gu_udb/43-LUK.usfm

1721 lines
436 KiB
Plaintext
Raw Permalink Blame History

This file contains ambiguous Unicode characters

This file contains Unicode characters that might be confused with other characters. If you think that this is intentional, you can safely ignore this warning. Use the Escape button to reveal them.

\id LUK LUK- UDB Guj
\ide UTF-8
\h લૂક
\toc1 લૂક
\toc2 લૂક
\toc3 luk
\mt1 લૂક
\s5
\c 1
\p
\v 1 પ્રિય થિયોફિલ, ઘણા લોકોએ આપણી મધ્યે થયેલા અદ્દભુત બનાવો વિષે અહેવાલો લખ્યા છે.
\p
\v 2 અમે આ બાબતો વિષે ઘણા લોકો પાસેથી સાંભળ્યું છે, કે જેમણે તે બનાવો બન્યા તે શરૂઆતથી જોયા હતા. આ લોકોએ બીજાઓને ઈશ્વરના સંદેશ વિષે શીખવ્યું.
\v 3 તેઓએ જે લખ્યું અને શિખવ્યું છે તે વિષે મેં મારી જાતે દરેક બાબતોનો કાળજીપૂર્વક અભ્યાસ કર્યો છે. તેથી મેં નક્કી કર્યું કે નેક નામદાર થિયોફિલ, હું આ બાબતોની સચોટ માહિતી વિષે તને લખું તો તે સારું ગણાશે.
\v 4 હું આ એટલા માટે કરી રહ્યો છું કે તમે જાણો કે આ બાબતો વિષે તમને જે શીખવવામાં આવ્યું છે તે સાચું છે.
\s5
\v 5 હેરોદ રાજા યહૂદિયા પ્રાંત પર શાસન કરતો હતો ત્યારે, ઝખાર્યા નામે એક યહૂદી યાજક હતો. તે અબિયાના કુળ સાથે સંકળાયેલ યાજક હતો. તે અને તેની પત્ની એલિસાબેત બંને હારુનના કુળના હતા.
\v 6 ઈશ્વર તેમને ન્યાયી ગણતા હતા, કારણ કે તેઓ ઈશ્વરે આપેલી દરેક આજ્ઞાઓ ચોકસાઈથી પાળતાં હતા.
\v 7 પણ તેઓને સંતાન ન હતા, કારણ કે એલિસાબેત બાળકોને જન્મ આપવા અસમર્થ હતી. વળી તે અને તેનો પતિ ખૂબ જ વૃદ્ધ હતા.
\s5
\v 8 એક દિવસ ઝખાર્યા તેના કુળના વારા પ્રમાણે યરુશાલેમના ભક્તિસ્થાનમાં યાજક તરીકે સેવા આપતો હતો.
\v 9 તેમના રિવાજ પ્રમાણે, ઈશ્વરના ભક્તિસ્થાનમાં જવા અને ધૂપ બાળવા યાજકોએ ચિઠ્ઠી નાખીને તેની પસંદગી કરી હતી.
\v 10 જ્યારે ધૂપ બાળવાનો તેનો સમય આવ્યો, ત્યારે ઘણા લોકો ભક્તિસ્થાનની બહાર આંગણામાં પ્રાર્થના કરતા હતા.
\s5
\v 11 પછી પ્રભુએ જે દૂતને મોકલ્યો હતો તે તેની સામે પ્રગટ થયો. ઈશ્વરનો દૂત ધૂપવેદીની જમણી બાજુએ ઊભો હતો.
\v 12 જ્યારે ઝખાર્યાએ દૂતને જોયો, ત્યારે તે ચમકી ગયો અને બહુ ગભરાઈ ગયો.
\v 13 પણ દૂતે તેને કહ્યું, "ઝખાર્યા, ગભરાઇશ નહિ; જ્યારે તેં પ્રાર્થના કરી, ત્યારે પ્રભુએ તારી વિનંતી સાંભળી. તેથી તારી પત્ની એલિસાબેત તારા માટે દીકરાને જન્મ આપશે. તારે તેનું નામ યોહાન પાડવું.
\s5
\v 14 તુ ખૂબ ખુશ થશે અને તેના જન્મના લીધે ઘણા લોકો પણ ખુશ થશે.
\v 15 ઈશ્વર તેને ખૂબ મહત્વનો ગણશે. તે ક્યારેય દ્રાક્ષારસ અથવા અન્ય કોઈ કેફી પીણું પીશે નહીં. તેના જન્મ અગાઉથી તે પવિત્ર આત્મા દ્વારા સામર્થ્ય પ્રાપ્ત કરશે.
\s5
\v 16 તે ઇઝરાયલના ઘણા વંશજોને પાપ કરવાથી દૂર રહેવા અને ફરીથી પ્રભુ તેમના ઈશ્વરની આજ્ઞા પાળવા સમજાવશે.
\v 17 તારો દીકરો પ્રભુની અગાઉ જશે અને તેમનો છડીદાર થશે અને પ્રબોધક એલિયાના જેવા આત્માથી બળવાન બનશે. તે માતા-પિતાઓને તેમનાં બાળકો પર ફરી પ્રેમ કરતાં કરશે. તે ઘણા લોકો જે ઈશ્વરની આજ્ઞા પાળતા નથી તેમને ડહાપણથી જીવવા અને ન્યાયી લોકોની માફક તેમની આજ્ઞા પાળવા સમજાવશે. પ્રભુ આવે ત્યારે ઘણા લોકો તૈયાર રહે માટે તે આમ કરશે."
\s5
\v 18 પછી ઝખાર્યાએ દૂતને કહ્યું, "હું ઘણો વૃદ્ધ છું, અને મારી પત્ની પણ ઘણી વૃદ્ધ છે. તો પછી હું કેવી રીતે માનું કે તું જે કહે છે તે ખરેખર બનશે?"
\v 19 પછી દૂતે તેને કહ્યું, "હું ગાબ્રિયેલ છું! હું ઈશ્વરની સમક્ષ ઊભો રહું છું! તારી સાથે જે બનવાનું છે તે વિષેના સારા સમાચાર તને આપવા માટે મને મોકલવામાં આવ્યો છે.
\v 20 મેં જે કહ્યું છે તે નિશ્ચે ઈશ્વરના નિયત કરેલા સમયે બનશે, પણ તેં મારા કહેલા શબ્દો પર વિશ્વાસ કર્યો નહિ. તેથી હવે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે દીકરાના જન્મ સુધી તું બોલી શકશે નહીં!"
\s5
\v 21 જ્યારે ઝખાર્યા અને દૂત ભક્તિસ્થાનમાં વાત કરતા હતા, ત્યારે આંગણામાં લોકો ઝખાર્યા બહાર આવે તેની પ્રતિક્ષા કરતા હતા. તેમને આશ્ચર્ય થયું કે શા માટે તે આટલા લાંબા સમય સુધી ભક્તિસ્થાનમાં હતો.
\v 22 જ્યારે તે બહાર આવ્યો, ત્યારે તે તેમની સાથે બોલી શક્યો નહીં. તે વાત કરી શકતો નહોતો, તેથી જે બન્યું હતું તે જણાવવા તે તેના હાથથી ઇશારા કરી સમજાવી રહ્યો હતો. પછી તેમને ખબર પડી કે તે જ્યારે ભક્તિસ્થાનમાં હતો ત્યારે ઈશ્વર તરફથી તેને દર્શન થયું હતું.
\v 23 જ્યારે ભક્તિસ્થાનમાં યાજક તરીકે કામ કરવાનો ઝખાર્યાનો સમય પૂર્ણ થયો, ત્યારે તે યરુશાલેમ છોડીને પોતાના ઘરે ગયો.
\s5
\v 24 આ બાબત બન્યાના થોડા સમય પછી, તેની પત્ની એલિસાબેત ગર્ભવતી થઈ, પણ તે પાંચ મહિના સુધી બહાર જાહેરમાં ગઈ નહીં.
\v 25 તેણે પોતે પોતાને કહ્યું, "પ્રભુએ મને ગર્ભવતી બનવા સક્ષમ કરી છે." આ રીતે, તેમણે મારા પર કરુણા દર્શાવી છે અને લોકો મને જે હલકી દ્રષ્ટિથી જોતા હતા તે કારણને દૂર કર્યું છે!"
\s5
\v 26 જ્યારે એલિસાબેત ગર્ભવતી થયાને લગભગ છ મહિના થયા, ત્યારે ઈશ્વરે ગાબ્રિયેલને ગાલીલ જીલ્લાના નાસરેથ નગરમાં મોકલ્યો.
\v 27 તે ત્યાં મરિયમ નામની કુમારિકા સાથે વાત કરવા ગયો. યૂસફ નામે એક માણસ જે દાઉદ રાજાનો વંશજ હતો, તેની સાથે તેની સગાઈ થઈ હતી. તે કુમારિકાનું નામ મરિયમ હતું
\v 28 દૂતે તેને કહ્યું, "તને સલામ! પ્રભુ તારી સાથે છે અને તેમણે તારા પ્રત્યે ઘણી ભલાઈ દર્શાવી છે!"
\v 29 પણ મરિયમે જ્યારે તેની સલામ સાંભળી ત્યારે તે ઘણી ગભરાઈ ગઈ. તેને આશ્ચર્ય થયું કે દૂત દ્વારા કહેલા શબ્દોનો અર્થ શો હશે.
\s5
\v 30 પછી દૂતે તેને કહ્યું, "મરિયમ, ગભરાઇશ નહિ, કેમ કે ઈશ્વર તરફથી તને કૃપા પ્રાપ્ત થઈ છે!
\v 31 તું ગર્ભવતી થશે અને દીકરાને જન્મ આપશે, અને તારે તેનું નામ ઈસુ પાડવું.
\v 32 તેઓ મહાન થશે અને તેઓ પરાત્પર ઈશ્વરના દીકરા કહેવાશે. પ્રભુ ઈશ્વર તેમને તેમના પૂર્વજ દાઉદની જેમ તેના લોકો પર રાજા બનાવશે.
\v 33 તેઓ યાકૂબના વંશજો પર કાયમી શાસન કરશે. તેઓ સર્વકાળ રાજ કરશે!"
\s5
\v 34 પછી મરિયમે દૂતને પૂછયું, "તે કેવી રીતે શક્ય છે? હું તો કુમારિકા છું."
\v 35 દૂતે જવાબ આપ્યો, "પવિત્ર આત્મા તારી પાસે આવશે અને ઈશ્વરનું પરાક્રમ તને આચ્છાદિત કરશે." તેથી જે બાળકને તું જન્મ આપશે તે પવિત્ર હશે, અને તેઓ ઈશ્વરના દીકરા કહેવાશે.
\s5
\v 36 અને આ સાંભળ. તારી નિકટની સંબંધી એલિસાબેત વૃદ્ધ હોવા છતાં પણ, તેણે પુત્રનો ગર્ભ ધારણ કર્યો છે, અને જો કે લોકો માનતા હતા કે તે બાળકનો પ્રસવ કરી શકતી નથી, છતાં તે લગભગ છ મહિનાથી ગર્ભવતી છે.
\v 37 કારણ કે ઈશ્વરને કશું પણ અશક્ય નથી!"
\v 38 પછી મરિયમે કહ્યું, "ઠીક છે, હું પ્રભુની ચાકર છું, તેથી તમે મારા વિષે જે કહ્યું તે પ્રમાણે થાઓ!" પછી દૂત તેની પાસેથી ગયો.
\s5
\v 39 તે પછી તરત, મરિયમ તૈયાર થઈ અને યહૂદિયાના પહાડી પ્રદેશમાં, જ્યાં ઝખાર્યા રહેતો હતો ત્યાં ગઈ.
\v 40 તેણે તેના ઘરમાં પ્રવેશ કર્યો અને તેની પત્ની એલિસાબેતને સલામ પાઠવી.
\v 41 એલિસબેતે જેવી મરિયમની સલામ સાંભળી, તે સાથે જ એલિસાબેતના ઉદરમાં બાળક કૂદ્યું. તરત જ પવિત્ર આત્માએ એલિસાબેતને ઈશ્વરની સ્તુતિ કરવા દોરી.
\s5
\v 42 તેણે મોટા સ્વરે ઉત્સાહથી મરિયમને કહ્યું, "ઈશ્વરે તને બીજી સ્ત્રીઓ કરતાં વધુ આશીર્વાદિત કરી છે, અને જે બાળકનો ગર્ભ તેં ધારણ કર્યો છે તેને આશીર્વાદ આપ્યો છે!
\v 43 એ કેટલું અદ્દ્ભુત છે કે તું, મારા પ્રભુની માતા, મારી પાસે આવી છે!
\v 44 જેવી મેં તારી સલામ સાંભળી, કે મારા ગર્ભમાંનું બાળક કૂદ્યું કારણ કે તું આવી તેથી તે ઘણું ખુશ થયું!
\v 45 તું આશીર્વાદિત છે કારણ કે તેં વિશ્વાસ કર્યો કે ઈશ્વરે તને કહ્યું તે સાચુ ઠરશે."
\s5
\v 46 પછી મરિયમે ઈશ્વરની સ્તુતિ કરતાં કહ્યું: "ઓહ, હું કેવી રીતે ઈશ્વરની સ્તુતિ કરું!
\v 47 હું ઈશ્વર વિશે ખૂબ આનંદ અનુભવુ છું, તેઓ એક જ એવા છે કે જેઓ મને બચાવે છે.
\s5
\v 48 હું ફક્ત તેમની નમ્ર સેવિકા છું, પણ તેઓ મને ભૂલી ગયા નથી. તેથી હવે પછીના સમય ગાળામાં રહેતા લોકો કહેશે કે ઈશ્વરે મને આશીર્વાદ આપ્યો છે.
\v 49 તેઓ આ કહેશે કારણ કે, સામર્થ્યવાન ઈશ્વરે મારા માટે મોટાં કાર્યો કર્યા છે. તેમનું નામ પવિત્ર છે!
\s5
\v 50 જેઓ તેમને આદર આપે છે તેઓને તેઓ એક પેઢીથી બીજી પેઢી સુધી દયા દર્શાવે છે.
\v 51 તેઓ લોકોને દર્શાવે છે કે તેઓ ખૂબ સામર્થ્યવાન છે. જેઓ પોતાના અંતઃકરણમાં ગર્વિષ્ઠ રીતે વિચારે છે તેઓને તેઓ વિખેરી નાખે છે.
\s5
\v 52 તેઓએ રાજાઓને શાસનમાંથી દૂર કરી દીધા છે, અને જેઓ દબાયેલા છે તેમને તેમણે સન્માન આપ્યું છે.
\v 53 જેઓ ભૂખ્યા છે તેવા લોકોને તેમણે સારો ખોરાક પૂરો પાડ્યો છે, અને ધનવાન લોકોને કંઇ પણ આપ્યા વગર તેમણે પાછા કાઢ્યા છે.
\s5
\v 54-55 તેમની સેવા કરનાર ઇઝરાયલને તેમણે મદદ કરી છે. લાંબા સમય પહેલાં તેમણે આપણા પૂર્વજોને વચન આપ્યું હતું કે તેઓ તેમના પર દયા દર્શાવશે. તેમણે તે વચન પાળ્યું છે અને તેઓ ઇબ્રાહિમ સાથે અને તેના વંશજો સાથે દયાથી વર્ત્યા છે."
\s5
\v 56 મરિયમ લગભગ ત્રણ મહિના સુધી એલિસાબેત સાથે રહી. પછી તે તેના ઘરે પરત ફરી.
\v 57 જ્યારે એલિસાબેતને તેના બાળકને જન્મ આપવાનો સમય આવ્યો, ત્યારે તેને એક દીકરો જનમ્યો.
\v 58 તેના પડોશીઓ અને સગાંવહાલાંઓએ સાંભળ્યું કે કેવી રીતે પ્રભુએ તેના પર આટલી બધી દયા દર્શાવી છે, ત્યારે તેઓએ એલિસાબેતની સાથે આનંદ કર્યો.
\s5
\v 59 આ પછી આઠમે દિવસે, લોકો બાળકની સુન્નતની વિધિ કરવા માટે ભેગા થયા. તેના પિતાનું નામ ઝખાર્યા હોવાથી તેઓ બાળકને તે જ નામ આપવા માગતા હતા.
\v 60 પણ તેની માતાએ કહ્યું, "ના, તેનું નામ યોહાન હોવું જોઈએ!"
\v 61 તેથી તેઓએ તેને કહ્યું, "પણ તારા કોઈ સગાનું નામ યોહાન નથી!"
\s5
\v 62 પછી તેઓએ તેના પિતાને તેમના હાથથી ઇશારા કર્યા, કે તે તેના દીકરાને શું નામ આપવા માગે છે તે બતાવે.
\v 63 તેથી તેણે સંકેત કર્યો કે તેઓ તેને લખવા માટે પાટી આપે. જ્યારે તેમણે તેને પાટી આપી ત્યારે, તેણે તેના પર લખ્યું, "તેનું નામ યોહાન છે." જે લોકો ત્યાં હતા તેઓ આશ્ચર્ય પામ્યા!
\s5
\v 64 તરત જ ઝખાર્યા બોલી શકયો, અને તેણે ઈશ્વરની સ્તુતિ કરવાનું શરૂ કર્યું.
\v 65 ઈશ્વરે જે કર્યું હતું તે જોઇને દરેક વ્યક્તિ જે તેની નજીક રહેતી હતી તેઓને સંપૂર્ણપણે સાદર ભય લાગ્યો. તેઓએ જે બન્યું હતું તે વિષે બીજા ઘણા લોકોને જણાવ્યું અને આ સમાચાર યહૂદિયાના તમામ પહાડી વિસ્તારમાં પ્રસરી ગયા.
\v 66 જે દરેક વ્યક્તિએ તે સાંભળ્યું તેઓ તે વિષે વિચારવા લાગ્યા. તેઓ કહેતા હતા કે, "અમને આશ્ચર્ય થાય છે કે જ્યારે આ બાળક મોટો થશે ત્યારે તે કેવાં કાર્યો કરશે!" જે કંઈ બન્યું હતું તે કારણે, તેઓને ખાતરી હતી કે ઈશ્વર તેને સામર્થ્ય આપી મદદ કરશે.
\s5
\v 67 ઝખાર્યાના દીકરાનો જન્મ થયા પછી, ઝખાર્યા પવિત્ર આત્માથી ભરપૂર થયો અને તે ઈશ્વર તરફથી આ શબ્દો બોલ્યો:
\v 68 "જે ઈશ્વરની સ્તુતિ આપણે ઇઝરાયલી લોકો કરીએ છીએ, તે પ્રભુની સ્તુતિ થાઓ, કારણ કે તેઓ આપણને એટલે કે પોતાના લોકોને મુક્ત કરવા આવ્યા છે.
\s5
\v 69 તેઓ કોઈને આપણે માટે મોકલી રહ્યા છે, જે સામર્થ્યથી આપણને બચાવશે, જે તેમના સેવક, દાઉદ રાજાનો વંશજ હશે.
\v 70 ઘણા સમય પહેલાં ઈશ્વરે તેમના પ્રબોધકો દ્વારા કહાવ્યું હતું કે તેઓ એમ કરશે.
\v 71 આ સામર્થ્યવાન ઉદ્ધારક આપણને આપણા શત્રુઓથી છોડાવશે, અને જેઓ આપણને ધિક્કારતા હશે તેઓની સત્તાથી આપણને બચાવશે.
\s5
\v 72 તેમણે આ કર્યું છે કારણ કે તેઓ આપણા પૂર્વજો પર દયાળુ છે અને તેમના પવિત્ર કરારને યાદ રાખે છે,
\v 73 તેમણે આપણા પૂર્વજ ઇબ્રાહિમને વચન આપ્યું હતું અને તે માટે સમ ખાધા છે.
\v 74 ઈશ્વરે આપણને જે વચન આપ્યું કે તે આપણા શત્રુઓની સત્તાથી બચાવશે, અને કોઈ ભય વગર તેમની સેવા કરવા સક્ષમ બનાવશે,
\v 75 આપણા જીવનમાં પવિત્રાઈથી અને ન્યાયથી જીવવા દ્વારા.
\s5
\v 76 પછી ઝખાર્યાએ તેના દીકરાને કહ્યું, "મારા દીકરા, તું પરાત્પર ઈશ્વરનો પ્રબોધક કહેવાશે. તું પ્રભુની આગળ જશે જેથી તું લોકોને તેમના આગમનને માટે તૈયાર કરે.
\v 77 તું લોકોને કહેશે કે ઈશ્વર તેઓને માફ કરવા સમર્થ છે અને તેમને તેઓના પાપોની શિક્ષાથી બચાવી શકે છે.
\s5
\v 78 ઈશ્વર આપણને માફ કરશે કારણ કે તેઓ આપણા માટે કૃપાળુ અને દયાળુ છે. અને તેના કારણે, આ ઉદ્ધારક, જે ઊગતા સૂર્ય જેવા છે, તેઓ આપણને મદદ કરવા સ્વર્ગમાંથી આવશે.
\v 79 જેઓ આત્મિક રીતે અંધકારમાં છે અને મરણના ભયમાં છે તે લોકો પર તેમનો સંદેશ પ્રકાશ પાડશે. તે આપણને માર્ગદર્શન આપશે જેથી આપણે શાંતિપૂર્વક જીવીએ.
\s5
\v 80 સમય જતાં, ઝખાર્યા અને એલિસાબેતનો દીકરો મોટો થયો અને આત્મિક રીતે બળવાન થયો. ત્યાર પછી તે ઉજ્જડ પ્રદેશમાં રહ્યો અને જ્યારે તેણે ઈશ્વરના લોકો, ઇઝરાયલીઓને જાહેરમાં ઉપદેશ આપવાનું શરૂ કર્યું ત્યાં સુધી તે ત્યાં રહ્યો.
\s5
\c 2
\p
\v 1 તે સમય દરમિયાન, કાઈસાર ઓગસ્તસે એક સત્તાવાર આદેશ બહાર પાડયો કે રોમન શાસન હેઠળ રહેતા હોય એવી દરેક વ્યક્તિએ જાહેર નોંધણી કરાવવી ફરજિયાત છે.
\v 2 કુરેનિયસ સિરિયા પ્રાંતનો રાજ્યપાલ હતો તે સમય દરમિયાન આ પ્રથમ વખત વસ્તી ગણતરી થઈ.
\v 3 તેથી દરેકે તેમના કુટુંબના વતનમાં નોંધણી કરાવવા જવાનું હતું.
\s5
\v 4-5 યૂસફ પણ મરિયમ કે જેની સાથે તેની સગાઈ થઈ હતી અને જે ગર્ભવતી હતી, તેની સાથે તેના કુટુંબના વતનમાં ગયો. યૂસફ દાઉદ રાજાનો વંશજ હતો તે કારણે તેઓ ગાલીલના પ્રદેશમાં નાસરેથ શહેરમાંથી રવાના થયાં અને યહૂદિયાના પ્રદેશ, બેથલહેમ નગર તરફ મુસાફરી કરી, જે દાઉદના શહેર તરીકે પણ જાણીતું હતું, યૂસફ અને મરિયમ જાહેર નોંધણી કરાવવા ત્યાં ગયાં.
\s5
\v 6-7 જ્યારે તેઓ બેથલેહેમ આવી પહોંચ્યાં, ત્યારે સામાન્ય રીતે પ્રવાસીઓ જ્યાં રોકાય છે ત્યાં તેઓ માટે રહેવાની કોઈ જગા ન હતી, તેથી તેમણે એવી જગાએ રોકાવાનું હતું કે જ્યાં તેઓ રાતવાસો કરી શકે. જ્યારે તેઓ ત્યાં હતાં ત્યારે મરિયમને પ્રસવનો સમય થયો અને તેણે તેના પ્રથમ બાળક, પુત્રને જન્મ આપ્યો. તેણે તેમને કપડાંમાં લપેટીને તેમને ગભાણમાં રાખ્યા.
\s5
\v 8 તે રાત્રે, બેથલેહેમની નજીકના ખેતરોમાં કેટલાક ભરવાડો તેમનાં ઘેટાંની સંભાળ રાખતા હતા.
\v 9 અચાનક પ્રભુ ઈશ્વરનો એક દૂત તેમને દેખાયો. એક તેજસ્વી પ્રકાશ કે જે પ્રભુનો મહિમા પ્રગટ કરતો હતો, તે તેઓની આસપાસ દેખાયો. તેથી તેઓ ખૂબ જ ભયભીત થયા.
\s5
\v 10 પણ દૂતે તેઓને કહ્યું, "ગભરાશો નહિ! હું તમને શુભ સંદેશ કહેવા આવ્યો છું, જે બધા લોકો માટે હિતકારક થશે અને તમને બધાને ખૂબ આનંદિત કરશે.!"
\v 11 આજે, દાઉદના શહેરમાં, એક બાળક જન્મ્યો છે તે તમને તમારાં પાપોમાંથી બચાવશે! તે તો મસીહ એટલે કે પ્રભુ છે!
\v 12 તમે આ રીતે તેમને ઓળખશો: બેથલહેમમાં તમે બાળકને ગભાણમાં કપડાંના મોટા ટુકડામાં લપેટેલો જોશો."
\s5
\v 13 અચાનક દૂતોનો મોટો સમૂહ સ્વર્ગમાંથી પ્રગટ થયો અને તે દૂત સાથે જોડાયો. તેઓ બધાએ ઈશ્વરની સ્તુતિ કરતાં કહ્યું,
\v 14 "અતિ ઊંચામાં સ્વર્ગના બધા દૂતો ઈશ્વરની સ્તુતિ કરો! અને પૃથ્વી પર રહેતા લોકો કે જેઓ પર ઈશ્વર પ્રસન્ન છે તેઓને શાંતિ થાઓ!"
\s5
\v 15 દૂતો તેમને છોડીને સ્વર્ગ પાછા ફર્યા પછી, ભરવાડોએ એકબીજાને કહ્યું, "આપણે હમણાં બેથલહેમમાં જઈને જે અદ્દ્ભુત બાબત બની છે, તે જોવી જોઈએ, તેના વિષે પ્રભુએ આપણને જણાવ્યું છે!"
\v 16 તેથી તેઓ ઝડપથી ગયા અને જ્યારે મરિયમ અને યૂસફ જ્યાં હતાં તે જગ્યાએ તેઓ આવ્યા ત્યારે તેઓએ બાળકને ગભાણમાં જોયો.
\s5
\v 17 તેમને જોયા પછી, તેમણે આ બાળક વિશે તેમને જે કંઈ કહેવામાં આવ્યું હતું તે દરેકને કહ્યું.
\v 18 ભરવાડોએ લોકોને જે કહ્યું તે સાંભળી બધા લોકો આશ્ચર્ય પામ્યા.
\v 19 પરંતુ મરિયમે જે બધી બાબતો સાંભળી તે વિષે વિચારવાનું ચાલુ રાખ્યું અને કાળજીપૂર્વક તેને યાદ રાખ્યું.
\v 20 ભરવાડો ખેતરોમાં જ્યાં તેમનાં ઘેટાંઓ હતાં ત્યાં પાછા ફર્યા. તેઓ ઈશ્વર કેવા મહાન છે તે વિશે વાત કરતા રહ્યા અને તેઓએ જે સાંભળ્યું અને જોયું તે માટે તેમની પ્રશંસા કરતાં રહ્યા, કારણ કે દૂતોએ તેમને જે કહ્યું હતું તે જ પ્રમાણે બધું બન્યું હતું.
\s5
\v 21 બાળકના જન્મ પછીના આઠમા દિવસે, તેની સુન્નત કરવામાં આવી અને તેઓએ તેનું નામ ઈસુ પાડ્યું. તેમના ગર્ભ ધારણ અગાઉ, દૂતોએ તેઓને જે નામ આપવા કહ્યું હતું તે એ જ હતું.
\s5
\v 22 જ્યારે મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે તેમના શુધ્ધીકરણના દિવસો પૂર્ણ થયા, ત્યારે મરિયમ અને યૂસફ પ્રભુને પોતાના દીકરાનું અર્પણ કરવા યરુશાલેમ ગયાં.
\v 23 પ્રભુના નિયમશાસ્ત્રમાં આમ લખેલું છે, "દરેક પ્રથમ જન્મેલ નર બાળક પ્રભુ માટે પવિત્ર ગણવામાં આવે."
\v 24 પ્રભુનો નિયમ એવું પણ કહે છે, નવા જન્મેલ નર બાળકના માતા-પિતાએ બલિદાન તરીકે "બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચા" અર્પણ કરવાં જોઈએ.
\s5
\v 25 તે સમયે યરુશાલેમમાં એક વૃદ્ધ માણસ હતો જેનું નામ શિમયોન હતું. તે ઈશ્વરને જે પસંદ હતું તે કરતો અને ઇશ્વરના નિયમોને આધીન હતો. ઇઝરાયલી લોકોને ઉત્તેજન આપવા ઈશ્વર મસીહને મોકલશે તેની રાહ તે આતુરતાથી જોઈ રહ્યો હતો અને પવિત્ર આત્મા તેનું માર્ગદર્શન કરી રહ્યા હતા.
\v 26 પવિત્ર આત્માએ અગાઉથી તેને જણાવ્યું હતું કે તે મરણ પામે તે પહેલાં તે પ્રભુના વચન પ્રમાણે મસીહને જોશે.
\s5
\v 27 જ્યારે ભક્તિસ્થાનમાં ધાર્મિક વિધિ જેના વિષે નિયમમાં ઈશ્વરે આજ્ઞા આપી છે તે પ્રમાણે કરવા, યૂસફ અને મરિયમ તેમના બાળક, ઈસુને લાવ્યા, ત્યારે આત્માએ શિમયોનને ભક્તિસ્થાનનાં આંગણામાં પ્રવેશવા દોર્યો.
\v 28 પછી તેણે ઈસુને તેના હાથમાં લીધા અને ઈશ્વરની સ્તુતિ કરતાંં, કહ્યું,
\v 29 પ્રભુ, તમે મને સંતુષ્ટ કર્યો છે અને હવે હું તમારા વચન પ્રમાણે શાંતિથી મરણ પામી શકું છું.
\s5
\v 30 લોકોને તેમનાં પાપોથી બચાવવા માટે જેને તમે મોકલ્યા છે, તેમને મેં જોયા છે
\v 31 જેમને તમે બધા લોકો મધ્યેથી તૈયાર કર્યા છે.
\v 32 તેઓ પ્રકાશ સમાન હશે જે બિનયહૂદીઓને તમારું સત્ય પ્રગટ કરશે, અને તેઓ ઇઝરાયલી લોકોને મહિમા અપાવશે.
\s5
\v 33 શિમયોને તેમના વિષે જે કહ્યું એનાથી ઈસુના પિતા અને માતા ખૂબ જ નવાઇ પામ્યાં. પછી શિમયોને તેઓને આશીર્વાદ આપ્યો, અને ઈસુની માતા, મરિયમને કહ્યું,
\v 34 "હું જે કહું છું તે વિષે ધ્યાન આપ: ઈશ્વરે નક્કી કર્યુ છે કે આ બાળકને કારણે, ઘણા ઇઝરાયલી લોકો ઈશ્વરથી દૂર જશે અને ઘણા લોકો ઈશ્વર તરફ પાછા ફરશે. તે લોકોને ચેતવણી આપવા ચિહ્નરૂપ થશે, અને ઘણા લોકો તેમનો વિરોધ કરશે.
\v 35 જેના પરિણામે, ઘણા લોકોના વિચારો સ્પષ્ટ દેખાશે. તલવાર તારા પોતાના આત્માને પણ વીંધી નાખશે."
\s5
\v 36 ભક્તિસ્થાનના આંગણામાં હાન્ના નામની એક પ્રબોધિકા હતી. તે ખૂબ વૃદ્ધ હતી. તેના પિતા ફનુએલ આશેરના કુળના હતા. તેનું લગ્નજીવન સાત વર્ષનું રહ્યું હતું અને પછી તેના પતિનું મરણ થયું હતું.
\v 37 તે પછી, તે ચોર્યાસી વર્ષથી વિધવા તરીકે જીવતી હતી. તે હંમેશા ભક્તિસ્થાનના વિસ્તારમાં સેવા આપતી હતી અને રાત-દિવસ ઈશ્વરનું ભજન કરતી હતી. તે વારંવાર ઉપવાસ અને પ્રાર્થના કરતી.
\v 38 તે જ સમયે, હાન્ના તેમની પાસે આવી અને બાળક માટે ઈશ્વરનો આભાર માનવાનું શરુ કર્યું. પછી તેણે જેઓ ઈશ્વર પાસેથી યરુશાલેમને છોડાવવાની અપેક્ષા રાખતા હતા તેવા ઘણા લોકોને ઈસુ વિષે વાત કરી.
\s5
\v 39 યૂસફ અને મરિયમ ઈશ્વરના નિયમો પ્રમાણે તેમને જે જરૂરી હતું તે બધુ કરવાનું સમાપ્ત કર્યા પછી, તેઓ ગાલીલના જીલ્લામાં તેમના પોતાના શહેર નાસરેથ પરત આવ્યા.
\v 40 જેમ જેમ બાળક ઈસુ મોટા થતા ગયા, તેમ તેમ તેઓ બળવાન અને બુદ્ધિમાન બન્યા, અને ઈશ્વર તેમનાથી ખૂબ પ્રસન્ન હતા.
\s5
\v 41 દર વર્ષે ઈસુનાં માતા-પિતા પાસ્ખાપર્વ ઊજવવા યરુશાલેમ જતાં હતાં.
\v 42 જ્યારે ઈસુ બાર વર્ષના હતા, ત્યારે તેઓ હંમેશની જેમ પર્વમાં યરુશાલેમ ગયા.
\v 43 જ્યારે પર્વના બધા દિવસો પૂરા થયા, ત્યારે તેમનાં માતા-પિતા ઘરે જવા પાછા ફર્યા, પરંતુ ઈસુ યરુશાલેમમાં પાછળ રહ્યા. તેમનાં માતાપિતાને ખબર ન હતી કે તેઓ હજુ ત્યાં જ છે.
\v 44 તેઓ એમ માનતાં હતાં કે તેઓ તેમની સાથે મુસાફરી કરતા બીજા લોકોની સાથે છે. એક આખા દિવસની મુસાફરી જેટલું ચાલ્યા પછી, તેઓએ તેમના સંબંધીઓ અને મિત્રો વચ્ચે ઈસુની શોધ કરવાનું શરૂ કર્યું.
\s5
\v 45 જ્યારે તેઓ તેમને શોધી શક્યા નહિ, ત્યારે તેઓ તેમની શોધમાં યરુશાલેમ પાછાં આવ્યાં.
\v 46 ત્રણ દિવસ પછી, તેઓ તેમને ભક્તિસ્થાનના આંગણામાં, યહૂદી ધર્મગુરુઓની વચ્ચે બેઠેલા જોવા મળ્યા. તેઓ તેમનું શિક્ષણ સાંભળતા હતા, અને તેઓ તેમને પ્રશ્નો પૂછતા હતા.
\v 47 જે લોકોએ તેમનું કહેવું સાંભળ્યું તે બધા તેઓ કેટલું બધું સમજી શકતા હતા અને શિક્ષકો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ તેમણે કેટલી સારી રીતે આપ્યા તે વિષે આશ્ચર્ય પામ્યા.
\s5
\v 48 જ્યારે તેમનાં માતા-પિતાએ તેમને જોયા, ત્યારે તેઓ ખૂબ આશ્ચર્ય પામ્યાં. તેમની માતાએ તેમને કહ્યું, "મારા દીકરા, તમે અમારી સાથે આવું શા માટે કર્યું છે? તમારા પિતા અને હું ખૂબ જ ચિંતિત હતાં તેથી અમે તમને શોધતાં હતાં!"
\v 49 ઈસુએ તેમને કહ્યું, "તમે શા માટે મને શોધતાં હતાં? શું તમે જાણતાં ન હતાં કે મારે મારા પિતા જે કરે છે એમાં સામેલ થવાની જરૂર છે?"
\v 50 પરંતુ તેઓએ જે કહ્યું તેનો અર્થ તેઓ સમજી શક્યા નહીં.
\s5
\v 51 પછી તેઓ તેમની સાથે નાસરેથ પાછા આવ્યા અને તેઓ હંમેશા તેમને આધીન રહ્યા. તેમની માતા આ બધી બાબતો વિષે ઊંડાણપૂર્વક વિચારતી હતી.
\v 52 જેમ જેમ વર્ષો પસાર થતાં ગયા, તેમ તેમ ઈસુ જ્ઞાનમાં અને કદમાં વૃદ્ધિ પામતા રહ્યા. ઈશ્વર અને લોકો તેમને વિશેષ પ્રમાણમાં પસંદ કરતાં રહ્યા.
\s5
\c 3
\p
\v 1 તિબેરિયસ કાઈસાર જ્યારે રોમન સામ્રાજ્ય પર લગભગ પંદર વર્ષથી શાસન કરતો હતો, ત્યારે પોંતિયસ પિલાત યહૂદિયા પ્રાંતનો રાજ્યપાલ હતો. હેરોદ એન્તીપાસ ગાલીલ જિલ્લા પર શાસન કરતો હતો, તેનો ભાઇ ફિલિપ ઇતુરાઈ અને ત્રાખોનિતી પ્રાંત પર શાસન કરતો હતો, અને લિસાનિયસ આબીલેન વિસ્તાર પર શાસન કરતો હતો.
\v 2 તે સમય દરમિયાન, જ્યારે અન્નાસ અને કાયાફા યરુશાલેમના પ્રમુખ યાજકો હતા, ત્યારે ઈશ્વરે ઝખાર્યાના પુત્ર યોહાન જે રણમાં રહેતો હતો તેની સાથે વાત કરી.
\s5
\v 3 યોહાન યર્દન નદીની નજીકના વિસ્તારની આસપાસ મુસાફરી કરતો હતો. તે લોકોને કહેતો હતો, "જો તમે ઇચ્છો છો કે ઈશ્વર તમારાં પાપો માફ કરે, તો તમારે પસ્તાવો કરવો જોઈએ; પછી હું તમને બાપ્તિસ્મા આપીશ!"
\s5
\v 4 યશાયા પ્રબોધકે લાંબા સમય અગાઉ એક પુસ્તકમાં આ શબ્દો લખ્યા હતા: "રણમાં, કોઇક પોકારી રહ્યું છે: ઈશ્વરનો માર્ગ તૈયાર કરો, તેમના માટે માર્ગ સીધો કરો.
\s5
\v 5 દરેક ખીણ સપાટ કરાશે, અને દરેક પર્વત અને ટેકરીને સમતલ બનાવાશે; વાંકાચૂંકા રસ્તા સીધા કરવામાં આવશે, અને ખાડા-ટેકરાવાળા માર્ગ સપાટ બનાવાશે.
\v 6 પછી દરેક જણ લોકોને બચાવવાની ઈશ્વરની રીત જોશે."
\s5
\v 7 યોહાને લોકોનાં જે ટોળા તેના દ્વારા બાપ્તિસ્મા પામવા આવતાં હતાં તેઓને કહ્યું, "તમે લોકો ઝેરી સાપ જેવા દુષ્ટ છો! કોઈએ તમને ચેતવ્યા નથી કે કે જેઓ પાપ કરે છે તેઓને એક દિવસ ઈશ્વર શિક્ષા કરશે, શું કોઈએ ચેતવ્યા છે? તમે એમ ન વિચારશો કે તમે તેમનાથી છટકી શકશો!
\s5
\v 8 સારાં ફળ ઉત્પન્ન કરો કે જે દર્શાવે કે તમે ખરેખર તમારા પાપી વર્તનથી પાછા વળ્યા છો! અને પોતાને એમ ન કહો કે, 'અમે ઇબ્રાહિમના વંશજો છીએ!' કારણ કે હું તમને કહું છું કે ઈશ્વર આ પથ્થરોને પણ ઇબ્રાહિમના વંશજો બનાવી શકે છે!
\s5
\v 9 વૃક્ષોના મૂળમાં પહેલેથી જ કુહાડી મૂકવામાં આવેલી છે, જેથી દરેક વૃક્ષ જે સારા ફળ નહીં આપે તેને કાપી નાંખવામાં આવશે અને અગ્નિમાં ફેંકી દેવામાં આવશે."
\s5
\v 10 પછી ટોળામાંના કેટલાક લોકોએ તેને પૂછયું, "તો પછી, અમારે શું કરવું જોઈએ?"
\v 11 તેણે જવાબ આપ્યો, "જો તમારામાંના કોઈ પાસે બે ઝભ્ભા હોય, તો તેણે જેની પાસે એકપણ વસ્ત્ર ન હોય તેને તે આપે. જો તમારામાંના કોઈ પાસે વધારે ખોરાક હોય, તો તમારે જેની પાસે ખોરાક ન હોય તેને આપવો જોઈએ."
\s5
\v 12 કેટલાક કર ઉઘરાવનારાઓ પણ યોહાનથી બાપ્તિસ્મા પામવા આવ્યા. તેઓએ તેને પૂછ્યું, "ઉપદેશક, અમારે શું કરવું જોઈએ?"
\v 13 તેણે તેઓને કહ્યું, "રોમન સરકારે તમને જેટલો કર ઉઘરાવવાનું કહ્યું હોય તેથી વિશેષ કર ન ઉઘરાવો!"
\s5
\v 14 ઘણાં સૈનિકોએ તેને પૂછ્યું, "અને અમારે? અમારે શું કરવું જોઈએ?" તેમણે તેઓને કહ્યું, "લોકોને ડરાવીને તેઓ તમને નાણાંં આપે માટે દબાણ કરશો નહિ, અને કોઈએ કશું ખોટું કર્યું છે એવું માનીને ખોટી રીતે આરોપ મૂકશો નહીં! તમે જેટલી કમાણી કરો છો તેનાથી સંતુષ્ટ રહો."
\s5
\v 15 લોકો ઘણી આશા રાખતા હતા કે મસીહ ટૂંક સમયમાં આવશે, અને તેઓમાંના ઘણા એવું વિચારતા હતા કે યોહાન મસીહ હોઈ શકે છે.
\v 16 પરંતુ યોહાને તે સર્વને કહ્યું, "ના, હું તે નથી. મસીહ મારા કરતાંં ઘણા મહાન છે. તેઓ એટલા મહાન છે કે હું તેમનાં ચંપલની દોરી છોડવાને પણ લાયક નથી! જ્યારે મેં તમારું બાપ્તિસ્મા કર્યું, ત્યારે મેં ફક્ત પાણીનો ઉપયોગ કર્યો. પરંતુ જ્યારે મસીહ આવશે, ત્યારે તેઓ પવિત્ર આત્માથી અને અગ્નિથી તમારું બાપ્તિસ્મા કરશે.
\s5
\v 17 સૂપડું તેમના હાથમાં છે, જે સારા દાણાને બિનઉપયોગી ફોતરાંથી અલગ કરવા તૈયાર છે. તેઓ અનાજને પોતાની વખારમાં સલામત રીતે સંગ્રહ કરશે પરંતુ તેઓ ફોતરાંને કદી ન હોલવનાર અગ્નિમાં બાળી નાખશે.
\s5
\v 18 આ પ્રમાણે ઘણી જુદી જુદી રીતે, યોહાને લોકોને પસ્તાવો કરવા અને ઈશ્વર તરફ પાછા ફરવા વિનંતી કરી, કેમ કે તે તેઓને ઈશ્વર તરફથી શુભ સંદેશો જણાવતો હતો.
\v 19 જ્યારે હેરોદ રાજાનો ભાઈ હજુ હયાત હતો તે સમયે તેણે તેના ભાઈની પત્ની સાથે લગ્ન કરી દીધાં હતાં. તે બદલ તથા અન્ય કૃત્યો તેણે કર્યા હતાં તે માટે યોહાને તેને ઠપકો આપ્યો હતો.
\v 20 પછી હેરોદે તેના સૈનિકો દ્વારા યોહાનને જેલમાં પૂર્યો, જે બીજી ખોટી બાબત હતી.
\s5
\v 21 પરંતુ યોહાનને જેલમાં પૂરવામાં આવ્યો હતો તે અગાઉ, જ્યારે ઘણા લોકો બાપ્તિસ્મા પામી રહ્યા હતા, ત્યારે ઈસુ પણ બાપ્તિસ્મા પામ્યા. પછીથી, જ્યારે તેઓ પ્રાર્થના કરતા હતા ત્યારે આકાશ ઊઘડી ગયું.
\v 22 અને પવિત્ર આત્મા, કબૂતરરૂપે, નીચે આવ્યા અને ઈસુ પર ઊતર્યા. અને "તમે મારા દીકરા છો, તમને હું બહુ પ્રેમ કરું છું. હું તમારાથી ઘણો પ્રસન્ન છુ!" એવું કહીને ઈશ્વર સ્વર્ગમાંથી ઈસુ સાથે બોલ્યા.
\s5
\v 23 જ્યારે ઈસુએ ઈશ્વર માટે પોતાનું કાર્ય શરૂ કર્યું, ત્યારે તેઓ લગભગ ત્રીસ વર્ષના હતા. તેઓ યૂસફના દીકરા હતા (અથવા તો એવું માનવામાં આવતું હતું). યૂસફ એલીનો દીકરો હતો.
\v 24 એલી મથ્થાતનો દીકરો હતો. મથ્થાત લેવીનો દીકરો હતો. લેવી મલ્ખીનો દીકરો હતો. મેલ્ખી યન્નયનો દીકરો હતો. યન્નય યૂસફનો દીકરો હતો.
\s5
\v 25 યૂસફ મત્તિયાનો દીકરો હતો. મત્તિયા આમોસનો દીકરો હતો. આમોસ નાહૂમનો દીકરો હતો. નાહૂમ હેસ્લીનો દીકરો હતો. હેસ્લી નગ્ગયનો દીકરો હતો.
\v 26 નગ્ગય માહથનો દીકરો હતો.માહથ મત્તિયાનો દીકરો હતો. મત્તિયા શિમઈનો દીકરો હતો. શિમઈ યોસેખનો દીકરો હતો. યોસેખ યોદાનો દીકરો હતો.
\s5
\v 27 યોદા યોહાનાનનો દીકરો હતો. યોહાનાન રેસાનો દીકરો હતો. રેસા ઝરૂબ્બાબેલનો દીકરો હતો. ઝરૂબ્બાબેલ શઆલ્તીએલનો દીકરો હતો. શઆલ્તીએલ નેરીનો દીકરો હતો.
\v 28 નેરી મલ્ખીનો દીકરો હતો. મલ્ખી અદ્દીનો દીકરો હતો. અદ્દી કોસામનો દીકરો હતો. કોસામ અલ્માદામનો દીકરો હતો. અલ્માદામ એરનો દીકરો હતો.
\v 29 એર યેશુનો દીકરો હતો. યેશુ એલીએઝરનો દીકરો હતો. એલીએઝર યોરીમનો દીકરો હતો. યોરીમ મથ્થાતનો દીકરો હતો. મથ્થાત લેવીનો દીકરો હતો.
