gu_udb/41-MAT.usfm

1857 lines
444 KiB
Plaintext

\id MAT - UDB Guj
\ide UTF-8
\h માથ્થી
\toc1 માથ્થી
\toc2 માથ્થી
\toc3 mat
\mt1 માથ્થી
\s5
\c 1
\p
\v 1 રાજા દાઉદના અને ઇબ્રાહિમના વંશજ ઈસુ મસીહના પૂર્વજોની વંશાવળીની આ નોંધ છે.
\v 2 ઇબ્રાહિમ ઇસહાકનો પિતા હતો. ઇસહાક યાકૂબનો પિતા હતો. યાકૂબ યહૂદા તથા તેના ભાઈઓનો પિતા હતો.
\v 3 યહૂદા પેરેસ તથા ઝેરાહનો પિતા હતો અને તેઓની માતા તામાર હતી. પેરેસ હેસ્રોનનો પિતા હતો. હેસ્રોન આરામનો પિતા હતો.
\s5
\v 4 આરામ અમિનાદાબનો પિતા હતો. અમિનાદાબ નાહશોનનો પિતા હતો. નાહશોન સલ્મોનનો પિતા હતો.
\v 5 સલ્મોન અને તેની પત્ની બિન-યહૂદી રાહાબ, બોઆઝના માતા-પિતા હતા. બોઆઝ ઓબેદનો પિતા હતો. ઓબેદની માતા રૂથ હતી. તે બિન-યહૂદી સ્ત્રી હતી. ઓબેદ યિશાઈનો પિતા હતો.
\v 6 યિશાઈ દાઉદ રાજાનો પિતા હતો. દાઉદ સુલેમાનનો પિતા હતો. સુલેમાનની માતા ઉરિયાની પત્ની હતી.
\s5
\v 7 સુલેમાન રહાબામનો પિતા હતો. રહાબામ અબિયાનો પિતા હતો. અબિયા આસાનો પિતા હતો.
\v 8 આસા યહોશાફાટનો પિતા હતો. યહોશાફાટ યોરામનો પિતા હતો. યોરામ ઉઝિયાનો પિતા હતો.
\s5
\v 9 ઉઝિયા યોથામનો પિતા હતો. યોથામ આહાઝનો પિતા હતો. આહાઝ હિઝકિયાનો પિતા હતો.
\v 10 હિઝકિયા મનાશ્શાનો પિતા હતો. મનાશ્શા આમોનનો પિતા હતો. આમોન યોશિયાનો પિતા હતો.
\v 11 યોશિયા યખોન્યા તથા તેના ભાઈઓના પિતા હતો. જ્યારે બાબિલનું સૈન્ય ઇઝરાયલીઓને બંદી તરીકે બાબિલ દેશમાં લઇ ગયું તે અરસામાં તેઓ થઈ ગયા.
\p
\s5
\v 12 બાબિલના લોકો ઇઝરાયલીઓને બંદી તરીકે લઇ ગયા બાદ, યખોન્યા શાલ્તીએલનો પિતા હતો. શાલ્તીએલ ઝરુબ્બાબેલનો પિતા હતો.
\v 13 ઝરુબ્બાબેલ અબીઉદનો પિતા હતો. અબીઉદ એલિયાકીમનો પિતા હતો.
\v 14 એલિયાકીમ આઝોરનો પિતા હતો. આઝોર સાદોકનો પિતા હતો. સાદોક આખીમનો પિતા હતો.
\s5
\v 15 આખીમ અલિયુદનો પિતા હતો. અલિયુદ એલાઝારનો પિતા હતો. એલાઝાર મથ્થાનનો પિતા હતો. મથ્થાન યાકૂબનો પિતા હતો.
\v 16 યાકૂબ યૂસફનો પિતા હતો. યૂસફ મરિયમનો પતિ હતો અને મરિયમ ઈસુની માતા હતી. ઈસુને ખ્રિસ્ત કહેવામાં આવે છે.
\p
\v 17 ઈસુના પૂર્વજોની સૂચિ આ પ્રમાણે છે: ઇબ્રાહિમના સમયથી દાઉદના સમય સુધીની બધી મળીને ચૌદ પેઢી. દાઉદના સમયથી ઇઝરાયલી લોકો બંદીવાસમાં ગયા ત્યાં સુધીની બીજી ચૌદ પેઢી, અને ખ્રિસ્ત જનમ્યા તે સમય સુધીની અન્ય ચૌદ પેઢી.
\p
\s5
\v 18 ઈસુ ખ્રિસ્તના જન્મ આગાઉ જે થયું હતું તેનો આ અહેવાલ છે: ઈસુની માતા મરિયમે, યૂસફને પરણવાનું વચન આપ્યું હતું, પરંતુ તેઓ પતિ-પત્ની તરીકે સાથે રહે તે અગાઉ, તેઓએ જાણ્યું કે તે પવિત્ર આત્માના પરાક્રમ દ્વારા ગર્ભવતી થયેલી હતી.
\v 19 હવે થનાર પતિ યૂસફ તો ઈશ્વરની આજ્ઞા પાળનાર માણસ હતો, તેથી તેણે નિર્ણય કર્યો કે તે મરિયમની સાથે લગ્ન કરશે નહીં. તેની ઇચ્છા હતી કે અન્ય લોકોની ઉપસ્થિતિમાં તે શરમજનક સ્થિતિમાં મુકાય. તેથી તેણે તેની સાથે લગ્ન કરવાનો વિચાર માંડી વાળ્યો.
\s5
\v 20 આ વિષે તે ગંભીરતાથી વિચારતો હતો ત્યારે પ્રભુએ તેના સ્વપ્નમાં મોકલેલા દૂતથી તે નવાઈ પામ્યો. તે દૂતે કહ્યું, "યૂસફ, દાઉદ રાજાના વંશજ, મરિયમ સાથે લગ્ન કરવામાં ગભરાઇશ નહીં. કેમ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે.
\v 21 તે પુત્રને જન્મ આપશે. પોતાના લોકને તેઓનાં પાપોથી બચાવનાર તેઓ જ હશે, માટે તું તેમનું નામ ઈસુ પાડજે.
\s5
\v 22 આ બધું એટલા માટે થયું કે પ્રભુએ યશાયા પ્રબોધકને ઘણા સમય અગાઉ લખવાનું કહ્યું હતું તે સાચું ઠરે. યશાયાએ લખ્યું હતું,
\v 23 "સાંભળો, કુંવારી યુવતી ગર્ભવતી થશે અને તે દીકરાને જન્મ આપશે.
\q તેઓ તેને ઇમ્માનુએલ કહેશે''- જેનો અર્થ ''ઈશ્વર આપણી સાથે.'' એવો થાય છે.
\p
\s5
\v 24 જ્યારે યૂસફ ઊંઘમાંથી ઊઠ્યો, ત્યારે દૂતે તેને જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે કર્યું. તે મરિયમ સાથે તેનો પતિ હોય તેવી રીતે રહેવા લાગ્યો.
\v 25 પરંતુ જ્યાં સુધી તેણે દીકરાને જન્મ આપ્યો નહીં ત્યાં સુધી તેણે તેની સાથે જાતીય સંબંધ બાંધ્યો નહીં. અને જન્મ પછી યૂસફે તેમનું નામ ઈસુ પાડ્યું.
\s5
\c 2
\p
\v 1 ઈસુ યહૂદાહના પ્રાંતના બેથલેહેમ નગરમાં જનમ્યા હતા તે સમય દરમિયાન ત્યાં મહાન હેરોદ રાજા રાજ કરતો હતો. ઇસુનો જન્મ થયો તેના થોડા સમય પછી, કેટલાક માણસો ઘણે દૂરથી, પૂર્વથી યરુશાલેમ શહેરમાં આવ્યા, તેઓએ તારાઓનો અભ્યાસ કર્યો હતો.
\v 2 તેઓએ લોકોને પૂછ્યું, "યહૂદીઓના રાજા તરીકે જન્મનાર બાળક ક્યાં છે? તેમના જન્મ વિષે અમને બતાવતા એક તારાને અમે પૂર્વમાં જોયો છે, તેથી અમે તેની આરાધના કરવા આવ્યા છીએ."
\p
\v 3 આ માણસોની પૂછપરછ વિષે હેરોદ રાજાએ સાંભળ્યું ત્યારે તે ઘણો ચિંતિત થયો. યરુશાલેમના ઘણા લોકોને પણ ચિંતા થઈ.
\s5
\v 4 પછી હેરોદે તે સમયના બધા જ યાજકો અને યહૂદી નિયમોના શિક્ષકોને એકત્રિત કર્યા. તેણે તેઓને પૂછ્યું કે પ્રબોધકોની આગાહી મુજબ મસીહનો જન્મ ક્યાં થવો જોઈએ?
\v 5 તેઓએ તેને કહ્યું, "તેઓ અહીં યહૂદિયાના પ્રાંતમાં, બેથલેહેમ નગરમાં જન્મ લેશે, કારણ કે ઘણા સમય પહેલાં મીખાહ પ્રબોધકે લખ્યું હતું,
\v 6 'જેઓ યહૂદિયાના બેથલેહેમમાં રહો છો તેઓ, જાણો કે નિશ્ચે તમારું નગર ખૂબ મહત્વનું છે, કારણ કે તમારા નગરમાંનો એક માણસ શાસક બનશે. ઇઝરાયલમાં રહેતા મારા લોકોને તે શાસક દોરશે.'"
\p
\s5
\v 7 ત્યારબાદ હેરોદ રાજાએ છૂપી રીતે તારાઓના અભ્યાસી લોકોને બોલાવ્યા. તેણે તેઓને તે તારો સ્પષ્ટપણે પ્રથમ વાર ક્યારે દેખાયો તે વિષે પૂછ્યું.
\v 8 પછી તેણે તેઓને કહ્યું, "બેથલેહેમ જાઓ અને તે બાળક ક્યાં છે તે વિષે સંપૂર્ણ તપાસ કરો. જ્યારે તે તમને મળે, ત્યારે પાછા આવીને મને ખબર આપો કે જેથી હું, પોતે, પણ ત્યાં જઈને તેમની આરાધના કરી શકું."
\p
\s5
\v 9 ત્યારબાદ તેઓ બેથલેહેમ નગર તરફ ગયા. તેમને આશ્ચર્ય થયું કે, જ્યારે તેઓ પૂર્વના દેશમાં હતા ત્યારે તેમણે જોયેલો તારો ફરીથી તેમની આગળ ચાલતો હતો અને તે જે ઘરમાં બાળક હતું ત્યાં આવીને થોભ્યો.
\v 10 જ્યારે તેમણે તે તારો ફરીથી જોયો, ત્યારે તેઓ ઘણા આનંદિત થયા અને તેની પાછળ ચાલ્યા.
\s5
\v 11 તેમને તે ઘર મળ્યું, તેઓ તેની અંદર ગયા, અને તેઓએ તે બાળક તથા તેની માતા મરિયમને જોયાં. તેઓએ નમીને તેમની સ્તુતિ કરી. પછી તેઓએ તેમના ખજાનાની પેટી ખોલી અને તેને સોનું, કિંમતી લોબાન અને બોળનાં અર્પણ કર્યા.
\v 12 પછી ઈશ્વરે તેમને સ્વપ્નમાં ચેતવ્યા કે તેઓ હેરોદ રાજા પાસે પાછા ન જાય. તેથી તેઓ પોતાના દેશમાં જવા માટે નીકળ્યા, પરંતુ તે જ રસ્તે જવાના બદલે, તેઓ બીજે રસ્તે પાછા ગયા.
\p
\s5
\v 13 તારાઓનો અભ્યાસ કર્યો હતો તેવા માણસોએ બેથલેહેમ છોડ્યા પછી, ઈશ્વર તરફથી મોકલેલા દૂતે સ્વપ્નમાં યૂસફને દર્શન આપ્યું. તેણે કહ્યું, "ઊઠ, બાળક અને તેની માતાને લઇને ઈજિપ્ત દેશમાં નાસી જા. જ્યાં સુધી હું તને તે દેશ છોડવાનું ન કહું ત્યાં સુધી ત્યાં રહેજે, કારણ કે હેરોદ રાજા બાળકને શોધવા અને તેની હત્યા કરવા માટે સૈનિકો મોકલવાનો છે."
\v 14 તેથી તે જ રાત્રે યૂસફ ઊઠ્યો અને બાળક અને તેની માતાને લઇને ઈજિપ્ત જતો રહ્યો.
\v 15 હેરોદ રાજા મરણ પામ્યો ત્યાં સુધી તેઓ ત્યાં જ રહ્યા, અને પછી તેઓએ ઈજિપ્ત છોડ્યું. આ રીતે, ઈશ્વરે હોશિયા પ્રબોધકને જે લખવાનું કહ્યું હતું તે સાચું ઠર્યું,
\q "મેં મારા દીકરાને ઈજિપ્તમાંથી બહાર બોલાવ્યો છે."
\m
\s5
\v 16 હેરોદ રાજા મરણ પામ્યો તે અગાઉ તેને ભાન થયું કે તે લોકોએ તેને છેતર્યો છે, અને તે કોપાયમાન થયો. તેણે એમ વિચાર્યું હતું કે ઈસુ હજી બેથલેહેમની નજીક હશે, તેથી હેરોદે સૈનિકોને મોકલ્યા કે તેઓ બે વર્ષ અને તેથી નાનાં સર્વ બાળકોને મારી નાંખે. તારાઓના અભ્યાસી વ્યક્તિઓએ તેને જે કહ્યું હતું કે તારો પ્રથમ ક્યારે દેખાયો તેના પ્રમાણે તે બાળકની ઉંમર કેટલી હશે તેની ગણતરી હેરોદે કરી.
\s5
\v 17 જ્યારે હેરોદે આ પ્રમાણે કર્યું, ત્યારે ઘણા સમય અગાઉ યર્મિયા પ્રબોધકે, રામાહ નજીકના બેથલેહેમ નગર માટે જે લખ્યું હતું તે સાચું ઠર્યું:
\q
\v 18 રામાહની સ્ત્રીઓ જોરથી આક્રંદ અને વિલાપ કરતી હતી.
\q રાહેલ, તે સ્ત્રીઓની પૂર્વજ, પોતાના મરણ પામેલાં બાળકો માટે રડતી હતી.
\q લોકોએ તેને દિલાસો આપવાનો પ્રયત્ન કર્યો, પણ તેઓ આપી ન શક્યા, કારણ કે તેના સર્વ બાળકો મરણ પામ્યાં હતાં.
\p
\s5
\v 19 હેરોદના મરણ પછી અને જ્યારે યૂસફ અને તેનો પરિવાર હજુ ઈજિપ્તમાં જ હતા, ત્યારે યૂસફના સ્વપ્નમાં જે દૂતને ઈશ્વરે મોકલ્યો હતો તે પ્રગટ થયો. તેણે યૂસફને કહ્યું,
\v 20 "ઊઠ, બાળકને અને તેની માતાને લઇને ઇઝરાયલ દેશમાં રહેવા માટે જા, કારણ કે જે લોકો બાળકને મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા તેઓ મરણ પામ્યા છે."
\v 21 તેથી યૂસફ બાળકને અને તેની માતાને લઈને ઇઝરાયલ દેશમાં પાછો ગયો.
\p
\s5
\v 22 જ્યારે યૂસફે સાંભળ્યું કે હવે આર્ખિલાઉસ તેના પિતા મહાન હેરોદ રાજાની જગ્યાએ યહૂદિયાના પ્રાંતમાં રાજ કરે છે ત્યારે તે ત્યાં જતા બીધો. તેથી યૂસફ, મરિયમ અને તે બાળક ગાલીલ જીલ્લામાં ગયા.
\v 23 તેઓ નાસરેથ નગરમાં રહેવા માટે ગયા. તેનું પરિણામ એ આવ્યું કે પ્રબોધકોએ લાંબા સમય અગાઉ જે કહ્યું હતું તે સાચું ઠરે: "લોકો કહેશે કે તેઓ નાસરેથના છે."
\s5
\c 3
\p
\v 1 જ્યારે ઈસુ હજુ નાસરેથ નગરમાં હતા, ત્યારે યોહાન, જેને લોકો બાપ્તિસ્મી કહેતા હતા, તે યહૂદિયા પ્રાંતની ઉજ્જડ જગ્યાએ ગયો. જે લોકો તેની પાસે આવતા હતા તેમને તે ત્યાં ઉપદેશ આપતો હતો. તે કહેવા લાગ્યો,
\v 2 "તમારે પાપ કરવાનું બંધ કરવું જોઈએ, કારણ કે સ્વર્ગમાંથી આવનારું ઈશ્વરનું રાજ નજીક છે, અને જો તમે પાપ કરવાનું ચાલુ રાખશો તો તેઓ તમને નકારશે."
\v 3 જ્યારે યોહાન ઉપદેશ કરવા લાગ્યો, ત્યારે ઘણા સમય અગાઉ યશાયા પ્રબોધકે જે કહ્યું હતું તે સાચું ઠર્યું. તેણે કહ્યું હતું,
\pi "અરણ્યમાં આવનાર લોકો પોકાર સાંભળે છે કે,
\pi 'ઈશ્વરના આગમન સમયે તેમનો સ્વીકાર કરવા તૈયાર રહો!
\pi તેમના માટેની સર્વ તૈયારી કરો!'"
\p
\s5
\v 4 યોહાન ઊંટના રૂંવાંમાંથી બનેલાં ખરબચડાં કપડાં પહેરતો હતો. જેમ એલિયા પ્રબોધક ઘણાં સમય અગાઉ કરતો હતો, તેમ તે કમર પર ચામડાનો પટ્ટો પહેરતો હતો. તેનું ભોજન તો માત્ર અરણ્યમાં મળી આવતું તીડ અને મધ હતું.
\v 5 યરુશાલેમ શહેરમાં રહેતા, યહૂદિયાના જીલ્લાના અન્ય સ્થળોમાં રહેતા અને યર્દન નદીની નજીક રહેતા બીજા ઘણા લોકો યોહાનનો ઉપદેશ સાંભળવા આવતા હતા.
\v 6 તેને સાંભળ્યા પછી, તેઓ જાહેરમાં પોતાનાં પાપો કબૂલ કરતા, અને પછી તે તેઓને યર્દન નદીમાં બાપ્તિસ્મા આપતો હતો.
\p
\s5
\v 7 પરંતુ યોહાને જોયું કે ઘણા ફરોશીઓ અને સદૂકીઓ પણ તેની પાસે બાપ્તિસ્મા પામવા આવતા હતા. તેણે તેઓને કહ્યું, "તમે લોકો ઝેરી સર્પોનાં બાળકો છો! જેઓ પાપ કરે છે તેઓ દરેકને એક દિવસ ઈશ્વર શિક્ષા કરશે તે વિષે કોઈએ તમને ચેતવ્યા નથી, શું ચેતવ્યા છે? એવું ના વિચારશો કે તમે તેઓથી બચી શકશો!
\v 8 જો તમે ખરેખર પાપ કરવાનું બંધ કરો છો, તો તે દર્શાવવા જે સાચું છે તે કરો.
\v 9 હું જાણું છું કે ઈશ્વરે ઇબ્રાહિમના વંશજોની સાથે રહેવાનું વચન આપ્યું. પરંતુ પોતાને એમ ના કહો, કે 'અમે ઇબ્રાહિમનાં સંતાન છીએ તેથી જો અમે પાપ કરીએ તો પણ ઈશ્વર અમને શિક્ષા નહિ કરે.' ના! હું તમને કહું છું કે તેઓ આ પથ્થરોને પણ ઇબ્રાહિમનાં સંતાનો બનાવી શકે છે!
\s5
\v 10 જેમ માણસ વૃક્ષને સારા ફળ ન આવે તો તેને મૂળ સહિત કાપી નાંખે છે, તેમ જ ઈશ્વર હમણાં તમને શિક્ષા કરવા તૈયાર છે. તેઓ એવા તમામ વૃક્ષોને કાપીને અગ્નિમાં નાંખી દેશે."
\p
\v 11 "મારા પોતાના વિષે કહું તો હું મહત્વનો નથી, કારણ કે હું માત્ર પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું. જ્યારે લોકો પાપ કરવા બદલ ખેદિત થાય છે ત્યારે હું તે કરું છું. પરંતુ બીજા કોઈક જલદી આવશે કે જેઓ મહાન પરાક્રમી કામો કરશે. તેઓ મારા કરતાં એટલા મહાન છે, કે હું તેમનાં ચંપલ ઉંચકવાને લાયક નથી.
\p તેઓ પવિત્ર આત્મામાં અને અગ્નિમાં તમારું બાપ્તિસ્મા કરશે.
\v 12 તેઓના હાથમાં સૂપડું છે, તેઓ સારા અનાજને નકામા ભુંસામાંથી છૂટું પાડવા તૈયાર છે. તેઓએ જ્યાં અનાજ ઝૂડ્યુ છે ત્યાંથી સર્વ નકામા ભૂસાને સાફ કરવા તેઓ તૈયાર છે. જેમ ખેડૂત તેના ઘઉંને તેની વખારોમાં ભરે છે, તેમ તેઓ ન્યાયી લોકોને ઘરે લઇ જશે; પરંતુ જેમ કોઈ ભુંસાને બાળે છે, તેમ તેઓ દુષ્ટ લોકોને કદી ન હોલવાતા અગ્નિમાં નાંખશે.
\p
\s5
\v 13 તે સમયે ઈસુ ગાલીલ જીલ્લામાંથી યર્દન નદીમાં યોહાન પાસે બાપ્તિસ્મા પામવા ગયા.
\v 14 જ્યારે ઈસુએ યોહાનને તેમને બાપ્તિસ્મા આપવા માટે કહ્યું, ત્યારે યોહાને ના પાડી; તેણે કહ્યું, "તમે મને બાપ્તિસ્મા આપો તેની મને જરૂર છે! પરંતુ તમે પાપી નથી, તો તમે મારી પાસે કેમ આવ્યા છો?"
\v 15 પરંતુ ઈસુએ તેને કહ્યું, "હમણાં મને બાપ્તિસ્મા આપ, કેમ કે આ જ રીતે આપણે બંને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરીશું." પછી યોહાન તેમને બાપ્તિસ્મા આપવા સંમત થયો.
\p
\s5
\v 16 ત્યારબાદ, તરત જ ઈસુ પાણીમાંથી બહાર આવ્યા. તે જ સમયે આકાશ ઊઘડી ગયું, અને ઈસુએ ઈશ્વરના આત્માને કબૂતરના રૂપમાં પોતા પર આવતાં અને વાસો કરતાં જોયો.
\v 17 પછી ઈશ્વર સ્વર્ગમાંથી બોલ્યા અને કહ્યું, "આ મારો દીકરો છે. હું તેને પ્રેમ કરું છું, અને હું તેનાથી ખૂબ પ્રસન્ન છું."
\s5
\c 4
\p
\v 1 પછી ઈશ્વરનો આત્મા તેમને ઉજ્જડ જગ્યાએ લઇ ગયો કે જેથી શેતાન તેમનું પરીક્ષણ કરે.
\v 2 તેમણે ચાળીસ દિવસ અને રાત સુધી કંઈ ખાધું ન હતું, તેથી તેઓ ભૂખ્યા હતા.
\v 3 લલચાવનાર, શેતાન, તેમની પાસે આવ્યો અને કહ્યું, "જો તું ખરેખર ઈશ્વરનો દીકરો હોય, તો આ પથ્થરોને કહે કે તેઓ તારે માટે રોટલી બની જાય!"
\v 4 પરંતુ ઈસુએ તેને કહ્યું, "ના! હું તે નહીં કરું, કારણ કે ઈશ્વરે શાસ્ત્રમાં કહ્યું છે, 'લોકો ખરેખર જીવે તે માટે, તેઓ પાસે ખોરાક કરતાં કંઇક વધારે હોવું જોઈએ; દરેક વચન જે ઈશ્વર બોલ્યા છે તે તેઓએ સાભળવું જોઈએ.'"
\s5
\v 5 પછી શેતાન ઈસુને ઈશ્વરના ખાસ શહેર યરુશાલેમમાં લઈ ગયો. તે તેમને મંદિરના સૌથી ઊંચા ભાગ ઉપર લઇ ગયો
\v 6 અને તેમને કહ્યું, "જો તું ખરેખર ઈશ્વરનો દીકરો હોય, તો જમીન પર કૂદ. તું ખરેખર ઇજા પામીશ નહિ, કારણ કે ઈશ્વરે શાસ્ત્રમાં કહ્યું છે,
\q 'ઈશ્વર તેમના દૂતોને આજ્ઞા આપશે કે તેઓ તારી રક્ષા કરે.
\q જ્યારે તું પડતો હોઈશ ત્યારે તેઓ તને પોતાના હાથમાં ઊંચકી લેશે,
\q અને તેઓ તારા પગને પથ્થર સાથે અથડાવા દેશે નહિ.'"
\p
\s5
\v 7 પરંતુ ઈસુએ કહ્યું, "ના! હું નીચે કૂદીશ નહિ, કારણ કે ઈશ્વરે શાસ્ત્રવચનમાં આ પણ કહ્યું છે, 'તમારા ઈશ્વરને તેઓ કોણ છે તે સાબિત કરવાનું કહેશો નહિ.'"
\v 8 પછી શેતાન તેમને પહાડની ઊંચી ટેકરી ઉપર લઇ ગયો. ત્યાં તેણે તેમને દુનિયાના સર્વ દેશ અને તે દેશોની ભવ્યતા બતાવી.
\v 9 પછી તેણે તેમને કહ્યું, "જો તું માથું નમાવીને મારી આરાધના કરે તો હું તને આ સર્વ દેશો પર રાજ કરવા દઈશ અને તેઓમાંની ભવ્ય બાબતો તને આપીશ."
\s5
\v 10 પરંતુ ઈસુએ તેને કહ્યું, "ના, હું તારી આરાધના નહીં કરું, શેતાન, તું જતો રહે! ઈશ્વરે શાસ્ત્રમાં કહ્યું છે, 'તારે માથું નમાવીને માત્ર તારા પ્રભુ ઈશ્વરનું જ ભજન કરવું અને તારે તેમની જ આરાધના કરવી!'"
\v 11 પછી શેતાન જતો રહ્યો, અને તે જ ક્ષણે, દૂતો આવ્યા અને તેમની સેવા કરી.
\p
\s5
\v 12 જ્યારે ઈસુ યહૂદિયાના પ્રાંતમાં હતા, ત્યારે યોહાન બાપ્તિસ્મીના શિષ્યો આવ્યા અને તેમને કહ્યું કે હેરોદ રાજાએ યોહાનને જેલમાં પૂર્યો છે. તેથી ઈસુ ગાલીલ જીલ્લાના નાસરેથ નગરમાં પાછા આવ્યા.
\v 13 પછી તેઓ નાસરેથ છોડી અને કપરનાહૂમ શહેરમાં ગયા કે જેથી તેઓ ત્યાં રહે. કપર-નાહૂમ ગાલીલ સમુદ્રની બાજુમાં જે પ્રદેશ અગાઉ ઝબુલોન અને નફતાલીના કુળની માલિકીનો હતો ત્યાં આવેલું છે.
\s5
\v 14 તેઓ ત્યાં ગયા કે જેથી યશાયા પ્રબોધક દ્વારા ઘણા સમય અગાઉ લખવામાં આવેલા આ શબ્દો સાચા ઠરે:
\q
\v 15 "ઝબુલોન અને નફતાલીના પ્રદેશો,
\q તે પ્રદેશો કે જેના રસ્તા દરિયાએ થઈને જાય છે, જે યર્દન નદીની પૂર્વ બાજુએ છે, જે ગાલીલના પ્રદેશો છે, જે ઘણા બિન-યહૂદીઓનું ઘર છે!
\q
\v 16 જાણે કે તેઓ અંધકારમાં હોય તેમ તે લોકો ઈશ્વરને જાણતા નથી,
\q પરંતુ જેમ કે એક તેજસ્વી પ્રકાશ તેમના ઉપર પ્રકાશ્યો હોય, તેમ તેઓ સત્યને જાણશે.
\q હા, તેઓ મરણ પામવાની બીકથી ઘણા જ ભયભીત થયા છે,
\q પણ એક તેજસ્વી પ્રકાશ તેમના ઉપર પ્રકાશ્યો છે!"
\p
\s5
\v 17 તે સમયે, જ્યારે ઈસુ કપર-નાહૂમ શહેરમાં હતા, ત્યારે તેઓએ લોકોને ઉપદેશ આપવાનું શરૂ કર્યું, "સ્વર્ગમાંથી ઈશ્વરનું રાજ નજીક છે, અને જ્યારે તેઓ રાજ કરશે ત્યારે તેઓ તમારો ન્યાય કરશે. માટે પાપ કરવાનું બંધ કરો!"
\p
\s5
\v 18 એક દિવસ જ્યારે ઈસુ ગાલીલના સમુદ્ર પાસે ચાલી રહ્યા હતા, ત્યારે તેમણે બે માણસોને જોયા, સિમોન, જે પાછળથી પિતર કહેવાયો તેને, અને તેના નાના ભાઈ આન્દ્રિયાને. તેઓ માછલી પકડવાની તેમની જાળો પાણીમાં નાખતા હતા કારણ કે તેઓ માછલી પકડતા અને વેચતા હતા.
\v 19 ઈસુએ તેઓને કહ્યું, "મારી પાસે આવો અને માણસોને કેવી રીતે મારા શિષ્યો બનાવવા તે હું તમને શીખવીશ. હું તમને માણસોને પકડનારા બનાવીશ."
\v 20 તેઓએ તરત જ જે કામ તેઓ કરતા હતા તે મૂકી દઈને તેમની સાથે ગયા.
\p
\s5
\v 21 જ્યારે તેઓ ત્રણ ત્યાંથી જઈ રહ્યા હતા, ત્યારે ઈસુએ અન્ય બે લોકોને એટલે યાકૂબ અને તેના નાના ભાઈ યોહાનને જોયા. તેઓ તેમના પિતા ઝબ્દીની સાથે તેઓની હોડીમાં જાળો સાંધતા હતા. ઈસુએ તેઓને કહ્યું કે તેઓએ તે કામ છોડીને તેમની સાથે જવું જોઈએ.
\v 22 તરત જ તેઓ તેમની હોડી અને તેમના પિતાને છોડીને ઈસુ સાથે ગયા.
\p
\s5
\v 23 ઈસુએ તે ચાર લોકોને ગાલીલના દરેક જીલ્લાઓમાં દોર્યા. તેઓ લોકોને સભાસ્થાનમાં શિક્ષણ આપતા હતા. ઈશ્વર કેવી રીતે રાજ કરે છે તે શુભ સમાચારનો તેઓ ઉપદેશ કરતા હતા. તેઓ સર્વ બીમાર લોકોને પણ સાજા કરતા હતા.
\v 24 જ્યારે સિરિયા જીલ્લાના બીજા ભાગમાં રહેનારાઓએ તેઓ જે કરતા હતા તે સાંભળ્યું, ત્યારે જેઓ બીમારીથી પીડાતા હતા, જેઓ ઘણા પ્રકારના રોગોથી પીડાતા હતા, જેઓ સખત પીડાથી દુ:ખિત હતા, જેઓ દુષ્ટાત્માઓના અંકુશમાં હતા, જેઓ વાઈના દર્દીઓ હતા અને જેઓ લકવાગ્રસ્ત હતા તે લોકોને તેઓ તેમની પાસે લાવ્યા અને ઈસુએ તેઓને સાજા કર્યા.
\v 25 પછી મોટો સમુદાય તેમની સાથે જવા લાગ્યો. તે લોકો ગાલીલથી, દસ નગરોમાંથી, યરુશાલેમ શહેરમાંથી, યહૂદિયાના બીજા પ્રાંતોમાંથી અને યર્દનના પૂર્વના પ્રદેશોમાંથી આવ્યા હતા.
\s5
\c 5
\p
\v 1 જ્યારે ઈસુએ ટોળાબંધ લોકોને જોયા, ત્યારે તેઓ પહાડ પર ચઢી ગયા. ત્યાં તેઓ બેસીને તેમના અનુયાયીઓને શીખવવા લાગ્યા. તેઓ તેમને સાંભળવા માટે તેમની પાસે આવ્યા.
\v 2 પછી તેઓએ તેમને શીખવવાનું શરૂ કરતાં કહ્યું,
\q
\v 3 "જે લોકો એવું સ્વીકારે છે કે તેઓને ઈશ્વરની જરૂર છે તેઓ પર ઈશ્વર પ્રસન્ન છે;
\q તેઓ પર રાજ કરવા તેઓ સ્વર્ગમાંથી સંમત થશે.
\q
\v 4 જે લોકો આ પાપી દુનિયાને કારણે શોક કરે છે તેઓ પર ઈશ્વર પ્રસન્ન છે;
\q તેઓ તેમને ઉત્તેજન આપશે.
\q
\s5
\v 5 જે લોકો નમ્ર છે તેઓ પર ઈશ્વર પ્રસન્ન છે;
\q ઈશ્વર જે નવી પૃથ્વી બનાવશે તેમાં તેઓ વતન પામશે.
\q
\v 6 જે લોકો, જેમ કોઈ કશું ખાવાની અને પીવાની ઇચ્છા રાખે તેમ ન્યાયી રીતે જીવવાની ઇચ્છા રાખે છે તેઓ પર ઈશ્વર પ્રસન્ન છે;
\q તેઓ તેમને ન્યાયી રીતે જીવવા શક્તિમાન કરશે.
\q
\v 7 જે લોકો બીજાઓ પ્રત્યે ભલાઈથી વર્તે છે તેઓ પર ઈશ્વર પ્રસન્ન છે;
\q ઈશ્વર તેમની સાથે ભલાઈથી વર્તશે.
\q
\v 8 ઈશ્વર એવા લોકો પર પ્રસન્ન છે જેઓ માત્ર એ જ કરે છે જે ઈશ્વરને પસંદ છે;
\q એક દિવસ તેઓ ઈશ્વરની સમક્ષતામાં હશે અને તેમને જોશે.
\q
\s5
\v 9 જે લોકો બીજા લોકોને શાંતિથી જીવવા સહાય કરે છે તેઓ પર ઈશ્વર પ્રસન્ન છે;
\q ઈશ્વર તેઓને તેમનાં પોતાનાં બાળકો જેવા ગણશે.
\q
\v 10 જે લોકો ન્યાયીપણાથી જીવે છે તેઓ પર ઈશ્વર પ્રસન્ન છે; જ્યારે તેઓના ન્યાયી જીવનના લીધે દુષ્ટ લોકો તેઓનું અપમાન કરે અને તેઓની સાથે ખરાબ રીતે વર્તે; ત્યારે ઈશ્વર માન પામે છે.
\q આ ન્યાયી લોકો પર ઈશ્વર સ્વર્ગમાંથી રાજ કરે છે.
\q
\s5
\v 11 જ્યારે લોકો તમારી નિંદા કરે ત્યારે ઈશ્વર તમારા પર પ્રસન્ન થાય છે અને જ્યારે તેઓ તમારી વિરુદ્ધ દુષ્ટ બાબતો કરે અને તમારા વિષે જુઠું બોલે ત્યારે ઈશ્વરને તમારાથી માન મળે છે.
\v 12 જ્યારે તે પ્રમાણે થાય, ત્યારે તમે આનંદ કરો અને હરખાઓ, કારણ કે ઈશ્વર તમને સ્વર્ગમાં મોટો બદલો આપશે. યાદ રાખો, તે જ રીતે તેઓએ ઘણા સમય અગાઉ થઇ ગયેલા પ્રબોધકોને સતાવ્યા હતા.
\p
\s5
\v 13 મીઠું ખોરાક માટે જે કાર્ય કરે છે, તે જ બાબત તમે જગત માટે કરશો. પરંતુ જો મીઠું તેનો સ્વાદ ગુમાવે, તો કોઈ તેને ફરી સ્વાદિષ્ટ કરી શકતું નથી. લોકો તેને નાખી દે છે અને તેના પર થઇને ચાલ્યા જાય છે.
\v 14 અંધકારમાં રહેલા લોકો માટે પ્રકાશ જે કાર્ય કરે છે તે જ બાબત તમે જગત માટે કરશો. જેવી રીતે સર્વ લોકો ટેકરી પર બાંધેલા નગરને જુએ છે, તેવી જ રીતે તેઓ તમને જોશે.
\s5
\v 15 દીવો સળગાવ્યા પછી, લોકો કદી તેને ટોપલા નીચે મૂકતા નથી. તેના બદલે, તેઓ તેને દીવી પર મૂકે છે કે જેથી ત્યાં જે સર્વ લોકો છે તેમને તે પ્રકાશ આપે.
\v 16 એ જ રીતે, તમારે જે યોગ્ય છે તે એવી રીતે કરવું જોઈએ કે બીજા લોકો જોઈ શકે કે તમે શું કરો છો. જ્યારે તેઓ જોશે, ત્યારે તેઓ તમારા સ્વર્ગમાંના પિતાની સ્તુતિ કરશે."
\p
\s5
\v 17 "ઈશ્વરે મૂસાને જે નિયમો આપ્યા અથવા પ્રબોધકોએ જે લખ્યું તેનો નાશ કરવા હું આવ્યો છું એમ ન માનો. તેના બદલે, તેમાં લખ્યા પ્રમાણે જે બાબતો થશે તેને પૂર્ણ કરવા હું આવ્યો છું.
\v 18 આ વાત સાચી છે: ઈશ્વર કદાચ આકાશ તથા પૃથ્વીને દૂર કરે, પરંતુ જ્યાં સુધી ઈશ્વરે નિયમમાં જે બનવા વિષે કહ્યું તે નહિ થાય ત્યાં સુધી ઈશ્વર તે નિયમોમાંથી કંઈપણ રદ કરશે નહીં, જે નાનામાં નાની વિગતો છે તેને અથવા વાક્યને અંતે મૂકવામાં આવેલા પૂર્ણવિરામ ચિહ્નને પણ ઈશ્વર દૂર નહીં કરે.
\s5
\v 19 કારણ કે આ સાચું છે, કે જ્યારે તે આજ્ઞાઓમાંની ઓછા મહત્વની કોઈ આજ્ઞાનું તમે ઉલ્લંઘન કરો છો, તો તમે સ્વર્ગમાંથી ઈશ્વરના રાજ્યમાં ઓછા મહત્વની વ્યક્તિ થશો. પરંતુ જો તમે તે સર્વ આજ્ઞાઓ પાળો અને જેમ તમે ઈશ્વરની આજ્ઞાઓને આધીન થાઓ છો તેમ કરવા જો બીજાઓને શીખવશો, તો સ્વર્ગમાંથી ઈશ્વરના રાજ્યમાં તમે ખૂબ મહત્વની વ્યક્તિ બનશો.
\v 20 હું તમને કહું છું કે નિયમના શિક્ષકો કરતાં વધારે સારી રીતે તમારે આ નિયમોનું પાલન કરવું પડશે અને તમારે તમારું હૃદય કહે તે પ્રમાણે યોગ્ય કરવું પડશે. તમારે ફરોશીઓ કરતાં સારું કરવું પડશે નહિ તો તમે આકાશમાંના ઈશ્વરના શાસન નીચે કદી નહીં આવો.
\p
\s5
\v 21 "ઈશ્વરે આપણા પૂર્વજોને જે કહ્યું હતું તે બીજાઓએ તમને જણાવ્યું છે કે, 'તમારે કોઈની હત્યા કરવી નહીં', અને, 'જો તમે કોઈની હત્યા કરો, તો ન્યાય કરનાર સભાના સભ્યો તમને મરણ દંડ આપે.'
\v 22 પરંતુ હું તમને કહું છું કે જો તમે કોઈના પર ગુસ્સે થાઓ, તો ઈશ્વર પોતે તમારો ન્યાય કરશે. જો તમે કોઈને કહો, 'તું નકામો છે', તો ન્યાયસભા તમારો ન્યાય કરશે. જો તમે કોઈને કહો, 'તું મૂર્ખ છે', તો ઈશ્વર તમને નર્કના અગ્નિમાં નાંખી દેશે.
