમાંથી તેમનું લોહી લઈને છાટ્યું અને લેવીઓએ તે પશુઓનાં ચર્મ ઉતાર્યાં.
\v 12 મૂસાના પુસ્તકમાં લખ્યા પ્રમાણે ઈશ્વરને ચઢાવવા સારુ, લોકોનાં કુટુંબોના વિભાગો પ્રમાણે તેઓને આપવા માટે તેઓએ દહનીયાર્પણોને અલગ કર્યાં. બળદોનું પણ તેઓએ એમ જ કર્યું.
\s5
\p
\v 13 તેઓએ પાસ્ખાનાં હલવાનો અગ્નિમાં શેક્યાં. તેઓ પવિત્ર અર્પણોને તપેલાંમાં, કઢાઈઓ તથા તાવડાઓમાં બાફીને, તેમને લોકોની પાસે ઉતાવળે લઈ ગયા.
\v 14 પછી તેઓએ પોતાને માટે તેમ જ યાજકોને માટે તૈયાર કર્યું, કેમ કે યાજકો જે હારુનના વંશજો હતા તેઓ આખીરાત દહનીયાર્પણ તથા મેંદાર્પણ કરવામાં ખૂબ વ્યસ્ત હતા, તેથી લેવીઓએ પોતાને સારુ તથા યાજકો જે હારુનના વંશજો હતા તેઓને સારુ પાસ્ખા તૈયાર કર્યું.
\s5
\p
\v 15 દાઉદ, આસાફ, હેમાન તથા રાજાના પ્રબોધકો યદૂથૂનની આજ્ઞા પ્રમાણે આસાફના વંશજો, એટલે ગાનારાઓ, પોતપોતાની જગ્યાએ ઊભા હતા. દ્વારપાળો દરેક દરવાજે ઊભા હતા; તેઓને પોતાનાં સેવાસ્થાનેથી પાસ્ખા તૈયાર કરવા જવાની જરૂર નહોતી, કારણ કે તેઓના ભાઈ લેવીઓ તેઓને માટે તૈયાર કરતા હતા.
\s5
\p
\v 16 તેથી તે સમયે યોશિયા રાજાની આજ્ઞા પ્રમાણે પાસ્ખા પાળવાને લગતી તથા ઈશ્વરની વેદી ઉપર દહનીયાર્પણ ચઢાવવાને લગતી ઈશ્વરની સર્વ સેવા સમાપ્ત થઈ.
\v 17 તે સમયે હાજર રહેલા ઇઝરાયલી લોકોએ પાસ્ખાનું પર્વ તથા બેખમીરી રોટલીનું પર્વ સાત દિવસ સુધી પાળ્યું.
\s5
\p
\v 18 શમુએલ પ્રબોધકના સમયથી આજ સુધી ઇઝરાયલમાં તેના જેવું પાસ્ખાપર્વ આ રીતે ઊજવાયું નહોતું. તેમ જ આ જેવું પાસ્ખાપર્વ યોશિયાએ, યાજકોએ, લેવીઓએ, યહૂદિયાના લોકોએ, હાજર રહેલા ઇઝરાયલીઓએ તથા યરુશાલેમના વતનીઓએ પાળ્યું તેવું પાસ્ખાપર્વ ઇઝરાયલના રાજાઓમાંના કોઈએ પણ અગાઉ પાળ્યું નહોતું.
\v 19 યોશિયાના રાજ્યને અઢારમે વર્ષે આ પાસ્ખાપર્વ ઊજવવામાં આવ્યું હતું.
\s યોશિયાના રાજ્યકાળનો અંત
\r (૨ રા. ૨૩:૨૮-૩૦)
\s5
\p
\v 20 આ બધું બન્યા પછી, જ્યારે યોશિયા સભાસ્થાન તૈયાર કરી રહ્યો, ત્યારે મિસરનો રાજા નકોએ યુદ્ધ કરવા માટે ફ્રાતના કાંઠા પરના કાર્કમીશ ઉપર ચઢી આવ્યો. યોશિયા તેનો સામનો કરવા ગયો.
