\id ISA યશાયા \ide UTF-8 \h યશાયા \toc1 યશાયા \toc2 યશાયા \toc3 isa \mt1 યશાયા \is લેખક \ip યશાયાના પુસ્તકનું નામ તેના લેખક પરથી પાડવામાં આવ્યું છે કે જે એક પ્રબોધિકાને પરણ્યો હતો કે જેણે ઓછામાં ઓછા બે દીકરાઓને જન્મ આપ્યો હતો. (યશાયા 7:3; 8:3). તેણે યહૂદાના ચાર રાજાઓના રાજ્યકાળ દરમ્યાન પ્રબોધ કર્યો હતો અને સંભવિત છે કે પાંચમા રાજા એટલે કે દુષ્ટ મનાશ્શા રાજાના સમયમાં મરણ પામ્યો હતો. \is લખાણનો સમય અને સ્થળ \ip લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 740 થી 680 વચ્ચેનો છે. \ip આ પુસ્તક યોથામ, આહાઝ અને હિઝિકયા રાજાઓના સમયકાળ દરમ્યાન તથા ઉઝિયા રાજાના રાજ્યકાળના અંત સમય દરમ્યાન લખવામાં આવ્યું હતું. \is વાંચકવર્ગ \ip યશાયાએ સંબોધિત કરેલ મુખ્ય વાંચકવર્ગ યહૂદાના લોકો હતા કે જેઓ ઈશ્વરના નિયમ અનુસાર જીવવામાં નિષ્ફળ ગયા હતા. \is હેતુ \ip યશાયાનો હેતુ આપણને સમગ્ર જૂના કરારમાં ઈસુ ખ્રિસ્તનું ભવિષ્યસૂચક ચિત્ર આપવાનું છે. તેમાં ઈસુના જીવનનું સંપૂર્ણ સીમાક્ષેત્ર સમાવિષ્ટ છે: તેમના આગમનની જાહેરાત (40:3-5), તેમનો કુંવારીને પેટે જન્મ (7:14), તેમની શુભસંદેશની ઘોષણા (61:1), તેમનું બલિદાન તરીકેનું મૃત્યુ (52:13 - 53:12), અને પોતાના લોકોને લેવા તેમનું પાછા આવવું (60:2-3). યશાયા પ્રબોધકને મૂળભૂત રીતે યહૂદાના રાજ્યને પ્રબોધ કરવા તેડવામાં આવ્યો હતો. યહૂદા જાગૃતિના સમયો અને બળવાના સમયોમાંથી પસાર થઈ રહ્યું હતું. આશ્શૂર તથા મિસર યહૂદાનો નાશ કરવાની ધમકી આપતા હતા પણ તેને ઈશ્વરની દયાને કારણે બચાવવામાં આવ્યું હતું. યશાયાએ પાપનો પશ્ચાતાપ તથા ભવિષ્યમાં ઈશ્વરના છૂટકારાની આશાસ્પદ અપેક્ષાનો સંદેશ ઘોષિત કર્યો. \is મુદ્રાલેખ \ip ઉદ્ધાર \iot રૂપરેખા \io1 યહૂદાને ફિટકાર (1:1 - 12:6) \io1 બીજા દેશો વિરુદ્ધનો ફિટકાર (13:1 - 23:18) \io1 ભવિષ્યનો વિપત્તિકાળ (24:1 - 27:13) \io1 ઇઝરાયલ તથા યહૂદાને ફિટકાર (28:1 - 35:10) \io1 મસીહનું તારણ (49:1 - 57:21) \io1 ઈશ્વરની શાંતિ માટેની યોજના (58:1 - 66:24) \s5 \c 1 \p \v 1 યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ, આહાઝ અને હિઝકિયાની કારકિર્દીમાં આમોસના પુત્ર યશાયાને યહૂદિયા તથા યરુશાલેમ વિષે જે સંદર્શન થયું તે. \s પ્રજાને પ્રભુનો ઠપકો \s5 \q1 \v 2 હે આકાશો અને પૃથ્વી સાંભળો; કારણ કે યહોવાહ બોલ્યા છે: \q1 "મેં બાળકોને ઉછેરીને મોટાં કર્યાં પણ તેઓએ મારી વિરુદ્ધ બળવો કર્યો છે. \q1 \v 3 બળદ પોતાના માલિકને ઓળખે છે અને ગધેડો પોતાના માલિકની ગભાણને ઓળખે છે, \q1 પણ ઇઝરાયલ જાણતો નથી, ઇઝરાયલ સમજતો નથી." \s5 \q1 \v 4 ઓહ! પ્રજાઓ, પાપીઓ, અપરાધોથી લદાયેલા લોકો, \q1 હે ખોટું કરનારનાં સંતાનો, હે સ્વછંદી સંતાનો! \q1 તેઓએ યહોવાહનો ત્યાગ કર્યો છે, ઇઝરાયલના પવિત્રને ધિક્કાર્યા છે. \q1 તેઓ વિમુખ થઈને પાછા ફરી ગયા છે. \s5 \q1 \v 5 શું હજુ તમારે વધારે માર ખાવો છે કે તમે બળવો કર્યા કરો છો? \q1 આખું માથું રોગિષ્ઠ, આખું હૃદય કમજોર છે. \q1 \v 6 પગના તળિયાથી તે માથા સુધી કોઈ અંગ સાજું નથી; \q1 ફક્ત ઘા અને સોળ તથા પાકેલા જખમ છે; \q1 તેમને દબાવીને પરુ કાઢવામાં આવ્યું નથી, ઘા સાફ કર્યા નથી, નથી પાટા બાંધ્યા કે નથી તેમને તેલથી નરમ કરવામાં આવ્યા. \s5 \q1 \v 7 તમારો દેશ ઉજ્જડ થઈ ગયો છે; તમારાં નગરો આગથી બાળી નાખવામાં આવ્યાં છે; \q1 તમારી હાજરીમાં તમારાં ખેતરોને પારકાઓએ ખેદાનમેદાન કરી નાખ્યાં છે - \q1 તેથી તમારી ભૂમિ ઉજ્જડ થઈ ગઈ છે. \q1 \v 8 સિયોનની દીકરી દ્રાક્ષવાડીના માંડવા જેવી, \q1 કાકડીની વાડીના માળા જેવી, ઘેરેલા નગર જેવી છે. \s5 \q1 \v 9 જો સૈન્યોના યહોવાહે આપણે માટે નાનો સરખો શેષ રહેવા દીધો ન હોત, \q1 તો આપણે સદોમ અને ગમોરાના જેવા થઈ ગયા હોત. \s5 \q1 \v 10 હે સદોમના રાજકર્તાઓ, તમે યહોવાહની વાત સાંભળો; \q1 હે ગમોરાના લોકો, આપણા ઈશ્વરના નિયમ પ્રત્યે કાન દો: \q1 \v 11 યહોવાહ કહે છે, "મારી આગળ તમે અસંખ્ય યજ્ઞો કરો છો તે મારે શા કામના?" \q1 "હું ઘેટાના દહનીયાર્પણથી તથા પુષ્ટ જાનવરોના મેદથી ધરાઈ ગયો છું; \q1 અને બળદો, હલવાન, તથા બકરાનું રક્ત મને પ્રસન્ન કરતું નથી. \s5 \q1 \v 12 જયારે તમે મારી સંમુખ આવો છો, \q1 ત્યારે મારાં આંગણાં તમે પગ નીચે કચડો છો, એમ કરવાનું કોણે તમારી પાસે માગ્યું છે? \q1 \v 13 તમારા વ્યર્થ અર્પણો લાવશો નહિ; ધૂપ તો મને ધિક્કારપાત્ર લાગે છે; \q1 ચંદ્રદર્શન તથા વિશ્રામવારની સભાઓ! હું આ દુષ્ટ સભાઓ સહન કરી શકતો નથી. \s5 \q1 \v 14 તમારા ચંદ્રદર્શનને અને તમારાં પર્વોને મારો આત્મા ધિક્કારે છે; \q1 તેઓ મને બોજારૂપ છે; હું તે સહન કરીને થાકી ગયો છું. \q1 \v 15 તેથી જ્યારે તમે પ્રાર્થનામાં હાથ જોડશો, ત્યારે હું મારી નજર ફેરવી લઈશ. \q1 જો કે તમે ઘણી પ્રાર્થનાઓ કરશો, તો પણ હું સાંભળનાર નથી; \q1 કેમ કે તમારા હાથ રક્તથી ભરેલા છે. \s5 \q1 \v 16 સ્નાન કરો અને શુદ્ધ થાઓ; \q1 મારી આંખ આગળથી તમારાં દુષ્ટ કાર્યો દૂર કરો; \q1 ભૂંડું કરવું બંધ કરો; \q1 \v 17 સારું કરતા શીખો; \q1 ન્યાય શોધો, જુલમથી દુ:ખી થયેલાંને મદદ કરો, \q1 અનાથને ઇનસાફ આપો, વિધવાની હિમાયત કરો." \s5 \q1 \v 18 યહોવાહ કહે છે, "આવો, આપણે વિવાદ કરીએ" \q1 "તમારાં પાપ જો કે લાલ વસ્ત્રના જેવાં હોય, તો પણ તેઓ હિમ સરખાં શ્વેત થશે; \q1 જો તે કિરમજના જેવાં રાતાં હોય, તો પણ તેઓ ઊન સરખાં થશે. \s5 \q1 \v 19 જો તમે ખુશીથી મારી આજ્ઞા પ્રમાણે કરશો, તો તમે ભૂમિની ઉત્તમ પેદાશ ખાશો; \q1 \v 20 પણ જો તમે ઇનકાર કરશો અને બળવા કરશો, તો તમે તલવારથી માર્યા જશો," \q1 કેમ કે આ યહોવાહના મુખનું વચન છે. \s અધર્મનગરી \s5 \q1 \v 21 વિશ્વાસુ નગર કેમ વ્યભિચારી થઈ ગયું છે! \q1 તે ઇનસાફથી, ન્યાયપણાથી ભરપૂર હતું, \q1 પણ હવે તે ખૂનીઓથી ભરપૂર છે. \q1 \v 22 તારી ચાંદી ભેળસેળવાળી થઈ ગઈ છે, તારો દ્રાક્ષારસ પાણીથી મિશ્રિત થયેલો છે. \s5 \q1 \v 23 તારા રાજકર્તાઓ બળવાખોર અને ચોરોના સાથીઓ થયા છે; \q1 તેઓમાંના દરેક લાંચના લાલચુ છે અને નજરાણાં પાછળ દોડે છે; \q1 તેઓ અનાથનું રક્ષણ કરતા નથી, અને વિધવાઓની ન્યાયી અરજ તેઓ સાંભળતા નથી. \s5 \q1 \v 24 તેથી સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના સામર્થ્યવાન પ્રભુ, એવું કહે છે: \q1 "તેઓને અફસોસ! હું મારા શત્રુઓ પર વેર વાળીશ અને મારા દુશ્મનોને હું બદલો વાળી આપીશ; \q1 \v 25 તારા પર હું મારો હાથ ઉગામીશ, \q1 તારામાંથી ભેળસેળ અને સર્વ અશુદ્ધિઓ દૂર કરીશ. \s5 \q1 \v 26 આદિકાળની જેમ હું તારા ન્યાયાધીશોને, અને પૂર્વકાળની જેમ તારા મંત્રીઓને પાછા લાવીશ; \q1 ત્યાર પછી તારું નામ ન્યાયી અને વિશ્વાસુ નગર કહેવાશે." \s5 \q1 \v 27 સિયોન ઇનસાફથી, અને પ્રભુ પાસે તેના પાછા ફરનારા ન્યાયીપણાથી ઉદ્ધાર પામશે. \q1 \v 28 પણ બળવાખોરો તથા પાપીઓનો વિનાશ થશે અને યહોવાહથી વિમુખ થનાર નાશ પામશે. \s5 \q1 \v 29 "કેમ કે જે એલોન વૃક્ષોને તમે ચાહતા હતા તેને લીધે તમે શરમાશો \q1 અને જે બગીચાને તમે પસંદ કર્યા હતા તેઓથી તમે લજ્જિત થશો. \q1 \v 30 જે એલોન વૃક્ષનાં પાંદડાં ખરી પડે છે, \q1 અને જે બગીચામાં પાણી નથી, તેના જેવા તમે થશો. \s5 \q1 \v 31 વળી જે બળવાન છે તે શણના કચરા જેવો અને તેનું કામ ચિનગારી જેવું થશે; \q1 તેઓ બન્ને સાથે બળશે અને તેને હોલવનાર કોઈ મળશે નહિ." \s5 \c 2 \s સાર્વકાલિક શાંતિ \r (મી. ૪:૧-૩) \p \v 1 આમોસના પુત્ર યશાયાને યહૂદિયા તથા યરુશાલેમ સંબંધી સંદર્શનમાં જે વાત પ્રગટ થઈ તે. \q1 \v 2 છેલ્લાં દિવસોમાં, યહોવાહના ઘરનો પર્વત \q1 બીજા પર્વતો કરતાં ઊંચો સ્થાપન થશે અને તેને શિખરો કરતાં ઊંચો કરવામાં આવશે; \q1 અને સર્વ પ્રજાઓ તેમાં પ્રવેશ કરશે. \s5 \q1 \v 3 ઘણા લોકો જઈને કહેશે, \q1 "ચાલો, આપણે યહોવાહના પર્વત પાસે, યાકૂબના ઈશ્વરના ઘર પાસે ચઢી જઈએ, \q1 જેથી તે આપણને તેમના માર્ગ શીખવશે અને આપણે તેમના માર્ગમાં ચાલીશું." \q1 કેમ કે નિયમશાસ્ત્ર સિયોનમાંથી અને યહોવાહનાં વચન યરુશાલેમમાંથી નીકળશે \s5 \q1 \v 4 તે વિદેશીઓમાં ઇનસાફ કરશે અને ઘણા લોકોનો ન્યાય કરશે; \q1 તેઓ પોતાની તલવારોને ટીપીને હળના ફળાં અને પોતાના ભાલાઓનાં ધારિયાં બનાવશે; \q1 પ્રજાઓ એકબીજાની વિરુદ્ધ તલવાર ઉગામશે નહિ અને તેઓ ફરીથી યુદ્ધકળા શીખશે નહિ. \s5 \q1 \v 5 હે યાકૂબના વંશજો, આવો, આપણે યહોવાહના પ્રકાશમાં ચાલીએ. \s ગર્વિષ્ટોનો નાશ થશે \q1 \v 6 કેમ કે તમે તમારા લોકોને, એટલે યાકૂબના સંતાનોને તજી દીધા છે, \q1 કારણ કે તેઓ પૂર્વ તરફના દેશોના રિવાજોથી ભરપૂર અને પલિસ્તીઓની જેમ શકુન જોનારા થયા છે \q1 અને તેઓ વિદેશીઓનાં સંતાનો સાથે હાથ મિલાવે છે. \s5 \q1 \v 7 તેઓની ભૂમિ સોનાચાંદીથી ભરપૂર છે, તેઓના ખજાનાનો કોઈ પાર નથી; \q1 તેઓનો દેશ ઘોડાઓથી ભરપૂર છે અને તેઓના રથોનો કોઈ પાર નથી. \q1 \v 8 વળી તેઓનો દેશ મૂર્તિઓથી ભરપૂર છે; \q1 તેઓ પોતાને હાથે બનાવેલી વસ્તુને, પોતાની આંગળીઓએ જે બનાવ્યું છે તેને પૂજે છે. \s5 \q1 \v 9 તે લોકો ઘૂંટણે પડશે અને દરેક વ્યક્તિને નીચા નમાવવામાં આવશે. તેથી તેમનો સ્વીકાર કરશો નહિ. \q1 \v 10 યહોવાહના ભયથી અને તેમના માહાત્મ્યના પ્રતાપથી બચવા, \q1 ખડકોમાં શરણ શોધો અને જમીનમાં સંતાઈ જાઓ. \q1 \v 11 માણસની ગર્વિષ્ઠ દૃષ્ટિ નીચી કરવામાં આવશે અને પુરુષોનું અભિમાન ઉતારવામાં આવશે, \q1 અને તે દિવસે એકલા યહોવાહ જ શ્રેષ્ઠ મનાશે. \s5 \q1 \v 12 કેમ કે તે સૈન્યોના યહોવાહનો દિવસ આવશે \q1 તે દરેક વિરુદ્ધ જે ગર્વિષ્ઠ તથા મગરૂર છે અને દરેક જે અભિમાની છે, તે સર્વને નમાવવામાં આવશે. \q1 \v 13 લબાનોનનાં સર્વ મોટાં અને ઊંચાં થયેલાં દેવદાર વૃક્ષો પર \q1 અને બાશાનના સર્વ એલોન વૃક્ષો પર; \s5 \q1 \v 14 અને સર્વ મોટા પર્વતો પર અને સર્વ ઊંચા ટેકરાઓ પર; \q1 \v 15 અને સર્વ ઊંચા મિનારા પર અને દરેક કિલ્લાના કોટ પર; \q1 \v 16 અને તાર્શીશના સર્વ વહાણો પર અને દરેક સઢવાળાં જહાજો પર તે દિવસે આવનાર છે. \s5 \q1 \v 17 તે દિવસે, માણસનો ગર્વ ઉતારવામાં આવશે અને પુરુષોનું અભિમાન જતું રહેશે; \q1 એકલા યહોવાહ તે દિવસે શ્રેષ્ઠ મનાશે. \q1 \v 18 મૂર્તિઓ તો બિલકુલ નાબૂદ થઈ જશે. \q1 \v 19 યહોવાહ પૃથ્વીને કંપાવવાને ઊઠશે, ત્યારે તેમના ભયથી તથા તેમના મહિમાના ગૌરવથી બચવા, \q1 માણસો ખડકોની ગુફાઓમાં અને ભૂમિની બખોલમાં સંતાઈ જશે. \s5 \q1 \v 20 તે દિવસે માણસ, ભજવા માટે પોતે બનાવેલી સોનાચાંદીની મૂર્તિઓને, \q1 છછૂંદર તથા ચામાચિડિયા પાસે ફેંકી દેશે. \q1 \v 21 જ્યારે યહોવાહ પૃથ્વીને કંપાવવાને ઊઠશે ત્યારે તેઓ તેના રોષથી અને તેના મહિમાના ગૌરવથી બચવા, \q1 લોકો પર્વતોની ગુફાઓમાં અને ખડકોની તિરાડોમાં ભરાઈ જશે. \q1 \v 22 માણસનો ભરોસો છોડી દો, કેમ કે તેના શ્વાસ તેના નસકોરામાં છે; \q1 તે શી ગણતરીમાં છે? \s5 \c 3 \s યરુશાલેમમાં અંધાધૂંધી \q1 \v 1 જુઓ, સૈન્યોના પ્રભુ યહોવાહ યરુશાલેમમાંથી તથા યહૂદામાંથી \q1 આધાર, ટેકો, રોટલી તથા પાણીનો આખો પુરવઠો લઈ લેનાર છે; \q1 \v 2 શૂરવીર તથા લડવૈયા, ન્યાયાધીશ તથા પ્રબોધક, જોશી તથા વડીલ; \q1 \v 3 સૂબેદાર, પ્રતિષ્ઠિત પુરુષ, સલાહકાર અને કુશળ કારીગર તથા ચતુર જાદુગરને તે લઈ લેશે. \s5 \q1 \v 4 "હું જુવાનોને તેઓના આગેવાન ઠરાવીશ અને બાળકો તેઓના પર રાજ કરશે. \q1 \v 5 લોકો એકબીજાથી અને દરેક વ્યક્તિ પોતાના પડોશીથી પીડા પામશે; \q1 બાળક વડીલનો અને સામાન્ય માણસ પ્રતિષ્ઠિત માણસનો તિરસ્કાર કરશે. \s5 \q1 \v 6 તે સમયે માણસ પોતાના ભાઈને તેના પિતાના ઘરમાં પકડીને, \q1 કહેશે કે, 'તારી પાસે વસ્ત્ર છે; તું અમારો અધિપતિ થા અને આ ખંડિયેર તારા હાથ નીચે રહે.' \q1 \v 7 ત્યારે તે મોટા અવાજથી કહેશે, \q1 'હું તો સુધારનાર થવાનો નથી; મારી પાસે રોટલી કે વસ્ત્ર નથી. \q1 તમે મને લોકોનો અધિપતિ ઠરાવશો નહિ.'" \s5 \q1 \v 8 કેમ કે યરુશાલેમની પાયમાલી અને યહૂદાની પડતી થઈ છે, \q1 કારણ કે તેઓની વાણી અને કરણીએ યહોવાહની વિરુદ્ધ તેમના રાજ અધિકારની અવગણના કરી છે. \q1 \v 9 તેઓના ચહેરા જ તેમની વિરુદ્ધ સાક્ષી પૂરે છે; અને તેઓ સદોમની જેમ પોતાનું પાપ પ્રગટ કરે છે, તેઓ તેને સંતાડતા નથી. \q1 તેઓને અફસોસ છે! કેમ કે તેઓએ પોતે જ આફત વહોરી લીધી છે. \s5 \q1 \v 10 ન્યાયી વ્યક્તિને કહો કે તેનું સારું થશે; કેમ કે તેઓ પોતાની કરણીનું ફળ ખાશે. \q1 \v 11 દુષ્ટને અફસોસ! તે તેના માટે ખરાબ થશે, કેમ કે તે તેના હાથે કરેલાં કૃત્યનું ફળ ભોગવશે. \q1 \v 12 મારા લોક પર તો બાળકો જુલમ કરે છે અને સ્ત્રીઓ તેમના પર રાજ કરે છે. \q1 મારા લોક, તમારા આગેવાનો તમને કુમાર્ગે દોરે છે અને તમારા ચાલવાના માર્ગ ગૂંચવી નાખે છે. \s પ્રભુ પોતાના લોકોનો ન્યાય કરે છે. \s5 \q1 \v 13 યહોવાહ ન્યાય કરવાને ઊઠ્યા છે; પોતાના લોકોનો ન્યાય કરવાને તે ઊભા થયા છે; \q1 \v 14 યહોવાહ પોતાના લોકોના વડીલોનો તથા તેમના સરદારોનો ન્યાય કરશે: \q1 "તમે દ્રાક્ષવાડીને ખાઈ ગયા છો; ગરીબોની લૂંટ તમારા ઘરમાં છે. \q1 \v 15 તમે કેમ મારા લોકોને છૂંદી નાખો છો અને દરિદ્રીઓના ચહેરાને કચડો છો?" \q1 સૈન્યોના પ્રભુ, યહોવાહ એવું કહે છે. \s સિયોન પુત્રીઓને ચેતવણી \s5 \q1 \v 16 યહોવાહ કહે છે કે સિયોનની દીકરીઓ ગર્વિષ્ઠ છે \q1 અને તેઓ માથું ઊંચું રાખીને, આંખોથી કટાક્ષ મારતી, \q1 પગથી છમકારા કરતી અને ઠમકતી ઠમકતી ચાલે છે. \q1 \v 17 તેથી પ્રભુ સિયોનની દીકરીઓના માથાંને ઉંદરીવાળાં કરી નાખશે અને યહોવાહ તેમને ટાલવાળા કરી નાખશે. \s5 \q1 \v 18 તે દિવસે પ્રભુ પગની ઘૂંટીના દાગીનાની શોભા લઈ લેશે, માથાબાંધણ, ચંદનહાર \m \v 19 ઝૂમખાં, બંગડીઓ, ઘૂંઘટ; \v 20 મુગટો, સાંકળા, પગનાં ઝાંઝર, અત્તરદાનીઓ, માદળિયાં. \s5 \p \v 21 વીંટી, નથ; \v 22 ઉત્તમ વસ્ત્રો, ઝભ્ભાઓ, બુરખાઓ અને પાકીટ; \v 23 આરસીઓ, મલમલનાં વસ્ત્રો, પાઘડીઓ તથા બુરખા તે બધું લઈ લેવામાં આવશે. \s5 \q1 \v 24 સુગંધીઓને બદલે દુર્ગંધ; અને કમરબંધને બદલે દોરડું; \q1 ગૂંથેલા વાળને બદલે ટાલ; અને ઝભ્ભાને બદલે ટાટનું આવરણ; \q1 અને સુંદરતાને બદલે કુરૂપતા થશે. \q1 \v 25 તારા પુરુષો તલવારથી અને તારા શૂરવીરો યુદ્ધમાં પડશે. \q1 \v 26 યરુશાલેમના દરવાજા શોક તથા વિલાપ કરશે; અને તે ખાલી થઈને ભૂમિ પર બેસશે. \s5 \c 4 \q1 \v 1 તે દિવસે સાત સ્ત્રીઓ એક પુરુષને પકડીને \q1 કહેશે કે, "અમે અમારો પોતાનો ખોરાક ખાઈશું અને અમારા પોતાનાં વસ્ત્ર પહેરીશું \q1 પણ માત્ર તારું નામ અમને આપ અને અમારું અપમાન ટાળ." \s યરુશાલેમનું સુંદર ભાવિ \p \v 2 તે દિવસે ઇઝરાયલના બચેલાને માટે યહોવાહે ઉગાડેલા અંકુર સુંદર તથા તેજસ્વી અને તે ભૂમિનું ફળ સ્વાદિષ્ટ તથા શોભાયમાન થશે. \s5 \p \v 3 ત્યારે, સિયોનમાં તથા યરુશાલેમમાં રહી ગયેલા શેષ, એટલે યરુશાલેમમાંના જીવતાઓમાં નોધાયેલા, દરેક પવિત્ર કહેવાશે. \v 4 જ્યારે પ્રભુ સિયોનની દીકરીઓની મલિનતા ધોઈ નાખશે અને યરુશાલેમમાંથી રક્તના ડાઘ ન્યાયના આત્મા તથા બળતી અગ્નિના આત્માથકી શુદ્ધ કરી નાખશે. \s5 \p \v 5 ત્યારે યહોવાહ સિયોન પર્વતનાં દરેક રહેઠાણ પર અને તેની સભાઓ પર, દિવસે મેઘ તથા ધુમાડો અને રાત્રે બળતા અગ્નિનો પ્રકાશ ઉત્પન્ન કરશે; કેમ કે તે સર્વ ગૌરવ ઉપર આવરણ થશે. \v 6 તે દિવસે તે તાપથી છાયા તરીકે અને તોફાન તથા વરસાદથી રક્ષણ કરનાર તથા આશ્રયસ્થાન થશે. \s5 \c 5 \s દ્રાક્ષવાડી સંબંધીનું નીતિ-ગીત \q1 \v 1 હું મારા પ્રિયતમ માટે, તેની દ્રાક્ષવાડી સંબંધી મારા સ્નેહીનું ગીત ગાઉં, \q1 મારા વહાલા પ્રિયતમને ફળદ્રુપ ટેકરી પર એક દ્રાક્ષવાડી હતી. \q1 \v 2 તેણે તે ખેડી અને તેમાંથી પથ્થર વીણી કાઢ્યા અને તેમાં ઉત્તમ દ્રાક્ષવેલા રોપ્યા \q1 અને તેની મધ્યમાં બુરજ બાંધ્યો અને તેમાં દ્રાક્ષકુંડ ખોદી કાઢ્યો, \q1 તેમાં દ્રાક્ષની સારી ઊપજ થશે એવી તે આશા રાખતો હતો, પણ તેમાં તો જંગલી દ્રાક્ષની ઊપજ થઈ. \s5 \q1 \v 3 હે યરુશાલેમના રહેવાસીઓ તથા યહૂદિયાના લોકો; \q1 તમે મારી અને મારી દ્રાક્ષવાડી વચ્ચે ઇનસાફ કરજો. \q1 \v 4 મારી દ્રાક્ષવાડી વિશે વધારે હું શું કરી શક્યો હોત, જે મેં નથી કર્યું? \q1 જયારે હું સારી દ્રાક્ષ ઊપજવાની આશા રાખતો હતો, ત્યારે તેમાં જંગલી દ્રાક્ષની ઊપજ કેમ થઈ હશે? \s5 \q1 \v 5 હવે હું મારી દ્રાક્ષવાડીનું શું કરવાનો છું, તે હું તમને જણાવું; હું તેની વાડ કાઢી નાખીશ; \q1 જેથી તે ભેલાઈ જશે; તેનો કોટ હું પાડી નાખીશ, જેથી તે કચડાઈ જશે \q1 \v 6 હું તેને ઉજ્જડ કરી મૂકીશ, તે સોરવામાં આવશે નહિ અને કોઈ તેને ખેડશે નહિ, પણ એમાં કાંટા અને ઝાંખરાં ઊગી નીકળશે, \q1 વળી હું વાદળોને આજ્ઞા કરીશ કે તેઓ એમાં વરસાદ ન વરસાવે. \s5 \q1 \v 7 કેમ કે ઇઝરાયલી લોકો તે સૈન્યોના યહોવાહની દ્રાક્ષવાડી છે \q1 અને યહૂદિયાના લોકો તેના મનપસંદ રોપા છે; \q1 તેણે ન્યાયની આશા રાખી હતી, પણ બદલામાં ત્યાં રક્તપાત હતો, નેકીની આશા રાખી હતી પણ ત્યાં વિલાપ હતો. \s લોકોના પાપકર્મો \s5 \q1 \v 8 પોતે દેશમાં એકલા રહેનારા થાય ત્યાં સુધી, \q1 જેઓ ઘર સાથે ઘર જોડી દે છે અને ખેતર સાથે ખેતર જોડે છે, તેમને અફસોસ! \q1 \v 9 સૈન્યોના ઈશ્વરે મને કહ્યું, \q1 ઘણા ઘરો પાયમાલ થશે, હા, મોટાં અને પ્રભાવશાળી ઘરો, વસ્તી વિનાનાં થઈ જશે. \q1 \v 10 કેમ કે દશ એકરની \f + \fr 5:10 \ft હિબ્રૂ ભાષામાં, એક એકર જમીનનો માપ એ હોય છે, જેમાં એક દિવસમાં એક જોડી બળદ ખેડે છે.દસ એકર જમીનનો માપ લગભગ ત્રણ ફૂટબોલ ક્ષેત્રો હોય છે. \f* દ્રાક્ષવાડીમાં એક બાથની ઊપજ થશે અને એક ઓમેર બીજમાંથી એક એફાહ અનાજ ઊપજશે. \s5 \q1 \v 11 જેઓ પીવા માટે સવારમાં વહેલા ઊઠે છે; \q1 જેઓ દ્રાક્ષારસ પીને મસ્ત બને ત્યાં સુધી રાત્રે મોડે સુધી જાગનારાઓને અફસોસ છે! \q1 \v 12 તેઓની ઉજવણીઓમાં સિતાર, વીણા, ખંજરી, વાંસળી, અને દ્રાક્ષારસ છે, \q1 પણ તેઓ યહોવાહ જે કામ કરે છે તે પર લક્ષ આપતા નથી અને યહોવાહના હાથનાં કાર્યો તેઓ ધ્યાનમાં લેતા નથી. \s5 \q1 \v 13 તેથી મારા લોકો અજ્ઞાનતાને લીધે બંદીવાસમાં ગયા છે; \q1 તેઓના આગેવાનો ભૂખ્યા થયા છે અને તેઓના સામાન્ય લોકો પાસે પીવા માટે કંઈ જ નથી. \q1 \v 14 તેથી મૃત્યુએ અધિક તૃષ્ણા રાખીને પોતાનું મુખ અત્યંત પહોળું કર્યુ છે; \q1 તેઓના પસંદ કરાયેલા લોકો, તેઓના આગેવાનો, સામાન્ય લોકો અને તેઓમાં મોજ માણનાર તેમાં ઊતરી જાય છે. \s5 \q1 \v 15 માણસ નમી જાય છે અને મોટા માણસો દીન બની જાય છે તથા ગર્વિષ્ઠની દૃષ્ટિ નીચી કરવામાં આવશે. \q1 \v 16 પણ સૈન્યોના યહોવાહ તેમના ન્યાયને લીધે મોટા મનાય છે અને ઈશ્વર જે પવિત્ર છે તે ન્યાયથી પવિત્ર મનાય છે. \q1 \v 17 ઘેટાં જાણે પોતાના બીડમાં ચરતાં હોય તેમ ચરશે અને ધનાઢ્યોના પાયમાલ થયેલાં સ્થાને, પારકાં લોકો ખાઈ જશે. \s5 \q1 \v 18 જેઓ અન્યાયને વ્યર્થતાની દોરીઓથી અને પાપને ગાડાના દોરડાથી તાણે છે તેઓને અફસોસ; \q1 \v 19 જેઓ કહે છે, "ઈશ્વરને ઉતાવળ કરવા દો, તેમને કામ જલદી કરવા દો, કે જેથી અમે તે જોઈ શકીએ; \q1 અને ઇઝરાયલના પવિત્રની યોજના અમલમાં આવે, જેથી અમે તે જાણી શકીએ." \s5 \q1 \v 20 જેઓ ખોટાને સારું અને સારાને ખોટું કહે છે; \q1 જેઓ અજવાળાંને સ્થાને અંધકાર અને અંધકારને સ્થાને અજવાળું ઠરાવે છે; \q1 જેઓ કડવાને સ્થાને મીઠું અને મીઠાનું કડવું ઠરાવે છે તેઓને અફસોસ! \q1 \v 21 જેઓ પોતાની દૃષ્ટિમાં બુદ્ધિમાન અને પોતાની નજરમાં ડાહ્યા છે, તેઓને અફસોસ! \s5 \q1 \v 22 જેઓ દ્રાક્ષારસ પીવામાં શૂરા અને દારૂ મિશ્રિત કરવામાં કુશળ છે તેઓને અફસોસ! \q1 \v 23 તેઓ લાંચ લઈને દુષ્ટને નિર્દોષ ઠરાવે છે અને ન્યાયીનું ન્યાયીપણું છીનવી લે છે! \s5 \q1 \v 24 તેથી જેમ અગ્નિની જીભ ઠૂંઠાને સ્વાહા કરી જાય છે; અને સૂકું ઘાસ ભડકામાં બળી જાય છે, \q1 તેમ તેઓનાં મૂળ સડી જશે અને તેઓના મોર ધૂળની જેમ ઊડી જશે; \q1 કેમ કે તેઓએ સૈન્યોના યહોવાહના નિયમ તજ્યા છે અને ઇઝરાયલના પવિત્રના વચનનો અનાદર કર્યો છે. \s5 \q1 \v 25 તેથી યહોવાહનો કોપ પોતાના લોકો વિરુદ્ધ સળગ્યો છે અને તેઓના પર યહોવાહે હાથ ઉગામીને તેમને સજા કરી છે; \q1 પર્વતો ધ્રૂજ્યા અને લોકોના મૃત દેહ ગલીઓમાં કચરાની જેમ પડ્યા છે. \q1 તેમ છતાં, તેમનો ક્રોધ શાંત થયો નથી, પણ તેમનો હાથ હજી ઉગામેલો જ છે. \s5 \q1 \v 26 તે દૂરથી વિદેશીઓની તરફ ધ્વજા ઊભી કરશે અને તેઓને સીટી વગાડીને પૃથ્વીને છેડેથી બોલાવશે; \q1 જુઓ, તેઓ ઉતાવળે ઝટ આવશે. \s5 \q1 \v 27 તેઓમાં કોઈ થાકેલો નથી, કોઈ ઠોકર ખાતો નથી; નથી કોઈ ઝોકાં ખાતો કે નથી કોઈ ઊંઘતો; \q1 કોઈનો કમરબંધ ઢીલો નથી, કે કોઈ પગરખાંની દોરી તૂટેલી નથી; \q1 \v 28 તેમનાં બાણ તીક્ષ્ણ કરેલાં છે અને ધનુષ્યો ખેંચેલાં છે; \q1 તેમના ઘોડાની ખરીઓ ચકમકના પથ્થર જેવી છે અને તેમના રથનાં ચક્રો વંટોળિયાના જેવાં છે. \s5 \q1 \v 29 તેમની ગર્જના સિંહના જેવી છે, તેઓ સિંહના બચ્ચાની જેમ ગર્જના કરશે. \q1 તેઓ શિકારને પકડીને દૂર લઈ જશે અને તેને છોડાવનાર કોઈ મળશે નહિ. \q1 \v 30 તે દિવસે તેના પર તે સમુદ્રના ઘુઘવાટની જેમ ઘૂરકશે. \q1 જો કોઈ તે દેશને ધારીને જોશે, તો જ્યાં જુઓ અંધકાર તથા વિપત્તિ દેખાશે અને આકાશમાં પ્રકાશને સ્થાને અંધકાર દેખાશે. \s5 \c 6 \s યશાયાને દર્શન અને સેવાનું તેડું \p \v 1 ઉઝિયા રાજા મરણ પામ્યો તે વર્ષે મેં પ્રભુને જોયા, તે ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બેઠેલા હતા. તેમના ઝભ્ભાની કિનારીથી સભાસ્થાન ભરાઈ ગયું હતું. \v 2 તેમની આસપાસ સરાફો ઊભા હતા; તેઓને દરેકને છ છ પાંખો હતી; બેથી તે પોતાનાં મુખ ઢાંકતા, બેથી પોતાનાં પગ ઢાંકતા અને બેથી ઊડતા હતા. \s5 \p \v 3 તેઓ એકબીજાને પોકારીને કહેતા, \q1 "પવિત્ર, પવિત્ર, પવિત્ર છે સૈન્યોના યહોવાહ! આખી પૃથ્વી તેમના ગૌરવથી ભરપૂર છે." \s5 \p \v 4 પોકાર કરનારની વાણીથી ઉંબરાના પાયા હાલ્યા અને સભાસ્થાન ધુમાડાથી ભરાઈ ગયું. \v 5 ત્યારે મેં કહ્યું, \q1 "મને અફસોસ છે! મારું આવી બન્યું છે કારણ કે હું અશુદ્ધ હોઠોનો માણસ છું \q1 અને અશુદ્ધ હોઠોના લોકોમાં હું રહું છું, \q1 કેમ કે મારી આંખોએ રાજાને, એટલે સૈન્યોના યહોવાહને જોયા છે!" \s5 \p \v 6 પછી સરાફોમાંનો એક, વેદી પરથી ચીપિયા વડે લીધેલો બળતો અંગાર હાથમાં રાખીને, મારી પાસે ઊડી આવ્યો. \v 7 તેણે મારા મુખને તે અડકાડીને કહ્યું, \q1 "જો, આ તારા હોઠને અડક્યો છે; એટલે તારો દોષ દૂર કરવામાં આવ્યો છે અને તારા પાપ માફ થયું છે." \s5 \p \v 8 મેં પ્રભુને એમ કહેતા સાંભળ્યા, "હું કોને મોકલું? અમારે માટે કોણ જશે?" ત્યારે મેં કહ્યું, "હું આ રહ્યો; મને મોકલો." \q1 \v 9 ત્યારે પ્રભુએ કહ્યું, "જા, અને આ લોકોને કહે કે, \q1 સાંભળ્યા કરો, પણ ન સમજો; જોયા કરો, પણ ન જાણો. \s5 \q1 \v 10 આ લોકોનાં મન જડ કરો અને તેઓના કાન બહેરા કરો અને આંખો અંધ કરો, \q1 રખેને તેઓ આંખોથી જુએ કે કાનથી સાંભળે અને મનથી સમજે અને પાછા ફરીને સાજા કરાય." \s5 \p \v 11 ત્યારે મેં પૂછ્યું, "હે પ્રભુ, તે ક્યાં સુધી?" તેમણે કહ્યું, \q1 "જ્યાં સુધી નગરો વસ્તી વિનાનાં \q1 અને ઘરો માણસ વિનાનાં થાય અને ભૂમિ વેરાન થઈ જાય, \q1 \v 12 અને યહોવાહ આ લોકોને દૂર કરે અને આખા દેશમાં મોટો ભાગ પડતર રહે ત્યાં સુધી. \s5 \q1 \v 13 તે છતાં જો તેમાં લોકોનો દશમો ભાગ પણ રહે, તો તેનો ફરીથી વિનાશ કરવામાં આવશે; \q1 જેમ એલાહવૃક્ષ કે એલોન વૃક્ષ કાપી નાખવામાં આવ્યા પછી થડ રહે છે, \q1 તે પ્રમાણે પવિત્ર બીજ તેની જડમાં છે." \s5 \c 7 \s રાજા આહાઝ માટે યશાયા સંદેશો લાવે છે \p \v 1 યહૂદિયાના રાજા ઉઝિયાના દીકરા યોથામના દીકરા આહાઝના સમયમાં, અરામના રાજા રસીન તથા ઇઝરાયલના રાજા રમાલ્યાનો દીકરો પેકાહ યરુશાલેમની સામે લડવાને ચઢી આવ્યા; પણ તેઓ તેના પર ફતેહ પામી શક્યા નહિ. \v 2 દાઉદના વંશના રાજાને એ ખબર મળી કે, અરામ એફ્રાઇમ સાથે મળી ગયો છે. ત્યારે તેનું મન અને તેના લોકોનાં મન જેમ વનનાં વૃક્ષો પવનથી કંપે એમ ગભરાયાં. \s5 \p \v 3 ત્યારે યહોવાહે યશાયાને કહ્યું, "તું તારા પુત્ર શાર-યાશૂબને લઈને તમે બંને ધોબીના ખેતરને રસ્તે આવતા ઉપલા કુંડના નાળાંના છેડા આગળ આહાઝને મળવા જાઓ. \v 4 તું તેને કહે કે, 'સાવધ રહે, શાંત રહે, ગભરાઈશ નહિ અને આ હોલવાઈ જતી મશાલના બે છેડાથી, એટલે અરામના રસીન તથા રમાલ્યાના દીકરા પેકાના રોષથી ભયભીત ન થા. \s5 \p \v 5 અરામે, એફ્રાઇમે તથા રમાલ્યાના દીકરાએ તારા પર વિપત્તિ લાવવાની મસલત કરીને, કહ્યું છે કે \v 6 "આપણે યહૂદિયા પર ચઢી જઈને તેને ત્રાસ પમાડીએ અને આપણે માટે તેમાં ભંગાણ પાડીએ અને ત્યાં ટાબએલના દીકરાને રાજા બનાવીએ." \s5 \q1 \v 7 પણ પ્રભુ યહોવાહ કહે છે કે, "એમ થશે નહિ; અને તે યોજના સફળ થશે નહિ, \q1 \v 8 કારણ કે અરામનું શિર દમસ્કસ છે અને દમસ્કસનું શિર રસીન છે. \q1 અને પાંસઠ વર્ષમાં એફ્રાઇમ નાશ પામશે અને પ્રજાની ગણતરી રહેશે નહિ. \q1 \v 9 એફ્રાઇમનું શિર સમરુન છે અને સમરુનનું શિર રમાલ્યાનો દીકરો છે. \q1 જો તમે વિશ્વાસમાં સ્થિર રહેશો નહિ તો તમે સુરક્ષિત રહેશો નહિ."'" \s ચિહ્નરૂપે ઈમાનુએલ \s5 \p \v 10 પછી યહોવાહે આહાઝ સાથે ફરીથી વાત કરી, \v 11 "તું તારે માટે તારા ઈશ્વર યહોવાહ પાસે ચિહ્ન માગ; ચાહે તો ઊંડાણમાંથી અથવા ચાહે તો ઊંચાણમાંથી માગ." \v 12 પરંતુ આહાઝે કહ્યું, "હું માગીશ નહિ, કે યહોવાહની પરીક્ષા કરીશ નહિ." \s5 \p \v 13 પછી યશાયાએ જવાબ આપ્યો, "હે દાઉદના વંશજો સાંભળો, તમે માણસોની ધીરજની પરીક્ષા કરો છો તે શું પૂરતું નથી? કેમ કે તમે હવે મારા ઈશ્વરની ધીરજની પરીક્ષા કરવા માગો છો?" \v 14 તેથી પ્રભુ પોતે તમને ચિહ્ન આપશે: જુઓ, કુમારી ગર્ભવતી થઈને, પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાનુએલ પાડવામાં આવશે. \v 15 તે ખોટું નકારવાને તથા ભલું પસંદ કરવાને સમજણો થશે, ત્યારે તે દહીં અને મધ ખાશે. \s5 \p \v 16 એ બાળક ખોટું નકારવાને તથા ભલું પસંદ કરવાને સમજણો થશે, તે અગાઉ જે બે રાજાથી તું ભયભીત થાય છે તેઓનો દેશ ઉજ્જડ થઈ જશે. \v 17 એફ્રાઇમ યહૂદાથી જુદો પડ્યો ત્યાર પછી આવ્યા નહોતા એવા દિવસો યહોવાહ તારા પર, તારી પ્રજા પર તથા તારા પિતાના કુટુંબ પર લાવશે, એટલે તે આશ્શૂરના રાજાને લાવશે." \s5 \q1 \v 18 વળી તે સમયે \q1 યહોવાહ મિસરની નદીના છેડાઓ પર જે માખી છે તેને \q1 અને આશ્શૂરમાંથી જે મધમાખીઓ છે તેમને યહોવાહ સીટી વગાડીને બોલાવશે. \q1 \v 19 તેઓ બધી આવીને, કોતરોમાં, ખડકોની ફાટોમાં, \q1 સર્વ કાંટાનાં છોડવાઓમાં અને સર્વ બીડોમાં ભરાઈ રહેશે. \s5 \p \v 20 તે દિવસે પ્રભુ ફ્રાત નદીને પેલે પારથી ભાડે રાખેલા અસ્ત્રા વડે, એટલે આશ્શૂરના રાજા વડે, \q1 તમારું માથું અને પગોના વાળ મૂંડી નાખશે; અને દાઢી પણ કાઢી નાખશે. \q1 \v 21 તે દિવસે માણસ એક વાછરડી અને બે ઘેટાં પાળશે. \q1 \v 22 અને તેઓના દૂધની પુષ્કળ આવકને લીધે તે દહીં ખાશે, \q1 જે બધા દેશમાં બાકી રહ્યા હશે તેઓ સર્વ દહીં અને મધ ખાશે. \s5 \q1 \v 23 તે સમયે, એમ થશે કે જ્યાં એક હજાર રૂપિયાના એક હજાર દ્રાક્ષાવેલા રોપેલા હતા, \q1 તેવી દરેક જગ્યા કાંટા અને ઝાંખરાંનું સ્થાન થઈ જશે. \q1 \v 24 પુરુષો ધનુષ લઈને ત્યાં શિકાર કરવા જશે, કારણ કે આખી ભૂમિ કાંટા અને ઝાંખરાં થશે. \q1 \v 25 તે સર્વ ટેકરાઓ જે પાવડાથી ખોદવામાં આવતા, ત્યાં કાંટા અને ઝાંખરાંની બીક હતી નહિ; \q1 પણ ત્યાં બળદો તથા ઘેટાંને ચરવાની જગ્યા થઈ પડશે. \s5 \c 8 \s નિશાનીરૂપ યશાયાના પુત્રનું સાંકેતિક નામ \p \v 1 યહોવાહે મને કહ્યું, "એક મોટી પાટી લઈને તેના પર 'માહેર-શાલાલ-હાશ-બાઝ' એમ કલમથી લખ." \v 2 અને મારી પોતાની તરફથી વિશ્વાસુ સાક્ષીઓની પાસે, એટલે ઉરિયા યાજક તથા બેરેખ્યાના દીકરા ઝખાર્યાની પાસે સાક્ષી કરાવીશ." \s5 \p \v 3 પછી હું પ્રબોધિકા પાસે ગયો, તે ગર્ભવતી થઈ અને તેને દીકરો જન્મ્યો. ત્યારે યહોવાહે મને કહ્યું, "તેનું નામ 'માહેર-શાલાલ-હાશ-બાઝ' રાખ. \v 4 કેમ કે બાળક રડતાં શીખે તે પહેલા, 'મારા પિતા' અને 'મારી મા,' એમ કહેવાની સમજણ આવશે તે પહેલાં દમસ્કસની સંપત્તિ અને સમરુનની લૂંટ આશ્શૂરના રાજાની પાસે લઈ જવામાં આવશે." \s આશ્શૂરનો રાજા ચઢી આવશે \s5 \p \v 5 વળી યહોવાહે ફરીથી મારી સાથે વાત કરી ને કહ્યું, \q1 \v 6 "કારણ કે આ લોકોએ શિલોઆહના ધીમે ધીમે વહેતા પાણીને તરછોડ્યું છે \q1 અને તેઓ રસીન તથા રમાલ્યાના દીકરાથી આનંદ પામે છે, \q1 \v 7 તેથી પ્રભુ તેઓ પર નદીના ધસમસતાં અને પુષ્કળ પાણીને, એટલે આશ્શૂરના રાજાને તેનાં સંપૂર્ણ ગૌરવ સાથે લાવશે. \q1 તે તેના સર્વ નાળાં પર અને સર્વ કાંઠા પર ફરી વળશે. \s5 \q1 \v 8 તે યહૂદિયામાં ધસી આવશે, તે ઊભરાઈને આરપાર જશે તે ગળા સુધી ન પહોંચે ત્યાં સુધી. \q1 તેની પાંખોના વિસ્તારથી, હે ઈમાનુએલ, તારો આખો દેશ ભરપૂર થશે." \s5 \q1 \v 9 હે વિદેશીઓ, સાંભળો, તમારા ભાંગીને ચૂરેચૂરા થઈ જશે: \q1 હે દૂર દેશના લોકો તમે યુદ્ધને માટે સજ્જ થાઓ અને તમારા ભાંગીને ચૂરેચૂરા થઈ જશે; સજ્જ થાઓ અને ભાંગીને ચૂરેચૂરા થઈ જાઓ. \q1 \v 10 યોજના તૈયાર કરો અને તે નિષ્ફળ જશે; ઠરાવ જાહેર કરો અને તે નિષ્ફળ થશે, \q1 કેમ કે ઈશ્વર અમારી સાથે છે. \s પ્રભુ પ્રબોધકને ચેતવે છે \s5 \p \v 11 યહોવાહે પોતાના સમર્થ હાથથી મને પકડીને, મારી સાથે આ પ્રમાણે વાત કરી અને આ લોકોના માર્ગમાં ન ચાલવા માટે ચેતવણી આપી. \q1 \v 12 આ લોકો જેને કાવતરું કહે છે, તેને તમારે કાવતરું ન કહેવું, \q1 જેનાથી તેઓ બીએ છે તેનાથી તમારે ગભરાવું અને ડરવું નહિ. \q1 \v 13 સૈન્યોના યહોવાહને તમે પવિત્ર માનો, તેમનાથી બીહો અને તેમનો જ ભય રાખો. \s5 \q1 \v 14 તે તમારું પવિત્રસ્થાન થશે; પણ ઇઝરાયલના બન્ને કુળને માટે, તે ઠેસ ખવડાવનાર પથ્થર તથા ઠોકર ખવડાવનાર ખડક થશે \q1 અને યરુશાલેમના રહેવાસીઓ માટે તે ફાંદારૂપ અને જાળરૂપ થઈ પડશે. \q1 \v 15 તેઓમાંના ઘણા ઠોકર ખાઈને પડશે અને છિન્નભિન્ન થઈ જશે અને જાળમાં સપડાઈ જશે. \s ભૂવાઓ અને જંતરમંતર કરનારાથી દૂર રહો \s5 \q1 \v 16 હું મારા સાક્ષી બાંધી દઈશ \f + \fr 8:16 \ft બાંધવું એનો અર્થ એ થાય છે કે વાળવું અથવા લેખને બાંધવું. આ સાક્ષી યશાયાના અગાઉના શબ્દોનો ઉલ્લેખ કરે છે, જે લેખમાં નોંધાયેલી હશે. \f* અને સત્તાવાર વિગતોને મહોર મારીને મારા શિષ્યોને સોંપી દઈશ. \q1 \v 17 