gu_ulb/05-DEU.usfm

2387 lines
344 KiB
Plaintext

\id DEU પુનર્નિયમ
\ide UTF-8
\h પુનર્નિયમ
\toc1 પુનર્નિયમ
\toc2 પુનર્નિયમ
\toc3 deu
\mt1 પુનર્નિયમ
\is લેખક
\ip પુનર્નિયમનું પુસ્તક મૂસાએ લખ્યું હતું, કે જે વાસ્તવમાં તેના ઇઝરાયલીઓને આપેલા સંદેશાઓનો સંગ્રહ છે કે જે તેઓએ યરદન નદી પાર કરી બરાબર તે અગાઉ તેણે આપ્યા હતા. "આ એ વચનો છે કે જે મૂસાએ કહ્યાં" (1:1). કોઈ બીજી વ્યક્તિએ (કદાચને યહોશુઆએ) અંતિમ અધ્યાય લખ્યો હોય શકે. આ પુસ્તક પોતે મોટા ભાગનું લખાણ મૂસાએ લખ્યું હતું તેમ જણાવે છે (1:1,5; 31:24). પુનર્નિયમનું પુસ્તક મૂસા અને ઇઝરાયલીઓને મોઆબના પ્રદેશમાં જ્યાં યરદન નદી મૃત સમુદ્રમાં ભળે છે તે વિસ્તારમાં સ્થિત બતાવે છે (1:5). પુનર્નિયમનો અર્થ "દ્વિતીય નિયમ" એવો થાય છે. તે ઈશ્વર અને ઇઝરાયલી લોકો વચ્ચેના કરારનું ફરી કરાયેલું વર્ણન છે.
\is લખાણનો સમય અને સ્થળ
\ip લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 1446 થી 1405 વચ્ચેનો છે.
\ip આ પુસ્તક ઇઝરાયલીઓના વચનના દેશમાં પ્રવેશવાના ૪૦ દિવસ અગાઉના ગાળામાં લખવામાં આવ્યું હતું.
\is વાંચકવર્ગ
\ip તેઓના માતાપિતાએ મિસરની ગુલામગીરીમાંથી છૂટ્યા તેના ૪૦ વર્ષ બાદની ઇઝરાયલીઓની નવી પેઢી કે જેઓ વચનના દેશમાં પ્રવેશવા તૈયાર હતા તેઓ અને ત્યાર બાદના બધા જ બાઇબલ વાંચકો.
\is હેતુ
\ip પુનર્નિયમ એ મૂસાનું દેશને અપાયેલું "વિદાયગીરીનું ભાષણ" છે. ઇઝરાયલીઓ વચનના દેશમાં પ્રવેશવા તૈયાર ઊભા છે. મિસરમાંથી નિર્ગમન કર્યાના ચાલીસ વર્ષો બાદ, આ રાષ્ટ્ર કનાન દેશ જીતવા યરદન નદી પાર કરવાની તૈયારીમાં છે. તો પણ મૂસા તો મૃત્યુ પામવાની તૈયારીમાં હતો અને તે રાષ્ટ્ર સાથે વચનના દેશમાં જઇ શકવાનો નહોતો. મૂસાનું વિદાયગીરીનું ભાષણ રાષ્ટ્ર માટે ઈશ્વરની આજ્ઞાઓ પાળવાની એક જુસ્સેદાર અરજ છે કે જેથી નવા દેશમાં તેઓનું બધું જ સારું થાય. (6:1-3, 17-19). આ ભાષણ લોકોને તેઓના ઈશ્વર કોણ છે (6:4) અને તેમણે તેઓ માટે શું કર્યું છે (6:10-12, 20-23) તે યાદ કરાવે છે. મૂસા લોકોને વિનંતી કરે છે કે તેઓ આ આજ્ઞાઓને આવનાર પેઢીઓને પહોંચાડતા રહે. (6:6-9).
\is મુદ્રાલેખ
\ip આજ્ઞાપાલન
\iot રૂપરેખા
\io1 ઇઝરાયલની મિસરથી મુસાફરી (1-3)
\io1 ઇઝરાયલનો ઈશ્વર સાથેનો સંબંધ (4-10)
\io1 ઈશ્વર પ્રત્યેની વફાદારીનું મહત્ત્વ (6:1 - 11:32)
\io1 કેવી રીતે ઈશ્વરને પ્રેમ કરવો તથા તેમની આજ્ઞાઓ પાળવી (11-26)
\io1 આશીર્વાદો અને શ્રાપો (27-30)
\io1 મૂસાનું મરણ (31-34)
\s5
\c 1
\p
\v 1 યર્દન પાર
\f +
\fr 1:1
\ft યર્દનની પૂર્વ પ્રદેશ
\f* અરણ્યમાં, સૂફ સમુદ્રની સામેના અરાબાની ખીણ પ્રદેશમાં, પારાન, તોફેલ, લાબાન, હસેરોથ તથા દી-ઝાહાબ તેઓની નગરો આવેલાં હતા ત્યાં જે વચનો મૂસાએ ઇઝરાયલપુત્રોને કહી સંભળાવ્યાં તે નીચે મુજબ છે.
\v 2 સેઈર પર્વતને માર્ગે હોરેબથી કાદેશ બાર્નેઆ સુધીનું અંતર અગિયાર દિવસની મજલ જેટલું છે.
\s5
\p
\v 3 મિસર દેશ છોડ્યાના ચાળીસમા વર્ષના અગિયારમા મહિનાને પ્રથમ દિવસે એમ થયું કે, જે સર્વ આજ્ઞાઓ યહોવાહે મૂસાને આપી હતી, તે તેણે ઇઝરાયલી લોકોને કહી સંભળાવી.
\v 4 એટલે અમોરીઓનો રાજા સીહોન જે હેશ્બોનમાં રહેતો હતો અને બાશાનનો રાજા ઓગ જે આશ્તારોથમાં એડ્રેઇ પાસે રહેતો હતો, તેઓનો ઈશ્વરે નાશ કર્યો ત્યાર પછી;
\s5
\p
\v 5 યર્દન પાર મોઆબ દેશમાં મૂસાએ આ નિયમ પ્રગટ કરવાની શરૂઆત કરીને કહ્યું કે,
\v 6 આપણા ઈશ્વર યહોવાહે હોરેબ પર આપણને કહ્યું હતું કે, તમને આ પર્વત પર ઘણો જ વખત વીતી ગયો છે.
\s5
\p
\v 7 તો હવે તમે પાછા ફરો, અને કૂચ કરીને અમોરીઓના પહાડી પ્રદેશમાં તથા તેની નજીકની સર્વ જગ્યાઓમાં એટલે અરાબા, પહાડીપ્રદેશમાં, નીચલાપ્રદેશમાં, નેગેબમાં તથા સમુદ્રકાંઠે, કનાનીઓના દેશમાં તથા લબાનોનમાં એટલે મોટી નદી ફ્રાત નદી સુધી જાઓ.
\v 8 જુઓ, તમારી આગળ આ જે દેશ હું દર્શાવું છું; તેમાં પ્રવેશ કરો. એ દેશ વિષે યહોવાહે તમારા પૂર્વજો એટલે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ આગળ પ્રતિજ્ઞા લીધી હતી કે હું તમને તથા તમારા વંશજોને તે દેશ આપીશ તેનું વતન પ્રાપ્ત કરો'"
\s મૂસા ન્યાયાધીશો નીમે છે
\s5
\p
\v 9 "તે સમયે મેં તમને એવું કહ્યું હતું કે, હું પોતે એકલો તમારો બધાનો બોજો ઉપાડવાને શક્તિમાન નથી.
\v 10 તમારા યહોવાહે તમારો વિસ્તાર વધાર્યો છે, અને જુઓ, આજે તમારી સંખ્યા આકાશના તારાઓ જેટલી છે.
\v 11 તમારા પૂર્વજોના ઈશ્વર યહોવાહે તમને આપેલા વચન પ્રમાણે તમે છો તેના કરતાં તમને હજારગણા વધારો અને આશીર્વાદ આપો.
\s5
\p
\v 12 પણ હું એકલો જાતે તમારી જવાબદારી, તમારી સમસ્યા તથા તમારા ઝઘડાનું નિરાકરણ શી રીતે કરી શકું?
\v 13 માટે તમે પોતપોતાના કુળોમાંથી જ્ઞાની, બુદ્ધિમાન અને અનુભવી માણસોને પસંદ કરો. હું તેઓને તમારા અધિકારીઓ ઠરાવીશ."
\v 14 પછી તમે મને ઉત્તર આપ્યો હતો અને કહ્યું હતું કે, જે વાત તેં કહી છે તે પ્રમાણે કરવું તે સારું છે.
\s5
\v 15 "તેથી તમારાં કુળોમાંના આગેવાનો જેઓ બુદ્ધિમાન અને અનુભવી પુરુષો હતા તેઓને લઈને મેં તમારા અધિકારીઓ ઠરાવ્યા. એટલે તમારાં કુળો પ્રમાણે હજાર-હજારના આગેવાનો તથા સો-સોના આગેવાનો, પચાસ-પચાસના આગેવાનો દસ-દસના આગેવાનો તથા અમલદારો ઠરાવ્યા.
\v 16 અને તે સમયે મેં તમારા ન્યાયીધીશોને એવી આજ્ઞા કરી હતી કે, તમારા ભાઈઓ વચ્ચેની તકરાર તમારે સાંભળવી. અને ભાઈ ભાઈની વચ્ચે તથા ભાઈ અને તેની સાથેના પરદેશી વચ્ચે તમારે નિષ્પક્ષ ન્યાય કરવો.
\s5
\p
\v 17 ન્યાય કરતી વખતે તમારે આંખની શરમ રાખવી નહિ; નાના તથા મોટા સૌનું સરખી રીતે સાંભળવું. માણસનું મોં જોઈને તમારે બીવું નહિ, કેમ કે ન્યાય કરવો એ ઈશ્વરનું કામ છે. જો કોઈ મુકદમો તમને અઘરો લાગે તો તે તમારે મારી પાસે લાવવો એટલે તે હું સંભાળીશ.
\v 18 અને તમારે શું કરવું તે સર્વ વિષે મેં તમને તે સમયે આજ્ઞા આપી હતી.
\s કાદેશ-બાર્નેઆથી જાસુસો મોકલ્યા
\r (ગણ. ૧૩:૧-૩૩)
\s5
\p
\v 19 અને આપણે હોરેબ પર્વત છોડીને જે વિશાળ અને ભયંકર અરણ્ય તમે જોયું તે અરણ્ય, ઈશ્વર આપણા યહોવાહે આપેલી આજ્ઞા પ્રમાણે અમોરીઓના પર્વતીય પ્રદેશને રસ્તે ચાલતાં આપણે ઓળગ્યું. અને આપણે કાદેશ બાર્નેઆ આવ્યા.
\s5
\p
\v 20 ત્યારે મેં તમને કહ્યું કે, "અમોરીઓનો જે પહાડી પ્રદેશ ઈશ્વર આપણા યહોવાહે આપણને આપવાનું વચન આપ્યું હતું, તેમાં તમે આવી પહોંચ્યા છો.
\v 21 જુઓ, ઈશ્વર તમારા યહોવાહે તે દેશ તમારી આગળ મૂક્યો છે; ઈશ્વર તમારા પિતૃઓના યહોવાહે તમને કહ્યું તે પ્રમાણે આગળ વધીને તેનો કબજો લો. બીશો નહિ અને ગભરાશો નહિ."
\s5
\p
\v 22 અને તમે સર્વએ મારી પાસે આવીને કહ્યું કે, "આપણે માણસો મોકલીએ, એ માટે કે તેઓ આપણે વાસ્તે દેશની બાતમી કાઢે અને આપણે કયે રસ્તે આગળ જવું અને કયાં નગરો આપણા રસ્તામાં આવશે તે વિષે તેઓ પાછા આવીને આપણને ખબર આપે.''
\v 23 અને એ સૂચના મને સારી લાગી; તેથી મેં દરેક કુળમાંથી એકેક માણસ એટલે તમારામાંથી બાર માણસો પસંદ કર્યા.
\v 24 અને તેઓ પાછા ફરીને પર્વત પર ચઢ્યા અને એશ્કોલની ખીણમાં જઈને તેની જાસૂસી કરી.
\s5
\v 25 અને તેઓ તે દેશનાં ફળ પોતાની સાથે લઈને આપણી પાસે આવ્યા. અને તેઓ એવી ખબર લાવ્યા કે, જે ભૂમિ આપણા ઈશ્વર યહોવાહ આપણને આપવાના છે તે ભૂમિ સારી છે.
\s5
\p
\v 26 "પણ તમે ત્યાં જવા નહિ ચાહતા ઈશ્વર તમારા યહોવાહની આજ્ઞાનો અનાદર કર્યો.
\v 27 અને તમે લોકોએ તમારા તંબુમાં બબડાટ કરીને કહ્યું કે, 'યહોવાહ આપણને ધિક્કારે છે, તેથી જ તેમણે આપણને મિસરમાંથી બહાર લાવીને અમોરીઓના હાથમાં સોંપી દીધા છે જેથી તેઓ આપણા સૌનો નાશ કરે.
\v 28 હવે આગળ અમે કયાં જઈએ? "તે લોકો આપણા કરતાં કદમાં મોટા અને શક્તિશાળી છે; તેઓનાં નગરો મોટાં અને તેના કોટ ગગન જેટલા ઊંચા છે; અને વળી ત્યાં અનાકપુત્રો પણ અમારા જોવામાં આવ્યા છે. એવું કહીને અમારા ભાઈઓએ અમને ભયભીત કરી નાખ્યા છે."
\s5
\p
\v 29 ત્યારે મેં તમને કહ્યું કે, "ડરો નહિ અને તેઓથી બી ન જાઓ.
\v 30 તમારા ઈશ્વર યહોવાહ તમારી આગળ જશે અને તમેે મિસરમાં હતા ત્યારે તમારા માટે જે પરાક્રમી કૃત્યો કર્યા હતા તેમ તે તમારા માટે લડશે.
\v 31 અરણ્યમાં પણ તમે જોયું તેમ જ આ જગ્યાએ આવ્યા ત્યાં સુધી જે માર્ગે તમે ગયા ત્યાં જેમ પિતા પોતાના દીકરાને ઊંચકી લે તેમ ઈશ્વર તમારા યહોવાહે તમને ઊંચકી લીધા છે."
\s5
\p
\v 32 આ બધી બાબતોમાં પણ તમે તમારા ઈશ્વર ફક્ત યહોવાહ પર વિશ્વાસ કર્યો નહિ,
\v 33 રસ્તે તમારા માટે તંબુ બાંધવાની જગ્યા શોધવા, કયા માર્ગે તમારે જવું તે બતાવવાને યહોવાહ રાત્રે અગ્નિરૂપે અને દિવસે મેઘરૂપે તમારી આગળ ચાલતા હતા.
\s યહોવાહ ઇઝરાયલને શિક્ષા કરે છે
\r (ગણ. ૧૪:૨૦-૪૫)
\s5
\p
\v 34 યહોવાહ તમારો અવાજ સાંભળીને કોપાયમાન થયા; તેમણે સમ ખાઈને કહ્યું કે,
\v 35 "જે સારો દેશ તમારા પૂર્વજોને આપવાને મેં સમ ખાધા હતા, તે આ ખરાબ પેઢીના માણસોમાંથી એક પણ જોશે નહિ.
\v 36 ફક્ત યફૂન્નેનો દીકરો કાલેબ તે દેશ જોશે. જે ભૂમિમાં તે ફર્યો છે તે હું તેને તથા તેના સંતાનોને આપીશ, કેમ કે તે સંપૂર્ણપણે યહોવાહને અનુસર્યો છે."
\s5
\p
\v 37 વળી તમારા લીધે યહોવાહે મારા પર પણ ગુસ્સે થઈને કહ્યું કે, "તું પણ તેમાં પ્રવેશ કરશે નહિ;
\v 38 નૂનનો દીકરો યહોશુઆ જે તારી આગળ તારા ચાકર તરીકે ઊભો છે તે તેમાં પ્રવેશ કરશે; તું તેને હિંમત આપ, કેમ કે તે ઇઝરાયલને તેનો વારસો અપાવશે.
\s5
\p
\v 39 વળી તમારાં બાળકો જેના વિષે તમે કહ્યું કે, તેઓ ભક્ષ થઈ જશે, જેઓને આજે સારા અને ખરાબની સમજ નથી તેઓ તેમાં પ્રવેશ કરશે. તેઓને હું તે આપીશ અને તેઓ તેનું વતન પામશે.
\v 40 પણ તમે પાછા ફરો અને અરણ્યમાં લાલ સમુદ્રના માર્ગે થઈને ચાલો."
\s5
\p
\v 41 ત્યારે તમે મને જવાબ આપ્યો કે, "અમે યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું છે, અમે ઉપર ચઢીને આપણા ઈશ્વર યહોવાહે આપણને આપેલી બધી આજ્ઞા પ્રમાણે યુદ્ધ કરીશું." તમારામાંનો દરેક માણસ પોતપોતાનાં યુદ્ધશસ્ત્ર ધારણ કરીને પર્વતીય પ્રદેશ ઉપર હુમલો કરવા જવાને તૈયાર થઈ ગયો હતો.
\v 42 યહોવાહે મને કહ્યું, "તેઓને કહે કે, 'હુમલો કરશો નહિ, તેમ યુદ્ધ પણ કરશો નહિ, રખેને તમે તમારા શત્રુઓથી પરાજિત થાઓ, કેમ કે હું તમારી સાથે નથી."
\s5
\p
\v 43 એમ મેં તમને કહ્યું, પણ તમે સાંભળ્યું નહિ. તમે યહોવાહની આજ્ઞાની વિરુદ્ધ બળવો કર્યો; તમે આવેશમાં આવીને પર્વતીય પ્રદેશ ઉપર હુમલો કર્યો.
\v 44 પહાડી પ્રદેશમાં રહેતા અમોરીઓ તમારી વિરુદ્ધ બહાર નીકળી આવ્યા અને મધમાખીઓની જેમ તમારી પાછળ લાગ્યા, સેઈરમાં છેક હોર્મા સુધી તમને મારીને હાર આપી.
\s5
\p
\v 45 તમે પાછા ફરીને યહોવાહની આગળ રડ્યા; પણ યહોવાહે તમારો અવાજ સાંભળ્યો નહિ, તમારી દરકાર કરી નહિ.
\v 46 આથી ઘણાં દિવસો તમે કાદેશમાં રહ્યા, એટલે કે બધા દિવસો તમે ત્યાં રહ્યા.
\s5
\c 2
\s વર્ષો સુધી અરણ્યની રઝળપાટ
\p
\v 1 પછી યહોવાહે મૂસા સાથે આ પ્રમાણે વાત કર્યું. યહોવાહે મને કહ્યું હતું તે મુજબ અમે પાછા ફરીને લાલ સમુદ્રને માર્ગે અરણ્યમાં ચાલ્યા. ઘણાં દિવસો સુધી અમે સેઈર પર્વતની આસપાસ ફરતા રહ્યા.
\v 2 પછી યહોવાહે મને કહ્યું, કે,
\v 3 "આ પર્વતની આસપાસ તમે લાંબો સમય ફર્યા છો, હવે ઉત્તર તરફ પાછા વળો.
\s5
\p
\v 4 લોકોને આજ્ઞા કરીને કહે, તમે સેઈરમાં રહેનારા તમારા ભાઈઓ, એટલે કે એસાવના વંશજોની હદમાં થઈને પસાર થવાના છો. તેઓ તમારાથી ડરી જશે. માટે તમે કાળજી રાખજો.
\v 5 તેઓની સાથે યુદ્ધ કરશો નહિ, કેમ કે તેઓના દેશમાંથી હું તમને કંઈપણ આપીશ નહિ, પગ મૂકવા જેટલું પણ આપીશ નહિ. કેમ કે મેં સેઈર પર્વત એસાવને વતન તરીકે આપ્યો છે.
\s5
\p
\v 6 નાણાં આપીને તેઓની પાસેથી ખોરાક ખરીદો, જેથી તમે ખાઈ શકો; પાણી પણ નાણાં આપીને ખરીદો, જેથી તમે પી શકો.
\v 7 કેમ કે ઈશ્વર તમારા યહોવાહે તમારા હાથનાં બધાં જ કાર્યોમાં તમને આશીર્વાદ આપ્યો છે, આ મોટા અરણ્યમાં તમારું ચાલવું તેમણે જાણ્યું છે. કેમ કે આ ચાળીસ વર્ષ ઈશ્વર તમારા યહોવાહ તમારી સાથે રહ્યા, તમને કશાની ખોટ પડી નથી.'"
\s5
\p
\v 8 જેથી અમે આપણા સેઈરવાસી ભાઈઓ એટલે કે એસાવના વંશજોના દેશમાંથી પસાર થયા, અરાબાના માર્ગે થઈને એલાથ તથા એસ્યોન-ગેબેરથી ગયા.
\p અને અમે પાછા વળીને મોઆબના અરણ્યના માર્ગે ચાલ્યા.
\s5
\p
\v 9 યહોવાહે મને કહ્યું કે, "મોઆબને સતાવશો નહિ, તેમની સાથે યુદ્ધમાં લડશો નહિ. કેમ કે, તેઓના દેશમાંથી હું તમને વતન આપીશ નહિ, કેમ કે, આર તો મેં લોતના વંશજોને વતન તરીકે આપ્યું છે."
\s5
\p
\v 10 અગાઉ એમીઓ ત્યાં રહેતા હતા. તેઓની વસ્તી ઘણી હતી અને તેઓ અનાકીઓ જેવા ઊંચા તથા કદાવર હતા.
\v 11 અનાકીઓની જેમ તેઓ પણ રફાઇમી
\f +
\fr 2:11
\ft કદાવર વ્યક્તિ
\f* ઓ ગણાય છે; પણ મોઆબીઓ તેઓને એમીઓ કહે છે.
\s5
\p
\v 12 અગાઉ હોરીઓ પણ સેઈરમાં રહેતા હતા, પણ એસાવપુત્રો તેઓની જગ્યાએ આવ્યા. તેઓ પોતાની આગળથી તેઓનો નાશ કરીને તેઓની જગ્યાએ વસ્યા. જેમ ઇઝરાયલે જે દેશ યહોવાહે તેઓને વતનને માટે આપ્યો તેને કર્યું હતું તેમ જ.
\s5
\p
\v 13 "હવે ઊઠો અને ઝેરેદનું નાળું ઊતરો." તેથી આપણે ઝેરેદનું નાળું ઊતર્યા.
\v 14 આપણે કાદેશ બાર્નેઆથી નીકળીને ઝેરેદનું નાળું ઊતર્યા ત્યાં સુધીમાં આડત્રીસ વર્ષ પસાર થયા. તે સમયે લડવૈયા માણસોની આખી પેઢી, યહોવાહે તેઓને પ્રતિજ્ઞાપૂર્વક કહ્યું હતું તે પ્રમાણે નાશ પામી હતી.
\v 15 વળી તેઓ બધા નાશ પામે ત્યાં સુધી છાવણી મધ્યેથી તેઓનો નાશ કરવા સારુ યહોવાહનો હાથ તેઓની વિરુદ્ધ હતો.
\s5
\p
\v 16 હવે લોકોમાંથી સર્વ લડવૈયાઓ નાશ પામ્યા તથા મરી ગયા ત્યાર પછી,
\v 17 યહોવાહે મને કહ્યું કે,
\v 18 તું આજે આર એટલે કે મોઆબની સરહદ પાર કરવાનો છે;
\v 19 અને જયારે તું આમ્મોનપુત્રોની નજીક આવે ત્યારે તેઓને સતાવીશ નહિ કે તેઓની સાથે લડીશ પણ નહિ; કારણ કે, હું તમને આમ્મોનપુત્રોના દેશમાંથી વતન આપવાનો નથી. કેમ કે મેં તે પ્રદેશ વતન તરીકે લોતપુત્રોને આપ્યો છે."
\s5
\p
\v 20 તે પણ રફાઈઓનો દેશ ગણાય છે; અગાઉ રફાઈઓ તેમાં રહેતા હતા. જો કે આમ્મોનીઓ તેઓને ઝામઝુમીઓ એવું નામ આપે છે.
\v 21 તે લોક પણ અનાકીઓની જેમ બળવાન તથા કદાવર હતા. તેઓની સંખ્યા ઘણી હતી; પરંતુ યહોવાહે આમ્મોનીઓ આગળથી તેઓનો નાશ કર્યો અને તેઓ તેઓના વતનમાં દાખલ થઈને તેઓની જગ્યાએ વસ્યા.
\v 22 જેમ હોરીઓનો નાશ કરીને યહોવાહે સેઈરવાસી એસાવપુત્રો માટે કર્યું હતું તેમ જ; અને તેઓએ તેઓનું વતન લઈ લીધું. અને તેઓની જગ્યાએ તેઓ આજ સુધી વસ્યા.
\s5
\p
\v 23 અને આવ્વીઓ જેઓ ગાઝા સુધીના ગામોમાં રહેતા હતા, તેઓનો કાફતોરીઓએ કાફતોરીમમાંથી ધસી આવીને નાશ કર્યો અને તેઓની જગ્યાએ રહ્યા.
\s5
\p
\v 24 "હવે તમે ઊઠો, આગળ ચાલો અને આર્નોનની ખીણ ઓળંગો; જુઓ, મેં હેશ્બોનના રાજા અમોરી સીહોનને તેમ જ તેના દેશને તમારા હાથમાં સોંપી દીધો છે. તેનું વતન જીતવાનું શરૂ કરો અને તેની સાથે યુદ્ધ કરો.
\v 25 હું આજથી આકાશ નીચેની સર્વ પ્રજાઓ પર તમારો ડર તથા ધાક એવો બેસાડીશ કે તેઓ તમારી ખ્યાતી સાંભળી ધ્રૂજશે અને તીવ્ર વેદનાથી દુઃખી થશે."
\s સીહોન રાજાનો પરાજય
\r (ગણ. ૨૮:૨૧-૩૦)
\s5
\p
\v 26 અને કદેમોથના અરણ્યમાંથી મેં હેશ્બોનના રાજા સીહોન પાસે સંદેશવાહકો મોકલ્યા કે, તેઓ શાંતિનો સંદેશો લઈને કહે કે,
\v 27 "અમને તારા દેશમાં થઈને જવા દે; અમે રસ્તે જ ચાલીશું; ડાબે કે જમણે હાથે વળીશું નહિ.
\s5
\p
\v 28 ખાવાને માટે અન્ન અમને પૈસા લઈને વેચાતું આપજે જેથી અમે ખાઈએ; પીવાને પાણી પણ તું મને પૈસા લઈને આપજે જેથી હું પીવું; ફક્ત તારા દેશમાંથી થઈને અમને પગે ચાલીને જવા દે;
\v 29 જ્યાં સુધી અમે યર્દન નદી ઓળંગીને અમારા ઈશ્વર યહોવાહ અમને જે દેશ આપવાના છે ત્યાં પહોંચીએ ત્યાં સુધી જેમ સેઈરમાં વસતા એસાવપુત્રો તથા આરમાં વસતા મોઆબીઓ મારી સાથે વર્ત્યા તેમ તું અમારી સાથે વર્તજે"
\s5
\p
\v 30 પરંતુ હેશ્બોનના રાજા સીહોને આપણને પોતાના દેશમાં થઈને જવા દેવાની ના પાડી; કેમ કે ઈશ્વર તમારા યહોવાહ તેનું મન કઠણ અને હૃદય હઠીલું કર્યું હતું કે તે તેને તારા હાથમાં સોંપે, જેમ આજે છે તેમ.
\v 31 અને યહોવાહે મને કહ્યું, 'જો મેં સીહોનને તથા તેના દેશને તને સ્વાધીન કરવાનો આરંભ કર્યો છે. વતન પ્રાપ્ત કરવાનું શરૂ કર કે જેથી તું તે દેશનો વારસો પામે."
\s5
\p
\v 32 "ત્યારે સીહોન તથા તેના સર્વ લોક યાહાસ આગળ આપણી સામે લડાઈ કરવાને બહાર નીકળી આવ્યા.
\v 33 પરંતુ આપણા ઈશ્વર યહોવાહે તેને આપણને સ્વાધીન કરી દીધો. અને આપણે તેને તથા તેના પુત્રોને તથા તેના સર્વ લોકોને હરાવ્યા.
\s5
\p
\v 34 આપણે તેનાં સર્વ નગરો જીતી લીધા. અને વસ્તીવાળાં સર્વ નગરોનો, તેઓની સ્ત્રીઓ તથા બાળકો શુદ્ધા તેઓનો પૂરો નાશ કર્યો. કોઈને પણ જીવતા રહેવા દીધા નહિ.
\v 35 ફક્ત જે નગરો આપણે જીતી લીધાં હતાં તેમની લૂંટ સાથે આપણે પોતાને સારુ જાનવરો લીધા.
\s5
\p
\v 36 આર્નોનની ખીણની સરહદ પર આવેલા અરોએર તથા ખીણની અંદરના નગરથી માંડીને ગિલ્યાદ સુધી એક પણ નગર એવું મજબૂત નહોતું કે આપણાથી જિતાય નહિ. ઈશ્વર આપણા યહોવાહે આપણા સર્વ શત્રુઓ પર વિજય આપ્યો.
\v 37 ફક્ત આમ્મોનપુત્રોના દેશની નજીક તથા યાબ્બોક નદીના કાંઠા પરનો આખો પ્રદેશ, પર્વતીય પ્રદેશના નગરો તથા જે જગ્યા વિષે આપણા ઈશ્વર યહોવાહે આપણને મના કરી હતી ત્યાં આપણે ગયા જ નહિ.
\s5
\c 3
\s ઓગ રાજાનો પરાજય
\r (ગણ. ૨૧:૩૧-૩૫)
\p
\v 1 ત્યારબાદ આપણે પાછા વળીને બાશાનના માર્ગે આગળ વધ્યા. બાશાનનો રાજા ઓગ પોતે તથા તેના સર્વ લોક એડ્રેઇ આગળ આપણી સામે યુદ્ધ કરવા માટે નીકળી આવ્યા.
\v 2 યહોવાહે મને કહ્યું, ''તેનાથી તું બીશ નહિ; કારણ કે, મેં તેને તેના સર્વ લોકને અને તેના દેશને તારા હાથમાં સોંપ્યા છે. અને અમોરીનો રાજા સીહોન જે હેશ્બોનમાં રહેતો હતો તેને તેં જેવું કર્યું તેવુ જ તેને પણ કર."
\s5
\p
\v 3 તેથી ઈશ્વર આપણા યહોવાહે બાશાનના રાજા ઓગ અને તેના સર્વ લોકને આપણા હાથમાં સોંપી દીધા. આપણે તેઓને પરાજિત કર્યા. તેઓમાંનું કોઈ પણ જીવતું રહ્યું નહિ.
\v 4 તે સમયે આપણે તેઓનાં સર્વ નગરો જીતી લીધા. એટલે તેઓની પાસેથી જીતી લીધું ના હોય એવું એક પણ નગર ન હતું. સાઠ નગરો તથા આર્ગોબનો આખો પ્રદેશ એટલે કે બાશાનમાં ઓગનું રાજ્ય આપણે જીતી લીધું.
\s5
\p
\v 5 આ બધાં નગરોના રક્ષણ માટે ઊંચા કોટ, દરવાજા તથા ભૂંગળો હતાં. તે ઉપરાંત, કોટ વગરનાં બીજા અનેક ગામો હતાં.
\v 6 અને આપણે હેશ્બોનના રાજા સીહોનને કર્યુ હતું તેમ તેઓનો પૂરો નાશ કર્યો. વસ્તીવાળાં સર્વ નગરો, તેઓની સ્ત્રીઓ અને બાળકોનો સંપૂર્ણ નાશ કર્યો.
\v 7 પરંતુ સર્વ જાનવરો તથા નગરોની લૂંટ આપણે પોતાને માટે લીધી.
\s5
\p
\v 8 તે સમયે આપણે યર્દન પાર અમોરીઓના બન્ને રાજાઓના હાથમાંથી આર્નોનની ખીણથી હેર્મોન પર્વત સુધીનો દેશ કબજે કરી લીધો.
\v 9 સિદોનીઓ હેર્મોન પર્વતને સીર્યોન કહે છે અને અમોરીઓ તેને સનીર કહે છે;
\v 10 સપાટ પ્રદેશનાં બધાં નગરો, આખું ગિલ્યાદ, આખું બાશાન તથા બાશાનમાં ઓગના રાજ્યનાં સાલખા અને એડ્રેઇ નગરો આપણે જીતી લીધાં.
\s5
\p
\v 11 કેમ કે રફાઈઓમાંનાં બચેલામાંથી બાશાનનો રાજા ઓગ એકલો જ બાકી રહ્યો હતો; જુઓ, તેનો પલંગ લોખંડનો હતો. શું તે રાબ્બામાં નથી કે જ્યાં આમ્મોનપુત્રો રહે છે? માણસનાં હાથના માપ પ્રમાણે તેની લંબાઈ નવ હાથ અને પહોળાઈ ચાર હાથ હતી.
\s યર્દનની પૂર્વે વસેલાં કુળો
\s5
\p
\v 12 અને તે સમયે જે દેશને અમે કબજે કર્યો હતો, તે આર્નોનની ખીણના અરોએર
\f +
\fr 3:12
\ft અરોએરની ઉત્તર પ્રદેશમાં
\f* થી ગિલ્યાદના પર્વતીય પ્રદેશનો અડધો ભાગ તથા તેનાં નગરો મેં રુબેનીઓને અને ગાદીઓને આપ્યાં.
\v 13 ગિલ્યાદનો બાકીનો ભાગ તથા ઓગનું રાજ્ય એટલે આખું બાશાન મેં મનાશ્શાના અર્ધકુળને આપ્યું. આર્ગોબનો આખો પ્રદેશ, આખું બાશાન આપ્યું. તે રફાઈઓનો દેશ કહેવાય છે.
\s5
\p
\v 14 મનાશ્શાના વંશજ યાઈરે ગશૂરીઓ અને માખાથીઓની સરહદ સુધીનો આખો આર્ગોબનો પ્રદેશ જીતી લીધો. તેણે પોતાના નામ ઉપરથી બાશાનને, હાવ્વોથ યાઈર એ નામ આપ્યું, તે આજ સુધી ચાલે છે.
\s5
\p
\v 15 મેં માખીરને ગિલ્યાદ આપ્યું.
\v 16 રુબેનીઓને અને ગાદીઓને મેં ગિલ્યાદથી માંડીને આર્નોનની ખીણ સુધીનો પ્રદેશ જે પ્રદેશની સરહદ તે ખીણની વચ્ચે આવેલી હતી તે, યાબ્બોક નદી જે આમ્મોનપુત્રોની સરહદ છે ત્યાં સુધીનો પ્રદેશ આપ્યો.
\s5
\p
\v 17 અરાબામાં પશ્ચિમે યર્દન નદી તથા તેની સીમા પણ, કિન્નેરેથથી અરાબાના સમુદ્ર એટલે કે ખારા સમુદ્રની પૂર્વમાં પિસ્ગાહ પર્વતના ઢોળાવ તળે આવેલી છે, ત્યાં સુધીનો પ્રદેશ.
\s5
\p
\v 18 તે સમયે મેં તમને આજ્ઞા આપીને કહ્યું હતું કે, "ઈશ્વર તમારા યહોવાહે આ દેશ તમને વતન કરી લેવા માટે આપ્યો છે. તમે તથા બધા યોદ્ધાઓ હથિયાર સજીને તમારા ભાઈઓની એટલે ઇઝરાયલના લોકોની આગળ પેલી બાજુ જાઓ.
\s5
\p
\v 19 પણ તમારી પત્નીઓ, તમારાં બાળકો તથા તમારાં જાનવર હું જાણું છું કે તમારી પાસે ઘણાં જાનવર છે, જે નગરો મેં તમને આપ્યાં છે તેમાં તેઓ રહે,
\v 20 જ્યાં સુધી કે જેમ તમને તેમ તમારા ભાઈઓને યહોવાહે જે દેશ ઈશ્વર તમારા યહોવાહ તેઓને યર્દનને પેલી બાજુ આપવાના છે તેનું વતન તેઓ પણ પામે ત્યાં સુધી આરામ આપ્યો. ત્યાર પછી તમે બધા પોતપોતાનાં વતન તમને આપ્યાં છે તેમાં પાછા આવો."
\s5
\p
\v 21 મેં યહોશુઆને આજ્ઞા આપીને કહ્યું કે, "યહોવાહે આ બે રાજાઓને જે બધું કર્યું, તે તારી આંખોએ તેં જોયું છે, તે જ પ્રમાણે જે સર્વ રાજ્યોમાં તું જશે તેઓને યહોવાહ એવું કરશે.
\v 22 તમે તેઓથી બીશો નહિ, કેમ કે, ઈશ્વર તમારા યહોવાહ એકલા જ તમારા માટે લડશે."
\s મૂસા કનાનમાં પ્રવેશી નહિ શકે
\s5
\p
\v 23 તે સમયે મેં યહોવાહને આગ્રહપૂર્વક વિનંતી કરીને કહ્યું કે,
\v 24 "હે પ્રભુ યહોવાહ, તમે તમારા દાસોને તમારી મહાનતા તથા તમારો બળવાન હાથ બતાવ્યો છે; કેમ કે આકાશમાં કે પૃથ્વી પર એવા કયા દેવ છે કે જે તમારા જેવાં કામો તથા તમારા જેવા ચમત્કારો કરી શકે?
