gu_udb/45-ACT.usfm

1493 lines
454 KiB
Plaintext

\id ACT
\ide UTF-8
\h પ્રેરિતોનાં ક્રત્યો
\toc1 પ્રેરિતોનાં ક્રત્યો
\toc2 પ્રેરિતોનાં ક્રત્યો
\toc3 act
\mt1 પ્રેરિતોનાં ક્રત્યો
\s5
\c 1
\p
\v 1 પ્રિય થિયોફિલ, ઈશ્વરે, ઈસુને સ્વર્ગમાં લઈ લીધા તે દિવસ સુધી, તેમણે જે કર્યું તથા શીખવ્યું, તેમાંની ઘણી બાબતો વિષે મેં મારા પ્રથમ પુસ્તકમાં તને લખ્યું છે.
\v 2 તેઓ સ્વર્ગમાં ગયા તે અગાઉ પવિત્ર આત્માના પરાક્રમ દ્વારા જે વાતો તેઓ પ્રેરિતોને જણાવવા માંગતા હતા તે કહી.
\v 3 વધસ્તંભ પર દુઃખ સહન કરીને મરણ પામ્યા પછી, તેઓ સજીવન થયા. ચાળીસ દિવસો સુધી તેઓ દર્શન આપતા રહ્યા, પ્રેરિતોએ ઘણી વાર તેમને જોયા. તેઓ જીવંત થયા છે તે તેમણે અનેક રીતે તેમને સાબિત કરી બતાવ્યું. ઈશ્વર તેમના રાજ્ય દરમ્યાન લોકોના જીવનોમાં કેવી રીતે રાજ કરશે તે સંબંધી તેમને જણાવ્યું.
\s5
\v 4 એક વખત જ્યારે ઈસુ તેઓની સાથે હતા, ત્યારે તેમણે તેઓને જણાવ્યું હતું, "યરુશાલેમ છોડશો નહિ. પણ, જ્યાં સુધી મારા પિતા પોતે આપેલા વચન પ્રમાણે, તેમનો આત્મા તમારા પર મોકલે નહિ ત્યાં સુધી અહીં રાહ જુઓ. મેં તમને તે સંબંધી કહ્યું છે તે તમે સાંભળ્યું છે.
\v 5 યોહાને પાણીથી લોકોનું બાપ્તિસ્મા કર્યું, પણ થોડા દિવસ પછી ઈશ્વર પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરશે."
\s5
\v 6 એક દિવસે પ્રેરિતો જ્યારે ઈસુની સાથે બેઠા હતા, ત્યારે તેઓએ તેમને પૂછ્યું, "પ્રભુ, શું તમે હવે ઇઝરાયલના રાજા બનશો?"
\v 7 તેમણે તેઓને ઉત્તર આપ્યો, "એ બધું ક્યારે થશે તે સમય અને દિવસ વિષે તમારે જાણવાની જરૂર નથી. એ બધું ક્યારે બનશે તે માત્ર મારા પિતા એ જ નક્કી કર્યું છે.
\v 8 પણ જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તે તમને બળવાન કરશે. ત્યારે તમે યરુશાલેમમાં અને યહૂદીયાના પ્રદેશોમાં, સમરૂનમાં અને આખી દુનિયામાં મારા વિષે લોકોને જણાવશો."
\s5
\v 9 એવું કહ્યા પછી, તેઓ સ્વર્ગમાં ચઢી ગયા, અને વાદળે તેમને તેઓની દ્રષ્ટિથી ઢાંકી દીધા.
\v 10 જ્યારે પ્રેરિતો હજુ આકાશ તરફ તાકીને તેમને જતાં જોઈ રહ્યા હતા, ત્યારે અચાનક સફેદ કપડા પહેરેલા બે પુરુષો તેમની સામે ઊભા રહ્યા. તેઓ દૂતો હતા.
\v 11 તેઓમાંના એકે કહ્યું, "ઓ ગાલીલના માણસો, તમારે અહીં ઊભા રહીને આકાશ તરફ જોઈ રહેવાની જરૂર નથી! એક દિવસ એ જ ઈસુ, કે જેમને ઈશ્વરે તમારી પાસેથી સ્વર્ગમાં લઈ લીધા છે, તેઓ પૃથ્વી પર પાછા આવશે. જેમ તમે તેમને સ્વર્ગમાં જતાં જોયા છે તેવી જ રીતે તેઓ પાછા આવશે."
\s5
\v 12 તે બે દૂતો ગયા ત્યાર પછી, પ્રેરિતો જૈતૂન પર્વત કે જે યરુશાલેમથી થોડા અંતરે આવેલો હતો ત્યાંથી યરુશાલેમ પાછા આવ્યા.
\v 13 શહેરમાં પ્રવેશ્યા પછી, ઉપલીમેડી કે જ્યાં તેઓ રહેતા હતા ત્યાં પાછા ગયા. જેઓ ત્યાં હતા તેઓમાં પિતર, યોહાન, યાકૂબ , આન્દ્રિયા, ફિલિપ, થોમા, બાર્થોલ્મી, માથ્થી, આલ્ફીનો દીકરો યાકૂબ, સિમોન ઝલોતસ અને યાકૂબ નામે અન્ય એક વ્યક્તિનો દીકરો યહૂદા હતા.
\v 14 આ બધા પ્રેરિતોએ સાથે મળીને સતત પ્રાર્થના કરવાનો પ્રારંભ કર્યો. તેમની સાથે બીજા જેઓ પ્રાર્થના કરતા હતા તેઓમાં જે સ્ત્રીઓ ઇસુની સાથે હતી, એટલે ઇસુની મા મરિયમ અને તેમના બીજા નાના ભાઈઓ હતા.
\s5
\v 15 તે દિવસોમાં પિતર સાથી વિશ્વાસીઓ મધ્યે ઊભો થયો. ત્યાં ઈસુના આશરે ૧૨૦ જેટલા અનુયાયીઓનું જૂથ હતું. તેણે કહ્યું,
\v 16 "મારા ભાઈઓ, યહૂદાના સંબંધમાં દાઉદ રાજાએ લાંબા સમય પહેલા લખ્યું હતું. તે શબ્દો સાચા પડે તે જરૂરી હતું, અને એમ જ થયું, કારણ કે પવિત્ર આત્માએ દાઉદને શું લખવું તે જણાવ્યું હતું.
\s5
\v 17 યહૂદા આપણા જેવો જ પ્રેરિત હતો છતાં, જેઓ ઈસુને પકડવા અને મારી નાખવા ઇચ્છા રાખતા હતા તેમને તેણે દોર્યા."
\v 18 આ માણસ આવી દુષ્ટતા કરવા દ્વારા નાણાં કમાયો. આ નાણાંથી તેણે એક ખેતર ખરીદ્યું. ત્યાં તે ભૂમિ પર પડી ગયો, તેનું શરીર ફાટી ગયું અને તેનાં બધાં આંતરડાં બહાર નીકળી ગયાં.
\v 19 બધા લોકો જેઓ યરુશાલેમમાં રહેતા હતા તેઓએ તે વિષે સાંભળ્યું, તેથી તેઓએ તે ખેતરનું નામ તેમની અરેમિક ભાષામાં, અકેલ્દામા પાડ્યું, તેનો અર્થ "લોહીનું ખેતર" થાય છે, કારણ કે તે એવી જગ્યા હતી જ્યાં કોઈક મરણ પામ્યું હતું.
\s5
\v 20 પિતરે પણ કહ્યું, "હું જોઉં છું કે યહુદાની સાથે જે બન્યું તે ગીતશાસ્ત્ર જે કહે છે તેના જેવું જ છે: 'તેનો વંશ નાબુદ થાય; તેમાં કોઈ એક પણ બાકી ના બચે.' અને એવું લાગે છે કે દાઉદે આ બીજા શબ્દો કહ્યા તે પણ યહૂદાના સંબંધમાં છે: 'બીજો કોઈ આગેવાન તરીકેનું તેનું કાર્ય સંભાળે.'"
\s5
\v 21 "તેથી આપણ પ્રેરિતો માટે એ પસંદ કરવું જરૂરી છે કે કોઈ માણસ યહૂદાનું સ્થાન લે. તે એવો માણસ હોય કે જે જ્યારે પ્રભુ ઇસુ આપણી સાથે હતા તે બધો સમય આપણી સાથે રહ્યો હોય.
\v 22 એટલે કે, યોહાન બાપ્તિસ્મી જેણે ઈસુનું બાપ્તિસ્મા કર્યું ત્યારથી માંડીને ઈસુ આપણાથી છૂટા પડ્યા અને સ્વર્ગે જવા પાછા ઊઠ્યા તે દિવસ સુધી. જે માણસને યહૂદાની જગ્યાએ મૂકવામાં આવે, તે લોકોને ઈસુ વિષે કહેવા અને કેવી રીતે તેઓ મરણ પામ્યા બાદ સજીવન થયા તે વિષે કહેવા આપણી સાથે જોડાવો જોઈએ. "
\v 23 તેથી પ્રેરિતોએ અને બીજા વિશ્વાસીઓએ બે માણસોના નામ સૂચવ્યાં. એકનું નામ યૂસફ બર્સબા, જેનું નામ યુસ્તસ પણ હતું. બીજો માણસ માથ્થિયાસ હતો.
\s5
\v 24-25 પછી તેઓએ પ્રાર્થના કરી: " હે પ્રભુ ઈસુ, યહૂદા પ્રેરિત તરીકે મટી ગયો. તેણે પાપ કર્યું અને જે જગ્યાને માટે તે યોગ્ય હતો ત્યાં તે ગયો. તમે જાણો છો કે દરેક માણસ તેના હૃદયમાં શું વિચારે છે, તેથી કૃપા કરી અમને બતાવો કે યહૂદાનું સ્થાન લેવા તમે આ બેમાંથી કોને પસંદ કર્યો છે."
\v 26 પછી તેઓએ બંને વચ્ચે પસંદગી કરવા માટે ચિઠ્ઠીઓ નાખી, અને માથ્થિયાસના નામની ચિઠ્ઠી નીકળી, અને તે બીજા અગિયાર પ્રેરિતોની સાથે પ્રેરિત બન્યો.
\s5
\c 2
\p
\v 1 યહૂદીઓ જ્યારે પચાસમાંના પર્વની ઉજવણી કરી રહ્યા હતા તે દિવસે, બધા વિશ્વાસીઓ યરુશાલેમમાં એક જગ્યાએ ભેગા થયા હતા.
\v 2 અચાનક તેમણે આકાશમાંથી આવતો ઘૂઘવતા પવન જેવો અવાજ સાંભળ્યો. આખા ઘરમાં જ્યાં તેઓ બેઠેલા હતા તેઓ બધાએ તે અવાજ સાંભળ્યો.
\v 3 પછી તેમણે આગની જ્વાળાઓ જેવું કંઇક જોયું. આ જ્વાળાઓ એકબીજાથી અલગ થઈ અને તેઓમાંના દરેક વિશ્વાસીઓ પર ઊતરી આવી.
\v 4 ત્યારે બધા વિશ્વાસીઓ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને, આત્માએ જેમ તેમને શક્તિ આપી તેમ તેઓ વિવિધ ભાષાઓ બોલવા લાગ્યા.
\s5
\v 5 તે સમયે ઘણા યહૂદીઓ પચાસમાના પર્વની ઉજવણી માટે યરુશાલેમમાં આવ્યા હતા. તેઓ યહૂદીઓ હતા જેઓ અંતઃકરણપૂર્વક ઈશ્વરની આરાધના કરતા હતા. તેઓ ઘણા વિવિધ દેશોમાંથી આવેલા હતા.
\v 6 જ્યારે તેઓએ પવનના જેવો મોટો અવાજ સાંભળ્યો, ત્યારે લોકોનું ટોળું જ્યાં વિશ્વાસીઓ હતા ત્યાં ભેગું થયું. ટોળું આશ્ચર્ય પામ્યું કારણ કે તેઓમાંના દરેકે વિશ્વાસીઓને તેમની પોતાની ભાષામાં બોલતા સાંભળ્યા.
\v 7 તેઓએ ખૂબ આશ્ચર્ય પામીને એકબીજાને કહ્યું કે, "આ બધા માણસો જેઓ બોલી રહ્યા છે તેઓ ગાલીલના છે, તો તેઓ આપણી ભાષાઓ કેવી રીતે જાણી શકે?
\s5
\v 8 પણ આપણે તેઓને આપણી પોતાની ભાષામાં બોલતા સાંભળીએ છીએ જે આપણે જન્મથી શીખેલા છીએ!
\v 9 આપણામાંના ઘણા પાર્થીયા અને માદી અને એલામ પ્રદેશના, અને બીજાઓ મેસોપોટેમિયા, યહૂદિયા, કપ્પ્દોકિયા, પોન્તસ અને આસિયા પ્રદેશના છીએ.
\v 10 અહીં કેટલાક લોકો ફ્રુગિયા અને, પમ્ફૂલીયા, ઈજીપ્ત, અને કુરેની શહેર પાસેના લિબિયાના પ્રદેશના છે. અહીં આપણામાંના કેટલાક રોમથી આવેલા કે જે યરુશાલેમમાં મુલાકાતીઓ છે.
\v 11 તેઓમાં સ્થાનિક યહૂદીઓ તેમજ બિન યહૂદીઓ કે જેઓ આપણે યહૂદીઓ જે માનીએ છીએ તે પર વિશ્વાસ કરનારા છે. અને આપણામાંના બીજા કેટલાક ક્રીત ટાપુથી અને અરેબિયા પ્રદેશમાંથી આવેલા છે. તો ઈશ્વરે જે મહાન કાર્યો કર્યાં છે તે વિષે આ લોકો આપણી ભાષામાં કેવી રીતે બોલી શકે?"
\s5
\v 12 લોકો ખૂબ આશ્ચર્યમાં હતા અને શું થઈ રહ્યું હતું તેને વિષે શું સમજવું તે તેઓ જાણતા ન હતા. તેથી તેમણે એકબીજાને પૂછ્યું," આનો શો અર્થ હોઈ શકે?"
\v 13 પણ તેઓમાંના કેટલાકે તેમણે જે જોયું તેના વિષે મશ્કરી કરી. તેમણે કહ્યું, "આ લોકો આવી રીતે બોલે છે કારણ કે તેમણે વધારે પ્રમાણમાં નવો દ્રાક્ષારસ પીધો છે!"
\s5
\v 14 તેથી બીજા અગિયાર પ્રેરિતો સાથે પિતરે ઊભા થઈને ટોળામાંના લોકોને મોટેથી જણાવ્યું; તેણે કહ્યું, "ઓ યહૂદિયાના માણસો અને બીજા જેઓ યરુશાલેમમાં રહેનારા, તમે બધા,મારું સાંભળો, અને જે થઈ રહ્યું છે તે વિષે હું તમને સમજાવીશ!
\v 15 તમારામાંના કેટલાક એવું વિચારે છે કે અમે પીધેલા છીએ, પણ અમે પીધેલા નથી. હજુ તો સવારના નવ જ વાગ્યા છે અને અહીંના લોકો દિવસના આ સમયે પીધેલા હોતા નથી!
\s5
\v 16 પણ તેથી ઊલટું, અમારી સાથે જે બન્યું તે તો યોએલ પ્રબોધકે લાંબા સમય પહેલા લખ્યું હતું તે ચમત્કારિક બાબત છે. તેણે લખેલું: ઈશ્વર કહે છે,
\v 17 'અંતના દિવસોમાં, હું મારો પવિત્ર આત્મા સર્વ લોકોને આપીશ, પરિણામે તમારા દીકરા અને દીકરીઓ મારા સંદેશાઓ લોકોને જણાવશે, અને હું જુવાનોને દર્શન અને વૃદ્ધ માણસોને સ્વપ્ન આપીશ.
\s5
\v 18 એ દિવસોમાં હું મારા સેવકોને મારો પવિત્ર આત્મા આપીશ, જેથી તેઓ લોકોને મારા સંદેશાઓ આપી શકે.
\v 19 આકાશમાં હું અદભૂત બાબતો કરીશ, અને અગત્યની તેમજ અદભૂત બાબતો પૃથ્વી પર બનશે તે બતાવવા માટે હું ચમત્કારો કરીશ. અહીં પૃથ્વી પર સર્વત્ર લોહી, આગ અને ધુમાડો હશે.
\s5
\v 20 લોકોને આકાશમાં સૂર્ય અંધકારમય અને ચંદ્ર લાલ દેખાશે. હું, પ્રભુ ઈશ્વર, સર્વનો ન્યાય કરવા આવીશ તે પહેલા એ બધી બાબતો બનશે.
\v 21 અને જેઓ મદદ માટે મને બૂમ પાડશે તેમને હું બચાવીશ."
\s5
\v 22 પિતરે બોલવાનું જારી રાખ્યું," મારા સાથી ઇઝરાયલીઓ, મારું સાંભળો! જ્યારે નાસરેથના ઈસુ તમારી મધ્યે જીવ્યા, ત્યારે ઈશ્વરે તેમને મોકલીને ઘણા ચમત્કારો કરવાની શક્તિ આપીને તમને એ સાબિતી આપી કે તેઓ ઈશ્વર પાસેથી આવેલા હતા. તમે પોતે એ જાણો છો કે તે સાચું છે.
\v 23 આ બધું તમે જાણતા હોવા છતાં, તમે આ માણસ ઈસુને તેમના દુશ્મનોના હાથમાં સોંપ્યા. જો કે, તે વિષે ઈશ્વરે ઠરાવેલું હતું, અને તે સંબંધી તેઓ સઘળું જાણતા હતા. પછી તમે એવા માણસો કે જેઓ ઈશ્વરના નિયમને આધીન થતા નથી તેઓને ઈસુને મારી નાખવા વિનંતી કરી. તેઓએ તેમને વધસ્તંભે જડવા દ્વારા તે પ્રમાણે કર્યું.
\v 24 તે મરણ પામ્યા, પણ ઈશ્વરે તેમને પાછા ઉઠાડ્યા, કારણ કે તેઓ મરણ પામેલા રહે તે શક્ય ન હતું. ઈશ્વરે ઈસુને સજીવન કર્યા."
\s5
\v 25 "મસીહાએ જે કહ્યું તે સબંધી દાઉદ રાજાએ લાંબા સમય અગાઉ લખ્યું હતું કે, હે, પ્રભુ ઈશ્વર, તમે હંમેશા મારું સાંભળશો. તમે મારી જમણી બાજુએ છો, જેઓ મને નુકસાન કરવા માંગે છે તેમનાથી હું ગભરાઇશ નહિ.
\v 26 તેથી મારું હૃદય હર્ષ પામ્યું અને હું આનંદ પામ્યો, જો કે એક દિવસે હું મરણ પામીશ, તો પણ હું જાણું છું કે તમે મને હંમેશાં મદદ કરશો.
\s5
\v 27 જ્યાં મરણ પામેલાઓ છે તે જગ્યામાં તમે મને નહિ રહેવા દો. તમે મારા શરીરનો નાશ પણ નહિ થવા દો, કેમકે હું તમને સમર્પિત છું અને હંમેશાં તમારી આજ્ઞા પાળુ છું.
\v 28 તમે મને બતાવ્યું છે કે પુનર્જીવિત કેવી રીતે થવું. તમે મને આનંદિત કરશો કેમકે તમે સદા મારી સાથે રહેશો."
\s5
\v 29 પિતરે આગળ કહ્યું, "મારા સાથી યહૂદીઓ, મને ખાતરી છે કે આપણો પૂર્વજ, દાઉદ, મરણ પામ્યો, અને લોકોએ તેને દફ્નાવ્યો. અને જે જગ્યામાં તેઓએ તેને દફ્નાવ્યો તે જગ્યા આજે પણ અહીં છે.
\v 30 દાઉદ રાજા એક પ્રબોધક હતો અને તેણે જાણ્યું હતું કે ઈશ્વરે તેને વચન આપ્યું હતું કે તેના વંશજોમાંનો એક રાજા બનશે.
\v 31 લાંબા સમય અગાઉ દાઉદ જાણતો હતો કે ઈશ્વર શું કરવાના છે. તેણે કહ્યું કે ઈશ્વર ઈસુ મસીહને મરણ પામ્યા પછી સજીવન કરશે. ઈશ્વર તેમને કબરમાં રહેવા દેશે નહિ, અને તેમના શરીરનો નાશ થવા દેશે નહિ."
\s5
\v 32 "આ માણસ ઈસુ મરણ પામ્યા પછી ઈશ્વરે તેમને સજીવન કર્યા. આપણામાંના સર્વ, તેમના અનુયાયીઓએ જાણીએ છીએ, કેમ કે આપણે તેમને જોયા છે.
\v 33 ઈશ્વર તેમના પિતાએ, ઈસુને તેમને જમણે હાથે બેસાડીને તેમની સાથે રાજ્ય કરવા દઈને મોટું માન આપ્યું છે. તેમણે આપણને પવિત્ર આત્મા આપ્યો છે, અને આજે તમે અહીં જે જોઈ અને સાંભળી રહ્યા છો તે એ જ છે.
\s5
\v 34 આપણે એ જાણીએ છીએ કે દાઉદ પોતાના વિષે કહેતો નથી કારણ કે, જેવી રીતે ઈસુ સ્વર્ગમાં ઉપર ગયા તેવી રીતે દાઉદ ગયો નહોતો. તે સાથે, દાઉદે પોતે ઈસુ મસીહ વિષે આ કહ્યું છે: પ્રભુ ઈશ્વરે મારા પ્રભુ મસીહને કહ્યું કે, અહીં મારા જમણા હાથે રાજ કરો,
\v 35 જ્યાં સુધી હું તમારા દુશ્મનોને સંપૂર્ણ હરાવી દઉં ત્યાં સુધી."'
\v 36 પિતરે એમ કહીને પૂરું કર્યું, "તેથી હું ઈચ્છું છું કે તમે અને બીજા ઇઝરાયલીઓ એ જાણો કે, આ જ ઈસુ જેને તમે વધસ્તંભે જડયા અને મારી નાખ્યા, તેમને ઈશ્વરે પ્રભુ અને મસીહ બંને બનાવ્યા છે."
\s5
\v 37 પિતરે અને બીજા પ્રેરિતોએ જે કહ્યું તે લોકોએ સાંભળ્યું ત્યારે, તેઓએ જાણ્યું કે તેમણે ખોટું કર્યું છે. લોકોએ તેઓને કહ્યું," અમારે શું કરવું જોઈએ?"
\v 38 પિતરે તેઓને જવાબ આપ્યો, "તમારામાંના દરેકે તમારાં પાપી વર્તનથી પાછા ફરવું જોઈએ. જો તમે અત્યારે ઈસુ પર વિશ્વાસ કરશો તો અમે તમને બાપ્તિસ્મા આપીશું. ઈશ્વર તમારાં પાપ માફ કરશે, અને તેઓ તમને તેમનો પવિત્ર આત્મા આપશે.
\v 39 ઈશ્વરે તમારા માટે અને તમારાં બાળકોને માટે, અને બીજા જે બધા ઈસુમાં વિશ્વાસ કરે છે, તેઓ અહીંથી દૂર રહેતા હોય તેઓને માટે પણ આ કરવાનું વચન આપ્યું છે. આપણા પ્રભુ ઈશ્વર તેમનો પવિત્ર આત્મા આપણને જેઓને તેમણે તેમના લોકો થવા બોલાવ્યા છે તેઓને આપશે!"
\s5
\v 40 પિતર ઘણું બોલ્યો અને તેમને ભારપૂર્વક કહ્યું. તેણે તેઓને કહ્યું, "ઈશ્વર પાસે માગો કે તેઓ તમને બચાવે જેથી જ્યારે ઈસુનો નકાર કરનારા આ દુષ્ટ લોકોને તેઓ શિક્ષા કરે ત્યારે તમને શિક્ષા ન કરે!"
\v 41 તેથી જે લોકોએ પિતરના સંદેશા પર વિશ્વાસ કર્યો તેઓ બાપ્તિસ્મા પામ્યા. તેઓમાંથી તે દિવસે વિશ્વાસીઓના સમૂહમાં આશરે ત્રણ હજાર લોક સામેલ થયા.
\v 42 પ્રેરિતો જે શીખવતા હતા તેને તેઓ સતત આધીન થતા હતા. તેઓ ઘણીવાર બીજા વિશ્વાસીઓને મળતા હતા અને તેઓ સાથે મળીને જમતા હતા તેમજ સાથે મળીને દરરોજ પ્રાર્થના કરતા હતા.
\s5
\v 43 સર્વ લોકો જેઓ યરુશાલેમમાં હતા તેઓ ઈશ્વરને ઘણુ માન આપતા હતા કારણ કે પ્રેરિતો ઘણા ચમત્કારિક કૃત્યો કરતા હતા.
\v 44 જેઓ સર્વએ ઈસુ પર વિશ્વાસ કર્યો તેઓએ એ બાબતો પર પણ વિશ્વાસ કર્યો અને તેઓ નિયમિત રીતે એકઠા મળતા હતા. તેમની પાસે જે કઇ હતું તે તેઓ એકબીજાની સાથે વહેંચતા હતા.
\v 45 તેઓ સમય આવ્યે તેમની પોતાની જમીન અને બીજી વસ્તુઓ વેચી દેતા હતા, અને દરેકની જરૂરિયાત પ્રમાણે તે નાણા અન્ય લોકોને આપતા હતા.
\s5
\v 46 તેઓ દરરોજ ભક્તિસ્થાનના વિસ્તારમાં એકઠા મળતા અને પછી પોતાના ઘરોમાં સાથે ભોજન કરતા હતા. જ્યારે તેઓ સાથે જમતા ત્યારે તેઓ આનંદિત હતા અને તેઓ તેમની પાસે જે હતું તે એકબીજા સાથે વહેંચતા હતા.
\v 47 એમ કરીને તેઓ ઈશ્વરની સ્તુતિ કરતા, અને યરુશાલેમના સર્વ લોકો તેમને માન આપતા હતા. આવી બાબતો બની રહી હતી ત્યારે જેઓને તેઓનાં પાપોની શિક્ષામાંથી બચાવવામાં આવ્યા હતા તેઓને પ્રભુ ઈસુ દરરોજ સંગતમાં ઉમેરતા હતા.
\s5
\c 3
\p
\v 1 એક દિવસ પિતર અને યોહાન ભક્તિસ્થાનના આંગણા તરફ જતા હતા, ત્યારે બપોરના ત્રણ વાગ્યા હતા, તે સમયે લોકો ત્યાં પ્રાર્થના કરતા હતા.
\v 2 ત્યાં એક માણસ હતો કે જે જન્મ્યો ત્યારથી ચાલી શકતો ન હતો. તે ભક્તિસ્થાનના પ્રવેશ દ્વારે સુંદર નામના દરવાજા આગળ બેસતો હતો. લોકો દરરોજ તેને ત્યાં લઇ જતા હતા કે જેથી જેઓ ભક્તિસ્થાનમાં જતા હતા તેઓની પાસે તે નાણાં માગી શકે.
\v 3 પિતર અને યોહાન મંદિરમાં પ્રવેશતા હતા ત્યારે તે તેઓની પાસે પૈસાની માગણી કરવા લાગ્યો.
\s5
\v 4 જ્યારે પિતરે અને યોહાને તેની તરફ જોયું ત્યારે પિતરે તેને કહ્યું "અમારી તરફ જો!"
\v 5 તેથી તેણે પૈસા મળવાની અપેક્ષાએ તેઓની તરફ તાકીને જોયું.
\v 6 ત્યારે પિતરે તેને કહ્યું, "મારી પાસે પૈસા નથી, પણ હું તારા માટે જે કરી શકું છું તે હું કરીશ. ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામમાં તું સાજો થયો છે. ઊઠીને ચાલ!"
\s5
\v 7 પછી પિતરે તે માણસનો જમણો હાથ પકડીને તેને ઊભા થવામાં મદદ કરી. તે જ ક્ષણે તે માણસના પગ અને ઘૂંટીઓમાં તાકાત આવી.
\v 8 તે કૂદીને ઉભો થયો અને ચાલવા લાગ્યો! પછી તે ચાલતો અને કૂદતો, ઈશ્વરની સ્તુતિ કરતો પિતર અને યોહાનની સાથે ભક્તિસ્થાનમાં પ્રવેશ્યો!
\s5
\v 9 સર્વ લોકોએ તેને ભક્તિસ્થાનમાં ચાલતો અને ઈશ્વરની સ્તુતિ કરતો જોયો.
\v 10 તેઓએ જાણ્યું કે ભક્તિસ્થાનના સુંદર નામના દરવાજા આગળ બેસીને જે પૈસા માંગતો હતો તે એ જ માણસ હતો! તેથી જે માણસો ત્યાં હતા તેઓ તેને જે થયું હતું તે જોઈને આશ્ચર્ય પામ્યા.
\s5
\v 11 તે માણસ પિતર અને યોહાનને વળગી રહ્યો હતો ત્યારે બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને શું વિચારવું તેની તેમને સમજણ પડી નહિ! તેથી તેઓ ભક્તિસ્થાનમાં સુલેમાનની કહેવાતી પરસાળમાં તેઓની પાસે દોડી આવ્યા.
\v 12 જ્યારે પિતરે લોકોને જોયા, ત્યારે તેણે તેઓને કહ્યું, "સાથી ઇઝરાયલીઓ, આ માણસને જે થયું તેથી તમારે આશ્ચર્ય પામવું ન જોઈએ! જાણે અમે અમારી શક્તિથી આ માણસને ચાલતો કર્યો હોય તેમ અમારી સામે કેમ જુઓ છો?
\s5
\v 13 તેથી હું તમને જણાવીશ કે ખરેખર શું બની રહ્યું છે. આપણા પૂર્વજો, ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ ઈશ્વરનું ભજન કરતા હતા. અને હવે ઈશ્વરે ઈસુને બહુ મહિમાવાન કર્યા છે. તમારા આગેવાનો ઈસુને રાજ્યપાલ પિલાત પાસે લાવ્યા કે જેથી તેના સૈનિકો તેમને શિક્ષા કરે. પિલાતે ઈસુને છોડી દેવાનો નિર્ણય કર્યો ત્યારે તમે જ ઈસુનો નકાર કર્યો હતો.
\v 14 જો કે, ઈસુ, ઈશ્વર તરફથી ઇઝરાયલના મસીહ અને ન્યાયી હતા તોપણ તમે તેને બદલે એક ખૂનીને મુક્ત કરવાની માગણી કરી!
\s5
\v 15 ઈશ્વરે એ ધ્યાનમાં લીધું છે કે , જે લોકોને અનંતજીવન આપે છે તે ઈસુને તમે મારી નાખ્યા છે. પણ ઈશ્વરે તેમને સજીવન કર્યા છે. તેમના જીવંત થયા પછી અમે ઈસુને ઘણી વખત જોયા છે.
\v 16 અમે ઈસુ પર વિશ્વાસ કરીએ છીએ અને આ માણસ ઈસુ પર વિશ્વાસ કરે છે તેને કારણે તે ફરીથી શક્તિમાન થઈને તમારી સમક્ષ ચાલતો થયો છે."
\s5
\v 17 હવે મારા સાથી દેશવાસીઓ, તમે અને તમારા આગેવાનોએ ઈસુને મારી નાખ્યા, કારણ કે તમે જાણતા ન હતા કે તેઓ મસીહ હતા.
\v 18 તથાપિ, ઈશ્વરે અગાઉથી જણાવ્યું હતું કે લોકો ઈસુને મારી નાખશે. ઈશ્વરે સર્વ પ્રબોધકો મારફતે કહાવ્યું હતું કે લોકો મસીહ સાથે કેવું વર્તન કરશે. તેઓએ લખ્યું હતું કે મસીહ કે જેમને ઈશ્વર મોકલશે, તે સહન કરશે અને મરણ પામશે.
\s5
\v 19 તેથી તમારાં પાપી માર્ગથી પાછા ફરો અને ઈશ્વરને જે ગમે છે તે કરવા તેઓ તમને મદદ કરે તેમ જણાવો, કે જેથી તેઓ તમારા સર્વ પાપોની માફી આપે અને તમને બળવાન કરે.
\v 20 જો તમે એમ કરશો તો, એવા સમયો આવશે જ્યારે તમને ખબર પડશે કે ઈશ્વર તમને મદદ કરી રહ્યા છે અને ઈશ્વરે જે મસીહ તમને આપ્યા છે તેઓને ઈશ્વર કોઈક દિવસે ફરી પૃથ્વી પર મોકલશે તે વ્યક્તિ તો ઈસુ છે.
\s5
\v 21 ઈશ્વરે જે સર્જન કર્યું છે તે નવું થાય ત્યાં સુધી ઈસુ નિશ્ચે સ્વર્ગમાં રહેશે. ઘણા સમય અગાઉ ઈશ્વરે તેમ કરવાનું વચન આપ્યું હતું અને તમને તે જણાવવા પવિત્ર પ્રબોધકોને પસંદ કર્યા હતા.
\v 22 દાખલા તરીકે, મૂસા પ્રબોધકે મસીહ સંબંધી જણાવ્યું: 'પ્રભુ તમારા ઈશ્વર, મારા જેવો પ્રબોધક તમારી મધ્યે મોકલશે. તે તમને જે કહે તે બધું તમારે સાંભળવું જ જોઈશે .
\v 23 જેઓ તે પ્રબોધકનું નહિ સાંભળે અને તેને આધીન નહિ થાય, તેઓ ઈશ્વરના લોક તરીકે અસ્તિત્વ નહિ ધરાવે, ઈશ્વર તેમનો નાશ કરશે.'"
\s5
\v 24 પિતરે સંદેશ જારી રાખતાં કહ્યું," આ દિવસોમાં શું બનશે તે વિષે બધા પ્રબોધકો એ કહ્યું છે. શમુએલ સહિત તે બધા પ્રબોધકોએ તે ઘટનાઓ બને તે પહેલા તેના વિષે કહ્યું છે.
\v 25 ઈશ્વરે જ્યારે આપણા પૂર્વજોને ખાતરીપૂર્વક આશીર્વાદ આપવાનું વચન આપ્યું ત્યારે, તેમણે તમને પણ ચોક્કસપણે આશીર્વાદ આપવાનું વચન આપ્યું. તેમણે ઈબ્રાહિમને મસીહ વિષે કહ્યું, 'તમારા વંશજો જે કરશે તેના પરિણામરૂપે, હું પૃથ્વી પરની સર્વ દેશજાતિઓને આશીર્વાદ આપીશ.'"
\v 26 પિતરે અંતમાં કહ્યું," તેથી જ્યારે ઈશ્વરે ઈસુને મસીહ તરીકે સેવા કરવા પૃથ્વી પર મોકલ્યા, ત્યારે પ્રથમ ઓ ઇઝરાયલીઓ, તેમણે તેમને તમારી પાસે મોકલ્યા કે તેઓ તમને આશિષ આપે કે જેથી જે દુષ્ટતા છે તે કરતા તમે અટકી જાઓ.
\s5
\c 4
\p
\v 1 તે દરમ્યાન ત્યાં ભક્તિસ્થાનના આંગણામાં કેટલાક યાજકો હતા. ત્યાં ભક્તિસ્થાનના રક્ષકોનો અધિકારી અને સાદૂકી જૂથના કેટલાક સભ્યો પણ હતા. જ્યારે તેઓ બંને લોકોની સાથે વાત કરતા હતા ત્યારે આ બધા માણસો પિતર અને યોહાનની પાસે આવ્યા.
\v 2 આ માણસો બહુ ગુસ્સામાં હતા કારણ કે બે પ્રેરિતો લોકોને ઈસુ સંબંધી શીખવતા હતા. તેઓ લોકોને જે કહી રહ્યા હતા તે એ કે, ઈસુને મારી નંખાયા પછી ઈશ્વરે તેમને સજીવન કર્યા.
\v 3 તેથી એ માણસોએ પિતર તથા યોહાનને પકડીને જેલમાં પૂર્યા. યહૂદી ન્યાયસભાને પિતર અને યોહાનની તપાસ કરવા માટે બીજા દિવસ સુધી રાહ જોવી પડી, કારણ કે ત્યારે સાંજ પડી ગઈ હતી.
\v 4 તોપણ ઘણા લોકો કે જેઓએ પિતરને બોલતો સાંભળ્યો તેઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો. જેઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો તેઓની સંખ્યા લગભગ પાંચ હજાર સુધી વૃદ્ધિ પામી.
\s5
\v 5 બીજે દિવસે મહાયાજકે બીજા મુખ્ય યાજકોને, યહૂદી કાયદા જાણનાર શિક્ષકોને, અને યહૂદી ન્યાયસભાના અન્ય સભ્યોને બોલાવ્યા, અને તેઓ યરુશાલેમમાં એક જગ્યાએ ભેગા થયા.
\v 6 અન્નાસ, પૂર્વ મહાયાજક ત્યાં હતો. વળી નવો મુખ્ય યાજક કાયાફાસ અને યોહાન અને એલેકઝાંડર, તથા મુખ્ય યાજકના બીજા સગાઓ પણ ત્યાં હતા.
\v 7 તેઓએ રક્ષકોને પિતર અને યોહાનને ઓરડામાં લાવવા આદેશ કર્યો અને પછી તેઓએ પિતર અને યોહાનની પૂછપરછ કરતાં કહ્યું, "આ માણસ કે જે ચાલી શકતો ન હતો તેને સાજો કરવાનો અધિકાર તમને કોણે આપ્યો?"
\s5
\v 8 જેમ પવિત્ર આત્માએ પિતરને શક્તિ આપી, તેમ પિતરે તેઓને જવાબ આપતાં કહ્યું," ઓ સાથી ઇઝરાયલીઓ જેઓ અમારા પર અધિકાર ચલાવો છો, અને બીજા સર્વ આગેવાનો, મારું સાંભળો!
\v 9 આ માણસ જે ચાલી શકતો ન હતો તેના સંબંધમાં જે એક સારું કામ અમે કર્યું, તેના સંબંધી તમે અમને પૂછો છો કે તે કેવી રીતે સાજો થયો. તો તમને અને સર્વ ઇઝરાયલીઓને હું જણાવું છું :
\v 10 નાસરેથના ઈસુ ખ્રિસ્તના નામે આ માણસને સાજો કરવામાં આવ્યો, તેથી જ તે અત્યારે તમારી સમક્ષ ઊભો રહેવા સમર્થ થયો છે. તમે ઈસુને વધસ્તંભે જડીને મારી નાખ્યા છે, પણ ઈશ્વરે તેમને સજીવન કર્યા છે.
\s5
\v 11 નાસરેથના ઈસુ ખ્રિસ્તના સંબંધમાં શાસ્ત્ર આ પ્રમાણે કહે છે: "જે પત્થરને બાંધનારાઓએ ફેંકી દીધો તે મકાનનો મુખ્ય પત્થર બન્યો છે."
\v 12 કેવળ ઈસુ જ આપણને બચાવી શકે છે, કારણ કે દુનિયામાં ઈશ્વરે બીજો કોઈ માણસ આપ્યો નથી કે જે આપણને પાપોના દોષથી બચાવી શકે!"
\s5
\v 13 યહૂદી આગેવાનોને ખાતરી થઇ કે પિતર અને યોહાન તેમનાથી ગભરાતા નહોતા. તેઓને એ પણ ખબર પડી કે આ બંને સાધારણ માણસો હતા જેઓ કોઈ શાળામાં શીખેલા નહોતા. તેથી આગેવાનો આશ્ચર્ય પામ્યા. તેઓને ખબર હતી કે તેઓ ઈસુની સાથે રહેતા હતા.
\v 14 તેઓએ એ પણ જોયુ કે જે માણસને સાજો કરવામાં આવ્યો હતો તે પિતર અને યોહાનની સાથે ઊભો હતો, તેથી તેઓ તેમની વિરુદ્ધ કંઈ બોલી શકે તેમ નહોતા.
\s5
\v 15 યહૂદી આગેવાનોએ રક્ષકોને પિતર, યોહાન, અને સાજા થયેલા માણસને બેઠક ખંડ જ્યાં તેઓ સભા માટે મળ્યા હતા ત્યાંથી બહાર લઈ જવા જણાવ્યું. તેઓએ એ પ્રમાણે કર્યા પછી આગેવાનોએ પિતર અને યોહાન સંબંધી એકબીજા સાથે વાત કરી.
\v 16 તેઓએ કહ્યું, "આ બંને માણસોને આપણે સજા કરી શકીએ એવી કોઈ બાબત નથી! યરુશાલેમમાં રહેનારા દરેક જણ જાણે છે કે તેઓએ અદભૂત ચમત્કાર કર્યો છે, તેથી એવું કઈ બન્યું નથી તેવું આપણાથી કહી શકાય તેમ નથી!
\v 17 તોપણ, તેઓ આ ઈસુ વિષે જે શીખવે છે તે બીજા લોકો સાંભળે એવું પણ આપણે થવા દેવું ન જોઈએ. તેથી આપણે આ માણસોને કહેવું જોઈએ કે, જો તેઓ બીજા લોકોને ઈસુ વિષે જણાવવાનું ચાલુ રાખશે કે જેમણે આ માણસને સાજો કરવાનું સામર્થ્ય તેમને આપ્યું, તો આપણે તેઓને શિક્ષા કરીશું."
\v 18 તેથી યહૂદી આગેવાનોએ રક્ષકોને તે બંને પ્રેરિતોને પાછા ઓરડામાં લાવવા કહ્યું. રક્ષકોએ એમ કર્યા પછી, તેઓએ તે બંનેને જણાવ્યું કે તેઓએ હવેથી કોઈને પણ ઈસુ વિષે કહેવું કે શીખવવું નહિ.
\s5
\v 19 પણ પિતરે અને યોહાને કહ્યું, "ઈશ્વર એ યોગ્ય માનશે કે અમે તમારું માનીએ અને તેમનું નહિ? શું યોગ્ય છે તે અમે તમને જ નક્કી કરવા દઈએ.
\v 20 પણ અમે તો, તમારું માની શકીએ તેમ નથી. ઈસુએ જે કર્યું અને શીખવ્યું તે સંબંધી લોકોને કહેવાથી અમે અટકી શકતા નથી."
\s5
\v 21 પછી યહૂદી આગેવાનોએ ફરીથી પિતર અને યોહાનને તેમની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવા જણાવ્યું, પણ તેઓએ તેમને શિક્ષા કરવી નહિ એવું નક્કી કર્યુ, કારણ કે યરુશાલેમના સર્વ લોકો અપંગ માણસના સંબંધમાં જે બન્યું તેને લીધે ઈશ્વરની સ્તુતિ કરતા હતા.
\v 22 તે ચાલીસ કરતાં વધારે વર્ષનો હતો, અને તે જન્મ્યો ત્યારથી ચાલી શકતો ન હતો.
\s5
\v 23 ન્યાયસભામાંથી નીકળ્યા પછી, પિતર અને યોહાન અન્ય વિશ્વાસીઓની પાસે ગયા અને મુખ્ય યાજકો તેમજ યહૂદી આગેવાનોએ તેમને જે કહ્યું હતું તે કહી સંભળાવ્યું.
\v 24 જ્યારે વિશ્વાસીઓએ આ સાંભળ્યું, ત્યારે તેઓએ એક મતે પ્રભુને પ્રાર્થના કરી કે, "ઓ પ્રભુ! તમે આકાશ, પૃથ્વી અને સમુદ્ર, તથા તેમાં જે છે તે દરેકના સર્જનહાર છો.
\v 25 પવિત્ર આત્માએ અમારા પૂર્વજ દાઉદ, જે તમારો સેવક હતો, તેના દ્વારા આ શબ્દો લખાવ્યા: 'શા માટે દુનિયાનાં લોકજૂથો ગુસ્સામાં છે, અને ઇઝરાયલી લોકો ઈશ્વર વિરુદ્ધ વ્યર્થ યોજનાઓ કરે છે?
\s5
\v 26 પૃથ્વીના રાજાઓ ઈશ્વરના અધિકારીની વિરુદ્ધ લડવા તૈયાર થયા છે, અને અધિકારીઓ તેમની સાથે જોડાયા છે કે તેઓ પ્રભુ ઈશ્વર અને મસીહ જેમને તેઓએ પસંદ કર્યા છે તેઓની વિરુદ્ધ ઊઠે.'
\s5
\v 27 એ સાચું છે! હેરોદ અને પોન્તિયસ પિલાત, બિન યહૂદીઓ અને ઇઝરાયલીઓ બન્ને સાથે મળીને, આ શહેરમાં ઈસુ, જેમને તમે મસીહ તરીકે સેવા કરવા પસંદ કર્યા તેમની વિરુદ્ધ ઊઠ્યા.
\v 28 તમે તેઓને એમ કરવા દીધું કારણ કે, એ બન્યા અગાઉ લાંબા સમય પહેલા તમે તે નક્કી કર્યું હતું."
\s5
\v 29 "તેથી હવે, હે પ્રભુ, અમને તેઓ કેવી રીતે શિક્ષા કરશે તેના સંબંધી તેઓ જે કહે છે તે તમે સાંભળો! અમે જેઓ ઈસુ વિશેની વાત બધાને કરવા દ્વારા તમારી સેવા કરીએ છીએ તેઓની મદદ કરો!
\v 30 તમારા પવિત્ર સેવક ઈસુના નામમાં સાજાપણાના મોટા ચમત્કારો, ચિહ્નો, અને અદભૂત કાર્યો કરવા તમારું પરાક્રમ દેખાડો!"
\v 31 જ્યારે વિશ્વાસીઓએ પ્રાર્થના કરવાનું પૂરું કર્યું, ત્યારે જ્યાં તેઓ એકઠા થયા હતા તે જગ્યા ધ્રૂજી. પવિત્ર આત્માએ જેમ તેમને શક્તિ આપી તેમ તેઓ હિંમતથી ઈશ્વરે તેમને કહેલાં વચનો બોલવા લાગ્યા, અને એ પ્રમાણે તેઓએ કર્યું.
\s5
\v 32 વિશ્વાસ કરનારા લોકોનું જૂથ તેઓ જે વિચારતા હતા અને ઇચ્છતા હતા તે સંબંધી પૂરી સહમતિ ધરાવતું હતું. તેઓમાંનો કોઈ એવું કહેતો ન હતો કે આ વસ્તુ મારા એકલાની જ છે, પણ તેને બદલે, તેમની પાસે જે કઈ હતું તે એકબીજા સાથે તેઓ વહેંચતા હતા.
\v 33 પ્રેરિતોએ હિંમતથી બીજાને જણાવવાનું ચાલુ રાખ્યું કે ઈશ્વરે ઈસુ પ્રભુને સજીવન કર્યા છે. અને ઈશ્વર સર્વ વિશ્વાસીઓને ખૂબ મદદ કરતા હતા.
\s5
\v 34 વિશ્વાસીઓમાંના કેટલાક જેમની પાસે જમીન કે મકાનો હતા તેઓએ તેમની મિલકત વેચી નાખી. પછી તેમણે જે વેચ્યું હતું તેનાં નાણાં તેઓ પ્રેરિતો પાસે લાવતા.
\v 35 અને પછી તેઓ તે પ્રેરિતોને આપતા. પછી પ્રેરિતો તે નાણાંમાંથી જરૂરિયાતવાળા વિશ્વાસીને આપતા હતા.
\s5
\v 36 હવે ત્યાં યૂસફ નામે લેવી કુળનો માણસ હતો, અને તે સાયપ્રસ ટાપુ પરથી આવ્યો હતો. પ્રેરિતો તેને બાર્નાબાસ કહેતા હતા, યહૂદીઓની ભાષામાં તેના નામનો અર્થ, બીજાઓને હંમેશાં ઉત્તેજન આપનાર માણસ એવો થાય છે.
\v 37 તેણે એક ખેતર વેચી દીધું અને તેનાં નાણા તે પ્રેરિતોની પાસે લાવ્યો કે જેથી બીજા વિશ્વાસીઓને આપી શકાય.
\s5
\c 5
\p
\v 1 હવે ત્યાં વિશ્વાસીઓમાંનો એક માણસ હતો જેનું નામ અનાન્યા હતું, અને તેની પત્નીનું નામ સાફીરા હતું. તેણે પણ કેટલીક જમીન વેચી.
\v 2 જમીનનાં જે નાણા તેને મળ્યાં તેમાંથી તેણે થોડા પોતાને માટે પણ રાખ્યાં, તેની પત્ની જાણતી હતી કે તેણે આ પ્રમાણે કર્યું છે. પછી તેણે તે બચેલાં નાણા લાવીને પ્રેરિતોને આપ્યાં.
\s5
\v 3 ત્યારે પિતરે કહ્યું, "અનાન્યા, તેં શેતાનને તારો સંપૂર્ણ કાબૂ લેવા દીધો જેથી તેં પવિત્ર આત્માને છેતરવાનો પ્રયત્ન કર્યો. તેં આટલી ભયંકર બાબત કેમ કરી? જમીન વેચવાથી ઉપજેલાં નાણામાંથી તેં થોડાં તારા પોતાને માટે રાખ્યાં છે. તે તેમાંનું બધું અમને આપ્યું નથી.