\v 21 પરંતુ નખોએ તેની પાસે એલચીઓ મોકલીને કહેવડાવ્યું કે, "ઓ યહૂદિયાના રાજા, મારે અને તારે શું છે? આજે હું તારી સાથે લડવા નથી આવ્યો, પણ જેની સાથે મારી દુશ્મનાવટ છે તે રાજા સાથે લડવા આવ્યો છું. ઈશ્વરે મને ઉતાવળ કરવાની આજ્ઞા આપી છે, જે ઈશ્વર મારી સાથે છે તેમની ઇચ્છાની વિરુદ્ધ દખલગીરી કરીશ નહિ, રખેને તે તારો પણ નાશ કરે."
\s5
\p
\v 22 પણ યોશિયાએ તેનું સાંભળ્યું નહિ અને તેની સાથે લડવા માટે ગુપ્તવેશ ધારણ કરીને ગયો. ઈશ્વરના મુખમાંથી આવેલા નકોનાં વચન તેણે કાન પર લીધાં નહિ અને મગિદ્દોના મેદાનમાં તે યુદ્ધ કરવા ગયો.
\s5
\p
\v 23 નખોના ધનુર્ધારીઓ સૈનિકોએ યોશિયા રાજાને બાણ માર્યાં. તેથી રાજાએ તેના ચાકરોને કહ્યું, "મને લઈ જાઓ, કેમ કે હું સખત ઘવાયો છું."
\v 24 તેના ચાકરો તેને તેના રથમાંથી ઉપાડીને બીજા રથમાં મૂકીને યરુશાલેમ લઈ ગયા. ત્યાં તે મરણ પામ્યો. તેને તેના પૂર્વજોની કબરોમાં દફનાવવામાં આવ્યો. સમગ્ર યહૂદિયા તથા યરુશાલેમે યોશિયાને માટે વિલાપ કર્યો.
\s5
\p
\v 25 યર્મિયાએ યોશિયા માટે વિલાપ કર્યો; સર્વ ગાનારાઓએ તથા ગાનારીઓએ યોશિયા સંબંધી આજ પર્યંત સુધી વિલાપનાં ગીતો ગાતા રહેલાં છે. ઇઝરાયલમાં આ ગીતો ગાવાનો રિવાજ હતો. આ ગીતો વિલાપના પુસ્તકમાં લખેલાં છે.
\p
\v 26 યોશિયાનાં બાકીનાં કૃત્યો તથા ઈશ્વરના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે તેણે કરેલાં તેનાં સુકૃત્યો તથા
\v 27 તેના બીજાં સેવાકાર્યો વિષે પહેલેથી તે છેલ્લે સુધી ઇઝરાયલ તથા યહૂદિયાના રાજાઓના પુસ્તકમાં લખેલાં છે.
\s5
\c 36
\s યહૂદિયાની ગાદીએ યહોઆહાઝ
\r (૨ રા. ૨૩:૩૦-૩૫)
\p
\v 1 પછી દેશના લોકોએ યોશિયાના પુત્ર યહોઆહાઝને તેના પિતાની જગ્યાએ યરુશાલેમમાં રાજા તરીકે પસંદ કર્યો.
\v 2 યોઆહાઝ જ્યારે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર ત્રેવીસ વર્ષની હતી અને તેણે યરુશાલેમમાં માત્ર ત્રણ મહિના સુધી રાજ કર્યુ.
\s5
\p
\v 3 મિસરના રાજાએ તેને યરુશાલેમમાં પદભ્રષ્ટ કર્યો. અને દેશ ઉપર સો તાલંત ચાંદીનો 3,400 કિલોગ્રામ ચાંદી અને એક તાલંત સોનાનો 34 કિલોગ્રામ સોનું કર ઝીંક્યો. એ રીતે દેશને દંડ કર્યો.