\v 25 કૃપા કરીને મને પેલી બાજુ જવા દો, યર્દનની પેલી બાજુનો સારો દેશ, સારો પર્વતીય પ્રદેશ તથા લબાનોન પણ મને જોવા દો."
\s5
\p
\v 26 પરંતુ તમારે કારણે યહોવાહ મારા પર ગુસ્સે થયા હતા તેમણે મારી અરજ સાંભળી નહિ. અને મને કહ્યું, "તારા માટે આટલું જ બસ છે, આ બાબત વિષે કદી મારી આગળ બોલીશ નહિ.
\v 27 પિસ્ગાહ પર્વતના શિખર પર ચઢ, તારી આંખો ઊંચી કરીને પશ્ચિમબાજુ, ઉત્તરબાજુ, દક્ષિણબાજુ તથા પૂર્વબાજુ જો તારી આંખોથી જોઈ લે, તું આ યર્દનની પાર જવા પામવાનો નથી.
\s5
\p
\v 28 યહોશુઆને આદેશ આપ; તેને હિંમત તથા બળ આપ, કેમ કે, તે આ લોકોને પેલી પાર લઈ જશે અને જે દેશ તું જોવાનો છે તેનો વારસો તે તેઓને અપાવશે."
\v 29 એ પ્રમાણે આપણે બેથ-પેઓરની સામેની ખીણમાં મુકામ કર્યો.
\s5
\c 4
\s ઈશ્વરને આજ્ઞાધીન રહેવા મૂસાની ઇઝરાયલને વિનંતી
\p
\v 1 હવે, હે ઇઝરાયલ, જે કાયદાઓ અને નિયમો હું તમને શીખવું છું તે ધ્યાનથી સાંભળો અને તેનું પાલન કરો; એ માટે કે તમે જીવતા રહો અને તમારા પિતૃઓના ઈશ્વર યહોવાહ જે દેશ તમને આપે છે, તેમાં પ્રવેશ કરો અને તેને કબજે કરો.
\v 2 હું તમને જે આજ્ઞા આપું છું તેમાં તમારે કંઈ વધારો કે ઘટાડો કરવો નહિ. એ માટે કે ઈશ્વર તમારા યહોવાહની જે આજ્ઞાઓ હું તમને ફરમાવું તે તમે પાળો.
\s5
\p
\v 3 બઆલપેઓરના લીધે યહોવાહે જે કંઈ કર્યું તે તમારી નજરે તમે જોયું છે; કેમ કે જે બધા માણસો બઆલ-પેઓરને અનુસરતા હતા, તેઓના ઈશ્વર તમારા યહોવાહે તમારી મધ્યેથી નાશ કર્યો.
\v 4 પણ તમે જેઓ ઈશ્વર તમારા યહોવાહને આધીન રહ્યા તેઓ આજે જીવતા રહ્યા છે.
\s5
\p
\v 5 જુઓ, જેમ ઈશ્વર મારા યહોવાહે મને આજ્ઞા આપી તે પ્રમાણે મેં તમને કાનૂનો અને નિયમો શીખવ્યા છે, કે જેથી જે દેશનું વતન પ્રાપ્ત કરવા માટે તમે તેમાં પ્રવેશ કરો છો તેમાં તમે એ પ્રમાણે કરો.
\v 6 માટે તે પાળીને તેને અમલમાં લાવો; તેથી લોકોની દ્રષ્ટિમાં તમે જ્ઞાની તથા સમજદાર ગણાશો, જેઓ સર્વ આ કાનૂનો વિષે સાંભળશે તેઓ કહેશે કે, "ખરેખર, આ મહાન દેશજાતિ જ્ઞાની અને સમજદાર છે."
\s5
\p
\v 7 કેમ કે એવી કઈ મોટી દેશજાતિ છે કે જેની સાથે કોઈ ઈશ્વર નજીક છે, જેમ ઈશ્વર આપણા યહોવાહને જયારે આપણે પોકારીએ છીએ ત્યારે તે આપણી સાથે સંબંધ રાખે છે.
\v 8 બીજી કઈ એવી મહાન જાતિ છે કે તેઓની પાસે આ બધા નિયમો જેને આજે હું તમારી આગળ પ્રગટ કરું છું તેના જેવા ન્યાયી નિયમો તથા કાનૂનો છે?
\s5
\p
\v 9 ફક્ત પોતાના વિષે સાવધ રહો અને ધ્યાનથી તમારા આત્માની કાળજી રાખો, કે જેથી તમારી આંખે જે જોયું છે તે તું ભૂલી જાઓ નહિ અને તમારા જીવનના સર્વ દિવસો પર્યંત તમારા હૃદયમાંથી તે દૂર થાય નહિ. પણ, તમારા સંતાનને અને તમારા સંતાનના સંતાનને શીખવો.
\v 10 તમે હોરેબમાં તમારા ઈશ્વર યહોવાહ સમક્ષ ઊભા રહ્યા હતા તે દિવસે યહોવાહે મને કહ્યું કે, "લોકોને મારી સમક્ષ ભેગા કર. હું તેઓને મારાં વચનો કહી સંભળાવીશ અને જે સર્વ દિવસો સુધી તેઓ પૃથ્વી પર જીવે ત્યાં સુધી મારો ડર રાખતા શીખે અને પોતાનાં સંતાનોને પણ તે શીખવે."
\s5
\p
\v 11 તેથી તમે આવીને પર્વતની તળેટી નજીક ઊભા રહ્યા અને પર્વત અગ્નિથી બળતો હતો અને જ્વાળાઓ આકાશ સુધી પહોંચતી હતી. ત્યારે વાદળ તથા ઘોર અંધકાર સર્વત્ર વ્યાપી ગયાં હતાં.
\v 12 તે વખતે યહોવાહ અગ્નિ મધ્યેથી તમારી સાથે બોલ્યા; તમે તેમના શબ્દોનો અવાજ સાંભળ્યો, પણ તમે કોઈ આકાર જોયો નહિ, તમે ફક્ત અવાજ સાંભળ્યો.
\s5
\p
\v 13 તેમણે તમને પોતાનો કરાર જાહેર કર્યો એટલે કે દસ નિયમોનું પાલન કરવાની આજ્ઞા ઈશ્વરે તમને આપી. અને એ નિયમો બે શિલાપાટીઓ પર લખ્યા.
\v 14 તે સમયે યહોવાહે તમને કાયદાઓ તથા કાનૂનો શીખવવાનું મને ફરમાવ્યું, એ સારું કે પેલી પાર જે દેશમાં તમે વતન પ્રાપ્ત કરવા જાઓ છો તેમાં તમે તે પાળો.
\s મૂર્તિપૂજા સામેની ચેતવણી
\s5
\p
\v 15 "માટે પોતાના વિષે સાવધ રહેજો, જે દિવસે તમે હોરેબમાં યહોવાહને અગ્નિ મધ્યેથી તમારી સાથે બોલતા સાંભળ્યા તે દિવસે તમે કોઈ આકાર જોયો ન હતો.
\v 16 માટે સાવધ રહો કે રખેને તમે ભ્રષ્ટ થઈને કોઈ પ્રકારના આકારની નર કે નારીની પ્રતિમા બનાવો,
\v 17 પૃથ્વી પર ચાલનારા કોઈ પશુની કે આકાશમાં ઊડતા પક્ષીની પ્રતિમા,
\v 18 અથવા પૃથ્વી તળેના પાણીમાંની કોઈ માછલીની પ્રતિમા બનાવીને તમે ભ્રષ્ટ થશો નહિ.
\s5
\p
\v 19 સાવધ રહો રખેને જયારે તમે આકાશ તરફ નજર કરો ત્યારે સૂર્ય, ચંદ્ર, તારા એટલે આખું ગગનમંડળ જેઓને ઈશ્વર તમારા યહોવાહે આકાશ નીચેના સર્વ લોકોને વહેંચી આપ્યાં છે. તેઓને જોઈને તમે આકર્ષાઈને તેમની સેવાપૂજા કરો.
\v 20 પરંતુ યહોવાહ તમને મિસરમાં ધગધગતા લોખંડ ઓગળવાનું ભઠ્ઠીમાંથી બહાર કાઢી લાવ્યા છે. જેથી જેમ આજે છો તેમ તમે તેમના વારસાના લોક બની રહો.
\s5
\p
\v 21 વળી તમારે કારણે યહોવાહ મારા પર શબ્દો વડે કોપાયમાન થયા; અને તેમણે એવા સમ ખાધા કે, "તું યર્દનની પેલે પાર જવા પામશે નહિ. અને ઈશ્વર જે ઉતમ દેશનો વારસો તમને આપે છે તેમાં તું પ્રવેશ પામશે નહિ."
\v 22 હું તો નક્કી આ દેશમાં જ મરવાનો છું, હું યર્દન નદી ઓળંગી શકવાનો નથી. પણ તમે પેલી પાર જશો. અને એ ઉતમ દેશનું વતન પ્રાપ્ત કરશો.
\s5
\p
\v 23 તમે હવે સાંભળો, જે કરાર ઈશ્વર તમારા યહોવાહે તમારી સાથે કર્યો છે તે તમે ભૂલશો નહિ. કોઈ પણ વસ્તુના આકારની કોતરેલી મૂર્તિ જે વિષે યહોવાહ તમારા ઈશ્વરે મના કરી છે તે બનાવશો નહિ.
\v 24 કેમ કે ઈશ્વર તમારા યહોવાહ ભસ્મકારક અગ્નિરૂપ તથા ઈર્ષ્યાળુ ઈશ્વર છે.
\s5
\p
\v 25 તમને સંતાનો અને સંતાનોનાં પણ સંતાનો પણ પ્રાપ્ત થાય અને તમે બધા તે દેશમાં સ્થાયી થયા પછી તમે જો ભ્રષ્ટ થઈને કોઈ પણ વસ્તુના આકારની કોતરેલી મૂર્તિ બનાવશો અને જે ઈશ્વર તારા યહોવાહની નજરમાં અજૂગતું છે તે કરીને તેમને કોપાયમાન કરશો;
\v 26 તો હું આજે આકાશ તથા પૃથ્વીને સાક્ષી રાખીને તમને કહું છું કે, યર્દન ઊતરીને જે દેશનું વતન પ્રાપ્ત કરવા તમે જાઓ છો, તેમાંથી જલ્દી તમારો પૂરો નાશ થઈ જશે. તેમાં તમે દીર્ઘાયુષ્ય પામશો નહિ, તેમાંથી તમારો પૂરો નાશ થશે.
\s5
\p
\v 27 યહોવાહ તમને દેશજાતિઓ મધ્યે વિખેરી નાખશે અને તમને જે દેશજાતિ મધ્યે લઈ જશે તેમની વચ્ચે તમારામાંના બહુ થોડા જ બચવા પામશે.
\v 28 અને તમે ત્યાં રહીને માણસનાં હાથનાં ઘડેલાં લાકડાનાં તથા પથ્થરનાં દેવદેવીઓની બનાવેલી મૂર્તિઓ કે જે જોઈ ન શકે કે સાંભળી ન શકે, ખાઈ ન શકે કે સૂંઘી ન શકે, એવા દેવદેવીઓની પૂજા કરશો.
\s5
\p
\v 29 પણ જો તમે ત્યાંથી ઈશ્વર તમારા યહોવાહને શોધશો, જો તમે તમારા પૂરા અંત:કરણથી તથા તમારા પૂરા હૃદયથી તેમની પ્રતિક્ષા કરશો તો તેઓ તમને મળશે.
\s5
\p
\v 30 જયારે તમે સંકટમાં અને આ સર્વ આફત તમારા પર આવી પડી હોય ત્યારે છેવટે તમે ઈશ્વર તમારા યહોવાહ તરફ પાછો ફરીને તેમનું કહેવું સાંભળશો; તો
\v 31 તમારા ઈશ્વર યહોવાહ દયાળુ ઈશ્વર છે; તે તમારો ત્યાગ કરશે નહિ અને તમારો નાશ પણ કરશે નહિ તેમ જ જે કરાર તમારા પિતૃઓની સાથે સમ ખાઈને તેમણે કર્યો છે તેને તે ભૂલી જશે નહિ.
\s5
\p
\v 32 કેમ કે ઈશ્વરે પૃથ્વી પર માણસનું સર્જન કર્યું ત્યારથી માંડીને તમારી અગાઉનો જે સમય વીતી ગયો છે તેને તથા પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી પૂછો કે, પહેલાં કદી આ પ્રમાણેની અદ્દભુત ઘટના બનેલી જોઈ છે કે સાંભળી છે?
\v 33 જેમ તમે ઈશ્વરની વાણી અગ્નિ મધ્યે બોલતી સાંભળી તેવી વાણી સાંભળીને કોઈ લોકો કદી જીવતા રહ્યા છે શું?
\s5
\p
\v 34 અથવા જે સર્વ તમારા ઈશ્વર યહોવાહે મિસરમાં તમારા માટે તમારી નજર સમક્ષ કર્યું તેવું કરીને એટલે પરીક્ષણો, ચિહનો, ચમત્કારો, યુદ્ધ, પરાક્રમી હાથ તથા લંબાવેલા ભુજ તથા મોટાં ત્રાસદાયક કૃત્યો વડે બીજી દેશજાતિઓમાંથી પોતાને માટે દેશજાતિ પ્રાપ્ત કરવાનો શું કોઈ ઈશ્વરે યત્ન કર્યો છે?
\s5
\p
\v 35 આ બધું તેમણે એટલા માટે કર્યુ કે તમે જાણો કે ઈશ્વર યહોવાહ છે. તેમના વગર બીજા કોઈ ઈશ્વર નથી.
\v 36 તેઓ તમને બોધ આપે એ માટે યહોવાહે આકાશમાંથી પોતાની વાણી તમને સંભળાવી. અને તમને પૃથ્વી પર મોટી આગ બતાવી અને તેં તેમના શબ્દો અગ્નિમાંથી સાંભળ્યા.
\s5
\p
\v 37 અને તમારા પિતૃઓ પર તેમને પ્રેમ હતો માટે ઈશ્વરે તેઓની પાછળ તેઓના વંશજોને પસંદ કર્યા હતા. એટલે એ જાતે જ તમને પોતાના સામર્થ્યથી મિસરમાંથી બહાર લઈ આવ્યા.
\v 38 એ માટે કે તેઓ તમારા કરતાં મોટી અને સમર્થ દેશજાતિઓને નસાડી મૂકે. અને તેઓના દેશમાં પ્રવેશ કરાવી અને તેઓને વારસો આપે, જેમ આજે છે તેમ.
\s5
\p
\v 39 એ માટે આજે તમે જાણો અને અંત:કરણમાં રાખો કે આકાશમાં અને પૃથ્વી ઉપર ઈશ્વર તે જ યહોવાહ છે અને તેમના વગર બીજા કોઈ ઈશ્વર નથી.
\v 40 તેમના કાનૂનો તથા તેમની આજ્ઞાઓ જેનો આજે હું તમને આદેશ આપું છું તે તમારે પાળવા, કે જેથી તમારું અને તમારા પછી તમારા સંતાનનું ભલું થાય અને ઈશ્વર તમારા યહોવાહ જે દેશ તમને સદાને માટે આપે છે તેમાં તારું આયુષ્ય લાંબુ થાય.
\s યર્દનની પૂર્વેના આશ્રયનગરો
\s5
\p
\v 41 પછી મૂસાએ યર્દન નદીની પૂર્વ દિશાએ ત્રણ નગરો અલગ કર્યાં,
\v 42 એ માટે, જો તેણે અગાઉ કોઈ દુશ્મનાવટ વગર અજાણતાં કોઈ વ્યક્તિને મારી નાખી હોય, તો તે ત્યાંથી નાસી જાય. આ નગરોમાંથી એક નગરમાં નાસી જઈને તે બચી જાય.
\v 43 તે નગરો આ હતાં: રુબેનીઓ માટે અરણ્યના સપાટ પ્રદેશમાંનું બેસેર; ગાદીઓ માટે ગિલ્યાદમાંનું રામોથ અને મનાશ્શીઓ માટે બાશાનમાંનું ગોલાન.
\s5
\p
\v 44 ઇઝરાયલી લોકો આગળ મૂસાએ જે નિયમ મૂક્યો તે એ છે;
\v 45 ઇઝરાયલી લોકો મિસરમાંથી રવાના થયા ત્યારે જે કરારો, નિયમો, કાનૂનો તથા હુકમો મૂસા બોલ્યો તે એ છે,
\v 46 અમોરીઓનો રાજા સીહોન, જે હેશ્બોનમાં રહેતો હતો, જેને મૂસા અને ઇઝરાયલી લોકોએ મિસરમાંથી તેઓ બહાર નીકળ્યા ત્યારે તેને હરાવ્યો હતો, તેના દેશમાં યર્દનની પૂર્વ તરફ, બેથ-પેઓરની સામેની ખીણમાં મૂસાએ આ વચનો કહી સંભળાવ્યાં.
\s5
\p
\v 47 તેઓએ તેના દેશનો તેમ જ બાશાનના રાજા ઓગના દેશનો, યર્દનની પૂર્વ તરફ આવેલા અમોરીના બે રાજાઓના દેશનો કબજો લીધો હતો.
\v 48 આ પ્રદેશ આર્નોનની ખીણના કિનારે આવેલા અરોએરથી તે સિયોન પર્વત જે હેર્મોન પર્વત સુધી,
\v 49 અને યર્દનની પેલી બાજુ પૂર્વ તરફ, યર્દન નદીની ખીણના બધા મેદાનો, તે છેક પિસ્ગાહ પર્વતના ઢોળાવ નીચે આવેલા અરાબાના સમુદ્ર સુધીનો હતો.
\s5
\c 5
\s દશ આજ્ઞાઓ
\r (નિ. ૨૦:૧-૧૭)
\p
\v 1 મૂસાએ બધા ઇઝરાયલીઓને બોલાવીને તેઓને કહ્યું, "હે ઇઝરાયલ, જે કાનૂનો તથા નિયમો હું તમને આજે કહી સંભળાવું છું તે સાંભળો, કે તમે તે શીખો અને તેને પાળો.
\v 2 યહોવાહ આપણા ઈશ્વરે હોરેબમાં આપણી સાથે કરાર કર્યો હતો.
\v 3 યહોવાહે આપણા પિતૃઓ સાથે આ કરાર કર્યો નહિ પણ આપણી સાથે, એટલે કે આપણે બધા આજે અહીં હયાત છીએ તેઓની સાથે કર્યો.
\s5
\p
\v 4 યહોવાહ પર્વત પર તમારી સાથે અગ્નિજ્વાળામાંથી પ્રત્યક્ષ બોલ્યા હતા,
\v 5 તે સમયે યહોવાહનું વચન તમને સંભળાવવા હું તમારી અને યહોવાહની મધ્યે ઊભો રહ્યો હતો, કેમ કે, તમને અગ્નિથી ભય લાગતો હતો અને તમે પર્વત પર ગયા ન હતા. યહોવાહે કહ્યું.
\p
\v 6 'ગુલામીના ઘરમાંથી એટલે મિસર દેશમાંથી જ્યાં તમે ગુલામ તરીકે રહેતા હતા ત્યાંથી તમને બહાર કાઢી લાવનાર હું ઈશ્વર તારો યહોવાહ છું.
\s5
\p
\v 7 મારી સમક્ષ તારે કોઈ પણ અન્ય દેવો હોવા જોઈએ નહિ.
\p
\v 8 તું પોતાના માટે કોતરેલી મૂર્તિની પ્રતિમા ન બનાવ, ઉપર આકાશમાંની કે નીચે પૃથ્વીમાંની કે પૃથ્વી નીચેના પાણીમાંની કોઈ પણ વસ્તુની પ્રતિમા ન બનાવ.
\s5
\p
\v 9 તું તેઓની આગળ નમીશ નહિ કે તેઓની પૂજા કરીશ નહિ. કેમ કે, હું યહોવાહ, તમારો ઈશ્વર, ઈર્ષ્યાળુ ઈશ્વર છું. જેઓ મારો તિરસ્કાર કરે છે, તેઓની ત્રીજી ચોથી પેઢી સુધી પિતૃઓના અન્યાયની શિક્ષા સંતાનો પર લાવનાર,
\v 10 અને જે લોકો મારા પર પ્રેમ રાખે છે અને મારી આજ્ઞાઓ પાળે છે, તેઓની હજારો પેઢી સુધી મારા કરાર અનુસાર તેઓના પર દયા દર્શાવનાર છું.
\s5
\p
\v 11 તું યહોવાહ તારા ઈશ્વરનું નામ વ્યર્થ ન લે, કેમ કે, જે કોઈ યહોવાહનું નામ વ્યર્થ લે છે તેને તેઓ નિર્દોષ ગણશે નહિ.
\s5
\p
\v 12 યહોવાહ તારા ઈશ્વરે આજ્ઞા આપી તે મુજબ વિશ્રામવારના દિવસને પવિત્ર પાળવાને તું ધ્યાન રાખ.
\v 13 છ દિવસ તું પરિશ્રમ કર અને તારું બધું કામ કર;
\v 14 પણ સાતમો દિવસ યહોવાહ તારા ઈશ્વરનો વિશ્રામવાર છે. તેમાં તારે કોઈ પણ કામ કરવું નહિ, તું, તારો દીકરો કે તારી દીકરી, તારા દાસ કે તારી દાસી, તારો બળદ કે તારું ગધેડું કે તારું કોઈ અન્ય જાનવર, તારા દરવાજામાં વસતા કોઈ પણ પરદેશી આ દિવસે કશું કામ ન કરે. જેથી તારા દાસ કે દાસીઓને પણ તારી જેમ આરામ મળે.
\s5
\p
\v 15 યાદ રાખ કે મિસર દેશમાં તું દાસ હતો, ઈશ્વર તારા યહોવાહ તેમના પરાક્રમી હાથ વડે તથા અદ્દભુત શક્તિ વડે તને મિસરમાંથી બહાર કાઢી લાવ્યા. તે માટે ઈશ્વર તારા યહોવાહે તને વિશ્રામવાર પાળવાની આજ્ઞા આપી છે તે તારે પાળવી.
\s5
\p
\v 16 ઈશ્વર તારા યહોવાહે તને જેમ આજ્ઞા આપી છે, તેમ તારા માતા અને પિતાનો આદર કર, કે જેથી ઈશ્વર તારા યહોવાહે તને જે દેશ આપ્યો છે તેમાં તારું આયુષ્ય લાંબુ થાય અને તારું ભલું થાય,
\s5
\p
\v 17 તું હત્યા ન કર.
\p
\v 18 તું વ્યભિચાર ન કર.
\p
\v 19 તું ચોરી ન કર.
\p
\v 20 તું તારા પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી ન પૂર.
\s5
\v 21 'તું તારા પડોશીની પત્ની પર લોભ ન રાખ, તેમ જ તેના ઘર કે ખેતર, દાસ કે દાસી, પશુ, ગધેડું કે અન્ય જાનવર તારા પડોશીનું જે કંઈ હોય તે પર લોભ ન રાખ.'
\s સિનાઈ પર ઈશ્વરની હાજરી અને વાણી:લોકો બીધા
\r (નિ. ૨૦:૧૮-૨૧)
\s5
\p
\v 22 આ વચનો યહોવાહ પર્વત ઉપર અગ્નિજ્વાળા, વાદળ તથા ઘોર અંધકારની મધ્યેથી મોટા સાદે તમારી આખી સભા આગળ બોલ્યા; તેમાં તેમણે કંઈ પણ વધારો કર્યો નહિ. અને ઈશ્વરે મને તે આજ્ઞાઓ બે શિલાપાટીઓ ઉપર લખીને આપી.
\s5
\p
\v 23 પર્વત જયારે અગ્નિથી ભડભડ બળતો હતો, ત્યારે અંધકારમાંથી નીકળતી વાણી તમે સાંભળી. પછી એમ થયું કે, તમારાં કુળોના સર્વ આગેવાનો અને વડીલો મારી પાસે આવ્યા.
\v 24 તમે કહ્યું કે, જો ઈશ્વર આપણા યહોવાહે આપણને પોતાનું ગૌરવ તથા માહાત્મ્ય બતાવ્યું છે. અને અગ્નિ મધ્યેથી તેમની વાણી આપણે સાંભળી છે; આજે આપણે જોયું છે કે ઈશ્વર મનુષ્ય સાથે બોલે છે તેમ છતાં મનુષ્ય જીવતો રહે છે.
\s5
\p
\v 25 તો હવે અમે શા માટે માર્યા જઈએ? કેમ કે આ મહાભયંકર અગ્નિ તો અમને ભસ્મ કરી નાખશે; જો અમે વધારે વાર અમારા ઈશ્વર યહોવાહની વાણી સાંભળીશું તો અમે માર્યા જઈશું.
\v 26 પૃથ્વી પર એવો કયો માણસ છે કે જેણે જીવતા ઈશ્વરની વાણી અગ્નિ મધ્યેથી આપણી જેમ બોલતી સાંભળી હોય અને જીવતો રહ્યો હોય?
\v 27 તું પાસે જઈને ઈશ્વર આપણા યહોવાહ જે કહે તે સાંભળ; અને ઈશ્વર આપણા યહોવાહ જે તને કહે તે અમને જણાવજે; અને અમે તે સાંભળીને તેનો અમલ કરીશું.'
\s5
\p
\v 28 જયારે તમે મારી સાથે વાત કરતા હતા ત્યારે યહોવાહે તમારો અવાજ સાંભળ્યો; અને યહોવાહે મને કહ્યું કે, 'આ લોકોએ તને જે કહ્યું છે તે મેં સાંભળ્યું છે. જે સર્વ તેઓ બોલ્યા છે તે તેઓનું કહેવું ઠીક છે.
\v 29 જો આ લોકોનું હૃદય એવું હોય કે તેઓ મારો ડર રાખે અને મારી સર્વ આજ્ઞાઓ સદા પાળે તો કેવું સારું! તેથી તે લોકો અને તેઓનાં સંતાનો સદા સુખી રહે.
\v 30 જા, તેઓને કહે કે, "તમે તમારા તંબુઓમાં પાછા જાઓ."
\s5
\p
\v 31 પણ તું અહીં મારી પાસે ઊભો રહે, એટલે હું તને મારી સર્વ આજ્ઞાઓ, કાયદાઓ અને નિયમો કહીશ; અને પછી તું તે લોકોને શીખવજે, એ સારુ કે જે દેશ હું તેઓને વતન કરી લેવા સારુ આપવાનો છું તેમાં તેઓ તે પાળે.
\s5
\p
\v 32 માટે ઈશ્વર તમારા યહોવાહે તમને જે આજ્ઞાઓ આપી છે તેનું કાળજી રાખીને તેનું પાલન કરવું અને તમારે તેમાંથી ડાબે કે જમણે હાથે વળવું નહિ.
\v 33 જે માર્ગ ઈશ્વર તમારા યહોવાહે બતાવ્યો છે તેમાં જ તમારે ચાલવું. એ સારુ કે તમે જીવતા રહો અને તમારું ભલું થાય. અને જે દેશનું વતન તમે પ્રાપ્ત કરવાના છો તેમાં તમારું આયુષ્ય લાંબું થાય.
\s5
\c 6
\s સર્વોપરી આજ્ઞા
\p
\v 1 હવે જે આજ્ઞાઓ, કાયદાઓ અને નિયમો ઈશ્વર તમારા યહોવાહે તમને શીખવવા માટે મને કહ્યું છે એ સારુ કે જે દેશનું વતન પામવા માટે તમે યર્દન ઊતરીને પ્રવેશ કરો છો, તેમાં તમે તે પાળો. તે આ છે:
\v 2 તેથી તું તથા તારો દીકરો તથા તારા દીકરાનો દીકરો તારા આખા જીવનભર યહોવાહ તારા ઈશ્વરનો ડર રાખીને તેમના સર્વ નિયમો અને આજ્ઞાઓ જે હું તમને કહું છું તે પાળો; જેથી તમારું આયુષ્ય લાંબું થાય.
\s5
\p
\v 3 માટે હે ઇઝરાયલ સાંભળ અને કાળજીપૂર્વક એનું પાલન કર; એ માટે કે, જેમ યહોવાહ તારા પિતૃઓના ઈશ્વરે આપેલા વચન પ્રમાણે દૂધ તથા મધથી રેલછેલવાળો
\f +
\fr 6:3
\ft ફળદ્રૂપ
\f* દેશમાં તારું ભલું થાય અને તમે ખૂબ વૃદ્ધિ પામો.
\s5
\p
\v 4 હે ઇઝરાયલ સાંભળ: યહોવાહ આપણા ઈશ્વર તે એકલા જ યહોવાહ છે.
\v 5 અને યહોવાહ તારા ઈશ્વર પર તું તારા પૂર્ણ મનથી તથા પૂર્ણ જીવથી તથા પૂર્ણ બળથી પ્રેમ રાખ.
\s5
\p
\v 6 આ વચનો જે હું તમને ફરમાવું છું તેને તારા અંત:કરણમાં રાખ.
\v 7 અને ખંતથી તું તારા સંતાનોને તે શીખવ અને જયારે તું ઘરમાં બેઠો હોય કે રસ્તે ચાલતો હોય, જયારે તું સૂઈ જાય કે ઊઠે તેના વિષે વાત કર.
\s5
\p
\v 8 તું તેમને નિશાની તરીકે તારે હાથે બાંધ અને તારી આંખોમાં તેમને કપાળભૂષણ તરીકે રાખ.
\v 9 અને તું તેમને તારા ઘરની બારસાખ ઉપર તથા દરવાજા ઉપર તે લખ.
\s અનાજ્ઞાંકિતપણા સામે ચેતવણી
\s5
\p
\v 10 અને એમ થશે કે જયારે યહોવાહ તારા ઈશ્વરે જે દેશ તારા પિતૃઓની સમક્ષ એટલે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબની સમક્ષ સમ ખાધા હતા તે દેશમાં તમને લઈ જશે એટલે જે મોટાં અને ઉત્તમ નગરો તમે બાંધ્યાં નથી.
\v 11 અને સર્વ પ્રકારની સારી વસ્તુઓથી ભરેલાં ઘર જે તમે ભર્યાં નથી, ખોદી કાઢેલા કૂવા જે તમે ખોઘ્યા નથી તથા દ્રાક્ષવાડીઓ અને જૈતૂનવૃક્ષો જે તમે વાવ્યાં નથી તેમાં લાવે અને તે તમે ખાઈને તૃપ્ત થાઓ.
\v 12 ત્યારે સાવધાન રહેજો, રખેને મિસર એટલે કે ગુલામીના ઘરમાંથી તમને કાઢી લાવનાર યહોવાહ તમારા ઈશ્વરને તમે ભૂલી જાઓ.
\s5
\p
\v 13 યહોવાહ તમારા ઈશ્વરનો ડર રાખો; અને તેમની જ સેવા કરો અને તેમના જ નામના સમ ખાઓ.
\v 14 તમારી આસપાસના અન્ય દેવદેવીઓની સેવા તમારે કરવી નહિ.
\v 15 કારણ કે, તમારી મધ્યે રહેનાર યહોવાહ તમારા ઈશ્વર ઈર્ષ્યાળુ ઈશ્વર છે. રખેને યહોવાહ તમારા ઈશ્વરનો કોપ તમારા પર સળગી ઊઠે અને પૃથ્વીના પટ પરથી તમારો સંહાર કરે.
\s5
\p
\v 16 જેમ તમે માસ્સામાં તેમની કસોટી કરી, તેમ યહોવાહ તમારા ઈશ્વરની કસોટી કરશો નહિ.
\f +
\fr 6:16
\ft વાંચો નિ. ૧૭:૧ - ૭
\f*
\v 17 તમારા ઈશ્વર યહોવાહના કાનૂનો, નિયમો અને તેમની આજ્ઞાઓ જે તેમણે ફરમાવ્યાં છે તેનું ખંતથી પાલન કરો.
\s5
\p
\v 18 અને યહોવાહની નજરમાં જે યોગ્ય અને સારું છે તે તું કર, એ માટે કે તારું ભલું થાય. અને જે ઉત્તમ દેશ તારા પિતૃઓને આપવાના યહોવાહે સમ ખાધા છે તેમાં પ્રવેશ કરીને તું તેનું વતન પામે અને
\v 19 જેમ યહોવાહે કહ્યું તેમ તે તારી આગળથી તારા બધા દુશ્મનોને નસાડી મૂકે.
\s5
\p
\v 20 ભવિષ્યકાળમાં જયારે તારો દીકરો તને પૂછે કે; "યહોવાહ આપણા ઈશ્વરે તમને જે કરારો, નિયમો અને કાનૂનો ફરમાવ્યા છે તેનો અર્થ શો છે?"
\v 21 ત્યારે તું તારા દીકરાને કહેજે કે, "અમે મિસરમાં ફારુનના ગુલામ હતા; ત્યારે યહોવાહ તેમના મહાન પરાક્રમી હાથ વડે અમને મિસરમાંથી બહાર લાવ્યા,
\v 22 અને તેમણે અમારા દેખતાં મિસર પર, ફારુન પર તથા તેના આખા ઘર પર મોટાં અને દુઃખ ભર્યાં ચિહ્નો તથા ચમત્કારો બતાવ્યા;
\v 23 તેઓ અમને ત્યાંથી બહાર કાઢી લાવ્યા, કે જેથી આપણા પિતૃઓને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તે આપવા માટે તેઓ આપણને તેમાં લઈ જઈ શકે.
\s5
\p
\v 24 આપણા ભલાને માટે હંમેશા આ બધા નિયમો પાળવાની તથા ઈશ્વરનો ભય રાખવાની તેમણે આપણને આજ્ઞા આપી કે, જેથી તેઓ આપણને જીવતા રાખે, જેમ આજે જીવતા છીએ તેમ.
\v 25 યહોવાહ આપણા ઈશ્વરે આપણને જે આજ્ઞાઓ આપી છે, તે પ્રમાણે જો આપણે બધી આજ્ઞાઓ કાળજીથી પાળીએ તો તે આપણા હિતમાં ન્યાયીપણાને અર્થે ગણાશે."
\s5
\c 7
\s ઈશ્વરના ખાસ લોકો
\r (નિ. ૩૪:૧૧-૧૬)
\p
\v 1 જે દેશનું વતન પામવા માટે તું જાય છે ત્યાં યહોવાહ તારા ઈશ્વર તને લઈ જશે, તારી આગળથી અનેક પ્રજાઓને કાઢી મૂકશે, એટલે હિત્તીઓ, ગિર્ગાશીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓ, જે તારા કરતાં મોટી તથા જોરાવર સાત પ્રજાઓ છે; તેઓને ત્યાંથી નસાડી મૂકશે.
\s5
\p
\v 2 જયારે યહોવાહ તારા ઈશ્વર તને યુદ્ધમાં તેઓની સામે વિજય અપાવે, ત્યારે તું તેઓ પર હુમલો કર અને તેઓનો તદ્દન નાશ કર. તારે તેઓની સાથે કંઈ કરાર કરવો નહિ કે દયા દર્શાવવી નહિ.
\v 3 તારે તેઓની સાથે લગ્ન વ્યવહાર રાખવો નહિ; તેમ જ તારે તારી દીકરીઓનાં લગ્ન તેઓના દીકરાઓ સાથે અને તારા દીકરાઓના લગ્ન તેઓની દીકરીઓ સાથે કરાવવાં નહિ.
\s5
\p
\v 4 કેમ કે તેઓ તારા દીકરાઓને મારી આરાધના કરતાં અટકાવશે જેથી તેઓ બીજા દેવોની સેવા કરે. કે જેથી યહોવાહનો ગુસ્સો તમારી વિરુદ્ધ ઊઠે અને તેઓ જલ્દી તમારો નાશ કરે.
\v 5 તમારે તેઓ સાથે આ પ્રમાણે વર્તવું; તેઓની વેદીઓને તોડી પાડવી, તેઓના સ્તંભોને ભાગીને ટુકડા કરી નાખવા, તેઓની અશેરા મૂર્તિઓને કાપી નાખવી અને તેઓની કોતરેલી મૂર્તિઓને બાળી નાખવી.
\s5
\p
\v 6 કેમ કે તમે યહોવાહ તમારા ઈશ્વરના પવિત્ર લોકો છો. યહોવાહ તમારા ઈશ્વરે પૃથ્વીની સપાટી પરની બધી પ્રજાઓમાંથી તમને જ પોતાની પ્રજા થવા માટે પસંદ કર્યા છે.
\s5
\p
\v 7 તમે બીજા લોકો કરતા સંખ્યામાં વધારે હતા તેને કારણે યહોવાહે તમારા પર પ્રેમ રાખ્યો અને તમને પસંદ કર્યા છે એવું નથી; કેમ કે તમે તો બધા લોકો કરતાં સૌથી ઓછા હતા.
\v 8 પણ યહોવાહ તમને પ્રેમ કરે છે, તમારા પિતૃઓને આપેલી પ્રતિજ્ઞા પાળવા તેઓ ઇચ્છે છે. તે માટે યહોવાહ તમને પરાક્રમી હાથ વડે બહાર લાવ્યા અને ગુલામીના ઘરમાંથી એટલે મિસરના રાજા ફારુનના હાથમાંથી સ્વતંત્ર કર્યા છે.
\s5
\p
\v 9 તે માટે તારે જાણવું કે યહોવાહ તમારા ઈશ્વર છે, તે ઈશ્વર છે, તે વિશ્વાસુ ઈશ્વર છે, જે તેમના પર પ્રેમ રાખે છે અને તેમની આજ્ઞાઓ પાળે છે તેમની હજારો પેઢીઓ સુધી કરાર પાળવા માટે તે વિશ્વાસુ છે.