\v 4 તે જમીન તેં વેચી તે પહેલાં તે ખરેખર તારી પોતાની જ હતી. અને તે વેચી તે પછી, તે નાણાં પણ હજું તારાં જ હતાં. તો આ દુષ્ટ કામ કરવાનો વિચાર તેં કેમ કર્યો? તું માત્ર અમને જ છેતરવાનો પ્રયત્ન કરતો હતો એમ નહિ! ના, તેં ઈશ્વરને પોતાને પણ છેતરવાનો પ્રયત્ન કર્યો!"
\v 5 જ્યારે અનાન્યાએ આ શબ્દો સાંભળ્યા ત્યારે, તરત તે પડી ગયો અને મરણ પામ્યો. અને બધા જેઓએ અનાન્યાના મરણ વિષે સાંભળ્યું તેઓ સર્વ ભયભીત થયા.
\v 6 કેટલાક જુવાનો આગળ આવ્યા, તેના શરીરને કપડામાં લપેટ્યું, અને બહાર લઇ જઈને દફ્નાવ્યો.
\s5
\v 7 આશરે ત્રણ કલાક પછી, તેની પત્ની અંદર આવી, પણ જે થયું હતું તેના વિષે તે કંઈ જાણતી નહોતી.
\v 8 પછી પિતરે અનાન્યા જે નાણા લાવ્યો હતો તે તેને બતાવ્યાં અને તેને પૂછ્યું, "મને કહે, તમે બંનેએ જે જમીન વેચી તેનાં શું તમને આટલાં જ નાણા મળ્યાં?" તેણે કહ્યું, "હા, અમને આટલું જ મળ્યું."
\s5
\v 9 તેથી પિતરે તેને કહ્યું, "તમે બંનેએ ભયંકર બાબત કરી છે! તમે બંને પ્રભુના આત્માને છેતરવાનો પ્રયત્ન કરવામાં સંમત થયા છો! સાંભળ! તારા પતિને દફનાવનારાઓનાં પગલાં તને સંભળાય છે? તેઓ અહીં બારણાની બહાર જ છે, અને, તેઓ તને પણ લઇ જશે!"
\v 10 તરત જ સાફીરા પડી ગઈ અને પિતરના પગ પાસે જ મરણ પામી. પછી તે જુવાનો અંદર આવ્યા. જ્યારે તેઓએ તેને પણ મરણ પામેલી જોઈ, ત્યારે તેઓએ તેના શરીરને બહાર લઇ જઈને તેના પતિની બાજુમાં દફનાવ્યું.
\v 11 ઈશ્વરે અનાન્યા અને સાફીરાને જે કર્યું હતું તેના લીધે યરુશાલેમના સર્વ વિશ્વાસીઓ ખૂબ ભયભીત થયા. અને બીજા જેઓએ તે વિષે સાંભળ્યું તેઓ પણ ખૂબ ભયભીત થયા.
\s5
\v 12 ઈશ્વર પ્રેરિતોને ઘણા અદભૂત ચમત્કારો કરવા સમર્થ કરતા હતા જેના લીધે તેઓ જે સંદેશ પ્રગટ કરતા હતા તેનું સત્ય લોકો મધ્યે સાબિત થયું. બધા વિશ્વાસીઓ ભક્તિસ્થાનના આંગણામાં સુલેમાનની પરસાળ તરીકે ઓળખાતી જગ્યાએ નિયમિત રીતે ભેગા મળતા હતા.
\v 13 બીજા બધા લોકો જેઓ ઈસુ પર વિશ્વાસ કરતા ન હતા તેઓ વિશ્વાસીઓની સાથે રહેવાથી બીતા હતા. જો કે, તેઓએ વિશ્વાસીઓને ખાસ રીતે માન આપવાનું ચાલુ રાખ્યું.
\s5
\v 14 ઘણા બધા પુરુષો અને સ્ત્રીઓએ પ્રભુ ઈસુમાં વિશ્વાસ કરવાનું શરૂ કર્યું, અને તેઓ વિશ્વાસીઓના સમૂહમાં જોડાયા.
\v 15 તેના પરિણામ રૂપે, જેઓ માંદા હતા તેઓને લોકો સાદડી અને ઝોળીમાં સુવડાવીને શેરીઓમાં લાવતા, જેથી પિતર ત્યાં થઈને પસાર થાય ત્યારે તેનો પડછાયો તેઓમાંના કેટલાક પર પડે અને તેઓ સાજા થાય.
\v 16 યરુશાલેમની આસપાસના શહેરોમાંથી પણ લોકોનો મોટો સમુદાય પ્રેરિતોની પાસે આવતો હતો. તેઓ બીમાર અને અશુદ્ધ આત્મા વળગેલા હોય તેઓને ત્યાં લાવતા હતા, અને ઈશ્વર તે બધાને સાજા કરતા હતા.
\s5
\v 17 પછી મુખ્ય યાજક અને બીજા જેઓ તેની સાથે હતા - તેઓ બધા સદૂકી જૂથના સભ્યો હતા - તેઓને પ્રેરિતોની ખૂબ ઈર્ષા આવી.
\v 18 તેથી તેઓએ ભક્તિસ્થાનના રક્ષકોને પ્રેરિતોને પકડવા અને જેલમાં પૂરવા આદેશ આપ્યો.
\s5
\v 19 પણ રાત્રીના સમયે પ્રભુ ઈશ્વરનો દૂત જેલના દરવાજા ખોલીને પ્રેરિતોને બહાર લાવ્યો! પછી તે દૂતે
\v 20 પ્રેરિતોને કહ્યું," ભક્તિસ્થાનના આંગણામાં જાઓ, ત્યાં ઊભા રહો, અને અનંત જીવન વિષેનો આ સઘળો સંદેશ લોકોને જણાવો."
\v 21 આ સાંભળ્યા પછી, પ્રેરિતોએ પરોઢે ભક્તિસ્થાનના આંગણામાં જઈને લોકોને ફરીથી ઈસુ વિષે શીખવવાનું શરૂ કર્યું. તે દરમ્યાન, મુખ્ય યાજક તેમજ બીજા જેઓ તેની સાથે હતા તેઓએ યહૂદી ન્યાયસભાના બીજા સભ્યોને ભેગા કર્યા. તેઓ બધા ઇઝરાયલના આગેવાનો હતા. એકઠા મળ્યા પછી, તેઓએ રક્ષકોને પ્રેરિતોને લાવવા માટે જેલમાં મોકલ્યા.
\s5
\v 22 પણ જ્યારે રક્ષકો જેલમાં આવી પહોંચ્યા, ત્યારે તેમણેે આવીને જોયું તો પ્રેરિતો ત્યાં ન હતા. તેથી તેઓ સભામાં પાછા ફર્યા અને જણાવ્યું,
\v 23 "અમે જોયું હતું કે જેલના દરવાજા બરાબર બંધ હતા, અને રક્ષકો દરવાજાની બહાર ઊભા રહેલા હતા, પણ અમે જ્યારે દરવાજા ખોલ્યા અને તે માણસોને લેવા અંદર ગયા, ત્યારે ત્યાં જેલમાં કોઈ હતું નહિ."
\s5
\v 24 જ્યારે ભક્તિસ્થાનના રક્ષકોના આગેવાન તેમજ મુખ્ય યાજકોએ તે સાંભળ્યું, ત્યારે તેઓ ખૂબ મૂંઝવણમાં પડી ગયા, અને આશ્ચર્ય પામ્યા કે આ બધી ઘટનાઓનું શું પરિણામ આવશે.
\v 25 પછી કોઈકે આવીને તેઓને કહ્યું કે, "આ સાંભળો! તમે જે માણસોને જેલમાં પૂર્યા હતા તેઓ તો અત્યારે ભક્તિસ્થાનના આંગણામાં ઊભા છે, અને લોકોને શીખવી રહ્યા છે!"
\s5
\v 26 તેથી ભક્તિસ્થાનના રક્ષકોનો આગેવાન અધિકારીઓની સાથે ભક્તિસ્થાનના આંગણામાં ગયો, અને તેઓ પ્રેરિતોને સભાખંડમાં પાછા લાવ્યા. પણ તેઓએ તેમની સાથે ખરાબ વ્યવહાર કર્યો નહિ, કારણ કે તેઓ બીતા હતા કે લોકો તેમના તરફ પત્થર ફેંકીને મારી નાખશે.
\v 27 ભક્તિસ્થાનના રક્ષકોનો આગેવાન તથા અધિકારીઓ પ્રેરિતોને સભાખંડમાં લાવ્યા પછી, તેઓએ તેમને સભાના સભ્યોની સામે ઊભા રહેવાનો આદેશ આપ્યો, અને મુખ્ય યાજકે તેમની પૂછપરછ કરી.
\v 28 તેણે તેઓને કહ્યું, "અમે તમને આદેશ આપ્યો હતો કે તમારે તે માણસ ઈસુ વિષે લોકોને શીખવવું નહિ! પણ તમે અમારી વાત માની નહિ, અને તમે આખા યરુશાલેમના લોકોને તેના સંબંધી શીખવ્યું છે! એ ઉપરાંત, તમે એવું સાબિત કરવા માગો છો કે તે માણસના મરણ વિષે અમે દોષિત છીએ!"
\s5
\v 29 પણ પિતરે, પોતાના તરફથી અને બીજા પ્રેરિતો વતી જવાબ આપ્યો, "ઈશ્વરે અમને જે કરવાની આજ્ઞા આપી છે તે અમારે પાળવી જોઈએ, તમે લોકો અમને જે કરવાનું કહો છો તે નહિ!
\v 30 તમે એમાંના જ છો જેમણે ઈસુને વધસ્તંભે જડી દીધા! પણ ઈશ્વર, જેમનું આપણા પૂર્વજો ભજન કરતા હતા, તેમણે ઈસુને તેમના મરણ પછી પાછા સજીવન કર્યા.
\v 31 ઈશ્વરે ઈસુને બીજા બધા કરતાં વધારે માન આપ્યું. તેમણે ઈસુને આપણા બચાવનાર અને આપણા પર રાજ કરનાર ઠરાવ્યા. તેમણે આપણને ઇઝરાયલીઓને પશ્ચાતાપ કરી પાપ કરતા અટકાવ્યા, કે જેથી તેઓ આપણા પાપોની માફી આપે.
\v 32 ઈસુની સાથે જે બાબતો બની તે વિષે અમે લોકોને કહીએ છીએ. પવિત્ર આત્મા જેમને ઈશ્વરે અમારા માટે એટલે કે જેઓ ઈશ્વર પર વિશ્વાસ કરે છે તેમના માટે મોકલ્યો છે તે પણ આ બાબતો સાચી છે એની ખાતરી કરાવે છે."
\s5
\v 33 જ્યારે સભાના સભ્યોએ તે સાંભળ્યું, ત્યારે તેઓ પ્રેરિતો પર ખૂબ ગુસ્સે થયા, અને તેઓ તેમને મારી નાખવા માગતા હતા.
\v 34 પણ ત્યાં ગમાલિયેલ નામે ન્યાયસભાનો એક સભ્ય હતો. તે ફરોશીઓના જૂથનો હતો. તે લોકોને યહૂદી નિયમો શીખવતો હતો, અને બધા યહૂદી લોકો તેને ખૂબ માન આપતા હતા. તે સભામાં ઊભો થયો અને રક્ષકોને કહ્યું કે તેઓ થોડા સમય માટે પ્રેરિતોને ઓરડાની બહાર લઇ જાય.
\s5
\v 35 રક્ષકો પ્રેરિતોને બહાર લઇ ગયા તે પછી, તેણે સભાના બીજા સભ્યોને કહ્યું, "સાથી ઇઝરાયલીઓ, તમે આ લોકોને શું કરવા માગો છો તે વિષે તમારે કાળજીપૂર્વક વિચાર કરવો જોઈએ.
\v 36 કેટલાંક વર્ષો પહેલા થ્યુદા નામનો એક જણ હતો કે જેણે સરકાર સામે બળવો કર્યો હતો. તેણે લોકોને કહ્યું કે તે ખૂબ અગત્યની વ્યક્તિ છે, અને આશરે ચારસો માણસો તેની સાથે જોડાયા. પણ તેને મારી નાખવામાં આવ્યો, અને જેઓ તેની સાથે જોડાયેલા હતા તેઓ વિખેરાઈ ગયા. તેથી તેઓએ જે યોજના બનાવી હતી તે પ્રમાણે તેઓ કરી શક્યા નહિ.
\v 37 તે પછી, એ સમયે જ્યારે તેઓ લોકો પાસેથી કર લેવા માટે તેમના નામ નોંધતા હતા, ત્યારે ગાલીલ પ્રદેશના યહૂદા નામના માણસે બળવો કર્યો અને ઘણા લોકોને પોતાની તરફ ખેંચ્યા. પણ તેને મારી નાખવામાં આવ્યો, અને જેઓ તેની સાથે જોડાયેલા હતા તેઓ અલગ અલગ દિશાઓમાં વિખેરાઈ ગયા.
\s5
\v 38 તેથી હવે હું તમને આ કહું છું: આ માણસોને કંઈ નુકસાન કરશો નહિ! તેમને છોડી દો! હું આ કહું છું કારણ કે જે બાબતો અત્યારે બની રહી છે તે જો માણસોની બનાવેલી યોજના છે તો, કોઈક તેને અટકાવશે. અને તેઓ નિષ્ફળ જશે.
\v 39 પણ જો ઈશ્વરે તેમને આ કરવાની આજ્ઞા આપી હશે તો, તમે તેઓને અટકાવી શકશો નહિ, કારણ કે તમે એ જોઈ શકશો કે તમે ઈશ્વરની વિરુદ્ધ કાર્ય કરી રહ્યા છો!" ગમાલિયેલે જે કહ્યું તે સભામાંના બીજા સભ્યોએ સ્વીકાર્યું.
\s5
\v 40 તેઓએ ભક્તિસ્થાનના રક્ષકોને કહ્યું કે પ્રેરિતોને અહીં લાવો અને તેમને મારો. તેથી રક્ષકો તેઓને સભાના ઓરડામાં લાવ્યા અને તેમને માર્યા. પછી સભાના સભ્યોએ તેમને આદેશ આપ્યો કે તેઓ લોકોને હવે પછી ઈસુ વિષેની વાત કહે નહિ, અને તેઓએ પ્રેરિતોને છોડી મૂક્યા.
\v 41 તેથી પ્રેરિતો તે સભામાંથી બહાર ગયા. તેઓ આનંદ કરતા હતા કારણ કે તેઓ જાણતા હતા કે ઈસુની પાછળ ચાલવાને લીધે લોકોએ તેમનું જે રીતે અપમાન કર્યું તે દ્વારા ઈશ્વરે તેઓએ માન આપ્યું હતું.
\v 42 તે પછી દરરોજ, પ્રેરિતો ભક્તિસ્થાનના વિસ્તારમાં અને લોકોના ઘરે જતા હતા, અને તેઓએ ઈસુ એ ખ્રિસ્ત છે તે વિશે શીખવવાનું અને તેઓને કહેવાનું સતત જારી રાખ્યું.
\s5
\c 6
\p
\v 1 એ સમય દરમ્યાન, ઘણા બધા લોકો વિશ્વાસી બની રહ્યા હતા. બિન નિવાસી યહૂદીઓએ મૂળ નિવાસી ઇઝરાયલીઓ વિષે ફરિયાદ કરવાનું શરૂ કર્યું, કારણ કે તેઓમાં જે વિધવાઓ હતી તેઓને તેમના રોજના ખોરાકનો ઉચિત ભાગ મળતો ન હતો.
\s5
\v 2 તેથી, તેઓ જે કહી રહ્યા હતા તે બાર પ્રેરિતોએ સાંભળ્યું ત્યારે, તેઓએ યરુશાલેમમાંના વિશ્વાસીઓને એકઠા મળવા કહ્યું. પછી પ્રેરિતોએ તેઓને કહ્યું, "લોકોને ખોરાકની વહેંચણી કરવા માટે અમે ઈશ્વરનો સંદેશ પ્રગટ કરવાનું તથા શીખવવાનું પડતું મૂકીએ તે યોગ્ય નથી.
\v 3 તેથી, સાથી વિશ્વાસીઓ, તમે તમારામાંથી સાત એવા માણસોને કાળજીપૂર્વક પસંદ કરો, કે જેઓને તમે ઓળખો છો કે તેઓને ઈશ્વરનો આત્મા દોરવણી આપે છે અને જેઓ ઘણા જ્ઞાની છે. પછી અમે તેઓને આ કામ માટે સૂચના આપીશું.
\v 4 પણ અમને લાગે વળગે છે ત્યાં સુધી, અમે તો અમારો સમય પ્રાર્થના અને ઉપદેશ કરવામાં અને ઈસુના સંદેશ વિષે શીખવવામાં ગાળીશું."
\s5
\v 5 પ્રેરિતોએ જે સૂચવ્યું તે બધા વિશ્વાસીઓને સારું લાગ્યું. તેથી તેઓએ સ્તેફનને પસંદ કર્યો કે જે, ઈશ્વરમાં દ્રઢ વિશ્વાસ કરનારો હતો અને જેના પર પવિત્ર આત્માને સંપૂર્ણ અધિકાર હતો. તેઓએ ફિલિપ, પ્રોખરસ, નિકાનોર, તિમોન, પાર્મેનાઉસ અને નિકોલાસ જે અંત્યોખ શહેરનો હતો તેમને પણ પસંદ કર્યા. ઈસુ પર વિશ્વાસ કર્યો તે અગાઉ નિકોલાસે યહૂદી ધર્મ અપનાવ્યો હતો.
\v 6 વિશ્વાસીઓ આ સાત માણસોને પ્રેરિતોની પાસે લાવ્યા. પછી પ્રેરિતોએ તેઓ માટે પ્રાર્થના કરી અને તેમના હાથ તેઓમાંના દરેકના માથા પર મૂક્યા કે જેથી તેઓ તે કાર્ય કરે.
\s5
\v 7 તેથી વિશ્વાસીઓએ ઘણા લોકોને ઈશ્વરનો સંદેશો કહેવાનું ચાલુ રાખ્યું. યરુશાલેમમાં જેઓ ઈસુ પર વિશ્વાસ કરતા હતા તેવા લોકોની સંખ્યામાં ભારે વધારો થયો. ઘણા યહૂદી યાજકો પણ, ઈસુ પર કેવી રીતે વિશ્વાસ કરવો તે સંદેશનું અનુસરણ કરવામાં સામેલ હતા.
\s5
\v 8 ઈશ્વર સ્તેફનને ઘણા આશ્ચર્યકારક ચમત્કારો કરવા શક્તિ આપી રહ્યા હતા. તેથી એ સાબિત થયું કે, ઈસુ વિષેનો સંદેશો સત્ય હતો.
\v 9 તોપણ, કેટલાક લોકોએ સ્તેફનનો વિરોધ કર્યો. તેઓ યહૂદીઓ હતા જેઓ 'મુક્ત કરાયેલા લોકોના સભાસ્થાન' તરીકે ઓળખાતા સભાસ્થાનના જૂથમાં નિયમિત રીતે એકઠા મળતા હતા, વળી કુરેની, એલેકઝાન્દ્રિયા અને કિલિકીયા તથા આસિયાના પ્રાંતોના શહેરોના લોકો પણ તેમાં સામેલ હતા. તેઓ બધા સ્તેફન સાથે વાદવિવાદ કરવા લાગ્યા.
\s5
\v 10 પણ તેણે જે કહ્યું તે ખોટું હતું તેવું તેઓ સાબિત કરી શક્યા નહિ, કારણ કે ઈશ્વરના આત્માએ તેને ડહાપણથી બોલવાની પ્રેરણા આપી.
\v 11 તેથી તેઓએ ગુપ્ત રીતે કેટલાક માણસોને સ્તેફન પર ખોટો આરોપ મૂકવા તૈયાર કર્યા. તે માણસોએ કહ્યું," અમે તેને મૂસા તથા ઈશ્વર વિષે ખોટું બોલતા સાંભળ્યો છે."
\s5
\v 12 તેથી બીજા યહૂદીઓ, આગેવાનો અને નિયમશાસ્ત્રના શિક્ષકો સુદ્ધાં સ્તેફન પર ગુસ્સે થયા. પછી તેઓએ સ્તેફનને પકડ્યો અને યહૂદી ન્યાયસભા સમક્ષ લઇ ગયા.
\v 13 તેઓ કેટલાક માણસોને અંદર લાવ્યા અને તેઓને પૈસા ચુકવ્યા કે તેઓ જુઠ્ઠી સાક્ષી પૂરે. તેઓએ કહ્યું, "આ માણસ, આ પવિત્ર ભક્તિસ્થાન અને નિયમશાસ્ત્ર જે મૂસાને ઈશ્વર પાસેથી પ્રાપ્ત થયું તેના વિષે નિંદાત્મક બોલ્યા કરે છે.
\v 14 અમારું કહેવું છે કે, અમે તેને એમ કહેતા સાંભળ્યો છે કે, નાસરેથના ઈસુ આ ભક્તિસ્થાન નો નાશ કરશે અને મૂસાએ આપણા પૂર્વજોને શીખવેલા વિધિઓ કરતા અલગ વિધિઓ પાળવાનું આપણને કહેશે."
\v 15 સભામાં બેઠેલા સર્વ લોકો સ્તેફન તરફ તાકી રહ્યા અને તેમણે જોયું કે, તેનો ચહેરો ઈશ્વરના દૂત સમાન દેખાતો હતો.
\s5
\c 7
\p
\v 1 પછી મુખ્ય યાજકે સ્તેફનને પૂછ્યું, "આ લોકો તારા વિષે જે બાબતો કહે છે તે સાચી છે?"
\v 2 સ્તેફને ઉત્તર આપ્યો, "સાથી યહૂદીઓ અને માનવંત આગેવાનો, મહેરબાની કરીને મારું સાંભળો! આપણો પૂર્વજ ઇબ્રાહિમ હારાન શહેરમાં આવ્યો તે પહેલા, તે હજુ મેસોપોટેમિયાના પ્રદેશમાં રહેતો હતો ત્યારે મહિમાવાન ઈશ્વર જેમનું આપણે ભજન કરીએ છીએ તેમણે તેને દર્શન આપ્યું.
\v 3 ઈશ્વરે તેને કહ્યું, 'તું અને તારા સગાઓ જે ભૂમિમાં રહો છો તે છોડી દે, અને હું તને જે ભૂમિ બતાવું ત્યાં જા.'
\s5
\v 4 તેથી ઇબ્રાહિમ તે દેશ કે જે, ખાલદીઓનો દેશ પણ કહેવાતો હતો, ત્યાંથી નીકળી ગયો અને હારાનમાં આવી પહોંચ્યો અને ત્યાં રહ્યો. તેના પિતાના મરણ પછી, ઈશ્વરે તેને આ ભૂમિમાં આવવા કહ્યું જ્યાં તમે અને હું હાલમાં રહીએ છીએ.
\v 5 તે સમયે ઈશ્વરે ઇબ્રાહિમને કોઈ ભૂમિ વતન તરીકે આપી ન હતી, એ ભૂમિનો નાનો ટુકડો પણ નહિ. પણ ઈશ્વરે તેને વચન આપ્યું કે પછીથી તેઓ તેને અને તેના વંશજોને તે ભૂમિ આપશે, જે હમેશા તેમની રહેશે. જો કે, તે સમયે ઇબ્રાહિમને કોઈ સંતાન ન હતું કે જેને આ વારસો મળે.
\s5
\v 6 પછીથી ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, 'તારા વંશજો વિદેશમાં જશે અને ત્યાં રહેશે. તેઓ ત્યાં ચારસો વર્ષ સુધી રહેશે, અને તે સમય દરમ્યાન ત્યાંના આગેવાનો તારા વંશજોની સાથે ખરાબ રીતે વર્તશે અને તેમને ગુલામો જેવું કામ કરવા દબાણ કરશે.
\v 7 'પણ તેમને ગુલામો બનાવનાર લોકોને હું શિક્ષા કરીશ. તે પછી, તારા પૂર્વજો તે ભૂમિને છોડી દેશે, અને તેઓ આ ભૂમિમાં પાછા આવશે અને મારું ભજન કરશે.'
\v 8 પછી ઈશ્વરે આજ્ઞા આપી કે તેઓ ઈશ્વરના છે એવું દર્શાવવા માટે ઇબ્રાહિમના ઘરના બધા જ પુરુષ તેમજ તેના વંશજોમાંના બધા જ પુરુષે સુન્નત કરાવવી. ત્યાર પછી ઇબ્રાહિમનો દીકરો, ઇસહાક, જન્મ્યો, અને જ્યારે તે આઠ દિવસનો હતો ત્યારે તેણે તેની સુન્નત કરાવી. પછી ઇસહાકનો દીકરો યાકૂબ જન્મ્યો. યાકૂબ તો બાર માણસો જેઓને આપણે યહૂદીઓના પૂર્વજો કે પિતૃઓ કહીએ છીએ, તેઓનો પિતા હતો.
\s5
\v 9 તમે જાણો છો કે યાકૂબના મોટા દીકરાઓએ તેમના નાના ભાઈની અદેખાઈ કરી કારણ કે તેઓનો પિતા નાના દીકરા યૂસફને વધારે પસંદ કરતો હતો. તેઓએ તેને વેપારીઓને વેચી દીધો, જેઓ તેને મિસરમાં લઇ ગયા, જ્યાં તે ગુલામ બન્યો. પણ ઈશ્વરે યૂસફની મદદ કરી;
\v 10 જ્યારે પણ લોકોએ તેને તકલીફમાં મૂક્યો ત્યારે ઈશ્વરે તેનું રક્ષણ કર્યું. તેમણે યૂસફને ડહાપણ આપ્યું, અને મિસરના રાજા ફારુનને યૂસફ વિષે ભલું વિચારવા પ્રેરણા આપી. તેથી ફારુને તેને મિસર પર તેમજ તેની સર્વ સંપતિ પર અધિકારી તરીકે નીમ્યો.
\s5
\v 11 જ્યારે યૂસફ આ કાર્ય કરતો હતો, ત્યારે એવો સમય આવ્યો કે મિસરમાં અને કનાનમાં ખૂબ ઓછો ખોરાક બચ્યો હતો. લોકોને દુઃખ પડી રહ્યું હતું. તે સમયે કનાનમાં યાકૂબ અને તેના દીકરાઓને પણ ખાવાને પૂરતો ખોરાક મળતો ન હતો.
\v 12 જ્યારે યાકૂબે લોકો પાસેથી સાંભળ્યું કે, મિસરમાં અનાજ છે કે જેને ખરીદી શકાય છે, એટલે તેણે યૂસફના મોટા ભાઈઓને તે અનાજ ખરીદવા ત્યાં મોકલ્યા. તેઓ ત્યાં ગયા અને યૂસફ પાસેથી અનાજ વેચાતું લાવ્યા, પણ તેઓએ તેને ઓળખ્યો નહિ. પછી તેઓ ઘરે પાછા આવ્યા.
\v 13 જ્યારે યૂસફના ભાઈઓ ફરીથી મિસરમાં ગયા ત્યારે, તેઓએ ફરીથી યૂસફ પાસેથી અનાજ વેચાતું લીધું. પણ આ વખતે તેણે તેઓને કહ્યું કે તે કોણ છે. અને તેથી ફારુને જાણ્યું કે યૂસફના માણસો હિબ્રૂઓ છે અને કનાનથી જે માણસો આવ્યા હતા તેઓ તેના ભાઈઓ છે.
\s5
\v 14 તે પછી યૂસફે તેના ભાઈઓને ઘરે પાછા મોકલ્યા, તેઓએ તેમના પિતા યાકૂબને કહ્યું કે યૂસફ તેમને મળવા માગે છે અને તેમનું આખું કુટુંબ મિસરમાં આવે તેવું ઈચ્છે છે. તે સમયે યાકૂબના કુટુંબમાં પંચોતેર વ્યક્તિઓ હતી.
\v 15 તેથી જ્યારે યાકૂબે તે સાંભળ્યું ત્યારે, તે અને તેનું કુટુંબ મિસરમાં રહેવા ગયા. તે પછી, યાકૂબ ત્યાં મરણ પામ્યો, અને આપણા બીજા પૂર્વજો, તેના દીકરાઓ, પણ ત્યાં મરણ પામ્યા.
\v 16 તેમના મૃત શરીરોને આપણી ભૂમિમાં પાછા લાવવામાં આવ્યા અને ઇબ્રાહિમે જે કબર હમોરના પુત્રો પાસેથી શખેમ શહેરમાં વેચાતી લીધી હતી ત્યાં દફનાવ્યા.
\s5
\v 17 લાંબા સમય પહેલા ઈશ્વરે ઈબ્રાહિમને જે વચન આપ્યું હતું, તે મુજબ ઈશ્વર આપણા પૂર્વજોને મિસરમાંથી છોડાવે ત્યાં સુધીમાં તેમની સંખ્યા ઘણી વધી ગઈ હતી.
\v 18 બીજો એક રાજા મિસરમાં રાજ કરવા લાગ્યો. તેના સમય પહેલા, યૂસફે મિસરના લોકોને જે મોટી મદદ કરી હતી તે વિષે તે જાણતો ન હતો.
\v 19 તે રાજાએ આપણા પૂર્વજોને ભગાડવા માટે ક્રૂરતાપૂર્વક પ્રયત્ન કર્યો. તેણે તેઓને દુઃખ આપ્યું અને તેમને ખૂબ સહન કરવું પડ્યું. તેણે તેઓને તેમના નવા જન્મેલા બાળકોને, મરણ પામે માટે ઘરની બહાર નાંખી દેવાની પણ આજ્ઞા કરી.
\s5
\v 20 તે સમય દરમ્યાન મૂસાનો જન્મ થયો, અને ઈશ્વરે જોયું કે તે ખૂબ સુંદર બાળક હતો. તેથી તેના માતા પિતાએ ત્રણ મહિના સુધી તેને ઘરમાં જ ગુપ્ત રીતે ઉછેર્યો.
\v 21 પછી તેઓએ તેને ઘરની બહાર તજી દેવો પડ્યો. પણ ફારુનની દીકરીને તે મળ્યો અને જાણે તે તેનો પોતાનો દીકરો હોય તે રીતે તેને ઉછેર્યો.
\s5
\v 22 મિસરના લોકો જે શિક્ષણ જાણતા હતા તે બધું મૂસાને શીખવવામાં આવ્યું, અને જ્યારે તે મોટો થયો, ત્યારે તે બોલવામાં અને કાર્યો કરવામાં કુશળ બન્યો.
\v 23 એક દિવસે જ્યારે મૂસા ચાળીસ વર્ષનો થયો ત્યારે, તેણે નક્કી કર્યું કે ઇઝરાયલીઓ, જેઓ તેના સગાઓ છે તેમને તે મળવા જશે.
\v 24 તેણે જોયું કે એક મિસરી ઇઝરાયલીઓમાંના એકની સાથે ખરાબ વર્તન કરી રહ્યો હતો. તેથી તે ઇઝરાયલી માણસને મદદ કરવા ગયો, અને તેણે તે મિસરીને મારી નાખીને તે ઇઝરાયલી માણસ સાથેના વર્તનનો બદલો લીધો.
\v 25 મૂસાએ વિચાર્યું કે તેના સાથી ઇઝરાયલીઓ એ સમજી શકશે કે ઈશ્વરે તેમને ગુલામીમાંથી છોડાવવા માટે તેને મોકલ્યો છે. પણ તેઓ સમજી ન શક્યા.
\s5
\v 26 બીજા દિવસે, મૂસાએ બે ઇઝરાયલી માણસોને એકબીજા સાથે લડતા જોયા. તેણે તેઓને લડતા અટકાવીને તેમને કહ્યું, 'ભાઈઓ, તમે બંને તો સાથી ઇઝરાયલીઓ છો! તમે શા માટે એકબીજાને નુકસાન કરો છો?'
\v 27 પણ તે માણસ કે જે બીજાને મારી રહ્યો હતો તેણે મૂસાને ધક્કો મારીને કહ્યું, 'તને કોઈએ અમારા પર અધિકારી કે ન્યાયાધીશ ઠરાવ્યો નથી!
\v 28 ગઈકાલે જેમ તેં પેલા મિસરીને મારી નાખ્યો તેમ શું તું મને પણ મારી નાખવા માગે છે?
\s5
\v 29 જ્યારે મૂસાએ તે સાંભળ્યું, ત્યારે તે મિસરથી મિદ્યાન નાસી ગયો. તે ત્યાં થોડા વર્ષો સુધી રહ્યો. તેણે ત્યાં લગ્ન કર્યું, અને તેને અને તેની પત્નીને બે દીકરાઓ થયાં.
\v 30 ચાલીસ વર્ષો પછી એક દિવસ, પ્રભુ ઈશ્વરે દૂતના સ્વરૂપમાં મૂસાને દર્શન આપ્યું. તેઓ રણમાં સિનાઈ પર્વત પાસે બળતા ઝાડવાની જ્વાળાઓમાં તેને દેખાયા.
\s5
\v 31 જ્યારે મૂસાએ તે જોયું, ત્યારે તેને આશ્ચર્ય થયું, કારણ કે તે ઝાડવું ભસ્મ થતું ન હતું. જ્યારે તે વધારે નજીકથી જોવા ગયો, ત્યારે પ્રભુ ઈશ્વરે તેને કહ્યું,
\v 32 'હું ઈશ્વર છું જેનું તારા પૂર્વજો ભજન કરતા હતા. ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ જેનું ભજન કરતા હતા તે ઈશ્વર હું છું.' મૂસા એટલો ગભરાઈ ગયો હતો કે તે ધ્રૂજવા લાગ્યો. તે ઝાડવા તરફ વધુ સમય જોતાં બીધો.
\s5
\v 33 પછી પ્રભુ ઈશ્વરે તેને કહ્યું, 'તું મને માન આપે છે તે દર્શાવવા માટે તારા પગમાંથી ચંપલ ઉતાર. કારણ કે, હું અહીં છું, જે ભૂમિ પર તું ઊભો છે તે વિશેષ રીતે મારી છે.
\v 34 મેં નિશ્ચે જોયું છે કે કેવી રીતે મિસરના લોકો મારા લોકોને સતત હેરાન કરે છે. મારા લોક જ્યારે તેના લીધે વેદનાથી કણસે છે તે મેં જોયું છે. તેથી હું તેઓને મિસરમાંથી છોડાવવા માટે નીચે ઊતર્યો છું. હવે તૈયાર થા, કારણ કે હું તને મિસરમાં પાછો મોકલવાનો છું.'
\s5
\v 35 આ એ મૂસા હતો કે જેણે આપણા ઇઝરાયલી લોકોને મદદ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તેઓએ તેને એવું કહીને નકાર્યો કે, ''તને કોઈએ અમારા પર અધિકારી કે ન્યાયાધીશ ઠરાવ્યો નથી!' આ એ મૂસા હતો કે જેને ઈશ્વરે જ તેમના પર અધિકારી તરીકે મોકલ્યો હતો જેથી તેઓ ગુલામીમાંથી મુક્ત થાય. તે એ જ હતો જેને ઝાડવામાંથી દૂતે એમ કરવાનો આદેશ આપ્યો હતો.
\v 36 જે આપણા પૂર્વજોને મિસરમાંથી બહાર દોરી લાવ્યો તે માણસ મૂસા હતો. ઈશ્વર તેની સાથે છે તે દર્શાવવાને માટે તેણે મિસરમાં ઘણા ચમત્કારો કર્યા, લાલ સમુદ્ર પાસે, અને ચાલીસ વર્ષો સુધી ઇઝરાયલી લોકો અરણ્યમાં રહ્યા.
\v 37 આ એ મૂસા હતો કે જેણે ઇઝરાયલી લોકોને કહ્યું હતું, 'ઈશ્વર તમારી મધ્યે મારા જેવો જ પ્રબોધક તમારા લોકોમાંથી જ તમને આપશે.'
\s5
\v 38 આ મૂસા એ માણસ હતો કે જે તમો ઇઝરાયલીઓ મધ્યે અરણ્યમાં તમારી સાથે રહ્યો; સિનાઈ પર્વત પર જે દૂતે તેની સાથે વાત કરી તેની સાથે હતો. એ મૂસા છે કે જેને ઈશ્વરે સિનાઈ પર્વત પર દૂત દ્વારા આપણા નિયમો આપ્યા, અને એ તે જ માણસ હતો કે જેણે દૂતે કહેલી વાત આપણા પૂર્વજોને જણાવી. તેણે જ ઈશ્વર પાસેથી વચનો મેળવ્યા અને આપણે અનંતકાળ સુધી કેવી રીતે જીવવું તે જાણ્યું અને આપણને પણ કહ્યું.
\v 39 તે છતાં, આપણા પૂર્વજો મૂસાને આધીન થવા માગતા ન હતા. તેને બદલે, તેઓએ તેને પોતાના આગેવાન તરીકે નકાર્યો અને મિસરમાં પાછા જવાની ઇચ્છા રાખી.
\v 40 તેથી તેઓએ તેના મોટા ભાઈ હારુનને કહ્યું, 'અમારા માટે મૂર્તિઓ બનાવ કે જેઓ અમારા ઈશ્વર બને અને અમને દોરવણી આપે. કારણ કે મૂસા જે અમને મિસરમાંથી બહાર કાઢી લાવ્યો, તેનું શું થયું તે અમે જાણતા નથી!'
\s5
\v 41 તેથી તેઓએ વાછરડા જેવી દેખાતી એક પ્રતિમા બનાવી. પછી તેઓએ તે મૂર્તિને માન આપવાને માટે બલિદાન ચઢાવ્યાં, અને તેઓએ ગાયું અને નાચ્યા કારણ કે તેઓએ જાતે જ તેને બનાવી હતી.
\v 42 તેથી ઈશ્વરે તેમને સુધારવાનું છોડી દીધું. તેઓને તેમણે સૂર્ય, ચંદ્ર અને આકાશના તારાઓની પૂજા કરવા ત્યજી દીધા. પ્રબોધકોમાંના એકે કહેલા શબ્દો સાથે આ ખૂબ સુસંગત છે કે જેણે લખ્યું: ઈશ્વરે કહ્યું, 'તમે ઇઝરાયલી લોકો, ચાલીસ વર્ષો સુધી જ્યારે તમે અરણ્યમાં હતા ત્યારે, તમે વારંવાર પશુઓને મારી નાખ્યાં અને તેમને બલિદાન તરીકે ચઢાવ્યાં, ત્યારે શું તે મને અર્પણ કર્યાં હતાં?
\s5
\v 43 તેથી વિરુદ્ધ, તમે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ તંબુમાં મૂર્તિ કે જે મોલેખ દેવને દર્શાવતી હતી જેનું તમે ભજન કરતા હતા તેને તમારી સાથે લઈને ચાલ્યા. તમે તમારી સાથે રંફા કે જે તારાની પ્રતિમા હતી તેને પણ સાથે લીધી. તે મૂર્તિઓ તમે બનાવી, અને તમે મારા સ્થાને તેઓનું ભજન કર્યું. તેથી હું તમને તમારા ઘરોમાંથી બાબિલ દેશના કરતા પણ દૂરના પ્રદેશોમાં હાંકી કાઢીશ.'
\s5
\v 44 "જ્યારે આપણા પૂર્વજો અરણ્યમાં હતા ત્યારે, તેઓ ઈશ્વરનું ભજન એક પવિત્ર તંબુમાં કરતા હતા જે દર્શાવતો હતો કે તેઓ તેમની સાથે છે. ઈશ્વરે મૂસાને જેમ આજ્ઞા આપી હતી તે પ્રમાણે તે આબેહૂબ બનાવેલો હતો. જ્યારે મૂસા પર્વત પર હતો ત્યારે તેણે જે જોયો હતો તેના જેવો જ તે હતો.
\v 45 પછી, જ્યારે યહોશુઆએ તેમને આ ભૂમિમાં દોર્યા ત્યારે આપણા જ બીજા પૂર્વજો તે તંબુને પોતાની સાથે ત્યાં લાવ્યા. આ તે સમય હતો જ્યારે ઈશ્વરે ત્યાં પહેલેથી રહેનારા લોકોને ત્યાંથી હાંકી કાઢ્યા ત્યારે તેઓએ તે ભૂમિને પોતાની કરી લીધી. તેથી ઇઝરાયલીઓ તે ભૂમિને પોતાની બનાવી શક્યા. તે તંબુ આ ભૂમિમાં રહ્યો અને દાઉદના શાસનમાં પણ તે હજુ અહીં હતો.
\v 46 દાઉદે ઈશ્વરને પ્રસન્ન કર્યા, અને તેણે ઈશ્વર પાસે માગ્યું કે તેઓ તેને તેમનું ઘર એટલે ભક્તિસ્થાન બનાવવા દે કે જ્યાં તે અને આપણા બધા ઇઝરાયલી લોકો તેમનું ભજન કરી શકે.
\s5
\v 47 પણ તેના કરતા, ઈશ્વરે દાઉદના દીકરા સુલેમાનને પ્રભુનું ઘર બાંધવાનું કહ્યું જ્યાં લોકો તેમનું ભજન કરી શકે."
\v 48 "જો કે, આપણે જાણીએ છીએ કે ઈશ્વર બધી જ બાબતો કરતા મહાન છે, અને લોકોએ બનાવેલા ઘરમાં તેઓ રહેતા નથી. યશાયા પ્રબોધકે જેમ લખ્યું છે તે પ્રમાણે:
\v 49-50 ઈશ્વરે કહ્યું, "સ્વર્ગ મારું રાજ્યાસન અને પૃથ્વી મારું પાયાસન છે. સ્વર્ગમાં અને પૃથ્વી પર સઘળું મેં જ બનાવ્યું છે. તેથી તમે માણસજાત મારા રહેવા માટે પૂરતી થાય તેવી કોઈ જગ્યા બનાવી શકો નહિ!"
\s5
\v 51 તમે તેમના પ્રત્યે ખૂબ હઠીલા લોકો છો! તમે આબેહૂબ તમારા પૂર્વજો જેવા જ છો! તેઓએ જેમ કર્યું તેમ, તમે હંમેશાં પવિત્ર આત્માની સામા થયા છો!
\v 52 તમારા પૂર્વજોએ બધા પ્રબોધકોને દુઃખ આપ્યું. જેઓએ ઘણા સમય પહેલાં એમ પ્રગટ કરેલું કે ખ્રિસ્ત આવશે, જેઓએ હંમેશાં ઈશ્વરને પ્રસન્ન કરે તેવું કર્યું તેઓને પણ તેમણે મારી નાખ્યા. અને ખ્રિસ્ત આવ્યા! તેઓ એ જ છે જેમને હાલમાં જ તમે તેમના દુશ્મનોને સોંપીને તેઓ તેમને મારી નાંખે તેવી ફરજ પાડો છો!
\v 53 તમે એ લોકો છો જેઓ ઈશ્વરના નિયમો પામ્યા છો. તે એ નિયમો હતા જેને ઈશ્વરે તેમના દૂત દ્વારા આપણા પૂર્વજોને આપ્યા. જો કે, તમે તે પાળ્યા નહિ!"
\s5
\v 54 જ્યારે યહૂદી ન્યાયસભાના સભ્યો અને બીજાઓ જેઓએ સ્તેફ્નને આ કહેતાં સાંભળ્યો ત્યારે, તેઓ સર્વ ખૂબ ગુસ્સે થયા. તેઓ તેમના દાંત પીસતા હતા કારણ કે તેઓ તેના પર ખૂબ ક્રોધે ભરાયા!
\v 55 પણ પવિત્ર આત્માએ સ્તેફનનો સંપૂર્ણ કાબૂ લીધો. સ્તેફને સ્વર્ગ તરફ જોયું અને ઈશ્વર પાસેથી આવતો ભરપૂર પ્રકાશ જોયો, અને તેણે ઈસુને ઈશ્વરના જમણા હાથે ઊભેલાં જોયા.
\v 56 "જુઓ," તેણે કહ્યું, "હું સ્વર્ગ ખુલ્લું થયેલું જોઉં છું, અને હું માણસના દીકરા ઈસુને ઈશ્વરની જમણી બાજુએ ઊભેલા જોઉં છું!"
\s5
\v 57 જ્યારે યહૂદી ન્યાયસભાના સભ્યો અને બીજાઓએ તે સાંભળ્યું ત્યારે, તેઓએ મોટો પોકાર કર્યો. તેઓએ તેમના કાનને હાથથી ઢાંકી દીધા કે તેઓ તેને સાંભળી ના શકે, અને તરત તેઓ તેની તરફ ધસી ગયા.
\v 58 તેઓ તેને યરુશાલેમ શહેરની બહાર ઘસડી ગયા અને ત્યાં તેને પત્થર મારવાનું શરૂ કર્યું. જે લોકો તેના પર આરોપ મૂકી રહ્યા હતા તેઓએ તેનાં બાહ્ય કપડાં કાઢી લીધા કે જેથી તેઓ તેને ખુલ્લા દેહ પર પત્થર મારે, અને તેઓએ બાજુમાં ઊભા રહેલા એક જુવાન માણસ જેનું નામ શાઉલ હતું તેના પર તેનાં કપડાં નાખ્યાં, કે તે તેને સાચવે.
\s5
\v 59 જ્યારે તેઓએ સતત સ્તેફન તરફ પત્થર મારવાનું ચાલું રાખ્યું, ત્યારે સ્તેફને પ્રાર્થના કરી, " હે પ્રભુ ઈસુ, મારા આત્માને સ્વીકારો!"
\v 60 પછી સ્તેફને ઘૂંટણે પડીને પોકાર્યું, "પ્રભુ, તેમના પાપ માટે તેઓને શિક્ષા કરશો નહિ!" આવું કહ્યા પછી, તે મરણ પામ્યો.
\s5
\c 8
\p
\v 1-2 પછી ઈશ્વરનો ભય રાખનારા કેટલાક માણસોએ સ્તેફનના શરીરને કબરમાં દફ્નાવ્યું અને તેઓએ તેને માટે મોટે સાદે વિલાપ કરીને શોક કર્યો.
\p તે જ દિવસે લોકોએ યરુશાલેમમાં રહેતા વિશ્વાસીઓની ભારે સતાવણી કરવાની શરૂઆત કરી. તેથી મોટા ભાગના વિશ્વાસીઓ યહૂદિયા તથા સમરૂનના બીજા પ્રદેશોમાં નાસી ગયા. પ્રેરિતો એકલા જ એવા વિશ્વાસીઓ હતા કે જે યરુશાલેમમાં રહ્યા.
\v 3 જ્યારે તેઓ સ્તેફનની હત્યા કરી રહ્યા હતા ત્યારે સ્તેફનને મારી નાખવો જોઈએ એવી સહમતી દર્શાવતાં શાઉલ ત્યાં હાજર હતો. તેથી શાઉલે પણ વિશ્વાસીઓના સમૂહનો નાશ કરવાનું શરૂ કર્યું. તે એક પછી એક ઘરમાં પ્રવેશીને જે સ્ત્રીઓ અને પુરુષો ઈસુ પર વિશ્વાસ કરતા હતા, તેઓને ઘસડી લાવીને જેલમાં પૂરતો હતો.
\s5
\v 4 જે વિશ્વાસીઓએ યરુશાલેમ છોડયું તેઓ વિવિધ જગ્યાઓમાં ગયા જ્યાં તેઓએ ઈસુ વિષેનો ઉપદેશ આપવાનું જારી રાખ્યું.
\v 5 વિશ્વાસીઓમાંનો એક જેનું નામ ફિલિપ હતું તે યરુશાલેમથી સમરૂન જીલ્લાના એક શહેરમાં ગયો. ત્યાં તે લોકોને પ્રગટ કરતો હતો કે ઈસુ તે જ ખ્રિસ્ત છે.
\s5
\v 6 ઘણા લોકોએ ફિલિપનું સાંભળ્યું અને તેણે કરેલા ચમત્કારિક કાર્યો જોયા, તેથી તેઓએ તેના શબ્દો પર ખાસ ધ્યાન આપ્યું.
\v 7 ઉદાહરણ તરીકે, ફિલિપે ઘણા લોકોમાંથી અશુદ્ધ આત્માઓને નીકળી જવાની આજ્ઞા આપી, અને તેઓ ચીસો પાડતા બહાર નીકળ્યા. વળી ઘણા જેઓને લકવો થયો હતો અને પગે અપંગ હતા તેઓ સાજા થયા.
\v 8 તે શહેરના ઘણા બધા લોકો ભારે આનંદથી ભરપૂર થયા.