\s5
\v 23 તેથી જ્યારે તમે ઈશ્વર માટે વેદી પર તમારી ભેટ લઇને જાઓ, ત્યારે જો તમને યાદ આવે કે તમે કોઈની સાથે ખોટું વર્તન કર્યું છે,
\v 24 તો તમારી ભેટ વેદી પાસે મૂકો અને પ્રથમ તો જે વ્યક્તિ સાથે તમે ખોટું વર્તન કર્યું છે તેની પાસે જાઓ. તે વ્યક્તિને કહો કે, "મેં જે કર્યું છે તેના માટે હું દિલગીર છું," અને તેને વિનંતી કરો કે તે તમને માફ કરે. પછી પાછા ફરો અને ઈશ્વરને તમારી ભેટ ચઢાવો.
\s5
\v 25 કંઇક ખોટું કરવાના લીધે જો તમારો સાથી નાગરિક તમને ન્યાયાલયમાં લઇ જાય કે તે તમારા પર આરોપ મૂકે, તો જ્યારે તમે ન્યાયાલયના રસ્તા પર તે વ્યક્તિ સાથે ચાલતા હો, ત્યારે જલદી તેની સાથે સમજૂતી કરી લો. હજુ જ્યાં સુધી તમારી પાસે સમય છે ત્યાં સુધી તેમ કરી લો કે જેથી તે તમને ન્યાયાલય ન લઇ જાય, કારણ કે કદાચ જો ન્યાયાધીશ કહે કે તમે અપરાધી છો અને તમને જેલના અધિકારીને સોંપી દે, અને તે જેલનો અધિકારી તમને જેલમાં પૂરી દે.
\v 26 આ બાબતનું ધ્યાન રાખો: જો તમે જેલમાં જાઓ, તો તમે કદી બહાર નહિ આવી શકો કારણ કે ન્યાયાધીશ તમને જે સર્વ કહેશે કે જેના તમે ઋણી છો તે તમે કદી ભરપાઈ નહિ કરી શકો. તેથી એ યાદ રાખો કે તમે તમારા ભાઈઓ સાથે શાંતિમાં રહો."
\p
\s5
\v 27 "ઈશ્વરે આપણા પૂર્વજોને જે કહ્યું તે તમે સાંભળ્યું છે કે, 'વ્યભિચાર કરશો નહિ.
\v 28 પરંતુ હું તમને જે કહું છું તે આ છે: જો કોઈ પુરુષ સ્ત્રીની સામે વાસનાભરી નજરે જુએ છે, તો ઈશ્વર ગણશે કે તેણે તે સ્ત્રી સાથે મનમાં વ્યભિચાર કર્યો છે.
\s5
\v 29 જો અમુક બાબતો તરફ જોવા દ્વારા તમને પાપ કરવાની ઇચ્છા થાય, તો તે તરફ જોવાનું બંધ કરો. જો કે તમારે તમારી બંને આંખોનો નાશ કરવો પડે, અને જો તેના દ્વારા તમે પાપ ટાળવા માટે સક્ષમ બનો તો તેમ કરો. તમે બંને આંખે જોઈ શકો છતાં ઈશ્વર તમને નર્કમાં નાંખે તે કરતાં અંધ થઈ અને પાપ કરતા અટકવું તે વધારે સારું છે.
\v 30 અને જો તમારો હાથ તમને પાપ કરવા દોરે તો, તમારા હાથનો ઉપયોગ કરવાનું બંધ કરો. જો તમારે તમારા હાથને કાપીને નાંખી દેવો પડે, અને જો તેના દ્વારા તમે પાપ ટાળવા માટે સક્ષમ બનો તો તેમ કરો. ઈશ્વર તમારું આખુ શરીર નર્કમાં નાંખે તેના કરતાં તમારા શરીરના કોઈ ભાગનો નાશ થાય તે સારું છે.
\p
\s5
\v 31 "ઈશ્વરે શાસ્ત્રમાં કહ્યું છે, 'જો કોઈ પુરુષ તેની પત્નીને છૂટાછેડા આપે, તો તે દસ્તાવેજ લખે કે જેમાં તે કહે કે તે તેને છૂટાછેડા આપે છે.'
\v 32 પરંતુ હવે હું તમને જે કહું છું તે સાંભળો: જો તેની પત્નીએ વ્યભિચાર કર્યો હોય તો તે માણસ તેની પત્નીને છૂટાછેડા આપે. જો પુરુષ તેની પત્નીને બીજા કોઈ કારણસર છૂટાછેડા આપે, અને જો તે બીજા કોઈ પુરુષ સાથે લગ્ન કરે તો તે વ્યભિચાર કરે છે. અને જે પુરુષ તેની સાથે લગ્ન કરે છે તે પણ વ્યભિચાર કરે છે."
\p
\s5
\v 33 "તમે એમ પણ સાંભળ્યું છે ઘણા સમય અગાઉ લોકોને કહેવામાં આવ્યું હતું કે, 'જૂઠા સોગંદ ખાઈને તમારે પ્રતિજ્ઞા લેવી નહીં' તેના બદલે, પ્રભુ પોતે તમારી આગળ ઊભા હોય તેવું સમજીને તમારે તમારું વચન આપવું.'
\v 34 પરંતુ હવે હું તમને કંઇક વધારે કહીશ: કોઈપણ કારણસર સોગંદ ખાશો નહીં! તમારા વચનની ખાતરી માટે સ્વર્ગ કે જ્યાં ઈશ્વર રહે છે, જે તેમના મહાન સામર્થ્યની જગ્યા છે અને જ્યાંથી તેઓ રાજ્ય કરે છે તેને વિશે કહેશો નહીં.
\v 35 અને કોઈ શપથની સોગંદ લેતાં એમ ન કહો કે પૃથ્વી તેની સાક્ષી આપશે. એમ ન કરો, કારણ કે પૃથ્વી તો ઈશ્વરનું પાયાસન છે. યરુશાલેમ શહેરના નામે પણ શપથ ન લો, કારણ કે યરુશાલેમ તો ઈશ્વર, આપણા મહાન રાજાનું શહેર છે.
\s5
\v 36 વળી, એવું વચન ન આપો કે તમે આમ કરશો અને પછી એમ કહો કે જો તમે તેમ ન કરી શકો તો તેઓ તમારું માથું કાપીને લઇ જાય. જ્યારે તમે તો તમારા માથાના એકે વાળનો રંગ બદલવા પણ શક્તિમાન નથી ત્યારે તમે કંઇક અગત્યની બાબત માટે કેવી રીતે વચન આપી શકો?
\v 37 જો કંઈ કરવા બાબતે તમે કહો, તો માત્ર એમ જ કહો કે 'હા, હું કરીશ', અથવા 'ના, હું નહીં કરું'. જો તે સિવાય તમે કંઈ વધારે કહો તો શેતાન, જે દુષ્ટ છે, તે તમને તે વાત કરવા સૂચવે છે."
\s5
\v 38 "તમે સાંભળ્યું છે કે આપણા પૂર્વજોને કહેવામાં આવ્યું હતું, 'જો કોઈ તમારી એક આંખને હાનિ પહોંચાડવા પ્રયત્ન કરે, તો તેઓએ તે વ્યક્તિની એક આંખને હાનિ પહોંચાડવી. અને જો કોઈ તમારા એક દાંતને હાનિ પહોંચાડે, તો તેઓએ તે વ્યક્તિના એક દાંતને હાનિ પહોંચાડવી.'
\v 39 પરંતુ હવે હું તમને જે કહું છું તે સાંભળો: જે કોઈ તમને હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરે તેની પાસે બદલો લેવાનો તો દૂર, તેને તેમ કરતાં રોકવાનો પણ પ્રયત્ન ના કરશો. તેના બદલે, જો કોઈ એક ગાલ પર તમાચો મારી તમારું અપમાન કરે, તો તેની સામે બીજો ગાલ ધરો કે તે તેના પર પણ તમને તમાચો મારી શકે.
\s5
\v 40 જો કોઈ તમારો ઝભ્ભો મેળવવા માટે તમને ન્યાયાલયમાં લઇ જાય, તો તે વ્યક્તિને તે ઝભ્ભો અને જે તમારા માટે વધારે કિંમતી હોય તે ઉપવસ્ત્ર બંને આપો.
\v 41 અને જો રોમન સૈનિક તને તેની સાથે એક માઈલ લઇ જવા ચાહે અને તેનો સામાન ઊંચકાવવા બળજબરી કરે, તો તેની સાથે બે માઈલ જાઓ.
\v 42 વળી, જો કોઈ તમારી પાસે કંઈ માંગે, તો તેને તે આપો. જો કોઈ તમારી પાસે ઉછીનું માંગે, તો જાઓ અને તેને તે ઉછીનું આપો."
\p
\s5
\v 43 "તમે સાંભળ્યું છે કે ઈશ્વરે આપણા પૂર્વજોને કહ્યું, 'તમારા સાથી ઇઝરાયલીઓને પ્રેમ કરો અને બિન-યહૂદીઓ, કે જેઓ તમારા શત્રુઓ છે તેમને ધિક્કારો.'
\v 44 પરંતુ હવે હું જે કહું છું તે સાંભળો: તમારા મિત્રોને તથા તમારા શત્રુઓને પણ પ્રેમ કરો, અને જેઓ તમને હેરાન કરે છે તેઓને માટે પ્રાર્થના કરો.
\v 45 આ પ્રમાણે કરો કે જેથી તમે તમારા પિતા કે જેઓ સ્વર્ગમાં છે તેઓના જેવા થાઓ. તેઓ સર્વ લોકો સાથે દયાળુપણે વર્તે છે. ઉદાહરણ તરીકે, તેઓ સૂર્યને સારા અને દુષ્ટ બંને પર સમાન રીતે પ્રકાશવા દે છે, અને જેઓ તેમના નિયમો પાળે છે અને જેઓ નથી પાળતા તેવા બંને લોકો પર તેઓ વરસાદ મોકલે છે.
\s5
\v 46 જો તમે માત્ર એવા જ લોકોને પ્રેમ કરો કે જેઓ તમને પ્રેમ કરે છે, તો ઈશ્વર તમને કોઈ બદલો આપશે તેવી જરા પણ અપેક્ષા ન રાખો! દાણીઓ જેવા લોકો કે જેઓ ભયંકર બાબતો કરે છે, તેઓ પણ જેઓ તેમને પ્રેમ કરે છે તેઓ પર પ્રેમ રાખે છે. તમારે તેમના કરતા સારી રીતે વર્તવું જોઈએ!
\v 47 હા, અને જો તમે માત્ર તમારા મિત્રોને જ સલામ કરો અને ઈશ્વર તેઓને આશીર્વાદ આપે એવી જો પ્રાર્થના કરો, તો તમે બીજા લોકો કરતાં સારી રીતે વર્તતા નથી. વળી બિન-યહૂદીઓ કે જેઓ ઈશ્વરનો નિયમ જાણતા નથી, તેઓ પણ એવું જ કરે છે!
\v 48 તેથી તમારે તમારા સ્વર્ગમાંના પિતા ઈશ્વર કે જેઓ તમને સંપૂર્ણપણે વિશ્વાસુ છે, તેવી જ રીતે તમારે તેમને સંપૂર્ણપણે વિશ્વાસુ રહેવું."
\s5
\c 6
\p
\v 1 "ખાતરી રાખો કે જ્યારે તમે સારા કાર્યો કરો ત્યારે લોકો તમને તે કરતા જુએ તે હેતુથી ન કરો. જો સારાં કાર્યો કરવા માટે તમારો હેતુ એવો હોય, તો ઈશ્વર, તમારા પિતા કે જેઓ સ્વર્ગમાં છે, તેઓ તમને કંઈ જ બદલો આપશે નહીં.
\v 2 તેથી જ્યારે તમે ગરીબને કંઈ આપો, ત્યારે તમે રણશિંગડું વગાડતા હો તેમ બીજા લોકોને જાણ ન કરો. ઢોંગી લોકો સભાસ્થાનોમાં અને મુખ્ય રસ્તાઓ પર આમ જ કરે છે કે જેથી લોકો તેમની પ્રશંસા કરે. ઢોંગીઓને માત્ર તે પ્રશંસાનો જ બદલો મળશે!
\s5
\v 3 તેઓ જે પ્રમાણે કરે છે તે પ્રમાણે કરવાના બદલે, જ્યારે તમે ગરીબને કંઈ આપો ત્યારે તમે શું કરો છો તે બીજાઓને જણાવશો નહીં.
\v 4 તે રીતે, તમે ગરીબોને ગુપ્તમાં આપશો. તેને પરિણામે ઈશ્વર, તમારા પિતા કે જેઓ તમને કોઈ જોતું ન હોય ત્યારે પણ જુએ છે, તેઓ તમને બદલો આપશે.
\p
\s5
\v 5 "વળી જ્યારે તમે પ્રાર્થના કરો, ત્યારે ઢોંગીઓ જેમ કરે છે તેમ તમે ન કરો. તેઓને સભાસ્થાનોમાં અને મુખ્ય શેરીના ચાર રસ્તાઓ પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું ગમે છે, કે જેથી બીજા લોકો તેમને જુએ અને તેમના વિષે અત્યંત સારું વિચારે. તેઓને માત્ર તે પ્રશંસાનો જ બદલો મળશે.
\v 6 પરંતુ જ્યારે તમે પ્રાર્થના કરો, ત્યારે તમારા અંગત ઓરડામાં જાઓ અને દરવાજો બંધ કરો કે જેથી તમે ઈશ્વર તમારા પિતા કે જેમને કોઈ જોઈ શકતું નથી તેમને પ્રાર્થના કરો. તેઓ તમને જુએ છે અને તમને તેનો બદલો આપશે.
\v 7 જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે, ઈશ્વરને ન ઓળખતા લોકો પ્રાર્થના કરતાં જેમ ઘણા શબ્દો વારંવાર ફરીથી ઉચ્ચાર્યા કરે છે તેમ તમે ન કરો. તેઓ વિચારે છે કે જો તેઓ ઘણા શબ્દો બોલે, તો તેમના ઈશ્વર તેમનું સાંભળશે અને તેઓ જે માંગે છે તે તેઓને આપશે.
\s5
\v 8 તેઓ જેમ કરે છે તેમ શબ્દોને વારંવાર ન દોહરાવો, કારણ કે ઈશ્વર તમારા પિતા તમારા માગ્યા અગાઉ જાણે છે કે તમને શાની જરૂર છે.
\v 9 તેથી આ પ્રમાણે પ્રાર્થના કરો:
\q 'હે પિતા, આપ જેઓ સ્વર્ગમાં છો,
\q2 સર્વ આપનું સન્માન કરો.
\q2
\v 10 આપ સર્વ લોકો પર અને સર્વ બાબતો પર સંપૂર્ણપણે રાજ કરો.
\q2 જેમ સ્વર્ગમાં સર્વ બાબતો આપની ઈચ્છા પ્રમાણે થાય છે
\q3 તેમ પૃથ્વી પર પણ થાઓ.
\q2
\s5
\v 11 દરેક દિવસે જે ભોજન અમને જોઈએ તે અમને આપો.
\q2
\v 12 અમારી વિરુદ્ધ જે લોકોએ પાપ કર્યું છે તેઓને અમે જેવી રીતે માફ કર્યું છે તેવી જ રીતે આપ અમને અમારાં પાપોની ક્ષમા આપો.
\q2
\v 13 જ્યારે અમારું પરીક્ષણ થાય ત્યારે અમે કશું ખોટું ન કરીએ માટે અમને સહાય કરો,
\q2 અને જ્યારે શેતાન અમને નુકસાન કરવા પ્રયત્ન કરે ત્યારે અમને બચાવો.'
\p
\s5
\v 14 જે લોકોએ તમારી વિરુદ્ધ પાપ કર્યું હોય તેઓને માફ કરો, કારણ કે, જો તમે એવું કરશો, તો ઈશ્વર, તમારા સ્વર્ગમાંના પિતા, તમારાં પાપો માફ કરશે.
\v 15 પરંતુ જો તમે બીજાઓને માફ નહિ કરો, તો ઈશ્વર પણ તમારાં પાપો માફ નહિ કરે.
\p
\s5
\v 16 જ્યારે ઈશ્વરને પ્રસન્ન કરવા તમે ઉપવાસ કરો, ત્યારે જેમ ઢોંગીઓ ઉદાસ દેખાય છે તેવા તમે ન થાઓ. લોકો જોઈ શકે કે તેઓએ ભોજન લીધું નથી માટે તેઓ પોતાના ચહેરાને ઉદાસ દેખાડે છે. યાદ રાખો કે તે લોકોને માત્ર આ દેખાડો જ બદલારૂપે મળશે!
\v 17 તેના બદલે, તમારામાંના દરેક, જ્યારે તમે ઉપવાસ કરો, ત્યારે તમારે તમારા વાળ ઓળવા અને રોજની જેમ જ મોં ધોવું,
\v 18 કે જેથી બીજા લોકોને ખબર ન પડે કે તમે ઉપવાસ કર્યો છે. પરંતુ ઈશ્વર, તમારા પિતા, કે જેઓ અદ્રશ્ય છે, તેઓ જોશે કે તમે ભોજન લીધું નથી. ભલે બીજાઓ ન જુએ પણ તેઓ તમને જુએ છે અને તેઓ તમને બદલો આપશે.
\p
\s5
\v 19 આ પૃથ્વી પર સ્વાર્થી થઈને તમે પોતાના માટે ઘણાં બધાં નાણાં અને સામગ્રી ભેગી ન કરો, કારણ કે પૃથ્વી તો તે જગ્યા છે જ્યાં બધું જ નાશ પામે છે - જ્યાં ઊધઇ કપડાંનો નાશ કરે છે, કાટ ધાતુનો નાશ કરે છે, અને જે બીજાઓનું છે તેને ચોર ચોરી જાય છે.
\v 20 તેના બદલે, એવાં કાર્ય કરો કે જે ઈશ્વરને પ્રસન્ન કરે કે જેથી તમે સ્વર્ગમાં ખજાનાનો સંગ્રહ કરો. સ્વર્ગમાં કંઈ જ નાશ પામતું નથી. સ્વર્ગમાં ઉધઇ કપડાંનો નાશ કરતી નથી, ત્યાં કાટ લાગતો નથી, અને ત્યાં કોઈ ચોર નથી કે જે ચોરી શકે.
\v 21 યાદ રાખો કે તમારા માટે જે સૌથી અગત્યનું છે, તેના વિશે તમે વિચારતા રહેશો.
\p
\s5
\v 22 "તમારી આંખો તે તમારા શરીર માટે દીવા જેવી છે, કારણ કે તે તમને જોવા માટે શક્તિમાન કરે છે. માટે જેમ ઈશ્વર જુએ છે તેમ તમે જુઓ તો જાણે તમારું આખું શરીર પ્રકાશથી ભરેલું હોય તેમ થશે.
\v 23 પરંતુ જો તમારી આંખો ખરાબ હશે, તો તમે સર્વ બાબતો યોગ્ય રીતે જોઈ શકશો નહીં. તમે સંપૂર્ણ અંધકારમાં હશો. તમે કેટલા લોભી હશો!
\p
\v 24 "કોઈ વ્યક્તિ એક જ સમયે બે જુદા જુદા માલિકોની સેવા કરી શકે નહીં. જો તે તેમ કરવાનો પ્રયત્ન કરશે, તો તે તેમાંના એકનો દ્વેષ કરશે અને બીજાને પ્રેમ કરશે, અથવા તે તેમાંના એકને વફાદાર રહેશે અને બીજાને ધિક્કારશે. તેવી જ રીતે, તમે એક જ સમયે ઈશ્વર અને નાણાંની સેવા કરી શકો નહિ."
\p
\s5
\v 25 એટલા માટે હું તમને કહું છું કે જીવવા માટે તમારે જે બાબતોની જરૂર છે તેના માટે તમારે ચિંતા કરવી નહીં. તમારી પાસે જમવા માટે પૂરતો ખોરાક અને પીવા માટે પાણી, અથવા પહેરવા માટે પૂરતા કપડાં હશે કે નહિ તે સંબંધી ચિંતા ન કરો. તે બાબતો કરતાં તમે કેવી રીતે તમારું જીવન જીવો છો તે વધારે અગત્યનું છે.
\v 26 પક્ષીઓનો વિચાર કરો. તેઓ બીજ વાવતાં નથી અને તેઓ પાક લણતાં નથી અથવા તેને કોઠારોમાં ભરતાં નથી. તેઓ પાસે ખાવા માટે ખોરાક હોય છે કારણ કે ઈશ્વર, તમારા પિતા જે સ્વર્ગમાં છે, તે તેઓને ખોરાક પૂરો પાડે છે.
\s5
\v 27 ચિંતા કરવાથી તમારામાંનો એકપણ, તમારા જીવનમાં એકેય વર્ષ વધારી શકતો નથી. તમે તમારા જીવનમાં એક ક્ષણ માત્ર પણ વધારી શકતા નથી! તેથી જે બાબતોની તમને જરૂર છે તેના માટે તમારે ચિંતા ન કરવી.
\p
\v 28 તમારી પાસે પૂરતાં કપડાં હશે કે નહિ તે માટે પણ તમારે ચિંતા કરવી નહીં. ખેતરમાં ફૂલો કેવી રીતે વધે છે તે વિષે વિચાર કરો. તેઓ પૈસા કમાવા માટે કામ કરતાં નથી, અને તેઓ પોતાનાં વસ્ત્રો બનાવતાં નથી.
\v 29 પરંતુ હું તમને કહું છું કે સુલેમાન રાજા, જે ઘણા સમય અગાઉ થઈ ગયો, જે ખૂબ સુંદર વસ્ત્રો પહેરતો હતો, તેનાં વસ્ત્રો પણ તે ફૂલોમાંના એકના જેવાં સુંદર ન હતાં.
\s5
\v 30 જંગલી છોડ કે જે માત્ર થોડા સમય માટે ઊગે છે, તેને ઈશ્વરે ખૂબ સુંદર બનાવ્યા છે. એક દિવસ તે ઊગે છે, અને બીજા દિવસે લોકો તેને ભઠ્ઠીમાં બાળવા માટે નાંખે છે. પરંતુ તે બધા જંગલી છોડ કરતાં ઈશ્વર માટે તમે વધારે અગત્યના છો, અને તમે ઘણું લાંબું જીવો છો. તેથી તમે કે જેઓની પાસે ખૂબ ઓછો વિશ્વાસ છે, તેઓ ઈશ્વર પર વિશ્વાસ કરો!
\v 31 તેથી ચિંતા કરતાં એમ ન કહો, 'જમવા માટે અમારી પાસે શું કંઈ હશે?' અથવા 'અમારી પાસે પીવા માટે શું કંઈ હશે?' અથવા 'અમારી પાસે પહેરવા માટે કપડાં હશે શું?'
\s5
\v 32 જે લોકો ઈશ્વરને ઓળખતા નથી તેઓ હંમેશાં આ રીતે બધી બાબતોની ચિંતા કરે છે. પરંતુ ઈશ્વર, તમારા પિતા કે જેઓ સ્વર્ગમાં છે, તેઓ જાણે છે કે તમને તે સર્વ બાબતોની જરૂર છે.
\v 33 તેના બદલે, ઈશ્વર આખી પૃથ્વી પર રાજ કરે અને સર્વ લોકો તેમની ઇચ્છા પ્રમાણે કરે એ બાબતને ખૂબ મહત્વની ગણો. જો તમે તે કરો, તો તમને જે સર્વ બાબતોની જરૂર છે તે તેઓ તમને આપશે.
\v 34 તેથી આવતી કાલે તમારા વિશે શું બનશે તેની ચિંતા ન કરો, કારણ કે જ્યારે તે દિવસ આવશે, ત્યારે તેના વિષે ચિંતા કરવા માટે પૂરતું હશે. તેથી સમય અગાઉ ચિંતા કરશો નહીં."
\s5
\c 7
\p
\v 1 બીજાઓ કેવી પાપમય રીતે વર્ત્યા છે તે સંબંધી વાત ન કરો, કે જેથી ઈશ્વર એમ ન કહે કે તમે કેવી પાપમય રીતે વર્ત્યા છો.
\v 2 જો તમે બીજા લોકોને દોષિત ઠરાવશો, તો ઈશ્વર તમને દોષિત ઠરાવશે. જેટલી હદ સુધી તમે બીજાઓને દોષિત ઠરાવો છો, તેટલી હદ સુધી તમને દોષિત ઠરાવવામાં આવશે.
\s5
\v 3 તમારામાંના કોઈએ બીજાઓના નાના દોષ વિષે ચિંતા કરવી નહીં! આ તો એવું હશે કે જાણે તેની આંખમાંના નાના તણખલાની નોંધ લેવામાં આવે છે. પરંતુ તમારે તમારા પોતાના મોટા દોષો વિષે ચિંતા કરવી જોઈએ કારણ કે તમે તમારી આંખોમાં લાકડાના મોટા પાટિયાની નોંધ લેતા નથી.
\v 4 જ્યારે તમારી પોતાની જ આંખોમાં લાકડાનું પાટિયુ હોય ત્યારે, તમે બીજા લોકોને તેઓના નાના દોષ વિષે કહેશો નહિ કે, 'લાવ મને તારી આંખમાંનું તણખલું કાઢવા દે!'
\v 5 જો તમે તેમ કરો, તો તમે ઢોંગી છો! તમે બીજાની આંખમાંથી તણખલું કાઢો તે અગાઉ તમારે તમારી પોતાની જ આંખોમાંનું લાકડાનું પાટિયુ કાઢવાની જરૂર છે.
\p
\s5
\v 6 "જે ઈશ્વરનું છે તેને તમે કૂતરાને કે જેઓ તમારા ઉપર હુમલો કરે તેઓને આપતા નથી. અને તમે મૂલ્યવાન મોતી ડુક્કર આગળ નાખતા નથી, કારણ કે તેઓ તેના ઉપર ચાલશે. તેવી જ રીતે, ઈશ્વર વિષેની અદ્દભુત બાબતો એવા લોકોને ના કહેશો કે જેઓ બદલામાં તમારા માટે દુષ્ટ બાબતો કરે.
\p
\s5
\v 7 "તમારે જેની જરૂર છે તે ઈશ્વર પાસે માગતા રહો, અને આશા રાખો કે તેઓ તમને તે આપશે.
\v 8 કેમ કે જે લોકો ઈશ્વર પાસે કંઈ માગે છે, અને આશા રાખે છે કે તેઓ તેમને તે આપશે, તેઓ સર્વ તે પામશે.
\p
\v 9 જો તમારો દીકરો તમારી પાસે રોટલી માંગે, તો તમારામાંનો કોઈ તેને પથ્થર નહીં આપે, આપશે શું?
\v 10 જો તમારો દીકરો તમારી પાસે માછલી માગે, તો તમારામાંનો કોઈ તેને સાપ નહીં આપે, આપશે શું?
\s5
\v 11 તમે દુષ્ટ હોવા છતાં તમે જાણો છો કે તમારાં બાળકોને સારી વસ્તુઓ કેવી રીતે આપવી. તો ઈશ્વર, તમારા પિતા જેઓ સ્વર્ગમાં છે, તેઓ તો જેઓ તેમની પાસે માગે છે તેઓને વધુ ખાતરીપૂર્વક સારી બાબતો આપશે.
\v 12 તેથી જેવી રીતે તમે ઇચ્છો છો કે બીજાઓ તમારા પ્રત્યે વર્તે, તેવી જ રીતે તમારે તેમના પ્રત્યે વર્તવું જોઈએ, કારણ કે ઈશ્વરના નિયમનો અને પ્રબોધકોએ ઘણા સમય અગાઉ જે સર્વ બાબતો લખી તેનો અર્થ તે જ છે.
\p
\s5
\v 13-14 "ઈશ્વર સાથે સદાકાળ સ્વર્ગમાં રહેવું અઘરું છે; તે તો મુશ્કેલ માર્ગે જવા જેવું છે. સૌને ગમે તેવો એક રસ્તો છે. તે રસ્તો પહોળો છે; તેના પર ચાલીને તેઓ પહોળા દરવાજે પહોંચે છે, પણ તેમાં ચાલવા દ્વારા તેઓ મરણ પામે છે. તેથી હું તમને કહું છું કે સ્વર્ગમાં સદાકાળ ઈશ્વર સાથે રહેવા માટે અઘરો રસ્તો પસંદ કરો અને સાંકડા દરવાજામાંથી પ્રવેશ કરો."
\p
\s5
\v 15 એવા લોકોથી સાવધ રહો કે જેઓ તમારી પાસે આવીને ખોટી રીતે કહે કે તેઓ તમને જે જણાવે છે તે તો ઈશ્વરે તેમને કહ્યું છે. તેઓ વરુઓ જેવા છે કે જેઓએ પોતાને ઘેટાંની ચામડીથી ઢાંક્યા છે કે તેઓ નિર્દોષ દેખાય પરંતુ તેઓ તમારા પર હુમલો કરશે.
\v 16 છોડ દ્વારા ઉત્પન્ન થયેલા ફળને જોઇને તમે જાણો છો કે તે કયા પ્રકારનો છોડ છે. કાંટાળા વેલા દ્રાક્ષ ઉત્પન્ન કરી શકતા નથી અને કાંટાળા છોડ અંજીર ઉત્પન્ન કરી શકતા નથી, તેથી કોઈ કાંટાળા ઝાડ પરથી દ્રાક્ષને અથવા કાંટાળા વેલા પરથી અંજીરને તોડવાનું વિચારતું નથી.
\v 17 આ બીજું ઉદાહરણ છે: સર્વ સારાં ફળનાં વૃક્ષ સારાં ફળ ઉત્પન્ન કરે છે, પરંતુ સંપૂર્ણ સડેલું વૃક્ષ નકામાં ફળ ઉત્પન્ન કરે છે.
\s5
\v 18 સારું વૃક્ષ નકામું ફળ ઉત્પન્ન કરતું નથી, અને કોઈ સડેલું વૃક્ષ સારું ફળ ઉત્પન્ન કરતુ નથી.
\v 19 સર્વ વૃક્ષ કે જે સારાં ફળ નથી આપતાં તેઓને કામદારો કાપશે અને સળગાવી નાંખશે.
\v 20 છોડ શું ઉત્પન્ન કરે છે તે જોઇને, તમે જાણો છો કે તે કેવા પ્રકારના છોડ છે. તેવી જ રીતે, જ્યારે તમે જુઓ છો કે જે લોકો તમારી પાસે આવે છે તેઓ શું કરે છે, ત્યારે તમે જાણશો કે તેઓ ખરેખર સારું ઉત્પન્ન કરે છે કે ખરાબ.
\p
\s5
\v 21 જો કે ઘણા લોકો તેઓની ટેવ પ્રમાણે મને પ્રભુ કહે છે, તેઓ એવો ઢોંગ કરે છે કે તેઓ પાસે મારી સત્તા છે, તોપણ તેઓમાંના કેટલાક પર ઈશ્વર સ્વર્ગમાંથી રાજ કરવા સંમત થશે નહીં, કારણ કે જેની ઇચ્છા ઈશ્વર રાખે છે તે તેઓ કરતા નથી. જેઓ મારા પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે માત્ર તે લોકો પર તેઓ રાજ કરવા સંમત થશે.
\v 22 જે દિવસે ઈશ્વર સર્વનો ન્યાય કરશે, તે દિવસે ઘણાં લોકો મને કહેશે, 'પ્રભુ, તમારા પ્રતિનિધિ તરીકે અમે ઈશ્વરનું વચન બોલ્યા છીએ! તમારા પ્રતિનિધિ તરીકે અમે લોકોમાંથી દુષ્ટાત્માઓને કાઢ્યા છે! અને તમારા પ્રતિનિધિ તરીકે, ઘણી વખત અમે પરાક્રમી કૃત્યો કર્યાં છે!'
\v 23 પછી હું તેઓને જાહેરમાં કહીશ, 'મેં ક્યારેય કહ્યું નથી કે તમે મારા છો. તમે જેઓ દુષ્ટતા કરો છો, તેઓ મારાથી દૂર જાઓ!'"
\p
\s5
\v 24 માટે, હું જે કહું છું તે જે કોઈ સાંભળે અને હું જે આજ્ઞા આપું તે પ્રમાણે જે કોઈ કરે છે તે તો પથ્થર પર પોતાનું ઘર બાંધનાર ડાહ્યા માણસ જેવા થશે.
\v 25 વરસાદ પડ્યો, નદીમાં પૂર આવ્યું, પવન ફૂંકાયો અને ઘરની વિરુદ્ધ સપાટા વાગ્યા, છતાં પણ તે પડી ગયું નહીં કારણ કે તેને નક્કર ખડક પર બાંધવામાં આવ્યું હતું.
\s5
\v 26 બીજી તરફ, હું જે કહું છું તે જે સાંભળે છે પરંતુ મારી આજ્ઞા પાળતો નથી તે મૂર્ખ માણસ કે જે રેતી પર ઘર બાંધે છે તેના જેવો થશે.
\v 27 જ્યારે વરસાદ પડ્યો, નદીમાં પૂર આવ્યું, પવન ફૂંકાયો અને ઘરની વિરુદ્ધ સપાટા વાગ્યા ત્યારે, તે ધસી પડ્યું અને સંપૂર્ણપણે તૂટી ગયું કારણ કે તે રેતી પર બાંધવામાં આવ્યું હતું. તેથી મેં તમને જે કહ્યું છે તે તમારે પાળવું જોઈએ.
\p
\s5
\v 28 જ્યારે ઈસુ તે સર્વ બાબતો શીખવી રહ્યા, ત્યારે તેઓએ કેવી રીતે શીખવ્યું તે સાંભળનાર ટોળું તેનાથી આશ્ચર્ય પામ્યું.
\v 29 તેઓએ એક શિક્ષકની જેમ શીખવ્યું કે જેનો આધાર પોતે જે જાણે છે તેના પર છે. તેઓ યહૂદી નિયમોને શીખવનારની જેમ શીખવતા ન હતા, કે જેઓ બીજા માણસોએ શીખવેલી જુદી જુદી બાબતોનું રટણ કર્યા કરતા હતા.
\s5
\c 8
\p
\v 1 જ્યારે ઈસુ પહાડ પરથી ઊતર્યા, ત્યારે મોટો સમુદાય તેમની પાછળ ગયો.
\v 2 ઈસુએ સમુદાયને વિદાય આપી ત્યારબાદ, એક માણસ કે જેને ચામડીનો રોગ થયો હતો તે આવ્યો અને તેમની આગળ ઘૂંટણ પડ્યો. તેણે ઈસુને કહ્યું, "પ્રભુ, કૃપા કરીને મને સાજો કરો, કારણ કે હું જાણું છું કે જો તમે ઇચ્છો તો તમે મને સાજો કરવા સક્ષમ છો."
\v 3 પછી ઈસુએ પોતાનો હાથ લાંબો કર્યો અને તે માણસને સ્પર્શ કર્યો. તેમણે તેને કહ્યું, "હું તને સાજો કરવા ઈચ્છું છું, અને હમણાં જ હું તને સાજો કરું છું!"
\s5
\v 4 પછી ઈસુએ તેને કહ્યું, "હવે ધ્યાન રાખ કે મેં તને સાજો કર્યો, તે યાજક સિવાય કોઈને કહીશ નહીં. પછી યરુશાલેમના ભક્તિસ્થાને જા અને મૂસાના જણાવ્યા મુજબ અર્પણ ચઢાવ કે લોકો તે વિષે જાણે."
\p
\s5
\v 5 જ્યારે ઈસુ કપર-નાહૂમ શહેરમાં ગયા ત્યારે, એક રોમન અધિકારી જે સો સૈનિકોનો ઉપરી હતો તે તેમની પાસે આવ્યો. તેણે ઈસુ પાસે મદદ માંગી.
\v 6 તેણે તેમને કહ્યું, "પ્રભુ, મારો નોકર ઘરે ખાટલામાં લકવાગ્રસ્ત થઈને પડેલો છે, અને તેને સખત પીડા થાય છે."
\v 7 ઈસુએ તેને કહ્યું, "હું તારા ઘરે આવીને તેને સાજો કરીશ."
\s5
\v 8 પરંતુ તે અધિકારીએ તેમને કહ્યું, "તમે મારા ઘરે આવો તે માટે હું લાયક નથી. તેના બદલે, માત્ર એમ કહો કે મારો નોકર સાજો થયો છે, અને તે સાજો થશે.
\v 9 તેવું જ મારી સાથે પણ છે. હું સૈનિક છું; મારે મારા સેનાપતિને આધીન થવું પડે છે, અને મારી પાસે પણ સૈનિકો છે કે જેઓને હું આજ્ઞા આપું છું. જ્યારે હું તેઓમાંના એકને કહું છું 'જા!' તે જાય છે. જ્યારે હું બીજાને કહું છું 'આવ!' તે આવે છે. જ્યારે હું મારા નોકરને કહું, 'આ કર!' તે તે કરે છે."
\v 10 જ્યારે ઈસુએ આ સાંભળ્યું, ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા. જે ટોળું તેમની સાથે ચાલતું હતું તેઓને તેમણે કહ્યું, "આ સાંભળો: આ બિનયહૂદી માણસ મારા પર જેટલો વિશ્વાસ કરે છે તેટલો વિશ્વાસ મારા પર કરનાર કોઈ મને મળ્યું નથી. ઇઝરાયલ, કે જ્યાં હું આશા રાખું છું કે તે લોકો મારા પર વિશ્વાસ કરે ત્યાં પણ મને કોઈ મળ્યું નથી, શું મને કોઈ એવું મળ્યું કે જે મારા પર આટલો બધો વિશ્વાસ કરે!
\s5
\v 11 હું તમને ખરેખર કહું છું કે બીજા ઘણા બિનયહૂદીઓ પણ મારા પર વિશ્વાસ કરશે, અને તેઓ દૂર દેશોથી એટલે પૂર્વ અને પશ્ચિમ સહિતના દૂર દેશોથી આવશે, અને જ્યારે ઈશ્વર સ્વર્ગમાંથી સંપૂર્ણપણે સર્વસ્વ પર રાજ કરશે ત્યારે ઇબ્રાહિમ, ઇસહાક તથા યાકૂબની સાથે તેઓ જમવા બેસશે.
\v 12 પરંતુ જે યહૂદીઓ પર ઈશ્વરે રાજ કરવાનું ધાર્યું તેમને તો તેઓ ઘોર નર્કના અંધકારમાં નાંખશે. તેઓની વેદનાના કારણે તેઓ રડશે, અને તેઓની સખત પીડાના કારણે તેઓ દાંત પીસશે."
\v 13 પછી ઈસુએ તે અધિકારીને કહ્યું, "ઘરે જા. તેં જે વિશ્વાસ કર્યો છે તે પ્રમાણે થશે." પછી તે અધિકારી ઘરે ગયો અને તેણે જોયું કે તેનો નોકર ઈસુએ કહ્યું હતું કે તેઓ તેને સાજો કરશે તે જ સમયે સાજો થયો હતો.
\p
\s5
\v 14 જ્યારે ઈસુ અને તેમના કેટલાક શિષ્યો પિતરના ઘરે ગયા, ત્યારે ઈસુએ પિતરની સાસુને જોઈ. તેને તાવ આવ્યો હતો માટે તે ખાટલામાં સૂતી હતી.
\v 15 તેમણે તેનો હાથ પકડ્યો, અને તરત જ તેનો તાવ જતો રહ્યો. પછી તે ઊભી થઇ અને તેઓને ખોરાક આપી તેણે તેઓની સરભરા કરી.
\p
\s5
\v 16 તે સાંજે જ્યારે વિશ્રામવાર પૂરો થયો, ત્યારે લોકોએ જે લોકો દુષ્ટાત્માઓના નિયંત્રણમાં હતા તેઓને, અને બીજા જેઓ બીમાર હતા તેઓને તેમની પાસે લાવ્યા.
