\ip પાઉલે કરિંથીઓને બીજો પત્ર પોતાના જીવનના એક સંવેદનશીલ સમયે લખ્યો હતો. તેને જાણ થઈ હતી કે કરિંથની મંડળી સંઘર્ષમય જીવનમાંથી પસાર થઈ રહી હતી અને તેણે તે વિશ્વાસીઓના સ્થાનિક જૂથની એકતા બચાવવા પગલાં ભરવા ચાહ્યું. જ્યારે પાઉલે આ પત્ર લખ્યો ત્યારે, કરિંથમાંના વિશ્વાસીઓ પ્રત્યેના તેના પ્રેમને કારણે તેને કષ્ટ તથા માનસિક વેદના થઈ રહી હતી. કષ્ટમય બાબતો મનુષ્ય માટે તો તેની નબળાઈઓ પ્રગટ કરે છે, પણ ઈશ્વર માટે તો “તારા માટે મારી કૃપા પૂરતી છે, કારણ કે મારું સામર્થ્ય નિર્બળતામાં સંપૂર્ણ થાય છે” એમ પર્યાપ્તતા પ્રકટ કરે છે (12:7-10). આ પત્રમાં પાઉલ ઝનૂનપૂર્વક પોતાના સેવાકાર્ય તથા પ્રેરિત તરીકેના અધિકારનો બચાવ કરે છે. તે પત્રની શરૂઆત પોતે ખ્રિસ્તનો પ્રેરિત ઈશ્વરની ઇચ્છાથી થયો છે તે તથ્યનું સમર્થન ફરી એક વાર કરતાં કરે છે (1:1). પાઉલનો આ પત્ર તેના જીવન અને ખ્રિસ્તી વિશ્વાસ વિષે ઘણું પ્રકટ કરે છે.
\is લખાણનો સમય અને સ્થળ
\ip લખાણનો સમય અંદાજિત ઇ.સ. 55 થી 56 ની વચ્ચેનો છે.
\ip પાઉલનો કરિંથીઓને બીજો પત્ર મકદોનિયાથી લખાયો હતો.
\is વાંચકવર્ગ
\ip આ પત્ર કરિંથમાંની ઈશ્વરની મંડળીને તથા અખાયામાંના લોકોને સંબોધિત કરાયો હતો (1:1). અખાયા એક રોમન પ્રાંત હતો કે જેની રાજધાની કરિંથ હતી.
\is હેતુ
\ip આ પત્ર લખવા પાછળ પાઉલના મનમાં ઘણા હેતુઓ હતા જેમ કે કરિંથીઓએ પાઉલના પીડાકારક પત્ર પ્રતિ સારો પ્રતિભાવ આપ્યો હતો તે કારણે તેણે જે રાહત અને આનંદ અનુભવ્યા હતા તે વ્યક્ત કરવાનો (1:3-4; 7:8-9, 12:13), આસિયા પ્રાંતમાં તેને જે મુશ્કેલીઓ પડી તે તેમને જણાવવાનો (1:8-11), તેમને નારાજ કરનાર પક્ષને માફ કરવા કહેવાનો (2:5-11), તેમને અવિશ્વાસીઓ સાથે અઘટિત સંબંધ ન રાખવા ચેતવણી આપવાનો (6:14; 7:1), તેમને ખ્રિસ્તી સેવાકાર્યની સાચી સમજ તથા તેના ઉચ્ચ તેડાને સમજાવવાનો (2:14-7:4), કરિંથીઓને ઉદારતાથી આપવાની કૃપા શીખવવાનો તથા તેઓ યરુશાલેમના ગરીબ ખ્રિસ્તીઓ માટે ફાળો ઉઘરાવવાનું પૂરું કરે તેની ખાતરી કરવાનો હતો (8-9).
\is મુદ્રાલેખ
\ip પાઉલનો પોતાના પ્રેરિતપદનો બચાવ.
