new OT books

This commit is contained in:
Larry Versaw 2018-02-06 10:41:21 -07:00
parent f4358f7e2b
commit 0074b17ef8
20 changed files with 33076 additions and 8 deletions

3725
18-JOB.usfm Normal file

File diff suppressed because it is too large Load Diff

9557
19-PSA.usfm Normal file

File diff suppressed because it is too large Load Diff

3308
20-PRO.usfm Normal file

File diff suppressed because it is too large Load Diff

782
21-ECC.usfm Normal file
View File

@ -0,0 +1,782 @@
\id ECC
\ide UTF-8
\h Ecclesiastes
\toc1 Ecclesiastes
\toc2 Ecclesiastes
\toc3 ecc
\mt1 Ecclesiastes
\s5
\c 1
\p
\v 1 યરુશાલેમના રાજા દાઉદના પુત્ર સભાશિક્ષકનાં વચનો.
\v 2 સભાશિક્ષક કહે છે કે.
\q1 "વ્યર્થતાની વ્યર્થતા,
\q2 વ્યર્થતાની વ્યર્થતા સઘળું વ્યર્થ છે.
\q2 સઘળું પવનને મૂઠ્ઠીમાં ભરવા જેવું છે.
\q1
\v 3 જે સર્વ પ્રકારનાં શ્રમ મનુષ્ય પૃથ્વી પર કરે છે, તેથી તેને શો લાભ છે?
\q1
\s5
\v 4 એક પેઢી જાય છે અને બીજી આવે છે
\q2 પરંતુ દુનિયા સદા ટકી રહે છે.
\q1
\v 5 સૂર્ય ઊગે છે
\q2 પછી અસ્ત થઈને
\q1 ફરી તેને ઊગવાની જગ્યાએ સત્વરે જાય છે.
\q1
\v 6 પવન દક્ષિણ તરફ વાય છે
\q2 અને ઉત્તર તરફ પણ વળે છે
\q1 તે પોતાની ગતિમાં આમતેમ નિરંતર ફર્યા કરે છે.
\q2 અને તે પોતાના માર્ગમાં પાછો આવે છે.
\q1
\s5
\v 7 સર્વ નદીઓ વહીને સમુદ્રમાં સમાય છે
\q2 તો પણ સમુદ્ર તેઓનાથી ભરાઈ જતો નથી
\q1 જે જગાએ નદીઓ જાય છે
\q2 ત્યાંથી તેઓ પાછી આવે છે.
\q1
\v 8 બધી જ વસ્તુઓ કંટાળાજનક છે
\q2 તેનું પૂરું વર્ણન મનુષ્ય કરી શકે તેમ નથી.
\q1 ગમે તેટલું જોવાથી આંખો થાકતી નથી
\q2 અને સાંભળવાથી કાન સંતુષ્ટ થતા નથી.
\q1
\s5
\v 9 જે થઈ ગયું છે તે જ થવાનું છે
\q2 અને જે કરવામાં આવ્યું છે તે જ કરવામાં આવશે
\q1 પૃથ્વી પર કશું જ નવું નથી.
\q1
\v 10 શું એવું કંઈ છે કે જેના વિષે લોકો કહી શકે કે
\q2 "જુઓ, તે નવું છે'?
\q1 તોપણ જાણવું કે આપણી અગાઉના,
\q2 જમાનામાં તે બન્યું હતું.
\q1
\v 11 ભૂતકાળની પેઢીઓનું સ્મરણ નથી;
\q2 અને ભવિષ્યમાં આવનારી પેઢીઓનું,
\q2 કંઈ પણ સ્મરણ પણ
\q1 હવે પછી થનાર પેઢીઓમાં રહેશે નહિ.
\p
\s5
\v 12 હું સભાશિક્ષક યરુશાલેમમાં ઇઝરાયલનો રાજા હતો.
\v 13 પૃથ્વી પર જે કંઈ બને છે તેની શોધ કરવા અને સમજવા મેં મારા ડહાપણને લગાડ્યું તો એ સમજાયું કે કષ્ટમય શ્રમ ઈશ્વરે માણસને કેળવવાના સાધન તરીકે આપ્યો છે.
\v 14 પૃથ્વી પર જે સર્વ થાય છે તે બાબતો મેં જોઈ છે. એ સર્વ વ્યર્થ તથા પવનને મૂઠ્ઠીમાં ભરવા જેવું છે.
\q1
\v 15 જે વાકું છે તેને સીધું કરી શકાતું નથી
\q1 અને જે ખૂટતું હોય તે બધાની ગણતરી કરી શકાતી નથી!
\p
\s5
\v 16 મેં સ્વયં પોતાને કહ્યું કે, "જુઓ, યરુશાલેમમાં મારી અગાઉ થઈ ગયેલા અન્ય રાજાઓ કરતાં મેં વધારે જ્ઞાન મેળવ્યું છે. મારા મનને જ્ઞાન અને વિદ્યાનો ઘણો અનુભવ થયેલો છે."
\v 17 પછી મેં મારું મન જ્ઞાન સમજવામાં તથા પાગલપણું અને મૂર્ખતા સમજવામાં લગાડ્યું. ત્યારે મને સમજાયું કે આ પણ પવનને મૂઠ્ઠીમાં ભરવા જેવું છે.
\v 18 કેમ કે અધિક ડહાપણથી અધિક શોક થાય છે. અને વિદ્યા વધારનાર શોક વધારે છે.
\s5
\c 2
\p
\v 1 તેથી મેં સ્વયં પોતાને કહ્યું કે, "ચાલ ત્યારે, આનંદથી હું તારી પરીક્ષા કરીશ; માટે મોજશોખ કરી લે "પણ જુઓ, એ પણ વ્યર્થ છે.
\v 2 મેં વિનોદ કરવા વિષે કહ્યું કે "તે મૂર્ખાઈ છે," મોજશોખથી શો લાભ થાય ?"
\p
\s5
\v 3 પછી મેં મારા અંત:કરણમાં શોધ કરી કે હું મારા શરીરને દ્રાક્ષારસથી મગ્ન કરું, તેમ છતાં મારા અંત:કરણનું ડહાપણ તેવું ને તેવું જ રહે છે. વળી માણસોએ પૃથ્વી ઉપર પોતાના પૂરા આયુષ્યપર્યંત શું કરવું સારું છે તે મને સમજાય ત્યાં સુધી હું મૂર્ખાઈ ગ્રહણ કરું.
\p
\s5
\v 4 પછી મેં મારે પોતાને માટે મોટાં કામ ઉપાડયાં. મેં પોતાને માટે મહેલો બંઘાવ્યા મેં પોતાને માટે દ્રાક્ષાવાડીઓ રોપાવી.
\v 5 મેં પોતાને માટે બગીચા બનાવડાવ્યા; અને સર્વ પ્રકારનાં ફળઝાડ રોપ્યાં.
\v 6 મેં મારાં માટે જળાશયો ખોદાવ્યાં જેનાથી વનમાં ઊછરતાં વૃક્ષોને પણ પાણી સિંચી શકાય.
\p
\s5
\v 7 મેં દાસદાસીઓ ખરીદ્યા. અને મારા ઘરમાં જન્મેલા ચાકરો પણ મારી પાસે હતા. જેઓ મારી અગાઉ યરુશાલેમમાં થઈ ગયા તે સર્વના કરતાં પણ મારી પાસે ગાય-બળદોનાં તથા ઘેટાં- બકરાનાં ટોળાંની સંપત્તિ વધારે હતી.
\v 8 મેં મારા માટે ઘણું સોનું, ચાંદી અને રાજાઓનું તથા પ્રાંતોનું ખાનગી દ્રવ્ય પણ ભેગું કર્યું. મેં પોતાને માટે ગવૈયા, ગાનારીઓ તથા જેમાં પુરુષો આનંદ માણે છે, તે એટલે અતિ ઘણી ઉપપત્નીઓ મેળવી.
\p
\s5
\v 9 એમ હું પ્રતાપી થયો. અને જેઓ યરુશાલેમમાં મારી અગાઉ થઈ ગયા હતા તે સર્વ કરતાં હું વધારે સમૃદ્ધિ પામ્યો. મારું જ્ઞાન પણ મારામાં કાયમ રહ્યું.
\q1
\v 10 મને જે કંઈ મારી નજરમાં પ્રાપ્ત કરવા જેવું લાગ્યું તેનાથી
\q2 હું પાછો પડયો નહિ.
\q1 મેં મારા હ્રદયને કોઈ પણ પ્રકારના આનંદથી રોક્યું નહિ,
\q2 કેમ કે મારી સર્વ મહેનતનું ફળ જોઈને મારું મન પ્રસન્નતા પામ્યું,
\q2 મારા સઘળા પરિશ્રમનો એ બદલો હતાં.
\q1
\s5
\v 11 જયારે જે બધાં કામો મેં મારે હાથે કર્યાં હતા,
\q2 તે પર અને જે મહેનત કરવાનો મેં શ્રમ ઉઠાવ્યો હતો તે પર મેં નજર કરી તો
\q1 એ સઘળું વ્યર્થ તથા પવનને મૂઠ્ઠી ભરવા જેવું દેખાયું
\q2 અને પૃથ્વી પર મને કઈ લાભ દેખાયો નહિ.
\q1
\v 12 હવે મેં જ્ઞાન, પાગલપણું
\q2 અને મૂર્ખતા જોવાને લક્ષ આપ્યું.
\q1 કેમ કે રાજાની પાછળ આવનાર માણસ શું કરી શકે છે?
\q2 અગાઉ જે કરવામાં આવ્યું હોય તે જ તે કરી શકે છે.
\q1
\s5
\v 13 પછી મેં જોયું કે
\q2 જેટલે દરજ્જે અજવાળું અંધકારથી શ્રેષ્ઠ છે,
\q2 તેટલે દરજ્જે જ્ઞાન મૂર્ખાઈથી શ્રેષ્ઠ છે.
\q1
\v 14 જ્ઞાની માણસની આંખો તેનાં માથામાં હોય છે.
\q2 અને મૂર્ખ અંધકારમાં ચાલે છે એમ છતાં મને માલૂમ પડ્યું કે,
\q1 તે સર્વનાં પરિણામ સરખાં જ આવે છે.
\q1
\s5
\v 15 ત્યારે મેં મારા મનમાં વિચાર્યું કે,
\q2 જેમ મૂર્ખને થાય છે
\q2 તેવું મને પણ થવાનું જ છે.
\q1 તો મને તેના કરતાં વધારે બુદ્ધિમાન હોવામાં શો લાભ?"
\q2 ત્યારે મેં મારા મનમાં કહ્યું કે,
\q2 "એ પણ વ્યર્થતા છે."
\q1
\v 16 મૂર્ખ કરતાં જ્ઞાનીનું સ્મરણ વધારે રહેતું નથી
\q2 અને જે હાલમાં છે તેઓ આવનાર દિવસોમાં ભૂલાઈ જશે.
\q1 મૂર્ખની જેમ જ જ્ઞાની પણ મરે છે.
\s5
\v 17 તેથી મને જિંદગી પર ધિક્કાર ઊપજ્યો કેમ કે પૃથ્વી પર જે કામ કરવામાં આવે છે તે મને દુઃખદાયક લાગ્યું. માટે સઘળું વ્યર્થ તથા પવનને મૂઠ્ઠીમાં ભરવા જેવું છે.
\v 18 તેથી પૃથ્વી પર જે સર્વ કામ મેં શ્રમ વેઠીને ઉપાડ્યાં તેથી મને ધિક્કાર ઊપજ્યો. કેમ કે મારા પછી થનાર માણસને માટે તે સર્વ મૂકીને જવું પડશે.
\s5
\v 19 વળી તે માણસ જ્ઞાની થશે કે મૂર્ખ તે કોણ જાણે છે? છતાં જેના માટે મેં પરિશ્રમ કર્યો અને પૃથ્વી પર જેના માટે મારા ડહાપણનો ઉપયોગ કર્યો તે સર્વ પર તે અધિકાર ભોગવશે. આ પણ વ્યર્થતા છે.
\v 20 તેથી હું ફર્યો, અને પૃથ્વી પર જે સર્વ કામો માટે મેં પરિશ્રમ કર્યો હતો તે પ્રત્યે મેં મારા મનને નિરાશ કર્યું.
\p
\s5
\v 21 કોઈ એવું મનુષ્ય હોય છે કે જેનું કામ ડહાપણ, જ્ઞાન તથા કુશળતાથી કરેલું હોય છે. તોપણ તેમાં જેણે મહેનત નહિ કરી હોય એવા વ્યક્તિને વારસામાં આપી જશે. આ વ્યર્થતા તથા મોટો અનર્થ છે.
\v 22 પોતાનું સર્વ કામ સફળતાથી કરવા માટે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને માણસ દુનિયામાં પરિશ્રમ કરે છે પણ તેમાંથી તેને શું ફળ પ્રાપ્ત થાય છે?
\v 23 કેમ કે તેના બધા દિવસો શોકમય તથા તેનો સઘળો પરિશ્રમ દુ:ખરૂપ છે, રાત્રે પણ તેનું મન વિશ્રાંતિ ભોગવતું નથી. એ પણ વ્યર્થતા છે.
\p
\s5
\v 24 ખાવું, પીવું અને પોતાના કામમાં આનંદ માણવો તેનાં કરતાં વધારે સારું મનુષ્ય માટે બીજું કશું નથી. પછી મને માલૂમ પડ્યું કે આ ઈશ્વરના હાથથી જ મળે છે.
\v 25 પરંતુ ઈશ્વરની કૃપા વિના કોણ ખાઈ શકે અથવા સુખ ભોગવી શકે?
\p
\s5
\v 26 કેમ કે જે માણસો પર ઈશ્વર પ્રસન્ન છે તેઓને તે બુદ્ધિ જ્ઞાન તથા આનંદ આપે છે. પણ પાપીને તે ફોગટ પરિશ્રમ આપે છે જેથી ઈશ્વરને પ્રસન્ન કરનારને માટે તે ઢગલેઢગલા સંગ્રહ કરીને આપે, એ પણ વ્યર્થ તથા પવનથી મૂઠ્ઠી ભરવા જેવું છે.
\s5
\c 3
\p
\v 1 પૃથ્વી ઉપર પ્રત્યેક વસ્તુને માટે યોગ્ય ઋતુ અને પ્રત્યેક પ્રયોજનો માટે યોગ્ય સમય હોય છે.
\q1
\v 2 જન્મ લેવાનો સમય અને મૃત્યુ પામવાનો સમય,
\q1 છોડ રોપવાનો સમય અને રોપેલાને ઉખેડી નાખવાનો સમય;
\q1
\v 3 મારી નાખવાનો સમય અને જીવાડવાનો સમય,
\q1 તોડી પાડવાનો સમય અને બાંધવાનો સમય.
\q1
\s5
\v 4 રડવાનો સમય અને હસવાનો સમય;
\q1 શોક કરવાનો સમય અને નૃત્ય કરવાનો સમય.
\q1
\v 5 પથ્થરો ફેંકી દેવાનો સમય અને પથ્થરો એકઠા કરવાનો સમય;
\q1 આલિંગન કરવાનો સમય તથા આલિંગન કરવાથી દૂર રહેવાનો સમય.
\q1
\s5
\v 6 શોધવાનો સમય અને ગુમાવવાનો સમય,
\q1 રાખવાનો સમય અને ફેંકી દેવાનો સમય;
\q1
\v 7 ફાડવાનો સમય અને સીવવાનો સમય,
\q1 શાંત રહેવાનો સમય અને બોલવાનો સમય.
\q1
\s5
\v 8 પ્રેમ કરવાનો સમય અને ધિક્કારવાનો સમય
\q1 યુદ્ધનો સમય અને સલાહ શાંતિનો સમય.
\v 9 જે વિષે તે સખત પરિશ્રમ કરે છે તેથી માણસને શું ફળ પ્રાપ્ત થાય છે?
\v 10 જે કષ્ટમય શ્રમ ઈશ્વરે મનુષ્યોને કેળવવાના સાધન તરીકે આપ્યો છે તે મેં જોયો છે.
\p
\s5
\v 11 યહોવાહે પ્રત્યેક વસ્તુને તેના યોગ્ય સમયમાં સુંદર બનાવી છે. જો કે ઈશ્વરે મનુષ્યના હૃદયમાં સનાતનપણું મૂક્યું છે. છતાં શરૂઆતથી તે અંત સુધી ઈશ્વરનાં કાર્યો મનુષ્ય સમજી શકતો નથી.
\p
\s5
\v 12 હું જાણું છું કે, પોતાના જીવન પર્યંત આનંદ કરવો અને ભલું કરવું તે કરતાં તેના માટે બીજું કંઈ શ્રેષ્ઠ નથી.
\v 13 વળી તેણે ખાવું, પીવું અને પોતાની સર્વ મહેનતથી સંતોષ અનુભવવો. આ તેને ઈશ્વર તરફથી પ્રાપ્ત થયેલું કૃપાદાન છે.
\p
\s5
\v 14 હું જાણું છું કે ઈશ્વર જે કંઈ કરે છે તે સર્વ સદાને માટે રહેશે. તેમાં કશો વધારો કે ઘટાડો કરી શકાય નહિ, અને મનુષ્યો તેનો ડર રાખે તે હેતુથી ઈશ્વરે તે કર્યું છે.
\q1
\v 15 જે હાલમાં છે તે અગાઉ થઈ ગયું છે;
\q2 અને જે થવાનું છે તે પણ અગાઉ થઈ ગયેલું છે.
\q1 અને જે વીતી ગયું છે તેને ઈશ્વર પાછું શોધી કાઢે છે.
\p
\s5
\v 16 વળી મેં પૃથ્વી પર જોયું કે સદાચારની જગાએ દુષ્ટતા અને નેકીની જગ્યાએ અનિષ્ટ છે.
\v 17 મેં મારી જાતને કહ્યું કે, "યહોવાહ ન્યાયી અને દુષ્ટનો ન્યાય કરશે કેમ કે પ્રત્યેક પ્રયોજનને માટે અને પ્રત્યેક કાર્ય માટે યોગ્ય સમય હોય છે."
\p
\s5
\v 18 પછી મેં મારા મનમાં વિચાર્યું કે, "ઈશ્વર મનુષ્યની કસોટી કરે છે. તેથી તેઓ સમજે કે તેઓ પશુ સમાન છે."
\p
\s5
\v 19 કેમ કે માણસોને જે થાય છે તે જ પશુઓને થાય છે. તેઓની એક જ સ્થિતિ થાય છે. જેમ એક મરે છે. તેમ બીજું પણ મરે છે. તે સર્વને એક જ પ્રાણ હોય છે તેથી મનુષ્ય પશુઓ કરતાં જરાય શ્રેષ્ઠ નથી. શું તે સઘળું વ્યર્થ નથી?
\v 20 એક જ જગાએ સર્વ જાય છે સર્વ ધૂળના છીએ અને અંતે સર્વ ધૂળમાં જ મળી જાય છે.
\p
\s5
\v 21 મનુષ્યનો આત્મા ઉપર જાય છે અને પશુનો આત્મા નીચે પૃથ્વીમાં જાય છે તેની ખબર કોને છે?
\v 22 તેથી મેં જોયું કે, માણસે પોતાના કામમાં મગ્ન રહેવું તેથી વધારે સારું બીજું કશું નથી. કેમ કે એ જ તેનો હિસ્સો છે. ભવિષ્યમાં શું બનવાનું છે તેે તેને કોણ દેખાડશે?
\s5
\c 4
\p
\v 1 ત્યારબાદ મેં પાછા ફરીને વિચાર કર્યો,
\q1 અને પૃથ્વી પર જે જુલમ કરવામાં આવે છે. તે સર્વ મેં નિહાળ્યા.
\q2 જુલમ સહન કરનારાઓનાં આંસુ પડતાં હતાં.
\q2 પણ તેમને સાંત્વન આપનાર કોઈ નહોતું,
\q2 તેઓના પર ત્રાસ કરનારાઓ શકિતશાળી હતાં.
\q1
\s5
\v 2 તેથી મને લાગ્યું કે જેઓ હજી જીવતાં છે
\q2 તેઓ કરતાં જેઓ મૃત્યુ પામ્યા છે તેઓ વધારે સુખી છે
\q1
\v 3 વળી તે બન્ને કરતાં જેઓ હજી જન્મ્યા જ નથી
\q2 અને જેઓએ પૃથ્વી પર થતાં ખરાબ કૃત્યો જોયા નથી તેઓ વધારે સુખી છે.
\p
\s5
\v 4 વળી મેં સઘળી મહેનત અને ચતુરાઈનું દરેક કામ જોયું અને એ પણ જોયું કે તેના લીધે માણસ ઉપર તેનો પડોશી ઈર્ષા કરે છે. એ પણ વ્યર્થ તથા પવનથી મુઠી ભરવા જેવું છે.
\q1
\s5
\v 5 મૂર્ખ કામ કરતો નથી,
\q2 અને પોતાની જાત પર બરબાદી લાવે છે.
\q1
\v 6 અતિ પરિશ્રમ કરવા દ્વારા પવનમાં ફાંફાં મારીને પુષ્કળ કમાણી કરવી
\q2 તેના કરતાં શાંતિસહિત થોડું મળે તે વધારે સારું છે.
\p
\s5
\v 7 પછી હું પાછો ફર્યો અને મેં પૃથ્વી ઉપર વ્યર્થતા જોઈ.
\q1
\v 8 જો માણસ એકલો હોય
\q2 અને તેને બીજું કોઈ સગુંવહાલું ન હોય, તેને દીકરો પણ ન હોય કે ભાઈ પણ ન હોય
\q1 છતાંય તેના પરિશ્રમનો પાર હોતો નથી.
\q2 અને દ્રવ્યથી તેને સંતોષ નથી
\q1 તે વિચારતો નથી કે "હું આ પરિશ્રમ કોના માટે કરું છું"
\q2 અને મારા જીવને દુઃખી કરું છું?
\q1 આ પણ વ્યર્થતા છે હા, મોટું દુઃખ છે.
\q1
\s5
\v 9 એક કરતાં બે ભલા;
\q2 કેમ કે તેઓએ કરેલી મહેનતનું ફળ તેઓને મળે છે.
\q1
\v 10 જો બેમાંથી એક પડે તો બીજો તેને ઉઠાડશે.
\q2 પરંતુ માણસ એકલો હોય,
\q2 અને તેની પડતી થાય તો તેને મદદ કરનાર કોઈ જ ન હોય તો તેને અફસોસ છે.
\q1
\v 11 જો બે જણા સાથે સૂઈ જાય તો તેઓને એક બીજાથી હૂંફ મળે છે.
\q2 પણ એકલો માણસ હૂંફ કેવી રીતે મેળવી શકે?
\q1
\s5
\v 12 એકલા માણસને હરકોઈ હરાવે
\q2 પણ બે જણ તેને જીતી શકે છે
\q2 ત્રેવડી વણેલી દોરી સહેલાઈથી તૂટતી નથી.
\p
\s5
\v 13 કોઈ વૃદ્ધ અને મૂર્ખ રાજા કે જે કોઈની સલાહ સાંભળતો ન હોય તેના કરતાં ગરીબ પણ જ્ઞાની યુવાન સારો હોય છે.
\v 14 કેમ કે જો તેના રાજ્યમાં દરિદ્રી જન્મ્યો હોય તોપણ તે જેલમાંથી મુકત થઈને રાજા થયો.
\p
\s5
\v 15 પૃથ્વી પરના સર્વ મનુષ્યોને મેં જોયા તો તેઓ બધા પોતાની જગ્યાએ ઊભા થનાર પેલા બીજા યુવાનની સાથે હતા.
\v 16 જે સર્વ લોકો ઉપર તે રાજા હતો તેઓનો પાર નહોતો તોપણ તેની પછીની પેઢીના લોકો તેનાથી ખુશ નહોતા. નિશ્ચે એ પણ વ્યર્થ અને પવનથી મુઠી ભરવા જેવું છે.
\s5
\c 5
\p
\v 1 ઈશ્વરના ઘરમાં તું જાય ત્યારે તારાં પગલાં સંભાળ કેમ કે મૂર્ખો ખોટા કામ કરે એવું તેઓ જાણતા નથી. તેથી તેમના યજ્ઞાર્પણ કરતાં શ્રવણ કરવા પાસે જવું તે વધારે ઉચિત છે.
\q1
\s5
\v 2 તારા મુખેથી અવિચારી વાત કરીશ નહિ
\q2 અને ઈશ્વરની સંમુખ કંઈપણ બોલવા માટે તારું અંત:કરણને ઉતાવળું ન થવા દે.
\q1 કેમ કે ઈશ્વર આકાશમાં છે અને તું તો પૃથ્વી પર છે
\q2 માટે તારા શબ્દો થોડા જ હોય.
\q1
\v 3 અતિશય શ્રમની ચિંતાથી સ્વપ્નો આવે છે.
\q2 અને બહુ બોલવાથી મૂર્ખની મૂર્ખાઇ ઉઘાડી પડી જાય છે.
\p
\s5
\v 4 જ્યારે તમે ઈશ્વર સમક્ષ માનતા લો તો તે પૂર્ણ કરવામાં વિલંબ ન કરો. કેમ કે ઈશ્વર મૂર્ખો પર રાજી હોતા નથી તારી માનતા પૂરી કર.
\v 5 તમે માનતા માનીને તે ન પાળો તેના કરતાં માનતા ન લો તે વધારે ઉચિત છે.
\p
\s5
\v 6 તારા મુખને લીધે તારા શરીર પાસે પાપ કરાવવા ન દે, તેમ જ ઈશ્વરના દૂતની સમક્ષ તું એમ કહેતો નહિ કે મારાથી એ ભૂલ થઈ ગઈ. શા માટે તારા બોલવાથી ઈશ્વર કોપાયમાન થાય અને તારા હાથનાં કામનો નાશ કરે?
\v 7 કેમ કે અતિશય સ્વપ્નોથી, વ્યર્થ વિચારો કરવાથી અને ઝાઝું બોલવાથી એમ થાય છે માટે તું ઈશ્વરનો ડર રાખ.
\p
\s5
\v 8 જો ગરીબો પર થતા અત્યાચાર અને દેશમાં ન્યાયને ઊંધા વાળતા તું જુએ તો તે વાતથી આશ્ચર્ય પામીશ નહિ, કેમ કે ઉંચ્ચ કરતાં જે સર્વોચ્ચ છે તે લક્ષ આપે છે.
\v 9 પૃથ્વીની ઊપજ તો સર્વને માટે છે. અને રાજાને પણ તેના ખેતરથી મદદ મળે છે.
\q1
\s5
\v 10 રૂપાનો લોભી ચાંદીથી સંતુષ્ટ થશે નહિ.
\q2 સમૃદ્ધિનો લોભી સમૃદ્ધિથી સંતોષ પામશે નહિ.
\q1
\v 11 દોલત વધે છે ત્યારે તેને ખાનારા પણ વધે છે.
\q1 અને તેથી તેના માલિકને,
\q2 નજરે જોયા સિવાય બીજો શો લાભ થાય છે?
\q1
\s5
\v 12 મજૂર ગમે તો ઓછું ખાય કે વધારે ખાય
\q2 તોપણ તે શાંતિથી ઊંઘી શકે છે.
\q1 પણ દ્રવ્યવાનની સમૃદ્ધિ તેને ઊંઘવા દેતી નથી.
\p
\s5
\v 13 મેં પૃથ્વી પર એક ભારે દુઃખ જોયું છે.
\q1 એટલે દ્રવ્યનો માલિક પોતાના નુકસાનને માટે જ દ્રવ્ય-સંગ્રહ કરી રાખે છે તે.
\q1
\v 14 પરંતુ તે દ્રવ્ય અવિચારી સાહસને કારણે ચાલ્યું જાય છે
\q2 અને જો તેને પોતાનો દીકરો હોય તો તેના હાથમાં પણ કશું રહેતું નથી
\q1
\s5
\v 15 જેવો તે પોતાની માતાના ગર્ભમાંથી નિવસ્ત્રસ્થિતિમાં બહાર હતો
\q2 એ જ સ્થિતિમાં તે પાછો જાય છે.
\q1 તે પોતાના પરિશ્રમ બદલ તેમાંથી કંઈ પણ સાથે લઈ જવા પામશે નહી.
\v 16 આ પણ એક ભારે દુ:ખ છે કે,
\q1 સર્વ બાબતોમાં જેવો તે આવ્યો હતો તે જ સ્થિતિમાં તેને પાછા જવું પડે છે
\q1 પવનને માટે પરિશ્રમ કરવાથી તેને શો લાભ થાય છે?
\q1
\v 17 વળી તેનું સમગ્ર આયુષ્ય અંધકારમાં જાય છે,
\q2 અને શોક, રોગ અને ક્રોધથી તે હેરાન થાય છે.
\p
\s5
\v 18 જુઓ, મનુષ્ય માટે જે સારી અને શોભતી બાબત મેં જોઈ છે તે એ છે કે, ઈશ્વરે તેને આપેલા આયુષ્યના સર્વ દિવસોમાં ખાવું, પીવું અને દુનિયામાં જે સઘળો શ્રમ કરે છે તેમાં મોજમજા માણવી કેમ કે એ જ તેનો હિસ્સો છે.
\p
\s5
\v 19 અને જો ઈશ્વરે તેને દ્રવ્ય તથા ધન આપ્યું છે અને તેનો ઉપભોગ કરવાની, પોતાનો હિસ્સો લેવાની તથા તેને પોતાની મહેનતથી આનંદ માણવાની શક્તિ આપી છે. એવા દરેક માણસે જાણવું કે તે ઈશ્વર તરફથી મળતી ભેટ છે.
\v 20 તેના જીવનના દિવસોનું તેને બહુ સ્મરણ રહેશે નહિ કેમ કે તેના અંત:કરણનો આનંદ એ તેને ઈશ્વરે આપેલો ઉત્તર છે.
\s5
\c 6
\p
\v 1 મેં પૃથ્વી પર માણસોને માથે એક સામાન્ય ભારે દુ:ખ નિહાળ્યું છે.
\v 2 એટલે જેને ઈશ્વરે ધન-સંપત્તિ અને સન્માન આપ્યા છે કે જે કંઈ તે ઇચ્છે છે તે સર્વમાં તેના મનને કશી ખોટ પડશે નહિ. પરંતુ તેનો ઉપભોગ કરવાની શક્તિ તેને આપતા નથી. પણ બીજો કોઈ તેનો ઉપભોગ કરે છે. આ પણ વ્યર્થતા તથા ભારે દુ:ખ છે.
\p
\s5
\v 3 જો કોઈ મનુષ્યને સો સંતાનો હોય અને તે પોતે દીર્ઘાયુષ્ય ભોગવે પણ જો તે સુખી ન હોય અને તેનું દફન પણ ન થાય તો હું કહું છું કે, એના કરતાં ગર્ભપાતથી તે મૃતાવસ્થામાં જન્મ્યો હોત તો સારો થાત.
\v 4 કેમ કે તે વ્યર્થતારૂપ આવે છે અને અંધકારમાં જતો રહે છે. અને તેનું નામ પણ અંધકારથી ઢંકાઈ જાય છે.
\p
\s5
\v 5 વળી તેણે સૂર્યને જોયો નથી અને તેણે કશું જાણ્યું પણ નથી પેલાના કરતાં તો તેને વધારે નિરાંત છે.
\v 6 જો તેનું આયુષ્ય હજાર વર્ષ કરતાં પણ બમણું હોય અને છતાંય તે કંઈ સુખ ભોગવે નહિ, શું બધાં એક જ ઠેકાણે નથી જતાં?
\q1
\s5
\v 7 મનુષ્યની સર્વ મહેનત તેના પોતાના પેટ માટે છે.
\q2 છતાં તેની ક્ષુધા તૃપ્ત થતી નથી.
\q1
\v 8 વળી મૂર્ખ કરતાં જ્ઞાનીને કયો વધારે લાભ મળે છે?
\q2 અથવા જીવતાઓની આગળ વર્તવાની રીત સમજનાર
\q3 ગરીબ માણસને શું મળે છે?
\q1
\s5
\v 9 ભટકતી ઇચ્છાઓ કરતાં આંખે જોવું તે વધારે ઇષ્ટ છે.
\q2 એ પણ વ્યર્થ તથા પવનને મૂઠ્ઠીમાં ભરવાં જેવું છે.
\q1
\v 10 હાલ જે કંઈ છે તેનું નામ પહેલેથી પાડવામાં આવ્યું છે. તે મનુષ્ય છે એ વાત જાણવામાં આવેલી છે. જે તેના કરતાં વધારે બળવાન છે તેની સામે તે બાથ ભીડી શકતો નથી.
\q1
\v 11 વ્યર્થતાની વૃદ્ધિ કરનારી ઘણી વાતો છે,
\q2 તેથી માણસને શો ફાયદો થયો છે?
\v 12 કારણ કે મનુષ્ય છાયાની જેમ પોતાનું જીવન વ્યર્થ ગુમાવે છે, તેના જીવનના સર્વ દિવસોમાં તેને માટે શું સારું છે તે કોણ જાણે છે? કેમ કે કોઈ માણસની પાછળ દુનિયામાં શું થવાનું છે તે તેને કોણ કહી શકે?
\s5
\c 7
\q1
\v 1 સારી શાખ મૂલ્યવાન અત્તર કરતાં વધારે સારી છે.
\q2 જન્મના દિવસ કરતાં મૃત્યુનો દિવસ સારો છે.
\q1
\v 2 ઉજવણીના ઘરમાં જવા કરતાં શોકના ઘરમાં જવું સારું છે.
\q2 કેમ કે પ્રત્યેક મનુષ્યની જિંદગીનો અંત મૃત્યુ જ છે.
\q2 જીવતો માણસ તે વાત પોતાના હૃદયમાં ઠસાવી રાખશે.
\q1
\s5
\v 3 હાસ્ય કરતાં ખેદ સારો છે.
\q2 કેમ કે ચહેરાના ઉદાસીપણાથી અંત:કરણ આનંદ પામે છે.
\q1
\v 4 જ્ઞાનીનું અંત:કરણ શોકના ઘરમાં હોય છે
\q2 પણ મૂર્ખનું અંત:કરણ હર્ષના ઘરમાં હોય છે.
\q1
\s5
\v 5 કોઈ માણસે મૂર્ખનું ગીત સાંભળવું
\q2 તેના કરતાં જ્ઞાનીનો ઠપકો સાંભળવો તે સારું છે
\v 6 કેમ કે જેમ સગડી પરના પાત્રની નીચે કાંટાનો ભડભડાટ હોય છે
\q2 તેમ મૂર્ખનું હાસ્ય છે એ પણ વ્યર્થતા છે.
\s5
\v 7 નિશ્ચે જુલમ મનુષ્યને મૂર્ખ બનાવે છે,
\q2 તે તેની સમજશકિતનો નાશ કરે છે.
\q1
\s5
\v 8 કોઈ બાબતના આરંભ કરતાં તેનો અંત સારો છે,
\q2 અને અભિમાની મનુષ્ય કરતાં ધૈર્યવાન મનવાળો મનુષ્ય સારો છે.
\q1
\v 9 ક્રોધ કરવામાં ઉતાવળો ન થા
\q2 કેમ કે ક્રોધ મૂર્ખોના હૃદયમાં રહે છે.
\q1
\s5
\v 10 "અગાઉના દિવસો હાલનાં કરતાં વધારે સારા હતા એનું કારણ શું છે?"
\q2 એવું તું ન પૂછ કારણ કે આ વિશે પૂછવું તે ડહાપણ ભરેલું નથી.
\q1
\s5
\v 11 બુદ્ધિ વારસા જેવી ઉત્તમ છે
\q2 અને સૂર્ય જોનારાઓ માટે તે વધુ ઉત્તમ છે.
\q1
\v 12 દ્રવ્ય આશ્રય છે તેમ બુદ્ધિ પણ આશ્રય છે,
\q2 પરંતુ જ્ઞાનની ઉત્તમતા એ છે કે, તે પોતાના માલિકના જીવની રક્ષા કરે છે.
\p
\s5
\v 13 ઈશ્વરનાં કામનો વિચાર કરો;
\q1 તેમણે જેને વાંકુ કર્યુઁ છે તેને સીધું કોણ કરી શકશે?
\q1
\s5
\v 14 ઉન્નતિના સમયે આનંદ કર.
\q2 પણ વિપત્તિકાળે વિચાર કર;
\q1 ઈશ્વરે એ બન્નેને એકબીજાના સાથી બનાવ્યા છે.
\q2 જેથી ભવિષ્યમાં શું થશે તેમાંનું કશું જ માણસ શોધી શકતો નથી.
\p
\s5
\v 15 આ બધું મેં મારા વ્યર્થપણાના દિવસોમાં જોયું છે.
\q1 એટલે નેક પોતાની નેકીમાં મૃત્યુ પામે છે,
\q1 અને દુષ્ટ માણસ પોતાની દુષ્ટતા હોવા છતાં લાંબુ આયુષ્ય ભોગવે છે.
\q1
\v 16 પોતાની નજરમાં વધારે નેક ન થા.
\q2 કે વધારે દોઢડાહ્યો ન થા
\q1 એમ કરીને શા માટે પોતાનો વિનાશ નોતરે છે?
\q1
\s5
\v 17 અતિશય દુષ્ટ ન થા તેમ જ મૂર્ખ પણ ન થા.
\q2 તેમ કરીને શા માટે તું અકાળે મૃત્યુ પામે?
\q1
\v 18 દુષ્ટતાને તું વળગી ન રહે,
\q2 પણ નેકીમાંથી તારો હાથ પાછો ખેંચી ન લેતો.
\q1 કેમ કે જે માણસ ઈશ્વરનો ડર રાખે તે એ સર્વમાંથી મુક્ત થશે.
\q1
\s5
\v 19 દશ અમલદારો નગરમાં હોય તેના કરતાં
\q2 જ્ઞાની માણસને બુદ્ધિ વધારે શક્તિશાળી બનાવે છે.
\q1
\v 20 જે હંમેશા સારું જ કરે છે અને પાપ કરતો જ નથી
\q2 એવો એક પણ નેક માણસ પૃથ્વી પર નથી.
\q1
\s5
\v 21 વળી જે જે શબ્દો બોલવામાં આવે છે. તે સર્વને લક્ષમાં ન લે.
\q2 રખેને તું તારા ચાકરને તને શાપ દેતા સાંભળે.
\q1
\v 22 કેમ કે તારું પોતાનું અંત:કરણ જાણે છે
\q2 કે તેં પણ કેટલીય વાર બીજાઓને શાપ દીધા છે.
\p
\s5
\v 23 મેં આ સર્વની બુદ્ધિથી પરીક્ષા કરી છે મેં કહ્યું કે,
\q1 "હું બુદ્ધિમાન થઈશ,"
\q2 પણ તે બાબત મારાથી દૂર રહી.
\q1
\v 24 'ડહાપણ' ઘણે દૂર અને અતિશય ઊંડુ છે તેને મેળવવું ઘણું મુશ્કેલ છે.
\q2 તેને કોણ શોધી કાઢી શકે?
\q1
\v 25 હું ફર્યો મેં જ્ઞાન મેળવવાને તથા
\q2 તેને શોધી કાઢવાને તથા તેના મૂળ કારણની માહિતી મેળવવાને
\q1 અને દુષ્ટતા એ મૂર્ખાઈ છે,
\q2 અને મૂર્ખાઈએ પાગલપણું છે એ જાણવા મેં મારું મન લગાડ્યું.
\q1
\s5
\v 26 તેથી મેં જાણ્યું કે મૃત્યુ કરતાં પણ એક વસ્તુ વધારે કષ્ટદાયક છે,
\q2 તે એ છે કે જેનું અંત:કરણ ફાંદા તથા જાળરૂપ છે
\q2 તથા જેના હાથ બંધન સમાન છે તેવી સ્ત્રી.
\q1 જે કોઈ ઈશ્વરને પ્રસન્ન કરે છે તે તેનાથી નાસી છૂટશે,
\q2 પરંતુ પાપી તેની જાળમાં સપડાઈ જશે.
\p
\s5
\v 27 સભાશિક્ષક કહે છે; "સત્ય શોધી કાઢવા માટે'' બધી વસ્તુઓને સરખાવી જોતાં મને આ માલૂમ પડ્યું કે,
\v 28 તેને મારું હૃદય હજી શોધ્યા જ કરે છે પણ તે મને મળતું નથી. હજારોમાં મને એક પુરુષ મળ્યો છે, પણ એટલા બધામાં મને એક પણ સ્ત્રી મળી નથી.
\p
\s5
\v 29 મને ફક્ત એટલી જ સત્ય હકીકત જાણવા મળી છે કે, ઈશ્વરે મનુષ્યને નેક બનાવ્યો છે ખરો પરંતુ તેણે ઘણી યુકિતઓ શોધી કાઢી છે.
\s5
\c 8
\q1
\v 1 બુદ્ધિમાન પુરુષના જેવો કોણ છે?
\q2 પ્રત્યેક વાતનો અર્થ કોણ જાણે છે?
\q1 માણસની બુદ્ધિ તેના ચહેરાને તેજસ્વી કરે છે,
\q2 અને તેના ચહેરાની કઠોરતા બદલાઈ જાય છે.
\p
\s5
\v 2 હું તને ભલામણ કરું છું કે રાજાની આજ્ઞાનું પાલન કર, વળી ઈશ્વરના સોગનને લક્ષમાં રાખીને તે પાળ.
\v 3 તેની હજૂરમાંથી બહાર જવાને પ્રયત્ન ન કર, ખરાબ વર્તણૂકને વળગી ન રહે. કેમ કે જે કંઈ તે ચાહે તે તે કરે છે.
\v 4 કેમ કે રાજાનો હુકમ સર્વોપરી છે, તું શું કરે છે એવો પ્રશ્ન તેને કોણ કરી શકે ?
\q1
\s5
\v 5 જે કોઈ રાજાની આજ્ઞાનું પાલન કરે છે તેને કોઈ પણ પ્રકારની શિક્ષા થશે નહિ.
\q2 બુદ્ધિમાન માણસનું અંત:કરણ પ્રસંગ તથા ન્યાય સમજે છે.
\q1
\v 6 કેમ કે દરેક પ્રયોજનને માટે યોગ્ય પ્રસંગ અને ન્યાય હોય છે.
\q2 કેમ કે માણસને માથે ભારે દુઃખ છે.
\q1
\v 7 માટે ભવિષ્યમાં શું થવાનું છે તેની તેને ખબર નથી.
\q2 વળી આ પ્રમાણે થશે એવું કોણ કહી શકે?
\q1
\s5
\v 8 આત્માને રોકવાની શક્તિ કોઈ માણસમાં હોતી નથી,
\q2 અને મૃત્યુકાળ ઉપર તેને સત્તા નથી,
\q1 યુદ્ધમાંથી કોઈ છૂટી શકતું નથી.
\q2 અને દુષ્ટતા પોતાના ઉપાસકનો બચાવ કરશે નહિ.
\v 9 આ બધું મેં જોયું છે, અને પૃથ્વી પર જે દરેક કામ થાય છે તેમાં મેં મારું મન લગાડ્યું છે, એવો એક સમય આવે છે કે જેમાં કોઈ માણસ બીજા માણસ પર નુકસાનકારક સત્તા ચલાવે છે.
\p
\s5
\v 10 તેથી મેં દુષ્ટોને દફ્નાવેલા જોયા અને ન્યાયીઓને પવિત્રસ્થાનમાંથી લઈ લેવામાં આવ્યા. અને જ્યાં તેમણે દુષ્ટ કામ કર્યા હતાં ત્યાં દફનાવવામાં આવ્યા. લોકોએ નગરમાં તેમને માન આપ્યું.તેનું સ્મરણ નષ્ટ થયું આ પણ વ્યર્થતા છે.
\v 11 તેથી દુષ્ટ કામની વિરુદ્ધ દંડ આપવાની આજ્ઞા જલદીથી અમલમાં મુકાતી નથી. અને તે માટે લોકોનું હૃદય દુષ્ટ કાર્ય કરવામાં સંપૂર્ણ લાગેલું છે.
\p
\s5
\v 12 જો પાપી માણસ સેંકડો વખત દુષ્કર્મ કર્યા પછી પણ દીર્ઘાયુષ્ય ભોગવે છે, છતાં હું જાણું છું કે નિશ્ચે જેઓ ઈશ્વરનો ભય રાખે છે તેઓનું ભલું થશે.
\v 13 પણ દુષ્ટોનું ભલું થશે નહિ. અને તેઓનું આયુષ્ય છાયારૂપ થશે. તે દીર્ઘ થશે નહિ. કેમ કે તેઓ ઈશ્વરનો ડર રાખતા નથી.
\p
\s5
\v 14 દુનિયા પર એક એવી વ્યર્થતા છે કે, કેટલાક નેક માણસોને દુષ્ટના કામનાં ફળ પ્રમાણે ફળ મળે છે અને દુષ્ટ માણસોને નેકીવાનોના કામના ફળ મળે છે. મેં કહ્યું આ પણ વ્યર્થતા છે.
\v 15 તેથી મેં તેઓને આનંદ કરવાની ભલામણ કરી, કેમ કે ખાવું-પીવું તથા મોજમઝા કરવી તેના કરતાં માણસને માટે દુનિયા પર કશું શ્રેષ્ઠ નથી; કેમ કે ઈશ્વરે તેને પૃથ્વી ઉપર જે આયુષ્ય આપ્યું છે તેનાં બધા દિવસોની મહેનતનાં ફળમાંથી તેને એટલું જ મળશે.
\p
\s5
\v 16 જ્યારે મેં બુદ્ધિ સંપાદન કરવામાં, તથા પૃથ્વી પર થતાં કામો જોવામાં મારું મન લગાડ્યું કેમ કે એવા મનુષ્યો પણ હોય છે કે જેઓની આંખોને દિવસે કે રાત્રે ઊંઘ મળતી નથી,
\v 17 ત્યારે મેં ઈશ્વરનું સઘળું કામ જોયું કે પૃથ્વી પર જે કંઈ કામ થાય છે, તેની માહિતી માણસ મેળવી શકે નહિ. કેમ કે તેની માહિતી મેળવવાને માણસ ગમે તેટલી મહેનત કરે તોપણ તેને તે મળશે નહિ. કદાચ કોઈ બુદ્ધિમાન માણસ હોય તો પણ તે તેની પૂરી શોધ કરી શકશે નહિ.
\s5
\c 9
\p
\v 1 એ બાબતમાં મેં જ્યારે કાળજીપૂર્વક તપાસ કરી તો મને જાણવા મળ્યું કે સદાચારીઓ અને જ્ઞાનીઓ તથા તેઓનાં કામ ઈશ્વરના હાથમાં છે. મેં જોયું કે તે પ્રેમ હશે કે ધિક્કાર તે કોઈ પણ જાણતું નથી. બધું તેઓનાં ભાવીમાં છે.
\p
\s5
\v 2 બધી બાબતો સઘળાને સરખી રીતે મળે છે.
\q1 નેકની તથા દુષ્ટની,
\q1 સારાંની તથા ખરાબની
\q1 શુદ્ધની તથા અશુદ્ધની,
\q1 યજ્ઞ કરનારની તથા યજ્ઞ નહિ કરનારની પરિસ્થિતિ સમાન જ થાય છે.
\q1 જેવી સજ્જનની સ્થિતિ થાય છે તેવી જ દુર્જનની સ્થિતિ થાય છે.
\q1 જેવી સમ ખાનારની સ્થિતિ થાય છે તેવી જ સમ ન ખાનારની પણ થાય છે.
\p
\s5
\v 3 સર્વ મનુષ્યોની ગતિ એક જ થવાની છે, એ તો જે બધાં કામ પૃથ્વી પર થાય છે તેઓમાંનો એક અનર્થ છે, વળી માણસોનું અંત:કરણ દુષ્ટતાથી ભરપૂર છે, જ્યાં સુધી તેઓ જીવે છે ત્યાં સુધી તેઓના હૃદયમાં મૂર્ખામી હોય છે, અને તે પછી તેઓ મૃતજનોમાં ભળી જાય છે.
\p
\s5
\v 4 જેનો સંબંધ સર્વ જીવતાઓની સાથે છે તેને આશા છે; કારણ કે જીવતો કૂતરો મૂએલા સિંહ કરતાં સારો છે.
\q1
\v 5 જીવતાઓ જાણે છે કે તેઓ મરવાના છે .
\q1 પરંતુ મૃત્યુ પામેલાઓ કશું જાણતા નથી.
\q2 તેઓને હવે પછી કોઈ બદલો મળવાનો નથી.
\q1 તેઓની સ્મૃતિ પણ નાશ પામે છે.
\q1
\s5
\v 6 તેઓનો પ્રેમ, ઈર્ષ્યા, ધિક્કાર,
\q2 હવે નષ્ટ થયા છે.
\q1 અને જે કાંઈ હવે દુનિયામાં થાય છે
\q2 તેમાં તેઓને કોઈ હિસ્સો મળવાનો નથી.
\v 7 તારે રસ્તે ચાલ્યો જા, આનંદથી તારી રોટલી ખા અને આનંદિત હૃદયથી તારો દ્રાક્ષારસ પી. કેમ કે ઈશ્વર સારાં કામોનો સ્વીકાર કરે છે.
\v 8 તારાં વસ્ત્રો સદા શ્વેત રાખ. અને તારા માથાને અત્તરની ખોટ કદી પડવા દઈશ નહિ.
\p
\s5
\v 9 દુનિયા પર જે ક્ષણિક જીવન ઈશ્વરે તને આપ્યું છે, તેમાં તારી પત્ની, જેના પર તું પ્રેમ કરે છે, તેની સાથે વ્યર્થતાના સર્વ દિવસો આનંદથી વિતાવ, કારણ કે આ તારી જિંદગીમાં તથા પૃથ્વી પર જે ભારે પરિશ્રમ તું કરે છે તેમાં એ તારો હિસ્સો છે.
\v 10 જે કંઈ કામ તારે હાથ લાગે તે હૃદયપૂર્વક કર, કારણ કે જે તરફ તું જાય છે તે શેઓલમાં કંઈ પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી.
\p
\s5
\v 11 હું પાછો ફર્યો તો પૃથ્વી પર મેં એવું જોયું કે ;
\q2 શરતમાં વેગવાનની જીત થતી નથી.
\q2 અને યુદ્ધોમાં બળવાનની જીત થતી નથી.
\q2 વળી, બુદ્ધિમાનને રોટલી મળતી નથી.
\q2 અને સમજણાને ધન મળતું નથી.
\q2 તેમ જ ચતુર પુરુષો પર રહેમનજર હોતી નથી.
\q2 પણ સમય તથા પ્રસંગની અસર સર્વને લાગુ પડે છે.
\q1
\v 12 કોઈ પણ મનુષ્ય પોતાનો સમય જાણતો નથી;
\q2 કેમ કે જેમ માછલાં ક્રૂર જાળમાં સપડાઈ જાય છે,
\q2 અને જેમ પક્ષીઓ ફાંદામાં ફસાય છે,
\q1 તેમ જ ખરાબ સમય માણસો ઉપર એકાએક આવી પડે છે,
\q2 અને તેમને ફસાવે છે,
\p
\s5
\v 13 વળી મેં પૃથ્વી પર એક બીજી જ્ઞાનની બાબત જોઈ અને તે મને મોટી લાગી.
\v 14 એક નાનું નગર હતું. તેમાં થોડાં જ માણસો હતાં. એક બળવાન રાજા પોતાના સૈન્ય સાથે નગર પર ચડી આવ્યો. અને તેને ઘેરો ઘાલ્યો. તેની સામે મોટા મોરચા બાંધ્યા.
\v 15 હવે આ નગરમાં એક ખૂબ ગરીબ પણ બુદ્ધિમાન માણસ રહેતો હતો. તે જાણતો હતો કે નગરને કેવી રીતે બચાવવું, પોતાની બુદ્ધિ અને સલાહથી તેણે નગરને બચાવ્યું પણ થોડા સમય પછી સર્વ તેને ભૂલી ગયા.
\p
\s5
\v 16 ત્યારે મેં કહ્યું કે, બળ કરતાં બુદ્ધિ ઉત્તમ છે, તેમ છતાં ગરીબ માણસની બુદ્ધિને તુચ્છ ગણવામાં આવે છે, અને તેનું કહેવું કોઈ સાંભળતું નથી.
\q1
\s5
\v 17 મૂર્ખ સરદારના પોકાર કરતાં,
\q2 બુદ્ધિમાન માણસનાં છૂપા બોલ વધારે સારા છે.
\q1
\v 18 યુદ્ધશસ્ત્રો કરતાં બુદ્ધિ શ્રેષ્ઠ છે;
\q2 પણ એક પાપી માણસ ઘણી ઉત્તમતાનો નાશ કરે છે.
\s5
\c 10
\p
\v 1 જેમ મરેલી માખીઓ અત્તરને દૂષિત કરી દે છે,
\q2 તેવી જ રીતે થોડી મૂર્ખાઈ બુદ્ધિ અને સન્માનને દબાવી દે છે.
\q1
\v 2 બુદ્ધિમાન માણસનું હૃદય તેને જમણે હાથે છે,
\q2 પણ મૂર્ખનું હૃદય તેને ડાબે હાથે છે.
\q1
\v 3 વળી મૂર્ખ પોતાને રસ્તે જાય છે,
\q2 ત્યારે તેની બુદ્ધિ ખૂટી જાય છે,
\q3 અને તે દરેકને કહે છે કે હું મૂર્ખ છું.
\q1
\s5
\v 4 જ્યારે તારો અધિકારી તારા પર ગુસ્સે થાય તો તું ત્યાંથી નાસી ન જા,
\q2 કારણ કે નમ્ર થવાથી ભારે ગુસ્સો પણ સમી જાય છે.
\q1
\s5
\v 5 મેં આ દુનિયામાં એક અનર્થ જોયો છે,
\q2 અને તે એ છે કે અધિકારી દ્વારા થયેલી ભૂલ;
\q1
\v 6 મૂર્ખને ઉચ્ચ પદવીએ સ્થાપન કરવામાં આવે છે,
\q2 જ્યારે ધનવાનો નીચા સ્થળે બેસે છે.
\q1
\v 7 મેં ગુલામોને ઘોડે સવાર થયેલા
\q2 અને અમીરોને ગુલામોની જેમ પગે ચાલતા જોયા છે.
\q1
\s5
\v 8 જે ખાડો ખોદે છે
\q2 તે જ તેમાં પડે છે અને જે વાડમાં છીંડું પાડે છે તેને સાપ કરડે છે.
\q1
\v 9 જે માણસ પથ્થર ખસેડશે,
\q2 તેને જ તે વાગશે,
\q1 અને કઠિયારો લાકડાથી જ જોખમમાં પડે છે.
\q1
\s5
\v 10 જો કોઈ બુઠ્ઠા લોખંડને ઘસીને તેની ધાર ન કાઢે, તો તેને વધારે શકિતની જરૂર પડે છે, સીધા ચાલવાને માટે બુદ્ધિ લાભકારક છે.
\q1
\v 11 જો મંત્ર્યા અગાઉ જ સાપ કોઈને કરડી જાય,
\q2 તો મદારીની વિદ્યા નકામી છે.
\q1
\s5
\v 12 જ્ઞાની માણસનાં શબ્દો માયાળુ છે
\q2 પણ મૂર્ખના બોલ તેનો પોતાનો જ નાશ આમંત્રે છે.
\q1
\s5
\v 13 તેના મુખના શબ્દોનો આરંભ મૂર્ખાઈ છે,
\q2 અને તેના બોલવાનું પરિણામ નુકસાનકારક છે.
\q1
\v 14 વળી મૂર્ખ માણસ વધારે બોલે છે,
\q2 પણ ભવિષ્ય વિષે કોઈ જાણતું નથી.
\q2 કોણ જાણે છે કે તેની પોતાની પાછળ શું થવાનું છે?
\q1
\s5
\v 15 મૂર્ખની મહેનત તેઓમાંના દરેકને થકવી નાખે છે.
\q1 કેમ કે તેને નગરમાં જતાં આવડતું નથી.
\q1
\s5
\v 16 જો તારો રાજા યુવાન હોય,
\q2 અને સરદારો સવારમાં ઉજાણીઓ કરતા હોય, ત્યારે તને અફસોસ છે!
\q1
\v 17 તારો રાજા કુલિન કુટુંબનો હોય ત્યારે દેશ આનંદ કરે છે,
\q2 તારા હાકેમો કેફને સારુ નહી
\q2 પણ બળ મેળવવાને માટે યોગ્ય સમયે ખાતા હોય છે.
\q2 ત્યારે તો તું આશીર્વાદિત છે!
\q1
\s5
\v 18 આળસથી છાપરું નમી પડે છે,
\q2 અને હાથની આળસથી ઘરમાં પાણી ટપકે છે.
\q1
\v 19 ઉજાણી મોજમજાને માટે ગોઠવવામાં આવે છે,
\q2 અને દ્રાક્ષારસ જીવને ખુશી આપે છે.
\q3 પૈસા સઘળી વસ્તુની જરૂરિયાત પૂરી પાળે છે.
\q1
\s5
\v 20 રાજાને શાપ ન આપીશ તારા વિચારમાં પણ નહિ,
\q2 અને દ્રવ્યવાનને તારા સૂવાના ઓરડામાંથી પણ શાપ ન દે,
\q1 કારણ કે, વાયુચર પક્ષી તે વાત લઈ જશે
\q2 અને પંખી તે વાત કહી દેશે. .
\s5
\c 11
\q1
\v 1 તારું અન્ન પાણી પર નાખ,
\q2 કેમ કે ઘણાં દિવસો પછી તે તને પાછું મળશે.
\q1
\v 2 સાતને હા, વળી આઠને પણ હિસ્સો આપ,
\q2 કેમ કે પૃથ્વી પર શી આપત્તિ આવશે તેની તને ખબર નથી
\q1
\v 3 જો વાદળાં પાણીથી ભરેલાં હોય,
\q2 તો તે વરસાદ લાવે છે,
\q1 જો કોઈ ઝાડ દક્ષિણ તરફ કે ઉત્તર તરફ પડે,
\q2 તો તે જ્યાં પડે ત્યાં જ પડ્યું રહે છે.
\q1
\s5
\v 4 જે માણસ પવન પર ધ્યાન રાખ્યા કરે છે તે વાવશે નહિ,
\q2 અને જે માણસ વાદળ જોતો રહેશે તે કાપણી કરશે નહિ.
\q1
\v 5 પવનની ગતિ શી છે,
\q2 તથા ગર્ભવતીના ગર્ભમાં હાડકાં કેવી રીતે વધે છે તે તું જાણતો નથી
\q1 તેમ જ ઈશ્વર જે કંઈ કાર્ય કરે છે તે તું જાણતો નથી.
\q2 તેમણે સર્વ સર્જ્યું છે.
\q1
\s5
\v 6 સવારમાં બી વાવ;
\q2 અને સાંજે તારો હાથ પાછો ખેંચી લઈશ નહિ;
\q1 કારણ કે આ સફળ થશે કે, તે સફળ થશે,
\q2 અથવા તે બન્ને સરખી રીતે સફળ થશે તે તું જાણતો નથી.
\q1
\v 7 સાચે જ અજવાળું રમણીય છે,
\q2 અને સૂર્ય જોવો એ આંખને ખુશકારક છે.
\q1
\v 8 જો માણસ લાંબુ આયુષ્ય ભોગવે,
\q2 તો તેણે જીવનના સર્વ દિવસો પર્યંત આનંદ કરવો.
\q1 પરંતુ તેણે અંધકારનાં દિવસો યાદ રાખવા,
\q2 કારણ કે તે ઘણાં હશે,
\q1 જે સઘળું બને છે તે વ્યર્થતા જ છે.
\q1
\s5
\v 9 હે યુવાન, તારી યુવાવસ્થાના દિવસોમાં તું આનંદ કર.
\q2 અને તારી યુવાનીના દિવસોમાં તારું હૃદય તને ખુશ રાખે
\q1 તારા હૃદયની ઇચ્છાઓ પૂરી કર,
\q2 તથા તારી આંખોની દ્રષ્ટિ મુજબ તું ચાલ.
\q1 પણ નક્કી તારે યાદ રાખવું કે સર્વ બાબતોનો ઈશ્વર ન્યાય કરશે.
\q1
\v 10 માટે તારા હૃદયમાંથી ગુસ્સો દૂર કર.
\q2 અને તારું શરીર દુષ્ટત્વથી દૂર રાખ,
\q1 કેમ કે યુવાવસ્થા અને ભરજુવાની એ વ્યર્થતા છે.
\s5
\c 12
\q1
\v 1 તારી યુવાવસ્થાના દિવસોમાં તું તારા સર્જનહારનું સ્મરણ કર.
\q2 ખરાબ દિવસો આવ્યા પહેલાં,
\q2 એટલે જે વર્ષો વિષે તું એમ કહેશે કે
\q3 "તેમાં મને કંઈ આનંદ નથી" તે પાસે આવ્યા પહેલાં તેમનું સ્મરણ કર,
\q1
\v 2 પછી ચંદ્ર, સૂર્ય અને તારાઓ અંધકારમાં જતા રહેશે,
\q2 અને વરસાદ પછી વાદળાં પાછાં ફરશે.
\q1
\s5
\v 3 તે દિવસે તો ઘરના રખેવાળો ધ્રૂજશે,
\q2 અને બળવાન માણસો વાંકા વળી જશે,
\q1 દળનારી સ્ત્રીઓ થોડી હોવાથી તેમની ખોટ પડશે,
\q1 અને બારીઓમાંથી બહાર જોનારની દ્રષ્ટિ ઝાંખી થઈ જશે.
\q1
\s5
\v 4 તે સમયે રસ્તા તરફનાં બારણા બંધ કરી દેવામાં આવશે,
\q2 અને ત્યારે દળવાનો અવાજ ધીમો થશે.
\q1 માણસ પક્ષીના અવાજથી જાગી ઊઠશે,
\q2 અને સર્વ ગાનારી સ્ત્રીઓનું માન ઉતારાશે.
\q1
\s5
\v 5 તે સમયે તેઓ ઊંચાણથી બીશે, બીક લાગશે.
\q2 તેઓને રસ્તા પર ચાલતાં ડર લાગશે,
\q1 બદામના ઝાડ પર ફૂલો ખીલશે,
\q2 તીડ બોજારૂપ થઈ પડશે,
\q1 અને ઇચ્છાઓ મરી પરવારશે.
\q2 કેમ કે માણસ પોતાના અનંતકાલિક ઘરે જાય છે.
\q2 અને વિલાપ કરનારાઓ શેરીઓમાં ફરે છે.
\q2
\s5
\v 6 તે દિવસે રૂપેરી દોરી તૂટી જશે,
\q2 સોનેરી પ્યાલો ભાંગી જશે,
\q2 ગાગર ઝરા આગળ ફૂટી જશે,
\q2 અને ચાકડો ટાંકી આગળ ભાંગી જશે.
\q1 તે અગાઉ તું તારા સર્જનહારનું સ્મરણ કર.
\q1
\v 7 જેવી અગાઉ ધૂળ હતી તેવી જ પાછી ધૂળ થઈ જશે,
\q2 અને ઈશ્વરે જે આત્મા આપેલો હશે તે તેમની પાસે પાછો જશે.
\q1
\s5
\v 8 તેથી સભાશિક્ષક કહે છે કે, "વ્યર્થતાની વ્યર્થતા" "સઘળું વ્યર્થ છે."
\v 9 વળી સભાશિક્ષક સમજુ હતો તેથી તે લોકોને જ્ઞાન શીખવતો હતો. હા, તે વિચાર કરીને ઘણાં નીતિવચનો શોધી કાઢતો અને તેમને નિયમસર ગોઠવતો.
\p
\s5
\v 10 સભાશિક્ષક દિલચસ્પ વચનો તથા પ્રામાણિક લખાણો એટલે સત્યનાં વચનો શોધી કાઢવાનો પ્રયત્ન કરતો.
\v 11 જ્ઞાની માણસનાં વચનો આર જેવાં છે અને સભાશિક્ષકોનાં વચનો કે જે એક પાળક દ્વારા આપવામાં આવેલાં છે, તે સજ્જડ જડેલા ખીલાના જવાં છે.
\p
\s5
\v 12 પણ મારા દીકરા, મારી શિખામણ માન; ઘણાં પુસ્તકો રચવાનો કંઈ પાર નથી, તેમ જ અતિ અભ્યાસ કરવાથી શરીર થાકી જાય છે.
\q1
\s5
\v 13 વાતનું પરિણામ,
\q2 આપણે સાંભળીએ તે આ છે;
\q1 ઈશ્વરનું ભય રાખ અને તેમની આજ્ઞાઓનું પાલન કર,
\q2 પ્રત્યેક માણસની એ સંપૂર્ણ ફરજ છે.
\q1
\v 14 કેમ કે દરેક ભલી કે ભૂંડી,
\q2 પ્રત્યેક ગુપ્ત બાબત સહિતનાં કામોનો,
\q1 ન્યાય ઈશ્વર કરશે.