\v 17 જ્યારે તેમણે આ પ્રમાણે કર્યું, ત્યારે યશાયા પ્રબોધકે જે લખ્યું હતું તે સાચું ઠર્યું, 'તેમણે લોકોને માંદગીમાંથી મુક્ત કર્યા, અને તેમણે તેઓને સાજા કર્યા.'
\p
\s5
\v 18 જ્યારે ઈસુએ તેમની આસપાસના ટોળાને જોયું ત્યારે તેમણે શિષ્યોને કહ્યું કે તેઓ તેમને સરોવરની બીજી બાજુએ લઈ જાય.
\v 19 જે વખતે તેઓ હોડી તરફ જઈ રહ્યા હતા, ત્યારે એક માણસ કે જે યહૂદી નિયમો શીખવતો હતો તે તેમની પાસે આવ્યો અને કહ્યું, "ગુરુજી, તમે જ્યાં જશો ત્યાં હું તમારી સાથે આવીશ."
\v 20 ઈસુએ તેને ઉત્તર આપ્યો, "શિયાળોને રહેવા માટે જમીનમાં દર હોય છે, અને પક્ષીઓને રહેવા માળા, પણ જો કે હું માણસનો દીકરો છું, તો પણ મારી પાસે ઘર નથી કે જ્યાં હું સૂઈ શકું."
\s5
\v 21 બીજો માણસ કે જે ઈસુનો શિષ્ય હતો તેણે તેમને કહ્યું, "પ્રભુ, મને ઘરે જવા મંજૂરી આપો. મારા પિતા મરણ પામે ત્યારે હું તેમનું દફન કરું, અને પછી હું તમારી સાથે આવીશ."
\v 22 પરંતુ ઈસુએ તેને કહ્યું, "હમણાં મારી સાથે આવ. જેઓ મરણ પામ્યા હોય તેવા લોકો છે તેઓને તેમના લોકોના મરણ પામવાની રાહ જોવા દે."
\p
\s5
\v 23 પછી ઈસુ હોડીમાં ચઢ્યા અને તેમના શિષ્યો તેમની પાછળ ગયા.
\v 24 અચાનક પાણી પર ભારે પવન ફૂંકાયો, અને ખૂબ ઊંચા મોજાં ઊછળ્યા અને હોડીને ભરવા લાગ્યાં. પરંતુ ઈસુ ઊંઘતાં હતા.
\v 25 તેઓ ઈસુની પાસે આવ્યા, તેમને ઉઠાડ્યા અને તેમને કહ્યું, "પ્રભુ, અમને બચાવો! અમે ડૂબી રહ્યા છીએ!"
\s5
\v 26 તેમણે તેઓને કહ્યું, "તમારે ગભરાવું ન જોઈએ! હું તમને બચાવી શકું તેવો તમે પૂરતો વિશ્વાસ કરતા નથી." પછી તેઓ ઊઠ્યા અને પવનને ધમકાવ્યો અને મોજાઓને શાંત રહેવા કહ્યું. તરત જ પવન ફૂંકાતો બંધ થયો અને પાણી શાંત થયું.
\v 27 તે માણસો આશ્ચર્યચકિત થયા, અને તેઓએ એકબીજાને કહ્યું, "આ માણસ નક્કી એક અદ્દભુત વ્યક્તિ છે! સઘળી બાબતો તેમના નિયંત્રણમાં છે! પવન અને મોજાઓ પણ તેમનું માને છે!"
\p
\s5
\v 28 જ્યારે તેઓ સરોવરની પૂર્વ બાજુએ આવ્યા, ત્યારે તેઓ જ્યાં ગાડરેનેસના લોકો રહેતા હતા ત્યાં આવી પહોચ્યાં. પછી બે માણસો કે જેઓ દુષ્ટાત્માઓના નિયંત્રણમાં હતા તેઓ જ્યાં રહેતા હતા તે દફનની ગુફાઓમાંથી બહાર આવ્યા. કોઈ તે રસ્તેથી મુસાફરી કરવાની હિંમત કરતું ન હતું, કારણ કે તેઓ ઘણા જ હિંસક હતા અને હુમલો કરતા હતા.
\v 29 એકાએક તેઓએ ઈસુને બૂમ પાડી, "તમે ઈશ્વરના પુત્ર છો! અમને એકલા છોડી દો, કારણ કે આપણી વચ્ચે શી તકરાર છે? જે સમય ઈશ્વરે અમને શિક્ષા કરવા માટે નક્કી કર્યો છે તે સમય અગાઉ તમે શું અમને ત્રાસ પમાડવા આવ્યા છો?"
\s5
\v 30 ત્યાં નજીકમાં જ ભૂંડોનું મોટું ટોળું ચરતું હતું.
\v 31 દુષ્ટાત્માઓએ ઈસુને વિનંતી કરીને કહ્યું, "તમે અમને આ માણસમાંથી બહાર કાઢવાના છો, તેથી અમને તે ભૂંડોમાં જવા દો!"
\v 32 ઈસુએ તેઓને કહ્યું, "જો તમે ત્યાં જવા ઇચ્છતા હો, તો જાઓ!" તેથી દુષ્ટાત્માઓ તે માણસને છોડીને ભૂંડોમાં ગયા. એકાએક તે આખું ટોળું કિનારેથી સમુદ્રમાં ધસી પડ્યું અને ડૂબી ગયું.
\s5
\v 33 જે લોકો ભૂંડોને સાચવતા હતા તેઓ ગભરાયા અને નગરમાં દોડી ગયા, અને તે બે માણસો કે જેઓ દુષ્ટાત્માઓના નિયંત્રણમાં હતા તેઓને જે થયું તે સહિત જે સર્વ બન્યું તે તેઓએ જણાવ્યું.
\v 34 પછી જાણે કે તે શહેરમાં રહેનારા સર્વ ઈસુને મળવા ગયા. જ્યારે તેઓએ તેમને અને તે બે વ્યક્તિ કે જેઓ દુષ્ટાત્માઓના નિયંત્રણમાં હતા તેઓને જોયા, ત્યારે તેઓએ ઈસુને વિનંતી કરી કે તેઓ તેમનો પ્રદેશ છોડીને જાય.
\s5
\c 9
\p
\v 1 ઈસુ અને તેમના શિષ્યો હોડીમાં ચઢ્યા. તેઓએ સરોવરમાં હોડી હંકારી અને જ્યાં તેમનો નિવાસ હતો તે કપર-નાહૂમ શહેરમાં ગયા.
\v 2 કેટલાંક લોકો તેમની પાસે લકવાગ્રસ્ત માણસને લાવ્યા કે જે બિછાના પર સૂતો હતો. જ્યારે ઈસુએ જોયું કે તેઓ વિશ્વાસ કરે છે કે તેઓ તે લકવાગ્રસ્ત માણસને સાજો કરી શકે છે, ત્યારે તેમણે તેને કહ્યું, "જુવાન માણસ, હિંમત રાખ! મેં તારાં પાપ માફ કર્યાં છે."
\s5
\v 3 લોકોમાંના ઘણા કે જેઓ યહૂદી નિયમો શીખવતા હતા તેઓએ પોતાના મનમાં કહ્યું, "આ માણસ વિચારે છે કે તે ઈશ્વર છે; તે પાપ માફ કરી શકે નહીં!"
\v 4 ઈસુએ જાણ્યું કે તેઓ શું વિચારતા હતા, તેથી તેમણે કહ્યું, "તમારે દુષ્ટ વિચારો કરવા ન જોઈએ!
\v 5 સહેલું શું છે, તેને એમ કહેવું કે તારાં પાપ માફ થયાં છે અથવા તેને એમ કહેવું કે ઊભો થા અને ચાલ?
\v 6 તેથી હું કંઇક એવું કરીશ કે જેથી તમે જાણો કે ઈશ્વરે મને, માણસના દીકરાને, પાપ માફ કરવાનો અધિકાર આપ્યો છે." પછી તેમણે લકવાગ્રસ્ત માણસને કહ્યું, "ઊભો થા, તારું બિછાનું ઊંચકીને, ઘરે જા!"
\s5
\v 7 તરત જ તે માણસ ઊભો થયો, પોતાનું બિછાનું ઉઠાવ્યું અને ઘરે ગયો!
\v 8 જ્યારે ટોળાએ આ જોયું, ત્યારે તેઓ ગભરાયા. માણસોને એવો અધિકાર આપવા માટે તેઓએ ઈશ્વરની સ્તુતિ કરી.
\p
\v 9 ઈસુ ત્યાંથી જતા હતા, ત્યારે જ તેમણે માથ્થી નામે એક માણસને જોયો. જ્યાં તે રોમન સરકાર માટે કર ઉઘરાવતો હતો ત્યાં તે મેજ પર બેઠો હતો. ઈસુએ તેને કહ્યું, "મારી સાથે આવ અને મારો શિષ્ય બન!"
\s5
\v 10 ઈસુ અને તેમના શિષ્યો એક ઘરમાં જમવા માટે બેઠા. જ્યારે તેઓ જમતા હતા ત્યારે કર ઉઘરાવનારા ઘણા લોકો અને અન્ય લોકો આવ્યા અને તેઓની સાથે જમવા લાગ્યા.
\v 11 જ્યારે ફરોશીઓએ તે જોયું, ત્યારે તેઓ શિષ્યો પાસે ગયા અને કહ્યું, "એ ઘૃણાસ્પદ છે કે તમારા ગુરુ કર ઉઘરાવનારા અને તેમના જેવા બીજા લોકો સાથે સંબંધ રાખે છે અને જમે છે."
\s5
\v 12 તેઓ જે બોલતા હતા તે ઈસુએ સાંભળ્યું, તેથી તેઓએ તેમને આ ઉદાહરણ કહ્યું: "જે લોકો સાજા છે તેઓને વૈધની જરૂર નથી પરંતુ જે લોકો બીમાર છે તેઓને વૈધની જરૂર છે.
\v 13 તમારે શીખવાની જરૂર છે કે ઈશ્વરે આ જે શબ્દો કહ્યા તેનો અર્થ શો થાય છે: 'હું ઇચ્છું છું કે તમે માત્ર બલિદાન ન આપો પણ લોકો સાથે ભલાઈથી વર્તો.' આ યાદ રાખો કે હું તમારી પાસે એટલા માટે નથી આવ્યો કે લોકો, જેઓ પોતાને ન્યાયી માને છે અને એવું માને છે કે તેઓને પાપથી પાછા ફરવાની જરૂર નથી તેઓને મારી પાસે બોલાવું, પરંતુ જેઓ જાણે છે કે તેઓ પાપી છે તેઓને આમંત્રણ આપવા આવ્યો છું."
\p
\s5
\v 14 પછી યોહાન બાપ્તિસ્મીના શિષ્યો ઈસુની પાસે આવ્યા અને તેઓને પૂછ્યું, "અમે અને ફરોશીઓ ઘણી વખત ઉપવાસ કરીએ છીએ કારણ કે અમે ઈશ્વરને પ્રસન્ન કરવા ઇચ્છીએ છીએ, પરંતુ તમારા શિષ્યો તેમ કરતા નથી. શા માટે તેઓ તેમ કરતા નથી?"
\v 15 ઈસુએ જવાબ આપ્યો, "જ્યારે વરરાજા લગ્ન કરવાનો હોય છે ત્યારે તે તેના મિત્રો સાથે હોય છે, અને તેઓ શોક કરતા નથી, શું તેઓ કરે છે? ના, કારણ કે તેઓ તે સમયે ઉદાસ હોતા નથી. પરંતુ જ્યારે વરરાજાએ તેઓને છોડીને જવું પડશે, ત્યારે તેઓ ઉપવાસ કરશે, કારણ કે તેઓ ઉદાસ હશે.
\p
\s5
\v 16 લોકો જૂના કાપડ પરના ફાટેલા ભાગને સાંધવા માટે જે સંકોચાયેલો ન હોય તેવો નવા કાપડના ટુકડો સીવતા નથી. જો તેઓ તેમ કરે, તો જ્યારે તેઓ તે કાપડને ધોશે, ત્યારે તે ટુકડો સંકોચાશે અને કાપડને ફાડી નાખશે, અને તે ફાટેલો ભાગ મોટો થશે.
\s5
\v 17 કોઈ વ્યક્તિ દ્રાક્ષોના તાજા રસને જૂની મશકોમાં સંગ્રહ કરતી નથી. જો કોઈ તેમ કરે, તો જ્યારે તે રસનો દ્રાક્ષાસવ બનશે ત્યારે તે મશકો ફાટી જશે. તે મશકો નાશ પામશે, અને દ્રાક્ષાસવ જમીન પર ઢોળાશે. તેના બદલે, લોકો નવા દ્રાક્ષારસને નવી મશકોમાં ભરશે, અને જ્યારે દ્રાક્ષારસને આથો આવશે ત્યારે મશકો ફૂલશે. આ રીતે, દ્રાક્ષાસવ અને મશકો બંને સુરક્ષિત રહેશે.
\p
\s5
\v 18 ઈસુ તે કહેતા હતા તેવામાં તે શહેરમાંથી એક આગેવાન આવ્યો અને તેમની આગળ નમ્યો. પછી તેણે કહ્યું, "મારી દીકરી હમણાં જ મરણ પામી છે! પરંતુ જો તમે આવો અને તમારો હાથ તેના પર મૂકો, તો તે જીવતી થશે!"
\v 19 તેથી ઈસુ ઊઠ્યા, અને તેઓ અને શિષ્યો તે વ્યક્તિ સાથે ગયા.
\s5
\v 20 ત્યારે બાર વર્ષથી જેને રક્તસ્રાવ હતો તે સ્ત્રી ઈસુની નજીક આવી. તે તેમની પાછળ ગઇ અને તેમના વસ્ત્રની કિનારીને અડકી.
\v 21 તે પોતાને કહેતી હતી, "જો હું તેમના વસ્ત્રની કિનારીને અડકું, તો હું સાજી થઇ જઈશ."
\v 22 પછી તેમને કોણ અડક્યું તે જોવા માટે ઈસુ પાછળ ફર્યા. અને જ્યારે તેમણે તે સ્ત્રીને જોઈ, ત્યારે તેમણે તેને કહ્યું, "દીકરી, હિંમત રાખ. મેં તને સાજી કરી છે કારણ કે તેં વિશ્વાસ કર્યો કે હું તને સાજી કરી શકું છું."
\p
\s5
\v 23 ઈસુ તે આગેવાનના ઘરે ગયા અને વાંસળી વગાડનારા જેઓ દફનનું સંગીત વગાડતા હતા તેઓને જોયા; ત્યાં ઘણા શોક કરનારા હતા કે જેઓ મોટેથી આક્રંદ કરતા હતા કારણ કે તે છોકરી મરણ પામી હતી.
\v 24 તેમણે તેઓને કહ્યું, "અહીંથી જાઓ અને આ દફનનું સંગીત અને આક્રંદ બંધ કરો, કારણ કે છોકરી મરણ નથી પામી! તે માત્ર ઊંઘે છે! લોકો તેમના પર હસ્યા કારણ કે તેઓ જાણતા હતા કે તે મરણ પામી છે.
\s5
\v 25 પરંતુ ઈસુએ તેઓને ઘરની બહાર નીકળવા કહ્યું. પછી તેઓ જ્યાં તે છોકરી હતી તે ઓરડામાં ગયા. તેમણે તેનો હાથ પકડ્યો અને તે જીવતી થઈ અને ઊઠી.
\v 26 અને તે પ્રદેશના સર્વ લોકોએ તે વિષે સાંભળ્યું.
\p
\s5
\v 27 જ્યારે ઈસુ ત્યાંથી ગયા, ત્યારે બે અંધ માણસો તેમની પાછળ ગયા અને બૂમ પાડી, "દાઉદ રાજાના વંશજ, અમારા પર દયા કરો અને અમને સાજા કરો!"
\v 28 ઈસુ ઘરમાં ગયા, અને પછી અંધ માણસો પણ અંદર ગયા. ઈસુએ તેઓને કહ્યું, "શું તમે વિશ્વાસ કરો છો કે હું તમને સાજા કરી શકું છું?" તેઓએ તેમને કહ્યું, "હા, પ્રભુ!"
\s5
\v 29 પછી તેઓ તેમની આંખોને સ્પર્શ્યા અને કહ્યું, "તમે વિશ્વાસ કરો છો કે હું તમારી આંખોને દેખતી કરી શકું છું, માટે હું તમને હમણાં જ સાજા કરું છું!"
\v 30 અને તેઓ દેખતા થયા! પછી ઈસુએ તેઓને કડકાઈથી કહ્યું, "ધ્યાન રાખો કે મેં તમારી માટે જે કર્યું છે તે તમે કોઈને ન કહો!"
\v 31 પરંતુ તેઓ બહાર ગયા અને આખા પ્રદેશમાં તે સમાચાર ફેલાવી દીધા.
\p
\s5
\v 32 જ્યારે તે બે માણસો બહાર આવતા હતા, ત્યારે જ એક માણસ કે જે બોલી શકતો ન હતો કારણ કે તે દુષ્ટાત્માના નિયંત્રણમાં હતો તેને કેટલાક લોકો ઈસુ પાસે લાવ્યા.
\v 33 ઈસુએ દુષ્ટાત્માને કાઢ્યો પછી તે માણસ બોલવા લાગ્યો! ટોળાએ આ જોયું અને તેઓ આશ્ચર્ય પામ્યા અને બોલ્યા, "અમે અગાઉ કદી ઇઝરાયલમાં આવી અદ્દભૂત બાબતો બનતા જોઈ નથી!"
\v 34 પરંતુ ફરોશીઓએ કહ્યું, "આ તો દુષ્ટાત્માઓનો રાજા શેતાન છે કે જે આ માણસને લોકોમાંથી દુષ્ટાત્માઓ ભગાવવા સમર્થ કરે છે."
\p
\s5
\v 35 પછી ઈસુ અને તેમના શિષ્યો ગાલીલ જીલ્લાના ઘણા શહેરો અને નગરોમાં થઈને ગયા. તેઓ સભાસ્થાનમાં શીખવતા અને ઈશ્વર કેવી રીતે સ્વર્ગમાંથી રાજ કરશે તે શુભ સંદેશ વિષે ઉપદેશ આપતા હતા. જેઓને અનેક રોગ અને માંદગી થયેલી હોય તેવા લોકોને પણ તેઓ સાજા કરતા હતા.
\v 36 જ્યારે તેઓએ લોકોનાં ટોળાને જોયાં, ત્યારે તેઓને તેમના પર દયા આવી કારણ કે લોકો ઉદાસ અને ચિંતિત હતા. તેઓ ઘેટાંપાળક વિનાનાં ઘેટા જેવાં હતા.
\s5
\v 37 પછી તેમણે શિષ્યોને કહ્યું: "જે લોકો મારો સંદેશ સ્વીકારવા તૈયાર છે, તેઓ એક ખેતર જેવા છે કે જે પાકની કાપણી માટે તૈયાર હોય. પરંતુ પાક એકત્ર કરી શકે તેટલા પૂરતા લોકો નથી.
\v 38 તેથી પ્રાર્થના કરો અને માગો કે પ્રભુ ઈશ્વર ઘણા વધુ લોકો મોકલે કે જેઓ તેમનો પાક એકઠો કરે."
\s5
\c 10
\p
\v 1 ઈસુએ તેમના બાર શિષ્યોને તેમની પાસે આવવા કહ્યું. પછી તેમણે તેઓને લોકોને નિયંત્રણ કરનારા દુષ્ટાત્માઓને કાઢવા માટે અઘિકાર આપ્યો. તેમણે તેઓને સર્વ પ્રકારની બીમારી અથવા જેઓ સર્વ રીતે માંદા હતા તેઓને સાજા કરવાને માટે સમર્થ કર્યા.
\s5
\v 2 ઈસુએ જે બાર શિષ્યોને પ્રેરિતો કહ્યા તેઓની સૂચિ આ પ્રમાણે છે. તેઓ સિમોન, કે જેને તેમણે નવું નામ પિતર આપ્યું; આન્દ્રિયા, પિતરનો નાનો ભાઈ; ઝબદીનો દીકરો યાકૂબ; યોહાન, યાકૂબનો નાનો ભાઈ;
\v 3 ફિલિપ; બર્થોલ્મી; થોમા; માથ્થી, જે દાણી હતો; અલ્ફીનો દીકરો યાકૂબ; થદી;
\v 4 સિમોન ઝલોતસ; અને યહૂદા ઇશ્કરિયોત, કે જે વિશ્વાસઘાત કરનાર હતો, અને જેણે તેમને અધિકારીઓને પરસ્વાધીન કરવા નિર્દેશ કર્યો હતો.
\p
\s5
\v 5 જ્યારે ઈસુ તેમના બાર પ્રેરિતોને સર્વ જગ્યાએ લોકોને શુભ સંદેશ કહેવા માટે મોકલવાના હતા, ત્યારે તેમણે તેઓને આ સૂચનો આપ્યાં: "જ્યાં બિન-યહૂદીઓ રહેતા હોય ત્યાં અથવા જ્યાં સમરૂનીઓ રહેતા હોય ત્યાં જશો નહીં.
\v 6 તેના બદલે, ઇઝરાયલના લોકો; કે જેઓ પાળક વિનાના ઘેટાં જેવા છે તેમની પાસે જાઓ.
\v 7 જ્યારે તમે તેમની પાસે જાઓ, ત્યારે તેઓને જાહેર કરો કે ટૂંક સમયમાં ઈશ્વર સ્વર્ગમાંથી રાજ કરશે.
\s5
\v 8 માંદાઓને સાજા કરો, મરણ પામેલાને જીવિત કરો, રક્તપિત્ત થયો હોય તેવા લોકોને સાજા કરો અને તેઓને સમાજમાં પાછા લાવો, અને જેઓને દુષ્ટાત્માએ તેમના નિયંત્રણમાં રાખ્યા હોય તેઓને મુક્ત કરો. લોકોને મદદ કરવા કોઈ નાણાં લેશો નહિ, કારણ કે ઈશ્વરે તમને મદદ કરવા કોઈ નાણાં લીધા નથી.
\v 9 તમારી સાથે નાણાં લેશો નહિ,
\v 10 અથવા કોઈ થેલી પણ રાખશો નહિ કે જેમાં તમારા નાણાં હોય. તમે જે વસ્ત્ર પહેરો છો તેના વગર કોઈ વધારાનું વસ્ત્ર ન લો, પગમાં પહેરવાના ચંપલ, કે લાકડી પણ ન લો. દરેક મજૂર જે લોકો માટે કામ કરે છે તે તેમની પાસેથી વેતન મેળવવા હક્કદાર છે, તેથી જે લોકો પાસે તમે જાઓ છો તેમની પાસેથી ભોજન મેળવવા તમે હક્કદાર છો.
\s5
\v 11 જ્યારે તમે કોઈ ગામ કે નગરમાં પ્રવેશો ત્યારે જે વ્યક્તિ તમને ઘરમાં રાખવા ઇચ્છતી હોય તેવી વ્યક્તિને શોધો.
\v 12 જ્યારે તમે તે ઘરમાં જાઓ, ત્યારે ઈશ્વરને વિનંતી કરો કે તેઓ જે લોકો તે ઘરમાં રહે છે તેઓનું ભલું કરે. જ્યાં સુધી તમે તે નગર કે ગામ ન છોડો ત્યાં સુધી તમે તે ઘરમાં રહો.
\v 13 જો તે ઘરના લોકો તમારો સારી રીતે સ્વીકાર કરશે, તો ઈશ્વર ખરેખર તેઓનું ભલું કરશે. પરંતુ જો તેઓ તમારો સારી રીતે આવકાર નહિ કરે, તો તમારી પ્રાર્થના તેઓનું ભલું નહિ કરે, અને ઈશ્વર પણ તેઓનું ભલું નહિ કરે.
\s5
\v 14 જો ઘર અથવા નગરમાં રહેતા કોઈ પણ લોકો તમને આવકારે નહિ, અને તમારો સંદેશ સાંભળે નહિ, તો તે સ્થળ છોડી દો. જ્યારે તમે તે જગ્યા છોડો, ત્યારે તમારા પગ પરની ધૂળ ખંખેરો. આ કરવા દ્વારા, તમે તેઓને ચેતવશો કે જેમ તેઓએ તમારો સંદેશ સ્વીકાર્યો નહિ તેમ ઈશ્વર પણ તેઓને સ્વીકારશે નહીં.
\v 15 આ બાબતની ધ્યાનપૂર્વક નોંધ લો: ઈશ્વર સર્વ લોકોનો ન્યાય કરશે તે સમયે તેઓ સદોમ અને ગમોરામાં રહેતા દુષ્ટ લોકોને શિક્ષા કરશે. પરંતુ જો કોઈ શહેરના લોકો તમારો સ્વીકાર નહિ કરે, તો તેઓને તો ઈશ્વર વધારે સખત શિક્ષા કરશે.
\p
\s5
\v 16 "ધ્યાન આપો: હું તમને મોકલું છું ત્યારે તમે વરુઓ જેવા જોખમી લોકો મધ્યે સામનો ન કરી શકે તેવા ઘેટાં જેવા છો. તેથી સર્પની જેમ સાવધ રહો અને કબૂતરના જેવાં સાલસ થાઓ.
\v 17 વળી, તેવા લોકોથી સાવધ રહો, કારણ કે તેઓ તમારી ધરપકડ કરશે અને તેઓ તમને ન્યાયસભાના સભ્યો સમક્ષ તપાસને માટે લઈ જશે. તેઓ તમને સભાસ્થાનમાંથી કાઢી મૂકશે.
\v 18 અને તેઓ તમને રાજ્યપાલ અને રાજાઓ સમક્ષ તપાસ અને શિક્ષાને માટે લઈ જશે, કારણ કે તમે મારા છો. પરંતુ તે શાસકો અને અન્ય બિન-યહૂદીઓ સમક્ષ તમે મારા વિશે સાક્ષી આપશો.
\s5
\v 19 જ્યારે તે લોકો તમારી ધરપકડ કરે, ત્યારે તમારે તેઓને શું કહેવું તે માટે ચિંતા ન કરો, કારણ કે જે શબ્દો તમારે બોલવા જોઈએ તે તમને મળશે.
\v 20 તમે શું કહેશો તે તમારે નક્કી કરવાનું નથી. તેના બદલે, તમારા સ્વર્ગમાંના પિતાનો આત્મા તમને જે જણાવે તે જ તમે કહેશો.
\s5
\v 21 તમે મારા પર વિશ્વાસ કરો છો તે કારણે તેઓ તમને મારી નાખવા માટે અધિકારીઓ પાસે લઈ જશે. ઉદાહરણ તરીકે, લોકો આવું પોતાના ભાઈઓને, અને પિતાઓ આવું પોતાના બાળકો સાથે કરશે. બાળકો પોતાના માબાપ વિરુદ્ધ બળવો કરશે અને તેઓને મારી નંખાવશે.
\v 22 તમે મારા પર વિશ્વાસ કરો છો તે કારણે ઘણા લોકો તમને ધિક્કારશે. પરંતુ જે કોઈ મરણ સુધી મારા પર વિશ્વાસ રાખશે, તેવા લોકોને ઈશ્વર બચાવશે.
\v 23 જ્યારે એક શહેરના લોકો તમને સતાવે, ત્યારે બીજા શહેરમાં નાસી જાઓ. આની નોંધ લો: જ્યારે તમે એક ગામથી બીજા ગામ એમ કરીને ઇઝરાયલના સર્વ નગરોમાં જઈને મારા વિશે કહેવાનું પૂરું કરો તે અગાઉ હું, માણસનો દીકરો, ચોક્કસપણે પૃથ્વી પર પાછો આવીશ.
\p
\s5
\v 24 શિષ્યએ ગુરુ કરતાં મહાન બનવાની અપેક્ષા રાખવી જોઈએ નહીં, અને નોકરો તેમના માલિક કરતા ચઢિયાતા નથી.
\v 25 તમે એવી અપેક્ષા ન રાખો કે લોકોએ ગુરુ સાથે કર્યો તે કરતાં સારો વ્યવહાર શિષ્યો સાથે કરશે, અથવા માલિક સાથે કર્યો તે કરતાં સારો વ્યવહાર તેઓ તેમના નોકર સાથે કરશે. તેવી જ રીતે, લોકોએ મારી સાથે જેવું અયોગ્ય વર્તન કર્યું, તેવું જ અયોગ્ય વર્તન તેઓ તમારી સાથે પણ કરશે તેવી તમે અપેક્ષા રાખી શકો છો, કારણ કે હું તમારો ગુરુ અને માલિક છું. હું ઘરના આગેવાન જેવો છું, કે જેને તેઓએ શેતાન કહ્યો છે. જો તેઓ મારી સાથે ખરાબ વર્તન કરે, તો તમે શું ધારો છો કે તેઓ તમારી સાથે કેવી રીતે વર્તશે?"
\p
\s5
\v 26 "તે લોકોથી બીશો નહિ. જે સર્વ બાબતો ઢંકાયેલી છે તેને ઉઘાડી કરવામાં આવશે, અને સર્વ ગુપ્ત વાતો જાહેર કરવામાં આવશે.
\v 27 માટે, ગભરાવાના બદલે, જેમ લોકો રાત્રે કરે છે તેમ, જે હું તમને ગુપ્ત રીતે કહું છું, તેને જેમ લોકો દિવસે કરે છે તેમ, જાહેરમાં કહો. જેમ લોકો તમને ધીમેથી ખાનગીમાં કહે છે તેમ જે હું તમને ગુપ્ત રીતે કહું છું, તેને લોકોમાં જાહેર કરો.
\s5
\v 28 જે લોકો તમારા શરીરનો નાશ કરી શકે છે પણ તમારા આત્માનો નાશ કરવા અસમર્થ છે તે લોકોથી ગભરાશો નહીં. તેના બદલે, ઈશ્વરનો ભય રાખો, કારણ કે તેઓ તમારા શરીર અને આત્મા બંનેનો નર્કમાં નાશ કરવા સમર્થ છે.
\v 29 ચકલીઓનો વિચાર કરો. તેઓની કિંમત એટલી ઓછી છે કે તમે એક નાના સિક્કાથી બે ચકલીઓને ખરીદી શકો છો. પરંતુ જ્યારે કોઈ ચકલી જમીન પર પડી મરણ પામે છે, ત્યારે ઈશ્વર, તમારા આકાશમાંના પિતા, તે જાણે છે, કારણ કે તેઓ સઘળું જાણે છે.
\v 30 તેઓ તમારા વિશે પણ, સઘળું જાણે છે. તેઓ એ પણ જાણે છે કે તમારા માથા પર કેટલા વાળ છે!
\v 31 ચકલીઓ કરતાં ઈશ્વર તમને ઘણા મૂલ્યવાન ગણે છે. તેથી, જે લોકો તમને મારી નાખવાની ધમકી આપે છે તેઓથી બીશો નહીં!
\s5
\v 32 જો લોકો બીજાઓને એવું કહેવા રાજી છે કે તેઓ મારા છે, તો હું પણ મારા પિતા કે જેઓ સ્વર્ગમાં છે તેઓની આગળ સ્વીકારીશ કે તેઓ મારા છે.
\v 33 પરંતુ જો તેઓ લોકોની આગળ એમ કહેતા ગભરાતા હોય કે તેઓ મારા છે, તો હું સ્વર્ગમાંના મારા પિતા આગળ કહીશ કે તેઓ મારા નથી."
\p
\s5
\v 34 "એમ ન વિચારશો કે લોકો પૃથ્વી પર શાંતિથી રહી શકે માટે હું આવ્યો છું. હું આવ્યો છું તે કારણે કેટલાક કે જેઓ મને અનુસરતા હશે તેઓ મરણ પામશે.
\v 35 હું આવ્યો છું તે કારણે જે લોકો મારા પર વિશ્વાસ કરતા નથી તેઓ, મારા પર વિશ્વાસ કરનારાઓની વિરુદ્ધ થશે. ઉદાહરણ તરીકે, કેટલાક દીકરાઓ તેમના પિતાઓની વિરુદ્ધ થશે, કેટલીક દીકરીઓ તેમની માતાઓની વિરુદ્ધ થશે, અને કેટલીક પુત્રવધૂઓ તેમની સાસુઓની વિરુદ્ધ થશે.
\v 36 એ બતાવે છે કે ઘણી વાર વ્યક્તિના દુશ્મન તેના પોતાના પરિવારના જ સભ્યો બનશે.
\s5
\v 37 જો લોકો પોતાના પિતા અથવા માતાને મારા કરતા વિશેષ પ્રેમ કરે છે તો તેઓ પણ મારા માટે લાયક નથી. અને જે લોકો તેમના દીકરા કે દીકરીઓને મારા કરતા વિશેષ પ્રેમ કરે છે તો તેઓ મારા માટે લાયક નથી.
\v 38 જો તમે મારા હોવાને લીધે મરણ પામવા તૈયાર નથી, તો તમે મારા માટે લાયક નથી.
\v 39 મરણથી બચવા માટે જેઓ મારા પર વિશ્વાસ કરવાનો નકાર કરશે તેઓ ઈશ્વર સાથે સદાકાળ જીવશે નહીં, પરંતુ જેઓ મારા પરના તેઓના વિશ્વાસને લઈને પોતાનો જીવ ગુમાવવા તૈયાર હશે તેઓ ઈશ્વર સાથે સદાકાળ જીવશે."
\p
\s5
\v 40 "જે સર્વ તમારો આવકાર કરે છે તેઓ મને આવકારે છે એવું ઈશ્વર માને છે, અને જેઓ મને આવકારે છે તેઓ જેમણે મને મોકલ્યો છે તેમને આવકારે છે.
\v 41 જેઓ જાણે છે કે કોઈ વ્યક્તિ પ્રબોધક છે અને તેથી તેને આવકારે છે તો ઈશ્વર તરફથી જે બદલો તે પ્રબોધકને મળવાનો છે તે જ બદલો આવકાર કરનારાઓને મળશે. તેવી જ રીતે, જેઓ જાણે છે કોઈ વ્યક્તિ ન્યાયી છે અને તેથી તેનો આવકાર કરે છે તો ઈશ્વર તરફથી જે બદલો તે ન્યાયી વ્યક્તિને મળવાનો છે તે જ બદલો આવકાર કરનારાઓને મળશે.
\s5
\v 42 જો કે તમે મહત્વની વ્યક્તિ નથી તો પણ ધારો કે લોકો તમને તરસ્યા જૂએ અને તમે મારા શિષ્ય છો એમ જાણીને તમને ઠંડા પાણીનો પ્યાલો આપે, તો પ્રભુ એમ કરનારને ચોક્કસ બદલો આપશે."
\s5
\c 11
\p
\v 1 જ્યારે ઈસુ તેમના બાર શિષ્યોને તેઓએ શું કરવું તે વિશે સૂચનો આપી રહ્યા, ત્યારે તેમણે તેમને ઇઝરાયલનાં અનેક ગામોમાં મોકલ્યા. પછી તેઓ શિક્ષણ અને ઉપદેશ આપવા ઇઝરાયલના બીજા નગરોમાં ગયા.
\p
\v 2 જ્યારે યોહાન બાપ્તિસ્મી જેલમાં હતો, ત્યારે મસીહ જે કરતા હતા તે વિષે તેણે સાંભળ્યું. તેથી તેણે પોતાના કેટલાક શિષ્યોને તેમની પાસે મોકલ્યા
\v 3 કે તેઓ તેમને પૂછે, "શું તમે તે જ મસીહ છો કે જેના વિશે પ્રબોધકોએ કહ્યું હતું કે તેઓ આવશે, અથવા શું તે બીજા કોઈ છે કે જેમના આવવાની રાહ અમે જોઈએ?"
\s5
\v 4 ઈસુએ યોહાનના શિષ્યોને કહ્યું, "પાછા જાઓ અને હું લોકોને જે કહું છું અને મને જે કામો કરતાં તમે જુઓ છો તેનો અહેવાલ યોહાનને આપો.
\v 5 હું અંધજનોને દેખતા કરું છું અને અપંગોને ચાલતા કરું છું. જે લોકોને રક્તપિત્ત હોય તેમને હું સાજા કરું છું. હું બહેરા લોકોને સાંભળતા કરું છું અને મરણ પામેલા લોકોને જીવતા કરું છું. હું ગરીબ લોકોને ઈશ્વરનો શુભ સંદેશ કહું છું.
\v 6 વળી યોહાનને કહો કે હું જે કરું છું તે નાપસંદ હોવા છતાં જેઓ મારા પર વિશ્વાસ કરતાં અટકાતા નથી તેઓ પર પ્રભુ પ્રસન્ન છે."
\p
\s5
\v 7 જ્યારે યોહાનના શિષ્યો જતા રહ્યા, ત્યારે ઈસુ લોકોના ટોળા સાથે યોહાન વિશે વાત કરવા લાગ્યા. તેમણે તેઓને કહ્યું, "જ્યારે તમે અરણ્યમાં યોહાનને જોવા ગયા, ત્યારે તમે શું જોવાની આશા સાથે ગયા હતા? તમે પવનથી ડોલતા ઊંચા ઘાસને જોવા ગયા ન હતા, શું તમે તે જોવા ગયા હતા?
\v 8 તેથી કેવા પ્રકારના માણસને જોવાની તમે અપેક્ષા રાખતા હતા? નિશ્ચે મોઘાં વસ્ત્રો પહેરેલા માણસને તો નહીં. ના! તમે સારી રીતે જાણો છો કે જે લોકો તેવાં વસ્ત્રો પહેરે છે તેઓ રાજાના મહેલમાં રહે છે અને અરણ્યમાં નહીં.
\s5
\v 9 તેથી ખરેખર, કયા પ્રકારના માણસને જોવાની તમે અપેક્ષા રાખી હતી? પ્રબોધકને? અરે, હા! પરંતુ મને આ કહેવા દો: યોહાન માત્ર સામાન્ય પ્રબોધક ન હતો.
\v 10 તે તો તે જ હતો કે જેના વિષે ઈશ્વરે ઉલ્લેખ કર્યો હતો, અને જેના વિશે કોઈએ શાસ્ત્રમાં લખ્યું અને કહ્યું હતું,
\q 'નોંધ લો! હું મારા સંદેશવાહકને તમારી અગાઉ મોકલું છું કે તે તમારા આવવા સંબંધી લોકોને તૈયાર કરે.'
\p
\s5
\v 11 આની નોંધ લો: જે લોકો અગાઉ જીવી ગયા છે તેઓમાં, ઈશ્વર કોઈને પણ યોહાન બાપ્તિસ્મી કરતા મોટો ગણતા નથી. જ્યારે ઈશ્વર સ્વર્ગમાંથી રાજ કરશે ત્યારે જે તેમના રાજ્યમાં ખૂબ ઓછા મહત્વનો છે તે પણ યોહાન કરતાં મોટો હશે.
\v 12 જ્યારથી યોહાન બાપ્તિસ્મી ઉપદેશ આપવા લાગ્યો ત્યારથી અત્યાર સુધી, કેટલાક લોકો પોતાની રીતે ઈશ્વરને સ્વર્ગમાંથી તેમની પોતાની રીતે રાજ કરાવવા પ્રયત્ન કરે છે, અને આ હેતુને માટે તેઓ ઘણું બળ વાપરે છે.
\s5
\v 13 હું યોહાન વિશે જે સર્વ કહું છું તે તો પ્રબોધકોએ જે લખ્યું છે તેમાં અને યોહાન બાપ્તિસ્મીના સમય સુધીના નિયમશાસ્ત્રમાં તમે વાંચી શકો છો.
\v 14 એટલું જ નહીં, પરંતુ જો તમે આ સમજવા માટે તૈયાર હશો, તો હું તમને કહીશ કે ખરેખર તો યોહાન ભવિષ્યમાં આવનાર પ્રબોધક, બીજો એલિયા છે.