\s5
\v 9 તે શહેરમાં એક માણસ હતો જેનું નામ સિમોન હતું. તે લાંબા સમયથી જાદુક્રિયા કરતો હતો, અને તેના જાદુથી સમરૂન જીલ્લાના લોકોને તેણે આશ્ચર્યચકિત કરી દીધા હતા. તે દાવો કરતો હતો કે તે "મહાન સિમોન" છે.
\v 10 ત્યાં જે લોકો હતા એટલે સામાન્ય અને મહત્વના બધા જ લોકો, તેનું સાંભળતા હતા. તેઓ કહેતા હતા કે "આ માણસમાં ઈશ્વરની મહાન શક્તિ છે".
\v 11 તેઓએ ધ્યાનપૂર્વક તેનું સાંભળવાનું જારી રાખ્યું, કારણ કે લાંબા સમયથી તેની જાદુક્રિયાથી તેણે લોકોને ચકિત કરી દીધા હતા.
\s5
\v 12 પણ પછી તેઓએ શુભસંદેશ વિષે અને ઈશ્વર જ્યારે પોતાને રાજા તરીકે પ્રગટ કરશે તે વિષે તેમજ ઈસુ ખ્રિસ્ત વિષે ફિલિપનો સંદેશો સાંભળ્યો ત્યારે સ્ત્રીઓ અને પુરુષો જેઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો તેઓ બાપ્તિસ્મા પામ્યા.
\v 13 સિમોને પોતે ફિલીપના સંદેશ પર વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા પામ્યો. તે ફિલિપની સાથે રહેવા લાગ્યો, અને ફિલિપ દ્વારા થતા મોટા ચમત્કારો જોઈને આશ્ચર્ય પામ્યો, તેથી તે સમજી શક્યો કે ફિલિપ સત્ય બોલતો હતો.
\s5
\v 14 જ્યારે યરુશાલેમમાં પ્રેરિતોએ સાંભળ્યું કે સમરૂન જીલ્લાના ઘણા લોકોએ ઈશ્વરના સંદેશા પર વિશ્વાસ કર્યો છે ત્યારે તેઓએ પિતરને અને યોહાનને ત્યાં મોકલ્યા.
\v 15 જ્યારે પિતર અને યોહાન સમરૂનમાં આવ્યા ત્યારે, નવા વિશ્વાસીઓ પવિત્ર આત્મા પામે માટે તેઓએ પ્રાર્થના કરી.
\v 16 કારણ કે એ સ્પષ્ટ હતું કે હજી સુધી તેઓમાંના કોઈ પર પવિત્ર આત્મા આવ્યા ન હતા. તેઓ માત્ર પ્રભુ ઈસુને નામે બાપ્તિસ્મા પામ્યા હતા.
\v 17 પછી પિતર અને યોહાને તેમના પર હાથ મૂક્યા, એટલે તેઓ પવિત્ર આત્મા પામ્યા.
\s5
\v 18 સિમોને જોયું કે પ્રેરિતોના હાથ મૂકવાથી લોકોને પવિત્ર આત્મા મળે છે, તેથી તેણે પ્રેરિતોને પૈસા આપવાની કોશિશ કરી,
\v 19 અને કહ્યું કે, "તમે જે કરો છો તેવું કરવાની મને પણ શક્તિ આપો કે જેથી હું જેના પર હાથ મૂકું તે પવિત્ર આત્મા પામે."
\s5
\v 20 પણ પિતરે તેને કહ્યું, "તું અને તારા પૈસા નાશ પામો, કારણ કે ઈશ્વરના દાનને તેં પૈસાથી ખરીદવા પ્રયત્ન કર્યો!
\v 21 અમારા કાર્યમાં તારે કોઈ લાગભાગ નથી, કારણ કે તારું હૃદય પ્રભુ પ્રત્યે યોગ્ય નથી!
\v 22 તેથી એવું દુષ્ટતાપૂર્ણ રીતે વિચારવાનું બંધ કર, અને પ્રભુને વિનંતી કર કે, તેં જે દુષ્ટતા કરવાનું તારા હૃદયમાં વિચાર્યું છે તે તેમની ઇચ્છા હોય તો, તને માફ કરે!
\v 23 તારા દુષ્ટ માર્ગોથી પાછો ફર, કારણ કે તું અમારા પ્રત્યે અત્યંત અદેખો છે, અને દુરાચાર કરવાની તારી સતત ઇચ્છાનો તું ગુલામ છે!
\s5
\v 24 પછી સિમોને પ્રત્યુતર આપ્યો કે, "મારા માટે પ્રાર્થના કરો કે તમે હમણાં જે કહ્યું તેવું કંઈ મને ના થાય!"
\s5
\v 25 પિતર અને યોહાને ત્યાંના લોકોને પ્રભુ ઈસુ વિષે વ્યક્તિગત રીતે તેઓ જે જાણતા હતા તે પ્રગટ કર્યું અને તેમને પ્રભુનો સંદેશો પ્રગટ કર્યો, પછી તેઓ બંને યરુશાલેમ પાછા આવ્યા. માર્ગમાં ચાલતાં સમરૂન જીલ્લામાં તેઓએ ઈસુ વિશેનો શુભસંદેશ લોકોને જણાવ્યો.
\s5
\v 26 એક દિવસ પ્રભુએ મોકલેલા એક દૂતે ફિલિપને આજ્ઞા કરી કે,"ઊઠ તૈયાર થા અને દક્ષિણ તરફ યરુશાલેમથી ગાઝા જવાના માર્ગ પર જા." તે માર્ગ તો અરણ્ય તરફ જતો હતો.
\v 27 તેથી ફિલિપ તૈયાર થઈને તે માર્ગ તરફ ગયો. તે રસ્તે તેને ઇથિયોપિયા દેશનો એક માણસ મળ્યો. તે એક મહત્વનો અધિકારી હતો જે ઇથિયોપિયાની મહારાણીની નાણાકીય બાબતો સંભાળતો હતો. તેની ભાષામાં લોકો તેમની મહારાણીને કંદિકા કહેતા હતા. એ માણસ યરુશાલેમમાં ઈશ્વરનું ભજન કરવા ગયો હતો,
\v 28 અને તે તેના રથમાં બેસીને ઘર તરફ પાછો ફરી રહ્યો હતો. તે રથમાં સવારી કરતી વખતે યશાયા પ્રબોધકનું પુસ્તક મોટેથી વાંચતો હતો.
\s5
\v 29 ઈશ્વરના આત્માએ ફિલિપને કહ્યું, "તેના રથની સાથે થઇ જા અને તેની સાથે ચાલ!"
\v 30 તેથી ફિલિપ રથ પાસે દોડી ગયો અને અધિકારીને યશાયા પ્રબોધકે લખેલું પુસ્તક વાંચતો સાંભળ્યો. તેણે તે માણસને પૂછ્યું, "તું જે વાંચે છે તે શું તું સમજે છે?"
\v 31 તેણે ફિલિપને જવાબ આપ્યો, "ના! જો મને કોઈ તેના વિષે સમજાવે નહિ તો હું તે સામાન્ય રીતે સમજી શકું નહિ!" પછી તે માણસે ફિલિપને કહ્યું, "મહેરબાની કરીને અહીં ઉપર રથમાં આવ અને મારી બાજુમાં બેસ."
\s5
\v 32 તે અધિકારી શાસ્ત્રનો જે ભાગ વાંચી રહ્યો હતો તે આ હતો: "લોકો હલવાનને મારી નાખવા લઇ જાય ત્યારે તે જેવું શાંત હોય છે તેવો તે શાંત હતો, જેમ હલવાનનું ઉન કાતરવામાં આવી રહ્યું હોય ત્યારે તે શાંત રહે છે તેમ.
\v 33 તેને અપમાનિત કરવામાં આવશે. તેને ન્યાય મળશે નહિ. કોઈ તેના વંશજો વિશે કહી શકશે નહિ કારણ કે તેને કોઈ જ વંશજો નહીં હોય કારણ કે તેઓ આ પૃથ્વી પર તેનો જીવ લેશે."
\s5
\v 34 અધિકારી જે શબ્દો વાંચી રહ્યો હતો તેના સંબંધી તેણે ફિલિપને પૂછ્યું, "મને કહે, પ્રબોધક કોના વિષે લખી રહ્યો હતો? તે પોતાના વિષે લખી રહ્યો હતો કે કોઈ બીજાના વિષે?"
\v 35 તેથી ફિલિપે તેને ઉત્તર આપ્યો; તેણે શાસ્ત્રના તે ફકરા દ્વારા શરૂઆત કરી, અને તેણે તેને ઈસુ વિશેનો શુભ સંદેશ જણાવ્યો.
\s5
\v 36-37 જ્યારે તેઓ માર્ગે જઈ રહ્યા હતા, ત્યારે તેઓ એવી જગ્યાએ આવ્યા કે જ્યાં થોડું પાણી હતું. પછી તે અધિકારીએ ફિલિપને કહ્યું, "જો, ત્યાં થોડું પાણી છે! હું ઈચ્છું છું કે તું મને બાપ્તિસ્મા આપે, કારણ કે, મને બાપ્તિસ્મા લેતા અટકાવે એવી કોઈ બાબત નથી."
\v 38 તેથી તે અધિકારીએ તે રથના હાંકનારને રથ રોકવા માટે કહ્યું. પછી અધિકારી અને ફિલિપ બંને ઊતરીને પાણીમાં ગયા, અને ફિલિપે તેને બાપ્તિસ્મા આપ્યું.
\s5
\v 39 જ્યારે તેઓ પાણીમાંથી બહાર આવ્યા ત્યારે, એકાએક ઈશ્વરના આત્મા ફિલિપને ત્યાંથી દૂર લઈ ગયા. તે અધિકારીએ ફિલિપને ફરી જોયો નહી. તેણે ફિલિપને ફરી ન જોયો તે છતાં, તે અધિકારી ખૂબ હરખાતો, તેના રસ્તે ગયો.
\v 40 પછી ફિલિપને લાગ્યું કે આત્મા તેને ચમત્કારિક રીતે અઝોતસ નગરમાં દોરી ગયા. જ્યારે તે આ પ્રદેશમાં પ્રવાસ કરી રહ્યો હતો ત્યારે, તેણે અઝોતસ અને કાઈસારિયાના શહેરોમાં ઈસુ વિશેનો સંદેશ પ્રગટ કરવાનું જારી રાખ્યું. અને અંતે જ્યારે તે કાઈસારિયા આવ્યો ત્યારે પણ તેણે તે પ્રગટ કરવાનું જારી રાખ્યું.
\s5
\c 9
\p
\v 1 તે દરમ્યાન, જેઓ પ્રભુને અનુસરતા હતા તેઓને શાઉલ ગુસ્સાથી ડરાવતો અને મારી નાખવાની ધમકી આપતો હતો. તે યરુશાલેમમાં મુખ્ય યાજક પાસે ગયો
\v 2 અને તેણે તેને વિનંતી કરી કે તે તેની ઓળખ આપતા પત્રો દમસ્કસના યહૂદી સભાસ્થાનના આગેવાનો પર લખે. તે પત્રોમાં એવી માગણી હતી કે જે પુરુષ કે સ્ત્રી ઈસુએ જે માર્ગ શીખવ્યો તેના પર ચાલતા હોય તેઓની તે અટકાયત કરે, અને તેમને કેદી બનાવીને યરુશાલેમના આગેવાનો પાસે લઈ જાય કે જેથી તેઓ તેમનો ન્યાય કરે અને શિક્ષા કરે.
\s5
\v 3 જ્યારે શાઉલ અને તેની સાથે જેઓ હતા તેઓ મુસાફરી કરી રહ્યા હતા ત્યારે, તેઓ દમસ્કસની નજીક હતા. અચાનક સ્વર્ગમાંથી ખૂબ પ્રકાશિત અજવાળું શાઉલની આસપાસ ફેલાઈ ગયું.
\v 4 તરત તે ભૂમિ પર પડી ગયો. પછી તેણે કોઈનો અવાજ તેને એવું કહેતા સાંભળ્યો, "શાઉલ, શાઉલ, તું મને સતાવવાનો પ્રયત્ન કેમ કરે છે?"
\s5
\v 5 શાઉલે તેને પૂછ્યું, "પ્રભુ તમે કોણ છો?" તેમણે જવાબ આપ્યો, "હું ઈસુ છું, જેને તું સતાવે છે.
\v 6 હવે ઊભો થઈને શહેરમાં જા! ત્યાં એક જણ તને બતાવશે કે હું તારા દ્વારા શું કરાવવા માગું છું."
\v 7 જે માણસો શાઉલની સાથે મુસાફરી કરી રહ્યા હતા તેઓ આશ્ચર્યના માર્યા કંઈ બોલી શક્યા નહિ. તેઓ ત્યાં ઊભા જ રહ્યા. તેઓએ ઈશ્વરને બોલતાં સાંભળ્યા, પણ તેમણે કોઈને જોયા નહિ.
\s5
\v 8 શાઉલ ભૂમિ પરથી ઊઠ્યો, પણ જ્યારે તેણે તેની આંખો ખોલી ત્યારે તે કશું જોઈ ન શક્યો. તેથી તેની સાથેના માણસો તેને હાથ પકડીને દમસ્કસ દોરી ગયા.
\v 9 પછીના ત્રણ દિવસ સુધી શાઉલ કંઈ જોઈ શક્યો નહિ, અને તેણે કંઈ ખાધું કે પીધું નહિ.
\s5
\v 10 દમસ્કસમાં અનાન્યા નામનો ઈસુનો એક અનુયાયી હતો. પ્રભુ ઈસુએ તેને દર્શન આપ્યું અને કહ્યું, "અનાન્યા!" તેણે ઉત્તર આપ્યો, "પ્રભુ, હું સાંભળું છું."
\v 11 પ્રભુ ઈસુએ તેને કહ્યું, "ઊભી શેરીમાં યહૂદાનું જે ઘર છે ત્યાં જા. ત્યાં કોઈકને તાર્સસના શાઉલ સંબધી પૂછ કે તું તેની સાથે વાત કરી શકે, કારણ કે આ સમયે તે મારી પ્રાર્થના કરી રહ્યો છે.
\v 12 શાઉલે દર્શનમાં જોયું કે જ્યાં તે રહેતો હતો તે ઘરમાં અનાન્યા નામનો એક માણસ પ્રવેશ્યો અને તેના માથા પર તેના હાથ મૂક્યા કે જેથી તે ફરીથી જોઈ શકે."
\s5
\v 13 અનાન્યાએ જવાબ આપ્યો, "પણ પ્રભુ, ઘણા લોકોએ મને આ માણસ વિશે કહ્યું છે! યરુશાલેમમાંના જેઓ તમારા પર વિશ્વાસ કરે છે તેઓ પ્રત્યે તેણે ઘણા દુરાચારો કર્યા છે!
\v 14 અહીં દમસ્કસમાંના જેઓ તમારામાં વિશ્વાસ કરે છે તેઓને કેદી બનાવવા માટે અહીં આવવાની મુખ્ય યાજકે તેને સત્તા આપેલી છે!"
\v 15 પણ પ્રભુ ઈસુએ અનાન્યાને કહ્યું કે, "શાઉલની પાસે જા! હું જે કહું છું તે કર, કારણ કે તે બિન યહૂદીઓને અને તેમના રાજાઓને અને ઇઝરાયલી લોકોને મારા વિશે કહી શકે તે રીતે મારી સેવા કરે માટે મેં તેને પસંદ કર્યો છે.
\v 16 હું જાતે જ તેને કહીશ કે તેણે લોકોને મારા વિશે કહેવા માટે ઘણી વાર સહન કરવું પડશે."
\s5
\v 17 તેથી અનાન્યા ગયો, અને જ્યાં શાઉલ હતો તે ઘર શોધી કાઢ્યા પછી, તે તેમાં ગયો. પછી, જેવો તે શાઉલને મળ્યો, કે તરત જ તેણે તેના હાથ તેના પર મૂક્યા, અને તેણે કહ્યું, "ભાઈ શાઉલ, પ્રભુ ઈસુએ પોતે જ મને તારી પાસે આવવા આજ્ઞા આપી છે. જ્યારે તું દમસ્કસના માર્ગે મુસાફરી કરી રહ્યો હતો ત્યારે તને જે દેખાયા હતા તેઓ તે જ છે. તેમણે મને તારી પાસે મોકલ્યો છે કે તું ફરીથી દેખતો થાય અને પવિત્ર આત્માના સંપૂર્ણ નિયંત્રણમાં આવે."
\v 18 તરત જ, માછલીના ભીંગડા જેવું કશુંક શાઉલની આંખમાંથી ખરી પડ્યું, અને તે ફરીથી દેખતો થયો.પછી તે ઊઠ્યો અને બાપ્તિસ્મા પામ્યો.
\v 19 શાઉલે થોડો ખોરાક લીધા પછી, ફરીથી તેનામાં શક્તિ આવી. શાઉલ દમસ્કસના બીજા વિશ્વાસીઓની સાથે થોડા દિવસ ત્યાં રહ્યો.
\s5
\v 20 તે સાથે જ તેણે યહૂદી સભાસ્થાનોમાં ઈસુ વિશે પ્રચાર કરવાનું શરૂ કર્યું. તેણે તેઓને કહ્યું કે ઈસુ ઈશ્વરના દીકરા છે.
\v 21 બધા લોકો જેઓએ તેને પ્રચાર કરતા સાંભળ્યો તેઓ સર્વ આશ્ચર્ય પામ્યા. તેઓમાંના કેટલાક કહેતા હતા, "આપણે ભાગ્યે જ વિશ્વાસ કરી શકીએ કે આ એ જ માણસ છે કે જે યરુશાલેમમાંના યહૂદીઓને સતાવતો હતો અને જે તેમને કેદી બનાવીને યરુશાલેમમાં મુખ્ય યાજક પાસે લઇ જવાનો હતો!"
\v 22 પણ ઈશ્વરે શાઉલને શક્તિ આપી કે તે ઘણા લોકોને વધુ ખાતરીપૂર્વક પ્રચાર કરી શકે. તે શાસ્ત્રમાંથી સાબિત કરતો હતો કે ઈસુ એ ખ્રિસ્ત છે. તેથી તે જે કહે છે તે કેવી રીતે ખોટું ઠરાવવું તે દમસ્કસમાંના યહૂદી આગેવાનો વિચારી શક્યા નહિ.
\s5
\v 23 થોડા સમય પછી, યહૂદી આગેવાનોએ તેને મારી નાખવાની યોજના ઘડી.
\v 24 દિવસ અને રાત દરમ્યાન યહૂદીઓ શહેરના દરવાજામાંથી પસાર થતા લોકોનું સતત ધ્યાન રાખતા હતા, જેથી જ્યારે તેઓ શાઉલને જુએ ત્યારે તેઓ તેને મારી નાખી શકે. જો કે, કોઈકે શાઉલને કહી દીધું હતું કે તેઓએ તેને મારી નાખવાની યોજના કરી છે.
\v 25 તેથી કેટલાક લોકો જેઓને તેણે ઈસુ પર વિશ્વાસ કરવા તરફ દોર્યા હતા તેઓ એક રાત્રે તેને શહેરને ફરતી પત્થરની ઊંચી દીવાલ પાસે લઇ ગયા. દીવાલમાંના બાકોરામાંથી મોટી ટોપલીમાં તેઓએ તેને દોરડાની મદદથી તેને નીચે ઉતાર્યો. આ રીતે તે દમસ્કસમાંથી જતો રહી શક્યો.
\s5
\v 26 જ્યારે શાઉલ યરુશાલેમમાં આવી પહોંચ્યો, ત્યારે તેણે બીજા વિશ્વાસીઓને મળવાનો પ્રયત્ન કર્યો. જો કે, તેઓમાંના લગભગ બધાએ તેનાથી બીવાનું ચાલુ રાખ્યું, કારણ કે તેઓ વિશ્વાસ કરતાં ન હતા કે તે વિશ્વાસી બન્યો છે.
\v 27 પણ બાર્નાબાસ તેની પાસે આવ્યો અને તેને પ્રેરિતોની પાસે લઇ ગયો. તેણે પ્રેરિતોને જણાવ્યું કે, જ્યારે શાઉલ દમસ્કસના માર્ગે મુસાફરી કરી રહ્યો હતો ત્યારે, કેવી રીતે તેણે પ્રભુ ઈસુને જોયા અને કેવી રીતે પ્રભુએ ત્યાં તેની સાથે વાત કરી. તેણે તેઓને એ પણ કહ્યું કે કેવી રીતે શાઉલે દમસ્કસના લોકોને હિંમતપૂર્વક ઈસુ વિશે પ્રચાર કર્યો.
\s5
\v 28 તેથી આખા યરુશાલેમમાં શાઉલે પ્રેરિતોને અને બીજા વિશ્વાસીઓને મળવાનું ચાલુ કર્યું, અને તે હિંમતથી લોકોને પ્રભુ ઈસુ વિશે કહેતો હતો.
\v 29 શાઉલ યહૂદીઓ કે જેઓ ગ્રીક ભાષા બોલતા હતા તેઓને પણ ઈસુ વિશે કહેતો હતો, અને તેમની સાથે ચર્ચા કરતો હતો. પણ તેઓ સતત એવું વિચારતા હતા કે તેઓ કઈ રીતે તેને મારી નાખે.
\v 30 જ્યારે બીજા વિશ્વાસીઓએ એ જાણ્યું કે તેઓ તેને મારી નાખવા યોજના કરતા હતા, ત્યારે કેટલાક શાઉલને કાઇસારિયા શહેર તરફ લઈ ગયા. ત્યાં એક વહાણ જે તેના તાર્સસ શહેર તરફ જતું હતું, તેમાં તેઓએ તેને બેસાડ્યો.
\s5
\v 31 તેથી વિશ્વાસીઓનો સમૂહ આખા યહૂદિયા, ગાલીલ અને સમરૂનમાં શાંતિપૂર્વક રહેતો હતો, કારણ કે હવે કોઈ તેમની સતાવણી કરનાર નહોતું. પવિત્ર આત્મા તેઓને સામર્થ્ય આપતો હતો અને ઉત્તેજન આપતો હતો. તેઓ સતત પ્રભુ ઈસુને માન આપતા હતા, અને પવિત્ર આત્મા બીજા ઘણા લોકોને વિશ્વાસીઓ થવા માટે શક્તિમાન કરતા હતા.
\v 32 જ્યારે પિતર તે બધા પ્રદેશોમાંથી પ્રવાસ કરી રહ્યો હતો ત્યારે, એકવાર તે વિશ્વાસીઓ કે જેઓ સમુદ્ર કિનારાના પ્રદેશ લુદામાં રહેતા હતા તેમની મુલાકાત માટે ત્યાં ગયો.
\s5
\v 33 ત્યાં તે એક માણસ જેનું નામ એનિયસ હતું તેને મળ્યો. એનિયસ તેની પથારીમાંથી ઊભો થઇ શકતો ન હતો કારણ કે તે આઠ વર્ષથી લકવાગ્રસ્ત હતો.
\v 34 પિતરે તેને કહ્યું, "એનિયસ, ઈસુ પ્રભુ તને સાજો કરે છે! ઊભો થા અને તારું બિછાનું વાળી લે!" તરત જ એનિયસ ઊભો થયો.
\v 35 મોટા ભાગના લોકો જેઓ લુદામાં અને શારોનના મેદાનમાં રહેતા હતા તેઓએ પ્રભુએ એનિયસને સાજો કર્યો તે જોયો, તેથી તેઓએ પ્રભુ ઈસુમાં વિશ્વાસ કર્યો.
\s5
\v 36 જોપ્પા શહેરમાં એક વિશ્વાસી સ્ત્રી હતી જેનું નામ તાબીથા હતું. ગ્રીક ભાષામાં તેનું નામ દરકાસ હતું. ગરીબ લોકોને તેમની જરૂરિયાતની બાબતો આપવા દ્વારા તે હમેશા સારા કાર્યો કરતી હતી.
\v 37 જ્યારે પિતર લુદામાં હતો તે સમય દરમ્યાન, તે બીમાર પડી અને મરણ પામી. ત્યાંની કેટલીક સ્ત્રીઓએ યહૂદી રિવાજ પ્રમાણે તેના શબને નવડાવ્યું. પછી તેઓએ તેના શરીરને કપડામાં લપેટીને તેના ઘરની ઉપલી મેડીમાં મૂક્યું.
\s5
\v 38 લુદા એ જોપ્પા શહેરથી નજીક હતું, તેથી જ્યારે શિષ્યોએ સાંભળ્યું કે પિતર હજુ લુદામાં છે, ત્યારે તેમણે બે માણસોને પિતરની પાસે મોકલ્યા. પિતર જ્યાં હતો ત્યાં તેઓ આવી પહોંચ્યા ત્યારે, તેઓએ તેને આગ્રહ કર્યો, "મહેરબાની કરીને અમારી સાથે જોપ્પા આવ!"
\v 39 પિતર તરત તૈયાર થયો અને તેમની સાથે ગયો. જ્યારે તે જોપ્પામાં તે ઘરમાં આવ્યો, ત્યારે તેઓ તેને ઉપલી મેડીમાં જ્યાં દરકાસનું શરીર રાખેલું હતું ત્યાં લઇ ગયા. બધી જ વિધવાઓ ત્યાં તેની આસપાસ હતી. તેઓ રડતી હતી અને જે ઝભ્ભા અને બીજાં વસ્ત્રો દરકાસ જ્યારે જીવતી હતી ત્યારે લોકોને માટે બનાવતી હતી તે તેઓને દેખાડતી હતી.
\s5
\v 40 પણ પિતરે તે સર્વને ઓરડામાંથી બહાર કાઢી મૂક્યાં. પછી તેણે ઘૂંટણ પર પડીને પ્રાર્થના કરી. પછી, તેના શરીર તરફ ફરીને, તેણે કહ્યું, "તાબીથા, ઊભી થા!" તરત તેણે તેની આંખો ખોલી અને જ્યારે તેણે પિતરને જોયો ત્યારે તે બેઠી થઈ.
\v 41 તેણે તેનો એક હાથ પકડ્યો અને તેને ઊભા થવામાં મદદ કરી. પછી તેણે વિશ્વાસીઓને તેમ જ જે વિધવાઓ ત્યાં હતી તેઓને ફરીથી અંદર બોલાવ્યા, તેણે તેઓને બતાવ્યું કે તે ફરીથી જીવતી થઇ છે.
\v 42 તરત જ જોપ્પામાં રહેનારા લોકોએ તે ચમત્કાર વિશે જાણ્યું, અને તેના પરિણામ રૂપે ઘણા લોકોએ પ્રભુ ઈસુમાં વિશ્વાસ કર્યો.
\v 43 પિતર જોપ્પામાં સિમોન નામના માણસને ઘેર ઘણા દિવસ સુધી રહ્યો. તે ચર્મકારનો ધંધો કરતો હતો.
\s5
\c 10
\p
\v 1 એક માણસ કાઈસારિયા શહેરમાં રહેતો હતો તેનું નામ કર્નેલ્યસ હતું. તે અધિકારી હતો અને ઈટાલીના રોમન સૈનિકોના સો માણસોના મોટા સમૂહને આદેશ કરતો હતો.
\v 2 તે હમેશા ઈશ્વરને જે પસંદ હોય તેવું કાર્ય કરવાનો પ્રયત્ન કરતો હતો; તે અને તેના ઘરનાં બધા જ બિનયહૂદી હતાં જેઓ ઈશ્વરનું ભજન કરવા ટેવાએલાં હતા. તે ઘણી વાર ગરીબ યહૂદી લોકોને મદદ કરવા નાણાં આપતો હતો, અને તે ઈશ્વરને નિયમિત પ્રાર્થના કરતો હતો.
\s5
\v 3 એક દિવસ બપોરે આશરે ત્રણ વાગે કર્નેલ્યસે એક દર્શન જોયું. તેણે સ્પષ્ટ રીતે એક દૂતને જોયો કે જેને ઈશ્વરે મોકલ્યો હતો. તેણે દૂતને તેના ઓરડામાં આવતો જોયો જે તેને કહેતો હતો, "કર્નેલ્યસ !"
\v 4 કર્નેલ્યસ તે દૂતને જોઈ રહ્યો અને બીધો. પછી તેણે ભયભીત થઈને પૂછ્યું, "મહાશય, તમારે શું જોઈએ છે?" ઈશ્વર પાસેથી મોકલાયેલા તે દૂતે તેને જવાબ આપ્યો, "તેં ઈશ્વરને પ્રસન્ન કર્યા છે કારણ કે તું નિયમિત રીતે તેમને પ્રાર્થના કરે છે અને તું ઘણી વાર ગરીબ લોકોને મદદ કરવા માટે નાણાં આપે છે. તે બધી બાબતો ઈશ્વરને માટે યાદગીરીના અર્પણ જેવી છે.
\v 5 તેથી હવે કોઈ માણસને જોપ્પા જવાની આજ્ઞા આપ અને તેને કહે કે સિમોન નામનો માણસ કે જેનું બીજું નામ પિતર છે તેને પાછો લઇ આવે.
\v 6 તે જેની સાથે રહે છે, તેનું નામ પણ સિમોન છે, તે ચર્મકાર છે. તેનું ઘર સમુદ્રની પાસે છે."
\s5
\v 7 જે દૂત કર્નેલ્યસ સાથે વાત કરી રહ્યો હતો તે ગયો ત્યારે, તેણે તેના ઘરમાં કામ કરતા બે નોકરોને અને એક સૈનિક કે જે તેની સેવા કરતો હતો અને ઈશ્વરનું ભજન પણ કરતો હતો તેઓને બોલાવ્યા.
\v 8 દૂતે તેને જે કહ્યું હતું તે બધું તેણે તેઓને સમજાવ્યું. પછી તેણે તેઓને કહ્યું કે જોપ્પા શહેરમાં જઈને પિતરને કાઈસારિયા આવવા કહો.
\s5
\v 9 બીજા દિવસે આશરે બપોરે પેલા ત્રણ માણસો માર્ગની મુસાફરી કરીને જોપ્પા પાસે આવી પહોંચ્યા. તેઓ જોપ્પા પહોંચી રહ્યા હતા ત્યારે, પિતર ઘરની અગાસી પર પ્રાર્થના કરવા ગયો.
\v 10 તે ભૂખ્યો થયો અને તેને કંઈ ખાવાની ઇચ્છા થઈ. જ્યારે કેટલાક લોકો ખોરાક તૈયાર કરી રહ્યા હતા ત્યારે, પિતરે એક દર્શન જોયું.
\v 11 તેણે આકાશ ખુલ્લું થયેલું જોયું અને મોટી ચાદર જેવું કશુંક ભૂમિ પર નીચે ઉતર્યું, અને તેના ચાર ખૂણા ઉપરની તરફ ઊઠેલા હતા.
\v 12 તે ચાદરમાં બધા જ પ્રકારનાં સજીવો હતાં. તેઓમાં મૂસાના નિયમ પ્રમાણે યહૂદીઓને જે મના કરવામાં આવેલાં તેવાં પશુઓ અને પક્ષીઓ સામેલ હતાં. કેટલાકને ચાર પગ હતાં, બીજા ભૂમિ પર ચાલનારાં હતાં, અને બીજા જંગલી પક્ષીઓ હતાં.
\s5
\v 13 પછી તેણે ઈશ્વરને તેને કહેતા સાંભળ્યા, "પિતર, ઊભો થા, તેમાંના કેટલાકને મારી નાખ અને તેઓને ખા!"
\v 14 પણ પિતરે જવાબ આપ્યો, "પ્રભુ, તમે ખરેખર નથી ઈચ્છતા કે હું તે કરું કારણ કે આપણા યહૂદી નિયમ પ્રમાણે જે અસ્વીકાર્ય છે તે મેં કદી ખાધું નથી અથવા તે આપણે કદી ખાવું જ ન જોઈએ!"
\v 15 પછી પિતરે બીજી વાર ઈશ્વરને તેની સાથે વાત કરતા સાંભળ્યા. તેમણે કહ્યું, "હું ઈશ્વર છુ, તેથી મેં જે બનાવ્યું છે તે જો ખાવા માટે માન્ય છે, તો એવું કહીશ નહિ કે તે ખાવા માટે માન્ય નથી!"
\v 16 આવું ત્રણ વાર બન્યું. તે પછી તરત જ, તે પશુઓ અને પક્ષીઓવાળી ચાદર આકાશમાં ઊંચકાઈ ગઈ.
\s5
\v 17 જ્યારે પિતર તે દર્શન શું હતું તે સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે, કર્નેલ્યસે જે માણસો મોકલ્યા હતા તેઓ આવી પહોંચ્યા. તેમણે લોકોને પૂછ્યું કે સિમોનના ઘરે કેવી રીતે પહોંચી શકાય. તેથી તેઓએ તેનું ઘર શોધી કાઢ્યું અને દરવાજાની બહાર ઊભા રહ્યા.
\v 18 તેઓએ પૂછીને તપાસ કરી કે, સિમોન જેનું બીજું નામ પિતર હતું તે ત્યાં રહેતો હતો કે કેમ.
\s5
\v 19 જ્યારે પિતર હજુ તે દર્શન શું હતું તે સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે, ઈશ્વરના આત્માએ તેને કહ્યું, "સાંભળ! અહીં ત્રણ માણસો છે જેઓ તને મળવા માગે છે.
\v 20 તેથી ઊભો થઈને નીચે જા અને તેમની સાથે જા! એવું વિચારીશ નહિ કે તારે તેઓની સાથે જવું જોઈએ નહિ, કારણ કે મેં તેઓને અહીં મોકલ્યા છે!"
\v 21 તેથી પિતર તેઓની પાસે ત્યાં નીચે આવ્યો અને તેઓને કહ્યું, "સલામ! તમે જે માણસને શોધો છો તે હું જ છુ. તમે શા માટે આવ્યા છો?"
\s5
\v 22 તેઓએ જવાબ આપ્યો, "કર્નેલ્યસ , જે રોમન અધિકારી છે, તેણે અમને અહીં મોકલ્યા છે. તે સારો માણસ છે જે ઈશ્વરનું ભજન કરે છે, અને બધા જ યહૂદીઓ જેઓ તેને જાણે છે તેઓ તેના વિષે કહે છે કે તે સારો માણસ છે. એક દૂતે તેને કહ્યું, 'કોઈ માણસોને કહે કે જોપ્પા જઈને સિમોન પિતરને મળે અને તેને અહીં લઈ આવે, તેથી તે તને જણાવી શકે કે તેને શું કહેવું છે."
\v 23 તેથી પિતરે તેઓને ઘરમાં બોલાવ્યા અને તેમને કહ્યું કે તેમણે રાત્રે ત્યાં રોકાવું જોઈએ. બીજા દિવસે પિતર તૈયાર થયો અને તે માણસોની સાથે ગયો. જોપ્પામાંથી કેટલાક વિશ્વાસીઓ પણ તેની સાથે ગયા.
\s5
\v 24 તે પછીના દિવસે, તેઓ કાઈસારિયા શહેરમાં આવી પહોંચ્યા. કર્નેલ્યસ તેઓની રાહ જોઈ રહ્યો હતો. તેણે તેના સગાંઓને અને નજીકના મિત્રોને પણ ત્યાં બોલાવ્યા હતા, જેથી તેઓ પણ ત્યાં તેના ઘરમાં હતા.
\s5
\v 25 જ્યારે પિતર તે ઘરમાં આવ્યો ત્યારે, કર્નેલ્યસ તેને મળ્યો અને તેની સામે નીચા નમીને તેનું ભજન કર્યું.
\v 26 પણ પિતરે કર્નેલ્યસને હાથ પકડીને તેના પગ પર ઉભો કર્યો. તેણે કહ્યું, "ઉભો થા! મારી સામે નમીને મારું ભજન કરીશ નહિ! હું પોતે પણ તારી જેમ માણસ જ છું!"
\s5
\v 27 પિતર જ્યારે કર્નેલ્યસની સાથે વાત કરતો હતો ત્યારે, તે અને તેની સાથેના બીજાઓ ઘરમાં પ્રવેશ્યા અને તેમણે જોયું કે ઘણા બધા લોકો ત્યાં એકઠા થયા હતા.
\v 28 પછી પિતરે તેઓને કહ્યું, "જો અમારામાંનો કોઈ યહૂદી એક બિનયહૂદી સાથે સંબંધ રાખે અથવા તેના ઘરની મુલાકાત પણ કરે તો તમે બધા જાણો છો કે અમને એવું લાગે છે કે અમે અમારા યહૂદી નિયમોને આધીન થતા નથી. તો પણ, ઈશ્વરે મને દર્શનમાં બતાવ્યું છે કે મારે કહેવું જોઈએ નહિ કે કોઈ એટલું શુદ્ધ કે ભ્રષ્ટ છે કે ઈશ્વર તેને સ્વીકારશે નહિ.
\v 29 તેથી જ્યારે તમે કેટલાક માણસોને મને તેડી લાવવા મોકલ્યા ત્યારે, હું કઈ પણ આનાકાની કર્યા વગર સીધો અહીં આવ્યો. એટલે, મહેરબાની કરીને મને કહો, તમે મને અહીં આવવાનું શા માટે કહ્યું?"
\s5
\v 30 કર્નેલ્યસે જવાબ આપ્યો, "ત્રણ દિવસ પહેલાં આશરે આ સમયે જેમ હું બપોર પછી ત્રણ વાગે નિયમિત કરું છું તેમ, મારા ઘરમાં ઈશ્વરની પ્રાર્થના કરતો હતો. અચાનક એક માણસ કે જેણે ઊજળા સફેદ વસ્ત્ર પહેરેલા હતા તે મારી સામે આવીને ઊભો રહ્યો અને કહ્યું,
\v 31 'કર્નેલ્યસ , ઈશ્વરે તારી પ્રાર્થના સાંભળી છે. તેમણે એ પણ ધ્યાનમાં લીધું છે કે તું ઘણીવાર ગરીબ લોકોને નાણા આપીને મદદ કરે છે, અને તેઓ તેનાથી પ્રસન્ન છે.
\v 32 તેથી હવે, સિમોન કે જેનું બીજું નામ પિતર છે તેને અહીં બોલાવી લાવવા માટે જોપ્પા શહેરમાં સંદેશવાહકો મોકલ. તે સિમોન કે જે ચર્મકાર છે, તેના સમુદ્ર પાસેના ઘરમાં રહે છે.'
\v 33 તેથી મેં તરત જ કેટલાક માણસોને તને બોલાવવા માટે મોકલ્યા, અને તું આવ્યો માટે હું તારો ખરેખર આભાર માનું છુ. હવે, આપણે જાણીએ છીએ કે ઈશ્વર આપણી સાથે છે, ઈશ્વરે તને જે આજ્ઞા આપી છે તે બાબતો સાંભળવા માટે અમે બધા અહીં ભેગા થયા છીએ. તેથી હવે મહેરબાની કરીને અમારી સાથે વાત કર."
\s5
\v 34 તેથી પિતરે તેઓની સાથે વાત કરવાનું શરૂ કર્યું. તેણે કહ્યું, "હવે હું સમજ્યો છું કે એ સાચું છે કે ઈશ્વર કોઈ ચોક્કસ પ્રકારના લોકોના સમૂહની તરફેણ કરતા નથી.
\v 35 તેના બદલે, દરેક લોકસમૂહમાંથી જેઓ તેમને માન આપે છે અને તેમને પસંદ પડે તેવું કરે છે તે બધાને તેઓ સ્વીકારે છે.
\s5
\v 36 અમને ઇઝરાયલીઓને ઈશ્વરે જે સંદેશો મોકલ્યો છે તે તમે જાણો છો. ઈસુ ખ્રિસ્તે જે કર્યું છે તે શુભ સમાચારના લીધે લોકોને તેમનામાં શાંતિ પ્રાપ્ત થશે તે તેમણે અમને પ્રગટ કર્યું છે. આ ઈસુ એ માત્ર ઇઝરાયલીઓના જ ઈશ્વર નથી. તેઓ પ્રભુ છે કે જેઓ બધા લોકોની ઉપર રાજ કરે છે.
\v 37 ગાલીલથી શરૂ કરીને, યહૂદિયાની ભૂમિ સુધી તેમણે જે કર્યું તે તમે જાણો છો. યોહાને લોકોને બાપ્તિસ્મા આપતાં પહેલાં તેમના પાપી વર્તનથી પાછા ફરવા સંબંધી પ્રગટ કર્યું તે પછી તેમણે આ બાબતો કરવાનું શરૂ કર્યું.
\v 38 તમે જાણો છો કે ઈશ્વરે ઈસુને કે જેઓ નાસરેથ નગરના હતા તેમને તેમનો પવિત્ર આત્મા આપ્યો, અને તેમને ચમત્કારો કરવાની શક્તિ આપી. તમે જાણો છો કે કેવી રીતે ઈસુ ઘણી જગ્યાએ જતા, હંમેશાં ભલાં કાર્યો કરતા અને લોકોને સાજા કરતા હતા. શેતાનથી જેઓ પીડાતા હતા તેવા બધા લોકોને તેઓ સાજા કરતા હતા. ઈસુ આ બધી બાબતો કરી શક્યા કારણ કે ઈશ્વર હમેશા તેમને મદદ કરતા હતા."
\s5
\v 39 "યરુશાલેમમાં અને ઇઝરાયલ દેશમાં જ્યાં કંઇ ઈસુ રહ્યા ત્યાં તેમણે જે કર્યું તે અમે જોયું છે. તેમના શત્રુઓએ તેમને લાકડાના વધસ્તંભ ઉપર ખીલા ઠોકીને મારી નાખ્યા.
\v 40 તેઓ મરણ પામ્યા પછી ઈશ્વરે તેમને ત્રીજા દિવસે સજીવન કર્યા, અને ઈશ્વરે એવું કર્યું કે તેઓને સજીવન કર્યા બાદ ઘણા લોકો તેમને જીવંત રૂપમાં જૂએ. લોકોને ખાતરી થઈ હતી કે જે મરણ પામ્યા હતા તે તેઓ જ હતા અને હવે તેમણે પોતાની આંખોથી જોયું અને પૂરી ખાતરી પામ્યા કે ઈસુ સજીવન થયા છે.
\v 41 તે સમયે ઈશ્વરે બધાને તેમનું દર્શન થવા દીધું નહિ. તેના બદલે, ઈશ્વરે તેમને સજીવન કર્યા પછીના શરૂઆતના દિવસોમાં ઈસુએ પોતાની સાથે રહેવા અને ભોજન કરવા પસંદ કર્યા હતા ફક્ત તેઓને જ દર્શન થવા દીધું.
\s5
\v 42 ઈશ્વરે અમને આદેશ આપ્યો છે કે અમે લોકોને ઉપદેશ આપીએ અને કહીએ કે, એક દિવસે બધાનો ન્યાય કરવા તેમણે ઈસુને નીમ્યા છે. જેઓ તે સમયે હજુ જીવતા હશે અને બીજા જેઓ તે સમય અગાઉ મરણ પામ્યા હશે તે બધાનો ન્યાય ઈસુ કરશે.
\v 43 બધા જ પ્રબોધકો જેઓએ ઘણા સમય અગાઉ તેમના વિષે લખ્યું તેમણે લોકોને તેમના વિષે કહ્યું. તેમણે લખ્યું છે કે જેઓએ તેમનામાં વિશ્વાસ કર્યો છે, તેઓએ પાપ કર્યાં હશે તે ઈશ્વર માફ કરશે, કારણ કે આ માણસ, ઈસુએ, તેમને માટે એ કર્યું છે."
\s5
\v 44 જ્યારે પિતર હજુ તે શબ્દો બોલી રહ્યો હતો ત્યારે, એકાએક બધા લોકો જેઓ બિન યહૂદીઓ હતા અને આ સંદેશ સાંભળી રહ્યા હતા તેઓના પર પવિત્ર આત્મા ઊતરી આવ્યા.
\v 45 ઈશ્વરે પવિત્ર આત્મા જે ઉદારતાથી બિનયહૂદી લોકોને પણ આપ્યા તે જોઇને, જે યહૂદી વિશ્વાસીઓ જોપ્પાથી પિતરની સાથે આવ્યા હતા તેઓ આશ્ચર્ય પામ્યા.
\s5
\v 46 યહૂદી વિશ્વાસીઓએ જાણ્યું કે આ ઈશ્વરે કર્યું છે, કારણ કે તેમણે તે લોકોને જે અન્ય ભાષાઓ તેઓ શીખ્યા ન હતા તેમાં બોલતા અને ઈશ્વર કેટલા મહાન છે તેવું કહેતા સાંભળ્યા. પછી પિતરે
\v 47 જે બીજા યહૂદી વિશ્વાસીઓ જેઓ ત્યાં હતા તેમને કહ્યું કે, "ઈશ્વરે આપણ યહૂદી વિશ્વાસીઓની જેમ જ તેઓને પણ પવિત્ર આત્મા આપ્યો છે, તેથી તમે બધા નિશ્ચે સહમત થશો કે આપણે આ લોકોને બાપ્તિસ્મા આપવું જોઈએ!"
\v 48 પછી પિતરે તે બિનયહૂદી લોકોને કહ્યું કે તમારે ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરનારા તરીકે બાપ્તિસ્મા પામવું જોઈએ. તેથી તેઓએ તે બધાને બાપ્તિસ્મા આપ્યું. બાપ્તિસ્મા પામ્યા પછી, તેઓએ પિતરને વિનંતી કરી કે તે તેઓની સાથે થોડા દિવસ રહે. તેથી પિતર અને બીજા યહૂદી વિશ્વાસીઓએ તે પ્રમાણે કર્યું.
\s5
\c 11
\p
\v 1 પ્રેરિતો તેમજ બીજા વિશ્વાસીઓ જેઓ યહૂદિયા પ્રાંતના અલગ અલગ નગરોમાં રહેતા હતા તેઓએ લોકોને કહેતા સાંભળ્યા કે કેટલાક બિનયહૂદી લોકોએ પણ ઈશ્વરના ઈસુ વિશેના સંદેશ પર વિશ્વાસ કર્યો છે.
\v 2 પણ પિતર કાઇસારિયાથી યરુશાલેમ પાછો આવ્યો ત્યારે, ત્યાં યરુશાલેમમાં કેટલાક યહૂદી વિશ્વાસીઓ તેને મળ્યા અને તેની ટીકા કરી. તેઓ ઇચ્છતા હતા કે ઈસુના બધા અનુયાયીઓની સુન્નત કરવામાં આવે.
\v 3 તેઓએ તેને કહ્યું, "તું માત્ર સુન્નત વગરના બિનયહૂદીઓના ઘરે જાય છે તે ખોટું છે એટલું જ નહિ પણ, તું તેઓની સાથે જમે પણ છે!"
\s5
\v 4 તેથી પિતરે ખરેખર જે બન્યું હતું તે તેઓને કહેવાનું શરૂ કર્યું.
\v 5 તેણે કહ્યું, "હું જોપ્પા શહેરમાં મારી રીતે પ્રાર્થના કરી રહ્યો હતો, અને ત્યારે મને એક દર્શન થયું. મેં જોયું કે ચાર ખૂણેથી લટકાવેલી એક વિશાળ ચાદર આકાશમાંથી ઊતરી આવી, અને હું જ્યાં હતો ત્યાં નીચે તે આવી.
\v 6 હું જ્યારે ધ્યાનથી તેમાં જોઈ રહ્યો હતો ત્યારે, મેં કેટલાક પાલતુ પશુઓ અને કેટલાક જંગલી પશુઓ, પેટે ચાલનારા જીવ અને જંગલી પક્ષીઓ પણ જોયા.
\s5
\v 7 પછી મેં ઈશ્વરને મને આદેશ આપતા સાંભળ્યા, 'પિતર, ઊભો થા, તેઓને મારીને ખા!'
\v 8 પણ મેં ઉત્તર આપ્યો, 'પ્રભુ, તમે સાચે જ એવું ઈચ્છો નહિ કે હું તે પ્રમાણે કરું, કારણ કે આપણા નિયમમાં જે ખાવાની મના કરી છે તે મેં કદી ખાધું નથી!'
\v 9 ઈશ્વરે આકાશમાંથી બીજી વાર મને તે કહ્યું, 'હું ઈશ્વર છુ, તેથી મેં જે બનાવ્યું છે તે ખાવા માટે માન્ય છે, તો એવું કહીશ નહિ કે તે ખાવા માટે અમાન્ય છે.'
\v 10 આ જ બાબત બીજી બે વાર બની, અને પછી તે બધા પશુઓ અને પક્ષીઓવાળી તે ચાદર આકાશમાં પાછી ઊંચકાઈ ગઈ.
\s5
\v 11 તે જ ક્ષણે, હું જ્યાં રહેતો હતો ત્યાં કાઈસારીયાથી મોકલેલા ત્રણ માણસો આવી પહોંચ્યા.