4486
23-ISA.usfm Normal file

File diff suppressed because it is too large Load Diff

3478
24-JER.usfm Normal file

File diff suppressed because it is too large Load Diff

2672
26-EZK.usfm Normal file
View File

@ -0,0 +1,2672 @@
\id EZK
\ide UTF-8
\h Ezekiel
\toc1 Ezekiel
\toc2 Ezekiel
\toc3 ezk
\mt1 Ezekiel
\s5
\c 1
\p
\v 1 ત્રીસમા વર્ષના ચોથા મહિનાની પાંચમીએ એવું બન્યું કે, જ્યારે હું બંદીવાનોની સાથે કબાર નદીની પાસે હતો. તે સમયે આકાશ ઊઘડી ગયું, મને ઈશ્વરનું સંદર્શન થયું.
\v 2 યહોયાકીન રાજાના બંદીવાસના પાંચમા વર્ષમાં, મહિનાના પાચમાં દિવસે,
\v 3 ખાલદીઓના દેશમાં કબાર નદીની પાસે બૂઝીના દીકરા હઝકિયેલ યાજક પાસે યહોવાહનું વચન આવ્યું; અને યહોવાહનો હાથ તેના પર હતો.
\p
\s5
\v 4 ત્યારે મેં જોયું, તો ઉત્તરમાંથી એક આંધીરૂપ મોટું વાદળું આવતું હતું, તેમાં અગ્નિ ચમકતો હતો, તેની આસપાસ પ્રકાશ હતો, અગ્નિમાંથી તૃણમણિના જેવું અજવાળું આવતું હતું.
\v 5 તેની મધ્યમાંથી ચાર જીવંત પશુઓ જેવું દેખાયું. તેઓનો દેખાવ આવો હતો: તેઓનું સ્વરૂપ માણસના જેવું હતું.
\v 6 તે પશુઓમાંના દરેકને ચાર મુખ તથા ચાર પાંખો હતી.
\p
\s5
\v 7 તેઓના પગ સીધા હતા, પણ તેઓના પગના પંજા વાછરડાના પગના પંજા જેવા હતા. અને તે કાંસાની માફક ચળકતા હતા.
\v 8 તેઓની પાંખો નીચે ચારે બાજુએ માણસના જેવા હાથ હતા. તે ચારેયનાં મુખ તથા પાંખો આ પ્રમાણે હતાં:
\v 9 તેઓની પાંખો એકબીજાની પાંખોને અડકતી હતી. તેઓ ચાલતાં ચાલતાં આમ કે તેમ ફરતાં નહોતાં; દરેક સીધાં આગળ ચાલતાં હતાં.
\p
\s5
\v 10 તેઓના ચહેરાનો દેખાવ માણસના ચહેરા જેવો હતો. ચારેયને જમણી બાજુએ સિંહનું મુખ અને ડાબી બાજુએ બળદનું મુખ હતું. તેઓને ગરુડનું મુખ પણ હતું,
\v 11 તેઓના મુખ એ પ્રમાણે હતાં. તેઓની પાંખો ઉપરની તરફ પ્રસારેલી હતી, દરેકની બે પાંખો બીજા પશુને જોડાયેલી હતી, બાકીની બે પાંખો તેઓના શરીરને ઢાંકતી હતી.
\v 12 દરેક પશુ સીધું ચાલતું હતું, આત્માને જ્યાં જવું હોય ત્યાં તેઓ જતાં હતાં, ચાલતાં તેઓ આડાઅવળાં વળતાં ન હતાં.
\p
\s5
\v 13 આ પશુઓનો દેખાવ અગ્નિના બળતા કોલસા જેવો તથા તેજસ્વી મશાલ જેવો હતો. પશુઓ વચ્ચે ચળકતો અગ્નિ ચઢઊતર કરતો હતો, તેમાંથી વીજળીના ચમકારા થતા હતા.
\v 14 પશુઓ વીજળીના ચમકારાની જેમ આગળ દોડતા તથા પાછળ જતાં હતાં.
\p
\s5
\v 15 હું એ તેઓને જોતો હતો, ત્યારે મેં દરેક પશુની પાસે એક એમ ચાર પૈડાં જમીન પર જોયાં.
\v 16 આ પૈડાંઓનો રંગ પીરોજના રંગ જેવો હતો. તથા તેઓનો આકાર એક સરખો હતો: ચારે એક સરખાં હતાં; એક પૈડાની અંદર બીજુ પૈડું હોય તેવું દેખાતું હતું.
\p
\s5
\v 17 તેઓ ચાલતાં હોય ત્યારે, તેઓ ચારે દિશામાં આડાંઅવળાં વળ્યા વગર ચાલતાં.
\v 18 ચારેય પૈડાની ધારો ઊંચી તથા ભયંકર હતી. એ ચારેયની વાટો ચારેબાજુ આંખોથી ભરેલી હતી.
\p
\s5
\v 19 જ્યારે પશુઓ ચાલતાં ત્યારે પૈડાં તેઓની સાથે ચાલતાં. જ્યારે પશુઓ પૃથ્વી પરથી ઊંચે જતાં ત્યારે પૈડાં પણ પૃથ્વી પરથી ઊંચે જતાં.
\v 20 જ્યાં જ્યાં આત્મા જતો ત્યાં ત્યાં તેઓ પણ જતાં; પૈડાં તેઓની સાથે ઊંચે ચઢતાં, કેમ કે, પશુઓનો આત્મા પૈડા પર હતો.
\v 21 જ્યારે પશુઓ ચાલતાં ત્યારે પૈડાં પણ ચાલતાં, તેઓ ઊભાં રહેતાં ત્યારે પૈડાં પણ ઊભાં રહેતાં; પશુઓ પૃથ્વી પરથી ઊંચે જતાં ત્યારે પૈડાં પણ તેમની સાથે ઊંચે જતાં હતાં કેમ કે, પશુઓનો આત્મા પૈડામાં હતો.
\p
\s5
\v 22 તેઓનાં માથાં ઉપર ઊંચે, આકાશના ઘૂમટ જેવો અદ્દભુત સ્ફટિકના તેજ જેવો ચમકતો ઘૂમટ તાણેલો હતો.
\v 23 તે ઘૂમટની નીચે પશુઓની પાંખો સીધી ફેલાયેલી હતી. અને બીજી બે પાંખોથી દરેકનું શરીર ઢંકાયેલું હતું. દરેકની બે પાંખો તેઓના શરીરની એક બાજુને ઢાંકતી અને બે પાંખો બીજી બાજુને ઢાંકતી.
\p
\s5
\v 24 તેઓ ઊડતાં ત્યારે તેઓની પાંખોનો અવાજ ધસમસતા પાણીના અવાજ જેવો તથા સર્વ શક્તિમાનના અવાજ જેવો સંભળાતો હતો. જ્યારે તેઓ હલનચલન કરતાં ત્યારે તેઓનો અવાજ આંધીના અવાજ જેવો થતો હતો. તે સૈન્યના કોલાહલ જેવો હતો. જ્યારે તેઓ ઊભાં રહેતાં ત્યારે તેઓ પોતાની પાંખો નીચે નમાવી દેતાં.
\v 25 જ્યારે તેઓ ઊભાં રહેતાં, ત્યારે તેઓના માથા પરના ઘૂમટમાંથી અવાજ નીકળતો અને તેઓ તેમની પાંખો નીચે તરફ નમાવી દેતાં.
\p
\s5
\v 26 તેઓના માથા પરના ઘુમટ પર નીલમ જેવા દેખાવની રાજ્યાસનની પ્રતિમા દેખાઈ. આ રાજ્યાસન પર એક મનુષ્ય જેવા દેખાવનો માણસ હતો.
\p
\s5
\v 27 તેની કમરની ઉપરનો ભાગ ચળકતી ધાતુ જેવો દેખાતો હતો, કમરની નીચેના ભાગનો દેખાવ અગ્નિના જેવો હતો. તેની આસપાસ ચળકાટ હતો.
\v 28 તે ચળકાટ ચોમાસામાં થતા મેઘધનુષના અજવાળા જેવો હતો. આ યહોવાહના ગૌરવનું પ્રતિમાનો દેખાવ હતો. જ્યારે મેં તે જોયું, ત્યારે હું ઊંધો પડી ગયો.અને કોઈ બોલતું હોય એવો અવાજ મારા સાંભળવામાં આવ્યો.
\s5
\c 2
\p
\v 1 તેણે મને કહ્યું, "હે મનુષ્ય પુત્ર, તારા પગ પર ઊભો રહે, એટલે હું તારી સાથે વાત કરીશ."
\v 2 તે મારી સાથે વાત કરતો હતો ત્યારે આત્માએ મારામાં પ્રવેશીને મને પગ પર ઊભો કર્યો; મારી સાથે વાત કરનારની વાણી મેં સાંભળી.
\v 3 તેણે મને કહ્યું, "હે મનુષ્ય પુત્ર, હું તને જે બંડખોર પ્રજાએ મારી વિરુદ્ધ બંડ કર્યું તેની પાસે એટલે ઇઝરાયલ પ્રજા પાસે મોકલું છું, તેઓ તથા તેઓના પિતૃઓ આજ દિવસ સુધી મારી વિરુદ્ધ પાપ કરતા આવ્યા છે.
\p
\s5
\v 4 તેઓના વંશજો ઉદ્ધત તથા હઠીલા હૃદયના છે. તેઓની પાસે હું તને મોકલું છું. તું તેઓને કહેજે કે, પ્રભુ યહોવાહ એવું કહે છે કે,
\v 5 ભલે પછી તેઓ સાંભળે કે ન સાંભળે. તેઓ બંડખોર પ્રજા છે, તોપણ તેઓ જાણશે કે તેઓની વચ્ચે એક પ્રબોધક થઈ ગયો છે.
\p
\s5
\v 6 હે મનુષ્ય પુત્ર, તારે તેઓથી કે તેઓનાં વચનોથી બીવું નહિ. ભલે તારે ઝાંખરાં તથા કાંટાઓ વચ્ચે રહેવું પડે, તારે વીંછીઓ સાથે રહેવું પડે, તોપણ તું તેઓનાથી બીશ નહિ. જો કે તેઓ બંડખોર પ્રજા છે તોપણ તેઓના શબ્દોથી તારે ગભરાવું નહિ, કે તેઓના ચહેરાથી ભયભીત થવું નહિ.
\p
\s5
\v 7 જોકે તેઓ મારા શબ્દો સાંભળે કે ન સાંભળે, તોપણ તારે તેઓને મારા વચન કહી સંભળાવવા, કેમ કે તેઓ તો બંડખોર પ્રજા છે.
\p
\v 8 હે મનુષ્ય પુત્ર, હું જે કહું છું તે સાંભળ. બંડખોર પ્રજાની જેમ તું બંડખોર થઈશ નહિ. તારુ મુખ ઉઘાડ અને હું તને આપું છું તે તું ખાઈ જા!'"
\p
\s5
\v 9 ત્યારે મેં જોયું, તો જુઓ, એક હાથ મારા તરફ લાંબો કરવામાં આવ્યો; તેમાં એક પુસ્તકનું ઓળિયું હતું.
\v 10 તેમણે તે મારી આગળ ખુલ્લું કર્યું; તેની આગળની બાજુ તથા પાછળની બાજુ લખેલું હતું, તેમાં વિલાપ, શોક તથા દુઃખ લખેલા હતાં.
\s5
\c 3
\nb
\v 1 પછી તેણે મને કહ્યું, "હે મનુષ્ય પુત્ર, તને જે મળે છે તે ખા. જો, આ ઓળિયું ખા, પછી જઈને ઇઝરાયલી લોકો સાથે વાત કર."
\v 2 તેથી મેં મારું મુખ ઉઘાડ્યું અને તેણે મને ઓળિયું ખવડાવ્યું.
\v 3 તેણે મને કહ્યું, "હે મનુષ્યપુત્ર, આ ઓળિયું જે હું તને આપું છું તે ખા અને તારું પેટ ભર." મેં તે ખાધું અને તે મારા મુખમાં મધ જેવું મીઠું લાગ્યું.
\p
\s5
\v 4 પછી તેણે મને કહ્યું, "હે મનુષ્યપુત્ર, ઇઝરાયલી લોકો પાસે જઈને મારા શબ્દો તેઓને કહે.
\v 5 તને વિચિત્ર બોલી તથા મુશ્કેલ ભાષાવાળા લોકની પાસે નહિ, પણ ઇઝરાયલી પ્રજા પાસે મોકલવામાં આવે છે.
\v 6 હું તને કોઈ અજાણી બોલી તથા મુશ્કેલ ભાષા બોલનાર શક્તિશાળી પ્રજા કે જેઓના શબ્દો તું સમજી શકતો નથી તેઓની પાસે હું તને તેઓની પાસે મોકલત તો તેઓ અવશ્ય તારું સાંભળત.
\v 7 પણ ઇઝરાયલી લોકો તારું સાંભળવા ઇચ્છતા નથી, કેમ કે, તેઓ મારું પણ સાંભળવા ઇચ્છતા નથી. કેમ કે ઇઝરાયલી લોકો કઠોર તથા હઠીલા હૃદયના છે.
\p
\s5
\v 8 જો, હું તારું મુખ તેઓના મુખ જેટલું કઠણ અને તારું કપાળ તેઓના કપાળ જેટલું કઠોર કરીશ.
\v 9 મેં તારું કપાળ ચકમક કરતાં વજ્ર જેવું કઠણ કર્યું છે. જો કે તેઓ બંડખોર પ્રજા છે, તોપણ તું તેઓથી બીશ નહિ, તેમ જ તેમના ચહેરાથી ગભરાઈશ નહિ."
\p
\s5
\v 10 પછી તેણે મને કહ્યું, "હે મનુષ્યપુત્ર, મારાં સર્વ વચનો જે હું તને કહું તે તારા હૃદયમાં સ્વીકાર અને તારા કાને સાંભળ!
\v 11 પછી બંદીવાસીઓ એટલે તારા લોકો પાસે જઈને તેઓની સાથે વાત કરીને તેઓને કહે; 'પ્રભુ યહોવાહ એવું કહે છે; પછી તો તેઓ સાંભળે કે ન સાંભળે.'"
\p
\s5
\v 12 પછી આત્માએ મને ઉપર ઊંચકી લીધો, મેં મારી પાછળ યહોવાહના સ્થાનમાંથી, "યહોવાહના ગૌરવને ધન્ય હો." એવા મોટા ગડગડાટનો અવાજ સાંભળ્યો.
\v 13 પેલા પશુઓની પાંખો એકબીજા સાથે અથડાતાં તેનો અવાજ સાંભળ્યો, તેઓની પાસેનાં પૈડાંનો તથા ગડગડાટનો અવાજ સાંભળ્યો.
\p
\s5
\v 14 પછી આત્મા મને ઊંચે ચઢાવીને દૂર લઈ ગયો; હું દુ:ખી થઈને તથા મારા આત્મામાં ક્રોધી થઈને ગયો, કેમ કે, યહોવાહનો હાથ પ્રબળ રીતે મારા પર હતો.
\v 15 હું તેલ- અબીબ કબાર નદીને કિનારે રહેતા બંદીવાનોની પાસે ગયો, હું સાત દિવસ સુધી તેઓની વચ્ચે સ્તબ્ધ થઈને બેસી રહ્યો.
\p
\s5
\v 16 સાત દિવસ પૂરા થયા પછી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને મને કહ્યું,
\v 17 "હે મનુષ્યપુત્ર, મેં તને ઇઝરાયલી લોકો પર ચોકીદાર તરીકે નીમ્યો છે; તેથી મારા મુખમાંનાં વચન સાંભળ અને મારા તરફથી તેઓને ચેતવણી આપ.
\v 18 જ્યારે હું દુષ્ટને કહું કે, 'તું નિશ્ચે માર્યો જશે' જો તું તેને નહિ ચેતવે કે, તેને બચાવવા સારુ તેને તેનાં દુષ્ટ કાર્યોથી ફરવાની ચેતવણી નહિ આપે, તો તે દુષ્ટ તેના પાપને કારણે મરશે, પણ તેના રક્તનો જવાબ હું તારી પાસેથી માગીશ.
\v 19 પણ જો તું તે દુષ્ટ માણસને ચેતવે, તે પોતાની દુષ્ટતાથી કે પોતાના દુષ્ટ કાર્યોથી પાછો ન ફરે, તો તે પોતાના પાપમાં મરશે, પણ તેં તો તારા આત્માને બચાવ્યો છે.
\p
\s5
\v 20 અને જો કોઈ ન્યાયી માણસ પોતાની નેકીથી પાછો ફરે અને દુષ્કર્મ કરે, ત્યારે હું તેની આગળ ઠેસ મૂકું, તો તે માર્યો જશે, કેમ કે તેં તેને ચેતવણી નથી આપી. તે પોતાના પાપને લીધે મરશે. તેણે કરેલાં સારાં કાર્યોનું સ્મરણ કરવામાં આવશે નહિ, પણ તેના રક્તનો જવાબ હું તારી પાસે માગીશ.
\v 21 પણ જો તું ન્યાયી માણસને ચેતવે કે તે પાપ ન કરે અને તે પાપ ન કરે તો તે નિશ્ચે જીવતો રહેશે, કેમ કે તેણે ચેતવણી ધ્યાનમાં લીધી છે અને તેં પોતાને બચાવ્યો છે."
\p
\s5
\v 22 ત્યાં યહોવાહનો હાથ મારા પર હતો, તેમણે મને કહ્યું, "ઊઠ, બહાર મેદાનમાં જા, ત્યાં હું તારી સાથે વાત કરીશ!"
\v 23 તેથી હું ઊઠીને બહાર મેદાનમાં ગયો, જે ગૌરવ મેં કબાર નદીની પાસે જોયું હતું તેવું જ યહોવાહનું ગૌરવ ત્યાં ઊભું હતું; હું ઊંધો પડી ગયો.
\p
\s5
\v 24 ઈશ્વરનો આત્મા મારી પાસે આવ્યો અને મને મારા પગ પર ઊભો કર્યો; તેણે મારી સાથે વાત કરીને મને કહ્યું, "ઘરે જઈને પોતાને ઘરની અંદર પ્રવેશી જા.
\v 25 કેમ કે હવે, હે મનુષ્યપુત્ર, તેઓ તને દોરડાં વડે બાંધી દેશે, જેથી તું તેઓ મધ્યે જઈ શકે નહિ.
\p
\s5
\v 26 હું તારી જીભને તારા તાળવે ચોંટાડી દઈશ, જેથી તું મૂક થઈ જશે; તેઓને ઠપકો આપી શકશે નહિ; કેમ કે તેઓ બંડખોર પ્રજા છે.
\v 27 પણ હું તારી સાથે બોલીશ, ત્યારે હું તારું મુખ ખોલીશ, તું તેઓને કહેજે કે, 'પ્રભુ યહોવાહ આ પ્રમાણે કહે છે.' જેને સાંભળવું હોય તે સાંભળે, ન સાંભળવું હોય તે ન સાંભળે, કેમ કે તેઓ બંડખોરપ્રજા છે."
\s5
\c 4
\p
\v 1 વળી હે મનુષ્યપુત્ર, એક ઈંટ લઈને તારી આગળ મૂક. તેના પર યરુશાલેમનું ચિત્ર દોર.
\v 2 પછી તેની સામે ઘેરો ઘાલીને કિલ્લા બાંધ. તેની સામે હુમલો કરવા માટે રસ્તા બનાવ અને તેની સામે છાવણીઓ પણ ઊભી કર. ચારેબાજુ કોટનો નાશ કરવાના યંત્રો ગોઠવ.
\v 3 તું લોખંડનો એક તવો લે, તારી અને નગરની વચ્ચે લોખંડની દીવાલ તરીકે મૂક. તું તારું મુખ શહેરની તરફ ફેરવ, તેનો ઘેરો ઘાલવામાં આવશે. તું તેની વિરુદ્ધ ઘેરો ઘાલશે! આ ઇઝરાયલી લોકો માટે ચિહ્નરૂપ થશે.
\p
\s5
\v 4 પછી, તું તારે ડાબે પડખે સૂઈ જા. અને ઇઝરાયલી લોકોનાં પાપ તેઓના પોતાના પર મૂક; તું જેટલા દિવસ ડાબે પડખે સૂઈ રહેશે તેટલા દિવસ માટે તારે ઇઝરાયલનાં પાપોનો બોજ સહન કરવો.
\v 5 મેં ઠરાવ્યું છે કે તેઓનાં પાપોના વરસો તેટલાં દિવસો સુધી, ત્રણસોને નેવું દિવસ સુધી તું ઇઝરાયલી લોકોના પાપનો બોજ ઉઠાવશે.
\p
\s5
\v 6 તે દિવસો પૂરા કર્યા પછી, ફરી તું તારા જમણા પડખા પર સૂઈ જા, તું ચાલીસ દિવસ યહૂદિયાના લોકોના પાપનો બોજ ઉઠાવ. દરેક વરસને માટે એક દિવસ એ પ્રમાણે તારે માટે મેં ચાલીસ દિવસ ઠરાવ્યા છે.
\v 7 પછી તું તારો હાથ ખુલ્લો રાખીને યરુશાલેમના ઘેરા તરફ તારું મુખ ફેરવ. તારે તે શહેરની વિરુદ્ધ ભવિષ્ય ભાખવું.
\v 8 કેમ કે જો, હું તને દોરડાં વડે બાંધું છું, ઘેરાના દિવસ પૂરા થતાં સુધી તું એક પડખેથી બીજે પડખે ફરી નહિ શકે.
\p
\s5
\v 9 તારે પોતાને સારુ ઘઉં, જવ, વટાણા, ચોળા, બાજરી તથા મઠ લે. બાજરીનો લોટ લઈને એક જ વાસણમાં નાખી તેના રોટલા બનાવ. જેટલા દિવસ તું તારા પડખા પર સૂઈ રહે એટલે ત્રણસોને નેવું દિવસ સુધી તારે તે રોટલા ખાવા.
\v 10 આ તારો ખોરાક છે જે તારે તોળીને ખાવો. રોજના વીસ તોલા પ્રમાણે ખાવું. નિયમિત સમયે તારે તે ખાવું.
\v 11 તારે પાણી પણ માપીને જ પીવું, એટલે એક હિનના છઠ્ઠા ભાગ જેટલું. તારે તે નિયમિત પીવું.
\p
\s5
\v 12 તારે તે જવની રોટલીની માફક ખાવું, પણ તારે તે મનુષ્યવિષ્ટાથી શેકવું.
\v 13 કેમ કે યહોવાહ કહે છે કે "હું જે પ્રજાઓમાં તેઓને હાંકી કાઢીશ તેઓમાં ઇઝરાયલી લોકો આ રીતે અશુદ્ધ થયેલો ખોરાક ખાશે."
\p
\s5
\v 14 પણ મેં કહ્યું, "અરેરે, પ્રભુ યહોવાહ, મેં મારા આત્માને અશુદ્ધ કર્યો નથી, મેં બાળપણથી તે આજ સુધી મૃત્યુ પામેલું કે પશુએ મારી નાખેલું પશુ ખાધું નથી, નાપાક માંસ મારા મુખમાં પ્રવેશ્યું નથી.
\v 15 ત્યારે તેમણે મને કહ્યું, "જો મેં તને મનુષ્યવિષ્ટાને બદલે ગાયનું છાણ આપ્યું છે કે જેથી તું ગાયના છાણ પર રોટલી શેકી શકે."
\p
\s5
\v 16 વળી તેમણે મને કહ્યું, "હે મનુષ્ય પુત્ર, જો, હું યરુશાલેમના અનાજનો ભંડાર ખાલી કરીશ, તેઓ તોળીને તથા સંભાળ રાખીને રોટલી ખાશે, માપીને તથા બીને પાણી પીશે.
\v 17 કેમ કે તેઓને ખોરાક તથા પાણીની અછત થશે, પછી તેઓ હતાશ થઈને પોતાના ભાઈઓ સામે જોશે અને તેઓના અન્યાયને કારણે ઝૂરીઝૂરીને તેઓનો નાશ થશે."
\s5
\c 5
\p
\v 1 હે મનુષ્ય પુત્ર, હજામના અસ્ત્રા જેવી ધારદાર તરવાર તું લે. અને તેને તારા માથા પર અને તારી દાઢી પર ફેરવ, પછી ત્રાજવાથી વજન કરીને તારા વાળના ભાગ પાડ.
\v 2 ઘેરાના દિવસ પૂરા થાય ત્યારે ત્રીજા ભાગના વાળ નગરની મધ્યમાં બાળી નાખવો. બીજા એક ત્રીજા ભાગને નગરની આસપાસ તરવારથી કાપી નાખ. વળી વાળના ત્રીજા ભાગને પવનમાં ઉડાવી દેવા, અને હું લોકોની પાછળ તલવાર ખેંચીશ.
\p
\s5
\v 3 પણ તેઓમાંથી થોડી સંખ્યામાં વાળ લઈને તારી બાયમાં બાંધ.
\v 4 પછી તેમાંથી થોડા વાળ લઈને અગ્નિમાં નાખી બાળી દે. તે અગ્નિ ઇઝરાયલ લોકોમાં ફરી વળશે."
\p
\s5
\v 5 પ્રભુ યહોવાહ એવું કહે છે: "આ યરુશાલેમ છે તેને મેં પ્રજાઓની મધ્યે સ્થાપ્યું છે, જ્યાં મેં તેને સ્થાપ્યું છે, તેની આજુબાજુ બીજા દેશો આવેલા છે.
\v 6 પણ તેણે દુષ્ટતા કરીને મારા હુકમોની વિરુદ્ધ બીજી પ્રજાઓ કરતાં વધારે બંડ અને મારા વિધિઓની વિરુદ્ધ તેની આસપાસના મારા દેશો કરતા વધારે બંડ કર્યું છે. તેણે મારા કાયદાઓનો અનાદર કર્યો છે અને લોકો મારા વિધિઓ પ્રમાણે ચાલ્યા નથી."
\p
\s5
\v 7 તેથી પ્રભુ યહોવાહ એવું કહે છે: "કેમ કે તમારી આસપાસની પ્રજાઓ કરતાં તમે વધારે હુલ્લડખોર છો; તમે મારા કાયદા પ્રમાણે ચાલ્યા નથી અને મારા નિયમોનું પાલન કર્યું નથી; કે તમારી આસપાસની પ્રજાઓના નિયમોનું પણ પાલન નથી કર્યું;
\v 8 તેથી, પ્રભુ યહોવાહ એવું કહે છે કે, "જુઓ! હું તમારી વિરુદ્ધ છું! હું અન્ય પ્રજાઓના દેખતાં તમારી પર ન્યાયશાસનનો અમલ કરીશ.
\p
\s5
\v 9 તમારાં બધાં તિરસ્કારપાત્ર કૃત્યોને કારણે હું તમને એવી સજા કરીશ કે જેવી મેં કદી કરી નથી અને ફરી કદી કરીશ નહિ.
\v 10 માટે તમારા લોકોમાં પિતા પોતાના દીકરાને ખાશે, દીકરો પોતાના પિતાને ખાશે; હું તારા પર ન્યાયશાસનનો અમલ કરીશ અને તારા બાકી રહેલા સર્વને હું ચારે દિશાઓમાં વેરવિખેર કરી નાખીશ.
\p
\s5
\v 11 એ માટે પ્રભુ યહોવાહ પોતાના જીવના સમ ખાઈને કહે કે," તે તારી તિરસ્કારપાત્ર વસ્તુઓથી તથા ધિક્કારપાત્ર વર્તનથી મારા પવિત્રસ્થાનને અશુદ્ધ કર્યું છે, તેથી હું તને સંખ્યામાં ઓછો કરીશ, હું ખામોશી રાખીશ નહિ કે દયા બતાવીશ નહિ.
\v 12 તારો ત્રીજો ભાગ મરકીથી માર્યો જશે, તેઓ તારી મધ્યે દુકાળથી નાશ પામશે. તારી આસપાસ ત્રીજો તલવારથી માર્યો જશે. ત્રીજા ભાગને હું ચારે દિશામાં વેરવિખેર કરી નાખીશ, તરવારથી તેમનો પીછો કરીશ.
\p
\s5
\v 13 એ રીતે મારો ક્રોધ પૂરો થશે. હું તેઓના પર મારો રોષ સમાપ્ત કરીશ, ત્યારે જ મને શાંતિ થશે. મારો ક્રોધ હું તેઓના પર પૂરો કરીશ ત્યારે તેઓ જાણશે કે, હું યહોવાહ આવેશમાં બોલ્યો છું.
\v 14 તારી આસપાસની પ્રજાઓ પાસે થઈને જનારાની નજરમાં હું તને વેરાન તથા નિંદારૂપ કરી દઈશ.
\p
\s5
\v 15 હું જ્યારે તારી વિરુદ્ધ ક્રોધમાં તથા આવેશમાં, સખત ધમકીથી તારા પર ન્યાયશાસનનો અમલ કરીશ ત્યારે યરુશાલેમ તેની આસપાસની પ્રજાઓને નિંદારૂપ, હાંસીપાત્ર, ચેતવણી રૂપ તથા ભયરૂપ થઈ પડશે." હું યહોવાહ આ બોલ્યો છું.
\v 16 દુકાળરૂપી તેજ-બાણો ચલાવીને હું તમારો નાશ કરીશ. હું તમારા પર દુકાળની વૃદ્ધિ કરીશ. અને તમારા આજીવિકાવૃક્ષને ભાંગી નાખીશ.
\v 17 હું તમારી સામે દુકાળ તથા આફત મોકલીશ, કે જેથી તમે નિ:સંતાન રહો. મરકી તથા રક્તપાત તારા પર ફરી વળશે, હું તારા પર તલવાર લાવીશ. હું યહોવાહ આ બોલ્યો છું."
\s5
\c 6
\p
\v 1 યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
\v 2 "હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના પર્વતો તરફ તારું મુખ ફેરવ અને ભવિષ્યવાણી કર કે,
\v 3 હે ઇઝરાયલના પર્વતો, પ્રભુ યહોવાહનાં વચનો સાંભળો: પ્રભુ યહોવાહ આ પર્વતોને, ડુંગરોને, પ્રવાહોને તથા ખીણોને કહે છે, જુઓ, હું તમારી વિરુદ્ધ તલવાર લાવીશ અને તમારાં ઉચ્ચસ્થાનોનો નાશ કરીશ.
\p
\s5
\v 4 તમારી વેદીઓ ઉજ્જડ થશે અને તમારા સ્તંભોનો નાશ થશે, હું તમારા મૃતદેહોને તમારી મૂર્તિઓ આગળ નીચે ફેંકી દઈશ.
\v 5 હું ઇઝરાયલી લોકોના મૃતદેહો તેઓની મૂર્તિઓ આગળ મૂકીશ, તમારાં હાડકાં તમારી વેદીઓની આસપાસ વિખેરી નાખીશ.
\p
\s5
\v 6 તમારા નિવાસસ્થાનોનાં નગરો ઉજ્જડ કરી દેવામાં આવશે અને ઉચ્ચસ્થાનોનો નાશ કરવામાં આવશે, જેથી તમારી વેદીઓનો દુર્વ્યય કરીને ઉજ્જડ કરવામાં આવે. પછી તેઓને ભાંગી નાખવામાં આવે અને તેઓનો અંત આવે, તમારાં સ્તંભો કાપી નાખવામાં આવે અને તમારા કાર્યોનો નાશ થાય.
\v 7 મૃત્યુ પામેલાઓ તમારી મધ્યે પડશે, ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું!
\p
\s5
\v 8 પરંતુ હું તમારામાંના કેટલાકને જીવતા રહેવા દઈશ, એટલે તમે જુદાજુદા દેશોમાં વિખેરાઈ જશો ત્યારે તમારામાંના કેટલાક ત્યાંની પ્રજાઓ મધ્યે તલવારથી બચી જશે.
\v 9 પછી તમારામાંના જેઓ બચી જશે તેઓ જે પ્રજાઓમાં તેઓને બંદીવાન તરીકે લઈ જવામાં આવશે તેઓમાં, મને યાદ કરશે અને મારાથી ફરી ગયેલાં તેમનાં હૃદયથી તથા તેઓની મૂર્તિઓની પાછળ મોહિત થતી આંખોથી મારું હૃદય દુઃખી થશે. પોતે સર્વ તિરસ્કારપાત્ર કૃત્યો કરીને જે દુષ્ટતા તેઓએ કરી છે તેને લીધે તેઓ પોતાની નજરમાં તિરસ્કારપાત્ર થશે.
\v 10 તેથી તેઓ જાણશે કે હું યહોવાહ છું. હું તમારા પર વિપત્તિ લાવીશ એવું મેં તેઓને માત્ર કહેવા ખાતર કહ્યું નહતું.
\p
\s5
\v 11 પ્રભુ યહોવાહ કહે છે કે: તાળી પાડીને તથા પગ પછાડીને કહે કે, "ઇઝરાયલ લોકોનાં સર્વ ધિક્કારપાત્ર દુષ્ટ કૃત્યોને લીધે અફસોસ!"
\v 12 દૂર રહેનારા મરકીથી માર્યા જશે, નજીક રહેનારા તલવારથી માર્યા જશે. બાકીના જેઓને ઘેરી લેવામાં આવ્યા છે તેઓ દુકાળમાં માર્યા જશે; આ રીતે હું તેઓના પરનો મારો ક્રોધ પૂરો કરીશ.
\p
\s5
\v 13 જ્યારે તેઓના કતલ થયેલા માણસો તમારી મધ્યે, દરેક ઊંચી ટેકરી પર, પર્વતનાં શિખરો પર, દરેક લીલા વૃક્ષ નીચે તથા ઘટાદાર એલોન વૃક્ષ નીચે, એટલે જે જગાએ તેઓ પોતાની મૂર્તિઓ આગળ સૂગંધીદાર ધૂપ બાળતા હતા ત્યાં તેઓની વેદીઓની આજુબાજુ તેઓની મૂર્તિઓ સાથે ભેળસેળ થશે, ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.
\v 14 હું મારું સામર્થ્ય બતાવીને તેઓ જ્યાં જ્યાં રહે છે તે બધી જગ્યાઓને દીબ્લાહ તરફના અરણ્ય કરતાં વધારે ઉજ્જડ કરી નાખીશ. ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું!'"
\s5
\c 7
\p
\v 1 યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું કે,
\v 2 હે મનુષ્યપુત્ર, પ્રભુ યહોવાહ ઇઝરાયલને આમ કહે છે કે,
\q દેશની ચારે સીમાઓનો અંત આવ્યો છે!
\q
\s5
\v 3 હવે તારો અંત આવ્યો છે, કેમ કે હું તારા પર મારો રોષ રેડીશ, હું તારા માર્ગો પ્રમાણે તારો ન્યાય કરીશ;
\q હું તારાં સર્વ ધિક્કારપાત્ર કામોનો બદલો વાળીશ.
\q
\v 4 કેમ કે મારી આંખ તારા પર દયા કરશે નહિ; પણ હું તારાં આચરણોનો બદલો લઈશ, તારાં તિરસ્કારપાત્ર કૃત્યો તારી મધ્યે લાવીશ, જેથી તું જાણશે કે હું યહોવાહ છું!
\q
\s5
\v 5 પ્રભુ યહોવાહ આ પ્રમાણે કહે છે:
\q આફત! આફત પછી આફત! જુઓ તે આવે છે.
\q
\v 6 અંત નિશ્ચે આવી રહ્યો છે. અંતે તારી વિરુદ્ધ જાગૃત થાય છે! જો, તે આવે છે!
\q
\v 7 હે દેશના રહેવાસી તારું આવી બન્યું છે.
\q સમય આવી પહોંચ્યો છે, વિપત્તિનો દિવસ નજીક છે, પર્વતો પર આનંદનો નહિ પણ ખેદ કરવાનો દિવસ આવી પહોંચ્યો છે.
\q
\s5
\v 8 હમણાં જ હું મારો રોષ તારા પર રેડીશ અને તારા પરનો મારો કોપ પૂરો કરીશ
\q હું તારાં આચરણો પ્રમાણે તારો ન્યાય કરીશ અને તારાં સર્વ તિરસ્કારપાત્ર કૃત્યો તારા પર લાવીશ.
\q
\v 9 કેમ કે મારી આંખ તારા પર દયા કરશે નહિ કે, તને છોડશે નહિ. તું જે પ્રમાણે વર્ત્યા છે તેવી રીતે હું તારી સાથે વર્તીશ;
\q હું તારાં ધિક્કારપાત્ર કૃત્યો તારી નજર સમક્ષ લાવીશ, ત્યારે તું જાણશે કે હું યહોવાહ શિક્ષા કરનાર છું.
\q
\s5
\v 10 જુઓ, દિવસ આવે છે. તારો નાશ આવે છે, લાકડીને મોર આવ્યો છે, ગર્વના ફણગા ફૂટી નીકળ્યા છે.
\q
\v 11 હિંસા વધીને દુષ્ટતાની લાકડી જેવી થઈ છે,
\q તેઓમાંનું, તેઓના સમુદાયમાંનું, તેઓના દ્રવ્યમાંથી કે તેઓના મહત્વનું કંઈ બચશે નહિ!
\q
\s5
\v 12 સમય આવી રહ્યો છે, દિવસ પાસે આવતો જાય છે,
\q ખરીદનારે હરખાવું નહિ, વેચનારે શોક કરવો નહિ, કેમ કે, મારો કોપ તેના આખા સમુદાય પર છે.
\q
\v 13 વેચનાર પોતાના વેચાયેલા સ્થળે પાછો આવશે નહિ, જોકે તેઓ બંને જીવતા હશે તોપણ,
\q કેમ કે, આ સંદર્શન તો આખા સમુદાય વિષે છે. તેઓ પાછા ફરશે નહિ,
\q કોઈ માણસ પોતાના પાપમાં પોતાનું જીવન સાર્થક કરશે નહિ.
\q
\s5
\v 14 તેઓએ રણશિંગડું વગાડીને સઘળું તૈયાર કર્યું છે, પણ કોઈ યુદ્ધમાં જતું નથી, કેમ કે મારો રોષ આખા સમુદાય પર છે.
\q
\v 15 બહાર તલવાર છે, અંદર મરકી તથા દુકાળ છે.
\q જે કોઈ ખેતરમાં હશે તે તલવારથી માર્યો જશે, જેઓ નગરમાં છે તેઓને મરકી તથા દુકાળ ગળી જશે.
\q
\v 16 પણ તેઓમાંના અમુક લોકો નાસી જઈને દરેક માણસ પોતાના અન્યાયને કારણે,
\q શોક કરતા તેઓ ખીણમાંના કબૂતરો જેવા પર્વતો પર જશે.
\q
\s5
\v 17 દરેકના હાથ અશક્ત થઈ જશે અને દરેક ઘૂંટણ પાણીની જેમ ઢીલા થઈ જશે.
\q
\v 18 તેઓ શોકનાં વસ્ત્રો પહેરશે અને ત્રાસ તેમને ઢાંકી દેશે.
\q બધાના ચહેરા પર શરમ હશે અને તેઓ બધાનાં માથાં મૂંડાવેલા હશે.
\q
\v 19 તેઓ પોતાનું ચાંદી શેરીઓમાં ફેંકી દેશે અને તેઓનું સોનું અશુદ્ધ વસ્તુના જેવું થઈ જશે.
\q કેમ કે યહોવાહના કોપને દિવસે તેઓનું સોનું કે ચાંદી તેઓને બચાવી શકશે નહિ. તેઓનાં જીવનો બચશે નહિ.
\q તેઓ પોતાનાં પેટ પણ ભરી શકશે નહિ, કેમ કે તેઓના અન્યાય તેઓને ઠોકરરૂપ થયા છે.
\q
\s5
\v 20 તેઓનાં સુશોભિત આભૂષણો તેઓનું ગર્વનું કારણ થયાં છે અને તેઓ વડે તેઓએ પોતાની તિરસ્કારરૂપ તથા ધિક્કારપાત્ર કૃત્યો દર્શાવતી મૂર્તિઓની પ્રતિમા બનાવી છે,
\q તેથી મેં તે તેઓનું સોનું અને ચાંદી અશુદ્ધ વસ્તુ જેવી બનાવી છે.
\q
\v 21 હું તેને પારકાઓના હાથમાં લૂંટ તરીકે અને પૃથ્વી પરના દુષ્ટોને લૂંટ તરીકે આપીશ,
\q તેઓ એને ભ્રષ્ટ કરશે.
\q
\v 22 તેઓ મારા પવિત્રસ્થાનને ભ્રષ્ટ કરશે ત્યારે હું તેઓ તરફથી મારું મુખ ફેરવી લઈશ;
\q લૂંટારુઓ તેમાં પ્રવેશ કરીને તેને ભ્રષ્ટ કરશે.
\q
\s5
\v 23 સાંકળો બનાવો, કેમ કે દેશ રક્તના ન્યાયથી,
\q અને નગર હિંસાથી ભરપૂર છે.
\q
\v 24 તેથી હું સૌથી દુષ્ટ પ્રજાને લાવીશ, તેઓ આ લોકોનાં ઘર પર કબજો કરશે.
\q હું બળવાનોના ઘમંડનો અંત લાવીશ, તેઓનાં પવિત્રસ્થાનો ભ્રષ્ટ કરવામાં આવશે!
\q
\v 25 ભય આવશે, તેઓ શાંતિ શોધશે પણ તે મળશે નહિ!
\q
\s5
\v 26 આપત્તિ પર આપત્તિ આવશે, અફવા પર અફવા ચાલશે,
\q તેઓ પ્રબોધકો પાસેથી સંદર્શન શોધશે, પણ યાજકોમાંથી નિયમશાસ્ત્રનો અને વડીલોમાંથી બુધ્ધિનો નાશ થશે.
\q
\v 27 રાજા શોક કરશે અને અમલદારો પાયમાલીથી ઘેરાઈ જશે,
\q દેશના લોકોના હાથ ભયથી કાંપી ઊઠશે. તેઓનાં આચરણ પ્રમાણે હું તેઓને સજા કરીશ!
\q હું તેઓના ગુણદોષ મુજબ તેઓનો ન્યાય કરીશ. ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું!"
\s5
\c 8
\p
\v 1 છઠ્ઠા વર્ષના છઠ્ઠા મહિનાના પાંચમા દિવસે હું મારા ઘરમાં બેઠો હતો. યહૂદિયાના વડીલો મારી આગળ બેઠા હતા ત્યારે ત્યાં પ્રભુ યહોવાહના હાથે મને સ્પર્શ કર્યો.
\v 2 મેં જોયું, તો જુઓ, મનુષ્ય જેવી પ્રતિમા દેખાઈ, તેની કમરથી નીચેનો ભાગ અગ્નિ જેવો, કમરથી ઉપરનો ભાગ પ્રકાશમય તથા તૃણમણિના તેજ જેવો હતો.
\p
\s5
\v 3 તેણે હાથના જેવો આકાર લંબાવીને મારા માથાના વાળ પકડ્યા પછી આત્માએ મને આકાશ તથા પૃથ્વીની વચ્ચે ઊંચકી લીધો, ઈશ્વરના સંદર્શનમાં તે મને યરુશાલેમમાં પ્રભુઘરના ઉત્તર તરફના અંદરના દરવાજા પાસે લાવ્યો, જ્યાં ઈશ્વરને કોપાયમાન કરે એવી મૂર્તિનું સ્થાન હતું.
\v 4 ત્યાં ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ દેખાયું, તેનો દેખાવ મેદાનમાં સંદર્શન જોયું હતું તેના જેવો હતો.
\p
\s5
\v 5 ત્યારે તેમણે મને કહ્યું, "હે મનુષ્યપુત્ર, તારી નજર કરીને ઉત્તર તરફ જો." તેથી મેં મારી નજર ઊંચી કરીને ઉત્તર તરફ જોયું, વેદીના ઉત્તર તરફના પ્રવેશદ્વાર આગળ રોષજનક મૂર્તિ દેખાઈ.
\v 6 તેથી તેમણે મને કહ્યું, "હે મનુષ્યપુત્ર, તે લોકો શું કરે છે તે તેં જોયું? હું મારા પવિત્રસ્થાનથી દૂર થઈ જાઉં તેથી ઇઝરાયલીઓ જે ધિક્કારપાત્ર કૃત્યો અહીં કરે છે તે તું જુએ છે. પણ તું ફરશે અને આનાથી પણ વધુ અધમ કૃત્યો જોશે.
\p
\s5
\v 7 પછી તે મને આંગણાના દ્વાર પાસે લાવ્યો. અને મેં જોયું, તો ત્યાં દીવાલમાં એક કાણું હતું.
\v 8 તેમણે મને કહ્યું, "હે મનુષ્યપુત્ર, આ દીવાલમાં ખોદ." તેથી મેં દીવાલમાં ખોદ્યું તો ત્યાં બારણું હતું!
\v 9 ત્યારે તેમણે મને કહ્યું, "જા અને તે લોકો જે ધિક્કારપાત્ર કૃત્યો અહીં કરે છે તે જો."
\p
\s5
\v 10 તેથી મેં અંદર જઈને જોયું તો, જુઓ, દરેક જાતનાં પેટે ચાલનારાં સજોવો તથા ઘૃણાજનક જાનવરો તથા ઇઝરાયલ લોકોની સર્વ મૂર્તિઓ દીવાલ પર ચારેબાજુ કોતરેલી હતી.
\v 11 ઇઝરાયલના સિત્તેર વડીલો ત્યાં હતા, શાફાનનો દીકરો યાઝનિયા તેઓની મધ્યે હતો. તેઓ બધા પ્રતિમાની આગળ ઊભા હતા, દરેકના હાથમાં પોતાની ધૂપદાનીઓ હતી જેથી ધૂપના ગોટેગોટા ઉપર ઊડતા હતા અને તેની સુગંધ બધે પ્રસરતી હતી.
\p
\s5
\v 12 પછી તેમણે મને કહ્યું, "હે મનુષ્યપુત્ર, તેં જોયું કે ઇઝરાયલીઓના દરેક વડીલો અહીં અંઘારામાં પોતાની મૂર્તિવાળી ઓરડીઓમાં શું કરે છે? કેમ કે તેઓ કહે છે કે, 'યહોવાહ અમને જોતા નથી. યહોવાહે દેશને તજી દીધો છે.'"
\v 13 અને તેમણે મને કહ્યું, "તું ફરીને જોઈશ કે તેઓ આના કરતાં પણ વધુ ધિક્કારપાત્ર કૃત્યો કરે છે."
\p
\s5
\v 14 ત્યાર પછી તે મને યહોવાહના સભાસ્થાનના ઉત્તર તરફના દરવાજા પાસે લાવ્યા, અને જુઓ, ત્યાં સ્ત્રીઓ તામ્મૂઝ (અક્કાદી પ્રજાનો દેવ) માટે રડતી બેઠેલી હતી.
\v 15 તેથી તેમણે મને કહ્યું, "હે મનુષ્યપુત્ર, શું તેં આ જોયું છે? પાછો ફરીને તું આના કરતાં વધારે ધિક્કારપાત્ર કૃત્યો તું જોશે."
\p
\s5
\v 16 પછી તે મને યહોવાહના સભાસ્થાનના અંદરના આંગણામાં લાવ્યો, તો જુઓ, ત્યાં યહોવાહના સભાસ્થાનના પ્રવેશદ્વાર આગળ, પરસાળ તથા વેદીની વચ્ચે આશરે પચીસ માણસો યહોવાહના સભાસ્થાનની તરફ પીઠ ફેરવીને તથા તેઓનાં મુખ પૂર્વ તરફ કરીને સૂરજની પૂજા કરતા હતા.
\p
\s5
\v 17 તેમણે મને કહ્યું, "હે મનુષ્યપુત્ર, શું તેં આ જોયું? જે ધિક્કારપાત્ર કૃત્યો યહૂદિયાના લોકો અહીં કરે છે તે નાની બાબત છે? કેમ કે તેઓએ સમગ્ર દેશને હિંસાથી ભરી દીધો છે, તેઓ નાકે ડાળી અડકાડીને મને વધુ ગુસ્સે કરે છે.
\v 18 તેથી કોપાયમાન થઈને હું પણ તેઓને શિક્ષા કરીશ. મારી આંખો તેઓના પર દયા કરશે નહિ તેમ જ હું તેઓને છોડીશ નહિ. તેઓ મોટા અવાજે મારા કાનમાં પોકારશે પણ હું તેઓનું સાંભળીશ નહિ."
\s5
\c 9
\p
\v 1 પછી તેણે મોટા અવાજે મારા કાનમાં કહ્યું, "નગરના ચોકીદારો પોતપોતાનું વિનાશક શસ્ત્ર પોતાના હાથમાં લઈને પાસે આવો.
\v 2 પછી જુઓ, છ માણસો પોતાના હાથમાં પોતપોતાનું સંહારક શસ્ત્ર લઈને ઉત્તર તરફ આવેલા ઉપરના દરવાજાથી આવ્યા. તેઓની મધ્યે શણનાં વસ્ત્ર પહેરેલો એક માણસ હતો. તેની કમર પર લહિયાનો શાહીનો ખડિયો લટકાવેલો હતો. તે બધા અંદર જઈને પિત્તળની વેદી આગળ આવીને ઊભા રહ્યા.
\p
\s5
\v 3 ત્યારે ઇઝરાયલના ઈશ્વરનો મહિમા કરુબો ઉપરથી ઊઠીને મંદિરના પ્રવેશદ્વાર પાસે ગયો. અને તેમણે કમરે લહિયાના ખડિયો લટકાવેલા તથા શણના વસ્ત્રો પહેરેલા માણસને બોલાવ્યો.
\v 4 યહોવાહે તેને કહ્યું, "યરુશાલેમમાં એટલે નગર મધ્યે સર્વત્ર ફર અને જે માણસો તેઓની આસપાસ નગરમાં ચાલતાં ધિક્કારપાત્ર કૃત્યોને લીધે રડતા અને શોક કરતા હોય તેઓના કપાળ પર ચિહ્ન કર."
\p
\s5
\v 5 પછી તેમણે બીજા માણસોને મારા સાંભળતાં કહ્યું, "નગરમાં તેઓની પાછળ જઈને સર્વત્ર ફરીને હત્યા કરો, તમારી આંખો દયા કરે નહિ તથા તેઓને છોડશો નહિ.
\v 6 વૃદ્ધ પુરુષોને, યુવાનોને, યુવતીઓને, નાનાં બાળકોને તથા સ્ત્રીઓનો નાશ કરો. પણ જેઓના કપાળ પર ચિહ્ન હોય તેવા કોઈની પાસે જશો નહિ. મારા પવિત્રસ્થાનથી જ શરૂઆત કરો." તેથી તેઓએ સભાસ્થાન આગળ ઊભેલા વડીલોથી જ શરૂઆત કરી.
\p
\s5
\v 7 તેમણે તેઓને કહ્યું, "સભાસ્થાનને ભ્રષ્ટ કરો, મૃત્યુ પામેલાંથી આંગણાને ભરી દો. આગળ વધો, તેથી તેઓએ જઈને નગર પર હુમલો કર્યો.
\v 8 જ્યારે તે લોકો હુમલો કરતા હતા ત્યારે હું એકલો હતો. મેં ઊંધા પડીને પોકારીને કહ્યું, "હે પ્રભુ યહોવાહ! શું યરુશાલેમ પર તમારો રોષ વરસાવતાં તમે ઇઝરાયલમાં બાકી રહેલાઓનો નાશ કરશો ?"
\p
\s5
\v 9 તેમણે મને કહ્યું: "ઇઝરાયલના તથા યહૂદિયાના લોકોના અપરાધ અતિશય મોટા છે. સમગ્ર દેશ રક્તપાત તથા અધમતાથી ભરપૂર છે. તેઓ કહે છે કે 'યહોવાહે દેશને છોડી દીધો છે,' 'યહોવાહ જોતા નથી.'
\p
\v 10 તેથી મારી આંખ તેઓના પર દયા રાખશે નહિ કે હું તેઓને છોડીશ નહિ. પણ તેને બદલે હું સઘળું તેઓના માથા પર લાવીશ."
\v 11 અને જુઓ, શણનાં વસ્રો પહેરેલો તથા કમરે શાહીનો ખડિયો લટકાવેલો માણસ પાછો આવ્યો. તેણે અહેવાલ આપીને કહ્યું, "તમારા હુકમ પ્રમાણે મેં બધું જ કર્યું છે."
\s5
\c 10
\p
\v 1 પછી મેં જોયું તો, કરુબોના માથા ઉપર જે ઘૂમટ હતો, તેમાં તેના પર નીલમણિના જેવું કંઈક દેખાયું, અને તેનો દેખાવ સિંહાસન જેવો હતો.
\v 2 પછી યહોવાહે શણનાં વસ્ત્ર પહેરેલા માણસ સાથે વાત કરીને કહ્યું, "કરુબની નીચેનાં પૈડાંઓ વચ્ચે જા, કરુબો વચ્ચેથી તારા બે હાથને સળગતા કોલસાથી ભર અને તેઓને નગર પર નાખ." ત્યારે મારા દેખતાં તે માણસ અંદર ગયો.
\p
\s5
\v 3 તે માણસ અંદર ગયો ત્યારે કરુબો સભાસ્થાનની જમણી બાજુએ ઊભા હતા, અંદરનું આંગણું વાદળથી ભરાઈ ગયું.
\v 4 પછી યહોવાહનો મહિમા કરુબો ઉપરથી ઊઠીને સભાસ્થાનના પ્રવેશદ્વાર આગળ ઊભો રહ્યો; સભાસ્થાન વાદળથી ભરાઈ ગયું અને આંગણું યહોવાહના ગૌરવના તેજથી ભરપૂર થયું.
\v 5 કરુબોની પાંખોનો અવાજ બહારના આંગણા સુધી, સર્વશક્તિમાન ઈશ્વરના મુખમાંથી નીકળેલા અવાજ જેવો સંભળાતો હતો.
\p
\s5
\v 6 જ્યારે ઈશ્વરે શણનાં વસ્ત્ર પહેરેલા માણસને આજ્ઞા કરી કે, "પૈડાં વચ્ચેથી એટલે કરુબો વચ્ચેથી અગ્નિ લે;" એટલે માણસ અંદર જઈને પૈડાં પાસે ઊભો રહ્યો.
\v 7 કરુબો વચ્ચેથી એક કરુબે પોતાનો હાથ કરુબો વચ્ચેના અગ્નિ તરફ લંબાવીને શણનાં વસ્ત્ર પહેરેલા માણસના હાથમાં મૂક્યો. તે લઈને તે બહાર ચાલ્યો ગયો.
\v 8 કરુબોની પાંખો નીચે માણસના હાથ જેવું કંઈ દેખાયું.
\p
\s5
\v 9 તેથી મેં જોયું, કે એક કરુબની બાજુએ એક પૈડું એમ ચાર કરુબો પાસે ચાર પૈડાં હતાં અને તે પૈડાંઓનો દેખાવ પોખરાજના તેજ જેવો હતો.
\v 10 દેખાવમાં તેઓમાંના ચારેનો આકાર એક સરખો હતો, એક પૈડું બીજા પૈડા સાથે ગોઠવ્યું હોય તેમ હતું.
\v 11 તેઓ ચાલતાં ત્યારે તેઓ ચારે દિશામાં ફરતા, ચાલતાં ચાલતાં તેઓ આડાઅવળાં ફરતાં નહિ પણ જે દિશામાં માથું હોય તે તરફ તેઓ જતાં. ચાલતાં ચાલતાં તેઓ આડાઅવળાં જતા નહિ.
\p
\s5
\v 12 તેઓનું આખું શરીર, તેઓની પીઠ અને તેઓની પાંખો, આંખોથી ઢંકાયેલી હતી. ચારે પૈડાં ચારેબાજુ આંખોથી ભરપૂર હતાં.
\v 13 મારા સાંભળતાં "પૈડાને ફરતાં પૈડા" એવું નામ આપવામાં આવ્યું.
\v 14 તેઓ દરેકને ચાર મુખ હતાં, પહેલું મુખ કરુબનું હતું, બીજું મુખ માણસનું હતું, ત્રીજું મુખ સિંહનું તથા ચોથું મુખ ગરુડનું હતું.
\p
\s5
\v 15 કરુબો ઊડીને ઊંચે ચઢયા. કબાર નદી પાસે મેં જે પશુઓ જોયાં હતાં તે આ હતાં.
\v 16 જ્યારે કરુબો ચાલતાં ત્યારે પૈડાં પણ તેઓની સાથે ચાલતા. જ્યારે કરુબો પૃથ્વી પરથી ઊડવાને પોતાની પાંખો ઊંચી કરતા ત્યારે પૈડાંઓ તેઓની પાસેથી ખસી જતાં નહિ.
\v 17 જ્યારે કરુબો ઊભા રહેતા ત્યારે પણ પૈડાં ઊભાં રહેતાં, જ્યારે તેઓ ઊંચે ચઢતા ત્યારે પૈડાં તેઓની સાથે ઊંચે ચઢતાં, કેમ કે, પૈડામાં પશુઓનો આત્મા હતો.
\p
\s5
\v 18 પછી યહોવાહનો મહિમા સભાસ્થાનના પ્રવેશદ્વારથી જઈને કરુબો પર આવી ઊભો રહ્યો.
\v 19 કરુબોએ પોતાની પાંખો પ્રસારીને તેઓ તથા તેઓની સાથેનાં પૈડાં મારા દેખતાં પૃથ્વી પરથી ઊંચે ચઢીને બહાર નીકળી આવ્યાં. તેઓ સભાસ્થાનના પૂર્વ તરફના દરવાજા આગળ ઊભાં રહ્યાં. તેઓના ઉપર ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ હતું.
\p
\s5
\v 20 કબાર નદીના કિનારે ઇઝરાયલના ઈશ્વરની નીચે જે પશુઓ મેં જોયાં હતાં તે આ હતાં, તેથી મેં જાણ્યું કે તેઓ કરુબો હતા!
\v 21 દરેકને ચાર મુખ, દરેકને ચાર પાંખો હતી, તેઓની પાંખો નીચે માણસના જેવા હાથ હતા.
\v 22 તેમનાં મુખોનો દેખાવ કબાર નદીને કિનારે મેં દર્શનમાં જોયેલાં મુખો જેવો હતો, તેઓમાંનો દરેક સીધો આગળ ચાલતો હતો.
\s5
\c 11
\p
\v 1 પછી આત્મા મને ઊંચકીને યહોવાહના સભાસ્થાનના પૂર્વ દરવાજે લઈ ગયો, પૂર્વ તરફ, જુઓ, આ દરવાજાના બારણા આગળ પચ્ચીસ માણસો હતાં. મેં તેઓની મધ્યે લોકોના સરદાર આઝઝુરના દીકરા યાઝનિયાને તથા બનાયાના દીકરા પલાટયાને જોયા.
\p
\s5
\v 2 ઈશ્વરે મને કહ્યું, "હે મનુષ્યપુત્ર, દુષ્ટ કર્મો કરવાની યોજના ઘડનાર તથા આખા નગરમાં દુષ્ટ સલાહ આપનાર માણસો પણ આ જ છે.
\v 3 તેઓ કહે છે કે, 'હમણાં ઘરો બાંધવાનો સમય નથી, આ નગર કઢાઈ છે, આપણે માંસ છીએ.'
\v 4 માટે, તેઓની વિરુદ્ધ ભવિષ્યવાણી કર, હે મનુષ્યપુત્ર, ભવિષ્યવાણી કર!"
\p
\s5
\v 5 ત્યારે યહોવાહનો આત્મા મારા પર આવ્યો અને તેમણે મને કહ્યું; "બોલ, યહોવાહ આમ કહે છે; હે ઇઝરાયલી લોકો, તમે આ પ્રમાણે કહો છો, તમારા મનમાં જે વિચારો આવે છે તે હું જાણું છું.
\v 6 તમે આ નગરમાં મારી નંખાયેલા લોકોની સંખ્યા વધારી છે, તેની શેરીઓ મૃતદેહોથી ભરી દીધી છે.
\v 7 તેથી, પ્રભુ યહોવાહ એવું કહે છે કે, મારી નંખાયેલા લોકોને યરુશાલેમની મધ્યે નાખ્યા છે, તેઓ માંસ છે, આ નગર કઢાઈ છે. પણ તમને આ નગરમાંથી બહાર લાવવામાં આવશે.
\p
\s5
\v 8 તમે તરવારથી બીતા હતા, તેથી પ્રભુ યહોવાહ કહે છે, હું તમારા ઉપર તલવાર લાવીશ'"
\v 9 "હું તમને નગરમાંથી બહાર કાઢી લાવીને તમને પરદેશીઓના હાથમાં સોંપી દઈશ, કેમ કે હું તમારી વિરુદ્ધ ન્યાય લાવીશ.
\v 10 તમે તલવારથી પડશો. ઇઝરાયલની સરહદથી તમારો ન્યાય કરીશ ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું!
\p
\s5
\v 11 આ નગર તમારી કઢાઈરૂપ થશે નહિ અને તમે તેની અંદર માંસરૂપ થશો નહિ. ઇઝરાયલની સરહદમાં હું તમારો ન્યાય કરીશ.
\v 12 ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું, જેના વિધિઓ પ્રમાણે તમે ચાલ્યા નથી અને જેના હુકમોનો તમે પાલન કર્યું નથી. પણ તેને બદલે તમે તમારી આસપાસ રહેતી પ્રજાઓના હુકમોનું પાલન કર્યું છે.
\p
\s5
\v 13 હું ભવિષ્યવાણી કરતો હતો ત્યારે એવું બન્યું કે બનાયાનો દીકરો પલાટયા મરી ગયો. હું ઊંધો પડ્યો અને મેં મોટે અવાજે પોકારીને કહ્યું કે, "અરેરે, પ્રભુ યહોવાહ, શું તમે ઇઝરાયલના બાકી રહેલાઓનો પૂરેપૂરો નાશ કરશે?"
\p
\s5
\v 14 યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
\v 15 "હે મનુષ્યપુત્ર, તારા ભાઈઓને એટલે તારા ભાઈઓને, તારા કુળના માણસોને તથા સર્વ ઇઝરાયલી લોકોને યરુશાલેમના રહેવાસીઓએ કહ્યું છે કે, તેઓને યહોવાહથી દૂર કાઢવામાં આવ્યા છે; આ દેશ તો અમને અમારી મિલકત તરીકે સોંપવામાં આવ્યો છે.'
\p
\s5
\v 16 તેથી કહે કે, પ્રભુ યહોવાહ કહે છે: 'જો કે મેં તેઓને દૂરની પ્રજાઓમાં કાઢી મૂક્યા છે, જો કે મેં તેઓને દેશો મધ્યે વિખેરી નાખ્યા છે, તોપણ જે જે દેશોમાં તેઓ ગયા છે ત્યાં હું થોડા સમય સુધી તેઓને માટે પવિત્રસ્થાનરૂપ થઈશ.
\v 17 તે માટે, પ્રભુ યહોવાહ કહે છે કે, 'હું લોકોમાંથી તમને ભેગા કરીશ, જે જે દેશોમાં તમે વિખેરાઈ ગયા છો ત્યાંથી હું તમને એકત્ર કરીશ, હું તમને ઇઝરાયલનો દેશ આપીશ.'
\v 18 તેઓ ત્યાં આવીને સર્વ ધિક્કારપાત્ર બાબતો તથા તિરસ્કારપાત્ર વસ્તુઓ તેમાંથી દૂર કરશે.
\p
\s5
\v 19 હું તેઓને એક હૃદય આપીશ, જયારે તેઓ મારી પાસે આવશે ત્યારે હું તેઓનામાં નવો આત્મા મૂકીશ, હું તેઓના દેહમાંથી પથ્થરનું હૃદય લઈને, તેઓને માંસનું હૃદય આપીશ,
\v 20 જેથી તેઓ મારા વિધિઓ પ્રમાણે ચાલે, તેઓ મારા નિયમોનું પાલન કરે અને તેનો અમલ કરે. ત્યારે તેઓ મારા લોક થશે અને હું તેઓનો ઈશ્વર થઈશ.
\v 21 પણ જેઓ પોતાની ધિક્કારપાત્ર બાબતો તથા તિરસ્કારપાત્ર વસ્તુઓ તરફ ચાલે છે, તેઓની કરણીઓનો બદલો હું તેઓને માથે લાવીશ. આ પ્રભુ યહોવાહનું વચન છે."
\p
\s5
\v 22 ત્યારે કરુબોએ પોતાની પાંખો પ્રસારી અને પૈડાં પણ તેઓની સાથે હતાં. ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ ઊંચે તેઓના પર હતું.
\v 23 યહોવાહનું ગૌરવ નગરમાંથી ઉપડીને પૂર્વ બાજુએ આવેલા પર્વત પર ઊભું રહ્યું.
\p
\s5
\v 24 અને ઈશ્વરનો આત્મા મને ઊંચકીને સંદર્શનમાં ખાલદીઓના દેશમાં બંદીવાનોની પાસે લાવ્યો. અને જે સંદર્શન મેં જોયું હતું તે મારી પાસેથી જતું રહ્યું.
\v 25 પછી જે બાબતો યહોવાહે મને બતાવી હતી તે મેં બંદીવાનોને કહી સંભળાવી.
\s5
\c 12
\p
\v 1 યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
\v 2 "હે મનુષ્યપુત્ર, તું બંડખોર લોકો મધ્યે રહે છે. જોવાને માટે તેઓને આંખો હોવા છતાં પણ તેઓ દેખતા નથી અને કાન હોવા છતાં પણ સાંભળતા નથી, કેમ કે તેઓ બંડખોર લોકો છે.
\p
\s5
\v 3 તેથી, હે મનુષ્યપુત્ર, તું દેશવટે જવાને માટે સામાન તૈયાર કર, તેઓના દેખતાં દિવસે ચાલી નીકળ, કેમ કે તેઓના દેખતાં તું તારી જગ્યાએથી બીજે જગ્યાએ જા. જોકે તેઓ બંડખોર લોક છે પણ કદાચ તેઓ જુએ.
\p
\s5
\v 4 તું દિવસે તેઓના દેખતાં તારી મુસાફરીનો સામાન બહાર કાઢી લાવ. લોકો બંદીવાનની જેમ બહાર આવે તેમ સાંજે તેઓના દેખતાં ચાલી નીકળ.
\v 5 તેઓના દેખતા દીવાલમાં કાણું પાડ, તેમાંથી બહાર નીકળ.
\v 6 તેઓના દેખતાં તું તારો સામાન ખભે ઊંચકીને અંધારામાં બહાર લઈ જા. તારે તારું મુખ ઢાંકી દેવું, જેથી તું જમીન જુએ નહિ, કેમ કે મેં તને ઇઝરાયલી લોકોમાં ચિહ્ન તરીકે ઠરાવ્યો છે.
\p
\s5
\v 7 તેથી મને જેમ આજ્ઞા આપવામાં આવી હતી તે પ્રમાણે મેં કર્યું. મેં દેશવટે લઈ જવાનો સામાન દિવસે બહાર કાઢયો, સાંજે મેં મારા હાથથી દીવાલમાં કાણું પાડ્યું. મેં મારો સામાન અંધારામાંથી બહાર કાઢ્યો. તેઓના દેખતાં તેને મારા ખભા પર મૂક્યો.
\p
\s5
\v 8 સવારમાં યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
\v 9 "હે મનુષ્યપુત્ર, આ ઇઝરાયલી લોકો, એટલે બંડખોર લોકોએ, તને પૂછ્યું નથી કે, 'તું શું કરે છે?'
\v 10 તું તેઓને કહે કે, 'પ્રભુ યહોવાહ કહે છે કે: આ ભવિષ્યવાણી યરુશાલેમના સરદારને તથા તેમાં વસતા બધા ઇઝરાયલી લોકો માટે છે.'
\p
\s5
\v 11 તું તેઓને કહે કે, 'હું તમારે માટે નિશાની છું. મેં જે કર્યું છે, તેમ જ કરવામાં આવશે, તેઓ પરદેશમાં તથા બંદીવાસમાં જશે.
\v 12 તમારી મધ્યે જે સરદાર છે તે અંધારામાં પોતાના ખભા પર પોતાનો સામાન ઊંચકીને દીવાલમાંથી બહાર જશે. તેઓ દીવાલમાં કાણું પાડશે અને પોતાનો સામાન બહાર લાવશે. તે પોતાનું મુખ ઢાંકી દેશે જેથી તે પોતાની આંખોથી દેશ જોઈ શકે નહિ.
\v 13 હું તેના પર મારી જાળ ફેલાવીશ અને તે મારી જાળમાં પકડાઈ જશે; ત્યારે હું તેને ખાલદીઓના દેશમાં બાબિલમાં લાવીશ, પણ તે તે જોશે નહિ. તે ત્યાં મૃત્યુ પામશે.
\p
\s5
\v 14 તેની આસપાસના સર્વ મદદગારોને અને તેના આખા સૈન્યને હું ચારે દિશાઓમાં વિખેરી નાખીશ, હું તેમની પાછળ તલવાર મોકલીશ.
\v 15 હું તેઓને જ્યારે પ્રજાઓમાં તથા દેશોમાં વિખેરી નાખીશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.
\v 16 પણ હું તેઓમાંના કેટલાક માણસને તલવાર, દુકાળ તથા મરકીના ઉપદ્રવથી જીવતા રહેવા દઈશ, જેથી તેઓ જે પ્રજાઓમાં હું તેઓને લઈ જઈશ ત્યાં તેઓ પોતાનાં ધિક્કારપાત્ર કૃત્યો કહી બતાવે, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું."
\p
\s5
\v 17 યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
\v 18 "હે મનુષ્યપુત્ર, ધ્રુજારીસહિત તારી રોટલી ખા. અને કંપારી તથા ચિંતાસહિત તારું પાણી પી.
\p
\s5
\v 19 દેશના લોકોને કહે કે, 'પ્રભુ યહોવાહ યરુશાલેમના રહેવાસીઓ તથા ઇઝરાયલના દેશ વિષે આમ કહે છે: તેઓ ધ્રુજારીસહિત પોતાની રોટલી ખાશે અને ચિંતાતુર થઈને પાણી પીશે, તેના દેશના સર્વ રહેવાસીઓની હિંસાને કારણે તેના દેશમાં જે બધું હશે તેનો નાશ થશે.
\v 20 વસતિવાળાં નગરો વેરાન કરવામાં આવશે, દેશ ઉજ્જડ થઈ જશે; ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.'"
\p
\s5
\v 21 ફરીથી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
\v 22 "હે મનુષ્યપુત્ર, ' દિવસોને વિલંબ લાગે છે અને દરેક સંદર્શન નિષ્ફળ થાય છે' એવી કહેવત ઇઝરાયલ દેશમાં વધારે ચાલે છે તે શું છે?
\v 23 માટે, તું તેઓને કહે, પ્રભુ યહોવાહ કહે છે: 'હું આ કહેવતનો અંત લાવીશ, જેથી ઇઝરાયલી લોકો તેનો ફરીથી ઉપયોગ કરે નહિ.'" તેઓને કહે કે, "સમય નજીક આવ્યો છે અને દરેક સંદર્શન પરિપૂર્ણ થશે."
\p
\s5
\v 24 કેમ કે હવે પછી ઇઝરાયલ લોકોમાં જૂઠાં સંદર્શન તથા ખુશકારક શકુન જોવામાં આવશે નહિ.
\v 25 કેમ કે હું, યહોવાહ છું, હું બોલીશ, હું જે વચન બોલીશ તે ફળીભૂત થશે. તેનો વિલંબ કરવામાં આવશે નહિ. હે બંડખોર લોકો, હું તમારા દિવસોમાં આ વચનો બોલીશ, તેને હું ફળીભૂત કરીશ. આ પ્રભુ યહોવાહનાં વચનો છે.
\p
\s5
\v 26 ફરીથી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું:
\v 27 "હે મનુષ્યપુત્ર, જો! ઇઝરાયલી લોકો કહે છે કે, તને જે દર્શન થયું છે તે તો હમણાંથી ઘણા દિવસો પછીના વખતનું છે, તે ઘણા દૂરના સમયો વિષે ભવિષ્ય કહે છે.
\v 28 તેથી તેઓને કહે કે, 'પ્રભુ યહોવાહ કહે છે: મારાં વચનો પૂરાં કરવામાં વિલંબ થશે નહિ, પણ દરેક વચન જે હું બોલ્યો છું તે ફળીભૂત થશે.' આ પ્રભુ યહોવાહનું વચન છે.
\s5
\c 13
\p
\v 1 ફરીથી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
\v 2 "હે મનુષ્યપુત્ર, ઇઝરાયલમાં ભવિષ્યવાણી કરનાર પ્રબોધકો વિરુદ્ધ પ્રબોધ કરીને કહે, જેઓ પોતાના મનમાં કલ્પીને પ્રબોધ કરે છે તેઓને કહે, યહોવાહનું વચન સાંભળો.
\v 3 પ્રભુ યહોવાહ કહે છે: જે મૂર્ખ પ્રબોધકો પોતાના મનમાં આવે છે તેમ પ્રબોધ કરે છે, પણ તેઓ કંઈ જોતા નથી તેઓને અફસોસ!
\v 4 હે ઇઝરાયલ, તારા પ્રબોધકો ખંડેર જગ્યામાં વસતા શિયાળ જેવા છે.
\p
\s5
\v 5 યહોવાહને દિવસે યુદ્ધમાં સામનો કરવા સારુ તમે દીવાલમાં પડેલા કાણા આગળ ચઢી નથી ગયા. ઇઝરાયલી લોકને સારુ વાડ નથી કરી.
\v 6 જેઓને યહોવાહે મોકલ્યા નથી તેમ છતાં તેઓ કહે છે કે 'યહોવાહ આમ કહે છે તેવા લોકોને વ્યર્થતાનું તથા જૂઠા શકુનનું દર્શન થયું છે. તેઓએ લોકોમાં એવી આશા ઉત્પન્ન કરી છે કે તેઓનો સંદેશો ફળીભૂત થશે.
\v 7 હું બોલ્યો નથી તોપણ તમે કહો છો કે, "યહોવાહ આમ કહે છે" તો શું તમને વ્યર્થ સંદર્શન થયું નથી તથા તમે જૂઠા શકુન જોયા નથી?
\p
\s5
\v 8 માટે પ્રભુ યહોવાહ કહે છે, કેમ કે તમને જૂઠાં સંદર્શન થયા છે તથા તમે જૂઠી વાતો બોલ્યા છો, આ તમારી વિરુદ્ધ પ્રભુ યહોવાહનું વચન છે.
\v 9 "જે પ્રબોધકો જૂઠાં સંદર્શન જુએ છે તથા જૂઠા શકુન જુએ છે તે પ્રબોધકો વિરુદ્ધ મારો હાથ રહેશે. તેઓ મારા લોકોની સભામાં રહેશે નહિ, ઇઝરાયલ લોકોના અહેવાલમાં નોંધવામાં નહિ આવે, તેઓ ઇઝરાયલના દેશમાં જશે નહિ. ત્યારે તમે જાણશો કે હું પ્રભુ યહોવાહ છું.
\p
\s5
\v 10 જોકે શાંતિ નથી તોપણ તેઓએ શાંતિ છે એમ કહીને મારા લોકોને ભમાવ્યા છે, તેઓ દીવાલ બાંધે છે કે તેઓ ચૂનાથી તેને ધોળે.'"
\v 11 ચૂનો ધોળનારાઓને કહે કે; 'તે દીવાલ પડી જશે; ત્યાં મુશળધાર વરસાદ વરસશે; મોટા કરા વરસશે અને તોફાની વાવાઝોડું તેને પાડી નાખશે.
\v 12 જો, દીવાલ પડી જશે. શું તમને બીજા લોકો પૂછશે નહિ કે, "તમે ધોળ્યો તે ચૂનો ક્યાં છે?'"
\p
\s5
\v 13 એ માટે પ્રભુ યહોવાહ કહે છે: 'હું મારા ક્રોધમાં તોફાની પવન લાવીશ, મારા ક્રોધમાં મુશળધાર વરસાદ થશે અને કરા તેઓનો સંપૂર્ણ નાશ કરશે.
\v 14 જે દીવાલને તમે ચૂનો કર્યો છે તેને હું તોડી પાડીશ, હું તેને જમીનદોસ્ત કરી નાખીશ અને તેના પાયા ખુલ્લા થઈ જશે. તે પડી જશે અને તમે બધા તેની નીચે કચડાઈને મરી જશો. ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.
\p
\s5
\v 15 દીવાલ તથા તે પર ચૂનો કરનારાઓનો હું મારા ક્રોધમાં નાશ કરીશ. હું તમને કહીશ કે, "દીવાલ તથા તેના પર ચૂનો લગાવનારા પણ ટકશે નહિ-
\v 16 ઇઝરાયલના જે પ્રબોધકો યરુશાલેમ વિષે પ્રબોધ કરે છે અને શાંતિ ન હોવા છતાં શાંતિના દર્શન જુએ છે." આમ પ્રભુ યહોવાહ કહે છે.
\p
\s5
\v 17 હે મનુષ્ય પુત્ર, તારા લોકની જે દીકરીઓ મન કલ્પિત પ્રબોધ કરે છે તેઓની વિરુદ્ધ તારું મુખ રાખ, તેઓની વિરુદ્ધ પ્રબોધ કર.
\v 18 તેઓને કહે કે 'પ્રભુ યહોવાહ કહે છે: જે સ્ત્રીઓ કોણી પર કે કાંડા પર તાવીજ બાંધે છે, લોકોને ફસાવવા માટે દરેક કદના બુરખા બનાવે છે, તેઓને અફસોસ, શું તમે મારા લોકોના જીવનો શિકાર કરશો, તમારા પોતાના જીવ બચાવી રાખશો?
\p
\s5
\v 19 મારા લોકો જે તમારી જૂઠી વાતો સાંભળે છે તેઓની આગળ જૂઠું બોલીને, જે લોકોને મરવું ન હતું તેઓને તમે મારી નાખીને, જે લોકોને જીવવું નહોતું તેઓના જીવ બચાવી રાખવાને તમે મુઠ્ઠીભર જવ તથા ટુકડો રોટલી લઈને મને મારા લોકોમાં અપવિત્ર કર્યો છે.
\p
\s5
\v 20 તેથી પ્રભુ યહોવાહ આમ કહે છે: તમે તમારા દોરાધાગાથી લોકોના જીવોનો પક્ષીઓની માફક શિકાર કરો છો તેઓની વિરુદ્ધ હું છું. હું તેઓને તમારા હાથ પરથી ફાડી નાખીશ, જે લોકોને તમે પક્ષીઓની માફક શિકાર કરો છો તેઓને હું છોડી મૂકીશ.
\v 21 તમારા બુરખાઓને હું ફાડી નાખીશ અને મારા લોકોને તમારામાંથી છોડાવીશ, હવે પછી તેઓ તમારા હાથમાં ફસાશે નહિ. ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.
\p
\s5
\v 22 કેમ કે જે ન્યાયી માણસોને મેં દિલગીર કર્યા નથી તેઓનાં હૃદય તમે જૂઠાણાથી નિરાશ કર્યાં છે. દુષ્ટ માણસો પોતાનાં દુષ્ટ આચરણોથી પાછા ન ફરે અને પોતાના જીવન ન બચાવે, તે માટે તમે તેમના હાથ બળવાન કર્યા છે.
\v 23 તેથી હવે પછી તમને વ્યર્થ દર્શન થશે નહિ અને તમે શકુન જોશો નહિ, હું મારા લોકોને તમારા હાથમાંથી છોડાવીશ. અને ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.'"
\s5
\c 14
\p
\v 1 ઇઝરાયલના કેટલાક આગેવાનો મારી પાસે આવીને મારી આગળ બેઠા હતા.
\v 2 ત્યારે યહોવાહનું વચન મારી પાસે આવ્યું કે,
\v 3 "હે મનુષ્યપુત્ર, આ માણસોએ પોતાના હૃદયમાં મૂર્તિઓની સ્થાપના કરી છે, પોતાના અન્યાયરૂપી ઠેસ પોતાના મુખ આગળ મૂકી છે. શું હું તેઓના પ્રશ્ર્નનો કંઈ પણ જવાબ આપું?
\p
\s5
\v 4 એ માટે તેઓને કહે કે, 'પ્રભુ યહોવાહ કહે છે: ઇઝરાયલ લોકોનો દરેક માણસ જે પોતાના હૃદયમાં મૂર્તિ સંઘરી રાખે છે, પોતાના અન્યાયરૂપી ઠેસ પોતાના મુખ આગળ મૂકે છે અને જે પ્રબોધક પાસે આવે છે, તેને હું યહોવાહ તેની મૂર્તિઓની સંખ્યા પ્રમાણે જવાબ આપીશ.
\v 5 હું તેઓના મનમાં એવું ઠસાવું છું કે, તેઓ તેઓની મૂર્તિઓને લીધે મારાથી દૂર થઈ ગયા હતા.'
\p
\s5
\v 6 તેથી ઇઝરાયલી લોકોને કહે કે, 'પ્રભુ યહોવાહ આમ કહે છે: પસ્તાવો કરો અને તમારી મૂર્તિઓથી પાછા ફરો. તમારા મુખ તમારાં સર્વ ધિક્કારપાત્ર કૃત્યોથી ફેરવો.
\p
\s5
\v 7 ઇઝરાયલ લોકનો દરેક તથા ઇઝરાયલ લોકમાં રહેનાર પરદેશીઓમાનો દરેક, જે મારો ત્યાગ કરીને પોતાના હૃદયમાં મૂર્તિઓને સંઘરી રાખતો હશે અને પોતાના મુખ આગળ પોતાના અન્યાયરૂપી ઠેસ મૂકતો હશે, જે પ્રબોધક પાસે મને શોધવા આવે છે તેને હું, યહોવાહ, પોતે જવાબ આપીશ.
\v 8 હું મારું મુખ તે માણસની વિરુદ્ધ રાખીશ: તેને ચિહ્ન તથા કહેવતરૂપ કરીશ, કેમ કે હું મારા લોકો વચ્ચેથી તેને કાપી નાખીશ. ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.
\p
\s5
\v 9 જો પ્રબોધક છેતરાઈને સંદેશો બોલે, તો મેં યહોવાહે તે પ્રબોધકને છેતર્યો છે; હું તેની વિરુદ્ધ મારો હાથ લંબાવીશ, મારા ઇઝરાયલી લોકો મધ્યેથી હું તેનો નાશ કરીશ.
\v 10 અને તેઓને પોતાના અન્યાયની શિક્ષા વેઠવી પડશે, પ્રબોધકના અન્યાય પણ તેની પાસે જનારના જેટલા જ ગણાશે.
\v 11 જેથી ઇઝરાયલી લોકો કદી મારાથી ભટકી ન જાય અને ફરી કદી પોતાનાં ઉલ્લંઘનો વડે પોતાને અપવિત્ર કરે નહિ. તેઓ મારી પ્રજા થશે અને હું તેઓનો ઈશ્વર થઈશ.' આમ પ્રભુ યહોવાહ કહે છે.
\p
\s5
\v 12 યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું કે,
\v 13 હે મનુષ્યપુત્ર, જો કોઈ દેશ અપરાધ કરીને મારી વિરુદ્ધ પાપ કરે, તો હું મારો હાથ તેની વિરુદ્ધ લંબાવીને તેના આજીવિકાવૃક્ષને નષ્ટ કરીશ. તેઓના પર દુકાળ મોકલીશ, અને બન્નેનો એટલે માણસો તથા પશુઓનો નાશ કરીશ.
\v 14 જો કે નૂહ, દાનિયેલ તથા અયૂબ આ માણસો દેશમાં હોય તોપણ તેઓ પોતાના ન્યાયથી પોતાનો જ જીવ બચાવશે." આમ પ્રભુ યહોવાહ કહે છે.
\p
\s5
\v 15 "જો હું હિંસક પશુઓને તે દેશમાં સર્વત્ર મોકલું અને તેઓ આ દેશને એવો વેરાન કરી મૂકે કે, પશુઓને લીધે કોઈ માણસ ત્યાંથી પસાર થઈ શકે નહિ.
\v 16 પ્રભુ યહોવાહ પોતાના જીવના સમ ખાઈને કહે છે કે," જોકે આ ત્રણ માણસો તેમાં હોય, "તોપણ તેઓ પોતાના દીકરાઓને કે દીકરીઓને બચાવી શકશે નહિ. ફક્ત પોતાના જીવ બચાવી શક્યા હોત. પણ આખો દેશ વેરાન થઈ જશે.
\p
\s5
\v 17 અથવા, જો હું આ દેશ વિરુદ્ધ તલવાર લાવીને કહું કે, ' હે તલવાર, જા દેશમાં સર્વત્ર ફરી વળ અને તેમાંથી બન્નેનો એટલે માણસો તથા પશુઓનો સંહાર કર.
\v 18 પ્રભુ યહોવાહ પોતાના જીવના સોગન ખાઈને કહે છે કે," જો આ ત્રણ માણસો દેશમાં રહેતા હોય, તોપણ તેઓ પોતાના દીકરા કે દીકરીઓને બચાવી નહિ શકે; તેઓ ફક્ત પોતાના જ પ્રાણ બચાવશે.
\p
\s5
\v 19 અથવા જો હું આ દેશ વિરુદ્ધ મરકી મોકલું અને મારો કોપ તે પર લોહીરૂપે રેડીને તેમાંના માણસો તથા પશુઓનો સંહાર કરું,
\v 20 પ્રભુ યહોવાહ પોતાના જીવના સમ ખાઈને કહે છે કે" જોકે નૂહ, દાનિયેલ તથા અયૂબ આ ત્રણ માણસો તે દેશમાં રહેતા હોય, તોપણ તેઓ પોતાના દીકરા કે દીકરીઓને બચાવી શકશે નહિ; પોતાના ન્યાયીપણાને કારણે તેઓ ફક્ત પોતાના પ્રાણ બચાવશે."
\p
\s5
\v 21 કેમ કે પ્રભુ યહોવાહ આમ કહે છે: "યરુશાલેમમાંથી હું બન્નેનો એટલે માણસો તથા પશુઓનો સંહાર કરવાને હું તેના પર મારી ચાર સખત શિક્ષાઓ એટલે- દુકાળ, તલવાર, જંગલી પશુઓ તથા મરકી મોકલીશ.
\p
\s5
\v 22 તોપણ જુઓ, તેમાંના એક ભાગને જીવતો રાખવામાં આવશે, તેઓને, દીકરા અને દીકરીઓને બહાર લઈ જવામાં આવશે. જુઓ, તેઓ તમારી પાસે બહાર આવશે, તમે તેઓનાં આચરણ તથા કૃત્યો જોશો, જે શિક્ષા મેં યરુશાલેમ પર મોકલી છે તે વિષે, એટલે જે સર્વ મેં દેશ પર મોકલ્યું છે તે વિષે તમારા મનમાં સાંત્વન થશે.
\v 23 જ્યારે તમે તેઓનાં આચરણ તથા કૃત્યો જોશો, ત્યારે તમારું મન સાંત્વન પામશે, ત્યારે તમે જાણશો કે જે સર્વ બાબતો મેં તેની વિરુદ્ધ કરી છે તે અમથી કરી નથી." આમ પ્રભુ યહોવાહ કહે છે.
\s5
\c 15
\p
\v 1 ત્યારે યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
\v 2 "હે મનુષ્યપુત્ર, દ્રાક્ષાવૃક્ષ એટલે જંગલના વૃક્ષોમાં દ્રાક્ષાની ડાળી બીજા કોઈ વૃક્ષની ડાળી કરતાં શું અધિક છે?
\v 3 શું લોકો કશું બનાવવા દ્રાક્ષાની ડાળીમાંથી લાકડું લે? શું માણસ તેના પર કંઈ ભરવવાને માટે ખીલી બનાવે?
\v 4 જો, તેને બળતણ તરીકે અગ્નિમાં નાખવામાં આવે છે ત્યારે જો અગ્નિથી તેના બન્ને છેડા અને તેનો વચ્ચેનો ભાગ પણ સળગવા લાગે છે. શું તે કામને માટે સારું છે?
\p
\s5
\v 5 જ્યારે તે આખું હતું, ત્યારે તે કોઈ પણ વસ્તુ બનાવવાને લાયક નહોતું; હવે અગ્નિએ તેને બાળીને ભસ્મ કર્યું છે, ત્યારે તેમાંથી શું ઉપયોગી ચીજ બની શકે?"
\v 6 તેથી પ્રભુ યહોવાહ કહે છે; જેમ જંગલની દ્રાક્ષાની ડાળીને મેં બળતણ તરીકે અગ્નિને આપી છે; તે પ્રમાણે હું યરુશાલેમના રહેવાસીઓ સાથે કરીશ.
\p
\s5
\v 7 હું મારું મુખ તેઓની વિરુદ્ધ કરીશ. જોકે તેઓ અગ્નિમાંથી બહાર નીકળી જશે તોપણ અગ્નિ તેઓને બાળી નાખશે. જ્યારે હું મારું મુખ તેઓની વિરુદ્ધ કરીશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.
\v 8 તેઓએ પાપ કર્યું છે માટે હું દેશને ઉજ્જડ કરીશ." એમ પ્રભુ યહોવાહ કહે છે!
\s5
\c 16
\p
\v 1 યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
\v 2 "હે મનુષ્યપુત્ર, યરુશાલેમને તેનાં તિરસ્કારપાત્ર કૃત્યો વિષે જણાવ.
\v 3 તેને કહે કે, 'પ્રભુ યહોવાહ યરુશાલેમનગરી આમ કહે છે: "તારી ઉત્પત્તિ તથા તારો જન્મ કનાનીઓના દેશમાં થયેલાં છે; તારા પિતા અમોરી અને મા હિત્તી હતી.
\p
\s5
\v 4 તારો જન્મ જે દિવસે થયો તારી માએ તારી નાળ કાપી ન હતી, કે તને પાણીથી શુદ્ધ કરી ન હતી કે તને મીઠું લગાડ્યું ન હતું, કે તને વસ્ત્રોમાં લપેટી ન હતી.
\v 5 આમાંનુ કોઈ પણ કામ કરવાની કોઈએ તારા પર કૃપાદ્રષ્ટિ કરી નહિ. જે દિવસે તારો જન્મ થયો તે દિવસે તને ખેતરોમાં નાખી દેવામાં આવી હતી. તું તિરસ્કૃત હતી.
\p
\s5
\v 6 પણ હું ત્યાંથી પસાર થયો અને મેં તને તારા રક્તમાં આળોટતી જોઈ; ત્યારે મેં તને કહ્યું, તારા રક્તમાં પડેલી તું, 'જીવ!'
\v 7 મેં તને ખેતરમાં ઊગેલા છોડની જેમ ઉછેરી. અને તું વૃદ્ધિ પામીને મોટી થઈ, તેં સૌદર્ય સંપાદન કર્યું, તારાં સ્તન ઉપસી આવ્યાં અને તારા વાળ પણ વધ્યા; તેમ છતાં તું નિર્વસ્ત્રાવસ્થામાં હતી.
\p
\s5
\v 8 ફરી તારી પાસેથી હું પસાર થયો ત્યારે મેં તને જોઈ, તારી ઉંમર પ્રેમ કરવા યોગ્ય હતી, તેથી મેં મારો ઝભ્ભો તારા પર પસારીને તારી નિર્વસ્ત્રા ઢાંકી. મેં તારી આગળ સમ ખાધા અને તારી સાથે કરાર કર્યો," "તું મારી થઈ. આમ પ્રભુ યહોવાહ કહે છે.
\p
\s5
\v 9 મેં તને પાણીથી નવડાવી અને તારા પરથી તારું લોહી ધોઈ નાખ્યું, મેં તને તેલ લગાવ્યું.
\v 10 વળી મેં તને ભરતકામવાળાં વસ્ત્રો તથા તારા પગમાં ચામડાનાં ચંપલ પહેરાવ્યાં. મેં તારી કમરે શણનો કમરબંધ બાંધ્યો અને તને રેશમી વસ્ત્રો પહેરાવ્યાં.
\v 11 મેં તને કિંમતી આભૂષણોથી શણગારી હાથે બંગડીઓ પહેરાવી અને તારા ગળામાં હાર પહેરાવ્યો.
\v 12 નાકમાં વાળી અને કાનમાં બુટ્ટી પહેરાવી અને માથે સુંદર મુગટ મૂક્યો.
\p
\s5
\v 13 સોનાચાંદીથી તને શણગારી તને શણ, રેશમ તથા ભરતકામનાં વસ્ત્રો પહેરાવ્યાં; તેં ઉત્તમ લોટ, મધ તથા તેલ ખાધાં, તું વધારે સુંદર લાગતી હતી, તું રાણી થઈ.
\v 14 તારી સુંદરતાને કારણે તારી કીર્તિ સર્વ પ્રજાઓમાં ફેલાઈ ગઈ છે, કેમ કે યહોવાહ કહે છે કે, જે મારા પ્રતાપથી મેં તને વેષ્ટિત કરી હતી, તેથી કરીને તારું સૌદર્ય પરિપૂર્ણ થયું હતું.
\p
\s5
\v 15 "પણ તેં તારી પોતાની સુંદરતા પર ભરોસો કર્યો છે, તારી કીર્તિને લીધે વ્યભિચારી સ્ત્રી થઈ, તેં પાસે થઈને જનાર દરેકની સાથે વ્યભિચાર કર્યો.
\v 16 તેં તારા વસ્ત્રોમાંથી લઈને અલગ અલગ રંગના વસ્ત્રોથી પોતાને માટે ઉચ્ચસ્થાનો બનાવ્યાં, ત્યાં વ્યભિચાર કર્યો. એવું કદી થયું ન હતું અને થશે પણ નહિ.
\p
\s5
\v 17 મારાં સોનાચાંદીનાં તારાં જે ઘરેણાં મેં તને આપ્યાં હતાં, તે લઈને તેં પોતાને માટે પૂતળાં બનાવ્યાં, તેની સાથે વ્યભિચાર કર્યો.
\v 18 તેં તારા ભરતભરેલાં વસ્ત્રો લઈને તેઓને ઓઢાડ્યાં, મારું તેલ તથા મારો ધૂપ તેઓમને ચઢાવ્યાં.
\v 19 અને મારા ઉત્તમ લોટની રોટલી, મધ તથા તેલ જે તને ખાવા આપ્યાં હતાં, તે તેં સુવાસિત સુવાસને સારુ તેઓને ચઢાવી દીધાં. એમ જ થયું!" એવું પ્રભુ યહોવાહ કહે છે.
\p
\s5
\v 20 "વળી મેં તને જે દીકરા-દીકરીઓના દાન આપ્યાં તેઓને લઈને તેં તેઓને બલિદાન તરીકે આપ્યાં. શું તારો આ વ્યભિચાર તને નાની વાત લાગે છે? એટલું જ શું તારે માટે પૂરતું નહોતું,
\v 21 તેં મારાં બાળકોને તેઓને માટે અગ્નિમાં બલિદાન કરીને મારી નાખ્યાં.
\v 22 તારાં સર્વ ધિક્કારપાત્ર કૃત્યો તથા વ્યભિચાર કરતી વખતે તારી જુવાનીના દિવસો વિષે વિચાર કર્યો નહિ, તારા બાળપણમાં તું નગ્ન અને રક્તમાં આળોટતી હતી તેં તે દિવસોનું સ્મરણ કર્યું નહિ.
\p
\s5
\v 23 "માટે, તારી સર્વ દુષ્ટતાને કારણે, પ્રભુ યહોવાહ આમ કહે છે, અફસોસ, તને અફસોસ!"
\v 24 તેં તારા પોતાને માટે ઘૂમટ બંધાવ્યો છે, દરેક જગ્યાએ ભક્તિસ્થાનો બનાવ્યા છે.
\p
\s5
\v 25 તેં રસ્તાના દરેક મથક આગળ સભાસ્થાનો બંધાવ્યા છે, પોતાની સુંદરતાને કંટાળો આવે એવું તેં કરી નાખ્યું છે, કેમ કે તેં પાસે થઈને જનાર દરેકની આગળ પોતાના પગ ખુલ્લા કરીને વ્યભિચાર કર્યો છે.
\v 26 તેં પુષ્કળ વિલાસી ઇચ્છાવાળા મિસરવાસીઓ સાથે વ્યભિચાર કર્યો છે, તેં મને ગુસ્સે કરવા ઘણો બધો વ્યભિચાર કર્યો છે.
\p
\s5
\v 27 તેથી જો, હું તારી સામે મારો હાથ લંબાવીશ અને તારો ખોરાક ઓછો કરી નાખીશ. હું તારું જીવન તારા શત્રુઓના હાથમાં સોંપી દઈશ. પલિસ્તીઓની પુત્રીઓ તારાં શરમજનક કાર્યોથી શરમાઈ ગઈ છે.
\v 28 તને સંતોષ ન થતાં તેં આશૂરના લોકોની સાથે પણ વ્યભિચાર કર્યો છે. તેઓની સાથે વ્યભિચાર કર્યો છતાંય તું સંતોષ પામી નહિ.
\v 29 વળી તેં કનાન દેશથી માંડીને ખાલદી દેશ સુધી તારો વ્યભિચાર વધારી દીધો તેમ છતાં તને તૃપ્તિ થઈ નહિ.
\p
\s5
\v 30 "તું આવાં બધાં કાર્યો એટલે સ્વચ્છંદી વ્યભિચારી સ્ત્રીનાં કાર્યો કરે છે માટે તારું હૃદય નબળું પડ્યું છે? "એવું પ્રભુ યહોવાહ કહે છે.
\v 31 તું તારો ઘૂમટ દરેક શેરીને મથકે બાંધે છે અને દરેક જગ્યાએ તું તારાં મંદિરો બાંધે છે, તું ખરેખર ગણિકા નથી, કેમ કે તું તારા કામના પૈસા લેવાનું ધિક્કારે છે.
\p
\s5
\v 32 તું વ્યભિચારી સ્ત્રી, તું તારા પતિને બદલે બીજાઓનો અંગીકાર કરનારી.
\v 33 લોકો દરેક ગણિકાઓને પૈસા આપે છે, પણ તું તારું વેતન તારા પ્રેમીઓને તથા જેઓ ચારેબાજુથી તારી સાથે વ્યભિચાર કરવાને આવે છે તેઓને લાંચ તરીકે આપે છે.
\v 34 તેથી તારી અને બીજી ગણિકાઓ વચ્ચે તફાવત છે, કેમ કે કોઈ તારી સાથે સૂવાને તારી પાછળ આવતું નથી, પણ તું તેઓને વેતન આપે છે, કોઈ તને આપતું નથી."
\p
\s5
\v 35 તેથી હે ગણિકા, યહોવાહનું વચન સાંભળ.
\v 36 પ્રભુ યહોવાહ એવું કહે છે: "તારી મલિનતા રેડવામાં આવી અને તારા પ્રેમીઓ સાથેના વ્યભિચારથી તારી નિર્વસ્ત્રતા ઉઘાડી થઈ છે તેને કારણે તથા તારાં બધા ધિક્કારપાત્ર કૃત્યોની બધી મૂર્તિઓને લીધે અને તારાં અર્પણ કરેલાં બાળકોના લોહીને લીધે;
\v 37 જો, હું તારા પ્રેમીઓને-જેઓને તું મળી હતી તેઓને, જે બધાઓને તું પ્રેમ કરતી હતી, જે બધાને તું ધિક્કારતી હતી તેઓને પણ હું ભેગા કરીશ, તેઓને હું ચારેબાજુથી ભેગા કરીશ. તેઓની આગળ તને ઉઘાડી કરીશ, જેથી તેઓ તારું સર્વ ઉઘાડુંપણું જુએ.
\p
\s5
\v 38 ખૂની તથા વ્યભિચારી સ્ત્રીને જે પ્રમાણે શિક્ષા થાય છે તેવી શિક્ષા હું તને કરીશ. હું તારા પર મારો ક્રોધ તથા આવેશ ઉતારીશ.
\v 39 હું તને તેઓના હાથમાં આપી દઈશ જેથી તેઓ તારો ઘૂમટ પાડી નાખશે અને તારાં મંદિરો તોડી નાખશે, તેઓ તારાં વસ્ત્ર તારા શરીર પરથી ઉતારી લેશે. તારાં સુંદર ઘરેણાં લઈ લેશે; તેઓ તને નિર્વસ્ત્ર તથા ઉઘાડી મૂકી જશે.
\p
\s5
\v 40 તેઓ તારી સામે ટોળું લાવશે અને તને પથ્થરે મારશે અને પોતાની તલવારથી તને કાપી નાખશે.
\v 41 તેઓ તારાં મકાનો બાળી મૂકશે અને ઘણી સ્ત્રીઓના દેખતાં તને સજા કરશે. આમ, હું તારા વ્યભિચારનો અંત લાવીશ અને ત્યાર પછી તું કોઈને કંઈ પણ વેતન આપશે નહિ.
\v 42 ત્યારે હું તારા પરનો મારો રોષ શાંત કરીશ; મારો ગુસ્સો શમી જશે, કેમ કે મને સંતોષ થશે અને ત્યાર પછી હું ગુસ્સો કરીશ નહિ.
\p
\s5
\v 43 પણ તેં તારી જુવાનીના દિવસો યાદ ન કરતાં, આ બધી બાબતોથી મને ગુસ્સો ચડાવ્યો છે-જો, હું તને તારાં કૃત્યો માટે સજા કરીશ" એવું પ્રભુ યહોવાહ કહે છે-"તારાં ધિક્કારપાત્ર કૃત્યો ઉપરાંત શું તેં આ દુષ્ટ કામ નથી કર્યું?
\p
\s5
\v 44 જો, કહેવતોનો ઉપયોગ કરનાર દરેક તારે માટે આ કહેવત કહેશે,જેવી મા તેવી દીકરી.
\v 45 તું તારી માની દીકરી છે. જેણે પોતાના પતિને તથા પોતાના સંતાનોને ધિક્કાર્યાં હતાં. તું તારી બહેનોની બહેન છે, જેઓએ પોતાના પતિને તથા સંતાનોને ધિક્કાર્યાં હતાં. તારી મા હિત્તી તથા પિતા અમોરી હતા.
\p
\s5
\v 46 તારી મોટી બહેન સમરૂન હતી, જે પોતાની દીકરીઓ સાથે તારી ઉત્તર બાજુએ રહે છે, તારી દક્ષિણબાજુ રહેનારી તારી નાની બહેન તે સદોમ તથા તેની દીકરીઓ છે.
\s5
\v 47 તેઓને પગલે ચાલીને તથા તેઓનાં જેવાં ધિક્કારપાત્ર કૃત્યો કરીને તું તૃપ્ત થઈ નથી; તે નાની બાબત હોય તેમ સમજીને તું તારા સર્વ માર્ગોમાં તેઓના કરતાં વધારે ભ્રષ્ટ થઈ છે.
\v 48 પ્રભુ યહોવાહ કહે છે કે, મારા જીવના સમ" સદોમ તથા તેની દીકરીઓએ, તારી તથા તારી દીકરીઓના જેટલું દુષ્ટ કાર્ય કર્યું નથી.
\p
\s5
\v 49 જો, તારી બહેન સદોમનાં પાપ આ પ્રમાણે હતાં: અભિમાન, આળસ તથા અન્નની પુષ્કળતા તથા જાહોજલાલીને લીધે તે તથા તેની દીકરીઓ અભિમાની થઈ ગઈ હતી. વળી તેઓ ગરીબોને કે દુ:ખીઓને કદી મદદ કરતી નહોતી.
\v 50 તે અભિમાની હતી અને મારી આગળ ધિક્કારપાત્ર કૃત્યો કરતી હતી, તેથી મને યોગ્ય લાગ્યું તે પ્રમાણે મેં તેઓને દૂર કરી.
\p
\s5
\v 51 સમરૂને તો તારાથી પ્રમાણમાં અડધા પાપ પણ કર્યા નથી; પણ તેં તેઓએ કર્યાં તેના કરતાં વધારે ધિક્કારપાત્ર કૃત્યો કર્યાં છે, જે સર્વ ધિક્કારપાત્ર કૃત્યો તેં કર્યા છે તેના કરતાં તેં તારી બહેનોને સારી બતાવી છે.
\v 52 તેં બતાવ્યું છે કે તારી બહેનો તારા કરતાં ઉત્તમ છે, તેથી તું લજ્જિત થા; કેમ કે તેં તેઓના કરતાં વધારે ધિક્કારપાત્ર કૃત્યો કર્યા છે. તારી બહેનો તારા કરતાં ઉત્તમ છે. તું, લજ્જિત થા, આ પ્રમાણે તેં બતાવ્યું છે કે તારા કરતાં તારી બહેનો ઉત્તમ છે.
\p
\s5
\v 53 હું સદોમ તથા તેની દીકરીઓની, સમરૂન તથા તેની દીકરીઓની આબાદી તેઓ પાછી આપીશ. તારી આબાદી તને પાછી આપીશ.
\v 54 આને કારણે તું લજ્જિત થશે, તેં જે જે કર્યું છે, જેથી તું તેઓને દિલાસારૂપ થઈ છે. તે સર્વને લીધે તું અપમાનિત થશે.
\v 55 તારી બહેનો સદોમ તથા તેની દીકરીઓ પોતાની અગાઉની સ્થિતિમાં પાછી આવશે, સમરૂન તથા તેની દીકરીઓ પણ અગાઉની સ્થિતિમાં પાછી આવશે. તેમ જ તું તથા તારી દીકરીઓ પણ અગાઉની સ્થિતિમાં પાછાં આવશો.
\p
\s5
\v 56 તારા ઘમંડના દિવસોમાં તેં તારી બહેન સદોમ નું નામ તારા મુખેથી લીધું ન હતું,
\v 57 પણ હવે અરામની દીકરીઓ અને પલિસ્તીઓની દીકરીઓ જેઓ ચારેબાજુ તને ધિક્કારે છે, તેઓએ તારું અપમાન કર્યું ત્યારે તારી દુષ્ટતા પ્રગટ થઈ છે.
\v 58 તું તારાં શરમજનક કાર્યો તથા તારાં ધિક્કારપાત્ર કાર્યોની શિક્ષા સહન કરે છે એવું પ્રભુ યહોવાહ કહે છે.
\p
\s5
\v 59 પ્રભુ યહોવાહ કહે છે, "તેં કરાર તોડીને સમનો તિરસ્કાર કર્યો છે, માટે હું તને શિક્ષા કરીશ.
\p
\s5
\v 60 પણ હું તારી જુવાનીમાં તારી સાથે કરેલો કરાર યાદ રાખીને, હું તારી સાથે સદાકાળનો કરાર સ્થાપીશ.
\v 61 જ્યારે તું તારા માર્ગો યાદ કરશે અને શરમાશે, ત્યારે તું તારી મોટી બહેન તથા તારી નાની બહેનનો સ્વીકાર કરશે.
\p
\s5
\v 62 હું તારી સાથે મારો કરાર સ્થાપીશ ત્યારે તું જાણશે કે હું યહોવાહ છું.
\v 63 જ્યારે હું તને તારાં બધાં કૃત્યોની માફી આપીશ ત્યારે તને તે બધાં યાદ આવશે અને તું શરમના લીધે પોતાનું મુખ પણ ફરીથી નહિ ખોલે."' એવું પ્રભુ યહોવાહ કહે છે."
\s5
\c 17
\p
\v 1 યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
\v 2 હે મનુષ્ય પુત્ર, ઇઝરાયલી લોકોને ઉખાણું કહીને તેઓને આ દ્રષ્ટાંત આપ.
\v 3 તેઓને કહે કે, પ્રભુ યહોવાહ આમ કહે છે,
\q મોટી પાંખોવાળો તથા લાંબા નખવાળો રંગબેરંગી પીંછાવાળો,
\q મોટો ગરુડ ઊડીને લબાનોન પર આવ્યો અને તેણે એરેજવૃક્ષની ટોચની ડાળી તોડી.
\q
\v 4 વૃક્ષની ટોચે રહેલી ડાળીઓ તોડીને તેને તે કનાન દેશમાં લઈ ગયો;
\q તેણે તે વેપારીઓના નગરમાં રોપી.
\q
\s5
\v 5 તેણે જમીન પરથી કેટલાંક બીજ પણ લીધાં, તેને વાવણી માટે તૈયાર જમીન પર વાવ્યા.
\q તેણે તે દેશનું બી લઈને ફળદ્રુપ જમીનમાં મોટા જળાશય પાસે ઊગેલા વૃક્ષની માફક રોપ્યું.
\q
\v 6 તે બીજમાંથી વેલો ઊગીને વધવા લાગ્યો અને તે વધીને નીચા કદનો ફાલેલો દ્રાક્ષાવેલો બન્યો.
\q તેની ડાળીઓ તેની તરફ વળી અને તેનાં મૂળ તેની નીચે હતાં.
\q તે દ્રાક્ષાવેલો બન્યો, તેને ડાળીઓ આવી અને કૂંપળો ફૂટી નીકળી.
\q
\s5
\v 7 પણ બીજો મોટી પાંખવાળો તથા ઘણાં પીંછાવાળો એક ગરુડ હતો.
\q અને જુઓ, પેલા દ્રાક્ષવેલાએ પોતાના મૂળિયાં ગરુડ તરફ વાળ્યાં,
\q તેને જે ક્યારામાં ઉગાવવામાં આવ્યો હતો ત્યાંથી તેની ડાળીઓ ગરુડ તરફ વળી, જેથી તે વધારે પાણી સિંચે.
\q
\v 8 તેને સારી જમીનમાં મોટા જળાશય પાસે રોપવામાં આવ્યો હતો,
\q જેથી તેને પુષ્કળ ડાળીઓ ફૂટે અને ફળ લાગે, તે મજાનો દ્રાક્ષાવેલો બને!'"
\q
\s5
\v 9 લોકોને કહે કે, 'પ્રભુ યહોવાહ એવું કહે છે: શું તે ફાલશે?
\q ઘણું બળ કે ઘણાં લોકને કામે લગાડ્યા સિવાય તે તેને સમૂળગો ઉખેડી નહિ નાખે?
\q તેનાં મૂળ ઉખેડી નાખીને અને તેનાં ફળો તોડીને તેના બધાં લીલાં પાંદડાં ચીમળાવી નહિ નાખે?
\q
\v 10 હા જુઓ, તેને રોપ્યો છે તો ખરો પણ શું તે ફાલશે ખરો?
\q જ્યારે પૂર્વના પવનો વાશે ત્યારે એ સુકાઈ નહિ જાય?
\q જે ક્યારામાં તે ઊગ્યો છે ત્યાં તે ચીમળાઇ જશે.'"
\p
\s5
\v 11 યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને મને કહ્યું,
\v 12 "તું બંડખોર લોકોને કહે કે: આ વાતોનો અર્થ શો છે તે તમે જાણતા નથી? જુઓ, તું તેઓને સમજાવ કે બાબિલનો રાજા યરુશાલેમ આવીને તેના રાજાને તથા આગેવાનોને પકડીને તેઓને પોતાની પાસે બાબિલ નગરમાં લઈ ગયો.
\p
\s5
\v 13 તેણે રાજવંશમાંથી એક માણસ સાથે કરાર કર્યો, તેની પાસે વચન પણ લીધું. અને તે દેશના બળવાન લોકોને દૂર લઈ ગયો,
\v 14 તેથી રાજ્ય નિર્બળ થાય અને પોતે ઊભું થઈ શકે નહિ. પણ તેની સાથે કરેલો કરાર પાડીને નભી રહે. માટે તે દેશના આગેવાનોને તે તેની સાથે લઈ ગયો.
\p
\s5
\v 15 યરુશાલેમના રાજાએ ઘોડાઓ તથા મોટું સૈન્ય મેળવવા માટે રાજદૂતોને મિસર મોકલીને યરુશાલેમના રાજાએ તેની વિરુદ્ધ બળવો કર્યો. શું તે સફળ થશે ખરા? આવાં કામો કરીને શું તે બચી જશે? શું તે કરાર તોડીને બચી જશે?
\v 16 પ્રભુ યહોવાહ પોતાના જીવના સમ ખાઈને કહે છે કે, 'હું ખાતરી પૂર્વક કહું છું કે જે રાજાએ તેને રાજા બનાવ્યો છે, જેના સોગનને તેણે ધિક્કાર્યા છે, જેના કરારનો તેણે ભંગ કર્યો છે, તે રાજાના દેશમાં એટલે બાબિલમાં મૃત્યુ પામશે.
\p
\s5
\v 17 જ્યારે ઘણા લોકોનો સંહાર કરવા મોરચા ઉઠાવવામાં આવશે તથા કિલ્લાઓ બાંધવામાં આવશે, ત્યારે ફારુન તથા તેનું મોટું સૈન્ય તેની મદદ કરી શકશે નહિ.
\v 18 કેમ કે રાજાએ કરાર તોડીને સોગનને તુચ્છ ગણ્યા છે. જુઓ, તેણે પોતાનો હાથ લંબાવીને કરાર કર્યો છે, પણ તેણે આ બધા કામો કર્યાં છે. તે બચવાનો નથી.
\p
\s5
\v 19 આથી પ્રભુ યહોવાહ કહે છે: ' મારા જીવનના સમ ખાઈને કહું છું કે, મારા સોગન જે તેણે તોડ્યા છે અને મારો કરાર તેણે ભાગ્યો છે? તેથી હું તેના પર શિક્ષા લાવીશ.
\v 20 હું તેના પર મારી જાળ નાખીશ, તે મારા ફાંદામાં સપડાશે. હું તેને બાબિલમાં લાવીને તેણે મારી સાથે જે વિશ્વાસઘાત કર્યો તેને લીધે તેની સાથે વિવાદ કરીશ.
\v 21 તેના નાસી ગયેલા સર્વ લોકની ટુકડી તલવારથી પડશે, બાકી રહેલાઓ ચારે દિશામાં વેરવિખેર થઈ જશે. ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું; હું તે બોલ્યો છું."
\p
\s5
\v 22 પ્રભુ યહોવાહ કહે છે: "વળી હું એરેજ વૃક્ષની ટોચ પરની ડાળી લઈને તેને રોપીશ, હું તેની ઊંચી કૂપળોમાંથી કાપી લઈને ઊંચામાં ઊંચા પર્વતના શિખર પર રોપીશ.
\v 23 હું તેને ઇઝરાયલના ઊંચામાં ઊંચા પર્વતની ટોચે રોપીશ, તેને ડાળીઓ ફૂટશે, ફળ બેસશે, તે પ્રખ્યાત એરેજવૃક્ષ બનશે. તમામ પ્રકારનાં પક્ષીઓ તેની નીચે વાસો કરશે. તેઓ તેની ડાળીઓની છાયામાં માળા બાંધશે.
\p
\s5
\v 24 વનનાં સર્વ વૃક્ષો જાણશે કે હું યહોવાહ છું, હું ઊંચાં વૃક્ષોને નીચાં કરું છું અને નીચાં વૃક્ષોને ઊંચાં કરું છું; હું લીલાં વૃક્ષને સૂકવી નાખું છું અને હું સૂકા વૃક્ષને લીલાં બનાવું છું, હું યહોવાહ છું; મેં તે કહ્યું છે અને હું તે કરીશ!"
\s5
\c 18
\p
\v 1 ફરી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
\v 2 "તમે શા કારણથી, ઇઝરાયલ દેશ વિષે આ કહેવતનો ઉપયોગ કરો છે?
\q 'પિતાઓએ ખાટી દ્રાક્ષા ખાધી છે અને છોકરાઓના દાંત ખટાઈ ગયા છે?"
\p
\s5
\v 3 "પ્રભુ યહોવાહ પોતાના જીવના સમ ખાઈને કહે છે" હવેથી ઇઝરાયલમાં તમને આ કહેવતનો ઉપયોગ કરવાનો પ્રસંગ નહિ આવે.
\v 4 જુઓ, એકેએક જીવ મારો છે, જેમ પિતાનો જીવ તેમ પુત્રનો જીવ પણ મારો છે. જે માણસ પાપ કરશે તે મૃત્યુ પામશે,
\p
\s5
\v 5 કેમ કે જો કોઈ માણસ ન્યાયી હશે, તે ન્યાયીપણા તથા પ્રામાણિકપણે ચાલશે.
\v 6 જેણે પર્વતોનાં મંદિરમાં ભોજન કર્યું નહિ હોય, જેણે ઇઝરાયલી લોકોની મૂર્તિઓ તરફ પોતાની આંખો ઊંચી કરી નહિ હોય, પોતાના પડોશીની સ્ત્રીને ભ્રષ્ટ કરી નહિ હોય, માસિક ધર્મ સમયે તે સ્ત્રી સાથે ગયો નહિ હોય;
\p
\s5
\v 7 જો તેણે કોઈના પર જુલમ કર્યો ન હોય, પણ દેણદારે ગીરો મૂકેલી વસ્તુ પાછી આપી હોય; ચોરી થઈ ગયેલું લીધું ન હોય, પણ તેને બદલે ભૂખ્યાંને અન્ન અને વસ્ત્રહીનને વસ્ત્ર આપ્યું હોય;
\p
\v 8 જે વ્યાજ લેતો ન હોય, કે અતિશય નફો લેતો ન હોય, દુરાચારથી દૂર રહેતો હોય, વાદીપ્રતિવાદી વચ્ચે અદલ ન્યાય ચૂકવતો હોઈ અને માણસ- માણસ વચ્ચે વિશ્વાસુપણું સ્તાપિત હોય,
\v 9 જે મારા વિધિઓ પ્રમાણે ચાલતો હોય અને મારા કાયદાઓનું વિશ્વાસપૂર્વક પાલન કરતો હોય, તે માણસ ન્યાયી છે; તે જીવશે." આ પ્રભુ યહોવાહ કહે છે.
\p
\s5
\v 10 પણ જો તેને એક એવો દીકરો હોય, જે લૂંટારો, ખૂની તથા આ કામોમાંનું કોઈ પણ કરનારો હોય,
\v 11 પિતાએ કદી કર્યું ન હોય એવું બધું કરતો હોય; પણ પર્વતો પરની મૂર્તિઓના ભોજનમાંથી ખાતો હોય તથા પડોશીની પત્નીને ભ્રષ્ટ કરી હોય,
\p
\s5
\v 12 જો તે ગરીબો તથા નિરાધારો પર જુલમ ગુજારતો હોય, લૂંટ કરતો હોય, પોતાના દેણદારોની ગીરો મૂકેલી વસ્તુ પાછી ન આપતો હોય, મૂર્તિઓ તરફ પોતાની નજર કરી હોય કે ધિક્કારપાત્ર કૃત્યો કર્યા હોય,
\v 13 નાણાં વ્યાજે આપતો હોય અને આકરો વટાવ લેતો હોય, તો શું તે જીવશે? તે નહિ જીવે! તેણે આ બધાં ધિક્કારપાત્ર કૃત્યો કર્યાં છે. તે નિશ્ચે માર્યો જશે; તેનું લોહી તેના શિરે.
\p
\s5
\v 14 પણ જુઓ, તેને એક એવો દીકરો જન્મે કે જે પોતાના પિતાનાં કરેલાં સર્વ પાપો જોઈને, તે ઈશ્વરથી બીતો હોય, એવાં કામ કરતો ન હોય,
\v 15 પર્વતો પરના સભાસ્થાનનું ખાતો ન હોય, ઇઝરાયલી લોકોની મૂર્તિઓ તરફ નજર કરી ન હોય, પોતાના પડોશીની સ્ત્રીને ભ્રષ્ટ કરી ન હોય;
\p
\s5
\v 16 તેણે કોઈના પર જુલમ કર્યો ન હોય, ગીરવે મૂકેલી વસ્તુ લીધી ન હોય, ચોરી કરેલી વસ્તુ લીધી ન હોય, પણ ભૂખ્યાઓને અન્ન આપ્યું હોય તથા નિર્વસ્ત્રને વસ્ત્ર ઓઢાડ્યું હોય,
\v 17 ગરીબને સતાવ્યો ન હોય, જેણે વ્યાજ કે વટાવ લીધો ન હોય, મારી આજ્ઞાઓ પાળી હોય અને મારા વિધિઓ પ્રમાણે ચાલ્યા હોય, તો તે તેના પિતાનાં પાપોને લીધે માર્યો જશે નહિ. તે નિશ્ચે જીવશે.
\p
\s5
\v 18 તેના પિતાએ ક્રૂરતા કરીને જુલમ કર્યો હોય, પોતાના ભાઈને લૂંટ્યો હોય, પોતાના લોકોમાં જે સારું નહિ તે કર્યું હોય, તો જુઓ, તે પોતાના અન્યાયને કારણે માર્યો જશે.
\p
\s5
\v 19 પણ તમે કહો છો "શા માટે પિતાનાં પાપોની શિક્ષા દીકરો ભોગવતો નથી?" જો દીકરાએ નેકીથી તથા પ્રમાણિકપણે મારા નિયમોનું પાલન કર્યું હશે, તે પ્રમાણે કર્યું હશે. તેથી તે નિશ્ચે જીવતો રહેશે.
\v 20 જે પાપ કરશે તે માર્યો જશે. દીકરો પોતાના પિતાના અન્યાયની શિક્ષા ભોગવશે નહિ, કે પિતા પોતાના દીકરાના અન્યાયની શિક્ષા ભોગવશે નહિ. ન્યાયી માણસની નેકી તેને શિરે અને બૂરાની બૂરાઈ તેને શિરે.
\p
\s5
\v 21 પણ જો દુષ્ટ પોતે પોતાનાં કરેલાં સર્વ પાપો કરવાનું છોડી દેશે અને મારા બધા વિધિઓ પાળશે, નેકીથી તથા પ્રામાણિકપણે વર્તશે તો તે નિશ્ચે જીવશે, તે મરશે નહિ.
\v 22 તેણે કરેલાં સર્વ ઉલ્લંઘનો ફરી યાદ કરવામાં આવશે નહિ. તે તેનાં કરેલા ન્યાયીપણાને લીધે જીવશે.
\p
\s5
\v 23 એવું પ્રભુ યહોવાહ કહે છે" "શું દુષ્ટ માણસના મૃત્યુથી મને કંઈ આનંદ છે?" જો તે પોતાના માર્ગથી પાછો ફરીને જીવતો રહે તો એના કરતાં હું વિશેષ રાજી ન થાઉં?
\p
\s5
\v 24 પણ જો ન્યાયી માણસ પોતાની નેકી છોડી દઈને અન્યાય કરે, જે ધિક્કારપાત્ર કૃત્યો દુષ્ટ માણસ કરે છે તેઓનું અનુસરણ કરે, તો શું તે જીવશે? તેણે કરેલાં નેક કામોમાંનું કોઈ પણ યાદ કરવામાં આવશે નહિ. તેણે પોતે કરેલાં પાપોને લીધે તે મૃત્યુ પામશે.
\p
\s5
\v 25 પણ તમે કહો છો કે, 'પ્રભુનો વ્યવહાર અદલ નથી.' હે ઇઝરાયલી લોકો સાંભળો. શું મારો વ્યવહાર અદલ નથી? તમારા માર્ગો અવળા નથી શું?
\v 26 જો ન્યાયી માણસ પોતાની નેકીથી પાછો ફરી જાય, અન્યાય કરે અને તેના કારણે તે મૃત્યુ પામે, તો તેણે પોતે કરેલા અન્યાયને કારણે જ તે મૃત્યુ પામે.
\p
\s5
\v 27 પણ જો દુષ્ટ માણસ પોતે કરેલી દુષ્ટતાથી પાછો ફરીને ન્યાયથી તથા પ્રામાણિકપણે વર્તે તો તે પોતાનો જીવ બચાવશે.
\v 28 તે વિચાર કરીને પોતે કરેલા સર્વ અપરાધોમાંથી પાછા ફરે. તેથી તે નક્કી જીવશે, તે મૃત્યુ પામશે નહિ.
\p
\s5
\v 29 પણ ઇઝરાયલી લોકો કહે છે કે, 'પ્રભુનો વ્યવહાર અદલ નથી.' હે ઇઝરાયલી લોકો, શું મારો વ્યવહાર અદલ નથી? શું તમારા માર્ગો અવળા નથી?
\v 30 એ માટે, હે ઇઝરાયલી લોકો," પ્રભુ યહોવાહ કહે છે કે, હું તમારા દરેકનો ન્યાય તમારાં આચરણ પ્રમાણે કરીશ. " પસ્તાવો કરો અને તમારાં ઉલ્લંઘનોથી પાછા ફરો, જેથી દુષ્ટતા તમારા વિનાશનું કારણ થઈ પડશે નહિ.
\p
\s5
\v 31 જે અપરાધો તમે કર્યા છે તેને તમારી પાસેથી ફેંકી દો; તમારે માટે નવું હૃદય તથા નવો આત્મા મેળવો. હે ઇઝરાયલી લોકો, તમે શા માટે માર્યા જાઓ છો?
\v 32 પ્રભુ યહોવાહ એવું કહે છે કે, મરનારના મોતથી મને કંઈ આનંદ થતો નથી." માટે પસ્તાવો કરો અને જીવતા રહો!"