\s5
\v 30 લેવી શિમયોનનો દીકરો હતો. શિમયોન યહૂદાનો દીકરો હતો. યહૂદા યૂસફનો દીકરો હતો. યૂસફ યોનામનો દીકરો હતો. યોનામ એલ્યાકીમનો દીકરો હતો
\v 31 એલ્યાકીમ મલેયાનો દીકરો હતો. મલેયા મિન્નાનો દીકરો હતો. મિન્ના મત્તાથાનો દીકરો હતો. મત્તાથા નાથાનનો દીકરો હતો. નાથાન દાઉદનો દીકરો હતો
\v 32 દાઉદ યિશાઈનો દીકરો હતો. યિશાઈ ઓબેદનો દીકરો હતો. ઓબેદ બોઆઝનો દીકરો હતો. બોઆઝ સલ્મોનનો દીકરો હતો. સલ્મોન નાહશોનનો દીકરો હતો.
\s5
\v 33 નાહશોન અમિનાદાબનો દીકરો હતો. અમિનાદાબ અનીનનો દીકરો હતો. અનીન આર્નીનો દીકરો હતો. આર્ની હેસ્રોનનો દીકરો હતો. હેસ્રોન પેરેસનો દીકરો હતો. પેરેસ યહૂદાનો દીકરો હતો.
\v 34 યહૂદા યાકૂબનો દીકરો હતો. યાકૂબ ઇસહાકનો દીકરો હતો. ઇસહાક ઇબ્રાહિમનો દીકરો હતો ઇબ્રાહિમ તેરાહનો દીકરો હતો. તેરાહ નાહોરનો દીકરો હતો.
\v 35 નાહોર સરૂગનો દીકરો હતો. સરૂગ રયૂનો દીકરો હતો. રયૂ પેલેગનો દીકરો હતો. પેલેગ એબરનો દીકરો હતો. એબેર શેલાહનો દીકરો હતો
\s5
\v 36 શેલાહ કેનાનનો દીકરો હતો. કેનાન અર્ફાક્ષદનો દીકરો હતા. અર્ફક્ષદ શેમનો દીકરો હતો. શેમ નૂહ દીકરો હતો. નૂહ લામેખનો દીકરો હતો.
\v 37 લામેખ મથૂશેલાનો દીકરો હતો. મથૂશેલા હનોખનો દીકરો હતો. હનોખ યારેદનો દીકરો હતો. યારેદ મહાલાએલનો દીકરો હતો. મહાલાએલ કેનાનનો દીકરો હતો.
\v 38 કેનાન અનોશનો દીકરો હતો. અનોશ શેથનો દીકરો હતો. શેથ આદમનો દીકરો હતો. આદમ, ઈશ્વરસર્જિત માણસ, ઈશ્વરનો દીકરો હતો.
\s5
\c 4
\p
\v 1 પછી ઈસુ, પવિત્ર આત્માથી ભરપૂર થઈને, યર્દન નદીથી આગળ વધ્યા, અને પવિત્ર આત્મા તેમને અરણ્યમાં લઈ ગયા.
\v 2 ત્યાં પવિત્ર આત્માએ તેમને ચાળીસ દિવસો સુધી અરણ્યમાં આમ તેમ દોર્યા. જ્યારે તેઓ ત્યાં હતા, ત્યારે શેતાન તેમનું પરીક્ષણ કરતો હતો. ઈસુ અરણ્યમાં હતા તે સમગ્ર સમય દરમિયાન તેમણે કંઈ પણ ખાધું નહિ, તેથી ચાળીસ દિવસ પૂરા થયા પછી, તેઓ ખૂબ ભૂખ્યા થયા.
\s5
\v 3 પછી શેતાને ઈસુને કહ્યું, "જો તમે ખરેખર ઈશ્વરના પુત્ર છો, તો આ પથ્થરોને આજ્ઞા કરો તે તમારા ખોરાકને માટે રોટલી થઈ જાય!"
\v 4 ઈસુએ કહ્યું, "ના, હું એમ નહિ કરું, કારણ કે શાસ્ત્રમાં લખેલું છે કે, "લોકોને જીવવા માટે ફક્ત ખોરાક કરતાં વિશેષ બાબતની જરૂર છે."
\s5
\v 5 ત્યાર પછી શેતાન ઈસુને ઊંચા પહાડની ટોચ પર લઈ ગયો અને તેણે પળભરમાં જગતના સર્વ દેશો તેમને બતાવ્યા.
\v 6 પછી તેણે ઈસુને કહ્યું, "હું તમને આ બધા દેશો પર શાસન કરવાનો અધિકાર આપીશ અને તે સર્વનો વૈભવ અને સંપત્તિ તમે ધરાવશો. ઈશ્વરે મને તે સર્વ પર નિયંત્રણ કરવાની પરવાનગી આપી છે, અને તેથી હું તેઓ સાથે જે કરવા ચાહું તે હું કરી શકું છું.
\v 7 જો તમે મારું ભજન કરશો, તો હું તમને તે બધા પર શાસન કરવા દઇશ!"
\s5
\v 8 પણ ઈસુએ જવાબ આપ્યો, "ના, હું તારું ભજન કરીશ નહિ, કારણ કે શાસ્ત્રમાં લખેલું છે કે, 'તારે ફક્ત પ્રભુ, તારા ઈશ્વરનું જ ભજન કરવું જોઈએ. તારે તેમની એકલાની જ સેવા કરવી જોઈએ!'"
\s5
\v 9 પછી શેતાન ઈસુને યરુશાલેમમાં લઈ ગયો. તેણે તેમને ભક્તિસ્થાનના સૌથી ઊંચા ભાગ પર બેસાડ્યા અને કહ્યું કે, "જો તમે ખરેખર ઈશ્વરના પુત્ર છો, તો તમે અહીંથી નીચે કૂદકો મારો.
\v 10 તમને નુકસાન થશે નહીં, કારણ કે શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે કે, 'ઈશ્વર તેમના દૂતોને તમારું રક્ષણ કરવાની આજ્ઞા આપશે.'
\v 11 અને તે એવુ પણ કહે છે, 'જ્યારે તમે નીચે પડી રહ્યા હશો ત્યારે તેઓ તમને તેમના હાથમાં ઊંચકી લેશે, જેથી તમને નુકસાન થશે નહીં. તમારો પગ પથ્થર પર પણ અથડાશે નહીં.'"
\s5
\v 12 પરંતુ ઈસુએ જવાબ આપ્યો, "ના, હું એ પ્રમાણે નહિ કરું, કારણ કે શાસ્ત્રમાં લખેલુ છે કે: 'તારે તારા પ્રભુ ઈશ્વરની પરીક્ષા કરવાનો પ્રયત્ન ન કરવો.'''
\v 13 પછી, શેતાને ઘણી રીતે ઈસુનું પરીક્ષણ કરવાનો પ્રયત્ન પૂરો કર્યા પછી, તેણે થોડા સમય સુધી તેમને છોડી દીધા.
\s5
\v 14 આ પછી, ઈસુ અરણ્ય છોડીને ગાલીલ જીલ્લામાં પરત ફર્યા. પવિત્ર આત્મા તેમને સામર્થ્ય આપી રહ્યા હતા. સમગ્ર પ્રદેશમાં, લોકોએ ઈસુ વિષે સાંભળ્યું અને બીજાઓને તેમના વિષે કહ્યું.
\v 15 તેમણે લોકોને તેમનાં સભાસ્થાનોમાં શીખવ્યું, અને તેમના ઉપદેશને કારણે બધા તેમના વિષે સારું બોલ્યા.
\s5
\v 16 પછી ઈસુ નાસરેથ ગયા, ત્યાં તેઓ મોટા થયા હતા. જેમ તેઓ સામાન્ય રીતે જતા હતા તેમ વિશ્રામવારે તેઓ સભાસ્થાનમાં ગયા. તેઓ શાસ્ત્રમાંથી કોઈ બાબત મોટેથી વાંચવા માટે ઊભા થયા.
\v 17 સભાસ્થાનના એક સેવકે તેમને પુસ્તક આપ્યું જે પ્રબોધક યશાયાએ લાંબા સમય અગાઉ લખેલુ હતુ. ઈસુએ પુસ્તક ઉઘાડ્યું અને એ લખાણ શોધી કાઢ્યું કે જ્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું હતું:
\s5
\v 18 "પ્રભુનો આત્મા મારામાં છે. જેઓ નમ્ર છે તેઓને ઈશ્વરનો શુભ સંદેશ જાહેર કરવા માટે તેઓએ મને નીમ્યો છે. તેમણે મને અહીં એ જાહેર કરવા મોકલ્યો છે કે બંદીવાનો મુક્ત થશે, અને જેઓ અંધ છે તેવા લોકોને એવું કહેવા માટે કે તેઓ ફરીથી જોશે. હું એવા લોકોને મુક્ત કરીશ જેઓ ભારથી લદાયેલા છે.
\v 19 તેમણે મને અહીં એ જાહેર કરવા મોકલ્યો છે કે હવે તે સમય છે જ્યારે પ્રભુ લોકોના હિતમાં કાર્ય કરશે.
\s5
\v 20 પછી તેમણે પુસ્તક બંધ કર્યું અને તે સેવકને પાછું આપ્યું, અને બેસી ગયા. સભાસ્થાનમાંની દરેક વ્યક્તિ તેમની તરફ જોઈ રહી હતી.
\v 21 તેમણે તેઓને કહ્યું, "આજે શાસ્ત્રનો આ ભાગ તમારા સાંભળતાં પૂર્ણ થયો છે."
\v 22 તેમણે જે કહ્યું તે દરેક વ્યક્તિએ સાંભળ્યું અને તેમનાથી અજાયબી પામ્યા, અને તેઓ કેટલી સારી રીતે બોલ્યા તે અંગે તેઓ આશ્ચર્ય પામ્યા. પણ તેઓમાંના કેટલાક લોકોએ કહ્યું, "આ માણસ માત્ર યૂસફનો દીકરો છે, નહિ?"
\s5
\v 23 તેમણે તેઓને કહ્યું, "ચોક્કસ તમે કેટલાક મને એ કહેવત કહેશો જે કહે છે, 'વૈદ, તમે પોતાને સાજા કરો!' તમે કહેશો કે, 'કપર-નાહૂમમાં તમે જે ચમત્કારો કર્યા તે તમે અહીં તમારા વતનમાં કરો!'"
\v 24 પછી તેમણે કહ્યું, "એ વાત ખરેખર સાચી છે કે પ્રબોધકના પોતાના વતનમાંના લોકો તેનો સંદેશ સ્વીકારતા નથી.
\s5
\v 25 પણ આ વિશે વિચારો: એલિયા પ્રબોધકના સમયમાં ઇઝરાયલમાં ઘણી વિધવાઓ હતી, જ્યારે સમગ્ર દેશમાં ભારે દુકાળ પડ્યો કેમ કે સાડા ત્રણ વર્ષ સુધી વરસાદ વરસ્યો ન હતો.
\v 26 પરંતુ ઈશ્વરે ઇઝરાયલી વિધવાઓમાંથી કોઇપણને મદદ કરવા માટે એલિયાને મોકલ્યો ન હતો. ઈશ્વરે તેને સિદોન શહેરની નજીક સારફત નગરમાં, બિન-ઇઝરાયલી વિધવાને મદદ કરવા મોકલ્યો.
\v 27 એલિશા પ્રબોધક જીવતો હતો તે સમય દરમિયાન ઇઝરાયલમાં ઘણાં કુષ્ઠરોગીઓ હતા. પરંતુ એલિશાએ તેઓમાંના અન્ય કોઈને પણ સાજા કર્યા નહિ. તેણે ફક્ત નામાન કે જે, સિરિયાનો એક બિન-યહૂદી હતો તેને સાજો કર્યો."
\s5
\v 28 જ્યારે સભાસ્થાનમાંના બધા લોકોએ તેમને આવું કહેતા સાંભળ્યા, ત્યારે તેઓ બહુ ગુસ્સે થયા.
\v 29 તેથી તેઓ બધા ઊભા થયા અને તેમને ધક્કા મારી શહેરની બહાર કાઢી મૂક્યા. તેઓ તેમને ખડક પરથી નીચે ફેંકી દેવા અને મારી નાખવા શહેરની બહાર ટેકરીની ટોચ પર લઈ ગયા.
\v 30 પરંતુ તેઓ તેમની વચ્ચેથી ચાલ્યા ગયા.
\s5
\v 31 એક દિવસ તેઓ પોતાના શિષ્યો સાથે ગાલીલ જીલ્લાના કપર-નાહૂમ શહેરમાં ગયા. પછીના વિશ્રામવારે, તેમણે સભાસ્થાનમાં લોકોને શીખવ્યું.
\v 32 તેઓ જે શીખવતા હતા તેનાથી તેઓ સતત આશ્ચર્ય પામતા હતા, કારણ કે તેઓ આત્મવિશ્વાસથી બોલતા હતા.
\s5
\v 33 તે દિવસે, સભાસ્થાનમાં એક માણસ હતો જે દુષ્ટાત્માના નિયંત્રણમાં હતો. તે માણસે ખૂબ મોટેથી બૂમ પાડી,
\v 34 "અરે! નાસરેથના ઈસુ! અમોને તમારી સાથે કોઈ સંબંધ નથી! શું તમે અમારો નાશ કરવા આવ્યા છો? હું જાણું છું કે તમે કોણ છો. તમે ઈશ્વરના પવિત્ર છો!''
\s5
\v 35 ઈસુએ દુષ્ટાત્માને ધમકાવ્યો, અને કહ્યું, "શાંત રહે અને તેનામાંથી બહાર જતો રહે!" દુષ્ટાત્માએ લોકો મધ્યે તે માણસને જમીન પર પાડી દીધો અને તેને નુકસાન કર્યા વગર તેમાંથી બહાર નીકળી ગયો.
\v 36 સભાસ્થાનમાંના બધા લોકો ખૂબ જ આશ્ચર્ય પામ્યા. તેઓએ એકબીજાને કહ્યું, "તેઓ આત્મવિશ્વાસથી બોલે છે, અને તેમના શબ્દોમાં ખૂબ જ સામર્થ્ય છે! દુષ્ટાત્માઓ પણ તેમનું માને છે અને જ્યારે તેઓ આજ્ઞા આપે ત્યારે તેઓ લોકોમાંથી બહાર પણ આવે છે!"
\v 37 અને આસપાસના પ્રદેશોમાંના દરેક સ્થળે, ઈસુએ જે કર્યું હતું તે વિષે લોકો વાત કરતા હતા.
\s5
\v 38 પછી ઈસુ સભાસ્થાન છોડીને સિમોનના ઘરે ગયા. સિમોનની સાસુ બીમાર હતી અને તેને સખત તાવ આવતો હતો. કેટલાક લોકો જેઓ ત્યાં હતા તેઓએ ઈસુને તેને સાજી કરવા કહ્યું.
\v 39 તેથી તેઓ તેની તરફ ફર્યા અને તાવને આજ્ઞા કરી કે તે તેને છોડી દે. તરત જ તે સાજી થઈ! તે ઊભી થઈ અને તેણે તેઓને ખોરાક પીરસ્યો.
\s5
\v 40 તે દિવસે સૂર્ય આથમી રહ્યો હતો, ત્યારે ઘણા લોકો તેમના મિત્રો અથવા સંબંધીઓ જેઓ વિવિધ રોગોથી પિડાતા હતા તેઓને ઈસુ પાસે લાવ્યા. તેમણે તેમના પર હાથ મૂક્યા અને તે બધાને સાજા કર્યા.
\v 41 તેઓ દુષ્ટાત્માઓને પણ લોકોમાંથી બહાર આવવા દબાણ કરતા હતા. દુષ્ટાત્માઓ તે લોકોમાંથી નીકળતાની સાથે જ ઘાંટો પાડીને ઈસુને કહેતા, "તમે ઈશ્વરના દીકરા છો!" પણ તેમણે દુષ્ટાત્માઓને આજ્ઞા આપી કે તેઓ લોકોને તેમના વિશે જણાવે નહિ, કારણ કે તેઓ જાણતા હતા કે તેઓ મસીહ છે.
\s5
\v 42 વહેલી સવારે ઈસુ તે ઘર છોડીને એકાંત સ્થળે પ્રાર્થના કરવા માટે ગયા. લોકોનું ટોળું તેમને શોધતું હતું, અને જ્યારે તેઓ તેમને મળ્યા ત્યારે તેઓએ તેમને વિનંતી કરી કે તેઓ તેમને છોડીને ન જાય.
\v 43 પરંતુ તેમણે તેઓને કહ્યું, "મારે બીજા શહેરોમાં પણ લોકોને એ સંદેશ વિશે જણાવવું જોઈએ કે કેવી રીતે ઈશ્વર સર્વ પર શાસન કરશે, કારણ કે એ જ માટે મને મોકલવામાં આવ્યો છે."
\v 44 તેથી તેઓએ યહૂદિયા પ્રાંતના વિવિધ નગરોના સભાસ્થાનોમાં પ્રચાર કરવાનું ચાલુ રાખ્યું.
\s5
\c 5
\p
\v 1 એક દિવસે, જ્યારે ઈસુ ગન્નેસરેત સરોવરના કિનારે ઊભા હતા, ત્યારે ઘણા લોકો તેમની ચારેબાજુ ટોળે વળ્યા હતા અને ઈસુ તેમને ઈશ્વરનો જે સંદેશો શીખવતા હતા તે સાંભળતા હતા.
\v 2 સરોવરના કિનારે તેમણે માછલાં પકડવાની બે હોડીઓ જોઈ. માછીમારો તે હોડીઓ છોડીને માછલાં પકડવાની તેમની જાળો ધોઈ રહ્યા હતા.
\v 3 ઈસુ તેમાંની એક હોડી પર ચઢ્યા; આ હોડી સિમોનની હતી. ઈસુએ સિમોનને હોડીને કિનારાથી થોડે દૂર લઈ જવા કહ્યું. ઈસુ હોડીમાં બેઠા અને ત્યાંથી ટોળાને શીખવવાનું ચાલુ રાખ્યું.
\s5
\v 4 તેઓને શીખવવાનું સમાપ્ત કર્યાં પછી, તેમણે સિમોનને કહ્યું, “હોડીને ઊંડા પાણીમાં લઈ જા અને માછલીઓ પકડવા જાળો પાણીમાં નાખ.”
\v 5 સિમોને પ્રત્યુત્તર આપ્યો, ''ગુરુજી, અમે આખી રાત ભારે મહેનત કરી છે, અને તો પણ અમારાથી એકેય માછલી પકડાઈ નથી. પરંતુ હવે તમે કહ્યું છે, માટે હું ફરી એકવાર જાળોને નાખીશ."
\v 6 તેથી સિમોન તથા તેના માણસોએ તેમની જાળો નાખી અને તેમાં એટલી બધી માછલીઓ પકડાઈ કે તેમની જાળો તૂટવા લાગી.
\v 7 તેઓએ બીજી હોડીઓમાંના તેમના સાથી માછીમારોને આવીને મદદ કરવા ઇશારો કર્યો. તેથી તેઓએ આવીને તે બે હોડીઓને માછલીઓથી એટલે સુધી ભરી કે તેઓ ડૂબવા લાગી.
\s5
\v 8 આ જોઇને, સિમોન પિતર ઈસુને પગે પડ્યો અને કહ્યું કે, “પ્રભુ, મારી પાસેથી દૂર જાઓ, કારણ કે હું એક પાપી મનુષ્ય છું.”
\v 9 તેણે આમ કહ્યું કારણ કે તેમણે પકડેલ માછલીઓની મોટી સંખ્યાથી તે આશ્ચર્યચકિત હતો. ઝબદીના પુત્રો યાકૂબ અને યોહાન કે જેઓ સિમોનના માછીમાર સાથીઓ હતા તેઓ સહિત તેની સાથે જે માણસો હતા તેઓ બધા પણ આશ્ચર્યચકિત થયા હતા.
\v 10 પણ ઈસુએ સિમોનને કહ્યું કે, “ડરીશ નહિ! અત્યાર સુધી તેં માછલાં પકડ્યાં છે, પણ હવે પછી મારા શિષ્યો બનવા તું મનુષ્યોને પકડશે.”
\v 11 તેથી માણસો હોડીઓને કિનારે લાવ્યા બાદ, તેઓએ માછલાં પકડવાનો ધંધો અને બીજું બધું છોડી દીધું અને ઈસુની સાથે ગયા.
\s5
\v 12 જ્યારે ઈસુ નજીકના એક નગરમાં હતા, ત્યારે ત્યાં રક્તપિત્ત તરીકે ઓળખાતા ચર્મરોગથી પીડિત એક માણસ હતો. જ્યારે તેણે ઈસુને જોયા, ત્યારે તે તેમની આગળ જમીન પર નમ્યો અને આજીજી કરી કે, “પ્રભુ, મહેરબાની કરીને મને સાજો કરો, કેમ કે જો તમે ઈચ્છો તો મને સાજો કરવા તમે શક્તિમાન છો!”
\v 13 પછી ઈસુ પોતાનો હાથ લાંબો કરીને તે માણસને અડક્યા. તેમણે કહ્યું કે, “હું તને સાજો કરવા ઈચ્છું છું, અને તને અત્યારે જ સાજો કરું છું!” તરત જ તે માણસ સાજો થયો. તેને હવે રક્તપિત્તનો રોગ રહ્યો ન હતો!
\s5
\v 14 પછી ઈસુએ તેને કહ્યું કે, “ધ્યાન રાખ કે તું તારા સાજાપણા વિષે લોકોને હમણાં ન જણાવીશ. પ્રથમ, યરુશાલેમમાં યાજક પાસે જા અને તેને તારું શરીર બતાવ કે જેથી તે તારી તપાસ કરી શકે અને જુએ કે તને રક્તપિત્ત નથી. વળી, તે યાજક પાસે મૂસાએ ફરમાવેલ એક અર્પણ લઈ જા કે જે રક્તપિત્તથી સાજા થયેલા લોકોએ ચડાવવું જોઈએ.”
\s5
\v 15 પરંતુ કેવી રીતે ઈસુએ તે માણસને સાજો કર્યો હતો તે વિષે ઘણા લોકોએ સાંભળ્યું. તેનું પરિણામ એ આવ્યું કે ઈસુનું શિક્ષણ સાંભળવા અને ઈસુ તેમને તેમના રોગોથી સાજા કરે તે માટે મોટા ટોળા ઈસુ પાસે આવ્યા.
\v 16 પરંતુ તેઓ ઘણીવાર તેમનાથી દૂર એકાંત સ્થળોએ જતા રહેતા અને પ્રાર્થના કરતા.
\s5
\v 17 એક દિવસે જ્યારે ઈસુ શીખવતા હતા, ત્યારે નજીકમાં ફરોશી સંપ્રદાયના કેટલાક માણસો બેઠેલા હતા. તેઓમાંના કેટલાક યહૂદીઓના નિયમોના નિષ્ણાત શિક્ષકો હતા. તેઓ ગાલીલ જીલ્લાના ઘણાં ગામોમાંથી, યરુશાલેમથી પણ તથા યહૂદિયા પ્રદેશના બીજા શહેરોમાંથી આવ્યા હતા. તે જ સમયે, લોકોને સાજા કરવા ઈશ્વર ઈસુને સામર્થ્ય આપતા હતા.
\s5
\v 18 જ્યારે ઈસુ ત્યાં હતા, ત્યારે કેટલાક લોકો તેમની પાસે પક્ષઘાતથી પિડાતા એક માણસને લાવ્યા. તેઓએ તે માણસને બિછાનામાં ઊંચક્યો હતો અને ઈસુની સામે મૂકવા તેઓએ તેને ઘરમાં લાવવા પ્રયાસ કર્યો.
\v 19 પરંતુ તેઓ તેને અંદર લાવી શકતા ન હતા કારણ કે ત્યાં લોકોની મોટી ભીડ જમા હતી, તેથી તેઓ બહારના પગથિયાં દ્વારા છત પર ગયા. પછી તેઓએ બાકોરું પાડવા છતનાં કેટલાંક નળિયાં ખસેડ્યાં. તે બાકોરામાંથી તેઓએ તે માણસને તેના બિછાના સાથે ટોળાની વચ્ચે ઉતાર્યો અને બરાબર ઈસુની સામે મૂક્યો.
\s5
\v 20 જ્યારે ઈસુએ જાણ્યું કે તે માણસોને વિશ્વાસ હતો કે તેઓ તે માણસને સાજો કરી શકાશે ત્યારે, તેમણે તેને કહ્યું કે, “મિત્ર, હું તારાં પાપ માફ કરું છું!”
\v 21 જે માણસો યહૂદી નિયમોના નિષ્ણાત શિક્ષકો હતા તેઓ અને બાકીના ફરોશીઓ પોતાના મનમાં વિચારવા લાગ્યા કે, “આ માણસ અભિમાની છે અને આવું કહીને ઈશ્વરનું અપમાન કરે છે! આપણ બધાને ખબર છે કે ઈશ્વર સિવાય બીજું કોઈ પાપ માફ કરી શકતું નથી!”
\s5
\v 22 તેઓ જે વિચારતા હતા તેની ઈસુને ખબર પડી. તેથી તેમણે તેઓને કહ્યું કે, “મેં જે કહ્યું તે વિષે તમારે તમારા મનમાં પ્રશ્ન ઉઠાવવો ન જોઈએ! આ વિષે વિચાર કરો:
\v 23 ‘તારા પાપ માફ થયાં છે’ એમ કહેવું સહેલું છે, કારણ કે વ્યક્તિને ખરેખર માફી મળી છે કે નહિ તે કોઈ જોઈ શકતું નથી. પરંતુ ‘ઊભો થા અને ચાલ’ એમ કહેવું સહેલું નથી કારણ કે લોકો તરત જ જોઈ શકે છે કે તે સાજો થયો છે કે નહિ.
\v 24 તેથી હું આ માણસને સાજો કરીશ કે જેથી તમે જાણશો કે ઈશ્વરે મને, માણસના દીકરાને, પૃથ્વી પર લોકોને તેમનાં પાપ માફ કરવાનો પણ અધિકાર આપેલો છે.” પછી તેમણે તે પક્ષઘાતી માણસને કહ્યું, “હું તને કહું છું, 'ઊભો થા, તારું બિછાનું ઉઠાવ, અને તારા ઘરે જા!'”
\s5
\v 25 તરત જ તે માણસ સાજો થયો! તે તેઓ સૌની સમક્ષ ઊભો થયો. જે બિછાના પર તે સૂતો હતો તે તેણે ઉઠાવ્યું, અને ઈશ્વરની સ્તુતિ કરતો તે પોતાને ઘરે ગયો.
\v 26 ત્યાંના બધા જ લોકો અચંબિત થયા! તેઓએ ઈશ્વરની સ્તુતિ કરી અને તેઓએ ઈસુને જે કરતાં જોયા તેનાથી તેઓ આશ્ચર્યચકિત થયા હતા. તેઓ કહેતા ફર્યા કે, “આજે અમે અદ્દ્ભુત બાબતો જોઈ છે!”
\s5
\v 27 પછી ઈસુ તે જગ્યાએથી ગયા અને લેવી નામના એક માણસને જોયો કે જે રોમન સરકાર માટે કર ઉઘરાવતો હતો. સરકાર જે કર માગતી હતી તે ચૂકવવા લોકો જ્યાં આવતા હતા તે કાર્યાલયે તે બેઠો હતો. ઈસુએ તેને કહ્યું કે, “મારી સાથે આવ અને મારો શિષ્ય થા!”
\v 28 તેથી લેવીએ પોતાનું કામ છોડી દીધું અને ઈસુ સાથે ગયો.
\s5
\v 29 ત્યાર બાદ, લેવીએ પોતાના ઘરમાં ઈસુ અને તેમના શિષ્યો માટે એક મોટી મિજબાનીની વ્યવસ્થા કરી. ત્યાં તેઓની સાથે કર ઉઘરાવનારાઓ અને બીજાઓનું એક મોટું જૂથ મિજબાની માણી રહ્યું હતું.
\v 30 કેટલાક લોકો કે જેઓ ફરોશી સંપ્રદાયના હતા, તેમની સાથે જેઓ યહૂદી નિયમો શીખવતા હતા તેઓએ ઈસુના શિષ્યોને એમ કહેતાં, ફરિયાદ કરી કે, “તમારે કર ઉઘારવનારાઓ અને બીજા ભયંકર પાપીઓ સાથે ભોજન ન કરવું જોઈએ.”
\v 31 પછી ઈસુએ તેમને કહ્યું કે, “જેઓ બીમાર છે તેઓને જ ખબર છે કે તેમને વૈદની જરૂર છે, જેઓ માને છે કે તેઓ તંદુરસ્ત છે તેઓને ખબર નથી.
\v 32 તે જ રીતે, જેઓ માને છે કે પોતે ન્યાયી છે તેઓને મારી પાસે આવવા આમંત્રણ આપવા હું સ્વર્ગમાંથી આવ્યો નથી. તેની વિરુદ્ધ, જેઓ જાણે છે કે તેઓ પાપી છે તેઓને પાપી વર્તનથી પાછા ફેરવવા અને મારી પાસે આવવા માટે આમંત્રણ આપવા હું આવ્યો છું.”
\s5
\v 33 તે યહૂદી આગવાનોએ ઈસુને કહ્યું કે, “યોહાન બાપ્તિસ્મા આપનારના શિષ્યો ઘણીવાર ઉપવાસ તથા પ્રાર્થના કરે છે, અને ફરોશીઓના શિષ્યો પણ તેમ જ કરે છે. પરંતુ તમારા શિષ્યો તો ખાતા અને પીતા જ રહે છે! તેઓ કેમ બીજાઓની જેમ ઉપવાસ કરતા નથી?”
\v 34 ઈસુએ પ્રત્યુત્તર આપ્યો કે, “જ્યાં સુધી વરરાજા તેઓની સાથે છે ત્યાં સુધી તમે જાનૈયાઓને ઉપવાસ કરવાનું કહેતા નથી, બરાબર? ના, કોઈ તેવું નહિ કરે!
\v 35 પરંતુ એક દિવસે વરરાજાને તેના મિત્રો પાસેથી લઈ લેવામાં આવશે. પછી તે સમયે તેઓ ઉપવાસ કરશે.”
\s5
\v 36 પછી ઈસુએ પોતાના કહેવાનો અર્થ શો હતો તે સમજાવવા બીજા ઉદાહરણો આપ્યાં: તેમણે કહ્યું કે, “જૂના વસ્ત્રને સાંધવા લોકો નવા વસ્ત્રને ફાડીને તેનો ટુકડો કદી લગાવતા નથી. જો તેઓ તેવું કરે તો નવા વસ્ત્રને ફાડીને તેઓ તેનો નાશ કરશે અને નવા કપડાના ટુકડાનો મેળ જૂના વસ્ત્ર સાથે નહિ ખાય.
\s5
\v 37 અને કોઈપણ વ્યક્તિ નવા બનાવેલા દ્રાક્ષારસનો સંગ્રહ જૂની મશકોમાં નહિ કરે. જો કોઈ તેવું કરે તો, મશકો ફાટી જશે કારણ કે જ્યારે નવા દ્રાક્ષારસને આથો ચડે અને તે ફૂલે ત્યારે તે મશકો મોટી નહિ થાય. ત્યારે તે મશકો નાશ પામશે, અને દ્રાક્ષારસ પણ ઢોળાઈ જઈને નાશ પામશે.
\v 38 તેની વિરુદ્ધ, નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવો જોઈએ.
\v 39 વધુમાં, જેઓએ ફક્ત જૂનો દ્રાક્ષારસ પીધો છે તેઓ તેનાથી સંતુષ્ટ છે. તેઓ નવો દ્રાક્ષારસ પીવા માગતા નથી કારણ કે તેઓ કહે છે કે, 'જૂનો દ્રાક્ષારસ સારો છે!'”
\s5
\c 6
\p
\v 1 એક વિશ્રામવારે, જ્યારે ઈસુ અને તેમના શિષ્યો અનાજનાંં કેટલાંક ખેતરોમાં થઈને જતા હતા ત્યારે, શિષ્યો અનાજનાંં કણસલાં તોડતા હતા. દાણાને છોડાંથી અલગ કરવા તેઓ તેમને હાથમાં મસળતા અને દાણા ખાતા હતા.
\v 2 કેટલાક ફરોશીઓ કે જેઓ આ નિહાળતા હતા તેમણે તેઓને કહ્યું કે, “તમારે કામ કરવું જોઈએ નહિ. આપણા નિયમો આપણને વિશ્રામવારે કામ કરવાની મનાઈ ફરમાવે છે!”
\s5
\v 3 ઈસુએ ફરોશીઓને પ્રત્યુત્તર આપ્યો કે, “દાઉદે (તે રાજા બન્યો તે અગાઉ) જ્યારે તે અને તેની સાથેના માણસો ભૂખ્યા હતા ત્યારે જે કર્યું તે વિષે શાસ્ત્રવચનમાં જે લખ્યું છે તે તમે ચોક્કસ વાંચ્યું છે!
\v 4 જેમ તમે જાણો છો તેમ, દાઉદ મુલાકાતમંડપમાં પ્રવેશ્યો અને તેણે થોડો ખોરાક માગ્યો. યાજકે જે રોટલી ઈશ્વર આગળ અર્પણ તરીકે મૂકેલી હતી તે તેને આપી. મૂસાના એક નિયમમાં ઈશ્વરે કહ્યું હતું કે ફક્ત યાજકોને જ તે રોટલી ખાવાની અનુમતિ છે. જો કે દાઉદ અને તેના માણસો યાજકો ન હતા તો પણ, તેણે થોડી રોટલી ખાધી અને થોડીક પોતાની સાથેના માણસોને પણ આપી!”
\v 5 ઈસુએ તેઓને એમ પણ કહ્યું કે, “તે જ રીતે, માણસના દીકરા પાસે વિશ્રામવારે લોકોએ શું કરવું યોગ્ય છે તે નક્કી કરવાનો અધિકાર છે!”
\s5
\v 6 એક બીજા વિશ્રામવારે, ઈસુ યહૂદી સભાસ્થાનમાં લોકોને શીખવતા હતા અને ત્યાં એક માણસ હતો જેનો જમણો હાથ સુકાઈ ગયેલો હતો.
\v 7 ત્યાં યહૂદી નિયમો શીખવનારા માણસો અને ફરોશીઓએ ઈસુ પર બારીકાઈથી ધ્યાન રાખતા હતા. તેઓને જોવું હતું કે ઈસુ તે માણસને સાજો કરશે કે કેમ અને પછી વિશ્રામવારે કામ ન કરવા વિશેના નિયમોનું આજ્ઞાપાલન ન કરવા માટે તેઓ ઈસુ પર દોષ લગાવે.
\v 8 પણ ઈસુને ખબર હતી કે તેઓ શું વિચારી રહ્યા હતા. તેથી તેમણે સુકાઈ ગયેલા હાથવાળા માણસને કહ્યું કે, “અહીં આવ અને બધાની સામે ઊભો રહે!” તેથી તે માણસ ઊભો થયો અને ત્યાં આવીને ઊભો રહ્યો.
\s5
\v 9 પછી ઈસુએ તેઓને કહ્યું કે, “હું તમને આ પૂછું છું: જે નિયમો ઈશ્વરે મૂસાને આપ્યા છે તેઓ લોકોને વિશ્રામવારે સારું કરવા આજ્ઞા આપે છે કે નુકસાન કરવા? વિશ્રામવારે જીવન બચાવવા કહે છે કે જીવનનો નાશ કરવા?”
\v 10 કોઈએ તેમને જવાબ આપ્યો નહિ, તેથી તેમણે ચારે બાજુ તેઓ બધા તરફ જોયું અને પછી તે માણસને કહ્યું કે, “તારો સુકાઈ ગયેલો હાથ લાંબો કર!” તે માણસે તેમ કર્યું, અને તેનો હાથ ફરીથી સંપૂર્ણપણે સારો થઈ ગયો!
\v 11 પણ ધાર્મિક આગેવાનો બહુ ગુસ્સે થયા, અને ઈસુથી છુટકારો મેળવવા તેઓ શું કરી શકે તે વિષે તેઓએ એકબીજા સાથે ચર્ચા કરી.
\s5
\v 12 થોડા સમય પછી, એક દિવસ, ઈસુ પહાડ પર પ્રાર્થના કરવા ગયા. તેમણે આખી રાત ઈશ્વરને પ્રાર્થના કરી.
\v 13 બીજા દિવસે તેમણે પોતાના બધા જ શિષ્યોને પાસે બોલાવ્યા. તેઓમાંથી તેમણે બારને પસંદ કર્યાં કે જેમને તેમણે પ્રેરિતો કહ્યા.
\s5
\v 14 તેઓ આ માણસો હતા: સિમોનને તેમણે પિતર એવું નવું નામ આપ્યું; પિતરનો નાનો ભાઈ આન્દ્રિયા; યાકૂબ અને તેનો નાનો ભાઈ યોહાન; ફિલિપ; બર્થોલ્મી;
\v 15 માથ્થી કે જેનું બીજું નામ લેવી હતું; થોમા; બીજો યાકૂબ કે જે અલ્ફીનો દીકરો હતો; સિમોન ઝેલોતસ,
\v 16 યહૂદા કે જે યાકૂબ નામ ધરાવતી બીજી એક વ્યક્તિનો દીકરો હતો; અને યહૂદા ઈશ્કરિયોત કે જેણે પાછળથી ઈસુનો વિશ્વાસઘાત કર્યો.
\s5
\v 17 ઈસુ પોતાના શિષ્યો સાથે પહાડ પરથી ઊતર્યા અને મેદાનમાં ઊભા રહ્યા. ત્યાં તેમના શિષ્યોનું મોટું ટોળું હતું. ત્યાં લોકોનું એક મોટું જૂથ પણ હતું કે જેઓ યરુશાલેમથી અને યહૂદિયા પ્રદેશની બીજી ઘણી જગાઓથી તથા તૂર અને સિદોન શહેરોની નજીકના દરિયાકિનારાના સ્થળોથી આવ્યા હતા.
\v 18 તેઓ ઈસુનું શિક્ષણ સાંભળવા અને પોતાના રોગોથી સાજા થવા આવ્યા. જેઓને દુષ્ટાત્માઓએ પરેશાન કર્યા હતા તેઓને પણ તેમણે સાજા કર્યાં.
\v 19 ટોળામાંના દરેકે તેમને સ્પર્શ કરવા પ્રયાસ કર્યો, કારણ કે તેઓ પોતાના સામર્થ્ય દ્વારા દરેકને સાજા કરતા હતા.
\s5
\v 20 પછી તેમણે પોતાના શિષ્યો તરફ જોયું અને કહ્યું કે, "તમે જેઓ નમ્ર છો તેમના માટે તે ઘણું સારું છે, કારણ કે ઈશ્વર તમારા પર રાજ કરે છે.
\v 21 તમે જેઓ હાલમાં ભૂખ્યા છો તેમના માટે તે ઘણું સારું છે, કારણ કે તમારે જે બધું જોઈએ છે તે ઈશ્વર તમને આપશે. તમે જેઓ હાલમાં દુઃખી થાઓ છો તેમના માટે તે ઘણું સારું છે, કારણ કે એક દિવસ ઈશ્વર તમને આનંદપૂર્વક હસાવશે.
\s5
\v 22 જ્યારે બીજા લોકો તમને ધિક્કારે, જ્યારે તેઓ તમારો નકાર કરે, જ્યારે તેઓ તમારું અપમાન કરે અને કહે કે તમે ખરાબ છો કારણ કે તમે મને, માણસના દીકરાને અનુસરો છો ત્યારે તે ઘણું સારું છે.
\v 23 જ્યારે આવું થાય ત્યારે આનંદ કરો! તમે ખૂબ જ ખુશ છો તે કારણે કૂદો! ઈશ્વર સ્વર્ગમાં તમને મોટો બદલો આપશે! તેમના પૂર્વજોએ લાંબા સમય અગાઉ ઈશ્વરના પ્રબોધકોને આવું જ કર્યું હતું તે ભૂલશો નહીં!
\s5
\v 24 પણ તમે જેઓ ધનવાન છો તેમના માટે કેટલા દુઃખની વાત છે; તમારી સંપત્તિએ તમને મળનાર બધું જ સુખ અગાઉથી આપી દીધું છે.
\v 25 તમે જેઓ વિચારો છો કે તમારે હાલમાં જેની જરૂર છે તે બધું જ તમારી પાસે છે તેમના માટે કેટલા દુઃખની વાત છે; તમને અનુભૂતિ થશે કે આ બાબતો તમને સંતોષ આપી શકશે નહિ. તમે જેઓ હાલમાં આનંદિત છો તેમના માટે કેટલા દુઃખની વાત છે; પછીથી તમે શોક કરશો અને ખૂબ જ દુઃખી થશો.
\s5
\v 26 જ્યારે દરેક વ્યક્તિ તમારા વિષે સારી બાબતો કહે છે ત્યારે કેટલા દુઃખની વાત છે; તેમના પૂર્વજો, તે જ રીતે, જેઓ જૂઠી રીતે ઈશ્વરના પ્રબોધકો હોવાનો દાવો કરતા હતા તેમના વિષે સારી બાબતો કહેતા હતા.
\s5
\v 27 “પણ મારું કહેવું સાંભળનાર દરેકને હું આ કહું છું કે: ફક્ત તમારા મિત્રોને જ નહિ પણ તમારા દુશ્મનોને પ્રેમ કરો! જેઓ તમારો ધિક્કાર કરે છે તેઓ માટે સારી બાબતો કરો!
\v 28 જેઓ તમને શાપ આપે છે તેઓને આશીર્વાદ આપવા ઈશ્વરને કહો! જેઓ તમારી સાથે દુર્વ્યવહાર કરે છે તેઓ માટે પ્રાર્થના કરો!
\s5
\v 29 જો કોઈ વ્યક્તિ તમારા એક ગાલ પર તમાચો મારીને તમારું અપમાન કરે તો, તમારો ચહેરો ફેરવો કે જેથી તે બીજા ગાલ પર પણ મારી શકે. જો કોઈ વ્યક્તિ તમારો કોટ લઈ લેવા ચાહે તો, તેને તમારું પહેરણ પણ લેવા દો.
\v 30 જે કોઈ તમારી પાસે માગે તેને કંઈક આપો. જો કોઈ તમારી પાસે તમારી વસ્તુઓ માગે તો, તેને પાછી આપવા ન કહો.
\s5
\v 31 જે કોઈ રીતે તમે ઈચ્છો છો કે બીજાઓ તમારી સાથે વર્તે, તે જ રીતે તમારે તેમની સાથે વર્તવું જોઈએ.
\v 32 જો તમે ફક્ત તેઓને જ પ્રેમ કરો છો કે જેઓ તમને પ્રેમ કરે છે તો, તેમ કરવા માટે ઈશ્વર તમારી પ્રશંસા કરે તેવી અપેક્ષા ન રાખો, કારણ કે પાપીઓ પણ જેઓ તેમને પ્રેમ કરે છે તેઓના પર પ્રેમ રાખે છે.
\v 33 જો તમે ફક્ત તેઓના પ્રત્યે જ સારી બાબતો કરો છો કે જેઓ તમારા માટે સારી બાબતો કરે છે તો, તેમ કરવા બદલ ઈશ્વર તમને બદલો આપે તેવી અપેક્ષા ન રાખો, કારણ કે પાપીઓ પણ તેમ જ કરે છે.
\v 34 જો તમે ફક્ત તેઓને જ નાણાં અથવા મિલકત આપો છો કે જેઓ તે તમને પાછી આપશે તો, તેમ કરવા બદલ ઈશ્વર તમને બદલો આપે તેવી અપેક્ષા ન રાખો! પાપીઓ પણ બીજા પાપીઓને આપે છે, કારણ કે તેઓ અપેક્ષા રાખે છે કે તેઓ બધું જ પાછું ચૂકવી આપશે.
\s5
\v 35 તેને બદલે, તમારા દુશ્મનો પ્રેમ કરો! તેઓ માટે સારી બાબતો કરો! તેઓને ઉછીનું આપો, અને તેઓ તમને કંઈપણ પાછું આપે તેવી અપેક્ષા ન રાખો! ત્યારે ઈશ્વર તમને મોટો બદલો આપશે. અને તમે સર્વોચ્ચ ઈશ્વરનાં બાળકો થશો, કારણ કે, જેઓ આભાર નથી માનતા અને ખરાબ છે એવા લોકો પ્રત્યે પણ ઈશ્વર ભલા છે.
\v 36 આ પ્રમાણે, જેમ તમારા સ્વર્ગમાંના પિતા લોકો પ્રત્યે દયાળુપણે વર્તે છે તેમ તમારે બીજા લોકો પ્રત્યે દયાળુપણે વર્તવું જોઈએ.
\s5
\v 37 કઠોરતાથી લોકોની ટીકા કરશો નહિ, અને ઈશ્વર પણ કઠોરતાથી તમારી ટીકા કરશે નહિ. બીજા લોકોનો તિરસ્કાર ન કરો, અને ઈશ્વર પણ તમારો તિરસ્કાર કરશે નહિ. બીજાઓએ જે ખોટાં કામ કર્યા છે તેના માટે તેમને માફ કરો, અને ઈશ્વર પણ તમને માફ કરશે.
\s5
\v 38 બીજાને સારી વસ્તુઓ આપો, અને ઈશ્વર તમને સારી વસ્તુઓ આપશે. તે જાણે કે એવું હશે કે ટોપલામાં દબાવીને ભરેલું અને પૂરેપૂરું ભરાયું છે તેની ખાતરી કરવા ટોપલાને હલાવીને ભરેલું, અને એટલે સુધી કે ચારેબાજુ ઉભરાતું એવું અનાજ તમને ઉદારતાપૂર્વક આપે છે! યાદ રાખો કે જે માપ તમે બીજાઓનો ન્યાય કરવા અથવા આશીર્વાદ આપવા વાપરો છો તે જ માપ ઈશ્વર તમારો ન્યાય કરવા અથવા આશીર્વાદ આપવા વાપરે છે.
\s5
\v 39 તેમણે પોતાના શિષ્યોને આ ઉદાહરણ પણ આપ્યું: "અંધ માણસે બીજા અંધ માણસને દોરવા પ્રયાસ ન કરવો જોઈએ. જો તે એમ કરે, તો તે બન્ને ખાડામાં પડશે!
\v 40 શિષ્ય તેના શિક્ષક કરતાં મોટો નથી. પરંતુ જ્યારે તે સંપૂર્ણપણે તાલીમ પામે છે, ત્યારે તે તેના શિક્ષક જેવો બનશે. તો તમારે મારા જેવા થવું જોઈએ.
\s5
\v 41 બીજાઓની નાની ભૂલો વિષે તમારામાંના કોઈએ ચિંતિત થવું જોઈએ નહિ. આ તો એના જેવું છે કે તમારી પોતાની આંખમાં લાકડાંનો ભારો ન જોતાં અન્ય વ્યક્તિની આંખમાં તણખલું જોવું.
