gu_udb/44-JHN.usfm

1487 lines
312 KiB
Plaintext

\id JHN - UDB Guj
\ide UTF-8
\h યોહાન
\toc1 યોહાન
\toc2 યોહાન
\toc3 jhn
\mt1 યોહાન
\s5
\c 1
\p
\v 1 આરંભમાં શબ્દ હતો. શબ્દ ઈશ્વરની સાથે હતો, અને શબ્દ ઈશ્વર હતો.
\v 2 તેમણે કંઈ પણ ઉત્પન્ન કરવાની શરૂઆત કરી તે અગાઉ તેઓ ઈશ્વરની સાથે હતા.
\v 3 સઘળું ઉત્પન્ન કરવાનો, હા, જે બનાવવામાં આવ્યું તે સર્વ ઉત્પન્ન કરવાનો ઈશ્વરનો આદેશ અમલમાં મૂકનાર તેઓ જ છે!
\s5
\v 4 સર્વ જીવન તે શબ્દમાં છે, તેથી તેઓ સર્વ બાબતો અને માણસોને જીવન આપી શક્યા. શબ્દ તે તો ઈશ્વરનું અજવાળું હતું કે જે સર્વત્ર સર્વ પર પ્રકાશ્યું.
\v 5 આ અજવાળું અંધકારમાં પ્રકાશ્યું, અને અંધકારે તેને હોલવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે કરી શક્યું નહિ.
\p
\s5
\v 6 ઈશ્વરે યોહાન નામના એક માણસને મોકલ્યો.
\v 7 તે લોકોને અજવાળા વિષે સાક્ષી આપવા આવ્યો. તેણે જે કહ્યું તે સાચું હતું, અને તેણે તે સંદેશ જાહેર કર્યો કે જેથી દરેક વ્યક્તિ વિશ્વાસ કરે.
\v 8 યોહાન પોતે અજવાળું ન હતો, પરંતુ તે લોકોને અજવાળા વિષે કહેવા આવ્યો હતો.
\s5
\v 9 આ ખરું અજવાળું હતું કે જે સર્વ પર પ્રકાશે છે, અને તે અજવાળું જગતમાં આવવાનું હતું.
\p
\s5
\v 10 શબ્દ જગતમાં હતો અને, તેમણે જગતને બનાવ્યું તેમ છતાં, જગતના લોકોમાંના કોઈએ પણ તેમને ઓળખ્યા નહિ કે તેઓ કોણ છે.
\v 11 જો કે તેઓ તેમના પોતાના જગતમાં તથા તેમના પોતાના લોકો પાસે એટલે યહૂદીઓ પાસે આવ્યા, તો પણ તેઓએ તેમને નકાર્યા.
\s5
\v 12 પરંતુ જેઓએ તેમને પોતાના જીવનોમાં ગ્રહણ કર્યા અને તેમના પર વિશ્વાસ કર્યો, તેઓને તેમણે ઈશ્વરના બાળકો થવાનો અધિકાર આપ્યો.
\v 13 આ બાળકો ઈશ્વરથી જન્મેલાં છે. તેઓ જે સામાન્ય રીતે બાળક જન્મ પામે તે રીતે નહિ અથવા દેહની ઇચ્છા કે પસંદગીથી નહિ અથવા પતિની પિતા બનવાની ઇચ્છાથી જન્મ પામ્યાં ન હતાં.
\p
\s5
\v 14 હવે શબ્દ વાસ્તવિક મનુષ્ય બન્યા અને જ્યાં આપણે રહીએ છીએ ત્યાં થોડા સમય માટે રહ્યા. અમે તેમને તેમની ભવ્યતા અને અદ્દભુત સ્વભાવ એટલે કે પિતાના એકમાત્ર દીકરાનો સ્વભાવ દર્શાવતા જોયો, કે જે દર્શાવે છે કે ઈશ્વર આપણને વિશ્વાસુપણે પ્રેમ કરે છે અને તેમના સત્ય વિષે શીખવે છે.
\p
\v 15 એક દિવસે યોહાન બાપ્તિસ્મી લોકોને શબ્દ વિષે કહેતો હતો, અને ઈસુ તેની પાસે આવ્યા. યોહાને તેની આસપાસના ટોળાને બૂમ પાડી, "મેં તમને કહ્યું હતું કે કોઈ વ્યક્તિ મારી પાછળ આવશે, કોઈ એવી વ્યક્તિ કે જે મારા કરતાં ઘણી મહત્વની છે. તેઓ મારા કરતાં ઘણા સમય અગાઉ અસ્તિત્વમાં હતા, એટલે કે હું જન્મ્યો તે અગાઉ સનાતન યુગોથી હતા. તે માણસ અહીં છે! આ એ જ માણસ છે કે જેમના વિષે હું વાત કરતો હતો!"
\s5
\v 16 તેમણે જે કર્યું છે તેમાંથી આપણને સર્વને ઘણો લાભ થયો છે. તેઓ આપણા પ્રત્યે વારંવાર દયાભાવથી વર્ત્યા છે.
\v 17 મૂસાએ યહૂદી લોકો સમક્ષ ઈશ્વરના નિયમો જાહેર કર્યા. ઈસુ મસીહ આપણી યોગ્યતાની હદ ઉપરાંત આપણા પ્રત્યે દયાળુ હતા અને તેમણે આપણને ઈશ્વર વિષે સત્ય બાબતો શીખવી.
\v 18 ઈશ્વરને કોઈએ ક્યારેય જોયા નથી. પરંતુ, ઈસુ મસીહ, કે જે પોતે ઈશ્વર છે, તેઓ હંમેશાં પિતાની નજીક છે, અને તેઓએ આપણને ઈશ્વરની ઓળખ આપી.
\p
\s5
\v 19 યોહાને તેની જે સાક્ષી આપી તે આ છે: યહૂદીઓએ યરુશાલેમથી યાજકો અને લેવીઓ મોકલ્યા; તેઓ યોહાનને પૂછવા આવ્યા કે, "તું કોણ છે?"
\v 20 તેથી યોહાને તેમને સાક્ષી આપીને કહ્યું, "હું મસીહ નથી!"
\v 21 પછી તેઓએ તેને પૂછ્યું, "તું તારા વિષે શું કહે છે? શું તું એલિયા છે? તેણે કહ્યું, "ના." તેઓએ ફરીથી પૂછ્યું, "જેમના વિષે પ્રબોધકોએ કહ્યું કે તે આવશે શું તું એ પ્રબોધક છે?" યોહાને જવાબ આપ્યો, "ના."
\s5
\v 22 તેથી તેઓએ ફરી એકવાર તેને પૂછ્યું, "તો તું કોણ હોવાનો દાવો કરે છે? અમને કહે કે જેથી અમે પાછા ફરીને જેઓએ અમને મોકલ્યા છે તેઓને અહેવાલ આપીએ. તું તારા વિષે શું કહે છે?"
\v 23 યશાયા પ્રબોધકે જેમ લખ્યું હતું તેમ તેણે જવાબ આપ્યો, "હું અરણ્યમાં પોકારનાર છું, 'પ્રભુ આપણી પાસે આવે તે માટે સારો માર્ગ તૈયાર કરો."'
\p
\s5
\v 24 યોહાન પાસે આવેલા લોકોમાંના કેટલાક ફરોશી તરફના હતા.
\v 25 તેઓએ તેને પૂછ્યું, "જો તું કહે છે કે તું મસીહ કે એલિયા કે પ્રબોધક નથી, તો પછી તું શા માટે બાપ્તિસ્મા આપે છે?"
\s5
\v 26 યોહાને ઉત્તર આપ્યો, "હું લોકોને પાણીથી બાપ્તિસ્મા આપું છું, પરંતુ હવે તમારી મધ્યે કોઈ એવી વ્યક્તિ છે કે જેને તમે જાણતા નથી.
\v 27 તે મારી પાછળ આવે છે, પરંતુ હું તેમના ચંપલની દોરી છોડવા માટે પણ યોગ્ય નથી."
\p
\v 28 આ બાબતો યર્દનની પૂર્વ બાજુના બેથાનિયા ગામમાં બની. તે એ જગ્યા હતી કે જ્યાં યોહાન બાપ્તિસ્મા આપતો હતો.
\p
\s5
\v 29 બીજે દિવસે યોહાને ઈસુને તેની તરફ આવતા જોયા. તેણે લોકોને કહ્યું, "જુઓ! ઈશ્વરનું હલવાન, કે જે જગતનાં પાપ દૂર કરવા માટે બલિદાન તરીકે પોતાનું જીવન આપશે.
\v 30 તેઓ એ જ છે કે જેમના વિષે મેં કહ્યું હતું, 'મારી પાછળ કોઈક આવશે કે જે મારા કરતા વધારે મહત્વના છે, કારણ કે તેઓ મારી અગાઉ ઘણા સમય પહેલા, મારા જન્મ અગાઉ આદિકાળથી હતા.'
\v 31 પ્રથમ તો મેં તેમને ઓળખ્યા ન હતા, પરંતુ હવે હું જાણું છું કે તેઓ કોણ છે. મારું કામ તો અહીં આવીને જેઓ દિલગીર હતા અને પોતાનાં પાપોથી ફર્યા તેઓને પાણીથી બાપ્તિસ્મા આપવાનું હતું. હું ઇચ્છું છું કે તેઓ કોણ છે તે ઇઝરાયલના લોકો જાણે.
\s5
\v 32 યોહાનનું કામ, તેણે જે જોયું તે આપણને કહેવાનું હતું. તેણે આ પ્રમાણે કહ્યું: "મેં ઈશ્વરના આત્માને સ્વર્ગમાંથી કબૂતરના રૂપમાં ઊતરતાં જોયો. આત્મા નીચે આવ્યો અને ઈસુ પર રહ્યો.
\v 33 પ્રથમ તો, મેં પોતે તેમને ઓળખ્યા નહિ, પરંતુ ઈશ્વરે મને લોકો કે જેઓ એમ કહેતા હતા કે તેઓ પોતાના પાપી માર્ગોથી પાછા ફરવા ઇચ્છે છે, તેઓનું પાણીથી બાપ્તિસ્મા કરવા માટે મોકલ્યો છે. ઈશ્વરે મને કહ્યું, 'તું જે માણસ પર મારો આત્મા ઊતરતો અને રહેતો જુએ તેઓ એ જ હશે કે જે તમને સર્વને પવિત્ર આત્માથી બાપ્તિસ્મા આપશે.'
\v 34 મેં જોયું છે અને હું તમને સાક્ષી આપું છું કે તેઓ ઈશ્વરના દીકરા છે."
\p
\s5
\v 35 યોહાન બાપ્તિસ્મી બીજા દિવસે તેના બે શિષ્યો સાથે ફરીથી તે જ જગ્યાએ હતો.
\v 36 જ્યારે તેણે ઈસુને પસાર થતા જોયા, ત્યારે તેણે કહ્યું, "જુઓ! ઈશ્વરનું હલવાન, ઇઝરાયલના લોકો દ્વારા તેઓનાં પાપોની કિંમત ચૂકવવા જેમ ઘેટાને મારી નાખવામાં આવે છે તેમ, જેમને ઈશ્વરે તેમનું જીવન આપવા નીમ્યા છે તે માણસ!"
\s5
\v 37 જ્યારે યોહાનના બે શિષ્યોએ યોહાનને આ બોલતા સાંભળ્યો, ત્યારે તેઓ યોહાનને છોડીને ઈસુને અનુસર્યા.
\v 38 ઈસુ પાછળ ફર્યા અને તેઓને પોતાની પાછળ આવતા જોઈને, તેમણે તેઓને પૂછ્યું, "તમે શું શોધો છો?" તેઓએ તેમને જવાબ આપ્યો, "રાબ્બી (જેનો અર્થ 'ગુરુજી' થાય છે), તમે ક્યાં રહો છો તે અમને કહો."
\v 39 તેમણે ઉત્તર આપ્યો, "મારી સાથે આવો અને તમે જોશો!" તેથી તેઓ આવ્યા અને ઈસુ જ્યાં રહેતા હતા તે જોયું. તેઓ તે દિવસે તેમની સાથે રહ્યા કારણ કે ઘણું મોડું થયું હતું. (આશરે સાંજના ચાર વાગ્યા હતા.)
\p
\s5
\v 40 જેઓ ઈસુની પાછળ ગયા હતા તેમાંના એક શિષ્યનું નામ આન્દ્રિયા હતું; તે સિમોન પિતરનો ભાઈ હતો.
\v 41 આન્દ્રિયા પ્રથમ તેના ભાઈ સિમોનને શોધવા ગયો. જ્યારે તે તેની પાસે આવ્યો, ત્યારે તેણે કહ્યું, "અમને મસીહ જેનો અર્થ 'ખ્રિસ્ત' થાય છે તેઓ મળ્યા છે!"
\v 42 આન્દ્રિયા સિમોનને ઈસુ પાસે લાવ્યો. ઈસુએ પિતર તરફ ધ્યાનથી જોયું અને કહ્યું, "તું સિમોન છે. તારા પિતાનું નામ યોના છે. તને કેફા નામ આપવામાં આવશે." કેફા એ અરામિક નામ છે કે જેનો અર્થ 'મજબૂત ખડક' થાય છે. (ગ્રીકમાં પિતરનો અર્થ પણ તે જ થાય છે.)
\p
\s5
\v 43 બીજા દિવસે ઈસુએ યર્દન નદીની ખીણ છોડીને જવાનું નક્કી કર્યું. તેઓ ગાલીલની આસપાસના પ્રદેશમાં ગયા અને તેમને ફિલિપ નામનો એક માણસ મળ્યો. ઈસુએ તેને કહ્યું, "મારી સાથે આવ."
\v 44 ફિલિપ, આન્દ્રિયા અને પિતર બધા જ ગાલીલના બેથસાઈદા નગરના હતા.
\v 45 પછી ફિલિપ તેના મિત્ર નથાનિયેલને શોધવા માટે ગયો. જ્યારે તે તેની પાસે આવ્યો, ત્યારે તેણે કહ્યું, "મસીહ, કે જેના વિષે મૂસાએ લખ્યું હતું તે અમને મળ્યા છે. પ્રબોધકોએ તે આવશે તેવી ભવિષ્યવાણી કરી હતી. તે મસીહ તો ઈસુ છે. તે નાસરેથ નગરના છે. તેમના પિતાનું નામ યૂસફ છે."
\s5
\v 46 નથાનિયેલે ઉત્તર આપ્યો, "નાસરેથના? શું નાસરેથમાંથી કંઈ સારું બહાર આવી શકે?" ફિલિપે ઉત્તર આપ્યો, "આવ અને તું જોઈશ!"
\v 47 જ્યારે ઈસુએ નથાનિયેલને આવતો જોયો, ત્યારે તેમણે તેના વિષે આ કહ્યું, "જુઓ! તે એક પ્રામાણિક અને સારો ઇઝરાયલી છે! તે ક્યારેય કોઈને છેતરતો નથી!"
\v 48 નથાનિયેલે તેમને પૂછ્યું, "હું કેવા પ્રકારનો માણસ છું તે તમે કેવી રીતે જાણો છો? તમે મને ઓળખતા નથી." ઈસુએ ઉત્તર આપ્યો, "ફિલિપે તને બોલાવ્યો તે અગાઉ જ્યારે તું અંજીરી નીચે એકલો બેઠો હતો ત્યારે મેં તને જોયો હતો."
\s5
\v 49 પછી નથાનિયેલે જાહેર કર્યું, "ગુરુજી, તમે ચોક્કસ ઈશ્વરના દીકરા હોવા જોઈએ! જેમની અમે રાહ જોઈ રહ્યા છીએ તે ઇઝરાયલના રાજા તમે છો!"
\v 50 ઈસુએ તેને ઉત્તર આપ્યો, "મેં તને અંજીરી નીચે જોયો એવું મેં કહ્યું તે કારણે જ શું તું વિશ્વાસ કરે છે? તું મને તેનાથી ઘણા મહાન કાર્યો કરતાં જોશે!"
\v 51 પછી ઈસુએ તેને કહ્યું, "હું તને સત્ય કહું છું: ઘણા સમય અગાઉ તારા પૂર્વજ યાકૂબે જેમ દર્શન જોયું, તેમ કોઈક દિવસે તમે સ્વર્ગ ઊઘડેલું અને ઈશ્વરના સ્વર્ગદૂતોને માણસના દીકરા ઉપર ચઢતાં અને ઊતરતા જોશો."
\s5
\c 2
\p
\v 1 ત્રણ દિવસ પછી, ગાલીલના કાના ગામમાં એક લગ્ન હતું અને ઈસુની મા ત્યાં હતી.
\v 2 તેઓએ ઈસુ અને તેમના શિષ્યોને પણ લગ્નમાં આમંત્રિત કર્યા હતા.
\s5
\v 3 લગ્નમાં હાજરી આપનારાઓને તેઓએ દ્રાક્ષારસ પીરસ્યો અને તેઓની પાસે જે સર્વ દ્રાક્ષારસ હતો તે તેઓ પી ગયા. ઈસુની માએ તેમને કહ્યું, "તેઓની પાસે દ્રાક્ષારસ નથી."
\v 4 ઈસુએ તેને કહ્યું, "બાઈ, મારે તેની સાથે શું લેવાદેવા? હજુ સુધી મારું અગત્યનું કાર્ય શરુ કરવાનો પસંદ કરેલો સમય આવ્યો નથી."
\v 5 ઈસુની માએ વળીને ચાકરોને કહ્યું, "તેઓ જે કહે તે તમે કરો."
\s5
\v 6 ત્યાં પથ્થરની છ ખાલી કોઠીઓ હતી. તેઓમાં પાણી ભરેલું હતું કે જેથી મહેમાનો અને ચાકરો તેમના હાથપગ ધોઈ શકે અને જેથી શુદ્ધિકરણની અન્ય યહૂદી વિધિઓ થઈ શકે. દરેક કોઠી ૭૫ થી ૧૧૫ લીટર પાણી સમાવી શકે તેમ હતી.
\v 7 ઈસુએ ચાકરોને કહ્યું, "કોઠીઓને પાણીથી ભરો!" તેથી તેઓએ કોઠીઓને કાંઠા સુધી છલોછલ ભરી.
\v 8 પછી તેમણે તેઓને કહ્યું, "હવે, કોઠીમાંથી થોડું પાણી કાઢો અને તેને જમણના વ્યવસ્થાપક પાસે લઈ જાઓ." તેથી ચાકરોએ તેમ કર્યું.
\s5
\v 9 જમણના વ્યવસ્થાપકે પાણી ચાખ્યું, કે જે હવે દ્રાક્ષારસ બની ગયું હતું. દ્રાક્ષારસ ક્યાંથી આવ્યો હતો તે એ જાણતો ન હતો, પણ ચાકરો જાણતા હતા. તેથી તેણે વરને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું,
\v 10 "બધા લોકો પ્રથમ શ્રેષ્ઠ દ્રાક્ષારસ પીરસે છે અને જ્યારે મહેમાનોએ ઘણો પીધો હોય અને શ્રેષ્ઠ પૂરો થઈ ગયો હોય, ત્યાર પછી તેઓ સામાન્ય દ્રાક્ષારસ પીરસે છે. પરંતુ તેં તો હજુ સુધી શ્રેષ્ઠ દ્રાક્ષારસ મૂકી રાખ્યો છે."
\s5
\v 11 ઈસુએ કરેલો તે પ્રથમ ચમત્કાર હતો, જેણે ઈસુ વિષેના સત્યને જાહેર કર્યુ. તે ચમત્કાર તેમણે ગાલીલ પ્રદેશના કાના ગામમાં કર્યો હતો. ત્યાં તેમણે બતાવ્યું કે તેઓ અદ્દભુત બાબતો કરી શકે છે. તેથી શિષ્યોએ તેમના પર વિશ્વાસ કર્યો.
\p
\s5
\v 12 ત્યારબાદ ઈસુ અને તેમની માતા તથા ભાઈઓ, તેમના શિષ્યોની સાથે, કપરનાહૂમ શહેરમાં ગયા અને ત્યાં થોડા દિવસ રહ્યા.
\p
\s5
\v 13 હવે લગભગ તે યહૂદી પાસ્ખાપર્વની ઉજવણીનો સમય હતો. ઈસુ અને તેમના શિષ્યો યરુશાલેમ ગયા.
\v 14 ત્યાં ભક્તિસ્થાનના આંગણામાં તેમણે માણસોને ઘેટાંઉપરાંત પશુઓ,અને કબૂતરો વેચતા જોયા. જેઓ ભક્તિસ્થાનમાં બલિદાન ચઢાવતા હતા તેઓને પશુઓ વેચવામાં આવતા. તેમણે માણસોને મેજ પર બેસીને ભક્તિસ્થાનના નાણાં વેચતા પણ જોયા.
\s5
\v 15 તેથી ઈસુએ ચામડાની દોરીઓનો કોરડો બનાવ્યો અને તેનો ઉપયોગ તેમણે ઘેટાં અને પશુઓને ભક્તિસ્થાનમાંથી હાંકી કાઢવા માટે કર્યો. તેમણે નાણાની લેવડદેવડ કરનારાઓનાં આસનો ઊંધા વાળ્યાં અને તેમના સિક્કાઓ જમીન પર વિખેરી નાખ્યા.
\v 16 જેઓ કબૂતરો વેચતા હતા તેઓને તેમણે હુકમ કર્યો, "આ કબૂતરો અહીંથી બહાર લઇ જાઓ! મારા પિતાના ઘરને બજાર ન બનાવો!"
\s5
\v 17 ઘણા સમય અગાઉ શાસ્ત્રમાં કોઈએ જે લખ્યું હતું તે તેમના શિષ્યોને યાદ આવ્યું કે, "હે ઈશ્વર, તમારા ઘરને હું એટલો પ્રેમ કરું છું, કે તેના માટે હું મરણ પામીશ."
\p
\v 18 યહૂદી આગેવાનોએ તેમને પૂછ્યું, "તું જે કરે છે તે કરવા માટે તારી પાસે ઈશ્વર તરફથી પરવાનગી છે તે સાબિત કરવા તું અમારા માટે કયો ચમત્કાર કરી શકે છે?"
\v 19 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, "આ ભક્તિસ્થાનનો નાશ કરો, અને ત્રણ દિવસમાં હું તેને ફરીથી બાંધીશ."
\s5
\v 20 તેઓએ તેમને પૂછ્યું "શું તું એમ કહે છે કે આ આખું ભક્તિસ્થાન તું માત્ર ત્રણ દિવસમાં ફરીથી બાંધીશ? આ ભક્તિસ્થાનને બાંધતા છેતાળીસ વર્ષ લાગ્યાં હતાં."
\v 21 જો કે, ઈસુ જે ભક્તિસ્થાન વિષે કહી રહ્યા હતા તે તો તેમનું પોતાનું શરીર હતું, ભક્તિસ્થાનનું ભવન નહિ.
\v 22 બાદમાં, ઈસુ મરણ પામ્યા અને ઈશ્વરે તેમને મૂએલામાંથી પાછા ઉઠાડ્યા પછી, તેમણે ભક્તિસ્થાન વિષે જે કહ્યું હતું તે તેમના શિષ્યોને યાદ આવ્યું. શાસ્ત્રએ જે કહ્યું હતું અને ઈસુએ પોતે જે કહ્યું તે બન્ને પર તેઓએ વિશ્વાસ કર્યો.
\p
\s5
\v 23 પાસ્ખાપર્વના તહેવાર દરમ્યાન જ્યારે ઈસુ યરુશાલેમમાં હતા, ત્યારે ઘણા લોકોએ તેમના પર વિશ્વાસ કર્યો કારણ કે ઈસુ વિષેના સત્ય સૂચવતા ચમત્કારો તેઓએ જોયા હતા.
\v 24 તેમ છતાં, લોકો કેવા હતા તે ઈસુ જાણતા હતા, અને તેઓ તેમને ખૂબ જ સારી રીતે જાણતા હતા માટે, તેમણે તેઓનો વિશ્વાસ કર્યો નહિ.
\v 25 લોકો કેટલા દુષ્ટ હતા તે કોઈ તેમને કહે તેની તેમને જરૂર ન હતી. તેઓ લોકો વિષે બધું જ જાણતા હતા.
\s5
\c 3
\p
\v 1 નિકોદેમસ નામનો એક માણસ હતો. તે ફરોશીઓમાંનો એક સભ્ય હતો, કે જે તે સમયનું યહૂદી વિશ્વાસ ધરાવતું એક ચુસ્ત જૂથ હતું. તે એક મહત્વનો વ્યક્તિ હતો, તે ઉચ્ચ યહૂદી સંચાલક પરિષદનો સભ્ય હતો.
\v 2 તે ઈસુને રાત્રે મળવા ગયો. તેણે ઈસુને કહ્યું, "ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે ઈશ્વરની પાસેથી આવેલા ઉપદેશક છો. અમે આ જાણીએ છીએ કારણ કે તમે જે ચમત્કારો કરી રહ્યા છો તે ઈશ્વરની મદદ વગર કોઈ પણ કરી શકે નહિ."
\s5
\v 3 નિકોદેમસે જે કહ્યું તે વિષે ઈસુએ ઉત્તર આપતા કહ્યું, "હું તને સત્ય કહું છું, જો કોઈ માણસ નવો જન્મ પામ્યો ન હોય તો તે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશી શકતો નથી."
\v 4 પછી નિકોદેમસે તેમને કહ્યું, "જો માણસ વૃદ્ધ હોય તો તે ફરીથી કેવી રીતે જન્મ લઈ શકે? કોઈ પણ તેના માતાના ગર્ભમાં પ્રવેશીને બીજી વાર જન્મ લઇ શકે નહિ!"
\s5
\v 5 ઈસુએ ઉત્તર આપ્યો, "હું ખાતરી આપું છું કે આ પણ સત્ય છે, જો કોઈ માણસ પાણી અને પવિત્ર આત્મા બંનેથી જન્મ પામ્યો ન હોય તો તે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશી શકતો નથી.
\v 6 જો કોઈ મનુષ્યથી જન્મેલો હોય, તો તે માત્ર મનુષ્ય છે. પરંતુ જેઓ ઈશ્વરના આત્માના કાર્યથી જન્મેલા છે તેઓ પાસે નવો આત્મિક સ્વભાવ છે જે ઈશ્વર તેઓમાં ઉત્પન્ન કરે છે.
\s5
\v 7 જ્યારે હું તને કહું કે તારે નવો જન્મ પામવો જ જોઈએ ત્યારે આશ્ચર્ય પામતો નહિ.
\v 8 તે આના જેવું છે: પવન જ્યાં તે ઇચ્છે ત્યાં વાય છે. તમે તેનો અવાજ સાંભળો છો, પરંતુ તે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તે જાણતા નથી. જેઓને પવિત્ર આત્મા દ્વારા જીવિત બનાવાય છે તેઓના માટે પણ તેવું જ છે: પવિત્ર આત્મા જેને પણ ઇચ્છે તેને નવો જન્મ આપે છે.
\s5
\v 9 નિકોદેમસે તેમને ઉત્તર આપ્યો, "આ કેવી રીતે સાચું હોઈ શકે?"
\v 10 ઈસુએ તેને ઉત્તર આપ્યો, "તું ઇઝરાયલમાં એક મહત્વનો શિક્ષક છે, અને તેમ છતાં હું જે કહું છે તે તું સમજી શકતો નથી?
\v 11 હું તને સત્ય કહું છું, જે સાચી બાબતો અમે જાણીએ છીએ તે કહીએ છીએ, અને અમે જે જોયું છે તે કહીએ છીએ, તેમ છતાં જેઓને અમે આ બાબતો કહીએ છીએ તેઓમાંના તમે કોઈ પણ અમે જે કહીએ છીએ તેના પર વિશ્વાસ કરતા નથી.
\s5
\v 12 પૃથ્વી પરની બાબતો જે મેં તમને કહી તે પર જો તમે વિશ્વાસ ન કરો તો, જ્યારે સ્વર્ગ વિશેની વાતો હું તમને કહું તો તમે કેવી રીતે વિશ્વાસ કરશો?
\v 13 હું માણસનો દીકરો જ સ્વર્ગમાં ગયો છું અને અહીં પૃથ્વી પર ઊતરી આવનાર પણ હું જ છું.
\s5
\v 14 ઘણા સમય અગાઉ મૂસા, જ્યારે તે નિર્ગમન દરમ્યાન અરણ્યમાં હતો, ત્યારે તેણે થાંભલા પર ઝેરી સાપને ઊંચો કર્યો અને જે સર્વએ તેના તરફ જોયું તેઓને બચાવવામાં આવ્યા. તેવી જ રીતે, માણસના દીકરાને ઊંચો કરવામાં આવવો જોઈએ
\v 15 જેથી જે કોઈ જુએ અને તેમના પર વિશ્વાસ કરે તે અનંતજીવન પામે.
\p
\s5
\v 16 ઈશ્વરે જગતને આ રીતે પ્રેમ કર્યો: તેમણે પોતાનો એકનોએક દીકરો આપ્યો, કે જેથી જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તે મરણ ન પામે, પરંતુ અનંતજીવન પામે.
\v 17 ઈશ્વરે તેમના દીકરાને જગત પર સજા ફરમાવવા નહિ, પરંતુ જગતને બચાવવા માટે મોકલ્યા.
\v 18 જેઓ દીકરા પર વિશ્વાસ કરે છે, તેઓને ઈશ્વર ક્યારેય દોષિત ઠરાવશે નહિ. પરંતુ જેઓ તેમના પર વિશ્વાસ કરતા નથી તેઓ સર્વને ઈશ્વર દોષિત ઠરાવી ચૂક્યા છે, કારણ કે તેઓએ ઈશ્વરના એકમાત્ર દીકરાના નામ પર વિશ્વાસ કર્યો નહિ.
\s5
\v 19 ઈશ્વરે તેમણે કરેલો પાપી લોકોનો ન્યાય સર્વ લોકો જુએ તે માટે સ્પષ્ટ કર્યો છે: તેમનું અજવાળું આ જગતમાં આવ્યું, પરંતુ આ જગતના લોકોએ અંધકારને પ્રેમ કર્યો અને તેઓ અજવાળાથી છુપાઈ ગયા. તેઓએ અંધકારને પ્રેમ કર્યો કારણ કે તેઓ જે કરતા હતા તે ગંદુ અને ખરાબ હતું.
\v 20 દરેક વ્યક્તિ જે ખરાબ કાર્યો કરે છે તે અજવાળાને ધિક્કારે છે અને તેઓ તેની પાસે ક્યારેય આવશે નહિ કારણ કે તેઓ જે કરે છે તેને અજવાળું ખુલ્લું પાડે છે અને દર્શાવે છે કે તેઓ કેટલા દુષ્ટ છે.
\v 21 પરંતુ જેઓ સારુ અને સાચું કરે છે તેઓ અજવાળાની પાસે આવે છે કે જેથી તેઓ જે કરે છે તે બધા જ જોઈ શકે અને જેથી સર્વ જાણી શકે કે તેઓએ આ બાબતો કરી ત્યારે તેઓ ઈશ્વરની આજ્ઞા પાળતા હતા.
\p
\s5
\v 22 તે બાબતો બન્યા પછી, ઈસુ અને તેમના શિષ્યો યહૂદિયાના પ્રદેશમાં ગયા. તેઓ તેમના શિષ્યો સાથે થોડો સમય રહ્યા અને તેમણે ઘણા લોકોને બાપ્તિસ્મા આપ્યું.
\p
\v 23 યોહાન બાપ્તિસ્મી પણ સમરૂનના પ્રદેશમાં સાલીમ પાસે એનોનમાં બાપ્તિસ્મા આપતો હતો. તે જગ્યાએ ઘણું પાણી હતું, અને તેથી ઘણા લોકોએ યોહાનની પાસે આવવાનું ચાલુ રાખ્યું.
\v 24 યોહાનના શત્રુઓએ તેને જેલમાં પૂર્યો તે સમય અગાઉ આ બન્યું.
\s5
\v 25 ઈશ્વરને સ્વીકાર્ય બનવા શુધ્ધીકરણની જરૂરિયાત સંબંધી યોહાનના શિષ્યોને એક ખાસ યહૂદી માણસ સાથે વાદવિવાદ થયો.
\v 26 જેઓ વાદવિવાદ કરતા હતા તેઓ યોહાનની પાસે આવ્યા અને કહ્યું, "ગુરુજી, જ્યારે તું યર્દન નદીને પેલે પાર લોકોને બાપ્તિસ્મા આપતો હતો ત્યારે તારી સાથે એક માણસ હતો. તેં અમને તે માણસ બતાવ્યો હતો અને તે કોણ હતો તે કહ્યું હતું. હવે તે આખા યહૂદિયામાં બાપ્તિસ્મા આપે છે અને ઘણા લોકો તેની પાસે જાય છે."
\s5
\v 27 યોહાને તેઓને ઉત્તર આપ્યો, "જ્યાં સુધી ઈશ્વર કોઈ માણસને કંઈ આપે નહીં ત્યાં સુધી તે કંઈ પણ પામી શકતો નથી.
\v 28 જ્યારે હું તમને કહેતો હતો કે, 'હું મસીહ નથી, પરંતુ તેમના આવવાની અગાઉ રસ્તો સારો કરવા માટે મને મોકલવામાં આવ્યો છે' ત્યારે હું તમને સત્ય કહેતો હતો તે તમે જાણો છો.
\s5
\v 29 હું વરના મિત્ર જેવો છું. હું ત્યાં ઊભો રહીને વરના આવવાની રાહ જોઈ રહ્યો છું. છેવટે જ્યારે વર આવે છે અને તેનો મિત્ર તેના આવવાનો અવાજ સાંભળે છે ત્યારે તે ઘણો ખુશ થાય છે. આ સઘળું બન્યું છે માટે, તથા તેઓ આવ્યા છે તેના લીધે મને ઘણો આનંદ થાય છે.