\iot રૂપરેખા
\io1 1. પાઉલનો પોતાના સેવાકાર્ય વિષયક ખુલાસો — 1:1-7:16
\io1 2. યરુશાલેમના ગરીબો માટે ફાળો — 8:1-9:15
\io1 3. પાઉલનો પોતાના અધિકાર વિષયક બચાવ — 10:1-13:10
\io1 4. ત્રિએકપણાના આશીર્વચન સાથે સમાપન — 13:11-14
\v 1 કરિંથમાંના ઈશ્વરના વિશ્વાસી સમુદાયને તથા તેની સાથે સમગ્ર અખાયામાંના સર્વ સંતોને, પાઉલ જે ઈશ્વરની ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત છે, તે તથા ભાઈ તિમોથી લખે છે
\v 2 ઈશ્વર આપણા પિતા તથા ઈસુ ખ્રિસ્ત તમને કૃપા તથા શાંતિ થાઓ.
\v 4 તેઓ અમારી સર્વ વિપત્તિમાં અમને દિલાસો આપે છે, કે જેથી અમે પોતે ઈશ્વરથી જે દિલાસો પામીએ છીએ, તેને લીધે જેઓ ગમે તેવી વિપત્તિમાં હોય તેઓને અમે દિલાસો આપવાને શક્તિમાન થઈએ.
\v 6 પણ જો અમે વિપત્તિ સહીએ તો તે તમારા દિલાસા તથા ઉદ્ધારને માટે છે; અને જો દિલાસો પામીએ છીએ, તો તે તમારા દિલાસાને માટે છે અને તેથી અમે જે રીતે દુઃખો સહીએ છીએ તેવી સહન કરવાની શક્તિ તમારામાં આવે.
\v 8 કેમ કે ભાઈઓ, અમારી એવી ઇચ્છા નથી કે આસિયામાં જે વિપત્તિ અમને પડી તે વિષે તમે અજાણ્યા રહો, એ વિપત્તિ અમારી સહનશક્તિ બહાર અમને બહુ ભારે લાગી, એટલી હદે કે અમે જીવવાની આશા પણ મૂકી દીધી હતી.
\v 12 કેમ કે એ બાબતે અમને અભિમાન છે અને અમારી પ્રેરકબુદ્ધિ એવી સાક્ષી આપે છે કે ભૌતિક જ્ઞાનથી નહિ પણ ઈશ્વરની કૃપાથી અમે દુનિયામાં અને વિશેષ કરીને તમારા સંબંધમાં ઈશ્વરની દ્રષ્ટિએ પવિત્રતાથી તથા શુદ્ધ મનથી વર્ત્યા.
\v 17 તો શું એવું ઇચ્છવામાં શું હું ઢચુપચુ કરતો હતો? અથવા જે ઇરાદો હું રાખું છું તે શું માનવીય ધોરણો પ્રમાણે રાખું છું, એવું કે મારું બોલવું હા ની ‘હા’ અને ના ની ‘ના’ હોય?
\v 18 પણ જેમ ઈશ્વર વિશ્વાસુ છે તેમ તમારા પ્રત્યે મારી વાતમાં હા કે ના નહોતું.
\v 3 અને મેં તમને એ જ લખ્યું, એ સારુ કે જેઓથી મારે આનંદ પામવો, તેઓથી હું આવું ત્યારે મને દુઃખ ન થાય; હું તમારા બધા પર ભરોસો રાખું છું, કે મારો આનંદ તમારા સર્વનો છે.
\v 4 કેમ કે ઘણી વિપત્તિથી તથા હૃદયની વેદનાથી, મેં ઘણાં આંસુઓ પાડીને તમને લખ્યું તે, એ માટે નહિ કે તમે દુઃખિત થાઓ, પણ એ માટે કે તમારા ઉપર મારો જે અતિ ઘણો પ્રેમ છે તે તમે જાણો.
\v 10 પણ જેને તમે કંઈ માફ કરો છો, તેને હું પણ માફ કરું છું; કેમ કે જો મેં પણ કંઈ માફ કર્યું હોય, તો જે માફ કર્યું છે, તે તમારે લીધે ખ્રિસ્તની આગળ માફ કર્યું છે,
\v 11 કે જેથી શેતાન આપણને ન જીતે, કેમ કે આપણે તેની યુક્તિઓ વિષે અજાણ્યા નથી.