હું યહોવાહની રાહ જોઈશ, જે યાકૂબના સંતાનોથી પોતાનું મુખ સંતાડે છે, તેમને માટે હું રાહ જોઈશ. \q1 \v 18 જુઓ, હું અને યહોવાહે જે સંતાનો મને ઇઝરાયલ માં ચિહ્નો તથા અદ્દભુત કાર્યોને અર્થે આપ્યાં છે તેઓ પણ, \q1 સૈન્યોના યહોવાહના સિયોન પર્વત પર વસે છે. \s5 \p \v 19 તેઓ તમને કહેશે, "ભૂવાઓ અને જાદુગરની પાસે જાઓ," ધીમે અવાજે બડબડનાર જાદુગરની પાસે જઈને ખબર કાઢો. પણ શું તેઓએ પોતાના ઈશ્વરની પાસે જઈને ખબર નહિ કાઢવી? શું જીવતાંની ખાતર મરેલાં પાસે ખબર કાઢવા જવું? \v 20 તેથી તમારે નિયમશાસ્ત્ર અને સાક્ષી પર ધ્યાન લગાવવું! જો તેઓ આવી વાતો ન કહે, તો તેનું કારણ છે કે તેમનામાં પરોઢનો પ્રકાશ નથી. \s આફતનો સમય \s5 \q1 \v 21 દુ:ખી તથા ભૂખ્યા થઈને તેઓ દેશમાં ભટકશે. જ્યારે તેઓ ભૂખ્યા થશે, ત્યારે તેઓ ગુસ્સે થશે \q1 અને ઊંચે આકાશ તરફ જોઈને પોતાના રાજાને તથા પોતાના ઈશ્વરને શાપ આપશે. \q1 \v 22 તેઓ પૃથ્વી પર નજર કરશે \q1 અને વિપત્તિ, અંધકાર અને વેદનાની ગ્લાનિ જોશે. તેઓને ઘોર અંધકારમાં હાંકી કાઢવામાં આવશે. \s5 \c 9 \s ભાવિ રાજરાજેશ્વર \q1 \v 1 પરંતુ જે ભૂમિ પર સંકટ પડ્યુ હતું, તેમાં અંધકાર નહિ રહે. \q1 પ્રથમ તેમણે ઝબુલોન તથા નફતાલીના દેશને \q1 તિરસ્કારપાત્ર બનાવી દીધો હતો, \q1 પણ છેવટે તે સમુદ્રના રસ્તે આવેલા, યર્દનને પેલે પાર, ગાલીલના દેશોને પ્રતિષ્ઠા અપાવશે. \q1 \v 2 અંધકારમાં ચાલનારા લોકોએ મહાન પ્રકાશ જોયો છે; \q1 મૃત્યુની છાયાના દેશમાં રહેનારાઓ પર અજવાળું પ્રકાશ્યું છે. \s5 \q1 \v 3 તેં પ્રજાની વૃદ્ધિ કરી છે અને તેમનો આનંદ વધાર્યો છે; \q1 કાપણીમાં થતાં આનંદ પ્રમાણે તેઓ તમારી સમક્ષ આનંદ કરે છે, \q1 જેમ લોક લૂંટ વહેંચતા આનંદ કરે છે તેમ. \s5 \q1 \v 4 કેમ કે મિદ્યાનને દિવસે થયું તે પ્રમાણે તેઓ ભારની ઝૂંસરીને, તેઓના ખભા પરની કાઠીને, \q1 તેઓના પર જુલમ કરનારની લાકડીને તેં ભાંગી નાખી છે. \q1 \v 5 સૈનિકોના અવાજ કરતા જોડા \q1 અને રક્તમાં બોળેલાં વસ્ત્રો, \q1 તે સર્વને બળતણની જેમ અગ્નિમાં બાળી નાખવામાં આવશે. \s5 \q1 \v 6 કેમ કે આપણે સારુ છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; \q1 અને તેના ખભા પર રાજ્યાધિકાર રહેશે; \q1 અને તેને અદ્દભુત સલાહકાર, \q1 પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા \q1 અને શાંતિનો રાજકુમાર એ નામ આપવામાં આવશે. \q1 \v 7 દાઉદના રાજ્યાસન ઉપર અને તેના રાજ્ય ઉપર, \q1 તેમને ઇનસાફ તથા ન્યાયીપણાથી, તે સમયથી તે સર્વકાળ માટે \q1 સ્થાપવા તથા દૃઢ કરવા માટે \q1 તેમની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહિ. \q1 સૈન્યોના યહોવાહનો ઉત્સાહ આમ કરશે. \s પ્રભુ ઇઝરાયલને સજા કરશે \s5 \q1 \v 8 પ્રભુએ યાકૂબ વિરુદ્ધ સંદેશો મોકલ્યો અને તે ઇઝરાયલ પહોચ્યો છે. \q1 \v 9 એફ્રાઇમ અને સમરુનના સર્વ રહેવાસીઓ કે જેઓ ગર્વ અને બડાઈ મારીને કહે છે, તે સર્વ લોકો જાણશે કે, \q1 \v 10 "ઈંટો પડી ગઈ છે, પણ હવે આપણે ઘડેલા પથ્થરોથી બાંધીશું; ગુલ્લર ઝાડ કાપી નાખવામાં આવ્યાં છે, પણ આપણે તેને બદલે દેવદાર વૃક્ષ લાવીશું." \s5 \q1 \v 11 તેથી યહોવાહે રસીનના શત્રુઓને તેના પર ચઢાવ્યા છે, ને તેના દુશ્મનોને તેની વિરુદ્ધ ઉશ્કેર્યા છે; \q1 \v 12 પૂર્વ તરફથી અરામીઓ અને પશ્ચિમથી પલિસ્તીઓ, તેઓ મુખ પહોળું કરીને ઇઝરાયલને ગળી જશે. \q1 એ સર્વ છતાં યહોવાહનો રોષ સમી ગયો નથી, પણ તેમનો હાથ હજી ઉગામેલો જ છે. \s5 \q1 \v 13 તોપણ લોકો પોતાને મારનારની તરફ ફર્યા નથી, અને સૈન્યોના યહોવાહને તેઓએ શોધ્યા નથી. \q1 \v 14 તેથી યહોવાહે ઇઝરાયલનું માથું તથા પૂછડું, ખજૂરીની ડાળી તથા બરુને એક જ દિવસે કાપી નાખશે. \q1 \v 15 વડીલ અને સન્માનનીય પુરુષ તે માથું અને અસત્ય શીખવનાર પ્રબોધક તે પૂંછડી છે. \s5 \q1 \v 16 આ લોકોના આગેવાન એ તેમને અન્ય માર્ગે દોરે છે, અને તેઓને અનુસરનારાને ખાઈ જવામાં આવ્યા છે. \q1 \v 17 તેથી પ્રભુ તેમના જુવાનોથી હરખાશે નહિ, તેમ જ અનાથો તથા વિધવાઓ પર દયા રાખશે નહિ, \q1 કેમ કે તેઓ સર્વ અધર્મી અને કુકર્મ કરનારા છે અને દરેક મુખ મૂર્ખાઈની વાતો બોલે છે. \q1 એ સર્વ છતાં પ્રભુનો રોષ સમી ગયો નથી અને તેમનો હાથ હજી ઉગામેલો જ છે. \s5 \q1 \v 18 દુષ્ટતા આગની જેમ બળે છે; તે કાંટા અને ઝાંખરાંને બાળી નાખે છે; \q1 તે ગીચ જંગલની ઝાડીને પણ બાળી મૂકે છે અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં ચઢે છે. \q1 \v 19 સૈન્યોના યહોવાહના રોષથી દેશ બળી જાય છે અને લોકો અગ્નિનાં બળતણ જેવા થાય છે. \q1 કોઈ માણસ પોતાના ભાઈને છોડતો નથી. \s5 \q1 \v 20 તેઓ જમણે હાથે માંસ ખૂંચવી લે છે, છતાં પણ ભૂખ્યા રહેશે; તેઓ ડાબે હાથે માંસ ખાશે પણ સંતોષ પામશે નહિ. \q1 તેઓમાંના દરેક પોતાના હાથનું માંસ ખાશે. \q1 \v 21 મનાશ્શા એફ્રાઇમને, એફ્રાઇમ મનાશ્શાને ગળી જશે; અને તેઓ બન્ને યહૂદાની સામે થશે. \q1 આ સર્વને લીધે યહોવાહનો રોષ સમી જશે નહિ પણ તેમનો હાથ હજી ઉગામેલો જ રહ્યો છે. \s5 \c 10 \q1 \v 1 જેઓ અન્યાયી કાયદા ઘડે છે અને અયોગ્ય ઠરાવ પસાર કરે છે, તેઓને અફસોસ. \q1 \v 2 તેઓ ગરીબોને ઇનસાફથી વંચિત કરે છે અને તેઓ મારા લોકોમાંના દરિદ્રીઓના અધિકારો છીનવી લે છે. \q1 વિધવાઓને લૂંટે છે અને અનાથોને પોતાનો શિકાર બનાવે છે! \s5 \q1 \v 3 ન્યાયને દિવસે દૂરથી તમારા પર આવનાર વિનાશનું તમે શું કરશો? \q1 તમે સહાયને માટે કોની પાસે દોડશો અને તમારી સંપત્તિ ક્યાં મૂકશો? \q1 \v 4 બંદીવાનોની ભેગા નમી જવા સિવાય અને કતલ થયેલાની નીચે પડી રહ્યા વગર, કંઈ બાકી રહેશે નહિ. \q1 આ સર્વ છતાં યહોવાહનો રોષ સમી ગયો નથી; અને તેમનો હાથ હજી ઉગામેલો જ છે. \s ઈશ્વરના હાથમાં હથિયાર-આશ્શૂરનો રાજા \s5 \q1 \v 5 આશ્શૂરને અફસોસ, તે મારા રોષનો દંડ અને લાકડી છે તેનાથી હું મારો કોપ કાબૂમાં રાખું છું! \q1 \v 6 અધર્મી પ્રજાની સામે અને મારા કોપને પાત્ર થયેલા લોકોની વિરુદ્ધ હું તેને મોકલીશ. \q1 હું તેને આજ્ઞા આપીશ કે તે લૂંટ કરે, શિકાર કરે અને તેઓને રસ્તા પરના કીચડની જેમ ખૂંદી નાખે. \s5 \q1 \v 7 પરંતુ તેના આવા ઇરાદા નથી કે તે આવો વિચાર કરતો નથી, \q1 વિનાશ કરવાનો અને ઘણી પ્રજાઓનો સંહાર કરવો તે જ તેના મનમાં છે. \q1 \v 8 કેમ કે તે કહે છે, "મારા સર્વ રાજકુમારો રાજા નથી? \q1 \v 9 કાલ્નો કાર્કમીશ જેવું નથી? \q1 હમાથ આર્પાદ ના જેવું નથી? સમરુન એ દમસ્કસ જેવું નથી? \s5 \q1 \v 10 જેઓની કોતરેલી મૂર્તિઓ યરુશાલેમ અને સમરુન કરતાં વધારે હતી, તેવાં મૂર્તિપૂજક રાજ્યો મારે હાથે આવ્યાં છે; \q1 \v 11 અને જેમ સમરુનને તથા તેની નકામી મૂર્તિઓને મેં કર્યું, \q1 તેમ યરુશાલેમને તથા ત્યાંની મૂર્તિઓને શું હું નહિ કરું?" \s5 \p \v 12 જ્યારે પ્રભુ યહોવાહ સિયોન પર્વત પર અને યરુશાલેમમાં પોતાનું કામ પૂરું કરશે, તે કહેશે: "હું આશ્શૂરના રાજાના હૃદયની અભિમાની વાણીને તથા તેના ઘમંડી દેખાવને શિક્ષા કરીશ." \v 13 કેમ કે તે કહે છે, \q1 "મારા બળથી અને મારી બુદ્ધિથી મેં આ કર્યુ છે; કેમ કે મને સમજ છે, \q1 મેં લોકોની સરહદોને ખસેડી છે. મેં તેઓનો ખજાનો ચોર્યો છે, \q1 અને શૂરવીરની જેમ સિંહાસન પર બેસનારને નીચે પાડ્યા છે. \s5 \q1 \v 14 વળી પક્ષીઓના માળાની જેમ દેશોની સંપત્તિ મારે હાથ આવી છે \q1 અને જેમ તજેલાં ઈંડાંને એકઠાં કરવામાં આવે છે તેમ મેં આખી દુનિયા એકઠી કરી છે. \q1 પાંખ ફફડાવે, મુખ ઉઘાડે કે ચીંચીં કરે, એવું કોઈ નથી." \s5 \p \v 15 શું કુહાડી તેના વાપરનાર આગળ બડાશ મારશે? શું કરવત તેના વાપરનારની પર સરસાઈ કરશે? \q1 શું લાકડી તેને પકડનારને ઉઠાવે અને લાકડું માણસને ઉઠાવે તેમ એ છે. \q1 \v 16 તે માટે સૈન્યોના પ્રભુ યહોવાહ તેના બળવાન યોદ્ધાઓમાં નિર્બળતા મોકલશે; \q1 અને તેના મહિમામાં સળગતી અગ્નિના જેવી જ્વાળા પ્રગટાવાશે. \s5 \q1 \v 17 ઇઝરાયલનો પ્રકાશ તે અગ્નિરૂપ થશે, તેના પવિત્ર તે જ્વાળારૂપ થશે; \q1 તે એક દિવસમાં તેના કાંટા અને ઝાંખરાંને બાળીને ગળી જશે. \q1 \v 18 યહોવાહ તેના વનના વૈભવને તથા તેના ફળદ્રુપ ખેતરને, આત્મા અને શરીરને ભસ્મ કરશે; \q1 તે એક બીમાર માણસના જીવનને બગાડે તેવું થશે. \q1 \v 19 તેના વનમાં બાકી રહેલાં ઝાડ એટલાં થોડાં હશે કે એક બાળક પણ તેને ગણી શકે. \s થોડાક પાછા આવશે \s5 \p \v 20 તે દિવસે, ઇઝરાયલનો શેષ, યાકૂબના વંશજોમાંથી બચેલા પોતાને હરાવનાર પર ફરીથી કદી ભરોસો રાખશે નહિ, પણ યહોવાહ જે ઇઝરાયલના પવિત્ર છે, તેમના પર તેઓ આધાર રાખતા થશે. \v 21 બાકી રહેલા યાકૂબના વંશજો સામર્થ્યવાન ઈશ્વરની પાસે પાછા આવશે. \s5 \p \v 22 હે ઇઝરાયલ, જો કે તારા લોક સમુદ્રની રેતી જેટલા હશે, તોપણ તેમાંથી ફક્ત થોડા જ પાછા આવશે. ન્યાયથી ભરપૂર વિનાશ નિર્માણ થયેલો છે. \v 23 કેમ કે સૈન્યોના પ્રભુ યહોવાહ, આખા દેશનો વિનાશ, હા નિર્માણ કરેલો વિનાશ કરનાર છે. \s ઈશ્વર આશ્શૂરને સજા કરશે \s5 \p \v 24 તેથી પ્રભુ યહોવાહ કહે છે, "હે સિયોનમાં રહેનાર મારા લોકો, તમે આશ્શૂરથી બીતા નહિ. તે લાકડીથી તમને મારશે અને પોતાની સોટી તમારા પર મિસરની જેમ ઉગામશે. \v 25 તેનાથી બીશો નહિ, કારણ કે થોડા જ સમયમાં તમારી વિરુદ્ધ મારો ક્રોધ સમાપ્ત થશે અને મારો ક્રોધ તેઓનો વિનાશ કરશે." \s5 \p \v 26 જેમ ઓરેબ ખડક પર મિદ્યાનને માર્યો તે રીતે સૈન્યોના યહોવાહ તેઓની વિરુદ્ધ ચાબુક ઉગામશે. તેમની સોટી જેમ સમુદ્રમાં મિસર પર ઉગામવામાં આવી હતી, તેમ તેઓ પર ઉગામવામાં આવશે. \v 27 તે દિવસે, \q1 તેનો ભાર તમારી ખાંધ પરથી અને તેની ઝૂંસરી તારી ગરદન પરથી ઉતારવામાં આવશે, \q1 અને તારી ગરદન ની પુષ્ટિને લીધે ઝૂંસરી નાશ પામશે. \s આક્રમણકારની આગેકૂચ \s5 \q1 \v 28 તારો શત્રુ આયાથ આવી પહોંચ્યો છે, \q1 તે મિગ્રોન થઈને ગયો છે; મિખ્માશમાં તે પોતાનો સરસામાન રાખી મૂકે છે. \q1 \v 29 તેઓ ખીણની પાર આવ્યા છે; ગેબામાં તેઓએ ઉતારો કર્યો છે; \q1 રામા થરથરે છે; શાઉલનું ગિબયા નાસાનાસ કરે છે. \s5 \q1 \v 30 હે ગાલ્લીમની દીકરી મોટેથી રુદન કર! હે લાઈશાહ, કાળજીથી સાંભળ! \q1 હે અનાથોથ, તેને જવાબ આપ. \q1 \v 31 માદમેના નાસી જાય છે \q1 અને ગેબીમના રહેવાસીઓ જીવ બચાવવા ભાગે છે. \q1 \v 32 આજે જ તે નોબમાં મુકામ કરશે \q1 અને સિયોનની દીકરીના પર્વતની સામે, યરુશાલેમના ડુંગરની સામે તે પોતાની મુઠ્ઠી ઉગામશે. \s5 \q1 \v 33 પણ જુઓ, સૈન્યોના પ્રભુ યહોવાહ, ડાળીઓને ભયાનક રીતે સોરી નાખશે; \q1 તે ઊંચા ઝાડને કાપી નાખશે અને મોટા કદનાં વૃક્ષોને નીચાં કરવામાં આવશે. \q1 \v 34 તે ગાઢ જંગલનાં વૃક્ષોને કુહાડીથી કાપી નાખશે અને લબાનોન તેની ભવ્યતામાં ધરાશાયી થશે. \s5 \c 11 \s શાંતિનું વિશ્વ-રાજ્ય \p \v 1 યિશાઈના મૂળમાંથી ફણગો ફૂટશે અને તેની એક ડાળીને ફળ લાગશે. \q1 \v 2 યહોવાહનો આત્મા, જ્ઞાન તથા સમજનો આત્મા, \q1 વિવેકબુદ્ધિ તથા પરાક્રમનો આત્મા, ડહાપણ તથા યહોવાહના ભયનો આત્મા તેના પર રહેશે. \s5 \q1 \v 3 તે યહોવાહના ભયમાં હરખાશે; \q1 અને પોતાની આંખે જોયા પ્રમાણે તે ઇનસાફ કરશે નહિ અને પોતાના કાને સાંભળ્યા પ્રમાણે તે નિર્ણય કરશે નહિ; \q1 \v 4 પણ ન્યાયીપણાથી તે ગરીબોનો અને નિષ્પક્ષપણે તે દેશના દીનોનો ઇનસાફ કરશે. \q1 પોતાના મુખની સોટીથી તે પૃથ્વીને મારશે અને પોતાના હોઠોના શ્વાસથી તે દુર્જનોનો સંહાર કરશે. \q1 \v 5 ન્યાયીપણું તેનો કમરપટો અને વિશ્વાસુપણું તેનો કમરબંધ થશે. \s5 \q1 \v 6 ત્યારે વરુ તથા હલવાન સાથે રહેશે અને ચિત્તો લવારા પાસે સૂઈ જશે, \q1 વાછરડું, સિંહ તથા મેદસ્વી જાનવર એકઠાં રહેશે. નાનું બાળક તેઓને દોરશે. \q1 \v 7 ગાય તથા રીંછ સાથે ચરશે અને તેમનાં બચ્ચાં ભેગા સૂઈ જશે. \q1 સિંહ બળદની જેમ સૂકું ઘાસ ખાશે. \s5 \q1 \v 8 ધાવણું બાળક સાપના દર પર રમશે \q1 અને ધાવણ છોડાવેલું બાળક નાગના રાફડા પર પોતાનો હાથ મૂકશે. \q1 \v 9 મારા આખા પવિત્ર પર્વતમાં કોઈ પણ હાનિ કે વિનાશ કરશે નહિ; \q1 કેમ કે જેમ સમુદ્ર જળથી ભરપૂર છે, તેમ આખી પૃથ્વી યહોવાહના જ્ઞાનથી ભરપૂર થશે. \s બંદીવાસીઓ પાછા ફરશે \s5 \q1 \v 10 તે દિવસે, યિશાઈનું મૂળ લોકોને માટે ધ્વજારૂપ ઊભું રહેશે. \q1 તેની પાસે આવવાને વિદેશીઓ શોધ કરશે; અને તેનું નિવાસસ્થાન મહિમાવંત થશે. \q1 \v 11 તે દિવસે, પ્રભુ પોતાના લોકોના શેષને મેળવવાને માટે, \q1 એટલે જેઓ બાકી રહેલા છે તેઓને આશ્શૂરમાંથી, મિસરમાંથી, \q1 પાથ્રોસમાંથી, કૂશમાંથી, એલામમાંથી, શિનઆરમાંથી, હમાથમાંથી તથા સમુદ્રના ટાપુઓમાંથી પાછા લાવવા માટે બીજીવાર પોતાનો હાથ લાંબો કરશે. \s5 \q1 \v 12 વિદેશીઓને માટે તે ધ્વજા ઊંચી કરશે અને ઇઝરાયલના કાઢી મૂકેલાઓને એકત્ર કરશે, \q1 અને યહૂદિયાના વિખેરાઈ ગયેલાને પૃથ્વીની ચારે દિશાથી ભેગા કરશે. \q1 \v 13 વળી એફ્રાઇમની ઈર્ષ્યા મટી જશે, યહૂદાના વિરોધીઓને નાબૂદ કરવામાં આવશે. \q1 એફ્રાઇમ યહૂદાની અદેખાઈ કરશે નહિ અને યહૂદા એફ્રાઇમનો વિરોધ કરશે નહિ. \s5 \q1 \v 14 તેઓ બન્ને ભેગા મળીને પશ્ચિમમાં પલિસ્તીઓ પર ઊતરી પડશે અને તેઓ એકઠા થઈને પૂર્વની પ્રજાઓને લૂંટશે. \q1 તેઓ અદોમ તથા મોઆબ પર હુમલો કરશે અને આમ્મોન તેઓના હુકમ માનશે. \q1 \v 15 યહોવાહ મિસરના સમુદ્ર કિનારાની ભૂમિ વહેંચશે, અને પોતાના ઉગ્ર પવનથી તે ફ્રાત નદી પર પોતાનો હાથ હલાવશે, \q1 અને તેને સાત પ્રવાહમાં વહેંચી નાખશે, જેથી લોકો તેને પગરખાં પહેરેલાં રાખીને પાર કરશે. \s5 \q1 \v 16 જેમ ઇઝરાયલને માટે મિસરમાંથી ઉપર આવવાના સમયમાં હતી તેવી સડક આશ્શૂરમાંથી તેના લોકોના શેષને માટે થશે. \s5 \c 12 \s આભારસ્તુતિ ગાન \p \v 1 તે દિવસે તું કહેશે, \q1 "હે યહોવાહ હું તમારો આભાર માનીશ. કેમ કે તમે મારા પર કોપાયમાન થયા હતા, તોપણ હવે તમારો રોષ સમી ગયો છે અને તમે મને દિલાસો આપ્યો છે. \q1 \v 2 જુઓ, ઈશ્વર મારું તારણ છે; હું તેમના પર ભરોસો રાખીશ અને બીશ નહિ, \q1 કેમ કે યહોવાહ, હા, યહોવાહ મારું સામર્થ્ય તથા મારું ગીત છે. તે મારું તારણ થયા છે." \s5 \q1 \v 3 તમે આનંદ સહિત તારણના ઝરાઓમાંથી પાણી ભરશો. \q1 \v 4 તે દિવસે તમે કહેશો, "યહોવાહનો આભાર માનો અને તેમનું નામ લઈને હાંક મારો; \q1 લોકોમાં તેમનાં કૃત્યો જાહેર કરો, તેમનું નામ શ્રેષ્ઠ છે એવું પ્રગટ કરો. \s5 \q1 \v 5 યહોવાહનાં ગીત ગાઓ, કેમ કે તેમણે મહિમાવાન કૃત્યો કર્યાં છે; આ વાત આખી પૃથ્વીમાં જાહેર થાઓ. \q1 \v 6 હે સિયોનના રહેવાસીઓ, જોરથી પોકારો અને આનંદનો પોકાર કરો, કેમ કે ઇઝરાયલના પવિત્ર તમારામાં મહાન મનાય છે." \s5 \c 13 \s ઈશ્વર બાબિલને શિક્ષા કરશે \p \v 1 આમોસના પુત્ર યશાયાને બાબિલ વિશે જે ઈશ્વરવાણી મળી તે. \q1 \v 2 ખુલ્લા પર્વત પર ધ્વજા ઊંચી કરો, તેઓને મોટે અવાજે હાંક મારો, \q1 હાથના ઇશારા કરો કે તેઓ ઉમરાવોની ભાગળોમાં પેસે. \q1 \v 3 મેં મારા પવિત્ર કરાયેલાઓને આજ્ઞા આપી છે, \q1 હા, મેં મારા શૂરવીરોને પણ, એટલે બડાઈ મારનારા અભિમાનીઓને મારા રોષને લીધે બોલાવ્યા છે. \s5 \q1 \v 4 ઘણા લોકોની જેમ, પર્વતોમાં સમુદાયનો અવાજ! \q1 એક સાથે એકત્ર થયેલાં ઘણા રાજ્યોના શોરબકોર નો અવાજ! \q1 સૈન્યોના યહોવાહ યુદ્ધને માટે સૈન્યને તૈયાર કરે છે. \q1 \v 5 તેઓ દૂર દેશથી, ક્ષિતિજને પેલે પારથી આવે છે. \q1 યહોવાહ પોતાના ન્યાયનાં શસ્ત્ર સાથે, આખા દેશનો વિનાશ કરવાને આવે છે. \s5 \q1 \v 6 વિલાપ કરો, કેમ કે યહોવાહનો દિવસ પાસે છે; તે સર્વસમર્થ પાસેથી સંહારરૂપે આવશે. \q1 \v 7 તેથી સર્વના હાથ ઢીલા પડશે અને સર્વ હૃદય પીગળી જશે; \q1 \v 8 તેઓ ગભરાશે; પ્રસૂતાની જેમ તેઓ પર દુ:ખ તથા સંકટ આવી પડશે. \q1 તેઓ એકબીજા સામે આશ્ચર્યથી જોયા કરશે; તેઓનાં મુખ જ્વાળાના મુખ જેવાં થશે. \s5 \q1 \v 9 જુઓ, યહોવાહનો દિવસ આવે છે, તે પીડા, કોપ અને ઉગ્ર ક્રોધ સહિત \q1 દેશને ઉજ્જડ કરવાને તેમાંથી પાપીઓનો વિનાશ કરવા માટે આવે છે. \q1 \v 10 આકાશના તારાઓ અને તારામંડળો તેમનો પ્રકાશ આપશે નહિ. \q1 સૂર્ય ઊગતાં જ અંધારાશે અને ચંદ્રનો પ્રકાશ પડશે નહિ. \s5 \q1 \v 11 હું જગતને તેની દુષ્ટતાને લીધે તથા દુષ્ટોને તેઓના અપરાધને લીધે સજા કરીશ. \q1 હું ગર્વિષ્ઠ વ્યકિતઓનું અભિમાન તોડીશ અને જુલમીઓનો ગર્વ ઉતારીશ. \q1 \v 12 ચોખ્ખા સોના કરતાં માણસને દુર્લભ અને ઓફીરના ચોખ્ખા સોના કરતાં માનવજાતને શોધવી વધુ મુશ્કેલ કરીશ. \s5 \q1 \v 13 તેથી હું આકાશોને ધ્રૂજાવીશ અને પૃથ્વીને તેના સ્થાનેથી હલાવી દેવાશે, \q1 સૈન્યોના યહોવાહના કોપથી તેમના રોષને દિવસે એમ થશે. \v 14 નસાડેલા હરણની જેમ અને પાળક વગરના ઘેટાંની જેમ, \q1 દરેક માણસ પોતાના લોકોની તરફ વળશે અને પોતપોતાના દેશમાં નાસી જશે. \s5 \q1 \v 15 મળી આવેલા સર્વને મારી નાખવામાં આવશે અને સર્વ પકડાયેલા તલવારથી મારી નંખાશે. \q1 \v 16 તેઓની આંખો આગળ તેઓનાં બાળકોને પછાડીને ટુકડેટુકડા કરવામાં આવશે. \q1 તેઓનાં ઘરો લૂંટી લેવામાં આવશે અને તેઓની પત્નીઓની આબરુ લેવાશે. \s5 \q1 \v 17 જુઓ, હું માદીઓને તેઓની સામે લડવાને ઉશ્કેરીશ, \q1 તેઓ ચાંદીને ગણકારશે નહિ અને સોનાથી ખુશ થશે નહિ. \q1 \v 18 તેઓનાં તીરો જુવાનોના ટુકડેટુકડા કરી નાખશે. \q1 તેઓ નવજાત બાળકો પર દયા રાખશે નહિ અને છોકરાઓને છોડશે નહિ. \s5 \q1 \v 19 અને બાબિલ, જે સર્વ રાજ્યોમાં પ્રશંસાપાત્ર છે, ખાલદીઓનું ઉત્તમ સૌંદર્ય, \q1 તે સદોમ અને ગમોરા જેઓને ઈશ્વરે પાયમાલ કરી નાખ્યા તેઓના જેવું થશે. \q1 \v 20 તેમાં ફરી કદી વસ્તી થશે નહિ, તેમાં પેઢી દરપેઢી કોઈ વસશે નહિ. \q1 આરબ લોકો ત્યાં પોતાનો તંબુ બાંધશે નહિ, કે ભરવાડો પોતાનાં ટોળાને ત્યાં બેસાડશે નહિ. \s5 \q1 \v 21 પણ રણના જંગલી પ્રાણીઓ ત્યાં સૂઈ જશે. તેઓનાં ઘર ઘુવડોથી ભરપૂર થશે; \q1 અને શાહમૃગ તથા રાની બકરાં ત્યાં કૂદશે. \q1 \v 22 વરુઓ તેઓના કિલ્લાઓમાં અને શિયાળો તેઓના સુંદર મહેલોમાં ભોંકશે. તેનો સમય પાસે આવે છે અને હવે તે વધારે દિવસ સુધી ટકશે નહિ. \s5 \c 14 \s બંદીવાસમાંથી પાછા સ્વદેશ \p \v 1 કેમ કે યહોવાહ યાકૂબ પર દયા કરશે; તે ફરીથી ઇઝરાયલને પસંદ કરશે અને તેઓને પોતાની ભૂમિમાં વસાવશે. વિદેશીઓ તેઓની સાથે જોડાશે અને તેઓ યાકૂબના સંતાનોની સાથે જોડાશે. \v 2 લોકો તેઓને તેઓના વતનમાં પાછા લાવશે. પછી યહોવાહની ભૂમિમાં ઇઝરાયલીઓ તેઓને દાસ અને દાસી તરીકે રાખશે. તેઓ પોતાને બંદીવાન કરનારાઓને બંદીવાન કરી લેશે અને તેઓના પર જુલમ કરનારાઓ પર તેઓ અધિકાર ચલાવશે. \s બાબિલ સાથે વ્યંગ \s5 \p \v 3 યહોવાહ તને તારા કલેશથી તથા તારા સંતાપથી અને તમે જે સખત વૈતરું કર્યું છે તેમાંથી વિસામો આપશે. \v 4 તે દિવસે તું બાબિલના રાજાને મહેણાં મારીને આ ગીત ગાશે, \q1 "જુલમીનો કેવો અંત આવ્યો છે, તેના ઉગ્ર ક્રોધનો કેવો અંત થયો છે! \s5 \q1 \v 5 યહોવાહે દુષ્ટની સોટી, અધિકારીઓની છડી તોડી છે, \q1 \v 6 જે સોટી કોપમાં લોકોને નિરંતર મારતી અને ક્રોધમાં નિરંકુશ સતાવણીથી \q1 પ્રજાઓ પર અમલ કરતી તેને યહોવાહે ભાગી નાખી છે. \s5 \q1 \v 7 આખી પૃથ્વી વિશ્રામ પામીને શાંત થયેલી છે; તેઓ ગીતો ગાઈને હર્ષનાદ કરવા માંડે છે. \q1 \v 8 હા, લબાનોનનાં દેવદાર અને એરેજવૃક્ષો તારે લીધે આનંદ કરે છે; \q1 તેઓ કહે છે, 'તું પડ્યો ત્યારથી કોઈ કઠિયારો અમારા ઉપર ચઢી આવ્યો નથી.' \q1 \v 9 જ્યારે તું ઊંડાણમાં જાય ત્યારે શેઓલ તને ત્યાં મળવાને આતુર થઈ રહ્યું છે. \q1 તે તારે લીધે પૃથ્વીના સર્વ રાજાઓને તથા મૂએલાઓના આત્માઓને જાગૃત કરે છે, \q1 વિદેશીઓના સર્વ રાજાઓને તેમના રાજ્યાસન પરથી ઉતાર્યા છે. \s5 \q1 \v 10 તેઓ સર્વ બોલી ઊઠશે અને તને કહેશે, \q1 'તું પણ અમારા જેવો નબળો થયો છે, તું અમારા સરખો થયો છે. \q1 \v 11 તારા વૈભવને તથા તારા ગૌરવ માટે વાગતી વીણાના અવાજને શેઓલ સુધી ઉતારવામાં આવ્યા છે. \q1 તારી નીચે અળસિયાં પાથરેલાં છે અને કૃમિ તને ઢાંકે છે.' \s5 \q1 \v 12 હે તેજસ્વી તારા, પ્રભાતના પુત્ર, તું ઊંચે આકાશમાંથી કેમ પડ્યો છે! \q1 બીજી પ્રજાઓ પર જય પામનાર, તને કેમ કાપી નાખીને જમીનદોસ્ત કરવામાં આવ્યો છે! \q1 \v 13 તેં તારા હૃદયમાં કહ્યું હતું, 'હું આકાશમાં ઊંચે ચઢીશ \q1 અને ઈશ્વરના તારાઓ કરતાં પણ મારું સિંહાસન ઊંચું રાખીશ \q1 અને હું છેક ઉત્તરના છેડાના, સભાના પર્વત પર બેસીશ; \q1 \v 14 હું સર્વથી ઊંચાં વાદળો પર ચઢી જઈશ; અને હું પોતાને પરાત્પર ઈશ્વર સમાન કરીશ.' \s5 \q1 \v 15 તે છતાં તને શેઓલ સુધી નીચે, અધોલોકના તળિયે પાડવામાં આવ્યો છે! \q1 \v 16 જ્યારે તેઓ તને જોશે તને નિહાળશે; તેઓ તારા વિશે વિચાર કરશે. \q1 તેઓ કહેશે કે 'શું આ એ જ માણસ છે, જેણે પૃથ્વીને થથરાવી હતી, જેણે રાજ્યોને ડોલાવ્યાં હતાં, \q1 \v 17 જેણે જગતને અરણ્ય જેવું કર્યું હતું, જેણે તેમનાં નગરો પાયમાલ કરી નાખ્યાં હતાં, જેણે પોતાના બંદીવાનોને છૂટા કરીને ઘરે જવા ન દીધા, તે શું આ છે?' \s5 \q1 \v 18 સર્વ દેશોના રાજાઓ, \q1 તેઓ સર્વ, મહિમામાં, પોતપોતાની કબરમાં સૂતેલા છે. \q1 \v 19 પરંતુ જેઓને તલવારથી વીંધીને મારી નાખવામાં આવ્યા છે, \q1 જેઓ ખાડાના પથ્થરોમાં ઊતરી જનારા છે, તેઓથી વેષ્ટિત થઈને તુચ્છ ડાળીની જેમ તને તારી પોતાની કબરથી દૂર ફેંકી દેવામાં આવ્યો છે. \q1 \v 20 તું ખૂંદાયેલા મૃતદેહ જેવો છે, તને તેઓની સાથે દાટવામાં આવશે નહિ, \q1 કારણ કે તેં જ તારા દેશનો નાશ કર્યો છે. તેં જ તારા પોતાના લોકની કતલ કરી છે \q1 દુર્જનોનાં સંતાનના નામ ફરી કોઈ લેશે નહિ." \s5 \q1 \v 21 તેઓના પિતૃઓના અન્યાયને લીધે તેઓના દીકરાઓને સંહાર માટે તૈયાર કરો, \q1 રખેને તેઓ ઊઠે અને પૃથ્વીનું વતન પામે, તથા જગતને નગરોથી ભરી દે. \s ઈશ્વર બાબિલનો વિનાશ કરશે \q1 \v 22 સૈન્યોના યહોવાહ કહે છે, "હું તેઓની સામે ઊઠીશ." \q1 "બાબિલમાંથી તેઓનું નામ તથા શેષ સંતાનોને કાપી નાખીશ," યહોવાહનું વચન એવું છે. \q1 \v 23 "હું તેને પણ ઘુવડોનું વતન તથા પાણીનાં ખાબોચિયાં જેવું કરી દઈશ \q1 અને હું વિનાશના ઝાડુથી તેને સાફ કરી નાખીશ." આ સૈન્યોના યહોવાહનું વચન છે. \s ઈશ્વર આશ્શૂરનો વિનાશ કરશે \s5 \q1 \v 24 સૈન્યોના યહોવાહે શપથ લીધા છે, "નિશ્ચિત, \q1 જે પ્રમાણે મેં ધારણા કરી છે, તે પ્રમાણે નક્કી થશે; અને મેં જે ઠરાવ કર્યો છે તે કાયમ રહેશે: \q1 \v 25 એટલે મારા દેશમાં હું આશ્શૂરનાં ટુકડેટુકડા કરીશ અને મારા પર્વતો પર હું તેને પગ નીચે ખૂંદી નાખીશ. \q1 ત્યારે તેની ઝૂંસરી તેઓ પરથી ઊતરી જશે અને તેનો ભાર તેઓના ખભા પરથી ઊતરી જશે." \s5 \q1 \v 26 જે સંકલ્પ આખી પૃથ્વી વિષે કરેલો છે તે એ છે અને જે હાથ સર્વ દેશો સામે ઉગામેલો છે તે એ છે. \q1 \v 27 કેમ કે સૈન્યોના યહોવાહે જે યોજના કરી છે; તેમને કોણ રોકશે? તેમનો હાથ ઉગામેલો છે, તેને કોણ પાછો ફેરવશે? \s ઈશ્વર પલિસ્તીઓનો વિનાશ કરશે \b \s5 \p \v 28 આહાઝ રાજા મરણ પામ્યો તે વર્ષે આ જાહેરાત કરવામાં આવી: \q1 \v 29 હે સર્વ પલિસ્તીઓ, જે છડીએ તમને માર્યા તે ભાંગી ગઈ છે, એ માટે હરખાશો નહિ. \q1 કેમ કે સાપના મૂળમાંથી નાગ નીકળશે અને તેમાંથી ઊડતા સાપ પેદા થશે. \q1 \v 30 ગરીબોના પ્રથમજનિત ખાશે અને જરૂરતમંદો સુરક્ષામાં સૂઈ જશે. \q1 હું તારા મૂળને દુકાળથી મારી નાખીશ અને તારા સર્વ બચેલાની કતલ કરવામાં આવશે. \s5 \q1 \v 31 વિલાપ કર, હે પલિસ્તી દેશ; વિલાપ કર, હે નગર તું પીગળી જા. \q1 કેમ કે ઉત્તર તરફથી ધુમાડાનાં વાદળ આવે છે અને તેમના સૈન્યમાં કોઈ પાછળ રહી જનાર નથી. \q1 \v 32 તો દેશના સંદેશવાહકોને કેવો ઉત્તર આપવો? \q1 તે આ કે, યહોવાહે સિયોનનો પાયો નાખેલો છે અને તેમના લોકોમાંના જેઓ દીન છે તેઓ તેમાં આશ્રય લઈ શકે છે. \s5 \c 15 \s ઈશ્વર મોઆબનો વિનાશ કરશે \p \v 1 મોઆબ વિષે ઈશ્વરવાણી. \q1 ખરેખર, એક રાત્રિમાં મોઆબનું આર ઉજ્જડ થઈને નષ્ટ થયું છે; \q1 ખરેખર, એક રાત્રિમાં કીર-મોઆબ ઉજ્જડ થઈને નષ્ટ થયું છે. \q1 \v 2 તેઓ દીબોનના લોકો, ઉચ્ચસ્થાનો પર રડવાને ચઢી ગયા છે; \q1 નબો અને મેદબા પર મોઆબ વિલાપ કરે છે. \q1 તેઓ સર્વનાં માથાં બોડાવેલાં અને દાઢી મૂંડેલી છે. \s5 \q1 \v 3 તેઓ પોતાની ગલીઓમાં ટાટ પહેરે છે; તેઓના ધાબા પર \q1 અને ચોકમાં પોક મૂકીને રડે છે. \q1 \v 4 વળી હેશ્બોન અને એલઆલેહ ધ્રૂસકે ધ્રૂસકે રડે છે; યાહાસ સુધી તેઓનો અવાજ સંભળાય છે. \q1 તેથી મોઆબના હથિયારબંધ પુરુષો બૂમાબૂમ કરે છે; તેથી તેનું હૃદય ક્ષોભ પામે છે. \s5 \q1 \v 5 મારું હૃદય મોઆબને માટે રુદન કરે છે; તેમાંથી નાસી ગયેલા સોઆર અને એગ્લાથ-શલીશિયા સુધી દોડે છે. \q1 લૂહીથનાં ચઢાવ પર થઈને તેઓ રડતા રડતા જાય છે. \q1 હોરોનાયિમને માર્ગે તેઓ વિનાશની બૂમ પાડે છે. \q1 \v 6 નિમ્રીમનાં પાણી સુકાઈ ગયાં છે; \q1 ઘાસ સુકાઈ ગયું છે અને નવું ઘાસ નાશ પામ્યું છે; લીલોતરી નથી. \q1 \v 7 તેથી તેઓએ જે સમૃદ્ધિ મેળવી છે અને જે સંઘરેલું છે \q1 તે તેઓ વેલાવાળા નાળાંને પાર લઈ જશે. \s5 \q1 \v 8 કેમ કે મોઆબની સરહદની આસપાસ રુદનનો પોકાર ફરી વળ્યો છે; \q1 એગ્લાઈમ અને બેર-એલીમ સુધી તેનો વિલાપ સંભળાય છે. \q1 \v 9 દીમોનમાં પાણી રક્તથી ભરપૂર છે; પણ હું દીમોન પર વધારે આપત્તિ લાવીશ. \q1 મોઆબના બચી ગયેલા પર તથા ભૂમિના શેષ પર સિંહ લાવીશ. \s5 \c 16 \s મોઆબની આશાહીન સ્થિતિ \q1 \v 1 અરણ્યને માર્ગે સેલાથી સિયોનની દીકરીના પર્વતની પાસે \q1 દેશના અમલદારને માટે હલવાન મોકલો. \q1 \v 2 માળા તોડી પાડ્યાને લીધે ભટકતા પક્ષી \q1 જેવી મોઆબની સ્ત્રીઓ આર્નોન નદીના કિનારા પર આવશે. \s5 \q1 \v 3 "સલાહ આપો, ઇનસાફ કરો; બપોરે તારી છાયા રાતના જેવી કર; \q1 કાઢી મૂકેલાઓને સંતાડ; ભટકનારાઓનો વિશ્વાસઘાત કરીશ નહિ. \q1 \v 4 મોઆબના કાઢી મૂકેલાઓને તારી પાસે રહેવા દે, \q1 તેઓનો વિનાશ કરનારાઓથી તેઓનું સંતાવાનું સ્થાન થા." \q1 કેમ કે જુલમનો અંત આવશે અને વિનાશ બંધ થઈ જશે, \q1 જેઓ દેશને પગતળે છૂંદી નાખનારા હતા તેઓ દેશમાંથી ચાલ્યા ગયા હશે. \s5 \q1 \v 5 ત્યારે કૃપામાં એક સિંહાસન સ્થાપિત કરવામાં આવશે; અને દાઉદના તંબુમાંથી તે પર એક સત્યનિષ્ઠ પુરુષ વિશ્વાસુપણે બિરાજશે. \q1 જેમ તે ન્યાય ચાહે છે તેમ તે ઇનસાફ કરશે અને પ્રામાણિકપણે વર્તશે. \s5 \q1 \v 6 અમે મોઆબના ઘમંડ, તેના અહંકાર, \q1 તેની બડાઈ અને તેના ક્રોધ વિષે સાંભળ્યું છે. પણ તેની બડાશો ખાલી બકવાસ જ છે. \q1 \v 7 તેથી મોઆબ મોઆબને માટે વિલાપ કરશે, તેઓમાંના દરેક વિલાપ કરશે. \q1 ઘણો માર ખાઈને કીર-હરેસેથની સૂકી દ્રાક્ષવાડીઓને માટે તમે શોક કરશો. \s5 \q1 \v 8 કેમ કે હેશ્બોનનાં ખેતરો અને સિબ્માહની દ્રાક્ષવાડીઓ કસ વગરની થઈ ગઈ છે. \q1 દેશના અધિપતિઓએ ઉત્તમ દ્રાક્ષાને પગ તળે ખૂંદી નાખી છે, \q1 તેઓ યાઝેર સુધી પહોંચતી, અરણ્યમાં ફેલાવો પામતી. \q1 તેની ડાળીઓ વિદેશમાં પસરી જતી, તેઓ સમુદ્રને પાર જતી. \s5 \q1 \v 9 તેથી યાઝેરના રુદનની સાથે હું સિબ્માહની દ્રાક્ષવાડીને માટે રડીશ; \q1 હે હેશ્બોન તથા એલઆલેહ, હું તને મારાં આંસુઓથી સિંચીશ. \q1 કેમ કે તારા ઉનાળાંનાં ફળ પર તથા તારી ફસલ પર હર્ષનાદ થયો છે. \q1 \v 10 ફળવંત ખેતરમાંથી આનંદ તથા હર્ષ જતાં રહ્યાં છે; દ્રાક્ષવાડીઓમાં ગીત ગવાશે નહિ, હર્ષનાદ થશે નહિ. \q1 દ્રાક્ષકુંડોમાં કોઈ ખૂંદનાર દ્રાક્ષારસ કાઢશે નહિ; મેં હર્ષનાં ગાયન બંધ કર્યાં છે. \s5 \q1 \v 11 તેથી મારું હૃદય મોઆબને માટે વીણાની જેમ વાગે છે અને કીર-હેરેસને માટે મારી આંતરડી કકળે છે. \q1 \v 12 જ્યારે મોઆબ દેખાશે અને ઉચ્ચસ્થાનો પર ચઢતાં થાકી જશે, \q1 અને પોતાના સભાસ્થાનમાં પ્રાર્થના કરવા માટે જશે, ત્યારે તેની પ્રાર્થનાથી કંઈ પ્રાપ્ત થશે નહિ. \s5 \p \v 13 યહોવાહે મોઆબ વિષે જે વાત અગાઉથી કહી હતી તે એ છે. \v 14 ફરીથી યહોવાહે આ પ્રમાણે કહ્યું, "ત્રણ વર્ષની અંદર મોઆબનું ગૌરવ અદ્રશ્ય થઈ જશે; તેના ઘણા લોકો તુચ્છ ગણાશે અને તેનો શેષ બહુ થોડો તથા વિસાત વગરનો રહેશે." \s5 \c 17 \s ઈશ્વર અરામ અને ઇઝરાયલનો વિનાશ કરશે \p \v 1 દમસ્કસ વિષે ઈશ્વરવાણી. \p જુઓ, દમસ્કસ નગર નહિ કહેવાય એવું થઈ જશે, તે ખંડિયેરનો ઢગલો થશે. \v 2 અરોએરનાં નગરો ત્યજી દેવામાં આવશે, \q1 તેઓ ઘેટાંનાં ટોળાને માટે સૂવાનું સ્થાન થશે અને કોઈ તેમને ડરાવશે નહિ. \q1 \v 3 એફ્રાઇમમાંથી કિલ્લાવાળાં નગરો અને દમસ્કસમાંથી રાજ્ય અદ્રશ્ય થશે \q1 અને અરામના શેષનું ગૌરવ ઇઝરાયલના ગૌરવ જેવું થશે, સૈન્યોના યહોવાહનું આ વચન છે. \s5 \q1 \v 4 "તે દિવસે યાકૂબની વૈભવમાં કમી થશે અને તેના શરીરની પુષ્ટતા ઘટી જશે. \q1 \v 5 કાપણી કરનાર ઊગેલા સાંઠાને એકત્ર કરી હાથથી કણસલા ભાંગે છે, તે પ્રમાણે થશે; \q1 રફાઈમના નીચાણના પ્રદેશમાં કોઈ કણસલાં વીણી લે છે તે પ્રમાણે થશે. \s5 \q1 \v 6 પણ ઝુડાયેલાં જૈતૂન વૃક્ષ પ્રમાણે, તેમાં કંઈ વીણવાનું બાકી રહેશે: \q1 ટોચની ડાળીને છેડે બે ત્રણ ફળ, ઝાડની ડાળીઓ પર ચારપાંચ ફળ રહી જશે" ઇઝરાયલના ઈશ્વર યહોવાહનું આ વચન છે. \m \v 7 તે દિવસે માણસ પોતાના કર્તાની તરફ નિહાળશે અને તેઓની નજર ઇઝરાયલના પવિત્રની તરફ જોશે. \s5 \p \v 8 પોતાના હાથથી બનાવેલી વેદીઓ તરફ તે જોશે નહિ, પોતાની આંગળીઓએ જે બનાવ્યું તેને, એટલે અશેરીમના સ્તંભોને તથા સૂર્યમૂર્તિઓને તે નિહાળશે નહિ. \q1 \v 9 તે દિવસે તેઓનાં કિલ્લેબંદીવાળાં નગરો વનમાંની તથા પર્વતના શિખર પરની \q1 જે જગાઓ તેઓએ ઇઝરાયલીઓની બીકથી તજી દીધી હતી તે ઉજ્જડ થઈ જશે. \s5 \q1 \v 10 કેમ કે તું પોતાના તારણમાં ઈશ્વરને ભૂલી ગયો છે, અને તારું રક્ષણ કરનાર ખડકનું સ્મરણ કર્યું નથી; \q1 તેથી તું સુખદ રોપા રોપે છે અને તેમાં વિદેશી કલમ મેળવે છે. \q1 \v 11 તે જ દિવસે તું રોપે છે અને વાડ કરે છે અને ખેતી કરે છે, થોડા જ સમયમાં તારા બીજ ખીલી ઊઠે છે; \q1 પણ શોક તથા અતિશય દુઃખને દિવસે તેનો પાક લોપ થઈ જશે. \s દુશ્મન પ્રજાઓનું પતન \s5 \q1 \v 12 અરે, ઘણા લોકોનો સમુદાય, સમુદ્રની ગર્જનાની જેમ ગર્જે છે; \q1 અને લોકોનો ઘોંઘાટ, પ્રચંડ પાણીના પ્રવાહના ઘુઘવાટની જેમ તેઓ ઘોંઘાટ કરે છે! \q1 \v 13 લોકો પ્રચંડ પાણીના પ્રવાહના ઘુઘવાટની જેમ ઘોંઘાટ કરશે, \q1 પણ ઈશ્વર તેઓને ઠપકો આપશે, તેઓ દૂર નાસી જશે \q1 અને પવનની સામે પર્વત પર ફોતરાંની જેમ અને વંટોળિયાની આગળ ઊડતી ધૂળની જેમ તેઓને નસાડવામાં આવશે. \q1 \v 14 સંધ્યા સમયે, ભય જણાશે! અને સવાર થતાં પહેલાં તેઓ નષ્ટ થશે; \q1 આ અમારા લૂંટનારનો ભાગ છે, અમને લૂંટનાર ઘણા છે. \s5 \c 18 \s ઈશ્વર કૂશ દેશનો વિલાપ કરશે \q1 \v 1 