\v 30 સમય જતાં તેઓની પ્રતિષ્ઠા અને મહત્વ વધશે, અને મારું મહત્વ ઘટતું જશે.
\p
\s5
\v 31 ઈસુ સ્વર્ગમાંથી આવ્યા છે અને તેઓ બીજા કોઈ પણ કરતાં દરજ્જામાં ઘણા ઊંચા છે. આપણું ઘર પૃથ્વી પર છે અને આપણે માત્ર પૃથ્વી પરની બાબતો વિષે બોલી શકીએ છીએ. જે સ્વર્ગમાંથી આવે છે તે પૃથ્વી પરના સર્વ લોકો અને પૃથ્વી પર જે છે તે સર્વની ઉપર છે.
\v 32 હવે અહીં એક છે કે જેઓ તેમણે જે જોયું અને સાંભળ્યું છે તેના વિષે સાક્ષી આપે છે, પરંતુ તેઓ જે કહે છે તે સાચું છે તેવું કોઈ પણ સ્વીકારતું નથી કે વિશ્વાસ કરતું નથી.
\v 33 તેમ છતાં, તેઓએ જે કહ્યું તેના પર જેઓ વિશ્વાસ કરે છે, તેઓ સાક્ષી આપે છે કે ઈશ્વર સર્વ સત્યના સ્રોત છે, અને જે સાચું છે તેના માપ અને પ્રમાણભૂત ધોરણ માત્ર તેઓ જ છે.
\s5
\v 34 ઈશ્વરે તેમના પ્રવક્તા મોકલ્યા છે, અને તેઓએ જે કહ્યું છે તે સાચું છે, કેમ કે તેઓ ઈશ્વરના શબ્દો બોલે છે. અને તેઓ પોતાનો આત્મા માપીને આપતા નથી.
\v 35 પિતા દીકરા પર પ્રેમ કરે છે અને તેઓ સઘળું દીકરાના અધિકાર હેઠળ મૂકે છે.
\v 36 જે કોઈ પણ ઈશ્વરના દીકરા પર વિશ્વાસ કરે છે તેની પાસે અનંતજીવન છે. જે કોઈ ઈશ્વરના દીકરાની આજ્ઞા પાળતો નથી તે ક્યારેય અનંતજીવન મેળવી શકતો નથી, અને તે માણસે કરેલા દરેક પાપને લીધે ઈશ્વરનો ન્યાયી પ્રકોપ તેના પર સદાકાળ રહેશે."
\s5
\c 4
\p
\v 1 ઈસુને ફરોશીઓ વિષે જાણ થઈ. તેઓએ શોધી કાઢ્યું કે ઈસુ યોહાન બાપ્તિસ્મી કરતાં વધુ અનુયાયીઓ બનાવીને ઘણા લોકોને બાપ્તિસ્મા આપી રહ્યા હતા.
\v 2 પરંતુ ઈસુ પોતે બાપ્તિસ્મા આપવાનું કામ કરતા ન હતા; તેમના શિષ્યો તે કરતા હતા.
\v 3 તેથી ફરી એક વખત ઈસુ અને તેમના શિષ્યો યહૂદિયાના પ્રદેશમાંથી ગાલીલમાં ગયા.
\s5
\v 4 હવે તેઓને સમરૂનના પ્રદેશમાં થઈને જવું પડ્યું.
\v 5 તેથી તેઓ સમરૂનના પ્રદેશના સૂખાર નામના નગરમાં આવી પહોંચ્યા. સૂખાર ઘણા સમય અગાઉ યાકૂબે યૂસફને આપેલી જમીનના ભાગ નજીક આવેલું હતું.
\s5
\v 6 સૂખાર નગરની બહાર જ યાકૂબનો કૂવો હતો. ઈસુ તેમની લાંબી મુસાફરીને કારણે ઘણા થાકી ગયા હતા, અને તેઓ કૂવાની બાજુમાં આરામ કરવા માટે બેઠા. આશરે બપોરનો સમય હતો.
\v 7 સમરૂનમાંથી એક સ્ત્રી કૂવામાંથી પાણી ભરવા માટે બહાર આવી. ઈસુએ તેને કહ્યું, "મને પાણી આપ."
\v 8 હવે, તેમના શિષ્યો તેમને એકલા મૂકીને શહેરમાં ખોરાક ખરીદવા માટે ગયા હતા.
\s5
\v 9 સ્ત્રીએ તેમને કહ્યું, "મને આશ્ચર્ય થાય છે કે, તમે એક યહૂદી, મારી પાસે એટલે કે સમરૂની સ્ત્રી પાસે પાણી માગો છો."
\v 10 ઈસુએ તેને ઉત્તર આપ્યો, "ઈશ્વર તને જે ભેટ આપવા માગે છે તે વિષે અને કોણ તારી પાસે પાણી માગે છે તે જો તું જાણતી હોત, તો તેં મારી પાસે પાણી માગ્યું હોત, અને હું તને જીવતું પાણી આપત."
\s5
\v 11 "ગુરુજી, તમારી પાસે દોરડું કે કૂવામાંથી પાણી કાઢવા માટે કંઈ સાધન નથી, અને આ કૂવો ઊંડો છે. તો તમે જીવતું પાણી ક્યાંથી લાવશો?
\v 12 તમે અમારા પિતા યાકૂબ કરતા મોટા ન હોઈ શકો. આજે અમે જે કૂવો વાપરીએ છીએ તે તેમણે ખોદ્યો હતો, અને તેમણે પોતે તેમ જ તેમના બાળકો અને પશુઓએ તેમાંથી પીધું હતું."
\s5
\v 13 ઈસુએ તેને ઉત્તર આપ્યો, "જે કોઈ આ કૂવામાંથી પાણી પીવે છે તેને ફરીથી તરસ લાગશે,
\v 14 પણ જે પાણી હું તેમને આપીશ તે જેઓ પીએ તેઓને ફરી ક્યારેય તરસ લાગશે નહીં. હું જે પાણી આપીશ તે પાણીનો ઝરો બનશે કે જે તેમને ભરે છે અને તેમને માટે અનંતજીવન લાવે છે."
\s5
\v 15 સ્ત્રીએ તેમને કહ્યું, "ગુરુજી, મને આ પાણી આપો, કે જેથી મને ફરી કદી તરસ ન લાગે અને પાણી ભરવા માટે મારે ફરી અહીં આવવું ન પડે."
\p
\v 16 ઈસુ જાણતા હતા કે તેઓ જે કહી રહ્યા હતા તે, તે સ્ત્રી સમજી શકી નહિ, તેથી તેમણે તેને કહ્યું, "બહેન, જા અને તારા પતિને અહીં બોલાવી લાવ."
\s5
\v 17 સ્ત્રીએ તેમને જવાબ આપ્યો, "મારે પતિ નથી." ઈસુએ તેને કહ્યું, "તેં સાચું કહ્યું કે તારે પતિ નથી,
\v 18 કારણ કે તારે એક નહિ, પરંતુ પાંચ પતિઓ હતા, અને જે પુરુષ સાથે તું હમણાં રહે છે તે તારો પતિ નથી. તારે પતિ નથી તે વિષે તેં જે કહ્યું છે તે સાચું છે."
\p
\s5
\v 19 સ્ત્રીએ તેમને કહ્યું, "ગુરુજી, તમે પ્રબોધક છો એવું મને માલૂમ પડે છે.
\v 20 અમારા પૂર્વજો આ પર્વત પર ઈશ્વરની આરાધના કરતા હતા, પરંતુ તમે યહૂદીઓ કહો છો કે અમારે યરુશાલેમમાં જ ઈશ્વરની આરાધના કરવી જોઈએ. તો કોણ સાચું છે?"
\s5
\v 21 ઈસુએ તેને કહ્યું, "બહેન, મારો વિશ્વાસ કર. હું કહું છે કે એવો સમય આવી રહ્યો છે જ્યારે લોકો આ પર્વત પર, કે યરુશાલેમમાં પણ પિતાની આરાધના કરશે નહિ.
\v 22 તમે સમરૂનીઓ જેને જાણતા નથી તેની આરાધના કરો છો. અમે યહૂદી આરાધકો અમે જેને જાણીએ છીએ તેની આરાધના કરીએ છીએ કારણ કે ઉધ્ધાર યહૂદીઓમાંથી છે.
\s5
\v 23 સમય આવી રહ્યો છે અને હવે આવી ચૂકયો છે જ્યારે જેઓ ઈશ્વરની ખરી આરાધના કરે છે તેઓ આત્મિક રીતે અને સત્યતાથી પિતાની આરાધના કરશે. પિતા એવા લોકોને શોધે છે કે જેથી તેઓ તે રીતે તેમની આરાધના કરે.
\v 24 ઈશ્વર આત્મા છે, અને જેઓ તેમની આરાધના કરે છે તેમણે આત્માથી તેમની આરાધના કરવી, અને સત્ય તેઓને આરાધના કરવા માટે દોરશે."
\s5
\v 25 સ્ત્રીએ તેમને કહ્યું, "હું જાણું છું કે મસીહ (કે જે "ખ્રિસ્ત" કહેવાય છે તે) આવે છે. જ્યારે તેઓ આવશે, ત્યારે તેઓ આપણને જરૂરી બધું જ કહેશે."
\v 26 ઈસુએ તેને કહ્યું, "હું, જે હમણાં તારી સાથે વાત કરું છું, હું જ તે છું!"
\p
\s5
\v 27 તેટલામાં જ, શિષ્યો નગરમાંથી પાછા આવ્યા. તેઓ ઈસુને તેમના કુટુંબની ન હોય તેવી સ્ત્રી સાથે વાત કરતા જોઈ આશ્ચર્ય પામ્યા. (તે તો યહૂદી રિવાજની વિરુદ્ધ હતું.) તેમ છતાં, તેમને પૂછવા માટે કોઈએ હિંમત કરી નહિ કે, "તમે એક સ્ત્રી સાથે એકલા કેમ વાત કરતા હતા?" કે "તમે તેની સાથે શા માટે વાત કરો છો?"
\p
\s5
\v 28 સ્ત્રી તેનો પાણીનો ઘડો ત્યાં મૂકીને પાછી નગરમાં ગઈ. તેણે નગરના લોકોને કહ્યું,
\v 29 "આવો અને મેં જે કર્યું હતું તે બધું જ જેમણે મને કહ્યું તે માણસને જુઓ! તે મસીહ હોઈ શકે નહિ, શું હોઈ શકે?"
\v 30 ઘણા લોકો નગરની બહાર, જ્યાં ઈસુ હતા ત્યાં જવા લાગ્યા.
\p
\s5
\v 31 તેમના શિષ્યો, કે જે હમણાં જ ખોરાક લઈને પાછા આવ્યા હતા, તેઓએ તેમને વિનંતી કરી, "ગુરુજી, કંઇક ખાઓ."
\v 32 ઈસુએ તેઓને કહ્યું, "મારી પાસે ખાવા માટે ખોરાક છે જેનાં વિષે તમે કંઈ જાણતા નથી!"
\v 33 તેથી તેઓ એકબીજાને કહેવા લાગ્યા, "બીજું કોઈ પણ તેમની માટે કંઇ જમવાનું લાવ્યું નહીં હોય?, શું કોઈ લાવ્યું હશે?"
\s5
\v 34 ઈસુએ કહ્યું, "મને શાની સૌથી વધારે ભૂખ છે તે હું તમને કહીશ: તે તો મારા પિતા જેમણે મને મોકલ્યો છે તેઓ જે ઇચ્છે છે તે કરવું અને તેઓનું કાર્ય પૂર્ણ કરવું તે છે.
\v 35 વર્ષના આ સમયમાં તમે કહો છો, 'હવે ચાર મહિનાઓ બાકી છે, અને પછી અમે ફસલ લણીશું.' તેમ છતાં તમારી આસપાસ જુઓ! આ સમયે ખેતરો કાપણીને માટે તૈયાર છે. બિન-યહૂદીઓ હવે ઈશ્વર તેમના પર રાજ કરે તેમ ઈચ્છે છે; તે તો કાપણીને માટે તૈયાર ખેતરો જેવાં છે.
\v 36 જે આના પર વિશ્વાસ કરે છે અને આ પ્રકારની ફસલમાં કામ કરવા તૈયાર છે તે પોતાનું વેતન મેળવી રહ્યો છે અને અનંતજીવન માટે ઘણા ફળો એકઠા કરી રહ્યો છે. જેઓએ બીજ વાવ્યાં અને જેઓએ ફસલની કાપણી કરી તેઓ બંને એકસાથે ખુશ થશે.
\s5
\v 37 આ વાક્ય સાચું છે: એક વ્યક્તિ બીજ રોપે છે, અને બીજો વ્યક્તિ પાક લણે છે.
\v 38 તમે જે પાક વાવ્યો નથી તેની કાપણી કરવા માટે મેં તમને મોકલ્યા છે. બીજાઓએ સખત મહેનત કરી છે, પણ તમે હવે તેમના કામમાં જોડાયા છો."
\p
\s5
\v 39 ઘણા સમરૂનીઓ જેઓ સૂખાર નગરમાં રહેતા હતા તેઓએ સ્ત્રીએ તેમના વિષે તેઓને જે બધું કહ્યું હતું તે સાંભળીને ઈસુ પર વિશ્વાસ કર્યો. સ્ત્રીએ કહ્યું, "મેં જે કર્યું હતું તે બધું જ તેમણે મને કહ્યું."
\v 40 જ્યારે સમરૂનીઓ ઈસુ પાસે આવ્યા, ત્યારે તેમણે ઈસુને તેમની સાથે લાંબો સમય રહેવા માટે વિનંતી કરી. તેથી તેઓ ત્યાં બીજા બે દિવસ રહ્યા.
\s5
\v 41 તેમના પ્રચારથી તેઓમાંના ઘણાએ ઈસુ પર વિશ્વાસ કર્યો.
\v 42 તેઓએ સ્ત્રીને કહ્યું, "તેમના વિષે તેં જે અમને કહ્યું છે માત્ર તેના લીધે જ નહિ પણ અમે પોતે તેમનો સંદેશ સાંભળ્યો છે માટે, હવે અમે ઈસુ પર વિશ્વાસ કરીએ છીએ. હવે અમે જાણીએ છીએ કે આ માણસ ખરેખર જગતના ઉદ્ધારક છે."
\p
\s5
\v 43 સમરૂનમાં બે દિવસ રહ્યા પછી, ઈસુ અને તેમના શિષ્યો ત્યાંથી ગાલીલના પ્રદેશમાં ગયા.
\v 44 (ઈસુએ પોતે સાક્ષી આપી કે પ્રબોધક ઘણી જગ્યાઓમાં માન મેળવે છે પરંતુ જ્યાં તેનો ઉછેર થયો ત્યાં ક્યારેય નહિ.)
\v 45 તેમ છતાં, જ્યારે તેઓ ગાલીલમાં આવ્યા, ત્યારે ત્યાંના ઘણા લોકોએ તેમનો આવકાર કર્યો. તેઓ જાણતા હતા કે તેઓ કોણ હતા કારણ કે હાલના પાસ્ખાપર્વના તહેવાર દરમ્યાન યરુશાલેમમાં તેમણે જે સર્વ કર્યું હતું તે તેઓએ જોયું હતું.
\s5
\v 46 ઈસુ ફરીથી ગાલીલના કાનામાં ગયા. (તે એ જગ્યા હતી કે જ્યાં તેમણે પાણીમાંથી દ્રાક્ષારસ બનાવ્યો હતો.) સત્તાવીસ કિલોમીટર દૂર કફરનહૂમમાં રાજાનો એક અધિકારી રહેતો હતો, અને તેનો દીકરો ઘણો બીમાર હતો.
\v 47 જ્યારે તે માણસે સાંભળ્યું કે ઈસુ યહૂદિયામાંથી ગાલીલમાં પાછા આવ્યા છે, ત્યારે તે કાનામાં ઈસુ પાસે ગયો અને તેમને વિનંતી કરી, "કફરનાહૂમ આવો અને મારા દીકરાને સાજો કરો. તે મરવાની અણી પર છે!"
\s5
\v 48 ઈસુએ તેને કહ્યું, "જ્યાં સુધી તું મને ચમત્કાર કે એવું કંઇક કરતો જોઇશ નહિ કે જે સાબિત કરે કે હું કોણ છું, ત્યાં સુધી તું મારા પર વિશ્વાસ કરવાનો નથી!"
\v 49 તેમ છતાં તે અધિકારીએ તેમને કહ્યું, "ગુરુજી, મહેરબાની કરીને મારો દીકરો મરણ પામે તે પહેલાં મારા ઘરે આવો!"
\v 50 ઈસુએ તેને કહ્યું, "જા, તારો દીકરો જીવતો રહેશે." ઈસુએ જે કહ્યું હતું તેના પર તે માણસે વિશ્વાસ કર્યો અને તે તેના ઘર તરફ જવા લાગ્યો.
\s5
\v 51 જ્યારે તે કફરનહૂમમાં તેના ઘર તરફ જઈ રહ્યો હતો, ત્યારે તેના ચાકરો તેને રસ્તામાં મળ્યા. તેઓએ તેને કહ્યું, "તારો દીકરો જીવતો રહ્યો છે."
\v 52 તેણે તેઓને પૂછ્યું, "મારો દીકરો કયા સમયથી સાજો થવા લાગ્યો?" તેઓએ તેને કહ્યું, "ગઈકાલે બપોરના એક વાગ્યા પછી તેનો તાવ જતો રહ્યો."
\s5
\v 53 તેથી દીકરાના પિતાએ જાણ્યું કે તે એ જ સમય હતો જ્યારે ઈસુએ તેને કહ્યું હતું, "તારો દીકરો જીવતો રહેશે." તેથી તેણે તથા તેના ઘરમાં રહેતાં સર્વએ ઈસુ પર વિશ્વાસ કર્યો.
\p
\v 54 પોતે કોણ હતા તે લોકોને સાબિત કરવા માટે ઈસુએ આ બીજી વખત કંઈક કર્યુ. જ્યારે તેઓ યહૂદિયાથી ગાલીલમાં આવ્યા હતા, ત્યારે તેમણે તેમ કર્યું.
\s5
\c 5
\p
\v 1 ત્યાર બાદ બીજા યહૂદી તહેવારનો સમય આવ્યો, અને ઈસુ તેના માટે યરુશાલેમ ગયા.
\v 2 યરુશાલેમ શહેરમાં પ્રવેશવાના ઘણા દરવાજાઓમાં એક, ઘેટાંના દરવાજા તરીકે ઓળખાતો હતો. તે દરવાજા પાસે અરામિકમાં કહેવાય છે તે પ્રમાણે બેથઝાથા નામનો એક કુંડ હતો. કુંડ પાસે છતવાળી પાંચ પરસાળો કે સ્તંભમાળાઓ હતી.
\v 3-4 ત્યાં બીમાર, અંધ અને ચાલી ન શકતા હોય તેવાં ઘણા લોકો હતા. ઘણા લોકો જેઓ ચાલી શકતા ન હતા તેઓ ત્યાં પરસાળમાં પડી રહ્યા હતા.
\s5
\v 5 એક માણસ કે જે ચાલી શકતો ન હતો તે આડત્રીસ વરસથી ત્યાં હતો.
\v 6 ઈસુએ તેને ત્યાં પડી રહેલો જોઈને જાણ્યું કે ઘણા લાંબા સમયથી તે એ જ પરિસ્થિતિમાં હતો. તેમણે તે માણસને કહ્યું, "શું તું સાજો અને શક્તિમાન થવા ઇચ્છે છે?"
\s5
\v 7 તે માણસે તેમને ઉત્તર આપ્યો, "ગુરુજી, જ્યારે પાણી હલાવવામાં આવે છે ત્યારે મને કુંડમાં ઊતારવા માટે મારી મદદ કરવા અહીં મારી પાસે કોઈ હોતું નથી. જ્યારે હું કુંડ પાસે જવાનો પ્રયત્ન કરતો હોઉં છું, ત્યારે હંમેશાં બીજો કોઈ મારી અગાઉ ઊતરી પડે છે."
\v 8 ઈસુએ તેને કહ્યું, "ઊઠ! તારી પથારી ઊંચકીને ચાલ!"
\s5
\v 9 તે માણસ તરત જ સાજો થયો અને પોતાની પથારી ઊંચકીને ચાલવા લાગ્યો.
\p હવે તે તો સાબ્બાથ, એટલે વિશ્રામનો દિવસ હતો.
\s5
\v 10 તેથી જે માણસ સાજો થયો હતો તેને યહૂદી આગેવાનોએ કહ્યું, "આજે વિશ્રામવાર છે, અને તું જાણે છે કે વિશ્રામના દિવસે તારી પથારી ઊંચકવી તે આપણા નિયમની વિરુદ્ધ છે."
\v 11 જે માણસને સાજો કરવામાં આવ્યો હતો તેણે કહ્યું, "પરંતુ જેમણે મને સાજો કર્યો તેમણે મને કહ્યું, 'તારી પથારી ઊંચક અને ચાલ!'"
\s5
\v 12 તેઓએ તેને પૂછ્યું, "તે માણસ કોણ હતો?"
\v 13 હવે ઈસુએ તે માણસને સાજો કર્યો હોવા છતાં, તે માણસ તેમનું નામ જાણતો ન હતો. તેને સાજો કર્યા પછી, ઈસુ તે માણસને છોડીને ટોળામાં ચાલ્યા ગયા હતા.
\p
\s5
\v 14 પછીથી, ઈસુને તે માણસ ભક્તિસ્થાનમાં મળ્યો અને તેમણે તેને કહ્યું, "જો, હવે તું સાજો થયો છે. હવેથી પાપ કરતો નહિ, જેથી તારી સાથે કંઈ વિશેષ ખરાબ થાય નહિ."
\v 15 તે માણસ ચાલ્યો ગયો અને યહૂદી આગેવાનોને કહ્યું કે જે માણસે તેને સાજો કર્યો હતો તેઓ ઈસુ હતા.
\s5
\v 16 તેથી યહૂદીઓએ ઈસુને રોકવાના પ્રયત્નો શરૂ કર્યા કારણ કે તેઓ અત્યંત આશ્ચર્યજનક કામો કરીને પોતાનું પરાક્રમ બતાવતા હતા અને અવારનવાર તે કામો વિશ્રામવારે કરતા હતા.
\v 17 ઈસુએ તેમને આ જવાબ આપ્યો, "મારા પિતા અત્યારે પણ કામ કરી રહ્યા છે, અને હું પણ કરી રહ્યો છું."
\v 18 ઈસુ વિશ્રામવારનો નિયમ તોડતા હતા એટલે જ નહિ, પરંતુ તેઓ ઈશ્વરને પોતાના પિતા કહીને તેઓ ઈશ્વર સમાન હોવાનો દાવો કરતા હોવાના કારણોસર યહૂદીઓ ઈસુને મારી નાખવા માટે વિશેષ પ્રમાણમાં પ્રયત્ન કરતા હતા.
\p
\s5
\v 19 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, "હું તમને સત્ય કહું છું: હું, માણસનો દીકરો, મારા પોતાના અધિકારથી કંઈ પણ કરી શકતો નથી. હું પિતાને જે કરતા જોઉં છું તે જ હું કરી શકું છું. પિતા જે કંઈ પણ કરે છે, તે જ હું, તેમનો દીકરો, કરું છું.
\v 20 પિતા મને, એટલે દીકરાને પ્રેમ કરે છે, અને તેઓ જે કરે છે તે સર્વ મને બતાવે છે. તેઓ આના કરતાં પણ વધારે મહાન કાર્યો મને બતાવશે, કે જેથી હું શું કરી શકું છું તે જોઇને તમે આશ્ચર્ય પામો.
\s5
\v 21 જેમ પિતા જેઓ મરણ પામ્યા છે તેઓને ઉઠાડે છે અને ફરીથી જીવન આપે છે, તેમ હું, તેમનો દીકરો, જેને ઇચ્છું તેને જીવન આપું છું.
\v 22 પિતા કોઈનો ન્યાય કરતા નથી, પરંતુ ન્યાય કરવાનું સઘળું કામ મને સોંપ્યું છે,
\v 23 કે જેથી સર્વ લોકો જે રીતે તેઓ પિતાને આપે છે તેમ મને, એટલે દીકરાને, માન આપે. જો કોઈ દીકરાને માન આપતો નથી તો તે પિતાને પણ માન આપતો નથી.
\s5
\v 24 હું તમને સત્ય કહું છું: જે કોઈ મારાં વચન સાંભળે છે અને ઈશ્વરે મને મોકલ્યો છે તેવો વિશ્વાસ કરે છે તેને અનંતજીવન છે અને તે ઈશ્વરના ન્યાય ચુકાદાથી બચી જશે. તેના બદલે, તે મૃત્યુમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે.
\p
\s5
\v 25 હું તમને સત્ય કહું છું: એવો સમય આવે છે કે જ્યારે જેઓ મરણ પામ્યા છે તેઓ મારો, એટલે કે ઈશ્વરના દીકરાનો, અવાજ સાંભળશે, અને જેઓ મને સાંભળશે તેઓ જીવશે.
\s5
\v 26 કેમ કે જેમ પિતા જીવન આપે છે, તેમ જ તેમણે મને, એટલે કે પોતાના દીકરાને પણ, જીવન આપવાનો અધિકાર આપ્યો છે.
\v 27 પિતાએ મને જે કંઈ પણ ન્યાયી છે તે કરવાનો અધિકાર આપ્યો છે, કારણ કે હું માણસનો દીકરો છું.
\s5
\v 28 તેથી તમે આશ્ચર્ય ન પામો કારણ કે એવો સમય આવશે કે બધા જ જેઓ મરણ પામ્યા છે તેઓ મને બોલતો સાંભળશે,
\v 29 અને તેઓ પોતાની કબરની બહાર આવશે. જેઓએ સારાં કામો કર્યાં છે તેઓને ઈશ્વર અનંતજીવન સારું ઉઠાડશે. પરંતુ જેઓએ ખરાબ કામો કર્યાં છે તેઓને ઈશ્વર, માત્ર દોષિત ઠરાવવા અને સદાકાળ માટે શિક્ષા કરવા માટે જ ઉઠાડશે.
\s5
\v 30 હું મારી પોતે કંઈ કરી શકતો નથી. હું પિતા પાસેથી જે કંઈ સાંભળું છું, તે પ્રમાણે ન્યાય કરું છું, હું યોગ્ય રીતે ન્યાય કરું છું. હું ન્યાયપૂર્ણ રીતે ન્યાય કરું છું કારણ કે હું જે ઇચ્છું છું તે મુજબ નહિ, પરંતુ પિતા, કે જેમણે મને અહીં મોકલ્યો છે, તેઓ જે ઇચ્છે છે તે મુજબ કરુ છું.
\p
\v 31 જો મારા વિષે સાક્ષી આપનાર હું એકલો જ હોત, તો કોઈ પણ મારી સાક્ષી સાચી અને વિશ્વાસપાત્ર છે તેવો વિશ્વાસ ન કરત.
\v 32 તેમ છતાં, એવું બીજું કોઈક પણ છે કે જે મારા વિષે સાક્ષી આપે છે, અને હું જાણું છું કે મારા વિશેની તેની સાક્ષી સાચી છે.
\s5
\v 33 તમે યોહાન બાપ્તિસ્મી પાસે સંદેશવાહકો મોકલ્યા અને તેણે તમને મારા વિષે સત્ય કહ્યું છે.
\v 34 મારા વિષે સાક્ષી આપવા માટે મને તેની કે બીજા કોઈની ખરેખર જરૂર નથી, પરંતુ ઈશ્વર તમને બચાવી શકે તે માટે હું આ કહું છું.
\v 35 યોહાન બાપ્તિસ્મી સળગતો તથા પ્રકાશતો દીવો હતો અને તેના પ્રકાશમાં તમે થોડો સમય આનંદ કરવા માટે રાજી હતા.
\s5
\v 36 તેમ છતાં, મારા વિષે હું જે સાક્ષી આપું છું તે તો યોહાને મારા વિષે આપેલી સાક્ષી કરતાં પણ વિશેષ છે. પિતાએ મને જે સર્વ બાબતો કરવાની મંજૂરી આપી છે એટલે જે બાબતો હું દરરોજ કરું છું અને તમે મને તે કરતા જુઓ છો તે બાબતો હું કોણ છું તે વિષે ઘણું જણાવે છે; તેઓ મારા અહીં આવવાનો હેતુ સમજાવે છે. પિતાએ મને મોકલ્યો છે તેની તેઓ સાબિતી છે.
\v 37 જે પિતાએ મને મોકલ્યો છે, તેઓ એ જ છે કે જેમણે મારા વિષે સાક્ષી આપી. તમે ક્યારેય તેમનો અવાજ સાંભળ્યો નથી અથવા ક્યારેય તેમને શારીરિક રીતે જોયા નથી.
\v 38 તમે મારા પર, એટલે કે જેને તેમણે મોકલ્યો છે તેના પર વિશ્વાસ કરતા નથી તેની સાબિતી એ છે કે તેમના વચનો તમારામાં રહેલાં નથી.
\s5
\v 39 તમે કાળજીપૂર્વક શાસ્ત્રનો અભ્યાસ કરો છો કારણ કે તમે માનો છો કે તેના અભ્યાસ દ્વારા તમે અનંતજીવન મેળવશો અને તે શાસ્ત્ર તમને મારા વિષે કહે છે.
\v 40 તેમ હોવા છતાં પણ મારી પાસેથી અનંતજીવન પામવા માટે તમે મારી પાસે આવવાનો ઇનકાર કરો છો.
\p
\s5
\v 41 જો લોકો મારી પ્રશંસા કરે અથવા મને અભિનંદન આપે, તો હું તેઓ પર ધ્યાન આપતો નથી.
\v 42 હું તમારા વિષે જાણું છું કે, તમે ઈશ્વરને પ્રેમ કરતા નથી.
\s5
\v 43 હું મારા પિતાના અધિકાર સાથે આવ્યો છું, પરંતુ તેમ છતાં તમે મને આવકારતા નથી કે મારો વિશ્વાસ કરતા નથી. જો બીજો કોઈ તેના પોતાના અધિકારથી આવ્યો હોત, તો તમે તેનું સાંભળત.
\v 44 જો તમે તમારામાંના બીજાઓ પાસેથી માન મેળવવા માટે સખત મહેનત કરતા હો તો તમે શી રીતે મારા પર વિશ્વાસ કરી શકો? તેમ છતાં, એક માત્ર ઈશ્વર તરફથી જે માન મળે છે તે શોધવાનો તમે ઇન્કાર કરો છો.
\p
\s5
\v 45 એવું ન વિચારશો કે હું મારા પિતાની આગળ તમારા પર દોષ મૂકનાર છું. તમે વિચાર્યું કે મૂસા તમારું રક્ષણ કરશે, તેથી તમે તેના પર તમારો ભરોસો મૂક્યો. તેમ છતાં, તે તો મૂસા જ છે કે જે તમને દોષિત ઠરાવે છે.
\v 46 મૂસા જે કહે છે તેનો જો તમે સ્વીકાર કર્યો હોત, તો હું જે કહું છું તે તમે સત્ય તરીકે સ્વીકાર્યુ હોત.
\v 47 પરંતુ જો કે મૂસાએ જે લખ્યું તેના પર પણ તમે વિશ્વાસ ન કર્યો, તો મેં જે કહ્યું તેના પર તમે કેવી રીતે વિશ્વાસ કરી શકો!"
\s5
\c 6
\p
\v 1 ઈસુ સરોવરની સામેની બાજુએ ગયા. કેટલાક લોકો તે સરોવરને "ગાલીલનો સમુદ્ર" કહેતા હતા; બીજા લોકો તેને "તિબેરિયસનો સમુદ્ર" કહેતા હતા.
\v 2 લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ગયો કારણ કે ઈસુએ જે બીમાર લોકોને સાજા કર્યા હતા તે અજાયબ કાર્યો તેઓએ જોયાં હતાં.
\v 3 ઈસુ સીધા ઢાળવાળી એક ટેકરી પર ચઢ્યા અને ત્યાં તેમના શિષ્યો સાથે બેઠા.
\s5
\v 4 હવે તે તો યહૂદીઓનો વર્ષની ખાસ ઉજવણીનો એટલે પાસ્ખાપર્વનો સમય હતો.
\v 5 ઈસુએ નજર ઊંચી કરીને જોયું કે લોકોનો એક મોટો સમુદાય તેમની તરફ આવી રહ્યો હતો. ઈસુએ ફિલિપને કહ્યું, "આ બધા લોકોના ભોજનને માટે આપણે રોટલી ક્યાંથી ખરીદીશું?"
\v 6 તેમણે ફિલિપની કસોટી કરવા માટે આ પ્રશ્ન પૂછ્યો હતો, કે તે શું જવાબ આપશે. જો કે, ઈસુ અગાઉથી જાણતા હતા કે તેઓ આ મુશ્કેલી સંબંધી શું કરવાના હતા.
\s5
\v 7 ફિલિપે તેમને ઉત્તર આપ્યો, "એક માણસ બસો દિવસ કામ કરવાથી જેટલા નાણાં કમાઈ શકે તે જો આપણી પાસે હોત, તો પણ આ મોટા સમુદાયના દરેક વ્યક્તિને જમવા માટે એક નાનો ટુકડો મળે તેટલી રોટલી ખવડાવવા પણ પૂરતાં ન હોત."