\v 42 જો તમે એવું કરો છો તો, તમે ઢોંગી છો! બીજા કોઈની આંખમાંથી તણખલું કાઢવાનો પ્રયાસ કરતાં અગાઉ તમારે તમારી આંખમાંનો ભારો પ્રથમ દૂર કરવો જોઈએ. જ્યારે તમે પાપ કરવાનું બંધ કરશો ત્યારે જ તમારી પાસે બીજાઓને તેમનાં પાપથી છૂટવા મદદ કરવા આત્મિક સમજ પ્રાપ્ત કરશો.
\s5
\v 43 બધાને ખબર છે કે સારાં વૃક્ષો ખરાબ ફળ આપતાં નથી અને ખરાબ વૃક્ષો સારાં ફળ આપતા નથી.
\v 44 અને તેનાં ફળ કેવા પ્રકારનાં છે તે જોઇને કોઇપણ કહી શકે છે કે તે કયા પ્રકારનું વૃક્ષ છે. ઉદાહરણ તરીકે, કાંટાળુ ઝાડ અંજીર ઉપજાવતું નથી અને ઝાખરું દ્રાક્ષ ઉપજાવતું નથી. તે જ રીતે વ્યક્તિ જે કરે છે તે જોવાથી તે અંદર કેવી છે તે જાણવું સરળ છે.
\s5
\v 45 સારા લોકો સારી બાબતો કરે છે કે જે દર્શાવે છે કે તેઓ સારી બાબતો વિચારે છે, અને ખરાબ લોકો ખરાબ બાબતો કરે છે કે જે દર્શાવે છે કે તેઓ ખરાબ બાબતો વિચારે છે. લોકો તેમનાં મનોમાં જે વિચારે છે તે અનુસાર બોલશે અને વ્યવહાર કરશે.”
\s5
\v 46 ઈસુએ લોકોને કહ્યું કે, “જો તમે હું જે કહું છું તે પણ કરતા નથી તો તમે મને ‘પ્રભુ’ કેમ કહો છો?
\v 47 જેઓ મારી પાસે આવે છે, મારું શિક્ષણ સાંભળે છે અને તેનું પાલન કરે છે તે લોકો કેવા છે તે મને કહેવા દો.
\v 48 તેઓ એક માણસ જેવા છે કે જેણે ઘર બાંધવા જમીનમાં ઊંડું ખોદ્યું. તેણે ધ્યાન રાખ્યું કે ઘરનો પાયો નક્કર ખડક પર નાખવામાં આવે. ત્યાર બાદ એક વેળા પૂર આવ્યું અને પાણીના વહેણનો ઝપાટો તે ઘરને લાગવા લાગ્યો. પણ તે વહેણ તે ઘરને હલાવી પણ શક્યું નહિ, કારણ કે તે ઘર મજબૂત પાયા પર બંધાયેલું હતું.
\s5
\v 49 કેટલાક લોકો મારું શિક્ષણ સાંભળે છે પણ તેને પાળતા નથી. તેઓ એવા માણસ જેવા છે કે જેણે પાયો નાખ્યા વિના જ ઘર જમીન પર બાંધ્યું. જ્યારે નદીમાં પૂર આવ્યું ત્યારે તરત જ ઘર પડી ગયું અને તેનો સંપૂર્ણ નાશ થયો.”
\s5
\c 7
\p
\v 1 લોકો સાથે વાત પૂરી કર્યા બાદ ઈસુ કપરનાહૂમ નગરમાં ગયા.
\s5
\v 2 તે નગરમાં રોમન સૈન્યનો એક સૂબેદાર હતો કે જેનો એક ચાકર હતો કે જે તેને વહાલો હતો. તે ચાકર બીમાર હતો અને મરવાની અણી પર હતો.
\v 3 જ્યારે સૂબેદારે ઈસુ વિષે સાંભળ્યું ત્યારે, તેણે કેટલાક યહૂદી વડીલોને ઈસુ પાસે મોકલ્યા કે તે આવીને તેના ચાકરને સાજો કરે.
\v 4 જ્યારે તેઓ ઈસુ પાસે આવ્યા ત્યારે, તેમણે તેમને સૂબેદારના ચાકરને મદદ કરવા આગ્રહથી વિનંતી કરી. તેઓએ કહ્યું કે, “તમે તેના માટે આ કરો તે વાજબી છે,
\v 5 કારણ કે તે આપણા લોકોને પ્રેમ કરે છે અને તેણે આપણા માટે સભાસ્થાન બાંધ્યું છે.”
\s5
\v 6 તેથી ઈસુ તેઓની સાથે તે અધિકારીના ઘરે ગયા. જ્યારે તેઓ ઘરથી થોડા જ દૂર હતા ત્યારે અધિકારીએ પોતાના કેટલાક મિત્રોને ઈસુને આ સંદેશો આપવા મોકલ્યા: “પ્રભુ, તમે પોતાને વધારે તકલીફ આપશો નહિ, કારણ કે તમે મારા ઘરમાં આવો તેને માટે હું લાયક નથી.
\v 7 તેથી જ હું માનું છું કે હું પોતે તમારી પાસે આવું તેના માટે હું લાયક નથી. પણ તમે માત્ર એક શબ્દ જ કહીને મારા ચાકરને સાજો કરી શકો છો.
\v 8 હું જાણું છું કે તમે તે કરી શકો છો કારણ કે હું પણ એક મનુષ્ય છું કે જેને મારા ઉપરી અધિકારીઓના હુકમો માનવા પડે છે અને મારી નીચે પણ સૈનિકો છે જેમણે મારા હુકમો માનવા પડે છે. જ્યારે હું એક સૈનિકને કહું છું કે, ‘જા!, ત્યારે તે જાય છે, અને જ્યારે હું બીજાને કહું છું કે, ‘આવ!, અને તે આવે છે. જ્યારે હું મારા ચાકરને કહું છું કે, ‘આ કર!, ત્યારે તે તે કરે છે.”
\s5
\v 9 તે અધિકારીએ જે કહ્યું તે ઈસુએ જ્યારે સાંભળ્યું ત્યારે, તેમને આશ્ચર્ય થયું. પછી તેમણે જે ટોળું તેમની સાથે હતું તેમની તરફ ફરીને કહ્યું કે, “હું તમને કહું છું કે, જેટલો વિશ્વાસ આ બિનયહૂદી વ્યક્તિ મારા પર રાખે છે તેટલો ભરોસો રાખતો કોઈ ઇઝરાયલી મને મળ્યો નથી!”
\v 10 જે લોકો સૂબેદાર પાસેથી આવ્યા હતા તેઓ તેના ઘરે પાછા ગયા ત્યારે, તેઓને ખબર પડી કે તે ચાકર સાજો થઈ ગયો હતો.
\s5
\v 11 ત્યારબાદ તરત જ, ઈસુ નાઈન નગરમાં ગયા. તેમના શિષ્યો અને એક મોટું ટોળું તેમની સાથે ગયું.
\v 12 જ્યારે ઈસુ તે નગરના દરવાજા પાસે આવ્યા, ત્યારે તેમણે થોડા સમય અગાઉ મરણ પામેલા એક માણસને કે જેને લોકોનું ટોળું ઊંચકીને નગરમાંથી બહાર લાવતું હતું તે જોયું. હવે તેની માતા વિધવા હતી અને તે તેનો એકનો એક પુત્ર હતો. તે વિધવા પણ ટોળામાં હતી અને તેઓ તેના પુત્રને દફનાવવા જઈ રહ્યા હતા.
\v 13 જ્યારે પ્રભુએ તેને જોઈ ત્યારે, તેમને તેના પર કરુણા ઊપજી અને તેને કહ્યું કે, “રડીશ નહિ!”
\v 14 પછી તેઓ તેમની પાસે ગયા અને જે નનામી પર શબ મૂકેલું હતું તેને અડક્યા. નનામી લઈ જતા માણસો ઊભા રહ્યા. ઈસુએ કહ્યું કે, “જુવાન, હું કહું છું કે ઊભો થા!”
\v 15 તે જુવાન બેઠો થયો અને બોલવા લાગ્યો! પછી ઈસુ તેને તેની માતા પાસે લઈ ગયા.
\s5
\v 16 દરેક વ્યક્તિને ત્યાં ખૂબ જ ભય લાગ્યો. તેઓએ ઈશ્વરની સ્તુતિ કરી અને એક બીજાને કહ્યું કે, “એક મહાન પ્રબોધક આપણી મધ્યે આવ્યા છે!” અને “ઈશ્વર પોતાના લોકોની કાળજી કરવા આવ્યા છે!”
\v 17 ત્યારે ઈસુએ જે કર્યું હતું તે વિશેના સમાચાર યહૂદિયાના આખા પ્રદેશમાં અને આસપાસના બધા વિસ્તારોમાં પ્રસરી ગયા.
\s5
\v 18-19 યોહાન બાપ્તિસ્મીના શિષ્યોએ તેને આ બધી બાબતો કહી. તેથી યોહાને તેના બે શિષ્યોને બોલાવ્યા અને તેમને પ્રભુ પાસે જવા અને આ પૂછવા કહ્યું: “શું તમે તે જ વ્યક્તિ છો કે જેના આવવા વિષે ઈશ્વરે વચન આપ્યું હતું, કે પછી અમારે બીજી કોઈ વ્યક્તિની અપેક્ષા રાખવી જોઈએ?”
\v 20 જ્યારે તે બે માણસો ઈસુ પાસે આવ્યા ત્યારે, તેમણે કહ્યું કે, “અમને યોહાન બાપ્તિસ્મીએ તમને પૂછવા મોકલ્યા છે કે, ‘શું તમે જ તે વ્યક્તિ છો કે જેના આવવા વિષે ઈશ્વરે વચન આપ્યું હતું, કે પછી અમારે બીજા કોઈ વ્યક્તિની રાહ જોવી જોઈએ?’”
\s5
\v 21 તે જ વખતે ઈસુ ઘણા લોકોને તેમની માંદગી અને ગંભીર રોગોથી તથા દુષ્ટાત્માઓથી સાજાપણું આપી રહ્યા હતા. તેઓએ ઘણા અંધજનોને સાજા કર્યાં તેથી તેઓ જોઈ શકવા લાગ્યા.
\v 22 તેથી તેમણે તે બે માણસોને જવાબ આપ્યો કે, ''પાછા જાઓ અને તમે જે જોયું છે અને સાંભળ્યું છે તેનો અહેવાલ યોહાનને આપો કે: જે લોકો અંધ હતા તેઓ હવે જુએ છે. જે લોકો અપંગ હતા તેઓ હવે ચાલે છે. જે લોકોને ચર્મરોગ હતા તેઓને સાજા કરાય છે. જે લોકો બહેરા હતા તેઓ હવે સાંભળી શકે છે. જે લોકો મરણ પામ્યા હતા તેઓને સજીવન કરવામાં આવે છે અને ગરીબોને સુવાર્તા પ્રગટ કરવામાં આવે છે.
\v 23 અને તેને આ પણ કહેજો, ''હું જે કરું છું તે જે કોઈ જુએ છે અને હું જે શીખવું છું તે સાંભળે છે અને મને અનુસરવાથી પાછો ફરતો નથી તેને ઈશ્વર આશીર્વાદ આપશે.''
\s5
\v 24 જ્યારે યોહાને મોકલેલા માણસો ગયા ત્યારે, ઈસુએ લોકોના ટોળા સાથે યોહાન વિષે વાત કરવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે, “તમે અરણ્યમાં શું જોવા ગયા હતા? પવનથી ધ્રૂજતા એક પાતળા છોડને?
\v 25 પરંતુ તમે ત્યાં શું જોવા ગયા હતા? આકર્ષક કપડાં પહેરેલા એક માણસને? જુઓ, જેઓ ભવ્ય કપડાં પહેરે છે અને જેમની પાસે સૌથી શ્રેષ્ઠ વસ્તુઓ છે તેઓ તો રાજાઓના મહેલોમાં રહે છે.
\v 26 તો પછી તમે ત્યાં શું જોવા ગયા હતા? એક પ્રબોધકને? હા! પણ હું તમને કહું છું કે યોહાન એક સામાન્ય પ્રબોધક કરતા વધારે અગત્યની વ્યક્તિ છે.
\s5
\v 27 તે એ જ છે કે જેના વિષે પ્રબોધકોએ લાંબા સમય અગાઉ લખ્યું હતું કે, ‘જુઓ, હું મારા સંદેશવાહકને તારી અગાઉ મોકલું છું. તે લોકોને તારા આગમન માટે તૈયાર કરશે.
\v 28 હું તમને કહું છું કે અત્યાર સુધી જેટલા લોકો જીવ્યા છે તેઓમાં યોહાન કરતાં વધારે મહાન કોઈ નથી. તો પણ, ઈશ્વર જ્યાં રહે છે ત્યાં તેમની સાથે રહેનાર સૌથી સામાન્ય વ્યક્તિ પણ યોહાન કરતાંં મહાન હશે.”
\s5
\v 29 જેઓ યોહાન દ્વારા બાપ્તિસ્મા પામ્યા હતા તે બધા લોકોએ અને કર ઉઘરાવનારાઓએ જ્યારે ઈસુએ જે કહ્યું તે સાંભળ્યું ત્યારે, તેઓ સંમત થયા કે ઈશ્વર ન્યાયી છે.
\v 30 પરંતુ ફરોશીઓ અને યહૂદી નિયમોમાં નિષ્ણાત લોકો યોહાન દ્વારા બાપ્તિસ્મા પામ્યા ન હતા અને તેમણે ઈશ્વરની તેમના માટેની ઇચ્છાને નકારી.
\s5
\v 31 પછી ઈસુએ આ પણ કહ્યું કે, "તમે લોકો કેવા પ્રકારના સમયમાં જીવી રહ્યા છો? હું તમને જણાવીશ:
\v 32 તમે ખુલ્લા મેદાનમાં રમત રમતા બાળકોના જેવા છો. તેઓ એકબીજાને આ પ્રમાણે કહે છે કે, 'અમે વાંસળી પર તમારા માટે આંનદદાયક સંગીત વગાડ્યું, પણ તમે નાચ્યા નહિ! પછી અમે તમારા માટે દફનવિધિનાં કરુણ ગીતો ગાયાં, પણ તમે રડ્યા નહિ!"
\s5
\v 33 આ જ પ્રમાણે, જ્યારે યોહાન તમારી પાસે આવ્યો અને તેણે સામાન્ય ખોરાક ખાધો નહિ અથવા તો દ્રાક્ષારસ પીધો નહિ ત્યારે, તમે તેનો નકાર કર્યો અને કહ્યું કે, 'એક દુષ્ટાત્મા તેનું નિયંત્રણ કરે છે!'
\v 34 પરંતુ જ્યારે માણસનો દીકરો તમારી પાસે આવ્યો અને તેણે સામાન્ય ખોરાક ખાધો અને બીજાઓની જેમ દ્રાક્ષારસ પીધો ત્યારે, તમે તેનો નકાર કર્યો અને કહ્યું કે, 'જુઓ! આ માણસ પુષ્કળ ખોરાક ખાય છે અને પુષ્કળ દ્રાક્ષારસ પીએ છે અને તે કર ઉઘરાવનારાઓ અને બીજા પાપીઓ સાથે સંબંધ રાખે છે!'
\v 35 પરંતુ ઈશ્વરનું ડહાપણ તો જેઓ તેને અનુસરે છે તેઓ દ્વારા સાચું ઠરે છે.
\s5
\v 36 એક દિવસે સિમોન નામના એક ફરોશીએ ઈસુને પોતાની સાથે ભોજન કરવા આમંત્રણ આપ્યું. તેથી ઈસુ તે માણસના ઘરે ગયા અને ભોજન કરવા મેજ આગળ બેઠા.
\v 37 તે શહેરમાં એક સ્ત્રી પણ હતી કે જેના વિષે લોકો જાણતા હતા કે તે એક વેશ્યા હતી. જ્યારે તેણે સાંભળ્યું કે ઈસુ ફરોશીના ઘરમાં ભોજન કરી રહ્યા છે, ત્યારે તે અત્તર ભરેલી એક પત્થરની શીશી લઈને ત્યાં ગઈ.
\v 38 જ્યારે ઈસુ જમવા માટે બેઠા હતા ત્યારે તે તેમના પગ પાસે પાછળ ઊભી રહી. તે રડી રહી હતી, અને તેનાં આંસુ ઈસુના પગ પર પડ્યાં. તેણે સતત તેમના પગ પોતાના વાળથી લૂછ્યા, અને તેમના પગોને સતત ચુંબનો કરતાં અત્તરથી અભિષેક કરતી રહી.
\s5
\v 39 જે ફરોશીએ ઈસુને જમવા માટે નિમંત્ર્યા હતા તેણે જ્યારે તે જે કરતી હતી તે જોયું, ત્યારે તેણે વિચાર્યું કે, “જો આ માણસ ખરેખર પ્રબોધક હોત, તો તેને અડકનાર આ સ્ત્રી કોણ છે અને કેવા પ્રકારની છે એટલે કે તે પાપી છે તેની તેને ખબર પડી હોત.”
\v 40 તેના જવાબમાં, ઈસુએ તેને કહ્યું કે, “સિમોન, હું તને કંઇક કહેવા માગું છું.” તેણે ઉત્તર આપ્યો કે, “ગુરુજી, તમે શું કહેવા માગો છો?”
\s5
\v 41 ઈસુએ તેને આ વાર્તા કહી: “બીજાઓને ઉધારે નાણાં ધીરવાનો ધંધો કરનાર એક માણસ પાસેથી બે લોકોએ નાણાંં ઉધાર લીધાં હતાં. એક વ્યક્તિનું દેવું ચાંદીના પાંચ હજાર સિક્કા હતુ અને બીજાનું દેવું ચાંદીના પચાસ સિક્કા હતુ.
\v 42 બેમાંથી એકેય તે દેવું ભરી શકે તેમ ન હતો, તેથી તે માણસે ખૂબ જ માયાળુપણે કહ્યું કે તેઓને કંઈપણ પાછું આપવાની જરૂર ન હતી. તો, તે બેમાંનો કયો માણસ તેને વધારે પ્રેમ કરશે?”
\v 43 સિમોને ઉત્તર આપ્યો કે, “મને લાગે છે કે જેને વધારે દેવું હતું તે માણસ તેને વધારે પ્રેમ કરશે.” ઈસુએ તેને કહ્યું કે, “તું સાચો છે.”
\s5
\v 44 પછી ઈસુએ તે સ્ત્રી તરફ ફરીને સિમોનને કહ્યું કે, “આ સ્ત્રીએ જે કર્યું છે તે વિષે વિચાર કર! જ્યારે હું તારા ઘરમાં પ્રવેશ્યો ત્યારે, યજમાનો તેમના અતિથિઓને આવકારવા માટે સામાન્ય રીતે જે કરે છે તે તેં કર્યું નહિ. તેં મારા પગ ધોવા પાણી આપ્યું નહિ, પણ આ સ્ત્રીએ પોતાના આંસુઓથી મારા પગ ધોયા છે અને પછી પોતાના વાળથી લૂછ્યા છે!
\v 45 તે ચુંબનથી મારું અભિવાદન કર્યું નહિ, પણ જે પળે હું આવ્યો ત્યારથી તેણે મારા પગોને ચુંબન કરવાનું બંધ કર્યું નથી!
\s5
\v 46 તેં જૈતૂન તેલથી મારે માથે અભિષેક કર્યો નહિ, પણ તેણે સુગંધીદાર અત્તરથી મારા પગોને અભિષિક્ત કર્યાં છે.
\v 47 તેથી હું તને કહું છું કે તેને તેનાં ઘણાં પાપોની માફી મળી છે અને તેથી જ તે મને ખૂબ જ પ્રેમ કરે છે. પરંતુ જે વ્યક્તિ વિચારે છે કે તેનાં પાપ તો થોડાં જ હતા અને તે માફ થયાં છે, તો તે મને ફક્ત થોડો જ પ્રેમ કરશે.”
\s5
\v 48 પછી તેમણે તે સ્ત્રીને કહ્યું કે, "તને તારાં પાપ માફ કરવામાં આવ્યાં છે."
\v 49 પછી જેઓ તેમની સાથે ભોજન કરી રહ્યા હતા તેઓએ એકબીજાને કહ્યું કે, “આ માણસ કોણ છે કે જે કહે છે કે તે પાપો માફ કરી શકે છે?”
\v 50 પણ ઈસુએ તે સ્ત્રીને કહ્યું કે, “ઈશ્વરે તને બચાવી છે કારણ કે તેં મારા પર વિશ્વાસ કર્યો છે. જ્યારે તું જાય છે ત્યારે ઈશ્વર તને શાંતિ આપો!”
\s5
\c 8
\p
\v 1 તે પછી, ઈસુ અને તેમના બાર શિષ્યો જુદાંજુદાં ગામો અને નગરોમાં ફર્યા ત્યારે ઈસુએ લોકોને સુવાર્તા આપતાં કહ્યું કે, ઈશ્વર જલદી પોતાને રાજા તરીકે પ્રગટ કરશે.
\v 2 તેઓની સાથે કેટલીક સ્ત્રીઓ પણ મુસાફરી કરતી હતી કે તેઓને તેમણે દુષ્ટાત્માઓથી અને બીમારીઓથી સાજી કરી હતી. તેઓમાં મગ્દાલા ગામની મરિયમ કે જેનામાંથી તેઓએ સાત દુષ્ટાત્માઓ કાઢ્યા હતા તે,
\v 3 હેરોદ અન્તિપાસ રાજાના વ્યવસ્થાપક ખૂઝાની પત્ની જોઆના, સુસાન્ના અને બીજી ઘણી સ્ત્રીઓ હતી. ઈસુ અને તેમના શિષ્યોને સહાય કરવા તેઓ પોતાનાં નાણાંં પૂરાં પાડતી હતી.
\s5
\v 4 એક દિવસ એક મોટું ટોળું ભેગું થયું હતું કારણ કે લોકો ઈસુને જોવા જુદાજુદા નગરોમાંથી આવી રહ્યા હતા. પછી તેમણે તેમને આ વાર્તા કહી:
\v 5 “એક માણસ તેના ખેતરમાં અનાજનાંં બીજ વાવવા ગયો. જ્યારે તે બીજને જમીન પર વાવી રહ્યો હતો ત્યારે, કેટલાંક બીજ કઠણ રસ્તા પર પડ્યાં. પછી લોકો તે બીજ પર થઈને ચાલ્યા અને પક્ષીઓ તેમને ખાઈ ગયાં.
\v 6 કેટલાંક બીજ ખડકાળ જમીન પર પડ્યાં. ત્યાં બહુ થોડી માટી હતી. તેથી, જેવાં તે બીજ ઊગ્યાં કે છોડવાઓ સુકાઈ ગયા કારણ કે ત્યાં ભેજ હતો નહિ.
\s5
\v 7 કેટલાંક બીજ એવી જમીન પર પડ્યાં કે જ્યાં ઝાંખરાંનાં બીજ હતાં. તેથી અનાજનાં કોમળ છોડવાઓ સાથે ઝાંખરાં ઊગી નીકળ્યાં અને તેમને દબાવી નાખ્યાં તેથી તેઓ વૃદ્ધિ પામી શક્યાં નહિ.
\v 8 પણ કેટલાંક અનાજનાં બીજ ફળદ્રુપ જમીન પર પડ્યાં, અને એટલાં સરસ વધ્યાં કે તેમણે સો ગણો પાક પેદા કર્યો.” આ વાતો કહ્યા પછી, ઈસુએ તેઓને કહ્યું કે, “તમે મને જે કહેતા સાંભળ્યો છે તે વિષે તમારે બધાએ કાળજીપૂર્વક વિચારવું જોઈએ!”
\s5
\v 9 પછી ઈસુના શિષ્યોએ તેમને દ્રષ્ટાંતનો અર્થ જણાવવા કહ્યું.
\v 10 અને તેમણે કહ્યું કે, “ઈશ્વર કેવી રીતે રાજા તરીકે રાજ કરશે તે વિશેની ગુપ્ત બાબતો જાણવાનો અધિકાર તમને આપવામાં આવ્યો છે. પણ બીજા દરેક સાથે તો હું માત્ર દ્રષ્ટાંતોમાં બોલું છું, કે જેથી, ‘જો કે તેઓ જુએ, તો પણ તેઓ જાણે નહિ, અને જો કે તેઓ સાંભળે, તો પણ તેઓ સમજે નહિ.
\s5
\v 11 હવે વાર્તાનો અર્થ આ છે: બીજ ઈશ્વરનું વચન દર્શાવે છે.
\v 12 જ્યારે લોકો ઈશ્વરનું વચન સાંભળે છે પણ ત્યાર બાદ શેતાન આવે છે અને તે વચન તેમનાં મનોમાંથી અને હૃદયોમાંથી લઈ જાય છે ત્યારે શું થાય છે, તે રસ્તા પર પડેલા બીજ બતાવે છે. પરિણામે, તેઓ તે વચન માનતા નથી અને તેમનો બચાવ થતો નથી.
\v 13 જ્યારે લોકો ઈશ્વરનું વચન સાંભળે છે અને આંનદપૂર્વક તેનો સ્વીકાર કરે છે પણ તેના મૂળ ઊંડાં ઊતરતાં નથી ત્યારે શું થાય છે તે ખડકાળ જમીન પર પડેલા બીજ દર્શાવે છે. પરિણામે, તેઓ બહુ થોડા સમય માટે જ માને છે. જેવી તેમના પર મુશ્કેલીઓ આવે છે કે તરત જ તેઓ ઈશ્વરનું વચન માનવાનું બંધ કરે છે.
\s5
\v 14 જ્યારે લોકો ઈશ્વરનું વચન સાંભળે છે પણ પછી જીવન જીવતાં જીવતાં તેઓ ચિંતાઓ, સંપત્તિ અને જીવનના મોજશોખ જેવી બાબતોથી તેમનાં જીવનમાંના ઈશ્વરના વચનને દબાવી દે છે ત્યારે શું થાય છે, તે ઝાંખરાંમાં પડેલા બીજ દર્શાવે છે. પરિણામે, તેઓ આત્મિક રીતે પરિપક્વ બનતા નથી.
\v 15 પણ જ્યારે લોકો ઈશ્વરનું વચન સાંભળે છે અને તેને આદરયુક્ત અને પ્રામાણિક હૃદયથી સ્વીકારે છે ત્યારે શું થાય છે તે ફળદ્રુપ જમીન પર પડેલા બીજ દર્શાવે છે. વચનને માનવામાં અને પાળવામાં તેઓ દ્રઢ રહે છે અને તેથી તેઓ સારું આત્મિક ફળ આપે છે.
\s5
\v 16 દીવો સળગાવ્યા પછી લોકો તેને ટોપલી નીચે ઢાંકતા નથી અથવા તો બિછાના નીચે મૂકતા નથી. તેને બદલે, તેઓ તેને દીવી પર મૂકે છે, કે જેથી જે દરેક જણ તે ઓરડામાં પ્રવેશે તે તેના પ્રકાશ દ્વારા જોઈ શકે.
\v 17 આ બાબત સમજાવે છે કે જે દરેક બાબત હાલમાં છુપાયેલી છે તેને કોઈક દિવસે પ્રગટ કરવામાં આવશે. અને જે દરેક બાબત હાલમાં ગુપ્ત છે તેને કોઈક દિવસે જાહેર કરવામાં આવશે.
\v 18 તેથી હું જે કહું છું તેને કાળજીપૂર્વક સાંભળવા માટે ધ્યાન આપો, કારણ કે જેઓ ઈશ્વરનું સત્ય માને છે તેઓને ઈશ્વર વધારે સમજવા સક્ષમ કરશે. પણ જેઓ ઈશ્વરનું સત્ય માનતા નથી તેઓને ઈશ્વર જે થોડું તેઓ વિચારે છે કે તેઓ સમજ્યા છે તેને પણ સમજવા નહિ દે.”
\s5
\v 19 એક દિવસે ઈસુની માતા અને ભાઈઓ તેમને મળવા આવ્યાં, પણ તેઓ તેમની પાસે આવી શક્યાં નહિ કારણ કે જ્યાં તેઓ હતા તે ઘરમાં એક મોટી ભીડ જમા થઈ હતી.
\v 20 ત્યારે કોઈકે તેમને કહ્યું કે, ''તમારી માતા અને ભાઈઓ તમને મળવા માટે બહાર ઊભાં છે."
\v 21 પણ તેમણે તેઓને પ્રત્યુત્તર આપ્યો કે, “જેઓ ઈશ્વરનું વચન સાંભળે છે અને તેને પાળે છે તેઓ મને મારી માતા અને ભાઈઓ જેટલાં વહાલાં છે.”
\s5
\v 22 બીજા એક દિવસે ઈસુ તેમના શિષ્યો સાથે હોડીમાં બેઠા. તેમણે તેઓને કહ્યું કે, “હું ઈચ્છું છું કે આપણે સરોવરની પેલી તરફ જઈએ.” તેથી તેઓએ સરોવરમાં હોડી હંકારી.
\v 23 પણ જ્યારે તેઓ હોડી હંકારતા હતા ત્યારે, ઈસુ ઊંઘી ગયા. ત્યાર પછી સરોવર પર પવનનું એક મોટું તોફાન થયું. હોડી તરત જ પાણીથી ભરાવા લાગી અને તેઓ જોખમમાં આવી પડ્યા.
\s5
\v 24 તેથી ઈસુના શિષ્યો તેમની પાસે આવ્યા અને તેમને જગાડ્યા. તેઓએ તેમને કહ્યું કે, “સ્વામી! સ્વામી! આપણે મરી જઈશું!” પછી તેઓ ઊઠ્યા અને પવનને તથા ભયંકર મોજાંઓને શાંત થવા આજ્ઞા આપી અને તેઓ શાંત થયાં. બધું જ શાંત પડી ગયું.
\v 25 પછી તેમણે તેઓને કહ્યું કે, “તમારો વિશ્વાસ કેમ આટલો નબળો છે?” શિષ્યો જે હમણાં જ બન્યું હતું તેને કારણે ભયભીત અને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેઓ એકબીજાને પૂછતાં રહ્યા કે, “આ કોણ છે, કે જે પવન અને પાણીને પણ આજ્ઞા આપવા શક્તિમાન છે, અને તેઓ તેનું માને છે?”
\s5
\v 26 ઈસુ અને તેમના શિષ્યો હોડી હંકારતા રહ્યા અને ગાલીલ જીલ્લા તરફથી સરોવરની સામેની બાજુએ ગેરસાની લોકો રહેતા હતા તે પ્રદેશમાં આવ્યા.
\v 27 ઈસુ હોડીમાંથી જમીન પર ઊતર્યા તે પછી, તે વિસ્તારના એક નગરમાંથી એક માણસ તેમને મળ્યો. તે માણસમાં દુષ્ટાત્માઓ હતા. બહુ લાંબા સમયથી તે માણસે વસ્ત્રો પહેર્યાં ન હતાં અને તે ઘરમાં વસતો ન હતો. તેને બદલે, તે કબરોની ગુફાઓમાં રહેતો હતો.
\s5
\v 28 જ્યારે તેણે ઈસુને જોયા ત્યારે, તેણે બૂમ પાડી, તેમની આગળ નીચે પડી ગયો, અને મોટે અવાજે કહ્યું કે, “ઈસુ, પરાત્પર ઈશ્વરના પુત્ર, તમે મને શું કરવા માગો છો? હું આજીજી કરું છું કે મને પીડા દેશો નહિ!”
\v 29 તે માણસે આ પ્રમાણે કહ્યું કારણ કે ઈસુએ દુષ્ટાત્માને તેનામાંથી બહાર નીકળવાની આજ્ઞા કરી હતી. જો કે તે માણસને હાથના કાંડામાં અને પગની ઘૂંટીઓમાં સાંકળોથી બાંધવામાં આવતો હતો અને લોકો તેની ચોકી કરતાં હતા તો પણ, ઘણીવાર દુષ્ટાત્મા અચાનક તેને બળજબરીથી જકડી લેતો હતો. પછી તે માણસ સાંકળો તોડી નાખતો અને દુષ્ટાત્મા તેને વેરાન જગાઓમાં લઈ જતો હતો.
\s5
\v 30 પછી ઈસુએ તેને પૂછ્યું કે, “તારું નામ શું છે?” તેણે પ્રત્યુત્તર આપ્યો કે, “મારું નામ હજારોની સેના છે.” તેણે તેવું કહ્યું કારણ કે તેનામાં ઘણાં દુષ્ટાત્માઓ પેઠા હતા.
\v 31 ઈસુ તેમને ઊંડી ખાઈમાં કે જ્યાં ઈશ્વર દુષ્ટાત્માઓને સજા કરે છે ત્યાં જવા હુકમ ન કરે માટે દુષ્ટાત્માઓ તેમને આજીજી કરતાં રહ્યા.
\s5
\v 32 ત્યાં નજીકમાં પહાડ પર ભૂંડોનું એક મોટું ટોળું ચરતું હતું. દુષ્ટાત્માઓએ ઈસુને આજીજી કરી કે તેઓ તેમને તે ભૂંડોમાં પ્રવેશવા દે અને તેમણે તેઓને પ્રવેશવા દીધા.
\v 33 તેથી દુષ્ટાત્માઓ તે માણસમાંથી નીકળ્યા અને ભૂંડોમાં પેઠા, અને ભૂંડોનું ટોળું ઊંચા ઢોળાવ પરથી સરોવરમાં ધસી પડ્યું અને ડૂબી મર્યું.
\s5
\v 34 જ્યારે ભૂંડોને સાચવનારા માણસોએ જે બન્યું હતું તે જોયું ત્યારે, તેઓ ભાગી ગયા! તેઓએ જે જોયું હતું તેના વિષે તેઓએ નગરના અને ગામડાઓના લોકોને હેવાલ આપ્યો.
\v 35 પછી જે બન્યું હતું તે જોવા લોકો ત્યાં ગયા. જ્યારે તેઓ ઈસુ જ્યાં હતા ત્યાં આવ્યા ત્યારે, જે માણસમાંથી દુષ્ટાત્માઓ નીકળી ગયા હતા તેને ઈસુના પગ પાસે બેઠેલો અને તેમની વાતો સાંભળતો જોયો. તેમણે જોયું કે તેણે વસ્ત્રો પહેરેલા હતા, અને તેનું મગજ ફરીથી સ્વસ્થ થઈ ગયું હતું અને તેઓ ભયભીત થયા.
\s5
\v 36 જે બન્યું હતું તે જે લોકોએ જોયું હતું તેમણે આવેલા લોકોને કેવી રીતે ઈસુએ તે માણસને કે જે દુષ્ટાત્માઓના કબજામાં હતો તેને સાજો કર્યો હતો તે કહ્યું.
\v 37 ત્યારે ગેરસાની પ્રદેશની ચારેબાજુના ઘણા લોકોએ ઈસુને તેમના વિસ્તારમાંથી ચાલ્યા જવા કહ્યું કારણ કે તેઓ ખબૂ જ ભયભીત થયા હતા. તેથી ઈસુ અને તેમના શિષ્યો સરોવરની બીજી તરફ પાછા ફરવા હોડીમાં બેઠા.
\s5
\v 38 તેઓ ત્યાંથી નીકળ્યા તે અગાઉ, જેનામાંથી દુષ્ટાત્માઓ બહાર કાઢવામાં આવ્યા હતા તે માણસે ઈસુને આ કહેતાં આજીજી કરી કે, “મહેરબાની કરીને મને તમારી સાથે આવવા દો!” પણ તેને બદલે ઈસુએ તેને આ કહીને વિદાય કર્યો કે,
\v 39 “ના, તારા ઘરે પાછો જા અને ઈશ્વરે તારા માટે કેટલું બધું કર્યું છે તે લોકોને જણાવ!” તેથી તે માણસ પાછો ગયો અને ઈસુએ તેના માટે કેટલું બધુ કર્યું હતું તે આખા નગરમાં લોકોને જણાવ્યું.
\s5
\v 40 ત્યાર બાદ ઈસુ અને તેમના શિષ્યો સરોવરની પેલે પાર કપરનાહુમ પાછા ગયા. લોકોનું ટોળું ત્યાં તેમની રાહ જોતું હતું અને તેઓએ તેમને આવકાર્યા.
\v 41 તરત જ યાઈર નામનો એક માણસ, કે જે ત્યાંના યહૂદી સભાસ્થાનનો એક આગેવાન હતો, તે ઈસુની પાસે આવ્યો અને તેમની આગળ જમીન પર પડ્યો. તેણે ઈસુને તેના ઘરે આવવા કાલાવાલા કર્યાં
\v 42 કારણ કે તેની એકની એક દીકરી કે જે લગભગ બાર વર્ષની હતી, તે મરણ પામી રહી હતી અને તેની ઇચ્છા હતી કે ઈસુ તેને સાજી કરે. પણ જ્યારે ઈસુ ત્યાં જતા હતા ત્યારે ઘણાં લોકો તેમની આસપાસ પડાપડી કરતા હતા.
\s5
\v 43 હવે તે ભીડમાં એક સ્ત્રી હતી કે જે બાર વર્ષથી એક રોગથી પીડાતી હતી કે જેમાં તેને સતત રક્તસ્રાવ થતો હતો. તેણે તેનાં બધાં નાણાંં વૈદો પાછળ ખર્ચી નાખ્યાં હતા કે જેથી તેને સાજાપણુ મળે, પણ તેઓમાંનો કોઇ પણ તેને મદદ કરવા સક્ષમ ન હતો.
\v 44 તે ઈસુની પાછળ આવી અને તેમના ઝભ્ભાની કોરને અડકી. તે જ ઘડીએ તેનો રક્તસ્રાવ બંધ થઈ ગયો.
\s5
\v 45 ઈસુએ પૂછ્યું કે, “મને કોણ અડક્યું?” જ્યારે ઈસુની આસપાસની દરેક વ્યક્તિ કહેતી હતી કે તે તેમને અડકી ન હતી ત્યારે, પિતરે કહ્યું કે, “ગુરુજી, તમારી આસપાસ ઘણા લોકો પડાપડી કરે છે અને તમને દબાવે છે, તો તેઓમાંનું કોઇ પણ તમને અડક્યું હશે!”
\v 46 પણ ઈસુએ કહ્યું કે, “મને ખબર છે કે કોઈક વ્યક્તિ મને ઇરાદાપૂર્વક અડકી છે, કારણ કે તે વ્યક્તિને સાજો કરવા મારામાંથી પરાક્રમ નીકળ્યું છે.”
\s5
\v 47 અને જ્યારે તે સ્ત્રીને લાગ્યું કે તે પોતાને છુપાવી શકશે નહિ ત્યારે, તે ધ્રૂજતી ધ્રૂજતી તેમની પાસે આવી અને તેમની આગળ જમીન પર પડી. બીજા લોકોના સાંભળતા તેણે ઈસુને જણાવ્યું કે તે શા માટે તેમને અડકી હતી અને તે કેવી રીતે તરત જ સાજી થઈ હતી.
\v 48 અને ઈસુએ તેને કહ્યું કે, “પ્રિય બહેન, તેં વિશ્વાસ કર્યો કે હું તને સાજી કરી શકું છું તે કારણે તું સાજી થઈ છે. હવે તારે ઘરે જા, અને ઈશ્વરની શાંતિ તારા પર હો.”
\s5
\v 49 જ્યારે તેઓ તેની સાથે વાત કરી રહ્યા હતા ત્યારે, એક માણસ યાઈરના ઘરેથી આવ્યો અને તેણે યાઈરને કહ્યું કે, “તારી દીકરી મરી ગઈ છે. તો હવે ગુરુજીને તકલીફ આપીશ નહિ!”
\v 50 પણ જ્યારે ઈસુએ તે સાંભળ્યું ત્યારે, તેમણે યાઈરને કહ્યું કે, “ગભરાઇશ નહિ. મારામાં ફક્ત વિશ્વાસ કર અને તે ફરી જીવતી થશે.”
\s5
\v 51 જ્યારે તેઓ ઘરની બહાર આવ્યા ત્યારે, ઈસુએ પિતર, યોહાન અને યાકૂબ તથા છોકરીનાં માતાપિતા સિવાય પોતાની સાથે ઘરમાં કોઈને જવા દીધાં નહિ.
\v 52 છોકરી મરી ગઈ હતી તે કારણે તેઓ ખૂબ જ દુઃખી હતા તે દર્શાવવા બધા લોકો ત્યાં મોટેથી રડતા હતા. પણ ઈસુએ તેઓને કહ્યું કે, “રડવાનું બંધ કરો! તે મરી નથી ગઈ! તે માત્ર ઊંઘી ગઈ છે!”
\v 53 અને લોકોએ તેમને હસી કાઢ્યા કારણ કે તેઓને ખબર હતી કે છોકરી મરી ગઈ છે.
\s5
\v 54 પણ ઈસુએ તેનો હાથ પકડ્યો અને તેને એમ કહેતાં બોલાવી કે, “દીકરી, ઊઠ!”
\v 55 અને તરત જ તેનો આત્મા તેના શરીરમાં પાછો આવ્યો અને તે ઊઠી. ઈસુએ તેને કંઈક ખાવા આપવા તેઓને જણાવ્યું.
\v 56 અને તેનાં માતાપિતા આશ્ચર્ય પામ્યા, પણ ઈસુએ તેઓને તાકીદ કરી કે જે બન્યું હતું તે કોઈને પણ ના જણાવે.
\s5
\c 9
\p
\v 1 પછી ઈસુએ પોતાના બાર શિષ્યોને પાસે બોલાવ્યા અને તેઓને દરેક પ્રકારના દુષ્ટાત્માઓને બહાર કાઢવા અને લોકોને રોગથી સાજા કરવા માટે અધિકાર અને સામર્થ્ય આપ્યાં.
\v 2 તેમણે લોકોને સાજા કરવા અને ઈશ્વર પોતાને કઈ રીતે રાજા તરીકે બતાવવાના હતા તે વિષે શીખવવા તેઓને મોકલ્યા.
\s5
\v 3 તેઓ ગયા તે અગાઉ, તેમણે તેઓને કહ્યું, "તમારી મુસાફરી માટે તમારી સાથે કંઈપણ લેશો નહિ. ચાલવાની લાકડી અથવા મુસાફરીની થેલી અથવા ખોરાક અથવા નાણાં લેશો નહિ. વધારાના વસ્ત્ર પણ લેશો નહિ.
\v 4 જે કોઈ ઘરમાં તમે પ્રવેશો, તે ઘરમાં જ્યાં સુધી તમે તે વિસ્તાર છોડો નહિ ત્યાં સુધી રહો.
\s5
\v 5 જે કોઈ નગરમાં લોકો તમને આવકારે નહિ, ત્યાં તમારે વધુ સમય રહેવું ન જોઈએ. તમે તે નગર છોડો, ત્યારે તમારા પગની ધૂળને ખંખેરી નાખો. તમને નકારવા બદલ તેમની વિરુદ્ધ ચેતવણી તરીકે તે કરો."
\v 6 પછી ઈસુના શિષ્યો ગયા અને ઘણા ગામડાઓમાં થઈને મુસાફરી કરી. તેઓ જે બધાં સ્થળોએ ગયા, ત્યાં તેઓએ લોકોને ઈશ્વરના શુભ સંદેશ વિષે કહ્યું અને બીમાર લોકોને સાજા કર્યા.
\s5
\v 7 ગાલીલના જીલ્લાના શાસક હેરોદે, જે સર્વ બની રહ્યું હતું તે સાંભળ્યું. તે વ્યાકુળ હતો, કારણ કે કેટલાંક લોકો કહેતા હતા કે યોહાન બાપ્તિસ્મી ફરીથી જીવીત થયો હતો.
\v 8 બીજા લોકો કહેતા હતા કે એલિયા પ્રબોધક ફરીથીપ્રગટ થયો છે અને હજુ બીજા કહેતા હતા કે ઘણાં સમય પહેલાના પ્રબોધકોમાનો એક ફરીથી જીવીત થયો હતો.
\v 9 પરંતુ હેરોદે કહ્યું, "તે યોહાન હોઈ શકે નહિ કારણ કે મેં તેનું માથું કપાવી નાખ્યું હતું. તેથી આ વ્યક્તિ કોણ છે કે જેના વિષે હું આ બાબતો સાંભળી રહ્યો છું?" અને તે ઈસુને મળવા માટેનો માર્ગ શોધતો રહ્યો.
\s5
\v 10 જ્યારે પ્રેરિતો તેમની મુસાફરી પરથી પાછા ફર્યા ત્યારે, જે સર્વ તેઓએ કર્યું હતું તે ઈસુને કહ્યું. પછી તેઓ તેમને સાથે લઈ ગયા કે જેથી તેઓ પોતે તેમની સાથે બેથસૈદા નગરમાં જાય.
\v 11 પરંતુ, ઈસુ ક્યાં ગયા હતા તે વિષે ટોળાએ સાંભળ્યું, ત્યારે તેઓ તેમની પાછળ ગયા. તેમણે તેઓને આવકાર્યા અને ઈશ્વર ટૂંક સમયમાં પોતાને કઈ રીતે રાજા તરીકે પ્રગટ કરશે તે વિષે તેઓને કહ્યું, અને જેમને સાજા થવાની જરૂર હતી તેઓને તેમણે સાજા કર્યા.
\s5
\v 12 હવે દિવસ પૂરો થવા આવ્યો હતો, તેથી બાર શિષ્યો તેમની પાસે આવ્યા અને કહ્યું, "કૃપા કરીને લોકોના આ મોટા સમુદાયને મોકલી દો કે તેઓ આસપાસનાં ગામો અને ખેતરોમાં જઈને કંઈક ખોરાક અને રહેવા માટે સ્થળ શોધી શકે, કેમ કે આપણે અહીં ઉજ્જડ જગ્યાએ છીએ"
\v 13 પરંતુ તેમણે તેઓને કહ્યું, "તમારે જ તેમને ખાવા માટે કંઇક આપવું જોઈએ!" તેઓએ જવાબ આપ્યો, "અમારી પાસે જે કંઈ છે તે પાંચ નાની રોટલી અને બે નાની માછલી જ છે. અમે જઈને આ બધા લોકો માટે પુરતો ખોરાક ખરીદી શકતા નથી!"
\v 14 તેઓએ આમ કહ્યું કારણ કે ત્યાં લગભગ પાંચ હજાર પુરૂષો હતા. પછી ઈસુએ શિષ્યોને કહ્યું, "દરેક જૂથમાં આશરે પચાસ લોકો હોય તે રીતે, બધાં જ લોકોને જૂથમાં નીચે બેસવા કહો."
\s5
\v 15 તેથી શિષ્યોએ તે પ્રમાણે કર્યું અને બધાં જ લોકો બેસી ગયા.
\v 16 ત્યારપછી તેમણે પાંચ રોટલી અને બે માછલી લીધી. તેઓએ આકાશ તરફ જોયું અને તેના માટે ઈશ્વરની સ્તુતિ કરી. પછી તેમણે તેના ભાંગીને ટુકડા કરીને તેને લોકોમાં વહેંચવા માટે શિષ્યોને આપી.