કૂશની નદીઓની પેલી પારના, પાંખોના ફફડાટવાળા દેશને અફસોસ; \q1 \v 2 તમે જે સમુદ્રને માર્ગે પાણીની સપાટી પર સરકટનાં વહાણોમાં રાજદૂતો મોકલે છે. \q1 ઝડપી સંદેશવાહકો, તમે ઊંચી તથા સુંવાળી પ્રજા પાસે, \q1 દૂરની તથા નજીકના ડરનાર લોકો, મજબૂત અને વિજયી પ્રજા પાસે, \q1 જેના દેશ નદીઓથી વિભાજિત થયેલા છે, તેની પાસે જાઓ. \s5 \q1 \v 3 હે જગતના સર્વ રહેવાસીઓ અને પૃથ્વી પર રહેનારાઓ, \q1 પર્વત પર ધ્વજા ઊંચી કરાય, ત્યારે જોજો; અને રણશિંગડુંં વાગે ત્યારે સાંભળજો. \s5 \q1 \v 4 યહોવાહે મને એમ કહ્યું કે, "હું શાંતિથી મારા નિવાસસ્થાનેથી અવલોકન કરીશ, \q1 સૂર્યપ્રકાશમાં ઊકળતી ગરમીના જેવો, કાપણીની ગરમીમાં ઝાકળના વાદળ જેવો રહીશ." \q1 \v 5 કાપણી પહેલાં, જ્યારે ફૂલ પાકીને તેની દ્રાક્ષા થાય છે, \q1 ત્યારે તે ધારિયાથી કુમળી ડાળીઓને કાપી નાખશે, તે ફેલાયેલી ડાળીઓને કાપીને દૂર લઈ જશે. \s5 \q1 \v 6 પર્વતોનાં પક્ષીઓને માટે અને પૃથ્વીનાં પ્રાણીઓને માટે તેઓ સર્વને મૂકી દેવામાં આવશે. \q1 પક્ષીઓ તેઓના ઉપર ઉનાળો કરશે અને પૃથ્વીનાં સર્વ પ્રાણીઓ તેઓના ઉપર શિયાળો કરશે. \v 7 તે સમયે સૈન્યોના યહોવાહને માટે ઊંચી તથા સુંવાળી પ્રજાથી, દૂરના તથા નજીકના લોકોને ડરાવનાર, મજબૂત અને વિજયી પ્રજા જેનો દેશ નદીઓથી વિભાજિત થયેલો છે, તે સિયોન પર્વત જે સૈન્યોના યહોવાહના નામનું સ્થાન છે, તેને માટે બક્ષિસ લાવશે. \s5 \c 19 \s ઈશ્વર મિસરનો નાશ કરશે \p \v 1 મિસર વિષે ઈશ્વરવાણી. \q1 જુઓ, યહોવાહ વેગવાન વાદળ પર બેસીને મિસરમાં આવે છે; \q1 મિસરની મૂર્તિઓ તેમની આગળ ધ્રૂજશે, મિસરીઓનાં હૃદય તેમનામાં જ પીગળી જશે. \q1 \v 2 "હું મિસરીઓને મિસરીઓની વિરુદ્ધ ઉશ્કેરીશ દરેક પોતાના ભાઈની વિરુદ્ધ અને દરેક પોતાના પડોશીની વિરુદ્ધ; \q1 નગર નગરની વિરુદ્ધ અને રાજ્ય રાજ્યની વિરુદ્ધ લડાઈ કરશે. \s5 \q1 \v 3 મિસરની ભાવના અંદરથી નબળી પડી જશે. હું તેમની સલાહનો નાશ કરીશ, \q1 જો કે તેઓ મૂર્તિઓ, મૃતકોના આત્માઓ, ભૂવાઓ અને તાંત્રિકોની પાસે જઈને સલાહ માગે છે. \q1 \v 4 હું મિસરીઓને નિર્દય માલિકના હાથમાં સોંપી દઈશ અને ક્રૂર રાજા તેઓ પર રાજ કરશે \q1 સૈન્યોના પ્રભુ યહોવાહનું આ વચન છે." \s5 \q1 \v 5 સમુદ્રનાં પાણી સુકાઈ જશે, નદીનાં પાણી સુકાઈ જશે અને નદી ખાલી થઈ જશે. \q1 \v 6 નદીઓ ગંધ મારશે; મિસરની નહેરો ખાલી થઈને સુકાઈ જશે; \q1 બરુઓ તથા કમળ ચીમળાઈ જશે. \s5 \q1 \v 7 નીલને કાંઠે આવેલાં બરુ, \q1 નીલ પાસે સર્વ વાવેલાં ખેતરો સુકાઈ જશે, ધૂળ થઈ જશે અને ઊડી જશે. \q1 \v 8 માછીમારો રડશે અને શોક કરશે, નીલમાં ગલ નાખનાર વિલાપ કરશે \q1 તેમ જ પાણીમાં જાળ નાખનારાઓ નિરાશ થશે. \s5 \q1 \v 9 ગૂંથેલા શણનું કામ કરનારા તથા સફેદ વસ્ત્રના વણનારા નિરાશ થશે. \q1 \v 10 મિસરના વસ્ત્રના કામદારોને કચડી નાખવામાં આવશે; સર્વ મજૂરી કરનારા નિરાશ થશે. \s5 \q1 \v 11 સોઆનના રાજકુમારો તદ્દન મૂર્ખ છે. ફારુનના સૌથી જ્ઞાની સલાહકારોની સલાહ અર્થહીન થઈ છે. \q1 તમે ફારુન આગળ કેવી રીતે કહી શકો કે, "હું જ્ઞાનીઓનો પુત્ર, પ્રાચીનકાળના રાજાઓનો પુત્ર છું?" \q1 \v 12 તો હવે તારા જ્ઞાની પુરુષો ક્યાં છે? \q1 તેઓ તને ખબર આપે અને સૈન્યોના યહોવાહ તને મિસર વિષે શી યોજના છે તે જણાવે. \s5 \q1 \v 13 સોઆનના રાજકુમારો મૂર્ખ થયા છે, નોફના રાજકુમારો છેતરાયા છે; તેઓના કુળોના મુખ્ય માણસોએ મિસરને અન્ય માર્ગે દોર્યું છે. \q1 \v 14 યહોવાહે તેમાં આડાઈનો આત્મા ભેળવ્યો છે; \q1 અને જેમ પીધેલો માણસ ઊલટી કરતો લથડિયાં ખાય છે, તેમ તેઓએ મિસરને તેનાં સર્વ કામોમાં ભમાવ્યો છે. \q1 \v 15 માથું કે પૂછડું, ખજૂરીની ડાળી કે બરુ મિસરને માટે કોઈ કંઈ પણ કરી શકશે નહિ. \s મિસર પ્રભુની ભક્તિ કરશે \s5 \p \v 16 તે દિવસે, મિસરીઓ સ્ત્રી જેવા થશે. યહોવાહના ઉગામેલા હાથને કારણે તેઓ ભયભીત થઈને થથરવા લાગશે જે હાથ સૈન્યોના યહોવાહે તેમના પર ઉગામ્યો છે. \v 17 યહૂદિયાનો દેશ મિસરને માટે આશ્ચર્યનું કારણ બનશે. યહોવાહે તેની વિરુદ્ધ કરેલી યોજનાને કારણે, જયારે પણ કોઈ તેમને તેની યાદ અપાવશે, તેઓ ડરી જશે. \s5 \p \v 18 તે દિવસે મિસર દેશમાં કનાની ભાષા બોલનારાં, સૈન્યોના યહોવાહની આગળ સમ ખાનારાં એવાં પાંચ નગર થશે; તેઓમાંનું એક સૂર્ય - નગર કહેવાશે. \s5 \p \v 19 તે દિવસે મિસર દેશની મધ્યમાં યહોવાહને માટે વેદી થશે અને તેની સરહદ ઉપર યહોવાહને માટે એક સ્તંભ થશે. \v 20 તે મિસર દેશમાં સૈન્યોના યહોવાહને માટે ચિહ્નરૂપ તથા સાક્ષીરૂપ થશે. જયારે તેઓ જુલમ કરનારાઓને લીધે યહોવાહને પોકારશે, ત્યારે તે તેઓને માટે ઉધ્ધારક તથા તારનાર મોકલશે અને તે તેઓને છોડાવશે. \s5 \p \v 21 તે દિવસે યહોવાહ મિસરને પોતાને ઓળખાવશે અને મિસર યહોવાહને ઓળખશે. તેઓ બલિદાન તથા અર્પણોથી તેની આરાધના કરશે અને યહોવાહને નામે માનતા લેશે અને તેને પૂરી કરશે. \v 22 યહોવાહ મિસરને પીડા આપશે, પીડા આપ્યા પછી તેનો ઉપચાર કરશે. તેઓ યહોવાહની તરફ પાછા ફરશે; તે તેમની પ્રાર્થના સાંભળશે અને તેમને સાજા કરશે. \s5 \p \v 23 તે દિવસે મિસરથી આશ્શૂર સુધી સડક થશે, અને આશ્શૂરીઓ મિસરમાં આવશે, તથા મિસરીઓ આશ્શૂરમાં જશે; અને મિસરીઓ આશ્શૂરીઓ સાથે આરાધના કરશે. \s5 \p \v 24 તે દિવસે, મિસર તથા આશ્શૂરની સાથે ત્રીજો ઇઝરાયલ ભળશે, તે પૃથ્વી પર આશીર્વાદરૂપ થઈ જશે; \v 25 સૈન્યોના યહોવાહ તેમને આશીર્વાદ આપશે અને કહેશે, "મારા લોક મિસર; મારા હાથની કૃતિ આશ્શૂર અને મારું પોતાનું વતન ઇઝરાયલ આશીર્વાદિત થાઓ." \s5 \c 20 \s મિસર તથા કૂશ માટે નગ્ન પ્રબોધકની નિશાની \p \v 1 આશ્શૂરના રાજા સાર્ગોનના મોકલ્યાથી જે વર્ષે સેનાધિપતિ આશ્દોદ આવ્યો અને આશ્દોદની સાથે લડીને તેણે એને જીતી લીધું. \v 2 તે જ સમયે યહોવાહે આમોસના દીકરા યશાયાની મારફતે કહ્યું કે, "જા અને તારી કમર પરથી ટાટ ઉતાર અને તારા પગમાંથી પગરખાં ઉતાર." તેણે એ પ્રમાણે કર્યુ, તે ઉઘાડે શરીરે તથા ઉઘાડે પગે ફરવા લાગ્યો. \s5 \p \v 3 યહોવાહે કહ્યું, "મિસર તથા કૂશ સંબંધી ત્રણ વર્ષ સુધી ચિહ્ન તથા કૌતુકને અર્થે, મારો સેવક યશાયા જેમ ઉઘાડે શરીરે તથા ઉઘાડે પગે ફર્યો છે" \v 4 તેમ આશ્શૂરનો રાજા મિસરના બંદીવાનોને તથા કૂશના પ્રવાસીઓને, જુવાનો તથા વડીલોને, ઉઘાડે શરીરે તથા પગે, નિર્વસ્ત્ર અવસ્થામાં મિસરને લાજ લાગે એવી રીતે લઈ જશે. \s5 \p \v 5 તેઓ પોતાના આશાસ્પદ કૂશને લીધે અને પોતાના ગૌરવ મિસરને લીધે ગભરાઈને લજવાશે. \v 6 તે દિવસે આ કાંઠાના રહેવાસીઓ કહેશે કે, "નિશ્ચિત, આપણી આશાનો સ્રોત, જ્યાં આશ્શૂરના રાજાથી છૂટકો પામવા સહાયને માટે દોડતા હતા, તેની આ દશા છે; તો આપણે કેવી રીતે બચીશું?" \s5 \c 21 \s બાબિલના પતન અંગે સંદર્શન \p \v 1 સમુદ્ર પાસેના અરણ્ય વિષે ઈશ્વરવાણી. \q1 નેગેબ તરફથી વંટોળિયાના સુસવાટાની જેમ \q1 આપત્તિ અરણ્યમાંથી, બિહામણા દેશમાંથી, આવે છે. \q1 \v 2 મને એક દુઃખદાયી દર્શન દેખાડવામાં આવ્યું: \q1 ઠગ ઠગે છે, અને વિનાશ કરનાર વિનાશ કરે છે. \q1 હે એલામ, ચઢાઈ કર; હે માદાય ઘેરો નાખ; \q1 મેં તેના સર્વ નિસાસાને બંધ કર્યો છે. \s5 \q1 \v 3 તેથી મારી કમર પીડાથી ભરેલી છે; \q1 પ્રસૂતાની વેદના જેવી પીડા મારા પર આવી પડી છે; \q1 મેં જે સાંભળ્યું છે તેનાથી હું નીચો વળી ગયો છું; મેં જે જોયું છે તેનાથી હું વ્યાકુળ છું. \q1 \v 4 મારું હૃદય વ્યાકુળ થયું છે; ભયથી હું ત્રાસ પામ્યો છું; \q1 જે રાત હું ઇચ્છતો હતો તે મારા માટે ધ્રૂજારીમાં ફેરવાઈ ગઈ છે. \s5 \q1 \v 5 તેઓ મેજ તૈયાર કરે છે, જાજમ પાથરે છે અને ખાય છે પીએ છે; \q1 ઊઠો, સરદારો, ઢાલોને તેલ ચોપડો. \s5 \q1 \v 6 કેમ કે પ્રભુએ મને એમ કહ્યું કે: \q1 "જા, ચોકીદાર ઊભો રાખ; તે જે કંઈ જુએ તેની તે ખબર આપે. \q1 \v 7 જો તે રથને, બબ્બે સાથે ચાલનાર ઘોડેસવારોને જુએ, \q1 ગધેડા અને ઊંટ પરના સવારોને જુએ, \q1 ત્યારે તે ખૂબ ધ્યાન રાખે અને ખૂબ સાવચેત રહે." \s5 \q1 \v 8 પછી ચોકીદારે પોકાર કર્યો, \q1 "હે પ્રભુ, હું દિવસે નિરંતર પહેરાના બુરજ ઉપર ઊભો રહું છું, \q1 આખી રાત હું મારી ચોકીની જગાએ ઊભો રહું છું." \q1 \v 9 જુઓ, આ મનુષ્યોની સવારી, બબ્બે સાથે ચાલનાર ઘોડેસવારો આવે છે. \q1 તેણે ઉત્તરમાં કહ્યું, "બાબિલ પડ્યુ છે, પડ્યું છે, \q1 તેના દેવોની સર્વ કોરેલી મૂર્તિઓને તેણે ભાંગી નાખીને જમીનદોસ્ત કરી છે." \s5 \q1 \v 10 હે મારા ઝુડાયેલા લોકો, મારી ખળીના દાણા, \q1 જે મેં સૈન્યોના યહોવાહ, \q1 ઇઝરાયલનાં ઈશ્વર પાસેથી સાંભળ્યું છે, તે મેં તમને જણાવ્યું છે. \s અદોમ અંગે અગમવાણી \s5 \p \v 11 દૂમા વિષે ઈશ્વરવાણી. \p સેઈરમાંથી કોઈ મને પોકારે છે, "હે ચોકીદાર, રાત કેટલી ગઈ? હે ચોકીદાર, રાત કેટલી ગઈ?" \v 12 ચોકીદારે કહ્યું, "સવાર થાય છે અને રાત પણ આવે છે, જો તમારે પૂછવું હોય તો પૂછો; ફરી પાછા આવો." \b \s અરબસ્તાન અંગે અગમવાણી \s5 \q1 \v 13 અરબસ્તાન વિષે ઈશ્વરવાણી: \q1 હે દેદાનીઓના સંઘ, અરબસ્તાનમાંના અરણ્યમાં તમે રાત પસાર કરશો. \q1 \v 14 તેમાંના રહેવાસીઓ, તરસ્યાની પાસે પાણી લાવો; \q1 રોટલી લઈને નાસી જનારાઓની સામે આવો. \q1 \v 15 કેમ કે એ લોકો તલવારથી, ખુલ્લી તલવારથી, \q1 તાણેલા ધનુષ્યથી અને ભીષણ યુદ્ધની પીડાથી નાસે છે. \s5 \p \v 16 કેમ કે પ્રભુએ મને એમ કહ્યું કે, "મજૂરના કામના વર્ષ પ્રમાણે એક વર્ષની અંદર, કેદારનું સર્વ ગૌરવ જતું રહેશે. \v 17 અને ધનુર્ધારીઓની સંખ્યાનો શેષ, કેદારીઓના શૂરવીરો, થોડા થશે;" કેમ કે હું ઇઝરાયલનો ઈશ્વર યહોવાહ આ વચન બોલ્યો છું. \s5 \c 22 \s યરુશાલેમ અંગે અગમવાણી \p \v 1 દર્શનની ખીણ વિષે ઈશ્વરવાણી. \p શું કારણ છે કે તારા સર્વ માણસો પોતાના ધાબા પર ચઢી ગયા છે? \q1 \v 2 અરે, ઘોંઘાટિયા નગર, ખુશામતથી ભરપૂર નગર, \q1 તારા મૃત્યુ પામેલા તલવારથી મારેલા નથી અને તેઓ યુદ્ધમાં માર્યા ગયા નથી. \s5 \q1 \v 3 તારા સર્વ અધિકારીઓ એકસાથે ભાગી ગયા, પણ તેઓ ધનુષ્ય વગર પકડાયા છે, \q1 તેઓ સર્વ સાથે પકડાયા અને બાંધવામાં આવ્યા; તેઓ દૂર નાસી ગયા. \q1 \v 4 તેથી હું કહું છું કે, "મારી તરફ જોશો નહિ, હું ચોધાર આંસુએ રડીશ; \q1 મારા લોકની કન્યાના વિનાશને લીધે મને દિલાસો આપવા માટે શ્રમ કરશો નહિ. \s5 \q1 \v 5 કેમ કે, દર્શનની ખીણમાં પ્રભુ યહોવાહે મોકલેલો ગડગડાટ, પાયમાલી તથા ઘોંઘાટ નો દિવસ છે, \q1 કોટ નો નાશ કરવાનો અને પર્વતની તરફ વિલાપ કરવાનો તે દિવસ છે. \q1 \v 6 એલામના પાયદળ તથા ઘોડેસવારોની ટુકડીઓ સહિત ભાથો ઊંચકી લીધો; \q1 અને કીરે ઢાલ ઉઘાડી કરી છે. \q1 \v 7 તારી ઉત્તમ ખીણો \q1 રથોથી ભરપૂર થઈ ગઈ હતી, અને ઘોડેસવારો દરવાજા આગળ પહેરો ભરતા ઊભા રહ્યા હતા." \s5 \q1 \v 8 તેણે યહૂદિયાની નિરાધાર સ્થિતિ ખુલ્લી કરી; \q1 અને તે દિવસે તેં વનના મહેલમાં શસ્ત્રો જોયાં. \q1 \v 9 વળી તમે જોયું કે દાઉદના નગરના કોટમાં ઘણે સ્થળે ફાટ પડી છે; \q1 અને તમે નીચલા તળાવનું પાણી એકઠું કર્યું. \s5 \q1 \v 10 તમે યરુશાલેમનાં ઘરોની ગણતરી કરી અને કોટને સમારવા માટે ઘરોને પાડી નાખ્યાં \f + \fr 22:10 \ft તેઓ શહેરના બાહ્ય અને આંતરિક દિવાલો જે સમારકામની નબળી સ્થિતિ હતી તેને તોડી નાખ્યા. \f* . \q1 \v 11 વળી તમે બે કોટોની વચમાં પુરાતન તળાવનાં પાણીને માટે કુંડ કર્યો. \q1 પરંતુ તમે નગરનાં કર્તાની તરફ, જેણે અગાઉથી આ યોજના કરી હતી તેની તરફ લક્ષ લગાડ્યું નહિ. \s5 \q1 \v 12 પ્રભુ, સૈન્યોના યહોવાહે તે દિવસે \q1 તમને રડવાને, વિલાપ કરવાને, માથું મુંડાવવાને તથા ટાટ પહેરવાને બોલાવ્યા. \q1 \v 13 પરંતુ જુઓ, તેને બદલે આનંદ અને હર્ષ, બળદ મારવાનું અને ઘેટા કાપવાનું, \q1 માંસ ખાવાનું અને દ્રાક્ષારસ પીવાનું ચાલે છે, કેમ કે કાલે તો આપણે મરી જઈશું. \q1 \v 14 મારા કાનોમાં સૈન્યોના યહોવાહે કહ્યું: \q1 "ખરેખર, આ અન્યાય તમને માફ કરવામાં આવશે નહિ, તમે મૃત્યુ પામો ત્યારે પણ નહિ," પ્રભુ, સૈન્યોના યહોવાહે કહ્યું છે. \s કારભારી શેબ્નાને ચેતવણી \b \s5 \q1 \v 15 પ્રભુ, સૈન્યોના યહોવાહે કહે છે: "આ પ્રધાન શેબ્ના જે રાજમહેલનો કારભારી છે તેની પાસે જઈને તેને કહે કે: \q1 \v 16 'તારું અહીં શું છે અને તું કોણ છે કે તેં પોતાને માટે અહીં કબર ખોદી છે? \q1 તું ઊંચે પોતાની કબર ખોદે છે, ખડકમાં પોતાને માટે રહેઠાણ કોતરે છે!'" \s5 \q1 \v 17 જુઓ, યહોવાહ શૂરવીરની જેમ તને જોરથી ફેંકી દેશે; તે તને મજબૂતાઈથી પકડી રાખશે. \q1 \v 18 તે નિશ્ચે તને દડાની જેમ લપેટી લપેટીને વિશાળ દેશમાં ફેંકી દેશે. \q1 ત્યાં તારું મૃત્યુ થશે અને તારા શોભાયમાન રથો ત્યાં જ રહેશે; તે તારા ધણીના ઘરને કલંક લગાડનાર થશે. \q1 \v 19 "હું તને તારી પદવી અને સ્થાન પરથી હડસેલી કાઢીશ. તને તારી જગાએથી પાડી નાખીશ. \s5 \q1 \v 20 તે દિવસે હું મારા સેવક હિલ્કિયાના દીકરા એલિયાકીમને બોલાવીશ. \q1 \v 21 હું તેને તારો પોશાક પહેરાવીશ, તારો કમરબંધ તેની કમરે બાંધીશ, હું તેના હાથમાં તારો અધિકાર સોંપીશ. \q1 તે યરુશાલેમના રહેવાસીઓ સાથે તથા યહૂદિયાના માણસો સાથે પિતાની જેમ વર્તશે. \q1 \v 22 હું દાઉદના ઘરની ચાવી તેના ખભા પર મૂકીશ; \q1 તે ઉઘાડશે તેને કોઈ બંધ નહિ કરી શકે; તે બંધ કરશે તેને કોઈ ઉઘાડી નહિ શકે. \s5 \q1 \v 23 હું તેને મજબૂત સ્થાનમાં ખીલાની જેમ ઠોકી બેસાડીશ \q1 અને તે પોતાના પિતાના કુટુંબને માટે ગૌરવનું સિંહાસન થશે. \q1 \v 24 તેઓ તેના પિતાના ઘરનો સર્વ વૈભવ, કુટુંબ-પરિવાર, પ્યાલા જેવાં નાનાં પાત્રથી તે શિરોઇ જેવા પાત્ર સુધી, \q1 તે સર્વ તેના પર લટકાવી રાખશે. \s5 \p \v 25 સૈન્યોના યહોવાહનું એવું વચન છે કે, "તે દિવસે મજબૂત સ્થાનમાં જે ખીલો ઠોકી બેસાડેલો હતો તે નીકળી આવશે; અને તેના પર જે ભાર હતો તે નષ્ટ થશે" કેમ કે આ યહોવાહ એવું બોલ્યા છે. \s5 \c 23 \s તૂર અંગે અગમવાણી \p \v 1 તૂર વિષે ઈશ્વરવાણી: \q1 હે તાર્શીશનાં વહાણો, તમે વિલાપ કરો; કેમ કે ત્યાં ઘર કે બંદર નથી; \q1 કિત્તીમ દેશમાંથી તે તેઓને જાહેર કરવામાં આવ્યું છે. \q1 \v 2 હે સમુદ્ર કિનારાના રહેવાસીઓ, આશ્ચર્ય પામો, હે સમુદ્રમાં પ્રવાસ કરનારા સિદોનના વેપારીઓએ, \q1 તમને પુરવઠો પૂરો પાડે છે. \q1 \v 3 અને જળનિધિ પર \q1 શીહોર પ્રદેશનું અનાજ, નીલની પેદાશને તૂરમાં લાવવામાં આવતાં હતાં; તે વિદેશીઓનું બજાર હતું. \s5 \p \v 4 હે સિદોન, તું લજ્જિત થા; કેમ કે સમુદ્ર એટલે સમુદ્રના સામર્થ્યવાન બોલ્યા છે. તે કહે છે, \q1 "મેં પ્રસવવેદના વેઠી નથી, મેં જન્મ આપ્યો નથી, \q1 જુવાનોને ઉછેર્યા નથી કે કન્યાઓને મોટી કરી નથી." \q1 \v 5 મિસરમાં ખબર પહોંચશે ત્યારે તેઓ તૂરની ખબર સાંભળીને દુઃખ પામશે. \s5 \q1 \v 6 હે સમુદ્ર કિનારાના લોકો, આક્રંદ કરતાં તાર્શીશ પાર જાઓ. \q1 \v 7 જેની પ્રાચીનતા પુરાતન છે, \q1 જેના પગ તેને દૂર વિદેશ સુધી સ્થાયી થવા લઈ ગયા, શું તે આ તમારું આનંદી નગર છે? \s5 \q1 \v 8 મુગટ આપનાર તૂર, \q1 જેના વેપારીઓ સરદારો છે, જેના સોદાગરો પૃથ્વીના માનવંતા છે, તેની વિરુદ્ધ આ કોણે યોજના કરી છે? \q1 \v 9 સર્વ વૈભવના ગર્વને કલંકિત કરવા \q1 અને પૃથ્વીના સર્વ માનવંતોને શરમજનક બનાવવાનું આયોજન સૈન્યોના યહોવાહે કર્યું છે. \s5 \q1 \v 10 હે તાર્શીશની દીકરી,નીલ નદીની જેમ તારી ભૂમિમાં જા. હવે તૂરમાં કોઈ બજાર રહ્યું નથી. \q1 \v 11 યહોવાહે પોતાનો હાથ સમુદ્ર પર લંબાવ્યો છે; તેમણે રાજ્યોને હલાવી નાખ્યાં છે; \q1 તેમણે કનાન વિષે આજ્ઞા આપી છે કે, તેના કિલ્લાઓનો નાશ કરવો. \q1 \v 12 તેમણે કહ્યું, "સિદોનની પીડિત કુંવારી દીકરી, તું હવે ફરીથી આનંદ કરીશ નહિ; \q1 ઊઠ, કિત્તીમ સુધી પેલે પાર જા; ત્યાં પણ તને વિશ્રામ મળશે નહિ." \s5 \q1 \v 13 ખાલદીઓના દેશને જુઓ. તે પ્રજા નહોતી; આશ્શૂરે તેને જંગલી પ્રાણીઓને માટે અરણ્ય બનાવ્યું છે: \q1 તેઓએ તેના બુરજો ઊભા કર્યા, તેઓએ એના મહેલોને જમીનદોસ્ત કર્યા; તેણે તેને ઉજ્જડ કરી નાખ્યો. \q1 \v 14 હે તાર્શીશનાં વહાણો, તમે વિલાપ કરો; કેમ કે તમારા આશ્રયનો નાશ થયો છે. \s5 \p \v 15 તે દિવસે, એક રાજાની કારકીર્દી સુધી, એટલે સિત્તેર વર્ષ સુધી, તૂર ભૂલાઈ જશે. તે સિત્તેર વર્ષ પૂરાં થયા પછી તૂરને ગણિકના ગીત પ્રમાણે થશે: \q1 \v 16 હે ભુલાઈ ગયેલી ગણિકા, વીણા લઈને નગરમાં ફરી વળ; \q1 કુશળતાથી વગાડ, ઘણા ગીતો ગા, જેથી તું યાદ આવે. \s5 \p \v 17 સિત્તેર વર્ષ પૂરાં થશે ત્યાર બાદ પછી યહોવાહ તૂરની મુલાકાત લેશે, તે પોતાનો પગાર મેળવવા પાછી આવશે. તે પૃથ્વી પરના સર્વ રાજ્યોની સાથે ગણિકાનો ધંધો ચલાવશે. \v 18 તેની કમાઈ તથા પગાર યહોવાહને માટે થશે. તેનો સંગ્રહ કરવામાં આવશે નહિ કે નાખવામાં આવશે નહિ. કેમ કે તેની કમાઈ યહોવાહની હજૂરમાં રહેનારને માટે થશે કે તેઓ ધરાઈને ખાય અને ઉત્તમ વસ્ત્ર પહેરે. \s5 \c 24 \s પ્રભુ પૃથ્વીનો ન્યાય કરશે \q1 \v 1 જુઓ! યહોવાહ પૃથ્વીને ખાલી કરીને તેને ઉજ્જડ કરે છે, તેને ઉથલાવીને તેના રહેવાસીઓને વેરવિખેર કરી નાખે છે. \q1 \v 2 જેવી લોકની, તેવી યાજકની; જેવી ચાકરની, તેવી જ તેના શેઠની; જેવી દાસીની, તેવી જ તેની શેઠાણીની; \q1 જેવી ખરીદનારની, તેવી જ વેચનારની; જેવું ઉછીનું આપનારની, તેવી જ લેનારની; જેવી લેણદારની, તેવી જ દેણદારની સ્થિતિ થશે. \s5 \p \v 3 પૃથ્વી સંપૂર્ણ ખાલી કરાશે અને તદ્દન ઉજ્જડ કરાશે, \q1 કેમ કે યહોવાહ આ વચન બોલ્યા છે. \q1 \v 4 પૃથ્વી સુકાઈ જાય છે અને જીર્ણ થઈ જાય છે, દુનિયા સુકાઈને સંકોચાઈ જાય છે, \q1 પૃથ્વીના અગ્રણી લોકો ક્ષીણ થતા જાય છે. \q1 \v 5 પૃથ્વી તેના રહેવાસીઓનાં પાપ રૂપી ઉલ્લંઘનોને લીધે, વિધાનનો અનાદર કર્યાને લીધે ભ્રષ્ટ થઈ છે \q1 અને તેણે સનાતન કરારનો ભંગ કર્યો છે. \s5 \q1 \v 6 તેથી શાપ પૃથ્વીને ગળી જાય છે અને તેના રહેવાસીઓ અપરાધી ઠર્યા છે. \q1 પૃથ્વીના રહેવાસીઓ બળીને ભસ્મ થઈ ગયા છે અને થોડાં જ માણસો બાકી રહ્યાં છે. \q1 \v 7 નવો દ્રાક્ષારસ સુકાઈ જાય છે, દ્રાક્ષાવેલો કરમાઈ જાય છે, જેઓ મોજ માણતા હતા તેઓ નિસાસા નાખે છે. \s5 \q1 \v 8 ખંજરીના હર્ષનો અવાજ બંધ થાય છે અને હર્ષ કરનારાનો અવાજ સંભળાતો નથી; \q1 વીણાનો હર્ષ બંધ પડે છે. \q1 \v 9 તેઓ ગાયન કરતાં કરતાં દ્રાક્ષારસ પીશે નહિ અને દારૂ પીનારાને તે કડવો લાગશે. \s5 \q1 \v 10 ભારે અવ્યવસ્થાનું નગર તૂટી પડ્યું છે; દરેક ઘરો બંધ અને ખાલી કરવામાં આવ્યા છે. \q1 \v 11 રસ્તાઓમાં દ્રાક્ષારસને માટે બૂમ પડે છે; \q1 સર્વ હર્ષ ઓસરી ગયેલો છે, પૃથ્વી પરથી આનંદ લોપ થયો છે. \s5 \q1 \v 12 નગરમાં પાયમાલી થઈ રહી છે અને દરવાજા તોડીને વિનાશ થઈ રહ્યો છે. \q1 \v 13 પૃથ્વીમાં લોકો ઝુડાયેલા જૈતૂન વૃક્ષ જેવા, \q1 તથા દ્રાક્ષાને વીણી લીધા પછી બાકી રહેલા દ્રાક્ષાવેલા જેવા થશે. \s5 \q1 \v 14 તેઓ મોટે સાદે બૂમ પાડશે \q1 અને યહોવાહના મહિમાને લીધે આનંદથી સમુદ્રને સામે પારથી પોકારશે. \q1 \v 15 તેથી પૂર્વમાં યહોવાહનો મહિમા ગાઓ \q1 અને સમુદ્રના બેટોમાં ઇઝરાયલના ઈશ્વર યહોવાહના નામને મહિમા આપો. \s5 \q1 \v 16 પૃથ્વીને છેડેથી આપણે, "ન્યાયીનો મહિમા થાઓ" એવાં ગીત સાંભળ્યાં છે. \q1 પણ મેં કહ્યું, "હું વેડફાઈ જાઉં છું, હું વેડફાઈ જાઉં છું, મને અફસોસ! ઠગનાર ઠગે છે; \q1 હા, ઠગનાર ઠગાઈ કરીને ઠગે છે." \s5 \q1 \v 17 હે પૃથ્વીવાસીઓ, ભય, ખાડો તથા ફાંદો તમારા પર આવી પડ્યો છે. \q1 \v 18 જે ભયના અવાજથી નાસશે તે ખાડામાં પડશે \q1 અને જે ખાડામાંથી બહાર નીકળશે તે ફાંદામાં પડશે. \q1 આકાશની બારીઓ ખોલવામાં આવશે અને પૃથ્વીના પાયા હલાવવામાં આવશે. \s5 \q1 \v 19 પૃથ્વી તદ્દન તૂટી ગયેલી છે, પૃથ્વીના ચૂરેચૂરા કરવામાં આવશે; \q1 પૃથ્વીને હિંસક રીતે હલાવવામાં આવશે. \q1 \v 20 પૃથ્વી પીધેલાની જેમ લથડિયાં ખાશે અને ઝૂંપડીની જેમ આમતેમ હાલી જશે. \q1 તેનો અપરાધ તેના પર ભારરૂપ થઈ પડશે, તે પડશે અને ફરીથી ઊઠશે નહિ. \s5 \q1 \v 21 તે દિવસે યહોવાહ ઉચ્ચસ્થાનના સૈન્યને આકાશમાં \q1 તથા પૃથ્વી પર પૃથ્વીના રાજાઓને સજા કરશે. \q1 \v 22 તેઓ કારાગૃહમાં બંદીવાનોને એકત્ર કરશે અને તેઓને બંદીખાનામાં બંધ કરવામાં આવશે; \q1 અને ઘણા દિવસો પછી તેઓનો ન્યાય કરવામાં આવશે. \q1 \v 23 ત્યારે ચંદ્રને લાજ લાગશે અને સૂર્ય કલંકિત થશે કેમ કે સૈન્યોના યહોવાહ \q1 સિયોન પર્વત પર તથા યરુશાલેમમાં રાજ કરશે અને તેના વડીલોની આગળ ગૌરવ બતાવશે. \s5 \c 25 \s સ્તુતિગાન \q1 \v 1 હે યહોવાહ, તમે મારા ઈશ્વર છો; હું તમને મોટા માનીશ, હું તમારા નામની સ્તુતિ કરીશ; \q1 કેમ કે તમે અદ્દભુત કાર્યો કર્યાં છે; તમે વિશ્વાસુપણે કરેલી પુરાતનકાળની યોજનાઓ પૂરી કરી છે. \q1 \v 2 કેમ કે તમે નગરનો ઢગલો કરી નાખ્યો છે; મોરચાબંધ નગરને ખંડિયેર કર્યું છે, \q1 પરદેશીઓના ગઢને તમે નગરની પંક્તિમાંથી કાઢી નાખ્યો છે. \q1 \v 3 તેથી સામર્થ્યવાન લોકો તમારો મહિમા ગાશે; દુષ્ટ દેશોનું નગર તમારાથી બીશે. \s5 \q1 \v 4 જ્યારે દુષ્ટ લોકોનો વિસ્ફોટ કોટ પરના તોફાન જેવો થશે, \q1 ત્યારે તમે ગરીબોના રક્ષક, સંકટ સમયે દીનોના આધાર, \q1 તોફાનની સામે આશ્રય અને તડકાની સામે છાયા થશો. \q1 \v 5 સૂકી જગામાં તડકાની જેમ, \q1 તમે અજાણ્યાના અવાજને દબાવી દેશો; \q1 જેમ વાદળની છાયાથી તડકો ઓછો લાગે છે તેમ દુષ્ટોનું ગાયન મંદ કરવામાં આવશે. \s ઈશ્વરે તૈયાર કરેલી મિજબાની \s5 \q1 \v 6 આ પર્વત પર સૈન્યોના યહોવાહ સર્વ લોકો માટે મેદવાળી વાનગીની ઉજવણી કરાવશે, \q1 ઉત્તમ દ્રાક્ષારસની, કુમળા માંસની મિજબાની આપશે. \q1 \v 7 જે ઘૂંઘટ સઘળી પ્રજાઓ પર ઓઢાડેલો છે તેના પૃષ્ઠનો તથા જે આચ્છાદન સર્વ પ્રજાઓ પર પસારેલું છે, \q1 તેનો આ પર્વત પર તે નાશ કરશે. \q1 \v 8 તે સદાને માટે મરણને ગળી જશે \q1 અને પ્રભુ યહોવાહ સર્વના મુખ પરથી આંસૂ લૂછી નાખશે; \q1 આખી પૃથ્વી પરથી તે પોતાના લોકોનું મહેણું દૂર કરશે, કેમ કે યહોવાહ એવું બોલ્યા છે. \s5 \q1 \v 9 તે દિવસે એવું કહેવામાં આવશે, "જુઓ, આ આપણા ઈશ્વર છે; આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ અને તે આપણો ઉદ્ધાર કરશે; \q1 આ યહોવાહ છે; આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ, તેમણે કરેલા ઉદ્ધારથી આપણે હરખાઈને આનંદ કરીશું." \s ઈશ્વરે મોઆબને શિક્ષા કરશે \q1 \v 10 કેમ કે યહોવાહનો હાથ આ પર્વત પર થોભશે; \q1 અને જેમ ઉકરડાનાં પાણીમાં ઘાસ ખુંદાય છે, તેમ મોઆબ પોતાને સ્થળે ખુંદાશે. \s5 \q1 \v 11 જેમ તરનાર તરવા માટે પોતાના હાથ પ્રસારે છે, તે પ્રમાણે તેઓ પોતાના હાથ પ્રસારશે; \q1 અને તેના હાથની ચાલાકી છતાં યહોવાહ તેના ગર્વને ઉતારી નાખશે. \q1 \v 12 તારા કોટની ઊંચી કિલ્લેબંદીને પાડી નાખીને તેને જમીનદોસ્ત કરશે, તેને ધૂળભેગી કરી નાખશે. \s5 \c 26 \s પ્રભુ પોતાના લોકોને વિજય પમાડશે \p \v 1 તે દિવસે યહૂદિયા દેશમાં આ ગીત ગવાશે: \q1 "અમારું એક મજબૂત નગર છે; ઈશ્વરે ઉદ્ધારને અર્થે તેના કોટ તથા મોરચા ઠરાવી આપ્યા છે. \q1 \v 2 દરવાજા ઉઘાડો, વિશ્વાસ રાખનાર ન્યાયી પ્રજા તેમાં પ્રવેશે. \s5 \q1 \v 3 તમારામાં જે દૃઢ મનવાળા છે તેઓને, તમે સંપૂર્ણ શાંતિમાં રાખો, કેમ કે તે તમારા પર ભરોસો કરે છે. \q1 \v 4 યહોવાહ પર સદા ભરોસો રાખો; કેમ કે, યહોવાહ આપણો સનાતન ખડક છે. \s5 \q1 \v 5 કેમ કે તે ગર્વથી રહેનારને નીચા નમાવશે, કિલ્લાવાળા ગર્વિષ્ઠ નગરને \q1 તે જમીનદોસ્ત કરી નાખશે; તે તેને ધૂળભેગું કરશે. \q1 \v 6 પગથી તે ખૂંદાશે; હા દીનોના પગથી અને જરૂરતમંદોના પગથી તે ખૂંદાશે. \s5 \q1 \v 7 ન્યાયીનો માર્ગ સીધો છે, તમે ન્યાયીનો રસ્તો સરળ કરી બતાવો છો. \q1 \v 8 હે યહોવાહ, અમે તમારા ન્યાયના માર્ગોમાં, તમારી રાહ જોતા આવ્યા છીએ; \q1 તમારું નામ અને તમારું સ્મરણ એ અમારા પ્રાણની ઝંખના છે. \q1 \v 9 રાત્રે હું તમારે માટે આતુર બની રહું છું; હા, મારા અંતરાત્માથી આગ્રહપૂર્વક હું તમને શોધીશ. \q1 કેમ કે પૃથ્વી પર તમારો ન્યાય આવે છે, ત્યારે જગતના રહેવાસીઓ ન્યાયીપણું શીખે છે. \s5 \q1 \v 10 દુષ્ટ ઉપર કૃપા કરવામાં આવે, પણ તે ન્યાયીપણું નહિ શીખે. પવિત્ર ભૂમિમાં પણ તે અધર્મ કરે છે \q1 અને તે યહોવાહનો મહિમા જોશે નહિ. \s5 \q1 \v 11 હે યહોવાહ, તમારો હાથ ઉગામેલો છે, પણ તેઓ ધ્યાન આપતા નથી. \q1 પણ તેઓ તમારા લોકોની ઉત્કંઠા જોઈને શરમાશે, કારણ કે તમારા વેરીઓ માટેનો જે અગ્નિ છે તે તેઓને ગળી જશે. \q1 \v 12 હે યહોવાહ, તમે અમને શાંતિ આપશો; કેમ કે અમારાં સર્વ કામ પણ તમે અમારે માટે કર્યાં છે. \s5 \q1 \v 13 હે યહોવાહ અમારા ઈશ્વર, તમારા સિવાય બીજા માલિકોએ અમારા પર રાજ કર્યું છે; પરંતુ અમે ફક્ત તમારા નામની સ્તુતિ કરીએ છીએ. \q1 \v 14 તેઓ મરણ પામ્યા છે, તેઓ જીવશે નહિ; તેઓ મરણ પામ્યા છે, તેઓ પાછા ઊઠશે નહિ. \q1 તે જ માટે તમે તેઓનો ન્યાય કરીને તેઓનો નાશ કર્યો છે અને તેઓની સર્વ યાદગીરી નષ્ટ કરી છે. \s5 \q1 \v 15 તમે દેશની પ્રજા વધારી છે, હે યહોવાહ, તમે પ્રજા વધારી છે; તમારો મહિમા પ્રગટ કર્યો છે; \q1 તમે પૃથ્વીનાં છેડા સુધી સર્વ સીમાઓ વિસ્તારી છે. \s5 \q1 \v 16 હે યહોવાહ, સંકટ સમયે તેઓ તમારી તરફ ફર્યા છે; તમારી શિક્ષા તેઓને લાગી ત્યારે તેઓએ તમારી પ્રાર્થના કરી છે. \q1 \v 17 જેમ ગર્ભવતી સ્ત્રી જ્યારે પ્રસવનો સમય પાસે આવે, ત્યારે પ્રસૂતિની વેદનામાં ચીસો પાડે છે; \q1 તે પ્રમાણે, હે પ્રભુ અમે તમારી સંમુખ હતા. \s5 \q1 \v 18 અમે ગર્ભ ધર્યો હતો, અમે પ્રસવ પીડામાં હતા, પણ અમે જાણે વાયુને જન્મ આપ્યો છે. પૃથ્વીનો ઉદ્ધાર અમારાથી થયો નથી \q1 અને દુનિયાના રહેવાસીઓ પડ્યા નથી. \s5 \q1 \v 19 તમારાં મૃતજનો જીવશે; આપણા મૃત શરીરો ઊઠશે. હે ધૂળમાં રહેનારા, તમે જાગૃત થાઓ અને હર્ષનાદ કરો; \q1 કેમ કે તમારું ઝાકળ પ્રકાશનું ઝાકળ છે અને પૃથ્વી મૂએલાંને બહાર કાઢશે. \s શિક્ષા અને ઉદ્ધાર \s5 \q1 \v 20 જાઓ, મારી પ્રજા, તમારી ઓરડીમાં પેસો અને અંદર જઈને બારણાં બંધ કરો; \q1 જ્યાં સુધી કોપ બંધ પડે નહિ ત્યાં સુધી સંતાઈ રહો. \q1 \v 21 કેમ કે જુઓ, પૃથ્વી પરના રહેવાસીઓના અપરાધને માટે, તેમને સજા આપવાને માટે યહોવાહ પોતાના સ્થાનમાંથી બહાર આવે છે; \q1 પૃથ્વીએ પોતે શોષી લીધેલું રક્ત તે પ્રગટ કરશે અને ત્યાર પછી પોતાના માર્યા ગયેલાઓને ઢાંકી રાખશે નહિ. \s5 \c 27 \q1 \v 1 તે દિવસે યહોવાહ પોતાની સખત, મહાન અને સમર્થ તલવારથી \q1 વેગવાન સર્પ લિવિયાથાનને, એટલે ગૂંછળિયા સર્પ લિવિયાથાનને શિક્ષા કરશે. \q1 અને જે અજગર સમુદ્રમાં રહે છે તેને તે મારી નાંખશે. \q1 \v 2 તે દિવસે, દ્રાક્ષવાડીના દ્રાક્ષારસ માટે ગીત ગાઓ. \q1 \v 3 "હું યહોવાહ, તેનો રક્ષક છું, પળે પળે હું તેને સિંચું છું; \q1 હું રાત તથા દિવસે તેનું રક્ષણ કરું છું રખેને કોઈ તેને ઈજા પહોંચાડે. \s5 \q1 \v 4 હું હવે ગુસ્સે નથી, અરે, ત્યાં ઝાંખરાં અને કાંટા મારી સામે હોત તો કેવું સારું! \q1 યુદ્ધમાં હું તેમની સામે કૂચ કરીને હું તેઓને એકસાથે બાળી નાખત. \q1 \v 5 તેઓએ મારા રક્ષણમાં આવવું અને મારી સાથે સમાધાન કરવું; હા, તેઓએ મારી સાથે સમાધાન કરવું. \s5 \q1 \v 6 આવનાર દિવસોમાં, યાકૂબની જડ ઊગશે, ઇઝરાયલને ફૂલ અને કળીઓ ખીલશે; \q1 અને તેઓ ફળથી પૃથ્વીની સપાટી ભરપૂર કરશે." \s5 \q1 \v 7 યહોવાહે યાકૂબ તથા ઇઝરાયલના શત્રુઓને જેવો માર માર્યો છે શું તેવો માર એને માર્યો છે? શત્રુઓની જેવી કતલ કરી છે તે પ્રમાણે શું યાકૂબ તથા ઇઝરાયલનો સંહાર કર્યો છે? \q1 \v 8 ચોક્કસ માપમાં તમે દલીલ કરી છે, જેમ યાકૂબ તથા ઇઝરાયલને તજી દઈને, તેને પૂર્વના વાયુને દિવસે તેમણે પોતાના તોફાની વાયુથી તેમને દૂર કર્યા છે. \s5 \q1 \v 9 તેથી આ રીતે, યાકૂબના અપરાધનું માફ કરવામાં આવશે, કેમ કે તેનાં પાપ દૂર કરવાનાં તમામ ફળ આ છે: \q1 તે વેદીના સર્વ પથ્થરને પીસીને ચુનાના પથ્થર જેવા કરી નાખશે \q1 અને અશેરાના સ્તંભો અને કોઈ ધૂપવેદી ઊભી રહેશે નહિ. \s5 \q1 \v 10 કેમ કે મોરચાબંધ નગર ઉજ્જડ, રહેઠાણ અરણ્ય સમાન થયેલું અને ત્યાગ કરેલું રહેશે. \q1 ત્યાં વાછરડું ચરશે, ત્યાં તે બેસશે અને તેની ડાળીઓ ખાશે. \q1 \v 11 તેની ડાળીઓ સુકાશે ત્યારે તેઓને ભાંગી નાખવામાં આવશે. સ્ત્રીઓ આવીને તેમનું બળતણ કરશે, \q1 કેમ કે, આ લોક સમજણા નથી. \q1 તેથી તેઓના સર્જનહાર તેઓના પર દયા કરશે નહિ અને તેઓના પર કૃપા કરશે નહિ. \s5 \q1 \v 12 તે દિવસે યહોવાહ \q1 ફ્રાત નદીના પ્રવાહથી તે મિસરની નદી સુધી અનાજને ઝૂડશે \q1 અને હે ઇઝરાયલીઓ તમને એકએકને એકત્ર કરવામાં આવશે. \q1 \v 13 તે દિવસે મોટું રણશિંગડુંં વગાડવામાં આવશે; \q1 અને આશ્શૂર દેશમાં જેઓ નાશ પામનાર હતા, તેઓ તથા મિસરમાં જેઓને તજી દેવામાં આવ્યા હતા, તેઓ આવશે, \q1 તેઓ યરુશાલેમમાં પવિત્ર પર્વત પર યહોવાહની ઉપાસના કરશે. \s5 \c 28 \s ઉત્તરના રાજ્યને ચેતવણી \q1 \v 1 એફ્રાઇમના ભાન ભૂલેલા વ્યસનીઓના માળાને, તેની તેજસ્વી સુંદરતાનાં લુપ્ત થતાં ફૂલોને, \q1 રસાળ ખીણના મથાળા પરના તેના મહાન શોભા આપનારાં ચીમળાનાર ફૂલોને અફસોસ છે. \q1 \v 2 જુઓ, પ્રભુનો એક પરાક્રમી અને સમર્થ વીર છે; તે કરાની આંધી, \q1 નાશ કરનાર તોફાન, જબરાં ઊભરાતાં પાણીના પૂરની જેમ પૃથ્વીને પોતાના હાથના જોરથી પછાડશે. \s5 \q1 \v 3 એફ્રાઇમના ભાન ભૂલેલા વ્યસનીઓના માળાને તે પગ નીચે પછાડાશે. \q1 \v 4 અને મોસમ આવે તે અગાઉનાં પાકેલાં, \q1 પ્રથમ અંજીરને જોનાર જુએ છે અને તેના હાથ માં આવતાં જ ગળી જાય છે, \q1 તેના જેવી ગતિ રસાળ ખીણને મથાળે આવેલા તેના મહાન શોભા આપનાર ચીમળાનાર ફૂલોની થશે. \s5 \q1 \v 5 તે દિવસે સૈન્યોના યહોવાહ પોતાના લોકના શેષને માટે મહિમાનો મુગટ તથા સૌદર્યનો તાજ થશે. \q1 \v 6 જે ન્યાય કરવા બેસે છે તેને માટે ન્યાયનો આત્મા થશે અને શત્રુઓને દરવાજામાંથી પાછા મોકલનારને માટે સામર્થ્યરૂપ થશે. \s યહૂદિયાના છાકટા પ્રબોધકો \s5 \q1 \v 7 પરંતુ તેઓએ પણ દ્રાક્ષારસને લીધે ઠોકર ખાધી છે અને દારૂને લીધે તેઓ ભૂલા પડ્યા છે. \q1 યાજકે તથા પ્રબોધકે દારૂને લીધે અથડાયા કર્યા છે, તેઓ દ્રાક્ષારસમાં મગ્ન થયા છે. \q1 તેઓ દારૂના સેવનને લીધે ભૂલા પડ્યા છે, દર્શન વિષે તેઓ ભૂલથાપ ખાય છે અને ઇનસાફ આપવામાં ઠોકર ખાય છે. \q1 \v 8 ખરેખર, ઊલટીથી સર્વ મેજો ભરપૂર છે, તેથી કોઈ પણ જગા સ્વચ્છ રહી નથી. \s5 \q1 \v 9 તે કોને ડહાપણ શીખવશે અને કોને સંદેશો સમજાવશે? \q1 શું તે ધાવણ મુકાવેલાઓને તથા સ્તનપાન છોડાવેલાઓને સમજાવશે? \q1 \v 10 કેમ કે આજ્ઞા પર આજ્ઞા, આજ્ઞા પર આજ્ઞા; નિયમ પર નિયમ, નિયમ પર નિયમ; \q1 થોડું આમ, થોડું તેમ એ પ્રમાણે તેઓ બોલે છે. \s5 \q1 \v 11 કેમ કે ઉપહાસ કરનાર હોઠોથી અને અન્ય ભાષામાં તે આ લોકો સાથે વાત કરશે. \q1 \v 12 પાછલા દિવસોમાં તેમણે તેઓને કહ્યું હતું, "આ વિશ્રામ છે, થાકેલાઓને વિશ્રામ આપો; \q1 અને આ તાજગી છે," પણ તેઓએ સંભાળવા ચાહ્યું નહિ. \s5 \q1 \v 13 તેથી યહોવાહના શબ્દો તેઓને માટે \q1 આજ્ઞા પર આજ્ઞા, આજ્ઞા પર આજ્ઞા; નિયમ પર નિયમ, નિયમ પર નિયમ; \q1 થોડું આમ, થોડું તેમ એવા થશે; \q1 તેથી તેઓ રસ્તે ચાલતાં ઠોકર ખાઈને પાછા પડે, તૂટી જાય, ફસાઈ અને પકડાય. \s તુમાખીઓને ચેતવણી અને કોણશિલા \s5 \q1 \v 14 એ માટે યરુશાલેમમાંના લોકો પર અધિકાર ચલાવનાર, \q1 તિરસ્કાર કરનાર તમે યહોવાહનાં વચન સાંભળો: \q1 \v 15 કેમ કે તમે કહ્યું છે, "અમે મૃત્યુ સાથે કરાર કર્યો છે; \q1 અમે શેઓલની સાથે સમજૂતી કરી છે. જ્યારે ન્યાય ઊભરાઈને દેશમાં થઈને પાર જશે, ત્યારે તે અમારા સુધી પહોંચશે નહિ, \q1 કેમ કે અમે જૂઠાણાને અમારો આશ્રય બનાવ્યો છે અને અસત્યતામાં અમે છુપાઈ ગયા છીએ." \s5 \q1 \v 16 તેથી પ્રભુ યહોવાહ કહે છે કે, \q1 "જુઓ: સિયોનમાં હું પાયાનો પથ્થર મૂકુ છું, તે કસી જોયેલો પથ્થર, \q1 મૂલ્યવાન ખૂણાનો પથ્થર, મૂળ પાયો છે. જે વિશ્વાસ રાખે છે તે લજ્જિત થશે નહિ. \s5 \q1 \v 17 હું ઇનસાફને દોરી અને ન્યાયીપણાને ઓળંબો કરીશ. \q1 જૂઠાણાનો આશ્રય કરાનાં તોફાનથી તણાઈ જશે અને સંતાવાની જગા પર પાણીનું પૂર ફરી વળશે. \s5 \q1 \v 18 મૃત્યુ સાથેનો તમારો કરાર રદ કરવામાં આવશે અને શેઓલ સાથેની તમારી સમજૂતી ટકશે નહિ. \q1 વળી સંકટની રેલ જ્યારે ચઢી આવશે ત્યારે તમે તેમાં તણાઈ જશો. \q1 \v 19 તે જેટલી વાર પાર જાય તેટલી વાર તે તમને ડુબાડશે \q1 અને સવાર દર સવાર તથા રાતદિવસ તે પસાર થશે. \q1 જ્યારે સંદેશો સમજાઈ જશે ત્યારે તે ત્રાસનું કારણ બનશે. \s5 \q1 \v 20 કેમ કે પથારી એટલી ટૂંકી છે કે તેના પર પગ લાંબો થઈ શકશે નહિ અને ચાદર એટલી સાંકડી છે કે તેનાથી શરીર ઢાંકી શકાશે નહિ." \q1 \v 21 કેમ કે જેમ પરાસીમ પર્વત પર થયું; તેમ ગિબ્યોનની ખીણમાં યહોવાહ ઊઠશે \q1 અને તે પોતાનાં કામ, અસાધારણ તથા અદ્દભુત કૃત્ય કરશે. \s5 \q1 \v 22 તો હવે તમે ઉપહાસ ના કરશો, રખેને તમારાં બંધન મજબૂત કરવામાં આવે. \q1 કેમ કે આખી પૃથ્વી પર આવનાર વિનાશની ખબર મેં પ્રભુ, સૈન્યોના યહોવાહ પાસેથી સાંભળી છે. \s ઈશ્વરનું ડહાપણ \s5 \q1 \v 23 કાન ધરીને મારી વાણી સાંભળો; ધ્યાનથી મારું વચન સાંભળો. \q1 \v 24 શું ખેડૂત વાવણી માટે ખેતર ખેડ્યા જ કરે છે? તે શું પોતાનું ખેતર ખોદીને ઢેફાં ભાંગ્યા જ કરે છે? \s5 \q1 \v 25 જ્યારે તે ખેતર તૈયાર કરી દે છે, ત્યારે શું તે તેમાં સૂવા કે જીરું વાવતો નથી, \q1 અને ચાસમાં ઘઉં, ઠરાવેલ જગાએ જવ અને મોસમમાં બાજરી તે વાવતો નથી શું? \q1 \v 26 કેમ કે તેનો ઈશ્વર તેને યોગ્ય રીત શીખવીને તેને ડહાપણ આપે છે. \s5 \q1 \v 27 વળી, સૂવા અણીદાર સાધનથી મસળાતા નથી કે જીરા પર ગાડાનું પૈડું ફેરવાતું નથી; \q1 પણ સૂવા લાકડીથી અને જીરું સોટીથી સાફ કરાય છે. \q1 \v 28 રોટલીનું ધાન્ય પિલાય છે શું? \q1 અને પોતાના ગાડાનું પૈડું તથા પોતાના ઘોડાઓને તેના પર સતત ફેરવ્યા કરીને તે તેનો ભૂકો કરશે નહિ. \s5 \q1 \v 29 આ જ્ઞાન પણ સૈન્યોના યહોવાહ પાસેથી મળે છે, \q1 જે સલાહ આપવામાં અદ્દભુત છે અને બુધ્ધિમાં ઉત્તમ છે. \s5 \c 29 \s યરુશાલેમ પર ઝઝૂમતી આફત \q1 \v 1 અરે અરીએલ, અરીએલ, દાઉદની છાવણીના નગર, તને અફસોસ! \q1 એક પછી એક વર્ષ વીતી જવા દો; વારાફરતી પર્વો આવ્યા કરો. \q1 \v 2 પછી હું અરીએલને સંકટમાં નાખીશ, ત્યાં શોક અને વિલાપ થઈ રહેશે; \q1 અને તે મારી આગળ વેદી જેવું જ થશે. \s5 \q1 \v 3 હું તારી આસપાસ ફરતી છાવણી રાખીશ \q1 અને કિલ્લા બાંધી તને ઘેરો નાખીશ અને તારી સામે મોરચા ઊભા કરીશ. \q1 \v 4 તને નીચે પાડવામાં આવશે અને તું ભૂમિમાંથી બોલશે; ધૂળમાંથી તારી ધીમી વાણી સંભળાશે. \q1 તારો અવાજ ભૂમિમાંથી સાધેલા અશુદ્ધ આત્માનાં જેવો આવશે અને તારો બોલ ધીમે સ્વરે ધૂળમાંથી આવશે. \s5 \q1 \v 5 વળી તારા પર ચઢાઈ કરનારાઓ ઝીણી ધૂળના જેવા અને દુષ્ટોનું સમુદાય પવનમાં ઊડી જતાં ફોતરાંના જેવો થશે. \q1 હા, તે અચાનક અને પળવારમાં થશે. \q1 \v 6 સૈન્યોના યહોવાહ \q1 મેઘગર્જના, ધરતીકંપ, મોટા અવાજ, વંટોળિયા, આંધી અને ગળી જનાર અગ્નિની જ્વાળાઓ મારફતે તને સજા કરશે. \s5 \q1 \v 7 જે સર્વ પ્રજાઓ અરીએલની સામે લડે છે; \q1 એટલે જે સર્વ તેની તથા તેના કિલ્લાની સામે લડીને તેને સંકટમાં નાખે છે, \q1 તેઓનો સમુદાય સ્વપ્ન જેવો અને રાત્રીના આભાસ જેવો થઈ જશે. \q1 \v 8 જેમ ભૂખ્યા માણસને સ્વપ્ન આવે છે કે તે ખાય છે; પણ જ્યારે તે જાગે છે ત્યારે તો તે ભૂખ્યો ને ભૂખ્યો જ હોય છે. \q1 જેમ તરસ્યાને સ્વપ્ન આવે છે, તેમાં તે પાણી પીએ છે; પણ જ્યારે તે જાગે છે ત્યારે હજી તે તરસને કારણે બેભાન જેવી અવસ્થામાં હોય છે. \q1 તે પ્રમાણે સિયોન પર્વતની સામે લડનારી સર્વ પ્રજાઓના સમુદાયને થશે. \s ઇઝરાયલી પ્રજાનો અંધાપો અને પાખંડ \s5 \q1 \v 9 વિસ્મિત થઈને અચંબો પામો; પોતાને અંધ કરીને દૃષ્ટિહીન થઈ જાઓ! \q1 ભાન ભૂલેલા થાઓ, પણ દ્રાક્ષારસથી નહિ; લથડિયાં ખાઓ પણ દારૂથી નહિ. \q1 \v 10 કેમ કે યહોવાહે ભર ઊંઘનો આત્મા તમારી પર રેડ્યો છે. \q1 તેમણે તમારી આંખો એટલે પ્રબોધકોને બંધ કર્યા છે અને તમારાં શિર એટલે દ્રષ્ટાઓને ઢાંકી દીધા છે. \s5 \p \v 11 આ સર્વનું દર્શન તમારી આગળ મહોરથી બંધ કરેલા પુસ્તકના જેવું છે; લોકો જે ભણેલા છે તેને તે આપીને કહે છે, "આ વાંચ." તે કહે છે, "હું તે વાંચી શકતો નથી, કારણ કે તે પર મહોર મારેલી છે." \v 12 પછી તે પુસ્તક અભણને આપવામાં આવે છે અને તેને કહે છે, "આ વાંચ," તે કહે છે, "મને વાંચતા આવડતું નથી." \s5 \q1 \v 13 પ્રભુ કહે છે, "આ લોકો તેમના મુખથી જ મારી પાસે આવે છે \q1 અને કેવળ હોઠોથી મને માન આપે છે, પરંતુ તેઓએ પોતાનું હૃદય મારાથી દૂર રાખ્યું છે. \q1 તેઓ મારો જે આદર કરે છે તે માત્ર માણસોએ શીખવેલી આજ્ઞા છે. \q1 \v 14 તેથી, જુઓ, આ લોકમાં અદ્દભુત કામ, હા, મહાન તથા અજાયબ કામ ફરીથી કરવાનો છું. \q1 તેઓના જ્ઞાનીઓનું ડહાપણ નષ્ટ થશે અને તેઓના બુદ્ધિમાનોની બુદ્ધિનો લોપ થઈ જશે. \s ઉજળા ભાવિની આશા \s5 \q1 \v 15 જેઓ યહોવાહથી પોતાની યોજનાઓ સંતાડવાને ઊંડો વિચાર કરે છે \q1 અને જેઓ અંધકારમાં કામ કરે છે. તેઓ કહે છે, "અમને કોણ જુએ છે, અમારા વિષે કોણ જાણે છે? તેઓને અફસોસ! \s5 \q1 \v 16 તમે વસ્તુઓને ઊંધી સીધી કરો છો! શું કુંભાર માટીની બરાબર ગણાય, \q1 એવી રીતે કે, કૃત્યો પોતાના કર્તા વિષે કહે, "તેણે મને બનાવ્યો નથી," \q1 અથવા જે વસ્તુની રચના થયેલી છે તે પોતાના રચનારને કહેશે કે, "તે મને સમજી શકતો નથી?" \s5 \q1 \v 17 થોડી જ વારમાં, \q1 લબાનોન વાડી થઈ જશે અને વાડી વન થઈ જશે. \q1 \v 18 તે દિવસે બધિરજનો પુસ્તકનાં વચનો સાંભળશે \q1 અને અંધની આંખો ગહન અંધકારમાં જોશે. \q1 \v 19 દીનજનો યહોવાહમાં આનંદ કરશે \q1 અને દરિદ્રી માણસો ઇઝરાયલના પવિત્રમાં હરખાશે. \s5 \q1 \v 20 કેમ કે જુલમીનો અંત આવ્યો છે અને નિંદકને ખતમ કરવામાં આવ્યો છે. જે કોઈ દુષ્ટતા કરવાનું ચાહે છે તેઓ સર્વને નાબૂદ કરવામાં આવશે, \q1 \v 21 તેઓ તો દાવામાં માણસને ગુનેગાર ઠરાવનાર છે. તેને માટે જાળ બિછાવે છે \q1 તેઓ દરવાજા આગળ ન્યાય ઇચ્છે છે પરંતુ ન્યાયને ખાલી જુઠાણાથી નીચે પાડે છે. \s5 \q1 \v 22 તેથી જેણે ઇબ્રાહિમનો ઉદ્ધાર કર્યો, તે યહોવાહ યાકૂબના કુટુંબ વિષે કહે છે: \q1 "યાકૂબને કદી શરમાવું પડશે નહિ, તેનો ચહેરો ઊતરી જશે નહિ. \q1 \v 23 પરંતુ જ્યારે પોતાની મધ્યે પોતાના સંતાનો એટલે મારા હાથની કૃતિઓને જોશે, ત્યારે તેઓ મારા નામને પવિત્ર માનશે. \q1 તેઓ યાકૂબના પવિત્રને પવિત્ર માનશે અને ઇઝરાયલના ઈશ્વરના આદરમાં ઊભા રહેશે. \q1 \v 24 આત્મામાં જેઓ ભૂલા પડેલા હતા તેઓ સમજ પામશે અને ફરિયાદીઓ ડહાપણ પામશે." \s5 \c 30 \s મિસર સાથેનો મિથ્યા કરાર \q1 \v 1 યહોવાહ કહે છે, "બળવાખોર સંતાનોને અફસોસ!" \q1 "તેઓ યોજનાઓ કરે છે, પણ મારી નહિ; તેઓ અન્ય દેશો સાથે સંધિઓ કરે છે, પણ તે મારા આત્માને અનુસરીને નહિ, \q1 તેથી તેઓ પાપ ઉપર પાપ ઉમેરે છે. \q1 \v 2 તેઓ મને પૂછયા વિના મિસરમાં ચાલ્યા જાય છે. \q1 તેઓ ફારુનથી રક્ષણ મેળવવા અને મિસરની છાયામાં શરણ શોધે છે. \s5 \q1 \v 3 તેથી ફારુનનું રક્ષણ તે તારા માટે શરમરૂપ \q1 અને મિસરની છાયામાં આશ્રય તને અપમાનરૂપ થશે. \q1 \v 4 જો કે તેના સરદારો સોઆનમાં છે અને તેના સંદેશવાહકો હાનેસ પહોંચ્યા છે. \q1 \v 5 તોપણ જે લોકોથી તેઓને મદદ મળવાની નથી, જેઓ સહાયકારને ઉપયોગી થવાના નથી, \q1 પણ લજ્જાસ્પદ તથા અપમાનકારક છે, તેઓનાથી તેઓ સર્વ લજ્જિત થશે." \s5 \p \v 6 નેગેબનાં પશુઓ વિષે ઈશ્વરવાણી: \q1 દુઃખ તથા સંકટનો દેશ કે જેમાંથી સિંહ તથા સિંહણ, ઝેરી સાપ તથા ઊડતા નાગ આવે છે, તેમાં થઈને તેઓ, \q1 જે લોકોથી તેમને મદદ થઈ શકે નહિ, \q1 તેઓની પાસે ગધેડાની પીઠ પર પોતાનું દ્રવ્ય, તથા ઊંટોની પીઠ પર પોતાના ખજાના લાદીને લઈ જાય છે. \q1 \v 7 પણ મિસરની સહાય વ્યર્થ છે; \q1 તે માટે મેં તેનું નામ બેસી રહેનારી રાહાબ પાડ્યું છે. \s બળવાખોર પ્રજા \s5 \q1 \v 8 પ્રભુએ મને કહ્યું, હવે ચાલ, તેઓની રુબરુ એક પાટી પર લખ અને તેને ટીપણાંમા કોતરી નાખ, \q1 જેથી તે ભવિષ્યમાં સદાને માટે સાક્ષી તરીકે રહે. \q1 \v 9 કેમ કે આ લોકો બળવાખોર, જૂઠાં સંતાનો છે, \q1 તેઓ યહોવાહનું શિક્ષણ સાંભળવાને ચાહતા નથી એવા છે. \s5 \q1 \v 10 તેઓ દૃષ્ટાઓને કહે છે, "તમે દર્શન જોશો નહિ;" \q1 અને પ્રબોધકોને કહે છે, "અમને સત્યની સીધી ભવિષ્યવાણી કહેશો નહિ; \q1 પણ અમને મીઠી મીઠી વાતો કહો અને ઠગાઈની ભવિષ્યવાણી કહો; \q1 \v 11 માર્ગમાંથી નીકળી જાઓ; રસ્તા પરથી બાજુએ ખસી જાઓ; \q1 અમારી આગળથી ઇઝરાયલના પવિત્રને દૂર કરો." \s5 \q1 \v 12 તેથી ઇઝરાયલના પવિત્ર એવું કહે છે, \q1 "કેમ કે તમે આ વાતને નકારો છો \q1 અને જુલમ પર તથા કુટિલતા પર ભરોસો અને આધાર રાખો છો, \q1 \v 13 માટે તમારાં આ પાપ \q1 ઊંચી ભીંતમાં પડેલી પહોળી ફાટ જેવાં છે, \q1 તે ભીંત પળવારમાં અકસ્માતે તૂટી પડે છે, તેના જેવા તમારા હાલ થશે. \s5 \q1 \v 14 કુંભારનું વાસણ તૂટી જાય છે તે પ્રમાણે તે તેને ભાગી નાખશે; \q1 અને દયા રાખ્યા વગર તેના એવી રીતે ચૂરેચૂરા કરશે કે, \q1 એના કકડામાંથી ચૂલામાંથી આગ લેવા માટે ઠીકરું સરખુંય મળશે નહિ. \s5 \q1 \v 15 પ્રભુ યહોવાહ ઇઝરાયલના, પવિત્ર કહે છે કે, \q1 "પાછા ફરવાથી અને શાંત રહેવાથી તમે બચી જશો; શાંત રહેવામાં તથા ભરોસો રાખવામાં તમારું સામર્થ્ય હશે. \q1 પણ તમે એમ કરવા ચાહ્યું નહિ. \q1 \v 16 ઊલટું તમે કહ્યું, 'ના, \q1 અમે તો ઘોડેસવાર થઈને નાસી જવાના,' તે માટે તમે નાસશો જ; \q1 અને તમે કહ્યું, 'અમે વેગવાન ઘોડા પર સવારી કરવાના,' તે માટે જે કોઈ તમારી પાછળ પડનાર છે તેઓ પણ વેગવાન થશે. \s5 \q1 \v 17 એકની ધમકીથી એક હજાર નાસી જશે; \q1 પાંચની ધમકીથી તમે બધા નાસી જશો \q1 અને તમે માત્ર પર્વત પરના ધ્વજદંડ જેવા અને ડુંગર પર નિશાનના જેવા થોડા જ રહી જશો." \s5 \q1 \v 18 તે માટે યહોવાહ તમારા પર દયા કરવાની રાહ જોશે. તેથી તમારા પર કૃપા કરવા માટે તે ઉચ્ચસ્થાને બેસશે. \q1 કેમ કે યહોવાહ ન્યાયના ઈશ્વર છે; જેઓ તેમની વાટ જુએ છે તેઓ સર્વ પરમસુખી છે. \s ઈશ્વર ફરી દયા કરશે \q1 \v 19 હે યરુશાલેમમાં સિયોન પર રહેનારી પ્રજા, તું ફરી રડીશ નહિ. \q1 તારા પોકારનો અવાજ સાંભળીને તે તારા પર દયા કરશે જ કરશે. તે સાંભળતાં જ તને ઉત્તર આપશે. \s5 \q1 \v 20 જોકે યહોવાહ તમને સંકટરૂપી રોટલી તથા વિપત્તિરૂપી પાણી આપે છે, \q1 તોપણ તમારા શિક્ષક ફરી સંતાશે નહિ, પણ તમારી આંખો તમારા શિક્ષકને જોશે. \q1 \v 21 જ્યારે તમે જમણી કે ડાબી બાજુ ફરશો ત્યારે તમારા કાન તમારી પાછળથી આવતા આવા અવાજને સાંભળશે કે, \q1 "આ માર્ગ છે, તે પર તમે ચાલો." \s5 \q1 \v 22 વળી તમે ચાંદીની મૂર્તિઓ પર મઢેલા પડને તથા તમારી સોનેરી મૂર્તિઓ પર ચઢાવેલા ઢોળને અશુદ્ધ કરશો. \q1 તું તેમને અશુદ્ધ વસ્તુની જેમ ફેંકી દેશે. તું તેને કહેશે, "અહીંથી ચાલી જા." \s5 \q1 \v 23 જે ભૂમિમાં તું તારું બીજ વાવશે, તે પર તે વરસાદ વરસાવશે \q1 તથા તે ભૂમિમાં પુષ્કળ અનાજ અને રોટલી ઉત્પન્ન કરશે, \q1 તે દિવસે તારાં જાનવરો મોટાં બીડમાં ચરશે. \q1 \v 24 ભૂમિ ખેડનાર બળદો અને ગધેડાં મોસમ પ્રમાણેનો, \q1 સલૂણો તથા સારી પેઠે ઊપણેલો ચારો ખાશે. \s5 \q1 \v 25 વળી કતલને મોટે દિવસે જ્યારે બુરજો પડશે \q1 સર્વ ઊંચા પર્વત પર અને સર્વ ઊંચા ડુંગર પર પાણીનાં નાળાંં અને ઝરણાં વહેશે. \q1 \v 26 ચંદ્રનું અજવાળું સૂર્યના અજવાળા સરખું થશે અને સૂર્યનું અજવાળું સાતગણું, સાત દિવસના અજવાળા સમાન થશે. \q1 યહોવાહ પોતાના લોકોના ઘાને પાટા બાંધશે અને તેઓના ઘા મટાડશે તે દિવસે એમ થશે. \s આશ્શૂરને થનારી સજા \s5 \q1 \v 27 જુઓ, યહોવાહનું નામ બળતા રોષ તથા ઊડતા ધુમાડા સાથે દૂરથી આવે છે. \q1 તેઓના હોઠો કોપથી ભરેલા છે અને તેમની જીભ બળતા અગ્નિ સરખી છે. \q1 \v 28 તેઓનો શ્વાસ ગળા સુધી પહોંચતી ઊભરાતી નદી જેવો છે, \q1 જેથી તે વિનાશની ચાળણીએ પ્રજાઓને ચાળે; લોકોના મુખમાં ભ્રાંતિકારક લગામ નાખવામાં આવશે. \s5 \q1 \v 29 પર્વની રાત્રે જેમ ગીતો ગવાય છે તેમ ગાયન કરશો \q1 અને યહોવાહના પર્વત પર ઇઝરાયલના ખડકની પાસે વાંસળી વગાડતા વગાડતા જનાર માણસની જેમ તમે મનમાં આનંદ કરશો. \s5 \q1 \v 30 યહોવાહ પોતાની વિજયી ગર્જના સંભળાવશે અને \q1 ઉગ્ર કોપથી, બળતા અગ્નિની જવાળાથી, આંધીથી, મુશળધાર વરસાદથી તથા કરાથી તે શત્રુઓને પોતાના ભુજનું સામર્થ્ય દેખાડશે. \s5 \q1 \v 31 કેમ કે યહોવાહની વાણીથી આશ્શૂર ભયભીત થશે, તે તેને સોટીથી મારશે. \q1 \v 32 યહોવાહ જે નીમેલી લાકડીનો ફટકો તેને મારશે તેનો દરેક ફટકો \q1 ખંજરી તથા વીણાના સૂર સાથે મારવામાં આવશે; અને થથરાવી નાખનારી લડાઈઓમાં તે તેઓની સાથે લડશે. \s5 \q1 \v 33 કેમ કે પૂર્વકાળથી સળગનાર સ્થાન તૈયાર કરી રાખેલું છે. હા, તે રાજાને માટે તૈયાર કરેલું છે; અને ઈશ્વરે તેને ઊંડું તથા પહોળું કર્યું છે. \q1 એની ચિતામાં અગ્નિ તથા પુષ્કળ લાકડા છે. \q1 યહોવાહનો શ્વાસ ગંધકના પ્રવાહની જેમ તેને સળગાવે છે. \s5 \c 31 \s પ્રભુ યરુશાલેમની રક્ષા કરશે \q1 \v 1 જેઓ સહાયને માટે મિસર ચાલ્યા જાય છે અને ઘોડાઓ પર આધાર રાખે છે, તેઓને અફસોસ છે; \q1 અને તેઓ રથો પુષ્કળ હોવાથી તેઓના પર ભરોસો રાખે છે અને સવારો ઘણા સમર્થ હોવાથી તેમના પર આધાર રાખે છે. \q1 પણ તેઓ ઇઝરાયલના પવિત્રની તરફ દૃષ્ટિ કરતા નથી, કે યહોવાહને શોધતા નથી. \q1 \v 2 તેમ છતાં ઈશ્વર જ્ઞાની છે, તે આફત લાવશે અને પોતાના શબ્દો પાછા લેશે નહિ. \q1 અને તે દુષ્ટોનાં કુટુંબની સામે અને પાપ કરનારને મદદ કરનારાની સામે તે ઊઠે છે. \s5 \q1 \v 3 મિસરીઓ તો માણસ છે ઈશ્વર નહિ, તેઓના ઘોડા માત્ર માંસ છે, આત્મા નહિ. \q1 જ્યારે યહોવાહ પોતાનો હાથ લાંબો કરશે, ત્યારે જે સહાય કરનાર છે તે ઠોકર ખાશે અને સહાય લેનાર પડી જશે; બન્ને એકસાથે નાશ પામશે. \s5 \q1 \v 4 યહોવાહે મને એમ કહ્યું કે, \q1 "જેમ કોઈ સિંહ કે સિંહનું બચ્ચું પોતાના શિકાર પર ઘૂરકે છે, \q1 ત્યારે જો તેની સામે ભરવાડોનો મોટો જથ્થો બોલાવવામાં આવે, \q1 તો તેઓની બૂમ સાંભળીને તે બી જતો નથી અને તેઓ બૂમ પાડે છે તેથી તે ભયભીત થતો નથી; \q1 તેમ સૈન્યોના યહોવાહ, સિયોન પર્વત પર તથા તેના ડુંગર પર યુદ્ધ કરવાને ઊતરી આવશે. \s5 \q1 \v 5 ઊડનારા પક્ષીની જેમ સૈન્યોના યહોવાહ યરુશાલેમનું રક્ષણ કરશે; \q1 તે આચ્છાદન કરીને તેને છોડાવશે, તેને છોડાવીને તે તેનું રક્ષણ કરશે. \p \v 6 હે ઇઝરાયલના લોકો જેમની સામેથી તમે મુખ ફેરવી લીધું છે તેમની તરફ પાછા ફરો. \v 7 કેમ કે, તે દિવસે તેઓ દરેક પોતાના હાથોએ બનાવેલી ચાંદીની અને સોનાની પાપરૂપી મૂર્તિને ફેંકી દેશે. \q1 \v 8 ત્યારે જે તલવાર માણસની નથી તેનાથી આશ્શૂર પડશે અને તેનો સંહાર કરશે; \q1 તે તલવારથી નાસી જશે અને તેના જુવાન પુરુષોને સખત પરિશ્રમ કરવા માટે ફરજ પાડવામાં આવશે; \q1 \v 9 તેઓ ત્રાસને કારણે પોતાનો બધો ભરોસો ખોઈ બેસશે અને તેના સરદારો યહોવાહની યુદ્ધની ધ્વજાથી બીશે." \q1 યહોવાહ, જેમનો અગ્નિ સિયોનમાં અને જેમની ભઠ્ઠી યરુશાલેમમાં છે, તેમનું આ વચન છે. \s5 \c 32 \s ધાર્મિક રાજાનું ધર્મરાજ \q1 \v 1 જુઓ, એક રાજા ન્યાયથી રાજ કરશે અને રાજકુમારો ઇનસાફથી શાસન કરશે. \q1 \v 2 તેમાંનો દરેક માણસ વાયુથી આશ્રયસ્થાન અને વાવાઝોડા સામે આશરા જેવો, \q1 સૂકી ભૂમિમાં પાણીના નાળાંં જેવો, કંટાળાજનક દેશમાં એક વિશાળ ખડકની છાયા જેવો થશે. \q1 \v 3 પછી જોનારની આંખો ઝાંખી થશે નહિ અને જેઓ સાંભળી શકે છે તેઓના કાન ધ્યાનપૂર્વક સાંભળશે. \s5 \q1 \v 4 ઉતાવળિયાઓનાં મન ડહાપણ સમજશે અને મૂંગાઓની જીભ સ્પષ્ટ બોલશે. \q1 \v 5 ત્યારે મૂર્ખને કોઈ ખાનદાન કહેશે નહિ, કે ઠગ નીતિમાન કહેવાશે નહિ. \q1 \v 6 કેમ કે મૂર્ખ મૂર્ખાઈની જ વાત બોલશે અને તેનું હૃદય દુષ્ટ યોજનાઓ કરશે \q1 અને તે અધર્મનાં કાર્યો અને યહોવાહ વિષે ભૂલભરેલી વાત બોલશે. \q1 તે ભૂખ્યાઓને અતૃપ્ત રાખશે અને તરસ્યાઓને પીવાનું પાણી આપશે નહિ. \s5 \q1 \v 7 ઠગની રીતો દુષ્ટ છે. જ્યારે દરિદ્રી કહે છે કે સત્ય શું છે તોપણ \q1 તે દરિદ્રીને જૂઠી વાતોથી નાશ કરવાને માટે દુષ્ટ યુકિત યોજે છે. \q1 \v 8 પણ ઉદાર વ્યક્તિ ઉદારતાની યોજના બનાવે છે; અને તેના ઉદારતા કાર્ય માં તે સ્થિર રહેશે. \b \s પતન અને પુન:સ્થાપના \s5 \q1 \v 9 સુખી સ્ત્રીઓ, ઊઠો અને મારી વાણી સાંભળો; \q1 હે બેદરકાર દીકરીઓ, મને સાંભળો. \q1 \v 10 હે બેદરકાર સ્ત્રીઓ, એક વર્ષ ઉપરાંત કેટલાક દિવસો પછી તમારો વિશ્વાસ ઊઠી જશે, \q1 કેમ કે દ્રાક્ષાની ઊપજ બંધ થશે અને તેને એકત્ર કરવાનો સમય આવશે નહિ. \s5 \q1 \v 11 હે સુખી સ્ત્રીઓ, કાંપો; વિશ્વાસુ સ્ત્રીઓ તમે મુશ્કેલીમાં મુકાશો; \q1 તમારા રોજબરોજનાં વસ્રો કાઢીને નિર્વસ્ત્ર થાઓ; કમર પર ટાટ બાંધો. \q1 \v 12 તમે આનંદદાયક ખેતરોને માટે, ફળદાયક દ્રાક્ષવેલાને માટે આક્રંદ કરશો. \q1 \v 13 મારા લોકોની ભૂમિ પર કાંટા તથા ઝાંખરાં ઊગી નીકળશે, \q1 ઉલ્લાસી નગરનાં સર્વ આનંદભર્યાં ઘર પર તેઓ ઊગશે. \s5 \q1 \v 14 કેમ કે, રાજમહેલનો ત્યાગ કરવામાં આવશે, વસ્તીવાળું નગર ઉજ્જડ થશે; \q1 ટેકરી તથા બુરજ સર્વકાળ સુધી કોતર જેવાં, \q1 રાની ગધેડાના આનંદનું સ્થાન અને ઘેટાંનું ચરવાનું સ્થાન થશે; \q1 \v 15 જ્યાં સુધી કે ઉપરથી આત્મા આપણા પર રેડાય \q1 અને અરણ્ય ફળદ્રુપ વાડી થાય અને ફળદ્રુપ વાડી વન સમાન બને ત્યાં સુધી એવું થશે. \s5 \q1 \v 16 પછી ઇનસાફ અરણ્યમાં વસશે; અને ન્યાયપણું ફળદ્રુપ વાડીમાં રહેશે. \q1 \v 17 ન્યાયીપણાનું કામ શાંતિ અને ન્યાયીપણાનું પરિણામ સર્વકાળનો વિશ્રામ અને વિશ્વાસ થશે. \q1 \v 18 મારા લોકો શાંતિના સ્થાનમાં, સુરક્ષિત આવાસોમાં તથા સ્વસ્થ વિશ્રામસ્થાનોમાં રહેશે. \s5 \q1 \v 19 પરંતુ જંગલના પતન સમયે કરા પડશે અને નગર જમીનદોસ્ત કરવામાં આવશે. \v 20 તમે જેઓ સર્વ ઝરણાંની પાસે વાવો છો અને તમારા બળદ અને ગધેડાને છૂટથી ચરવા મોકલો છો, તેઓ પરમસુખી છે. \s5 \c 33 \s મદદ માટે પ્રાર્થના \q1 \v 1 તને અફસોસ છે! વિનાશ કરનારનો વિનાશ થયો નથી! \q2 તું ઠગાઈ કરે છે, પણ તેઓએ તારી સાથે ઠગાઈ કરી નહિ, તને અફસોસ! \q1 તું વિનાશ કરવાનું બંધ કરીશ ત્યારે તારો વિનાશ થશે. \q2 તું ઠગાઈ કરવી બંધ કરીશ, ત્યારે તેઓ તારી સાથે ઠગાઈ કરશે. \s5 \q1 \v 2 હે યહોવાહ, અમારા પર કૃપા કરો, અમે તમારી વાટ જોયા કરીએ છીએ; \q1 દર સવારે તમે અમારો ભુજ અને દુઃખના સમયે અમારા ઉદ્ધારનાર થાઓ. \s5 \q1 \v 3 ભારે અવાજથી લોકો નાસે છે; જ્યારે તમે ઊઠ્યા ત્યારે વિદેશીઓ વિખેરાયા છે. \q1 \v 4 જેમ માણસો કાતરા એકઠા કરે છે તેમ તમારી લૂંટ એકઠી કરવામાં આવશે; તીડો ધસી આવે છે તે પ્રમાણે તેઓ તે પર ધસી આવશે. \s5 \q1 \v 5 યહોવાહ મોટા મનાયા છે; તે ઉચ્ચસ્થાનમાં રહે છે. તે સિયોનને ઇનસાફ અને ન્યાયથી ભરે છે. \q1 \v 6 તે તારા સમયમાં સ્થિર થશે, \q1 ઉદ્ધાર, ડહાપણ અને ડહાપણનો ભંડાર; યહોવાહનો ભય તે જ તેનો ખજાનો છે. \s5 \q1 \v 7 જુઓ, તેઓના શૂરવીરો બહારથી વિલાપ કરે છે; સલાહ કરનારા અને શાંતિની આશા રાખનારા પોક મૂકીને રડે છે. \q1 \v 8 માર્ગો ઉજ્જડ થયા છે; વટેમાર્ગુ બંધ થયા છે. \q1 કરાર તોડવામાં આવ્યો છે, સાક્ષીને ધિક્કાર્યા છે અને નગરો આદર વિનાનાં થઈ ગયાં છે. \s5 \q1 \v 9 દેશ વિલાપ કરે છે અને સુકાઈ જાય છે; લબાનોન લજ્જિત થઈને સંકોચાઈ જાય છે; \q1 શારોન ઉજ્જડ જંગલ જેવો થયો છે; અને બાશાન તથા કાર્મેલ પોતાનાં પાંદડાં ખેરવી નાખે છે. \s પ્રભુ પોતાના દુશ્મનોને ચેતવે છે \s5 \q1 \v 10 યહોવાહ કહે છે, "હવે હું ઊઠીશ;" હમણાં હું પોતાને ઊંચો કરીશ; હમણાં હું મોટો મનાઈશ. \q1 \v 11 તમે ફોતરાંનો ગર્ભ ધરશો અને ખૂંપરાને જન્મ આપશો; તમારો શ્વાસ તમને બાળી નાખનાર અગ્નિ જેવો છે. \q1 \v 12 લોકો ભઠ્ઠીમાં ચૂના જેવા, અગ્નિમાં બાળી નાખેલા અને કાપેલા કાંટા જેવા થશે. \s5 \q1 \v 13 તમે જેઓ દૂર છો તેઓ, મેં જે કર્યું છે તે સાંભળો; અને તમે પાસે રહેનારાઓ, મારું પરાક્રમ જાણો. \q1 \v 14 સિયોનમાં પાપીઓ ભયભીત થયા છે, અધર્મીઓને ધ્રૂજારી ચઢી છે. \q1 આપણામાંનો કોણ બાળી નાખનાર અગ્નિ સાથે વાસો કરશે? આપણામાંનો કોણ સદા બળતી આગ સાથે વાસો કરશે? \s5 \q1 \v 15 જે ન્યાયને માર્ગે ચાલે છે અને સત્ય બોલે છે; જે જુલમની કમાઈને ધિક્કારે છે, \q1 જે લાંચ લેવાનો ઇનકાર કરે છે, જે ગુનો કરવાની યોજના કરતો નથી, \q1 અને જે ભૂંડું ન જોવા માટે પોતાની આંખ મીંચી દે છે, તે જ વાસો કરશે. \q1 \v 16 તે ઉચ્ચસ્થાનને પોતાનું રહેઠાણ બનાવશે; \q1 ખડકોના કિલ્લા તેનો આશ્રય થશે; તેને નિશ્ચે ખોરાક અને પાણી મળતાં રહેશે. \s સુવર્ણમય ભાવિ \s5 \q1 \v 17 તારી આંખો રાજાને તેના સૌંદર્યમાં જોશે; તેઓ વિશાળ દેશને જોશે. \q1 \v 18 તારા હૃદયમાં વીતી ગયેલા ભય વિષે વિચાર આવશે; ખંડણી લેનાર ક્યાં છે? તોલનાર ક્યાં છે? બુરજોની ગણના કરનાર ક્યાં છે? \q1 \v 19 જે લોકોની બોલી કળી શકાય નહિ એવી ગૂઢ છે, જેઓની ભાષા સમજાય નહિ એવી છે, તે ક્રૂર લોકોને તું ફરી જોશે નહિ. \s5 \q1 \v 20 સિયોન જે આપણા પર્વોનું નગર છે તેને જો; \q1 તારી આંખો યરુશાલેમને વિશ્રામના નિવાસસ્થાન જેવું, જેનો તંબુ ઉખેડવામાં આવશે નહિ, \q1 જેની મેખો સર્વકાળ માટે કઢાશે નહિ અને જેની દોરીઓ તૂટશે નહિ, તેવા તંબુ જેવું થયેલું જોશે. \q1 \v 21 ત્યાં તો યહોવાહ જે પરાક્રમી છે તે પહોળી નદીઓ અને નાળાંને સ્થાને આપણી સાથે હશે. \q1 શત્રુની હલેસાવાળી નાવ તેમાં જનાર નથી અને મોટાં વહાણો તેમાં પસાર થવાનાં નથી. \s5 \q1 \v 22 કેમ કે યહોવાહ આપણા ન્યાયાધીશ, યહોવાહ આપણા નિયમ આપનાર, યહોવાહ આપણા રાજા છે; તે આપણને બચાવશે. \s5 \q1 \v 23 શત્રુના વહાણનાં દોરડાં ઢીલાં પડી ગયા છે; તેઓ કૂવાથંભ બરાબર સજ્જડ રાખી શક્યા નહિ; તેઓ સઢ પ્રસારી શક્યા નહિ; \q1 ત્યારે લૂંટફાટમાં લૂંટ પુષ્કળ વહેંચાય; જે લંગડા હતા તેઓને પણ લૂંટ મળી. \q1 \v 24 હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ; તેમાં વસનાર લોકોની દુષ્ટતા માફ કરવામાં આવશે. \s5 \c 34 \s ઈશ્વર શત્રુઓને શિક્ષા કરશે \q1 \v 1 હે વિદેશીઓ, તમે સાંભળવાને પાસે આવો; હે લોકો તમે કાન ધરો! \q1 પૃથ્વી તથા તે પર જે કાંઈ છે તે સર્વ, જગત તથા તેમાંથી જે સર્વ નીપજે છે તે સાંભળો. \q1 \v 2 કેમ કે સર્વ પ્રજાઓ પર અને તેના સર્વ સૈન્યો પર યહોવાહને ક્રોધ ચઢ્યો છે; \q1 તેમણે તેમનો સંપૂર્ણ નાશ કર્યો છે, તેઓને સંહારને આધીન કર્યા છે. \s5 \q1 \v 3 તેમના મારી નંખાયેલા નાખી દેવામાં આવશે; અને તેમના મૃતદેહો દુર્ગંધ મારશે, \q1 અને પર્વતો તેમના રક્તથી ઢંકાઈ જશે. \q1 \v 4 આકાશના સર્વ તારાઓ ખરી પડશે, \q1 અને આકાશ ઓળિયાની જેમ વાળી લેવાશે; અને તેના સર્વ તારાઓ ખરી પડશે \q1 જેમ દ્રાક્ષાવેલા પરથી પાંદડુ ખરી પડે છે અને પાકી ગયેલાં અંજીર ઝાડ પરથી ખરે છે તેમ તે ખરી પડશે. \s5 \q1 \v 5 કેમ કે મારી તલવાર આકાશમાં પીને ચકચૂર થઈ છે, \q1 જુઓ, હવે તે અદોમ અને આ લોકોનો નાશ કરવાને તેમના ઉપર ઊતરશે. \q1 \v 6 યહોવાહની તલવાર રક્તથી અને મેદથી, \q1 જાણે હલવાન તથા બકરાંના રક્તથી, બકરાના ગુરદાનાં મેદથી તરબોળ થયેલી છે. \q1 કેમ કે, બોસરામાં યહોવાહનો યજ્ઞ તથા અદોમ દેશમાં મોટી કતલ થયેલી છે. \s5 \q1 \v 7 જંગલના ગોધાઓ, બળદો અને વાછરડાઓ એ બધાની કતલ એકસાથે થશે. \q1 તેઓની ભૂમિ રક્તથી તરબોળ થશે અને તેઓની ધૂળ મેદથી મિશ્રિત થશે. \s5 \q1 \v 8 કેમ કે, તે યહોવાહનો વેર વાળવાનો દિવસ છે અને સિયોન સાથેની તકરારનો બદલો લેવાનું વર્ષ છે. \q1 \v 9 અદોમનાં નાળાંઓ ડામર થઈ જશે, તેની ધૂળ ગંધક થઈ જશે, \q1 અને તેની ભૂમિ બળતો ડામર થશે. \q1 \v 10 તે રાત અને દિવસ બળતું રહેશે; તેનો ધુમાડો સદા ઊંચે ચઢશે; \q1 તેની ભૂમિ પેઢી દરપેઢી ઉજ્જડ રહેશે; સદાને માટે તેમાં થઈને કોઈ જશે નહિ. \s5 \q1 \v 11 પણ જંગલી પક્ષીઓ અને પ્રાણીઓ નું તે વતન થશે; ઘુવડ તથા કાગડા ત્યાં તેમના માળા બાંધશે. \q1 અને તે પર અસ્તવ્યસ્તતા તથા ખાલીપણાનો ઓળંબો તે લંબાવશે. \q1 \v 12 તેના ધનિકોની \q1 પાસે રાજ્ય કહેવાને માટે કશું હશે નહિ અને તેના સર્વ સરદારો નહિ જેવા થશે. \s5 \q1 \v 13 તેના રાજમહેલોમાં કાંટા અને તેના કિલ્લાઓમાં કૌવચ અને ઝાંખરાં ઊગશે. \q1 ત્યાં શિયાળોનું રહેઠાણ અને ત્યાં શાહમૃગનો વાડો થશે. \q1 \v 14 ત્યાં જંગલનાં પ્રાણીઓ અને વરુઓ ભેગા થશે અને જંગલનાં બકરાઓ એકબીજાને પોકારશે. \q1 નિશાચર પ્રાણી પણ ત્યાં વાસો કરશે અને પોતાને માટે વિશ્રામસ્થાન બનાવશે. \q1 \v 15 ઘુવડો ત્યાં માળો બાંધશે, ઈંડાં મૂકશે અને તે સેવીને બચ્ચાંને પોતાની છાયા નીચે એકત્ર કરશે. \q1 હા, ત્યાં સમડીઓ પણ દરેક પોતાના સાથી સહિત એકઠી થશે. \s5 \q1 \v 16 યહોવાહના પુસ્તકમાં શોધ કરો; તેઓમાંથી એક પણ બાકી રહેશે નહિ. \q1 કોઈપણ પોતાના સાથી વિનાનું માલૂમ પડશે નહિ, કેમ કે તેમના મુખે આ આજ્ઞા આપી છે અને તેમના આત્માએ તેઓને એકઠાં કર્યાં છે. \q1 \v 17 તેમણે તેઓના માટે ચિઠ્ઠી નાખી છે અને તેમના હાથે દોરીથી માપીને તેમને તે વહેંચી આપ્યું છે; \q1 તેઓ સર્વકાળ તેનું વતન ભોગવશે; પેઢી દરપેઢી તેઓ તેમાં વસશે. \s5 \c 35 \s પવિત્રતાનો માર્ગ \q1 \v 1 અરણ્ય તથા સૂકી ભૂમિ હરખાશે; અને વન આનંદ કરશે \q1 અને ગુલાબની જેમ ખીલશે. \q1 \v 2 તે પુષ્કળ ખીલશે, આનંદ કરશે અને હરખાઈને ગાયન કરશે. \q1 તેને લબાનોનનું ગૌરવ, કાર્મેલ તથા શારોનનો વૈભવ આપવામાં આવશે; \q1 તેઓ યહોવાહનું ગૌરવ અને આપણા ઈશ્વરનો વૈભવ જોશે. \s5 \q1 \v 3 ઢીલા હાથોને દૃઢ કરો અને લથડતાં ઘૂંટણોને સ્થિર કરો. \q1 \v 4 જેઓ ભયભીત હૃદયના છે તેઓને કહો, "દૃઢ થાઓ, બીશો નહિ; \q1 જુઓ, તમારા ઈશ્વર વેર લેવા આવશે, \q1 ઈશ્વર તમને યોગ્ય બદલો આપશે અને તે પોતે આવીને તમને તારશે." \s5 \q1 \v 5 ત્યારે અંધજનોની આંખો ઉઘાડવામાં આવશે અને બધિરોના કાન સાંભળશે. \q1 \v 6 ત્યારે અપંગો હરણની જેમ કૂદશે અને મૂંગાની જીભ ગાયન કરશે, \q1 કેમ કે અરણ્યમાં પાણી અને વનમાં નાળાંં ફૂટી નીકળશે. \q1 \v 7 દઝાડતી રેતી તે તળાવ, અને તરસી ભૂમિ તે પાણીના ઝરણાં બની જશે; \q1 શિયાળોનાં રહેઠાણમાં, તેમના સૂવાને સ્થાને, ઘાસની સાથે બરુ તથા સરકટ ઊગશે. \s5 \q1 \v 8 ત્યાં રાજમાર્ગ થશે અને તે પવિત્રતાનો માર્ગ કહેવાશે. \q1 તેના પર કોઈ અશુદ્ધ ચાલશે નહિ પણ જે પવિત્રતામાં ચાલે છે તેને માટે તે થશે, એ માર્ગમાં \q1 મૂર્ખ પણ ભૂલો પડશે નહિ. \q1 \v 9 ત્યાં સિંહ હશે નહિ, કોઈ હિંસક પશુ ત્યાં આવી ચઢશે નહી; ત્યાં તેઓ જોવામાં આવશે નહિ. \q1 પણ ઉદ્ધાર પામેલાઓ ત્યાં ચાલશે. \s5 \q1 \v 10 યહોવાહે જે લોકો માટે મુક્તિ મૂલ્ય ચૂકવ્યું છે તેઓ પાછા ફરશે \q1 અને હર્ષનાદ કરતા કરતા સિયોન સુધી પહોંચશે અને તેઓને માથે હંમેશા આનંદ રહેશે; \q1 તેઓને હર્ષ અને આનંદ પ્રાપ્ત થશે, તેઓના શોક તથા નિશ્વાસ જતા રહેશે. \s5 \c 36 \s યરુશાલેમ પર આશ્શૂરનું આક્રમણ \r (૨ રા. ૧૮:૧૩-૨૭; ૨ કાળ. ૩૨:૧-૧૯) \p \v 1 હિઝકિયા રાજાની કારકિર્દીના અમલના ચૌદમા વર્ષે આશ્શૂરના રાજા સાન્હેરીબે યહૂદિયાનાં સર્વ કિલ્લાવાળાં નગરો ઉપર ચઢાઈ કરીને તેઓને જીતી લીધાં. \v 2 પછી આશ્શૂરના રાજાએ લાખીશથી રાબશાકેહને મોટા લશ્કર સહિત હિઝકિયા રાજાની પાસે યરુશાલેમ મોકલ્યો. તે ધોબીના ખેતરની સડક પર ઉપલા તળાવના ગરનાળા પાસે ઊભો રહ્યો. \v 3 ત્યારે હિલ્કિયાનો દીકરો એલિયાકીમ જે રાજમહેલનો અધિકારી હતો તે, સચિવ શેબ્ના તથા આસાફનો દીકરો યોઆહ જે ઇતિહાસકાર હતો તે, તેની પાસે મળવાને બહાર આવ્યા. \s5 \p \v 4 રાબશાકેહએ તેઓને કહ્યું, "હિઝકિયાને કહેજો, આશ્શૂરના મહાન રાજા એવું પૂછે છે કે, 'તું કોના પર ભરોસો રાખે છે? \v 5 હું પૂછું છું કે, માત્ર મુખની વાતો એ જ યુદ્ધને માટે સલાહ તથા પરાક્રમનું કામ સારે? તેં કોના ઉપર ભરોસો રાખીને મારી સામે બંડ કર્યું છે? \s5 \p \v 6 જો, તું આ ભાંગેલા બરુના દાંડા પર, એટલે મિસર પર, ભરોસો રાખે છે કે, જેના ઉપર જો કોઈ ટેકે તો તે તેની હથેળીમાં પેસીને તેને વીંધી નાખશે! મિસરનો રાજા ફારુન તેના પર ભરોસો રાખનાર સર્વ પ્રત્યે તેવો જ છે. \v 7 પણ કદાચ તું મને કહેશે, "અમારા ઈશ્વર યહોવાહ પર અમે ભરોસો રાખીએ છીએ," તો શું તે એ જ ઈશ્વર નથી કે જેમનાં ઉચ્ચસ્થાનો તથા વેદીઓને હિઝકિયાએ નષ્ટ કર્યાં છે અને યહૂદિયા અને યરુશાલેમને કહ્યું છે, "તમારે, યરુશાલેમમાં આ વેદી આગળ જ પ્રણામ કરવા?" \s5 \p \v 8 તેથી હવે, હું તને બે હજાર ઘોડા આપું છું, તેઓ પર સવારી કરનાર માણસો પૂરા પાડવાની મારા માલિક આશ્શૂરના રાજાની સાથે તું શરત કર. \s5 \p \v 9 તમે કેમ કરીને મારા ઘણીના નબળામાં નબળા સરદારને પાછો ફેરવી શકો? કેમ કે તમારો ભરોસો મિસરના રથો અને ઘોડેસવારોમાં છે. \v 10 તો હવે, શું હું યહોવાહની આજ્ઞા વિના આ જગાનો નાશ કરવા માટે તેના ઉપર ચઢી આવ્યો છું? યહોવાહે મને કહ્યું છે, "આ દેશ પર ચઢાઈ કરીને તેનો નાશ કર!"'" \s5 \p \v 11 પછી