\v 8 તેમનો બીજો એક શિષ્ય, આન્દ્રિયા, કે જે સિમોન પિતરનો ભાઈ હતો, તેણે ઈસુને કહ્યું,
\v 9 "અહીં એક છોકરો છે કે જેની પાસે જવની પાંચ નાની રોટલી અને બે નાની માછલી છે. તેમ છતાં, આટલો થોડો ખોરાક આટલા બધા લોકો માટે કેવી રીતે પૂરતો થાય?"
\s5
\v 10 જે જગ્યાએ બધા લોકો એકઠા થયા હતા ત્યાં ઘણું ઘાસ હતું. તેથી ઈસુએ કહ્યું, "લોકોને નીચે બેસવાનું કહો." તેથી બધા લોકો નીચે પંગતમાં બેઠા, અને શિષ્યોએ ટોળાની ગણતરી કર્યા પછી, તેઓએ જાણ્યું કે ત્યાં આશરે પાંચ હજાર લોકો હતા.
\v 11 પછી ઈસુએ નાની રોટલીઓ અને માછલી લીધી, અને તેના માટે ઈશ્વરનો આભાર માન્યો. પછી તેમણે રોટલી અને માછલી જમીન પર બેઠેલા લોકોને વહેંચી. લોકોએ તેમની જેટલી ઇચ્છા હતી તેટલા પ્રમાણમાં માછલી અને રોટલી ખાધી.
\v 12 જ્યારે બધાએ જમવાનું પૂર્ણ કર્યું, ત્યારે તેમણે શિષ્યોને કહ્યું, "લોકોએ ન ખાધી હોય તેવી જવની રોટલીના ટુકડા એકઠા કરો. કશાનો બગાડ થવા દેશો નહિ."
\s5
\v 13 તેથી તેઓએ પાંચ જવની રોટલીમાંથી ટુકડાઓ ભેગાં કર્યા અને જે વધ્યું હતું તેમાંથી તેઓએ મોટી બાર ટોપલીઓ ભરી.
\p
\v 14 લોકોએ તેમની આગળ ઈસુએ કરેલા ચમત્કારને જોયા પછી, તેઓએ કહ્યું, "ઈશ્વર જેને આ જગતમાં મોકલવાના છે તે પ્રબોધક નિશ્ચે આ જ છે!"
\v 15 લોકો શી યોજના કરતા હતા તે ઈસુ જાણતા હતા; તેઓ આવીને તેમને જબરદસ્તીથી રાજા બનાવવાના હતા. તેથી તેઓ તેમને મૂકીને એકલા પર્વત પર ચાલ્યા ગયા.
\p
\s5
\v 16 જ્યારે સાંજ પડી, ત્યારે તેમના શિષ્યો નીચે ગાલીલના સમુદ્ર પાસે ગયા,
\v 17 હોડીમાં બેઠા અને સમુદ્રની સામે બાજુના કફરનાહૂમ તરફ હોડી હંકારવા લાગ્યા. હવે તો અંધારું થયું હતું, અને ઈસુ તેમની સાથે ન હતા.
\v 18 ભારે પવન ફૂંકાવા લાગ્યો, અને સમુદ્રનાં મોજાં ઊછળવા લાગ્યાં.
\s5
\v 19 આશરે પાંચ કે છ કિલોમીટર સુધી તેઓએ હલેસાં માર્યા પછી, શિષ્યોએ જોયું કે ઈસુ પાણી પર ચાલીને હોડીની નજીક આવતા હતા. તેઓ ગભરાઈ ગયા!
\v 20 ઈસુએ તેઓને કહ્યું, "એ તો હું છું! બીશો નહિ!"
\v 21 તેઓ તેમને હોડીમાં લેવા ઘણા ખુશ હતા. જેવા તેઓ તેમની સાથે આવ્યા, તેઓ જ્યાં જવાના હતા ત્યાં તેઓની હોડી આવી પહોંચી.
\p
\s5
\v 22 બીજે દિવસે જે લોકો સરોવરની સામેની બાજુએ હતા તેઓએ જાણ્યું કે એક દિવસ પહેલાં ત્યાં એક જ હોડી હતી. તેઓ એ પણ જાણતા હતા કે ઈસુ તે હોડીમાં તેમના શિષ્યો સાથે ગયા ન હતા.
\v 23 કેટલાક માણસો તેમની બીજી હોડીઓમાં સરોવરની સામેની બાજુએ તિબેરિયસ શહેરમાં આવ્યા. લોકોએ જ્યાં રોટલી ખાધી હતી કે જેને માટે પ્રભુએ ઈશ્વરનો આભાર માન્યો હતો, તે જગ્યાની નજીક તેમણે પોતાની હોડીઓ મૂકી.
\s5
\v 24 જ્યારે ટોળાએ જાણ્યું કે ઈસુ અને તેમના શિષ્યો ત્યાં ન હતા, ત્યારે તેમાંના કેટલાક હોડીઓમાં બેઠા અને ઈસુને શોધવા કફરનાહૂમમાં ગયા.
\p
\v 25 ગાલીલના સમુદ્રની સામેની બાજુએ કફરનાહૂમમાં તેઓએ ઈસુને શોધ્યા અને તેઓ તેમને ત્યાં મળ્યા. તેઓએ તેમને પૂછ્યું, "ગુરુજી, તમે અહીં ક્યારે આવ્યા?"
\s5
\v 26 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, "હું તમને સત્ય કહું છું: તમે મને એટલા માટે નથી શોધતા કે, તમે મને ચમત્કારો કરતાં જોયો જે દર્શાવે કે છે હું કોણ છું. ના! પરંતુ તમે ધરાઈને રોટલી ખાધી માટે મને શોધી રહ્યા છો.
\v 27 જલદીથી બગડી જનાર ખોરાક માટે કામ કરવાનું બંધ કરો! તેના બદલે, જે ખોરાક તમને અનંતજીવન આપે છે તેના માટે કામ કરો! તે એ રોટલી છે કે જેને ઈશ્વરે પસંદ કર્યો છે તે એટલે હું માણસનો દીકરો તમને આપીશ. કારણ કે ઈશ્વર પિતાએ સર્વ રીતે મને માન્ય કર્યો છે."
\p
\s5
\v 28 પછી લોકોએ તેમને પૂછ્યું, "ઈશ્વરને પ્રસન્ન કરવા અમારે કેવાં કામ અને સેવા કરવી જોઈએ?"
\v 29 ઈસુએ ઉત્તર આપ્યો, "ઈશ્વર તમારી પાસે જે કરાવવા ઇચ્છે છે તે આ છે: મને, એટલે કે જેમને તેમણે મોકલ્યો છે તેના પર વિશ્વાસ કરો."
\s5
\v 30 તેથી તેઓએ તેમને કહ્યું, "તો પછી તમે કોણ છો તે સાબિત કરવા બીજો ચમત્કાર કરો કે જેથી અમે જોઇને વિશ્વાસ કરી શકીએ કે તમે ઈશ્વર પાસેથી આવ્યા છો. તમે અમારી માટે શું કરશો?
\v 31 અમારા પૂર્વજોએ માન્ના ખાધું, જેમ શાસ્ત્ર કહે છે તેમ: 'ઈશ્વરે તેઓને ખાવા સારુ સ્વર્ગમાંથી રોટલી આપી.'"
\p
\s5
\v 32 ઈસુએ તેઓને કહ્યું, "હું તમને સત્ય કહું છું: તે મૂસા નહોતો કે જેણે તમારા પૂર્વજોને સ્વર્ગમાંથી રોટલી આપી. ના, તે તો મારા પિતા હતા, એ જ કે જેઓ તમને સ્વર્ગમાંથી ખરી રોટલી આપે છે.
\v 33 ઈશ્વરની ખરી રોટલી તો હું છું, જે સ્વર્ગમાંથી ઉતરી આવ્યો છું કે જેથી હું જગતમાં સર્વને જીવન આપું."
\p
\v 34 તેઓએ તેમને કહ્યું, "ગુરુજી, આ રોટલી અમને હંમેશાં આપો."
\s5
\v 35 ઈસુએ તેઓને કહ્યું, "જેમ લોકોને જીવવા માટે ખોરાકની જરૂર છે, તેમ આત્મિક રીતે જીવવા માટે દરેકને મારી જરૂર છે. જેઓ સામાન્ય ખોરાક અને પાણી લે છે તેઓને ફરીથી ભૂખ અને તરસ લાગશે. પરંતુ જેઓ મારી પાસે માગે છે અને આત્મિક રીતે જીવન જીવવા મારા પર વિશ્વાસ કરે છે તેઓને માટે હું તેમ કરીશ.
\v 36 તેમ છતાં, મેં તમને કહ્યું છે કે, તમે મને જુઓ છો છતાં પણ, તમે મારા પર વિશ્વાસ કરતા નથી.
\v 37 જે સર્વ લોકો મારા પિતાએ મને આપ્યા છે તેઓ મારી પાસે આવશે, અને જેઓ મારી પાસે આવે છે તેઓને હું ક્યારેય કાઢી મૂકીશ નહિ.
\s5
\v 38 હું મારી ઇચ્છા પ્રમાણે કરવા માટે સ્વર્ગમાંથી નીચે આવ્યો નથી, પરંતુ જેઓએ મને મોકલ્યો છે તેમની ઇચ્છા પ્રમાણે કરવા માટે આવ્યો છું.
\v 39 મને જેમણે મોકલ્યો છે તેઓ એ ઇચ્છે છે, કે જેઓને તેમણે મને આપ્યા છે તેઓને હું ખોઉં નહિ, અને છેલ્લા દિવસે તે સર્વને હું પાછા ઉઠાડું.
\v 40 કેમ કે મારા પિતાની આ ઇચ્છા છે, કે જેઓ વિશ્વાસથી મારી એટલે કે દીકરા તરફ જુએ છે, અને મારા પર વિશ્વાસ કરે છે, તેઓ અનંતજીવન પામે. હું તેઓને છેલ્લા દિવસે પાછાં ઉઠાડીશ."
\p
\s5
\v 41 યહૂદી આગેવાનોએ ઈસુ વિષે બડબડાટ કરવાનું શરુ કર્યું કારણ કે તેમણે કહ્યું હતું, "સ્વર્ગમાંથી ઊતરી આવેલી રોટલી હું છું."
\v 42 તેઓએ કહ્યું, "શું આ તે ઈસુ નથી કે જેના પિતા યૂસફ છે? શું આપણે તેના માતા-પિતાને ઓળખતા નથી? 'હું સ્વર્ગમાંથી આવ્યો છું' એવું તેઓ સત્યતાથી કેવી રીતે કહી શકે?"
\s5
\v 43 ઈસુએ તેઓને જવાબ આપ્યો, "અંદરોઅંદર બડબડાટ કરવાનું બંધ કરો.
\v 44 પિતા કે જેઓએ મને મોકલ્યો છે તેમના તેડ્યા વગર કોઈ મારી પાસે આવી શકતું નથી. જે મારી પાસે આવે છે, તેને હું છેલ્લા દિવસે પાછો ઉઠાડીશ.
\v 45 પ્રબોધકોના પુસ્તકોમાં લખવામાં આવ્યું છે, 'ઈશ્વર તેઓ સર્વને શીખવશે.' જે સર્વ પિતાનું સાંભળે છે અને તેમની પાસેથી શીખે છે તેઓ મારી પાસે આવે છે.
\s5
\v 46 હું પિતા પાસેથી આવ્યો છું, મારા સિવાય કોઈએ પિતાને જોયા નથી. માત્ર મેં એકલા એજ પિતાને જોયા છે.
\v 47 હું તમને સત્ય કહું છું: જે મારા પર વિશ્વાસ કરે છે તેને અનંતજીવન છે.
\s5
\v 48 હું રોટલી છું કે જે ખરું જીવન આપે છે.
\v 49 તમારા પૂર્વજોએ અરણ્યમાં માન્ના ખાધું, પરંતુ તેઓ મરણ પામ્યા.
\s5
\v 50 તો પણ, જે રોટલી વિષે હું વાત કરું છે તે સ્વર્ગમાંથી ઊતરી છે, અને જે તેને ખાય છે તે ક્યારેય મરણ પામશે નહિ.
\v 51 હું સ્વર્ગમાંથી ઊતરેલી એ રોટલી છું કે જે લોકોને ખરું જીવન આપે છે. જો કોઈ આ રોટલી ખાય છે, તો તે સદાકાળ જીવશે. જગતના જીવન માટે હું જે રોટલી આપું છું તે તો મારા માનવીય શરીરનું મરણ છે."
\p
\s5
\v 52 જે યહૂદીઓ ઈસુને સાંભળતા હતા તે હવે અંદરોઅંદર ગુસ્સાથી વાદવિવાદ કરી રહ્યા હતા. તેઓ સમજી શકતા ન હતા કે કોઈ બીજાઓને પોતાનું શરીર ખાવાને માટે કેવી રીતે વચન આપી શકે.
\v 53 તેથી ઈસુએ અઘરા શબ્દો સાથે તેમનો સામનો કર્યો: "હું તમને સત્ય કહું છું: જ્યાં સુધી તમે મારું, માણસના દીકરાનું માંસ ખાશો નહિ અને મારું લોહી પીશો નહિ, ત્યાં સુધી તમે સદાકાળ જીવશો નહિ.
\s5
\v 54 જેઓ મારું માસ ખાય છે અને મારું રક્ત પીએ છે તેઓ સદાકાળ જીવશે, અને હું તેઓને છેલ્લા દિવસે ફરીથી જીવતા કરીશ
\v 55 કારણ કે મારું માંસ ખરો ખોરાક છે અને મારું લોહી ખરું પીણું છે.
\v 56 જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તે મારી સાથે જોડાશે અને હું તેની સાથે જોડાઇશ.
\s5
\v 57 મારા પિતા, કે જેઓ સર્વને જીવન આપે છે, તેમણે મને મોકલ્યો છે અને હું જીવું છું કારણ કે મારા પિતાએ મને સમર્થ કર્યો છે. તેવી જ રીતે, જેઓ મને ખાય છે તેઓના માટે હું તેમ કરીશ માટે તેઓ સદાકાળ જીવશે.
\v 58 હું સ્વર્ગમાંથી ઉતરેલી ખરી રોટલી છું. જે કોઈ મને એટલે કે આ રોટલીને ખાય છે તે ક્યારેય મરશે નહિ, પણ સદાકાળ જીવશે! હું જે કરું છું તે તમારા પૂર્વજો સાથે બન્યું તેવું નથી કે જેઓએ માન્ના ખાધું અને પછી તેઓ મરણ પામ્યા."
\v 59 ઈસુ જ્યારે કફરનાહૂમ શહેરના સભાસ્થાનમાં હતા ત્યારે તેમણે આ બાબતો કહી.
\p
\s5
\v 60 તેમના ઘણા શિષ્યોએ કહ્યું, "તેઓ જે શીખવે છે તે સમજવું અઘરું છે. તેઓ જે કહી રહ્યા છે તે કોઈ કેવી રીતે સ્વીકારી શકે?"
\v 61 ઈસુ જાણતા હતા કે તેમના કેટલાક શિષ્યો ફરિયાદ કરી રહ્યા હતા, તેથી તેમણે તેઓને કહ્યું, "હું તમને જે શીખવું છું તેનાથી શું તમને આઘાત લાગે છે?
\s5
\v 62 જો તમે મને, માણસના દીકરાને, સ્વર્ગમાં પાછો જતો જુઓ ત્યારે તમે શું કહેશો?
\v 63 માત્ર પવિત્ર આત્મા જીવન આપે છે કે જેનાથી કોઈ પણ સદાકાળ જીવે છે. માનવીય સ્વભાવ આ સંદર્ભે મદદરૂપ નથી. મેં તમને જે બાબતો શીખવી છે તે તમને પવિત્ર આત્મા અને અનંતજીવન વિષે કહેશે.
\s5
\v 64 તેમ છતાં તમારામાંના કેટલાક એવા છે કે જેઓ હું જે શીખવું છું તેના પર વિશ્વાસ કરતા નથી." ઈસુએ તેમ કહ્યું કારણ કે તેમના કાર્યના આરંભથી તેઓ જાણતા હતા કે જે તેમના પર વિશ્વાસ કરતો ન હતો તે કોણ હતો અને તેઓ જાણતા હતા કે કઈ વ્યક્તિ તેમનો વિશ્વાસઘાત કરશે.
\p
\v 65 પછી તેમણે કહ્યું, "તેથી જ મેં તમને કહ્યું કે પિતા કોઈ વ્યક્તિને મારી પાસે આવવા માટે શક્તિમાન ન કરે ત્યાં સુધી કોઇ પણ મારી પાસે આવી શકતું નથી અને સદાકાળ જીવી શકતું નથી."
\p
\s5
\v 66 તે સમયથી, ઈસુના ઘણા શિષ્યોએ તેમને અનુસરવાનું બંધ કરી દીધું.
\v 67 તેથી તેમણે બાર શિષ્યોને કહ્યું, "તમે પણ મને છોડવા નથી ઇચ્છતા, શું તમે ઈચ્છો છો?"
\v 68 સિમોન પિતરે ઉત્તર આપ્યો, "પ્રભુ, અમે કોની પાસે જઈએ? અમને સદાકાળ માટે જીવન આપે એવો સંદેશ માત્ર તમારી પાસે જ છે!
\v 69 અમે તમારા પર વિશ્વાસ કરીએ છીએ અને અમે નિશ્ચે જાણીએ છીએ કે તમે જ પવિત્ર છો કે જેમને ઈશ્વરે મોકલ્યા છે!"
\s5
\v 70 ઈસુએ તેઓને જવાબ આપ્યો, "શું મેં તમને બાર શિષ્યોને પસંદ કર્યા નથી? તેમ છતાં તમારામાંનો એક શેતાન છે!"
\v 71 તેઓ તો સિમોન ઇશ્કરિયોતના દીકરા, યહૂદા વિષે વાત કરતા હતા. યહૂદા બારમાંનો એક હોવા છતાં, તે જ પાછળથી ઈસુનો વિશ્વાસઘાત કરવાનો હતો.
\s5
\c 7
\p
\v 1 આ પછી, ઈસુ ગાલીલ પ્રદેશના બીજા વિસ્તારોમાં ગયા. તેમણે યહૂદિયામાં મુસાફરી કરવાનું ટાળ્યું કારણ કે યહૂદી સત્તાવાળાઓ તેમના પર કોઈ ગુનાનો આરોપ મૂકીને તેમને મારી નાખવાનો રસ્તો શોધી રહ્યા હતા.
\v 2 હવે તે યહૂદી માંડવાપર્વનો સમય હતો. જ્યારે ઘણા સમય અગાઉ યહૂદી લોકો નિર્ગમન દરમ્યાન તંબુઓમાં રહેતા હતા તે યાદ કરવાનો આ સમય હતો.
\s5
\v 3 તે પર્વ યહૂદિયામાં થવાનું હતું માટે, ઈસુના ભાઈઓએ તેમને કહ્યું, "અહીંથી યહૂદિયામાં જાઓ કે જેથી તમારા બીજા અનુયાયીઓ તમે જે સામર્થ્યવાન કાર્યો કરો છે તે જોઈ શકે.
\v 4 જો કોઈ લોકોને જણાવવા ઇચ્છે કે તે કેવા પ્રકારની વ્યક્તિ છે તો તે તેના કામો છુપાવતો નથી. તમે જગતની આગળ પોતાને પ્રગટ કરો!"
\s5
\v 5 કેમ કે તેમના પોતાના ભાઈઓએ પણ તેમના પર વિશ્વાસ કર્યો નહીં કે વિચાર્યું પણ નહિ કે તેઓ સાચું બોલે છે.
\v 6 તેથી ઈસુએ તેઓને કહ્યું, "મારાં કાર્યો પૂર્ણ કરવાનો સમય હજી આવ્યો નથી. તોપણ, તમે જે કંઈ પણ ઇચ્છો તે પરિપૂર્ણ કરવા માટે તમે કોઈ પણ સમય પસંદ કરી શકો છો.
\v 7 જે લોકો પોતાના માટે જીવે છે અને આ જગતની બાબતો પર પ્રેમ કરે છે તેઓ તમારો તિરસ્કાર કરી શકે નહિ, પરંતુ તેઓ મારો તિરસ્કાર કરે છે. તેઓ પોતાના જીવનમાં જે કરે છે તે ખરાબ છે તેમ કહેનાર હું જ છું.
\s5
\v 8 તમે પર્વમાં જાઓ. હું હમણાં જવાનો નથી; આ મારા માટે યોગ્ય સમય નથી."
\v 9 તેમણે તે કહ્યા પછી, ઈસુ થોડો વધુ સમય ગાલીલમાં રહ્યા.
\p
\s5
\v 10 તોપણ, તેમના ભાઈઓ પર્વમાં ગયા તેના થોડા દિવસો પછી, તેઓ પણ ગુપ્ત રીતે ત્યાં પર્વમાં ગયા.
\v 11 ઈસુના યહૂદી વિરોધીઓ તેમને શોધી રહ્યા હતા કે તેઓ તેમને પર્વમાં મળે. તેઓ લોકોને પૂછતા હતા, "ઈસુ ક્યાં છે? શું તે અહીં છે?"
\s5
\v 12 ટોળામાં, ઘણા લોકો ધીમેથી એકબીજા સાથે ઈસુ વિષે વાત કરી રહ્યા હતા. કેટલાક કહેતા હતા, "તે સારા માણસ છે!" તેનાથી ઊલટું બીજા કહેતા હતા, "ના! તે ટોળાને છેતરે છે અને ગેરમાર્ગે દોરે છે!"
\v 13 તેઓ ઈસુના યહૂદી દુશ્મનોથી બીતા હતા તેના કારણે કોઈએ પણ તેમના વિષે જાહેર સ્થળોમાં વાત કરી નહિ કે જેથી તેઓ શું કહી રહ્યા હતા તે બીજા લોકો સાંભળે નહિ.
\p
\s5
\v 14 જ્યારે અડધું માંડવાપર્વ પૂર્ણ થયું, ત્યારે ઈસુ ભક્તિસ્થાનના આંગણામાં ગયા અને ત્યાં શીખવવાનું શરુ કર્યું.
\v 15 તેઓ જે કહેતા હતા તેના વિષે યહૂદીઓ આશ્ચર્ય પામ્યા. તેઓએ કહ્યું, "આ માણસ ક્યારેય માન્ય કરેલ પ્રશિક્ષક પાસેથી આપણા સિદ્ધાંતો શીખ્યા નથી; તે ક્યારેય આપણી શાળાઓમાં દાખલ થયા નથી! તો તે આટલું બધું કેવી રીતે જાણે છે?"
\v 16 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, "હું જે શીખવું છું તે મારામાંથી આવતું નથી. તે તો જેમણે મને મોકલ્યો છે તેમના તરફથી આવે છે.
\s5
\v 17 જો કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરવાનું પસંદ કરે, તો તે જાણી શકશે કે હું જે શીખવું છે તે શું ઈશ્વર તરફથી આવે છે કે પછી હું ફક્ત મારા પોતાના અધિકારથી બોલું છું.
\v 18 જે કોઈ પણ તેના પોતાના અધિકારથી બોલે છે તે બીજાઓ તેને માન આપે માટે બોલે છે. તેમ છતાં, જો એક ચાકર તેના મોકલનારને પ્રસન્ન કરવા તથા તેને પ્રમાણિક માણસ તરીકે સારી નામના આપવા માટે સખત મહેનત કરે, તો તેવા પ્રકારના ચાકરમાં કોઈ ખામી નથી.
\s5
\v 19 શું મૂસાએ તમને નિયમ આપ્યો નહોતો? છતાં તમારામાંનો કોઈ પણ નિયમ પ્રમાણે વ્યવહાર કરતો નથી. તમે જ છો કે જેઓ મને હમણાં મારી નાખવા માટે યોજનાઓ બનાવી રહ્યા છો!
\p
\v 20 ટોળામાંથી કોઈ એકે જવાબ આપ્યો, "તમારામાં ભૂત છે! જે તમને મારી નાખવા માગે છે તેનું નામ કહો!"
\s5
\v 21 ઈસુએ ટોળાને ઉત્તર આપ્યો, "તમે જોઈ શકો તે માટે મેં પરાક્રમનું એક કાર્ય કર્યું અને તમે સર્વ તેનાથી આશ્ચર્ય પામ્યા.
\v 22 મૂસાએ તમને નિયમ આપ્યો, અને તે નિયમ કહે છે કે તમારે તમારા નર બાળકની સુન્નત કરવી જ જોઈએ અને તમારે તે બાળકના જન્મના ઠીક સાત દિવસ પછી જ સુન્નત કરવી જોઈએ. (સાચું કહીએ તો આ વિધિ તમારા પૂર્વજો, ઇબ્રાહિમ, ઈસહાક અને યાકૂબથી શરૂ થઈ હતી અને નહિ કે મૂસાથી, જેણે આ પ્રથા વિષે નિયમ લખ્યો.) નિયમની તે જરૂરિયાતને કારણે, કેટલીક વખત તમારે તમારા બાળકની સુન્નત વિશ્રામવારે કરવી પડે છે, અને તે સ્વીકાર્ય પણ છે!
\s5
\v 23 તમે કેટલીક વાર વિશ્રામવારે છોકરાઓની સુન્નત કરો છો કે જેથી તમે મૂસાના નિયમનો ભંગ કરો નહિ. તો તમે મારાથી શા માટે એવું કહીને ગુસ્સો કરો છો, કે જ્યારે મેં વિશ્રામવારે માણસને સાજો કર્યો ત્યારે મેં કામ કર્યું! બાળકની સુન્નત કરવા કરતાં કોઈને સાજા કરવું તે તો વધારે અદ્દભુત અને મહાન કાર્ય છે!
\v 24 ઈશ્વરના નિયમના ખોટા લાગુકરણ આધારે અને વળી કંઈ પણ વિચાર્યા વિના તે માણસને સાજો કરવો તે સાચું છે કે ખોટું તે નક્કી કરવાનું બંધ કરો! તેના બદલે, માણસ નહિ પણ ઈશ્વર જેને યોગ્ય અને ન્યાયી ગણે છે તે સિદ્ધાંત મુજબ માણસે શું કરવું અને તેનો કેવી રીતે ન્યાય થવો જોઈએ તે નક્કી કરો."
\p
\s5
\v 25 યરુશાલેમના કેટલાક લોકો કહેતા હતા, "શું આ તે માણસ નથી કે જેમને તેઓ મારી નાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે?
\v 26 તે આ બાબતો જાહેરમાં બોલે છે, પરંતુ અધિકારીઓ તેનો વિરોધ કરવા માટે કંઈ કહેતા નથી. શું એટલા માટે કે તે મસીહ છે તેમ તેઓ જાણે છે?
\v 27 પરંતુ તે મસીહ હોઈ શકે નહિ! આપણે જાણીએ છીએ કે આ માણસ ક્યાંથી આવ્યો છે, પણ જ્યારે મસીહ આવશે, ત્યારે તેઓ ક્યાંના છે તે વિષે કોઈને ખબર હશે નહિ."
\p
\s5
\v 28 એ માટે જ્યારે ઈસુ ભક્તિસ્થાનના આંગણામાં શીખવતા હતા, ત્યારે તેમણે બૂમ પાડી, "હા, તમે કહો છો કે તમે મને જાણો છો, અને તમને લાગે છે કે હું ક્યાંનો છું તે પણ તમે જાણો છો. પરંતુ મેં પોતાને નીમ્યો છે તે માટે હું અહીં આવ્યો નથી. તેનાથી ઊલટું, જેમણે મને મોકલ્યો છે તેઓ સત્ય છે, અને તમે તેમને ઓળખતા નથી.
\v 29 હું તેમની પાસેથી આવું છું માટે હું તેમને જાણું છું. તેમણે મને મોકલ્યો છે."
\p
\s5
\v 30 પછી તેઓએ ઈસુને પકડવાના પ્રયત્નો કર્યા, પરંતુ કોઈ તેમની ધરપકડ કરી શક્યું નહિ કારણ કે તેમનું કામ પૂર્ણ કરવાનો અને તેમના જીવનના અંતનો સમય હજુ સુધી આવ્યો ન હતો.
\v 31 તેમને સાંભળ્યા અને તેમનાં કાર્યો જોયા બાદ, ટોળામાંના ઘણાઓએ તેમના પર વિશ્વાસ કર્યો. તેમણે કહ્યું, "જ્યારે મસીહ આવશે, ત્યારે શું તેઓ આ માણસે કર્યા છે તેના કરતાં પણ વધુ ચમત્કારિક કાર્યો કરશે?"
\v 32 ફરોશીઓએ તેઓને ઈસુ વિષે આ બાબતો ધીમેથી કહેતા સાંભળ્યા. તેથી તેઓએ, એટલે કે મુખ્ય યાજકો અને ફરોશીઓએ તેમની ધરપકડ કરવા માટે કેટલાક અધિકારીઓને મોકલ્યા.
\p
\s5
\v 33 ત્યારબાદ ઈસુએ કહ્યું, "હું તમારી સાથે માત્ર થોડા સમય માટે જ છું. પછી હું જેમણે મને મોકલ્યો છે તેમની પાસે પાછો જવાનો છું.
\v 34 તમે મને શોધશો, પણ હું તમને મળીશ નહિ. હું જ્યાં જાઉં છું, ત્યાં તમે આવી શકતા નથી."
\s5
\v 35 તેથી જે યહૂદી લોકો તેમના દુશ્મનો હતા તેઓએ પોતાને કહ્યું, "આ માણસ ક્યાં જઈ શકે કે જ્યાં આપણે તેને શોધી ન શકીએ? શું તે ત્યાં જવાની અપેક્ષા રાખે છે કે જ્યાં યહૂદીઓ આખા ગ્રીક જગતમાં ફેલાયેલા છે, અને શું તે ત્યાં લોકોને આ નવી બાબતો શીખવશે?
\v 36 જ્યારે તેણે એમ કહ્યું કે, 'તમે મને શોધશો, પણ હું તમને મળીશ નહિ' અને 'હું જ્યાં જાઉં છું, ત્યાં તમે આવી ન શકો' તેનો શો અર્થ થાય?"
\p
\s5
\v 37 તેથી પર્વના છેલ્લા અને મહાન દિવસે, ઈસુ ઊભા થયા અને મોટે અવાજે પોકારીને કહ્યું, "જો કોઈ તરસ્યો હોય, તો તે મારી પાસે આવીને પીએ."
\v 38 જેમ શાસ્ત્રમાં કહ્યું છે તેમ, જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે, 'તેના હૃદયમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે.'"
\s5
\v 39 જેઓ તેમના પર વિશ્વાસ કરે છે તેઓને પિતા જે પવિત્ર આત્મા આપવાના હતા તે પવિત્ર આત્મા વિષે તેમણે આ કહ્યું. જેઓ તેમના પર વિશ્વાસ કરે છે તેમનામાં રહેવા ઈશ્વરે હજુ સુધી પવિત્ર આત્મા મોકલ્યો ન હતો, કારણ કે ઈસુએ હજુ સુધી પોતાનું કાર્ય એટલે કે એ કાર્ય કે જે તેમના મરણ દ્વારા ઈશ્વરના લોકોને બચાવીને ઈશ્વર માટે ઘણું માન ઉપજાવશે તે પૂર્ણ કર્યું ન હતું.
\p
\s5
\v 40 જ્યારે ટોળામાંના કેટલાકે તે શબ્દો સાંભળ્યા, ત્યારે તેઓએ કહ્યું, "આપણે જેમની અપેક્ષા રાખતા હતા તે પ્રબોધક આ જ છે."
\v 41 બીજાઓએ કહ્યું, "મસીહ ગાલીલમાંથી આવી શકે નહિ.
\v 42 શું શાસ્ત્ર એમ કહેતું નથી કે મસીહ દાઉદના વંશજમાંથી જ હોવા જોઈએ તથા તેમનો જન્મ બેથલેહેમ, કે જે દાઉદનું ઘર હતું ત્યાં જ થવો જોઈએ?"
\s5
\v 43 તેથી ઈસુ વિશેના અભિપ્રાયમાં તેઓની વચ્ચે ભાગલા પડ્યા.
\v 44 કેટલાક લોકો તેમની ધરપકડ કરવા ઇચ્છતા હતા. તેમ છતાં કોઈએ તેમને પકડ્યા નહિ.
\p
\s5
\v 45 તેથી અધિકારીઓ મુખ્ય યાજકો અને ફરોશીઓ પાસે પાછા ફર્યા. આ તે અધિકારીઓ હતા કે જેઓને શાસકોએ ઈસુની ધરપકડ કરવા માટે મોકલ્યા હતા. ફરોશીઓએ અધિકારીઓને કહ્યું, "તમે શા માટે તેને પકડીને અહીં લાવ્યા નહિ?"
\v 46 અધિકારીઓએ ઉત્તર આપ્યો, "કોઈ ક્યારેય આ માણસ જેવું બોલ્યું નથી."
\s5
\v 47 પછી ફરોશીઓએ ઉત્તર આપ્યો, "શું તમે પણ છેતરાયા છો?
\v 48 કોઈ પણ યહૂદી અધિકારીઓએ કે ફરોશીઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો નથી.
\v 49 આ ટોળું કે જે આપણા નિયમોનું શિક્ષણ જાણતું નથી, તેને શાપિત થવા દો!"
\p
\s5
\v 50 ત્યારબાદ નિકોદેમસ બોલ્યો. (તે એ હતો કે જે ઈસુને મળવા તથા તેમની સાથે વાત કરવા માટે રાત્રે ગયો હતો, અને તે ફરોશીઓમાંનો એક હતો.) તેણે તેઓને કહ્યું,
\v 51 "આપણો યહૂદી નિયમ આપણે કોઈ માણસને સાંભળીએ તે અગાઉ તેને દોષિત ઠરાવવાની મંજૂરી આપતો નથી. પ્રથમ, આપણે તેમને સાંભળીએ, અને તેમણે જે કર્યું છે તે વિષે આપણે જાણવું જોઈએ."