\v 4 મિસરના રાજા નકોએ તેના ભાઈ એલ્યાકીમને યહૂદિયાનો તથા યરુશાલેમનો રાજા બનાવ્યો અને તેનું નામ બદલીને યહોયાકીમ રાખ્યું. પછી તે એલ્યાકીમના ભાઈ યોઆહાઝને મિસર લઈ ગયો.
\s યહૂદિયાની ગાદીએ યહોયાકીમ
\r (૨ રા. ૨૩:૩૬—૨૪:૭)
\s5
\p
\v 5 યહોયાકીમ રાજા બન્યો ત્યારે તે પચીસ વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં અગિયાર વર્ષ સુધી રાજય કર્યુ. તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું.
\v 6 પછી બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર તેના ઉપર ચઢી આવ્યો અને તેને સાંકળથી બાંધીને બાબિલ લઈ ગયો.
\v 7 વળી નબૂખાદનેસ્સાર ઈશ્વરના સભાસ્થાનની કેટલીક સામગ્રી પણ બાબિલ લઈ ગયો અને તેને પોતાના મહેલમાં રાખી.
\s5
\p
\v 8 યહોયાકીમ સંબંધીના બનાવો, તેણે કરેલાં ઘૃણાજનક કાર્યો અને જેને માટે તેને ગુનેગાર ઠરાવવાંમાં આવ્યો હતો તે વિષે બધું વિગતવાર ઇઝરાયલના અને યહૂદિયાના રાજાઓનાં પુસ્તકમાં લખેલું છે. તેના પછી તેનો પુત્ર યહોયાખીન રાજા થયો.
\s યહૂદિયાની ગાદીએ યહોયાખીન
\r (૨ રા. ૨૪:૮-૧૭)
\s5
\p
\v 9 યહોયાખીન જયારે રાજા બન્યો ત્યારે તે આઠ વર્ષનો હતો. તેણે માત્ર ત્રણ માસ અને દસ દિવસ સુધી યરુશાલેમમાં રાજય કર્યુ. તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું.
\v 10 વસંતઋતુમાં નબૂખાદનેસ્સાર રાજાએ યરુશાલેમમાં માણસો મોકલ્યા. ત્યાંના ઈશ્વરના સભાસ્થાનની કિંમતી વસ્તુઓ લૂંટી લીધી. તે સાથે યહોયાખીનને પણ પકડીને બાબિલમાં લઈ જવાયો. અને તેના ભાઈ
\f +
\fr 36:10
\ft તેના ચચેરો ભાઈ
\f* સિદકિયાને યહૂદિયા અને યરુશાલેમના રાજા તરીકે નિયુક્ત કર્યો.
\s યહૂદિયાની ગાદીએ સિદકિયા
\r (૨ રા. ૨૪:૧૮-૨૦; યર્મિ. ૫૨:૧-૩)
\s5
\p
\v 11 સિદકિયા રાજા બન્યો ત્યારે તે એકવીસ વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં અગિયાર વર્ષ સુધી રાજય કર્યુ.
\v 12 તેણે તેના ઈશ્વર પ્રભુની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું. ઈશ્વરનાં વચન બોલનાર પ્રબોધક યર્મિયાની આગળ તે દીન થયો નહિ.
\s યરુશાલેમનું પતન
\r (૨ રા. ૨૫:૧-૨; યર્મિ. ૫૨:૩-૧૧)
\s5
\p
\v 13 વળી નબૂખાદનેસ્સાર રાજાએ તેને વફાદાર રહેવાને ઈશ્વરના સમ ખવડાવ્યા હતા છતાં તેણે તેની સામે બળવો કર્યો. તેણે તેની ગરદન અક્કડ કરી અને ઇઝરાયલના ઈશ્વર વિરુદ્ધ તેનું હૃદય કઠણ કર્યું.
\v 14 તે ઉપરાંત યાજકોના સર્વ આગેવાનો અને લોકોએ પણ બીજા લોકોની જેમ ધિક્કારપાત્ર કાર્યો કરીને પાપ કર્યું. તેઓએ યરુશાલેમમાં આવેલા ઈશ્વરે પવિત્ર કરેલા સભાસ્થાનને ભ્રષ્ટ કર્યું.