\v 3 તમે ખ્રિસ્તનાં પત્રની જેમ દેખાઓ છો જેની અમે સેવા કરેલી; તે શાહીથી નહિ પણ જીવતા ઈશ્વરના આત્માથી, પથ્થરની પાટીઓ પર નહિ પણ માનવીય હૃદયરૂપી પાટીઓ પર લખેલો છે.
\v 7 અને મરણની સેવા જેનાં અક્ષરો પથ્થરો પર કોતરેલા હતા; તે જો એટલી ગૌરવવાળી હતી કે ઇઝરાયલી લોકો મૂસાના મુખ પરનું તેજ જે ટળી જનારું હતું તે તેજને લીધે તેના મુખ પર ધારીને જોઈ શક્યાં નહિ.
\v 2 પણ શરમજનક ગુપ્ત વાતોને નકારીને અમે કાવતરાં કરતા નથી, અને ઈશ્વરની વાતમાં કપટ કરતા નથી; પણ સત્ય પ્રગટ કર્યાથી ઈશ્વરની આગળ અમે પોતાના વિશે સર્વ માણસોના અંતઃકરણમાં ખાતરી કરી આપીએ છીએ.
\v 1 કેમ કે અમને ખબર છે કે જો અમારું પૃથ્વી પરનું માંડવારૂપી શરીર નષ્ટ થઈ જાય, તો સ્વર્ગમાં ઈશ્વરે સર્જેલું, હાથોથી બાંધેલું નહિ એવું અનંતકાળનું અમારું ઘર છે.
\v 4 કેમ કે અમે આ માંડવારૂપી શરીરના ભારને લીધે નિસાસા નાખીએ છીએ; તેને ઉતારવા કરતાં સ્વર્ગીય ઘરથી વેષ્ટિત થવા ઇચ્છીએ છીએ એ સારુ કે જીવન મરણમાં ગરકાવ થઈ જાય.
\v 11 માટે પ્રભુનો ડર રાખીને અમે માણસોને સમજાવીએ છીએ; અમે ઈશ્વર આગળ પ્રગટ થયા છીએ તે સાથે મારી આશા છે કે તમારાં અંતઃકરણોમાં પણ પ્રગટ થયા છીએ.
\v 12 અમે ફરીથી તમારી આગળ પોતાને વખાણતા નથી પણ અમારે વિષે તમને ગૌરવ કરવાનો પ્રસંગ આપીએ છીએ, એ માટે કે જેઓ હૃદયથી નહિ, પણ દંભથી અભિમાન કરે છે, તેઓને તમે ઉત્તર આપી શકો.
\v 18 આ સર્વ ઈશ્વરથી છે, જેમણે ઈસુ ખ્રિસ્તની મારફતે પોતાની સાથે આપણું સમાધાન કરાવ્યું અને તે સમાધાન કરાવવાનું સેવાકાર્ય અમને આપ્યું છે;
\v 19 એટલે, ઈશ્વર ખ્રિસ્તમાં પોતાની સાથે માનવજગતનું સમાધાન કરાવીને તેઓના અપરાધો માટે તેઓને જવાબદાર ગણતા નથી, અને તેમણે અમને સમાધાનના સંદેશાની સેવા સોંપેલી છે.
\v 20 એ માટે અમે ખ્રિસ્તનાં પ્રતિનિધિ છીએ, જાણે કે ઈશ્વર અમારી મારફતે વિનંતી કરતા હોય, તેમ અમે ખ્રિસ્તને વાસ્તે તમને વિનંતી કરીએ છીએ કે, ઈશ્વર સાથે સમાધાન કરો.
\v 21 જેમણે પાપ જાણ્યું ન હતું, તેમને આપણે માટે તેમણે પાપરૂપ કર્યા, એ સારુ કે આપણે તેમનાંમાં ઈશ્વરના ન્યાયીપણારૂપ થઈએ.
\v 14 અવિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ ન રાખો; કેમ કે ન્યાયીપણાને અન્યાયીપણા સાથે શો સંબંધ હોય? અને અજવાળાંને અંધકારની સાથે શી સંગત હોય?
\v 15 અને ખ્રિસ્ત સાથે શેતાનનો સંબંધ હોઈ શકે? કે વિશ્વાસીને અવિશ્વાસીની સાથે શો ભાગ હોય?