\v 52 તેઓએ તેને ઉત્તર આપ્યો, "શું તું પણ ગાલીલનો છે? શાસ્ત્રમાં જે લખ્યું છે તે શોધ અને ધ્યાનપૂર્વક વાંચ! તને જાણવા મળશે કે કોઈ પ્રબોધક ગાલીલમાંથી થવાનો નથી."
\p
\s5
\v 53 પછી તેઓ બધા પોતપોતાના ઘરે ગયા.
\s5
\c 8
\p
\v 1 ઈસુ તેમના શિષ્યો સાથે જૈતૂન પહાડ પર ગયા, અને તે રાત્રે તેઓ ત્યાં રહ્યા.
\v 2 બીજે દિવસે વહેલી સવારે, ઈસુ ભક્તિસ્થાનના આંગણામાં આવ્યા. ઘણા લોકો તેમની આસપાસ એકત્ર થયા, અને તેઓ તેમને શીખવવા માટે બેઠા.
\v 3 પછી જે માણસો યહૂદી નિયમ શીખવતા હતા તેઓ તથા જેઓ ફરોશીઓ હતા તેઓ એક સ્ત્રીને તેમની પાસે લાવ્યા. તે વ્યભિચારમાં પકડાયેલી હતી એટલે કે તે એક પુરુષ સાથે જાતીય સંબંધ રાખતી હતી કે જે તેનો પતિ ન હતો. તેઓએ તેને આ ટોળાની વચમાં ઊભી રાખી કે જેથી તેઓ તેમને પ્રશ્નો પૂછી શકે.
\s5
\v 4 તેઓએ ઈસુને કહ્યું, "ગુરુજી, આ સ્ત્રી એક માણસ, કે જે તેનો પતિ નથી તેની સાથે વ્યભિચાર કરતાં પકડાઈ છે.
\v 5 હવે મૂસાએ તેના નિયમમાં આદેશ આપ્યો છે કે આપણે આવી સ્ત્રીને પથ્થરો મારીને મારી નાખવી જોઈએ. તેમ છતાં, અમારે શું કરવું જોઈએ તે વિષે તમે શું કહો છો?
\v 6 તેમણે આ પ્રશ્ન કસોટી તરીકે પૂછ્યો હતો કે જેથી તેઓ ઈસુ પર કંઇક ખોટું કહેવાનો આરોપ મૂકી શકે. જો તેઓ એમ કહે કે આપણે તેને મારી નાખવી ન જોઈએ, તો તેઓ કહી શકે કે ઈસુએ મૂસાના નિયમનો અનાદર કર્યો છે. વળી, જો ઈસુ એમ કહે કે આપણે તેને મારી નાખવી જોઈએ, તો તેઓ રોમન નિયમ તોડનાર ઠરશે, જેમાં લોકોને મૃત્યુદંડ આપવાની સત્તા ફક્ત રાજ્યપાલ પાસે હોય છે.
\p તો પણ, ઈસુ નીચા વળ્યા અને તેમની આંગળી વડે જમીન પર કંઇક લખ્યું.
\s5
\v 7 જ્યારે તેઓ તેમને સવાલ કરતા હતા, ત્યારે ઈસુ ઊભા થયા અને તેઓને કહ્યું, "તમારામાંના જેણે ક્યારેય પાપ ન કર્યું હોય, તેણે આ સ્ત્રીને સજા કરવા માટે બાકીના બધાને આગેવાની આપવી જોઈએ. તે જ પહેલો પથ્થર મારે!"
\v 8 ત્યારપછી ઈસુ નીચા નમ્યા અને જમીન પર કંઇક વધારે લખ્યું.
\s5
\v 9 તેમણે જે કહ્યું તે સાંભળ્યા પછી, જેઓ તેમને પ્રશ્ન પૂછતા હતા તેઓ એક પછી એક, સૌથી પહેલાં વૃધ્ધો અને પછી જુવાનો એમ ચાલ્યા ગયા. તેઓ જાણતા હતા કે તેઓ બધા જ પાપી હતા. છેવટે માત્ર ઈસુ જ તે સ્ત્રી સાથે ત્યાં હતા.
\v 10 ઈસુ ઊભા થયા અને તેને પૂછ્યું, "બાઈ, તારા પર જેઓ દોષ મૂકતા હતા તેઓ ક્યાં છે? તને સજા થવી જ જોઈએ તેમ શું કોઈએ તારા પર તહોમત ન મૂક્યું?"
\v 11 તેણે કહ્યું, "ના સાહેબ, કોઈએ પણ નહિ." પછી ઈસુએ કહ્યું, "હું પણ તને દોષિત ઠરાવતો નથી. હવે ઘરે જા, અને હવે પછીથી, આ પ્રમાણે ક્યારેય પાપ કરતી નહિ!"]
\p
\s5
\v 12 ઈસુએ ફરીથી લોકો સાથે વાત કરી. તેમણે કહ્યું, "હું જગતનું અજવાળું છું. જે કોઈ મને અનુસરે છે તે જીવન આપનાર અજવાળું પામશે, અને તે ફરીથી ક્યારેય અંધકારમાં ચાલશે નહિ.
\v 13 તેથી ફરોશીઓએ તેમને કહ્યું, "તમારા પોતાના વિષે વધુને વધુ બોલવા દ્વારા એવું લાગે છે કે જાણે તમે અમને તમારા પર વિશ્વાસ કરવા ખાતરી કરાવી રહ્યા હોય! તમે પોતાના વિષે જે કહો છે તે કંઈ પણ સાબિત થતું નથી!"
\s5
\v 14 ઈસુએ ઉત્તર આપ્યો, "મારા વિષે આ બાબતો કહેનાર જો એકમાત્ર હું હોત તો પણ, હું જે કહું છું તે સાચું છે કારણ કે હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જાઉં છું તે હું જાણું છું. તેમ છતાં, હું ક્યાંથી આવું છું અને ક્યાં જાઉં છું તે તમે જાણતા નથી.
\v 15 તમે માનવીય ધોરણે અને માણસોના નિયમ મુજબ લોકોનો ન્યાય કરો છો. આ સમયે હું કોઈનો ન્યાય કરવા આવ્યો નથી.
\v 16 વળી જો હું ન્યાય કરું, તો તે યોગ્ય અને ન્યાયી હશે કારણ કે હું એકલો જ નથી કે જે ન્યાયચુકાદો લાવીશ. હું અને મારા પિતા કે જેઓએ મને મોકલ્યો છે, અમે બંને એકસાથે ન્યાયચુકાદો લાવીશું.
\s5
\v 17 તમારા નિયમમાં લખેલું છે કે કોઇપણ બાબતની પતાવટ ત્યારે જ થઇ શકે છે કે જ્યારે ત્યાં કેસમાં પુરાવો આપનાર ઓછામાં ઓછા બે સાક્ષી હોય.
\v 18 હું તમારી પાસે મારા વિષેનો પુરાવો લાવું છું, અને મારા પિતા કે જેમણે મને મોકલ્યો છે તેઓ પણ મારા વિશેનો પુરાવો લાવે છે. તેથી તમારે વિશ્વાસ કરવો જોઈએ કે અમે જે કહીએ છીએ તે સત્ય છે."
\p
\s5
\v 19 પછી તેઓએ તેમને પૂછ્યું, "તમારા પિતા ક્યાં છે?" ઈસુએ ઉત્તર આપ્યો, "તમે મને જાણતા નથી, અને મારા પિતાને પણ જાણતા નથી. જો તમે મને જાણતા હોત, તો તમે મારા પિતાને પણ જાણતા હોત."
\v 20 જ્યારે તેઓ ભક્તિસ્થાનના આંગણામાં આવેલા ભંડાર પાસે હતા, જ્યાં લોકો પોતાનાં અર્પણો લાવતા હતા ત્યારે તેમણે આ વાતો કહી. તેમ છતાં કોઈએ તેમની ધરપકડ કરી નહિ કારણ કે હજુ તેમના મરણનો સમય આવ્યો ન હતો.
\p
\s5
\v 21 ઈસુએ તેઓને એમ પણ કહ્યું, "હું દૂર જાઉં છું, અને તમે મને શોધશો, પરંતુ તે તો ચોક્કસ છે કે તમે તમારાં પાપમાં મરશો. હું જ્યાં જાઉં છું, ત્યાં તમે આવી શકતા નથી."
\v 22 તેમના યહૂદી વિરોધીઓએ અંદરોઅંદર એકબીજાને કહ્યું, "કદાચ તે પોતાને મારી નાખવાનું વિચારી રહ્યો છે, અને જ્યારે તે એમ કહે છે કે, 'હું જ્યાં જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી' તેનો અર્થ એ જ છે.'"
\s5
\v 23 ઈસુએ તેમને કહેવાનું ચાલુ રાખ્યું, "તમે નીચેના એટલે આ પૃથ્વી પરના છો, પરંતુ હું ઉપર સ્વર્ગમાંથી છું. તમે આ જગતનાં છો. હું આ જગતનો નથી.
\v 24 મેં તમને કહ્યું કે તમે મરશો અને ઈશ્વર તમને તમારાં પાપ માટે દોષિત ઠરાવશે. જ્યાં સુધી, જેમ હું કહું છું તે પ્રમાણે હું ઈશ્વર છું તેવો તમે વિશ્વાસ નહિ કરો, ત્યાં સુધી નિશ્ચે આમ બનશે."
\p
\s5
\v 25 "તમે કોણ છો?" તેઓએ તેમને પૂછ્યું. ઈસુએ તેઓને કહ્યું, "શરૂઆતથી જ હું તમને કહેતો આવ્યો છું!
\v 26 હું તમારો ન્યાય કરી શકું છું અને કહી શકું છું કે તમે ઘણી બાબતોના અપરાધી છો. પણ તેનાથી ઊલટું, હું માત્ર આટલું જ કહીશ: જેમણે મને મોકલ્યો છે તેઓ મને સત્ય કહે છે, અને જે મેં તેમની પાસેથી સાંભળ્યું છે તેટલું જ હું જગતમાંના લોકોને કહું છું."
\p
\v 27 તેઓ સમજ્યા નહિ કે ઈસુ પિતા વિષે વાત કરી રહ્યા હતા.
\s5
\v 28 તેથી ઈસુએ કહ્યું, "જ્યારે તમે મને એટલે કે માણસના દીકરાને વધસ્તંભ પર મારી નાખવા માટે ઊંચો કરશો, ત્યારે તમે જાણશો કે હું ઈશ્વર છું, અને તમે જાણશો કે હું મારા પોતાના અધિકારથી કંઈ કરતો નથી. તેનાથી ઊલટું, હું એટલું જ કહું છું જેટલું મને મારા પિતાએ કહેવા માટે શીખવ્યું છે.
\v 29 જેમણે મને મોકલ્યો છે તેઓ મારી સાથે છે, અને તેમણે મને એકલો મૂકી દીધો નથી કારણ કે જેનાથી તેઓ પ્રસન્ન થાય એવી જ બાબતો હું કરું છું."
\v 30 જ્યારે ઈસુ આ બાબતો કહી રહ્યા ત્યારે બીજા ઘણા લોકોએ તેમના પર વિશ્વાસ કર્યો.
\p
\s5
\v 31 પછી ઈસુએ એ યહૂદીઓને કે જેઓ હમણાં કહી રહ્યા હતા કે તેઓ તેમના પર વિશ્વાસ કરે છે તેઓને કહ્યું, "હું જે બધું તમને શીખવું છું તે જો તમે સાંભળશો અને તમે જે કંઈ કરો તેમાં તે પ્રમાણે જીવશો, તો તમે ખરેખર મારા શિષ્યો છો.
\v 32 તમે સત્ય જાણશો, અને જે બધી બાબતોને તમને તેના ગુલામ બનાવ્યા છે તેનાથી સત્ય તમને મુક્ત કરશે."
\v 33 તેઓએ તેમને જવાબ આપ્યો, "અમે ઇબ્રાહિમના વંશજો છીએ, અને અમે ક્યારેય કોઈના ગુલામો ન હતા. તો તમે શા માટે એમ કહો છો કે અમારે મુક્ત થવાની જરૂર છે?
\s5
\v 34 ઈસુએ ઉત્તર આપ્યો, "હું તમને સત્ય કહું છું: જેમ ગુલામ તેના માલિકની આજ્ઞા પાળવા બંધાયેલો છે તેમ જેઓ પાપ કરે છે તેઓ તેમની પાપી ઇચ્છાઓથી બંધાયેલા છે.
\v 35 ગુલામો કુટુંબના સભ્ય તરીકે કાયમ રહેશે નહીં પરંતુ તેઓને વેચવામાં આવે અથવા ઘરે પાછા જવા દેવા માટે મુક્ત કરવામાં આવે. તો પણ, એક પુત્ર તો સદાકાળ માટે કુટુંબનો સભ્ય છે.
\v 36 તેથી જો દીકરો તમને મુક્ત કરે, તો તમે સંપૂર્ણપણે મુક્ત છો.
\s5
\v 37 હું જાણું છું કે તમે ઇબ્રાહિમના કુટુંબમાં છો; તમે તેના વંશજો છો. તેમ છતાં, તમારા લોકો મને મારી નાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હું કંઈ પણ કહું છું તેનો તમે વિશ્વાસ નહિ કરો.
\v 38 મારા પિતાએ જે આશ્ચર્યકર્મો અને ડહાપણ મને બતાવ્યાં છે તે સર્વ વિષે હું તમને કહું છું, પરંતુ તમારા પિતાએ તમને જે કરવા માટે કહ્યું હતું તમે માત્ર તે જ કરો છો."
\p
\s5
\v 39 તેઓએ તેમને ઉત્તર આપ્યો, "ઇબ્રાહિમ અમારો પૂર્વજ છે." ઈસુએ તેઓને કહ્યું, "જો તમે ઇબ્રાહિમનાં વંશજો હોત, તો તેણે જે બાબતો કરી તે તમે કરતા હોત.
\v 40 ઈશ્વર પાસેથી મેં જે સત્ય સાંભળ્યું છે તે હું તમને કહેતો આવ્યો છું, પરંતુ તમે મને મારી નાખવાના પ્રયત્નો કરો છો. ઈબ્રાહિમે તે પ્રકારની બાબતો કરી નહતી.
\v 41 ના! તમારા ખરા પિતાએ જે બાબતો કરી તે તમે કરી રહ્યા છો." લોકોએ તેમને કહ્યું, "અમે તમારા વિષે જાણતા નથી, પરંતુ અમે તો વ્યભિચારથી જન્મેલાં બાળકો નથી. અમારા માત્ર એક જ પિતા છે, અને તે તો ઈશ્વર છે."
\s5
\v 42 ઈસુએ તેઓને કહ્યું, "જો ઈશ્વર તમારા પિતા હોત, તો તમે મને પ્રેમ કરતા હોત કારણ કે હું ઈશ્વર પાસેથી આવ્યો છું અને હવે હું આ જગતમાં આવ્યો છું. મેં પોતે આવવાનું નક્કી કર્યું માટે નહિ પરંતુ તેમણે મને મોકલ્યો છે માટે હું આવ્યો છું.
\v 43 હું જે કહું છું તે તમે શા માટે સમજી શકતા નથી તે હું તમને બતાવીશ. કારણ કે તમે મારો સંદેશ કે મારું શિક્ષણ સ્વીકારતા નથી તેથી તમે સમજી શકતા નથી.
\v 44 તમે તમારા પિતા શેતાનના છો, અને તે જે ઇચ્છે છે તે તમે કરવા ઇચ્છો છો. જે સમયે લોકોએ પ્રથમ વાર પાપ કર્યું ત્યારથી તે ખૂની હતો. તેણે ઈશ્વરના સત્યને ત્યજી દીધું છે; તે તેનામાં નથી. તે જ્યારે પણ જૂઠ્ઠું બોલે છે, ત્યારે તે પોતાના ચારિત્ર્ય પ્રમાણે બોલે છે કારણ કે તે જૂઠ્ઠો છે; જે કોઈ પણ જૂઠ્ઠું બોલે છે તે શેતાન તેને જેમ કરાવવા ઇચ્છે છે તેમ કરે છે.
\s5
\v 45 હું તમને સત્ય કહું છું, માટે તમે મારો વિશ્વાસ કરતા નથી!
\v 46 તમારામાંનો કોણ મને પાપને લીધે દોષિત ગણે છે? હું તમને સત્ય કહું છું તેને લીધે, મારા પર વિશ્વાસ ન કરવાનું તમે કયું કારણ આપો છો?
\v 47 જેઓ ઈશ્વરના છે તેઓ ઈશ્વર તેઓને જે કહે છે તે સાંભળે અને પાળે છે. તમે તેમનો સંદેશ સાંભળતા કે પાળતા નથી તેનું કારણ એ છે કે તમે ઈશ્વરના નથી."
\p
\s5
\v 48 તેમના યહૂદી દુશ્મનોએ તેમને ઉત્તર આપ્યો, "તમે સમરૂની છો એમ કહેવામાં અમે ચોક્કસ સાચા છીએ, તમે કોઈ પણ હિસાબે ખરેખર સાચા યહૂદી નથી! અને તમારામાં દુષ્ટાત્મા રહે છે!"
\v 49 ઈસુએ ઉત્તર આપ્યો, "મારામાં દુષ્ટાત્મા રહેતો નથી! હું મારા પિતાને માન આપું છું, અને તમે મને માન આપતા નથી!
\s5
\v 50 લોકો મારાં વખાણ કરે તે માટે હું લોકોને સમજાવતો નથી. મને જે મળવાપાત્ર છે તે આપવાની ઇચ્છા રાખનાર તો બીજું જ કોઈક છે અને હું જે બધું કહું છું અને કરું છું તેનો ન્યાય પણ તેઓ જ કરશે.
\v 51 હું તમને સત્ય કહું છું: જે કોઈ મારાં વચનને દૃઢતાથી વળગી રહે અને મેં જેમ આપ્યું છે તેમ વિશ્વાસ કરે, તે માણસ ક્યારેય મરશે નહિ!"
\p
\s5
\v 52 પછી તેમના યહૂદી દુશ્મનોએ તેમને કહ્યું, "હવે અમને ખાતરી છે કે તારામાં દુષ્ટાત્મા રહે છે! ઇબ્રાહિમ અને પ્રબોધકો ઘણા સમય અગાઉ મરણ પામ્યા! તેમ છતાં તમે કહો છો કે તમે જે શિક્ષણ આપો છો તેને જે કોઈ વળગી રહે તે ક્યારેય મરશે નહિ!
\v 53 તમે અમારા પિતા ઇબ્રાહિમ કરતા મોટા નથી. તે મરણ પામ્યો અને બધા જ પ્રબોધકો પણ મરણ પામ્યા. તો તમે પોતાના વિષે શું માનો છો?"
\s5
\v 54 ઈસુએ ઉત્તર આપ્યો, "જો લોકો મારી પ્રશંસા કરે એવો પ્રયાસ હું કરું, તો તે નકામું છે. એ તો મારા પિતા છે કે જેઓ મારી, મારા ચારિત્ર્ય અને મારા સારાપણાની પ્રશંસા કરે છે, અને તો પણ એ તો મારા પિતા જ છે કે જેમના વિષે તમે કહો છો કે, 'તે અમારા ઈશ્વર છે.'
\v 55 જો કે તમે તેમને જાણતા નથી તેમ છતાં, હું તેમને જાણું છું. જો મેં એમ કહ્યું હોત કે હું તેમને જાણતો નથી, તો હું તમારી જેમ જુઠ્ઠો હોત. હું તેમને જાણું છું અને તેઓ જે કહે છે તે હું હંમેશા પાળું છું.
\v 56 જ્યારે તેમણે પ્રબોધક તરીકે, ભવિષ્યમાં હું શું કરી શકુ છું તે જોયું ત્યારે તમારો પિતા ઇબ્રાહિમ આનંદિત હતો.
\p
\s5
\v 57 ત્યારબાદ યહૂદી આગેવાનોએ તેમને કહ્યું, "તમે તો હજી પચાસ વર્ષના પણ નથી! શું તમે ઇબ્રાહિમને જોયા છે?"
\v 58 ઈસુએ તેઓને કહ્યું, "હું તમને સત્ય કહું છું, ઇબ્રાહિમ હતો તે અગાઉથી, હું છું."
\v 59 તેથી તેઓએ તેમને મારી નાખવા માટે પથ્થર ઉઠાવ્યા. પણ, ઈસુ ગુપ્ત રીતે ભક્તિસ્થાન છોડીને, બીજે ક્યાંક ચાલ્યા ગયા.
\s5
\c 9
\p
\v 1 જ્યારે ઈસુ ચાલતા હતા, ત્યારે તેમણે એક માણસને જોયો કે જે, જન્મ્યો ત્યારથી જીવન પર્યંત અંધ હતો.
\v 2 શિષ્યોએ તેમને પૂછ્યું, "ગુરુજી, કોના પાપને લીધે આ માણસ અંધ જન્મ્યો? શું આ માણસે પોતે પાપ કર્યું છે, કે તેના માતાપિતાએ?"
\s5
\v 3 ઈસુએ ઉત્તર આપ્યો, "આ માણસે કે તેના માતાપિતાએ પાપ કર્યું તેના લીધે તેમ નથી. તે અંધ જન્મ્યો કે જેથી આજે ઈશ્વર તેનામાં જે પરાક્રમી કાર્ય કરશે તે લોકો જોઈ શકે.
\v 4 જ્યાં સુધી હજી દિવસ છે ત્યાં સુધી જેમણે મને મોકલ્યો છે તેમનું કામ આપણે કરવું જોઈએ. રાત આવે છે અને જ્યારે તે આવશે, ત્યારે કોઈ પણ કામ કરી શકશે નહિ.
\v 5 જ્યાં સુધી હું જગતમાં છું, ત્યાં સુધી હું જગતનું અજવાળું છું."
\p
\s5
\v 6 જ્યારે તેમણે આ કહ્યું, ત્યારે તે જમીન પર થૂંક્યા. તેમના લાળથી તેમણે કાદવ બનાવ્યો, અને દવા તરીકે માણસની આંખો પર લગાવ્યો.
\v 7 પછી ઈસુએ તેને કહ્યું, "જા અને જઈને શિલોઆહના કુંડમાં ધોઈ આવ!" (તે કુંડના નામનો અર્થ 'મોકલેલો' થાય છે). તેથી તે માણસ ગયો અને કુંડમાં આંખો ધોઈ. જ્યારે તે પાછો આવ્યો, ત્યારે તે જોવા માટે શક્તિમાન હતો.
\s5
\v 8 તે માણસના પડોશીઓ અને બીજાઓ કે જેઓએ તેને ભીખ માગતો જોયો હતો તેઓએ કહ્યું, "શું આ તે માણસ નથી કે જે અહીં બેસીને ભીખ માગતો હતો?"
\v 9 કેટલાકે કહ્યું, "આ તે જ છે." બીજાઓએ કહ્યું, "ના, પણ તે એ માણસના જેવો જ દેખાય છે." જો કે, તે માણસે પોતે જ કહ્યું, "હા, હું તે જ માણસ છું!"
\s5
\v 10 તેથી તેઓએ તેને કહ્યું, "તો તું કેવી રીતે જોઈ શકે છે?"
\v 11 તેણે ઉત્તર આપ્યો, "ઈસુ નામના માણસે થોડો કાદવ બનાવ્યો અને દવાની જેમ વાપરીને મારી આંખો પર મૂક્યો. પછી તેમણે મને શિલોઆહના કુંડમાં જઈને ધોવા માટે કહ્યું. તેથી હું ત્યાં ગયો અને આંખો ધોઈ, અને તે પછી હું પ્રથમ વાર જોઈ શક્યો."
\v 12 તેઓએ તેને કહ્યું, "તે માણસ ક્યાં છે?" તેણે કહ્યું, "હું જાણતો નથી."
\p
\s5
\v 13 ત્યાંના કેટલાક લોકો તે માણસને ફરોશીઓની સભામાં લઇ ગયા.
\v 14 હવે જ્યારે ઈસુએ આ ચમત્કાર કર્યો હતો તે તો વિશ્રામવાર હતો.
\v 15 તેથી ફરોશીઓએ તે માણસને ફરીથી તે હવે કેવી રીતે જોઈ શકે છે તે વિષે પૂછ્યું. તેણે તેઓને કહ્યું, "તે માણસે મારી આંખો પર કાદવ મૂક્યો અને મેં આંખો ધોઈ, અને હવે હું જોઈ શકું છું."
\s5
\v 16 કેટલાક ફરોશીઓએ કહ્યું, "અમે જાણીએ છીએ કે આ માણસ ઈસુ, ઈશ્વર તરફથી નથી કારણ કે તે વિશ્રામવાર પાળતા નથી." તે જૂથમાંના બીજાઓએ પૂછ્યું, "જો તે પાપી હોત, તો બધા જોઈ શકે છે તેવા સામર્થ્યનાં કાર્યો કેવી રીતે કરી શકે છે?" તેથી ફરોશીઓમાં મતભેદ ઊભા થયા.
\v 17 તેઓએ તે અંધ માણસને ફરીથી પૂછ્યું, "હવે તે જે તારી દૃષ્ટિ પાછા લાવ્યા છે માટે, તું તેમના વિષે શું કહે છે?" તે માણસે કહ્યું, "તે પ્રબોધક છે."
\p
\v 18 હવે જે યહૂદીઓ ઈસુના વિરોધીઓ હતા તેઓએ વિશ્વાસ ન કર્યો કે તે માણસ અંધ હતો અને હવે દેખતો થયો છે. તેથી તેઓએ કોઈકને તે માણસના માતાપિતાને લાવવા માટે મોકલ્યો કે જેથી તેઓની પણ પૂછપરછ કરવામાં આવે.
\s5
\v 19 તેઓએ તેનાં માતાપિતાને પૂછ્યું, "શું આ તમારો દીકરો છે? શું તમે એમ કહો છો કે તે જન્મ્યો તે દિવસથી અંધ છે? તો પછી તે કેવી રીતે જોઈ શકે છે?"
\v 20 તેનાં માતાપિતાએ ઉત્તર આપ્યો, "અમે જાણીએ છીએ કે આ અમારો દીકરો છે. અમે જાણીએ છી કે તે જ્યારે જન્મ્યો ત્યારે તે અંધ હતો.
\v 21 તેમ છતાં, અમે જાણતા નથી કે હવે તે કેવી રીતે જોઈ શકે છે. તેની આંખો કોણે સાજી કરી તે અમે જાણતા નથી. તેને પૂછો, પોતાની જાતે બોલવા માટે તે પુખ્ત છે."
\s5
\v 22 જે યહૂદીઓ ઈસુની વિરુદ્ધ હતા તેઓએ અગાઉથી એકબીજા સાથે એવું નક્કી કર્યું હતું કે જે કોઈ ઈસુ મસીહ છે તેવું જાહેર કરશે તેને સભાસ્થાનમાંથી કાઢી મૂકવામાં આવશે.
\v 23 તેથી જ તેનાં માતાપિતાએ કહ્યું, "તેને પૂછો, પોતાની જાતે બોલવા માટે તે પુખ્ત છે."
\p
\s5
\v 24 તેથી તેઓએ જે અંધ હતો તે માણસને બોલાવ્યો, અને બીજી વખત તેમની આગળ આવવા માટે તેને કહ્યું. જ્યારે તે ત્યાં ગયો, ત્યારે તેઓએ તેને કહ્યું, "ઈશ્વરના સમ ખા કે તું માત્ર સત્ય જ બોલીશ! અમે જાણીએ છીએ કે જે માણસે તને સાજો કર્યો છે તે પાપી છે અને મૂસાએ આપણને જે નિયમો આપ્યા છે તે એ પાળતા નથી."
\v 25 તેણે ઉત્તર આપ્યો, "તે પાપી છે કે નહિ, તે હું જાણતો નથી. એક બાબત હું જાણું છું કે હું અંધ હતો, પરંતુ હવે જોઈ શકું છું."
\s5
\v 26 તેથી તેઓએ તેને કહ્યું, "તેમણે તને શું કર્યું છે? તેમણે તને કેવી રીતે સાજો કર્યો છે કે તું હવે જોઈ શકે છે?"
\v 27 તેણે તેઓને જવાબ આપ્યો, "મેં તે તમને અગાઉથી જ કહી દીધું છે, પરંતુ તમે મારો વિશ્વાસ કરતા નથી. શા માટે તમે ઇચ્છો છો કે હું તે ફરીથી કહું? શું તમે પણ ખરેખર તેમના શિષ્યો થવા ઇચ્છો છો?"
\v 28 પછી તેઓ ગુસ્સે થયા અને તેનું અપમાન કર્યું: "તું તે માણસનો શિષ્ય છે, પરંતુ અમે તો મૂસાના શિષ્યો છીએ!
\v 29 અમે જાણીએ છીએ કે ઈશ્વરે મૂસા સાથે વાત કરી; પરંતુ આ માણસ વિષે, અમે એ પણ જાણતા નથી કે તે ક્યાંથી આવે છે."
\s5
\v 30 તે માણસે ઉત્તર આપ્યો, "તે તો ઘણું અદ્દ્ભુત છે! તમે જાણતા નથી કે તે ક્યાંથી આવે છે, પરંતુ તે જ વ્યક્તિ છે કે જેમણે મારી આંખો ખોલી કે જેથી હું જોઈ શકું!
\v 31 અમે જાણીએ છીએ કે ઈશ્વર પાપી લોકો, કે જેઓ તેમના નિયમોને અવગણે છે તેમની પ્રાર્થના સાંભળતા નથી, પરંતુ જેઓ તેમની આરાધના કરે છે તથા તેઓ જે ઇચ્છે તે પ્રમાણે કરે છે તેઓનું સાંભળે છે.
\s5
\v 32 જગતના આરંભથી એવું ક્યાંય પણ સાંભળવામાં આવ્યું નથી કે કોઈએ જન્મથી અંધ માણસની આંખો ખોલી હોય!
\v 33 જો આ માણસ ઈશ્વર પાસેથી આવ્યો નથી, તો તે તેવું કંઈ પણ કરી શકે નહિ!
\v 34 તેઓએ તેને ઉત્તર આપ્યો, "તું પાપમાં જન્મ પામ્યો હતો અને તારું આખું જીવન પાપમાં જીવ્યો છે! શું તું એવું માને છે કે અમને શિક્ષણ આપવા માટે તું લાયકાત ધરાવે છે?" પછી તેઓએ તેને સભાસ્થાનમાંથી કાઢી મૂક્યો.
\p
\s5
\v 35 ઈસુએ સાંભળ્યું કે ફરોશીઓએ તેમણે સાજા કરેલા માણસ સાથે શું કર્યું અને કેવી રીતે તેઓએ તેને સભાસ્થાનમાંથી કાઢી મૂક્યો. તેથી તેઓ તે માણસને શોધવા માટે ગયા. જયારે તે તેમને મળ્યો, ત્યારે તેમણે તેને કહ્યું, "શું તું મારા, એટલે કે માણસના દીકરા પર વિશ્વાસ કરે છે?"
\v 36 તે માણસે ઉત્તર આપ્યો. "સાહેબ, તે કોણ છે? મને કહો, કે જેથી હું તેમના પર વિશ્વાસ કરી શકું."
\v 37 ઈસુએ તેને કહ્યું, "તેં તેમને જોયા છે. તે એ જ છે કે જે તારી સાથે હમણાં વાત કરી રહ્યા છે."
\v 38 તે માણસે કહ્યું, "પ્રભુ, હું વિશ્વાસ કરું છું." પછી તે ઘૂંટણે પડ્યો અને તેમની આરાધના કરી.
\p
\s5
\v 39 ઈસુએ કહ્યું, "હું આ જગતમાં જગતનો ન્યાય કરવા માટે આવ્યો છું કે જેથી જેઓ જોઈ શકતા નથી તેઓ જોઈ શકે અને જેઓ જોઈ શકે છે તેઓ અંધ બને."
\v 40 કેટલાક ફરોશીઓ કે જેઓ તેમની સાથે હતા તેઓએ તેમને આવું કહેતા સાંભળ્યા, અને તેઓએ ઈસુને પૂછ્યું, "શું અમે પણ અંધ છીએ?"
\v 41 ઈસુએ તેઓને કહ્યું, "જો તમે અંધ હોત, તો, તમને કોઈ દોષ ન લાગત. તો પણ, હવે તમે પોતાનો બચાવ કરતા કહો છો કે 'અમે જોઈએ છીએ,' માટે તમારો દોષ તમારા પર રહે છે.
\s5
\c 10
\p
\v 1 "હું તમને સત્ય કહું છું: જે ઘેટાંના વાડામાં પ્રવેશે, તેણે બારણાંમાંથી જ પ્રવેશવું જોઈએ. જો તે બીજી કોઈ રીતે અંદર પ્રવેશે, તો તે ઘેટાંની કાળજી રાખનાર નહીં, પરંતુ ઘેટાંને ચોરી જનાર ચોર કે લૂંટારો છે.
\v 2 જે બારણાંમાંથી ઘેટાંના વાડામાં પ્રવેશે છે તે જ ખરો ઘેટાંપાળક છે, કારણ કે તે ઘેટાંની કાળજી રાખે છે.
\s5
\v 3 ઘેટાંપાળક દૂર હોય ત્યારે બારણાંની રક્ષા કરનાર ભાડુતી માણસ જ્યારે ઘેટાંપાળક આવે છે ત્યારે તેના માટે બારણું ખોલશે. વળી, જ્યારે ઘેટાંપાળક ઘેટાંને નામ લઈને બોલાવે છે ત્યારે ઘેટાં માત્ર તેનો જ અવાજ ઓળખે છે. ત્યારબાદ તે ઘેટાંને ચરાવવા અને પાણી પીવડાવવા વાડાની બહાર લઇ જાય છે.