\s5
\c 19
\p
\v 1 "તું ઇઝરાયલના આગેવાનો માટે વિલાપ કર.
\v 2 અને કહે,
\q 'તારી માતા કોણ હતી? તે તો સિંહણ હતી, તે સિંહોની સાથે પડી રહેતી હતી;
\q તે સિંહોનાં ટોળાંમાં રહીને પોતાના સંતાન ઉછેરતી હતી.
\q
\v 3 તેણે પોતાનાં બચ્ચાંમાંના એકને કાળથી ઉછેર્યું અને તે જુવાન સિંહ બન્યો, તે શિકાર પકડતાં શીખ્યો. તે માણસોનો ભક્ષ કરવા લાગ્યો.
\q
\v 4 બીજી પ્રજાઓએ તેના વિષે સાંભળ્યું. તે તેઓની જાળમાં સપડાયો, તેઓ તેને સાંકળો પહેરાવીને મિસરમાં લાવ્યા.
\q
\s5
\v 5 જ્યારે તેણે જોયું કે તેની આશાઓ રદ થઈ છે ત્યારે તેણે પોતાનાં બચ્ચાંમાંનું બીજું એક બચ્ચું લઈને તેને ઉછેરીને જુવાન સિંહ બનાવ્યો.
\q
\v 6 તે સિંહોની સાથે ફરવા લાગ્યો. તે જુવાન સિંહ બન્યો અને તે શિકાર પકડતાં શીખ્યો; માણસોનો ભક્ષ કરવા લાગ્યો.
\q
\v 7 તેણે વિધવાઓ પર બળાત્કાર કર્યા, નગરોને ખંડિયેર બનાવી દીધાં.
\q અને તેની ગર્જનાના અવાજથી દેશ તથા તેની સમૃદ્ધિ નાશ પામ્યાં.
\q
\s5
\v 8 પણ વિદેશી પ્રજાઓના લોકો આજુબાજુના પ્રાંતોમાંથી તેના પર ચઢી આવ્યા.
\q તેઓએ તેના પર જાળ નાખી. તે તેઓના ફાંદામાં સપડાઈ ગયો.
\q
\v 9 તેઓ તેને સાંકળે બાંધી પાંજરામાં પૂર્યો અને તેને બાબિલના રાજા પાસે લાવ્યા.
\q તેનો અવાજ ઇઝરાયલના પર્વતો પર સાંભળવામાં ન આવે માટે તેઓએ તેને પર્વતોના કિલ્લામાં રાખ્યો.
\q
\s5
\v 10 તારી માતા તારા જેવી સુંદર અને પાણીના ઝરા પાસે રોપેલા દ્રાક્ષના વેલા જેવી હતી.
\q પુષ્કળ પાણી મળવાથી તે ફળદ્રુપ અને ડાળીઓથી ભરપૂર હતી.
\q
\v 11 સત્તાધારીઓના રાજદંડોને લાયક તેને મજબૂત ડાળીઓ થઈ હતી.
\q તેની ડાળીઓના જથ્થાસહિત તે ઊંચી દેખાતી હતી.
\q
\s5
\v 12 પણ તે દ્રાક્ષાવેલાને ઈશ્વરના કોપને લીધે ઉખેડી નાખીને જમીનદોસ્ત કરવામાં આવ્યો, પૂર્વના પવનોએ તેનાં ફળો સૂકવી નાખ્યાં.
\q તેની સુકાઈ ગયેલી ડાળીઓ ભાંગી નાખવામાં આવી અને તે ચીમળાઈ ગઈ; તેને અગ્નિથી ભસ્મ કરવામાં આવી.
\q
\v 13 હવે તેને અરણ્યમાં સૂકા તથા નિર્જળ પ્રદેશમાં રોપવામાં આવી છે.
\q
\s5
\v 14 તેની મોટી ડાળીઓમાંથી અગ્નિ પ્રગટીને તેનાં ફળોને ભસ્મ કર્યા.
\q તેના પર મજબૂત ડાળી રહી નહિ કે તેમાંથી સત્તાધારી માટે રાજદંડ બને.' આ તો વિલાપગાન છે અને વિલાપ તરીકે તે ગવાશે."
\s5
\c 20
\p
\v 1 સાતમા વર્ષના પાંચમા મહિનાના દસમા દિવસે ઇઝરાયલના આગેવાનો યહોવાહને સલાહ પૂછવા મારી સમક્ષ આવીને બેઠા.
\p
\s5
\v 2 ત્યારે યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
\v 3 "હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલના આગેવાનોને આ પ્રમાણે કહે: ' પ્રભુ યહોવાહ આમ કહે છે: તમે મારી સલાહ પૂછવા આવો છો? હું મારા જીવના સમ ખાઈને કહું છું કે, હું તમને સલાહ નહિ આપું'" પ્રભુ યહોવાહ એવું કહે છે.
\p
\s5
\v 4 "હે મનુષ્યપુત્ર! શું તું તેઓનો ન્યાય કરશે? શું તું ન્યાય કરશે? તેઓના પિતૃઓનાં ધિક્કારપાત્ર કૃત્યો વિષે તેઓને જણાવ.
\v 5 તેઓને કહે, પ્રભુ યહોવાહ કહે છે: "જે દિવસે મેં ઇઝરાયલને પસંદ કર્યો, મેં યાકૂબના વંશજોની આગળ સમ ખાધા, હું મિસર દેશમાં તેઓની આગળ પ્રગટ થયો, જ્યારે મેં તેઓની આગળ સમ ખાધા હતા કે, 'હું યહોવાહ તમારો ઈશ્વર છું'
\v 6 તે દિવસે મેં તેઓની આગળ સમ ખાધા હતા કે, હું તેઓને મિસર દેશમાંથી બહાર કાઢીને જે દેશ મેં તેઓને માટે પસંદ કર્યો છે તેમાં લાવીશ. તે દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ છે; તે બધા દેશોનું સૌથી સુંદર ઘરેણું છે.
\p
\s5
\v 7 મેં તેઓને કહ્યું, 'તમે બધા તમારી નજરમાં જે ધિક્કારપાત્ર વસ્તુઓ છે તેઓને તથા મિસરની મૂર્તિઓને ફેંકી દો. તમારી જાતને અશુદ્ધ ન કરો; હું યહોવાહ તમારો ઈશ્વર છું.'"'
\p
\s5
\v 8 પણ તેઓએ મારી વિરુદ્ધ બંડ કર્યું, મારું વચન સાંભળવા ચાહ્યું નહિ. દરેક માણસે પોતાની નજરમાંથી ધિક્કારપાત્ર કૃત્યો ફેંકી દીધાં નહિ કે મિસરની મૂર્તિઓનો ત્યાગ કર્યો નહિ. ત્યારે મેં વિચાર્યું કે હું તેઓના પર મારો ક્રોધ રેડીને મિસર દેશમાં મારો આક્રોશ પૂરો કરીશ.
\v 9 પણ મિસર દેશમાંથી તેઓને બહાર કાઢી લાવતાં, પ્રજાઓના દેખતાં તથા જેઓ તેમની સાથે રહેતા હતા તેઓની નજરમાં તેને લાંછન લાગે એવું મેં મારા નામની ખાતર કર્યું નહિ.
\p
\s5
\v 10 આથી હું તેઓને મિસરમાંથી બહાર કાઢીને અરણ્યમાં લાવ્યો.
\v 11 ત્યારે મેં તેઓને મારા નિયમો આપ્યા અને મારી આજ્ઞાઓ જણાવી. જે માણસ તેનું પાલન કરે તે તેનાથી જીવન પામે.
\v 12 મેં તેઓને મારી અને તેઓની વચ્ચે વિશ્રામવારો ચિહ્નરૂપે આપ્યા, તેથી તેઓ જાણે કે, હું યહોવાહ તેમને પવિત્ર કરનાર ઈશ્વર છું.
\p
\s5
\v 13 પણ ઇઝરાયલી લોકોએ અરણ્યમાં પણ મારી વિરુદ્ધ બંડ કર્યું. તેઓ મારા નિયમમાં ચાલ્યા નહિ; પણ, જેનું પાલન કરવાથી માણસ જીવન પામે છે, તે મારા હુકમોનો ઇનકાર કર્યો. તેઓએ ખાસ સાબાથ્થોને અપવિત્ર કર્યાં, આથી, મેં તેઓના પર મારો રોષ ઉતારીને અરણ્યમાં જ તેઓનો સંહાર કરવાનો નિર્ણય કર્યો.
\v 14 પણ મેં મારા નામની ખાતર એવું કર્યું કે, જે પ્રજાઓના દેખતાં હું તેને મિસરમાંથી બહાર કાઢી લાવ્યો હતો તેમની નજરમાં મારું નામ અપવિત્ર ન થાય.
\p
\s5
\v 15 આથી મેં સમ ખાધા કે, મેં તેઓને જે દેશ આપવાનું નક્કી કર્યું હતું, જે દૂધ તથા મધની રેલછેલવાળો દેશ હતો અને જે સૌથી સુંદર ઘરેણા જેવો હતો, તેમાં લઈ જઈશ નહિ.
\v 16 કેમ કે, તેઓએ મારા કાનૂનનો તિરસ્કાર કર્યો, મારા વિધિઓમાં ચાલ્યા નહિ, તેઓએ મારા સાબાથ્થને અપવિત્ર કર્યો છે, પણ તેઓનાં હૃદય મૂર્તિઓ તરફ ખેંચાતાં હતાં.
\v 17 પણ મેં તેઓના પર દયા કરીને તેઓનો નાશ ન કર્યો, અરણ્યમાં તેઓનો પૂરેપૂરો સંહાર ન કર્યો.
\p
\s5
\v 18 મેં તેઓનાં દીકરાઓને તથા દીકરીઓને અરણ્યમાં કહ્યું, 'તમે તમારા પિતાઓના નિયમો પ્રમાણે ચાલશો નહિ, તેઓના હુકમોને અનુસરશો નહિ કે તેઓની મૂર્તિઓથી તમારી જાતને અશુદ્ધ કરશો નહિ.
\v 19 હું યહોવાહ તમારો ઈશ્વર છું. મારા વિધિઓ પ્રમાણે ચાલો; મારી આજ્ઞાઓ પાળો અને તેમનું પાલન કરો.
\v 20 સાબાથ્થને પવિત્ર ગણો, જેથી તે તમારી અને મારી વચ્ચે ચિહ્નરૂપ બને, જેથી તમે જાણશો કે હું યહોવાહ તમારો ઈશ્વર છું.'
\p
\s5
\v 21 પણ તેઓના દીકરાઓએ તથા દીકરીઓએ મારી વિરુદ્ધ બંડ કર્યું. તેઓ મારા નિયમો પ્રમાણે ચાલ્યા નહિ અને મારા કાનૂનોને અનુસર્યા નહિ, તેમ જ મારા કાયદાઓનું પાલન કરીને તેનો અમલ કર્યો નહિ. વળી તેઓએ મારા સાબાથ્થને અપવિત્ર કર્યા, જો કોઈ માણસ તેઓને પાળે તો તે તેઓ વડે જીવે, ત્યારે મેં તેઓ પર મારો કોપ રેડીને તેઓના પર મારો આક્રોશ પૂરો કર્યો.
\v 22 પણ મેં મારો હાથ પાછો ખેંચી લીધો, મારા નામની ખાતર એવું કર્યું, જે પ્રજાઓના દેખતાં હું તેઓને મિસરમાંથી બહાર લાવ્યો હતો તેઓની નજરમાં મારું નામ અપવિત્ર ન કર્યું.
\p
\s5
\v 23 તેઓને પ્રજાઓમાં વેરવિખેર કરી નાખવાને તથા દેશદેશ સર્વત્ર વિખેરી નાખવાને, મેં તેઓની આગળ અરણ્યમાં સમ ખાધા.
\v 24 કેમ કે તેઓએ મારા કાનૂનોનો અમલ કર્યો નથી, તેઓએ મારી આજ્ઞાઓનો અનાદર કર્યો છે, મારા સાબાથ્થોને અપવિત્ર કર્યાં છે. તેઓના પિતાઓની મૂર્તિઓની તરફ તેઓની દ્રષ્ટિ હતી.
\p
\s5
\v 25 મેં તેઓને એવા નિયમો આપ્યા કે જે સારા ન હતા, એવી આજ્ઞાઓ આપી કે જેઓ વડે તેઓ જીવે નહિ.
\v 26 તેઓએ પોતાના પ્રથમ જન્મેલાને અગ્નિમાં ચલાવ્યા, તેમ મેં તેઓને પોતાની ભેટો દ્વારા અશુદ્ધ કર્યાં. હું તેઓને ત્રાસ આપું જેથી તેઓ જાણશે કે હું યહોવાહ છું.
\p
\s5
\v 27 માટે, હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલી લોકોને કહે; 'પ્રભુ યહોવાહ એવું કહે છે કે: "તારા પૂર્વજોએ મારું અપમાન કરીને અવિશ્વાસુ રહ્યાં છે. તેઓએ આ પ્રમાણે કર્યું.
\v 28 મેં તેઓને જે દેશ આપવાના સમ ખાધા હતા તે પ્રમાણે હું તેઓને દેશમાં લાવ્યો. ત્યાં તેઓએ ઊંચા પર્વતો તથા ઘટાદાર વૃક્ષો જોયાં, તેઓએ ત્યાં બલિદાનો, સુવાસિત ધૂપ તથા પેયાર્પણો અર્પણ કરી મને ક્રોધિત કર્યો.
\v 29 મેં તેઓને કહ્યું; 'જે ઉચ્ચસ્થાને તમે અર્પણ લાવો છો તેનો હેતુ શો છે?' તેથી તેનું નામ આજ સુધી બામાહ (ઉચ્ચસ્થાન) પડ્યું છે."'
\p
\s5
\v 30 તેથી ઇઝરાયલી લોકોને કહે કે, 'પ્રભુ યહોવાહ કહે છે કે: "તમે તમારા પિતાઓની જેમ પોતાને અશુદ્ધ કેમ કરો છો? અને ગણિકાની જેમ ધિક્કારપાત્ર કાર્યો કેમ કરો છો?
\v 31 જ્યારે તમે તમારાં અર્પણો ચઢાવો છો અને તમારાં બાળકોને અગ્નિમાં થઈને ચલાવો છો, ત્યારે તમે તમારી સર્વ મૂર્તિઓથી આજ સુધી પોતાને અશુદ્ધ કરો છો. તેમ છતાં હે ઇઝરાયલી લોકો, શું હું તમારા પ્રશ્નોના ઉત્તર આપું? હું મારા જીવના સમ ખાઈને કહું છું, હું તમારી પ્રશ્નોના ઉત્તર આપનાર નથી.
\v 32 તમે કહો છો, અમે બીજી પ્રજાઓની જેમ, બીજા દેશોના કુળોની જેમ, લાકડાના તથા પથ્થરના દેવોની પૂજા કરીશું જે વિચાર તમારા મનમાં આવે છે તે સફળ થશે નહિ.
\p
\s5
\v 33 પ્રભુ યહોવાહ કહે છે કે, "'"હું મારા જીવના સમ ખાઈને કહું છું કે, "'"હું મારો હાથ લંબાવીને અને મારા પરાક્રમી હાથ વડે, કોપ રેડીને તમારા પર શાસન ચલાવીશ.
\v 34 તમે જે પ્રજાઓમાં વિખેરાઈ ગયા છો ત્યાંથી હું તમારા પર મારો ક્રોધ રેડીને તથા મારા પરાક્રમી હાથ વડે બહાર લાવીને ભેગા કરીશ.
\v 35 હું તમને વિદેશી પ્રજાઓના અરણ્યમાં લાવીશ અને હું ત્યાં મોઢામોઢ તમારો વાદ કરીશ.
\p
\s5
\v 36 જેમ મેં મિસરના અરણ્યમાં તમારા પૂર્વજોનો વાદ કર્યો, તેમ હું તમારી સાથે વાદ કરીશ પ્રભુ યહોવાહ આમ કહે છે.
\v 37 "'"હું તમને મારી લાકડી નીચેથી પસાર કરીશ અને હું તમને મારા કરારના બંધનમાં લાવીશ.
\v 38 હું મારી વિરુદ્ધ બંડ કરનારાને તથા મારી વિરુદ્ધ અપરાધ કરનારાઓને અલગ કરીશ અને હું તમારામાંથી તેઓને જુદા કરીશ જ્યાં તેઓ બંદીવાન છે તે દેશોમાંથી હું તેઓને બહાર લાવીશ, પણ તેઓ ઇઝરાયલ દેશમાં પ્રવેશ કરશે નહિ. ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું."'"
\p
\s5
\v 39 હવે, હે ઇઝરાયલના લોકો, પ્રભુ યહોવાહ આમ કહે છે: "જાઓ, તમે સર્વ પોતપોતાની મૂર્તિઓની પૂજા કરો. જો તમે મારું સાંભળવાનો ઇનકાર કરો છો તો તમે મૂર્તિઓની પૂજા કરવાનું ચાલુ રાખો, પણ તમે તમારી મૂર્તિઓથી તથા ભેટોથી મારા પવિત્ર નામને અશુદ્ધ કરશો નહિ.
\p
\s5
\v 40 પ્રભુ યહોવાહ આમ કહે છે કે, "મારા પવિત્ર પર્વત પર, ઇઝરાયલના પવિત્ર પર્વત પર, સર્વ ઇઝરાયલી લોકો મારી સેવા કરશે. ત્યાં હું તેમનો સ્વીકાર કરીશ, તમારાં અર્પણો, તમારી ખંડણી તરીકેનાં પ્રથમફળો તમારી પવિત્ર વસ્તુઓ સહિત માગીશ.
\v 41 હું તમને બીજી પ્રજાઓમાંથી બહાર લાવીશ, તમે જે દેશોમાં વિખેરાઈ ગયા હતા ત્યાંથી હું તમને ભેગા કરીશ, ત્યારે હું તમને સુવાસિત ધૂપની જેમ સ્વીકારીશ. સર્વ પ્રજાઓના દેખતાં હું તમારી મધ્યે પવિત્ર મનાઈશ.
\p
\s5
\v 42 હું તમને ઇઝરાયલના દેશમાં એટલે જે દેશ તમારા પિતૃઓને આપવાના મેં સમ ખાધા હતા તે દેશમાં હું તમને લાવીશ. ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.
\v 43 ત્યાં તમને પોતાના આચરણ તથા જે દુષ્ટ કૃત્યો કરીને તમે પોતાને ભ્રષ્ટ કર્યા છે તે યાદ આવશે, તમે જે દુષ્ટ કૃત્યો કર્યાં છે તેને લીધે તમે પોતાની નજરમાં પોતાને ધિક્કારશો.
\v 44 પ્રભુ યહોવાહ કહે છે કે, હે ઇઝરાયલી લોકો, તમારાં આચરણ તથા તમારાં દુષ્ટ કૃત્યો પ્રમાણે, હું મારા નામની ખાતર તમારી સાથે આવું નહિ કરું!'" ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.
\p
\s5
\v 45 પછી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
\v 46 હે મનુષ્યપુત્ર, તું તારું મુખ દક્ષિણ તરફ ફેરવીને દક્ષિણ તરફ બોલ; નેગેબના જંગલ વિરુદ્ધ ભવિષ્ય વાણી કર.
\v 47 નેગેબના જંગલને કહે કે; 'યહોવાહની વાણી સાંભળ; પ્રભુ યહોવાહ આમ કહે છે; જુઓ, હું તારી મધ્યે અગ્નિ સળગાવીશ, તે તારાં દરેક લીલાં વૃક્ષને તેમ જ સૂકાં વૃક્ષને ભસ્મ કરી જશે. અગ્નિની જ્વાળા હોલવાશે નહિ. તે દક્ષિણથી ઉત્તર સુધીના સર્વ મુખો બળી જશે.
\p
\s5
\v 48 ત્યારે બધા માણસો જાણશે કે અગ્નિ સળગાવનાર યહોવાહ હું છું અને તે હોલવી શકાશે નહિ.'"
\v 49 પછી મેં કહ્યું, "અરે! પ્રભુ યહોવાહ, તેઓ મારા વિષે કહે છે કે, 'શું તે દ્રષ્ટાંતો બોલનારો નથી?'"
\s5
\c 21
\p
\v 1 યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
\v 2 "હે મનુષ્યપુત્ર, તારું મુખ યરુશાલેમ તરફ ફેરવ, પવિત્રસ્થાન સામે બોલ; ઇઝરાયલ દેશ વિરુદ્ધ ભવિષ્યવાણી કર.
\v 3 ઇઝરાયલ દેશને કહે, યહોવાહ આમ કહે છે: જુઓ, હું તારી વિરુદ્ધ છું. હું મારી તરવાર મ્યાનમાંથી ખેંચીને તમારામાંથી ન્યાયી માણસોનો તથા દુષ્ટોનો સંહાર કરીશ.
\p
\s5
\v 4 તમારામાંથી ન્યાયી માણસોનો તથા દુષ્ટોનો સંહાર કરવા માટે મારી તરવાર મ્યાનમાંથી બહાર નીકળીને દક્ષિણથી તે ઉત્તર સુધી સર્વ માણસો ઉપર ધસી આવશે.
\v 5 ત્યારે સર્વ માણસો જાણશે કે મેં યહોવાહે મ્યાનમાંથી મારી તલવાર ખેંચી છે. તે કદી પાછી જશે નહિ!'
\p
\s5
\v 6 હે મનુષ્યપુત્ર, નિસાસા નાખ તારી કમર ભાંગવાથી તથા દુ:ખથી તેઓનાં દેખતાં નિસાસા નાખ.
\v 7 જ્યારે તેઓ તને પૂછે કે, 'તું શા માટે નિસાસા નાખે છે?' ત્યારે તારે કહેવું, 'જે આવે છે તેના સમાચારને લીધે એમ થશે કે, ત્યારે દરેક હૃદય ભાંગી પડશે અને સર્વ હાથ કમજોર થઈ જશે. દરેક નિર્બળ થઈ જશે, દરેક ઘૂંટણ પાણી જેવાં ઢીલાં થઈ જશે. જુઓ! પ્રભુ યહોવાહ આમ કહે છે, તે આવે છે અને તે પ્રમાણે કરવામાં આવશે"
\p
\s5
\v 8 ત્યારે યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
\v 9 હે મનુષ્યપુત્ર, ભવિષ્યવાણી કરીને કહે, પ્રભુ આમ કહે છે,
\q હે તલવાર, હે તલવાર, હા, તને ધારદાર તથા ચમકતી બનાવવામાં આવી છે.
\q
\s5
\v 10 મોટો સંહાર કરવા માટે તને ધારદાર બનાવેલી છે. વીજળીની જેમ ચમકારા મારે માટે તેને ધારદાર બનાવી છે.
\q મારા દીકરાના રાજદંડમાં શું આપણે આનંદ મનાવીશું? આવનાર તલવાર દરેક રાજદંડને તુચ્છકારે છે.
\q
\v 11 તેનો ઉપયોગ કરવા માટે તલવાર ચકચકતી બનાવી છે.
\q સંહારકના હાથમાં સોંપવા માટે તેને ધારદાર તથા ચકચકતી બનાવી છે.
\q
\s5
\v 12 હે મનુષ્યપુત્ર, પોક મૂક તથા વિલાપ કર, કેમ કે તલવાર મારા લોકો પર આવી પડી છે. તે ઇઝરાયલના સર્વ આગેવાનો પર આવી પડી છે
\q જેઓને તલવારને સ્વાધીન કરવામાં આવ્યા છે તેઓ મારા લોકો છે, તેથી દુઃખમાં તારી જાંઘો પર થબડાકો માર.
\q
\v 13 કેમ કે આ તો કસોટી છે, પ્રભુ યહોવાહ કહે છે રાજદંડનો અંત આવશે તો શું?'
\q
\s5
\v 14 હે મનુષ્ય પુત્ર, ભવિષ્યવાણી કરીને તારા હાથથી તાળીઓ પાડ, પ્રાણઘાતક ઘા કરનારી તલવારને ત્રણ ઘણી તેજ કર.
\q એ તો કતલ કરનારી તલવાર છે, ચારેબાજુ ઘા કરનાર તલવારથી ઘણાંઓની કતલ થાય છે .
\q
\s5
\v 15 તેઓનાં હૃદય પીગળાવવા તથા તેઓનાં લથડિયાં વધી જાય માટે, મેં તેઓના દરવાજા સામે તલવાર મૂકી છે. અરે, તેને વીજળી જેવી કરે છે અને સંહાર કરવાને સજ્જ છે.
\q
\v 16 હે તલવાર, તું તારી ડાબી બાજુ તથા તારી જમણી બાજુ સંહાર કર. જે બાજુ તારું મુખ રાખેલું હોય તે બાજુ જા.
\q
\v 17 હું પણ મારા હાથથી તાળી પાડીશ અને મારા ક્રોધને શાંત પાડીશ, હું યહોવાહ આ બોલ્યો છું."
\p
\s5
\v 18 ફરીથી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
\v 19 " હવે, હે મનુષ્યપુત્ર, બાબિલના રાજાની તલવાર આવવાને બે માર્ગ ઠરાવ. તે બન્ને એક જ દેશમાંથી નીકળે, માર્ગના મુખ્ય નગરમાં જવાના માર્ગમાં નિશાન મૂક.
\v 20 આમ્મોનીઓના નગર રાબ્બાહમાં બાબિલીઓના સૈન્યને આવવાનો એક માર્ગ બનાવ. બીજો માર્ગ યહૂદિયામાં એટલે કોટવાળા યરુશાલેમમાં આવવાનો માર્ગ બનાવ.
\p
\s5
\v 21 કેમ કે બાબિલનો રાજા જ્યાં રસ્તો ફંટાય છે ત્યાં બે માર્ગના મથક આગળ શકુન જાણવા ઊભો છે. તે આમતેમ તીર હલાવે છે અને મૂર્તિઓની સલાહ લે છે. તે ઘરમૂર્તિઓનું અવલોકન કરે છે.
\q
\v 22 તેના જમણા હાથમાં યરુશાલેમ સંબંધી શકુન આવ્યા હતા, ત્યાં કિલ્લો તોડવાનાં યંત્રો ગોઠવવા, હત્યાનો હુકમ કરવા મુખ ઉઘાડવાં.
\q મોટે ઘાંટે હોકારો પાડવા, દરવાજા તોડવાના યંત્રો ગોઠવવા, મોરચા ઉઠાવવા, કિલ્લાઓ બાંધવા!
\q
\v 23 બાબિલીઓએ યરુશાલેમની સંબંધી શકુન આવ્યા હતા આગળ સમ ખાધા છે તે તેમની નજરમાં વ્યર્થ શકુન જેવા લાગશે,
\q પણ રાજા તેઓને સપડાવવા સારુ તેઓનો અન્યાય સ્મરણમાં લાવશે.
\q
\s5
\v 24 તેથી પ્રભુ યહોવાહ કહે છે કે, કેમ કે તમે તમારાં પાપ મારા સ્મરણમાં લાવ્યા છો,
\q તમારા ઉલ્લંઘનો પ્રગટ કરવામાં આવ્યા છે. તારા એકેએક કાર્યમાં તારા પાપ પ્રગટ થાય છે.
\q તમે યાદ આવ્યા છો, તે માટે તમે તમારા દુશ્મનોના હાથથી પકડાશો.
\q
\s5
\v 25 હે ઇઝરાયલના અપવિત્ર અને દુષ્ટ સરદાર, તારી શિક્ષાનો અંતિમ દિવસ આવી પહોંચ્યો છે, અન્યાય કરવાના સમયનો અંત આવ્યો છે.
\v 26 પ્રભુ યહોવાહ કહે છે: તારી પાઘડી કાઢી નાખ અને મુગટ ઉતાર. હવે અગાઉના જેવી સ્થિતિ રહેવાની નથી. જે નીચે છે તે ઊંચે જશે અને જે ઊંચે છે તેને નીચે પાડવામાં આવશે.
\v 27 હું બધાનો વિનાશ કરીશ. વિનાશ, વિનાશ, પણ આ નગરીને સજા કરવા માટે જે માણસ નક્કી થયો છે તે આવે નહિ ત્યાં સુધી આ બનવાનું નથી. હું તે સર્વ તેને આપીશ."
\p
\s5
\v 28 હે મનુષ્યપુત્ર, ભવિષ્યવાણી કરીને કહે કે, આમ્મોનીઓ વિષે તથા તેઓએ મારેલાં મહેણા વિષે પ્રભુ યહોવાહ આમ કહે છે, તલવાર, તલવાર ઘાત કરવાને તાણેલી છે, તે કતલ કરીને નાશ કરે માટે તેને ધારદાર બનાવી છે, જેથી તે વીજળીની જેમ ચમકે છે.
\v 29 જે દુષ્ટોને પ્રાણઘાતક ઘા વાગેલા છે, જેઓની શિક્ષાનો સમય તથા અન્યાયનો સમય પાસે આવી પહોંચ્યો છે તેઓની ગરદન પર નાખવાને તેઓ વ્યર્થ સંદર્શનો કહે છે તથા જૂઠા શકુન જુએ છે.
\p
\s5
\v 30 પછી તલવારને મ્યાનમાં મૂક. તારી ઉત્પત્તિની જગાએ, જન્મભૂમિમાં, હું તારો ન્યાય કરીશ.
\v 31 હું મારો કોપ તારા પર રેડીશ,મારો કોપરૂપી અગ્નિ હું તમારા પર ફૂંકીશ. સંહાર કરવામાં કુશળ તથા પશુવત માણસોના હાથમાં હું તને સોંપી દઈશ.
\p
\s5
\v 32 તું અગ્નિમાં બળવાનું બળતણ થશે. તારું લોહી તારા દેશમાં રેડાશે. તને યાદ કરવામાં આવશે નહિ, કેમ કે હું યહોવાહ આ બોલ્યો છું!'"
\s5
\c 22
\p
\v 1 યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
\v 2 "હે મનુષ્યપુત્ર, શું તું ન્યાય કરશે? શું ખૂની નગરનો ન્યાય કરશે? તેને તેના ધિક્કારપાત્ર કૃત્યો જણાવ.
\v 3 તારે કહેવું કે, ' પ્રભુ યહોવાહ આમ કહે છે: હે પોતાનો કાળ લાવવા સારુ પોતાની મધ્યે લોહી વહેવડાવનાર, પોતાને અશુદ્ધ કરવા મૂર્તિઓ બનાવનાર નગર!
\p
\s5
\v 4 જે લોહી તેં વહેવડાવ્યું છે તેથી તું દોષિત થયું છે, તારી જ બનાવેલી મૂર્તિઓથી તું અશુદ્ધ થયું છે. તું તારો કાળ નજીક લાવ્યું છે અને તારા વર્ષનો અંત આવી પહોંચ્યો છે. તેથી જ મેં તને બધી પ્રજાઓની નજરમાં મહેણારૂપ તથા બધા દેશોના આગળ હાંસીપાત્ર બનાવ્યું છે.
\p
\v 5 હે અશુદ્ધ નગર, હે આબરૂહીન તથા સંપૂર્ણ ગૂંચવણભર્યા નગર, તારાથી દૂરના તથા નજીકના તારી હાંસી ઉડાવશે.
\p
\s5
\v 6 જો, ઇઝરાયલના સરદારો પોતાના બળથી લોહી વહેવડાવાને તારી અંદર આવે છે.
\v 7 તેઓએ તારા માતાપિતાનું આદર કર્યું નથી, તારી મધ્યે વિદેશીઓને સુરક્ષા માટે નાણાં આપવા પડે છે. તેઓ અનાથો તથા વિધવાઓ ઉપર ત્રાસ ગુજારે છે.
\v 8 તું મારી પવિત્ર વસ્તુઓને ધિક્કારે છે. અને મારા વિશ્રામવારોને અપવિત્ર કર્યાં છે.
\v 9 તારી મધ્યે ચાડિયા લોહી વહેવડાવનારા થયા છે, તેઓ પર્વત પર ખાય છે. તેઓ તારી મધ્યે જાતીય પાપો આચરે છે.
\p
\s5
\v 10 તારી અંદર તેઓએ પોતાના પિતાઓની આબરૂ ઉઘાડી કરી છે. સ્ત્રીની અશુદ્ધતા સમયે તેઓએ તે અશુદ્ધ સ્ત્રી સાથે બળાત્કાર કર્યો છે.
\v 11 માણસોએ પોતાના પડોશીની પત્નીઓ સાથે ધિક્કારપાત્ર કૃત્યો કર્યાં છે, તેઓએ લંપટતાથી પોતાની પૂત્રવધુને ભ્રષ્ટ કરી છે; ત્રીજાએ પોતાની બહેન સાથે એટલે કે પોતાના બાપની દીકરી સાથે બળાત્કાર કર્યો છે.
\v 12 તારી મધ્યે લોકોએ લાંચ લઈને લોહી વહેવડાવ્યું છે. તેં તેઓની પાસેથી વ્યાજ તથા નફો લીધા છે, તેં જુલમ કરીને તારા પડોશીને નુકસાન કર્યું છે, મને તું ભૂલી ગયું છે." આમ પ્રભુ યહોવાહ કહે છે.
\p
\s5
\v 13 "તે માટે જો, અપ્રામાણિક લાભ તેં મેળવ્યો છે તથા તારી મધ્યે લોહી વહેવડાવ્યું છે, તેથી મેં મારો હાથ પછાડ્યો છે.
\v 14 હું તારી ખબર લઈશ ત્યારે તારું હૃદય દ્રઢ રહેશે? તારા હાથ મજબૂત રહેશે? કેમ કે હું યહોવાહ તે બોલ્યો છું અને હું તે કરીશ.
\v 15 હું તને બીજી પ્રજાઓમાં વેરવિખેર કરી નાખીશ અને દેશેદેશ તારું વિતરણ કરીશ. હું તારી મલિનતા તારામાંથી દૂર કરીશ.
\v 16 બીજી પ્રજાઓ આગળ તું અપમાનિત થશે અને ત્યારે તું જાણશે કે હું યહોવાહ છું!"
\p
\s5
\v 17 પછી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
\v 18 "હે મનુષ્ય પુત્ર, ઇઝરાયલી લોકો મારે માટે નકામા કચરા જેવા છે. તેઓ ભઠ્ઠીમાં રહેલા પિત્તળ, કલાઈ, લોખંડ તથા સીસા જેવા છે. તેઓ તારી ભઠ્ઠીમાં ચાંદીના કચરા જેવા છે.
\v 19 આથી પ્રભુ યહોવાહ કહે છે કે, ' કેમ કે તમે બધા નકામા કચરા જેવા છો, માટે જુઓ, હું તમને યરુશાલેમમાં ભેગા કરીશ.
\p
\s5
\v 20 જેમ લોકો ચાંદી, પિત્તળ, લોખંડ, સીસા તથા કલાઈને ભેગા કરીને ભઠ્ઠીમાં નાખીને અગ્નિ સળગાવીને ગાળે છે, તેવી જ રીતે હું તમને મારા રોષમાં તથા ક્રોધમાં ભેગા કરીને ભઠ્ઠીમાં નાખીને ઓગાળીશ.
\v 21 હું તમને ભેગા કરીશ અને મારો ક્રોધરૂપી અગ્નિ તમારા પર ફૂંકીશ, જેથી તમે મારા રોષની ભઠ્ઠીમાં ઓગળી જશો.
\v 22 જેમ ચાંદી ભઠ્ઠીમાં ઓગળી જાય છે, તેમ તમને તેમાં પિગળાવવામાં આવશે, ત્યારે તમે જાણશો કે મેં યહોવાહે મારો રોષ તમારા પર રેડ્યો છે!'"
\p
\s5
\v 23 ફરીથી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
\v 24 "હે મનુષ્યપુત્ર, તેને કહે: 'તું તો એક અશુદ્ધ દેશ છે. કે જેના પર કોપના દિવસે કદી વરસાદ વરસ્યો નથી.
\v 25 શિકાર ફાડી ખાનાર ગર્જના કરતા સિંહની જેમ તારા પ્રબોધકો એ તારી વિરુદ્ધ ષડ્યંત્ર રચ્યું છે, તેઓએ ઘણા જીવોને ફાડી ખાધા છે અને તેઓએ કિંમતી દ્રવ્ય લઈ લીધું છે. તેઓ બળજબરીથી ખજાનો અને સંપત્તિ પડાવી લે છે. તેઓએ તેમાં વિધવાઓની સંખ્યા વધારી છે.
\p
\s5
\v 26 તેના યાજકોએ મારા નિયમશાસ્ત્રનો ભંગ કર્યો છે, તેઓએ મારી અર્પિત વસ્તુઓને ભ્રષ્ટ કરી છે. તેઓએ અર્પિત વસ્તુ તથા અપવિત્ર વસ્તુ વચ્ચે તફાવત રાખ્યો નથી. તેઓ શુદ્ધ અને અશુદ્ધ વચ્ચેનો ભેદ શીખવતા નથી. તેઓ મારા વિશ્રામવાર તરફ નજર કરતા નથી તેથી હું તેઓની વચ્ચે અપવિત્ર થયો છું.
\v 27 તેના અમલદારો શિકાર ફાડીને લોહી વહેવડાવનાર વરુઓ જેવા છે; તેઓ હિંસાથી લોકોને મારી નાખીને અપ્રામાણિક લાભ મેળવનારા છે.
\v 28 તેઓ કહે છે, યહોવાહ બોલ્યા ન હોય તોપણ "યહોવાહ બોલ્યા છે" એમ કહીને વ્યર્થ સંદર્શનો કહીને તથા જૂઠા શકુન જોઈને તેઓના પ્રબોધકોએ તેઓને ચૂનાનો લપેડો કર્યો છે.
\p
\s5
\v 29 દેશના લોકોએ જુલમ ગુજાર્યો છે અને લૂંટ કરી છે, તેઓએ ગરીબો તથા જરૂરતમંદો સાથે દુર્વ્યવહાર કર્યો છે, વિદેશીઓને ન્યાયથી વંચિત રાખીને તેઓની સાથે જુલમ કર્યો છે.
\p
\s5
\v 30 મેં એવો માણસ શોધ્યો છે જે આડરૂપ થઈને મારી તથા દેશની વચ્ચે બાકોરામાં ઊભો રહીને મને તેનો નાશ કરતા રોકે, પણ મને એવો એકે માણસ મળ્યો નહિ.
\v 31 આથી હું મારો ક્રોધ તેઓ પર રેડી દઈશ! હું મારા ક્રોધરૂપી અગ્નિથી તમને બાળીને ભસ્મ કરીશ. તેમણે તેઓએ કરેલાં સર્વ આચરણોનું હું તેઓને ફળ આપીશ.' એવું પ્રભુ યહોવાહ કહે છે."
\s5
\c 23
\p
\v 1 યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
\v 2 હે મનુષ્યપુત્ર, બે સ્ત્રીઓ, એક જ માતાની દીકરીઓ હતી.
\v 3 તેઓએ મિસરમાં પોતાની જુવાનીમાં વ્યભિચાર કર્યો. તેઓએ ત્યાં વ્યભિચાર કર્યો. ત્યાં તેઓના સ્તન દાબવામાં આવ્યા, અને ત્યાં તેઓની કુંવારી અવસ્થાની ડીટડીઓ છોલાઈ.
\v 4 તેઓમાંની મોટી બહેનનું નામ ઓહોલા હતું અને નાની બહેનનું નામ ઓહોલિબા હતું. તેઓ બન્ને મારી થઈ અને તેઓને દીકરાઓ તથા દીકરીઓ થયાં. તેઓનાં નામોના અર્થ આ છે: ઓહોલાનો અર્થ સમરૂન અને ઓહોલિબાનો અર્થ યરુશાલેમ છે.
\p
\s5
\v 5 "ઓહોલા મારી હતી, છતાં તેણે ગણિકાવૃત્તિ ચાલુ રાખી. તે પોતાના પ્રેમીઓ, એટલે આશૂરના યોદ્ધાઓ ઉપર મોહી પડી હતી.
\v 6 તેઓ જાંબુડિયા રંગના વસ્ત્ર પહેરનારા સૂબાઓ તથા અમલદારો હતા. જેઓ મજબૂત અને ખૂબસૂરત હતા, તેમાંના બધા ઘોડેસવારો હતા.
\v 7 તેણે તેઓને એટલે આશૂરના માણસોને પોતાની જાતને ગણિકા તરીકે સોંપી દીધી, જે સર્વ વડે તે વિલાસી થઈ હતી. તેઓ આશૂરના સર્વોત્તમ દિલપસંદ પુરુષો હતા. તેણે તેઓની મૂર્તિઓ વડે પોતાને અશુદ્ધ કરી.
\p
\s5
\v 8 જ્યારે તે મિસરમાંથી નીકળી ત્યારે પણ તેણે પોતાની ગણિકાવૃતિ છોડી નહિ, જ્યારે તે નાની હતી ત્યારે માણસોએ તેની સાથે સૂઈને તેની કુંવારી અવસ્થાની ડીટડીઓ છોલી નાખી, તેઓએ તેની સાથે વ્યભિચાર કરવાનું ચાલુ રાખ્યું.
\v 9 તેથી મેં તેને તેના પ્રેમીઓના હાથમાં, એટલે આશૂરીઓના માણસો જેના માટે તે વિલાસી હતી, તેઓના હાથમાં સોંપી દીધી.
\v 10 તેઓએ તેની નિર્વસ્ત્રતા ઉઘાડી કરી. તેઓએ તેના દીકરાઓ તથા દીકરીઓ લઈ લીધાં, તેઓએ તેને તલવારથી મારી નાખી, તે બીજી સ્ત્રીઓમાં શરમરૂપ થઈ ગઈ, કેમ કે તેઓએ તેનો ન્યાય કરીને તેને શિક્ષા કરી.
\p
\s5
\v 11 તેની બહેન ઓહલિબાએ આ બધું જોયું, તેમ છતાં તે પોતાના વિલાસીપણામાં વધુ ભ્રષ્ટ થઈ અને પોતાની બહેન કરતાં વધુ ગણિકાવૃત્તિ કરી.
\v 12 તે આશ્શૂરીઓ કે જેઓ સૂબા તથા રાજ્યપાલ હતા, જેઓ ભભકાદાર પોશાક પહેરનારા તથા ઘોડેસવારો હતા. તેમાંના બધા ખૂબસૂરત તથા મજબૂત હતા તેમના પર મોહિત થઈ.
\v 13 મેં જોયું કે તેણે પોતાની જાતને અશુદ્ધ કરી છે. તે બન્ને બહેનોનો એક જ માર્ગ હતો.
\p
\s5
\v 14 તેણે પોતાની ગણિકાવૃત્તિ વધારી. તેણે દીવાલ પર કોતરેલા માણસો, એટલે લાલ રંગથી કોતરેલી ખાલદીઓની પ્રતિમા જોઈ,
\v 15 તેઓએ કમરે કમરબંધ બાંધેલા હતા અને માથે સુંદર સાફા બાંધેલા હતા. તેઓમાંના બધા દેખાવમાં રાજ્યઅમલદારો જેવા લાગતા હતા. તેઓની જન્મભૂમિ ખાલદી દેશ છે, તે બાબિલના વતની જેવા લાગતા હતા.
\p
\s5
\v 16 તેણે જેમ તેઓને જોયા કે તરત જ તેઓની આશક થઈ, તેથી તેણે તેઓની પાસે ખાલદી દેશમાં સંદેશાવાહકો મોકલ્યા.
\v 17 ત્યારે બાબિલવાસીઓ આવ્યા અને તે સ્ત્રીને લઈને પથારીમાં સૂઈ ગયા, તેઓએ તેની સાથે વ્યભિચાર કરીને તેને ભ્રષ્ટ કરી, પછી તેનું મન તેઓના પરથી ઊઠી ગયું.
\q
\s5
\v 18 તેણે ખુલ્લી રીતે વ્યભિચાર કર્યો અને પોતાને ઉઘાડી કરી,
\q જેમ મારું મન તેની બહેન પરથી પણ ઊઠી ગયું હતું, તેમ મારું મન તેના પરથી ઊઠી ગયું.
\q
\v 19 પછી તેણે મિસર દેશમાં પોતાની જુવાનીમાં વ્યભિચાર કર્યો હતો,
\q તે દિવસો યાદ કરીને તેણે પુષ્કળ વ્યભિચાર કર્યો.
\q
\s5
\v 20 તે પોતાના પ્રેમીઓ માટે પ્રેમીકા હતી,
\q જેઓની ઈંદ્રિયો ગધેડાની ઈંદ્રિયો જેવી હતી અને જેઓનું બીજ ઘોડાના બીજ જેવું હતું.
\q
\v 21 જ્યારે મિસરવાસીઓથી તેની ડીટડીઓ છોલાઈ
\q ત્યારે તેણે પોતાની જુવાનીનાં લંપટતાના કાર્યો યાદ કરીને ફરીથી શરમજનક કાર્ય કર્યું,
\q
\s5
\v 22 માટે, ઓહોલિબા, પ્રભુ યહોવાહ આમ કહે છે: 'જો, હું તારા પ્રેમીઓને તારી વિરુદ્ધ કરીશ.
\q જેઓના પરથી તારું મન ઊઠી ગયું છે, તેઓને હું ચારેબાજુથી તારી વિરુદ્ધ લાવીશ.
\q
\v 23 એટલે હું બધા બાબિલવાસીઓને તથા બધા ખાલદીવાસીઓને પકોદને, શોઆને તથા કોઆને તેમ જ બધા આશૂરવાસીઓને,
\q બધા ખૂબસૂરત જુવાનોને, અમલદારોને તથા અધિકારીઓને, ઘોડેસવારોને તથા મંત્રીઓને ભેગા કરીશ.
\q
\s5
\v 24 તેઓ તારી વિરુદ્ધ હથિયારો, રથો તથા ગાડાઓ, અને લોકોનાં મોટાં ટોળાં સહિત આવશે.
\q તેઓ મોટી ઢાલો, નાની ઢાલો તથા ટોપો પહેરીને તારી સામે આવીને તને ચારેબાજુથી ઘેરી લેશે.
\q હું તેઓને તને શિક્ષા કરવાની તક આપીશ અને તેઓ પોતાનાં કાર્યોથી તને શિક્ષા કરશે.
\v 25 કેમ કે હું તારા પર મારો કોપ રેડી દઈશ, તેઓ ગુસ્સાથી તારી સાથે વર્તશે, તેઓ તારા નાક તથા કાન કાપી નાખશે, તારા બચેલા તલવારથી નાશ પામશે! તેઓ તારા દીકરા દીકરીઓને લઈ લેશે, જેથી તારા વંશજો અગ્નિથી ભસ્મ થઈ જશે.
\p
\s5
\v 26 તેઓ તારાં વસ્ત્રો ઉતારી લેશે અને તારાં આભૂષણો તારી પાસેથી લઈ લેશે!
\v 27 હું તારામાંથી તારા શરમજનક કાર્યોનો અને મિસર દેશમાં કરેલાં વ્યભિચારનો અંત લાવીશ. જેથી તું તારી નજર તેઓના તરફ ઉઠાવશે નહિ અને મિસરને સ્મરણમાં લાવશે નહિ.'
\p
\s5
\v 28 કેમ કે પ્રભુ યહોવાહ કહે છે: 'જો, જે લોકોને તું ધિક્કારે છે અને જેઓના પરથી તારું મન ઊઠી ગયું છે તેઓના હાથમાં હું તને સોંપી દઈશ.
\v 29 તેઓ તને ધિક્કારશે; તેઓ તારી બધી સંપત્તિ લઈ લેશે અને તને ઉઘાડી કરી મૂકશે. તારા વ્યભિચારની ભ્રષ્ટતા એટલે તારાં શરમજનક કાર્યો તથા તારો વ્યભિચાર ઉઘાડાં થશે.
\p
\s5
\v 30 તેં ગણિકા જેવું કાર્ય કર્યું છે, પ્રજાઓની પાછળ જઈને તેમની પ્રેમીકા થઈ છે અને તેઓની મૂર્તિઓથી તેં પોતાને અપવિત્ર કરી છે, માટે આ સર્વ દુઃખો તારા પર લાવવામાં આવશે.
\v 31 તું તારી બહેનને પગલે ચાલી છે, તેથી હું તેની શિક્ષાનો પ્યાલો તારા હાથમાં આપીશ.'
\q
\s5
\v 32 પ્રભુ યહોવાહ આમ કહે છે: 'તું તારી બહેનનો પ્યાલો પીશે, તે ઊંડો અને મોટો છે;
\q તું હાંસીપાત્ર થશે અને તું મજાકનો વિષય બનશે- તે પ્યાલામાં ઘણું સમાય છે.
\q
\s5
\v 33 તું ભયાનક તથા વિનાશના પ્યાલાથી, એટલે નશાથી તથા ચિંતાથી ભરાઈ જશે.
\q આ તારી બહેન સમરૂનનો પ્યાલો છે!
\q
\v 34 તું પીશે અને તેને ખાલી કરી નાખશે; પછી તું તેને ભાંગી નાખશે અને તારાં સ્તનને કાપીને ટુકડા કરી નાખશે.
\p
\s5
\v 35 માટે, પ્રભુ યહોવાહ આમ કહે છે: 'કેમ કે તું મને ભૂલી ગઈ છે અને મને તારી પીઠ પાછળ ફેંકી દીધો છે, તેથી તું તારી લંપટતા અને વ્યભિચારની શિક્ષા સહન કરશે."
\p
\s5
\v 36 યહોવાહે મને કહ્યું, "હે મનુષ્યપુત્ર, શું તું ઓહલાહ અને ઓહોલિબાનો ન્યાય કરશે? તો તેઓએ જે ધિક્કારપાત્ર કૃત્યો કર્યાં છે તે તેઓને જણાવ.
\v 37 તેઓએ વ્યભિચાર કર્યો છે, તેઓના હાથમાં લોહી છે. તેઓએ મૂર્તિઓ સાથે વ્યભિચાર કર્યો છે, તેઓએ મારાથી તેઓને થયેલા દીકરાઓને અગ્નિમાં ભસ્મ થવા સારુ સોંપ્યા છે.
\p
\s5
\v 38 વળી તેઓએ સતત મારી સાથે આ કર્યું છે; તેઓએ મારા પવિત્રસ્થાનને અપવિત્ર કર્યું છે, તે જ દિવસે તેઓએ મારા વિશ્રામવારોને અશુદ્ધ કર્યા છે.
\v 39 કેમ કે તેઓએ પોતાનાં બાળકો મૂર્તિઓને ચઢાવ્યાં પછી તે જ દિવસે તેઓ મારા સભાસ્થાનને અશુદ્ધ કરવા આવ્યા જુઓ, તેઓએ મારા સભાસ્થાનની વચ્ચે જે કર્યું છે તે આ છે.
\p
\s5
\v 40 વળી તમે સંદેશાવાહકો મોકલીને દૂર દૂરથી માણસોને બોલાવ્યા- હવે જુઓ,! તેઓ આવ્યા, તેઓને માટે તેં સ્નાન કર્યું, આંખોમાં કાજળ લગાવ્યું અને ઘરેણાંથી પોતાને સુશોભિત કરી.
\v 41 અને તું સુંદર ભભકાદાર પલંગ પર બેઠી અને તેની આગળ મેજ બિછાવી. પછી તેં તેના પર ધૂપ તથા મારુ તેલ મૂક્યું.
\p
\s5
\v 42 તમારા ઓરડામાંથી મોટી ઉજાણીના અવાજો સંભળાતા હતા. અને અરણ્યમાંથી નશાથી ચૂર લોકોને લાવવામાં આવ્યા હતા. તેઓએ તેમના બંનેના હાથોમાં બંગડીઓ પહેરાવી હતી અને તેઓના માથે સુંદર મુગટો પહેરાવ્યા હતા.
\p
\s5
\v 43 ત્યારે જે વ્યભિચાર કરીને વૃદ્ધ થઈ ગઈ હતી તેને વિષે મેં વિચાર કર્યો, 'હવે તેઓ તેની સાથે વ્યભિચાર કરશે, હા તેઓ તેની સાથે વ્યભિચાર કરશે.'
\v 44 જેમ લોકો વેશ્યા પાસે જાય છે તેમ તેઓ તેની પાસે ગયા, આ રીતે તેઓએ તે ગણિકા સ્ત્રીઓ ઓહલાહ તથા ઓહલીબાહ પાસે જવાનું ચાલું રાખ્યું.
\v 45 પણ ન્યાયી માણસો તો તેમને વ્યભિચારી તથા ખૂની સ્ત્રીઓની સજા કરશે, કેમ કે, તેઓએ વ્યભિચાર કર્યો છે અને તેમના હાથમાં લોહી છે."
\p
\s5
\v 46 પ્રભુ યહોવાહ આમ કહે છે: "હું તેઓના ઉપર ચઢાઈ કરવા એક સૈન્ય મોકલીશ, તેઓને લૂંટવા તથા ત્રાસરૂપ થવા સોંપી દઈશ.
\v 47 તે સૈન્ય તેઓને પથ્થરથી મારશે અને તલવારોથી તેમને કાપી નાખશે. તેઓ તેઓના દીકરા તથા દીકરીઓને મારી નાખશે અને તેઓના ઘરોને બાળી મૂકશે.
\p
\s5
\v 48 હું દેશમાંથી શરમજનક કાર્યોનો અંત લાવીશ. જેથી બધી સ્ત્રીઓ શિસ્તમાં રહે અને તેઓ ગણિકાનું કાર્ય કરે નહિ.
\v 49 તેઓ તમારાં શરમજનક કાર્યોનો બદલો તમને આપશે. મૂર્તિપૂજાના પાપનાં ફળ તમારે ભોગવવા પડશે. ત્યારે તમે જાણશો કે હું પ્રભુ યહોવાહ છું."
\s5
\c 24
\p
\v 1 નવમા વર્ષના દશમા માસના દશમા દિવસે યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
\v 2 "હે મનુષ્યપુત્ર, તું દિવસનું એટલે આજના દિવસનું નામ લખ, કેમ કે, આજના દિવસે બાબિલના રાજાએ યરુશાલેમનો ઘેરો ઘાલ્યો છે.
\p
\s5
\v 3 આ બંડખોર પ્રજાને દ્રષ્ટાંત આપીને સંભળાવ. તેને કહે કે, ''પ્રભુ યહોવાહ આમ કહે છે:
\q કઢાઈ ચઢાવો, તેને ચઢાવીને તેમાં પાણી રેડો,
\q
\v 4 તેમાં માંસના ટુકડા, જાંઘ તથા ખભાના દરેક સારા ટુકડા નાખો.
\q સારાં હાડકાંથી તેને ભરો!
\q
\v 5 ટોળામાંથી એક ઉત્તમ ઘેટું લો, પેલાં હાડકાં તેની નીચે નાખો,
\q તેને ખૂબ ઉકાળો, હાડકાંને બફાવા દો.
\q
\s5
\v 6 માટે પ્રભુ યહોવાહ કહે છે: કઢાઈની માફક જેની અંદર મેલ છે, જેમાંથી મેલ કદી નીકળ્યો નથી એવી ખૂની નગરીને અફસોસ. તેમાંથી ટુકડે ટુકડે લો, પણ તેના પર ચિઠ્ઠી નાખવાની નથી.
\p
\s5
\v 7 કેમ કે તેનું લોહી તેની અંદર છે. તેણે તેને ખુલ્લા ખડક પર પાડ્યું છે, તેણે તેને જમીન પર રેડ્યું નથી જેથી તે ધૂળથી ઢંકાય જાય,
\v 8 તે ઢંકાય નહિ માટે મેં તેને ખુલ્લા ખડક પર રાખ્યું છે. જેથી મારો કોપ સળગે અને હું વૈર વાળું.
\p
\s5
\v 9 તેથી પ્રભુ યહોવાહ આમ કહે છે: ખૂની નગરીને અફસોસ, હું લાકડાંનો મોટો ઢગલો પણ કરીશ.
\v 10 લાકડાંને વધારો, અગ્નિ સળગાવો, માંસને બરાબર ઉકાળો. રસો જાડો કરો! હાડકાંને બળી જવા દો!
\p
\s5
\v 11 પછી ખાલી કઢાઈને અંગારા પર મૂકો, જેથી તે ગરમ થાય અને તેનું પિત્તળ તપી જાય, તેની અંદરનો તેનો મેલ પીગળીને તેનો કાટ પીગળી જાય.
\v 12 તે સખત પરિશ્રમથી કંટાળી ગઈ છે, પણ તેનો કાટ એટલો બધો છે કે તે અગ્નિથી પણ જતો નથી.
\p
\s5
\v 13 તારી અશુદ્ધતામાં લંપટતા સમાયેલી છે, કેમ કે મેં શુદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો, પણ તું શુદ્ધ થઈ નહિ. હું તારા પર મારો પૂરો રોષ ઉતારીશ નહિ ત્યાં સુધી તું ફરી શુદ્ધ થશે નહિ.
\p
\s5
\v 14 મેં, યહોવાહે તે કહ્યું છે અને તે પ્રમાણે થશે અને હું તે પૂરું કરીશ, હું પીછેહઠ કરીશ નહિ. દયા રાખીશ નહિ. તારાં આચરણ પ્રમાણે અને તારાં કૃત્યો પ્રમાણે તેઓ ન્યાય કરશે." એવું પ્રભુ યહોવાહ કહે છે.
\p
\s5
\v 15 યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
\v 16 "હે મનુષ્યપુત્ર, જે તારી આંખોને પ્રિય છે તે હું એક ઝપાટે તારી પાસેથી લઈ લઈશ. પણ તારે રડવું કે શોક કરવો નહિ, આંસુ પાડવાં નહિ.
\v 17 તું ચૂપચાપ નિસાસા નાખજે. મૃત્યુ પામેલા માટે અંતિમ યાત્રાની વ્યવસ્થા કરતો નહિ. તારા માથે પાઘડી બાંધ અને તારા પગમાં ચંપલ પહેર. તું તારા હોઠને ઢાંકતો નહિ કે જે માણસ પોતાની પત્ની ગુમાવ્યાને કારણે શોક કરે છે તેની રોટલી ખાતો નહિ."
\p
\s5
\v 18 સવારમાં મેં મારા લોકોને કહ્યું, સાંજે મારી પત્ની મૃત્યુ પામી. મને આજ્ઞા આપી હતી તે પ્રમાણે મેં સવારે કર્યું.
\p
\s5
\v 19 લોકોએ મને પૂછ્યું, "તું જે બાબતો કરે છે, તે બધાનો શો અર્થ છે તે અમને નહિ કહે?"
\v 20 ત્યારે મેં તેઓને કહ્યું, " યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
\v 21 'ઇઝરાયલી લોકોને કહે, પ્રભુ યહોવાહ કહે છે કે, જુઓ, મારું પવિત્રસ્થાન, જે તમારા સામર્થ્યનું ગર્વ છે, જે તમારી આંખોની ઇચ્છા છે, જે તમારા આત્માની અભિલાષા છે તેને હું ભ્રષ્ટ કરીશ. તમારા જે દીકરા તથા દીકરીઓને તમે પાછળ છોડી આવ્યા છો તેઓ તલવારથી મરશે.
\p
\s5
\v 22 ત્યારે જેમ મેં કર્યું છે તેમ તમે કરશો:. તમારા હોઠને ઢાંકશો નહિ કે શોકની રોટલી ખાશો નહિ.
\v 23 તમારી પાઘડી તમારા માથા પર, તમારાં ચંપલ તમારા પગમાં હશ. શોક કરશો કે રડશો નહિ, તમે તમારા અન્યાયમાં પીગળી જશો, દરેક માણસ પોતાના ભાઈને માટે નિસાસા નાખશે.
\v 24 હઝકિયેલ તમારે માટે ચિહ્નરૂપ થશે. જ્યારે તે આવશે ત્યારે જે સર્વ તેણે કર્યું તે પ્રમાણે તમે કરશો. ત્યારે તમે જાણશો કે હું પ્રભુ યહોવાહ છું!'"
\p
\s5
\v 25 "પણ હે મનુષ્ય પુત્ર, જે દિવસે હું તેઓનું સામર્થ્ય, જે તેઓનો આનંદ છે, તેઓનો ગર્વ, જે તેઓ જુએ છે અને તેઓની ઇચ્છા છે તેને કબજામાં લઈ લઈશ અને તેઓના દીકરા તથા દીકરીઓને લઈ લઈશ.
\v 26 તે દિવસે એમ નહિ થશે કે, બચી ગયેલો તારી પાસે આવીને તને તે સમાચાર કહી સંભળાવે.
\v 27 તે જ દિવસે તારું મુખ ખૂલશે અને તું બચી ગયેલાઓ સાથે વાત કરશે. ત્યાર પછી તું શાંત રહેશે નહિ. તું તેઓ માટે ચિહ્નરૂપ થશે ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું!"
\s5
\c 25
\p
\v 1 યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
\v 2 હે મનુષ્યપુત્ર, આમ્મોનીઓ તરફ તારું મુખ ફેરવ અને તેઓની વિરુદ્ધ ભવિષ્યવાણી કર.
\p
\s5
\v 3 આમ્મોન લોકોને કહે: 'પ્રભુ યહોવાહનું વચન સાંભળો. પ્રભુ યહોવાહ કહે છે કે: જ્યારે મારા પવિત્રસ્થાનને અશુદ્ધ કરવામાં આવ્યું, જ્યારે ઇઝરાયલનો દેશ વેરાન થયો હતો ત્યારે તમે તેની હાંસી ઉડાવી અને જ્યારે યહૂદિયાના લોકો બંદીવાસમાં ગયા ત્યારે તમે તેઓની વિરુદ્ધ કહ્યું છે કે, "વાહ!"
\v 4 તેથી જુઓ! હું તમને પૂર્વના લોકોને તેઓના વારસા તરીકે આપું છું; તેઓ તમારી વચ્ચે છાવણી નાખશે અને તમારામાં પોતાના તંબુઓ બાંધશે. તેઓ તમારાં ફળ ખાશે અને તેઓ તમારું દૂધ પીશે.
\v 5 હું રાબ્બા નગરને ઊંટોને ચરવાની જગ્યા કરીશ અને આમ્મોનીઓના દેશને ઘેટાંબકરાંને બેસવાની જગ્યા કરીશ, ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.
\p
\s5
\v 6 કેમ કે પ્રભુ યહોવાહ કહે છે કે: તેં ઇઝરાયલ દેશની વિરુદ્ધ હાથથી તાળીઓ પાડી છે ખુશ થઈને નાચી છે, તેના પરની તારી સંપૂર્ણ ઈર્ષાને લીધે તું મનમાં ખુશ થઈ છે .
\v 7 તેથી જુઓ, હું મારો હાથ લંબાવીને તમને મારીશ અને લૂંટ થવા માટે તમને પ્રજાઓના હાથમાં સોંપી દઈશ. હું બીજા લોકોમાંથી તમારો નાશ કરીશ. હું રાષ્ટ્રોમાંથી તમારો નાશ કરીશ ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું!'"
\p
\s5
\v 8 પ્રભુ યહોવાહ આમ કહે છે: કેમ કે મોઆબ તથા સેઈર કહે છે, "જુઓ, યહૂદિયાના લોક તો બીજી પ્રજાઓ જેવા છે!"
\v 9 તેથી જુઓ! હું મોઆબના ઢોળાવો, તેની સરહદ પરનાં નગરો એટલે બેથ યશીમોથ, બઆલ મેઓન તથા કિર્યા થાઈમ જે દેશની શોભા છે.
\v 10 તે નગરોથી માંડીને હું મોઆબના પડખામાં આમ્મોનીઓની વિરુદ્ધ પૂર્વના લોકોને સારુ ખોલી આપીશ, હું તેઓને વારસા તરીકે આમ્મોનીઓને આપી દઈશ, જેથી આમ્મોનીઓનું નામનિશાન રહેશે નહિ.
\v 11 એ રીતે હું મોઆબનો ન્યાય કરીને સજા કરીશ ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું!
\p
\s5
\v 12 પ્રભુ યહોવાહ આમ કહે છે: "અદોમે યહૂદિયાના લોકો પર વૈર વાળીને તેનું નુકસાન કયું છે, ને તેના પર વૈર વાળીને મોટો ગુનો કયો છે."
\v 13 તેથી પ્રભુ યહોવાહ કહે છે; "હું અદોમ વિરુદ્ધ મારો હાથ લંબાવીને તેનાં મનુષ્યો તથા જાનવરોનો નાશ કરીશ. હું તેમાનથી માંડીને દેદાન સુધી તેને વેરાન કરીશ. તેઓ તલવારથી મરશે.
\p
\s5
\v 14 મારા ઇઝરાયલી લોકો દ્વારા હું અદોમ પર મારું વૈર વાળીશ, તેઓ અદોમ સાથે મારા રોષ તથા ક્રોધ પ્રમાણે વર્તાવ કરશે, તેઓ મારા વૈરનો અનુભવ કરશે!" જાણશે કે મેં વૈર વાળ્યું છે." પ્રભુ યહોવાહ આમ કહે છે.
\p
\s5
\v 15 પ્રભુ યહોવાહ આમ કહે છે: "પલિસ્તીઓએ તેઓનાં હૃદયના તિરસ્કાર તથા જૂની દુશ્મનાવટને કારણે યહૂદિયા પર વૈર વાળીને તેનો નાશ કર્યો છે.
\v 16 આમ પ્રભુ યહોવાહ કહે છે: જુઓ! હું પલિસ્તીઓ વિરુદ્ધ મારો હાથ લંબાવીશ, હું કરેથીઓનો તથા દરિયાકિનારાના બાકીના ભાગનો નાશ કરીશ.
\v 17 હું સખત ધમકીઓ સહિત તેઓના પર વૈર વાળીશ. જ્યારે હું તેઓના પર મારું વૈર વાળીશ ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું!
\s5
\c 26
\p
\v 1 અગિયારમા વર્ષમાં, મહિનાના પ્રથમ દિવસે, યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
\v 2 "હે મનુષ્યપુત્ર, તૂરે યરુશાલેમ નગરી વિરુદ્ધ કહ્યું કે, "આહા, પ્રજાઓના દરવાજા ભાંગી ગયા છે! તે મારી તરફ વળી છે; એના વિનાશથી હું સમૃદ્ધ થઈશ.'
\p
\s5
\v 3 તેથી પ્રભુ યહોવાહ કહે છે: 'હે તૂર, જો હું તારી વિરુદ્ધ છું, હું ઘણી પ્રજાઓને સમુદ્રના ઉછળતાં મોજાની જેમ તારા વિરુદ્ધ ઊભી કરીશ!
\v 4 તેઓ તૂરના કિલ્લાઓનો નાશ કરશે અને બુરજો તોડી પાડશે. હું તેની બધી રેતીને દૂર કરીશ અને ખુલ્લા ખડક રહેવા દઈશ.
\p
\s5
\v 5 તે જાળો પાથરવાની જગા થશે, કેમ કે પ્રભુ યહોવાહ કહે છે, 'પ્રજાઓ તેને લૂંટી લેશે.
\v 6 તેની દીકરીઓ જે ખેતરમાં છે તેઓ તલવારથી મરશે, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું!
\p
\s5
\v 7 પ્રભુ યહોવાહ કહે છે: જુઓ! હું તૂરની વિરુદ્ધ બાબિલના રાજા, રાજાઓના રાજા નબૂખાદનેસ્સારને ઉત્તરમાંથી ઘોડાઓ, રથો, ઘોડેસવારો તથા ઘણા લોકોનાં જૂથો સહિત લાવીશ.
\v 8 તે તારી દીકરીઓને ખેતરમાં તલવારથી નાશ કરશે અને તારી વિરુદ્ધ દીવાલ બાંધશે. તે મોરચા રચશે અને તારી વિરુદ્ધ ઢાલ ઊંચી કરશે.
\p
\s5
\v 9 તે તારી દીવાલ વિરુદ્ધ યંત્રોથી મારો ચલાવશે અને ઓજારોથી તારા બુરજો તોડી પાડશે.
\v 10 તેના ઘોડાઓ ઘણાં હોવાથી તેમની ધૂળ તને ઢાંકી દેશે, નગરના દરવાજા પર હુમલો થાય છે ત્યારે જેમ લોકો તેમાં પેસી જાય છે, તેમ તે તારા દરવાજાઓમાં પ્રવેશ કરશે ત્યારે ઘોડેસવારોના, રથોનાં પૈડાંના અવાજથી તારી દીવાલ કંપી ઊઠશે.
\v 11 તે ઘોડાઓની ખરીઓથી તારી સર્વ શેરીઓને કચડી નાખશે; તે તલવારથી તારા લોકોને મારી નાખશે અને તારા મજબૂત સ્તંભો જમીનદોસ્ત થઈ જશે.
\p
\s5
\v 12 આ રીતે તેઓ તારી સંપત્તિ અને તારો માલ લૂંટી લેશે, તેઓ તારી દીવાલ તોડી પાડશે અને તારા વૈભવશાળી ઘરોને તોડી પાડવામાં આવશે. તારા પથ્થરોને, લાકડાંને અને ધૂળને પાણીમાં નાખી દેશે.
\v 13 હું તારાં ગીતોનો અવાજ બંધ કરી દઈશ અને તારી વીણાના અવાજ ફરી કદી સંભળાશે નહિ.
\v 14 કેમ કે હું તને ઉઘાડો ખડક બનાવી દઈશ, તું જાળ પાથરવાની જગા થશે. તેને ફરીથી કદી બાંધવામાં આવશે નહિ, કેમ કે હું યહોવાહ તે બોલ્યો છું!'" આમ પ્રભુ યહોવાહ કહે છે.
\p
\s5
\v 15 "પ્રભુ યહોવાહ તૂરને કહે છે: તારામાં ભયાનક કતલ થયાથી ઘાયલ થયેલા નિસાસા નાખશે, તારા પતનથી દ્વીપો નહિ કાંપશે?
\v 16 કેમ કે સમુદ્રના બધા સરદારો તેઓની રાજગાદી પરથી નીચે ઊતરશે અને પોતાના ઝભ્ભાઓ કાઢી નાખશે અને પોતાનાં સુંદર વસ્ત્રો ઉતારશે, તેઓ બીકનાં વસ્ત્રો પહેરશે, તેઓ જમીન પર બેસશે અને તું નિરંતર ધ્રૂજશે અને તારા વિષે વિસ્મય પામશે.
\p
\s5
\v 17 તેઓ તારે માટે વિલાપ કરશે અને કહેશે,
\q તું એક વિખ્યાત નગરી હતી! તારામાં ખલાસીઓ રહેવાસીઓ હતા, તું અને તારા વતનીઓ સમુદ્રમાં પરાક્રમી હતા.
\q તેમણે તેમાં રહેતા દરેક પર ધાક બેસાડ્યો છે,
\q
\v 18 તારા પતન વખતે દ્વીપો ધ્રૂજી ઊઠશે,
\q સમુદ્રના બધા દ્વીપો તારા સર્વનાશથી ભયભીત થશે.
\p
\s5
\v 19 પ્રભુ યહોવાહ આ પ્રમાણે કહે છે, જ્યારે હું તને વસ્તી વગરનાં નગરોની માફક ઉજ્જડ કરીશ, જ્યારે હું તારી વિરુદ્ધ ઊંડાણોને ફેરવી વાળીશ, મહાજળાશય તને ઢાંકી દેશે,
\v 20 ત્યારે હું તને નીચે નાખી દઈને કબરમાં ઊતરી જનારા, એટલે પ્રાચીન કાળના લોકો ભેગો કરીશ, તને પાતાળમાં પ્રાચીન કાળથી ઉજ્જડ પડેલી જગાઓમાં, કબરમાં ઊતરી ગયેલાઓ ભેગો વસાવીશ કે, ફરીથી તારામાં વસ્તી નથાય, જીવતાઓની ભૂમિમાં તારું ગૌરવ સ્થાપીશ નહિ.
\v 21 હું તારા પર આફત લાવીશ, તારુ અસ્તિત્વ રહેશે નહિ. જો કોઈ તારી શોધ કરે તોપણ તું ફરી કદી મળશે નહિ." આમ પ્રભુ યહોવાહ કહે છે.
\s5
\c 27
\p
\v 1 ફરીથી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
\v 2 " હવે, હે મનુષ્ય પુત્ર, તું તૂર વિષે વિલાપ કર,
\v 3 અને તૂરને કહે, 'હે સમુદ્રના તટ પર રહેનારા, ઘણા ટાપુઓના લોકોના વેપારી, પ્રભુ યહોવાહ કહે છે:
\q હે તૂર, તેં કહ્યું છે કે હું સૌંદર્યમાં સંપૂર્ણ છું."'
\q
\s5
\v 4 તારી સરહદો સમુદ્રમાં છે; તારા બાંધનારાઓએ તારું સૌંદર્ય સંપૂર્ણ કર્યું છે.
\q
\v 5 તેઓએ તારાં પાટિયાં સનીર પર્વતના દેવદારના બનાવ્યાં છે;
\q તારા માટે ડોલ બનાવવા માટે તેઓએ લબાનોનના એરેજવૃક્ષો લીધાં હતાં.
\q
\s5
\v 6 તેઓએ તારાં હલેસાં બાશાનના એલોનકાષ્ટનાં બનાવ્યાં હતાં;
\q તારું તૂતક સાયપ્રસ બેટોથી સરળ કાષ્ટની તથા હાથીદાંતથીજડિત બનાવવામાં આવ્યું હતું.
\q
\v 7 તારાં સઢ મિસરના ભરતભરેલા વસ્ત્રમાંથી બનાવ્યાં હતાં,
\q તે તારી નિશાનીની ગરજ સારતો હતો, તારી છત અલીશા ટાપુઓના નીલ તથા જાંબુડિયાં વસ્ત્રની હતી.
\q
\s5
\v 8 તારાં હલેસાં મારનારા સિદોન તથા આર્વાદના રહેવાસીઓ હતા.
\q તારામાં જે તૂરના કુશળ પુરુષો હતા તેઓ તારા ખલાસીઓ હતા.
\q
\v 9 ગેબાલથી આવેલા કુશળ કારીગરો તારું સમારકામ કરતા હતા.
\q દેશપરદેશથી સમુદ્રના બધાં વહાણો તથા ખલાસીઓ તારે ત્યાં વેપાર કરવા માટે આવતા હતા.
\q
\s5
\v 10 ઈરાન, લૂદ તથા પૂટના તારા સૈન્યમાં તારા યોદ્ધા હતા.
\q તેઓએ તારી અંદર ઢાલ અને ટોપ લટકાવ્યા હતા અને તેઓ તારી શોભા વધારતા હતા!
\v 11 તારા સૈન્ય સાથે આર્વાદ તથા સિસિલના માણસો તારા કિલ્લાની ચારેબાજુ હતા. ગામ્માદીઓ તારા બુરજોમાં હતા! તેઓએ પોતાની ઢાલો તારી દીવાલો પર ચારેબાજુ લટકાવેલી હતી, તેઓએ તારું સૌંદર્ય સંપૂર્ણ કર્યું છે.
\p
\s5
\v 12 તારી પાસે સર્વ પ્રકારની પુષ્કળ સમૃદ્ધિ હોવાથી તારી સાથે તાર્શીશ વેપાર કરતું હતું: તેઓ તારા માલના માટે ચાંદી, લોખંડ, કલાઈ તથા સીસું લાવતા હતા.
\v 13 યાવાન, તુબાલ તથા મેશેખથી તેઓ તારી સાથે વેપાર કરતા હતા, તેઓ ગુલામો તથા પિત્તળનાં વાસણો આપીને બદલામાં તારો માલ લઈ જતા હતા.
\p
\s5
\v 14 બેથ તોર્ગામાહના લોકો તારા માલના બદલામાં ઘોડા, યુદ્ધઘોડાઓ તથા ખચ્ચર આપતા હતા.
\v 15 દેદાનવાસીઓ તથા ધણા ટાપુઓ તારી સાથે વેપાર કરતા હતા. માલ તારા હાથમાં હતો, તેઓ હાથીદાંત તથા અબનૂસ નજરાણાં તારે સારુ લાવતા.
\p
\s5
\v 16 તારી પાસે બનાવેલો માલ ઘણો હોવાને લીધે અરામ તારી સાથે વેપાર કરતું હતું. તેઓ નીલમણિ, મૂલ્યવાન જાંબુડિયાં રંગના વસ્ત્રો, ભરતકામ, બારીક શણ, મોતી તથા માણેક આપીને તારો માલ લેતા હતા.
\v 17 યહૂદિયા તથા ઇઝરાયલી લોકો તારી સાથે વેપાર કરતા હતા. તેઓ મિન્નીથનાં ઘઉં, બાજરી, મધ, તેલ, લાખ તથા બોળ આપતા હતા.
\v 18 તારી સર્વ પ્રકારની પુષ્કળ સમૃદ્ધિને લીધે દમસ્કસ તારી સાથે વેપાર કરતું હતું, તારી પાસે કારીગરીનો ઘણો માલ હતો તેને બદલે હેલ્બોનનો દ્રાક્ષારસ તથા સફેદ ઊન આપતો હતા.
\p
\s5
\v 19 ઉઝાલથી દેદાન તથા યાવાન તને ઘડતરનું લોઢું, દાલચીની તથા સૂતરનો માલ આપતાં હતાં. આ માલ તારો હતો.
\v 20 દેદાન તારી સાથે સવારીના ધાબળાનો વેપાર કરતો હતો.
\v 21 અરબિયા તથા કેદારના સર્વ આગેવાનો તારી સાથે વેપાર કરતા હતા; તેઓ હલવાનો, ઘેટાં તથા બકરાનો વેપાર કરતા હતા.
\p
\s5
\v 22 શેબા તથા રામાહના વેપારીઓ સર્વ પ્રકારના ઉત્તમ જાતના તેજાના, રત્નો તથા સોનું આપીને તારો માલ લઈ જતા.
\v 23 હારાન, કાન્નેહ તથા એદેન, શેબા, આશ્શૂર તથા ખિલ્માદના વેપારીઓ તારી સાથે વેપાર કરતા હતા.
\p
\s5
\v 24 તારા માલની સાથે તેઓ ઉત્તમ વસ્તુઓ, નીલ તથા ભરતકામના તાકા, દોરડાથી બાંધેલા, એરેજકાષ્ટની બનાવેલી કિંમતી વસ્ત્રની પેટીઓથી તારી સાથે વેપાર કરતા હતા.
\v 25 તાર્શીશનાં વહાણો તારા માલનાં પરિવાહકો હતાં.
\q તું ભરસમુદ્રમાં સમૃદ્ધ હતો.
\q
\s5
\v 26 તારા હલેસાં મારનારા તને ભરસમુદ્રમાં લાવ્યા છે; પૂર્વના પવનોએ તને સમુદ્રની વચ્ચે ભાંગી નાખ્યું છે.
\v 27 તારું દ્રવ્ય, તારો માલ, તારો વેપાર, તારા નાવિકો, તારા ખલાસીઓ તારા મરામત કરનારાઓ, તારા માલનો વેપાર કરનારાઓ અને તારી અંદરના યોદ્ધાઓ, તારા સર્વ સૈનિકો તારા નાશના દિવસે સમુદ્રના ઊંડાણોમાં ગરક થઈ જશે.
\q
\s5
\v 28 તારા નાવિકોની બૂમોથી દરિયા કિનારો કંપી ઊઠશે.
\q
\v 29 તારા હલેસાં મારનારાઓ પોતપોતાનાં વહાણો પરથી ઊતરી જશે;
\q નાવિકો તથા ખલાસી સર્વ કિનારા પર ઊભા રહેશે.
\q
\v 30 તેઓ તારું દુ:ખ જોઈને વિલાપ કરશે અને દુ:ખમય રુદન કરશે;
\q તેઓ માથા પર ધૂળ નાખશે અને રાખમાં આળોટશે.
\q
\s5
\v 31 તેઓ તારે લીધે પોતાના માથાં મૂંડાવશે. તેઓ પોતાના શરીર પર ટાટ પહેરશે,
\q પોતે હૈયાફાટ તથા દુઃખમય વિલાપ કરીને તારા માટે રડશે.
\q
\v 32 તેઓ તારા માટે રુદન કરશે અને વિલાપગીત ગાશે,
\q તૂર સમુદ્રમાં શાંત કરી નંખાયું છે, તેના જેવું કોણ છે?
\q
\v 33 જ્યારે તારો માલ સમુદ્રમાંથી ઊતરતો ત્યારે તું ઘણી પ્રજાઓને સંતોષતું હતું.
\q તારા માલથી તથા પુષ્કળ દ્રવ્યથી રાજાઓ ધનાઢ્ય થતા હતા.
\q
\s5
\v 34 જ્યારે સમુદ્રનાં મોજાંઓએ તને ભાંગી નાખ્યું,
\q ત્યારે તારો બધો માલ તથા તારા બધા માણસો તારી સાથે નાશ પામ્યા છે.
\q
\v 35 દ્વીપોના સર્વ રહેવાસીઓ તારી દશા જોઈને સ્તબ્ધ થઈ ગયા છે,
\q તેઓના રાજાઓ ભયભીત થઈ ગયા છે અને તેઓના ચહેરાઓ પર ગભરાટ છવાયેલો છે.
\q
\v 36 પ્રજાઓના વેપારીઓ ડરીને બૂમો પાડે છે; તું ભયરૂપ થયું છે, તું ફરી કદી હયાતીમાં આવશે નહિ!"
\s5
\c 28
\p
\v 1 યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
\v 2 "હે મનુષ્ય પુત્ર, તૂરના અધિકારીને કહે કે, 'પ્રભુ યહોવાહ આમ કહે છે: તારું મન ગર્વિષ્ઠ થયું છે! તેં કહ્યું છે, "હું ઈશ્વર છું! હું ભરસમુદ્ર પર ઈશ્વરના આસન પર બેઠો છું." જોકે તેં તારા મનને દેવને દરજ્જે બેસાડ્યું છે, તોપણ તું માણસ છે, ઈશ્વર નહિ.
\v 3 તું એમ માને છે કે તું દાનિયેલ કરતાં જ્ઞાની છે. તને આશ્ચર્ય પમાડે એવું કશું અજાણ્યું નથી.
\p
\s5
\v 4 તેં ડહાપણથી તથા બુદ્ધિથી સમૃદ્ધિ મેળવી છે, તેં સોનાચાંદીના ભંડાર ભર્યાં છે.
\v 5 તારા પુષ્કળ ડહાપણથી તથા તારા વેપારથી, તેં તારી સમૃદ્ધિ વધારી છે, તારી સમૃદ્ધિને લીધે તારું મન ગર્વિષ્ઠ થયું છે.
\p
\s5
\v 6 તેથી પ્રભુ યહોવાહ કહે છે: તેં તારું મન ઈશ્વરના મન જેવું કર્યું છે.
\v 7 તેથી હું પરદેશીઓને, નિર્દય પ્રજાઓને તારી વિરુદ્ધ લાવીશ. તેઓ તારા ડહાપણની શોભા વિરુદ્ધ તલવાર ખેંચશે, તેઓ તારા વૈભવને અપવિત્ર કરશે.
\p
\s5
\v 8 તેઓ તને ખાડામાં નાખશે, સમુદ્રમાં કતલ થયેલાઓના જેમ મોત પામશે.
\v 9 ત્યારે પણ શું તું તને મારી નાખનારને એમ કહીશ કે, "હું ઈશ્વર છું?" પણ તને વધ કરનારાઓનાં હાથમાં તું તો માણસ છે, ઈશ્વર નથી.
\v 10 તું બેસુન્નતીઓની જેમ વિદેશીઓના હાથે મૃત્યુ પામશે. કેમ કે પ્રભુ યહોવાહ કહે છે!.' હું તે બોલ્યો છું."
\p
\s5
\v 11 ફરીથી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
\v 12 "હે મનુષ્ય પુત્ર, તૂરના રાજાને માટે વિલાપગીત ગા. તેને કહે કે, 'પ્રભુ યહોવાહ આમ કહે છે: તું સંપૂર્ણતાનો નમૂનો હતો, તું ડહાપણથી ભરપૂર અને સૌદર્યમાં સંપૂર્ણ હતો.
\v 13 તું ઈશ્વરના એદન બગીચામાં હતો, તું બધી જાતનાં મૂલ્યવાન રત્નો, હીરા, માણેક, પોખરાજ, નીલમણિ, પીરોજ, ગોમેદ, યાસપિસ, લીલમણિ તથા અગ્નિમણિથી આભૂષિત હતો. તારાં આભૂષણો સોનાનાં હતાં. તારા જન્મ દિવસે તારે માટે બનાવવામાં આવ્યાં હતાં.
\p
\s5
\v 14 તું રક્ષણ કરનાર અભિષિક્ત કરુબ હતો; મેં તને ઈશ્વરના પવિત્ર પર્વત પર સ્થાપ્યો હતો. અગ્નિના ચળકતા પથ્થરો પર ચાલતો હતો.
\v 15 તારી ઉત્પતિના દિવસથી તારામાં દુષ્ટતા માલૂમ પડી ત્યાં સુધી તારું આચરણ નિષ્કલંક હતું.
\p
\s5
\v 16 તારા વધતા જતા વ્યાપારથી તું હિંસાખોર થઈ ગયો, તેં પાપ કર્યું. આથી મેં તને ભ્રષ્ટ ગણીને ઈશ્વરના પવિત્ર પર્વત પરથી ફેંકી દીધો છે. હે રક્ષણ કરનાર કરુબ, અગ્નિના પથ્થરોમાંથી મેં તારો વિનાશ કર્યો છે.
\v 17 તારા સૌદર્યને કારણે તારું મન ગર્વિષ્ઠ થયું હતું; તારા વૈભવને કારણે તેં તારી બુદ્ધિ ભ્રષ્ટ કરી છે. મેં તને જમીનદોસ્ત કરી નાખ્યો છે! બીજા રાજાઓ તને જુએ માટે મેં તને તેઓની આગળ બેસાડ્યો છે.
\p
\s5
\v 18 તારાં ઘણાં પાપોથી અને તારા વેપારમાં દગા કરીને, તેં તારા પવિત્રસ્થાનો ભ્રષ્ટ કર્યાં છે! આથી, મેં તારામાં અગ્નિ સળગાવ્યો છે; તે તને ભસ્મ કરશે. તને જોનારા સૌની નજરમાં મેં તને રાખ કરી નાખ્યો છે.
\v 19 જે પ્રજાઓ તને ઓળખે છે તે બધી તને જોઈને કંપી ઊઠશે; તેઓ ભયભીત થશે, સદાને માટે તારો નાશ થશે.'"
\p
\s5
\v 20 યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
\v 21 "હે મનુષ્યપુત્ર, તું તારું મુખ સિદોન તરફ ફેરવ અને તેની વિરુદ્ધ ભવિષ્યવાણી કરીને કહે.
\v 22 કહે કે, પ્રભુ યહોવાહ આમ કહે છે: જુઓ, હે સિદોન, હું તારી વિરુદ્ધ છું. કેમ કે હું તારામાં મારો મહિમા પામીશ, હું તેનો ન્યાય કરીને સજા કરીશ ત્યારે લોકો જાણશે કે હું યહોવાહ છું. હું તારામાં પવિત્ર મનાઈશ.
\p
\s5
\v 23 હું તારી અંદર મરકી તથા તારી શેરીઓમાં ખૂનામરકી મોકલીશ, હત્યા કરાયેલા તેમાં પડશે. જ્યારે તલવાર તારી વિરુદ્ધ ચારેબાજુથી આવશે, ત્યારે તું જાણશે કે હું યહોવાહ છું!
\v 24 ઇઝરાયલી લોકોનો તિરસ્કાર કરનારી આજુબાજુની પ્રજાઓ હવે કદી તેઓને ભોંકાતા કાંટા કે ઝાંખરાંની જેમ હેરાન નહિ કરે, ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ યહોવાહ છું!'
\p
\s5
\v 25 પ્રભુ યહોવાહ આમ કહે છે: 'ઇઝરાયલી લોકો જે પ્રજાઓમાં વેરવિખેર થઈ ગયેલા છે, તેમાંથી હું તેઓને એકત્ર કરીશ, અને જ્યારે હું પ્રજાઓના દેખતાં તેઓમાં પવિત્ર મનાઈશ, ત્યારે તેઓ પોતાના દેશમાં એટલે જે દેશ મેં મારા સેવક યાકૂબને આપ્યો હતો તેમાં ઘરો બનાવશે.
\v 26 તેઓ તેમાં સુરક્ષિત રહેશે અને ઘરો બાંધશે, દ્રાક્ષાવાડીઓ રોપશે, તેઓની સાથે દુર્વ્યવહાર કરનારી આજુબાજુની પ્રજાઓનો ન્યાય કરીને હું સજા કરીશ; ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ તેઓનો ઈશ્વર છું!'"
\s5
\c 29
\p
\v 1 દશમા વર્ષના દશમા મહિનાના બારમા દિવસે યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
\v 2 હે મનુષ્યપુત્ર, મિસરના રાજા ફારુન તરફ મુખ ફેરવ; તેની અને તેના આખા મિસરની વિરુદ્ધ ભવિષ્યવાણી ઉચ્ચાર.
\v 3 અને કહે કે, પ્રભુ યહોવાહ આમ કહે છે:
\q જો, હે મિસરના રાજા ફારુન,
\q હે નદીમાં પડી રહેનાર,
\q "આ નદી મારી છે, મારે પોતાને માટે બનાવી છે." એવું કહેનાર મોટા મગરમચ્છ, હું તારી વિરુદ્ધ છું!
\p
\s5
\v 4 કેમ કે હું તારા જડબામાં આંકડી પરોવીશ, તારી નાઇલ નદીની માછલીઓ તારાં ભિંગડાને ચોંટાડીશ; તારા ભિંગડાંમાં ચોંટેલી તારી નદીની બધી માછલીઓ સાથે હું તને નદીમાંથી બહાર ખેંચી કાઢીશ.
\q
\v 5 હું તને તથા તારી સાથેની નદીની બધી માછલીઓને અરણ્યમાં ફેંકી દઈશ.
\q તું ખેતરની જમીન ઉપર પડી રહેશે. કોઈ તારી ખબર કરશે નહિ કે કોઈ તને ઊંચકશે નહિ.
\q મેં તને પૃથ્વીનાં જીવતાં પશુઓને તથા આકાશનાં પક્ષીઓને ખોરાક તરીકે આપ્યો છે.
\q
\s5
\v 6 ત્યારે મિસરના બધા રહેવાસીઓ જાણશે કે હું યહોવાહ છું,
\q તેઓ ઇઝરાયલીઓને માટે બરુની લાકડીના ટેકા જેવા થયા છે.
\q
\v 7 જ્યારે તેઓએ તને હાથમાં પકડ્યો ત્યારે તું નાસી છૂટ્યો, તેં સર્વના ખભા ચીરી નાખ્યા.
\q જ્યારે તેઓએ તારા પર ટેકો લીધો, ત્યારે તેં તેઓના પગ ભાગી નાખ્યા અને તેઓની કમરો ઢીલી કરી નાખી.
\p
\s5
\v 8 તેથી પ્રભુ યહોવાહ આમ કહે છે: હે, મિસર, હું તારી વિરુદ્ધ તલવાર ઉઠાવીશ; તારામાંથી માણસ તથા જાનવરો બંનેનો નાશ કરીશ.
\v 9 મિસર દેશ વેરાન તથા ઉજ્જડ થઈ જશે; ત્યારે લોકો જાણશે કે હું યહોવાહ છું, કેમ કે તે બોલ્યો છે કે "નદી મારી છે અને મેં તે બનાવી છે."
\v 10 તેથી, જો, હું તારી અને તારી નદીની વિરુદ્ધ છું, હું મિસરને મિગ્દોલથી સૈયેને સુધી એટલે છેક કૂશની સરહદો સુધી વેરાન તથા ઉજ્જડ બનાવી દઈશ.
\p
\s5
\v 11 કોઈ માણસનો પગ તેમાં ફરશે નહિ, કોઈ પશુનો પગ તેમાં ફરશે નહિ, અને ચાળીસ વર્ષ સુધી તેમાં કોઈ વસ્તી પણ રહેશે નહિ.
\v 12 રહેવાસીઓના દેશો વચ્ચે હું મિસર દેશને ઉજ્જડ બનાવીશ, તેનાં નગરો પાયમાલ થઈ ગયેલાં નગરોની જેમ ચાળીસ વર્ષ સુધી ઉજ્જડ થઈ જશે, હું મિસરવાસીઓને પ્રજાઓમાં વિખેરી નાખીશ, અને તેઓને દેશોમાં વેરી નાખીશ.
\p
\s5
\v 13 પ્રભુ યહોવાહ આમ કહે છે: ચાળીસ વર્ષને અંતે મિસરીઓ જે પ્રજાઓમાં વેરવિખેર થઈ ગયેલા હશે તેઓમાંથી તેઓને પાછા એકત્ર કરીશ.
\v 14 હું મિસરની જાહોજલાલી પુન:સ્થાપિત કરીશ અને હું તેઓને પાથ્રોસ દેશમાં, તેઓની જન્મભૂમિમાં પાછા લાવીશ. ત્યાં તેઓ એ નબળા રાજ્યમાં રહેશે.
\p
\s5
\v 15 તે સૌથી નીચું રાજ્ય હશે, અને તે કદી બીજી પ્રજાઓ સામે ઊંચું કરવામાં આવશે નહિ. હું તેઓને એવા ઘટાડી દઈશ કે તેઓ બીજી પ્રજાઓ પર રાજ કરી શકશે નહિ.
\v 16 તેઓ કદી ઇઝરાયલી લોકોને ભરોસાપાત્ર થશે નહિ, અન્યાયનું સ્મરણ કરીને તેઓ પોતાનાં મુખ મિસર તરફ ફેરવશે. ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું!"
\p
\s5
\v 17 સત્તાવીસમા વર્ષના પહેલા મહિનાના પહેલા દિવસે યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
\v 18 "હે મનુષ્યપુત્ર, બાબિલના રાજા નબૂખાદનેસ્સારે પોતાના સૈન્ય પાસે તૂરના સૈન્ય વિરુદ્ધ સખત મહેનત કરાવી છે. તેઓના વાળ ખરી પડ્યા અને તેઓના ખભા છોલાઈ ગયા. તેમ છતાં તૂરની વિરુદ્ધ તેઓએ જે સખત મહેનત કરી તેના બદલામાં તેને કે તેના સૈન્યને તૂર પાસેથી કશું વેતન મળ્યું નહિ.
\p
\s5
\v 19 તેથી પ્રભુ યહોવાહ આમ કહે છે કે, જુઓ, હું મિસરનો દેશ બાબિલના રાજા નબૂખાદનેસ્સારને આપીશ, તે તેની સર્વ સંપત્તિ લઈ લેશે, તેની લૂંટનો કબજો કરશે, તેને જે મળ્યું છે તે બધું લઈ લેશે; તે તેના સૈન્યનું વેતન થશે.
\v 20 તેણે જે કામ કર્યું છે તેના બદલામાં મેં તેને મિસરનો દેશ આપ્યો છે."' આ પ્રભુ યહોવાહ બોલ્યા છે.
\s5
\v 21 "તે દિવસે ઇઝરાયલી લોકોમાં એક શિંગ ફૂટી નીકળશે એવું હું કરીશ, હું તેઓ મધ્યે તને બોલતો કરીશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું."
\s5
\c 30
\p
\v 1 યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
\v 2 હે મનુષ્યપુત્ર, ભવિષ્યવાણી ઉચ્ચાર અને કહે કે, પ્રભુ યહોવાહ કહે છે:
\q 'આવનાર દિવસ દુઃખમય છે!' એવું બૂમો પાડીને કહો,
\q
\v 3 તે દિવસ, એટલે યહોવાહનો દિવસ નજીક છે. તે મેઘોમય દિવસ છે, તે પ્રજાઓ માટે આફતનો દિવસ થશે.
\q
\s5
\v 4 મિસર વિરુદ્ધ તલવાર આવશે, મારી નંખાયેલા લોકો મિસરમાં પડશે, ત્યારે કૂશમાં દુઃખ થશે- ત્યારે તેઓ તેની સંપત્તિ લઈ જશે અને તેના પાયા તોડી પાડવામાં આવશે.
\p
\v 5 કૂશ, પૂટ તથા લૂદ અને બધા પરદેશીઓ, તેમ જ તેઓની સાથે કરારથી જોડાયેલા લોકો પણ તલવારથી પડી જશે."
\p
\s5
\v 6 યહોવાહ આમ કહે છે:
\q મિસરને ટેકો આપનારાઓ પડી જશે અને તેઓના સાર્મથ્યનું અભિમાન ઊતરી જશે.
\q મિગ્દોલથી તે સૈયેને સુધી તેઓના સૈનિકો તલવારથી પડી જશે." આમ પ્રભુ યહોવાહ કહે છે.
\m
\v 7 ઉજ્જડ થઈ ગયેલા દેશોની જેમ તેઓ ઉજ્જડ થશે, વેરાન થઈ ગયેલા દેશની જેમ તેઓ વેરાન થઈ જશે.
\p
\s5
\v 8 હું મિસરમાં અગ્નિ સળગાવીશ અને તેના બધા મદદગારો નાશ પામશે, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું!
\v 9 તે દિવસે નિશ્ચિંત રહેનારા કૂશીઓને ભયભીત કરવા માટે સંદેશાવાહક મારી આગળથી વહાણોમાં જશે, મિસરના દિવસે આફત આવી હતી તેમ તેઓ મધ્યે આફત આવી પડશે. તે દિવસ આવી રહ્યો છે.
\p
\s5
\v 10 પ્રભુ યહોવાહ આમ કહે છે: "હું બાબિલના રાજા નબૂખાદનેસ્સારને હાથે મિસરના સમુદાયનો અંત લાવીશ.
\v 11 તે તથા તેની સાથેનું તેનું સૈન્ય, જે પ્રજાઓ માટે ત્રાસરૂપ છે, તેઓને દેશનો નાશ કરવા માટે લાવવામાં આવશે; તેઓ મિસર સામે પોતાની તરવાર ખેંચશે અને મૃત્યુ પામેલા લોકોથી દેશને ભરી દેશે.
\p
\s5
\v 12 હું નદીઓને સૂકવી નાખીશ અને હું દેશને દુષ્ટ માણસોના હાથમાં વેચી દઈશ. હું દેશને તથા તેની અંદર જે છે તે બધાને પરદેશીઓને હાથે વેરાન કરી દઈશ. હું યહોવાહ તે બોલ્યો છું."
\p
\s5
\v 13 પ્રભુ યહોવાહ કહે છે: "હું મૂર્તિઓનો નાશ કરીશ, હું નોફના પૂતળાંઓનો અંત લાવીશ. ત્યાર પછી મિસર દેશમાં કોઈ રાજકર્તા નહિ રહે, હું મિસર દેશમાં ભય મૂકી દઈશ.
\v 14 હું પાથ્રોસને વેરાન કરીશ અને સોઆનમાં અગ્નિ સળગાવીશ, નોનોનો ન્યાય કરીને સજા કરીશ.
\p
\s5
\v 15 હું મિસરના સૌથી મજબૂત કિલ્લા સીન પર મારો કોપ રેડી દઈશ, નોનાના સમુદાયનો નાશ કરીશ.
\v 16 હું મિસરમાં અગ્નિ સળગાવીશ, સીનમાં ભારે આફત આવશે, નોનો ભાંગી પડશે. નોફને દુશ્મનો રાતદિવસ હેરાન કરશે.
\p
\s5
\v 17 આવેનના તથા પી-બેસેથના જુવાનો તલવારથી માર્યા જશે, તેઓનાં નગરો ગુલામગીરીમાં જશે.
\v 18 જ્યારે હું તાહપન્હેસમાં મિસરે મૂકેલી ઝૂંસરીઓ તોડી ભાંગી નાખીશ, ત્યારે તેના સામર્થ્યનું અભિમાન સમાપ્ત થઈ જશે. ત્યાં વાદળ તેને ઢાંકશે, તેની દીકરીઓ ગુલામીમાં જશે.
\v 19 હું મિસરનો નાશ કરીને તેને સજા કરીશ ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું."
\p
\s5
\v 20 અગિયારમા વર્ષના પહેલા મહિનાના સાતમા દિવસે યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
\v 21 "હે મનુષ્યપુત્ર, મેં મિસરના રાજા ફારુનનો હાથ ભાંગી નાખ્યો છે. જુઓ, તને ફરીથી તલવાર પકડી જશે એવો મજબૂત કરવા સારુ દવા લગાડીને તેના પર પાટો બાંધી લીધો નથી."
\p
\s5
\v 22 તેથી પ્રભુ યહોવાહ આમ કહે છે, કે "જુઓ, હું મિસરના રાજા ફારુનની વિરુદ્ધ છું. હું તેના બન્ને હાથ એટલે મજબૂત તથા ભાંગેલો હાથ ભાંગી નાખીશ, તેના હાથમાંથી તલવાર પાડી નાખીશ.
\v 23 હું મિસરીઓને પ્રજાઓમાં વિખેરી નાખીશ અને દેશોમાં વેરવિખેર કરી નાખીશ.
\v 24 હું બાબિલના રાજાના હાથ બળવાન કરીશ અને તેના હાથમાં મારી તલવાર આપીશ જેથી હું ફારુનના હાથ ભાંગી નાખીશ. પ્રાણઘાતક ઘા વાગેલો માણસ જેમ નિસાસા નાખે તેમ તે બાબિલના રાજાની આગળ નિસાસા નાખશે.
\p
\s5
\v 25 કેમ કે હું બાબિલના રાજાના હાથ બળવાન બનાવીશ, ફારુનના હાથ નીચા પડશે, હું બાબિલના રાજાના હાથમાં મારી તલવાર આપીશ, તે તેનાથી મિસર દેશ પર હુમલો કરશે, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.
\v 26 હું મિસરીઓને પ્રજાઓમાં વિખેરી નાખીશ અને દેશોમાં સર્વત્ર વેરવિખેર કરી નાખીશ. ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું."
\s5
\c 31
\p
\v 1 અગિયારમા વર્ષના, ત્રીજા મહિનાના, પહેલા દિવસે યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
\v 2 "હે મનુષ્યપુત્ર, મિસરના રાજા ફારુનને તથા તેના ચાકરોને કહે,
\q 'તમારા જેવો બીજો મોટો કોણ છે?
\q
\s5
\v 3 જો, આશૂરી લબાનોનના એરેજવૃક્ષ જેવો હતો, તેની ડાળીઓ સુંદર, તેની છાયા ઘટાદાર, તેનું ઊંચાઈ ઘણી હતી!
\q અને તે વૃક્ષની ટોચ ડાળીઓ કરતાં ઉપર હતી.
\q
\v 4 ઘણાં પાણીઓએ તેને ઊંચું કર્યું; જળાશયોએ તેને વધાર્યું. નદીઓ તેના રોપાઓની આસપાસ વહેતી હતી, તેના વહેળાથી ખેતરનાં સર્વ વૃક્ષોને પાણી મળતું હતું.
\q
\s5
\v 5 તેની ઊંચાઈ ખેતરના બીજા વૃક્ષો કરતાં ઘણી ઊંચી હતી, તેને પુષ્કળ ડાળીઓ થઈ;
\q તેની ડાળીઓ ફૂટી ત્યારે પુષ્કળ પાણી મળ્યાથી તે લાંબી વધી.
\q
\v 6 આકાશનાં પક્ષીઓ તેની ડાળીઓ પર માળા બાંધતાં હતાં, તેનાં પાંદડાં નીચે દરેક ખેતરનાં સર્વ જાનવરો પોતાનાં બચ્ચાંને જન્મ આપતાં હતા.
\q તેની છાયામાં ઘણી પ્રજાઓ રહેતી હતી.
\q
\v 7 તે પોતાના મહત્વમાં તથા પોતાની ડાળીઓની લંબાઈમાં સુંદર હતું, તેનાં મૂળો મહા જળ પાસે હતાં.
\q
\s5
\v 8 ઈશ્વરના બગીચામાંના એરેજવૃક્ષો તેને ઢાંકી શકતા ન હતા.
\q દેવદારવૃક્ષો તેની ડાળીઓ સમાન પણ ન હતાં, પ્લેનવૃક્ષો પણ તેની ડાળીઓ સમાન ન હતાં.
\q સુંદરતામાં પણ ઈશ્વરના બગીચામાંનું એક પણ વૃક્ષ તેની સમાન ન હતું!
\q
\v 9 મેં તેને ઘણી ડાળીઓથી એવું સુંદર બનાવ્યું હતું કે; ઈશ્વરના બગીચામાંના એટલે એદનનાં સર્વ વૃક્ષો તેની અદેખાઈ કરતાં હતાં.'"
\p
\s5
\v 10 માટે પ્રભુ યહોવાહ આમ કહે છે: "કારણ કે તે ઊંચું હતું, તેણે પોતાની ટોચ વાદળ સુધી પહોંચાડી છે અને તેનું હૃદય કદમાં ઊંચું થયું છે.
\v 11 તેથી હું તેને પ્રજાઓમાં જે પરાક્રમી છે તેના હાથમાં સોપી દઈશ. અધિકારી તેની વિરુદ્ધ પગલું ભરશે મેં તેને તેની દુષ્ટતાને લીધે હાંકી કાઢ્યું છે.
\p
\s5
\v 12 પરદેશીઓ જે બધી પ્રજાઓ માટે ત્રાસરૂપ છે, એવા પરદેશીઓએ તેનો સંહાર કર્યો છે, તેને તજી દીધું છે. તેની ડાળીઓ પર્વતો પર તથા ખીણોમાં પડેલી છે, તેની ડાળીઓ ઝરણાંઓ પાસે ભાંગી પડેલી છે. પછી પૃથ્વીની સર્વ પ્રજાઓએ તેની છાયામાંથી જતા રહીને તેને છોડી દીધું છે.
\q
\s5
\v 13 આકાશનાં સર્વ પક્ષીઓ તેનાં ભાંગી તૂટેલા અંગો પર આરામ કરે છે,
\q ખેતરનાં સર્વ જાનવરો તેની ડાળીઓ પર રહેશે.
\p
\v 14 એવું બને કે પાણી પાસેનાં વૃક્ષો તથા પાણી પીનારાં સર્વ વૃક્ષોમાંના કોઈ પણ કદમાં ઊંચા ન થઈ જાય, પોતાની ટોચ વાદળ સુધી ના પહોંચાડે, કેમ કે પાણી પીનારા વૃક્ષ બીજા વૃક્ષ કરતાં કદી ઊંચે નહિ થાય. કેમ કે તેઓ બીજા મનુષ્યો સાથે કબરમાં ઊતરી જનારાઓના ભેગા મોતને અધોલોકને સ્વાધીન કરવામાં આવ્યા છે."
\p
\s5
\v 15 પ્રભુ યહોવાહ આમ કહે છે: "તે દિવસે જ્યારે તે શેઓલમાં ઊતરી ગયો ત્યારે મેં પૃથ્વી પર શોક પળાવ્યો. મેં તેના પર ઊંડાણ ઢાંક્યું, મેં સમુદ્રના પાણી રોક્યાં. અને મહાજળ થંભ્યા, મેં તેને લીધે લબાનોન પાસે શોક પળાવ્યો. તેને લીધે ખેતરનાં સર્વ વૃક્ષો મૂર્છિત થઈ ગયાં.
\p
\s5
\v 16 જ્યારે મેં તેને કબરમાં ઊતરી જનારાઓની સાથે શેઓલમાં ફેંકી દીધો ત્યારે તેના પતનથી મેં પ્રજાઓને ધ્રુજાવી દીધી, સર્વ પાણી પીનારા એદનનાં તથા લબાનોનનાં રળિયામણાં તથા શ્રેષ્ઠ વૃક્ષો અધોલોકમાં દિલાસો પામ્યાં.
\p
\s5
\v 17 જેઓ તેના બળવાન હાથરૂપ હતા, જેઓ પ્રજાઓની છાયામાં રહેતા હતા, તેઓ પણ તેની સાથે શેઓલમાં તલવારથી કતલ થયેલાઓની પાસે ગયા.
\v 18 મહિમામાં તથા મોટાઈમાં એદનનાં વૃક્ષોમાં તારા જેવું કોણ હતું? કેમ કે તું એદનનાં વૃક્ષોની સાથે અધોલોકમાં પડશે, તું તલવારથી કતલ થયેલાઓની સાથે બેસુન્નતીઓમાં પડ્યો રહેશે. ફારુન તથા તેના ચાકરો છે." આમ પ્રભુ યહોવાહ બોલ્યા છે.
\s5
\c 32
\p
\v 1 ત્યારબાદ એવું થયું કે બારમા વર્ષના બારમા માસની પહેલીએ યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
\v 2 "હે મનુષ્યપુત્ર, મિસરના રાજા ફારુન વિષે વિલાપ કરીને તેને કહે કે, 'તું પ્રજાઓ મધ્યે જુવાન સિંહ જેવો છે,
\q તું સમુદ્રમાંના મગરમચ્છ જેવો છે; તેં પાણીને હલાવી નાખ્યાં છે,
\q તેં તારા પગથી પાણીને ડહોળીને તેઓનાં પાણી ગંદાં કર્યાં છે!'"
\p
\s5
\v 3 પ્રભુ યહોવાહ આમ કહે છે કે:
\q "હું ઘણા લોકોની સભામાં મારી જાળ તારા પર પ્રસારીશ, તેઓ તને મારી જાળમાં બહાર ખેંચી લાવશે.
\q
\v 4 હું તને જમીન પર પડ્યો મૂકીશ, હું તને ખેતરમાં ફેંકી દઈશ,
\q આકાશનાં સર્વ પક્ષીઓને તારી પર બેસાડીશ; પૃથ્વીનાં બધા જ જીવતાં પશુઓ તારાથી તૃપ્ત થશે.
\q
\s5
\v 5 કેમ કે હું તારું માંસ પર્વત પર નાખીશ, તારા બચી ગયેલાંઓથી ખીણો ભરી દઈશ.
\q
\v 6 ત્યારે હું તારું લોહી પર્વત પર રેડીશ,
\q નાળાંઓને તારા રક્તથી ભરી દઈશ.
\q
\s5
\v 7 હું તને હોલવી દઈશ ત્યારે હું આકાશને ઢાંકી દઈશ અને તારાઓને અંધકારમય કરી નાખીશ.
\q હું સૂર્યને વાદળોથી ઢાંકી દઈશ અને ચંદ્ર પ્રકાશશે નહિ.
\q
\v 8 હું આકાશના બધાં નક્ષત્રોને અંધકારમય કરી દઈશ,
\q તારા દેશમાં અંધકાર ફેલાવીશ." એમ પ્રભુ યહોવાહ કહે છે.
\p
\s5
\v 9 જ્યારે જે પ્રજાઓને તું જાણતો નથી તેઓના દેશોમાં હું તારો વિનાશ કરીશ, ત્યારે હું ઘણા લોકોનાં હૃદયોને પણ ત્રાસ પમાડીશ.
\v 10 તારા વિષે હું ઘણા લોકોને આઘાત પમાડીશ, જ્યારે હું મારી તલવાર તેઓની આગળ ફેરવીશ, ત્યારે તેઓના રાજાઓ તારે લીધે ભયથી કાંપશે. તારા પતનના દિવસે તેઓ બધા સતત કાંપશે."
\p
\s5
\v 11 કેમ કે પ્રભુ યહોવાહ કહે છે; "બાબિલના રાજાની તલવાર તારી સામે આવશે.
\q
\v 12 હું તારા ચાકરોને યોદ્ધાઓની તલવારથી પાડીશ, તેઓ પ્રજાઓમાં સૌથી નિર્દય છે.
\q આ યોદ્ધાઓ મિસરનું ગૌરવ ઉતારશે અને તેના લોકોનો નાશ કરશે.
\q
\s5
\v 13 કેમ કે હું મહાજળ પાસેથી તેનાં બધાં પશુઓનો પણ નાશ કરીશ;
\q માણસનો પગ પાણીને ડહોળશે નહિ કે પશુઓની ખરીઓ તેઓને ડહોળશે નહિ!
\q
\v 14 ત્યારે હું તેઓની નદીઓને શાંત કરી દઈશ અને તેઓની નદીઓને તેલની જેમ વહેવડાવીશ."
\q આમ પ્રભુ યહોવાહ કહે છે!
\q
\s5
\v 15 હું મિસર દેશને પૂરેપૂરો ઉજ્જડ તથા તજી દીધેલું સ્થાન બનાવી દઈશ;
\q જ્યારે હું તેના બધા રહેવાસીઓ પર હુમલો કરીશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.
\q
\v 16 આ ગીત ગાઈને તેઓ વિલાપ કરશે. પ્રજાની દીકરીઓ વિલાપગાન ગાઈને રૂદન કરશે; તેઓ મિસર માટે વિલાપ કરશે.
\q તેઓ આખા સમુદાય માટે વિલાપ કરશે." આમ પ્રભુ યહોવાહ કહે છે.
\p
\s5
\v 17 વળી બારમા વર્ષમાં, તે મહિનાના પંદરમા દિવસે યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
\q
\v 18 "હે મનુષ્યપુત્ર, મિસરના આખા સમુદાય માટે રુદન કર.
\q તેને તથા તેની પ્રખ્યાત પ્રજાની દીકરીઓને શેઓલમાં નીચે ઉતારનારાઓની સાથે તું તેઓને અધોલોકમાં નાખ.
\q
\s5
\v 19 તેઓને કહે, 'શું તું ખરેખર બીજા કરતાં અતિ સુંદર છે? નીચે જા અને બેસુન્નતીઓની સાથે સૂઈ જા!'
\q
\v 20 તેઓ તલવારથી કતલ થયેલાઓની મધ્યે જઈ પડશે. મિસર તલવારને આપવામાં આવે છે; તેના દુશ્મનો તેને તથા તેના સમુદાયને ખેંચી લઈ જશે.
\q
\v 21 પરાક્રમીઓમાં જેઓ બળવાન છે તેઓ તેની તથા તેના સાથીઓની સાથે શેઓલમાંથી બોલશે:
\q 'તેઓ અહીં નીચે આવ્યા છે! તેઓ તલવારથી મારી નંખાયેલા બેસુન્નતીઓ સાથે સૂઈ ગયા છે.
\q
\s5
\v 22 આશૂર પોતાના લોકોની સાથે ત્યાં છે! તેની કબરો તેની આસપાસ છે.
\q તેઓ સર્વની તલવારથી કતલ થઈ હતી.
\q
\v 23 તેઓની કબરો નીચે નરકમાં છે અને તેનો સમુદાય તેની કબરની આસપાસ છે.
\q જેઓ પૃથ્વી પર ત્રાસદાયક હતા,
\q જેઓ તલવારથી કતલ થઈને પડ્યા તેની આસપાસ તેની કબરો છે.
\q
\s5
\v 24 તેની કબરોની આસપાસ એલામ તથા તેનો સમુદાય છે: તેઓમાંના બધા માર્યા ગયા છે.
\q જેઓ પૃથ્વી પર માણસોમાં ત્રાસદાયક હતા, તેઓ બધા તલવારથી કતલ થઈ પડ્યા છે,
\q તેઓ બેસુન્નત સ્થિતિમાં અધોલોકમાં ઊતરી ગયા છે, કબરમાં ઊતરી જનારાઓની સાથે લજ્જિત થયા છે.
\q
\v 25 તેની આસપાસ તેની કબરો છે. તેઓએ એલામ તથા તેના સમુદાય માટે કતલ થયેલાઓની વચમાં પથારી કરી છે;
\q તેઓમાંના બધા બેસુન્નતીઓ તથા તલવારથી કતલ થયેલા છે. તેઓ પૃથ્વીમાં ત્રાસ લાવ્યા હતા.
\q તેઓ કબરમાં ઊતરી જનારાઓની સાથે લજ્જિત થશે. તેઓને મારી નંખાયેલા મધ્યે મૂકવામાં આવ્યો છે.
\q
\s5
\v 26 મેશેખ, તુબાલ તથા તેનો સમુદાય પણ ત્યાં છે! તેની આસપાસ તેની કબરો છે.
\q તેઓમાંના બધા બેસુન્નત તથા કતલ થયેલા છે, કેમ કે તેઓ દેશમાં ત્રાસ લાવ્યા હતા!
\q
\v 27 બેસુન્નતીઓમાં જે યોદ્ધાઓ માર્યા ગયા છે, તેઓ પોતાના યુદ્ધશસ્ત્રો સહિત શેઓલમાં ઊતરી ગયા છે,
\q અને પોતાની તલવારો પોતાના માથા નીચે મૂકી છે. તેઓના ભાલાઓ પોતાના હાડકા પર મૂક્યા છે?
\q કેમ કે તેઓ પૃથ્વી પર માણસોમાં શૂરવીરો ત્રાસદાયક હતા.
\q
\s5
\v 28 હે મિસર, તારો પણ બેસુન્નતીઓની સાથે નાશ થશે. તલવારથી કતલ થયેલાઓની સાથે તું પડ્યો રહેશે.
\p
\v 29 અદોમ પોતાના રાજાઓ તથા સેનાપતિઓ સહિત ત્યાં છે. તેઓ પરાક્રમી હતા. પણ તેઓ કતલ થયેલાઓની સાથે પડ્યા છે, બેસુન્નતીઓ સાથે તથા કબરમાં ઊતરનારાઓ સાથે પડી રહેશે.
\p
\s5
\v 30 ત્યાં ઉત્તરના સર્વ સરદારો છે તથા સિદોનીઓ જેઓ મૃત્યુ પામેલાઓની સાથે નીચે ગયા છે. તેઓ પરાક્રમી હતા અને બીજાને ભય પમાડતા હતા, પણ તેઓ લજ્જિત થયા છે, તેઓ બેસુન્નત સ્થિતિમાં તલવારથી કતલ થયેલાઓની સાથે પડેલા છે. તેઓ કબરમાં ઊતરી જનારાઓની સાથે લજ્જિત થયા છે.
\p
\s5
\v 31 ફારુન તેઓને જોઈને તલવારથી માર્યા ગયેલા પોતાના સમુદાય માટે દિલાસો પામશે." આમ પ્રભુ યહોવાહ કહે છે.
\v 32 મેં પૃથ્વી પરનાં માણસોમાં મારો ત્રાસ બેસાડ્યો છે, પણ જેઓ તલવારથી માર્યા ગયેલા છે તેવા બેસુન્નતીઓની મધ્યે સૂઈ જશે." આમ પ્રભુ યહોવાહ કહે છે!
\s5
\c 33
\p
\v 1 યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
\v 2 "હે મનુષ્યપુત્ર, તું તારા લોકો સાથે વાત કરીને કહે, 'જ્યારે હું કોઈ દેશ સામે તલવાર લાવું, ત્યારે તે દેશના લોકો પોતામાંના એક પુરુષને પસંદ કરીને તેને પોતાના ચોકીદાર તરીકે નીમે.
\v 3 જો તે તલવારને દેશ પર આવતી જોઈને તે લોકોને ચેતવણી આપવા સારુ રણશિંગડું વગાડે.
\v 4 ત્યારે જો કોઈ રણશિંગડાંનો અવાજ સાંભળીને ધ્યાન ન આપે અને તલવાર આવીને તેને મારી નાખે તો તેનું લોહી તેને પોતાને માથે.
\p
\s5
\v 5 જો કોઈ રણશિંગડાંનો અવાજ સાંભળીને ધ્યાન ન આપે, તો તેનું રક્ત તેને માથે; પણ જો કોઈ ધ્યાન આપશે, તો તે પોતાનો જીવ બચાવશે.
\p
\v 6 પણ જો તલવારને આવતી જોઈને ચોકીદાર રણશિંગડું વગાડે નહિ, લોકોને ચેતવણી મળે નહિ, જો તલવાર આવીને કોઈનો જીવ લે, તો તે વ્યક્તિ પોતાના પાપને લીધે મૃત્યુ પામશે, પણ હું તેના લોહીનો બદલો ચોકીદાર પાસેથી માંગીશ.'
\p
\s5
\v 7 હે મનુષ્યપુત્ર, મેં તને ઇઝરાયલી લોકો માટે ચોકીદાર બનાવ્યો છે; મારા મુખથી વચન સાંભળીને મારી વતી તેને ચેતવણી આપ.
\v 8 જો હું કોઈ દુષ્ટ વ્યક્તિને કહું, હે દુષ્ટ માણસ, તું નિશ્ચે મૃત્યુ પામશે.' પણ જો તું દુષ્ટ માણસને પોતાના દુરાચરણથી ચેતવણી ન આપે, તો તે દુષ્ટ માણસ પોતાના પાપમાં મરશે, પણ હું તેના લોહીનો બદલો તારી પાસેથી માગીશ.
\v 9 પણ જો, તું દુષ્ટ માણસને પોતાના દુરાચરણથી ફરવાની ચેતવણી આપે, જેથી તે તેનાથી પાછો ફરે, જો તે તેના દુરાચરણથી પાછો ન ફરે, તો તે પોતાના પાપમાં મૃત્યુ પામશે, પણ તું પોતાનો જીવ બચાવશે.
\p
\s5
\v 10 વળી, હે મનુષ્યપુત્ર, ઇઝરાયલી લોકોને કહે, 'તમે આ પ્રમાણે કહો છો કે: અમારાં ઉલ્લંઘનો તથા અમારાં પાપ અમારા માથા પર આવી પડ્યાં છે, અમે તેમાં ક્ષીણ થતા જઈએ છીએ, અમે શી રીતે જીવીશું?'
\v 11 તેઓને કહે કે, 'પ્રભુ યહોવાહ કહે છે મારા જીવના સમ, દુષ્ટ માણસના મૃત્યુથી મને આનંદ થતો નથી, પણ દુષ્ટ માણસ દુરાચરણથી પાછો ફરે, તો તે જીવતો રહે. પાછા ફરો, તમારાં દુરાચરણથી પાછા ફરો, હે ઇઝરાયલી લોકો, તમે શા માટે મૃત્યુ પસંદ કરો છો?'
\p
\s5
\v 12 હે મનુષ્યપુત્ર, તારા લોકોને કહે કે, 'ન્યાયી માણસ પાપ કરશે તો તેનું ન્યાયીપણું તેને બચાવશે નહિ, જો દુષ્ટ માણસ પોતાના પાપથી પાછો ફરે તો તેની દુષ્ટતાને લીધે તેનો નાશ થશે નહિ. તેમ જ ન્યાયી માણસ પાપ કરશે તો તે પોતાના ન્યાયીપણાથી જીવશે નહિ.
\v 13 જો હું ન્યાયી માણસને કહું કે, "તે નિશ્ચે જીવશે." અને જો તે પોતાના ન્યાયીપણામાં ભરોસો રાખીને અન્યાય કરે, તો હું તેનું ન્યાયીપણું યાદ કરીશ નહિ; તેણે કરેલી દુષ્ટતાને લીધે તે માર્યો જશે.
\p
\s5
\v 14 અને જો હું દુષ્ટ માણસને કહું કે, "તું નિશ્ચે મૃત્યુ પામશે." પણ જો તે પોતાના પાપોથી પાછો ફરે અને જે ન્યાયસંગત તથા સાચું છે તે કરે.
\v 15 જો તે વ્યાજે મૂકેલી વસ્તુ પાછી આપે, તેણે જે કંઈ ચોરી લીધું છે તે પાછું આપે, જો તે જીવન આપનાર નિયમો પ્રમાણે ચાલે અને પાપ ન કરે, તો તે નિશ્ચે જીવશે, તે મરશે નહિ.
\v 16 તેણે કરેલાં કોઈ પણ પાપ સ્મરણમાં આવશે નહિ. કેમ કે તે ન્યાયપણાથી તથા સચ્ચાઈથી વર્ત્યો છે; એટલે તે નિશ્ચે જીવશે.
\p
\s5
\v 17 પણ તારા લોકો કહે છે કે, "યહોવાહનો માર્ગ અદલ નથી!" પણ તેઓના માર્ગો અદલ નથી.
\v 18 જ્યારે ન્યાયી માણસ પોતાના ન્યાયીપણાથી પાછો ફરીને પાપ કરે, તો તે તેમાં મૃત્યુ પામશે.
\v 19 અને જ્યારે પાપી માણસ પોતાની દુષ્ટતાથી પાછો ફરીને ન્યાય તથા નીતિ પ્રમાણે વર્તે, તો તેની તે બાબતોને કારણે તે જીવશે.
\v 20 પણ તમે લોકો કહો છો, "પ્રભુનો માર્ગ અદલ નથી." હે ઇઝરાયલી લોકો, હું તમારામાંના દરેકનો તમારા આચરણ પ્રમાણે ન્યાય કરીશ."'
\p
\s5
\v 21 અમારા બંદીવાસના બારમા વરસના દસમા મહિનાના પાચમા દિવસે યરુશાલેમથી નાસી છૂટેલા એક માણસે મારી પાસે આવીને કહ્યું, "નગર કબજે કરવામાં આવ્યું છે."