એલિયાકીમે, શેબ્ના તથા યોઆહાઝે રાબશાકેહને કહ્યું, "મહેરબાની કરીને આ તારા ચાકરોની સાથે અરામી ભાષામાં બોલ; કેમ કે અમે તે સમજીએ છીએ. પણ કોટ પર જે લોકો છે તેઓના સાંભળતાં અમારી સાથે યહૂદી ભાષામાં બોલતો નહિ." \v 12 પણ રાબશાકેહએ તેઓને કહ્યું, "શું મારા માલિકે એ વચનો ફક્ત તારા માલિકને તથા તને કહેવાને માટે મને મોકલ્યો છે? જે માણસો કોટ ઉપર બેઠેલા છે અને જેઓ તારી સાથે પોતાની વિષ્ટા ખાવાને તથા પોતાનું મૂત્ર પીવાને માટે નિર્માણ થયેલા છે, તેઓને કહેવાને માટે મને મોકલ્યો નથી?" \s5 \p \v 13 પછી રાબશાકેહએ ઊભા રહીને મોટા અવાજે યહૂદી ભાષામાં પોકારીને કહ્યું, આશ્શૂરના મહાન રાજાધિરાજનાં વચનો સાંભળો; \v 14 રાજા કહે છે: 'હિઝકિયાથી તમે છેતરાશો નહિ; કેમ કે તે તમને છોડાવી શકશે નહિ. \v 15 વળી "યહોવાહ આપણને જરૂર છોડાવશે; આ નગર આશ્શૂરના રાજાના હાથમાં જશે નહિ. એમ કહીને હિઝકિયા તમારી પાસે યહોવાહ પર ભરોસો કરાવે નહિ."' \s5 \p \v 16 હિઝકિયાની વાત સાંભળશો નહિ, કેમ કે આશ્શૂરનો રાજા એમ કહે છે: 'મારી સાથે સલાહ કરીને મારે શરણે આવો. પછી તમારામાંના દરેક પોતાના દ્રાક્ષાવેલામાંથી અને પોતાની અંજીરીના ફળ ખાશો અને પોતાની ટાંકીનું પાણી પીશો. \v 17 જ્યાં સુધી હું આવીને જે દેશ તમારા દેશના જેવો, ધાન્ય તથા દ્રાક્ષારસનો, રોટલી તથા દ્રાક્ષવાડીનો દેશ, તેમાં તમને લઈ જાઉં નહિ ત્યાં સુધી તમે એમ જ કરશો.' \s5 \p \v 18 'યહોવાહ આપણને છોડાવશે,' એમ કહીને હિઝકિયા તમને ગેરમાર્ગે ના દોરે. શું વિદેશીઓના કોઈ પણ દેવે પોતાના દેશને આશ્શૂરના રાજાના હાથમાંથી છોડાવ્યો છે? \v 19 હમાથ અને આર્પાદના દેવો ક્યાં છે? સફાર્વાઈમના દેવો ક્યાં છે? શું તેઓએ મારા હાથમાંથી સમરુનને છોડાવ્યું છે? \v 20 એ દેશોના સર્વ દેવોમાંથી કયા દેવે પોતાના દેશને મારા હાથમાંથી છોડાવ્યો છે કે, યહોવાહ યરુશાલેમને મારા હાથમાંથી છોડાવે?" \s5 \p \v 21 તેઓ છાના રહ્યા અને તેના જવાબમાં એક પણ શબ્દ બોલ્યા નહિ, કેમ કે રાજાની આજ્ઞા એવી હતી કે, "તેને ઉત્તર આપવો નહિ." \v 22 પછી હિલ્કિયાનો દીકરો એલિયાકીમ જે મહેલનો અધિકારી હતો તે, લેખક શેબ્ના તથા આસાફનો દીકરો યોઆહ ઇતિહાસકાર પોતાના વસ્ત્ર ફાડીને હિઝકિયા પાસે પાછા આવ્યા અને રાબશાકેહના શબ્દો કહી સંભળાવ્યા. \s5 \c 37 \s રાજા યશાયાની સલાહ શોધે છે \r (૨ રા. ૧૯:૧-૭) \p \v 1 જ્યારે હિઝકિયા રાજાએ એ સાંભળ્યું ત્યારે તેણે પોતાનાં વસ્ત્ર ફાડ્યાં, શરીર પર ટાટ ધારણ કરીને તે યહોવાહના ઘરમાં ગયો. \v 2 તેણે મહેલના કારભારી એલિયાકીમને, લેખક શેબ્નાને તથા યાજકોના વડીલોને ટાટ ઓઢાડીને તેઓને આમોસના દીકરા યશાયા પ્રબોધક પાસે મોકલ્યા. \s5 \p \v 3 તેઓએ તેને કહ્યું, "હિઝકિયા એવું કહે છે કે, આ દિવસ તો સંકટનો, ઠપકાનો તથા ફજેતીનો દિવસ છે; કેમ કે આ તો છોકરાંનો પ્રસવ થવાની તૈયારી છે, પણ જન્મ આપવાની શક્તિ ના હોય તેવી સ્થિતિ છે. \v 4 આશ્શૂરના રાજાએ પોતાનાં સેવક રાબશાકેહને જીવતા ઈશ્વરની નિંદા કરવા માટે મોકલ્યો છે અને તેના સર્વ શબ્દો યહોવાહ તમારા ઈશ્વરે સાંભળ્યા છે. તો હવે તે સાંભળીને તેને માટે તેઓને ધમકાવે; માટે બચી ગયેલાઓને માટે તું પ્રાર્થના કર." \s5 \p \v 5 તેથી હિઝકિયા રાજાના સેવકો યશાયા પાસે આવ્યા. \v 6 અને યશાયાએ તેઓને કહ્યું: "તમારા ધણીને કહેજો કે: 'યહોવાહ કહે છે કે, જે શબ્દો તેં સાંભળ્યા છે, એટલે જે વડે આશ્શૂરના રાજાના સેવકોએ મારી વિરુદ્ધ દુર્ભાષણ કર્યું છે, તેથી તારે બીવું નહિ. \v 7 જુઓ, હું તેનામાં એક આત્મા મૂકીશ અને તે અફવા સાંભળીને પોતાના દેશમાં પાછો જશે. ત્યાં હું તેને તલવારથી મારી નંખાવીશ."'" \s આશ્શૂરીઓની બીજી ધમકી \r (૨ રા. ૧૯:૮-૧૯) \s5 \p \v 8 જ્યારે રાબશાકેહ પાછો ગયો ત્યારે તેને માલૂમ પડ્યું આશ્શૂરનો રાજા લિબ્નાહની વિરુદ્ધ યુદ્ધ કરે છે. વળી તેણે સાંભળ્યું હતું કે તે લાખીશથી ઊપડ્યો છે. \v 9 જ્યારે તેણે સાંભળ્યું કે કૂશના રાજા તિર્હાકા તથા મિસરીઓ સાથે મળીને મારી સામે યુદ્ધ કરવા ચઢી આવ્યા છે, ત્યારે તેણે ફરીથી યહૂદિયાના રાજા હિઝકિયાની પાસે સંદેશવાહકોને મોકલીને કહાવ્યું, \v 10 "હિઝકિયા, યહૂદિયાના રાજાને કહે કે, 'જે ઈશ્વર પર તું ભરોસો રાખે છે, તે એવું કહીને તમને ન છેતરે કે, "યરુશાલેમ આશ્શૂરના રાજાના હાથમાં નહિ પડશે." \s5 \p \v 11 આશ્શૂરના રાજાઓએ સર્વ દેશોનો નાશ કરીને તેઓના કેવા હાલ કર્યા છે તે તો તેં સાંભળ્યું છે; તો શું તારો બચાવ થશે? \v 12 જે પ્રજાઓનો, એટલે ગોઝાન, હારાન, રેસેફ તથા તલાસારમાં રહેનાર એદેનપુત્રોનો મારા પૂર્વજોએ નાશ કર્યો છે, તેઓના દેવોએ તેઓને બચાવ્યા છે શું? \v 13 હમાથનો, આર્પાદનો અને સફાર્વાઈમ નગરનો, હેનાનો તથા ઇવ્વાનો રાજા ક્યાં છે? \s5 \p \v 14 હિઝકિયાએ સંદેશવાહકો પાસેથી પત્ર લઈને વાંચ્યો. પછી તેણે યહોવાહના ઘરમાં જઈને તે પત્ર તેમની આગળ ખુલ્લો કર્યો. \v 15 હિઝકિયાએ યહોવાહને પ્રાર્થના કરી: \v 16 હે સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર, કરુબો પર બિરાજમાન, પૃથ્વીનાં સર્વ રાજ્યોના તમે જ એકલા ઈશ્વર છો; તમે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે. \s5 \p \v 17 હે યહોવાહ, કાન દઈને સાંભળો. હે યહોવાહ, આંખ ઉઘાડીને જુઓ અને જીવતા ઈશ્વરની નિંદા કરનારા આ સાન્હેરીબના શબ્દો તમે સાંભળો. \v 18 હે યહોવાહ, ખરેખર આશ્શૂરના રાજાઓએ બીજી પ્રજાઓનો તથા તેઓના દેશોનો નાશ કર્યો છે એ વાત સાચી છે. \s5 \p \v 19 તેઓએ તેઓના દેવોને બાળી નાખ્યા છે; કેમ કે તેઓ દેવો નહોતા, પરંતુ માણસના હાથની કૃતિ-લાકડાં તથા પથ્થર હતા. તેથી આશ્શૂરે તેમનો નાશ કર્યો છે. \v 20 તેથી હવે, હે અમારા ઈશ્વર યહોવાહ, તેના હાથમાંથી અમારો બચાવ કરજો, જેથી પૃથ્વીનાં સર્વ રાજ્યો જાણે કે તમે જ એકલા ઈશ્વર યહોવાહ છો." \s રાજાને યશાયાનો જવાબ \r (૨ રા. ૧૯:૨૦-૩૭) \s5 \p \v 21 પછી આમોસના દીકરા યશાયાએ હિઝકિયાને સંદેશો મોકલીને કહેવડાવ્યું, "યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે, 'આશ્શૂરના રાજા સાન્હેરીબ વિષે તેં મને પ્રાર્થના કરી છે.' \v 22 તે માટે યહોવાહ સાનહેરિબ વિષે જે વચન બોલ્યા છે તે આ છે: \q1 "સિયોનની કુંવારી દીકરીએ તને તુચ્છ ગણ્યો છે અને હસી કાઢ્યો છે; \q1 યરુશાલેમની દીકરીએ તારી તરફ માથું ધુણાવ્યું છે. \q1 \v 23 તેં કોની નિંદા તથા કોના વિષે દુર્ભાષણ કર્યા છે? અને તેં કોની વિરુદ્ધ તારો અવાજ ઉઠાવ્યો છે \q1 અને તારી આંખો ઊંચી કરી છે? ઇઝરાયલનાં પવિત્ર વિરુદ્ધ જ. \s5 \q1 \v 24 તારા ચાકર દ્વારા તેં પ્રભુની નિંદા કરી છે, તેં કહ્યું છે કે, 'મારા રથોના જૂથ સાથે \q1 હું પર્વતોના શિખર પર, લબાનોનના સૌથી અંદરના ભાગોમાં હું ચઢી આવ્યો છું; \q1 હું તેના ઊંચા એરેજવૃક્ષોને તથા ઉત્તમ દેવદારવૃક્ષોને હું કાપી નાખીશ; \q1 અને હું તેના સૌથી છેવાડા ભાગમાં, તથા તેના ફળદ્રુપ ખેતરના વનમાં પ્રવેશ કરીશ. \q1 \v 25 મેં કૂવા ખોદીને પરદેશનાં પાણી પીધાં છે; \q1 મારા પગનાં તળિયાંથી મેં મિસરની બધી નદીઓને સૂકવી નાખી છે.' \s5 \q1 \v 26 શું તેં નથી સાંભળ્યું કે, મેં પુરાતન કાળથી તે ઠરાવ કર્યો છે \q1 અને પ્રાચીન કાળથી તે ઘાટ ઘડ્યો છે? અને હવે હું એવું કરું છું કે, \q1 તું કોટવાળાં નગરોને વેરાન કરી નાખીને તેમને ખંડીયેરના ઢગલા કરી નાખનાર થાય. \q1 \v 27 તેઓના રહેવાસીઓ કમજોર થઈ ગયા છે, તેઓ વિખેરાઈને લજ્જિત થયા. \q1 તેઓ ખેતરના છોડ, લીલું ઘાસ, \q1 અગાસી પરનાં ઘાસ તથા ખેતરમાનાં ઘાસ, \q1 પૂર્વના વાયુ જેવા થઈ ગયા. \s5 \q1 \v 28 પરંતુ તારું ઊઠવું તથા બેસવું, તારું બહાર જવું તથા તારું અંદર આવવું, તથા મારા પર તારું કોપાયમાન થવું, એ સર્વ હું જાણું છું. \q1 \v 29 મારા પર તારા ક્રોધાયમાન થયાને લીધે તથા તારી ઉદ્ધતાઈ મારા સાંભળવામાં આવ્યાને લીધે \q1 હું તારા નાકમાં મારી કડી તથા તારા મુખમાં મારી લગામ નાખીને \q1 જે માર્ગે તું આવ્યો છે તે માર્ગે થઈને હું તને પાછો ફેરવીશ." \s5 \q1 \v 30 તારા માટે આ ચિહ્ન થશે: \q1 આ વર્ષે તમે પોતાની જાતે નીપજેલું ધાન્ય ખાશો અને બીજા વર્ષે એના પાકમાંથી નીપજેલું ધાન્ય ખાશો. \q1 પરંતુ ત્રીજા વર્ષે તમે વાવશો અને લણશો તથા દ્રાક્ષવાડીઓ રોપશો અને તેના ફળ ખાશો. \s5 \q1 \v 31 યહૂદિયાના કુળનો બચેલો ભાગ ફરીથી મૂળમાંથી પોતાની જડ ફૂટશે અને તેને ફળ આવશે. \q1 \v 32 કેમ કે, યરુશાલેમ તથા સિયોન પર્વતમાંથી બચેલા લોકો નીકળી આવશે;' \q1 સૈન્યોના યહોવાહની ઉત્કંઠાથી તે થશે." \s5 \q1 \v 33 તેથી આશ્શૂરના રાજા વિષે યહોવાહ કહે છે: \q1 "તે આ નગરમાં આવશે નહિ, ત્યાં બાણ પણ મારશે નહિ, \q1 તે ઢાલ લઈને તેની આગળ આવશે નહિ અને તેની સામે મોરચો બાંધશે નહિ. \q1 \v 34 જે માર્ગે તે આવ્યો તે જ માર્ગે તે પાછો જશે, આ નગરમાં તે પ્રવેશ કરવા પામશે નહિ. એમ હું યહોવાહ બોલું છું. \s5 \q1 \v 35 કેમ કે હું મારી પોતાની ખાતર તથા મારા સેવક દાઉદની ખાતર આ નગરનું રક્ષણ કરીને તેને બચાવીશ." \s5 \p \v 36 યહોવાહના દૂતે આવીને આશ્શૂરોની છાવણીમાંના એક લાખ પંચાસી હજાર સૈનિકોને મારી નાખ્યા. જયારે પરોઢિયે લોકો ઊઠ્યા, ત્યારે તેઓના મૃતદેહો ઠેર ઠેર પડેલા હતાં. \v 37 તેથી આશ્શૂરનો રાજા સાન્હેરીબ ઇઝરાયલ છોડીને પાછો નિનવે પોતાના ઘરે જતો રહ્યો. \s5 \p \v 38 પછી, તે પોતાના દેવ નિસ્રોખના મંદિરમાં પૂજા કરતો હતો, ત્યારે તેના દીકરા આદ્રામ્મેલેખે અને શારએસેરે તેને તલવારથી મારી નાખ્યો. પછી તેઓ અરારાટ દેશમાં નાસી ગયા. તેના દીકરા એસાર-હાદ્દોને તેની જગ્યાએ રાજ કર્યું. \s5 \c 38 \s હિઝકિયા રાજાની માંદગી અને સાજાપણું \r (૨ રા. ૨૦:૧-૧૧) \p \v 1 તે દિવસોમાં હિઝકિયા મરણતોલ માંદો પડ્યો. તેથી આમોસના દીકરા યશાયા પ્રબોધકે તેની પાસે આવીને કહ્યું: "યહોવાહ એમ કહે છે, 'તારા ઘરનો બંદોબસ્ત કર; કેમ કે તું મરવાનો છે, તું જીવવાનો નથી." \v 2 ત્યારે હિઝકિયાએ પોતાનું મુખ દીવાલ તરફ ફેરવીને યહોવાહને પ્રાર્થના કરી. \v 3 તેણે કહ્યું, "હે યહોવાહ, હું કાલાવાલા કરું છું કે હું કેવી રીતે સત્યતાથી તથા સંપૂર્ણ હૃદયથી તમારી સમક્ષ ચાલ્યો છું અને તમારી દૃષ્ટિમાં જે સારું તે મેં કર્યું છે," અને પછી હિઝકિયા બહુ રડ્યો. \s5 \p \v 4 પછી યશાયાની પાસે યહોવાહનું આ વચન આવ્યું કે, \v 5 "જઈને મારા લોકના આગેવાન હિઝકિયાને કહે, "તારા પિતા દાઉદના ઈશ્વર યહોવાહ એમ કહે છે, 'તારી પ્રાર્થના મેં સાંભળી છે અને તારાં આંસુ મેં જોયાં છે. જુઓ, હું તારા આયુષ્યમાં પંદર વર્ષ વધારીશ. \v 6 હું તને તથા આ નગરને આશ્શૂરના રાજાના હાથમાંથી છોડાવીશ; અને હું આ નગરનું રક્ષણ કરીશ. \s5 \p \v 7 અને યહોવાહે જે વચન કહ્યું છે, તે તે પૂરું કરશે, એનું આ ચિહ્ન તને યહોવાહથી મળશે: \v 8 જુઓ, આહાઝના સમયદર્શક યંત્રમાં જે છાંયડો દશ અંશ પર છે, તેને હું દશ અંશ પાછો હટાવીશ!" તેથી છાંયડો જે સમયદર્શક યંત્ર પર હતો તે દશ અંશ પાછો હટ્યો. \s5 \p \v 9 યહૂદિયાનો રાજા હિઝકિયા માંદગીમાંથી સાજો થયો ત્યારે તેણે જે પ્રાર્થના લખી હતી તે આ છે: \q1 \v 10 મેં કહ્યું, મારા આયુષ્યના મધ્યકાળમાં \q1 હું શેઓલની ભાગળોમાં જવાનો છું; મારાં બાકીના વર્ષોં મારી પાસેથી લઈ લેવામાં આવ્યાં છે. \q1 \v 11 મેં કહ્યું, હું કદી યહોવાહને જોઈશ નહિ, જીવતાઓની ભૂમિમાં હું યહોવાહને જોઈશ નહિ; \q1 હું ફરી કદી મનુષ્યને તથા સંસારના રહેવાસીઓને નિહાળીશ નહિ. \s5 \q1 \v 12 મારું નિવાસસ્થાન ભરવાડોના તંબુની જેમ ઉખેડી અને દૂર કરવામાં આવ્યું છે. \q1 વણકરની જેમ મારું જીવન સમેટી લીધું છે; મને તાકામાંથી કાપી નાખવામાં આવ્યો છે. \q1 રાત અને દિવસની વચ્ચે તમે મારું જીવન પૂરું કરી નાખો છો. \q1 \v 13 સવાર સુધી મેં વિલાપ કર્યો; \q1 સિંહની જેમ તે મારાં હાડકાં ભાંગી નાખે છે; રાત અને દિવસની વચ્ચે તમે મારું જીવન પૂરું કરી નાખો છો. \s5 \q1 \v 14 અબાબીલની જેમ હું કિલકિલાટ કરું છું, હોલાની જેમ હું વિલાપ કરું છું, \q1 મારી આંખો ઉચ્ચસ્થાન તરફ જોઈ રહેવાથી નબળી થઈ છે. હે પ્રભુ, હું પીડા પામી રહ્યો છું, મને મદદ કરો. \q1 \v 15 હું શું બોલું? તેઓએ મારી સાથે વાત કરી છે અને તેઓએ જ તે કર્યું છે; \q1 મારા જીવની વેદનાને લીધે હું મારી આખી જિંદગી સુધી ધીમે ધીમે ચાલીશ. \s5 \q1 \v 16 હે પ્રભુ, તમે મોકલેલું દુઃખ મારા માટે સારું છે; મારું જીવન મને પાછું મળે તો સારું; \q1 તમે મને સાજો કર્યો છે અને જીવતો રાખ્યો છે. \q1 \v 17 આવા શોકનો અનુભવ કરવો તે મારા લાભને માટે હતું. \q1 તમે મને વિનાશના ખાડામાંથી બહાર કાઢ્યો છે; \q1 કેમ કે તમે મારાં સર્વ પાપ તમારી પીઠ પાછળ નાખી દીધાં છે. \s5 \q1 \v 18 કેમ કે શેઓલ તમારી આભારસ્તુતિ કરે નહિ, મરણ તમારાં સ્તોત્ર ગાય નહિ; \q1 જેઓ કબરમાં ઊતરે છે તેઓ તમારી વિશ્વસનીયતાની આશા રાખે નહિ. \q1 \v 19 જીવિત વ્યક્તિ, હા, જીવિત વ્યક્તિ તો, જેમ આજે હું કરું છું તેમ, તમારી આભારસ્તુતિ કરશે. \q1 પિતા પોતાનાં સંતાનોને તમારી વિશ્વસનીયતા જાહેર કરશે. \s5 \q1 \v 20 યહોવાહ મારો ઉદ્ધાર કરવાના છે અને અમે \q1 અમારી આખી જિંદગી સુધી યહોવાહના ઘરમાં વાજિંત્રો વગાડીને ઉજવણી કરીશું." \s5 \p \v 21 હવે યશાયાએ કહ્યું હતું, "અંજીરમાંથી થોડો ભાગ લઈને ગૂમડા પર બાંધો, એટલે તે સાજો થશે." \v 22 વળી હિઝકિયાએ કહ્યું હતું, "હું યહોવાહના ઘરમાં જઈશ એનું શું ચિહ્ન થશે?" \s5 \c 39 \s બાબિલના રાજાનું એલચીમંડળ \r (૨ રા. ૨૦:૧૨-૧૯) \p \v 1 તે સમયે બાબિલના રાજા બાલઅદાનના દીકરા મેરોદાખ-બાલઅદાને હિઝકિયા પર પત્રો લખીને ભેટ મોકલી; કેમ કે તેણે સાંભળ્યું હતું કે હિઝકિયા માંદો પડ્યો હતો, પણ હવે સાજો થયો છે. \v 2 હિઝકિયા તેને લીધે ખુશ થયો, તેણે સંદેશવાહકોને પોતાનો ભંડાર, એટલે સોનુંચાંદી, સુગંધીદ્રવ્ય અને મૂલ્યવાન તેલ, તમામ શસ્ત્રાગાર તથા તેના ભંડારોમાં જે જે હતું તે સર્વ તેઓને બતાવ્યું. તેના મહેલમાં કે આખા રાજ્યમાં એવું કંઈ નહોતું કે જે હિઝકિયાએ તેઓને બતાવ્યું ના હોય. \s5 \p \v 3 ત્યારે યશાયા પ્રબોધકે હિઝકિયા રાજાની પાસે આવીને તેને પૂછ્યું, "એ માણસોએ તમને શું કહ્યું? તેઓ ક્યાંથી આવ્યા છે?" હિઝકિયાએ કહ્યું, "તેઓ દૂર દેશથી એટલે બાબિલથી મારી પાસે આવ્યા છે." \v 4 યશાયાએ પૂછ્યું, "તેઓએ તારા મહેલમાં શું શું જોયું છે?" હિઝકિયાએ કહ્યું, "મારા મહેલમાંનું સર્વ તેઓએ જોયું છે. મારા ભંડારોમાં એવી એક પણ વસ્તુ નથી કે જે મેં તેમને બતાવી ના હોય." \s5 \p \v 5 ત્યારે યશાયાએ હિઝકિયાને કહ્યું, "સૈન્યોના ઈશ્વર યહોવાહનું વચન સાંભળ: \v 6 'જુઓ, એવા દિવસો આવે છે કે જ્યારે તારા મહેલમાં જે સર્વ છે તે, તારા પૂર્વજોએ જેનો આજ સુધી સંગ્રહ કરી રાખ્યો છે, તે સર્વ, બાબિલમાં લઈ જવામાં આવશે; કંઈ પણ પડતું મુકાશે નહિ, એવું યહોવાહ કહે છે. \s5 \p \v 7 તારા દીકરાઓ કે જે તારાથી ઉત્પન્ન થશે, જેઓને જન્મ અપાશે, તેઓને તેઓ લઈ જશે; અને તેઓ બાબિલના રાજાના મહેલમાં રાણીવાસના સેવકો થશે." \v 8 ત્યારે હિઝકિયાએ યશાયાને કહ્યું, "યહોવાહનાં જે વચનો તમે બોલ્યા છો, તે સારાં છે." કેમ કે તેણે વિચાર્યું કે, "મારા દિવસોમાં તો શાંતિ તથા સત્યતા રહેશે." \s5 \c 40 \s આશ્વાસનના શબ્દો \q1 \v 1 તમારા ઈશ્વર કહે છે, "દિલાસો આપો, મારા લોકોને દિલાસો આપો." \q1 \v 2 યરુશાલેમ સાથે હેતથી વાત કરો; અને તેને જણાવો \q1 કે તેની લડાઈ પૂરી થઈ છે, તેના અપરાધને માફ કરવામાં આવ્યો છે, \q1 તેને યહોવાહને હાથે તેના સર્વ પાપોને લીધે બમણી શિક્ષા થઈ છે. \s5 \q1 \v 3 સાંભળો કોઈ એવું પોકારે છે, \q1 "અરણ્યમાં યહોવાહનો માર્ગ તૈયાર કરો; \q1 જંગલમાં આપણા ઈશ્વરને માટે સડક સુગમ કરો." \q1 \v 4 સર્વ ખીણને ઊંચી કરવામાં આવશે અને સર્વ પર્વતો અને ડુંગરોને સપાટ કરવામાં આવશે; \q1 ખરબચડી જગાઓ સરખી અને ખાડા ટેકરાને સપાટ મેદાન કરવામાં આવશે. \q1 \v 5 યહોવાહનું ગૌરવ પ્રગટ થશે અને સર્વ માણસો તે જોશે; કેમ કે એ યહોવાહના મુખનું વચન છે. \s5 \q1 \v 6 "પોકાર" એવું એક વાણી કહે છે, મેં પૂછ્યું, "શાને માટે પોકારું?" \q1 સર્વ મનુષ્ય ઘાસ જ છે અને તેઓના કરારનું વિશ્વાસુપણું એ ખેતરના ફૂલ જેવું છે. \q1 \v 7 ઘાસ સુકાઈ જાય છે અને ફૂલ ચીમળાઈ જાય છે જ્યારે યહોવાહના શ્વાસનો વાયુ તે પર વાય છે; મનુષ્ય નિશ્ચે ઘાસ જ છે. \q1 \v 8 ઘાસ સુકાઈ જાય છે, ફૂલ ચીમળાઈ જાય છે, પણ આપણા ઈશ્વરનું વચન સર્વકાળ કાયમ રહેશે." \s5 \q1 \v 9 હે સિયોન, વધામણીના સમાચાર કહેનારી, તું ઊંચા પર્વત પર ચઢી જા; \q1 મોટા અવાજે સામર્થ્યથી પોકાર; યરુશાલેમને વધામણીના સમાચાર આપ. ઊંચા અવાજે પોકાર, બીશ નહિ. \q1 યહૂદિયાના નગરોને કહે, "તમારો ઈશ્વર આ છે!" \q1 \v 10 જુઓ, પ્રભુ યહોવાહ જય પામનાર વીરની જેમ આવશે અને તેમનો ભુજ તેઓને માટે અધિકાર ચલાવશે. \q1 જુઓ, તેઓનું ઈનામ તેઓની સાથે અને તેઓનું પ્રતિફળ તેઓની આગળ જાય છે. \s5 \q1 \v 11 ભરવાડની જેમ તે પોતાના ટોળાંનું પાલન કરશે, તે પોતાના હાથમાં \q1 હલવાનોને એકઠા કરશે અને પોતાની ગોદમાં ઊંચકી લેશે અને સ્તનપાન કરાવનારી સ્ત્રીઓને તે સંભાળીને ચલાવશે. \s ઇઝરાયલના અજોડ ઈશ્વર \s5 \q1 \v 12 કોણે પોતાના ખોબાથી સમુદ્રનાં પાણી માપ્યાં છે, વેંતથી આકાશ કોણે માપ્યું છે, \q1 કોણે ટોપલીમાં પૃથ્વીની ધૂળને સમાવી છે, કાંટાથી પર્વતોને \q1 તથા ત્રાજવાથી પહાડોને કોણે જોખ્યા છે? \s5 \q1 \v 13 કોણે યહોવાહનો આત્મા માપી આપ્યો છે, અથવા તેઓના મંત્રી થઈને તેમને કોણે સલાહ આપી છે? \q1 \v 14 તેઓને કોની પાસેથી સલાહ મળી શકે? કોણે તેઓને ન્યાયના માર્ગનું શિક્ષણ આપીને તેમને ડહાપણ શીખવ્યું? \q1 અને કોણ તેઓને બુદ્ધિ અને સમજણનો માર્ગ જણાવી શકે? \s5 \q1 \v 15 જુઓ, પ્રજાઓ ડોલમાંથી ટપકતાં ટીપાં જેવી અને ત્રાજવાંને ચોંટેલી રજ સમાન ગણાયેલી છે; \q1 જુઓ, દ્વીપો ઊડી જતી ધૂળ જેવા છે. \q1 \v 16 લબાનોન બળતણ પૂરું પાડી શકતું નથી, \q1 કે તે પરનાં પશુઓ દહનીયાર્પણને માટે પૂરતાં નથી. \q1 \v 17 સર્વ પ્રજાઓ તેમની આગળ કંઈ વિસાતમાં નથી; તેમણે તેઓને નહિ જેવી ગણી છે. \s5 \q1 \v 18 તો તમે ઈશ્વરને કોની સાથે સરખાવશો? કેવી પ્રતિમા સાથે તેમનો મુકાબલો કરશો? \q1 \v 19 મૂર્તિને તો કારીગર ઢાળે છે: સોની તેને સોનાથી મઢે છે \q1 અને તેને માટે રૂપાની સાંકળીઓ ઘડે છે. \q1 \v 20 જે માણસ દરિદ્રી થઈ જવાથી અર્પણ કરવાને અસમર્થ થઈ ગયો હોય, તે સડી નહિ જાય એવું લાકડું પસંદ કરે છે, \q1 તે કુશળ કારીગરને શોધે છે કે જે હાલે નહિ કે પડી ન જાય એવી મૂર્તિ સ્થાપન કરે. \s5 \q1 \v 21 શું તમે નથી જાણતા? તમે નથી સાંભળ્યું? આરંભથી તમને ખબર મળી નથી? \q1 પૃથ્વીનો પાયો નંખાયો ત્યારથી તમે સમજતા નથી? \q1 \v 22 પ્રભુ તો પૃથ્વી ઉપરના આકાશમંડળ પર બિરાજનાર છે અને એમની નજરમાં તેના રહેવાસીઓ તીડ સમાન છે! \q1 તે પડદાની જેમ આકાશોને પ્રસારે છે અને રહેવા માટેના તંબુની જેમ તેઓને તાણે છે. \s5 \q1 \v 23 અધિપતિઓને નહિ સરખા કરનાર તે છે અને તે પૃથ્વીના રાજકર્તાઓને શૂન્ય જેવા કરે છે. \q1 \v 24 જુઓ, તેઓ રોપાયા ન રોપાયા કે, તેઓ વવાયા ન વવાયા, તેઓના મૂળ જમીનમાં જડાયાં કે, \q1 તરત જ તેઓ પર તે ફૂંક મારે છે અને તેઓ સુકાઈ જાય છે અને વાયુ તેમને ફોતરાંની જેમ ઉડાવી દે છે. \s5 \q1 \v 25 વળી, પવિત્ર ઈશ્વર પૂછે છે, "તમે મને કોની સાથે સરખાવશો કે હું તેના જેવો ગણાઉં?" \q1 \v 26 તમારી દૃષ્ટિ આકાશ તરફ ઊંચી કરો! આકાશના આ સર્વ તારા કોણે ઉત્પન્ન કર્યા છે? \q1 તે મહા સમર્થ અને બળવાન હોવાથી પોતાના પરાક્રમના માહાત્મ્યથી તેઓને સંખ્યાબંધ બહાર કાઢી લાવે છે \q1 અને તે સર્વને નામ લઈને બોલાવે છે, એકે રહી જતો નથી. \s5 \q1 \v 27 યાકૂબ, શા માટે કહે છે, અને ઇઝરાયલ, તું શા માટે બોલે છે કે, \q1 "મારો માર્ગ યહોવાહથી સંતાડેલો છે અને મારો ન્યાય મારા ઈશ્વરના લક્ષમાં નથી?" \q1 \v 28 તે શું નથી જાણ્યું? તે શું નથી સાંભળ્યું? \q1 યહોવાહ તે સનાતન ઈશ્વર છે, પૃથ્વીના છેડા સુધી ઉત્પન્ન કરનાર તે છે, \q1 તે કદી નિર્બળ થતા નથી કે થાકતા નથી; તેમની સમજણની કોઈ સીમા નથી. \s5 \q1 \v 29 થાકેલાને તે બળ આપે છે તથા નિર્બળ થયેલાંને પુષ્કળ જોર આપે છે. \q1 \v 30 છોકરા તો નિર્બળ થશે અને થાકી જશે અને જુવાનો ઠોકર ખાશે અને પડશે: \q1 \v 31 પણ યહોવાહની રાહ જોનાર નવું સામર્થ્ય પામશે; તેઓ ગરુડની જેમ પાંખો પ્રસારશે; \q1 તેઓ દોડશે અને થાકશે નહિ, તેઓ આગળ ચાલશે અને નિર્બળ થશે નહિ. \s5 \c 41 \s ઇઝરાયલને ઈશ્વરની ખાતરી \q1 \v 1 ઈશ્વર કહે છે, "હે દ્વીપો, મારી આગળ છાના રહીને સાંભળો; દેશો નવું સામર્થ્ય પામે; \q1 તેઓ પાસે આવે અને બોલે, આપણે એકત્ર થઈને ન્યાયના ચુકાદાને માટે નજીક આવીએ. \q1 \v 2 કોણે પૂર્વમાંથી એકને ઊભો કર્યો છે? કોને ઈશ્વરે ન્યાયીપણામાં પોતાની સેવાને માટે બોલાવ્યો છે? \q1 તે પ્રજાઓને એને સ્વાધીન કરી દે છે અને રાજાઓ પર એને અધિકાર આપે છે; \q1 તે તેમને ધૂળની જેમ એની તલવારને, અને ઊડતાં ફોતરાંની જેમ એના ધનુષ્યને સોંપી દે છે. \s5 \q1 \v 3 તે તેઓની પાછળ પડે છે; અને જે માર્ગે અગાઉ તેનાં પગલાં પડ્યા નહોતાં, તેમાં તે સહીસલામત ચાલ્યો જાય છે. \q1 \v 4 કોણે આ કાર્ય શરૂ કર્યું અને સંપૂર્ણ કર્યું છે? કોણે આરંભથી મનુષ્યોની પેઢી ને બોલાવી છે? \q1 હું, યહોવાહ, આદિ છું, તથા છેલ્લાની સાથે રહેનાર, પણ હું જ છું. \s5 \q1 \v 5 ટાપુઓએ તે જોયું છે અને તેઓ બીધા છે; પૃથ્વીના છેડા ધ્રૂજ્યા છે; \q1 તેઓ પાસે આવીને હાજર થયા. \q1 \v 6 દરેકે પોતાના પડોશીની મદદ કરી અને દરેક એકબીજાને કહે છે કે, 'હિંમત રાખ.' \q1 \v 7 તેથી સુથાર સોનીને હિંમત આપે છે, અને જે હથોડીથી કાર્ય કરે છે તે એરણ પર કાર્ય કરનારને હિંમત આપે છે, \q1 અને તેણે મૂર્તિને ખીલાથી સજ્જડ કરી કે તે ડગે નહિ. \s5 \q1 \v 8 પણ હે મારા સેવક, ઇઝરાયલ, યાકૂબ જેને મેં પસંદ કર્યો છે, \q1 મારા મિત્ર ઇબ્રાહિમના સંતાન, \q1 \v 9 હું તને પૃથ્વીના છેડેથી પાછો લાવ્યો છું અને મેં તને દૂરની જગ્યાએથી બોલાવ્યો છે, \q1 અને જેને મેં કહ્યું હતું, 'તું મારો સેવક છે,' મેં તને પસંદ કર્યો છે અને તારો ત્યાગ કર્યો નથી. \s5 \p \v 10 તું બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું. વ્યાકુળ થઈશ નહિ, કેમ કે હું તારો ઈશ્વર છું. \q1 હું તને બળ આપીશ અને તને સહાય કરીશ અને હું મારા જમણા હાથથી તને પકડી રાખીશ. \s5 \q1 \v 11 જુઓ, જેઓ તારા પર ગુસ્સે થયેલા છે, તેઓ સર્વ લજ્જિત થશે; \q1 તારી વિરુદ્ધ થનાર, નહિ સરખા થશે અને વિનાશ પામશે. \s5 \q1 \v 12 જેઓ તારી સાથે ઝઘડો કરે છે તેઓને તું શોધીશ, પણ તેઓ તને જડશે નહિ; \q1 તારી સામે લડનાર, નહિ સરખા તથા શૂન્ય જેવા થશે. \q1 \v 13 કેમ કે હું, યહોવાહ તારો ઈશ્વર તારો જમણો હાથ પકડી રાખીને, \q1 તને કહું છું કે, તું બીશ નહિ, હું તને સહાય કરીશ. \s5 \q1 \v 14 હે કીડા સમાન યાકૂબ, હે ઇઝરાયલના લોકો તમે બીશો નહિ; \q1 હું તને મદદ કરીશ." એ યહોવાહનું, તારા છોડાવનાર, ઇઝરાયલના પવિત્રનું વચન છે. \q1 \v 15 "જો, મેં તને તીક્ષ્ણ નવા અને બેધારી દાંતાવાળા મસળવાના યંત્રરૂપ બનાવ્યો છે; \q1 તું પર્વતોને મસળીને ચૂરેચૂરા કરીશ; પહાડોને ભૂસા જેવા કરી નાખીશ. \s5 \q1 \v 16 તું તેઓને ઊપણશે અને વાયુ તેઓને ઉડાવશે અને તેઓને વિખેરી નાખશે. \q1 તું યહોવાહમાં આનંદ કરીશ, તું ઇઝરાયલના પવિત્રમાં આનંદ કરશે. \s5 \q1 \v 17 દુ:ખી તથા દરિદ્રીઓ પાણી શોધે છે, પણ તે મળતું નથી અને તેમની જીભો તરસથી સુકાઈ ગઈ છે; \q1 હું, યહોવાહ, તેઓની પ્રાર્થનાઓનો ઉત્તર આપીશ; હું, ઇઝરાયલનો ઈશ્વર, તેઓને તજીશ નહિ. \q1 \v 18 હું ઉજ્જડ ડુંગરો પર નાળાંં અને ખીણોમાં ઝરણાં વહેવડાવીશ; \q1 હું અરણ્યને પાણીનું તળાવ અને સૂકી ભૂમિને પાણીના ઝરા કરીશ. \s5 \q1 \v 19 હું અરણ્યમાં દેવદારના, બાવળ અને મેંદી તથા જૈતવૃક્ષ ઉગાડીશ; \q1 હું રણમાં ભદ્રાક્ષ, સરળ અને એરેજનાં વૃક્ષ ભેગાં ઉગાડીશ. \q1 \v 20 હું આ કરીશ જેથી તેઓ આ સર્વ જુએ, તે જાણે અને સાથે સમજે, \q1 કે યહોવાહના હાથે આ કર્યું છે, કે ઇઝરાયલના પવિત્ર એને ઉત્પન્ન કર્યુ છે. \s કહેવાતા દેવ દેવીઓને પ્રભુનો પડકાર \s5 \q1 \v 21 યહોવાહ કહે છે, "તમારો દાવો રજૂ કરો," \q1 યાકૂબના રાજા કહે છે, "તમારી મૂર્તિઓ માટે ઉત્તમ દલીલો જાહેર કરો." \q1 \v 22 તેઓને પોતાની દલીલો રજૂ કરવા દો; તેઓને આગળ આવીને આપણને એ જણાવવા દો કે શું થવાનું છે, \q1 જેથી આ બાબતો વિષે અમે જાણીએ. \q1 તેઓને આગાઉની વાણી શી હતી તે અમને જણાવવા દો, જેથી અમે તેના વિષે વિચાર કરીએ અને જાણીએ કે તે કેવી રીતે પૂર્ણ થયું છે. \s5 \q1 \v 23 હવે પછી જે જે બીનાઓ કેવી રીતે પૂર્ણ થશે તે અમને કહો, જેથી તમે દેવો છો તે અમે જાણીએ; \q1 વળી કંઈ સારું કે ભૂંડું કરો કે જેથી અમે ભયભીત થઈને આશ્ચર્ય પામીએ. \q1 \v 24 જુઓ, તમારી મૂર્તિઓતો કશું જ નથી અને તમારાં કામ શૂન્ય જ છે; જે તમને પસંદ કરે છે તે ધિક્કારપાત્ર છે. \s5 \q1 \v 25 મેં ઉત્તર તરફથી એકને ઊભો કર્યો છે, અને તે આવે છે; સૂર્યોદય તરફથી મારે નામે વિનંતી કરનાર આવે છે, \q1 અને જેમ કુંભાર માટીને ગૂંદે છે તેમ તે અધિપતિઓને ગૂંદશે. \q1 \v 26 કોણે અગાઉથી જાહેર કર્યું છે કે, અમે તે જાણીએ? અને સમય અગાઉ, "તે સત્ય છે" એમ અમે કહીએ? \q1 ખરેખર તેમાંના કોઈએ તેને આદેશ આપ્યો નથી, હા, તમારું કહેવું કોઈએ સાંભળ્યું નથી. \s5 \q1 \v 27 સિયોનને હું પ્રથમવાર કહેનાર છું કે, "જો તેઓ અહીંયાં છે;" હું યરુશાલેમને વધામણી કહેનાર મોકલી આપીશ. \q1 \v 28 જ્યારે હું જોઉં છું, ત્યારે કોઈ માણસ દેખાતો નથી, તેઓમાં એવો કોઈ નથી જે સારી સલાહ આપી શકે, \q1 જયારે હું પૂછું, ત્યારે કોણ ઉત્તર આપશે. \q1 \v 29 જુઓ તેઓ સર્વ વ્યર્થ છે; \q1 અને તેઓનાં કામ શૂન્ય જ છે! તેઓની ઢાળેલી મૂર્તિઓ વાયુ જેવી તથા વ્યર્થ છે. \s5 \c 42 \s પ્રભુનો સેવક \q1 \v 1 જુઓ, આ મારો સેવક છે, એને હું નિભાવી રાખું છું; એ મારો પસંદ કરેલો છે, એના પર મારો જીવ પ્રસન્ન છે: \q1 તેનામાં મેં મારો આત્મા મૂક્યો છે; તે વિદેશીઓમાં ન્યાય પ્રગટ કરશે. \q1 \v 2 તે બૂમ પાડશે નહિ કે પોતાનો અવાજ ઊંચો કરશે નહિ, તથા રસ્તામાં પોતાની વાણી સંભળાવશે નહિ. \s5 \q1 \v 3 છુંદાયેલા બરુને તે ભાંગી નાખશે નહિ અને મંદ મંદ સળગતી દિવેટને તે હોલવશે નહિ: \q1 તે વિશ્વાસુપણાથી ન્યાય કરશે. \q1 \v 4 તે નિર્બળ થશે નહિ કે નિરાશ થશે નહિ \q1 ત્યાં સુધી તે પૃથ્વી પર ન્યાય સ્થાપે નહિ; \q1 અને ટાપુઓ તેના નિયમની વાત જોશે. \s5 \q1 \v 5 આ ઈશ્વર યહોવાહ, \q1 આકાશોને ઉત્પન્ન કરનાર અને તેઓને પ્રસારનાર, પૃથ્વી તથા તેમાંથી જે નીપજે છે તેને ફેલાવનાર; \q1 તે પરના લોકોને શ્વાસ આપનાર તથા જે જીવે છે તેઓને જીવન આપનારની આ વાણી છે. \q1 \v 6 "મેં યહોવાહે, તેને ન્યાયીપણામાં બોલાવ્યો છે અને તેનો હાથ હું પકડી રાખીશ, \q1 હું તારું રક્ષણ કરીશ, વળી તને લોકોનાં હકમાં કરારરૂપ અને વિદેશીઓને પ્રકાશ આપનાર કરીશ, \s5 \q1 \v 7 જેથી તું અંધજનોની આંખોને ઉઘાડે, બંદીખાનામાંથી બંદીવાનોને \q1 અને કારાગૃહના અંધકારમાં બેઠેલાઓને બહાર કાઢે. \s5 \q1 \v 8 હું યહોવાહ છું, એ જ મારું નામ છે; \q1 હું મારું ગૌરવ બીજાને તથા મારી સ્તુતિ કોરેલી મૂર્તિઓને આપવા દઈશ નહિ. \q1 \v 9 જુઓ, અગાઉની બિનાઓ થઈ ચૂકી છે, \q1 હવે હું નવી ઘટનાઓની ખબર આપું છું. \q1 તે ઘટનાઓ બન્યા પહેલાં હું તમને તે કહી સંભાળવું છું." \s સ્તુતિ ગાન \s5 \q1 \v 10 યહોવાહની સમક્ષ નવું ગીત ગાઓ અને પૃથ્વીના છેડા સુધી તેમના સ્તોત્ર ગાઓ; \q1 સમુદ્રમાં પર્યટન કરનાર તથા તેમાં સર્વ રહેનારા ટાપુઓ તથા તેઓના રહેવાસીઓ. \q1 \v 11 અરણ્ય તથા નગરો પોકાર કરશે, કેદારે વસાવેલાં ગામડાં હર્ષનાદ કરશે! \q1 સેલાના રહેવાસીઓ ગાઓ, પર્વતોનાં શિખર પરથી તેઓ બૂમ પાડો. \s5 \q1 \v 12 તેઓ યહોવાહને મહિમા આપે અને ટાપુઓમાં તેમની સ્તુતિ પ્રગટ કરે. \q1 \v 13 યહોવાહ વીરની જેમ બહાર આવશે; તે યોદ્ધાની જેમ આવેશને પ્રગટ કરશે; \q1 તે મોટેથી પોકારશે, હા, તે રણનાદ કરશે; તે પોતાના વૈરીઓને પોતાનું પરાક્રમ બતાવશે. \s પ્રભુનું પોતાના લોકોને સહાયવચન \s5 \q1 \v 14 હું ઘણીવાર સુધી છાનો રહ્યો છું; શાંત રહીને મેં પોતાને કબજે રાખ્યો છે; લાંબા વખત સુધી હું શાંત રહ્યો છું, \q1 હવે હું જન્મ આપનાર સ્રીની જેમ પોકારીશ; હું હાંફીશ તથા ઝંખના કરીશ. \q1 \v 15 હું પર્વતોને તથા ડુંગરોને ઉજ્જડ કરીશ અને તેમની સર્વ લીલોતરીને સૂકવી નાખીશ; \q1 અને હું નદીઓને બેટ કરી નાખીશ અને તળાવોને સૂકવી નાખીશ. \s5 \q1 \v 16 જે માર્ગ અંધજનો જાણતા નથી તે પર હું તેઓને ચલાવીશ; જે માર્ગોની તેઓને માહિતી નથી, તેઓ પર હું તેઓને ચાલતા કરીશ. \q1 તેઓની સંમુખ હું અંધકારને અજવાળારૂપ અને ખરબચડી જગાઓને સપાટ કરીશ. \q1 આ બધાં કામ હું કરવાનો છું અને તેઓને પડતા મૂકીશ નહિ. \s5 \q1 \v 17 જેઓ કોરેલી મૂર્તિઓ પર ભરોસો રાખે છે અને ઢાળેલી મૂર્તિઓને કહે છે, "તમે અમારા દેવ છો," \q1 તેઓ પાછા ફરશે, તેઓ લજ્જિત થશે. \s5 \q1 \v 18 હે બધિરજનો, સાંભળો; અને હે અંધજનો, નજર કરીને જુઓ. \q1 \v 19 મારા સેવક જેવો આંધળો કોણ? મારા મોકલેલા સંદેશવાહક જેવો બધિર કોણ છે? \q1 મારા કરારના સહભાગી જેવો અંધ અને યહોવાહના સેવક જેવો અંધ કોણ છે? \s5 \q1 \v 20 તેં ઘણી બાબતો જોઈ છે પણ તેમને નિહાળી નથી, તારા કાન ઉઘાડા છે, પણ તું સાંભળતો નથી. \q1 \v 21 યહોવાહ પોતાના દૃઢ હેતુને લીધે, નિયમશાસ્ત્રનું માહાત્મ્ય વધારવા તથા તેના ન્યાયની સ્તુતિ કરવા રાજી થયા. \s5 \q1 \v 22 પણ આ લોક ખુવાર થયેલા તથા લૂંટાયેલા છે; \q1 તેઓ સર્વ ખાડાઓમાં ફસાયેલા, કારાગૃહોમાં પુરાયેલા છે; \q1 તેઓ લૂંટ સમાન થઈ ગયા છે, તેમને છોડાવનાર કોઈ નથી અને "તેઓને પાછા લાવો" એવું કહેનાર કોઈ નથી. \s5 \q1 \v 23 તમારામાંનો કોણ આને કાન દેશે? ભવિષ્યમાં કોણ ધ્યાન દઈને સાંભળશે? \q1 \v 24 કોણે યાકૂબને લૂંટારાઓને સોંપ્યો છે તથા ઇઝરાયલને લૂંટનારાઓને સ્વાધીન કર્યો છે? \q1 જે યહોવાહની વિરુદ્ધ આપણે પાપ કર્યું છે તેમણે શું એમ કર્યું નથી? \q1 તેઓ તેમના માર્ગોમાં ચાલવાને રાજી નહોતા અને તેમના નિયમશાસ્ત્રનું કહેવું તેઓએ સાંભળ્યું નહિ. \s5 \q1 \v 25 માટે તેમણે પોતાનો ઉગ્ર કોપ તથા યુદ્ધનો ખેદ તેમના પર રેડી દીધો. \q1 તેમણે તેને ચારેતરફ સળગાવી દીધો, તોપણ તે સમજ્યો નહિ; વળી તેને