\v 10 પણ જેઓ તેમનો તિરસ્કાર કરે છે તેમનો સામી છાતીએ બદલો લઈને તે નષ્ટ કરે છે; જે કોઈ તેમનો તિરસ્કાર કરે છે તેમનો બદલો લેવામાં તે વિલંબ નહિ કરે; તે બદલો વાળશે.
\v 11 માટે જે આજ્ઞાઓ, કાનૂનો તથા વિધિઓ આજે હું તને ફરમાવું છું, તે પાળીને તું તેનો અમલ કર.
\s આજ્ઞાપાલનનો આશીર્વાદ
\r (પુન. ૨૮:૧-૧૪)
\s5
\p
\v 12 જો તમે આ હુકમો સાંભળીને તેનું પાલન કરશો અને અમલમાં મૂકશો, તો એવું થશે કે જે કરાર તથા દયા વિષે યહોવાહ તમારા ઈશ્વરે તમારા પિતૃઓ સાથેે પ્રતિજ્ઞા લીધી છે, તે તમારી પ્રત્યે તે અદા કરશે.
\v 13 તે તારા પર પ્રેમ રાખશે, તને આશીર્વાદ આપશે તથા તને વધારશે; જે દેશ તને તારા પિતૃઓને આપવાની પ્રતિજ્ઞા લીધી છે, તેમાં તે તારા પેટના ફળને તથા તારી ભૂમિના ફળને આશીર્વાદ આપશે, તારા અનાજને, તારા દ્રાક્ષારસને, તારા તેલને, તારા પશુઓના વિસ્તારને તથા તારા જુવાન ટોળાને આશીર્વાદ આપશે.
\s5
\p
\v 14 બીજા લોકો કરતાં તું વધારે આશીર્વાદિત થશે. તમારી વચ્ચે કે તમારા પશુઓ મધ્યે કોઈ નર કે નારી વાંઝણું રહેશે નહિ.
\v 15 યહોવાહ તારી બધી બીમારી દૂર કરશે; મિસરના ખરાબ રોગો જેની તને ખબર છે તેઓમાંનો કોઈ પણ તેઓ તારા પર લાવશે નહિ. પણ જેઓ તારો તિરસ્કાર કરે છે તેના પર લાવશે.
\s5
\p
\v 16 જે બધી પ્રજાઓ પર યહોવાહ તારા ઈશ્વર તને જય અપાવશે તેઓનો તારે ઉપભોગ કરવો, તારી આંખ તેઓ પર દયા લાવે નહિ. તારે તેઓનાં દેવોની પૂજા કરવી નહિ, કેમ કે તે તારા માટે ફાંદારૂપ થશે.
\s5
\p
\v 17 જો તું તારા મનમાં એમ કહેશે કે, "આ જાતિઓ મારા કરતાં સંખ્યામાં વધારે છે; હું કેવી રીતે તેઓને પરાજિત કરી શકું?"
\v 18 તું તેઓથી બીશ નહિ; યહોવાહ તારા ઈશ્વરે ફારુન તથા આખા મિસરને જે કર્યું તે તારે યાદ રાખવું;
\v 19 એટલે જે ભારે દુઃખો તેં તારી આંખોથી જોયાં તે, ચિહ્નો, ચમત્કારો, પરાક્રમી હાથ તથા સામર્થ્ય દેખાડીને યહોવાહ તારા ઈશ્વર તને મિસરમાંથી બહાર લાવ્યા. જે લોકોથી તું ડરે છે તેઓને યહોવાહ તારા ઈશ્વર તેવું જ કરશે.
\s5
\p
\v 20 વળી, યહોવાહ તારા ઈશ્વર તેઓની મધ્યે ભમરીઓ
\f +
\fr 7:20
\ft મરકીઓ
\f* મોકલશે, જેઓ તારાથી બચી રહ્યા હશે અને તારાથી સંતાઈ રહ્યા હશે તેઓનો તારી હજૂરમાંથી નાશ કરશે.
\v 21 તું તેઓથી ભયભીત થઈશ નહિ, કેમ કે, યહોવાહ તારા ઈશ્વર તારી મધ્યે છે, મહાન અને ભયાવહ ઈશ્વર છે.
\v 22 યહોવાહ તારા ઈશ્વર ધીમે ધીમે તારી આગળથી તે પ્રજાઓને હાંકી કાઢશે. તું એકદમ તેઓનો પરાજય કરીશ નહિ, રખેને જંગલી પશુઓ વધી જાય અને તને હેરાન કરે.
\s5
\p
\v 23 જ્યારે તું તેઓ સાથે યુદ્ધ કરીશ, ત્યારે યહોવાહ તારા ઈશ્વર તને તેઓ પર વિજય આપશે; જ્યાં સુધી તેઓનો નાશ ન થાય ત્યાં સુધી તે તેઓને ગૂંચવશે.
\v 24 યહોવાહ તેઓના રાજાઓને તમારા હાથમાં સોંપી દેશે અને તમે તેઓનું નામ આકાશ તળેથી નાબૂદ કરી દેશો. અને તેમનો નાશ થશે નહિ ત્યાં સુધી કોઈ માણસ તમારી આગળ ટકી શકશે નહિ.
\s5
\p
\v 25 તેઓના દેવદેવીઓની કોતરેલી મૂર્તિઓ તમારે આગથી બાળી નાખવી. તેઓના શરીર પરના રૂપા પર કે સોના પર તમે લોભ કરશો નહિ. રખેને તમે તેમાં ફસાઈ પડો; કેમ કે યહોવાહ તમારા ઈશ્વરની નજરમાં તે શ્રાપિત છે.
\v 26 માટે તમે કોઈ ધિક્કારપાત્ર વસ્તુ તમારા ઘરમાં લાવી તેની સેવા કરવી નહિ, તમારે તેને ધિક્કારવું અને તમારે તેનાથી કંટાળવું; કેમ કે તે શાપિત વસ્તુ છે.
\s5
\c 8
\s ઉત્તમ અને ફળદ્રુપ દેશ મળશે
\p
\v 1 આજે હું તમને જે સર્વ આજ્ઞાઓ જણાવું છું તે તમે કાળજી રાખીને તેને પાળો, જેથી તમે જીવતા રહો અને તમે વૃદ્ધિ પામો. અને જે દેશ આપવાના યહોવાહે તમારા પિતૃઓ આગળ સમ ખાધા હતા તેનું વતન પ્રાપ્ત કરો.
\v 2 તમને નમ્ર બનાવવા અને તમે તેમની આજ્ઞાઓનું પાલન કરવા માગો છો કે કેમ, એ જાણવા માટે તથા પારખું કરવા યહોવાહ તમારા ઈશ્વરે ચાળીસ વર્ષ સુધી જે રસ્તે તમને ચલાવ્યાં તે તમે યાદ રાખો.
\s5
\p
\v 3 અને યહોવાહે તમને નમ્ર બનાવવા માટે તમને ભૂખ્યા રહેવા દીધા. અને તમે નહોતા જાણતા કે તમારા પિતૃઓ પણ નહોતા જાણતા એવા માન્નાથી તમને પોષ્યા; એ માટે કે યહોવાહ તમને જણાવે કે માણસ ફક્ત રોટલીથી જ જીવિત રહેતો નથી, પણ યહોવાહના મુખમાંથી નીકળતા દરેક વચનોથી માણસ જીવે છે.
\s5
\p
\v 4 આ ચાળીસ વર્ષ દરમ્યાન તમારા શરીર પરનાં વસ્રો ઘસાઈ ગયા નહિ અને તમારા પગ સૂજી ગયા નહિ.
\v 5 એટલે આ વાત તમે સમજો કે જે રીતે પિતા પોતાના પુત્રને શિક્ષા કરે છે તેમ યહોવાહ તમારા ઈશ્વર તમને શિક્ષા કરે છે.
\v 6 તેથી તમારે યહોવાહ તમારા ઈશ્વરના માર્ગોમાં ચાલવું, તેમનો ડર રાખવો અને તેમની આજ્ઞાઓ પાળવી.
\s5
\p
\v 7 કેમ કે યહોવાહ તમારા ઈશ્વર તમને એક સમૃદ્વ દેશમાં લઈ જાય છે એટલે પાણીનાં વહેણવાળા તથા ખીણોમાં અને ઉચ્ચપ્રદેશમાં ફૂટી નીકળતા ઝરણાં તથા જળનિધિઓવાળા દેશમાં;
\v 8 ઘઉં તથા જવ, દ્રાક્ષ, અંજીરીઓ તથા દાડમોનાં દેશમાં; જૈતૂન તેલ અને મધના દેશમાં;
\s5
\p
\v 9 જયાં તું ધરાઈને અન્ન ખાશે અને તને ખાવાની કોઈ ખોટ પડશે નહિ એવા દેશમાં. વળી કોઈ વસ્તુની ખોટ નહિ પડે, તેમ જ જેના પથ્થર લોખંડના છે અને જેના ડુંગરોમાંથી તું પિત્તળ કાઢી શકે. એવા દેશમાં લઈ જાય છે.
\v 10 ત્યાં તમે ખાઈને તૃપ્ત થશો અને યહોવાહ તમારા ઈશ્વરે જે સમૃદ્વ દેશ તમને આપ્યો છે તે માટે તમે યહોવાહની સ્તુતિ કરશો.
\s સંપત્તિમાં ઈશ્વરત્યાગનું જોખમ
\s5
\p
\v 11 સાવધ રહેજો રખેને તેમની આજ્ઞાઓ, કાનૂનો અને નિયમો જે આજે હું તને ફરમાવું છું તે ન પાળતાં તમે યહોવાહ તમારા ઈશ્વરને ભૂલી જાઓ.
\v 12 રખેને તમે ખાઈને તૃપ્ત થાઓ અને સારાં ઘરો બાંધીને તેમાં રહો.
\s5
\p
\v 13 અને જ્યારે તમારાં ઢોરઢાંક અને ઘેટાંબકરાંની અને અન્ય જાનવરોની સંખ્યામાં વધારો થાય અને જ્યારે તમારું સોનુંચાંદી વધી જાય અને તમારી માલમિલકત વધી જાય,
\v 14 ત્યારે રખેને તમારું મન ગર્વિષ્ઠ થાય અને તમે યહોવાહ તમારા ઈશ્વરને ભૂલી જાઓ કે જે તમને મિસરમાંથી એટલે ગુલામીના દેશમાંથી બહાર લાવ્યા છે.
\s5
\p
\v 15 જેણે તમને આગિયા સાપ તથા વીંછીઓવાળા તથા પાણી વગરની સૂકી જમીનવાળા વિશાળ અને ભયંકર અરણ્યમાં સંભાળીને ચલાવ્યાં. જેમણે તમારે માટે ચકમકના ખડકમાંથી પાણી વહેતું કર્યું અને જે
\v 16 યહોવાહે અરણ્યમાં તમને માન્ના કે જે તમારા પિતૃઓએ કદી નહોતું જોયું તેનાથી તમારું પોષણ કર્યું, એ માટે યહોવાહ તમને નમ્ર કરે અને આખરે તમારું સારું કરવા માટે તે તમારી કસોટી કરે.
\v 17 રખેને તમે તમારા મનમાં વિચારો કે "મારી પોતાની શક્તિથી અને મારા હાથનાં સામર્થ્યથી મેં આ સર્વ સંપત્તિ મેળવી છે.''
\s5
\p
\v 18 પણ તમે હંમેશા યહોવાહ તમારા ઈશ્વરનું સ્મરણ કરો કેમ કે સંપત્તિ પ્રાપ્ત કરવા માટેની શક્તિ આપનાર તો તે એકલા જ છે; એ માટે કે તેનો કરાર અને તેમણે તમારા પિતૃઓની આગળ જે સમ ખાધા તે તેઓ પૂર્ણ કરે.
\v 19 અને એમ થશે કે જો તમે યહોવાહ તમારા ઈશ્વરને ભૂલી જઈને અન્ય દેવદેવીઓની તરફ વળશો અને તેઓની સેવા કરશો તો હું આજે તમારી વિરુદ્ધ સાક્ષી આપું છું કે તમે નિશ્ચે નાશ પામશો.
\v 20 જે પ્રજાઓનો યહોવાહ તમારી આગળથી નાશ કરે છે તેઓની જેમ તમે નાશ પામશો. કેમ કે યહોવાહ તમારા ઈશ્વરની વાણી તમે સાંભળવાને ચાહ્યું નહિ.
\s5
\c 9
\s સોનાના વાછરડાની પૂજા
\p
\v 1 હે ઇઝરાયલ સાંભળ; તારા કરતાં મહાન અને શક્તિશાળી દેશજાતિઓનું મોટાં તથા ગગનચુંબી કોટવાળાં નગરોનું વતન પ્રાપ્ત કરવા સારુ તું આજે યર્દન નદી પાર ઊતરવાનો છે,
\v 2 એ લોકો કદાવર અને બળવાન છે. તેઓ અનાકીઓના દીકરાઓ છે. જેઓને તું સારી રીતે ઓળખે છે. તેઓ વિશેની અફવા પણ તેં સાંભળી છે કે અનાકપુત્રોની સામે કોણ ટકી શકે?
\s5
\p
\v 3 માટે આજે જાણ કે ખાઈ નાખનાર અગ્નિરૂપે તમારી આગળ પેલે પાર જનાર તો યહોવાહ તમારા ઈશ્વર છે. તે એ લોકોનો નાશ કરશે. અને તે તેઓને નીચા પાડશે; અને યહોવાહના વચન અનુસાર તમે તેઓને કાઢી મૂકશો તેમ જ જલ્દી તેઓનો નાશ કરશો.
\s5
\v 4 યહોવાહ તમારા ઈશ્વર તેઓને તમારી આગળથી હાંકી કાઢે ત્યારે તમે મનમાં એમ ન કહેતા કે, મારા ન્યાયીપણાને લીધે યહોવાહે મને અહીં લાવીને આ દેશનો વારસો અપાવ્યો છે; ખરું જોતાં તો એ લોકોની દુષ્ટતાને લીધે યહોવાહ તેઓને તારી આગળથી હાંકી કાઢે છે.
\s5
\p
\v 5 તમારા ન્યાયીપણાને લીધે કે તમારા અંત:કરણના પ્રમાણિકપણાને લીધે તમે તેઓના દેશનું વતન પામવાને જાઓ છો એમ તો નહિ; પણ એ લોકોની દુષ્ટતાને લીધે તથા જે વચન યહોવાહે સમ ખાઈને તમારા પિતૃઓને એટલે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને આપ્યું હતું તે પૂર્ણ કરવા માટે યહોવાહ તમારા ઈશ્વર તેઓને તમારી આગળથી નસાડી મૂકે છે.
\s5
\p
\v 6 એ માટે નક્કી જાણ કે તારા ન્યાયીપણાને લીધે યહોવાહ તારા ઈશ્વર આ ઉતમ દેશ તને નથી આપતા કેમ કે તમે તો હઠીલી પ્રજા છો.
\s5
\p
\v 7 તમે અરણ્યમાં કેવી રીતે યહોવાહ તમારા ઈશ્વરને કોપ ચઢાવ્યો તે તું યાદ રાખ, ભૂલી જઈશ મા; મિસર દેશમાંથી તમે બહાર નીકળ્યા તે દિવસથી તે અહીં આવ્યા ત્યાં સુધી તમે યહોવાહની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા આવ્યા છો.
\v 8 હોરેબમાં પણ તમે યહોવાહને ગુસ્સો કરવા માટે ઉશ્કેર્યા હતા, તે એટલા બધા ગુસ્સે થયા હતા કે તેમણે તમારો નાશ કરી નાખ્યો હોત.
\s5
\p
\v 9 જ્યારે હું શિલાપાટીઓ, એટલે યહોવાહે કરેલી કરારની શિલાપાટીઓ લેવા પર્વત પર ગયો, ત્યારે હું ચાળીસ દિવસ અને ચાળીસ રાત પર્વત પર રહ્યો; મેં રોટલી ખાધી નહિ તેમ જ પાણી પીધું નહિ.
\v 10 યહોવાહે પોતાની આંગળીથી લખેલી બે શિલાપાટીઓ મને આપી; જે બધાં વચનો યહોવાહ સભાના દિવસે અગ્નિ મધ્યેથી બોલ્યાં હતા તે તેના પર લખેલાં હતાં.
\s5
\p
\v 11 ચાળીસ દિવસ અને ચાળીસ રાત પછી એવું બન્યું કે, યહોવાહે મને બે શિલાપાટીઓ, એટલે કે કરારની શિલાપાટીઓ આપી.
\v 12 યહોવાહે મને કહ્યું, "ઊઠ, અહીંથી જલ્દી નીચે ઊત્તર, કેમ કે, તારા લોકો જેને તું મિસરમાંથી બહાર લાવ્યો છે તેઓએ પોતાને ભ્રષ્ટ કર્યાં છે. જે માર્ગ મેં તેઓને બતાવ્યો હતો તેમાંથી તેઓ જલ્દી ભટકી ગયા છે. તેઓએ પોતાના માટે કોતરેલી મૂર્તિઓ બનાવી છે."
\s5
\p
\v 13 વળી યહોવાહે મને કહ્યું, "મેં આ લોકોને જોયા છે; કે તેઓ કેવા હઠીલા લોકો છે.
\v 14 તું મને રોકીશ નહિ, કે જેથી હું તેઓનો નાશ કરીને આકાશ નીચેથી તેઓનું નામ ભૂંસી નાખીશ, હું તારામાંથી તેઓના કરતાં વધારે પરાક્રમી અને મોટી પ્રજા ઉત્પન્ન કરીશ.
\s5
\p
\v 15 તેથી હું પાછો ફરીને પર્વત પરથી નીચે આવ્યો, ત્યારે પર્વત સળગતો હતો. અને કરારની બે શિલાપાટીઓ મારા હાથમાં હતી.
\v 16 મેં જોયું, તો જુઓ, તમે યહોવાહ તમારા ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યું હતું. તમે પોતાના માટે વાછરડાંની મૂર્તિ બનાવી. યહોવાહે જે માર્ગ તમને બતાવ્યો હતો તેમાંથી તમે પાછા ફરી ગયા હતા.
\s5
\p
\v 17 ત્યારે મેં પેલી બે શિલાપાટીઓ લઈને મારા હાથમાંથી ફેંકી દીધી. મારી નજર આગળ મેં તેમને તોડી નાખી.
\v 18 યહોવાહની નજરમાં ખોટું કરવાથી જે પાપ કરીને તમે તેમને ગુસ્સો કરવા માટે ઉશ્કેર્યા હતા તે બધાને લીધે હું ફરીથી યહોવાહની આગળ ચાળીસ દિવસ અને ચાળીસ રાત ઊંધો પડી રહ્યો; મેં રોટલી ખાધી નહિ તેમ જ પાણી પણ પીધું નહિ.
\s5
\p
\v 19 કેમ કે યહોવાહ તમારા પર એટલા બધા ગુસ્સે તેમ જ નાખુશ થયા હતા કે તમારો નાશ કરે, એટલે હું ડરી ગયો. પણ યહોવાહે તે સમયે મારી પ્રાર્થના સાંભળી.
\v 20 યહોવાહ હારુન પર પણ ગુસ્સે થયા હતા કે તેનો પણ નાશ કરી નાખત; પરંતુ મેં હારુન માટે પણ તે જ સમયે પ્રાર્થના કરી.
\s5
\p
\v 21 મેં તમારાં પાપને, તમે જે વાછરડું બનાવ્યું હતું તે લઈને બાળી નાખ્યું, તે ધૂળ જેવું થઈ ગયું ત્યાં સુધી ટીપીને જમીનમાં ભૂકો કરી નાખ્યું. મેં તે ભૂકાને પર્વત પરથી વહેતા ઝરણામાં ફેંકી દીધો.
\s5
\p
\v 22 અને તાબેરાહ, માસ્સા અને કિબ્રોથ હાત્તાવાહમાં પણ તમે યહોવાહને કોપાયમાન કર્યા.
\v 23 જ્યારે યહોવાહે તમને કાદેશ બાર્નેઆથી એવું કહીને મોકલ્યા કે, "જાઓ, મેં તમને જે દેશ આપ્યો છે તેનો કબજો લો," ત્યારે તમે યહોવાહ તમારા ઈશ્વરની આજ્ઞા વિરુદ્ધ બળવો કર્યો, તમે તેમનો અવાજ સાંભળ્યો નહિ કે તેમના પર વિશ્વાસ કર્યો નહિ.
\v 24 જે દિવસથી હું તમને ઓળખતો થયો
\f +
\fr 9:24
\ft જે દિવસથી યહોવાહ તેઓને ઓળખતો થયો
\f* ત્યારથી તમે યહોવાહની વિરુદ્ધ બળવાખોર રહ્યા છો.
\s5
\p
\v 25 તેથી હું ચાળીસ દિવસ અને ચાળીસ રાત યહોવાહની આગળ પડી રહ્યો, કેમ કે તેમણે કહ્યું હતું કે, હું તેઓનો નાશ કરીશ.
\v 26 એટલે મેં યહોવાહને પ્રાર્થના કરીને કહ્યું, "હે પ્રભુ યહોવાહ, કૃપા કરીને તમારા લોકોનો, તમારા વારસાનો, જેઓને તમે તમારી મહાનતાથી છોડાવ્યા છે, જેઓને તમે તમારા પરાક્રમી હાથથી મિસરમાંથી બહાર કાઢી લાવ્યા છો, તેમનો નાશ કરશો નહિ.
\s5
\p
\v 27 તમારા સેવકો, ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને યાદ કરો; આ લોકોની હઠીલાઈ, તેઓની દુષ્ટતા તથા તેઓના પાપની તરફ ન જુઓ.
\v 28 રખેને જે દેશમાંથી તમે અમને બહાર કાઢી લાવ્યા તે દેશના લોકો કહે કે, 'કેમ કે જે દેશમાં લઈ જવાનું વચન યહોવાહે આપ્યું હતું તેમાં તે લઈ જઈ શકયા નહિ, કેમ કે તેઓ તેઓને ધિક્કારતા હતા, તેઓ તે લોકોને અરણ્યમાં મારી નાખવા માટે બહાર કાઢી લાવ્યા હતા.'
\v 29 તો પણ, તેઓ તમારા લોક તથા તેઓ તમારો વારસો છે, જેઓને તમે તમારી મહાન શક્તિ તથા તમારા લંબાવેલા ભૂજથી દેખાડીને બહાર કાઢી લાવ્યા છો."
\s5
\c 10
\s પ્રભુએ બે શિલાપાટીઓ ફરી મૂસાને આપી
\r (નિ. ૩૪:૧-૧૦)
\p
\v 1 તે સમયે યહોવાહે મને કહ્યું, "પહેલાં હતી તેવી જ બે શિલાપાટીઓ તૈયાર કર અને તેને મારી પાસે પર્વત પર લાવ વળી લાકડાની એક પેટી બનાવ.
\v 2 પહેલી પાટીઓ જે તેં તોડી નાખી, તેના પર જે વચનો લખેલાં હતા તે હું આ પાટીઓ ઉપર લખીશ, તું તેઓને કોશમાં મૂકી રાખજે."
\s5
\p
\v 3 માટે મેં બાવળના લાકડાનો એક કોશ બનાવ્યો. અને પહેલાના જેવી બે શિલાપાટીઓ બનાવી, તે બે શિલાપાટીઓ મારા હાથમાં લઈને હું પર્વત પર ગયો.
\v 4 સભાના દિવસે પર્વત પર અગ્નિમાંથી જે દસ આજ્ઞાઓ યહોવાહ બોલ્યા, તે તેમણે અગાઉના લખાણ પ્રમાણે શિલાપાટીઓ ઉપર લખી; યહોવાહે તે મને આપી.
\s5
\p
\v 5 પછી હું પર્વત પરથી પાછો નીચે આવ્યો, જે કોશ મેં બનાવ્યો હતો તેમાં તે શિલાપાટીઓ મૂકી; યહોવાહે મને આજ્ઞા આપી હતી તે મુજબ તેઓ ત્યાં છે.
\s5
\p
\v 6 ઇઝરાયલી લોકો બેરોથ બેની યાકાન
\f +
\fr 10:6
\ft યાકાનના લોકોની કૂવા
\f* થી મુસાફરી કરીને મોસેરા આવ્યા. ત્યાં હારુનનું મૃત્યુ થયું, તેને ત્યાં જ દફનાવવામાં આવ્યો. તેની જગ્યાએ તેના દીકરા એલાઝારે યાજકપદની સેવા બજાવી.
\v 7 ત્યાંથી તેઓએ ગુદગોદા સુધી મુસાફરી કરી, ગુદગોદાથી યોટબાથાહ જે પાણીના ઝરણાંનો પ્રદેશ છે ત્યાં આવ્યા.
\s5
\p
\v 8 તે સમયે યહોવાહે લેવીના કુળને યહોવાહનો કરારકોશ ઊંચકવા, યહોવાહની સમક્ષ ઊભા રહીને તેમની સેવા કરવા, તેમના નામથી લોકોને આશીર્વાદ આપવા માટે પસંદ કર્યું. આજ સુધી તે તેની સેવા કરે છે.
\v 9 તેથી લેવીઓને પોતાના ભાઈઓની સાથે કંઈ ભાગ કે વારસો મળ્યો નથી. જેમ યહોવાહ તારા ઈશ્વરે કહ્યું તેમ યહોવાહ પોતે તેનો વારસો છે.
\s5
\p
\v 10 અગાઉની જેમ હું ચાળીસ રાત અને ચાળીસ દિવસ પર્વત પર રહ્યો; અને યહોવાહે તે સમયે પણ મારું સાંભળીને તમારો નાશ કર્યો નહિ.
\v 11 પછી યહોવાહે મને કહ્યું, ઊઠ, આ લોકોની આગળ ચાલ; એટલે જે દેશ તેઓને આપવાના મેં તેઓના પિતૃઓની આગળ સમ ખાધા છે, તેમાં તેઓ પ્રવેશ કરીને તેનું વતન પ્રાપ્ત કરે.
\s ઈશ્વર સંપૂર્ણ આધીનતા માગે છે
\s5
\p
\v 12 હવે હે ઇઝરાયલ, તું યહોવાહ તારા ઈશ્વરનો ડર રાખે, તેમના માર્ગોમાં ચાલે અને તેમના પર પ્રેમ રાખે અને તારા પૂરા અંત:કરણથી તથા પૂરા જીવથી યહોવાહ તારા ઈશ્વરની સેવા કરે.
\v 13 અને આજે હું તમને યહોવાહની જે આજ્ઞાઓ અને નિયમો તારા હિતાર્થે ફરમાવું છું તેનું પાલન કરે.
\s5
\p
\v 14 જો, આકાશ તથા આકાશોનાં આકાશ; પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ તે યહોવાહ તમારા ઈશ્વરનું છે.
\v 15 તેમ છતાં તમારા પિતૃઓ પર પ્રેમ રાખવાનું યહોવાહને સારું લાગ્યું. અને તેમણે તેઓની પાછળ તેઓનાં સંતાનને એટલે સર્વ લોકોના કરતાં તમને પસંદ કર્યા જેમ આજે છે તેમ.
\s5
\p
\v 16 તેથી તમે તમારાં પાપી હૃદયોને શુદ્વ કરો અને હઠીલાપણું છોડી દો.
\v 17 કેમ કે, યહોવાહ તમારા ઈશ્વર તે તો સર્વોપરી ઈશ્વર છે. તે મહાન, પરાક્રમી અને ભયાનક ઈશ્વર છે, તે નિષ્પક્ષ અને ન્યાયી છે, તે કદી લાંચ લેતા નથી.
\s5
\p
\v 18 તે વિધવાની તથા અનાથની દાદ સાંભળે છે. તે પરદેશીઓ પર પ્રેમ રાખે છે અને તેઓને ખોરાક તથા વસ્ત્રો આપે છે.
\v 19 તેથી તમારે પણ પરદેશીઓ પર પ્રેમ રાખવો. કારણ કે તમે પણ મિસરમાં પરદેશી હતા.
\s5
\p
\v 20 તમે યહોવાહ તમારા ઈશ્વરનો ડર રાખો અને તમે તેમની જ સેવા કરો; તેમને જ તમે વળગી રહો. અને તેમના જ નામે સમ ખાઓ.
\v 21 તમારે તેમની સ્તુતિ કરવી, તે જ તમારા ઈશ્વર છે. તેમણે તમારા માટે જે મહાન અને અદ્ભૂત કાર્યો કર્યાં છે તે તમે પ્રત્યક્ષ નિહાળ્યાં છે.
\s5
\p
\v 22 જયારે તમારા પિતૃઓ બધા મળીને મિસર ગયા હતા ત્યારે તેઓ ફક્ત સિત્તેર જ હતા. પણ અત્યારે તમારા ઈશ્વર યહોવાહે તમારી સંખ્યા આકાશના તારાઓ જેટલી વધારી છે.
\s5
\c 11
\s યહોવાહનું અસીમ સામર્થ્ય
\p
\v 1 એ માટે યહોવાહ તારા ઈશ્વર પર પ્રેમ રાખો અને તેમના ફરમાન, કાયદા, નિયમો અને આજ્ઞાઓ સર્વદા પાળો.
\s5
\p
\v 2 હું તમારાં સંતાનો સાથે નહિ પણ તમારી સાથે બોલું છું. જેઓએ યહોવાહ તમારા ઈશ્વરની શિક્ષા
\f +
\fr 11:2
\ft શિસ્ત
\f* , તેમની મહાનતા, તેમનો પરાક્રમી હાથ તથા તેમનાં અદ્દભુત કામો જોયા કે જાણ્યાં નથી,
\v 3 તેમનાં ચિહ્નો, તેમનાં કામો, જે તેમણે મિસર મધ્યે મિસરના રાજા ફારુન તથા તેના આખા દેશ પ્રત્યે કર્યા તે.
\s5
\p
\v 4 મિસરનું સૈન્ય તેના ઘોડા અને રથો તમારો પીછો કરતાં હતાં, ત્યારે સૂફ સમુદ્રનું પાણી તેમની પર ફેરવી વાળ્યું. એ રીતે યહોવાહે તેમનો આજ સુધી કેવી રીતે વિનાશ કર્યો તે તેમણે જોયું નથી;
\v 5 અને તમે આ સ્થળે આવી પહોંચ્યા ત્યાં સુધી તેમણે અરણ્યમાં તમારે સારું જે કર્યુ તે.
\s5
\p
\v 6 અને સર્વ ઇઝરાયલીઓના જોતાં રુબેનના દીકરાઓમાંથી, અલિયાબના દીકરા દાથાન અને અબિરામને યહોવાહે શું કર્યું તે તમે જોયું છે, પણ તમારા સંતાનો એ જોયું નથી. એટલે કેવી રીતે પૃથ્વી પોતાનું મુખ ઉઘાડીને તેઓને તથા તેઓના કુટુંબોને, તેઓના તંબુઓને અને તેમની સાથેના નોકર ચાકર તથા તેમની માલિકીનાં સર્વ જાનવરોને ગળી ગઈ.
\v 7 પણ તમારી આંખોએ યહોવાહે કરેલાં અદ્દભુત કામો નિહાળ્યાં છે.
\s વચનના દેશના આશીર્વાદ અને ચેતવણી
\s5
\p
\v 8 તેથી જે સર્વ આજ્ઞા હું આજે તમને ફરમાવું છું તે સર્વ પાળો જેથી તમે બળવાન થાઓ અને જે દેશનું વતન પામવાને તમે જઈ રહ્યા છો તેમાં પ્રવેશ કરીને તેનું વતન સંપાદન કરો;
\v 9 યહોવાહે જે દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ વિષે તમારા પિતૃઓ આગળ સોગન ખાધા હતા કે હું તમને તથા તમારા સંતાનોને આપીશ અને તેમાં તમારું આયુષ્ય લંબાવીશ.
\s5
\p
\v 10 તમે જે દેશનું વતન પામવાને જઈ રહ્યા છો તે તો મિસર દેશ જ્યાંથી તમે બહાર નીકળી આવ્યા છો તેના જેવો નથી કે જયાં બી વાવ્યા પછી તમારે શાકભાજીની વાડીની જેમ પોતાના પગથી પાણી પાવું પડતું હતું.
\v 11 પરંતુ જે દેશનું વતન પામવાને માટે તમે પેલે પાર જાઓ છો તે ડુંગરવાળો અને ખીણોવાળો દેશ છે. તે આકાશના વરસાદનું પાણી પીએ છે,
\v 12 તે દેશ વિષે યહોવાહ તમારા ઈશ્વર કાળજી રાખે છે. વર્ષના આરંભથી તે અંત સુધી યહોવાહ તમારા ઈશ્વરની નજર હમેશાં તેના પર રહે છે.
\s5
\p
\v 13 અને આજે હું
\f +
\fr 11:13
\ft ઈશ્વર
\f* તમને જે આજ્ઞાઓ જણાવું છું તે જો તમે ધ્યાનથી સાંભળી અને તમારા ઈશ્વર યહોવાહ પર પ્રીતિ રાખીને તમારા ખરા મન અને આત્માથી તેમની સેવા કરશો તો એમ થશે કે,
\v 14 હું તમારા દેશમાં વરસાદ એટલે આગળનો વરસાદ તથા પાછળનો વરસાદ તેની ઋતુ અનુસાર મોકલીશ. જેથી તમે તમારું અનાજ, તમારો નવો દ્રાક્ષારસ તથા તમારા તેલનો સંગ્રહ કરી શકો.
\v 15 હું તમારાં ઢોરને સારુ ખેતરોમાં ઘાસ ઉગાવીશ. અને તમે ખાઈને તૃપ્ત થશો.
\s5
\p
\v 16 સાવચેત રહો રખેને તમારું અંત:કરણ ઠગાઈ જાય. અને તમે ભટકી જઈ બીજા દેવ દેવીઓની સેવા કરો અને તેમનું ભજન કરો;
\v 17 રખેને યહોવાહનો કોપ તમારી વિરુદ્ધ સળગી ઊઠે અને તેઓ આકાશમાંથી વરસાદ બંધ કરે અને જમીન પોતાની ઊપજ ન આપે. અને યહોવાહ જે ફળદ્રુપ દેશ તમને આપે છે તેમાં તમારો જલ્દી નાશ થાય.
\s5
\p
\v 18 માટે મારાં આ વચનો તમે તમારા હૃદયમાં તથા મનમાં મૂકી રાખો, ચિહ્ન તરીકે તમારા હાથમાં બાંધો તથા તેઓને તમારી આંખોની વચ્ચે કપાળભૂષળ તરીકે રાખો.
\v 19 જયારે તમે ઘરમાં બેઠા હોય ત્યારે, બહાર ચાલતા હોય ત્યારે, તું સૂતા હોય ત્યારે અને ઊઠતી વેળાએ તે વિષે વાત કરો અને તમારા સંતાનોને તે શીખવો.
\s5
\p
\v 20 તમારા ઘરની બારસાખ પર તથા તમારા નગરના દરવાજા પર તમે તેઓને લખો.
\v 21 જેથી જે દેશ આપવાનું વચન યહોવાહે તમારા પિતૃઓને આપ્યું હતું તેમાં તમારા દિવસો અને તમારા વંશજોના દિવસો પૃથ્વી પરના આકાશોના દિવસોની જેમ વૃદ્ધિ પામે.
\s5
\p
\v 22 કેમ કે આ જે બધી આજ્ઞાઓ હું તમને આપું છું તેને જો તમે ખંતપૂર્વક પાળીને અમલમાં મૂકશો અને યહોવાહ તમારા ઈશ્વર પર પ્રેમ રાખીને તેમના સર્વ માર્ગોમાં ચાલશો અને તેમને વળગી રહેશો તો,
\v 23 યહોવાહ આ સર્વ પ્રજાઓને તમારી આગળથી હાંકી કાઢશે, તમે તમારા કરતાં મોટી અને બળવાન પ્રજાને કબજે કરશે.
\s5
\p
\v 24 દરેક જગ્યા જ્યાં તમારા પગ ફરી વળશે તે તમારી થશે; અરણ્યથી તથા લબાનોનથી, નદીથી એટલે ફ્રાત નદી સુધી, પશ્ચિમના સમુદ્ર સુધી તમારી સરહદ થશે.
\v 25 વળી તમારી આગળ કોઈ માણસ ટકી શકશે નહિ; જે ભૂમિ પર તમે ચાલશો તે પર યહોવાહ તમારા ઈશ્વર તમારી બીક અને ધાક રાખશે. જેમ તેમણે તમને કહ્યું છે તે પ્રમાણે.
\s5
\p
\v 26 જો, આજે હું તમારી આગળ આશીર્વાદ તથા શાપ બન્ને મૂકું છું.
\v 27 જો તમે યહોવાહ તમારા ઈશ્વરની આજ્ઞાઓ જે હું આજે તમને ફરમાવું છું તે સાંભળશો તો તમે આશીર્વાદ પામશો;
\v 28 જો તમે યહોવાહ તમારા ઈશ્વરની આજ્ઞાઓ નહિ સાંભળો, જે માર્ગ હું તમને આજે ફરમાવું છું તે છોડીને બીજા દેવો કે જેઓ વિષે તમે જાણતા નથી તેની પાછળ જશો તો તમે શાપ પામશો.
\s5
\p
\v 29 જે દેશનો કબજો કરવાને તમે જાઓ તેમાં જ્યારે યહોવાહ તમારા ઈશ્વર તમને લાવે ત્યારે એવું થાય કે આશીર્વાદને તમે ગરીઝીમ પર્વત પર અને શાપને એબાલ પર્વત પર રાખજો.
\v 30 શું તેઓ યર્દન નદીની સામે પાર પશ્ચિમ દિશાના રસ્તા પાછળ, ગિલ્ગાલની સામેના અરાબામાં રહેતા કનાનીઓના દેશમાં, મોરેના એલોનવૃક્ષોની પાસે નથી?