\v 22 નાસી છૂટેલો માણસ આવે તે પહેલાં સાંજે યહોવાહનો હાથ મારા પર હતો, સવારમાં તે મારી પાસે આવે તે પહેલાં મારું મુખ ખુલ્લું હતું. અને હવે પછી હું મૂંગો નહોતો.
\p
\s5
\v 23 પછી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
\v 24 હે મનુષ્યપુત્ર, જેઓ ઉજ્જડ થયેલા ઇઝરાયલ દેશમાં વસેલા છે તેઓ એમ કહે છે, 'ઇબ્રાહિમ એકલો માણસ હતો, છતાં તેણે દેશનો કબજો મેળવ્યો. પણ અમે તો ઘણા છીએ, અમને દેશ વારસામાં આપવામાં આવ્યો છે.'
\p
\s5
\v 25 માટે તેઓને કહે, પ્રભુ યહોવાહ આમ કહે છે: "તમે લોહી પીઓ છો, તમે તમારી નજર મૂર્તિ તરફ ઉઠાવી છે, તમે લોકોનું લોહી વહેવડાવો છો. છતાં શું તમે દેશનું વતન પામશો?
\v 26 તમે તલવાર પર આધાર રાખ્યો છે અને ધિક્કારપાત્ર કાર્યો કર્યાં છે, દરેક માણસે પોતાના પડોશીની પત્નીને ભ્રષ્ટ કરી છે, છતાં શું તમે દેશનો વારસો પામશો?"'"
\p
\s5
\v 27 તું તેઓને કહે; "પ્રભુ યહોવાહ આમ કહે છે કે, મારા જીવના સમ કે, જેઓ ઉજ્જડ નગરોમાં રહે છે, તેઓ તલવારથી માર્યા જશે. જેઓ ખેતરોમાં રહે છે તેઓને હું જીવતાં પશુઓ માટે ખોરાક તરીકે આપીશ, જેઓ ગઢોમાં તથા ગુફાઓમાં રહે છે તેઓ મરકીથી મૃત્યુ પામશે.
\v 28 હું આ દેશને ઉજ્જડ તથા ત્રાસરૂપ કરીશ અને તેના સામર્થ્યના અભિમાનનો અંત આવશે, ઇઝરાયલના પર્વતો વેરાન થશે, તેમાં થઈને કોઈ પસાર થશે નહિ.'"
\v 29 તેઓએ કરેલાં ધિક્કારપાત્ર કૃત્યોને કારણે હું દેશને વેરાન તથા ઉજ્જડ બનાવી દઈશ ત્યારે લોકો જાણશે કે હું યહોવાહ છું.
\p
\s5
\v 30 હે મનુષ્યપુત્ર, તારા લોકો તારા વિષે ભીંતો પાસે તથા ઘરના બારણા પાછળ વાતો કરે છે; તેઓ એકબીજાને-દરેક પોતાના ભાઈને કહે છે, "ચાલો જઈને યહોવાહ તરફથી આવેલું વચન પ્રબોધક દ્વારા સાંભળીએ."
\v 31 મારા લોકો વારંવાર કરતા હોય તે પ્રમાણે તારી પાસે આવે છે, તારી આગળ બેસીને તારું સાંભળે છે, પણ તેઓ તે પાળતા નથી. તેઓના મુખમાં સાચા શબ્દો છે પણ હૃદય ખોટા લાભ પાછળ જાય છે.
\p
\s5
\v 32 કેમ કે તું તેઓને કોઈ સુંદર અવાજવાળો અને કુશળ રીતે વાજિંત્ર વગાડનારો હોય તેના જેવો લાગે છે. તારા સંદેશાઓ તેઓના માટે મનોરંજન જેવા હોય છે. કારણ કે તેઓ તારાં વચનો સાંભળે છે, પણ તેઓમાંના કોઈ તેનો અમલ કરતો નથી.
\v 33 પણ જ્યારે આ બધું થશે- જુઓ, તે થશે!- ત્યારે તેઓ જાણશે કે તેઓની મધ્યે એક પ્રબોધક થઈ ગયો છે.
\s5
\c 34
\p
\v 1 ત્યારે યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
\v 2 "હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના પાળકોની વિરુદ્ધ ભવિષ્યવાણી કરીને તેમને કહે, 'પ્રભુ યહોવાહ પાળકોને કહે છે, "ઇઝરાયલના પાળકોને અફસોસ, કેમ કે તેઓ પોતાનું પોષણ કરે છે. શું પાળકોએ ઘેટાંનું પોષણ ન કરવું જોઈએ?
\v 3 તમે ચરબીવાળો ભાગ ખાઓ છો અને ઊનનાં વસ્ત્ર પહેરો છો. તમે ચરબીવાળા ઘેટાંંનો સંહાર કરો છો, પણ તમે તેને ચરાવતા નથી.
\p
\s5
\v 4 તમે રોગિષ્ઠને બળવાન કર્યાં નથી, તમે બીમારને સાજાં કર્યાં નથી. તમે ભાંગી ગયેલાને પાટો બાંધ્યો નથી, નસાડી મુકાયેલાને તમે પાછાં લાવ્યા નથી કે ખોવાઈ ગયેલાંની શોધ કરી નથી: પણ તેઓના પર બળજબરી તથા સખતાઈથી શાસન ચલાવ્યું છે.
\v 5 તેઓ પાળક વિના વિખેરાઈ ગયાં, તેઓ વિખેરાઈ ગયાથી તેઓ ખેતરનાં પશુઓનો ખોરાક બન્યાં છે.
\v 6 મારાં ઘેટાં દરેક પર્વતો પર તથા દરેક ટેકરીઓ પર રખડતાં ફરે છે, તે ઘેટાં આખી પૃથ્વીની સપાટી પર વેરવિખેર થઈ ગયાં છે. તેઓને શોધનાર કોઈ નથી."
\p
\s5
\v 7 માટે હે પાળકો, યહોવાહનું વચન સાંભળો:
\v 8 પ્રભુ યહોવાહ કહે છે, "મારા જીવના સમ" "મારાં ઘેટાં જંગલી પશુઓનો શિકાર બન્યાં છે, ખેતરનાં સર્વ પશુઓનો ખોરાક બન્યાં છે, કારણ, તેઓનો કોઈ પાળક નહોતો અને મારા પાળકોએ મારાં ઘેટાં માટે પોકાર કર્યો નથી, પણ પાળકોએ પોતાનું રક્ષણ કર્યું છે, મારાં ટોળાંનું પોષણ કર્યું નથી."
\p
\s5
\v 9 તેથી હે પાળકો, તમે યહોવાહનું વચન સાંભળો,
\v 10 પ્રભુ યહોવાહ કહે છે, જુઓ! હું પાળકોની વિરુદ્ધ છું, હું મારા ઘેટાંની જવાબદારી તેમના હાથમાંથી લઈ લઈશ. મારા ઘેટાંને પાળવાનું કામ તેમની પાસેથી લઈ લઈશ; જેથી પાળકો પોતાનું પોષણ કરી શકે નહિ, હું મારા ઘેટાંઓને તેમના મુખમાંથી લઈ લઈશ, જેથી મારા ઘેટાં તેમનો ખોરાક બનશે નહિ."
\p
\s5
\v 11 કેમ કે પ્રભુ યહોવાહ કહે છે: "જુઓ, હું પોતે જ મારાં ઘેટાંને શોધી કાઢીશ અને તેઓની સંભાળ રાખીશ.
\v 12 જેમ ભરવાડ તે દિવસે પોતાનાં વેરવિખેર થયેલાં ઘેટાં સાથે હોય તેમ દિવસે પોતાના ટોળાને શોધી કાઢશે. હું મારાં ઘેટાંને શોધીશ અને વાદળવાળા તથા અંધકારમય દિવસે તેઓ જ્યાં જ્યાં વિખેરાઈ ગયાં હશે તે સર્વ જગ્યાએથી તેઓને છોડાવીશ.
\v 13 ત્યારે હું તેઓને લોકો મધ્યેથી બહાર લાવીશ; હું તેમને અન્ય દેશોમાંથી ભેગાં કરીને પોતાના દેશમાં લાવીશ. હું તેમને ઇઝરાયલના પર્વતો પર, ઝરણાં પાસે તથા દેશની દરેક વસતિવાળી જગ્યાઓમાં ચરાવીશ.
\p
\s5
\v 14 હું તેઓને સારી જગ્યાઓમાં ચરાવીશ; ઇઝરાયલના ઊંચા પર્વતો તેઓની ચરવાની જગ્યાઓ થશે. ત્યાં તેઓ સારી ચરવાની જગ્યાઓમાં સૂઈ જશે, તેઓ ઇઝરાયલના પર્વતો પર ચરશે.
\v 15 હું પોતે મારાં ટોળાંને ચારીશ, હું તેઓને સુવાડીશ." આમ પ્રભુ યહોવાહ કહે છે.
\v 16 હું ખોવાયેલાની શોધ કરીશ, કાઢી મૂકેલાંને હું પાછું લાવીશ. હું ઈજા પામેલાં ઘેટાંને પાટો બાંધીશ, માંદાંને સાજાં કરીશ. અને પુષ્ટ તથા બળવાનનો નાશ કરીશ. હું તેઓનું ન્યાયથી પોષણ કરીશ.
\p
\s5
\v 17 હે મારાં ઘેટાં," પ્રભુ યહોવાહ આમ કહે છે" જુઓ, "હું ઘેટાં, તથા બકરાંઓ વચ્ચે ન્યાય કરીશ.
\v 18 સારો ચારો ચરીને બાકીનો બચેલો ચારાવાળો ભાગ પગ નીચે ખૂંદવો, અથવા સ્વચ્છ પાણી પીને બાકીનું પાણી પગથી ડહોળી નાખવું એ શું નાની બાબત છે?
\v 19 પણ મારાં ઘેટાં તમારા પગનો કચડેલો ચારો ખાય છે અને તમારા પગથી ડહોળેલું પાણી પીવે છે."
\p
\s5
\v 20 તેથી પ્રભુ યહોવાહ તેઓને કહે છે: "જો, હું પોતે આ પુષ્ટ તથા પાતળાં ઘેટાં વચ્ચે ન્યાય કરીશ,
\v 21 કેમ કે તમે પાસાથી તથા ખભાથી ધક્કો મારીને તથા માંદાંને શિંગડાં મારીને દૂર સુધી નસાડી મૂક્યાં છે.
\p
\s5
\v 22 તેથી હું મારાં ઘેટાંને બચાવીશ; હવે પછી તેઓને કોઈ લૂંટશે નહિ. અને ઘેટાં વચ્ચે ન્યાય કરીશ.
\v 23 હું તેઓના પર એક પાળક ઊભો કરીશ, મારો સેવક દાઉદ તેઓનું પોષણ કરશે. તે તેઓનું પોષણ કરશે; તે તેઓનો પાળક બનશે.
\v 24 કેમ કે હું, યહોવાહ, તેઓનો ઈશ્વર થઈશ અને મારો સેવક દાઉદ તેઓની મધ્યે સરદાર થશે. હું યહોવાહ આમ બોલ્યો છું.
\p
\s5
\v 25 હું તેઓની સાથે શાંતિનો કરાર કરીશ અને દેશમાંથી જંગલી પશુઓને હાંકી કાઢીશ, જેથી મારાં ઘેટાં ખુલ્લા અરણ્યમાં સુરક્ષિત રહેશે અને શાંતિથી જંગલમાં સૂઈ જશે.
\v 26 હું તેઓની તથા મારી આસપાસની ટેકરી પર આશીર્વાદ લાવીશ, વળી હું ઋતુ પ્રમાણે વરસાદ મોકલીશ. આ આશીર્વાદનો વરસાદ થશે.
\v 27 પછી ખેતરનાં વૃક્ષોને ફળ આવશે અને પૃથ્વી પોતાની ઊપજ આપશે. મારાં ઘેટાં પોતાના દેશમાં સુરક્ષિત રહેશે; જ્યારે હું તેઓની ઝૂંસરી ભાંગી નાખીશ અને તેઓને ગુલામોના હાથમાંથી છોડાવીશ ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.
\p
\s5
\v 28 હવે પછી કદી તેઓ પ્રજાઓની લૂંટ કરશે નહિ, હવે પછી પૃથ્વીનાં જંગલી પશુઓ તેઓને ખાઈ જશે નહિ, કેમ કે તેઓ નિશ્ચિંત રહેશે અને બીશે નહિ.
\v 29 હું તેઓને ફળદ્રુપ જગ્યામાં સ્થાપીશ કે તેઓ ફરી ભૂખથી ભૂખે મરશે નહિ, કે કોઈ વિદેશી પ્રજા તેઓનું અપમાન કરશે નહિ.
\p
\s5
\v 30 ત્યારે તેઓ જાણશે કે, હું, યહોવાહ તેઓનો ઈશ્વર છું, હું તેઓની સાથે છું. ઇઝરાયલી લોકો મારા લોકો છે." આમ પ્રભુ યહોવાહ બોલ્યા છે.
\v 31 "કેમ કે તમે મારાં ઘેટાં છો, મારા ચારાના ઘેટાં અને મારા લોકો છો, હું તમારો ઈશ્વર છું." આમ પ્રભુ યહોવાહ બોલ્યા છે.'"
\s5
\c 35
\p
\v 1 યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
\v 2 "હે મનુષ્યપુત્ર, સેઈર પર્વત તરફ તારું મુખ ફેરવ અને તેની વિરુદ્ધ ભવિષ્યવાણી કર,
\v 3 તેને કહે, પ્રભુ યહોવાહ આમ કહે છે, હે સેઈર પર્વત, હું તારી વિરુદ્ધ છું, હું મારો હાથ તારી વિરુદ્ધ ઉગામીશ અને તને વેરાન તથા ત્રાસરૂપ કરીશ.
\p
\s5
\v 4 તારાં નગરોને ઉજ્જડ બનાવી દઈશ અને તું તદ્દન વેરાન થઈ જઈશ; ત્યારે તું જાણશે કે હું યહોવાહ છું.
\v 5 કેમ કે તેં ઇઝરાયલી લોકો સાથે સતત દુશ્મનાવટ રાખી છે. ઇઝરાયલી લોકોની આપત્તિના સમયે, તેઓની મોટી સજાના સમયે, તમે તેઓને તલવારને સ્વાધીન કર્યા છે.
\v 6 તેથી પ્રભુ યહોવાહ કહે છે, મારા જીવના સમ' 'હું તને રક્તપાત માટે તૈયાર કરીશ, રક્તપાત તારી પાછળ લાગશે. તેં રક્તપાતનો ધિક્કાર કર્યો નથી, માટે રક્તપાત તારી પાછળ લાગશે.
\p
\s5
\v 7 હું સેઈર પર્વતને વેરાન કરી દઈશ અને ત્યાંથી પસાર થનારા અને પાછા આવનારનો સંહાર કરીશ.
\v 8 અને હું તેના ડુંગરોને મૃત્યુ પામેલાથી ભરી દઈશ. તારા ડુંગરો, ખીણો તથા તારા ઝરણામાં તલવારથી કતલ થયેલાઓ પડશે.
\v 9 હું તને સદાને માટે વેરાન બનાવી દઈશ. તારા નગરોમાં વસ્તી થશે નહિ, ત્યારે તું જાણશે કે હું યહોવાહ છું.
\p
\s5
\v 10 "જ્યારે યહોવાહ ત્યાં તેઓની સાથે હતા, ત્યારે તમે કહ્યું આ બે પ્રજા તથા આ બે દેશો મારા છે, અમે તેનો કબજો મેળવીશું.
\v 11 માટે પ્રભુ યહોવાહ કહે છે, મારા જીવના સમ, તેં તારા તિરસ્કારને લીધે જે ક્રોધ તથા ઈર્ષા તેઓના પ્રત્યે કર્યાં છે, તે પ્રમાણે હું તારી સાથે વર્તીશ, જ્યારે હું તેઓનો ન્યાય કરીશ, ત્યારે હું તેઓ મધ્યે પ્રગટ થઈશ.
\p
\s5
\v 12 ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું! ઇઝરાયલના પર્વતોની વિરુદ્ધ જે દુર્ભાષણો કરીને તું બોલ્યો છે, તેં કહ્યું છે, " તેઓ વેરાન છે, તેઓ અમને ભક્ષ થવાને આપવામાં આવ્યા છે."
\v 13 તમે તમારા મુખે મારી વિરુદ્ધ બડાશ મારી છે, મારી વિરુદ્ધ ઘણું બધું બોલ્યા છો. તેં મેં સાંભળ્યું છે.'
\p
\s5
\v 14 પ્રભુ યહોવાહ આમ કહે છે: 'જ્યારે આખી પૃથ્વી આનંદ કરતી હશે ત્યારે હું તને વેરાન કરીશ.
\v 15 જેમ તું ઇઝરાયલને ઉજ્જડ થતું જોઈને આનંદ કરતો હતો, એવું જ હું તારી સાથે પણ કરીશ. હે સેઈર પર્વત, તું વેરાન થશે, આખું અદોમ પણ વેરાન થશે, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.'"
\s5
\c 36
\p
\v 1 "હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના પર્વતોને ભવિષ્યવાણી કરીને કહે; હે ઇઝરાયલના પર્વતો યહોવાહનું વચન સાંભળો,
\v 2 પ્રભુ યહોવાહ આમ કહે છે; દુશ્મન તમારે વિષે "વાહ, વાહ" કહે છે અને "આ પ્રાચીન ઉચ્ચસ્થાનો અમારા કબ્જામાં છે.'"
\v 3 માટે ભવિષ્યવાણી કરીને કહે કે, 'પ્રભુ યહોવાહ આમ કહે છે, તમારો પ્રદેશ ઉજ્જડ થઈ ગયો તેને કારણે, ચારેબાજુથી તમારા પર થયેલા હુમલાને કારણે તથા બીજી પ્રજાઓએ તમારો કબજો લીધો, એટલે તમે લોકો વિષે નિંદા કરનાર હોઠ તથા જીભ બની ગયા છો.
\p
\s5
\v 4 માટે, હે ઇઝરાયલના પર્વતો, પ્રભુ યહોવાહનું વચન સાંભળો. પર્વતો તથા ઊંચી ટેકરીઓ, ઝરણાં તથા ખીણો, ઉજ્જડ મેદાનો તથા તજી દેવાયેલાં નગરો જે તેઓની આસપાસની પ્રજાઓને લૂંટ તથા હાંસીરૂપ થઈ પડ્યાં છે, તેઓને પ્રભુ યહોવાહ એમ કહે છે,
\v 5 માટે પ્રભુ યહોવાહ કહે છે, બાકી રહેલી પ્રજાઓ તથા આખું અદોમ જેઓએ દ્રેષબુદ્ધિથી મારા દેશને લૂંટી લેવા માટે તેને પોતાના હૃદયના પૂરા હર્ષથી પોતાને માટે વતન તરીકે ઠરાવ્યો છે, તેઓની વિરુદ્ધ હું નક્કી ઈર્ષાના આવેશથી બોલ્યો છું.
\v 6 તેથી ઇઝરાયલ દેશ વિષે ભવિષ્યવાણી કર અને ઇઝરાયલના પર્વતોને તથા ઊંચી ટેકરીઓને, ખીણોને તથા ઝરણાંને કહે કે: પ્રભુ યહોવાહ આમ કહે છે: જુઓ! તમે પ્રજાઓનું અપમાન સહન કર્યું છે, માટે હું મારા ક્રોધમાં તથા રોષમાં બોલ્યો છું.
\p
\s5
\v 7 માટે પ્રભુ યહોવાહ આમ કહે છે, મેં સમ ખાઈને કહ્યું કે જે પ્રજાઓ તારી આસપાસની છે તેઓને નિશ્ચે મહેણાં મારવામાં આવશે.
\p
\s5
\v 8 પણ, હે ઇઝરાયલના પર્વતો, તમારાં વૃક્ષોને ડાળીઓ ફુટશે અને તમે મારા ઇઝરાયલી લોકો માટે ફળ આપશો, તેઓ ઉતાવળે તમારી પાસે પાછા આવશે.
\v 9 કેમ કે જો, હું તમારા પક્ષમાં છું, હું તમારી તરફ ફરીશ, તમારામાં ખેડાણ તથા વાવેતર થશે;
\p
\s5
\v 10 હું તમારી સાથે ઘણાં માણસોને વસાવીશ, ઇઝરાયલના આખા કુળને, બધાંને હું વસાવીશ. શહેરોમાં ફરી વસ્તી થશે અને ઉજ્જડ જગાઓ ફરી બાંધવામાં આવશે.
\v 11 હું તમારી સાથે મનુષ્યોની તથા પશુઓની વસ્તી વધારીશ, તેઓ ફળદ્રુપ થશે. હું તમને તમારી અગાઉની સ્થિતિ પ્રમાણે વસાવીશ, ભૂતકાળમાં તમે જે કર્યું તેના કરતાં હું તમને વધારે સમૃદ્ધ બનાવીશ, ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.
\v 12 હું માણસોને, મારા ઇઝરાયલી લોકોને તમારા પર ચઢાઈ કરાવીશ. તેઓ તમારો કબજો કરશે અને તમે તેઓનો વારસો થશો, હવે પછી કદી તમે તેઓનાં સંતાનોને મારશો નહિ.
\p
\s5
\v 13 પ્રભુ યહોવાહ આમ કહે છે: કેમ કે તેઓ તને કહે છે, "તમે લોકોનો નાશ કરશો, તારી પ્રજાનાં સંતાનો મરી જશે,"
\v 14 માટે હવે તું મનુષ્યોનો નાશ કરીશ નહિ, તારી પ્રજાને તેઓનાં સંતાનોના મૃત્યુને કારણે શોકિત કરીશ નહિ. એમ પ્રભુ યહોવાહ કહે છે.
\v 15 હવે પછી હું તને કદી પ્રજાઓનું અપમાન સાંભળવા દઈશ નહિ; તું ફરી કદી લોકોની નિંદાને સહન કરીશ નહિ કે તારી પ્રજાને ફરીથી કદી ઠોકર ખવડાવીશ નહિ.' આમ પ્રભુ યહોવાહ બોલ્યા છે.
\p
\s5
\v 16 યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
\v 17 "હે મનુષ્યપુત્ર, જ્યારે ઇઝરાયલી લોકો પોતાના દેશમાં રહેતા હતા, ત્યારે તેઓએ પોતાના આચરણથી તથા પોતાના કાર્યોથી તેને અશુદ્ધ કર્યો છે. મારી આગળ તેઓનાં આચરણ માસિક ધર્મવાળી સ્ત્રીના જેવાં અશુદ્ધ હતાં.
\v 18 તેઓએ જે લોહી દેશ પર વહેવડાવ્યું હતું તેને લીધે તથા તેઓએ તેને પોતાની મૂર્તિઓ વડે અશુદ્ધ કર્યો હતો. તેથી મેં મારો રોષ તેઓ પર રેડ્યો.
\p
\s5
\v 19 મેં તેઓને પ્રજાઓમાં વેરવિખેર કરી નાખ્યા; તેઓ આખા દેશમાં વિખેરાઈ ગયા. હું તેઓનાં આચરણ તથા કૃત્યો પ્રમાણે ન્યાય કરીશ.
\v 20 પછી તેઓ પ્રજાઓમાં ગયા. જ્યાં જ્યાં તેઓ ગયા, ત્યાં તેઓએ મારા પવિત્ર નામને અપવિત્ર કર્યું છે, લોકો તેઓ વિષે કહેતા હતા કે, ' શું આ ખરેખર યહોવાહના લોકો છે? કેમ કે તેઓ પોતાના દેશમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.'
\v 21 ઇઝરાયલી લોકો જે પ્રજાઓમાં ગયા ત્યાં તેઓએ મારા નામને અશુદ્ધ કર્યું છે, માટે હું મારા પવિત્ર નામની ચિંતા કરું છું.
\p
\s5
\v 22 માટે તું ઇઝરાયલી લોકોને કહે, પ્રભુ યહોવાહ આમ કહે છે: 'હે ઇઝરાયલી લોકો, હું તમારી ખાતર આ કરતો નથી, પણ મારા પવિત્ર નામની ખાતર કરું છું, જે જે પ્રજાઓમાં તમે ગયા હતા તેઓની વચ્ચે તમે મારા નામને અશુદ્ધ કર્યું છે.
\v 23 કેમ કે તમે મારા મહાન પવિત્ર નામને, પ્રજાઓમાં અપવિત્ર કર્યું છે, હા પ્રજાઓમાં તેને અપવિત્ર કર્યું છે. યહોવાહ કહે છે, જ્યારે હું તે પ્રજાઓની નજર આગળ તમારામાં પવિત્ર મનાઈશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.
\p
\s5
\v 24 હું તમને પ્રજાઓમાંથી લઈને તથા દરેક દેશમાંથી ભેગા કરીને, તમારા પોતાના દેશમાં પાછા લાવીશ.
\v 25 હું તમારા પર શુદ્ધ પાણી છાંટીશ, તમે તમારી બધી અશુદ્ધિઓથી શુદ્ધ થશો. અને હું તમને તમારી સર્વ મૂર્તિઓથી શુદ્ધ કરીશ.
\p
\s5
\v 26 હું તમને નવું હૃદય આપીશ, તમારામાં હું નવો આત્મા મૂકીશ. હું તમારામાંથી પથ્થર સમાન હૃદય દૂર કરીશ કેમ કે હું તમને માંસનું હૃદય આપીશ.
\v 27 હું તમારામાં મારો આત્મા મૂકીશ અને તમને મારા નિયમો પ્રમાણે ચલાવીશ, તમે મારી આજ્ઞાઓ પાળશો, તેમને અમલમાં મૂકશો.
\v 28 તમારા પૂર્વજોને આપેલા ઇઝરાયલ દેશમાં વસશો. તમે મારા લોક થશો અને હું તમારો ઈશ્વર થઈશ.
\p
\s5
\v 29 કેમ કે હું તમને સર્વ અશુદ્ધિઓથી બચાવીશ. હું અનાજને આજ્ઞા કરીશ અને તેની વૃદ્ધિ કરીશ. હું તમારે ત્યાં દુકાળ કદી પડવા દઈશ નહિ.
\v 30 હું વૃક્ષોનાં ફળ અને ખેતીની પેદાશમાં વૃદ્ધિ કરીશ તેથી લોકોમાં તમારે કદી દુકાળનું મહેણું સાંભળવું પડે નહિ.
\v 31 ત્યારે તમને તમારાં આચરણો તથા તમારાં કાર્યો જે સારાં નથી તે યાદ આવશે, તમારાં પાપો તથા તમારા ધિક્કારપાત્ર કૃત્યોને લીધે તમે પોતાને ધિક્કારશો.
\p
\s5
\v 32 પ્રભુ યહોવાહ કહે છે, હું તમારી ખાતર એ નહિ કરું.' 'એ તમે જાણજો. હે ઇઝરાયલી લોકો, તમારાં આચરણોને કારણે તમે શરમજનક તથા કલંકરૂપ થાઓ.'
\v 33 પ્રભુ યહોવાહ કહે છે: ' તે દિવસે હું તમને તમારા અન્યાયોથી શુદ્ધ કરીશ, હું તમને નગરોમાં વસાવીશ અને ઉજ્જડ જગાઓમાં બાંધીશ.
\v 34 વળી જે ભૂમિ વેરાન પડી હતી અને તેની પાસેથી પસાર થનારા સર્વની નજરમાં વેરાન લાગતી હતી, તોપણ તેમાં ફરી ખેડાણ થશે.
\p
\s5
\v 35 ત્યારે તેઓ કહેશે, "આ ભૂમિ વેરાન હતી, પણ તે હમણાં એદનવાડી જેવી થઈ ગઈ છે; ઉજ્જડ તથા વેરાન નગરોની આસપાસ કોટ બાંધેલો છે તથા તેમાં લોકો વસે છે."
\v 36 ત્યારે તારી આસપાસની પ્રજાઓ જાણશે કે હું યહોવાહ છું, મેં ઉજ્જડ નગરોને ફરી બાંધ્યાં છે અને વેરાન જગ્યાઓમાં વાવેતર કર્યું છે. હું યહોવાહ છું. હું તે બોલ્યો છું અને હું તે કરીશ.'
\p
\s5
\v 37 પ્રભુ યહોવાહ કહે છે: 'ઇઝરાયલી લોકોની વિનંતી સાંભળીને હું તેઓના માટે આ પ્રમાણે કરીશ, હું તેઓનાં ઘેટાંના ટોળાંની જેમ લોકોની વૃદ્ધિ કરીશ.
\v 38 યજ્ઞના ટોળાની જેમ, ઠરાવેલા પર્વોને સમયે યરુશાલેમમા ટોળાની જેમ, વેરાન નગરો લોકોનાં ટોળાંથી ભરાઈ જશે, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.'"
\s5
\c 37
\p
\v 1 યહોવાહનો હાથ મારા પર આવ્યો, તે યહોવાહના આત્મા દ્વારા મને બહાર લઈ ગયો, મને નીચે એક ખીણમાં મૂક્યો, તે ખીણ હાડકાંથી ભરેલી હતી.
\v 2 તેમણે મને તે હાડકાંની આજુબાજુ ફેરવ્યો, જુઓ, ખીણમાં તે ઘણાં બધાં હતાં. તેઓ ઘણાં સૂકાં હતાં.
\v 3 તેણે મને કહ્યું, "હે મનુષ્યપુત્ર, શું આ હાડકાં ફરીથી જીવિત થશે?" તેથી મેં કહ્યું, "પ્રભુ યહોવાહ, તમે એકલા જ જાણો છો!"
\p
\s5
\v 4 તેણે મને કહ્યું, "તું આ હાડકાંઓને ભવિષ્યવાણી કરીને તેમને કહે. 'હે સૂકાં હાડકાંઓ, તમે યહોવાહનું વચન સાંભળો.
\v 5 પ્રભુ યહોવાહ આ હાડકાંઓને કહે છે: "જુઓ, 'હું તમારામાં આત્મા મૂકીશ અને તમે જીવતા થશો.
\v 6 હું તમારા પર સ્નાયુઓ મૂકીશ, તમારા પર માંસ લાવીશ. હું તમને ચામડીથી ઢાંકી દઈશ અને તમારામાં શ્વાસ પૂરીશ એટલે તમે જીવતાં થશો. ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.!'''
\p
\s5
\v 7 તેથી મને આજ્ઞા કરવામાં આવી હતી તે પ્રમાણે મેં કર્યું; હું ભવિષ્યવાણી કરતો હતો ત્યારે એક અવાજ આવ્યો, ધરતીકંપ થયો. ત્યારે હાડકાં જોડાઈ ગયાં દરેક હાડકું તેને લગતા બીજા હાડકા સાથે જોડાઈ ગયું.
\v 8 હું જોતો હતો, તો જુઓ, તેમના પર સ્નાયુઓ દેખાયા, માંસ આવી ગયું. અને તેમના પર ચામડી ઢાંકી દેવામાં આવી, પણ હજુ તેમનામાં જીવન આવ્યું ન હતું.
\p
\s5
\v 9 પછી યહોવાહે મને કહ્યું, "હે મનુષ્યપુત્ર, તું પવનને ભવિષ્યવાણી કર, તું પવનને કહે કે, પ્રભુ યહોવાહ આમ કહે છે, હે પવન, ચારે દિશામાંથી આવ અને આ મૃતદેહોમાં ફૂંક માર જેથી તેઓ ફરીથી જીવતા થાય.'''
\v 10 તેથી મને આજ્ઞા કરવામાં આવી હતી તે પ્રમાણે મેં ભવિષ્યવાણી કરી; તેમનામાં શ્વાસ આવ્યો અને તેઓ જીવતાં થયાં. બહુ મોટું સૈન્ય થઈને તેઓ પોતાના પગ પર ઊભાં થયાં.
\p
\s5
\v 11 અને પ્રભુના આત્માએ મને કહ્યું, "હે મનુષ્યપુત્ર, આ બધા તો ઇઝરાયલી લોકો છે. જો, તેઓ કહે છે, 'અમારાં હાડકાં સુકાઈ ગયાં છે, અમારી આશા નાશ પામી છે, અમારો વિનાશ થયો છે.'
\v 12 તેથી પ્રબોધ કરીને તેઓને કહે કે, 'પ્રભુ યહોવાહ કહે છે: હે મારા લોક, જુઓ, 'હું તમારી કબરો ખોલીશ અને તમને તેમાંથી ઊભા કરીને બહાર કાઢી લાવીશ અને હું તમને ઇઝરાયલ દેશમાં પાછા લાવીશ.
\p
\s5
\v 13 હે મારા લોક, હું તમારી કબરો ખોલીને તમને બહાર કાઢી લાવીશ ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.
\v 14 હું મારો આત્મા તમારામાં મૂકીશ અને તમે જીવતા થશો, તમે તમારા પોતાના દેશમાં આરામ પામશો, ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું. હું બોલ્યો છું અને તે કરીશ."' આમ પ્રભુ યહોવાહ કહે છે.
\p
\s5
\v 15 પછી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
\v 16 " હવે, હે મનુષ્યપુત્ર, તારા માટે એક લાકડી લે અને તેના પર લખ કે; 'યહૂદિયાના લોકો માટે તથા તેના સાથી ઇઝરાયલી લોકો માટે. પછી બીજી લાકડી લઈને તેના પર લખ કે, 'એફ્રાઇમની ડાળી જે યૂસફ તથા તેના સાથી ઇઝરાયલી લોકોને માટે.'
\v 17 પછી તેઓ બન્નેને જોડીને એક લાકડી બનાવ એટલે તેઓ તારા હાથમાં એક જ લાકડી થઈ જાય.
\p
\s5
\v 18 તારા લોકો તારી સાથે વાત કરીને તને પૂછે કે, તું એ લાકડીઓ વડે શું દર્શાવવા માગે છે તે શું તું અમને નહિ કહે?
\v 19 ત્યારે તેઓને કહેજે કે, 'પ્રભુ યહોવાહ કહે છે: જુઓ, એફ્રાઇમના હાથમાં જે યૂસફની ડાળી છે તેને તથા તેના સાથી જે ઇઝરાયલના કુળ છે તેને હું લઈશ અને તેમને યહૂદિયાની ડાળી સાથે જોડીને, એક ડાળી બનાવીશ, તેઓ મારા હાથમાં એક થઈ જશે.'
\v 20 જે લાકડીઓ પર તું લખે છે તેમના તારા હાથમાં રાખીને તેઓની નજર આગળ રાખ.
\p
\s5
\v 21 પછી તેઓને કહે, 'પ્રભુ યહોવાહ આમ કહે છે, જુઓ, જે પ્રજાઓમાં ઇઝરાયલી લોકો ગયા છે ત્યાંથી હું તેઓને લઈશ. હું તેઓને આસપાસના દેશોમાંથી એકત્ર કરીશ. હું તેઓને પોતાના દેશમાં પાછા લાવીશ.
\v 22 હું તેઓને પોતાના દેશમાં, ઇઝરાયલના પર્વત પર એક પ્રજા બનાવીશ; તે બધાનો એક રાજા થશે. તેઓ ફરી કદી બે પ્રજા થશે નહિ; તેઓ ફરી કદી બે રાજ્યોમાં વહેંચાશે નહિ.
\v 23 તેઓ ફરી કદી પોતાની મૂર્તિઓથી, પોતાની ધિક્કારપાત્ર વસ્તુઓથી, કે તેઓનાં કોઈ પણ પાપોથી પોતાને અપવિત્ર કરશે નહિ. કેમ કે હું તેઓને તેઓનાં સર્વ અવિશ્વાસી કાર્યો કે જેનાથી તેઓએ પાપ કર્યું તેનાથી બચાવી લઈશ, હું તેઓને શુદ્ધ કરીશ, ત્યારે તેઓ મારા લોક થશે અને હું તેઓનો ઈશ્વર થઈશ.
\p
\s5
\v 24 મારો સેવક દાઉદ તેઓનો રાજા થશે. તે જ બધાનો એક પાળક થશે, તેઓ મારી આજ્ઞાઓ અનુસાર ચાલશે, મારા વિધિઓ પાળશે અને તેમનું પાલન કરશે.
\v 25 વળી મારા સેવક યાકૂબને મેં જે દેશ આપ્યો હતો અને જેમાં તમારા પૂર્વજો રહેતા હતા તેમાં તેઓ રહેશે. તેઓ તથા તેઓનાં સંતાનો અને તેઓનાં સંતાનોના સંતાન તેમાં સદા રહેશે. મારો સેવક દાઉદ સદાને માટે તેઓનો સરદાર થશે.
\p
\s5
\v 26 હું તેઓની સાથે શાંતિનો કરાર સ્થાપીશ. તે તેઓની સાથે સદાનો કરાર થશે. હું તેઓને લઈને તેમની વૃદ્ધિ કરીશ અને તેઓની મધ્યે સદાને માટે મારું પવિત્રસ્થાન સ્થાપીશ.
\v 27 મારું નિવાસસ્થાન તેઓની સાથે થશે; હું તેઓનો ઈશ્વર થઈશ અને તેઓ મારા લોક થશે.
\v 28 જ્યારે મારું પવિત્રસ્થાન તેઓ મધ્યે સદાને માટે થશે ત્યારે પ્રજાઓ જાણશે કે, ઇઝરાયલને શુદ્ધ કરનાર યહોવાહ હું છું!'"
\s5
\c 38
\p
\v 1 યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
\v 2 "હે મનુષ્યપુત્ર, માગોગ દેશનો ગોગ, જે મેશેખ તથા તુબાલનો મુખ્ય સરદાર છે તેની તરફ તારું મુખ ફેરવ અને તેની વિરુદ્ધ ભવિષ્યવાણી કર.
\v 3 તેને કહે કે, પ્રભુ યહોવાહ આમ કહે છે, હે મેશેખ તથા તુબાલના સરદાર ગોગ, જો, હું તારી વિરુદ્ધ છું.
\p
\s5
\v 4 હું તને પાછો ફેરવીશ અને તારા જડબામાં આંકડી નાખીને તને બહાર ખેંચી કાઢીશ અને તારાં સર્વ સૈન્ય, ઘોડા, ઘોડેસવારો, પૂરા શસ્ત્રસજ્જ, નાનીમોટી ઢાલોથી સજ્જ થયેલો મોટો સમુદાય, જેમાંના બધા હાથમાં તલવારો છે તેઓ,
\v 5 તેઓની સાથે ઇરાન, કૂશ તથા પૂટના માણસો બધા ઢાલ તથા ટોપથી સજ્જ છે.
\v 6 ગોમેર તથા તેના સર્વ સૈનિકો, ઉત્તરનો ઘણો દૂરનો ભાગ બેથ-તોગાર્માહ તથા તેનું આખું સૈન્ય! ઘણાં લોકો પણ તારી સાથે છે તે બધાંને હું બહાર કાઢીશ.
\p
\s5
\v 7 તૈયારી કર, હા, તું તથા તારી સાથે એકત્ર થયા છે તેઓને તૈયાર કરીને, તું તેઓનો સેનાપતિ થા.
\v 8 લાંબા સમય પછી તને યાદ કરવામાં આવશે, ઘણાં વર્ષો પછી તું તલવારથી બચી ગયેલા તથા ઘણી પ્રજાઓમાંથી ભેગા થયેલા લોકોના દેશમાં, એટલે ઇઝરાયલના ઉજ્જડ પડેલા પર્વતો પર આવશે. પણ દેશના લોકોને વિદેશીઓમાંથી બહાર કાઢી લાવેલા છે, તેઓ નિર્ભય રહેશે!
\v 9 તું, તારું સઘળું સૈન્ય તથા તારી સાથેના ઘણા સૈનિકો આવશે, તું તોફાનની જેમ આવશે, દેશમાં વાદળની જેમ છવાઈ જશે.
\p
\s5
\v 10 પ્રભુ યહોવાહ આમ કહે છે; તે સમયે તારા મનમાં કેટલાક વિચારો આવશે અને તું દુષ્ટ યોજના યોજીને.'
\v 11 તું કહે કે, હું ખુલ્લા દેશ પર એટલે જેઓ કોટ વગરના સ્થળે રહે છે, જેમને દીવાલો કે દરવાજા નથી પણ શાંતિ તથા સલામતીમાં રહેતા લોકો પર હું ચઢાઈ કરું.
\v 12 કે જેથી હું તેઓને લૂંટી લઉં તથા પકડી લઉં, જે ઉજ્જડ નગરોમાં વસ્તી થયેલી છે, પ્રજાઓમાંથી ભેગા કરવામાં આવેલા લોકો જેઓને જાનવર તથા મિલકત પ્રાપ્ત કરવામાં આવેલા છે અને જેઓ પૃથ્વીના મધ્ય ભાગમાં રહે છે તેઓના વિરુદ્ધ હું મારો હાથ લાવું.
\p
\s5
\v 13 શેબા, દેદાન, તાર્શીશના વેપારીઓ તથા તેઓના જુવાન યોદ્ધાઓ તને પૂછશે, 'શું તું લૂંટ ચલાવવા આવ્યો છે? શું તેં સોનું, ચાંદી, જાનવરો તથા સંપત્તિ લઈ જવાને, ભારે લૂંટ કરવાને તારું સૈન્ય એકત્ર કર્યું છે?'
\p
\s5
\v 14 તેથી હે મનુષ્યપુત્ર, ભવિષ્યવાણી કરીને ગોગને કહે, પ્રભુ યહોવાહ કહે છે: જ્યારે મારા ઇઝરાયલી લોકો સુરક્ષિત રહેશે, તે દિવસે તને ખબર નહિ પડે.
\v 15 તું ઉત્તરના સૌથી દૂર આવેલા સ્થાનેથી આવશે, તું તથા મોટું સૈન્ય, સર્વ ઘોડેસવાર મોટો સમુદાય થઈને તથા મોટું સૈન્ય બનીને આવશે.
\v 16 તું મારા ઇઝરાયલી લોકો ઉપર દેશને ઢાંકી દેનાર વાદળની જેમ ચઢી આવશે. પાછલા દિવસોમાં હું તને મારા દેશની વિરુદ્ધ મોકલીશ, ત્યારે ગોગ મારી પવિત્રતા જોશે અને પ્રજાઓ મને જાણશે.
\p
\s5
\v 17 પ્રભુ યહોવાહ આમ કહે છે: મારા સેવકો, ઇઝરાયલના પ્રબોધકો, જેઓ તે સમયે એવું ભવિષ્ય કહેતા હતા કે વર્ષો સુધી હું તને તેઓના પર આક્રમણ કરાવીશ, તેઓની મારફતે પ્રાચીન કાળમાં હું જેના વિષે બોલ્યો હતો તેઓમાંનો તું એક નથી?
\v 18 યહોવાહ મારા પ્રભુ કહે છે: તે દિવસે, જ્યારે ગોગ ઇઝરાયલ પર હુમલો કરશે, ત્યારે મારા રોષનો ધુમાડો ઊંચે ચઢીને મારા નસકોરામાં પેસશે.
\p
\s5
\v 19 મારા કોપમાં તથા મારા ક્રોધાગ્નિમાં હું પ્રતિજ્ઞા કરું છું કે, તે દિવસે ઇઝરાયલમાં ભયંકર ધરતીકંપ થશે.
\v 20 સમુદ્રની માછલીઓ, આકાશનાં પક્ષીઓ, જંગલનાં પશુઓ તથા પેટે ચાલનારા જીવો તેમ જ પૃથ્વી પરનાં બધાં માણસો મારી આગળ ધ્રૂજી ઊઠશે. પર્વતો તૂટી પડશે અને ખડકો ધસી પડશે અને ભીંત પડીને જમીનદોસ્ત થઈ જશે.
\p
\s5
\v 21 કેમ કે હું તલવારને આજ્ઞા આપીને મારા સર્વ પર્વતો પર તેની વિરુદ્ધ બોલાવીશ, એવું પ્રભુ યહોવાહ કહે છે; 'દરેક માણસની તલવાર તેના ભાઈની વિરુદ્ધ થશે.
\v 22 હું મરકી, લોહી, પૂર તથા અગ્નિના કરાથી તેને શિક્ષા કરીશ. હું તેની ઉપર તેના સૈન્ય ઉપર, તેની સાથેના બધા લોકો ઉપર ગંધક વરસાવીશ.
\v 23 હું મારું માહાત્મય તથા મારી પવિત્રતા બતાવીશ અને ઘણી પ્રજાઓની દ્રષ્ટિમાં પોતાને પ્રગટ કરીશ ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું!'"
\s5
\c 39
\p
\v 1 "હે મનુષ્યપુત્ર, ગોગની વિરુદ્ધ ભવિષ્યવાણી કરીને કહે, 'પ્રભુ યહોવાહ આમ કહે છે, હે મેશેખ તથા તુબાલના સરદાર ગોગ, જો, હું તારી વિરુદ્ધ છું.
\v 2 હું તને પાછો ફેરવીને દોરી લઈ જઈશ; હું તને ઉત્તરના દૂરના ભાગોમાંથી ઇઝરાયલના પર્વતો પર લાવીશ.
\v 3 હું તારા ડાબા હાથમાંનું ધનુષ્ય તોડી પાડીશ અને તારા જમણા હાથમાંનાં તારાં બાણ પાડી નાખીશ.
\p
\s5
\v 4 તું, તારું આખું સૈન્ય તથા તારી સાથેના બધા સૈનિકો ઇઝરાયલના પર્વતો પર માર્યા જશે. હું તને શિકારી પક્ષીઓ તથા જંગલી પશુઓને ખોરાક તરીકે આપીશ.
\v 5 તું ખુલ્લી જમીન પર મૃત્યુ પામેલો પડશે, કેમ કે હું તે બોલ્યો છું.' આમ પ્રભુ યહોવાહ કહે છે.
\v 6 જ્યારે હું માગોગ પર તથા સમુદ્રકિનારે સુરક્ષિત વસેલા લોકો પર અગ્નિ વરસાવીશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.
\p
\s5
\v 7 હું મારા ઇઝરાયલી લોકોમાં મારું નામ પવિત્ર છે તે જણાવીશ, હું હવે કદી મારું નામ અપવિત્ર થવા દઈશ નહિ; ત્યારે પ્રજાઓ જાણશે કે હું યહોવાહ, ઇઝરાયલનો પવિત્ર ઈશ્વર છું.
\v 8 જુઓ, જે દિવસ વિષે હું બોલ્યો છું તે આવે છે, તે અમલમાં આવશે.' આમ પ્રભુ યહોવાહ બોલ્યા છે.
\p
\s5
\v 9 ઇઝરાયલનાં નગરોના રહેવાસીઓ બહાર આવીને, યુદ્ધશસ્ત્રો, નાની ઢાલો, મોટી ઢાલો, ધનુષ્યો, તીરો, હાથભાલા તથા ધનુષ્યોને અગ્નિથી સળગાવી દેશે અને તેઓ તેને સાત વરસ સુધી બાળશે.
\v 10 તેઓ વનમાંથી લાકડાં ભેગાં કરશે નહિ અને જંગલમાંથી કાપી લાવશે નહિ, તેઓ હથિયારો બાળશે; તેઓને લૂંટનારાઓને તેઓ લૂટશે અને પાયમાલ કરનારાઓને પાયમાલ કરશે. આમ પ્રભુ યહોવાહ કહે છે.
\p
\s5
\v 11 તે દિવસે ઇઝરાયલમાં કબરને માટે ગોગને સમુદ્રને પૂર્વે કિનારે થઈને જનારાઓની ખીણ હું આપીશ; તે ત્યાં થઈને જનારાઓનો રસ્તો રોકશે. તેઓ ત્યાં ગોગ તથા તેના સમગ્ર સમુદાયને દફનાવશે. તેઓ હામોન ગોગની ખીણના નામથી ઓળખાશે.
\p
\s5
\v 12 વળી દરેકને દફનાવતાં તથા દેશને શુદ્ધ કરતાં ઇઝરાયલીઓને સાત મહિના લાગશે.
\v 13 કેમ કે દેશના સર્વ લોકો તેઓને દફનાવશે; પ્રભુ યહોવાહ કહે છે કે, જ્યારે હું મહિમાવાન થઈશ.' ત્યારે તે દિવસ તેઓના માટે યાદગાર દિવસ થશે.
\p
\s5
\v 14 'તેઓ અમુક માણસોને જુદા કરશે, ત્યાં થઈને જનારાઓના જ મૃતદેહો પૃથ્વીની સપાટી પર રહી ગયા હોય તેઓને દફનાવીને દેશને સર્વત્ર શુદ્ધ કરે. તેઓ આ કાર્ય સાત મહિના પછી કરે.
\v 15 દેશમાં સર્વત્ર ફરનારા માણસો જો કોઈ મનુષ્યનું હાડકું જુએ તો તેમણે હાડકા પર ચિહ્ન કરવું, પછી કબર ખોદનારાઓ આવીને તેને હામોન ગોગની ખીણમાં દફનાવી દે.
\v 16 ત્યાં જે નગર છે તે હામોનાહ કહેવાશે. આમ તેઓ દેશને શુદ્ધ કરશે.
\p
\s5
\v 17 હે મનુષ્ય પુત્ર, પ્રભુ યહોવાહ કહે છે, દરેક જાતનાં પક્ષીઓને તથા જંગલી પશુઓને કહે, "તમે એકત્ર થઈને આવો, તમારે માટે હું જે બલિદાન, મહા બલિદાન, ઇઝરાયલના પર્વતો પર કરું છું, ત્યાં માંસ ખાવાને તથા લોહી પીવાને ચારેબાજુથી આવો.
\v 18 તમે યોદ્ધાઓનું માંસ ખાઓ અને પૃથ્વીના સરદારોનું લોહી પીઓ; મેંઢાંઓનું, હલવાનોનું, બકરાઓનું તથા બળદોનું લોહી પણ પીઓ. તેઓ બાશાનનાં પુષ્ટ જાનવરો છે.
\p
\s5
\v 19 જે બલિદાન મેં તમારે સારું કર્યું છે, તેની ચરબી તમે તૃપ્ત થાઓ ત્યાં સુધી ખાઓ; જ્યાં સુધી નશો ચઢે ત્યાં સુધી તમે લોહી પીઓ.
\v 20 તમે મારા જમણમાં ઘોડાઓ, રથો, શૂરવીર તથા દરેક યોદ્ધાઓથી તૃપ્ત થશો."' આમ પ્રભુ યહોવાહ કહે છે.
\p
\s5
\v 21 'હું પ્રજાઓ મધ્યે મારો મહિમા પ્રગટ કરીશ. સર્વ પ્રજાઓ કે જેઓનો ન્યાય કરીને મેં તેઓને શિક્ષા કરી છે તે તથા તેઓના પર મેં હાથ નાખેલો છે તે જોશે.
\v 22 તે દિવસથી ઇઝરાયલી લોકો જાણશે કે હું યહોવાહ તેઓનો ઈશ્વર છું.
\p
\s5
\v 23 બધી પ્રજાઓ જાણશે કે ઇઝરાયલી લોકો જેઓએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે તેઓ તેઓના અન્યાયને લીધે બંદીવાસમાં જશે, તેથી હું મારું મુખ તેઓનાથી અવળું ફેરવીશ અને તેઓને તેમના શત્રુઓના હાથમાં સોંપી દઈશ જેથી તેઓ બધા તલવારથી માર્યા જાય.
\v 24 તેઓની અશુદ્ધતા તથા પાપોને પ્રમાણે મેં તેઓની સાથે કર્યું અને તેઓનાથી મેં મારું મુખ અવળું ફેરવ્યું.'
\p
\s5
\v 25 માટે પ્રભુ યહોવાહ આમ કહે છે: હું યાકૂબની હાલત ફેરવી નાખીશ, ઇઝરાયલી લોકો પર કરુણા કરીશ, હું મારા પવિત્ર નામ વિષે આવેશી થઈશ.
\v 26 તેઓ શરમથી તથા મારી આગળ કરેલા પોતાના અન્યાયને ભૂલી જશે. તેઓ પોતાના દેશમાં સલામતીથી રહેશે અને તેમનાથી કોઈ ત્રાસ પામશે નહિ.
\v 27 જ્યારે હું તેઓને પ્રજાઓ મધ્યેથી પાછા લાવીશ અને તેઓને તેઓના શત્રુઓના દેશમાંથી ભેગા કરીશ, ત્યારે હું સર્વ પ્રજાઓ સમક્ષ પવિત્ર મનાઈશ.
\p
\s5
\v 28 ત્યારે મારા લોકો જાણશે કે હું યહોવાહ તેઓનો ઈશ્વર છું, કેમ કે, મેં તેઓને અન્ય પ્રજાઓમાં બંદીવાસમાં મોકલ્યા હતા અને હું તેઓને પોતાના દેશમાં ભેગા કરીને પાછો લાવ્યો. હું કોઈને પડતા મૂકીશ નહિ.
\v 29 હું ઇઝરાયલી લોકો પર મારો આત્મા રેડીશ. તે પછી ફરી કદી તેઓનાથી મારું મુખ અવળું ફેરવીશ નહિ.' આમ પ્રભુ યહોવાહ કહે છે."
\s5
\c 40
\p
\v 1 અમારા બંદીવાસના પચીસમા વર્ષે તે વર્ષની શરૂઆતના મહિનાના દસમા દિવસે એટલે નગરનો પરાજય થયા પછી ચૌદમા દિવસે યહોવાહનો હાથ મારા પર આવ્યો અને તે મને ત્યાં લાવ્યો.
\v 2 સંદર્શનમાં યહોવાહ મને ઇઝરાયલ દેશમાં લાવ્યા. ઊંચા પર્વત પર દક્ષિણે એક નગર જેવું મકાન હતું તેના પર મને બેસાડ્યો.
\p
\s5
\v 3 તે મને ત્યાં લાવ્યા. જુઓ, ત્યાં પિત્તળની જેમ એક ચળકતો માણસ હતો. તેના હાથમાં માપવા માટે શણની દોરી તથા માપદંડ હતાં, તે નગરના દરવાજા આગળ ઊભો હતો.
\v 4 તે માણસે મને કહ્યું, "હે મનુષ્યપુત્ર, તારી આંખોથી જો, કાનથી સાંભળ, હું તને જે કંઈ બતાવું તેના પર તારું મન લગાડ, કેમ કે, હું તને તે બતાવું એ માટે હું તને અહીં લાવ્યો છું. તું જે જુએ છે તે બધું ઇઝરાયલી લોકોને જણાવ."
\p
\s5
\v 5 સભાસ્થાનની ચારે તરફ દીવાલ હતી. એનો માપદંડ માણસના હાથમાં હતો, એક હાથ અને ચાર આંગળાનો એક, એવા છ હાથનો લાંબો માપવાનો માપદંડ તે માણસના હાથમાં હતો; તેણે તે દીવાલની પહોળાઈ માપી, તે એક લાકડી જેટલી હતી, ઊંચાઈ પણ એક લાકડી જેટલી હતી.
\v 6 ત્યાર બાદ તે પૂર્વ તરફના દરવાજે ગયો અને તેના પગથિયાં ચઢીને તેણે ઉંબરાનું માપ લીધું તો તે એક માપ પહોળો હતો.
\v 7 રક્ષકોની દેવડી એક માપ દંડ જેટલી લાંબી અને એક માપ દંડ જેટલી પહોળી હતી. રક્ષક દેવડીઓની વચ્ચે પાંચ હાથનું અંતર હતું, સભાસ્થાન તરફ જતી અંદરની પરસાળ એક માપ દંડ લાંબી હતી.
\p
\s5
\v 8 તેણે દરવાજાની પરસાળ માપી. અને તે એક માપ દંડ લાંબી હતી.
\v 9 પછી તેણે દરવાજાની મોટી પરસાળ માપી; તે આઠ હાથ થઈ. અને તેના થાંભલા બે હાથ લંબાઈ જેટલા જાડા હતા. આ પરસાળ સભાસ્થાન તરફ જતી હતી.
\v 10 રક્ષકોની દેવડીઓ આ બાજુએ ત્રણ અને બીજી બાજુએ ત્રણ હતી, તે એક જ માપની હતી, તેમની દીવાલોનું માપ પણ બધી બાજુએ સરખું હતું.
\p
\s5
\v 11 તે પછી તેણે દરવાજાના પ્રવેશ ભાગની પહોળાઈ માપી, તે દસ હાથ તથા તેની લંબાઈ તેર હાથ હતી.
\v 12 દરેક દેવડી આગળ એક હાથ ઊંચી અને એક હાથ પહોળી પાળી હતી. દેવડીઓ આ બાજુ છ હાથ લાંબી અને છ હાથ પહોળી હતી.
\v 13 પછી તેણે દરવાજો એક દેવડીના છાપરાથી તે બીજી દેવડીના છાપરા સુધી માપ્યો, એક દરવાજાથી સામેના દરવાજા સુધીનું માપ પચીસ હાથ હતું.
\p
\s5
\v 14 તેણે દીવાલ બનાવી હતી, તે સાઠ હાથની હતી; તેનું આંગણું દીવાલ સુધી પહોંચેલું હતું, તે દરવાજાની આસપાસ હતું.
\v 15 દરવાજાના આગળના ભાગથી પરસાળના છેડા સુધીનું માપ, પચાસ હાથ હતું.
\v 16 પરસાળની બન્ને તરફ તથા દેવડીની ચારે તરફ જાળીઓ હતી. તે પરસાળને પણ હતી, અંદરની બાજુએ બારીઓ હતી. ત્યાં દીવાલો પર ખજૂરીનાં વૃક્ષો કોતરેલાં હતાં.
\s5
\v 17 ત્યાર બાદ તે માણસ મને સભાસ્થાનના બહારના આંગણાંમાં લાવ્યો. તો જુઓ, આંગણાંની ચારેબાજુ ઓરડીઓ તથા ફરસબંધી બનાવેલી હતી ફરસબંધી પર ત્રીસ ઓરડીઓ હતી.
\v 18 ફરસબંધી દરવાજાની બાજુ હતી, તેની પહોળાઈ દરવાજાની લંબાઈ જેટલી હતી. આ નીચલી ફરસબંધી હતી,
\v 19 નીચલા દરવાજાની આગળના ભાગથી તે અંદરના દરવાજાની આગળ ભાગ સુધીની તેણે અંતર માપ્યું; તે પૂર્વ તરફ સો હાથ હતું, ઉત્તર તરફ પણ સરખું હતું.
\p
\s5
\v 20 ત્યાર તેણે બહારના આંગણાનો દરવાજો જેનું મુખ ઉત્તર તરફ છે તે માપ્યો, તેની લંબાઈ તથા તેની પહોળાઈ તેણે માપી.
\v 21 તેની દેવડીઓ આ બાજુએ ત્રણ અને બીજી બાજુએ ત્રણ હતી, દરવાજા અને પરસાળનાં માપ પૂર્વ તરફના દરવાજાના માપ પ્રમાણે જ હતાં, લંબાઈ પચાસ હાથ અને પહોળાઈ પચીસ હાથ હતી.
\p
\s5
\v 22 તેની બારીઓ, પરસાળ, દેવડી તથા તેના ખજૂરીવૃક્ષની કોતરણી, પૂર્વના દરવાજાના જેવી હતી. ત્યાં સાત પગથિયાં ચઢીને જવાતું હતું, તેની પરસાળ તેમની આગળ હતી.
\v 23 અંદરના આંગણાને દરવાજો હતો, તે ઉત્તરના તથા પૂર્વના દરવાજાની સામે હતો; તેણે એક દરવાજાથી બીજા દરવાજા વચ્ચેનું અંતર માપ્યું તે સો હાથ હતું.
\p
\s5
\v 24 પછી તે માણસ મને દક્ષિણના દરવાજે લાવ્યો, તેની દીવાલો તથા પરસાળનું માપ બીજા દરવાજાઓના માપ જેટલું હતું.
\v 25 તેમાં અને તેની પરસાળમાં પણ બીજા દરવાજાઓની જેમ બારીઓ હતી. દક્ષિણનો દરવાજો તથા તેની પરસાળની લંબાઈ પચાસ હાથ અને પહોળાઈ પચીસ હાથ હતી.
\p
\s5
\v 26 ત્યાં સાત પગથિયાં ચઢીને જવાતું હતું, તેની આગળ પરસાળ હતી. દીવાલો પર ખજૂરીનાં વૃક્ષો કોતરેલાં હતાં.
\v 27 દક્ષિણ તરફ અંદરના આંગણાંમાં દરવાજો હતો. પેલા માણસે આ બીજા દરવાજા સુધીનું અંતર માપ્યું તો તે સો હાથ હતું.
\p
\s5
\v 28 ત્યાર બાદ તે માણસ મને દક્ષિણના દરવાજામાં થઈને અંદરના આંગણાંમાં લાવ્યો. તેણે તે દરવાજો માપ્યો તો તેનું માપ બીજા દરવાજા જેટલું જ હતું.
\v 29 આ દરવાજાની દેવડીઓ, દીવાલો તથા પરસાળનું માપ બીજા દરવાજા પ્રમાણે હતું; પરસાળની આસપાસ બારીઓ હતી. અંદરનો દરવાજો તથા તેની પરસાળની લંબાઈ પચાસ હાથ અને પહોળાઈ પચીસ હાથ હતી.
\v 30 ચોગરદમ પરસાળ હતી. દરેક પચીસ હાથ લાંબી અને પાંચ હાથ પહોળી.
\v 31 તેની પરસાળનું મુખ બહારના આંગણાં તરફ હતું તેના પર પણ ખજૂરીવૃક્ષ કોતરેલાં હતાં. ત્યાં આઠ પગથિયાં ચઢીને જવાતું હતું.
\p
\s5
\v 32 પછી તે મને અંદરના આંગણાંમાં પૂર્વ તરફ લાવ્યો; તેણે તે દરવાજો માપ્યો; તે ઉપરના માપ પ્રમાણે થયો.
\v 33 તેની દેવડીઓ, દીવાલો અને પરસાળનું માપ બીજા દરવાજાના માપ જેટલાં જ હતાં, તેની આસપાસ બારીઓ હતી. અંદર દરવાજાની અને પરસાળની લંબાઈ પચાસ હાથ અને પહોળાઈ પચીસ હાથ હતી.
\v 34 તેની પરસાળનું મુખ બહારના આંગણાંની સામેનું હતું. તેની બન્ને બાજુ ખજૂરીનાં વૃક્ષો કોતરેલાં હતાં. આઠ પગથિયાં ચઢીને ઉપર જવાતું હતું.
\p
\s5
\v 35 પછી તે માણસ મને ઉત્તર તરફના દરવાજે લાવ્યો. તેણે તે માપ્યો; તેનું માપ બીજા દરવાજાઓના માપ પ્રમાણે હતું.
\v 36 તેની દેવડીઓ, દીવાલો, પરસાળ પણ બીજા દરવાજાના માપ પ્રમાણે હતા, તેની આસપાસ બારીઓ હતી. આ દરવાજાની લંબાઈ પણ પચાસ હાથ અને પહોળાઇ પચીસ હાથ હતી.
\v 37 પરસાળનું મુખ બહારના આંગણાની સામે હતું; અને તેની બન્ને તરફ ખજૂરીવૃક્ષની કોતરણી હતી. ત્યાં આઠ પગથિયાં ચઢીને જવાતું હતું.
\p
\s5
\v 38 અંદરના દરવાજા પાસે પ્રવેશદ્વારવાળી એક ઓરડી હતી. જ્યાં દહનીયાર્પણ ધોવામાં આવતાં હતાં,
\v 39 ત્યાં દરેક ઓસરીની આ બાજુએ બે અને પેલી બાજુએ બે મેજ એમ ચાર મેજ હતાં, તેની ઉપર દહનીયાર્પણ, પાપાર્થાપર્ણ તથા અથવા દોષાર્થાપર્ણ કાપવામાં આવતાં હતા.
\p
\s5
\v 40 આંગણાની દીવાલ પાસે, ઉત્તરના દરવાજે ચઢી જવાની સીડી આગળ બે મેજ હતી. બીજી બાજુએ દરવાજાની ઓસરીમાં બે મેજ હતી.
\v 41 દરવાજાની આ બાજુએ ચાર મેજ અને પેલી બાજુએ ચાર મેજ; એમ દરવાજાની બાજુએ કુલ આઠ મેજ હતી. જેના ઉપર પશુઓને કાપવામાં આવતાં હતાં.
\p
\s5
\v 42 ત્યાં દહનીયાપર્ણ માટે ટાંકેલા પથ્થરની ચાર મેજ હતી. તે દોઢ હાથ લાંબી, દોઢ હાથ પહોળી અને એક હાથ ઊંચી હતી. તેના ઉપર દહનીયાપર્ણો તથા બલિદાન કાપવાનાં હથિયારો મુકાતાં હતાં.
\v 43 પરસાળની ભીંતે એક વેંત લાંબી કડીઓ લગાડેલી હતી અને મેજ ઉપર અર્પણ માટેનું માંસ હતું.
\p
\s5
\v 44 અંદરના દરવાજાની પાસે, અંદરના આંગણામાં ગાયકોને સારુ ઓરડીઓ હતી. એક ઓરડી ઉત્તર બાજુ અને બીજી ઓરડી દક્ષિણ બાજુ હતી.
\v 45 પેલા માણસે મને કહ્યું, "દક્ષિણ તરફના મુખવાળી ઓરડી ઘરમાં સેવા કરનાર યાજકો માટે છે.
\p
\s5
\v 46 ઉત્તર તરફ મુખવાળી ઓરડી વેદીની સંભાળ રાખનાર યાજકો માટે છે, તેઓ સાદોકના વંશજો છે, જેઓ યહોવાહની સેવા કરવા પાસે જઈ શકે છે, તેઓ લેવીના વંશજો છે,"
\v 47 પછી તેણે આંગણું માપ્યું- તે સો હાથ લાંબુ અને સો હાથ પહોળું હતું. સભાસ્થાનની આગળ વેદી હતી.
\p
\s5
\v 48 પછી તે માણસ મને સભાસ્થાનની ઓસરીમાં લાવ્યો અને તેની બારસાખો માપી તો તે પાંચ હાથ લાંબી તથા પાંચ હાથ પહોળી હતી. દરેક બાજુની દીવાલ ત્રણ હાથ પહોળી હતી.
\v 49 ઓસરીની લંબાઈ વીસ હાથ તથા પહોળાઇ અગિયાર હાથ હતી. ત્યાં પગથિયાં પર ચઢીને જવાતું હતું. તેની બન્ને બાજુએ એક એક થાંભલો હતો.
\s5
\c 41
\p
\v 1 પછી તે મને પવિત્રસ્થાનમાં લાવ્યો અને પ્રવેશદ્વારની બારસાખનું માપ લીધું તો તે એક બાજુએ છ હાથ પહોળું અને બીજી બાજુએ છ હાથ પહોળું હતું.
\v 2 પ્રવેશદ્વારની પહોળાઈ દસ હાથ હતી. દીવાલની દરેક બાજુ પાંચ હાથ લાંબી હતી. તેણે લંબાઈ માપી તો ચાળીસ હાથ હતી અને પહોળાઈ વીસ હાથ હતી.
\p
\s5
\v 3 પછી તે અંદરના ભાગમાં ગયો એટલે પવિત્રસ્થાનમાં ગયો. તેણે પ્રવેશદ્વારના સ્તંભો માપ્યા. તે દરેક બે હાથ હતા; પ્રવેશદ્વાર છ હાથ પહોળો હતો. તેની બન્ને તરફની દીવાલ સાત હાથ પહોળી હતી.
\v 4 પછી તેણે તેના ઓરડાની લંબાઈ માપી તો તે વીસ હાથ હતી. અને તેની પહોળાઈ પણ વીસ હાથ હતી. પછી તેણે મને કહ્યું, "આ પરમપવિત્ર સ્થાન છે."
\p
\s5
\v 5 ત્યાર પછી તેણે સભાસ્થાનની દીવાલની જાડાઈ માપી તો તે છ હાથ હતી. તેની ચારેબાજુના ઓરડાની પહોળાઈ ચાર હાથ હતી.
\v 6 તે ઓરડીઓ હારબંધ એમ ત્રીસ હતી. તેમના ત્રણ માળ હતા. ચારેબાજુ ઓરડીઓને માટે સભાસ્થાનની જે દીવાલ હતી તે તેની અંદર ઘૂસેલી હતી, એ માટે કે તેમના પર તેનો આધાર રહે અને સભાસ્થાનની દીવાલ પર તેમનો આધાર ન રહે.
\v 7 ઓરડીની ચારેબાજુની દીવાલ જેમ જેમ ઊંચી થતી તેમ તેમ વધારે પહોળી થતી હતી. સભાસ્થાન જેમ જેમ ઊંચું થતું તેમ તેમ પહોળું થતું હતું. તેથી નીચેના માળથી વચલા અને ઉપલા માળે જઈ શકાતું હતું.
\p
\s5
\v 8 મેં જોયું કે સભાસ્થાનની ચારેબાજુ ઊંચો ઓટલો હતો. ઓરડીઓના પાયાની ઊંચાઈનું માપ છ હાથ હતું.
\v 9 આ ઓરડીઓની બહારની દીવાલ પાંચ હાથ હતી. જે જગા ખુલ્લી પડી રહેતી હતી તે સભાસ્થાનની આજુબાજુની ઓરડીઓ હતી.
\p
\s5
\v 10 આ ઓરડીઓની તથા યાજકોની ઓરડીઓ વચ્ચે સભાસ્થાનની ચારેબાજુ વીસ હાથ પહોળી ખુલ્લી જગ્યા હતી.
\v 11 ઓરડીઓનાં બાકી રહેલાં બારણાં ઓટલા તરફ હતાં, એટલે એક બારણું ઉત્તર તરફ અને બીજુ દક્ષિણ તરફ. અને ફાજલ પડેલી જગ્યાની પહોળાઈ ચોતરફ પાંચ હાથ હતી.
\p
\s5
\v 12 અલગ જગાની સામેની ઇમારત જે પશ્ચિમ દિશા તરફ હતી તે સિત્તેર હાથ પહોળી હતી. તે ઇમારતની ચોતરફનો ઓસાર પાંચ હાથ હતો, તેની લંબાઈ નેવું હાથની હતી.
\v 13 તે માણસે સભાસ્થાનનું માપ લીધું, તે સો હાથ લાંબુ હતું. અને અલગ જગા, તેની દીવાલ અને આંગણાનું માપ પણ સો હાથ લાંબું હતું.
\v 14 વળી મંદિરમાં મોખરાની તથા પૂર્વ તરફ અલગ જગાની પહોળાઈ સો હાથ હતી.
\p
\s5
\v 15 પછી તેણે પવિત્રસ્થાનની પાછળની ઇમારતની લંબાઈ માપી, તેની આ બાજુની તથા બીજી બાજુની ઓસરી માપી તો તે સો હાથ હતી. પવિત્રસ્થાન તથા દ્વારમંડપ,
\v 16 અંદરની દીવાલો, બારીઓ તથા પરસાળની સામેના અને ઓસરીના ત્રણ માળ તે ચારેબાજુ જમીનથી તે બારીઓ સુધી તકતીઓ જડેલી હતી. બારીઓ ઢાંકેલી હતી.
\v 17 પવિત્રસ્થાનના પ્રવેશદ્વાર પર અને તેની ચારેબાજુની દીવાલ પર કરુબો તથા ખજૂરીનાં વૃક્ષો કોતરેલાં હતા.
\p
\s5
\v 18 પાટિયા ખજૂરીનાં વૃક્ષો તથા કરુબોથી શણગારેલાં હતાં; દરેક કરુબ વચ્ચે એકએક ખજૂરીનું વૃક્ષ હતું. અને દરેક કરુબને બે મુખ હતાં:
\v 19 માણસનું મુખ એક બાજુના ખજૂરીના વૃક્ષ તરફ હતું અને સિંહનું મુખ બીજી બાજુના ખજૂરીના વૃક્ષ તરફ હતું. આખું ઘર ચારેબાજુ શણગારેલું હતું.
\v 20 જમીનથી તે બારણાના ઉપર સુધી સભાસ્થાનની દીવાલો ઉપર કરુબો તથા ખજૂરીનાં વૃક્ષો શણાગારેલાં હતાં.
\p
\s5
\v 21 પવિત્રસ્થાનનાં બારણાંની બારસાખો ચોરસ હતી. અને તેઓ બધા દેખાવમાં એક જેવા હતા.
\v 22 પરમપવિત્રસ્થાનમાં લાકડાની વેદી હતી, તે દરેક બાજુથી ત્રણ હાથ ઊંચી અને બે હાથ પહોળી હતી. તેના ખૂણા, તેનું તળિયું, તથા તેના ચોકઠાં લાકડાનાં બનેલાં હતાં. તે માણસે મને કહ્યું કે, "આ યહોવાહની હજૂરની મેજ છે."
\v 23 પવિત્રસ્થાન તથા પરમપવિત્રસ્થાનને બે બારણાં હતાં.
\v 24 પ્રત્યેક બારણાને બે કમાડ હતાં, બે ફરતાં કમાડ હતાં; એક બારણાને બે કમાડ, બીજા બારણાને પણ બે.
\p
\s5
\v 25 પવિત્રસ્થાનના દરવાજા પર, જેમ દીવાલો પર કોતરેલાં હતાં, તેમ કરુબો તથા ખજૂરીઓ કોતરેલાં હતાં, ઓસરીની આગળની બાજુએ લાકડાના જાડા ભારોટીયા હતા.
\v 26 તે ઓસરીની બન્ને બાજુએ બારીઓ હતી અને બન્ને તરફ ખજૂરીવૃક્ષની કોતરણી હતી. સભાસ્થાનની બાજુની ઓરડીઓ પર પણ જાડા ભારોટિયા હતા.
\s5
\c 42
\p
\v 1 પછી પેલો માણસ મને ઉત્તર તરફના બહારના આંગણામાં લાવ્યો. અને ઉત્તર બાજુના મકાન તરફના બહારના આંગણાની સામેના ઓરડાઓમાં લાવ્યો.
\v 2 આ ઓરડાની પહોળાઇ પચાસ હાથ અને લંબાઈ સો હાથ હતી.
\v 3 અંદરનાં આંગણા પવિત્રસ્થાનથી વીસ હાથ દૂર હતાં. બહારનાં આંગણાંની સામે ઓસરીમાં ત્રણ માળ હતા.
\p
\s5
\v 4 ઓરડીની આગળ એક રસ્તો હતો તે દસ હાથ પહોળો તથા તેની લંબાઈ સો હાથ હતી. ઓરડાના દરવાજા ઉત્તર બાજુ તરફ હતા.
\v 5 પણ ઉપરના ઓરડા નાના હતા, ઇમારતની તળિયાની ઓરડીઓ તથા વચલી ઓરડીઓમાંથી ઘણીબધી જગ્યા ઓસરીએ રોકી હતી.
\v 6 તેમને ત્રણ માળ હતા, આંગણાને જેમ થાંભલા હતા તેમ તેમને થાંભલા ન હતા. ઉપરનો માળ નીચેના માળ તથા વચ્ચેના માળ કરતા કદમાં નાનો હતો.
\p
\s5
\v 7 જે દીવાલ ઓરડીની બહારના આંગણામાં, એટલે ઓરડીના આગળના ભાગના આંગણા તરફ હતી, તે પચાસ હાથ લાંબી હતી.
\v 8 બહારના આંગણા તરફ આવેલી ઓરડીની લંબાઈ પચાસ હાથ હતી, પવિત્રસ્થાન તરફ આવેલ ઓરડીઓની લંબાઈ સો હાથ હતી.
\v 9 બહારના આંગણામાથી ઓરડીઓમાં આવતા નીચે થઈને પૂર્વ બાજુએ જવાતું હતું.
\p
\s5
\v 10 બહારના આંગણાની પૂર્વ તરફ, પવિત્રસ્થાનના આગળના ભાગના આંગણામાં ઓરડીઓ હતી.
\v 11 તેમની આગળનો માર્ગ ઉત્તર તરફની ઓરડીઓ જેવો લંબાઈમાં અને પહોળાઈમાં સરખો હતો. તેઓનાં સર્વ દ્વારો તેમના ઘાટ પ્રમાણે તથા તેમના દરવાજા પ્રમાણે હતાં.
\v 12 ઓરડીઓના દક્ષિણ તરફનાં બારણાં જેવા જ ઉત્તર તરફ હતાં. અંદરના માર્ગે બારણું હતું, તે માર્ગ અલગ અલગ ઓરડીઓમાં ખૂલતો હતો. પૂર્વ તરફ માર્ગના અંતે બારણું હતું.
\p
\s5
\v 13 તે માણસે મને કહ્યું, "ઉત્તર તરફની ઓરડીઓ તથા દક્ષિણ તરફની ઓરડીઓ પવિત્ર ઓરડીઓ છે, જ્યાં યહોવાહની સેવા કરનાર યાજકો પરમપવિત્ર અર્પણો ખાય છે. તેઓ ત્યાં અતિ પવિત્ર વસ્તુઓ અર્પણ કરે છે એટલે ખાદ્યાર્પણો, પાપાર્થાર્પણો તથા દોષાર્થાર્પણો, કેમ કે તે પવિત્ર સ્થાન છે.
\v 14 યાજકોએ તેમાં પ્રવેશ કર્યા પછી તેઓએ પવિત્રસ્થાનમાંથી બહારના આંગણાંમાં જવું નહિ, સેવા કરતી વખતે પહેરવાનાં વસ્ત્રો તેઓએ ત્યાં જ રાખવાં, કેમ કે તેઓ પવિત્ર છે. જેથી તેઓએ લોકોની પાસે જતા પહેલાં બીજાં વસ્ત્રો પહેરવા."
\p
\s5
\v 15 જ્યારે તેણે અંદરના ભાગનું માપ લેવાનું પૂરું કર્યું તે પછી, મને પૂર્વ તરફના મુખવાળા દરવાજામાંથી બહાર લાવ્યો અને ચારે બાજુનું માપ લીધું.
\p
\s5
\v 16 તેણે માપદંડ લીધો અને પૂર્વ બાજુ માપી; તે પાંચસો હાથ હતી.
\v 17 તેણે માપદંડથી ઉત્તર બાજુ માપી; તે પાંચસો હાથ હતી.
\v 18 તેણે માપદંડથી દક્ષિણ બાજુ માપી; તે પાંચસો હાથ હતી.
\v 19 તેણે માપદંડથી પશ્ચિમ બાજુ માપી; તે પાંચસો હાથ હતી.
\s5
\v 20 તેણે ચારેબાજુ માપી. પવિત્ર તથા અપવિત્ર ભાગોને જુદા પાડવા માટે તેને ચારેબાજુ એક દીવાલ હતી, જેની લંબાઈ પાંચસો હાથ અને પહોળાઈ પાંચસો હાથ હતી.
\s5
\c 43
\p
\v 1 પછી પેલો માણસ મને પૂર્વ તરફ ખૂલતા દરવાજે લાવ્યો,
\v 2 જુઓ, ઇઝરાયલના ઈશ્વરનો મહિમા પૂર્વ તરફથી આવ્યો, તેમનો અવાજ ઘણાં પાણીના અવાજ જેવો હતો અને પૃથ્વી ઈશ્વરના મહિમાથી પ્રકાશતી હતી.
\p
\s5
\v 3 જે સંદર્શન મને થયું હતું, એટલે હું નગરનો નાશ કરવાને આવ્યો, મેં કબાર નદીને કિનારે જે સંદર્શન જોયું હતું, તેના જેવાં તે સંદર્શનો હતાં ત્યારે હું ઊંધો પડ્યો!
\v 4 તેથી યહોવાહનો મહિમા પૂર્વ તરફ ખૂલતા દરવાજેથી ઘરમાં આવ્યો.
\v 5 પછી આત્મા મને ઊંચકીને અંદરના આંગણામાં લઈ ગયો. જુઓ, યહોવાહના મહિમાથી આખું ઘર ભરાઈ ગયું હતું.
\p
\s5
\v 6 મેં સાંભળ્યુ કે સભાસ્થાનની અંદરથી મારી સાથે કોઈ વાત કરી રહ્યું હતું. તે માણસ મારી બાજુમાં ઊભો હતો.
\v 7 તેણે મને કહ્યું, "હે મનુષ્યપુત્ર, આ મારું સિંહાસન તથા મારા પગના તળિયાની જગ્યા છે. જ્યાં હું ઇઝરાયલી લોકો વચ્ચે સદાકાળ સુધી રહીશ. ઇઝરાયલી લોકો ફરી કદી મારા પવિત્ર નામને અપવિત્ર કરશે નહિ, તેઓ કે તેઓના રાજાઓ તેઓના વ્યભિચારથી તથા તેઓના રાજાઓના મૃતદેહોથી ભ્રષ્ટ કરશે નહિ.
\v 8 તેઓએ પોતાના ઉંબરા મારા ઉંબરા પાસે તથા પોતાની બારસાખો મારી બારસાખો પાસે બેસાડી હતી. મારી તથા તેમની વચ્ચે માત્ર એક જ દીવાલ હતી. તેઓએ પોતાનાં ધિક્કારપાત્ર કૃત્યોથી મારા પવિત્ર નામને અપવિત્ર કર્યું છે, તેથી હું તેઓને મારા ક્રોધમાં નાશ કરીશ.
\p
\s5
\v 9 હવે તેઓ પોતાનો વ્યભિચાર તથા તેઓના રાજાઓના મૃતદેહોને મારી આગળથી દૂર કરે તો હું તેઓની મધ્યે સદાકાળ વસીશ.
\p
\s5
\v 10 હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલી લોકોને આ સભાસ્થાન વિષે બતાવ જેથી તેઓ પોતાના અન્યાયથી શરમાય. તેઓ આ વર્ણન વિષે વિચાર કરે.
\v 11 જો તેઓએ જે કર્યું તેને લીધે તેઓ શરમાતા હોય તો તું તેઓને સભાસ્થાનની આકૃતિ, તેની યોજના, તેના દાખલ થવાના તથા બહાર નીકળવાના દરવાજા, તેનું બંધારણ તથા તેના બધા નિયમો તથા વિધિઓ તેઓને જણાવ. આ બધું તું તેઓના દેખતાં લખી લે, જેથી તેઓ તેની રચના તથા તેના બધા નિયમોનું પાલન કરે.
\p
\s5
\v 12 આ સભાસ્થાનનો નિયમ છે: પર્વતનાં શિખરો પરની ચારેબાજુની સરહદો પરમપવિત્ર ગણાય. જો, આ સભાસ્થાનનો નિયમ છે.
\p
\s5
\v 13 વેદીનું માપ હાથ મુજબ નીચે પ્રમાણે છે: (એક હાથ અને ચાર આંગળાનો સમજવો;) વેદીના પાયાની ચારેબાજુ એક હાથ ઊંડી અને એક હાથ પહોળી નીક હતી. તેની ચારેબાજુની કિનારી પર એક વેંત પહોળી કોર હતી.
\v 14 જમીનના નીચેના ભાગથી તે પાયા સુધીનું માપ બે હાથ હતું. તે પછી વેદીના નાના પાયાનું તથા મોટા પાયાનું માપ ચાર હાથ હતું, મોટો પાયો એક હાથ પહોળો હતો.
\p
\s5
\v 15 વેદીનું મથાળું કે જેના ઉપર દહનીયાપર્ણ ચઢાવવામાં આવતું હતું તે ચાર હાથ ઊંચું હતું. તેના મથાળા ઉપર ચાર શિંગડાં હતા.
\v 16 વેદીનું મથાળું બાર હાથ લાંબુ તથા પહોળાઇ બાર હાથ સમચોરસ હતી.
\v 17 તેની કિનારી ચારે બાજુ ચૌદ હાથ લાંબી તથા ચૌદ હાથ પહોળી હતી, તેની કિનારી અડધો હાથ પહોળી. તેની નીક ચારેબાજુ એક હાથ પહોળી હતી, તેનાં પગથિયાં પૂર્વ બાજુએ હતાં."
\p
\s5
\v 18 પછી તેણે મને કહ્યું, "હે મનુષ્યપુત્ર, પ્રભુ યહોવાહ કહે છે, વેદી બનાવવામાં આવે તે દિવસે તેના ઉપર દહનીયાપર્ણ ચઢાવવા વિષે તથા તેના પર રક્ત છાંટવા વિષે આ નિયમો છે"
\v 19 પ્રભુ યહોવાહ કહે છે, સાદોકના વંશજોના લેવી યાજકો જે મારી આગળ સેવા કરવા આવે તેને તમારે પશુઓમાંથી એક બળદ પાપાર્થાપર્ણને સારુ આપવો. પ્રાયશ્ચિત બલિ તરીકે ચઢાવવા તેઓને એક વાછરડો આપવો.
\p
\s5
\v 20 તારે તેમાંથી કેટલુંક રક્ત લઈને વેદીનાં ચાર શિંગડાને તથા વેદીના ચાર ખૂણાને તથા તેની કિનારીને લગાડવું. આ રીતે તારે તેને શુદ્ધ કરીને તેના માટે પ્રાયશ્ચિત કરવું.
\v 21 ત્યાર પછી તારે પાપાર્થાર્પણનો બળદ લેવો અને તેને સભાસ્થાનની બહાર નક્કી કરેલી જગ્યાએ બાળી દેવો.
\p
\s5
\v 22 બીજે દિવસે તારે ખોડખાંપણ વગરનો બકરો પાપાર્થાર્પણ તરીકે ચઢાવવો, જેમ બળદના રક્તથી વેદીને શુદ્ધ કરી હતી તેમ યાજકોએ વેદીને શુદ્ધ કરવી.
\v 23 વેદીને શુદ્ધ કરી રહ્યા પછી તારે ખોડખાંપણ વગરનો વાછરડો તથા ટોળામાંથી ખોડખાંપણ વગરનો ઘેટો અર્પણ કરવો.
\v 24 તેઓને યહોવાહ સમક્ષ અર્પણ કરવા, યાજકોએ તેમના પર મીઠું ભભરાવવું અને તેમનું યહોવાહના દહનીયાર્પણ તરીકે અર્પણ કરવું.
\p
\s5
\v 25 સાત દિવસ સુધી રોજ તમારે ખોડખાંપણ વગરનો જુવાન બકરો પાપાર્થાર્પણ તરીકે તૈયાર કરવો, યાજકોએ ટોળામાંથી ખોડખાંપણ વગરનો વાછરડો તથા ખોડખાંપણ વગરનો ઘેટો અર્પણ કરવા.
\v 26 સાત દિવસ સુધી તેઓ વેદીને સારુ પ્રાયશ્ચિત કરીને તેને શુદ્ધ કરે, આ રીતે તેઓ તેની પ્રતિષ્ઠા કરે.
\v 27 તેઓ તે દિવસો પૂરા કરી રહે પછી, આઠમા દિવસથી અને ત્યારથી દરરોજ યાજકો વેદી પર તમારા દહનીયાર્પણો શાંત્યાપર્ણો ચઢાવે અને હું તેઓનો સ્વીકાર કરીશ. આમ પ્રભુ યહોવાહ કહે છે.
\s5
\c 44
\p
\v 1 પછી તે માણસ મને પાછો સભાસ્થાનની પૂર્વ તરફ જેનું મુખ છે તે પવિત્રસ્થાનના બહારના દરવાજા આગળ લાવ્યો. તે દરવાજો બંધ હતો.
\v 2 યહોવાહે મને કહ્યું, "આ દરવાજો બંધ રહે; તે ઉઘાડવો નહિ. કોઈ માણસ તેમાં થઈને અંદર ન આવે, કારણ, કે ઇઝરાયલના ઈશ્વર તેમાં થઈને અંદર આવ્યા હતા તેથી તે બંધ રાખવામાં આવે.
\v 3 ઇઝરાયલનો સરદાર યહોવાહની આગળ રોટલી ખાવાને તેમાં બેસે. તે દરવાજાની ઓસરીને માર્ગે પ્રવેશ કરે અને તે જ માર્ગે બહાર નીકળે."
\p
\s5
\v 4 પછી તે માણસ મને ઉત્તરના દરવાજેથી સભાસ્થાનની આગળ લાવ્યો. મેં જોયું તો જુઓ યહોવાહના ગૌરવથી સભાસ્થાન ભરાઈ ગયું હતું. હું ઊંધો પડ્યો.
\v 5 ત્યારે યહોવાહે મને કહ્યું, "હે મનુષ્ય પુત્ર, હું તને યહોવાહના સભાસ્થાનના નિયમો તથા સર્વ વિધિઓ વિષે કહું તે બધું બરાબર ધ્યાનમાં લે. તારી નજરથી જો, તારા કાનોથી સાંભળ. ઘરમાં પ્રવેશ કરવાના તથા પવિત્રસ્થાનના બહાર નીકળવાના દરેક માર્ગ પર પણ ખાસ ધ્યાન આપ.
\p
\s5
\v 6 આ બંડખોર ઇઝરાયલી લોકોને કહે કે 'પ્રભુ યહોવાહ કહે છે: હે ઇઝરાયલી લોકો તમે તમારાં ધિક્કારપાત્ર કૃત્યોમાં જે કર્મ કર્યું છે તે બંધ કરો તો સારું,
\v 7 તમે રોટલી, ચરબી તથા રક્ત અર્પણ કરતી વખતે વિદેશીઓને કે, જેઓ હૃદયમાં તથા શરીરમાં બેસુન્નત છે, તેવા લોકોને મારા પવિત્રસ્થાનમાં લાવીને સભાસ્થાનને અશુદ્ધ કર્યું છે, મારા કરારનો ભંગ કરીને તમારાં ધિક્કારપાત્ર કાર્યોમાં વધારો કર્યો છે.
\p
\s5
\v 8 તમે મારા પ્રત્યેની તમારી ફરજમાં જવાબદારી પૂર્વક કામ કર્યું નથી, તમે મારા પવિત્રસ્થાનની સંભાળ રાખવાનું કામ બીજાને સોંપી દીધું છે.
\v 9 પ્રભુ યહોવાહ આમ કહે છે: ઇઝરાયલી લોકોમાં જે વિદેશીઓ છે, તેઓમાંનો કોઈ પણ હૃદય તથા શરીરમાં બેસુન્નત હોય તે મારા ઘરમાં પ્રવેશ ન કરે.
\p
\s5
\v 10 જ્યારે ઇઝરાયલીઓ મારાથી દૂર ગયા, ત્યારે લેવીઓ પણ મારાથી દૂર જતા રહ્યા, મારાથી દૂર જઈને પોતાની મૂર્તિઓ પાછળ ગયા, માટે હવે તેઓનું પાપ તેઓને માથે.
\v 11 તોપણ તેઓ મારા પવિત્રસ્થાનમાં સેવકો થાય, સભાસ્થાનના દરવાજાની આગળ ચોકી કરે અને ઘરમાં સેવા કરે. તેઓ લોકોને માટે દહનીયાર્પણ તથા બલિદાન ચઢાવે; તેઓ તેમની સેવા કરવા તેમની આગળ ઊભા રહે.
\v 12 પણ તેઓએ તેઓની મૂર્તિઓ આગળ સેવા બજાવી હતી. તેઓ ઇઝરાયલી લોકો માટે પાપરૂપી ઠેસરૂપ થયા હતા. તેથી પ્રભુ યહોવાહ કહે છે મેં તેઓની વિરુદ્ધ સમ ખાધા છે, 'તેઓનાં પાપોની સજા તેઓના માથે આવશે.
\p
\s5
\v 13 મારા પ્રત્યે યાજકપદની સેવા બજાવવા તથા મારી કોઈ પવિત્ર વસ્તુઓ પાસે, પરમ પવિત્ર વસ્તુઓ પાસે આવવા તેઓ મારી હજૂરમાં નહિ આવે. પણ, તેઓ પોતાનાં દોષપાત્ર તથા ધિક્કારપાત્ર કૃત્યોનાં ફળ ભોગવશે.
\v 14 પણ હું તેઓને તેઓની સઘળી ફરજો તથા તેમાં થયેલા દરેક કામ વિષે સભાસ્થાનના રક્ષક તરીકે રાખીશ.
\s5
\v 15 અને સાદોકના દીકરા, એટલે લેવી યાજકો, જ્યારે ઇઝરાયલી લોકો મારાથી વિમુખ થયા ત્યારે તેઓ મારી હજૂરમાં આવીને મારી સેવા કરે, મને ચરબી તથા રક્ત ચઢાવવાને મારી આગળ ઊભા રહે.' આમ પ્રભુ યહોવાહ કહે છે.
\v 16 તેઓ મારા ઘરમાં આવશે; તેઓ મારી સેવા કરવાને મારી મેજ પાસે આવે અને તેઓને સોંપેલી મારી ફરજો બજાવે.
\p
\s5
\v 17 તેઓ જ્યારે સભાસ્થાનના અંદરના આંગણામાં પ્રવેશ કરે ત્યારે માત્ર શણનાં વસ્ત્રો પહેરે. સભાસ્થાનના અંદરના આંગણામાં અથવા મંદિરમાં સેવા કરતી વખતે ઊનનાં વસ્ત્રો પહેરે નહિ.
\v 18 તેઓએ માથે શણની પાઘડી પહેરવી અને કમરે શણની ઇજાર પહેરવી. જે વસ્ત્રો પહેરવાથી પરસેવો થાય તેવાં વસ્ત્રો તેઓએ પહેરવાં નહિ.
\p
\s5
\v 19 જ્યારે તેઓ બહારનાં આંગણામાં, એટલે બહારના આંગણામાં લોકો પાસે જાય, ત્યારે તેઓ સેવા કરતી વખતે પહેરેલાં વસ્ત્રો ઉતારીને તેમને પવિત્ર ઓરડીમાં મૂકે. જેથી તેઓનાં પોતાનાં ખાસ વસ્ત્રોથી લોકો પવિત્ર થઈ જાય નહિ.
\p
\s5
\v 20 તેઓ પોતાનાં માથાંનું મુંડન કરાવે નહિ કે પોતાના વાળને વધવા ન દે, પણ તે પોતાના માથાના વાળ કપાવે.
\v 21 કોઈ પણ યાજક દ્રાક્ષારસ પીને આંગણામાં આવે નહિ,
\v 22 તેઓ વિધવા કે છૂટાછેડા લીધેલી સ્ત્રી સાથે લગ્ન ન કરે; પણ ફક્ત ઇઝરાયલમાંથી કુંવારી તથા અગાઉ યાજકની સાથે લગ્ન કરેલી વિધવા સાથે લગ્ન કરી શકે.
\p
\s5
\v 23 તેઓ મારા લોકોને પવિત્ર તથા અપવિત્ર વચ્ચેનો ભેદ શીખવે; તેઓએ શુદ્ધ તથા અશુદ્ધ વચ્ચેનો ભેદ સમજાવવો.
\v 24 તકરારમાં તેઓ મારા કાયદા અનુસાર ન્યાય કરવા ઊભા રહે; તેઓ મારા કાનૂનો પ્રમાણે ન્યાય કરે. અને તેઓ દરેક ઉત્સવોમાં મારા નિયમો તથા કાનૂનો પાળે; તેઓ મારા વિશ્રામવારો પાળે.
\p
\s5
\v 25 તેઓ માણસના મૃતદેહની પાસે જઈને પોતાને અશુદ્ધ કરે નહિ, તેમ જ તેઓના પિતા, માતા, દીકરા, દીકરી, ભાઈ કે બહેન પણ તે માણસ સાથે સૂઈ ગયા ના હોય, નહિ તો તેઓ અશુદ્ધ થશે.
\v 26 યાજક શુદ્ધ થયા પછી લોકો તેને માટે સાત દિવસ ગણે.
\v 27 જે દિવસે તે પવિત્રસ્થાનમાં આવે, એટલે અંદરના આંગણામાં પવિત્રસ્થાનમાં આવે, ત્યારે તે પોતાના માટે પાપાર્થાપર્ણ લાવે.' આમ પ્રભુ યહોવાહ કહે છે.
\p
\s5
\v 28 'અને આ તેઓનો વારસો છે: હું તેઓનો વારસો છું, તમારે તેઓને ઇઝરાયલમાં કંઈ મિલકત આપવી નહિ; હું તેઓની મિલકત છું!
\v 29 તેઓ ખાદ્યાર્પણ, પાપાર્થાર્પણ તથા દોષાર્થાર્પણ ખાય, ઇઝરાયલમાં અર્પણ કરેલી દરેક વસ્તુ તેઓને મળે.
\s5
\v 30 દરેક પેદાશમાંનાં પ્રથમફળમાંનો ઉત્તમ ભાગ, દરેક હિસ્સો, હા, સર્વ વસ્તુઓનો હિસ્સો યાજકોનો થાય, તમારા અનાજનો ઉત્તમ ભાગ યાજકોને આપવો, જેથી તમારા ઘર પર આશીર્વાદ રહે.
\v 31 યાજકોએ મૃત્યુ પામેલું કે ફાડી નંખાયેલું પક્ષી કે પશુ ન ખાવું.
\s5
\c 45
\p
\v 1 જ્યારે તમે ચિઠ્ઠી નાખીને વારસો વહેંચી લો ત્યારે તમારે યહોવાહને અર્પણ ચઢાવવું; એટલે કે તે દેશનો અમુક ભાગ અર્પણ કરવો. તે ભાગ પચીસ હજાર હાથ લાંબો તથા દસ હજાર હાથ પહોળો હોય. તેની ચારે બાજુનો ભાગ પવિત્ર ગણાય.
\v 2 આમાંથી પવિત્રસ્થાનની ચારેબાજુ પાંચસો હાથ લાંબી તથા પાંચસો હાથ પહોળી ચોરસ જગા રાખવી તેની આસપાસ પચાસ હાથ પહોળી જગા રાખવી.
\p
\s5
\v 3 આ ભાગમાંથી તારે પચીસ હાથ લાંબી અને દશ હાથ પહોળી જગા માપવી તે તારે માટે પવિત્રસ્થાન એટલે પરમપવિત્રસ્થાન થાય.
\v 4 તે જમીનનો પવિત્ર ભાગ છે. જેઓ યહોવાહની સેવા કરવા સારુ પાસે આવે છે, તે યાજકોને સારુ રહે. તે જગા તેઓનાં ઘરો માટે તથા પવિત્રસ્થાનને સારુ થાય.
\v 5 પચીસ હાથ લાંબી અને દશ હાથ પહોળી જગા, લેવીઓ કે જેઓ સભાસ્થાનની સેવા કરતા લેવીઓ માટે વતનરૂપી થાય.
\p
\s5
\v 6 "પવિત્ર ભૂમિની પાસે લગોલગ પાંચહજાર હાથ પહોળો અને પચીસહજાર હાથ લાંબો ભાગ નગરને માટે નિયુક્ત કરવો. આ નગર બધા ઇઝરાયલી લોકો માટે છે.
\v 7 સરદારને માટે પવિત્રસ્થાનની તથા નગરની બન્ને બાજુએ તથા પશ્ચિમ દિશાએ તથા પૂર્વ દિશાએ જમીન હોય. લંબાઈમાં ભાગોમાંના એકની બરાબર, પશ્ચિમ તરફની સીમા પૂર્વ તરફની સીમા સુધી હોય.
\p
\s5
\v 8 સરદારને આ જમીન ઇઝરાયલમાં સંપત્તિ તરીકે મળે, મારા સરદારો ફરી કદી મારા લોકો પર જુલમ કરે નહિ; પણ, તેઓ ઇઝરાયલી લોકોને, તેઓનાં કુળ પ્રમાણે જમીન આપે.'
\p
\s5
\v 9 પ્રભુ યહોવાહ આમ કહે છે: 'હે ઇઝરાયલના સરદારો, ' આટલું બસ કરો, હિંસા તથા ઝઘડો દૂર કરો; યર્થાર્થ ઇન્સાફ કરો! મારા લોકો પરથી તમારો જુલમ બંધ કરો.' આમ પ્રભુ યહોવાહ કહે છે.
\v 10 'તમારે સાચાં ત્રાજવાં, સાચો એફાહ, સાચા બાથ રાખવા.
\v 11 એફાહ તથા બાથ એક જ માપના હોવા જોઈએ. બાથમાં હોમેરનો દસમો ભાગ હોય, એફાહમાં હોમેરનો દસમો ભાગ હોય. તેનું માપ હોમેરના ભાગ જેટલું હોય.
\v 12 એક શેકેલ વીસ ગેરાહનો હોય; માનેહ સાઠ શેકેલનો હોવો જોઈએ. તમારો માનેહ વીસ શેકેલ, પચીસ તથા પચાસ શેકેલનો હોવો જોઈએ.
\p
\s5
\v 13 તમારે નીચે દર્શાવવા પ્રમાણે અર્પણ કરવું: દરેક હોમેર ઘઉંમાંથી એફાહનો છઠ્ઠો ભાગ, દરેક હોમેર જવમાંથી છઠ્ઠો ભાગ તમારે આપવો.
\v 14 તેલનો નીમેલો ભાગ આ પ્રમાણે એટલે દરેક કોર માટે, દરેક હોમેર માટે તથા દર હોમેર એક દશાંશ બાથ તેલનો હોવો જોઈએ, કેમ કે દશ બાથનો એક હોમેર થાય છે.
\v 15 ઇઝરાયલના પાણીવાળા પ્રદેશમાંનાં બસો પશુઓમાંથી એક ઘેટું કે બકરો ખાદ્યાર્પણ તરીકે, દહનીયાર્પણ તરીકે અને શાંત્યાર્પણ તરીકે આપવું. આમ પ્રભુ યહોવાહ કહે છે.
\p
\s5
\v 16 દેશના બધા લોકોએ ઇઝરાયલના સરદારને આ હિસ્સો આપવો.
\v 17 પર્વોમાં, ચંદ્રદર્શનોમાં તથા વિશ્રામવારોમાં, ઇઝરાયલી લોકોના ખાસ તહેવારોમાં દહનીયાર્પણો, ખાદ્યાર્પણો તથા પેયાર્પણો આપવાં એ સરદારોની જવાબદારી છે. તે ઇઝરાયલી લોકોનાં પ્રાયશ્ચિત માટે પાપાર્થાર્પણો, ખાદ્યાર્પણો, દહનીયાર્પણ તથા શાંત્યર્પણો પૂરા પાડશે.'
\p
\s5
\v 18 પ્રભુ યહોવાહ આમ કહે છે: 'પહેલા મહિનાના પહેલા દિવસે તમારે ખોડખાંપણ વગરનો એક વાછરડો લેવો અને પવિત્રસ્થાને માટે પાપાર્થાર્પણ ચઢાવવું.
\v 19 યાજક પાપાર્થાર્પણનું કેટલુંક રક્ત લઈને તે સભાસ્થાનની બારસાખ પર, વેદીના ચાર ખૂણા પર તથા અંદરના આંગણાના દરવાજે લગાડે.
\v 20 દરેક વ્યક્તિએ અજાણતાંથી તથા અજ્ઞાનતાથી પાપ કર્યું હોય તો તેણે તે મહિનાના સાતમા દિવસે પણ આ પ્રમાણે કરવું. સભાસ્થાન માટે આ રીતે તમારે પ્રાયશ્ચિત કરવું.
\p
\s5
\v 21 પહેલા મહિનાના ચૌદમા દિવસે તમારે પાસ્ખાપર્વ પાળવું. સાત દિવસ સુધી પાસ્ખાપર્વ પાળવું. તારે બેખમીર રોટલી ખાવી.
\v 22 તે દિવસે સરદારે પોતાના તથા ઇઝરાયલી લોકોના પાપને માટે એક બળદને પાપાર્થાર્પણ તરીકે તૈયાર કરવો.
\p
\s5
\v 23 એ પર્વના સાત દિવસ સરદાર યહોવાહ માટે દહનીયાપર્ણ તૈયાર કરે સાત દિવસ ખોડખાંપણ વગરના સાત બળદો તથા ખોડખાંપણ વગરના સાત ઘેટાને, પાપાર્થાર્પણ તરીકે દરરોજ એક બકરાને રજૂ કરે.
\v 24 સરદાર દરેક બળદ એક એફાહ તથા ઘેટા માટે એક એફાહ, દરેક એફાહ એક હિન તેલ ખાદ્યાપર્ણ તરીકે રજૂ કરે.
\p
\s5
\v 25 સાતમા મહિનાના પંદરમા દિવસે, સરદાર પર્વમાં સાત દિવસ એ જ પ્રમાણે કરે; એટલે પાપાર્થાર્પણ , દહનીયાર્પણ, ખાદ્યાર્પણ તથા તેલનાં અર્પણ ચઢાવવાં.'
\s5
\c 46
\p
\v 1 પ્રભુ યહોવાહ આમ કહે છે: 'અંદરના આંગણાંનો દરવાજો જેનું મુખ પૂર્વ તરફ છે તે કામ કરવાના છ દિવસ બંધ રહે, પણ વિશ્રામવારને દિવસે અને ચંદ્રદર્શનને દિવસે તેે ખોલવામાં આવશે.
\v 2 સરદાર બહારના દરવાજાની ઓસરીના માર્ગે અંદર પ્રવેશ કરીને દરવાજાની બારસાખ આગળ ઊભો રહે, યાજક તેનું દહનીયાર્પણ તથા તેનાં શાંત્યાર્પણો તૈયાર કરે. તે દરવાજાના ઉંબરા પર ઊભો રહીને ભજન કરે, પછી બહાર જાય, પણ દરવાજો સાંજ સુધી બંધ ન કરવો.
\p
\s5
\v 3 વિશ્રામવારોના દિવસે તથા ચંદ્રદર્શનના દિવસે દેશના લોકો દરવાજા આગળ ઊભા રહીને યહોવાહનું ભજન કરે.
\v 4 વિશ્રામવારને દિવસે સરદાર દહનીયાર્પણ તરીકે યહોવાહ આગળ ખોડખાંપણ વગરનાં છ હલવાન તથા ખોડખાંપણ વગરનો એક ઘેટો ચઢાવે.
\v 5 દરેક હલવાન માટે એક એફાહ ખાદ્યાર્પણ તથા દરેક હલવાન માટે ખાદ્યાર્પણ પોતાની શક્તિ મુજબ આપવું, દરેક એફાહ દીઠ હીન તેલ આપે.
\p
\s5
\v 6 ચંદ્રદર્શનના દિવસે તે ખોડખાંપણ વગરનો એક વાછરડો, ખોડખાંપણ વગરનાં છ હલવાનો તથા એક ઘેટો ચઢાવે.
\v 7 એક એફાહ બળદ માટે તથા એક એફાહ મેંઢા માટે અને પોતાની શક્તિ પ્રમાણે હલવાનો માટે દરેક એફાહ દીઠ એક હીન તેલ ચઢાવે.
\v 8 સરદાર પ્રવેશ કરે ત્યારે તેણે દરવાજાની ઓસરીમાં થઈને જવું અને તે જ રસ્તે બહાર નીકળવું.
\p
\s5
\v 9 પણ પર્વોના દિવસે જ્યારે લોકો યહોવાહની આગળ આવે ત્યારે જેઓ ઉત્તરને દરવાજેથી ભજન કરવા પ્રવેશ કરે તે દક્ષિણને દરવાજેથી બહાર જાય, અને જેઓ દક્ષિણના દરવાજેથી પ્રવેશ કરે તેઓ ઉત્તરના દરવાજેથી બહાર જાય, તે જે રસ્તેથી આવ્યો હોય તે રસ્તે પાછો ન જાય, પણ તે સીધો ચાલ્યો જઈને બહાર નીકળે.
\v 10 અને જયારે તેઓ અંદર જાય ત્યારે સરદાર તેઓની સાથે અંદર જાય, તેઓ બહાર નીકળે ત્યારે તે તેઓની સાથે બહાર નીકળે.
\p
\s5
\v 11 અને ઉજાણીઓમાં તથા મુકરર પર્વોમાં ખાદ્યાર્પણ તરીકે બળદ માટે એક એફાહ અને દરેક ઘેટા માટે એક એફાહ તથા હલવાન માટે તેની શક્તિ પ્રમાણે ચઢાવવું. દર એફાહ દીઠ એક હીન તેલ હોય.
\v 12 સરદાર ઐચ્છિકાર્પણ તરીકે યહોવાહને સારુ દહનીયાર્પણ તથા શાંત્યર્પણ ચઢાવે, ત્યારે તેને માટે પૂર્વ તરફનો દરવાજો એક વ્યક્તિ ખોલે, તે વિશ્રામવારના દિવસે રજૂ કરે, તેમ તે પોતાનું દહનીયાર્પણ તથા શાંત્યાર્પણ રજૂ કરે; પછી તે બહાર નીકળે અને તેના બહાર નીકળ્યા પછી તે દરવાજો બંધ કરે.
\p
\s5
\v 13 દરરોજ યહોવાહને દહનીયાર્પણ તરીકે ખોડખાંપણ વગરનો એક વર્ષનો હલવાન ચઢાવવો, રોજ સવારે આ અર્પણ કરવું.
\v 14 અને રોજ સવારે ખાદ્યાર્પણ તરીકે એક એફાહનો છઠ્ઠો ભાગ અને મેદાને મોવણ માટે એક હીન તેલનો ત્રીજો ભાગ, કાયમનાં વિધિ પ્રમાણે યહોવાહને સારુ ખાદ્યાર્પણ છે.
\v 15 રોજ સવારે દહનીયાર્પણ તરીકે હલવાન, ખાદ્યાર્પણ તથા તેલ ચઢાવે.'
\p
\s5
\v 16 પ્રભુ યહોવાહ એમ કહે છે, 'જો કોઈ સરદાર પોતાના દીકરાને કંઈ ભેટ આપે, તો તે તેનો વારસો છે. તે તેના દીકરાની સંપત્તિ થાય, તે તેનો વારસો છે.
\v 17 પણ જો તે પોતાના વારસામાંથી પોતાના કોઈ ચાકરને ભેટ આપે, તો મુક્ત કરવાના વર્ષ સુધી તે ચાકરની માલિકીમાં રહે, પછી તે સરદારની પાસે પાછી આવે. તેનો વારસો તેના દીકરાઓને માટે જ રહે.
\v 18 સરદારે લોકોને વારસો લઈને તેઓને પોતાના વતનમાંથી કાઢી મૂકવા નહીં, તેણે પોતાના દીકરાઓને પોતાની સંપત્તિમાંથી જ વારસો આપવો, જેથી મારા લોકો પોતાના વતનમાંથી વિખેરાઈ જાય નહિ.
\p
\s5
\v 19 પછી તે માણસ મને દરવાજાના પ્રવેશ દ્વારથી ઉત્તર તરફના મુખવાળી ઓરડીઓ જે યાજકોને સારુ હતી તેમાં લાવ્યો, જુઓ ત્યાં પશ્ચિમ તરફ એક સ્થળ હતું.
\v 20 "તેણે મને કહ્યું, આ જગ્યાએ યાજકો દોષાર્થાર્પણ તથા પાપાર્થાર્પણ બાફે અને ખાદ્યાર્પણ પકાવે. તેઓ તેમને બહારના આંગણામાં લાવે નહિ કે, રખેને લોકો પવિત્ર કરી દેવાય."
\p
\s5
\v 21 પછી તે મને બહારના આંગણામાં લાવ્યો અને તેણે મને આંગણાના ચારે ખૂણામાં ફેરવ્યો, જુઓ, ત્યાં બહારના આંગણાંના દરેક ખૂણામાં એકએક આંગણું હતું.
\v 22 બહારના આંગણાંના ચાર ખૂણામાં આંગણાં હતા; દરેક આંગણું ચાળીસ હાથ લાંબું અને ત્રીસ હાથ પહોળું હતું. ખૂણાઓમાંના ચાર આંગણાં એક જ માપનાં હતા.
\v 23 તેઓ ચારેની આસપાસ ઇમારતોની હાર હતી, ઇમારતોની હાર નીચે ખાવા બનાવવાના ચૂલા હતા.
\v 24 તે માણસે મને કહ્યું, "આ તે જગ્યા છે, જ્યાં સભાસ્થાનના સેવકો લોકોનાં બલિદાનો બાફે."
\s5
\c 47
\p
\v 1 પછી તે માણસ મને સભાસ્થાનના પ્રવેશદ્વાર પાસે પાછો લાવ્યો, મેં જોયું તો જુઓ, સભાસ્થાનના ઉંબરા નીચેથી નીકળીને પાણી પૂર્વ તરફ વહેતું હતું, કેમ કે તે સભાસ્થાનનો આગળનો ભાગ પૂર્વ તરફ હતો. પાણી નીચેથી સભાસ્થાનની જમણી બાજુએથી વહીને વેદીની દક્ષિણે આવતું હતું.
\v 2 પછી તે માણસ મને ઉત્તરને દરવાજેથી બહાર લાવ્યો અને ફેરવીને પૂર્વ તરફના દરવાજે લઈ ગયો. જુઓ, દક્ષિણ બાજુએથી પાણી વહી જતાં હતાં.
\p
\s5
\v 3 તે માણસ માપવાની દોરી હાથમાં લઈને પૂર્વ તરફ ગયો, એક હજાર હાથનું અંતર માપ્યું અને તેણે મને પાણીમાં ચલાવ્યો. પાણી ઘૂંટણ સુધી હતાં.
\v 4 પછી તેણે બીજા એક હજાર હાથ અંતર માપ્યું અને ફરી મને પાણીમાં ચલાવ્યો, પાણી ઘૂંટી સુધી હતાં. ફરીથી તેણે એક હજાર હાથ અંતર માપ્યું, મને પાણીમાં ચલાવ્યો, અહીં પાણી કમરસુધી હતું.
\v 5 પછી તેણે એક હજાર હાથ અંતર માપ્યું, ત્યાં એક નદી હતી હું તેમાં થઈને જઈ શકતો ન હતો, તે ઘણી ઊંડી હતી. તેમાં તરી શકાય નહિ.
\p
\s5
\v 6 તે માણસે મને કહ્યું "હે મનુષ્યપુત્ર, શું તેં આ જોયું?" તે મને બહાર લાવ્યો અને મને નદી કિનારે ચલાવ્યો.
\v 7 હું પાછો આવ્યો ત્યારે જુઓ તો, નદીને બન્ને કિનારે પુષ્કળ વૃક્ષો હતાં.
\v 8 તે માણસે મને કહ્યું, "આ પાણી પૂર્વ તરફના પ્રદેશમાં અને નીચે આરાબાહ સુધી જશે; તે પાણી વહીને ખારા સમુદ્રમાં જશે અને તેનાં પાણી મીઠાં થઈ જશે.
\p
\s5
\v 9 જ્યાં તે પાણી વહેશે ત્યાં બધી જાતનાં પશુઓનાં ટોળાં થશે. તેઓ જીવતાં રહેશે. આ પાણીને કારણે તેમાં માછલાંઓ થશે, ખારા સમુદ્રનું પાણી મીઠું થઈ જશે. જ્યાં જ્યાં આ નદી ગઈ છે ત્યાં દરેક વસ્તુમાં ચૈતન્ય આવશે.
\v 10 અને એવું થશે કે પાણી પાસે માછીમારો ઊભા રહેશે, એન-ગેદીથી એન-એગ્લાઈમ સુધી જાળો પાથરવાની જગા થશે. ત્યાં મહાસમુદ્રની માછલીઓની જેમ તેમાં વિવિધ પ્રકારની માછલીઓ થશે.
\p
\s5
\v 11 પણ ખારા સમુદ્રની ભેજવાળી જમીન તથા કાદવકીચડનાં પાણી મીઠાં નહિ થાય, પણ તેમાંથી મીઠું પકવવામાં આવશે.
\v 12 નદીના બન્ને કિનારાઓ પર ખાવાલાયક ફળ આપનાર વૃક્ષ થશે. તેઓનાં પાંદડાં કરમાશે નહિ અને તેમને ફળ આવતાં કદી બંધ થશે નહિ. દર મહિને તેમને નવાં ફળ આવશે, કેમ કે, તેમને પાણી પવિત્રસ્થાનમાંથી મળે છે, તેમના ફળ ખાવા માટે અને પાંદડાં દવા માટે છે.
\p
\s5
\v 13 પ્રભુ યહોવાહ આમ કહે છે: 'આ રસ્તેથી અમારે ઇઝરાયલનાં બાર કુળો માટે જમીનનો વારસો વહેંચી લેવો: યૂસફને બે ભાગ મળે.
\v 14 અને તમે તમારા ભાઈઓએ તે વારસો વહેંચી લેવો. કેમ કે તમારા પિતૃઓને આ દેશ આપવાના મેં સમ ખાધા હતા અને તેઓને તેનો વારસો મળશે.
\p
\s5
\v 15 ભૂમિની સરહદ ઉત્તર બાજુએ મહા સમુદ્રથી હેથ્લોન તથા લબો હમાથથી સદાદ સુધી છે.
\v 16 હમાથ બેરોથાહ, દમસ્કસની સરહદ તથા હમાથની સરહદ વચ્ચેનું સિબ્રાઇમ હૌરાનની સરહદે આવેલા હાસેર-હત્તીકોન સુધી છે.
\v 17 સમુદ્રથી સરહદ દમસ્કસની સરહદ પરના હસાર એનોન સુધી છે, ઉત્તર બાજુએ હમાથની સરહદ છે. આ ઉત્તર બાજુ છે.
\p
\s5
\v 18 પૂર્વબાજુ, હૌરાન, દમસ્કસ, ગિલ્યાદ તથા ઇઝરાયલના પ્રદેશ વચ્ચે યર્દન નદી આવે છે. આ સરહદ છેક તામાર સુધી જાય છે.
\v 19 દક્ષિણ બાજુ, દક્ષિણ તામારથી મરીબોથ-કાદેશના પાણી સુધી, મિસરનાં ઝરણાંથી મહા સમુદ્ર સુધી હોય, આ દક્ષિણ તરફની સરહદ છે.
\v 20 પશ્ચિમ સરહદ હમાથના ઘાટની સામે સુધી મહા સમુદ્ર આવે ત્યાં સુધી. આ પશ્ચિમ બાજુ છે.
\p
\s5
\v 21 આ રીતે તું તારાં અને ઇઝરાયલનાં કુળો માટે દેશ વહેંચી લે.
\v 22 તમારા પોતાના માટે તથા તમારી મધ્યે વસતા પરદેશીઓ, જેઓને તમારા દેશમાં સંતાન થશે અને જેઓ તારી સાથે છે, એટલે ઇઝરાયલ દેશના મૂળ વતનીઓ જેવા, તેઓને માટે આ દેશ વારસા તરીકે ચિઠ્ઠીઓ નાખીને વહેંચી લેવો. તમારે ઇઝરાયલનાં કુળો મધ્યે વારસા માટે ચિઠ્ઠીઓ નાખવી.
\v 23 ત્યારે એવું થશે કે જે કુળમાં પરદેશી રહેતો હોય. તમારે તેને વારસો આપવો.' આમ પ્રભુ યહોવાહ કહે છે."
\s5
\c 48
\p
\v 1 કુળોનાં નામ આ પ્રમાણે છે. દાનનું કુળ દેશનો એક ભાગ પ્રાપ્ત કરશે: તેની સરહદ ઉત્તરની સરહદથી હેથ્લોનના રસ્તાની બાજુએ લબો હમાથ સુધી. દમસ્કસની સરહદ ઉપરના હસાર એનાન સુધી અને ઉત્તરે હમાથ સુધી, તે પ્રદેશની પૂર્વ તથા પશ્ચિમ તરફની આ સરહદો છે.
\v 2 દાનની સરહદની બાજુમાં પૂર્વથી પશ્ચિમ સુધીનો એક ભાગ આશેરનો છે.
\v 3 આશેરની સરહદની લગોલગ પૂર્વ બાજુથી તે છેક પશ્ચિમ બાજુ સુધીનો એક ભાગ નફતાલીનો.
\p
\s5
\v 4 નફતાલીની સરહદની લગોલગ પૂર્વ બાજુથી પશ્ચિમ બાજુનો એક ભાગ મનાશ્શાનો.
\v 5 મનાશ્શાની સરહદની લગોલગ પૂર્વથી પશ્ચિમ સુધીનો એક ભાગ એફ્રાઇમનો છે.
\v 6 એફ્રાઇમની સરહદની લગોલગ પૂર્વથી પશ્ચિમ સુધીનો એક ભાગ રુબેનનો છે.
\v 7 રુબેનની સરહદની લગોલગ પૂર્વથી પશ્ચિમ સુધીનો એક ભાગ યહૂદિયાનો છે.
\p
\s5
\v 8 યહૂદિયાની સરહદની લગોલગ પૂર્વથી પશ્ચિમ સુધીનો ભાગ તમારે અર્પણ કરવો; તે પચીસ હજાર હાથ પહોળો હતો. તેની લંબાઈ વંશજોને આપેલા ભાગ જેટલી પૂર્વથી તે પશ્ચિમ લાંબી હશે. તેની મધ્યમાં સભાસ્થાન આવશે.
\v 9 યહોવાહને અર્પણ કરે તે ભૂમિ પચીસ હજાર હાથ લાંબી તથા દસ હજાર હાથ પહોળી હશે.
\p
\s5
\v 10 આ પવિત્ર ભાગ યાજકોને મળશે. તે ઉત્તર તરફ તેની લંબાઈ પચીસ હજાર હાથ તથા પશ્ચિમ તરફ તેની પહોળાઈ દસ હજાર હાથ, પૂર્વ તરફ પહોળાઈ દસ હાથ, દક્ષિણ તરફ લંબાઈ પચીસ હજાર હાથ હોય, યહોવાહનું સભાસ્થાન તેની મધ્યે આવશે.
\v 11 આ સાદોકના વંશના પવિત્ર થયેલા યાજકો જેઓ મારી સેવા કરતા હતા, જ્યારે ઇઝરાયલી લોકો ભટકી ગયા ત્યારે જેમ લેવીઓ ભટકી ગયા તેમ ભટકી ન ગયા, તેઓને સારુ થાય.
\v 12 તો ભૂમિના અર્પણમાંથી તેઓના હકનું પરમ પવિત્ર અર્પણ, લેવીઓની સરહદ લગોલગ થાય.
\p
\s5
\v 13 યાજકોના દેશની સરહદની લગોલગ લેવીઓનો દેશ છે, તે પચીસ હાથ લાંબો અને દસ હજાર હાથ પહોળો છે. તેની આખી લંબાઈ પચીસ હજાર હાથ લાંબી અને વીસ હજાર હાથ પહોળી છે.
\v 14 તેઓ તેનો કોઈ ભાગ વેચે નહિ, તેમ જ બદલે નહિ; ઇઝરાયલ દેશનું પ્રથમ ફળ આ વિસ્તારથી અલગ હશે, કેમ કે આ બધું યહોવાહને પવિત્ર છે.
\p
\s5
\v 15 બાકી રહેલી ભૂમિ પચાસ હજાર હાથ પહોળી અને પચીસ હજાર હાથ લાંબી છે, પણ લોકોના સામાન્ય ઉપયોગ માટે છે. લોકો ત્યાં રહે અને જમીનનો ઉપયોગ કરે; તેની મધ્યમાં શહેર છે.
\v 16 આ નગરનું માપ: તેની ઉત્તર બાજુ ચાર હજાર પાંચસો હાથ લાંબી; તેની દક્ષિણ બાજુ ચાર હજાર પાંચસો લાંબી; તેની પૂર્વ બાજુ ચાર હજાર હાથ લાંબી; તેની પશ્ચિમ ચાર હજાર પાંચસો હાથ લાંબી.
\p
\s5
\v 17 નગરના ગૌચરો ઉત્તર તરફ અઢીસો હાથ ઊંડાં, દક્ષિણે અઢીસો હાથ ઊંડાં, પૂર્વે અઢીસો હાથ ઊંડાં તથા પશ્ચિમે અઢીસો હાથ ઊંડાં થશે.
\v 18 પવિત્ર અર્પણનો બચેલો ભાગ પૂર્વ તરફ દસ હજાર હાથ અને પશ્ચિમ તરફ દસ હજાર હાથ હોય. તે પવિત્ર અર્પણની લગોલગ હોય, તે નગરમાં કામ કરતા લોક માટે ખોરાકને અર્થે થાય.
\p
\s5
\v 19 નગરમાં કામ કરતા લોકો, જેઓ ઇઝરાયલ કુળના છે તેઓ તે જમીન ખેડે.
\v 20 આ બધી અર્પણની લંબાઈ પચીસ હજાર હાથ અને પહોળાઈ પચીસ હજાર હાથ હોય, આ રીતે તું બધા સાથે મળીને નગરની ભૂમિ માટે પવિત્ર અર્પણ કરે.
\p
\s5
\v 21 પવિત્ર અર્પણની બીજી બાજુની બાકીની ભૂમિ તથા નગરનો ભાગ તે સરદારનો ગણાશે. સરદારની ભૂમિનો વિસ્તાર પૂર્વબાજુ પૂર્વ સરહદ સુધીનો પ્રદેશ પચીસ હજાર હાથ અને એ જ પ્રમાણે પશ્ચિમ બાજુ પશ્ચિમ સરહદ સુધીનો પ્રદેશ પચીસ હજાર હાથ વધારવો. આ બન્ને પ્રદેશોની મધ્યમાં પવિત્ર મંદિર અને પવિત્ર ભૂમિ આવશે.
\v 22 લેવીઓની સંપત્તિ તથા નગરની સંપત્તિ જેઓ સરદારની મધ્યે છે તેઓમાંથી પણ સરદારને યહૂદિયાની તથા બિન્યામીનની સરહદની વચ્ચે મળે.
\p
\s5
\v 23 બાકીનાં કુળોને આપવામાં આવેલો જમીનનો ભાગ આ પ્રમાણે છે: પૂર્વ બાજુથી પશ્ચિમ બાજુ સુધીનો એક ભાગ બિન્યામીનનો.
\v 24 બિન્યામીનના સરહદની દક્ષિણે પૂર્વ બાજુથી પશ્ચિમ બાજુ સુધીનો એક ભાગ શિમયોનનો.
\v 25 શિમયોનની સરહદની લગોલગ, પૂર્વથી પશ્ચિમ સુધીનો એક ભાગ ઇસ્સાખારનો.
\v 26 ઇસ્સાખારની સરહદની લગોલગ પૂર્વથી પશ્ચિમ સુધીનો એક ભાગ ઝબુલોનનો.
\p
\s5
\v 27 ઝબુલોનની સરહદની લગોલગ પૂર્વથી પશ્ચિમ સુધીનો એક ભાગ ગાદનો.
\v 28 ગાદની સરહદની લગોલગ તામારથી મરીબોથ કાદેશનાં પાણી સુધી અને આગળ મિસરના ઝરણાં સુધી અને મહાસમુદ્ર સુધી હોય.
\v 29 આ એ દેશ છે જેના માટે તમે ચિઠ્ઠીઓ નાખી હતી, તે ઇઝરાયલના દેશનો વારસો છે. આ તેમના હિસ્સા છે. આમ પ્રભુ યહોવાહ કહે છે.
\p
\s5
\v 30 નગરના દરવાજા આ પ્રમાણે છે: ઉત્તરની બાજુનું માપ ચાર હજાર પાંચસો હાથ લાંબું છે.
\v 31 નગરના દરવાજાનાં નામ ઇઝરાયલનાં કુળોનાં નામો પ્રમાણે રાખવાં; ઉત્તરે ત્રણ દરવાજા એક રુબેનનો દરવાજો, એક યહૂદિયાનો દરવાજો, એક લેવીનો દરવાજો;
\v 32 પૂર્વ બાજુની દીવાલનું માપ ચાર હજાર પાંચસો હાથ હશે. તેના ત્રણ દરવાજાઓ: યૂસફનો દરવાજો, બિન્યામીનનો દરવાજો તથા દાનનો દરવાજો.
\p
\s5
\v 33 દક્ષિણ બાજુની દીવાલની લંબાઈ ચાર હજાર પાંચસો હાથ છે. તેના ત્રણ દરવાજા શિમયોનનો દરવાજો, ઇસ્સાખારનો દરવાજો તથા ઝબુલોનનો દરવાજો.
\v 34 પશ્ચિમ બાજુની દીવાલની લંબાઈ ચાર હજાર પાંચસો હાથ છે અને તેના ત્રણ દરવાજા ગાદનો દરવાજો, આશેરનો દરવાજો, અને નફતાલીનો દરવાજો.
\v 35 નગરની ચારેતરફનું માપ અઢાર હજાર હાથ થાય, અને તે દિવસથી તે નગરનું નામ 'યહોવાહ શામ્માહ' એટલે "યહોવાહ ત્યાં છે."એવું પડશે.