બાળ્યો, તોપણ તેણે પરવા કરી નહિ. \s5 \c 43 \s ઇઝરાયલને ઈશ્વરનું અભયદાન \q1 \v 1 પણ હવે હે યાકૂબ, તારા ઉત્પન્નકર્તા અને હે ઇઝરાયલ, તારા બનાવનાર યહોવાહ એવું કહે છે, \q1 "તું બીશ નહિ, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે; મેં તારું નામ લઈને તને બોલાવ્યો છે, તું મારો છે. \s5 \q1 \v 2 જ્યારે તું પાણીમાં થઈને જઈશ, ત્યારે હું તારી સાથે હોઈશ; અને તું નદીઓમાં થઈને જઈશ, ત્યારે તેઓ તને ડુબાડશે નહિ. \q1 જ્યારે તું અગ્નિમાં ચાલીશ, ત્યારે તને આંચ લાગશે નહિ અને જ્વાળા તને બાળશે નહિ. \q1 \v 3 કેમ કે હું યહોવાહ તારો ઈશ્વર છું, હું ઇઝરાયલનો પવિત્ર તારો ઉદ્ધારનાર છું. \q1 મેં તારા ઉદ્ધારના બદલામાં મિસર આપ્યો છે, તારે બદલે કૂશ તથા સબા આપ્યાં છે. \s5 \q1 \v 4 કેમ કે તું મારી દૃષ્ટિમાં મૂલ્યવાન તથા સન્માન પામેલો છે, મેં તારા પર પ્રેમ કર્યો છે. \q1 તેથી હું તારે બદલે માણસો અને તારા જીવને બદલે લોકો આપીશ. \q1 \v 5 તું બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું; \q1 હું તારાં સંતાન પૂર્વથી લાવીશ અને પશ્ચિમથી તેઓને એકત્ર કરીશ. \s5 \q1 \v 6 હું ઉત્તરને કહીશ, 'તેઓને છોડી દે;' અને દક્ષિણને કહીશ, 'તેઓને અટકાવીશ નહિ;' \q1 મારા દીકરાઓને વેગળેથી અને મારી દીકરીઓને પૃથ્વીને છેડેથી લાવ, \q1 \v 7 જે સર્વને મારા નામમાં બોલાવવામાં આવ્યા છે, જેઓને મેં મારા મહિમાને અર્થે ઉત્પન્ન કર્યા છે તેઓને લાવ; મેં તેઓને બનાવ્યા છે; હા મેં તેઓને પેદા કર્યા છે. \s ઈશ્વરનો સાક્ષી-ઇઝરાયલ \s5 \q1 \v 8 જે લોકો આંખો હોવા છતાં અંધ છે અને કાન છતાં બધિર છે, તેઓને આગળ લાવ. \q1 \v 9 સર્વ પ્રજાઓ એકઠી થાઓ અને લોકો ભેગા થાઓ. \q1 તેઓમાંથી કોણ આવી વાત જાહેર કરે અને અગાઉ બનેલી બિના અમને કહી સંભળાવે? \q1 તેઓ પોતાને સાચા ઠરાવવા પોતાના સાક્ષીઓ હાજર કરે અને તેઓ સાંભળીને કહે, 'એ ખરું છે.' \s5 \q1 \v 10 યહોવાહ કહે છે, "તમે મારા સાક્ષી છો," અને મારા સેવકને મેં પસંદ કર્યો છે, \q1 જેથી તમે મને જાણો અને મારો ભરોસો કરો તથા સમજો કે હું તે છું. \q1 મારા અગાઉ કોઈ ઈશ્વર થયો નથી અને મારી પાછળ કોઈ થવાનો નથી. \q1 \v 11 હું, હું જ યહોવાહ છું; અને મારા વિના બીજો કોઈ ઉદ્ધારક નથી. \s5 \q1 \v 12 મેં તો જાહેર કર્યું છે, બચાવ કર્યો છે અને સંભળાવ્યું છે, કે તમારામાં કોઈ અન્ય દેવ નથી. \q1 તમે મારા સાક્ષી છો" અને "હું જ ઈશ્વર છું" એમ યહોવાહ કહે છે. \q1 \v 13 વળી આજથી હું તે છું \q1 અને કોઈને મારા હાથમાંથી છોડાવનાર કોઈ નથી. હું જે કામ કરું છું તેને કોણ ઊંધું વાળશે?" \s બાબિલમાંથી છુટકારો \s5 \q1 \v 14 તમારો ઉદ્ધાર કરનાર, ઇઝરાયલના પવિત્ર યહોવાહ કહે છે: \q1 "તમારે માટે હું બાબિલને મોકલીશ અને તેઓને બંદીવાસના રૂપમાં નીચે લઈ જઈશ \q1 અને બાબિલનો આનંદ, વિલાપના ગીતમાં ફેરવાઈ જશે. \q1 \v 15 હું યહોવાહ, તમારો પવિત્ર, ઇઝરાયલને ઉત્પન્ન કરનાર, તમારો રાજા છું." \s5 \q1 \v 16 જે યહોવાહ સમુદ્રમાં માર્ગ અને જબરાં પાણીમાં રસ્તો કરી આપે છે, \q1 \v 17 જે રથ અને ઘોડાને, લશ્કરને તથા શૂરવીરને બહાર લાવે છે તે હું છું. તેઓ બધા સાથે પડી જશે; \q1 તેઓ ફરી ઊઠશે નહિ; તેઓ બુઝાઈ ગયા છે, તેઓ દિવેટની જેમ હોલવાયા છે. \s5 \q1 \v 18 તમે અગાઉની વાતોનું સ્મરણ કરશો નહિ, પુરાતન બિનાઓ ધ્યાનમાં લેશો નહિ. \q1 \v 19 જુઓ, હું એક નવું કામ કરનાર છું; તે હમણાં શરૂ થશે; શું તમે તે સમજી શકતા નથી? \q1 હું તો અરણ્યમાં માર્ગ તથા ઉજ્જડ પ્રદેશમાં નદીઓ કરી આપીશ. \s5 \q1 \v 20 જંગલનાં હિંસક પશુઓ, શિયાળો તથા શાહમૃગો મને માન આપશે, \q1 કારણ કે, મારા પસંદ કરેલા લોકોને પીવા માટે \q1 હું અરણ્યમાં પાણી તથા ઉજ્જડ પ્રદેશમાં નદીઓ કરી આપું છું. \q1 \v 21 મેં આ લોકને મારા પોતાને માટે બનાવ્યા છે, \q1 જેથી તેઓ મારી સ્તુતિ કરશે. \s ઇઝરાયલનું પાપ \s5 \q1 \v 22 પણ હે યાકૂબ, તેં મને વિનંતી કરી નથી; હે ઇઝરાયલ, તું મારાથી કાયર થઈ ગયો છે. \q1 \v 23 તારાં દહનીયાર્પણોનાં એક પણ ઘેટાંને તું મારી પાસે લાવ્યો નથી; \q1 તેમ તારા યજ્ઞોથી તેં મને માન આપ્યું નથી. મેં ખાદ્યાર્પણ માગીને તારા પર બોજો ચઢાવ્યો નથી, કે ધૂપ માગીને તને કાયર કર્યો નથી. \s5 \q1 \v 24 તેં મારા માટે નાણાં ખર્ચ્યા નથી, અગર વેચાતું લીધું નથી, કે તારા યજ્ઞોની ચરબીથી મને તૃપ્ત કર્યો નથી; \q1 પરંતુ તેં મારા પર તારા પાપનો બોજો મૂક્યો છે અને તારા અન્યાયે મને કાયર કર્યો છે. \s5 \q1 \v 25 હું, હા, હું એ જ છું, જે પોતાની ખાતર તારા અપરાધોને માફ કરું છું; અને તારાં પાપોને હું સંભારીશ નહિ. \q1 \v 26 જે થયું તે મને યાદ કરાવ. આપણે પરસ્પર વિવાદ કરીએ; તું તારી હકીકત રજૂ કર જેથી તું ન્યાયી ઠરે. \s5 \q1 \v 27 તારા આદિપિતાએ પાપ કર્યું અને તારા આગેવાનોએ મારી વિરુદ્ધ અપરાધ કર્યો છે. \q1 \v 28 તેથી મેં અભિષિક્ત સરદારોને ભ્રષ્ટ કર્યા છે; હું યાકૂબને વિનાશના બંધનમાં તથા ઇઝરાયલીઓને નિંદાપાત્ર કરી નાખીશ. \s5 \c 44 \s એકમાત્ર ઈશ્વર \q1 \v 1 પણ હવે, હે મારા સેવક યાકૂબ અને હે મારા પસંદ કરેલા ઇઝરાયલ, મને સાંભળ: \q1 \v 2 તારો કર્તા, ગર્ભસ્થાનમાં તને રચનાર \q1 અને તને સહાય કરનાર યહોવાહ એવું કહે છે: "હે મારા સેવક યાકૂબ, મારા પસંદ કરેલા યશુરૂન, તું બીશ નહિ. \s5 \q1 \v 3 કેમ કે હું તરસી ભૂમિ પર પાણી રેડીશ અને સૂકી ભૂમિ પર ધારાઓ વહાવીશ; \q1 હું તારાં સંતાન ઉપર મારો આત્મા તથા તારા વંશજો પર મારો આશીર્વાદ રેડીશ. \q1 \v 4 તેઓ પાણીમાં ઊગી નીકળતા ઘાસની જેમ તથા નાળાંં પાસે ઊગી નીકળતા વેલાની જેમ ઊગી નીકળશે. \s5 \q1 \v 5 એક કહેશે, 'હું યહોવાહનો છું' અને બીજો યાકૂબનું નામ ધારણ કરશે; \q1 તથા ત્રીજો પોતાના હાથ પર 'યહોવાહને અર્થે' એવું લખાવશે અને 'ઇઝરાયલના નામથી' બોલાવાશે." \s5 \q1 \v 6 ઇઝરાયલના રાજા, તેના ઉદ્ધારક, સૈન્યોના ઈશ્વર યહોવાહ એવું કહે છે: \q1 "હું આદિ છું અને હું જ અંત છું; મારા વિના બીજો કોઈ ઈશ્વર નથી. \s5 \q1 \v 7 મેં પુરાતન કાળના લોકોને સ્થાપન કર્યા, ત્યારથી મારા જેવો સંદેશો પ્રગટ કરનાર કોણ છે? \q1 જો કોઈ હોય તો તે આગળ આવે, પ્રગટ કરે અને તેની ઘોષણા કરે! વળી જે થવાનું તથા વીતવાનું છે, તે તેઓ જાહેર કરે! \s5 \q1 \v 8 ગભરાશો નહિ કે બીશો નહિ. શું મેં પ્રાચીનકાળથી સંભળાવીને તેને જાહેર કર્યું નથી? \q1 તમે મારા સાક્ષી છો: શું મારા વિના અન્ય કોઈ ઈશ્વર છે? કોઈ ખડક નથી; હું કોઈને જાણતો નથી." \s મૂર્તિપૂજા મશ્કરીરૂપ \s5 \q1 \v 9 કોરેલી મૂર્તિના બનાવનાર સર્વ શૂન્યવત છે; તેઓના પ્રિય પદાર્થો કશા કામના નથી; \q1 તેઓના સાક્ષીઓ પોતે જોતા નથી કે જાણતા નથી અને તેઓ લજ્જિત થાય છે. \q1 \v 10 કોણે દેવને બનાવ્યો કે નકામી મૂર્તિને કોણે ઢાળી? \s5 \q1 \v 11 જુઓ એના સર્વ સહકર્મીઓ લજ્જિત થશે; કારીગરો પોતે માણસો જ છે. \q1 તેઓ સર્વ ભેગા થાય તેઓ ભેગા રહે; તેઓ બી જશે અને લજ્જિત થશે. \s5 \q1 \v 12 લુહાર ઓજાર તૈયાર કરે છે, તે અંગારામાં કામ કરે છે, \q1 તે હથોડાથી તેને બનાવે છે અને પોતાના બળવાન હાથથી તેને ઘડે છે. \q1 વળી તેને ભૂખ લાગે છે ત્યારે તેનામાં કઈ બળ રહેતું નથી. તે પાણી પીતો નથી અને નિર્બળ થાય છે. \s5 \q1 \v 13 સુથાર રંગેલી દોરીથી તેને માપે છે અને ચોકથી રેખા દોરે છે. \q1 તે તેના પર રંધો મારે છે અને વર્તુળથી તેની રેખા દોરે છે. \q1 મંદિરમાં મૂકવા માટે પુરુષના આકાર પ્રમાણે, માણસના સૌંદર્ય પ્રમાણે તે તેને બનાવે છે. \s5 \q1 \v 14 તે પોતાને માટે એરેજવૃક્ષ, દેવદાર અને એલોન વૃક્ષ કાપી નાખે છે. \q1 વનનાં વૃક્ષોમાંનું એક મજબૂત વૃક્ષ પોતાને માટે પસંદ કરે છે; તે દેવદાર રોપે છે અને વરસાદ તેને મોટું કરે છે. \s5 \q1 \v 15 તે માણસને બળતણ તરીકે કામ લાગે છે અને તેમાંથી તાપે છે. હા, તેને સળગાવીને તેના પર રોટલી શેકે છે. \q1 વળી તેમાંથી તે દેવ બનાવીને તેને પ્રણામ કરે છે; તેની કોરેલી મૂર્તિ કરીને તે એને પગે લાગે છે. \q1 \v 16 તેનો અર્ધો ભાગ તે અગ્નિમાં બાળી નાખે છે, તેના ઉપર તે માંસ પકવે છે. તે ખાય છે અને તૃપ્ત થાય છે. \q1 વળી તે તાપે છે અને કહે છે, 'વાહ! મને હુંફ મળી છે, મેં આગ જોઈ છે." \s5 \q1 \v 17 પછી જે ભાગ બાકી રહે છે તેનો તે દેવ બનાવે છે, તેની મૂર્તિ બનાવે છે, તે તેને પગે લાગે છે અને આદર આપે છે. \q1 અને તેની પ્રાર્થના કરીને કહે છે, "મને બચાવ, કેમ કે તું મારો દેવ છે." \s5 \q1 \v 18 તેઓ જાણતા નથી કે સમજતા પણ નથી, તેઓની આંખો અંધ છે, જે કંઈ જોઈ શકતી નથી તથા તેઓનાં હૃદય કંઈ જાણી શકતાં નથી. \s5 \q1 \v 19 કોઈ ધ્યાનમાં લેતો નથી અને કહેતો નથી, \q1 આ લાકડાનો અર્ધો ભાગ મેં અગ્નિમાં બાંધ્યો; વળી તેના અંગારા પર રોટલી શેકી; મેં તેના ઉપર માંસ શેક્યું અને ખાધું. \q1 તો હવે, આ શેષ રહેલા લાકડામાંથી કોઈ અમંગળ વસ્તુ બનાવીને તેની પૂજા કેમ કરું? શું હું લાકડાના ટુકડાની આગળ નમુ?" \s5 \q1 \v 20 તે જેમ રાખ ખાય છે, તેના મૂર્ખ હૃદયે તેને ભુલાવ્યો છે. તે પોતાનો જીવ બચાવી શકતો નથી, તે એવું કહી શકતો નથી કે, "મારા જમણા હાથમાં જૂઠો દેવ છે." \s પ્રભુ જ ઉત્પન્નકર્તા અને ઉદ્ધારક \s5 \q1 \v 21 હે યાકૂબ તથા હે ઇઝરાયલ, એ વાતો વિષે વિચાર કર, કેમ કે તું મારો સેવક છે; \q1 મેં તને બનાવ્યો છે; તું મારો સેવક છે: હે ઇઝરાયલ, હું તને ભૂલી જનાર નથી. \q1 \v 22 મેં તારા અપરાધો મેઘની જેમ તથા તારાં પાપો વાદળની જેમ ભૂંસી નાખ્યાં છે; \q1 મારી તરફ પાછો ફર, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે. \s5 \q1 \v 23 હે આકાશો, તમે હર્ષનાદ કરો, કેમ કે યહોવાહે તે કર્યું છે; હે પૃથ્વીના ઊંડાણો, તમે જયઘોષ કરો; \q1 હે પર્વતો, વન તથા તેમાંનાં સર્વ વૃક્ષો તમે ગાયન કરવા માંડો, \q1 કેમ કે યહોવાહે યાકૂબનો ઉદ્ધાર કર્યો છે અને ઇઝરાયલમાં તે પોતાનો મહિમા પ્રગટ કરશે. \s5 \q1 \v 24 તારો ઉદ્ધાર કરનાર યહોવાહ, ગર્ભસ્થાનથી તારો બનાવનાર એમ કહે છે: \q1 "હું યહોવાહ સર્વનો કર્તા છું; \q1 જે એકલા જ આકાશોને વિસ્તારે છે, પોતાની જાતે પૃથ્વીને વિસ્તારે છે. \q1 \v 25 હું દંભીઓનાં ચિહ્નોને ખોટા ઠરાવું છું અને શકુન જોનારાઓને બેવકૂફ બનાવું છું; \q1 હું જ્ઞાનીઓના વચનને ઊંધું કરી નાખું છું અને તેઓની વિદ્યાને મૂર્ખાઈ ઠરાવું છું. \s5 \q1 \v 26 હું, યહોવાહ! પોતાના સેવકની વાતને સ્થિર કરનાર અને મારા સંદેશાવાહકોના સંદેશાને સત્ય ઠરાવનાર છું, \q1 જે યરુશાલેમ વિષે કહે છે, 'તેમાં વસ્તી થશે;' અને યહૂદિયાનાં નગરો વિષે કહે છે, "તેઓ ફરી બંધાશે, હું તેનાં ખંડિયેર પાછાં બાંધીશ. \q1 \v 27 તે સમુદ્રને કહે છે કે, 'તુ સુકાઈ જા, હું તારી નદીઓને સૂકવી નાખીશ.' \s5 \q1 \v 28 તે કોરેશ વિષે કહે છે, 'તે મારો ઘેટાંપાળક છે, તે મારા બધા મનોરથો પૂરા કરશે' વળી તે યરુશાલેમ વિષે કહે છે, 'તું ફરી બંધાઈશ' અને સભાસ્થાન વિષે કહે છે, 'તારો પાયો નાખવામાં આવશે.'" \s5 \c 45 \s પ્રભુ કોરેશને નીમે છે \q1 \v 1 યહોવાહ કહે છે, કોરેશ મારો અભિષિક્ત છે, \q1 તેની આગળ દેશોને તાબે કરવા, રાજાઓનાં હથિયાર મુકાવી દેવા માટે મેં તેનો જમણો હાથ પકડી રાખ્યો છે \q1 અને દરવાજા ખૂલી જશે અને તે દ્વારો બંધ કરવામાં આવશે નહિ. \s5 \q1 \v 2 "હું તારી આગળ જઈશ અને પર્વતોને સપાટ કરીશ; \q1 હું પિત્તળના દરવાજાઓના ટુકડેટુકડા કરી નાખીશ તથા લોખંડની ભૂંગળોને કાપી નાખીશ. \q1 \v 3 અને હું તને અંધકારમાં રાખેલા ખજાના તથા ગુપ્ત સ્થળમાં છુપાવેલું દ્રવ્ય આપીશ, \q1 જેથી તું જાણે કે હું તારું નામ લઈને બોલાવનાર ઇઝરાયલનો ઈશ્વર યહોવાહ છું. \s5 \q1 \v 4 મારા સેવક યાકૂબને લીધે અને મારા પસંદ કરેલા ઇઝરાયલને લીધે, \q1 મેં તને તારું નામ લઈને બોલાવ્યો છે; જો કે તેં મને ઓળખ્યો નથી તો પણ મેં તને અટક આપી છે. \q1 \v 5 હું જ યહોવાહ છું અને બીજો કોઈ નથી; મારા સિવાય કોઈ ઈશ્વર નથી. \q1 જો કે તેં મને ઓળખ્યો નથી, તો પણ હું તને યુદ્ધ માટે તૈયાર કરીશ; \q1 \v 6 એથી પૂર્વથી તથા પશ્ચિમ સુધી સર્વ લોકો જાણે કે મારા વિના બીજો કોઈ ઈશ્વર નથી. \q1 હું જ યહોવાહ છું અને બીજો કોઈ નથી. \s5 \q1 \v 7 પ્રકાશનો કર્તા અને અંધકારનો ઉત્પન્ન કરનાર હું છું; \q1 હું શાંતિ અને સંકટ લાવનાર; હું, યહોવાહ એ સર્વનો કરનાર છું. \q1 \v 8 હે આકાશો, તમે ઉપરથી વરસો! હે વાદળો તમે ન્યાયી તારણ વરસાવો. \q1 પૃથ્વીને તે શોષી લેવા દો કે તેમાંથી ઉદ્ધાર ઊગે \q1 અને ન્યાયીપણું તેની સાથે ઊગશે. મેં, યહોવાહે તે બન્નેને ઉત્પન્ન કર્યાં છે. \s સૃજનકાર્ય અને ઇતિહાસનો સ્વામી:પ્રભુ \s5 \q1 \v 9 જે કોઈ પોતાના કર્તાની સામે દલીલ કરે છે તેને અફસોસ! તે ભૂમિમાં માટીના ઠીકરામાંનું ઠીકરું જ છે! \q1 શું માટી કુંભારને પૂછશે કે, 'તું શું કરે છે?' અથવા 'તું જે બનાવી રહ્યો હતો તે કહેશે કે - તારા હાથ નથી?' \s5 \q1 \v 10 જે પિતાને કહે છે, 'તમે શા માટે પિતા છો?' અથવા સ્ત્રીને કહે, 'તમે કોને જન્મ આપો છો?' તેને અફસોસ! \s5 \q1 \v 11 ઇઝરાયલના પવિત્ર, તેને બનાવનાર યહોવાહ કહે છે: \q1 'જે બિનાઓ બનવાની છે તે વિષે, તમે શું મને મારાં બાળકો વિષે પ્રશ્ન કરશો? શું મારા હાથનાં કાર્યો વિષે તમે મને કહેશો કે મારે શું કરવું?' \s5 \q1 \v 12 'મેં પૃથ્વીને બનાવી અને તે પર મનુષ્યને બનાવ્યો. \q1 તે મારા જ હાથો હતા જેણે આકાશોને પ્રસાર્યાં અને મેં સર્વ તારાઓ દ્રશ્યમાન થાય તેવી આજ્ઞા આપી. \s5 \q1 \v 13 મેં કોરેશને ન્યાયીપણામાં ઊભો કર્યો છે અને તેના સર્વ માર્ગો હું સીધા કરીશ. \q1 તે મારું નગર બાંધશે; અને કોઈ મૂલ્ય કે લાંચ લીધા વિના તે મારા બંદીવાનો ઘરે મોકલશે," સૈન્યોના ઈશ્વર યહોવાહ એવું કહે છે. \s5 \q1 \v 14 યહોવાહ આ પ્રમાણે કહે છે, \q1 "મિસરની કમાણી અને કૂશના વેપારીઓ તથા કદાવર સબાઈમ લોકો \q1 એ સર્વ તારે શરણે આવશે. તેઓ તારા થશે. તેઓ સાંકળોમાં, તારી પાછળ ચાલશે. \q1 તેઓ તને પ્રણામ કરીને તને વિનંતી કરશે કે, \q1 'ખરેખર ઈશ્વર તારી સાથે છે અને તેમના સિવાય બીજો કોઈ નથી.'" \q1 \v 15 હે ઇઝરાયલના ઈશ્વર, તારનાર, ખરેખર તમે ઈશ્વર છો જે પોતાને ગુપ્ત રાખે છે. \s5 \q1 \v 16 મૂર્તિઓના કારીગરો લજ્જિત અને કલંકિત થશે; તેઓ અપમાનમાં ચાલશે. \q1 \v 17 પરંતુ યહોવાહના અનંતકાળિક ઉદ્ધારથી ઇઝરાયલ બચી જશે; \q1 તું ફરીથી ક્યારેય લજ્જિત કે અપમાનિત થઈશ નહિ. \s5 \q1 \v 18 જેણે આકાશો ઉત્પન્ન કર્યાં, સાચા ઈશ્વર, યહોવાહ એવું કહે છે, \q1 તેમણે આ પૃથ્વી ઉત્પન્ન કરી અને બનાવી, એને સ્થાપન કરી. \q1 તેમણે તે ખાલી રાખવા માટે નહિ પણ વસ્તી માટે ઉત્પન્ન કરી છે: \q1 હું યહોવાહ છું અને મારી બરોબરી કરનાર કોઈ નથી. \s5 \q1 \v 19 હું ખાનગીમાં કે ગુપ્ત સ્થાનમાં બોલ્યો નથી; \q1 મેં યાકૂબનાં સંતાનોને કહ્યું નથી કે, 'મને ફોગટમાં શોધો!' \q1 હું યહોવાહ, સત્ય બોલનાર; સાચી વાતો પ્રગટ કરું છું." \s ખલકનો ખાવિંદ અને બાબિલની મૂર્તિઓ \s5 \q1 \v 20 વિદેશમાંના શરણાર્થીઓ તમે એકત્ર થાઓ, સર્વ એકઠા થઈને પાસે આવો. \q1 જેઓ કોરેલી મૂર્તિઓને ઉપાડે છે અને જે બચાવી નથી શકતા તેવા દેવને પ્રાર્થના કરે છે તેઓને ડહાપણ નથી. \s5 \q1 \v 21 પાસે આવો અને મને જાહેર કરો, તમારા પુરાવા રજૂ કરો! તેઓને સાથે ષડયંત્ર રચવા દો. \q1 પુરાતનકાળથી આ કોણે બતાવ્યું છે? કોણે આ જાહેર કર્યું છે? \q1 શું તે હું, યહોવાહ નહોતો? મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી, ન્યાયી ઈશ્વર અને તારનાર; મારા જેવો બીજો કોઈ નથી. \s5 \q1 \v 22 પૃથ્વીના છેડા સુધીના સર્વ લોક, મારી તરફ ફરો અને ઉદ્ધાર પામો; \q1 કેમ કે હું ઈશ્વર છું અને બીજો કોઈ નથી. \q1 \v 23 'મેં મારા પોતાના સમ ખાધા છે, \q1 ફરે નથી એવું ન્યાયી વચન મારા મુખમાંથી નીકળ્યું છે: \q1 મારી આગળ દરેક ઘૂંટણ નમશે, દરેક જીભ કબૂલ કરશે, \s5 \q1 \v 24 તેઓ કહેશે, "ફક્ત યહોવાહમાં મારું તારણ અને સામર્થ્ય છે." \q1 જેઓ તેમના પ્રત્યે ક્રોધિત થયેલા છે, તેઓ તેમની સમક્ષ લજવાઈને સંકોચાશે. \q1 \v 25 ઇઝરાયલનાં સર્વ સંતાનો યહોવાહમાં ન્યાયી ઠરશે; તેઓ પોતાનાં અભિમાન કરશે. \s5 \c 46 \q1 \v 1 બેલ \f + \fr 46:1 \ft બેલ, જેને માર્દક તરીકે પણ ઓળખાય છે તે બાબિલ દેશના મુખ્ય દેવતાઓમાંનું એક હતું. \f* નમી જાય છે, નબો \f + \fr 46:1 \ft નબો એક દેવ છે; તે માર્દક દેવનો પુત્ર હતો. \f* વાંકો વળે છે; તેમની મૂર્તિઓ \q1 જાનવરો પર લાદવામાં આવે છે. આ બધી મૂર્તિઓને લઈ જાય છે તે થાકેલાં જાનવરોને માટે એ મૂર્તિઓ ભારરૂપ છે. \q1 \v 2 તેઓ બધા વાંકા વળે છે અને ઘૂંટણે પડે છે; તેઓ પોતાની મૂર્તિઓને બચાવી શકતા નથી, \q1 પણ તેઓ પોતે બંદીવાન થયા છે. \s5 \q1 \v 3 હે યાકૂબના વંશજો અને યાકૂબના વંશજોમાંથી શેષ રહેલા સર્વ મારું સાંભળો, \q1 તમારા જન્મ અગાઉ, ગર્ભસ્થાનથી લઈને મેં તમને ઊંચકી લીધા છે: \q1 \v 4 તમારા વૃધ્ધાવસ્થા સુધી હું તે જ છું અને તમારા વાળ સફેદ થતાં સુધી હું તમને ઊંચકી લઈશ. \q1 મેં તમને બનાવ્યા છે અને હું તમને સહાય કરીશ, હું તમને સુરક્ષિત સ્થાને ઊંચકી જઈશ. \s5 \q1 \v 5 તમે કોની સાથે મને સરખાવશો? અને મારા જેવું બીજું કોણ છે, જેની સાથે મારી સરખામણી કરશો? \q1 \v 6 લોકો થેલીમાંથી સોનું ઠાલવે છે અને ત્રાજવાથી ચાંદી જોખે છે. \q1 તેઓ લુહારને કામે રાખે છે અને તે તેમાંથી દેવ બનાવે છે; તેઓ તેને પગે લાગે છે અને પ્રણામ કરે છે. \s5 \q1 \v 7 તેઓ મૂર્તિને પોતાના ખભા પર ઊંચકે છે; તેઓ તેને પોતાના સ્થાનમાં મૂકે છે અને તે ત્યાં જ ઊભી રહે છે અને ત્યાંથી ખસતી નથી. \q1 તેઓ તેની આગળ હાંક મારે છે પણ તે ઉત્તર આપી શકતી નથી કે કોઈને સંકટમાંથી બચાવી શકતી નથી. \s5 \q1 \v 8 હે બળવાખોર લોકો, આ બાબતો પર વિચાર કરો; તેની અવગણના કરશો નહિ. \q1 \v 9 પુરાતન કાળની વસ્તુઓ વિષે વિચાર કરો, \q1 કેમ કે હું ઈશ્વર છું અને બીજો કોઈ નથી, હું ઈશ્વર છું અને મારા જેવો કોઈ નથી. \s5 \q1 \v 10 હું આરંભથી પરિણામ જાહેર કરનાર અને જે થયું નથી તેની ખબર આપનાર છું. \q1 હું કહું છું, "મારી યોજના પ્રમાણે થશે અને મારી ઇચ્છા પ્રમાણે હું કરીશ." \q1 \v 11 હું પૂર્વથી એક શિકારી પક્ષીને તથા દૂર દેશમાંથી મારી પસંદગીના માણસને બોલાવું છું; \q1 હા, હું બોલ્યો છું; હું તે પરિપૂર્ણ કરીશ; મેં તે નક્કી કર્યું છે, હું તે પણ કરીશ. \s5 \q1 \v 12 હે હઠીલા લોકો, જે યોગ્ય છે તે કરવાથી દૂર રહેનારા, મારું સાંભળો. \q1 \v 13 હું મારું ન્યાયીપણું પાસે લાવું છું; તે દૂર રહેનાર નથી અને હવે હું તમારો ઉદ્ધાર કરવાનો છું; \q1 અને હું સિયોનનો ઉદ્ધાર કરીશ અને મારી સુંદરતા ઇઝરાયલને આપીશ. \s5 \c 47 \s બાબિલ સામે ચુકાદો \q1 \v 1 હે બાબિલની કુંવારી દીકરી, તું નીચે આવીને ધૂળમાં બેસ; \q1 હે ખાલદીઓની દીકરી, રાજ્યાસન વિના જમીન પર બેસ. \q1 તું હવે પછી ઉમદા અને કોમળ કહેવાશે નહિ. \q1 \v 2 ઘંટી લઈને લોટ દળ; તારો બુરખો ઉતાર, \q1 તારી સુરવાલ ઊંચી કર, પગ ઉઘાડા કર, નદીઓ ઓળંગીને જા. \s5 \q1 \v 3 તારી કાયા ઉઘાડી થશે, હા, તારી લાજ પણ જશે: \q1 હું વેર લઈશ અને કોઈને છોડીશ નહિ. \q1 \v 4 આપણો ઉદ્ધાર કરનાર, જેમનું નામ સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના પવિત્ર છે. \q1 \v 5 હે ખાલદીઓની દીકરી, મૌન રહીને બેસ અને અંધારામાં જા; \q1 કેમ કે હવે પછી તું રાજ્યોની રાણી કહેવાઈશ નહિ. \s5 \q1 \v 6 હું મારા લોકો ઉપર કોપાયમાન થયો; મેં પોતાના વારસાને ભ્રષ્ટ કર્યો \q1 અને તેઓને તારા હાથમાં સોંપ્યા, પરંતુ તેઁ તેઓના પ્રત્યે દયા રાખી નહિ; \q1 તેઁ વૃદ્ધો ઉપર તારી અતિ ભારે ઝૂંસરી મૂકી. \q1 \v 7 તેં કહ્યું, "હું સર્વકાળ સુધી રાણી તરીકે શાસન કરીશ." \q1 તેં કદી એ વાત ધ્યાનમાં લીધી નહિ અને તેનું પરિણામ શું આવશે એ લક્ષમાં લીધું નહિ. \s5 \q1 \v 8 તેથી હવે આ સાંભળ, હે એશઆરામમાં નિશ્ચિંત થઈને બેસી રહેનારી, \q1 તું તારા હૃદયમાં કહે છે, "હું અસ્તિત્વમાં છું અને મારા જેવું બીજું કોઈ નથી; \q1 હું વિધવા તરીકે ક્યારેય બેસીશ નહિ, કે કદી બાળકો ગુમાવવાનો અનુભવ કરીશ નહિ." \q1 \v 9 પરંતુ આ બન્ને વિપત્તિઓ તારી ઉપર એક જ દિવસે એક જ ક્ષણે આવશે \q1 એટલે કે બાળકો ગુમાવવાં અને વિધવાવસ્થા; આ સંપૂર્ણ વિપત્તિઓ એક જ દિવસે તારા પર આવશે. \q1 પુષ્કળ જાદુ અને જંતરમંતર તથા તાવીજ હોવા છતાં તે તારા પર આવશે. \s5 \q1 \v 10 તેં તારી દુષ્ટતા પર ભરોસો રાખ્યો છે; તેં કહ્યું કે, "મને કોઈ જોનાર નથી;" \q1 તારી બુદ્ધિ અને તારું ડહાપણ તમને ગેરમાર્ગે દોરી જાય છે, \q1 પરંતુ તું તારા હૃદયમાં કહે છે, "હજી હું અસ્તિત્વ ધરાવું છું અને મારા જેવું બીજું કોઈ નથી." \q1 \v 11 તારા પર આફત આવશે; તેને તું જંતરમંતરથી ટાળી શકીશ નહિ. \q1 વિનાશ તારા પર આવી પડશે; તે સંકટને તમે દૂર કરી શકશો નહિ. \q1 તમને ખબર પડે તે અગાઉ જ આપત્તિ તારા પર ત્રાટકશે. \s5 \q1 \v 12 તેં બાળપણથી વિશ્વાસુપણે જે પઠન કર્યું છે \q1 તે તારા મંત્રો અને પુષ્કળ જાદુને ચાલુ રાખજે; \q1 કદાચ તું સફળ થશે, કદાચ તું વિનાશને ભય પમાડી શકે. \q1 \v 13 અધિક સલાહોથી તું કાયર થયેલી છે; તે માણસોને ઊભા થવા દો \q1 અને તને બચાવવા દો - જેઓ નક્ષત્રો અને તારાઓ પર નજર રાખે છે, \q1 જેઓ નવો ચંદ્ર સૂચવે છે - તારા પર જે આવનાર છે તેમાંથી તારો બચાવ થાય એવું તું માનતી હશે. \s5 \q1 \v 14 જુઓ, તેઓ ખૂપરા જેવા થશે, અગ્નિ તેઓને બાળી નાખશે; \q1 તેઓ અગ્નિની જ્વાળાઓથી પોતાને બચાવી શકશે નહિ; \q1 ત્યાં તેઓને તાપવા લાયક અંગારા કે પાસે બેસવા લાયક અગ્નિ થશે નહિ. \q1 \v 15 જે લોકોની સાથે તેં તારી યુવાનીના સમયથી વેપાર કર્યો છે, તેઓ તારા માટે પરિશ્રમ સિવાય બીજું કશું જ નહિ હોય; \q1 તેઓ દરેક પોતપોતાના માર્ગે ભટકતા રહેશે; તને બચાવનાર કોઈ હશે નહિ. \s5 \c 48 \s ભવિષ્યનો સ્વામી પણ ઈશ્વર જ \q1 \v 1 હે યાકૂબનાં સંતાનો, આ સાંભળો, \q1 જેઓને ઇઝરાયલના નામથી બોલવવામાં આવ્યા છે અને યહૂદિયાના ઝરાથી નીકળી આવેલા છો; \q1 તમે જેઓ યહોવાહના નામે સમ ખાઓ છો અને ઇઝરાયલના ઈશ્વરને આહવાન આપો છો, \q1 પણ નિષ્ઠાપૂર્વક કે ન્યાયની રીતે નહિ. \q1 \v 2 કેમ કે તેઓ પોતાને પવિત્ર નગરના લોકો કહેવડાવે છે \q1 અને ઇઝરાયલના ઈશ્વર પર ભરોસો રાખે છે; જેનું નામ સૈન્યોના ઈશ્વર યહોવાહ છે. \s5 \q1 \v 3 મેં અગાઉની બિનાઓને પ્રગટ કરી હતી; તે મારા મુખેથી નીકળી હતી અને મેં તેઓને જાહેર કરી હતી; \q1 પછી મેં અચાનક તે પૂરી કરી અને તેઓ તેમાંથી પસાર થયા. \q1 \v 4 કારણ કે મને ખબર છે કે તમે હઠીલા હતા, \q1 તાર ગળાના સ્નાયુઓ લોખંડ જેવા અને તારું કપાળ પિત્તળ જેવું છે. \q1 \v 5 તેથી મેં તમને પુરાતન કાળથી જાહેર કર્યું હતું; તે થયા પહેલાં મેં અગાઉથી તમને કહી સંભળાવ્યું હતું, \q1 જેથી તમે કહી ના શકો કે, "મારી મૂર્તિએ તેઓને આ કર્યુ છે," અથવા "મારી કોરેલી મૂર્તિએ તથા ઢાળેલી મૂર્તિએ તે ફરમાવ્યાં છે." \s5 \q1 \v 6 તમે તે સાંભળ્યું છે; આ સર્વ પુરાવા જુઓ; અને શું તમે એ સ્વીકારશો નહિ કે મેં જે કહ્યું તે સત્ય છે? હવેથી હું તમને નવી અને ગુપ્ત રાખેલી બિનાઓ કે જે તમે જાણી નથી, તે તમને કહી સંભળાવું છું. \q1 \v 7 હમણાં, તે ઉત્પન્ન થઈ છે, અગાઉથી તે નહોતી અને આજ સુધી તેં તે સાંભળી પણ નહોતી, \q1 તેથી તું એમ કહી શકીશ નહિ, "હા, હું તે જાણતો હતો." \s5 \q1 \v 8 વળી તેં કદી સાંભળ્યું નહિ; તેં જાણ્યું નહિ; તારા કાન આ બાબતો વિષે અગાઉથી ઊઘડ્યા નહિ. \q1 કેમ કે હું જાણતો હતો કે તું તદ્દન કપટી અને જન્મથી તું બંડખોર છે. \s5 \q1 \v 9 મારા નામની ખાતર હું મારો કોપ મુલતવી રાખીશ અને મારા સન્માનની ખાતર હું તારો નાશ કરવામાં ધીરજ રાખીશ. \q1 \v 10 જુઓ, મેં તને ચોખ્ખો કર્યો છે, પણ ચાંદીની માફક નહિ; મેં તને વિપત્તિરૂપી ભઠ્ઠીમાં શુદ્ધ કર્યો છે. \q1 \v 11 મારા પોતાની ખાતર, મારા પોતાની ખાતર હું તે કાર્ય કરીશ; કેમ કે હું કેવી રીતે મારું નામ અપમાનિત થવાની મંજૂરી આપી શકું? \q1 હું મારો મહિમા બીજા કોઈને આપીશ નહિ. \s પ્રભુનો પસંદિત આગેવાન:કોરેશ \s5 \q1 \v 12 હે યાકૂબ અને મારા બોલાવેલા ઇઝરાયલ, મારું સાંભળો: \q1 હું તે જ છું; હું જ પ્રથમ, હું જ છેલ્લો છું. \q1 \v 13 હા, મારે હાથે પૃથ્વીનો પાયો નાખ્યો અને મારે જમણે હાથે આકાશોને પ્રસાર્યાં; \q1 જ્યારે હું તેઓને બોલાવું છું ત્યારે તેઓ એકસાથે ઊભા થાય છે. \s5 \q1 \v 14 તમે સર્વ એકત્ર થાઓ અને સાંભળો; તમારામાંથી કોણે આ બાબતો જાહેર કરી છે? \q1 યહોવાહના સાથીઓ બાબિલ વિરુદ્ધ તેનો હેતુ પૂરો કરશે. તે ખાલદીઓ વિરુદ્ધ યહોવાહની ઇચ્છા પૂર્ણ કરશે. \q1 \v 15 હું, હા, હું જ તે બોલ્યો છું, મેં તેને બોલાવ્યો છે, હું તેને લાવ્યો છું અને તે સફળ થશે. \s5 \q1 \v 16 મારી પાસે આવો, આ સાંભળો; \q1 પ્રારંભથી હું ગુપ્તમાં બોલ્યો નથી; તે થયું ત્યારથી હું ત્યાં છું; \q1 અને હવે પ્રભુ યહોવાહે મને અને તેમના આત્માને મોકલ્યા છે. \s પોતાના લોકોને માટે પ્રભુની યોજના \s5 \q1 \v 17 તારો ઉદ્ધાર કરનાર યહોવાહ, ઇઝરાયલના પવિત્ર આ કહે છે: "હું યહોવાહ તારો ઈશ્વર છું, જે તને સફળ કેવી રીતે થવું તે તને શીખવું છું. \q1 તારે જે માર્ગે જવું જોઈએ તે પર હું તને લઈ જાઉં છું. \q1 \v 18 જો તેં મારી આજ્ઞાઓ પાળી હોત તો કેવું સારું! \q1 પછી તારી શાંતિ અને સમૃદ્ધિ એક નદીની જેવી વહેતી હોત અને તારો ઉદ્ધાર સમુદ્રનાં મોજાં જેવો થાત. \s5 \q1 \v 19 તારાં વંશજો રેતી જેટલા અસંખ્ય અને તારા પેટના સંતાન રેતીના કણ જેટલાં અસંખ્ય થાત; \q1 તેઓનું નામ મારી સંમુખથી નાબૂદ થાત નહિ કે મારી આગળથી કપાઈ જાત નહિ. \s5 \q1 \v 20 બાબિલમાંથી બહાર નીકળો, ખાલદીઓની પાસેથી નાસી જાઓ! \q1 હર્ષનાદના અવાજથી આ જાહેર કરો! આ વાત પ્રગટ કરો, પૃથ્વીના છેડા સુધી તેને પ્રગટ કરો \q1 અને કહો, "યહોવાહે પોતાના સેવક યાકૂબનો ઉદ્ધાર કર્યો છે. \s5 \q1 \v 21 તે તેઓને રણમાં દોરી લઈ ગયા તો પણ તેઓ તરસ્યા રહ્યા નહિ; \q1 તેમણે તેઓને માટે ખડકમાંથી પાણી વહેવડાવ્યું; \q1 વળી તેમણે ખડક ફાડ્યો અને પાણી ખળખળ વહ્યું. \q1 \v 22 યહોવાહ કહે છે, "દુષ્ટોને કંઈ શાંતિ હોતી નથી." \s5 \c 49 \s ઇઝરાયલ:પ્રજાઓ માટે પ્રકાશ \q1 \v 1 હે ટાપુઓ, તમે મારું સાંભળો! હે દૂરના લોકો, તમે ધ્યાન આપો. \q1 યહોવાહે જન્મથી મને નામ લઈને, જ્યારે હું મારી માના ગર્ભમાં હતો ત્યારથી બોલાવ્યો છે. \q1 \v 2 તેમણે મારું મુખ તીક્ષ્ણ તલવાર જેવું બનાવ્યું છે; તેમણે મને પોતાના હાથની છાયામાં સંતાડ્યો છે; \q1 તેમણે મને ઘસીને ચમકતા બાણ સમાન કર્યો છે; તેમના ભાથામાં મને સંતાડી રાખ્યો છે. \s5 \q1 \v 3 તેમણે મને કહ્યું, "ઇઝરાયલ, તું મારો સેવક છે; જેના દ્વારા હું મારી મહિમા બતાવીશ." \q1 \v 4 મેં વિચાર્યું કે મેં નિરર્થક મહેનત કરી છે, મેં મારું સામર્થ્ય વ્યર્થ ખરચી નાખ્યું છે, \q1 તો પણ મારો ઇનસાફ યહોવાહની પાસે છે અને મારો બદલો મારા ઈશ્વર પાસે છે. \s5 \q1 \v 5 હવે યહોવાહ જેમણે મને ગર્ભસ્થાનથી પોતાનો સેવક થવા માટે ઘડ્યો છે, તે કહે છે, \q1 યાકૂબને મારી પાસે પાછો ફેરવી લાવ અને ઇઝરાયલને મારી પાસે એકત્ર કર. \q1 યહોવાહની દૃષ્ટિમાં હું માન પામેલો છું અને ઈશ્વર મારું સામર્થ્ય થયા છે. \q1 \v 6 તે કહે છે, "તું યાકૂબનાં કુળોને પુનઃસ્થાપિત કરવા \q1 તથા ઇઝરાયલના શેષ બચેલાઓને પાછા લાવવા માટે મારો સેવક થાય એ થોડું કહેવાય. \q1 હું તને વિદેશીઓ માટે પ્રકાશરૂપ બનાવીશ, જેથી પૃથ્વીના છેડા સુધી તું ઉદ્ધાર પહોંચાડનાર થશે." \s5 \q1 \v 7 ઇઝરાયલનો ઉદ્ધાર કરનાર, તેઓના પવિત્ર યહોવાહ એવું કહે છે, \q1 જેને લોકો ધિક્કારે છે, રાજ્યો દ્વારા તિરસ્કાર પામેલ, શાસકોના ગુલામ: \q1 "રાજાઓ તને જોશે અને ઊભા થશે અને સરદારો તને જોઈને પ્રણામ કરશે, \q1 કારણ કે યહોવાહ વિશ્વાસુ છે, ઇઝરાયલનાં પવિત્ર, જેમણે તને પસંદ કર્યો છે. \s ઇઝરાયલનો ઉદય \s5 \q1 \v 8 યહોવાહ એવું કહે છે: \q1 એક સમયે હું મારી કૃપા બતાવીશ અને તને ઉત્તર આપીશ તથા ઉદ્ધારને દિવસે હું તને સહાય કરીશ; \q1 હું તારું રક્ષણ કરીશ અને તને લોકોને માટે કરારરૂપ કરીશ, \q1 જેથી તું દેશને ફરીથી બાંધે અને નિર્જન ભૂમિનો વારસો વહેંચી આપે. \s5 \q1 \v 9 તું બંદીવાનોને કહેશે, 'બહાર આવો;' જેઓ અંધકારમાં છે તેઓને કહેશે, 'પ્રકાશમાં આવો.' \q1 તેઓ રસ્તાઓ પર અને સર્વ ઢોળાવ પર ચરનારાં ઘેટાં જેવા મુક્ત થશે. \s5 \q1 \v 10 તેઓને ભૂખ કે તરસ લાગશે નહિ; અને તેઓને લૂ તથા તાપ લાગશે નહિ, \q1 કેમ કે જે તેઓ ઉપર દયા કરે છે, તે તેઓને દોરી જશે; પાણીના ઝરાઓની પાસે તેઓને લઈ જશે. \q1 \v 11 મારા સર્વ પર્વતો પર હું માર્ગો બનાવીશ અને મારા રાજમાર્ગોને સપાટ કરીશ." \s5 \q1 \v 12 જુઓ, તેઓ દૂરથી આવશે, થોડા ઉત્તરથી તથા પશ્ચિમથી; તથા અન્ય સીનીમ દેશમાંથી આવશે. \q1 \v 13 હે આકાશો, ગાઓ અને હે પૃથ્વી, આનંદ કર; હે પર્વતો, તમે જયઘોષ કરવા માંડો! \q1 કેમ કે યહોવાહે પોતાના લોકોને દિલાસો આપ્યો છે અને તે પોતાના દુ:ખી લોકો પર દયા કરશે. \s5 \q1 \v 14 પણ સિયોને કહ્યું, "યહોવાહે મને તજી દીધી છે અને પ્રભુ મને ભૂલી ગયા છે." \q1 \v 15 શું સ્ત્રી પોતાના બાળકને, અરે પોતાના સ્તનપાન કરતા બાળકને ભૂલી જાય, પોતાના પેટના દીકરા પર તે દયા ન કરે? \q1 હા, કદાચ તે ભૂલી જાય પરંતુ હું તને ભૂલીશ નહિ. \s5 \q1 \v 16 જો, મેં તારું નામ મારી હથેળી પર કોતર્યું છે; તારો કોટ નિત્ય મારી સમક્ષ છે. \q1 \v 17 જ્યારે તારો નાશ કરનાર દૂર જાય છે, ત્યારે તારા છોકરાં ઉતાવળથી પાછાં ફરે છે. \q1 \v 18 તારી દૃષ્ટિ ઊંચી કરીને ચારે તરફ જો, તેઓ સર્વ એકઠા થઈને તારી પાસે આવે છે. \q1 યહોવાહ કહે છે, "મારા જીવના સમ" તું તે સર્વને આભૂષણની જેમ પહેરશે; કન્યાની જેમ તારી જાતને શણગારશે. \s5 \q1 \v 19 જો કે તારી ઉજ્જડ તથા વસ્તી વિનાની જગાઓ, તારો પાયમાલ થયેલો દેશ, \q1 હવે તારા રહેવાસીઓ માટે તું ખૂબ નાનો હશે અને તને ગળી જનારા દૂર રહેશે. \q1 \v 20 તારા વિરહના સમયમાં જન્મેલા બાળકો તારા સાંભળતાં કહેશે, \q1 'આ જગા અમારે માટે ખૂબ સાંકડી છે, અમારે માટે જગા કર કે અમે રહી શકીએ.' \s5 \q1 \v 21 પછી તું તારા મનમાં કહેશે, 'મારે માટે આ બાળકોને કોણે જન્મ આપ્યો છે? \q1 હું તો નિરાધાર તથા નિઃસંતાન, બંદીવાન તથા છૂટાછેડા પામેલી છું. આ બાળકોને કોણે