\v 15 જો તમે આ સમજવા ઇચ્છતા હો, તો મેં હમણાં જે કહ્યું તે વિશે તમારે ધ્યાનથી વિચારવું જ જોઈએ.
\p
\s5
\v 16 પરંતુ તમે અને બીજા લોકો કે જેઓ હમણાં જીવિત છો, તેઓ તો મેદાનમાં રમતાં બાળકો જેવા છો. તેઓમાંના અમુક તેમના મિત્રોને બોલાવે છે,
\v 17 અને કહે છે, 'અમે તમારા માટે વાંસળી પર આનંદકારક સંગીત વગાડ્યું, પરંતુ તમે નાચવાની ના પાડી! પછી અમે તમારી માટે દફનનાં ગીતો ગાયાં, પરંતુ તમે રડવાની ના પાડી!'
\s5
\v 18 હું તમને આ કહું છું કારણ કે તમે યોહાનથી અને મારાથી એમ બંનેથી અસંતુષ્ટ છો! જ્યારે યોહાને આવીને તમને ઉપદેશ આપ્યો, ત્યારે જેમ આપણામાંના ઘણા કરે છે તેમ તેણે સારો ખોરાક ખાધો નહીં અને દ્રાક્ષારસ પીધો નહીં. પરંતુ તમે તેને એમ કહીને નકાર્યો કે, 'એક દુષ્ટાત્મા તેનું નિયંત્રણ કરે છે!'
\v 19 હું, માણસનો દીકરો, યોહાન જેવો નથી. હું જેમ બીજા લોકો ખોરાક ખાય છે અને દ્રાક્ષારસ પીવે છે તે પ્રમાણે ખોરાક ખાઉં છું અને દ્રાક્ષારસ પીઉં છું. પરંતુ તમે મારો પણ ઇન્કાર કર્યો અને કહ્યું, 'જુઓ! આ માણસ ઘણું ખાય છે અને ઘણો દ્રાક્ષારસ પીવે છે, અને તે કર ઉઘરાવનારનો અને બીજા પાપીઓનો મિત્ર છે!' પરંતુ જો કોઈ ખરેખર જ્ઞાની હોય તો તે તેનાં સારા કાર્યોથી પોતાને બતાવશે."
\p
\s5
\v 20 ઈસુએ તેમના મોટા ભાગના ચમત્કારો જે નગરોમાં કર્યા હતા, ત્યાંના લોકો હજુ પણ ઈશ્વર તરફ ફરવાની ના પાડતા હતા. તેથી તેઓએ તેમને આમ કહેતા ઠપકો આપ્યો,
\v 21 "તમે લોકો કે જેઓ ખોરાજીનમાં રહો છો અને તમે જેઓ બેથસાઈદામાં રહો છો તેઓ, તમે કેટલી ભયંકર રીતે સહન કરશો! મેં તમારા શહેરોમાં મહાન ચમત્કારો કર્યા, પરંતુ તમે પાપ કરવાનું બંધ ન કર્યું. જો ઘણા સમય અગાઉ મેં તે ચમત્કારો તૂર અને સિદોનમાં કર્યા હોત, તો ત્યાંના દુષ્ટ લોકોએ ચોક્કસપણે પાપ કરવાનું બંધ કર્યું હોત; તેઓ શોકનાં વસ્ત્રો પહેરીને અગ્નિની ઠરેલી રાખમાં બેસે, એવી રીતે પસ્તાવો કર્યો હોત.
\v 22 મને તમને આ કહેવા દો: ઈશ્વર તૂર અને સિદોનના દુષ્ટ લોકોને શિક્ષા કરશે, પરંતુ છેલ્લા દિવસે જ્યારે તેઓ સર્વ લોકોનો ન્યાય કરશે ત્યારે તેઓ તમને ઘણી જ ગંભીર રીતે શિક્ષા કરશે.
\s5
\v 23 તમે જેઓ કપર-નાહૂમમાં રહો છો તેઓ, તમને પણ મારે કંઇક કહેવાનું છે. શું તમે એવું વિચારો છો કે બીજાઓ તમારી એટલી પ્રશંસા કરશે કે તમે સીધા જ સ્વર્ગમાં જાઓ? તેવું નહીં બને. તેનાથી વિરુદ્ધ, તમે તો સીધા જ નીચે કે જ્યાં ઈશ્વરે મરણ બાદ લોકોને શિક્ષા કરી હોય તે લોકો જ્યાં હોય છે ત્યાં જશો! જો ઘણા સમય અગાઉ મેં તેવા જ ચમત્કાર સદોમમાં કર્યા હોત, તો તે દુષ્ટ લોકોએ નક્કી પાપ કરવાનું બંધ કર્યું હોત, અને તેમનું શહેર અત્યારે પણ અહીં જ હોત. પરંતુ તમે પાપ કરવાનું બંધ કર્યું નહીં.
\v 24 મારે તમને આ કહેવું છે: છેલ્લા દિવસે જ્યારે ઈશ્વર સર્વ લોકોનો ન્યાય કરશે ત્યારે સદોમમાં રહેનારા દુષ્ટ લોકોને શિક્ષા થશે, પરંતુ તેઓ તમને તેના કરતાં પણ વધારે સખત શિક્ષા કરશે."
\p
\s5
\v 25 તે સમયે ઈસુએ પ્રાર્થના કરી, "પિતા, તમે સ્વર્ગ અને પૃથ્વી પરની સર્વ બાબતો પર રાજ કરો છો. હું તમારો આભાર માનું છું કે જે લોકો પોતાને જ્ઞાની અને સુશિક્ષિત માને છે તેઓને આ વાતો જાણવાથી તમે અટકાવ્યા છે. તેના બદલે, જેવી રીતે મોટા જે કંઈ કહે તે નાનાં બાળકો સ્વીકારે છે, તેવા લોકોની આગળ તમે તે સત્ય પ્રગટ કર્યું છે.
\v 26 હા, પિતા, તમે તે કર્યું છે કારણ કે તેમ કરવું તે તમને સારું લાગ્યું."
\p
\v 27 પછી ઈસુએ લોકોને કહ્યું, "ઈશ્વર, મારા પિતાએ, મારું કાર્ય કરવા માટે મારે જે જાણવાની જરૂર હતી તે પ્રગટ કર્યું છે. હું ખરેખર કોણ છું તે માત્ર મારા પિતા જાણે છે. વધુમાં, માત્ર હું અને તે લોકો કે જેઓની આગળ હું ઈશ્વરને પ્રગટ કરવા ચાહું તેઓ જ તેમને જાણી શકે છે.
\s5
\v 28 તમે સર્વ કે જેઓ તમારા આગેવાનો જે નિયમો તમને પાળવા કહે છે તે પાળવાનો પ્રયત્ન કરીને થાકી ગયા છો તેઓ તમે, મારી પાસે આવો. તે સર્વથી હું તમને આરામ આપીશ.
\v 29 જેમ બળદ તેની ઝૂંસરીને આધીન થાય છે, તેમ તમે મને આધીન થાઓ, અને મારે તમને જે શીખવવું છે તે તમે શીખો. હું કોમળ અને નમ્ર છું, અને તમે ખરેખર આરામ પામશો.
\v 30 કારણ કે જે ઝૂંસરી હું આપું છું તે હલકી છે, અને તમે તે સહેલાઇથી ઉંચકી શકશો.
\s5
\c 12
\p
\v 1 એક સમયે વિશ્રામવારે, ઈસુ અને તેમના શિષ્યો અનાજના ખેતરોમાં થઈને જતા હતા. શિષ્યો ખૂબ ભૂખ્યા હતા, તેથી તેઓ કણસલાં તોડીને તેમાંના દાણા ખાવા લાગ્યા, જે માટે મૂસાના નિયમમાં મંજુરી આપવામાં આવેલી હતી.
\v 2 તેઓ તેમ કરતા હતા તેવું કેટલાક ફરોશીઓએ જોયું, તેથી તેઓએ ઈસુને કહ્યું, "જુઓ! વિશ્રામના દિવસે તમારા શિષ્યો કામ કરે છે. નિયમશાસ્ત્ર તેની મંજૂરી આપતું નથી!"
\s5
\v 3 પરંતુ ઈસુએ ઉતર આપ્યો, "તમારા પૂર્વજ દાઉદ અને તેના માણસો જ્યારે ભૂખ્યા હતા ત્યારે તેઓએ શું કર્યું તે શાસ્ત્રવચનમાં લખેલું છે.
\v 4 જે પવિત્ર તંબુમાં તેઓ ઈશ્વરનું ભજન કરતા હતા ત્યાં દાઉદ રાજા પ્રવેશ્યો અને ઈશ્વર સમક્ષ મૂકેલી રોટલી તેણે ખાધી. મૂસાના નિયમ પ્રમાણે, માત્ર યાજકોને જ તે ખાવાની પરવાનગી હતી, પરંતુ દાઉદ અને તેની સાથે જે માણસો હતા તેઓએ તે ખાધી.
\s5
\v 5 વળી, મૂસાએ જે લખ્યું છે તે તમે ચોક્કસ વાંચ્યું હશે, કે જ્યારે તેણે કહ્યું કે યાજકો, વિશ્રામવારના દિવસે આપણા ભક્તિસ્થાનમાં કામ કરવાથી, યહૂદીઓના વિશ્રામવારના નિયમ ન પાળવા છતાં દોષિત ઠરતા નથી.
\v 6 તેનો શું મતલબ છે તે મને કહેવા દો: હું તમારી પાસે આવ્યો છું, અને હું આ ભક્તિસ્થાન કરતાં વધારે મહત્વનો છું.
\s5
\v 7 શાસ્ત્રવચનમાં ઈશ્વરે જે વચનો કહ્યાં તે પર તમારે વિચાર કરવો જોઈએ: 'માત્ર બલિદાનો આપો એટલું જ નહીં, પરંતુ હું ઇચ્છું છું કે તમે લોકો સાથે ભલાઈપૂર્વક વર્તો.' તેનો શો અર્થ છે તે જો તમે સમજ્યા હોત, તો મારા શિષ્યો કે જેઓએ કંઈ જ ખોટું કર્યું નથી, તેઓને તમે દોષિત ઠરાવ્યા ન હોત.
\v 8 હું માણસનો દીકરો છું, અને મને વિશ્રામવારના દિવસે લોકોએ શું કરવું તે કહેવાનો અધિકાર છે."
\p
\s5
\v 9 તે દિવસે ઈસુ ત્યાંથી નીકળીને, સભાસ્થાનમાં ગયા.
\v 10 ત્યાં તેમણે સુકાઈ ગયેલા હાથવાળા માણસને જોયો. ફરોશીઓ એમ ઇચ્છતા હતા કે તેઓ ઈસુ સાથે વાદવિવાદ કરે, તેથી તેઓમાંના એકે તેમને પૂછ્યું, "શું ઈશ્વર આપણને વિશ્રામવારના દિવસે લોકોને સાજા કરવાની મંજૂરી આપે છે?" તેઓ એવી આશા રાખતા હતા કે કંઇક ખોટું બોલવા દ્વારા ઈસુ પાપ કરે.
\s5
\v 11 તેમણે તેઓને જવાબ આપ્યો, "ધારો કે તમારામાંના કોઈ પાસે માત્ર એક જ ઘેટું હોય, અને વિશ્રામવારના દિવસે તે ઊંડા ખાડામાં પડી જાય. તો શું તમે તેને ત્યાં જ છોડી દેશો? ચોક્કસ તમે તેને ત્યાં પડ્યું નહિ જ રહેવા દો! તમે તેને પકડીને બહાર કાઢશો!
\v 12 પરંતુ વ્યક્તિ તો ઘેટાં કરતાં પણ વધારે મૂલ્યવાન છે. તેથી કોઈપણ દિવસે અને વિશ્રામવારના દિવસે પણ, માણસને સાજો કરવો તે અવશ્ય સારું જ છે!"
\s5
\v 13 પછી તેમણે તે માણસને કહ્યું, "તારો હાથ લાંબો કર!" તે માણસે તેનો સુકાઈ ગયેલો હાથ લાંબો કર્યો, અને બીજા હાથની જેમ તે સારો થઈ ગયો.
\v 14 પછી ફરોશીઓ સભાસ્થાનમાંથી ચાલ્યા ગયા. તેઓ સાથે મળીને કાવતરું ઘડવા લાગ્યા કે તેઓ ઈસુને કેવી રીતે મારી નાખે.
\p
\s5
\v 15 પરંતુ ઈસુ જાણતા હતા કે ફરોશીઓ તેમને મારી નાંખવાની યોજના બનાવતા હતા, તેથી તેઓ શિષ્યોને લઈને ત્યાંથી ચાલ્યા ગયા. મોટું ટોળું કે જેમાં માંદાઓ પણ હતાં, તેઓ ઈસુની પાછળ ગયા અને તેમણે તેઓ સર્વને સાજાં કર્યાં.
\v 16 પરંતુ તેમણે તેઓને દ્રઢતાથી કહ્યું કે તેઓ બીજા લોકોને તેમના વિષે કહે નહીં.
\v 17 આમ કરવા દ્વારા તેમણે યશાયા પ્રબોધકે લાંબા સમય અગાઉ જે લખ્યું હતું તે પૂરું કર્યું. તેમણે લખ્યું હતું,
\q
\s5
\v 18 "મેં જેને પસંદ કર્યો છે, જેને હું પ્રેમ કરું છું અને
\q જે મને પ્રસન્ન કરે છે તે મારો સેવક અહીં છે.
\q હું મારો આત્મા તેનામાં મૂકીશ,
\q અને તે બિન-યહૂદીઓ મધ્યે ન્યાય અને ઉદ્ધાર લાવશે."
\q
\s5
\v 19 તે લોકો સાથે ઝઘડો કરશે નહીં, કે બૂમો પાડશે નહીં.
\q અને તે શેરીઓમાં મોટે અવાજે બોલશો નહીં.
\q
\v 20 નબળા લોકો સાથે તે નમ્ર બનશે;
\q જો માણસ મુશ્કેલીથી જીવતો હશે, તો તે તેને મારી નાંખશે નહીં.
\q અને તે લોકોનો તટસ્થતાથી ન્યાય કરશે અને જાહેર કરશે કે તેઓ દોષિત નથી.
\q
\v 21 તેથી બિન યહૂદીઓ અવશ્ય તેમના પર વિશ્વાસ કરશે."
\p
\s5
\v 22 એક દિવસ લોકો ઈસુ પાસે એક માણસ કે જેને દુષ્ટાત્મા વળગેલો હતો અને તેના લીધે તે અંધ હતો અને બોલી શકતો ન હતો તેને લાવ્યા. ઈસુએ દુષ્ટાત્માને કાઢ્યો અને તેને સાજો કર્યો. પછી તે માણસ બોલવા લાગ્યો અને તે દેખતો થયો.
\v 23 જે ટોળાએ તે જોયું તેઓ આશ્ચર્ય પામ્યા. તેઓ એકબીજાને પૂછવા લાગ્યા, "શું આ માણસ મસીહ, દાઉદ રાજાનો વંશજ છે, કે જેની આપણે રાહ જોઈ રહ્યા છીએ?"
\s5
\v 24 જ્યારે ફરોશીઓએ આ ચમત્કાર વિષે સાંભળ્યું, ત્યારે તેઓએ કહ્યું, "તે તો ઈશ્વર નહીં પણ બાલઝબૂલ, જે દુષ્ટાત્માઓનો સરદાર છે, તે આ માણસને લોકોમાંથી દુષ્ટાત્મા કાઢવા સમર્થ કરે છે!"
\v 25 પરંતુ ઈસુએ ફરોશીઓ જે વિચારતા હતા તે જાણ્યું. તેથી તેમણે તેઓને કહ્યું, "જો એક દેશના લોકો એકબીજા સાથે લડાઈ કરે, તો તેઓ પોતાના દેશનો નાશ કરશે. એક જ શહેર કે ઘરમાં રહેતા લોકો એકબીજા સાથે લડે, તો નક્કી તેઓ એક જૂથ કે કુટુંબ તરીકે રહી શકે નહીં.
\s5
\v 26 તે જ રીતે, જો શેતાન તેના પોતાના દુષ્ટાત્માને કાઢે, તો તે પોતાની સામે જ લડશે. તે પોતાના ચાકરો પર રાજ કરવા સમર્થ રહેશે નહીં!
\v 27 વધુમાં, જો તે સાચું હોય કે શેતાન મને દુષ્ટાત્મા કાઢવા સમર્થ કરે છે, તો શું તે પણ સાચું છે કે તમારા શિષ્યો તેઓને શેતાનના સામર્થ્યથી કાઢે છે? ના! તેથી તેઓ તમારો ન્યાય કરશે કારણ કે તમે બોલ્યા છો કે તેમનાં કાર્યો પાછળ શેતાનનું સામર્થ્ય છે.
\s5
\v 28 પરંતુ તે તો ઈશ્વરનો આત્મા છે કે જે મને દુષ્ટાત્માઓ કાઢવા સમર્થ કરે છે, તેથી તે સાબિત થાય છે કે સ્વર્ગમાંથી ઈશ્વરનું રાજ્ય ક્યારનું અહીં હયાત છે.
\p
\v 29 હું તમને બતાવીશ કે હું દુષ્ટાત્માને કાઢવા કેમ સક્ષમ છું. જો કોઈ માણસ શેતાન જેવા બળવાન માણસના ઘરમાં જાય અને જો તે, તે બળવાન માણસને પહેલા બાંધે નહીં, તો તે તેની બધી મિલકત લઈ શકતો નથી. પરંતુ જો તે તેને બાંધે, તો પછી તે તેની મિલકત લેવા સક્ષમ બનશે.
\p
\v 30 કોઈ નિષ્પક્ષ રહી શકે નહિ. જેઓ સ્વીકારતા નથી કે પવિત્ર આત્મા મને દુષ્ટાત્મા કાઢવા સમર્થ કરે છે તેઓ મારો વિરોધ કરે છે, અને જેઓ મારા શિષ્યો બનાવવા લોકોને એકત્ર કરતા નથી તેઓ તે લોકોને મારાથી દૂર કરે છે.
\p
\s5
\v 31 તમે કહો છો કે મને દુષ્ટાત્માઓ કાઢવા શક્તિમાન કરનાર પવિત્ર આત્મા નથી. તેથી હું તમને આ કહીશ: જેઓ બીજાઓ પ્રતિ અપરાધ કરે છે અને કોઈક રીતે તેઓનું અપમાન કરે છે અને પછી તેઓ દિલગીર થાય છે અને ઈશ્વર પાસે માફી માગે છે, તો ઈશ્વર તેઓને માફ કરશે. પરંતુ જેઓ પવિત્ર આત્માનું અપમાન કરે છે તે લોકોને તેઓ માફ નહિ કરે.
\v 32 જે લોકો મારી, માણસના દીકરાની, ટીકા કરે છે તેઓને ઈશ્વર માફ કરવા તૈયાર છે. પરંતુ હું તમને ચેતવણી આપુ છું કે પવિત્ર આત્મા જે કરે છે તેના વિષે જેઓ દુષ્ટ બાબતો બોલશે તે લોકોને તેઓ માફ નહિ કરે. ઈશ્વર તેઓને હમણાં કે આવનાર દુનિયામાં પણ, માફ નહીં કરે."
\p
\s5
\v 33 "જ્યારે તમે ઝાડ પરનું ફળ જુઓ, ત્યારે તમે નક્કી કરો છો કે તે ફળ સારું છે કે ખરાબ. જો તે સારું હોય, તો તમે જાણો છો કે તેનું ઝાડ પણ સારું છે. જો હું સારી બાબતો કરું છું, તો તમારે જાણવું જોઈએ કે હું સારો છું કે નહીં.
\v 34 તમે ઝેરી સાપોના બચ્ચા જેવા છો! તમે દુષ્ટ છો તે કારણ તમે કઈ સારું બોલી શકતા નથી. માણસ જે બોલે છે તે બતાવે છે કે તેની અંદર શું છે.
\v 35 સારા લોકો સારી બાબતો બોલે છે. કારણ કે તેઓએ સુરક્ષિત જગ્યાએ સર્વ સારી બાબતોનો સંગ્રહ કરી રાખ્યો છે અને ગમે તે સમયે તેઓ તેને બહાર લાવી શકે છે. પરંતુ દુષ્ટ લોકો દુષ્ટ બાબતો બોલે છે. કારણ કે તેઓએ સુરક્ષિત જગ્યાએ સર્વ દુષ્ટ બાબતોનો સંગ્રહ કરી રાખ્યો છે અને ગમે તે સમયે તેઓએ જ્યાં તેનો સંગ્રહ કર્યો હોય ત્યાંથી બહાર લાવી શકે છે.
\s5
\v 36 હું તમને કહું છું કે તે દિવસે જ્યારે ઈશ્વર ન્યાય કરશે, ત્યારે તે લોકોને જે દરેક નકામા શબ્દો તેઓ બોલ્યા હશે તે યાદ કરાવશે, અને તેઓ જે બોલ્યા હશે તેના દ્વારા તેઓ લોકોનો ન્યાય કરશે.
\v 37 તમારા બોલેલા શબ્દોના આધારે ઈશ્વર તમને ન્યાયી જાહેર કરશે, અથવા તમારા બોલેલા શબ્દોના આધારે ઈશ્વર તમને દોષિત જાહેર કરશે."
\p
\s5
\v 38 પછી ફરોશીઓમાંના કેટલાક અને યહૂદી નિયમના શિક્ષકોએ ઈસુને જવાબ આપ્યો, "ગુરુજી, અમારે તમને ચમત્કાર કરતાં જોવા છે કે જેથી અમે માનીએ કે ઈશ્વરે તમને મોકલ્યા છે."
\v 39 પછી ઈસુએ તેઓને કહ્યું, "પહેલેથી જ તમે લોકોએ મને ચમત્કાર કરતાં જોયો છે, પરંતુ તમે દુષ્ટ છો અને તમે વિશ્વાસુપણે ઈશ્વરને ભજતા નથી! તમે ઇચ્છો છો કે હું સાબિત કરું કે ઈશ્વરે મને મોકલ્યો છે, પરંતુ ઈશ્વર તમને માત્ર એક જ ચમત્કાર બતાવશે. તે તો યૂના પ્રબોધક સાથે જે થયું તેના જેવું હશે.
\v 40 ઈશ્વર યૂનાને પાણીમાંથી બહાર લાવ્યા તે અગાઉ, તે ત્રણ દિવસ અને રાત મોટી માછલીના પેટમાં હતો. તેવી જ રીતે, ઈશ્વર જ્યારે મને, માણસના દીકરાને, જીવિત કરશે, તે અગાઉ હું ત્રણ દિવસ અને રાત પૃથ્વીના ઊંડાણમાં હોઈશ.
\s5
\v 41 જ્યારે ઈશ્વર સર્વનો ન્યાય કરશે, ત્યારે જે લોકો નિનવે નગરમાં જીવતા હતા તેઓ તમારી બાજુમાં તેમની સામે ઊભા રહેશે. પરંતુ જ્યારે યૂનાએ તેમને ચેતવ્યા ત્યારે તેઓએ પાપ કરવાનું બંધ કર્યું. હવે હું આવ્યો છું, અને હું યૂના હતો તેના કરતાં ઘણો જ મહત્વપૂર્ણ છું, પરંતુ તમે પાપ કરવાનું બંધ કર્યું નહીં. તેથી ઈશ્વર તમારો ન્યાય કરશે.
\s5
\v 42 ઘણા સમય અગાઉ, ઇઝરાયલની દક્ષિણથી શેબાની રાણી, સુલેમાન રાજાનું ડહાપણયુક્ત શિક્ષણ સાંભળવા ઘણા દૂરના પ્રદેશથી આવી હતી. હવે હું તમારી મધ્યે આવ્યો છું, અને હું સુલેમાન હતો તે કરતાં ઘણો જ મહત્વપૂર્ણ છું, પરંતુ તમે પાપ કરવાનું બંધ કર્યું નહીં. તેથી જ્યારે ઈશ્વર સર્વનો ન્યાય કરશે, ત્યારે શેબાની રાણી તેમની સામે તમારી બાજુમાં ઊભી હશે, અને તે તમને દોષિત ઠરાવશે."
\p
\s5
\v 43 "કેટલીક વખત જ્યારે દુષ્ટાત્મા વ્યક્તિમાંથી બહાર જાય છે, ત્યારે અન્ય કોઈમાં તે વિસામો લઇ શકે તેને શોધતો, તે ઉજ્જડ પ્રદેશમાં ભટકે છે. જો તેને કોઈ ન મળે,
\v 44 તો તે પોતાને કહે છે, 'જે વ્યક્તિની અંદર હું રહેતો હતો તેનામાં પાછો જઈશ.' તેથી તે પાછો જાય છે અને ખાતરી કરે છે કે ઈશ્વરનો આત્મા તે માણસના જીવનમાં નથી. તે વ્યક્તિનું જીવન તો તે ઘરના જેવું હશે, કે જે વાળીને ચોખ્ખું કરવામાં આવ્યું હોય અને સર્વ બાબતો યોગ્ય ક્રમમાં ગોઠવાયેલી હોય, પરંતુ તે ખાલી છે.
\v 45 પછી એ દુષ્ટાત્મા જાય છે અને બીજા સાત અતિ દુષ્ટ એવા દુષ્ટાત્માઓને લાવે છે, અને તેઓ સર્વ તે માણસમાં પ્રવેશે છે અને ત્યાં રહેવા લાગે છે. તેથી, અગાઉ તો તે વ્યક્તિની પરિસ્થિતિ ખરાબ હતી, પણ હવે તે વધારે ખરાબ થશે. તમે દુષ્ટ લોકો કે જેઓએ મને શીખવતા સાંભળ્યો છે તેઓ તમે એ જ અનુભવ કરશો."
\p
\s5
\v 46 હજુ તો ઈસુ ટોળા સાથે વાત કરતા હતા, તેટલામાં તેમના માતા અને નાના ભાઈઓ આવ્યા. તેઓ ઘરની બહાર ઊભા રહ્યાં, અને તેઓ તેમની સાથે વાત કરવા માગતાં હતાં.
\v 47 કોઈએ તેમને કહ્યું, "તમારાં માતા અને નાના ભાઈઓ ઘરની બહાર ઊભા છે, અને તેઓ તમારી સાથે વાત કરવા માગે છે."
\s5
\v 48 પછી ઈસુએ તે વ્યક્તિ કે જેણે તેમને તે કહ્યું હતું તેને કહ્યું, "હું તને કહીશ કે મારી માતા અને મારા ભાઈઓ ખરેખર કોણ છે."
\v 49 પછી તેમણે શિષ્યો તરફ દર્શાવતાં કહ્યું, "તે આ જ લોકો છે કે જેઓએ મારાં માતા અને ભાઈઓનું સ્થાન લીધું છે.
\v 50 જેઓ મારા સ્વર્ગમાંના પિતા જે ઇચ્છે છે તે કરે છે, તેઓ જ મારા ભાઈઓ, બહેનો અથવા મારી માતાનું સ્થાન લે છે.
\s5
\c 13
\p
\v 1 તે જ દિવસે, ઈસુ શિષ્યો સાથે જે ઘરમાં તેઓ શીખવતા હતા ત્યાંથી નીકળીને ગાલીલ સમુદ્રને કિનારે ગયા. તેઓ ત્યાં બેઠા,
\v 2 અને તેઓ જે શીખવતા હતા તે સાંભળવા અતિ ઘણું મોટું ટોળું તેમની આસપાસ ભેગું થયું. તેઓને થોડી જગ્યા મળે તેથી તેઓ હોડી પર ચઢ્યા અને તેઓને શીખવવા બેઠા. ટોળાએ કિનારે ઊભા રહીને તેમને સાંભળ્યા.
\s5
\v 3 તેમણે તેઓને ઘણાં ઉદાહરણો દ્વારા શીખવ્યું. તેમણે કહ્યું, "સાંભળો! એક માણસ તેના ખેતરમાં બીજ વાવવા ગયો.
\v 4 જ્યારે તે બીજને જમીન પર વાવતો હતો, ત્યારે કેટલાંક બીજ રસ્તા પર પડ્યાં. પરંતુ કેટલાંક પક્ષીઓ આવ્યાં અને તે બીજ ખાઈ ગયાં.
\v 5 બીજાં બીજ ખડક પર કે જ્યાં ઘણી માટી ન હતી ત્યાં પડ્યાં. સૂર્યએ જલદી તે જમીનને ગરમ કરી હતી, તેથી તે બીજ વહેલાં ઉગી નીકળ્યાં.
\v 6 પરંતુ જ્યારે નાના છોડ ઊગ્યા, ત્યારે સૂર્યની પ્રખર ગરમીને કારણે તેઓ સુકાઈ ગયાં કારણ કે તેઓનાં મૂળ ઊંડાં ન હતાં.
\s5
\v 7 બીજાં બીજ કાંટાના જાળાંવાળી જમીન પર પડ્યાં. તે કાંટાના જાળાં નાના છોડ સાથે વધ્યાં, અને તે નાના છોડને દાબી નાખ્યા.
\v 8 પરંતુ બીજા બીજ સારી જમીન પર પડ્યા, અને છોડ ઊગ્યા અને ઘણું અનાજ ઉત્પન્ન કર્યું. જે બીજ વાવ્યાં હતાં તેના સો ઘણાં બીજા કેટલાક છોડે ઉત્પન્ન કર્યા. કેટલાંક છોડે સાઠ ઘણાં ઉત્પન્ન કર્યા. કેટલાક છોડે ત્રીસ ઘણાં ઉત્પન્ન કર્યાં.
\v 9 જો તમે આ સમજવા શક્તિમાન છો, તો મેં જે હમણાં જ કહ્યું તેને તમારે કાળજીપૂર્વક સમજવું જોઈએ."
\p
\s5
\v 10 ત્યારબાદ શિષ્યો ઈસુની પાસે ગયા અને તેમને પૂછ્યું, "જ્યારે તમે ટોળા સાથે વાત કરો છો ત્યારે તમે ઉદાહરણનો ઉપયોગ કેમ કરો છો?"
\v 11 તેમણે જવાબ આપ્યો, "અગાઉ ઈશ્વરે જે પ્રગટ કર્યું ન હતું કે તેઓ સ્વર્ગમાંથી કેવી રીતે રાજ કરે છે તે તેઓ તમને પ્રગટ કરી રહ્યા છે. પરંતુ તેઓએ તે હજુ બીજા લોકોને પ્રગટ કર્યું નથી.
\v 12 મેં જે કહ્યું તેને જેઓ સમજવા અને તેના વિષે વિચાર કરવા શક્તિમાન છે, તેઓને ઈશ્વર વધારે સમજવા સમર્થ કરશે. પરંતુ મેં જે કહ્યું તે વિષે કાળજીપૂર્વક વિચાર કરવા જેઓ શક્તિમાન નથી તેઓને જે અગાઉથી ખબર છે તે પણ તેઓ ભૂલી જશે.
\s5
\v 13 તેના લીધે જ હું લોકો સાથે ઉદાહરણોમાં વાત કરું છું, કારણ કે હું જે કરું છું તે તેઓ જુએ છે, છતાં તેઓ તેનો અર્થ સમજતા નથી, અને હું જે કહું છું તે તેઓ સાંભળે છે, છતાં તેઓ તેનો અર્થ સમજતા નથી.
\v 14 આ લોકો જે કરે છે તેનાથી ઘણા સમય અગાઉ ઈશ્વરે યશાયા પ્રબોધકને જે બોલવા કહ્યું હતું તે તેઓ પરિપૂર્ણ કરે છે, કે હું જે કહું છું તે તમે સાંભળશો, પરંતુ તેનો અર્થ તમે સમજી શકશો નહીં. હું જે કરું છું તે તમે જોશો, પણ તમે તેનો અર્થ પામી શકશો નહીં.
\p
\s5
\v 15 ઈશ્વરે યશાયાને આ પણ કહ્યું હતું,
\q "હું જે કહું છું તે આ લોકો સાંભળે છે, પરંતુ તેઓ કદી તે સંદેશ સમજશે નહીં.
\q જોઈ શકે તેવી આંખો તેમની પાસે છે, પરંતુ તેઓ જે જુએ છે તે કદી સ્પષ્ટપણે જોઈ શકશે નહીં. તેમણે પોતાની આંખો બંધ કરી છે તેથી તેઓ નિહાળી શકશે નહીં.
\q તેઓ પોતાની આંખોથી જોઈ શકશે નહીં અને પોતાના કાનથી સાંભળી શકશે નહીં, અને તેઓ સમજી શકશે પણ નહીં.
\q ઈશ્વર કહે છે, "જો તેઓ જોઈ શકતા, સાંભળી શકતા અને સમજી શકતા હોત, તો તેઓ મારી પાસે પાછા ફરત, અને હું તેઓને સાજા કરત."
\p
\s5
\v 16 પરંતુ તમને તો, ઈશ્વરે સમર્થ કર્યા છે કારણ કે મેં જે કર્યું છે તે તમે સ્પષ્ટપણે જાણ્યું છે અને મેં જે કહ્યું તે તમે સમજ્યા છો.
\v 17 આની નોંધ લો: અગાઉ થઇ ગયેલા ઘણા પ્રબોધકો અને ધાર્મિક લોકો જે કરતાં તમે મને જુઓ છો તે જોવા રાહ જોતા હતા, પરંતુ તેઓ જોઈ શક્યા નહીં. તમે મને જે કહેતા સાંભળો છો તે તેઓ સાંભળવા ઇચ્છતા હતા, પરંતુ તેઓ તે સાંભળી શક્યા નહીં."
\p
\s5
\v 18 મેં જે ઉદાહરણ તમને કહ્યું તેનો અર્થ હું તમને કહું છું તે સાંભળો.
\v 19 ઈશ્વર કેવી રીતે રાજ કરે છે તે કેટલાક લોકો સાંભળે છે પરંતુ સમજતા નથી. તેઓ તો તે માર્ગ કે જ્યાં થોડાંક બીજ પડ્યાં હતાં તેના જેવા છે. શેતાન, જે દુષ્ટ છે તે, આવે છે અને આ લોકોએ જે સાંભળ્યું હોય તે ભુલાવી દે છે.
\s5
\v 20 કેટલાક લોકો ઈશ્વરનો સંદેશ સાંભળે છે અને આનંદથી તેને સ્વીકારે છે. તેઓ ખડકાળ જમીન પર પડેલાં બીજ જેવા છે.
\v 21 પરંતુ તે તેમના હૃદયમાં ઊંડાં ઊતર્યા નહિ, તેને કારણે તેઓએ થોડા સમય માટે તેના પર વિશ્વાસ કર્યો. તેઓ તો તે છોડ કે જેનાં મૂળ ઊંડાં નથી તેના જેવા છે. મેં જે કહ્યું છે તેના પર વિશ્વાસ કરવાને લીધે જ્યારે બીજાઓ તેમની સાથે ખરાબ રીતે વર્તે છે, ત્યારે તેઓ મારી કહેલી વાત પર હવે પછી વિશ્વાસ કરવાનો નકાર કરીને પાપ કરે છે.
\s5
\v 22 અમુક લોકો ઈશ્વરનો સંદેશ સાંભળે છે, પરંતુ તેઓ ધનવાન થવાની ઇચ્છા રાખે છે, તેથી તેઓ નાણાં માટે અને નાણાંથી જે ખરીદી શકાય તે વિષે જ ચિંતા કરે છે. તેના પરિણામે, તેઓ ઈશ્વરનો સંદેશ ભૂલી જાય છે અને ઈશ્વર જે બાબતો તેઓ દ્વારા કરાવવા ઇચ્છે છે, તે તેઓ કરતા નથી. તે લોકો તો એવા બીજ જેવા છે કે જે કાંટાના જાળાંવાળી જમીનમાં પડ્યા છે.
\v 23 પરંતુ કેટલાક લોકો મારો સંદેશ સાંભળે છે અને સમજે છે. તેઓમાંના કેટલાંક ઈશ્વરને પ્રસન્ન કરે એવી ઘણી બાબતો કરે છે, કેટલાક ઈશ્વરને પ્રસન્ન કરે એવી ઘણી બધી વધારે બાબતો કરે છે, અને કેટલાક ઈશ્વરને પ્રસન્ન કરે એવી અતિ ઘણી બાબતો કરે છે. તેઓ તો સારી જમીન કે જ્યાં બીજ પડ્યાં હતાં તેના જેવા છે."
\p
\s5
\v 24 ઈસુએ ટોળાને બીજું ઉદાહરણ પણ કહ્યું. તેમણે કહ્યું, "જ્યારે ઈશ્વર સ્વર્ગમાંથી રાજ કરશે, ત્યારે તે તો એક જમીનદાર કે જેણે તેની જમીનમાં તેના ચાકરોને સારાં બીજ વાવવા મોકલ્યા તેના જેવું છે.
\v 25 જ્યારે તે ચાકરો ઊંઘતા હતા અને જમીનની રખેવાળી કરતા ન હતા, ત્યારે તે જમીનના માલિકનો દુશ્મન આવ્યો અને ઘઉંના દાણા વચ્ચે નકામા ઘાસના બીજ વીખેરીને જતો રહ્યો.
\v 26 બીજને ફણગા ફૂટ્યા અને લીલા છોડ ઊગ્યા, ઉંબીઓ આવી. પરંતુ નકામું ઘાસ પણ ઊગ્યું.
\s5
\v 27 તેથી જમીનદારના ચાકરો આવ્યા અને તેને કહ્યું, 'સાહેબ, તમે અમને સારા દાણા આપ્યા અને તેને જ અમે તમારી જમીનમાં વાવ્યા હતા. તો આ ઘાસ ક્યાંથી આવ્યું?'
\v 28 જમીનદારે તેમને કહ્યું, 'મારા દુશ્મને આ કર્યું છે.' તેના નોકરોએ તેને કહ્યું, 'શું તમે એવું ઇચ્છો છો કે અમે ઘાસ ઉખેડી નાખીએ?'
\s5
\v 29 તેણે તેઓને કહ્યું, 'ના, તેમ કરશો નહીં, કારણ કે તેમ કરવામાં તમે કેટલાંક ઘઉં ઉખેડી નાંખશો.
\v 30 કાપણીનો સમય આવે ત્યાં સુધી ઘઉં અને ઘાસને સાથે વધવા દો. તે સમયે જે કાપનારાઓ હશે તેમને હું કહીશ, 'પહેલાં ઘાસ ભેગું કરો અને સળગાવવા માટે તેને ભારાઓમાં બાંધો. પછી ઘઉં ભેગા કરો અને તેને મારી વખારોમાં ભરો.'"
\p
\s5
\v 31 ઈસુએ આ ઉદાહરણ પણ કહ્યું: "જ્યારે ઈશ્વર સ્વર્ગમાંથી રાજ કરે, તે તો રાઈનો દાણો કે જેને માણસે પોતાની જમીનમાં વાવ્યો હોય અને ઊગે તેના જેવું છે.
\v 32 રાઈનો દાણો લોકો વાવે તે દાણાઓ કરતાં સૌથી નાનો ભલે હોય, પણ અહીં ઇઝરાયલમાં તે ખૂબ મોટો છોડ બને છે. જ્યારે છોડ સંપૂર્ણપણે વધે છે, ત્યારે તેઓ બગીચાના બીજા કોઈ પણ છોડ કરતાં મોટા હશે. તેઓ વૃક્ષો જેટલા મોટા છોડ થશે અને તેઓ એટલા મોટા થશે કે તેની ડાળીઓ પર પક્ષીઓ માળા બાંધે."
\p
\s5
\v 33 ઈસુએ તેમના શિષ્યોને આ ઉદાહરણ પણ કહ્યું: "ઈશ્વર જ્યારે સ્વર્ગમાંથી રાજ કરે, ત્યારે તે તો એક સ્ત્રી કે જે રોટલી બનાવે છે તેના જેવું છે. તેણે ચાળીસ કિલો લોટ લીધો અને તેમાં થોડું ખમીર ભેળવ્યું, અને રોટલી ફૂલી."