\s5
\p
\v 31 કેમ કે જે દેશ યહોવાહ તમારા ઈશ્વરે તમને આપ્યો છે તેનું વતન પામવા માટે તમે યર્દન નદી પાર કરીને જવાના છો, તમે તેનું વતન પામીને તેમાં રહેશો.
\v 32 હું આજે તમારી સમક્ષ જે બધા કાનૂનો તથા નિયમો મૂકું છું તેને તમે કાળજીપૂર્વક પાળો.
\s5
\c 12
\s ભજન-ભક્તિનું એકમાત્ર સ્થળ
\p
\v 1 તમારા પિતૃઓના ઈશ્વર યહોવાહે તમને જે દેશ વતન તરીકે આપ્યો છે, તેમાં તમારે નિયમો તથા કાનૂનો પૃથ્વી પરના તમારા બધા દિવસો પર્યંત પાળવા તે આ છે.
\v 2 જે જે પ્રજાઓનો તમે કબજો કરશો તેઓ જે ઊંચા પર્વતો પર, ડુંગરો પર તથા દરેક લીલાં વૃક્ષોની નીચે જે બધી જગ્યાઓમાં તેઓનાં દેવોની પૂજા કરતા હતા તે સર્વનો તમારે નિશ્ચે નાશ કરવો.
\s5
\p
\v 3 તમારે તેઓની વેદીઓ તોડી નાખવી, તેઓના સ્તંભોને ભાંગીને ટુકડા કરી નાખવા, અશેરીમ મૂર્તિઓને બાળી નાખવી અને તેઓના દેવોની કોતરેલી મૂર્તિઓ કાપી નાખીને તે જગ્યાએથી તેઓના નામનો નાશ કરવો.
\v 4 તમારે યહોવાહ તમારા ઈશ્વરની આરાધના તે પ્રમાણે ન કરવી.
\s5
\p
\v 5 પણ યહોવાહ તમારા ઈશ્વર તમારા સર્વ કુળમાંથી જે સ્થળ પસંદ કરશે તે સ્થળ આગળ એટલે જ્યાં તે રહે છે ત્યાં તમારે ભેગા થવું, ત્યાં તમારે આવવું.
\v 6 ત્યાં તમારે તમારાં બધાં દહનીયાર્પણો, તમારાં બલિદાનો, તમારાં દશાંશો, તમારા હાથનાં ઉચ્છાલીયાર્પણો, તમારી માનતાઓ, તમારાં ઐચ્છિકાર્પણ તથા તમારાં ઘેટાં બકરાનાં તથા અન્ય જાનવરોનાં પ્રથમજનિતને લાવવાં.
\s5
\p
\v 7 ત્યાં તમારે યહોવાહ તમારા ઈશ્વરની આગળ જમવું અને તમારા હાથની સર્વ બાબતોમાં યહોવાહ તારા ઈશ્વરે તમને આશીર્વાદ આપ્યો છે તેમાં તમારે તથા તમારા કુટુંબોએ આનંદ કરવો.
\s5
\p
\v 8 આજે આપણે જે બધું અહીં કરીએ છીએ, એટલે દરેક માણસ પોતાની દ્રષ્ટિમાં જે સારું લાગે છે તે કરે છે તે પ્રમાણે તમારે કરવું નહિ;
\v 9 કેમ કે, યહોવાહ તમારા ઈશ્વર જે આરામ તથા વારસો આપવાના છે તેમાં હજુ સુધી તમે ગયા નથી.
\s5
\p
\v 10 તમે યર્દન નદી પાર કરીને યહોવાહ તમારા ઈશ્વર તમને જે દેશ વારસા તરીકે આપવાના છે તેમાં જ્યારે તમે રહેશો, ત્યારે યહોવાહ તમને ચારે બાજુના દુશ્મનોથી આરામ આપશે કે જેથી તમે બધા સુરક્ષિત રહો.
\v 11 ત્યારે એવું બને કે યહોવાહ તમારા ઈશ્વર પોતાનું નામ રાખવા માટે જે જગ્યા પસંદ કરે ત્યાં, હું તમને ફરમાવું તે બધું તમારે લાવવું: તમારાં દહનીયાર્પણ, તમારાં બલિદાનો, તમારાં દશાંશો, તમારા હાથનાં ઉચ્છાલીયાર્પણો, જે બધી શ્રેષ્ઠ માનતાઓ તમે યહોવાહ પ્રત્યે માનો તે તમારે લાવવાં.
\s5
\p
\v 12 તમે, તમારા દીકરાઓ, તમારી દીકરીઓ, તમારા દાસો, તમારી દાસીઓ તથા લેવીઓ કે જેને તમારી મધ્યે કોઈ હિસ્સો કે વારસો નથી જેઓ તમારા દરવાજાની અંદર રહેતા હોય તેઓએ યહોવાહ તમારા ઈશ્વરની આગળ આનંદ કરવો.
\s5
\p
\v 13 સાવધ રહેજો, જે દરેક જગ્યા તમે જુઓ ત્યાં તમારે તમારા દહનીયાર્પણ ચઢાવવાં નહિ;
\v 14 પણ જે જગ્યા યહોવાહ તમારા ઈશ્વર તમારા કુળો મધ્યેથી એકને પસંદ કરે ત્યાં તારે તારા દહનીયાર્પણો ચઢાવવાં.
\s5
\p
\v 15 તોપણ તમારી ઇચ્છા પ્રમાણે તમે તમારા દરવાજાના પ્રાણીઓને મારીને ખાજો, કેમ કે યહોવાહ તમારા ઈશ્વરે તમને જે બધું આપ્યું છે તેનો આશીર્વાદ તમે પ્રાપ્ત કરો. શુદ્ધ તથા અશુદ્ધ જન તે ખાય, જેમ હરણનું અને જેમ સાબરનું માંસ ખવાય છે તેમ ખાજો.
\v 16 પણ લોહી તમારે ખાવું નહિ એ તમારે પાણીની જેમ જમીન પર રેડી દેવું.
\s5
\p
\v 17 તમારા અનાજનો, દ્રાક્ષારસનો કે તેલનો દશમો ભાગ, અથવા તમારાં ઘેટાંબકરાંનાં અને અન્ય જાનવરોનાં પ્રથમજનિત અથવા તમારી લીધેલી કોઈ પણ માનતા અથવા તમારા ઐચ્છિકાર્પણ તથા તમારા હાથનાં ઉચ્છાલીયાર્પણ એ સર્વ તમારા રહેઠાણોમાં ખાવાની તમને રજા નથી.
\s5
\v 18 પણ તમારે અને તમારા દીકરાએ અને તમારી દીકરીએ, તમારા દાસે અને તમારી દાસીએ તમારા ઘરમાં રહેનાર તમારા લેવીએ યહોવાહ તમારા ઈશ્વર જે સ્થળ પસંદ કરે તેમાં તમારા યહોવાહની સમક્ષ તે ખાવાં; અને જે સર્વને તમે તમારો હાથ લગાડો છો તેમાં યહોવાહ તમારા ઈશ્વરની સમક્ષ આનંદ કરવો.
\v 19 પોતાના વિષે સાંભળો કે જ્યાં સુધી તમે આ ભૂમિ પર વસો ત્યાં સુધી લેવીઓનો ત્યાગ તમારે કરવો નહિ.
\s5
\p
\v 20 જયારે યહોવાહ તમારા ઈશ્વર પોતાના આપેલા વચન મુજબ તમારો વિસ્તાર વધારે ત્યારે તમને જો માંસ ખાવાની ઇચ્છા થાય તો ખાવું કેમ કે મન માનતાં સુધી ખાવાની તમને છૂટ છે.
\s5
\p
\v 21 તમારા ઈશ્વર યહોવાહે પોતાના નામ માટે પસંદ કરેલું સ્થળ જો બહુ દૂર હોય તો જેમ યહોવાહે તમને આજ્ઞા આપી છે તેમ, તમારાં ઘેટાંબકરાં તથા અન્ય જાનવર કે જે યહોવાહે તમને આપ્યાં છે તે કાપવાં અને તમારી ઇચ્છા થાય ત્યાં સુધી તમારે ઘરે ખાવાં.
\v 22 હરણ કે સાબરનું માંસ ખવાય છે તેમ તમારે તે ખાવું; માણસ શુદ્ધ કે અશુદ્ધ સ્થિતિ હોય તો પણ તે ખાઈ શકે છે.
\s5
\p
\v 23 પરંતુ એટલું સંભાળજો કે લોહી તમારા ખાવામાં ન આવે, કારણ કે, રક્તમાં જ જીવ છે અને માંસ સાથે તેનો જીવ તમારે ખાવો નહિ.
\v 24 તમારે લોહી ખાવું નહિ, પણ જળની જેમ જમીન પર ઢોળી દેવું.
\v 25 તમારે તે ખાવું નહિ; એ માટે કે યહોવાહ તમારા ઈશ્વરની દૃષ્ટિમાં જે યથાર્થ છે તે કર્યાથી તમારું તથા તમારી પાછળ તમારા સંતાનોનું ભલું થાય.
\s5
\p
\v 26 તમારી પાસેની અર્પિત વસ્તુઓ તથા તમારી માનતાઓ તે તમારે યહોવાહે પસંદ કરેલા સ્થાનમાં લઈ જવાં.
\v 27 અને યહોવાહ તમારા ઈશ્વરની વેદી પર તમારે તમારાં દહનીયાર્પણ એટલે માંસ તથા લોહી ચઢાવવાં; પણ તમારા યજ્ઞોનું લોહી તમારે યહોવાહ તમારા ઈશ્વરની વેદી પર રેડી દેવું.
\s5
\p
\v 28 જે સર્વ આજ્ઞાઓ હું તમને ફરમાવું છું તે ધ્યાન આપીને સાંભળો એ માટે કે યહોવાહ તમારા ઈશ્વરની દૃષ્ટિમાં જે સારું અને યથાર્થ કર્યાથી તમારું અને તમારાં સંતાનોનું સદા ભલું થાય.
\s મૂર્તિપૂજા સામે ચેતવણી
\s5
\p
\v 29 જે દેશજાતિઓનું વતન પ્રાપ્ત કરવા તમે જાઓ છો તેઓનો જયારે યહોવાહ તમારા ઈશ્વર તમારી આગળથી નાશ કરે અને તમે તેઓનું વતન પામી તેમના દેશમાં રહો,
\v 30 ત્યારે સાવધ રહેજો, રખેને તેઓનો તમારી આગળથી નાશ થયા પછી તમે તેઓનું અનુકરણ કરીને ફસાઈ જાઓ. અને તમે તેઓના દેવદેવીઓની પૂછપરછ કરતાં એવું કહો કે "આ લોકો કેવી રીતે પોતાના દેવદેવીઓની પૂજા કરે છે.''
\s5
\p
\v 31 યહોવાહ તમારા ઈશ્વર વિષે એવું કરશો નહિ; કેમ કે જે સર્વ અમંગળ કાર્યો યહોવાહની દૃષ્ટિએ ધિક્કારજનક છે. તે તેઓએ પોતાના દેવદેવીઓની સમક્ષ કર્યા છે. કેમ કે પોતાના દીકરા દીકરીઓને પણ તેઓ તેઓનાં દેવદેવીઓની આગળ આગમાં બાળી નાખે છે.
\p
\v 32 મેં તમને જે આજ્ઞાઓ આપી છે તે તમારે કાળજી રાખીને પાળવી. તમારે તેમાં કંઈ વધારો કે ઘટાડો કરવો નહિ.
\s5
\c 13
\p
\v 1 તમારી મધ્યે કોઈ પ્રબોધક કે સ્વપ્નદ્રષ્ટા ઊભો થાય અને જો તે તમને ચિહ્ન કે ચમત્કાર બતાવે,
\v 2 જો કદાચ તેણે તમને કહેલા ચિહ્ન કે ચમત્કાર થાય અને જો તમને તે કહે ''ચાલો આપણે અન્ય દેવદેવીઓની પૂજા કરીએ જેને તમે જાણતા નથી અને ચાલો આપણે તેમની સેવા કરીએ,"
\v 3 તોપણ તે પ્રબોધકના શબ્દોને કે સ્વપ્નદ્રષ્ટાને સાંભળશો નહિ, કેમ કે યહોવાહ તમારા ઈશ્વર તમારી કસોટી કરે છે કે, તમે તમારા પૂરા અંત:કરણથી તથા પૂરા જીવથી યહોવાહ તમારા ઈશ્વર પર પ્રેમ કરો છો કે નહિ તે જણાય.
\s5
\p
\v 4 તમે તમારા ઈશ્વર યહોવાહ પાછળ ચાલો અને તેમનો ડર રાખો અને તેમની આજ્ઞાઓ પાળો, તેમનું કહ્યું કરો તથા તમે તેમની સેવા કરો. અને તેમને વળગી રહો.
\v 5 અને તે પ્રબોધક તથા તે સ્વપ્નદ્રષ્ટાને મારી નાખવો; કેમ કે તે યહોવાહ તમારા ઈશ્વર જે તમને મિસર દેશમાંથી બહાર લાવ્યા છે, જેમણે તમને ગુલામીમાંથી મુક્ત કર્યા તેમની સામે બળવો કરવાનું કહે છે, એ માટે કે રખેને જે માર્ગમાં ચાલવાની યહોવાહ તમારા ઈશ્વરે તમને આજ્ઞા આપી છે તેમાંથી તે તમને ભમાવી દે. એ રીતે તું તારી મધ્યેથી દુષ્ટતા દૂર કર.
\s5
\p
\v 6 જો તારો ભાઈ એટલે તારી માનો દીકરો અથવા તારી દીકરી અથવા તારી પ્રિય પત્ની તથા તારો પ્રિય મિત્ર તને લલચાવતાં એમ કહે કે ''ચાલો જે અન્ય દેવદેવીઓને તમે જાણતા નથી, તેમ તમારા પિતૃઓ પણ જાણતા નહોતા તેઓની આપણે પૂજા કરીએ.
\v 7 તથા જે દેશજાતિઓ તમારી ચોતરફ, તમારી આસપાસમાં કે તમારાથી દૂર પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી છે તેઓનાં દેવદેવીઓની સેવા કરીએ."
\s5
\p
\v 8 તો તમારે તેઓની વાત સાંભળવી કે માનવી નહિ, તમારી આંખ તેની પર દયા ન લાવે. તમારે તેને જવા દેવો નહિ અને છુપાવવો પણ નહિ.
\v 9 પરંતુ તેને નક્કી મારી નાખવો, તેને મારી નાખવા માટે તમારો હાથ પહેલો તેના પર પડે ત્યાર બાદ બીજા લોકો પણ તેમ કરે.
\s5
\p
\v 10 તમારે તેને પથ્થર વડે મારી નાખવો, કેમ કે યહોવાહ તમારા ઈશ્વર જે તમને મિસર દેશમાંથી એટલે ગુલામીમાંથી બહાર લાવ્યા, તેમની પાસેથી તમને દૂર લઈ જવાનો પ્રયત્ન તેણે કર્યો છે.
\v 11 સર્વ ઇઝરાયલ તે સાંભળીને બીશે. અને પછી ફરીથી એવી કોઈ દુષ્ટતા તમારી મધ્યે થશે નહિ.
\s5
\p
\v 12 જે નગરો યહોવાહ તમારા ઈશ્વર તમને રહેવા માટે આપે છે તેઓમાંથી એક પણ વિષે તમે એવી વાત સાંભળો કે,
\v 13 કેટલાક બલિયાલપુત્રો તમારી મધ્યેથી નીકળી જઈને તેઓના નગરના લોકોને એમ કહીને ખેંચી લીધા છે કે ચાલો આપણે જઈને અન્ય દેવદેવીઓ કે જેઓને તમે જાણતા નથી તેમની સેવા કરીએ."
\v 14 તેથી તારે તેની પૂરેપૂરી તપાસ કરવી, શોધ કરીને ખંતથી પૂછપૂરછ કરવી. જો તે વાત સાચી અને નક્કી હોય કે એ અમંગળ કર્મ તમારી મધ્યે કરવામાં આવેલું છે,
\s5
\p
\v 15 તો તમારે નગરના બધા રહેવાસીઓનો, તેમાં જે બધા લોકો રહે છે તે સર્વનો તેઓના પશુઓના ટોળાં સાથે તલવારની ધારથી સંપૂર્ણપણે નિશ્ચે હુમલો કરીને નાશ કરવો.
\v 16 તેમાંની સર્વ લૂંટ તે નગરના ચોકની વચમાં એકઠી કરીને યહોવાહ તમારા ઈશ્વર પ્રત્યે તે નગરને તથા તેની સર્વ લૂંટને અગ્નિમાં છેક બાળી નાખવાં; તેનો સદાને માટે ઢગલો થઈ જાય; તે ફરીથી બંધાય નહિ.
\s5
\p
\v 17 લૂંટમાંથી કશું જ તમારે તમારા હાથમાં રાખવું નહિ. તેથી યહોવાહ તમારા પર ગુસ્સો કરવાથી પાછા વળશે અને બદલામાં તેઓ તમારા પ્રત્યે કૃપાળુ બનશે. તેઓ તમારા પ્રત્યે કરુણા દર્શાવશે અને જેમ તમારા પિતૃઓને વચન આપેલું હતું તે પ્રમાણે તમને સંખ્યામાં વધારશે.
\v 18 યહોવાહ તમારા ઈશ્વરની આજ્ઞાઓ જે હું આજે તમને ફરમાવું છું તે તમે તેમની વાણી સંભાળીને પાળશો, યહોવાહ તમારા ઈશ્વરની દ્રષ્ટિમાં જે યોગ્ય છે તે કરશો ત્યારે ઈશ્વર તે પ્રમાણે કરશે.
\s5
\c 14
\s શોક પાળવાની મના કરેલી રીત
\p
\v 1 તમે યહોવાહ તમારા ઈશ્વરનાં સંતાન છો. મૃત્યુ પામેલાંને લીધે તમારે તમારા શરીર પર ઘા ન કરવા, કે ચહેરા પર મૂંડન ન કરવું.
\v 2 કેમ કે તમે યહોવાહ તમારા ઈશ્વરના પવિત્ર લોકો છો, પૃથ્વીની સપાટી પરના સર્વ લોકોમાંથી તમને યહોવાહે પોતાની ખાસ પ્રજા થવા માટે પસંદ કર્યા છે.
\s ખોરાક માટે યોગ્ય-અયોગ્ય પ્રાણીઓ
\r (લે. ૧૧:૧-૪૭)
\s5
\p
\v 3 તમારે કોઈ અશુદ્ધ વસ્તુમાંથી ખાવું નહિ.
\v 4 તમારે આ પ્રાણીઓને ખાવાં એટલે બળદ, ઘેટાં, બકરાં,
\v 5 હરણ, સાબર, કાળિયાર, જંગલી બકરાં, પર્વતીય ઘેટાં.
\s5
\p
\v 6 જે કોઈ પ્રાણીની ખરી ફાટેલી હોય અને ફાટીને તેના બે ભાગ થઈ ગયેલા હોય, વાગોળતો હોય તેવાં પ્રાણીને તમે ખાઈ શકો.
\v 7 પરંતુ, તમારે કેટલાંક પ્રાણીઓ જેવા કે, વાગોળતાં હોય પણ જેઓની ખરી બે ભાગમાં ફાટી ગયેલી હોય આ પ્રાણીઓ ન ખાવાં. એટલે કે ઊંટ, સસલું તથા શાફાન કેમ કે તેઓ વાગોળે છે પણ તેમની ખરી ફાટેલી નથી, તેઓ તમારા માટે અશુદ્ધ છે.
\s5
\p
\v 8 ડુક્કરની ખરી ફાટેલી હોય છે પણ તે વાગોળતું નથી એટલે તે તમારા માટે અશુદ્ધ છે. તેનું માંસ તમારે ખાવું નહિ અને તેમના મૃતદેહને તમારે સ્પર્શ કરવો નહિ.
\s5
\p
\v 9 જળચર પ્રાણીઓમાં તમારે ખાવાં તે આ છે: જેમને ભિંગડાં તથા પર હોય તે ખાવાં;
\v 10 પરંતુ જેઓને પર કે ભિંગડાં ના હોય તેવા જળચરો તમારે ખાવાં નહિ, તેઓ તમારા માટે અશુદ્ધ છે.
\s5
\p
\v 11 બધાં જ શુદ્ધ પક્ષીઓ તમે ખાઈ શકો.
\v 12 પણ આ પક્ષીઓમાંથી તમારે ખાવાં નહિ એટલે કે, ગરુડ, ગીધ, કુરર,
\v 13 સમડી, બાજ તથા કલીલ તેની જુદી જાત પ્રમાણે,
\s5
\p
\v 14 પ્રત્યેક જાતના કાગડા,
\v 15 શાહમૃગ, ચીબરી, સીગલ, તથા દરેક જાતના શકરા,
\v 16 ચીબરી, ઘુવડ, રાજહંસ,
\v 17 જળકૂકડી, ગીધ, કરઢોક;
\s5
\v 18 દરેક જાતનું બગલું, હંસલો તથા ચામાચીડિયું.
\v 19 બધાં પાંખવાળાં સર્પટિયાં તમારા માટે અશુદ્ધ છે. તે ન ખાવાય
\v 20 પરંતુ તમે બધાં શુદ્ધ પક્ષીઓ ખાઈ શકો.
\s5
\p
\v 21 પોતાની રીતે મૃત્યુ પામેલા કોઈ પણ પશુનું માંસ તમારે ખાવું નહિ. તમારા નગરમાં રહેતા પરદેશીને ખાવા માટે આપવું હોય તો આપો. ભલે તે લોકો ખાય; અથવા કોઈ પરદેશીને તે વેચે તો ભલે વેચે. કેમ કે તમે તો યહોવાહ તમારા ઈશ્વરના પવિત્ર લોક છો. વળી બકરીના બચ્ચાંને માતાના દૂધમાં બાફવું નહિ.
\s દશાંશનો નિયમ
\s5
\p
\v 22 પ્રતિવર્ષ તમારે તમારા ખેતરના બીજની બધી ઊપજમાંથી દશમો ભાગ જુદો રાખવો.
\v 23 તેઓ જે જગ્યા પોતાના પવિત્રસ્થાન માટે પસંદ કરે ત્યાં તેઓની આગળ તમારા અનાજનો દશાંશ, તમારા દ્રાક્ષારસનો, તમારા તેલનો તથા તમારાં પશુ તથા ઘેટાં બકરાંના તથા અન્ય જાનવરોના પ્રથમજનિતને તમારે ખાવાં, કે જેથી તમે યહોવાહ તમારા ઈશ્વરનો આદર કરતાં શીખો.
\s5
\p
\v 24 જો મુસાફરી એટલી લાંબી હોય કે તે તું લઈ જઈ શકે નહિ, કેમ કે જ્યારે યહોવાહ ઈશ્વર તને આશીર્વાદ આપે, ત્યારે યહોવાહ તારા ઈશ્વર જે જગ્યા તેમના પવિત્રસ્થાન માટે પસંદ કરે તે તારાથી ઘણે દૂર હોય,
\v 25 તો તમારે તે વેચીને, નાણાં તમારા હાથમાં લઈને યહોવાહ તમારા ઈશ્વર જે જગ્યા પસંદ કરે ત્યાં જવું.
\s5
\p
\v 26 અને તારું દિલ ચાહે તે ખરીદવા માટે તારે એ પૈસા વડે બળદો, ઘેટાં, દ્રાક્ષારસ અને મધ તમને જે કંઈ પસંદ પડે તે ખરીદવું અને તમારા ઈશ્વર યહોવાહ સમક્ષ તમારે અને તમારા કુટુંબે તે ખાઈને આનંદ કરવો;
\v 27 તમારા ઘરના લેવીઓને તમારે કદી ભૂલવા જોઈએ નહિ. કારણ કે, તેઓને તમારી સાથે કોઈ પણ ભાગ કે વારસો મળેલો નથી.
\s5
\p
\v 28 દર ત્રીજે વર્ષને અંતે તે વર્ષની તમારી ઊપજનો દશમો ભાગ કાઢી લાવીને તમારા ઘરમાં તમારે સંગ્રહ કરવો;
\v 29 તમારા ઘરમાં રહેનાર લેવી કે જેને તમારી સાથે કોઈ ભાગ કે વારસો મળ્યો નથી, તે તથા પરદેશી, અનાથ તથા વિધવા આવે અને ખાઈને તૃપ્ત થાય. એ માટે કે જે કામ તમે કરો છો તેમાં તમારા ઈશ્વર યહોવાહ તમને આશીર્વાદ આપે.
\s5
\c 15
\s દર સાતમું વર્ષ છૂટકારાનું વર્ષ
\r (લે. ૨૫:૧-૭)
\p
\v 1 દર સાતમું વર્ષ તમારે માટે છુટકારાનું વર્ષ થાય.
\v 2 અને છૂટકો કરવાની રીત આ છે; દરેક લેણદારે પોતાના પડોશીને દેવાથી મુકત કરવા. તેણે પોતાના પડોશી પાસેથી તથા પોતાના ભાઈ પાસેથી દેવું વસૂલ કરવા દબાણ કરવું નહિ. કારણ કે યહોવાહના માનાર્થે છુટકારાનો ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે.
\v 3 વિદેશીઓ પાસે તમે દેવું ભરપાઈ કરાવી શકો છો પરંતુ તારું લેણું જો તારા ભાઈ પાસે હોય તો તે જતું કર.
\s5
\p
\v 4 તોપણ તમારામાં કોઈ ગરીબ નહિ હોય કેમ કે યહોવાહ તમારા ઈશ્વર તમને જે દેશના વતનનો વારસો આપે છે, તેમાં યહોવાહ નક્કી તમને આશીર્વાદ દેશે;
\v 5 ફક્ત એટલું જ કે તમે યહોવાહ તમારા ઈશ્વરની વાણી ખંતથી સાંભળીને આ જે સર્વ આજ્ઞાઓ આજે હું તમને જણાવું છું, તે તમે કાળજીથી પાળશો તો.
\v 6 કેમ કે તમને આપેલા વચન મુજબ યહોવાહ તમને આશીર્વાદ આપશે અને તમે અનેક પ્રજાઓના લેણદાર બનશો, તમે કોઈના દેવાદાર નહિ બનો અને તમે અનેક પ્રજાઓ પર રાજ કરશો, પણ કોઈ તમારા પર રાજ કરશે નહિ.
\s5
\p
\v 7 જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને આપે છે, તેમાં તમારા ઘરમાં રહેતો તમારો કોઈ જ્ઞાતિજન ગરીબ હોય તો તમે તમારું હૃદય કઠણ ન કરો.
\v 8 પરંતુ તેમના પ્રત્યે તમારો હાથ ઉદાર રાખો અને તેની અછતને લીધે જેટલાંની તેમને જરૂરિયાત હોય તે પ્રમાણે આપો.
\s5
\p
\v 9 પણ સાવધ રહો, રખેને તમારા મનમાં એવો દુષ્ટ વિચાર આવે કે સાતમું વર્ષ એટલે છુટકારાનું વર્ષ પાસે છે. અને તમારી દાનત તમારા ગરીબ ભાઈની વિરુદ્ધ બગડે અને તમે તેને કંઈ ન આપો. અને તે યહોવાહની આગળ પોકાર કરે તો તમે દોષિત ઠરશો.
\v 10 વળી તમારે તેને આપવું જ કે જે તેને આપતાં તમારો જીવ કચવાય નહિ. કારણ કે, એ કાર્યને લીધે યહોવાહ તમારા ઈશ્વર તમારાં બધાં કામમાં એટલે જે કંઈ કામ તમે હાથમાં લેશો તેમાં તમને આશીર્વાદ આપશે.
\s5
\p
\v 11 કેમ કે દેશમાંથી ગરીબો કદી ખૂટશે નહિ તેથી હું તમને આજ્ઞા કરું છું કે, તમારે તમારા દેશમાં તમારા ભાઈ પ્રત્યે જરૂરિયાતમંદવાળા પ્રત્યે તથા ગરીબ પ્રત્યે ઉદારતા બતાવવી.
\s ગુલામો પ્રત્યેની વર્તણૂકના નિયમો
\r (નિ. ૨૧:૧-૧૧)
\s5
\p
\v 12 જો તમારો ભાઈ એટલે કોઈ હિબ્રૂ સ્ત્રી કે પુરુષ તમારે ત્યાં વેચાયો હોય અને છ વર્ષ સુધી તે તમારી ચાકરી કરે. તો સાતમે વર્ષે તમારે તેને છોડી મૂકવો.
\v 13 જયારે તમે તેને મુક્ત કરો ત્યારે તેને ખાલી હાથે જવા દેવો નહિ;
\v 14 તમારે તમારાં ઘેટાંબકરાંમાંથી અને તમારાં ખળામાંથી અને તમારાં દ્રાક્ષકુંડમાંથી તેને ઉદારતાથી આપવું. યહોવાહે તમને આપેલા આશીર્વાદના પ્રમાણમાં તમારે તેને આપવું.
\s5
\p
\v 15 અને તમારે યાદ રાખવું કે, તમે પોતે પણ મિસરમાં ગુલામ હતા અને યહોવાહ તમારા ઈશ્વરે તમને છોડાવ્યા હતા. એ માટે હું આજે તમને આ આજ્ઞા આપું છું.
\v 16 અને એમ બને કે, જો તે તમને કહે કે 'મારે તમારી પાસેથી જવું નથી,'' એ માટે કે તેને તમારી સાથે અને તમારાં ઘરનાંની સાથે પ્રેમ છે. અને તમારે ત્યાં સુખચેનમાં રહે છે.
\v 17 તો એક સોયો લઈને તેને બારણાની સાથે ઊભો રાખીને તેનો કાન વીંધવો એટલે તે સદાને માટે તારો દાસ થશે. અને તારી દાસી વિષે પણ એ પ્રમાણે કરવું.
\s5
\p
\v 18 જયારે તમે તેને ગુલામીમાંથી મુકત કરો ત્યારે એમ કરવાનું તમને કઠણ ન લાગવું જોઈએ. કારણ કે, મજૂરના પગાર કરતાં બમણી ચાકરી તેણે તમારે ત્યાં છ વર્ષ સુધી કરી છે. તમારા સર્વ કામમાં યહોવાહ તમારા ઈશ્વર તમને આશીર્વાદ આપશે.
\s પ્રથમ જન્મેલાં નર બચ્ચાંનું અર્પણ
\s5
\p
\v 19 તમારાં ઘેટાંબકરાંના તથા અન્ય જાનવરના પ્રથમજનિત નર બચ્ચાંને તમારે યહોવાહ તમારા ઈશ્વરને અર્પિત કરી દેવાં; પ્રથમજનિત એટલે કે વાછરડા પાસે કંઈ કામ ન કરાવ અને તારા ઘેટાંબકરાંના પ્રથમજનિત બચ્ચાંને તું ન કાતર.
\v 20 વર્ષોવર્ષ તમારે અને તમારા પરિવારે યહોવાહ તમારા ઈશ્વરે પસંદ કરેલા સ્થાને તે પ્રાણીઓ ખાવાં.
\v 21 પરંતુ જો તેને કંઈ ખોડખાંપણ હોય, એટલે કે અપંગ અંધ કે કશી ખોડવાળું હોય તો તે યહોવાહ તમારા ઈશ્વરને તેનો યજ્ઞ ન કરો.
\s5
\p
\v 22 તમે તે તમારે ઘરે ખાઓ; જેમ હરણ તથા સાબર, તેમ શુદ્ધ કે અશુદ્ધ જન તે ખાય.
\v 23 પરંતુ તમારે તેનું લોહી ખાવું નહિ તેને પાણીની જેમ જમીન પર ઢોળી દેવું.
\s5
\c 16
\s પાસ્ખાપર્વ
\r (નિ. ૧૨:૧-૨૦)
\p
\v 1 આબીબ
\f +
\fr 16:1
\ft હીબ્રુ કલેન્ડરમાં આબીબ પહેલો મહિનો હતો. તેને "નિસાન" પણ કહેવાતું હતું.
\f* માસ ધ્યાન રાખીને યહોવાહ તમારા ઈશ્વર પ્રત્યે પાસ્ખાપર્વ પાળો; કેમ કે આબીબ માસમાં યહોવાહ તમારા ઈશ્વર તમને રાત્રે મિસરમાંથી બહાર લઈ આવ્યા.
\v 2 અને પોતાનું નામ રાખવા માટે યહોવાહ જે સ્થળ પસંદ કરે ત્યાં ઘેટાંબકરાંનો કે અન્ય જાનવરોનો પાસ્ખાયજ્ઞ તું યહોવાહ તમારા ઈશ્વર પ્રત્યે કર.
\s5
\p
\v 3 તમારે તેની સાથે ખમીરી રોટલી ન ખાવી. સાત દિવસ સુધી તમારે તેની સાથે ખમીર વગરની એટલે દુઃખની રોટલી ખાવી કારણ કે, તમે મિસર દેશમાંથી ઉતાવળે નીકળ્યા હતા. અને આ રીતે તમે મિસરમાંથી જે રીતે બહાર આવ્યા તે દિવસ આખા જીવનભર યાદ રહે.
\v 4 સાત દિવસ સુધી તમારી સર્વ સરહદોમાં તમારી મધ્યે ખમીર જોવામાં આવે નહિ. તેમ જ પહેલે દિવસે સાંજે વધેલા બલિદાનનું થોડું પણ માંસ સવાર સુધી રહેવા દેવું નહિ.
\s5
\p
\v 5 જે નગરની ભાગળ યહોવાહ તારા ઈશ્વર તમને આપે તેમાંની કોઈ પણ ભાગળમાં તારે પાસ્ખાયજ્ઞ કરવું નહિ.
\v 6 પરંતુ, યહોવાહ તારા ઈશ્વર પોતાના પવિત્રસ્થાન માટે જે જગ્યા પસંદ કરે ત્યાં સાંજે સૂર્યાસ્ત સમયે એટલે જે વર્ષે તમે મિસરમાંથી બહાર આવ્યા તે સમયે, પાસ્ખાયજ્ઞ કરો.
\s5
\p
\v 7 યહોવાહ તમારા ઈશ્વરે પસંદ કરેલી જગાએ તમારે તે શેકીને ખાવું; સવારમાં પાછા પોતાના તંબુઓમાં જવું.
\v 8 છ દિવસ સુધી તમારે બેખમીરી રોટલી ખાવી, સાતમા દિવસે યહોવાહ તમારા ઈશ્વર માટે પવિત્ર સભા કરવી, તે દિવસે તમારે કોઈ કામ કરવું નહિ.
\s કાપણીનું પર્વ (પચાસી પર્વ)
\r (નિ. ૩૪:૨૨; લે. ૨૩:૧૫-૨૧)
\s5
\p
\v 9 તમે તમારે પોતાને માટે સાત અઠવાડિયાં ગણો; ઊભા પાકને દાતરડું લગાવાનું શરૂઆત કરો તે સમયથી સાત અઠવાડિયાં ગણવાં.
\v 10 તમે યહોવાહ તમારા ઈશ્વર પ્રત્યે અઠવાડિયાનાં પર્વ ઉજવો, યહોવાહ તમારા ઈશ્વરે આપેલા આશીર્વાદ પ્રમાણે તમારા હાથનાં ઐચ્છિકાર્પણ આપો.
\s5
\p
\v 11 યહોવાહ તમારા ઈશ્વરે પોતાના પવિત્રસ્થાન માટે પસંદ કરેલી જગ્યાએ તમે, તમારા સંતાન, તમારી દીકરી, તમારા દાસ, તમારી દાસીઓ, નગરની ભાગળમાં રહેતા લેવીઓ, તમારી મધ્યે રહેતા વિદેશીઓ, અનાથો તથા તમારી મધ્યે રહેતી વિધવાઓએ બધાએ મળીને યહોવાહ તમારા ઈશ્વરની આગળ આનંદ કરવો.
\v 12 તમે મિસરમાં ગુલામ હતા તે યાદ રાખીને તમે આ કાનૂનો પાળો અને તેને અમલમાં મૂકો.
\s માંડવાપર્વ
\r (લે. ૨૩:૩૩-૪૩)
\s5
\p
\v 13 તમારા ખળામાંથી તથા તમારા દ્રાક્ષકુંડમાંથી ઊપજ ભેગી કરી લો પછી તમે સાત દિવસ સુધી માંડવાપર્વ ઉજવો.
\v 14 તમારાં પર્વ દરમિયાન તમે, તમારા સંતાન, તમારી દીકરી, તમારા દાસ, તમારી દાસી, લેવી, નગરની ભાગળમાં રહેતા પરદેશીઓ, અનાથો તથા વિધવાઓ આનંદ કરો.
\s5
\p
\v 15 તમે યહોવાહ તમારા ઈશ્વરના માટે યહોવાહે પસંદ કરેલા સ્થાને સાત દિવસ સુધી પર્વ ઉજવો, કેમ કે યહોવાહે તમારી બધી ઉપજમાં, તમારા હાથનાં સર્વ કામોમાં તમને આશીર્વાદ આપશે, તમે પુષ્કળ આનંદ પામશો.
\s5
\p
\v 16 તમારા બધા પુરુષો એ જે જગ્યા યહોવાહ પસંદ કરે ત્યાં વર્ષમાં ત્રણ વાર યહોવાહ તમારા ઈશ્વરની આગળ ઉપસ્થિત થવું. બેખમીરી રોટલીના પર્વના પ્રસંગે અઠવાડિયાનાં પર્વના પ્રસંગે અને માંડવાપર્વના પ્રસંગે યહોવાહ આગળ ખાલી હાથે આવવું નહિ.