809
27-DAN.usfm Normal file
View File

@ -0,0 +1,809 @@
\id DAN
\ide UTF-8
\h Daniel
\toc1 Daniel
\toc2 Daniel
\toc3 dan
\mt1 Daniel
\s5
\c 1
\p
\v 1 યહૂદિયાના રાજા યહોયાકીમના શાસનના ત્રીજા વર્ષે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે યરુશાલેમ આવીને તેને જરૂરિયાતોથી વંચિત કરવા તેની ચારેબાજુ ઘેરો ઘાલ્યો.
\v 2 પ્રભુએ યહૂદિયાના રાજા યહોયાકીમને, ઈશ્વરના સભાસ્થાનનાં કેટલાંક પાત્રો સહિત નબૂખાદનેસ્સારના હાથમાં સોંપ્યો. તે તેને શિનઆર દેશમાં, તેના દેવના મંદિરમાં લાવ્યો. તેણે તે પાત્રો પોતાના દેવના મંદિરના ભંડારમાં મૂકી દીધાં.
\p
\s5
\v 3 રાજાએ પોતાના મુખ્ય ખોજા આસ્પનાઝને કહ્યું, "તારે કેટલાક રાજવંશી તથા અમીર કુટુંબોના ઇઝરાયલી જુવાનોને લાવવા.
\v 4 એ જુવાનોમાં કશી ખોડખાંપણ ન હોય, તેઓ દેખાવમાં મનોહર, સર્વ બાબતમાં જ્ઞાનસંપન્ન, વિદ્યાપારંગત, વિજ્ઞાનમાં પ્રવીણ, રાજમહેલમાં રહેવાને લાયક હોય. તેઓને તારે ખાલદીઓની ભાષા તથા વિદ્યા શીખવવી.
\p
\v 5 રાજાએ તેઓને માટે પોતાની વાનગીઓમાંથી તથા પીવાના દ્રાક્ષારસમાંથી તેઓને માટે રોજનો હિસ્સો ઠરાવી આપ્યો. ત્રણ વર્ષ સુધી તેઓનું પોષણ કરાય અને તે પછી, તેઓ રાજા સમક્ષ હાજર થાય, એવો નિર્ણય કરાયો.
\p
\s5
\v 6 આ જુવાનોમાં યહૂદાના કુળના દાનિયેલ, હનાન્યા, મીશાએલ તથા અઝાર્યા હતા.
\v 7 મુખ્ય ખોજાએ તેઓને નામ આપ્યાં: તેણે દાનિયેલનું નામ બેલ્ટશાસ્સાર, હનાન્યાનું નામ શાદ્રાખ, મીશાએલનું નામ મેશાખ તથા અઝાર્યાનું નામ અબેદ-નગો પાડ્યાં.
\p
\s5
\v 8 દાનિયેલે પોતાના મનમાં નક્કી કર્યું કે, તે રાજાના ભોજનથી તથા જે દ્રાક્ષારસ તે પીએ છે તેનાથી પોતાને ભ્રષ્ટ કરશે નહિ. તેથી તેણે મુખ્ય ખોજા પાસે પોતાને ભ્રષ્ટ ન કરવાની પરવાનગી માગી.
\v 9 હવે ઈશ્વરની કૃપાથી દાનિયેલ ઉપર મુખ્ય ખોજાની કૃપાદ્રષ્ટિ થઈ. તેણે તેના પર કૃપા કરી.
\v 10 મુખ્ય ખોજાએ દાનિયેલને કહ્યું, "મને મારા મુરબ્બી રાજાની બીક લાગે છે. તેમણે તમારે શું ખાવું તથા શું પીવું તે નક્કી કરી આપ્યું છે. જો તે તને તારી ઉંમરના બીજા જુવાનોના કરતાં કદરૂપો જુએ અને નબળો? જો એવું થાય તો રાજા સમક્ષ મારું શિર જોખમમાં મુકાય."
\p
\s5
\v 11 ત્યારે જે કારભારીને મુખ્ય ખોજાએ દાનિયેલ, હનાન્યા, મીશાએલ તથા અઝાર્યાની ઉપર નીમ્યો હતો તેને દાનિયેલે કહ્યું,
\v 12 "કૃપા કરીને, તારા દાસોની દસ દિવસ પરીક્ષા કર. અમને ખાવાને માટે ફક્ત શાકભાજી તથા પીવાને માટે પાણી આપજો.
\v 13 પછી જે યુવાનો રાજાની ઠરાવેલી વાનગીઓ ખાય છે તેમના દેખાવ અને અમારો દેખાવની સરખામણી કરજો, પછી તમે જે પ્રમાણે જુએ તે પ્રમાણે તારા દાસો સાથે વર્તજો."
\p
\s5
\v 14 તેથી ચોકીદાર તેઓની સાથે આ પ્રમાણે કરવાને સંમત થયો, તેણે દસ દિવસ સુધી તેઓની પરીક્ષા કરી.
\v 15 દસમા દિવસને અંતે જે જુવાનો રાજાની વાનગીઓ ખાતા હતા તેઓના કરતાં આ જુવાનો વધારે સુંદર તથા વધારે હૃષ્ટપૃષ્ટ દેખાયા.
\v 16 તેથી કારભારીએ રાજાએ ઠરાવેલી વાનગીઓ તથા દ્રાક્ષારસને બદલે તેઓને ફક્ત શાકભાજી આપવા માંડ્યું.
\p
\s5
\v 17 આ ચાર જુવાનોને ઈશ્વરે સર્વ વિદ્યામાં તથા ડહાપણમાં કૌશલ્ય આપ્યું. દાનિયેલ સર્વ સંદર્શનો તથા સ્વપ્નોનો મર્મ સમજતો હતો.
\v 18 તેઓને પોતાની હજૂરમાં લાવવાને માટે રાજાએ જે સમય ઠરાવ્યો હતો તે સમય પૂરો થયો ત્યારે મુખ્ય ખોજો તેઓને નબૂખાદનેસ્સારની આગળ લાવ્યો.
\p
\s5
\v 19 રાજાએ તેઓની સાથે વાતચીત કરી તો સર્વમાં દાનિયેલ, હનાન્યા, મીશાએલ તથા અઝાર્યાના જેવા બીજા કોઈ માલૂમ પડ્યા નહિ. તેઓ રાજાની હજૂરમાં તેની સેવા કરવા માટે ઊભા રહ્યા.
\v 20 ડહાપણ તથા સમજની દરેક બાબતો વિષે રાજાએ તેઓને જે પૂછ્યું તે બધામાં તેઓ રાજ્યના બધા જાદુગરો તથા મરેલા સાથે વાત કરવાનો દાવો કરનાર કરતા દસગણા શ્રેષ્ઠ માલૂમ પડ્યા.
\v 21 કોરેશ રાજાના શાસનના પહેલા વર્ષ સુધી દાનિયેલ ત્યાં રહ્યો.
\s5
\c 2
\p
\v 1 નબૂખાદનેસ્સાર રાજાના શાસનના બીજા વર્ષે તેને સ્વપ્નો આવ્યાં. તેનું મન ગભરાયું, તે ઊંઘી શક્યો નહિ.
\v 2 ત્યારે રાજાએ જાદુગરો તથા મૃતકો સાથે વાત કરનારને બોલાવ્યા. તેણે મંત્રવિદ્યા જાણનારાઓને તથા ખાલદીઓને પણ તેડાવ્યા. તે ઇચ્છતો હતો કે તેઓ તેના સ્વપ્ન વિષે તેને કહી જણાવે. તેઓ અંદર આવીને રાજા આગળ ઊભા રહ્યા.
\p
\s5
\v 3 રાજાએ તેઓને કહ્યું, "મને એક સ્વપ્ન આવ્યું છે અર્થ જાણવાને મારું મન આતુર છે."
\v 4 ત્યારે ખાલદીઓએ રાજાને અરામી ભાષામાં કહ્યું, "રાજા, સદા જીવતા રહો! આપના સેવકોને તે સ્વપ્ન કહી સંભળાવો અને અમે તેનો અર્થ બતાવીશું."
\p
\s5
\v 5 રાજાએ ખાલદીઓને જવાબ આપ્યો કે, "એ સ્વપ્નની વાત મારા સ્મરણમાંથી જતી રહી છે. જો તમે મને તે સ્વપ્ન તથા તેનો અર્થ નહિ જણાવો તો તમારા શરીરના ટુકડે ટુકડા કરવામાં આવશે અને તમારા ઘરોના ભંગારના ઢગલા કરવામાં આવશે.
\v 6 પણ જો તમે મને સ્વપ્ન અને તેનો અર્થ જણાવશો, તો તમને મારી પાસેથી ભેટો, ઇનામ અને મોટું માન મળશે. માટે મને સ્વપ્ન અને તેનો અર્થ જણાવો."
\p
\s5
\v 7 તેઓએ ફરીથી તેને જણાવ્યું કે, " હે રાજા આપ પોતાના દાસોને સ્વપ્ન કહી સંભળાવો તો અમે તેનો અર્થ જણાવીએ."
\v 8 રાજાએ જવાબ આપ્યો, "હું નક્કી જાણું છું કે તમે સમય મેળવવા ઇચ્છો છો, કેમ કે તમે જુઓ છો કે આ વિષે મારો નિર્ણય શો છે.
\v 9 પણ જો તમે મને સ્વપ્ન નહિ જણાવશો તો તમારે માટે ફક્ત એક જ કાયદો છે. મારું મન બદલાય ત્યાં સુધી મને કહેવા માટે તમે જૂઠી તથા કપટી વાતો નક્કી કરી રાખી છે. માટે તમે મને સ્વપ્ન કહો એટલે હું જાણી શકું કે તમે પણ અર્થ પણ કહી શકશો."
\p
\s5
\v 10 ખાલદીઓએ રાજાને જવાબ આપ્યો, "પૃથ્વી ઉપર એવો કોઈ માણસ નથી કે જે રાજાના સ્વપ્નની વાત કહી શકે. કોઈ રાજાએ કે મહારાજાએ આજ સુધી કોઈ જાદુગરને, મંત્રવિદ્યા જાણનારને કે ખાલદીને આવી કોઈ વાત પૂછી નથી.
\v 11 જે માગણી રાજા કરે છે તે મુશ્કેલ છે, દેવો કે જેઓ માણસોની મધ્યે રહેતા નથી તેઓના સિવાય બીજો કોઈ રાજાને આ વાત કહી શકે નહિ.
\p
\s5
\v 12 આ સાંભળીને રાજાને ઘણો ગુસ્સો ચઢ્યો અને તે કોપાયમાન થયો. તેણે બાબિલના બધા જ્ઞાનીઓનો નાશ કરવાનો હુકમ આપ્યો.
\v 13 એ હુકમ બહાર પાડવામાં આવ્યો. બધા જ્ઞાનીઓને મારી નાખવાના હતા; તેથી તેઓએ દાનિયેલ તથા તેના સાથીઓને પણ મારી નાખવા માટે શોધ્યા.
\p
\s5
\v 14 આ સમયે બાબિલના જ્ઞાનીઓને મારી નાખવા રાજાના અંગરક્ષકોના નાયક આર્યોખને દાનિયેલે ડહાપણ અને વિવેકબુદ્ધિથી જવાબ આપ્યો.
\v 15 દાનિયેલે રાજાના નાયકને પૂછ્યું, "રાજાનો હુકમ તાકીદનો કેમ છે?" તેથી આર્યોખે બધી વાત જણાવી.
\v 16 તેથી દાનિયેલે રાજાની સમક્ષ જઈને અરજ કરી કે, આપ મને થોડો સમય આપો એટલે હું આપના સ્વપ્નનો અર્થ જણાવીશ.
\p
\s5
\v 17 પછી દાનિયેલે પોતાના ઘરે જઈને હનાન્યા, મીશાએલ તથા અઝાર્યાને આ વાત જણાવી.
\v 18 તેણે તેઓને વિનંતી કરી કે તેઓ આ રહસ્ય માટે આકાશના ઈશ્વરની દયા માગે કે જેથી તેઓ બાબિલના બધા જ્ઞાની માણસો સાથે માર્યા જાય નહિ.
\p
\s5
\v 19 તે રાત્રે સંદર્શનમાં દાનિયેલને આ વિષે મર્મ પ્રગટ કરવામાં આવ્યો. તેથી દાનિયેલે આકાશના ઈશ્વરની સ્તુતિ કરી.
\v 20 અને કહ્યું,
\q "ઈશ્વરનું નામ સદાસર્વકાળ સ્તુત્ય હો;
\q કેમ કે ડહાપણ તથા પરાક્રમ તેમના છે.
\q
\s5
\v 21 તે સમયોને તથા
\q ઋતુઓને બદલે છે;
\q તે રાજાઓને પદભ્રષ્ટ કરે છે
\q વળી રાજાઓને રાજગાદીએ બેસાડે છે.
\q તે જ્ઞાનીને ડહાપણ
\q તથા બુદ્ધિમાનને સમજ આપે છે.
\q
\v 22 તે ઊંડી તથા ગુપ્ત વાતો પ્રગટ કરે છે.
\q કેમ કે તે જાણે છે કે અંધારામાં શું છે,
\q પ્રકાશ તેમની સાથે રહે છે.
\q
\s5
\v 23 હે મારા પૂર્વજોના ઈશ્વર, હું તમારો આભાર માનું છું અને તમારી સ્તુતિ કરું છું,
\q કેમ કે, તમે મને ડહાપણ અને સામર્થ્ય આપ્યાં છે.
\q અમે જે તમારી પાસેથી માગ્યું હતું તે હવે તમે અમને જણાવ્યું છે;
\q તમે અમને રાજાની વાત જણાવી છે."
\p
\s5
\v 24 પછી દાનિયેલ આર્યોખ કે જેને રાજાએ બાબિલના બધા જ્ઞાનીઓને મારી નાખવાનો હુકમ આપ્યો હતો તેની પાસે ગયો. તેણે જઈને તેને કહ્યું, "બાબિલના જ્ઞાનીઓને મારી નાખીશ નહિ. મને રાજાની સમક્ષ લઈ જા અને હું રાજાને તેના સ્વપ્નનો અર્થ કહી સંભળાવીશ."
\p
\s5
\v 25 ત્યારે આર્યોખ દાનિયેલને ઉતાવળથી રાજાની હજૂરમાં લઈ ગયો અને કહ્યું, "મને યહૂદિયામાંથી પકડી લાવેલા માણસોમાંથી એક માણસ મળી આવ્યો છે જે રાજાના સ્વપ્નનો અર્થ પ્રગટ કરશે."
\v 26 રાજાએ દાનિયેલને (જેનું નામ બેલ્ટશાસ્સાર હતું) તેને કહ્યું, "મેં જે સ્વપ્ન જોયું છે તે તથા તેનો અર્થ કહી બતાવવાને શું તું સમર્થ છે?"
\p
\s5
\v 27 દાનિયેલે રાજાને જવાબ આપતાં કહ્યું, "જે રહસ્ય વિષે આપ જાણવા માગો છો તે જ્ઞાનીઓ, મંત્રવિદ્યા જાણનારા, જાદુગર કે જ્યોતિષીઓ પ્રગટ કરી શકતા નથી.
\v 28 પણ આકાશમાં એક ઈશ્વર છે, જે રહસ્યો પ્રગટ કરે છે, તેમણે નબૂખાદનેસ્સાર રાજાને હવે પછીના સમયમાં શું થવાનું છે તે જણાવ્યું છે. તમારું સ્વપ્ન તથા તમારા પલંગ પર થયેલાં તમારા મગજનાં સંદર્શનો આ છે.
\p
\s5
\v 29 હે રાજા, હવે પછી શું થવાનું છે તેના વિષે તમને તમારા પલંગ પર વિચારો આવ્યા, રહસ્યો પ્રગટ કરનારે ભવિષ્યમાં શું થવાનું છે તે તમને જણાવ્યું છે.
\v 30 બીજી વ્યક્તિઓ કરતાં મારામાં વધારે ડહાપણ છે એટલે આ રહસ્ય મને પ્રગટ થયું છે એવું તો નથી. પણ એટલા માટે કે, રાજાને તેનો અર્થ સમજવામાં આવે અને તમે પોતાના વિચારો જાણો.
\p
\s5
\v 31 હે રાજા તમે સ્વપ્નમાં એક મોટી મૂર્તિ જોઈ. આ મૂર્તિ શક્તિશાળી અને તેજસ્વી હતી. તે આપની આગળ ઊભી હતી. તેનો દેખાવ ભયંકર હતો.
\v 32 તે મૂર્તિનું માથું શુદ્ધ સોનાનું બનેલું હતું. તેની છાતી તથા હાથ ચાંદીનાં હતાં. તેનું પેટ અને જાંઘો કાંસાનાં હતાં.
\v 33 તેના પગ લોખંડના બનેલા હતાં. તેના પગના પંજાનો કેટલોક ભાગ લોખંડનો અને કેટલોક ભાગ માટીનો હતો.
\p
\s5
\v 34 આપ જોઈ રહ્યા હતા એટલામાં કોઈ માણસનાં હાથ અડ્યા વગર એક પથ્થર કાપી કાઢવામાં આવ્યો. તેણે મૂર્તિની પગનો પંજો જે લોખંડનો તથા માટીની બનેલો હતો તેના પર ત્રાટકીને તેના ટુકડે ટુકડા કરી નાખ્યા.
\v 35 પછી લોખંડ, માટી, કાંસું, ચાંદી અને સોનું બધાના ટુકડેટુકડા થઈ ગયા. અને તે ઉનાળામાં ખળામાંના ભૂસાની માફક થઈ ગયાં. પવન તેમને એવી રીતે ઉડાડીને લઈ ગયો કે ક્યાંય તેમનું નામોનિશાન રહ્યું નહિ. પણ જે પથ્થર મૂર્તિ સાથે પછડાયો હતો તે મોટો પર્વત બની ગયો અને તેનાથી આખી પૃથ્વી ભરાઈ ગઈ.
\p
\s5
\v 36 આ તમારું સ્વપ્ન હતું. હવે અમે તમને તેનો અર્થ જણાવીશું.
\v 37 હે રાજા, તમે રાજાધિરાજ છો. આપને આકાશનાં ઈશ્વરે રાજ્ય, સત્તા, ગૌરવ તથા પ્રતાપ આપ્યાં છે.
\v 38 જ્યાં જ્યાં માણસો વસે છે તે જગ્યા તેમણે આપના હાથમાં સોંપી છે. તેમણે વનચર પશુઓ તથા આકાશના પક્ષીઓ આપના હાથમાં સોંપ્યાં છે, તેમણે આપને તે સર્વની ઉપર અધિકાર આપ્યો છે. તે સોનાનું માથું તો તમે છો.
\p
\s5
\v 39 તમારા પછી તમારા કરતાં ઊતરતું એવું એક બીજું રાજ્ય આવશે. અને તે પછી કાંસાનું ત્રીજું રાજ્ય થશે તે આખી પૃથ્વી ઉપર શાસન ચલાવશે.
\p
\s5
\v 40 ચોથું રાજ્ય લોખંડ જેવું મજબૂત હશે, કેમ કે લોખંડ બીજી વસ્તુઓને ભાંગીને ભૂકો કરે છે અને બધું કચડી નાખે છે. તેમ તે બધી વસ્તુઓને ભાંગી નાખશે અને કચડી નાખશે.
\p
\s5
\v 41 જેમ તમે જોયું કે, પગના પંજાનો અને આંગળાંનો કેટલોક ભાગ લોખંડનો અને કેટલોક ભાગ માટીનો બનેલો હતો, તે પ્રમાણે તે રાજ્યના ભાગલા પડી જશે; જેમ તમે લોખંડ સાથે નરમ માટી ભળેલી જોઈ, તેમ તેમાં કેટલેક અંશે લોખંડનું બળ હશે.
\v 42 જેમ પગના આંગળાંનો કેટલોક ભાગ લોખંડનો અને કેટલોક ભાગ માટીનો બનેલો હતો, તેમ તે રાજ્યનો કેટલોક ભાગ બળવાન અને કેટલોક ભાગ તકલાદી થશે.
\v 43 વળી જેમ આપે લોખંડ સાથે માટી ભળેલી જોઈ, તેમ લોકો એકબીજા સાથે ભેળસેળ થશે; જેમ લોખંડ સાથે માટી ભળી શકતી નથી, તેમ તેઓ ભેગા રહી શકશે નહિ.
\p
\s5
\v 44 તે રાજાઓના શાસન દરમ્યાન, આકાશના ઈશ્વર એક એવું રાજ્ય સ્થાપશે જેનો કદી નાશ થશે નહિ. તે રાજ્ય કદી બીજી કોઈ પ્રજાના હાથમાં જશે નહિ. તે બીજા રાજ્યને ભાંગીને ભૂકો કરી નાખશે. અને સર્વકાળ ટકશે.
\v 45 તમે જોયું કે, પેલો પથ્થર કોઈ માણસના હાથ અડ્યા વગર પર્વતમાંથી કાપી કાઢવામાં આવ્યો. તેણે લોખંડ, કાંસુ, માટી, ચાંદી અને સોનાના ટુકડે ટુકડા કરી નાખ્યા. તે પરથી હવે પછી શું થવાનું છે તે મહાન ઈશ્વરે તમને જણાવ્યું છે. તે સ્વપ્ન સાચું છે અને તેનો અર્થ વિશ્વસનીય છે."
\p
\s5
\v 46 નબૂખાદનેસ્સાર રાજાએ દાનિયેલને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. અને તેની પૂજા કરી; તેણે આજ્ઞા કરી કે દાનિયેલને અર્પણ તથા સુગંધીઓનો ધૂપ ચઢાવો.
\v 47 રાજાએ દાનિયેલને કહ્યું, "સાચે જ તમારા ઈશ્વર દેવોના પણ ઈશ્વર છે, રાજાઓના પ્રભુ અને રહસ્યો પ્રગટ કરનાર છે. કેમ કે તેમનાથી તું આ રહસ્ય પ્રગટ કરવાને સમર્થ થયો છે.
\p
\s5
\v 48 પછી રાજાએ દાનિયેલને ઊંચી પદવી આપી, તેને ઘણી કિંમતી ભેટો આપી. તેણે તેને સમગ્ર બાબિલના પ્રાંતનો અધિકારી બનાવ્યો. દાનિયેલ બાબિલના સર્વ જ્ઞાની માણસો ઉપર મુખ્ય અધિકારી બન્યો.
\v 49 દાનિયેલે રાજાને વિનંતી કરી, તેથી રાજાએ શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોને બાબિલના વિવિધ પ્રાંતના રાજકારભારીઓ નીમ્યા. પણ દાનિયેલ તો રાજાના દરબારમાં રહ્યો.
\s5
\c 3
\p
\v 1 નબૂખાદનેસ્સાર રાજાએ છ હાથ ઊંચી અને છ હાથ પહોળી સોનાની મૂર્તિ બનાવી હતી. તેણે બાબિલના પ્રાંતમાંના દૂરાના મેદાનમાં તેની સ્થાપના કરાવી.
\v 2 પછી નબૂખાદનેસ્સારે પ્રાંતના અધિકારીઓને, રાજયપાલોને, સૂબાઓને, ન્યાયાધીશોને, ભંડારીઓને, સલાહકારોને, અમલદારોને તથા પ્રાંતોના સર્વ અધિકારીઓને એકત્ર કરવા માટે સંદેશા મોકલ્યા કે, જેથી તેણે જે મૂર્તિ સ્થાપી હતી તેની પ્રતિષ્ઠા વિધિમાં તેઓ હાજર રહેવા માટે આવે.
\p
\s5
\v 3 ત્યારે પ્રાંતના હાકેમો, સૂબાઓ, નાયબસૂબાઓ, સલાહકારો, ભંડારીઓ, ન્યાયાધીશો, અમલદારો તથા પ્રાંતના સર્વ મુખ્ય અધિકારીઓ નબૂખાદનેસ્સારે જે મૂર્તિની સ્થાપના કરી હતી તેની પ્રતિષ્ઠા કરવા માટે એકત્ર થયા. તેઓ તેની આગળ ઊભા રહ્યા.
\v 4 ત્યારે ચોકીદારે મોટે અવાજે પોકાર કર્યો, "હે લોકો, પ્રજાઓ તથા જુદી જુદી ભાષાઓ બોલનારા માણસો તમને હુકમ કરવામાં આવે છે કે,
\v 5 જે સમયે તમે રણશિંગડાંઓ, વાંસળીઓ, વીણાઓ, સિતારો, સારંગીઓ તથા સર્વ પ્રકારનાં વાજિંત્રોનો અવાજ તમે સાંભળો તે સમયે તમારે નબૂખાદનેસ્સારે સ્થાપેલી સોનાની મૂર્તિને નમન કરીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા.
\p
\s5
\v 6 જે કોઈ માણસ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને પૂજા નહિ કરે, તેને તેજ ક્ષણે બળબળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવશે."
\v 7 તેથી જ્યારે સર્વ લોકોએ રણશિંગડાંઓ, શરણાઈઓ, વીણાઓ, સિતારો, સારંગીઓ તથા સર્વ પ્રકારના વાજિંત્રોનો અવાજ સાંભળ્યા ત્યારે લોકોએ, પ્રજાઓએ તથા ભાષાઓએ નબૂખાદનેસ્સારે સ્થાપેલી સોનાની મૂર્તિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.
\p
\s5
\v 8 હવે તે સમયે કેટલાક ખાલદીઓ રાજાની પાસે આવ્યા અને તેઓએ યહૂદીઓ સામે આરોપ મૂક્યો.
\v 9 તેઓએ નબૂખાદનેસ્સાર રાજાને કહ્યું, "હે રાજા, સદા જીવતા રહો."
\v 10 તમે એવો હુકમ ફરમાવ્યો કે, દરેક માણસ કે જે રણશિંગડાં, શરણાઈઓ, વીણાઓ, સિતારો, સારંગીઓ તથા સર્વ પ્રકારના વાજિંત્રોનો અવાજ સાંભળે તેણે સોનાની મૂર્તિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા.
\p
\s5
\v 11 જે કોઈ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને સોનાની મૂર્તિની પૂજા નહિ કરે, તેને બળબળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવશે.
\v 12 હવે કેટલાક યહૂદીઓને જેને આપે બાબિલ પ્રાંતનો વહીવટ સોંપ્યો છે; તેમનાં નામ શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગો છે. હે રાજા, આ માણસોએ આપની વાતો પર ધ્યાન આપ્યું નથી. તેઓ તમારા દેવોની સેવા કરતા નથી કે, તમે સ્થાપેલી સોનાની મૂર્તિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને પૂજા કરતા નથી."
\p
\s5
\v 13 ત્યારે નબૂખાદનેસ્સાર કોપાયમાન થયો. તેણે શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોને પોતાની આગળ લાવવાનો હુકમ કર્યો. માટે તેઓ આ માણસોને રાજાની આગળ લાવ્યા.
\v 14 નબૂખાદનેસ્સારે તેઓને કહ્યું, "હે શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગો, શું તમે મન બનાવ્યું છે કે, તમે મારા દેવોની ઉપાસના અને મેં સ્થાપન કરેલી સોનાની મૂર્તિને સાષ્ટાંગ દંડવત પ્રણામ નહિ કરો?
\p
\s5
\v 15 હવે જો તમે રણશિંગડાં, શરણાઈ, વીણા, સિતાર, સારંગી તથા સર્વ પ્રકારના વાજિંત્રોનો અવાજ સાંભળો ત્યારે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને મારી સ્થાપેલી મૂર્તિની પૂજા કરવા તૈયાર થશો, તો સારી વાત છે. પણ જો તમે પૂજા નહિ કરો તો તમને તેજ ક્ષણે બળબળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવશે. મારા હાથમાંથી તમને છોડાવવાને સમર્થ એવો દેવ કોણ છે?"
\p
\s5
\v 16 શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોએ રાજાને જવાબ આપ્યો, "હે નબૂખાદનેસ્સાર, આ બાબતમાં તમને જવાબ આપવાની અમને કોઈ જરૂર નથી.
\v 17 જો કોઈ જવાબ હોય તો, તે અમારા ઈશ્વર કે જેમની અમે સેવા કરીએ છીએ તે આપશે. તે અમને બળતા અગ્નિની ભઠ્ઠીથી સલામત રાખવાને શક્તિમાન છે, હે રાજા, તે અમને તમારા હાથમાંથી છોડાવશે.
\v 18 પણ જો નહિ છોડાવે, તોપણ, હે રાજા તમે જાણી લો કે, અમે તમારા દેવોની સેવા નહિ કરીએ કે, તમે સ્થાપેલી સોનાની મૂર્તિને સાષ્ટાંગ દંડવત પ્રણામ નહિ કરીએ."
\p
\s5
\v 19 ત્યારે નબૂખાદનેસ્સાર વધારે રોષે ભરાયો; શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગો સામે તેનો ચહેરો બદલાઈ ગયો. તેણે હુકમ કર્યો કે, ભઠ્ઠીને હંમેશાં ગરમ કરવામાં આવે છે તેના કરતાં સાતગણી વધારે ગરમ કરવામાં આવે.
\v 20 પછી તેણે પોતાના સૈન્યના કેટલાક બળવાન માણસોને હુકમ કર્યો કે, શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોને બાંધીને તેઓને બળબળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખી દો.
\p
\s5
\v 21 તેઓએ તેઓને ઝભ્ભા, પાઘડી તથા બીજાં વસ્ત્રો સહિત બાંધીને અગ્નિની ભઠ્ઠીમાં નાખી દીધા.
\v 22 રાજાના હુકમને સખત રીતે અનુસરવામાં આવ્યો હતો. ભઠ્ઠી ઘણી ગરમ હતી. જે માણસો શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોને લાવ્યા હતા તેઓને અગ્નિની જ્વાળાઓની ઝાળ લાગી. તેઓ બળીને મરી ગયા.
\v 23 આ ત્રણ માણસો એટલે શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગો, તેઓ જેવા બંધાયેલા હતા તેવા જ બળબળતી અગ્નિની ભઠ્ઠીમાં પડ્યા.
\p
\s5
\v 24 ત્યારે નબૂખાદનેસ્સાર રાજા આશ્ચર્ય પામીને તરત જ ઊભો થઈ ગયો. તેણે પોતાના સલાહકારોને પૂછ્યું, "શું આપણે ત્રણ માણસોને બાંધીને અગ્નિમાં નાખ્યા નહોતા?" તેઓએ રાજાને જવાબ આપ્યો, "હા રાજા, ચોક્કસ એવું જ છે."
\v 25 પછી તેણે કહ્યું, "પણ હું તો ચાર માણસોને અગ્નિમાં ચારેબાજુ છૂટા ફરતા જોઉં છું અને તેઓને કંઈ ઈજા થયેલી નથી. ચોથાનું સ્વરૂપ તો દેવપુત્ર જેવું દેખાય છે."
\p
\s5
\v 26 પછી નબૂખાદનેસ્સાર સળગતી ભઠ્ઠીના દરવાજા પાસે આવ્યો અને કહ્યું, "શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગો, પરાત્પર ઈશ્વરના સેવકો, બહાર આવો, અહીં આવો! "ત્યારે શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગો અગ્નિમાંથી નીકળીને બહાર આવ્યા.
\v 27 પ્રાંતોના હાકેમો, સૂબાઓ, નાયબસૂબાઓ તથા રાજાના દરબારીઓએ એકત્ર થઈને આ માણસોને જોયા. અગ્નિથી તેઓના શરીર ઉપર ઈજા થઈ ન હતી. તેઓના માથાના વાળ બળ્યા નહોતા, તેઓના ઝભ્ભાઓને ઈજા થઈ ન હતી; તેઓના પરથી અગ્નિની ગંધ પણ આવતી નહોતી.
\p
\s5
\v 28 નબૂખાદનેસ્સારે કહ્યું, "શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોના ઈશ્વરની સ્તુતિ હો! જેમણે પોતાના દૂતને મોકલીને પોતાના સેવકોને છોડાવ્યા છે. જયારે તેઓએ મારી આજ્ઞા નિષ્ફળ કરી ત્યારે તેઓએ તેમના પર ભરોસો રાખ્યો, પોતાના ઈશ્વર સિવાય બીજા કોઈપણ દેવની સેવા કરવા કે તેઓને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાને બદલે તેઓએ પોતાનાં શરીરો અગ્નિને આપ્યાં.
\p
\s5
\v 29 માટે હું એવો હુકમ ફરમાવું છું કે, કોઈપણ લોક, પ્રજા કે વિવિધ ભાષા બોલનારાઓ જો શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોના ઈશ્વરની વિરુદ્ધ કંઈપણ બોલશે, તો તેઓને કાપી નાખવામાં આવશે. તેઓનાં ઘરોને તોડીને ઢગલો કરી નાખવામાં આવશે, કેમ કે, આ રીતે માણસોને છોડાવી શકે એવા બીજા કોઈ ઈશ્વર નથી."
\v 30 પછી રાજાએ શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોને બાબિલ પ્રાંતમાં વધારે ઊંચું સ્થાન આપ્યું.
\s5
\c 4
\p
\v 1 રાજા નબૂખાદનેસ્સારે આ હુકમ પૃથ્વી પર રહેતા સર્વ લોકોમાં, પ્રજાઓમાં તથા વિવિધ ભાષાઓ બોલનારાઓમાં મોકલ્યો: "તમને અધિકાધિક શાંતિ હો.
\v 2 પરાત્પર ઈશ્વરે જે ચિહ્નો તથા ચમત્કારો મારી સાથે કર્યાં તે વિષે તમને કહેવું એ મને સારું લાગ્યું છે.
\q
\v 3 તેમનાં ચિહ્નો કેવાં મહાન છે,
\q તેમના ચમત્કારો કેવા મહાન છે!
\q તેમનું રાજ્ય અનંતકાળનું રાજ્ય છે,
\q તેમનો અધિકાર પેઢી દરપેઢીનો છે."
\p
\s5
\v 4 હું, નબૂખાદનેસ્સાર મારા ઘરમાં સુખશાંતિમાં રહેતો હતો. હું મારા મહેલમાં વૈભવ માણતો હતો.
\v 5 પણ મને સ્વપ્ન આવ્યું તેથી હું ગભરાયો. હું સૂતો હતો ત્યારે જે પ્રતિમાઓ તથા સંદર્શનો મારા મગજમાં હું જોતો હતો તેણે મને ગભરાવી દીધો.
\v 6 તેથી મેં હુકમ કર્યો કે, બાબિલના બધા જ્ઞાની પુરુષોને મારી આગળ લાવો કે, જેથી તેઓ મારા સ્વપ્નનો અર્થ જણાવે.
\p
\s5
\v 7 ત્યારે જાદુગરો, મંત્રવિદ્યા જાણનારા, ખાલદીઓ તથા જ્યોતિષીઓ મારી આગળ આવ્યા. મેં તેઓને સ્વપ્ન કહી સંભળાવ્યું, પણ તેઓ મને તેનો અર્થ જણાવી શક્યા નહિ.
\v 8 પણ આખરે દાનિયેલ જેનું નામ મારા દેવના નામ પરથી બેલ્ટશાસ્સાર પાડ્યું હતું, જેનામાં પવિત્ર દેવોનો આત્મા છે તે મારી આગળ આવ્યો. મેં તેને સ્વપ્નની વાત કહી.
\v 9 "હે બેલ્ટશાસ્સાર, મુખ્ય જાદુગર, હું જાણું છું કે, તારામાં પવિત્ર દેવોનો આત્મા છે, કોઈપણ રહસ્ય સમજાવવું તારા માટે મુશ્કેલ નથી. મારા સ્વપ્નમાં મેં શું જોયું છે અને તેનો અર્થ શો છે તે તું મને કહે.
\p
\s5
\v 10 હું મારી પથારી પર સૂતો હતો ત્યારે મારા મગજમાં મેં આ સંદર્શન જોયાં: મેં જોયું, તો જુઓ પૃથ્વીની મધ્યમાં એક વૃક્ષ હતું, તેની ઊંચાઈ ઘણી મોટી હતી.
\v 11 તે વૃક્ષ વધીને મજબૂત થયું. તેની ટોચ આકાશે પહોંચી અને તે પૃથ્વીને છેડેથી નજરે પડતું હતું.
\v 12 તેનાં પાંદડાં સુંદર હતાં, તેને ઘણાં ફળ હતા, તેથી બધાંને ખોરાક મળતો હતો, જંગલી પશુઓ તેની છાયા નીચે આશ્રય પામતાં, આકાશનાં પક્ષીઓ તેની ડાળીઓમાં વાસો કરતા હતા. બધા જીવોને તેનાથી પોષણ મળતું હતું.
\p
\s5
\v 13 મારા પલંગ પર હું મારા મગજમાં આ સંદર્શન જોતો હતો, ત્યારે એક પવિત્ર દૂત સ્વર્ગમાંથી નીચે ઊતરી આવ્યો.
\v 14 તેણે મોટે અવાજે કહ્યું, 'આ વૃક્ષને કાપી નાખો; તેની ડાળીઓ પણ કાપી નાખો, તેનાં પાંદડાં ખંખેરી નાખો અને તેનાં ફળ તોડી નાખો. તેની છાયામાંથી પશુઓ નાસી જાઓ અને તેની ડાળીઓ ઉપરથી પક્ષીઓ ઊડી જાઓ.
\p
\s5
\v 15 તેના મૂળની જડને પૃથ્વીમાં, લોખંડ તથા સાંકળોથી બાંધીને તેને ખેતરના કુમળા ઘાસ મધ્યે રહેવા દો. તેને આકાશના ઝાકળથી પલળવા દો. તેને ભૂમિ પરના ઘાસમાં પશુઓ મધ્યે રહેવા દો અને પશુઓ સાથે પૃથ્વી પરના ઘાસમાંથી તેને હિસ્સો મળે.
\v 16 તેનું માણસનું હૃદય બદલાઈને, તેને પશુનું હૃદય આપવામાં આવે આમ સાત વર્ષ વીતે.
\p
\s5
\v 17 આ નિર્ણય જાગૃત રહેનારાના હુકમથી છે. તે આજ્ઞા પવિત્ર દૂતોના વચનથી છે. જેથી જીવતા માણસો જાણે કે પરાત્પર ઈશ્વર લોકોના રાજ્ય પર અધિકાર ચલાવે છે, પોતાની મરજી હોય તેને તે આપે છે, નમ્ર માણસોને તેના પર અધિકારી ઠરાવે છે.'
\v 18 મેં, રાજા નબૂખાદનેસ્સારે, આ સ્વપ્ન જોયું હતું. હવે હે બેલ્ટશાસ્સાર, તું મને તેનો અર્થ જણાવ, કેમ કે મારા રાજ્યના જ્ઞાની માણસો મને તેનો અર્થ સમજાવી શકે તેમ નથી. પણ તું તે કરવાને સમર્થ છે, કેમ કે તારામાં પવિત્ર દેવનો આત્મા રહે છે."
\p
\s5
\v 19 ત્યારે દાનિયેલ, જેનું નામ બેલ્ટશાસ્સાર પણ હતું, તે કેટલીક વાર સુધી ઘણો ઉદાસ થઈ ગયો. તેના મનમાં જે વિચારો આવ્યા તેનાથી તે ભયભીત થઈ ગયો. પણ રાજાએ તેને કહ્યું, "બેલ્ટશાસ્સાર, સ્વપ્નથી કે તેના અર્થથી તું ગભરાઈશ નહિ." બેલ્ટશાસ્સારે જવાબ આપ્યો, "મારા સ્વામી, તે સ્વપ્ન તમારા દ્વેષીઓને તથા તેનો અર્થ તમારા દુશ્મનોને લાગુ પડો.
\p
\s5
\v 20 જે વૃક્ષ તમે જોયું, જે વધીને મજબૂત થયું, જેની ટોચ આકાશ સુધી પહોંચતી હતી, જે પૃથ્વીના છેડે દેખાતું નહતું-
\v 21 જેનાં પાંદડાં સુંદર હતાં, જેને ઘણાં ફળ લાગ્યાં હતાં, જેનાથી બધાને ખોરાક પૂરો પડતો હતો, જેની નીચે ખેતરનાં પશુઓ આશ્રય પામતાં હતાં, જેની ડાળીઓમાં આકાશનાં પક્ષીઓ વાસ કરતાં હતાં,
\v 22 હે રાજા, તે વૃક્ષ તમે છો, તમે વધીને ઘણા બળવાન થયા છો. તમારી મહાનતા વધીને આકાશ સુધી પહોંચી છે, તમારી સત્તા પૃથ્વીના છેડા સુધી પહોંચી છે.
\p
\s5
\v 23 હે રાજા, તમે પવિત્ર દૂતને આકાશમાંથી નીચે ઊતરતો જોયો અને કહેતો હતો કે, 'આ વૃક્ષને કાપીને તેનો નાશ કરો, પણ તેના મૂળની જડને લોખંડ તથા પિત્તળથી બાંધીને ખેતરના કુમળા ઘાસમાં રહેવા દો. સાત વર્ષ પસાર થાય ત્યાં સુધી તેને આકાશમાંથી પડતા ઝાકળથી પલળવા દો. તેને ખેતરના જંગલી પશુઓ સાથે રહેવા દો.'
\p
\s5
\v 24 હે રાજા, તેનો અર્થ આ છે: મારા સ્વામી રાજાની પાસે જે આવ્યું છે તે તો પરાત્પર ઈશ્વરનો હુકમ છે.
\v 25 તમને માણસોમાંથી નસાડી મૂકવામાં આવશે, તમે ખેતરનાં જંગલી પશુઓ સાથે રહેશો. તમને બળદની જેમ ઘાસ ખવડાવવામાં આવશે, આકાશમાંથી વરસતા ઝાકળથી તમે પલળશો. પરાત્પર ઈશ્વર મનુષ્યોના સર્વ રાજ્યો ઉપર અધિકાર ચલાવે છે અને જેને ચાહે તેને તે સોંપે છે તે જાણ થતાં સુધી સાત વર્ષ પસાર થશે.
\p
\s5
\v 26 જેમ વૃક્ષના મૂળની જડને જમીનમાં રહેવા દેવાની આજ્ઞા કરી તેમ, તે પરથી આકાશનો અધિકાર ચાલે છે તે આપ જાણશો પછી તમને તમારું રાજ્ય પાછું મળશે.
\v 27 માટે, રાજા, મારી સલાહ તમારી આગળ માન્ય થાઓ. પાપ છોડો અને જે સત્ય છે તે કરો. ગરીબો પર દયા દર્શાવીને તમારા અન્યાયથી પાછા ફરો, જેથી તમારી જાહોજલાલી લાંબા કાળ સુધી ટકે."
\p
\s5
\v 28 આ બધું નબૂખાદનેસ્સાર રાજા સાથે બન્યું.
\v 29 બાર મહિના પછી તે બાબિલના રાજમહેલની અગાશીમાં ફરતો હતો.
\v 30 રાજા બોલ્યો કે, "આ મહાન બાબિલ જે મેં મારા રાજ્યગૃહને માટે તથા મારા ગૌરવ તથા મહિમા વધારવા માટે બાંધ્યું નથી?"
\p
\s5
\v 31 હજી તો રાજા આ કહેતો હતો, ત્યાં તો આકાશમાંથી અવાજ આવ્યો "હે નબૂખાદનેસ્સાર રાજા, તારા માટે આ હુકમ છે કે આ રાજ્ય હવે તારી પાસે રહ્યું નથી.
\v 32 તને માણસોમાંથી નસાડી મૂકવામાં આવશે, તારે ખેતરનાં પશુઓ સાથે રહેવું પડશે. તને બળદની જેમ ઘાસ ખવડાવવામાં આવશે. સાત વર્ષ પસાર થતાં સુધી તું સમજશે કે પરાત્પર ઈશ્વર લોકોના રાજ્ય ઉપર રાજ કરે છે અને જેને ચાહે તેનેે તે આપે છે."
\p
\s5
\v 33 તે જ સમયે આ વચન નબૂખાદનેસ્સારના બાબતમાં ફળીભૂત થયું. તેને લોકોમાંથી હાંકી કાઢવામાં આવ્યો. તેણે બળદની જેમ ઘાસ ખાધું, તેનું શરીર આકાશના ઝાકળથી પલળી ગયું. તેના વાળ ગરુડના પીંછા જેવા લાંબા થઈ ગયા, તેના નખ પક્ષીઓના પંજા જેવા થઈ ગયા.
\p
\s5
\v 34 તે દિવસોને અંતે મેં નબૂખાદનેસ્સારે, મારી આંખો આકાશ તરફ ઊંચી કરી, મારી સમજશકિત મને પાછી આપવામાં આવી.
\q મેં પરાત્પર ઈશ્વરની સ્તુતિ કરી.
\q જે સદાકાળ જીવે છે તેમની સ્તુતિ કરી અને તેમને માન આપ્યું.
\q કેમ કે તેમનું રાજ અનંતકાળનું છે,
\q તેમનું રાજ્ય પેઢી દરપેઢીનું છે.
\q
\s5
\v 35 પૃથ્વીના સર્વ રહેવાસીઓ તેમની આગળ કશી વિસાતમાં નથી.
\q આકાશના સૈન્યમાં તથા પૃથ્વી પરના રહેવાસીઓમાં,
\q તે પોતાની ઇચ્છા પ્રમાણે કરે છે.
\q તેમને કોઈ રોકી શકતું નથી કે કોઈ પડકાર આપી શકતું નથી. તેમને કોઈ કશું કહી શકતું નથી કે, 'તમે આ શા માટે કર્યું?'"
\p
\s5
\v 36 તેજ સમયે મારી બુદ્ધિ મારી પાસે પાછી આવી, મારા રાજ્યના પ્રતાપને કારણે મારું ગૌરવ તથા મારો વૈભવ મારી પાસે પાછાં આવ્યાં. મારા સલાહકારો અને મારા અમીર ઉમરાવોએ મારા પક્ષમાં પોકાર કર્યો. મને મારા સિંહાસન પર પાછો બેસાડવામાં આવ્યો અને મને ઘણું માહાત્મ્ય મળ્યું.
\v 37 હવે હું, નબૂખાદનેસ્સાર, આકાશના રાજાની સ્તુતિ કરું છું, તેમની પ્રશંસા કરું છું, તેમનું સન્માન કરું છું, કેમ કે, તેમના બધાં કાર્યો સાચાં છે, તેમના માર્ગો ન્યાયી છે. જેઓ પોતાના ઘમંડમાં ચાલે છે તેઓને તે નીચા પાડે છે.
\s5
\c 5
\p
\v 1 રાજા બેલ્શાસ્સારે પોતાના એક હજાર અમીર ઉમરાવોને મોટી ઉજાણી આપી. અને તે હજારોની આગળ તેણે દ્રાક્ષારસ પીધો.
\v 2 બેલ્શાસ્સાર દ્રાક્ષારસ ચાખતો હતો ત્યારે, તેણે તેના પિતા નબૂખાદનેસ્સારે યરુશાલેમના સભાસ્થાનમાંથી સોના ચાંદીના જે પાત્રો લૂંટી લાવ્યા હતા તે લાવવાની આજ્ઞા કરી, જેથી તે, તેના અમીરઉમરાવો, તેની પત્નીઓ તથા ઉપપત્નીઓ તે પાત્રોથી દ્રાક્ષારસ પીવે.
\p
\s5
\v 3 યરુશાલેમના ભક્તિસ્થાનમાંથી લાવવામાં આવેલાં સોનાના પાત્રો ચાકરો લાવ્યા. રાજાએ, તેના અમીરઉમરાવોએ, તેની પત્નીઓએ તથા ઉપપત્નીઓએ તેઓમાંથી પીધું.
\v 4 તેઓએ દ્રાક્ષારસ પીને સોનાચાંદીની, કાંસાની, લોખંડની, લાકડાની તથા પથ્થરની બનાવેલી મૂર્તિઓની પૂજા કરી.
\p
\s5
\v 5 તે જ ક્ષણે માણસના હાથની આંગળીઓ દેખાઈ અને દીપવૃક્ષની સામે આવેલી રાજમહેલની દીવાલ પર એક લેખ લખવામાં આવ્યો, હાથનો જે ભાગ લેખ લખતો હતો તે રાજાએ જોયો.
\v 6 ત્યારે રાજાનો ચહેરો બદલાઈ ગયો અને તેના વિચારોથી તે ગભરાઈ ગયો; તેની જાંઘોના સાંધા શિથિલ થઈ ગયા તેનાં ઘૂંટણો એકબીજા સાથે અથડાવા લાગ્યાં.
\p
\s5
\v 7 રાજાએ મોટેથી બૂમ પાડીને કહ્યું, મંત્રવિદ્યા જાણનારાંઓને, ખાલદીઓને તથા જોષીઓને બોલાવી લાવો. રાજાએ બાબિલના જ્ઞાનીઓને કહ્યું, "જે કોઈ આ લખાણ વાંચીને તેનો અર્થ મને જણાવશે, તેને જાંબુડિયા રંગનો ઝભ્ભો તથા ગળામાં સોનાનો હાર પહેરાવવામાં આવશે. તે રાજ્યમાં ત્રીજો અધિકારી થશે."
\p
\s5
\v 8 ત્યારે રાજાના સર્વ જ્ઞાનીઓ અંદર આવ્યા, પણ તેઓ તે લખાણ વાંચી શક્યા નહિ કે તેનો અર્થ પણ રાજાને સમજાવી શક્યા નહિ.
\v 9 તેથી રાજા બેલ્શાસ્સાર ખૂબ ભયભીત થયો અને તેનો ચહેરો ઊતરી ગયો. તેના અમીરઉમરાવો પણ ગૂંચવણમાં પડ્યા.
\p
\s5
\v 10 ત્યારે રાજા તથા તેના અમીરઉમરાવોએ જે કહ્યું તે રાજમાતાએ સાંભળ્યું અને તે ભોજનગૃહમાં આવી. રાજમાતાએ કહ્યું, "હે રાજા, સદા જીવતો રહે! તારા વિચારોથી ગભરાઈશ નહિ. તારો ચહેરો બદલાઈ ન જાઓ.
\p
\s5
\v 11 તારા રાજ્યમાં એક માણસ છે, જેનામાં પવિત્ર ઈશ્વરનો આત્મા છે. તારા પિતાના સમયમાં તેનામાં ઈશ્વરીજ્ઞાન, બુદ્ધિ તથા સમજણ માલૂમ પડ્યાં હતાં. તારા પિતા નબૂખાદનેસ્સાર રાજાએ, હા તારા પિતાએ તેને જાદુગરોનો, મંત્રવિદ્યા જાણનારાઓનો, ખાલદીઓનો તથા જોષીઓનો અધિપતિ ઠરાવ્યો હતો.
\v 12 તે જ દાનિયેલ જેનું નામ રાજાએ બેલ્ટશાસ્સાર પાડ્યું હતું. તેનામાં ઉત્તમ આત્મા, ડહાપણ, સમજશક્તિ તેમ જ સ્વપ્નોનો અર્થ કરવાના, ગૂઢ વાતોનું રહસ્ય બતાવવાના તથા સંદેહ દૂર કરવાના ગુણો માલૂમ પડ્યા. હવે દાનિયેલને બોલાવ, એટલે તે તને જે લખેલું છે તેનો અર્થ કહી બતાવશે."
\p
\s5
\v 13 ત્યારે દાનિયેલને રાજા પાસે લાવવામાં આવ્યો. રાજાએ તેને પૂછ્યું, "યહૂદિયામાંથી મારા પિતા નબૂખાદનેસ્સાર રાજા યહૂદી બંદીવાનોને લાવ્યા હતા, તેઓમાંનો દાનિયેલ તે તું છે?
\v 14 મેં તારા વિષે સાંભળ્યું છે કે, તારામાં ઈશ્વરનો આત્મા છે, તારામાં ઈશ્વરીજ્ઞાન, સમજણ તથા ઉત્તમ ડહાપણ માલૂમ પડ્યાં છે.
\p
\s5
\v 15 આ લખાણ વાંચવા તથા તેનો અર્થ સમજાવવા માટે બુદ્ધિમાન માણસોને તથા મંત્રવિદ્યા જાણનારાઓને મારી પાસે લાવવામાં આવ્યા, પણ તેઓ મને તેનો અર્થ સમજાવી શક્યા નહિ.
\v 16 મેં સાંભળ્યું છે કે, તું અર્થ કહી શકે છે તથા સમસ્યા દૂર કરી શકે છે. હવે જો તું લખેલું વાંચી શકે અને મને તેનો અર્થ બતાવી શકે, તો હું તને જાંબુડિયા રંગનો ઝભ્ભો તથા તારા ગળામાં સોનાનો હાર પહેરાવીશ, તું રાજ્યમાં ત્રીજો અધિકારી થશે."
\p
\s5
\v 17 ત્યારે દાનિયેલે રાજાને જવાબ આપ્યો, "આપની બક્ષિસો આપની પાસે જ રહેવા દો, આપના ઈનામ બીજા કોઈને આપો. તેમ છતાં, હે રાજા, હું આપને આ લખાણ વાંચી સંભળાવીશ તથા તેનો અર્થ કહી બતાવીશ.
\v 18 હે રાજા, પરાત્પર ઈશ્વરે આપના પિતા નબૂખાદનેસ્સાર રાજાને રાજ્યો, મહત્તા, પ્રતાપ તથા ગૌરવ આપ્યાં હતાં.
\v 19 ઈશ્વરે તેમને જે મહત્તા આપી હતી તેનાથી, બધા લોકો, પ્રજાઓ તથા વિવિધ ભાષાઓ બોલનારા તેનાથી બીતા તથા ધ્રૂજતા હતા. તે ચાહતા તેને મારી નાખતા, ચાહતા તેને જીવતા રહેવા દેતા. તે ચાહતા તેને ઊંચે ઉઠાવતા અને તે ચાહતા તેને નીચે પાડતા.
\p
\s5
\v 20 પણ જ્યારે તેમનું હૃદય અભિમાની થયું અને તેમનો આત્મા કઠોર થયો, તે અહંકારી રીતે વર્ત્યા, ત્યારે તેમને રાજ્યાસન પરથી દૂર કરવામાં આવ્યા અને તેમનો મહિમા લઈ લેવામાં આવ્યો.
\v 21 પરાત્પર ઈશ્વરનો અધિકાર લોકોના રાજ્ય ઉપર છે, જેને ચાહે તેની તે નિમણૂક કરે છે, એવું જ્યારે તેમણે જાણ્યું કે તેમને માણસોમાંથી હાંકી કાઢવામાં આવ્યા, ત્યારે તેમનું મન પશુ સમાન થઈ ગયું. તે બળદની જેમ ઘાસ ખાતા હતા, તેમને જંગલી ગધેડા ભેગા રહેવું પડ્યું અને તેમનું શરીર ખુલ્લા આકાશ નીચે ઝાકળથી પલળતું હતું.
\p
\s5
\v 22 હે બેલ્શાસ્સાર તેમના પુત્ર આ બધું જાણ્યા છતાં આપ નમ્ર થયા નથી.
\v 23 પણ તમે આકાશના ઈશ્વરની સામે ગર્વ કર્યો છે. તેમના ભક્તિસ્થાનમાંથી પાત્રો લાવીને તમે, તમારા અમીરઉમરાવોએ, તમારી પત્નીઓએ અને ઉપપત્નીઓએ તેમાંથી દ્રાક્ષારસ પીધો છે. તમે સોના, ચાંદી, લોખંડ, લાકડા તથા પથ્થરની મૂર્તિઓ કે જે મૂર્તિઓ જોતી નથી, સાંભળતી નથી કે જાણતી નથી તેઓની પૂજા કરી છે. જે ઈશ્વરના હાથમાં આપનો શ્વાસોચ્છવાસ છે જે તમારા સઘળા માર્ગો જાણે છે, તે ઈશ્વરને તમે માન આપ્યું નથી.
\v 24 તેથી તેમની પાસેથી આ હાથને મોકલવામાં આવ્યો અને આ લખાણ લખાવામાં આવ્યું.
\p
\s5
\v 25 તે લખાણ આ છે: 'મેને, મેને, તકેલ, ઉફાર્સીન.'
\v 26 તેનો અર્થ આ છે: 'મેને' એટલે ઈશ્વરે આપના રાજ્યની ગણના કરી છે અને તેનો અંત લાવ્યા છે.
\v 27 'તકેલ' એટલે તમને ત્રાજવામાં તોળવામાં આવ્યા છે, તમે ઓછા મૂલ્યના માલૂમ પડ્યા છો.
\v 28 'ઉફાર્સીન' એટલે તમારા રાજ્યના વિભાગ પાડવામાં આવ્યા છે અને માદીઓને તથા ઇરાનીઓને આપવામાં આવ્યા છે."
\p
\s5
\v 29 ત્યારે બેલ્શાસ્સારે આજ્ઞા અનુસાર દાનિયેલને જાંબુડિયા રંગના વસ્ત્રો અને ગળામાં સોનાનો હાર પહેરાવવામાં આવ્યો. રાજાએ તેના વિષે ઢંઢેરો પિટાવ્યો કે, દાનિયેલને રાજ્યમાં ત્રીજો મુખ્ય અધિકારી ગણવો.
\v 30 તે જ રાત્રે બાબિલનો રાજા બેલ્શાસ્સાર માર્યો ગયો.
\v 31 તેનું રાજ્ય માદી રાજા દાર્યાવેશ કે જેની ઉંમર આશરે બાસઠ વર્ષ હતી તેના હાથમાં આવ્યું.
\s5
\c 6
\p
\v 1 રાજા દાર્યાવેશને રાજ્ય પર એકસો વીસ સૂબાઓ નીમવાનું ઠીક લાગ્યું કે જેઓ જુદે જુદે સ્થળે રહે અને આખા રાજ્ય પર રાજ કરે.
\v 2 તેઓના પર દાર્યાવેશે ત્રણ વહીવટદાર નીમ્યા. તેઓમાંનો એક દાનિયેલ હતો. કે જેથી પેલા અધિક્ષકો તેને જવાબદાર રહે અને રાજાને કંઈ નુકસાન થાય નહિ.
\v 3 દાનિયેલ બીજા વહીવટદારો તથા પ્રાંતના સૂબાઓ કરતાં વધારે નામાંકિત થયો કેમ કે તેનામાં અદ્ભુત આત્મા હતો. રાજા તેને આખા રાજ્ય પર નીમવાનો વિચાર કરતો હતો.
\p
\s5
\v 4 ત્યારે મુખ્ય વહીવટદારો તથા સૂબાઓ રાજ્ય માટે કરેલા કામમાં દાનિયેલની ભૂલ શોધવા લાગ્યા, પણ તેઓને તેના કાર્યમાં કોઈ ભ્રષ્ટાચાર કે નિષ્ફળતા મળી આવી નહિ, કેમ કે તે વિશ્વાસુ હતો. કોઈ ભૂલ કે બેદરકારી તેનામાં માલૂમ પડી નહિ.
\v 5 ત્યારે આ માણસોએ કહ્યું, "જ્યાં સુધી આપણે તેના ઈશ્વરના નિયમની બાબતમાં તેની વિરુદ્ધ કંઈ નિમિત્ત શોધીએ, ત્યાં સુધી આ દાનિયેલ વિરુદ્ધ આપણને કંઈ નિમિત્ત મળવાનું નથી."
\p
\s5
\v 6 પછી આ વહીવટદારો તથા સૂબાઓ રાજા પાસે યોજના લઈને આવ્યા. તેઓએ રાજાને કહ્યું, " હે રાજા દાર્યાવેશ, સદા જીવતા રહો!
\v 7 રાજ્યના બધા વહીવટદારો, સૂબાઓ, નાયબસૂબાઓ, અમલદારો તથા સલાહકારોએ ભેગા મળીને ચર્ચા કરીને નિર્ણય કર્યો છે કે, આપે એવો હુકમ બહાર પાડવો જોઈએ કે, જે કોઈ આવતા ત્રીસ દિવસ સુધી આપના સિવાય બીજા કોઈ પણ દેવ કે, માણસની આગળ અરજ કરે, તેને સિંહોના બિલમાં નાખવામાં આવશે.
\p
\s5
\v 8 હવે, હે રાજા, એવો મનાઈ હુકમ કરો અને તેના સહીસિક્કા કરો જેથી તે બદલાય નહિ, માદીઓના તથા ઇરાનીઓના લોકોના કાયદાઓ રદ કરી શકાતા નથી."
\v 9 તેથી રાજા દાર્યાવેશે મનાઈ હુકમ ઉપર સહી કરી.
\p
\s5
\v 10 જ્યારે દાનિયેલને જાણ થઈ કે હુકમ ઉપર સહી કરવામાં આવી છે, ત્યારે તે ઘરે આવ્યો તેના ઉપલા માળના ઓરડાની બારીઓ યરુશાલેમની તરફ ખુલ્લી રહેતી હતી. તે અગાઉ કરતો હતો તે પ્રમાણે દિવસમાં ત્રણ વાર ઘૂંટણિયે પડીને પ્રાર્થના કરીને અને પોતાના ઈશ્વરનો આભાર માન્યો.
\v 11 ત્યારે આ માણસો જેઓએ ષડ્યંત્ર રચ્યું હતું તેઓએ દાનિયેલને પોતાના ઈશ્વરની પ્રાર્થના કરતો અને તેમની સહાય માટે યાચના કરતો જોયો.
\p
\s5
\v 12 તેથી તેઓએ રાજા પાસે જઈને તેના હુકમ વિષે કહ્યું, "હે રાજા, શું તમે એવો હુકમ ફરમાવ્યો ન હતો કે જે કોઈ ત્રીસ દિવસ સુધી આપના સિવાય બીજા કોઈપણ દેવ કે, માણસને અરજ કરશે તેને સિંહોના બિલમાં નાખવામાં આવશે?" રાજાએ જવાબ આપ્યો, "આ વાત સાચી છે, માદીઓ તથા ઇરાનીઓનો કાયદા પ્રમાણે તે છે; જે કદી રદ થતા નથી."
\p
\s5
\v 13 તેઓએ રાજાને જવાબ આપ્યો, "યહૂદિયાના કેદીઓમાંનો એક દાનિયેલ, હે રાજા તમારી વાતો પર કે તમે સહી કરેલા હુકમ પર ધ્યાન આપતો નથી. તે દિવસમાં ત્રણ વખત પોતાના ઈશ્વરને પ્રાર્થના કરે છે."
\v 14 જ્યારે રાજાએ આ સાંભળ્યું, ત્યારે તેને ભયાનક દુ:ખ થયું, દાનિયેલને બચાવવાનો રસ્તો શોધવાનો મનમાં વિચાર કરવા લાગ્યો. સૂર્યાસ્ત થતાં સુધી દાનિયેલને બચાવવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો.
\p
\s5
\v 15 આ માણસો જેઓએ એકત્ર થઈને રાજા સાથે ષડ્યંત્ર રચ્યું હતું તેઓએ આવીને તેને કહ્યું, "હે રાજા, આપે જાણવું જોઈએ કે, મિદીયા અને ઇરાનીઓના કાયદા એવા છે કે, રાજાએ કરેલો કોઈ હુકમ કે, કાયદો બદલી શકાતો નથી."
\p
\s5
\v 16 ત્યારે રાજાએ હુકમ કર્યો, તેઓએ દાનિયેલને લાવીને તેને સિંહોના બિલમાં નાખ્યો. રાજાએ દાનિયેલને કહ્યું, "જે ઈશ્વરની તું સતત ઉપાસના કરે છે તે તને બચાવો."
\p
\s5
\v 17 એક મોટો પથ્થર લાવીને બિલના પ્રવેશદ્વાર પર મૂકવામાં આવ્યો, રાજાએ તેના ઉપર પોતાની તથા પોતાના અમીરોની મુદ્રા વડે સિક્કો માર્યો, જેથી દાનિયેલની બાબતમાં કંઈ પણ ફેરફાર થાય નહિ.
\v 18 પછી રાજા પોતાના મહેલમાં ગયો અને આખી રાત તેણે કંઈ ખાધું નહિ. તેમ વાજિંત્રો પણ તેની આગળ લાવવામાં કે વગાડવામાં આવ્યાં નહિ, તેની ઊંઘ ઊડી ગઈ.
\p
\s5
\v 19 પછી રાજા બીજા દિવસે વહેલી સવારે ઊઠીને સિંહોના બિલ આગળ ગયો.
\v 20 જ્યારે તે બિલ આગળ પહોંચ્યો ત્યારે વેદનાભર્યા અવાજે તેણે દાનિયેલને હાંક મારી. તેણે દાનિયેલને કહ્યું, "હે દાનિયેલ, જીવતા ઈશ્વરના સેવક, જેમની તું સતત સેવા કરે છે, તે તારા ઈશ્વર તને સિંહોથી બચાવી શક્યા છે?"
\p
\s5
\v 21 ત્યારે દાનિયેલે રાજાને જવાબ આપ્યો, "હે રાજા, સદા જીવતા રહો.
\v 22 મારા ઈશ્વરે પોતાના દૂતને મોકલીને સિંહોનાં મોં બંધ કરી દીધાં એટલે તેઓ મને કશી ઈજા નથી કરી શક્યા. કેમ કે, હું તેઓની નજરમાં તથા તમારી આગળ પણ નિર્દોષ માલૂમ પડ્યો છું. અને હે રાજા, મેં આપનો પણ કોઈ ગુનો કર્યો નથી."
\p
\s5
\v 23 ત્યારે રાજાને ઘણો આનંદ થયો. તેણે હુકમ કર્યો કે, દાનિયેલને બિલમાંથી બહાર કાઢવામાં આવે. તેથી દાનિયેલને બહાર કાઢવામાં આવ્યો. તેના શરીર ઉપર કોઈપણ ઈજા જોવા મળી નહિ, કેમ કે તેણે પોતાના ઈશ્વરમાં વિશ્વાસ રાખ્યો હતો.
\p
\s5
\v 24 પછી જે માણસોએ દાનિયેલ પર તહોમત મૂક્યાં હતા તેઓને રાજાના હુકમથી પકડી લાવીને તેઓને, તેઓનાં સંતાનોને અને તેઓની પત્નીઓને સિંહોના બિલમાં નાખવામાં આવ્યા. તેઓ બિલમાં નીચે પહોંચે તે પહેલાં જ સિંહોએ તેમના પર તરાપ મારીને તેઓનાં હાડકાંના ચૂરેચૂરા કરી નાખ્યા.
\v 25 પછી રાજા દાર્યાવેશે આખી પૃથ્વી પર રહેતા લોકોને, પ્રજાઓને તથા વિવિધ ભાષા બોલનારાઓને પત્ર લખ્યો કે,
\q "તમને અધિકાધિક શાંતિ થાઓ.
\p
\s5
\v 26 હું હુકમ કરું છું કે, મારા આખા રાજ્યના લોકોએ દાનિયેલના ઈશ્વરની આગળ કાંપવું તથા બીવું.
\q કેમ કે તે જીવતા તથા સદાકાળ જીવંત ઈશ્વર છે.
\q તેમના રાજ્યનો નાશ થશે નહિ;
\q તેમની સત્તાનો અંત આવતો નથી.
\q
\v 27 તે આપણને સંભાળે છે અને મુક્ત કરે છે,
\q તે આકાશમાં અને પૃથ્વી પર,
\q ચિહ્નો તથા ચમત્કારો કરે છે;
\q તેમણે દાનિયેલને સિંહોના પંજામાંથી ઉગાર્યો છે."
\p
\s5
\v 28 આમ, દાર્યાવેશના રાજ્યકાળ દરમ્યાન તથા ઇરાની કોરેશના રાજ્યકાળ દરમ્યાન દાનિયેલે આબાદાની ભોગવી.
\s5
\c 7
\p
\v 1 બાબિલના રાજા બેલ્શાસ્સારના પ્રથમ વર્ષે દાનિયેલ પોતાના પલંગ પર સૂતેલો હતો ત્યારે તેને સ્વપ્ન આવ્યું અને તેના મગજમાં સંદર્શનો થયાં. પછી સ્વપ્નમાં તેણે જે જોયું હતું તે લખી નાખ્યું. તેણે ઘણી અગત્યની ઘટનાઓ લખી:
\v 2 દાનિયેલે કહ્યું કે, "રાત્રે મને થયેલાં સંદર્શનોમાં મેં જોયું તો, જુઓ, આકાશના ચાર પવનો મોટા સમુદ્રને હલાવી રહ્યા હતા.
\v 3 એકબીજાથી જુદાં એવા ચાર મોટાં પ્રાણીઓ સમુદ્રમાંથી બહાર નીકળ્યાં.
\p
\s5
\v 4 પહેલું સિંહના જેવું હતું પણ તેને ગરુડના જેવી પાંખો હતી. હું જોતો હતો એટલામાં, તેની પાંખો ખેંચી લેવામાં આવી અને તેને જમીન પરથી ઊંચકવામાં આવ્યું. તેને બે પગ પર માણસની જેમ ઊભું રાખવામાં આવ્યું. તેને મનુષ્યનું હૃદય આપવામાં આવ્યું.
\v 5 વળી જુઓ બીજું એક પશુ રીંછ જેવું હતું, તે પંજો ઉપાડીને ઊભું હતું. તેના મુખમાં તેના દાંતોની વચ્ચે ત્રણ પાંસળીઓ હતી. તેને કહેવામાં આવ્યું, 'ઊભું થા અને ઘણા લોકોનો ભક્ષ કર.'
\p
\s5
\v 6 આ પછી મેં ફરીથી જોયું. ત્યાં બીજું એક પશુ હતું, ચિત્તાના જેવું દેખાયું. તેની પીઠ પર પક્ષીના જેવી ચાર પાંખો હતી, તેને ચાર માથાં હતાં. તેને રાજ્યાધિકાર આપવામાં આવ્યો હતો.
\v 7 આ પછી રાત્રે મેં મારા સ્વપ્નમાં ચોથું પશુ જોયું. તે ભયાનક, ડરામણું અને ઘણું બળવાન હતું. તેને મોટા લોખંડના દાંત હતા; તે ભક્ષ કરતું, ભાંગીને ટુકડેટુકડા કરતું હતું અને બાકી રહેલાઓને પોતાના પગ નીચે કચડી નાખતું હતું. તે બીજા પશુઓ કરતાં અલગ હતું અને તેને દસ શિંગડાં હતાં.
\p
\s5
\v 8 જ્યારે હું એ શિંગડાં વિષે વિચાર કરતો હતો તેવામાં, મેં જોયું તો, જુઓ તેઓની મધ્યે બીજું નાનું શિંગડું ફૂટી નીકળ્યું. અગાઉના ત્રણ શિંગડાં મૂળમાંથી ઊખડી ગયાં. આ શિંગડામાં મેં માણસની આંખો જેવી આંખો અને મોટી બાબતો વિષે બડાઈ કરતું મુખ જોયું.
\p
\s5
\v 9 હું જોતો હતો ત્યારે,
\q સિંહાસનો ગોઠવવામાં આવ્યાં,
\q એક ખૂબ વૃદ્ધ માણસ તેના પર બેઠો હતો,
\q તેનાં વસ્ત્રો હિમ જેવાં સફેદ હતાં,
\q તેના માથાના વાળ શુદ્ધ ઊન જેવા હતાં.
\q તેનું સિંહાસન અગ્નિની જ્વાળારૂપ હતું,
\q તેનાં પૈડાં સળગતા અગ્નિનાં હતાં.
\p
\s5
\v 10 તેમની આગળથી ધગધગતા અગ્નિનો ધોધ નીકળીને વહેતો હતો.
\q હજારોહજાર લોકો તેમની સેવા કરતા હતા
\q લાખો લોકો તેમની આગળ ઊભા હતા.
\q ન્યાયસભા ભરાઈ હતી, પુસ્તકો ખોલવામાં આવ્યાં હતાં.
\p
\s5
\v 11 પેલું શિંગડું બડાઈની વાતો કરતું હતું તે હું જોતો હતો, એટલામાં તે પશુને મારી નાખવામાં આવ્યું. તેનું શરીર નાશ પામ્યું, તેને બાળી નાખવામાં આવ્યું ત્યાં સુધી મેં જોયું.
\v 12 બાકીનાં ચાર પશુઓનો રાજ્યાધિકાર છીનવી લેવામાં આવ્યો, પણ તેઓને લાંબા સમય સુધી જીવતાં રહેવા દેવામાં આવ્યાં.
\p
\s5
\v 13 તે રાત્રે મારા સંદર્શનમાં,
\q મનુષ્યપુત્ર જેવા એક પુરુષને આકાશના વાદળો સાથે ઊતરતો મેં જોયો.
\q તે વયોવૃદ્ધ પુરુષની પાસે આવ્યો,
\q તેમની સમક્ષ હાજર થયો.
\q
\v 14 તેને સત્તા, મહિમા તથા રાજ્યાધિકાર આપવામાં આવ્યો,
\q જેથી બધા લોકો, પ્રજાઓ તથા વિવિધ ભાષા બોલનારાઓ તેને તાબે થાય.
\q તેની સત્તા સનાતન છે તે કદી લોપ થશે નહિ,
\q તેનું રાજ્ય જે કદી નાશ નહિ પામે.
\p
\s5
\v 15 હું દાનિયેલ, મારા આત્મામાં દુઃખી થયો, મારા મગજમાં મેં સંદર્શનો જોયાં તેનાથી હું ભયભીત થયો.
\v 16 ત્યાં ઊભા રહ્યા હતા તેઓમાંના એકની પાસે જઈને મેં તેને કહ્યું કે, આ બાબતનો અર્થ શો છે તે મને બતાવ.
\p
\s5
\v 17 'આ ચાર મોટા પશુઓ ચાર રાજાઓ છે, તેઓ પૃથ્વી પર ઊભા થશે.
\v 18 પણ પરાત્પરના સંતો રાજ્ય મેળવશે અને તેઓ સદા સર્વકાળ સુધી રાજ કરશે.'
\p
\s5
\v 19 પછી મેં ચોથા પશુનું રહસ્ય જાણવાની ઇચ્છા પ્રગટ કરી, તે બીજા બધા કરતાં જુદું હતું, તેના લોખંડના દાંત અને પિત્તળના નખ ઘણા ભયંકર હતા; તે લોકોને ભક્ષ કરતું, ભાંગીને ટુકડા કરતું, બાકી રહેલાને તેના પગ તળે કચડી નાખતું હતું.
\v 20 વળી તેના માથા પરનાં દસ શિંગડાં તથા બીજા શિંગડાં આગળ પેલા ત્રણ શિંગડાં પડી ગયાં તેના વિષે જાણવાની મને ઇચ્છા હતી. જે શિંગડાને આંખો તથા બડાશ મારતું મુખ હતું, જે બીજા શિંગડાં કરતાં મોટું દેખાતું હતું, તેને વિષે પણ જાણવાની ઇચ્છા દર્શાવી.
\p
\s5
\v 21 હું જોતો હતો, ત્યાં તો તે શિંગડું પવિત્ર લોકોની વિરુદ્ધ યુદ્ધ કરવા લાગ્યું, તેઓને પરાજિત કરતું હતું.
\v 22 પેલો વયોવૃદ્ધ આવ્યો, પરાત્પરના સંતોને ન્યાય આપવામાં આપ્યો. પછી સમય આવ્યો કે સંતોને રાજ્ય પ્રાપ્ત થયું.
\p
\s5
\v 23 તે વ્યક્તિએ ચોથા પશુ માટે આ પ્રમાણે કહ્યું, ' કે,
\q તે પૃથ્વી પર ચોથું રાજ્ય છે
\q તે બીજાં બધાં રાજ્યો કરતાં જુદું હશે.
\q તે આખી પૃથ્વીને ભક્ષ કરી જશે,
\q તેને કચડી નાખશે
\q ભાંગીને ટુકડે ટુકડા કરી નાખશે.
\q
\v 24 તે દસ શિંગડાં એટલે
\q આ રાજ્યમાંથી દસ રાજાઓ ઊભા થશે,
\q તેમના પછી બીજો રાજા ઊભો થશે. તે અગાઉનાં કરતાં અલગ હશે, તે ત્રણ રાજાઓને જીતશે.
\p
\s5
\v 25 તે પરાત્પરની વિરુદ્ધ બોલશે.
\q પરાત્પર ઈશ્વરના પવિત્રો પર જુલમ કરશે,
\q ધાર્મિક ઉત્સવોમાં તથા નિયમોમાં ફેરફાર કરવાનો પ્રયત્ન કરશે.
\q એક વર્ષ માટે, બે વર્ષ માટે તથા અડધા વર્ષ માટે
\q આ બાબત તેના હાથમાં સોંપી દેવામાં આવશે.
\q
\v 26 પણ ન્યાયસભા ભરાશે,
\q તેઓ તેનું રાજ્ય છીનવી લેશે
\q અને અંતે તેનો સંપૂર્ણ નાશ થશે.
\q
\s5
\v 27 રાજ્ય તથા સત્તા,
\q આખા આકાશ નીચેના રાજ્યોનું માહાત્મ્ય,
\q લોકોને સોંપવામાં આવશે
\q જે પરાત્પરના પવિત્રોનું થશે.
\q તેમનું રાજ્ય સદાકાળનું રાજ્ય છે,
\q બીજા બધાં રાજ્યો તેમને તાબે થશે અને તેમની આજ્ઞામાં રહેશે.'
\p
\v 28 અહીં આ બાબતનો અંત છે. હું, દાનિયેલ, મારા વિચારોથી ઘણો ભયભીત થયો અને મારા ચહેરાનો દેખાવ બદલાઈ ગયો. પણ આ વાત મેં મારા હૃદયમાં રાખી."
\s5
\c 8
\p
\v 1 બેલ્શાસ્સાર રાજાના રાજ્યના ત્રીજા વર્ષે મેં, દાનિયેલે અગાઉ જે સંદર્શન જોયું હતું તેના જેવું બીજું સંદર્શન જોયું.
\v 2 સંદર્શનમાં મેં જોયું, કે હું એલામ પ્રાંતના કિલ્લા સુસાના નગરમાં હતો. સંદર્શનમાં મારા જોવામાં આવ્યું કે હું ઉલાઈ નદીને કિનારે ઊભો હતો.
\p
\s5
\v 3 મેં મારી નજર ઉપર કરીને જોયું તો મારી આગળ બે શિંગડાંવાળો બકરો નદી આગળ ઊભેલો હતો. તેનું એક શિંગડું બીજા કરતાં લાંબું હતું, પણ લાંબું શિંગડું ધીમેથી વૃદ્ધિ પામતું હતું અને તે પાછળથી લાંબું થયું.
\v 4 મેં તે બકરાને પશ્ચિમ તરફ, ઉત્તર તરફ અને દક્ષિણ તરફ શિંગડાં મારતો જોયો; તેની આગળ બીજું કોઈ પશુ ઊભું રહી શકતું નહોતું. તેની પાસેથી કોઈ પોતાને છોડાવી શકે એમ નહોતું. તે પોતાની મરજી પ્રમાણે કરતો હતો અને ઘમંડ કરતો હતો.
\p
\s5
\v 5 આ વિષે હું વિચારતો હતો, તો મેં જોયું કે પશ્ચિમ તરફથી એક બકરો અતિશય વેગથી પૃથ્વી પર આક્રમણ કરતો ઘસી આવ્યો, તેના પગ જમીનને અડકતા પણ નહોતા. તે બકરાની આંખો વચ્ચે એક મોટું શિંગડું હતું.
\v 6 જે શિંગડાવાળા બકરાને મેં નદીકાંઠે ઊભેલો જોયો હતો, તેની પાસે તે આવ્યો-તે બકરો પેલા બકરા તરફ પૂરા જોસથી ઘસી ગયો.
\p
\s5
\v 7 મેં બકરાને તેની નજીક આવતો જોયો. તે બકરો પર ક્રોધે ભરાયો હતો, તેણે પેલા બકરા ઉપર હુમલો કર્યો અને તેના બન્ને શિંગડાં ભાંગી નાખ્યાં. એ બકરો તેની આગળ ઊભો રહેવાને અશક્ત હતો. આવેલા બકરાએ તેને નીચે પછાડી દીધો અને તેને કચડી નાખ્યો. કેમ કે તેની શક્તિથી તેને બચાવનાર કોઈ જ ન હતું.
\v 8 ત્યારે તે બકરાએ ઘણું મહત્વ ધારણ કર્યું. પણ જ્યારે તે બળવાન થયો ત્યારે તેનું મોટું શિંગડું ભાંગી ગયું, તેની જગ્યાએ આકાશના ચાર પવન તરફ ચાર મોટા શિંગડાં ફૂટી નીકળ્યાં.
\p
\s5
\v 9 તેઓમાંથી એક નાનું શિગડું ફૂટી આવ્યું, પણ દક્ષિણ તરફ, પૂર્વ તરફ તથા રળિયામણા દેશ ઇઝરાયલ તરફ તે લંબાઈને ઘણું મોટું થયું.
\v 10 તે વધીને આકાશના સૈન્ય સુધી પહોંચ્યું. સૈન્યોમાંના અને તારાઓમાંના કેટલાકને તેણે પૃથ્વી પર ફેંક્યા અને તેમને પગ નીચે કચડી નાખ્યા.
\p
\s5
\v 11 તે વધીને ઈશ્વરીય સૈન્યના સરદાર જેટલું મોટું થયું. તેણે તેની પાસેથી દરરોજનું દહનાર્પણ લઈ લીધું અને તેના પવિત્રસ્થાનને ભ્રષ્ટ કર્યું.
\v 12 બંડને કારણે સૈન્ય તથા દહનાર્પણ તેને આપી દેવામાં આવ્યું. સત્યને જમીન પર ફેંકી દીધું, પોતાની ઇચ્છા પ્રમાણે વર્ત્યું અને સફળ થયું.
\p
\s5
\v 13 ત્યારે મેં એક પવિત્રને બોલતો સાંભળ્યો અને બીજા પવિત્રે તેને જવાબ આપ્યો, "દહનાર્પણનો અને વિનાશ કરનાર પાપ પવિત્રસ્થાનને તેમ જ આકાશના સૈન્યને તેના પગ નીચે કચડી નાખવા વિષેના સંદર્શનનો કેટલો સમય છે?"
\v 14 તેણે મને કહ્યું, "બે હજાર ત્રણસો રાત્રિદિવસ સુધી, ત્યાર પછી પવિત્રસ્થાનને તે પોતાના યોગ્ય સ્થાને મૂકશે."
\p
\s5
\v 15 જ્યારે, મેં દાનિયેલે આ સંદર્શન જોયું, ત્યારે મેં તેને સમજવાનો પ્રયત્ન કર્યો. એક માણસ જેવી આકૃતિ મારી સામે ઊભી હતી.
\v 16 મેં ઉલાઈ નદીના કિનારા વચ્ચેથી મનુષ્યનો અવાજ સાંભળ્યો. તેણે કહ્યું, "ગાબ્રિયેલ, આ માણસને સંદર્શન સમજવામાં મદદ કર."
\v 17 તેથી તે જ્યાં હું ઊભો હતો ત્યાં મારી પાસે આવ્યો. તે પાસે આવ્યો; ત્યારે હું ડરીને નીચે જમીન પર પડી ગયો. તેણે મને કહ્યું, "હે મનુષ્યપુત્ર, સમજ, આ સંદર્શન અંતના સમયનું છે."
\p
\s5
\v 18 તે જ્યારે બોલતો હતો ત્યારે હું જમીન પર ઊંધો પડીને ભરનિદ્રામાં પડ્યો. ત્યારે તેણે મને સ્પર્શ કરીને ઊભો કર્યો.
\v 19 તેણે કહ્યું, "જો, હું તને જણાવું છું કે, કોપને અંતે શું થવાનું છે, કેમ કે આ સંદર્શન ઠરાવેલા અંતના સમય વિષે છે.
\p
\s5
\v 20 જે બે શિંગડાવાળો બકરો તે જોયો, તેઓ માદી દેશના અને ઇરાનના રાજાઓ છે.
\v 21 પેલો નર બકરો ગ્રીસનો રાજા છે. તેની આંખો વચ્ચેનું મોટું શિંગડું તે તો પહેલો રાજા છે.
\p
\s5
\v 22 જે શિંગડું ભાંગી ગયું તેની જગ્યાએ બીજાં ચાર શિંગડાં ઊગ્યાં તે એ છે કે તે પ્રજામાંથી ચાર રાજ્યો ઊભાં થશે, પણ પોતાના બળથી નહિ.
\v 23 તેઓના રાજ્યના અંતે, જ્યારે તેઓનાં ઉલ્લંઘનો તેની મર્યાદા સુધી પહોંચશે ત્યારે એક વિકરાળ ચહેરાવાળો તથા બુદ્ધિશાળી રાજા ઊભો થશે.
\p
\s5
\v 24 તે મહા બળવાન થશે પણ પોતાના બળથી નહિ. તે વ્યાપક રીતે વિનાશ કરશે, તે જે પણ કરશે, તેમાં તે સફળ થશે. તે શક્તિશાળી તથા પવિત્ર લોકોનો નાશ કરશે.
\v 25 તે પોતાની હોશિયારીથી પોતાના પ્રપંચમાં વિજયી થશે. તે રાજાઓના રાજા વિરુદ્ધ ઊભો થશે, તે તેઓને તોડી નાખશે પણ માનવ બળથી નહિ.
\p
\s5
\v 26 સવાર અને સાંજ વિષે જે સંદર્શન કહેવામાં આવ્યું છે તે સાચું છે. પણ તે સંદર્શનને ગુપ્ત રાખ, કેમ કે તે ભવિષ્યના ઘણા દિવસો વિષે છે."
\p
\s5
\v 27 પછી હું દાનિયેલ, આ સાંભળીને મૂર્છિત થયો અને ઘણા દિવસો સુધી બીમાર રહ્યો. ત્યારબાદ હું સાજો થયો અને રાજાનું કામકાજ કરવા લાગ્યો. પણ તે સંદર્શનથી હું વ્યાકુળ હતો પરંતુ કોઈને તેની સમજ પડી નહિ.
\s5
\c 9
\p
\v 1 માદીઓના વંશનો અહાશ્વેરોશનો દીકરો દાર્યાવેશ હતો. એ અહાશ્વેરોશ બાબિલીઓના વિસ્તારનો રાજા હતો.
\v 2 તેની કારકિર્દીના પ્રથમ વર્ષમાં હું દાનિયેલ, 'યહોવાહની જે વાણી યર્મિયા પ્રબોધકની પાસે આવી હતી' તે પુસ્તકોનો અભ્યાસ કરતો હતો. તેમાંથી હું યરુશાલેમની પાયમાલીના અંતનાં સિતેર વર્ષો વિષેની ગણતરી પવિત્રશાસ્ત્ર પરથી સમજ્યો.
\p
\s5
\v 3 પછી મેં ઉપવાસ કરીને, ટાટ પહેરીને, રાખના ઢગલા પર બેસીને, પ્રાર્થના તથા વિનંતીઓ કરીને તેમને શોધવાને મારું મુખ પ્રભુ ઈશ્વર તરફ ફેરવ્યું.
\v 4 મેં યહોવાહ મારા ઈશ્વરને પ્રાર્થના કરીને તથા પાપોને કબૂલ કરીને કહ્યું, "હે પ્રભુ, જેઓ તમારા કરારને વળગી રહે છે, તમારા ઉપર પ્રેમ રાખે છે અને તમારી આજ્ઞાઓનું પાલન કરે છે તેઓના પર દયા રાખનાર મહાન તથા ભયાવહ ઈશ્વર છો.
\p
\s5
\v 5 અમે પાપ કર્યું છે અને જે ખોટું છે તે કર્યું છે. તમારી આજ્ઞાઓ તથા તમારા હુકમોથી ફરીને દુષ્ટતા કરી છે અને બળવો કર્યો છે.
\v 6 અમારા રાજાઓને, અમારા આગેવાનોને, અમારા પૂર્વજોને તથા દેશના બધા લોકોને તમારા નામે ઉપદેશ આપનાર તમારા સેવકો પ્રબોધકોની વાત અમે સાંભળી નથી.
\p
\s5
\v 7 હે પ્રભુ, ન્યાયીપણું તમારું છે. પણ આજની મુખ પરની શરમ તો અમારી છે-યહૂદિયાના માણસોની, યરુશાલેમના રહેવાસીઓની, સર્વ ઇઝરાયલીઓની તથા તમારી વિરુદ્ધ કરેલા અપરાધને કારણે એટલે પાસેના દૂરના દેશોમાં રહેતા સર્વ દેશોમાં જ્યાં તમે તેઓને નસાડી મૂક્યા છે તેઓની છે.
\v 8 હે યહોવાહ, અમારા મુખની શરમ અમારી, અમારા રાજાઓની, આગેવાનોની અને અમારા પૂર્વજોની છે. કેમ કે, અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.
\p
\s5
\v 9 દયા તથા ક્ષમા પ્રભુ અમારા ઈશ્વરની છે, કેમ કે અમે તમારી સામે બળવો કર્યો છે.
\v 10 યહોવાહ અમારા ઈશ્વરની વાણી અમે માની નથી તેમના જે નિયમો તેમણે પોતાના સેવક પ્રબોધકો દ્વારા અમને આપ્યા હતા તે પ્રમાણે અમે ચાલ્યા નથી.
\v 11 સર્વ ઇઝરાયલે ફરી જઈને તમારી વાણી માની નથી અને તમારા નિયમનું ઉલ્લંઘન કર્યું છે. તેથી ઈશ્વરના સેવક મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલી પ્રતિજ્ઞા પ્રમાણે અમારા પર શાપ રેડી દેવામાં આવ્યો છે, કેમ કે અમે તેમની વિરુદ્ધ પાપ કર્યુ છે.
\p
\s5
\v 12 અમારા પર મોટી આપત્તિ લાવીને અમારી તથા અમારા રાજકર્તાઓ વિરુદ્ધ તેમણે જે વચનો કહેલા હતાં તે યહોવાહે પરિપૂર્ણ કર્યાં છે. કેમ કે યરુશાલેમને જે કરવામાં આવ્યું છે તેવું આખા આકાશ નીચે ક્યાંય કરવામાં આવ્યું નથી.
\v 13 મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલી બધી આફતો અમારા પર આવી છે, તોપણ તમારા અન્યાયોથી પાછા ફરવા માટે, તમારું સત્ય સમજવા માટે, અમે યહોવાહ તમારા ઈશ્વરની દયા માટે વિનંતી કરી નથી.
\v 14 માટે યહોવાહ અમારા પર આપત્તિ લાવવાને તૈયાર હતા અને અમારા પર આપત્તિ લાવ્યા પણ ખરા. કેમ કે યહોવાહ અમારા ઈશ્વર પોતે કરેલા બધા કામોમાં ન્યાયી છે, અમે તેમની વાણી માની નથી.
\p
\s5
\v 15 હવે, હે પ્રભુ અમારા ઈશ્વર, પરાક્રમી હાથ વડે તમે તમારા લોકોને મિસરમાંથી બહાર લાવીને આજની જેમ તમારા નામનો મહિમા મેળવ્યો છે. પણ હજીય અમે તો પાપ કર્યું અને દુષ્ટતા કરી છે.
\v 16 હે પ્રભુ, તમારાં સર્વ ન્યાયીકૃત્યોને કારણે, તમારો ક્રોધ તથા ગુસ્સો તમારા નગર યરુશાલેમ પરથી તમારા પવિત્ર પર્વત પરથી પાછો ફેરવો. . અમારાં પાપોને કારણે તથા અમારા પિતૃઓના અપરાધોને કારણે યરુશાલેમ તથા તમારા લોકો અમારી આસપાસના લોકોની નજરમાં નિંદાપાત્ર બન્યા છે.
\p
\s5
\v 17 હવે, હે અમારા ઈશ્વર, તમારા સેવકની પ્રાર્થના સાંભળો અને દયા માટેની અમારી વિનંતી પર કાન ધારો; તમારા ઉજ્જડ થયેલા પવિત્રસ્થાન પર, આપના નામની ખાતર, તમારું મુખ પ્રકાશિત કરો.,
\v 18 હે મારા ઈશ્વર, કાન દઈને સાંભળો, તમારી આંખ ઉઘાડીને અમારા ઉપર નજર કરો. અમારો વિનાશ થયો છે; તમારા નામે ઓળખાતાં નગર તરફ જુઓ. અમે તમારી સહાય અમારા ન્યાયીપણાને લીધે નહિ, પણ તમારી મોટી દયાને કારણે માગીએ છીએ.
\v 19 હે પ્રભુ, સાંભળો, હે પ્રભુ, ક્ષમા કરો, હે પ્રભુ, સાંભળો અને અમારી અરજ ફળીભૂત કરો! હે મારા ઈશ્વર તમારી પોતાની ખાતર વિલંબ ન કરો, કેમ કે તમારા લોકો અને તમારું નગર તમારા નામથી ઓળખાય છે."
\p
\s5
\v 20 હું બોલતો હતો અને પ્રાર્થના કરતો હતો, મારા અને મારા ઇઝરાયલ લોકોનાં પાપ કબૂલ કરતો હતો, મારા ઈશ્વરના પવિત્ર પર્વતને સારુ યહોવાહ મારા ઈશ્વરની આગળ મારી અરજો રજૂ કરતો હતો.
\v 21 હું પ્રાર્થના કરતો હતો ત્યારે, ગાબ્રિયેલ જેને મેં પ્રથમ સંદર્શનમાં જોયો હતો, તે સાંજના અર્પણના સમયે ઝડપથી મારી તરફ ઊડી આવ્યો.
\p
\s5
\v 22 તેણે મને સમજણ પાડી અને મને કહ્યું, "હે દાનિયેલ, હું તને બુદ્ધિ તથા સમજ આપવા આવ્યો છું.
\v 23 તે દયા માટે વિનંતી કરવા માંડી, ત્યારે આજ્ઞા થઈ તેથી હું જવાબ આપવા આવ્યો છું, કેમ કે તું અતિપ્રિય છે. માટે તું આ વાતનો વિચાર કર અને પ્રગટીકરણ સમજ.
\p
\s5
\v 24 અપરાધનો અંત લાવવાને, પાપનો અંત લાવવાનો, દુષ્ટતાનું પ્રાયશ્ચિત કરવાને, અનંતકાળનું ન્યાયીપણું લાવવાને, સંદર્શન તથા ભવિષ્યવાણી અમલમાં મૂકવાનું, પરમપવિત્રનો અભિષેક કરવાનું તારા લોકો અને તારા નગરને માટે નિર્માણ કરેલાં છે.
\v 25 માટે જાણ તથા સમજ કે યરુશાલેમની મરામત કરવાનો તથા તેને બાંધવાનો હુકમ થયાના સમયથી તે અભિષિક્તના સમય સુધી સાત અઠવાડિયાં લાગશે. બાસઠ અઠવાડિયામાં યરુશાલેમની શેરીઓ તથા ખાઈ આપત્તિના સમયમાં પણ ફરી બંધાશે.
\p
\s5
\v 26 બાસઠ અઠવાડિયાં પછી અભિષિક્તનો નાશ કરવામાં આવશે અને તેની પાસે કંઈ રહેશે નહિ. એક સેનાપતિ સૈન્ય સાથે આવશે. અને નગરનો તથા પવિત્રસ્થાનનો નાશ કરશે. તેનો અંત રેલની જેમ આવશે અને અંત સુધી યુદ્ધ ચાલશે. વિનાશ નિર્માણ થયેલો છે.
\p
\s5
\v 27 તે એક અઠવાડિયા સુધી કરારને પાકો કરશે. તે અઠવાડિયાની વચ્ચેના દિવસોમાં બલિદાન તથા અર્પણ બંધ કરાવશે. તિરસ્કારપાત્રની પાંખ પર વેરાન કરનાર આવશે. જે નિર્માણ થયેલું છે તે પૂરું થતા સુધી વેરાન કરનાર પર કોપ રેડવામાં આવશે."
\s5
\c 10
\p
\v 1 ઇરાનના રાજા કોરેશના ત્રીજા વર્ષે દાનિયેલ જેનું નામ બેલ્ટશાસ્સાર હતું તેને સંદેશ પ્રગટ કરવામાં આવ્યો, આ સંદેશો સત્ય હતો. તે એક મહાન યુદ્ધ વિષેનો હતો. દાનિયેલ જ્યારે સંદર્શનમાં હતો ત્યારે તેણે તે સંદેશો સમજી લીધો.
\p
\s5
\v 2 તે દિવસોમાં, હું દાનિયેલ ત્રણ અઠવાડિયાંનો શોક પાળતો હતો.
\v 3 ત્રણ અઠવાડિયાં પૂરાં થતાં સુધી મેં ભોજન કર્યું નહિ, મેં માંસ ખાધું નહિ, મેં દ્રાક્ષારસ પીધો નહિ અને મેં તેલથી પોતાનો અભિષેક કર્યો નહિ.
\p
\s5
\v 4 પહેલા મહિનાના ચોવીસમા દિવસે, હું મહાનદી એટલે કે, હિદેકેલ (તીગ્રિસ) નદીને કિનારે હતો,
\v 5 મેં નજર ઊંચી કરીને જોયું, તો જુઓ એક માણસ શણનાં વસ્ત્ર પહેરીને ઊભો હતો, તેની કમરે ઉફાઝનો શુદ્ધ સોનાનો પટ્ટો બાંધેલો હતો.
\v 6 તેનું શરીર પોખરાજના જેવું હતું, તેનો ચહેરો વીજળીના જેવો હતો. તેની આંખો બળતી મશાલ જેવી હતી. તેના હાથ અને પગ પિત્તળના જેવા હતા. તેના શબ્દોનો અવાજ મોટા ટોળાંના અવાજ જેવો હતો.
\p
\s5
\v 7 મેં દાનિયેલે એકલાએ જ તે સંદર્શન જોયું, મારી સાથેના માણસોએ તે સંદર્શન જોયું નહિ. પણ, તેમના પર મોટો ત્રાસ આવ્યો, તેઓ નાસીને સંતાઈ ગયા.
\v 8 હું એકલો રહી ગયો અને આ મહાન સંદર્શન જોયું. મારામાં શક્તિ રહી નહિ; ભયથી મારો દેખાવ ફિક્કો પડી ગયો, હું શક્તિહીન થઈ ગયો.
\v 9 ત્યારે મેં તેમના શબ્દો સાંભળ્યા, તેમને સાંભળતાં જ હું ભરનિદ્રામાં જમીન પર ઊંધો પડી ગયો.
\p
\s5
\v 10 ત્યારે એક હાથે મને સ્પર્શ કર્યો, તેણે મને મારાં ઘૂંટણો તથા મારા હાથની હથેળીઓ પર ટેકવ્યો.
\v 11 દૂતે મને કહ્યું, "હે દાનિયેલ, અતિ વહાલા માણસ, જે વાત હું તને કહું તે સમજ. ટટ્ટાર ઊભો રહે, કેમ કે મને તારી પાસે મોકલવામાં આવ્યો છે." તેણે મને આ કહ્યું, એટલે હું ધ્રૂજતો ધ્રૂજતો ઊભો થયો.
\p
\s5
\v 12 પછી તેણે મને કહ્યું, " હે દાનિયેલ, બીશ નહિ, કેમ કે, તેં તારું મન સમજવામાં તથા તારા ઈશ્વરની આગળ નમ્ર થવામાં લગાડ્યું તે દિવસથી જ તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે. તારી વિનંતીને કારણે હું અહીં આવ્યો છું.
\v 13 ઇરાનના રાજ્યના રાજકુમારે મારી સામે ટક્કર લીધી, ઇરાનના રાજા સાથે મને એકવીસ દિવસ સુધી રાખવામાં આવ્યો. પણ મુખ્ય રાજકુમારોમાંનો એક એટલે મિખાયેલ, મારી મદદે આવ્યો.
\p
\s5
\v 14 હું તને તારા લોકો પર ભવિષ્યમાં શું વીતવાનું છે તે સમજાવવા આવ્યો છું. કેમ કે, સંદર્શન આવનાર દિવસોને લગતું છે."
\v 15 જ્યારે તે મને આ શબ્દોનો ઉપયોગ કરીને વાતો કરવા લાગ્યો, ત્યારે હું નીચું જોઈને મૂંગો રહ્યો.
\p
\s5
\v 16 જેનું સ્વરૂપ માણસ જેવું લાગતું હતું. તેણે મારા હોઠને સ્પર્શ કર્યો, મેં મારું મુખ ખોલ્યું અને જે મારી સામે ઊભો હતો તેને કહ્યું, "હે મારા સ્વામી, સંદર્શનને કારણે મને ખૂબ વેદના થઈ છે. મારામાં શક્તિ રહી નથી.
\v 17 હું તો તારો દાસ છું. હું શી રીતે મારા સ્વામી સાથે વાત કરું? કેમ કે મારામાં શક્તિ નથી અને મારામાં દમ પણ રહ્યો નથી."
\p
\s5
\v 18 માણસના સ્વરૂપના દેખાવે મને ફરીથી સ્પર્શ કર્યો અને મને શક્તિ આપી.
\v 19 તેણે કહ્યું, "હે અતિ વહાલા માણસ, બીશ નહિ, તને શાંતિ થાઓ. બળવાન થા; બળવાન થા!" જ્યારે તેણે મારી સાથે વાત કરી, ત્યારે હું બળવાન થયો. અને મેં કહ્યું, "મારા સ્વામી બોલો, કેમ કે તમે મને બળ આપ્યું છે."
\p
\s5
\v 20 તેણે કહ્યું, "તું જાણે છે હું શા માટે તારી પાસે આવ્યો છું? હવે હું ઇરાનના રાજકુમાર સાથે યુદ્ધ કરવા પાછો જઈશ. જ્યારે હું જઈશ, ત્યારે ગ્રીસનો રાજકુમાર આવશે.
\v 21 પણ સત્યના પુસ્તકમાં શું લખેલું છે એ હું તને કહીશ. અને તેઓની વિરુદ્ધ યુદ્ધ કરવામાં તારા સરદાર મિખાયેલ સિવાય કોઈ મને મદદ કરતો નથી.
\s5
\c 11
\p
\v 1 માદી દાર્યાવેશના પ્રથમ વર્ષે, હું મિખાયેલને મદદ કરવા તથા મજબૂત કરવા આવ્યો.
\v 2 હવે હું તને સત્ય પ્રગટ કરીશ. ત્રણ રાજાઓ ઇરાનમાં ઊભા થશે, ચોથો રાજા તે બીજા રાજાઓ કરતાં ઘણો વધારે ધનવાન થશે. તે પોતાના ધનનો ઉપયોગ કરીને ગ્રીસના રાજ્ય વિરુદ્ધ બધાને ઉશ્કેરશે.
\p
\s5
\v 3 એક શક્તિશાળી રાજા ઊભો થશે તે મહા પ્રતાપથી રાજ્ય ઉપર સત્તા ભોગવશે અને પોતાની ઇચ્છા પ્રમાણે કરશે.
\v 4 જ્યારે તે ઊભો થશે, ત્યારે તેનું રાજ્ય ભાંગી પડશે અને આકાશના ચાર પવનો તરફ તેના વિભાગ પડશે, પણ તે તેના વંશજોને આપવામાં આવશે નહિ. તેમ જ જે પદ્ધતિથી તે રાજ કરતો હતો, તે રાજપદ્ધતિ પ્રમાણે ચાલશે, કેમ કે તેનું રાજ્ય ઉખેડી નાખવામાં આવશે અને જેઓ તેના વંશજો નથી તેઓને તે આપવામાં આવશે.
\p
\s5
\v 5 દક્ષિણનો રાજા બળવાન થશે; પણ તેના સરદારોમાંનો એક તેના કરતાં વધારે બળવાન થશે, સત્તા ભોગવશે અને તેનું રાજ્ય પણ મોટું હશે.
\v 6 થોડાં વર્ષો પછી સાચા સમયે તેઓ સુલેહ કરશે. મિસરના રાજાની દીકરી ઉત્તરના રાજા પાસે કોલકરાર કરવાને આવશે. પણ તે પોતાનું બળ ખોશે, તેને તજી દેવામાં આવશે. તે તથા જેઓ તેને લાવ્યા હતા તેઓને તથા તેના પિતાને તથા તે દિવસોમાં તેને બળ આપનારને પણ તજી દેવામાં આવશે.
\p
\s5
\v 7 પણ તેની જડમાંથી નીકળેલી ડાળીમાંથી એક જણ ઊભો થશે. તે સૈન્ય પર હુમલો કરશે અને ઉત્તરના રાજાના કિલ્લામાં પ્રવેશ કરશે. તે તેઓની સાથે લડશે તેઓને પરાજિત કરશે.
\v 8 તે તેઓના દેવોને, તેઓની ઢાળેલી મૂર્તિઓને તથા સોનાચાંદીના કિંમતી પાત્રોને કબજે કરીને પોતાની સાથે મિસરમાં લઈ જશે. થોડાં વર્ષ સુધી તે ઉત્તરના રાજા ઉપર હુમલો કરવાનું બંધ રાખશે.
\v 9 ઉત્તરનો રાજા દક્ષિણના રાજા ઉપર ચઢી આવશે, પણ તે પોતાના દેશમાં પાછો જશે.
\p
\s5
\v 10 તેના દીકરાઓ યુદ્ધ કરશે અને મોટાં સૈન્યો ભેગાં કરશે, તેમાંનો એક તો ધસમસતા પૂરની જેમ ફરી વળીને આ છેડાથી પેલા છેડા સુધી જશે, તે પાછો આવીને તેના કિલ્લા સુધી હુમલો કરશે.
\p
\s5
\v 11 મિસરનો રાજા ભારે ક્રોધમાં ચઢી આવશે અને ઉત્તરના રાજા સામે યુદ્ધ કરશે. ઉત્તરનો રાજા મોટું સૈન્ય ઊભું કરશે અને તે લશ્કર દક્ષિણના રાજાના હાથમાં સોંપવામાં આવશે.
\v 12 સૈન્યને લઈ જવામાં આવશે, ત્યારે દક્ષિણના રાજાનું મન ગર્વથી ભરાઈ જશે, પોતાના હજારો દુશ્મનોને મારી નાખશે, પણ તે સફળ થશે નહિ.
\p
\s5
\v 13 ઉત્તરનો રાજા અગાઉના કરતાં બીજું મોટું સૈન્ય ઊભું કરશે. થોડાં વર્ષો પછી, ઉત્તરનો રાજા મોટું સૈન્ય તથા પુષ્કળ સામગ્રી લઈને ચઢી આવશે.
\p
\s5
\v 14 તે સમયમાં દક્ષિણના રાજાની વિરુદ્ધ ઘણા ઊભા થશે. તારા લોકોમાંના કેટલાક તોફાની માણસો પણ તે સંદર્શનને સાચું પાડવા માટે ઊભા થશે, પણ તેઓ ઠોકર ખાશે.
\p
\s5
\v 15 તેથી ઉત્તરનો અરામનો રાજા આવશે અને ઊંચી પાળ બાંધીને કિલ્લાબંધ નગરોને જીતી લેશે. દક્ષિણનાં લશ્કરો ટકી શકશે નહિ, તેમ જ તેના ઉત્તમ સૈનિકોમાં પણ ટકી રહેવાની શક્તિ રહેશે નહિ.
\v 16 પણ ઉત્તરનો રાજા પોતાની મરજી પ્રમાણે દક્ષિણના રાજા વિરુદ્ધ યુદ્ધ કરશે, તેને કોઈ રોકી શકશે નહિ; એ રળિયામણા દેશમાં તેની સત્તા સ્થપાશે. અને તે તેનો કબજો મેળવશે.
\p
\s5
\v 17 ઉત્તરનો રાજા પોતાના આખા રાજ્યના બળ સહિત આવશે, તે દક્ષિણના રાજા સાથે કરાર કરશે. તે દક્ષિણના રાજ્યનો નાશ કરવા માટે દક્ષિણના રાજાને પોતાની દીકરી લગ્ન કરવા માટે આપશે, પણ તે યોજના સફળ થશે નહિ કે તેને મદદ મળશે નહિ.
\v 18 તે પછી, દક્ષિણનો રાજા ટાપુઓ પર ધ્યાન આપશે અને તેઓમાંના ઘણાનો કબજો કરશે. પણ સેનાપતિ તેની ઉદ્ધતાઈનો અંત લાવશે અને તેણે કરેલી ઉદ્ધતાઈ પાછી વાળીને તેના પર લાવશે.
\v 19 પછી તે પોતાનું ધ્યાન પોતાના દેશના કિલ્લાઓ તરફ આપશે, પણ તે ઠોકર ખાઈને પડશે અને તે ફરી કદી મળશે નહિ.
\p
\s5
\v 20 પછી તેની જગ્યાએ એક એવો ઊભો થશે, જે જુલમથી કર લેનારને પ્રતાપી રાજ્યમાં સર્વત્ર ફેરવશે. પણ થોડા જ દિવસોમાં તેનો અંત આવશે, પણ ક્રોધમાં કે યુદ્ધમાં નહિ.
\v 21 તેની જગ્યાએ એક તિરસ્કારપાત્ર પુરુષ ઊભો થશે કે જેને લોકોએ રાજ્યસત્તાનો અધિકાર આપ્યો નહોતો, તે શાંતિથી આવશે અને ખુશામતથી રાજ્ય મેળવશે.
\v 22 તેની આગળથી મોટું સૈન્ય પૂરના પાણીની જેમ તણાઈ જશે. કરારમાં દાખલ થયેલા સૈન્ય તથા આગેવાન પણ નાશ પામશે.
\p
\s5
\v 23 તેની સાથે સુલેહ કર્યા પછી તે કપટ કરશે; તે લોકો નાના છતાં તે બળવાન થશે.
\v 24 તે પ્રાંતના સમૃદ્ધ ભાગમાં ચેતવણી આપ્યા વગર ચઢાઈ કરશે, તેના પિતૃઓએ કે તેના પિતૃઓના પિતૃઓએ કદી કર્યું નહોતું તેવું તે કરશે; તે તેઓ મધ્યે લૂંટફાટનો માલ તથા દ્રવ્ય વેરશે. તે થોડા સમય માટે જ કિલ્લેબંદીવાળા નગરો પર ચઢાઈ કરવાની યોજના કરશે.
\p
\s5
\v 25 તે પોતાની શક્તિ તથા હિંમત ભેગી કરીને દક્ષિણના રાજાની સામે મોટા સૈન્ય સાથે આવશે. દક્ષિણનો રાજા પણ બળવાન સૈન્ય સાથે તેની સામે યુદ્ધ કરશે, પણ તે ટકશે નહિ, કેમ કે તેઓ તેની વિરુદ્ધ કાવતરાં કરશે.
\v 26 જે રાજાના મેજ ઉપરથી ખાશે તે તેનો નાશ કરશે. તેનું સૈન્ય પૂરની માફક તણાઈ જશે, તેઓમાંના ઘણા માર્યા જશે.
\v 27 આ બે રાજાઓ, પોતાના હૃદયમાં એકબીજા વિરુદ્ધ દુષ્ટતા કરવાનો વિચાર કરશે. તેઓ એક જ મેજ પર બેસશે અને એકબીજા આગળ જૂઠું બોલશે, પણ તેઓની ઇચ્છા પૂર્ણ થશે નહિ. કેમ કે, તેઓનો અંત નક્કી સમયે જ થશે.
\p
\s5
\v 28 પછી ઉત્તરનો રાજા પુષ્કળ દ્રવ્ય લઈને પોતાને દેશ પાછો જશે; પણ તેઓનું હૃદય પવિત્ર કરાર વિરુદ્ધ રહેશે. તે પોતાની ઇચ્છા પ્રમાણે કરશે અને પોતાના દેશમાં પાછો જશે.
\p
\s5
\v 29 પછી તે નક્કી કરેલા સમયે ફરીથી દક્ષિણ પર ચઢાઈ કરશે. પણ અગાઉ જેમ થયું તેમ તે સમયે થશે નહિ.
\v 30 કેમ કે કિત્તીમનાં વહાણો તેની વિરુદ્ધ આવશે; તેથી તે નિરાશ થઈને પાછો જશે, પવિત્ર કરારને તજી દેનાર પર તે કૃપા રાખશે.
\p
\s5
\v 31 તેનાં લશ્કરો ઊભાં થશે અને પવિત્રસ્થાનને તથા કિલ્લાઓને અપવિત્ર કરશે; તેઓ નિત્યનું દહનાર્પણ લઈ લેશે, તેઓ વેરાનકારક ધિક્કારપાત્ર વસ્તુ ત્યાં સ્થાપશે.
\v 32 કરારની વિરુદ્ધ ઉલ્લંઘન કરનારને તે ખુશામતથી ધર્મભ્રષ્ટ કરશે, પણ પોતાના ઈશ્વરને ઓળખનારા લોકો તો મજબૂત થશે અને પરાક્રમી કામો કરશે.
\p
\s5
\v 33 લોકોમાં જે જ્ઞાની હશે તેઓ ઘણાઓને સમજાવશે. જો કે, તો પણ તેઓ ઘણા દિવસો સુધી તલવાર તથા અગ્નિજ્વાળાથી માર્યા જશે. તેઓમાંના ઘણાને બંદીવાન તરીકે લઈ જવામાં આવશે અને તેઓની સંપત્તિને લૂંટી લેવામાં આવશે.
\v 34 જ્યારે તેઓ ઠોકર ખાશે, ત્યારે તેઓને થોડી મદદ કરવામાં આવશે; પણ ઘણાઓ ખુશામત કરીને તેઓની સાથે જોડાશે.
\v 35 કેટલાક જ્ઞાની તેઓને પવિત્ર કરવા સારુ, શ્વેત કરવા સારુ, તથા શુદ્ધ કરવા સારુ અંતના સમય સુધી પ્રયત્ન કરશે પણ ઠોકર ખાશે. કેમ કે ઠરાવેલો સમય હજી આવનાર છે.
\p
\s5
\v 36 તે રાજા પોતાની મરજી પ્રમાણે કરશે. સર્વ દેવો કરતાં તે પોતાનાં વખાણ કરશે અને પોતાને મોટો માનશે, સર્વોત્તમ ઈશ્વરની વિરુદ્ધ આશ્ચર્યકારક વાતો બોલશે. તેનો ક્રોધ પૂરો થતાં તે સફળ થશે. કેમ કે જે નિર્માણ થયેલું છે તે જ પૂરું કરવામાં આવશે.
\v 37 તે પોતાના પૂર્વજોના દેવો કે દેવીને કે બીજા કોઈ દેવને ગણકારશે નહિ. તે ગર્વથી વર્તશે અને બધાના કરતાં પોતાને મોટો ગણશે.
\p
\s5
\v 38 તેઓને બદલે તે કિલ્લાઓના દેવનો આદર કરશે. જેને તેના પૂર્વજો જાણતા નહોતા તેનો તે સોનાંચાંદી, મૂલ્યવાન પથ્થરથી તથા કિંમતી ભેટસોગાદોથી આદર કરશે.
\v 39 પરદેશી દેવની મદદ વડે તે સૌથી મજબૂત કિલ્લાઓને જીતી લેશે. તેને સ્વીકારનારાઓને તે આદર આપશે. તે તેઓને ઘણા લોકો પર અધિકારી બનાવશે અને મૂલ્ય લઈને જમીન વહેંચી આપશે.
\p
\s5
\v 40 અંતના સમયે દક્ષિણનો મિસરનો રાજા તેના ઉપર હુમલો કરશે. ઉત્તરનો રાજા રથો, ઘોડેસવારો તથા ઘણાં વહાણો લઈને તેના ઉપર વાવાઝોડાની જેમ ઘસી આવશે. તે ઘણા દેશો પર ચઢી આવશે પૂરની જેમ બધે ફરી વળીને પાર નીકળી જશે.
\v 41 તે રળિયામણા દેશમાં આવશે; ઘણા ઠોકર ખાશે, પણ અદોમ, મોઆબ તથા આમ્મોનીઓના આગેવાનો તેના હાથમાંથી બચી જશે.
\p
\s5
\v 42 તે પોતાનું સામર્થ્ય ઘણા પ્રદેશો પર લંબાવશે; મિસર દેશ પણ બચશે નહિ.
\v 43 સોનાચાંદીના ભંડારો તથા મિસરની બધી કિંમતી વસ્તુઓ તેના અધિકારમાં હશે; લુબ્બીઓ તથા કૂશીઓ તેની સેવા કરશે.
\p
\s5
\v 44 પણ પૂર્વ તથા ઉત્તર તરફથી આવતી અફવાઓથી તે ભયભીત થઈ જશે, ઘણાઓનો નાશ કરવાને, ઘણાઓનો વિનાશ કરવાને ભારે ક્રોધમાં ચાલી આવશે.
\v 45 સમુદ્ર તથા રળિયામણા પવિત્ર પર્વતની વચ્ચે પોતાના બાદશાહી તંબૂઓ બાંધશે. તેનો અંત આવશે અને તેને કોઈ મદદ કરશે નહિ."
\s5
\c 12
\p
\v 1 "તે સમયે તારા લોકોની રક્ષા કરનાર મહાન રાજસરદાર મિખાયેલ ઊભો થશે. અને સંકટનો એવો સમય આવશે કે પ્રજાઓ ઉત્પન્ન થઈ ત્યારથી અત્યાર સુધીમાં એવો સમય કદી આવ્યો નથી. તે સમયે તારા લોકો જેઓનાં નામ જીવનના પુસ્તકમાં લખાયેલાં માલૂમ પડશે છે તેઓ બચી જશે.
\v 2 જેઓ પૃથ્વીની ધૂળમાં સૂઈ ગયા છે તેઓમાંના ઘણા બેઠા થશે, કેટલાકને અનંતજીવન મળશે, કેટલાક અનંતકાળ સુધી શરમિંદા તથા તિરસ્કારપાત્ર થશે.
\p
\s5
\v 3 જેઓ જ્ઞાની છે તેઓ અંતરિક્ષના અજવાળાની જેમ પ્રકાશશે. જેઓએ ઘણાને ન્યાયીપણા તરફ વાળ્યા છે તેઓ તારાઓની જેમ સદાકાળ ચમકશે.
\v 4 પણ હે દાનિયેલ, અંતના સમય સુધી તું આ વચનોને ગુપ્ત રાખીને આ પુસ્તકને મહોર માર જે ઘણા લોકો અહીંતહીં દોડશે અને ડહાપણની વૃદ્ધિ થશે.
\p
\s5
\v 5 ત્યારે મેં દાનિયેલે જોયું તો, ત્યાં બીજા બે માણસો હતા. એક નદીને આ કિનારે અને બીજો નદીને સામે કિનારે.
\v 6 જે શણનાં વસ્ત્ર પહેરીને નદી પર ઊભો હતો, તેને તેઓમાંના એકે પૂછ્યું, "આ આશ્ચર્યજનક ઘટનાઓનો અંત આવતાં કેટલો સમય લાગશે?"
\p
\s5
\v 7 ત્યારે જે માણસ શણનાં વસ્ત્ર પહેરીને નદી પર ઊભો હતો તેણે પોતાનો જમણો અને ડાબો હાથ આકાશ તરફ ઊંચો કરીને જીવતા ઈશ્વરના સમ ખાધા કે, સમય, સમયો અને અડધો સમય સુધીની તે મુદત છે. જ્યારે તેઓ પવિત્રપ્રજાના સામર્થ્યનો અંત લાવશે, ત્યારે આ બધી બાબતો સમાપ્ત થશે.
\p
\s5
\v 8 મેં સાંભળ્યું, પણ હું સમજી શક્યો નહિ. એટલે મેં પૂછ્યું, "હે મારા સ્વામી, આ સર્વ બાબતોનું પરિણામ શું આવશે?
\v 9 તેણે કહ્યું, " હે દાનિયેલ, તું તારે માર્ગે ચાલ્યો જા, કેમ કે, અંતના સમય સુધી આ વાતો બંધ તથા મુદ્રિત કરવામાં આવેલી છે.
\p
\s5
\v 10 ઘણા લોકો પોતાને શુદ્ધ અને શ્વેત કરશે. અને તેઓને નિર્મળ કરાશે, પણ દુષ્ટો પોતાની દુષ્ટતા ચાલુ રાખશે. તેઓમાંનો કોઈ પણ દુષ્ટ સમજશે નહિ, પણ જેઓ જ્ઞાની છે તેઓ સમજશે.
\v 11 પ્રતિદિન ચઢતાં દહનાપર્ણો બંધ કરવામાં આવશે, વેરાન કરનાર ધિક્કારપાત્ર વસ્તુ ત્યાં સ્થાપિત કરવામાં આવશે. તે સમયથી એક હજાર બસો નેવું દિવસો હશે.
\p
\s5
\v 12 જે માણસ એક હજાર ત્રણસો પાંત્રીસ દિવસ સુધી રાહ જોશે અને ટકી રહેશે તેને ધન્ય છે.
\v 13 પરંતુ અંત આવે ત્યાં સુધી તું તારે માર્ગે ચાલ્યો જા. કેમ કે તું આરામ પામશે. નિયત દિવસોને અંતે તને સોંપવામાં આવેલા સ્થાનમાં તું ઊભો રહેશે."