\v 12 ઈશ્વરના આત્માએ મને કહ્યું કે તેઓ બિનયહૂદી છે છતાં મારે તેઓની સાથે જવામાં ખચકાવું જોઈએ નહિ. મારી સાથે છ યહૂદી વિશ્વાસીઓ પણ કાઈસારીયા આવ્યા, અને પછી અમે તે બિનયહૂદી માણસના ઘરે ગયા.
\v 13 તેણે અમને કહ્યું કે તેણે એક દૂતને તેના ઘરમાં ઊભેલો જોયો. દૂતે તેને કહ્યું, 'કેટલાક માણસોને કહે કે તેઓ જોપ્પા જાય અને ત્યાંથી સિમોન કે જેનું બીજું નામ પિતર છે તેને અહીં તેડી લાવે.
\v 14 તે તને કહેશે કે કેવી રીતે તું અને તારા ઘરના બીજા બધા બચી શકો.'
\s5
\v 15 મેં બોલવાનું શરૂ કર્યું ત્યારે, જેવી રીતે પચાસમાના પર્વ દરમ્યાન પવિત્ર આત્મા આપણા ઉપર ઊતરી આવ્યો હતો તેવી જ રીતે તેઓ અચાનક તેઓ ઉપર ઊતરી આવ્યો.
\v 16 પ્રભુએ જે કહ્યું હતું તે પછી મને યાદ આવ્યું: 'યોહાને પાણીથી તમારું બાપ્તિસ્મા કર્યું, પણ ઈશ્વર પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરશે.'
\s5
\v 17 આપણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો તે પછી તેમણે આપણને જેમ પવિત્ર આત્મા આપ્યો તેમ બિનયહૂદીઓને પણ ઈશ્વરે પવિત્ર આત્મા આપ્યો. તેથી હું ઈશ્વરને એવું કહી શકું નહિ કે તેમણે જ્યારે તેઓને પવિત્ર આત્મા આપ્યો ત્યારે તેમણે કંઈ ખોટું કર્યું!"
\v 18 પિતરે જે કહ્યું તે યહૂદી વિશ્વાસીઓએ સાંભળ્યું તે પછી, તેઓએ તેની ટીકા કરવાનું બંધ કર્યું. તેના બદલે, તેમણે, ઈશ્વરની સ્તુતિ કરતાં કહ્યું, "હવે તે આપણને સ્પષ્ટ છે કે જો બિનયહૂદીઓ તેમના પાપી સ્વભાવથી પાછા ફરે તો ઈશ્વર તેઓને પણ સ્વીકારે છે કે જેથી તેઓ અનંતજીવન પામે."
\s5
\v 19 સ્તેફનના મરણ પછી, ઘણા વિશ્વાસીઓએ યરુશાલેમ છોડી દીધું અને અન્ય જગ્યાઓમાં ગયા કારણ કે તેઓ યરુશાલેમમાં સહન કરી રહ્યા હતા. તેઓમાંના કેટલાક ફિનીકિયા ગયા, કેટલાક સાયપ્રસ ટાપુ પર ગયા, અને બીજા અંત્યોખ કે જે સિરિયાનું શહેર હતું ત્યાં ગયા. તે સ્થળોમાં તેઓ લોકોને ઈસુ વિશેનો સંદેશ સતત કહેતા હતા, પણ તેઓએ માત્ર બીજા યહૂદીઓને જ તે વિષે કહ્યું.
\v 20 કેટલાક વિશ્વાસીઓ સાયપ્રસ ટાપુના અને ઉત્તર આફ્રિકાના કુરેની શહેરના માણસો હતા. તેઓ અંત્યોખ ગયા અને બિનયહૂદી લોકોને પણ પ્રભુ ઈસુ વિષે જણાવ્યું.
\v 21 તે વિશ્વાસીઓ અસરકારક પ્રચાર કરી શકે તે માટે પ્રભુ ઈશ્વર તેમને સામર્થ્ય આપતા હતા. તેના પરિણામે, બીજા ઘણા બિનયહૂદી લોકોએ તેમના સંદેશ પર અને પ્રભુ પર વિશ્વાસ કર્યો.
\s5
\v 22 યરુશાલેમમાંના વિશ્વાસીઓના સમૂહે લોકોને કહેતા સાંભળ્યા કે અંત્યોખમાં ઘણા લોકોએ ઈસુ પર વિશ્વાસ કર્યો છે. તેથી યરુશાલેમમાંના વિશ્વાસીઓના આગેવાનોએ બાર્નાબાસને અંત્યોખ મોકલ્યો.
\v 23 તે ત્યાં પહોંચ્યો ત્યારે, તેણે અનુભવ કર્યો કે ઈશ્વર વિશ્વાસીઓ પ્રત્યે ભલાઈથી વર્ત્યાં છે. તેથી તે ઘણો ખુશ થયો, અને વિશ્વાસીઓને પ્રભુ ઈસુ પર સતત સંપૂર્ણ વિશ્વાસ કરવા તેણે ઉત્તેજન આપ્યું.
\v 24 બાર્નાબાસ ભલો માણસ હતો કે જે પવિત્ર આત્માના નિયંત્રણમાં હતો, તે ઈશ્વર પર સંપૂર્ણ વિશ્વાસ રાખતો હતો. બાર્નાબાસે જે કર્યું તેના લીધે, ત્યાંના ઘણા લોકોએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો.
\s5
\v 25 પછી બાર્નાબાસ શાઉલને શોધવા માટે કિલીકિયાના તાર્સસ શહેરમાં ગયો.
\v 26 તેને શોધી કાઢ્યા પછી, બાર્નાબાસ તેને લઈને વિશ્વાસીઓને શીખવવામાં મદદ કરવા અંત્યોખ પાછો આવ્યો. તેથી આખા એક વર્ષ સુધી બાર્નાબાસ અને શાઉલ નિયમિત રીતે ત્યાંની મંડળીને મળ્યા અને મોટી સંખ્યામાં લોકોને ઈસુ વિશેનું શિક્ષણ આપ્યું. શિષ્યોને સૌ પ્રથમ અંત્યોખમાં ખ્રિસ્તી કહેવામાં આવ્યા.
\s5
\v 27 બાર્નાબાસ અને શાઉલ અંત્યોખમાં હતા તે સમય દરમ્યાન, કેટલાક વિશ્વાસીઓ કે જેઓ પ્રબોધકો હતા તેઓ યરુશાલેમથી ત્યાં આવ્યા.
\v 28 તેઓમાંથી, આગાબસ નામે, એક જણ બોલવા માટે ઊભો થયો. ઈશ્વરના આત્માએ તેને પ્રબોધ કરવાની શક્તિ આપી કે થોડા જ સમયમાં ઘણા દેશોમાં દુકાળ પડશે. (કલોડિયસ જ્યારે રોમન શાસક હતો ત્યારે આ દુકાળ પડ્યો.)
\s5
\v 29 આગાબસે જે કહ્યું તે જ્યારે ત્યાંના વિશ્વાસીઓએ સાંભળ્યું ત્યારે, તેઓએ નક્કી કર્યું કે જે વિશ્વાસીઓ યહૂદિયામાં રહે છે તેઓની મદદ કરવા માટે તેઓ નાણાં મોકલશે. તેઓમાંના બધાએ નક્કી કર્યું કે તેઓ જેટલા આપી શકે તેટલાં વધારે નાણાં આપશે.
\v 30 તેઓએ યરુશાલેમના વિશ્વાસીઓના આગેવાનો પાસે લઇ જવા માટે બાર્નાબાસ તથા શાઉલને તે નાણાં આપ્યાં.
\s5
\c 12
\p
\v 1 તે સમયમાં હેરોદ આગ્રીપા રાજાએ યરુશાલેમમાંના વિશ્વાસી સમૂહના કેટલાક આગેવાનોને પકડવા સૈનિકોને મોકલ્યા. સૈનિકોએ તેમને જેલમાં નાખ્યા. તે વિશ્વાસીઓની સતાવણી કરવા માગતો હતો માટે તેણે આ પ્રમાણે કર્યું.
\v 2 તેણે યોહાન પ્રેરિતના મોટા ભાઈ, યાકૂબ પ્રેરિતનું માથું કાપી નાખવાનો હુકમ એક સૈનિકને કર્યો. તેથી તે સૈનિકે તે પ્રમાણે કર્યું.
\s5
\v 3 જ્યારે હેરોદને લાગ્યું કે તેણે યહૂદી લોકોના આગેવાનોને ખુશ કર્યા છે ત્યારે, તેણે સૈનિકોને પિતરને પણ પકડવાનો હુકમ કર્યો. આ તે પર્વ દરમ્યાન બન્યું જ્યારે યહૂદી લોકો ખમીર વગરની રોટલી ખાતા હતા.
\v 4 તેઓએ પિતરને પકડ્યા પછી, તેને કેદખાનામાં નાખ્યો. તેઓએ સૈનિકોના ચાર સમૂહને તેના પર પહેરો રાખવા હુકમ કર્યો. દરેક સમૂહમાં ચાર સૈનિકો હતા. હેરોદે પાસ્ખાપર્વ પૂરું થયા પછી પિતરને કેદખાનાની બહાર લાવીને યહૂદીઓની સામે તેનો ન્યાય કરવાની ઇચ્છા રાખતો હતો. પછી તેણે પિતરનો વધ કરવાની યોજના કરી.
\s5
\v 5 તેથી કેટલાક દિવસો સુધી પિતર કેદખાનામાં રહ્યો. પણ યરુશાલેમમાંના વિશ્વાસીઓનો સમૂહ પિતરને માટે આગ્રહથી ઈશ્વરને પ્રાર્થના કરતો હતો કે તેઓ તેની મદદ કરે.
\v 6 હેરોદે પિતરને કેદખાનામાંથી બહાર લાવીને જાહેરમાં મારી નાખવાની યોજના કરી હતી તે પહેલાની રાત્રે, પિતર બે સાંકળોથી બંધાયેલો, બે સૈનિકોની વચમાં સૂતો હતો. બીજા બે સૈનિકો કેદખાનાના દરવાજા પાસે ચોકી કરી રહ્યા હતા.
\s5
\v 7 અચાનક પ્રભુ ઈશ્વર પાસેથી આવેલો દૂત પિતરની બાજુમાં આવીને ઊભો રહ્યો, અને તેના ઓરડામાં તેજસ્વી પ્રકાશ ચમક્યો. દૂતે પિતરને ઢંઢોળીને ઊઠાડ્યો અને કહ્યું, "જલ્દી ઊભો થા!" જ્યારે પિતર ઉઠી રહ્યો હતો ત્યારે, તેના કાંડા પરથી સાંકળો સરી પડી. જો કે, જે થઈ રહ્યું હતું તે વિષે સૈનિકો વાકેફ ન હતા.
\v 8 પછી દૂતે તેને કહ્યું, "ઝડપથી કમરે તારો પટ્ટો બાંધ અને તારાં ચંપલ પહેર!" તેથી પિતરે તે પ્રમાણે કર્યું. પછી તે દૂતે તેને કહ્યું, "તારો કોટ પહેરી લે અને મારી પાછળ આવ!"
\s5
\v 9 તેથી પિતરે તેનો કોટ અને ચંપલ પહેર્યાં અને કેદખાનાના તે ઓરડામાંથી તે દૂતની પાછળ ગયો, પણ તે જાણતો ન હતો કે આ ખરેખર શું બની રહ્યું હતું. તેણે વિચાર્યું કે તે સ્વપ્ન જોઈ રહ્યો છે.
\v 10 પિતર અને દૂત એ બંને બે દરવાજાની ચોકી કરતા સૈનિકો પાસે આવ્યા, પણ તે સૈનિકોએ તેઓને જોયા નહિ. પછી તેઓ લોખંડના દરવાજા પાસે આવ્યા જે શહેર તરફ જતો હતો. દરવાજો તેની મેળે જ ઊઘડી ગયો, અને પિતર અને દૂત કેદખાનાની બહાર નીકળી ગયા. જ્યારે તેઓ એક શેરી જેટલા દૂર ગયા ત્યારે, તે દૂત અચાનક અદ્રશ્ય થઇ ગયો.
\s5
\v 11 ત્યારે પિતરને લાગ્યું કે તેની સાથે જે બન્યું તે સ્વપ્ન ન હતું, પણ તે ખરેખર બન્યું હતું. તેથી તેણે વિચાર્યું, "હવે હું ખરેખર જાણું છું કે પ્રભુ ઈશ્વરે તેમના દૂતને મારી મદદ માટે મોકલ્યો છે. હેરોદે મારા માટે જે યોજના કરી હતી તેમાંથી અને યહૂદી આગેવાનો જે બાબતો બને તેવું ચાહતા હતા તે બધાથી પણ તેમણે મને છોડાવ્યો છે."
\v 12 જ્યારે પિતરને લાગ્યું કે ઈશ્વરે તેને છોડાવ્યો છે ત્યારે, તે મરિયમના ઘરે ગયો. તે યોહાન કે જેનું બીજું નામ માર્ક હતું તેની મા હતી. ઘણા વિશ્વાસીઓ ત્યાં ભેગા થયા હતા, અને પ્રાર્થના કરતા હતા કે ઈશ્વર કોઈક રીતે પિતરને છોડાવે.
\s5
\v 13 જ્યારે પિતરે બહારનો દરવાજો ખખડાવ્યો ત્યારે, દરવાજાની બહાર કોણ છે તે જોવા માટે રોદા નામની ગુલામ છોકરી બહાર આવી.
\v 14 જ્યારે પિતરે તેને બોલાવી ત્યારે, તેણે પિતરનો અવાજ ઓળખ્યો, પણ તે એટલી ખુશ અને ઉત્તેજિત થઈ કે તેણે દરવાજો પણ ખોલ્યો નહિ! તેના બદલે, તે ઘરમાં પાછી દોડી ગઈ. તેણે બીજા વિશ્વાસીઓને જાહેર કર્યું કે પિતર દરવાજાની બહાર ઊભો છે.
\v 15 પણ તેઓમાંના કોઈકે તેને કહ્યું કે, "તું ઘેલી છે!" પણ તેણે એવું કહ્યા જ કર્યું કે તે ખરેખર સાચું છે. તેઓ કહેતા રહ્યા કે," ના, તે પિતર ન હોઈ શકે. તે કદાચ કોઈ દૂત હશે."
\s5
\v 16 પણ પિતરે દરવાજો ખખડાવવાનું ચાલુ રાખ્યું. તેથી જ્યારે કોઈકે દરવાજો ખોલ્યો, ત્યારે તેઓએ જોયુ કે તે પિતર છે, અને તેઓ ખૂબ આશ્ચર્ય પામ્યા!
\v 17 પિતરે તેના હાથ વડે ઈશારો કરીને તેઓને શાંત રહેવા કહ્યું. પછી તેણે પ્રભુ ઈશ્વર કેવી રીતે તેને કેદખાનામાંથી બહાર લાવ્યા તે વિષે વિગતવાર કહ્યું. તેણે એ પણ કહ્યું, "યાકૂબ જે આપણા જૂથનો આગેવાન છે, તેને અને આપણા બીજા સાથી વિશ્વાસીઓને પણ જે બન્યું છે તે વિષે કહેજો." પછી પિતર ત્યાંથી નીકળીને બીજી જગ્યાએ ગયો.
\s5
\v 18 બીજે દિવસે સવારે જે સૈનિકો પિતરની ચોકી કરતા હતા તેઓ ખૂબ ચિંતિત થઇ ગયા, કારણ કે તેનું શું થયું હતું તે તેઓ જાણતા ન હતા.
\v 19 પછી હેરોદે તે વિષે સાંભળ્યું. તેથી તેણે સૈનિકોને આજ્ઞા કરી કે તેઓ પિતરને શોધી કાઢે, પણ તેઓને તે મળ્યો નહી. પછી જે સૈનિકો પિતરની ચોકી કરી રહ્યા હતા તેઓની તેણે પૂછપરછ કરી, અને તેઓને મારી નાખવાનો આદેશ આપ્યો. તે પછી, હેરોદ યહૂદિયાના પ્રાંતમાંથી કાઇસરિયા શહેર તરફ ગયો, જ્યાં તે થોડો સમય રહ્યો.
\s5
\v 20 હેરોદ રાજા જેઓ તૂર અને સિદોનમાં રહેતા હતા તે લોકો પર ખૂબ ગુસ્સે થયો હતો. પછી એક દિવસે તેઓનું પ્રતિનિધિત્વ કરતા કેટલાક લોકો હેરોદને મળવા કાઇસરિયા શહેર આવ્યા. તેઓ બ્લાસ્તસને, કે જે હેરોદના મહત્વના અધિકારીઓમાંનો એક હતો તેને મળ્યા, જેથી તે હેરોદને જણાવે કે તેના શહેરમાં રહેનારા લોકો એની સાથે સમાધાન કરવા માગે છે. હેરોદ જ્યાં રાજ્ય કરતો હતો ત્યાંના લોકોની સાથે તેઓ વેપાર કરવા માગતા હતા, કારણ કે તેઓને તે પ્રદેશોમાંથી અનાજ ખરીદવું હતું.
\v 21 હેરોદે તેઓને મળવાની યોજના કરી હતી તે દિવસે, તેણે તે રાજા છે એવું દર્શાવવા ઘણાં કીંમતી વસ્ત્રો પહેર્યાં. પછી તે તેની ગાદી પર બેઠો અને તેણે સામાન્ય રીતે જ ત્યાં એકઠા થયેલા લોકોને સંબોધન કર્યું.
\s5
\v 22 જેઓ તેને સાંભળી રહ્યા હતા તેઓ વારંવાર બૂમો પાડતા હતા, "આ જે માણસ બોલે છે તે દેવ છે, માણસ નથી!"
\v 23 તેથી, હેરોદે લોકોને ઈશ્વરને મહિમા આપવાને બદલે તેને પોતાને મહિમા આપવા દીધો તે કારણે, અચાનક પ્રભુ ઈશ્વરના એક દૂતે હેરોદને ગંભીર બીમાર પાડ્યો. ઘણા કૃમીઓએ તેનાં આંતરડાને કોરી ખાધા, અને તરત તે ખૂબ દુઃખ સાથે મરણ પામ્યો.
\s5
\v 24 વિશ્વાસીઓ સતત ઈશ્વરના સંદેશને ઘણી જગ્યાએ લોકોને કહેતા રહ્યા, અને જેઓ ઈસુમાં વિશ્વાસ કરતા હતા તેઓની સંખ્યા સતત વધતી ગઈ.
\v 25 બાર્નાબાસ અને શાઉલ યહૂદિયા પ્રાંતના યહૂદી વિશ્વાસીઓને નાણાં વહેંચવાનું પૂરું કરી રહ્યા તે પછી, તેઓ યરુશાલેમ છોડીને અંત્યોખ શહેરમાં જે સિરિયા પ્રાંતમાં છે ત્યાં પાછા આવ્યા. તેમણે યોહાન, કે જેનું બીજુ નામ માર્ક હતું, તેને સાથે લીધો.
\s5
\c 13
\p
\v 1 સિરિયા પ્રાંતના અંત્યોખમાં વિશ્વાસીઓના સમૂહમાં કેટલાક પ્રબોધકો અને ઈસુ વિશે લોકોને શીખવનારા હતા. તેઓમાં બાર્નાબાસ; સિમોન જે નિગેર કહેવાતો હતો; લુસિયસ જે કુરેનીનો હતો, મનાએન જે રાજા હેરોદ આંતીપાસની સાથે ઊછર્યો હતો, અને શાઉલ હતા.
\v 2 જ્યારે તેઓ પ્રભુનું ભજન અને ઉપવાસ કરતા હતા ત્યારે, પવિત્ર આત્માએ તેમને કહ્યું, "બાર્નાબાસ અને શાઉલને પસંદ કરો કે તેઓ મારી સેવા કરે અને જઈને જે કામ કરવા મેં તેઓને પસંદ કર્યા છે તે કરે!"
\v 3 તેથી તેઓએ ઉપવાસ અને પ્રાર્થના કરવાનું જારી રાખ્યું. પછી તેઓએ બાર્નાબાસ અને શાઉલ પર તેમના હાથ મૂક્યા અને પ્રાર્થના કરી કે, ઈશ્વર તેઓની સહાય કરે. ત્યાર પછી તેઓએ તેમને વિદાય કર્યા કે પવિત્ર આત્માના આદેશ પ્રમાણે તેઓ કરે.
\s5
\v 4 પવિત્ર આત્માએ બાર્નાબાસ અને શાઉલને ક્યાં જવું તે માટે દોરવણી આપી. તેથી તેઓ અંત્યોખથી સલૂકિયા શહેર જે સમુદ્ર પાસે છે તે તરફ ગયા. ત્યાંથી વહાણ મારફતે સાયપ્રસ ટાપુ પર સાલામિસ શહેરમાં ગયા.
\v 5 જ્યારે તેઓ સાલામિસમાં હતા ત્યારે, તેઓ યહૂદીઓના સભાસ્થાનોમાં ગયા. ત્યાં તેઓએ ઈશ્વર તરફથી ઈસુ વિશેનો સંદેશો પ્રગટ કર્યો. યોહાન માર્ક તેમની સાથે ગયો અને તેઓને મદદ કરતો હતો.
\s5
\v 6 તેઓમાંના ત્રણ આખો બેટ ઓળંગીને પાફોસ શહેરમાં ગયા. ત્યાં તેઓને એક જાદુગર મળ્યો જેનું નામ બાર-ઈસુ હતું. તે એક યહૂદી હતો પણ પ્રબોધક હોવાનો જૂઠો દાવો કરતો હતો.
\v 7 તે ટાપુના રાજ્યપાલ સર્જિયસ પાઉલ, જે એક બુદ્ધિશાળી માણસ હતો, તેની સાથે હતો. રાજ્યપાલે બાર્નાબાસ અને શાઉલને પોતાની પાસે બોલાવવા કોઈકને કહ્યું, કારણ કે તે ઈશ્વરનું વચન સાંભળવા ઇચ્છતો હતો.
\v 8 તોપણ, જાદુગર, જેના નામનો અર્થ ગ્રીક ભાષામાં એલિમાસ થાય છે, તેણે તેમને અટકાવવા પ્રયત્ન કર્યો. તેણે વારંવાર રાજ્યપાલને ઈસુ પર વિશ્વાસ કરતા રોકવાની કોશિશ કરી.
\s5
\v 9 પછી શાઉલ, જે હવે પોતાને પાઉલ તરીકે ઓળખાવતો હતો, તેણે પવિત્ર આત્માથી ભરપૂર થઈને, તે જાદુગરની સામે જોઈને કહ્યું,
\v 10 "તું શેતાનનું કામ કરે છે, અને જે સારું છે તેને અટકાવવાનો પ્રયત્ન કરે છે! તું હમેશા લોકોને જૂઠ્ઠું જણાવે છે અને તેઓનું ભૂંડું કરે છે. પ્રભુ ઈશ્વર સંબંધીનું જે સત્ય છે તેને જૂઠ્ઠું ઠરાવવાનું તારે બંધ કરવું જોઈએ!
\s5
\v 11 ઈશ્વર અત્યારે જ તને શિક્ષા કરશે! તું દ્રષ્ટિહીન થઇ જશે અને થોડા સમય માટે સૂર્યને જોઈ શકશે નહિ." તરત જ તે અંધ થઇ ગયો, જાણે તે ઘોર અંધકારમાં હોય, અને કોઈ તેનો હાથ પકડીને દોરે તેવાની તેણે શોધ કરવા માંડી.
\v 12 જ્યારે રાજ્યપાલે એલિમાસને જે થયું તે જોયું ત્યારે, તેણે ઈસુ પર વિશ્વાસ કર્યો. પાઉલ અને બાર્નાબાસ પ્રભુ ઈસુ વિષે જે શીખવતા હતા તેનાથી તે આશ્ચર્ય પામ્યો.
\s5
\v 13 ત્યાર પછી, પાઉલ અને તેની સાથેના માણસો વહાણ મારફતે પાફોસથી પામ્ફૂલ્યા પ્રાંતના પેર્ગા શહેરમાં ગયા. પેર્ગાથી યોહાન માર્ક તેમને છોડીને યરુશાલેમમાં તેના ઘરે પાછો ગયો.
\v 14 પછી પાઉલ અને બાર્નાબાસ જમીનમાર્ગે મુસાફરી કરીને ગલાતિયા પ્રાંતના પીસીદિયા જીલ્લાના અંત્યોખ શહેરમાં આવ્યા. સાબ્બાથે તેઓ સભાસ્થાનમાં જઈને બેઠા.
\v 15 કોઈકે મૂસાના નિયમના પુસ્તકમાંથી મોટેથી વાંચ્યું. ત્યારપછી કોઈકે પ્રબોધકોએ જે લખ્યું હતું તેમાંથી વાંચ્યું. પછી યહૂદી સભાસ્થાનના આગેવાનોએ પાઉલ અને બાર્નાબાસને કહેવડાવ્યું: "સાથી યહૂદીઓ, તમારામાંથી કોઈક લોકોને ઉત્તેજન આપવા કઇંક કહેવા માગતા હો તો કૃપા કરીને હવે જણાવો."
\s5
\v 16 તેથી પાઉલે હાથથી ઈશારો કર્યો કે જેથી લોકો તેને સાંભળે, પછી તેણે કહ્યું, "સાથી ઇઝરાયલીઓ અને તમે બિનયહૂદીઓ કે જેઓ પણ ઈશ્વરનું ભજન કરો છો, તેઓ મહેરબાની કરીને મારું સાંભળો!
\v 17 ઈશ્વર, કે જેઓનું આપણે ઇઝરાયલીઓ ભજન કરીએ છીએ તેઓએ, આપણા પૂર્વજોને તેમના લોકો બનવા પસંદ કર્યા, અને જ્યારે તેઓ મિસરમાં પરદેશી તરીકે રહેતા હતા ત્યારે સંખ્યામાં ઘણી વૃદ્ધિ કરી. પછી ગુલામીમાંથી તેમને બહાર કાઢવા માટે ઈશ્વરે પરાક્રમી બાબતો કરી.
\v 18 જો કે તેઓએ વારંવાર તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું તોપણ, તેમણે અરણ્યમાં ચાલીસ વરસો સુધી તેમના વર્તનને સહન કર્યું.
\s5
\v 19 તે સમયે કનાન પ્રદેશમાં વસતાં સાત લોકજૂથ પર તેમણે તેઓને વિજય અપાવ્યો, અને તેમણે તેમનો દેશ સદાને માટે ઇઝરાયલીઓને આપ્યો.
\v 20 તેમના પૂર્વજો મિસર ગયા તે પછીના લગભગ ૪૫૦ વર્ષો દરમ્યાન આ બધું બન્યું." "ત્યારપછી, ઈશ્વરે લોકોને ન્યાયાધીશો તરીકે સેવા કરવા અને આગેવાનો તરીકે ઇઝરાયલીઓ પર રાજ કરવા પસંદ કર્યા. તે લોકોએ આપણા લોકો પર સતત રાજ કર્યું, અને શમુએલ તેમના પર રાજ કરનાર છેલ્લો પ્રબોધક હતો.
\s5
\v 21 પછી, જ્યારે શમુએલ હજી તેમનો આગેવાન હતો ત્યારે, લોકોએ પોતાના પર રાજ કરવા રાજાની પસંદગી કરવા માગણી કરી. તેથી ઈશ્વરે, બિન્યામીનના કુળમાંથી, કિશના પુત્ર શાઉલને, તેમનો રાજા બનવા પસંદ કર્યો. તેણે તેમના પર ચાળીસ વરસ રાજ કર્યું.
\v 22 ઈશ્વરે શાઉલને રાજા તરીકે નકાર્યો, પછી તેમણે દાઉદને તેમનો રાજા થવા પસંદ કર્યો. ઈશ્વરે તેના સંબંધી કહ્યું, 'મેં નિશ્ચે જોયું છે કે, યિશાઈનો દીકરો, દાઉદ, હું ઇચ્છતો હતો તેવા જ પ્રકારનો માણસ છે. મારી ઇચ્છા પ્રમાણે તે બધું જ કરશે."'
\s5
\v 23 "જેમ તેમણે દાઉદ અને આપણા બીજા પૂર્વજોને વચન આપ્યું હતું તેમ, આપણ ઇઝરાયલીઓને બચાવવા માટે ઈશ્વર દાઉદના વંશજોમાંથી એકને એટલે, ઈસુને, લાવ્યા.
\v 24 ઈસુએ તેમનું કાર્ય શરૂ કર્યું તે પહેલા, યોહાન બાપ્તિસ્મીએ જે ઇઝરાયલીઓ તેની પાસે આવ્યા તે સર્વને ઉપદેશ કર્યો. તેણે તેઓને કહ્યું કે તેઓ તેમના પાપી વ્યવહારથી પાછા ફરે અને પ્રભુ પાસે માફી માગે. ત્યાર પછી તેઓ તેમને બાપ્તિસ્મા આપશે.
\v 25 જ્યારે યોહાન ઈશ્વરે તેને આપેલું કામ પૂરું કરવાનો હતો ત્યારે, તે કહી રહ્યો હતો, 'શું તમે એવું વિચારો છો કે ઈશ્વરે જે મસીહને મોકલવાનું વચન આપ્યું હતું તે હું છું? ના, હું તે નથી. પણ સાંભળો! મસીહ જલદી આવશે. તેઓ મારા કરતાં વધારે મહાન છે કે હું તેમના પગમાંથી ચંપલ ઉતારવા પણ યોગ્ય નથી."'
\s5
\v 26 "વ્હાલા ભાઈઓ, અને તમે સર્વ જેઓ ઇબ્રાહિમના વંશજો છો, અને તમે બિનયહૂદીઓ જેઓ ઈશ્વરનું ભજન કરો છો, તેઓ કૃપા કરીને સાંભળો! આપણ સર્વની પાસે ઈશ્વરે એ સંદેશો મોકલ્યો છે કે તેઓ લોકોને કેવી રીતે બચાવે છે.
\v 27 યરુશાલેમના લોકો અને તેમના અધિકારીઓએ ઈસુને ઓળખ્યા નહી. દરેક સાબ્બાથે પ્રબોધકોના પુસ્તકોને મોટેથી વાંચવામાં આવે છે છતાં પણ તેઓ તેમના પ્રબોધકોના સંદેશાને સમજ્યા નહિ, અને પછી જ્યારે તેમણે ઈસુને મરણને માટે દોષિત ઠરાવ્યા ત્યારે પ્રબોધકોએ જે કહ્યું હતું તે પૂરું થયું.
\s5
\v 28 ઘણા લોકોએ ઈસુને દુષ્ટ કામો કરવા સંબધી દોષિત ઠરાવ્યો, પણ મરણ પામવા યોગ્ય કોઈ બાબત તેમણે કરી છે તેવું તેઓ સાબિત કરી શક્યા નહિ ત્યારે, તેઓએ રાજ્યપાલ પિલાતને ઈસુને મારી નાખવાની વિનંતી કરી.
\v 29 તેઓએ ઈસુની સાથે એ સર્વ વ્યવહાર કર્યો જેના સંબંધી પ્રબોધકોએ લાંબા સમય અગાઉ લખ્યું હતું કે તેઓ આ પ્રમાણે કરશે. તેઓએ ઈસુને વધસ્તંભે જડીને મારી નાખ્યા. પછી તેઓએ તેમના શરીરને વધસ્તંભ પરથી ઉતારીને કબરમાં મૂક્યું.
\s5
\v 30 તેમ છતાં, ઈશ્વરે તેમને મરણમાંથી પાછા ઉઠાડ્યા.
\v 31 ગાલીલથી યરુશાલેમ સુધી તેમની સાથે આવેલા તેમના અનુયાયીઓને ઘણા દિવસ સુધી તેઓ વારંવાર દેખાયા. જેઓએ તેમને જોયા તેઓ હવે લોકોને જણાવી રહ્યા છે."
\s5
\v 32 "અત્યારે અમે તેમના શુભ સમાચાર તમને પ્રગટ કરીએ છીએ. અમે તમને જણાવવા માંગીએ છીએ કે ઈશ્વરે આપણા યહૂદી પૂર્વજોને જે વચન આપ્યું હતું તે તેમણે પરિપૂર્ણ કર્યું છે!
\v 33 ઈસુને ફરીથી સજીવન કરીને હવે આપણે જેઓ તેમના વંશજો છીએ, અને તમે જેઓ યહૂદીઓ નથી તેઓને માટે પણ, તેમણે આ કર્યું છે. દાઉદે જેમ ગીતશાસ્ત્ર બે માં લખ્યું છે તે પ્રમાણે, જ્યારે ઈશ્વર તેમના પુત્રને મોકલવાનું કહેતા હતા, 'તું મારો પુત્ર છે, હું આજે તમારો પિતા થયો છું.'
\v 34 ઈશ્વરે મસીહને મરણમાંથી પાછા ઉઠાડ્યા છે અને તેઓ ફરી કદી મરણ પામશે નહિ. ઈશ્વરે આપણા યહૂદી પૂર્વજોને કહ્યું હતું, 'હું ચોક્કસ તમને મદદ કરીશ, જેમ મેં દાઉદને વચન આપ્યું હતું તે પ્રમાણે હું કરીશ.'
\s5
\v 35 દાઉદના અન્ય એક ગીતમાં, તેઓ મસીહ સંબંધી એવું પણ કહે છે: 'તમે તમારા પવિત્ર વ્યક્તિના શરીરને કોહવાણ થવા દેશો નહિ.'
\v 36 દાઉદ જ્યારે જીવતો હતો ત્યારે, તેણે ઈશ્વરની ઇચ્છા મુજબ કર્યું. અને જ્યારે તે મૃત્યુ પામ્યો ત્યારે, તેનું શરીર તેના પૂર્વજોના શરીરોને દાટવામાં આવ્યાં તે પ્રમાણે જ દાટવામાં આવ્યું, અને તેનું શરીર કોહવાણ પામ્યું. તેથી આ ગીતમાં તે પોતાના સંબધી બોલતો નથી.
\v 37 પણ તે ઈસુ હતા જેમને ઈશ્વરે મરણમાંથી ઉઠાડ્યા, અને તેમના શરીરને કોહવાણ લાગ્યું નહિ."
\s5
\v 38 "તેથી, મારા સાથી ઇઝરાયલીઓ અને બીજા મિત્રો, તમારે માટે એ જાણવું જરૂરી છે કે ઈસુએ જે કર્યું છે તેના લીધે ઈશ્વર તમારા પાપની માફી આપી શકે છે. મૂસાએ લખેલા નિયમ દ્વારા જે પાપની માફી ન મળી શકે તે બાબતો માટે પણ તે તમને માફ કરશે.
\v 39 બધા લોકો જેઓ ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓએ ઈશ્વરને નાખુશ કરનારી જે બાબતો કરી છે તે વિષે હવે તેઓ દોષિત ઠરતા નથી.
\s5
\v 40 તેથી હવે કાળજી રાખો કે જેમ પ્રબોધકોએ કહ્યું છે, કે ઈશ્વર કરશે તે પ્રમાણે ઈશ્વર તમારો ન્યાય ન કરે!
\v 41 ઈશ્વરે જે કહ્યું તેમ પ્રબોધકોએ લખ્યું: 'તમે જેઓ મારી હાંસી ઉડાવો છો, તેઓ હું જે કરું છું તે તમે જોશો ત્યારે તમે ચોક્કસ આશ્ચર્ય પામશો, અને પછી તમારો નાશ થશે. તમારા જીવનકાળ દરમ્યાન હું કંઈક ભયંકર કામ કરીશ જેનાથી તમે આશ્ચર્ય પામશો. હું તે પ્રમાણે કરીશ તેના વિષે કોઈ તમને કહેશે તો પણ તમે તે માનશો નહિ!'''
\s5
\v 42 પછી પાઉલ બોલવાનું પૂરું કરીને ત્યાંથી જઈ રહ્યો હતો ત્યારે, ઘણા લોકોએ તેઓને બીજા સાબ્બાથે ફરી પાછા આવીને આ બાબતો તેમને ફરીથી જણાવવા કહ્યું.
\v 43 જ્યારે સભા પૂરી થઈ તે પછી, ઘણા લોકોએ પાઉલ અને બાર્નાબાસને અનુસરવાનું શરૂ કર્યું. આ લોકો યહૂદીઓ તેમજ બિનયહૂદીઓ હતા જેઓ ઈશ્વરનું ભજન કરતા હતા. પાઉલ અને બાર્નાબાસે તેઓની સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું, અને ઈસુએ જે કર્યું તેના લીધે ઈશ્વર તેમની દયાથી લોકોના પાપ માફ કરે છે તેના પર વિશ્વાસ રાખવાનું ઉત્તેજન આપતા રહ્યા.
\s5
\v 44 ત્યાર પછીના સાબ્બાથ દિવસે, પાઉલ અને બાર્નાબાસ ઈસુ વિષે જે વાત કહે તે સાંભળવા માટે અંત્યોખમાંથી મોટા ભાગના બધા જ લોકો યહૂદીઓના સભાસ્થાને આવ્યા.
\v 45 પણ પાઉલ અને બાર્નાબાસને સાંભળવા આવેલા લોકોના મોટા ટોળાને જ્યારે યહૂદીઓના આગેવાનોએ જોયા ત્યારે તેમને ખૂબ જ ઈર્ષા આવી. તેથી તેઓ પાઉલ જે કહેતો હતો તેની વિરુદ્ધ દલીલો કરવા લાગ્યા અને તેઓએ તેનું અપમાન પણ કર્યું.
\s5
\v 46 પછી, ઘણી હિંમતથી બોલતા, પાઉલ અને બાર્નાબાસે યહૂદીઓના તે આગેવાનોને કહ્યું, "ઈસુ વિશેનો સંદેશ જે ઈશ્વર તરફથી આવેલો છે તેના વિષે અમારે બિન યહૂદીઓને કહેતાં પહેલાં તમને યહૂદીઓને પ્રગટ કરવો જરૂરી હતો, કારણ કે ઈશ્વરે અમને તેમ કરવાની આજ્ઞા આપી છે. પણ તમે ઈશ્વરના સંદેશને નકારી રહ્યા છો. તેમ કરીને, તમે એવું બતાવ્યું છે કે તમે અનંતજીવનને માટે લાયક નથી. તેથી, અમે તમને પડતા મૂકીને, હવે બિનયહૂદી લોકોને ઈશ્વર તરફથી આવેલો સંદેશ કહેવા માટે જઈશું.
\v 47 અમે આ એટલા માટે પણ કરી રહ્યા છીએ કારણ કે પ્રભુ ઈશ્વરે અમને તેમ કરવાની આજ્ઞા આપી છે. તેમણે અમને કહ્યું છે, 'મેં તને બિનયહૂદીઓને મારા વિશેની બાબતો પ્રગટ કરવા પસંદ કર્યો છે કે જેથી તું તેઓ માટે અજવાળારૂપ બને. મેં તને પસંદ કર્યો છે કે જેથી તું દુનિયાના દરેક જગ્યાના લોકોને એ સંદેશ આપે કે હું તેઓને બચાવવા માંગું છું.'''
\s5
\v 48 જ્યારે બિનયહૂદી લોકોએ તે શબ્દો સાંભળ્યા ત્યારે, તેઓ આનંદ કરવા લાગ્યા, અને ઈસુ વિશેના સંદેશને માટે તેમણે ઈશ્વરની સ્તુતિ કરી. બધા જ બિનયહૂદી લોકો જેઓને ઈશ્વરે અનંતજીવન માટે પસંદ કર્યા હતા તેઓએ પ્રભુ ઈસુ વિશેના સંદેશ પર વિશ્વાસ કર્યો.
\v 49 તે સમયે, ઘણા વિશ્વાસીઓ આખા પ્રદેશમાં ફર્યા અને તેઓ જ્યાં પણ ગયા ત્યાં પ્રભુ ઈસુ વિષેનો સંદેશ ફેલાવતા ગયા.
\s5
\v 50 જો કે, કેટલાક યહૂદી આગેવાનોએ કેટલીક મહત્વની સ્ત્રીઓ જે તેમની સાથે ભજન કરતી હતી તેઓની સાથે, તેમજ શહેરના ખૂબ મહત્વના માણસો સાથે વાત કરી. તેઓએ તેમને પાઉલ અને બાર્નાબાસને અટકાવવા માટે ઉશ્કેર્યા. તેથી તે બિનયહૂદી લોકોએ ઘણા લોકોને પાઉલ અને બાર્નાબાસની વિરુદ્ધ દોર્યા, અને તેઓએ તેમને તે પ્રદેશમાંથી બહાર હાંકી કાઢ્યા.
\v 51 જ્યારે બંને પ્રેરિતો ત્યાંથી નીકળી રહ્યા હતા ત્યારે, તેઓએ આગેવાનોને ઈશ્વરે તેઓને નકાર્યા છે અને શિક્ષા કરશે તે બતાવવા માટે તેમના પગની ધૂળ ખંખેરી નાખી. પછી તેઓએ અંત્યોખ શહેર છોડી દીધું અને ઇકોનિયમ શહેરમાં ગયા.
\v 52 તે દરમ્યાન વિશ્વાસીઓ આનંદથી અને પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થતા રહ્યા.
\s5
\c 14
\p
\v 1 ઇકોનિયમમાં પાઉલ અને બાર્નાબાસ યહૂદીઓની એકઠા મળવાની જગ્યાએ ગયા અને પૂરા પરાક્રમથી પ્રભુ ઈસુ વિષે બોલ્યા. તેના પરિણામ રૂપે, ઘણા યહૂદી અને બિનયહૂદીઓએ ઈસુમાં વિશ્વાસ કર્યો.
\v 2 પણ કેટલાક યહૂદીઓએ તે સંદેશા પર વિશ્વાસ કરવાનો નકાર કર્યો. તેઓએ બિનયહૂદીઓને કહ્યું કે તેઓ તેના પર વિશ્વાસ ન કરે; તેઓએ કેટલાક બિનયહૂદીઓને ત્યાંના વિશ્વાસીઓ પ્રત્યે ઉશ્કેર્યા.
\s5
\v 3 તેથી પાઉલ અને બાર્નાબાસે પ્રભુ વિષે હિંમતથી બોલવામાં ઘણો સમય ગાળ્યો, અને પ્રભુ ઈસુએ તેઓને ઘણા ચમત્કારો કરવાની શક્તિ આપી. તેમણે લોકોને તે સંદેશનું સત્ય આ રીતે દર્શાવ્યું કે, આપણે લાયક ન હોઈએ તો પણ, પ્રભુ આપણને બચાવે છે.
\v 4 ઇકોનિયમમાં જે લોકો રહેતા હતા તેઓની પાસે બે અલગ અભિપ્રાય હતા. કેટલાક યહૂદીઓ સાથે સંમત થયા. બીજાઓ પ્રેરિતો સાથે સંમત થયા.
\s5
\v 5 પછી બિનયહૂદીઓ અને યહૂદીઓ જેઓ પાઉલ અને બાર્નાબાસનો વિરોધ કરતા હતા તેઓ પાઉલ અને બાર્નાબાસની સાથે કેવી રીતે ગેરવર્તન કરે તે વિષે માંહોમાંહે વાતચીત કરી. તે શહેરના કેટલાક મહત્વના લોકો તેઓને મદદ કરવા સંમત થયા. સાથે મળીને, તેઓએ નક્કી કર્યું કે પાઉલ અને બાર્નાબાસને તેઓ પથ્થરો મારીને મારી નાખશે.
\v 6 પણ પાઉલ અને બાર્નાબાસે તેઓની યોજના વિષે સાંભળ્યું, તેથી તેઓ ઝડપથી ત્યાંથી દૂર લુકાનિયા જીલ્લામાં જતા રહ્યા. તેઓ તે જીલ્લાના લુસ્ત્રા અને દેર્બે શહેરોમાં તથા આસપાસના વિસ્તારોમાં ગયા.
\v 7 જ્યારે તેઓ તે વિસ્તારમાં હતા ત્યારે, તેઓએ સતત લોકોને પ્રભુ ઈસુ વિષેનો સંદેશ કહ્યો.
\s5
\v 8 લુસ્ત્રામાં, એક માણસ જે તેના પગોથી અપંગ હતો તે ત્યાં બેઠેલો હતો. જ્યારે તેની માએ તેને જન્મ આપ્યો ત્યારથી, તે તેના પગોથી અપંગ હતો, તેથી તે કદી ચાલી શકતો ન હતો.
\v 9 પાઉલ જ્યારે પ્રભુ ઈસુ વિષે કહી રહ્યો હતો તે તેણે સાંભળ્યું. પાઉલે સીધા જ તેની તરફ જોયું અને તે તેના ચહેરાથી પારખી શક્યો કે તેને વિશ્વાસ હતો કે પ્રભુ ઈસુ તેને સાજો કરી શકે છે.
\v 10 તેથી મોટા અવાજે, પાઉલે તેને બોલાવ્યો, "ઊભો થા!" જ્યારે માણસે તે સાંભળ્યું ત્યારે, તે તરત કૂદીને ઊભો થયો અને ચાલવા લાગ્યો.
\s5
\v 11 પાઉલે જે કર્યું તે જ્યારે ટોળાએ જોયું ત્યારે, તેઓએ વિચાર્યું કે પાઉલ અને બાર્નાબાસ જેમની તેઓ પૂજા કરતા હતા તે દેવો છે. તેથી તેઓએ ઉત્તેજિત થઈને તેમની પોતાની લુકાનિયાની ભાષામાં પોકાર્યું, "જુઓ! દેવોએ પોતાને લોકોના સ્વરૂપ જેવા દેખાડ્યા છે અને આપણને મદદ કરવા સારુ તેઓ આકાશમાંથી ઊતર્યા છે!"
\v 12 તેઓ એવું કહેવા લાગ્યા કે બાર્નાબાસ તે તેમનો મુખ્ય દેવ હોઈ શકે, જેનું નામ ઝૂસ હતું. અને એવું કહેવા લાગ્યા કે પાઉલ હેર્મેસ હતો, જે અન્ય દેવોનો સંદેશવાહક હતો. તેઓએ એવું એટલા માટે વિચાર્યું કારણ કે જે બોલી રહ્યો હતો તે તો પાઉલ હતો.
\v 13 શહેરના દરવાજાની બહાર જ મંદિર હતું જ્યાં લોકો ઝૂસની પૂજા કરતા હતા. પાઉલ તથા બાર્નાબાસે જે કર્યું તે જે યાજક ત્યાં હતો તેણે સાંભળ્યું, તેથી તે શહેરના દરવાજે આવ્યો, જ્યાં ઘણા લોકો પહેલેથી એકઠા થએલા હતા. તે ગળામાં ફૂલોના હાર ભરાવેલા બે બળદોને લાવ્યો. પાઉલ તથા બાર્નાબાસની પૂજાની વિધિના ભાગરૂપે તે પુજારી અને લોકોનું ટોળું તે બળદોને મારી નાખવા માંગતું હતું.
\s5
\v 14 પણ જ્યારે પ્રેરિતોએ, બાર્નાબાસ અને પાઉલે, તે વિષે સાંભળ્યું ત્યારે, તેઓ ખૂબ નિરાશ થયા, તેથી તેઓએ તેમનાં પોતાનાં વસ્ત્ર ફાડ્યાં. તેઓ મોટેથી બૂમો પાડતા, લોકો મધ્યે દોડી ગયા,
\v 15 "માણસો, તમારે અમારી પૂજા કરવા માટે બળદોનો વધ ન કરવો જોઈએ! અમે દેવો નથી! અમે તમારા જેવી જ લાગણી ધરાવતા માત્ર માણસો છીએ! અમે તમને એક શુભ સમાચાર કહેવા આવ્યા છીએ. જે ઈશ્વર સર્વશક્તિમાન છે તેમના વિષે તમને કહેવા માટે અમે આવ્યા છીએ. તેઓ ઇચ્છે છે કે તમે અન્ય દેવોનું ભજન કરવાનું બંધ કરો, કારણ કે તેઓ તમારી સહાય કરી શકશે નહિ. આ સાચા ઈશ્વરે આકાશો, પૃથ્વી, સમુદ્ર, અને તેમાંનું બધું જ બનાવ્યું છે.
\v 16 ભૂતકાળમાં, તમે બધા બિનયહૂદી લોકોએ તમે જે ઇચ્છતા હતા તે દેવોની પૂજા કરી. ઈશ્વરે તમને તેઓની પૂજા કરવા દીધી, કારણ કે તમે તેમને ઓળખતા ન હતા.
\s5
\v 17 પણ તેમણે આપણને દર્શાવ્યું છે કે તેઓ આપણી સાથે ભલાઈથી વર્ત્યાં છે. તેઓ એજ છે જે વરસાદ થવા દે છે અને પાક ઉપજાવે છે. તેઓ તમને ભરપૂર ખોરાક આપે છે અને તમારા હૃદયોને આનંદથી ભરી દે છે."