\p
\s5
\v 34 ઈસુએ ટોળાને આ સર્વ બાબતો શીખવવા માટે ઉદાહરણો કહ્યાં. જ્યારે તેઓ તેમની સાથે વાત કરતા ત્યારે તેઓ તેમને તેમની રીત મુજબ આ પ્રમાણેની વાર્તાઓ કહેતા.
\v 35 તે પ્રમાણે કરવા દ્વારા, ઈશ્વરે ઘણા સમય અગાઉ પ્રબોધકોમાંના એક પાસે જે લખાવ્યું હતું તે સત્ય ઠર્યું. હું ઉદાહરણોમાં વાત કરીશ; જગતને ઉત્પન્ન કર્યું ત્યારથી જે વાતો મેં ગુપ્ત રાખી છે તેને શીખવવા માટે હું ઉદાહરણો કહીશ.
\p
\s5
\v 36 ઈસુએ ટોળાને વિદાય કર્યું, ત્યારબાદ તેઓ ઘરમાં ગયા. પછી શિષ્યો તેમની પાસે ગયા અને કહ્યું, "જે ઘાસ ઘઉંની જમીનમાં ઊગ્યું હતું તે વિષે અમને સમજાવો."
\v 37 તેમણે જવાબ આપ્યો, "જેણે સારાં બીજ વાવ્યાં તે મને, માણસના દીકરાને દર્શાવે છે.
\v 38 ખેતર આ જગત, કે જ્યાં લોકો રહે છે તેને દર્શાવે છે. સારી રીતે જે બીજ ઊગ્યાં તે એવા લોકો કે જેમના પર ઈશ્વર રાજ કરે છે તે દર્શાવે છે. ઘાસ એવા લોકોને દર્શાવે છે કે જેઓ શેતાન, જે દુષ્ટ છે, તે જે કહે છે તે કરે છે.
\v 39 દુશ્મન કે જેણે ઘાસના દાણા વાવ્યા તે શેતાનને દર્શાવે છે. જે સમયે કાપનારાઓ અનાજની કાપણી કરે છે તે તો તે સમય દર્શાવે છે કે જ્યારે જગતનો અંત આવશે. કાપનારાઓ સ્વર્ગદૂતોને દર્શાવે છે.
\s5
\v 40 ઘાસને બાંધીને સળગાવવામાં આવે છે. તે તો ઈશ્વર જ્યારે સર્વ લોકોનો ન્યાય કરશે, જગતનો અંત આવશે ત્યારે શું થશે તે દર્શાવે છે. તે તો આના જેવું હશે:
\v 41 હું, માણસનો દીકરો, મારા સ્વર્ગદૂતોને મોકલીશ, અને જે સર્વ પર હું રાજ કરું છું તેઓમાંથી જે બાબતો લોકોને ઠોકર ખવડાવે છે અને જેઓ ઈશ્વરની ઇચ્છાનું ઉલ્લંઘન કરે છે તેઓને એકત્ર કરશે.
\v 42 સ્વર્ગદૂતો તે લોકોને નર્કના અગ્નિમાં નાખશે. ત્યાં તે લોકો જે ભયંકર પીડા ભોગવે છે તેને કારણે રડશે અને પોતાના દાંત પીસશે.
\v 43 તો પણ, જે લોકો ઈશ્વર જે રીતે ઇચ્છે છે તે રીતે જીવશે તેઓ જેમ સૂર્ય તેજસ્વી પ્રકાશથી પ્રકાશે છે તેમ પ્રકાશશે. તેઓ પ્રકાશશે કારણ કે ઈશ્વર, તેમના પિતા, તેમના પર રાજ કરશે. જો તમે આ સમજવા સક્ષમ હો, તો મેં હમણાં જે કહ્યું તે તમારે ધ્યાનપૂર્વક વિચારવું જોઈએ."
\p
\s5
\v 44 "ઈશ્વરનું સ્વર્ગમાંથી શાસન કરવું તે તો એક માણસ કે જેને બીજા માણસે સંતાડેલો ખજાનો મળે છે તેના જેવું કિંમતી છે. જ્યારે તે માણસ તેને ખોદે છે, ત્યારે તે ફરી તેને જમીનમાં દાટે છે જેથી બીજા કોઈને તે મળે નહીં. પછી તે ગયો અને તેની સર્વ સંપત્તિ વેચી નાંખી કે જેથી તેને નાણાં મળે કે તે તે જમીન ખરીદે. તે જાય છે અને તે જમીન ખરીદે છે, અને તેથી તે ખજાનો ખરીદવા સક્ષમ બને.
\p
\v 45 વળી, ઈશ્વરનું સ્વર્ગમાંથી શાસન કરવું તે તો એક વેપારી કે જે સારી ગુણવત્તાવાળા મોતીની તપાસમાં હોય તેના જેવું છે.
\v 46 જ્યારે તે વેચવા માટેનું એક મૂલ્યવાન મોતી જુએ છે, ત્યારે તે મોતી ખરીદવા પૂરતાં નાણાં મેળવવા તેણે તેની સર્વ સંપત્તિ વેચી નાંખી. પછી તે ગયો અને તે મોતી ખરીદ્યું.
\p
\s5
\v 47 જ્યારે ઈશ્વર સ્વર્ગમાંથી શાસન કરે છે ત્યારે તે તો જાણે અમુક માછીમારો જ્યારે મોટી જાળોમાં સર્વ પ્રકારની સારી અને ખરાબ માછલીઓ સરોવરમાંથી પકડે છે તેના જેવું છે.
\v 48 જ્યારે જાળો ભરાઈ ગઈ ત્યારે તેઓ તેને કિનારે ખેંચી લાવ્યા. પછી તેઓ ત્યાં બેઠા અને સારી માછલીઓને તેમણે ટોપલીમાં ભરી, પરંતુ ખરાબ માછલીઓને નાંખી દીધી.
\s5
\v 49 આ તો તેના જેવું છે કે જ્યારે દુનિયાનો અંત આવશે ત્યારે લોકોનું આવું જ થશે. જ્યાં ઈશ્વર લોકોનો ન્યાય કરતા હશે ત્યાં સ્વર્ગદૂતો આવશે અને ન્યાયીઓને દુષ્ટોથી અલગ કરશે.
\v 50 તેઓ દુષ્ટ લોકોને નર્કના અગ્નિમાં ફેંકશે. અને તે દુષ્ટ લોકો તેમની અસહ્ય પીડા અને કષ્ટના લીધે રડશે અને પોતાના દાંત પીસશે."
\p
\s5
\v 51 પછી ઈસુએ શિષ્યોને પૂછ્યું, "આ સર્વ ઉદાહરણો કે જે મેં તમને કહ્યાં છે તે શું તમે સમજ્યા?" તેઓએ તેમને કહ્યું, "હા, અમે તે સમજ્યા.
\v 52 પછી તેમણે કહ્યું, "જે શિક્ષકો અને અર્થઘટન કરનારાઓ આ ઉદાહરણો સમજ્યા અને સ્વર્ગમાંથી ઈશ્વરના રાજમાં તેમણે તે પ્રમાણે વર્તન કર્યું તેઓ એ ઘર માલિક કે જે તેના ભંડારમાંથી જૂની અને નવી બંને વસ્તુઓને બહાર કાઢે છે તેના જેવા છે."
\p
\v 53 જ્યારે ઈસુ તે ઉદાહરણો કહી રહ્યા, ત્યારે શિષ્યોને લઇને તે પ્રદેશમાંથી ચાલ્યા ગયા.
\s5
\v 54 પછી તેઓ નાસરેથ નગર કે જે ઈસુનું વતન હતું તેમાં ગયા. વિશ્રામવારના દિવસે તેઓ લોકોને સભાસ્થાનમાં શીખવવા લાગ્યા. તેના પરિણામે, લોકો આશ્ચર્યચકિત થયા. પરંતુ કેટલાંકે કહ્યું, "આ માણસ આપણા જેવી સામાન્ય વ્યક્તિ છે! તેથી તે આટલું બધું જાણે અને સમજે તે કેવી રીતે શક્ય છે? અને કેવી રીતે તે આટલા બધા ચમત્કાર કરી શકે?
\v 55 તે તો માત્ર સુથારનો દીકરો છે, શું તે નથી? મરિયમ તેમની માતા, અને તેમના નાના ભાઈઓ યાકૂબ, યૂસફ, સિમોન અને યહૂદા છે!
\v 56 અને તેમની બહેનો પણ અહીં આપણા શહેરમાં રહે છે. તેથી કેવી રીતે તેઓ આવું શીખવી શકે અને આ સર્વ બાબતો કરી શકે?"
\s5
\v 57 ઈસુ પાસે તે અધિકાર છે તેવું તે લોકોએ સ્વીકારવાનો નકાર કર્યો. તેથી ઈસુએ તેઓને કહ્યું, "લોકો મને માન આપે છે અને બીજા પ્રબોધકો અન્યત્ર બધે માન પામે છે, પરંતુ આપણા પોતાના વતનમાં આપણે માન પામતા નથી, અને આપણું પોતાનું કુટુંબ પણ આપણને માન આપતું નથી!"
\v 58 ઈસુએ ત્યાં ઘણા ચમત્કારો કર્યા નહીં કેમ કે ઈસુ પાસે એવો અધિકાર છે તેવો વિશ્વાસ લોકોએ કર્યો નહિ.
\s5
\c 14
\p
\v 1 તે સમય દરમિયાન રાજા હેરોદ અંતિપાસે ઈસુ જે ચમત્કારો કરતા હતા તે વિષેનો અહેવાલ સાંભળ્યો.
\v 2 તેણે તેના ચાકરોને કહ્યું, "તે યોહાન બાપ્તિસ્મી હોવો જોઈએ. તે મરણમાંથી સજીવન થયો હોવો જોઈએ, અને તેથી તેની પાસે તે ચમત્કાર કરવાનું સામર્થ્ય છે."
\s5
\v 3-4 હેરોદનું આવું વિચારવાનું કારણ આ હતું. હેરોદે, તેના ભાઈ ફિલિપની હયાતીમાં જ, ફિલિપની પત્ની હેરોદિયા સાથે લગ્ન કર્યા. તેથી યોહાન તેને કહેતો રહ્યો કે, "તેં જે કર્યું છે તે ઈશ્વરના નિયમની વિરુદ્ધ છે!" હેરોદે પછી હેરોદિયાને ખુશ કરવા પોતાના સૈનિકોને યોહાનની ધરપકડ કરવા કહ્યું. તેઓએ તેને સાંકળથી બાંધ્યો અને જેલમાં પૂર્યો.
\v 5 હેરોદ ઇચ્છતો હતો કે તે તેના માણસોને કહીને યોહાનને મારી નંખાવે, પરંતુ તે જાહેર જનતાથી ડરતો હતો, કારણ કે તેઓ એવો વિશ્વાસ કરતા હતા કે યોહાન પ્રબોધક છે કે જે ઈશ્વર માટે બોલે છે.
\p
\s5
\v 6 એક દિવસ, હેરોદે તેની વર્ષગાંઠ ઉજવવા મિજબાની આપી, અને હેરોદિયાની દીકરીએ મહેમાનો માટે નૃત્ય કર્યું. તેના નૃત્યથી હેરોદ ખૂબ ખુશ થયો,
\v 7 તેથી તે જે કંઈ માંગે તે આપવા તેણે તેને વચન આપ્યું, અને તેણે તે વચન આપ્યું છે તેના સાક્ષી ઠરવા તેણે ઈશ્વરના સમ ખાધા.
\s5
\v 8 તેથી હેરોદિયાની દીકરી ગઈ અને શું માગવું તે વિષે પોતાની માતાને પૂછ્યું. તેણે શું કહેવું તે વિષે તેની માતાએ તેને કહ્યું. તેથી પછી તેની દીકરી ગઈ અને હેરોદને કહ્યું, "મારી ઇચ્છા છે કે યોહાન બાપ્તિસ્મીનું માથું કાપવામાં આવે અને તે ખરેખર મરણ પામ્યો છે તે દર્શાવવા અહીં થાળમાં લાવવામાં આવે!"
\v 9 રાજાને ઘણું દુઃખ થયું કારણ કે તેણે હેરોદિયાની દીકરીને કહ્યું હતું કે તે જે કંઈ માંગશે તે તેને આપશે.
\s5
\v 10 તેણે સૈનિકોને જેલમાં યોહાનનું માથું કાપવા માટે મોકલ્યા.
\v 11 તેઓએ તેમ કર્યું, અને તેઓએ યોહાનનું માથું થાળમાં મૂક્યું અને તે છોકરી પાસે લાવ્યા. પછી તે છોકરી તેને પોતાની માતા પાસે લઇ ગઈ.
\v 12 બાદમાં યોહાનના શિષ્યો જેલમાં ગયા, યોહાનનું શરીર લીધું અને તેને દફનાવ્યુ. ત્યાર બાદ તેઓ ગયા અને જે બન્યું હતું તે ઈસુને કહ્યું.
\s5
\v 13 ઈસુએ તે સમાચાર સાંભળ્યા પછી, તેઓ માત્ર પોતાના શિષ્યોને લઈને ગાલીલ સમુદ્રમાં હોડી દ્વારા એવા સ્થળે ગયા જ્યાં કોઈ રહેતું ન હતું.
\p જ્યારે ટોળાએ સાંભળ્યું કે તેઓ ક્યાં ગયા છે, ત્યારે તેઓ પોતાનાં નગરો છોડીને સમુદ્ર કિનારે તેમની પાછળ ગયા.
\v 14 જ્યારે ઈસુ કિનારે આવ્યા, ત્યારે તેમણે જોયું કે મોટું ટોળું તેમની રાહ જોઈ રહ્યું છે. તેમને તેઓ માટે દુઃખ થયું, અને તેઓમાં જેઓ માંદા હતા તેઓને તેમણે સાજા કર્યા.
\p
\s5
\v 15 લગભગ સાંજ પડવા આવી હતી, ત્યારે શિષ્યો ઈસુ પાસે આવ્યા અને કહ્યું, "આ એવી જગ્યા છે જ્યાં કોઈ રહેતું નથી, અને ઘણું મોડું થયું છે. માટે ટોળાના લોકોને કહો કે તેઓ જાય કે જેથી તેઓ નજીકના નગરોમાં જઈને ખોરાક ખરીદે."
\s5
\v 16 પરંતુ ઈસુએ શિષ્યોને કહ્યું, "ખોરાક મેળવવા માટે તેઓ જાય તેની જરૂર નથી. તેના બદલે, તમે પોતે તેમને કઇંક ખાવા માટે આપો!"
\v 17 શિષ્યોએ કહ્યું, "પરંતુ અહીં અમારી પાસે માત્ર પાંચ રોટલી અને બે શેકેલી માછલી છે!"
\v 18 તેમણે કહ્યું, "તેને મારી પાસે લાવો!"
\s5
\v 19 જે લોકોનું ટોળું ત્યાં એકત્ર થયું હતું તેમને ઈસુએ ઘાસ પર બેસવા કહ્યું. પછી તેમણે પાંચ રોટલી અને બે માછલી લીધી. તેમણે સ્વર્ગ તરફ જોયું, તેને માટે ઈશ્વરનો આભાર માન્યો, અને તેના ટુકડા કર્યા. પછી તે ટુકડા તેમણે પોતાના શિષ્યોને આપ્યા, અને તેઓએ તેને ટોળામાં પીરસ્યા.
\v 20 જ્યાં સુધી તેઓ ધરાયા નહિ ત્યાં સુધી સર્વ લોકોએ ખાધું. પછી કેટલાંક લોકોએ તે વધેલા ટુકડા ભેગા કર્યા અને તેનાથી બાર ટોપલીઓ ભરી.
\v 21 તે સમયે સ્ત્રીઓ અને બાળકો ઉપરાંત આશરે પાંચ હજાર પુરુષો જમ્યા હતા!
\p
\s5
\v 22 ત્યારબાદ તરત, ઈસુએ શિષ્યોને હોડીમાં બેસવા કહ્યું અને તેમની અગાઉ ગાલીલ સમુદ્રની બીજી બાજુ જવા માટે કહ્યું. તે સમય દરમિયાન, તેઓ ટોળાને ઘરે મોકલતા હતા.
\v 23 ટોળાને મોકલી રહ્યા પછી, તેઓ પોતે પ્રાર્થના કરવા માટે પહાડ પર ગયા. જ્યારે સાંજ થઇ, ત્યારે તેઓ એકલા જ ત્યાં હતા.
\v 24 તે સમય દરમિયાન શિષ્યો કિનારેથી ઘણે દૂર હતા. જે દિશામાં શિષ્યો હંકારવા પ્રયત્ન કરતા હતા તેનાથી વિરુદ્ધ દિશામાં ભારે પવન ફૂંકાતો હતો; તે પવને મોટાં મોજાં ઉપજાવ્યાં હતાં. એ મોજાં હોડીને આગળ અને પાછળ ઉછાળતાં હતાં.
\s5
\v 25 પછી ઈસુ પહાડ પરથી ઉતરીને સમુદ્રએ આવ્યા. સવારના ત્રણથી છ વાગ્યાની આસપાસ ઈસુ પાણી પર ચાલીને હોડી તરફ ગયા.
\v 26 જ્યારે શિષ્યોએ તેમને પાણી પર ચાલતા જોયા ત્યારે, તેમણે વિચાર્યું કે તે ભૂત હશે. તેઓ ગભરાઈ ગયા, અને તેઓએ ભયથી બૂમો પાડી.
\v 27 તરત જ ઈસુએ તેઓને કહ્યું, "હિંમત રાખો! તે તો હું છું. ગભરાશો નહીં.
\s5
\v 28 પિતરે તેમને કહ્યું, "પ્રભુ, જો તે તમે છો તો મને તમારી પાસે પાણી પર આવવા કહો!"
\v 29 ઈસુએ કહ્યું, "આવ!" તેથી પિતર હોડીમાંથી બહાર આવ્યો. તે ઈસુ તરફ પાણી પર ચાલવા લાગ્યો.
\v 30 પરંતુ જ્યારે પિતરે ભારે પવન પર ધ્યાન આપ્યું, ત્યારે તે ગભરાઈ ગયો. તે પાણીમાં ડૂબવા લાગ્યો અને પોકારી ઊઠ્યો, "પ્રભુ, મને બચાવો!"
\s5
\v 31 તરત જ ઈસુએ હાથ લાંબો કર્યો અને પિતરને પકડ્યો. તેમણે તેને કહ્યું, "તેં મારા સામર્થ્યમાં થોડો જ વિશ્વાસ કર્યો છે! તેં કેમ શંકા કરી કે હું તને ડૂબતાં નહીં બચાવું?"
\v 32 પછી ઈસુ અને પિતર હોડીમાં ચઢ્યા, અને તરત પવન ફૂંકાતો બંધ થયો.
\v 33 હોડીમાં જે સર્વ શિષ્યો હતા તેઓ ઈસુ આગળ નમ્યા અને કહ્યું, "તમે ખરેખર ઈશ્વરના દીકરા છો!"
\p
\s5
\v 34 જ્યારે તેઓ સરોવર તરફ આગળ વધ્યા ત્યારે, તેઓ ગન્નેસારેતના નગરમાં આવ્યા.
\v 35 તે પ્રદેશના લોકોએ ઈસુને ઓળખ્યા, તેથી તેઓએ લોકોને મોકલ્યા કે તેઓ તે પ્રદેશમાં રહેનારા સર્વને જાણ કરે કે ઈસુ આવ્યા છે. તેથી દરેક જેઓ બીમાર હતા તેઓ સર્વને ઈસુ પાસે લાવ્યા.
\v 36 બીમાર લોકો તેમને વિનંતી કરતા કે તેઓ તેમને સ્પર્શ કરવા દે અથવા માત્ર તેમના વસ્ત્રની કિનારીને અડકવા દે જેથી તેઓ સાજા થાય. જે બધા તેમને અથવા તેમના વસ્ત્રની કિનારીને અડક્યા તેઓ સાજા થયા.
\s5
\c 15
\p
\v 1 પછી કેટલાક ફરોશીઓ અને જેઓ યહૂદી નિયમના શીખવનાર હતા તેઓ યરુશાલેમથી ઈસુની સાથે વાત કરવા આવ્યા. તેઓએ કહ્યું,
\v 2 "અમે જોઈએ છીએ કે તમારા શિષ્યો આપણા પૂર્વજોની પરંપરાનું પાલન કરતા નથી! ધાર્મિક વિધિ પ્રમાણે તેઓ જમ્યા અગાઉ હાથ ધોતા નથી!"
\v 3 ઈસુએ તેઓને જવાબ આપ્યો, "અને હું જોઉં છું કે તમારા પૂર્વજોએ તમને જે શીખવ્યું માત્ર તે પાળવા માટે તમે ઈશ્વરની આજ્ઞા પાળવાનો ઇન્કાર કરો છો!
\s5
\v 4 ઈશ્વરે આ બે નિયમો તમને આપ્યા: 'તમારાં માતા અને પિતાનું સન્માન કરો', અને 'જે લોકો તેમનાં માતા અથવા પિતા વિષે દુષ્ટ બાબતો બોલે તો તેઓને મારી નાંખવા.'
\v 5 પરંતુ તમે લોકોને કહો છો, 'તમે તમારા પિતા અથવા માતાને કહી શકો છો કે, "તમારી જરૂરિયાતોને માટે હું તમને જે મદદ આપવાનો હતો, તે મેં ઈશ્વરને આપવાનું વચન આપ્યું છે."'
\v 6 જ્યારે તમે તેમ કરો, ત્યારે તમને લાગે છે કે તમારે તમારાં માતાપિતાને બીજું કઈ આપવાનું રહેતું નથી. તે રીતે તમે ઈશ્વરની આજ્ઞાઓને અવગણો છો, જેથી તમે તમારા પૂર્વજોએ તમને જે શીખવ્યું તેનું પાલન કરી શકો!
\s5
\v 7 તમે માત્ર સારા હોવાનો દેખાવ કરો છો! જ્યારે યશાયાએ તમારા પૂર્વજો સંબંધી ઈશ્વરના વિચારો કહ્યા ત્યારે તેણે સત્ય જ કહ્યું હતું.
\v 8 'આ લોકો જાણે મને માન આપતા હોય તેમ તેઓ બોલે છે, પરંતુ તેઓને મારી દરકાર નથી,'
\v 9 મારું ભજન કરવું તે તેઓને માટે નકામું છે, કારણ કે જે બાબતોને લોકો તેમનું અધિકારયુક્ત શિક્ષણ માને છે તેને જ તેઓ શીખવે છે."
\p
\s5
\v 10 પછી ઈસુએ ફરી ટોળાને પોતાની પાસે બોલાવ્યું. તેમણે લોકોને કહ્યું, "હું તમને જે કહેવા જઈ રહ્યો છું તે સાંભળો અને સમજવાનો પ્રયત્ન કરો.
\v 11 માણસ ખાવા માટે પોતાના મુખમાં જે કંઈ મૂકે છે તે તેને ભ્રષ્ટ કરતું નથી. તેના બદલે, માણસ જે બોલે છે તે તેને ભ્રષ્ટ કરે છે - તેના મુખમાંથી નીકળનાર શબ્દો - તે માણસને હલકો પાડે છે."
\p
\s5
\v 12 પછી શિષ્યો ઈસુ પાસે ગયા અને કહ્યું, "શું તમે જાણો છો કે તમે જે કહ્યું તે ફરોશીઓએ સાંભળ્યું અને તેઓ તમારા પર ક્રોધિત થયા છે?"
\v 13 પછી ઈસુએ તેઓને આ ઉદાહરણ કહ્યું. "જેમ ખેડૂતે જે છોડ તેણે વાવ્યો નથી તેને તે મૂળમાંથી ઉખાડી નાખીને દૂર કરે છે, તેમ સ્વર્ગમાંના મારા પિતા પણ જે તેઓએ કહ્યું છે તેનાથી વિરુદ્ધનું શિક્ષણ આપનારા દરેકને દૂર કરશે.
\v 14 ફરોશીઓ પર ધ્યાન આપશો નહીં. જેમ અંધ લોકોને ક્યાં ચાલવું જોઈએ તે અંધ માર્ગદર્શકો દર્શાવી શકતા નથી તેમ તેઓ લોકોને ઈશ્વરની આજ્ઞાઓ સમજવા મદદ કરતા નથી. તેના બદલે, તેઓ બધા જ એક ખાડામાં પડે છે."
\p
\s5
\v 15 પિતરે ઈસુને કહ્યું, "માણસ શું ખાય છે તેના વિષેનું ઉદાહરણ અમને સમજાવો."
\v 16 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, "હું શું શીખવું છું તે તમારે અવશ્ય સમજવું જોઈતું હતું, પરંતુ તમે સમજતા નથી તેથી હું નિરાશ છું.
\v 17 તમારે સમજવું જોઈએ કે જે કઈ ખોરાક લોકો ખાય છે તે તેમના પેટમાં જાય છે, અને પછી બાકીનું તેમના શરીરની બહાર નીકળી જાય છે.
\s5
\v 18 તેના બદલે, જે દુષ્ટ બાબતો મુખમાંથી નીકળે છે તેના લીધે ઈશ્વર વ્યક્તિને નકારે છે, કારણ કે જે દુષ્ટ બાબતો વ્યક્તિ પોતાના મનમાં વિચારે છે ત્યાંથી જ તે આવે છે.
\v 19 તે તો વ્યક્તિનું મન છે કે જે દુષ્ટ બાબતો જેવી કે ખૂન કરવું, વ્યભિચાર કરવો, અન્ય જાતીય પાપો કરવાં, ચોરી કરવી, જૂઠી સાક્ષી પૂરવી, અને બીજાઓ વિષે દુષ્ટ બાબતો બોલવી; તેના વિષે વિચારે છે.
\v 20 તે તો આ કાર્યો છે કે જેના લીધે ઈશ્વર લોકોને અસ્વીકાર્ય ગણે છે. પરંતુ ધોયા વગરના હાથથી ખાવું તેના લીધે ઈશ્વર લોકોને નકારતા નથી."
\p
\s5
\v 21 ઈસુ તેમના શિષ્યોને લઈને ગાલીલના જીલ્લામાંથી નીકળ્યા પછી, તેઓ સર્વ જ્યાં તૂર તથા સિદોનના શહેરી પ્રદેશો આવેલા છે તે તરફ ગયા.
\v 22 કનાનીઓ તરીકે ઓળખાતા જૂથની એક સ્ત્રી, જે તે પ્રદેશમાં રહેતી હતી, તે ઈસુ પાસે આવી. તે તેમને બૂમ પાડતી હતી, "પ્રભુ, તમે દાઉદ રાજાના વંશજ છો, તમે મસીહ છો! મારા પર અને મારી દીકરી પર દયા કરો! દુષ્ટાત્મા તેને નિયંત્રિત કરે છે તેથી તે ઘણું જ સહન કરે છે."
\v 23 પરંતુ ઈસુએ તેને કંઈ જ ઉત્તર આપ્યો નહીં. શિષ્યોએ તેમને કહ્યું, "તેને જતી રહેવા કહો કારણ કે જેમ આપણે આગળ વધીએ છીએ તેમ તે બૂમો પાડીને આપણને હેરાન કરે છે."
\s5
\v 24 ઈસુએ તેને કહ્યું, "ઈશ્વરે મને માત્ર ઇઝરાયલના લોકો માટે જ મોકલ્યો છે કારણ કે તેઓ માર્ગેથી ખોવાયેલાં ઘેટાં જેવા છે."
\v 25 પરંતુ તે સ્ત્રી ઈસુ પાસે આવી અને તેમની સામે ઘૂંટણે પડી. તેણે વિનંતી કરી, "પ્રભુ, મને મદદ કરો!"
\v 26 પછી તેમણે તેને કહ્યું, "કોઈ પોતાનાં બાળકો માટે બનાવેલું ભોજન લઈને ઘરમાંના નાના કૂતરા આગળ નાખે તે સારું નથી."
\s5
\v 27 પરંતુ તે સ્ત્રીએ જવાબ આપ્યો, "પ્રભુ, તમે જે કહ્યું તે ખરું છે, પણ નાના કૂતરા તો જ્યારે માલિક પોતાની મેજ પર બેસીને ખાય છે ત્યારે ત્યાંથી જમીન પર પડેલા ટુકડા ખાય છે!"
\v 28 પછી ઈસુએ તેં સ્ત્રીને કહ્યું, "અરે સ્ત્રી, તે મારા પર દ્રઢતાપૂર્વક વિશ્વાસ કર્યો છે તેના કારણે, તું જેમ ઇચ્છે છે તેમ હું તારી દીકરીને સાજી કરીશ!" તે જ ક્ષણે દુષ્ટાત્માએ તે સ્ત્રીની દીકરીને મુક્ત કરી દીધી, અને તે સાજી થઈ.
\p
\s5
\v 29 ત્યાર બાદ ઈસુ અને તેમના શિષ્યો તે પ્રદેશમાંથી નીકળીને, ફરી ગાલીલના સમુદ્ર પાસે ગયા. ઈસુ નજીકની ટેકરી પર ચઢ્યા અને લોકોને શીખવવા માટે બેઠા.
\v 30 બીજા બે દિવસ સુધી લોકોનું મોટું ટોળું તેમની પાસે આવતું રહ્યું અને તેઓ તેમની પાસે લંગડા, અપંગ, અને અંધ લોકો, જેઓ બોલવા માટે અસમર્થ હતા તેવા લોકો, અને બીજા ઘણા જેઓને વિવિધ પ્રકારની બીમારી હતી તેઓને લાવ્યા. તેઓ તેમને ઈસુની આગળ લાવ્યા કે જેથી તેઓ તેમને સાજા કરે. અને ઈસુએ તેમને સાજાં કર્યાં.
\v 31 ટોળાએ જોયું કે તેઓ જે લોકો વાત કરી શકતા ન હતા તેમને, અપંગને, લંગડા લોકોને, અને અંધ લોકોને સાજા કરે છે ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા. તેઓએ કહ્યું, "ઇઝરાયલમાં જે ઈશ્વર આપણા પર રાજ કરે છે તે ઈશ્વરની સ્તુતિ થાઓ!"
\p
\s5
\v 32 પછી ઈસુએ તેમના શિષ્યોને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, "આ લોકોનું ટોળું મારી સાથે ત્રણ દિવસથી છે અને તેમની પાસે કશું ખાવાનું રહ્યું નથી. તેઓ માટે મને દુઃખ થાય છે. મારે તેમને ભૂખ્યાને ભૂખ્યા જવા દેવા નથી, કારણ કે જો હું તેમ કરું, તો તેઓ ઘરે જતા રસ્તામાં જ મૂર્છિત થઇ શકે છે."
\v 33 શિષ્યોએ તેમને કહ્યું, "આ જગ્યા એવી છે કે જ્યાં કોઈ નથી રહેતું, ત્યાં આટલા મોટા ટોળાને જમાડવા પૂરતો ખોરાક મળશે નહિ!"
\v 34 ઈસુએ તેઓને પૂછ્યું, "તમારી પાસે કેટલી રોટલી છે?" તેઓએ તેમને જવાબ આપ્યો, "નાની સાત રોટલી અને શેકેલી થોડી નાની માછલી."
\v 35 પછી ઈસુએ લોકોને જમીન પર બેસવા માટે કહ્યું.
\s5
\v 36 તેમણે સાત રોટલી અને શેકેલી માછલી લીધી. તેના માટે ઈશ્વરનો આભાર માન્યા પછી, તેમણે તેના ટુકડા કર્યા અને શિષ્યોને આપતા જ ગયા. પછી શિષ્યો તેને ટોળામાં વહેંચતા જ ગયા.
\v 37 ઈસુએ ચમત્કારિક રીતે તે ખોરાકમાં વધારો કર્યો તેના કારણે, સર્વ લોકોએ ખાધું અને તેમને સંતોષવા તે પૂરતું હતું. પછી શિષ્યોએ વધેલા ટુકડા ભેગા કર્યા, અને તેનાથી તેઓએ સાત મોટી ટોપલીઓ ભરી.
\v 38 ત્યાં જેઓ જમ્યા તેમા ચાર હજાર પુરુષો હતા, પરંતુ સ્ત્રીઓ અને બાળકો પણ જમ્યા જેમની ગણતરી કોઈએ કરી ન હતી.
\p
\v 39 ઈસુએ ટોળાને મોકલી દીધા પછી, તેઓ અને તેમના શિષ્યો હોડીમાં ચઢ્યા અને સરોવરના કિનારે મગદાનના પ્રદેશની પાસે ફર્યા.
\s5
\c 16
\p
\v 1 કેટલાક ફરોશીઓ અને શાસ્ત્રીઓ ઈસુ પાસે આવ્યા અને તેમને કહ્યું, "અમને બતાવો કે ઈશ્વરે ખરેખર તમને અમારી પાસે મોકલ્યા છે! આકાશમાં ચમત્કાર કરો અને ઈશ્વરના સામર્થ્યનો ઉપયોગ કરીને અમને ખાતરી કરાવો!"
\v 2 તેમણે તેઓને પૂછ્યું, "આપણા દેશમાં, સાંજે જો આકાશ લાલ હોય, તો આપણે કહીએ છીએ, 'કાલે સારું વાતાવરણ હશે.'
\s5
\v 3 પરંતુ જો સવારે આકાશ લાલ હોય તો આપણે કહીએ છીએ, 'આજે વાતાવરણ તોફાની હશે.' આકાશ તરફ જોઇને, વાતાવરણ કેવું હશે તે તમે કહી શકો છો, પરંતુ તમારી આસપાસ જે બાબતો બની રહી છે તે જોઇને, તમે સમજતા નથી કે ઈશ્વર શું કરી રહ્યા છે.
\v 4 તમે દુષ્ટ લોકોએ મને ચમત્કાર કરતાં જોયો છે, પરંતુ તમે વિશ્વાસુપણે ઈશ્વરની ભક્તિ કરતા નથી. તેથી જે ચમત્કાર યૂના પ્રબોધક માટે થયો, જેણે ત્રણ દિવસ મોટી માછલીના પેટમાં પસાર કર્યા પરંતુ ફરી પાછો બહાર આવ્યો તે સિવાય હું તમારા માટે કોઈ ચમત્કાર કરવાનો નથી." પછી ઈસુ તેઓને છોડીને પોતાના શિષ્યો સાથે દૂર ગયા.
\p
\s5
\v 5 તેઓ ગાલીલ સમુદ્રની બીજી બાજુએ ગયા. પછી શિષ્યોને ખ્યાલ આવ્યો કે તેઓ ખોરાક લેવાનું ભૂલી ગયા છે.
\v 6 તે સમયે, ઈસુએ તેઓને કહ્યું, "ફરોશીઓ અને સદૂકીઓ જે ખમીર તમને આપવા માગે છે તે તમે ન લો તે માટે સાવધાન રહો."
\v 7 ઈસુએ તેમને જે કહ્યું તે સમજવા તેઓએ પ્રયત્ન કર્યો, અને તેઓએ એકબીજાને કહ્યું, "આપણે ખાવાને સારુ કશું લેવાનું ભૂલી ગયા છીએ તેથી તેઓએ આમ કહ્યું હશે!"
\v 8 પરંતુ તેઓ જે કહી રહ્યા હતા તે ઈસુએ જાણ્યું અને તેઓને જવાબ આપ્યો, "તમે એવું વિચારો છો કે તમે રોટલી લાવવાનું ભૂલી ગયા હોવાથી મેં ફરોશીઓ અને સાદૂકીઓના ખમીર વિષે તમને કહ્યું અને તેથી હું નિરાશ છું. હું તમારે માટે કંઇક કરી શકું છું એવો તમને તદ્દ્ન ઓછો વિશ્વાસ છે.
\s5
\v 9 શું તમે એવું વિચારો છો કે હું ખોરાક માટે ચિંતિત છું. શું તમે ખરેખર ભૂલી ગયા છો કે કેવી રીતે મેં પાંચ રોટલીથી પાંચ હજારને જમાડ્યા હતા, અને વધેલા ખોરાકની કેટલી ટોપલીઓ તમે ભેગી કરી હતી?
\v 10 અથવા સાત રોટલીને મેં જ્યારે આશીર્વાદિત કરી ત્યારે ચાર હજાર લોકોએ જે ખાધું તેનું શું? અને પછી વધેલા અન્નની કેટલી ટોપલીઓ તમે ભેગી કરી?
\s5
\v 11 તમારે સમજવું જોઈતું હતું કે હું ખરેખર રોટલી વિષે કહેતો ન હતો. ફરોશીઓ અને સાદૂકીઓનું ખમીર સ્વીકારશો નહીં."
\v 12 પછી શિષ્યોને સમજાયું કે ઈસુ રોટલીની અંદરના ખમીર વિષે વાત કરતા ન હતા. તેના બદલે, તેઓ તો ફરોશીઓ અને સાદૂકીઓના ખોટા શિક્ષણ વિષે વાત કરતા હતા.
\p
\s5
\v 13 ઈસુ અને તેમના શિષ્યો કૈસરિયા ફિલિપી શહેરના વિસ્તાર નજીક પ્રવેશ્યા ત્યારે, તેમણે તેઓને પૂછ્યું, "હું, માણસનો દીકરો, ખરેખર કોણ છું તે વિષે લોકો શું કહે છે?"
\v 14 તેઓએ ઉત્તર આપ્યો, "કેટલાંક લોકો કહે છે કે તમે યોહાન બાપ્તિસ્મી છો, જે ફરી જીવિત થયો છે. બીજાઓ કહે છે કે તમે એલિયા પ્રબોધક છો, કે જે ઈશ્વરના વચન મુજબ સ્વર્ગમાંથી પાછા આવ્યા છે. વળી બીજાઓ કહે છે કે તમે યર્મિયા પ્રબોધક અથવા બીજા પ્રબોધકોમાંના એક છો કે જે ઘણા સમય અગાઉ થઈ ગયો, પણ ફરી જીવિત થયો છે."
\v 15 ઈસુએ તેઓને કહ્યું, "તમારા વિષે શું? હું કોણ છું તે વિષે તમે શું કહો છો?"
\v 16 સિમોન પિતર તેમને કહે છે, "તમે મસીહા છો! તમે સર્વ શક્તિમાન ઈશ્વરના દીકરા છો."
\s5
\v 17 પછી ઈસુએ તેને કહ્યું, "સિમોન, યૂનાના દીકરા, ઈશ્વર તારાથી પ્રસન્ન છે. તેં હમણાં જે કહ્યું છે - તે તને કોઈ માણસે પ્રગટ કર્યું નથી. તેના બદલે, મારા પિતા કે જેઓ સ્વર્ગમાં રહે છે તેમણે તને આ પ્રગટ કર્યું છે.
\v 18 હું પણ તને આ કહીશ: તું પિતર છે, કે જેનો અર્થ 'પથ્થર' છે. જેમ મોટો પથ્થર વિશાળ ઇમારતનો આધાર બને છે તેમ, જેઓ મારા પર વિશ્વાસ કરે છે તે જૂથનો તું આધાર બનીશ. અને મરણનું પણ એટલું સામર્થ્ય નહીં હોય કે તે તેની વિરુદ્ધ ઊભું રહે."
\s5
\v 19 પછી તેમણે કહ્યું, "લોકોને સ્વર્ગમાંથી ઈશ્વરના શાસન હેઠળ આવવાનો માર્ગ ખોલવા કે બંધ કરવા હું તને સમર્થ કરીશ. પૃથ્વી પર જેના વિષે તું મંજૂરી આપશે, તેના વિષે ઈશ્વર સ્વર્ગમાં મંજૂરી આપશે. પૃથ્વી પર જેના પર તું પ્રતિબંધ મૂકશે, તેના પર ઈશ્વર સ્વર્ગમાં પ્રતિબંધ મૂકશે."
\v 20 પછી ઈસુએ શિષ્યોને તે સમયે કોઈને પણ ન કહેવા સખત રીતે ચેતવણી આપી કે તે ખ્રિસ્ત છે.