\v 17 પરંતુ, દરેક માણસે પોતાની યથાશક્તિ પ્રમાણે યહોવાહની આજ્ઞા પાળીને યહોવાહ તમારા ઈશ્વરે આપેલા આશીર્વાદ પ્રમાણે તમારે આપવું.
\s અદલ ઇનસાફ
\s5
\p
\v 18 જે નગરની ભાગળ યહોવાહ તારા ઈશ્વર તમને આપે તેમાં તમે તમારા માટે તમારા કુળોમાંથી ન્યાયાધીશો તથા બીજા અધિકારીઓની નિમણૂક કરો, તેઓ લોકોનો ઉચિત ન્યાય કરશે.
\v 19 તમે ન્યાય માટે બળજબરી ન કરો, પક્ષપાત ન કર, લાંચ ન લો, કેમ કે લાંચ જ્ઞાની આંખોને અંધ બનાવી દે છે અને ન્યાયી માણસોના વચનો ખોટા કરી નાખે છે.
\v 20 તમે ન્યાયનું અનુસરણ કરો, કે જેથી તમે જીવતા રહો અને જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને આપે છે તેનો વારસો પ્રાપ્ત કરો.
\s5
\v 21 તમે યહોવાહ તમારા ઈશ્વરની માટે જે વેદી બનાવો તેની બાજુએ કોઈ પણ જાતની અશેરા મૂર્તિ ન ગોઠવો.
\v 22 તમારે તમારા માટે કોઈ સ્તંભ ઊભો કરવો નહિ. કેમ કે, યહોવાહ તમારા ઈશ્વર તેને ધિક્કારે છે.
\s5
\c 17
\p
\v 1 યહોવાહ તમારા ઈશ્વરને તમારે ખોડખાંપણવાળાં કે કંઈ પણ રીતે ખરાબ બળદ કે ઘેટો અર્પણ કરવો નહિ. કેમ કે યહોવાહ તમારા ઈશ્વરને તે બલિદાનો ઘૃણાસ્પદ છે.
\s5
\p
\v 2 જો યહોવાહ તમારા ઈશ્વર તમને જે ગામો આપે છે તેમાં તમારી મધ્યે કોઈ સ્ત્રી કે પુરુષ મળી આવે કે જે યહોવાહ તમારા ઈશ્વરના કરારનું ઉલ્લંઘન કરીને તેમની દૃષ્ટિમાં જે ખોટું છે તે કરે,
\v 3 અને જો કોઈ બીજા દેવોની પૂજા કરતો હોય, તેઓની આગળ નમતો હોય, એટલે સૂર્ય, ચંદ્ર અથવા તારા જેના વિષે મેં તમને ફરમાવ્યું નથી તેની પૂજા કરતો હોય,
\v 4 તે વિષે તમને ખબર પડે કે તમે તે વિષે સાંભળો તો તમે તે વિષે કાળજીપૂર્વક તપાસ કરો. જો એ વાત સાચી અને ચોક્કસ હોય કે, એવું ઘૃણાસ્પદ કામ ઇઝરાયલમાં બન્યું છે,
\s5
\p
\v 5 તો એવું અધમ કૃત્ય કરનાર સ્ત્રી કે પુરુષને, એટલે તે જ સ્ત્રી કે પુરુષને નગરના દરવાજા આગળ લાવીને તેમને પથ્થર મારીને મારી નાખો.
\v 6 બે સાક્ષીના કે ત્રણ સાક્ષીના આધારે તે મરનારને મરણદંડ આપવામાં આવે; પણ એક સાક્ષીના આધારે તેને મરણદંડ આપવો નહિ.
\v 7 સૌપ્રથમ સાક્ષીઓનો હાથ તેને મારી નાખવા તેના પર પડે, ત્યારપછી બીજા બધા લોકોના હાથ. આ રીતે તમે તમારી મધ્યેથી દુષ્ટતા નાબૂદ કરો.
\s5
\p
\v 8 જો કોઈ વાતનો ન્યાય આપવો તમને બહુ મુશ્કેલ લાગે, જેમ કે ખૂનનો, મિલકતના હકનો, મારામારીનો એક કે બીજી વ્યક્તિ વચ્ચે વિવાદનો કે, કોઈ ઈજાનો પ્રશ્ન હોય કે તમારા નગરના દરવાજામાં કોઈ બાબતનો મતભેદ હોય, તો તમારે યહોવાહ તમારા ઈશ્વર પોતાના પવિત્રસ્થાન માટે જે જગ્યા પસંદ કરે ત્યાં જવું.
\v 9 લેવી યાજકો પાસે જઈને તે સમયે જે ન્યાયાધીશ હોય તેને પૂછવું, તેઓ તમને તેનો ચુકાદો આપશે.
\s5
\p
\v 10 યહોવાહ પોતાના પવિત્રસ્થાન માટે જે જગ્યા પસંદ કરે ત્યાંથી જે ચુકાદો તેઓ તમને કહે, તે ચુકાદા પ્રમાણે તમારે અનુસરવું. તેઓ તમને જે કંઈ કરવા કહે તે કાળજીપૂર્વક કરવું.
\v 11 તેઓ જે નિયમ તમને શીખવે તેને અનુસરો, જે નિર્ણય તેઓ આપે તે પ્રમાણે કરો. તેઓ જે કહે તેમાંથી ડાબે હાથે કે જમણે હાથે ફરશો નહિ.
\s5
\p
\v 12 જો કોઈ માણસ યહોવાહ તમારા ઈશ્વરની સેવા કરનાર યાજકના કે ન્યાયાધીશના ચુકાદાઓનો અસ્વીકાર કરવાની દૃષ્ટતા કરે, તો તે માર્યો જાય. અને એ રીતે તમારે ઇઝરાયલમાંથી દુષ્ટતા દૂર કરવી.
\v 13 અને સર્વ લોકોને એની જાણ થશે ત્યારે તેઓ ડરશે. અને એવી દુષ્ટતા ફરી કદી કરશે નહિ.
\s રાજાઓ અંગે નિયમ
\s5
\p
\v 14 યહોવાહ તમારા ઈશ્વર તમને જે દેશ આપે છે ત્યાં જ્યારે તમે પહોંચો અને તેનું વતન લઈને તેમાં વસો અને એમ કહો કે, 'અમારી આસપાસની અન્ય પ્રજાઓની જેમ અમે અમારે માથે રાજા ઠરાવીશું.
\v 15 તો જેને યહોવાહ તમારા ઈશ્વર પસંદ કરે તેને જ તમારે રાજા તરીકે નિયુકત કરવો. તમારા ભાઈઓમાંથી એકને તમારે તમારા શિરે રાજા તરીકે નિયુક્ત કરવો. કોઈ પરદેશી કે જે તમારો ભાઈ નથી તેને તમે તમારે શિરે રાજા નિયુક્ત કરશો નહિ.
\s5
\p
\v 16 ફક્ત આટલું જ કે તે પોતાને માટે મોટી સંખ્યામાં ઘોડાઓ ન રાખે. અને પોતાના ઘોડાઓની સંખ્યામાં વધારો કરવાના મતલબથી તે લોકોને પાછા મિસર ન મોકલે
\f +
\fr 17:16
\ft ઘોડાઓની બદલ ગુલામોને મિસર ન મોકલો
\f* . કેમ કે યહોવાહે તમને કહ્યું છે કે ''તમારે હવે પછી કદી એ રસ્તે પાછા જવું નહિ.''
\v 17 વળી તે ઘણી પત્નીઓ કરે નહિ. કે જેથી તેનું હૃદય યહોવાહ તરફથી વિમુખ થઈ ન જાય. વળી તે પોતાને સારુ સોનુંચાંદી અતિશય ન વધારે.
\s5
\p
\v 18 અને જયારે તે તેના રાજ્યાસને બેસે પછી તેણે લેવી યાજકો પાસેથી આ નિયમની નકલ પુસ્તકમાં ઉતારે
\v 19 અને તે તેની પાસે રહે અને તેના જીવનપર્યત તેમાંથી વાંચે કે, તે યહોવાહનો ડર રાખતાં શીખીને આ નિયમનાં સર્વ વચનો તથા વિધિઓનું પાલન કરે.
\s5
\p
\v 20 એ માટે કે તેનું હૃદય તેના ભાઈઓ પ્રત્યે ગર્વિષ્ઠ ન થઈ જાય. તથા આ આજ્ઞાઓથી તે વિમુખ થઈ ન જાય. એ સારુ કે ઇઝરાયલ મધ્યે તેના રાજ્યમાં તેનું તથા તેના સંતાનોનું આયુષ્ય વધે.
\s5
\c 18
\s લેવીઓ અને યાજકોના હક્ક
\p
\v 1 લેવી યાજકો તથા લેવીના આખા કુળને ઇઝરાયલની સાથે ભાગ કે વારસો ન મળે; તેઓ યહોવાહને ચઢાવેલાં હોમયજ્ઞો અને તેમના વારસા ઉપર ગુજરાન ચલાવે.
\v 2 તેઓને તેઓના બીજા ભાઈઓની મધ્યે વારસો મળે નહિ, તેઓનો વારસો તો યહોવાહ છે. જેમ તેમણે કહ્યું છે તેમ.
\s5
\p
\v 3 લોકો તરફથી એટલે વાછરડાનો કે ઘેટાંનો યજ્ઞ ચઢાવનાર તરફથી આ પ્રત્યેક ઘેટાના અથવા બળદના ખભાનો ભાગ, મોં તથા પેટનો ભાગ યાજકોને આપે.
\v 4 તમારા અનાજની, નવા દ્રાક્ષારસની તથા તેલની પેદાશની પ્રથમફળ ઊપજ અને ઘેટાંની પહેલી કાતરણીનું ઊન તમે લેવીઓને આપો.
\v 5 કારણ કે યહોવાહ તમારા ઈશ્વરે તમારાં સર્વ કુળોમાંથી તેઓ તથા તેઓના દીકરાઓને સદાને માટે પસંદ કર્યા છે કે, તેઓ ઊભા રહીને યહોવાહને નામે સેવા કરે.
\s5
\p
\v 6 અને કોઈ પણ લેવી આખા ઇઝરાયલમાં તમારી કોઈ પણ જગ્યાએ રહેતો હોય અને તે ત્યાંથી નીકળીને પોતાના મનની પૂરી ઇચ્છાથી યહોવાહ જે સ્થળ પસંદ કરવાના છે ત્યાં આવે.
\v 7 તો ત્યાં યહોવાહની હજૂરમાં ઊભા રહેનાર તેઓના સર્વ લેવી ભાઈઓ જેમ કરે છે તેમ તે પણ યહોવાહ તેઓના ઈશ્વરના નામે સેવા કરે.
\v 8 તેઓના વડીલોની મિલકતના વેચાણથી જે તેઓને મળે તે ઉપરાંત તેઓને બીજાઓના જેટલો જ ભાગ ખાવાને મળે.
\s મેલી વિદ્યા સંબંધી ચેતવણી
\s5
\p
\v 9 જે દેશ યહોવાહ તમારા ઈશ્વર આપે છે, તેમાં તમે જાઓ ત્યારે તે દેશજાતિઓનાં ધિક્કારપાત્ર કાર્યોનું અનુકરણ તમારે કરવું નહિ.
\v 10 તમારી મધ્યે એવો કોઈ માણસ હોવો ન જોઈએ કે જે પોતાના દીકરાને કે દીકરીને અગ્નિમાં ચલાવતો હોય, કે, જોષ જોતો હોય કે, શકુન જોતો હોય કે, ધંતરમંતર કરનાર કે જાદુગર,
\v 11 મોહિની લગાડનાર કે મૂઠ મારનાર, ઈલમી કે ભૂવો હોય.
\s5
\p
\v 12 કેમ કે જે કોઈ આવાં કામો કરે છે તેઓને યહોવાહ ધિક્કારે છે અને આવાં ધિક્કારપાત્ર કામોને કારણે જ યહોવાહ તમારા ઈશ્વરે તેઓને તારી આગળથી કાઢી મૂકવા છે.
\v 13 તેથી તમે યહોવાહ તમારા ઈશ્વરની દૃષ્ટિમાં નિર્દોષ થાઓ.
\v 14 કેમ કે આ જે દેશજાતિઓનું વતન તમે પામવાના છો, તેઓ જોષ જોનારોઓનું તથા શુકન જોનારાનું પણ સાંભળે છે. તમને તો યહોવાહ તમારા ઈશ્વરે એવું કરવા દીધું નથી.
\s પ્રબોધક મોકલવાનું વચન
\s5
\p
\v 15 યહોવાહ તમારા ઈશ્વર તમારે માટે તમારી મધ્યેથી મારા જેવો એક પ્રબોધક ઊભો કરશે. અને તેઓનું તમારે સાંભળવું.
\v 16 હોરેબમાં સભાને દિવસે જે સર્વ તમે યહોવાહ તમારા ઈશ્વર પાસે માગ્યું કે, "હવે પછી યહોવાહ અમારા ઈશ્વરની વાણી અમારા સાંભળવામાં ન આવે. તેમ જ આ મોટો અગ્નિ હવે પછી અમારા જોવામાં ન આવે. રખેને તે પ્રમાણે હું માર્યો જાઉં."
\s5
\p
\v 17 અને યહોવાહે મને કહ્યું કે, તેઓએ જે કહ્યું છે તે ઠીક કહ્યું છે.
\v 18 હું તેમને માટે તેઓમાંથી તારા જેવા એક પ્રબોધકને ઊભો કરીશ. અને હું મારા વચનો તેના મુખમાં મૂકીશ. અને જે સર્વ હું ફરમાવું તે તેઓને કહેશે.
\v 19 અને એમ થશે કે, મારે નામે મારાં જે વચનો તે બોલશે, તે જે કોઈ નહિ સાંભળે તેની પાસેથી હું જવાબ લઈશ.
\s5
\p
\v 20 પણ જો કોઈ પ્રબોધક ગર્વ કરીને મારે નામે જે વાત બોલવાની મેં તેને આજ્ઞા આપી નથી, તે બોલશે, અથવા અન્ય દેવોને નામે જે બોલશે તે પ્રબોધક માર્યો જશે.
\v 21 અને જો તમે તમારા હૃદયમાં એમ કહો કે, યહોવાહ જે વાત બોલ્યા નથી તે અમે શી રીતે જાણીએ?'
\s5
\p
\v 22 જયારે કોઈ પ્રબોધક યહોવાહના નામે બોલે અને જો તે વાત પ્રમાણે ન થાય, અથવા તે પૂરી કરવામાં ન આવે, તો તે વાત યહોવાહ બોલ્યા નથી એમ તમારે જાણવું; પ્રબોધક ગર્વથી તે બોલ્યા છે, તેનાથી તું બીશ નહિ.
\s5
\c 19
\s આશ્રયનગરો
\r (ગણ. ૩૫:૯-૨૮; યહો. ૨૦:૧-૯)
\p
\v 1 જે દેશજાતિઓનો દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને આપે, તે દેશજાતિઓનો જ્યારે યહોવાહ તમારા ઈશ્વર નાશ કરે, તમે તેઓનો કબજો કરો અને તેઓનાં નગરો અને ઘરોમાં વસવાટ કરો,
\v 2 ત્યારે જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને વતન પામવા માટે આપે, તેની મધ્યે તમે તમારા માટે ત્રણ નગરો પસંદ કરો.
\v 3 તમે તમારા માટે માર્ગ બનાવો
\f +
\fr 19:3
\ft અંતર માપવા, પ્રદેશનું સર્વેક્ષણ કરવું
\f* , યહોવાહ તમારા ઈશ્વર જે દેશનો તમને વારસો આપે, તે દેશની સીમાના ત્રણ ભાગ કરો, કે જેથી દરેક વ્યક્તિ કે જે અન્ય વ્યક્તિને મારી નાખે તે તેમાં નાસી જાય.
\s5
\p
\v 4 જે કોઈ અન્ય વ્યક્તિને મારી નાખીને ત્યાં નાસી જાય તે બચી જાય આ નિયમ તેઓના માટે છે: જે કોઈને પોતાના પડોશી પર પહેલાં દ્રેષ ન હતો, પણ અજાણ્યે તે તેને મારી નાખે તે,
\v 5 જ્યારે કોઈ વ્યક્તિ પોતાના પડોશી સાથે જંગલમાં લાકડાં કાપવા જાય, ત્યાં લાકડાં કાપતાં કુહાડો હાથમાંથી છટકીને પડોશીને વાગે અને તેનું મૃત્યુ થાય, એવો ખૂની આ ત્રણ નગરમાંથી કોઈ એકમાં નાસી જાય અને તેમાં આશ્રય મળે.
\s5
\p
\v 6 રખેને લોહીનો બદલો લેનારને ગુસ્સો આવે અને મનુષ્યઘાતકની પાછળ લાગીને રસ્તો લાંબો હોવાના કારણથી તે તેને પકડી પાડીને તેને મરણતોલ માર મારે, જો કે પહેલાથી તે તેના પર દ્રેષ કરતો ન હોવાને લીધે તે મરણયોગ્ય ન હોય તો પણ.
\v 7 એ માટે હું તમને આજ્ઞા આપું છું કે, તમારા માટે ત્રણ નગરો પસંદ કરો.
\s5
\p
\v 8 જો યહોવાહ તમારા ઈશ્વર, તમારા પિતૃઓને આપેલા વચન પ્રમાણે, તમારી સરહદો વધારે અને તમારા પિતૃઓને આપેલા વચન પ્રમાણે આખો દેશ તમને આપે;
\v 9 જો હું તમને આજે જે આજ્ઞાઓ ફરમાવું છું એટલે કે, યહોવાહ તમારા ઈશ્વરને પ્રેમ કરવો, હંમેશા તેમના માર્ગોમાં ચાલવું, તે પાળીને તમે અમલમાં મૂકો, તો તમારે આ ત્રણ નગર ઉપરાંત બીજાં ત્રણ નગરોનો વધારો કરવો.
\v 10 આ રીતે જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને વારસા માટે આપે છે તેમાં નિર્દોષ લોકોનાં લોહી વહેવડાવામાં ન આવે, કે જેથી લોહીનો દોષ તમારા પર ન આવે.
\s5
\p
\v 11 પરંતુ જો કોઈ વ્યક્તિ પોતાના પડોશી પર દ્વેષ રાખે, લાગ તાકીને છુપાઈ રહે અને તેની સામે ઊઠીને તેનો નાશ થાય ત્યાં સુધી તેને મારે કે તે મરી જાય ત્યારે જો તે આ નગરોમાંના કોઈ એકમાં નાસી જાય,
\v 12 ત્યારે નગરના વડીલો કોઈને મોકલીને તેને ત્યાંથી પાછો લાવે, તેને મરનારના નજીકના સગાને સોંપે, કે જેથી તે માર્યો જાય.
\v 13 તમારે તેની પર દયા બતાવવી નહિ. તમારે ઇઝરાયલમાંથી લોહીનો દોષ નાબૂદ કરવો, કે તમારું ભલું થાય.
\s સરહદના પથ્થરો ખસેડવાની મનાઈ
\s5
\p
\v 14 યહોવાહ તમારા ઈશ્વરે તને જે દેશ વતન માટે આપે છે, તેમાં વતનનો વારસો તમને મળે તે અગાઉના સમયમાં પૂર્વજોએ નક્કી કરેલી તમારા પડોશીઓની સરહદ હઠાવશો નહિ.
\s સાક્ષીઓ અંગેના નિયમ
\s5
\p
\v 15 કોઈ માણસનાં પાપ માટે, કોઈ અન્યાય માટે કે કોઈ પાપની બાબતમાં એક જ વ્યક્તિની સાક્ષી ચાલે નહિ, બે કે ત્રણ સાક્ષીઓના મુખથી કોઈ પણ વાત સાબિત થઈ શકે.
\v 16 જો કોઈ અન્યાયી સાક્ષી કોઈ માણસની વિરુદ્ધ તેણે ખોટું કર્યું છે તેમ સાબિત કરવા ઊભો થાય.
\s5
\p
\v 17 તો તે બન્ને માણસોને, એટલે જેઓની વચ્ચે વિવાદ હોય તેઓએ યહોવાહ, યાજકો અને તે સમયના ન્યાયાધીશો સમક્ષ ઊભા રહેવું.
\v 18 ન્યાયાધીશોએ કાળજીપૂર્વક તપાસ કરવી, જો સાક્ષી આપનાર સાક્ષી જૂઠો હોય અને તેના ભાઈ વિરુદ્ધ ખોટી સાક્ષી આપી હોય,
\v 19 તો તેણે પોતાના ભાઈની સાથે જે કરવાની ઇચ્છા રાખી તે તમારે તેની સાથે કરવું; આ રીતે તમારે તમારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી.
\s5
\p
\v 20 ત્યારે જેઓ આ સાંભળશે તેઓ બીશે, ત્યાર પછી કોઈ આવું દુષ્ટ કાર્ય તારી મધ્યે કરશે નહિ.
\v 21 તમારે દયા દર્શાવવી નહિ; જીવને બદલે જીવ, આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત, હાથને બદલેે હાથ અને પગને બદલે પગની શિક્ષા કરવી.
\s5
\c 20
\s યુદ્ધ વિષેના નિયમ
\p
\v 1 જયારે તમે યુદ્ધમાં તમારા દુશ્મનો વિરુદ્ધ લડવા જાઓ, ત્યારે ઘોડાઓ, રથો અને તમારા કરતાં વધારે લોકો તમે જુએ તો તેઓથી બીશો નહિ, કેમ કે, મિસરની ભૂમિમાંથી બહાર લાવનાર યહોવાહ તમારા ઈશ્વર તમારી સાથે છે.
\s5
\p
\v 2 જયારે તમે યુદ્ધભૂમિની નજીક પહોંચો, ત્યારે યાજક આગળ આવીને લોકોની સાથે બોલે,
\v 3 તેઓને કહે કે, "હે ઇઝરાયલ, સાંભળો; આજે તમે તમારા દુશ્મનો સામે યુદ્ધ કરવા આવ્યા છો, ત્યારે નાહિંમત થશો નહિ, બીશો નહિ, ભયભીત થશો નહિ કે તેઓનાથી ગભરાશો નહિ;
\v 4 કેમ કે તમને બચાવવા અને તમારા પક્ષે રહીને તમારા દુશ્મનો સામે જે લડવા જાય છે તે તો યહોવાહ તમારા ઈશ્વર છે.
\s5
\p
\v 5 ત્યારે અધિકારીઓએ લોકોને કહેવું કે, "શું એવો કોઈ માણસ છે કે જેણે નવું ઘર બાંધ્યું હોય અને તેની અર્પણવિધિ કરી ના હોય? તેને જતો રહેવા દો કે તે પાછો તેના ઘરે જાય, રખેને તે યુદ્ધમાં માર્યો જાય અને બીજા કોઈ માણસે તેના ઘરનું અર્પણ કરવું પડે.
\s5
\p
\v 6 શું કોઈ એવો માણસ છે જેણે દ્રાક્ષવાડી રોપી હોય અને તેનાં ફળ ખાધાં ન હોય? તેને જતો રહેવા દો કે તે પાછો તેના ઘરે જાય રખેને તે યુદ્ધમાં માર્યો જાય અને બીજો કોઈ માણસ તેનાં ફળ ખાય.
\v 7 વળી શું કોઈ એવો માણસ છે કે જેણે કોઈ સ્ત્રી સાથે સગાઈ કરી હોય પણ તેની સાથે લગ્ન કર્યાં ન હોય? તો તેને જતો રહેવા દો કે તે પાછો તેના ઘરે જાય, રખેને તે યુદ્ધમાં માર્યો જાય અને બીજો કોઈ પુરુષ તે સ્ત્રી સાથે લગ્ન કરે.
\s5
\p
\v 8 અધિકારીઓએ લોકોને એવું પણ પૂછવું કે, "શું કોઈ એવો માણસ છે જે ગભરાઈ ગયો હોય કે નાહિંમત થઈ ગયો હોય? તો તેને જતો રહેવા દો કે તે પાછો તેના ઘરે જાય, રખેને તેના હૃદયની જેમ તેના ભાઈઓનાં હૃદય પણ નાહિમ્મત થઈ જાય."
\v 9 જયારે અધિકારીઓ લોકોને પૂછવાનું બંધ કરે, ત્યારે તેઓ તેઓના પર સેનાપતિ નિયુક્ત કરે.
\s5
\p
\v 10 જયારે તમે કોઈ નગર પર હુમલો કરવા જાઓ, ત્યારે તે પહેલાં તેને શાંતિનું કહેણ મોકલો.
\v 11 અને એમ થશે કે જો તે તમને સલાહનો પ્રત્યુત્તર આપીને તમારે માટે દરવાજા ઉઘાડે, તો એમ થાય કે તેમાં જે લોકો હોય તે સર્વ તમને ખંડણી આપીને તમારા દાસ થાય.
\s5
\p
\v 12 અને જો તે નગર તમારી સાથે સલાહ ન કરે પણ તમારી વિરુદ્ધ યુદ્ધ કરે તો તમે તે નગરને ઘેરો ઘાલો;
\v 13 અને જ્યારે યહોવાહ તમારા ઈશ્વર તેને તમારા હાથમાં સોંપે ત્યારે તમે તેમાંના દરેક પુરુષને તલવારની ધારથી મારી નાખો.
\s5
\p
\v 14 પરંતુ સ્ત્રીઓ, બાળકો, જાનવરો તથા નગરમાં જે કંઈ હોય તે, એટલે તેમાંની સર્વ લૂંટ તમે તમારે માટે લો; અને તમારા શત્રુઓની જે લૂંટ તમે તમારે સારુ લો; અને તમારા શત્રુઓની જે લૂંટ યહોવાહ તમારા ઈશ્વરે તમને આપી હોય તે તમે ખાઓ.
\v 15 જે નગરો તમારાથી ઘણાં દૂરના અંતરે છે, જે આ દેશજાતિઓનાં નગરોમાંનાં નથી, તે સર્વને તમે એમ જ કરો.
\s5
\p
\v 16 પણ આ લોકોનાં જે નગરો યહોવાહ તમારા ઈશ્વર તમને વારસા તરીકે આપે છે. તેઓમાંના કોઈ પણ પશુંને તારે જીવતું રહેવા દેવું નહિ.
\v 17 પણ જેમ યહોવાહ તમારા ઈશ્વરે તમને આજ્ઞા આપી છે તેમ તમારે તેઓનો, એટલે કે હિત્તીઓ, અમોરીઓ, કનાનીઓ, હિવ્વીઓ પરિઝીઓ અને યબૂસીઓનો તમારે સંપૂર્ણ નાશ કરવો.
\v 18 રખેને જે સર્વ અમંગળ કામો તેઓએ તેમના દેવોની પૂજામાં કર્યા છે. તે પ્રમાણે કરવાને તેઓ તમને શીખવીને યહોવાહ તમારા ઈશ્વરની સામે તમારી પાસે પાપ કરાવે.
\s5
\p
\v 19 જયારે યુદ્ધ કરતાં તું કોઈ નગર જીતવા માટે લાંબા સમય સુધી તેનો ઘેરો ઘાલે, ત્યારે તેનાં વૃક્ષો પર કુહાડી લગાડીને તું તે કાપી નાખતો નહિ; કેમ કે તું તેઓનું ફળ ભલે ખાય, પણ તું તેઓને કાપી ન નાખ; કેમ કે ખેતરનું વૃક્ષ તે શું માણસ છે કે તારે તેને ઘેરો ઘાલવો પડે?
\v 20 જે વૃક્ષ ફળો ના આપે તેવાં વૃક્ષોનો તમે નાશ કરી શકો; એટલે તેઓને જ તમારે કાપી નાખવા; અને જે નગર તારી વિરુદ્ધ યુદ્ધ કરે છે તેનો પરાજય થતાં સુધી તારે તેની સામે મોરચા બાંધવા.
\s5
\c 21
\s ખૂનીનો પત્તો ન મળે ત્યારે
\p
\v 1 જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તેનું વતન પામવા માટે તમને આપે છે, તેમાં જો કોઈની લાશ ખેતરમાં પડેલી તમને મળી આવે અને તેને કોણે માર્યો છે તે કોઈ જાણતું ન હોય;
\v 2 તો તમારા આગેવાનો અને ન્યાયાધીશો બહાર જઈને લાશની આસપાસનાં નગરોનું અંતર માપી જુએ,
\s5
\p
\v 3 અને એમ થાય કે જે નગર લાશથી નજીકના અંતરે હોય એટલે તે નગરના વડીલોએ ટોળાંમાંથી એવી વાછરડી લાવવી કે જે કામમાં લીધેલી ન હોય તથા તેના પર કદી ઝૂંસરી ખેંચેલી ન હોય.
\v 4 અને તે નગરના વડીલો તે વાછરડીને વહેતા પાણીવાળી એક ખીણ કે જ્યાં કદી વાવણી કે ખેડાણ ના થયું હોય ત્યાં લાવે અને તે ખીણમાં તેની ગરદન ભાંગી નાખે.
\s5
\p
\v 5 અને યાજકો એટલે લેવીના દીકરાઓ, પાસે આવે; કેમ કે, પોતાની સેવા કરવાને તથા યહોવાહને નામે આશીર્વાદ આપવાને યહોવાહ તમારા ઈશ્વરે તેઓને પસંદ કર્યા છે. અને તેઓના કહ્યા પ્રમાણે દરેક તકરાર તથા દરેક મારનો ચુકાદો થાય.
\s5
\p
\v 6 ત્યારબાદ તે નગરના વડીલો કે જેઓ પેલી લાશની સૌથી નજીક રહે છે, તેઓ ખીણમાં ગરદન ભાગી નાખેલી વાછરડી પર પોતાના હાથ ધોઈ નાખે.
\v 7 અને તેઓ એમ કહે કે, "અમારે હાથોએ આ લોહી વહેવડાવ્યું નથી, તેમ જ અમારી આંખોએ તે જોયું પણ નથી.
\s5
\p
\v 8 હે યહોવાહ, તમારા ઇઝરાયલી લોકો જેઓનો તમે ઉદ્ધાર કર્યો છે તેઓને તમે માફ કરો. અને તમારા ઇઝરાયલી લોકો મધ્યે નિદોર્ષના ખૂનના દોષમાંથી તેમને મુકત કરો." અને તેઓને તેઓના ખૂનના દોષની માફી મળશે.
\v 9 આ રીતે યહોવાહની દૃષ્ટિમાં જે યથાર્થ છે તે કરીને તમારી મધ્યેથી તમારે નિર્દોષના લોહીથી દૂર રહેવું.
\s યુદ્ધબા સ્‍ત્રી કેદીઓ વિષે નિયમો
\s5
\p
\v 10 જયારે તમે તમારા શત્રુઓની સાથે યુદ્ધમાં જાઓ અને યહોવાહ તમારા ઈશ્વર તેઓને તમારા હાથમાં સોંપે.
\v 11 અને બંદીવાનોમાં કોઈ સુંદર સ્ત્રી જોઈને તું તેના પર મોહિત થાય, તેની સાથે લગ્ન કરવા માટે ઇચ્છા રાખે,
\v 12 તો તેને તારે ઘરે લઈ આવવી અને તે પોતાનું માથું મૂંડાવે અને તે પોતાના નખ કપાવે.
\s5
\p
\v 13 અને તે પોતાની બંદીવાન અવસ્થાનું વસ્ત્ર બદલી નાખે; અને તે તારા ઘરમાં રહે અને એક માસ સુધી તેના માતાપિતા માટે શોક કરે. પછી તમારે તેની પાસે જવું અને તમે તેના પતિ થાઓ અને તે તમારી પત્ની થાય.
\v 14 પછી એમ થાય કે જયારે તે તમને ન ગમે તો તમારે તેને તે ચાહે ત્યાં જવા દેવી. પરંતુ તમારે પૈસા લઈ તેને વેચવી નહિ તેમ જ ગુલામ તરીકે તારે તેની સાથે વર્તવું નહિ, કારણ કે તમે તેની આબરુ લીધી છે.
\s જ્યેષ્ઠ પુત્રનો વારસાહક્ક
\s5
\p
\v 15 જો કોઈ પુરુષને બે પત્નીઓ હોય, એક માનીતી અને બીજી અણમાનીતી અને તે બન્નેને પુત્ર જન્મે અને અણમાનીતીનો પુત્ર જયેષ્ઠ હોય.
\v 16 પછી જયારે તે તેના દીકરાઓને મિલકતનો વારસો આપે ત્યારે એમ થવું જોઈએ કે અણમાનીતીનો દીકરો જે એનો ખરો જયેષ્ઠ દીકરો છે તેની અવગણના કરીને માનીતી પત્નીના પુત્રને જયેષ્ઠ દીકરો ગણવો નહિ.
\v 17 પણ તેની સર્વ મિલકતનો બમણો ભાગ અણમાનીતીના દીકરાને આપીને તે તેને જયેષ્ઠ તરીકે માન્ય રાખે; કારણ, તે તેનું પ્રથમફળ છે અને જયેષ્ઠ પુત્ર તરીકેનો અધિકાર તેનો છે.
\s અણકહ્યાગરા દીકરા બાબતે
\s5
\p
\v 18 જો કોઈ પુરુષને જીદ્દી અને બંડખોર દીકરો હોય અને તે તેના માતાપિતાનું કહેવું માનતો ન હોય અને તેઓ શિક્ષા કરવા છતાં પણ તેં તેમને ગણકારતો ન હોય.
\v 19 તો તેમનાં માતાપિતા તેને પકડીને તેઓના નગરના વડીલોની આગળ અને નગરના દરવાજા પાસે તેને બહાર લાવે.
\s5
\p
\v 20 અને તેઓ તે નગરના વડીલોને કહે કે "આ અમારો દીકરો જીદ્દી અને બળવાખોર છે તે અમારું કહ્યું માનતો નથી. તે લાલચું અને મદ્યપાન કરનારો છે."
\v 21 પછી તે નગરના બધા માણસોએ તેને પથ્થરે મારીને મારી નાખવો. અને આ રીતે તારે તારી વચ્ચેથી દુષ્ટતા દૂર કરવી. પછી બધા ઇઝરાયલીઓ તે સાંભળશે અને બીશે.
\s અન્ય નિયમો
\s5
\p
\v 22 જો કોઈ માણસે મરણયોગ્ય પાપ કર્યું હોય, જો તેને મૃત્યુદંડ આપ્યો હોય તો તમે તેને ઝાડ પર લટકાવો.
\v 23 તેનો મૃતદેહ આખી રાત ઝાડ પર લટકતો ન રહે, તે જ દિવસે તારે તેને દફનાવી દેવો, કેમ કે લટકાવેલા માણસ ઈશ્વરથી શાપિત છે. આ આજ્ઞા પાળો જેથી જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને વારસા તરીકે આપે છે તેને તમે અશુદ્ધ કરશો નહિ.
\s5
\c 22
\p
\v 1 તમારા ભાઈના ભૂલા પડી ગયેલા બળદ કે ઘેટાંને જોઈને તારે સંતાવું નહિ, તમારે તેને તેના માલિકની પાસે પાછું લાવવું.
\v 2 જો તમારો ઇઝરાયલી સાથી નજીકમાં રહેતો ન હોય, કે તમે તેને ઓળખતા ન હોય, તો તે પશુને તમારે પોતાને ઘરે લઈ જવું અને તે શોધતો આવે ત્યાં સુધી તમારી પાસે રાખવું. જ્યારે તે આવે ત્યારે તમારે તેને તે પાછું સોંપવું.
\s5
\p
\v 3 તેનાં ગધેડાં, વસ્ત્રો તથા તમારા સાથી ઇઝરાયલીની ખોવાયેલી કોઈ વસ્તુ તમને મળી આવે તો તેના માટે પણ તમારે આમ જ કરવું, તમારે તેનાથી સંતાવું નહિ.
\v 4 તમારા ઇઝરાયલી સાથીના ગધેડાને કે બળદને રસ્તામાં પડી ગયેલું જોઈને તમે તેઓથી પોતાને અળગા રાખશો નહિ; તમારે તેને ફરીથી ઊભું કરવામાં સહાય કરવી.
\s5
\p
\v 5 સ્ત્રીએ પુરુષનાં વસ્ત્રો પહેરવાં નહિ, તેમ જ પુરુષે સ્ત્રીનાં વસ્ત્રો પહેરવાં નહિ; કેમ કે, જે કોઈ એવું કામ કરે છે તે યહોવાહ તમારા ઈશ્વરને ઘૃણાસ્પદ લાગે છે.
\s5
\p
\v 6 જો માર્ગે જતાં કોઈ પક્ષીનો માળો જમીન પર કે વૃક્ષ પર તમારા જોવામાં આવે, તેની અંદર બચ્ચાં કે ઈંડાં હોય, માતા બચ્ચાં પર બેઠેલી હોય તો તમારે માતાને બચ્ચાં સાથે લેવી નહિ.
\v 7 તમે બચ્ચાં લો, પણ માતાને રહેવા દો. જો તમે આમ કરશે તો તમારું ભલું થશે અને તમારા આયુષ્યનાં દિવસો લાંબા થશે.
\s5
\p
\v 8 જયારે તમે નવું ઘર બાંધે ત્યારે તમારે અગાશીની ચારે ફરતે પાળ બાંધવી, કે જેથી ત્યાંથી કોઈ પડી ન જાય અને તમારા ઘર પર લોહીનો દોષ ન આવે.