\v 4 પોતાનાં બધાં ઘેટાંને વાડાની બહાર લાવ્યા પછી તે ઘેટાંઓની આગળ ચાલે છે. તેનાં ઘેટાં તેની પાછળ ચાલવા આતુર હોય છે કારણ કે તેઓ તેનો અવાજ ઓળખે છે.
\s5
\v 5 કોઈ અજાણ્યો જો ઘેટાંને બોલાવે તો તેઓ તેની પાછળ જશે નહીં. તેઓ તેની પાસેથી નાસી જશે કારણ કે અજાણ્યા માણસનો અવાજ તેઓ ઓળખતાં નથી."
\p
\v 6 ઘેટાંપાળકના કાર્યનું આ ઉદાહરણ ઈસુએ વાપર્યું. તો પણ, તેઓ તેમને શું કહે છે તે તેમના શિષ્યો સમજ્યા નહીં.
\s5
\v 7 તેથી ઈસુએ ફરી તેમની સાથે વાત કરી, "હું તમને સત્ય કહું છું: હું બારણું છું કે જેમાંથી સર્વ ઘેટાં વાડામાં પ્રવેશે છે.
\v 8 જે સર્વ મારી અગાઉ આવ્યા, તેઓ ઘેટાંને ચોરી જનાર ચોર અને લૂંટારા હતા; પરંતુ ઘેટાંઓએ તેઓનું સાંભળ્યું નહીં, અને તેઓ તેમની પાછળ ગયાં નહીં.
\s5
\v 9 હું પોતે તે બારણા સમાન છું. જો કોઈ બારણામાંથી પ્રવેશે અને જ્યાં ઘેટાં છે તે વાડામાં જાય, તો તે સુરક્ષિત રહેશે, અને તે બહાર જશે અને તેને ચરવાનું મળશે.
\v 10 ચોર માત્ર ચોરી કરવા, મારી નાખવા, અને નાશ કરવા માટે આવે છે. તેમને જીવન મળે માટે હું આવ્યો છું અને તે જીવન ભરપૂર અને ઊભરાતું જીવન હશે.
\p
\s5
\v 11 હું ઉત્તમ ઘેટાંપાળક સમાન છું. ઉત્તમ ઘેટાંપાળક પોતાના ઘેટાંના રક્ષણ અને બચાવ માટે મરણ પામશે.
\v 12 કોઈ વ્યક્તિ ઘેટાં ઉપર દેખરેખ રાખવા ભાડુતી માણસને નાણાં ચૂકવે છે. તે ઘેટાં પોતાનાં છે તેવી રીતે તે ઘેટાંની કાળજી રાખતો નથી; નોકરી કરનાર કર્મચારીની જેમ તે માટે કામ કરે છે. તેથી જ્યારે ઘેટાંઓને મારી નાખવા તે વરુને આવતું જુએ છે, ત્યારે તે પોતાના જીવને જોખમમાં નાખતો નથી. તે ઘેટાંને પડતાં મૂકીને નાસી જાય છે તેથી વરુ તે ઘેટાંઓ પર હુમલો કરી તેઓમાંના ઘણાંને લઇ જાય છે અને બીજાઓને વિખેરી નાખે છે.
\v 13 ભાડુતી માણસ નાસી જાય છે કારણ કે તે માત્ર નાણાં માટે કામ કરે છે. ઘેટાંનું શું થાય તેની તેને ચિંતા હોતી નથી.
\s5
\v 14 હું, પોતે, ઉત્તમ ઘેટાંપાળક છું. જેમ હું મારા પિતાને ઓળખું છું અને મારા પિતા મને ઓળખે છે તેમ
\v 15 હું મારાં પોતાનાં ઘેટાંને ઓળખું છું અને મારાં પોતાનાં ઘેટાં મને ઓળખે છે. તેના કારણે, હું મારાં ઘેટાં માટે મરણ પામવા માટે તૈયાર છું.
\v 16 મારાં બીજાં ઘેટાં પણ છે કે જેઓ, તમે જે ઘેટાંના ટોળામાં છો તેમાંનાં નથી. તેઓ પણ મને સાંભળે તેવું હું કરીશ. તેઓ મારું સાંભળશે, અને છેવટે મારી, એકમાત્ર ઘેટાંપાળકની હેઠળ ઘેટાંઓનું એક જ ટોળું હશે.
\s5
\v 17 મારા પિતા મને પ્રેમ કરે છે કારણ કે હું મારા જીવનું બલિદાન આપીશ. હું મારા જીવનો ત્યાગ કરીશ, અને ફરી જીવવા માટે હું તેને પાછો લઇશ.
\v 18 મારો જીવ આપવા માટે મને કોઈ દબાણ કરતું નથી. મારું બલિદાન આપવાનું મેં પોતે પસંદ કર્યું છે. મારો જીવ આપવાનો અને તેને પાછો મેળવવાનો અને સજીવન થવાનો મને અધિકાર છે. આ કાર્ય મારા પિતા તરફથી છે, અને તેમણે મને આ કાર્ય કરવા માટે આજ્ઞા આપી છે."
\p
\s5
\v 19 જ્યારે યહૂદીઓએ ઈસુ જે શબ્દો બોલ્યા તે સાંભળ્યું ત્યારે તેઓ મધ્યે ઈસુ વિષેનાં તેમનાં મંતવ્યના લીધે ભાગલા પડ્યા.
\v 20 તેઓમાંના ઘણા એ કહ્યું, "દુષ્ટાત્મા તેનું નિયંત્રણ કરે છે અને તેણે તેને ઘેલો કર્યો છે. તેને સાંભળવામાં સમય બગાડશો નહીં!"
\v 21 બીજાઓએ કહ્યું, "તેઓ જે કહે છે તે દુષ્ટાત્માથી પીડિત માણસ કદી કહી શકે નહીં. કોઈ દુષ્ટાત્મા અંધ માણસની આંખો ખોલી શકે નહિ!"
\p
\s5
\v 22 હવે શિયાળામાં આવતા પ્રતિષ્ઠાપર્વની ઉજવણીનો સમય પાસે હતો, એટલે કે જ્યારે યહૂદીઓ; તેઓના પૂર્વજોએ પોતાના ભક્તિસ્થાનને શુદ્ધ કરીને ફરીથી ઈશ્વરને અર્પણ કર્યું હતું તે યાદ કરતા હતા તે સમય.
\v 23 ઈસુ ભક્તિસ્થાનના આંગણામાં સુલેમાનની પરસાળમાં ચાલતા હતા.
\v 24 જેઓ ઈસુના વિરોધી હતા તે યહૂદીઓ ઈસુની આસપાસ ભેગા થયા અને કહ્યું, "તમે કોણ છો તે સંબંધી તમે અમને કેટલો સમય શંકામાં રાખશો? જો તમે મસીહા છો તો અમને સ્પષ્ટપણે કહી દો, કે જેથી અમે જાણી શકીએ."
\s5
\v 25 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, "મેં તમને કહ્યું છે, પરંતુ તમે વિશ્વાસ કરતા નથી. મારા પિતાના નામ દ્વારા અને તેમના અધિકારથી હું જે ચમત્કારો અને બીજાં કાર્યો કરું છું તેના લીધે તમે જાણો છો કે હું કોણ છું. મારાં વિષે જે સર્વ તમારે જાણવું જોઈએ તે એ બાબતો તમને કહે છે.
\v 26 તમે મારા પર વિશ્વાસ કરતા નથી કેમ કે તમે મારા નથી. તમે બીજા ઘેટાપાળકનાં ઘેટાં છો.
\s5
\v 27 મારાં ઘેટાં મારો અવાજ સાંભળે છે. હું તેઓમાંના દરેકને નામથી ઓળખું છું; તેઓ મને અનુસરે છે અને મારી આજ્ઞા પાળે છે.
\v 28 હું તેમને અનંતજીવન આપુ છું. કોઈ કદી તેમનો નાશ કરી શકશે નહીં, અને કોઈ તેઓને મારી પાસેથી ચોરવા શક્તિમાન થશે નહીં.
\s5
\v 29 મારા પિતા સર્વ કરતાં મહાન છે, અને તેમણે તેઓને મને સોંપ્યાં છે; તેથી કોઈ તેઓને મારી પાસેથી ચોરવા શક્તિમાન થશે નહીં.
\v 30 હું અને પિતા એક જ છીએ."
\p
\v 31 ઈસુના દુશ્મનોએ ફરી પથ્થર લીધા કે તેઓ પથ્થર મારીને તેઓને મારી નાખે.
\s5
\v 32 ઈસુએ તેઓને કહ્યું, "જે કામો મારા પિતાએ મને કહ્યાં હતાં તે, ઘણાં સારાં કામ કરતાં તમે મને જોયો છે. તેઓમાંના કયા કામને લીધે તમે મને પથ્થર મારવા જઈ રહ્યા છો?"
\v 33 યહૂદી વિરોધીઓએ જવાબ આપ્યો, "તમારા સારા કામને કારણે નહીં, પરંતુ તમે, માત્ર માણસ થઈને, ઈશ્વરનું અપમાન કરો છો અને પોતાને ઈશ્વર ઠરાવો છો માટે અમે તમારો જીવ લેવા ઇચ્છીએ છીએ!"
\s5
\v 34 ઈસુએ તેઓને જવાબ આપ્યો, "જે શાસકો ઈશ્વરે નીમ્યા તેઓને તેમણે જે કહ્યું તે શાસ્ત્રમાં લખેલું છે: 'મેં કહ્યું છે કે તમે (ઘણા માનવંત હોઈને તથા ઘણાઓ પર અધિકાર ધરાવતા હોઈને) દેવો જેવા છો.'
\v 35 જ્યારે ઈશ્વરે તે આગેવાનોને નીમ્યા ત્યારે તેઓએ આ પ્રમાણે કહ્યું. કોઈએ તેનો વિરોધ કર્યો નહીં, અને શાસ્ત્રમાં જે લખેલું છે તેને અસત્ય ઠરાવી શકાતું નથી.
\v 36 જેને મારા પિતાએ અહીં આ દુનિયામાં મોકલવા માટે પસંદ કર્યો છે તે હું જ છું. તેથી 'હું ઈશ્વરનો દીકરો છું' એમ કહીને જ્યારે હું કહું છું કે હું ઈશ્વર સમાન છું ત્યારે તમે મારાથી ગુસ્સે કેમ થાઓ છો?
\s5
\v 37 મારા પિતાએ જે કામ મને કરવાનું કહ્યું છે તે જો હું કરું નહીં, તો તમે મારા પર વિશ્વાસ કરો તેવી અપેક્ષા હું રાખું નહીં.
\v 38 તો પણ, કેમ કે હું આ કામો કરું છું, માટે ભલે તમે મારી વાતો પર વિશ્વાસ ન કરો પણ આ કામો તમને મારા વિષે જે કહે છે તેના પર વિશ્વાસ કરો. જો તમે તેમ કરો, તો તમે જાણશો અને સમજશો કે મારા પિતા મારામાં છે અને હું મારા પિતામાં છું."
\p
\v 39 તેઓએ તે સાંભળ્યું પછી, તેઓએ ફરી ઈસુને પકડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ફરીથી ઈસુ તેઓથી દૂર ચાલ્યા ગયા.
\p
\s5
\v 40 પછી ઈસુ યર્દન નદીની પૂર્વ બાજુ ગયા. યોહાન બાપ્તિસ્મી તેની સેવાની શરૂઆતના સમયમાં લોકોને જ્યાં બાપ્તિસ્મા આપતો હતો ત્યાં તેઓ ગયા. ઈસુ ઘણા દિવસો સુધી ત્યાં રહ્યા.
\v 41 ઘણા લોકો તેમની પાસે આવ્યા. તેઓ કહેતા હતા, "યોહાન બાપ્તિસ્મીએ કદી ચમત્કારો કર્યા નથી, પરંતુ આ માણસે ઘણા ચમત્કારો કર્યા છે! યોહાને આ માણસ માટે જે સર્વ કહ્યું હતું તે સાચું છે!"
\v 42 ઘણાં લોકોએ તેમના પર વિશ્વાસ કર્યો; તેઓ કોણ હતા અને તેઓ તેમને માટે શું કરી શકે છે તેના પર તેઓએ વિશ્વાસ કર્યો.
\s5
\c 11
\p
\v 1 લાજરસ નામનો એક માણસ ઘણો જ બીમાર પડ્યો. તે બેથાનિયા ગામમાં જ્યાં મરિયમ અને માર્થા રહેતાં હતાં ત્યાં રહેતો હતો.
\v 2 આ તે જ મરિયમ હતી કે જેણે પાછળથી પ્રભુ પર પોતાનો પ્રેમ અને તેમના પ્રત્યે માન દર્શાવવા માટે તેમના પર અત્તર રેડ્યું હતું, અને તેમના પગ પોતાના વાળ વડે લૂછ્યા હતા. જે બીમાર હતો એ તેનો ભાઈ લાજરસ જ હતો.
\s5
\v 3 તેથી આ બંને બહેનોએ કોઈકને મોકલ્યો કે તે ઈસુને લાજરસ વિષે કહે; તેઓએ કહ્યું, "પ્રભુ, જેના પર તમે પ્રેમ કરો છો તે બીમાર છે."
\v 4 જ્યારે ઈસુએ લાજરસની બીમારી વિષે સાંભળ્યું, ત્યારે તેમણે કહ્યું, "આ બીમારીથી લાજરસનું મરણ નહીં થાય. આ બીમારીનો હેતુ એ છે કે જ્યારે ઈશ્વર આશ્ચર્યકારક બાબતો કરે ત્યારે લોકો જુએ અને જાણે કે ઈશ્વર કેટલા મહાન છે અને તેથી હું, ઈશ્વર પુત્ર, પણ તેમનું મહાન સામર્થ્ય દર્શાવું."
\s5
\v 5 હવે ઈસુ માર્થા, તેની બહેન મરિયમ તથા લાજરસ પર પ્રેમ રાખતા હતા.
\v 6 તેમ છતાં, જ્યારે ઈસુએ સાંભળ્યું કે લાજરસ બીમાર છે, ત્યારે તેમણે તેને મળવા જવામાં વિલંબ કર્યો. તેઓ જ્યાં હતા ત્યાં તેઓ બીજા બે દિવસ વધુ રોકાયા.
\p
\v 7 પછી તેમણે શિષ્યોને કહ્યું, "ચાલો ફરી યહૂદિયા જઈએ."
\s5
\v 8 શિષ્યોએ કહ્યું, "ગુરુજી, થોડા સમય અગાઉ જે યહૂદીઓ તમારો વિરોધ કરતા હતા તેઓ તમને પથ્થરે મારી નાખવા ઇચ્છતા હતા, અને હવે તમારે ફરી ત્યાં જવું છે!"
\v 9 ઈસુએ તેઓને જવાબ આપ્યો, "તમે જાણો છો કે દિવસના બાર કલાક હોય છે, શું તે સત્ય નથી? જે દિવસે ચાલે છે તે સાચવીને ચાલશે કારણ કે રસ્તામાં શું છે તેને તે જોઈ શકે છે.
\s5
\v 10 તો પણ, જ્યારે માણસ રાત્રે ચાલે છે, ત્યારે તે સહેલાઇથી ઠોકર ખાય છે કારણ કે તે જોઈ શકતો નથી."
\p
\v 11 આ બાબતો કહ્યા પછી, તેમણે તેઓને કહ્યું, "આપણો મિત્ર લાજરસ ઊંઘી ગયો છે, પરંતુ હું તેને ઉઠાડવા ત્યાં જઈશ."
\s5
\v 12 શિષ્યોએ તેમને કહ્યું, "પ્રભુ, જો તે ઊંઘી ગયો છે, તો તેને સારું થઈ જશે."
\v 13 ઈસુ તો લાજરસના મરણ સંબંધી કહી રહ્યા હતા, પરંતુ શિષ્યોને લાગ્યું કે તેઓ ઊંઘ કે જેના વિષે આપણે જાણીએ છીએ કે તે આપણને આરામ આપે છે તેના વિષે કહી રહ્યા છે.
\v 14 પછી તેમણે તેઓને સ્પષ્ટપણે કહ્યું, "લાજરસ મરણ પામ્યો છે."
\s5
\v 15 ઈસુએ બોલવાનું જારી રાખતાં કહ્યું, "પરંતુ તમારા માટે, હું આનંદ અનુભવું છું કે જ્યારે તે મરણ પામ્યો ત્યારે હું ત્યાં ન હતો જેથી તમે મારા પર કયા કારણથી વિશ્વાસ કરી શકો છો તે તમે જાણો. હવે સમય છે; ચાલો આપણે તેની પાસે જઈએ."
\v 16 પછી થોમા, જે 'દીદીમસ (જોડિયો)' કહેવાય છે, તેણે બીજા શિષ્યોને કહ્યું, "ચાલો આપણે ઈસુ સાથે જઈએ કે જેથી આપણે પણ તેમની સાથે મરણ પામીએ."
\p
\s5
\v 17 જ્યારે ઈસુ બેથાનિયા આવ્યા, ત્યારે તેઓએ જોયું કે લાજરસ તો મરણ પામ્યો છે અને તેને કબરમાં મૂક્યાને ચાર દિવસ થઇ ગયા છે.
\v 18 હવે યરુશાલેમ બેથાનિયાથી માત્ર ત્રણ કિલોમીટર દૂર હતું.
\v 19 ઘણા યહૂદીઓ લાજરસ અને તેના કુટુંબને ઓળખતા હતા, અને તેઓ યરુશાલેમથી માર્થા અને મરિયમને તેમના ભાઈના મરણ સંબંધી દિલાસો આપવા આવ્યા હતા.
\v 20 જ્યારે માર્થાએ કોઈને એમ બોલતા સાંભળ્યા કે ઈસુ નજીકમાં જ છે, ત્યારે તે તેમને મળવા રસ્તા પર બહાર ગઈ. મરિયમ ઊઠી નહિ પણ ઘરમાં જ રહી.
\s5
\v 21 જ્યારે માર્થાએ ઈસુને જોયા, ત્યારે તેણે તેમને કહ્યું, "પ્રભુ, જો તમે અહીં હોત, તો મારો ભાઈ મરણ પામ્યો ન હોત.
\v 22 તો પણ, હું જાણું છું કે તમે ઈશ્વર પાસે જે કંઈ માગશો તે ઈશ્વર તમને આપશે."
\v 23 ઈસુએ તેને કહ્યું, "તારો ભાઈ ફરી જીવિત થશે."
\s5
\v 24 માર્થાએ તેમને કહ્યું, "હું જાણું છું કે જ્યારે છેલ્લા દિવસે ઈશ્વર સર્વ મરણ પામેલાને ઊઠાડશે ત્યારે તે ફરી જીવિત થશે."
\v 25 ઈસુએ તેને કહ્યું, "મરણ પામેલાઓને ઊઠાડનાર હું છું; તેઓને જીવન આપનાર હું છું. જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે, તે જો કે મરણ પામે, તોપણ તે ફરી જીવિત થશે.
\v 26 જે સર્વ જીવન પામે છે તેઓ મારી સાથે જોડાય છે અને જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તે કદી મરણ પામશે નહીં. શું તું આ બાબતો પર વિશ્વાસ કરે છે?"
\s5
\v 27 તેણે તેમને કહ્યું, "હા, પ્રભુ! તમે જે કહો છો તે પર હું વિશ્વાસ કરું છું અને હું વિશ્વાસ કરું છું કે, તમે ઈશ્વરના દીકરા, મસીહ છો, જેમના વિષે ઈશ્વરે વચન આપ્યું હતું કે તેઓ આ દુનિયામાં આવશે.
\p
\v 28 તેણે આ કહ્યું ત્યારબાદ, તે ઘરમાં ગઈ અને તેની બહેન મરિયમને એકબાજુએ લઈ જઈને તેણે તેને ખાનગીમાં કહ્યું, "ગુરુજી અહીં છે, અને તેઓ તને બોલાવે છે."
\v 29 જ્યારે મરિયમે આ સાંભળ્યું, ત્યારે તે જલદીથી ઊઠી અને તેમની પાસે બહાર ગઈ.
\s5
\v 30 ઈસુ હજુ સુધી ગામમાં પ્રવેશ્યા ન હતા; માર્થા તેમને જ્યાં મળી હતી ત્યાં જ તેઓ હતા.
\v 31 બહેનોને દિલાસો આપવા જે લોકો તે ઘરમાં આવ્યા હતા તેઓએ મરિયમને ઉતાવળે ઊઠીને બહાર જતાં જોઈ. તેથી તેઓ એમ વિચારતા તેની પાછળ ગયા, કે તે લાજરસને દફનાવ્યો છે ત્યાં તેની કબરે તેના ભાઈને માટે શોક કરવા જઈ રહી છે.
\p
\v 32 જ્યાં ઈસુ હતા તે જગ્યાએ મરિયમ આવી; જ્યારે તેણે તેમને જોયા, ત્યારે તે તેમના પગે પડી અને તેણે કહ્યું, "પ્રભુ, જો તમે અહીં હોત, તો મારો ભાઈ મરણ પામ્યો ન હોત."
\s5
\v 33 જ્યારે ઈસુએ તેને શોક અને રુદન કરતાં જોઈ, અને તેની સાથે આવેલા વિલાપ કરનારાઓને પણ વિલાપ કરતા જોયા, ત્યારે તેઓ પોતાના આત્મામાં ખૂબ દુઃખિત અને નારાજ થયા.
\v 34 તેમણે કહ્યું, "તમે તેના શબને ક્યાં મૂક્યું છે?" તેઓએ તેમને કહ્યું, "પ્રભુ, આવો અને જુઓ."
\v 35 ઈસુ રડ્યા.
\s5
\v 36 તેથી યહૂદીઓએ કહ્યું, "જુઓ તેઓ લાજરસ પર કેટલો પ્રેમ કરતા હતા!"
\v 37 તો પણ, બીજા કેટલાંકે કહ્યું, "શું તેઓએ અંધ માણસની આંખો ઉઘાડી ન હતી? શા માટે તેમણે આ માણસને મરણ પામતા બચાવ્યો નહીં?"
\p
\s5
\v 38 જ્યારે ઈસુ કબરે આવ્યા ત્યારે તેઓ શરીરથી ધ્રૂજી ઊઠ્યા અને તેઓ ભાવાત્મક રીતે અસ્વસ્થ થયા. તે તો ગુફા હતી અને તેના પ્રવેશ દ્વારે મોટો પથ્થર મૂકેલો હતો.
\v 39 જેઓ ત્યાં ઊભા હતા તેઓને ઈસુએ આજ્ઞા કરી, "પથ્થરને ખસેડો." તો પણ, માર્થાએ કહ્યું, "પ્રભુ, હવે તો તે દુર્ગંધ મારતો હશે, કેમ કે તે ચાર દિવસ અગાઉ મરણ પામ્યો છે."
\v 40 ઈસુએ તેને કહ્યું, "શું મેં તને સત્ય કહ્યું ન હતું કે જો તું મારા પર વિશ્વાસ કરે, તો ઈશ્વર કોણ છે તે તું જોશે અને તેઓ શું કરી શકે છે તે તું જાણશે?"
\p
\s5
\v 41 તેથી તેઓએ પથ્થર ખસેડ્યો. ઈસુએ સ્વર્ગ તરફ જોતાં કહ્યું, "પિતા, તમે મારું સાંભળ્યું છે માટે હું તમારો આભાર માનું છું.
\v 42 હું જાણું છું કે તમે હંમેશાં મારું સાંભળો છો. જે લોકો અહીં ઊભા છે તેઓની ખાતર હું આ કહું છું કે જેથી તેઓ તમારા પર વિશ્વાસ કરે અને ખાતરી પામે કે તમે મને મોકલ્યો છે."
\s5
\v 43 તેમણે તે કહ્યું પછી જોરથી બૂમ પાડી, "લાજરસ, બહાર આવ!"
\v 44 જે માણસ મરણ પામ્યો હતો તે બહાર આવ્યો! તેના હાથ હજુ કાપડથી વીંટાળેલા અને તેના પગ શણની પટ્ટીથી બાંધેલા હતા, અને તેનું મુખ પણ કાપડમાં વીંટાળેલું હતું. ઈસુએ તેઓને કહ્યું, "જે કાપડની પટ્ટીઓ દ્વારા તેને બાંધ્યો છે તે કાઢી નાખો અને તેને છોડો. તેને જવા દો."
\p
\s5
\v 45 તેના પરિણામે, જે ઘણા યહૂદીઓ મરિયમને મળવા આવ્યા હતા અને ઈસુએ જે કર્યું તે જેઓએ જોયું હતું, તેઓએ તેમના પર વિશ્વાસ કર્યો.
\v 46 તેમ છતાં, કેટલાક ફરોશીઓ પાસે ગયા અને ઈસુએ જે કર્યું હતું તે તેઓને કહ્યું.
\s5
\v 47 તેથી મુખ્ય યાજકો અને ફરોશીઓએ યહૂદી ન્યાયસભાના સર્વ સભ્યોને ભેગા કર્યા. તેઓ એકબીજાને કહેવા લાગ્યા, "આપણે શું કરીશું? આ માણસ તો ઘણા ચમત્કારો કરે છે.
\v 48 જો આપણે તેમને તે કરવા દઈએ, તો પ્રત્યેક જણ તેમના પર વિશ્વાસ કરશે અને રોમ વિરુદ્ધ બળવો કરશે. પછી રોમનું સૈન્ય આવીને આપણા ભક્તિસ્થાન અને રાષ્ટ્ર બંનેનો નાશ કરશે!"
\p
\s5
\v 49 કાયાફા સભાનો સભાસદ હતો કે જે તે વર્ષે પ્રમુખ યાજક હતો. તેણે તેઓને કહ્યું, "તમે સર્વ કંઈ જાણતા નથી!
\v 50 શું તમને નથી લાગતું કે આખા રાષ્ટ્રનો નાશ થાય તેના કરતાં આખા રાષ્ટ્ર માટે એક માણસ મરણ પામે તે વધારે સારું છે?"
\s5
\v 51 તેણે જે કહ્યું તે તેના પોતાના વિચારના લીધે કહ્યું ન હતું. પણ, તે વર્ષે તે પ્રમુખ યાજક હતો તેથી, તે પ્રબોધ કરતો હતો કે ઈસુએ આખા રાષ્ટ્ર માટે મરણ પામવું જોઈએ.
\v 52 પરંતુ તેણે તો તે પણ પ્રબોધ કર્યો કે માત્ર યહૂદી રાષ્ટ્ર માટે જ નહીં, પરંતુ ઈશ્વરનાં બાળકો, કે જેઓ અન્ય દેશોમાં રહે છે, તેઓને પણ એક રાષ્ટ્ર તરીકે ભેગાં કરવા ઈસુ મરણ પામશે.
\v 53 તેથી તે દિવસથી, ન્યાયસભા ઈસુની ધરપકડ કરવા અને મારી નાખવા માટે તક શોધવા લાગી.
\p
\s5
\v 54 તેના કારણે, ઈસુએ તેમના યહૂદી વિરોધીઓ સમક્ષ જાહેરમાં ફરવાનું ટાળ્યું. તેના બદલે, તેઓ યરુશાલેમમાંથી, તેમના શિષ્યો સાથે, ઉજ્જડ રણના વિસ્તાર પાસેના એફ્રાઇમ નામના નગરમાં ગયા. ત્યાં થોડા સમય માટે તેઓ તેમના શિષ્યો સાથે રહ્યા.
\p
\v 55 હવે તે લગભગ યહૂદી પાસ્ખાપર્વનો સમય હતો, અને દેશના ઘણા ભજનિકો યરુશાલેમ ગયા. તૈયારી સ્વરૂપે તેઓ પોતાને શુદ્ધ કરતા હતા, કે જેથી યહૂદી નિયમ પ્રમાણે તેઓ પોતાને શુદ્ધ કરે, જેથી તેઓ પાસ્ખાપર્વની ઉજવણી કરી શકે.
\s5
\v 56 જે ભજનિકો પાસ્ખાપર્વ માટે યરુશાલેમ આવ્યા હતા તેઓ સર્વ ઈસુને શોધતા હતા. જ્યારે તેઓ ભક્તિસ્થાનમાં આવ્યા, ત્યારે તેઓ એકબીજાને પૂછતા હતા, "તમને શું લાગે છે? તેઓ પાસ્ખાપર્વમાં નહીં આવે કે, શું તેઓ આવશે?"
\v 57 યહૂદી મુખ્ય યાજક અને ફરોશીઓએ હુકમ બહાર પાડ્યો હતો કે જો કોઈને તે ખબર પડે કે ઈસુ ક્યાં છે, તો તેણે તેઓને જણાવવું, જેથી તેઓ તેમની ધરપકડ કરી શકે.
\s5
\c 12
\p
\v 1 પાસ્ખાપર્વ શરૂ થયાના છ દિવસ અગાઉ ઈસુ બેથાનિયામાં આવ્યા. બેથાનિયામાં લાજરસ, જેને ઈસુએ તેના મરણ પછી સજીવન કર્યો હતો તે રહેતો હતો.
\v 2 ઈસુને માન આપવા તેઓએ બેથાનિયામાં રાતનું જમણ રાખ્યું હતું. માર્થાએ જમણ માટે તૈયારી કરી હતી, અને જેઓ તેમની સાથે બેસીને જમતા હતા તેઓમાં લાજરસ પણ હતો.
\v 3 પછી મરિયમે અતિ મૂલ્યવાન અત્તરની શીશી લીધી (જે જટામાંસી કહેવાય છે) અને, ઈસુનું સન્માન કરવા, તેણે તેને ઈસુના પગ પર રેડ્યું અને તેમના પગને પોતાના વાળથી લૂછવા લાગી. તે અત્તરની સુગંધ આખા ઘરમાં ફેલાઈ ગઈ.
\p
\s5
\v 4 જો કે, તેમનો એક શિષ્ય, યહૂદા ઇશ્કરિયોત, (તે તો ઈસુનો વિશ્વાસઘાત કરનાર માણસ હતો, અને જલદી તે ઈસુને તેમના દુશ્મનો દ્વારા પકડાવી દેવાનો હતો) તેણે વિરોધ કરતા કહ્યું,
\v 5 "આપણે આ અત્તરને ત્રણસો દિવસના વેતન તરીકે વેચીને તેના નાણાં ગરીબોને આપી શક્યા હોત."
\v 6 તે ગરીબોની ચિંતા કરતો હતો, માટે તેણે આમ કહ્યું ન હતું, પરંતુ તે ચોર હતો. તે તેઓનાં નાણાંની થેલીનો હિસાબ રાખતો હતો, પરંતુ તેની જરૂરિયાત પ્રમાણે તે નાણાં તે પોતાના ઉપયોગ માટે વાપરતો હતો.
\s5
\v 7 પછી ઈસુએ કહ્યું, "તેને રહેવા દો! જે દિવસે હું મરણ પામીશ અને તેઓ મને દફનાવશે તે દિવસને માટે તે આ અત્તર લાવી છે."
\v 8 ગરીબો હમેશાં તમારી પાસે હશે, પરંતુ હું હમેશાં તમારી પાસે નહીં હોઉં."
\p
\s5
\v 9 યરુશાલેમમાંના યહૂદીઓના મોટા ટોળાએ સાંભળ્યું કે ઈસુ બેથાનિયામાં છે, તેથી તેઓ ત્યાં ગયા. ઈસુ ત્યાં હતા એટલા માટે જ તેઓ ત્યાં આવ્યા ન હતા, પરંતુ લાજરસ કે જેને ઈસુએ સજીવન કર્યો હતો તેને જોવા માટે પણ તેઓ ત્યાં આવ્યા.
\v 10 પછી મુખ્ય યાજકે નક્કી કર્યું કે લાજરસને પણ મારી નાખવો એ જરૂરનું હતું,
\v 11 કેમ કે તેના કારણે પણ ઘણા યહૂદીઓ મુખ્ય યાજકોના શિક્ષણ પર વિશ્વાસ કરતા ન હતા; તેના બદલે, તેઓ ઈસુ પર વિશ્વાસ કરતા હતા.
\p
\s5
\v 12 બીજા દિવસે પાસ્ખાપર્વ માટે જે મોટું ટોળું આવ્યું હતું તેઓએ સાંભળ્યું કે ઈસુ યરુશાલેમ આવી રહ્યા હતા.
\v 13 તેથી તેઓએ ખજૂરીની ડાળીઓ કાપી અને તેઓ શહેરમાં પ્રવેશ્યા ત્યારે તેઓએ તેમનું સ્વાગત કર્યું. તેઓ બૂમ પાડતા હતા, "હોસાન્ના! ઈશ્વરની સ્તુતિ થાઓ! પ્રભુના નામે જેઓ આવે છે તેઓને ઈશ્વર આશીર્વાદ આપે! ઇઝરાયલના રાજાનું સ્વાગત છે!"
\s5
\v 14 જ્યારે તેઓ યરુશાલેમની નજીક આવ્યા, ત્યારે તેઓને ગધેડાનો વછેરો મળ્યો અને તેઓ તેના પર સવાર થઇને શહેરમાં ગયા. આ પ્રમાણે કરીને, શાસ્ત્રમાં જે લખ્યું છે તે તેઓએ પૂર્ણ કર્યું:
\q
\v 15 "તમે જેઓ યરુશાલેમમાં રહો છો, બીશો નહીં.
\q જુઓ! તમારો રાજા આવે છે.
\q તે ગધેડાના વછેરા પર બેસીને આવે છે!"