\s5
\p
\v 15 તેઓના પિતૃઓના ઈશ્વરે વારંવાર પોતાના પ્રબોધકો મોકલીને તેઓની મારફતે તેઓને ચેતવણી આપી, કારણ કે પોતાના લોકો પર અને પોતાના નિવાસ પર તેને દયા આવતી હતી.
\v 16 પણ તેઓએ ઈશ્વરના સંદેશવાહકોની મશ્કરી કરી, તેના વચનોની ઉપેક્ષા કરી અને પ્રબોધકોને હસી કાઢ્યાં, તેથી ઈશ્વરને તેના લોકો પર એટલો બધો રોષ ચઢ્યો કે આખરે કોઈ જ ઉપાય રહ્યો નહિ.
\s5
\p
\v 17 તેથી ઈશ્વરે ખાલદીઓના રાજાને તેમના ઉપર ચઢાઈ કરવા મોકલ્યો. તેણે પવિત્રસ્થાનમાં તેઓના જુવાન માણસોને મારી નાખ્યા. તેણે યુવાન, યુવતી, વૃદ્ધ કે પ્રૌઢ કોઈનાં પર દયા રાખી નહિ. ઈશ્વરે તેઓ સર્વને તેના હાથમાં સોંપી દીધાં.
\s5
\p
\v 18 ઈશ્વરના સભાસ્થાનની નાનીમોટી બધી જ સામગ્રી તથા તેના ખજાના અને રાજા તેમ જ તેના અધિકારીઓનાં ખજાના, એ બધું તે બાબિલમાં લઈ ગયો.
\v 19 તેઓએ ઈશ્વરના સભાસ્થાન બાળી નાખ્યું. યરુશાલેમનો કોટ તોડી પાડીને જમીનદોસ્ત કરી નાખ્યો. તેના મહેલોને બાળીને ભસ્મ કર્યા. બધી જ કિંમતી વસ્તુઓનો નાશ કર્યો.
\s5
\p
\v 20 જે લોકો તલવારની ધારથી બચી ગયા હતા, તે લોકોને તે બાબિલ લઈ ગયો. ઇરાનના રાજયના અમલ સુધી તેઓ તેના તથા તેના વંશજોના ગુલામ થઈને રહ્યા.
\v 21 આ રીતે યર્મિયાના મુખથી બોલાયેલું ઈશ્વરનું વચન પૂરું થાય માટે દેશે પોતાના સાબ્બાથો ભોગવ્યા ત્યાં સુધી એટલે કે સિત્તેર વર્ષ સુધી દેશ ઉજ્જડ રહ્યો, તેટલાં સમય સુધી દેશે વિશ્રામ પાળ્યો!
\s યહૂદિઓને પાછા જવા કોરેશની રજા
\r (એઝ. ૧:૧-૪)
\s5
\p
\v 22 હવે યર્મિયા પ્રબોધક દ્વારા આપવામાં આવેલ યહોવાહનું વચન પૂર્ણ થાય માટે ઇરાનના રાજા કોરેશના પહેલા વર્ષમાં ઈશ્વરે કોરેશને પ્રેરણા કરી. કોરેશને થયેલી ઈશ્વરીય પ્રેરણા પ્રમાણે તેણે લિખિત જાહેરાત કરાવી કે,
\v 23 "ઇરાનનો રાજા કોરેશ એમ કહે છે કે, આકાશના ઈશ્વર પ્રભુએ મને પૃથ્વીના સર્વ રાજયો આપ્યાં છે. યહૂદિયામાં આવેલા યરુશાલેમમાં સભાસ્થાન બાંધવાની તેમણે મને આજ્ઞા આપી છે, તેમના લોકમાંનો જે કોઈ તમારામાં હોય, તે ત્યાં જાય. તેમના ઈશ્વર પ્રભુ તેમની સાથે હોજો."