\v 16 અને ઈશ્વરના સભાસ્થાનને મૂર્તિઓની સાથે સંબંધ હોય ખરો? કેમ કે આપણે જીવતા ઈશ્વરનું ભક્તિસ્થાન છીએ, જેમ ઈશ્વરે કહ્યું કે, ‘હું તેઓમાં રહીશ તથા ચાલીશ; તેઓનો ઈશ્વર થઈશ; અને તેઓ મારા લોક થશે.’”
\v 1 તે માટે, વહાલાંઓ, આપણને એવાં આશાવચનો મળેલાં છે માટે આપણે દેહની તથા આત્માની સર્વ અશુદ્ધતાને દૂર કરીને પોતે શુદ્ધ થઈએ અને ઈશ્વરનો ભય રાખીને સંપૂર્ણ પવિત્રતા પ્રાપ્ત કરીએ.
\v 3 હું તમને દોષિત ઠરાવવાંને બોલતો નથી; કેમ કે મેં પહેલેથી જ કહ્યું છે કે, તમે અમારાં હૃદયોમાં એવા વસ્યા છો કે આપણે સાથે મળીને મરવાને અને જીવવાને તૈયાર છીએ.
\v 7 અને કેવળ તેના આવ્યાથી જ નહિ, પણ તમારા તરફથી તેને જે દિલાસો મળ્યો હતો તેથી પણ; અને તેણે તમારી મારા પ્રત્યેની મોટી ઉત્કંઠા, તમારો શોક અને મારે વિષે તમારી સઘન કાળજીની અમને ખબર આપી, તેથી મને વધારે આનંદ થયો.
\v 8 જોકે મેં મારા પત્રથી તમને દુ:ખી કર્યા અને તેનું મને દુ:ખ થતું હતું, પણ હવે મને તેનો પસ્તાવો થતો નથી કેમ કે હું જોઉં છું કે તે પત્રએ તમને થોડા જ સમય માટે દુ:ખી કર્યા હતા.
\v 9 પણ હવે હું આનંદ કરું છું તે તમે દુ:ખી થયા એટલા માટે નહિ, પણ દુ:ખી થવાથી તમે પસ્તાવો કર્યો તે માટે; કેમ કે તમને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે દુ:ખી કરાયા હતા, કે અમારાથી તમને કંઈ નુકસાન ન થાય.
\v 11 કેમ કે જુઓ, તમને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે દુ:ખ થયું તેથી તમારામાં આતુરતા પોતાને નિર્દોષ ઠરાવવાંનો કેવો ગુસ્સો, કેવો ભય, કેવી તીવ્ર ઇચ્છા, કેવી આતુર આકાંક્ષા, કેવું ઝનૂન અને બદલો લેવાની કેવી આતુરતા! તમે તે કામમાં સર્વ પ્રકારે પોતાને નિર્દોષ સાબિત કર્યા.
\v 12 જોકે મેં તમને જે લખ્યું, તે જેણે અન્યાય કર્યો તેને માટે નહિ અને જેનાં પર અન્યાય થયો તેને માટે પણ નહિ, પણ ઈશ્વરની આગળ તમારા માટેની અમારી કાળજી તમને પ્રગટ થાય તે માટે લખ્યું.
\v 14 માટે જો મને તમારે વિષે તિતસ આગળ કોઈ વાતમાં ગૌરવ થયું હોય, તો તેમાં મારી શર્મિદગી થઈ નહિ; પણ જેમ અમે તમને બધી વાતો સત્યતાથી કહી, તેમ અમારું તમારા માટેનું ગૌરવ પણ તિતસ આગળ સાચું પડ્યું.
\v 7 પણ જેમ તમે સર્વ બાબતોમાં, એટલે વિશ્વાસમાં, વાણીમાં, જ્ઞાનમાં, ઉત્કંઠામાં તથા અમારા ઉપરના તમારા પ્રેમમાં વધ્યા, તેવી જ રીતે આ ઉદારતાની સેવામાં પણ વૃદ્ધિ પામો.
\v 10 આ બાબતમાં હું અભિપ્રાય આપું છું; જે તમને મદદરૂપ થશે, કારણ કે એક વર્ષ અગાઉ તમે કેવળ એ કામ કરવાનો આરંભ કર્યો હતો, એટલું જ નહીં પણ તે કરવાની તમારી ધગશ પણ હતી.