\p
\s5
\v 16 જ્યારે આ બન્યું, ત્યારે તેમના શિષ્યો સમજ્યા નહીં કે આ તો પ્રબોધવાણીની પરિપૂર્ણતા છે. તેમ છતાં, ઈસુએ પોતાનું કામ પૂર્ણ કર્યું અને ઈશ્વર તરીકેના પોતાના પૂર્ણ અધિકારો ફરી ધારણ કર્યા ત્યાર બાદ, પ્રબોધકોએ તેમના વિષે જે લખેલું હતું તે અને લોકોએ તેમની સાથે તે પ્રમાણે જ કર્યું હતું તે શિષ્યોને યાદ આવ્યું.
\p
\s5
\v 17 જે ટોળું ઈસુને અનુસરતું હતું તેઓએ જે જોયું તે બીજાઓને કહેતા રહ્યા કે ઈસુએ લાજરસને કબરમાંથી બોલાવ્યો અને ફરી જીવિત કર્યો.
\v 18 લોકોનું બીજું ટોળું, જે શહેરના દરવાજા બહાર ઈસુને મળવા ગયું, તેઓએ તેમ કર્યું કારણ કે તેઓએ સાંભળ્યું કે તેમણે પોતાનું સામર્થ્ય દર્શાવવા તે મહાન બાબતો કરી હતી.
\v 19 તેથી ફરોશીઓએ એકબીજાને કહ્યું, "જુઓ! આમાં આપણને કંઈ લાભ થતો નથી. જુઓ! આખું જગત તેમને અનુસરે છે!"
\p
\s5
\v 20 પાસ્ખાપર્વ વખતે જેઓ યરુશાલેમ ગયા હતા તેમાં કેટલાક ગ્રીક લોકો પણ હતા.
\v 21 તેઓ ફિલિપ પાસે આવ્યા, જે ગાલીલ જીલ્લાના બેથસાઈદાનો વતની હતો. તેઓને કંઈક પૂછવું હતું; તેઓએ કહ્યું, "સાહેબ, શું તમે ઈસુ સાથે અમારો પરિચય કરાવશો?"
\v 22 તેથી ફિલિપે આન્દ્રિયાને કહ્યું, અને તેઓ બંનેએ જઈને ઈસુને કહ્યું.
\s5
\v 23 ઈસુએ ફિલિપ અને આન્દ્રિયાને જવાબ આપ્યો, "આ સમય છે કે મેં, માણસના દીકરાએ જે કર્યું છે તે ઈશ્વર લોકોને દર્શાવે અને જે સર્વ મેં કહ્યું છે તે તેઓને કહે.
\v 24 હું તમને સત્ય કહું છું: જ્યાં સુધી ઘઉંનું બીજ જે જમીનમાં રોપાય છે તે મરણ ન પામે, ત્યાં સુધી તે માત્ર બીજ જ રહે છે; પરંતુ તેના જમીનમાં મરણ પામ્યા બાદ તે વૃદ્ધિ પામે છે અને ઘણાં બીજ ઉત્પન્ન કરે છે.
\s5
\v 25 જે કોઈ પોતાને પ્રસન્ન કરવા જીવે છે તે નિષ્ફળ જશે, પરંતુ જે પોતાને પ્રસન્ન કરવા જીવતો નથી તે હંમેશા જીવશે.
\v 26 જો કોઈ મારી સેવા કરવાની ઇચ્છા રાખે, તો તેણે મને અનુસરવું પણ જોઈએ કારણ કે હું જ્યાં છું ત્યાં મારા સેવકે હોવું જોઈએ. જે કોઈ મારી સેવા કરે છે તે સર્વને પિતા માન આપશે.
\p
\s5
\v 27 મારો જીવ ઘણી પીડા અનુભવે છે. શું મારે એમ કહેવું જોઈએ કે, 'પિતા, તે સમય કે જ્યારે મારે સહન કરવું અને મરણ પામવું પડશે તેથી મને બચાવો!'? ના, કેમ કે તે જ કારણથી હું આ જગતમાં આવ્યો છું.
\v 28 મારા પિતા, તમે જે કહ્યું છે, જે સર્વ કર્યું છે, અને તમે જે છો, તે સર્વમાં તમે કેટલા પરાક્રમી છો તે દર્શાવો!"
\p પછી ઈશ્વર સ્વર્ગમાંથી બોલ્યા, "મેં મારો સ્વભાવ, મારા શબ્દો, અને મારાં કાર્યો પ્રગટ કરી દીધાં છે; અને હું તે ફરીથી કરીશ!"
\v 29 જે ટોળું ત્યાં હતું તેના લોકોએ ઈશ્વરનો અવાજ સાંભળ્યો, પરંતુ કેટલાકે કહ્યું કે તે માત્ર ગર્જના જ હતી. બીજાઓએ કહ્યું કે સ્વર્ગદૂતે ઈસુ સાથે વાત કરી.
\s5
\v 30 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, "જે અવાજને તમે બોલતા સાંભળ્યો તે ઈશ્વરનો અવાજ હતો. તો પણ, તેઓ મારે સારુ નહીં, પરંતુ તમારે સારુ બોલ્યા છે!
\v 31 આ સમય છે કે જ્યારે ઈશ્વર જગતનો ન્યાય કરે. હવે તેઓ શેતાન કે જે આ જગત પર રાજ કરે છે તેને નસાડી મૂકશે.
\s5
\v 32 વળી જ્યારે લોકો મને વધસ્તંભ પર ઊંચો કરશે, ત્યારે હું સર્વને મારી તરફ ખેંચીશ."
\v 33 તેઓ કેવી રીતે મરણ પામશે તે લોકો જાણે માટે તેમણે આ કહ્યું.
\p
\s5
\v 34 ટોળામાંના કોઈકે તેમને જવાબ આપ્યો, "શાસ્ત્રમાંથી અમે સમજીએ છીએ કે મસીહા હંમેશ માટે જીવશે. તેથી તમે શા માટે એમ કહો છો કે માણસનો દીકરો મરણ પામશે? આ 'માણસનો દીકરો' કોણ છે?"
\v 35 ઈસુએ જવાબ આપ્યો, "થોડા જ સમય માટે મારો પ્રકાશ તમારા પર પ્રકાશશે. જ્યાં સુધી મારો પ્રકાશ છે ત્યાં સુધી પ્રકાશમાં ચાલો, નહીં તો અંધકાર તમારો કબજો લેશે. જેઓ અંધકારમાં ચાલે છે તેઓ જોઈ શકતા નથી કે તેઓ ક્યાં જઈ રહ્યા છે!
\v 36 જ્યાં સુધી તમારી પાસે તે પ્રકાશ છે ત્યાં સુધી જો તમે તે પ્રકાશ પર વિશ્વાસ કરશો; તો તમે પ્રકાશના થશો.
\p તેઓ તે બાબતો કહી રહ્યા બાદ, ઈસુ ચાલ્યા ગયા અને તેઓથી સંતાઈ રહ્યા.
\s5
\v 37 ઈસુએ ઘણા ચમત્કારો કર્યા હોવા છતાં, મોટા ભાગના લોકોએ ઈસુએ તેમને જે કહ્યું તેના પર વિશ્વાસ કર્યો નહીં.
\v 38 તે તો ઘણા સમય અગાઉ યશાયા પ્રબોધકે જે લખ્યું હતું તે પૂર્ણ થવા માટે હતું:
\q "પ્રભુ, અમારી પાસેથી તેઓએ જે સાંભળ્યું છે તેના પર કોણે વિશ્વાસ કર્યો છે?
\q પ્રભુએ અમને દર્શાવ્યું છે કે તેઓ કેવાં પરાક્રમ દ્વારા અમને બચાવી શકે છે!"
\s5
\v 39 છતાં, યશાયાએ જે લખ્યું હતું તેના કારણે તેઓ ઈસુ પર વિશ્વાસ કરી શક્યા નહીં:
\v 40 "પ્રભુએ એવું કર્યું છે કે જેથી તેઓ જોઈ શકે નહીં,
\q અને તેઓએ તેમને હઠીલા કર્યા;
\q તેઓ પોતાની આંખોથી જોઈ પણ શકતા નથી,
\q જો તેઓ જોઈ શક્યા હોત, તો તેઓ સમજ્યા હોત;
\q તેઓ પસ્તાવો કરીને મને પ્રાર્થના કરત કે હું તેઓને માફ કરું.
\q આ કારણથી, હું તેઓને સાજા કરી શકતો નથી!"
\p
\s5
\v 41 ઘણા સમય અગાઉ યશાયાએ આ શબ્દો લખ્યા હતા કારણ કે તે સમજ્યો હતો કે મસીહા પરાક્રમસહિત ઈશ્વરની સેવા કરશે.
\p
\v 42 એમ હોવા છતાં, યહૂદી લોકોના ઘણા આગેવાનોએ ઈસુ પર વિશ્વાસ કર્યો. તોપણ, તેઓ બીતા હતા કે ફરોશીઓ તેઓને સભાસ્થાનમાંથી કાઢી મૂકશે, તેથી ઈસુ પરના વિશ્વાસ વિષે તેઓ કંઈ બોલ્યા નહીં.
\v 43 ઈશ્વર તેઓની પ્રશંસા કરે તેના કરતા બીજા લોકો તેઓની પ્રશંસા કરે અને તેમને માન આપે તે તેઓએ પસંદ કર્યું.
\p
\s5
\v 44 જે ટોળું ભેગું થયું હતું તેના લોકોએ ઘાંટો પાડતાં ઈસુએ કહ્યું, "જેઓ મારા પર વિશ્વાસ કરે છે તેઓ માત્ર મારા પર જ નહીં પરંતુ મને મોકલનાર પિતા પર પણ વિશ્વાસ કરે છે.
\v 45 જ્યારે તમે મને જુઓ છો, ત્યારે મને મોકલનારને પણ તમે જુઓ છો.
\s5
\v 46 હું જગતના પ્રકાશ તરીકે આ જગતમાં આવ્યો છું; જે કોઈ મારા પર વિશ્વાસ કરશે તે અંધકારમાં રહેશે નહીં.
\p
\v 47 જે લોકો મારી વાત સાંભળે છે તેઓનો ન્યાય હું કરતો નથી પરંતુ જેઓ મારું માનવાનો ઇનકાર કરે છે તેઓનો ન્યાય હું કરીશ. હું આ જગતને દોષિત ઠરાવવા આવ્યો નથી.
\s5
\v 48 છતાં, જેઓ મારો ઇન્કાર કરે છે અને મારા વચન પ્રમાણે કરતા નથી તેઓને મેં જે સંદેશ કહ્યો છે તેના દ્વારા દોષિત ઠરાવવામાં આવશે.
\v 49 જ્યારે મેં ઈશ્વર વિષે શીખવ્યુ, ત્યારે હું જે વિચારતો હતો તે જ માત્ર મેં કહ્યું ન હતું. પિતા, કે જેઓએ મને મોકલ્યો છે, તેઓએ મારે શું બોલવું જોઈએ અને કેવી રીતે બોલવું જોઈએ તે વિષે મને સ્પષ્ટ સૂચના આપી છે.
\v 50 હું જાણું છું કે પિતાની સૌથી અગત્યની સૂચનાઓ તો એ છે કે જે લોકોને સદાકાળના જીવન વિષે શીખવવું, અને મારા પિતાએ મને જે કહેવા કહ્યું હતું તે જ મેં કહ્યું છે."
\s5
\c 13
\p
\v 1 હવે તે તો પાસ્ખાપર્વની ઉજવણી શરૂ થવાનો આગલો દિવસ હતો. ઈસુ જાણતા હતા કે તેમને માટે આ સમય તો આ જગતને છોડીને પિતા પાસે પાછા ફરવાનો હતો. તેઓએ દર્શાવ્યું કે જેઓ તેમની સાથે અહીં આ જગતમાં હતા તેમને તેઓ કેટલો પ્રેમ કરતા હતા, અને તેમના પૃથ્વી પરના જીવનના અંત સુધી તેઓએ તેમના પર પ્રેમ રાખ્યો.
\v 2 ઈસુ અને તેમના શિષ્યો સાંજનું ભોજન લે તે અગાઉ, સિમોનના દીકરા, યહૂદા ઇશ્કરિયોતના મનમાં શેતાને વિચાર મૂક્યો હતો કે, તે ઈસુને તેમના દુશ્મનોના હાથમાં સોંપી દે.
\s5
\v 3 વળી ઈસુ જાણતા હતા કે તેમના પિતાએ તેમને સંપૂર્ણ સામર્થ્ય અને સર્વ પર અધિકાર આપ્યો છે. તેઓ એ પણ જાણતા હતા કે તેઓ પોતે ઈશ્વર પાસેથી આવ્યા છે અને જલદી ઈશ્વર પાસે પાછા ફરશે.
\v 4 ઈસુ રાત્રિ ભોજન પરથી ઊઠ્યા. તેમણે પોતાનું ઉપવસ્ત્ર ઉતાર્યું અને પોતાની કમરે રૂમાલ બાંધ્યો.
\v 5 તેમણે વાસણમાં પાણી રેડ્યું અને પોતાના શિષ્યોના પગ ધોવા લાગ્યા અને રૂમાલથી તેને લૂછવા લાગ્યા.
\p
\s5
\v 6 તેઓ સિમોન પિતર પાસે આવ્યા, કે જેણે તેમને પૂછ્યું, "પ્રભુ, શું તમે મારા પગ ધોશો?"
\v 7 ઈસુએ તેને ઉત્તર આપ્યો, "હું તારે માટે જે કરું છું તે તું હમણાં સમજી શકતો નથી, પરંતુ પછી તું સમજશે."
\v 8 પિતરે કહ્યું, "તમે મારા પગ ધુઓ તેમ કદી ન બનો!" ઈસુએ તેને ઉત્તર આપ્યો, "જો હું તારા પગ ન ધોઉં, તો તારે મારી સાથે કંઈ જ લાગભાગ નથી."
\v 9 તેથી સિમોને તેઓને કહ્યું, "પ્રભુ, માત્ર મારા પગ જ ન ધુઓ! મારા હાથ અને મારું માથું પણ ધુઓ!"
\s5
\v 10 ઈસુએ તેને કહ્યું, "જે નાહેલો છે તેને માત્ર પગ ધોવાની જ જરૂર છે. પગ સિવાય તેનું બાકીનું આખું શરીર શુદ્ધ છે. તું શુદ્ધ છે, પરંતુ તમારામાંના સર્વ નહીં."
\v 11 તેઓ જાણતા હતા કે તેમને પરસ્વાધીન કરનાર કોણ છે. તે કારણે તેઓએ કહ્યું, "તમારામાંના સર્વ શુદ્ધ નથી."
\p
\s5
\v 12 તેઓ તેમના પગ ધોઈ રહ્યા બાદ, તેમણે ફરી પોતાનું ઉપવસ્ત્ર પહેર્યું. પછી ફરી તેઓ પોતાની જગ્યાએ બેઠા અને કહ્યું, "મેં તમારા માટે જે કર્યું તે શું તમે સમજો છો?"
\v 13 તમે મને "ગુરુ" અને "પ્રભુ" કહો છો. જ્યારે તમે તેમ કહો છો ત્યારે તમે ખરું કહો છો કારણ કે હું તે જ છું.
\v 14 જો મેં, તમારા ગુરુ અને પ્રભુએ, તમારા પગ ધોયા હોય, તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ.
\v 15 મારું અનુકરણ કરવા માટે મેં તમને ઉદાહરણ આપ્યું છે કે જેથી મેં જે કર્યું છે તે પ્રમાણે તમે કરો.
\s5
\v 16 હું તમને સત્ય કહું છું: સેવક તેના માલિક કરતાં મોટો નથી, અને સંદેશવાહક તેના મોકલનાર કરતાં મોટો નથી.
\v 17 જો તમે આ સર્વ બાબતો જાણો છો, અને જો તે પ્રમાણે તમે કરો છો તો તમે કેટલા ધન્ય છો.
\p
\v 18 આ હું તમ સર્વ માટે કહેતો નથી. જેઓને મેં પસંદ કર્યા છે તેઓને હું ઓળખું છું. જો કે, શાસ્ત્રમાં જે લખ્યું છે તે સત્ય ઠરવું જોઈએ: 'જે મારા મિત્ર તરીકે મારી સાથે મારું ભોજન જમે છે, તે મારી વિરુદ્ધ થયો છે અને તેણે મને શત્રુ જેવો ગણ્યો છે.'
\p
\s5
\v 19 હું તમને આ બાબત હમણાં, તે મને પરસ્વાધીન કરે તે અગાઉ, તમને જણાવું છું, જેથી જ્યારે એ પ્રમાણે બને ત્યારે તમે વિશ્વાસ કરો કે હું ઈશ્વર છું.
\v 20 હું તમને સત્ય કહું છું: જેને હું તમારી પાસે મોકલું છું તેને જો તમે આવકારો છો, તો તમે મને પણ આવકારો છો; જે કોઈ મને આવકારે છે, તે મારા પિતા, કે જેઓએ મને મોકલ્યો છે તેઓને પણ આવકારે છે."
\p
\s5
\v 21 ઈસુએ આ કહ્યું ત્યારબાદ, તેઓ પોતે વ્યાકુળ થયા. તેઓએ ગંભીરતાપૂર્વક જાહેર કર્યું, "હું તમને સત્ય કહું છું: તમારામાંનો એક મને મારા દુશ્મનોને સોંપશે."
\v 22 શિષ્યોએ એકબીજા સામે જોયું. તેઓ કોના વિષે કહેતા હતા તે બાબતે શિષ્યો મૂંઝાયા.
\s5
\v 23 શિષ્યોમાંનો એક, યોહાન, કે જેને ઈસુ વિશેષ પ્રેમ કરતા હતા, તે મેજ પર ઈસુની બાજુમાં બેઠેલો હતો.
\v 24 સિમોન પિતરે યોહાનને ઇશારો કરતા કહ્યું કે તેણે ઈસુને પૂછવું જોઈએ કે તેઓ કોના વિષે વાત કરે છે.
\v 25 તેથી યોહાને ઈસુને અઢેલીને તેમને ધીમેથી પૂછ્યું, "પ્રભુ, તે કોણ છે?"
\s5
\v 26 ઈસુએ ઉત્તર આપ્યો, "વાટકામાં બોળ્યા પછી આ રોટલીનો ટુકડો હું જેને આપું તે જ તે વ્યક્તિ છે." પછી તેમણે રોટલી બોળીને સિમોન ઇશ્કરિયોતના દીકરા યહૂદાને આપી.
\v 27 યહૂદાએ રોટલીનો ટુકડો લીધો, કે તરત જ શેતાન તેનામાં પ્રવેશ્યો અને તેને અંકુશમાં લીધો. ઈસુએ તેને કહ્યું, "તારે જે કરવાની જરૂર છે, તે ઝડપથી કર."
\s5
\v 28 મેજ પરના કોઈને ખબર ન પડી કે ઈસુએ તેને એવું શા માટે કહ્યું.
\v 29 કેટલાકે વિચાર્યું કે યહૂદા પાસે નાણાંની થેલી છે, તેથી ઈસુ તેને પાસ્ખાપર્વ માટે જે જરૂરનું છે તે લાવવા માટે કહે છે. બીજાઓએ વિચાર્યું કે ગરીબોને કંઈક આપવા માટે ઈસુએ યહૂદાને આ પ્રમાણે કહ્યું.
\v 30 રોટલી લીધા પછી, તરત જ યહૂદા બહાર ગયો. ત્યારે રાત હતી.
\p
\s5
\v 31 યહૂદા ત્યાંથી નીકળ્યો પછી ઈસુએ કહ્યું, "હવે હું, માણસનો દીકરો જે કરું છું તે ઈશ્વર લોકોને જણાવશે. હું, માણસનો દીકરો પણ, ઈશ્વર જે કરી રહ્યા છે તે લોકોને જણાવીશ, અને તેના માટે લોકો તેમની સ્તુતિ કરશે.
\v 32 મેં, માણસના દીકરાએ, ઈશ્વરની ઓળખ લોકોને કરાવી અને હું ઈશ્વરને માન આપું છું તે કારણે તેઓ પણ મને માન આપશે. ઈશ્વર આ જલદી જ કરશે.
\p
\v 33 નાનાં બાળકો, હું થોડા જ સમય માટે તમારી સાથે છું. જેમ મેં યહૂદીઓને કહ્યું હતું તેમ તમને કહું છું કે તમે મને શોધશો, પરંતુ જ્યાં હું જાઉં છું, ત્યાં તમે આવી શકતા નથી.
\s5
\v 34 હું તમને નવી આજ્ઞા આપીશ: જેમ મેં તમને પ્રેમ કર્યો, તેમ તમારે એકબીજાને પ્રેમ કરવો.
\v 35 જો તમે એકબીજાને પ્રેમ કરો, તો સર્વ લોકો જાણશે કે તમે મારા શિષ્ય છો."
\p
\s5
\v 36 સિમોન પિતરે તેમને કહ્યું, "પ્રભુ, તમે ક્યાં જાઓ છો?" ઈસુએ ઉત્તર આપ્યો, "જ્યાં હું જાઉં છું, ત્યાં તું હમણાં આવી શકતો નથી; પરંતુ પછી તું આવીશ."
\v 37 પિતરે કહ્યું, "પ્રભુ, હું હમણાં તમારી સાથે કેમ નથી આવી શકતો? હું તમારે માટે મારો જીવ આપી દઈશ!"
\v 38 ઈસુએ જવાબ આપ્યો, "પિતર, શું તું ખરેખર મારા માટે જીવ આપીશ? હું તને સત્ય કહું છું: સવારમાં મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર એમ કહેશે કે તું મને ઓળખતો નથી!"
\s5
\c 14
\p
\v 1 "ઉદાસ થશો નહીં અથવા ચિંતા કરશો નહીં. તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો; મારા પર પણ વિશ્વાસ રાખો.
\v 2 મારા પિતા જ્યાં રહે છે ત્યાં રહેવા માટે ઘણી જગ્યાઓ છે. જો તે સાચું ન હોત, તો હું તમને કહેત. હું તમારા માટે જગ્યા તૈયાર કરવા જાઉં છું.
\v 3 જો હું ત્યાં તમારે માટે જગ્યા તૈયાર કરવા જાઉં છું, તો હું પાછો આવીશ અને તમને મારી સાથે રહેવાને માટે લઈ જઈશ, જેથી હું જ્યાં છું, ત્યાં તમે પણ મારી સાથે હો.
\s5
\v 4 તમે જાણો છો કે હું ક્યાં જાઉં છું, અને તમને માર્ગ પણ ખબર છે."
\p
\v 5 થોમાએ તેમને કહ્યું, "પ્રભુ, અમને ખબર નથી કે તમે ક્યાં જાઓ છો. તો અમે માર્ગ કેમ કરીને જાણીએ?"
\v 6 ઈસુએ તેને કહ્યું, "માર્ગ, સત્ય તથા જીવન હું છું. મારી પાસે આવ્યા સિવાય કોઈ પિતા પાસે જઈ શકતું નથી કે તેમની સાથે રહી શકતું નથી.
\v 7 જો તમે મને ઓળખ્યો હોત, તો તમે મારા પિતાને પણ ઓળખ્યા હોત. હવેથી, તમે તેમને જોયા છે અને તમે તેમને ઓળખો છો."
\p
\s5
\v 8 ફિલિપે ઈસુને કહ્યું, "પ્રભુ, અમને પિતા બતાવો અને અમારે ફક્ત એટલું જ જોવું છે!"
\v 9 ઈસુએ તેને કહ્યું, "ફિલિપ, હું ઘણા સમયથી તારી સાથે છું, અને છતાં તું મને ઓળખતો નથી. જેઓએ મને જોયો છે, તેઓએ પિતાને જોયા છે. તેથી તું શા માટે કહે છે 'અમને પિતા બતાવ'?
\s5
\v 10 શું તું વિશ્વાસ કરતો નથી કે હું મારા પિતા સાથે જોડાયેલો છું અને મારા પિતા મારી સાથે જોડાયેલા છે? જે બાબતો મેં તમને કહી છે તે મારા તરફથી નથી; તેના બદલે, મારા પિતાએ મને તે સર્વ બાબતો તમને કહેવા માટે મોકલ્યો છે, કેમ કે પિતા મારી સાથે જોડાયેલા છે અને મારા દ્વારા કાર્ય કરે છે.
\v 11 મેં કહ્યું કે હું પિતા સાથે જોડાયેલો છું અને પિતા મારી સાથે જોડાયેલા છે તે કારણે મારા પર વિશ્વાસ કરો, અથવા જે સર્વ ચિહ્નો અને પરાક્રમી કાર્યો કરતાં તમે મને જોયો છે તેના કારણે મારા પર વિશ્વાસ કરો.
\s5
\v 12 હું તમને સત્ય કહું છું: હું જે કાર્યો કરું છું તે કાર્યો જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તેઓ પણ કરશે. વળી તેઓ તો તેના કરતાં પણ મોટાં કાર્ય કરશે કારણ કે હું પિતા પાસે જાઉં છું.
\v 13 જે કંઈ તમે મારે નામે માગશો, તે હું કરીશ. હું એ કરીશ કે જેથી સર્વ લોકો પિતાને માન આપે અને હું, તેમનો દીકરો, જે કરું છું તેના કારણે તેઓ પિતાને જાણે.
\v 14 તમે મારા છો તેના લીધે જો તમે પિતા પાસે કંઈ માગશો, તો હું તે કરીશ.
\p
\s5
\v 15 જો તમે મને પ્રેમ કરો છો, તો મેં જે શીખવ્યું છે તે પ્રમાણે તમે જીવન જીવશો.
\v 16 પછી હું મારા પિતાને કહીશ કે તેઓ તમને બીજી ભેટ આપે, અને તેઓ તમારી પાસે બીજો સહાયક મોકલશે, કે જે હંમેશાં તમારી સાથે રહેવા માટે આવશે.
\v 17 તે તો પવિત્ર આત્મા છે કે જે તમને ઈશ્વર વિશેનું સત્ય કહેશે. આ જગતના અવિશ્વાસી લોકો કદી તેમનું સ્વાગત કરશે નહીં. જગત કદી તેમને જોઈ કે જાણી શકતું નથી. તમે તેમને જાણો છો કારણ કે તે તમારી સાથે રહે છે અને તે તમારી સાથે જોડાયેલા રહેશે.
\s5
\v 18 હું તમારો ત્યાગ કરીશ નહીં અને તમારી કાળજી કરનાર કોઈ ન હોય તેમ છોડી દઇશ નહીં; હું તમારી પાસે આવીશ.
\v 19 હવે પછી જગત મને જોશે નહીં, પરંતુ તમે મને જોશો. હું જીવું છું તે કારણે તમે પણ જીવશો.
\v 20 જ્યારે તમે મને ફરી જોશો, ત્યારે તમે જાણશો કે હું પિતા સાથે જોડાયેલો છું અને તમે મારી સાથે અને હું તમારી સાથે જોડાયેલો છું.
\s5
\v 21 જે સર્વએ મારી આજ્ઞાઓ સાંભળી છે અને તેને પાળે છે, તેઓ મને પ્રેમ કરે છે. અને જેઓ મને પ્રેમ કરે છે, તેઓને મારા પિતા પણ પ્રેમ કરશે; હું તેમને પ્રેમ કરીશ અને હું તેઓની આગળ પોતાને પ્રગટ કરીશ."
\p
\v 22 પછી યહૂદા (જે ઇશ્કરિયોત હતો તે નહીં, પરંતુ તે જ નામનો બીજો શિષ્ય)એ ઈસુ સાથે વાત કરી. તેણે કહ્યું, "પ્રભુ, કેવી રીતે તમે આખા જગત આગળ નહીં પણ માત્ર અમારી આગળ જ પોતાને પ્રગટ કરશો?"
\s5
\v 23 ઈસુએ તેને ઉત્તર આપ્યો, "લોકો મને પ્રેમ કરે છે કે નહીં તે તમે આ રીતે જાણી શકશો એટલે કે મેં તમને જે કરવાનું કહ્યું છે તે તેઓ કરે છે કે નહીં તે પરથી જાણી શકશો. આ પ્રકારના લોકોને મારા પિતા પ્રેમ કરશે. મારા પિતા તથા હું તેમની પાસે આવીશું અને તેમની સાથે રહીશું.
\v 24 વળી જેઓ મને પ્રેમ કરતા નથી, તેઓને મેં જે કરવાનું કહ્યું છે તે તેઓ કરશે નહીં. મેં તમને જે બાબતો કહી છે તે કહેવાનો નિર્ણય મેં જાતે કર્યો નથી; પણ, તે બાબતો કહેવા માટે મારા પિતાએ મને મોકલ્યો છે.
\s5
\v 25 જ્યારે હજુ હું તમારી સાથે છું ત્યારે મેં તમને તે બાબતો કહી છે.
\v 26 સહાયક, કે જે તમારી સાથે રહેવા આવશે તેને મારા પિતા મારા નામમાં મોકલશે. તમારે જે જાણવાની જરૂર છે તે સર્વ તે તમને શીખવશે. મેં તમને જે કહ્યું છે તે સર્વ તે તમને યાદ કરાવશે.
\v 27 હું તમને શાંતિ આપીને જાઉં છું, તે તો મારી શાંતિ છે કે જે હું તમને આપું છું. હું તમને એવી શાંતિ આપું છું કે કોઈ વ્યક્તિ અથવા આ જગતની કોઈ પણ બાબત તમને તે આપી શકશે નહિ. તેથી ઉદાસ અથવા ચિંતાતુર થશો નહીં; અને ગભરાશો નહીં.
\p
\s5
\v 28 તમે મને એમ કહેતાં સાંભળ્યો કે હું જાઉં છું અને પછી હું તમારી પાસે પાછો આવીશ. જો તમે મને પ્રેમ કરતા હોત, તો તમે આનંદ પામત કે હું પિતા પાસે પાછો જાઉં છું કારણ કે મારા કરતાં પિતા મહાન છે.
\v 29 તે બાબતો થાય તે અગાઉ હમણાં મેં તમને તે કહ્યું છે કે જેથી, જ્યારે તે થાય, ત્યારે તમે મારા પર વિશ્વાસ રાખી શકો.
\v 30 હું ઘણો લાંબો સમય તમારી સાથે વાત કરી શકીશ નહીં કારણ કે આ જગતનો શાસક આવે છે. તો પણ, મારા પર તેની કોઈ સત્તા નથી,
\v 31 અને મારા પિતાએ મને જે આદેશ આપ્યો છે તે હું કરીશ. તે એટલા માટે હશે કે જગત હંમેશાં જાણે કે હું પિતાને પ્રેમ કરું છું. ચાલો, આપણે અહીંથી જઈએ."
\s5
\c 15
\p
\v 1 "હું ખરો દ્રાક્ષાવેલો છું, અને મારા પિતા માળી છે.
\v 2 મારામાંની દરેક ડાળી જેને ફળ આવતાં નથી તેને મારા પિતા કાપીને નાખી દે છે. જે દરેક ડાળી સારું ફળ આપે છે, તેની તેઓ કાટ-છાંટ કરે છે કે જેથી તેને હજુ વધારે ફળ આવે.
\s5
\v 3 મેં તમને જે સંદેશ કહ્યો છે તેના કારણે તમે શુદ્ધ થઈ ચૂક્યા છો.
\v 4 મારી સાથે જોડાયેલા રહો, અને હું તમારી સાથે જોડાયેલો રહીશ. જેમ ડાળી પોતાની જાતે ફળ ઉત્પન્ન કરતી નથી, તેવી જ રીતે તમે પણ મારી સાથે જોડાયેલા રહ્યા વગર અને સર્વ બાબતો માટે મારા પર આધાર રાખ્યા વગર ફળ આપી શકતા નથી.
\p
\s5
\v 5 હું દ્રાક્ષાવેલો છું; તમે ડાળીઓ છો. જો તમે મારી સાથે જોડાયેલા રહેશો અને હું તમારી સાથે જોડાયેલો રહીશ, તો તમે ઘણાં ફળ આપશો, કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ જ કરી શકતા નથી.
\v 6 જે બધા લોકો મારી સાથે જોડાયેલા રહેતા નથી અને પોતાનું જીવન મારાથી દૂર જીવે છે તેઓને મરેલી ડાળીની માફક નાંખી દેવામાં આવશે. તેવી ડાળીઓને ભેગી કરીને તેઓને સળગાવી નાખવા અગ્નિમાં નંખાય છે.
\v 7 જો તમે મારી સાથે જોડાયેલા રહો અને મારા સંદેશ પ્રમાણે જીવો, તો તમે ઈશ્વર પાસે કંઈ પણ માગી શકો, અને તેઓ તે કરશે.
\s5
\v 8 જ્યારે તમે ઘણાં ફળ આપો છો, ત્યારે તેનાથી લોકો પિતાને મહિમા આપે છે. ત્યારે તમે મારા શિષ્યો છો.
\p
\v 9 જેમ પિતાએ મને પ્રેમ કર્યો, તેમ મેં તમને પ્રેમ કર્યો છે. તમને પ્રેમ કરવાનું મને જારી રાખવા દો.
\s5
\v 10 હું તમને જે કરવાનું કહું છું તે જો તમે કરો, તો તમે મને પ્રેમ કરવાનું જારી રાખવા દેશો. તમે આ રીતે મારા જેવા થશો: મારા પિતાએ હું કરું તે માટે જે ચાહ્યું તેને હું આધીન થયો, અને મારા આજ્ઞાપાલનના કારણે, હું તેમના પ્રેમમાં રહ્યો છું. તમારા સંબંધમાં પણ તે એટલું જ સાચું રહેશે.
\v 11 મેં તમને આ બાબતો કહી કે જેથી મારો આનંદ તમારામાં રહે, અને જેથી તમે પૂરેપૂરી રીતે આનંદ કરી શકો.