\v 17 તેઓ સર્વએ ખાધું અને દરેકને ખાવા માટે પૂરતું મળ્યું. પછી શિષ્યોએ વધેલાં ખોરાકનાં ટૂકડા ભેગાં કર્યા, જેનાથી બાર ટોપલીઓ ભરાઈ.
\s5
\v 18 એક દિવસે જ્યારે ઈસુ એકાંતમાં પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યારે તેમના શિષ્યો તેમની પાસે આવ્યા અને તેમણે તેઓને પૂછ્યું, "હું કોણ છું તે વિષે લોકો શું કહે છે?
\v 19 તેઓએ જવાબ આપ્યો, "કેટલાક લોકો કહે છે કે તમે યોહાન બાપ્તિસ્મી છો, પરંતુ બીજા કહે છે કે તમે એલિયા પ્રબોધક છો, અને વળી બીજા કહે છે કે તમે ઘણા સમય પહેલાના પ્રબોધકોમાંના એક છો જે ફરીથી જીવીત થયા છે."
\s5
\v 20 તેમણે તેઓને પૂછ્યું, "તમારા વિષે શું? હું કોણ છું તે વિષે તમે શું કહો છો?" પિતરે જવાબ આપ્યો, "તમે ઈશ્વર પાસેથી આવેલા, ખ્રિસ્ત છો."
\v 21 પછી ઈસુએ તેઓને સખત ચેતવણી આપી કે તે વિષે હમણાં કોઈને કહેવું નહિ.
\v 22 પછી તેમણે કહ્યું, "મારે, માણસના દીકરાએ, ઘણું સહન કરવું જ પડશે: વડીલો, મુખ્ય યાજકો અને યહૂદી નિયમના શિક્ષકો દ્વારા મારો નકાર થશે અને મને મારી નાખવામાં આવશે. ત્યાર પછી, તેના ત્રીજા દિવસે, હું ફરીથી સજીવન થઈશ."
\s5
\v 23 પછી તેમણે તે સર્વને કહ્યું, "જો તમારામાંનો કોઈ મારા શિષ્ય તરીકે મને અનુસરવા માગે છે, તો તમારે માત્ર તમારી પોતાની ઇચ્છા પ્રમાણે જ ન કરવું, પણ તેથી વિશેષ, પોતાનું જીવન આપી દેવાની અણી સુધી, દરરોજ તમારે સહન કરવા તૈયાર રહેવું જોઈએ.
\v 24 તમારે તે કરવું જ જોઈએ, કારણ કે જેઓ પોતે પોતાનું જીવન બચાવવાનો પ્રયત્ન કરશે તેઓ અનંતકાળ માટે ગુમાવશે, પરંતુ જેઓ મારા શિષ્ય હોવાને લીધે તેમનું જીવન ગુમાવશે તેઓ અનંતકાળ માટે તેમના જીવનોને બચાવશે.
\v 25 જો તમે આ જગતમાં બધું જ મેળવો પરંતુ અંતમાં તે બધું ગુમાવવું પડે, અથવા તમારી પોતાની જાતને આપી દેવી પડે તો તેથી તમને શો ફાયદો?
\s5
\v 26 જ્યારે હું મારા મહિમામાં તથા પિતા તથા પવિત્ર દૂતોના મહિમામાં પાછો આવીશ ત્યારે જે લોકો મારા સંદેશનો નકાર કરે છે અને જેઓ મારા છે તેવું કહેવાનું નકારે છે તેઓનો, હું, માણસનો દીકરો પણ તેઓ મારા છે તેમ કહેવાનો નકાર કરીશ.
\v 27 પરંતુ હું તમને આ હકીકત કહું છું: તમારામાંના કેટલાક જેઓ હમણાં અહીં ઊભા છે તેઓ તમે જ્યાં સુધી ઈશ્વરને પોતે રાજા તરીકે જોશો નહિ ત્યાં સુધી મરશો નહિ!
\s5
\v 28 ઈસુએ તે વાતો કહ્યાના આઠ દિવસ પછી, તેમણે તેમની સાથે પિતર, યોહાન અને યાકૂબને લીધા, અને એક પર્વત ઉપર પ્રાર્થના કરવા માટે ગયા.
\v 29 જ્યારે તેઓ પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યારે તેમના ચહેરાનો દેખાવ ખૂબ બદલાઈ ગયો અને તેમનાં કપડાં ચળકતાં સફેદ થયાં અને પ્રકાશની જેમ ચમકવા લાગ્યાં.
\s5
\v 30 અચાનક, ઘણા સમય પહેલાનાં બે પ્રબોધકો ત્યાં ઈસુની સાથે વાત કરવા લાગ્યા; તેઓ મૂસા અને એલિયા હતા.
\v 31 તેઓ મહિમાથી ઘેરાયેલાં દેખાયા, અને ઈસુની વિદાય, કે જે ટૂંક સમયમાં યરુશાલેમમાં પરિપૂર્ણ થવાની હતી તેના વિષે તેમની સાથે વાત કરી.
\s5
\v 32 પિતર અને બીજા શિષ્યો કે જેઓ તેમની સાથે હતા તેઓ ઘણા નિદ્રાવશ હતા. જ્યારે તેઓ જાગ્યા, ત્યારે તેઓએ ઈસુનો મહિમા જોયો; તેમણે બે વ્યક્તિઓને પણ તેમની સાથે ઊભી રહેલી જોઈ.
\v 33 જ્યારે મૂસા અને એલિયા ઈસુથી વિદાય લઇ રહ્યા હતા, ત્યારે પિતરે તેમને કહ્યું, "ગુરુજી, આપણે માટે અહીં રહેવું સારું છે! આપણે ત્રણ નિવાસસ્થાન બનાવવાં જોઈએ, એક તમારા માટે, એક મૂસા માટે, અને એક એલિયા માટે!" પરંતુ તે શું કહેતો હતો તેનો તેને ખરેખર ખ્યાલ ન હતો.
\s5
\v 34 જ્યારે તે આ બાબતો કહેતો હતો, ત્યારે એક વાદળું આવ્યું અને તેઓને ઢાંકી દીધા. વાદળાએ તેમને ઢાંકી દીધા તેથી શિષ્યો ગભરાયા.
\v 35 ઈશ્વરના અવાજે વાદળાંમાંથી તેમની સાથે વાત કરતાં કહ્યું, "આ મારો દીકરો છે, જેને મેં પસંદ કર્યો છે; તેનું સાંભળો!"
\v 36 જ્યારે વાણી પૂરી થઇ, ત્યારે ત્રણ શિષ્યોએ જોયું કે ત્યાં માત્ર ઈસુ જ હતા. તેઓ ચૂપ થઈ ગયા અને લાંબા સમય સુધી તેઓએ જે જોયું હતું તે કોઈને કહ્યું નહિ.
\s5
\v 37 બીજા દિવસે, જ્યારે તેઓ પર્વત પરથી નીચે ઊતર્યા, ત્યારે એક મોટું ટોળું ઈસુને મળ્યું.
\v 38 અચાનક ટોળામાંથી એક વ્યક્તિએ બૂમ પાડી, "ગુરુજી, હું તમને વિનંતી કરું છું, મારા દીકરાને સહાય કરવા માટે કંઇક કરો! તે મારું એકનું એક સંતાન છે.
\v 39 દુષ્ટાત્મા અચાનક તેને પકડે છે અને તેને ચીસો પડાવે છે. તે તેને હિંસક રીતે મરડી નાખે છે અને તેના મુખમાંથી ફીણ નીકળે છે. તે ભાગ્યે જ મારા બાળક પાસેથી દૂર જાય છે અને જ્યારે તે તેની પાસેથી જાય છે ત્યારે તે તેને ગંભીર રીતે ઈજા કરે છે.
\v 40 મેં તમારા શિષ્યોને તેનામાંથી તેને કાઢવા આદેશ આપવા વિનંતી કરી, પરંતુ તેઓ તેમ કરવા સમર્થ ન હતા!"
\s5
\v 41 તેના પ્રત્યુત્તરમાં, ઈસુએ કહ્યું, "આ પેઢીના લોકો વિશ્વાસ કરતા નથી અને તેથી તમારી વિચારસરણી ભ્રષ્ટ છે! તમે વિશ્વાસ કરો તે પહેલાં મારે કેટલો સમય તમારી સાથે રહેવું જોઈએ?" પછી તેમણે તે દીકરાના પિતાને કહ્યું, "તારા દીકરાને અહીં મારી પાસે લાવ!"
\v 42 જ્યારે તેઓ તે છોકરાને તેમની પાસે લાવી રહ્યા હતા ત્યારે, દુષ્ટ આત્માએ છોકરાને નીચે જમીન પર નાખી દીધો, અને તેને ગંભીર રીતે મરડી નાખ્યો. પરંતુ ઈસુએ દુષ્ટાત્માને ધમકાવ્યો અને છોકરાને સાજો કર્યો. પછી તેમણે તેને તેના પિતાને પાછો આપ્યો.
\s5
\v 43 ત્યારપછી જે સર્વ લોકો ત્યાં હતા તેઓ ઈશ્વરના મહાન પરાક્રમથી સંપૂર્ણ આશ્ચર્ય પામ્યા. જ્યારે તેઓ સર્વ હજુ ઈસુ જે ચમત્કારો કરી રહ્યા હતા તેના આશ્ચર્યમાં હતા ત્યારે, તેમણે તેમના શિષ્યોને કહ્યું,
\v 44 "હું જે કહેવા જઈ રહ્યો છું તે ધ્યાનથી સાંભળો: હું, માણસનો દીકરો, ટૂંક સમયમાં મારા દુશ્મનોના હાથમાં સોંપાઈશ."
\v 45 પરંતુ તેઓ શું કહેવા માગતા હતા તે તેમના શિષ્યો સમજી શક્યા નહિ. ઈશ્વરે તેમને તે સમજતા રોક્યા, કે જેથી તેમનો કહેવાનો અર્થ શું હતો તે તેઓ હમણાં જાણે નહિ, અને તેમણે જે કહ્યું હતું તે વિષે તેઓ તેમને પૂછતાં ડરતા હતાં.
\s5
\v 46 થોડા સમય બાદ, શિષ્યો અંદરોઅંદર દલીલ કરવા લાગ્યા કે તેઓમાંનો કોણ સૌથી મહત્વનો હશે.
\v 47 પરંતુ ઈસુ જાણતા હતા કે તેઓ શું વિચારતા હતા, તેથી તેઓએ એક નાના બાળકને લાવીને તેમની વચ્ચે ઊભું રાખ્યું.
\v 48 તેમણે તેઓને કહ્યું, "જો કોઈ મારે લીધે આ નાના બાળકને આવકારે, તો તે મારો આવકાર કરવા બરાબર છે. અને જો કોઈ મારો આવકાર કરે છે, તો તે ઈશ્વરનો, જેમણે મને મોકલ્યો છે તેમનો આવકાર કર્યા બરાબર છે. યાદ રાખો કે તમારાંમાના જેઓ ખૂબ ઓછા મહત્વના દેખાય છે તેઓ તો એવા લોકો છે કે જેમને ઈશ્વર ખૂબ મહત્વના ગણે છે.
\s5
\v 49 યોહાને ઈસુને જવાબ આપ્યો, "ગુરુજી, અમે એક વ્યક્તિને જોઈ જે તમારું નામ લઈને લોકોમાંથી દુષ્ટાત્માઓને કાઢતી હતી. તેથી અમે તેને કહ્યું કે તે એમ કરવાનું બંધ કરે, કારણ કે તે માણસ આપણા જૂથના ભાગરૂપે તમને અનુસરતો નથી."
\v 50 પરંતુ ઈસુએ કહ્યું, "તેને તેમ કરતાં અટકાવશો નહીં! જો કોઈ તમને નુકસાન થાય તેવું કરતો નથી, તો તે જે કરે છે તે તમને મદદરૂપ છે!"
\s5
\v 51 જ્યારે ઈશ્વર તેમને સ્વર્ગમાં પાછા લઇ લેવાના હતા તે દિવસ નજીક આવવા લાગ્યો ત્યારે, ઈસુએ યરુશાલેમ જવાનો દ્રઢ નિશ્ચય કર્યો.
\v 52 તેમણે કેટલાક સંદેશાવાહકોને તેમના અગાઉ મોકલ્યા, અને તેઓ સમરૂન પ્રદેશમાંના ગામમાં પ્રવેશ્યા કે તેઓ તેના ત્યાં જવા સંબંધી તૈયારી કરે.
\v 53 પરંતુ સમરૂનીઓએ ઈસુને તેમના ગામમાં આવવા દીધા નહીં કારણ કે તેઓ યરુશાલેમ જવાના રસ્તા પર હતા.
\s5
\v 54 જ્યારે તેમના બે શિષ્યો, યાકૂબ અને યોહાને, તે સાંભળ્યું, ત્યારે તેઓએ કહ્યું, "પ્રભુ, શું તમે એવું ઈચ્છો છો કે અમે ઈશ્વર પાસે એવી માગણી કરીએ કે તેઓ સ્વર્ગમાંથી અગ્નિ મોકલે કે જેથી આ લોકોનો નાશ થાય?"
\v 55 પરંતુ ઈસુ તેમના તરફ ફર્યા અને કડકાઈથી તેઓને કહ્યું કે, એમ કહેવામાં તેઓ ખોટા હતા.
\v 56 તેથી તેઓ બીજા ગામમાં ગયા.
\s5
\v 57 જ્યારે ઈસુ અને તેમના શિષ્યો રસ્તા પર ચાલતા હતા ત્યારે, કોઈકે તેઓને કહ્યું, "તમે જ્યાં કઈ જશો ત્યાં હું તમારી સાથે આવીશ!"
\v 58 ઈસુએ જવાબ આપ્યો, "શિયાળોને જમીનમાં રહેવા માટે દર હોય છે, અને પક્ષીઓને માળા હોય છે, પરંતુ મને, માણસના દીકરાને, ઊંઘવા માટે ઘર નથી!"
\s5
\v 59 ઈસુએ બીજી વ્યક્તિને કહ્યું, "મારી પાછળ ચાલ!" પરંતુ તે વ્યક્તિએ કહ્યું, "પ્રભુ, પ્રથમ મને ઘરે જવા દો અને મારા પિતાના મરણ પછી તેમને દફનાવવા દો."
\v 60 પરંતુ ઈસુએ તેને કહ્યું, "જેઓ મૃત છે તેમને પોતાના મરેલાને દાટવા દે; પરંતુ તું જા અને બધે જઈને લોકોને કહે કે ઈશ્વર જલદી પોતાને રાજા તરીકે બતાવશે!"
\s5
\v 61 બીજા કોઈકે કહ્યું, "પ્રભુ, હું તમારી સાથે આવીશ અને તમારો શિષ્ય બનીશ, પરંતુ પ્રથમ મને ઘરે જવા દો કે મારા લોકોને વિદાયની સલામ કહું."
\v 62 ઈસુએ તેને કહ્યું, "જે કોઈ પોતાનું ખેતર ખેડવાનું શરુ કરે અને પછી તે પછવાડે જુએ તો તે ઈશ્વર જ્યારે દરેક બાબતો ઉપર રાજા તરીકે રાજ કરે ત્યારે તેમની સેવા કરવા સક્ષમ નથી."
\s5
\c 10
\p
\v 1 પછી, પ્રભુ ઈસુએ બીજા સિત્તેર શિષ્યોને ઉપદેશ કરવા જવા માટે નીમ્યા. જ્યાં તેઓ જવાની ઇચ્છા રાખતા હતા ત્યાં તેમણે તેઓને જોડીમાં બહાર મોકલવા માટે તૈયાર કર્યા કે તેઓ તેમની આગળ દરેક નગર અને ગામમાં જાય.
\v 2 તેમણે તેઓને કહ્યું, "ફસલ ખરેખર પુષ્કળ છે, પરંતુ કામદારો થોડા છે. તેથી ફસલના પ્રભુને પ્રાર્થના કરો અને ફસલની કાપણી માટે વધારે કામદારો મોકલવા માટે તેમને વિનંતી કરો.
\s5
\v 3 હવે જાઓ, પરંતુ યાદ રાખો કે હું તમને એવા લોકોની પાસે મારો સંદેશ કહેવા બહાર મોકલું છું કે જેઓ તમને ભગાડી મુકશે. તમે વરુઓ મધ્યે ઘેટાંના જેવા હશો.
\v 4 તમે સાથે નાણાં લેશો નહિ. મુસાફરીની થેલી લેશો નહિ. વધારાનાં પગરખાં લેશો નહિ. રસ્તામાં લોકોને સલામ કરવા રોકાશો નહિ.
\s5
\v 5 જ્યારે પણ તમે ઘરમાં પ્રવેશો ત્યારે, પ્રથમ તે લોકોને કહો, 'જેઓ આ ઘરમાં છે તેઓને ઈશ્વર શાંતિ આપો!'
\v 6 જો ત્યાં રહેનાર લોકો ઈશ્વરની શાંતિની ઇચ્છા રાખતા હશે તો, તમે જે શાંતિ તેઓને આપો છો તેનો તેઓ અનુભવ કરશે. જો ત્યાં રહેનાર લોકો ઈશ્વરની શાંતિની ઇચ્છા રાખતા નહિ હોય તો, જે શાંતિ તમે આપી છે તે તમારી પાસે પરત ફરશે.
\v 7 તમે તે ગામ છોડો ત્યાં સુધી તે જ ઘરમાં રહો. એક ઘરેથી બીજા ઘરે જશો નહિ. જે કંઈ તેઓ તમને પૂરું પાડે તે ખાઓ અને પીઓ, કારણ કે કામદાર પોતાના કામના બદલામાં મહેનતાણું મેળવવા માટે હક્કદાર છે.
\s5
\v 8 જ્યારે પણ તમે નગરમાં પ્રવેશો અને ત્યાંના લોકો તમને આવકારતાં જે કંઈ ખોરાક પૂરો પાડે તે ખાઓ.
\v 9 ત્યાં જેઓ માંદા હોય તેઓને સાજા કરો. તેઓને કહો, 'ઈશ્વર બહુ જલદી રાજા તરીકે સર્વત્ર રાજ કરશે.'
\s5
\v 10 પરંતુ જો તમે નગરમાં પ્રવેશો કે જેના લોકો તમને આવકારે નહિ, તો તમે તેના મુખ્ય રસ્તાઓ પર જાઓ અને કહો,
\v 11 'અમે તમારું નગર છોડી રહ્યા છીએ ત્યારે તમારી વિરુદ્ધ ચેતવણી તરીકે અમે અમારા પગ પર ચોંટેલી ધૂળ પણ ખંખેરી નાખીએ છીએ. તેમ છતાં આ નક્કી જાણજો કે; ઈશ્વર બહુ જલદી સર્વ બાબતો પર રાજા તરીકે રાજ કરશે.'
\v 12 હું તમને કહું છું કે અંતિમ દિવસે જ્યારે ઈશ્વર દરેકનો ન્યાય કરશે, ત્યારે લાંબા સમય અગાઉ સદોમ શહેરમાં રહેતા ખરાબ લોકો કરતાંં પણ વધુ ગંભીર સજા તે નગરના લોકોને કરવામાં આવશે!
\s5
\v 13 ખોરાજીન અને બેથસાઈદાનાં શહેરોમાં રહેતા લોકો માટે તે કેટલું ભયંકર હશે, કારણ કે તમે પસ્તાવો કરવાનું નકાર્યું! જે ચમત્કારો મેં તમારા માટે કર્યા તે જો પ્રાચીન શહેરો તૂર અને સિદોનમાં થયાં હોત, તો ત્યાં જે ખરાબ લોકો રહેતા હતા તેઓએ જમીન પર બેસીને શોક વસ્ત્રો પહેરીને તથા પોતાના માથા ઉપર રાખ લગાવીને બતાવ્યું હોત કે તેઓ તેમના પાપ માટે દિલગીર હતા.
\v 14 તેથી અંતિમ દિવસે જ્યારે ઈશ્વર સર્વનો ન્યાય કરશે, ત્યારે તેઓ તમને તૂર અને સિદોનમાં જે ખરાબ લોકો રહેતા હતા તેઓ કરતાં પણ વધુ ગંભીર સજા કરશે કારણ કે તમે પસ્તાવો કર્યો નહિ અને તમે મને ચમત્કારો કરતાં જોયો હોવા છતાં પણ મારામાં વિશ્વાસ કર્યો નહિ!
\v 15 કપર-નાહૂમ નગરમાં રહેતા લોકો મારે તમને પણ કંઇક કહેવું છે. શું તમને લાગે છે કે તમને ઉપર સ્વર્ગમાં માન મળશે? તેનાથી વિરુદ્ધ, તમને નીચે મરણ પામેલાંઓની જગ્યામાં ઉતારવામાં આવશે!"
\s5
\v 16 ઈસુએ શિષ્યોને પણ કહ્યું, "જે કોઈ તમારો સંદેશ સાંભળે છે તે મને સાંભળે છે, અને જે કોઈ તમારો સંદેશ નકારે છે તે મને નકારે છે. તથા જે કોઈ મને નકારે છે તે ઈશ્વરનો, કે જેમણે મને મોકલ્યો છે તેમનો પણ નકાર કરે છે."
\s5
\v 17 જે સિત્તેર શિષ્યો જેમને ઈસુએ નીમ્યા તેઓ ગયા અને જેમ તેમણે કહ્યું હતું તેમ કર્યું. જ્યારે તેઓ પાછા ફર્યા, ત્યારે તેઓ ખૂબ આનંદિત હતા. તેઓએ કહ્યું, "પ્રભુ, જ્યારે અમે તમારા અધિકારથી દુષ્ટાત્માઓને લોકોમાંથી નીકળી જવાનો આદેશ આપ્યો ત્યારે તેઓ પણ અમને આધીન થયા!"
\v 18 તેમણે જવાબ આપ્યો, "જ્યારે તમે તેમ કરતાં હતા, ત્યારે વીજળીની માફક મેં શેતાનને અચાનક અને ઝડપથી સ્વર્ગમાંથી પડતો જોયો!
\v 19 સાંભળો! મેં તમને દુષ્ટાત્માઓ પર હુમલો કરવાનો અધિકાર આપ્યો છે. તેઓ તમને હાનિ પહોંચાડશે નહિ. મેં તમને આપણા દુશ્મન, શેતાન કરતા બળવાન થવાનો અધિકાર આપ્યો છે. કંઈપણ વસ્તુ તમને ઈજા પહોંચાડશે નહિ.
\v 20 પરંતુ દુષ્ટાત્માઓ તમને આધીન થયા તેથી જેમ તમે આનંદ કરો છો, તેમ તમારા નામ સ્વર્ગમાં લખાયેલાં છે તે માટે તમારે વધુ આનંદ કરવો જોઈએ."
\s5
\v 21 તે જ સમયે ઈસુ પવિત્ર આત્માના મહાન આનંદથી ભરપૂર થયા. તેમણે કહ્યું, "પિતા, તમે સ્વર્ગમાં અને પૃથ્વી પર સર્વ બાબતોના પ્રભુ છો. કેટલાક લોકો એવું વિચારે છે કે તેઓ સમજદાર છે કારણ કે તેઓ શિક્ષિત છે. પરંતુ હું તમારી સ્તુતિ કરું છું કે તમે તેઓને આ બાબતો જાણતા રોક્યા છે. તેના બદલે, બાળકોની માફક જેઓ તમારા સત્યને સહેલાઈથી સ્વીકારે છે તેઓને તમે તે વાતો પ્રગટ કરી છે. હા, પિતા, તમે તેમ કર્યું છે કારણ કે તમને તેમ કરવાનું પસંદ પડ્યું.
\s5
\v 22 ઈસુએ શિષ્યોને પણ કહ્યું, "ઈશ્વર, મારા પિતાએ, મને બધું જ આપ્યું છે. માત્ર મારા પિતા જ મને, એટલે કે તેમના દીકરાને જાણે છે. વધુમાં, માત્ર હું, દીકરો જ, ખરેખર જાણું છું કે પિતા કોણ છે- એટલે કે, માત્ર હું અને જેઓને હું તેમને પ્રગટ કરવા પસંદ કરું તે લોકો જ ખરેખર તેમને ઓળખે છે."
\s5
\v 23 પછી જ્યારે તેમના શિષ્યો તેમની સાથે એકલા હતા, ત્યારે તેઓએ તેમની તરફ ફરીને કહ્યું, "મેં જે કર્યું છે તે તમને બતાવીને ઈશ્વરે તમને મહાન ભેટ આપી છે!
\v 24 હું ઈચ્છું છું કે તમે જાણો કે અગાઉ થઈ ગયેલા ઘણા પ્રબોધકો અને રાજાઓ હું જે કરું છું તે જોવાની ઇચ્છા રાખતા હતા, પરંતુ તેઓ તે જોઈ શક્યા નહિ, કારણ કે તે સમયે એ બાબતો બની ન હતી. જે વાતો તમે મને બોલતા સાંભળી રહ્યા છો, તે બાબતો તેઓ સાંભળવાની ઇચ્છા રાખતા હતા, પરંતુ મેં તે સમયે તે બાબતો પ્રગટ કરી ન હતી."
\s5
\v 25 એક દિવસે જ્યારે ઈસુ લોકોને શીખવી રહ્યા હતા ત્યારે, યહૂદી નિયમશાસ્ત્રનો એક શિક્ષક ત્યાં હતો. તે મુશ્કેલ પ્રશ્ન પૂછીને ઈસુની કસોટી કરવાની ઇચ્છા રાખતો હતો. તેથી તે ઊભો થયો અને પૂછ્યું, "ગુરુજી, ઈશ્વર સાથે સદાકાળ જીવવા માટે મારે શું કરવું જોઈએ?"
\v 26 ઈસુએ તેને કહ્યું, "મૂસાએ ઈશ્વરે આપેલા નિયમોમાં જે લખ્યું છે તે તેં વાંચ્યું છે? તે નિયમો શું કહે છે?
\v 27 તે વ્યક્તિએ જવાબ આપ્યો, "પ્રભુ તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી, તારા પૂરા આત્માથી, તારા પૂરા સામર્થ્યથી અને તારા પૂરા મનથી પ્રેમ કર. અને તારા પાડોશી પર તું પોતા પર કરે છે તેટલો પ્રેમ કર."
\v 28 ઈસુએ જવાબ આપ્યો, "તેં યોગ્ય જવાબ આપ્યો. જો તે બધું તું કરે, તો તું ઈશ્વર સાથે સદાકાળ રહીશ."
\s5
\v 29 પરંતુ તે વ્યક્તિ જે રીતે તે બીજા સાથે વર્તન કરતો હતો તે વિષે પોતાને યોગ્ય ઠરાવવાનું કારણ શોધવા ઇચ્છતો હતો. તેથી ઈસુને તેણે કહ્યું, મારા પાડોશીઓ કોણ છે કે જેઓને મારે પ્રેમ કરવો જોઈએ?"
\v 30 ઈસુએ જવાબ આપ્યો, "એક દિવસ, એક યહૂદી યરુશાલેમથી યરીખો જવાના રસ્તા પર થઈને મુસાફરી કરી રહ્યો હતો. જ્યારે તે મુસાફરી કરી રહ્યો હતો, ત્યારે કેટલાક લુંટારાઓએ તેના પર હુમલો કર્યો. તેઓ તે વ્યક્તિનાં કપડાં તથા તેની પાસે જે હતું તે બધું જ લઈ ગયા, અને તેને મરણતોલ માર માર્યો. પછી તેઓએ તેને છોડી દીધો.
\s5
\v 31 એવું થયું કે એક યહૂદી યાજક તે રસ્તા પર થઈને જતો હતો. જ્યારે તેણે તેને જોયો, ત્યારે તેને મદદ કરવાને બદલે, તે રસ્તાની બીજી તરફથી પસાર થઈ ગયો.
\v 32 તેવી જ રીતે, એક લેવી, જે ઈશ્વરના ભક્તિસ્થાનમાં કાર્ય કરતો હતો, તે સ્થળ પર આવ્યો અને તે વ્યક્તિને જોયો. પરંતુ તે પણ રસ્તાની બીજી તરફથી પસાર થઈ ગયો.
\s5
\v 33 ત્યારબાદ સમારિયા પ્રાંતનો એક માણસ જે રસ્તા પર આ મુસાફર પડ્યો હતો ત્યાં આવ્યો. જ્યારે તેણે તેને જોયો, ત્યારે તેને તેના પર દયા આવી.
\v 34 તે તેની નજીક ગયો અને તેના ઘા પર જૈતૂનનું થોડું તેલ અને દ્રાક્ષારસ લગાડ્યાં કે જેથી તેનાથી ઘા રુઝવામાં સહાય મળે. તેણે ઘાની આસપાસ કપડાની પટ્ટીઓ વીંટાળી. પછી તે તેને તેના પોતાના ગધેડા પર બેસાડીને ધર્મશાળામાં લઈ ગયો અને તેની સંભાળ લીધી.
\v 35 બીજી સવારે તેણે ધર્મશાળાના માલિકને ચાંદીનાં બે સિક્કા આપ્યા અને કહ્યું, 'આ વ્યક્તિની સંભાળ લેજે. જો તું તેની સંભાળમાં આના કરતાંં પણ વધારે ખર્ચે, તો હું પાછો ફરીશ ત્યારે હું તને તે ચૂકવીશ.'"
\s5
\v 36 પછી ઈસુએ કહ્યું, "જેના પર લુંટારાઓએ હુમલો કર્યો તેને ત્રણ વ્યક્તિઓએ જોયો. તેમાંની કઈ વ્યક્તિએ બતાવ્યું કે તે તે વ્યક્તિનો સાચો પાડોશી છે?"
\v 37 નિયમના શિક્ષકે જવાબ આપ્યો, "જે તે વ્યક્તિ પ્રત્યે ભલાઈપૂર્વક વર્ત્યો તે." ઈસુએ તેને કહ્યું, "હા, તેથી તારે હવે જવું જોઈએ અને જે દરેકને તું મદદ કરી શકે તેમના માટે તે પ્રમાણે કરવું જોઈએ!"
\s5
\v 38 ઈસુ અને તેમના શિષ્યોએ મુસાફરી ચાલુ રાખી, તેઓ યરુશાલેમની નજીકના ગામમાં પ્રવેશ્યા. એક સ્ત્રી જેનું નામ માર્થા હતું તેણે તેઓને તેના ઘરે આવવા આમંત્રણ આપ્યું.
\v 39 તેની નાની બહેન, જેનું નામ મરિયમ હતું, તે ઈસુના ચરણો નજીક બેઠી હતી. તે તેઓ જે શીખવી રહ્યા હતા તે, તે સાંભળતી હતી.
\s5
\v 40 પરંતુ માર્થા ભોજન તૈયાર કરવા વિષે ઘણી ચિંતાતુર હતી. તેણે જઈને ઈસુને કહ્યું, "પ્રભુ, શું તમને ચિંતા નથી કે મારી બહેને બધું તૈયાર કરવા મને એકલી છોડી દીધી છે? કૃપા કરીને તેને કહો કે તેણે મને મદદ કરવી જોઈએ!"
\v 41 પરંતુ પ્રભુએ જવાબ આપ્યો, "માર્થા, માર્થા, તું ઘણી બાબતો વિષે ખૂબ ચિંતા કરે છે.
\v 42 પરંતુ હું જે શીખવી રહ્યો છું તે સાંભળવું તે જ એક માત્ર ખરેખરી જરૂરી બાબત છે. મરિયમે શ્રેષ્ઠ પસંદગી કરી છે. તે કરવા દ્વારા તે જે આશીર્વાદ મેળવે છે તે તેની પાસેથી લઈ લેવામાં આવશે નહિ."
\s5
\c 11
\p
\v 1 એક દિવસે ઈસુ કોઈક જગ્યાએ પ્રાર્થના કરતા હતા. જ્યારે તેઓ પ્રાર્થના કરી રહ્યા ત્યારે, તેઓના શિષ્યોમાંના એકે તેમને કહ્યું, "પ્રભુ, જેમ યોહાને તેના શિષ્યોને શીખવ્યું, તેમ જ્યારે અમે પ્રાર્થના કરીએ ત્યારે અમારે શું કહેવું તે અમને શીખવ!"
\s5
\v 2 તેમણે તેઓને કહ્યું, "જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે આવું કહો: 'હે પિતા, સર્વ લોક તમારા નામને પવિત્ર માને. તમે જલદી જ સર્વ જગ્યાના સર્વ લોકો પર રાજ કરો.
\s5
\v 3 કૃપા કરીને દરરોજ અમને જે ખોરાકની જરૂર છે તે અમને આપો.
\v 4 જેવી રીતે અમે પોતે, જે લોકોએ અમારા પ્રત્યે ખોટા કાર્યો કર્યા છે તેઓને માફ કરીએ છીએ, તેવી રીતે જે ખોટી બાબતો અમે કરી છે તેના માટે અમને ક્ષમા કરો. જ્યારે અમારું પરીક્ષણ થાય ત્યારે અમે પાપ ન કરીએ માટે અમને મદદ કરો.'"
\s5
\v 5 પછી તેમણે તેઓને કહ્યું, "ધારો કે તમારામાંનો કોઈ મધરાતે તમારા મિત્રના ઘરે જાય. ધારો કે તમે બહાર ઊભા હો અને તેને બૂમ પાડો, 'મારા મિત્ર, કૃપા કરીને મને ત્રણ રોટલી ઉછીની આપ!
\v 6 મારો બીજો એક મિત્ર જે મુસાફરી કરે છે તે હમણાં જ મારા ઘરે આવ્યો છે, પણ મારી પાસે કોઈ ખોરાક તૈયાર નથી કે હું તેને આપું!'
\v 7 ધારો કે તે તમને ઘરની અંદરથી જવાબ આપે, 'મને હેરાન કરીશ નહીં! દરવાજો બંધ છે અને મારું કુટુંબ સૂઈ ગયું છે. તેથી હું ઊભો થઈ અને તને કઈ આપી નહિ શકુ!'
\v 8 હું તમને કહું છું, જો કે તું તેનો મિત્ર છે તો પણ તે ઊઠીને તને કોઈ ખોરાક આપવા માગતો ન હોય. તોપણ તું સતત તેની પાસે માગી રહ્યો છે, તેથી તે નક્કી ઊભો થશે અને તને જે કંઈ બાબતની જરૂર છે તે આપશે.
\s5
\v 9 તેથી હું તમને કહું છું: તમને જેની જરૂર છે તે ઈશ્વર પાસે માગતા રહો, અને તેઓ તમને તે આપશે. તેમની ઇચ્છાને શોધ્યા કરો અને તેઓ તમને જણાવશે. જેમ કોઈ વ્યક્તિ દરવાજો ખટખટાવે, તેમ તમે ઈશ્વરને આગ્રહથી પ્રાર્થના કરો અને તેઓ તમે જે પ્રાર્થના કરો છો તે આપવા માટે દ્વાર ઉઘાડશે.
\v 10 યાદ રાખો કે જે કોઈ માગે છે તે પામે છે અને જે કોઈ શોધે છે તેને જડશે, અને જે કોઈ ખટખટાવે છે તેના પોતાના માટે દરવાજો ખૂલશે.
\s5
\v 11 જો તમારામાંના કોઈને દીકરો હોય અને તે ખાવા માટે માછલી માગે, તો તમે તેને, તેના બદલે ઝેરી સાપ નહીં જ આપો, શું તમે આપશો?
\v 12 અને જો તે તમારી પાસે ઈંડું માગે, તો તમે તેને, તેના બદલે વીંછી નહીં જ આપો, શું તમે આપશો?
\v 13 તમે લોકો પાપી હોવા છતાં પણ, તમે જાણો છો કે તમારા બાળકોને સારી વસ્તુઓ કેવી રીતે આપવી. તેથી એ વધારે ખાતરીપૂર્વક છે કે તમારા સ્વર્ગમાંના પિતા પાસે જો તમે પવિત્ર આત્મા માગશો તો તેઓ તમને પવિત્ર આત્મા આપશે."
\s5
\v 14 એક દિવસ ઈસુ પાસે એક માણસ આવ્યો કે જે બોલવા અસમર્થ હતો, કારણ કે એક દુષ્ટાત્મા તેને નિયંત્રણમાં રાખતો હતો. ઈસુએ તે દુષ્ટાત્માને બહાર કાઢ્યા પછી, તે માણસ વાતો કરવા લાગ્યો અને ત્યાંના મોટા ભાગના લોકો આશ્ચર્યચકિત થયા.
\v 15 પરંતુ તેઓમાંના કેટલાકે કહ્યું, "તે તો દુષ્ટાત્માઓનો સરદાર બાલઝબૂલ છે, જે આ માણસને દુષ્ટ આત્માઓને કાઢવા સમર્થ કરે છે.
\s5
\v 16 ત્યાંના બીજા લોકોએ તેને ચમત્કાર કરવા કહ્યું કે જેથી સાબિત થાય કે તેઓ ઈશ્વર તરફથી છે.
\v 17 પરંતુ તેઓ જાણતા હતા કે તે લોકો શું વિચારે છે. તેથી તેમણે તેઓને કહ્યું, "જો એક જ દેશના લોકો એકબીજા સાથે લડે, તો તેમનો દેશ નાશ પામશે. જો એક જ ઘરના લોકો એકબીજાનો વિરોધ કરે, તો તે કુટુંબ ભાગી પડશે.
\s5
\v 18 તેવી જ રીતે, જો શેતાન અને તેના દુષ્ટાત્માઓ એકબીજા સાથે લડે, તો તેઓ પર તેનું રાજ નક્કી કાયમ રહેશે નહિ! હું આ કહું છું કારણ કે તમે કહો છો કે હું દુષ્ટાત્માના શાસકની મદદથી તેઓને કાઢું છું!
\v 19 હવે, જો તે ખરેખર સાચું હોય કે શેતાન મને દુષ્ટાત્માઓ કાઢવા સમર્થ કરે છે, તો શું તે સાચું છે કે તમારા શિષ્યો જેઓ દુષ્ટાત્માઓને કાઢે છે તેઓ તે શેતાનના સામર્થ્યથી કરે છે? નિશ્ચે એવું નથી! તેથી તેઓ તે સાબિત કરે છે કે તમે ખોટા છો.
\v 20 પણ જો હું ખરેખર ઈશ્વરના સામર્થ્યથી તેઓને કાઢું છું, તો હું તમને બતાવું છું કે ઈશ્વરે તમારા પર રાજ કરવાનું શરુ કરી દીધું છે."
\s5
\v 21 ઈસુએ કહેવાનું ચાલુ રાખ્યું, "કોઈ બળવાન વ્યક્તિ કે જેની પાસે પોતાના ઘરના રક્ષણને સારું હથિયારો છે, તેથી કોઈ તેના ઘરમાંનું કંઈ ચોરી શકતો નથી.
\v 22 પરંતુ જ્યારે કોઈ તેનાથી વધારે બળવાન વ્યક્તિ તેના પર હુમલો કરે અને તેને જીતે, ત્યારે હથિયારો કે જેના પર તે વ્યક્તિ આધાર રાખતી હતી તેને લઇ જવા તે સમર્થ છે.
\v 23 કોઈપણ જે મારા સમર્થનમાં નથી તે મારો વિરોધ કરે છે, અને જે લોકોને મારી પાસે લાવતો નથી તે તેમને મારાથી દૂર જવા પ્રેરે છે."
\s5
\v 24 પછી ઈસુએ આ કહ્યું: "કેટલીક વાર જ્યારે દુષ્ટાત્મા કોઈને છોડીને જાય છે, ત્યારે તે ઉજ્જડ સ્થાનોમાં રાહત શોધતો ફરે છે. જો તેને તેવું કંઈપણ ન મળે તો તે પોતાને કહેશે, 'જેનામાં હું રહેતો હતો તેમાં હું પાછો જઈશ!'
\v 25 તેથી તે પાછો જશે અને તે વ્યક્તિને વાળેલા અને યોગ્ય રીતે ગોઠવાયેલા ઘરના જેવો જોશે કે જે હજી પણ ખાલી છે.
\v 26 પછી આ દુષ્ટાત્મા જાય છે અને બીજા સાત આત્મા કે જેઓ તેનાથી વધુ ખરાબ છે તેઓને લઇ આવે છે. તેઓ સઘળા તે વ્યક્તિમાં પેસે છે અને ત્યાં રહેવા લાગે છે. તેથી તે વ્યક્તિની હાલત પહેલાં કરતાં વધારે ખરાબ થશે."
\s5
\v 27 જ્યારે ઈસુએ આમ કહ્યું, ત્યારે એક સ્ત્રી જે આ સંભાળતી હતી તે જોરથી બૂમો પાડવા લાગી, "જેણે તમને જન્મ આપ્યો છે અને જેણે તમને પોતાનું સ્તનપાન કરાવ્યું છે તે સ્ત્રી કેટલી આશીર્વાદિત છે!"
\v 28 પછી તેમણે જવાબ આપ્યો, "જે તેમનો સંદેશ સાંભળે છે અને તેને અનુસરે છે તે ઈશ્વર દ્વારા વધારે આશીર્વાદિત છે!"
\s5
\v 29 જ્યારે વધારે અને વધારે લોકો ઈસુની પાસેના ટોળામાં આવતા હતા, ત્યારે તેમણે કહ્યું, "આ સમયે જે લોકો જીવે છે તે દુષ્ટ લોકો છે. તમારામાંના ઘણા ઇચ્છે છે કે હું ઈશ્વર પાસેથી આવ્યો છું તે સાબિત કરવા હું ચમત્કાર કરું. પરંતુ યૂના માટે જે ચમત્કાર તમે જોયો તે એક માત્ર સાબિતી તમે પ્રાપ્ત કરશો.
\v 30 જેમ ઘણા સમય અગાઉ ઈશ્વરે યૂના માટે જે ચમત્કાર કર્યો તે નિનવેના લોકો માટે સાક્ષીરૂપ હતો, તેમ ઈશ્વર પણ તેવો જ ચમત્કાર માણસના દીકરા માટે કરશે, કે જે હાલમાં જીવી રહેલા લોકો માટે સાક્ષીરૂપ હશે.
\s5
\v 31 ઘણા સમય અગાઉ શેબાની રાણી ઘણે દૂરથી મુસાફરી કરીને સુલેમાનની જ્ઞાની વાતો સાંભળવા આવી. અને હવે સુલેમાન કરતા ઘણો મોટો માણસ અહીં છે, પરંતુ મેં જે કહ્યું તે ખરેખર તમે સાંભળ્યું નથી. તેથી, જે સમયે ઈશ્વર સર્વ લોકોનો ન્યાય કરશે, ત્યારે તે રાણી ત્યાં ઊભી રહેશે અને આ સમયના લોકોને દોષિત ઠરાવશે.
\s5
\v 32 જ્યારે યૂનાએ ઉપદેશ કર્યો ત્યારે જે લોકો પ્રાચીન નિનવે નગરમાં રહેતા હતા તેઓ પોતાના પાપી માર્ગોમાંથી પાછા ફર્યા. અને હવે હું, જે યૂના કરતાં મોટો છું, તે આવ્યો છું અને તમને ઉપદેશ કર્યો છે, પરંતુ તમે તમારા પાપી માર્ગોમાંથી ફર્યા નહીં. તેથી, તે સમયે જ્યારે ઈશ્વર સર્વ લોકોનો ન્યાય કરશે ત્યારે, જે લોકો ઘણા સમય અગાઉ નિનવેમાં થઈ ગયા તેઓ ઊભા થશે અને અત્યારે જે લોકો જીવિત છે તેમને દોષિત ઠરાવશે.
\s5
\v 33 "લોકો જે દીવો સળગાવે છે તેને તેઓ છુપાવતા નથી, કે તેને ટોપલી નીચે મૂકતા નથી. તેના બદલે, તેઓ તેને દીવી પર મૂકશે કે જેથી જેઓ ઓરડામાં કે ઘરમાં પ્રવેશે તેમને પ્રકાશ મળે.
\v 34 તમારી આંખ તે તમારા શરીરનો દીવો છે. જો તમારી આંખ સ્વસ્થ હોય, તો તમારું આખું શરીર પ્રકાશે ભરેલું હશે. જો, તેની વિરુદ્ધ, તે અસ્વસ્થ હોય, તો તમારું આખું શરીર અંધકારથી ભરેલું હશે.
\v 35 તેથી, સાવચેત રહો કે તમારામાં જે પ્રકાશ છે તે અંધકાર ન હોય.
\v 36 જો તમારું આખું શરીર પ્રકાશે ભરેલું હોય અને તેનો કોઈ ભાગ અંધકારમય ન હોય, તો જેમ દીવાનો પ્રકાશ તમને સઘળું સ્પષ્ટ રીતે જોવા સમર્થ કરે છે તેમ તમારું આખું શરીર પ્રકાશે ભરેલું થશે.
\s5
\v 37 ઈસુ તે બાબતો બોલી રહ્યા ત્યારબાદ, એક ફરોશીએ તેમને જમવા બોલાવ્યાં. તેથી ઈસુ તે ફરોશીને ઘરે ગયા અને મેજ પાસે ટેકો લઈને બેઠા.
\v 38 જ્યારે તે ફરોશીએ જોયું કે ઈસુએ ધાર્મિક ક્રિયા પ્રમાણે જમતા પહેલા હાથ ધોયા નથી ત્યારે તે આશ્ચર્ય પામ્યો.
\s5
\v 39 પ્રભુ ઈસુએ તેને કહ્યું, "તમે ફરોશીઓ જમતાં અગાઉ વાટકી અને થાળી જમ્યાં પહેલાં બહારથી ધુઓ છો, પરંતુ તમારી અંદર તો તમે ઘણા લોભી અને દુષ્ટ છો.
\v 40 અરે મૂર્ખ લોકો! નક્કી તમે જાણો કે ઈશ્વરે માત્ર બહારનું બનાવ્યું નથી, પરંતુ તેમણે અંદરનું પણ બનાવ્યું છે!
\v 41 થાળીઓ બહારથી ધાર્મિક ક્રિયા પ્રમાણે ચોખ્ખી છે કે નહિ તેની ચિંતા કરવાને બદલે, ભલા બનો અને જે થાળીની અંદર છે તે જેને તેની જરૂર છે તેને આપો, અને પછી તમારી અંદર અને બહાર બંને બાજુ ચોખ્ખી થશે.
\s5
\v 42 પરંતુ તે તમો ફરોશીઓ માટે કેટલું ભયંકર હશે! તમે ઘણી કાળજીપૂર્વક ઈશ્વરને તમારી સર્વ બાબતોનો, એટલે કે જે ઔષધિ તમારા બાગમાં ઊગે છે તેનો પણ દશમો ભાગ આપો છો. પરંતુ પછી તમે ઈશ્વરને પ્રેમ કરતા નથી અથવા બીજાઓ સાથે ન્યાયથી વર્તતા નથી. તમારે તેની ખાતરી કરવી જોઈએ કે તમે ઈશ્વરને અર્પણ કરવા ઉપરાંત તેમને પ્રેમ કરો અને તમે બીજા સાથે ન્યાયથી વર્તો.