\s5
\p
\v 9 તમારી દ્રાક્ષની વાડીઓમાં બે જુદી જાતનું બીજ વાવવું નહિ; નહિ તો બધી જ દ્રાક્ષવાડીની ઉપજ તેમ જ જે કંઈ વાવ્યું હશે તે ડૂલ
\f +
\fr 22:9
\ft જે પણ વાવ્યું હોય તે પવિત્ર સ્થાનમાં લઈ જવામાં આવશે
\f* થાય.
\v 10 બળદ તથા ગધેડા બન્નેને એક સાથે જોડીને તું હળ વડે ખેતી ન કર.
\v 11 ઊન તથા શણનું મિશ્રણ હોય તેવાં વસ્ત્ર પહેરવાં નહિ.
\s5
\p
\v 12 જે ઝભ્ભો તું પહેરે છે તેની ચારે બાજુની કિનારે સુુશોભિત ઝાલર મૂકવી.
\s જાતીય શુદ્ધતા સંબંધી નિયમો
\s5
\p
\v 13 જો કોઈ પુરુષ સ્ત્રી સાથે લગ્ન કરે, તેની પાસે જાય, પછી તેને ધિક્કારે,
\v 14 તેને બદનામ કરીને તેના પર ખોટા આરોપ મૂકીને કહે કે,"મેં આ સ્ત્રી સાથે લગ્ન કર્યા અને તેની પાસે ગયો, ત્યારે મેં જોયું તો તેનામાં કૌમાર્યનાં કોઈ ચિહ્ન મને મળ્યાં નહિ."
\s5
\p
\v 15 તો તે કન્યાના માતાપિતા તેના કૌમાર્યનાં પુરાવા ગામના વડીલો પાસે લાવે.
\s5
\p
\v 16 અને કન્યાના પિતા ગામના વડીલોને કહે કે, "મેં મારી દીકરીને આ પુરુષને પરણાવી, હવે તે તેને ધિક્કારે છે."
\v 17 જો તેે તેના પર ખોટા આરોપ મૂકીને કહે છે કે, "મને તમારી દીકરીમાં કૌમાર્યનાં પુરાવા મળ્યા નથી પણ મારી દીકરીના કૌમાર્યના પુરાવા આ રહ્યા." પછી તેઓ ગામના વડીલો આગળ ચાદર પાથરે.
\s5
\p
\v 18 ત્યારે તે નગરના વડીલો તે પુરુષને પકડીને સજા કરે;
\v 19 તેઓ તેને સો શેકેલ ચાંદીનો દંડ કરે, તે કન્યાના પિતાને આપે, કેમ કે તે પુરુષે ઇઝરાયલની કન્યા પર ખોટા આરોપ મૂક્યો છે. તે હંમેશા તેની પત્ની તરીકે રહે; તેના બધા દિવસો દરમિયાન તે તેને દૂર કરી શકે નહિ.
\s5
\p
\v 20 પણ જો આ વાત સાચી હોય અને તે કન્યામાં કૌમાર્યના પુરાવા મળ્યા ન હોય,
\v 21 તો તેઓ તે કન્યાને તેના પિતાના ઘરના બારણા આગળ લાવે અને તે ગામના લોકો તે સ્ત્રીને પથ્થરે મારીને મારી નાખે, કેમ કે, તેણે તેના પિતાના ઘરમાં
\f +
\fr 22:21
\ft પિતાના નિયંત્રણમાં
\f* વ્યભિચાર કરીને ઇઝરાયલમાં શરમજનક કૃત્ય કર્યું છે.આ રીતે તારે તારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી.
\s5
\p
\v 22 જો કોઈ પુરુષ પરિણીત સ્ત્રી સાથે વ્યભિચાર કરતાં જોવા મળે, તો તેઓ એટલે કે તે સ્ત્રી તથા વ્યભિચાર કરનાર પુરુષ બન્ને માર્યા જાય. આ રીતે તારે ઇઝરાયલમાંથી દુષ્ટતા દૂર કરવી.
\s5
\p
\v 23 જો કોઈ કન્યાની સગાઈ કોઈ પુરુષ સાથે થઈ હોય અને જો અન્ય પુરુષ તેને નગરમાં મળીને તેની સાથે વ્યભિચાર કરે,
\v 24 તો તમારે તે બન્નેને ગામના દરવાજા આગળ લાવીને પથ્થર મારીને મારી નાખવાં. કન્યાને પથ્થરે મારવી, કેમ કે તે નગરમાં હતી છતાં પણ તેણે બૂમ પાડી નહિ. અને પુરુષને પથ્થરે મારવો, કેમ કે તેણે ઇઝરાયલી પડોશીની પત્નીનું અપમાન કર્યું છે. આ રીતે તારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી.
\s5
\p
\v 25 પણ જો કોઈ પુરુષ સગાઈ કરેલી કન્યાને ખેતરમાં મળે, જો તે તેની સાથે બળજબરી કરીને વ્યભિચાર કરે, તો ફક્ત તેની સાથે વ્યભિચાર કરનાર પુરુષ જ માર્યો જાય.
\v 26 પણ તે કન્યાને તમારે કંઈ કરવું નહિ; મરણયોગ્ય કોઈ પાપ કન્યાએ કર્યું નથી. આ તો કોઈ માણસ તેના પડોશી વિરુદ્ધ ઊઠીને તેને મારી નાખે તેના જેવી તે વાત છે.
\v 27 કેમ કે તે તેને ખેતરમાં મળી; સગાઈ કરેલી કન્યાએ બૂમ પાડી, પણ ત્યાં તેને બચાવનાર કોઈ ન હતું.
\s5
\v 28 વળી જો કોઈ પુરુષ કુંવારી કન્યા કે જેની સગાઈ કરેલી નથી, તેને પકડીને તેની સાથે વ્યભિચાર કરતાં તેઓ પકડાય;
\v 29 તો તે કન્યા સાથે વ્યભિચાર કરનાર તે પુરુષ તે કન્યાના પિતાને પચાસ શેકેલ ચાંદી આપે. તે તેની પત્ની થાય, વળી તેણે આબરુ લીધી છે. તેના આખા આયુષ્યભર માટે તે કદી તેને છૂટાછેડા આપે નહિ.
\s5
\p
\v 30 કોઈ પણ પુરુષે પોતાના પિતાની પત્ની
\f +
\fr 22:30
\ft કોઈ પણ પત્નીઓ સાથે
\f* સાથે વ્યભિચાર કરવો નહિ, તેમ પોતાના પિતાની નિવસ્ત્રતા જોવી નહિ.
\s5
\c 23
\s પ્રભુની મંડળી અંગે કેટલાક પ્રતિબંધ
\p
\v 1 જો કોઈ વ્યક્તિના વૃષણ ઘાયલ થયાં હોય અથવા જેની જનનેન્દ્રિય કાપી નાખવામાં આવી હોય, તેને યહોવાહની સભામાં દાખલ થવા દેવો નહિ.
\v 2 વ્યભિચારથી જન્મેલો યહોવાહની સભામાં પ્રવેશ ન કરે; તેઓની છેક દસ પેઢી સુધી તેઓનું કોઈ પણ યહોવાહની સભામાં પ્રવેશ કરે નહિ.
\s5
\p
\v 3 આમ્મોની કે મોઆબી અથવા દસ પેઢી સુધી તેઓનું કોઈ પણ યહોવાહની સભામાં દાખલ થાય નહિ.
\v 4 કારણ કે, જયારે તમે મિસરમાંથી બહાર આવ્યા, ત્યારે તેઓ માર્ગમાં રોટલી તથા પાણી લઈને તમારી સામે આવ્યા નહિ; વળી તેને લીધે તેઓએ અરામ-નાહરાઈમના પથોરથી બેઓરના દીકરા બલામની સાથે કરાર કરીને તમને શાપ આપવા તેને બોલાવ્યો.
\s5
\p
\v 5 પરંતુ યહોવાહ તમારા ઈશ્વરે બલામની વાત સાંભળી નહિ પણ યહોવાહ તમારા ઈશ્વરે તમારે માટે શાપને બદલીને આશીર્વાદ આપ્યો. કારણ કે યહોવાહ તમારા ઈશ્વર તમારા પર પ્રેમ રાખતા હતા.
\v 6 તમે તમારા આખા આયુષ્યભર કદી તેઓની શાંતિ કે આબાદી શોધશો નહિ.
\s5
\p
\v 7 પરંતુ તમે કોઈ અદોમીઓનો તિરસ્કાર કરશો નહિ કારણ કે તેઓ તમારા ભાઈ છે; અને મિસરીઓનો તિરસ્કાર કરશો નહિ, કેમ કે તમે તેના દેશમાં પ્રવાસી હતા.
\v 8 તેઓની ત્રીજી પેઢીનાં છોકરા જે તેઓને જન્મ્યાં તેઓ યહોવાહની સભામાં પ્રવેશ કરી શકે.
\s લશ્કરી છાવણીની શુદ્ધતાના નિયમો
\s5
\p
\v 9 જયારે તમે તમારા શત્રુઓની સામે છાવણીમાં જાઓ ત્યારે દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો.
\v 10 જો તમારામાંથી કોઈ પુરુષ રાતના અચાનક બનાવથી શુદ્ધ ન હોય તો તેણે છાવણીમાંથી બહાર ચાલ્યા જવું અને તેણે છાવણીની અંદર પાછા ન આવવું.
\v 11 પરંતુ એમ થાય કે સાંજ પડતાં તેણે સ્નાન કરવું અને જયારે સૂર્ય અસ્ત થાય ત્યારે તેણે છાવણીમાં પાછા આવવું.
\s5
\p
\v 12 વળી કુદરતી હાજતે જવા માટેની જગ્યા તમારે છાવણીની બહાર રાખવી અને પછી તમારે તે માર્ગે જવું;
\v 13 અને ખાડો ખોદવા માટે તમારાં હથિયારોમાં તમારી પાસે કશું રહે; અને જયારે તમે કુદરતી હાજતે જાઓ ત્યારે તમારે ખાડો ખોદીને વિષ્ટાને માટી વડે ઢાંકી દેવી.
\v 14 આમ કરવાથી યહોવાહ તમારા ઈશ્વર તમારું રક્ષણ કરવા તથા શત્રુઓને તમારા હાથમાં સોંપવાને તમારી છાવણીમાં ફરે છે. માટે તમારી છાવણી શુદ્વ રહે. વળી તમારામાં કોઈ અશુદ્ધ વસ્તુ જોઈને તે તમારાથી દૂર જતા રહે નહિ.
\s અન્ય કેટલાક નિયમો
\s5
\p
\v 15 જો કોઈ દાસ તેના માલિક પાસેથી તમારી પાસે નાસી આવ્યો હોય. તેને તમે પાછો તેના માલિકને ન સોંપો.
\v 16 તમારાં નગરોમાંથી તેને જયાં પસંદ પડે ત્યાં રહેવા દેવો અને તમારે તેના પર જુલમ કરવો નહિ.
\s5
\p
\v 17 ઇઝરાયલની દીકરીઓમાં કોઈ પણ ગણિકા
\f +
\fr 23:17
\ft મંદિર ગણિકા
\f* ન હોય અને ઇઝરાયલપુત્રોમાં કોઈ સજાતીય સંબંધ ધરાવતા ન હોય.
\v 18 સ્ત્રી અથવા પુરુષ વેશ્યાની કમાણીને માનતા ઉતારવા માટે યહોવાહ તમારા ઈશ્વરના ઘરમાં લાવવા નહિ; કારણ કે એ બન્ને કમાણીને યહોવાહ તમારા ઈશ્વર ધિક્કારે છે.
\s5
\p
\v 19 તમે તમારા ભાઈને કંઈ પણ વ્યાજે ન ધીરો; નાણાનું વ્યાજ કે અનાજનું વ્યાજ કે વ્યાજે ધીરાતી કોઈપણ વસ્તુનું વ્યાજ લેવું નહિ.
\v 20 પરંતુ પરદેશીને વ્યાજે આપવાની છૂટ છે. પણ તમારા ઇઝરાયલી ભાઈઓ પાસે વ્યાજ લેવું નહિ, તેથી જે દેશનું વતન પામવા તમે જાઓ છો. તેમાં જે કશામાં તમે હાથ લગાડો તેમાં યહોવાહ તમારા ઈશ્વર આશીર્વાદ આપે.
\s5
\p
\v 21 જો તમે યહોવાહ તમારા ઈશ્વર પ્રત્યે માનતા લો તો તે પૂર્ણ કરવામાં વિલંબ ન કરો, કારણ કે યહોવાહ તમારા ઈશ્વર નિશ્ચે તમારી પાસેથી ઉત્તર લેશે. કેમ કે એ તો તમારો દોષ ગણાય.
\v 22 પણ જો તમે માનતા લેવા માંગતા ન હોય તો તેથી તમે દોષિત નહિ ઠરો.
\v 23 પરંતુ જે કંઈ બોલ્યા હોય તે તમે પાળો, તથા અમલમાં મૂકો; યહોવાહ તમારા ઈશ્વર પ્રત્યે જે કંઈ માનતા લીધી હોય એટલે કે જે ઐચ્છિકાર્પણનું વચન તે તમારા મુખથી આપ્યું હોય તો તે પ્રમાણે કરો.
\s5
\p
\v 24 જયારે તમે તમારા પડોશીની દ્રાક્ષવાડીમાં જાઓ ત્યારે મરજી પ્રમાણે દ્રાક્ષ ધરાઈને ખાઈ શકો છો, પરંતુ તમારા પાત્રમાં ભરીને લઈ જાઓ નહિ.
\v 25 તમે તમારા પડોશીના ખેતરમાં જાઓ ત્યારે કણસલાં તોડવાની છૂટ છે. પણ તારા પડોશીનાં પાકેલાં અનાજને દાંતરડાથી કાપી લો નહિ.
\s5
\c 24
\s છૂટાછેડા અને પુનર્લગ્ન
\p
\v 1 જો કોઈ પુરુષે સ્ત્રીની સાથે લગ્ન કર્યા હોય અને તેનામાં કંઈ શરમજનક બાબત માલૂમ પડ્યાથી તે તેની નજરમાં કૃપા ન પામે, તો તેને છૂટાછેડા ના પ્રમાણ પત્ર લખી આપે અને તે તેના હાથમાં મૂકીને તેને પોતાના ઘરમાંથી કાઢી મૂકી શકે.
\v 2 અને જયારે તે સ્ત્રી તેના ઘરમાંથી નીકળી જાય પછી અન્ય પુરુષ સાથે લગ્ન કરવાની તેને છૂટ છે.
\s5
\p
\v 3 જો તેનો બીજો પતિ પણ તેને ધિક્કારે અને છૂટાછેડાના પ્રમાણ પત્ર લખી તેના હાથમાં મૂકે, તેના ઘરમાંથી તેને કાઢી મૂકે; અથવા જે બીજા પતિએ તેને પત્ની તરીકે લીધી હતી તે જો મૃત્યુ પામે,
\v 4 ત્યારે તેનો પહેલો પતિ, જેણે તેને અગાઉ કાઢી મૂકી હતી, તે તેને અશુદ્ધ થયા પછી પોતાની પત્ની તરીકે ફરીથી ન લે; કેમ કે, યહોવાહની દૃષ્ટિમાં તે ઘૃણાસ્પદ છે. યહોવાહ તમારા ઈશ્વર તને જે દેશ વારસા તરીકે આપનાર છે તે દેશને તું પાપનું કારણ ન બનાવ.
\s બીજા કેટલાક નિયમો
\s5
\p
\v 5 જયારે કોઈ પુરુષ નવ પરિણીત હોય ત્યારે તે લશ્કરમાં ન જાય કે તેને કંઈ જ કામ સોંપવામાં ન આવે; તે એક વર્ષ સુધી ઘરે રહે, જે પત્ની સાથે તેણે લગ્ન કર્યું છે, તેને આનંદિત કરે.
\s5
\p
\v 6 કોઈ માણસ લોટ દળવાની ઘંટીની નીચેનું કે ઉપલું પડ પણ ગીરવે ન લે; કેમ કે તેમ કરવાથી તે માણસની આજીવિકા ગીરવે લે છે.
\s5
\p
\v 7 જો કોઈ માણસ ઇઝરાયલના લોકોમાંથી પોતાના કોઈ ભાઈનું અપહરણ કરી તેને ગુલામ બનાવે, કે તેને વેચી દે, તો તે ચોર નિશ્ચે માર્યો જાય. આ રીતે તમારે તમારામાંથી દુષ્ટતા દૂર કરવી.
\s5
\p
\v 8 કુષ્ઠ રોગ વિષે તમે સાવધ રહો, કે જેથી લેવી યાજકોએ શીખવેલી સૂચનાઓ તમે કાળજીપૂર્વક પાળો જેમ મેં તમને આજ્ઞા આપી તે પ્રમાણે તમે કરો.
\v 9 મિસરમાંથી બહાર આવ્યા ત્યારે યહોવાહ તમારા ઈશ્વરે મરિયમ સાથે શું કર્યું તે યાદ કરો.
\s5
\p
\v 10 જ્યારે તમે તમારા પડોશીને કંઈ ઉધાર આપો, ત્યારે તમે ગીરે મૂકેલી વસ્તુ લેવા તેના ઘરમાં ન જાઓ.
\v 11 તમે બહાર ઊભો રહો, જે માણસે તમારી પાસેથી ઉધાર લીધું હશે તે ગીરે મૂકેલી વસ્તુને તમારી પાસે બહાર લાવે.
\s5
\p
\v 12 જો કોઈ માણસ ગરીબ હોય તો તેની ગીરેવે મૂકેલી વસ્તુ લઈને તમે ઊંઘી જશો નહિ.
\v 13 સૂર્ય આથમતાં પહેલાં તમારે તેની ગીરે મૂકેલી વસ્તુ પાછી આપી દેવી, કે જેથી તે તેનો ઝભ્ભો પહેરીને સૂએ અને તમને આશીર્વાદ આપે; યહોવાહ તમારા ઈશ્વરની આગળ તે તારું ન્યાયીપણું ગણાશે.
\s5
\p
\v 14 તમારા ઇઝરાયલી સાથીદાર સાથે કે તમારા દેશમાં તમારા ગામોમાં રહેનાર પરદેશીમાંના કોઈ ગરીબ કે દરિદ્રી ચાકર પર તમે જુલમ ન કરો;
\v 15 દરેક દિવસે તમે તેનું વેતન તેને આપો; સૂર્ય તે પર આથમે નહિ, કેમ કે તે ગરીબ છે તેના જીવનનો આધાર તેના પર જ છે. આ પ્રમાણે કરો કે જેથી તે તમારી વિરુદ્ધ યહોવાહને પોકાર કરે નહિ અને તમે દોષિત ઠરો નહિ.
\s5
\p
\v 16 સંતાનોનાં પાપને કારણે તેઓનાં માતાપિતા માંર્યા જાય નહિ, માતાપિતાઓનાં પાપને કારણે સંતાનો માંર્યા જાય નહિ. પણ દરેક પોતાના પાપને કારણે માર્યો જાય.
\s5
\p
\v 17 પરદેશી કે અનાથોનો તમે ન્યાય ન કરો, કે વિધવાનાં વસ્રો કદી ગીરે ન લો.
\v 18 તમે મિસરમાં ગુલામ હતા અને યહોવાહ તમારા ઈશ્વરે તમને ત્યાંથી બચાવ્યા તે તમારે યાદ રાખવું. તે માટે હું તમને આ આજ્ઞા પાળવાનું ફરમાવું છું.
\s5
\p
\v 19 જયારે તમે ખેતરમાં વાવણી કરો, ત્યારે જો તમે પૂળો ખેતરમાં ભૂલી જાઓ તો તે લેવા તમે પાછા જશો નહિ, તેને પરદેશી, અનાથો તથા વિધવાઓ માટે ત્યાં જ પડયો રહેવા દેવો, જેથી યહોવાહ તમારા ઈશ્વર તમને તમારા હાથનાં સર્વ કામમાં આશીર્વાદ આપે.
\v 20 જયારે તમે જૈતૂનનાં વૃક્ષને ઝૂડો ત્યારે ફરીથી ડાળીઓ પર ફરો નહિ; તેના પર રહેલા ફળ પરદેશીઓ, વિધવાઓ અને અનાથો માટે રહે.
\s5
\p
\v 21 જયારે તમે તમારી દ્રાક્ષવાડીની દ્રાક્ષ ભેગી કરી લો, ત્યારે ફરીથી તેને એકઠી ન કરો. તેને પરદેશી માટે, વિધવા માટે તથા અનાથો માટે રહેવા દો.
\v 22 યાદ રાખો કે તમે મિસર દેશમાં ગુલામ હતા, એ માટે તમને આજ્ઞા પાળવાનું ફરમાવું છું.
\s5
\c 25
\p
\v 1 જો બે માણસો વચ્ચે ઝઘડો હોય અને તેઓ ન્યાય માટે અદાલતમાં જાય, ન્યાયાધીશો ન્યાય કરે, તેઓ ન્યાયીને નિર્દોષ અને દુષ્ટનો તિરસ્કાર કરે.
\v 2 જો ગુનેગાર ફટકા મારવા યોગ્ય હોય તો ન્યાયાધીશ તેને નીચે સુવાડીને તેના ગુના પ્રમાણે ગણીને તેની હાજરીમાં ફટકા મારે.
\s5
\p
\v 3 ન્યાયાધીશ તેને ચાળીસ ફટકા મારે, પણ ચાળીસથી વધારે ફટકા ન મારે; કેમ કે જો તે તેને વધારે ફટકા મારે, તો તમારો સાથી તમારી નજરમાં અપમાનિત ઠરે.
\s5
\p
\v 4 પારે ફરતા બળદના મોં પર તું જાળી ન બાંધ.
\s મૃતભાઈ પ્રત્યેની ફરજ
\s5
\p
\v 5 જો બે ભાઈઓ સાથે રહેતા હોય અને તેમાંનો એક નિ:સંતાન મૃત્યુ પામે, તો મરનારની પત્નીએ કુટુંબની બહાર કોઈ પારકા પુરુષ સાથે લગ્ન કરવું નહિ. તેના પતિનો ભાઈ તેની પાસે જાય અને તેને પોતાના માટે પત્ની તરીકે લે, તેની પ્રત્યે પતિના ભાઈની ફરજ અદા કરે.
\v 6 અને એમ થાય કે તેને જે પ્રથમજનિત જન્મે તે તે માણસનાં મૃત્યુ પામેલા ભાઈનું નામ પ્રાપ્ત કરે, જેથી તેનું નામ ઇઝરાયલમાંથી નષ્ટ ન થાય.
\s5
\p
\v 7 પણ જો તે માણસ પોતાના મૃત્યુ પામેલા ભાઈની પત્નીને પોતાની પત્ની તરીકે રાખવા ઇચ્છતો ન હોય તો તેના ભાઈની પત્નીએ ગામના આગેવાનો સમક્ષ જઈને કહે કે, "મારા પતિનો ભાઈ તેના ભાઈનું નામ ઇઝરાયલમાં રાખવાનો ઇનકાર કરે છે; વળી તે મારા પ્રત્યે પતિના ભાઈની ફરજ બજાવવા ઇચ્છતો નથી."
\v 8 ત્યારે નગરના વડીલો તેને બોલાવીને તેને કહે. પણ કદાચ તે આગ્રહ કરીને કહે, "હું તેને લેવા ઇચ્છતો નથી."
\s5
\p
\v 9 તો પછી તેના ભાઈની પત્ની વડીલોની હાજરીમાં તેની પાસે જાય, તેના પગમાંથી તેના ચંપલ કાઢી નાખીને તેના મુખ પર થૂંકે. તે તેને જવાબ આપીને કહે, "જે માણસ પોતાના ભાઈનું ઘર બાંધવા ઇચ્છતો નથી તેના આવા જ હાલ થાય."
\v 10 ઇઝરાયલમાં તેનું નામ આ રાખવામાં આવે, "જેના ચંપલ કાઢી લેવાયાં હતાં તેનું કુટુંબ."
\s બીજા કેટલાક નિયમો
\s5
\p
\v 11 જો કોઈ માણસો એકબીજાની સાથે ઝઘડો કરતા હોય અને તેઓમાંના કોઈ એકની સ્ત્રી પોતાના પતિને મરનારના હાથમાંથી છોડાવવાને જાય અને હાથ લાંબો કરીને તેના શરીરના ખાનગી ભાગને પકડે,
\v 12 તો તમારે તે સ્ત્રીનો હાથ કાપી નાખવો; તમારી આંખ તેના પર દયા ન લાવે.
\s5
\p
\v 13 તમારે તમારી થેલીમાં જુદા જુદા માપનાં કાટલાં એટલે કે એક હલકું અને બીજું ભારે એમ ન રાખવાં.
\v 14 વળી તમારા ઘરમાં અનેક તરેહના માપ એટલે એક મોટું અને બીજું નાનું એમ ન રાખો.
\s5
\p
\v 15 તમારે સાચું અને પ્રમાણિત વજન તથા માપ રાખવું જેથી યહોવાહ તમારા ઈશ્વર જે દેશ તમને આપે છે તેમાં તમે લાંબુ આયુષ્ય ભોગવો.
\v 16 જે કોઈ વ્યક્તિ એવાં કામ કરે છે એટલે જેઓ અન્યાય કરે છે. તે સર્વ યહોવાહ તમારા ઈશ્વરને ધિક્કારપાત્ર લાગે છે.
\s અમાલેકીઓનો સંપૂર્ણ સંહાર કરવા વિષે
\s5
\p
\v 17 તમે જયારે મિસરથી આવતા હતા ત્યારે અમાલેકે જે કર્યું તે તમે યાદ કરો;
\v 18 તમે બેહોશ અને થાકેલાં હતા ત્યારે માર્ગમાં તે તમને મળ્યો. અને જે અબળો તારી પાછળ હતા તેઓના સર્વ પર આક્રમણ તેણે કર્યુ; અને ઈશ્વરનો પણ તેને ડર લાગ્યો નહિ.
\v 19 તેથી યહોવાહ તમારા ઈશ્વર તમને જે દેશ વારસા તથા વતન તરીકે આપે છે તેમાં તે તમારી આસપાસના શત્રુઓથી તમને રાહત આપે ત્યારે એમ થાય કે તમે આકાશ તળેથી અમાલેકનું નામોનિશાન નષ્ટ કરી નાખવાનું તમે ભૂલશો નહિ.
\s5
\c 26
\s પેદાશમાં પ્રભુનો પ્રથમ ભાગ
\p
\v 1 અને યહોવાહ તમારા ઈશ્વર તમને જે દેશ વતન તરીકે આપે છે તેમાં તમે આવો અને તેનો વારસો લઈને તેમાં રહો ત્યારે એમ થાય કે,
\v 2 જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને આપે છે તે ભૂમિનો પ્રથમ પાક તમારે લઈને તેને ટોપલીમાં ભરી જે સ્થળ યહોવાહ તમારા ઈશ્વર પોતાનું નામ રાખવા સારું પસંદ કરે ત્યાં લઈ જવો.
\s5
\p
\v 3 અને તે દિવસે ત્યાં જે કોઈ યાજક સેવા કરતો હોય તેની પાસે જઈને કહેવું કે, "આજે હું યહોવાહ તમારા ઈશ્વર સમક્ષ જાહેર કરું છું કે, જે દેશ આપણને આપવાને યહોવાહે આપણા પિતૃઓની આગળ સમ ખાધા હતા તેમાં અમે પહોંચ્યા છીએ.''
\v 4 પછી યાજક તમારા હાથમાંથી ટોપલી લઈને યહોવાહ તમારા ઈશ્વરની વેદી આગળ નીચે મૂકે.
\s5
\p
\v 5 પછી તમારે યહોવાહ તમારા ઈશ્વર સમક્ષ એમ કહેવું કે, "અમારા પિતા સ્થળાંતર
\f +
\fr 26:5
\ft નાશ કરીને આવેલો
\f* કરીને આવેલ અરામી હતા અને મિસરમાં જઈને રહ્યા. અને તેમના લોકની સંખ્યા થોડી હતી. ત્યાં તેઓ એક મોટી, શક્તિશાળી અને વસ્તીવાળી પ્રજા બન્યા.
\s5
\p
\v 6 પરંતુ મિસરીઓએ અમારી સાથે દુર્વ્યવહાર કરી અમને ગુલામ બનાવી અમારી પાસે સખત મજૂરી કરાવી.
\v 7 ત્યારે અમે અમારા પિતૃઓના ઈશ્વર યહોવાહને પોકાર કર્યો. તેમણે અમારો સાદ સાંભળ્યો અને અમારી વિપત્તિ, મુશ્કેલીઓ અને અમારા પર થતાં જુલમ પર દ્રષ્ટિ કરી.
\s5
\p
\v 8 અને યહોવાહે પોતાના બળવાન હાથે અદ્ભૂત સામર્થ્યથી તથા તેમના પ્રચંડ બાહુબળથી, ચિહ્ન તથા ચમત્કારોથી અમને મિસરમાંથી બહાર લાવ્યા;
\v 9 અને અમને આ સ્થળે લાવીને તેમણે અમને દૂધ તથા મધથી રેલછેલવાળો
\f +
\fr 26:9
\ft ફળદ્રૂપ
\f* દેશ આપ્યો.
\s5
\p
\v 10 અને હવે, હે યહોવાહ જુઓ જે દેશ તમે અમને આપ્યો છે તેની ઊપજનું પ્રથમ ફળ અમે લાવ્યા છીએ." અને યહોવાહ તમારા ઈશ્વર સમક્ષ તે મૂકીને તમારે યહોવાહ તમારા ઈશ્વરનું ભજન કરવું;
\v 11 અને જે કંઈ સારું યહોવાહ તમારા ઈશ્વરે તમારા અને ઘરનાંને માટે કર્યુ હોય તે સર્વમાં તમારે તથા લેવીઓએ અને તમારી મધ્યે રહેતા પરદેશીઓએ ભેગા મળીને આનંદોત્સવ કરવો.
\s5
\p
\v 12 ત્રીજું વર્ષ દશાંશનું વર્ષ છે. તેમાં જ્યારે તમે તમારી ઊપજનો દશાંશ આપી ચૂકો પછી તમારે લેવીઓને, પરદેશીઓને, વિધવાઓને અને અનાથોને આપવો જેથી તેઓ તમારી ભાગળોમાં ખાઈને તૃપ્ત થાય.
\v 13 પછી તમારે યહોવાહ તમારા ઈશ્વર સમક્ષ કહેવું કે, 'અમે અમારા ઘરમાંથી બધી અર્પિત વસ્તુઓ કાઢી છે અને અમે તે વસ્તુઓ લેવીઓને, પરદેશીઓને, વિધવાઓને અને અનાથોને તમારી આજ્ઞા મુજબ આપી છે. અમે તમારી એકપણ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી તેમ જ અમે ભૂલી પણ ગયા નથી.
\s5
\p
\v 14 શોકના સમયમાં અમે તેમાંથી કંઈ પણ ખાધું નથી અને અશુદ્ધ થઈને અમે તેમાંથી કંઈ રાખી મૂક્યું નથી. વળી મૂએલાંને સારું તેમાંથી કંઈ આપ્યું નથી; અમે યહોવાહ અમારા ઈશ્વરની વાણી સાંભળીને જે સર્વ આજ્ઞા તમે અમને આપી છે તે પ્રમાણે કર્યું છે.
\v 15 તમે તમારા પવિત્ર રહેઠાણમાંથી એટલે સ્વર્ગમાંથી નીચે જોઈ અને તમારી ઇઝરાયલી પ્રજા તેમ જ અમારા પિતૃઓની આગળ સમ ખાધા હતા તે પ્રમાણે જે ભૂમિ તમે અમને આપી છે એટલે દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ આપ્યો છે તેના પર આશીર્વાદ આપો.
\s પ્રભુની પવિત્ર પ્રજા
\s5
\p
\v 16 આજે યહોવાહ તમારા ઈશ્વર તમને આ નિયમો અને હુકમો પાળવાની આજ્ઞા કરે છે; માટે તમે તમારા પૂરા હૃદયથી તથા પૂરા જીવથી તેને પાળો તથા અમલમાં મૂકો.
\v 17 તમે આજે યહોવાહને તમારા ઈશ્વર તરીકે સ્વીકાર્યાં છે. તમે તેમના માર્ગમાં ચાલશો તથા તેમના કાયદાઓ, આજ્ઞાઓ અને નિયમો પાળશો અને તેમની વાણી સાંભળશો.
\s5
\p
\v 18 અને યહોવાહે તમને જે વચન આપ્યું હતું તે પ્રમાણે તેમણે કબૂલ કર્યું છે કે, તમે તેમના પસંદ કરેલા લોક છો તેથી તમારે તેમની સર્વ આજ્ઞાઓ પાળવી.
\v 19 અને જે દેશજાતિઓને તેમણે ઉત્પન્ન કરી છે તે સર્વના કરતાં તમને મહાન પ્રજા બનાવશે અને તમને માન-પ્રતિષ્ઠા અને આદર પ્રાપ્ત થશે. અને યહોવાહે આપેલા વચન પ્રમાણે તમે યહોવાહ તમારા ઈશ્વરની પવિત્ર પ્રજા થશો.
\s5
\c 27
\s પ્રભુના નિયમો પથ્થરો પર લખવા
\p
\v 1 અને મૂસાએ તથા ઇઝરાયલના આગેવાનોએ લોકોને આજ્ઞા આપી કે, "જે આજ્ઞાઓ આજે હું તમને બધાને ફરમાવું છું તે સર્વ પાળો.
\v 2 જયારે તમે યર્દન નદી ઓળંગીને જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને આપે છે તેમાં તમે જાઓ ત્યારે તમારે પોતાને સારુ મોટા પથ્થર ઊભા કરીને તેના પર ચૂનાનો લેપ મારજો.
\v 3 પાર ઊતર્યા પછી આ નિયમના સર્વ શબ્દો તેના પર તમારે લખવા. તમે યહોવાહ તમારા ઈશ્વર તમને જે દેશ આપે છે એટલે કે દૂધ તથા મધથી રેલછેલવાળો
\f +
\fr 27:3
\ft ફળદ્રૂપ
\f* દેશ, યહોવાહ તમારા પિતૃઓના ઈશ્વરે તમને આપેલા વચન પ્રમાણે તમને આપે છે, તેમાં તમે જાઓ.
\s5
\p
\v 4 જયારે તમે યર્દન પાર કરી રહો, ત્યારે આ પથ્થરો જે વિષે હું આજે તમને આજ્ઞા આપું છું તેઓને એબાલ પર્વત પર મૂકવા અને તેના પર ચૂનો લેપ કરવો.
\v 5 ત્યાં તમારે યહોવાહ તમારા ઈશ્વરના નામે પથ્થરની વેદી બાંધવી, પણ તમે તે પથ્થર પર લોખંડનું હથિયાર વાપરશો નહિ.
\s5
\p
\v 6 તમારે યહોવાહ તમારા ઈશ્વર માટે વેદી બાંધવા સારુ અસલ પથ્થરોનો ઉપયોગ કરવો, તેના ઉપર યહોવાહ તમારા ઈશ્વર માટે દહનીયાર્પણ ચઢાવવાં.
\v 7 તમારે શાંત્યર્પણો ચઢાવીને ત્યાં ખાવું; તમારે યહોવાહ તમારા ઈશ્વરની સમક્ષ આનંદ કરવો.
\v 8 પથ્થરો ઉપર તારે નિયમના બધા શબ્દો સ્પષ્ટ રીતે લખવા."
\s5
\p
\v 9 મૂસાએ તથા લેવી યાજકોએ સર્વ ઇઝરાયલને કહ્યું, "હે ઇઝરાયલ શાંત રહો અને સાંભળો. આજે તમે યહોવાહ તમારા ઈશ્વરની પ્રજા થયા છે.
\v 10 તે માટે તમારે યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ સાંભળવો, આજે હું તમને જે આજ્ઞાઓ અને કાનૂનો ફરમાવું છું તેનું પાલન કરવું."
\s અનાજ્ઞાંકિતપણાને શાપ
\s5
\p
\v 11 તે જ દિવસે મૂસાએ તે લોકોને આજ્ઞા આપીને કહ્યું,
\v 12 "યર્દન નદી પાર કર્યા પછી લોકોને આશીર્વાદ આપવા, શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર, યૂસફ તથા બિન્યામીન કુળો ગરીઝીમ પર્વત પર ઊભાં રહે.
\s5
\p
\v 13 રુબેન, ગાદ, આશેર, ઝબુલોન, દાન તથા નફતાલીનાં કુળો શાપ આપવા એબાલ પર્વત પર ઊભાં રહે.
\v 14 લેવીઓ જવાબ આપીને મોટે અવાજે સર્વ ઇઝરાયલના માણસોને કહે.
\s5
\p
\v 15 'જે માણસ કોતરેલી કે ગાળેલી ધાતુની એટલે કારીગરના હાથે બનેલી પ્રતિમા, જે યહોવાહને ઘૃણાસ્પદ લાગે છે તે બનાવીને તેને ગુપ્તમાં ઊભી કરે તે શાપિત હો.' અને બધા લોકો જવાબ આપીને કહે, 'આમીન'.
\s5
\p
\v 16 'જે કોઈ માણસ પોતાના પિતા કે માતાનો અનાદર કરે તો તે શાપિત થાઓ.' અને બધા લોકો કહે, 'આમીન.'
\p
\v 17 'જે કોઈ માણસ પોતાના પડોશીની જમીનની સીમાનું નિશાન હઠાવે તો તે શાપિત થાઓ.' અને બધા લોકો કહે, 'આમીન.'
\s5
\p
\v 18 'જે કોઈ માણસ અંધ વ્યક્તિને રસ્તાથી દૂર ભમાવે તો તે શાપિત થાઓ.' અને બધા લોકો કહે, 'આમીન.'