\v 18 પાઉલે જે કહ્યું તે લોકોએ સાંભળ્યું, પણ તેઓ હજુ એવુ જ વિચારતા હતા કે તેમણે પાઉલ તથા બાર્નાબાસની પૂજા કરવા માટે પેલા બળદોનું અર્પણ કરવું જોઈએ. પણ અંતે, લોકોએ એવું ન કરવાનું નક્કી કર્યું.
\s5
\v 19 જોકે, કેટલાક યહૂદીઓ જે અંત્યોખ અને ઇકોનિયમથી આવેલા હતા તેઓએ લુસ્ત્રાના લોકોને એવું કહીને ઉશ્કેર્યા કે પાઉલ જે સંદેશ તેઓને કહે છે તે સત્ય નથી. તે યહૂદીઓએ જે કહ્યું તેના પર જે લોકોએ વિશ્વાસ કર્યો તેઓ પાઉલ ઉપર ખૂબ ગુસ્સે થયા. તે નીચે પડીને બેભાન થઇ ગયો ત્યાં સુધી, તેમણે યહૂદીઓને તેને પથ્થર મારવા દીધા. તેઓ બધાએ વિચાર્યું કે તે મરણ પામ્યો છે, તેથી તેઓ તેને ઘસડીને શહેરની બહાર લઇ ગયા અને ત્યાં પડેલો છોડી દીધો.
\v 20 પણ લુસ્ત્રામાંના કેટલાક વિશ્વાસીઓ જ્યાં તે ભૂમિ પર પડેલો હતો, ત્યાં આવ્યા અને પાઉલની આસપાસ ઊભા રહ્યા. અને પાઉલ ભાનમાં આવ્યો! તે ઊભો થયો અને વિશ્વાસીઓની સાથે પાછો શહેરમાં ગયો. બીજે દિવસે, પાઉલ અને બાર્નાબાસ લુસ્ત્રા શહેર છોડીને દેર્બે શહેરમાં ગયા.
\s5
\v 21 તેઓ ત્યાં કેટલાક દિવસ રહ્યા, અને તેઓ લોકોને ઈસુ વિશેનો શુભ સંદેશ કહેતા રહ્યા. ઘણા લોકો વિશ્વાસી બન્યા. તે પછી, પાઉલ અને બાર્નાબાસ તેમના માર્ગે પાછા વળ્યા. તેઓ ફરીથી લુસ્ત્રા ગયા. પછી ત્યાંથી તેઓ ઇકોનિયમ ગયા, અને પછી પીસીદિયા પ્રાંતના અંત્યોખ શહેરમાં પાછા આવ્યા.
\v 22 દરેક સ્થળે, તેઓ વિશ્વાસીઓને પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખવાની પ્રેરણા આપતા હતા. તેમણે વિશ્વાસીઓને કહ્યું, "ઈશ્વર હંમેશને માટે આપણા પર રાજ કરે તે પહેલાં આપણે સંકટોમાંથી પસાર થવું જ જોઈએ."
\s5
\v 23 પાઉલ અને બાર્નાબાસે દરેક મંડળી માટે આગેવાનોને પસંદ કર્યા. દરેક સ્થળ છોડતાં પહેલાં, પાઉલ અને બાર્નાબાસે વિશ્વાસીઓને એકઠા કર્યા અને પ્રાર્થના અને ઉપવાસમાં થોડો સમય ગાળ્યો. પછી પાઉલ અને બાર્નાબાસે આગેવાનોને તેમજ બીજા વિશ્વાસીઓને પ્રભુ ઈસુ, જેમના પર તેઓએ વિશ્વાસ મૂક્યો, તેઓ તેમની સંભાળ લેશે એવા વિશ્વાસમાં સોંપ્યા.
\v 24 જ્યારે પાઉલ અને બાર્નાબાસ પીસીદિયા જીલ્લામાંથી મુસાફરી કરી રહ્યા હતા ત્યારે, તેઓ દક્ષિણે પમ્ફૂલીયા જીલ્લામાં ગયા.
\v 25 તે જીલ્લામાં, તેઓ પેર્ગા નગરમાં આવી પહોંચ્યા અને પ્રભુ ઈસુ વિશેનો ઈશ્વરનો સંદેશ ત્યાંના લોકોને પ્રગટ કર્યો. પછી તેઓ નીચેની તરફ દરિયાકિનારે અત્તાલિયા નગરે ગયા.
\v 26 ત્યાં તેઓ વહાણમાં બેઠા અને સિરિયા પ્રાંતના અંત્યોખ શહેરમાં પાછા આવ્યા. આ તે સ્થળ હતું જ્યાં પાઉલ અને બાર્નાબાસને અન્ય સ્થળોમાં જઈને પ્રચાર કરવા માટે પસંદ કરવામાં આવ્યા હતા, અને જ્યાં વિશ્વાસીઓએ તેમને માટે ઈશ્વર પાસે માંગ્યું હતું કે જે કાર્ય તેઓએ હાલ પૂરું કર્યું છે તે કરવાને માટે તેમને મદદ કરે.
\s5
\v 27 જ્યારે તેઓ અંત્યોખ શહેરમાં આવી પહોંચ્યા ત્યારે, તેમણે વિશ્વાસીઓને એકઠા કર્યા. પછી પાઉલ અને બાર્નાબાસે તેઓ બધાને કહ્યું કે ઈશ્વરે આ કરવામાં તેમની મદદ કરી છે. ખાસ કરીને, તેમણે તેઓને કહ્યું કે કેવી રીતે ઈશ્વરે બિનયહૂદી લોકોને ઈસુમાં વિશ્વાસ કરવા શક્તિ આપી.
\v 28 પછી પાઉલ અને બાર્નાબાસ ઘણા સમય સુધી બીજા વિશ્વાસીઓની સાથે અંત્યોખમાં રહ્યા.
\s5
\c 15
\p
\v 1 પછી કેટલાક યહૂદી વિશ્વાસીઓ યહૂદિયા પ્રાંતમાંથી અંત્યોખ તરફ ગયા. તેઓ બિનયહૂદીઓને એવું શીખવવા લાગ્યા કે, "તમે ઈશ્વરના છો એવું દર્શાવવા માટે, મૂસાએ જે નિયમ ઈશ્વર પાસેથી મેળવ્યો તેમાં તેણે જે આજ્ઞા કરી તે મુજબ તમારે સુન્નત કરાવવી જોઈએ. જો તમે તેવું ન કરો તો, તમારો બચાવ થએલો નથી."
\v 2 પાઉલ અને બાર્નાબાસે આ યહૂદીઓ સાથે ભારે અસંમતિ દર્શાવી અને તેઓ તેમની સાથે દલીલો કરવા લાગ્યા. તેથી અંત્યોખમાંના વિશ્વાસીઓએ પાઉલ અને બાર્નાબાસને તેમજ બીજા વિશ્વાસીઓને યરુશાલેમ જવા માટે પસંદ કર્યા, જેથી તેઓ આ બાબત વિષે પ્રેરિતો અને બીજા આગેવાનો સાથે ચર્ચા કરી શકે.
\s5
\v 3 પાઉલ, બાર્નાબાસ, અને બીજાઓ જેઓને અંત્યોખના વિશ્વાસીઓ દ્વારા મોકલવામાં આવ્યા પછી, તેઓ ફિનીકિયા અને સમરૂનના પ્રાંતોમાં થઈને ગયા. જ્યારે તેઓ માર્ગે જતાં અલગ અલગ સ્થળોએ રોકાતા ત્યારે, તેઓએ વિશ્વાસીઓને જણાવ્યું કે ઘણા બિનયહૂદીઓ વિશ્વાસીઓ બન્યા છે. તેના પરિણામે, તે સ્થળોના બધા વિશ્વાસીઓ ઘણા આનંદિત થયા.
\v 4 જ્યારે પાઉલ, બાર્નાબાસ, અને બીજાઓ યરુશાલેમ આવ્યા ત્યારે, પ્રેરિતો, બીજા વડીલો અને ત્યાંના સમૂહના અન્ય વિશ્વાસીઓ દ્વારા તેમનો આવકાર કરવામાં આવ્યો. પછી ઈશ્વરે જે બાબતો બિનયહૂદી લોકો મધ્યે કરવા માટે તેઓને સક્ષમ કર્યા હતા તે પાઉલ અને બાર્નાબાસે તેઓને જણાવ્યું.
\s5
\v 5 પણ કેટલાક યહૂદી વિશ્વાસીઓ કે જેઓ ફરોશી સંપ્રદાયમાંથી આવતા હતા તેઓએ બીજા વિશ્વાસીઓની મધ્યે ઊભા થઈને તેઓને કહ્યું, "બિનયહૂદીઓ જેઓએ ઈસુમાં વિશ્વાસ કર્યો છે તેઓની સુન્નત થવી જોઈએ, અને તેઓને ઈશ્વરે મૂસાને આપેલા નિયમો પાળવાનું કહેવું જોઈએ."
\v 6 પછી આ બાબત વિષે વાત કરવા માટે પ્રેરિતો અને વડીલો એકઠા મળ્યા.
\s5
\v 7 તેના વિષે લાંબો સમય ચર્ચા કર્યા પછી, પિતરે ઊભા થઈને તેઓને સંબોધ્યા. તેણે કહ્યું, "સાથી વિશ્વાસીઓ, તમે સહુ જાણો છો કે લાંબા સમય પહેલા ઈશ્વરે મને તમો બીજા પ્રેરિતોની સાથે પસંદ કર્યો, જેથી હું બિનયહૂદી લોકોને પણ ઈશ્વરના પ્રેમ વિષે કહું, જેથી તેઓ તેમનામાં વિશ્વાસ કરે.
\v 8 ઈશ્વર સર્વ લોકોના હૃદયોને જાણે છે. જેમ આપણને પવિત્ર આત્મા આપ્યો હતો તેમ જ તેમણે બિનયહૂદીઓને પવિત્ર આત્મા આપીને તેમણે મને અને બીજાઓને દર્શાવ્યું કે તેમણે બિનયહૂદીઓને પોતાના લોકો તરીકે સ્વીકાર્યા છે.
\v 9 ઈશ્વરે આપણી અને તેમની વચ્ચે કોઈ ભેદભાવ રાખ્યો નથી, કારણ કે પ્રભુ ઈસુમાં વિશ્વાસ કરવાના લીધે તેઓને તેમણે આંતરિક રીતે શુદ્ધ કર્યા છે. આવી જ રીતે તેમણે આપણને પણ માફ કર્યા છે.
\s5
\v 10 તમે શા માટે બિનયહૂદીઓને યહૂદી રીતરિવાજો અને નિયમો પાળવા માટે દબાણ કરો છો? આવું કરવું તે તેમના પર મોટો બોજો મૂકવા જેવું છે, કારણ કે જે નિયમો આપણા પૂર્વજોએ તોડ્યા અને જેને આપણે યહૂદીઓ આજે પણ પાળવા માટે સક્ષમ નથી તે પાળવા તેમના પર દબાણ લાવે છે! તેથી, આમ કરવા દ્વારા ઈશ્વરને ગુસ્સે કરવાનું બંધ કરો!
\v 11 આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુએ આપણે સારું જે કર્યું તેના કારણે ઈશ્વર આપણ યહૂદીઓને પાપથી બચાવે છે. ઈશ્વર જેવી રીતે આપણને બચાવે છે તેવી જ રીતે તેઓ બિનયહૂદીઓ કે જેઓએ પ્રભુ ઈસુમાં વિશ્વાસ કર્યો છે તેઓને બચાવે છે."
\s5
\v 12 પિતર બોલ્યો તે પછી બધા લોકો શાંત થઈ ગયા. જ્યારે પાઉલ અને બાર્નાબાસે તેઓને ઘણા મોટા ચમત્કારો એટલે કે ઈશ્વરે બિનયહૂદીઓનો સ્વીકાર કર્યો હતો તે દર્શાવતા ચમત્કારો વિષે જણાવ્યું કે જેને બિનયહૂદીઓ મધ્યે કરવા ઈશ્વરે તેઓને સક્ષમ કર્યા હતા ત્યારે તેઓ બધાએ પાઉલ અને બાર્નાબાસનું સાંભળ્યું.
\s5
\v 13 જ્યારે પાઉલ અને બાર્નાબાસે બોલવાનું પૂરું કર્યું ત્યારે, યાકૂબ, કે જે યરુશાલેમમાંના વિશ્વાસીઓનો આગેવાન હતો, તેણે તેઓની સાથે વાત કરી. તેણે કહ્યું, "સાથી વિશ્વાસીઓ, મારું સાંભળો.
\v 14 સિમોન પિતરે તમને પહેલા જણાવ્યું છે કે કેવી રીતે ઈશ્વરે બિનયહૂદીઓને આશીર્વાદ આપ્યો. જેઓ તેમના પોતાના લોકો છે તેઓને તેમાંથી પસંદ કરીને ઈશ્વરે તે પ્રમાણે કર્યું.
\s5
\v 15 જે શબ્દો ઈશ્વરે ઘણા સમય પહેલા કહ્યા હતા એટલે કે એક પ્રબોધક દ્વારા લખાએલા શબ્દો, આ સાથે સંમત થાય છે:
\v 16 ત્યાર પછી હું પાછો આવીશ અને દાઉદના વંશમાંના એક રાજાને પસંદ કરીશ. એક ઘર જેને પાડી નંખાયું છે અને તે બાંધનારના જેવું હશે.
\v 17 હું તે પ્રમાણે કરીશ જેથી બીજા બધા લોકો મને, પ્રભુ ઈશ્વરને ઓળખવાનો પ્રયત્ન કરે. તેઓમાં બિનઇઝરાયલીઓ પણ સામેલ હશે જેઓને મેં મારા થવાને માટે તેડ્યા છે. તમે ચોક્કસ ખાતરી પામશો કે આ બધું થશે જ કારણ કે મેં પ્રભુ ઈશ્વરે આ શબ્દો કહ્યા છે.
\v 18 મેં આ બાબતો કરી છે, અને મારા લોકોને તેઓ વિષે મેં ઘણા સમય અગાઉથી જણાવ્યું છે."
\s5
\v 19 યાકૂબે બોલવાનું ચાલુ રાખ્યું. તેણે કહ્યું, "એટલા માટે હું વિચારું છું કે આપણે બિનયહૂદીઓ કે જેઓ તેમના પાપથી ફરીને ઈશ્વર તરફ વળે છે તેઓને હેરાન કરવાનું બંધ કરવું જોઈએ. એટલે કે, તેઓ આપણા નિયમો અને વિધિઓ પાળે એવી માગણી કરવાનું બંધ કરવું જોઈએ.
\v 20 તેના બદલે, આપણે તેઓને પત્ર લખીને, ચાર બાબતોની માંગણી કરવી જોઈએ: લોકોએ મૂર્તિઓને ધરાવેલો ખોરાક તેઓએ ખાવો જોઈએ નહિ, જેમની સાથે તેઓએ લગ્ન કર્યા ન હોય તેમની સાથે જાતીય સંબંધ કરવો જોઈએ નહિ, શ્વાસ રૂંધાવીને મારી નાખેલા પશુનું માંસ તેઓએ ખાવું જોઈએ નહિ, અને તેઓએ પશુઓનું રક્ત ખાવું જોઈએ નહિ.
\v 21 આ બાબતો કરતા અટકાવતા નિયમો, જે મૂસાએ લખ્યા તે ઘણા સમય સુધી લોકો ઘણા શહેરોમાં પ્રગટ કરી રહ્યા છે. અને તે નિયમો યહૂદીઓના એકઠા મળવાના સ્થળે દરેક સાબ્બાથે વાંચવામાં આવે છે. તેથી જો બિનયહૂદીઓ તે નિયમો વિષે વધારે જાણવા માંગે તો, તેઓ આપણા ઘરોમાં મળતી સભામાં જાણી શકે છે."
\s5
\v 22 યાકૂબે જે કહ્યું તે, પ્રેરિતો અને બીજા વડીલોએ તેમજ યરુશાલેમમાંના બીજા વિશ્વાસીઓએ, સ્વીકાર્યું. પછી તેઓએ નક્કી કર્યું કે તેઓએ તેમનામાંથી કેટલાક માણસોને પસંદ કરીને, પાઉલ અને બાર્નાબાસની સાથે, અંત્યોખ, મોકલવા જોઈએ કે જેથી ત્યાંના વિશ્વાસીઓ જાણે કે યરુશાલેમના વડીલોએ શું નક્કી કર્યું છે. તેથી તેઓએ યહૂદાને, કે જે બાર્નાબાસ પણ કહેવાતો હતો, તેને અને સિલાસને પસંદ કર્યા. તેઓ બંને યરુશાલેમમાં વિશ્વાસીઓ મધ્યે આગેવાનો હતા.
\v 23 પછી તેઓએ યહૂદા અને સિલાસને નીચે જણાવેલ પત્ર લખી આપ્યો કે તેઓ તે અંત્યોખમાંના વિશ્વાસીઓ પાસે લઇ જાય: "અમે પ્રેરિતો અને વડીલો જેઓ તમારા સાથી વિશ્વાસીઓ છે તેઓ તમને બિનયહૂદી વિશ્વાસીઓને કે જેઓ અંત્યોખમાં અને સીરીયા અને કિલીકિયાના પ્રાંતોમાં બીજી જગ્યાઓમાં રહો છો તેઓને શુભેચ્છા પાઠવીએ છીએ.
\s5
\v 24 કેટલાક લોકોએ અમને જણાવ્યું છે કે જેઓને અમે મોકલ્યા ન હતા તેવા અમારામાંના કેટલાક લોકો તમારી પાસે આવ્યા. તમારી વિચારસરણીને ગુંચવણમાં નાખે તેવી વાતો તમને જણાવીને તેઓએ તમને તકલીફમાં મૂકી દીધા.
\v 25 તેથી અહીં એકઠા મળ્યા પછી, અમે નક્કી કર્યું કે કેટલાક લોકોને અમે પસંદ કરીએ કે તેઓ પાઉલ અને બાર્નાબાસ કે જેઓને અમે ખૂબ પ્રેમ કરીએ છીએ તેઓની સાથે તમારી પાસે આવે.
\v 26 તેઓ બંનેએ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા કરવા માટે તેમના જીવનો જોખમમાં નાખ્યા છે.
\s5
\v 27 અમે યહુદા અને સિલાસને પણ તમારી પાસે મોકલ્યા છે. અમે જે લખી રહ્યા છે તે જ બાબતો તેઓ પણ તમને જણાવશે.
\v 28 પવિત્ર આત્માને અને અમને પણ એ યોગ્ય લાગ્યું કે ઘણા બધા બોજારૂપ યહૂદી નિયમો તમારે પાળવાની જરૂર નથી. તેના કરતા, તમારે માત્ર નીચે મુજબના આદેશો પાળવા જોઈએ,
\v 29 લોકોએ મૂર્તિઓને ધરાવેલો હોય તેવો ખોરાક તમારે ખાવો જોઈએ નહિ, તમારે પશુઓનું રક્ત ખાવું જોઈએ નહિ, અને શ્વાસ રૂંધાવીને મારી નાખેલા પશુનું માંસ તમારે ખાવું જોઈએ નહિ. તેમજ, જેમની સાથે તમે લગ્ન કર્યાં નથી તેમની સાથે જાતીય સંબંધ કરવો જોઈએ નહિ. જો તમે આ બાબતો કરવાનું ટાળશો, તો જે યોગ્ય છે તે કરનારા તમે થશો. તમને વિદાયની સલામ."
\s5
\v 30 તેઓએ પસંદ કરેલા ચાર માણસો યરુશાલેમથી અંત્યોખ આવ્યા. જ્યારે ત્યાંના બધા વિશ્વાસીઓ એકઠા મળ્યા ત્યારે, તેઓએ તે પત્ર તેમને આપ્યો.
\v 31 જ્યારે ત્યાંના વિશ્વાસીઓએ તે પત્ર વાંચ્યો ત્યારે, તેઓ ઘણા ખુશ થયા, કારણ કે તે સંદેશે તેઓને ઉત્તેજન આપ્યું.
\v 32 પ્રબોધકો તરીકે, યહુદા અને સિલાસે ઘણી વાતો કહીને ત્યાંના વિશ્વાસીઓને ઉત્તેજન આપ્યું, અને તેઓ પ્રભુ ઈસુ પરના વિશ્વાસમાં મજબૂત થાય માટે મદદ કરી.
\s5
\v 33-34 યહુદા અને સિલાસ ત્યાં થોડો સમય રહ્યા પછી યરુશાલેમ પાછા જવા નીકળ્યા ત્યારે, અંત્યોખમાંના વિશ્વાસીઓએ તેમને શુભેચ્છા આપી, અને પછી તેઓ ત્યાંથી નીકળ્યા.
\v 35 જો કે, પાઉલ અને બાર્નાબાસ અંત્યોખમાં રહ્યા. જ્યારે તેઓ ત્યાં હતા ત્યારે, તેઓ, અને બીજા ઘણાઓ, લોકોને શીખવતા હતા અને પ્રભુ ઈસુ વિશેના સંદેશનો તેઓ પ્રચાર કરતા હતા.
\s5
\v 36 થોડા સમય પછી પાઉલે બાર્નાબાસને કહ્યું, "ચાલો આપણે અગાઉ જ્યાં પ્રભુ ઈસુનો સંદેશ પ્રગટ કર્યો છે તે દરેક શહેરોમાં પાછા જઈને સાથી વિશ્વાસીઓની મુલાકાત કરીએ. આ રીતે, આપણે જાણી શકીશું કે તેઓ પ્રભુ ઈસુ પરના વિશ્વાસમાં કેવી રીતે વૃદ્ધિ પામી રહ્યા છે."
\v 37 બાર્નાબાસ પાઉલ સાથે સંમત થયો, અને કહ્યું કે તે યોહાનને, જેનું બીજું નામ માર્ક હતું તેને પણ, ફરીથી સાથે લઇ જવા માગે છે.
\v 38 જો કે, પાઉલે બાર્નાબાસને કહ્યું કે તે એવું વિચારે છે તે પ્રમાણે માર્કને તેમની સાથે લેવો તે યોગ્ય નથી, કારણ કે અગાઉ જ્યારે તેઓ પામ્ફૂલિયા પ્રદેશમાં હતા ત્યારે તે તેઓને છોડીને જતો રહ્યો હતો, અને તેઓની સાથે કામ કરવાનું તેણે જારી રાખ્યું ન હતું.
\s5
\v 39 પાઉલ અને બાર્નાબાસ આ બાબતના કારણે એક બીજા સાથે અસંમત જ થયા, તેથી તેઓ એકબીજાથી અલગ થયા. બાર્નાબાસે માર્કને તેની સાથે લીધો. તેઓ વહાણમાં બેસીને સાયપ્રસ ટાપુ પર ગયા.
\v 40 પાઉલે તેની સાથે કામ કરવા માટે સિલાસને પસંદ કર્યો જે અંત્યોખ પાછો આવ્યો હતો. પ્રભુ ઈશ્વર પાઉલ અને સિલાસને કૃપાસહિત મદદ કરે, તે માટે ત્યાંના વિશ્વાસીઓએ પ્રાર્થના કરી. પછી તેઓ બંને અંત્યોખથી વિદાય થયા.
\v 41 પાઉલ સિલાસની સાથે મળીને સિરિયા અને કિલીકિયાના પ્રાંતોમાં મુસાફરી કરતો ગયો. તે જગ્યાઓમાં તેઓ વિશ્વાસીઓના સમૂહને પ્રભુ ઈસુમાં દ્રઢ વિશ્વાસ કરવામાં મદદ કરતા હતા.
\s5
\c 16
\p
\v 1 પાઉલ અને સિલાસ દેર્બે અને લુસ્ત્રા શહેરમાં ગયા અને ત્યાંના વિશ્વાસીઓની મુલાકાત કરી. એક વિશ્વાસી જેનું નામ તિમોથી હતું તે લુસ્ત્રામાં રહેતો હતો. તેની માતા યહૂદી વિશ્વાસી હતી, પણ તેના પિતા ગ્રીક હતા.
\v 2 લુસ્ત્રા અને ઇકોનિયમના વિશ્વાસીઓ તિમોથી વિષે સારી બાબતો કહેતા હતા,
\v 3 અને પાઉલ જ્યારે અન્ય જગ્યાઓમાં જતો હતો ત્યારે, તે તિમોથીને તેની સાથે લઈ જવા માગતો હતો, તેથી તેણે તિમોથીની સુન્નત કરાવી. તેણે એ પ્રમાણે કર્યું કે જેથી જે યહૂદીઓ તે જગ્યાઓમાં રહેતા હતા તેઓ તિમોથીનો સ્વીકાર કરે, કારણ કે તેઓ જાણતા હતા કે તેના બિનયહૂદી પિતાએ તેની સુન્નત કરી ન હતી.
\s5
\v 4 તેથી તિમોથી પાઉલ અને સિલાસની સાથે ગયો, અને તેઓ બીજાં ઘણાં નગરોમાં ફર્યા. દરેક નગરમાં તેઓ યરુશાલેમમાંના પ્રેરિતો અને વડીલોએ નક્કી કરેલા નિયમો વિશ્વાસીઓને જણાવ્યા.
\v 5 તેઓએ તે નગરોના વિશ્વાસીઓને પ્રભુ ઈસુમાં દ્રઢ વિશ્વાસ કરવા મદદ કરી, અને રોજ ઘણા લોકો વિશ્વાસીઓ બનવા લાગ્યા.
\s5
\v 6 પવિત્ર આત્માએ પાઉલ અને તેના સાથીઓને આસિયામાં વચન કહેતા અટકાવ્યા, તેથી તેઓ ફ્રુગિયા અને ગલાતિયાના પ્રદેશોમાં થઈને ગયા.
\v 7 તેઓ મૂસિયા પ્રાંતની સરહદે આવી પહોંચ્યા, અને તેઓને ઉત્તરે બિથુનિયા પ્રાંતમાં જવું હતું, પણ ફરીથી ઈસુના આત્માએ તેઓને ત્યાં જતા અટકાવ્યા.
\v 8 તેથી તેઓ મૂસિયા પ્રાંતમાં થઈને ત્રોઆસ, જે સમુદ્ર કાંઠે આવેલું શહેર છે ત્યાં ગયા.
\s5
\v 9 તે રાત્રે ઈશ્વરે પાઉલને એક દર્શન આપ્યું જેમાં તેણે મકદોનિયા પ્રાંતના એક માણસને જોયો. તે પાઉલને એવું કહેતો હતો કે, "મકદોનિયા આવ અને અમને સહાય કર!"
\v 10 તે દર્શન જોયા પછી, અમે મકદોનિયા જવા નીકળ્યા, કારણ કે અમે માનતા હતા કે ઈશ્વરે અમને ત્યાંના લોકોને શુભ સંદેશ આપવા માટે બોલાવ્યા છે.
\s5
\v 11 અમે હોડીમાં બેઠા અને ત્રોઆસથી સમોથ્રાકી ગયા, અને બીજા દિવસે નિયાપોલિસ શહેર ગયા.
\v 12 પછી અમે નિયાપોલિસ છોડ્યું અને ફિલિપ્પી ગયા. તે મકદોનિયાનું ઘણું અગત્યનું શહેર હતું, જ્યાં ઘણા રોમન નાગરિકો રહેતા હતા. અમે ફિલિપ્પીમાં ઘણા દિવસ રહ્યા.
\v 13 સાબ્બાથ દિવસે અમે શહેરના દરવાજાની બહાર નદી તરફ ગયા. અમે કોઈકની પાસેથી એવું સાંભળ્યું હતું કે ત્યાં યહૂદી લોકો પ્રાર્થના માટે ભેગા મળે છે. જ્યારે અમે ત્યાં આવ્યા ત્યારે, અમે ત્યાં કેટલીક સ્ત્રીઓને પ્રાર્થના માટે એકઠી થએલી જોઈ, તેથી અમે ત્યાં બેઠા અને તેઓને ઈસુ વિશેની વાત કહેવા લાગ્યા.
\s5
\v 14 જે સ્ત્રીઓ પાઉલને સાંભળી રહી હતી તેઓમાંની એક સ્ત્રીનું નામ લુદિયા હતું. તે થુવાતિરા શહેરની હતી, જાંબુડિયા વસ્ત્રો વેચતી હતી, અને ઈશ્વરનું ભજન કરતી હતી. પાઉલ જે સંદેશ આપી રહ્યો હતો તેના પર ધ્યાન આપવા માટે પ્રભુ ઈશ્વરે તેની મદદ કરી, અને તેણે તેના પર વિશ્વાસ કર્યો.
\v 15 પાઉલ અને સિલાસે લુદિયા અને તેના ઘરમાં જેઓ રહેતા હતા તેઓને બાપ્તિસ્મા આપ્યાં પછી, તેણે તેઓને કહ્યું, "જો તમે માનો છો કે હું પ્રભુ પ્રત્યે વિશ્વાસુ છું તો, મારા ઘરમાં આવીને ત્યાં રહો." તેણે આવું કહ્યું તે પછી, અમે તેના ઘરે રહ્યા.
\s5
\v 16 બીજા દિવસે, જ્યારે અમે જ્યાં લોકો પ્રાર્થના માટે એકઠા મળતા હતા ત્યાં ગયા ત્યારે, અમે એક જુવાન સ્ત્રીને મળ્યા જે ગુલામ હતી. એક દુષ્ટ આત્મા તેને લોકોના ભવિષ્ય વિષે કહેવાની શક્તિ આપતો હતો. જે માણસો તેના માલિકો હતા તેઓને લોકો નાણાં ચૂકવતા હતા, અને બદલામાં તેમની સાથે શું બનશે તેના વિષે તે જણાવતી હતી.
\v 17 પાઉલ અને બીજા અમે જેઓ હતા તેમની પાછળ, તે જુવાન સ્ત્રી બૂમો પાડતી આવી, "આ માણસો જે ઈશ્વરની સેવા કરે છે તે સર્વમાં સૌથી મહાન ઈશ્વર છે! ઈશ્વર કેવી રીતે તમને બચાવી શકે તેના વિષે તેઓ કહી રહ્યા છે."
\v 18 ઘણા દિવસો સુધી તેણે આવું કરવાનું ચાલુ રાખ્યું. અંતે, પાઉલ ગુસ્સે થયો, તેથી તેણે તે જુવાન સ્ત્રી તરફ ફરીને દુષ્ટ આત્મા કે જે તેનામાં હતો તેને કહ્યું. તેણે કહ્યું, "ઈસુ ખ્રિસ્તના નામમાં, તેનામાંથી બહાર આવ!" તરત જ તે આત્મા તેનામાંથી નીકળી ગયો.
\s5
\v 19 અને પછી તેના માલિકોને લાગ્યું કે તે હવે તેઓના માટે વધુ નાણાં કમાઈ શકશે નહિ કારણ કે લોકોની સાથે શું બનશે તે વિષે હવે તે કહી શકશે નહિ, તેથી તેઓ ગુસ્સે થયા. તેઓએ પાઉલ અને સિલાસને પકડ્યા અને તેઓને બજારમાં જ્યાં શહેરના રાજ્યકર્તાઓ હતા ત્યાં લઇ ગયા.
\v 20 તે જુવાન સ્ત્રીના માલિકો તેઓને શહેરના રાજ્યકર્તાઓ પાસે લાવ્યા અને તેઓને કહ્યું, "આ યહૂદી માણસો છે, અને તેઓ આપણા શહેરના લોકોને ખૂબ હેરાન કરી રહ્યા છે.
\v 21 રોમનો જે રીતરિવાજો પાળી શકે નહિ તેવા નિયમો પાળવાનું તેઓ શિક્ષણ આપે છે!"
\s5
\v 22 જેઓ પાઉલ અને સિલાસ પર દોષ મૂકી રહ્યા હતા તેઓની સાથે બીજા ઘણા જોડાયા, અને તેઓને તેમણે મારવાનું શરૂ કર્યું. પછી રોમન અધિકારીઓએ સૈનિકોને પાઉલ અને સિલાસના કપડાં કાઢી નાંખાવીને તેમને કોરડાથી ફટકારવાનું કહ્યું.
\v 23 તેથી સૈનિકોએ પાઉલ અને સિલાસને ક્રૂરતાથી કોરડા માર્યા. તે પછી, તેઓએ તેમને લઇ જઈને જેલમાં પૂર્યા. તેઓ નાસી ન જાય તેનું ધ્યાન રાખવાનું તેઓએ જેલરને જણાવ્યું.
\v 24 તે અધિકારીઓએ તેને તે પ્રમાણે કરવાનું કહ્યું હતું, તેથી જેલરે પાઉલ અને સિલાસને જેલના સૌથી અંદરના ઓરડામાં રાખ્યા. ત્યાં, તેણે તેઓને નીચે જમીન પર બેસાડીને તેમના પગ લાંબા કરવા કહ્યું. પછી તેણે તેમની એડીઓને લાકડાના બે ટુકડાઓની વચ્ચેના કાણામાં નાખી, જેથી પાઉલ અને સિલાસ તેમના પગને હલાવી ન શકે.
\s5
\v 25 લગભગ મધ્ય રાત્રીએ, પાઉલ અને સિલાસ પ્રાર્થના કરતા હતા અને ઈશ્વરની સ્તુતિ કરતાં ગીતો ગાતા હતા. બીજા કેદીઓ તેઓને સાંભળી રહ્યા હતા.
\v 26 એકાએક ખૂબ મોટા ધરતીકંપે આખી જેલ ધ્રૂજાવી નાખી. ધરતીકંપના લીધે જેલના બધા દરવાજા ઊઘડી ગયા અને બધા કેદીઓની સાંકળો નીકળી પડી.
\s5
\v 27 જેલર જાગ્યો અને જોયું કે જેલના દરવાજા ધરતીકંપથી ઊઘડી ગયા છે. તેણે વિચાર્યું કે કેદીઓ જેલમાંથી ભાગી ગયા છે, તેથી તેણે પોતાને મારી નાખવા માટે તેની તલવાર કાઢી, કારણ કે તે જાણતો હતો કે જો કેદીઓ મુક્ત થઇ જશે તો શહેરના અધિકારીઓ તેને મારી નાખશે.
\v 28 પાઉલે જેલરને જોયો અને તેણે તેને બૂમ પાડી," તારી જાતને મારી નાખતો નહિ! અમે બધા કેદીઓ અહીં જ છીએ!"
\s5
\v 29 જેલરે કોઈને બૂમ પાડી કે ફાનસ લાવવામાં આવે કે જેથી એ જોઈ શકે કે હજુ જેલમાં કોણ છે. ગભરાઇને થથરી જઈને, તે પાઉલ અને સિલાસના પગે પડ્યો.
\v 30 ત્યારબાદ તે પાઉલ અને સિલાસને જેલમાંથી બહાર લાવ્યો અને પૂછ્યું: "સાહેબો, તારણ પામવા માટે મારે શું કરવું જોઈએ?"
\v 31 તેઓએ જવાબ આપ્યો, "ઈસુ પર વિશ્વાસ કર, જેથી તું અને તારા ઘરનાં તારણ પામશો."
\s5
\v 32 ત્યારબાદ પાઉલ અને સિલાસે તેને અને તેના પરિવારજનોને પ્રભુ ઈસુ વિશે જણાવ્યું.
\v 33 પછી જેલરે મધ્યરાત્રીએ, તે જ સમયે, તેઓના જખમો ધોયા. ત્યારબાદ પાઉલ અને સિલાસે તેને અને તેના પરિવારના દરેક સભ્યોને બાપ્તિસ્મા આપ્યું.
\v 34 ત્યાર બાદ જેલર પાઉલ અને સિલાસને તેના ઘરે લઈ ગયો અને તેમને જમવા માટે ભોજન આપ્યું. તે અને તેના ઘરનાં બધા ઘણાં ખુશ થયાં કારણ કે તેઓએ ઈશ્વરમાં વિશ્વાસ કર્યો હતો.
\s5
\v 35 બીજી સવારે, શહેરના અધિકારીઓએ જેલર પાસે કેટલાક સૈનિકોને જેલમાં એવું કહીને મોકલ્યા કે, ''હવે તે બે કેદીઓને જવા દો."
\v 36 જેલરે જ્યારે આ સાંભળ્યું ત્યારે, તે પાઉલ પાસે ગયો અને કહ્યું, "શહેરના અધિકારીઓએ તમને જવા દેવા માટે મને કહ્યું છે. તેથી તમે બન્ને અત્યારે જેલમાંથી જઈ શકો છો અને શાંતિએ જાઓ."
\s5
\v 37 પણ પાઉલે જેલરને કહ્યું કે, "અમે રોમન નાગરિક હોવા છતાં, શહેરના અધિકારીઓએ માણસોને જણાવ્યું કે ટોળાની સામે અમને મારે અને અમને જેલમાં પૂરે. અને હવે કોઇને જણાવ્યા વગર તેઓ અમને જતા રહેવાનું કહે છે! અમે તે સ્વીકારીશું નહિ! શહેરના અધિકારીઓ જાતે જ આવે અને અમને જેલમાંથી મુક્ત કરે."
\v 38 તેથી સૈનિકો ગયા અને શહેરના અધિકારીઓને જે પાઉલે કહ્યું હતું તે જણાવ્યું. જ્યારે શહેરના અધિકારીઓએ સાંભળ્યું કે, પાઉલ અને સિલાસ રોમન નાગરિકો છે, ત્યારે તેઓ ગભરાયા કારણ કે તેઓએ ખોટું કાર્ય કર્યું હતું.
\v 39 તેથી શહેરના અધિકારીઓ આવ્યા અને તેમણે જે કર્યું હતું તે માટે પાઉલ અને સિલાસની માફી માગી. શહેરના અધિકારીઓ તેમને જેલમાંથી બહાર લાવ્યા અને તેઓને શહેર છોડી દેવા જણાવ્યું.
\s5
\v 40 પાઉલ અને સિલાસે જેલ છોડ્યા બાદ, તેઓ લુદિયાના ઘરે ગયા. ત્યાં તેઓ તેને અને બીજા વિશ્વાસીઓને મળ્યા. તેઓએ વિશ્વાસીઓને પ્રભુ ઈસુમાં વિશ્વાસ રાખવાનુ ઉત્તેજન આપ્યું. અને ત્યાર પછી બન્ને પ્રેરિતોએ ફિલિપી શહેરમાંથી વિદાય લીધી.
\s5
\c 17
\p
\v 1 તેઓએ આમ્ફીપોલીસ અને આપલોનિયા શહેરોમાં મુસાફરી કરી અને થેસ્સાલોનિકા શહેરમાં આવ્યાં. ત્યાં યહૂદી સભાસ્થાન હતું.
\v 2 સાબ્બાથે હર વખતની જેમ પાઉલ સભાસ્થાનમાં ગયો. ત્રણ અઠવાડીયા સુધી દરેક સાબ્બાથે તે ત્યાં ગયો. શાસ્ત્ર કેવી રીતે જણાવે છે કે ઈસુ તે જ ખ્રિસ્ત છે એ વિષે તેણે લોકો સાથે વાત કરી.
\s5
\v 3 તેણે શાસ્ત્રમાંથી દર્શાવ્યું કે પ્રબોધકોએ જે લખ્યું છે તેમ મસીહને મરવું પડશે અને ફરીથી સજીવન થવુ પડશે. તેણે કહ્યું, "આ માણસ ઈસુ એ જ ખ્રિસ્ત છે. જેમ પ્રબોધકોએ કહ્યું હતું તેમ તે મૃત્યુ પામ્યા અને ફરીથી સજીવન થયા."
\v 4 ત્યારે પાઉલે જે કહ્યું હતું તે પર કેટલાક યહૂદીઓએ વિશ્વાસ કર્યો, અને પાઉલ અને સિલાસને મળવાનું શરૂ કર્યું. ત્યાં ઘણા બિનયહૂદી લોકો અને ઈશ્વરનું ભજન કરતી પ્રતિષ્ઠિત સ્ત્રીઓ હતી જેમણે પણ ઈસુના સંદેશા પર વિશ્વાસ કર્યો અને તેઓએ પણ પાઉલ અને સિલાસને મળવાનું શરૂ કર્યું.
\s5
\v 5 પણ કેટલાક યહૂદી આગેવાનો ગુસ્સે થયા કારણ કે પાઉલે જે શીખવ્યું, તે પર ઘણાંએ વિશ્વાસ કર્યો હતો. તેથી તેઓ શહેરના ચોકમાં ગયા અને દુષ્ટ માણસોને તેમની પાછળ પડવા ઉશ્કેર્યા. આ રીતે, યહૂદી આગેવાનોએ ટોળું ભેગું કર્યું અને તેઓએ મોટો ઘોંઘાટ ઉભો કર્યો. તે યહૂદીઓ અને બીજાઓ યાસોન નામે માણસના ઘરે દોડી ગયા જ્યાં પાઉલ અને સિલાસ રહેતા હતા. તેઓ પાઉલ અને સિલાસને બહાર લોકોનું ટોળું હતું ત્યાં લાવવા માગતા હતા.
\v 6 તેઓએ શોધી કાઢ્યું કે પાઉલ અને સિલાસ તે ઘરમાં ન હતા, પણ યાસોન તેઓને મળ્યો અને તેઓએ તેને પકડ્યો. તેઓ તેને અને બીજા ઘણા વિશ્વાસીઓ જેઓ તેની સાથે હતા તેઓને ઘસડીને જ્યાં શહેરના અધિકારીઓ હતા ત્યાં લઈ ગયાં. તેઓએ કહ્યું, "જે માણસોએ દુનિયામાં બધે જ તકલીફ ઊભી કરી છે તેઓ અહીં પણ આવ્યા છે,
\v 7 અને આ માણસ યાસોને તેઓને પોતાના ઘરે રહેવાનું કહ્યું છે. તેઓ સમ્રાટની વિરુદ્ધ કાર્યો કરે છે. તેઓ જણાવે છે કે જે ઈસુ નામનો બીજો માણસ છે, તે સાચો રાજા છે!"
\s5
\v 8 જ્યારે ભેગા થયેલા લોકોના ટોળાએ અને શહેરના અધિકારીઓએ તે સાભળ્યું ત્યારે તેઓ ઘણાં ગુસ્સે થયા અને ઉશ્કેરાયા.
\v 9 શહેરના અધિકારીઓએ યાસોન અને બીજા વિશ્વાસીઓને દંડ ભરાવ્યો અને તેમને કહ્યું કે જો પાઉલ અને સિલાસ કોઈપણ પ્રકારની મુશ્કેલી નહીં કરે તો તેઓ તેમને નાણાં પરત કરશે. ત્યાર બાદ શહેરના અધિકારીઓએ યાસોન અને અન્ય વિશ્વાસીઓને જવા દીધા.
\s5
\v 10 તેથી વિશ્વાસીઓએ તે જ રાત્રે, પાઉલ અને સિલાસને થેસ્સાલોનિકામાંથી બેરિયા નગરમાં મોકલી દીધા. જ્યારે પાઉલ અને સિલાસ ત્યાં આવી પહોચ્યાં, ત્યારે તેઓ યહૂદીઓના સભાસ્થાનમાં ગયાં.
\v 11 થેસ્સાલોનીકીના મોટાભાગના યહૂદીઓ ઈશ્વરનો સંદેશો સાંભળવા રાજી ન હતા, પરંતુ જે યહૂદીઓ બેરિયામાં રહેતાં હતાં તેઓ સાંભળવા માટે ઘણાં આતુર હતાં, તેથી તેઓએ ઈસુનો સંદેશો ધ્યાનથી સાંભળ્યો. તેઓ પોતે દરરોજ શાસ્ત્રમાંથી વાંચતા કે જેથી તેઓ શોધી શકે કે પાઉલ ઈસુ વિષે જે કહે છે તે સાચું છે.
\v 12 પાઉલના શિક્ષણના કારણે, યહૂદીઓમાંના ઘણા લોકોએ ઈસુમાં વિશ્વાસ કર્યો, અને કેટલીક પ્રતિષ્ઠિત બિનયહૂદી સ્ત્રીઓ અને બિનયહૂદી પુરુષોએ તેનામાં વિશ્વાસ કર્યો.
\s5
\v 13 પરંતુ તે પછી થેસ્સલોનિકાના યહૂદીઓએ સાંભળ્યું કે પાઉલ બેરિયામાં ઈશ્વર તરફથી ઈસુનો સંદેશો પ્રચાર કરી રહ્યો છે. તેથી તેઓ બેરિયા ગયાં અને ત્યાં લોકોની સાથે વાત કરી જેનાથી તેઓ પાઉલ પ્રત્યે ઘણાં ગુસ્સે થયા.
\v 14 કેટલાક વિશ્વાસીઓ પાઉલને બેરિયાના સમુદ્ર કિનારે મૂકવા ગયા જેથી તે બીજા શહેરમાં જઈ શકે. પરંતુ સિલાસ અને તિમોથી બેરિયામાં રહ્યા.
\v 15 જ્યારે પાઉલ અને બીજા માણસો સમુદ્ર કાંઠે આવ્યાં, ત્યારે તેઓ હોડીમાં બેસીને એથેન્સ શહેર ગયા. ત્યારે જે માણસો પાઉલ સાથે આવ્યા હતા તેઓને પાઉલે કહ્યું કે, "સિલાસ અને તિમોથીને કહો કે તેઓ મારી પાસે અહીં આથેન્સમાં બની શકે તેટલા ઝડપથી આવે." ત્યારબાદ તે માણસો એથેન્સ છોડી બેરિયા પાછા ફર્યા.
\s5
\v 16 એથેન્સમાં, પાઉલ સિલાસ અને તિમોથીની આવવાની રાહ જોઈ રહ્યો હતો. એ દરમ્યાન તે શહેરમાં આમતેમ ફર્યો. તે ઘણો વ્યાકુળ થયો કારણ કે તે શહેરમાં ઘણી મૂર્તિઓ હતી.
\v 17 તેથી તે યહૂદીઓના સભાસ્થાનમાં ગયો અને યહૂદીઓને, અને જે ગ્રીકોએ યહૂદી વિશ્વાસ અપનાવ્યો હતો તેઓને પણ ઈસુ વિષે કહ્યું. તે દરરોજ શહેરના ચોકમાં જતો અને જે લોકો મળતા તેઓની સાથે વાત કરતો.
\s5
\v 18 પાઉલ એવા શિક્ષકોને મળ્યો કે જેઓને લોકો શું માને છે તે સંબંધી વાત કરવાનું ગમતું હતું. લોકો તેઓમાંના કેટલાકને એપીક્યુરીઓ અને કેટલાકને સ્ટોઇક મત માનનારા તરીકે ઓળખતા હતા. તેઓએ પાઉલને પોતાના વિશ્વાસ વિષે કહ્યું, અને તેઓએ પાઉલના વિશ્વાસ વિશે પૂછ્યું. તેઓમાંના કેટલાક એકબીજાને કહેવા લાગ્યા કે, "તે વિચિત્ર દેવો વિષે વાત કરી રહ્યો છે." તેઓએ આમ કહ્યું કારણ કે પાઉલ તેમને કહી રહ્યો હતો કે ઈસુ મૃત્યુ પામ્યા અને પછી તેઓ સજીવન થયા.
\s5
\v 19 તેથી તેઓ તેને જ્યાં શહેરના આગેવાનો મળે છે તે જગ્યાએ લઈ ગયા. જ્યારે તેઓ ત્યાં આવ્યા ત્યારે તેઓએ પાઉલને કહ્યું, "મહેરબાની કરીને અમને જણાવ, કે તું કયો નવો સંદેશો લોકોને શીખવે છે?
\v 20 તું જે નવી બાબતો શીખવે છે તે અમે સમજી શક્તા નથી, તેથી અમે જાણવા માગીએ છીએ કે તેનો અર્થ શો છે."
\v 21 એથેન્સના લોકો અને અન્ય પ્રાંતોના લોકો જેઓ ત્યાં રહેતા હતા તેઓ, તેમના નવા લાગતા વિચાર વિષે વાત કરવામાં આનંદ માનતા હતા.
\s5
\v 22 ત્યાર બાદ પાઉલ લોકોની સમક્ષ ઊભો થયો અને કહ્યું, "એથેન્સના લોકો હું જોઉં છું કે તમે ઘણા ધાર્મિક છો.
\v 23 હું એમ કહું છું કારણ કે, જ્યારે હું શહેરમાં ફરી રહ્યો હતો ત્યારે તમે જેનું ભજન કરો છો તે બાબતોને મેં જોઈ, મેં એ વેદી પણ જોઈ જેની ઉપર કોઇકે આ શબ્દો કોતર્યાં હતા: 'જેને અમે ઓળખતા નથી તે દેવને આ માન આપે છે.' તેથી હવે એ ઈશ્વર વિશે કહીશ જેને તમે ભજો છો પરંતુ તેમને તમે ઓળખતા નથી.