\v 11 તો હવે તે કામ પૂરું કરો કે જેથી જે પ્રમાણે તમારી આતુર ઇચ્છા હતી તે પ્રમાણે તમારી શક્તિ મુજબ તે પરિપૂર્ણ થાય.
\v 12 કેમ કે જો આ કામ કરવાની ઇચ્છા હોય તો કોઈ માણસ પાસે જે નથી તે પ્રમાણે નહિ, પણ જે છે તે પ્રમાણે તે ઇચ્છા માન્ય છે.
\v 19 એટલું જ નહિ, પણ તે ભાઈ વિશ્વાસી સમુદાયો દ્વારા નિમાયેલો છે, કે જેથી પ્રભુના મહિમાને અર્થે આ કૃપાની જે સેવા અમને સોંપવામાં આવી છે તે કરવા અને અમારી મદદ કરવાની ઉત્કંઠા દર્શાવવાં તે અમારી સાથે ફરે.
\v 22 તેઓની સાથે અમે અમારા ભાઈને મોકલ્યો છે, કે જેની અમે ઘણી બાબતોમાં ઘણીવાર કસોટી કરી અને તે અમને મહેનતુ માલૂમ પડ્યો છે અને હમણાં તો તમારા પર તેનો ઘણો ભરોસો હોવાથી તે વધારે મહેનતુ હોવાની ખાતરી થયેલી છે.
\v 23 તિતસ વિષે કોઈ પૂછે તો તે મારો સાથી તથા તમારે માટે મારો સહકર્મી છે; અને અમારા ભાઈઓ વિષે કોઈ પૂછે તો તેઓ મંડળી દ્વારા મોકલાયેલા તથા ખ્રિસ્તનો મહિમા છે.
\v 24 તેથી ભાઈઓને તથા મંડળીઓને તમારા પ્રેમ તથા તમારા વિષેના અમારા ગૌરવનું પ્રમાણ બતાવી આપો.
\v 1 હવે સંતોની સેવા કરવા વિષે, મારે તમને લખવાની અગત્ય નથી
\v 2 કેમ કે હું તમારી ઉત્કંઠા જાણું છું; તે વિષે હું મકદોનિયાના લોકોની આગળ તમારે માટે ગર્વ કર્યા કરું છું, કે અખાયાએ એક વર્ષથી તૈયારી કરી છે. તમારી ઉત્કંઠાએ ઘણાંઓને ઉત્સાહિત કર્યા છે.
\v 4 એમ ન થાય કે, મકદોનિયાના કોઈ માણસો મારી સાથે આવે અને તમને તૈયાર થયેલા જુએ નહિ, તો તમારા વિશેના ગર્વને કારણે અમારે હું નહીં કહું કે તમારે પણ શરમાવું પડે.
\v 5 આથી મને જરૂરી લાગ્યું કે ભાઈઓને વિનંતી કરવી કે તેઓ તમારી પાસે વહેલાં આવે અને જે દાન આપવાનું તમે વચન આપ્યું હતું, તે અગાઉથી ઉઘરાવી રાખે. તે દાન જબરદસ્તીથી નહિ પણ ઉદારતાથી તૈયાર રાખવામાં આવે.
\v 8 ઈશ્વર તમારા પર સર્વ પ્રકારની પુષ્કળ કૃપા કરવાને સમર્થ છે કે, જેથી હંમેશા તમારી પાસે સર્વ વાતે પુષ્કળ સમૃદ્ધિ હોવાને લીધે, તમે સર્વ સારાં કામો કરવામાં વધતા જાઓ.
\v 9 જેમ લખેલું છે કે, ‘તેમણે વહેંચ્યું છે, તેમણે ગરીબોને આપ્યું છે, તેમનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે.’”
\v 10 જે વાવનારને માટે બીજ તથા ખોરાકને સારુ રોટલી પૂરાં પાડે છે, તેઓ તમારું વાવવાનું બીજ પૂરું પાડશે અને વધારશે અને તમારા ન્યાયીપણાના ફળોની વૃદ્ધિ કરશે;
\v 11 એમ તમે સર્વ પ્રકારે ધનવાન થાઓ કે જેથી તમે ઉદાર બની શકો અને તેથી અમારી મારફતે ઈશ્વરની સ્તુતિ થાય.