\s5
\v 43 પરંતુ તે તમો ફરોશીઓ માટે કેટલું ભયંકર હશે, કારણ કે સભાસ્થાનમાં તમે અગત્યની જગ્યાઓએ બેસવાનું પસંદ કરો છો, અને બજારોમાં લોકો તમને ખાસ માનથી આવકારે તે તમને ગમે છે.
\v 44 પરંતુ તે તમારે માટે કેટલું ભયંકર હશે, કારણ કે તમે ચિહ્ન વિનાની કબરો જેવા છો જેને જોઈ શકાતી નથી, જેથી લોકો તેના ઉપરથી પસાર થાય છે અને વિધિવત રીતે અશુદ્ધ થાય છે."
\s5
\v 45 યહૂદી નિયમના શિક્ષકોમાંના એકે જવાબ આપ્યો, "શિક્ષક, આમ કહીને તમે અમારી પણ ટીકા કરો છો!"
\v 46 ઈસુએ કહ્યું, "તમે જે યહૂદી નિયમના શિક્ષકો છો તમારા માટે તે કેટલું ભયંકર હશે! તમે ઘણાં જ ભારે બોજાથી લોકોને દબાવો છો, છતાં તમે તે લોકો જેઓ તે બોજાને સહન કરે છે તેઓને માટે નાની બાબતોમાં મદદ પણ કરતા નથી.
\s5
\v 47 તમારા માટે તે કેટલું ભયંકર હશે, કારણ કે પ્રબોધકોની કબરો માટે ચિહ્ન સ્વરૂપે તમે ઇમારતો બનાવો છો, પરંતુ તે તમારા પૂર્વજો જ હતા જેઓએ તેમને મારી નાખ્યા.
\v 48 તેથી જ્યારે તમે આ ઇમારતો બાંધો છો, ત્યારે તમે જાહેર કરો છો કે તમારા પૂર્વજોએ જ્યારે તે પ્રબોધાકોને મારી નાખ્યા તે કાર્યમાં તમે સંમત છો.
\s5
\v 49 તેથી ઈશ્વરે, જે ઘણા જ જ્ઞાની છે, તેમણે કહ્યું, 'હું પ્રબોધકોને અને પ્રેરિતોને મોકલીશ કે તેઓ મારા લોકોને દોરે. પરંતુ તેઓને તેમનાથી ઘણું જ સહન કરવું પડશે અને તેઓમાંના ઘણાને તેઓ મારી પણ નાંખશે.'
\v 50 તેના પરિણામે, જે સમયથી પૃથ્વીનું સર્જન થયું તે સમયથી ઈશ્વરના સર્વ પ્રબોધાકોની હત્યાઓના દોષિત હમણાં જીવિત એવા ઘણા લોકોને ગણવામાં આવશે.
\v 51 જ્યારથી હાબેલની તેના ભાઈ દ્વારા હત્યા થઇ ત્યારથી ઝખાર્યા પ્રબોધક જે યજ્ઞવેદી તથા પવિત્રસ્થાનની વચ્ચે માર્યો ગયો તેના સુધી. હા, હમણાં જીવિત લોકોને તે સર્વ પ્રબોધકોની હત્યા માટે દોષિત ગણવામાં આવશે!
\s5
\v 52 તમે જેઓ યહૂદી નિયમ શીખવો છો તે માણસો માટે તે કેટલું ભયંકર હશે. તમારા કારણે લોકો ઈશ્વર તેઓ પર રાજ કરે તે માટે શું કરવું તે જાણી શકતા નથી! તમે ઈશ્વરને તમારા પર રાજ કરવા દેતા નથી, અને જે લોકો ઈશ્વર તેઓ પર રાજ કરે એવું ઈચ્છે છે તેઓના માર્ગમાં અંતરાય બનો છો."
\s5
\v 53 ઈસુ તે બાબતો બોલી રહ્યા પછી, તેઓ તે જગ્યાએથી જતા રહ્યા. પછી જેઓ યહૂદી નિયમના શિક્ષકો હતા તેઓ અને ફરોશીઓ તેમના પ્રત્યે દુશ્મનાવટથી વર્તવા લાગ્યા. તેઓ હેતુપૂર્વક તેમને ઘણી બાબતો વિષે પ્રશ્નો પૂછવા લાગ્યા.
\v 54 તેઓ કંઈક ખોટું બોલે તેની તેઓ રાહ જોતા રહ્યા કે જેને લીધે તેઓ તેમના પર દોષ મૂકે.
\s5
\c 12
\p
\v 1 તે દરમ્યાન, હજારોની સંખ્યામાં લોકો ઈસુની પાસે એકત્રિત થયા. તેઓ એટલા બધા હતા કે તેઓ એકબીજા પર પડાપડી કરવા લાગ્યા. પરંતુ પ્રથમ તેમણે તેમના શિષ્યોને કહ્યું, "ફરોશીઓ કે જેઓ લોકોના દેખતા ધાર્મિક કાર્યો કરે છે, પરંતુ ગુપ્તમાં ખરાબ કાર્યો કરે છે, તેમના જેવા તમે ન થાઓ માટે સાવધાન રહો. જેમ ગુંદેલા લોટને આથો ફુલાવે છે, તેમ તેમનાં ખરાબ કાર્યો બીજાઓને તેમના જેવા દંભી બનાવે છે.
\s5
\v 2 લોકો પોતાના પાપોને ઢાંકી શકશે નહિ. જે બધું લોકો હમણાં છુપાવવાનો પ્રયત્ન કરે છે તે કોઇક દિવસ ઈશ્વર સર્વના ધ્યાનમાં લાવશે.
\v 3 જે સર્વ બાબતો તમે અંધકારમાં બોલશો, તેને કોઈક દિવસ લોકો પ્રકાશમાં સાંભળશે. જે કંઈ તમે ઓરડામાં ધીમેથી કહેશો તે કોઈક દિવસ એવું જાહેર થશે કે જાણે તમે તેને છાપરા પર બૂમો પાડીને કહ્યું હોય."
\s5
\v 4 "મારા મિત્રો, ધ્યાનથી સાંભળો! લોકોથી ડરશો નહિ; તેઓ તમારી હત્યા કરી શકે છે, પરંતુ ત્યારબાદ તેઓ તમને કંઈ વધારે કરી શકશે નહિ!
\v 5 પરંતુ હું તમને તે એક જણ વિષે ચેતવું છું કે જેનાથી તમારે ખરેખર ડરવું જોઈએ. તમારે ઈશ્વરથી ડરવું જોઈએ, કારણ કે લોકોને મારી નાખવાનો તેમને અધિકાર છે એટલું જ નહિ, પરંતુ ત્યારબાદ તેમને નરકમાં નાખવાનો પણ તેમને અધિકાર છે! હા, ખરેખર તેઓ જ છે કે જેમનાથી તમારે ડરવું જોઈએ!
\s5
\v 6 ચકલીઓનો વિચાર કરો. તેઓનું મૂલ્ય એટલું ઓછું છે કે તમે તેમાંની પાંચને બે નાના સિક્કામાં ખરીદી શકો છો અને છતાં ઈશ્વર તેઓમાંની એકને પણ ભૂલતા નથી!
\v 7 ઈશ્વર તે પણ જાણે છે કે તમારા માથા પર કેટલા વાળ છે. બીશો નહિ, કારણ કે ઘણી ચકલીઓ કરતાં તમે ઈશ્વરને માટે અતિ મૂલ્યવાન છો.
\s5
\v 8 વળી, હું તમને એ પણ કહું છું, કે જો લોકો બીજાઓને કહે કે તેઓ મારા શિષ્યો છે, તો હું, માણસનો દીકરો, ઈશ્વરના દૂતો આગળ કહીશ કે તેઓ મારા શિષ્યો છે.
\v 9 પરંતુ જો તેઓ બીજાઓ આગળ કહેશે કે તેઓ મારા શિષ્યો નથી, તો હું ઈશ્વરના દૂતો આગળ કહીશ કે તેઓ મારા શિષ્યો નથી.
\v 10 હું તમને એ પણ કહું છું કે જો લોકો મારા, એટલે માણસના દીકરા, સંબંધી ખરાબ બાબતો કહે, તો ઈશ્વર તે તેઓને માફ કરશે. પરંતુ જો લોકો પવિત્ર આત્મા સંબંધી ખરાબ બાબતો કહે, તો ઈશ્વર તેઓને તેના માટે માફ કરશે નહિ.
\s5
\v 11 તેથી જ્યારે લોકો તમને સભાસ્થાનોમાં ધાર્મિક આગેવાનો અને બીજા કે જેઓ તે પ્રદેશના સત્તાધીશો છે તેઓની આગળ લઈ જાય, ત્યારે તેમને કેવી રીતે જવાબ આપશો અથવા તમે તેઓને શું કહેશો તે સંબંધમાં ચિંતા કરશો નહિ,
\v 12 કારણ કે તમારે શું કહેવું તે તે જ સમયે પવિત્ર આત્મા તમને કહેશે."
\s5
\v 13 પછી ટોળામાંના એકે ઈસુને પૂછ્યું, "ગુરુજી, મારા ભાઈને કહો કે તે મારા પિતાની સંપત્તિ મારી સાથે વહેંચે!"
\v 14 પરંતુ ઈસુએ તેને જવાબ આપ્યો, "અરે માણસ, સંપત્તિને લગતી દલીલોમાં નિર્ણય લેવા કોઈએ મને ન્યાયાધીશ ઠરાવ્યો નથી!"
\v 15 પછી તેમણે સમગ્ર ટોળાને કહ્યું, "સાવધ રહો કે કોઈ બાબતમાં તમે લોભી ન થાઓ! માણસના જીવનની કિંમત તેની પાસે પોતાની કેટલી વસ્તુઓ છે તેના પરથી નક્કી થતી નથી."
\s5
\v 16 પછી તેમણે તેઓને આ ઉદાહરણ કહ્યું: "એક ધનવાન માણસની જમીનમાં પુષ્કળ પાક ઊપજ્યો.
\v 17 તેથી તેણે પોતે વિચાર્યું, 'હું નથી જાણતો મારે શું કરવું, કારણ કે મારી પાસે મારી સર્વ ઉપજને સંઘરવા પૂરતી મોટી જગ્યા નથી!
\v 18 તેથી તેણે પોતે વિચાર્યું, 'હું જાણું છું કે હું શું કરીશ! હું મારા અનાજનાં કોઠાર તોડી નાખીશ અને મોટા બનાવીશ! પછી મારું સર્વ અનાજ અને બીજી સર્વ વસ્તુઓ આ નવા કોઠારમાં ભરીશ.
\v 19 પછી હું મારી જાતને કહીશ, "હવે મારી પાસે પૂરતી વસ્તુઓ સંઘરેલી છે કે જે ઘણાં વર્ષો સુધી ચાલે. તેથી હવે હું મારું જીવન આરામથી ગાળીશ. હું ખાઇ-પીને આનંદ કરીશ!"
\s5
\v 20 પરંતુ ઈશ્વરે તેને કહ્યું, 'હે મૂર્ખ માણસ! આજે રાત્રે તું મરણ પામશે! પછી બધી બાબતો જે તેં તારા માટે બચાવીને રાખી છે તે તારી નહિ પણ બીજાની થશે.
\v 21 પછી આ ઉદાહરણનું સમાપન કરતાં ઈસુએ કહ્યું, "જે બાબતોને ઈશ્વર મૂલ્યવાન ગણે છે તેને જે લોકો મૂલ્યવાન ગણતા નથી, પરંતુ પોતાના માટે બધું ભેગું કરે છે તેઓની સાથે આમ જ થશે."
\s5
\v 22 પછી ઈસુએ તેમના શિષ્યોને કહ્યું, "તેથી હું તમને આ કહેવાની ઇચ્છા રાખું છું: જીવવા માટે જે બાબતોની જરૂર છે તે બાબતો માટે ચિંતા કરશો નહીં. જમવા માટે પૂરતો ખોરાક અથવા પહેરવા માટે પૂરતાં કપડાંં તમારી પાસે હશે કે નહિ તેની ચિંતા કરશો નહીં.
\v 23 તમારું જીવન એ તમારા ખોરાક કરતાંં ઘણું મૂલ્યવાન છે અને તમારું શરીર એ તમારાં કપડાં કરતાં ઘણું મૂલ્યવાન છે.
\s5
\v 24 પક્ષીઓનો વિચાર કરો: તેઓ બી વાવતાં નથી, તેઓ પાક લણતાં નથી. તેઓની પાસે અનાજ સંગ્રહ કરવાની જગ્યા કે ભંડારો નથી. પરંતુ ઈશ્વર તેમને ખોરાક પૂરો પાડે છે. તમે ખરેખર પક્ષીઓ કરતાં ઘણા જ મૂલ્યવાન છો.
\v 25 તમારામાંના કોઈપણ ચિંતા કરીને તેના જીવનમાં એક ક્ષણ પણ ઉમેરી શકતા નથી!
\v 26 તેથી જો તમે તે નાની બાબત પણ કરી શકતા ન હો, તો ચોક્કસપણે તમારે બીજી બાબતોની ચિંતા કરવી ન જોઈએ.
\s5
\v 27 ફૂલો કેવી રીતે ઊગે છે તેના વિષે વિચાર કરો. તેઓ નાણાંં કમાવા માટે કંઈપણ કામ કરતાં નથી અને તેઓ પોતાના કપડાં બનાવતાં નથી. પણ હું તમને કહું છું કે જો કે સુલેમાન રાજા કે જે ઘણા સમય અગાઉ થઈ ગયો તે ઘણા જ સુંદર કપડાં પહેરતો હતો તો પણ તે ક્યારેય તેમાંના એકપણ ફૂલની માફક સારી રીતે વસ્ત્રો પહેરેલો ન હતો.
\v 28 છોડ ટૂંક સમય માટે ઊગે છે તેમ છતાં ઈશ્વર તેઓને સુંદર બનાવે છે. પછી તેઓ કપાય અને આગમાં નંખાય છે. પરંતુ તમે તો ઈશ્વર માટે ઘણા જ મૂલ્યવાન છો, અને તેઓ છોડની કાળજી રાખે છે તે કરતાં વિશેષ તમારી કાળજી રાખશે. શા માટે તમે તેમના પર બહુ ઓછો વિશ્વાસ રાખો છો?
\s5
\v 29 તમે શું ખાશો કે શું પીશો તે વિષે વિચાર ન કરો, અને તે બધી બાબતો વિષે ચિંતા ન કરો.
\v 30 જે લોકો ઈશ્વરને ઓળખતા નથી તેઓ આવી બધી બાબતો વિષે હંમેશાં ચિંતા કરે છે. પણ આકાશમાંના તમારા પિતા તમારી જરૂરિયાતો જાણે છે.
\s5
\v 31 તેને બદલે, ઈશ્વર તમારા પર રાજ કરે તે બાબતને તમારા જીવનની સૌથી મહત્વની બાબત બનાવો. પછી તેઓ તમને જે સર્વ બાબતોની જરૂર છે તે આપશે.
\v 32 માટે નાની ટોળી, તમે બીશો નહિ. સ્વર્ગમાંના તમારા પિતા જ્યારે તેઓ સંપૂર્ણપણે રાજ કરશે ત્યારે તમને તે બધા જ લાભ જે તેમના આયોજનમાં છે તે આપવા માગે છે.
\s5
\v 33 તેથી હવે તમારી સર્વ વસ્તુઓ વેચી દો. જેઓની પાસે ખોરાક અને જરૂરિયાતનાં કપડાં કે રહેવા માટેની જગ્યા નથી તેઓને તે નાણાંં આપી દો. તમારા માટે નાશ ન પામે તેવું પાકીટ મેળવી લો અને સ્વર્ગમાં તમારે સારું દ્રવ્ય એકઠું કરો જ્યાં તે હંમેશાં સલામત રહે. જ્યાં, કોઈ ચોર તેની ચોરી કરવા નજીક ન આવી શકે, અને કોઈ જીવાત તમારાં કપડાંનો નાશ ન કરી શકે.
\v 34 જે કંઈ ધન તરીકે તમે સંઘર્યું હશે, તે વિશે જ તમે વિચારશો અને તમારો સમય ખર્ચશો.
\s5
\v 35 જે લોકોએ કામ કરવા માટેના પોશાક પહેરી લીધા છે અને પોતાના દીવા આખી રાત સળગતા રાખે છે, તેઓની જેમ ઈશ્વરનું કામ કરવા હંમેશાંં તૈયાર રહો.
\v 36 લગ્ન જમણમાંથી પાછા ફરતા માલિકની રાહ જોતા નોકરની જેમ, મારે માટે તૈયાર રહો. તેઓ માલિક આવીને દરવાજો ખટખટાવે કે તરત જ દરવાજો ખોલવાને રાહ જુએ છે.
\s5
\v 37 જ્યારે માલિક આવે ત્યારે જો તે નોકરો જાગતા હશે તો, તે તેમને ઇનામ આપશે. હું તમને આ કહીશ: તે સેવા કરવા તૈયાર થશે, તેઓને બેસવા માટે કહેશે અને તે તેઓને ભોજન પીરસશે.
\v 38 જો કે તે મધરાત અને વહેલી સવારની વચ્ચે આવે તોપણ, જો તે તેમના નોકરોને જાગતા અને તૈયાર થયેલા જોશે, તો તે તેમનાથી ઘણો જ ખુશ થશે.
\s5
\v 39 તમારે આ પણ યાદ રાખવું કે: જો ઘરનો માલિક જાણતો હોય કે ચોર ક્યારે આવશે તો તે જાગતો રહે અને ચોરને તેના ઘરમાં પ્રવેશવા દેશે નહિ.
\v 40 માટે તૈયાર રહો, કેમકે હું માણસનો દીકરો, જ્યારે તમે મારી અપેક્ષા રાખી નહિ હોય એવા સમયે આવીશ."
\s5
\v 41 પિતરે પૂછ્યું, "પ્રભુ, શું તમે આ ઉદાહરણ માત્ર અમારે માટે જ આપો છો કે બીજાઓ માટે પણ?"
\v 42 પ્રભુએ જવાબ આપ્યો, "હું આ દરેકને માટે કહું છું કે જે તેના માલિકના ઘરનો વ્યવસ્થાપક છે અને વિશ્વાસુ તથા સમજદાર નોકર જેવો છે. તેના માલિકે તેને બીજા નોકરોને યોગ્ય સમયે ખોરાક મળે તેની ખાતરી કરવાની જવાબદારી સોંપી છે.
\v 43 જો નોકર તેનો માલિક આવે ત્યારે તે કામ કરતો હોય તો, તે તેને ઇનામ આપશે.
\v 44 હું તમને આ કહું છું: માલિક તે નોકરને તેના સઘળા પર જવાબદારી સોપશે.
\s5
\v 45 પણ જો તે નોકર જે અધિકારી છે તે પોતાને કહે, 'મારો માલિક ઘણાં સમયથી ગયો છે,' પછી કદાચ તે બીજા સ્ત્રી અને પુરુષ નોકરોને મારવાનું શરુ કરી દે. તે કદાચ ઘણો ખોરાક ખાવાનું અને પીવાનું શરુ કરી દે.
\v 46 જો તે તેવું કરે, તો કદાચ જ્યારે નોકર તેની અપેક્ષા રાખતો નથી તે સમયે તેનો માલિક પાછો આવી શકે. પછી તેનો માલિક તેને સખત શિક્ષા કરશે અને જેઓ તેની સેવા વિશ્વાસુપણે કરતા નથી તેવા લોકો મધ્યે તેને સ્થાન આપશે.
\s5
\v 47 તે નોકર કે જે જાણતો હતો કે તેનો માલિક શું ઈચ્છે છે પણ તે તૈયાર થયો નહિ અને તેણે તે કર્યું પણ નહિ, તેને સખત સજા કરવામાં આવશે.
\v 48 પણ તે દરેક નોકર કે જે જાણતો નથી કે તેનો માલિક તેની પાસે શું કરાવવા ઈચ્છે છે, તેને માત્ર હળવી સજા થશે. જેઓને વધારે આપવામાં આવ્યું છે તેઓ પાસેથી વધારેની અપેક્ષા રાખવામાં આવે છે. જેઓને વધારે સોંપવામાં આવ્યું છે તેઓની પાસેથી પણ વધારેની અપેક્ષા રાખવામાં આવે છે."
\s5
\v 49 "હું પૃથ્વીને સળગાવવા આવ્યો છું. હું આશા રાખું છું કે તે સળગવાની શરૂઆત થઇ ગઈ હોય.
\v 50 ઘણો જલદી જ હું ભયંકર કષ્ટનું બાપ્તિસ્મા પામવા જઈ રહ્યો છું. જ્યાં સુધી મારું કષ્ટ પૂર્ણ નહિ થાય ત્યાં સુધી હું દુઃખિત રહીશ.
\s5
\v 51 તમે શું વિચારો છો કે મારા આવવાનાં કારણે લોકો પૃથ્વી પર શાંતિપૂર્વક સાથે રહેશે? ના! તેના બદલે મારે તમને કહેવું જોઈએ કે, લોકોમાં ભાગલા પડશે.
\v 52 કેમકે એક જ ઘરના કેટલાક લોકો મારા પર વિશ્વાસ કરશે અને કેટલાક નહિ કરે, તેઓમાં ભાગલા પડશે. એક જ ઘરની ત્રણ વ્યક્તિ જેઓ મારા પર વિશ્વાસ કરતી નથી તેઓ બે વ્યક્તિ કે જેઓ મારા પર વિશ્વાસ કરે છે તેમની સામા થશે.
\v 53 માણસ તેના દીકરાનો કે દીકરો તેના પિતાનો વિરોધ કરશે. માતા તેની દીકરીનો કે દીકરી તેની માતાનો વિરોધ કરશે. સાસુ તેની પુત્રવધૂનો કે પુત્રવધૂ તેની સાસુનો વિરોધ કરશે."
\s5
\v 54 તેણે ટોળાને એમ પણ કહ્યું, "જ્યારે તમે પશ્ચિમમાં ઘેરાં વાદળ બનતાં જુઓ, ત્યારે તમે તરત જ કહો છો કે, 'વરસાદ પડવાનો છે!' અને એવું જ થાય છે.
\v 55 જ્યારે દક્ષિણથી પવન ફૂંકાય છે, ત્યારે તમે કહો છો કે, 'આજનો દિવસ ખૂબ જ ગરમ રહેશે!' અને તમે સાચા છો.
\v 56 તમે ઢોંગીઓ છો! વાદળો અને પવનના અવલોકન દ્વારા, તમે હવામાનમાં શું થઇ રહ્યું છે તે પારખી શકો છો. શા માટે તમે આજના સમયે ઈશ્વર શું કરી રહ્યા છે તે પારખી શકતા નથી?
\s5
\v 57 જ્યારે તમારી પાસે હજુ પણ તે કરવા માટે સમય છે ત્યારે, તમારામાંના દરેકે નક્કી કરવું જ રહ્યું કે તમારે શું કરવું યોગ્ય છે!
\v 58 જ્યારે તમે હજી ન્યાયાલયના રસ્તા પર છો ત્યારે, જેણે તમારા ઉપર આરોપ મૂક્યો છે તેની સાથે સમાધાન કરવાનો પ્રયત્ન કરો. જો તે તમને ન્યાયાધીશ પાસે જવા માટે દબાણ કરે, અને ન્યાયાધીશ નક્કી કરે કે તમે દોષિત છો અને તમને ન્યાયાલયના અધિકારીને સોંપી દે. તો પછી તે અધિકારી તમને જેલમાં પૂરશે.
\v 59 હું તમને કહું છું કે જો તમે જેલમાં જશો, તો તમે , જ્યાં સુધી ન્યાયાધીશ તમને જે કહે તે તમારા દેવાની દરેક રકમ ચૂકવવા માટે તમે સક્ષમ ન થાઓ ત્યાં સુધી બહાર આવી શકશો નહીં."
\s5
\c 13
\p
\v 1 તે સમયે, કેટલાક લોકોએ ગાલીલીઓ કે જેમને હમણાં જ યરુશાલેમમાં સૈનિકોએ મારી નાખ્યા તે વિશે ઈસુને કહ્યું. પિલાત, રોમન રાજ્યપાલે, સૈનિકોને જેઓ મંદિરમાં બલિદાનો ચઢાવતા હતા તેમને મારી નાખવાનો આદેશ આપ્યો હતો.
\v 2 ઈસુએ તેમને જવાબ આપ્યો, "શું તમે એવું વિચારો છો કે જે ગાલીલીના લોકો સાથે આ બન્યું તેનું કારણ એ હતું કે તેઓ બીજા બધા ગાલીલીઓ કરતાં વધુ પાપી હતા?
\v 3 હું તમને ખાતરી આપુ છું કે, તે કારણ નથી! પરંતુ તમારે યાદ રાખવું કે જો તમે તમારા પાપી વર્તનથી પાછા નહિ ફરો તો ઈશ્વર તમને તેવી જ રીતે શિક્ષા કરશે.
\s5
\v 4 અથવા યરુશાલેમની બહાર શિલોઆહમાં જે અઢાર માણસો પર બુરજ પડવાથી મૃત્યુ પામ્યા તેઓના વિશે શું? શું તમને એમ લાગે છે કે તેમને આમ થયું કારણ કે તેઓ યરુશાલેમના બીજા લોકો કરતાં વધારે પાપી હતા?
\v 5 હું તમને ખાતરી આપું છું, કે તે કારણ નથી! પણ તમારે સમજવું કે જો તમે તમારા પાપી વર્તનથી પાછા નહિ ફરો તો ઈશ્વર તમને તેવી જ રીતે શિક્ષા કરશે!"
\s5
\v 6 પછી ઈસુએ તેમને આ વાર્તા કહી: "એક માણસે તેના બાગમાં અંજીરી રોપી, દર વર્ષે તે અંજીર તોડવા આવતો હતો, પરંતુ તેના પરથી તેને તે ક્યારેય ન મળ્યાં.
\v 7 પછી તેણે માળીને કહ્યું, 'આ વૃક્ષને જુઓ! હું છેલ્લા ત્રણ વર્ષથી દર વર્ષે તેના પર ફળ શોધી રહ્યો છું, પણ તેનાં પર એક પણ અંજીર મળ્યું નથી. તેને કાપી નાખો! તે નકામું જમીનમાંના પોષક તત્વોનો ઉપયોગ કરે છે!'
\s5
\v 8 પરંતુ માળીએ જવાબ આપ્યો, 'સાહેબ, તેને હજુ એક વર્ષ માટે અહીં રહેવા દો. હું તેની આસપાસ ખોદીને તેને ફળદ્રુપ કરીશ.
\v 9 જો આવતા વર્ષે તેના પર અંજીર લાગ્યા હોય, તો આપણે તેને અહીં વધતી રહેવા દઈશું! પરંતુ જો તે કંઈ ફળ ના આપે, તો તમે તેને કાપી શકો છો.'"
\s5
\v 10 યહૂદીઓના વિશ્રામવારે, ઈસુ લોકોને કોઈક એક સભાસ્થાનમાં શીખવતા હતા.
\v 11 ત્યાં એક સ્ત્રી હતી જેને અઢાર વર્ષથી દુષ્ટાત્માએ અપંગ બનાવી દીધી હતી. તે હંમેશાં વાંકી વળેલી જ રહેતી હતી, તે સીધી ઊભી રહી શકતી ન હતી.
\s5
\v 12 જ્યારે ઈસુએ તેને જોઈ ત્યારે, તેમણે તેને પોતાની પાસે બોલાવી. તેમણે તેને કહ્યું, "બહેન, મેં તને આ બીમારીમાંથી સાજી કરી છે!"
\v 13 તેમણે તેના પર હાથ મૂક્યો. તરત જ તે ઊભી થઈ અને ઈશ્વરની સ્તુતિ કરવા લાગી!
\v 14 પરંતુ સભાસ્થાનનો આગેવાન ગુસ્સે થયો કારણ કે ઈસુએ તેને વિશ્રામવારના દિવસે સાજી કરી હતી. તેથી તેમણે લોકોને કહ્યું, "આપણો કાયદો લોકોને દર અઠવાડિયાના છ દિવસ કામ કરવાની મંજૂરી આપે છે. જો તમને સજા થવાની જરૂર હોય, તો સભાસ્થાનમાં આવવા અને સાજા થવાના એ દિવસો છે. આપણા વિશ્રામના દિવસે આવશો નહિ!"
\s5
\v 15 પછી પ્રભુએ તેને જવાબ આપ્યો, "તું અને તારા સાથી ધાર્મિક આગેવાનો ઢોંગી છો! તમે દરેક જણ વિશ્રામના દિવસે પણ કામ કરો છો! શું તમે તમારા બળદ કે ગધેડાને ખોરાકની ગમાણથી જ્યાં તે પાણી પી શકે ત્યાં લઈ જતા નથી?
\v 16 આ સ્ત્રી યહૂદી છે, ઇબ્રાહિમની વંશજ છે! પણ જાણે શેતાને તેને બાંધી રાખી હોય, તેમ તેણે તેને અઢાર વર્ષથી અપંગ રાખી હતી! જો કે તે હું વિશ્રામના દિવસે કરું, તો પણ ચોક્કસપણે તમે સંમત થશો કે તે સાચું છે કે મેં તેને શેતાનથી મુક્ત કરી છે.
\s5
\v 17 તેમના તેમ કહ્યા પછી, તેના વિરોધીઓ પોતે શરમાયા. પરંતુ બીજા બધા લોકો તે જે અદ્દભુત બાબતો કરી રહ્યા હતા તેનાથી ખુશ હતા.
\s5
\v 18 પછી તેમણેે કહ્યું, "ઈશ્વર જ્યારે રાજા તરીકે પોતાને પ્રગટ કરશે તે શું હશે તેને હું કેવી રીતે સમજાવું? હું તમને કહીશ કે તે શેના જેવું હશે.
\v 19 તે એક નાના રાઈના દાણા જેવું છે જે એક માણસ પોતાના ખેતરમાં વાવે છે. તે ઝાડ મોટું થાય, ત્યાં સુધી વધ્યું. તે એટલું મોટું થયું કે પક્ષીઓ તેની ડાળીઓમાં માળો બાંધે."
\s5
\v 20 પછી ફરીથી તેમણે કહ્યું, "હું તમને બીજી રીતે કહીશ કે તે શેના જેવું હશે કે જ્યારે પ્રભુ પોતે પોતાને રાજા તરીકે પ્રગટ કરશે.
\v 21 તે થોડાક ખમીર જેવું છે કે જે એક સ્ત્રી પચ્ચીસ કિલો લોટ સાથે ભેળવે છે. તે થોડુંક ખમીર આખા લોટને ફુલાવી દે છે."
\s5
\v 22 ઈસુએ યરુશાલેમ તરફ મુસાફરી કરવાનું ચાલુ રાખ્યું. રસ્તામાં તે બધાં નગરો અને ગામોમાં રોકાયા અને લોકોને શિક્ષણ આપ્યું.
\v 23 કોઈએ તેમને પૂછ્યું કે, "પ્રભુ, ઈશ્વર શું ફક્ત થોડા લોકોને જ બચાવશે?" ઈસુએ જવાબ આપ્યો,
\v 24 "તમારે સાંકડા રસ્તામાં પ્રવેશ કરવા માટે સખત પ્રયત્નો કરવાની જરૂર છે. હું તમને કહું છું કે ઘણા લોકો કોઈ અન્ય રસ્તો અજમાવશે પરંતુ તેઓ તેમાં પ્રવેશી શકશે નહિ.
\s5
\v 25 ઈશ્વર એક ઘરના માલિક સમાન છે. કોઈક દિવસ તેઓ દરવાજો બંધ કરશે. તમે બહાર ઊભા રહેશો અને દરવાજો ખખડાવશો અને તમે માલિકને વિનંતી કરીને કહેશો કે, 'પ્રભુ, અમારા માટે દરવાજો ખોલો!' પરંતુ તે જવાબ આપશે કે, 'ના, હું તે ખોલીશ નહિ, કારણ કે હું તમને ઓળખતો નથી, અને મને ખબર નથી કે તમે ક્યાંના છો!'
\v 26 પછી તમે કહેશો, 'તમે ભૂલી ગયા હશો કે અમે તમારી સાથે ભોજન લીધું છે, અને તમે અમને અમારા ગામની શેરીઓમાં શીખવ્યું છે!'
\v 27 પરંતુ તેઓ કહેશે, 'હું તમને ફરીથી કહું છું કે, હું તમને ઓળખતો નથી, અને મને ખબર નથી કે તમે ક્યાંના છો. તમે દુષ્ટ લોકો છો! અહીંથી નીકળી જાઓ!'"
\s5
\v 28 પછી ઈસુએ બોલવાનું ચાલુ રાખ્યું, "તમે દૂરથી ઇબ્રાહિમ અને ઇસહાક અને યાકૂબને જોશો. જ્યાં ઈશ્વર સર્વશક્તિમાન રાજા છે ત્યાં જે બધા પ્રબોધકો લાંબા સમય અગાઉ જીવી ગયા તેઓ પણ હશે, પરંતુ તમે પીડાથી તમારા દાંત પીસતા અને રડતા, બહાર રહેશો!
\v 29 વધુમાં, ઘણા બિન-યહૂદી લોકો અંદર હશે. ત્યાં ઉત્તર, પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમનાં પ્રદેશમાંથી આવેલા લોકો હશે. ઈશ્વર સર્વ પર રાજ કરે છે તેની તેઓ ઉજવણી કરતા હશે.
\v 30 આ વિષે વિચાર કરો: કેટલાક લોકો જેઓ હમણાં ઓછા મહત્વના લાગે છે તેઓ સૌથી વધુ મહત્વના થશે, અને બીજા જેઓ હમણાં મહત્વના લાગે છે તેઓ પછી ઓછા મહત્વના થશે.
\s5
\v 31 તે જ દિવસે, કેટલાક ફરોશીઓ ઈસુ પાસે આવ્યા અને તેમને કહ્યું, "આ વિસ્તાર છોડી દો, કેમકે શાસક હેરોદ આંતિપાસ તમને મારી નાખવા માગે છે!"
\v 32 તેમણે તેઓને જવાબ આપ્યો, "મારા તરફથી આ સંદેશો તે શિયાળવા હેરોદને કહો: 'સાંભળો! આજે હું દુષ્ટ દૂતોનો નિકાલ કરું છું અને ચમત્કારો કરું છું, અને થોડા સમય માટે હું આમ કરતો રહીશ. ત્યારબાદ, હું મારું કાર્ય પૂર્ણ કરીશ.
\v 33 પરંતુ આગામી દિવસોમાં હું યરુશાલેમ તરફનો મારો પ્રવાસ ચાલુ રાખીશ, યરુશાલેમ સિવાય બીજી કોઈ જગ્યાએ પ્રબોધકને મારી નાખવામાં આવે તે યોગ્ય નથી.
\s5
\v 34 ઓ યરુશાલેમના લોકો! તમે ઘણા સમય પહેલા થઇ ગયેલા પ્રબોધકોને, પથ્થરો મારીને મારી નાખ્યા, અને તમે બીજાઓને પણ મારી નાખ્યા, જેઓને ઈશ્વરે તમારી પાસે મોકલ્યા હતા. ઘણી વખત મેં તમને, જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પોતાની પાંખો નીચે એકઠાં કરે છે તેમ, એકઠા કરવાની ઇચ્છા રાખી.
\v 35 હવે જુઓ! યરુશાલેમના લોકો, ઈશ્વર હવેથી તમારી સુરક્ષા કરશે નહિ. હું તમને આ પણ કહીશ: હું ફક્ત એક જ વાર તમારા શહેરમાં પ્રવેશ કરીશ. તેના પછી, જ્યાં સુધી તમે એમ નહિ કહો કે, 'પ્રભુના અધિકાર સાથે આ જે માણસ આવે છે તે આશીર્વાદિત હો!' ત્યાં સુધી તમે મને ફરીથી જોવાના નથી."
\s5
\c 14
\p
\v 1 એક દિવસ, જે વિશ્રામનો દિવસ હતો, ત્યારે ઈસુ ફરોશીઓમાંના એક આગેવાનના ઘરે જમવા માટે ગયા, અને તેઓ તેમને ધ્યાનથી જોતા હતા.
\v 2 ઈસુની સામે ત્યાં એક માણસ હતો તેને એવો રોગ હતો કે જેનાથી તેના હાથે અને પગે ખૂબ જ સોજો રહેતો હતો.
\v 3 ઈસુએ યહૂદી નિયમશાસ્ત્રના આગેવાનોને અને જે ફરોશીઓ ત્યાં હાજર હતા તેઓને પૂછ્યું," શું વિશ્રામના દિવસે લોકોને સાજા કરવા નિયમની મંજૂરી છે, કે નહિ?"
\s5
\v 4 તેઓએ જવાબ આપ્યો નહિ. તેથી ઈસુએ તેમનો હાથ તે માણસ પર મૂકીને તેને સાજો કર્યો. પછી તેમણે તેને કહ્યું કે તે જઈ શકે છે.
\v 5 અને તેમણે ત્યાં બીજાઓને કહ્યું, "જો તારો દીકરો કે બળદ વિશ્રામના દિવસે કૂવામાં પડ્યો હોય તો શું તું તેને તરત જ બહાર ખેંચી નહિ કાઢે?"
\v 6 ફરીથી, તેઓ તેમને જવાબ આપવા માટે સક્ષમ ન હતા.
\s5
\v 7 ઈસુએ જોયું કે જે લોકોને ભોજન માટે આમંત્રણ અપાયું હતું તેઓ એવા સ્થળોએ બેસવાનું પસંદ કરે છે જ્યાં સામાન્ય રીતે મહત્વના લોકો બેસતા હોય. પછી તેમણે તેમને આ સલાહ આપી:
\v 8 "જ્યારે તમારામાંના એકને લગ્ન જમણમાં આમંત્રણ અપાયું હોય, ત્યારે તેણે તે જગ્યાએ બેસવું નહિ કે જ્યાં મહત્વના લોકો બેસતા હોય. એવું પણ બને કે તમારા કરતાં વધારે મહત્વના માણસને પણ તે જમણમાં આમંત્રણ અપાયું હોય.
\v 9 જ્યારે તે માણસ આવશે, કે જેણે તમને બંનેને આમંત્રિત કર્યા છે તે તમારી પાસે આવશે અને તમને કહેશે, 'આ માણસને તમારી બેઠક લેવા દો!' પછી તમારે ઓછી મહત્વની બેઠક લેવી પડશે, અને તમને શરમ લાગશે.
\s5
\v 10 તેના બદલે, જ્યારે તમને જમણમાં આમંત્રણ અપાયું હોય ત્યારે જાઓ અને ઓછા મહત્વની બેઠક પર બેસો. પછી જ્યારે દરેક વ્યક્તિને આમંત્રણ આપનાર માણસ આવે, ત્યારે તે તમને કહેશે, 'મિત્ર, આવો, આના કરતાં યોગ્ય બેઠક પર બેસો!' પછી જે લોકો તમારી સાથે ખાશે તેઓ જોશે કે તે તમને માન આપે છે.
\v 11 કારણ કે જેઓ પોતાની જાતને ઊંચા કરે છે તેઓને ઈશ્વર નમ્ર બનાવશે, અને જેઓ પોતાની જાતને નમ્ર કરે છે, તેઓને ઈશ્વર ઉંચા કરશે.
\s5
\v 12 ઈસુને જે ફરોશીએ જમણમાં બોલાવ્યા હતા તેને પણ તેમણે કહ્યું, "જ્યારે તમે બપોરના કે સાંજના ભોજનમાં લોકોને આમંત્રણ આપો, ત્યારે ફક્ત તમારા મિત્રો, સગાંઓ અથવા પૈસાદાર પાડોશીઓને જ આમંત્રિત ન કરો, કારણ કે તેઓ પણ તેના બદલારૂપ ભોજન માટે તમને આમંત્રણ આપશે.
\s5
\v 13 તેના બદલે, જ્યારે તમે જમણ રાખો ત્યારે, તમે ગરીબ લોકોને, અપંગ લોકોને, પાંગળા લોકોને કે અંધ લોકોને આમંત્રણ આપો.
\v 14 તેઓ તમને પાછું ચૂકવી શકશે નહિ. પરંતુ ઈશ્વર તમને આશીર્વાદ આપશે! તેઓ તમને ન્યાયીઓના પુનરુત્થાને તેનો બદલો આપશે.
\s5
\v 15 જેઓ તેમની સાથે જમી રહ્યા હતા તેઓમાંના એકે તેમને તેવું બોલતા સાંભળ્યા. તેણે ઈસુને કહ્યું, "ઈશ્વરે સર્વત્ર રાજ કરવાનું શરૂ કર્યું છે તેના કારણે જેઓ જમણમાં જમવા દ્વારા ઉજવણી કરશે, તે દરેકને ઈશ્વરે આશીર્વાદિત કર્યા છે!"
\v 16 ઈસુએ તેને જવાબ આપ્યો કે, "એક દિવસે એક માણસે મોટું જમણ રાખવાનું નક્કી કર્યું. તેણે ઘણાં માણસોને આમંત્રણ આપ્યું.
\v 17 જ્યારે તે જમણનો દિવસ આવ્યો ત્યારે, તેણે પોતાના નોકરને બોલાવ્યો કે જેથી જે લોકોને આમંત્રણ અપાયું હતું તેઓને તે કહે, 'આવો, કારણ કે હવે બધું જ તૈયાર છે!'
\s5
\v 18 પરંતુ જ્યારે નોકરે તે કર્યું, ત્યારે જે સર્વ લોકોને તેણે આમંત્રણ આપ્યું હતું તે બધાએ કહેવાનું શરૂ કહ્યું કે શા માટે તેઓ આવી શકશે નહિ. પ્રથમ વ્યક્તિ કે જેની પાસે નોકર ગયો તેણે કહ્યું, "મેં હમણાં જ ખેતર ખરીદ્યું છે, અને મારે ત્યાં જઈને તે જોવું જ પડશે. કૃપા કરીને તમારા માલિકને કહો કે ન આવવા માટે મને માફ કરે!'
\v 19 બીજા એક માણસે કહ્યું, 'મેં હમણાં જ પાંચ જોડ બળદ ખરીદ્યા છે અને મારે તેમને તપાસવા જવું જ પડશે. કૃપા કરીને તમારા માલિકને કહો કે ન આવવા માટે મને માફ કરે!'
\v 20 બીજા એક માણસે કહ્યું, 'મેં હમણાં જ લગ્ન કર્યાં છે તેથી હું નહિ આવી શકું'
\s5
\v 21 માટે તે નોકર પોતાના માલિક પાસે ગયો અને બધાએ જે કહ્યું તે જણાવ્યું. ઘરનો માલિક ગુસ્સે થયો અને પોતાના ચાકરને કહ્યું, 'શહેરની શેરીઓ અને ગલીઓમાં ઝડપથી જાઓ અને ગરીબ, ખામીયુક્ત અંગવાળા, અંધ તથા પગે અપંગ માણસોને શોધો, અને તેઓને અહીં મારા ઘરમાં લાવો!'
\v 22 પછી નોકર બહાર ગયો અને તે પ્રમાણે કર્યું, તેણે પાછા આવીને કહ્યું, 'માલિક, તમે મને જે કરવાનું કહ્યું હતું તે મેં કર્યું છે, પરંતુ વધારે લોકો માટે હજુ જગ્યા છે.'
\s5
\v 23 તેથી તેના માલિકે તેને કહ્યું, 'શહેરની બહાર જાઓ. રાજમાર્ગ પર જાઓ અને લોકોને શોધો. સાંકડા રસ્તાની કોરે જાઓ. આગ્રહથી વિનંતી કરીને તે લોકોને મારા ઘરે તેડી લાવો. મારે ઘરને લોકોથી ભરી દેવું છે.
\v 24 વધુમાં હું તમને આ કહું છું, જે લોકોને અગાઉ આમંત્રણ અપાયું હતું તેઓ આ જમણની મજા માણી શકશે નહિ કારણ કે તેઓએ આવવાનો નકાર કર્યો હતો.'"
\s5
\v 25 ઈસુ સાથે ઘણી મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરી રહ્યા હતા. તેમણે લોકો તરફ ફરીને તેમને કહ્યું,
\v 26 "જે કોઈ મારી પાસે આવે અને જો તે તેના પિતા અને માતા તથા પત્ની અને બાળકો તથા ભાઈઓ અને બહેનોને મારા કરતાં વધારે પ્રેમ કરે છે, તો તે મારો શિષ્ય થઇ શકતો નથી. તેણે પોતાની જાત કરતાં પણ મારા પર વધારે પ્રેમ રાખવો!
\v 27 જે કોઈ પોતાનો વધસ્તંભ ઊંચકતો નથી અને જે કોઈ મારી આજ્ઞા માનતો નથી તે મારો શિષ્ય થઇ શકતો નથી.
\s5
\v 28 જો તમારામાંનો કોઈ મોટી ઇમારત બાંધવા ઇચ્છે, તો સૌ પ્રથમ બેસી અને કેટલો ખર્ચ થશે તે નક્કી નહિ કરે? પછી તમે નક્કી કરી શકશો કે તે પૂર્ણ કરવા માટે તમારી પાસે પૂરતાં નાણાં છે, કે નહીં.
\v 29 નહિ તો, જો તમે પાયો નાખ્યો અને બાકીની ઇમારતને પૂરી ન કરી શકો, તો જે લોકો તેને જોશે તેઓ તમારી મજાક કરશે.
\v 30 તેઓ કહેશે, 'આ માણસે ઇમારત બાંધવાનું શરૂ કર્યું, પરંતુ તે પૂરું કરવા સક્ષમ ન હતો.
\s5
\v 31 અથવા, જો કોઈ રાજાએ બીજા રાજા સામે યુદ્ધ કરવા માટે પોતાના સૈન્યને મોકલવાનો નિર્ણય કર્યો હોય તો, તે ચોક્કસ સૌ પ્રથમ પોતાના સલાહકારો સાથે બેસશે. તેઓ નક્કી કરશે કે તેમનું સૈન્ય કે જેમાં માત્ર દસ હજાર સૈનિકો છે તે બીજા રાજાના સૈન્યને કે જેમાં વીસ હજાર સૈનિકો છે, હરાવી શકશે કે નહિ.
\v 32 જો તે નક્કી કરે કે તેનું સૈન્ય બીજા સૈન્યને હરાવી શકતું નથી, તો જ્યારે બીજું સૈન્ય હજુ પણ દૂર છે ત્યારે તે અન્ય રાજાને સંદેશ મોકલે છે. તે રાજાને કહેવા માટે સંદેશવાહકને તે કહેશે, 'તારી સાથે સુલેહ રાખવા મારે કઈ બાબત કરવી જોઈએ?'
\v 33 માટે, એ જ રીતે તમારામાનાં કોઈએ અગાઉ નક્કી ન કર્યું હોય કે તમારી પાસે જે કઈ છે તે છોડવા તમે તૈયાર છો, તો તમે મારા શિષ્ય થઈ શકતા નથી.