1017
28-HOS.usfm Normal file
View File

@ -0,0 +1,1017 @@
\id HOS
\ide UTF-8
\h Hosea
\toc1 Hosea
\toc2 Hosea
\toc3 hos
\mt1 Hosea
\s5
\c 1
\p
\v 1 યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ, આહાઝ તથા હિઝકયા તથા ઇઝરાયલના રાજા યોઆશના દીકરા યરોબામના શાસન દરમ્યાન બસેરીના દીકરા હોશિયાની પાસે યહોવાહનું વચન આવ્યું તે આ છે:
\v 2 જ્યારે યહોવાહ પ્રથમ વખત હોશિયા મારફતે બોલ્યા, ત્યારે તેમણે તેને કહ્યું,
\q "જા, ગણિકા સાથે લગ્ન કર.
\q તેને બાળકો થશે અને તેને પોતાનાં કરી લે.
\q કેમ કે મને તજીને
\q દેશ વ્યભિચારનું મોટું પાપ કરે છે."
\p
\s5
\v 3 તેથી હોશિયાએ જઈને દિબ્લાઈમની દીકરી ગોમેર સાથે લગ્ન કર્યાં. તે ગર્ભવતી થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો.
\v 4 યહોવાહે હોશિયાને કહ્યું,
\q "તેનું નામ યિઝ્રએલ રાખ.
\q કેમ કે થોડા જ સમયમાં
\q યિઝ્રએલના લોહીના બદલા માટે
\q હું યેહૂના કુટુંબનો નાશ કરીશ,
\q હું ઇઝરાયલના રાજ્યનો
\q અંત લાવીશ.
\q
\v 5 તે દિવસે એવું થશે કે
\q હું ઇઝરાયલનું ધનુષ્ય
\q યિઝ્રએલની ખીણમાં ભાગી નાખીશ."
\p
\s5
\v 6 ગોમેર ફરીથી ગર્ભવતી થઈ અને દીકરીને જન્મ આપ્યો. યહોવાહે હોશિયાને કહ્યું, "
\q તેનું નામ લો-રૂહામા પાડ,
\q કેમ કે હવે પછી હું કદી
\q ઇઝરાયલ લોકો પર દયા રાખીશ નહિ
\q તેઓને કદી માફ કરીશ નહિ.
\q
\v 7 પરંતુ હું યહૂદિયાના લોકો પર દયા કરીશ,
\q યહોવાહ તેમનો ઈશ્વર થઈને હું તેઓનો ઉદ્ધાર કરીશ.
\q ધનુષ્ય, તલવાર, યુદ્ધ, ઘોડા કે ઘોડેસવારોથી
\q હું તેઓનો ઉદ્ધાર નહિ કરું.
\p
\s5
\v 8 લો-રૂહામાને સ્તનપાન છોડાવ્યા પછી ગોમેર ફરીથી ગર્ભવતી થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો.
\v 9 ત્યારે યહોવાહે કહ્યું,
\q "તેનું નામ લો-આમ્મી પાડ,
\q કેમ કે તમે મારા લોકો નથી,
\q હું તમારો ઈશ્વર નથી."
\q
\s5
\v 10 તોપણ ઇઝરાયલ લોકોની સંખ્યા
\q સમુદ્રની રેતી જેટલી થશે,
\q જે ન તો માપી શકાશે કે ન ગણી શકાશે.
\q તેઓને એવું કહેવામાં આવ્યું હતું કે, "તમે મારા લોકો નથી,"
\q તેને બદલે એવું કહેવામાં આવશે કે, "તમે જીવંત ઈશ્વરના લોકો છો."
\q
\v 11 યહૂદિયાના લોકો તથા ઇઝરાયલના લોકો
\q2 એકત્ર થશે.
\q તેઓ પોતાના માટે એક આગેવાન નીમીને,
\q દેશમાંથી ચાલી નીકળશે,
\q કેમ કે યિઝ્રએલનો દિવસ મોટો થશે.
\s5
\c 2
\q
\v 1 "મારા લોકો! તમારા ભાઈઓને આમ્મી અને,
\q તમારી બહેનોને રૂહામા કહીને બોલાવો, "તું તેના પર દયા રાખશે."
\q
\s5
\v 2 તમારી માતાને આજીજી કરો, તેને સમજાવો,
\q કેમ કે તે મારી પત્ની નથી,
\q2 હું તેનો પતિ નથી.
\q તેને સમજાવો કે તે પોતાની આગળથી તેની ગણિકાવૃતિ
\q અને પોતાના સ્તનોમાંથી વ્યભિચારના કાર્યો દૂર કરે.
\q
\v 3 જો તેમ નહિ, તો હું તેને નિર્વસ્ત્ર કરી દઈશ
\q તેના જન્મદિવસે તે હતી તેવી તેની નિર્વસ્ત્ર દશા હું બતાવીશ.
\q હું તેને અરણ્ય સમાન કરીને,
\q સૂકી ભૂમિ જેવી કરી દઈશ,
\q હું તેને પાણી વગર તરસે મારી નાખીશ.
\q
\s5
\v 4 હું તેનાં સંતાન પર દયા રાખીશ નહિ,
\q કેમ કે તેઓ એક ગણિકાનાં સંતાનો છે.
\q
\v 5 કેમ કે તેમની માતા ગણિકા છે,
\q તેમનો ગર્ભધારણ કરનારીએ શરમજનક કાર્ય કર્યું છે.
\q તેણે કહ્યું, "હું મારા પ્રીતમોની પાછળ જઈશ,
\q કેમ કે, તેઓ મને મારી રોટલી, પાણી,
\q મારું ઊન, મારું શણ,
\q મારું તેલ અને પીણું આપે છે."
\q
\s5
\v 6 તેથી, હું તેના માર્ગમાં કાંટાની વાડ બાંધીશ.
\q હું તેની વિરુદ્ધ દીવાલ બાંધીશ,
\q જેથી તે કોઈ માર્ગ શોધી શકે નહિ.
\q
\v 7 તે પોતાના પ્રેમીઓની પાછળ જશે,
\q પણ તે તેઓને પામી શકશે નહિ.
\q તે તેઓને શોધશે,
\q પણ તેઓ તેને મળશે નહિ.
\q ત્યારે તે કહેશે કે,
\q "હું મારા પતિને ઘરે પાછી જઈશ,
\q કેમ કે હમણાંના કરતાં તે વખતે મને વધારે સારું હતું."
\q
\s5
\v 8 કેમ કે તે જાણતી નહોતી કે,
\q હું તેને અનાજ, નવો દ્રાક્ષારસ અને તેલ આપનાર હતો,
\q જે સોનું તથા ચાંદી તેઓ બઆલ માટે વાપરતા હતા,
\q તે મબલખ પ્રમાણમાં આપતો હતો.
\q
\v 9 તેથી ફસલના સમયે હું તેનું અનાજ અને
\q મારો નવો દ્રાક્ષારસ તેની મોસમમાં પાછા લઈ લઈશ.
\q તેની નિર્વસ્ત્રતા ઢાંકવા,
\q મેં જે મારું ઊન તથા શણ આપ્યાં હતાં તે પણ હું પાછાં લઈ લઈશ.
\q
\s5
\v 10 પછી હું તેના પ્રેમીઓની નજર આગળ તેને ઉઘાડી કરીશ,
\q મારા હાથમાંથી તેને કોઈ બચાવી શકશે નહિ.
\q
\v 11 હું તેનો તમામ આનંદ,
\q તેના ચંદ્રદર્શનના દિવસો, તેના સાબ્બાથો તથા તેનાં મુકરર પર્વો તે સર્વનો હું અંત આણીશ.
\q
\s5
\v 12 "હું તેની દ્રાક્ષાવાડીઓ તથા અંજીરનાં વૃક્ષોનો નાશ કરીશ,
\q જેના વિષે તે એમ કહે છે કે,
\q 'આ તો મારા પ્રેમીઓએ મને આપેલું વેતન છે.'
\q હું તેઓને જંગલ બનાવી દઈશ,
\q ખેતરનાં પશુઓ તેને ખાઈ જશે.
\q
\v 13 જે દિવસોમાં તે બાલીમની આગળ ધૂપ બાળતી હતી
\q તે દિવસોને માટે હું તેને સજા કરીશ.
\q કેમ કે તે બુટ્ટી તથા આભૂષણોનો શણગાર કરીને,
\q પ્રેમીઓની પાછળ ફરતી હતી અને મને ભૂલી ગઈ હતી."
\q એવું યહોવાહ કહે છે.
\q
\s5
\v 14 તેથી હું તેને ફોસલાવીને. તેને અરણ્યમાં લાવીશ
\q અને તેની સાથે નમ્રતાથી બોલીશ
\q
\v 15 તેની દ્રાક્ષવાડીઓ હું તેને પાછી આપીશ,
\q આશાના દ્વાર તરીકે આખોરની ખીણ પણ આપીશ.
\q જેમ તે પોતાની જુવાનીના દિવસોમાં,
\q મિસરમાંથી બહાર નીકળી આવી તે દિવસોમાં કરતી હતી તેમ તે ઉત્તર આપશે.
\q
\s5
\v 16 આ યહોવાહની ઘોષણા છે કે, "તે દિવસે એવું થશે"
\q "કે તે મને 'મારા પતિ' કહીને બોલાવશે,
\q ફરીથી 'મારા બાલ' એવું કહીને નહિ બોલાવશે.
\q
\v 17 કેમ કે હું તેના મુખમાંથી બાલના નામો દૂર કરીશ;
\q ક્યારેય તેનાં નામોનું સ્મરણ કરવામાં આવશે નહિ."
\q
\s5
\v 18 "તે દિવસે હું તેઓને માટે,
\q જંગલનાં પશુઓ સાથે,
\q આકાશનાં પક્ષીઓ સાથે,
\q જમીન પર ચાલનારાં પશુઓ સાથે કરાર કરીશ કે,
\q હું દેશમાંથી ધનુષ્ય, તલવાર તથા યુદ્ધનું ખંડન કરીશ,
\q હું તેઓને સુરક્ષિત રીતે સુવાડીશ.
\q
\s5
\v 19 હું સદાકાળને માટે તારી સાથે મારી સગાઈ કરીશ.
\q હું નેકીથી, ન્યાયીપણાથી, વિશ્વાસયોગ્યતા તથા કૃપાથી તારી સાથે મારી સગાઈ કરીશ.
\q
\v 20 હું વિશ્વાસુપણાથી તારી સાથે સગાઈ કરીશ.
\q અને તું યહોવાહને ઓળખશે.
\q
\s5
\v 21 અને તે દિવસે,
\q હું જવાબ આપીશ" આ યહોવાહની ઘોષણા છે.
\q "હું આકાશોને જવાબ આપીશ,
\q તેઓ પૃથ્વીને જવાબ આપશે.
\q
\v 22 પછી પૃથ્વી અનાજને, દ્રાક્ષારસને તથા તેલને જવાબ આપશે,
\q તેઓ યિઝ્રએલને જવાબ આપશે.
\q
\s5
\v 23 હું મારા માટે તેને દેશમાં રોપીશ. લો રૂહામા જે કૃપા પામેલી ન હતી તે પર હું કૃપા કરીશ.
\q જેઓ મારા લોકો નથી તેઓને કહીશ કે,
\q 'તમે મારા લોકો છો,'
\q અને તેઓ કહેશે, 'તમે અમારા ઈશ્વર છો."'
\s5
\c 3
\p
\v 1 યહોવાહે મને કહ્યું, "ફરીથી જા, ઇઝરાયલ લોકો બીજા દેવો તરફ વળી જાય છે અને સૂકી દ્રાક્ષોને પ્રેમ કરે છે છતાં તેમના યહોવાહ તેમના પર પ્રેમ કરે છે તેવી જ રીતે તું તેના પ્રેમીને પ્યારી તથા વ્યભિચારી સ્ત્રી પર પ્રીતિ કર."
\v 2 તેથી મેં તેને પોતાને માટે પંદર સિક્કા ચાંદી અને સાત મણ જવ આપીને વેચાતી લીધી.
\v 3 મેં તેને કહ્યું, "ઘણા દિવસ સુધી તું મારી સાથે રહેજે. તું વ્યભિચાર કરીશ નહિ, બીજા કોઈ પુરુષની સ્ત્રી થઈશ નહિ. એ જ રીતે હું તારી સાથે છું."
\p
\s5
\v 4 કેમ કે ઇઝરાયલી લોકો ઘણા દિવસો સુધી રાજા વગર, આગેવાન વગર, બલિદાન વગર, ભજનસ્તંભ વગર, એફોદ વગર કે ઘરની મૂર્તિઓ વગર રહેશે.
\v 5 ત્યારબાદ ઇઝરાયલી લોકો પાછા આવીને યહોવાહ પોતાના ઈશ્વરની અને પોતાના રાજા દાઉદની શોધ કરશે. અને પાછલા દિવસોમાં તેઓ ભયસહિત યહોવાહની આગળ આવશે અને તેમની ઉદારતાનો આશ્રય લેશે.
\s5
\c 4
\p
\v 1 હે ઇઝરાયલી લોકો, યહોવાહનું વચન સાંભળો.
\q આ દેશના રહેવાસીઓ સામે યહોવાહ દલીલ કરવાના છે,
\q કેમ કે દેશમાં સત્ય કે વિશ્વાસુપણું કે ઈશ્વરનું ડહાપણ નથી.
\q
\v 2 સમ ખાવા, જૂઠું બોલવું, ખૂન કરવું, ચોરી કરવી અને વ્યભિચાર કરવો તે સિવાય બીજું કંઈ જ ચાલતું નથી.
\q લોકો સીમાઓ તોડે છે અને રક્તપાત પાછળ રક્તપાત છે.
\q
\s5
\v 3 તેથી દેશ વિલાપ કરશે,
\q તેમાં રહેનાર દરેક નિર્બળ થઈ જશે
\q જંગલનાં બધાં પશુઓ, આકાશમાંના બધાં પક્ષીઓ
\q સમુદ્રમાંનાં માછલાં સુદ્ધાં મરતાં જાય છે.
\q
\s5
\v 4 પણ કોઈએ દલીલ કરવી નહિ;
\q તેમ કોઈએ બીજા માણસ પર આરોપ કરવો નહિ.
\q હે યાજકો, મારી દલીલ તમારી સામે છે.
\q
\v 5 હે યાજક તું દિવસે ઠોકર ખાઈને પડશે;
\q તારી સાથે પ્રબોધકો પણ રાત્રે ઠોકર ખાઈને પડશે,
\q હું તારી માતાનો નાશ કરીશ.
\q
\s5
\v 6 મારા લોકો ડહાપણને અભાવે નાશ પામતા જાય છે,
\q કેમ કે તમે ડહાપણનો અનાદર કર્યો છે
\q તેથી હું પણ તને મારા યાજકપદથી દૂર કરી દઈશ.
\q કેમ કે તું, તારા ઈશ્વરના નિયમ ભૂલી ગયો છે,
\q એટલે હું પણ તારા વંશજોને ભૂલી જઈશ.
\q
\v 7 જેમ જેમ યાજકોની સંખ્યા વધતી ગઈ,
\q તેમ તેમ તેઓ મારી વિરુદ્ધ વધારે પાપો કરતા ગયા.
\q હું તેઓની શોભાને શરમરૂપ કરી નાખીશ.
\q
\s5
\v 8 તેઓ મારા લોકોનાં પાપ પર નિર્વાહ કરે છે;
\q તેઓ દુષ્ટતા કરવામાં મન લગાડે છે.
\q
\v 9 લોકો સાથે તથા યાજકો સાથે એવું જ થશે.
\q હું તેઓને તેઓનાં દુષ્ટ કૃત્યો માટે સજા કરીશ
\q તેઓનાં કામનો બદલો આપીશ.
\q
\s5
\v 10 તેઓ ખાશે પણ ધરાશે નહિ,
\q તેઓ વ્યભિચાર કરશે પણ તેઓનો વિસ્તાર વધશે નહિ,
\q કેમ કે તેઓ મારાથી એટલે યહોવાહથી દૂર ગયા છે અને તેઓએ મને તજી દીધો છે.
\q
\s5
\v 11 વ્યભિચાર, દ્રાક્ષારસ તથા નવો દ્રાક્ષારસ તેમની સમજને નષ્ટ કરે છે.
\q
\v 12 મારા લોકો લાકડાંની મૂર્તિઓની સલાહ પૂછે છે,
\q તેઓની લાકડીઓ તેઓને ભવિષ્યવાણીઓ કહે છે.
\q કેમ કે અનિચ્છનીય સંગતે તેઓને અવળે માર્ગે દોર્યા છે,
\q તેઓએ પોતાના ઈશ્વરને છોડી દીધા છે.
\q
\s5
\v 13 તેઓ પર્વતોનાં શિખરો પર બલિદાન કરે છે;
\q ડુંગરો પર,
\q ઓકવૃક્ષો, પીપળવૃક્ષો તથા એલાહવૃક્ષોની નીચે ધૂપ બાળે છે.
\q તેથી તમારી દીકરીઓ વ્યભિચાર કરે છે,
\q તમારી પુત્રવધૂઓ અનૈતિક કર્મ કરે છે.
\q
\v 14 જ્યારે તમારી દીકરીઓ વ્યભિચાર કરશે,
\q કે તમારી પુત્રવધૂઓ અનૈતિક કર્મ કરશે ત્યારે હું તેઓને શિક્ષા કરીશ નહિ.
\q કેમ કે પુરુષો પોતે જ ગણિકાઓ સાથે વ્યવહાર રાખે છે,
\q દેવદાસીઓની સાથે મંદિરમાં યજ્ઞો કરે છે.
\q આ રીતે જે લોકો સમજતા નથી તેઓનો વિનાશ થશે.
\q
\s5
\v 15 હે ઇઝરાયલ, જોકે તું વ્યભિચાર કરે,
\q પણ યહૂદિયાને દોષિત થવા દઈશ નહિ.
\q તમે લોકો ગિલ્ગાલ જશો નહિ;
\q બેથ-એવેન પર ચઢશો નહિ.
\q અને "જીવતા યહોવાહના સમ" ખાશો નહિ.
\q
\v 16 કેમ કે ઇઝરાયલ અડિયલ વાછરડીની જેમ હઠીલાઈ કરી છે.
\q પછી લીલા બીડમાં હલવાનની જેમ યહોવાહ તેઓને ચારશે.
\q
\s5
\v 17 એફ્રાઇમે મૂર્તિઓ સાથે સંબંધ જોડ્યો છે.
\q તેને રહેવા દો.
\q
\v 18 મદ્યપાન કરી રહ્યા પછી,
\q તેઓ વ્યભિચાર કરવાનું ચાલુ રાખે છે;
\q તેના અધિકારીઓ મોહમાં અંધ થઈ ગયા છે.
\q
\v 19 પવને તેને પોતાની પાંખોમાં વીંટી દીધી છે;
\q તેઓ પોતાનાં બલિદાનોને કારણે શરમાશે.
\s5
\c 5
\q
\v 1 "હે યાજકો, તમે આ સાંભળો.
\q હે ઇઝરાયલ લોકો, ધ્યાન આપો.
\q હે રાજકુટુંબ તું સાંભળ.
\q કેમ કે તમારી વિરુદ્ધ ચુકાદો આવી રહ્યો છે.
\q મિસ્પાહમાં તમે ફાંદારૂપ બન્યા હતા,
\q તાબોર પર જાળની જેમ પ્રસરેલા છો.
\q
\v 2 બંડખોરો ભ્રષ્ટાચારમાં નિમગ્ન થયા છે,
\q પણ હું તમને સર્વને શિક્ષા કરનાર છું.
\q
\s5
\v 3 હું એફ્રાઇમને ઓળખું છું,
\q ઇઝરાયલ મારાથી છુપાયેલું નથી.
\q કેમ કે હે, એફ્રાઇમ તું તો ગણિકાના જેવું છે;
\q ઇઝરાયલ અપવિત્ર છે.
\q
\v 4 તેમનાં કામો તેમને પોતાના ઈશ્વર તરફ પાછા ફરતાં રોકશે,
\q કેમ કે તેઓમાં વ્યભિચારનો આત્મા છે,
\q તેઓ યહોવાહને જાણતા નથી.
\q
\s5
\v 5 ઇઝરાયલનો ગર્વ તેની વિરુદ્ધ સાક્ષી આપે છે;
\q ઇઝરાયલ તથા એફ્રાઇમ પોતાના અપરાધમાં ઠોકર ખાશે;
\q યહૂદિયા પણ તેમની સાથે ઠોકર ખાશે.
\q
\v 6 તેઓ યહોવાહની શોધ કરવા પોતાનાં ઘેટાંબકરાં તથા જાનવર લઈને જશે,
\q પણ તે તેઓને મળશે નહિ,
\q કેમ કે તે તેઓની પાસેથી જતા રહ્યા છે.
\q
\v 7 તેઓ યહોવાહને અવિશ્વાસુ થયા છે,
\q કેમ કે તેઓએ બીજા કોઈનાં સંતાનોને જન્મ આપ્યો છે.
\q હવે ચંદ્રદર્શનનો દિવસ તેઓને તેમના વતન સહિત નાશ કરશે.
\q
\s5
\v 8 ગિબયાહમાં શિંગ તથા
\q રામામાં રણશિંગડું વગાડો.
\q બેથ-આવેનમાં ભયસૂચક વગાડો:
\q 'હે બિન્યામીન અમે તારી પાછળ છીએ!'
\q
\v 9 શિક્ષાના દિવસે એફ્રાઇમ વેરાન થઈ જશે. .
\q જે નિશ્ચે થવાનું જ છે તે મેં ઇઝરાયલના કુળોને જાહેર કર્યું છે.
\q
\s5
\v 10 યહૂદિયાના આગેવાનો સરહદના પથ્થર ખસેડનારના જેવા છે.
\q હું મારો ક્રોધ પાણીની જેમ તેઓના પર રેડીશ.
\q
\v 11 એફ્રાઇમ કચડાઈ ગયો છે,
\q તે ન્યાયનીરૂએ કચડાઈ ગયો છે,
\q કેમ કે તે મૂર્તિઓની પાછળ ચાલવા રાજી હતો,
\q
\s5
\v 12 તેથી હું એફ્રાઇમને ઊધઇ સમાન,
\q યહૂદિયાના લોકોને સડારૂપ છું.
\q
\v 13 જ્યારે એફ્રાઇમે પોતાની બીમારી જોઈ,
\q અને યહૂદિયાએ પોતાનો ઘા જોયો,
\q ત્યારે એફ્રાઇમ આશૂરની પાસે ગયો અને
\q મોટા રાજા યારેબની પાસે સંદેશાવાહક મોકલ્યો.
\q પણ તે તમને સાજા કરી શકે એમ નથી કે,
\q તમારા ઘા રુઝાવી શકે એમ નથી.
\q
\s5
\v 14 કેમ કે હું એફ્રાઇમ પ્રત્યે સિંહની જેમ,
\q યહૂદિયાના લોકો પ્રત્યે જુવાન સિંહ જેવો થઈશ.
\q હું, હા હું જ, તેઓને ફાડી નાખીને જતો રહીશ;
\q હું તેમને પકડી લઈ જઈશ,
\q તેઓની રક્ષા કરનાર કોઈ હશે નહિ.
\q
\v 15 તેઓ પોતાનો અપરાધ કબૂલ કરીને મારું મુખ શોધશે;
\q પોતાના દુ:ખના સમયે તેઓ મને આતરુતાથી શોધશે,
\q ત્યાં સુધી હું મારે સ્થાને પાછો જઈશ."
\s5
\c 6
\q
\v 1 "આવો આપણે યહોવાહની પાસે પાછા જઈએ.
\q કેમ કે તેમણે આપણને ચીરી નાખ્યા છે, તેઓ જ આપણને સાજા કરશે;
\q તેમણે આપણને ઘા કર્યા છે, તેઓ જ આપણને પાટો બાંધશે.
\q
\v 2 બે દિવસ પછી તેઓ આપણને સચેત કરશે;
\q ત્રીજે દિવસે તેઓ આપણને ઉઠાડશે,
\q આપણે તેમની આગળ જીવતા રહીશું.
\q
\v 3 ચાલો આપણે યહોવાહને જાણીએ,
\q યહોવાહને ઓળખવાને ખંતથી મહેનત કરીએ.
\q તેમનું આવવું ઊગતા સૂરજની જેમ નિશ્ચિત છે.
\q તે વરસાદની જેમ,
\q વસંતઋતુમાં પૃથ્વીને સિંચનાર છેલ્લા વરસાદની જેમ આવશે.
\q
\s5
\v 4 હે એફ્રાઇમ હું તને શું કરું?
\q હે યહૂદિયા હું તને શું કરું?
\q તમારી વિશ્વાસનીયતા સવારના વાદળ જેવી છે,
\q ઝડપથી ઊડી જનાર ઝાકળ જેવી છે.
\q
\v 5 માટે મેં તેઓને પ્રબોધકો દ્વારા કતલ કર્યા છે,
\q મેં મારા મુખનાં વચનોથી તેઓનો સંહાર કર્યો છે.
\q મારા ન્યાયચુકાદા પ્રગટતા અજવાળારૂપ છે.
\q
\s5
\v 6 કેમ કે હું વિશ્વાસુપણું ચાહું છું અને બલિદાન નહિ,
\q દહનાર્પણો કરતાં ઈશ્વરનું ડહાપણ ચાહું છું.
\q
\v 7 તેઓએ આદમની જેમ મારા કરારનું ઉલ્લંઘન કર્યું છે;
\q તેઓ મારી સાથે અવિશ્વાસુ રહ્યા છે.
\q
\s5
\v 8 ગિલ્યાદ અન્યાય કરનારાઓનું નગર છે,
\q રક્તના નિશાનથી ભરેલું છે.
\q
\v 9 જેમ લૂંટારાઓનાં ટોળાં કોઈની રાહ જુએ છે,
\q તેમ યાજકોનું ટોળું શખેમના રસ્તા પર લોકોનું ખૂન કરે છે;
\q તેઓએ શરમજનક અપરાધો કર્યા છે.
\q
\s5
\v 10 ઇઝરાયલ લોકોમાં મેં ભયાનક બાબત જોઈ છે;
\q ત્યાં એફ્રાઇમમાં વ્યભિચાર જોવા મળ્યો છે, ઇઝરાયલ ભ્રષ્ટ થયો છે.
\q
\v 11 હે યહૂદિયા, જ્યારે હું મારા લોકોને ગુલામગીરીમાંથી પાછા લાવીશ,
\q ત્યારે તારા માટે કાપણી ઠરાવેલી છે.
\s5
\c 7
\q
\v 1 જ્યારે હું ઇઝરાયલને સાજો કરવા ઇચ્છતો હતો,
\q ત્યારે એફ્રાઇમનાં પાપ,
\q સમરુનનાં દુષ્ટ કૃત્યો પ્રગટ થયાં.
\q કેમ કે તેઓ દગો કરે છે,
\q ચોર અંદર ઘૂસીને,
\q શેરીઓમાં લૂંટફાટ ચલાવે છે.
\q
\v 2 તેઓ પોતાના મનમાં વિચાર કરતા જ નથી કે,
\q તેઓનાં સર્વ દુષ્ટ કાર્યો મારા સ્મરણમાં છે.
\q તેઓનાં પોતાનાં કાર્યોએ તેઓને ચારે તરફથી ઘેરી લીધા છે;
\q તેઓ મારી નજર આગળ જ છે.
\q
\s5
\v 3 તેઓની પોતાની દુષ્ટતાથી રાજાને,
\q પોતાનાં જૂઠાણાંથી સરદારોને રાજી કરે છે.
\q
\v 4 તેઓ બધા જ વ્યભિચારીઓ છે;
\q તેઓ ભઠિયારાએ સળગાવેલી ભઠ્ઠી જેવા છે,
\q લોટને મસળે ત્યારથી તેને ખમીર ચઢે ત્યાં સુધી
\q આગને બંધ કરે છે.
\q
\v 5 અમારા રાજાના જન્મ દિવસે સરદારો મદ્યપાનની ગરમીથી માંદા પડ્યા છે.
\q તેણે હાંસી ઉડાવનારાઓ સાથે સહવાસ રાખ્યો છે.
\q
\s5
\v 6 કેમ કે પોતાનું હૃદય ભઠ્ઠીની જેમ તૈયાર કરીને,
\q તેઓ કપટભરી યોજના ઘડે છે.
\q તેઓનો ક્રોધ આખી રાત બળતો રહે છે;
\q સવારમાં તે અગ્નિના ભડકાની પેઠે બળે છે.
\q
\v 7 તેઓ બધા ભઠ્ઠીની જેમ ગરમ છે,
\q તેઓ પોતાના ન્યાયાધીશોને ભસ્મ કરી જાય છે.
\q તેઓના બધા રાજાઓ માર્યા ગયા છે;
\q તેઓમાંનો કોઈ મને વિનંતી કરતો નથી.
\q
\s5
\v 8 એફ્રાઇમ વિવિધ લોકો સાથે ભળી જાય છે,
\q તે તો ફેરવ્યા વગરની પૂરી જેવો છે.
\q
\v 9 પરદેશીઓએ તેનું બળ નષ્ટ કર્યું છે,
\q પણ તે તે જાણતો નથી.
\q તેના માથાના વાળ સફેદ થયા છે,
\q પણ તે જાણતો નથી.
\q
\s5
\v 10 ઇઝરાયલનું ગર્વ તેની વિરુદ્ધ સાક્ષી આપે છે;
\q તેમ છતાં, તેઓ યહોવાહ પોતાના ઈશ્વરની પાસે પાછા આવ્યા નથી,
\q આ બધું છતાં, તેઓએ તેમને શોધ્યા પણ નથી.
\q
\v 11 એફ્રાઇમ મૂર્ખ કબૂતરનાં જેવો ભોળો છે,
\q મિસરને બોલાવે છે,
\q તેઓ આશૂરની તરફ જાય છે.
\q
\s5
\v 12 જ્યારે તેઓ જશે, ત્યારે હું તેઓના પર મારી જાળ પાથરીશ,
\q હું તેઓને આકાશના પક્ષીઓની જેમ નીચે લાવીશ.
\q તેઓની જમાતને કહી સંભળાવ્યું તે પ્રમાણે
\q હું તેઓને સજા કરીશ.
\q
\v 13 તેઓને અફસોસ!
\q કેમ કે તેઓ મારી પાસેથી ભટકી ગયા છે.
\q તેઓનો નાશ થાઓ!
\q તેઓએ મારી વિરુદ્ધ બંડ કર્યું છે.
\q હું તેઓને બચાવવા ઇચ્છતો હતો,
\q પણ તેઓએ મારી વિરુદ્ધ જૂઠી વાતો કરી છે.
\q
\s5
\v 14 તેઓ પોતાના હૃદયથી મને પોકારતા નથી,
\q પણ તેઓ પથારીમાં પડ્યા પડ્યા વિલાપ કરે છે.
\q તેઓ અનાજ અને દ્રાક્ષારસ મેળવવા પોતાના પર પ્રહાર કરે છે,
\q તેઓ મારાથી પાછા ફરે છે.
\q
\v 15 મેં તેઓના હાથોને તાલીમ આપીને બળવાન કર્યા છે,
\q છતાં પણ તેઓ મારી વિરુદ્ધ ઈજા કરવાની યોજના કરે છે.
\q
\s5
\v 16 તેઓ પાછા આવે છે,
\q પણ તેઓ મારી તરફ, એટલે આકાશવાસી તરફ પાછા ફરતા નથી.
\q તેઓ નિશાન ચૂકી જનાર ધનુષ્ય જેવા છે.
\q તેઓના સરદારો પોતાની તોછડી જીભને કારણે
\q તલવારથી નાશ પામશે.
\q આ કારણે મિસર દેશમાં તેઓની મશ્કરી થશે.
\s5
\c 8
\q
\v 1 "રણશિંગડું તારા મુખમાં મૂક.
\q તેઓ ગરુડની જેમ યહોવાહના લોકોની સામે આવે છે.
\q કેમ કે તેઓએ મારા કરારનો ભંગ કર્યો છે,
\q મારા નિયમ વિરુદ્ધ બંડ કર્યું છે.
\q
\v 2 તેઓ મને હાંક મારીને કહેશે કે,
\q 'હે ઇઝરાયલના ઈશ્વર, અમે તમને જાણીએ છીએ.'
\q
\v 3 પણ જે સારું છે તેનો ઇઝરાયલે ત્યાગ કર્યો છે,
\q શત્રુ તેની પાછળ પડશે.
\q
\s5
\v 4 તેઓએ રાજાઓ નીમ્યા છે,
\q પણ મારી સંમતિથી નહિ.
\q તેઓએ સરદારો ઠરાવ્યા છે,
\q પણ હું તે જાણતો ન હતો.
\q તેઓએ પોતાના માટે,
\q સોના ચાંદીની મૂર્તિઓ બનાવી છે,
\q પણ મારી મદદ તેઓને મળી શકે તેમ નથી."
\q
\v 5 પ્રબોધક કહે છે, હે સમરુન, યહોવાહે તારા વાછરડાને ફેંકી દીધો છે."
\q યહોવાહ કહે છે કે, "મારો કોપ તેઓની વિરુદ્ધ સળગી ઊઠ્યો છે.
\q કેમ કે તેઓને નિર્દોષ થતાં સુધી કેટલો સમય લાગશે?
\q
\s5
\v 6 કેમ કે એ પણ ઇઝરાયલથી થયું છે;
\q કારીગરે તે બનાવ્યું છે;
\q તેઓ ઈશ્વર નથી.
\q સમરુનના વાછરડાના ટુકડે ટુકડા કરવામાં આવશે.
\q
\v 7 કેમ કે લોકો પવન વાવે છે,
\q અને વંટોળિયો લણશે,
\q તેના કણસલામાંથી અનાજ નહિ મળે,
\q તેની ઊપજમાંથી લોટ નીકળશે નહિ.
\q જો કદાચ તેમાંથી કંઈ નીકળશે,
\q તો વિદેશીઓ તેનો નાશ કરશે.
\q
\s5
\v 8 ઇઝરાયલ ગરક થઈ ગયું છે.
\q વિદેશીઓમાં આજે તેઓ અળખામણા વાસણ જેવા છે.
\q
\v 9 કેમ કે એકલા રખડતા જંગલી ગધેડા જેવા,
\q તેઓ આશૂરની પાસે દોડી ગયા.
\q એફ્રાઇમે પૈસા આપીને પોતાના માટે પ્રીતમો રાખ્યા છે.
\q
\v 10 જો કે તેઓ પ્રજાઓમાં પૈસા આપીને પ્રેમીઓ રાખે છે,
\q તોપણ હું તેઓને ઠેકાણે લાવીશ.
\q જેથી તેઓ થોડી વાર સુધી
\q રાજાના સરદારોને અભિષેક કરવાનું બંધ કરે.
\q
\s5
\v 11 કેમ કે એફ્રાઇમે વેદીઓ વધારીને પાપ વધાર્યાં છે,
\q પણ તે તો પાપ કરવાની વેદીઓ છે.
\q
\v 12 હું તેઓને માટે મારા નિયમમાં દશ હજાર વિધિઓ લખું,
\q પણ તે તેઓના માટે કંઈક વિચિત્ર લાગે છે.
\q
\s5
\v 13 મને બલિદાન ચઢાવતી વખતે,
\q તેઓ માંસનું બલિદાન કરે છે અને તે ખાય છે,
\q પણ હું, યહોવાહ તેઓને સ્વીકારતો નથી.
\q હવે હું તેઓના અપરાધ યાદ કરીશ અને
\q તેઓનાં પાપની સજા કરીશ.
\q તેઓને પાછા મિસર જવું પડશે.
\q
\v 14 ઇઝરાયલના લોકો પોતાના સરજનહારને ભૂલી ગયા છે,
\q તેઓએ મંદિરો બાંધ્યાં છે.
\q યહૂદિયા પાસે કોટબંધ નગરો ઘણાં છે.
\q પણ હું તેઓનાં નગરો ઉપર અગ્નિ મોકલીશ.
\q તે તેઓના કિલ્લાઓને ભસ્મ કરી નાખશે.
\s5
\c 9
\q
\v 1 હે ઇઝરાયલ,
\q બીજા લોકોની જેમ આનંદ ન કર.
\q કેમ કે તું તારા ઈશ્વરને ભૂલીને
\q યહોવાહને વિશ્વાસુ નથી રહ્યો.
\q દરેક ખળીમાં તેં વેતન આપવા ચાહ્યું છે.
\q
\v 2 પણ ખળીઓ તથા દ્રાક્ષાવાડીઓ તેઓનું પોષણ કરશે નહિ;
\q તેને નવા દ્રાક્ષારસની ખોટ પડશે નહિ.
\q
\s5
\v 3 તેઓ યહોવાહના દેશમાં રહી શકશે નહિ;
\q પણ એફ્રાઇમ ફરીથી મિસર જશે.
\q આશૂરમાં તેઓ અપવિત્ર અન્ન ખાશે.
\q
\v 4 તેઓ યહોવાહને દ્રાક્ષારસના અર્પણો ચઢાવશે નહિ,
\q કે તેઓનાં અર્પણો તેઓને ખુશ કરશે નહિ.
\q તેઓનાં બલિદાનો શોક કરનારાઓનાં ખોરાક જેવાં થઈ પડશે.
\q જેઓ તે ખાશે તેઓ અપવિત્ર થશે.
\q કેમ કે તેઓનું અન્ન ફક્ત તેઓના પૂરતું છે;
\q તે યહોવાહના ઘરમાં દાખલ થશે નહિ.
\q
\s5
\v 5 તમે ઠરાવેલા પર્વના દિવસોમાં
\q એટલે યહોવાહના ઉત્સવોના દિવસોમાં શું કરશો?
\q
\v 6 કેમ કે, જો તેઓ વિનાશમાંથી જતા રહ્યા છે,
\q તોપણ મિસર તેઓને એકત્ર કરશે,
\q મેમ્ફિસ તેમને દફનાવશે.
\q તેઓના સુંદર ચાંદીના દાગીના
\q કાંટાળા છોડને હવાલે થશે,
\q તેઓના તંબુઓમાં કાંટા ઊગી નીકળશે.
\q
\s5
\v 7 શિક્ષાના દિવસો આવ્યા છે,
\q બદલો લેવાના દિવસો આવ્યા છે;
\q ઇઝરાયલ તે જાણશે;
\q તારા પુષ્કળ અન્યાયને કારણે
\q તારા મોટા વૈરને કારણે
\q "પ્રબોધક મૂર્ખ ગણાય છે,
\q અને જે માણસમાં ઈશ્વરનો આત્મા છે તે ઘેલો છે."
\q
\s5
\v 8 પ્રબોધક જે મારા ઈશ્વરની સાથે છે તે એફ્રાઇમનો ચોકીદાર છે,
\q પણ તેના બધા માર્ગોમાં પક્ષીઓની જાળ છે,
\q તેના ઈશ્વરના ઘરમાં વૈર છે.
\q
\v 9 ગિબયાહના દિવસોમાં થયા હતા તેમ,
\q તેઓ અતિ ભ્રષ્ટ થયા છે.
\q ઈશ્વર તેઓના અપરાધોને યાદ કરીને,
\q તેઓનાં પાપોની સજા કરશે.
\q
\s5
\v 10 યહોવાહ કહે છે કે, "જેમ અરણ્યમાં દ્રાક્ષા મળે તે જ રીતે મને ઇઝરાયલ મળ્યું.
\q અંજીરીની મોસમમાં જેમ પ્રથમ ફળ મળે તેમ મેં તમારા પૂર્વજોને જોયા.
\q પણ તેઓ બઆલ-પેઓર પાસે ગયા,
\q તેઓ શરમજનક વસ્તુને સમર્પિત થયા.
\q તેઓ પોતાની પ્રિય મૂર્તિઓના જેવા ધિક્કારપાત્ર થયા.
\q
\s5
\v 11 એફ્રાઇમની કીર્તિ પક્ષીની જેમ ઊડી જશે.
\q ત્યાં કોઈ જન્મ, કોઈ ગર્ભવતી અને કોઈ ગર્ભાધાન થશે નહિ.
\q
\v 12 જોકે તેઓ બાળકો ઉછેરે,
\q તોપણ એકપણ પણ માણસ ન રહે ત્યાં સુધી હું તેઓને દૂર લઈ જઈશ.
\q જ્યારે હું તેઓનાથી દૂર જઈશ ત્યારે તેઓને અફસોસ!
\q
\s5
\v 13 મેં તૂરને જોયું છે તેવી રીતે એફ્રાઇમ ફળદ્રુપ જમીનમાં રોપાયેલો છે,
\q પણ એફ્રાઇમ પોતાનાં સંતાનને સંહારકની પાસે બહાર લાવશે."
\q
\v 14 હે યહોવાહ, તેઓને આપો. તમે તેઓને શું આપશો?
\q ગર્ભપાત કરનાર ગર્ભસ્થાન તથા દૂધ વગરનાં સ્તન તેઓને આપો.
\q
\s5
\v 15 ગિલ્ગાલમાં તેઓનાં બધાં દુષ્ટ કાર્યોને કારણે.
\q ત્યાં હું તેઓને ધિક્કારવા લાગ્યો.
\q તેઓનાં દુષ્કૃત્યોને કારણે,
\q હું તેઓને મારા ઘરમાંથી નસાડી મૂકીશ.
\q હવે પછી હું તેઓના પર પ્રેમ નહિ રાખું.
\q તેઓના બધા સરદારો બંડખોર છે.
\q
\s5
\v 16 એફ્રાઇમ રોગગ્રસ્ત છે,
\q તેઓનું મૂળ સુકાઈ ગયું છે;
\q તેમને ફળ આવશે નહિ.
\q જોકે તેઓને સંતાન થાય,
\q તો પણ હું તેઓના વહાલાં સંતાનનો સંહાર કરીશ.
\q
\v 17 મારા ઈશ્વર તેઓને તરછોડી નાખશે
\q કેમ કે તેઓએ તેમનું સાંભળ્યું નથી.
\q તેઓ પરદેશીઓ મધ્યે ભટકનારા થશે.
\s5
\c 10
\q
\v 1 ઇઝરાયલ ફાલેલો તથા ફળતો દ્રાક્ષાવેલો છે.
\q તેણે ફળની અધિકતા પ્રમાણે,
\q વધારે અને વધારે વેદીઓ બાંધી છે.
\q તેની જમીનની ફળદ્રુપતાના પ્રમાણમાં,
\q તેણે સુશોભિત પવિત્રસ્તંભો બનાવ્યા છે.
\q
\v 2 તેઓનું હૃદય કપટી છે;
\q હવે તેઓ પોતાના અપરાધની સજા ભોગવશે.
\q યહોવાહ તેઓની વેદીઓ તોડી નાખશે;
\q તે તેઓનાં ભજનસ્તંભોનો નાશ કરશે.
\q
\s5
\v 3 કેમ કે હવે તેઓ કહેશે,
\q "અમારે કોઈ રાજા નથી,
\q કેમ કે અમે યહોવાહથી બીતા નથી.
\q અને રાજા પણ અમારે માટે શું કરી શકે છે?"
\q
\v 4 તેઓ મિથ્યા વચનો બોલે છે
\q કરાર કરતી વખતે જૂઠા સમ ખાય છે.
\q તેઓના ચુકાદાઓ
\q ખેતરના ચાસમાં ઊગી નીકળતા ઝેરી છોડ જેવા હોય છેે.
\q
\s5
\v 5 બેથ-આવેનના વાછરડાઓને કારણે,
\q સમરુનના લોકો ભયભીત થશે.
\q કેમ કે તેના માટે શોક કરે છે,
\q તેઓના દબદબાને લીધે,
\q વ્યભિચારી યાજકો આનંદ કરતા હતા,
\q પણ તેઓ ત્યાં રહ્યા નથી.
\q
\v 6 કેમ કે મહાન રાજાને માટે બક્ષિસ તરીકે
\q તેને આશૂર લઈ જવામાં આવશે.
\q એફ્રાઇમ બદનામ થશે,
\q ઇઝરાયલ પોતાની જ સલાહની લીધે લજ્જિત થશે.
\q
\s5
\v 7 પાણીની સપાટી પરના લાકડાના પાટિયાની જેમ,
\q સમરુનનો રાજા
\q નાશ પામ્યો છે
\q
\v 8 ઇઝરાયલના પાપના કારણે
\q ભક્તિસ્થાનો નાશ પામશે.
\q તેમની વેદીઓ ઉપર કાંટા અને ઝાંખરાં ઊગી નીકળશે.
\q લોકો પર્વતોને કહેશે કે, "અમને ઢાંકી દો!"
\q અને ડુંગરોને કહેશે કે, અમારા પર પડો!"
\q
\s5
\v 9 "ઇઝરાયલ,
\q ગિબયાના દિવસોથી તું પાપ કરતો આવ્યો છે;
\q શું ગિબયામાં દુષ્ટ કૃત્યો કરનારાઓ સામે યુદ્ધ કરવું ન પડે એ મતલબથી
\q તેઓ ત્યાં પડી રહ્યા છે.
\q
\s5
\v 10 મારી મરજીમાં આવશે ત્યારે હું તેઓને શિક્ષા કરીશ.
\q જ્યારે તેઓ પોતાના બે અન્યાયને કારણે બંધનમાં હશે
\q ત્યારે પ્રજાઓ તેઓની વિરુદ્ધ એકત્ર થશે.
\q
\v 11 એફ્રાઇમ એક તાલીમ પામેલી વાછરડી કે જેને અનાજ મસળવાના ખળામાં ફરવાનું ગમે છે તેના જેવો છે,
\q મેં તેની સુંદર ગરદન પર ઝૂંસરી મૂકી છે.
\q હું એફ્રાઇમ પર ઝૂંસરી મૂકીશ;
\q યહૂદા ખેડશે;
\q યાકૂબ કઠણ જમીન તોડશે.
\q
\s5
\v 12 પોતાને સારુ નેકી વાવો,
\q વિશ્વાસનીયતાનાં ફળ લણો.
\q તમારી પડતર જમીન ખેડો,
\q કેમ કે તેઓ આવે અને તમારા પર નેકી વરસાવે ત્યાં સુધી,
\q યહોવાહને શોધવાનો સમય છે.
\q
\v 13 તમે દુષ્ટતા ખેડી છે;
\q તમે અન્યાયના ફળની કાપણી કરી છે.
\q તમે કપટનાં ફળ ખાધાં છે.
\q કેમ કે તેં તારી યોજનાઓ પર,
\q તારા મોટા સૈન્ય પર ભરોસો રાખ્યો છે.
\q
\s5
\v 14 તારા લોકો મધ્યે કોલાહલ થશે,
\q જેમ યુદ્ધને દિવસે શાલ્માને બેથ-આર્બેલનો નાશ કર્યો,
\q તેમ તારા કિલ્લેબંધ નગરોનો નાશ થશે.
\q માતાઓ તેઓનાં બાળકોને પછાડીને તેઓના ચૂરેચૂરા કરશે.
\q
\v 15 કેમ કે, તારી અતિશય દુષ્ટતાને કારણે,
\q હે બેથેલ, તારી સાથે પણ એવું જ કરશે.
\q જ્યારે તે દિવસ આવશે ત્યારે ઇઝરાયલના રાજાનો સંપૂર્ણ નાશ થઈ જશે.
\s5
\c 11
\q
\v 1 ઇઝરાયલ બાળક હતો ત્યારે હું તેના પર પ્રેમ રાખતો હતો,
\q મેં મારા દીકરાને મિસરમાંથી બોલાવ્યો હતો.
\q
\v 2 જેમ જેમ તેઓને બોલાવ્યા,
\q તેમ તેમ તેઓ દૂર જતા રહ્યા.
\q તેઓએ બાલીમને બલિદાનો આપ્યાં
\q મૂર્તિઓની આગળ ધૂપ બાળ્યો.
\q
\s5
\v 3 જો કે, મેં એફ્રાઇમને ચાલતાં શીખવ્યો.
\q મેં તેઓને બાથમાં લીધા,
\q પણ તેઓ જાણતા ન હતા કે તેઓની સંભાળ રાખનાર હું હતો.
\q
\v 4 મેં તેઓને માનવીય બંધનોથી, પ્રેમની દોરીઓથી દોર્યા.
\q હું તેઓના માટે તેઓની ગરદન પરની ઝૂંસરી ઉઠાવી લેનારના જેવો હતો,
\q હું પોતે વાંકો વળ્યો અને મેં તેઓને ખવડાવ્યું.
\q
\s5
\v 5 શું તે મિસર દેશમાં પાછો ફરશે નહિ?
\q આશૂર તેઓના પર રાજ કરશે.
\q કેમ કે, તેઓએ મારી તરફ પાછા ફરવાનો ઇનકાર કર્યો છે.
\q
\v 6 તેઓની પોતાની યોજનાઓને કારણે,
\q તલવાર તેઓનાં નગરો પર આવી પડશે.
\q તેઓના નગરની ભાગળોનો નાશ કરશે;
\q તે તેઓનો નાશ કરશે.
\q
\v 7 મારા લોકોનું વલણ મારાથી પાછું હઠી જવાનું છે,
\q જોકે તેઓ આકાશવાસી ઈશ્વરને પોકારે છે,
\q પણ કોઈ તેઓને માન આપશે નહિ.
\q
\s5
\v 8 હે એફ્રાઇમ, હું શી રીતે તારો ત્યાગ કરું?
\q હે ઇઝરાયલ, હું તને કેવી રીતે બીજાને સોંપી દઉં?
\q હું શી રીતે તારા હાલ આદમાના જેવા કરું?
\q હું શી રીતે સબોઇમની જેમ તારી સાથે વર્તું?
\q મારું મન પાછું પડે છે;
\q મારી બધી કરુણા પ્રબળ થાય છે.
\q
\v 9 હું મારા ક્રોધના આવેશ મુજબ વર્તીશ નહિ,
\q હું ફરીથી એફ્રાઇમનો નાશ કરીશ નહિ,
\q કેમ કે હું ઈશ્વર છું,
\q માણસ નથી;
\q હું તારી વચ્ચે રહેનાર પરમપવિત્ર ઈશ્વર છું.
\q હું કોપાયમાન થઈને આવીશ નહિ.
\q
\s5
\v 10 યહોવાહ સિંહની જેમ ગર્જના કરશે,
\q તેઓ તેમની પાછળ ચાલશે.
\q હા તે ગર્જના કરશે,
\q અને લોકો પશ્ચિમથી ધ્રૂજતા ધ્રૂજતા આવશે.
\q
\v 11 તેઓ મિસરમાંથી પક્ષીની જેમ,
\q આશૂરમાંથી કબૂતરની જેમ ધ્રૂજારીસહિત આવશે.
\q હું તેઓને ફરીથી તેઓનાં ઘરોમાં વસાવીશ." આ યહોવાહનું વચન છે.
\q
\s5
\v 12 એફ્રાઇમે મને જૂઠથી,
\q અને ઇઝરાયલી લોકોએ ઠગાઈ કરીને મને ઘેરી લીધો.
\q પણ યહૂદા હજી પણ ઈશ્વર પ્રત્યે,
\q તેના વિશ્વાસુ પવિત્ર ઈશ્વર પ્રત્યે, અસ્થિર છે.
\s5
\c 12
\q
\v 1 એફ્રાઇમ વાયુ પર નિર્વાહ કરે છે.
\q પૂર્વના પવન પાછળ જાય છે.
\q તે જૂઠ તથા હિંસાની વૃદ્ધિ કરે છે,
\q તેઓ આશૂરની સાથે કરાર કરે છે,
\q અને મિસરમાં જૈતૂનનું તેલ લઈ જવામાં આવે છે.
\q
\v 2 યહૂદિયા વિરુદ્ધ યહોવાહને દલીલ છે
\q તેઓ યાકૂબને તેનાં કૃત્યોની સજા આપશે;
\q તેનાં કૃત્યો પ્રમાણે તે તેને સજા આપશે.
\q
\s5
\v 3 ગર્ભસ્થાનમાં તેણે પોતાના ભાઈની એડી પકડી,
\q અને પુખ્ત ઉંમરે તેણે ઈશ્વર સાથે બાથ ભીડી.
\q
\v 4 તેણે દેવદૂત સાથે બાથ ભીડી અને જીત્યો.
\q તે રડ્યો અને કૃપા માટે યાચના કરી.
\q તે બેથેલમાં ઈશ્વરને મળ્યો;
\q ત્યાં ઈશ્વરે તેની સાથે વાત કરી.
\q
\s5
\v 5 હા, યહોવાહ, સૈન્યોના ઈશ્વર છે;
\q "યહોવાહ" તે તેમનું સ્મારક નામ છે જેના ઉચ્ચારથી તેમને બોલાવવામાં આવે છે.
\q
\v 6 માટે તમારા ઈશ્વરની તરફ પાછા ફરો.
\q ન્યાય અને વિશ્વાસુપણાને વળગી રહો,
\q તમારા ઈશ્વરની રાહ જોતા રહો.
\q
\s5
\v 7 વેપારીઓના હાથમાં તો ખોટાં ત્રાજવાં છે,
\q તેઓને છેતરપિંડી ગમે છે.
\q
\v 8 એફ્રાઇમ કહે છે, "ખરેખર, હું તો ધનવાન થયો છું,
\q મને સંપત્તિ મળી છે.
\q મારાં સર્વ કાર્યમાં તેઓને કોઈ પણ અન્યાય જડશે નહિ,
\q કે જેનાથી પાપ થાય."
\q
\s5
\v 9 "મિસર દેશથી હું યહોવાહ તમારો ઈશ્વર છું.
\q જેમ મુકરર પર્વના દિવસોમાં તું વસતો હતો,
\q તેમ હું તને ફરીથી મંડપોમાં વસાવીશ.
\q
\v 10 મેં પ્રબોધકો સાથે વાત કરી છે.
\q મેં તેઓને ઘણાં સંદર્શનો આપ્યાં છે.
\q મેં તેઓને પ્રબોધકો મારફતે દ્રષ્ટાંતો આપ્યા છે."
\q
\s5
\v 11 જો ગિલ્યાદમાં દુષ્ટતા છે,
\q લોકો તદ્દન વ્યર્થતારૂપ છે.
\q તેઓ ગિલ્ગાલમાં બળદોનું બલિદાન કરે છે;
\q તેઓની વેદીઓ ખેતરના ચાસમાંના પથ્થરના ઢગલા જેવી છે.
\q
\v 12 યાકૂબ અરામ દેશમાં નાસી ગયો છે;
\q ઇઝરાયલે પત્ની મેળવવા માટે કામ કર્યું,
\q તેણે પત્ની મેળવવા માટે ઘેટાંને ચરાવ્યાં.
\q
\s5
\v 13 પ્રબોધક મારફતે યહોવાહ ઇઝરાયલી લોકોને મિસરમાંથી બહાર લાવ્યા,
\q પ્રબોધક દ્વારા તેઓનું રક્ષણ થયું.
\q
\v 14 એફ્રાઇમે યહોવાહને ઘણા ગુસ્સે કર્યાં છે.
\q તેના રક્તપાત માટે પ્રભુ તેને જ જવાબદાર ઠેરવશે
\q અને તેઓએ જે અપરાધો કર્યા છે તેનો દોષ તેઓના માથે નાખશે.
\s5
\c 13
\q
\v 1 એફ્રાઇમ બોલતો ત્યારે ધ્રૂજારી છૂટતી.
\q ઇઝરાયલમાં તે સન્માન પામતો,
\q પણ બાલની પૂજા કરવાને કારણે તે અપરાધી ઠર્યો અને માર્યો ગયો.
\q
\v 2 હવે તેઓ અધિકાધિક પાપ કરતા જાય છે.
\q તેઓ પોતાની ચાંદીની ઢાળેલી મૂર્તિઓ બનાવે છે,
\q પોતાને માટે પોતાની કુશળતા પ્રમાણેની મૂર્તિઓ બનાવે છે,
\q એ બધી તો કારીગરે બનાવેલી છે,
\q લોકો તેઓના વિષે કહે છે કે,
\q "આ બલિદાન ચઢાવનાર માણસો વાછરડાઓને ચુંબન કરે છે."
\q
\s5
\v 3 તેઓ સવારના વાદળના જેવા,
\q જલદી ઊડી જતા ઝાકળના જેવા,
\q પવનથી ખળામાંના તણાઈ જતા ભૂસા જેવા,
\q ધુમાડિયામાંથી નીકળતા ધુમાડા જેવા થશે.
\q
\s5
\v 4 પણ તમને મિસરમાંથી બહાર લાવનાર હું યહોવાહ તમારો ઈશ્વર છું.
\q મારા સિવાય તમે કોઈ બીજા ઈશ્વરને જાણતા નથી.
\q મારા સિવાય તમારા બીજા કોઈ તારણહાર નથી.
\q
\v 5 મેં તને અરણ્યમાં,
\q મહાન સુકવણાના દેશમાં ઓળખ્યો.
\q
\v 6 જ્યારે તેઓને ઘાસચારો મળ્યો ત્યારે તેઓ ધરાયા;
\q જ્યારે તેઓ તૃપ્ત થયા, ત્યારે તેઓનું હૃદય ગર્વિષ્ઠ થયું
\q તે કારણથી તેઓ મને ભૂલી ગયા.
\q
\s5
\v 7 એટલે હું તમારા માટે સિંહ જેવો થઈશ,
\q દીપડાની જેમ હું રસ્તાની બાજુએ રાહ જોઈને બેસી રહીશ.
\q
\v 8 જેનાં બચ્ચાં છીનવી લેવાયાં હોય તેવી રીંછણની જેમ હું તેઓના પર હુમલો કરીશ;
\q હું તેઓની છાતી ચીરી નાખીશ,
\q ત્યાં સિંહની જેમ હું તેઓનો ભક્ષ કરીશ.
\q જંગલનાં જાનવર તેઓને ફાડી નાખશે.
\q
\s5
\v 9 હે ઇઝરાયલ, તારો વિનાશ આવી રહ્યો છે,
\q કેમ કે તું તથા તારા મદદગારો મારી વિરુદ્ધ થયા છો.
\q
\v 10 તારાં બધાં નગરોમાં તારું રક્ષણ કરનાર,
\q તારો રાજા ક્યાં છે?
\q "મને રાજા તથા સરદારો આપો"
\q જેના વિષે તેં મને કહ્યું હતું તે તારા અધિકારીઓ ક્યાં છે?
\q
\v 11 મેં મારા ગુસ્સામાં તમને રાજા આપ્યો હતો, પછી ક્રોધમાં મેં તેને લઈ લીધો.
\q
\s5
\v 12 એફ્રાઇમના અન્યાયનો સંગ્રહ કરવામાં આવ્યો છે;
\q તેનું પાપ ભંડારમાં ભરી રાખ્યું છે.
\q
\v 13 તેના પર પ્રસૂતાનું દુઃખ આવશે,
\q પણ તે મૂર્ખ દીકરો છે,
\q કેમ કે જન્મ થવાના સમયે તે અટકવું ન જોઈએ એવો સમય આવ્યો છે.
\q
\s5
\v 14 શું હું મૂલ્ય ચૂકવીને તેઓને શેઓલમાંથી છોડાવી લઈશ?
\q હું તેઓને મૃત્યુમાંથી છોડાવીશ?
\q હે મૃત્યુ, તારી પીડા ક્યાં છે?
\q હે શેઓલ, તારો વિનાશ ક્યાં છે?
\q પશ્ચાતાપ મારી આંખોથી છુપાઈ જશે.
\q
\s5
\v 15 જોકે એફ્રાઇમ તેના સર્વ ભાઈઓમાં ફળદ્રુપ હશે,
\q તોપણ પૂર્વનો પવન આવશે,
\q એટલે યહોવાહનો પવન અરણ્યમાંથી આવશે,
\q એફ્રાઇમના ઝરા સુકાઈ જશે,
\q તેના કૂવામાં પાણી રહેશે નહિ.
\q તેના શત્રુઓ ભંડારની દરેક કિંમતી વસ્તુઓ લૂંટશે.
\q
\s5
\v 16 સમરુને ઈશ્વરની વિરુદ્ધ બંડ કર્યું છે;
\q માટે તેણે પોતાના અપરાધનું ફળ ભોગવવું પડશે.
\q તેઓ તલવારથી માર્યા જશે;
\q તેઓનાં બાળકોને પછાડીને ટુકડે ટુકડા કરવામાં આવશે,
\q તેઓની ગર્ભવતી સ્ત્રીઓનાં પેટ ચીરી નાખવામાં આવશે.
\s5
\c 14
\q
\v 1 હે ઇઝરાયલ, યહોવાહ તારા ઈશ્વરની પાસે પાછો આવ,
\q કેમ કે તારા અન્યાયને લીધે તું પડી ગયો.
\q
\v 2 તારી સાથે પસ્તાવાના શબ્દો લઈને યહોવાહની પાસે પાછો આવ.
\q તેમને કહો, "અમારાં પાપો દૂર કરો,
\q કૃપાથી અમારો સ્વીકાર કરો,
\q જેથી અમે તમને સ્તુતિના અર્પણ ચઢાવીએ.
\q
\s5
\v 3 આશૂર અમને બચાવી શકશે નહિ;
\q અમે યુદ્ધ માટે ઘોડાઓ પર સવારી કરીશું નહિ.
\q હવે પછી કદી અમે હાથે ઘડેલી મૂર્તિને કહીશું નહિ,
\q 'કે તમે અમારા દેવો છો,'
\q કેમ કે અનાથો પર તમારી રહેમનજર છે."
\q
\s5
\v 4 "તેઓના પાછા ફરવાથી હું તેઓને સજા કરીશ નહિ.
\q હું ઉદારપણાથી તેઓના પર પ્રેમ કરીશ,
\q કેમ કે મારો ક્રોધ તેઓના પરથી પાછો ફર્યો છે.
\q
\v 5 હું ઇઝરાયલને માટે ઝાકળ જેવો થઈશ;
\q તે કમળની જેમ ખીલશે,
\q લબાનોનનાં વૃક્ષોની જેમ તેના મૂળ ઊંડા નાખશે.
\q
\v 6 તેની ડાળીઓ ફેલાઇ જશે,
\q તેનો દેખાવ સુંદર જૈતૂનવૃક્ષના જેવો હશે,
\q અને તેની સુવાસ લબાનોનના જેવી હશે.
\q
\s5
\v 7 તેના છાયામાં રહેનારા લોકો પાછા ફરશે;
\q તેઓ અનાજના છોડની જેમ ફળવાન થશે,
\q દ્રાક્ષાવેલાની જેમ ખીલશે;
\q તેની સુગંધ લબાનોનના દ્રાક્ષારસ જેવી થશે.
\q
\v 8 એફ્રાઇમ કહેશે, .'મારે મૂર્તિઓ સાથે શો લાગભાગ?
\q હું તેની સંભાળ રાખીશ એવો મેં તેને જવાબ આપ્યો.
\q હું દેવદારના લીલા વૃક્ષ જેવો છું;
\q મારી પાસેથી જ તને ફળ મળે છે."
\q
\s5
\v 9 કોણ જ્ઞાની હશે કે તે આ બાબતોને સમજે?
\q કોણ બુદ્ધિશાળી વ્યક્તિ હોય કે તેને આ બાબતનું જ્ઞાન થાય?
\q કેમ કે યહોવાહના માર્ગો સત્ય છે,
\q ન્યાયી માણસ તેના ઉપર ચાલશે,
\q પણ બંડખોરો તેમાં ઠોકર ખાશે.

395
29-JOL.usfm Normal file
View File

@ -0,0 +1,395 @@
\id JOL
\ide UTF-8
\h Joel
\toc1 Joel
\toc2 Joel
\toc3 jol
\mt1 Joel
\s5
\c 1
\p
\v 1 યહોવાહનું જે વચન પથુએલના દીકરા યોએલ પાસે આવ્યું તે આ છે;
\q
\v 2 હે વડીલો, તમે આ સાંભળો અને દેશના સર્વ વતનીઓ તમે પણ ધ્યાન આપો.
\q આ તમારા સમયમાં બન્યું છે કે,
\q તમારા પૂર્વજોના સમયમાં?
\q
\v 3 તમારાં સંતાનોને એ વિષે કહી સંભળાવો,
\q અને તમારાં સંતાનો તેમના સંતાનોને કહે,
\q અને તેઓના સંતાનો તેઓની પછીની પેઢીને તે કહી જણાવે.
\q
\s5
\v 4 જીવડાંઓએ રહેવા દીધેલું તીડો ખાઈ ગયાં;
\q તીડોએ રહેવા દીધેલું તે કાતરાઓ ખાઈ ગયા;
\q અને કાતરાઓએ રહેવા દીધેલું તે ઈયળો ખાઈ ગઈ છે.
\q
\s5
\v 5 હે નશાબાજો, તમે જાગો અને વિલાપ કરો;
\q સર્વ દ્રાક્ષારસ પીનારાઓ, પોક મૂકીને રડો,
\q કેમ કે, સ્વાદિષ્ઠ દ્રાક્ષારસ તમારી પાસેથી લઈ લેવાયો છે.
\q
\v 6 એક બળવાન પ્રજા કે જેના માણસોની સંખ્યા અગણિત છે.
\q તે મારા દેશ પર ચઢી આવી છે.
\q એ પ્રજાનાં દાંત સિંહના દાંત જેવા છે,
\q તેની દાઢો સિંહણની દાઢો જેવી છે.
\q
\v 7 તેણે મારી દ્રાક્ષવાડીનો નાશ કર્યો છે
\q અને મારી અંજીરી છોલી નાખી છે.
\q તેણે તેની છાલ સંપૂર્ણ ઉતારી નાખી છે
\q અને તેની ડાળીઓને સફેદ કરી નાખી છે.
\q
\s5
\v 8 જેમ કોઈ તરુણી પોતાના જુવાન પતિના અવસાનથી શોકનાં વસ્ત્રો પહેરીને વિલાપ કરે છે તેમ તમે વિલાપ કરો.
\q
\v 9 યહોવાહના ઘરમાં ખાદ્યાર્પણો અને પેયાર્પણો આવતાં નથી.
\q યહોવાહના સેવકો, યાજકો, શોક કરે છે.
\q
\v 10 ખેતરો લૂંટાઈ ગયાં છે,
\q ભૂમિ શોક કરે છે.
\q કેમ કે અનાજનો નાશ થયો છે.
\q નવો દ્રાક્ષારસ સુકાઈ ગયો છે.
\q તેલ સુકાઈ જાય છે.
\q
\s5
\v 11 હે ખેડૂતો, તમે લજ્જિત થાઓ.
\q હે દ્રાક્ષવાડીના માળીઓ,
\q ઘઉંને માટે તથા જવ માટે પોક મૂકો;
\q કેમ કે ખેતરોના પાકનો નાશ થયો છે.
\q
\v 12 દ્રાક્ષવેલા સુકાઈ ગયા છે અને અંજીરી પણ સુકાઈ ગઈ છે.
\q દાડમડીના ખજૂરીનાં તેમ જ સફરજનનાં વૃક્ષોસહિત,
\q ખેતરનાં બધાં વૃક્ષો સુકાઈ ગયાં છે.
\q કેમ કે માનવજાતિના વંશજોમાંથી આનંદ જતો રહ્યો છે.
\q
\s5
\v 13 હે યાજકો શોકનાં વસ્ત્રો ધારણ કરો, તમારા વસ્ત્રોને બદલે હૃદય ફાળો .
\q હે વેદીના સેવકો, તમે બૂમ પાડીને રડો.
\q હે મારા ઈશ્વરના સેવકો, ચાલો, શોકના વસ્ત્રોમાં સૂઈ જઈને આખી રાત પસાર કરો.
\q કેમ કે ખાદ્યાર્પણ કે પેયાર્પણ તમારા ઈશ્વરના ઘરમાં આવતાં બંધ થઈ ગયા છે.
\q
\v 14 પવિત્ર ઉપવાસ કરો.
\q અને ધાર્મિક સંમેલન ભરો,
\q વડીલોને અને દેશના સર્વ રહેવાસીઓને
\q તમારા ઈશ્વર યહોવાહના ઘરમાં ભેગા કરો,
\q અને યહોવાહની આગળ વિલાપ કરો.
\q
\s5
\v 15 તે દિવસને માટે અફસોસ!
\q કેમ કે યહોવાહનો દિવસ નજીક છે.
\q તે દિવસ સર્વશક્તિમાન તરફથી વિનાશરૂપે આવશે.
\q
\v 16 શું આપણી નજર સામેથી જ આપણું અન્ન નાશ થયું નથી?
\q આપણા ઈશ્વરના મંદિરમાંથી આનંદ અને ઉત્સાહ જતાં રહ્યાં નથી?
\q
\v 17 જમીનના દગડાં નીચે બી સડી જાય છે.
\q અનાજના પુરવઠા ખાલી થઈ ગયા છે.
\q કોઠારો તોડી નાખવામાં આવ્યા છે.
\q કેમ કે અનાજ સડી ગયું છે.
\q
\s5
\v 18 પશુઓ કેવી ચીસો પાડે છે!
\q જાનવરોના ટોળાં નિસાસા નાખે છે.
\q કેમ કે તેમને માટે બિલકુલ ઘાસચારો રહ્યો નથી.
\q ઘેટાંનાં ટોળાંઓ નાશ પામે છે.
\q
\v 19 હે યહોવાહ, હું તમને વિનંતી કરું છું.
\q કેમ કે અગ્નિએ વનનાં ગૌચરોને ભસ્મ કર્યા છે
\q અને અગ્નિની જ્વાળાઓ ખેતરનાં બધા વૃક્ષોને બાળી નાખ્યાં છે.
\q
\v 20 હા, વનચર પશુઓ પણ હાંફીને તમને પોકારે છે,
\q કેમ કે પાણીના વહેળાઓ સુકાઈ ગયા છે,
\q અને અગ્નિએ વનનાં ગૌચરો ભસ્મ કર્યા છે.
\s5
\c 2
\q
\v 1 સિયોનમાં રણશિંગડું વગાડો,
\q અને મારા પવિત્ર પર્વત પર ભયસૂચક નગારું વગાડો.
\q દેશના સર્વ રહેવાસીઓ, તમે કાંપો
\q કેમ કે યહોવાહનો દિવસ આવે છે;
\q તે દિવસ તદ્દન નજીક આવી પહોંચ્યો છે.
\q
\v 2 અંધકાર અને વિષાદનો દિવસ,
\q વાદળ અને અંધકારનો દિવસ.
\q તે દિવસ પર્વતો પર દેખાતાં ઝળઝળાં જેવો થશે.
\q એવું પહેલાં કદી બન્યું નથી કે,
\q હવે પછી ઘણી પેઢીઓ સુધી,
\q બીજી કોઈ પેઢીઓમાં કદી થશે નહિ,
\q એવી મોટી તથા બળવાન પ્રજા આવશે.
\q
\s5
\v 3 અગ્નિ તેઓની આગળ ભસ્મ કરે છે,
\q અને તેઓની પાછળ જ્વાળાઓ બળે છે.
\q તેઓની સમક્ષ ભૂમિ એદન બાગ જેવી છે,
\q અને તેઓની પાછળ તે ઉજ્જડ અરણ્ય જેવી થાય છે.
\q તેમના હાથમાંથી કોઈ પણ બચી જતું નથી.
\q
\s5
\v 4 તેમનો દેખાવ ઘોડાઓનાં દેખાવ જેવો છે,
\q અને જાણે ઘોડેસવાર હોય તેમ તેઓ દોડે છે.
\q
\v 5 પર્વતોનાં શિખરો પર ગડગડાટ રથોની જેમ
\q ખૂંપરા ભસ્મ કરતી અગ્નિની જવાળાઓની જેમ
\q અને યુદ્ધભૂમિમાં શક્તિશાળી સેનાની જેમતેઓ આગળ વધે છે.
\q
\s5
\v 6 તેઓને જોતાં પ્રજાઓ ધ્રૂજી ઊઠે છે.
\q અને ભયને કારણે સૌના ચહેરા નિસ્તેજ થઈ જાય છે.
\q
\v 7 તેઓ સૈનિકોની માફક દોડે છે
\q અને લડવૈયાની જેમ તેઓ કોટ ઉપર ચઢી જાય છે.
\q તેઓ બધા પોતપોતાને માર્ગે ચાલે છે
\q અને પોતાની હરોળ તોડતા નથી.
\q
\s5
\v 8 તેઓ એકબીજાની સાથે ધક્કાધક્કી કરતા નથી,
\q પણ સીધે માર્ગે જાય છે.
\q તેઓ શસ્ત્રો મધ્યે થઈને પાર ધસી જાય છે.
\q તેઓ પોતાનો માર્ગ બદલતા નથી.
\q
\v 9 તેઓ નગરમાં ઉમટ્યા છે.
\q તેઓ દીવાલો પર દોડે છે.
\q તેઓ ઘરોની અંદર પેસી જાય છે.
\q અને ચોરની જેમ અંદર બારીઓમાં થઈને પ્રવેશે છે.
\q
\s5
\v 10 તેઓની આગળ ધરતી ધ્રુજે છે
\q અને આકાશો થરથરે છે;
\q સૂર્ય અને ચંદ્ર અંધારાઈ જાય છે
\q અને તારાઓ ઝાંખા પડી જાય છે.
\q
\v 11 યહોવાહ તેઓનાં સૈન્યોને મોટે સાદે પોકારે છે,
\q તેઓનું સૈન્ય મોટું છે;
\q અને જેઓ તેમની આજ્ઞા પાળે છે તેઓ શક્તિશાળી છે.
\q યહોવાહનો દિવસ ભારે અને ભયંકર છે
\q તેને કોણ સહન કરી શકે?
\q
\s5
\v 12 તોપણ હમણાં, યહોવાહ કહે છે,
\q સાચા હૃદયથી તમે મારી પાસે પાછા આવો.
\q ઉપવાસ કરો, રુદન અને વિલાપ કરો."
\q
\v 13 તમારાં વસ્ત્રો નહિ પણ તમારા હૃદયો ફાળો,
\q તમારા ઈશ્વર યહોવાહ પાસે પાછા ફરો,
\q તેઓ દયાળુ અને કૃપાળુ છે,
\q તેઓ કોપ કરવામાં ધીમા અને દયાના સાગર છે;
\q વિપત્તિને લીધે તેમને પશ્ચાત્તાપ થાય છે.
\q
\s5
\v 14 કોણ જાણે કદાચ તે પશ્ચાતાપ કરીને પાછા આવે,
\q અને પોતાની પાછળ આશીર્વાદ,
\q એટલે તમારા ઈશ્વર યહોવાહને માટે ખાદ્યાર્પણ અને પેયાર્પણ રહેવા દે.
\q
\s5
\v 15 સિયોનમાં રણશિંગડું વગાડો,
\q પવિત્ર ઉપવાસ જાહેર કરો,
\q અને ધાર્મિક સંમેલન ભરો.
\q
\v 16 લોકોને ભેગા કરો,
\q સમુદાયને પાવન કરો,
\q વડીલોને ભેગા કરો,
\q શિશુઓને એકઠા કરો
\q અને સ્તનપાન કરતાં બાળકોને પણ ભેગા કરો.
\q વર પોતાના ઓરડામાંથી બહાર આવે,
\q અને કન્યા પોતાના લગ્ન મંડપમાંથી બહાર નીકળીને ત્યાં જાય.
\q
\s5
\v 17 યાજકો, જેઓ યહોવાહના સેવકો છે,
\q તેઓ પરસાળ અને વેદીની વચ્ચે રડો.
\q તેઓ એમ કહે કે, હે યહોવાહ, તમારા લોકો પર દયા કરો,
\q અને તમારા વારસાને બદનામ થવા ન દો,
\q જેથી વિદેશીઓ તેમના પર રાજ ન કરે.
\q દેશમાં એવું શા માટે કહેવા દેવામાં આવે કે,
\q તેઓના ઈશ્વર કયાં છે?"
\q
\s5
\v 18 ત્યારે યહોવાહને પોતાના લોકને માટે લાગણી થઈ,
\q અને તેમને પોતાના લોકો પર દયા આવી.
\q
\v 19 પછી યહોવાહે પોતાના લોકોને જવાબ આપ્યો;
\q "જુઓ, હું તમારે માટે અનાજ, દ્રાક્ષારસ, અને તેલ મોકલીશ.
\q તમે તેઓથી તૃપ્ત થશો.
\q અને હું હવે પછી કદી તમને વિદેશીઓમાં નિંદાપાત્ર થવા દઈશ નહિ.
\q
\s5
\v 20 પણ હું ઉત્તરના સૈન્યોને તમારામાંથી ઘણે દૂર હાંકી કાઢીશ
\q અને હું તેઓને ઉજ્જડ તથા વેરાન દેશમાં મોકલી દઈશ.
\q અને તેઓની અગ્ર હરોળના ભાગને સમુદ્રમાં,
\q અને અંતિમ હરોળના સૈન્યને પશ્ચિમ સમુદ્ર તરફ ધકેલી દઈશ.
\q તેની દુર્ગંધ ફેલાશે,
\q અને તેની બદબો ઊંચી ચઢશે.
\q હું મોટા કાર્યો કરીશ."
\q
\s5
\v 21 હે ભૂમિ, ગભરાઈશ નહિ, હવે ખુશ થા અને આનંદ કર,
\q કેમ કે યહોવાહે મહાન કાર્યો કર્યાં છે.
\q
\v 22 હે વનચર પશુઓ, તમે ડરશો નહિ;
\q કેમ કે ગૌચરની જગ્યાઓ ફરીથી હરિયાળી થશે.
\q વૃક્ષો પોતાના ફળ ઉપજાવશે,
\q અંજીરવૃક્ષો અને દ્રાક્ષાવેલાઓ ફરીથી ફળવંત થશે.
\q
\v 23 હે સિયોનપુત્રો, ખુશ થાઓ,
\q અને યહોવાહ તમારા ઈશ્વરના નામે આનંદ કરો.
\q કેમ કે તે તમને શરૂઆતનો વરસાદ જોઈએ તેટલો મોકલી આપે છે.
\q તે તમારા માટે વરસાદ વરસાવશે,
\q એટલે પ્રારંભનો અને અંતનો વરસાદ અગાઉની જેમ વરસાવશે.
\q
\s5
\v 24 ખળીઓ ફરીથી ઘઉંથી ભરાઈ જશે
\q અને કુંડો જૈતતેલ અને દ્રાક્ષારસથી છલકાઈ જશે.
\q
\v 25 "તીડો, કાતરાઓ, ઈયળો તથા જીવડાઓની મોટી ફોજ,
\q મેં મારા તરફથી તમારામાં મોકલી હતી,
\q તે જે વર્ષોનો પાક ખાઈ ગઈ છે તે પાક હું તમને પાછો આપીશ.
\q
\s5
\v 26 તમે પુષ્કળ ભોજનથી તૃપ્ત થશો,
\q અને તમારા ઈશ્વર યહોવાહ જે તમારી સાથે આશ્ચર્યકારક રીતે વર્ત્યા છે,
\q તેમના નામની તમે સ્તુતિ કરશો,
\q અને ફરી કદી મારા લોક બદનામ થશે નહિ.
\q
\v 27 પછી તમને ખબર પડશે કે, હું ઇઝરાયલમાં છું,
\q અને હું તમારો ઈશ્વર યહોવાહ છું,
\q અને બીજા કોઈ ઈશ્વર નથી,
\q અને મારા લોકો કદી બદનામ થશે નહિ.
\q
\s5
\v 28 ત્યારે તમે જાણશો કે
\q હું મારો આત્મા સર્વ મનુષ્ય પર રેડી દઈશ.
\q તમારા દીકરાઓ અને દીકરીઓ પ્રબોધ કરશે,
\q તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે
\q તમારા યુવાનોને સંદર્શનો થશે.
\q
\v 29 વળી તે સમયે દાસો અને દાસીઓ ઉપર,
\q હું મારો આત્મા રેડીશ.
\q
\s5
\v 30 વળી હું પૃથ્વી પર અને આકાશમાં આશ્ચર્યજનક કાર્યો બતાવીશ,
\q એટલે કે લોહી, અગ્નિ તથા ધુમાડાના સ્તંભો.
\q
\v 31 યહોવાહનો મહાન અને ભયંકર દિવસ આવે તે પહેલાં,
\q સૂર્ય અંધકારરૂપ,
\q અને ચંદ્ર લોહીરૂપ થઈ જશે.
\q
\s5
\v 32 તે સમયે એમ થશે કે, જે કોઈ યહોવાહને નામે વિનંતી કરશે તે ઉધ્ધાર પામશે.
\q કેમ કે જેમ યહોવાહે કહ્યું છે તેમ,
\q સિયોન પર્વત પર અને યરુશાલેમમાં કેટલાક બચી જશે,
\q અને બાકી રહેલાઓમાંથી,
\q જેને યહોવાહ બોલાવે છે તેઓનો પણ બચાવ થશે.
\s5
\c 3
\q
\v 1 જુઓ, તે દિવસોમાં એટલે કે તે સમયે,
\q જ્યારે હું યહૂદિયા અને યરુશાલેમની ગુલામગીરી ફેરવી નાખીશ,
\q
\v 2 ત્યારે હું બધી પ્રજાઓને એકત્ર કરીશ,
\q અને તેઓને યહોશાફાટની ખીણમાં નીચે લઈ આવીશ.
\q કેમ કે મારા લોક, એટલે મારો વારસો ઇઝરાયલ,
\q જેઓને તેઓએ વિવિધ દેશોમાં વિખેરી નાખ્યા,
\q અને મારી ભૂમિ વિભાજિત કરી નાખી છે તેને લીધે,
\q હું તેઓનો ત્યાં ન્યાય કરીશ.
\q
\v 3 તેઓએ ચિઠ્ઠીઓ નાખી મારા લોકોને વહેંચી લીધા છે,
\q છોકરાઓ આપીને તેઓએ ગણિકાઓ લીધી છે,
\q અને મદ્યપાન કરવા તેઓએ છોકરીઓ વેચી છે.
\q જેથી તેઓ મદ્યપાન કરી શકે.
\q
\s5
\v 4 હે તૂર, સિદોન તથા પલિસ્તીના બધા પ્રાંતો,
\q તમે મારા પર શાથી ગુસ્સે થયા છો? તમારે અને મારે શું છે?
\q શું તમે મારા પર વેર વાળશો?
\q જો તમે મારા પર વેર વાળશો તો,
\q બહુ ઝડપથી હું તમારું જ વૈર તમારા માથા પર પાછું વાળીશ.
\q
\v 5 તમે મારું સોના અને ચાંદી લઈ લીધાં છે,
\q તથા મારી સર્વ કિંમતી વસ્તુઓ તમારા સભાસ્થાનોમાં લઈ ગયા છો.
\q
\v 6 વળી તમે યહૂદિયાના વંશજોને અને યરુશાલેમના લોકોને, ગ્રીકોને વેચી દીધા છે,
\q જેથી તમે તેઓને પોતાના વતનમાંથી દૂર કરી શકો.
\q
\s5
\v 7 જુઓ, જ્યાં તમે તેઓને વેચ્યાં છે ત્યાંથી હું તેમને છોડાવી લાવીશ.
\q અને તમારું વૈર તમારા જ માથા પર પાછું વાળીશ.
\q
\v 8 હું તમારા દીકરાઓને અને દીકરીઓને,
\q યહૂદિયાના લોકોના હાથમાં આપીશ.
\q તેઓ તેમને શેબાના લોકોને
\q એટલે ઘણે દૂર દેશના લોકોને વેચી દેશે,
\q કેમ કે યહોવાહ એ બોલ્યા છે.
\q
\s5
\v 9 તમે વિદેશી પ્રજાઓમાં આ જાહેર કરો;
\q યુદ્ધની તૈયારી કરો.
\q શ્રેષ્ઠ યોદ્ધાઓને જાગૃત કરો,.
\q તેઓને પાસે આવવા દો,
\q સર્વ લડવૈયાઓ કૂચ કરો.
\q
\v 10 તમારા હળની કોશોને ટીપીને તેમાંથી તરવારો બનાવો
\q અને તમારાં દાંતરડાંઓના ભાલા બનાવો.
\q દુર્બળ માણસો કહે કે
\q હું બળવાન છું.
\q
\s5
\v 11
\q હે આજુબાજુની સર્વ પ્રજાઓ,
\q જલદી આવો,
\q એકત્ર થાઓ''
\q હે યહોવાહ,
\q તમારા યોદ્ધાઓને ત્યાં ઉતારી લાવો.
\q
\s5
\v 12 ''પ્રજાઓ ઊઠો.
\q અને યહોશાફાટની ખીણમાં આવો.
\q કેમ કે આસપાસની સર્વ પ્રજાઓનો,
\q ન્યાય કરવા માટે હું ત્યાં બેસીશ.
\q
\v 13 તમે દાતરડા ચલાવો,
\q કેમ કે કાપણીનો સમય આવ્યો છે.
\q આવો, દ્રાક્ષાઓને ખૂંદો,
\q દ્રાક્ષચક્કી ભરાઈ ગઈ છે,
\q દ્રાક્ષાકુંડો ઉભરાઈ જાય છે,
\q કેમ કે તેમની દુષ્ટતા વધી ગઈ છે."
\q
\s5
\v 14 ન્યાયચુકાદાની ખીણમાં લોકોના ટોળેટોળાં મોટો જનસમુદાય છે
\q કેમ કે ન્યાયચુકાદાની ખીણમાં યહોવાહનો દિવસ પાસે છે.
\q
\v 15 સૂર્ય અને ચંદ્ર અંધારાય છે,
\q અને તારાઓનો પ્રકાશ ઝાંખો પડ્યો છે.
\q
\s5
\v 16 યહોવાહ સિયોનમાંથી ગર્જના કરશે,
\q અને યરુશાલેમમાંથી પોકાર કરશે,
\q પૃથ્વી અને આકાશ કાંપશે,
\q પણ યહોવાહ તેમના લોકો માટે સુરક્ષિત સ્થળ થશે,
\q તેઓ ઇઝરાયલ લોકો માટે કિલ્લો થશે.
\q
\v 17 તેથી તમે જાણશો કે
\q મારા પવિત્ર પર્વત સિયોન ઉપર રહેનાર હું યહોવાહ તમારો ઈશ્વર છું.
\q પછી યરુશાલેમ પવિત્ર બનશે,
\q અને વિદેશીઓ તેના પર ફરી આક્રમણ કરશે નહિ.
\q1
\s5
\v 18 તે દિવસે એમ થશે કે,
\q પર્વતોમાંથી મીઠો દ્રાક્ષારસ ટપકશે,
\q અને ડુંગરોમાંથી દૂધ વહેશે,
\q યહૂદિયાની સુકાઈ ગયેલી ધારાઓ પાણીથી ભરપૂર થશે.
\q શિટ્ટીમની ખીણને પાણી પહોંચાડવા,
\q યહોવાહના પવિત્રસ્થાનમાંથી ઝરો નીકળશે.
\q
\v 19 મિસર વેરાન થઈ જશે,
\q અને અદોમ ઉજ્જડ બનશે,
\q કેમ કે આ લોકોએ યહૂદાના વંશજો પર ઉત્પાત ગુજાર્યો હતો,
\q તેઓએ પોતાના દેશમાં નિર્દોષ લોહી વહેવડાવ્યું છે.
\q
\s5
\v 20 પણ યહૂદિયા સદાકાળ માટે,
\q અને યરુશાલેમ પેઢી દર પેઢી માટે ટકી રહેશે.
\q
\v 21 તેઓનું લોહી કે જેને મેં નિર્દોષ ગણ્યું નથી તેને હું નિર્દોષ ગણીશ,"
\q કેમ કે યહોવાહ સિયોનમાં રહે છે.