\v 13 એટલે આ સેવાના પુરાવાથી, તેઓ, ખ્રિસ્તની સુવાર્તાની તમારી કબૂલાત પ્રત્યેની આધીનતા માટે તથા તેઓને માટે તથા સર્વને માટે તમારા દાનની પુષ્કળતાને માટે, ઈશ્વરનો મહિમા કરે છે.
\v 1 હું પાઉલ, જયારે તમારી સમક્ષ હોઉં ત્યારે દીન છું, પણ દૂર હોઉં ત્યારે તમારી સાથે હિંમતવાન છું; હું પોતે ખ્રિસ્તની નમ્રતા તથા સાલસતાથી તમને ખાસ વિનંતી કરું છું.
\v 2 જેઓ અમને દુનિયાદારીની રીત પ્રમાણે વર્તનારા ધારે છે, તેઓ સામે જે નિશ્ચયતાથી હું હિંમત કરવા ધારું છું, તે નિશ્ચયતાથી હું હાજર થાઉં ત્યારે મારે હિંમતવાન થવું ન પડે એવી વિનંતી હું તમને કરું છું.
\v 7 તમે ફક્ત બહારનો દેખાવ જુઓ છો. જો કોઈને પોતાનાં પર ભરોસો હોય કે, હું ખ્રિસ્તનો છું, તો તેણે ફરી પોતાને યાદ કરાવવું કે, જેમ તે પોતે ખ્રિસ્તનો છે તેમ અમે પણ ખ્રિસ્તનાં છીએ.
\v 12 જેઓ પોતાના વખાણ કરે છે, તેઓની સાથે પોતાને ગણવા અથવા સરખાવવાને અમે હિંમત કરતા નથી; પણ જયારે તેઓ અંદરોઅંદર પોતાને એકબીજાથી માપે છે તથા સરખાવે છે, ત્યારે તેઓ નિર્બુદ્ધ છે.
\v 14 કેમ કે જાણે કે અમે તમારા સુધી પહોંચ્યા ન હોઈએ, તેમ અમે પોતાને હદ બહાર લંબાવતા નથી. કેમ કે ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરવામાં અમે પ્રથમ હતા કે જેઓ તમારા સુધી આવ્યા.
\v 2 કેમ કે ઈશ્વરમય આસ્થાથી, હું તમારા વિષે કાળજી રાખું છું. કેમ કે એક પતિની સાથે મેં તમારી સગાઈ કરી છે કે, જેથી એક પવિત્ર કુમારિકા જેવા હું તમને ખ્રિસ્તને સોંપું.
\v 4 કેમ કે જો કોઈ આવીને જે ઈસુને અમે પ્રગટ કર્યા તેમનાંથી જુદાજ ઈસુને પ્રગટ કરે, અથવા તમે જે આત્મા પામ્યા તેમનાંથી જુદોજ આત્મા પામો, અથવા જે સુવાર્તા તમે સ્વીકારી, તેનાથી જુદીજ સુવાર્તા સ્વીકારો; તો તમે તેને ખૂબ જ સારી રીતે સહન કરો છો.
\v 7 તમને ઊંચા કરવા માટે મેં પોતાને નીચો કર્યો, એટલે મેં તમને ઈશ્વરની મફત સુવાર્તા પ્રગટ કરી, એમાં શું મેં પાપ કર્યું?
\v 8 તમારી સેવા બજાવવા માટે મેં બીજા વિશ્વાસી સમુદાયોને લૂંટીને તેઓની પાસેથી નાણાં લીધાં.
\v 9 વળી હું તમારી સાથે હતો ત્યારે મને તંગી પડતી હતી તે છતાં પણ હું કોઈને ભારરૂપ થયો ન હતો; કેમ કે મકદોનિયામાંથી જે ભાઈઓ આવ્યા હતા, તેઓએ મારી જરૂરિયાતો પૂરી પાડી હતી; અને હું સર્વ પ્રકારે તમને બોજારૂપ થતાં દૂર રહ્યો હતો અને દૂર રહીશ.