\s5
\v 34 ઈસુએ એ પણ કહ્યું, "તમે મીઠા સમાન છો, જે ખુબ જ ઉપયોગી છે. પણ જો મીઠું તેની ખારાશ ગુમાવે, તો શું તેને ફરી કદી ખારાશ પ્રાપ્ત કરવા સક્ષમ બનાવી શકાશે?
\v 35 જો મીઠામાં ખારાશ ન રહે તો, તે ભૂમિ કે ખાતરના ઢગલા માટે પણ કોઈ કામનું નથી. લોકો તેને ફેંકી દે છે. તમ દરેકને હું જે કહું છું તે તમારે ધ્યાનથી સાંભળવું જોઈએ!"
\s5
\c 15
\p
\v 1 હવે, ઘણા કર ઉઘરાવનારા અને બીજા લોકો જેમને પાપીઓ માનવામાં આવતા હતા તેઓએ ઈસુની પાસે આવવાનું અને તેમની પાસેથી શીખવાનું ચાલુ રાખ્યું.
\v 2 જ્યારે ફરોશીઓ અને યહૂદી નિયમશાસ્ત્રના આગેવાનોએ તે જોયું ત્યારે, તેઓએ કચકચ કરીને કહ્યું, "આ માણસ પાપીઓને આવકારે છે અને તેઓની સાથે જમે છે." તેઓ એમ માનતા હતા કે આવું કરીને ઈસુ પોતાને અપવિત્ર કરી રહ્યા છે.
\s5
\v 3 તેથી ઈસુએ તેઓને આ ઉદાહરણ કહ્યું:
\v 4 "જો તમારામાંના એકની પાસે સો ઘેટાં હોય અને તમે તેમાંના એકને ગુમાવો છો તો નક્કી તમે બીજા નવ્વાણું ઘેટાંને અરણ્યમાં મૂકીને જ્યાં સુધી તમને તે ન મળે ત્યાં સુધી તે ખોવાયેલા ઘેટાંની શોધમાં જશો.
\v 5 જ્યારે તમને તે મળે, ત્યારે તમે આનંદથી તેને તમારા ખભા પર ઊંચકીને ઘરે લાવશો.
\s5
\v 6 પછી જ્યારે તમે ઘરે આવશો ત્યારે, તમે તમારા મિત્રો અને પાડોશીઓને બોલાવશો અને તેઓને કહેશો: 'મારી સાથે આનંદ કરો, કારણ કે જે ઘેટું ખોવાઈ ગયું હતું તે મને મળ્યું છે!'
\v 7 હું તમને કહું છું કે, તેવી જ રીતે, જે ઘણા લોકો કે જેઓ એવું વિચારે છે કે તેઓ ન્યાયી છે અને તેમને પસ્તાવો કરવાની જરૂર નથી તેમના કરતાં વધારે એક પાપી જ્યારે તેના પાપનો પસ્તાવો કરે છે તેના લીધે સ્વર્ગમાં વધુ આનંદ થશે.
\s5
\v 8 અથવા, ધારો કે એક સ્ત્રી પાસે ચાંદીનાં અતિ મૂલ્યવાન દસ સિક્કા છે અને પછી તેમાંના એકને તે ગુમાવે છે. ચોક્કસ તે દીવો સળગાવશે અને ઘર વાળીને, જ્યાં સુધી તેને તે ન મળે ત્યાં સુધી તે ધ્યાનથી શોધશે.
\v 9 જ્યારે તેને તે મળશે, ત્યારે તે તેના મિત્રો અને પાડોશીઓને બોલાવશે અને તેઓને કહેશે કે, "મારી સાથે ઘણો આનંદ કરો, કારણ કે મારો ખોવાયેલો સિક્કો મને પાછો મળ્યો છે!'
\v 10 હું તમને કહું છું, આવી જ રીતે, જ્યારે એક પાપી વ્યક્તિ તેના પાપોમાંથી પસ્તાવો કરે છે ત્યારે સ્વર્ગમાં ઈશ્વરના દૂતો મધ્યે વધુ આનંદ થશે."
\s5
\v 11 પછી ઈસુએ બોલવાનું ચાલુ રાખતા કહ્યું, "એક વખતે એક માણસ હતો જેને બે દીકરા હતા.
\v 12 એક દિવસ નાના દીકરાએ તેના પિતાને કહ્યું, 'પિતા, મને હવે તમારી મિલકતનો તે હિસ્સો આપો જે જ્યારે તમે મરણ પામશો ત્યારે મને મળનાર છે.' તેથી પિતાએ તેના બે પુત્રો વચ્ચે પોતાની સંપત્તિ વહેંચી આપી.
\s5
\v 13 માત્ર થોડા દિવસો પછી, નાના દીકરાએ પોતાની માલિકીની બધી જ સંપત્તિ એકત્ર કરી અને દૂર દેશમાં ચાલ્યો ગયો. તે દેશમાં તેણે તેનાં બધા જ નાણાં મૂર્ખતામાં નકામી રીતે, અનૈતિક રીતે ખર્ચી નાખ્યાં.
\v 14 તેણે તેના બધાં નાણાંં ખર્ચ્યા પછી, સમગ્ર દેશમાં ભયંકર દુકાળ પડયો. ટૂંક સમયમાં જ તેની પાસે ગુજારો કરવા માટે કઈ જ ન હતું.
\s5
\v 15 તેથી, તે દેશમાં રહેતા એક માણસ પાસે ગયો અને તેને નોકરી પર રાખવા કહ્યું. તેથી તે માણસે તેને તેના ખેતરમાં ભૂંડો ચરાવવા મોકલ્યો.
\v 16 થોડા સમય પછી તે એટલો ભૂખ્યો થયો કે તેને ભૂંડો જે શિંગો ખાય છે તે ખાવાની ખૂબ ઇચ્છા થઈ, પણ કોઈએ તેને કંઈ પણ આપ્યું નહિ.
\s5
\v 17 આખરે તેણે સ્પષ્ટપણે વિચાર્યું કે તેણે કેટલી મૂર્ખતા કરી છે અને તેણે પોતાની જાતને કહ્યું: 'મારા પિતાના ભાડૂતી નોકરોને ખાવા માટે પૂરતા ખોરાક કરતાં પણ વધારે ખોરાક મળે છે, પણ અહીં હું મરણ પામી રહ્યો છું કારણ કે મારી પાસે ખાવા માટે કશું નથી!
\v 18 તેથી હું આ જગ્યા છોડી દઈને મારા પિતા પાસે પાછો જઈશ. હું તેમને કહીશ, "પિતા, મેં ઈશ્વર વિરુદ્ધ અને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.
\v 19 હવે હું તમારો દીકરો કહેવાવાને યોગ્ય નથી; કૃપા કરીને મને તમારા નોકરોમાંના એક તરીકે કામ કરવા માટે નોકરી આપો."'
\s5
\v 20 તેથી તે ત્યાંથી નીકળી ગયો અને પોતાના પિતાના ઘરે પાછા જવાનું શરૂ કર્યું. પરંતુ જ્યારે તે હજુ તેના ઘરથી ઘણો દૂર હતો, ત્યારે તેના પિતાએ તેને જોયો અને તેમને તેના પ્રત્યે ખૂબ કરુણા આવી. તે પોતાના દીકરા પાસે દોડી ગયો અને તેને ભેટી પડયો અને તેને ગાલ પર ચુંબન કર્યું.
\v 21 તેના દીકરાએ તેને કહ્યું, 'પિતા, મેં ઈશ્વર વિરુદ્ધ અને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. તેથી હવેથી હું તમારો દીકરો કહેવાવાને લાયક નથી.'
\s5
\v 22 પરંતુ તેના પિતાએ તેના સેવકોને કહ્યું; 'ઝડપથી જાઓ અને મારો શ્રેષ્ઠ ઝભ્ભો લાવો અને મારા દીકરાને પહેરાવો. વળી તેની આંગળીએ વીંટી પહેરાવો અને પગે ચંપલ પહેરાવો!
\v 23 અને આપણા ખાસ પ્રસંગ માટે પાળેલા વાછરડાને લાવો અને કાપો, કે આપણે તેને ખાઈએ અને ઉજાણી કરીએ!
\v 24 આપણે ઉજાણી કરવી જોઈએ કારણ કે આ મારો દીકરો જે મરેલા જેવો હતો, પણ તે હવે ફરી જીવતો થયો છે! તે ખોવાયેલો હતો, પણ હવે પાછો મળ્યો છે!' તેથી તેઓ બધા ઉજાણી કરવા લાગ્યા.
\s5
\v 25 જ્યારે આ બધું બન્યું, ત્યારે પિતાનો મોટો દીકરો ખેતરમાં કામ કરતો હતો. તેણે કામ પૂરું કર્યા બાદ તે ઘરની નજીક આવ્યો ત્યારે, તેણે લોકોને નાચતાં અને ગીતો ગાતાં અને વાજિંત્રો વગાડતા સાંભળ્યા.
\v 26 તેણે નોકરોમાંથી એકને બોલાવીને જે થઇ રહ્યું હતું તે વિષે પૂછ્યું.
\v 27 નોકરે તેને કહ્યું, 'તારો ભાઈ ઘરે પાછો આવ્યો છે. તારા પિતાએ અમને વાછરડાને કાપીને ઉજવણી કરવા કહ્યું છે, કારણ કે તારો ભાઈ સલામત અને તંદુરસ્ત પાછો આવ્યો છે.'
\s5
\v 28 પરંતુ મોટો ભાઈ ગુસ્સે થયો અને તે ઘરમાં જવા માંગતો ન હતો. તેથી તેના પિતા બહાર આવ્યા અને તેને તેમની સાથે અંદર આવવા વિનંતી કરી.
\v 29 પરંતુ તેણે તેના પિતાને કહ્યું, 'સાંભળો! આ બધાં વર્ષો મેં તમારા માટે એક ગુલામની માફક સખત મહેનત કરી છે. તમે જે બધું કરવાનું કહ્યું તેનું મેં હંમેશા પાલન કર્યું છે. પણ તમે મારે માટે એક નાનો બકરો પણ આપ્યો નહિ કે હું મારા મિત્રો સાથે ઉજવણી કરું.
\v 30 પરંતુ હવે તમારો તે દીકરો જેણે ગણિકાઓ પાછળ તમારી બધી મિલકત વાપરી નાખી છે, તે ઘરે પાછો આવ્યો છે, ત્યારે તમે તમારા ચાકરોને કહ્યું કે ઉજવણી કરવા ખાસ પ્રસંગ માટે પાળેલા વાછરડાને કાપો!
\s5
\v 31 પરંતુ તેના પિતાએ તેને કહ્યું, 'મારા દીકરા, તું હંમેશાં મારી સાથે રહે છે, અને મારી પાસે જે છે તે તારું જ છે.
\v 32 પરંતુ આપણા માટે આનંદ કરવો અને ઉજવણી કરવી એ યોગ્ય છે, કારણ કે તારો ભાઈ જાણે મરણ પામ્યો હતો અને ફરીથી જીવતો થયો છે! તે જાણે ખોવાઈ ગયો હતો અને હવે પાછો મળ્યો છે!'"
\s5
\c 16
\p
\v 1 ઈસુએ તેમના શિષ્યોને આ પણ કહ્યું, "એક શ્રીમંત માણસ હતો તેની પાસે ઘરનો કારભારી હતો. એક દિવસ કોઈએ તે શ્રીમંત માણસને કહ્યું કે તે કારભારી તેની સંપત્તિનો ખોટી રીતે વહીવટ કરી રહ્યો છે જેના કારણથી તે શ્રીમંત માણસને પોતાની સંપત્તિ ગુમાવવી પડી રહી છે.
\v 2 તેથી તેણે તે કારભારીને બોલાવ્યો અને તેને કહ્યું કે, 'તું જે કરે છે તે ખરાબ છે! તેં અત્યાર સુધી જે કારભાર કર્યો તેનો મને લેખિત અહેવાલ આપ, કારણ કે તું હવે પછી મારો કારભારી રહી શકીશ નહિ!'
\s5
\v 3 પછી તે કારભારીએ પોતે મનમાં કહ્યું, 'મારો માલિક મને તેના કારભારી તરીકે કાઢી મૂકવાનો છે, માટે મારે શું કરવું એ વિચારવું જોઈએ. હું ખાડા ખોદવાની મજૂરી માટે સક્ષમ નથી, અને મને નાણાં માટે ભીખ માગવાની શરમ આવે છે.
\v 4 મને ખબર છે હું શું કરીશ, જેથી જ્યારે મારો માલિક મને મારા કારભારીપણામાંથી કાઢી નાખે ત્યારે લોકો મને તેમના ઘરે લઇ જાય અને મને પૂરું પાડે!'
\s5
\v 5 તેથી જેમણે તેના માલિકના નાણાં લીધાં હતાં તેઓને તેણે એક પછી એક બોલાવ્યા. તેણે પહેલી વ્યક્તિને પૂછ્યું, 'તારી પાસે મારા માલિકનું કેટલું લેણું છે?'
\v 6 તે માણસે જવાબ આપ્યો, 'ત્રણ હજાર લીટર જૈતુન તેલ.' કારભારીએ તેને કહ્યું, 'આ તારો હિસાબ લઈને બેસ અને જલદીથી તેને પંદરસો લીટરમાં ફેરવી નાખ!'
\v 7 તેણે બીજી વ્યક્તિને કહ્યું, તારી પાસે કેટલું લેણું છે?' તે માણસે જવાબ આપ્યો, 'ઘઉંની હજાર ટોપલીઓ.' કારભારીએ તેને કહ્યું, 'આ તારો હિસાબ લે અને જલદીથી તેને આઠસો ટોપલીઓમાં ફેરવી નાખ!'
\s5
\v 8 જ્યારે કારભારીએ જે કર્યું હતું તે માલિકે જાણ્યું, ત્યારે તેણે તે અપ્રામાણિક કારભારીને હોશિયારીપૂર્વક વર્તવા બદલ વખાણ્યો. એ સત્ય છે કે પોતાની આસપાસના લોકો સાથે સંબંધ રાખવામાં આ દુનિયાના લોકો ઈશ્વરના લોકો કરતાં વધારે હોંશિયાર હોય છે.
\v 9 હું તમને કહું છું કે, આ જગતમાંના તમારા પૈસા તમારા માટે મિત્રો બનાવવા વાપરો. પછી જ્યારે તે પૈસા જતા રહેશે, ત્યારે તમારી પાસે એવા મિત્રો હશે કે જેઓ સનાતન ઘરમાં તમને આવકારશે.
\s5
\v 10 જે લોકો નાણાંની બાબતોમાં વિશ્વાસુ રીતે વહીવટ કરે છે તેઓ પર બીજી ઘણી બાબતો માટે પણ વિશ્વાસ કરવામાં આવશે. બિનમહત્વપૂર્ણ ફરજોમાં જેઓ અપ્રામાણિક છે તેવા લોકો મહત્વપૂર્ણ બાબતોમાં પણ અપ્રામાણિક હશે.
\v 11 તેથી ઈશ્વરે આ જગતમાંથી તમને આપેલાં નાણાંનો જો તમે પ્રામાણિકપણે વહીવટ કર્યો નહીં હોય, તો તેઓ તમને સ્વર્ગની સંપત્તિ આપશે નહિ.
\v 12 અને જો તમે બીજા લોકોની વસ્તુઓનો વિશ્વાસપૂર્વક વહીવટ કર્યો નહીં હોય, તો તમને વહીવટ કરવા માટે તમારી પોતાની વસ્તુઓ કોણ આપશે?
\s5
\v 13 કોઈ નોકર એક જ સમયે બે અલગ અલગ માલિકની સેવા કરી શકતો નથી. જો તે તેમ કરવા પ્રયત્ન કરે છે તો તે તેઓમાંના એકને ધિક્કારશે અને બીજાને પ્રેમ કરશે, અથવા તે તેઓમાંથી એકને વફાદાર રહેશે અને બીજાને ધિક્કારશે. જો તમે નાણાં અને અન્ય માલ મિલકત ખરીદવા માટે તમારું જીવન ફાળવી રહ્યા છો તો તમે તમારા જીવનને ઈશ્વરની સેવા માટે સમર્પિત કરી શકતા નથી."
\s5
\v 14 જ્યારે ફરોશીઓ કે જેઓ ત્યાં હતા તેઓએ ઈસુને તે પ્રમાણે બોલતા સાંભળ્યા, ત્યારે તેઓ તેમની મશ્કરી કરવા લાગ્યા કારણ કે તેઓને નાણાં કમાવાનું ગમતું હતું.
\v 15 પરંતુ ઈસુએ તેઓને કહ્યું, "તમે પ્રયત્ન કરો છો કે બીજા લોકો એવું વિચારે કે તમે ન્યાયી છો, પણ ઈશ્વર તમારા હૃદયોને જાણે છે. યાદ રાખો કે લોકો એવી બાબતોની પ્રશંસા કરે છે કે જે તેમને બહુ જ અગત્યની લાગે છે, પણ ઈશ્વર તેમને ધિક્કારપાત્ર ગણે છે.
\s5
\v 16 યોહાન બાપ્તિસ્મી આવ્યો ત્યાં સુધી, ઈશ્વરે મૂસાને જે નિયમો આપ્યા અને પ્રબોધાકોએ જે લખ્યું તેને પ્રગટ કરવામાં આવ્યું. ત્યારથી હું પ્રચાર કરી રહ્યો છું કે ઈશ્વર ટુંક સમયમાં પોતાને રાજા તરીકે પ્રગટ કરશે. ઘણા લોકો તે સંદેશો સ્વીકારી રહ્યા છે અને ઘણી જ આતુરતાથી ઈશ્વરને તેમનાં જીવનો પર રાજ કરવા કહી રહ્યા છે.
\v 17 ઈશ્વરના બધા જ નિયમો, જેમાના કેટલાક જે મામૂલી લાગે છે, તેઓ સ્વર્ગ અને પૃથ્વી કરતાં વધુ કાયમી છે.
\s5
\v 18 જો કોઈ માણસ પોતાની પત્નીને છૂટાછેડા આપે છે અને બીજી સ્ત્રી સાથે લગ્ન કરે છે, તો તે વ્યભિચાર કરે છે, અને જે કોઈ માણસ તેના પતિથી છૂટાછેડા લીધેલી સ્ત્રી સાથે લગ્ન કરે છે તો તે પણ વ્યભિચાર કરે છે."
\s5
\v 19 ઈસુએ કહ્યું, "એક વખત એક ધનવાન માણસ હતો જે સુંદર જાંબલી રંગના અને શણનાં વસ્ત્રો પહેરતો હતો. અને દરરોજ મોંઘુ જમણ આપતો હતો.
\v 20 અને એક ગરીબ માણસ જેનું નામ લાજરસ હતું તે ધનવાન માણસના ઘરના દરવાજા પાસે દરરોજ પડયો રહેતો હતો. લાજરસનું આખું શરીર ફોલ્લાથી ઢંકાયેલું હતું.
\v 21 તે એટલો ભૂખ્યો હતો કે તે ધનવાન માણસની મેજ પરથી પડતા ખોરાકના ટુકડા ખાવાને ઇચ્છતો. વળી, આ ઓછું હોય તેમ, કૂતરાઓ આવતા અને તેના ફોલ્લા ચાટતા હતા.
\s5
\v 22 આખરે તે ગરીબ માણસ મરણ પામ્યો. પછી તેને દૂતો દ્વારા તેના પૂર્વજ ઇબ્રાહિમ પાસે લઇ જવામાં આવ્યો. ધનવાન માણસ પણ મરણ પામ્યો અને તેનું શરીર દફનાવવામાં આવ્યું.
\v 23 મરણ પામેલાઓની જગ્યામાં, ધનવાન માણસ ખૂબ દુઃખ સહન કરી રહ્યો હતો. તેણે ઉપર જોયું અને દૂરથી ઇબ્રાહિમને જોયો અને લાજરસને ઇબ્રાહિમની ખૂબ જ નજીક બેઠેલો જોયો.
\s5
\v 24 તેથી ધનવાન માણસે બૂમ પાડી, 'પિતા ઇબ્રાહિમ, હું આ અગ્નિમાં ખૂબ જ પીડા પામું છું! તેથી કૃપા કરીને મારા પર દયા કરો, અને લાજરસને અહીં મોકલી આપો કે જેથી તે પોતાની આંગળી પાણીમાં ડુબાડીને મારી જીભને ઠંડી કરે!'
\s5
\v 25 પરંતુ ઇબ્રાહિમે જવાબ આપ્યો, 'દીકરા, યાદ રાખ કે જ્યારે તું પૃથ્વી પર જીવતો હતો ત્યારે તેં ઘણી સારી વસ્તુઓનો આનંદ માણ્યો હતો. પરંતુ લાજરસ અતિ દુઃખી હતો. હવે તે અહીં ખુશ છે, અને તું પિડાય છે.
\v 26 તે ઉપરાંત, ઈશ્વરે તારી અને અમારી વચ્ચે એક વિશાળ ખીણ મૂકી છે. તેથી જે લોકો અહીંથી જ્યાં તું છે, ત્યાં આવી શકતા નથી. વળી, ત્યાંથી કોઈપણ અહી જ્યાં અમે છીએ ત્યાં પાર પણ કરી શકે નહિ.'
\s5
\v 27 પછી ધનવાન માણસે કહ્યું, 'જો એવું હશે તો, પિતા ઇબ્રાહિમ, હું તમને કહું છું કે લાજરસને મારા પિતાના ઘરે મોકલો.
\v 28 મારે પાંચ ભાઈઓ છે જેઓ ત્યાં રહે છે. તેમને ચેતવણી આપવા કહો કે જેથી તેઓ પણ આ સ્થળ પર ન આવે, જ્યાં મને ભારે પીડા થાય છે!'
\s5
\v 29 પરંતુ ઈબ્રાહિમે જવાબ આપ્યો, 'ના, હું એમ નહિ કરું, તારા ભાઈઓ પાસે મૂસા અને પ્રબોધકોએ જે લાંબા સમય પહેલા લખ્યું હતું તે છે. તેઓએ તે લખેલું પાળવું જોઈએ!'
\v 30 પરંતુ ધનવાન માણસે જવાબ આપ્યો, 'ના, પિતા ઇબ્રાહિમ, તે પૂરતું નહિ હોય! પરંતુ જો મરણ પામેલામાંથી કોઈ તેમની પાસે જાય અને તેમને ચેતવણી આપે તો તેઓ તેમના પાપી વર્તનથી ફરશે.'
\v 31 ઇબ્રાહિમે તેને કહ્યું, 'ના! જો તેઓ મૂસા અને પ્રબોધકોએ લખેલું સાંભળતા ન હોય, તો જો કોઈ મરણમાંથી પાછું ઊઠે અને તેમને ચેતવણી આપે તો પણ તેઓ હજુપણ ખાતરીપૂર્વક માનશે નહિ અને તેમના પાપી વર્તનથી ફરશે નહિ.'"
\s5
\c 17
\p
\v 1 ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, "જે બાબતો લોકોને પાપ કરવા પરીક્ષણમાં પાડે છે તેમ ચોક્કસ થશે, પરંતુ જે કોઈ તેમ થવાનું કારણ બને છે તેના માટે તે કેટલું ભયંકર હશે!
\v 2 જો કોઈ વ્યક્તિ વિશ્વાસમાં નબળા માણસને પાપ કરવાનું કારણ બને, તો તે વ્યક્તિ માટે તેના ગળામાં એક મોટો પથ્થર બાંધીને તેને સમુદ્રમાં ફેંકી દીધો હોય તે વધુ સારું રહેશે.
\s5
\v 3 તમે કેવી રીતે વર્તો છો તે વિશે સાવચેત રહો. જો તમારા ભાઈઓમાંથી કોઈએ પાપ કર્યું હોય, તો તમારે તેને ઠપકો આપવો જોઈએ. જો તે કહે કે તે પાપ કરવાને લીધે દિલગીર છે અને તે તમને તેને માફી આપવા માટે કહે તો તમારે તેને માફ કરવો.
\v 4 જો તે એક જ દિવસમાં સાત વાર તમારી વિરુદ્ધ પાપ કરે, તોપણ જો તે દરેક વાર તમારી પાસે આવે અને કહે કે, 'મેં જે કર્યું તે માટે હું દિલગીર છું,' તો તમારે તેને માફ કરવાનું ચાલુ રાખવું જોઈએ."
\s5
\v 5 પછી પ્રેરિતોએ પ્રભુને કહ્યું, "અમને વધુ વિશ્વાસ આપો!"
\v 6 પ્રભુએ પણ જવાબ આપ્યો, "જો તમે આ રાઈના નાના દાણા જેટલો પણ વિશ્વાસ કર્યો હોત, તો તમે આ શેતુરના ઝાડને કહી શક્યા હોત, 'તારા મૂળ સાથે આ જમીનમાંથી ઊખડી જા અને પોતાને સમુદ્રમાં રોપ, અને તેણે તમારું માન્યુ હોત!"
\s5
\v 7 ઈસુએ આ પણ કહ્યું, "ધારો કે તમારામાંના કોઈને એક નોકર છે જે તમારા ખેતરોમાં વાવણી કરે છે કે તમારા ઘેટાની સંભાળ રાખે છે. તે ખેતરમાંથી ઘરમાં આવે ત્યારે, તમે એમ નહીં કહો કે, 'તરત જ નીચે બેસ અને ખા!'
\v 8 તેને બદલે, તમે તેને કહેશો, 'મારા માટે ભોજન તૈયાર કર! પછી તારા સેવા કરવાના કપડાં પહેર અને તે મને પીરસ કે જેથી હું ખાઉં અને પીઉં! પછીથી તું ખાઈ અને પી શકશે.'
\s5
\v 9 તમે જે કામ કરવાનું કહ્યું હતું તે કરવા માટે તમે તમારા નોકરનો આભાર નહિ માનો!
\v 10 તેવી જ રીતે, જ્યારે તમે ઈશ્વરે જેમ કરવાનું કહ્યું હતું તેમ કર્યું છે, ત્યારે તમારે કહેવું જોઈએ કે, 'અમે ફક્ત ઈશ્વરના સેવકો છીએ અને અમે લાયક નથી કે તેઓ અમારો આભાર માને. અમે ફક્ત તે જ કામ કર્યું છે જે તેમણે અમને કરવા માટે કહ્યું હતું.'"
\s5
\v 11 જ્યારે ઈસુ અને તેમના શિષ્યો યરુશાલેમ તરફના રસ્તા પર ચાલતા હતા, ત્યારે તેઓ સમરૂન અને ગાલીલના પ્રદેશો વચ્ચેના વિસ્તારમાંથી જઈ રહ્યા હતા.
\v 12 જેવા ઈસુ એક ગામમાં પ્રવેશ્યા કે, દસ કોઢી તેમની પાસે આવ્યા, પરંતુ તેઓ થોડે દૂર જ ઊભા હતા.
\v 13 તેઓએ કહ્યું, "ઈસુ, ગુરૂજી, કૃપા કરીને અમારા પર દયા કરો!"
\s5
\v 14 જ્યારે તેમણે તેઓને જોયા ત્યારે, તેમણે તેઓને કહ્યું કે, "જાઓ અને પોતાને યાજકોને બતાવો." તેથી તેઓ ગયા, અને તેઓ જતા હતા ત્યારે, તેઓ સાજા થઇ ગયા.
\v 15 પછી તેઓમાંથી એક, જ્યારે તેણે જોયું કે તે સાજો થયો હતો ત્યારે, તે મોટેથી ઈશ્વરની સ્તુતિ કરતો પાછો વળ્યો.
\v 16 તે ઈસુ પાસે આવ્યો અને જમીન પર નમીને ઈસુના પગે પડ્યો, અને તેમનો આભાર માન્યો. આ માણસ એક સમરૂની હતો.
\s5
\v 17 પછી ઈસુએ કહ્યું, "મેં દસ કોઢીયાઓને સાજા કર્યા! શા માટે બીજા નવ પાછા ન આવ્યા?
\v 18 આ વિદેશી માણસ એક જ એવો હતો જે ઈશ્વરનો આભાર માનવા પાછો આવ્યો; બીજામાંથી કોઈ પાછો આવ્યો નહી!"
\v 19 પછી તેણે તે માણસને કહ્યું, "ઊઠ અને તારા રસ્તે જા. ઈશ્વરે તને સાજો કર્યો છે કારણ કે તેં મારામાં વિશ્વાસ રાખ્યો છે."
\s5
\v 20 એક દિવસે કેટલાક ફરોશીઓએ ઈસુને પૂછ્યું "ઈશ્વર સર્વ પર રાજ કરવાનું ક્યારે શરૂ કરશે?" તેમણે જવાબ આપ્યો, "તે એવું નથી કે જે લોકો પોતાની આંખોથી જોઈ શકે.
\v 21 લોકો એવું કહી શકશે નહિ કે, 'જુઓ! તેઓ અહીં રાજ કરે છે! કે 'તેઓ ત્યાં રાજ કરે છે!' કારણ કે તમે જે વિચારો છો તેનાથી વિપરીત, ઈશ્વરે તમારામાં રાજ કરવાનું શરૂ કરી દીધું છે."
\s5
\v 22 ઈસુએ તેમના શિષ્યોને કહ્યું, "એવો સમય આવશે કે જ્યારે તમે મને, માણસના દીકરાને, શક્તિપૂર્વક રાજ કરતાં જોવા ઇચ્છશો. પણ તમે તે જોઈ નહિ શકો.
\v 23 લોકો તમને કહેશે, 'જુઓ, મસીહ ત્યાં છે!' અથવા તેઓ કહેશે 'જુઓ, તે અહીં છે!' જ્યારે તેઓ તેમ કહે, ત્યારે તેમને અનુસરશો નહીં.
\v 24 કારણ કે જ્યારે વીજળી ઝબકે છે અને આકાશને એક બાજુથી બીજી બાજુ તરફ પ્રકાશિત કરે છે, ત્યારે દરેક તેને જોઈ શકે છે. એ જ રીતે જ્યારે હું, માણસનો દીકરો, ફરી પાછો આવીશ, ત્યારે બધા મને જોશે.
\s5
\v 25 પરંતુ આવું થાય તે અગાઉ, મારે ઘણી રીતે પીડાવું પડશે, અને લોકો દ્વારા મને નકારવામાં આવશે.
\v 26 પરંતુ જ્યારે હું, માણસનો દીકરો, ફરીથી આવીશ, ત્યારે લોકો નૂહના સમયમાં જે કરતા હતા તે જ પ્રમાણે કરતા હશે.
\v 27 તે સમયે નૂહ અને તેના કુટુંબીજનો મોટા વહાણમાં પ્રવેશ્યા તે દિવસ સુધી, લોકોએ હંમેશની જેમ ખાધું અને પીધું, અને તેઓએ હંમેશની જેમ લગ્ન કર્યા. પરંતુ પછી પૂર આવ્યું અને જેઓ વહાણમાં ન હતા તે બધા લોકોનો નાશ થયો.
\s5
\v 28 તેવી જ રીતે, જ્યારે લોત સદોમ શહેરમાં રહેતો હતો, ત્યારે ત્યાંના લોકો હંમેશની જેમ ખાતા અને પીતા હતા. તેઓ વસ્તુઓ ખરીદતા અને વસ્તુઓ વેચતા હતા. તેઓ હંમેશની જેમ પાક ઉગાડતા અને ઘરો બાંધતા હતા.
\v 29 પરંતુ લોતે સદોમ છોડ્યું તે દિવસે, આકાશમાંથી અગ્નિ અને બળતો ગંધક નીચે આવ્યા અને શહેરમાં રહેનારા બધાનો નાશ થયો.
\s5
\v 30 તેવી જ રીતે, જ્યારે હું, માણસનો દીકરો, પૃથ્વી પર પાછો આવીશ, ત્યારે લોકો તૈયાર નહિ હોય.
\v 31 તે દિવસે, જેઓ પોતાના ઘરોની બહાર હોય, અને તેમની બધી જ વસ્તુઓ જે ઘરોની અંદર હોય, તેઓએ અંદર જઈને પોતાની સાથે તે લેવા માટે સમય બગાડવો નહીં. એ જ રીતે, જે લોકો ખેતરમાં હોય તેઓએ કશું લેવા પાછા ન જવું; તેઓએ ઝડપથી નાસી જવું.
\s5
\v 32 યાદ રાખો કે લોતની પત્નીનું શું થયું!
\v 33 જે કોઈ પોતાની રીતે જીવવાનું ચાલુ રાખે છે તે મરશે જ. પરંતુ જે કોઈ મારા માટે પોતાનો જીવવાનો માર્ગ છોડશે તે હમેશાં જીવશે.
\s5
\v 34 હું તમને આ કહું છું: તે રાતે જ્યારે હું પાછો આવીશ, ત્યારે એક પલંગ પર બે વ્યક્તિઓ સૂતેલી હશે. તેમાંથી જે મારા પર વિશ્વાસ કરતી હશે તેને લઇ લેવામાં આવશે અને બીજીને પડતી મૂકાશે.
\v 35-36 બે સ્ત્રીઓ એકસાથે અનાજ દળતી હશે; તેમાંથી એક લેવાશે અને બીજી પડતી મુકાશે.
\v 37 તેમના શિષ્યોએ તેમને કહ્યું, "પ્રભુ, તે ક્યાં થશે?" તેમણે તેઓને ઉત્તર આપ્યો, "જ્યાં મૃત શરીર હોય, ત્યાં ગીધ ખાવા એકઠાં થશે."
\s5
\c 18
\p
\v 1 ઈસુએ તેમના શિષ્યોને બીજું ઉદાહરણ આપીને સમજાવ્યું કે તેઓએ સતત પ્રાર્થના કરવી જોઈએ અને જો ઈશ્વર તરત જ જવાબ ન આપે તો પણ નાહિંમત થવું નહિ.
\v 2 તેમણે કહ્યું, "કોઈ એક શહેરમાં એક ન્યાયાધીશ હતો તે ઈશ્વરનો આદર કરતો ન હતો અને માણસોની પરવા કરતો ન હતો.
\s5
\v 3 તે શહેરમાં એક વિધવા હતી તે પેલા ન્યાયાધીશ પાસે આવ્યા કરતી અને કહેતી, 'કૃપા કરીને ન્યાયાલયમાં જે વ્યક્તિ મારી વિરુદ્ધમાં છે તેનાથી મને ન્યાય અપાવ.
\v 4 લાંબા સમય સુધી તે ન્યાયાધીશ તેને મદદ કરવા રાજી ન હતો. પરંતુ પછી, તેણે મનમાં કહ્યું, 'હું ઈશ્વરનો આદર કરતો નથી અને માણસોની પરવા કરતો નથી,
\v 5 પરંતુ આ વિધવા મને હેરાન કરે છે! તેથી હું તેના મુકાદમાનો ન્યાય કરીશ અને ખાતરી કરીશ કે તેની સાથે યોગ્ય વ્યવહાર થાય, કારણ કે જો હું તે ન કરું, તો તે સતત મારી પાસે આવ્યા કરશે અને મને થકવી નાખશે!'"
\s5
\v 6 પછી ઈસુએ કહ્યું, "અન્યાયી ન્યાયાધીશે જે કહ્યું તેને ધ્યાનથી વિચારો.
\v 7 વધુમાં નિશ્ચે ઈશ્વર, જેઓ ન્યાયી છે, તેઓ તેમના પસંદ કરેલા લોકો, કે જે તેમને આગ્રહથી દિવસ અને રાત વિનંતી કરે છે તેમને ન્યાય આપશે! અને તેઓ હંમેશા તેમની માટે ધીરજ રાખે છે.
\v 8 હું તમને કહ્યું છું, ઈશ્વર જલદી તેમના પસંદ કરેલાનો ન્યાય કરશે! તેમ છતાં જ્યારે હું, માણસનો દીકરો, પૃથ્વી પર પાછો આવીશ, ત્યારે એવા ઘણા લોકો હશે જેઓ મારા પર વિશ્વાસ નહિ કરતાં હોય."
\s5
\v 9 પછી ઈસુએ અમુક લોકો જેઓ પોતાને ન્યાયી ગણતા અને બીજાઓનો તિરસ્કાર કરતા હતા તેઓને પણ આ વાત કહી.
\v 10 તેમણે કહ્યું, "બે માણસો યરુશાલેમના મંદિરમાં પ્રાર્થના કરવા ગયા. તેમાંનો એક ફરોશી હતો. બીજો લોકો પાસેથી રોમન સરકાર માટે કર ઉઘરાવતો હતો તે હતો.
\s5
\v 11 પછી ફરોશીએ ઊભા રહીને પોતાના માટે આ પ્રમાણે પ્રાર્થના કરી, 'ઓ ઈશ્વર, હું તમારો આભાર માનું છું કે હું બીજા લોકોના જેવો નથી. કેટલાક બીજા પાસેથી પૈસા ચોરી લે છે, કેટલાક લોકો બીજાઓ સાથે અયોગ્ય રીતે વર્તે છે અને કેટલાક વ્યભિચાર કરે છે. હું તેમાંની એકપણ બાબત કરતો નથી. અને હું અવશ્ય આ કર ઉઘરાવનાર જેવો પાપી નથી તે તો લોકોને છેતરે છે!
\v 12 હું દર અઠવાડિયે બે દિવસ ઉપવાસ કરું છું અને હું જે કમાઉ છું તેના દસ ટકા ભક્તિસ્થાનમાં આપું છું!'
\s5
\v 13 પરંતુ કર ઉઘરાવનાર વ્યક્તિ બીજા લોકોથી અને ભક્તિસ્થાનની પરસાળથી દૂર ઊભો રહ્યો. તેણે સ્વર્ગ તરફ પણ ન જોયું. તેના બદલે, તેણે છાતી કુટીને કહ્યું, 'ઓ ઈશ્વર, મહેરબાની કરીને મારા પર દયા કરો અને મને માફ કરો, કારણ કે હું અતિશય પાપી છું!'"
\v 14 પછી ઈસુએ કહ્યું, "હું કહું છું કે જેવો તે ઘરે જવા નીકળ્યો તેવામાં જ તે કર ઉઘરાવનાર પાપની માફી પામ્યો, પરંતુ ફરોશી નહિ. કારણ કે જે દરેક પોતાને ઊંચો કરે છે તેને નમ્ર બનાવવામાં આવશે અને જે દરેક નમ્ર છે તેમને ઊંચાં કરવામાં આવશે."
\s5
\v 15 એક દિવસ લોકો પોતાના બાળકોને ઈસુ પાસે લાવતા હતા કે તેઓ પોતાનો હાથ તેમના પર મૂકે અને તેમને આશીર્વાદ આપે. જ્યારે શિષ્યોએ તે જોયું ત્યારે, તેઓએ તેમને તેવું ન કરવા કહ્યું.
\v 16 પરંતુ ઈસુએ બાળકોને પોતાની પાસે લાવવા કહ્યું. તેમણે કહ્યું, "નાનાં બાળકોને મારી પાસે આવવા દો! તેઓને રોકશો નહીં! આ બાળકોની જેમ જેઓ નમ્ર અને વિશ્વાસુ લોકો છે તેઓ પર ઈશ્વર રાજ કરવા સંમત થશે.
\v 17 હું તમને ખરેખર કહું છું કે જે કોઈ ઈશ્વરને પોતાના પર રાજ કરવા માટે બાળકના જેવી નમ્રતાથી સ્વીકારતું નથી, તેવા લોકોને ઈશ્વર કોઈપણ રીતે સ્વીકારશે નહીં."
\s5
\v 18 એક વખત યહૂદી આગેવાને ઈસુને પૂછ્યું, "ભલા ગુરુજી, અનંતજીવન પામવા માટે મારે શું કરવું જોઈએ?"
\v 19 ઈસુએ તેને કહ્યું, "તું મને સારો કેમ કહે છે? માત્ર ઈશ્વર જ ખરેખર સારા છે!
\v 20 તારા પ્રશ્નનાં જવાબમાં, તું અવશ્ય જાણે છે કે ઈશ્વરે મૂસાને જે આજ્ઞાઓ આપી તે આપણે પાળવી જોઈએ: 'વ્યભિચાર કરવો નહીં, કોઈનું ખૂન કરવું નહીં, ચોરી કરવી નહીં, ખોટી સાક્ષી આપવી નહીં, તારા માતા-પિતાનું સન્માન કરવું.'"
\v 21 તે માણસે કહ્યું, "તે બધી આજ્ઞાઓ તો હું મારા બાળપણથી પાળતો આવ્યો છું."
\s5
\v 22 જ્યારે ઈસુએ તેને તે કહેતા સાંભળ્યો ત્યારે, તેમણે તેને જવાબ આપ્યો, "તારે હજુ એક બાબત કરવાની જરૂર છે. તારું બધું વેચી નાખ. પછી તે નાણાંં એવા લોકોને આપી દે કે જેઓને જીવન ગુજારો કરવા માટે બહુ જ થોડી જોગવાઈઓ છે. તેનું પરિણામ એ આવશે કે તું સ્વર્ગમાં આત્મિક સંપતિ પામશે. પછી આવ અને મારો શિષ્ય બની જા!."
\v 23 તે માણસે તેવું સાંભળ્યું ત્યારે તે બહુ દુઃખી થયો, કારણ કે તે ઘણો ધનવાન હતો.
\s5
\v 24 જ્યારે ઈસુએ જોયું કે તે માણસ કેવો દુઃખી હતો ત્યારે, તેઓ પોતે પણ ઘણા દુઃખી થયા. તેમણે કહ્યું, "જેઓ ધનવાન છે તેઓ માટે ઈશ્વર તેઓનાં જીવન પર રાજ કરે તે બાબત સ્વીકારવી અઘરી છે."
\v 25 હકીકતમાં, ધનવાન માણસ જે ઈશ્વરને પોતાનાં જીવન પર રાજ કરવા દે તેના કરતાંં ઊંટને સોયના નાકામાં થઈને જવું સહેલું છે."
\s5
\v 26 જેઓએ ઈસુને એવું કહેતા સાંભળ્યા તેઓએ જવાબ આપ્યો, "તો પછી એવું જણાય છે કે કોઈ બચી શકે નહિ!"
\v 27 પરંતુ ઈસુએ કહ્યું, "જે બાબત લોકો માટે અશક્ય છે તે ઈશ્વરને શક્ય છે."
\s5
\v 28 પછી પિતરે કહ્યું, "જુઓ, તમારા શિષ્ય બનવા માટે અમે અમારી પાસે જે હતું તે બધું છોડ્યું છે.
\v 29 ઈસુએ તેમને કહ્યું, "હા, અને હું તમને તે પણ કહું છું કે જેઓએ પોતાના ઘરનો, પોતાની પત્નીનો, પોતાના ભાઈઓનો, પોતાના માતાપિતા, કે પોતાના બાળકોનો ત્યાગ ઈશ્વરની ઇચ્છાને આધીન થવા કર્યો છે
\v 30 તેઓએ આ જીવનમાં જે છોડ્યું છે તેના બદલામાં વધારે પાછું પ્રાપ્ત કરશે, અને આવનાર યુગમાં તેઓ અનંતજીવન પ્રાપ્ત કરશે."
\s5
\v 31 ઈસુ બાર શિષ્યોને પોતાની સાથે એક જગ્યાએ લઈ ગયા અને તેઓને કહ્યું, "ધ્યાનથી સાંભળો, હવે આપણે યરુશાલેમ જઈએ છીએ. જ્યારે આપણે ત્યાં હોઈશું, ત્યારે જે બાબતો પ્રબોધકો એ ઘણા સમય અગાઉ મારા વિષે એટલે કે, માણસના દીકરા વિષે, લખી છે તે પૂર્ણ થશે.
\v 32 મારા શત્રુઓ મને બિન-યહૂદીઓની સત્તાને હવાલે કરશે. તેઓ મારી મશ્કરી કરશે, મારી સાથે ધિક્કારપૂર્વક વર્તન કરશે અને મારા પર થૂંકશે.
\v 33 તેઓ મને કોરડા મારશે, અને પછી તેઓ મને મારી નાખશે. પરંતુ, તે પછી ત્રીજા દિવસે હું પાછો સજીવન થઈશ."
\s5
\v 34 પરંતુ શિષ્યોને તેમણે જે કહ્યું તે તેમના સમજવામાં આવ્યું નહિ. તેઓ જે કહી રહ્યા હતા તેનો અર્થ ઈશ્વરે તેમને સમજવા દીધો નહિ.
\s5
\v 35 જેવા ઈસુ અને તેમના શિષ્યો યરીખો શહેરની નજીક આવ્યા, ત્યારે ત્યાં એક અંધ માણસ રસ્તાની બાજુમાં બેઠેલો હતો. તે નાણાંં માટે ભીખ માગતો હતો.
\v 36 જ્યારે તેણે પસાર થતા લોકોની ભીડનો અવાજ સંભાળ્યો, ત્યારે તેણે કોઈકને પૂછ્યું, "આ શું થઈ રહ્યું છે?"
\v 37 તેઓએ તેને કહ્યું, "ઈસુ, જે નાસરેથના છે, તેઓ પસાર થઈ રહ્યા છે."
\s5
\v 38 તેણે બૂમ પાડી, "ઈસુ, તમે જેઓ દાઉદ રાજાના વંશજ છો, મારા પર દયા કરો!"
\v 39 જેઓ ટોળાની આગળ ચાલતા હતા તેઓએ તેને ધમકાવ્યો અને તેને શાંત રહેવા કહ્યું. પરંતુ તેણે વધુ મોટેથી બૂમ પાડતા કહ્યું, "તમે જેઓ દાઉદ રાજાના વંશજ છો, મારા પર દયા કરો!"
\s5
\v 40 ઈસુ ઊભા રહ્યા અને લોકોને આજ્ઞા કરી કે તે માણસને તેમની પાસે લાવે. જ્યારે તે અંધ માણસ નજીક આવ્યો ત્યારે, ઈસુએ તેને પૂછ્યું,
\v 41 "તું શું ઇચ્છે છે કે હું તારે માટે તે કરું?" તેણે કહ્યું, "પ્રભુ, હું ઇચ્છું છું કે તમે મને જોવા માટે સક્ષમ કરો!"
\s5
\v 42 ઈસુએ તેને કહ્યું, "તો દેખતો થા! કારણ કે તેં મારામાં વિશ્વાસ કર્યો છે, તેથી મેં તને સાજો કર્યો છે!"
\v 43 તરત જ તે જોવા માટે સક્ષમ થયો. અને તે પ્રભુની સ્તુતિ કરતો, ઈસુની સાથે ગયો. અને જ્યારે બધા લોકોએ આ જોયું ત્યારે, તેઓએ પણ પ્રભુની સ્તુતિ કરી.
\s5
\c 19
\p
\v 1 ઈસુ યરીખોમાં પ્રવેશ્યા અને શહેરમાંથી પસાર થઈ રહ્યા હતા.
\v 2 ત્યાં જાખ્ખી નામે એક માણસ હતો. તે કર ઉઘરાવવાની જવાબદારી બજાવતો હતો અને તે ઘણો ધનવાન હતો.