\s5
\v 24 આ એજ ઈશ્વર છે જેમણે આ પૃથ્વી અને તેમાંનું સર્વ બનાવ્યું. તેઓ સ્વર્ગ અને પૃથ્વીના દરેક જીવ પર અમલ ચલાવે છે, અને તેઓ માણસોએ બનાવેલા મંદિરોમાં રહેતા નથી.
\v 25 માણસોએ તેમના માટે બનાવેલ કઈપણ વસ્તુની તેમને જરૂર નથી કારણ કે તેઓ માણસોને જીવન અને શ્વાસ આપે છે, અને તેઓ તેમને બધી જરૂરિયાતો પૂરી પાડે છે.
\s5
\v 26 આરંભમાં, ઈશ્વરે એક દંપતી બનાવ્યું, અને તેમનાથી ઈશ્વરે આ સર્વ લોકજૂથો જેઓ અત્યારે પૃથ્વી ઉપર રહે છે તેમને ઉત્પન કર્યાં. તેમણે દરેક લોક સમૂહ ને નિશ્ચિત સમય માટે જે તે સ્થાને મૂક્યા છે.
\v 27 તેઓ ઇચ્છતા હતા કે લોકો એ સમજે કે તેમને તેમની જરૂર છે. કદાચ તેથી તેઓ તેમને શોધે અને પ્રાપ્ત કરે, જો કે તેઓ આપણી નજીક છે છતાંપણ, ઈશ્વર ચાહે છે કે આપણે તેમની શોધ કરીએ.
\s5
\v 28 ઈશ્વરના કારણે આપણે જીવીએ છીએ, હલનચલન કરીએ છીએ અને અસ્તિત્વ ધરાવીએ છીએ, જેમ તમારામાંના એકે કહ્યું છે કે, "આપણે તેમનાં બાળકો છીએ."
\v 29 તેથી, ઈશ્વરના બાળકો હોવાના કારણે, આપણે એવું ન વિચારવું જોઈએ કે ઈશ્વર, માણસોએ બનાવેલી વસ્તુઓ જેવી કે સોનુ, ચાંદી, અથવા પત્થરના જેવા છે.
\s5
\v 30 જ્યારે લોકો જાણતા ન હતા કે ઈશ્વર શું ચાહે છે, તે સમય દરમ્યાન તેઓ જે કરતા તે માટે તેમને તેમણે શિક્ષા કરી નહિ. પરંતુ હવે ઈશ્વર સર્વ જગાઓના સર્વ લોકોને આજ્ઞા આપે છે કે તેઓ પોતાનાં દુષ્ટ કાર્યોથી પાછા ફરે.
\v 31 તે આપણને જણાવે છે કે તેમણે નક્કી કરેલા ચોક્કસ દિવસે તેમણે પસંદ કરેલા માણસ દ્વારા તેઓ આપણો ન્યાય કરશે, આ માણસને સજીવન કરવા દ્વારા તેમણે આપણને તેની ખાતરી કરાવી છે.
\s5
\v 32 જ્યારે માણસોએ સાંભળ્યું કે પાઉલ કહે છે કે એક માણસ મૃત્યુમાંથી સજીવન થયો છે ત્યારે કેટલાક માણસો હસવા લાગ્યા. પરંતુ બીજા માણસો તેને કહેવા લાગ્યાં કે તે ફરીથી બીજા દિવસે આવીને તેના વિષે તેમને કહે.
\v 33 તેઓના એમ કહ્યા પછી, પાઉલ ત્યાંથી ચાલ્યો ગયો.
\v 34 તથાપિ, લોકોમાંના કેટલાક પાઉલ સાથે ગયા અને તેના ઈસુ વિષેના સંદેશા પર વિશ્વાસ કર્યો. જેઓએ વિશ્વાસ કર્યો તેઓમાંનો એક દીઓનુસીઅસ હતો. જે શહેર સમિતિનો સભ્ય હતો. તે ઉપરાંત દામરિસ નામની એક સ્ત્રી હતી અને તેમની સાથેના જે કેટલાક લોકો હતા તેમણે વિશ્વાસ કર્યો.
\s5
\c 18
\p
\v 1 તે પછી, પાઉલ એથેન્સ શહેર છોડીને કરીંથ શહેરમાં ગયો.
\v 2 ત્યાં તે એક યહૂદી જેનું નામ આકુલા હતું તેને મળ્યો, તે પોન્તસ વિસ્તારનો વતની હતો. આકુલા અને તેની પત્ની પ્રિસ્કીલા થોડા સમય અગાઉ ઇટાલીના રોમ શહેરથી આવ્યાં હતા. તેમણે રોમ છોડવું પડ્યું કારણ કે રોમન રાજા કલોડીયસે, આજ્ઞા આપી હતી કે યહૂદીઓ રોમ છોડીને ચાલ્યા જાય.
\v 3 આકુલા અને પ્રિસ્કીલા આજીવિકા માટે તંબુ બનાવતાં હતાં. પાઉલ પણ તંબુ બનાવતો હતો, તેથી તે તેમની સાથે રહ્યો, અને તેઓ સાથે કાર્ય કરતાં હતાં.
\s5
\v 4 દરેક વિશ્રામવારે પાઉલ યહૂદીઓના સભાસ્થાનમાં જતો, જ્યાં તે યહૂદી અને બિનયહૂદીઓ સાથે વાત કરતો હતો. તે તેમને ઈસુ વિશે શીખવતો હતો.
\v 5 જ્યારે સિલાસ અને તિમોથી મકદોનિયા પ્રદેશમાંથી આવ્યા ત્યારે ઈસુ તે જ ખ્રિસ્ત છે તે યહૂદીઓને કહેવા પાઉલ પવિત્ર આત્માથી જબરજસ્ત રીતે પ્રેરણા પામ્યો.
\v 6 પરંતુ યહૂદીઓએ પાઉલનો વિરોધ કર્યો અને તેના વિશે ખરાબ વાતો કહેવા લાગ્યા, તેથી તેણે પોતાના વસ્ત્રોમાંથી ધૂળ ખંખેરી અને તેમને કહ્યું, "જો ઈશ્વર તમને શિક્ષા કરે, તો તેને માટે તમે જવાબદાર હશો, હું નહિ! હવે પછી હું જેઓ યહૂદી નથી તેઓની સાથે વાત કરીશ!"
\s5
\v 7 તેથી પાઉલ યહૂદી સભાસ્થાન છોડીને નજીકના એક ઘરમાં ગયો, અને ત્યાં પ્રચાર કર્યો. તે ઘરનો માલિક તિતસ યુસ્તસ હતો, જે બિનયહૂદી માણસ હતો અને ઈશ્વરની આરાધના કરતો હતો.
\v 8 તે પછી, યહૂદી સભાસ્થાનના અધિકારીએ, જેનું નામ ક્રિસ્પસ હતું, તેણે અને તેના પરિવારની દરેક વ્યક્તિએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો. કરિંથના બીજાં ઘણાં લોકોએ ક્રિસ્પસ અને તેના પરિવાર વિષે સાંભળ્યુ અને તેઓએ પણ ઈસુમાં વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા પામ્યાં.
\s5
\v 9 એક રાત્રે પાઉલને દર્શન થયું જેમાં પ્રભુ ઈસુએ તેને કહ્યું, "તારા વિરોધી લોકોથી ગભરાઈશ નહિ, પણ મારા વિશે વાત કરવાનું ચાલુ રાખજે,
\v 10 કારણ કે હું તને મદદ કરીશ અને અહીં તને કોઈ નુકસાન કરી શકશે નહી. તેઓને મારા વિશે કહેવાનું ચાલુ રાખજે, કારણ કે આ શહેરમાં મારા ઘણા લોકો છે."
\v 11 તેથી પાઉલે કરિંથમાં દોઢ વરસ સુધી રહીને, લોકોને ઈસુના સંબંધમાં ઈશ્વરનાં વચનોનું શિક્ષણ આપ્યું.
\s5
\v 12 જ્યારે ગાલિયો આખાયા પ્રાંતનો રોમન રાજ્યપાલ બન્યો, ત્યારે યહૂદી આગેવાનો ભેગા થયા અને પાઉલને પકડ્યો. તેઓએ તેને રાજ્યપાલ સમક્ષ રજૂ કર્યો અને તેના પર એવો આરોપ મૂક્યો,
\v 13 કે, "આ માણસ લોકોને ઈશ્વરનું ભજન એ રીતે કરવાનું શીખવે છે જે અમારા યહૂદી નિયમોની વિરુદ્ધ છે."
\s5
\v 14 જ્યારે પાઉલ બોલવા જતો જ હતો ત્યારે ગાલિયોએ યહૂદીઓને કહ્યું, "જો આ માણસે રોમન નિયમો તોડ્યા હોત તો, તમારી યહૂદીઓની ફરિયાદ મેં સાંભળી હોત.
\v 15 તેમ છતાં, તમે તમારા યહૂદી નિયમો અને નામો અને શબ્દો વિશે કહો છો, તેથી તમારે પોતે જ તેની સાથે આ વિશે વાત કરવી જોઈએ. હું આ વિશે ન્યાય કરતો નથી!"
\s5
\v 16 ગાલિયોએ આ વાત કહી ત્યાર પછી, તેણે કેટલાક સૈનિકોને યહૂદી આગેવાનોને ન્યાયાલયની બહાર લઈ જવા કહ્યું.
\v 17 ત્યારબાદ લોકોએ યહૂદીઓના આગેવાન, સોસ્થેનેસને પકડ્યો. તેઓએ ન્યાયાલયની સામે જ તેને માર્યો. પરંતુ ગાલિયોએ તે વાત પર ધ્યાન આપ્યું નહિ.
\s5
\v 18 પાઉલ બીજા ઘણા દિવસ સુધી વિશ્વાસીઓની સાથે કરિન્થમાં રહ્યો. ત્યારબાદ તે પ્રિસ્કીલા અને આકુલાની સાથે વહાણમાં બેસીને સિરિયા પ્રાંતમાં ગયો. કેંખ્રિયામાં તેણે માથું મુંડાવ્યું કારણ કે તેણે પ્રતિજ્ઞા લીધી હતી.
\v 19 તેઓ એફેસસ શહેરમાં આવ્યાં, અને પ્રિસ્કીલા અને આકુલા ત્યાં રહ્યાં. પાઉલ પોતે યહૂદી સભાસ્થાનમાં ગયો અને યહૂદીઓને ઈસુ વિશે કહ્યું.
\s5
\v 20 તેઓએ તેને વધારે રોકાવા જણાવ્યું, પણ તેણે ના પાડી.
\v 21 પણ જ્યારે તે જતો હતો ત્યારે, તેણે તેઓને કહ્યું, "જો ઈશ્વર ઇચ્છતા હશે તો હું પાછો આવીશ.'' ત્યારબાદ તે વહાણમાં બેસીને એફેસસથી નીકળી ગયો.
\s5
\v 22 જ્યારે વહાણ કાઈસારિયા શહેર પહોચ્યું, ત્યારે પાઉલ તેમાંથી ઊતર્યો. તે યરુશાલેમ ગયો અને ત્યાંના વિશ્વાસીઓને સલામ પાઠવી. ત્યારબાદ તે સિરિયા પ્રાંતના અંત્યોખ શહેરમાં ગયો.
\v 23 પાઉલે ત્યાં વિશ્વાસીઓની સાથે થોડો સમય વિતાવ્યો. ત્યાર બાદ તે અંત્યોખ છોડી અને ગલાતિયા અને ફ્રુગિયા પ્રાંતનાં શહેરોમાં ફર્યો. તેણે વિશ્વાસીઓને ઈશ્વરથી મળેલા ઈસુ વિશેના સંદેશમાં વધારે અને વધારે વિશ્વાસ કરવા કહ્યું.
\s5
\v 24 જ્યારે પાઉલ ફ્રુગિયા અને ગલાતિયાથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે આપોલસ નામે એક યહૂદી માણસ એફેસસમાં આવ્યો. તે આલેક્સાન્દ્રિયા શહેરનો રહેવાસી હતો અને તે ઈશ્વરનાં વચનો વિષે ઘણું સારું બોલતો હતો.
\v 25 લોકોએ કઈ રીતે જીવવું તે વિષે ઈસુ શું શીખવે છે, તે બીજા વિશ્વાસીઓએ આપોલસને શિખવ્યું હતું, અને તે લોકોને ઉત્સાહપૂર્વક તે બાબતો શીખવતો. તેમ છતાં, તે પ્રભુ ઈસુ વિશે બધી બાબતો શીખવતો ન હતો, કારણ કે તે ફક્ત યોહાનના બાપ્તિસ્મા વિશે જાણતો હતો.
\v 26 આપોલસ યહૂદી સભાસ્થાનમાં ગયો, અને જે બાબતો તે શિખ્યો હતો તે હિંમતથી લોકોને કહેવા લાગ્યો. તે જે શીખવતો હતો તે જ્યારે પ્રિસ્કીલા અને આકુલાએ સાંભળ્યું ત્યારે તેમણે તેને ઘરે આવવા આમંત્રણ આપ્યું જ્યાં તેમણે તેને ઈસુ વિશે વધુ શીખવ્યું.
\s5
\v 27 જ્યારે આપોલોસે નક્કી કર્યું કે તે અખાયા પ્રાંતમાં જવા ઇચ્છે છે, ત્યારે એફેસસના વિશ્વાસીઓએ તેને ઉત્તેજન આપ્યું કે તેમ કરવું તેને માટે સારું છે. તેથી તેઓએ અખાયાના વિશ્વાસીઓને પત્ર લખ્યો કે તેઓ આપોલસનો આવકાર કરે. ત્યાં પહોચ્યાં પછી, તેણે ઈશ્વરના સામર્થ્યથી જેઓ ઈસુ પર વિશ્વાસ કરતા હતા, તેઓને સહાય કરી.
\v 28 આપોલોસ ઘણી હિંમતથી ઘણા લોકોના સાંભળતાં યહૂદી આગેવાનો સાથે વાત કરતો હતો. શાસ્ત્રોમાંથી વાંચીને, તે લોકોને ઈસુ એ જ મસીહા હતા તે બતાવવા સમર્થ હતો.
\s5
\c 19
\p
\v 1 જ્યારે આપોલોસ કરિન્થમાં હતો, ત્યારે પાઉલે ફ્રુગિયા અને ગલાતિયા છોડીને આસિયામાં થઈને એફેસસ પાછો આવ્યો. તે કેટલાક લોકોને મળ્યો જેઓ કહેતા હતા કે તેઓ વિશ્વાસીઓ છે.
\v 2 તેણે તેઓને પૂછ્યું, "જ્યારે તમે ઈશ્વરના સંદેશા પર વિશ્વાસ કર્યો ત્યારે શું તમને પવિત્ર આત્મા પ્રાપ્ત થયો?" તેઓએ જવાબ આપ્યો, "ના અમને પ્રાપ્ત થયો નથી, અમે તો પવિત્ર આત્મા વિષે સાંભળ્યું પણ નથી."
\s5
\v 3 તેથી પાઉલે પૂછ્યું, "તો તમે જ્યારે બાપ્તિસ્મા પામ્યા, ત્યારે તમે શું સમજ્યા?" તેમણે જવાબ આપ્યો, "યોહાન બાપ્તિસ્તે જે શિક્ષણ આપ્યું તેના પર અમે વિશ્વાસ કર્યો."
\v 4 પાઉલે કહ્યું, "યોહાનનું બાપ્તિસ્મા લોકો પોતાના દુષ્ટ વિચારોથી તથા કાર્યોથી ઈશ્વર પ્રતિ પાછા ફરતા હતા તેની નિશાની હતું. તેણે એવું પણ કહ્યું હતું કે એક વ્યક્તિ, જે તેના આવ્યા પછી આવશે તેના પર લોકોએ વિશ્વાસ કરવો, અને તે માણસ તો ઈસુ હતા."
\s5
\v 5 તેથી જ્યારે તે માણસોએ સાંભળ્યું, ત્યારે તેઓએ પ્રભુ ઈસુના નામમાં બાપ્તિસ્મા લીધુ.
\v 6 ત્યારપછી પાઉલે, એક પછી એક દરેકનાં માથે હાથ મૂક્યા અને તેઓમાંના દરેક ઉપર પવિત્ર આત્માનું સામર્થ્ય આવ્યું. પવિત્ર આત્માએ જે ભાષાઓ તેઓ શીખ્યા ન હતાં તે બોલવા તેમને સામર્થ્ય આપ્યું અને તેઓ પવિત્ર આત્માએ જે કહ્યું તે પ્રમાણે તેઓ સંદેશ બોલ્યા.
\v 7 ત્યાં આશરે બાર પુરુષો હતા જેઓનું પાઉલે બાપ્તિસ્મા કર્યું અને તેઓ પવિત્ર આત્મા પામ્યાં.
\s5
\v 8 ત્યાર પછી ત્રણ મહિના સુધી, પાઉલે એફેસસનાં સભાસ્થાનમાં દર સાબ્બાથે જઈને લોકોને ઈસુ વિષે શીખવ્યું અને સમજાવ્યું કે કઈ રીતે ઈશ્વર પોતાને રાજા તરીકે દર્શાવશે.
\v 9 પરંતુ કેટલાક યહૂદીઓ તેના સંદેશા પર વિશ્વાસ કરવા તૈયાર ન હતા અને તે વિષે તેઓ વધારે સાંભળવા માંગતા ન હતા. તેઓએ પાઉલના શિક્ષણ વિષે ઘણી દુષ્ટ વાતો કરી તેથી પાઉલ તેઓને છોડીને વિશ્વાસીઓને લઈને તુરાનસના સભાસ્થાનમાં ગયો, જેથી તેઓ ત્યાં મળી શકે.
\v 10 પાઉલે બે વર્ષ સુધી ત્યાં લોકોને શિક્ષણ આપ્યું. આ રીતે, લગભગ બધાં, યહૂદી અને બિનયહૂદી જેઓ આસિયા પ્રાંતમાં રહેતા હતા તેઓએ પ્રભુ ઈસુનો સંદેશો સાંભળ્યો.
\s5
\v 11 વળી ઈશ્વરે પાઉલને ચમત્કારો કરવાનું સામર્થ્ય આપ્યું.
\v 12 જે કોઇ બીમાર હતા અને પાઉલ પાસે આવી શકે તેમ ન હતા, તેઓ પાસે પાઉલે સ્પર્શ કરેલા કાપડના ટુકડાઓ લઈ જવામાં આવતા અને બીમાર લોકો પર તે મુકવામાં આવતા. જેના પરિણામે બીમાર લોકો સાજા થતા અને દુષ્ટાત્માઓ તેમને છોડીને ચાલ્યા જતા.
\s5
\v 13 એવા કેટલાક યહૂદીઓ હતા કે જેઓ એક નગરથી બીજા નગર ભટકતા હતા, અને એ બધી જગ્યાઓએ લોકોમાંથી દુષ્ટાત્માઓને નીકળી જવા આજ્ઞા કરતા હતા. તેઓમાંના કેટલાક યહૂદીઓ લોકોમાંથી દુષ્ટાત્માઓને કાઢવા આ પ્રમાણે કહેતા "પાઉલ જે માણસ વિષે શિક્ષણ આપે છે, તે પ્રભુ ઈસુના પરાક્રમથી હું તને બહાર નીકળવાની આજ્ઞા કરું છું!"
\v 14 સાત માણસો આ પ્રકારે કાર્ય કરતા હતા. તેઓ સ્કેવા નામે એક યહૂદી, જે પોતાને મુખ્ય યાજક કહેતો હતો, તેના દીકરાઓ હતા.
\s5
\v 15 પણ એક દિવસ જ્યારે તેઓ આમ કરી રહ્યા હતા ત્યારે, દુષ્ટાત્મા તે માણસમાંથી બહાર નીકળ્યો નહીં. તેના બદલે, તે દુષ્ટાત્માએ તેઓને કહ્યું, "હું ઈસુને ઓળખું છું અને હું પાઉલને ઓળખું છું પણ મને કંઈ કરવાનો અધિકાર તને કોઈએ આપ્યો નથી!"
\v 16 એટલું કહ્યા પછી, અચાનક જે માણસને દુષ્ટાત્મા વળગ્યો હતો તે સ્કેવાના દીકરાઓ પર કૂદ્યો. તેણે તેમને નીચે પછાડ્યા અને માર્યા. તેણે તેઓનાં કપડાં ફાડી નાખ્યાં અને ઘાયલ કર્યા. તેઓ ગભરાઈ ગયા અને ઘર છોડીને ભાગી ગયા.
\v 17 એફેસસમાં રહેતા સર્વ લોકો, યહૂદી અને બિનયહૂદી બન્નેએ જે બન્યું હતું તે સાંભળ્યું. ત્યારે તેઓ ગભરાયા કારણ કે દુષ્ટાત્મા વળગેલો માણસ ઘણો શક્તિશાળી હતો. તે સમયે, તેઓએ પ્રભુ ઈસુના નામને મહિમા આપ્યો.
\s5
\v 18 તે સમયે, બીજા વિશ્વાસીઓના સાંભળતાં, ઘણા વિશ્વાસીઓએ જે ભૂંડા કાર્યો તેઓ કરી રહ્યા હતા તે કબૂલ કર્યાં.
\v 19 ઘણાં લોકો જેઓ જાદુગર હતા તેઓએ તેમની જાદુક્રિયા વિશેના પુસ્તકો, બધા જોઈ શકે તેવી જગ્યાએ બાળી નાખ્યાં. જ્યારે લોકોએ તે પુસ્તકોની કિંમત ગણી તો તે પચાસ હજાર ચાંદીના સિક્કા જેટલી હતી.
\v 20 આ પ્રમાણે, ઘણા લોકોએ પ્રભુ ઈસુ વિશેનો સંદેશો સાંભળ્યો અને તેમના પર વિશ્વાસ કર્યો.
\s5
\v 21 એફેસસમાં પાઉલે પોતાનું કાર્ય પૂર્ણ કર્યાં પછી, આત્માએ તેને યરુશાલેમ જવાનો નિર્ણય કરવા દોરવણી આપી, પણ પ્રથમ તેણે મકદોનિયા અને અખાયાના પ્રાંતના વિશ્વાસીઓને મળવાની યોજના કરી. પાઉલે કહ્યું, "યરુશાલેમ ગયા પછી હું રોમ પણ જઈશ."
\v 22 પાઉલે તેના બે સહાયકો, તિમોથીને અને એરાસ્તસને, મકદોનિયા મોકલ્યા. પણ પાઉલ આસિયા પ્રાંતના, એફેસસમાં રહ્યો.
\s5
\v 23 તે પછી તરત જ, એફેસસના લોકોએ ઈસુ અને તેમના વિષેના શિક્ષણના કારણે ભારે ધમાલ કરી.
\v 24 ત્યાં એક માણસ હતો જેનું નામ દેમેત્રિયસ હતું. તેણે આર્તેમિસ દેવીની ચાંદીની મૂર્તિઓ બનાવી. દેમેત્રિયસે બધા જ લોકો જેઓએ મૂર્તિઓ બનાવી અને વેચી તેમને પુષ્કળ પૈસા કમાવી આપ્યા.
\v 25 દેમેત્રિયસે પ્રતિમા બનાવનાર બધા કારીગરોને ભેગા કર્યા. તેણે તેઓને કહ્યું, "ભાઈઓ, તમે જાણો છો કે આપણે આ કાર્ય કરવા દ્વારા ઘણાં નાણાં મેળવીએ છીએ.
\s5
\v 26 તમે જાણો છો કે અફેસસમાં રહેતા ઘણાં લોકોને, પાઉલે આપણે જે મૂર્તિઓ બનાવીએ છીએ તે હવે ન ખરીદવાનું શીખવ્યું છે. હવે આપણા પ્રાંતમાં ઘણાં નગરોના લોકો પણ, આપણે જે બનાવીએ છીએ તે ખરીદવા ચાહતા નથી. પાઉલ લોકોને કહે છે કે આપણે જે દેવોનું ભજન કરીએ છીએ તે સાચા દેવો નથી અને આપણે તેઓનું ભજન કરવું જોઈએ નહી.
\v 27 જો લોકો તેનું સાંભળશે તો, તેઓ આપણો ધંધો બંધ કરાવી દેશે. લોકો એવું વિચારશે કે તેઓએ હવે આર્તેમિસના પૂજાસ્થાનમાં તેની પૂજા કરવા જવું જોઈએ નહીં. દેવી આર્તેમિસ મહાન છે એવું હવે લોકો વિચારશે નહી. જો કે આસિયા પ્રાંતના અને સમગ્ર દૂનિયાના લોકો તેને પૂજે છે!"
\s5
\v 28 જ્યારે ત્યાં હાજર રહેલા સર્વ માણસોએ દેમેત્રિયસે કહેલી વાત સાંભળી ત્યારે તેઓ પાઉલ પર ગુસ્સે થયા. તેઓ બૂમો પાડવા લાગ્યાં, "એફેસસની દેવી આર્તેમિસ મહાન છે!"
\v 29 શહેરના ઘણાં લોકો પાઉલ પર ગુસ્સે ભરાયા અને બૂમો પાડવા લાગ્યા. મકદોનિયાથી પાઉલની સાથે મુસાફરી કરી રહેલા બે માણસ ગાયસ અને આરિસ્તાર્ખસને કેટલાક લોકોએ પકડ્યા. ત્યાર પછી લોકોનું આખું ટોળું તેઓને ઢસડીને દોડતું શહેરના સભાગૃહ સુધી લઈ ગયું.
\s5
\v 30 પાઉલ સભાગૃહમાં જઈ લોકો સાથે વાત કરવા માગતો હતો પણ બીજા વિશ્વાસીઓએ તેને જવા દીધો નહીં.
\v 31 શહેરના ઘણા અધિકારીઓ જેઓ પાઉલના મિત્રો હતા તેમણે આ બનાવ વિશે જાણ્યું. તેઓએ કોઈકને મોકલીને પાઉલને સભાગૃહમાં ન જવા જણાવ્યું.
\v 32 સભાગૃહમાં લોકોના ટોળાએ બૂમો પાડવાનું ચાલુ રાખ્યું, તેમાંના કેટલાક કઈક બૂમ પાડતા હતા અને બીજા કેટલાક જુદી બૂમ પાડતા હતા. પણ મોટા ભાગના લોકોને ખબર ન હતી કે તેઓ શા માટે ભેગા થયા હતા!
\s5
\v 33 યહૂદીઓમાંનો એક જેનું નામ આલેકસાંદર હતું. કેટલાક યહૂદીઓ તેને ધક્કા મારીને લોકોની સામે લઈ ગયા જેથી તે લોકોને કંઈક કહી શકે. આલેકસાંદર હાથ ઊચો કરી લોકોના ટોળાને ચૂપ રહેવાનું કહેતો હતો. તે તેઓને કહેવા માંગતો હતો કે યહૂદીઓ આ મુસીબતનું કારણ નથી.
\v 34 પણ ઘણાં બિન-યહૂદીઓ આલેકસાંદરને યહૂદી તરીકે ઓળખતા હતા અને જાણતા હતા કે યહૂદીઓ આર્તેમિસ દેવીનું ભજન કરતા નથી. તેથી બિન-યહૂદીઓ બે કલાક સુધી બૂમ પાડતા રહ્યાં, "એફેસીઓની આર્તેમિસ દેવીની જય!"
\s5
\v 35 ત્યાર બાદ શહેરમાંના અધિકારીઓમાંના એકે ટોળાને ચૂપ રહેવા જણાવ્યું. તેણે તેઓને કહ્યું, "મારા સાથી રહેવાસીઓ, આખી દુનિયાના સર્વ લોકો જાણે છે કે આર્તેમિસ મહાદેવીની પવિત્ર પ્રતિમા આકાશમાંથી પડી છે!
\v 36 દરેક આ જાણે છે, અને કોઈ એમ ન કહી શકે કે આ બાબતો અસત્ય છે. તેથી તમારે શાંત રહેવું જોઈએ અને અવિચારી કાર્ય કરવું નહીં.
\v 37 તમારે આ બે માણસોને અહીં લાવવા જોઈતા ન હતા, કારણ કે તેઓએ કઈ ભૂંડું કર્યું નથી. તેઓ આપણા ભક્તિસ્થાનમાં પ્રવેશ્યા નથી અને ત્યાંથી કોઈ વસ્તુઓ લીધી નથી અને આપણી દેવી વિશે કંઈ ખરાબ બોલ્યાં નથી.
\s5
\v 38 તેથી, જો દેમેત્રિયસ અને તેના સાથી કારીગરો કોઈ ખરાબ બાબત વિષે કંઈક ફરિયાદ કરવા માગતા હોય તો તેમણે યોગ્ય રીતે તે કરવું જોઈએ. જો તેઓ ચાહે તો ન્યાયાલય છે તેમાં જઈ શકે છે, ત્યાં સરકાર દ્વારા ન્યાયાધીશો નિયુક્ત કરેલા છે. ત્યાં તેઓ ફરિયાદ કરી શકે છે.
\v 39 પણ જો બીજી કોઈ બાબતે ફરિયાદ હોય તો, જ્યારે અધિકારીઓ ભેગા થયા હોય ત્યારે તેમની પાસે લઈ જવી જોઈએ.
\v 40 આ રીતે મળવું યોગ્ય નથી! આ પ્રકારની ધમાલથી આપણે સાવધ રહેવું જોઈએ કારણ કે આપણે સરકારની સામે પડવા માગતા નથી. જો મને અધિકારીઓ પૂછશે કે આ ઘોંઘાટ શાનો છે તો હું તેમને યોગ્ય જવાબ આપી નહિ શકું."
\v 41 શહેરના અધિકારીએ ટોળાને આ પ્રમાણે કહ્યું. ત્યાર બાદ તેમણે તેમને ઘરે જવા જણાવ્યું અને તેઓ તેમના ઘરે ગયા.
\s5
\c 20
\p
\v 1 એફેસસના લોકોએ ધમાલ કરવાનું બંધ કર્યું પછી, પાઉલે વિશ્વાસીઓને ભેગા કર્યાં. તેણે તેમને પ્રભુના વિશ્વાસમાં દ્રઢ રહેવાની વિનંતી કરી. ત્યાર બાદ તરત, તેણે તેમની વિદાય લીધી અને મકદોનિયા પ્રાંતમાં આવ્યો.
\v 2 ત્યાં આવીને, તેણે તેમને પ્રભુ ઈસુના વિશ્વાસમાં દ્રઢ રહેવાની વિનંતી કરી. ત્યારબાદ તે ગ્રીસ દેશમાં જવા નીકળ્યો.
\v 3 તે ગ્રીસમાં ત્રણ મહિના રહ્યો. ત્યારપછી તેણે વહાણ દ્વારા સિરિયા પાછા ફરવાની યોજના કરી. પણ જ્યારે તેણે સાંભળ્યું કે ઘણા યહૂદીઓ તેને મુસાફરી દરમ્યાન મારી નાખવાની યોજના કરી રહ્યા છે ત્યારે તેણે નક્કી કર્યું કે તે જમીન માર્ગે જશે અને તે મકદોનિયામાંથી પસાર થયો.
\s5
\v 4 જે માણસો તેની સાથે યરુશાલેમ તરફ મુસાફરી કરવાના હતા તેઓમાં પૂર્હસનો દીકરો સોપાતર, જે બેરિયા નગરનો હતો, આરીસ્તાર્ખસ અને સેકુંદસ જેઓ થેસ્સાલોનિકાના હતા, ગાયસ જે દેર્બે શહેરનો હતો, તિમોથી, જે ગલાતિયા પ્રાંતનો હતો; અને તુખીકસ અને ત્રોફિમસ, જેઓ આસિયા પ્રાંતના હતાં.
\v 5 તે સાત પુરુષો પાઉલ અને મારી, લૂકની અગાઉ વહાણ દ્વારા મકદોનિયાથી નીકળ્યા અને અમારી અગાઉ ત્રોઆસ પહોંચા અને ત્યાં તેઓ અમારા બંનેની રાહ જોતા હતા.
\v 6 પરંતુ હું અને પાઉલ જમીન માર્ગે ફિલિપી સુધી ગયાં. યહૂદીઓના બેખમીર પર્વ પછી અમે વહાણ માર્ગે ત્રોઆસ શહેર ગયા. પાંચ દિવસ પછી અમે ત્રોઆસ પહોંચ્યા. અને અમારા કરતાં વહેલા ગયેલા વિશ્વાસીઓને મળ્યા પછી અમે ત્રોઆસ સાત દિવસ સુધી રોકાયા.
\s5
\v 7 અઠવાડીયાનાં પહેલા દિવસે, અમે બધાં ભેગા થયા અને અમે વિશ્વાસીઓ સાથે ભોજન લેવાના હતાં. પાઉલે અડધી રાત સુધી સંદેશો આપ્યો કારણ કે બીજે દિવસે અમે ત્રોઆસથી વિદાય લેવાના હતા.
\v 8 જ્યાં અમે ભેગા થયા હતા તે ઉપરના માળે તેલના ઘણા દિવા સળગતા હતા.
\s5
\v 9 એક જુવાન જેનું નામ યુતુખસ હતું તે ત્યાં હતો. તે ઘરના ત્રીજા માળે બારી પાસે બેઠેલો હતો. પાઉલે લાંબા સમય સુધી સંદેશો ચાલુ રાખ્યો, તેથી યુતુખસને ઊંઘ આવતાં આખરે, તે ઊંઘી ગયો. તેથી તે બારીમાંથી જમીન પર પડી ગયો. થોડા વિશ્વાસીઓ તરત નીચે ગયા અને તેને ઉઠાવ્યો પણ તે મૃત્યુ પામ્યો હતો.
\v 10 પાઉલ પણ નીચે ગયો. તેણે નીચે નમીને ચત્તોપાટ યુતુખસને કોટે વળગી તેને બાથમાં લીધો. ત્યારબાદ તેણે ત્યાં ઊભેલા લોકોને કહ્યું, "ગભરાશો નહિ, તે ફરીથી જીવતો થશે."
\s5
\v 11 પાઉલ અન્ય લોકો સાથે, ફરીથી ઉપરના માળે ગયો અને તૈયારી કરીને ભોજન લીધું. તે પછી સૂર્યોદય સુધી તેણે વિશ્વાસીઓ સાથે વાત કરી. ત્યારપછી તે ત્યાંથી નીકળ્યો.
\v 12 બીજા લોકો તે જુવાનને ઘરે લઈ ગયા, તે ફરીથી જીવતો થયો તેથી તેઓ ઘણો દિલાસો પામ્યા.
\s5
\v 13 ત્યારપછી અમે વહાણમાં ગયા પરંતુ પાઉલ ત્રોઆસથી વહાણમાં ચડ્યો નહિ, કારણ કે તે ઝડપથી આસોસ નગર પહોંચવા માગતો હતો. બાકીના બધાં વહાણ મારફતે આસોસ પહોંચ્યા.
\v 14 અમે પાઉલને આસોસમાં મળ્યા. તે અમારી સાથે વહાણમાં આવ્યો અને અમે મિતુલેને શહેર આગળ ગયાં.
\s5
\v 15 બીજા દિવસે અમે મિતુલેને પહોંચ્યા, અમે ત્યાંથી ઉપડ્યા અને ખીઓસ ટાપુએ આવી પહોંચ્યા. બીજા દિવસે, અમે સામોસ ટાપુ તરફ ગયા. બીજા દિવસે અમે સામોસ છોડી મિલેતસ શહેર તરફ ગયા.
\v 16 મિલેતસ એ એફેસસ શહેરની દક્ષિણે આવેલું છે. પાઉલ એફેસસ રોકાવા માગતો ન હતો કારણ કે તે એશિયામાં સમય વ્યતીત કરવા ચાહતો ન હતો, તે પચાસમાના પર્વ સુધી યરુશાલેમમાં પહોંચી જવા માંગતો હતો, અને તે પર્વ નજીક હતુ.
\s5
\v 17 જ્યારે વહાણ મિલેતસ આવી પહોચ્યું, ત્યારે પાઉલે એફેસસમાં વિશ્વાસીજૂથના આગેવાનોને સંદેશો મોકલી કહાવ્યું કે તેઓ ત્યાં આવે જેથી તે તેમની સાથે વાત કરી શકે.
\v 18 જ્યારે આગેવાનો ત્યાં આવ્યા ત્યારે પાઉલે તેમને કહ્યું, "જ્યારે હું એસિયા પ્રાંતમાં આવ્યો ત્યારે પ્રથમ દિવસથી માંડીને મેં તે સ્થળ છોડ્યું ત્યાં સુધી, એ સમય દરમ્યાન હું તમારી મધ્યે કઈ રીતે વર્ત્યો તે તમે જોયું છે."
\v 19 તમે જાણો છો કે મેં પ્રભુ ઈસુની સેવા કેવી નમ્રતાથી કરી છે અને ઘણીવાર હું રડ્યો છું. યહૂદીઓ જેઓ વિશ્વાસીઓ નથી તેઓએ ઘણીવાર મને નુકસાન પહોચાડવાનો પ્રયત્ન કર્યો છે તેને કારણે મારે સહન કરવું પડ્યું છે તે તમે જાણો છો.
\v 20 તમે જાણો છો કે જ્યારે મેં ઈશ્વરનો ઉપદેશ આપ્યો ત્યારે તમને ઉપયોગી હોય એવી કોઇપણ બાબતો ક્યારે પણ મેં કહેવાની ટાળી નથી. તમે જાણો છો કે, ઘણાં લોકોની સમક્ષ મેં તમને ઈશ્વરનો ઉપદેશ શીખવ્યો હતો અને તમારા ઘરોમાં જઈને પણ મેં તમને શીખવ્યું હતું.
\v 21 મેં યહૂદી અને બિનયહૂદીઓને તેઓના પાપમય આચરણથી ફરી પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવા સમજાવ્યું હતું."
\s5
\v 22 "અને હવે હું યરુશાલેમ જાઉં છું કારણ કે પવિત્ર આત્માએ મને સ્પષ્ટ રીતે બતાવ્યું છે કે મારે ત્યાં જવું, અને મારે તે માનવું જ જોઈએ. હું જાણતો નથી કે ત્યાં મારી સાથે શું બનવાનુ છે.
\v 23 પરંતુ મેં જે જે શહેરની મુલાકાત લીધી છે, ત્યાં પવિત્ર આત્માએ મને બતાવ્યું છે કે યરુશાલેમમાં લોકો મને જેલમાં નાંખશે અને મારે ત્યાં સહન કરવું પડશે તે હું જાણું છું.
\v 24 પ્રભુ ઈસુએ મને જે કાર્ય આપ્યું છે તે હું પૂર્ણ કરું તે અગાઉ, જો લોકો મને મારી નાખે તો મને તેની જરા પણ દરકાર નથી. તેમણે મને એટલા માટે બોલાવ્યો છે કે હું લોકોને એ શુભ સંદેશ કહી શકું કે જેને માટે આપણે લાયક નથી તે આપણા માટે કરવા દ્વારા ઈશ્વર આપણને બચાવે છે.
\s5
\v 25 મેં તમને એ સંદેશનો ઉપદેશ કર્યો છે કે ઈશ્વર કઈ રીતે પોતાને રાજા તરીકે પ્રગટ કરશે. પરંતુ હવે હું જાણું છું કે આજે છેલ્લી વાર તમે વિશ્વાસીઓ મને જોઈ રહ્યા છો.
\v 26 તેથી જે કોઈએ મને ઉપદેશ આપતાં સાંભળ્યો છે અને તેમાંના કોઈ ઈસુ પર વિશ્વાસ કર્યાં વિના મૃત્યુ પામે, તો એમાં મારો કોઈ દોષ નથી,
\v 27 કારણ કે ઈશ્વરની આપણા માટે જે યોજના છે તે વિશે મેં તમને બધું કહ્યું છે.
\s5
\v 28 તમે આગેવાનોએ ઈશ્વરના ઉપદેશ પર વિશ્વાસ કરવાનું અને તેમને આધીન થવામાં જ વ્યસ્ત રહેવું. પવિત્ર આત્માએ જેની કાળજી રાખવાની જવાબદારી તમને સોંપી છે તેવા બીજા વિશ્વાસીઓને તમારે મદદ કરવી જ જોઈએ. તમે પોતા વિશે સાવધ રહો અને જેમ ઘેટાંપાળક પોતાનાં ઘેટાંની સંભાળ રાખે છે તેમ પ્રભુના વિશ્વાસી ટોળાની સંભાળ રાખો. ઈશ્વરે તેઓને પોતાના પુત્રના, વધસ્થંભે વહેવડાયેલા રક્ત દ્વારા ખરીદ્યા છે.
\v 29 હું સારી રીતે જાણું છું કે મારા ગયા પછી, જે લોકો ખોટો ઉપદેશ કરે છે તેઓ તમારી મધ્યે આવશે અને તેઓ વિશ્વાસીઓને ઘણું નુકસાન પહોંચાડશે. તેઓ ઘેટાને ફાડી ખાનારા વરૂઓ જેવા હશે.
\v 30 તમારા પોતાના આગેવાનના ટોળામાં પણ ઘણાં ખોટું શિક્ષણ આપી વિશ્વાસીઓ સાથે જૂઠું બોલશે. તેઓ ખોટા ઉપદેશ આપશે જેથી અમુક લોકો તેમના પર વિશ્વાસ કરશે અને તેમના અનુયાયીઓ બનશે.
\s5
\v 31 તમારામાનું કોઈ આપણા પ્રભુ ઈસુના સત્ય ઉપદેશ પર વિશ્વાસ કરવાનું બંધ ન કરે તે વિશે સાવધ રહો! યાદ રાખો કે ત્રણ વર્ષ સુધી, રાત અને દિવસ, આંસુઓ સહિત મેં તમને પ્રભુ પ્રત્યે વિશ્વાસુ રહેવા શીખવ્યું અને ચેતવણી આપી છે."
\v 32 "હવે જ્યારે હું તમને છોડીને જાઉં છુ ત્યારે હું ઈશ્વરને પ્રાર્થના કરુ છું કે તે તમારી સંભાળ રાખે અને જેને માટે આપણે યોગ્ય નથી, તે કરીને આપણો બચાવ કરે છે, તે સંદેશ પર વિશ્વાસ કરવા તમને મદદ કરે. જો તમે મારા કહેલા સંદેશ પર વિશ્વાસ રાખવાનું ચાલુ રાખશો તો, તમે આત્મિક રીતે મજબૂત થશો, અને ઈશ્વરે તેમના પોતાના લોકો વિષે જે વચન આપ્યું છે તેમને દરેક સારી વસ્તુ હંમેશા આપશે.
\s5
\v 33 મેં મારા માટે, કોઈનાં નાણાંની અથવા સુંદર વસ્ત્રોની અપેક્ષા રાખી નથી.
\v 34 તમે પોતે જાણો છો કે મારા મિત્રોની અને મારી જરૂરિયાતો માટે મેં મારા હાથે કામ કરીને નાણાં મેળવ્યાં છે.
\v 35 મેં જે કંઈ કર્યું તે દ્વારા તમને દર્શાવ્યું છે કે આપણે સખત પરિશ્રમ કરવો જોઈએ જેથી જેઓને જરૂરીયાત છે તેઓને મદદ કરવા આપણી પાસે પૂરતાં નાણાં હોય. આપણે યાદ રાખવું જોઈએ કે આપણા પ્રભુ ઈસુએ પોતે કહ્યું હતું, "વ્યક્તિ પોતે કશું પ્રાપ્ત કરે છે તે કરતાં જ્યારે તે બીજાને આપે છે ત્યારે વધુ ખુશ હોય છે."
\s5
\v 36 જ્યારે પાઉલે શિક્ષણ સમાપ્ત કર્યું ત્યારે તે બધા આગેવાનો સાથે ઘૂંટણે પડ્યો અને પ્રાર્થના કરી.
\v 37 તેઓ બધા બહુ રડ્યા, અને તેઓ પાઉલને ભેટ્યા અને ચુંબન કર્યું.
\v 38 તેઓ ઘણા દુઃખી થયા કારણ કે તેણે કહ્યું કે તેઓ તેને ફરી જોશે નહિ, ત્યારબાદ તેઓ બધા તેની સાથે વહાણ સુધી ગયા.
\s5
\c 21
\p
\v 1 એફેસસના આગેવાનોથી વિદાય લીધા બાદ, અમે વહાણમાં બેસીને જળમાર્ગે કોસ ટાપુ પહોંચ્યા, ત્યાં વહાણ એક રાત માટે રોકાયું. બીજે દિવસે વહાણ દ્વારા અમે કોસથી રોદેસ ગયા, જ્યાં વહાણ એક રાત માટે રોકાયું. બીજે દિવસે અમે પતારા ગયા, જ્યાં વહાણ ફરી થંભ્યુ.
\v 2 પતારામાં અમે તે વહાણ બદલ્યું, અને કોઈકે અમને કહ્યું કે ફિનીકિયા પ્રાંતમાં જતું વહાણ ત્યાં છે. તેથી અમે તેમાં બેઠા અને તે પ્રદેશ છોડ્યો.
\s5
\v 3 અમેં સાયપ્રસ ટાપુ જોઈ શક્યા ત્યાં સુધી અમે સમુદ્ર માર્ગે મુસાફરી કરી. અમે ટાપુની દક્ષિણ તરફથી પસાર થઈને ફિનીકિયા પ્રાંતના, સિરિયાના તૂર શહેરમાં પહોંચતા સુધી મુસાફરી ચાલુ રાખી. વહાણ ત્યાં કેટલાક દિવસ રોકાવાનું હતું કારણ કે તેના કામદારોએ સામાન ઉતારવાનો હતો.
\v 4 તૂરમાં વિશ્વાસીઓ ક્યાં રહેતા હતા તે કોઈકે અમને જણાવ્યું, તેથી અમે ત્યાં ગયા અને સાત દિવસ રોકાયા કારણ કે પ્રભુના આત્માએ ત્યાંના લોકોને જણાવ્યું હતું કે યરુશાલેમમાં લોકો દ્વારા પાઉલની સતાવણી કરવામાં આવશે, તેઓએ પાઉલને ત્યાં જવા મના કરી.
\s5
\v 5 પણ જ્યારે વહાણ ફરીથી ઉપડવાનો સમય થયો, ત્યારે અમે યરુશાલેમ જવા તૈયાર થયા. જ્યારે અમે તૂરથી પાછા જવા વળ્યા ત્યારે બધા પુરુષો અને તેમની પત્નીઓ અને બાળકો સમુદ્ર કિનારા સુધી અમારી સાથે આવ્યાં. અમે બધા રેતી પર ઘૂંટણે પડ્યા અને પ્રાર્થના કરી.
\v 6 ત્યાર પછી અમે બધાને સલામ કહી. પાઉલ અને અમે તેના સાથીદારો વહાણમાં ગયાં અને બીજા વિશ્વાસીઓ પોતાને ઘરે પાછા ફર્યા.
\s5
\v 7 તૂરથી વિદાય થયા પછી, અમે વહાણ દ્વારા ટોલેમાઈસ શહેરમાં આવ્યાં. ત્યાં વિશ્વાસીઓ હતા, અને અમે તેમને સલામ કહી અને તેઓની સાથે તે રાતે ત્યાં રહ્યા.
\v 8 બીજા દિવસે અમે ટોલેમાઈસ છોડયું અને કાઇસારિયા આવી પહોંચ્યા, ત્યાં અમે ફિલિપના ઘરે રોકાયા, જે પોતાનો સમય, લોકોને ઈસુના શિષ્યો કઈ રીતે બની શકાય તે શીખવવામાં વિતાવતો હતો. તે પસંદ કરાયેલા સાતમાંનો એક હતો જેને યરુશાલેમમાં વિશ્વાસીઓ દ્વારા, વિધવાઓની સંભાળ રાખવા માટે પસંદ કરવામાં આવ્યો હતો.
\v 9 તેને ચાર દીકરીઓ હતી જેઓ કુંવારી હતી. તેઓમાંની દરેક જેમ પવિત્ર આત્મા તેમને દોરે તેમ અવારનવાર સંદેશ પ્રગટ કરતી હતી.
\s5
\v 10 પછી અમે ફિલિપના ઘરે ઘણા દિવસો રોકાયા, ત્યાં આગાબાસ નામનો વિશ્વાસી યહૂદિયા જીલ્લામાંથી કાઇસારિયા આવ્યો. તે પવિત્ર આત્મા જેમ દોરવણી આપતા તેમ ઉપદેશ કરતો હતો.
\v 11 અમે જ્યાં હતા ત્યાં આવીને, તેણે પાઉલનો કમરબંધ લઈ લીધો. અને તેનાથી પોતાના હાથ અને પગ બાંધીને કહ્યું, "પવિત્ર આત્મા કહે છે કે જેનો આ કમરબંધ છે તેને યરુશાલેમના યહૂદી આગેવાનો આજ રીતે બાંધશે અને બિનયહૂદીઓના હાથમાં કેદી તરીકે સોંપશે."