\p
\v 19 'જે કોઈ માણસ પરદેશી, અનાથ કે વિધવાનો અન્યાય કરે તો તે શાપિત થાઓ.' અને બધા લોકો કહે, 'આમીન.'
\s5
\p
\v 20 'જે કોઈ માણસ પોતાના પિતાની પત્ની સાથે વ્યભિચાર કરે તો તે શાપિત થાઓ, કેમ કે, તેણે પોતાના પિતાની નિવસ્ત્રતા જોઈ.' અને બધા લોકો કહે, 'આમીન.'
\p
\v 21 'જે કોઈ માણસ કોઈ પણ પ્રકારના પશુંની સાથે કુકર્મ કરે તો તે શાપિત થાઓ.' અને બધા લોકો કહે, 'આમીન.'
\s5
\p
\v 22 'જો કોઈ માણસ પોતાની બહેન સાથે, પોતાના પિતાની દીકરી, પોતાની માતાની દીકરી સાથે કુકર્મ કરે તો તે શાપિત થાઓ.' અને બધા લોકો કહે, 'આમીન.'
\p
\v 23 'જે કોઈ માણસ તેની સાસુ સાથે કુકર્મ કરે તો તે શ્રાપિત થાઓ.' અને બધા લોકો કહે, 'આમીન.'
\s5
\p
\v 24 'જે કોઈ માણસ પોતાના પડોશીને ગુપ્ત રીતે મારી નાખે તો તે શાપિત થાઓ.' અને બધા લોકો કહે, 'આમીન.'
\p
\v 25 'જે કોઈ માણસ નિર્દોષ માણસને મારી નાખવા માટે લાંચ લે તો તે માણસ શાપિત થાઓ.' અને બધા લોકો કહે, 'આમીન.'
\s5
\v 26 'જે કોઈ માણસ આ નિયમના શબ્દોનું પાલન ન કરે તો તે માણસ શાપિત થાઓ.' અને બધા લોકો કહે, 'આમીન.'
\s5
\c 28
\s આજ્ઞાંક્તિપણાના આશીર્વાદ
\r (લે. ૨૬:૩-૧૩; પુન. ૭:૧૨-૨૪)
\p
\v 1 જો યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ કાળજીથી સાંભળીને જે આજ્ઞાઓ હું આજે તને ફરમાવું છું તે સર્વ પાળીને તેને અમલમાં મૂકો, તો યહોવાહ તમારા ઈશ્વર તમને પૃથ્વીની બીજી જાતિઓ ઉપર શ્રેષ્ઠ દેશજાતિ તરીકે સ્થાપિત કરશે.
\v 2 જો તમે યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ સાંભળશો, તો આ બધા આશીર્વાદ તમારા ઉપર આવશે અને તમને મળશે.
\s5
\p
\v 3 તમે નગરમાં આશીર્વાદિત થશો, ખેતરમાં તમે આશીર્વાદિત થશો.
\v 4 તમારાં સંતાન, તમારી ભૂમિનું ફળ, તમારાં પશુનું ફળ, તમારાં ઘેટાંબકરાં તથા અન્ય જાનવરોના બચ્ચાં આશીર્વાદિત થશે.
\s5
\p
\v 5 તમારી ફળની ટોપલી તથા તમારા ગૂંદવાની વાસણ આશીર્વાદિત થશે.
\v 6 તમે અંદર આવતાં અને બહાર જતાં આશીર્વાદિત થશો.
\s5
\p
\v 7 યહોવાહ તમારા ઉપર હુમલો કરવા આવનાર શત્રુઓને પરાજિત કરશે; તમારી સામે તેઓ એક માર્ગેથી આવશે તો પણ તમારી સામેથી સાત માર્ગે નાસી જશે.
\v 8 યહોવાહ તમારા ભંડારોમાં અને જેમાં તમે હાથ નાખો છો તે સર્વમાં અને જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને આપે છે તેમાં તમને આશીર્વાદ આપશે.
\s5
\p
\v 9 જો તમે યહોવાહ તમારા ઈશ્વરની આજ્ઞાઓ પાળીને તેમના માર્ગોમાં ચાલશો. તો જેમ, યહોવાહે તમારી આગળ સમ ખાધા છે તેમ તે તમને પોતાની પવિત્ર પ્રજા તરીકે સ્થાપશે.
\v 10 પૃથ્વીના સર્વ લોક જોશે કે, યહોવાહના નામ પરથી તમારું નામ પડેલું છે. અને તેઓ તમારાથી બીશે.
\s5
\p
\v 11 અને જે દેશ તમને આપવા અંગે યહોવાહે તમારા પિતૃઓ આગળ સમ ખાધા હતા, તેમાં તમારાં સંતાનો વિષે, તમારાં જાનવરોના બચ્ચા વિષે તથા તમારી ભૂમિના ફળ વિષે તમને ઘણાં જ આબાદ કરશે.
\v 12 તમારા દેશ પર મોસમમાં વરસાદ મોકલવા માટે અને તમારા હાથનાં કામ પર આશીર્વાદ આપવા માટે યહોવાહ તમારા માટે અખૂટ ભંડાર એટલે આકાશ ઉઘાડશે; અને તમે ઘણી દેશજાતિઓને ઉછીનું આપશો પણ તમારે ઉછીનું લેવું નહિ પડે.
\s5
\p
\v 13 અને યહોવાહ તમને સર્વના અગ્રેસર બનાવશે, પણ પૂંછ નહિ. અને તમે ઉપર જ રહેશો નીચે નહિ. જો યહોવાહ તમારા ઈશ્વરની આજ્ઞાઓ જે આજે હું તમને ફરમાવું છું તેઓને તમે લક્ષ આપીને પાળો અને અમલમાં લાવો,
\v 14 અને જે વચનો આજે હું તમને કહું છું તેઓમાંના કોઈથી જો તમે ડાબે કે જમણે ફરી જઈને અન્ય દેવોની સેવા કરવા તેઓની પાછળ નહિ જાઓ, તો તે પ્રમાણે થશે.
\s અના કિતપણાનાં પરિણામ
\r (લે. ૨૬:૧૪-૪૬)
\s5
\p
\v 15 યહોવાહ તમારા ઈશ્વરની વાણી ન સાંભળતાં તેમની જે સર્વ આજ્ઞાઓ તથા કાયદાઓ જે આજે હું તમને ફરમાવું છું તેઓને તમે પાળીને તમે અમલમાં નહિ મૂકો, તો એમ થશે કે, આ સર્વ શાપ તમારા પર આવીને તમને પકડી પાડશે.
\s5
\p
\v 16 તમે નગરમાં શાપિત થશો અને ખેતરમાં શાપિત થશો.
\v 17 તમારી ફળની ટોપલી તથા તમારો ગૂંદવાનો વાસણ શાપિત થશે.
\s5
\p
\v 18 તમારા સંતાનો તથા તમારી ભૂમિના ફળ, તમારી ગાયોનો વિસ્તાર તથા તમારા ઘેટાંબકરાંના બચ્ચાં શાપિત થશે.
\v 19 તમે અંદર આવતાં તેમ જ બહાર જતા શાપિત થશો.
\s5
\p
\v 20 જે કંઈ કામમાં તમે હાથ નાખશે તેમાં યહોવાહ તમારા પર શાપ તથા પરાજય તથા ધમકી મોકલશે, એટલે સુધી કે, જે દુષ્ટ કામ કરીને તમે મારો ત્યાગ કર્યો છે. તેથી તમારો સંહાર થાય અને તમે જલ્દી નાશ પામો.
\v 21 જે દેશનું વતન પામવા સારુ તમે જાઓ છો, તેમાંથી યહોવાહ તમારો પૂરો નાશ નહિ કરે ત્યાં સુધી તે તમારા પર મરકી લાવ્યા કરશે.
\s5
\p
\v 22 યહોવાહ તમને ચેપી રોગોથી તથા સોજાથી, સખત તાપથી, તલવાર
\f +
\fr 28:22
\ft દુકાળથી
\f* થી, લૂ તથા ફૂગથી મારશે. અને તમારો નાશ થતા સુધી તેઓ તમારી પાછળ લાગશે.
\s5
\v 23 તમારા માથા ઉપરનું આકાશ પિત્તળ જેવું થઈ જશે. તમારા પગ નીચેની ભૂમિ તે લોખંડ જેવી થઈ જશે.
\v 24 તમારા દેશ પર યહોવાહ વરસાદને બદલે ભૂકો તથા ધૂળ વરસાવશે; તમે નાશ પામો ત્યાં સુધી આકાશમાંથી તે તમારા પર વરસ્યા કરશે.
\s5
\p
\v 25 યહોવાહ તમારા શત્રુઓની સામે તમને માર ખવડાવશે, તમે એક માર્ગે તેઓની સામે ધસી જશે અને સાત માર્ગે તેઓની સામેથી નાસી જશો; અને પૃથ્વીના સર્વ રાજ્યોમાં તમે આમતેમ ભટક્યા કરશો.
\v 26 અને તમારા મૃતદેહ ખેચર પક્ષીઓનો તથા પૃથ્વીના સર્વ પશુઓનો ખોરાક થશે. અને તેઓને નસાડી મૂકનાર કોઈ નહિ હોય.
\s5
\p
\v 27 મિસરનાં ગૂમડાંથી તથા ગાંઠિયા રોગથી તથા રક્તપિત્તથી તથા ખસથી યહોવાહ તમને મારશે. અને તેમાંથી તમે સાજા થઈ શકશો નહિ.
\v 28 પાગલપનથી, અંધાપાથી તથા મનના ગભરાટથી યહોવાહ તમને મારશે.
\v 29 અને જેમ અંધજન અંધારામાં ફાંફાં મારે છે તેમ તમે ભર બપોરે ફાંફાં મારશો. અને તમારા માર્ગોમાં તમે સફળ નહિ થાઓ; અને તમે કેવળ લૂંટ તથા જુલમને આધીન થશો. અને તમને બચાવનાર કોઈ નહિ હોય.
\s5
\p
\v 30 તમે જે સ્ત્રી સાથે સગાઈ કરશો તેનો ઉપભોગ બીજો પુરુષ કરશે. તમે ઘર બાંધશો પણ તેમાં રહેવા નહિ પામો; તમે દ્રાક્ષવાડીઓ રોપશો પણ તેનાં ફળ તમે ખાવા નહિ પામો.
\v 31 તમારી નજર આગળથી તમારો બળદ કાપી નંખાશે પણ તેનું માસ તમે ખાવા નહિ પામો. તમારા દેખતાં તમારો ગધેડો બળાત્કારે લઈ લેવાશે અને તે તમને પાછો મળશે નહિ. તમારું ઘેટું તમારા શત્રુઓને આપવામાં આવશે અને તમને મદદ કરનાર કોઈ નહિ હોય.
\s5
\p
\v 32 તમારા દીકરાઓ અને તમારી દીકરીઓ બીજા લોકને અપાશે અને તમારી આંખ તે જોશે. તેઓને સારુ ઝૂરી ઝૂરીને તમારી આંખો ઝાંખી થઈ જશે. અને તમે કંઈ જ કરી શકશો નહિ.
\s5
\p
\v 33 જે દેશજાતિઓને તમે ઓળખતા નથી તે તમારી ભૂમિનું ફળ તથા તમારી સર્વ મહેનતનું ફળ ખાઈ જશે; અને તમે સર્વદા ફક્ત જુલમ જ વેઠ્યા કરશો તથા કચરી નંખાશો.
\v 34 અને તમારી આંખો જે દ્રશ્ય નીરખશે, તેને લીધે તમે પાગલ થઈ જશો.
\v 35 તમારા પગનાં તળિયાથી માંડીને માથાના તાલકા સુધી પીડાકારક તથા અસાધ્ય ગૂમડાં થશે. અને યહોવાહ તમને ઘૂંટણોમાં તથા પગોમાં મારશે.
\s5
\p
\v 36 જે દેશ જાતિઓને તમે કે તમારા પિતૃઓ ઓળખતા નથી તેની પાસે યહોવાહ તમને તથા જે રાજા તમે તમારા પર ઠરાવો તેને લાવશે; અને ત્યાં તમે લાકડાના તથા પથ્થરના અન્ય દેવોની પૂજા કરશો.
\v 37 જે સર્વ લોકોમાં યહોવાહ તમને દોરશે તેઓ મધ્યે તમે કહેણીરૂપ, ત્રાસરૂપ તથા ઘૃણાપાત્ર થઈ પડશો.
\s5
\p
\v 38 તમે ખેતરમાં ઘણું બીજ લઈ જશો, પણ તમે તેમાંથી થોડાં જ બીજ પેદા કરી શકશો, કેમ કે, તીડ તે ખાઈ જશે.
\v 39 તમે દ્રાક્ષવાડીઓ રોપશો અને તેને ઉછેરશો, પણ તમે તેમાંથી દ્રાક્ષારસ પીવા પામશો નહિ, કે તેમાંની દ્રાક્ષ પણ ભેગી કરવા પામશો નહિ, કેમ કે કીડા તેઓને ખાઈ જશે.
\s5
\p
\v 40 તમારા આખા પ્રદેશમાં તમારી પાસે જૈતૂનવૃક્ષ હશે, પણ તમે તમારા પર તેનું તેલ લગાવવા નહિ પામો, કેમ કે, તમારાં જૈતૂનવૃક્ષનાં ફળ ખરી પડશે.
\v 41 તમને દીકરા અને દીકરીઓ હશે, પણ તેઓ તમારાં નહિ થાય, કેમ કે, તેઓ ગુલામી કરવા જશે.
\s5
\p
\v 42 તમારા બધા વૃક્ષો અને જમીનનાં ફળ તીડો ખાઈ જશે.
\v 43 તમારી મધ્યે રહેલો પરદેશી તમારા કરતાં વધારે અને વધારે ઉચ્ચ થશે, પણ તમે વધારે અને વધારે નિમ્ન થતાં જશો.
\v 44 તેઓ તમને ઉછીનું આપશે, પણ તમે તેઓને ઉછીનું નહિ આપો, તે સર્વોપરી થશે અને તમે પાછળ રહી જશો.
\s5
\p
\v 45 તમારો નાશ થતાં સુધી આ બધા શાપો તમારા પર આવશે અને તમારી પાછળ લાગીને તમને પકડી પાડશે. કેમ કે, તમે યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ સાંભળ્યો નહિ, તેમની જે આજ્ઞાઓ તથા કાનૂનો તેમણે તમને ફરમાવ્યાં તે પાળ્યાં નહિ. માટે આ પ્રમાણે બધું થશે.
\v 46 આ બધા શાપો તમારા પર તથા તમારા વંશજો પર હંમેશા ચિહ્નોરૂપ તથા આશ્ચર્યરૂપ થઈ પડશે.
\s5
\p
\v 47 જયારે તમે સમૃદ્ધ હતા ત્યારે તમે યહોવાહ તમારા ઈશ્વરની આરાધના આનંદથી તથા ઉલ્લાસથી કરી નહિ,
\v 48 માટે તમે ભૂખમાં, તરસમાં, નિવસ્ત્રઅવસ્થામાં તથા દરિદ્રતામાં તમારા દુશ્મનો કે, જેઓને યહોવાહ તમારી વિરુદ્ધ મોકલશે તેઓની તમે સેવા કરશે. તમારો નાશ થતાં સુધી યહોવાહ
\f +
\fr 28:48
\ft દુશ્મનો
\f* તમારી ગરદન પર લોખંડની ઝૂંસરી મૂકશે.
\s5
\p
\v 49 યહોવાહ પૃથ્વીના છેડાથી એટલે દૂર દેશથી એક દેશજાતિ જેની ભાષા તમે સમજશો નહિ તેને જેમ ગરુડ ઊડતો હોય છે તેમ તમારી વિરુદ્ધ લાવશે;
\v 50 તે જાતિ વિકરાળ હાવભાવ વાળી કે જે વૃદ્ધોનો આદર ન કરે અને જુવાનો પર દયા ન રાખતો હોય તેવી હશે.
\v 51 તે તમારો નાશ થતાં સુધી તમારા પશુઓના બચ્ચાં અને તમારી ભૂમિનું ફળ ખાઈ જશે. તેઓ તમારો વિનાશ થતાં સુધી તમારા માટે અનાજ, નવો દ્રાક્ષારસ, તેલ, પશુઓ કે ઘેટાંબકરાંના બચ્ચાં રહેવા દેશે નહિ.
\s5
\p
\v 52 તમારા દેશમાંના જે ઊંચી અને કોટવાળી દીવાલો કે જેઓના પર તમે ભરોસો રાખતા હતા, તેઓ દરેક જગ્યાએ પડી જતાં સુધી તમારા નગરમાં ઘેરો નાખશે. યહોવાહ તમારા ઈશ્વરે જે આખો દેશ તમને આપ્યો છે તેમાં તમારા સર્વ નગરોમાં તે ઘેરી લેશે.
\v 53 જે ઘેરો તથા આપત્તિ તમારા દુશ્મનો તમારા પર લાવ્યા છે, તેને લીધે તમે તમારા સંતાનોને, એટલે તમારા દીકરાદીકરીઓ યહોવાહ તમારા ઈશ્વરે તમને આપ્યાં છે તે તઓનું માંસ તમે ખાશો.
\s5
\p
\v 54 તમારી મધ્યે જે કોઈ માણસ લાગણીશીલ હશે તેની નજર તેના ભાઈ પ્રત્યે, પોતાની પ્રિય પત્ની પ્રત્યે અને પોતાનાં બાકી રહેલાં સંતાનો પ્રત્યે ઈર્ષ્યાળુ થશે.
\v 55 જે પોતાનાં સંતાનોનું માંસ ખાતો હશે તે તેઓમાંના કોઈને નહિ આપે, કેમ કે જે ઘેરાથી તથા આપત્તિથી તમારા સર્વ નગરોમાં તમારા શત્રુઓ ઘેરો નાખશે, તેને લીધે તેની પાસે કંઈ જ રહ્યું નહિ હોય.
\s5
\p
\v 56 તમારી મધ્યે જે કોમળ તથા નાજુક સ્ત્રી તેની કોમળતા તથા નાજુકતાને લીધે પોતાના પગની પાની જમીન પર મૂકવાનું સાહસ કરી શકતી નહિ હોય, તે પોતાના પ્રિય પતિ પ્રત્યે, પોતાના દીકરા પ્રત્યે, પોતાની દીકરી પ્રત્યે,
\v 57 પોતે જન્મ આપેલા સંતાન પ્રત્યે અને જે બાળકને તે જન્મ આપવાની હોય તેના પ્રત્યે ઈર્ષ્યાળુ થશે. કેમ કે જે ઘેરાથી તથા આપત્તિથી તમારા શત્રુઓ તમને ઘેરશે, તેમાં સર્વ વસ્તુની અછતને લીધે તે તેઓને છાનીમાની રીતે ખાઈ જશે.
\s5
\p
\v 58 યહોવાહ તમારા ઈશ્વરના ગૌરવી તથા ભયાનક નામથી તમે બીહો, માટે આ નિયમના જે સર્વ શબ્દો આ પુસ્તકમાં લખેલા છે, તે તમે પાળીને અમલમાં નહિ મૂકો,
\v 59 તો યહોવાહ તમારા પર તથા તમારા વંશજો પર મરકીઓ, આકસ્મિક મરકીઓ, એટલે ભારે તથા લાંબા સમય ચાલે એવી મરકીઓ તથા ભારે તથા લાંબા સમયનો રોગ લાવશે.
\s5
\p
\v 60 મિસરના જે રોગથી તમે બીતા હતા, તે રોગો હું તમારા પર લાવીશ; તે તમને વળગી રહેશે.
\v 61 તમારો નાશ થાય ત્યાં સુધી જે રોગ તથા મરકી નિયમનાં પુસ્તકમાં લખેલાં નથી, તે યહોવાહ તારા પર લાવ્યા કરશે.
\v 62 તમે સંખ્યામાં આકાશના તારાઓ જેટલા હતા તેને બદલે અતિ અલ્પ થઈ જશો, કેમ કે તમે યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ સાંભળ્યો નથી.
\s5
\p
\v 63 જેમ યહોવાહ તમારું ભલું કરવામાં અને તમારી વૃદ્ધિ કરવામાં આનંદ પામતા હતા, તમે યહોવાહ તમારો વિનાશ કરવામાં તથા નાશ કરવામાં આનંદ પામશે. જે દેશમાં તમે વતન પામવા જાઓ છો તેમાંથી તને ઉખેડી નાખવામાં આવશે.
\v 64 યહોવાહ તમને પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી વિખેરી નાખશે; ત્યાં તમે કે તમારા પિતૃઓ લાકડાંના અને પથ્થરના દેવો જેઓને તમે ઓળખતા નથી, તેઓની પૂજા કરશો.
\s5
\p
\v 65 આ દેશજાતિઓ મધ્યે તને કંઈ ચેન નહિ પડે, તમારા પગનાં તળિયાંને કંઈ આરામ નહિ મળે, પણ, ત્યાં યહોવાહ તમને કંપિત હૃદય, ધૂંધળી આંખ અને શોકાતુર હૃદય આપશે.
\v 66 તમારું જીવન શંકામાં રહશે; તમે રાત અને દિવસ ભયભીત રહેશો અને તમારા જીવનની કોઈ ખાતરી નહિ રહે.
\s5
\v 67 તમારા મનમાં જે બીક લાગશે તેને લીધે અને તમારી આંખોથી જે બનાવ તું જોશે તેને લીધે સવારમાં તમે કહેશો કે, ઈશ્વર કરે અને ક્યારે સાંજ પડે અને સાંજે તમે કહેશે કે, ઈશ્વર કરે અને ક્યારે સવાર થાય.
\v 68 જે માર્ગ વિષે મેં તમને કહ્યું હતું કે તે માર્ગ પર ફરી કદી તમે જશો નહિ. અને તે માર્ગ પર વહાણોમાં યહોવાહ ફરીથી તને મિસરમાં લાવશે. ત્યાં તમે દાસ અને દાસી તરીકે તમારા શત્રુઓને વેચાઈ જવા માગશો પણ તમને કોઈ ખરીદશે નહિ.
\s5
\c 29
\s ઈશ્વરે ઇઝરાયલ સાથે ફરી કરાર કર્યો
\p
\v 1 હોરેબમાં જે કરાર યહોવાહે ઇઝરાયલી લોકો સાથે કર્યો, તે ઉપરાંત મોઆબ દેશમાં તેઓની સાથે જે કરાર કરવા ને મૂસાએ આજ્ઞા આપી હતી તે આ મુજબ છે.
\s5
\p
\v 2 અને મૂસાએ સર્વ ઇઝરાયલી લોકોને બોલાવીને તેઓને કહ્યું, "તમારી નજર આગળ મિસર દેશમાં ફારુનને તથા તેના સેવકોને તથા સમગ્ર દેશને યહોવાહે જે કર્યુ તે બધું તમે નિહાળ્યું છે;
\v 3 એટલે તમારી આંખોએ જોયેલ ભયંકર મરકી, ચિહ્નો, તથા અદ્દભુત ચમત્કારો તમે જોયા.
\v 4 પણ યહોવાહે તમને સમજણવાળું હૃદય કે નિહાળતી આંખ કે સાંભળવાને કાન આજ દિન સુધી આપ્યાં નથી.
\s5
\p
\v 5 મેં તમને ચાળીસ વર્ષ સુધી અરણ્યમાં ચલાવ્યાં, તેમ છતાં તમારાં શરીર પરનાં વસ્ત્રો ફાટી ગયાં નહિ કે તમારાં પગરખાં ઘસાઈ ગયાં નહિ.
\v 6 તમે રોટલી ખાધી નથી તેમ જ દ્રાક્ષાસવ કે મદ્ય પીધાં નથી; એ સારુ કે હું તમારો ઈશ્વર છું એ તમે જાણો.
\s5
\p
\v 7 જયારે તમે આ જગ્યાએ આવ્યા ત્યારે હેશ્બોનનો રાજા સીહોન તથા બાશાનનો રાજા ઓગ આપણી સામે લડવા આવ્યા અને આપણે તેઓનો પરાજય કર્યો.
\v 8 અને આપણે તેઓનો દેશ લઈને રુબેનીઓને, ગાદીઓને તથા મનાશ્શાના અડધા કુળને વતન તરીકે આપ્યો.
\v 9 તેથી તમે જે કરો છો તે સર્વમાં સફળ થાઓ માટે આ કરારના શબ્દો પાળો અને અમલમાં લાવો.
\s5
\p
\v 10 આજે યહોવાહ તમારા ઈશ્વરની આગળ તમે બધા ઉપસ્થિત છો; તમારા નેતા, તમારાં કુળો, તમારા વડીલો તથા તમારા સરદારો એટલે સર્વ ઇઝરાયલી માણસો,
\v 11 વળી તમારી સાથે તમારાં સંતાનો, પત્નીઓ, તમારી સાથે છાવણીમાં રહેનાર પરદેશી, કઠિયારાથી માંડીને પાણી ભરનાર સુધી તમે સર્વ ઈશ્વરની સમક્ષ છો.
\s5
\p
\v 12 માટે યહોવાહ તમારા ઈશ્વરનો કરાર તથા તેમની જે પ્રતિજ્ઞા યહોવાહ તમારા ઈશ્વર આજે તમારી આગળ કરે છે, તે પ્રમાણે કરવાને તમે તૈયાર થાઓ.
\v 13 કે તેઓ આજે તમને પોતાની પ્રજા બનાવે અને જેમ તેમણે તમને કહ્યું હતું, તથા જેમ તેમણે તમારા પિતૃઓ આગળ, એટલે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ આગળ સમ ખાધા હતા, તેમ તે તમારા ઈશ્વર થાય.
\s5
\p
\v 14 અને હું આ કરાર માત્ર તમારી જ સાથે કરતો નથી તથા આ સમ ખાતો નથી.
\v 15 પરંતુ આજે આપણી સાથે યહોવાહ આપણા ઈશ્વરની સમક્ષ જે ઊભો રહેલો હશે તેની સાથે, તેમ જ આજે આપણી સાથે જે નહિ હોય તેની સાથે પણ;
\p
\v 16 આપણે મિસર દેશમાં કેવી રીતે રહેતા હતા અને જે દેશજાતિઓમાં થઈને આપણે પસાર થયા તેઓની મધ્યે થઈને આપણે કેવી રીતે બહાર આવ્યા એ તમે જાણો છો.
\s5
\p
\v 17 તમે તેઓનાં ધિક્કારપાત્ર કૃત્યો તેઓની લાકડાની, પથ્થરની, ચાંદીની તેમ જ સોનાની મૂર્તિઓ જે તેમની પાસે હતી તે જોઈ છે.
\v 18 રખેને તમારામાંથી કોઈ પુરુષ, સ્ત્રી, કુટુંબ કે ઇઝરાયલનું કોઈ કુળ એવું હોય કે જેનું હૃદય યહોવાહ તમારા ઈશ્વર તરફથી ભટકી જઈને બીજી પ્રજાઓના દેવોની પૂજા કરવા લલચાય. રખેને પિત તથા કડવાશરૂપી મૂળ તમારામાં હોય,
\v 19 રખેને તે આ શાપની વાતો સાંભળે ત્યારે તે પોતાના હૃદયમાં આશીર્વાદ આપીને કહે કે, હું મારા હૃદયની હઠીલાઈ પ્રમાણે ચાલું અને સૂકાની સાથે લીલાનો નાશ કરું તો પણ મને શાંતિ મળશે.
\s5
\p
\v 20 યહોવાહ તેને માફ નહિ કરે પણ તે માણસની સામે યહોવાહનો રોષ તથા જુસ્સો તપી ઊઠશે અને આ પુસ્તકમાં જે સર્વ શાપ લખેલા છે તે તેના પર આવી પડશે. અને યહોવાહ આકાશ નીચેથી તેનું નામોનિશાન નષ્ટ કરી નાખશે.
\v 21 અને નિયમના આ પુસ્તકમાં લખેલા કરારમાંના બધા શાપો પ્રમાણે યહોવાહ તેને ઇઝરાયલના સર્વ કુળોમાંથી અલગ
\f +
\fr 29:21
\ft ઈશ્વર તેમને બધી આફતોથી પીડિત કરશે.
\f* કરીને તેને નુકસાન કરશે.
\s5
\p
\v 22 અને તમારી પાછળ થનાર તમારાં સંતાનોની આગામી પેઢી તથા દૂર દેશથી આવનાર પરદેશી પણ યહોવાહે આ દેશને આપેલા રોગો અને આફતો જોશે.
\v 23 વળી સદોમ, ગમોરા, આદમા અને સબોઈમ જેઓનો સંહાર યહોવાહે પોતાના કોપથી તથા રોષથી કર્યો તેઓના નાશની પેઠે આખો દેશ ગંધક, ખારરૂપ તથા બળતો થયો છે કે, જેમાં કંઈ વવાતું નથી, વળી કંઈ નીપજતું નથી, તેમ જ તેમાં કંઈ ઘાસ ઊગતું નથી તે જયારે જોશે.
\v 24 ત્યારે સર્વ પ્રજાઓ પૂછશે કે, 'યહોવાહે આ દેશને આવું શા માટે કર્યું? એના ઉપર આવા ભારે કોપની ઉગ્રતાનું શું કારણ હશે?'
\s5
\p
\v 25 ત્યારે લોકો કહેશે કે, એનું કારણ એ છે કે તેઓના પિતૃઓના ઈશ્વર યહોવાહ તેઓને મિસરમાંથી બહાર લાવ્યા પછી તેઓની સાથે તેમણે જે કરાર કર્યો હતો તે કરારનો તેઓએ ત્યાગ કર્યો.
\v 26 બીજા જે દેવોને તેઓ જાણતા નહોતા તથા જેઓને તેણે તેઓને આપ્યા નહોતા. તેઓની સેવા તથા તેઓનું ભજન તેઓએ કર્યું.
\s5
\p
\v 27 તેથી આ પુસ્તકમાં લખેલા શાપો આ દેશ પર લાવવાને યહોવાહનો કોપ તેઓ પર સળગ્યો હતો.
\v 28 યહોવાહે કોપમાં તથા ક્રોધમાં તથા તેના ઘણાં રોષમાં તેઓને તેઓના દેશમાંથી ઉખેડીને બીજા દેશમાં કાઢી મૂક્યા. જેમ આજે છે તે પ્રમાણે.
\s5
\p
\v 29 મર્મો યહોવાહ આપણા ઈશ્વરના છે, પણ પ્રગટ કરેલી વાતો સદા આપણી તથા આપણાં સંતાનોની છે, તેથી આપણે આ નિયમનાં સર્વ વચનો પાળીએ.
\s5
\c 30
\s પશ્ચાતાપ દ્વારા પુન:સ્થાપના અને આશીર્વાદ
\p
\v 1 અને એમ થશે કે જયારે આ બાબતો એટલે કે આશીર્વાદો તથા શાપો જે મેં તમારી આગળ મૂક્યા છે તે તમારા પર આવશે અને જે સર્વ દેશોમાં યહોવાહ તમારા ઈશ્વરે તમને વિખેરી મૂક્યા હશે ત્યારે તે બાબતોને યાદ રાખીને,
\v 2 તમે યહોવાહ તમારા ઈશ્વરની પાસે પાછા આવશો અને જે સર્વ આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું, તે તમે તથા તમારા સંતાન પૂરા હૃદયથી તથા પૂરા અંત:કરણથી પાળશો તથા તેમનો અવાજ સાંભળશો,
\v 3 તો યહોવાહ તમારા ઈશ્વર તમારી ગુલામી ફેરવી નાખશે, તમારા પર દયા કરશે; અને પાછા આવીને જે બધા લોકોમાં યહોવાહ તમારા ઈશ્વરે તમને વિખેરી નાખ્યો હશે તેઓમાંથી તમને એકત્ર કરશે.
\s5
\p
\v 4 જો તમારામાંના દેશનિકાલ કરાયેલામાંના કોઈ આકાશ નીચેના દૂરના દેશોમાં
\f +
\fr 30:4
\ft ભાગમાં
\f* વસ્યા હશે, ત્યાંથી યહોવાહ તમારા ઈશ્વર તમને એકત્ર કરશે, ત્યાંથી તે તમને લાવશે.
\v 5 જે દેશ તમારા પિતૃઓના કબજામાં હતો, તેમાં યહોવાહ તમારા ઈશ્વર તમને લાવશે, તમે ફરીથી તેનો કબજો કરશો, તે તમારું ભલું કરશે અને તમારા પિતૃઓ કરતાં તમને વધારશે.
\s5
\p
\v 6 યહોવાહ તમારા ઈશ્વર તમારાં તથા તમારાં સંતાનોનાં હૃદયની સુન્નત કરશે, જેથી તમે યહોવાહ તમારા ઈશ્વરને તમારા પૂરા હૃદયથી તથા પૂરા અંત:કરણથી પ્રેમ કરો, અને જીવતા રહો.
\v 7 યહોવાહ તમારા ઈશ્વર આ બધા શાપો તમારા શત્રુઓ પર તથા તમને ધિક્કારનાર પર મોકલી આપશે.
\v 8 તમે પાછા ફરીને યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ સાંભળશો, આજે હું તને જે આજ્ઞાઓ ફરમાવું છું તેનું તમે પાલન કરશો.
\s5
\p
\v 9 યહોવાહ તમારા ઈશ્વર તમારા હાથનાં સર્વ કામમાં, તમારાં સંતાનોમાં, તમારાં પશુઓનાં બચ્ચામાં, તમારી ભૂમિના ફળમાં પુષ્કળ વૃદ્ધિ કરશે. જેમ યહોવાહ તમારા પિતૃઓ પર પ્રસન્ન હતા તેમ તેઓ ફરી તમારા હિતને માટે પ્રસન્ન થશે.
\v 10 યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ સાંભળીને તેઓની જે આજ્ઞાઓ તથા કાનૂનો લખેલાં છે તે તમે પાળશો અને તમે તમારા પૂરા અંત:કરણથી યહોવાહ તમારા ઈશ્વરની તરફ ફરશો તો એ પ્રમાણે થશે.
\s5
\v 11 કેમ કે આજે હું તમને જે આજ્ઞાઓ ફરમાવું છું તે તમારી શક્તિ ઉપરાંતની નથી, તેમ તમારાથી એટલી દૂર પણ નથી કે તમે પહોંચી ન શકો.
\v 12 તે આકાશમાં નથી કે તમે કહો કે, 'કોણ આપણે માટે ઉપર જઈને લાવીને આપણને સંભળાવે કે આપણે તે પાળીએ?'
\s5
\p
\v 13 વળી તે સમુદ્રને પેલે પાર પણ નથી કે તમે કહો કે, 'કોણ સમુદ્રને પેલે પર જઈને લાવીને અમને સંભળાવે જેથી અમે તેનું પાલન કરીએ?'
\v 14 પરંતુ તે વચન તો તમારી નજીક છે, તમારા મુખમાં અને તારા હૃદયમાં છે, કે જેથી તમે તેને પાળી શકો.
\s ઇઝરાયલ આગળ બે પસંદગીઓ
\s5
\p
\v 15 જુઓ, આજે મેં તમારી આગળ જીવન તથા સારું, મરણ તથા ખોટું મૂક્યાં છે.
\v 16 આજે હું તમને યહોવાહ તમારા ઈશ્વરની જે આજ્ઞાઓ ફરમાવું છું એટલે કે યહોવાહ તમારા ઈશ્વરને પ્રેમ કરવો, તેમના માર્ગોમાં ચાલવું, તેમની આજ્ઞાઓ, નિયમો અને કાનૂનો પાળવા, કે જેથી તમે જીવતા રહેશો. અને તમારી વૃદ્ધિ થશે, જે દેશનું વતન પામવા તમે જાઓ છો તેમાં યહોવાહ તમારા ઈશ્વર તમને આશીર્વાદ આપશે.
\s5
\p
\v 17 પરંતુ જુઓ તમારું હૃદય તેમનાંથી દૂર થઈ જાય અને તમે તેમનું સાંભળો નહિ, પણ તેમનાંથી દૂર થઈને બીજા દેવોનું ભજન તથા પૂજા કરો,
\v 18 તો આજે હું તમને જણાવું છું કે તમે નિશ્ચે નાશ પામશો, યર્દન ઓળંગીને તમે જે દેશમાં વતન પામવા જઈ રહ્યા છો, ત્યાં તમે તમારું આયુષ્ય ભોગવી નહિ શકો.
\s5
\p
\v 19 હું આજે આકાશ તથા પૃથ્વીને તમારી આગળ સાક્ષી રાખું છું કે મેં તમારી આગળ જીવન તથા મરણ, આશીર્વાદ તથા શાપ મૂક્યાં છે. માટે જીવન પસંદ કરો કે જેથી તમે અને તમારા વંશજો જીવતા રહો.
\v 20 યહોવાહ તમારા ઈશ્વર પર પ્રેમ રાખવાનું, તેમની વાણી સાંભળવાનું અને તેમને વળગી રહેવાનું પસંદ કરો, કેમ કે તે તમારા જીવન તથા તમારા આયુષ્યની વૃદ્ધિ કરે છે; તે માટે જે દેશ તમારા પિતૃઓને, એટલે ઇબ્રાહિમ, ઇસહાક, તથા યાકૂબને આપવાને યહોવાહે સમ ખાધા તેમાં તમે રહો."
\s5
\c 31
\s મૂસાનો અનુગામી યહોશુઆ
\p
\v 1 મૂસાએ જઈને આ બધી વાતો આખા ઇઝરાયલને કહી.