\s5
\v 3 તે ઈસુને જોવા ઇચ્છતો હતો પરંતુ ભીડને લીધે જોઈ શકતો ન હતો. કેમ કે તે ખૂબ જ નીચા કદનો માણસ હતો અને ઈસુની આસપાસ ઘણા લોકો હતા.
\v 4 તેથી તે રસ્તામાં આગળ વધ્યો. અને ગુલ્લર ઝાડ પર ચઢ્યો કે જેથી જ્યારે ઈસુ નજીક આવે ત્યારે તે તેમને જોઈ શકે.
\s5
\v 5 જ્યારે ઈસુ ત્યાં આવ્યા ત્યારે, તેમણે ઉપર જોયું અને તેને કહ્યું, "જાખ્ખી, જલદી નીચે આવ, આજે રાત્રે મારે તારા ઘરે રહેવાનું છે!"
\v 6 તેથી તે ઝડપથી નીચે ઊતર્યો. તે ઈસુને પોતાના ઘરમાં આવકારવા માટે ખુશ હતો.
\v 7 પરંતુ જે લોકોએ ઈસુને ત્યાં જતા જોયા હતા તેઓએ કચકચ કરીને કહ્યું, "જુઓ, ઈસુ એક અતિશય પાપીના ઘરે મહેમાન બનવા ગયા છે!"
\s5
\v 8 પછી તેઓ જમતા હતા એટલામાં તરત જ જાખ્ખી ઊભો થયો અને ઈસુને કહ્યું, "પ્રભુ, હું ઈચ્છું છું કે તમે જાણો કે મારી પાસે જે સંપત્તિ છે તેનો અડધો ભાગ હું ગરીબ લોકોને આપવા જઈ રહ્યો છું. અને જે લોકોને મેં છેતર્યા છે, તેઓની પાસેથી મેળવેલી રકમની ચાર ગણી હું તેમને પાછી ચૂકવીશ.
\v 9 ઈસુએ તેને કહ્યું, "આજે ઈશ્વરે આ કુટુંબને બચાવ્યું છે, કારણ કે આ માણસે દર્શાવ્યું છે કે તે ખરેખર ઇબ્રાહિમનો વંશજ છે.
\v 10 આ યાદ રાખો કે: હું, માણસનો દીકરો, તારા જેવા લોકો કે જેઓ ઈશ્વરથી ભટકી ગયા છે તેઓને શોધવા અને બચાવવા આવ્યો છું."
\s5
\v 11 ઈસુએ જે સર્વ કહ્યું તે લોકો સાંભળી રહ્યા હતા. ઈસુ યરુશાલેમની નજીક આવ્યા, ત્યારે ઈસુએ તેઓને બીજી એક વાર્તા કહેવાનું નક્કી કર્યું. લોકો વિચારતા હતા કે જેવા ઈસુ યરુશાલેમમાં પ્રવેશ કરશે કે ટૂંક સમયમાં તેઓ ઈશ્વરના લોકો પર રાજા તરીકે રાજ કરવાનું ચાલુ કરશે, પણ ઈસુ આ વિચારને સુધારવા માગતા હતા.
\v 12 તેમણે કહ્યું, "એક રાજકુમાર દૂર દેશમાં જવા માટે તૈયાર થયો કે જેથી તે મહારાજા સાથે જઈને પોતે જે દેશમાં રહેતો હતો ત્યાં રાજા બનવાનો અધિકાર મેળવે. રાજા બનવાનો અધિકાર મેળવ્યા પછી, તે પોતાના લોકો પર રાજ કરવા પાછો આવશે.
\s5
\v 13 તેના ગયા અગાઉ, તેણે પોતાના ચાકરોમાંના દસને બોલાવ્યા. તેણે દરેકને સરખાં નાણા આપ્યાં. તેણે તેઓને કહ્યું, 'હું આવું ત્યાં સુધી આ નાણાંં વડે વ્યાપાર કરો!' પછી તે ચાલ્યો ગયો.
\v 14 પરંતુ તે દેશના ઘણા લોકો તેને ધિક્કારતા હતા. તેથી તેમણે કેટલાક સંદેશવાહકોને તેનો પીછો કરવા મોકલ્યા અને મહારાજાને કહેવડાવ્યું, 'અમને આ માણસ અમારા રાજા તરીકે જોઈતો નથી!'
\v 15 પરંતુ તેને કોઈક રીતે રાજા બનાવામાં આવ્યો. પછી તે નવા રાજા તરીકે પાછો આવ્યો. ત્યારબાદ તેણે જે ચાકરોને નાણાંં આપ્યાં હતાં તેઓને બોલાવ્યા. તેને જાણવું હતું કે તેઓ તેના આપેલા નાણાંંના વ્યાપારથી કેટલું કમાયા હતા.
\s5
\v 16 પહેલા માણસે તેની પાસે આવીને કહ્યું, 'સાહેબ, તારા નાણાંંથી હું દસ ગણું કમાયો છું!'
\v 17 તેણે તે માણસને કહ્યું, 'તું સારો ચાકર છે! તેં ખૂબ સરસ કામ કર્યું છે! કારણ કે તેં વિશ્વાસુપણે થોડા નાણાંંની કાળજી લીધી છે, હું તને દસ શહેરોનો રાજા બનાવીશ.'
\s5
\v 18 પછી બીજો ચાકર આવ્યો અને કહ્યું, 'સાહેબ, તમે મને જે નાણાંં આપ્યાં હતાં તેનું મૂલ્ય હવે પાંચ ગણું થયું છે!'
\v 19 તેણે તે ચાકરને પણ કહ્યું, 'શાબાશ! હું તને પાંચ શહેરો પર રાજા ઠરાવીશ.'
\s5
\v 20 પછી ત્રીજો ચાકર આવ્યો. તેણે કહ્યું, 'સાહેબ, આ રહ્યાં તમારાં નાણાંં. મેં તેને કપડાંમાં વીંટાળીને સંતાડી રાખ્યા હતાં કે જેથી તે સલામત રહે.
\v 21 હું ગભરાઈ ગયો હતો કે જો વ્યાપાર નિષ્ફળ થશે તો તમે મને શું કરશો. હું જાણું છું કે અન્ય લોકો પાસેથી જે ખરેખર પોતાનું નથી તે લેનાર એવા કઠોર માણસ તમે છો. તમે એવા ખેડૂતના જેવા છો કે જે બીજા કોઈનાં વાવેલાં અનાજની લણણી કરો.'
\s5
\v 22 તેણે તે ચાકરને કહ્યું, 'તું દુષ્ટ નોકર છે! તારા જ બોલેલા શબ્દોથી હું તને દોષિત ઠરાવીશ. તને ખબર હતી કે હું કઠોર માણસ છું, કારણ કે જે મારું નથી તે હું લઉં છું અને જે વાવ્યું નથી તેની હું લણણી કરું છું.
\v 23 તો ઓછામાં ઓછું તારે તે નાણાંં કોઈ ઉછીનાં આપનારને આપવા જોઈતાં હતાં! પછી જ્યારે હું પાછો આવત ત્યારે હું તે નાણાંં અને તેનું વ્યાજ કમાયો હોત!'
\s5
\v 24 પછી તે રાજાએ જે લોકો તેમની નજીક ઊભેલા હતા તેઓને કહ્યું, 'તેની પાસેથી નાણાંં લઈ લો અને જે નોકરે નાણાંંને દસ ઘણાં કર્યાં હતાં તેને આપી દો!'
\v 25 તેઓએ વિરોધ કર્યો, 'પણ સાહેબ, તેની પાસે પહેલેથી જ ઘણાં નાણાંં છે!'
\s5
\v 26 પણ રાજાએ કહ્યું, 'હું તમને આ કહું છું: એવા લોકો કે જેમણે જે મેળવ્યું છે તેનો યોગ્ય ઉપયોગ કર્યો છે, તેઓને હું વિશેષ આપીશ. પરંતુ એવા લોકો કે જેઓને જે મળ્યું છે તેનો યોગ્ય ઉપયોગ કર્યો નહિ હોય, તેમની પાસે જે હશે તે પણ હું તેમની પાસેથી લઈ લઈશ.
\v 27 હવે, મારા શત્રુઓ કે જેઓની એવી ઇચ્છા ન હતી કે હું તેઓ પર રાજ કરું, તેઓને લઈ આવો અને મારા દેખતા જ મારી નાખો!'"
\s5
\v 28 ઈસુએ તે બધી બાબતો કહ્યા પછી, તેમણે શિષ્યોની આગળ, યરુશાલેમના માર્ગે ચાલ્યા કર્યું.
\s5
\v 29 જ્યારે તેઓ જૈતૂન પહાડની નજીક, બેથફગે અને બેથાની ગામોની નજીક આવ્યા ત્યારે,
\v 30 તેમણે તેમના બે શિષ્યોને કહ્યું, "તમારી આગળ જે ગામ છે તેમાં પ્રવેશો. તમે તેમાં પ્રવેશશો કે તરત, તમે એક ગધેડાનું વછેરું જોશો જેના પર કોઈએ ક્યારેય સવારી કરી નથી. તેને છોડીને મારી પાસે લાવો.
\v 31 જો કોઈ તમને પૂછે, 'તમે ગધેડાને કેમ છોડો છો?' તો તેને કહેજો, 'પ્રભુને તેની જરૂર છે."
\s5
\v 32 તેથી બે શિષ્યો ગામમાં ગયા અને ઈસુએ જેમ કહ્યું હતું તે પ્રમાણે તેઓને ગધેડું મળ્યું.
\v 33 જ્યારે તેઓ તેને છોડતા હતા, ત્યારે તેના માલિકે તેઓને કહ્યું, "તમે અમારું ગધેડું કેમ છોડી રહ્યા છો?"
\v 34 તેઓએ જવાબ આપ્યો, "પ્રભુને તેની જરૂર છે."
\v 35 પછી શિષ્યો તે ગધેડુ ઈસુ પાસે લાવ્યા. તેઓએ પોતાના ઝભ્ભાઓ ગધેડાની પીઠ પર નાખ્યા કે જેથી ઈસુ તેના પર બેસે અને ઈસુને તેના પર ચઢવા માટે મદદ કરી.
\v 36 પછી જેવી તેમણે સવારી કરી કે, બીજાઓએ તેમને માન આપવા પોતાના ઝભ્ભા તેમની સામે રસ્તા પર પાથર્યા.
\s5
\v 37 પછી જ્યારે તેઓ જે રસ્તો જૈતૂન પહાડ તરફથી નીચે જતો હતો ત્યાં આવ્યા ત્યારે, તેમના શિષ્યોના આખા સમુદાયે આનંદથી મોટે અવાજે જે ચમત્કારો તેઓએ ઈસુને કરતાં જોયા હતા તેને માટે ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યા.
\v 38 તેઓ એવી બાબતો બોલતા હતા, "જે ઈશ્વરના અધિકારથી આવે છે તે આપણા રાજાને ઈશ્વર આશીર્વાદ આપો!" "સ્વર્ગમાંના ઈશ્વર અને અમારી એટલે કે તેમના લોકોની વચ્ચે શાંતિ થાઓ, અને દરેક વ્યક્તિ ઈશ્વરની સ્તુતિ કરો!"
\s5
\v 39 ટોળામાં કેટલાક ફરોશીઓ હતા તેઓએ તેમને કહ્યું, "ગુરુજી, તારા શિષ્યોને કહે કે તેઓ આ પ્રમાણે બોલવાનું બંધ કરે!"
\v 40 તેમણે જવાબ આપ્યો, "હું તમને આ કહું છું: જો આ લોકો શાંત રહેશે, તો પથ્થરો પોતે પોકારીને મારી સ્તુતિ કરશે!"
\s5
\v 41 જ્યારે ઈસુ યરુશાલેમની નજીક આવ્યા અને શહેરને જોયું ત્યારે, તેઓ ત્યાંના લોકો માટે રડ્યા.
\v 42 તેઓએ કહ્યું, "હું ઇચ્છું છું કે તમે લોકોએ જાણ્યું હોત કે કેવી રીતે ઈશ્વરની શાંતિ પામવી જોઈએ. પરંતુ હમણાં તે જાણવા તમે અસમર્થ છો.
\s5
\v 43 હું ઇચ્છું છું કે તમે આ જાણો: તમારા શત્રુઓ જલદીથી આવશે અને તમારા શહેરની આસપાસ કિલ્લેબંધી કરશે. તેઓ શહેરને ઘેરી લેશે અને બધી જ બાજુથી તેના પર હુમલો કરશે.
\v 44 તેઓ દીવાલો તોડી નાખશે અને સઘળાનો નાશ કરશે. તેઓ તમારો અને તમારાં બાળકોનો નાશ કરશે. જ્યારે તેઓ નાશ કરી નાખશે ત્યારે એક પથ્થર પર બીજો રહેવા દેશે નહિ. આ બધું થશે કારણ કે જ્યારે ઈશ્વર તમને બચાવવા આવ્યા તે સમયને તમે પારખી ન શક્યા!"
\s5
\v 45 ઈસુ યરુશાલેમમાં પ્રવેશ્યા અને ભક્તિસ્થાનના આંગણામાં ગયા. તેમણે તે જગ્યાએ જેઓ વસ્તુઓ વેચતા હતા તે લોકોને જોયા,
\v 46 અને તેઓ તેમને બહાર હાંકી કાઢવા લાગ્યા. તેઓએ તેમને કહ્યું, "શાસ્ત્રમાં લખેલું છે, 'હું ઇચ્છું છું કે મારું ઘર એવી જગ્યા હોય કે જ્યાં લોકો પ્રાર્થના કરે', પરંતુ તમે તેને ચોરોને માટે સંતાવાની જગ્યા બનાવી છે!"
\s5
\v 47 તે અઠવાડિયાના દરેક દિવસે ઈસુ ભક્તિસ્થાનના આંગણામાં લોકોને શીખવતા હતા. મુખ્ય યાજક, ધાર્મિક નિયમોના શિક્ષકો, અને બીજા યહૂદી આગેવાનો તેમને મારી નાખવાનો માર્ગ શોધવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
\v 48 પરંતુ તેઓને તેમ કરવાનો કોઈ માર્ગ મળ્યો નહિ, કારણ કે બધા જ લોકો તેમને સાંભળવા આતુર હતા.
\s5
\c 20
\p
\v 1 તે અઠવાડિયા દરમ્યાન એક દિવસે ઈસુ લોકોને મંદિરની પરસાળમાં શિક્ષણ આપતા હતા અને ઈશ્વરનો શુભ સંદેશ કહેતા હતા. તેઓ એમ કરતાં હતા ત્યારે, મુખ્ય યાજકો, યહૂદી નિયમોના શિક્ષકો, અને બીજા આગેવાનો તેમની પાસે આવ્યા.
\v 2 તેઓએ તેમને કહ્યું, "અમને કહો, આ બધી બાબતો કરવાનો તમને શો અધિકાર છે? અને તમને આ અધિકાર કોણે આપ્યો?"
\s5
\v 3 તેમણે જવાબ આપ્યો, "હું પણ તમને એક પશ્ન પૂછીશ.
\v 4 યોહાન લોકોનું બાપ્તિસ્મા કરતો હતો તેના વિશે મને કહો: તેને બાપ્તિસ્મા આપવાનો હુકમ શું ઈશ્વરે આપ્યો હતો કે માણસોએ તેને હુકમ આપ્યો હતો?"
\s5
\v 5 તેઓએ અરસપરસ આ વિશે ચર્ચા કરી. તેઓએ કહ્યું, "જો આપણે જવાબ આપીએ કે, 'ઈશ્વરે તેને હુકમ આપ્યો હતો,' તો તેઓ કહેશે, 'તો તમે તેના પર વિશ્વાસ કેમ ન કર્યો?'"
\v 6 પરંતુ જો આપણે કહીએ, 'માત્ર માણસોએ તેને બાપ્તિસ્મા આપવા કહ્યું હતું,' તો માણસો આપણને પથ્થરોથી મારી નાખશે, કારણ કે તેઓ બધા વિશ્વાસ કરે છે કે યોહાન ઈશ્વર દ્વારા મોકલાયેલો પ્રબોધક છે."
\s5
\v 7 તેથી તેઓએ જવાબ આપ્યો કે, તેઓ જાણતા નહોતા કે યોહાનને બાપ્તિસ્મા આપવાનું કોણે કહ્યું.
\v 8 પછી ઈસુએ તેઓને કહ્યું, "હું પણ તમને નહિ કહું કે મને તે બાબતો કરવા કોણે મોકલ્યો છે."
\s5
\v 9 પછી ઈસુએ લોકોને આ ઉદાહરણ કહ્યું, "એક માણસે દ્રાક્ષાવાડી રોપી. તેણે કેટલાક માણસોને તેની સંભાળ રાખવા તે ભાડે આપી. પછી તે બીજા દેશમાં ગયો અને ત્યાં લાંબો સમય રહ્યો.
\v 10 જ્યારે દ્રાક્ષની કાપણીનો સમય આવ્યો, ત્યારે તેણે દ્રાક્ષાવાડીની સંભાળ રાખનાર માણસો પાસે એક નોકર મોકલ્યો, જેથી તેઓ દ્રાક્ષાવાડીમાં જે ઉત્પન્ન થયું હોય તે દ્રાક્ષનો ભાગ આપે. પરંતુ નોકરના ત્યાં પહોંચ્યા પછી, તેઓએ તેને માર્યો અને દ્રાક્ષનો કોઇપણ હિસ્સો આપ્યા વગર પાછો મોકલી દીધો.
\s5
\v 11 પછીથી, માલિકે બીજા નોકરને મોકલ્યો. પરંતુ તેને પણ તેઓએ માર્યો અને અપમાન પણ કર્યું. તેઓએ તેને દ્રાક્ષનો હિસ્સો આપ્યા વગર પાછો મોકલી દીધો.
\v 12 હજુ ફરીથી, માલિકે બીજા નોકરને મોકલ્યો. આ ત્રીજા નોકરને તેઓએ ઘાયલ કર્યો અને દ્રાક્ષાવાડીની બહાર ફેંકી દીધો.
\s5
\v 13 તેથી દ્રાક્ષાવાડીના માલિકે પોતાને કહ્યું, 'હવે મારે શું કરવું જોઈએ? હું મારા દીકરાને મોકલીશ, કે જેને હું ખૂબ પ્રેમ કરું છું. કદાચ તેઓ તેને માન આપશે.'
\v 14 તેથી તેણે તેના દીકરાને મોકલ્યો, પરંતુ જ્યારે દ્રાક્ષાવાડીની સંભાળ રાખતા માણસોએ તેને આવતો જોયો, ત્યારે તેઓએ એકબીજાને કહ્યું, 'એક દિવસ જે દ્રાક્ષાવાડીનો વારસ થશે તે માણસ આવે છે! ચાલો આપણે તેને મારી નાખીએ કે જેથી કદાચ આ દ્રાક્ષાવાડી આપણી બની જાય!'
\s5
\v 15 તેથી તેઓ તેને દ્રાક્ષાવાડીની બહાર ઘસડી ગયા અને તેઓએ તેને મારી નાખ્યો. તેથી હું તમને કહીશ કે દ્રાક્ષાવાડીનો માલિક તેમની સાથે શું કરશે!
\v 16 તે આવશે અને જે માણસો દ્રાક્ષાવાડીની સંભાળ રાખતા હતા તેઓને મારી નાખશે. પછી તે તેની સંભાળ રાખવા બીજા લોકોની વ્યવસ્થા કરશે." ઈસુને સાંભળનારા લોકોએ જ્યારે આ સાંભળ્યું, ત્યારે તેઓએ કહ્યું, "આવી પરિસ્થિતિ ક્યારેય ન બને!"
\s5
\v 17 પરંતુ ઈસુએ તેમની તરફ સીધું જોતા કહ્યું, "તમે એમ કહી શકો, પરંતુ શાસ્ત્રવચનમાં જે લખવામાં આવ્યા છે તે શબ્દોના અર્થ વિશે વિચારો, 'જે પથ્થરને બાંધનારાઓએ નકાર્યો તે ઇમારતનો સૌથી અગત્યનો પથ્થર બન્યો.
\v 18 જે બધા આ પથ્થર પર પડશે તેના તૂટીને ટુકડા થઈ જશે, અને તે જેના પર પડશે તેને તે છૂદી નાખશે."
\s5
\v 19 મુખ્ય યાજકો અને યહૂદી નિયમના શિક્ષકોને ભાન થયું કે જ્યારે તેઓ દુષ્ટ માણસોની વાર્તા કહી રહ્યા હતા ત્યારે તેઓ તેમના પર આરોપ મૂકતા હતા. તેથી તેઓ તરત જ તેમની ધરપકડ માટેનો માર્ગ શોધવાનો પ્રયાસ કરવા લાગ્યા, પરંતુ તેઓએ તેમની ધરપકડ કરી નહિ, કારણ કે જો તેઓ તેમ કરે તો લોકો શું કરશે તે વિચારીને તેઓ ડરતા હતા.
\v 20 તેથી તેઓએ તેમના પર કાળજીપૂર્વક નજર રાખી. તેઓએ જાસૂસો પણ મોકલ્યા કે જેઓ ગંભીર હોવાનો ઢોંગ કરતા હતા. પરંતુ તેઓ ખરેખર એવી ઇચ્છા રાખતા હતા કે ઈસુ કંઈ ખોટું કહે કે જેથી તેઓ તેમના પર આરોપ મૂકી શકે. તેઓ તેમને પ્રાંતના રાજ્યપાલને સોંપી દેવા માગતા હતા.
\s5
\v 21 તેથી તેઓમાંના એક જાસૂસે તેમને પૂછ્યું, "શિક્ષક, અમે જાણીએ છીએ કે તમે જે સાચું છે તે બોલો છો અને શીખવો છો. જો કે અગત્યના લોકોને ન ગમે તોપણ તમે સત્ય જ કહો છો. ઈશ્વર આપણી પાસે શું કરાવવા ઇચ્છે છે તે સત્યતાથી તમે શીખવો છો.
\v 22 તેથી અમને જણાવો કે તમે આ બાબતે શું વિચારો છો: શું આપણે રોમન સરકારને કર ભરીએ છીએ એ યોગ્ય છે કે નહીં?"
\s5
\v 23 પરંતુ તેઓ જાણતા હતા કે તેઓ તેમને યહૂદીઓ સામે, કે જેઓને કર ભરવાનું પસંદ ન હતું, અથવા રોમન સરકાર સામે મુશ્કેલીમાં મૂકવા માટે છેતરવાનો પ્રયાસ કરતા હતા. તેથી તેમણે તેઓને કહ્યું,
\v 24 "મને રોમન સિક્કો બતાવો. પછી મને કહો કે તેના ઉપર કોનું ચિત્ર છે. અને મને કહો કે તેના ઉપર કોનું નામ છે." તેથી તેઓએ તેમને સિક્કો બતાવ્યો અને કહ્યું, "તેના ઉપર કાઈસાર, જે રોમન સરકારના વડા છે, તેમનું નામ અને ચિત્ર છે."
\s5
\v 25 તેમણે તેઓને કહ્યું, "તે અનુસંધાનમાં, જે સરકારનું છે તે સરકારને આપો, અને જે ઈશ્વરનું છે તે ઈશ્વરને આપો."
\v 26 જાસૂસો તેમના જવાબથી એટલા બધા અચરજ થયા કે તેઓ તેમને જવાબ ન આપી શક્યા. ઈસુએ તેમની આસપાસના લોકો આગળ કહ્યું તેમાં એવું કંઈ જ ન હતું કે જેમાંથી જાસૂસો કંઈ ખોટું શોધી શકે.
\s5
\v 27 તે પછી, કેટલાંક સદૂકીઓ ઈસુ પાસે આવ્યા. તેઓ યહૂદીઓનું એવું જૂથ છે કે જેઓ એમ કહે છે કે કોઈ મરણમાંથી પાછુ ઉઠશે નહિ.
\v 28 તેઓ પણ ઈસુને એક પ્રશ્ન પૂછવા ઇચ્છતા હતા. તેઓમાંના એકે તેમને કહ્યું, "ગુરુજી, મૂસાએ આપણા યહૂદીઓ માટે લખ્યું હતું કે જો કોઈ માણસ કે જેની પત્ની હોય પણ તેને કોઈ બાળકો ન હોય અને તે મરણ પામે, તો તેના ભાઈએ વિધવા સાથે લગ્ન કરવું જોઈએ કે જેથી તે સ્ત્રીને તેના દ્વારા બાળક થાય. આ રીતે, લોકો એવું માનશે કે તે બાળક મરણ પામેલા માણસનો વંશજ છે.
\s5
\v 29 હવે, એક કુટુંબમાં સાત ભાઈઓ હતા. સૌથી મોટાએ એક સ્ત્રી સાથે લગ્ન કર્યાં, પરંતુ તેને અને તેની પત્નીને કોઈ બાળકો ન હતાં. પછીથી તે મરણ પામ્યો.
\v 30 બીજો ભાઈ આ નિયમને અનુસર્યો અને વિધવા સાથે લગ્ન કર્યાં, પરંતુ તેની સાથે પણ તેવું જ બન્યું.
\v 31 પછી ત્રીજા ભાઈએ તેની સાથે લગ્ન કર્યાં, પરંતુ તેની સાથે પણ ફરીથી તેવું જ બન્યું. સાતેય ભાઈઓએ, એક પછી એક, તે સ્ત્રી સાથે લગ્ન કર્યાં, પરંતુ તેઓને બાળકો થયા નહિ, અને એક પછી એક તેઓ મરણ પામ્યાં.
\v 32 ત્યારબાદ, તે સ્ત્રી પણ, મરણ પામી.
\v 33 તેથી, જો તે સાચું હોય કે એવો સમય આવશે કે મરણ પામેલ લોકો ફરીથી સજીવન થશે, ત્યારે તે સ્ત્રી કોની પત્ની બનશે? યાદ રાખો કે તેણે સાતેય ભાઈઓ સાથે લગ્ન કર્યાં હતાં!"
\s5
\v 34 ઈસુએ તેઓને જવાબ આપ્યો, "આ જગતમાં, પુરુષો પત્નીઓ કરે છે, અને લોકો તેમની દીકરીઓ લગ્ન માટે પુરુષોને આપે છે.
\v 35 પરંતુ જે લોકોને ઈશ્વર મરણમાંથી સજીવન થયા પછી સ્વર્ગમાં રહેવાને યોગ્ય ગણે છે તેઓ લગ્ન કરશે નહીં.
\v 36 વળી, તેઓ હવે મરણ પામશે નહીં, કારણ કે તેઓ દૂતોનાં જેવા અમર રહેશે. હકીકત એ છે કે ઈશ્વર તેમને ફરીથી પાછા ઉઠાડશે તે બતાવશે કે તેઓ તેમના બાળકો છે.
\s5
\v 37 પરંતુ ઝાડવા સંબંધી, મૂસાએ પણ ઈશ્વર કેવી રીતે મરણ પામેલાઓને જીવતા કરશે તે વિષે લખ્યું છે. જ્યાં તેણે લખ્યું છે તે જગ્યાએ, તેણે પ્રભુ કે જે ઈશ્વરનું ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ ભજન કરતા હતા તેમનો ઉલ્લેખ કર્યો છે. મરણ પામેલા લોકો ઈશ્વરનું ભજન કરતા નથી, પરંતુ જીવતા લોકો તેમનું ભજન કરે છે.
\v 38 બધા લોકો જેઓના આત્માઓ મરણ પછી ફરીથી સજીવન થાય છે તેઓ તેમને માન આપવાનું ચાલુ રાખે છે!"
\p
\s5
\v 39 યહૂદી નિયમના કેટલાક શિક્ષકોએ તેમને જવાબ આપ્યો, "શિક્ષક, તમે ખૂબ જ સારી રીતે જવાબ આપ્યો!"
\v 40 તે પછી, કોઈએ પણ તેમને ફસાવવા માટે વધુ એકપણ પશ્ન પૂછવાની હિંમત કરી નહિ.
\p
\s5
\v 41 પછી ઈસુએ તેમને કહ્યું, "હું તમને બતાવીશ કે જ્યારે લોકો કહે કે મસીહા માત્ર દાઉદ રાજાના વંશજ છે, ત્યારે તેઓ ખોટા છે!
\v 42 દાઉદે પોતે ગીતશાસ્ત્રના પુસ્તકમાં મસીહા વિશે લખ્યું છે,
\q ઈશ્વરે મારા પ્રભુને કહ્યું,
\q 'મારી જમણી બાજુએ આવીને બેસ, જ્યાં હું તને ખૂબ માન આપીશ.
\q
\v 43 જ્યાં સુધી હું સંપૂર્ણ રીતે તારા દુશ્મનોને હરાવું નહી ત્યાં સુધી અહીં બેસ.'
\p
\v 44 દાઉદ રાજા મસીહને 'મારા પ્રભુ' કહે છે! તેથી મસીહ માત્ર દાઉદ રાજાના વંશજ હોઈ શકે નહિ! મેં જે હમણાં કહ્યું તે સાબિત કરે છે કે તેઓ દાઉદ કરતા ઘણા વધારે છે, ખરું ને?
\s5
\v 45 જ્યારે બાકીના બધા જ લોકો સાંભળી રહયા હતા ત્યારે, ઈસુએ તેમના શિષ્યોને કહ્યું,
\v 46 "સાવચેત રહો કે તમે યહૂદી નિયમ શીખવનાર માણસો જેવું વર્તન ન કરો. તેઓને લાંબા ઝભ્ભા પહેરીને ફરવાનું ગમે છે કે જેથી લોકો વિચારે કે તેઓ ઘણા મહત્વના છે. લોકો તેમને બજારમાં આદરપૂર્વક સલામ પાઠવે તેવું પણ તેઓને ગમે છે. તેમને સભાસ્થાનોમાં અગત્યની જગ્યાઓએ બેસવાનું ગમે છે. રાત્રિ જમણમાં તેઓને એવી જગ્યાઓએ બેસવાનું ગમે છે જે જગ્યાઓએ સૌથી માનનીય લોકો બેસતા હોય.
\v 47 તેઓ વિધવાઓની બધી જ સંપત્તિ ચોરી લે છે. પછી તેઓ જાહેરમાં લાંબા સમય સુધી પ્રાર્થના કરે છે. ઈશ્વર ચોક્કસ તેઓને ગંભીર સજા કરશે."
\s5
\c 21
\p
\v 1 ઈસુ જ્યાં બેઠા હતા ત્યાંથી તેઓ જોતા હતા અને ધનવાન લોકો પોતાની ભેટો સભાસ્થાનની દાન પેટીમાં મૂકતા હતા તે પર ધ્યાન આપતા હતા.
\v 2 તેમણે જોયું કે એક ગરીબ વિધવાએ તદ્દન ઓછી કિંમતના બે સિક્કા મૂક્યા.
\v 3 અને તેઓએ તેમના શિષ્યોને કહ્યું, "સત્ય એ છે કે આ ગરીબ વિધવાએ દાન પેટીમાં બીજા ધનવાન લોકો કરતાં વધારે નાણાંં મૂક્યાં છે.
\v 4 કારણ કે તેઓ બધા પાસે ઘણાં નાણાંં છે, પરંતુ તેઓએ તેમાંનો નાનો ભાગ આપ્યો છે. પરંતુ આ વિધવા, જે ખૂબ ગરીબ છે, તેણે જે જરૂરનું છે તે ખરીદવા માટેનાં જેટલાં નાણાંં પોતાની પાસે હતાં તે બધાં આપી દીધાં.
\s5
\v 5 ઈસુના કેટલાક શિષ્યો આ બાબત વિશે વાત કરતાં હતા કે લોકો દ્વારા આપવામાં આવેલા સુંદર પથ્થરો અને સજાવટથી ભક્તિસ્થાનને કેવું શણગારવામાં આવ્યું હતું. પરંતુ ઈસુએ કહ્યું,
\v 6 "તમે આ જે જુઓ છો તેનો સંપૂર્ણ નાશ કરવામાં આવશે. હા, એવો સમય આવે છે કે જ્યારે આ પથ્થરોમાંનો એકપણ બીજા પથ્થર પર રહેવા દેવામાં નહિ આવે."
\s5
\v 7 પછી તેઓએ તેમને પૂછ્યું, "શિક્ષક, આ બધું ક્યારે થશે? અને એવું તો શું થશે કે જે બતાવે કે આ બધું હવે થવાનું છે?"
\v 8 ઈસુએ જવાબ આપ્યો, "સાવધાન રહો કે કોઈ તમને છેતરે નહિ. કારણ કે ઘણા લોકો આવશે અને હું તે છું એમ હોવાનો દરેક દાવો કરશે. દરેક પોતા માટે કહેશે, 'હું મસીહ છું!' તેઓ એમ પણ કહેશે, 'સમય લગભગ આવી ચૂક્યો છે, જ્યારે ઈશ્વર રાજા તરીકે રાજ કરશે!' તેઓના શિષ્ય બનવા તેઓનું અનુકરણ કરશો નહિ!
\v 9 તે ઉપરાંત, જ્યારે તમે યુદ્ધ વિશે અને લોકો એકબીજા સાથે લડતા હોય તેવું સાંભળો, ત્યારે બીશો નહિ. કારણ કે આ બધું દુનિયાનો અંત આવે તે અગાઉ થવું જ જોઈએ
\s5
\v 10 "વિવિધ લોકોના જૂથો એક બીજા પર હુમલો કરશે, અને વિવિધ રાજાઓ એકબીજા સાથે યુદ્ધ કરશે.
\v 11 અને ઘણી જગ્યાએ મોટા ધરતીકંપ તેમ જ દુકાળ અને ભયંકર રોગો પણ થશે. ઘણી બાબતો બનશે કે જેનાથી લોકો ખૂબ જ ભયભીત થશે, અને લોકો આકાશમાં વિચિત્ર બાબતો જોશે કે જે બતાવશે કે કંઇક મહત્વનું બનવાનું છે.
\s5
\v 12 પરંતુ આ સઘળું બને તે અગાઉ, તેઓ તમારી ધરપકડ કરશે, તમારી સાથે ખરાબ વર્તન કરશે અને તમને સભાસ્થાનમાં તપાસ માટે સોંપશે અને તમને કેદખાનામાં નાંખશે. તેઓ તમને રાજાની હજૂરમાં અને ઉચ્ચ સરકારી અધિકારીઓની હજૂરમાં તપાસને માટે સોંપશે કારણ કે તમે મને અનુસરો છો.
\v 13 તે સમય તમારા માટે એવો સમય હશે કે તમે તેઓને મારા વિશે સત્ય કહો.
\s5
\v 14 માટે તમે સમય પહેલા ચિંતા ન કરવાનું નક્કી કરો કે અમે અમારા બચાવમાં શું કહીશું.
\v 15 કારણ કે હું તમને યોગ્ય શબ્દો અને ડહાપણ આપીશ જેથી તમે જાણો કે તમારે શું બોલવું જોઈએ. જેના પરિણામે, જેઓ તમારા પર આરોપ મૂકે છે તેઓ તમે ખોટા છો તેમ ન કહી શકે.
\s5
\v 16 તથા તમારા માતા-પિતા, ભાઈઓ, બીજા સંબંધીઓ અને મિત્રો પણ તમારો વિશ્વાસઘાત કરશે, અને તેઓ તમારામાંના ઘણાને મારી નાખશે.
\v 17 સામાન્ય રીતે, બધા તમારો ધિક્કાર કરશે કારણ કે તમે મારા પર વિશ્વાસ કરો છો.
\v 18 પરંતુ તમારા માથા પરના એક પણ વાળનો નાશ નહિ થાય.
\v 19 જો તમે અઘરા સમયોમાંથી પસાર થાઓ અને ઈશ્વર પરના તમારા વિશ્વાસને સાબિત કરો, તો તમે તમારી જાતને બચાવશો."
\s5
\v 20 "જ્યારે તમે સૈન્યને યરુશાલેમની આસપાસ જોશો, ત્યારે તમે જાણશો કે તેઓ જલ્દીથી યરુશાલેમ શહેરનો નાશ કરશે.
\v 21 તે સમયે તમારામાંના જેઓ યહૂદિયાના પ્રદેશોમાં હોય તેઓએ પહાડો પર નાસી જવું. અને તમારામાંના જે આ શહેરમાં હોય તેઓએ જતા રહેવું. તમારામાંના જે નજીકના ગામોમાં હોય તેઓએ શહેરમાં ન જવું.
\v 22 કારણ કે આ તે સમય હશે જ્યારે ઈશ્વર આ શહેરને શિક્ષા કરશે; જ્યારે તેઓ એ કરશે, ત્યારે શાસ્ત્રવચનમાં લખેલા શબ્દો સાચા પડશે.
\s5
\v 23 સગર્ભા મહિલાઓ માટે અને જેઓ પોતાના બાળકોને સ્તનપાન કરાવતી હશે તેઓ માટે તે કેટલું ભયંકર હશે, કારણ કે દેશમાં ભારે પીડા હશે, અને તેના લોકોને પુષ્કળ સહન કરવું પડશે કારણ કે ઈશ્વર તેઓથી ક્રોધિત હશે.
\v 24 તેઓમાંના ઘણા મરણ પામશે કારણ કે સૈનિકો તેમના પર હથિયારથી હુમલો કરશે. અન્ય લોકોને ગુલામ બનાવવામાં આવશે અને તેઓને દુનિયાનાં અનેક સ્થળોએ મોકલવામાં આવશે. જ્યાં સુધી ઈશ્વર મંજૂરી આપશે ત્યાં સુધી બિનયહૂદી સૈનિકો યરુશાલેમની શેરીઓમાં કૂચ કરવાનું ચાલુ રાખશે."
\s5
\v 25 "આ સમયે, સૂર્ય, ચંદ્ર અને તારાઓના સબંધમાં વિચિત્ર બિનાઓ બનશે. અને પૃથ્વી પર, લોકોનાં જૂથો ઘણાં જ ભયભીત થઇ જશે, અને ગર્જના કરતા સમુદ્ર અને તેના વિશાળ મોજાંઓના કારણથી તેઓ મૂંઝાશે.
\v 26 લોકો એટલા ગભરાશે કે તેઓ બેભાન થઈ જશે, કારણ કે તેઓ રાહ જોઈ રહ્યા હશે કે દુનિયામાં હવે પછી બીજું શું થશે. આકાશના તારાઓને તેમનુ અસલ સ્થાન છોડવું પડશે.
\s5
\v 27 પછી બધા લોકો મને, માણસના દીકરાને, વાદળોમાંથી પરાક્રમ અને પુષ્કળ પ્રકાશ સહિત આવતા જોશે.
\v 28 માટે જ્યારે તે ભયંકર બાબતો બનવાનું શરુ થાય, ત્યારે સાવચેત થાઓ અને ઉપર જુઓ, કારણ કે ઈશ્વર જલદી તમારો છૂટકો કરશે."
\s5
\v 29 પછી ઈસુએ તેઓને એક ઉદાહરણ કહ્યું: "અંજીરના ઝાડ વિશે, અને બધાં વૃક્ષો વિશે પણ વિચારો.
\v 30 જ્યારે તમે જુઓ કે તેઓનાં પાંદડા ફૂટી નીકળ્યાં છે, ત્યારે તમે જાણો છો કે ઉનાળો નજીક છે.
\v 31 તે જ રીતે, જ્યારે તમે આ બધી બાબતો જે મેં તમને હમણા જ વર્ણવી તે બનતી જુઓ, ત્યાર પછી તમે જાણશો કે ઈશ્વર જલદીથી જ પોતાને રાજા તરીકે પ્રગટ કરશે.
\s5
\v 32 હું તમને સત્ય કહું છું: મેં તમને જે વર્ણવ્યું તે બધું થાય તે અગાઉ લોકોની આ પેઢીનો અંત આવશે નહિ.
\v 33 આકાશ અને પૃથ્વીનો અંત આવશે, પરંતુ મેં તમને જે કહ્યું તેનો કદી અંત આવશે નહિ.
\s5
\v 34 "તમારી જાતને કાબૂમાં રાખવાનું ધ્યાન રાખો. એવી મિજબાની કે જ્યાં લોકો અનૈતિક રીતે વર્તતા હોય, કે દારૂના નશામાં હોય ત્યાં તમે ન જાઓ. અને આ જીવનની ચિંતા તમારી સાથેઊંચકીને ના ફરો. જો તમે આ રીતે જીવશો, અને મારા પાછા આવવાની રાહ જોતા નહિ હો, અને પછી, તે જ ક્ષણે, જ્યારે હું આવીશ ત્યારે હું તમને આશ્ચર્યમાં મૂકીશ. જાણે કોઈ પ્રાણી અચાનક ફાંદામાં ફસાઈ જાય તેવી જ રીતે અચાનક હું આવીશ.
\v 35 ખરેખર, હું ચેતવણી આપ્યા વગર પાછો આવીશ, અને તે દિવસ એવી રીતે આવશે કે જ્યારે તમે મને જોવા તૈયાર નહિ હો.
\s5
\v 36 તેથી મારા આવવા માટે તમારે હંમેશાં તૈયાર રહેવું. અને હંમેશા પ્રાર્થના કરો કે તમે આ બધી અઘરી બાબતોમાંથી સલામત રીતે પસાર થઇ શકો, અને હું, માણસનો દીકરો, જ્યારે આ પૃથ્વી પર ન્યાય કરવા આવું ત્યારે તમને નિર્દોષ જાહેર કરું.
\s5
\v 37 દરેક દિવસે ઈસુ લોકોને મંદિરમાં શિક્ષણ આપતા હતા. પરંતુ દરેક સાંજે તે શહેરની બહાર આવતા અને આખી રાત જૈતૂન પહાડ પર રહેતા.
\v 38 અને વહેલી સવારે બધા લોકો ભક્તિસ્થાનમાં તેમને સાંભળવા આવતા.
\s5
\c 22
\p
\v 1 તે લગભગ બેખમીર રોટલીની ઉજવણીનો સમય હતો, જેને લોકો પાસ્ખાપર્વ પણ કહે છે.
\v 2 હવે મુખ્ય યાજકો અને યહૂદી નિયમના શિક્ષકો ઈસુને મારી નાખવાનો માર્ગ શોધી રહ્યા હતા, કારણ કે તેઓ જે લોકો તેમને અનુસરતા હતા તેઓથી બીતા હતા.
\s5
\v 3 પછી યહૂદા, જે ઈશ્કરિયોત કહેવાતો હતો અને જે બાર શિષ્યોમાંનો એક હતો તેમાં શેતાન પ્રવેશ્યો.
\v 4 તે ગયો અને મુખ્ય યાજકો અને મંદિરના રક્ષકોના અધિકારીઓ સાથે તે ઈસુને કેવી રીતે તેઓને સોંપી શકે તે વિષે વાત કરવા લાગ્યો.
\s5
\v 5 તેઓ ખૂબ ખુશ થયા કે તે તેમ કરવા ઇચ્છતો હતો. તેઓએ આ કરવા માટે તેને નાણાં ચૂકવવાની રજૂઆત કરી.
\v 6 તેથી યહૂદા સહમત થયો, અને પછી જ્યારે ઈસુની આસપાસ કોઈ ટોળું ન હોય ત્યારે તે તેમની ધરપકડ કરીને તેઓની મદદ કરવા માટે માર્ગ શોધવા લાગ્યો.
\s5
\v 7 પછી બેખમીર રોટલીના પર્વનો દિવસ આવ્યો, તે દિવસે પાસ્ખાપર્વની ઉજવણી માટે ઘેટાંની કતલ કરાતી હતી.
\v 8 તેથી ઈસુએ પિતર અને યોહાનને કહ્યું, "જાઓ અને જઈને પાસ્ખાપર્વની ઉજવણીનું ભોજન તૈયાર કરો કે જેથી આપણે સાથે જમી શકીએ."
\v 9 તેઓએ તેમને જવાબ આપ્યો, "તમારા મતે અમે જમવા માટે તૈયારી ક્યાં કરીએ?
\s5
\v 10 તેમણે જવાબ આપ્યો, "ધ્યાનથી સાંભળો. તમે જ્યારે શહેરમાં જશો, ત્યારે પાણીનું એક મોટું વાસણ ઊંચકેલો માણસ તમને મળશે; તે જે ઘરમાં પ્રવેશે તેની પાછળ તમારે જવું.
\v 11 ઘરના માલિકને કહેજો, 'અમારા શિક્ષક કહે છે તેમ જ્યાં તે પાસ્ખાપર્વનું ભોજન અમારી, એટલે તેમના શિષ્યોની સાથે જમી શકે તે ઓરડો ક્યાં છે?'
\s5
\v 12 તે તમને એક મોટો ઓરડો બતાવશે કે જે ઘરના ઉપલા માળે છે. તે સંપૂર્ણ રીતે, મહેમાનો માટેની સર્વ તૈયારી સાથે ગોઠવાયેલો હશે. આપણા માટે ત્યાં ભોજન તૈયાર કરજો."
\v 13 તેથી બે શિષ્યો શહેરમાં ગયા. ત્યારે ઈસુએ જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે બધું તેઓને મળ્યું. તેથી તેઓએ ત્યાં પાસ્ખાપર્વની ઉજવણીનું ભોજન તૈયાર કર્યું.
\s5
\v 14 જ્યારે ભોજન કરવાનો સમય થયો ત્યારે, ઈસુ આવ્યા અને પ્રેરિતો સાથે બેઠા.
\v 15 તેમણે તેઓને કહ્યું, "હું દુઃખ સહન કરું અને મરણ પામું તે પહેલાં તમારી સાથે પાસ્ખાપર્વની ઉજવણીનું આ ભોજન કરવાની મારી ઘણી ઇચ્છા હતી.
\v 16 હું તમને કહું છું, જ્યારે ઈશ્વરે પાસ્ખાપર્વમાં જે કરવાનું શરૂ કર્યું છે તે પૂર્ણ કરશે, જ્યારે ઈશ્વર દરેક જણ અને દરેક જગ્યા પર રાજ કરશે ત્યાં સુધી હું તે ફરીથી ખાનાર નથી."
\s5
\v 17 પછી તેમણે દ્રાક્ષારસનો પ્યાલો લીધો અને તેના માટે ઈશ્વરનો આભાર માન્યો. તેમણે કહ્યું, "આ લો, અને માંહોમાંહે એકબીજા સાથે વહેંચો.
\v 18 માટે હું તમને કહું છું કે જ્યાં સુધી ઈશ્વર દરેક જણ અને દરેક જગ્યા પર રાજ કરશે ત્યાં સુધી હું તે ફરીથી પીનાર નથી."
\s5
\v 19 પછી તેમણે રોટલી લીધી અને તેના માટે ઈશ્વરનો આભાર માન્યો. તેમણે તેને તોડીને ટુકડાઓ કરી તેઓને ખાવા માટે આપી. જ્યારે તેમણે તે કર્યું ત્યારે, તેમણે કહ્યું, "આ રોટલી મારું શરીર છે, જેનું હું તમારે માટે બલિદાન આપવાનો છું. હવે પછી મારા માનમાં આ પ્રમાણે કરજો."