\s5
\v 12 મેં તમને જે કરવાની આજ્ઞા આપી તે આ છે: જેમ મેં તમને પ્રેમ કર્યો છે તેમ તમે એકબીજાને પ્રેમ કરો.
\v 13 માણસ પોતાના મિત્રો માટે પોતાનો જીવ આપે તેનાથી મહાન પ્રેમ કોઈનો નથી.
\s5
\v 14 જો તમે મારી આજ્ઞાઓ માત્ર સાંભળો જ નહીં પણ તે પ્રમાણે જીવો તો તમે મારા મિત્રો છો.
\v 15 હવે પછી હું તમને મારા ચાકરો કહેતો નથી, કેમ કે માલિક શું કરે છે તે ચાકર સમજતો નથી. હવે હું તમને મિત્રો કહું છું, કેમ કે જે કંઈ મેં મારા પિતા પાસેથી સાંભળ્યું તે બધું મેં તમને કહ્યું છે કે જેથી તમે તે સમજી શકો.
\s5
\v 16 તમે મને પસંદ કર્યો નથી, પરંતુ મેં તમને ચોક્કસ ઉદેશ્ય માટે પસંદ કર્યા છે, જેથી તમે બહાર જાઓ અને ઘણાં ફળ આપો અને તમારાં ફળ હંમેશ માટે રહે. જેના પરિણામે, તમે પિતા પાસે મારા નામે જે કંઈ માગો તે, તેઓ તમને આપે.
\v 17 હું તમને જે કરવાની આજ્ઞા આપું છું તે તો આ છે: એકબીજાને પ્રેમ કરો.
\p
\s5
\v 18 જો જગત તમને ધિક્કારે, તો તમારે સ્પષ્ટપણે જાણવું કે પ્રથમ તેણે મને ધિક્કાર્યો છે.
\v 19 જો તમે આ જગતના અવિશ્વાસીઓમાંના હોત, તો જગત તમને પ્રેમ કરત, અને તેઓ જેને પ્રેમ કરે છે તેને તમે પ્રેમ કરત અને તેઓ જે કરે છે તે તમે કરત. પરંતુ તમે તેઓમાંના નથી; તેના બદલે, મેં તમને તેઓમાંથી અલગ કર્યા છે. તે કારણે આ જગતના અવિશ્વાસીઓ તમને ધિક્કારે છે.
\s5
\v 20 જ્યારે મેં તમને આ શીખવ્યું કે 'ચાકર તેના માલિક કરતાં મોટો નથી' તેને યાદ રાખો. જેમ તેઓએ મને સતાવ્યો છે, તેમ ખાતરી રાખો કે તેઓ તમને પણ સતાવશે. જો તેઓમાંના કોઈએ મારું શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય અને તે પાળતા હોય, તો તમે તેઓને જે શીખવશો તે પણ તેઓ પાળશે.
\v 21 આ જગતના અવિશ્વાસી લોકો તમારી સાથે ભયંકર બાબતો કરશે કારણ કે તમે મારું પ્રતિનિધિત્વ કરો છો અને તેઓ મારા પિતા કે જેમણે મને તમારી પાસે મોકલ્યો છે, તેમને ઓળખતા નથી.
\v 22 જો હું આવ્યો ન હોત અને ઈશ્વરનો સંદેશ તેઓને કહ્યો ન હોત, તો તેઓ મને અને મારા સંદેશને નકારવાના લીધે દોષિત થયા ન હોત. તો પણ, હવે મેં આવીને તેઓને ઈશ્વરનો સંદેશ કહ્યો છે, અને તેઓ પાસે તેઓના પાપ વિષે કંઈ બહાનું નથી.
\s5
\v 23 જેઓ મને ધિક્કારે છે તેઓ મારા પિતાને પણ ધિક્કારે છે.
\v 24 જો મેં તે બાબતો કે જેમાં મેં મારું પરાક્રમ દર્શાવ્યું અને એવી બાબતો જેને કોઈએ ક્યારેય કરી નથી તેઓને તેઓ મધ્યે કરી ન હોત, તો તેઓને પાપનો દોષ ન લાગત. હવે તો તેઓએ મને જોયો છે, છતાં તેઓ મને ધિક્કારે છે, અને તેઓ મારા પિતાને પણ ધિક્કારે છે.
\v 25 આ શબ્દો તેઓના નિયમમાં લખેલા હતા અને હવે તે સત્ય ઠર્યા છે: 'કોઈ કારણ વગર તેઓએ મને ધિક્કાર્યો.'
\p
\s5
\v 26 જ્યારે પિતા પાસેથી સહાયક આવશે ત્યારે તે તમને દિલાસો આપશે. તે તો આત્મા છે કે જે ઈશ્વર અને મારે વિષે તમને સત્ય કહેશે. હું કોણ છું તે વિષે તે બધાને જણાવશે, અને મેં જે સર્વ કર્યું છે તે તે બધાને કહેશે.
\v 27 તમે મારા વિષે જે જાણો છો તે તમારે બધાને કહેવું કારણ કે જ્યારથી મેં લોકોને શીખવવાનું અને ચમત્કારો કરવાનું શરૂ કર્યું તે પ્રથમ દિવસથી જ તમે મારી સાથે સર્વ સમયે હતા."
\s5
\c 16
\p
\v 1 જ્યારે તમારે મુશ્કેલીઓ સહન કરવી પડે ત્યારે તમે ઠોકર ન ખાઓ અથવા મારા પર વિશ્વાસ કરતાં અટકો નહિ માટે મેં તમને આ બાબતો કહી છે.
\v 2 મુશ્કેલ દિવસો આવનારા છે. તમારા દુશ્મનો તમને સભાસ્થાનમાં આરાધના કરતાં અટકાવશે. જો કે, તેના કરતાં પણ કંઇક વધારે ખરાબ બાબત બનશે. એવા દિવસો આવે છે જ્યારે લોકો તમને મારી નાખશે અને એમ વિચારશે કે તેઓ ઈશ્વરને પ્રસન્ન કરે છે.
\s5
\v 3 તેઓ આ પ્રમાણે કરશે કારણ કે તેઓ મને અને પિતાને ઓળખતા નથી.
\v 4 મેં તમને આ બાબતો કહી છે કારણ કે જ્યારે આ મુશ્કેલીઓ આવે, ત્યારે તમે યાદ કરો કે મેં તમને ચેતવ્યા હતા. શરૂઆતમાં મેં તમને આ બાબતો કહી ન હતી કારણ કે ત્યારે હું તમારી સાથે હતો.
\p
\s5
\v 5 "હવે હું મારા પિતા પાસે પાછો જાઉં છું. તેઓ એ છે કે જેમણે મને મોકલ્યો હતો. છતાં પણ તમારામાંનો કોઈ મને પૂછવાની હિંમત કરતો નથી કે, 'તમે ક્યાં જાઓ છો?'
\v 6 મેં તમને આ વાતો કહી છે તેથી, હવે તમારાં હૃદય શોકથી ભરાઈ ગયાં છે.
\p
\v 7 હું તમને સત્ય કહું છું, હું જાઉં છું તે તમારા માટે સારું છે. જ્યાં સુધી હું નહીં જાઉં, ત્યાં સુધી સહાયક કે જે તમને દિલાસો આપે છે તે આવશે નહીં. જો હું જાઉં, તો હું તેમને તમારી પાસે મોકલીશ.
\s5
\v 8 જ્યારે સહાયક આવશે, ત્યારે લોકોએ જે પાપ કર્યા છે તેના માટે તે તેમને દોષિત ઠરાવશે; તે તેઓને બતાવશે કે તેઓ ઈશ્વરની ભલાઈના ધોરણને પહોંચ્યા નથી; અને તે તેઓને વચન આપશે કે ઈશ્વર તેઓનો ન્યાય કરશે કારણ કે ઈશ્વરે જે ન કરવા માટે તેમને આદેશ આપ્યો હતો તે તેઓએ કર્યું છે.
\v 9 તેઓ મારા પર વિશ્વાસ કરી શક્યા નહિ તેના લીધે તેઓનાં પાપ વિષે તેઓ દોષની લાગણી અનુભવે છે.
\v 10 ઈશ્વરની ભલાઈના ધોરણને પહોંચવા તેઓ નિષ્ફળ ગયા છે તે નિશ્ચિત છે કારણ કે હું મારા પિતા પાસે પાછો જાઉં છું, અને હવે પછી તમે મને જોનાર નથી.
\v 11 જ્યારે ઈશ્વર તેઓનાં પાપ વિરુદ્ધ શિક્ષા લાવશે ત્યારે તેઓનો અંતિમ હિસાબ થશે. તે તો શેતાન, કે જે આ જગતનો રાજકુમાર છે, તે ઈશ્વરની વિરુદ્ધ લડ્યો તેના લીધે તેને શિક્ષા આપવા દ્વારા દર્શાવવામાં આવશે.
\p
\s5
\v 12 મારી પાસે એવી ઘણી બધી બાબતો છે કે જે હું તમને કહેવા ઇચ્છું છું. તેમ છતાં, જો હું તે હમણાં કહું, તો આ બધું જાણીને તમે સારી રીતે જીવી શકશો નહીં.
\v 13 જ્યારે સત્યનો આત્મા આવશે, ત્યારે તે તમને સર્વ સત્ય કે જે જાણવાની તમને જરૂર છે તેમાં દોરી જશે. તે પોતાના અધિકારથી બોલશે નહીં, પરંતુ તે જે કંઈ સાંભળશે તે તમને કહેશે, અને જે બાબતો થનાર છે તેના વિષે તે તમને સમય અગાઉ કહેશે.
\v 14 હું કોણ છું તે સંબંધમાં કહેવા અને મેં જે કર્યું છે તે દર્શાવીને આત્મા મને માન આપશે. તેમણે મારી પાસેથી જે બધું સાંભળ્યું હશે તે સર્વ તે તમને સમજાવશે.
\s5
\v 15 જે સર્વ મારા પિતાનું છે તે મારું છે. તે જ કારણે મેં તમને કહ્યું કે મારી પાસેથી સાંભળી હશે તે સર્વ બાબતો તે તમને સમજાવશે.
\p
\v 16 થોડા સમય બાદ, તમે મને જોશો નહીં. ત્યારબાદ થોડા સમય પછી, તમે મને ફરી જોશો."
\s5
\v 17 તેથી તેમના કેટલાક શિષ્યોએ એકબીજાને કહ્યું, "જ્યારે ઈસુ આપણને આ કહે છે, 'થોડા સમય બાદ, તમે મને જોશો નહીં', અને 'થોડા સમય પછી, તમે મને ફરી જોશો' ત્યારે તેના દ્વારા તેઓ શું કહેવા માગે છે, અને 'કારણ કે હું મારા પિતા પાસે પાછો જાઉં છું' તે કહેવાનો તેમનો શો અર્થ છે?"
\v 18 તેઓ પૂછતા રહ્યા કે, "ઈસુ કહે છે 'થોડા સમય બાદ' તો તેના દ્વારા તેઓ શું કહેવા માગે છે? તેઓ જે કહી રહ્યા છે તે આપણે સમજી શકતા નથી."
\p
\s5
\v 19 ઈસુએ જોયું કે તેઓ તેમને વધારે પ્રશ્નો પૂછવા માગે છે. તેથી તેમણે પોતાના શિષ્યોને કહ્યું, "હું શું કહેવા માગુ છું તે તમે એકબીજાને કેમ પૂછો છો? મેં કહ્યું કે થોડા સમય બાદ, તમે મને જોશો નહીં; અને પછી થોડા સમય બાદ, તમે મને ફરીથી જોશો.
\v 20 હું તમને સત્ય કહું છું: તમે રડશો અને વિલાપ કરશો, પરંતુ જેઓ આ જગતના છે તેઓ આનંદ કરશે. તમે નિરાશા અનુભવશો, પરંતુ તમારી નિરાશા આનંદમાં ફેરવાઈ જશે.
\v 21 આ તો એક સ્ત્રીના જેવું છે કે જે બાળકને જન્મ આપવાના સમયમાં દુઃખ સહન કરે છે. બાળકના જન્મ પછી, તેનું બાળક આ દુનિયામાં જન્મ્યું છે તે આનંદના કારણે તે એ દુઃખને ભૂલી જાય છે.
\s5
\v 22 તમે, તેની જેમ, હમણાં દુઃખી થાઓ છો, પરંતુ હું તમને ફરી મળીશ અને ઈશ્વર તમને મહાન આનંદ આપશે, એવો આનંદ કે જે તમારી પાસેથી કોઈ લઈ શકશે નહીં.
\v 23 તે દિવસે, મને પૂછવા માટે તમારી પાસે કોઈ પ્રશ્ન નહીં હોય. હું તમને સત્ય કહું છું: તમે મારી સાથે જોડાયેલા છો તે કારણે જ્યારે તમે પિતા પાસે જે કંઈ માગશો, ત્યારે તેઓ તમને તે આપશે.
\v 24 અત્યાર સુધી, તમે તેવું કંઈ માગ્યું નથી. માગો અને તમને મળશે, અને ઈશ્વર તમને એવો આનંદ આપશે કે જે સર્વ બાબતોને ભરપૂર કરશે.
\p
\s5
\v 25 ઉદાહરણ અને ઉખાણાંના રૂપમાં હું તમને આ બાબતો કહી રહ્યો હતો, પરંતુ થોડા જ સમય પછી હું તેવી રીતે વાત કરીશ નહીં. તેના બદલે, તમે સમજી શકો તેવી સ્પષ્ટ ભાષામાં હું તમને મારા પિતા વિષે સઘળું કહીશ.
\s5
\v 26 તે સમયે તમે મારા નામે ઈશ્વરને તેમની ઇચ્છા મુજબ તમારી વિનંતીઓ કરશો. મારે તમારી જરૂરિયાત પૂરી કરવા માટે પિતાને કહેવું નહીં પડે,
\v 27 કેમ કે પિતા પોતે તમને પ્રેમ કરે છે કારણ કે તમે મને પ્રેમ કર્યો છે અને મારા પર વિશ્વાસ કર્યો છે કારણ કે તમે જાણો છો કે હું ઈશ્વર પાસેથી આવ્યો છું.
\v 28 હું પિતા પાસેથી આવ્યો છું, અને આ જગતમાં પ્રવેશ્યો છું. હવે હું આ જગત છોડીને પિતા પાસે પાછો જાઉં છું."
\p
\s5
\v 29 પછી તેમના શિષ્યોએ કહ્યું, "આખરે, હવે તમે રૂપકાત્મક ભાષામાં નહીં પણ સ્પષ્ટ રીતે બોલો છો.
\v 30 હવે અમે સમજીએ છીએ કે તમે સઘળું જાણો છો. હવે તમને પ્રશ્ન પૂછવાની જરૂર નથી. આ કારણે જ અમે તમારા પર વિશ્વાસ કર્યો, અને અમે નક્કી જાણીએ છીએ કે તમે ઈશ્વર પાસેથી આવ્યા છો."
\p
\v 31 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, "શું આખરે હવે તમે મારા પર વિશ્વાસ કરો છો?
\s5
\v 32 જુઓ! એવો સમય આવે છે કે જ્યારે બીજાઓ તમને સર્વત્ર વિખેરી નાખશે! દરેક જણ પોતાના ઘરે જશે, અને તમે મને છોડી દેશો. તેમ છતાં, હું એકલો નહીં હોઉં કારણ કે પિતા હંમેશાં મારી સાથે છે.
\v 33 મેં તમને આ બાબતો કહી છે કે જેથી તમને મારામાં શાંતિ મળે. આ દુનિયામાં તમને સંકટ અને દુઃખ છે, પરંતુ હિંમતવાન બનો! મેં જગતને જીત્યું છે!"
\s5
\c 17
\p
\v 1 ઈસુએ આ બાબતો કહી ત્યારબાદ, તેમણે આકાશ તરફ દૃષ્ટિ કરી અને કહ્યું, "પિતા, હવે સમય આવ્યો છે કે તમે સર્વ સમક્ષ જાહેર કરો કે હું, તમારો દીકરો કોણ છું, અને મેં જે કર્યું છે તે સર્વ તમે તેઓને બતાવો. તે પ્રમાણે કરો કે જેથી હું, તમારો દીકરો, સર્વ સમક્ષ પ્રગટ કરું કે ખરેખર તમે મહાન રાજા છો જેઓ કંઈપણ કરી શકે છે.
\v 2 જેમ તમે મને, તમારા દીકરાને, સર્વ લોકો પર રાજ કરવા પરવાનગી આપી છે, તેમ તમે તે કરો. પિતા, તમે આ કર્યું છે કે જેથી જેઓને તમે મને આપ્યાં છે તેઓને હું સર્વકાળનું જીવન આપું.
\s5
\v 3 અનંતજીવન એ છે કે પિતા તમને એટલે કે જેઓ એકમાત્ર સાચા ઈશ્વર છો તેમને જાણવા, અને મને, ઈસુ જે મસીહ છે, જેને તમે આ જગતમાં મોકલ્યો છે, તેને જાણવો.
\v 4 સર્વ જાતિના લોકોને હું તમારી પાસે લાવ્યો છું જેથી હું તેઓને તમારા વિષે સઘળું બતાવી શકું. આમ કરીને જે કાર્ય તમે મને સોપ્યું હતું તે મેં પૂર્ણ કર્યું છે.
\v 5 પિતા, જેમ આપણે જગતના સર્જન અગાઉના સમયમાં હતા, તેમ મને તમારી સમક્ષતામાં લાવીને માન આપો.
\p
\s5
\v 6 આ જગતના સર્વ લોકોમાંથી તમે જેઓને મારા થવા પસંદ કર્યા છે તેઓને મેં શીખવ્યું છે કે તમે કોણ છો અને કેવા છો. તેઓ તમારાં છે અને તમે તેઓને મને આપ્યાં છે. તમે તેઓને જે કહ્યું હતું તેના પર તેઓ વિશ્વાસ કરે છે, અને તેઓએ તે પાળ્યું છે.
\v 7 હવે તેઓ જાણે છે કે તમે મને જે સર્વ આપ્યું છે તે તમારા તરફથી આવે છે.
\v 8 તમે મને જે સંદેશ આપ્યો તે મેં તેઓને આપ્યો છે. તેઓએ તે સ્વીકાર્યો, અને હવે તેઓ નિશ્ચે જાણે છે કે હું તમારી પાસેથી આવ્યો છું, અને તેઓએ વિશ્વાસ કર્યો કે તમે મને મોકલ્યો છે.
\s5
\v 9 હું તેઓ માટે પ્રાર્થના કરું છું. જેઓ આ જગતના છે અને જેઓ તમારો વિરોધ કરવાનું ચાલુ રાખે છે તેઓ માટે હું પ્રાર્થના કરતો નથી. જેઓને તમે મને આપ્યાં છે તેઓના માટે હું પ્રાર્થના કરું છું કારણ કે તેઓ તમારાં છે.
\v 10 મારું જે છે તે તમારું છે, અને તમારું જે છે તે મારું છે. તેઓ જાણે છે કે હું કોણ છું, અને હું કોણ છું તે સત્ય તેઓ નિષ્ઠાપૂર્વક કહે છે.
\v 11 હું આ જગતમાં લાંબો સમય રહેવાનો નથી. તો પણ, તેઓ તો આ જગતમાં છે. હું તમારી પાસે આવું છું. પવિત્ર પિતા, તેઓને સુરક્ષિત રાખો; જે સામર્થ્ય તમે મને આપ્યું તે સામર્થ્યથી તેઓને તમારા બનાવી રાખો કે જેથી, જેમ આપણે એક છીએ તેમ તેઓ એક થાય.
\s5
\v 12 જ્યારે હું તેઓ સાથે હતો ત્યારે, મેં તેઓને સુરક્ષિત રાખ્યા અને તમારા સામર્થ્યથી તેઓને સાચવ્યા. એક, કે જે નાશ માટે નિશ્ચિત હતો, અને જેના વિષે શાસ્ત્રમાં અગાઉ કહેવામાં આવ્યું છે, તેના સિવાય તેઓમાંનો એકપણ ખોવાયો નથી.
\p
\v 13 પિતા, હવે હું તમારી પાસે આવું છું. હું તેઓને સંપૂર્ણ આનંદ આપી શકું માટે હજુ જ્યારે હું આ જગતમાં છું ત્યારે જ મેં તેઓને આ વચનો કહ્યાં છે.
\v 14 તમારો સંદેશ મેં તેઓને કહ્યો છે, અને આ જગતે તેઓને ધિક્કાર્યા છે અને તમારો સંદેશ તેઓ સાંભળશે નહીં. જગતે તેઓને ધિક્કાર્યા છે કારણ કે, મારી જેમ, તેઓ આ જગતના નથી, પરંતુ તેઓ પાસે બીજું ઘર છે.
\s5
\v 15 તેઓને આ જગતમાંથી લઈ લો તેવી વિનંતી હું કરતો નથી, પરંતુ તેના બદલે હું વિનંતી કરું છું કે તમે શેતાન જે તેઓને સર્વ પ્રકારની હાનિ પહોંચાડી શકે તેનાથી તેઓનું રક્ષણ કરો.
\v 16 મારી જેમ જ તેઓ આ જગતના નથી.
\v 17 તમારા વિષેનું સત્ય શીખવીને તેઓને તમારે માટે અલગ કરો. તેઓએ જે જાણવાની જરૂર છે તે શીખવીને તેમને તમારા માટે અલગ કરો, કારણ કે તમારો સંદેશો તદ્દન સત્ય છે.
\s5
\v 18 જેમ તમે મને આ જગતમાં મોકલ્યો છે, તેમ હું તેઓને આ જગતમાં મોકલું છું.
\v 19 હું તેઓની ખાતર, પોતાને સંપૂર્ણપણે તમને સોંપુ છું કે જેથી તેઓ ખરેખર તમને સોંપાઈ શકે.
\p
\s5
\v 20 "હું માત્ર તેઓ માટે જ પ્રાર્થના કરતો નથી, પરંતુ જ્યારે મારો સંદેશ સાંભળીને જેઓ મારા પર વિશ્વાસ કરશે તેઓને માટે પણ પ્રાર્થના કરું છું
\v 21 હું પ્રાર્થના કરું છું કે જેમ તમે અને હું જોડાયેલા છીએ તેમ તેઓ સર્વ એકબીજા સાથે જોડાયેલા રહે. પિતા, તમે મારી સાથે અને હું તમારી સાથે જોડાયેલો છું તેમ તેઓ પણ આપણી સાથે જોડાય. તમે આ પ્રમાણે કરો કે જેથી જગત જાણે કે તમે મને મોકલ્યો છે.
\s5
\v 22 હું કોણ છું તે મેં તેઓને બતાવ્યું છે, અને મેં જે કર્યું છે તે તેઓએ જોયું છે. મેં તેઓને આ શીખવ્યું છે કે જેથી જેમ હું અને તમે જોડાયેલા છીએ તેમ તેઓ એકબીજા સાથે જોડાયેલા રહે.
\v 23 હું તેઓ સાથે જોડાયેલો છું અને તમે મારી સાથે જોડાયેલા છો. મેં આ કર્યું છે કે જેથી તેઓ સંપૂર્ણપણે એકબીજા સાથે જોડાયેલા રહે અને તે દ્વારા અવિશ્વાસીઓ જાણે કે તમે મને મોકલ્યો છે અને જેમ તમે મને પ્રેમ કરો છો તેમ તમે તેઓને પ્રેમ કરો છો.
\p
\s5
\v 24 "પિતા, હું ઇચ્છું છું કે આ લોકો કે જેઓને તમે મને આપ્યા છે તેઓ હું જ્યાં છું ત્યાં હમેશાં મારી સાથે રહે કે જેથી જ્યારે હું તમારી સાથે હોઉં ત્યારે જે વૈભવ અને મહિમા તમે મને આપવાના છો તે તેઓ જુએ. આપણે જગતને ઉત્પન્ન કર્યું તે સમય અગાઉથી તમે મને પ્રેમ કરો છો તે કારણે તમે તેવું કરો.
\p
\s5
\v 25 ઓ ન્યાયી પિતા, જગત તમને જાણતું નથી, પરંતુ હું તમને જાણું છું; અને આ જેઓ મારી સાથે અહીં છે તેઓ જાણે છે કે તમે મને તેઓ પાસે મોકલ્યો છે.
\v 26 તમે કોણ છો તે મેં તેઓને જણાવ્યું છે. જેમ તમે મને પ્રેમ કરો છો તેમ તમે તેઓને પ્રેમ કરો અને હું તેઓ સાથે જોડાયેલો રહું માટે હું આમ કરવાનું જારી રાખીશ."
\s5
\c 18
\p
\v 1 ઈસુએ તેમની પ્રાર્થના પૂરી કરી પછી, તેઓ તેમના શિષ્યો સાથે કિદ્રોન ખીણને પેલે પાર ગયા. ત્યાં બીજી બાજુ જૈતૂન વૃક્ષની એક વાડી હતી જેમાં તેઓ પ્રવેશ્યા.
\p
\v 2 યહૂદા, કે જે ઈસુને તેઓના દુશ્મનોના હાથમાં સોંપવાનો હતો, તે તે સ્થળ વિષે જાણતો હતો કારણ કે ઈસુ ઘણી વખત પોતાના શિષ્યો સાથે ત્યાં જતા હતા.
\v 3 હવે મુખ્ય યાજકો અને ફરોશીઓએ અમુક સૈનિકો અને અધિકારીઓને યહૂદા સાથે જવાનો આદેશ આપ્યો હતો. તેથી તેઓ ફાનસ, મશાલો અને હથિયારો સાથે વાડીમાં ગયા.
\s5
\v 4 ઈસુ જાણતા હતા કે તેમની સાથે શું બનવાનું હતું, તેથી તેઓ આગળ ગયા અને તેઓને પૂછ્યું, "તમે કોને શોધો છો?"
\v 5 તેઓએ તેમને ઉત્તર આપ્યો, "ઈસુ નાઝારીને." ઈસુએ તેઓને કહ્યું, "હું તે જ વ્યક્તિ છું." (હવે યહૂદા, જે ઈસુને તેઓના હાથમાં સોંપવાનો હતો, તે તેઓ સાથે ઊભો હતો.)
\s5
\v 6 જ્યારે ઈસુએ તેઓને કહ્યું, "હું તે જ વ્યક્તિ છું," ત્યારે તેઓ ઝડપથી પાછા ખસ્યા અને જમીન પર પડી ગયા.
\v 7 તેથી તેમણે તેઓને ફરી પૂછ્યું, "તમે કોને શોધી રહ્યા છો?" તેઓએ જવાબ આપ્યો, "ઈસુ નાઝારીને."
\s5
\v 8 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, "મેં તમને કહ્યું કે હું જ તે વ્યક્તિ છું. તમે જેને શોધી રહ્યા છો તે હું જ છું, તેથી આ લોકોને જવા દો."
\v 9 જે શબ્દો તેમણે પિતાને પ્રાર્થના કરતા કહ્યા હતા કે, "તમે મને આપ્યાં તેઓમાંના એકને પણ મેં ગુમાવવ્યો નથી" તે પૂર્ણ થાય માટે આમ બન્યું.
\p
\s5
\v 10 પછી પિતરે તરવાર કાઢીને પ્રમુખ યાજકના ચાકર માલ્ખસનો જમણો કાન કાપી નાખ્યો.
\v 11 ઈસુએ પિતરને કહ્યું, "તારી તલવાર મ્યાનમાં મૂક! જેમ મારા પિતાએ મારા માટે યોજના બનાવી છે તે રીતે હું નિશ્ચિતપણે સહન કરીશ."
\p
\s5
\v 12 પછી સૈનિકોના જૂથે તથા તેઓના સરદારે અને ભક્તિસ્થાનના રખેવાળોએ ઈસુને પકડ્યા અને તેઓને બાંધ્યા કે જેથી તેઓ નાસી ના જાય.
\v 13 પછી તેઓ તેમને આન્નાસની પાસે લઈ ગયા, જે તે વર્ષના પ્રમુખ યાજક કાયાફાનો સસરો હતો.
\v 14 કાયાફાએ જ બીજા આગેવાનોને સલાહ આપી હતી કે સર્વ લોકો નાશ પામે તે કરતાં સર્વ લોકો માટે એક વ્યક્તિ મરણ પામે તે સારું છે.
\p
\s5
\v 15 સિમોન પિતર અને બીજો એક શિષ્ય ઈસુની પાછળ ગયા. પ્રમુખ યાજક બીજા શિષ્યને ઓળખતો હતો, તેથી જ્યારે સૈનિકો ઈસુને લઈ ગયા ત્યારે પ્રમુખ યાજકના આંગણામાં પ્રવેશવાની તેને મંજૂરી મળી.
\v 16 પિતરે દરવાજાની બહાર ઊભા રહેવું પડ્યું. તેથી તે બીજો શિષ્ય ફરી બહાર ગયો અને તેણે જે દાસી દરવાજાની રખેવાળી કરતી હતી તેની સાથે વાત કરી અને તેણે પિતરને અંદર આવવા દીધો.
\s5
\v 17 તે દાસીએ પિતરને કહ્યું, "તું તો જે માણસની તેઓએ ધરપકડ કરી છે તેમનો એક શિષ્ય છે, શું તું નથી?" તેણે કહ્યું, "ના, હું તે નથી."
\v 18 ત્યારે ઠંડી હતી, તેથી પ્રમુખ યાજકના ચાકરો અને ભક્તિસ્થાનના રખેવાળો કોલસાનો અગ્નિ સળગાવી અને તેની આજુબાજુ ઊભા રહીને તાપતા હતા. પિતર પણ ત્યાં તેમની સાથે હતો. તે ત્યાં ઊભો હતો અને તાપતો હતો.
\p
\s5
\v 19 પ્રમુખ યાજકે ઈસુને તેમના શિષ્યો સંબંધી અને તેઓ તેમને શું શીખવતા હતા તે વિષે પ્રશ્ન પૂછ્યા.
\v 20 ઈસુએ ઉત્તર આપ્યો, "હું સર્વની સાથે જાહેરમાં બોલ્યો છું. મેં હમેશાં સભાસ્થાનમાં અને ભક્તિસ્થાનમાં કે જ્યાં લોકો ભેગા થાય છે ત્યાં શીખવ્યું છે. મેં કંઈ જ ગુપ્ત રીતે કહ્યું નથી."
\v 21 તેથી તમે મને શા માટે આવા પ્રશ્નો પૂછો છો? જે લોકોએ મને શીખવતા સાંભળ્યો છે તેઓને પૂછો. હું શું બોલ્યો હતો તે તેઓ જાણે છે."
\s5
\v 22 જ્યારે ઈસુએ આ બાબતો કહી, ત્યારે ભક્તિસ્થાનનો એક ચોકીદાર જે તેમની બાજુમાં ઊભો હતો તેણે તેઓને હાથથી સખત રીતે માર્યું. તેણે કહ્યું, "પ્રમુખ યાજકને જવાબ આપવાની આ યોગ્ય રીત નથી."
\v 23 ઈસુએ તેને ઉત્તર આપ્યો, "જો મેં કંઈ ખોટું કહ્યું હોય તો તે શું છે તે મને કહે. તો પણ, મેં જે કહ્યું, તે જો ખરું છે તો તારે મને તમાચો મારવો જોઈએ નહીં!"
\v 24 પછી આન્નાસે ઈસુ કે જેઓ હજુ બંધનમાં હતા તેઓને પ્રમુખ યાજક કાયાફા પાસે મોકલ્યા.
\p
\s5
\v 25 સિમોન પિતર ઊભો રહીને તાપતો હતો. બીજી વ્યક્તિએ તેને કહ્યું, "તું તો જે માણસની તેઓએ ધરપકડ કરી છે તેમનો એક શિષ્ય છે, શું તું નથી?" તેણે કહ્યું, "ના, હું તે નથી."
\v 26 પ્રમુખ યાજકનો એક ચાકર એટલે પિતરે જે વ્યકિતનો કાન કાપ્યો હતો તેનો સબંધી તેને કહે છે, "નક્કી મેં તને જૈતૂન વૃક્ષની વાડીમાં તે લોકોએ જે વ્યક્તિની ધરપકડ કરી છે તેની સાથે જોયો હતો, શું મેં નહોતો જોયો?"
\v 27 પિતરે ફરી તેનો નકાર કર્યો અને તરત જ મરઘો બોલ્યો.
\p
\s5
\v 28 પછી શિષ્યો ઈસુને કાયાફાના ઘરેથી રોમન રાજ્યપાલ પિલાતના મુખ્ય મથકે લઈ ગયા. તે તો વહેલી સવાર હતી. પિલાત યહૂદી ન હતો, તેથી ઈસુ પર આરોપ મૂકનારાઓને લાગ્યું કે જો તેઓ તેના મુખ્ય મથકમાં પ્રવેશે, તો તેઓ પોતાને અશુદ્ધ કરશે અને પાસ્ખાપર્વમાં ઉજવણી નહીં કરી શકે. તેથી તેઓ અંદર ગયા નહીં.
\v 29 તેથી તેમની સાથે વાત કરવા પિલાત બહાર આવ્યો. તેણે કહ્યું, "તમે આ માણસ પર શો આરોપ મૂકો છો?"
\v 30 તેઓએ ઉત્તર આપ્યો, "જો આ માણસ ગુનેગાર ન હોત તો અમે તેને તમારી પાસે લાવતા નહીં!"
\s5
\v 31 પછી પિલાતે તેઓને કહ્યું, "તમે તેને લઈ જાઓ, અને તમારા પોતાના નિયમ પ્રમાણે તેનો ન્યાય કરો." પછી યહૂદી આગેવાનોએ કહ્યું, "અમે તેને મારી નાખવા માગીએ છીએ, પરંતુ તેમ કરવા તમારો રોમન કાયદો અમને અટકાવે છે."