\v 16 હું ફરીથી કહું છું કે, કોઈ માણસે મને મૂર્ખ ન ધારવો, પણ જો તમે એમ ધારતા હો, તો તમારે મૂર્ખ તરીકે મારો અંગીકાર કરવો, જેથી હું પણ થોડું અભિમાન કરું.
\v 17 જે હું કહું છું, પ્રભુના કહેવા પ્રમાણે નથી કહેતો; પણ અભિમાનના આવેશમાં જાણે કે મૂર્ખાઈથી બોલું છું.
\v 20 કેમ કે જો કોઈ તમને ગુલામ બનાવે, જો કોઈ તમારું ખાઈ જાય, જો કોઈ તમને સપડાવે, જો કોઈ પોતાને મોટો કરે, જો કોઈ તમને તમાચો મારે, તો તમે તેનું સહન કરો છો.
\v 23 શું તેઓ ખ્રિસ્તનાં સેવકો છે? હું મૂર્ખની માફક બોલું છું હું તેઓના કરતાં વિશેષ છું. કેમ કે મેં વધારે સેવા કરી છે; વધુ પ્રમાણમાં જેલવાસ કર્યો છે; વધારે વખત ગણતરી વિનાનાં ફટકાનો માર ખાધો છે; વારંવાર મૃત્યુના મુખમાં ધકેલાયો છું.
\v 2 ખ્રિસ્તમાં એક એવા માણસને હું ઓળખું છું તે શરીરમાં હતો કે શરીર બહાર હતો તે હું જાણતો નથી, ઈશ્વર જાણે છે, કે જેને ચૌદ વર્ષ ઉપર સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યો.
\v 6 હું સત્ય બોલું છું કે જો હું અભિમાન કરવા માગુ છું તો હું મૂર્ખ નહીં થાઉં; કોઈ માણસ જેવો મને જુએ છે, અથવા મારું સાંભળે છે; તે કરતાં મને કંઈ મોટો ન ગણે માટે હું મૌન રહું છું.
\v 7 મને જે પ્રકટીકરણના અસાધારણ અનુભવો થયા તેને લીધે હું ફુલાઉં નહિ માટે શેતાનના દૂત તરીકે મને મનુષ્યદેહમાં પીડા આપવામાં આવી છે કે જેથી હું વધારે પડતી બડાઈ ન કરું.
\v 9 પણ તેમણે મને કહ્યું કે ‘તારે માટે મારી કૃપા પૂરતી છે; કેમ કે નિર્બળતામાં મારું પરાક્રમ સંપૂર્ણ થાય છે’ એ માટે વિશેષે કરીને હું ઘણી ખુશીથી મારી નિર્બળતાનું અભિમાન કરીશ કે ખ્રિસ્તનું પરાક્રમ મારા પર ઊતરી આવે.
\v 11 હું અભિમાન કરીને મૂર્ખ થયો કેમ કે તમે મને ફરજ પાડી; પણ તમારે મારાં વખાણ કરવાં જોઈતાં હતા કારણ કે જો હું કંઈ જ ન હોઉં તોપણ હું મુખ્ય પ્રેરિતો કરતાં કંઈ ઊતરતો નથી.
\v 12 પ્રેરિતપણાની નિશાનીઓ એટલે ચિહ્નો, ચમત્કારો તથા પરાક્રમી કામો ઘણી ધીરજથી તમારામાં થયાં હતાં.
\v 13 હું તમારા પર બોજારૂપ ન થયો એ સિવાય તમે બીજા વિશ્વાસી સમુદાયો કરતાં કઈ રીતે ઊતરતા હતા? મારો આ ગુનો મને માફ કરો.
\v 14 જુઓ, હું ત્રીજી વાર તમારી પાસે આવવાને તૈયાર છું અને તમારા પર બોજારૂપ નહિ બનું; કેમ કે તમારું દ્રવ્ય નહિ પણ હું તમને મેળવવા ચાહું છું; કેમ કે સંતાનોએ માબાપને માટે સંગ્રહ કરવો તે યોગ્ય નથી; પણ માબાપે સંતાનો માટે સંગ્રહ કરવો જોઈએ.