\p
\s5
\v 21 તે સમયથી ઈસુએ શિષ્યોને શીખવવાનું શરૂ કર્યું કે યરુશાલેમ શહેરમાં જવું તે તેમને માટે જરૂરનું છે. ત્યાં રાજ કરતાં વડીલો, મુખ્ય યાજકો, અને જે વ્યક્તિઓ યહૂદી નિયમ શીખવતા હતા તેઓ તેમને ત્રાસ સહન કરવા અને મરણ પામવા ફરજ પાડશે. પછી ત્રીજા દિવસે, તેઓ ફરીથી જીવિત થશે.
\v 22 પરંતુ પિતર ઈસુને એક બાજુ લઇ ગયો અને આ બાબતો કહેવાને લીધે તેમને ઠપકો આપવા લાગ્યો.
\v 23 પછી ઈસુ પિતર તરફ જોવા માટે ફર્યાં, અને તેમણે તેને કહ્યું, "મારી નજર સામેથી દૂર જા, કારણ કે તારા દ્વારા શેતાન બોલી રહ્યો છે. હું પાપ કરું તે માટે તું પ્રયત્ન કરી રહ્યો છે. ઈશ્વર જે વિચારે છે તે તું વિચારતો નથી, પરંતુ લોકો જે વિચારે છે તે તું વિચારે છે!"
\p
\s5
\v 24 પછી ઈસુએ તેમનાં શિષ્યોને કહ્યું, "જો તમારામાંનો કોઈ મારા પર વિશ્વાસ કરવા અને હું જ્યાં જાઉં છું ત્યાં જવા ઇચ્છે, તો તેણે તેની પોતાની ઇચ્છાઓ અને હેતુઓ મૂકી દેવા અને તેણે પોતાનો વધસ્તંભ ઊંચકીને હું જ્યાં જાઉં છું ત્યાં જવું.
\v 25 જે કોઈ પોતાનું જીવન બચાવવા ઇચ્છે છે, તેને ખબર પડશે કે તે પોતાનું જીવન બચાવવાને બદલે તેને ગુમાવશે. પરંતુ જે કોઈ મારા લીધે પોતાનું જીવન ગુમાવશે, તે તેનું જીવન બચાવશે.
\v 26 જો કોઈ વ્યક્તિ આ જગતમાંથી જે ઇચ્છે તે સર્વ મેળવે, પરંતુ પછી પોતાનું જીવન ગુમાવે તો તેને શો લાભ થાય? માણસ તેની સંપતિમાં એવું શું મેળવશે કે જે તેના માટે તેના જીવન જેટલું કિંમતી હોય?
\s5
\v 27 ધ્યાનથી સાંભળો. હું, માણસનો દીકરો, આ પૃથ્વીથી જઈશ, પરંતુ હું પાછો આવીશ, અને સ્વર્ગના દૂતો મારી સાથે આવશે. તે સમયે મારા પિતા પાસે જે મહિમાવંત પ્રકાશ છે તે મારી પાસે હશે, અને હું દરેકને જ્યારે તેઓ આ પૃથ્વી પર જીવતા હતા ત્યારે તેમણે જે કર્યું હશે તેના પ્રમાણે બદલો આપીશ.
\v 28 ધ્યાનથી સાંભળો! તમારામાંના કેટલાંક જેઓ હમણાં અહીં છે તેઓ મને, જે સ્વર્ગમાંથી આવ્યો છે તેને, જ્યારે હું રાજા તરીકે પાછો ફરીશ ત્યારે જોશે. તમે મરણ પામશો તે અગાઉ આ જોશો!"
\s5
\c 17
\p
\v 1 ઈસુએ તે કહ્યું તેના અઠવાડિયા પછી, તેઓ પિતર, યાકૂબ અને યોહાન, કે જે યાકૂબનો નાનો ભાઈ હતો તેમને લઈને ઊંચા પર્વત પર ગયા કે જ્યાં તેઓ બીજા લોકોથી દૂર હતા.
\v 2 જ્યારે તેઓ ત્યાં હતા, ત્યારે ત્રણ શિષ્યોએ ઈસુના સ્વરૂપનું પરિવર્તન થતું જોયું. તેમનો ચહેરો સૂર્યના જેવો પ્રકાશતો હતો, અને તેમનાં વસ્ત્રો ચમકતાં હતાં અને તેઓ પ્રકાશના જેવા તેજસ્વી બન્યા.
\s5
\v 3 અચાનક મૂસા અને એલિયા, કે જેઓ ઘણાં સમય અગાઉના મહત્વપૂર્ણ પ્રબોધકો હતા, તેઓ દેખાયા અને ઈસુની સાથે વાત કરવા લાગ્યા.
\v 4 પિતરે તેઓને જોયા અને ઈસુને કહ્યું, "પ્રભુ, આપણા માટે અહીં રહેવું ઉત્તમ છે! જો તમે ઇચ્છો, તો હું ત્રણ માંડવા બાંધીશ, એક તમારા માટે, એક મૂસા માટે, અને એક એલિયા માટે."
\s5
\v 5 જ્યારે પિતર બોલતો હતો, ત્યારે એક તેજસ્વી વાદળું તેઓના પર આવ્યું. તેઓએ વાદળામાંથી ઈશ્વર ઈસુ વિષે જે બોલતા હતા તે સાંભળ્યું. તેઓએ તેમને કહ્યું, "આ મારો દીકરો છે. હું તેને પ્રેમ કરું છું. તે મને ખૂબ પ્રસન્ન કરે છે. તેથી તમારે તેનું સાંભળવું જોઈએ!"
\v 6 જ્યારે ત્રણ શિષ્યોએ ઈશ્વરને બોલતા સાંભળ્યા, ત્યારે તેઓ બહુ બીધા. તેના પરિણામે, તેઓ ઊંધા મુખે જમીન પર પડ્યા.
\v 7 પરંતુ ઈસુ તેમની પાસે ગયા અને તેમને સ્પર્શ કર્યો અને તેઓને કહ્યું, "ઊભા થાઓ! હવે ડરશો નહિ!"
\v 8 અને જ્યારે તેઓએ ઊંચે જોયું, ત્યારે તેઓએ જોયું કે ઈસુ એકલા જ હજુ સુધી ત્યાં હતા.
\p
\s5
\v 9 જ્યારે તેઓ પર્વત પરથી નીચે ઊતરી રહ્યા હતા ત્યારે, ઈસુએ તેમને સૂચના આપી, "જ્યાં સુધી ઈશ્વર મને, માણસના દીકરાને, મારા મૃત્યુ પછી સજીવન ન કરે ત્યાં સુધી પર્વતની ટોચ પર તમે જે જોયું તે કોઈને પણ કહેશો નહિ."
\v 10 તે ત્રણ શિષ્યોએ ઈસુને પૂછ્યું, "જો તમે કહો છો તે સાચું હોય, તો જે માણસો યહૂદી નિયમો શીખવે છે તેઓ શા માટે કહે છે કે મસીહના આવ્યા અગાઉ એલિયાનું આવવું અનિવાર્ય છે?"
\s5
\v 11 ઈસુએ તેઓને જવાબ આપ્યો, "ઈશ્વરે વચન આપ્યું હતું કે એલિયા મસીહના આગમન વિષે ઘણા લોકોને તૈયાર કરવા માટે આવશે તે સાચું છે.
\v 12 પરંતુ આ નોંધો: એલિયા તો આવી ચૂક્યો છે અને આપણા આગેવાનોએ તેને જોયો છે, પરંતુ તેઓએ તેને મસીહની અગાઉ આવનાર તરીકે ઓળખ્યો નહિ. તેના બદલે, તેમણે જેમ ઇચ્છ્યું તેમ જ, તેઓ તેની સાથે ખરાબ રીતે વર્ત્યા. અને તે જ શાસકો મારી સાથે એટલે કે જે સ્વર્ગમાંથી આવે છે તેની સાથે, પણ તેવી જ રીતે વર્તાવ કરશે."
\v 13 પછી તે ત્રણ શિષ્યો સમજ્યા કે જ્યારે તેઓ એલિયા વિષે વાત કરતા હતા, ત્યારે ઈસુ યોહાન બાપ્તિસ્મી વિષે કહી રહ્યા હતા.
\p
\s5
\v 14 જ્યારે ઈસુ અને ત્રણ શિષ્યો બીજા શિષ્યો અને જે ટોળું ત્યાં એકઠું થયું હતું તેમની પાસે પાછા આવ્યા ત્યારે, એક માણસ ઈસુની પાસે આવ્યો અને તેમની આગળ ઘૂંટણે પડ્યો.
\v 15 તેણે તેમને કહ્યું, "ગુરૂજી, મારા દીકરા પર દયા કરો અને તેને સાજો કરો! તેને વાઈની બીમારી છે અને ઘણું સહન કરે છે. આ બીમારીને કારણે, તે ઘણી વાર અગ્નિ અને પાણીમાં પડે છે.
\v 16 હું તેને તમારા શિષ્યો પાસે લાવ્યો કે જેથી તેઓ તેને સાજો કરે, પરંતુ તેઓ તેને સાજો કરવા સક્ષમ ન હતા."
\s5
\v 17 ઈસુએ જવાબ આપ્યો, "તમે આ સમયના લોકો, ઈશ્વરના સામર્થ્ય પર જરા પણ વિશ્વાસ કરતા નથી. તમે કેટલા ગૂંચવાયેલા છો! હું તમારી સાથે કેટલો સમય રહું કે જેથી હું જે કરું છું તે કરવા તમે સક્ષમ બનો? તે છોકરાને અહીં મારી પાસે લાવો!"
\v 18 જ્યારે તેઓ તે છોકરાને ઈસુ પાસે લાવ્યા ત્યારે, ઈસુએ તે દુષ્ટાત્મા કે જે વાઈ ઉત્પન્ન કરતો હતો તેને સખત રીતે ધમકાવ્યો કે તે તે છોકરામાંથી બહાર આવે, અને તે સમયથી જ તે છોકરો સાજો થયો.
\s5
\v 19 પછી, તેમના કેટલાક શિષ્યો ઈસુ પાસે આવ્યા અને જ્યારે તેઓ એકલા હતા ત્યારે તેમને પૂછ્યું, "કેમ અમે લોકો તે દુષ્ટાત્માને કાઢવા અસમર્થ હતા?"
\v 20-21 તેમણે તેઓને જવાબ આપ્યો, "કારણ કે તમે ઈશ્વરના સામર્થ્ય પર સંપૂર્ણ વિશ્વાસ કર્યો નહીં: આના વિષે વિચાર કરો: રાઈનો દાણો ખૂબ નાનો હોય છે, પરંતુ તે વધે છે અને મોટો છોડ બને છે. તેવી જ રીતે, જો તમે થોડો પણ વિશ્વાસ કરો કે તમે જે ઈશ્વર પાસે માંગો છો તે તેઓ કરશે, તો તમે કંઈ પણ કરવા સમર્થ થશો! તમે આ પર્વતને પણ કહી શકશો, 'અહીંથી ત્યાં જા!' અને તમે તેને જ્યાં જવાનું કહ્યું ત્યાં તે જશે."
\p
\s5
\v 22 જ્યારે ગાલીલના જીલ્લામાં શિષ્યો ભેગા થયા હતા, ત્યારે ઈસુએ તેઓને કહ્યું, "કોઈ એક બહુ જલદી મને, માણસના દીકરાને, અધિકારીઓના હાથમાં સોંપશે.
\v 23 તેઓ મને મારી નાખશે, પરંતુ મને મારી નાંખવામાં આવશે તેના પછી ત્રીજા દિવસે ઈશ્વર મને સજીવન કરશે." જ્યારે શિષ્યોએ તે સાંભળ્યું ત્યારે તેઓ ખૂબ દુઃખી થયા.
\p
\s5
\v 24 જ્યારે ઈસુ અને તેમના શિષ્યો કપર-નાહૂમ શહેરમાં આવ્યા, ત્યારે જે વ્યક્તિ ભક્તિસ્થાન માટે કર ઉઘરાવતો હતો તે પિતર પાસે આવ્યો અને તેને કહ્યું, "તારા ઉપદેશક ભક્તિસ્થાનનો કર ભરે છે કે નહિ?"
\v 25 તેણે તેને જવાબ આપ્યો, "હા, તેઓ ભરે છે." જ્યારે શિષ્યો ઘરમાં આવ્યા, ત્યારે પિતર કશું કહે તે અગાઉ ઈસુએ તેને કહ્યું, "સિમોન, શાસકો કોની પાસેથી મહેસૂલ અથવા કર ઉઘરાવે છે? શું તેઓ પોતાના જ દેશના નાગરિક પાસેથી કર ઉઘરાવે છે, અથવા જે દેશ તેઓએ જીત્યો હોય તે દેશના નાગરિકો પાસેથી?"
\s5
\v 26 પિતરે તેમને ઉત્તર આપ્યો, "બીજા દેશના નાગરિકો પાસેથી." પછી ઈસુએ તેને કહ્યું, "તેથી તેમના પોતાના દેશના લોકોને કર ભરવાની જરૂર નથી.
\v 27 પરંતુ જા અને આપણા માટે કર ભર કે જેથી કર ઉઘરાવનારા આપણા પર ગુસ્સે થાય નહીં. તે ભરવા માટેનાં નાણાં પ્રાપ્ત કરવા, ગાલીલ સમુદ્રએ જા, ત્યાં માછલી પકડવાની દોરી અને કાંટો નાંખ, અને જે પ્રથમ માછલી તું પકડે તેને લે. જ્યારે તું તેનું મોં ખોલશે, ત્યારે તને ચાંદીનો સિક્કો મળશે જે તારા અને મારા માટે કર ભરવા માટે પૂરતો હશે. તે સિક્કો લે અને ભક્તિસ્થાનનો કર ઉઘરાવનારને આપ."
\s5
\c 18
\p
\v 1 બરાબર તે જ સમયે શિષ્યો ઈસુ પાસે ગયા અને તેમને પૂછ્યું, "જ્યારે ઈશ્વર તમને સ્વર્ગમાંથી રાજા બનાવશે ત્યારે અમારામાંથી કોણ સૌથી મહાન થશે?"
\v 2 ઈસુએ એક બાળકને બોલાવ્યું, અને તેમણે તે બાળકને તેઓની વચમાં ઊભું રાખ્યું.
\v 3 તેમણે કહ્યું, "હું તમને સત્ય કહું છું: જો તમે બદલાશો નહિ અને નાના બાળકોના જેવા નમ્ર બનશો નહિ, તો ચોક્કસ તમે સ્વર્ગીય ઈશ્વરના રાજ હેઠળ આવશો નહિ.
\s5
\v 4 જે લોકો આ બાળકના જેવા નમ્ર બનશે તેઓ જ ઈશ્વર જેઓ પર સ્વર્ગમાંથી રાજ કરશે તેઓમાં સૌથી મહત્વપૂર્ણ લોકો બનશે.
\v 5 વળી, જ્યારે પણ લોકો મારા પરના પ્રેમને લીધે આ બાળકના જેવાઓને આવકારશે, ત્યારે તેઓ મને આવકારી રહ્યા છે તેમ ઈશ્વર ગણશે."
\p
\v 6 "જો કોઈ વ્યક્તિ મારા પર વિશ્વાસ રાખનારને પાપ કરવા પ્રેરે, તો લોકો ભલે તેને આ બાળકના જેવો બિનમહત્વપૂર્ણ માનતા હોય, તો પણ ઈશ્વર તે વ્યક્તિને ગંભીર શિક્ષા કરશે. કોઈ વ્યક્તિને ગળે ભારે પથ્થર બાંધીને દરિયાના ઊંડા પાણીમાં નાખી દીધો હોય તેના કરતાં પણ ખરાબ શિક્ષા તેઓ તે વ્યક્તિને કરશે.
\s5
\v 7 જેઓ બીજાઓને પાપ કરવા પ્રેરે છે તેમના માટે તે કેટલું ભયંકર હશે. પાપ કરવા માટે હંમેશાં પરીક્ષણો આવશે, પરંતુ જે બીજાને પાપ કરવા માટે પ્રેરે છે તે કેટલું ભયંકર હશે.
\v 8 તેથી જો તમે તમારો એક હાથ કે પગ પાપ કરવા માટે વાપરવા ઇચ્છતા હો, તો તે હાથ કે પગનો ઉપયોગ કરવાનું બંધ કરો! તમે પાપ ન કરો માટે ભલે તમારે તેને કાપી નાખવો પડે! તમારી પાસે બન્ને હાથ અને બન્ને પગ હોય અને ઈશ્વર તમને તમારા પાપને કારણે નર્કમાં અનંત અગ્નિમાં ફેંકી દે તેના કરતાં, જો તમારી પાસે માત્ર એક જ હાથ કે પગ હોય અને તોપણ તમે સદાકાળ ઈશ્વર સાથે રહો, તે કેટલું વધારે સારું છે.
\s5
\v 9 હા, અને જો તમે જે જુઓ તે તમને પાપ કરવા પ્રેરતું હોય, તો તે બાબતો તરફ જોવાનું બંધ કરો! તમે પાપ કરતાં અટકો માટે ભલે તમારે તમારી એક આંખ કાઢીને ફેંકી દેવી પડે! તમારી પાસે બન્ને આંખો હોય અને ઈશ્વર તમને નર્કમાં અનંત અગ્નિમાં ફેંકી દે તેના કરતાં, તમારી પાસે માત્ર એક જ આંખ હોય અને તમે સદાકાળ ઈશ્વર સાથે રહો તે કેટલું વધારે સારું છે!"
\p
\s5
\v 10 "કાળજી રાખો કે આ બાળકોમાંના એકને પણ તમે નિમ્ન નજરથી ન જુઓ. હું તમને ખરેખર કહું છું કે જો તમે બાળકો સાથે દુર્વ્યવહાર કરશો તો તેમનું રક્ષણ કરનારા દૂતો હંમેશાં મારા પિતા પાસે જઈને તેમને તમારી વિરુદ્ધ ફરિયાદ કરી શકે છે.
\v 11 અને માણસનો દીકરો જેઓ ખોવાયેલા છે તેમને બચાવવા માટે આવ્યો છે.
\s5
\v 12 તમે શું ધારો છો? જો તમારી પાસે સો ઘેટાં હોય અને તેમાંનું એક ખોવાઈ જાય, તો તમે ચોક્કસ તે નવ્વાણું ઘેટાંઓને ટેકરી પર રહેવા દઈને જે ખોવાયું છે તેને જઈને શોધશો, શું તમે તેમ નહીં કરો?
\v 13 જ્યારે તમને તે મળે ત્યારે, મને ખાતરી છે કે તમને ઘણો આનંદ થશે. તમે ખુશ થશો કે તે નવ્વાણું ઘેટાં ખોવાઈ ગયા નહીં, પરંતુ તમે વધારે આનંદિત થશો કારણ કે જે ઘેટું ખોવાયું હતું તે તમને મળ્યું છે.
\v 14 જેવી રીતે ઘેટાંપાળક તેનું એકપણ ઘેટું ન ખોવાય તેવું ઇચ્છે છે, તેવી જ રીતે ઈશ્વર, સ્વર્ગમાંના તમારા પિતા, આ બાળકોમાનું એકપણ નરકમાં ન જાય તેવું ઇચ્છે છે."
\p
\s5
\v 15 "જો કોઈ સાથી વિશ્વાસી તમારી વિરુદ્ધ પાપ કરે, તો જ્યારે તે એકાંતમાં હોય ત્યારે તેની પાસે જાઓ, અને તમારી વિરુદ્ધ પાપ કરવા બદલ તેને ઠપકો આપો. જો તે વ્યક્તિ તમારું સાંભળે અને દિલગીર થાય કે તેણે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે, તો તે અને તમે ફરી એક વાર સારા ભાઈઓ બનશો.
\v 16 જો, તેમ છતાં પણ તે વ્યક્તિ તમારું સાંભળે નહિ, તો જઈને બીજા એક કે બે સાથી વિશ્વાસીઓને બોલાવો. તેમને તમારી સાથે આવવા કહો કે જેથી, નિયમ કહે છે તે પ્રમાણે, 'દરેક આરોપોની ખાતરી કરવા બે કે ત્રણ સાક્ષીઓ ત્યાં હોવા જ જોઈએ.'
\s5
\v 17 જેણે તમારા વિરુદ્ધ પાપ કર્યું છે તે જો તેમનું સાંભળે નહિ, તો સમગ્ર સભાજનોને તે બાબત કહો કે જેથી તેઓ તેને સુધારી શકે. અને જો તે વ્યક્તિ સભાનું ન સાંભળે, તો જે રીતે તમે મૂર્તિપૂજકો અને કર ઉઘરાવનારાઓને નિરાશાજનક પાપી તરીકે બાકાત કરો છો તેમ તેને તમારામાંથી બાકાત કરો.
\s5
\v 18 આ યાદ રાખો: તમારા સભાજનોમાંના સભ્યને શિક્ષા કરવી કે ન કરવી તે વિષે તમે પૃથ્વી પર જે કંઈ નક્કી કરો છો તે જ સ્વર્ગમાં ઈશ્વર દ્વારા નક્કી કરવામાં આવે છે.
\v 19 આ પણ નોંધો: જો તમે ઓછામાં ઓછા બે જણ કે જેઓ અહીં પૃથ્વી પર રહે છે તેઓ તમે જે કંઈ માગો તે વિષે સહમત થશો, તો મારા પિતા કે જેઓ સ્વર્ગમાં છે, તેઓ તમે જે માગ્યું છે તે આપશે.
\v 20 આ સાચું છે, કારણ કે જ્યાં કંઈ બે કે ત્રણ જણ મારા પર વિશ્વાસ કરવાને કારણે ભેગા મળે છે, ત્યાં હું તેઓની સાથે છું."
\p
\s5
\v 21 પછી પિતર ઈસુની પાસે ગયો અને તેમને કહ્યું, "મારે મારી વિરુદ્ધ પાપ કરતા સાથી વિશ્વાસીને કેટલી વાર માફ કરવો જોઈએ? જો તે મને તેને માફ કરવાનું કહ્યા કરે, તો શું મારે તેને સાત વાર માફ કરવો?"
\v 22 ઈસુએ તેને કહ્યું, "હું તને કહું છે કે કેટલી વાર તારે કોઈને માફ કરવાનો હોય છે તે સંખ્યા માત્ર સાત સુધી સીમિત નથી, પરંતુ તારે તેને સિત્તેર ગણી સાત વાર માફ કરવો.
\s5
\v 23 સ્વર્ગીય ઈશ્વરનું શાસન એક રાજા અને તેના અધિકારીઓ જેવું છે. તે ઇચ્છતો હતો કે તેના કર્મચારીઓ તેમનું જે કંઈ દેવું હોય તેને ભરપાઈ કરે.
\v 24 તેથી તે કર્મચારીઓ પોતાના ખાતાનો હિસાબ કરવા માટે રાજા પાસે આવ્યા. તેમાંનો એક કર્મચારી જેને રાજા પાસે લાવવામાં આવ્યો તેના દેવાની કિંમત ત્રણ મેટ્રિક ટન સોના કરતાં પણ વધારે હતી.
\v 25 પરંતુ તેની પાસે ચૂકવવા માટે પૂરતા નાણાં ન હોવાને કારણે, રાજાએ માગણી કરી કે તે, તેની પત્ની, તેનાં બાળકો અને તેના કબજામાં હોય તે સર્વ કોઈને વેચીને તેના જે નાણાં પ્રાપ્ત થાય તે બધાં નાણાં રાજાને ચૂકવવામાં આવે.
\s5
\v 26 પછી તે કર્મચારી, તેની પાસે તે મોટું દેવું ચૂકવવા નાણાં નથી તે જાણીને, રાજાની સામે તેના ઘૂંટણે પડ્યો અને તેણે તેને વિનવણી કરી, 'મારા પ્રત્યે ધીરજવાન બનો, અને છેવટે હું તમને તેમાંનું સર્વ ચૂકવી દઈશ.'
\v 27 તે કર્મચારી ક્યારેય પણ આટલું મોટું દેવું ચૂકવી શકશે નહિ તે જાણીને રાજાને તેના પર દયા આવી. તેણે તેનું દેવું રદ કરી તેને જતો કર્યો.
\s5
\v 28 પછી આ જ કર્મચારી રાજાના બીજા કોઈ કર્મચારી કે જે તેના એક વર્ષના વેતનની રકમ કરતાં થોડી ઓછી રકમનો દેવાદાર હતો તેની પાસે ગયો. તેણે તેનું ગળું પકડીને તેને ભીંસમાં લેતા, તેને કહ્યું, તારે મને જે કંઈ ચૂકવવાનું થાય છે તેની ચૂકવણી કર.
\v 29 તે કર્મચારી તેને પગે પડ્યો અને વિનવણી કરતાં કહ્યું, 'મારા પ્રત્યે ધીરજવાન બન, અને છેવટે હું તને તેમાંનું સર્વ ચૂકવી દઈશ.'
\s5
\v 30 પરંતુ તે પ્રથમ કર્મચારી તે નાનું દેવું કે જે તે માણસે તેને ચૂકવવાનું હતું તેને રદ કરવાની ના પાડતો રહ્યો. તેના બદલે, તેણે તે કર્મચારીને જ્યાં સુધી તે બાકીનું દેવું પાછું ન ચૂકવે ત્યાં સુધી જેલમાં પૂર્યો.
\v 31 જ્યારે રાજાના બીજા કર્મચારીઓએ આ જાણ્યું, ત્યારે તેઓ ખૂબ જ દુ:ખિત થયા. તેથી તેઓ રાજા પાસે ગયા અને જે બન્યું હતું તેનો વિગતવાર અહેવાલ આપ્યો.
\s5
\v 32 પછી રાજાએ તે અધિકારીને બોલાવ્યો જેણે તેને ત્રણ મેટ્રિક ટન સોના કરતાં પણ વધારે દેવું ચુકવવાનું હતું. તેણે તેને કહ્યું, 'દુષ્ટ ચાકર! મેં તારું ઘણું મોટું દેવું જે તારે મને ચૂકવવાનું હતું તે રદ કર્યું કારણ કે તેં મને તેમ કરવા વિનવણી કરી!
\v 33 જેમ હું તારા પ્રત્યે દયાળુ થયો અને તારું દેવું રદ કર્યું તેમ તારે દયાળુ થવું જોઈતું હતું અને તારા સાથી અધિકારીનું દેવું રદ કરવું જોઈતું હતું!'
\s5
\v 34 રાજા ખૂબ જ ગુસ્સે હતો. તેણે આ અધિકારીને કેટલાક જેલરોને સોંપ્યો કે જેઓ જ્યાં સુધી તે જે સર્વ દેવું તેણે ચૂકવવાનું છે તે ન ચૂકવે ત્યાં સુધી તેને ગંભીર ત્રાસ આપે."
\v 35 પછી ઈસુએ બોલવાનું જારી રાખતાં કહ્યું, "જો તમે દયાળુ નહિ બનો અને તમારી વિરુદ્ધ પાપ કરેલ તમારા સાથી વિશ્વાસીને અંત:કરણપૂર્વક માફ નહિ કરો, તો મારા સ્વર્ગમાંના પિતા તમારી સાથે આવું જ કરશે."
\s5
\c 19
\p
\v 1 તે કહ્યા પછી ઈસુ તેમના શિષ્યો સાથે ગાલીલના જીલ્લામાંથી વિદાય થયા. તેઓ યર્દન નદીની પૂર્વે આવેલા યહૂદિયાના જીલ્લામાં ગયા.
\v 2 ત્યાં મોટાં ટોળા તેમની પાછળ ગયાં, અને તેમણે તેઓમાંના માંદાઓને સાજા કર્યાં.
\p
\s5
\v 3 કેટલાક ફરોશીઓ તેમની પાસે ગયા અને તેમને કહ્યું, "શું આપણો યહૂદી નિયમ પુરૂષને ગમે તે કારણોસર તેની પત્નીને છૂટાછેડા આપવા મંજૂરી આપે છે?" તેઓ તેમની સાથે વાદવિવાદ કરી શકે તે હેતુસર તેમણે તે પૂછ્યું.
\v 4 ઈસુએ તેઓને કહ્યું, "તમે શાસ્ત્રવચન વાંચ્યું છે, તેથી તમે જાણતા હોવા જોઈએ કે જે સમયે ઈશ્વરે લોકોને ઉત્પન્ન કર્યા, ત્યારે 'તેમણે એક પુરુષ અને એક સ્ત્રીને બનાવ્યાં.'
\s5
\v 5 તે સમજાવે છે કે ઈશ્વરે આવું શા માટે કહ્યું કે, 'તેથી જ પુરુષ તેના માતા-પિતાને છોડે છે અને તેની પત્ની સાથે લગ્ન કરે છે. જાણે કે તેઓ એક જ વ્યક્તિ હોય તેમ તેઓ બન્ને સાથે રહે.'
\v 6 પરિણામે, જો કે અગાઉ તેઓ બે અલગ વ્યક્તિ તરીકે કામ કરતા હોય, તો પણ હવે તેઓ જાણે કે એક જ વ્યક્તિ હોય તેવાં બનશે. આ સાચું છે તે કારણે પુરુષે જેને ઈશ્વરે તેની સાથે જોડી છે તે તેની પત્નીથી ક્યારેય અલગ ન થવું."
\p
\s5
\v 7 પછી ફરોશીઓએ તેમને કહ્યું, "જો તે સાચું હોય, તો શા માટે મૂસાએ આદેશ આપ્યો કે જે પુરુષ તેની પત્નીને છૂટાછેડા આપવા માગતો હોય તેણે તેને જેમાં છૂટાછેડા આપવાનું કારણ લખ્યું હોય તે કાગળ આપવો અને પછી તેને મોકલી દેવી?"
\v 8 ઈસુએ તેઓને કહ્યું, "મૂસાએ તેમને તેઓની પત્નીઓને છૂટાછેડા આપવા મંજૂરી આપી કારણ કે તમારા પૂર્વજોએ હઠીલાઈથી પોતાની રીતો પ્રમાણે કરવા ઇચ્છ્યું, અને તમે તેમનાથી કંઈ અલગ નથી. પરંતુ પ્રથમ જ્યારે ઈશ્વરે પુરુષ અને સ્ત્રીને ઉત્પન્ન કર્યા, ત્યારે તેમણે તેઓ એકબીજાથી જુદાં થાય તેવો ઇરાદો રાખ્યો ન હતો.
\v 9 હું તમને દ્રઢતાપૂર્વક કહું છું કે જો કોઈપણ પુરુષની પત્નીએ વ્યભિચાર કર્યો ન હોય, અને તે પુરુષ તેની પત્નીને છૂટાછેડા આપીને બીજી સ્ત્રીને પરણે છે, તે વ્યભિચાર કરે છે તેવું ઈશ્વર ગણશે."
\s5
\v 10 શિષ્યોએ તેમને કહ્યું, "જો તે સાચું હોય તો, પુરુષ ક્યારેય લગ્ન કરે નહિ તે સારું છે!"
\v 11 તેમણે કહ્યું, "દરેક માણસ તે શિક્ષણ સ્વીકારવા સક્ષમ નથી, પરતું જે માણસને ઈશ્વર તે સ્વીકારવા સમર્થ બનાવે તે જ સક્ષમ છે.
\v 12 એવા પુરુષો છે કે જેઓ લગ્ન કરતા નથી કારણ કે તેઓના ગુપ્ત ભાગો તેમના જન્મથી જ ખામીયુક્ત હોય છે. બીજા એવા પણ પુરુષો છે કે જેઓ લગ્ન કરતા નથી કારણ કે તેઓનું વંધ્યીકરણ કરવામાં આવેલું છે. પછી હજુ એવા પણ પુરુષો છે કે જેઓ સ્વર્ગમાંથી રાજ કરતા ઈશ્વરની વધુ સારી સેવા કરવા માટે લગ્ન ન કરવાનું નક્કી કરે છે. મેં જે લગ્ન વિષે કહ્યું તે તમે જેઓ સમજવા સક્ષમ છો તેમણે સ્વીકારવું અને પાળવું જોઈએ."
\p
\s5
\v 13 ત્યાર પછી કેટલાક નાના બાળકોને ઈસુ પાસે લાવવામાં આવ્યા કે જેથી તેઓ તેમના પર હાથ મૂકીને તેમના માટે પ્રાર્થના કરે. પરંતુ શિષ્યોએ લોકોને તેમ કરવા બદલ ધમકાવ્યા.
\v 14 પરંતુ ઈસુએ કહ્યું, "બાળકોને મારી પાસે આવવા દો અને તેમને રોકશો નહિ! જે લોકો તેમના જેવા નમ્ર અને વિશ્વાસુ છે તેઓ સ્વર્ગમાંના ઈશ્વરના રાજ્યના છે."
\v 15 ઈસુએ બાળકોને આશીર્વાદ આપવા પોતાના હાથ તેઓ પર મૂક્યા. ત્યાર પછી તેઓ તે સ્થળેથી ગયા.
\p
\s5
\v 16 જ્યારે ઈસુ ચાલી રહ્યા હતા, ત્યારે એક જુવાન માણસ તેમની પાસે આવ્યો અને તેમને કહ્યું, "ગુરુજી, ઈશ્વર સાથે સદાકાળ જીવવા માટે મારે કયાં સારાં કામો કરવાં જોઈએ?
\v 17 ઈસુએ તેને કહ્યું, "સારું શું છે તે વિષે તું મને શા માટે પૂછે છે? માત્ર એક જ વ્યક્તિ સારી છે તે વ્યક્તિ સારું શું છે તે ખરેખર જાણે છે. તે વ્યક્તિ તો ઈશ્વર છે. પરંતુ ઈશ્વર સાથે સદાકાળ જીવવા માટેની ઇચ્છા વિષેના તારા પ્રશ્નનો જવાબ આપવા માટે, હું તને ઈશ્વરે મૂસાને આપેલી આજ્ઞાઓ પાળવા માટે કહું છું."
\s5
\v 18 તે માણસે ઈસુને પૂછ્યું, "મારે કઈ આજ્ઞાઓ પાળવી જોઈએ?" ઈસુએ તેને જવાબ આપ્યો, "કોઈનું ખૂન ન કર, વ્યભિચાર ન કર, વસ્તુઓની ચોરી ન કર, ખોટી સાક્ષી ન આપ,
\v 19 તારા માતાપિતાને માન આપ, અને તું તારા પર જેટલો પ્રેમ કરે છે તેટલો પ્રેમ દરેકને કર."
\s5
\v 20 જુવાન માણસે ઈસુને કહ્યું, "તે બધી આજ્ઞાઓ મેં હંમેશાં પાળી છે. ઈશ્વર સાથે સદાકાળ જીવવા મારે બીજું શું કરવું જોઈએ?"
\v 21 ઈસુએ તેને કહ્યું, "જો તું ઈશ્વર ઇચ્છે છે બરાબર તેવો જ બનવા ઇચ્છતો હોય, તો તું ઘરે જા, તારી પાસે જે છે તે બધું વેચી દે, અને તે નાણાં ગરીબ લોકોને આપ. તેનું પરિણામ એ હશે કે તું સ્વર્ગમાં ધનવાન બનશે. પછી આવ, મને અનુસર અને મારો શિષ્ય બની જા!"
\v 22 જ્યારે જુવાન માણસે તે શબ્દો સાંભળ્યા, ત્યારે તે દુ:ખી થઈ ચાલ્યો ગયો, કારણ કે તે ખૂબ ધનવાન હતો અને જે સર્વ તેનું હતું તે આપી દેવા ઇચ્છતો ન હતો.
\p
\s5
\v 23 ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, "આ યાદ રાખો: ધનવાન લોકો માટે ઈશ્વરને તેમના જીવનો પર રાજ કરવા દેવું ઘણું મુશ્કેલ છે.
\v 24 આ પણ નોંધો: ઊંટને સોયના નાકામાંથી પસાર થવું અશક્ય છે. ધનવાન લોકો ઈશ્વરના રાજ હેઠળ આવે તે તો તેના કરતાં પણ વધારે મુશ્કેલ છે."
\s5
\v 25 જ્યારે શિષ્યોએ આ સાંભળ્યું, ત્યારે તેઓ ઘણાં વિસ્મિત થયા. તેઓ એવું વિચારતા હતા કે ધનવાન લોકો એવા લોકો છે કે જેને ઈશ્વર વધુ આશીર્વાદ આપે છે. તેથી તેઓએ ઈસુને કહ્યું, "જો એવું હોય, તો લાગે છે કે કોઈ બચી શકશે નહિ!"
\v 26 પછી ઈસુએ તેમની તરફ ઉત્સુકતાપૂર્વક જોઈને કહ્યું, "હા, લોકો માટે તેમને પોતાને બચાવવા અશક્ય છે. પરંતુ ઈશ્વર તેમને બચાવી શકે છે, કારણ કે ઈશ્વર કંઈ પણ કરવા સમર્થ છે!"
\v 27 પછી પિતરે તેઓને કહ્યું, "તમે જાણો છો કે અમે સર્વ તજી દીધું છે અને અમે તમારી પાછળ ચાલવા તમારા શિષ્યો બન્યા છીએ. તેથી તેમ કરવા બદલ અમને શો લાભ થશે?"
\s5
\v 28 ઈસુએ તેઓને કહ્યું, "આ ધ્યાનમાં રાખો: તમને ઘણા લાભ થશે. જ્યારે ઈશ્વર નવી પૃથ્વી બનાવશે અને જ્યારે હું, માણસનો દીકરો, મારા મહિમામાં મારા રાજ્યાસન પર બેસીશ ત્યારે, તમારાંમાંના જેઓ મારી સાથે છે તેઓ દરેક રાજ્યાસન પર બેસશે, અને તમે ઇઝરાયલનાં બાર કુળોના લોકોનો ન્યાય કરશો.
\s5
\v 29 જેઓએ મારા શિષ્યો હોવાને કારણે ઘર કે જમીનનો ટુકડો, પોતાના ભાઈઓ, પોતાની બહેનો, પોતાના પિતા, પોતાની માતા, પોતાનાં બાળકો, કે કુટુંબના કોઈપણ બીજા સભ્યને તજ્યા હશે તેઓને ઈશ્વર બદલો આપશે. ઈશ્વર તેઓને તેમણે જે તજ્યું હશે તેના કરતાં સો ઘણા વધારે લાભો આપશે અને તેઓ ઈશ્વર સાથે સદાકાળ માટે જીવશે.
\v 30 પરંતુ ઘણા લોકો જેઓ હમણાં આ જીવનમાં ઘણા મહત્વપૂર્ણ છે તેઓ ભવિષ્યના તે સમયમાં બિનમહત્વપૂર્ણ થશે, અને ઘણા લોકો જેઓ હમણાં બિનમહત્વપૂર્ણ છે તેઓ ભવિષ્યના તે સમયમાં મહત્વપૂર્ણ થશે."
\s5
\c 20
\p
\v 1 ઈશ્વર જેવી રીતે સ્વર્ગમાંથી શાસન કરે છે, તેને સંપત્તિના એક માલિકે શું કર્યું તેની સાથે સરખાવવામાં આવ્યું છે. વહેલી સવારમાં સંપત્તિનો માલિક બજારમાં ગયો, જ્યાં જે લોકોને કામ જોઈતું હતું તેઓ ભેગા થયેલા હતા. તે ત્યાં તેની દ્રાક્ષાવાડીમાં કામ કરવા માટે મજૂરો ભાડે રાખવા માટે ગયો હતો.
\v 2 તેણે જે માણસોને ભાડે રાખ્યા તેઓને વચન આપ્યું કે તે તેમને એક દિવસ કામ કરવા માટેના ધોરણ મુજબનું વેતન આપશે. પછી તેણે તેઓને તેની દ્રાક્ષાવાડીમાં મોકલ્યા.
\s5
\v 3 સવારના નવ વાગ્યે તે ફરીથી બજારમાં ગયો. ત્યાં તેણે જેમની પાસે કામ ન હોય તેવા વધારે માણસો જોયા.