\v 2 તેણે તેઓને કહ્યું, "હવે હું એકસો વીસ વર્ષનો થયો છું; હું બહાર જઈ શકતો નથી કે અંદર આવી શકતો નથી, યહોવાહે મને કહ્યું કે, 'તું યર્દન નદી પાર જવા પામશે નહિ.'
\v 3 યહોવાહ તારા ઈશ્વર તારી આગળ પાર જશે; તે તારી આગળથી પ્રજાઓનો નાશ કરશે અને તું તેઓનું વતન પામશે. યહોવાહની આજ્ઞા પ્રમાણે યહોશુઆ તમારી આગળ જશે.
\s5
\p
\v 4 અમોરીઓના રાજાઓ સીહોન તથા ઓગ તેઓના દેશ જેમનો યહોવાહે નાશ કર્યો, તેઓને જેમ તેમણે કર્યું તેમ તે તેઓને કરશે.
\v 5 અને યહોવાહ તે લોકોને તમારા હાથમાં સુપ્રત કરશે અને તમારે તેમની સાથે મેં તમને આજ્ઞા કરી છે તે મુજબ વર્તવુ.
\v 6 બળવાન તથા હિંમતવાન થાઓ, બીહો નહિ, તેઓથી ભયભીત ન થાઓ, કેમ કે, જે તમારી સાથે જાય છે તે તો યહોવાહ તમારા ઈશ્વર છે. તે તમને છોડી દેશે નહિ કે તમને તજી દેશે નહિ."
\s5
\p
\v 7 મૂસાએ યહોશુઆને બોલવીને બધા ઇઝરાયલીઓની નજર સમક્ષ તેને કહ્યું, "બળવાન તથા હિંમતવાન થા, કેમ કે જે દેશ યહોવાહ તારા ઈશ્વરે આ લોકોને આપવાનું તારા પિતૃઓ આગળ વચન આપ્યું છે, તેમાં તું તેઓની સાથે જશે. તું તે લોકોને દેશનો વારસો અપાવશે.
\v 8 જે તારી આગળ જાય છે, તે તો યહોવાહ છે; તે તારી સાથે રહેશે, તે તને છોડી દેશે નહિ કે તને તજી દેશે નહિ, માટે તું ગભરાઈશ નહિ કે નાહિંમત થઈશ નહિ."
\s દર સાત વર્ષે લોકોને આ નિયમશાસ્‍ત્ર વાંચી સંભળાવવું
\s5
\p
\v 9 મૂસાએ આ નિયમ લખીને યહોવાહના કરારકોશ ઊંચકનાર લેવી યાજકોને તથા ઇઝરાયલના બધા આગેવાનોને તેની એક એક નકલ આપી.
\v 10 મૂસાએ તેઓને આજ્ઞા કરીને કહ્યું, "દર સાતમા વર્ષને અંતે એટલે કે છુટકારાના વર્ષને ઠરાવેલે સમયે, માંડવાપર્વમાં,
\v 11 જયારે બધા ઇઝરાયલીઓ યહોવાહ તમારા ઈશ્વરે પસંદ કરેલા સ્થળે હાજર થાય, ત્યારે બધા ઇઝરાયલની આગળ તેઓના સાંભળતાં તમે આ નિયમ વાંચજો.
\s5
\p
\v 12 લોકોને એટલે પુરુષો, સ્ત્રીઓ અને બાળકો તેમ જ તારી ભાગળમાં વસતા પરદેશીઓને એકત્ર કરજો જેથી તેઓ સાંભળે તથા શીખે અને યહોવાહ તમારા ઈશ્વરનો ડર રાખે અને આ નિયમોનું કાળજીપૂર્વક પાલન કરે.
\v 13 અને તેઓના સંતાનો કે જેઓ જાણતા નથી તેઓ પણ સાંભળી અને જે દેશનું વતન પામવાને તમે યર્દન નદી ઊતરીને ત્યાં જાઓ છો તેમાં, જ્યાં સુધી તમે જીવતા રહો ત્યાં સુધી યહોવાહ તમારા ઈશ્વરથી બીતા શીખો.
\s મૂસાને પ્રભુની છેલ્લી સૂચનાઓ
\s5
\p
\v 14 પછી યહોવાહે મૂસાને કહ્યું, "જો, તારો મૃત્યુનો સમય નજીક આવી રહ્યો છે. યહોશુઆને બોલાવ અને તમે બન્ને મુલાકાતમંડપમાં મારી પાસે આવો, જેથી હું તને મારી આજ્ઞા આપું." તેથી મૂસા અને યહોશુઆ ગયા અને મુલાકાતમંડપમાં ઉપસ્થિત રહ્યા.
\v 15 અને યહોવાહ તંબુની અંદર મેઘસ્તંભમાં દેખાયા; અને તે મેઘસ્તંભ તંબુના દ્વારની સામે સ્થિર રહ્યો.
\s5
\p
\v 16 યહોવાહે મૂસાને કહ્યું, "જો તું તારા પિતૃઓની સાથે ઊંઘી જશે; અને આ લોકો ઊઠશે અને જે દેશમાં તેઓ વસવા જઈ રહ્યા છે તેમાં જઈ તેઓ અન્ય દેવોની પાછળ ગણિકાવૃતિ કરશે અને મારો ત્યાગ કરશે. અને મારો કરાર જે મેં તેઓની સાથે કર્યો તેનો તેઓ ભંગ કરશે.
\s5
\p
\v 17 ત્યારે મારો કોપ તે લોકો પર સળગી ઊઠશે અને હું તેઓને તજી દઈશ તથા તેઓનાથી વિમુખ થઈ જઈશ. અને તેઓ ભક્ષ થઈ પડશે. તેઓના પર અનેક આફતો અને સંકટો ઊતરશે ત્યારે તેઓ કહેશે કે, 'આપણા ઈશ્વર આપણી વચ્ચે નથી તેથી આ બધાં સંકટો આપણા પર આવી પડ્યાં નથી શું?
\v 18 પણ તેઓએ અન્ય દેવોની પાછળ જઈને જે સર્વ દુષ્ટતા કરી હશે તેને કારણે જરૂર હું તેઓનાથી તે દિવસે મારું મુખ સંતાડીશ.
\s5
\p
\v 19 હવે આ ગીત તમે પોતાને માટે લખી લો અને તે તમે ઇઝરાયલપુત્રોને શીખવજો, તેઓને તે રટણ કરવા કહો કે જેથી આ ગીત ઇઝરાયલપુત્રોની વિરુદ્ધ મારા માટે સાક્ષીરૂપ થાય.
\v 20 કેમ કે જે દૂધમધથી ભરપૂર દેશ વિષે મેં તેઓના પિતૃઓની આગળ સમ ખાધા હતા, તેમાં જ્યારે હું તેઓને લઈ જઈશ ત્યારે તેઓ ખાઈને તથા તૃપ્ત થઈને પુષ્ટ થશે; અને તેઓ અન્ય દેવો તરફ વળી જઈને તેઓની સેવા કરશે અને મને ધિક્કારશે અને મારો કરાર તોડશે.
\s5
\p
\v 21 અને તેઓના પર ભયંકર દુઃખ તથા સંકટ આવી પડે ત્યારે આ ગીત સાક્ષીરૂપે તેઓની આગળ શાહેદી પૂરશે; કેમ કે તે તેઓના વંશજો ભૂલી જશે નહિ. કે અત્યારે પણ, એટલે જે દેશ વિષે મેં સમ ખાધા હતા તેમાં હું તેઓને લાવું. તે પહેલાં તેઓ જે મનસૂબા ઘડે છે તે હું જાણું છું."
\s5
\p
\v 22 તેથી તે જ દિવસે મૂસાએ આ ગીત લખ્યું. અને ઇઝરાયલપુત્રોને તે શીખવ્યું.
\v 23 પછી યહોવાહે નૂનના પુત્ર યહોશુઆને સોંપણી કરી અને તેને કહ્યું, "બળવાન તથા હિંમતવાન થા; કારણ કે, ઇઝરાયલપુત્રોને મેં જે દેશ આપવાને મેં સમ ખાધા હતા તેમાં તારે એમને લઈ જવાના છે, અને હું તારી સાથે રહીશ."
\s5
\p
\v 24 જયારે મૂસાએ આ નિયમોના શબ્દો શરૂથી અંત સુધી પુસ્તકમાં લખવાનું પૂર્ણ કર્યું ત્યારે એમ થયું કે,
\v 25 મૂસાએ યહોવાહના કરારકોશને ઊંચકનારા લેવીઓને આજ્ઞા કરી કે,
\v 26 "આ નિયમનું પુસ્તક લો અને તેને યહોવાહ તમારા ઈશ્વરના કરારકોશની સાથે રાખો કે, જેથી એ તમારી વિરુદ્ધ સાક્ષી તરીકે ત્યાં રહે.
\s5
\p
\v 27 કેમ કે હું તમારા જડ ગર્દન અને હઠીલાઈ જાણું છું. જુઓ, હું આજે હજી તો તમારી વચ્ચે જીવતો છું છતાં આજે તમે યહોવાહની આજ્ઞાનું ઉલ્લંઘન કરો છો; તો મારા મૃત્યુ પછી તો તમે શું નહિ કરો?
\v 28 તમારા કુળોના સર્વ વડીલો અને અમલદારોને મારી આગળ એકત્ર કરો કે, જેથી હું તેઓના સાંભળતાં આ વચનો કહું અને તેઓની વિરુદ્ધ આકાશ તથા પૃથ્વીને સાક્ષી તરીકે રાખું.
\p
\v 29 મને ખબર છે કે મારા મૃત્યુ પછી તમે દુષ્ટ થશો અને જે માર્ગે મેં તમને ચાલવાનું કહ્યું છે તેમાંથી ભટકી જશો; તેથી ભવિષ્યમાં તમારા પર દુઃખ આવી પડશે. કારણ કે યહોવાહની નજરમાં જે દુષ્ટ છે તે કરીને તમે તમારા હાથનાં કામથી તમે યહોવાહને ક્રોધ ચઢાવશો."
\s મૂસાની વિદાયગીત
\s5
\p
\v 30 પછી મૂસાએ ઇઝરાયલની સમગ્ર સભાને સાંભળતાં એ આખા ગીતનાં વચનો શરૂથી અંત સુધી કહી સંભળાવ્યા.
\s5
\c 32
\q
\v 1 હે આકાશો, કાન ધરો અને હું બોલીશ.
\q હે પૃથ્વી, તું મારા મુખના શબ્દો સાંભળ.
\q
\v 2 મારો બોધ વરસાદની જેમ ટપકશે, મારી વાતો ઝાકળની જેમ પડશે,
\q કુમળા ઘાસ પર પડતા ઝરમર ઝરમર વરસાદના ટીપાની જેમ અને વનસ્પતિ પર ઝાપટાની જેમ તે પડશે.
\s5
\q
\v 3 કેમ કે હું યહોવાહનું નામ પ્રગટ કરીશ.
\q અને આપણા ઈશ્વરના માહાત્મ્યને લીધે તેમને સ્તુત્ય માનો.
\q
\v 4 યહોવાહ અચળ ખડક છે, તેમનાં કાર્યો પણ સંપૂર્ણ છે;
\q તેમના સર્વ માર્ગો ન્યાયી છે.
\q વિશ્વાસુ તથા સત્ય ઈશ્વર
\q તે ન્યાયી તથા સાચા ઈશ્વર છે.
\s5
\q
\v 5 તેઓએ પોતાને ભ્રષ્ટ કર્યા છે. તેઓના સંતાનો રહ્યાં નથી. અને તેઓ પાપથી ખરડાયા.
\q તેઓ અડિયલ તથા કુટિલ પેઢી છે.
\q
\v 6 ઓ મૂર્ખ તથા નિર્બુદ્ધ લોકો
\q શું તમે યહોવાહને આવો બદલો આપો છો?
\q શું તે તમને ખંડી લેનાર તમારા પિતા નથી
\q તેમણે તમને સરજ્યા અને સ્થિર કર્યા.
\s5
\q
\v 7 ભૂતકાળના દિવસોનું તમે સ્મરણ કરો,
\q ઘણી પેઢીઓનાં વર્ષોનો વિચાર કરો.
\q તમારા પિતાને પૂછો એટલે તે તમને કહી બતાવશે.
\q તમારા વડીલોને પૂછો એટલે તે તમને કહેશે.
\q
\v 8 જ્યારે પરાત્પર યહોવાહે દેશજાતિઓને તેઓનો વારસો આપ્યો.
\q જયારે તેમણે માનવપુત્રોને જુદા કર્યા,
\q ત્યારે તેમણે ઇઝરાયલનાં સંતાનોની ગણતરી પ્રમાણે તે લોકોને સીમાઓ ઠરાવી આપી.
\s5
\q
\v 9 કેમ કે યહોવાહનો હિસ્સો તો તેમના લોક છે.
\q યાકૂબ એ તેમના વારસાનો ભાગ છે.
\q
\v 10 તે તેઓને ઉજ્જડ દેશમાં,
\q તથા વેરાન અને વિકટ રણમાં મળ્યા;
\q તે તેઓની આસપાસ કોટરૂપ રહ્યા.
\q અને તેમણે તેઓની આંખની કીકીની જેમ સંભાળ કરી.
\s5
\q
\v 11 જેમ કોઈ ગરુડ પોતાના માળાની ચોકી કરે અને પોતાના બચ્ચાં ઉપર પાંખો ફફડાવે છે.
\q1 તેમ યહોવાહે પોતાની પાંખો ફેલાવીને તેમને પોતાની પાંખો પર ઊંચકી લીધા.
\q
\v 12 એકલા યહોવાહે જ તેમને ચલાવ્યાં;
\q કોઈ પરદેશી દેવ તેઓની સાથે નહોતો.
\s5
\q
\v 13 તેમણે તેઓને દેશની ઊંચાઈઓ પર બેસાડ્યા,
\q તેમણે તેઓને ખેતરનું ફળ ખવડાવ્યું,
\q તેમણે તેઓને ખડકમાંથી મધ તથા
\q ચકમકના પથ્થરમાંથી તેલ પીવડાવ્યું
\s5
\q
\v 14 તેમણે તેઓને ગાયોનું માખણ ખવડાવ્યું તથા ઘેટીઓનું દૂધ પીવડાવ્યું,
\q હલવાનની ચરબી,
\q બાશાનના ઘેટાં તથા બકરાં,
\q સારામાં સારા ઘઉં તથા
\q દ્રાક્ષોમાંથી બનાવેલો સારો દ્રાક્ષારસ તમે પીધો.
\s5
\q
\v 15 પણ યશુરૂને
\f +
\fr 32:15
\ft ઇઝરાયલનો નેક માણસ
\f* પુષ્ટ થઈને લાત મારી,
\q તું હુષ્ટપુષ્ટ, જાડો અને સુંવાળો થયો, જે ઈશ્વરે તેને બનાવ્યો હતો તેમનો તેણે ત્યાગ કર્યો, તેણે તેના ઉદ્ધારના ખડકનો તિરસ્કાર કર્યો.
\q
\v 16 તેઓએ બીજા અજાણ્યા દેવોની પૂજા કરીને યહોવાહને ઈર્ષ્યા ઉત્પન્ન કર્યો; ઘૃણાસ્પદ કર્મોથી ઈશ્વરને ગુસ્સે કર્યા.
\s5
\q
\v 17 તેઓ દુષ્ટાત્માને કે જે ઈશ્વર ન હતા તેઓને,
\q જે દેવોને તેઓ જાણતા ન હતા,
\q ટૂંક સમયમાં જ પ્રગટ થયેલા દેવોને
\q કે જે દેવોથી તમારા પિતાઓ બીતા ન હતા તેઓને બલિદાનો ચઢાવતા હતા.
\q
\v 18 ખડક સમાન તારા પિતાને તેં તજી દીધા,
\q તને જન્મ આપનાર ઈશ્વરને તું ભૂલી ગયો.
\s5
\q
\v 19 આ જોઈને યહોવાહે તેને નાપસંદ કર્યો,
\q કેમ કે તેના દીકરા અને દીકરીઓ તેમને ગુસ્સે કર્યા.
\q
\v 20 તેમણે કહ્યું, "હું મારું મુખ તેઓથી સંતાડીશ," "તેઓના હાલ કેવા થશે તે હું જોઈશ; કેમ કે તે પેઢી વિકૃત છે, તેઓનાં સંતાનો વિશ્વાસઘાતી છે.
\s5
\q
\v 21 જે દેવ નથી તે વડે તેઓએ મારામાં ઈર્ષ્યા ઉત્પન્ન કરી છે. નકામા દેવોથી મને ગુસ્સે કર્યો છે.
\s5
\q
\v 22 માટે મારો કોપ ભડકે બળે છે
\q શેઓલના તળિયાં સુધી તે બળે છે,
\q પૃથ્વીને અને તેના પાક સહિત ખાઈ જશે,
\q અને પર્વતોના પાયાને સળગાવી દે છે.
\s5
\q
\v 23 પછી હું તે લોકો પર એક પછી એક આફતો લાવીશ; તીરોથી હું તેઓને વીંધી નાખીશ.
\q
\v 24 તેઓ ભૂખથી સુકાઈ જશે અને ઉગ્ર તાપથી
\q અને દારુણ વિનાશથી ખવાઈ જશે;
\q હું તેના પર પશુઓના દાંત અને ધૂળમાં પેટે ચાલનાર જનાવરોનું ઝેર રેડીશ,
\s5
\q1
\v 25 બહાર તલવાર તેઓને પૂરા કરશે,
\q અને ઘરમાં ત્રાસથી તેઓ મરશે.
\q જુવાન સ્ત્રી-પુરુષ કે વૃદ્વોનો અને દૂધપીતાં બાળકોનો પણ નાશ થશે,
\q
\v 26 હું તેઓને દૂરના દેશોમાં વિખેરી નાખત.
\q હું તેઓનું સ્મરણ માણસોમાંથી નષ્ટ કરત.
\s5
\q
\v 27 પરંતુ હું શત્રુઓની ખીજવણીથી ગભરાઉં છું,
\q કે રખેને તેઓના શત્રુઓ ખોટું સમજે
\q અને તેઓ કહે કે, અમારો હાથ પ્રબળ થયો છે.'
\q અને યહોવાહે આ સર્વ કર્યું નથી.
\s5
\q
\v 28 કેમ કે તેઓ સમજણ વગરની મૂર્ખ પ્રજા છે.
\q અને તેઓમાં કંઈ સમજણ નથી.
\q
\v 29 તેઓમાં શાણપણ હોત, તેઓ સમજનારા થયા હોત,
\q અને તેઓએ પોતાના અંતકાળનો વિચાર કર્યો હોત તો કેવું સારું!
\s5
\q
\v 30 જો તેઓના ખડકે તેઓને વેચ્યા ન હોત,
\q યહોવાહે દુશ્મનોના હાથમાં સોંપ્યા ન હોત, તો હજારની પાછળ એક કેમ ધાત
\q અને દસ હજારને બે કેમ નસાડી મૂકત?
\q
\v 31 આપણા શત્રુઓના માનવા પ્રમાણે
\q તેઓનો ખડક આપણા ખડક જેવો નથી,
\s5
\q
\v 32 તેઓનો દ્રાક્ષવેલો સદોમના દ્રાક્ષવેલામાંનો તથા ગમોરાનાં ખેતરોનો છે.
\q તેઓની દ્રાક્ષો ઝેરી દ્રાક્ષો છે;
\q તેઓની લૂમો કડવી છે.
\s5
\q
\v 33 તેઓના દ્રાક્ષારસ અજગરોનું ઝેર
\q તથા ઝેરી સર્પોનું પ્રાણઘાતક વિષ છે.
\q
\v 34 શું મેં તેને મારા ખજાનામાં મુદ્રિત કરાઈને
\q મારી પાસે સંગ્રહ કરી રાખેલું નથી?
\s5
\q
\v 35 તેનો પગ લપસી જશે;
\q તે વખતે વેર વાળવું તથા બદલો લેવો એ મારું કામ છે.
\q કેમ કે તેઓની વિપતીના દિવસ પાસે છે,
\q અને તેઓ પર જે આવી પડવાનું છે તે જલદી આવી પડશે."
\s5
\q
\v 36 કેમ કે યહોવાહ પોતાના લોકનો ન્યાય કરશે,
\q અને જયારે તેઓ જોશે કે તેઓ નિર્બળ થઈ ગયા છે,
\q અને ગુલામ તથા મુક્ત એવો કોઈ બાકી રહ્યો નથી.
\q તે જોઈ તે પોતાના સેવકો માટે દુ:ખી થશે.
\s5
\v 37 પછી તે કહેશે કે, 'તેઓના દેવો ક્યાં છે, એટલે જે ખડક પર તેઓ ભરોસો રાખતા હતા તેઓ?
\q
\v 38 જેઓ તમારા બલિની ચરબી ખાતા હતા;
\q જે પેયાર્પણનો દ્રાક્ષારસ પીતા હતા, તે ક્યાં ગયા?
\q તેઓ ઊઠીને તમને મદદ કરે, તેઓ તમારો આશરો થાય!
\s5
\q
\v 39 હવે જુઓ હું જ એકલા જ ઈશ્વર છું. હા હું તે જ છું,
\q મારા વગર બીજા કોઈ ઈશ્વર નથી, શું તમે નથી જોતા?
\q હું જ મારું છું, અને હું જ જિવાડું છું,
\q હું જ ઘાયલ કરું છું અને હું જ સાજા કરું છું;
\q અને મારા હાથમાંથી કોઈ છોડાવી શકે એમ નથી.
\q
\v 40 હું મારો હાથ આકાશ તરફ ઊંચો કરીને,
\q મારા સનાતન નામે પ્રતિજ્ઞા લઈને કહું છું કે,
\s5
\q
\v 41 જો હું મારી ચળકતી તલવારની ધાર કાઢીશ,
\q અને મારો હાથ ન્યાય કરશે તો મારા દુશ્મનો પર હું વેર વાળીશ,
\q અને જે મને ધિક્કારે છે તેઓનો હું બદલો લઈશ.
\s5
\q
\v 42 જેઓને મારી નાખવામાં આવ્યા છે તે તથા કેદીઓના લોહીથી,
\q શત્રુઓના આગેવાનોના માથાના લોહીથી,
\q મારાં બાણોને લોહી પાઈને તૃપ્ત કરીશ,
\q અને મારી તલવાર માંસ ખાશે."'
\s5
\q
\v 43 ઓ દેશજાતિઓ, ઈશ્વરના લોકોની સાથે આનંદ કરો,
\q તે પોતાના સેવકોના ખૂનનો બદલો લેશે,
\q અને પોતાના શત્રુઓ પર વેર વાળશે,
\q અને પોતાના દેશનું તથા પોતાના લોકનું પ્રાયશ્ચિત કરશે.
\s5
\p
\v 44 મૂસા અને નૂનના દીકરા યહોશુઆએ આ ગીતનાં શબ્દો લોકોની સમક્ષ બોલ્યા.
\v 45 પછી મૂસા સર્વ ઇઝરાયલીઓને આ વચનો કહી રહ્યો.
\s મૂસાની આખરી સૂચનાઓ
\s5
\p
\v 46 ત્યારે તેણે કહ્યું કે, જે સર્વ વચનોની આજે હું તમારી સમક્ષ સાક્ષી પૂરું છું તે પર તમારું ચિત્ત લગાડો; અને તે વિષે તમારાં સંતાનોને આજ્ઞા કરજો કે, આ નિયમનાં સર્વ વચનો તેઓ પાળે તથા અમલમાં મૂકે.
\v 47 આ નિયમો નકામી વાત નથી કેમ કે તેમાં તમારું જીવન છે અને જે દેશનું વતન પ્રાપ્ત કરવા તમે યર્દન પાર જાઓ છો તેમાં તમે રહીને આ બાબતને લીધે તમે તમારું આયુષ્ય વધારશો."
\s5
\p
\v 48 તે જ દિવસે યહોવાહે મૂસાને કહ્યું,
\v 49 "મોઆબ દેશમાં યરીખોની સામે અબારીમ પર્વતોમાં નબો પર્વત પર ચઢીને જે કનાન દેશ હું ઇઝરાયલપુત્રોને આપવાનો છું તે તું જોઈ લે.
\s5
\p
\v 50 અને જે પર્વત પર તું ચઢે છે ત્યાં તું મૃત્યુ પામ અને તારા પિતૃઓની સાથે મળી જા; જેમ તારો ભાઈ હારુન હોર પર્વત પર મૃત્યુ પામીને તારા પૂર્વજો સાથે મળી ગયો તે મુજબ.
\v 51 કારણ કે તેં સીનના અરણ્યમાં કાદેશ આગળ આવેલા મરીબાનાં પાણી નજીક મારા પર અવિશ્વાસુ કરીને ઇઝરાયલપુત્રો આગળ મને પવિત્ર માન્યો નહિ.
\v 52 કેમ કે તે દેશને તું દૂરથી જોશે; પણ જે દેશ હું ઇઝરાયલપુત્રોને આપનાર છું તેમાં પ્રવેશ કરી શકીશ નહિ."
\s5
\c 33
\p
\v 1 અને ઈશ્વરભક્ત મૂસાએ પોતાના મૃત્યુ પહેલાં ઇઝરાયલીઓને જે આશીર્વાદ આપ્યો તે આ છે;
\v 2 મૂસાએ કહ્યું,
\q "યહોવાહ સિનાઈ પર્વત પરથી આવ્યા.
\q તે સેઈર પર્વત પરથી તેઓ પર પ્રગટ્યા
\q પારાન પર્વત પરથી તે પ્રકાશ્યા,
\q અને દસ હજાર પવિત્રો પાસેથી તે આવ્યા.
\q અને તેમને જમણે હાથે નિયમ તેઓને માટે અગ્નિરૂપ હતો.
\s5
\q
\v 3 હા, યહોવાહ પોતાના લોકોને પ્રેમ કરે છે;
\q તેમના સર્વ પવિત્ર લોકો તેમના હાથમાં છે,
\q તેઓ તેમના ચરણ આગળ બેઠા;
\q અને દરેક તમારાં વચનો ગ્રહણ કરશે.
\q
\v 4 મૂસાએ અમને યાકૂબના સમુદાયને વારસા તરીકે નિયમશાસ્ત્ર આપ્યું.
\s5
\q
\v 5 જયારે લોકોના આગેવાનો
\q અને ઇઝરાયલનાં સર્વ કુળો એકત્ર થયાં હતાં
\q ત્યારે યહોવાહ યશુરૂનમાં રાજા હતા.
\q
\v 6 રુબેન સદા જીવંત રહો અને મરે નહિ;
\q પરંતુ તેના માણસો થોડા રહે."
\s5
\q
\v 7 મૂસાએ કહ્યું, યહૂદા માટે આ આશીર્વાદ છે:
\q હે યહોવાહ, યહૂદાની વાણી સાંભળો,
\q અને તેને તેના લોકો પાસે પાછા લાવો,
\q તેને માટે લડાઈ કરીને;
\q અને તેના દુશ્મનોનો સામનો કરવામાં તમે તેને સહાય કરજો."
\s5
\p
\v 8 ત્યારબાદ મૂસાએ લેવી વંશ વિષે કહ્યું કે;
\q તમારાં તુમ્મીમ તથા તમારાં ઉરીમ, તમારો પસંદ કરેલો પુરુષ,
\q જેની તમે માસ્સામાં પરીક્ષા કરી.
\q અને મરીબાના પાણી પાસે તમે એમની કસોટી કરી તેની સાથે છે.
\s5
\q
\v 9 અને તેણે પોતાના પિતા વિષે તથા પોતાની માતા વિષે કહ્યું કે મેં તેઓને જોયાં નથી;
\q અને તેણે પોતાના ભાઈઓને પણ સ્વીકાર્યાં નહિ.
\q અને તેણે પોતાનાં સંતાનોને પણ ઓળખ્યાં નહિ;
\q કેમ કે તેઓ તમારા વચન પ્રમાણે ચાલતા આવ્યા છે,
\q અને તમારો કરાર તેઓ પાળે છે.
\s5
\q
\v 10 તેઓ યાકૂબને તમારા હુકમો
\q અને ઇઝરાયલને તમારો નિયમ શીખવશે;
\q અને તેઓ તમારી આગળ ધૂપ,
\q તથા તમારી વેદી સમક્ષ દહનીયાર્પણ ચઢાવશે.
\s5
\q
\v 11 હે યહોવાહ તેઓની સંપત્તિને આશીર્વાદ આપજો,
\q અને તેઓના હાથનાં કામો સ્વીકારો;
\q જેઓ તેઓની વિરુદ્ધ ઊઠે છે
\q અને જેઓ તેમની અદેખાઈ રાખે છે, તેમની કમર તોડી નાખજો,
\q જેથી તેઓ ફરી વાર બેઠા જ ન થઈ શકે."
\s5
\q
\v 12 પછી બિન્યામીન વિષે મૂસાએ કહ્યું,
\q "તે યહોવાહનો પ્રિય છે તેની પાસે સુરક્ષિત રહેશે;
\q યહોવાહ સદાય તેનું રક્ષણ કરે છે.
\q અને એ તેમની ખાંધોની વચ્ચે રહે છે."
\s5
\q
\v 13 પછી યૂસફ વિષે મૂસાએ કહ્યું;
\q તેનો દેશ યહોવાહથી આશીર્વાદિત થાઓ, આકાશની ઉતમ વસ્તુઓથી અને ઝાકળથી અને પાતાળના પાણીથી,
\s5
\q
\v 14 સૂર્યની ઊપજની ઉતમ વસ્તુઓથી
\q તથા ચંદ્રની
\f +
\fr 33:14
\ft દર મહિને
\f* વધઘટની ઉત્તમ વસ્તુઓથી,
\q
\v 15 પ્રાચીન પર્વતોની ઉત્તમ વસ્તુઓથી
\q અને સાર્વકાલિક પર્વતોની કિંમતી વસ્તુઓથી,
\s5
\q
\v 16 પૃથ્વી તથા તેની ભરપૂરીપણાની કિંમતી વસ્તુઓથી,
\q ઝાડમાં જે રહ્યો છે તેની કૃપાથી.
\q યૂસફ, જે તેના ભાઈઓ પર આગેવાન જેવો હતો,
\q તેના પર આશીર્વાદ આવો.
\s5
\q
\v 17 તેનો પ્રથમજનિત તેજસ્વી બળદના જેવો છે,
\q તેનાં શિંગડાં જંગલી બળદના જેવાં છે,
\q પ્રજાઓને તે પૃથ્વીને છેડેથી હાંકી કાઢશે.
\q એફ્રાઇમના દસ હજારો અને
\q મનાશ્શાના હજારો છે."
\s5
\q
\v 18 મૂસાએ ઝબુલોન વિષે કહ્યું, "ઝબુલોન, તેના બહાર જવામાં,
\q ઇસ્સાખાર તેના તંબુઓમાં આનંદ કરો.
\q
\v 19 તેઓ લોકોને પર્વત પર બોલાવશે.
\q ત્યાં તેઓ ન્યાયીપણાના યજ્ઞો ચઢાવશે.
\q કેમ કે તેઓ સમુદ્રમાંની પુષ્કળતાને,
\q દરિયાકિનારાની ગુપ્ત રેતીને ચૂસશે."
\s5
\p
\v 20 ગાદ વિષે મૂસાએ કહ્યું,
\q "ગાદને વિસ્તારનાર આશીર્વાદિત હો.
\q તે ત્યાં સિંહણ જેવો રહે,
\q તે તેના હાથને તથા તેના માથાને ફાડી નાખે છે.
\s5
\q
\v 21 તેણે પોતાના માટે પ્રથમ ભાગ મેળવ્યો,
\q કેમ કે, ત્યાં આગેવાનોને જમીનનો ભાગ ફાળવવામાં આવ્યો હતો.
\q તેણે લોકોને નેતૃત્વ પૂરું પાડયું,
\q ઇઝરાયલ માટેની યહોવાહની આજ્ઞાઓ,
\q અને ન્યાયચુકાદાનો તેણે અમલ કર્યો."
\s5
\p
\v 22 મૂસાએ દાન વિષે કહ્યું,
\q "દાન બાશાનથી કૂદી નીકળતું,
\q સિંહનું બચ્ચું છે."
\s5
\p
\v 23 નફતાલી વિષે મૂસાએ કહ્યું,
\q "અનુગ્રહથી તૃપ્ત થયેલા,
\q યહોવાહના આશીર્વાદથી ભરપૂર નફતાલી,
\q તું પશ્ચિમ તથા દક્ષિણનું વતન પામ."
\s5
\p
\v 24 આશેર વિષે મૂસાએ કહ્યું,
\q "બધા દીકરાઓ કરતાં આશેર વધારે આશીર્વાદિત થાઓ;
\q તે પોતાના ભાઈઓને માન્ય થાઓ,
\q તે પોતાના પગ જૈતૂનનાં તેલમાં બોળો.
\q
\v 25 તારી ભૂંગળો લોખંડ તથા પિત્તળની થશે;
\q જેવા તારા દિવસો તેવું તારું બળ થશે."
\s5
\q
\v 26 હે યશુરૂન, આપણા ઈશ્વર જેવા કોઈ નથી,
\q તેઓ આકાશમાંથી વાદળો પર સવાર થઈને
\q પોતાના ગૌરવમાં તમને મદદ કરવા આવશે.
\s5
\q
\v 27 સનાતન ઈશ્વર તમારો આશ્રય છે, તારી નીચે અનંત હાથો છે.
\q તેમણે તારી આગળથી દુશ્મનોને કાઢી મૂક્યા,
\q અને કહ્યું, "નાશ કર!"
\s5
\q
\v 28 ઇઝરાયલ સલામતીમાં રહે,
\q યાકૂબનો રહેઠાણ
\f +
\fr 33:28
\ft ઝરા
\f* એકલો,
\q ધાન્ય તથા દ્રાક્ષારસના દેશમાં રહે છે,
\q તેના પર આકાશમાંથી ઝાકળ પડે છે.
\s5
\q
\v 29 હે ઇઝરાયલ, તું આશીર્વાદિત છે!
\q યહોવાહ જે તારી સહાયની ઢાલ,
\q તારી ઉત્તમતાની તલવાર
\q તેનાથી ઉદ્ધાર પામેલી તારા જેવી પ્રજા બીજી કઈ છે?
\q તારા શત્રુઓ જુઠા કરશે;
\q તું તેઓના ઉચ્ચસ્થાનો
\f +
\fr 33:29
\ft તેઓના પીઠ
\f* ખૂંદી નાખશે.
\s5
\c 34
\s મૂસાનું મૃત્યુ
\p
\v 1 મૂસા મોઆબના મેદાનમાંથી યરીખોની સામે આવેલા નબો પર્વત પર, પિસ્ગાહના શિખર પર ચઢયો. યહોવાહે તેને દાન સુધીનો આખો ગિલ્યાદ દેશ,
\v 2 આખો નફતાલીનો પ્રદેશ, એફ્રાઇમ તથા મનાશ્શાનો પ્રદેશ, પશ્ચિમ સમુદ્ર સુધીનો યહૂદાનો આખો પ્રદેશ,
\v 3 નેગેબનો પ્રદેશ અને ખજૂરીઓના નગર યરીખોથી સોઆર સુધીનો સપાટ પ્રદેશ બતાવ્યો.
\s5
\p
\v 4 યહોવાહે તેને કહ્યું, "જે દેશ વિષે મેં ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને સમ ખાઈને કહ્યું હતું કે, 'હું તારા વંશજોને આપીશ તે આ છે.' મેં તે દેશ તને તારી આંખે જોવા દીધો છે, પણ તું તેમાં પ્રવેશ કરવા નહિ પામે."
\v 5 આમ, યહોવાહનો સેવક મૂસા યહોવાહના વચન પ્રમાણે મોઆબની ભૂમિમાં મરણ પામ્યો.
\v 6 યહોવાહે તેને મોઆબના દેશમાં બેથ-પેઓરની સામેની ખીણમાં દફનાવ્યો, પરંતુ આજ સુધી કોઈ તેની કબર વિષે જાણતું નથી.
\s5
\p
\v 7 મૂસા મરણ પામ્યો ત્યારે તે એક સો વીસ વર્ષનો હતો. તેના શરીરનું બળ ઓછું થયું નહોતું કે તેની આંખો ઝાંખી થઈ નહોતી.
\v 8 મોઆબના મેદાનમાં ઇઝરાયલીઓએ ત્રીસ દિવસ સુધી મૂસાના માટે શોક પાળ્યો, ત્યાર બાદ મૂસા માટેના શોકના દિવસો પૂરા થયા.
\s5
\p
\v 9 નૂનનો દીકરો યહોશુઆ ડહાપણના આત્માથી ભરપૂર હતો, કેમ કે મૂસાએ તેના પર પોતાના હાથ મૂક્યા હતા. તેથી ઇઝરાયલી લોકોએ તેનું સાંભળ્યું અને યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ તેઓએ કર્યું.
\s5
\p
\v 10 ઇઝરાયલમાં મૂસા જેવો કોઈ બીજો પ્રબોધક ઊઠયો નથી, તેની સાથે ઈશ્વર જેને યહોવાહ મુખોપમુખ વાત કરતા હતા.
\v 11 મિસર દેશમાં ફારુન પર તથા તેના ચાકરો પર તથા તેના આખા દેશ પર યહોવાહે તેને જે બધા ચમત્કારો તથા ચિહ્નો કરવા મોકલ્યો તેના જેવો બીજા કોઈ પ્રબોધક નથી.
\v 12 આખી ઇઝરાયલી પ્રજાના દેખતાં મૂસાએ જે મહાન અને આશ્ચર્યજનક કૃત્યો કર્યા, તેવાં કૃત્યો બીજો કોઈ પ્રબોધક કરી શકયો નથી.