\v 20 આવી જ રીતે, તેઓએ ભોજન કરી લીધા પછી, તેમણે દ્રાક્ષારસનો પ્યાલો લીધો અને કહ્યું, "આ નવો કરાર છે જે હું મારા પોતાના લોહી દ્વારા કરું છું, જેને તમારા માટે રેડવામાં આવશે.
\s5
\v 21 પરંતુ, જુઓ! જે માણસ મને મારા દુશ્મનોને સોંપી દેશે તે અહીં મારી સાથે જમે છે.
\v 22 ચોક્કસ, હું, માણસનો દીકરો, મરણ પામીશ, કારણ કે તે ઈશ્વરની યોજના છે. પરતું તે માણસ માટે કેટલું ભયંકર હશે કે જે મને મારા દુશ્મનોને સોંપી દેશે!"
\v 23 પછી પ્રેરિતો એકબીજાને પૂછવા લાગ્યા, "આપણામાંનો કોણ આ બાબત કરવાની યોજના કરી રહ્યો છે?"
\s5
\v 24 તે પછી, પ્રેરિતો માંહોમાંહે એકબીજા સાથે દલીલ કરવા લાગ્યા; તેઓએ કહ્યું, જ્યારે ઈસુ રાજા બનશે ત્યારે આપણામાંનો કોણ સૌથી વધુ માન પામશે?"
\v 25 ઈસુએ તેઓને જવાબ આપ્યો, "બિન યહૂદી રાષ્ટ્રોના રાજાઓને પોતે કેટલા સત્તાધારી છે તે બતાવવું ગમે છે. તેમ છતાં તેઓ પોતાની જાતને, 'લોકોને મદદ કરનાર વ્યક્તિ છે' એવું પ્રદર્શિત કરે છે.
\s5
\v 26 પરંતુ તમારે એવા શાસકો જેવા થવું નહિ! તેના બદલે, તમારામાંનો જે સૌથી વધુ માનવંત હોય તેણે તે જાણે સૌથી નાનો હોય તેમ વર્તવું, અને જે નેતાગીરી આપે તેણે સેવકની જેમ વર્તવું.
\v 27 માટે તમે જાણો કે મહત્વની વ્યક્તિ એ છે કે જે મેજ પર જમે છે, જે સેવક ખોરાક લાવે છે તે નહી. પરંતુ હું તમારો સેવક છું.
\s5
\v 28 તમે એ વ્યક્તિઓ છો જે સર્વ મુશ્કેલ બાબતો મેં સહન કરી તેમાં તમે મારી સાથે રહ્યા.
\v 29 તેથી હવે, જે રીતે મારા પિતાએ મને રાજા તરીકે રાજ કરવાને નિયુક્ત કર્યો, તે જ રીતે જ્યારે ઈશ્વર દરેક જણ પર રાજ કરશે ત્યારે હું તમને શક્તિશાળી અધિકારીઓ બનાવીશ.
\v 30 જ્યારે હું રાજા બનીશ ત્યારે તમે મારી સાથે બેસશો અને ખાશો અને પીશો. હકીકતમાં, તમે ઇઝરાયલના બાર કુળોના લોકોનો ન્યાય કરવા માટે સિંહાસન પર બેસશો."
\s5
\v 31 "સિમોન, સિમોન, સાંભળ! શેતાને જેમ કોઈ ચાળણીથી અનાજ ચાળે તેમ તારું પરીક્ષણ કરવા માટે ઈશ્વરને પૂછ્યું છે, અને ઈશ્વરે તેને તેમ કરવાની પરવાનગી આપી છે.
\v 32 પરંતુ સિમોન, મેં તારા માટે પ્રાર્થના કરી, કે જેથી તું સંપૂર્ણપણે મારા પર વિશ્વાસ કરવાનું પડતું ન મૂકે. જેથી જ્યારે તું મારી પાસે પાછો આવે ત્યારે, આ તારા ભાઈઓને, ફરીથી હિંમત આપે.
\s5
\v 33 પિતરે તેમને કહ્યું, "પ્રભુ, હું તમારી સાથે જેલમાં જવા પણ તૈયાર છું; અને હું તમારી સાથે મરવા પણ તૈયાર છું!"
\v 34 ઈસુએ જવાબ આપ્યો, "પિતર, હું તને જણાવવા માંગું છું કે આજે રાત્રે, મરઘો બોલ્યા પહેલાં, તું ત્રણ વાર કહીશ કે તું મને જાણતો નથી!"
\s5
\v 35 પછી ઈસુએ શિષ્યોને પૂછ્યું, "જ્યારે મેં તમને ગામોમાં મોકલ્યા, અને તમે કોઈ નાણાં, ખોરાક, કે ચંપલ વિના ગયા ત્યારે, શું તમારી કોઈ જરૂરિયાત હતી કે જે તમને ન મળી હોય?" તેઓએ જવાબ આપ્યો, "કંઈ જ નહીં!"
\v 36 અને તેમણે કહ્યું, "પરંતુ, હવે, જો તમારામાંના કોઈની પાસે થોડાં નાણાં હોય, તો તે તેની સાથે લઇ લે. વળી, જેની પાસે ખોરાક હોય તે તેને તેની સાથે લઇ લે, અને જેની પાસે તરવાર ન હોય તો તેણે તેનો ઝભ્ભો વેચીને તરવાર ખરીદવી!"
\s5
\v 37 હું તમને આ કહું છું કારણ કે શાસ્ત્રવચનોમાં પ્રબોધકોએ મારા વિષે જે લખ્યું છે તે પ્રમાણે થાય: 'તે લોકોએ તેને ગુનેગાર ગણ્યો.' મારા વિષે જે સર્વ શાસ્ત્રવચનોમાં લખાયું છે તે થઈ રહ્યું છે.
\v 38 શિષ્યોએ કહ્યું, "પ્રભુ, જુઓ! અમારી પાસે બે તલવારો છે!" તેમણે જવાબ આપ્યો કે, "બસ કરો, હવેથી આ પ્રમાણે વાત કરશો નહીં."
\s5
\v 39 જેમ તેઓ હંમેશાં કરતા હતા, તેમ ઈસુ શહેર છોડીને જૈતૂન પહાડ પર ગયા; તેમના શિષ્યો તેમની સાથે ગયા.
\v 40 જ્યાં તેઓ જવા માગતા હતા તે સ્થળ પાસે તેઓ આવ્યા ત્યારે, તેમણે તેઓને કહ્યું, "પ્રાર્થના કરો કે જેથી પાપ કરવા તમે પરીક્ષણમાં ન પડો, માટે ઈશ્વર તમને મદદ કરે."
\s5
\v 41 પછી તેઓ તેમનાથી લગભગ ત્રીસ મીટર દૂર ગયા, ઘૂંટણે પડ્યા અને પ્રાર્થના કરી. તેઓએ કહ્યું,
\v 42 "પિતા, હવે મારી સાથે ભયંકર બાબતો બનવાની છે: જો તમે તે ન બને તેમ ઇચ્છતા હો, તો તેમ કરો. તો પણ હું ઇચ્છું છું તેમ નહી, પરંતુ તમે ઈચ્છો છો તેમ કરજો.
\s5
\v 43 પછી સ્વર્ગમાંથી એક દૂત આવ્યો અને તેમને હિંમત આપી.
\v 44 તેઓ ઘણા પીડાતા હતા. તેથી તેમણે વધુ આગ્રહપૂર્વક પ્રાર્થના કરી. તેમનો પરસેવો જમીન પર લોહીના મોટા ટીપાની જેમ પડતો હતો.
\s5
\v 45 જ્યારે તેઓ પ્રાર્થનામાંથી ઊભા થયા, ત્યારે તેઓ તેમના શિષ્યો પાસે પાછા ફર્યા. તેમણે જોયું કે તેઓ તેમનાં દુઃખોને કારણે ખૂબ જ થાકી ગયા હતા, અને તેઓ ઊંઘતા હતા.
\v 46 તેમણે તેઓને ઉઠાડ્યા અને તેઓને કહ્યું, "તમારે ઊંઘવાનું નથી! ઊઠો! પ્રાર્થના કરો કે ઈશ્વર તમને મદદ કરે કે જેથી તમને કોઇપણ બાબત પાપ કરવા પ્રેરે નહિ."
\s5
\v 47 જ્યારે ઈસુ હજી બોલતા હતા, ત્યારે લોકોનું એક ટોળું તેમની પાસે આવ્યું. યહૂદા, બાર શિષ્યોમાંનો એક, તેમને દોરી રહ્યો હતો. તે ચૂંબન કરવા માટે ઈસુ પાસે આવ્યો.
\v 48 પરંતુ ઈસુએ તેને કહ્યું, "યહૂદા, શું તું મને, માણસના દીકરાને, મારા દુશ્મનોને સોંપી દેવા ખરેખર ચૂમીશ?"
\s5
\v 49 જ્યારે શિષ્યોને ખબર પડી કે શું બની રહ્યું છે, ત્યારે તેઓએ કહ્યું, "પ્રભુ, શું અમે અમારી તલવારથી તેમને મારીએ?"
\v 50 તેમાંના એકે મુખ્ય યાજકના નોકરને ઘા કર્યો, પરંતુ તેનો જમણો કાન જ કાપ્યો.
\v 51 પરંતુ ઈસુએ કહ્યું, "તેનાથી કંઈ વધારે કરીશ નહિ." પછી તેમણે નોકરના કાનને સ્પર્શ કર્યો અને તેને સાજો કર્યો.
\s5
\v 52-53 પછી ઈસુએ મુખ્ય યાજકો, ભક્તિસ્થાનના રક્ષકોના અધિકારીઓ, અને યહૂદી આગેવાનો જે તેમની ધરપકડ કરવા આવ્યા હતા તેમને કહ્યું, "જાણે હું લુંટારો હોઉં તેમ, તમે અહીં તલવારો અને લાકડીઓ સાથે મારી ધરપકડ કરવા આવ્યા છો તે આશ્ચર્યજનક છે. ઘણા દિવસો સુધી હું તમારી સાથે ભક્તિસ્થાનમાં હતો, પરંતુ તમે મારી ધરપકડ કરવાનો જરાય પ્રયત્ન ન કર્યો! પરંતુ આ સમય છે જેમાં તમે જે કરવા માગો છો તે કરી રહ્યા છો. આ એ પણ સમય છે જ્યારે શેતાન જે દુષ્ટ કામો કરવા ઇચ્છે છે તે કરી રહયો છે.
\s5
\v 54 તેઓએ ઈસુને પકડ્યા અને તેમને દૂર લઇ ગયા. તેઓ તેમને મુખ્ય યાજકના ઘરે લાવ્યા. પિતર દૂરથી તેમનો પીછો કરી રહ્યો હતો.
\v 55 લોકોએ આંગણાની મધ્યમાં આગ સળગાવી અને સાથે બેઠા. પિતર તેમની વચ્ચે બેઠો.
\s5
\v 56 જેવી આગ તેના પર પ્રકાશી એટલે એક દાસીએ પિતરને ત્યાં બેઠેલો જોયો. તેણે તેના તરફ ધ્યાનથી જોયું અને કહ્યું, "આ માણસ પણ જેની તેઓએ ધરપકડ કરી છે તેની સાથે હતો!"
\v 57 પરંતુ તેણે તે નકારતા કહ્યું, "બાઈ, હું તેને ઓળખતો નથી!"
\v 58 થોડા સમય પછી બીજા કોઈએ પિતરને જોયો અને કહ્યું, "જેની તેઓએ ધરપકડ કરી છે તેની સાથે જેઓ હતા તેઓમાંનો તું પણ એક છે!" પરંતુ પિતરે કહ્યું, "ભાઈ, હું તેઓમાનો એક નથી!"
\s5
\v 59 આશરે એક કલાક પછી બીજા કોઈએ મોટેથી કહ્યું, "આ માણસ જેવી રીતે બોલે છે તે બતાવે છે કે તે ગાલીલ પ્રાંતનો છે. નિશ્ચે આ માણસ પણ જેની તેઓએ ધરપકડ કરી છે તેની સાથે હતો!"
\v 60 પરંતુ પિતરે કહ્યું, "ભાઈ, તું શેના વિષે વાત કરી રહ્યો છે તે હું જાણતો નથી!" તે બોલતો હતો તેટલામાં, તરત જ મરઘો બોલ્યો.
\s5
\v 61 પ્રભુ ઈસુ પાછળ ફર્યા અને પિતર સામે જોયું. ત્યારે પ્રભુએ તેને જે કહ્યું હતું તે પિતરને યાદ આવ્યું કે, "આ રાત્રે, મરઘો બોલ્યા પહેલા, તું ત્રણ વાર મારો ઇનકાર કરીશ કે તું મને ઓળખે છે."
\v 62 અને તે આંગણામાંથી બહાર ગયો અને ભારે ખેદ સાથે રડ્યો.
\s5
\v 63 જે માણસો ઈસુની ચોકી કરી રહ્યા હતા તેઓએ તેમની મશ્કરી કરી અને તેમને માર્યા.
\v 64 તેઓએ તેમની આંખે પાટો બાંધ્યો અને તેમને કહ્યું, "તું પ્રબોધક છે તો અમને બતાવ! અમને કહે કે તને કોણે માર્યો!"
\v 65 તેઓએ તેમનું અપમાન કરતાં તેમના વિષે ઘણી ખરાબ બાબતો કહી.
\s5
\v 66 બીજી સવારે પરોઢીએ, ઘણા યહૂદી આગેવાનો એકઠાં થયા. આ જૂથમાં મુખ્ય યાજકો અને જે માણસો યહૂદી નિયમ શીખવતા હતા તેઓ હતા. તેઓ ઈસુને યહૂદી સભાગૃહમાં લઈ ગયા. ત્યાં તેઓએ તેમને કહ્યું,
\v 67 "જો તું મસીહા હોય તો, અમને કહે!" પરંતુ તેમણે જવાબ આપ્યો, "જો હું કહું કે હું તે છું, તોપણ તમે મારો વિશ્વાસ નહિ કરો.
\v 68 જો હું તમને પૂછું કે તમે મસીહા વિષે શું વિચારો છો, તો તમે જવાબ નહિ આપો.
\s5
\v 69 પરંતુ હવેથી, હું, માણસનો દીકરો, સર્વશક્તિમાન ઈશ્વરની બાજુમાં બેસીને રાજ કરીશ!"
\v 70 પછી તે બધાએ પૂછ્યું, "જો એવું હોય તો, શું તું કહે છે કે તું ઈશ્વરનો દીકરો છે?" તેમણે જવાબ આપ્યો, "હા, તમે જે કહો છો તેમ જ છે."
\v 71 પછી તેઓએ એકબીજાને કહ્યું, "આપણને ચોક્કસપણે કોઈ વધારે લોકો તેના વિરુદ્ધ સાક્ષી આપે તેની જરૂર નથી! આપણે પોતે જ તેને કહેતો સાંભળ્યો છે કે તે ઈશ્વરની સમકક્ષ છે!"
\s5
\c 23
\p
\v 1 પછી આખુ જૂથ ઊભું થયું અને લોકો તેમને રોમન રાજ્યપાલ પિલાતપાસે લઇ ગયા.
\v 2 તેઓએ પિલાતની સામે તેમના પર આરોપ મૂક્યો: "અમે આ માણસને અમારા લોકોમાં જૂઠું બોલીને મુશ્કેલી ઊભી કરતાં જોયો છે. તે લોકોને એમ કહેતો હતો કે તમારે કાઈસાર, જે રોમન સમ્રાટ છે તેમને કર આપવો નહિ. વળી, તે કહેતો હતો કે તે પોતે એક રાજા એટલે કે મસીહા છે!"
\s5
\v 3 પછી પિલાતે તેને પૂછ્યું, "શું તું યહૂદીઓનો રાજા છે?" ઈસુએ જવાબ આપ્યો, "હા, તેં જે પૂછ્યું છે તે પ્રમાણે જ છે."
\v 4 પછી પિલાતે મુખ્ય યાજકો અને ટોળાને કહ્યું, "આ માણસ કોઈ ગુનાનો અપરાધી નથી."
\v 5 પરંતુ તેઓએ ઈસુ પર દોષ મૂકવાનું ચાલુ રાખ્યું; તેઓએ કહ્યું, "તે લોકોને હુલ્લડ કરવા પ્રેરે છે! તે યહૂદીયાના બધા પ્રદેશોમાં પોતાના વિચારો શીખવતો રહ્યો છે. તેણે ગાલીલના પ્રદેશોમાંથી તે કરવાનું ચાલુ કર્યું હતું અને હવે તે અહીં પણ, તે જ પ્રમાણે કરે છે!"
\s5
\v 6 જ્યારે પિલાતે તેમના શબ્દો સાંભળ્યા ત્યારે, તેણે પૂછ્યું, "શું આ માણસ ગાલીલના જીલ્લામાંથી આવે છે?"
\v 7 પિલાતે જાણ્યું કે ઈસુ ગાલીલના હતા, કે જ્યાં હેરોદ આંતિપાસ રાજ કરતો હતો, તે કારણે તેણે ઈસુને તેની પાસે મોકલ્યો, કારણ કે હેરોદ તે સમયે યરુશાલેમમાં હતો.
\s5
\v 8 જ્યારે હેરોદે ઈસુને જોયા ત્યારે, તે ખૂબ ખુશ થયો. તે ઘણા લાંબા સમયથી ઈસુને જોવા ઇચ્છતો હતો, કારણ કે તેણે તેમના વિષે ઘણી વાતો સાંભળી હતી અને તેઓ ચમત્કાર કરે તેવું તે જોવા ઈચ્છતો હતો.
\v 9 તેથી તેણે ઈસુને ઘણા પ્રશ્નો પૂછ્યા, પરંતુ ઈસુએ તેઓમાંના એકનો પણ જવાબ આપ્યો નહિ.
\v 10 અને મુખ્ય યાજકો અને કેટલાંક યહૂદી નિયમોના નિષ્ણાતો જેઓ તેમની નજીક ઊભા હતા, તેઓએ તેમના પર દરેક પ્રકારના ગુનાના આરોપ મૂક્યા.
\s5
\v 11 પછી હેરોદ અને તેના સૈનિકોએ ઈસુની મજાક ઉડાવી. ઈસુ રાજા હોય તેવું દેખાડવા તેઓએ તેમને કિંમતી કપડાં પહેરાવ્યા. પછી હેરોદે તેમને પિલાત પાસે પાછા મોકલ્યા.
\v 12 તે સમય સુધી, હેરોદ અને પિલાતને એકબીજા સાથે ખૂબ દુશ્મનાવટ હતી, પરંતુ તે જ દિવસે તેઓ મિત્રો બન્યા.
\s5
\v 13 પછી પિલાતે મુખ્ય યાજકોને અને બીજા યહૂદી આગેવાનોને અને જે ટોળું હજુ પણ ત્યાં હતું તેના લોકોને એકત્ર કર્યા.
\v 14 તેણે તેઓને કહ્યું, "તમે આ માણસને એવું કહીને મારી પાસે લાવ્યા છો કે, તે લોકોને બળવો કરવા દોરે છે. પરંતુ હું તમને એ જણાવવા માગું છું કે તમે સાંભળતા હતા તે સમયે તેની ઊલટ તપાસ કર્યા બાદ, હું નથી માનતો કે તમે મને જે કહ્યું તે કંઈપણ બાબતમાં તે અપરાધી હોય.
\s5
\v 15 હેરોદને પણ લાગતું નથી કે તે અપરાધી છે. હું આ જાણું છું, કારણ કે તેણે તેને શિક્ષા કર્યા વગર મારી પાસે પાછો મોકલ્યો છે. તેથી આ સ્પષ્ટ છે કે તે માણસ મરણને પાત્ર નથી.
\v 16 તેથી હું મારા સૈનિકોને કહીશ કે તેઓ તેને કોરડા મારે અને પછી તેને મુક્ત કરે."
\v 17 (પિલાતે આમ કહ્યું કેમ કે તેણે પાસ્ખાપર્વની ઉજવણીમાં એક કેદીને મુક્ત કરવો પડતો હતો).
\s5
\v 18 પરંતુ સમગ્ર ટોળાએ એક સાથે બૂમ પાડતાં કહ્યું, "આ માણસને મારી નાખો! અમારે માટે બરાબાસને મુક્ત કરો!"
\v 19 હવે બરાબાસ તો તે માણસ હતો જેણે શહેરના કેટલાક લોકોને રોમન સરકાર વિરુદ્ધ બળવામાં દોર્યા હતા. તે ખૂની પણ હતો. આ બધા ગુનાઓને લીધે તે જેલમાં હતો, અને તે રાહ જોતો હતો કે તેઓ તેને મરણની શિક્ષા કરે.
\s5
\v 20 પરંતુ પિલાતની ઘણી ઇચ્છા હતી કે તે ઈસુને મુક્ત કરે, તેથી તેણે ટોળા સાથે ફરીથી વાત કરવાનો પ્રયત્ન કર્યો.
\v 21 પરંતુ તેઓ બૂમો પાડતા એમ કહેતા રહ્યા, "તેને વધસ્તંભે જડાવો! તેને વધસ્તંભે જડાવો!"
\v 22 પિલાતે ત્રીજી વાર તેઓ સાથે વાત કરી અને તેઓને પૂછ્યું, "કેમ? તેણે શો ગુનો કર્યો છે? તેણે એવું કંઈ કર્યું નથી કે જેના લીધે તેને મૃત્યુદંડ મળે. તેથી મારા સૈનિકો તેને કોરડા મારશે અને પછી તેને મુક્ત કરશે.
\s5
\v 23 પરંતુ તેઓ આગ્રહપૂર્વક મોટા અવાજે કહેતા રહ્યા કે ઈસુને વધસ્તંભ પર મરવું જોઈએ. આખરે, તેઓએ જોરથી બૂમો પાડવાની ચાલુ રાખી, અને તેઓએ પિલાતને મનાવ્યો
\v 24 કે તેઓ જે કહે છે તે તે કરે.
\v 25 જે માણસ સરકારની સામે લડ્યો હતો અને લોકોનું ખૂન કર્યું હતું કે જેના કારણે તે જેલમાં હતો તેને તેણે મુક્ત કર્યો! પછી તેણે સૈનિકોને હુકમ આપ્યો કે તેઓ ઈસુને લઇ જાય અને ટોળું જે ઇચ્છતું હોય તેમ કરે.
\s5
\v 26 હવે સિમોન નામે એક માણસ હતો, જે આફ્રિકાના કુરેની શહેરનો હતો. તે ગામમાંથી યરુશાલેમ શહેરમાં આવી રહ્યો હતો. જ્યારે સૈનિકો ઈસુને દૂર લઇ જઈ રહ્યા હતા, ત્યારે તેઓએ સિમોનને પકડ્યો. તેઓએ જે વધસ્તંભ ઈસુને ઊંચકાવ્યો હતો તે લીધો, અને પછી તેઓએ તેને સિમોનના ખભા પર મૂક્યો. તેઓએ તેને તે ઊંચકીને ઈસુની પાછળ ચાલવા કહ્યું.
\s5
\v 27 હવે મોટું ટોળું ઈસુની પાછળ ચાલતું હતું. તેમાં ઘણી સ્ત્રીઓ હતી કે જેઓ ઈસુ માટે છાતી કૂટતી અને ખૂબ વિલાપ કરતી હતી.
\v 28 ઈસુ તેઓ તરફ ફર્યા અને કહ્યું, "યરુશાલેમની સ્ત્રીઓ, મારે માટે રડશો નહિ! તેના બદલે, તમારી સાથે અને તમારાં બાળકો સાથે જે થવાનું છે તેના માટે રડો!
\s5
\v 29 હું ઇચ્છું છું કે તમે જાણો કે એવો સમય આવે છે જ્યારે લોકો કહેશે, 'જે સ્ત્રીઓએ કદી બાળકોને જન્મ આપ્યો નથી અને બાળકોને સ્તનપાન કરાવ્યું નથી તે સ્ત્રીઓ કેવી આશીર્વાદિત છે!'
\v 30 પછી આ શહેરના લોકો કહેશે, 'અમે ઇચ્છીએ છીએ કે આ પર્વતો અમારા પર આવીને પડે અને આ ટેકરીઓ અમને ઢાંકી દે!'
\v 31 મારામાં કશું ખોટું નથી તો પણ, જો મારે મરવાનું હોય, તો જે લોકો મરણને લાયક છે તેઓ સાથે ચોક્કસપણે ભયંકર બાબતો બનશે.
\s5
\v 32 બીજા બે માણસો કે જેઓ ગુનેગાર હતા તેઓ પણ તે જગ્યા તરફ જતા હતા જ્યાં તેઓ ઈસુની સાથે મરવાના હતા.
\s5
\v 33 જ્યારે તેઓ 'ખોપરી' નામની જગ્યાએ આવ્યા ત્યારે, ત્યાં તેઓએ ઈસુને ખીલા મારી વધસ્તંભે જડ્યા. તેઓએ બે ગુનેગારોને તેવું જ કર્યું. તેઓએ એકને ઈસુને જમણે હાથે અને બીજાને ડાબે હાથે જડ્યા.
\v 34 પરંતુ ઈસુએ કહ્યું, "પિતા, જે લોકોએ આ કર્યું છે તેઓને માફ કરો, કારણ કે તેઓ ખરેખર જાણતા નથી કે તેઓ કોને આ કરી રહ્યા છે." પછી સૈનિકોએ પાસા વડે જુગાર રમીને તેના વસ્ત્ર વહેંચી લેવાનું નક્કી કર્યું, કે દરેકના ભાગે કયું વસ્ત્ર આવશે.
\s5
\v 35 ઘણા લોકો તે જોતા નજીક ઊભા હતા. યહૂદી આગેવાનો પણ ઈસુની મશ્કરી કરતા હતા: "તેણે બીજા લોકોને બચાવ્યા! ઈશ્વરે ખરેખર તેને મસીહા બનવા પસંદ કર્યો હોય, તો તે પોતાને બચાવે!"
\s5
\v 36 સૈનિકોએ પણ તેમની મશ્કરી કરી. તેઓ તેમની પાસે આવ્યા અને તેમને સરકો ધર્યો.
\v 37 તેઓ તેમને કહેતા રહ્યા, "જો તું યહૂદીઓનો રાજા હોય, તો પોતાને બચાવ!"
\v 38 તેઓએ વધસ્તંભે તેમના માથા ઉપર 'આ યહૂદીઓનો રાજા છે' તેવું સૂચવતું ચિહ્ન મૂક્યું.
\s5
\v 39 તે ગુનેગારોમાંનો એક કે જે વધસ્તંભ પર લટકેલો હતો તેણે પણ ઈસુનું અપમાન કર્યું; તેણે કહ્યું, "તું મસીહ છે, કે નહિ? તો પોતાને તેમ જ અમને પણ બચાવ.
\v 40 પરંતુ બીજા ગુનેગારે તેને બોલતાં અટકાવ્યો; તેણે કહ્યું, "ઈશ્વર તને શિક્ષા કરે તેનાથી તારે ડરવું જોઈએ! તેઓ તેને અને આપણને સરખી રીતે શિક્ષા કરે છે.
\v 41 આપણે બંને મરણને લાયક છીએ. જે ભૂંડી બાબતો આપણે કરી તેને લીધે આપણે જેને લાયક છીએ તે જ શિક્ષા તેઓએ આપણને કરી છે. પરંતુ આ માણસે તો કંઈ જ ખોટું કર્યું નથી.
\s5
\v 42 પછી તેણે ઈસુને કહ્યું, "ઈસુ, જ્યારે તમે રાજા તરીકે રાજ કરવાનું શરૂ કરો ત્યારે મહેરબાની કરીને મારો બચાવ કરવાને યાદ રાખજો!"
\v 43 ઈસુએ જવાબ આપ્યો, "હું ઇચ્છું છું કે તું જાણે કે આજે તું મારી સાથે પારાદેસમાં હોઈશ!"
\s5
\v 44 પછી તે લગભગ બપોરનો સમય હતો. પરંતુ બપોરના ત્રણ વાગ્યા સુધી આખા દેશમાં સર્વત્ર અંધકાર થઇ ગયો.
\v 45 સૂર્યનો કોઈ પ્રકાશ ન હતો. અને ભક્તિસ્થાનના પરમપવિત્ર સ્થાનને ઢાંકતા જાડા પડદાના બે ભાગ થઇ ગયા.
\s5
\v 46 જ્યારે તે બન્યું ત્યારે, ઈસુએ મોટેથી બૂમ પડી, "પિતા, હું મારો આત્મા તમારી સંભાળમાં સોપું છું!" આમ બોલ્યા પછી, તેમણે શ્વાસ લેવાનું બંધ કર્યું અને મરણ પામ્યા.
\v 47 જ્યારે સૂબેદાર જે સૈનિકોનો ઉપરી હતો તેણે જે થયું તે જોયું, તેણે કહ્યું, "ખરેખર, આ માણસે કઈ ખોટું કર્યું નથી!" તે જે બોલ્યો તેના દ્વારા ઈશ્વરને માન મળ્યું.
\s5
\v 48 જ્યારે લોકોનું ટોળું જે આ માણસોને મરણ પામતા જોવા માટે આવ્યું હતું તેના લોકોએ ખરેખર જે બન્યું તે જોયું, તેઓ પોતાના ઘરે જતા છાતી કૂટતા હતા, એવું દર્શાવવા કે તેઓ આ બીનાઓથી દુઃખી છે.
\v 49 ઈસુના બધા ઓળખીતાઓ, ગાલીલના વિસ્તારથી તેમની સાથે આવેલી સ્ત્રીઓ સહિત, થોડેક દૂર ઊભાં રહ્યાં અને બધી જ બાબતો બનતા જોઈ.
\s5
\v 50-51 હવે અરિમથાઈ નામના યહૂદી નગરનો યૂસફ નામનો એક માણસ હતો. તે સારો અને ન્યાયી માણસ હતો, અને તે યહૂદી ન્યાયસભાનો સભ્ય હતો. તેણે તે બધું બનતાં જોયું, પરંતુ જ્યારે ન્યાયસભાના બીજા સભ્યોએ ઈસુને મારી નાખવા એમ નક્કી કર્યું અને તે પ્રમાણે કર્યું તેમાં તે તેઓની સાથે સહમત ન હતો. તે ઘણી જ આતુરતાપૂર્વક તે સમયની રાહ જોતો કે જ્યારે ઈશ્વર તેના રાજાને મોકલીને રાજ કરવાનું ચાલુ કરશે.
\s5
\v 52 યૂસફ પિલાત પાસે ગયો અને પિલાત પાસે ઈસુના શબને દફનાવવા માટે પરવાનગી માગી. પિલાતે તેને પરવાનગી આપી.
\v 53 તેથી તેણે ઈસુનું શબ વધસ્તંભ પરથી ઉતાર્યું. તેણે તેને શણના કપડાંમાં લપેટ્યુ. પછી તેણે તેમના શરીરને ખડકમાંથી કોરેલા દફનખંડમાં મૂક્યું. બીજા કોઈએ તેમાં એ અગાઉ ક્યારેય શબ મૂક્યું ન હતું.
\s5
\v 54 તે એ દિવસ હતો જ્યારે લોકો યહૂદી આરામનો દિવસ કે જે સાબ્બાથનો દિવસ કહેવાતો હતો તેને માટે તૈયાર થતા હતા. સૂર્યાસ્ત થવાનો સમય હતો, અને સાબ્બાથની શરૂઆત થવાની હતી.
\v 55 ગાલીલના જીલ્લામાંથી ઈસુ સાથે આવેલી સ્ત્રીઓ યૂસફ અને તેની સાથે જે પુરુષો હતા તેમની પાછળ ગઈ. તેઓએ કબર જોઈ અને કેવી રીતે તે માણસોએ ઈસુના શબને અંદર મૂક્યું તે જોયું.
\v 56 પછી તે સ્ત્રીઓ જ્યાં તેઓ રહેતી હતી ત્યાં ઈસુના શબ પર લગાવવા માટે સુગંધી અને અત્તર લેવા ગઈ. જો કે, તેઓએ જેમ યહૂદી નિયમ પ્રમણે જરૂરી હોય તેમ વિશ્રામના દિવસે કઈ કામ કર્યું નહિ.
\s5
\c 24
\p
\v 1 રવિવારની પરોઢ અગાઉ તે સ્ત્રીઓ કબરે ગઈ. તેઓએ પોતે બનાવેલાં સુગંધીદ્રવ્યો તેમની સાથે લીધાં કે તેઓ તે ઈસુના શબ પર લગાવે.
\v 2 જ્યારે તેઓ પહોંચ્યાં ત્યારે, તેઓએ એવું જોયું કે કોઈએ કબરના મુખ પરથી પથ્થર દૂર કર્યો છે.
\v 3 તેઓ કબરે પહોચ્યાં, પરંતુ પ્રભુ ઈસુનું શબ ત્યાં ન હતું!
\s5
\v 4 તે વિષે શું વિચારવું તે તેઓ જાણતાં ન હતાં. પછી એકાએક બે પુરુષો ઉજળા, ચળકતા કપડાં પહેરીને તેઓની બાજુમાં ઊભા રહ્યા!
\v 5 તે સ્ત્રીઓ ભયભીત થઇ. જ્યારે તે સ્ત્રીઓ જમીન સુધી નમી ત્યારે, તે બે પુરુષોએ તેઓને કહ્યું, "જે જીવંત છે તેને તમારે મરણ પામેલા લોકોને દફ્નાવવાની જગ્યામાં ન શોધવા જોઈએ!
\s5
\v 6 તેઓ અહીં નથી; તેમને સજીવન કરવામાં આવ્યા છે! યાદ રાખો કે જ્યારે તેઓ તમારી પાસે ગાલીલમાં હતા, ત્યારે તેઓએ તમને આ કહ્યું હતું,
\v 7 'તેઓએ મને, માણસના દીકરાને, પાપીઓના હાથમાં સોંપવો પડશે. વધસ્તંભ પર જડીને તેઓ મને મારી નાખશે. પરંતુ તે પછી ત્રીજે દિવસે, હું પાછો સજીવન થઈશ.'"
\s5
\v 8 ઈસુએ જે કહ્યું હતું તે સ્ત્રીઓને યાદ આવ્યું.
\v 9 તેથી તેઓ કબરથી નીકળી અને અગિયાર પ્રેરિતો અને તેમના બીજા શિષ્યો પાસે ગઈ અને જે બન્યું હતું તે તેઓને કહ્યું.
\v 10 મગ્દલા ગામની મરિયમ, યોહાન્ના, યાકૂબની મા મરિયમ, અને બીજી સ્ત્રીઓ જે તેઓની સાથે હતી તેઓએ પ્રેરિતોને તે બાબતો કહી.
\s5
\v 11 પરંતુ પ્રેરિતોએ તેઓની વાતોને અર્થહીન સમજી અવગણના કરી.
\v 12 તેમ છતાં, પિતર ઊઠયો અને કબર તરફ દોડ્યો. તેણે વાંકા વળીને અંદર જોયું. તેણે શણનું કાપડ કે જેને ઈસુના શબ પર વિટાળ્યું હતું તે જોયું, પરંતુ ઈસુ ત્યાં ન હતા. તેથી, શું થયું હશે તે આશ્ચર્ય સાથે, તે ઘરે ગયો.
\s5
\v 13 તે જ દિવસે ઈસુના શિષ્યોમાંના બે એમ્મોસ નામના એક ગામ તરફ જતા હતા. તે ગામ લગભગ યરુશાલેમથી દસ કિલોમીટર દૂર હતું.
\v 14 તેઓ એકબીજા સાથે ઈસુ સાથે જે થયું હતું તે વિષે વાતો કરતા હતા.
\s5
\v 15 જ્યારે તેઓ તે બાબતો વિષે વાતો અને ચર્ચા કરતા હતા, ત્યારે ઈસુ તેઓની પાસે ગયા અને તેઓની સાથે ચાલવા લાગ્યા.
\v 16 પરંતુ ઈશ્વરે તેઓને તેમને ઓળખવા દીધા નહિ.
\s5
\v 17 ઈસુએ તેઓને કહ્યું, "જ્યારે તમે બંને ચાલતા હતા ત્યારે કઈ બાબતો વિષે વાત કરતા હતા?" તેઓ ઊભા રહ્યા અને તેઓનાં મુખ ઘણાં જ ઉદાસ દેખાયાં.
\v 18 તેમાંનો એક, જેનું નામ કલીઓપાસ હતું, તેણે કહ્યું, "તું યરુશાલેમમાં આવનાર એકમાત્ર એવો વ્યક્તિ છે કે જેને હમણાંના દિવસોમાં જે બનાવો ત્યાં બન્યા તે ખબર નથી!"
\s5
\v 19 તેમણે તેમને પૂછ્યું, "કયા બનાવો?" તેઓએ જવાબ આપ્યો, "ઈસુ, નાસરેથના માણસ, જેઓ પ્રબોધક હતા તેમની સાથે જે બાબતો બની તે. ઈશ્વરે તેમને મહાન ચમત્કારો કરવા અને અદ્દભુત સંદેશાઓ શીખવવા સત્તા આપી હતી. લોકો માનતા હતા કે તેઓ અદ્દભુત વ્યક્તિ હતા."
\v 20 પરંતુ આપણા મુખ્ય યાજકો અને આગેવાનોએ તેમને રોમન અધિકારીઓને સોંપી દીધા. અધિકારીઓએ તેમને મરણની સજા આપી, અને તેઓએ તેમને વધસ્તંભ પર ખીલ્લાએ જડીને મારી નાખ્યા.
\s5
\v 21 અમે આશા રાખતા હતા કે તેઓ એ જ હતા કે જે અમો ઇઝરાયલીઓને અમારા શત્રુઓથી મુક્ત કરશે! પરંતુ હવે તે શક્ય લાગતું નથી, કારણ કે તેમને મારી નાખ્યા ત્યારબાદ ત્રણ દિવસો વીત્યા છે.
\s5
\v 22 તેમ છતાં, અમારા જૂથની કેટલીક સ્ત્રીઓએ અમને આશ્ચર્યમાં મૂક્યા. આજે વહેલી સવારે તેઓ કબરમાં ગયા,
\v 23 પરંતુ ઈસુનું શબ ત્યાં ન હતું! તેઓ પાછા આવ્યા અને કહ્યું કે તેઓએ દર્શનમાં અમુક દૂતોને જોયા. દૂતોએ કહ્યું કે તેઓ જીવિત છે!
\v 24 પછી અમારી સાથે જેઓ હતા તેઓ કબરમાં ગયા. તેઓએ જોયું કે સ્ત્રીઓએ કહ્યું તે જ પ્રમાણે સર્વ બાબતો હતી. પરંતુ તેઓએ ઈસુને જોયા નહિ."
\s5
\v 25 તેમણે તેઓને કહ્યું, "ઓ અણસમજુ માણસો! મસીહ વિષે પ્રબોધકોએ જે બધું લખ્યું હતું તે વાતો પર વિશ્વાસ કરવામાં તમે ધીમા છો!
\v 26 તમારે નક્કી જાણવું જોઈતું હતું કે મસીહે તે બધુ સહન કરવું અને મરણ પામવું તે અને પછી તેમના સ્વર્ગમાંના મહિમાવંત ઘરમાં પ્રવેશવું, તે જરૂરનું હતું!"
\v 27 પછી તેમણે તેઓને પોતાના સંબંધી પ્રબોધકોએ શાસ્ત્રવચનમાં લખેલી બધી વાતો સમજાવી. તેઓએ મૂસાએ જે લખ્યું છે ત્યાંથી શરૂ કરી અને પછી બીજા બધા પ્રબોધકોએ જે લખ્યું હતું તે તેમને સમજાવ્યું.
\s5
\v 28 જે ગામમાં તે બે શિષ્યો જતા હતા તેની નજીક તેઓ આવ્યા. તેમણે ઇશારો કર્યો કે તેઓ આગળ જશે,
\v 29 પણ તેમણે તેઓને તેમ ન કરવા આગ્રહ કર્યો. તેઓએ કહ્યું, "આજની રાત અમારી સાથે ગાળો કારણ કે સાંજ થઇ ગઈ છે અને હવે જલદી અંધકાર થશે." તેથી તેઓ તેમની સાથે રહેવા ઘરની અંદર ગયા.
\s5
\v 30 જ્યારે તેઓ જમવા બેઠા, ત્યારે તેમણે રોટલી લીધી અને તેને માટે ઈશ્વરનો આભાર માન્યો. તેમણે તે ભાંગી અને તેઓને આપી.
\v 31 અને ઈશ્વરે તેઓને તેમને ઓળખવા સહાય કરી. પરંતુ તરત જ તેઓ અદ્રશ્ય થઇ ગયા!
\v 32 તેઓએ એકબીજાને કહ્યું, "જ્યારે આપણે રસ્તે ચાલતા હતા અને તેમણે આપણી સાથે વાત કરી અને આપણને શાસ્ત્રવચન સમજવા સહાય કરી, ત્યારે આપણે વિચારવા લાગ્યા હતા કે કંઇક ખૂબ જ સરસ થવાનું છે, જોકે આપણે જાણતા ન હતા કે તે શું હશે. આપણે અહીં રહેવું ના જોઈએ; આપણે જઈને જે બન્યું તે બીજાઓને કહેવું જોઈએ!"
\s5
\v 33 પછી તરત જ તેઓ નીકળ્યા અને યરુશાલેમ પાછા ગયા. પછી ત્યાં તેઓ અગિયાર પ્રેરિતોને અને બીજા જેઓ તેમની સાથે ભેગા થયા હતા તેઓને મળ્યા.
\v 34 તેઓએ તે બે માણસોને કહ્યું, "તે સાચું છે કે પ્રભુ ફરીથી જીવિત થયા છે, અને તેઓ સિમોનને દેખાયા છે!"
\v 35 પછી તે બે માણસોએ બીજાઓને તેઓ રસ્તે ચાલતા હતા ત્યારે જે બન્યું હતું તે કહ્યું. તેઓએ એ પણ કહ્યું કે તેમણે રોટલી ભાંગી ત્યારે કેવી રીતે તેઓએ તેમને ઓળખ્યા.
\s5
\v 36 જ્યારે તેઓ તેમ કહેતા હતા ત્યારે, અચાનક ઈસુ પોતે તેઓની વચ્ચે દેખાયા. તેમણે તેઓને કહ્યું, "ઈશ્વર તમને શાંતિ આપો!"
\v 37 તેઓ આશ્ચર્ય પામ્યા અને ગભરાયા, કારણ કે તેઓએ વિચાર્યું કે તેઓ ભૂત જોઈ રહ્યા હતા!
\s5
\v 38 તેમણે તેઓને કહ્યું, તમેં ભયભીત ન થાઓ! અને હું જીવિત છું તે વિષે તમારે શંકા ન કરવી જોઈએ.
\v 39 મારા હાથ અને પગના ઘાને જુઓ! તમે મને સ્પર્શ કરી અને મારું શરીર જોઈ શકો છો. પછી તમે જોઈ શકો છો કે તે ખરેખર હું જ છું. તમે કહી શકો છો કે હું ખરેખર જીવિત છું કારણ કે જેમ તમે જુઓ છે કે મારી પાસે છે તેમ ભૂતો પાસે શરીર હોતું નથી!"
\v 40 તેમણે તે કહ્યા પછી, તેમણે તેઓને તેમના હાથ અને પગના ઘા બતાવ્યા.
\s5
\v 41 તેઓ આનંદિત અને વિસ્મિત હતા, પરંતુ ઈસુ ખરેખર જીવતા છે તે તેઓ માની જ ના શક્યા. તેથી તેમણે તેઓને કહ્યું, "શું તમારી પાસે અહીં કશું ખાવા માટે છે?"
\v 42 તેથી તેઓએ તેમને શેકેલી માછલીનો એક ટુકડો આપ્યો.
\v 43 તેઓ જોતા હતા તેટલામાં, તેમણે તે લીધી અને ખાધી.
\s5
\v 44 પછી તેમણે તેઓને કહ્યું, "જ્યારે હું તમારી સાથે હતો ત્યારે મેં જે કહ્યું હતું તે હું ફરીથી કહું છું: મૂસા અને બીજા પ્રબોધકો દ્વારા અને ગીતશાસ્ત્રમાં મારા વિષે જે બધું લખવામાં આવ્યું હતું તે પૂર્ણ થવું જ જોઈએ!"
\s5
\v 45 પછી તેમણે તેઓને તેમના વિષે શાસ્ત્રવચનોમાં જે બાબતો લખવામાં આવી છે તે સમજવા સહાય કરી.
\v 46 તેમણે તેઓને કહ્યું, "આ તમે શાસ્ત્રવચનોમાં વાંચી શકશો: કે મસીહા દુઃખ સહન કરશે અને મરણ પામશે, પરંતુ તે પછી ત્રીજા દિવસે તેઓ ફરીથી સજીવન થશે.
\v 47 તેઓએ એમ પણ લખ્યું કે જેઓ તેમના પર વિશ્વાસ કરે છે તેઓએ સર્વત્ર ઉપદેશ કરવો કે લોકો પાપ કરવાથી ઈશ્વર પ્રતિ પાછા ફરે, જેથી તેઓ તેમના પાપ માફ કરે. મસીહના અનુયાયીઓએ તેવા સંદેશાનો ઉપદેશ કરવો કારણ કે ઈશ્વરે તેમને એમ કરવા માટે મોકલ્યા છે. તેઓએ લખ્યું કે તેઓએ યરુશાલેમમાં ઉપદેશ કરવાનું શરૂ કરવું જોઈએ અને પછી જઈને બધા લોકોના જૂથને ઉપદેશ કરવો.
\s5
\v 48 તમારે લોકોને કહેવું કે તમે જાણો છે કે જે બાબતો મારી સાથે બની તે સાચી છે.
\v 49 અને હું ઇચ્છું છું કે તમે જાણો કે જે પ્રમણે મારા પિતાએ કરવાનું વચન આપ્યું છે તેમ, હું તમારી પાસે પવિત્ર આત્મા મોકલીશ. પરંતુ ઈશ્વર તમને પવિત્ર આત્માના પરાક્રમથી ભરપૂર કરે ત્યાં સુધી તમારે શહેરમાં રહેવું જોઈએ."
\s5
\v 50 પછી ઈસુ તેમને શહેરની બહાર બેથાની ગામની નજીક દોરી ગયા. ત્યાં તેમણે પોતાના હાથ ઊંચા કર્યા અને તેમને આશીર્વાદ આપ્યો.
\v 51 જ્યારે તેઓ તેમ કરી રહ્યા હતા, ત્યારે તેઓ તેમનાથી છૂટા પડ્યા અને સ્વર્ગમાં ચઢી ગયા.
\s5
\v 52 તેમની સ્તુતિ કર્યા પછી, તેઓ આનંદથી યરુશાલેમ પાછા આવ્યા.
\v 53 દરરોજ તેઓ ભક્તિસ્થાનના આંગણામાં જતા, અને ઈશ્વરની સ્તુતિમાં ઘણો સમય વિતાવતા.