\v 15 પણ હું તમારા આત્માઓને માટે ઘણી ખુશીથી મારું સર્વસ્વ વાપરીશ તથા પોતે પણ વપરાઈ જઈશ; હું તમારા પર વધતો પ્રેમ રાખું છું તો શું તમારા તરફથી મને ઓછો પ્રેમ મળશે?
\v 18 મેં તિતસને વિનંતી કરી અને તેની સાથે એક ભાઈને મોકલ્યો. શું તિતસે તમારી પાસે કંઈ સ્વાર્થ સાધ્યો? શું એક જ આત્મામાં અમે ચાલ્યા નથી? શું એક જ પગલામાં અમે ચાલ્યા નથી?
\v 20 કેમ કે મને ડર લાગે છે, હું આવું ત્યારે કદાચ જેવા હું ચાહું તેવા હું તમને ન જોઉં અને જેવો તમે ચાહતા નથી તેવો તમે મને જુઓ; રખેને બોલાચાલી, અદેખાઈ, ક્રોધ, ઝઘડા, ચાડીચુગલી, બડબડાટ, ઘમંડ તથા ધાંધલ ધમાલ થાય;
\v 21 પાછો આવું ત્યારે કદાચ મારા ઈશ્વર તમારી આગળ મને નીચો કરે; અને જે કેટલાક અગાઉ અશુદ્ધતા, વ્યભિચાર તથા જારકર્મ કરતા હતા અને એવાં પાપ કરીને તેનો પસ્તાવો કર્યો નથી, તેઓમાંના ઘણાં વિષે હું દુઃખી થાઉં.
\v 1 આ ત્રીજી વાર હું તમારી પાસે આવું છું. બે કે ત્રણ સાક્ષીઓની સાબિતીઓથી દરેક વાત સ્પષ્ટ કરાશે.
\v 2 મેં અગાઉ કહ્યું છે અને બીજી વાર હાજર હતો ત્યારે જેમ કહ્યું તેમ હું હમણાં ગેરહાજર હોવા છતાં, અત્યાર સુધી પાપ કરનારાઓને તથા બીજા સર્વને અગાઉથી કહું છું કે, હું આવીશ તો દયા રાખીશ નહિ.
\v 3 કારણ કે ખ્રિસ્ત મારા દ્વારા બોલે છે તેનું પ્રમાણ તમે માગો છો; તે તમારા તરફ નિર્બળ નથી, પણ તેને બદલે તે તમારામાં સામર્થ્યવાન છે.
\v 4 જો નિર્બળતામાં તેઓને વધસ્તંભે જડવામાં આવ્યાં છતાંપણ તેઓ ઈશ્વરના સામર્થ્યથી જીવંત છે. અમે પણ તેમનાંમાં નિર્બળ છીએ છતાંપણ તમારે સારુ ઈશ્વરના સામર્થ્ય વડે અમે તેમની સાથે જીવીશું.
\v 5 પોતાને તપાસી જુઓ કે તમે વિશ્વાસમાં છો કે નહિ. પોતાને ચકાસો. શું તમે જાણતા નથી કે ઈસુ ખ્રિસ્ત તમારામાં છે? તમારામાં છે, પણ જો તમે માન્ય થયા નથી તો નથી.
\v 7 હવે અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે, તમે કંઈ ખરાબ કામ ન કરો, અમે સફળ દેખાઈએ એ માટે નહિ પણ એ માટે કે જો અમે અસફળ જેવા હોઈએ, તોપણ તમે સાચું જ કરો.
\v 8 કેમ કે સત્યની વિરુદ્ધ અમે કંઈ કરી શકતા નથી પણ સત્યનાં સમર્થન માટે કરીએ છીએ.
\v 9 કેમ કે જયારે અમે નબળા છીએ ત્યારે અમે આનંદ પામીએ છીએ પણ તમે મજબૂત છો, અને તમે સંપૂર્ણ થાઓ માટે અમે પ્રાર્થના કરીએ છીએ.
\v 10 એ માટે હું તમારી મધ્યે ન હોવા છતાં આ વાતો લખું છું, કે હાજર હોઈશ ત્યારે કઠોર રીતે નહિ પણ જે અધિકાર પ્રભુએ નુકસાન માટે નહિ પણ ઘડતરને માટે આપ્યો છે તે પ્રમાણે હું વર્તું.