\s5
\v 12 જ્યારે અમે બાકીનાએ તે સાંભળ્યું ત્યારે, અમે બીજા વિશ્વાસીઓએ પાઉલને કહ્યું," મહેરબાની કરીને યરુશાલેમ સુધી જઈશ નહી!"
\v 13 પણ પાઉલે જવાબ આપ્યો, "મહેરબાની કરીને રડવાનુ બંધ કરો અને મને ત્યાં જવા વિષે નાહિંમત કરશો નહિ! તમે શા માટે રડો છો અને જવા માટે મને કેમ નિરાશ કરો છો? હું જેલમાં જવા તૈયાર છું અને યરુશાલેમમાં મરવા પણ તૈયાર છું કારણ કે હું પ્રભુ ઈસુની સેવા કરું છું."
\v 14 જ્યારે અમને સમજાઈ ગયું કે તે યરુશાલેમ જશે, ત્યારે અમે તેને રોકવાનો પ્રયાસ બંધ કરી દીધો. અમે કહ્યું "ઈશ્વરની ઇચ્છા પૂર્ણ થાઓ!"
\s5
\v 15 થોડા દિવસ કાઇસારિયામાં પસાર કર્યાં પછી, અમે અમારો સરસામાન બાંધી જમીન માર્ગે યરુશાલેમ જવા નીકળ્યા.
\v 16 કાઇસારિયાના થોડા વિશ્વાસીઓ પણ અમારી સાથે આવ્યા. તેઓ અમને એક માણસ જેનું નામ મનાસોન હતું તેના ઘરે રહેવા માટે લઈ ગયાં. તે સાયપ્રસ ટાપુનો વતની હતો, અને તે શરૂઆતમાં ઈસુ વિશેના ઉપદેશ દ્વારા વિશ્વાસી બન્યો હતો.
\s5
\v 17 જ્યારે અમે યરુશાલેમ પહોંચ્યા, ત્યારે વિશ્વાસીઓના સમુદાયે પ્રેમથી અમારો આવકાર કર્યો.
\v 18 બીજે દિવસે પાઉલ અને અમે બધા યાકૂબ, જે મંડળીનો આગેવાન હતો તેને મળવા ગયા. મંડળીના બીજા આગેવાનો પણ યરુશાલેમમાં હાજર હતા.
\v 19 પાઉલે તેઓને સલામ પાઠવી, અને ત્યારપછી તેણે પોતાની મારફતે બિનયહૂદીઓમાં ઈશ્વરે જે કાર્યો કરાવ્યાં હતાં તે વિગતવાર કહ્યું.
\s5
\v 20 જ્યારે તેઓએ તે સાંભળ્યું, ત્યારે યાકૂબ અને બીજા આગેવાનોએ ઈશ્વરનો આભાર માન્યો. તેમાંના એકે પાઉલને કહ્યું, "ભાઈ, તુ જાણે છે કે અહીં હજારો યહૂદીઓ છે જેઓએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ મૂક્યો છે. તું એ પણ જાણે છે કે અમે બધા કાળજીપૂર્વક મૂસાના નિયમો પાળીએ છીએ.
\v 21 પરંતુ આપણા સાથી વિશ્વાસી યહૂદીઓએ અમને જણાવ્યું છે કે તું જ્યારે બિનયહૂદીઓ મધ્યે હોય છે ત્યારે, તું યહૂદી વિશ્વાસીઓને કહે છે કે તેઓએ મુસાના નિયમો પાળવા જોઈએ નહી. લોકો કહે છે કે તું યહૂદી વિશ્વાસીઓને તેમના છોકરાઓને સુન્નત નહિ કરાવવા અને બીજા વિધિઓ નહિ પાળવા કહે છે. અમે જાણતા નથી કે તેઓ તારા વિષે જે કહે છે તે સાચું છે.
\s5
\v 22 પરંતુ જ્યારે આપણા સાથી યહૂદી વિશ્વાસીઓ સાંભળશે કે તું આવ્યો છે, ત્યારે તેઓ તારા પર ગુસ્સે ભરાશે. તારે કઈક એવું કરવું જોઈએ કે તેઓને એ દર્શાવી શકાય કે તેઓએ તારા વિષે જે સાંભળ્યું છે તે સાચું નથી.
\v 23 તેથી અમે તને જે સૂચવીએ છીએ તે કૃપા કરીને કર. અમારામાંના ચાર માણસોએ ઈશ્વર સમક્ષ માનતા લીધી છે.
\v 24 તે માણસોને લઈને ભક્તિસ્થાનમાં જા અને તારે માટે અને તેઓ માટે જે જરૂરી વિધિ છે તે કરાવ, જેથી તું અને તેઓ ભક્તિસ્થાનમાં ભજન કરી શકે. ત્યારબાદ, જ્યારે તેઓને બલિદાન કરવાનો સમય આવે ત્યારે, તેઓનો ખર્ચ તું ચૂકવ. ત્યારપછી તેઓ પોતાના માથાનું મૂંડન કરાવે કે જેથી તેઓએ જે માનતા લીધી હતી તે પ્રમાણે કરે. જ્યારે લોકો ભક્તિસ્થાનના આંગણામાં તને તેઓની સાથે જુએ ત્યારે તેઓ જાણે કે લોકોએ તારા વિષે જે કહ્યું છે તે અસત્ય છે તેના બદલે તેઓ એવું જાણે કે તું બધા યહૂદી નિયમો પાળે છે.
\s5
\v 25 બિનયહૂદી વિશ્વાસીઓ માટે, અમે આગેવાનોએ યરુશાલેમમાં એવું ઠરાવ્યું છે કે તેઓએ આપણા આ નિયમો પાળવા જોઈએ, અને અમે જે નક્કી કર્યું છે તે વિશે અમે પત્ર લખી મોકલાવ્યો છે. તેઓએ લોકો દ્વારા મૂર્તિને બલિ તરીકે અર્પણ કરેલો ખોરાક ખાવો જોઈએ નહીં, તેઓએ પશુઓનું લોહી પીવું ન જોઈએ અને માણસો દ્વારા ગૂંગળાવીને મારેલા પશુઓનું માંસ ખાવું ન જોઈએ. અમે તેઓને એવું પણ જણાવ્યું છે કે તેઓએ જેની સાથે લગ્ન કર્યું ન હોય તેની સાથે જાતીય સંબંધ બાંધવો જોઈએ નહીં."
\v 26 તેથી પાઉલ તેઓએ જે કહ્યું હતું તે કરવા સંમત થયો. અને બીજા દિવસે તેણે તે ચાર માણસોને લીધા, અને તેઓએ પોતાને શુદ્ધ કર્યાં. ત્યારપછી, પાઉલ ભક્તિસ્થાનના આંગણામાં ગયો અને યાજકને કહ્યું કે કયા દિવસે તેઓ પોતાની શુધ્ધીકરણની ક્રિયા પૂર્ણ કરે અને દરેક માટે હલવાનનું અર્પણ કરે.
\s5
\v 27 જ્યારે તેમની માટે શુધ્ધીકરણના સાત દિવસ પૂરા થવાની તૈયારીમાં હતા, ત્યારે પાઉલ ભક્તિસ્થાનના આંગણામાં ગયો. આસિયાના યહૂદીઓએ તેને ત્યાં જોયો, ત્યારે તેઓ તેના પર બહુ ગુસ્સે થયા. બીજા ઘણા યહૂદીઓ જેઓ ભક્તિસ્થાનના આંગણામાં હતા તેઓને તેમણે બોલાવ્યા કે જેથી તેઓ પાઉલને પકડી શકે.
\v 28 તેઓએ બૂમો પાડી, "ઓ ઇઝરાયલીઓ, અહીં આવો અને આ માણસને શિક્ષા કરવામાં અમારી મદદ કરો! આ એ જ માણસ છે કે જે, જ્યાં કઈ જાય છે ત્યાં લોકોને, યહૂદી લોકોને ધિક્કારવાનું શીખવે છે. તે શીખવે છે કે તેઓએ મૂસાના નિયમો પાળવાની જરૂર નથી. તે બિનયહૂદીઓને પણ આ ભક્તિસ્થાનના આંગણામાં લાવ્યો છે, આમ કરી આ જ્ગ્યાને તેણે ભ્રષ્ટ કરી છે!"
\v 29 તેઓએ આમ કહ્યું કારણ કે તેમણે પાઉલેને ત્રોફીમસ સાથે યરુશાલેમમાં આમ તેમ ફરતો જોયો હતો, જે બિનયહૂદી હતો. તેઓના નિયમો બિનયહૂદીઓને ભક્તિસ્થાનમાં જવાની પરવાનગી આપતા નથી, અને તેઓએ વિચાર્યું કે પાઉલ ત્રોફીમસને તે દિવસે ભક્તિસ્થાનના આંગણામાં લાવ્યો હતો.
\s5
\v 30 શહેરના બધા લોકોએ સાંભળ્યું કે ભક્તિસ્થાનના આંગણામાં કોઈ સમસ્યા ઉભી થઈ છે, તેથી તેઓ દોડતા ત્યાં આવ્યા. તેઓએ પાઉલને પકડ્યો અને તેને ઢસડીને ભક્તિસ્થાનના બહારના ચોકમાં લઈ ગયા. ભક્તિસ્થાનના આંગણાના દરવાજા બંધ કરવામાં આવ્યાં હતા, જેથી લોકો ભક્તિસ્થાનના વિસ્તારમાં ધાંધલ કરે નહિ.
\v 31 જ્યારે તેઓએ પાઉલને મારી નાખવાની તૈયારી કરતા હતા, ત્યારે કોઈ એક જણ ભક્તિસ્થાનની પાસે આવેલા કિલ્લામાં દોડી ગયો અને રોમન સેનાપતિને એવી ખબર આપી કે યરુશાલેમના લોકો ભક્તિસ્થાન માં ધાંધલ કરી રહ્યા છે.
\s5
\v 32 સેનાપતિ ઝડપથી પોતાની સાથે થોડા અધિકારીઓ અને સૈનિકોની મોટી ટુકડી લઈને ભક્તિસ્થાનના આંગણામાં દોડી ગયો જ્યાં લોકોનું ટોળુ જમા થયું હતું. જ્યારે લોકોનું ટોળું જે ચીસો પાડતું અને પાઉલને મારતું હતું તેઓએ સેનાપતિ અને સૈનિકોને જોયા ત્યારે, તેઓએ પાઉલને મારવાનું બંધ કર્યું.
\v 33 જ્યાં પાઉલ હતો ત્યાં સેનાપતિ આવી પહોંચ્યો અને તેની ધરપકડ કરી. સેનાપતિએ સૈનિકોને આજ્ઞા કરી કે પાઉલના બન્ને હાથો સાંકળથી બાંધવામાં આવે. ત્યારબાદ તેણે લોકોના ટોળાને પૂછ્યું, "આ માણસ કોણ છે, અને તેણે શું કર્યું છે?"
\s5
\v 34 ત્યારે ટોળામાંના કેટલાક એક બાબત સંબંધી બૂમો પડતા હતા, અને કેટલાક બીજી બાબત વિષે બૂમો પડતા હતા. કારણ કે તેઓ ખૂબ જોરથી સતત ઘોંઘાટ કરી રહ્યા હતા, તેથી તેઓ શું કહેવા માંગે છે તે સેનાપતિ સમજી શક્યો નહિ. માટે સેનાપતિએ સૈનિકોને આજ્ઞા કરી કે પાઉલને કિલ્લામાં લઈ જવામાં આવે જેથી તે તેને પ્રશ્ન પુછી શકે.
\v 35 ત્યારે સૈનિકો પાઉલને કિલ્લાનાં પગથિયા તરફ લઈ જઈ રહ્યા હતા, પણ ઘણા લોકો પાઉલને મારી નાખવા માટે તેઓનો પીછો કરી રહ્યા હતા. તેથી સેનાપતિએ સૈનિકોને કહ્યું પાઉલને ઊંચકીને કિલ્લામાં લઈ જવામાં આવે.
\v 36 જે ટોળું તેઓનો પીછો કરી રહ્યું હતું તે ટોળાના લોકો બૂમ પાડી રહ્યા હતા, "તેને મારી નાખો! તેને મારી નાખો!"
\s5
\v 37 જ્યારે પાઉલને કિલ્લા તરફ લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે તેણે સેનાપતિને ગ્રીકમાં પૂછયું, "શું હું તમારી સાથે વાત કરી શકું?" સેનાપતિએ જવાબ આપ્યો, "મને આશ્ચર્ય થાય છે કે તુ ગ્રીક બોલી શકે છે!
\v 38 મને એવું લાગ્યું કે તું એ મિસરી છે કે જેણે થોડા સમય પહેલાં સરકારની સામે બળવો કર્યો હતો અને જેણે ચાર હજાર બળવાખોરોને પોતાની સાથે રણમાં એકઠાં કર્યા હતા કે જેથી અમે તેને પકડી શકીએ નહીં."
\s5
\v 39 પાઉલે જવાબ આપ્યો, "ના, હું તે નથી! હું યહૂદી છું. હું તાર્સસમાં જન્મ્યો છું, જે કિલીકિયા પ્રાંતનું મહત્વનું શહેર છે. હું તમને વિનંતી કરું છું કે મને લોકો સાથે વાત કરવા દેવામાં આવે."
\v 40 તેથી સેનાપતિએ પાઉલને લોકો સાથે વાત કરવાની પરવાનગી આપી. તેથી પાઉલ પગથિયા પર ઊભો રહ્યો અને તેણે ટોળાને પોતાના હાથથી શાંત રહેવાનો ઈશારો કર્યો. અને લોકોનું ટોળુ શાંત થયું ત્યાર પછી, પાઉલે તેમની સાથે તેમની પોતાની હિબ્રૂ ભાષામાં વાત કરી.
\s5
\c 22
\p
\v 1 પાઉલે કહ્યું, "યહૂદી આગેવાનો અને મારા સાથી યહૂદીઓ, જેઓ મારા પર દોષ મૂકી રહ્યા છે તેઓને હું જે કહું છું તે સાંભળો!"
\v 2 જ્યારે લોકોના ટોળાએ પાઉલને તેમની પોતાની હિબ્રૂ ભાષામાં બોલતો સાંભળ્યો ત્યારે, તેઓ શાંત થઈ ગયા અને સાંભળવા લાગ્યા. ત્યારે પાઉલે તેઓને કહ્યું,
\s5
\v 3 "તમ સર્વની જેમ હું પણ યહૂદી છું, કિલીકિયા પ્રાંતના તાર્સસ શહેરમાં મારો જન્મ થયો હતો, પણ હું અહીં યરુશાલેમમાં મોટો થયો છું. જ્યારે હું નાનો હતો ત્યારે મૂસાએ આપણા પૂર્વજોને આપેલા નિયમો હું શીખ્યો છું. ગમલિયેલ મારા ગુરુ હતા. મેં તે નિયમોનું પાલન કર્યું છે કારણ કે હું ઈશ્વરને આધીન થવાની ઇચ્છા રાખતો હતો, અને મને ખાતરી છે કે તમે બધા પણ તે નિયમોનું પાલન કરો છો.
\v 4 તેથી જ મેં એવા લોકોને પકડવાનો પ્રયત્ન કર્યો, જેઓએ ઈશ્વરના ઈસુ વિષેના ઉપદેશ પર વિશ્વાસ કર્યો હતો. હું તેઓને મારી નાખવાના રસ્તા શોધતો હતો. જ્યારે પણ, તે ઉપદેશ પર વિશ્વાસ કરતા પુરુષો કે સ્ત્રીઓ મને મળ્યાં, તેઓને મેં જેલમાં ધકેલ્યા હતા.
\v 5 મુખ્ય યાજક, અને બીજા જેઓ યહૂદી સભાના છે તેઓ પણ આ વિષે જાણે છે. દમસ્કસના યહૂદી મિત્રો પર તેમણે મને પત્રો લખી આપ્યા હતા. એ પત્રો દ્વારા ઈસુ પર વિશ્વાસ કરનારાઓની ધરપકડ કરવાનો મને અધિકાર મળ્યો હતો. મારે તેઓને કેદી બનાવીને યરુશાલેમ લાવવાના હતા, જેથી તેમને અહીં શિક્ષા કરવામાં આવે.
\s5
\v 6 તેથી હું દમસ્કસ પહોંચ્યો, લગભગ બપોરે, હું દમસ્કસની પાસે હતો ત્યારે એકાએક મારી આસપાસ ઝળહળતો પ્રકાશ ફેલાઈ ગયો.
\v 7 પ્રકાશ એટલો તેજસ્વી હતો કે હું જમીન ઉપર ઢળી પડ્યો. ત્યાર બાદ મેં એક અવાજ આકાશમાંથી મને કહેતો સાંભળ્યો, તે કહી રહ્યો હતો, 'શાઉલ! શાઉલ! તું મને સતાવનારી બાબતો કેમ કરે છે?"
\v 8 મેં જવાબ આપ્યો, 'પ્રભુ તમે કોણ છો?' તેમણે જવાબ આપ્યો, 'હું નાસરેથનો ઈસુ છું જેને તું સતાવી રહ્યો છે.'
\s5
\v 9 મારી સાથે જેઓ મુસાફરી કરી રહ્યા હતા તેઓએ ઝળહળતો પ્રકાશ જોયો, પણ તેઓ તે વાણીને સમજી શક્યા નહિ.
\v 10 ત્યારબાદ મેં પૂછ્યું, 'પ્રભુ હું શું કરું તેવું તમે ઇચ્છો છો?' પ્રભુએ મને જણાવ્યું, 'ઊભો થા, અને દમસ્કસમાં જા. એક માણસ ત્યાં છે જે તને જણાવશે કે મેં તારે સારુ કઈ યોજના કરી છે.'
\v 11 ત્યાર પછી, હું જોઈ શક્યો નહિ, કારણ કે ઝળહળતા પ્રકાશના કારણે હું દ્રષ્ટિહીન થઈ ગયો હતો. તેથી મારી સાથેના માણસો મને હાથ પકડીને દમસ્કસ દોરી ગયા.
\s5
\v 12 એક માણસ જેનું નામ અનાન્યા હતું તે મને મળવા આવ્યો. તે માણસ ઈશ્વરને માન આપતો હતો અને યહૂદી નિયમો પાળતો હતો. દમસ્કસના યહૂદીઓ તેના વિશે સારું બોલતા હતા.
\v 13 તે આવ્યો અને મારી પાસે ઊભો રહ્યો અને મને કહ્યું, 'મારા મિત્ર શાઉલ, ફરીથી દેખતો થા!' તરત જ હું દેખતો થયો અને મેં તેને મારી પાસે ઉભો રહેલો જોયો.
\s5
\v 14 ત્યાર પછી તેણે કહ્યું, 'જે ઈશ્વરનું આપણે અને આપણા પૂર્વજો ભજન કરીએ છીએ તેમણે તને પસંદ કર્યો છે. અને તેઓ તારે શું કરવું તે તને જણાવશે. તેમણે એક ન્યાયી, એટલે ઈસુ મસીહ તને બતાવ્યા છે, જેઓને તેં તારી સાથે બોલતા સાંભળ્યા છે.
\v 15 તેઓ ચાહે છે કે તેં જે જોયું છે અને તેમના દ્વારા સાંભળ્યું છે તે તું દરેક જગ્યાએ લોકોને જણાવ.
\v 16 તેથી હવે વિલંબ કરીશ નહિ! ઊભો થા, કે હું તને બાપ્તિસ્મા આપું, અને પ્રભુ ઈસુ અને ઈશ્વરને પ્રાર્થના કર કે તેઓ તારાં પાપની માફી તને આપે!'"
\s5
\v 17 "પછી, હું યરુશાલેમ પાછો ફર્યો. એક દિવસ હું ભક્તિસ્થાનના આંગણામાં પ્રાર્થના કરતો હતો અને પ્રાર્થના દરમ્યાન, મને એક દર્શન થયું.
\v 18 પ્રભુએ મારી સાથે વાત કરીને જણાવ્યું કે, 'તું અહીં રહીશ નહિ! હમણાં જ યરુશાલેમ છોડી દે, કારણ કે અહીંના લોકો તું મારા વિશે જે કહીશ તે પર વિશ્વાસ કરશે નહિ!'
\s5
\v 19 પરંતુ મેં તેમને કહ્યું, 'પ્રભુ, તેઓ જાણે છે કે હું ઘણાં સભાસ્થાનોમાં જઈને જેઓ તમારા પર વિશ્વાસ કરતા હતા તેઓને શોધતો હતો. જ્યારે મને ખબર પડતી હતી કે તેઓ તમારા પર વિશ્વાસ કરે છે ત્યારે હું તેઓને જેલમાં પુરાવતો, અને હું તેઓને મારતો પણ હતો.
\v 20 તેઓ જાણે છે કે જ્યારે સ્તેફનની હત્યા કરવામાં આવી કારણ કે તે લોકોને તમારા વિશે કહેતો હતો, ત્યારે હું ત્યાં જ ઊભો હતો અને તેઓ જે કરી રહ્યા હતા તેની સાથે હું સંમત હતો. જેઓ તેની હત્યા કરી રહ્યા હતા તેઓના કપડાં પણ હું સાચવતો હતો!'
\v 21 પણ પ્રભુએ મને કહ્યું, 'ના, યરુશાલેમ છોડી દે, કારણ કે હું તને અહીંથી ઘણે દૂર બિનયહૂદી લોકોના સમૂહ મધ્યે મોકલીશ!'"
\s5
\v 22 પ્રભુએ પાઉલને બીજા લોકોના સમૂહ પાસે મોકલ્યો ત્યાં સુધી લોકોએ તેનુ કહેવુ સાંભળ્યું. ત્યારબાદ તેઓ બૂમ પાડવા લાગ્યા, "તેને મારી નાખો! તે વધુ જીવતો રહેવાને લાયક નથી!"
\v 23 જ્યારે તેઓ બૂમો પાડી રહ્યાં હતા, ત્યારે તેઓએ તેઓના ઉપવસ્ત્ર કાઢ્યાં, અને હવામાં ધૂળ ઉડાવવા લાગ્યા, જે દર્શાવતું હતું કે તેઓ કેટલા ગુસ્સે થયાં છે.
\v 24 તેથી સેનાપતિએ આદેશ આપ્યો કે પાઉલને જેલમાં લઈ જવામાં આવે. તેણે સૈનિકોને જણાવ્યું કે પાઉલને કોરડા મારવામાં આવે જેથી તે કબૂલ કરે કે તેણે એવુ શું કર્યું છે જેને કારણે યહૂદીઓં ગુસ્સે થયા છે.
\s5
\v 25 તેથી તેઓએ તેના હાથને ખેંચીને બાંધ્યા જેથી તેઓ તેની પીઠ પર કોરડા મારી શકે. પણ પાસે ઊભેલા સૈનિકને પાઉલે કહ્યું, "એક રોમન નાગરિક જેના પર ગુનો કે દોષ સાબિત થયો નથી, તેને જો તમે કોરડા મારશો તો એ ગેરકાયદેસર ગણાશે!"
\v 26 જ્યારે અધિકારીએ તે સાંભળ્યું ત્યારે, તે સેનાપતિ પાસે ગયો અને તેણે તે સેનાપતિને જણાવ્યું. તેણે સેનાપતિને કહ્યું," આ માણસ રોમન નાગરિક છે! તેને કોરડા મારવાનો હુકમ તારે અમને ન કરવો જોઈએ!"
\s5
\v 27 જ્યારે સેનાપતિએ આ સાંભળ્યું ત્યારે તેને આશ્ચર્ય થયું, તે પોતે જેલમાં ગયો અને પાઉલને કહ્યું "મને કહે, શું તું ખરેખર રોમન નાગરિક છે?" પાઉલે જવાબ આપ્યો, "હા, હું છું."
\v 28 ત્યાર બાદ સેનાપતિએ કહ્યું, "હું પણ રોમન નાગરિક છું. રોમન નાગરિક બનવા માટે મેં ઘણાં નાણાં ચૂકવ્યાં છે." પાઉલે કહ્યું, "પણ હું તો જન્મથી રોમન છું."
\v 29 સૈનિકો તેને કોરડા મારવાની અને તેણે જે કર્યું છે તે વિશે પ્રશ્નો પૂછી તપાસ કરવાની તૈયારીમાં હતાં. પણ જ્યારે પાઉલને એ કહેતાં સાંભળ્યો, ત્યારે તેઓ તેને મૂકીને જતા રહ્યા. સેનાપતિ પણ ડરી ગયો, કારણ કે પાઉલ રોમન નાગરીક હતો અને તેણે સૈનિકોને પાઉલના હાથ બાંધવાની આજ્ઞા આપીને નિયમ તોડ્યો હતો.
\s5
\v 30 સેનાપતિ હજુ પણ જાણવા માગતો હતો કે યહૂદીઓ પાઉલને કેમ દોષિત ઠરાવતા હતા. તેથી બીજા દિવસે તેણે સૈનિકોને પાઉલની સાંકળો કાઢી નાખવા કહ્યું. તેણે મુખ્ય યાજકોને અને યહૂદી ન્યાયસભાના અન્ય સભ્યોને પણ બોલાવ્યા. ત્યારપછી તે જ્યાં સભા મળતી હતી ત્યાં પાઉલને પણ લઈ ગયો અને તેને તેઓની સામે ઊભા રહેવા કહ્યું.
\s5
\c 23
\p
\v 1 પાઉલે યહૂદી ન્યાયસભાની સામે જોઇને કહ્યું: "મારા યહૂદી ભાઈઓ, મારા જીવન પર્યંત હું આપણા ઈશ્વરને માન આપતો આવ્યો છું, અને હું જાણતો નથી કે મેં કશું ખોટું કર્યું હોય."
\v 2 જ્યારે અનાન્યા પ્રમુખ યાજકે તે સાંભળ્યું ત્યારે, તેની પાસે ઊભા રહેલા માણસને કહ્યું કે તેના મોં ઉપર તમાચો મારે.
\v 3 ત્યારે પાઉલે અનાન્યાને કહ્યું, "ઓ પાખંડી! ઈશ્વર તને આ માટે શિક્ષા કરશે. ઈશ્વરે મૂસાને જે નિયમો આપ્યા હતા, તે પ્રમાણે તું ત્યાં બેસીને મારો ન્યાય કરે છે. પણ તું પોતે તે નિયમોનો ભંગ કરે છે, કારણ કે મેં કશો ગુનો કર્યો હોય કે મેં કશું ખોટું કર્યું છે તે સાબિત થયા પહેલાં તેં મને મારવાની આજ્ઞા કરી!"
\s5
\v 4 જે લોકો પાઉલની નજીક ઊભા હતા તેમણે તેને કહ્યું, "તારે ઈશ્વરના સેવક, આપણા મુખ્ય યાજક જોડે અયોગ્ય રીતે વાત કરવી જોઈએ નહિ!"
\v 5 પાઉલે જવાબ આપ્યો, "મારા યહૂદી ભાઈઓ, મેં તેમ કહ્યું માટે હું માફી માગું છું. હું તે જાણતો ન હતો કે જે માણસે તમારામાંના એકને મને મારવાની આજ્ઞા કરી તે પ્રમુખ યાજક છે. જો હું તે જાણતો હોત તો, હું આપણા પ્રમુખ યાજક સાથે અયોગ્ય રીતે વાત ન કરત, કારણ કે હું જાણું છું કે આપણા યહૂદી નિયમશાસ્ત્રમાં લખેલું છે, 'તમારા અધિકારીઓ વિશે અયોગ્ય વાત ન કરો!'"
\s5
\v 6 પાઉલ જાણતો હતો કે ન્યાયસભાના ઘણા સભ્યો સદૂકીઓ અને ઘણા સભ્યો ફરોશીઓ હતા. તેથી તેણે ન્યાયસભામાં પોકારીને કહ્યું, "મારા સાથી ભાઈઓ, મારા પિતા જેમ હતા તેમ, હું ફરોશી છું. મને તપાસ અર્થે અહીં લાવવામાં આવ્યો છે કારણ કે હું આશા રાખું છું કે એક દિવસ ઈશ્વર મૃત્યુ પામેલાંઓને ફરીથી ઊઠાડીને તેઓનો ન્યાય કરશે."
\v 7 જ્યારે તેણે તે કહ્યું, ત્યારે ફરોશીઓ અને સદૂકીઓ એકબીજા સાથે દલીલ કરવા લાગ્યાં કે જે લોકો મરણ પામ્યાં છે તેઓ ફરીથી સજીવન થશે કે નહી.
\v 8 સદૂકીઓ એવું માને છે કે લોકો મરણ પછી, ફરીથી સજીવન થશે નહિ. તેઓ એવું પણ માને છે કે દૂતો અને બીજા કોઈપણ પ્રકારના આત્માઓ હોતા નથી. પરંતુ ફરોશીઓ આ બધી બાબતોમાં માને છે.
\s5
\v 9 તેથી તેઓમાં ભાગલા પડી ગયા, અને તેઓ બૂમો પાડતા પાડતા દલીલો કરવા લાગ્યા. ત્યારે ફરોશીઓમાંના કેટલાક નિયમ શીખવનારા શિક્ષકો ઊભા થઈ ગયા. તેમાંના એકે કહ્યું, "અમને લાગે છે કે આ માણસે કંઈ ખોટું કર્યું નથી. કદાચ કોઈ દૂત અથવા આત્માએ તેની સાથે વાત કરી હશે અને તે જે કહે છે તે સાચું છે."
\v 10 ત્યારબાદ ફરોશીઓ અને સદૂકીઓ એકબીજા પ્રતિ હિંસક થઈ ગયા. તેથી સેનાપતિ ગભરાઈ ગયો કે રખેને તેઓ પાઉલના ટુકડે-ટુકડા કરી નાખે. સેનાપતિએ સૈનિકોને આજ્ઞા કરી કે તેઓ પાઉલને જેલમાં યહૂદી ન્યાયસભાના સભ્યો મધ્યેથી બહાર લઈ આવે અને કિલ્લામાં ઉપર લઈ જાય
\s5
\v 11 તે રાત્રે, પાઉલે પ્રભુ ઈસુને તેની પાસે આવીને ઊભા રહેલા જોયા. પ્રભુએ તેને કહ્યું, "હિંમત રાખ! તેં અહીં યરુશાલેમમાં મારા વિષે લોકોને સાક્ષી આપી છે, અને તારે રોમમાં પણ મારા વિષે લોકોને સાક્ષી આપવાની છે."
\s5
\v 12 બીજે દિવસે સવારે થોડા યહૂદીઓ જેઓ પાઉલને ધિક્કારતા હતા તેઓ ભેગા થયા અને તેને કઈ રીતે મારી નાખવો તેની ચર્ચા કરી. તેઓએ એક બીજાને કહ્યું કે જ્યાં સુધી તે મરી નહિ જાય ત્યાં સુધી તેઓ કંઈ ખાશે કે પીશે નહિ. તેઓએ ઈશ્વર સમક્ષ પ્રતિજ્ઞા લીધી કે જો કોઈ આમ ન કરે તો ઈશ્વર તેમના પર આફત લાવે.
\v 13 જેઓ પાઉલને મારી નાખવા માગતા હતા તેઓ ચાળીસથી વધારે હતા.
\s5
\v 14 તેઓ મુખ્ય યાજકો અને યહૂદી આગેવાનો પાસે ગયા અને તેમને કહ્યું, "અમે પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી અમે પાઉલને મારી નહિ નાખીએ, ત્યાં સુધી અમે કઈ ખાઈશું કે પીશું નહિ તે ઈશ્વરે સાંભળી છે."
\v 15 તેથી અમે તમને સેનાપતિ પાસે જવા કહીએ છીએ અને તમે તેને જઈને વિનંતી કરો કે આખી યહૂદી ન્યાયસભાના બદલે, પાઉલને નીચે અમારી પાસે લાવવામાં આવે. સેનાપતિને એવું કહેવામાં આવે કે તમારે પાઉલ સાથે વધારે વાત કરવી છે. જ્યારે પાઉલ માર્ગમાં આવતો હશે ત્યારે અમે તેને મારી નાખવા તૈયાર રહીશું.
\s5
\v 16 પણ તેઓ જે યોજના બનાવી રહ્યા હતા તે વિશે પાઉલની બહેનના દીકરાએ સાંભળ્યું, તેથી તે કિલ્લામાં ગયો અને પાઉલને તે વિશે જણાવ્યું.
\v 17 જ્યારે પાઉલે તે સાંભળ્યું, ત્યારે તેણે અધિકારીમાંના એકને બોલાવ્યો અને તેને કહ્યું, "મહેરબાની કરીને આ જુવાનને સેનાપતિ પાસે લઈ જાઓ, કારણ કે તે તેને કઈક જણાવવા માગે છે."
\s5
\v 18 તેથી અધિકારી તે જુવાનને સેનાપતિ પાસે લઈ ગયો. અધિકારીએ સેનાપતિને કહ્યું, "પાઉલ નામના કેદીએ મને બોલાવીને કહ્યું, 'આ જુવાનને સેનાપતિ પાસે લઈ જાઓ, કારણ કે તેણે તેમને કંઈક જણાવવું છે."
\v 19 સેનાપતિ તે જુવાનનો હાથ પકડીને તેને બાજુએ લઈ ગયો અને પૂછ્યું, "જુવાન તું મને શી માહિતી આપવા માગે છે?"
\s5
\v 20 તેણે કહ્યું, "થોડા યહૂદીઓ છે જેઓ પાઉલને કાલે બહાર ન્યાયસભાની સામે લાવવા માગે છે. તેઓ કહેશે કે તેમને પાઉલને થોડા પ્રશ્નો પૂછવા છે. પણ તે સાચું નથી.
\v 21 તેઓ જે તમને કહે તે કરશો નહિ, કારણ કે ચાળીસ કરતાં વધારે યહૂદી માણસો ત્યાં સંતાઈ રહ્યા હશે અને ન્યાયસભા માટે પાઉલને જ્યારે લઈ જવામાં આવતો હશે ત્યારે રસ્તા પર તેની રાહ જોઈ રહ્યા હશે. તેઓએ ઈશ્વર સમક્ષ પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી તેઓ પાઉલને મારી નહિ નાખે ત્યાં સુધી તેઓ કંઈપણ ખાશે કે પીશે નહિ. અને તેઓ તે કરવા તૈયાર છે, અને હાલમાં તેઓ તમને જે કહે તેની સંમતિની રાહ જોઈ રહ્યા છે."
\s5
\v 22 સેનાપતિએ તે જુવાનને કહ્યું, "તેં મને તેઓની યોજના વિષે જણાવ્યું છે તે કોઇને કહીશ નહિ, "ત્યારબાદ તે જુવાનને તેણે મોકલી દીધો.
\v 23 ત્યારબાદ સેનાપતિએ બે અધિકારીઓને બોલાવ્યા અને કહ્યું, "બસો સૈનિકોની ટુકડીને મુસાફરી માટે તૈયાર કરો. સિત્તેર ઘોડેસવાર સૈનિકોને સાથે લો, અને બસો ભાલાવાળા સૈનિકોને સાથે લો. તમારે બધાએ આજે નવ વાગ્યા સુધી, કાઇસારિયા શહેરમાં જવા માટે તૈયાર રહેવાનું છે.
\v 24 અને પાઉલ માટે ઘોડો તૈયાર રાખવામાં આવે, કે તેને રાજ્યપાલ ફેલિકસના મહેલમાં લઈ જવામાં આવે."
\s5
\v 25 ત્યાર બાદ સેનાપતિએ રાજ્યપાલને પત્ર લખી મોકલ્યો. તેણે આ પ્રમાણે લખ્યું:
\v 26 "હું કલોદિયસ લુસિયાસ, તમને ફેલિકસને જે અમારા રાજ્યપાલ છો તેમને માન આપતાં સલામ પાઠવું છુ.
\v 27 મેં આ માણસને આપની પાસે મોકલ્યો છે, કારણ કે અમુક યહૂદીઓએ તેને એટલે પાઉલને પકડ્યો અને તેઓ તેને મારી નાખવાની તૈયારીમાં હતા. પણ કોઈના દ્વારા મને જાણ થઈ કે તે રોમન નાગરિક છે, તેથી હું અને મારા સૈનિકો ત્યાં જઈને તેને બચાવી લાવ્યા.
\s5
\v 28 મારે એ જાણવું હતું કે યહૂદીઓ જે કહેતા હતા તે પ્રમાણે તેણે શો ગુનો કર્યો છે. તેથી હું તેને તેમની યહૂદી ન્યાયસભામાં લઈ ગયો.
\v 29 જ્યારે તેઓ આ માણસને પ્રશ્નો પૂછતા હતા અને તે જવાબ આપતો હતો ત્યારે તે બધું મેં સાંભળ્યું હતું. જે બાબતે તેઓ તેનો વાંક કાઢે છે તે તેમના યહૂદી નિયમશાસ્ત્ર વિષે છે. પણ પાઉલે આપણા કોઈ રોમન નિયમો તોડ્યા નથી, તેથી આપણા અધિકારીઓ તેને દોષિત ઠરાવી શકે અથવા જેલમાં પૂરી શકે નહીં.
\v 30 કોઈકે મને કહ્યું કે થોડા યહૂદીઓ આ માણસને મારી નાખવાની યોજના બનાવી રહ્યા હતા, તેથી મેં તેને આપની પાસે મોકલી આપ્યો છે, જેથી તમે ત્યાં તેનો યોગ્ય ન્યાય કરી શકો. જે યહૂદીઓએ તેની પર આરોપ મૂક્યો છે તેઓને પણ મેં કાઇસારિયા જવા માટે હુકમ કર્યો છે અને તેઓએ કયો આરોપ મૂક્યો છે તે પણ જણાવ્યું છે. સલામ".
\s5
\v 31 તેથી જેમ સેનાપતિએ કહ્યું હતું તેમ સૈનિકોએ કર્યું. તેઓ પાઉલને લઈને રાત્રી દરમ્યાન અંતિપાત્રસ આવ્યા.
\v 32 બીજે દિવસે પાયદળના સૈનિકો યરુશાલેમ પાછા ફર્યા અને ઘોડેસવાર સૈનિકો પાઉલ સાથે આગળ વધ્યા.
\v 33 જ્યારે તેઓ કાઇસારિયા શહેરમાં આવી પહોંચ્યા, ત્યારે તેઓએ રાજ્યપાલને તે પત્ર આપ્યો, અને તેમણે પાઉલને તેમની સમક્ષ ઊભો રાખ્યો.
\s5
\v 34 રાજ્યપાલે પત્ર વાંચ્યો અને પછી તેણે પાઉલને પ્રશ્ન પૂછ્યો, "તું કયા પ્રાંતનો છે?" પાઉલે જવાબ આપ્યો, "હું કિલીકિયાનો વતની છું."
\v 35 ત્યારબાદ રાજ્યપાલ બોલ્યા, "જે લોકોએ તારા પર દોષ મૂક્યો છે તેઓ જ્યારે આવશે ત્યારે બન્ને પક્ષનું હું સાંભળીશ અને ત્યારબાદ હું તારો ન્યાય કરીશ." ત્યારબાદ તેણે એવી આજ્ઞા કરી કે પાઉલને મહાન રાજા હેરોદે બનાવેલ મહેલમાં ચોકી પહેરા નીચે રાખવામાં આવે.
\s5
\c 24
\p
\v 1 પાંચ દિવસ પછી અનાન્યા પ્રમુખ યાજક કેટલાક યહૂદી આગેવાનો અને એક વક્તા જેનું નામ તેર્તુલુસ હતું તેને સાથે લઈને યરુશાલેમથી ત્યાં ગયો. તેઓએ રાજ્યપાલને કહ્યું કે પાઉલે જે કર્યું હતું તે તેમની સમજણ પ્રમાણે ખોટું હતું.
\v 2 રાજ્યપાલે પાઉલને અંદર લાવવાની આજ્ઞા કરી. જ્યારે પાઉલ આવ્યો ત્યારે, તેર્તુલુસે તેના પર દોષ મૂકવાની શરૂઆત કરી. તેણે રાજ્યપાલને કહ્યું, "માનનીય રાજ્યપાલ ફેલિક્સ, આપના ઘણા વર્ષોના શાસન દરમ્યાન અમે સારી રીતે જીવ્યા છીએ, તમે ડહાપણભર્યા આયોજનથી આ પ્રાંતમાં ઘણી બાબતોમાં સુધારા લાવ્યા છો.
\v 3 તેથી, રાજ્યપાલ ફેલિક્સ, તમે અમારા માટે જે કઈ કર્યું છે અને જ્યાં પણ આપે તે બાબતો કરી છે તે સર્વ માટે અમે હંમેશાં આપના આભારી રહીશું.
\s5
\v 4 પણ, હું આપનો વધારે સમય ન લેતાં, આપને વિનંતી કરું છું તે આપ સાંભળો.
\v 5 અમે નોંધ્યું છે કે, આ માણસ, જ્યાં કંઈ જાય છે ત્યાં યહૂદીઓ માટે મુસીબત ઊભી કરે છે. જેને લોકો નાઝારીના અનુયાયીઓ કહે છે તે આખા સમુદાયની આગેવાની આ માણસ કરે છે.
\v 6 તેણે યરુશાલેમના ભક્તિસ્થાનમાં પણ એવું કર્યું જેથી તે ભ્રષ્ટ થાય. તેથી અમે તેની ધરપકડ કરી.
\s5
\v 7 પણ રોમન કિલ્લાનો સરદાર લુકિયસ સૈનિકો સાથે આવ્યો અને તેને અમારી પાસેથી લઇ ગયો.
\v 8 લુકિયસે પણ પાઉલ પર દોષ મૂકનારાઓને કહ્યું કે તેઓ અહીં આવીને તમારી સમક્ષ દોષ મૂકે. જો તમે તમારી જાતે તેને પ્રશ્ન પૂછશો તો, તમને ખબર પડશે કે અમે જે બધી બાબતોમાં તેના પર દોષ મૂકીએ છીએ તે સાચું છે"
\v 9 ત્યારબાદ ત્યાં યહૂદી આગેવાનોએ રાજ્યપાલને કહ્યું કે તેર્તુલસે જે કહ્યું છે તે સાચું છે.
\s5
\v 10 ત્યાર બાદ રાજ્યપાલે પાઉલ તરફ હાથ કરી જણાવ્યું કે તેણે બોલવું જોઈએ. તેથી પાઉલે જવાબ આપ્યો, "રાજ્યપાલ ફેલીક્સ, હું જાણું છું કે તમે આ યહૂદી પ્રાંતનો ઘણા સમયથી ન્યાય કર્યો છે. તેથી હું આનંદથી મારા બચાવમાં કહું છું. હું જાણું છું કે તમે મને સાંભળશો અને યોગ્ય રીતે મારો ન્યાય કરશો.
\v 11 આપને જાણ થાય કે યરુશાલેમમાં ઈશ્વરનું ભજન કરવા ગયે મને બાર દિવસ કરતા વધારે થયા નથી.
\v 12 મને ભક્તિસ્થાનના આંગણામાં કોઈની સાથે ચર્ચા કરતો જોયો હોય એવું કોઈ કહી શકે નહિ કારણ કે મેં એવુ કર્યું નથી. કોઈ એવુ કહી શકે નહિ કે તેઓએ મને યહૂદી સભાસ્થાનમાં લોકોને હેરાન કરી તેમને ધાંધલ કરવા પ્રેર્યા છે અથવા યરુશાલેમમાં કોઇપણ જગ્યાએ, કોઇને હેરાન કર્યાં છે, કારણ કે મેં એમ કર્યું નથી.
\v 13 તેથી તેઓ હમણાં જે મારી પર દોષ મૂકી રહ્યાં છે તે આપની સમક્ષ સાબિત કરી શકે તેમ નથી.
\s5
\v 14 પણ હું આપની આગળ કબૂલ કરું છું કે આ સાચું છે: અમારા પૂર્વજોના ઈશ્વરનું હું ભજન કરું છું. એ સાચુ છે કે ઈસુએ જે માર્ગ વિષે શીખવ્યું તેને હું અનુસરું છું. મૂસાએ નિયમના પુસ્તકમાં ઈશ્વરે જે આપ્યું તે લખ્યું અને બીજા પ્રબોધકોએ તેમના પુસ્તકોમાં જે લખ્યું છે તેને પણ હું માનું છું.
\v 15 આ માણસો જે માને છે તેમ જ હું પણ માનું છું કે, જેઓ મૃત્યુ પામ્યા છે તેઓ દરેકને ન્યાયી અને અન્યાયી બન્નેને ઈશ્વર કોઈક દિવસે, સજીવન કરશે.
\v 16 કારણ કે હું માનું છું કે તે દિવસ આવશે, હું હંમેશાં ઈશ્વરને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરું છું અને માણસોની દ્રષ્ટિમાં જે સારું છે તે કરુ છું.
\s5
\v 17 ઘણાં વર્ષો બહાર રહ્યા પછી, હું યરુશાલેમમાં પાછો ફર્યો કે જેથી મારા ગરીબ સાથી યહૂદીઓને દાન આપી શકું.
\v 18 મેં ભક્તિસ્થાનમાં ઈશ્વરનું ભજન કરવાની વિધિઓ પૂરી કરી પછી આસિયાના ઘણા યહૂદીઓએ મને ભક્તિસ્થાનના આંગણામાં જોયો. મારી સાથે કોઈ ટોળું ન હતું, અને મેં કોઈ લોકોને ધાંધલ કરવા ઉશ્કેર્યા નથી.
\v 19 પરંતુ આ એ જ યહૂદીઓ છે જેઓએ લોકોને ધાંધલ કરવા ઊશ્કેર્યા છે. જો મેં કઈ ખોટું કર્યુ છે તેમ તેઓ માનતા હોય તો, તેઓએ અહીં તમારી સમક્ષ મારા પર દોષ મૂકવો જોઈએ.
\s5
\v 20 પણ જો તેઓ એમ કરવા ચાહતા ન હોય તો, આ યહૂદી માણસો જેઓ અહીં છે તેઓએ કહેવું જોઈએ કે જ્યારે ન્યાયસભામાં હું મારો બચાવ કરી રહ્યો હતો ત્યારે મેં શું ખોટું કર્યું હતું?
\v 21 જ્યારે મેં બૂમ પાડતાં કહ્યું, 'તમે આજે મારો ન્યાય કરો છો કારણ કે ઈશ્વર દરેક લોકો જેઓ મૃત્યુ પામેલા છે તેઓને ફરી સજીવન કરશે એવું હું માનું છું.' ત્યારે મેં ખોટું કર્યું એમ કદાચ તેઓ કહી શકે.
\s5
\v 22 ઈસુના પંથ વિષે લોકો જે વાત કરતા હતા તે વિષે ફેલીક્સ જાણતો હતો, પણ તેણે પાઉલ કે બીજા યહૂદીઓને આગળ બોલવા દીધા નહિ. તેણે તેઓને કહ્યું, "જ્યારે સેનાપતિ લુકિયસ સરદાર અહીં આવશે ત્યારે, હું આ વિશે ચુકાદો આપીશ."
\v 23 ત્યારબાદ તેણે પાઉલની ચોકી કરનાર અધિકારીને પાઉલને, પાછો જેલમાં લઈ જવા અને પાઉલની બરાબર ચોકી રાખવા જણાવ્યું. તે સાથે તેણે એવું કહ્યું કે પાઉલને સાંકળથી બાંધવામાં ન આવે અને જો તેના કોઈ મિત્રો તેને મળવા આવે તો અધિકારી તેમને મળવા દે, તેઓ પાઉલને જે બાબતે મદદ કરવા ચાહે તેમાં અધિકારી તેમને પરવાનગી આપે.
\s5
\v 24 કેટલાક દિવસ પછી ફેલીક્સ તેની પત્ની દ્રુસિલા જે યહૂદી સ્ત્રી હતી તેને લઈને પાછો આવ્યો, અને પાઉલની સાથે વાત કરી શકે માટે તેને બોલાવ્યો. ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ સંબંધી પાઉલે જે વાત કહી તે ફેલીક્સે સાંભળી.
\v 25 ઈશ્વરને કેવી રીતે ખુશ કરી શકાય તે સંબંધી ઈશ્વર શું જણાવે છે તે વિષે પાઉલે વાત કરી. તેણે તે પણ સમજાવ્યું કે લોકોએ કઈ રીતે સંયમ રાખવો અને વર્તવું અને એક સમય આવશે જ્યારે ઈશ્વર બધા લોકોનો ન્યાય કરશે. તે વાતો સાંભળ્યા પછી ફેલીક્સ ગભરાયો, તેથી તેણે પાઉલને કહ્યું, "અત્યારે હું આટલું જ જાણવા માગું છું. જ્યારે મને સમય મળશે ત્યારે હું તને ફરી બોલાવીશ."