ઉછેર્યાં છે? \q1 જુઓ, હું એકલી રહેતી હતી; આ બાળકો ક્યાંથી આવ્યાં?'" \s5 \q1 \v 22 પ્રભુ યહોવાહ એવું કહે છે: \q1 "જુઓ, હું વિદેશીઓની તરફ મારો હાથ ઊંચો કરીશ; લોકોની તરફ મારી ધ્વજા ઊંચી કરીશ. \q1 તેઓ તારા દીકરાઓને તેમના હાથમાં ઊંચકીને અને તારી દીકરીઓને ખભા પર બેસાડીને લાવશે. \s5 \q1 \v 23 રાજાઓ તારા વાલી અને તેઓની રાણીઓ તારી સંભાળ રાખનાર થશે; \q1 તેઓ તને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરશે અને તારા પગની ધૂળ ચાટશે; \q1 અને ત્યારે તું જાણશે કે, હું યહોવાહ છું; જેઓ મારી વાટ જુએ છે તેઓ કદી લજવાશે નહિ." \s5 \q1 \v 24 શું શૂરવીર પાસેથી લૂંટ છીનવી શકાય અથવા શું જુલમીના હાથમાંથી બંદીવાનોને છોડાવી શકાય? \q1 \v 25 પણ યહોવાહ એવું કહે છે કે: \q1 "હા, શૂરવીર પાસેથી બંદીવાનોને લઈ લેવાશે અને લૂંટ છીનવી લેવાશે; \q1 કેમ કે હું તારા દુષ્ટોનો વિરોધ કરીશ અને તારાં બાળકોને બચાવીશ. \s5 \q1 \v 26 અને હું તારા પર જુલમ કરનારાઓને તેઓનું પોતાનું જ માંસ ખવડાવીશ; અને જાણે દ્રાક્ષારસ પીધો હોય, તેમ તેઓ પોતાનું જ રક્ત પીને છાકટા થશે; \q1 અને ત્યારે સર્વ માનવજાત જાણશે કે હું, યહોવાહ, તારો ઉદ્ધારનાર અને તારો બચાવ કરનાર છું, હું યાકૂબનો સમર્થ ઈશ્વર છું." \s5 \c 50 \q1 \v 1 યહોવાહ પૂછે છે કે, \q1 "છૂટાછેડાનો પત્ર ક્યાં છે જેનાથી મેં તારી માને છૂટાછેડા આપ્યા? \q1 અને મારા લેણદારોમાંના કોને ત્યાં મેં તમને વેચી દીધા હતા? \q1 જો, તમારાં પાપોને લીધે તમે વેચાયા હતા અને તમારા બળવાને કારણે તમારી માને મેં તજી દીધી હતી. \s5 \q1 \v 2 હું શા માટે આવ્યો પણ ત્યાં કોઈ હતું નહિ? મેં શા માટે પોકાર કર્યો પણ કોઈએ જવાબ આપ્યો નહિ? \q1 શું મારો હાથ એટલો બધો ટૂંકો થઈ ગયો છે કે તમને છોડાવી શકે નહિ? શું તમને બચાવવા માટે મારામાં શક્તિ નથી? \q1 જુઓ, મારા ઠપકાથી હું સમુદ્રને સૂકવી નાખું છું; હું નદીઓને રણ કરી નાખું છું; \q1 તેમાંની માછલીઓ પાણી વિના મરી જાય છે અને ગંધાઈ ઊઠે છે. \q1 \v 3 હું આકાશને અંધકારથી ઢાકું છું; હું ટાટથી તેનું આચ્છાદન કરું છું." \s પ્રભુનો આજ્ઞાધીન સેવક \s5 \q1 \v 4 હું થાકેલાઓને આશ્વાસનના શબ્દો બોલી શકું માટે, \q1 પ્રભુ યહોવાહે મને શીખેલાની જીભ આપી છે. \q1 તે દર સવારે મને જગાડે છે અને મારા કાનને ઉઘાડે છે કે હું શીખેલાની જેમ સાંભળું. \s5 \q1 \v 5 પ્રભુ યહોવાહે મારા કાન ઉઘાડ્યાં છે \q1 અને મેં બંડ કર્યું નથી કે, પાછો હટ્યો નથી. \q1 \v 6 મેં મારા મારનારની આગળ મારી પીઠ તથા વાળ ખેંચી કાઢનારની આગળ મારા ગાલ ધર્યા; \q1 અપમાનિત તથા થૂંકાવા છતાં મેં મારું મુખ સંતાડ્યું નહિ. \s5 \q1 \v 7 કેમ કે પ્રભુ યહોવાહ મારી સહાય કરશે; તેથી હું ફજેત થનાર નથી; \q1 તેથી મેં મારું મુખ ચકમકના પથ્થર જેવું કર્યું છે, કેમ કે હું જાણું છું કે હું લજ્જિત થઈશ નહિ. \s5 \q1 \v 8 મને ન્યાયી ઠરાવનાર પાસે છે. કોણ મારો વિરોધ કરશે? આવો આપણે સાથે ઊભા રહીને એક બીજાની સરખામણી કરીએ. \q1 મારા પર આરોપ મૂકનાર કોણ છે? તેને મારી પાસે આવવા દો. \q1 \v 9 જુઓ, પ્રભુ યહોવાહ મને સહાય કરશે. મને અપરાધી ઠરાવનાર કોણ છે? \q1 જુઓ, તેઓ સર્વ વસ્ત્રની જેમ જીર્ણ થઈ જશે; ઉધાઈ તેઓને ખાઈ જશે. \s5 \q1 \v 10 તમારામાં યહોવાહની બીક રાખનાર કોણ છે? કોણ પોતાના સેવકની વાણી સાંભળે છે? \q1 કોણ ઘોર અંધકારમાં પ્રકાશ વિના ચાલે છે? \q1 તેણે યહોવાહના નામ પર ભરોસો રાખવો અને તેના ઈશ્વર પર આધાર રાખવો. \s5 \q1 \v 11 જુઓ, તમે સર્વ અગ્નિ સળગાવનારા, જે મશાલોથી સજ્જ છો: \q1 તમારી સળગાવેલ જ્યોતમાં અને તમારી મશાલોના પ્રકાશમાં ચાલો. \q1 યહોવાહ કહે છે, 'મારા હાથથી,' 'આ તમારી પાસે આવશે: તમે વિપત્તિના સ્થાનમાં પડી રહેશો.' \s5 \c 51 \s યરુશાલેમને સાંત્વના નો વચનો \q1 \v 1 તમે જેઓ ન્યાયીપણાને અનુસરો છો, તમે જેઓ યહોવાહને શોધો છો, તમે મારું સાંભળો: \q1 જે ખડકમાંથી તમને કોતરી કાઢવામાં આવ્યા છે અને જે ખાણમાંથી તમને ખોદી કાઢવામાં આવ્યા છે તેની તરફ જુઓ. \s5 \q1 \v 2 તમારા પિતા ઇબ્રાહિમને અને તમારી જનેતા સારાને નિહાળો; તે એકલો જ હતો ત્યારે મેં તેને બોલાવ્યો, \q1 મેં તેને આશીર્વાદ આપીને તેની વૃદ્ધિ કરી. \s5 \q1 \v 3 હા, યહોવાહ સિયોનને દિલાસો આપશે; તેની સર્વ ઉજ્જડ જગાઓને દિલાસો આપશે; \q1 તેના અરણ્યને એદન સરખું અને રણને યર્દન નદીની ખીણની બાજુમાં યહોવાહના ઉપવન સરખું કર્યું છે; \q1 આનંદ અને ઉત્સવ તેનામાં મળી આવશે, ત્યાં આભારસ્તુતિ તથા ગીતોનો અવાજ સંભળાશે. \s5 \q1 \v 4 "હે મારા લોકો, મારી વાત પર ધ્યાન આપો; હે મારી પ્રજા, મારી વાત સાંભળો! \q1 કેમ કે નિયમ મારી પાસેથી નીકળશે અને હું મારો ન્યાયચુકાદો દેશોના અજવાળાંને માટે સ્થાપિત કરીશ. \q1 \v 5 મારું ન્યાયીપણું પાસે છે; હું જે ઉદ્ધાર કરવાનો છું તે બહાર પ્રગટ થશે અને મારા ભુજ દેશોનો ન્યાય કરશે; \q1 દ્વીપો મારી પ્રતિક્ષા કરશે, મારા ભુજની તેઓ આતુરતાથી રાહ જોશે. \s5 \q1 \v 6 તમારી દૃષ્ટિ આકાશ તરફ ઊંચી કરો અને નીચે પૃથ્વી તરફ નજર કરો, \q1 કેમ કે આકાશ ધુમાડાની જેમ જતું રહેશે, પૃથ્વી વસ્ત્રની જેમ જીર્ણ થશે અને તેના રહેવાસીઓ માખીઓની જેમ મરણ પામશે. \q1 પણ મેં કરેલો ઉદ્ધાર સદાકાળ રહેશે અને મારું ન્યાયીપણું ક્યારેય કામ કરવાનું બંધ કરશે નહિ. \s5 \q1 \v 7 જેઓ જાણે છે કે સાચું શું છે અને જેઓના હૃદયમાં મારો નિયમ છે, તેઓ મારું સાંભળો: \q1 માણસોની નિંદાથી બીશો નહિ કે તેઓના મહેણાંથી ડરશો નહિ. \q1 \v 8 કેમ કે ઉધાઈ તેઓને વસ્ત્રની જેમ ખાઈ જશે અને કીડા તેઓને ઊનને જેમ કોતરી ખાશે; \q1 પણ મારું ન્યાયીપણું સદાકાળ ટકશે અને મેં કરેલો ઉદ્ધાર પેઢી દરપેઢી રહેશે." \s5 \q1 \v 9 હે યહોવાહના ભુજ, જાગૃત થા, જાગૃત થા, સામર્થ્યના વસ્ત્રો પહેરી લો. \q1 પૂર્વકાળની જેમ, પુરાતન કાળની પેઢીઓમાં થયું તેમ જાગૃત થા. જેણે રાહાબના \f + \fr 51:9 \ft કનાની પૌરાણિક કથામાં રાહાબને પાણી સાથે ઉલ્લેખ કર્યો છે જે સર્જનમાં સ્થપાયેલાં વળતરને ધમકી આપે છે. તે સમુદ્ર અને સમુદ્રિય અજગર સાથે સંકળાયેલ છે ( જુઓ 27.1 પરની ટિપ્પણીઓ). હીબ્રુ સંસ્કરણનાં વાર્તામાં, રાહાબ અને અજગર સમુદ્રના રાક્ષસ પણ છે. \f* ટુકડેટુકડા કરી નાખ્યા, જેણે અજગરને વીંધ્યો, તે જ તમે નથી? \q1 \v 10 જેણે સમુદ્રને, તેનાં અતિ ઊંડાં પાણીને સૂકવી નાખ્યાં \q1 અને ઉદ્ધાર પામેલાઓને પાર ઉતારવાને અર્થે સમુદ્રનાં ઊંડાણોમાં થઈને માર્ગ કરી આપ્યો, તે જ તમે નથી? \s5 \q1 \v 11 યહોવાહથી ઉદ્ધાર પામેલાઓ પાછા આવીને હર્ષનાદસહિત સિયોન પહોંચશે \q1 અને તેઓના માથે સદાકાળ આનંદ રહેશે; તેઓને હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે અને દુ:ખ તથા શોક જતાં રહેશે. \s5 \q1 \v 12 હું, હું જ છું, હું તને દિલાસો આપું છું. \q1 જે માણસ મરનાર છે તે, મનુષ્યના સંતાનોને, ઘાસની જેમ બનાવવામાં આવ્યાં છે, તું શા માટે માણસની બીક રાખે છે? \s5 \q1 \v 13 તું કેમ તારા કર્તા યહોવાહને ભૂલી ગયો, તેમણે આકાશો પ્રસાર્યાં છે \q1 અને પૃથ્વીનો પાયો નાખ્યો છે? જુલમગાર વિનાશ કરવાને તૈયારી કરે છે \q1 ત્યારે તું આખો દિવસ તેના ક્રોધને લીધે બીએ છે. જુલમીનો ક્રોધ ક્યાં છે? \s5 \q1 \v 14 જે દબાયેલા છે તે જલદીથી મુકત થશે, યહોવાહ ઉતાવળે તેને છોડાવશે; તે મરશે નહિ અને કબરમાં ઊતરશે નહિ, વળી તેનું અન્ન ખૂટશે નહિ. \q1 \v 15 કેમ કે હું યહોવાહ તમારો ઈશ્વર છું, જે સમુદ્રને ખળભળાવે છે, તેથી તેનાં મોજાંઓ ગર્જના કરે છે; સૈન્યોના ઈશ્વર યહોવાહ તેમનું નામ છે. \s5 \q1 \v 16 મેં મારાં વચનો તારા મુખમાં મૂક્યાં છે અને મારા હાથની છાયામાં તને ઢાંક્યો છે, \q1 જેથી હું આકાશોને સ્થાપું, પૃથ્વીનો પાયો નાખું અને સિયોનને કહું કે, 'તું મારી પ્રજા છે.'" \s યરુશાલેમના દુ:ખના દહાડાનો અંત \s5 \q1 \v 17 હે યરુશાલેમ જાગૃત થા, જાગૃત થા, ઊભું થા, \q1 તેં યહોવાહના હાથથી તેમના કોપનો કટોરો પીધો છે; \q1 તેં એ કટોરો પીધો છે, તેં લથડિયાં ખવડાવનારો કટોરો પીને ખાલી કર્યો છે. \q1 \v 18 જે સર્વ દીકરાઓને તેણે જન્મ આપ્યો છે તેઓમાંનો કોઈ તેને દોરી લઈ જનાર નથી; \q1 જે સર્વ દીકરાઓને તેણે મોટા કર્યા છે તેઓમાંનો કોઈ તેનો હાથ પકડીને લઈ જાય એવો નથી. \s5 \q1 \v 19 તારા પર આ બે દુઃખ આવી પડશે - કોણ તારે લીધે શોક કરશે? - \q1 પાયમાલી તથા વિનાશ, દુકાળ તથા તલવાર. કોણ તને સાંત્વના આપશે? \q1 \v 20 તારા દીકરાઓ બેહોશ થઈ ગયા છે; તેઓ જાળમાં ફસાયેલા હરણની જેમ, ગલીના દરેક ખૂણામાં પડી રહે છે. \q1 તેઓ યહોવાહના કોપથી અને તારા ઈશ્વરના ઠપકાથી ભરપૂર. \s5 \q1 \v 21 માટે હે દુઃખી તથા પીધેલી, પરંતુ દ્રાક્ષારસથી નહિ, તું આ સાંભળ: \q1 \v 22 તમારા પ્રભુ યહોવાહ, તમારા ઈશ્વર, જે પોતાના લોકો માટે વાદ કરનાર છે, તે એવું કહે છે: \q1 "જો, લથડિયાં ખવડાવનારો પ્યાલો મેં તારા હાથમાંથી લઈ લીધો છે, \q1 મારા કોપનો કટોરો હવે પછી તું કદી પીનાર નથી. \s5 \q1 \v 23 હું તેને તારા પર જુલમ કરનારાઓનાં હાથમાં મૂકીશ, જેઓ તને કહેતાં હતાં કે, 'ઊંધો પડ કે, અમે તારા ઉપર થઈને ચાલીએ;' \q1 તેં તારી પીઠ જમીન જેવી અને તેઓને ચાલવાના રસ્તા જેવી બનાવી દીધી હતી." \s5 \c 52 \s ઈશ્વર યરુશાલેમને ઉગારશે \q1 \v 1 હે સિયોન, જાગૃત થા, જાગૃત થા, તારા સામર્થ્યથી વેષ્ટિત થા; \q1 હે યરુશાલેમ, પવિત્ર નગર, તારાં સુંદર વસ્ત્રો પહેરી લે; \q1 કેમ કે હવે પછી બેસુન્નતી તથા અશુદ્ધ કદી તારામાં પ્રવેશ કરશે નહિ. \s5 \q1 \v 2 હે યરુશાલેમ, તારા પરની ધૂળ ખંખેરી નાખ, ઊઠ અને બેસ: \q1 હે સિયોનની બંદીવાન દીકરી, તારી ગરદન પરની સાંકળ કાઢી નાખ. \q1 \v 3 કેમ કે યહોવાહ કહે છે, "તમે મફત વેચાયા હતા અને નાણાં વિના તમે છોડાવી લેવામાં આવશો." \s5 \q1 \v 4 કેમ કે પ્રભુ યહોવાહ એવું કહે છે, "શરૂઆતમાં મારા લોકો મિસરમાં અસ્થાયી વસવાટ કરવા માટે ગયા હતા; \q1 આશ્શૂરે હમણાં જ તેમના ઉપર જુલમ કર્યો." \s5 \q1 \v 5 આ યહોવાહની ઘોષણા છે: "હવે અહીં મારે શું કરવું, કેમ કે મારા લોકને વિના કારણે લઈ જવામાં આવ્યા છે? તેઓના અધિકારીઓ બૂમ પાડે છે અને મારા નામની સતત આખો દિવસ નિંદા કરે છે." આ યહોવાહની ઘોષણા છે. \q1 \v 6 તેથી મારા લોકો મારું નામ જાણશે; \q1 તેઓ તે દિવસે જાણશે કે મેં જ આ કહ્યું હતું. હું જ તે છું!" \s5 \q1 \v 7 સુવાર્તાનો સંદેશ લાવનારનાં પગલાં પર્વતો પર કેવાં શોભાયમાન છે, \q1 જે શાંતિની જાહેરાત કરે છે, જે વધામણીના સમાચાર લાવે છે, જે ઉદ્ધારની વાત જાહેર કરે છે, \q1 જે સિયોનને કહે છે, "તારા ઈશ્વર રાજ કરે છે!" \q1 \v 8 સાંભળ, તારા ચોકીદારો પોકારે છે, તેઓ સાથે હર્ષનાદ કરે છે, \q1 કેમ કે યહોવાહ કેવી રીતે સિયોનમાં પાછા આવે છે, તે તેઓ નજરોનજર જોશે. \s5 \q1 \v 9 હે યરુશાલેમનાં ખંડિયેર, તમે સર્વ હર્ષનાદ કરી ગાયન કરો; \q1 કેમ કે યહોવાહે પોતાના લોકોને દિલાસો આપ્યો છે; તેમણે યરુશાલેમનો ઉદ્ધાર કર્યો છે. \q1 \v 10 યહોવાહે સર્વ દેશોને જોતાં પોતાનો પવિત્ર ભુજ ઉઘાડો કર્યો છે; આખી પૃથ્વી આપણા ઈશ્વરે કરેલો ઉદ્ધાર નિહાળશે. \s5 \q1 \v 11 જાઓ, જાઓ ત્યાંથી બહાર જાઓ; કોઈ અશુદ્ધ વસ્તુને અડકશો નહિ; \q1 તેઓની મધ્યેથી બહાર જાઓ; તમે જેઓ યહોવાહનાં પાત્રો ઊંચકનારા છો તે, તમે શુદ્ધ થાઓ. \q1 \v 12 કેમ કે તમારે ઉતાવળથી નીકળવાનું નથી કે ગભરાટમાં છોડવાનું નથી; \q1 કેમ કે યહોવાહ તમારી આગળ જાય છે; અને ઇઝરાયલના ઈશ્વર તમારા પીઠરક્ષક થશે. \s દુ:ખ સહેતો સેવક \s5 \q1 \v 13 જુઓ, મારો સેવક ડહાપણથી વર્તશે અને સફળ થશે; \q1 તે ઊંચો અને ઉન્નત થશે, તે અતિ ગૌરવશાળી થશે. \q1 \v 14 જે પ્રમાણે લોકો તને જોઈને ભયભીત થયા - \q1 તેનું રૂપ માણસનાં રૂપ કરતા અલગ હતું, તેથી તેનો દેખાવ એવો હતો કે માણસ જ ન લાગે. \s5 \q1 \v 15 તેથી ઘણા દેશો તેને જોઈને આશ્ચર્યચકિત થશે; રાજાઓ તેને કારણે પોતાના મુખ બંધ રાખશે. \q1 કારણ કે તેઓને જે કહેવામાં આવ્યું નહોતું તે તેઓ જોશે અને જે તેઓએ સાંભળ્યું નહોતું તે તેઓ સમજશે. \s5 \c 53 \q1 \v 1 આપણે જે સાંભળ્યું તે કોણે માન્યું છે? અને યહોવાહનો ભુજ, તે કોની આગળ પ્રગટ થયેલો છે? \q1 \v 2 તે યહોવાહની સમક્ષ રોપાની જેમ ઊગી નીકળ્યો અને સૂકી ભૂમિમાં ફણગાની જેમ ફૂટી નીકળ્યો; \q1 તેની પાસે કોઈ સૌંદર્ય કે વૈભવ ન હતા; જયારે આપણે તેને જોયો, તેનામાં આપણને આકર્ષી શકે તેવી સુંદરતા નહોતી. \s5 \q1 \v 3 તે માણસોથી ધિક્કારાયેલો તથા નકારાયેલો હતો; દુ:ખી પુરુષ અને દર્દનો અનુભવી. \q1 જેને જોઈને માણસો પોતાનું મુખ ફેરવી લે, એવો ધિક્કાર પામેલો તે હતો; અને આપણે તેની કદર કરી નહિ. \s5 \q1 \v 4 પણ નિશ્ચે તેણે આપણી માંદગી માથે લીધી અને આપણાં દુ:ખ વેઠ્યાં છે; \q1 પણ આપણે તો તેને ઈશ્વરથી શિક્ષા પામેલો, ઈશ્વર દ્વારા મારવામાં આવેલો તથા પીડિત થયેલો માન્યો. \s5 \q1 \v 5 પણ આપણા અપરાધોને લીધે તે વીંધાયો; આપણા પાપોને લીધે તે કચડાયો. \q1 આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાને માટે તેને શિક્ષા થઈ અને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે. \s5 \q1 \v 6 આપણે સર્વ ઘેટાંની જેમ ભટકી ગયા છીએ; આપણે દરેક પોતપોતાને માર્ગે વળી ગયા છીએ \q1 અને યહોવાહે તેના પર આપણા સર્વના પાપનો ભાર મૂક્યો છે. \s5 \q1 \v 7 તેના પર જુલમ ગુજારવામાં આવ્યો; તો પણ તેણે નમ્ર થઈને પોતાનું મુખ ઉઘાડ્યું નહિ; \q1 જેમ હલવાનને વધ કરવા માટે લઈ જવામાં આવે છે અને જેમ ઘેટું પોતાના કાતરનારની આગળ મૂંગું રહે છે, \q1 તેમ તેણે પોતાનું મુખ ખોલ્યું નહિ. \s5 \q1 \v 8 જુલમથી તથા ન્યાયચુકાદાથી તેને અપરાધી ઠરાવવામાં આવ્યો; તેની પેઢીનાં માણસોમાંથી કોણે તેના વિષે કંઈ વિચાર કર્યો? \q1 પણ તેને જીવતાઓની ભૂમિમાંથી કાપી નાખવામાં આવ્યો; મારા લોકોના અપરાધોને લીધે તેને શિક્ષા થઈ. \q1 \v 9 તેની કબર ગુનેગારોની સાથે ઠરાવેલી હતી, તેની મરણાવસ્થામાં તે ધનિકની સાથે હતો, \q1 તેમ છતાં તેણે કોઈ હિંસા કરી નહિ કે તેના મુખમાં કોઈ કપટ નહોતું. \s5 \q1 \v 10 તોપણ યહોવાહની મરજી તેને ઘાયલ કરીને કચરવાની હતી; જો તમે લોકો તેના જીવનને પાપનું બલિદાન બનાવો, \q1 તો તે પોતાનાં સંતાન જોશે, તે દીર્ઘાયુ થશે અને યહોવાહનો હેતુ તેના દ્વારા સફળ થશે. \q1 \v 11 તે પોતાના આત્માનાં કષ્ટનું ફળ જોશે અને તેના ડહાપણથી સંતોષ પામશે. \q1 મારો ન્યાયી સેવક ઘણાનો ઇનસાફ કરશે; અને તેઓના અપરાધો પોતાને માથે લઈ લેશે. \s5 \q1 \v 12 તેથી હું તેને મહાન પુરુષોની સાથે તેનો હિસ્સો વહેંચી આપીશ અને તે લૂંટ ઘણાની સાથે લૂંટ વહેંચશે, \q1 કારણ કે તેણે પોતાનો આત્મા મરણ પામતાં સુધી રેડી દીધો અને તેની ગણતરી અપરાધીઓમાં થઈ. \q1 તેણે ઘણાંઓનાં પાપ માથે લીધાં અને અપરાધીઓને માટે મધ્યસ્થી કરી. \s5 \c 54 \s ઇઝરાયલ પ્રત્યે પ્રભુનો પ્રેમ \q1 \v 1 "હે સંતાન વિનાની, જેણે બાળકને જન્મ આપ્યો નથી; જેણે પ્રસૂતિની પીડા સહન કરી નથી તે, તું હર્ષનાદ અને જયઘોષ કર. \q1 કેમ કે યહોવાહ કહે છે, તજાયેલીનાં છોકરાં પરણેલીનાં છોકરાં કરતાં વધારે છે. \s5 \q1 \v 2 તારા તંબુની જગા વિશાળ કર અને તારા તંબુના પડદા પ્રસાર, રોક નહિ; \q1 તારાં દોરડાં લાંબા કર અને ખીલા મજબૂત કર. \q1 \v 3 કેમ કે તું જમણે તથા ડાબે હાથે ફેલાઈ જશે \q1 અને તારાં સંતાનો દેશો પર કબજો કરશે અને ઉજ્જડ નગરોને ફરીથી વસાવશે. \s5 \q1 \v 4 તું બીશ નહિ કેમ કે તું લજ્જિત થનાર નથી, ગભરાઈશ નહિ કેમ કે તારી બદનામી થનાર નથી; \q1 તારી યુવાવસ્થાની શરમ અને તને તજી દેવાયેલીનું કલંક તું ભૂલી જઈશ. \s5 \p \v 5 કેમ કે તારા કર્તા જ તારા છે; તેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવાહ છે. \q1 ઇઝરાયલના પવિત્રએ તારા ઉદ્ધારકર્તા છે; તે આખી પૃથ્વીના ઈશ્વર કહેવાય છે. \q1 \v 6 તારા ઈશ્વર કહે છે, તજેલી તથા આત્મામાં ઉદાસ રહેનાર પત્નીની જેમ, \q1 એટલે જુવાનીમાં પરણેલી સ્ત્રી અને પછી નકારાયેલી પત્નીની જેમ, યહોવાહે તને બોલાવી છે. \s5 \q1 \v 7 "મેં ક્ષણવાર તને તજી હતી, પણ હવે પુષ્કળ દયાથી હું તને સ્વીકારીશ. \q1 \v 8 ક્રોધના આવેશમાં મેં પળવાર તારાથી મારું મુખ ફેરવ્યું હતું; \q1 પણ અનંતકાળિક કરારના વિશ્વાસુપણાથી હું તારા પર દયા કરીશ," તારા બચાવનાર યહોવાહ એમ કહે છે. \s5 \q1 \v 9 "કેમ કે મારે માટે તો એ નૂહના જળપ્રલય જેવું છે: \q1 જે પ્રમાણે મેં સમ ખાધા હતા કે, નૂહનો જળપ્રલય ફરી પૃથ્વી પર થનાર નથી, \q1 તેથી મેં સમ ખાધા છે કે હું તારા પર ફરીથી કદી ક્રોધાયમાન થઈશ નહીં, કે તને ઠપકો દઈશ નહિ. \q1 \v 10 છતાં જો પર્વતો ખસી જાય અને ડુંગરો હચમચી જાય, \q1 તોપણ મારા કરારનું વિશ્વાસુપણું તારી પાસેથી ફરશે નહિ, કે મારો શાંતિનો કરાર ટળશે નહિ," \q1 તારા પર કૃપા રાખનાર યહોવાહ એવું કહે છે. \s યરુશાલેમનું ભાવિ \s5 \q1 \v 11 હે દુ:ખી, ઝંઝાવાતની થપાટો ખાતી, દિલાસા વગરની, \q1 જુઓ, હું તારા પથ્થરો પીરોજમાં બેસાડીશ અને તારા પાયા નીલમના કરીશ. \q1 \v 12 તારા બુરજોને હું માણેકના અને તારા દરવાજા લાલ પથ્થરના \q1 અને તારી બહારની દીવાલો રત્ન જડિત કરીશ. \s5 \q1 \v 13 અને તારાં સંતાનોને યહોવાહ દ્વારા શીખવવામાં આવશે; \q1 અને તારાં સંતાનોને ઘણી શાંતિ મળશે. \q1 \v 14 હું તને ન્યાયીપણામાં પુનઃસ્થાપિત કરીશ. \q1 તને હવે સતાવણીનો અનુભવ થશે નહિ, તને કંઈ ભય લાગશે નહિ અને કંઈ ભયજનક વસ્તુ તારી પાસે આવશે નહિ. \s5 \q1 \v 15 જુઓ, જો કોઈ મુશ્કેલી ઊભી કરે, તો તે મારા તરફથી હશે નહિ; જેઓ તારી સામે મુશ્કેલી ઊભી કરશે તેઓ તારી આગળ હારી જશે. \q1 \v 16 જો, મેં કારીગરને બનાવ્યો છે, જે બળતા અંગારાને ફૂંકે છે \q1 અને પોતાના કામ માટે ઓજારો ઘડે છે અને વિનાશકને વિનાશ કરવા માટે મેં ઉત્પન્ન કર્યો છે. \s5 \q1 \v 17 તારી વિરુદ્ધ વાપરવા માટે ઘડેલું કોઈ પણ હથિયાર સાર્થક થશે નહિ; \q1 અને જે કોઈ તારી વિરુદ્ધ બોલશે તેને તું દોષિત ઠરાવીશ. \q1 એ યહોવાહના સેવકોનો વારસો છે અને તેમનું ન્યાયીપણું મારાથી છે" એમ યહોવાહ કહે છે. \s5 \c 55 \s ઇઝરાયલનો દયાળુ ઈશ્વર \q1 \v 1 હે સર્વ તૃષિત જનો, તમે પાણીની પાસે આવો! અને જેની પાસે કંઈ પણ નાણું નથી તે, \q1 તમે સર્વ આવો, ખરીદો અને ખાઓ! આવો, નાણાં વિના અને વિના મૂલ્યે દ્રાક્ષારસ અને દૂધ લઈ જાઓ. \s5 \q1 \v 2 જે રોટલી નથી તેને સારુ ચાંદી શા માટે ખર્ચો છો? અને જેનાથી તૃપ્તિ થતી નથી તેને માટે મહેનત શા માટે કરો છો? \q1 કાન દઈને મારું સાંભળો અને સારો ખોરાક ખાઓ તથા ચરબીથી તમારા જીવને ખુશ કરો. \s5 \q1 \v 3 કાન દો અને મારી પાસે આવો! સાંભળો એટલે તમે જીવતા રહેશો! \q1 હું તમારી સાથે સદાકાળનો કરાર કરીશ, જે કરારનું વિશ્વાસુપણું મેં દાઉદને આપ્યું હતું. \q1 \v 4 જુઓ, મેં તેને લોકોને માટે સાક્ષી, તેઓને માટે સરદાર તથા અધિકારી ઠરાવી આપ્યો છે. \s5 \q1 \v 5 જુઓ, જે દેશને તું જાણતો નથી તેને તું બોલાવશે; અને જે દેશ તને જાણતો નથી, \q1 તે તારા ઈશ્વર યહોવાહને લીધે તારી પાસે દોડી આવશે. તે ઇઝરાયલના પવિત્રને લીધે જેણે તને પ્રતાપી કર્યો છે. \s5 \q1 \v 6 યહોવાહ મળે છે ત્યાં સુધીમાં તેમને શોધો; તે પાસે છે ત્યાં સુધીમાં તેને હાંક મારો. \q1 \v 7 દુષ્ટ માણસ પોતાનો માર્ગ છોડે અને પાપી માણસ પોતાના વિચારો તજી દે. \q1 તેને યહોવાહ, આપણા ઈશ્વરની પાસે પાછા ફરવા દો અને તે તેમના પર દયા કરશે અને સંપૂર્ણ ક્ષમા કરશે. \s5 \q1 \v 8 "કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી, તેમ તમારા માર્ગો તે મારા માર્ગો નથી" એમ યહોવાહ કહે છે. \q1 \v 9 "કેમ કે જેમ આકાશો પૃથ્વીથી ઊંચાં છે, તેમ મારા માર્ગો તમારા માર્ગોથી અને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે. \s5 \q1 \v 10 કેમ કે જેમ વરસાદ અને હિમ આકાશથી પડે છે \q1 અને ભૂમિને સિંચ્યા વિના, તેને ફળદ્રુપ કર્યા વિના \q1 તથા વાવનારને અનાજ તથા ખાનાર ને અન્ન આપ્યા વિના વચનો પાછાં ફરતાં નથી. \q1 \v 11 તે પ્રમાણે મારું જે વચન મારા મુખમાંથી નીકળે છે: તે નિરર્થક પાછું ફરશે નહિ, \q1 પણ જે હું ચાહું છું તેને પરિપૂર્ણ કરશે અને જે માટે મેં તેને મોકલ્યું હતું તેમાં તે સફળ થશે. \s5 \q1 \v 12 તમે આનંદસહિત નીકળી જશો અને શાંતિથી તમને દોરી જવામાં આવશે; \q1 તમારી આગળ પર્વતો તથા ટેકરીઓ હર્ષનાદ કરવા માંડશે અને ખેતરોનાં સર્વ વૃક્ષો તાળી પાડશે. \q1 \v 13 કાંટાનાં ઝાડને સ્થાને લીલોતરી થશે અને જંગલનાં ગુલાબને સ્થાને મેંદી ઊગશે, \q1 અને તે યહોવાહને માટે, તેમના નામને માટે, અનંતકાળના ચિહ્ન તરીકે તેને કાપી નાખવામાં આવશે નહિ." \s5 \c 56 \s ઈશ્વરની પ્રજામાં બધી પ્રજાઓનો સમાવેશ \q1 \v 1 યહોવાહ એવું કહે છે, "ન્યાયનું પાલન કરો, પ્રામાણિકપણે વર્તો; \q1 કેમ કે મારું તારણ પાસે છે અને મારું ન્યાયીપણું પ્રગટ થશે. \q1 \v 2 જે માણસ એ પ્રમાણે વર્તે છે અને જે તેને ચુસ્ત રીતે વળગી રહે છે, \q1 જે વિશ્રામવારને અપવિત્ર ન કરતાં તેને પાળે છે અને ભૂંડું કરવાથી પોતાનો હાથ પાછો રાખે છે તે આશીર્વાદિત છે." \s5 \q1 \v 3 વળી જે પરદેશી યહોવાહનો અનુયાયી બનેલો છે તે એવું ન કહે કે, \q1 "યહોવાહ મને પોતાના લોકથી નિશ્ચે જુદો પાડશે." \q1 કોઈ ખોજાએ એમ ન કહેવું કે, "જુઓ, હું તો સુકાયેલુ ઝાડ છું." \s5 \q1 \v 4 કેમ કે "જે ખોજાઓ મારા વિશ્રામવારો પાળે છે \q1 અને જે મને ગમે છે તેને પસંદ કરે છે તથા મારા કરારને દૃઢતાથી વળગી રહે છે, તેઓ વિષે યહોવાહ કહે છે - \q1 \v 5 તેમને તો હું મારા ઘરમાં તથા મારા કોટમાં દીકરા તથા દીકરીઓ કરતાં ઉત્તમ સ્મારક તરીકે સ્થાપીશ; \q1 જે નષ્ટ થાય નહિ એવું અનંતકાળનું સ્મારક હું તેને આપીશ." \s5 \q1 \v 6 વળી જે પરદેશીઓ જોડાયાં છે કે તેઓ યહોવાહની \q1 સેવા કરવા માટે અને જેઓ યહોવાહના નામ પર પ્રેમ કરે છે, તેમની આરાધના કરે છે તે, \q1 દરેક જે કોઈ વિશ્રામવારને અપવિત્ર ન કરતાં તેને પાળે છે અને જે મારા કરારને દૃઢતાથી વળગી રહે છે - \q1 \v 7 તેઓને હું મારા પવિત્ર પર્વત પર લાવીશ અને મારા પ્રાર્થનાના ઘરમાં તેઓને આનંદ કરાવીશ; \q1 તેઓનાં દહનીયાર્પણો તથા તેઓનાં બલિદાનો મારી વેદી પર માન્ય થશે, \q1 કેમ કે મારું ઘર તે સર્વ દેશનાઓ માટે પ્રાર્થનાનું ઘર કહેવાશે. \s5 \q1 \v 8 પ્રભુ યહોવાહ જે ઇઝરાયલનાં વિખેરાઈ ગયેલાઓને ભેગા કરે છે તે એવું કહે છે: \q1 "તેના ભેગા થયેલા ઉપરાંત હું હજી તેની પાસે બીજાઓને લાવીને ભેગા કરીશ." \s ઇઝરાયલના આગેવાનોને ઠપકો \s5 \q1 \v 9 ખેતરનાં સર્વ હિંસક પશુઓ, વનમાંનાં હિંસક પશુઓ આવો અને ફાડી ખાઓ! \q1 \v 10 તેઓના સર્વ ચોકીદારો અંધ છે; તેઓ સમજતા નથી; \q1 તેઓ સર્વ મૂંગા કૂતરા છે; જે ભસી શકતા નથી: \q1 તેઓ સપનાં જુએ છે, સૂઈ રહેનારા, ઊંઘણશી છે. \s5 \q1 \v 11 તેઓ ખાઉધરા કૂતરા છે; તેઓ કદી ધરાતા નથી; \q1 તેઓ બુદ્ધિ વિનાના ઘેટાંપાળકો છે; \q1 તેઓ સર્વ પોતપોતાને માર્ગે, દરેક અન્યાયથી લાભ મેળવવા લાલચ કરે છે. \q1 \v 12 "આવો" તેઓ કહે છે, "આપણે દ્રાક્ષાસવ અને દારૂ પીઈએ; \q1 આવતીકાલનો દિવસ આજના જેવો, વળી તે કરતાં પણ મહાન થશે." \s5 \c 57 \s ઇઝરાયલમાંની મૂર્તિપૂજાનો ઉઘડો \q1 \v 1 ન્યાયી માણસ નાશ પામે છે, પણ કોઈ તે ધ્યાનમાં લેતું નથી \q1 અને કરારના વિશ્વાસુપણાના લોકો દૂર એકત્ર થાય છે પણ કોઈ સમજતું નથી \q1 કે ન્યાયી દુષ્ટતાથી દૂર એકત્ર થાય છે. \q1 \v 2 તે શાંતિમાં પ્રવેશ કરે છે; \q1 જેઓ સીધા ચાલે છે તેઓ પોતાના બિછાના પર વિશ્રાંતિ પામે છે. \s5 \q1 \v 3 પણ તમે જાદુગરના દીકરાઓ, \q1 વ્યભિચારિણી તથા ગણિકાનાં સંતાન તમે પાસે આવો. \q1 \v 4 તમે કોની મશ્કરી કરો છો? \q1 તમે કોની સામે મુખ પહોળું કરો છો અને કોની સામે જીભ કાઢો છો? \q1 શું તમે બળવાખોરનાં, કપટકરનારનાં સંતાનો નથી? \s5 \q1 \v 5 તમે એલોનવૃક્ષ તથા દરેક લીલા વૃક્ષ નીચે વિષયભોગમાં મસ્ત થાઓ છો અને પોતાના શરીરોને આવેશી કરો છો, \q1 તમે સૂકી નદીને કાંઠે, ખડકોની ફાટ નીચે બાળકોને મારી નાખો છો. \s5 \q1 \v 6 નાળાંમાંના સુંવાળા પથ્થરોમાં તમારો ભાગ છે. તેઓ તારી ભક્તિનો હેતુ છે. \q1 તેઓને તેં પેયાર્પણ રેડ્યું અને ખાદ્યાર્પણ ચઢાવ્યું છે. શું આ બાબતોમાં મારે આનંદ કરવો જોઈએ?" \s5 \q1 \v 7 તમે ઊંચા પર્વત પર બિછાનું પાથર્યું છે; \q1 વળી બલિદાનો અર્પણ કરવા સારુ પણ તમે ઊંચે ચઢી જાઓ છો. \q1 \v 8 બારણાં અને ચોકઠાંની પાછળ તમે તમારી નિશાનીઓ મૂકો છો; \q1 તેં મારો ત્યાગ કર્યો છે, તું પોતાની જાતને નિર્વસ્ત્ર કરીને ઉપર ચઢી ગઈ; તેં તારું બિછાનું પહોળું કર્યું છે. \s5 \q1 \v 9 તું તેલ લઈને રાજા પાસે ચાલી ગઈ; તેં પુષ્કળ અત્તર ચોળ્યું. \q1 તેં તારા સંદેશવાહકોને દૂર સુધી મોકલ્યા; તું શેઓલ સુધી નીચે ગઈ. \q1 \v 10 તારી યાત્રા લાંબી હોવાને લીધે તું થાકી ગઈ છે, પણ "કંઈ આશા નથી" એવું તે કહ્યું નથી. \q1 તને તારા હાથમાં જીવન મળ્યું તેથી તું નબળી થઈ નહિ. \s5 \q1 \v 11 તને કોની ચિંતા છે અને કોનાથી ભય લાગે છે, કે તેં કપટથી આ કાર્ય કર્યું છે? \q1 તે મારું સ્મરણ રાખ્યું નથી અને ગંભીરતાથી મારો વિચાર કર્યો નથી. \q1 હું લાંબા સમયથી છાનો રહ્યો હતો? પણ તેં મને ગંભીરતાથી લીધો નહિ. \q1 \v 12 હું તારું "ન્યાયીપણું" જાહેર કરીશ પણ તારાં કામો, \q1 તને મદદરૂપ બનશે નહિ. \s5 \q1 \v 13 જ્યારે તું પોકાર કરે, ત્યારે તારી સંઘરેલી મૂર્તિઓ તને છોડાવે. \q1 પરંતુ તેને બદલે વાયુ તે સર્વને ઉડાવી જશે, એક શ્વાસ પણ તેમને ઉડાવી મૂકશે. \q1 છતાં જે મારામાં આશ્રય લે છે તે આ દેશનો વારસો પામશે અને મારા પવિત્ર પર્વતનું વતન પામશે. \s પ્રભુની સહાય, અને સ્વસ્થ કરનારું સામર્થ્ય \s5 \q1 \v 14 વળી તે કહેશે, \q1 "સડક બાંધો, સડક બાંધો! માર્ગ તૈયાર કરો! મારા લોકના માર્ગોમાંથી સર્વ ઠોકર ખવડાવનાર પથ્થર દૂર કરો!" \q1 \v 15 કેમ કે જે ઉચ્ચ તથા ઉન્નત છે, જે સનાતન કાળથી છે, જેમનું નામ પવિત્ર છે, તે એવું કહે છે: \q1 હું ઉચ્ચ તથા પવિત્રસ્થાનમાં રહું છું, વળી જે કચડાયેલ અને આત્મામાં નમ્ર છે તેની સાથે રહું છું, \q1 જેથી હું નમ્ર જનોનો આત્મા અને પશ્ચાતાપ કરનારાઓનાં હૃદયને ઉત્તેજિત કરું. \s5 \q1 \v 16 કેમ કે હું સદા દોષિત ઠરાવનાર નથી કે સર્વકાળ રોષ રાખનાર નથી, \q1 રખેને મેં જે આત્માને તથા જે જીવને બનાવ્યા છે, તેઓ મારી આગળ નિર્બળ થઈ જાય. \q1 \v 17 તેણે લોભથી પ્રાપ્ત કરવાને કરેલાં પાપને કારણે હું તેના પર રોષે ભરાયો હતો અને મેં તેને શિક્ષા કરી; મેં તેનાથી મારું મુખ ફેરવ્યું અને હું રોષમાં હતો, \q1 પણ તેં પાછો વળીને પોતાના હૃદયને માર્ગે ચાલ્યો ગયો. \s5 \q1 \v 18 મેં તેના માર્ગો જોયા છે, \q1 પણ હું તેને સાજો કરીશ. હું તેને દોરીશ અને દિલાસો આપીશ અને તેને માટે શોક કરનારાઓને સાંત્વના આપીશ, \q1 \v 19 અને હું હોઠોનાં ફળો ઉત્પન્ન કરીશ, જેઓ દૂર તથા પાસે છે તેઓને શાંતિ, શાંતિ થાઓ," યહોવાહ કહે છે "તેઓને હું સાજા કરીશ." \s5 \q1 \v 20 પણ દુષ્ટો તોફાની સમુદ્રના જેવા છે, જે શાંત રહી શકતા નથી, \q1 અને તેનાં પાણી કીચડ તથા કાદવથી ડહોળા થાય છે. \q1 \v 21 "દુષ્ટોને માટે કંઈ શાંતિ હોતી નથી," એમ ઈશ્વર કહે છે. \s5 \c 58 \s સાચો ઉપવાસ \q1 \v 1 મોટા આવજે પોકાર, કંઈ પણ બાકી ન રાખ, રણશિંગડાની જેમ તારો અવાજ ઊંચો કર, \q1 મારા લોકોને તેઓના અપરાધો અને યાકૂબના ઘરનાંને તેઓનાં પાપ કહી સંભળાવો. \q1 \v 2 જેમ તેઓ ન્યાયીપણું કરનારી પ્રજા હોય અને તેઓના ઈશ્વરના નિયમને તજનાર ન હોય તે પ્રમાણે, \q1 તેઓ રોજ મને શોધે છે અને મારા માર્ગોના ડહાપણમાં આનંદ કરે છે. \q1 તેઓ મારી પાસે ન્યાયી ચુકાદા માગે છે; ઈશ્વર તેઓની પાસે આવે છે તેમાં તેઓ આનંદ માણે છે. \s5 \q1 \v 3 તેઓ કહે છે, "અમે ઉપવાસ કર્યો છે પણ તમે કેમ જોયું નહિ? અમે અમારી જાતોને નમ્ર કરી, પણ કેમ તમે ધ્યાન આપ્યું નહિ?" \q1 જુઓ, ઉપવાસને દિવસે તમે તમારા આનંદને શોધો છો અને તમારા સર્વ મજૂરો પર જુલમ ગુજારો છો. \s5 \q1 \v 4 જુઓ, તમે ઝઘડા તથા કંકાસને માટે અને દુષ્ટતાની મુક્કી મારવા માટે ઉપવાસ કરો છો; \q1 તમારી વાણી આકાશમાં સંભળાય તે માટે તમે આજકાલ ઉપવાસ કરતા નથી. \q1 \v 5 ખરેખર આ પ્રકારના ઉપવાસ હું ઇચ્છું છું: તે દિવસે દરેક માણસ પોતાની જાતને નમ્ર કરે, \q1 પોતાનું માથું બરુની જેમ નમાવે અને પોતાની બેઠક નીચે ટાટ તથા રાખનું પાથરણું કરે? \q1 શું ખરેખર તમે આને ઉપવાસ, યહોવાહનો માન્ય દિવસ કહો છો? \s5 \q1 \v 6 આ એ ઉપવાસ નથી જેને હું પસંદ કરું છું: \q1 દુષ્ટતાનાં બંધનો છોડવાં, ઝૂંસરીનાં દોરડાં છોડવાં, \q1 કચડાયેલાઓને મુકત કરવા અને દરેક ઝૂંસરીને ભાંગી નાખવી. \q1 \v 7 શું ભૂખ્યાઓની સાથે તારી રોટલી વહેંચવી અને દરિદ્રી તથા બેઘર લોકોને પોતાના ઘરે બોલાવવા એ ઉપવાસ નથી? \q1 જ્યારે તું કોઈને નિર્વસ્ત્ર જુએ ત્યારે તારે તેને વસ્ત્ર પહેરાવવું; અને તારા સંબંધીઓથી તારે સંતાવું નહિ. \s5 \q1 \v 8 ત્યારે તારો પ્રકાશ પ્રભાતના જેવો થશે અને તારું આરોગ્ય જલદી થશે; \q1 તારું ન્યાયીપણું તારી આગળ ચાલશે અને યહોવાહનું ગૌરવ તારો પીઠરક્ષક થશે. \s5 \q1 \v 9 ત્યારે તું હાંક મારશે અને યહોવાહ ઉત્તર આપશે; તું સહાય માટે પોકાર કરશે અને તે કહેશે, "હું આ રહ્યો." \q1 જો તું તારામાંથી ઝૂંસરીને દૂર કરે, દોષ મૂકનારી આંગળી અને ભૂંડું બોલવાનું દૂર કરે, \q1 \v 10 જો તું ભૂખ્યાને ખોરાક પૂરો પાડે અને દુઃખીના જીવને તૃપ્ત કરે; \q1 તો તારો પ્રકાશ અંધકારમાંથી ઝળકી ઊઠશે અને તારો અંધકાર બપોરના જેવો થઈ જશે. \s5 \q1 \v 11 ત્યારે યહોવાહ તને નિત્ય દોરશે અને તારા આત્માનાં સૂકા પ્રદેશને તૃપ્ત કરશે \q1 અને તારાં હાડકાં મજબૂત કરશે. તું સારી રીતે પાણી પાયેલી વાડીના જેવો \q1 અને ઝરાના અખૂટ ભંડાર જેવો થશે. \s5 \q1 \v 12 તમારામાંના ઘણા પુરાતનકાળનાં ખંડિયેર નગરોને ફરીથી બાંધશે; ઘણી પેઢીઓનાં ખંડિયેર પર તું ચણતર કરશે; \q1 તું "કોટને સમારનાર," "ધોરી માર્ગોનો મરામત કરનાર" કહેવાશે. \s સાબ્બાથ પાળવાનો આશીર્વાદ \s5 \q1 \v 13 જો તું વિશ્રામવારના દિવસે મુસાફરી કરતાં તારા પગોને વાળે અને તે પવિત્ર દિવસે તારી પોતાની ખુશી માટે કાર્ય કરતા રોકશે. \q1 જો તું સાબ્બાથને આનંદદાયક કહે અને યહોવાહના પવિત્ર દિવસને પવિત્ર અને આદરણીય માનશે. \q1 જો તું સાબ્બાથને દિવસે પોતાનો ધંધોરોજગાર છોડીને