\v 4 તેણે તેઓને કહ્યું, 'બીજા માણસોની જેમ તમે પણ મારી દ્રાક્ષાવાડીમાં જાઓ, અને ત્યાં કામ કરો. હું તમને જે કંઈ યોગ્ય હશે તે વેતન આપીશ.' તેથી તેઓ પણ તેની દ્રાક્ષાવાડીમાં ગયા અને કામ કરવાનું શરૂ કર્યું.
\s5
\v 5 બપોરે ત્રણ વાગ્યે ફરીથી તે બજારમાં ગયો અને તેને બીજા મજૂરો મળ્યા કે જેમને તેણે વાજબી વેતન આપવાનું વચન આપ્યું.
\v 6 પાંચ વાગ્યે તે ફરીથી બજારમાં ગયો અને ત્યાં કેટલાક માણસોને ઊભેલા જોયા કે જેઓની પાસે કામ ન હતું. તેણે તેઓને કહ્યું, 'તમે આખો દિવસ અહીં કેમ ઊભા છો અને કામ કરતા નથી?'
\v 7 તેઓએ તેને કહ્યું, 'કારણ કે કોઈએ અમને કામ કરવા રાખ્યા નહિ.' તેણે તેમને કહ્યું, "હું તમને મજૂરી કરવા રાખીશ. બીજા માણસોની જેમ મારી દ્રાક્ષાવાડીમાં જાઓ, અને ત્યાં કામ કરો.' તેથી તેઓ ગયા.
\p
\s5
\v 8 જ્યારે સાંજ પડી ત્યારે, દ્રાક્ષાવાડીના માલિકે તેના સંચાલકને કહ્યું, 'માણસોને બોલાવ કે જેથી તું તેઓને તેમનું વેતન આપે. પ્રથમ, જેઓએ છેલ્લે કામ કરવાનું શરૂ કર્યું છે તેઓને ચૂકવજે, અને જે લોકોએ પહેલાં કામ કરવાનું શરૂ કર્યું તેઓને છેલ્લે ચૂકવજે.'
\v 9 જે દરેકે બપોરના પાંચ વાગ્યા પછી કામ કરવાનું શરૂ કર્યું હતું તેમને સંચાલકે ધોરણ મુજબનું એક દિવસનું વેતન ચૂકવ્યું.
\v 10 જે લોકોએ વહેલી સવારથી કામ કરવાનું શરૂ કર્યું હતું તેઓ તેમનું વેતન લેવા ગયા, ત્યારે તેઓએ વિચાર્યું કે તેઓને ધોરણ મુજબનાં વેતન કરતા વધારે મળશે. પરંતુ તેઓને પણ ધોરણ મુજબનું જ વેતન મળ્યું.
\s5
\v 11 તેથી તેઓએ દ્રાક્ષાવાડીનાં માલિકને ફરિયાદ કરી કારણ કે તેઓને લાગ્યું કે તેમની ચૂકવણી ગેરવાજબી હતી.
\v 12 તેઓએ તેને કહ્યું, 'તમે ઉચિત રીતે વર્તી રહ્યા નથી! જે માણસોએ અમારા પછી કામ કરવાનું શરૂ કર્યું તેમણે માત્ર એક જ કલાક કામ કર્યું! તેં અમને જેટલું ચૂકવ્યું તેટલું જ વેતન તેઓને પણ ચૂકવ્યું! પરંતુ અમે આખો દિવસ સખત મહેનત કરી છે. અમે દિવસના સૌથી ગરમ સમયમાં પણ કામ કર્યું!'
\s5
\v 13 જેઓએ ફરિયાદ કરી તેઓમાંના એકને દ્રાક્ષાવાડીના માલિકે કહ્યું, 'મિત્ર, મેં તારી સાથે ગેરવાજબી વર્તાવ કર્યો નથી. તું મારી સાથે એક દિવસના ધોરણ મુજબના વેતન પ્રમાણે આખો દિવસ કામ કરવા સંમત થયો હતો.
\v 14 મને ફરિયાદ કરવાનું બંધ કર! તારું વેતન લે અને જા! જે માણસોએ તમે બધાએ કામ કરવાનું શરૂ કર્યા પછી કામ કરવાનું શરૂ કર્યું તેમને હું તમને જેટલું વેતન આપ્યું તેટલું જ આપવા માગુ છું.
\s5
\v 15 મારાં નાણાંં મારી ઇચ્છા પ્રમાણે વાપરવાનો મને ચોક્કસપણે અધિકાર છે, શું મને અધિકાર નથી? મારી ઉદારતા વિષે તારે ઈર્ષા કરવાની હોય નહિ!'"
\v 16 "તેવી જ રીતે, હમણાં જેઓ બિનમહત્વપૂર્ણ લાગે છે તેવાં લોકોને ઈશ્વર સારો બદલો આપશે, અને જેઓ હમણાં મહત્વપૂર્ણ લાગે છે તેવા લોકોને ઈશ્વર સારો બદલો આપશે નહિ."
\p
\s5
\v 17 જ્યારે ઈસુ બાર શિષ્યો સાથે યરુશાલેમ જવાના રસ્તા પર ચાલી રહ્યા હતા, ત્યારે તેઓ તેમની સાથે એકાંતમાં વાત કરવા તેમને એક સ્થળે લઇ ગયા. પછી તેમણે તેઓને કહ્યું,
\v 18 "ધ્યાનથી સાંભળો! આપણે હમણાં યરુશાલેમ જઈએ છીએ. આપણે ત્યાં હોઈશું, ત્યારે મુખ્ય યાજકો અને જેઓ યહૂદી નિયમ શીખવે છે તે માણસો મને, માણસના દીકરાને, પકડે માટે કોઈક વ્યક્તિ તેઓને મદદ કરશે અને તેઓ મારા પર મુકદ્દમો ચલાવશે. તેઓ મારો તિરસ્કાર કરશે અને કહેશે કે મારે મરણ પામવું જોઈએ.
\v 19 પછી તેઓ મને બિન-યહૂદીઓના હાથમાં સોંપશે કે જેથી તેઓ મારી મજાક ઉડાવી શકે, કોરડા મારી શકે, અને વધસ્તંભે ખીલાએ જડીને મને મારી નાખી શકે. પરંતુ તે પછીના ત્રીજા દિવસે, ઈશ્વર મને સજીવન કરશે."
\p
\s5
\v 20 ત્યાર પછી ઝબદીના દીકરા યાકૂબ તથા યોહાનની મા, તેના બે દીકરાઓને ઈસુ પાસે લાવી. તે ઈસુની આગળ નમી અને તેમને તેની તરફેણ કરવા કહ્યું.
\v 21 ઈસુએ તેને કહ્યું, "તું શું ઇચ્છે છે કે તે હું તારા માટે કરું?" તેણે તેમને કહ્યું, "જ્યારે તમે રાજા બનો ત્યારે મારા આ બે દીકરાઓને સૌથી આદરણીય જગ્યાએ બેસવા માટે પસંદ કરજો, એકને તમારે જમણે હાથે અને બીજાને તમારે ડાબે."
\s5
\v 22 ઈસુએ તેને અને તેના દીકરાઓને કહ્યું, "તમે શું માગી રહ્યા છો તે તમે સમજતાં નથી. જેમ હું સહન કરવાનો છું તેમ શું તમે સહન કરી શકશો?" યાકૂબ અને યોહાને તેમને જવાબ આપ્યો, "હા, અમે તેમ કરવા સક્ષમ છીએ."
\v 23 પછી ઈસુએ તેઓને કહ્યું, "હા, હું જેમ સહન કરીશ તેમ તમે પણ સહન કરશો. પરંતુ કોણ મારી બાજુમાં બેસશે અને કોણ મારી સાથે રાજ કરશે તે પસંદ કરનાર હું નથી. ઈશ્વર, મારા પિતા, જેઓને નીમશે તેઓને તે જગ્યાઓ આપશે."
\p
\v 24 યાકૂબ અને યોહાને જે વિનંતી કરી હતી તે જ્યારે બીજા દસ શિષ્યોએ સંભાળ્યું ત્યારે તેઓ તેમના પર ખૂબ ગુસ્સે થયા કારણ કે તેઓ પણ ઈસુ સાથે સૌથી આદરણીય સ્થાનો પરથી રાજ કરવા ઇચ્છતા હતા.
\s5
\v 25 તેથી ઈસુએ તે સર્વને બોલાવ્યા અને તેઓને કહ્યું, "તમે જાણો છો કે જેઓ બિન-યહૂદીઓ પર રાજ કરે છે તેઓ પોતે શક્તિશાળી છે તેવું તેમને બતાવવામાં આનંદ અનુભવે છે. તેઓના મુખ્ય શાસકો તેમની હેઠળના લોકો પર હુકમ ચલાવવામાં આનંદ અનુભવે છે.
\v 26 તમારે તેઓના જેવા થવું જોઈએ નહિ. તેનાથી વિરુદ્ધ, તમારામાંના દરેક જેઓ ઇચ્છે છે કે ઈશ્વર તેમને મહાન ગણે તેમણે બાકી બધાના ચાકર થવું જોઈએ.
\v 27 હા, અને તમારામાંના દરેક જેઓ ઇચ્છે છે કે ઈશ્વર તેમને સૌથી મહત્વનાં ગણે તેમણે બાકી બધાનાં સેવક થવું જોઈએ.
\v 28 તમારે મારું અનુસરણ કરવું જોઈએ. હું માણસનો દીકરો છું તેમ છતાં, હું બીજાઓ પાસે મારી સેવા કરાવવા આવ્યો નથી. તેનાથી વિરુદ્ધ, હું તેઓની સેવા કરવા માટે અને તેઓને મારી હત્યા કરવાની અનુમતિ આપવા માટે આવ્યો છું, કે જેથી મારું મરણ પામવું તે ઘણા લોકોને તેમના પાપની શિક્ષામાંથી બચાવવા માટેની ચૂકવણી જેવું થાય."
\p
\s5
\v 29 જ્યારે તેઓ યરીખો શહેરથી જઈ રહ્યા હતા, ત્યારે લોકોનું એક મોટું ટોળું તેમની પાછળ ગયું.
\v 30 જ્યારે તેઓ ચાલતા હતા, ત્યારે તેઓએ બે અંધ માણસોને રસ્તાની બાજુએ બેઠેલાં જોયા. જ્યારે લોકોએ સાંભળ્યું કે ઈસુ પસાર થઇ રહ્યા છે, ત્યારે તેઓએ તેમને બૂમ પાડી, "પ્રભુ, દાઉદ રાજાના વંશજ, તમે મસીહ છો! અમારા પર દયા કરો!"
\v 31 ટોળામાંના લોકોએ તેમને ધમકાવ્યા અને તેમને શાંત રહેવા કહ્યું. પરંતુ અંધજનોએ વધારે જોરથી બૂમ પાડી, "પ્રભુ, દાઉદ રાજાના વંશજ, તમે મસીહ છો! અમારા પર દયા કરો!"
\s5
\v 32 ઈસુ થોભ્યા અને તેઓને પોતાની પાસે આવવા માટે બોલાવ્યા. પછી તેઓએ તેમને કહ્યું, "તમે શું ઈચ્છો છો કે તે હું તમારા માટે કરું?"
\v 33 તેઓએ તેમને કહ્યું, "પ્રભુ, અમારી આંખો સાજી કરો કે જેથી અમે જોઈ શકીએ!"
\v 34 ઈસુ તેઓને માટે દિલગીર થયા અને તેઓની આંખોને સ્પર્શ્યા. તેઓ તરત જ દેખતા થયા અને ઈસુની પાછળ ગયા.
\s5
\c 21
\p
\v 1-2 ઈસુ અને તેમના શિષ્યો યરુશાલેમ નજીક પહોંચ્યા કે તેઓ જૈતૂનના પહાડ પાસેના, બેથફાગે ગામમાં ગયા. ઈસુએ તેમના શિષ્યોમાંના બે ને કહ્યું, "તમારી સામેના ગામમાં જાઓ. જેવા તમે તેમાં પ્રવેશશો, કે તમે એક ગધેડી અને તેના વછેરાને બાંધેલાં જોશો. તેમને છોડીને અહીં મારી પાસે લાવો.
\v 3 તમે જે કરો છો તે વિષે જો કોઈપણ તમને પૂછે, તો તેને કહેજો, 'પ્રભુને તેમની જરૂર છે.' પછી તે તમને તેને લઈ જવા દેશે."
\s5
\v 4-5 જ્યારે આ બધું બન્યું, ત્યારે એક પ્રબોધકે જે કહ્યું હતું તે સાચું ઠર્યું. તે પ્રબોધકે લખ્યું હતું, "યરુશાલેમમાં રહેતા લોકોને કહો, 'જુઓ! તમારા રાજા તમારી પાસે આવે છે! તેઓ નમ્રતાથી આવશે. તેઓ બતાવશે કે તેઓ નમ્ર છે, કારણ કે તેઓ ગધેડાના બચ્ચા, વછેરા પર સવાર થઈને આવશે.'"
\p
\s5
\v 6 તેથી તે બે શિષ્યો ગયા અને પ્રભુએ તેમને જે કરવા કહ્યું હતું તે કર્યું.
\v 7 તેઓ ગધેડી અને તેના વછેરાને ઈસુની પાસે લાવ્યા. તેઓએ તેમના બેસવાનું આસન બનાવવા માટે પોતાના ઝભ્ભા તેના પર મૂક્યા. પછી ઈસુ તેના પર સવાર થયા.
\v 8 ત્યારપછી મોટાં ટોળાએ પોતાનાં ઉપવસ્ત્રો રસ્તા પર પાથર્યાં, અને બીજા લોકોએ ખજૂરીના વૃક્ષોની ડાળીઓ કાપી અને તેને રસ્તા પર પાથરી.
\s5
\v 9 ટોળામાં જેઓ તેમની આગળ પાછળ ચાલતા હતા તેઓ બૂમો પાડી રહ્યા હતા,
\q "દાઉદ રાજાના વંશજ, ખ્રિસ્તની સ્તુતિ થાઓ!"
\q "ઈશ્વરના પ્રતિનિધિ તરીકે અને ઈશ્વરના અધિકારથી આ જે આવે છે તેને પ્રભુ ઈશ્વર આશીર્વાદિત કરો."
\q "સર્વોચ્ચ સ્વર્ગમાંના ઈશ્વરની સ્તુતિ થાઓ!"
\m
\v 10 જ્યારે ઈસુ યરુશાલેમમાં પ્રવેશ્યા, ત્યારે આખા શહેરમાંથી પુષ્કળ લોકો ઉત્સાહિત થઈને કહેવા લાગ્યા, "શા માટે તેઓ આ માણસને આવું માન આપે છે?"
\v 11 જે ટોળું તેમને અનુસરી રહ્યું હતું તેણે જવાબ આપ્યો, "આ ઈસુ, ગાલીલમાંના નાસરેથના પ્રબોધક છે!"
\p
\s5
\v 12 પછી ઈસુ ભક્તિસ્થાનના આંગણામાં ગયા અને ત્યાં જેઓ ખરીદતા કે વેચતા હતા તેઓ બધાંને બહાર કાઢી મૂક્યા. જેઓ ભક્તિસ્થાનના કરનાં નાણાં માટે રોમન સિક્કાઓ બદલતાં હતા તેઓની મેજ અને જેઓ બલિદાન માટે કબૂતરો વેચતા હતા તેઓનાં બાજઠો પણ તેમણે ઊંધા પાડ્યાં.
\v 13 ત્યારબાદ તેમણે તેઓને કહ્યું, "પ્રબોધકે શાસ્ત્રવચનમાં લખ્યું છે કે ઈશ્વરે કહ્યું, 'હું ઇચ્છું છું કે મારું ઘર એક એવું સ્થળ બને કે જ્યાં લોકો મને પ્રાર્થના કરે,' પરંતુ તમે લોકોએ તેને જ્યાં લૂંટારાઓ એકઠા થાય તેવું સ્થળ બનાવી દીધું છે!"
\p
\v 14 તે પછી, ઘણાં અંધ અને અપંગ લોકો ભક્તિસ્થાનમાં ઈસુની પાસે આવ્યા કે જેથી તેઓ તેમને સાજા કરે, અને ઈસુએ તેમ કર્યું.
\s5
\v 15 ઈસુએ જે અદ્દભુત કાર્યો કર્યા તે, પ્રમુખ યાજક અને જે માણસો લોકોને યહૂદી નિયમ શીખવતા હતા તેઓએ જોયાં. ભક્તિસ્થાનમાં તેમણે બાળકોને પણ, "અમે દાઉદ રાજાના વંશજ, મસીહની સ્તુતિ કરી છીએ!" તેમ બૂમો પાડતાં જોયાં. તેથી તેઓ ક્રોધે ભરાયા.
\v 16 તેઓએ તેમને પૂછ્યું, "તમે આ કેવી રીતે સહન કરી શકો છો? આ લોકો જે બૂમો પાડી રહ્યા છે તે શું તમે સાંભળો છો?" પછી ઈસુએ તેઓને કહ્યું, "હા, હું સાંભળું છું, પરંતુ મારી સ્તુતિ કરતાં બાળકો વિશે શાસ્ત્રોમાં જે તમે વાંચ્યું હતું તે જો તમને યાદ હોત, તો તમે એ જાણતા હોત કે ઈશ્વર તેઓનાથી પ્રસન્ન છે. ગીતકર્તાએ ઈશ્વરને કહેતાં, લખ્યું છે, 'તમે નવજાત અને અન્ય બાળકોને તમારી સ્તુતિ સંપૂર્ણપણે કરતાં શીખવ્યું છે.'"
\p
\v 17 પછી ઈસુ તે શહેર છોડીને ગયા. શિષ્યો તેમની સાથે બેથાનિયા ગામમાં ગયા, અને તે રાતે તેઓ ત્યાં રહ્યા.
\p
\s5
\v 18 બીજે દિવસે વહેલી સવારે જ્યારે તેઓ શહેરમાં પાછા જઈ રહ્યા હતા, ત્યારે ઈસુ ભૂખ્યા થયા.
\v 19 તેઓએ રસ્તાની નજીક એક અંજીરનું વૃક્ષ જોયું, તેથી ખાવા માટે કેટલાંક અંજીર તોડવા તેઓ તેની પાસે ગયા. પરંતુ જ્યારે તેઓ નજીક ગયા, ત્યારે તેમણે જોયું કે વૃક્ષ પર અંજીર ન હતાં, પરંતુ માત્ર પાંદડા જ હતાં. તેથી તેમણે અંજીરના વૃક્ષને કહ્યું, "તું ફરી કદી અંજીર ન ઉપજાવે!" તેના પરિણામે, તે અંજીરનું વૃક્ષ તરત જ સુકાઈ ગયું.
\s5
\v 20 બીજે દિવસે શિષ્યોએ જોયું કે તે અંજીરનું વૃક્ષ સંપૂર્ણપણે સુકાઈ ગયું હતું. તેઓ આશ્ચર્ય પામ્યા અને ઈસુને કહ્યું, "અંજીરનું વૃક્ષ આટલું ઝડપથી કેવી રીતે સુકાઈ ગયું?"
\v 21 ઈસુએ તેઓને કહ્યું, "આ વિષે વિચાર કરો: જો તમે વિશ્વાસ કરો કે ઈશ્વર પાસે તમે જે માંગ્યું છે તે તેઓ કરશે અને તે વિષે શંકા ન કરો તો, મેં આ વૃક્ષને જે કર્યું છે તેના જેવી બાબતો કરવા તમે શક્તિમાન બનશો. તમે એવી અદ્દભુત બાબતો કરવા માટે પણ શક્તિમાન બનશો જેમ કે તમે પેલી ટેકરીને કહેશો, 'પોતાને જડમૂળથી ઉખાડીને સમુદ્રમાં ફેંકાઈ જા,' અને તેમ થશે!
\v 22 તેથી વધુ, જ્યારે પણ તમે ઈશ્વર પાસે કંઇક માગવા માટે પ્રાર્થના કરો, ત્યારે જો તમે એવો વિશ્વાસ કરો કે તેઓ તમને તે આપશે, તો તમે તે તેમની પાસેથી પામશો."
\p
\s5
\v 23 તે પછી, ઈસુ ભક્તિસ્થાનના આંગણામાં ગયા. જ્યારે તેઓ લોકોને શીખવી રહ્યા હતા, ત્યારે મુખ્ય યાજકો અને લોકોના વડીલો તેમની પાસે ગયા. તેમણે પૂછ્યું, "તમે આ બધી બાબતો કયા અધિકારથી કરી રહ્યા છો? તમે ગઈકાલે અહીં જે કર્યું તે કરવાનો અધિકાર તમને કોણે આપ્યો?"
\v 24 ઈસુએ તેઓને કહ્યું, "હું પણ તમને એક પ્રશ્ન પૂછીશ, અને જો તમે મને તેનો જવાબ આપો, તો હું તમને કહીશ કે આ બધી બાબતો કરવાનો અધિકાર મને કોણે આપ્યો છે.
\s5
\v 25 યોહાન બાપ્તિસ્મીની પાસે જેઓ આવતા હતા તેમને બાપ્તિસ્મા આપવાનો અધિકાર તેને ક્યાંથી મળ્યો હતો? શું તેને તે ઈશ્વર તરફથી મળ્યો હતો કે લોકો તરફથી?' મુખ્ય યાજકો અને વડીલોએ શો જવાબ આપવો તે વિષે માંહોમાંહે એકબીજા સાથે ચર્ચા કરી. તેઓએ એકબીજાને કહ્યું, "જો આપણે કહીએ, 'તે ઈશ્વર તરફથી હતો,' તો તે આપણને કહેશે, 'તો પછી તમારે તેના સંદેશ પર વિશ્વાસ કરવો જોઈતો હતો!'
\v 26 પરંતુ જો આપણે કહીએ, 'તે લોકો તરફથી હતો,' તો કદાચ ટોળું આપણી વિરુદ્ધ હિંસક રીતે વર્તે, કારણ કે બધા જ લોકો માને છે કે યોહાન ઈશ્વર દ્વારા મોકલાવમાં આવેલો પ્રબોધક હતો."
\v 27 તેથી તેમણે ઈસુને જવાબ આપ્યો, "યોહાનને ક્યાંથી અધિકાર મળ્યો તે અમે જાણતા નથી." પછી ઈસુએ તેઓને કહ્યું, "કેમ કે તમે મારા પ્રશ્નનો જવાબ નથી આપ્યો, માટે મેં જે બાબતો અહીં ગઈકાલે કરી તે કરવા માટે મને કોણે અધિકાર આપ્યો તે હું તમને કહીશ નહિ."
\p
\s5
\v 28 "હું તમને જે કહેવાનો છું તે વિષે તમે શું વિચારો છો તે મને કહો. એક માણસ હતો જેને બે દીકરા હતા. તે તેના મોટા દીકરા પાસે ગયો અને કહ્યું, 'મારા દીકરા, જા અને આજે મારી દ્રાક્ષાવાડીમાં કામ કર!'
\v 29 પરંતુ દીકરાએ તેના પિતાને કહ્યું, 'હું જઈશ નહીં!' પરંતુ પછીથી તેણે પોતાનો વિચાર બદલ્યો, અને તે દ્રાક્ષાવાડીમાં ગયો અને કામ કર્યું.
\v 30 ત્યારપછી પિતા તેના નાના દીકરા પાસે ગયો અને મોટા દીકરાને જે કહ્યું હતું તે તેને કહ્યું. તે દીકરાએ કહ્યું, 'સાહેબ, હું જઈશ અને આજે દ્રાક્ષાવાડીમાં કામ કરીશ.' પરંતુ તે ત્યાં ગયો નહિ.
\s5
\v 31 તેથી તે માણસના બે દીકરામાંથી કોણે તેમના પિતાની ઇચ્છા પ્રમાણે કર્યું?" તેઓએ જવાબ આપ્યો, "મોટા દીકરાએ." પછી ઈસુએ તેઓને કહ્યું, "તેથી આ વિષે વિચાર કરો: ઈશ્વર તમારા પર રાજ કરવા સંમત થાય તેના કરતા કર ઉઘરાવનારા અને ગણિકાઓ પર રાજ કરવા ઝડપથી સંમત થશે અને તે દ્વારા દયા દર્શાવશે. જો કે તમે એવા લોકોનો તિરસ્કાર કરો છો કારણ કે તેઓ મૂસાના નિયમને અવગણે છે તો પણ તે સાચું છે.
\v 32 હું તમને આ કહું છું કારણ કે, યોહાન બાપ્તિસ્મીએ તમને સમજાવ્યું કે કેવી રીતે સાચા માર્ગે જીવવું તે છતાં, તમે તેના સંદેશ પર વિશ્વાસ કર્યો નહિ. પરંતુ કર ઉઘરાવનારાએ અને ગણિકાઓએ તેના સંદેશ પર વિશ્વાસ કર્યો, અને તેઓ તેમના પાપી વર્તનથી પાછા ફર્યા. તેનાથી વિરુદ્ધ, તમે જોયું કે તેઓ બદલાયા છે તેમ છતાં, તમે પાપ કરવાનું બંધ કરવાનો ઇનકાર કર્યો, અને તમે યોહાનના સંદેશ પર વિશ્વાસ કર્યો નહિ."
\p
\s5
\v 33 "હું તમને જે બીજું ઉદાહરણ કહું તે સાંભળો. એક જમીનદાર હતો જેણે દ્રાક્ષાવાડી રોપી. તેણે તેની આસપાસ વાડ બાંધી. તેણે દ્રાક્ષમાંથી નીકળતા રસને એકઠો કરવા માટે એક જગ્યા તૈયાર કરી. તેણે એક બુરજ પણ બાંધ્યો કે જેમાં બેસીને કોઈ દ્રાક્ષાવાડીની ચોકી કરી શકે. તે દ્રાક્ષાવાડીની સંભાળ રાખી શકે તેવા અને બદલામાં તેને થોડી દ્રાક્ષ આપે તેવા માણસોને તેણે તે ભાડે આપી. પછી તે બીજા દેશમાં ગયો.
\v 34 જ્યારે દ્રાક્ષ ઉતારવાનો સમય આવ્યો, ત્યારે તેણે તેના કેટલાક ચાકરોને જે માણસો તેની દ્રાક્ષાવાડીની સંભાળ રાખતા હતા તેઓની પાસે દ્રાક્ષાવાડીએ ઉત્પન્ન કરેલી દ્રાક્ષમાંથી તેનો હિસ્સો લેવા માટે મોકલ્યા.
\s5
\v 35 પરંતું ભાડુઆતોએ ચાકરોને પકડી લીધા. તેઓમાંના એકને તેઓએ માર્યો, બીજાને તેઓએ મારી નાખ્યો, અને તેઓમાંના ત્રીજાને પથ્થરો મારીને મારી નાખ્યો.
\v 36 તેથી જમીનદારે અગાઉ મોકલ્યા હતા તેના કરતાં વધારે ચાકરો મોકલ્યા. ભાડુઆતોએ તે ચાકરો સાથે પણ અગાઉના ચાકરો સાથે કર્યો હતો તેવો જ વર્તાવ કર્યો.
\v 37 આ સાંભળ્યા પછી, જમીનદારે તેના પોતાના દીકરાને ભાડુઆતો પાસે પોતાની દ્રાક્ષનો હિસ્સો લેવા માટે મોકલ્યો. જ્યારે તેણે તેને મોકલ્યો, ત્યારે તેણે પોતાને કહ્યું, 'તેઓ મારા દીકરાને ચોક્કસ માન આપશે અને તેને મારી દ્રાક્ષનો હિસ્સો આપશે.'
\s5
\v 38 પરંતુ જ્યારે ભાડુઆતોએ તેના દીકરાને આવતો જોયો, ત્યારે તેઓએ એકબીજાને કહ્યું, 'આ માણસ તો દ્રાક્ષાવાડીનો વારસ બનશે! ચાલો આપણે ભેગા મળીને તેને મારી નાખીએ અને આપણી મધ્યે તે સંપત્તિના ભાગ કરી લઈએ.'
\v 39 તેથી તેઓએ તેને પકડ્યો, દ્રાક્ષાવાડીની બહાર ઢસડી ગયા, અને મારી નાખ્યો.
\s5
\v 40 હવે હું તમને પૂછું છું, જ્યારે જમીનદાર તેની દ્રાક્ષાવાડીમાં પાછો ફરશે, ત્યારે તે ભાડુઆતોનું જે કરશે તે વિષે તમે શું વિચારો છો?"
\v 41 લોકોએ જવાબ આપ્યો, "જમીનદાર તે દુષ્ટ માણસોનો સંપૂર્ણપણે નાશ કરશે! પછી તે દ્રાક્ષાવાડી બીજાઓને ભાડે આપશે કે જ્યારે દ્રાક્ષ પાકે ત્યારે તેઓ તેને તેનો હિસ્સો આપે."
\s5
\v 42 ઈસુએ તેઓને કહ્યું, "શાસ્ત્રવચનમાં તમે આ શબ્દો વાંચો છો તેના વિષે તમારે ધ્યાનથી વિચારવાની જરૂર છે:
\q 'જે માણસો એક મોટી ઇમારત બાંધતા હતા તેઓએ એક નિશ્ચિત પથ્થરને પડતો મૂક્યો. પરંતુ બીજાઓએ તે જ પથ્થરને તેના યોગ્ય સ્થાને મૂકયો, અને તે ઇમારતનો સૌથી મુખ્ય પથ્થર બન્યો. પ્રભુએ આ કર્યું છે, અને જ્યારે આપણે તેને જોઈએ છીએ ત્યારે આશ્ચર્ય અનુભવીએ છીએ.'
\p
\s5
\v 43 તેથી હું તમને આ કહું છું: ઈશ્વર હવે પછીથી તમને પોતાના લોકો તરીકે રહેવા દેશે નહિ. તેના બદલે, ઈશ્વર જે કરાવવા ઇચ્છે તે બાબતો જે લોકો કરે છે તેઓને તેઓ પોતાના લોકો તરીકે લેશે.
\v 44 જે કોઈ આ પથ્થર પર પડશે તેના ટુકડા થઈ જશે, અને આ પથ્થર જે કોઈના પર પડશે તેને તે છૂંદી નાખશે."
\p
\s5
\v 45 જ્યારે મુખ્ય યાજકો અને વડીલો કે જેઓ ફરોશીઓ હતા તેમણે આ ઉદાહરણ સાંભળ્યું, ત્યારે તેઓને ભાન થયું કે તેઓ તેમના પર આરોપ મૂકી રહ્યા હતા કારણ કે તે મસીહ છે તેવો વિશ્વાસ તેઓ કરતા ન હતા.
\v 46 તેઓ તેમની ધરપકડ કરવા માગતા હતા, પરંતુ તેમણે તેમ કર્યું નહીં કારણ કે જો તેઓ તેમ કરે તો લોકોનું ટોળું શું કરી નાખે તેનાથી તેઓ ડરતા હતા, કારણ કે ટોળું માનતું હતું કે ઈસુ પ્રબોધક છે.
\s5
\c 22
\p
\v 1 પછી ઈસુએ યહૂદી આગેવાનોને બીજાં ઉદાહરણો કહ્યાં. તેમાંનું એક આ ઉદાહરણ છે.
\v 2 "સ્વર્ગમાંથી શાસન કરતા ઈશ્વર એક રાજા જેવા છે જેણે પોતાના ચાકરોને કહ્યું કે તેઓએ તેના દીકરાના લગ્નજમણની તૈયારી કરવી જોઈએ.
\v 3 જ્યારે જમણ તૈયાર થઇ ગયું, ત્યારે રાજાએ પોતે જેઓને આમંત્રણ આપ્યું હતું તેઓને એવું કહેવા તેના ચાકરોને મોકલ્યા કે તેમનો લગ્નજમણમાં આવવાનો સમય થઇ ગયો છે. ચાકરો બહાર ગયા અને લોકોને કહ્યું. પરંતુ જેઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા તેઓ આવવા ઇચ્છતા ન હતા.
\s5
\v 4 તેથી રાજાએ ફરીથી બીજા ચાકરોને મોકલ્યા કે તેઓ તેમને જમણમાં આવવા માટે કહે. તેણે તે ચાકરોને કહ્યું, 'જે લોકોને મેં જમણમાં આવવા માટે આમંત્રિત કર્યા છે તેઓને કહો, "રાજા તમને આ કહે છે, 'મેં જમણ તૈયાર કર્યું છે. માતેલાં પશુઓને કાપીને રાંધવામાં આવ્યા છે. બધું જ તૈયાર છે. હવે સમય છે કે તમે લગ્નજમણમાં આવો.'"'
\s5
\v 5 પરંતુ જ્યારે ચાકરોએ તેમને તેમ કહ્યું, ત્યારે તેઓએ ચાકરોએ જે કહ્યું તેની અવગણના કરી. તેમાંના કેટલાક પોતાના ખેતરોમાં ગયા. બીજા તેમના વેપારના સ્થળે ગયા.
\v 6 તેઓમાંના બાકીનાઓએ રાજાના ચાકરોને પકડ્યા, તેઓની સાથે ગેરવર્તાવ કર્યો, અને તેમને મારી નાખ્યા.
\v 7 જે બન્યું હતું તે જ્યારે રાજાએ સાંભળ્યું, ત્યારે તે કોપાયમાન થયો. તેણે તેના સૈનિકોને જઈને તે ખૂનીઓને મારી નાખીને તેઓના શહેરને સળગાવી દેવા માટે આદેશ આપ્યો.
\s5
\v 8 તેના સૈનિકોએ તેવું કર્યું પછી, રાજાએ તેના બીજા ચાકરોને કહ્યું, 'મેં લગ્ન જમણ તૈયાર કર્યું છે, પરંતુ જે લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા તેઓ તે માટે લાયક નથી.
\v 9 તેથી મુખ્ય રસ્તાઓનાં નાકા પર જાઓ. તમને જે કોઈ મળે તેમને કહો કે તેઓ લગ્ન જમણમાં આવે.'
\v 10 તેથી ચાકરો ત્યાં ગયા, અને જે મળે તે સર્વને તેઓએ ભેગા કર્યા. તેઓએ સારા અને ખરાબ બન્ને પ્રકારના લોકોને ભેગા કર્યા. તેઓ તેમને જ્યાં લગ્નજમણ શરૂ થવાનું હતું તે ખંડમાં લાવ્યા. ખંડ લોકોથી ભરેલો હતો.
\s5
\v 11 પરંતુ જ્યારે રાજા મહેમાનોને જોવા ખંડમાં ગયો, ત્યારે તેણે કોઈકને મહેમાનોને લગ્ન જમણમાં પહેરવા માટે આપેલાં વસ્ત્રો પહેરેલો જોયો નહિ.
\v 12 રાજાએ તેને કહ્યું, 'મિત્ર, તારે આ ખંડમાં ક્યારેય પ્રવેશવું જોઈતું ન હતું, કારણ કે લગ્નજમણમાં મહેમાનોએ જે વસ્ત્રો પહેરવાં જોઈએ તે તેં પહેર્યાં નથી!' તે માણસે કંઈ જ કહ્યું નહિ, કારણ કે શું કહેવું તે, તે જાણતો ન હતો.
\s5
\v 13 પછી રાજાએ તેના ચાકરોને કહ્યું, 'આ વ્યક્તિના હાથપગ બાંધી દો અને તેને બહાર જ્યાં સંપૂર્ણ અંધકાર છે, જ્યાં લોકો પીડાને કારણે રડે છે અને તેમના દાંત પીસે છે ત્યાં ફેંકી દો."
\v 14 ત્યારબાદ ઈસુએ કહ્યું, "આ ઉદાહરણનો મુદ્દો એ છે કે ઈશ્વરે તેમની પાસે આવવા માટે ઘણાને આમંત્રિત કર્યા છે, પરંતુ ખૂબ થોડા લોકો છે કે જેમને તેમણે ત્યાં રહેવા માટે પસંદ કર્યા છે.'
\p
\s5
\v 15 ઈસુએ તે કહ્યું પછી, ફરોશીઓ એવી યોજના બનાવવા માટે ભેગા મળ્યા કે તેઓ તેમને એવું કંઇક બોલવા માટે મજબૂર કરે કે જેથી તેઓ તેમના પર આરોપ મૂકી શકે.
\v 16 તેઓએ તેમની પાસે પોતાના કેટલાક શિષ્યોને અને જેઓ હેરોદના પક્ષના હતા તેઓને મોકલ્યા. તેઓએ ઈસુને કહ્યું, "ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે સત્યવાદી છો અને ઈશ્વર અમારી પાસેથી શું કરાવવા ઇચ્છે છે તે વિષે તમે અમને સત્ય શીખવો છો. અમે એ પણ જાણીએ છીએ કે કોઈ તમારા વિષે કંઇક કહે તેને કારણે તમે તમારું શિક્ષણ બદલતા નથી, પછી ભલે તે ગમે તેટલી મોટી વ્યક્તિ હોય.
\v 17 તેથી અમને કહો કે આ બાબત વિષે તમે શું વિચારો છો: અમે રોમન સરકારને કર આપીએ છીએ તે શું યોગ્ય છે, કે નહીં?"
\s5
\v 18 પરંતુ ઈસુ જાણતા હતા કે તેઓ ખરેખર જે કરવા ઇચ્છે છે તે દુષ્ટતા છે. તેઓ ઇચ્છતા હતા કે ઈસુ એવું કંઈક કહે કે જે તેમને યહૂદી સત્તાવાળાઓ અથવા રોમન સત્તાવાળાઓ સાથે મુશ્કેલીમાં મૂકે. તેથી તેમણે તેઓને કહ્યું, "તમે ઢોંગીઓ છો; તમે ઇચ્છો છો કે હું એવું કંઈક કહું કે જેથી તમે મારા પર આરોપ મૂકી શકો.
\v 19 લોકો રોમન સરકારને જેનાથી કર ભરે છે તેમાંનો એક સિક્કો મને બતાવો." તેથી તેઓએ તેમને એક સિક્કો જે દીનાર કહેવાય છે તે બતાવ્યો.
\s5
\v 20 તેમણે તેઓને કહ્યું, "આ સિક્કા પર કોની છબી છે? અને તેના પર કોનું નામ છે?"
\v 21 તેઓએ જવાબ આપ્યો, "તેના પર રોમન સરકારના વડા, કાઈસારનું નામ અને છબી છે." પછી તેમણે તેઓને કહ્યું, "તો સરકારનું જે છે તે સરકારને આપો, અને ઈશ્વરનું જે છે તે ઈશ્વરને આપો."
\v 22 જ્યારે તે માણસોએ ઈસુને એવું કહેતા સાંભળ્યા, ત્યારે તેઓને આશ્ચર્ય થયું કે તેમના જવાબે કોઈને તેમના પર આરોપ મૂકવા સમર્થ કર્યા નહિ. પછી તેઓ ઈસુને મૂકીને ચાલ્યા ગયા.
\p
\s5
\v 23 તે જ દિવસ દરમિયાન, કેટલાક સાદુકીઓ ઈસુ પાસે આવ્યા. તેઓ એવા યહૂદી લોક છે જે મરણ પામ્યા પછી લોકો સજીવન થાય છે તેવો વિશ્વાસ કરતા નથી. તેઓએ ઈસુને પૂછ્યું,
\v 24 "ગુરુજી, મૂસાએ શાસ્ત્રોમાં લખ્યું, 'જો કોઈ પુરૂષ જેને બાળકો ન હોય તે મરણ પામે, તો તેના ભાઈએ મરણ પામનાર પુરુષની વિધવા સાથે લગ્ન કરવાં જ જોઈએ કે જેથી તે તેનાથી બાળક મેળવી શકે. તે બાળક જે પુરુષ મરણ પામ્યો તેનું વંશજ ગણાશે, અને તે રીતે મરણ પામેલા પુરુષને વંશજો થશે.'