745
30-AMO.usfm Normal file
View File

@ -0,0 +1,745 @@
\id AMO
\ide UTF-8
\h Amos
\toc1 Amos
\toc2 Amos
\toc3 amo
\mt1 Amos
\s5
\c 1
\p
\v 1 યહૂદિયાના રાજા ઉઝિયાના શાસનમાં અને ઇઝરાયલના રાજા યોઆશના દીકરા યરોબામના શાસનમાં ધરતીકંપ થયો. તે પહેલાં બે વર્ષ અગાઉ તકોઆના ગોવાળોમાંના આમોસને જે વચન પ્રાપ્ત થયાં તે.
\v 2 તેણે કહ્યું,
\q યહોવાહ સિયોનમાંથી ગર્જના કરશે;
\q યરુશાલેમમાંથી પોકાર કરશે;
\q અને કાર્મેલ શિખર પરનો ઘાસચારો સુકાઈ જશે.
\q અને ભરવાડો શોકાતુર થઈ જશે.''
\q
\s5
\v 3 યહોવાહ આ પ્રમાણે કહે છે;
\q દમસ્કસના ત્રણ ગુનાને લીધે.
\q હા ચાર ગુનાને લીધે,
\q હું તેઓને શિક્ષા કર્યા વગર રહીશ નહિ.
\q કેમ કે તેઓએ ગિલ્યાદને અનાજ ઝૂડવાના લોખંડના સાધનોથી માર્યો છે.
\q
\v 4 પરંતુ હું યહોવાહ હઝાએલના ઘરમાં અગ્નિ મોકલીશ,
\q અને તે બેન-હદાદના મહેલોને ભસ્મ કરી દેશે.
\q
\s5
\v 5 વળી હું દમસ્કસના દરવાજાઓ તોડી નાખીશ
\q અને આવેનની ખીણમાંથી તેના રહેવાસીઓનો નાશ કરીશ,
\q બેથ-એદેનમાંથી રાજદંડ ધારણ કરનારને નષ્ટ કરીશ;
\q અને અરામના લોકો કીરમાં ગુલામગીરીમાં જશે,"
\q એમ યહોવાહ કહે છે.
\q
\s5
\v 6 યહોવાહ આ પ્રમાણે કહે છે કે;
\q "ગાઝાના ત્રણ ગુનાને લીધે,
\q હા, ચારને લીધે,
\q તેઓને શિક્ષા કરવાનું હું ચૂકીશ નહિ,
\q કેમ કે અદોમના લોકોને સોપી દેવા માટે,
\q તેઓ આખી પ્રજાને ગુલામ કરીને લઈ ગયા.
\q
\v 7 હું ગાઝાની દીવાલોને આગ લગાડીશ,
\q અને તે તેના કિલ્લેબંધી મહેલોને નષ્ટ કરી નાખશે.
\q
\s5
\v 8 હું આશ્દોદના બધા રહેવાસીઓ મારી નાખીશ,
\q અને આશ્કલોનમાંથી રાજદંડ ધારણ કરનારનો નાશ કરીશ.
\q હું એક્રોનની વિરુદ્ધ મારો હાથ ફેરવીશ,
\q અને બાકી રહેલા પલિસ્તીઓ નાશ પામશે,"
\q એવું યહોવાહ કહે છે.
\q
\s5
\v 9 યહોવાહ આ પ્રમાણે કહે છે;
\q તૂરના ત્રણ ગુનાને લીધે, હા ચારને લીધે,
\q હું તેને શિક્ષા કર્યા વિના છોડીશ નહિ,
\q તેઓએ ભાઈચારાના કરારનો ભંગ કર્યો છે,
\q અને સમગ્ર પ્રજા અદોમને સોંપી દીધી.
\q
\v 10 હું તૂરની દીવાલોને આગ લગાડીશ,
\q અને તે તેના સર્વ કિલ્લેબંધી ઘરોને નષ્ટ કરી નાખશે."
\q
\s5
\v 11 યહોવાહ આ મુજબ કહે છે;
\q અદોમના ચાર ગુનાને લીધે,
\q હા ત્રણને લીધે,
\q હું તેમને શિક્ષા કર્યા વિના છોડીશ નહિ.
\q કેમ કે હાથમાં તરવાર લઈને તે પોતાના ભાઈઓની પાછળ પડ્યો.
\q અને તેણે દયાનો છેક ત્યાગ કર્યો,
\q અને નિત્ય ક્રોધના આવેશમાં તે મારફાડ કરતો હતો.
\q અને તેનો રોષ કદી શમી ગયો નહિ.
\q
\v 12 હું તેમાન પર અગ્નિ મોકલીશ,
\q અને તે બોસ્રાના મહેલોને ભસ્મ કરી નાખશે."
\q
\s5
\v 13 યહોવાહ આ પ્રમાણે કહે છે,
\q ''આમ્મોનીઓના ત્રણ ગુનાને લીધે, હા ચારને લીધે, હું તેઓને શિક્ષા કરવાનું માંડી વાળીશ નહિ.
\q કેમ કે પોતાના પ્રદેશની સરહદ વિસ્તારવા માટે
\q તેઓએ ગિલયાદમાં ગર્ભવતી સ્ત્રીઓને ચીરી નાખી છે.
\q
\s5
\v 14 પણ હું રાબ્બાના કોટમાં આગ લગાડીશ,
\q અને તે યુદ્ધના સમયે તથા હોંકારાસહિત,
\q અને વાવાઝોડાં તથા તોફાનસહિત,
\q તેના મહેલોને ભસ્મ કરશે.
\q
\v 15 તેઓનો રાજા પોતાના સરદારો સાથે,
\q ગુલામગીરીમાં જશે,"
\q એમ યહોવાહ કહે છે.
\s5
\c 2
\q
\v 1 યહોવાહ આ પ્રમાણે કહે છે;
\q "મોઆબના ત્રણ ગુનાને લીધે,
\q હા ચારને લીધે,
\q હું તેઓને શિક્ષા કરવાનું ચૂકીશ નહિ.
\q કેમ કે તેઓએ અદોમના રાજાના હાડકાં બાળીને ચૂનો કરી નાખ્યો.
\q
\s5
\v 2 હું મોઆબ પર અગ્નિ મોકલીશ.
\q અને તે કરિયોથના કિલ્લેબંધીવાળા મહેલોને ભસ્મ કરી દેશે.
\q મોઆબ હુલ્લડમાં, ઘોંઘાટમાં,
\q તથા રણશિંગડાના અવાજમાં નાશ પામશે.
\q
\v 3 હું તેના ન્યાયાધીશને નષ્ટ કરી નાખીશ
\q અને તેની સાથે તેના સર્વ સરદારોને મારી નાખીશ,"
\q એમ યહોવાહ કહે છે;
\q
\s5
\v 4 યહોવાહ આ પ્રમાણે કહે છે;
\q ''યહૂદિયાના ત્રણ ગુનાને લીધે,
\q હા ચારને લીધે,
\q હું તેઓને શિક્ષા કર્યા વગર રહીશ નહિ.
\q કેમ કે તેઓએ યહોવાહના નિયમોનો અનાદર કર્યો છે,
\q અને તેમની આજ્ઞાઓ પાળી નથી.
\q જે જૂઠાણાંની પાછળ તેઓના પૂર્વજો ફરતા હતા
\q તે જૂઠાણાંએ તેઓને ખોટે માર્ગે દોર્યા છે.
\q
\v 5 હું યહૂદિયા પર આગ લગાડીશ
\q અને એ આગ યરુશાલેમના કિલ્લેબંધીવાળા મહેલોને નષ્ટ કરશે."
\q
\s5
\v 6 યહોવાહ આ પ્રમાણે કહે છે;
\q ''ઇઝરાયલના ત્રણ ગુનાને લીધે,
\q હા ચારને લીધે,
\q હું તેઓને શિક્ષા કર્યા વિના છોડીશ નહિ,
\q કેમ કે તેઓએ રૂપાને સારુ ન્યાયી લોકોને વેચ્યા છે
\q અને ગરીબોને પગરખાંની જોડના બદલામાં વેચ્યા છે.
\q
\s5
\v 7 તેઓ ગરીબોના માથા પરની પૃથ્વીની ધૂળને માટે તલપે છે,
\q અને નમ્ર લોકોને સાચા માર્ગમાંથી દૂર ધકેલી દે છે.
\q પિતા અને પુત્ર એક જ સ્ત્રી પાસે ગયા છે
\q અને મારા પવિત્ર નામ પર બટ્ટો લગાડ્યો છે.
\q
\v 8 તેઓ દરેક વેદીની બાજુમાં ગીરવે લીધેલાં વસ્ત્રો પર સૂઈ જાય છે.
\q અને તેઓ ઈશ્વરના સભાસ્થાનમાં આવતા લોકો પાસેથી દંડ તરીકે લીધેલા નાણાંનો દ્રાક્ષારસ પીએ છે.
\q
\s5
\v 9 તોપણ અમોરીઓ જેઓની ઊંચાઈ એરેજવૃક્ષોની ઊંચાઈ જેટલી હતી;
\q અને જે એલોન વૃક્ષના જેવા મજબૂત હતા,
\q તેઓનો મેં તેઓની આગળથી નાશ કર્યો,
\q મેં ઉપરથી તેઓનાં ફળનો,
\q અને નીચેથી તેઓના મૂળિયાંઓનો નાશ કર્યો.
\q
\v 10 વળી, હું તમને મિસરમાંથી બહાર લઈ આવ્યો,
\q અને મેં તમને અરણ્યમાં ચાળીસ વર્ષ સુધી દોરીને,
\q અમોરીઓના દેશનું વતન આપ્યું.
\q
\s5
\v 11 મેં તમારા દીકરાઓમાંથી કેટલાકને પ્રબોધકો
\q અને તમારા જુવાનોમાંથી કેટલાકને નાઝીરીઓ તરીકે ઊભા કર્યા.''
\q યહોવાહ એમ જાહેર કરે છે કે,
\q ''હે ઇઝરાયલી લોકો,
\q શું એવું નથી?''
\q
\v 12 "પણ તમે નાઝીરીઓને દ્રાક્ષારસ પાયો
\q અને પ્રબોધકોને આજ્ઞા કરી કે, પ્રબોધ કરશો નહિ.
\q
\s5
\v 13 જુઓ, જેમ અનાજના પૂળાથી ભરેલું ગાડું કોઈને દબાવી દે છે,
\q તેમ હું તમને તમારી જગ્યાએ દબાવી દઈશ.
\q
\v 14 અને વેગવાનની દોડવીરની શક્તિ ખૂટી જશે;
\q બળવાનની તાકાત લુપ્ત થઈ જશે;
\q અને શૂરવીર પોતાનો બચાવ કરી શકશે નહિ.
\q
\s5
\v 15 ધનુર્ધારીઓ ટકી શકશે નહિ;
\q અને ઝડપથી દોડનાર પોતાનો બચાવ કરી શકશે નહિ;
\q અને ઘોડેસવારો પણ પોતાનો જીવ બચાવી શકશે નહિ.
\q
\v 16 યોદ્ધાઓમા સૌથી બહાદુર પણ,
\q તે દિવસે શસ્ત્રો મૂકી નાસી જશે."
\q એવું યહોવાહ જાહેર કરે છે.
\s5
\c 3
\p
\v 1 હે ઇઝરાયલના લોકો, તમારી વિરુદ્ધ એટલે જે આખી પ્રજાને હું મિસરમાંથી બહાર કાઢી લાવ્યો, તેની વિરુદ્ધ આ જે વચનો યહોવાહ બોલ્યા તે સાંભળો,
\q
\v 2 ''પૃથ્વી પરના સર્વ લોકોમાંથી
\q ફક્ત તમને જ મેં પસંદ કર્યા છે.
\q તેથી હું તમારા સર્વ ગુનાઓ માટે
\q તમને શિક્ષા કરીશ.''
\q
\s5
\v 3 શું બે જણા સંપ કર્યા વગર,
\q સાથે ચાલી શકે?
\q
\v 4 શું શિકાર હાથમાં આવ્યા વગર,
\q સિંહ જંગલમાં ગર્જના કરે?
\q શું કંઈ પણ પકડ્યા વગર,
\q સિંહનું બચ્ચું પોતાની ગુફામાંથી ત્રાડ પાડેે?
\q
\s5
\v 5 પક્ષીને જાળ નાખ્યા વગર,
\q તેને ભૂમિ પર કેવી રીતે પકડી શકાય?
\q જાળ જમીન પરથી છટકીને,
\q કંઈ પણ પકડ્યા વિના રહેશે શું?
\q
\v 6 રણશિંગડું નગરમાં વગાડવામાં આવે,
\q તો લોકો ડર્યા વિના રહે ખરા?
\q શું યહોવાહના હાથ વિના,
\q નગર પર આફત આવી પડે ખરી?
\q
\s5
\v 7 નિશ્ચે સૈન્યોના ઈશ્વર યહોવાહ,
\q પોતાના મર્મો પોતાના સેવક પ્રબોધકોને જાણ કર્યા વિના રહેશે નહિ.
\q
\v 8 સિંહે ગર્જના કરી છે;
\q કોણ ભયથી નહિ ધ્રૂજે?
\q પ્રભુ યહોવાહ બોલ્યા છે;
\q તો કોણ પ્રબોધ કર્યા વગર રહી શકે?
\q
\s5
\v 9 આશ્દોદના મહેલોમાં,
\q અને મિસર દેશના મહેલોમાં જાહેર કરો કે,
\q ''સમરુનના પર્વત ઉપર તમે ભેગા થાઓ.
\q અને જુઓ ત્યાં કેવી અંધાધૂંધી,
\q અને ભારે જુલમ થઈ રહ્યા છે.
\q
\v 10 યહોવાહ આ પ્રમાણે કહે છે કે;
\q ''તેઓને ન્યાયથી વર્તવાની ખબર નથી"
\q તેઓ હિંસાનો સંગ્રહ કરે છે
\q અને લૂંટથી પોતાના ઘર ભરે છે."
\q
\s5
\v 11 તેથી પ્રભુ યહોવાહ કહે છે;
\q દેશની આસપાસ શત્રુ ફરી વળશે;
\q અને તે તમારા કિલ્લાઓ તોડી પાડશે.
\q અને તમારા મહેલોને લૂંટી લેશે."
\q
\v 12 યહોવાહ કહે છે કે;
\q "જેમ ભરવાડ સિંહના મોંમાંથી,
\q તેના શિકારના બે પગ કે કાનનો ટુકડો પડાવી લે છે,
\q તેમ સમરુનમાં પલંગોના ખૂણા પર,
\q તથા રેશમી ગાદલાના બિછાના પર બેસનાર ઇઝરાયલ લોકોમાંથી,
\q કેટલાકનો બચાવ થશે.
\q
\s5
\v 13 સૈન્યોના ઈશ્વર યહોવાહ એમ કહે છે કે,
\q તમે સાંભળો
\q અને યાકૂબના વંશજો સામે સાક્ષી પૂરો.
\q
\v 14 કેમ કે જયારે હું ઇઝરાયલને તેનાં પાપો માટે શિક્ષા કરીશ,
\q તે દિવસે હું બેથેલની વેદીઓને પણ શિક્ષા કરીશ,
\q વેદી પરના શિંગડાં કાપી નાખવામાં આવશે.
\q અને તેઓ જમીન પર પડી જશે.
\q
\s5
\v 15 હું શિયાળાના મહેલો,
\q તથા ઉનાળાના મહેલો બન્નેનો નાશ કરીશ.
\q અને હાથીદાંતના મહેલો નાશ પામશે
\q અને ઘણાં ઘરો પાયમાલ થશે.''
\q એવું યહોવાહ કહે છે.
\s5
\c 4
\q
\v 1 હે સમરુનના પર્વત પરની
\q ગરીબોને હેરાન કરનારી,
\q દુર્બળોને સતાવનારી,
\q "લાવો આપણે પીએ.''
\q એમ પોતાના માલિકોને કહેનારી
\q બાશાનની ગાયો
\q તમે આ વચન સાંભળો.
\q
\v 2 પ્રભુ યહોવાહે પોતાની પવિત્રતાને નામે પ્રતિજ્ઞા લીધી છે કે;
\q ''જુઓ, તમારા પર એવા આપત્તિના દિવસો આવી પડશે કે,
\q જ્યારે તેઓ તમને કડીઓ ઘાલીને,
\q તથા તમારામાંના બાકી રહેલાઓને માછલી પકડવાના ગલ વડે ઘસડી જવામાં આવશે.
\q
\s5
\v 3 નગરની દીવાલના બાકોરામાંથી,
\q તમે દરેક સ્ત્રીઓ સરળ રીતે નીકળી જશો,
\q અને તમને હાર્મોનમાં ફેંકવામાં આવશે"
\q એમ યહોવાહ કહે છે.
\q
\s5
\v 4 "બેથેલ આવીને પાપ કરો,
\q અને ગિલ્ગાલમાં પાપ વધારતા જાઓ.
\q રોજ સવારે તમારાં બલિદાન લાવો,
\q અને ત્રણ ત્રણ દિવસે તમારાં દશાંશો લાવો.
\q
\v 5 ખમીરવાળી રોટલીનું ઉપકારાર્થાપણ કરો,
\q અને ઐચ્છિકાર્પણોના ઢંઢેરો પિટાવી; જાહેરાત કરો,
\q કેમ કે પ્રભુ યહોવાહ કહે છે કે,
\q હે ઇઝરાયલ લોકો
\q એવું તમને ગમે છે.
\q
\s5
\v 6 મેં પણ તમને તમારાં સર્વ નગરોમાં અન્ન અને દાંતને વેર કરાવ્યું છે.
\q અને તમારાં સ્થાનોમાં રોટલીનો દુકાળ પાડ્યો.
\q તેમ છતાં તમે મારી પાસે પાછા આવ્યા નહિ"
\q એવું યહોવાહ કહે છે.
\q
\v 7 "હજી કાપણીને ત્રણ મહિનાનો સમય હતો,
\q ત્યારથી મેં તમારે ત્યાં વરસાદ વરસતો અટકાવી દીધો.
\q મેં એક નગરમાં વરસાદ વરસાવ્યો
\q અને બીજા નગરમાં ન વરસાવ્યો.
\q દેશના એક ભાગ પર વરસતો,
\q અને બીજા ભાગમાં વરસાદ ન વરસતા તે ભાગ સુકાઈ જતો હતો.
\q
\s5
\v 8 તેથી બે કે ત્રણ નગરોના લોકો લથડિયાં ખાતાં પાણી માટે બીજા એક નગરમાં ગયા.
\q પણ ત્યાં તમે તરસ છિપાવી શક્યા નહિ.
\q તેમ છતાં મારી પાસે તમે પાછા આવ્યા નહિ''
\q એવું યહોવાહ કહે છે.
\q
\v 9 "મેં તમારા પર ફૂગની તથા ઝાકળની આફત આણી. તમારા સંખ્યાબંધ બાગ,
\q તમારા દ્રાક્ષના બગીચાઓ
\q તમારાં અંજીરનાં વૃક્ષોને
\q અને તમારાં જૈતૂનનાં વૃક્ષોને,
\q જીવડાંઓ ખાઈ ગયાં છે.
\q તોપણ તમે મારી તરફ પાછા ફર્યા નહિ"
\q એવું યહોવાહ કહે છે.
\q
\s5
\v 10 "મેં મિસરની જેમ તમારા પર મરકી મોકલી છે.
\q મેં તમારા જુવાનોનો તરવારથી સંહાર કર્યો છે.
\q અને તમારા ઘોડાઓનું હરણ કરાવ્યું છે,
\q મેં તમારી છાવણીની દુર્ગંધ તમારાં નસકોરામાં ભરી છે.
\q તોપણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ''
\q એવું યહોવાહ કહે છે.
\q
\v 11 "ઈશ્વરે સદોમ અને ગમોરાની પાયમાલી કરી,
\q તેમ મેં તમારા કેટલાક પર ત્રાસદાયક આફતો મોકલી,
\q તમે બળતામાંથી ખેંચી કાઢેલા ખોયણાના જેવા હતા.
\q તેમ છતાં તમે મારી પાસે પાછા આવ્યા નહિ"
\q એવું યહોવાહ કહે છે.
\q
\s5
\v 12 "એ માટે, હે ઇઝરાયલ; હું તને એ જ પ્રમાણે કરીશ,
\q અને તેથી હું તને એમ જ કરીશ,
\q માટે હે ઇઝરાયલ, તારા ઈશ્વરને મળવા તૈયાર થા!
\q
\v 13 માટે જો, જે પર્વતોને બનાવનાર તથા વાયુનો સર્જનહાર છે.
\q મનુષ્યના મનમાં શું છે તે પ્રગટ કરનાર,
\q પ્રભાતને અંધકારમાં ફેરવી નાખનાર,
\q અને જે પૃથ્વીના ઉચ્ચસ્થાનો પર ચાલનાર છે,
\q તેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવાહ છે."
\s5
\c 5
\p
\v 1 હે ઇઝરાયલના વંશજો તમારા માટે હું દુ:ખનાં ગીતો ગાઉં છું તે સાંભળો.
\q
\v 2 ''ઇઝરાયલની કુમારિકા પડી ગઈ છે;
\q તે ફરીથી ઊભી થઈ શકશે નહિ;
\q તેને પોતાની જમીન પર પાડી નાખવામાં આવી છે;
\q તેને ઊઠાડનાર કોઈ નથી.
\q
\s5
\v 3 કેમ કે પ્રભુ યહોવાહ કહે છે કે;
\q જે નગરમાંથી હજારો બહાર નીકળતા હતા,
\q ત્યાં ઇઝરાયલના વંશના માત્ર સો જ લોકો બચ્યા હશે.
\q અને જ્યાંથી સો બહાર આવ્યા હતા ત્યાં માત્ર દસ જ બચ્યા હશે."
\q
\s5
\v 4 કેમ કે યહોવાહ ઇઝરાયલી લોકોને કહે છે કે,
\q "મને શોધો અને તમે જીવશો!
\q
\v 5 બેથેલની શોધ ન કરો;
\q ગિલ્ગાલમાં ન જશો;
\q અને બેર-શેબા ન જાઓ.
\q કેમ કે નિશ્ચે ગિલ્ગાલના લોકોને બંદીવાસમાં લઈ જવામાં આવશે,
\q અને બેથેલ અતિશય દુ:ખમાં આવી પડશે.''
\q
\s5
\v 6 યહોવાહને શોધો એટલે જીવશો,
\q રખેને તે યૂસફના ઘરમાં,
\q અગ્નિની પેઠે પ્રગટે,
\q તે ભસ્મ કરી નાખે,
\q અને બેથેલ પાસે તેને બુઝાવવા માટે કોઈ હોય નહિ.
\q
\v 7 જે લોકો ન્યાયને કડવાશરૂપ કરી નાખે છે,
\q અને નેકીને પગ નીચે છૂંદી નાખે છે!
\q
\s5
\v 8 જે ઈશ્વરે કૃતિકા અને મૃગશીર્ષ નક્ષત્રો બનાવ્યાં;
\q તે ગાઢ અંધકારને પ્રભાતમાં ફેરવી નાખે છે;
\q અને દિવસને રાત વડે અંધકારમય કરી નાખે છે;
\q જે સાગરના જળને હાંક મારે છે;
\q તેમનું નામ યહોવાહ છે!
\q
\v 9 તે બળવાનો પર અચાનક વિનાશ લાવે છે.
\q અને તેઓના કિલ્લા તોડી પાડે છે.
\q
\s5
\v 10 જેઓ નગરના દરવાજામાં તેઓને ઠપકો આપે છે,
\q પ્રામાણિકપણે બોલનારનો તેઓ તિરસ્કાર કરે છે.
\q
\v 11 તમે ગરીબોને પગ તળે કચડો છો.
\q અને તેઓની પાસેથી અનાજ પડાવી લો છો,
\q તમે ઘડેલા પથ્થરોના ઘર તો બાંધ્યાં છે,
\q પણ તેમાં તમે રહેવા નહિ પામો.
\q તમે રમણીય દ્રાક્ષાવાડીઓ રોપી છે,
\q પણ તેનો દ્રાક્ષારસ તમે પીવા નહિ પામો.
\q
\s5
\v 12 કેમ કે હું જાણું છું કે તમારા ગુના પુષ્કળ છે
\q અને તમારાં પાપ ઘણાં છે,
\q કેમ કે તમે ન્યાયીઓને દુઃખ આપો છો,
\q1 તમે લાંચ લો છો,
\q અને દરવાજામાં બેસીને ગરીબ માણસનો હક ડુબાવો છો.
\q
\v 13 આથી, શાણો માણસ આવા સમયે ચૂપ રહેશે,
\q કેમ કે આ સમય ભૂંડો છે.
\q
\s5
\v 14 ભલાઈને શોધો, બૂરાઈને નહિ,
\q જેથી તમે કહો છો તેમ,
\q સૈન્યોના ઈશ્વર યહોવાહ તમારી સાથે રહેશે.
\q
\v 15 બૂરાઈને ધિક્કારો,
\q અને ભલાઈ ઉપર પ્રેમ રાખો,
\q દરવાજામાં ન્યાયને સ્થાપિત કરો.
\q તો કદાચ સૈન્યોના ઈશ્વર યહોવાહ યૂસફના બાકી રહેલા ઉપર દયા કરે.
\q
\s5
\v 16 સૈન્યોના ઈશ્વર, પ્રભુ;
\q યહોવાહ આ પ્રમાણે કહે છે કે,
\q "શેરીને દરેક ખૂણે શોક થશે,
\q અને બધી શેરીઓમાં તેઓ કહેશે,
\q હાય! હાય! તેઓ ખેડૂતોને શોક કરવાને,
\q વિલાપ કરવાને બોલાવશે.
\q અને વિલાપ કરવામાં પ્રવીણ લોકોને પણ બોલાવશે.
\q
\v 17 સર્વ દ્રાક્ષની વાડીઓમાં શોક થશે,
\q કેમ કે હું આ સર્વ જગ્યાઓમાંથી પસાર થઈશ,"
\q એવું યહોવાહ કહે છે.
\q
\s5
\v 18 તમે જેઓ યહોવાહનો દિવસ ઇચ્છો છો તેઓને અફસોસ!
\q શા માટે તમે યહોવાહનો દિવસ ઇચ્છો છો?
\q તે દિવસ અંધકારરૂપ છે પ્રકાશરૂપ નહિ.
\q
\v 19 તે તો જેમ કોઈ માણસને સિંહ પાસેથી જતાં,
\q અને રીંછનો ભેટો થઈ જાય છે,
\q અથવા ઘરમાં જાય અને ભીંતનો ટેકો લે,
\q અને તેને સાપ કરડે તેવો દિવસ છે.
\q
\v 20 શું એમ નહિ થાય કે યહોવાહનો દિવસ અંધકારભર્યો થશે અને પ્રકાશભર્યો નહિ?
\q એટલે ગાઢ અંધકાર પ્રકાશમય નહિ?
\q
\s5
\v 21 "હું ધિક્કારું છું, હું તમારા ઉત્સવોને ધિક્કારું છું,
\q અને તમારાં ધાર્મિક સંમેલનોથી હરખાઈશ નહિ.
\q
\v 22 જો કે તમે તમારાં દહનીયાર્પણ અને ખાદ્યાર્પણ લાવશો.
\q તોપણ હું તેનો સ્વીકાર કરીશ નહિ,
\q હું તમારાં પુષ્ટ પશુઓનાં શાંત્યર્પણોની સામે જોઈશ પણ નહિ.
\q
\s5
\v 23 તમારા ગીતોનો ઘોંઘાટ મારાથી દૂર કરો;
\q કેમ કે હું તમારી સારંગીનું ગાયન સાંભળીશ નહિ.
\q તમારું વાદ્યસંગીત તમને ગમે તેટલું કર્ણપ્રિય લાગે પણ હું તે સાંભળીશ નહિ.
\q
\v 24 પણ ન્યાયને પાણીની પેઠે,
\q અને નેકીને મોટી નદીની જેમ વહેવા દો.
\q
\s5
\v 25 હે ઇઝરાયલના વંશજો,
\q શું તમે ચાળીસ વર્ષ સુધી અરણ્યમાં મને બલિદાનો તથા અર્પણ ચઢાવ્યાં હતા?
\q
\v 26 તમે તમારા રાજા સિક્કૂથને
\q અને તમારા તારારૂપી દેવ કીયૂનની મૂર્તિઓને માથે ચઢાવી છે.
\q આ મૂર્તિઓને તમે તમારે માટે જ બનાવી છે.
\q
\s5
\v 27 તેથી હું તમને દમસ્કસની હદ પાર મોકલી દઈશ,"
\q એવું યહોવાહ કહે છે,
\q જેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવાહ છે.
\s5
\c 6
\q
\v 1 સિયોનમાં એશઆરામથી રહેનારા,
\q તથા સમરુનના પર્વતોમાં નિર્ભયપણે વસનારા,
\q મુખ્ય પ્રજાઓના નામાંકિત માણસો જેઓ પાસે ઇઝરાયલના લોકો આવે છે,
\q તે તમને અફસોસ!
\q
\v 2 તમારા આગેવાનો કહે છે, "કાલ્નેમાં જઈ અને જુઓ;
\q ત્યાંથી મોટા નગર હમાથમાં જાઓ,
\q અને ત્યાંથી પલિસ્તીઓના ગાથમાં જાઓ,
\q શું તેઓ આ રાજ્યો કરતાં સારા છે?
\q અથવા શું તેઓનો વિસ્તાર તમારાં રાજ્યો કરતાં વિશાળ છે?"
\q
\s5
\v 3 તમે ખરાબ દિવસ દૂર રાખવા માગો છો,
\q અને હિંસાનું રાજ્ય નજીક લાવો છો.
\q
\v 4 તમે હાથીદાંતના પલંગો પર સૂઓ છો
\q વળી તમે પોતાના બિછાનામાં લાંબા થઈને આળોટો છો
\q અને ટોળામાંથી હલવાનનું,
\q અને કોડમાંથી વાછરડાનું ભોજન કરો છો.
\q
\s5
\v 5 તમે અર્થ વગરનાં ગીતો વીણાના સૂર સાથે ગાઓ છો;
\q તમે પોતાના માટે દાઉદની માફક નવાં નવાં વાજિંત્રો બનાવો છો.
\q
\v 6 તેઓ પ્યાલામાંથી દ્રાક્ષારસ પીવે છે.
\q અને પોતાના શરીરે મોંઘામાં મોંઘાં અત્તર લગાવે છે,
\q પણ તેઓ યૂસફની વિપત્તિથી દુઃખી થતા નથી.
\q
\s5
\v 7 તેથી જેઓ ગુલામગીરીમાં જશે તેમાં સૌ પ્રથમ તમે ગુલામગીરીમાં જશો,
\q જેઓ લાંબા થઈને સૂઈ રહેતા હતા. તેઓના એશઆરામનો અંત આવશે.
\q
\v 8 પ્રભુ યહોવાહ, સૈન્યોના ઈશ્વર કહે છે;
\q હું, પ્રભુ યહોવાહ મારા પોતાના સોગન ખાઉં છું કે,
\q "હું યાકૂબના ગર્વને ધિક્કારું છું.
\q અને તેઓના મહેલોનો તિરસ્કાર થશે.
\q એટલે તેઓના નગરને અને તેમાં જે કઈ છે તે બધાને હું દુશ્મનોના હાથમાં સોંપી દઈશ."
\p
\s5
\v 9 જો એ ઘરમાં દશ માણસો પાછળ રહી ગયા હશે તો તેઓ મરી જશે.
\v 10 જ્યારે કોઈ માણસનાં સગામાંથી એટલે તેને અગ્નિદાહ આપનાર તેના હાડકાને ઘરમાંથી બહાર લઈ જવાને તેની લાશને તેઓ ઊંચકી લેશે અને ઘરનાં સૌથી અંદરના માણસને પૂછશે કે હજી બીજો કોઈ તારી સાથે છે? અને તે કહેશે "ના" ત્યારે પેલો કહેશે "ચૂપ રહે; કેમ કે આપણે યહોવાહનું નામ ઉચ્ચારવા લાયક નથી."
\q
\s5
\v 11 કેમ કે, જુઓ, યહોવાહ આજ્ઞા કરે છે,
\q તેથી મોટા ઘરોમાં ફાટફૂટ થશે.
\q અને નાના ઘરના ફાંટો પડશે.
\q
\s5
\v 12 શું ઘોડો ખડક પર દોડી શકે?
\q શું કોઈ ત્યાં બળદથી ખેડી શકે?
\q કેમ કે તમે ન્યાયને ઝેરરૂપ,
\q અને નેકીના ફળને કડવાશરૂપ કરી નાખ્યા છે.
\q
\v 13 જેઓ તમે વ્યર્થ વાતોમાં આનંદ પામો છો,
\q વળી જેઓ કહે છે, ''શું આપણે આપણી પોતાની જ તાકાતથી શિંગો ધારણ કર્યાં નથી?"
\q
\s5
\v 14 સૈન્યોના ઈશ્વર પ્રભુ યહોવાહ કહે છે હે ઇઝરાયલના વંશજો"
\q ''પણ જુઓ, હું તમારી વિરુદ્ધ એક પ્રજાને ઊભી કરીશ,
\q "તે ઉત્તરમાં હમાથના ઘાટીથી દક્ષિણમાં અરાબાની ખાડી સુધી
\q સંપૂર્ણ પ્રદેશ પર વિપત્તિ લાવશે."
\s5
\c 7
\p
\v 1 પ્રભુ યહોવાહે મને આ બતાવ્યું છે; જુઓ, વનસ્પતિની પાછલી ફૂટની શરૂઆતમાં તેમણે તીડો બનાવ્યાં. અને જુઓ, તે રાજાની કાપણી પછીનો ચારો હતો.
\v 2 એ તીડો દેશનું ઘાસ ખાઈ રહ્યાં ત્યારે મેં કહ્યું કે, "હે પ્રભુ યહોવાહ કૃપા કરીને અમને માફ કરો; યાકૂબ કેવી રીતે જીવતો રહી શકે? કેમ કે તે નાનો છે."
\v 3 તેથી યહોવાહને આ વિષે પશ્ચાત્તાપ થયો. તેમણે કહ્યું, "હું તે થવા દઈશ નહિ,"
\p
\s5
\v 4 પ્રભુ યહોવાહે મને આ પ્રમાણે બતાવ્યું કે; પ્રભુ યહોવાહે અગ્નિમાંથી વાદ કર્યો તેમણે મહા ઊંડાણને ભસ્મ કર્યું અને ભૂમિને પણ ભસ્મીભૂત કરત.
\v 5 પણ મેં કહ્યું, હે પ્રભુ યહોવાહ, કૃપા કરીને તેમ થવા દેશો નહિ; યાકૂબ કેમ કરીને જીવતો રહી શકે કેમ કે તે નાનો છે."
\v 6 યહોવાહને એ વિષે પશ્ચાત્તાપ થયો, પ્રભુ યહોવાહ કહે છે, "એ પણ થશે નહિ.''
\p
\s5
\v 7 પછી યહોવાહે મને આમ દર્શાવ્યું; જુઓ, પ્રભુ પોતે હાથમાં ઓળંબો પકડીને ઓળંબે ચણેલી ભીંત પાસે ઊભા રહ્યા.
\v 8 યહોવાહે મને કહ્યું કે, "આમોસ, તને શું દેખાય છે?" મેં કહ્યું, "એક ઓળંબો."પછી પ્રભુએ કહ્યું, "જુઓ, હું મારા ઇઝરાયલ લોકોમાં આ ઓળંબો મૂકીશ હું ફરીથી તેમને માફ કરીશ નહિ.
\q
\s5
\v 9 ઇસહાકનાં ઉચ્ચસ્થાનો ઉજ્જડ થઈ જશે,
\q અને ઇઝરાયલના પવિત્રસ્થાનો વેરાન થઈ જશે,
\q અને હું તરવાર લઈને યરોબઆમના વંશની વિરુદ્ધ ઊઠીશ."
\p
\s5
\v 10 પછી બેથેલના યાજક અમાસ્યાએ ઇઝરાયલના રાજા યરોબઆમને કહાવી મોકલ્યું કે,'' આમોસે ઇઝરાયલી લોકોમાં તારી વિરુદ્ધ કાવતરું રચ્યું છે. આ સર્વ વચનો કદાચ દેશના લોક સહન કરી શકશે નહિ.''
\v 11 કેમ કે આમોસ કહે છે કે;
\q ''યરોબઆમ તરવારથી માર્યો જશે,
\q અને ઇઝરાયલના લોકોને નિશ્ચિત પોતાના દેશમાંથી ગુલામ કરીને લઈ જશે."'
\p
\s5
\v 12 અમાસ્યાએ આમોસને કહ્યું કે, "હે દ્રષ્ટા, જા, યહૂદિયાના દેશમાં નાસી જા અને ત્યાં રોટલી ખાજે તથા ત્યાં પ્રબોધ કરજે.
\v 13 પણ હવે પછી કદી બેથેલમાં ભવિષ્ય ભાખતો નહિ, કેમ કે એ તો રાજાનું પવિત્રસ્થાન છે અને એ રાજાનું ભક્તિસ્થાન છે."
\p
\s5
\v 14 પછી આમોસે અમાસ્યાને કહ્યું, "હું પ્રબોધક નથી કે પ્રબોધકનો દીકરો પણ નથી, હું તો માત્ર ભરવાડ અને ગુલ્લર વૃક્ષની સંભાળ રાખનાર છું.
\v 15 હું ઘેટાનાં ટોળાં સાચવતો હતો ત્યારે યહોવાહે મને બોલાવ્યો અને વળી મને કહ્યું, 'જા, મારા ઇઝરાયલ લોકોને પ્રબોધ કર.'
\p
\s5
\v 16 એટલે હવે તું યહોવાહનું વચન સાંભળ. તું કહે છે કે, ઇઝરાયલ વિરુદ્ધ પ્રબોધ કરીશ નહિ અને ઇસહાકના વંશજો વિરુદ્ધ એક પણ શબ્દ બોલીશ નહિ.'
\v 17 માટે યહોવાહ આમ કહે છે કે;
\q તારી પત્ની નગરની ગણિકા બનશે;
\q અને તારા દીકરાઓ તથા તારી દીકરીઓ તરવારથી માર્યા જશે;
\q તારી ભૂમિ દોરીથી માપીને બીજાઓને વહેંચાશે;
\q તું પોતે અપવિત્ર ભૂમિમાં મૃત્યુ પામશે,
\q અને નિશ્ચે ઇઝરાયલ લોકોને પોતાના દેશમાંથી ગુલામ બનાવીને નિશ્ચે લઈ જવામાં આવશે."'
\s5
\c 8
\p
\v 1 પછી પ્રભુ યહોવાહે મને દર્શનમાં બતાવ્યું ત્યારે જુઓ, ઉનાળામાં થતાં ફળની એક ટોપલી મારા જોવામાં આવી!
\v 2 તેમણે મને કહ્યું, "આમોસ, તું શું જુએ છે?"મેં કહ્યું, ઉનાળામાં થતાં ફળોની ટોપલી."પછી યહોવાહે મને કહ્યું,
\q "મારા ઇઝરાયલી લોકોનો અંત આવ્યો છે;
\q હું તેઓને શિક્ષા કરવાનું ચૂકીશ નહિ.
\q
\v 3 વળી પ્રભુ યહોવાહ કહે છે કે,
\q તે દિવસે મંદિરમાં ગીતો ગાવાને બદલે તેઓ રડશે,
\q અને મૃતદેહોના ઢગલા પડ્યા હશે
\q સર્વ સ્થળે શાંતિથી તેઓ બહાર ફેંકી દેશે!"
\q
\s5
\v 4 જેઓ તમે ગરીબોને લૂંટો છો
\q અને દેશના ગરીબોને કાઢી મૂકો છો તે આ સાંભળો,
\v 5 તેઓ કહે છે કે,
\q ક્યારે ચંદ્રદર્શન પૂરું થાય,
\q અને અમે અનાજ વેચીએ?
\q અને સાબ્બાથ ક્યારે ઊતરે કે અમે ઘઉં ખુલ્લાં મૂકીએ?
\q અને એફાહ નાનો રાખી,
\q અને શેકેલ મોટો રાખીને,
\q તેને ખોટાં ત્રાજવાં,
\q અને કાટલાંથી છેતરપિંડી કરીએ,
\q
\v 6 અમે ગરીબોને ચાંદી આપીને ખરીદીએ છીએ,
\q અને ગરીબોને એક જોડ ચંપલ આપીને ખરીદીએ છીએ અને ભૂસું વેચીએ છીએ.''
\p
\s5
\v 7 યહોવાહે યાકૂબના ગૌરવના સમ ખાધા છે કે, "નિશ્ચે હું કદી એ લોકોનું એકપણ કામ ભૂલીશ નહિ."
\q
\v 8 શું તેને લીધે ધરતી ધ્રૂજી ઊઠશે નહિ,
\q અને તેમાં રહેનારા સર્વ શોક કરશે નહિ?
\q હા તેઓ સર્વ નદીની રેલની પેઠે આવશે,
\q તે ખળભળી જશે,
\q અને મિસર નદીની જેમ પાછો ઊતરી જશે.
\q
\s5
\v 9 "તે દિવસે એમ થશે કે"
\q હું ખરા બપોરે સૂર્યાસ્ત કરીશ,
\q અને ધોળે દિવસે પૃથ્વી પર હું અંધકાર કરીશ.
\q એમ પ્રભુ યહોવાહ કહે છે.
\q
\v 10 વળી, તમારા ઉત્સવોને હું વિલાપમાં ફેરવી નાખીશ
\q અને તમારાં ગીતોને શોકમાં ફેરવી દઈશ,
\q હું તમારા સર્વનાં શરીરો પર ટાટ વીંટળાવીશ
\q અને સર્વના માથાના વાળ મૂંડાવીશ.
\q હું એકનાએક પુત્રના માટે શોક કરવાનો દિવસ લાવીશ,
\q તે દિવસનો અંત અતિશય દુ:ખદ હશે.
\q
\s5
\v 11 યહોવાહ એવું કહે છે, જુઓ, એવો સમય આવી રહ્યો છે કે,
\q "જ્યારે હું દેશમાં દુકાળ મોકલીશ,
\q તે અન્નનો દુકાળ નહિ,
\q કે પાણીનો નહિ,
\q પણ યહોવાહનું વચન સાંભળવાનો દુકાળ મોકલીશ.
\q
\v 12 તેઓ સમુદ્રથી સમુદ્ર સુધી;
\q અને ઉત્તરથી છેક પૂર્વ સુધી
\q યહોવાહનાં વચનોની શોધમાં તેઓ અહીંતહીં ભટકશે,
\q પણ તે તેઓને મળશે નહિ.
\q
\s5
\v 13 તે દિવસે સુંદર કન્યાઓ
\q અને યુવાન માણસો તૃષાથી બેભાન થઈ જશે.
\q
\v 14 જેઓ સમરુનના પાપના સોગન ખાઈને કહે છે કે,
\q હે દાન, તારા દેવના સોગન,
\q અને બેર-શેબાના દેવના સોગન,
\q તેઓ તો પડશે અને ફરી કદી પાછા ઊઠશે નહિ."
\s5
\c 9
\p
\v 1 મેં પ્રભુને વેદી પાસે ઊભેલા જોયા, તેમણે કહ્યું કે,'' બુરજોની ટોચ પર એવો મારો ચલાવો કે ઉંબરા હાલી જાય.
\q અને તે સર્વ લોકનાં માથા પર પડીને તેઓના ચૂરેચૂરા કરો,
\q તેઓનાંમાંથી જે બાકી રહ્યા હશે,
\q તેઓનો હું તરવારથી નાશ કરીશ. તેઓમાંનો એકપણ નાસી જવા પામશે નહિ,
\q અને કોઈ છટકી જવા પામશે નહિ.
\q
\v 2 જો તેઓ ખોદીને શેઓલમાં ઊતરી જાય,
\q તોપણ મારો હાથ તેમને પકડી પાડશે.
\q જો તેઓ આકાશમાં ચઢી જશે,
\q તોપણ હું તેઓને ત્યાંથી નીચે ઉતારીશ.
\q
\s5
\v 3 જો તેઓ કાર્મેલના શિખર પર સંતાઈ જાય,
\q તોપણ હું તેઓને ત્યાંથી શોધી કાઢીશ.
\q જો તેઓ મારાથી સંતાઈને દરિયાને તળિયે સંતાઈ જશે,
\q1 તોપણ હું ત્યાં સર્પને આજ્ઞા કરીશ
\q1 તેઓને કરડવા માટે આદેશ આપીશ, એટલે તે તેઓને ડંખ મારશે.
\q
\v 4 વળી જો તેઓ પોતાના શત્રુઓના હાથે બંદીખાનામાં જાય,
\q તોપણ હું ત્યાં તરવારને આજ્ઞા કરીશ કે તે તેમનો સંહાર કરે.
\q હું તેમના હિતને માટે તો નહિ પણ આપત્તિને સારુ મારી દ્રષ્ટિ રાખીશ."
\q
\s5
\v 5 કેમ કે પ્રભુ, સૈન્યોના ઈશ્વર
\q કે જે ભૂમિને સ્પર્શ કરે છે અને તે ઓગળી જાય છે.
\q અને તેમાં વસનારા સર્વ લોક શોક કરશે;
\q તે તમામ નદીની પેઠે ચઢી આવશે,
\q અને મિસરની નદીની જેમ પાછા ઊતરી જશે.
\q
\v 6 જે આકાશોમાં પોતાનું ઘર બાંધે છે
\q અને પૃથ્વી ઉપર પોતાનો મુગટ સ્થાપે છે,
\q જે સમુદ્રના પાણીને બોલાવીને
\q તેને પૃથ્વીના પડ ઉપર રેડી દે છે,
\q તેમનું નામ યહોવાહ છે.
\q
\s5
\v 7 યહોવાહ એવું કહે છે કે,
\q "હે ઇઝરાયલપુત્રો,
\q શું તમે મારે મન કૂશના લોકો જેવા નથી?"
\q "શું હું ઇઝરાયલપુત્રોને મિસરમાંથી,
\q પલિસ્તીઓને કાફતોરથી,
\q અને અરામીઓને કીરમાંથી બહાર લાવ્યો નથી?
\q
\v 8 જુઓ, પ્રભુ યહોવાહની દ્રષ્ટિ દુષ્ટ રાજ્ય ઉપર છે,
\q અને હું તેને ધરતીના પડ ઉપરથી ભૂંસી નાખીશ,
\q તેમ છતાં હું યાકૂબના વંશનો સંપૂર્ણ સંહાર નહિ કરીશ"
\q
\s5
\v 9 જુઓ, હું આજ્ઞા કરીશ કે,
\q જેવી રીતે અનાજને ચાળણીમાં ચાળવામાં આવે છે,
\q તેમ હું ઇઝરાયલના વંશજોને સઘળી પ્રજાઓમાં ચાળીશ,
\q તેમ છતાં તેમાંનો નાનામાં નાનો દાણો પણ નીચે પડશે નહિ.
\q
\v 10 મારા લોકોમાંના જે પાપીઓ એવું કહે છે કે,
\q અમને કોઈ આફત આવશે નહી કે અમારી સામે પણ આવશે નહી તેઓ સર્વ તરવારથી નાશ પામશે."
\q
\s5
\v 11 "તે દિવસે હું દાઉદનો પડી ગયેલો મંડપ પાછો ઊભો કરીશ,
\q અને તેમાં પડેલી ફાટો સાંધી દઈશ.
\q તેના ખંડેરોની મરામત કરીશ,
\q અને તેને પ્રાચીન કાળના જેવો બાંધીશ,
\q
\v 12 જેથી અદોમના બાકી રહેલા પ્રાંતોનું,
\q અને બીજા બધા દેશો જે પહેલાં મારા નામથી ઓળખાય છે તેઓનું પણ તેઓ વતન પામે''
\q આ કરનાર હું યહોવાહ તે કહું છું.
\q
\s5
\v 13 "જુઓ, યહોવાહ એવું કહે છે કે, એવા દિવસો આવી રહ્યા છે,
\q1 કે ખેડૂતનું કામ કાપણી કરનારના કામ સુધી ચાલશે,
\q અને દ્રાક્ષા પીલનારનું કામ બી વાવનારના કામ સુધી ચાલશે,
\q પર્વતોમાંથી મીઠો દ્રાક્ષનો રસ ટપકશે.
\q અને સર્વ ડુંગરો પીગળી જશે.
\q
\s5
\v 14 હું મારા ઇઝરાયલી લોકોને બંદીવાસમાંથી પાછા લાવીશ.
\q તેઓ નષ્ટ થયેલાં નગરોને ફરીથી બાંધશે અને તેમાં વસશે.
\q તેઓ દ્રાક્ષવાડીઓ રોપશે
\q અને તેનો દ્રાક્ષારસ પીશે તથા બગીચા તૈયાર કરશે અને તેના ફળ ખાશે.
\q
\v 15 હું તેઓને તેઓની પોતાની ભૂમિમાં પાછા સ્થાપીશ,
\q તેઓને મેં જે ભૂમિ આપી છે,
\q તેમાંથી કોઈપણ તેઓને ખસેડી શકશે નહિ.''
\q એવું ઈશ્વર યહોવાહ કહે છે.

51
31-OBA.usfm Normal file
View File

@ -0,0 +1,51 @@
\id OBA
\ide UTF-8
\h Obadiah
\toc1 Obadiah
\toc2 Obadiah
\toc3 oba
\mt1 Obadiah
\s5
\c 1
\p
\v 1 ઓબાદ્યાનું સંદર્શન. પ્રભુ યહોવાહ અદોમ વિષે આમ કહે છે; યહોવાહ તરફથી અમને ખબર મળી છે કે, એક એલચીને પ્રજાઓ પાસે એમ કહીને મોકલવામાં આવ્યો છે " ઊઠો ચાલો આપણે અદોમની વિરુદ્ધ લડાઈ કરવાને જઈએ"
\v 2 જુઓ,"હું તને પ્રજાઓમાં સૌથી નાનું બનાવીશ. તું અતિશય ધિક્કારપાત્ર ગણાઈશ.
\p
\s5
\v 3 ખડકોની બખોલમાં રહેનારા તથા ઊંચે વાસો કરનારા; તારા અંત:કરણના અભિમાને તને ઠગ્યો છે. તું તારા મનમાં એમ માને છે કે, "કોણ મને નીચે ભૂમિ પર પાડશે?"
\v 4 યહોવાહ એમ કહે છે, જો કે તું ગરુડની જેમ ઊંચે ચઢીશ અને જો કે તારો માળો તારાઓમાં બાંધેલો હોય તોપણ ત્યાંથી હું તને નીચે પાડીશ.
\p
\s5
\v 5 જો ચોરો તારી પાસે આવે, જો રાત્રે લૂંટારાઓ તારી પાસે આવે( અરે તું કેવો નષ્ટ થયો છે.) તો શું તેઓને સંતોષ થાય તેટલું તેઓ લઈ નહિ જાય.? જો દ્રાક્ષ વીણનારા તારી પાસે આવે તો, તેઓ નકામી દ્રાક્ષાઓ પડતી નહિ મૂકે?
\v 6 એસાવ કેવો લૂંટાઈ ગયો અને તેના છૂપા ભંડારો કેવા શોધી કાઢવામાં આવ્યા છે!
\p
\s5
\v 7 તારી સાથે મૈત્રી કરનારા સર્વ માણસો તને તારા માર્ગે એટલે સરહદ બહાર કાઢી મૂકશે. જે માણસો તારી સાથે સલાહસંપમાં રહેતા હતા તેઓએ તને છેતરીને તારા પર જીત મેળવી છે. જેઓ તારી રોટલી ખાય છે તેઓએ તારી નીચે જાળ પાથરી છે. તેની તને સમજ પડતી નથી.
\v 8 યહોવાહ કહે છે, તે દિવસે આખા અદોમમાંથી જ્ઞાની પુરુષોનો અને એસાવ પર્વત પરથી બુદ્ધિનો નાશ શું હું નહિ કરું?
\v 9 હે તેમાન, તારા શૂરવીર પુરુષો ભયભીત થઈ જશે જેથી એસાવ પર્વત પરના પ્રત્યેક વ્યકિતનો નાશ અને સર્વનો સંહાર થશે.
\p
\s5
\v 10 તારા ભાઈ યાકૂબ પર જુલમ ગુજાર્યાને કારણે તું શરમથી ઢંકાઈ જઈશ અને તારો સદાને માટે નાશ થશે.
\v 11 જે દિવસે પરદેશીઓ તેની સંપત્તિ લઈ ગયા અને બીજા દેશના લોકો તેનાં દરવાજાઓની અંદર પ્રવેશ્યા અને યરુશાલેમ પર ચિઠ્ઠીઓ નાખી. તે દિવસે તું દૂર ઊભો રહ્યો અને તેઓમાંનો એક જ હોય તેવું તેં કર્યું.
\p
\s5
\v 12 પણ તારા ભાઈના સંકટસમયે તેના હાલ તું જોઈ ન રહે યહૂદાના લોકના વિનાશને સમયે તું તેઓને જોઈને ખુશ ન થા. અને સંકટસમયે અભિમાનથી ન બોલ.
\v 13 મારા લોકોની આપત્તિને દિવસે એમના દરવાજામાં દાખલ ન થા; તેઓની આપત્તિના સમયે તેઓની વિપત્તિ ન નિહાળ. તેમની વિપત્તિના સમયે તેઓની સંપત્તિ પર હાથ ન નાખ.
\v 14 નાસી જતા લોકને કાપી નાખવા માટે તું તેઓના રસ્તામાં આડો ઊભો ન રહે. અને તેના લોકના જેઓ બચેલા હોય તેઓને સંકટસમયે શત્રુઓના હાથમાં સોંપી ન દે.
\p
\s5
\v 15 કેમ કે સર્વ વિદેશીઓ પર યહોવાહનો દિવસ પાસે છે. તમે જેવું બીજા સાથે કર્યું તેવું જ તમારી સાથે થશે. તમારા કૃત્યોનું ફળ તમારે જ ભોગવવું પડશે.
\v 16 જેમ તમે મારા પવિત્ર પર્વત પર પીધું છે, તેમ બધાં વિદેશીઓ નિત્ય પીશે. તેઓ પીશે, અને ગળી જશે, અને તેઓનું અસ્તિત્વ સમાપ્ત થઈ જશે.
\p
\s5
\v 17 પરંતુ સિયોનના પર્વત પર જેઓ બચી રહેલા હશે તેઓ પવિત્ર થશે અને યાકૂબના વંશજો પોતાનો વારસો પ્રાપ્ત કરશે.
\v 18 યાકૂબનું કુટુંબ અગ્નિ જેવું અને યૂસફનું કુટુંબ જ્વાળા જેવું થશે. અને એસાવના વંશજો ખૂંપરારૂપ થશે. અને તેઓ આગ લગાડીને તેને ભસ્મ કરશે. એસાવના ઘરનું કોઈ માણસ જીવતું રહેશે નહિ. કેમ કે યહોવાહ એ બોલ્યા છે.
\p
\s5
\v 19 દક્ષિણના લોકો એસાવના પર્વતનો અને નીચાણના પ્રદેશના લોકો પલિસ્તીઓનો કબજો લેશે; અને તેઓ એફ્રાઇમના અને સમરુનના પ્રદેશનો કબજો લેશે; અને બિન્યામીનના લોકો ગિલયાદનો કબજો લેશે.
\p
\s5
\v 20 બંદીવાસમાં ગયેલા ઇઝરાયલીઓનું સૈન્ય કે જે કનાનીઓમાં છે, તે છેક સારફત સુધીનો કબજો લેશે. અને યરુશાલેમના બંદીવાસમાં ગયેલા લોકો જેઓ સફારાદમાં છે, તેઓ દક્ષિણના નગરોનો કબજો લેશે.
\v 21 એસાવના પર્વતનો ન્યાય કરવા સારુ ઉધ્ધારકો સિયોન પર્વત પર ચઢી આવશે અને રાજ્ય યહોવાહનું થશે.

598
33-MIC.usfm Normal file
View File

@ -0,0 +1,598 @@
\id MIC
\ide UTF-8
\h Micah
\toc1 Micah
\toc2 Micah
\toc3 mic
\mt1 Micah
\s5
\c 1
\p
\v 1 યહૂદિયાના રાજાઓ યોથામ, આહાઝ અને હિઝકિયાના શાસન દરમ્યાન યહોવાહનું વચન મીખાહ મોરાશ્તી પાસે આવ્યું. અને જે તેને સમરુન તથા યરુશાલેમ સંબંધીના સંદર્શનમાં પ્રાપ્ત થયું તે આ છે.
\q
\s5
\v 2 હે સર્વ પ્રજાઓ, સાંભળો.
\q પૃથ્વી તથા તે ઉપર જે છે તે સર્વ ધ્યાન દો.
\q પ્રભુ પોતાના પવિત્ર સભાસ્થાનમાંથી,
\q એટલે પ્રભુ યહોવાહ તમારી વિરુદ્ધ સાક્ષી આપે છે.
\q
\v 3 જુઓ, યહોવાહ પોતાના સ્થાનમાંથી આવે છે;
\q તે નીચે ઊતરીને
\q પૃથ્વીનાં ઉચ્ચસ્થાનો પર ચાલે છે.
\q
\v 4 તેમના પગ નીચે,
\q પર્વતો મીણની જેમ ઓગળે છે,
\q અને ઢોળાવવાળી જગ્યા ઉપરથી વહી જતાં પાણીના ધોધની જેમ,
\q ખીણો ફાટી જાય છે.
\q
\s5
\v 5 આ બધાનું કારણ યાકૂબના અપરાધો છે,
\q અને ઇઝરાયલના કુળના અપરાધોને લીધે એ સર્વ થયું છે.
\q યાકૂબનો અપરાધ શો છે?
\q શું તે સમરુન નથી?
\q અને યહૂદિયાનાં ઉચ્ચસ્થાન ક્યાં છે?
\q શું તે યરુશાલેમ નથી?
\q
\s5
\v 6 "તેથી હું સમરુનને ખેતરના ઢગલા જેવું,
\q અને દ્રાક્ષવાડી રોપવાના સ્થાન જેવું કરીશ.
\q તેના પથ્થરોને હું ખીણોમાં ગબડાવી દઈશ;
\q અને તેના પાયાને ઉઘાડા કરી દઈશ.
\q
\v 7 તેની મૂર્તિઓના ટુકડે ટુકડા થઈ જશે,
\q તેની બધી કમાણી આગમાં ભસ્મ થઈ જશે.
\q અને તેના બધા જૂઠા દેવોની પ્રતિમાઓના હું ચૂરેચૂરા કરી નાખીશ.
\q કેમ કે તેણે એ બધું ગણિકાની કમાણી રૂપે મેળવ્યું છે.
\q અને તે ગણિકાની કમાણી તરીકે જ પાછું જશે.''
\q
\s5
\v 8 એને લીધે હું પોક મૂકીને વિલાપ કરીશ;
\q ઉઘાડા પગે નિર્વસ્ત્ર થઈને ફરીશ,
\q શિયાળવાંની જેમ રડીશ,
\q અને શાહમૃગની જેમ કળકળીશ.
\q
\v 9 કેમ કે, તેના પ્રહાર રુઝવી શકાય એવું નથી
\q કેમ કે યહૂદિયા સુધી ન્યાયચુકાદો આવ્યો છે,
\q તે મારા લોકોના દરવાજા સુધી,
\q છેક યરુશાલેમ સુધી આવી પહોંચ્યો છે.
\q
\v 10 ગાથમાં તે કહેશો નહિ;
\q બિલકુલ વિલાપ કરશો નહિ;
\q બેથ-લે-આફ્રાહમાં, તું ધૂળમાં આળોટ.
\q
\s5
\v 11 હે શાફીરના રહેવાસીઓ, નિર્વસ્ત્ર તથા બદનામ થઈને તું ચાલ્યો જા,
\q સાનાનના રહેવાસીઓ,
\q પોતાના ઘરની બહાર નીકળતા નથી.
\q બેથ-એસેલનો વિલાપ,
\q તમારી પાસેથી તેનું સ્થળ લઈ લેશે.
\q
\v 12 કેમ કે મારોથના લોકો ચિંતાતુર થઈને કંઈ સારું થાય તેની રાહ જોએ છે.
\q કેમ કે, યહોવાહ તરફથી,
\q યરુશાલેમના દરવાજા સુધી આફત આવી પહોંચી છે.
\q
\s5
\v 13 હે લાખીશના લોકો, રથને ઘોડા જોડો.
\q સિયોનની દીકરી માટે પાપની શરૂઆત કરનાર તે હતી,
\q અને તમારામાં ઇઝરાયલના અપરાધ મળ્યા હતા.
\q
\v 14 અને તેથી તું મોરેશેથ-ગાથને વિદાયની ભેટ આપશે.
\q આખ્ઝીબના કુળો, ઇઝરાયલના રાજાઓ સાથે કપટ કરશે.
\q
\s5
\v 15 હે મારેશાના રહેવાસી,
\q હું તારા માટે એક એવી વ્યક્તિને લાવીશ કે જે તને કબજે કરશે,
\q ઇઝરાયલનું ગૌરવ અદુલ્લામની ગુફામાં પણ આવશે.
\q
\v 16 તારાં પ્રિય સંતાનોને લીધે,
\q તારા માથાના વાળ કપાવ,
\q અને તારું માથું મૂંડાવ,
\q અને ગીધની જેમ તારી ટાલ વધાર.
\q કારણ, તેઓ તારી પાસેથી ગુલામગીરીમાં ગયા છે.
\s5
\c 2
\q
\v 1 જેઓ દુષ્ટતા આચરવાની યોજનાઓ કરે છે,
\q જેઓ બિછાનામાં રહીને પાપ કરવાની યોજના કરે છે તેઓને ધિક્કાર છે.
\q પછી પ્રભાતના પ્રકાશમાં તેઓ તેનો અમલ કરે છે.
\q કેમ કે તેઓની પાસે સામર્થ્ય છે.
\q
\v 2 તેઓ ખેતરો મેળવવાની ઇચ્છા રાખે છે તેથી તેને ઘેરી વળે છે;
\q તેઓ ઘર મેળવવાની ઇચ્છા રાખે છે તેથી તેને લઈ લે છે.
\q તેઓ માણસને અને તેની સંપત્તિ માટે છે,
\q માણસો તથા તેના વારસા પર જુલમ કરે છે.
\q
\s5
\v 3 તેથી યહોવાહ આ પ્રમાણે કહે છે કે;
\q "જુઓ, હું આ કુળ ઉપર આફત લાવવાનો છું,
\q એમાંથી તમે તમારી જાતને બચાવી શકો નહિ ,
\q અને તમે હવે હોશિયારીથી ચાલી શકશો નહિ,
\q કેમ કે તે ભયાનક સમય હશે.
\q
\v 4 તે દિવસે તમારા શત્રુઓ તમને મહેણાં ટોણાં મારશે
\q અને તમારે માટે વિલાપનાં ગીતો ગાશે, રુદન કરશે.
\q તેઓ કહેશે કે, 'આપણે ઇઝરાયલીઓ તો સંપૂર્ણ રીતે પાયમાલ થઈ ગયા છીએ;
\q યહોવાહે અમારા લોકનો પ્રદેશ બદલી નાખ્યો છે
\q મારી પાસેથી તે કેવી રીતે લઈ લીધો છે?
\q અને તે (યહોવાહ) અમારા ખેતરો અમને દગો આપનારા વચ્ચે વહેંચી આપે છે!"'
\q1
\v 5 એ માટે, જ્યારે યહોવાહ લોકોની જમીનના ભાગ પાડશે, ત્યારે તમને તે નહિ મળે.
\q
\s5
\v 6 તેઓ કહે છે,
\q પ્રબોધ કરશો નહિ.
\q તેઓએ આ બાબતોનો પ્રબોધ કરવો નહિ;
\q આપણી ઉપર આ લાંછનથી દૂર થવાનું નથી."
\q
\v 7 હે યાકૂબના વંશજો શું આવું કહેવાશે કે,
\q યહોવાહનો આત્મા સંકોચાયો છે?
\q આ શું તેમના કાર્યો છે?
\q જેઓ નીતિમત્તાથી ચાલે છે,
\q સદાચારીને માટે મારા શબ્દો હિતકારક નથી?
\q
\v 8 પણ છેવટે થોડી મુદતથી મારા લોકો શત્રુની જેમ ઊઠ્યા છે.
\q જેઓ એવું વિચારે છે કે તેઓ યુદ્ધમાંથી પાછા ફરતા લોકોની જેમ સુરક્ષિત છે.
\q તેવા નિર્ભયપણે ચાલતાં લોકોના વસ્ત્રમાંથી તમે ઝભ્ભા ઉતારી નાખો છો,
\q
\s5
\v 9 મારા લોકોની સ્ત્રીઓને તમે તેઓનાં આરામદાયક ઘરોમાંથી કાઢી મૂકો છો;
\q અને તેઓનાં બાળકો પાસેથી મારો આશીર્વાદ તમે સદાને માટે લઈ લો છો.
\q
\v 10 ઊઠો, ચાલ્યા જાઓ,
\q કેમ કે આ તમારું સ્થાન નથી કે જ્યાં તમે રહો,
\q કેમ કે તેની અશુદ્ધિ ;
\q હા ભયંકર વિનાશકારક મલિનતા એ તેનું કારણ છે.
\q
\v 11 જો કોઈ અપ્રામાણિક અને દુરાચારી વ્યક્તિ જૂઠું બોલીને પ્રબોધ કરે કે,
\q ''હું કહું છું કે, તમને દ્રાક્ષારસ અને મધ મળશે,"
\q તો તે જ આ લોકોનો પ્રબોધક થશે.
\q
\s5
\v 12 હે યાકૂબ હું નિશ્ચે તારા સર્વ લોકોને ભેગા કરીશ.
\q હું ઇઝરાયલના બચેલાઓને ભેગા કરીશ.
\q હું તેમને વાડાનાં ઘેટાંની જેમ ભેગા કરીશ
\q તથા ગૌચરના ઘેટાંના ટોળાંની જેમ
\q તેઓ લોકોના ટોળાને લીધે મોટો ઘોંઘાટ કરશે.
\q
\v 13 છીંડું પાડનાર તેઓની આગળથી નીકળી ગયો છે.
\q તેઓ ધસારાબંધ દરવાજા સુધી ચાલી જઈને તેમાં થઈને બહાર આવ્યા છે;
\q રાજા તેઓની પહેલાં પસાર થઈ ગયો છે,
\q યહોવાહ તેમના આગેવાન છે.
\s5
\c 3
\q
\v 1 મેં કહ્યું,
\q "હે યાકૂબના આગેવાનો,
\q અને ઇઝરાયલ દેશના શાસકો હવે સાંભળો;
\q શું ન્યાયને જાણવાની તમારી ફરજ નથી?
\q
\v 2 તમે જેઓ ન્યાયને ધિક્કારો છો,
\q અને દુષ્ટતા પર પ્રેમ રાખો છો,
\q તમે મારા લોકોના શરીર પરથી ચામડી
\q અને તેના હાડકાં ઉપરથી માંસ ઉતારી લો છો.
\q
\v 3 તમે મારા લોકોનું માંસ ખાઓ છો,
\q તમે તેમના શરીર ઉપરથી ચામડી ઉતારી નાખો છો,
\q તેમના હાડકાં ભાંગી નાખો છો,
\q અને તેના ટુકડે ટુકડા કરો છો,
\q તેને માંસની જેમ રાંધવા માટે,
\q તમે તેને કઢાઈમાં પાથરી દો છો.
\q
\s5
\v 4 પછી તમે યહોવાહને વિનંતી કરશો,
\q પણ તે તમને ઉત્તર નહિ આપે.
\q તેથી તે સમયે તે તમારાથી મુખ ફેરવી લેશે.
\q કારણ કે તમે અનિષ્ટ કામો કર્યા છે."
\q
\s5
\v 5 યહોવાહ પ્રબોધકો વિષે કહે છે
\q જેઓ મારા લોકોને ખોટા માર્ગે લઈ જાય છે;
\q જેઓ તેમને ખોરાક આપે છે,
\q તેઓ એમ કહે છે,કે ત્યાં સમૃદ્ધિ આવશે.'
\q જેઓ તેમને ખવડાવતા નથી,
\q તેઓ તેમની વિરુદ્ધ યુદ્ધની તૈયારી કરે છે.
\q
\v 6 તેને લીધે તમારા ઉપર એવી રાત પડશે કે, જેમાં તમને કોઈ સંદર્શન નહિ થાય;
\q અને તમારા ઉપર અંધકાર ઊતરશે, તમે ભવિષ્ય ભાખી શકશો નહિ,
\q અને પ્રબોધકોનો સૂર્ય આથમી જશે
\q અને તમારો દિવસ અંધકારમય થઈ જશે.
\q
\v 7 દૃષ્ટાઓ લજ્જિત થશે,
\q અને ભવિષ્યવેત્તાઓ ગૂંચવાઈ જશે,
\q તેઓ બધા પોતાના હોઠ બંધ કરી દેશે,
\q કારણ કે ઈશ્વર તરફથી કંઈ પણ ઉત્તર મળતો નથી."
\q
\s5
\v 8 પરંતુ યાકૂબને તેના અપરાધ,
\q અને ઇઝરાયલને તેના પાપો વિષે જણાવવા માટે,
\q યહોવાહના આત્મા વડે નિશ્ચે સામર્થ્ય,
\q ન્યાય અને શક્તિથી ભરપૂર છું.
\q
\s5
\v 9 હે યાકૂબના વંશના આગેવાનો, તમે હવે આ સાંભળો,
\q અને ઇઝરાયલ કુળના શાસકો,
\q જેઓ ન્યાયને ધિક્કારો છો,
\q અને સર્વ નીતિમત્તાને ઉલટાવો છો,
\q
\v 10 તમે સિયોનને લોહીથી,
\q અને યરુશાલેમને અન્યાય દ્વારા બાંધ્યાં છે.
\q
\v 11 તેના આગેવાનો લાંચ લઈને ન્યાય કરે છે.
\q અને તેના યાજકો પગાર લઈને બોધ કરે છે
\q અને તેના પ્રબોધકો પૈસા લઈને ભવિષ્ય ભાખે છે.
\q એમ છતાં પણ તેઓ યહોવાહ પર આધાર રાખે છે અને કહે છે,
\q "શું યહોવાહ આપણી સાથે નથી?
\q આપણા પર કોઈ આફત આવશે નહિ."
\q
\s5
\v 12 આથી, તમારે કારણે,
\q સિયોનને ખેતરની જેમ ખેડી નાખવામાં આવશે,
\q અને યરુશાલેમમાં કાટમાળનો ઢગલો થઈ જશે,
\q અને ટેકરી ઉપરનું સભાસ્થાન ઝાડી ઝાંખરાથી ઢંકાઈ જશે.
\s5
\c 4
\q
\v 1 પણ પાછલા દિવસોમાં,
\q યહોવાહના સભાસ્થાનના પર્વતની સ્થાપના પર્વતોમાં સૌથી ઉન્નત કરાશે,
\q તેને બીજા ડુંગરો કરતાં ઊચો કરવામાં આવશે.
\q અને લોકોના ટોળેટોળાં ત્યાં ચાલ્યા આવશે.
\q
\s5
\v 2 ઘણાં લોકો આવશે અને કહેશે કે,
\q "ચાલો, આપણે યહોવાહના પર્વત ઉપર,
\q યાકૂબના ઈશ્વરના ઘરમાં જઈએ;
\q તે આપણને તેમના માર્ગો શીખવશે,
\q અને આપણે તેમના માર્ગોમાં ચાલીશું."
\q કેમ કે સિયોનમાંથી નિયમશાસ્ત્ર અને
\q યહોવાહના વચન યરુશાલેમમાંથી બહાર નીકળશે.
\q
\v 3 તે ઘણા લોકોની વચ્ચે ન્યાય કરશે,
\q તે દૂરના બળવાન રાષ્ટ્રોનો ઇન્સાફ કરશે.
\q તેઓ પોતાની તલવારો ટીપીને હળની કોશો બનાવશે;
\q પોતાના ભાલાઓનાં દાતરડાં બનાવશે.
\q પ્રજાઓ એકબીજા વિરુદ્ધ તલવાર ઉગામશે નહિ
\q તેઓ ફરીથી કદી યુદ્ધનું શિક્ષણ લેશે નહિ.
\q
\s5
\v 4 પણ, તેઓ પોતપોતાના દ્રાક્ષાવેલા નીચે
\q તથા પોતપોતાની અંજીરી નીચે બેસશે.
\q કોઈ તેમને બીવડાવશે નહિ,
\q કેમ કે સૈન્યોના યહોવાહના મુખમાંથી આ વચન બોલાયું છે.
\q
\v 5 કેમ કે બધા લોકો,
\q એટલે પ્રત્યેક, પોતપોતાના દેવના નામ પર શ્રધ્ધા રાખીને ચાલશે.
\q પણ અમે સદાસર્વકાળ,
\q યહોવાહ અમારા ઈશ્વરના નામ પર ભરોસો રાખીને ચાલીશું.
\q
\s5
\v 6 યહોવાહ કહે છે કે, "તે દિવસે"
\q "જે અપંગ છે તેવી પ્રજાને હું ભેગી કરીશ
\q જેને મેં દુ:ખી કરીને કાઢી મૂકી છે,
\q તે પ્રજાને હું એકત્ર કરીશ.
\q
\v 7 અપંગમાંથી હું શેષ ઉત્પન્ન કરીશ,
\q દૂર કાઢી મૂકાયેલી પ્રજામાંથી એક શક્તિશાળી પ્રજા બનાવીશ,
\q અને યહોવાહ, સિયોનના પર્વત ઉપરથી તેઓના પર,
\q અત્યારથી તે સર્વકાળ સુધી રાજ કરશે.
\q
\v 8 હે, ટોળાંના બુરજ,
\q સિયોનની દીકરીના શિખર,
\q તે તારે ત્યાં આવશે-
\q એટલે અગાઉનું રાજ્ય,
\q યરુશાલેમની દીકરીનું રાજ્ય આવશે.
\q
\s5
\v 9 હવે તું શા માટે મોટેથી પોકારે છે?
\q તારામાં રાજા નથી?
\q શું તારો સલાહકાર નાશ પામ્યા છે કે,
\q પ્રસૂતિથી પીડાતી સ્ત્રીની જેમ તારા પર વેદના આવી પડી છે?
\q
\v 10 હે સિયોનની દીકરી,
\q પ્રસૂતિથી પીડાતી સ્ત્રીની જેમ
\q તું પીડા પામ તથા
\q જન્મ આપવાને કષ્ટ સહન કર. કેમ કે હવે તું નગરમાંથી બહાર જશે,
\q1 ખેતરમાં રહેશે,
\q1 બાબિલમાં પણ જશે;
\q1 ત્યાંથી તને મુક્ત કરવામાં આવશે;
\q1 ત્યાં યહોવાહ તને
\q1 તારા શત્રુઓના હાથમાંથી મુક્ત કરશે.
\q
\s5
\v 11 હવે ઘણી પ્રજાઓ તારી વિરુદ્ધ ભેગી થઈ છે;
\q તેઓ કહે છે કે, 'તેને અશુદ્ધ કરીએ;
\q સિયોન ઉપર આપણી આંખો લગાવીએ.'"
\q
\v 12 પ્રબોધક કહે છે, તેઓ યહોવાહના વિચારોને જાણતા નથી,
\q કે તેઓ તેમની યોજનાઓને સમજતા નથી,
\q કેમ કે તેમણે તેઓને ખળીઓમાં પૂળીઓની જેમ ભેગા કર્યા છે.
\q
\s5
\v 13 યહોવાહ કહે છે, "હે સિયોનની દીકરી, ઊઠીને ઝૂડ,
\q કેમ કે હું તારા શિંગડાંને લોખંડનાં,
\q તારી ખરીઓ કાંસાની બનાવીશ;
\q તું તેના વડે ઘણાં લોકોને કચડી નાખશે.
\q તું તેઓના અનુચિત ધનનું યહોવાહને,
\q તેઓની સંપત્તિને આખી પૃથ્વીના પ્રભુને સમર્પણ કરશે."
\s5
\c 5
\q
\v 1 હે સૈન્યોની દીકરી,
\q હવે તું તારા સૈન્ય સહિત એકત્ર થશે.
\q તેણે નગરની આસપાસ ઘેરો ઘાલ્યો છે;
\q તેઓ ઇઝરાયલના ન્યાયાધીશ પર પ્રહાર કરશે,
\q ગાલ પર સોટી વડે મારશે.
\q
\s5
\v 2 હે બેથલેહેમ એફ્રાથા,
\q જો કે તું યહૂદાના કુળો મધ્યે વિસાત વગરનું છે,
\q પણ ઇઝરાયલમાં રાજ કરવા,
\q તારામાંથી એક રાજકર્તા ઉત્પન્ન થશે, તે મારી પાસે આવશે,
\q જેનો પ્રારંભ પ્રાચીન કાળથી,
\q અનંતકાળથી છે.
\q
\v 3 એ માટે જે પ્રસવવેદનાથી પીડાય છે તેને બાળકનો પ્રસવ થશે,
\q તે સમયથી યહોવાહ પોતાના લોકોનો ત્યાગ કરશે,
\q પછી તેના બાકી રહેલા ઇઝરાયલ લોકોની પાસે તે પાછા આવશે.
\q
\s5
\v 4 યહોવાહના સામર્થ્યથી તથા
\q પોતાના ઈશ્વર યહોવાહના નામના પ્રતાપથી
\q તે પુરુષ ઊભો રહીને પોતાના ટોળાનું પાલન કરશે.
\q તેઓ કાયમ રહેશે.
\q કેમ કે હવે તે પૃથ્વીના છેડા સુધી મોટો ગણાશે.
\q
\v 5 તે આપણી શાંતિ થશે,
\q જ્યારે આશૂરીઓનું સૈન્ય આપણા દેશમાં આવશે,
\q જ્યારે તેઓ આપણા કિલ્લાઓ ઉપર કૂચ કરશે,
\q ત્યારે આપણે તેની વિરુદ્ધ સાત પાળકોને
\q તથા આઠ આગેવાનોને ઊભા કરીશું.
\q
\s5
\v 6 આ માણસો આશૂરના દેશ પર તલવારથી,
\q નિમ્રોદના દેશ પર તેઓના હાથોમાંની તલવારોથી શાસન કરશે,
\q જ્યારે તેઓ આપણા દેશમાં આવીને,
\q આપણી સરહદોમાં ફરશે.
\q ત્યારે તે આપણને આશૂરથી બચાવશે.
\q
\v 7 ત્યારે યાકૂબના બચેલા ઘણાં લોકો મધ્યે તેઓ,
\q યહોવાહે મોકલેલા ઝાકળ જેવા,
\q ઘાસ ઉપર વરસતા વરસાદ જેવા થશે.
\q તેઓ મનુષ્ય માટે રોકાતા નથી,
\q કે માનવજાત માટે રાહ જોતા નથી.
\q
\s5
\v 8 યાકૂબના બચેલા ઘણી પ્રજાઓ મધ્યે,
\q ઘણાં લોકો મધ્યે,
\q જંગલના પશુઓ મધ્યે સિંહના જેવા,
\q ઘેટાંના ટોળાંમાં સિંહના બચ્ચા જેવા થશે.
\q જ્યારે તે તેઓમાં થઈને જાય છે, ત્યારે તે તેઓને કચડી નાખીને ટુકડા કરી દે છે,
\q તેમને છોડાવનાર કોઈ હોતું નથી.
\q
\v 9 તારા શત્રુઓ વિરુદ્ધ તારો હાથ ઊઠશે,
\q તે હાથ તેઓનો નાશ કરશે.
\q
\s5
\v 10 "વળી યહોવાહ કહે છે કે, તે દિવસે એવું થશે કે,"
\q "હું તારા ઘોડાઓનો નાશ કરીશ
\q અને તારા રથોને તોડી નાખીશ.
\q
\v 11 હું તારા દેશના નગરોનો નાશ કરીશ,
\q તારા સર્વ કિલ્લાઓને તોડી પાડીશ.
\q
\s5
\v 12 હું તારા હાથની જાદુક્રિયાનો નાશ કરીશ
\q હવે પછી તારામાં ભવિષ્ય બતાવનાર કોઈ રહેશે નહિ.
\q
\v 13 હું તારી સર્વ કોતરેલી મૂર્તિઓનો
\q અને તારામાંથી ભજનસ્તંભોનો નાશ કરીશ.
\q તું ફરીથી તારા હાથની કારીગરીની ભક્તિ કરશે નહિ.
\q
\v 14 હું તારામાંથી અશેરીમ દેવીને ઉખેડી નાખીશ;
\q તારાં નગરોનો તથા મૂર્તિઓનો નાશ કરીશ.
\q
\v 15 જે પ્રજાઓએ મારું સાંભળ્યું નહિ,
\q તેઓ ઉપર હું ક્રોધથી અને કોપથી વેર વાળીશ."
\s5
\c 6
\q
\v 1 યહોવાહ જે કહે છે તે હવે તમે સાંભળો.
\q મીખાહે તેને કહ્યું, "ઊઠો અને પર્વતોની આગળ તમારી ફરિયાદ રજૂ કરો;
\q ડુંગરોને તમારો અવાજ સંભળાવો.
\q
\v 2 હે પર્વતો તથા પૃથ્વીના મજબૂત પાયાઓ,
\q તમે યહોવાહની ફરિયાદ સાંભળો.
\q કેમ કે યહોવાહને પોતાના લોકોની સાથે ફરિયાદ છે તેઓ ઇઝરાયલની વિરુદ્ધ દાવો ચલાવશે.
\q
\s5
\v 3 "હે મારા લોકો, મેં તમને શું કર્યું છે?
\q મેં તમને કઈ રીતે કંટાળો આપ્યો છે?
\q મારી વિરુદ્ધ જે કંઈ હોય તે કહી દો.
\q
\v 4 કેમ કે હું તો તમને મિસર દેશમાંથી બહાર લાવ્યો અને
\q મેં તમને ગુલામીના ઘરમાંથી છોડાવ્યા.
\q મેં તમારી પાસે મૂસાને, હારુનને તથા મરિયમને મોકલ્યાં.
\q
\v 5 હે મારા લોકો, યાદ કરો કે મોઆબના રાજા બાલાકે શી યોજના કરી અને
\q બયોરના દીકરા બલામે તેને શો ઉત્તર આપ્યો?
\q શિટ્ટીમથી ગિલ્ગાલ સુધી શું બન્યું તે તમે યાદ કરો,
\q જેથી તમે યહોવાહનાં ન્યાયી કાર્યોને સમજી શકો."
\q
\s5
\v 6 હું શું લઈને યહોવાહની આગળ આવું?
\q કે ઉચ્ચ ઈશ્વરને નમસ્કાર કરું?
\q શું હું દહનીયાપર્ણો લઈને,
\q એક વર્ષના વાછરડાને લઈને તેમની આગળ આવું?
\q
\v 7 શું હજારો ઘેટાંઓથી,
\q કે તેલની દસ હજાર નદીઓથી યહોવાહ ખુશ થશે?
\q શું મારા અપરાધને લીધે હું મારા પ્રથમ જનિતનું બલિદાન આપું?
\q મારા આત્માના પાપને માટે મારા શરીરના ફળનું અર્પણ કરું?
\q
\v 8 હે મનુષ્ય, તેણે તને જણાવ્યું છે,
\q કે સારું શું છે,
\q ન્યાયથી વર્તવું,
\q દયાભાવ રાખવો,
\q તથા તારા ઈશ્વર સાથે નમ્રતાથી ચાલવું.
\q યહોવાહ તારી પાસે બીજું શું માગે છે.
\q
\s5
\v 9 યહોવાહ નગરને બોલાવે છે;
\q જેઓ જ્ઞાની છે તેઓ તમારા નામથી બીશે:
\q "સોટીનું તથા
\q તેનું નિર્માણ કરનારનું સાંભળ.
\q
\v 10 અપ્રામાણિકતાની સંપત્તિ તથા
\q તિરસ્કારપાત્ર ખોટાં માપ દુષ્ટોના ઘરોમાં શું હજુ પણ છે?
\q
\s5
\v 11 ખોટા ત્રાજવાં તથા
\q કપટભરેલા કાટલાંની કોથળી રાખનાર માણસને હું કેવી રીતે નિર્દોષ ગણું?
\q
\v 12 તેના ધનવાન માણસો હિંસાખોર હોય છે.
\q તેના રહેવાસીઓ જૂઠું બોલે છે
\q તેમના મુખમાં કપટી જીભ હોય છે.
\q
\s5
\v 13 તે માટે મેં તને ભારે ઘા માર્યા છે અને
\q તારાં પાપોને લીધે મેં તારો વિનાશ કરી નાખ્યો છે.
\q
\v 14 તું ખાશે પણ તૃપ્ત થશે નહિ;
\q તારામાં કંગાલિયત રહેશે.
\q તું સામાનનો સંગ્રહ કરશે પણ કંઈ બચાવી શકશે નહિ,
\q તું જે કંઈ બચાવશે તે હું તલવારને સ્વાધીન કરીશ.
\q
\v 15 તું વાવશે પણ કાપણી કરી શકશે નહિ,
\q તું જૈતૂનને પીલશે પણ તારા શરીર પર તેલ લગાવવા પામશે નહિ;
\q તું દ્રાક્ષા પીલશે પણ તેનો દ્રાક્ષારસ પીવા પામશે નહિ.
\q
\s5
\v 16 ઓમ્રીના વિધિઓનું તથા
\q આહાબના કુટુંબના બધા રીતરિવાજોનું તમે પાલન કર્યું છે.
\q અને તમે તેઓની શિખામણ પ્રમાણે ચાલો છો,
\q તેથી હું તમને ખેદાનમેદાન કરી નાખીશ;
\q તમારા રહેવાસીઓને તિરસ્કારપાત્ર કરી નાખીશ,
\q તમારે મારા લોક હોવાના કટાક્ષ સહન કરવા પડશે."
\s5
\c 7
\q
\v 1 મને અફસોસ છે!
\q કેમ કે ઉનાળાનાં ફળ વીણી લીધા પછીની જેવી સ્થિતિ,
\q એટલે દ્રાક્ષા વીણી લીધા પછી બચી ગયેલી દ્રાક્ષા જેવી મારી સ્થિતિ છે:
\q ત્યાં ફળની લૂમ મળશે નહિ,
\q પાકેલાં અંજીર જેને માટે હું તલસું છું તે પણ નહિ મળે.
\q
\v 2 પૃથ્વી પરથી ભલા માણસો નાશ પામ્યા છે, મનુષ્યોમાં કોઈ પ્રામાણિક રહ્યો નથી;
\q તેઓ બીજાનું લોહી વહેવડાવવા માટે તલપી રહ્યા છે
\q તેઓ જાળ નાખીને પોતાના ભાઈઓનો શિકાર કરે છે.
\q
\s5
\v 3 તેઓના હાથો નુકસાન કરવામાં ઘણાં કુશળ છે.
\q સરદારો પૈસા માગે છે,
\q ન્યાયાધીશો લાંચ માટે તૈયાર છે,
\q બળવાન માણસ પોતાના મનનો દુષ્ટ ભાવ પ્રગટ કરે છે.
\q તેઓ ભેગા મળીને ષડ્યંત્ર રચે છે.
\q
\v 4 તેઓમાંનો જે શ્રેષ્ઠ છે તે કાંટા ઝાંખરા જેવો છે;
\q જે સૌથી વધારે પ્રામાણિક છે તે કાંટાની વાડ જેવો છે,
\q તારા ચોકીદારે જણાવેલો એટલે,
\q તારી શિક્ષાનો દિવસ આવી ગયો છે.
\q હવે તેઓની ગૂંચવણનો દિવસ આવી પહોંચ્યો છે.
\q
\s5
\v 5 કોઈ પડોશીનો વિશ્વાસ કરીશ નહિ,
\q કોઈ મિત્ર ઉપર આધાર રાખીશ નહિ,
\q તું જે બોલે તે વિષે સાવધાન રહે
\q એટલે જે સ્ત્રી તારી સાથે સૂએ છે તેનાથી પણ સંભાળ.
\q
\v 6 કેમ કે દીકરો પોતાના પિતાનો આદર કરતો નથી.
\q દીકરી પોતાની માની સામી થાય છે,
\q વહુ પોતાની સાસુની સામી થાય છે;
\q માણસનાં શત્રુઓ તેના પોતાના જ ઘરનાં માણસો છે.
\q
\s5
\v 7 પણ હું તો યહોવાહ તરફ જોઈશ,
\q હું મારા ઉધ્ધાર કરનાર ઈશ્વરની રાહ જોઈશ;
\q મારા ઈશ્વર મારું સાંભળશે.
\q
\v 8 હે મારા દુશ્મન, મારી દુર્દશામાં આનંદ ન કર;
\q જો હું પડી જાઉં,
\q તો પણ હું પાછો ઊઠીશ;
\q જો હું અંધકારમાં બેસું,
\q તો પણ યહોવાહ મને અજવાળારૂપ થશે.
\q
\s5
\v 9 તેઓ મારી તરફદારી કરશે
\q અને મને ન્યાય આપશે ત્યાં સુધી,
\q હું યહોવાહનો ક્રોધ સહન કરીશ,
\q કેમ કે મેં યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું છે.
\q તે મને બહાર અજવાળામાં લાવશે,
\q હું તેમનું ન્યાયીપણું જોઈશ.
\q
\s5
\v 10 ત્યારે મારા દુશ્મન કે જેઓએ મને કહ્યું કે,
\q "તારા ઈશ્વર યહોવાહ કયાં છે?"
\q એવું કહેનારાઓ શરમથી ઢંકાઈ જશે,
\q મારી આંખો તેઓને જોશે,
\q શેરીઓની માટીની જેમ તે પગ નીચે કચડાશે.
\q
\s5
\v 11 જે દિવસે તારા કોટ બંધાશે,
\q તે દિવસે તારી સરહદ બહુ દૂર જશે.
\q
\v 12 તે દિવસે આશ્શૂરથી તથા મિસરના નગરોથી
\q મિસરથી તે છેક મોટી નદી સુધીના પ્રદેશમાંથી,
\q તથા સમુદ્રથી સમુદ્ર સુધીના,
\q તથા પર્વતથી પર્વત સુધીના પ્રદેશના,
\q લોકો તે દિવસે તારી પાસે આવશે.
\q
\v 13 તોપણ તેમાં રહેતા લોકોને કારણે,
\q તેઓનાં કર્મોના ફળને કારણે,
\q તે દેશો ઉજ્જડ થઈ જશે.
\q
\s5
\v 14 તારા વારસાનાં ટોળાં કે,
\q જેઓ એકાંતમાં રહે છે,
\q તેઓને તારી લાકડીથી,
\q કાર્મેલના જંગલમાં ચરાવ.
\q અગાઉના દિવસોની જેમ,
\q બાશાનમાં તથા ગિલયાદમાં પણ ચરવા દે.
\q
\v 15 મિસર દેશમાંથી તારા બહાર આવવાના દિવસોમાં થયું હતું તેમ,
\q હું તેને અદ્દભુત કૃત્યો બતાવીશ.
\q
\s5
\v 16 અન્ય પ્રજાઓ તે જોશે,
\q પોતાની સર્વ શક્તિને લીધે લજ્જિત થશે.
\q તેઓ પોતાના હાથ પોતાના મુખ પર મૂકશે;
\q તેઓના કાન બહેરા થઈ જશે.
\q
\v 17 તેઓ સાપની જેમ ધૂળ ચાટશે,
\q તેઓ પૃથ્વી ઉપર પેટે ચાલતાં સજીવોની માફક,
\q પોતાના ગુપ્ત સ્થાનોમાંથી ધ્રૂજતાં ધ્રૂજતાં બહાર આવશે.
\q તે પ્રજાઓ યહોવાહ આપણા ઈશ્વરની પાસે બીતી બીતી આવશે,
\q તેઓ તારાથી ડરશે.
\q
\s5
\v 18 તમારા જેવા ઈશ્વર કોણ છે?
\q તમે તો પાપ માફ કરો છો,
\q તમારા વારસાના બચેલા ભાગના,
\q અપરાધને દરગુજર કરો છો;
\q તમે પોતાનો ક્રોધ હંમેશા રાખતા નથી,
\q કેમ કે તમે દયા કરવામાં આનંદ માનો છો.
\q
\s5
\v 19 તમે ફરીથી અમારા ઉપર કૃપા કરશો;
\q તમે અમારા અપરાધોને તમારા પગ નીચે કચડી નાખશો.
\q તમે અમારાં બધાં પાપોને સમુદ્રના ઊંડાણોમાં ફેંકી દેશો.
\q
\v 20 જેમ તમે પ્રાચીન કાળમાં અમારા પૂર્વજો આગળ સમ ખાધા હતા તેમ,
\q તમે યાકૂબ પ્રત્યે સત્યતા અને
\q ઇબ્રાહિમ પ્રત્યે કૃપા દર્શાવશો.

111
34-NAM.usfm Normal file
View File

@ -0,0 +1,111 @@
\id NAM
\ide UTF-8
\h Nahum
\toc1 Nahum
\toc2 Nahum
\toc3 nam
\mt1 Nahum
\s5
\c 1
\p
\v 1 નિનવે વિષે ઈશ્વરવાણી. નાહૂમ એલ્કોશીના સંદર્શનનું પુસ્તક.
\p
\s5
\v 2 યહોવાહ આવેશી ઈશ્વર છે અને બદલો લેનાર છે; યહોવાહ બદલો લે છે અને તે કોપાયમાન થયા છે; યહોવાહ પોતાના દુશ્મનો પર વૈર વાળે છે, પોતાના દુશ્મનો માટે ગુસ્સો સંઘરી રાખે છે.
\v 3 યહોવાહ કોપ કરવામાં ધીમા અને મહાપરાક્રમી છે; તે ગુનેગારોને નિર્દોષ ગણનાર નથી. યહોવાહ પોતાનો માર્ગ વંટોળીયા તથા તોફાનમાં બનાવે છે, વાદળો તેમના ચરણોની ધૂળ સમાં છે.
\p
\s5
\v 4 તેઓ સમુદ્રને ધમકાવે છે અને તેને સૂકવી નાખે છે; તેઓ બધી નદીઓને પણ સૂકવી દે છે. બાશાન અને કાર્મેલના લીલાછમ પ્રાંતો સુકાઈ જાય છે; લબાનોનનાં ફૂલો કરમાઈ જાય છે.
\v 5 તેમની હાજરીમાં પર્વતો ધ્રૂજે છે, ડુંગરો ઓગળી જાય છે; તેમની હાજરીમાં પૃથ્વી, હા, દુનિયા તથા તેમાં વસતા બધા લોકો હાલી ઊઠે છે.
\p
\s5
\v 6 તેમના ક્રોધ આગળ કોણ ઊભો રહી શકે? તેમના ઉગ્ર ક્રોધનો સામનો કોણ કરી શકે? તેમનો ક્રોધ અગ્નિની જેમ વ્યાપે છે, તેમના કોપથી ખડકો તૂટી જાય છે.
\p
\s5
\v 7 યહોવાહ સારા છે; સંકટના સમયમાં તે ગઢરૂપ છે; તેમના પર ભરોસો રાખનારને તે ઓળખે છે.
\v 8 પણ તે પ્રચંડ પૂરથી પોતાના શત્રુઓનો અંત લાવશે; તે તેઓને અંધારામાં ધકેલી દેશે.
\p
\s5
\v 9 શું તમે યહોવાહની વિરુદ્ધ ષડયંત્ર રચો છો? તે સંપૂર્ણપણે અંત લાવશે; બીજીવાર કશી વિપત્તિ ઊભી થશે નહિ.
\v 10 કેમ કે તેઓના હાલ ગૂંચવાયેલા કાંટા જેવા થશે; તેઓ પોતાના મદ્યપાનથી પલળી ગયા હશે; સંપૂર્ણપણે સૂકાઘાસની માફક તેઓનો નાશ થઈ જશે.
\v 11 હે નિનવે તારામાંથી જે નીકળીને બહાર ગયો, તે યહોવાહની વિરુદ્ધ દુષ્ટ યોજના કરે છે, તે દુષ્ટતા કરવાનું પ્રોત્સાહન આપે છે.
\p
\s5
\v 12 યહોવાહ આમ કહે છે, "જો કે તેઓ સંપૂર્ણ બળવાન તથા સંખ્યામાં ઘણાં હશે, તેમ છતાં તેઓ કપાઈ જશે; તેમના લોકો પણ રહેશે નહિ. પણ તું, યહૂદા જોકે મેં તને દુઃખી કર્યો છે, તોપણ હવે પછી હું તને દુઃખી નહિ કરું.
\v 13 હવે હું તારા પરથી તેની ઝૂંસરી તોડી નાખીશ; હું તારી સાંકળો તોડી નાખીશ."
\p
\s5
\v 14 યહોવાહે તારા વિષે આજ્ઞા આપી છે, નિનવે, વંશજો તારું નામ ધારણ કરશે નહિ. તારા દેવોના મંદિરોમાંથી ઘડેલી મૂર્તિઓનો તથા ઢાળેલી પ્રતિમાઓનો હું નાશ કરીશ. હું તારી કબર ખોદીશ, કેમ કે તું દુષ્ટ છે.
\p
\s5
\v 15 જુઓ, સારા સમાચાર લાવનાર, શાંતિની ખબર આપનારનાં પગલાં પર્વત પર દેખાય છે; તે શાંતિના સારા સમાચાર લાવી રહ્યાં છે. હે યહૂદિયા, તારાં પર્વો પાળ, તારી માનતાઓ પૂરી કર, કેમ કે હવે પછી કોઈ દુષ્ટ તારી પર મધ્યે થઈને જશે નહિ; તેને સંપૂર્ણપણે કાપી નાખવામાં આવ્યો છે.
\s5
\c 2
\p
\v 1 જોરથી પછાડીને ટુકડે ટુકડા કરનાર તારી સામે આવ્યો છે. તારા કિલ્લાની રક્ષા કર, રસ્તાની ચોકી કર, પોતાને મજબૂત બનાવ, તારી બધી શક્તિ ભેગી કર.
\v 2 કેમ કે યહોવાહ યાકૂબનું ગૌરવ ઇઝરાયલના ગૌરવ જેવું પુન:સ્થાપિત કરશે, કેમ કે લૂંટારાઓએ તેમને લૂંટી લીધા છે અને તેમની દ્રાક્ષવાડીઓનો નાશ કર્યો છે.
\p
\s5
\v 3 તેના યોદ્ધાઓની ઢાલોનો રંગ લાલ છે, શક્તિશાળી માણસોએ કિરમજી રંગનો પોષાક પહેર્યો છે; તૈયારીના દિવસે રથો પોલાદથી ઝગઝગે છે, સાયપ્રસના ભાલાઓ ભયંકર રીતે હલાવાઈ રહ્યા છે.
\v 4 શેરીઓમાં રથો ગાંડાતૂર બનીને ઘૂમી રહ્યાં છે; તેઓ ચોકમાં એકબીજાની સામે અથડાય છે. તેમનો દેખાવ મશાલના જેવો છે અને તેઓ વીજળીની પેઠે દોડે છે.
\p
\s5
\v 5 તે પોતાના અધિકારીઓને ગોઠવે છે; તેઓ કૂચ કરતા ઠોકર ખાય છે, તેઓ કોટ પર હુમલો કરવા આગળ ધસે છે. હુમલો કરનારાઓથી રક્ષણ મેળવવા ભાલા તૈયાર કરવામાં આવ્યા છે.
\p
\s5
\v 6 નદીઓના દરવાજાઓ ખૂલી ગયા છે, મહેલનો નાશ થયો છે.
\v 7 નિનવેની રાણીને નિર્વસ્ત્ર કરીને દૂર લઈ જવામાં આવી છે. તેની દાસીઓ કબૂતરનાં જેવો વિલાપ કરે છે, છાતી કૂટે છે.
\p
\s5
\v 8 નિનવે પાણીના સરોવર જેવું છે, જેમ પાણી વહી જાય છે તેમ તેનાથી લોકો દૂર નાસી જાય છે. તેઓ પોકારે છે, "ઊભા રહો, ઊભા રહો," પણ કોઈ પાછું ફરતું નથી.
\v 9 તમે ચાંદી લૂંટી લો, સોનું લૂંટી લો, કેમ કે સરસામાનની બધી વસ્તુઓનો ત્યાં કોઈ અંત નથી.
\v 10 નિનવે નગર ઉજ્જડ અને ખાલી થઈ ગયું છે. હૃદય પીગળી જાય છે, ઘૂંટણો એકબીજા સાથે અથડાય છે, દરેક જણનાં શરીરને પીડા થાય છે; દરેકના ચહેરા નિસ્તેજ થઈ ગયા છે.
\p
\s5
\v 11 જ્યાં સિંહ તથા સિંહણ તેઓનાં બચ્ચા સાથે ફરતાં હતાં અને તેઓને બીવડાવનાર કોઈ ન હતું અને જે જગ્યાએ સિંહના બચ્ચાં ભક્ષ કરતાં હતાં તે સિંહની ગુફા ક્યાં છે?
\v 12 સિંહ તેના બચ્ચાં માટે શિકારને ફાડીને ટુકડા કરે છે; તે પોતાની સિંહણ માટે શિકારને ગૂંગળાવીને મારી નાખતો, તે પોતાની ગુફા શિકારથી મારી નાખેલાં પ્રાણીઓથી ભરતો હતો.
\p
\s5
\v 13 સૈન્યોના યહોવાહ કહે છે; "જો, હું તારી વિરુદ્ધ છું." "હું તારા રથ બાળીને ભસ્મ કરી નાખીશ, તલવાર તારાં બચ્ચાઓનો સંહાર કરશે. હું પૃથ્વી પરથી તારા શિકારનો નાશ કરીશ, તારા સંદેશાવાહકનો અવાજ ફરી કદી સંભળાશે નહિ."
\s5
\c 3
\p
\v 1 ખૂની નગરને અફસોસ! તે જૂઠથી તથા લૂંટથી ભરેલું છે; તેમાં શિકાર કરવાનું બંધ થયું નથી.
\v 2 પણ હવે ત્યાં ચાબુકનો તથા ગડગડતા પૈડાનો, કૂદતા ઘોડા તથા ઊછળતા રથોનો અવાજ,
\p
\s5
\v 3 ઘોડેસવારોની દોડાદોડ, ચમકતી તલવારો, તેજસ્વી ભાલાઓ, લાશોના તથા કતલ થયેલાઓના ઢગલા અને મૃતદેહોનો તો કોઈ અંત જ નથી; તેઓ પર હુમલો કરનારાઓ મૃતદેહો ઉપર ઠોકર ખાય છે.
\v 4 આ બધાનું કારણ એ છે કે, સુંદર ગણિકાની વિષયવાસના, જે જાદુક્રિયામાં પ્રવીણ, જે પોતાની ગણિકાગીરીથી પ્રજાઓને તથા લોકોને પોતાના જાદુક્રિયાથી વેચી દે છે, તેના વ્યભિચાર પુષ્કળ છે.
\p
\s5
\v 5 સૈન્યોનો ઈશ્વર યહોવાહ કહે છે, "જો, હું તારી વિરુદ્ધ છું," "હું તારો ચણિયો તારા મુખ પર ઉઠાવીશ અને તારી નગ્નતા હું પ્રજાઓને દેખાડીશ, રાજ્યોને તારી શરમ બતાવીશ.
\v 6 હું તારા પર કંટાળાજનક ગંદકી નાખીશ, તારો તિરસ્કાર કરીશ; હું તને હાસ્યસ્પદ બનાવીશ કે દરેક લોક તને જુએ.
\v 7 ત્યારે એવું થશે કે જે લોકો તને જોશે તેઓ તારી પાસેથી નાસી જશે અને કહેશે, 'નિનવેનો નાશ થયો છે; કોણ તેના માટે વિલાપ કરશે?' તને આશ્વાસન આપનારને હું ક્યાં શોધું."
\p
\s5
\v 8 નિનવે, તું આમોન નગર કરતાં પણ ઉત્તમ છે, જે નાઇલ નદીને કિનારે બાંધેલું હતું. જેની આસપાસ પાણી હતું, સમુદ્ર જેનો કિલ્લો હતો અને પાણી જેનો કોટ હતો.
\v 9 કૂશ તથા મિસર તેનું બળ હતું, તે અનંત હતું; પૂટ તથા લૂબીઓ તારા સાથીદારો હતા.
\p
\s5
\v 10 તેમ છતાં તેનું અપહરણ થયું; તે ગુલામગીરીમાં ગઈ; શેરીની ભાગળમાં તેનાં બાળકોને મારીને ટુકડા કરવામાં આવ્યા, તેના માનવંતા માણસો માટે ચિઠ્ઠીઓ નાખી, તેના બધા માણસોને સાંકળોથી બાંધવામાં આવ્યા.
\v 11 હે નિનવે, તું પણ નશાથી ચકચૂર બનશે; તું પોતાને છુપાવશે. તું પણ શત્રુને લીધે આશ્રયસ્થાન શોધશે.
\p
\s5
\v 12 તારા બધા કિલ્લાઓ તો પહેલા ફાલના અંજીર જેવા થશે. જો કોઈ તેમને હલાવે તો તે ખાનારાના મોમાં પડે છે.
\v 13 જો, તારામાં રહેનાર લોકો સ્ત્રીઓ જેવા છે; તારા દેશની ભાગળો તારા શત્રુ માટે ખુલ્લી મૂકવામાં આવી છે; અગ્નિ વડે તારા દરવાજાઓ ભસ્મ કરી નાખવામાં આવ્યા છે.
\p
\s5
\v 14 પોતાને સારુ ઘેરો માટે પાણીનો સંગ્રહ કર; તારા કિલ્લાઓ મજબૂત બનાવ, માટીમાં ઊતરીને પગે ચાલીને ખાંડણી બનાવ અને ઈંટના બીબાં બનાવ.
\v 15 અગ્નિ તને ભસ્મ કરી નાખશે, તલવાર તારી હત્યા કરશે. તે તને તીડની જેમ ભસ્મ કરી નાખશે. તીડની તથા કાતરાઓની જેમ તને વધારશે.
\p
\s5
\v 16 તેં આકાશના તારા કરતાં તારા વેપારીઓની સંખ્યા વધારી છે, પણ તેઓ તીડના જેવા છે: તેઓ જમીનને લૂંટે છે અને પછી ઊડી જાય છે.
\v 17 તારા રાજકુમારો તીડ જેવા છે અને તારા સેનાપતિઓ તીડના ટોળાં જેવા છે, તેઓ ઠંડીના દિવસોમાં વાડોમાં છાવણી કરે છે પણ સૂરજ ઊગતાં જ તેઓ ઊડી જાય છે અને ક્યાં ગયા તેની કોઈને ખબર પડતી નથી.
\p
\s5
\v 18 હે આશૂરના રાજા, તારા પાળકો ઊંઘે છે; તારા આગેવાનો આરામ કરે છે. તારા લોકો પર્વતો પર વિખેરાઈ ગયા છે, તેઓને એકત્ર કરનાર કોઈ નથી.
\v 19 તારો ઘા રુઝાઈ શકે એવું શક્ય નથી. તારો ઘા ભારે છે. તારા વિષે ખબર સાંભળનારા સર્વ તારી પડતી જોઈને તાળીઓ પાડે છે. કેમ કે એવો કોઈ છે કે જેના પ્રત્યે તેં સખત દુષ્ટતા આચરી ના હોય? તેં સૌના પર દુષ્ટતા ચલાવી છે.

204
35-HAB.usfm Normal file
View File

@ -0,0 +1,204 @@
\id HAB
\ide UTF-8
\h Habakkuk
\toc1 Habakkuk
\toc2 Habakkuk
\toc3 hab
\mt1 Habakkuk
\s5
\c 1
\p
\v 1 હબાકુક પ્રબોધકને સંદર્શન દ્વારા પ્રાપ્ત થયેલો ઈશ્વરનો સંદેશો:
\q
\v 2 હે યહોવાહ, ક્યાં સુધી હું મદદ માટે પોકાર કરીશ અને તમે સાંભળશો નહિ?
\q હિંસા વિષે હું પોકાર કરું છું, તો પણ તમે મને બચાવતા નથી.
\q
\s5
\v 3 શા માટે તમે અન્યાયને મારી નજરમાં લાવો છે અને ખરાબ કાર્યો બતાવો છો?
\q વિનાશ અને હિંસા મારી આગળ છે; ઝઘડા અને તકરારો ચાલે છે.
\q
\v 4 તે માટેના કાયદાનો અમલ થતો નથી, તેથી કદી ઇન્સાફ મળતો નથી.
\q કેમ કે ન્યાયી લોકોને દુષ્ટોએ ઘેરી લીધા છે; તેથી જૂઠા ન્યાયચુકાદા થાય છે.
\q
\s5
\v 5 પ્રભુએ કહ્યું, "તમે વિદેશીઓ તરફ જુઓ અને લક્ષ આપો; તો તમે આશ્ચર્ય પામશો.
\q કેમ કે તમારા સમયમાં હું નિશ્ચે એવું કાર્ય કરવાનો છું, જે તમને કહેવામાં આવશે પણ તમે વિશ્વાસ કરવાના નથી.
\q
\v 6 કેમ કે જુઓ, એટલે કે ખાલદીઓ જે ક્રૂર તથા ઉતાવળી પ્રજા છે તેઓને હું ઊભા કરું છું,
\q જે ઘરો તેઓનાં પોતાના નથી તેનો કબજો કરવા તેઓ દેશના એક છેડાથી બીજા છેડા સુધી કૂચ કરે છે.
\q
\v 7 તેઓ ભયાનક અને બિહામણા છે; તેઓનો વૈભવ તથા ન્યાય તેઓમાંથી જ આવે છે!
\q
\s5
\v 8 તેઓના ઘોડાઓ ચિત્તાઓ કરતાં વધારે જલદ છે, સાંજના વરુઓ કરતાં વિકરાળ છે.
\q તેઓના ઘોડાઓ પર છાપ મારેલી છે,
\q તેઓના ઘોડેસવારો ઘણે દૂરથી આવે છે તેઓ ઝડપથી ઊડતા ગરુડની માફક ભક્ષ કરવા માટે દોડે છે.
\q
\v 9 તેઓ સર્વ હિંસા માટે આવે છે,
\q તેઓના લોકો અરણ્યના પવન જેવા છે; તેઓ રેતીના કણ જેટલા બંદીવાનો એકઠા કરે છે.
\q
\s5
\v 10 તેઓ રાજાઓની મશ્કરી કરે છે, સરદારો તો તેમની નજરમાં હાસ્યરૂપ છે.
\q તે દરેક કિલ્લાઓની હાંસી ઉડાવે છે, કેમ કે તેઓ પૃથ્વી પરથી ધૂળના ઢગલા કરી તેને લઈ લે છે!
\q
\v 11 પછી પવનની માફક તેઓ ધસી જશે, જેઓ પોતાના બળને પોતાનો દેવ ગણે છે, તે અપરાધી ઠરશે."
\q
\s5
\v 12 "યહોવાહ મારા ઈશ્વર, મારા પવિત્ર, શું તમે અનાદિકાળથી નથી? અમે માર્યા જવાના નથી.
\q તમે ન્યાય માટે તેનું નિર્માણ કર્યું છે, હે મારા ખડક, સુધારાને માટે મેં તેને સ્થાપ્યો છે.
\q
\s5
\v 13 તમારી આંખો એટલી શુદ્ધ છે કે તમે અશુદ્ધતા જોઈ શકતા નથી, અન્યાય જોવા તમે ઊભા રહી શકતા નથી.
\q તો પછી જેઓ વિશ્વાસઘાતી છે તેઓના પક્ષમાં તમે શા માટે જુઓ છો?
\q દુષ્ટ માણસ પોતાના કરતાં સારા માણસને ગળી જાય છે, ત્યારે તમે શા માટે ચૂપ રહો છો?
\q
\v 14 તમે માણસોને સમુદ્રના માછલાં જેવા બનાવો છો, જેઓની ઉપર કોઈ અધિકારી ન હોય તેવાં પેટે ચાલનારાં સજીવો જેવા તમે માણસોના હાલ કરો છો.
\q
\s5
\v 15 વિશ્વાસઘાતી માણસો તેઓને ગલથી ઉપર લાવે છે, તેઓ માણસોને જોરથી ખેંચીને
\q જાળમાં ભેગા કરે છે તેથી તેઓ આનંદ કરે છે અને ખુશીથી પોકાર કરે છે.
\q
\v 16 તે માટે તેઓ પોતાની જાળને બલિદાન આપે છે, પોતાની જાળની આગળ ધૂપ બાળે છે;
\q કેમ કે ચરબીવાળાં જાનવરો તેઓનો હિસ્સો છે, ચરબીવાળું માંસ તેઓનો ખોરાક છે.
\q
\v 17 તેથી શું તેઓ તેઓની જાળ ખાલી કરશે? અને દયા કે લાગણી વગર લોકોનો સતત સંહાર કરવાનું બંધ નહિ કરે?"
\s5
\c 2
\p
\v 1 હું મારી ચોકી પર ઊભો રહીશ, હું બુરજ પર ઊભો રહીને ધ્યાનથી જોયા કરીશ
\q કે તે મારી સાથે શું બોલે છે અને મારી ફરિયાદનો શો જવાબ આપે છે.
\q
\s5
\v 2 યહોવાહે મને જવાબ આપીને કહ્યું,
\q "આ દર્શનને લખ, તેને પાટીઓ પર એવી રીતે લખ કે જે વાંચે તે દોડે.
\q
\v 3 કેમ કે સંદર્શન ભવિષ્ય માટે છે અને તે પૂર્ણ થવાને ઉતાવળું થઈ રહ્યું છે અને તે ખોટું પડશે નહિ.
\q જો તે વધારે સમય લે તોપણ તેની રાહ જો! કેમ કે તે વિલંબ કર્યા વિના નિશ્ચે આવશે અને થોભશે નહિ.
\q
\s5
\v 4 જુઓ! તેનું મન ગર્વિષ્ઠ થયું છે અને તેનામાં સદગુણ નથી, પણ ન્યાયી માણસ તેના વિશ્વાસથી જીવશે.
\q
\v 5 કેમ કે દ્રાક્ષારસ તો તેનો વિશ્વાસઘાત કરે છે, તે ઘમંડી છે, જેથી તે ઘરે ન રહેતાં બહાર ભટકે છે,
\q તે પોતાની લાલસા વધારીને કબર જેવી કરે છે તે મોતની પેઠે કદી તૃપ્ત થતી નથી.
\q તે દરેક પ્રજાને અને લોકોને પોતાના માટે ભેગા કરે છે
\q
\s5
\v 6 શું લોકો તેની વિરુદ્ધ દ્રષ્ટાંત આપીને તથા મહેણાં મારીને એવું નહિ કહે કે,
\q 'જે પોતાનું નથી તેનો સંગ્રહ કરનારને અફસોસ? ક્યાં સુધી તું ગીરવે લીધેલી વસ્તુનું વજન ઊંચકાવે છે?'
\q2
\v 7 શું એકાએક એવા માણસો ઊભા નહિ થાય કે જેઓ તમને કરડી ખાશે?
\q2 શું એવા નહિ જાગે કે જેઓ તને હેરાન કરશે?
\q
\v 8 કેમ કે તેં ઘણાં દેશોના લોકોને લૂંટ્યા છે, તેથી તે બાકી રહેલા લોકો તને લૂંટશે,
\q2 માણસોના રક્તપાત અને દેશમાં થતી હિંસાને લીધે નગર તથા તેના સર્વ રહેવાસીઓને લૂંટી લેવાશે.
\q
\s5
\v 9 જે દુષ્ટના હાથમાંથી બચાવને સારુ,
\q2 પોતાનો માળો ઊંચે બાંધવાને સારુ અન્યાયના દ્રવ્યથી પોતાનું ઘર ભરે છે તેને અફસોસ!'
\q2
\v 10 ઘણાં લોકોનો સંહાર કરવાથી તેં તારા ઘરને શરમજનક કર્યું છે, તેં તારા પોતાના આત્માની વિરુદ્ધ પાપ કર્યું છે.
\q2
\v 11 કેમ કે દીવાલમાંથી પથ્થર પોકાર કરશે, છતમાંથી ભારોટીયા તેમને જવાબ આપશે.
\q
\s5
\v 12 ' જે રક્તપાત કરીને શહેર બાંધે છે અને જે અન્યાયથી નગર વસાવે છે તેને ધિક્કાર છે.'
\q2
\v 13 શું આ સૈન્યોના યહોવાહે કર્યું નથી?
\q2 લોકો અગ્નિને સારુ પરિશ્રમ કરે છે અને પ્રજા નકામી બાબતો માટે પોતાને થકવી નાખે છે?
\q2
\v 14 કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરેલો છે તેમ દેશ યહોવાહના ગૌરવના જ્ઞાનથી ભરાઈ જશે.
\q
\s5
\v 15 તું તારા પડોશીને મદ્યપાન કરાવે છે, ઝેર ઉમેરીને તેને નશાથી ચૂર બનાવે છે
\q2 કે જેથી તું તેની વસ્ત્રહીન અવસ્થા જોઈ શકે, તને અફસોસ!'
\q2
\v 16 તું કીર્તિને બદલે શરમથી ઘાયલ છે, તું પી અને તારી પોતાની વસ્ત્રહીન અવસ્થાને પ્રગટ કર!
\q2 યહોવાહના જમણા હાથનો પ્યાલો તારા તરફ વળશે, તારી કીર્તિને થૂંકી નાખવામાં આવશે.
\q2
\s5
\v 17 લબાનોન પર કરેલી હિંસા તને ઢાંકી દેશે, પશુઓનો વિનાશ તને ભયભીત બનાવી દેશે,
\q2 માણસોના રક્તપાતને કારણે અને દેશમાં, નગરોમાં તથા બધા રહેવાસીઓ સાથે કરેલી હિંસાને કારણે એ પ્રમાણે થશે.
\q
\s5
\v 18 મૂર્તિકારે મૂર્તિ ઘડી છે. માણસે બનાવેલી મૂર્તિઓથી તથા ઢાળેલી મૂર્તિઓ જે જુઠાણાનો શિક્ષક છે; તેઓનાથી તને શો ફાયદો છે?
\q કેમ કે તે પોતાના હાથના કામ પર વિશ્વાસ કરીને આ મૂંગા દેવો બનાવે છે.
\q
\v 19 જે મનુષ્ય લાકડાને કહે છે જાગ. તથા પથ્થરને કહે છે ઊઠ.' તેને અફસોસ! શું તે આ શીખવી શકે?
\q જુઓ, તે તો સોનાચાંદીથી મઢેલી છે, પણ તેની અંદર બિલકુલ શ્વાસ નથી.
\q
\v 20 પણ યહોવાહ તેમના પવિત્ર ઘરમાં છે! તેમની આગળ આખી પૃથ્વી શાંત રહો.
\s5
\c 3
\p
\v 1 હબાકુક પ્રબોધકની પ્રાર્થના, રાગ શિગ્યોનોથ. a
\q
\v 2 હે યહોવાહ, તમારા વિષે મેં બયાન સાંભળ્યું છે અને મને બીક લાગી,
\q યહોવાહ, ચાલ્યા જતા સમયોમાં તમારા કામનું પુનર્જીવન કરો; આ વર્ષોમાં તેને પ્રગટ કરો;
\q તમારા ક્રોધમાં પણ દયાને યાદ કરો!
\q
\s5
\v 3 ઈશ્વર તેમાનથી આવે છે, પવિત્ર દેવ પારાન પર્વતથી આવે છે. સેલાહ
\q તેમનો મહિમા આકાશોને ઢાંકી દે છે અને પૃથ્વી તેમની સ્તુતિથી ભરપૂર છે.
\q
\s5
\v 4 તેમના હાથોમાંથી પ્રકાશની જેમ કિરણો ચમકે છે
\q ત્યાં જ તેમનું સામર્થ્ય ગુપ્ત રહેલું છે.
\q
\v 5 મહામારી તેમની આગળ ચાલે છે, મરકી તેમના પગ પાછળથી જાય છે.
\q
\s5
\v 6 તે ઊભા રહીને પૃથ્વીને હલાવે છે; તે નજર કરીને પ્રજાને વિખેરી નાખે છે.
\q અચળ પર્વતોના ટુકડે ટુકડા થઈ ગયા છે, સનાતન ટેકરીઓ નમી ગઈ છે!
\q તેમના માર્ગો સનાતન છે.
\q
\s5
\v 7 મેં કૂશાનના તંબુઓને વિપત્તિમાં જોયા છે, મેં મિદ્યાન દેશની ઇમારતોને હાલતી જોઈ છે.
\q
\v 8 શું યહોવાહ નદીઓ પર ગુસ્સે થયા? શું તમારો ક્રોધ નદીઓ વિરુદ્ધ છે? શું તમારો પ્રકોપ સમુદ્ર વિરુદ્ધ છે કે
\q જેને કારણે તમે ઘોડાઓ પર, મુક્તિના રથો પર સવારી કરી રહ્યા છો?
\q
\s5
\v 9 તમે તમારું ધનુષ્ય બહાર કાઢ્યું છે, તમે તમારા ધનુષ્ય પર બાણો ચઢાવ્યાં છે. સેલાહ
\q તમે નદીઓથી પૃથ્વીના ભાગ કર્યા છે.
\q
\v 10 પર્વતો તમને જોઈને થરથર ધ્રૂજે છે,
\q ત્યાં આગળ થઈને પાણીની રેલ ચડે છે; ઊંડાણ પોતાનો અવાજ કાઢે છે.
\q તેનાં મોજા કેવાં હેલે ચડે છે!
\q
\s5
\v 11 તમારા છૂટતાં બાણોના પ્રકાશથી અને તમારા ચકચકતા ભાલાના ચળકાટથી,
\q સૂર્ય તથા ચંદ્ર પોતપોતાના સ્થાનમાં થંભી ગયા છે.
\q
\v 12 તમે ક્રોધમાં પૃથ્વી પર કૂચ કરો છો. અને કોપમાં તમે પ્રજાઓને ઝૂડી નાખો છો.
\q
\s5
\v 13 તમે તમારા લોકોના ઉદ્ધારને માટે, વળી તમારા અભિષિક્તના ઉદ્ધારને માટે સવારી કરો છો.
\q તમે દુષ્ટના ઘરમાંથી શિરને કાપી નાખો છો અને ગરદન સુધી તેના પાયા ઉઘાડા કરી નાખો છો. સેલાહ
\q
\s5
\v 14 તમે લડવૈયાઓના માથાં તેઓના પોતાના જ ભાલાઓથી વીંધી નાખો છો તેઓ વાવાઝોડાની જેમ અમને વેર વિખેર કરી નાખવા આવ્યા હતા.
\q તેઓ ગરીબને ગુપ્ત રીતે ભસ્મ કરવામાં આનંદ માને છે.
\q
\v 15 તમે તમારા ઘોડાઓથી સમુદ્ર તથા જળનાં મોજાઓ પર મુસાફરી કરી છે.
\b
\q
\s5
\v 16 એ સાંભળીને મારા પેટમાં ધ્રાસકો પડ્યો. અવાજથી મારા હોઠ થથર્યા.
\q મારા હાડકાંમાં સડો લાગ્યો છે અને મારી જગાએ હું કાંપ્યો છું.
\q જ્યારે લોકો પર હુમલો કરવાને લશ્કર ચઢી આવે ત્યારે હું એ સંકટના સમયે પણ ધીરજ રાખું.
\q2
\s5
\v 17 જોકે અંજીરીને ફૂલતી કળીઓ ન ફૂટે, દ્રાક્ષવેલાને દ્રાક્ષા ન આવે;
\q2 જૈતૂન વૃક્ષ પર ફળ ન થાય, ખેતરોમાં અન્ન ન પાકે;
\q2 વાડામાંથી ઘેટાંબકરાં નાશ પામે; અને ત્યાં કોઈ પણ જાનવર ન રહે,
\q
\s5
\v 18 તોપણ હું યહોવાહમાં આનંદ કરીશ. હું મારા ઉદ્ધારનાર ઈશ્વરમાં હર્ષ પામીશ.
\q
\v 19 યહોવાહ મારા પ્રભુ તથા મારું બળ છે;
\q તે મારા પગ હરણના પગ જેવા ચપળ કરે છે અને તે જ મને મારાં ઉચ્ચસ્થાનો પર ચલાવશે.
\q3 મુખ્ય ગાયક માટે. તારવાળાં વાજિંત્ર સાથે ગાવાનું ગીત.