તથા પોતાની ખુશી નહિ શોધીને તથા તારા પોતાના જ શબ્દો નહિ બોલીને માન આપશે. \s5 \q1 \v 14 તો તું યહોવાહમાં આનંદ પામશે; અને હું પૃથ્વીના ઉચ્ચસ્થાનો પર તને સવારી કરાવીશ; \q1 હું તારા પિતા યાકૂબના વારસાથી તારું પોષણ કરીશ - કેમ કે યહોવાહનું મુખ એ બોલ્યું છે. \s5 \c 59 \s પ્રબોધક લોકોનાં પાપને વખોડી કાઢે છે \q1 \v 1 જુઓ, યહોવાહનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે તમને બચાવી ના શકે અથવા તેમનો કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ન શકે. \q1 \v 2 પણ તમારાં પાપનાં કાર્યોએ તમને તમારા ઈશ્વરથી અલગ કર્યા છે, \q1 અને તમારાં પાપોને કારણે તેમણે પોતાનું મુખ તમારાથી સંતાડ્યું છે કે તે સાંભળે નહિ. \s5 \q1 \v 3 કેમ કે તમારા હાથ રક્તથી અને પાપથી ખરડાયેલા છે. \q1 તમારા હોઠ જૂઠું બોલે છે અને તમારી જીભ દુષ્ટ વાત કરે છે. \q1 \v 4 ન્યાયને અનુસરીને કોઈ પોકાર કરતું નથી અને સત્યથી કોઈ દલીલ કરતું નથી. \q1 તેઓ ખાલી શબ્દો પર ભરોસો રાખે છે અને જૂઠું કહે છે; તેઓ વિપત્તિનો ગર્ભ ધરે છે અને પાપને જન્મ આપે છે. \s5 \q1 \v 5 તેઓ ઝેરી સર્પનાં ઈંડાં સેવે છે અને કરોળિયાની જાળો વણે છે. \q1 તેમનાં ઈંડાં જે ખાય તે મરી જાય છે અને જે ઈંડું ફૂટે છે તેમાંથી ઝેરી સાપ નીકળે છે. \q1 \v 6 તેઓની જાળો વસ્ત્ર તરીકે કામમાં આવશે નહિ કે પોતાની કરણીઓથી તેઓ પોતાનું આચ્છાદન કરી શકશે નહિ. \q1 તેઓની કરણીઓ પાપના કામ છે અને તેમના હાથોથી હિંસાના કાર્યો થાય છે. \s5 \q1 \v 7 તેમના પગ દુષ્ટતા તરફ દોડી જાય છે અને તેઓ નિરપરાધીનું રક્ત વહેવડાવવાને ઉતાવળ કરે છે. \q1 તેઓના વિચારો તે પાપના વિચારો છે; હિંસા અને વિનાશ તેઓના માર્ગો છે. \q1 \v 8 તેઓ શાંતિનો માર્ગ જાણતા નથી અને તેઓના રસ્તામાં કંઈ ઇનસાફ નથી. \q1 તેઓએ પોતાનો માર્ગ વાંકોચૂકો કર્યો છે; જે કોઈ તે માર્ગ પર ચાલે છે તેને શાંતિ મળતી નથી. \s લોકોની પાપ-કબૂલાત \s5 \q1 \v 9 તેથી ઇનસાફ અમારાથી દૂર રહે છે જેથી ન્યાયીપણું અમારી પાસે પહોંચી શકતું નથી. \q1 અમે અજવાળાની રાહ જોઈએ છીએ, પણ અંધકાર મળે છે; અમે પ્રકાશની આશા રાખીએ છીએ, પણ અંધકારમાં ચાલીએ છીએ. \q1 \v 10 કોઈ જોઈ ન શકે તેમ, અમે અંધની જેમ ભીંતને હાથ લગાવીને શોધીએ છીએ. \q1 અંધારી રાત્રિની જેમ અમે બપોરે ઠોકર ખાઈએ છીએ; બળવાનની મધ્યે અમે મૃત જેવા છીએ. \s5 \q1 \v 11 અમે રીંછની જેમ ઘૂરકીએ છીએ અને કબૂતરની જેમ નિસાસો નાખીએ છીએ; \q1 અમે ઇનસાફની રાહ જોઈએ છીએ, પણ કંઈ મળતો નથી; ઉદ્ધારની રાહ જોઈએ છીએ, પણ તે અમારાથી દૂર છે. \s5 \q1 \v 12 કેમ કે અમારા અપરાધો તમારી આગળ ઘણા છે અને અમારાં પાપ અમારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે; \q1 કેમ કે અમારા અપરાધો અમારી સાથે છે અને અમારાં પાપ અમે જાણીએ છીએ. \q1 \v 13 અમે યહોવાહનો નકાર કરીને તેમની સામે બળવો કર્યો અને અમારા ઈશ્વરને અનુસરવાથી પાછા ફરી ગયા. \q1 જુલમની તથા બંડની વાત બોલવી, હૃદયમાં જૂઠી વાતનો વિચાર કરીને તેનો ઉચ્ચાર કરવો એ અમારાં પાપ છે. \s5 \q1 \v 14 ઇનસાફ પાછળ ઠેલી મુકાય છે અને ન્યાયીપણું દૂર ઊભું રહે છે; \q1 કેમ કે સત્ય જાહેર ચોકમાં ઠોકર ખાય છે અને પ્રામાણિકતા પ્રવેશ કરી શકતી નથી. \s પ્રભુ પ્રજાની વહારે \q1 \v 15 વિશ્વસનીયતા દૂર થઈ છે અને જે કોઈ દુષ્ટતાથી પાછો ફરે છે તે પોતે તેનો ભોગ બને છે. \q1 યહોવાહે જોયું કે કંઈ ઇનસાફ નથી એ તેમને માઠું લાગ્યું. \s5 \q1 \v 16 તેમણે જોયું કે કોઈ માણસ નથી અને કોઈ મધ્યસ્થ નથી. \q1 તેથી તેમણે પોતાને માટે પોતાને જ હાથે ઉદ્ધાર સાધ્યો અને તેમનું ન્યાયીપણું તેમનો આધાર થયું. \s5 \q1 \v 17 તેમણે ન્યાયીપણાનું બખતર અને માથા પર તારણનો ટોપ ધારણ કર્યો છે. \q1 તેમણે વેરનાં વસ્ત્રો પહેરી લીધાં છે અને ઉમંગનું આવરણ ઓઢ્યું છે. \q1 \v 18 તેઓએ જે કર્યું હતું તે પ્રમાણેનો બદલો તેમણે આપ્યો છે, પોતાના વેરીઓને કોપ, પોતાના શત્રુઓને દંડ અને સમુદ્ર કિનારે આવેલોઓને તે શિક્ષા કરશે. \s5 \q1 \v 19 તેથી તેઓ પશ્ચિમથી યહોવાહના નામનો અને પૂર્વથી તેમના પ્રતાપનો ભય રાખશે; કેમ કે તે યહોવાહના શ્વાસથી ચાલતા પ્રવાહની જેમ ધસી આવશે. \q1 \v 20 યહોવાહ એવું કહે છે કે, "સિયોનને માટે, અને યાકૂબમાંના અધર્મથી પાછા ફરનારને માટે ઉદ્ધાર કરનાર આવશે." \s5 \p \v 21 યહોવાહ કહે છે, "તેમની સાથે આ મારો કરાર છે," "મારો આત્મા જે તારા પર છે અને મારાં વચનો જે મેં તારા મુખમાં મૂક્યાં છે, તે તારા મુખમાંથી, તારા સંતાનના મુખમાંથી, તથા તારા સંતાનના સંતાનના મુખમાંથી હમણાંથી તે સર્વકાળ સુધી જતાં રહેનાર નથી." \s5 \c 60 \s યરુશાલેમનો ભાવિ મહિમા \q1 \v 1 ઊઠ, પ્રકાશિત થા; કેમ કે તારો પ્રકાશ આવ્યો છે અને યહોવાહનો મહિમા તારા પર ઊગ્યો છે. \s5 \q1 \v 2 જો કે અંધકાર પૃથ્વીને તથા ઘોર અંધકાર દેશોને ઢાંકશે; \q1 છતાં પણ યહોવાહ તારા પર ઊગશે અને તેમનો મહિમા તારા પર દેખાશે. \q1 \v 3 પ્રજાઓ તારા પ્રકાશ તરફ તથા રાજાઓ તારા ઉદયના તેજ તરફ ચાલ્યા આવશે. \s5 \q1 \v 4 તારી દૃષ્ટિ ચારે તરફ ઊંચી કરીને જો. તેઓ સર્વ ભેગા થઈને તારી પાસે આવે છે. \q1 તારા દીકરાઓ દૂરથી આવશે અને તારી દીકરીઓને તેઓના હાથમાં ઊંચકીને લાવવામાં આવશે. \q1 \v 5 ત્યારે તું તે જોઈને પ્રકાશિત થઈશ અને તારું હૃદય આનંદિત થશે અને ઊછળશે, \q1 કારણ કે સમુદ્રનું દ્રવ્ય તારા ઉપર રેડવામાં આવશે, પ્રજાઓનું દ્રવ્ય તારી પાસે લાવવામાં આવશે. \s5 \q1 \v 6 ઊંટોના કાફલા, મિદ્યાન અને એફાહમાંના ઊંટનાં બચ્ચાં તને ઢાંકી દેશે; \q1 તેઓ સર્વ શેબાથી આવશે; \q1 તેઓ સોનું તથા લોબાન લાવશે અને યહોવાહનાં સ્તોત્ર ગાશે. \q1 \v 7 કેદારનાં સર્વ ટોળાં તારે માટે ભેગાં કરવામાં આવશે, નબાયોથનાં ઘેટાં તારી સેવાના કામમાં આવશે; \q1 તેઓ મારી વેદી પર માન્ય અર્પણ થશે અને હું મારા મહિમાવંત ઘરને મહિમાથી ભરી દઈશ. \s5 \q1 \v 8 જેઓ વાદળની જેમ અને પોતાના માળા તરફ ઊડીને આવતાં કબૂતરની જેમ, ઊડી આવે છે તે કોણ છે? \q1 \v 9 દ્વીપો મારી રાહ જોશે અને તારા \q1 ઈશ્વર યહોવાહના નામની પાસે અને ઇઝરાયલના પવિત્રની પાસે, \q1 તારા દીકરાઓને તેમના સોનાચાંદી સહિત દૂરથી લઈને તાર્શીશનાં વહાણો પ્રથમ આવશે, કારણ કે તેમણે તને શોભાયમાન કર્યો છે. \s5 \q1 \v 10 પરદેશીઓ તારા કોટને ફરીથી બાંધશે અને તેઓના રાજાઓ તારી સેવા કરશે; \q1 જો કે મારા ક્રોધમાં મેં તને શિક્ષા કરી, છતાં મારી કૃપામાં હું તારા પર દયા કરીશ. \q1 \v 11 તારા દરવાજા નિત્ય ખુલ્લા રહેશે; તેઓ રાતદિવસ બંધ થશે નહિ, \q1 જેથી વિદેશીઓનું દ્રવ્ય તેમના રાજાઓ સહિત તારી પાસે લાવવામાં આવે. \s5 \q1 \v 12 ખરેખર, જે પ્રજાઓ તથા રાજ્ય તારી સેવા નહિ કરે તે નાશ પામશે; તે દેશોનો સંપૂર્ણપણે વિનાશ થશે. \q1 \v 13 લબાનોનનું ગૌરવ, એરેજવૃક્ષ, ભદ્રાક્ષવૃક્ષ તથા સરળ એ સર્વનાં કાષ્ટ મારા \q1 પવિત્રસ્થાનને સુશોભિત કરવા માટે તારી પાસે લાવવામાં આવશે; અને હું મારાં પગોનું સ્થાન મહિમાવાન કરીશ. \s5 \q1 \v 14 જેઓએ તારા પર જુલમ કર્યો તેઓના દીકરા તારી પાસે નમતા આવશે; તેઓ સર્વ તારા પગનાં તળિયાં સુધી નમશે; \q1 તેઓ તને યહોવાહનું નગર, ઇઝરાયલના પવિત્રનું સિયોન, કહેશે. \s5 \q1 \v 15 તું એવું તજેલું તથા તિરસ્કાર પામેલું હતું કે જેમાંથી કોઈ પસાર થતું નહોતું, \q1 તેને બદલે હું તને સર્વકાળ વૈભવરૂપ તથા પેઢી દરપેઢી આનંદરૂપ બનાવીશ. \q1 \v 16 તું વિદેશીઓનું દૂધ પીશ અને રાજાઓનાં થાનને ધાવીશ; \q1 ત્યારે તું જાણીશ કે હું, યહોવાહ તારો તારણહાર અને તારો ઉદ્ધાર કરનાર, યાકૂબનો સમર્થ ઈશ્વર છું. \s5 \p \v 17 હું કાંસાને બદલે સોનું તથા લોખંડને બદલે ચાંદી; \q1 લાકડાને બદલે કાંસુ તથા પથ્થરને બદલે લોખંડ લાવીશ. હું તારા અધિકારીઓ તરીકે શાંતિની તથા શાસકો તરીકે ન્યાયની નિમણૂક કરીશ. \q1 \v 18 તારા દેશમાં હિંસાની વાત, કે તારી સરહદોમાં જુલમ તથા વિનાશની વાત ફરી સંભળાશે નહિ; \q1 પણ તું તારા કોટોને ઉદ્ધાર અને તારા દરવાજાઓને સ્તુતિ કહેશે. \s5 \q1 \v 19 હવે પછી દિવસે તને અજવાળું આપવા માટે સૂર્યની જરૂર પડશે નહિ, \q1 કે તેજને માટે ચંદ્ર તારા પર પ્રકાશશે નહિ; \q1 પણ યહોવાહ તારું સર્વકાળનું અજવાળું અને તારા ઈશ્વર તારો મહિમા થશે. \q1 \v 20 તારો સૂર્ય કદી અસ્ત થશે નહિ, કે તારો ચંદ્ર જતો રહેશે નહિ; \q1 કેમ કે યહોવાહ તારું સર્વકાળનું અજવાળું અને તારા શોકના દિવસો પૂરા થશે. \s5 \q1 \v 21 તારા સર્વ લોક ધાર્મિક થશે; તેઓ મારા મહિમાને અર્થે, મારા રોપેલા રોપાની ડાળીઓ, \q1 મારા હાથની કૃતિ, તેઓ સદાકાળ માટે દેશનો વારસો ભોગવશે. \q1 \v 22 છેક નાનામાંથી હજાર થશે અને જે નાનો છે તે બળવાન પ્રજા થશે; \q1 હું, યહોવાહ, નિર્મિત સમયે તે જલદી કરીશ. \s5 \c 61 \s મુક્તિની વધામણી \q1 \v 1 પ્રભુ યહોવાહનો આત્મા મારા પર છે, કારણ કે, \q1 દીનોને વધામણી કહેવા માટે યહોવાહે મને અભિષિક્ત કર્યો છે. તેણે મને તૂટેલા હૃદયવાળાને સાજા કરવા માટે, \q1 બંદીવાનોના છુટકારાને તથા જે લોકો બંધનમાં છે તેઓને કેદમાંથી છોડાવવાને માટે મને મોકલ્યો છે. \s5 \q1 \v 2 યહોવાહે માન્ય કરેલું કૃપાનું વર્ષ, આપણા ઈશ્વરના વેરનો દિવસ \q1 અને સર્વ શોક કરનારાઓને દિલાસો આપવા માટે, \s5 \q1 \v 3 સિયોનમાંના શોક કરનારાઓને રાખને બદલે મુગટ \q1 શોકને બદલે હર્ષનું તેલ, ખિન્ન આત્માને બદલે સ્તુતિરૂપ વસ્ત્ર, આપવા માટે મને મોકલ્યો છે; \q1 જેથી તેઓ તેમના મહિમાને અર્થે ધાર્મિકતાનાં વૃક્ષ, યહોવાહની રોપણી કહેવાય. \s5 \q1 \v 4 તેઓ પુરાતન કાળનાં ખંડિયેરોને બાંધશે; પૂર્વકાળની પાયમાલ થયેલી ઇમારતોને તેઓ ઊભી કરશે. \q1 તેઓ નાશ થયેલ નગરોને પુનઃસ્થાપિત કરશે, ઘણી પેઢીઓથી ઉજ્જડ પડી રહેલાં નગરોને સમારશે. \q1 \v 5 પરદેશીઓ ઊભા રહીને તમારાં ટોળાંને ચરાવશે અને પરદેશીઓના દીકરાઓ તમારાં ખેતરોમાં અને દ્રાક્ષવાડીમાં કામ કરશે. \s5 \q1 \v 6 તમે લોકો યહોવાહના યાજકો કહેવાશો; તેઓ તમને આપણા ઈશ્વરના સેવકો તરીકે બોલાવશે. \q1 તમે વિદેશીઓની સંપત્તિ ખાશો અને તેમની સમૃદ્ધિમાં તમે અભિમાન કરશો. \q1 \v 7 તમારી લાજના બદલામાં તમને બમણું મળશે; અને અપમાનને બદલે તેઓ પોતાને મળેલા હિસ્સાથી હરખાશે. \q1 તેથી તેઓ પોતાના દેશમાં બમણો વારસો પામશે; તેઓને અનંતકાળનો આનંદ મળશે. \s5 \q1 \v 8 કેમ કે હું, યહોવાહ ઇનસાફ ચાહું છું અને અન્યાયથી કરેલી લૂંટફાટને હું ધિક્કારું છું. \q1 હું સત્યતા પ્રમાણે તેમની મહેનતનો બદલો આપીશ અને હું તેઓની સાથે સર્વકાળનો કરાર કરીશ. \q1 \v 9 તેઓનાં સંતાન વિદેશીઓમાં અને તેઓના વંશજો લોકોમાં ઓળખાશે. \q1 જેઓ તેઓને જોશે તેઓ સર્વ કબૂલ કરશે કે, જે સંતાનોને યહોવાહે આશીર્વાદ આપેલો છે તે તેઓ છે. \s5 \q1 \v 10 હું યહોવાહમાં અતિશય આનંદ કરીશ; મારો જીવ મારા ઈશ્વરમાં હરખાશે. \q1 કેમ કે જેમ વર પોતાને પાઘડીથી સુશોભિત કરે છે અને કન્યા પોતાને આભૂષણથી શણગારે છે, \q1 તેમ તેમણે મને તારણનાં વસ્ત્રો પહેરાવ્યાં છે; ન્યાયીપણાનો ઝભ્ભો મારા પર ઓઢાડ્યો છે. \q1 \v 11 જેમ પૃથ્વી પોતાનામાંથી ફણગો ઉત્પન્ન કરે છે અને જેમ બગીચો તેમાં રોપેલાની વૃદ્ધિ છે, \q1 તેમ પ્રભુ યહોવાહ ધાર્મિકતા તથા સ્તુતિ સર્વ પ્રજાઓની આગળ ઉત્પન્ન કરશે. \s5 \c 62 \q1 \v 1 જ્યાં સુધી સિયોનનું ન્યાયીપણું પ્રભાતનાં તેજની માફક અને યરુશાલેમનો ઉદ્ધાર સળગતી મશાલની જેમ પ્રકાશશે નહિ \q1 ત્યાં સુધી હું છાનો રહીશ નહિ અને હું વિશ્રામ લઈશ નહિ. \q1 \v 2 વિદેશીઓ તમારું ન્યાયીપણું અને સર્વ રાજાઓ તમારો મહિમા જોશે. \q1 અને યહોવાહ તને પસંદ કરેલા નવા નામથી બોલાવશે. \s5 \q1 \v 3 તું યહોવાહના હાથમાં શોભાયમાન તાજ અને તારા ઈશ્વરના હાથનો રાજ મુગટ થઈશ. \q1 \v 4 હવેથી તું "તજેલું" કે તારો દેશ ફરીથી "ઉજ્જડ" કહેવાશે નહિ. \q1 ખરેખર, તું હવે "મારો આનંદ તેનામાં છે," અને તારો દેશ "પરિણીત" કહેવાશે, \q1 કેમ કે યહોવાહ તારા પર પ્રસન્ન છે અને તારા દેશનાં લગ્ન થશે. \s5 \q1 \v 5 જેમ જુવાન કુંવારીને પરણે છે, તેમ તારા દીકરા તને પરણશે. \q1 જેમ વર કન્યાથી હર્ષ પામે છે, તેમ તારા ઈશ્વર તારાથી હર્ષ પામશે. \s5 \q1 \v 6 હે યરુશાલેમ, મેં તારા કોટ ઉપર ચોકીદારો મૂક્યા છે; \q1 તેઓ દિવસે કે રાત્રે કદી શાંત રહેશે નહિ. \q1 યહોવાહને યાદ દેવડાવનારાઓ, તમારે વિશ્રામ લેવો નહિ. \q1 \v 7 જ્યાં સુધી તે યરુશાલેમને ફરીથી સ્થાપે અને પૃથ્વી પર તેને સ્તુત્ય કરે, \q1 ત્યાં સુધી તેને વિશ્રામ આપવો નહિ. \s5 \q1 \v 8 યહોવાહે પોતાના જમણા હાથના તથા પોતાના સમર્થ ભુજના શપથ લીધા છે, \q1 "નિશ્ચિત પણે હું ફરીથી તારું ધાન્ય તારા શત્રુઓને ખાવા દઈશ નહિ. \q1 જે દ્રાક્ષારસને માટે તેં મહેનત કરી છે તે પરદેશીઓ પીશે નહિ. \q1 \v 9 કેમ કે ધાન્ય લણનારા જ તે ખાશે અને યહોવાહની સ્તુતિ કરશે \q1 અને દ્રાક્ષાને ભેગી કરનારા મારા પવિત્રસ્થાનનાં આંગણામાં દ્રાક્ષારસ પીશે." \s5 \q1 \v 10 દરવાજામાં થઈને, દરવાજામાં થઈને આવો! લોકોને માટે માર્ગ તૈયાર કરો! \q1 બાંધો, સડક બાંધો, પથ્થરો વીણી કાઢો! \q1 પ્રજાઓને માટે ધ્વજા ઊંચી કરો. \s5 \q1 \v 11 જુઓ, યહોવાહે પૃથ્વીના છેડા સુધી આ પ્રગટ કર્યું છે: \q1 "સિયોનની દીકરીને કહો, 'જો તારો તારનાર આવે છે! \q1 જો, તેનું ઈનામ તેની સાથે છે અને તેનું પ્રતિફળ તેની આગળ છે.'" \q1 \v 12 તે તેઓને "પવિત્ર પ્રજા," "યહોવાહના ઉદ્ધાર પામેલા લોકો" કહેશે; અને તું "શોધી કાઢેલું," "ન તજાયેલ નગર" કહેવાશે. \s5 \c 63 \s પ્રજાઓ પર યહોવાહનો પ્રતિકાર \q1 \v 1 આ જે અદોમથી, બોસરાથી કિરમજી રંગનાં વસ્ત્ર પહેરીને આવે છે તે કોણ છે? \q1 આ રાજકીય પોશાકમાં, પોતાના પુષ્કળ સામર્થ્યમાં વિશ્વાસથી કૂચ કરીને કોણ આવે છે? \q1 એ તો હું, ન્યાયીપણાથી બોલનાર અને ઉદ્ધારવાને શક્તિમાન, તે હું છું. \q1 \v 2 તારા પોશાક કેમ લાલ છે, તારાં વસ્ત્ર દ્રાક્ષચક્કીમાં દ્રાક્ષા ખૂંદનારનાં વસ્ત્ર જેવાં કેમ થયાં છે? \s5 \q1 \v 3 મેં એકલાએ દ્રાક્ષકુંડમાં દ્રાક્ષ ખૂંદી છે અને લોકોમાંથી કોઈ માણસ મારી સાથે નહોતો. \q1 મેં મારા રોષમાં તેઓને ખૂંદી અને મારા કોપમાં તેઓને છૂંદી નાખી. \q1 તેઓનું રક્ત મારા વસ્ત્ર પર છંટાયું અને તેથી મારા તમામ પોશાક પર ડાઘ પડ્યા છે. \q1 \v 4 કેમ કે હું વેરના દિવસનો વિચાર કરતો હતો અને મારા છુટકારાનું વર્ષ આવી પહોંચ્યું છે. \s5 \q1 \v 5 મેં જોયું અને ત્યાં સહાય કરનાર કોઈ નહોતો. કોઈ મદદ કરનાર નહોતો એથી હું વિસ્મય પામ્યો, \q1 પણ મારો પોતાનો ભુજ મારા માટે વિજય લાવ્યો અને મારા કોપે મને ટેકો આપ્યો. \q1 \v 6 મેં મારા રોષમાં લોકોને છૂંદી નાખ્યા અને મારા કોપમાં તેમને પીવડાવીને ભાન ભૂલેલા કર્યા, \q1 અને મેં તેઓનું રક્ત ભૂમિ પર રેડી દીધું. \s પ્રજાપ્રેમી યહોવાહ \s5 \q1 \v 7 હું યહોવાહનાં કૃપાનાં કાર્ય વિષે કહીશ, જે સ્તુતિયોગ્ય કાર્યો યહોવાહે કર્યા છે તે જણાવીશ. \q1 યહોવાહે આપણા માટે શું કર્યું છે અને ઇઝરાયલનાં ઘર પર જે મહાન ભલાઈ કરી છે તે વિષે હું કહીશ. \q1 આ દયા તેમણે આપણને તેમની કૃપાને કારણે બતાવી છે અને તે કૃપાનું કાર્ય છે. \q1 \v 8 કેમ કે તેમણે કહ્યું, "ખરેખર તેઓ મારા લોકો છે, કપટ ન કરે એવાં છોકરાં છે." \q1 તે તેઓના ઉદ્ધારક થયા. \s5 \q1 \v 9 તેઓના સર્વ દુઃખોમાં \q1 તે દુઃખી થયા અને તેમની હજૂરના દૂતે તેઓનો ઉદ્ધાર કર્યો. \q1 પ્રભુએ પોતાના પ્રેમમાં અને પોતાની દયાથી તેઓનો ઉદ્ધાર કર્યો \q1 અને પુરાતન કાળના સર્વ દિવસોમાં તેમણે તેઓને ઊંચકીને ફેરવ્યા. \s5 \q1 \v 10 પણ તેઓએ બંડ કરીને તેમના પવિત્ર આત્માને ખિન્ન કર્યો. \q1 તેથી તે પોતે તેમના શત્રુ થઈને તેઓની સામે લડ્યા. \s5 \q1 \v 11 તેમના લોકોએ મૂસાના પુરાતન સમયનું સ્મરણ કર્યું. \q1 તેઓએ કહ્યું, "સમુદ્રમાંથી જે અમોને પોતાના ટોળાંના પાળક સહિત ઉપર લાવ્યા તે ઈશ્વર ક્યાં છે? \q1 જેમણે અમારામાં પોતાનો પવિત્ર આત્મા મૂક્યો, તે ઈશ્વર ક્યાં છે? \s5 \q1 \v 12 જેમણે મૂસાને જમણે હાથે પોતાનું ગૌરવી સામર્થ્ય મોકલ્યું, \q1 અને પોતાનું નામ અનંતકાળને માટે કરવાને તેમણે અમારી આગળ સમુદ્રના પાણીના બે ભાગ કર્યા, તે ઈશ્વર ક્યાં છે? \q1 \v 13 જેમણે અમને જાણે મેદાન પર ઘોડો ચાલતો હોય તેમ ઊંડાણમાં એવી રીતે ચલાવ્યા કે અમે ઠોકર ખાધી નહિ, તે ઈશ્વર ક્યાં છે? \s5 \q1 \v 14 ખીણમાં ઊતરી જનારાં જાનવરની જેમ તેઓ યહોવાહના આત્માથી વિશ્રામ પામ્યા; \q1 તે પ્રમાણે તમે પોતાને માટે મહિમાવંત નામ કરવાને માટે તમારા લોકોને દોર્યા. \s કૃપા અને સહાય માટે પ્રજાની પ્રાર્થના \s5 \q1 \v 15 આકાશમાંથી નજર નાખીને તમારા પવિત્ર તથા પ્રતાપી નિવાસસ્થાનમાંથી જુઓ. \q1 તમારો ઉત્સાહ અને તમારાં મહાન કાર્યો ક્યાં છે? \q1 તમારી લાગણી અને તમારા દયાળુ કાર્યો અમારાથી દૂર રાખવામાં આવ્યાં છે. \q1 \v 16 કેમ કે તમે અમારા પિતા છો, \q1 જો કે ઇબ્રાહિમ અમને જાણતા નથી અને ઇઝરાયલ અમને કબૂલ કરતા નથી, \q1 તમે, હે યહોવાહ, તમે અમારા પિતા છો. પ્રાચીન કાળથી "અમારો ઉદ્ધાર કરનાર" એ જ તમારું નામ છે. \s5 \q1 \v 17 હે યહોવાહ, તમે શા માટે અમને તમારા માર્ગ પરથી ભટકાવી દો છો અને અમારાં હૃદયો કઠણ કરો છો, જેથી અમે તમારી આજ્ઞા પાળીએ નહિ? \q1 તમારા સેવકોની ખાતર, તમારા વારસાનાં કુળોને માટે પાછા આવો. \s5 \q1 \v 18 થોડો જ વખત તમારા લોકોએ પવિત્રસ્થાનનું વતન ભોગવ્યું છે, પણ પછી અમારા શત્રુઓએ તેને કચડ્યું છે. \q1 \v 19 જેઓના પર તમે ક્યારેય રાજ કર્યું નથી, જેઓ તમારા નામથી ઓળખાતા નથી તેઓના જેવા અમે થયા છીએ. \s5 \c 64 \q1 \v 1 જો તમે આકાશોને ફાડીને નીચે ઊતરો! જો પર્વતો તમારી હાજરીમાં કંપે, તો કેવું સારું, \q1 \v 2 જેમ અગ્નિ ઝાડીને સળગાવે છે, જેમ અગ્નિ પાણીને ઉકાળે છે. \q1 તેમ તમારું નામ તમારા શત્રુઓ જાણી જશે, જેથી પ્રજાઓ તમારી હાજરીમાં ધ્રૂજી ઊઠશે! \s5 \q1 \v 3 અગાઉ, અમારી કલ્પનામાં ન આવે એવાં અદ્દભુત કામો તમે કરતા હતા, તમે નીચે ઊતર્યા અને પર્વતો તમારી હાજરીથી કંપી ઊઠયા. \q1 \v 4 આદિકાળથી કોઈએ સાંભળ્યું નથી કે માનવામાં આવ્યું નથી, \q1 કે કોઈ આંખે તમારા સિવાય બીજા કોઈ ઈશ્વરને જોયો નથી, કે જે તેમની રાહ જોનારને માટે એવું કરે. \s5 \q1 \v 5 જેઓ આનંદથી જે યોગ્ય છે તે કરે છે, જેઓ તમારા માર્ગોને ધ્યાનમાં રાખીને તેને પાળે છે, તેઓને સહાય કરવાને તમે આવો. \q1 તમે કોપાયમાન થયા હતા કેમ કે અમે પાપ કર્યું. તમારા માર્ગોમાં અમારો હંમેશા ઉદ્ધાર થશે. \s5 \q1 \v 6 અમે સર્વ અશુદ્ધ જેવા થયા છીએ અને અમારાં સર્વ ન્યાયી કાર્યો મલિન વસ્ત્રો જેવાં થયાં છે. \q1 અમે સર્વ પાંદડાંની જેમ સુકાઈ જઈએ છીએ; અમારા અપરાધો, પવનની જેમ અમને ઉડાવી જાય છે. \q1 \v 7 કોઈ તમારા નામે વિનંતી કરતા નથી, કોઈ તમને વળગી રહેવાને પ્રયત્ન કરતા નથી; \q1 કેમ કે તમે તમારું મુખ અમારાથી સંતાડ્યું છે અને અમને અમારાં પાપોના હાથમાં સોપી દીધા છે. \s5 \q1 \v 8 અને છતાં, હે યહોવાહ, તમે અમારા પિતા છો; \q1 અમે માટી છીએ. તમે અમારા કુંભાર છો; અને અમે સર્વ તમારા હાથની કૃતિ છીએ. \q1 \v 9 હે યહોવાહ, તમે અતિશય કોપાયમાન ન થાઓ, કે સર્વકાળ અમારાં પાપનું સ્મરણ ન કરો. \q1 અમે વિનંતી કરીએ છીએ, અમને જુઓ, અમે સર્વ તમારા લોકો છીએ. \s5 \q1 \v 10 તમારા પવિત્ર નગરો ઉજ્જડ થઈ ગયાં છે; \q1 સિયોન અરણ્ય થઈ ગયું છે, યરુશાલેમ પાયમાલ થઈ ગયું છે. \q1 \v 11 અમારું પવિત્ર અને સુંદર સભાસ્થાન, જેમાં અમારા પૂર્વજો તમારી સ્તુતિ કરતા હતા, \q1 તેને બાળી નાખવામાં આવ્યું છે અને અમને જે સર્વ પ્રિય હતું તે નષ્ટ થયું છે. \q1 \v 12 હે યહોવાહ, તમે કેવી રીતે હજુ પાછા હઠશો? તમે કેવી રીતે શાંત રહી શકો અને અમારું અપમાન કરવું ચાલુ રાખશો?" \s5 \c 65 \s ઈશ્વરની પરવા ન કરનારને શિક્ષા \q1 \v 1 "જેઓ મને પૂછતા નહોતા તેઓ મારે વિષે તપાસ કરે છે; જેઓ મને શોધતા નહોતા તેઓને મળવા હું તૈયાર હતો. \q1 જે પ્રજાએ મને નામ લઈને બોલાવ્યો નહિ તેને મેં કહ્યું, 'હું આ રહ્યો! \q1 \v 2 જે માર્ગ સારો નથી તે પર જેઓ ચાલે છે, પોતાના વિચારો અને યોજનાઓ પ્રમાણે જેઓ ચાલ્યા છે! \q1 એ હઠીલા લોકોને વધાવી લેવા મેં આખો દિવસ મારા હાથ ફેલાવ્યા. \s5 \q1 \v 3 તે એવા લોકો છે જે નિત્ય મને નારાજ કરે છે, \q1 તેઓ બગીચાઓમાં જઈને બલિદાનનું અર્પણ કરે છે અને ઈંટોની વેદી પર ધૂપ ચઢાવે છે. \q1 \v 4 તેઓ રાત્રે કબરોમાં બેસી રહીને રાતવાસો કરે છે \q1 તેઓ ભૂંડનું માંસ ખાય છે તેની સાથે ધિક્કારપાત્ર વસ્તુઓનો સેરવો તેઓના પાત્રોમાં હોય છે. \s5 \q1 \v 5 તેઓ કહે છે, 'દૂર રહો, મારી પાસે આવશો નહિ, કેમ કે હું તમારા કરતાં પવિત્ર છું.' \q1 આ વસ્તુઓ મારા નસકોરામાં ધુમાડા સમાન, આખા દિવસ બળતા અગ્નિ જેવી છે. \s5 \q1 \v 6 જુઓ, એ મારી આગળ લખેલું છે: \q1 હું તેઓને એનો બદલો વાળ્યા વિના, શાંત બેસી રહેનાર નથી; હું તેઓને બદલો વાળી આપીશ. \q1 \v 7 હું તેઓનાં પાપોને તથા તેઓના પૂર્વજોનાં પાપોનો બદલો વાળી આપીશ," એમ યહોવાહ કહે છે. \q1 "જેઓએ પર્વતો પર ધૂપ બાળ્યો છે અને ટેકરીઓ પર મારી નિંદા કરી તેનો બદલો વાળીશ. \q1 વળી હું તેઓની અગાઉની કરણીઓને તેઓના ખોળામાં માપી આપીશ." \s5 \q1 \v 8 આ યહોવાહ કહે છે: "જેમ દ્રાક્ષનાં ઝૂમખાંમાં નવો દ્રાક્ષારસ મળે છે, \q1 ત્યારે કોઈ કહે છે, 'તેનો નાશ કરશો નહિ, કેમ કે તેમાં રસ છે,' \q1 તેમ હું મારા સેવકોને માટે કરીશ, જેથી તેઓ સર્વનો નાશ ન થાય. \s5 \q1 \v 9 હું યાકૂબનાં સંતાન અને યહૂદિયાનાં સંતાનોને લાવીશ, તેઓ મારા પર્વતોનો વારસો પામશે. \q1 મારા પસંદ કરેલા લોકો તેનો વારસો પામશે અને મારા સેવકો ત્યાં વસશે. \q1 \v 10 જે મારા લોકોએ મને શોધ્યો છે, તેઓને માટે શારોનનાં ઘેટાંના ટોળાંના બીડ સમાન \q1 અને આખોરની ખીણ જાનવરોનું વિશ્રામસ્થાન થશે. \s5 \q1 \v 11 પણ તમે જેઓ યહોવાહનો ત્યાગ કરનારા છો, જે મારા પવિત્ર પર્વતને વીસરી ગયા છો, \q1 જે ભાગ્યદેવતાને માટે મેજ પાથરો છો અને વિધાતાની આગળ મિશ્ર દ્રાક્ષારસ ધરો છો \s5 \q1 \v 12 તેઓને એટલે તમને તલવારને માટે હું નિર્માણ કરીશ અને તમે સર્વ સંહારની આગળ ઘૂંટણે પડશો, \q1 કારણ કે જ્યારે મેં તમને હાંક મારી ત્યારે તમે ઉત્તર આપ્યો નહિ; જયારે હું બોલ્યો ત્યારે તમે સાંભળ્યું નહિ; \q1 પણ તેને બદલે, મારી દૃષ્ટિમાં જે ખરાબ હતું તે તમે કર્યું અને હું જે ચાહતો નહોતો તે તમે પસંદ કર્યું." \s5 \q1 \v 13 આ પ્રભુ યહોવાહ કહે છે: \q1 જુઓ, મારા સેવકો ખાશે, પણ તમે ભૂખ્યા રહેશો; \q1 જુઓ, મારા સેવકો પીશે, પણ તમે તરસ્યા રહેશો; \q1 જુઓ, મારા સેવકો આનંદ કરશે, પણ તમે લજ્જિત થશો. \q1 \v 14 જુઓ, મારા સેવકો હૃદયના ઉમળકાથી હર્ષનાદ કરશે, \q1 પણ તમે હૃદયની પીડાને લીધે રડશો અને આત્મા કચડાઈ જવાને લીધે વિલાપ કરશો. \s5 \q1 \v 15 તમે તમારું નામ મારા પસંદ કરાયેલાઓને શાપ આપવા માટે મૂકી જશો; અને હું, પ્રભુ યહોવાહ, તમને મારી નાખીશ, \q1 હું મારા સેવકોને બીજા નામથી બોલાવીશ. \q1 \v 16 જે કોઈ પૃથ્વી પર આશીર્વાદ માગશે તે મારા, એટલે સત્યના ઈશ્વર દ્વારા આશીર્વાદ પામશે. \q1 જે કોઈ પૃથ્વી પર શપથ લેશે તે મારા, એટલે સત્યના ઈશ્વરને નામે શપથ લેશે, \q1 કારણ કે અગાઉની વિપત્તિઓ વીસરાઈ ગઈ છે, કેમ કે તેઓ મારી આંખોથી સંતાડવામાં આવી હશે. \s નવી સૃષ્ટિ \s5 \p \v 17 કેમ કે જુઓ, હું નવાં આકાશ અને નવી પૃથ્વી ઉત્પન્ન કરનાર છું; \q1 અને અગાઉની બિનાઓનું સ્મરણ કરવામાં આવશે નહિ કે તેઓ મનમાં આવશે નહિ. \q1 \v 18 પણ હું જે ઉત્પન્ન કરવા જઈ રહ્યો છું, તેનાથી તમે સર્વકાળ આનંદ કરશો અને હરખાશો. જુઓ, હું યરુશાલેમને આનંદમય તથા તેના લોકોને હર્ષમય ઉત્પન્ન કરું છું. \q1 \v 19 હું યરુશાલેમથી આનંદ પામીશ અને મારા લોકોથી હરાખાઈશ; \q1 તેમાં ફરીથી રુદન કે વિલાપનો અવાજ સાંભળવામાં આવશે નહિ. \s5 \q1 \v 20 ત્યાં ફરી કદી નવજાત બાળક થોડા દિવસ જીવીને મૃત્યુ પામશે નહિ; \q1 કે કોઈ વૃદ્ધ માણસ પોતાના સમય અગાઉ મૃત્યુ પામશે નહિ. \q1 \v 21 તેઓ ઘર બાંધશે અને તેમાં રહેશે અને તેઓ દ્રાક્ષવાડીઓ રોપશે અને તેનાં ફળ ખાવા પામશે. \s5 \q1 \v 22 તેઓ ઘર બાંધશે અને તેમાં બીજા વસશે નહિ; તેઓ રોપે અને બીજા ખાય, એવું થશે નહિ, \q1 કેમ કે વૃક્ષના આયુષ્યની જેમ મારા લોકોનું આયુષ્ય થશે. મારા પસંદ કરાયેલા પોતાના હાથોનાં કામોનાં ફળનો ભોગવટો લાંબા કાળ સુધી કરશે. \q1 \v 23 તેઓ નકામી મહેનત કરશે નહિ, કે નિરાશાને જન્મ આપશે નહિ. \q1 કેમ કે તેઓનાં સંતાનો અને તેઓની સાથે તેઓના વંશજો, યહોવાહ દ્વારા આશીર્વાદ પામેલા છે. \s5 \q1 \v 24 તેઓ હાંક મારે, તે અગાઉ હું તેઓને ઉત્તર આપીશ; અને હજુ તેઓ બોલતા હશે, એટલામાં હું તેઓનું સાંભળીશ. \q1 \v 25 વરુ તથા ઘેટું સાથે ચરશે અને સિંહ બળદની જેમ ઘાસ ખાશે; \q1 પણ ધૂળ સાપનું ભોજન થશે. \q1 મારા આખા પવિત્ર પર્વતમાં તેઓ ઉપદ્રવ કે વિનાશ કરશે નહિ." એવું યહોવાહ કહે છે. \s5 \c 66 \s સર્વવ્યાપી અને પાલનહાર પ્રભુ \q1 \v 1 યહોવાહ એવું કહે છે: \q1 "આકાશ મારું સિંહાસન છે અને પૃથ્વી મારું પાયાસન છે. તો મારે માટે તમે ક્યાં ઘર બાંધશો? જ્યાં હું નિવાસ કરી શકું તે સ્થાન ક્યાં છે? \s5 \q1 \v 2 મારા જ હાથે આ સર્વ બનાવેલું છે; એવી રીતે તેઓ અસ્તિત્વમાં આવ્યા" એમ યહોવાહ કહે છે. \q1 "જે ભંગિત અને આત્મામાં શોક કરે છે અને મારા વચનને લીધે ધ્રૂજે છે, તેવા માણસ તરફ હું મારી દૃષ્ટિ રાખીશ. \s અયોગ્ય યજ્ઞો \s5 \q1 \v 3 જે બળદને કાપનાર છે તે, માણસને મારી નાખનાર જેવો; જે હલવાનનું અર્પણ કરે છે તે કૂતરાનું ડોકું મરડી નાખનાર જેવો; \q1 જે ખાદ્યાર્પણ ચઢાવનાર તે ભૂંડનું રક્ત ચઢાવનાર જેવો; જે ધૂપથી સ્મારક અર્પણ કરનાર છે તે દુષ્ટતાને આશીર્વાદ આપનાર જેવો છે. \q1 તેઓએ પોતે જ પોતાનો માર્ગ પસંદ કર્યો છે અને તેઓ ધિક્કારપાત્ર વસ્તુઓમાં આનંદ માણે છે. \s5 \q1 \v 4 તે જ રીતે હું તેઓની શિક્ષા પસંદ કરીશ; તેઓ જેનાથી ડરે છે તે શિક્ષા હું તેમના પર લાવીશ, \q1 કારણ કે મેં હાંક મારી, ત્યારે કોઈએ ઉત્તર આપ્યો નહિ; જયારે હું બોલ્યો, ત્યારે કોઈએ સાંભળ્યું નહિ. \q1 તેઓએ મારી દૃષ્ટિમાં જે ખોટું છે તે કર્યું અને જે હું ચાહતો નથી તે તેઓએ પસંદ કર્યું." \s5 \q1 \v 5 જેઓ તેમના વચનથી ધ્રૂજે છે તેઓ યહોવાહનું વચન સાંભળો: \q1 "તમારા ભાઈઓ જે તમારો દ્વેષ કરે છે અને મારા નામને લીધે તમને તજી દે છે તેઓએ કહ્યું, \q1 'યહોવાહ પોતાનો મહિમા પ્રગટ કરે, જેથી અમે તમારો આનંદ જોઈએ,' \q1 પણ તેઓ લજ્જિત થશે. \s5 \q1 \v 6 નગરમાંથી યુદ્ધના કોલાહલનો અવાજ આવે છે, સભાસ્થાનમાંથી અવાજ સંભળાય છે, \q1 યહોવાહ જે શત્રુઓને બદલો વાળી આપે છે તેનો અવાજ સંભળાય છે. \s ઇઝરાયલ પ્રજાનો નવો જન્મ \s5 \q1 \v 7 પ્રસૂતિની પીડા થાય તે અગાઉ તેને પ્રસવ થયો; \q1 પ્રસવવેદના પહેલા જ તેને છોકરો જન્મ્યો. \q1 \v 8 આવું કોણે સાંભળ્યું છે? આવું કોણે જોયું છે? \q1 શું એક દિવસમાં દેશ અસ્તિત્વમાં આવે? શું પ્રજા એક જ ક્ષણમાં સ્થાપિત થાય? \q1 તેમ છતાં સિયોનને પ્રસવવેદના થઈ અને તેણે પોતાનાં બાળકોને જન્મ આપ્યો. \s5 \p \v 9 યહોવાહ પૂછે છે, શું હું માના પ્રસૂતિકાળને પાસે લાવીને પ્રસવ ન કરાવું? \q1 "હું જ જન્મ આપનાર છું અને હું જ ગર્ભસ્થાન બંધ કરું?" એવું યહોવાહ પૂછે છે. \s5 \q1 \v 10 યરુશાલેમ પર પ્રેમ કરનારાઓ, તમે સર્વ તેની સાથે હરખાઓ અને આનંદ કરો; \q1 તેને લીધે શોક કરનારાઓ, તેની સાથે હરખાઓ. \q1 \v 11 તમારું પોષણ થશે અને તમે તૃપ્ત થશો; તમે તેના સ્તનપાનથી દિલાસો પામશો; \q1 કેમ કે તમે તેમાંથી ભરપૂર પીશો અને તેના અતિ મહિમામાં આનંદિત થશો. \s5 \q1 \v 12 યહોવાહ એવું કહે છે: \q1 "હું તેના પર નદીની જેમ સમૃદ્ધિ ફેલાવીશ \q1 અને ઊભરાતા નાળાંની જેમ પ્રજાઓની સંપત્તિ રેડીશ. \q1 તમે સ્તનપાન કરશો, કેડે ઊંચકી લેવાશો, ખોળામાં તમને લાડ લડાવાશે. \q1 \v 13 જેમ મા પોતાના બાળકને દિલાસો આપે છે, તે પ્રમાણે હું તને દિલાસો આપીશ અને તું યરુશાલેમમાં દિલાસો પામીશ." \s5 \q1 \v 14 તમે આ જોશો અને તમારું હૃદય હરખાશે અને તમારાં હાડકાં કુમળા ઘાસની જેમ ઊગશે. \q1 યહોવાહનો હાથ તેમના સેવકોના જાણવામાં આવશે પણ શત્રુઓ પર તે કોપાયમાન થશે. \s5 \q1 \v 15 કેમ કે જુઓ, યહોવાહ અગ્નિની સાથે આવશે અને તેમના રથો વંટોળિયા જેવા થશે \q1 તે પોતાના કોપની ગરમી અને અગ્નિની જવાળાથી ઠપકો લઈને આવશે. \q1 \v 16 કેમ કે યહોવાહ આગ અને તલવારથી સર્વ માનવજાતનો ન્યાય કરશે. ઘણા લોકો યહોવાહને હાથે માર્યા જશે. \s5 \q1 \v 17 બગીચાઓમાં જવાને માટે તેઓ પોતાને શુદ્ધ અને પવિત્ર કરે છે, તેઓની પાછળ, \q1 જેઓ ભૂંડનું માંસ અને ઉંદર જેવી ધિક્કારપાત્ર વસ્તુઓ ખાય છે તેઓ આવે છે. \q1 "તેઓ સૌથી અંતમાં આવશે" એવું યહોવાહ કહે છે. \s5 \p \v 18 "કેમ કે હું તેઓનાં કાર્યો અને તેઓના વિચારો જાણું છું. સમય આવે છે જ્યારે હું સર્વ પ્રજાઓને તથા સર્વ ભાષા બોલનાર લોકોને એકત્ર કરીશ. તેઓ આવીને મારો મહિમા જોશે. \v 19 હું તેઓની મધ્યે એક સમર્થ ચિહ્ન દેખાડીશ. પછી હું તેઓમાંના બચેલાઓને વિદેશીઓની પાસે મોકલીશ: એટલે તાર્શીશ, પૂલ તથા લૂદએ, ધનુર્ધારીઓની પાસે, તુબાલ, યાવાન અને દૂરના દ્વીપોમાં, જ્યાંના લોકોએ મારા વિષે સાંભળ્યું નથી કે મારો મહિમા જોયો નથી. તેઓ મારો મહિમા પ્રજાઓમાં પ્રગટ કરશે." \s5 \p \v 20 "યહોવાહના અર્પણ તરીકે, તેઓ સર્વ પ્રજાઓમાંથી તારા સર્વ ભાઈઓને પાછા લાવશે. તેઓ મારા પવિત્ર પર્વત યરુશાલેમ પર, ઘોડાઓ પર, રથોમાં, પાલખીઓમાં, ખચ્ચરો પર તથા ઊંટો પર બેસીને આવશે," એમ યહોવાહ કહે છે. કેમ કે ઇઝરાયલી લોકો શુદ્ધ પાત્રોમાં યહોવાહના ઘરમાં ખાદ્યાર્પણ લાવશે. \q1 \v 21 યહોવાહ કહે છે, "હું તેઓમાંથી કેટલાકને યાજકો તથા લેવીઓ થવા સારુ પસંદ કરીશ." \s5 \q1 \v 22 કેમ કે જે નવાં આકાશ તથા નવી પૃથ્વી બનાવવાનો છું \q1 તે મારી સમક્ષ રહેશે" એમ યહોવાહ કહે છે, "તેમ જ તમારા વંશજો અને તમારું નામ રહેશે." \q1 \v 23 "એક મહિનાથી બીજા સુધી અને એક વિશ્રામવારથી બીજા વિશ્રામવાર સુધી, \q1 સર્વ લોકો મારી આગળ પ્રણામ કરવા આવશે," એવું યહોવાહ કહે છે. \s5 \q1 \v 24 તેઓ બહાર આવીને જે માણસોએ મારી સામે બળવો કર્યો હતો, તેઓના મૃતદેહ જોશે, \q1 કેમ કે તેઓને ખાનાર કીડા મરનાર નથી અને તેઓનો બાળનાર અગ્નિ હોલવાશે નહિ; \q1 અને તે સર્વ માનવજાતને ધિક્કારપાત્ર થઈ પડશે."