\v 32 તેઓએ આમ કહ્યું કે જેથી ઈસુએ પોતે કેવા પ્રકારનું મરણ પામવાના છે તે વિષે જે કહ્યું હતું તે સત્ય ઠરે.
\p
\s5
\v 33 પિલાત પોતાના મુખ્ય મથકમાં પાછો ગયો. તેમણે ઈસુને બોલાવ્યા અને તેમને કહ્યું, "શું તું યહૂદીઓનો રાજા છે?"
\v 34 ઈસુએ ઉત્તર આપ્યો, "શું તું પોતે જાણવા માંગે છે માટે તું આ પૂછે છે, કે પછી મને આ પૂછવા બીજાઓએ તને કહ્યું છે?"
\v 35 પિલાતે ઉત્તર આપ્યો, "હું યહૂદી નથી! તારા પોતાના દેશ અને મુખ્ય યાજકે તને મને સોંપ્યો છે. તેં શું ખોટું કર્યું છે?"
\s5
\v 36 ઈસુએ ઉત્તર આપ્યો, "મારું રાજ્ય આ જગતનું નથી. જો મારું રાજ્ય આ જગતનું હોત, તો મારા ચાકરો આ યહૂદી વિરોધીઓ મને ના પકડે માટે લડતા હોત, પરંતુ મારું રાજ્ય આ જગતનું નથી."
\v 37 પછી પિલાતે તેમને કહ્યું, "તો તું રાજા છે?" ઈસુએ ઉત્તર આપ્યો, "હા. પૃથ્વી પર જન્મ લઈને આવવાનું મારું કારણ તો લોકોને ઈશ્વર વિષેનું સત્ય કહેવાનું છે. જેઓ સત્યને પ્રેમ કરે છે તેઓ મને સાંભળે છે."
\s5
\v 38 પિલાતે તેમને પૂછ્યું, "સત્ય શું છે?"
\p પિલાતે તે પ્રશ્ન પૂછ્યો પછી, તે બહાર ગયો અને ફરી યહૂદીઓના આગેવાનો સાથે વાત કરી. તેણે તેઓને કહ્યું, "મારા જાણવામાં આવ્યું કે તેણે કોઈ નિયમ તોડ્યો નથી.
\v 39 તેમ છતાં, દરેક પાસ્ખાપર્વમાં તમારા યહૂદીઓનો એવો રિવાજ છે કે, તમે કેદમાં નાખેલા એક વ્યક્તિને મુક્ત કરવા મને વિનંતી કરો છો. તેથી શું તમે ઇચ્છા રાખો છો કે હું આ યહૂદીઓના રાજાને મુક્ત કરું?"
\v 40 તેઓએ ફરી બૂમ પાડી, "ના, આ માણસને મુક્ત કરશો નહીં, પરંતુ બરાબાસને મુક્ત કરો!" હવે બરાબાસ તો બળવાખોર હતો.
\s5
\c 19
\p
\v 1 પછી પિલાતે ઈસુને બોલાવ્યા. તેણે પોતાના સૈનિકો દ્વારા તેમને સખત રીતે કોરડા મરાવ્યા.
\v 2 સૈનિકોએ મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો. તેઓએ તેમને જાંબુડિયા રંગનો ઝભ્ભો પહેરાવ્યો.
\v 3 તેઓએ તેમની મશ્કરી કરી અને કહ્યું, "યહૂદીઓના રાજા, સલામ!" અને તેઓ વારંવાર તેમને મારતા રહ્યા.
\p
\s5
\v 4 પિલાતે ફરી બહાર આવીને લોકોને કહ્યું, "જુઓ, હું ફરી તેને બહાર લાવું છું કે જેથી તમે જાણો કે મને તેનામાં સજા કરવા લાયક કંઈ પણ ગુનો માલૂમ પડ્યો નથી."
\v 5 તેથી ઈસુ માથા પર કાંટાનો મુગટ અને જાંબુડિયા રંગનો ઝભ્ભો પહેરી બહાર આવ્યા. પિલાતે તેઓને કહ્યું, "જુઓ, આ માણસ!"
\v 6 મુખ્ય યાજક અને સૈનિકોએ તેમને જોયા ત્યારે તેઓએ બૂમ પાડી, "તેને વધસ્તંભે જડો! તેને વધસ્તંભે જડો!" પિલાતે તેઓને કહ્યું, "તમે પોતે તેને લઈ જાઓ અને વધસ્તંભે જડો! કેમ કે, મને તેને સજા કરવા લાયક કોઈ કારણ મળતું નથી."
\s5
\v 7 યહૂદી આગેવાનોએ પિલાતને ઉત્તર આપ્યો, "અમારા કેટલાક નિયમ છે જેના પ્રમાણે તેને મરણ દંડ મળવો જોઈએ કારણ કે તેણે એવો દાવો કર્યો છે કે તે ઈશ્વરનો દીકરો છે."
\v 8 જ્યારે પિલાતે આ સાંભળ્યું, ત્યારે તેને વધારે બીક લાગી.
\v 9 તે ફરી એકવાર તેના મુખ્ય મથકમાં ગયો અને પોતાના સૈનિકોને ઈસુને અંદર લાવવા કહ્યું. પછી તેણે ઈસુને કહ્યું, "તું ક્યાંથી આવે છે?" જો કે, ઈસુએ તેને કોઈ જવાબ આપ્યો નહીં.
\s5
\v 10 તેથી પિલાતે તેમને કહ્યું, "શું તું મારી સાથે વાત નહીં કરે? શું તને ખબર નથી કે તને છોડી મૂકવાનો અને તને વધસ્તંભે જડવાનો અધિકાર મારી પાસે છે?"
\v 11 ઈસુએ જવાબ આપ્યો, "જો ઈશ્વરે તરફથી તને અપાયો ન હોત તો તને મારા પર કંઈ પણ અધિકાર ન હોત. તેથી જેઓએ મને તારા હાથમાં સોંપ્યો છે તેઓ વધુ ખરાબ પાપ માટે દોષિત ઠરશે."
\p
\s5
\v 12 તે ક્ષણથી પિલાત ઈસુને મુક્ત કરવાનો પ્રયત્ન કરતો રહ્યો. તો પણ, યહૂદી આગેવાનોએ જોરથી બૂમ પાડી, "જો તું આ માણસને મુક્ત કરે, તો તું કાઈસારનો મિત્ર નથી! જે પોતાને રાજા બનાવે છે, તે કાઈસારની વિરુદ્ધમાં છે."
\v 13 જ્યારે પિલાતે તે સાંભળ્યું, ત્યારે તે ઈસુને બહાર લઈ આવ્યો. પછી પિલાત ઈસુની સામે ન્યાયાસન પર બેઠો કે જ્યાંથી તે મોટે ભાગે ચુકાદો જાહેર કરતો હતો. તેને તો "ફરસબંદી" કહેવામાં આવે છે, અને અરામીકમાં તેને "ગાબ્બાથા" કહેવામાં આવે છે.
\s5
\v 14 હવે તે તો પાસ્ખાપર્વનો આગલો દિવસ, એટલે પાસ્ખાપર્વની તૈયારીનો દિવસ હતો. તે તો લગભગ બપોરનો સમય હતો કે જ્યારે પિલાતે યહૂદીઓને કહ્યું, "જુઓ, આ રહ્યા તમારા રાજા!"
\v 15 તેઓએ બૂમો પાડી, "તેને દૂર કરો! તેને દૂર કરો! તેને વધસ્તંભે જડો!" પિલાતે તેઓને કહ્યું, "શું હું તમારા રાજાને વધસ્તંભે જડું?" મુખ્ય યાજકે ઉત્તર આપ્યો, "અમારે કાઈસાર સિવાય બીજો કોઈ રાજા નથી!"
\v 16 તેથી પિલાતે ઈસુને તેઓને સોંપ્યા અને તેઓ તેમને લઈ ગયા.
\p
\s5
\v 17 ઈસુ પોતાનો વધસ્તંભ જાતે ઊંચકીને "ખોપરીની જગ્યા," જે અરામીક ભાષામાં "ગલગથા" કહેવાય છે ત્યાં ગયા.
\v 18 ત્યાં તેઓએ તેમને વધસ્તંભે જડાવ્યા, અને તે જ સમયે તેઓએ બીજા બે ગુનેગારોને તેઓના વધસ્તંભે જડાવ્યા. વચમાં ઈસુને તથા બંને બાજુએ એક-એક ગુનેગારને જડાવ્યા.
\p
\s5
\v 19 પિલાતે કોઈને કહ્યું કે એક લેખ લખ અને તેને ઈસુના વધસ્તંભ પર મૂક. તે આમ લખ, 'નાસરેથનો ઈસુ, યહૂદીઓનો રાજા'
\v 20 ઘણા યહૂદીઓએ તે વાંચ્યું, કારણ કે જ્યાં ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યા હતા તે જગ્યા શહેરની નજીક હતી, અને તે લેખ: અરામીક, લેટિન અને ગ્રીક, એમ ત્રણ ભાષામાં લખવામાં આવ્યો હતો.
\s5
\v 21 મુખ્ય યાજક પિલાત પાસે પાછો ગયો અને કહ્યું, "તમારે 'યહૂદીઓનો રાજા' એમ લખવું ન જોઈએ, પરંતુ તેના બદલે, આ માણસે કહ્યું, 'હું યહૂદીઓનો રાજા છું.'"
\v 22 પિલાતે ઉત્તર આપ્યો, "મેં જે રીતે લખ્યું તે જ રીતે તમારે તે લેખ રહેવા દેવો."
\q
\s5
\v 23 સૈનિકોએ ઈસુને વધસ્તંભે જડ્યા પછી, તેઓએ તેમનાં વસ્ત્રો લીધાં અને તેને ચાર ભાગમાં દરેક સૈનિક માટે એક, એમ વહેચ્યાં. જો કે, તેમણે તેમનું ઉપવસ્ત્ર અલગ રાખ્યું. તેને ઉપરથી નીચે સુધી એક જ કાપડમાંથી બનાવવામાં આવ્યું હતું.
\v 24 તેથી તેઓએ એકબીજાને કહ્યું, "આપણે તેના ટુકડા કરીશું નહીં. તેના બદલે, ચિઠ્ઠીઓ નાંખીને નક્કી કરીએ કે તે આખું ઉપવસ્ત્ર કોને મળશે." આ પ્રમાણે થયું કે જેથી શાસ્ત્રોમાં કહેવામાં આવેલું સત્ય ઠરે,
\q "તેઓએ મારાં વસ્ત્રો પોતાની વચ્ચે વહેંચી લીધાં.
\q મારાં વસ્ત્રો માટે તેઓએ ચિઠ્ઠીઓ નાખી."
\p
\s5
\v 25 સૈનિકોએ તે બાબતો કરી.
\p ઈસુની માતા અને તેમની માસી, ક્લોપાસની પત્ની મરિયમ, અને મગ્દલાની મરિયમ ત્યાં ઊભા હતાં.
\v 26 જ્યારે ઈસુએ પોતાની માતા અને યોહાન કે જેને તેઓ ખાસ પ્રેમ કરતા હતા, તેઓને ત્યાં નજીકમાં ઊભેલા જોયા, ત્યારે તેમણે પોતાની માતાને કહ્યું, "આ માણસ તારા દીકરાની જેમ તારી કાળજી કરશે."
\v 27 અને તેમણે શિષ્યને કહ્યું, "આ તારી માતા છે!" તેથી તે જ સમયથી, તે શિષ્ય તેને પોતાના ઘરમાં રહેવા લઈ ગયો.
\p
\s5
\v 28 થોડા સમય પછી, જ્યારે ઈસુએ જાણ્યું કે જે સર્વ બાબત માટે ઈશ્વરે તેમને મોકલ્યા હતા તે પૂર્ણ થઈ છે, અને એક છેલ્લી બાબત કે જેને શાસ્ત્રોમાં અગાઉથી કહેવામાં આવી છે તે સત્ય ઠરે માટે તેમણે કહ્યું, "મને તરસ લાગી છે!"
\v 29 ખાટા દ્રાક્ષારસથી ભરેલો કુંડ ત્યાં હતો, તેથી તેઓએ સુગંધી છોડની એક નાની ડાળી લીધી અને તેના પર વાદળી મૂકી, અને તેઓએ તે ખાટા દ્રાક્ષારસમાં ડુબાડી તેમના મોં આગળ લાવ્યા.
\v 30 ઈસુએ ખાટો દ્રાક્ષારસ પીધો ત્યારબાદ, તેમણે કહ્યું, "સંપૂર્ણ થયું," પછી તેઓએ માથું નમાવ્યું અને મરણ પામ્યા.
\p
\s5
\v 31 આ તો પાસ્ખાપર્વની ઉજવણીની તૈયારીનો દિવસ હતો (અને બીજા દિવસે ખાસ વિશ્રામવાર હતો). વિશ્રામવારે શબને વધસ્તંભ પર રાખવું તે નિયમની વિરુદ્ધ હતું, તેથી તેઓ પિલાત પાસે ગયા અને તેને વિનંતી કરી કે તે ત્રણ માણસોના પગ ભાગે જેથી તેઓ જલદી મરણ પામે અને તેમના શરીરને ઉતારી શકાય.
\v 32 તેથી સૈનિકો આવ્યા, અને પછી તેઓએ ઈસુની સાથે વધસ્તંભે જડાયેલા પ્રથમ, અને પછી દ્વિતીય એમ બંને વ્યક્તિના પગ ભાગ્યા.
\v 33 જ્યારે તેઓ ઈસુની પાસે આવ્યા, ત્યારે તેઓએ જોયું કે તેઓ તો મરણ પામી ચૂક્યા હતા. તેથી તેઓએ તેમના પગ ભાગ્યા નહીં.
\s5
\v 34 તેના બદલે, એક સૈનિકે ઈસુની એક બાજુએ ભાલો માર્યો, અને તરત તેમના શરીરમાંથી લોહી અને પાણી નીકળ્યાં.
\v 35 જેણે આ જોયું છે તે સાક્ષી આપે છે, તેની સાક્ષી સત્ય છે અને તે જાણે છે કે તે સત્ય કહી રહ્યો છે, કે જેથી તમે તમારો વિશ્વાસ ઈસુ પર મૂકી શકો.
\s5
\v 36 આ બાબતો થઈ કે જેથી શાસ્ત્રોમાં જે લખેલું હતું તે પૂર્ણ થાય: "કોઈ પણ વ્યક્તિ તેમનું એકે હાડકું ભાંગશે નહીં"
\p
\v 37 અને તેઓએ શાસ્ત્રમાં લખેલું બીજું વચન પૂર્ણ કર્યું: 'જેઓએ તેમને વીંધ્યા છે તેઓ તેમની તરફ જોશે.'
\p
\s5
\v 38 આ બાબતો બન્યા પછી, અરીમથાઈનો યૂસફ, જે ઈસુનો શિષ્ય હતો, પરંતુ તે યહૂદીઓથી બીતો હતો માટે તે ગુપ્ત શિષ્ય હતો, તે પિલાત પાસે ગયો અને તેની પાસે મંજૂરી માગી કે તે ઈસુનું શબ લઈ જાય. પિલાતે યૂસફને મંજૂરી આપી, તેથી તે આવ્યો અને ઈસુનું શબ લઈ ગયો.
\v 39 નિકોદેમસ કે જે એક વાર રાત્રે ઈસુની પાસે આવ્યો હતો, તે પણ શબને દાટવા માટે તૈયાર કરવા પોતાની સાથે બોળનું મિશ્રણ અને અગરનું મિશ્રણ લઈને આવ્યો. તે દ્રવ્યોનું વજન ૩૩ કિલોગ્રામ હતું.
\s5
\v 40 તેઓએ ઈસુના શબને સર્વ સુગંધી દ્રવ્યો લગાવીને શણની પટ્ટીઓમાં લપેટ્યું.
\v 41 હવે જ્યાં ઈસુને વધસ્તંભે જડાવ્યા હતા તે બગીચો હતો, અને તે બગીચાના ખૂણામાં એક નવી કબર હતી જેમાં કોઈને કદી દફનાવામાં આવ્યું ન હતું.
\v 42 પાસ્ખાપર્વ તે સાંજે જ શરૂ થવાનું હતું, અને તેઓએ તે કબર પસંદ કરી કારણ કે તે નજીક હતી અને જેથી તેઓ ઈસુને ઝડપથી દફનાવી શકે. તેથી તેઓએ ઈસુને ત્યાં મૂક્યા.
\s5
\c 20
\p
\v 1 હવે અઠવાડિયાને પહેલે દિવસે, વહેલી સવારે, હજુ અંધારું હતું તેવામાં મગ્દલાની મરિયમ કબરે આવી. તેણે જોયું કે કોઈએ કબરે પરથી પથ્થર ખસેડ્યો છે.
\v 2 તેથી તે દોડીને યરુશાલેમ તરફ, જ્યાં સિમોન પિતર અને બીજો શિષ્ય કે જેને ઈસુ પ્રેમ કરતા હતા તેઓ જ્યાં રહેતા હતા ત્યાં ગઈ, અને તેઓને કહ્યું, "તેઓ પ્રભુને કબરમાંથી લઈ ગયા છે, અને તેમને ક્યાં મૂક્યા છે તે અમે જાણતા નથી!"
\s5
\v 3 જ્યારે તેઓએ આ સાંભળ્યું ત્યારે, પિતર અને બીજો શિષ્ય ઉતાવળે કબર તરફ જવા લાગ્યા.
\v 4 તેઓ બંને દોડતા હતા, પરંતુ બીજો શિષ્ય પિતર કરતાં વધારે ઝડપથી દોડતો હતો અને તે કબરે વહેલો પહોંચ્યો.
\v 5 તેણે નમીને કબરની અંદર જોયું; તેણે શણનાં વસ્ત્રોની પટ્ટીઓ ત્યાં પડેલી જોઈ, પરંતુ અંદર જતાં તે અચકાયો.
\s5
\v 6 પછી સિમોન પિતર કે જે તેની પાછળ દોડતો હતો, તે ત્યાં આવ્યો, તે કબરની અંદર ગયો. તેણે પણ શણનાં વસ્ત્રોની પટ્ટીઓ ત્યાં પડેલી જોઈ,
\v 7 પરંતુ તેણે તે પણ જોયું કે જે કાપડનું વસ્ત્ર ઈસુના માથા પર હતું, તેને શણનાં વસ્ત્રોની પટ્ટીઓથી અલગ વાળીને એક બાજુ મૂકવામાં આવ્યું હતું.
\s5
\v 8 પછી બીજો શિષ્ય પણ અંદર ગયો; તેણે આ બાબતો જોઈ અને તે વિશ્વાસ કરવા લાગ્યો કે ઈસુ મરણમાંથી ઊઠ્યા છે.
\v 9 તેઓ હજુ શાસ્ત્રમાં લખેલું સમજ્યા ન હતા કે ઈસુએ મરણમાંથી ઊઠવું જ જોઈએ.
\p
\v 10 તેથી શિષ્યો પોતાના ઘરે પાછા ગયા.
\s5
\v 11 મરિયમ કબરની બહાર ઊભી હતી, તે રડતી હતી.
\v 12 તેણે જે જગ્યાએ ઈસુનું શબ મૂક્યું હતું ત્યાં સફેદ ઝભ્ભો પહેરીને બે દૂતોને બેઠેલા જોયા, એક માથા તરફ અને બીજો પગ તરફ.
\v 13 તેઓએ તેને કહ્યું, "બાઈ, તું કેમ રડે છે?" તેણે તેઓને કહ્યું, "તેઓ મારા પ્રભુને લઈ ગયા છે, અને હું નથી જાણતી કે તેઓએ તેમને ક્યાં મૂક્યા છે!"
\s5
\v 14 તેણે આમ કહ્યું પછી, તે પાછળ વળી અને તેણે ઈસુને ત્યાં ઊભેલા જોયા, પરંતુ તેને ખ્યાલ ન આવ્યો કે તે ઈસુ હતા.
\v 15 તેમણે તેને કહ્યું, "બાઈ, તું કેમ રડે છે? તું કોને શોધે છે?" તેણે વિચાર્યું કે જે તેની સાથે વાત કરે છે તે માળી છે, તેથી તેણે તેમને કહ્યું, "સાહેબ, જો તમે તેમને લઇ ગયા હો, તો મને કહો કે તમે તેમને ક્યાં મૂક્યા છે, અને હું તેમને લઇ જઈશ."
\s5
\v 16 ઈસુએ તેને કહ્યું, "મરિયમ." તે પાછી ફરી અને તેમને અરામિક ભાષામાં કહ્યું, "રાબ્બોની!" (જેનો અર્થ છે "ગુરુ").
\v 17 ઈસુએ તેને કહ્યું, "મને સ્પર્શ કરીશ નહીં, કેમ કે હું હજુ મારા પિતા પાસે સ્વર્ગમાં ગયો નથી. મારા શિષ્યો પાસે જા અને તેઓને કહે, 'હું મારા અને તમારા પિતા, કે જેઓ તમારા અને મારા ઈશ્વર છે તેઓ પાસે સ્વર્ગમાં જવાનો છું.'"
\v 18 મગ્દલાની મરિયમે જઈને શિષ્યોને જણાવ્યું, "મેં પ્રભુને જોયા છે" અને ઈસુએ તેને જે કહ્યું હતું તે તેણે તેઓને કહ્યું.
\p
\s5
\v 19 તે દિવસની સાંજે, અઠવાડિયાને પહેલે દિવસે, દરવાજા બંધ હતા અને શિષ્યો યહૂદીઓ તેઓની ધરપકડ કરશે તે બીકે ઘરની અંદર હતા. અચાનક ઈસુ આવીને તેઓના જૂથની મધ્યમાં ઊભા રહ્યા; તેમણે તેઓને કહ્યું, "ઈશ્વર તમને શાંતિ આપો."
\v 20 તેમણે આ કહ્યું ત્યારબાદ, તેમણે પોતાના હાથ અને કૂખ તેઓને બતાવી. જ્યારે તેઓએ પ્રભુને જોયા ત્યારે તેઓ ઘણો હર્ષ પામ્યા!
\s5
\v 21 ઈસુએ ફરી તેઓને કહ્યું, "ઈશ્વર તમને શાંતિ આપો. જેમ પિતાએ મને મોકલ્યો છે તેમ હવે હું તમને મોકલું છું."
\v 22 તેમણે આમ કહ્યું, ત્યારબાદ તેઓએ તેમના પર શ્વાસ નાખ્યો અને કહ્યું, "પવિત્ર આત્મા પ્રાપ્ત કરો.
\v 23 જો તમે કોઈનાં પાપ માફ કરો, તો ઈશ્વર તેઓને માફ કરશે. જો તમે કોઈનાં પાપ માફ નહીં કરો, તો તે તેઓ પર રહેશે."
\p
\s5
\v 24 હવે જ્યારે ઈસુ શિષ્યો પાસે આવ્યા ત્યારે બારમાંનો એક શિષ્ય થોમા જે "દીદીમસ (જોડિયો)" કહેવાતો હતો, તે ત્યાં ન હતો.
\v 25 બીજા શિષ્યોએ તેને કહ્યું, "અમે પ્રભુને જોયા છે." જો કે, તેણે તેઓને કહ્યું, "જ્યાં સુધી હું તેમના હાથમાં નિશાન નહિ જોઉં અને ખીલા દ્વારા બનેલા વેહમાં પોતાની આંગળી ન નાખું અને જ્યાં સુધી હું તેમની કૂખની જગ્યામાં હાથ ન નાખું, ત્યાં સુધી હું તેમનામાં કદાપિ વિશ્વાસ નહીં મૂકું."
\p
\s5
\v 26 આઠ દિવસ પછી, તેમના શિષ્યો ફરી ઘરની અંદર ભેગા થયા હતા, અને આ સમયે થોમા પણ તેઓની સાથે હતો. બારણાં બંધ હતાં તેમ છતાં, ઈસુ અંદર આવ્યા અને તેઓની મધ્યે ઊભા રહ્યા, તેમણે તે સર્વને કહ્યું, "ઈશ્વર તમને શાંતિ આપો."
\v 27 પછી તેમણે થોમાને કહ્યું, "તારી આંગળી મારા હાથમાં નાખ અને જો, અને તારો હાથ મારી કૂખમાં નાખ! તે હું છું કે નહીં તેના વિષે હવે શંકા કરીશ નહીં; તારો વિશ્વાસ મારા પર મૂક."
\s5
\v 28 થોમાએ બોલી ઊઠ્યો, "મારા પ્રભુ અને મારા ઈશ્વર!"
\v 29 ઈસુએ તેને કહ્યું, "તેં મને જોયો છે માટે તું વિશ્વાસ કરે છે કે હું ઊઠ્યો છું. પણ જેઓએ મને જોયો નથી છતાં મારા પર વિશ્વાસ કરે છે તેઓને ઈશ્વર મહાન આનંદ આપશે."
\p
\s5
\v 30 હવે ઈસુએ ઘણાં પરાક્રમી કાર્યો અને ચમત્કાર કર્યા જે સાબિતી આપે છે કે તેઓ કોણ છે. શિષ્યોએ તેઓ વિષે સાક્ષી આપી છે પરંતુ તે ચમત્કારો અગણિત હતા કે મેં તે સર્વને આ પુસ્તકમાં લખ્યા નથી.
\v 31 તેમ છતાં, મેં આ લખ્યું છે કે જેથી તમને સંપૂર્ણપણે ખાતરી થાય કે ઈસુ, ઈશ્વરના પુત્ર, એ જ મસીહ છે, અને તેમના પર વિશ્વાસ કરવા દ્વારા, તમે તેમના નામમાં અનંતજીવન પામી શકો.
\s5
\c 21
\p
\v 1 ત્યારબાદ, ઈસુ તિબેરિયસના સમુદ્રકિનારે (જે ગાલીલના સમુદ્ર તરીકે પણ ઓળખાય છે) ત્યાં પ્રગટ થયા. તેમણે પોતાને આ રીતે ઓળખાવ્યા:
\v 2 સિમોન પિતર, થોમા (જે દીદીમસ (જોડિયો) કહેવાતો હતો), ગાલીલના કાનાનો નાથાનાયેલ, ઝબદીના દીકરા (યાકૂબ અને યોહાન), અને બીજા બે શિષ્યો, સર્વ સાથે હતા.
\v 3 સિમોન પિતરે બીજાઓને કહ્યું, "હું માછલાં પકડવાં જાઉં છું." તેઓએ કહ્યું, "અમે પણ તારી સાથે આવીએ છીએ." તેઓ બહાર જઈ હોડીમાં ચઢ્યા, પરંતુ તે રાત્રે તેઓને કંઈ પ્રાપ્ત થયું નહીં.
\s5
\v 4 વહેલી સવારે, ઈસુ કિનારે ઊભા રહ્યા, પરંતુ શિષ્યો જાણતા ન હતા કે તેઓ ઈસુ છે.
\v 5 ઈસુએ તેઓને કહ્યું, "મારા મિત્રો, શું તમારા કોઈની પાસે માછલી છે?" તેઓએ કહ્યું, "ના."
\v 6 તેમણે તેઓને કહ્યું, "હોડીની જમણી તરફ તમારી જાળ નાખો અને તમને મળશે." જેમ તેમણે કહ્યું હતું તેમ તેઓએ જાળ નાખી, અને તેઓએ જાળમાં એટલી બધી માછલીઓ પકડી કે તેઓ તે જાળને હોડીમાં ખેંચી શક્યા નહીં!
\s5
\v 7 ઈસુનો શિષ્ય યોહાન, કે જેને તેઓ બહુ પ્રેમ કરતા હતા, તેણે પિતરને કહ્યું, "તેઓ તો પ્રભુ છે!" જ્યારે સિમોન પિતરે તેને આમ કહેતાં સાંભળ્યો, ત્યારે તેણે પોતાનું ઉપવસ્ત્ર શરીર પર લપેટ્યું (કેમ કે કામ કરતાં સમયે તેણે નાનું જ વસ્ત્ર પહેર્યું હતું), અને તે પાણીમાં કૂદી પડ્યો.
\v 8 તેઓ કિનારેથી બહુ દૂર નહીં પરંતુ ૯૦ મીટર દૂર હતા તેથી બીજા શિષ્યો હોડીમાં માછલીઓથી ભરેલી જાળ ખેંચતા કિનારે આવ્યા.
\v 9 જ્યારે તેઓ કિનારે આવ્યા, ત્યારે તેઓએ સળગતો દેવતા અને તેના પર માછલી શેકાતી જોઈ, અને ત્યાં થોડી રોટલીઓ પણ હતી.
\s5
\v 10 ઈસુએ તેઓને કહ્યું, "તમે હમણાં જે માછલીઓ પકડી તેમાંથી કેટલીક લાવો!"
\v 11 સિમોન પિતર હોડીમાં પાછો ચઢ્યો અને મોટી માછલીઓથી ભરેલી જાળને કિનારે લઈ આવ્યો. તેમાં કુલ ૧૫૩ માછલીઓ હતી. તો પણ જાળ ફાટી નહીં.
\s5
\v 12 ઈસુએ તેઓને કહ્યું, "આવો અને સવારનો નાસ્તો કરો!" શિષ્યોમાંના કોઈની પણ હિંમત ના ચાલી કે તેઓ તેમને પૂછે, "તમે કોણ છો?" તેઓ જાણતા હતા કે તે તો પ્રભુ હતા.
\v 13 ઈસુએ આવીને તેઓને રોટલી અને માછલી આપી.
\v 14 ઈશ્વરે તેઓને મરણમાંથી ઉઠાડ્યા પછી આ ત્રીજી વાર ઈસુએ શિષ્યોને દર્શન આપ્યું.
\p
\s5
\v 15 જ્યારે તેઓ નાસ્તો કરી રહ્યા, ત્યારે ઈસુએ સિમોન પિતરને પૂછ્યું, "યોહાનના દીકરા સિમોન, આ બીજાઓ મારા પર પ્રેમ કરે છે તેનાથી શું તું મારા પર વિશેષ પ્રેમ કરે છે?" પિતરે તેમને કહ્યું, "હા, પ્રભુ, તમે જાણો છો કે હું તમને પ્રેમ કરું છું." ઈસુએ કહ્યું, "મારાં ઘેટાંનું પોષણ કર."
\v 16 ઈસુએ તેને બીજીવાર કહ્યું, "યોહાનના પુત્ર સિમોન, શું તું મને પ્રેમ કરે છે?" તેણે કહ્યું, "હા, પ્રભુ, તમે જાણો છો કે હું તમને પ્રેમ કરું છું." ઈસુએ તેને કહ્યું, "મારા ઘેટાંનો પાળક થા."
\s5
\v 17 ઈસુએ તેને ત્રીજીવાર કહ્યું, "શું તું મને પ્રેમ કરે છે?" પિતરે કહ્યું, "પ્રભુ, તમે સઘળું જાણો છો. તમે જાણો છો કે હું તમને પ્રેમ કરું છું." ઈસુએ કહ્યું, "મારા ઘેટાંનું પોષણ કર."
\v 18 હું તને સત્ય કહું છું: જ્યારે તું જુવાન હતો, ત્યારે તું તારા પોતાનાં વસ્ત્ર પહેરતો હતો અને જ્યાં તું ઇચ્છે છે ત્યાં તું જતો હતો. તો પણ, જ્યારે તું વૃદ્ધ થશે, ત્યારે અન્ય કોઈ વ્યક્તિ તને કપડાં પહેરાવશે અને જ્યાં તું નથી ઇચ્છતો ત્યાં તને લઈ જશે."
\s5
\v 19 પિતર કેવી રીતે ઈશ્વરને માન આપતાં મરણ પામશે તે દર્શાવવા ઈસુએ આ કહ્યું. પછી ઈસુએ તેને કહ્યું, "મારી પાછળ આવ."
\p
\s5
\v 20 પિતર પાછળ ફર્યો અને તેણે યોહાન, કે જેને ઈસુ વિશેષ પ્રેમ કરતા હતા, તેને તેઓની પાછળ આવતાં જોયો. તે તો તે જ હતો કે જેણે મેજ પર ઈસુની નજીક અઢેલીને કહ્યું હતું, "પ્રભુ, કોણ તમને તમારા શત્રુઓને સોંપશે?"
\v 21 જ્યારે પિતરે તેને જોયો ત્યારે, તેણે ઈસુને પૂછ્યું, "પ્રભુ, આ માણસનું શું થશે?"
\s5
\v 22 ઈસુએ તેને કહ્યું, "હું પાછો આવું ત્યાં સુધી તે જીવે તેવી મારી ઇચ્છા હોય તો તેમાં તારે ચિંતા કરવાની જરૂર નથી! તું મારી પાછળ આવ."
\v 23 તેથી તે વાત ભાઈઓ-બહેનોમાં પ્રસરી ગઈ કે તે શિષ્ય મરણ પામવાનો નથી. છતાં ઈસુએ તેમ નહોતું કહ્યું કે તે મરણ નહીં પામે. તેમણે માત્ર એમ કહ્યું હતું કે, "જો હું ઇચ્છું કે હું પાછો આવું ત્યાં સુધી તે મરણ ન પામે તો તેમાં તારે ચિંતા કરવાની જરૂર નથી!"
\p
\s5
\v 24 હું, યોહાન, આ સર્વ બાબતોની સાક્ષી આપું છું, અને મેં તેમને લખી છે. અમે જાણીએ છીએ કે તેમની સાક્ષી સાચી છે.
\p
\v 25 ઈસુએ બીજી ઘણી બાબતો કરી, એટલી બધી કે જો તે સર્વ લખવામાં આવે, તો મને લાગે છે જગતમાં લખવા માટે પુસ્તકો ઓછા પડે.