\s5
\v 26 ફેલીક્સ એવી આશા રાખી રહ્યો હતો કે પાઉલ તેને થોડા પૈસા આપે, તેથી તેણે પાઉલને વારંવાર તેની પાસે બોલાવ્યો. પાઉલે ફેલીક્સ સાથે ઘણી વખત વાત કરી, પરંતુ તેણે ફેલીક્સને નાણાં આપ્યા નહિ, અને ફેલિકસે તેના સૈનિકોને પાઉલને જેલમાંથી મુક્ત કરવાની પરવાનગી આપી નહિ.
\v 27 ફેલીક્સ યહૂદી આગેવાનોને ખુશ કરવા માગતો હતો માટે તેણે પાઉલને જેલમાં જ રાખ્યો. પણ બે વર્ષ પસાર થયા ત્યારે ફેલીક્સના સ્થાને પોર્કિયસ ફેસ્તસ રાજ્યપાલ બન્યો.
\s5
\c 25
\p
\v 1 ફેસ્તસે પોતાના પ્રાંત પર રાજ્યપાલ તરીકે કાર્ય કરવાની શરૂ આત કરી. ત્રણ દિવસ પછી, તે કાઇસારિયા શહેર છોડી યરુશાલેમ ગયો.
\v 2 ત્યારે, મુખ્ય યાજક અને બીજા યહૂદી આગેવાનો ફેસ્તસની સમક્ષ ઊભા રહ્યા અને કહ્યું કે પાઉલે જે કાર્યો કર્યાં હતાં તે ઘણા ખોટાં હતાં.
\v 3 તેઓએ તાત્કાલિક પાઉલને ચુકાદા માટે યરુશાલેમ લાવવાની ફેસ્તસને વિનંતી કરી. પરંતુ તેઓની યોજના હતી કે માર્ગમાં તેના પર હુમલો કરે અને તેની હત્યા કરે.
\s5
\v 4 ફેસ્તસે જવાબ આપ્યો, "પાઉલને કાઇસારિયામાં પહેરામાં રાખેલો છે, તેને ત્યાં રહેવા દો. હું પોતે થોડા સમયમાં કાઇસારિયા જવાનો છું."
\v 5 "તેથી," તેણે કહ્યું, "જેઓ આવી શકે છે તેઓએ, ત્યાં મારી સાથે આવવું જોઈએ. તમારે પાઉલ વિશે જે કંઈ ફરિયાદ હોય, તે ત્યાં કહી શકો છો."
\s5
\v 6 ફેસ્તસ ભક્તિસ્થાનના આગેવાનોની સાથે યરુશાલેમમાં આઠ કે દસ દિવસ વધારે રહ્યો. ત્યારબાદ તે કાઇસારિયા શહેરમાં પાછો ફર્યો. બીજે દિવસે ફેસ્તસે આજ્ઞા કરી કે જ્યાં તે ન્યાયાધીશની ખુરશી પર બેઠો હતો, ત્યાં પાઉલને લાવવામાં આવે.
\v 7 પાઉલને ન્યાયાધીશની સામે લાવવામાં આવ્યો પછી, જે યહૂદી આગેવાનો યરુશાલેમથી આવ્યા હતા તેઓ તેની આસપાસ ભેગા થઈને તેના પર ગંભીર દોષ મૂકવા લાગ્યા, પણ તેઓ તેમાંનો એકપણ સાબિત કરવા માટે સમર્થ ન હતા.
\v 8 ત્યારબાદ પાઉલે પોતાના બચાવમાં કહ્યું, "મેં યહૂદી નિયમો વિરુદ્ધ, અથવા ભક્તિસ્થાન વિરુદ્ધ, અથવા રાજા વિરુદ્ધ કઈ ગુનો કર્યો નથી."
\s5
\v 9 પણ યહૂદી આગેવાનોને ખુશ કરવાના હેતુથી ફેસ્તસે પાઉલને પૂછ્યું," શું તું યરુશાલેમ જવા ચાહે છે કે જેથી આ બાબતો વિશે ત્યાં હું તારો ન્યાય કરું?"
\v 10 પાઉલે જવાબ આપ્યો, "ના, જે રાજાનું પ્રતિનિધિત્વ તમે કરો છો તેની સમક્ષ હું ઊભો છું. મારો ન્યાય અહીં જ થવો જોઈએ. જેમ તમે જાણો છો તેમ, મેં યહૂદી લોકોનું કંઈ ભૂંડું કર્યું નથી.
\s5
\v 11 જો મરણદંડને યોગ્ય મેં કઈ ગુનો કર્યો હોત તો, હું મરણદંડનો અસ્વીકાર ન કરત; પરંતુ તેઓ જે દોષ મારા પર મૂકે છે કે જે સજા વિશે જણાવે છે તેવુ મેં કંઈ કર્યું નથી. તેઓના સંતોષ માટે કોઈ મારો તિરસ્કાર કરી શકે નહિ. મેં કાઈસારની પાસે દાદ માંગી છે."
\v 12 ફેસ્તુસ તેના સલાહકારો સાથે ચર્ચા કર્યાં પછી, બોલ્યો, "તેં કાઈસારની સમક્ષ દાદ માગી છે, અને તેથી તારે કાઈસાર પાસે જવું પડશે!"
\s5
\v 13 તે થોડા દિવસ પછી, હેરોદ આગ્રીપા રાજા તેની બહેન બેરનિકે સાથે, કાઈસારિયા આવ્યો. તેઓ ફેસ્તસ પ્રત્યે માન દર્શાવવા ત્યાં આવ્યા.
\v 14 આગ્રીપા રાજા અને બેરનિકે ઘણા દિવસ સુધી કાઈસારિયા રહ્યાં. થોડો સમય વીત્યા પછી, ફેસ્તસે પાઉલ વિશે આગ્રીપાને જણાવ્યું. તેણે કહ્યું, "અહીં એક માણસને ફેલીક્સે જેલમાં રાખ્યો છે."
\v 15 જ્યારે હું યરુશાલેમ આવ્યો હતો ત્યારે, પ્રમુખ યાજક અને યહૂદી આગેવાનોએ મારી પાસે આવીને તેને મરણદંડ આપવાનું મને કહ્યું હતું.
\v 16 પણ મેં તેઓને કહ્યું કે જ્યારે કોઈને કોઈક ગંભીર ગુના માટે દોષિત ઠરાવવામાં આવે તો, તે વ્યક્તિને તરત જ સજા આપવાનો રિવાજ રોમનોમાં નથી. તેના બદલે અમે તે માણસને તેના ફરિયાદીની સામે ઊભો કરીએ છીએ અને તેઓએ તેના વિશે જે કહ્યું છે તેના બચાવમાં તેને બોલવાની પરવાનગી આપીએ છીએ.
\s5
\v 17 તેથી જ્યારે તે યહૂદીઓ કાઈસારિયા આવ્યા ત્યારે, મેં ચુકાદો આપવામાં જરા પણ વિલંબ કર્યો નહિ. તેઓ આવ્યાને બીજે દિવસે, હું ન્યાય કરવા બેઠો અને મેં ચોકીદારોને કહ્યું કે કેદીને લાવવામાં આવે.
\v 18 પરંતુ યહૂદી આગેવાનોએ જ્યારે મને કેદીએ જે ખોટું કર્યું હતું તે જણાવ્યું ત્યારે મને એવું ન લાગ્યું કે તેઓ જે કહે છે તે ગંભીર બાબત છે.
\v 19 તેના બદલે, તેઓ જે બાબત વિશે તેની સાથે વિવાદ કરતા હતા તે તેઓના પોતાના ધર્મ વિશે અને એક માણસ જેનું નામ ઈસુ હતુ જે મૃત્યુ પામ્યા હતા, પણ પાઉલના જણાવ્યા પ્રમાણે તે જીવિત છે તેના વિશે હતી.
\v 20 હું તે બાબતો સમજયો નહિ, અથવા સત્ય કઈ રીતે શોધવું તે જાણતો નથી. તેથી મેં પાઉલને પૂછ્યું, "શું તું યરુશાલેમ જવા ચાહે છે, જેથી હું આ બાબતો વિશે તારો ત્યાં ન્યાય કરી શકું?"
\s5
\v 21 પરંતુ પાઉલે તેની જાતે આ સંદર્ભમાં કાઈસારની દાદ માગી છે, તેથી હું તેને જ્યાં સુધી કાઈસારની પાસે મોકલી દઉં ત્યાં સુધી પહેરામાં રાખવાનો હુકમ કર્યો છે."
\v 22 પછી આગ્રીપાએ ફેસ્તસને કહ્યું, "હું પણ તે માણસ શુ કહે છે તે સાંભળવા ઉત્સુક છું." ફેસ્તુસે જવાબ આપ્યો, "હું કાલે તમારે માટે તેને સાંભળવાની વ્યવસ્થા કરી આપીશ."
\s5
\v 23 બીજે દિવસે આગ્રીપા અને બેરનીકે ન્યાયસભામાં પ્રવેશ્યા અને બીજા લોકો તેમને માન આપી રહ્યા હતા. થોડા રોમન સેનાપતિઓ અને કાઇસારિયાના માનવંત માણસો પણ તેમની સાથે હતા. ત્યાર બાદ ફેસ્તસે ચોકીદારને આજ્ઞા કરી કે પાઉલને અંદર લાવવામાં આવે.
\v 24 પાઉલ અંદર આવ્યો પછી, ફેસ્તસે કહ્યું, "આગ્રીપા રાજા અને બીજા અહીં ઉપસ્થિત તમામ લોકો, તમે આ માણસને જુઓ છો!" યરુશાલેમના અને અહીંના ઘણા યહૂદી આગેવાનો, મને એવું કહે છે કે તે હવે પછી જીવતો રહેવો જોઈએ નહિ.
\s5
\v 25 પણ તેને મૃત્યુદંડ મળે તેવો કોઈ ગુનો મને તેનામાં માલૂમ પડ્યો નથી. અને તેણે આ બાબતે કાઈસારની પાસે દાદ માંગી છે તેથી મેં તેને રોમ મોકલવાનું નક્કી કર્યું છે.
\v 26 પરંતુ સમ્રાટને શી હકીકત લખી મોકલવી તેની મને સમજણ પડતી નથી તેથી કરીને આજે મેં તેને તમારી સમક્ષ અને ખાસ કરીને આગ્રીપા રાજા તમારી સમક્ષ બોલાવ્યો છે! તમે તેને પ્રશ્ન પૂછી શકો તેથી મેં આમ કર્યું છે. ત્યારબાદ હું જાણી શકું કે મારે સમ્રાટને શું લખવું.
\v 27 લોકોના કહેવા અનુસાર તેણે કયો ગુનો કર્યો છે તે ચોક્કસ રીતે લખ્યા વગર સમ્રાટ પાસે કોઈ કેદીને મોકલવો તે ગેરવાજબી છે એવું મને લાગે છે.
\s5
\c 26
\p
\v 1 ત્યારબાદ આગ્રીપાએ પાઉલને કહ્યું, "હવે અમે તને તારા હકમાં બોલવાની પરવાનગી આપીએ છીએ." ત્યારે પાઉલે પોતાના હાથને ઉઠાવીને એવુ દર્શાવ્યું કે તે બોલવા જઈ રહ્યો છે, તેણે કહ્યું,
\v 2 "આગ્રીપા રાજા, હું આજે મારી જાતને આશીર્વાદિત ગણું છું કે હું આપને સમજાવી શકીશ કે જ્યારે યહૂદી આગેવાનો કહે છે કે મેં દુષ્ટ બાબતો કરી છે, ત્યારે તેઓ કેમ ખોટા છે.
\v 3 હું ખરેખર આશીર્વાદિત છું કારણ કે તમે અમારા યહૂદી રીતરિવાજો અને જે વિશે અમે વાદવિવાદ કરીએ છીએ તે વિષે જાણો છો. તેથી હું તમને વિનંતી કરું છું કે તમે મને ધીરજથી સાંભળો."
\s5
\v 4 "હું બાળક હતો ત્યારથી મેં કેવું જીવન વિતાવ્યું છે તે વિષે મારા બધા સાથી યહૂદીઓ જાણે છે. તેઓ જાણે છે કે જ્યાં મારો જન્મ થયો હતો તે શહેરમાં અને ત્યાર બાદ યરુશાલેમમાં હું કઈ રીતે જીવ્યો છું.
\v 5 તેઓ મને શરૂઆતથી જાણે છે, અને જો તેઓ ઇચ્છે તો, તેઓ આપને કહી શકશે, કે જ્યારે હું જુવાન હતો ત્યારથી મેં રૂઢિચુસ્ત ધાર્મિક રિવાજોને ખૂબ કાળજીપૂર્વક પાળ્યા છે. બીજા ફરોશીઓની જેમ જ હું જીવ્યો છું.
\s5
\v 6 આજે મારી તપાસ થઈ રહી છે, કારણ કે હું વિશ્વાસપૂર્વક અપેક્ષા રાખું છું કે ઈશ્વરે અમારા પૂર્વજોને જે વચન આપ્યું હતું તે પૂર્ણ કરશે.
\v 7 અમારાં બાર યહૂદી કુળો પણ આતુરતાથી રાહ જુએ છે કે ઈશ્વરે અમને જે વચન આપ્યું છે તે તેઓ પૂર્ણ કરશે, કેમકે તેઓ તેમને માન આપે છે અને દિવસ રાત તેમનું ભજન કરે છે. માનનીય રાજા, હું વિશ્વાસસહિત અપેક્ષા રાખું છું કે ઈશ્વરે જે વચન આપ્યું છે તે પૂર્ણ કરશે અને તેઓ પણ તેમ માને છે! અને તેથી જ મેં ખોટું કર્યું છે એવું જે તેઓ કહે છે તે સંબંધી ઈશ્વર તેમ કરે એવુ હું ઇચ્છું છું.
\v 8 તમે શા માટે એવુ વિચારો છો કે ઈશ્વર કોઈ મૃત્યુ પામેલાને સજીવન કરી ન શકે?
\s5
\v 9 ભૂતકાળમાં એક સમય હતો જ્યારે હું, પણ ખાતરીપૂર્વક માનતો હતો કે, ઈસુ જે નાસરેથ નગરના હતા તેમના પર વિશ્વાસ કરતા લોકોને અટકાવવા મારે થાય તે બધું જ કરવું જોઈએ.
\v 10 તેથી જ્યારે હું યરુશાલેમમાં રહેતો હતો ત્યારે મેં એમ જ કર્યું. મુખ્ય યાજકો મને જે સત્તા આપી હતી તે પ્રમાણે મેં એ ઘણા વિશ્વાસીઓને જેલમાં પૂર્યા હતા. અને જ્યારે લોકો વિશ્વાસીઓને મારી નાખતા હતા, ત્યારે હું તેઓની તરફેણમાં હતો.
\v 11 દરેક સભાસ્થાનોમાં જ્યાં જે યહૂદીઓ મને મળ્યા તેઓને મેં શિક્ષા કરી. હું મારા પૂર્ણ ગુસ્સામાં તેઓને દબાણ કરતો કે, તેઓ ઈશ્વરનું અપમાન કરે કે જેથી તેઓને મૃત્યુ દંડ આપી શકાય. હું પરદેશના શહેરમાં પણ તેઓને શોધવા ગયો હતો કે જેથી હું મારા સંપૂર્ણ અધિકારથી તેઓને અટકાવી શકું.
\s5
\v 12 "મુખ્ય યાજકોએ મને દમસ્કસમાંથી વિશ્વાસીઓની ધરપકડ કરવાની સત્તા આપી હતી અને તેથી હું ત્યાં ગયો હતો. પરંતુ જ્યારે હું મારા માર્ગમાં હતો,
\v 13 ત્યારે આશરે બપોરે મેં આકાશમાં તેજસ્વી પ્રકાશ જોયો. તે સૂર્ય કરતાં પણ વધારે પ્રકાશિત હતો! તે પ્રકાશ મારી અને મારી સાથે મુસાફરી કરી રહેલા સર્વની આસપાસ પ્રકાશિત થયો.
\v 14 અને અમે બધા જમીન પર પડી ગયા. પછી કોઈક વાણી મારી સાથે હિબ્રૂ ભાષામાં વાત કરતી મેં સાંભળી. તેણે કહ્યું, 'શાઉલ, શાઉલ, તુ મને કેમ સતાવે છે? આરને લાત મારવી અઘરી છે.'
\s5
\v 15 પછી મેં કહ્યું, 'પ્રભુ, તમે કોણ છો?' તેમણે કહ્યું, 'હું ઈસુ છું! જેની વિરુદ્ધ તું લડી રહ્યો છે.'
\v 16 પણ ઊઠ, અને તારા પગ પર ઊભો રહે! તને મારો સેવક બનાવવા માટે અને અત્યારે તેં જે જોયું છે તે, અને તું મારા વિષે જે જાણે છે તેમ જ હવે પછી હું તને જે બતાવીશ, તે બન્ને વિષે સાક્ષી બનવા માટે મેં તને દર્શન આપ્યું છે.
\v 17 હું લોકોથી અને જે બિનયહૂદી લોકો મધ્યે હું તને મોકલીશ તેઓથી તારું રક્ષણ કરીશ,
\v 18 કે જેથી તું તેઓની આંખો ઉઘાડે, જેથી તેઓ અંધકારમાંથી પ્રકાશમાં આવે, અને તેઓ ઈશ્વરના શત્રુના અધિકારથી છૂટા થાય. આ રીતે ઈશ્વર તેઓના પાપ માફ કરશે અને જે વસ્તુઓ હંમેશ માટે મારા લોકની છે તે તેઓને પ્રાપ્ત થશે.
\s5
\v 19 તેથી રાજા આગ્રીપા , ઈશ્વરે મને દર્શનમાં જે કહ્યું તે મેં કર્યું.
\v 20 પ્રથમ, મેં દમસ્કસમાંના યહૂદીઓને અને જેઓ યરુશાલેમમાં હતા તેઓને જણાવ્યું, અને પછી યહૂદિયાની દરેક જગ્યાએ, અને ત્યાંના બિનયહૂદીઓને જણાવ્યું. મેં તેઓને કહ્યું કે તેઓએ પાપથી પાછા ફરવા ઈશ્વરની પાસે મદદ લેવી જોઈએ. મેં તેમને એ પણ જણાવ્યું કે તેઓએ એવાં કાર્યો કરવાં જોઈએ કે જે એવું દર્શાવે કે તેઓ પાપથી પાછા ફર્યા છે.
\v 21 મેં આ સુવાર્તાનો ઉપદેશ આપ્યો, જેના કારણે યહૂદીઓએ મને ભક્તિસ્થાનના આંગણામાં પકડ્યો અને મને મારી નાખવાની કોશિષ કરી.
\s5
\v 22 તેમ છતાં, ઈશ્વર મને મદદ કરી રહ્યા છે, તેથી આજ દિવસ સુધી હું તે બાબતો પ્રગટ કરી રહ્યો છું. પ્રબોધકો અને મૂસાએ જે બનશે તે જણાવ્યું છે અને તે મેં સાધારણ તેમ જ ખાસ લોકોને બન્નેને કહેવાનું ચાલુ રાખ્યું છે.
\v 23 તેમણે કહ્યું હતું કે ખ્રિસ્ત સહન કરશે અને મરણ પામશે, કે જેથી તેઓ મૃત્યુમાંથી પાછા ઊઠનાર થાય. તેઓએ એમ પણ કહ્યું હતું કે તે તેના પોતાના લોકોને અને બિનયહૂદીઓને એ બન્નેને પ્રગટ કરશે, કે ઈશ્વર ખરેખર તેઓને બચાવવાને સમર્થ છે."
\s5
\v 24 પાઉલ બીજું વધારે બોલે, તે પહેલાં ફેસ્તસે જોરથી બૂમ પાડી, ''પાઉલ, તુ ગાંડો છે! તેં ઘણો અભ્યાસ કર્યો છે અને તેથી તું ગાંડો થઈ ગયો છે!''
\v 25 પણ પાઉલે જવાબ આપ્યો, 'નેક નામદાર ફેસ્તસ, હું ગાંડો નથી! પણ તેથી ઊલટું, હું જે કહું છું તે સાચું અને ડહાપણ ભરેલું છે!
\v 26 હું જે કહું છું તે આગ્રીપા રાજા જાણે છે, અને હું છૂટથી તેમની સાથે એ બધાની વાત કરી શકું છું. હું ચોક્કસ રીતે માનું છું કે આમાંની કોઈ પણ વાત તેમના ધ્યાનમાં ન આવી હોય એવું બની શકે નહી, કેમ કે કોઈ પણ વાત ગુપ્તમાં બની નથી.''
\s5
\v 27 "રાજા આગ્રીપા, શું તમે પ્રબોધકોએ જે લખ્યું છે તેમાં વિશ્વાસ કરો છો? હું જાણું છું કે તમે એ બધા પર વિશ્વાસ કરો છો."
\v 28 પછી આગ્રીપાએ પાઉલને જવાબ આપ્યો, "આટલા ટૂંકા સમયમાં તેં મને ખ્રિસ્તી બનવા સમજાવવા પ્રયત્ન કર્યો છે!"
\v 29 પાઉલે જવાબ આપ્યો, "થોડો સમય કે લાંબો સમય હોય એ મહત્વનું નથી. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તમે અને બીજા બધા જેઓ આજે મને સાંભળી રહ્યા છે તેઓ, સાંકળો સિવાય મારા જેવા થાય!"
\s5
\v 30 ત્યારબાદ રાજા ઊભો થયો. રાજ્યપાલ, બેરનીકે અને બીજા બધા ઊભા થયા
\v 31 અને ઓરડામાંથી બહાર ગયા. તે પછી, તેઓએ એકબીજાને કહ્યું, "આ માણસે દેહાતદંડ કે સાંકળોને યોગ્ય એવું કશું કર્યું નથી."
\v 32 આગ્રીપાએ ફેસ્તસને કહ્યું, "જો તેણે સમ્રાટની પાસે દાદ માગી ન હોત, તો તે છૂટો થઇ શક્યો હોત."
\s5
\c 27
\p
\v 1 જ્યારે રાજ્યપાલે નક્કી કર્યું કે અમારે ઇટાલી જવું જોઈએ ત્યારે તેણે પાઉલ અને કેટલાક કેદીઓને, જુલિયસ નામે લશ્કરના સેનાપતિના નિયંત્રણ નીચે મૂક્યા. તે સો સૈનિકોના ઉપરી તરીકેનો દરજ્જો ધરાવતો હતો અને ઘણા સૈનિકો કે જેઓ સીધા સમ્રાટના અધિકાર નીચે હતા તેઓમાંનો એક હતો.
\v 2 અમે આસિયાના આદ્રમુત્તિયાના બંદરેથી વહાણમાં બેઠા. વહાણ આસિયાના સમુદ્ર કાંઠાના સ્થળોએ થઈને જવાનું હતું. આમ અમે સમુદ્ર માર્ગે નીકળ્યા. મકદોનિયાના થેસ્સાલોનિકાનો આરીસ્તાર્ખસ, અમારી સાથે હતો.
\s5
\v 3 બીજા દિવસે અમે સિદોન આવી પહોંચ્યા. જુલિયસ પાઉલ સાથે માયાળુપણે વર્ત્યો, અને તેના મિત્રો કે જેઓ તેની કાળજી રાખતા હતા તેઓને મળવાની પરવાનગી આપી.
\v 4 ત્યારબાદ વહાણ ત્યાંથી ઊપડ્યું. અમે સાયપ્રસને કિનારે કિનારે ગયાં કે જેથી વિરુદ્ધ દિશામાંથી ફૂંકાતો પવન અમને અટકાવે નહિ.
\v 5 ત્યારબાદ, અમે કિલીકિયા અને પામ્ફૂલિયાના સમુદ્ર પાસેના કિનારાને પાર કર્યો. વહાણ મૂરા બંદરે આવી પહોચ્યું જે લૂકિયા પ્રાંતમાં છે. ત્યાં અમે વહાણમાંથી ઉતર્યા.
\v 6 મૂરામાં, જુલીયસને આલેકસાન્દ્રિયાથી આવેલું વહાણ મળ્યું અને તરત ઇટાલી જવાનુ હતું. તેથી તેણે એવી વ્યવસ્થા કરી કે અમે તે વહાણમાં બેસી શકીએ, અને અમે નીકળ્યા.
\s5
\v 7 અમે ઘણા દિવસો સુધી ધીમે ધીમે આગળ વધ્યા અને ક્નીદસની નજીક પહોંચ્યા, પણ અમને ત્યાં પહોંચતા ઘણી તકલીફ પડી, કેમકે પવન સામો હતો. ત્યારબાદ, પવન એટલો ભારે હતો કે વહાણ પશ્ચિમ તરફ સીધું જઈ શકયું નહિ. તેથી અમે ક્રિતના દરિયા કાંઠેથી હંકારી ગયાં ત્યાં પવન ભારે નહતો, અને અમે સાલ્મોનથી પસાર થયા, જે જમીનનો એક નાનો ભાગ હતો જે પાણીમાંથી બહાર દેખાતો હતો.
\v 8 પવન હજુ ભારે હતો, અને તેથી વહાણ ઝડપથી આગળ વધી શકતું ન હતું. તેથી અમે ક્રીતના દરિયા કિનારા પાસેથી ધીરે ધીરે પસાર થયા, અને અમે લાસિયા નગરની નજીક સુંદર નામના બંદરે આવી પહોંચ્યા.
\s5
\v 9 ઘણો સમય પસાર થઇ ગયો હતો, અને હવે હંકારવું ખતરારૂપ હતું, કારણ કે યહૂદી ઉપવાસનો સમય પૂરો થઈ ગયો હતો અને દરિયો વધારે તોફાની બને તેમ હતું. તેથી પાઉલે વહાણના માણસોને કહ્યું,
\v 10 "ભાઈઓ, જો આપણે અત્યારે હંકારીશું તો આપણને વધારે ઈજા અને નુકસાન થવાની શક્યતાઓ છે, કેવળ સામાનને જ નહિ પરંતુ આપણા જીવનોને પણ."
\v 11 પણ રોમન સૂબેદારે પાઉલની વાત માની નહીં. તેના બદલે, તેણે કપ્તાન અને વહાણના માલિકનું સાંભળ્યું અને તેણે તેઓએ જે સલાહ આપી તેમ કરવાનું નક્કી કર્યું.
\s5
\v 12 શિયાળા દરમ્યાન રહેવા માટે એ બંદર યોગ્ય ન હતું, તેથી મોટા ભાગના ખલાસીઓએ સમુદ્રમાં આગળ વધવાની સલાહ આપી. તેઓએ એવુ વિચાર્યું કે તેઓ ફેનિકસ પહોંચી જશે અને શિયાળો ત્યાં વિતાવશે. ફેનિકસ એ ક્રીતનું એક નગર છે. આ જગ્યાએ ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ, બંને દિશાથી પવન ફૂંકાય છે.
\v 13 દક્ષિણથી મંદ પવન ફૂંકાઈ રહ્યો હોવાના કારણે, વહાણના ખલાસીઓએ વિચાર્યું કે તેઓ તેમની ઇચ્છા મુજબ મુસાફરી કરી શકશે. તેથી તેમણે વહાણનું લંગર દરિયામાંથી ઉપાડ્યું, અને વહાણ ક્રીત ટાપુના દરિયા કાંઠાની નજીક ચાલવા લાગ્યું.
\s5
\v 14 જો કે, થોડી વારમાં કિનારા તરફથી તોફાની પવન ફૂંકાવા લાગ્યો અને તે પવનનું નામ યુરાકુલોન "ઉત્તર-પૂર્વનો પવન" હતું.
\v 15 તે વહાણની સામે જબરદસ્ત રીતે ફૂંકાયો અને અમે તેની સામે હંકારી ન શક્યા. તેથી ખલાસીઓએ તેને પવનની દિશામાં ઘસડાવા દીધું.
\v 16 તેથી વહાણ કૌદા નામના નાના ટાપુ તરફ તણાયું. અમે મહામહેનતથી, જીવનરક્ષક હોડીને વહાણ સાથે બાંધી રાખી.
\s5
\v 17-18 હોડીને ઉપર લીધા પછી, ખલાસીઓએ સઢના દોરડાને વધારે મજબૂત કર્યાં. તેમણે વહાણની નીચે દોરડા બાંધ્યાં, જેથી વહાણ મજબૂત બને. ખલાસીઓને ડર હતો કે વહાણ સુર્તિસ આગળ રેતીમાં ફસાઈ જશે, જેથી તેઓએ વહાણના લંગરને દરિયામાં ઊંડું ઉતાર્યું અને તેથી વહાણ પવનની સાથે તણાવા લાગ્યું, અને પવન તથા મોજાએ વહાણને હચમચાવી મુક્યું, તેથી બીજા દિવસે ખલાસીઓ સામાનને પાણીમાં નાખવા લાગ્યા.
\s5
\v 19 તોફાનના ત્રીજા દિવસે, વહાણ હલકું કરવા ખલાસીઓએ લગભગ બધો સામાન જેવો કે સઢ, દોરડાં અને વાંસ સમુદ્રમાં નાખી દીધો. તેમણે પોતાના હાથે તે કર્યું.
\v 20 ઘણા દિવસો સુધી તોફાની પવન ફૂંકાતો રહ્યો, અને આકાશ દિવસ અને રાત સંપૂર્ણ કાળા વાદળોથી આચ્છાદિત રહેતું હતું. જેથી અમે સૂર્ય કે તારાને જોઈ શકતા ન હતા. અમે જીવવાની આશા ગુમાવી દીધી હતી.
\s5
\v 21 વહાણમાં કોઈએ ઘણા દિવસો સુધી કઈ પણ ખાધું ન હતું. પછી એક દિવસ, પાઉલે અમારી સમક્ષ ઊભા થઈને કહ્યું, "મિત્રો જ્યારે મેં ક્રીતથી આગળ વધવા માટે મના કરી ત્યારે, તમારે મારું સાંભળવું જોઈતું હતું.
\v 22 પણ હવે હું, તમને, વિનંતી કરું છું કે ગભરાશો નહિ, કેમકે આપણામાંનો કોઈ મરવાનો નથી. તોફાન ફક્ત વહાણને જ નુકસાન કરશે અને આપણને નહીં.
\s5
\v 23 હું આ જાણું છું, કેમ કે ગઈ રાત્રે જે ઈશ્વરનો હું છું, અને જેમનું ભજન હું કરું છું તેમણે તેમના દૂતને મારી પાસે મોકલ્યો અને તે મારી પાસે ઊભો રહ્યો.
\v 24 દૂતે મને કહ્યું, "પાઉલ તું ગભરાઈશ નહિ! તારે રોમમાં સમ્રાટ સામે હાજર થવું પડશે, કે જેથી તે તારો ન્યાય કરે. તારે એ જાણવું કે તારી સાથે સફર કરનારા પ્રવાસીઓની જિંદગી પણ ઈશ્વરે તારી ખાતર બચાવી છે."
\v 25 તેથી, મારા મિત્રો, ખુશ થાઓ, કારણ કે હું માનું છું કે જેવું દૂતે મને કહ્યું છે તે પ્રમાણે જ ઈશ્વર થવા દેશે.'
\v 26 જો કે, આપણું વહાણ કોઈ એક ટાપુ સાથે અથડાઈને ભાંગી જશે, અને આપણે કિનારે પહોંચી જઈશું"
\s5
\v 27 તોફાન શરૂ થયાને ચૌદમી રાતે, વહાણ હજુ આદ્રિયા સમુદ્રમાં આમતેમ ઘસડાતુ હતુ ત્યારે, લગભગ મધ્ય રાત્રિએ ખલાસીઓને લાગ્યું કે તેઓ કોઈ એક ટાપુ પાસે આવી પહોંચ્યા છે.
\v 28 પાણી કેટલું ઊંડું છે તે જાણવા તેઓએ પાણી માપવાની દોરી નાખી. જ્યારે તેઓએ માપ્યું ત્યારે પાણી સપાટીથી ચાળીસ મીટર ઊંડું હતું, થોડે આગળ જઈને તેઓએ માપ્યું, તો પાણી ત્રીસ મીટર ઊંડું જણાયું.
\v 29 તેમને ડર લાગ્યો કે વહાણ કદાચ ખડક સાથે અથડાશે તેથી તેઓએ ચાર લંગર વહાણમાંથી ઉતાર્યા. પછી તેઓએ પ્રાર્થના કરી કે પરોઢ જલદી થાય કે જેથી તેઓ જાણી શકે કે વહાણ ક્યાં જઈ રહ્યું છે.
\s5
\v 30 કેટલાક ખલાસીઓ વહાણમાંથી નાસી જવાનો લાગ શોધતા હતા અને તેઓ લંગર નાખતા હોય તેઓ ડોળ કરીને, તેઓએ જીવનરક્ષક હોડી સમુદ્રમાં ઉતારી. લોકોને તેઓની યોજનાની ખબર પડે નહીં, તે માટે તેઓ ઢોંગ કરતા હતા કે તેઓ વહાણના આગળના ભાગથી કેટલાક લંગર નીચે લાવવા માગે છે.
\v 31 પણ પાઉલે લશ્કરના કપ્તાન અને સૈનિકોને કહ્યું કે, "જો આ ખલાસીઓ વહાણમાં નહિ રહે, તો તમને જીવતા રહેવાની કોઈ આશા નથી."
\v 32 તેથી સૈનિકોએ હોડીનાં દોરડાં કાપી નાખ્યાં અને હોડીને સમુદ્રમાં તણાઈ જવા દીધી.
\s5
\v 33 જ્યારે સવાર થવાની તૈયારી હતી, ત્યારે પાઉલે તેઓને ખોરાક લેવાની વિનંતી કરી. તેણે કહ્યું, "છેલ્લા ચૌદ દિવસથી તમે રાહ જોઇને કંઈપણ ખાધું નથી.
\v 34 તેથી હું તમને વિનંતી કરું છું કે કંઈક ખોરાક લો. તમારે જીવવા માટે તે જરૂરી છે, તમારા માથાનો એક પણ વાળ ખરવાનો નથી."
\v 35 પાઉલે આમ કહ્યા પછી, સર્વના દેખતા, તેણે રોટલી લીધી અને તે માટે ઈશ્વરનો આભાર માન્યો. પછી તેણે રોટલી તોડી અને તેમાંથી થોડી ખાધી.
\s5
\v 36 પછી તેઓ બધામાં હિંમત આવી અને તેઓએ પણ ખોરાક લીધો.
\v 37 બધા મળીને વહાણમાં અમે બસો છોંતેર લોકો હતા.
\v 38 જ્યારે તેઓએ પૂરતો ખોરાક ખાઈ લીધો, ત્યારે તેઓએ બાકી રહેલા ઘઉં સમુદ્રમાં નાખી દઈને વહાણને હલકું કર્યું.
\s5
\v 39 જ્યારે સવાર પડી ત્યારે, અમે જમીન જોઈ, પણ ખલાસીઓને ખબર ન પડી કે અમે ક્યાં છીએ. છતાં પણ, તેઓ રેતીના વિશાળ કાંઠાવાળી એક ખાડી વિસ્તારને જોઈ શક્યા. તેઓએ નિર્ણય કર્યો કે તેઓ વહાણને કિનારા સુધી લઈ જાય.
\v 40 તેથી તેઓએ લંગરોને નાખ્યાં અને તેમને સમુદ્રમાં જવા દીધાં. આ સમયે, તેઓએ સુકાન સાથે બાંધેલાં દોરડાં ઢીલા કર્યાં અને પવનની દિશામાં સઢ ચઢાવ્યું જેથી તેઓ કિનારા સુધી પહોંચી શકે.
\v 41 પણ વહાણ તોફાની પાણીમાં ફસાઈ ગયું હતું અને મોજા નીચે રેતીમાં જતું રહ્યું. વહાણનો આગળનો ભાગ એવી રીતે ખૂંપી ગયો કે જેથી તે હલી શકે નહિ અને વહાણનો પાછળનો ભાગ મોજાના ભયંકર મારના કારણે તૂટવા લાગ્યો.
\s5
\v 42 સૈનિકોની એવી યોજના હતી કે તેઓ કેદીઓને મારી નાખે કે જેથી તેઓમાનો કોઈ તરીને ભાગી ન જાય.
\v 43 પણ લશ્કરનો કપ્તાન પાઉલને બચાવવાની ઇચ્છા રાખતો હતો, તેથી તેણે એમ કરતા સૈનિકોને અટકાવ્યા, અને તેણે આજ્ઞા કરી કે જેઓને તરતાં આવડતું હોય તેઓએ તરીને કિનારે જવું.
\v 44 પછી તેણે બીજા બધા માણસોને, વહાણના પાટિયાને, અને કેટલાકને વહાણના બીજા સામાનને સહારે કિનારે પહોંચવા જણાવ્યું. અમે તેના કહેવા પ્રમાણે કર્યું અને એમ અમે બધા સહીસલામત કિનારે પહોંચ્યા.
\s5
\c 28
\p
\v 1 અમે સહીસલામત કિનારે આવી પહોંચ્યા ત્યારે અમને ખબર પડી કે તે ટાપુ માલ્ટા તરીકે ઓળખાતો હતો.
\v 2 ત્યાંના રહેવાસીઓએ અસાધારણ રીતે અમારી પરોણાગત કરી. તેઓએ તાપણું સળગાવ્યું અને અમને તાપવા માટે આમંત્રણ આપ્યું. કેમ કે તે વખતે વરસાદ વરસી રહ્યો હતો અને ઠંડી પણ હતી.
\s5
\v 3 જ્યારે પાઉલે થોડાં લાકડાં એકઠાં કરી અને તેને તાપણામાં નાખ્યાં ત્યારે એક ઝેરી સાપ ગરમીથી બચવા બહાર નીકળી આવ્યો અને પાઉલના હાથે વીંટળાઈને વળગી રહ્યો.
\v 4 તે ટાપુના રહેવાસીઓ પાઉલના હાથે તે સાપને વળગેલો જોઇને એકબીજાને કહેવા લાગ્યા, "કદાચ આ માણસે કોઈની હત્યા કરી છે. જો કે તે સમુદ્રમાંથી ડૂબતો બચી ગયો છે પણ ઈશ્વરનો ન્યાય તેને મારી નાખશે."
\s5
\v 5 પણ પાઉલે તેના હાથ પરથી સાપને તાપણામાં ખંખેરી નાખ્યો, અને તેને કઈ થયું નહિ.
\v 6 લોકો એવું ધારતા હતા કે પાઉલનું શરીર હમણાં તાવથી સૂજી જશે અથવા તે એકદમ પડી જશે અને મરી જશે. પણ લાંબા સમય સુધી રાહ જોયા પછી તેઓએ જોયું કે તેને કંઈ થયું નથી. તેથી તેઓ વિચાર બદલીને એકબીજાને કહેવા લાગ્યા, "આ માણસ હત્યારો નથી! તે કોઈ દેવ છે!"
\s5
\v 7 હવે જ્યાં તેઓ હતા તે નજીક, થોડાં ખેતરો હતાં જે પબ્લિયુસ નામે માણસનાં હતાં. એ ટાપુનો તે મુખ્ય અધિકારી હતો. તેણે અમને તેના ઘરે આવીને રહેવા માટે આમંત્રણ આપ્યું. તેણે ત્રણ દિવસ સુધી અમારી સારી દેખભાળ કરી.
\v 8 તે સમયે પબ્લિયુસના પિતાને તાવ હતો અને મરડો થયો હતો અને તે પથારીમાં સૂઈ રહ્યો હતો. તેથી પાઉલે તેની મુલાકાત લીધી અને તેના માટે પ્રાર્થના કરી. પછી પાઉલે પોતાના હાથ તેના પર મૂક્યા અને તેને સાજો કર્યો.
\v 9 પાઉલે આમ કર્યા પછી, ટાપુના બીજા બધા લોકો જેઓ બીમાર હતા તેઓ તેની પાસે આવ્યા, અને તેણે તેઓને પણ, સાજાં કર્યાં.
\v 10 તેઓ અમારી પાસે ભેટો લાવ્યા અને બીજી બધી રીતે એવુ દર્શાવ્યું કે તેઓ અમને ખૂબ માન આપતા હતા. ત્રણ મહિના પછી જ્યારે અમે જવા તૈયાર થયા ત્યારે તેઓ અમારા માટે ખોરાક અને વહાણમાં અમને જેની જરૂર પડે તેવી વસ્તુઓ લાવ્યા.
\s5
\v 11 અમે ત્યાં ત્રણ મહિના રહ્યા પછી, એલેકસાન્દ્રિયાથી આવેલું વહાણ કે જે ઇટાલી જઈ રહ્યું હતું તેમાં અમે બેઠા અને મુસાફરી ચાલુ કરી. તે વહાણના આગળના ભાગમાં જોડિયા દેવોની મૂર્તિ કોતરેલી હતી કે તેઓના નામ કેસ્ટોર અને પોલાક્ષ હતાં.
\v 12 જ્યારે અમે સિરાકુસ શહેરમાં પહોંચ્યા ત્યારે, અમે ત્યાં ત્રણ દિવસ રહ્યા.
\s5
\v 13 પછી અમે વહાણ દ્વારા મુસાફરી કરીને ઇટાલીના રેગિયમ શહેરમાં આવી પહોંચ્યા. બીજા દિવસે, પવન દક્ષિણ તરફથી ફૂંકાતો હતો, તેથી, માત્ર બીજા બે દિવસમાં અમે પુતૌલી શહેરમાં પહોંચી ગયાં. ત્યાં અમે વહાણ છોડી દીધું.
\v 14 પુતૌલીમાં અમે સાથી વિશ્વાસીઓને મળ્યા કે જેઓ ઇચ્છતા હતા કે, અમે તેમની સાથે સાત દિવસ રહીએ. ત્યાર પછી અમે આખરે રોમ આવી પહોંચ્યા.
\v 15 રોમમાં, કેટલાક સાથી વિશ્વાસીઓએ અમારા વિષે સાંભળ્યું હતું, તેથી તેઓ અમને મળવા આવ્યા. તેમાંના કેટલાક અમને એપિયન ચોક માર્ગ, અને કેટલાક ત્રણ ધર્મશાળા નામના નગર પાસે મળ્યા. પાઉલે જ્યારે તેઓને જોયા ત્યારે, તેણે ઈશ્વરનો આભાર માન્યો, અને તે ઉત્તેજન પામ્યો.
\s5
\v 16 અમે રોમ આવ્યા પછી, પાઉલને એક ઘરમાં પોતાની રીતે રહેવાની પરવાનગી મળી. પણ ત્યાં હંમેશાં એક સૈનિક તેની રક્ષા કરતો હતો.
\v 17 ત્યાં ત્રણ દિવસ રહ્યા પછી, તેણે યહૂદી આગેવાનોને સંદેશો મોકલીને કહાવ્યું કે તેઓ ત્યાં આવે અને તેની સાથે વાત કરે. જ્યારે તેઓ ત્યાં આવ્યા ત્યારે, પાઉલે તેમને કહ્યું, "મારા વહાલા ભાઈઓ, જો કે મેં આપણા લોકોનો વિરોધ કર્યો નથી કે હું આપણા પૂર્વજોના રિવાજો વિરુદ્ધ બોલ્યો નથી, તેમ છતાં આપણા યરુશાલેમના આગેવાનોએ મને પકડ્યો. પણ તેઓ મારી હત્યા કરે તે પહેલાં, રોમન સેનાપતિએ મને બચાવ્યો, અને પછીથી રોમન અધિકારીઓ દ્વારા મારી તપાસ થાય માટે મને કાઈસારિયા શહેરમાં મોકલી આપવામાં આવ્યો.
\v 18 રોમન અધિકારીઓએ મને પ્રશ્નો પૂછ્યા અને તેઓ મને છોડી દેવા માગતા હતા, કારણ કે મૃત્યુદંડને પાત્ર કોઈ ખરાબ ગુનો મેં કર્યો ન હતો.
\s5
\v 19 પણ જ્યારે યહૂદી આગેવાનો, રોમનોની મને મુક્ત કરવાની ઇચ્છા વિરુધ્ધ બોલ્યા, ત્યારે મેં અહીં રોમમાં સમ્રાટ દ્વારા મારો ન્યાય થાય એવી ઇચ્છા પ્રગટ કરી. પરંતુ આમ કરવા પાછળ મારો એવો ઇરાદો ન હતો કે હું, આપણા આગેવાનો પર કોઈ દોષારોપણ કરું.
\v 20 તેથી મેં તમને અહીં આવવા વિનંતી કરી કે જેથી હું તમને જણાવી શકું કે હું શા માટે કેદી છું. તે એ માટે કે ઇઝરાયલી લોકો વિશ્વાસપૂર્વક જે આશા ઈશ્વર પાસેથી રાખે છે કે તે આપણા માટે તે પૂરી કરશે તેમાં હું માનું છું."
\s5
\v 21 ત્યાર બાદ યહૂદી આગેવાનોએ કહ્યું "યહૂદિયાના આપણા સાથી યહૂદીઓ પાસેથી તારા વિષેનો કોઈ પત્ર અમને મળ્યો નથી. વળી યહૂદિયાથી આવેલા સાથી યહૂદીઓએ પણ તારા વિષે કોઈ ખરાબ વાત કહી નથી.
\v 22 પણ જે જૂથ સાથે તું જોડાયેલો છે તે વિષે તું શું વિચારે છે તે અમે જાણવા માગીએ છીએ, કારણ કે અમે જાણીએ છીએ કે ઘણી જગ્યાએ લોકો તેની વિરુધ્ધ બોલે છે."
\s5
\v 23 તેથી તેઓએ નક્કી કર્યું કે તેઓ પાઉલને સાંભળવા માટે બીજા દિવસે પાછા આવશે. જ્યારે તે દિવસ આવ્યો, ત્યારે પહેલા દિવસ કરતાં પણ વધારે લોકો પાઉલના રહેઠાણે આવ્યા. પાઉલે લોકોને કહ્યું કે ઈશ્વર કઈ રીતે દરેક પર શાસન કરશે; મૂસા અને બીજા પ્રબોધકોએ ઈસુ વિષે કેવી રીતે ભવિષ્યવાણી કરી તે વિષે તેણે લોકો સાથે વાત કરી. બધા જેઓ સાંભળી રહ્યા હતા તેઓની સાથે પાઉલે સવારથી સાંજ સુધી વાત કરી.
\v 24 તેઓમાના ઘણા યહૂદીઓ પાઉલે ઈસુ વિષે જે સત્ય કહ્યું તે માનવા તૈયાર હતા, પણ બીજા તે સમજવા તૈયાર ન હતા કે તે સાચું છે.
\s5
\v 25 જ્યારે તેઓ એકબીજા સાથે અસહમત થવા લાગ્યા, અને જ્યારે તેઓ જવાની તૈયારીમાં હતા, ત્યારે પાઉલે એક વિશેષ વાત કહી: "જ્યારે પવિત્ર આત્માએ આ શબ્દો યશાયા પ્રબોધકને કહ્યા હતા ત્યાં રે તેમણે તમારા પૂર્વજોને સત્ય કહ્યું હતું:
\v 26 તારા લોકની પાસે જા અને તેઓને કહે: તમે તમારા કાનોએ સાંભળ્યું, પણ તમે ઈશ્વરે જે કહે છે તે સમજ્યા નથી. તમે તમારી આંખોએ જોયું પણ ઈશ્વર જે કરી રહ્યા છે તે તમે જોઈ શકતા નથી.
\s5
\v 27 આ લોકો સમજી શકતા નથી કારણ કે તેઓ જિદ્દી છે. તેઓના કાન લગભગ બહેરા છે, અને તેઓએ તેમની આખો બંધ કરી છે કારણ કે તેઓ જોવા માગતા નથી. તેઓ તેમના કાનોથી સાંભળવા માગતા નથી અથવા તેમના હૃદયોથી સમજવા માંગતા નથી કે તેઓ મારી તરફ પાછા ફરે અને હું તેમને સાજા કરું.
\s5
\v 28-29 તેથી, તમારે જાણવું જોઈએ કે ઈશ્વર બિનયહૂદીને બચાવવા માગે છે, અને તેઓ સાંભળશે."
\s5
\v 30 પાઉલ પોતાના ભાડાના ઘરમાં બે વર્ષ સુધી રહ્યો. ઘણા લોકો તેને મળવા આવતા હતા, અને તે તેઓનો પ્રેમથી આવકાર કરતો હતો અને તેઓની સાથે વાત કરતો હતો.
\v 31 તે લોકોને ઉપદેશ આપતો ને શીખવતો હતો કે કઈ રીતે ઈશ્વર પોતાને રાજા તરીકે પ્રગટ કરશે, અને તે તેઓને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે પણ શીખવતો હતો. તે હિંમતપૂર્વક જણાવતો અને કોઈ તેને એમ કરવાથી રોકતો ન હતો.