209
36-ZEP.usfm Normal file
View File

@ -0,0 +1,209 @@
\id ZEP
\ide UTF-8
\h Zephaniah
\toc1 Zephaniah
\toc2 Zephaniah
\toc3 zep
\mt1 Zephaniah
\s5
\c 1
\p
\v 1 યહૂદિયાના રાજાની, એટલે આમોનના દીકરા યોશિયાની કારકિર્દીમાં, હિઝકિયાના દીકરા અમાર્યાના દીકરા ગદાલ્યાના દીકરા કૂશીના દીકરા સફાન્યા પાસે આ પ્રમાણે યહોવાહનું વચન આવ્યું.
\q
\v 2 યહોવાહ કહે છે કે, "હું આ પૃથ્વીની સપાટી પરથી સર્વ વસ્તુનો સંપૂર્ણ નાશ કરીશ.
\q
\v 3 હું માણસ તથા પશુઓનો નાશ કરીશ. હું આકાશનાં પક્ષીઓને તથા સમુદ્રની માછલીઓને પણ નષ્ટ કરીશ.
\q અને દુષ્ટોની સાથે ઠોકર ખવડાવનારી વસ્તુઓનો પણ વિનાશ કરીશ.
\q કેમ કે પૃથ્વીની સપાટી પરથી હું માણસનો નાશ કરીશ," એવું યહોવાહ કહે છે.
\q
\s5
\v 4 "હું મારો હાથ યહૂદિયા તથા યરુશાલેમના બધા રહેવાસીઓ પર લંબાવીશ,
\q અને હું આ જગ્યાએથી બઆલના શેષનો તથા વ્યભિચારીઓના નામનો તથા યાજકોનો અંત લાવીશ.
\q
\v 5 તેઓ ઘરની અગાશી પર જઈને આકાશના સૈન્યની ભક્તિ કરે છે,
\q યહોવાહની સેવા કરનારાઓ અને સમ ખાનારાઓ છતાં માલ્કામને નામે પણ સમ ખાય છે તેઓનો,
\q
\v 6 જે લોકો યહોવાહને અનુસરવાથી પાછા ફર્યા છે, જેઓ મને શોધતા કે મારી સલાહ લેતા નથી તેઓનો હું નાશ કરીશ."
\q2
\s5
\v 7 પ્રભુ યહોવાહની સંમુખ શાંત રહો, કેમ કે યહોવાહનો દિવસ પાસે છે;
\q2 યહોવાહે યજ્ઞ તૈયાર કર્યો છે તથા પોતાના અતિથિઓને પવિત્ર કર્યાં છે.
\q
\v 8 "યહોવાહના યજ્ઞના દિવસે એવું થશે કે,
\q હું અમલદારોને, રાજકુમારોને,
\q તેમ જ જેઓએ પરદેશી વસ્ત્રો પહરેલાં હશે તે દરેકને શિક્ષા કરીશ.
\q
\v 9 જેઓ ઉંબરો કૂદી જઈને,
\q પોતાના માલિકનું ઘર હિંસાથી અને છેતરપિંડીથી ભરે છે તે સર્વને હું તે દિવસે શિક્ષા કરીશ."
\q
\s5
\v 10 યહોવાહ કહે છે કે,
\q "તે દિવસે મચ્છી દરવાજેથી આપત્તિના પોકાર થશે, બીજા મહોલ્લામાં રુદન થશે,
\q અને ડુંગરોમાંથી મોટા કડાકા સંભળાશે.
\q
\v 11 માખ્તેશના રહેવાસીઓ વિલાપ કરો,
\q કેમ કે બધા વેપારીઓ નાશ પામ્યા છે; ચાંદીથી લદાયેલા સર્વનો નાશ થશે.
\q
\s5
\v 12 તે સમયે એવું થશે કે,
\q જેઓ પોતાના દ્રાક્ષારસમાં સ્થિર થયા હશે અને પોતાના મનમાં કહેશે કે,
\q 'યહોવાહ અમારું કશું ખરાબ કે ભલું નહિ કરે' એવું માનનારા માણસોને,
\q તે વખતે હું દીવો લઈને યરુશાલેમમાંથી શોધી કાઢીશ અને શિક્ષા કરીશ.
\q
\v 13 તેમનું ધન લૂંટાઈ જશે, તેમનાં ઘરોનો નાશ થશે!
\q તેઓ ઘરો બાંધશે પણ તેમાં રહેવા પામશે નહિ, દ્રાક્ષાવાડીઓ રોપશે પણ તેનો દ્રાક્ષારસ પીવા પામશે નહિ!
\q
\s5
\v 14 યહોવાહનો મહાન દિવસ નજીક છે તે નજીક છે અને બહુ ઝડપથી આવે છે.
\q યહોવાહના દિવસનો સાદ સંભળાય છે, તે વખતે યોદ્ધાઓ પોક મૂકીને રડે છે.
\q
\v 15 તે દિવસ કોપનો દિવસ, દુ:ખ તથા સંકટનો દિવસ,
\q વિનાશનો તથા આફતનો દિવસ, અંધકાર તથા ધૂંધળાપણાનો દિવસ,
\q વાદળો તથા અંધકારનો દિવસ,
\q
\v 16 કોટવાળાં નગરો વિરુદ્ધ તથા ઊંચા બુરજો
\q વિરુદ્ધ રણશિંગડાનો તથા ભયસૂચક નાદનો દિવસ છે.
\q2
\s5
\v 17 કેમ કે હું માણસો ઉપર એવી આપત્તિ લાવીશ કે, તેઓ દ્રષ્ટિહીન માણસની જેમ ચાલશે,
\q2 કેમ કે તેઓએ યહોવાહની વિરુદ્ધ પાપ કર્યુ છે.
\q2 તેઓનું લોહી ધૂળની માફક વહેશે અને તેઓનાં શરીર છાણની જેમ ફેંકી દેવામાં આવશે.
\q2
\v 18 યહોવાહના કોપના દિવસે તેઓનું સોનું કે ચાંદી તેઓને ઉગારી શકશે નહિ,
\q2 આખી પૃથ્વી યહોવાહના પ્રચંડ ક્રોધના અગ્નિથી ભસ્મીભૂત થઈ જશે.
\q2 પૃથ્વી પરના સર્વ રહેવાસીઓનો અંતે, ઝડપી વિનાશ થશે."
\s5
\c 2
\q
\v 1 હે શરમ વગરની પ્રજા, તમે સાથે મળી એકત્ર થાઓ-
\q
\v 2 ચુકાદાનો સમય આવે તે અગાઉ અને ઊડી જતાં ફોતરાની જેમ દિવસ પસાર થઈ જાય તે અગાઉ,
\q યહોવાહનો પ્રચંડ ક્રોધ તમારા પર આવે તે અગાઉ!, યહોવાહના ક્રોધનો દિવસ તમારા પર આવે તે પહેલા તમે એકત્ર થાઓ.
\q
\v 3 હે પૃથ્વી પરના સર્વ નમ્ર લોકો જેઓ તેમના વિધિઓ પાળે છે તેઓ યહોવાહને શોધો,
\q ન્યાયીપણું શોધો. નમ્રતા શોધો,
\q તો કદાચ તમે યહોવાહના ક્રોધના દિવસે સુરક્ષિત રહો.
\q
\s5
\v 4 કેમ કે ગાઝાને તજી દેવામાં આવશે, આશ્કલોન વેરાન થઈ જશે.
\q આશ્દોદને તેઓ ખરે બપોરે નસાડી મૂકશે, એક્રોનને તેઓ ઉખેડી નાખશે.
\q2
\v 5 સમુદ્રકિનારે રહેનારા કરેથીઓની પ્રજાને અફસોસ. યહોવાહનું વચન તમારી વિરુદ્ધ છે કે,
\q2 પલિસ્તીઓના દેશ, કનાન, હું તારો એવી રીતે નાશ કરીશ કે તારામાંનો કોઈ પણ નિવાસી બચી રહેશે નહિ.
\q2
\s5
\v 6 સમુદ્રકિનારા બીડો થઈ જશે અને ત્યાં ભરવાડોનાં રહેઠાણ તથા ઘેટાંઓના વાડા થઈ જશે.
\q2
\v 7 કિનારાના પ્રદેશ પર યહૂદિયાના બાકીના લોકોનો કબજો થશે.
\q2 તે લોકો ત્યાં ઘેટાંબકરાં ચરાવશે. તેઓના લોકો સાંજે આશ્કલોનના ઘરોમાં સૂઈ જશે,
\q2 કેમ કે યહોવાહ તેઓના ઈશ્વર તેઓની સંભાળ લેશે અને તેઓનું ભાવિ ફેરવી નાખશે.
\q
\s5
\v 8 "મોઆબનાં લોકોએ મહેણાં માર્યા છે અને આમ્મોન લોકોએ નિંદા કરી છે.
\q તેઓએ મારા લોકોને મહેણાં માર્યાં, નિંદા કરી અને તેઓની સરહદો પચાવી પાડી તે મેં સાંભળ્યું છે.
\q
\v 9 તેથી ઇઝરાયલના ઈશ્વર, સૈન્યોના યહોવાહ કહે છે કે, મારા જીવના સમ,
\q મોઆબ સદોમ જેવું અને આમ્મોનના લોકો ગમોરાના જેવા થશે;
\q તે પ્રદેશ સદાને માટે ક્ષારની ખાણ તથા ઝાંખરાવાળા રણના પ્રદેશ જેવો બની જશે.
\q મારા બાકી રહેલા લોકો તેઓને લૂંટશે, મારી પ્રજાના બાકી રહેલા લોકો તેઓનો વારસો થશે."
\p
\s5
\v 10 તેઓના અભિમાનને લીધે મોઆબ તથા આમ્મોનને આવી શિક્ષા થશે, કેમ કે તેઓએ સૈન્યોના યહોવાહના લોકોની મજાક કરી છે અને મહેણાં માર્યાં છે.
\v 11 હવે તેઓ યહોવાહથી બીશે અને તેઓ આખી પૃથ્વીના બધા દેવોને મહેણાં મારશે. દરેક તેમની આરાધના કરશે, દરેક પોતપોતાના સ્થળેથી, હા, દરેક સમુદ્રકિનારેથી તેમની આરાધના કરશે.
\q1
\s5
\v 12 તમે કૂશીઓ પણ મારી તરવારથી માર્યા જશો.
\q1
\v 13 ઈશ્વર પોતાનો હાથ ઉત્તર તરફ લંબાવીને આશૂરનો નાશ કરશે,
\q નિનવેને વેરાન તથા રણના જેવું સૂકું કરીને ત્યજી દેવામાં આવશે.
\q
\v 14 જાનવરો, એટલે દરેક પ્રજાનાં પ્રાણીઓ આશૂરમાં પડી રહેશે,
\q તેના થાંભલાઓની ટોચ પર બગલાં તથા ઘુવડો માળા બાંધશે.,
\q તેઓના સાદનું ગાયન બારીમાંથી સંભળાશે, ઉંબરાઓ ઉજ્જડ થઈ જશે. કેમ કે તેણે એરેજકાષ્ટના પાટડા ઉઘાડા કરી નાખ્યા છે.
\q
\s5
\v 15 આ આનંદી નગર નિશ્ચિંત રહેતું હતું,
\q તે હૃદયમાં કહે છે કે, " હું છું અને મારા જેવું કોઈ પણ નથી."
\q તે કેવું વેરાન તથા પશુઓના રહેવાનું સ્થાન થઈ ગયું છે.
\q તેની પાસે થઈને જનાર દરેક માણસ નિસાસા સાથે પોતાનો હાથ હલાવશે.
\s5
\c 3
\q
\v 1 બંડખોર તથા ભ્રષ્ટ થયેલી જુલમી નગરીને અફસોસ.
\q
\v 2 તેણે ઈશ્વરનો અવાજ સાંભળ્યો નહિ કે યહોવાહની શિખામણ માની નહિ.
\q તેને યહોવાહમાં વિશ્વાસ ન હતો અને પોતાના ઈશ્વરની નજીક આવી નહિ.
\q
\s5
\v 3 તેની મધ્યે તેના સરદારો ગર્જના કરતા સિંહ જેવા છે!
\q તેના ન્યાયાધીશો સાંજે ફરતા વરુઓ જેવા છે, જેઓ આવતીકાલ માટે કે સવાર સુધી કશું રહેવા દેતા નથી!
\q
\v 4 તેના પ્રબોધકો ઉદ્ધત તથા રાજદ્રોહી માણસો છે.
\q તેના યાજકોએ જે પવિત્ર છે તેને અપવિત્ર કર્યું છે અને નિયમશાસ્ત્રનો ભંગ કર્યો છે.
\q2
\s5
\v 5 તેનામાં યહોવાહ ન્યાયી છે, તેઓ અન્યાય કરતા નથી.
\q2 રોજ સવારે તે ન્યાય કરે છે તે કશી ચૂક કરતા નથી, છતાં ગુનેગાર લોકોને શરમ આવતી નથી.
\q
\s5
\v 6 "મેં પ્રજાઓનો નાશ કર્યો છે; તેઓના બુરજો નાશ પામ્યા છે.
\q મેં તેઓની શેરીઓનો નાશ કરી દીધો છે કે તેથી ત્યાં થઈને કોઈ જતું નથી.
\q તેઓનાં નગરો નાશ પામ્યાં છે તેથી કોઈ માણસ જોવા મળતું નથી કે ત્યાં કોઈ રહેતું નથી.
\q
\v 7 મેં કહ્યું, 'તું નિશ્ચે મારી બીક રાખશે, મારું માનશે.
\q મેં તેને માટે જે યોજના કરી હતી તે પ્રમાણે તેનાં ઘરોનો નાશ થશે નહિ!'
\q પણ તેઓએ વહેલા ઊઠીને પોતાના સર્વ કામો ભ્રષ્ટ કર્યાં."
\q
\s5
\v 8 માટે યહોવાહ કહે છે, મારી રાહ જુઓ" હું નાશ કરવા ઊભો થાઉં તે દિવસ સુધી રાહ જુઓ.
\q કેમ કે મારો નિર્ણય પ્રજાઓને એકત્ર તથા રાજ્યોને ભેગા કરીને,
\q તેઓના પર મારો બધો ગુસ્સો અને પ્રચંડ ક્રોધ વરસાવવાનો છે.
\q જેથી આખી પૃથ્વી મારી ઈર્ષાના અગ્નિથી નાશ પામે.
\q
\s5
\v 9 પણ ત્યારે હું બધા લોકોને પવિત્ર હોઠ આપીશ,
\q જેથી તેઓ યહોવાહના નામની વિનંતી કરીને એકમતના થઈને મારી સેવા કરે.
\q
\v 10 મારા વેરવિખેર થઈ ગયેલા મારા ભક્તો કૂશની નદીની સામે પારથી મારે માટે અર્પણ લાવશે.
\q
\v 11 તે દિવસે તારાં સર્વ કૃત્યો જે તેં મારી વિરુદ્ધ કર્યાં છે તેને માટે તારે શરમાવું નહિ પડે,
\q કેમ કે તે સમયે હું તારામાંથી અભિમાની તથા ઉદ્ધત માણસોને દૂર કરીશ,
\q કેમ કે હવે પછી તું મારા પવિત્ર પર્વત પર હીણપતભર્યું કાર્ય કરી શકશે નહિ.
\q
\s5
\v 12 પણ હું તારામાં દીન તથા ગરીબ લોકોને રહેવા દઈશ,
\q તેઓ મારા નામ પર ભરોસો રાખશે.
\q
\v 13 ઇઝરાયલના બાકી રહેલા લોકો તે પછી અન્યાય કરશે નહિ કે જૂઠું બોલશે નહિ,
\q તેમના મુખમાં કપટી જીભ માલૂમ પડશે નહિ.
\q તેઓ ખાશે અને સૂઈ જશે અને કોઈ તેમને બીવડાવશે નહિ."
\q
\s5
\v 14 ઓ સિયોનની દીકરી ગાયન કર. હે ઇઝરાયલ ઉલ્લાસ કર.
\q હે યરુશાલેમની દીકરી તારા પૂરા હૃદયથી ખુશ થા અને આનંદ કર.
\q
\v 15 યહોવાહ તમારી શિક્ષાનો અંત લાવ્યા છે; તેમણે તમારા દુશ્મનોને કાઢી મૂક્યાં છે;
\q ઇઝરાયલના રાજા યહોવાહ, તમારામાં છે. તમને ફરીથી ક્યારેય આપત્તિનો ડર લાગશે નહિ.
\q
\v 16 તે દિવસે તેઓ યરુશાલેમને કહેશે કે,
\q "હે સિયોન, બીશ નહિ, તારા હાથો ઢીલા પડવા દઈશ નહિ.
\q
\s5
\v 17 યહોવાહ તારા ઈશ્વર તારી મધ્યે છે, શક્તિશાળી ઈશ્વર તને બચાવશે;
\q તેઓ તારા માટે હરખાશે. તેઓ તારા પરના તેમના પ્રેમમાં શાંત રહેશે.
\q તેઓ ગાતાં ગાતાં તારા પર આનંદ કરશે,
\q
\v 18 તારામાંના જેઓ મુકરર ઉત્સવને સારુ દિલગીર છે તેઓને હું ભેગા કરીશ અને તારા પરનો તેઓનો બોજો મહેણાંરૂપ હતો.
\q
\s5
\v 19 જો! તે સમયે હું તારા બધા જુલમગારોની ખબર લઈશ.
\q હું અપંગને બચાવીશ. જેઓને કાઢી મૂકવામાં આવી છે તેઓનેે એકત્ર કરીશ;
\q આખી પૃથ્વીમાં જ્યાં તેઓ શરમજનક બન્યા છે ત્યાં હું તેઓને પ્રશંસનીય કરીશ.
\q
\v 20 તે સમયે હું તમને અંદર લાવીશ અને તેજ સમયે હું તમને ભેગા કરીશ,
\q કેમ કે યહોવાહ કહે છે કે, તારી નજર આગળથી તારી ગુલામગીરી ફેરવી નાખીને!
\q હું આખી પૃથ્વીના લોકો મધ્યે તને નામ આપીશ અને પ્રશંસારૂપ કરીશ.

117
37-HAG.usfm Normal file
View File

@ -0,0 +1,117 @@
\id HAG
\ide UTF-8
\h Haggai
\toc1 Haggai
\toc2 Haggai
\toc3 hag
\mt1 Haggai
\s5
\c 1
\p
\v 1 દાર્યાવેશ રાજાના બીજા વર્ષના છઠ્ઠા માસના પહેલા દિવસે યહૂદિયાના સૂબા શાલ્તીએલના દીકરા ઝરુબ્બાબેલ તથા પ્રમુખ યાજક યહોસાદાકના દીકરા યહોશુઆ પાસે હાગ્ગાય પ્રબોધકની મારફતે યહોવાહનું વચન આવ્યું કે,
\v 2 સૈન્યોના ઈશ્વર યહોવાહ એવું કહે છે કે, "આ લોકો કહે છે કે, યહોવાહનું સભાસ્થાન બાંધવાનો સમય હજુ આવ્યો નથી."'"
\p
\s5
\v 3 ત્યારે હાગ્ગાય પ્રબોધકની મારફતે યહોવાહનું વચન આવ્યું કે,
\q
\v 4 "આ સભાસ્થાન ઉજ્જડ પડી રહેલું છે,
\q તે દરમિયાન તમારે તમારાં છતવાળાં ઘરોમાં રહેવાનો આ સમય છે શું?"
\q
\v 5 માટે સૈન્યોના યહોવાહ આ કહે છે કે,
\q 'તમારા હૃદયમાં માર્ગો વિષે વિચાર કરો.
\q સૈન્યોના યહોવાહ કહે છે.
\q
\v 6 "તમે ઘણું વાવ્યું છે, પણ ઘરે થોડી જ ફસલ લાવ્યા છો; તમે ખાઓ છો, પણ ધરાઈને નહિ;
\q તમે પીઓ છો ખરા પણ તૃપ્ત થતા નથી. તમે વસ્ત્રો પહેરો છો પણ તે તમને ગરમી આપતાં નથી;
\q જે માણસ કમાણી કરે છે તે માણસ પોતાની કમાણીને કાણી કોથળીમાં નાખે છે!'
\q
\s5
\v 7 સૈન્યોના યહોવાહ એવું કહે છે કે,
\q 'તમારા હૃદયમાં માર્ગો વિષે વિચાર કરો!
\q
\v 8 પર્વતો પર જાઓ, લાકડાં લાવો, મારું સભાસ્થાન બાંધો;
\q તેનાથી હું ખુશ થઈશ અને હું મહિમાવાન થઈશ!'
\q
\v 9 તમે ઘણાંની આશા રાખતા હતા, પણ જુઓ, તમે થોડું જ લઈને ઘરે આવ્યા, કેમ કે મેં તેને ફૂંક મારીને ઉડાવી દીધું.
\q શા માટે?'
\q 'કેમ કે જ્યારે દરેક માણસ ખુશીથી પોતપોતાના ઘરે જાય છે ત્યારે મારું સભાસ્થાન ઉજ્જડ પડી રહ્યું છે.
\q
\s5
\v 10 તમારે કારણે આકાશમાંથી ઝાકળ પડતું બંધ થયું છે અને પૃથ્વીની ઊપજ બંધ થઈ ગઈ છે.
\q
\v 11 હું દેશ પર, પર્વતો પર, અનાજ પર,
\q દ્રાક્ષારસ, તેલ તથા પૃથ્વીની ફસલ પર,
\q માણસો પર અને પશુઓ પર તથા તારા હાથનાં બધાં કામો પર દુકાળ લાવીશ એવી મેં આજ્ઞા કરી છે'"
\p
\s5
\v 12 ત્યારે શાલ્તીએલના દીકરા ઝરુબ્બાબેલ તથા પ્રમુખ યાજક યહોસાદાકના દીકરા યહોશુઆએ તથા તેઓના બાકી રહેલા લોકોએ યહોવાહ તેઓના ઈશ્વરનો અવાજ તથા યહોવાહ તેઓના ઈશ્વરે મોકલેલા હાગ્ગાય પ્રબોધકનાં વચનો પાળ્યા. અને લોકો યહોવાહના મુખથી ડરી ગયા.
\v 13 પછી યહોવાહના સંદેશવાહક હાગ્ગાયે યહોવાહનો સંદેશો લોકોને આપીને કહ્યું કે, "'હું તમારી સાથે છું' આ યહોવાહની ઘોષણા છે!"
\p
\s5
\v 14 ત્યારે યહોવાહે યહૂદિયાના સૂબા શાલ્તીએલના દીકરા ઝરુબ્બાબેલ તથા પ્રમુખ યાજક યહોસાદાકના દીકરા યહોશુઆનું મન, તથા બાકી રહેલા સર્વ લોકોનું મન જાગૃત કર્યું.
\v 15 દાર્યાવેશ રાજાના બીજા વર્ષના છઠ્ઠા માસના ચોવીસમાં દિવસે તેઓએ જઈને પોતાના ઈશ્વર સૈન્યોના યહોવાહના ઘરમાં કામ શરૂ કર્યું.
\s5
\c 2
\p
\v 1 સાતમા માસના એકવીસમા દિવસે હાગ્ગાય પ્રબોધકની મારફતે યહોવાહનું એવું વચન આવ્યું કે,
\v 2 હવે યહૂદિયાના સૂબા શાલ્તીએલના દીકરા ઝરુબ્બાબેલને તથા પ્રમુખ યાજક યહોસાદાકના દીકરા યહોશુઆને તથા બાકી રહેલા લોકોને કહે કે,
\q
\s5
\v 3 ' શું આ સભાસ્થાનનો અગાઉનો વૈભવ જોનારાઓમાંનો કોઈ તમારામાં જીવતો રહ્યો છે?
\q હમણાં તમે તેને કેવી હાલતમાં જુઓ છો?
\q શું તે તમારી નજરમાં શૂન્યવત્ નથી?
\q
\v 4 હવે, યહોવાહ કહે છે, હે ઝરુબ્બાબેલ, બળવાન થા'
\q યહોસાદાકના દીકરા હે યહોશુઆ, પ્રમુખ યાજક, 'બળવાન થા;'
\q યહોવાહ કહે છે, હે દેશના સર્વ લોકો!' તમે બળવાન થાઓ-
\q 'અને કામ કરો કેમ કે હું તમારી સાથે છું,' આ સૈન્યોના યહોવાહ કહે છે.
\q
\v 5 જ્યારે તમે મિસરમાંથી બહાર આવ્યા ત્યારે તમારી સાથે કરાર કરીને જે વચનો સ્થાપ્યાં તે પ્રમાણે,
\q મારો આત્મા તમારી મધ્યે છે. તમે બીશો નહિ.'
\q
\s5
\v 6 કેમ કે સૈન્યોના યહોવાહ કહે છે, 'થોડી જ વારમાં
\q હું આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા સૂકી ધરતીને હલાવું છું.
\q
\v 7 અને હું બધી પ્રજાઓને હલાવીશ, દરેક પ્રજા તેઓની કિંમતીવસ્તુ મારી પાસે લાવશે,
\q અને આ સભાસ્થાનને હું ગૌરવથી ભરી દઈશ. સૈન્યોના યહોવાહ કહે છે.
\q
\s5
\v 8 સૈન્યોના યહોવાહ એવું કહે છે, ચાંદી તથા સોનું મારું છે.
\q
\v 9 'સૈન્યોના યહોવાહ કહે છે, આ સભાસ્થાનનું ભૂતકાળનું ગૌરવ તેની શરૂઆતના ગૌરવ કરતાં વધારે હશે,
\q 'અને આ જગ્યામાં હું સલાહ શાંતિ આપીશ. એવું સૈન્યોના યહોવાહ કહે છે."
\p
\s5
\v 10 દાર્યાવેશના બીજા વર્ષના નવમા માસના ચોવીસમાં દિવસે હાગ્ગાય પ્રબોધક મારફતે યહોવાહનું વચન આવ્યું કે,
\v 11 'યાજકોને પૂછ કે નિયમશાસ્ત્ર પ્રમાણે,
\v 12 જો તમારામાંનો કોઈ પોતાના પહેરેલા વસ્ત્રમાં બાંધીને પવિત્ર માંસ લઈ જતો હોય અને જો તે રોટલી, ભાજી, દ્રાક્ષારસ, તેલ કે બીજા કોઈ ખોરાકને અડકે તો શું તે પવિત્ર થાય?"" યાજકોએ જવાબ આપ્યો કે, "ના."
\p
\s5
\v 13 ત્યારે હાગ્ગાયે કહ્યું, "જો કોઈ માણસ શબને અડકવાથી અશુદ્ધ થયો હોય અને આ વસ્તુઓને અડે તો શું તે અશુદ્ધ ગણાય?" ત્યારે યાજકોએ જવાબ આપ્યો કે, "હા, તેઓ અશુદ્ધ ગણાય."
\v 14 હાગ્ગાયે કહ્યું, "યહોવાહ કહે છે કે "' મારી આગળ આ લોકો અને આ પ્રજા એવા જ છે.' તેઓના હાથનાં કામો એવાં જ છે તેઓ જે કંઈ અર્પણ કરે છે તે અશુદ્ધ છે.
\p
\s5
\v 15 હવે, કૃપા કરીને આજથી માંડીને વીતેલા વખતનો, એટલે યહોવાહના સભાસ્થાનના પથ્થર પર પથ્થર મૂકવામાં આવ્યો હતો તે અગાઉના વખતનો વિચાર કરો,
\v 16 જ્યારે કોઈ વીસ માપ અનાજ ઢગલા પાસે આવતો, ત્યાં તેને માત્ર દશ જ માપ મળતાં, જ્યારે કોઈ દ્રાક્ષાકુંડ પાસે પચાસ માપ કાઢવા આવતો ત્યારે ત્યાંથી તેને માત્ર વીસ જ મળતાં.
\v 17 યહોવાહ એવું કહે છે કે તમારા હાથોનાં બધાં કાર્યોમાં મેં તમને લૂથી, મસીથી તથા કરાથી દુઃખી કર્યા, પણ તમે મારી તરફ પાછા ફર્યા નહિ.'
\p
\s5
\v 18 'આજથી અગાઉના દિવસોનો વિચાર કરો, નવમા માસના ચોવીસમાં દિવસે, એટલે કે જે દિવસે યહોવાહના સભાસ્થાનનો પાયો નાખવામાં આવ્યો હતો. તેનો વિચાર કરો.
\v 19 શું હજી સુધી કોઠારમાં બી છે? દ્રાક્ષાવેલો, અંજીરીઓ, દાડમડીઓ તથા જૈતૂનના વૃક્ષો હજી ફળ્યાં નથી, પણ આજથી હું તમને આશીર્વાદ આપીશ.'"
\p
\s5
\v 20 તે જ માસના ચોવીસમાં દિવસે, ફરીવાર યહોવાહનું વચન હાગ્ગાય પ્રબોધકની પાસે આવ્યું અને કહ્યું,
\v 21 યહૂદિયાના સૂબા ઝરુબ્બાબેલને કહે કે,
\q 'હું આકાશોને તથા પૃથ્વીને હલાવીશ.
\q
\v 22 કેમ કે હું રાજ્યાસનો ઉથલાવી નાખીશ અને હું પ્રજાઓનાં રાજ્યોની શક્તિનો નાશ કરીશ.
\q હું તેઓના રથોને તથા તેમાં સવારી કરનારાઓને ઉથલાવી નાખીશ. તેઓના ઘોડાઓ તથા સવારો દરેક પોતાના ભાઈની તલવારથી નીચે ઢળી પડશે.
\q
\s5
\v 23 તે દિવસે' સૈન્યોના યહોવાહ એવું કહે છે' મારા સેવક, શાલ્તીએલના દીકરા, ઝરુબ્બાબેલ હું તને લઈ લઈશ.
\q2 'હું તને મારી મુદ્રારૂપ બનાવીશ, કેમ કે મેં તને પસંદ કર્યો છે.'
\q2 'એવું સૈન્યોના ઈશ્વર યહોવાહ કહે છે!"

550
38-ZEC.usfm Normal file
View File

@ -0,0 +1,550 @@
\id ZEC
\ide UTF-8
\h Zechariah
\toc1 Zechariah
\toc2 Zechariah
\toc3 zec
\mt1 Zechariah
\s5
\c 1
\p
\v 1 દાર્યાવેશ રાજાના શાસનના બીજા વર્ષના આઠમા મહિનામાં પ્રબોધક ઇદ્દોના દીકરા બેરેખ્યાના દીકરા ઝખાર્યા પાસે યહોવાહનું વચન આવ્યું કે,.
\v 2 હું યહોવાહ તમારા પિતૃઓ પર અત્યંત નારાજ થયો હતો.
\v 3 હવે, 'સૈન્યોના યહોવાહ કહે છે કે,
\q "તમે મારી તરફ પાછા ફરો!"
\q "તો હું તમારી પાસે પાછો આવીશ." સૈન્યોના યહોવાહ કહે છે કે,
\p
\s5
\v 4 "તમારા પિતૃઓ જેવા ન થશો કે જેઓને અગાઉના પ્રબોધકો બૂમ પાડીને કહેતા કે, સૈન્યોના યહોવાહ કહે છે કે: તમારા દુષ્ટ માર્ગોથી અને દુષ્કૃત્યોથી પાછા ફરો" પણ તેઓએ મારું સાંભળ્યું નહિ કે મારા કહેવા પર ધ્યાન આપ્યું નહિ.'" આ સૈન્યોના યહોવાહની ઘોષણા છે.
\q
\v 5 "તમારા પિતૃઓ ક્યાં છે? અને પ્રબોધકો શું સદા જીવે છે?
\q
\v 6 પણ જે મારાં વચનો તથા વિધિઓ મેં મારા સેવકો પ્રબોધકોને મારફતે ફરમાવ્યાં હતાં,
\q તેઓએ શું તમારા પૂર્વજોને પકડી પાડ્યા નહિ?
\m આથી તેઓએ પસ્તાવો કર્યો અને કહ્યું, 'સૈન્યોના યહોવાહે આપણાં કૃત્યો અને માર્ગો પ્રમાણે આપણી સાથે જે કરવા ધાર્યું હતું તે પ્રમાણે આપણી સાથે કર્યું છે.'"
\p
\s5
\v 7 દાર્યાવેશ રાજાના બીજા વર્ષના અગિયારમા મહિનાના, એટલે શબાટ મહિનાના, ચોવીસમાં દિવસે ઇદ્દોના દીકરા બેરેખ્યાના દીકરા ઝખાર્યા પ્રબોધકની પાસે યહોવાહનું વચન આવ્યું કે,
\v 8 "રાત્રે મને સંદર્શન થયું કે, લાલ ઘોડા પર સવાર થયેલો એક માણસ ખીણમાં મેંદીના છોડ વચ્ચે ઊભો હતો; તેની પાછળ લાલ, કાબરચીતરા અને સફેદ ઘોડાઓ હતા."
\v 9 મેં કહ્યું, "મારા પ્રભુ આ શું છે?" ત્યારે મારી સાથે જે દૂત વાત કરતો હતો તેણે મને કહ્યું, "આ શું છે તે હું તને બતાવીશ."
\p
\s5
\v 10 ત્યારે મેંદીઓના છોડ વચ્ચે ઊભેલા માણસે જવાબમાં કહ્યું, "તેઓ એ છે કે જેમને યહોવાહે પૃથ્વી પર સર્વત્ર આમતેમ ફરવાને મોકલ્યા છે."
\v 11 તેઓએ મેંદીના છોડ વચ્ચે ઊભેલા યહોવાહના દૂતને જવાબ આપીને કહ્યું, "અમે આખી પૃથ્વી પર સર્વત્ર ફરીને આવ્યા છે અને જો, આખી પૃથ્વી હજુ સ્વસ્થ બેઠી છે અને શાંતિમાં છે."
\p
\s5
\v 12 ત્યારે યહોવાહના દૂતે જવાબ આપ્યો કે, "હે સૈન્યોના યહોવાહ, તમે યરુશાલેમ તથા યહૂદિયાના નગરો ઉપર આ સિત્તેર વર્ષથી રોષે ભરાયેલા છો ક્યાં સુધી તમે તેમના પર દયા નહિ કરો?"
\v 13 ત્યારે મારી સાથે વાત કરનાર દૂતને યહોવાહે સારાં અને આશ્વાસનભર્યાં વચનોથી જણાવ્યું.
\p
\s5
\v 14 તેથી મારી સાથે વાત કરનાર દૂતે મને કહ્યું, "તું પોકાર કરીને કહે, સૈન્યોના યહોવાહ એવું કહે છે કે:
\q "હું યરુશાલેમ તથા સિયોન માટે અતિશય લાગણીથી આવેશી છું.
\q
\v 15 જે પ્રજાઓ આરામ ભોગવે છે તેઓના પર હું ઘણો કોપાયમાન થયો છું;
\q કેમ કે હું તેઓનાથી થોડો નાખુશ થયો હતો પણ તેઓએ દુઃખમાં વૃદ્ધિ કરી."
\q
\s5
\v 16 તેથી સૈન્યોના યહોવાહ એવું કહે છે,
\q "હું દયા સાથે યરુશાલેમમાં પાછો આવ્યો છું. મારું ઘર ત્યાં બંધાશે"'
\q સૈન્યોના યહોવાહ કહે છે કે--"અને માપવાની દોરી યરુશાલેમ પર લંબાવવામાં આવશે."
\q
\v 17 ફરીથી પોકારીને કહે કે,
\q 'સૈન્યોના યહોવાહ એવું કહે છે: 'મારાં નગરો ફરીથી સમૃદ્ધ થઈને ચારેબાજુ વૃદ્ધિ પામશે,
\q1 અને યહોવાહ ફરીવાર સિયોનને દિલાસો આપશે, તે ફરી એકવાર યરુશાલેમને પસંદ કરશે."
\p
\s5
\v 18 પછી મેં મારી આંખો ઊંચી કરીને જોયું, તો, મને ચાર શિંગડાં દેખાયાં.
\v 19 મેં મારી સાથે વાત કરનાર દૂતને પૂછ્યું, "આ શું છે?" તેણે મને જવાબ આપ્યો, "આ તો યહૂદિયા, ઇઝરાયલ તથા યરુશાલેમને વેરવિખેર કરનાર શિંગડાં છે."
\p
\s5
\v 20 પછી યહોવાહે મને ચાર લુહારો દેખાડ્યા.
\v 21 મેં કહ્યું, "આ લોકો શું કરવા આવ્યા છે?" તેમણે જવાબ આપ્યો કે, "આ શિંગડાંઓ એ છે કે જેઓએ યહૂદિયાના લોકોને એવા વેરવિખેર કરી નાખ્યા કે કોઈ પણ માણસ પોતાનું માથું ઊંચું કરવા પામ્યો નહિ. પણ આ લોકો પોતાને નસાડી કાઢવાને, જે વિદેશીઓએ પોતાનું શિંગડું યહૂદિયા દેશની સામે ઉઠાવીને તેને વિખેરી નાખ્યો છે, તેઓનાં શિંગડાં પાડી નાખવા માટે આવ્યા છે."
\s5
\c 2
\p
\v 1 મેં મારી આંખો ઉપર કરીને જોયું તો એક માણસ હાથમાં માપવાની દોરી લઈને ઊભો હતો.
\v 2 મેં કહ્યું, "તું ક્યાં જાય છે?" ત્યારે તેણે મને કહ્યું, "યરુશાલેમની પહોળાઈ અને લંબાઈ કેટલી છે તે માપવા જાઉં છું."
\p
\s5
\v 3 પછી મારી સાથે વાત કરનાર દૂત ત્યાંથી ચાલ્યો ગયો, બીજો દૂત તેને મળવા બહાર આવ્યો.
\v 4 બીજા દૂતે તેને કહ્યું, "દોડ અને પેલા જુવાનને કહે કે,
\q 'યરુશાલેમમાં પુષ્કળ માણસો અને જાનવરો હોવાથી
\q તે કોટ વગરના નગરની જેમ તેઓ તેમાં રહેશે.
\q
\v 5 કેમ કે, યહોવાહ કહે છે કે, 'હું પોતે તેની આસપાસ અગ્નિના કોટરૂપ થઈશ,
\q અને હું તેનામાં મહિમાવાન થઈશ.'
\q
\s5
\v 6 યહોવાહ કહે છે; અરે, ઉત્તરના દેશમાંથી નાસી જાઓ
\q 'વળી, યહોવાહ કહે છે કે મેં તમને આકાશના ચાર વાયુની જેમ વિખેરી દીધા છે-
\q
\v 7 'હે સિયોન, બાબિલની દીકરી સાથે રહેનારી તું નાસી જા!'"
\q
\s5
\v 8 કેમ કે સૈન્યોના યહોવાહ કહે છે જે પ્રજાઓએ તમને લૂંટ્યા છે તેમની વિરુદ્ધ સન્માન મેળવવા માટે તેમણે મને મોકલ્યો છે
\q કેમ કે, જે તમને અડકે છે તે ઈશ્વરની આંખની કીકીને અડકે છે.
\q
\v 9 "યહોવાહ કહે છે હું મારો હાથ તેઓ પર હલાવીશ તેઓ તેમના ગુલામોને હાથે લૂંટાશે."
\q ત્યારે તમે જાણશો કે સૈન્યોના યહોવાહે મને મોકલ્યો છે.
\q
\s5
\v 10 "સિયોનની દીકરી, ગાયન તથા આનંદ કર,
\q કેમ કે, યહોવાહ કહે છે કે, હું આવું છું, હું તારી સાથે રહીશ."
\q
\v 11 તે દિવસે ઘણી પ્રજાઓ યહોવાહની સાથે જોડાશે. તે કહે છે, "તમે મારા લોક થશો;
\q હું તેમની વચ્ચે રહીશ." ત્યારે તમે જાણશો કે સૈન્યોના યહોવાહે મને તમારી પાસે મોકલ્યો છે.
\q
\s5
\v 12 કેમ કે યહોવાહ યહૂદિયાને પોતાના હકના કબજાની જેમ પવિત્ર ભૂમિમાં વારસા તરીકે ગણી લેશે.
\q તે પોતાના માટે ફરીથી યરુશાલેમને પસંદ કરશે.
\q
\v 13 હે સર્વ માણસો, યહોવાહની આગળ શાંત રહો, કેમ કે તે પોતાના નિવાસ સ્થાનમાંથી જાગૃત થયા છે.
\s5
\c 3
\p
\v 1 પ્રમુખ યાજક યહોશુઆને યહોવાહના દૂત આગળ ઊભો રહેલો અને તેને જમણે હાથે તેના ઉપર આરોપ મૂકવા માટે શેતાનને ઊભો રહેલો તેણે મને દેખાડ્યો.
\v 2 યહોવાહના દૂતે શેતાનને કહ્યું, "યહોવાહ તને ઠપકો આપો, ઓ શેતાન; યરુશાલેમને પસંદ કરનાર યહોવાહ તને ધમકાવો. શું તું અગ્નિમાંથી ઉપાડી લીધેલા ખોયણા જેવો નથી?"
\v 3 યહોશુઆ મલિન વસ્ત્રો પહેરીને દૂત પાસે ઊભેલો હતો.
\p
\s5
\v 4 દૂતે પોતાની આગળ ઊભેલા માણસો સાથે વાત કરીને કહ્યું, "તેના અંગ પરથી મલિન વસ્ત્રો ઉતારી નાખો." પછી તેણે યહોશુઆને કહ્યું, "જો, મેં તારા અન્યાયને તારાથી દૂર કર્યા છે અને હું તને સુંદર વસ્ત્રો પહેરાવીશ."
\v 5 દૂતે તેઓને કહ્યું, "તેને માથે સુંદર પાઘડી પહેરાવો." તેથી તેઓએ યહોશુઆના માથે સુંદર પાઘડી અને તેને અંગે સ્વચ્છ વસ્ત્રો પહેરાવ્યાં તે સમયે યહોવાહનો દૂત તેની પાસે ઊભો હતો.
\p
\s5
\v 6 ત્યારબાદ યહોવાહના દૂતે યહોશુઆને પ્રતિજ્ઞા પૂર્વક આપીને કહ્યું કે,
\v 7 સૈન્યોના યહોવાહ એવું કહે છે:
\q 'જો તું મારા માર્ગોમાં ચાલશે અને મારી આજ્ઞાઓ પાળશે,
\q તો તું મારા ઘરનો નિર્ણય કરનાર પણ થશે અને મારાં આંગણાં સંભાળશે;
\q કેમ કે હું તને મારી આગળ ઊભેલાઓની મધ્યેથી જવા આવવાની પરવાનગી આપીશ.
\q
\s5
\v 8 હે પ્રમુખ યાજક યહોશુઆ, તું અને તારી સાથે રહેનાર તારા સાથીઓ, સાંભળો.
\q કેમ કે આ માણસો ચિહ્નરૂપ છે, કેમ કે હું મારા સેવક જે અંકુર કહેવાય છે તેને લાવીશ.
\q
\v 9 હવે જે પથ્થર મેં યહોશુઆ આગળ મૂક્યો છે તે જુઓ. આ એક પથ્થરને સાત આંખ છે,
\q સૈન્યોના યહોવાહ એવું કહે છે કે, હું તેના પર કોતરણી કરીશ,
\q 'આ દેશના પાપને હું એક જ દિવસમાં સમાપ્ત કરીશ.
\p
\s5
\v 10 સૈન્યોના યહોવાહ કહે છે, તે દિવસે' તમે દરેક માણસ પોતાના પડોશીને દ્રાક્ષાવેલા નીચે અને અંજીરના ઝાડ નીચે આરામ માટે બોલાવશો.'"
\s5
\c 4
\p
\v 1 મારી સાથે જે દૂત વાત કરતો હતો તે પાછો આવ્યો અને જાગેલા માણસની પેઠે તેણે મને ઊંઘમાંથી ઉઠાડ્યો.
\v 2 તેણે મને કહ્યું, "તું શું જુએ છે?" મેં કહ્યું, "હું પૂરેપૂરું સોનાનું બનેલું દીપવૃક્ષ જોઉં છું. તેની ટોચ પર કોડિયું છે. તેના પર સાત દીવા છે અને જે દીવા તેની ટોચે છે તે દરેકને સાત દિવેટ છે.
\v 3 તેની પાસે બે જૈતૂનના વૃક્ષો છે, તેમાંનું એક કોડિયાની જમણી બાજુએ અને બીજું કોડિયાની ડાબી બાજુએ."
\p
\s5
\v 4 ફરીથી મારી સાથે વાત કરનાર દૂતને મેં કહ્યું, "હે મારા મુરબ્બી, તેનો અર્થ શો થાય છે?"
\v 5 જે દૂત મારી સાથે વાત કરતો હતો તેણે જવાબ આપીને મને કહ્યું, "તેનો અર્થ શો છે તે શું તું જાણતો નથી?" મેં કહ્યું, "ના, મારા મુરબ્બી."
\p
\s5
\v 6 (6a) તેણે મને જવાબ આપીને કહ્યું,
\q (6b) ત્યારે દૂતે મને કહ્યું, "ઝરુબ્બાબેલને યહોવાહનું વચન આ છે:
\q 'બળથી નહિ કે સામર્થ્યથી નહિ પણ મારા આત્માથી,'
\q સૈન્યોના યહોવાહ કહે છે,"
\q
\v 7 "હે ઊંચા પર્વત, તું કોણ છે? ઝરુબ્બાબેલ આગળ તું સપાટ થઈ જશે,
\q તેના પર 'કૃપા થાઓ, કૃપા થાઓ, એવા પોકારસહિત ટોચના પથ્થરને બહાર લાવશે."
\q
\s5
\v 8 યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
\q
\v 9 "ઝરુબ્બાબેલના હાથથી આ પવિત્રસ્થાનનો પાયો નંખાયો છે અને તેના હાથથી તે પૂરું થશે,
\q ત્યારે તું જાણશે કે સૈન્યોના યહોવાહે મને તારી પાસે મોકલ્યો છે, એવું ઝરુબ્બાબેલ કહે છે,
\q
\v 10 (10a) નાના કામોના આ દિવસને કોણે ધિક્કાર્યો છે? આ લોકો ઝરુબ્બાબેલના હાથમાં ઓળંબો જોઈને આનંદ કરશે. (10b) "યહોવાહની આ સાત દીવારૂપી આંખો, આખી પૃથ્વી પર સર્વત્ર ફરતી રહે છે."
\p
\v 11 પછી મેં દૂતને પૂછ્યું, "દીપવૃક્ષની જમણી બાજુએ અને તેની ડાબી બાજુએ બે જૈતૂન વૃક્ષો છે તે શું છે?"
\s5
\v 12 વળી મેં ફરીથી તેની સાથે વાત કરીને કહ્યું, "જૈતૂન વૃક્ષની આ બે ડાળીઓ કે જે સોનાની બે દિવેટો છે. તેમાંથી તેલનો પ્રવાહ વહે છે તેઓ શું છે?"
\v 13 તેણે મારી સાથે વાત કરવાનું ચાલું રાખ્યું, "આ શું છે તે શું તું નથી જાણતો?" અને મેં કહ્યું, "ના, મારા મુરબ્બી."
\s5
\v 14 તેણે કહ્યું, "તેઓ તો આખી પૃથ્વીના પ્રભુ પાસે ઊભા રહેનાર બે અભિષિક્તો છે."
\s5
\c 5
\p
\v 1 ત્યારે મેં પાછા ફરીને મારી આંખો ઊંચી કરીને જોયું, તો મેં એક ઊડતું ઓળિયું જોયું.
\v 2 દૂતે મને કહ્યું, "તું શું જુએ છે?"મેં જવાબ આપ્યો, " હું એક ઊડતું ઓળિયું જોઉં છું, તે વીસ હાથ લાંબું અને દશ હાથ પહોળું છે."
\p
\s5
\v 3 ત્યારે તેણે મને કહ્યું, "આ તો આખા દેશની સપાટી પર આવનાર શાપ છે, તેના કહ્યા પ્રમાણે ચોરી કરનાર દરેકનો નાશ કરવામાં આવશે, ખોટા સમ ખાનાર દરેક માણસને તેના કહ્યા પ્રમાણે નાશ કરવામાં આવશે."
\q
\v 4 સૈન્યોના યહોવાહ કહે છે, 'હું તેને બહાર મોકલી દઈશ,'
\q1 'તે ચોરના ઘરમાં અને મારા નામના જૂઠા સમ ખાનારના ઘરમાં પ્રવેશ કરશે.
\q મારો શાપ તેના ઘર પર રહેશે અને તેનો તેનાં લાકડાં તથા પથ્થરો સહિત નાશ કરશે.'"
\p
\s5
\v 5 પછી મારી સાથે વાત કરનાર દૂતે બહાર આવીને મને કહ્યું, "તારી આંખો ઊંચી કરીને જો આ શું બહાર આવે છે તે શું છે?
\v 6 મેં કહ્યું, "તે શું છે?" તેણે કહ્યું, "ટોપલામાં જે આવે છે તે એફાહ છે. આ આખા દેશના લોકોનાં પાપો છે.
\v 7 પછી ટોપલા પરથી સીસાનું ઢાંકણ ઊંચું થયું તો ટોપલાની અંદર બેઠેલી એક સ્ત્રી જોવામાં આવી.
\p
\s5
\v 8 દૂતે કહ્યું, "આ દુષ્ટતા છે." અને તેણે તે સ્ત્રીને પાછી ટોપલાની અંદર નાખી દીધી અને તેણે તેના પર સીસાનું ઢાંકણ મૂકી દીધું.
\v 9 મેં મારી આંખો ઊંચી કરીને જોયું તો જુઓ બે સ્ત્રીઓ મારી પાસે આવતી હતી, તેઓની પાંખોમાં પવન હતો કેમ કે તેઓની પાંખો બગલાની પાંખો જેવી હતી. તેઓએ તે ટોપલાને પૃથ્વી તથા આકાશની વચ્ચેથી ઊંચકી લીધો.
\p
\s5
\v 10 પછી મેં મારી સાથે વાત કરનાર દૂતને કહ્યું, "તેઓ ટોપલાને ક્યાં લઈ જાય છે?"
\v 11 તેણે મને કહ્યું, "શિનઆર દેશમાં, ત્યાં તેને માટે સભાસ્થાન બાંધવાનું છે, જ્યારે તે તૈયાર થશે ત્યારે તે ટોપલાને ત્યાં તેના તૈયાર કરેલા સ્થાને સ્થાપિત કરશે."
\s5
\c 6
\p
\v 1 પછી મેં પાછા ફરી અને મારી આંખો ઊચી કરીને ચાર રથોને બે પર્વતો વચ્ચેથી બહાર આવતા જોયા; બે પર્વતો કાંસાના બનેલા હતા.
\v 2 પહેલા રથના ઘોડા લાલ હતા, બીજા રથના ઘોડા કાળાં હતા,
\v 3 ત્રીજા રથના ઘોડા સફેદ હતા તથા ચોથા રથના ઘોડા ભૂરા ટપકાંવાળા હતા.
\v 4 તેથી મેં મારી સાથે વાત કરનાર દૂતને પૂછ્યું કે, "મારા મુરબ્બી, આ શું છે"
\p
\s5
\v 5 દૂતે મને જવાબ આપ્યો, "આ તો આકાશના ચાર પવનો છે. તેઓ આખી પૃથ્વીના પ્રભુની આગળ ઉપસ્થિત થયા પછી ચાલ્યા જાય છે.
\v 6 કાળાં ઘોડાઓવાળો રથ ઉત્તર પ્રદેશ તરફ જાય છે; સફેદ ઘોડાઓવાળો રથ પશ્ચિમ દેશ તરફ જાય છે; ટપકાંવાળા ઘોડાઓવાળો રથ દક્ષિણ પ્રદેશ તરફ જાય છે."
\p
\s5
\v 7 મજબૂત ઘોડા બહાર આવ્યા અને પૃથ્વી પર ફરવાનો પોકાર કર્યો, દૂતે કહ્યું, "જાઓ અને પૃથ્વી પર સર્વત્ર ફરો." માટે તેઓ આખી પૃથ્વી પર ફર્યા.
\v 8 પછી તેમણે હાંક મારીને મને બોલાવ્યો અને મારી સાથે વાત કરીને કહ્યું, "ઉત્તર પ્રદેશ તરફ જનારાઓને જો; તેઓએ ઉત્તર પ્રદેશમાં મારા આત્માને આરામ આપ્યો છે."
\p
\s5
\v 9 આથી યહોવાહનું વચન મારી પાસે આવ્યું કે,
\v 10 "દેશવટાથી પાછા આવેલાઓ પાસેથી, એટલે હેલ્દાયથી, ટોબિયાથી તથા યદાયા પાસેથી અર્પણ લે- અને તે જ દિવસે તે લઈને તું સફાન્યાના દીકરા યોશિયાના ઘરે જા, કેમ કે તેઓ બાબિલથી આવ્યા છે.
\v 11 સોનુંચાંદી લઈને મુગટ બનાવ અને પ્રમુખ યાજક યહોસાદાકના દીકરા યહોશુઆના માથે મૂક.
\p
\s5
\v 12 તેને કહે કે, સૈન્યોના યહોવાહ એવું કહે છે.
\q "આ માણસ જેનું નામ અંકુર છે! તે જ્યાં છે ત્યાં ઊગી નીકળશે
\q અને યહોવાહનું સભાસ્થાન બાંધશે.
\q
\v 13 તે જ યહોવાહનું સભાસ્થાન બાંધશે અને પોતાનો વૈભવ ઊભો કરશે; પછી તે પોતાના સિંહાસન પર બેસીને રાજ કરશે.
\q તેના સિંહાસન પર યાજક બેસશે અને બન્ને વચ્ચે શાંતિની સલાહ રહેશે.
\p
\s5
\v 14 પછી તે મુગટ હેલ્દાય, ટોબિયા, યદાયા તથા સફાન્યાના દીકરા હેનની યાદગીરી તરીકે યહોવાહના ઘરમાં મૂકવામાં આવશે.
\v 15 દૂરથી માણસો આવીને યહોવાહનું સભાસ્થાન બાંધશે, ત્યારે તમે જાણશો કે સૈન્યોના યહોવાહે મને તમારી પાસે મોકલ્યો છે; જો તમે યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ ખંતથી સાંભળશો તો આ બધું ફળીભૂત થશે."'"
\s5
\c 7
\p
\v 1 દાર્યાવેશ રાજાના ચોથા વર્ષમાં, તેના નવમા એટલે કે કિસ્લેવ મહિનાના ચોથા દિવસે યહોવાહનું વચન ઝખાર્યા પાસે આવ્યું.
\v 2 બેથેલના લોકો શારએસેરને તથા રેગેમ-મેલેખને અને તેઓના માણસોને યહોવાહની કૃપા માટે વિનંતી કરવા મોકલ્યા.
\v 3 યહોવાહના સભાસ્થાનના યાજકોને તથા પ્રબોધકોને પૂછવા માટે મોકલ્યા હતા કે, "જેમ હું ઘણાં વર્ષથી કરતો આવ્યો છું તેમ પાંચમા માસમાં મારે શોક કરવો જોઈએ?"
\q
\s5
\v 4 ત્યારે સૈન્યોના યહોવાહનું વચન મારી પાસે આવ્યું કે,
\q
\v 5 "દેશના સર્વ લોકોને તથા યાજકોને કહે કે,
\q જ્યારે તમે પાંચમા અને સાતમા માસમાં ઉપવાસ અને શોક કર્યો,
\q વળી આ સિત્તેર વર્ષોમાં તમે સાચે જ મારા માટે ઉપવાસ કર્યો હતો?
\q
\v 6 અને જ્યારે તમે ખાઓ છો પીઓ છો ત્યારે શું તમે પોતાને માટે જ ખાતાપીતા નથી?
\q
\v 7 જ્યારે યરુશાલેમ તથા તેની આસપાસના નગરો વસતિવાળાં તથા આબાદ હતાં અને નેગેબમાં તથા દક્ષિણની તળેટીમાં વસેલા હતાં,
\q ત્યારે જે વચનો યહોવાહે અગાઉના પ્રબોધકોના મુખે પોકાર્યાં હતાં તે એ જ ન હતાં?'"
\q
\s5
\v 8 યહોવાહનું વચન ઝખાર્યા પાસે આવ્યું અને કહ્યું,
\q
\v 9 સૈન્યોના યહોવાહ એવું કહે છે: "સાચો ન્યાય કરો,
\q દરેક માણસ પોતાના ભાઈ પર દયા તથા કૃપા રાખો;
\q
\v 10 વિધવા તથા અનાથ, વિદેશીઓ તથા ગરીબ પર જુલમ ન કરો.
\q અને તમારામાંનો કોઈ પણ પોતાના મનમાં પોતાના ભાઈનું નુકસાન કરવાનું ષડ્યંત્ર ન રચે.'
\p
\s5
\v 11 પણ તેઓએ સાંભળવાનો ઇનકાર કર્યો અને તેઓએ હઠીલા થઈને પીઠ ફેરવી; મારું વચન સાંભળે નહિ માટે તેઓએ પોતાના કાન બંધ કર્યા.
\v 12 નિયમશાસ્ત્ર તથા જે વચનો સૈન્યોના યહોવાહે પોતાના આત્મા વડે અગાઉના પ્રબોધકો દ્વારા મોકલ્યાં હતાં, તે તેઓ સાંભળે નહિ માટે તેઓએ તેમનાં હૃદયો વજ્ર જેવાં કઠણ બનાવી દીધાં. તેથી સૈન્યોના યહોવાહનો કોપ ઉગ્ર થયો.
\p
\s5
\v 13 ત્યારે એવું થયું કે જ્યારે તેમણે પોકાર્યું ત્યારે તેઓએ સાંભળ્યું નહિ. સૈન્યોના યહોવાહ કહે છે; 'તે જ પ્રમાણે', તેઓ પોકારશે પણ હું સાંભળીશ નહિ.
\v 14 કેમ કે જે પ્રજાઓને તેઓ જાણતા નથી તેઓમાં હું તેઓને વંટોળિયાની સાથે વેરવિખેર કરી નાખીશ, તેઓના ગયા પછી દેશ એવો ઉજ્જડ થઈ ગયો કે તે દેશમાં થઈને કોઈ જતું આવતું નહોતું, કેમ કે તેઓએ આ રળિયામણા દેશને ઉજ્જડ કરી મૂક્યો હતો.'"
\s5
\c 8
\p
\v 1 સૈન્યોના યહોવાહનું વચન મારી પાસે આવ્યું,
\v 2 "સૈન્યોના યહોવાહ એવું કહે છે કે:
\q 'મને સિયોન માટે ઘણો આવેશ છે,
\q તેથી મને તેના પર ઘણો ગુસ્સો આવે છે.'
\q
\v 3 સૈન્યોના યહોવાહ એવું કહે છે કે:
\q હું સિયોનમાં પાછો આવ્યો છું અને યરુશાલેમની મધ્યે રહીશ,
\q કેમ કે યરુશાલેમ સત્યનું નગર કહેવાશે અને સૈન્યોના યહોવાહનો પવિત્ર પર્વત કહેવાશે.'"
\q
\s5
\v 4 સૈન્યોના ઈશ્વર યહોવાહ એવું કહે છે કે,
\q 'યરુશાલેમમાંની ગલીઓમાં ફરીથી વૃદ્ધ પુરુષો તથા સ્ત્રીઓ,
\q ઘણી ઉંમર થઈ ગઈ હોવાને લીધે હાથમાં લાકડી લઈને બેસશે.
\q
\v 5 નગરની શેરીઓ તે નગરમાં રમતાં
\q છોકરાઓ તથા છોકરીઓથી ભરપૂર થશે.'"
\q
\s5
\v 6 સૈન્યોના ઈશ્વર યહોવાહ એવું કહે છે કે;
\q 'જો તે આ દિવસોના બાકી રહેલા લોકોની નજરમાં અદ્દભુત લાગે છે,
\q તો તે મારી નજરમાં પણ અદ્દભુત લાગે?'" એવું સૈન્યોના ઈશ્વર યહોવાહ કહે છે.
\q
\v 7 સૈન્યોના ઈશ્વર યહોવાહ એવું કહે છે કે,
\q 'જુઓ હું મારા લોકોને પૂર્વના તથા પશ્ચિમના દેશમાંથી બચાવી લાવીશ.
\q
\v 8 હું તેઓને પાછા લાવીશ, તેઓ યરુશાલેમની મધ્યે રહેશે,
\q તેઓ મારી પ્રજા થશે,
\q હું સત્યથી તથા નીતિથી તેઓનો ઈશ્વર થઈશ.'"
\q
\s5
\v 9 સૈન્યોના ઈશ્વર યહોવાહ કહે છે કે:
\q 'જ્યારે સૈન્યોના યહોવાહનું સભાસ્થાન બાંધવા સારુ તેનો પાયો નાખવામાં આવ્યો,
\q ત્યારે પ્રબોધકોએ કહેલા વચનો સાંભળનારાઓ,
\q તમારા હાથ બળવાન થાઓ.
\q
\v 10 કેમ કે તે સમય અગાઉ
\q કોઈ માણસને પાક મળતો ન હતો કે કોઈ જાનવરને પાક માટે મજૂરી પણ મળતી ન હતી.
\q દુશ્મનને લીધે અંદર જનાર કે બહાર આવનારને કંઈ શાંતિ હશે નહિ.
\q મેં દરેક માણસોને પોતાના પડોશી વિરુદ્ધ કરી દીધા હતા.
\q
\s5
\v 11 પણ હવે હું આ લોકોના બચેલાઓની સાથે અગાઉની માફક વર્તીશ નહિ.'"
\q એવું સૈન્યોના યહોવાહ કહે છે.
\q
\v 12 "'ત્યાં શાંતિનું બીજ દેખાશે. દ્રાક્ષાવેલો તેનાં ફળ આપશે,
\q પૃથ્વી પોતાની ઊપજ આપશે. આકાશોમાંથી ઓસ પડશે,
\q કેમ કે આ લોકોમાંના બાકી રહેલાઓને હું આ સર્વ વસ્તુનો વારસો આપીશ.
\q
\s5
\v 13 હે યહૂદિયાના વંશજો તથા ઇઝરાયલના વંશજો,
\q તમે જેવી રીતે પ્રજાઓમાં શાપરૂપ હતા,
\q પણ તેવી રીતે તમે આશીર્વાદરૂપ થશો અને હું તમારો ઉદ્ધાર કરીશ.
\q ભયભીત ન થાઓ, પણ તમારા હાથ બળવાન થાઓ.'"
\p
\v 14 કેમ કે સૈન્યોના યહોવાહ એવું કહે છે કે, 'તમારા પિતૃઓએ મને ગુસ્સે કર્યો હોવાથી મેં તમને નુકસાન પહોંચાડવાની યોજના ઘડી હતી, તે વિષે મને દયા આવી નહિ સૈન્યોના યહોવાહ કહે છે,
\v 15 આ સમયોમાં મેં યરુશાલેમનું તથા યહૂદિયાના લોકોનું ફરી ભલું કરવાનું ધાર્યું છે તમે ડરશો નહિ.
\p
\s5
\v 16 તમારે આ બાબતો કરવી: દરેક માણસ પોતાના પડોશી સાથે સાચું બોલો, અદાલતમાં સાચો ન્યાય કરો અને તમારી ભાગળોમાં શાંતિ રહે.
\v 17 તમારામાંના કોઈએ પોતાના પડોશી વિરુદ્ધ પોતાના હૃદયમાં દુષ્ટ વિચાર લાવવો નહિ, કે કોઈ જૂઠા સમ ખાવા નહિ; કેમ કે હું આ સર્વ બાબતોને ધિક્કારું છું,'" એવું સૈન્યોના યહોવાહ કહે છે.
\p
\s5
\v 18 સૈન્યોના યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું કે,
\v 19 "સૈન્યોના યહોવાહ એવું કહે છે કે: ચોથા, પાંચમા, સાતમા અને દશમા મહિનાનો ઉપવાસ યહૂદિયાના લોકોને આનંદરૂપ, હર્ષરૂપ તથા ખુશકારક ઉજાણીરૂપ થશે! માટે સત્યતા તથા શાંતિને પ્રેમ કરો.'"
\p
\s5
\v 20 સૈન્યોના યહોવાહ એવું કહે છે કે, 'અન્ય લોકો તથા ઘણાં નગરોના રહેવાસીઓ આવશે.
\v 21 એક નગરના રહેવાસીઓ જઈને બીજા નગરના રહેવાસીઓને કહેશે કે, "ચાલો આપણે યહોવાહની કૃપાને માટે વિનંતી કરીએ અને સૈન્યોના યહોવાહને જલ્દી શોધીએ, હું પણ જઈશ!"'
\v 22 ઘણાં લોકો અને બળવાન પ્રજાઓ સૈન્યોના યહોવાહની શોધ કરવા યરુશાલેમમાં આવશે અને તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે વિનંતી કરશે."
\p
\s5
\v 23 સૈન્યોના યહોવાહ એવું કહે છે કે, 'તે સમયે દરેક ભાષા બોલનારી પ્રજાઓમાંથી દસ માણસો તારા ઝભ્ભાની કિનારી હાથમાં લેશે અને કહેશે, "અમે તારી સાથે આવીશું, કેમ કે અમે સાંભળ્યું છે કે ઈશ્વર તારી સાથે છે."'"
\s5
\c 9
\p
\v 1 યહોવાહના વચનરુપી ઈશ્વરવાણી હાદ્રાખ દેશ પર તથા દમસ્કસ જે તેનું વિશ્રામસ્થાન છે તેના પર છે: કેમ કે યહોવાહની નજર માનવજાત પર ઇઝરાયલનાં કુળો પર છે.
\v 2 દમસ્કસની સરહદ પર આવેલું હમાથ પણ છે. તૂર તથા સિદોન બહુ ચતુર છે છતાં: તેના પર પણ નજર છે.
\s5
\v 3 તૂરે પોતાને માટે કિલ્લો બાંધ્યો છે, તેણે ધૂળની જેમ ચાંદીના તથા શુદ્ધ સોનાની જેમ મહોલ્લાની માટીના ઢગલા કર્યાં છે.
\v 4 જુઓ, પણ પ્રભુ તેની સંપત્તિ છીનવી લેશે અને તેના બળને સમુદ્રમાં નાખી દેશે, તે અગ્નિથી ભસ્મ થઈ જશે.
\p
\s5
\v 5 આશ્કલોન જોઈને બી જશે. ગાઝા પણ ભયથી ધ્રૂજી જશે. એક્રોનની આશાઓ નિષ્ફળ થશે. ગાઝામાંથી રાજા નાશ પામશે અને આશ્કલોનમાં વસ્તી થશે નહિ.
\v 6 આશ્દોદમાં વર્ણસંકર પ્રજા પોતાના ઘરો બનાવશે, હું પલિસ્તીઓનો ગર્વ ઉતારીશ.
\v 7 કેમ કે હું તેનું લોહી તેના મુખમાંથી તથા તેની નફરત તેના દાંતો વચ્ચેથી દૂર કરીશ. તે પણ આપણા ઈશ્વરને માટે બાકી રહેલા યહૂદિયાના કુટુંબ જેવો અને એક્રોન યબૂસી જેવો થશે.
\p
\s5
\v 8 હું દુશ્મનોની મારા સભાસ્થાનની ચારેબાજુ છાવણી નાખીશ કે જેથી કોઈ અંદર આવજા કરે નહિ, કેમ કે હવે પછી કોઈ જુલમગાર તેઓમાં થઈને જવા પામશે નહિ. કેમ કે હવે મેં મારી પોતાની આંખે તેઓને જોયા છે.
\q
\s5
\v 9 હે સિયોનની દીકરી, મોટા આનંદથી પોકાર કર, હે યરુશાલેમની દીકરી હર્ષનાદ કર.
\q1 જો, તારો રાજા તારી પાસે ન્યાયીપણા સાથે આવે છે
\q તે તારણ લાવે છે. તે નમ્ર છે અને ગધેડા પર એટલે ગધેડીના વછેરા પર સવારી કરીને આવે છે.
\q
\v 10 હું એફ્રાઇમમાંથી રથને તથા યરુશાલેમમાંથી ઘોડાને નાબૂદ કરીશ, યુદ્ધમાંથી ધનુષ્યને કાપી નાખીશ; કેમ કે તે પ્રજાઓને શાંતિનો બોધ કરશે, તેમનું શાસન સમુદ્રથી સમુદ્ર સુધી અને નદીથી પૃથ્વીના અંત સુધી થશે!
\p
\s5
\v 11 તારી સાથે કરેલા કરારના રક્તને કારણે મેં તારા બંદીવાનોને પાણી વગરના ખાડામાંથી બહાર કાઢીને મુક્ત કર્યાં છે.
\v 12 આશા રાખી રહેલા બંદીવાનો, કિલ્લામાં પાછા આવો. હું આજે જાહેર કરું છું કે હું તમને બમણો બદલો આપીશ,
\v 13 કેમ કે મેં મારા માટે યહૂદારૂપી ધનુષ્ય નમાવ્યું છે. મેં એફ્રાઇમરૂપી બાણ ધનુષ્ય પર મૂક્યું છે. હે સિયોન, હું તારા દીકરાઓને, હે ગ્રીસ, તારા દીકરાઓને તારી વિરુદ્ધ જાગૃત કરીશ, હું તને યોદ્ધાની તલવારરૂપ કરીશ.
\p
\s5
\v 14 યહોવાહ તેઓને દેખાશે, તેનું તીર વીજળીની જેમ છૂટશે. કેમ કે યહોવાહ મારા પ્રભુ, રણશિંગડું વગાડશે અને દક્ષિણના વંટોળિયાની જેમ કૂચ કરશે.
\v 15 સૈન્યોના યહોવાહ તેઓનું રક્ષણ કરશે, તેઓ તેમનો નાશ કરશે અને તેઓના ગોફણના પથ્થરોને પગ નીચે કચડી નાખશે. તેઓ દ્રાક્ષારસ પીશે, દ્રાક્ષારસ પીધેલાની જેમ બૂમો પાડશે. તેઓ કથરોટની જેમ, વેદીના ખૂણાઓ પરની કથરોટની જેમ ભરપૂર થશે.
\p
\s5
\v 16 યહોવાહ તેમના ઈશ્વર પોતાના લોકોને ટોળાં તરીકે ઉગારશે; તેઓ મુગટમાં જડેલાં રત્નોની જેમ તેના દેશ પર ચળકશે.
\v 17 તે કેટલું સુંદર અને કેટલું સારું છે! જુવાનોને અનાજ તથા કુમારિકાઓને દ્રાક્ષારસ હૃષ્ટપુષ્ટ કરશે.
\s5
\c 10
\q
\v 1 વસંતઋતુમાં વરસાદ માટે યહોવાહને પોકારો-
\q તે યહોવાહ છે જે માણસો તથા છોડને માટે વરસાદ મોકલે છે,
\q તે વીજળીઓના ઉત્પન્ન કર્તા છે.
\q
\v 2 કેમ કે મૂર્તિઓ જૂઠું બોલે છે, ભવિષ્ય ભાખનારાઓ જૂઠાં ભવિષ્ય કથન કરે છે;
\q સ્વપ્ન જોનારાઓ ખોટાં સ્વપ્નો વર્ણવે છે અને ખોટો દિલાસો આપે છે;
\q તેથી લોકો ઘેટાંની જેમ રખડે છે, તેઓ દુ:ખી છે કેમ કે તેઓને દોરનાર કોઈ પાળક નથી.
\m
\s5
\v 3 મારો કોપ પાળકો વિરુદ્ધ સળગ્યો છે; હું ટોળાઓને- આગેવાનોને શિક્ષા કરીશ; કેમ કે સૈન્યોના યહોવાહે યહૂદાના વંશજો રૂપી પોતાના ટોળાંની ખબર લીધી છે, તે તેઓને પોતાના યુદ્ધના ઘોડા જેવા બનાવશે.
\p
\s5
\v 4 તેમાંથી ખૂણાનો મુખ્ય પથ્થર, ખીલો, યુદ્ધધનુષ્ય અને દરેક આગેવાન બહાર આવશે.
\v 5 તેઓ યુદ્ધમાં પોતાના દુશ્મનોને શેરીઓના કાદવની જેમ કચડી નાખનાર યોદ્ધાઓના જેવા થશે; તેઓ યુદ્ધ કરશે, કેમ કે યહોવાહ તેઓની સાથે છે, ઘોડેસવારો ગભરાઈ જશે.
\p
\s5
\v 6 "હું યહૂદાના કુટુંબને બળવાન કરીશ અને યૂસફના કુટુંબનો ઉદ્ધાર કરીશ, કેમ કે હું તેઓને પુનઃસ્થાપિત કરીશ અને મને તેમના પર દયા આવે છે. જાણે કે મેં તેઓને કદી તજી દીધા ન હોય તેવા થશે, કેમ કે, હું યહોવાહ, તેમનો ઈશ્વર છું અને હું તેઓની વિનંતી સાંભળીશ.
\v 7 એફ્રાઇમના વંશજો યોદ્ધા જેવા થશે, તેમનાં હૃદય દ્રાક્ષારસ પીધો હોય એમ આનંદ કરશે, તેમના લોકો જોશે અને તેઓને ખુશી થશે. તેમના હૃદય યહોવાહમાં આનંદ પામશે.
\p
\s5
\v 8 હું સીટી વગાડીને તેઓને એકત્ર કરીશ, કેમ કે મેં તેઓને બચાવ્યા છે, અગાઉ જેમ તેઓની વૃદ્ધિ થઈ હતી તેવી રીતે તેઓની વૃદ્ધિ થશે.
\v 9 જો હું તેમને પ્રજાઓ મધ્યે વાવીશ, તોપણ તેઓ દૂરના દેશોમાં મારું સ્મરણ કરશે, તેઓ પોતાના બાળકો સહિત જીવશે અને પાછા આવશે.
\v 10 વળી હું તેઓને મિસર દેશમાંથી પાછા લાવીશ અને આશૂરમાંથી તેઓને એકત્ર કરીશ. હું તેઓને ગિલ્યાદ તથા લબાનોનની ભૂમિમાં લાવીશ અને ત્યાં તેઓને પૂરતી જગ્યા મળશે નહિ.
\p
\s5
\v 11 તેઓ સંકટરૂપી સમુદ્ર પાર કરશે; તેઓ મોજાંઓને હઠાવશે, નાઇલના સર્વ ઊંડાણો સુકાઈ જશે, આશૂરનો ગર્વ ઉતારવામાં આવશે અને મિસરનો રાજદંડ તેઓની પાસેથી જતો રહેશે.
\v 12 હું તેઓને મારામાં બળવાન કરીશ અને તેઓ મારે નામે ચાલશે." એવું યહોવાહ કહે છે.
\s5
\c 11
\q
\v 1 હે લબાનોન, તારા દરવાજા ઉઘાડ, કે અગ્નિ તારાં એરેજવૃક્ષોને ભસ્મ કરે.
\q
\v 2 હે દેવદાર વૃક્ષો, વિલાપ કરો, કેમ કે, એરેજવૃક્ષ પડી ગયું છે! ભવ્ય વૃક્ષો નષ્ટ થઈ ગયાં છે.
\q બાશાનનાં એલોન વૃક્ષો, વિલાપ કરો, કેમ કે, ગાઢ જંગલ જમીનદોસ્ત થઈ ગયું છે.
\q
\v 3 ઘેટાંપાળકોની પોકનો અવાજ સંભળાય છે, કેમ કે તેઓનો વૈભવ નષ્ટ થયો છે.
\q સિંહના બચ્ચાની ગર્જનાનો અવાજ સંભળાય છે, કેમ કે, યર્દનનો ગર્વ નષ્ટ થયો છે.
\m
\s5
\v 4 મારા ઈશ્વર યહોવાહે કહ્યું, "કતલ થઈ જતા ટોળાનું પાલન કરો.
\v 5 (તેઓના ખરીદનારા તેમની કતલ કરે છે અને પોતાને શિક્ષાપાત્ર ગણતા નથી, તેઓના વેચનારા કહે છે કે, યહોવાહને પ્રશંસિત હો કે અમે શ્રીમંત છીએ' તેઓના પોતાના પાળકો તેઓના પર દયા રાખતા નથી.)
\v 6 યહોવાહ કહે છે, હવે હું પણ દેશના રહેવાસીઓ પર દયા રાખીશ નહિ." જો, હું તેઓમાં સંઘર્ષ પેદા કરીશ, કે દરેક માણસ પોતાના પાળકના હાથમાં અને પોતાના રાજાના હાથમાં પડશે, તેઓ દેશનો નાશ કરશે, હું યહૂદિયાને તેઓના હાથમાંથી છોડાવીશ નહિ."
\p
\s5
\v 7 માટે કતલ થઈ જતા ટોળાનું, કંગાલ ઘેટાંનું મેં પાલન કર્યું છે. મેં બે લાકડી લીધી. એકનું નામ મેં "કરુણા" પાડ્યું અને બીજીનું નામ "એકતા" રાખ્યું. અને મેં ટોળાનું પાલન કર્યું.
\v 8 એક મહિનામાં મેં ત્રણ પાળકોનો નાશ કર્યો. હું ઘેટાંના વેપારીઓથી હું કંટાળી ગયો હતો અને તેઓ મારાથી કંટાળ્યા હતા.
\v 9 ત્યારે મેં કહ્યું, "હવેથી હું તમારો પાળક રહીશ નહિ. જે મરવાના છે તે ભલે મરતા, જે નાશ પામે તે ભલે નાશ પામે. જેઓ બાકી રહ્યા તે ભલે પોતાના પડોશીનું માંસ ખાય."
\p
\s5
\v 10 પછી મેં મારી "કરુણા" નામની લાકડી લીધી અને મારાં બધાં કુળો સાથે જે કરાર મેં કર્યો હતો તે રદ કરવા મેં તેને કાપી નાખી.
\v 11 તે દિવસે તે કરાર રદ કરવામાં આવ્યો ઘેટાંના જે વેપારીઓ મારા પર નજર રાખતા હતા તેઓએ જાણ્યું કે આ યહોવાહનું વચન છે.
\v 12 મેં તેઓને કહ્યું; "જો તમને યોગ્ય લાગતું હોય તો તમે મને મારી મજૂરી આપો. પણ જો ન લાગતું હોય તો રહેવા દો." તેઓએ ચાંદીના ત્રીસ સિક્કા વેતન તરીકે આપ્યા. Para 2
\p
\s5
\v 13 પછી યહોવાહે મને કહ્યું, "ખજાનામાં ચાંદીને મૂકી દે, તેઓએ તારું વિશેષ મૂલ્યાંકન કર્યું છે!" તેથી મેં ચાંદીના ત્રીસ સિક્કા લઈને યહોવાહના સભાસ્થાનના ખજાનામાં મૂકી દીધા.
\v 14 પછી યહૂદા તથા ઇઝરાયલ વચ્ચેનો ભાઈચારાનો સંબંધ તોડી નાખવા મેં મારી બીજી લાકડી "એકતા" ને ભાંગી નાખી. Para 3
\p
\s5
\v 15 યહોવાહે મને કહ્યું, "તું ફરીથી મૂર્ખ પાળકની સાહિત્ય સામગ્રી લઈ લે,
\v 16 કેમ કે જુઓ, હું આ દેશમાં એવો પાળક ઊભો કરીશ કે તે નાશ પામનારાં ઘેટાંની સંભાળ નહિ લે. તે આડે માર્ગે ચાલનારાઓને શોધશે નહિ, કે અપંગને સાજાં કરશે નહિ. તે નીરોગીને પણ ખાવાનું ચારશે નહિ, પણ ચરબી યુક્ત ઘેટાંનું માંસ ખાશે અને તેમની ખરીઓ ફાડી નાખશે.
\q
\s5
\v 17 ટોળાને તજી દેનાર નકામા પાળકને અફસોસ!
\q તેના જમણા હાથ તથા તેની જમણી આંખ વિરુદ્ધ તલવાર આવશે.
\q તેનો જમણો હાથ પૂરેપૂરો સુકાઈ જશે અને તેની જમણી આંખ અંધ થઈ જશે."
\s5
\c 12
\p
\v 1 ઇઝરાયલ વિષે યહોવાહનો બોજ,
\p આકાશોને વિસ્તારનાર, પૃથ્વીનો પાયો નાખનાર તથા મનુષ્યોના અંતર આત્માના સર્જનહાર યહોવાહ કહે છે:
\v 2 "જુઓ, હું યરુશાલેમને તેની આસપાસના સર્વ લોકોને લથડિયાં ખવડાવનાર પ્યાલારૂપ કરીશ, યરુશાલેમના ઘેરાની જેમ યહૂદિયાના એવા જ હાલ હવાલ થશે.
\v 3 તે દિવસે એવું થશે કે હું યરુશાલેમને સર્વ લોકોને માટે તે ભારે પથ્થરરૂપ થાય એવું કરીશ. જે કોઈ તેને ઉપાડશે તે પોતે ઘાયલ થશે. પૃથ્વી પરની સર્વ પ્રજાઓ તેની વિરુદ્ધ એકઠી થશે.
\p
\s5
\v 4 સૈન્યોના યહોવાહ એવું કહે છે કે-તે દિવસે," "હું દરેક ઘોડાને ત્રાસથી અને દરેક સવારને ગાંડપણથી મારીશ. કેમ કે હું યહૂદિયાના લોકો પર મારી આંખ ઉઘાડીશ અને સૈન્યના દરેક ઘોડાને અંધ કરી નાખીશ.
\v 5 ત્યારે યહૂદિયાના આગેવાનો પોતાના મનમાં કહેશે, 'યરુશાલેમના રહેવાસીઓનું બળ તેમના ઈશ્વર, સૈન્યોનો યહોવાહના કારણે જ છે!'
\p
\s5
\v 6 તે દિવસે હું યહૂદિયાના આગેવાનોને લાકડામાં અગ્નિથી ભરેલા ઘડા જેવા અને પૂળીઓમાં બળતી મશાલરૂપ કરીશ, કેમ કે તેઓ ચારેબાજુના એટલે જમણી તથા ડાબી બાજુના દુશ્મનોનો નાશ કરશે. યરુશાલેમના લોકો હજી પોતાની જગ્યાએ ફરીથી વસશે.
\p
\s5
\v 7 યહોવાહ પહેલાં યહૂદિયાના તંબુઓને બચાવશે, જેથી દાઉદના ઘરનો આદર તથા યરુશાલેમમાં રહેનારાઓનો આદર યહૂદિયા કરતાં વધી ન જાય.
\v 8 તે દિવસે યહોવાહ યરુશાલેમના રહેવાસીઓનું રક્ષણ કરશે, તે દિવસે જે લડખડાતો હશે તે પણ દાઉદ જેવો થશે. અને દાઉદનાં કુટુંબો ઈશ્વરના જેવાં, યહોવાહના દૂતના જેવાં તેમની આગળ થશે.
\v 9 તે દિવસે જે બધી પ્રજાઓ યરુશાલેમ વિરુદ્ધ ચઢી આવશે તેઓનો નાશ કરવાનો નિર્ણય હું કરીશ."
\p
\s5
\v 10 "પણ હું દાઉદના ઘર પર તથા યરુશાલેમના રહેવાસીઓ પર કરુણા અને વિનંતીનો આત્મા રેડીશ, તેઓ મને, એટલે જેને તેઓએ વીંધ્યો છે તેને જોશે. જેમ કોઈ પોતાના એકના એક દીકરા માટે શોક કરે તેમ તેઓ પોતાના સંતાન માટે શોક કરે છે, જેમ તેઓ પોતાના પ્રથમજનિત દીકરાના મૃત્યુ માટે શોક કરતો હોય એવી રીતે તેઓ શોક કરશે.
\v 11 તે દિવસે મગિદ્દોના મેદાનમાં હદાદરિમ્મોનના વિલાપના જેવો ભારે વિલાપ યરુશાલેમમાં થશે.
\s5
\v 12 દેશનાં દરેક કુટુંબ બીજા કુટુંબોથી જુદાં પડીને શોક કરશે. દાઉદનું કુટુંબ અલગ થશે, તેઓની પત્નીઓ પુરુષોથી અલગ થશે; નાથાનનું કુટુંબ અલગ થશે, તેઓની પત્નીઓ પુરુષોથી અલગ થશે.
\v 13 લેવીનું કુટુંબ અલગ થશે અને તેઓની પત્નીઓ પુરુષોથી અલગ થશે. શિમઇનું કુટુંબ અલગ થશે; અને તેઓની પત્નીઓ પુરુષોથી અલગ થશે.
\v 14 બાકીના બધા કુટુંબોમાંનું દરેક કુટુંબ અલગ થશે અને તેઓની પત્નીઓ પુરુષોથી અલગ થશે."
\s5
\c 13
\p
\v 1 તે દિવસે દાઉદના ઘર પર તથા યરુશાલેમના રેહવાસીઓ પર તેઓનાં પાપ અને અશુદ્ધતા માટે ઝરો ખોલવામાં આવશે.
\v 2 સૈન્યોના યહોવાહ કહે છે કે "તે દિવસે હું દેશમાંથી મૂર્તિઓનું નામ નાબૂદ કરીશ કે ફરી તેઓને યાદ કરવામાં આવે નહિ; હું જૂઠા પ્રબોધકોને તથા અશુદ્ધ આત્માને દેશમાંથી દૂર કરીશ.
\p
\s5
\v 3 જો કોઈ માણસ ભવિષ્યવાણી કરવાનું ચાલુ રાખશે, તો તેને જન્મ આપનાર તેના માતા પિતા તેને કહેશે કે, 'તું જીવતો રહેવાનો નથી, કેમ કે, તું યહોવાહના નામથી જૂઠું બોલે છે.' તેને જન્મ આપનાર તેનાં માતાપિતા જ્યારે તે ભવિષ્યવાણી કરતો હશે ત્યારે તેને વીંધી નાખશે.
\p
\s5
\v 4 તે દિવસે એવું થશે કે દરેક પ્રબોધક ભવિષ્યવાણી કહેતી વખતે પોતાના સંદર્શનને લીધે શરમાશે, તેઓ રૂઆંવાળા વસ્ત્ર પહેરીને લોકોને ઠગશે નહિ.
\v 5 કેમ કે તે કહેશે, 'હું પ્રબોધક નથી. હું જમીનમાં કામ કરનાર માણસ છું, કેમ કે જ્યારે હું જુવાન હતો ત્યારથી હું જમીનમાં કામ કરતો આવ્યો છું.'
\v 6 પણ જો કોઈ તેને કહેશે કે, 'તારા હાથો પર આ ઘા શાના છે?' તો તે જવાબ આપશે કે, 'તે ઘા તો મને મારા મિત્રોના ઘરમાં પડ્યા હતા તે છે.'"
\q
\s5
\v 7 સૈન્યોના યહોવાહ કહે છે-
\q "હે તલવાર મારા પાળક વિરુદ્ધ તથા,
\q જે માણસ મારી પાસે ઊભો છે તેની વિરુદ્ધ જાગૃત થા.
\q પાળકને માર,
\q એટલે ઘેટાં વિખેરાઈ જશે.
\q કેમ કે હું મારો હાથ નાનાંઓ પર ફેરવીશ.
\q
\s5
\v 8 યહોવાહ કહે છે કે ત્યારે એવું થશે કે આખા દેશમાંના"
\q બે ભાગ નષ્ટ પામીને નાબૂદ થશે;
\q પણ ત્રીજો ભાગ બાકી રહેશે.
\q
\v 9 ત્રીજા ભાગને હું અગ્નિમાં નાખીશ,
\q અને જેમ ચાંદીને શુદ્ધ કરવામાં આવે છે તેમ હું તેને શુદ્ધ કરીશ,
\q અને જેમ સોનાને પરખવામાં આવે છે તેમ તેની પરખ કરીશ. તેઓ મારું નામ પોકારશે,
\q હું તેઓને જણાવીશ કે, 'આ મારા લોકો છે.'
\q તેઓમાંનો દરેક કહેશે કે, 'યહોવાહ અમારા ઈશ્વર છે.'"
\s5
\c 14
\p
\v 1 જો, યહોવાહનો એક એવો દિવસ આવે છે કે, જ્યારે તારી લૂંટ તારી મધ્યે વહેંચવામાં આવશે.
\v 2 કેમ કે હું બધી પ્રજાઓને યરુશાલેમ વિરુદ્ધ યુદ્ધ માટે એકત્ર કરીશ, નગર કબજે કરવામાં આવશે. ઘરો લૂંટવામાં આવશે અને સ્ત્રીઓ પર બળાત્કાર કરવામાં આવશે. અડધું નગર બંદીખાનામાં જશે, પણ બાકીના લોકો નગરમાંથી કાપી નાખવામાં આવશે નહિ.
\p
\s5
\v 3 પણ જેમ યહોવાહ યુદ્ધના દિવસે લડ્યા હતા તેમ તે પ્રજાઓની જેમ લડશે.
\v 4 તે દિવસે તેમના પગ યરુશાલેમની પૂર્વમાં આવેલા જૈતૂનના પર્વત ઉપર ઊભા રહેશે. જૈતૂન પર્વત પૂર્વ તથા પશ્ચિમ વચ્ચે અડધો અડધ વિભાજિત થઈ જશે અને બહુ મોટી ખીણ થઈ જશે, અડધો પર્વત ઉત્તર તરફ અને બાકીનો અડધો દક્ષિણ તરફ પાછો જશે.
\p
\s5
\v 5 તમે પર્વતોની ખીણમાં થઈને નાસી જશો, પર્વતોની ખીણ આસેલ સુધી પહોંચશે. યહૂદિયાના રાજા ઉઝિયાના સમયમાં તમે ધરતીકંપ વખતે નાસી છૂટ્યા હતા તેમ તમે નાસશો. ત્યારે યહોવાહ મારા ઈશ્વર પોતાના સંતો સાથે આવશે.
\p
\s5
\v 6 તે દિવસે એવું થશે કે ત્યાં અજવાળું ઠંડી કે હિમ હશે નહિ.
\v 7 તે દિવસે કેવો હશે તે યહોવાહ જાણે છે, એટલે કે તે દિવસ પણ નહિ હોય અને રાત પણ નહિ હોય, કેમ કે સાંજના સમયે અજવાળું હશે.
\v 8 તે દિવસે યરુશાલેમમાંથી સતત પાણી વહેશે. અડધો પ્રવાહ પૂર્વ સમુદ્રમાં અને અડધો પ્રવાહ પશ્ચિમ સમુદ્ર તરફ જશે. ઉનાળો હશે કે શિયાળો પણ એવું જ થશે.
\p
\s5
\v 9 યહોવાહ આખી પૃથ્વી ઉપર રાજા થશે. તે દિવસે યહોવાહ ઈશ્વર એક જ હશે અને તેમનું નામ પણ એક જ હશે.
\v 10 સમગ્ર પ્રદેશ ગેબાથી તે યરુશાલેમની દક્ષિણે રિમ્મોન સુધી અરાબાહ જેવો થઈ જશે. યરુશાલેમ બિન્યામીનના દરવાજાથી પહેલા દરવાજાની જગા સુધી, એટલે ખૂણાના દરવાજા સુધી અને હનાનએલના બુરજથી તે રાજાના દ્રાક્ષકુંડ સુધી ઊંચું કરવામાં આવશે.
\v 11 લોકો યરુશાલેમમાં રહેશે, તેના પર કદી શાપ ઊતરશે નહિ; યરુશાલેમ સહીસલામત રહેશે.
\p
\s5
\v 12 જે લોકોએ યરુશાલેમ વિરુદ્ધ યુદ્ધ કર્યું હશે તેઓને યહોવાહ મરકીથી મારશે: તેઓ પોતાના પગ પર ઊભા હશે એટલામાં તેમનું માંસ સડી જશે. તેઓની આંખો તેઓના ખાડામાં સડી જશે, તેઓની જીભ તેમના મોંમાં સડી જશે.
\v 13 તે સમયે યહોવાહ તરફથી લોકોમાં મોટો કોલાહલ થશે અને દરેક માણસ પોતાના પડોશીનો હાથ પકડશે. દરેક હાથ પોતાના પડોશીની વિરુદ્ધ ઊઠશે.
\p
\s5
\v 14 અને યહૂદિયા યરુશાલેમની સામે યુદ્ધ કરશે, તેઓ આસપાસની બધી પ્રજાઓની સંપત્તિ, સોનું, ચાંદી અને સારાં વસ્ત્રો મોટા જથામાં ભેગાં કરશે.
\v 15 તે છાવણીઓમાંના ઘોડા, ખચ્ચરો, ઊંટો, ગધેડાં તથા બીજા બધાં પશુઓનો મરકીથી મરો થશે.
\p
\s5
\v 16 ત્યારે યરુશાલેમની વિરુદ્ધ ચઢી આવેલી પ્રજાઓમાંથી બચેલો માણસ રાજાની, સૈન્યોના યહોવાહની આરાધના કરવા તથા માંડવાપર્વ ઊજવવા દરવર્ષે જશે.
\v 17 અને એવું થશે કે જો પૃથ્વી પરનાં બધાં કુટુંબોમાંથી જે કોઈ રાજાની, એટલે સૈન્યોના યહોવાહની આરાધના કરવા યરુશાલેમ નહિ જાય, તો યહોવાહ તેઓના પર વરસાદ લાવશે નહિ.
\v 18 અને જો મિસરનાં કુટુંબો ત્યાં જશે આવશે નહિ, તો તેઓ વરસાદ પ્રાપ્ત કરશે નહિ. જે પ્રજાઓ માંડવાપર્વ પાળવા જશે નહિ તેઓને યહોવાહ મરકીથી મારશે.
\p
\s5
\v 19 મિસર તથા માંડવાપર્વ પાળવા નહિ જનાર સર્વ પ્રજાને આ શિક્ષા કરવામાં આવશે.
\p
\s5
\v 20 પણ તે દિવસે, ઘોડાઓ પરની ઘંટડીઓ કહેશે, "યહોવાહને સારુ પવિત્ર" અને યહોવાહના સભાસ્થાનનાં તપેલાં વેદી આગળના વાટકા જેવાં થશે.
\v 21 કેમ કે યરુશાલેમ તથા યહૂદિયામાનું દરેક તપેલું સૈન્યોના યહોવાહને માટે પવિત્ર થશે, બલિદાન લાવનાર સર્વ માણસો તેમાં બાફશે અને તેમાંથી ખાશે. તે દિવસે સૈન્યોના યહોવાહના ઘરમાં કોઈ કનાની હશે નહિ.

122
39-MAL.usfm Normal file
View File

@ -0,0 +1,122 @@
\id MAL
\ide UTF-8
\h Malachi
\toc1 Malachi
\toc2 Malachi
\toc3 mal
\mt1 Malachi
\s5
\c 1
\p
\v 1 માલાખી મારફતે ઇઝરાયલી પ્રજાને પ્રગટ કરાયેલા યહોવાહનો બોજ.
\p
\v 2 યહોવાહ કહે છે કે, "મેં તને પ્રેમ કર્યો છે," પણ તમે પૂછો છો કે, "કઈ બાબતે તમે અમને પ્રેમ કર્યો છે?" યહોવાહ કહે છે, " શું એસાવ યાકૂબનો ભાઈ ન હતો. "તોપણ મેં યાકૂબને પ્રેમ કર્યો,
\v 3 પણ મેં એસાવનો તિરસ્કાર કર્યો. મેં તેના પર્વતોને ઉજ્જડ બનાવી દીધા, તેના વારસાને મેં અરણ્યનાં શિયાળોનું સ્થાન બનાવી દીધું."
\p
\s5
\v 4 જો અદોમ કહે કે, "અમારો વિનાશ થઈ ગયો છે, પણ અમે પાછા ફરીને ઉજ્જડ જગાઓને બાંધીશું;" તોપણ સૈન્યોના યહોવાહ કહે, "તેઓ બાંધશે, પણ હું તેનો નાશ કરીશ; અને લોકો તેને દુષ્ટતાનો દેશ અને લોકોને યહોવાહ જેઓના પર હંમેશા કોપાયમાન રહે છે' એવું કહેશે.
\v 5 તમે તમારી નજરે તે જોશો અને કહેશો કે, "ઇઝરાયલની સરહદોની પાર સર્વત્ર યહોવાહ મહાન છે."
\p
\s5
\v 6 "દીકરો પોતાના પિતાનો આદર કરશે, ચાકર પોતાના માલિકનો આદર કરશે. જો, હું તમારો પિતા છું તો, મારો આદર ક્યાં છે? અને જો માલિક છું તો મારું સન્માન ક્યાં છે? એવું મારા નામને ધિક્કારનાર, યાજકો, યહોવાહ તમને પૂછે છે. પણ તમે કહ્યું, 'અમે તમારા નામને કેવી રીતે ધિક્કારીએ છીએ?'
\v 7 યહોવાહ કહે છે, "તમે મારી વેદી પર અપવિત્ર રોટલી ચઢાવીને પૂછો છો, "અમે તમને કેવી રીતે ભ્રષ્ટ કર્યા?' એવું કહીને તમે યહોવાહની મેજને ભ્રષ્ટ કરી છે.
\p
\s5
\v 8 તમે અંધ પશુઓ મને અર્પણ કરો છો તે શું ખોટું નથી? તમે અપંગ કે બીમાર પશુઓ અર્પણ કરો છો તે શું ખોટું નથી? જો તમે પશુઓની તે ભેટ તમારા સૂબાને આપશો તો શું તે સ્વીકાર કરશે? શું તે તમારા પર પ્રસન્ન થશે?" એવું સૈન્યોના યહોવાહ કહે છે.
\v 9 અને હવે તમે યહોવાહને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરો છો, કે જેથી તેઓ અમારા પર દયા કરે. "પણ તમારા આવાં જ અર્પણોને લીધે, શું તેઓ તમારામાંના કોઈ પણનો માયાળુપણે સ્વીકાર કરશે?" એવું સૈન્યોના યહોવાહ કહે છે.
\p
\s5
\v 10 સૈન્યોના યહોવાહ કહે છે, "સભાસ્થાનના દરવાજા બંધ કરી દઈને મારી વેદી પર નિરર્થક અગ્નિ સળગાવવા ન દે એવો જો તમારામાં કોઈ હોત તો કેવું સારુ! હું તમારા પર જરાપણ પ્રસન્ન નથી, હું તમારા હાથનું એક પણ અર્પણ સ્વીકારીશ નહિ.
\v 11 કેમ કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી પ્રજાઓ વચ્ચે મારું નામ મહાન ગણાય છે; સર્વ સ્થળે મારે નામે ધૂપ તથા પવિત્ર અર્પણ ચઢાવવામાં આવે છે. સર્વ પ્રજાઓ મધ્યે મારું નામ મહાન ગણાય છે."
\v 12 પણ પ્રભુની મેજ અપવિત્ર છે, તેમનું ફળ, તેમનું અન્ન તિરસ્કારપાત્ર છે એવું કહીને તમે તેમનું અપમાન કરો છો.
\p
\s5
\v 13 વળી તમે કહો છો, "આ કેવું કંટાળાજનક છે,' તમે તેની સામે છીંક્યા છો," સૈન્યોના યહોવાહ કહે છે. "તમે જોરજુલમથી પડાવી લીધેલાં અપંગ, માંદાં પશુઓ લઈને આવો છો, એવાં બલિદાન મને ચઢાવો છો. તો શું હું તમારા હાથથી એવા અર્પણોનો સ્વીકાર કરું?"
\v 14 "જે ઠગ માનતા માનીને પોતાના ટોળાંમાં નર જાનવર હોવા છતાં ખોડવાળાં પશુને બલિદાનમાં ચઢાવે છે તે શાપિત થાઓ! કેમ કે હું મહાન રાજા છું, "મારું નામ પ્રજાઓ મધ્યે ભયાવહ છે." એવું સૈન્યોના યહોવાહ કહે છે.
\s5
\c 2
\p
\v 1 અને હવે, હે યાજકો, આ આજ્ઞા તમારા માટે છે.
\v 2 સૈન્યોના યહોવાહ કહે છે, "જો તમે મારા નામને મહિમા આપવાનું નહિ સાંભળો અને તેને તમારા હૃદયમાં નહિ ઠસાવો, તો હું તમારા પર શાપ મોકલીશ, હું તમારા આશીર્વાદોને શાપરૂપ કરી નાખીશ. ખરેખર, મેં તેમને શાપરૂપ કરી દીધા છે. કેમ કે મારી આજ્ઞા તમે તમારા હૃદયમાં સમાવતા નથી.
\p
\s5
\v 3 જો, હું તમારા વંશજોને ઠપકો આપીશ, તમારા મુખ પર અને તમારા અર્પણો પર છાણ નાખીશ, તેઓની સાથે તમને પણ બહાર કાઢી મૂકવામાં આવશે.
\v 4 ત્યારે તમે જાણશો કે મેં તમારી પાસે આ આજ્ઞા મોકલી છે, કે મારો કરાર લેવી સાથે થાય," એવું સૈન્યોના યહોવાહ કહે છે.
\p
\s5
\v 5 "તેની સાથેનો મારો કરાર જીવન તથા શાંતિ આપવાનો હતો, તે મારો આદર કરે તે માટે મેં તેને તે આપ્યો. તેઓ મારો આદર કરતા હતા અને મારા નામનો ડર રાખતા હતા.
\v 6 સાચું શિક્ષણ તેમના મુખમાં હતું, તેમના હોઠમાંથી કદી અન્યાયીપણું માલૂમ પડતું નહતું. તે મારી સાથે શાંતિ અને પ્રામાણિકપણે ચાલતા હતા, તે ઘણાંને પાપમાંથી પાછા ફેરવતા હતા.
\v 7 કેમ કે યાજકના હોઠોમાં ડહાપણ હોવું જોઈએ, લોકોએ તેમના મુખમાંથી નિયમ શોધવો જોઈએ, કેમ કે તે સૈન્યોના યહોવાહનો સંદેશાવાહક છે.
\p
\s5
\v 8 પણ તમે સાચા માર્ગમાંથી ભટકી ગયા છો. તમે ઘણાં લોકોને નિયમનો આદર કરાવીને ઠોકર ખવડાવી છે. તમે લેવીના કરારને ભ્રષ્ટ કર્યો છે," એવું સૈન્યોના યહોવાહ કહે છે.
\v 9 "મેં તમને લોકોની આગળ તિરસ્કારપાત્ર અને અધમ બનાવી દીધા છે, કેમ કે તમે મારા માર્ગોને વળગી રહ્યા નથી, પણ તમારી માહિતી રાખવામાં પક્ષપાત કર્યો છે."
\p
\s5
\v 10 શું આપણા સર્વના એક જ પિતા નથી? શું એક જ ઈશ્વરે આપણું સર્જન કર્યું નથી? તો શા માટે આપણે આપણા ભાઈઓ સામે વિશ્વાસઘાત કરીને પિતૃઓના કરારનું અપમાન કરીએ?
\v 11 યહૂદાએ વિશ્વાસઘાત કર્યો છે, ઇઝરાયલમાં તથા યરુશાલેમમાં ધિક્કારપાત્ર કૃત્ય કરવામાં આવ્યું છે. કેમ કે યહોવાહ જેને પ્રેમ કરતા હતા તે પવિત્રસ્થાનને યહૂદાએ અપવિત્ર કર્યું છે, તેણે વિદેશી દેવની દીકરી સાથે લગ્ન કર્યું છે.
\v 12 જે કોઈ વંશજોએ આ પ્રમાણે કર્યું હશે, તેમ જ સૈન્યોના યહોવાહને માટે અર્પણ લાવનારને પણ યહોવાહ યાકૂબના તંબુમાંથી નાબૂદ કરશે.
\p
\s5
\v 13 તમે પણ આવું કરો છો. તમે તમારાં આંસુઓથી, રુદનથી તથા શોકથી યહોવાહની વેદીને ઢાંકી દો છો, કેમ કે તેઓ તમારાં અર્પણો જોવાને તથા તમારા હાથથી તેનો સ્વીકાર કરવાને સહમત નથી.
\p
\s5
\v 14 પણ તું કહે છે, "શા માટે તે નહિ?" કેમ કે, યહોવાહ તારી અને તારી જુવાનીની પત્ની વચ્ચે સાક્ષી થયા છે, જોકે તે તારી સાથી અને કરારની રૂએ તારી પત્ની હતી છતાં તું તેને અવિશ્વાસુ રહ્યો છે.
\v 15 શું આત્માના અંશ વડે તેણે તમને એક બનાવ્યા નથી? અને શા માટે તેમણે તમને એક બનાવ્યા છે? કેમ કે તેઓ ધાર્મિક સંતાનની આશા રાખતા હતા? માટે તમારા આત્મા વિષે સાવધ રહો, કોઈ પણ પોતાની જુવાનીની પત્નીને અવિશ્વાસુ ન રહે.
\v 16 કેમ કે ઇઝરાયલના ઈશ્વર યહોવાહ કહે છે કે, "હું છૂટાછેડાને ધિક્કારું છું, સૈન્યોના યહોવાહ કહે છે "જે પોતાની પત્ની પર જુલમ કરે છે તેને હું ધિક્કારું છું. "માટે તમારા આત્મા વિષે સાવધ રહો અને અવિશ્વાસુ ન બનો."
\p
\s5
\v 17 તમે તમારા શબ્દોથી યહોવાહને કંટાળો ઉપજાવ્યો છે. પણ તમે કહો છો કે, "કેવી રીતે અમે તેમને કંટાળો ઉપજાવ્યો છે? "દુષ્કર્મ કરનાર દરેક માણસ યહોવાહની નજરમાં સારો છે, તેનાથી તેઓ પ્રસન્ન થાય છે; અથવા ઈશ્વરનો ન્યાય ક્યાં છે?" એવું કહીને તમે તેમને કંટાળો ઉપજાવ્યો છે.
\s5
\c 3
\p
\v 1 "જુઓ, હું મારા સંદેશાવાહકને મોકલું છું, તે મારી આગળ માર્ગ કરશે. અને જે પ્રભુને તમે શોધો છો, તેઓ અચાનક પોતાના ઘરમાં આવશે; કરારનો સંદેશાવાહક જેને જોવાને તમે ખુશ છો, જુઓ, તે આવી રહ્યો છે," એવું સૈન્યોના યહોવાહ કહે છે.
\p
\v 2 પણ તેમના આવવાનો દિવસ કોણ સહન કરી શકે? અને જ્યારે તેઓ પ્રગટ થશે ત્યારે કોણ ઊભો રહી શકશે? કેમ કે તે ધાતુને શુદ્ધ કરનાર અગ્નિ સમાન તથા ધોબીના સાબુ સમાન છે.
\v 3 તે ચાંદી ગાળનાર તથા શુદ્ધ કરનારની જેમ ન્યાય કરવા બિરાજશે. તે લેવીના દીકરાઓને શુદ્ધ કરશે. તે તેમને સોના તથા ચાંદી જેવા શુદ્ધ કરશે, તેઓ યહોવાહને ન્યાયીપણાનું અર્પણ ચઢાવશે.
\p
\s5
\v 4 ત્યારે પ્રાચીન કાળનાં વર્ષો તથા જૂના દિવસોની જેમ યહૂદિયા તથા યરુશાલેમનાં અર્પણો યહોવાહને પસંદ પડશે.
\v 5 "પછી હું ન્યાય કરવા તમારી પાસે આવીશ. જાદુગરો, વ્યભિચારીઓ અને જૂઠા સાક્ષીઓ વિરુદ્ધ તથા મજૂર પર તેના વેતનમાં જુલમ કરનારની વિરુદ્ધ, વિધવા તથા અનાથો પર જુલમ કરનારની વિરુદ્ધ, પરદેશીનો હક પચાવી પાડનાર તથા મારો આદર નહિ કરનારની વિરુદ્ધ હું સાક્ષી પૂરવા તત્પર રહીશ," એમ સૈન્યોના યહોવાહ કહે છે.
\p
\s5
\v 6 "કેમ કે હું, યહોવાહ, બદલાતો નથી, તેથી હે યાકૂબના લોકો, તમારો સર્વનાશ થયો નથી.
\p
\v 7 તમારા પિતૃઓના સમયથી તમે મારા વિધિઓથી દૂર ફર્યા છો અને તેઓને પાળ્યા નથી. મારી પાસે પાછા આવો, હું તમારી પાસે પાછો આવીશ." એમ સૈન્યોના યહોવાહ કહે છે. "પણ તમે કહો છો, 'અમે કેવી રીતે પાછા ફરીએ?'
\p
\s5
\v 8 શું માણસ ઈશ્વરને લૂંટે? છતાં તમે મને લૂંટો છો. પણ તમે કહો છો, અમે કેવી રીતે તમને લૂંટ્યા? દશાંશોમાં તથા ઉચ્છાલીયાર્પણોમાં.
\v 9 તમે શાપથી શાપિત થયા છો, કેમ કે તમારી આખી પ્રજાએ, મને લૂંટ્યો છે.
\p
\s5
\v 10 દશાંશો ભર્યાપૂરા ભંડારમાં લાવો, કે જેથી મારા ઘરમાં અન્નની અછત રહે નહિ. અને તમે મારુ પારખું તો કરી જુઓ કે," "જુઓ હું તમારા માટે આકાશની બારીઓ ખોલીને સમાવેશ કરવાની જગા નહિ હોય, એટલો આશીર્વાદ તમારા પર મોકલું છું કે નહિ, એવું સૈન્યોના યહોવાહ કહે છે.
\v 11 તમારે સારુ હું ભક્ષકોને ધમકાવીશ, જેથી તેઓ તમારી જમીનની ઊપજનો નાશ ન કરે; ખેતરમાં તમારા દ્રાક્ષાવેલાઓનાં ફળ યોગ્ય સમય આવ્યા પહેલાં ખરી પડશે નહિ," એવું સૈન્યોના યહોવાહ કહે છે.
\v 12 "સર્વ પ્રજાઓ તમને આશીર્વાદિત કહેશે, કેમ કે તમે દેશની ખુશી હશો," એવું સૈન્યોના યહોવાહ કહે છે.
\p
\s5
\v 13 યહોવાહ કહે છે, "તમે મારી વિરુદ્ધ કઠોર વચનો કહ્યાં છે," પણ તમે કહો છો કે, 'અમે તમારી વિરુદ્ધ શું બોલ્યા છીએ?'
\v 14 તમે કહ્યું છે કે, 'ઈશ્વરની સેવા કરવી વ્યર્થ છે. અમે તેમના વિધિઓ પાળ્યા તથા સૈન્યોના યહોવાહની આગળ શોકપૂર્વક ચાલ્યા તેથી અમને શો લાભ થયો?
\v 15 અને હવે અમે ઘમંડી લોકોને આશીર્વાદિત કહીએ છીએ. દુરાચારીઓ ફક્ત આબાદ થતાં નથી, પણ તેઓ, ઈશ્વરની પરીક્ષા કરે છે છતાં બચી જાય છે.'"
\p
\s5
\v 16 ત્યારે યહોવાહનો ભય રાખનારાઓએ એકબીજાની સાથે વાત કરી; યહોવાહે તે ધ્યાનથી સાંભળ્યું. યહોવાહનું ભય રાખનારાઓને સારુ તથા તેમના નામનું આદર રાખનારાઓને સારુ યાદીનું પુસ્તક તેમની હજૂરમાં લખવામાં આવ્યું.
\p
\s5
\v 17 સૈન્યોના યહોવાહ કહે છે, "તેઓ મારા થશે," "જે દિવસે હું આ કરીશ તે દિવસે, તેઓ મારું ખાસ દ્રવ્ય થશે; જેમ પિતા પોતાની સેવા કરનાર દીકરા પર દયા રાખે, તેમ હું તેમના પર દયા રાખીશ.
\v 18 ત્યારે તમે ફરી એકવાર ન્યાયી અને દુષ્ટ વચ્ચેનો, ઈશ્વરની સેવા કરનાર તથા સેવા નહિ કરનાર વચ્ચેનો ભેદ સમજશો.
\s5
\c 4
\p
\v 1 કેમ કે જુઓ, તે દિવસ આવી રહ્યો છે, ભઠ્ઠીની પેઠે બળે છે, જ્યારે બધા અભિમાની તથા દુરાચારીઓ ભૂસા સમાન થશે. સૈન્યોના યહોવાહ કહે છે કે, જે દિવસ આવે છે તે તેઓને એવા બાળી નાખશે કે" "તેમનું મૂળ કે ડાળી રહેશે નહિ.
\v 2 પણ તમે જેઓ મારા નામનો ભય રાખો છો તેઓના માટે ન્યાયીપણાનો સૂર્ય ઊગશે અને તેની પાંખોમાં સાજાપણું હશે. તમે બહાર આવીને વાડામાંથી છૂટેલા વાછરડાની જેમ કૂદશો.
\v 3 અને તમે દુષ્ટ લોકોને તમારા પગ નીચે છૂંદશો, સૈન્યોના યહોવાહ કહે છે કે, "જે દિવસે હું આ કરીશ તે દિવસે તેઓ તમારાં પગનાં તળિયાં નીચે રાખ જેવા થશે."
\p
\s5
\v 4 "મેં મારા સેવક મૂસાનો નિયમ, જે મેં હોરેબમાં સર્વ ઇઝરાયલને માટે ફરમાવ્યો હતો એટલે કાનૂનો તથા વિધિઓ તે યાદ રાખો.
\v 5 જુઓ, યહોવાહનો મહાન તથા ભયંકર દિવસ આવે તે પહેલાં, હું તમારી પાસે એલિયા પ્રબોધકને મોકલીશ.
\v 6 તે પિતાઓનાં હૃદય દીકરા તરફ તથા દીકરાઓનાં હૃદય પિતાઓ તરફ ફેરવશે; રખેને હું આવીને પૃથ્વીનો શાપથી વિનાશ કરું."

View File

@ -1,6 +1,4 @@
---
dublin_core:
dublin_core:
conformsto: 'rc0.2'
contributor:
- 'Antoney Raj'
@ -14,7 +12,7 @@ dublin_core:
- 'Joysi Khristi'
- 'Maykal Ishwarbhai'
- 'Merlyn Easa'
- 'Miakel Khristi'
- 'Miachel Kristy'
- 'Mukeshkumar Kantibhai Khristi'
- 'Paulson John'
- 'Rinu John'
@ -27,12 +25,12 @@ dublin_core:
description: 'An unrestricted literal Bible'
format: 'text/usfm'
identifier: 'ulb'
issued: '2017-10-16'
issued: '2018-02-06'
language:
direction: 'ltr'
identifier: 'gu'
title: ગુજરાતી
modified: '2017-10-16'
modified: '2018-02-06'
publisher: 'unfoldingWord'
relation:
- 'gu/tn'
@ -47,11 +45,12 @@ dublin_core:
subject: 'Bible'
title: 'Gujarati Unlocked Literal Bible'
type: 'bundle'
version: '4'
version: '5'
checking:
checking_entity:
- 'Arpit Rathod'
- 'Arpit Rathore'
- 'Cdr. Thomas Mathew'
- 'Pastor Wilson Ignas Jacob'
checking_level: '3'
@ -175,6 +174,34 @@ projects:
sort: 17
path: './17-EST.usfm'
categories: [ 'bible-ot' ]
-
title: 'Job '
versification: 'ufw'
identifier: job
sort: 18
path: ./18-JOB.usfm
categories: [ 'bible-ot' ]
-
title: 'Psalms '
versification: 'ufw'
identifier: psa
sort: 19
path: ./19-PSA.usfm
categories: [ 'bible-ot' ]
-
title: 'Proverbs '
versification: 'ufw'
identifier: pro
sort: 20
path: ./20-PRO.usfm
categories: [ 'bible-ot' ]
-
title: 'Ecclesiastes '
versification: 'ufw'
identifier: ecc
sort: 21
path: ./21-ECC.usfm
categories: [ 'bible-ot' ]
-
title: 'ગીતોનું ગીત '
versification: 'ufw'
@ -182,6 +209,20 @@ projects:
sort: 22
path: './22-SNG.usfm'
categories: [ 'bible-ot' ]
-
title: 'Isaiah '
versification: 'ufw'
identifier: isa
sort: 23
path: ./23-ISA.usfm
categories: [ 'bible-ot' ]
-
title: 'Jeremiah '
versification: 'ufw'
identifier: jer
sort: 24
path: ./24-JER.usfm
categories: [ 'bible-ot' ]
-
title: 'યર્મિયાનો વિલાપ '
versification: 'ufw'
@ -189,6 +230,48 @@ projects:
sort: 25
path: './25-LAM.usfm'
categories: [ 'bible-ot' ]
-
title: 'Ezekiel '
versification: 'ufw'
identifier: ezk
sort: 26
path: ./26-EZK.usfm
categories: [ 'bible-ot' ]
-
title: 'Daniel '
versification: 'ufw'
identifier: dan
sort: 27
path: ./27-DAN.usfm
categories: [ 'bible-ot' ]
-
title: 'Hosea '
versification: 'ufw'
identifier: hos
sort: 28
path: ./28-HOS.usfm
categories: [ 'bible-ot' ]
-
title: 'Joel '
versification: 'ufw'
identifier: jol
sort: 29
path: ./29-JOL.usfm
categories: [ 'bible-ot' ]
-
title: 'Amos '
versification: 'ufw'
identifier: amo
sort: 30
path: ./30-AMO.usfm
categories: [ 'bible-ot' ]
-
title: 'Obadiah '
versification: 'ufw'
identifier: oba
sort: 31
path: ./31-OBA.usfm
categories: [ 'bible-ot' ]
-
title: 'યૂના '
versification: 'ufw'
@ -196,6 +279,55 @@ projects:
sort: 32
path: './32-JON.usfm'
categories: [ 'bible-ot' ]
-
title: 'Micah '
versification: 'ufw'
identifier: mic
sort: 33
path: ./33-MIC.usfm
categories: [ 'bible-ot' ]
-
title: 'Nahum '
versification: 'ufw'
identifier: nam
sort: 34
path: ./34-NAM.usfm
categories: [ 'bible-ot' ]
-
title: 'Habakkuk '
versification: 'ufw'
identifier: hab
sort: 35
path: ./35-HAB.usfm
categories: [ 'bible-ot' ]
-
title: 'Zephaniah '
versification: 'ufw'
identifier: zep
sort: 36
path: ./36-ZEP.usfm
categories: [ 'bible-ot' ]
-
title: 'Haggai '
versification: 'ufw'
identifier: hag
sort: 37
path: ./37-HAG.usfm
categories: [ 'bible-ot' ]
-
title: 'Zechariah '
versification: 'ufw'
identifier: zec
sort: 38
path: ./38-ZEC.usfm
categories: [ 'bible-ot' ]
-
title: 'Malachi '
versification: 'ufw'
identifier: mal
sort: 39
path: ./39-MAL.usfm
categories: [ 'bible-ot' ]
-
title: 'માથ્થી '
versification: 'ufw'