\s5
\v 25 એક કુટુંબમાં સાત દીકરાઓ હતા. સૌથી મોટાએ કોઈ સ્ત્રી સાથે લગ્ન કર્યાં. તેને અને તેની પત્નીને કોઈ બાળકો ન હતાં, અને તે મરણ પામ્યો. તેથી બીજા ભાઈએ તે વિધવા સાથે લગ્ન કર્યાં. પરંતુ તે પણ બાળક મેળવ્યા વિના મરણ પામ્યો.
\v 26 તે જ બાબત ત્રીજા ભાઈ સાથે, અને બાકીના ચાર ભાઈઓ સાથે બની, કે જેઓએ એક પછી એક તે જ સ્ત્રી સાથે લગ્ન કર્યાં.
\v 27 છેવટે, તે સ્ત્રી પણ મરણ પામી.
\v 28 તેથી, તે સમયે કે જ્યારે ઈશ્વર લોકોને મૂએલાંમાંથી ઉઠાડશે, ત્યારે તમે શું વિચારો છો તે સાતમાનો કયો ભાઈ તેનો પતિ થશે? ધ્યાનમાં રાખો કે તેઓ બધાએ તેની સાથે લગ્ન કર્યા હતા."
\s5
\v 29 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, "તમે જે વિચારો છો તેમાં તમે ચોક્કસ ખોટા છો. શાસ્ત્રોમાં શું લખેલું છે તે તમે જાણતા નથી. તમે એ પણ જાણતા નથી કે ઈશ્વર પાસે લોકોને સજીવન કરવાનું સામર્થ્ય છે.
\v 30 હકીકત એ છે કે તે સ્ત્રી તેઓમાંથી કોઈની પણ પત્ની નહિ હોય, કારણ કે ઈશ્વર બધા મરણ પામેલા લોકોને સજીવન કરશે તે પછી, કોઇપણ વ્યક્તિ લગ્ન કરેલી નહીં હોય. તેના બદલે, લોકો સ્વર્ગમાંના દૂતો જેવા હશે. તેઓ લગ્ન કરતા નથી.
\s5
\v 31 પરંતુ મરણ પામેલાના સજીવન થવા વિષે, ઈશ્વરે કંઈક કહ્યું છે. મને ખાતરી છે કે તમે તે વાંચ્યું હશે. ઇબ્રાહિમ, ઇસહાક, અને યાકૂબના મરણ પામ્યાના ઘણા સમય પછી, ઈશ્વરે મૂસાને કહ્યું,
\v 32 'ઇબ્રાહિમે જેની આરાધના કરી, ઇસહાકે જેની આરાધના કરી, અને યાકૂબે જેની આરાધના કરી તે ઈશ્વર હું છું.' મરણ પામેલા લોકો ઈશ્વરની આરાધના કરતા નથી. પરંતુ જીવતા લોકો ઈશ્વરની આરાધના કરે છે. તેથી આપણને ખાતરી છે કે તેમના આત્માઓ હજુ જીવિત છે!"
\p
\v 33 જ્યારે લોકોના ટોળાએ ઈસુને આવું શીખવતા સાંભળ્યા, ત્યારે તેઓ ખૂબ આશ્ચર્ય પામ્યા.
\p
\s5
\v 34 પરંતુ જ્યારે ફરોશીઓએ સાંભળ્યું કે ઈસુએ સદૂકીઓને એ રીતે જવાબ આપ્યો કે જેથી સદૂકીઓ તેમને શો પ્રત્યુત્તર આપવો તે વિચારી પણ ન શકે, ત્યારે ફરોશીઓ ઈસુને શું કહેવું તેની યોજના કરવા ભેગા થયા. પછી તેઓ ઈસુની પાસે ગયા.
\v 35 તેઓમાંનો એક એ માણસ હતો, કે જેણે ઈશ્વરે મૂસાને જે નિયમો આપ્યા હતા તેનો સારો અભ્યાસ કર્યો હતો. તે ઈસુ સાથે વાદવિવાદ કરવા ઇચ્છતો હતો. તેણે તેમને પૂછ્યું,
\v 36 "ગુરુજી, ઈશ્વરે મૂસાને આપેલા નિયમોમાંથી કઈ આજ્ઞા સૌથી મહત્વની છે?"
\s5
\v 37 ઈસુએ શાસ્ત્રમાંથી ટાંકતા ઉત્તર આપ્યો, "તારે પ્રભુ તારા ઈશ્વરને તારા પૂરા મનથી પ્રેમ કરવો. તું જે બધું ઇચ્છે છે તેમાં, તું જે બધું અનુભવે છે તેમાં, અને તું જે બધું વિચારે છે તેમાં તું ઈશ્વરને પ્રેમ કરે છે તેમ દર્શાવવું.'
\v 38 ઈશ્વરે મૂસાને આપેલા નિયમોમાં તે સૌથી મહત્વની આજ્ઞા છે.
\s5
\v 39 બીજી સૌથી મહત્વની આજ્ઞા જે બધાએ ચોક્કસપણે પાળવી જ તે એ છે કે: 'તારે તારી આસપાસના લોકોને તું તારા પોતા પર જેટલો પ્રેમ કરે છે તેટલો પ્રેમ કરવો.'
\v 40 આ બે આજ્ઞાઓ મૂસાએ શાસ્ત્રવચનમાં જે સર્વ નિયમો લખ્યા અને પ્રબોધકોએ પણ જે સર્વ લખ્યું તેનો આધાર છે."
\p
\s5
\v 41 જ્યારે ફરોશીઓ હજુ પણ ઈસુની નજીક ભેગા થયેલા હતા, ત્યારે ઈસુએ તેઓને પૂછ્યું,
\v 42 "મસીહ વિષે તમે શું વિચારો છો? તેઓ કોના વંશજ છે?" તેઓએ તેમને કહ્યું, "તે દાઉદ રાજાના વંશજ છે."
\s5
\v 43 ઈસુએ તેઓને કહ્યું, "જો મસીહ દાઉદ રાજાના વંશજ હોય, તો જ્યારે પવિત્ર આત્માએ દાઉદને જે કહેવા માટે કહ્યું તેમાં દાઉદ રાજાએ તેમને 'પ્રભુ' કહ્યા ન હોત.
\v 44 દાઉદે શાસ્ત્રોમાં મસીહ વિષે લખ્યું છે: 'ઈશ્વરે મારા પ્રભુને કહ્યું, "જ્યાં સુધી હું તારા શત્રુઓને તારા પગ નીચે ન મૂકું, ત્યાં સુધી અહીં મારી જમણી બાજુએ બેસ, કે જ્યાં હું તને ખૂબ માન આપીશ."
\s5
\v 45 તેથી, હવે જો દાઉદ રાજા મસીહને 'મારા પ્રભુ' કહે છે, તો મસીહ દાઉદના વંશજ ન હોય શકે! તેઓ તો દાઉદ કરતા ઘણા મહાન હોવા જોઈએ!"
\v 46 જેઓએ ઈસુને તેમ કહેતા સાંભળ્યા તેઓમાંથી કોઈ પણ તેમને જવાબમાં શું કહેવું તેનો એકપણ શબ્દ વિચારી શક્યા નહિ. તે પછી, કોઈએ ક્યારેય પણ તેમને ફસાવવા માટે બીજો કોઈ પ્રશ્ન પૂછવાની હિંમત કરી નહિ.
\s5
\c 23
\p
\v 1 પછી ઈસુએ ટોળાને અને તેમના શિષ્યોને કહ્યું,
\v 2 "ફરોશીઓ અને જે માણસો યહૂદી નિયમો શીખવે છે તેઓએ પોતાને જે નિયમો ઈશ્વરે મૂસાને ઇઝરાયલી લોકો માટે આપેલા છે તેનું અર્થઘટન કરનાર બનાવ્યા છે.
\v 3 એટલા માટે, તેઓ તમને જે કંઈ કરવાનું કહે તે તમારે કરવું જ જોઈએ. પરંતુ તેઓ જે કરે છે તે તમારે કરવું નહીં, કારણ કે તેઓ પોતે તે બાબતો કરતા નથી.
\s5
\v 4 તેઓ તમારી પાસે જે નિયમો પાળવા મુશ્કેલ છે તે પાળવાની માગણી કરે છે. પરંતુ તેઓ પોતે કોઈને પણ તે નિયમો પાળવા સહાય કરતા નથી. તે એવું છે જાણે કે તેઓ ઘણો જ ભારે બોજ બાંધીને તમારા ખભાઓ ઉપર તેને ઊંચકવા માટે મૂકતા હોય. પરંતુ તમને તે ઊંચકવા માટે સહાય કરવા તેઓ એક આંગળી પણ લગાડશે નહિ.
\v 5 તેઓ જે કંઈ કરે છે, તે એટલા માટે કરે છે કે જેથી બીજા લોકો તેમને જુએ અને તેમનાં વખાણ કરે. ઉદાહરણ તરીકે, તેઓ તેમના હાથ પર શાસ્ત્રભાગને સમાવતી જે નાની પટ્ટીઓ પહેરે છે તેને વધારે પડતી પહોળી બનાવે છે. તેઓ તેમના ઝભ્ભાની કોર વધારે છે કે જેથી બીજાઓ વિચારે કે તેઓ ઈશ્વરને માન આપે છે.
\s5
\v 6 તેઓ બીજા લોકો તેમને માન આપે તેવું ઇચ્છે છે. ઉદાહરણ તરીકે, જમણમાં તેઓ એ આસનો પર બેસે છે જ્યાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ બેસે. સભાસ્થાનોમાં પણ તેઓ તેવાં જ સ્થાનોમાં બેસવા ઇચ્છે છે.
\v 7 બજારોમાં લોકો તેમને ખૂબ માનભેર સલામ પાઠવે, અને તેમને 'શિક્ષક' કહીને બોલાવે તેવું તેમને ગમે છે.
\s5
\v 8 પરંતુ તમારે, મારા શિષ્યોએ, જેમ તેઓ બીજા યહૂદી શિક્ષકોને કરે છે તેમ, લોકોને તમને 'શિક્ષક' કહીને બોલાવવા દેવા ન જોઈએ. હું એક જ માત્ર તમારો ખરેખર શિક્ષક છું. તેનો અર્થ એ કે તમે બધા એકબીજા માટે, ભાઈઓ અને બહેનો જેવા છો.
\v 9 પૃથ્વી પર કોઈને પણ 'પિતા' તરીકે સંબોધીને માન આપશો નહીં, કારણ કે ઈશ્વર, સ્વર્ગમાંના તમારા પિતા, માત્ર તે જ તમારા સાચા પિતા છે.
\v 10 લોકો તમને 'શિક્ષક' કહીને બોલાવે તેવું થવા દેશો નહિ, કારણ કે માત્ર મસીહ જ તમારા શિક્ષક છે.
\s5
\v 11 તેના બદલે, તમારામાંના દરેક જે ઇચ્છતા હોય કે ઈશ્વર તેમને મહત્વપૂર્ણ ગણે, તેમણે જેમ ચાકરો કરે છે તેમ બધાની સેવા કરવી.
\v 12 જેઓ પોતાને મહત્વપૂર્ણ બનાવવાનો પ્રયત્ન કરશે તેમને ઈશ્વર નમ્ર બનાવશે. જેઓ પોતાને નમ્ર બનાવે છે, તેઓને ઈશ્વર ખરેખર મહત્વપૂર્ણ બનાવશે."
\p
\s5
\v 13-14 "તમે નિયમના શિક્ષકો અને તમે ફરોશીઓ, તમે સૌ ઢોંગીઓ છો! ઈશ્વર કેટલી ભયંકર રીતે તમને શિક્ષા કરશે, કારણ કે તમે સ્વર્ગના રાજ હેઠળ આવવાનું નકાર્યું અને બીજાઓને પણ બહાર રાખ્યા. તમે પોતે અંદર જવાનું ઇચ્છ્યું નહિ, અને બીજાઓને પણ પ્રવેશવાથી અટકાવ્યા."
\p
\v 15 "તમે નિયમના શિક્ષકો અને ફરોશીઓ, તમે ઢોંગીઓ છો! ઈશ્વર તમને કેટલી ભયંકર રીતે શિક્ષા કરશે! તમે જે શીખવો છે તે પર કોઈ એક માણસ પણ વિશ્વાસ કરે તેના માટે તમે સખત મહેનત કરો છો. તમે સમુદ્ર અને જમીન પરની દૂર જગ્યાઓ પર પણ એવું કરવા માટે જાઓ છો. અને તેના પરિણામે, જ્યારે કોઈ એક વ્યક્તિ તમે જે શીખવો છો તેના પર વિશ્વાસ કરે, ત્યારે તે માણસને તમે પોતે છો તેના કરતા નર્કમાં જવા વધારે લાયક બનાવો છો."
\p
\s5
\v 16 "તમે યહૂદી આગેવાનો, ઈશ્વર કેટલી ભયંકર રીતે તમને શિક્ષા કરશે! તમે અંધ લોકો જેવા છો જે બીજાને દોરવાનો પ્રયત્ન કરે છે. તમે કહો છો, 'જાણે કે ભક્તિસ્થાન કોઈ વ્યક્તિ હોય તેમ જો કોઈ કંઈક કરવા વિષે ભક્તિસ્થાનને સમર્થન આપવા માટે કહે, અને જો તેણે આપેલા વચન પ્રમાણે તે ન પણ કરે, તો તેનો કંઈ અર્થ નથી. પરંતુ જો તે ભક્તિસ્થાનમાંના સોનાને તેના કંઇક કરવા વિષે સમર્થન આપવા માટે કહે, તો પછી તેણે તે કરવું જ જોઈએ.'
\v 17 તમે મૂર્ખ છો, અને તમે અંધ લોકો જેવા છો! ભક્તિસ્થાનમાં જે સોનું છે તે મહત્વનું છે, પરંતુ તેના કરતા પણ વધારે ભક્તિસ્થાન મહત્વનું છે, કારણ કે એ તો ભક્તિસ્થાન છે કે જે સોનાને માત્ર ઈશ્વર માટેનું બનાવે છે.
\s5
\v 18 તમે તે પણ કહો છો, 'જાણે કે વેદી કોઈ વ્યક્તિ હોય તેમ જો કોઈ કંઈક કરવા વિષે વેદીને સમર્થન આપવા માટે કહે, અને જો તેણે આપેલા વચન પ્રમાણે તે ન કરે, તો તેનો કંઈ અર્થ નથી. પરંતુ જો તે વેદી પર તેણે મૂકેલી ભેટને તેના કંઇક કરવા વિષે સમર્થન આપવા માટે કહે, તો પછી તેણે તે કરવું જ જોઈએ.'
\v 19 તમે અંધ લોકો જેવા છો! વેદી પર જે ભેટ મૂકેલી છે તે મહત્વની છે, પરંતુ તેના કરતાં પણ વધારે મહત્વની વેદી છે, કારણ કે એ તો વેદી છે કે જે ભેટને માત્ર ઈશ્વર માટેની બનાવે છે.
\p
\s5
\v 20 તેથી જેઓ કંઈક કરવા માટેનું વચન આપે છે અને તેઓ તે કરશે તે માટે વેદીને સમર્થન આપવા કહે છે, તેઓ વેદી પર જે સર્વ છે તેને પણ તેમ જ કરવા માટે કહે છે.
\v 21 હા, અને જેઓ કંઇક કરવા માટેનું વચન આપે છે અને તેઓ તે કરશે તે માટે ભક્તિસ્થાનને સમર્થન આપવા કહે છે, તેઓ એમ પણ કહે છે કે ઈશ્વર, કે જેમનું આ ભક્તિસ્થાન છે, તેઓ પણ તે જ બાબતોને સમર્થન આપે.
\v 22 અને જેઓ કંઇક કરવા માટેનું વચન આપે છે અને તેઓ તે કરશે તે માટે સ્વર્ગને સમર્થન આપવા કહે છે, તેઓ ઈશ્વરના સિંહાસનને તેઓ તે કરશે તે માટે સમર્થન આપવા કહે છે, અને તેઓ ઈશ્વરને પણ, કે જે તે સિંહાસન પર બેસે છે, તેમને તે બાબતોને સમર્થન આપવા કહે છે."
\p
\s5
\v 23 'તમે નિયમોના શિક્ષકો અને ફરોશીઓને, ઈશ્વર કેટલી ભયંકર રીતે શિક્ષા કરશે! તમે ઢોંગીઓ છો કારણ કે, તમે ઈશ્વરને તમે ઉપજાવેલી ઔષધિઓ જેવી કે ફુદીનો, સવા અને જીરુનો દસમો ભાગ આપો છો તેમ છતાં, ઈશ્વરના જે નિયમો ખૂબ મહત્વના છે તેને પાળતા નથી. ઉદાહરણ તરીકે, તમે બીજાઓ પ્રત્યે ન્યાયપૂર્વક વર્તતા નથી, તમે બીજાઓ પ્રત્યે ભલાઈથી વર્તતા નથી, અને તમે બીજાઓ પાસેથી બળજબરીપૂર્વક વસ્તુઓ પડાવી લો છો. તમારી ઔષધિઓનો દસમો ભાગ ઈશ્વરને આપવો તે સારું છે, પરંતુ તમારે આ બીજા મહત્વના નિયમો પણ પાળવા જોઈએ.
\v 24 તમે આગેવાનો અંધ લોકો જેવા છો કે જેઓ બીજાને દોરવાનો પ્રયત્ન કરે છે. પાણી પીતી વખતે નાનામાં નાના જીવડાને પણ ગળી જવા દ્વારા તમે ઈશ્વરને નાખુશ ન કરો તેનું ધ્યાન રાખો છો, પરંતુ જાણે તમે ઊંટને ગળી જતા હોય તેવું ખરાબ વર્તન કરો છો!
\p
\s5
\v 25 "તમે નિયમના શિક્ષકો અને ફરોશીઓ, ઢોંગીઓ, ઈશ્વર તમને કેટલી ભયંકર રીતે શિક્ષા કરશે! તમે પોતે સારા લોકો છો તેવું બીજાઓને બતાવો છો. તમે પ્રયત્ન કરો છો કે લોકો વિચારે કે તમે ન્યાયી છો, પરંતુ હકીકતમાં તમારા લોભ દ્વારા તથા તમારા પોતાની ખુશી માટે બીજાઓની વસ્તુઓ લઇ લેવા દ્વારા તમે તેઓની વિરુદ્ધ પાપ કરો છો. તમે એવી થાળીઓ જેવા છો જે બહારથી ચોખ્ખી છે પરંતુ અંદરથી હજુ ગંદી છે.
\v 26 તમે અંધ ફરોશીઓ! તમારે સૌપ્રથમ બીજાઓની પાસેથી ચોરી કરવા જેવી દુષ્ટ બાબતો કરવાનું બંધ કરવું જોઈએ. પછી તમે જે ન્યાયી છે તે કરવા સક્ષમ બનશો અને થાળીઓ કે જે અંદર અને બહાર બન્ને બાજુથી ચોખ્ખી હોય તેના જેવા બનશો."
\p
\s5
\v 27 "તમે નિયમના શિક્ષકો, ફરોશીઓ અને ઢોંગીઓ, ઈશ્વર તમને કેટલી ભયંકર રીતે શિક્ષા કરશે! તમે લોકોની કબરોની આસપાસ ચણેલી ઇમારતો જેવા છો, ઇમારતો કે જેને સફેદ ધોળવામાં આવી હોય કે જેથી લોકો જોઈ શકે અને તેને અડવાનું ટાળી શકે. તે બહારની બાજુએ સુંદર, પરંતુ અંદર તો તેઓ મરણ પામેલા લોકોનાં હાડકાં અને ગંદકીથી ભરેલી હોય છે.
\v 28 તમે તે કબરો જેવા છો. જ્યારે લોકો તમને જુએ છે, ત્યારે તેઓ વિચારે છે કે તમે ન્યાયી છો, પરંતુ મનથી તમે ઢોંગીઓ છો, કારણ કે તમે ઈશ્વરની આજ્ઞાઓ પાળતા નથી."
\p
\s5
\v 29 "તમે જેઓ યહૂદી નિયમો શીખવો છો અને તમે ફરોશીઓ ઢોંગીઓ છો! ઈશ્વર તમને કેટલી ભયંકર રીતે શિક્ષા કરશે! બીજાઓએ જે પ્રબોધકોને ઘણા સમયો પહેલાં મારી નાખ્યા તેઓની કબરો તમે ફરીથી બાંધો છો. જે સ્મારકો ન્યાયી લોકોને માન આપે છે તેને તમે શણગારો છો.
\v 30 તમે કહો છો, 'જો અમે અમારા પૂર્વજો જીવતા હતા ત્યારે જીવતા હોત, તો જેઓએ પ્રબોધકોને મારી નાખ્યા તેમને અમે મદદ કરી ન હોત.'
\v 31 આ રીતે તમે કબૂલો છો કે તમે તે ખૂનીઓના વંશજો છો; તેથી, તમે તેમના જેવા છો!
\s5
\v 32 તમે પણ, જાઓ અને તમારા પૂર્વજોએ જે પાપ કરવાની શરૂઆત કરી તે પાપ કરવાનું પૂરું કરો.
\v 33 તમે લોકો ઘણા દુષ્ટ છો! તમે ઝેરી સાપો જેવા ખતરનાક છો. તમે મૂર્ખતાપૂર્વક વિચારો છો કે ઈશ્વર નરકમાં જે શિક્ષા કરશે તેમાંથી તમે બચી જશો!
\s5
\v 34 નોંધ લો કે આ કારણોસર હું પ્રબોધકો, સમજુ માણસો, અને શિક્ષકોને મોકલીશ. તમે તેમાના કેટલાંકને વધસ્તંભે ખીલા ઠોકી મારી નાખશો, અને કેટલાકને બીજી રીતોથી મારી નાખશો. તેમાંના કેટલાકને તમે ભક્તિ કરવાના સ્થળો પર કોરડા મારશો અને તમે તેઓને એક શહેરથી બીજા શહેરમાં કાઢી મૂકશો.
\v 35 તેથી ઈશ્વર તમને અને તમારા પૂર્વજોને પૃથ્વી પર જીવેલા બધા જ ન્યાયી લોકો, કે જેમાં આદમનો દીકરો હાબેલ, કે જે ન્યાયી માણસ હતો, અને બારાખ્યાનો દીકરો, ઝખાર્યા, કે જેને તમારા પૂર્વજોએ ભક્તિસ્થાન અને વેદીની વચ્ચેના પવિત્ર સ્થળ પર મારી નાખ્યો, તેમને મારી નાખવા માટે દોષિત ઠરાવશે. તે બે લોકોના સમય વચ્ચે થઇ ગયેલા સર્વ પ્રબોધકોને પણ તમે મારી નાખ્યા.
\v 36 આ વિષે વિચાર કરો: તમે લોકો કે જેઓએ મારી સેવાનું અવલોકન કર્યું છે, તેઓ તમે જ છો કે જેમને ઈશ્વર તે બધા પ્રબોધકોને મારી નાખવા માટે શિક્ષા કરશે!"
\p
\s5
\v 37 "ઓ યરુશાલેમના લોકો, તમે જેઓએ જે પ્રબોધકો ઘણા સમય પહેલાં જીવતા હતા તેઓને મારી નાંખ્યા, અને તમે કે જેઓએ ઈશ્વરે જેમને તમારી પાસે મોકલ્યા તેઓને પથ્થરે મારી નાખ્યા. જેમ મરઘી પોતાનાં નાનાં બચ્ચાને તેની પાંખો નીચે ભેગાં કરે છે તેમ ઘણી વખત મેં તમને એકસાથે ભેગા કરવાનું ઇચ્છ્યું કે જેથી હું તમારું રક્ષણ કરી શકું. પરંતુ હું તેમ કરું તેવું તમે ઇચ્છ્યું નહિ.
\v 38 તેથી આ સાંભળો: તમારું શહેર નિર્જન સ્થળ બની જશે.
\v 39 આ યાદ રાખો: જ્યારે હું પાછો ફરીશ, જ્યારે તમે મારા વિષે કહેશો કે, 'ઈશ્વર ખરેખર આ માણસથી પ્રસન્ન છે કે જે ઈશ્વરના અધિકાર સાથે આવે છે, ત્યારે જ તમે મને ફરીથી જોશો.'"
\s5
\c 24
\p
\v 1 ઈસુ ભક્તિસ્થાનના આંગણામાંથી ચાલ્યા ગયા. જ્યારે તેઓ ચાલતા હતા, ત્યારે તેમના શિષ્યો તેમની પાસે આવ્યા અને ભક્તિસ્થાનની ઇમારતો કેવી સુંદર હતી તે વિષે વાત કરવા લાગ્યા.
\v 2 તેમણે તેઓને કહ્યું, "આ જે ઇમારતો તમે જુઓ છો તેના વિષે હું તમને સત્ય કહું છું: સૈન્ય તેનો સંપૂર્ણપણે નાશ કરશે. એક પથ્થર પર બીજો પથ્થર પણ રહેશે નહિ."
\p
\s5
\v 3 પછી, ઈસુ જ્યારે જૈતૂન પર્વતના ઢોળાવ પર એકલાં બેઠા હતા ત્યારે, શિષ્યો તેમની પાસે ગયા અને તેમને પૂછ્યું, "ભક્તિસ્થાનની ઇમારતો સાથે આવું ક્યારે બનશે? અને તમે ફરીથી આવવાના છો, અને આ જગતનો અંત થવાનો છે તે દર્શાવવા શું બનશે?"
\p
\v 4 ઈસુએ ઉત્તર આપ્યો, "હું એટલું જ કહીશ કે, શું બનશે તેના વિષે ધ્યાન રાખો જેથી કોઈ તમને છેતરે નહિ!
\v 5 ઘણા લોકો આવશે અને કહેશે કે હું ઈસુ છું. હા, તેઓ ખરેખર કહેશે, 'હું મસીહ છું,' અને તેઓ ઘણા લોકોને છેતરશે.
\s5
\v 6 તમે નજીકમાં થતાં યુદ્ધો અને દૂર થતાં યુદ્ધો વિષે સાંભળશો, પરંતુ તેનાથી તમને તકલીફ ન થવા દો. ધ્યાન રાખો કે ઈશ્વરે કહ્યું છે કે તે બાબતો બનવી જ જોઈએ. પરંતુ જ્યારે તેઓ બનશે, તેનો અર્થ એ નહીં કે જગતનો અંત આવ્યો છે!
\v 7 લોકોનાં જૂથો એકબીજા પર હુમલા કરશે, અને રાજાઓ એકબીજાની વિરુદ્ધ સૈન્યોને દોરશે. ઘણી જગ્યાઓમાં દુકાળ અને ધરતીકંપો થશે.
\v 8 આ બાબતો પ્રથમ બનશે, પરંતુ તેઓ તો સ્ત્રી બાળકને જન્મ આપે તે અગાઉ જે પીડા સહન કરે છે તેના જેવી હશે.
\p
\s5
\v 9 વધુ ખરાબ બાબતો બનશે. જે લોકો તમારો વિરોધ કરે છે તેઓ તમને સહન કરવા અને મરણ પામવા લઈ જશે. બધા લોકજૂથોમાં રહેતા લોકો તમારો તિરસ્કાર કરશે.
\v 10 વળી, ઘણાં લોકો જે રીતે તેમને સહન કરવું પડશે તેને કારણે વિશ્વાસ કરવાનું બંધ કરશે. તેઓ તેમના પોતાના સાથી વિશ્વાસીઓ સાથે વિશ્વાસઘાત કરશે અને એકબીજાને ધિક્કારશે.
\v 11 ઘણા લોકો એમ કહેતા આવશે કે તેઓ પ્રબોધક છે, પરંતુ તેઓ જૂઠ્ઠું બોલશે, અને તેઓ ઘણા લોકોને છેતરશે.
\s5
\v 12 કેમ કે વધુ અને વધુ લોકો ઈશ્વરના નિયમોનો ભંગ કરશે, ઘણાં વિશ્વાસીઓ ત્યારપછી એકબીજાને પ્રેમ કરશે નહિ.
\v 13 પરંતુ જે બધા તેમના જીવનના અંત સુધી વિશ્વાસ કરતા રહેશે, તેઓને ઈશ્વર બચાવશે.
\v 14 વધુમાં, વિશ્વાસીઓ બધા લોકજૂથોને જાહેર કરવા માટે, કે ઈશ્વર કેવી રીતે જગતના દરેક ભાગમાં રાજ કરે છે તે વિશેના શુભ સમાચારનો ઉપદેશ કરશે. પછી જગતનો અંત આવશે."
\p
\s5
\v 15 "પરંતુ જગતનો અંત આવે તે અગાઉ, ઘૃણાસ્પદ વ્યક્તિ કે જે પવિત્ર ભક્તિસ્થાનને અપવિત્ર કરશે અને લોકોને તે સ્થાનને છોડી દેવા કહેશે તે ભક્તિસ્થાનમાં ઊભો રહેશે. દાનિયેલ પ્રબોધકે તેના વિષે ઘણા સમય અગાઉ કહ્યું હતું અને લખ્યું હતું. જે દરેક આ વાંચે તે તેના પર ધ્યાન આપે, એ માટે હું તમને ચેતવણી આપું છું.
\v 16 જ્યારે તમે ભક્તિસ્થાનમાં તે બાબત થતી જુઓ, ત્યારે તમે જેઓ યહૂદિયાના પ્રદેશોમાં હોય તેઓએ ઉંચી ટેકરીઓ પર નાસી જવું!
\v 17 જેઓ પોતાના ઘરની બહાર હોય તેમણે નાસવા અગાઉ પોતાના ઘરમાં કંઈ વસ્તુઓ લેવા ન જવું.
\v 18 જેઓ ખેતરમાં કામ કરતા હોય તેમણે નાસવા અગાઉ ઉપર પહેરવાનો ઝભ્ભો લેવા પાછા ન વળવું.
\s5
\v 19 ગર્ભવતી સ્ત્રીઓ, અને જે પોતાનાં બાળકોને સ્તનપાન કરાવતી હશે તે સ્ત્રીઓ માટે તે સમય કેટલો ભયંકર હશે, કારણ કે તેમના માટે નાસી જવું ઘણું મુશ્કેલ હશે!
\v 20 તમારું નાસવાનું શિયાળામાં કે જ્યારે મુસાફરી કરવી મુશ્કેલ છે ત્યારે અથવા વિશ્રામવારે, એટલે કે આરામના દિવસે ન થાય, તે માટે તમે પ્રાર્થના કરો;
\v 21 કારણ કે એ બાબતો બનશે ત્યારે લોકો ઘણી ગંભીર રીતે સહન કરશે. ઈશ્વરે દુનિયા બનાવી ત્યારથી અત્યાર સુધી લોકોએ એટલું ગંભીર રીતે સહન કર્યું નથી, અને કોઇપણ તે રીતે ફરીથી ક્યારેય સહન કરશે નહિ.
\v 22 જ્યારે લોકોને ખૂબ જ સહન કરવું પડશે તે સમય જો ઈશ્વરે ઓછો કરવાનું ન વિચાર્યું હોત, તો દરેક વ્યક્તિ નાશ પામી હોત. પરંતુ તેમણે તે ટૂંકો કરવાનું નક્કી કર્યું કારણ કે જે લોકોને તેમણે પસંદ કર્યા છે તેઓની તેમને ચિંતા છે."
\p
\s5
\v 23 "તે સમયે, જો કોઈ તમને કહે, 'જુઓ, મસીહ અહીં છે!' અથવા કોઈ કહે, 'મસીહ ત્યાં છે!' તો વિશ્વાસ કરશો નહિ!
\v 24 તેઓ લોકોને છેતરવા, ઘણાં બધા પ્રકારના ચમત્કારો અને અદ્દભુત કાર્યો કરશે.
\v 25 ભૂલતા નહીં કે મેં તમને આ બધું બને તે અગાઉ ચેતવ્યા છે.
\s5
\v 26 તેથી જો કોઈ તમને કહે, 'જુઓ, મસીહ અરણ્યમાં છે!' તો ત્યાં જશો નહિ. તેવી જ રીતે, જો કોઈ તમને કહે, 'જુઓ, તેઓ એક ગુપ્ત ઓરડામાં છે!' તો તે વ્યક્તિ પર વિશ્વાસ કરશો નહિ,
\v 27 કારણ કે જેવી રીતે પૂર્વથી પશ્ચિમમાં વીજળી ચમકે છે અને લોકો જુએ છે, તેવી જ રીતે, જ્યારે માણસનો દીકરો પાછો આવશે, ત્યારે દરેક તેમને જોશે.
\v 28 જ્યારે ગીધ એકઠાં થાય છે ત્યારે તમે જાણો છો કે ત્યાં કોઈ પ્રાણીનું શબ છે તેમ જ તે દરેકને માટે સ્પષ્ટ થશે."
\p
\s5
\v 29 "લોકો તે સમય દરમિયાન સહન કરશે તે પછી તરત જ, સૂર્ય અંધકારમય થઈ જશે. ચંદ્ર ચમકશે નહિ. તારાઓ આકાશમાંથી ખરવા લાગશે. અને ઈશ્વર આકાશમાંની સર્વ વસ્તુઓને તેમના પોતાના સ્થાન પરથી હલાવશે.
\s5
\v 30 તે પછી, દરેક જણ માણસના દીકરાને આકાશમાં જોશે. ત્યારબાદ આખી પૃથ્વી પરના લોકોનાં જૂથોમાંના અવિશ્વાસી લોકો આક્રંદ કરશે કારણ કે તેઓ ડરશે. તેઓ મને, માણસના દીકરાને, મહાન મહિમા સહિત વાદળો પર આવતો જોશે.
\v 31 તેઓ સ્વર્ગની સર્વ જગ્યાએથી પૃથ્વી પર દૂતોને મોકલશે. જ્યારે તેઓ રણશિંગડાંનો મોટો અવાજ સાંભળશે, ત્યારે તેઓ ઈશ્વરના જ લોકોને - કે જેઓને તેમણે આખી પૃથ્વી પરથી - પસંદ કર્યા છે તેઓને એકઠાં કરશે."
\p
\s5
\v 32 "હવે અંજીરનું વૃક્ષ કેવી રીતે વધે છે તેમાંથી કંઇક શીખવા માટે ધ્યાન આપો. જ્યારે અંજીરના વૃક્ષની ડાળીઓ નરમ થાય છે અને તેના પાંદડાં ફૂટી નીકળે છે, ત્યારે તમે જાણો છો કે ઉનાળો નજીક છે.
\v 33 તેવી જ રીતે, જ્યારે તમે આ બધી બાબતો બનતી જુઓ, ત્યારે તમે જાણશો કે તેમના પાછા આવવાનો સમય ઘણો નજીક છે.
\s5
\v 34 આ તમારા ધ્યાનમાં રાખો: જેઓએ આ બાબતોનું અવલોકન કર્યું હશે તે લોકો મરણ પામશે તે અગાઉ આ બધી ઘટનાઓ બનશે.
\v 35 આ બાબતો જે વિષે મેં તમને કહ્યું છે તે બનશે તે વિષે તમે ખાતરી રાખો. એક દિવસ આકાશ અને પૃથ્વી જતાં રહેશે, પરંતુ હું જે કહીશ તે હંમેશાં સાચું હશે."
\p
\s5
\v 36 "આ બાબતો કયા દિવસે કે કઈ ઘડીએ બનશે તે વિષે બીજી કોઈ વ્યક્તિ, સ્વર્ગમાંનો કોઈ દૂત કે દીકરો પણ જાણતો નથી. માત્ર ઈશ્વર પિતા જાણે છે.
\s5
\v 37-39 જ્યારે નૂહ જીવતો હતો ત્યારે જે બન્યું તેના જેવું તે હશે. જ્યાં સુધી પૂર આવ્યું, ત્યાં સુધી લોકોને ખબર ન હતી કે તેમની સાથે કંઇક ખરાબ બનશે. તેઓ હંમેશની જેમ ખાતા-પીતા હતા. પુરુષો લગ્ન કરતા હતા, અને માતા-પિતાઓ તેમની દીકરીઓ પુરુષો સાથે લગ્ન કરવા માટે આપતાં હતાં. જ્યાં સુધી નૂહ અને તેનું કુટુંબ મોટા વહાણમાં પ્રવેશ્યું ત્યાં સુધી તેઓ આવું બધું કરતા હતા. અને પછી પૂર આવ્યું અને જેઓ વહાણમાં ન હતા તેઓ સર્વને ડુબાડી દીધા. તેવી જ રીતે, અવિશ્વાસી લોકો માણસનો દીકરો ક્યારે પાછો આવશે તે જાણશે નહિ.
\s5
\v 40 જ્યારે તે બનશે ત્યારે બધા જ લોકોને સ્વર્ગમાં ઉપર લઇ લેવાશે નહિ. ઉદાહરણ તરીકે, બે વ્યક્તિઓ ખેતરમાં હશે. તેમાંની એક સ્વર્ગમાં ઉપર લેવાશે અને બીજી વ્યક્તિ શિક્ષા કરવા પડતી મુકાશે.
\v 41 તેવી જ રીતે, બે સ્ત્રીઓ હાથઘંટીથી અનાજ દળતી હશે. તેમાંથી એક સ્વર્ગમાં ઉપર લેવાશે અને બીજી પડતી મૂકાશે.
\v 42 તેથી, પ્રભુ પૃથ્વી પર ક્યારે પાછા ફરશે તે તમે જાણતા નથી માટે, સર્વ સમયે તમારે તૈયાર રહેવાની જરૂર છે.
\s5
\v 43 તમે જાણો છો કે જો ઘરનો માલિક જાણતો હોય કે રાત્રે કયા સમયે ચોર આવશે, તો તે જાગતો રહેશે અને ચોરને ઘરમાં આવતો અટકાવશે. તેવી જ રીતે, જેમ ચોર આવે છે તેમ માણસનો દીકરો અચાનક આવશે.
\v 44 તેથી તમારે તૈયાર રહેવાની જરૂર છે કારણ કે માણસનો દીકરો પૃથ્વી પર એવા સમયે પાછો આવશે જ્યારે તમે તેમના આવવાની આશા રાખી નહિ હોય."
\p
\s5
\v 45 "દરેક વિશ્વાસુ અને સમજુ ચાકર કેવો હોય તે વિષે વિચાર કરો. ઘરનો માલિક એક ચાકરને બીજા ચાકરો પર દેખરેખ રાખવા નીમે છે. તે તેને તેઓને યોગ્ય સમયે જમવાનું આપવા માટે કહે છે. પછી તે લાંબી મુસાફરી માટે નીકળે છે.
\v 46 જ્યારે ઘરનો માલિક પાછો ફરે ત્યારે જો ચાકર તેનું કામ કરતો હોય, તો ઘરનો માલિક તેનાથી ખૂબ પ્રસન્ન થશે.
\v 47 આ વિષે વિચાર કરો: ઘરનો માલિક એક ચાકરને તેની સંપત્તિની દેખરેખ રાખવા માટે નીમશે.
\s5
\v 48 પરંતુ તે દુષ્ટ ચાકર કદાચ પોતાને કહે, 'માલિક ઘણાં સમયથી દૂર છે, તેથી કદાચ તે જલદી પાછો આવશે નહિ અને હું શું કરું છું તે શોધી શકશે નહિ.'
\v 49 તેથી તે બીજા ચાકરોને મારવાનું શરૂ કરશે અને જેઓ પીધેલાં છે તેઓની સાથે ખાશે અને પીશે.
\v 50 પછી ઘરનો માલિક જ્યારે ચાકરે આશા નહિ રાખી હોય તેવા સમયે પાછો આવશે.
\v 51 તે તે ચાકરને ગંભીર રીતે શિક્ષા કરશે અને તેને જ્યાં ઢોંગીઓને રાખ્યા છે ત્યાં રાખશે. તે જગ્યામાં લોકો રડે છે અને તેઓ ઘણું સહન કરે છે તેના કારણે તેઓ તેમના દાંત પીસે છે."
\s5
\c 25
\p
\v 1 સ્વર્ગમાંથી ઈશ્વરનું શાસન દસ કુમારિકાઓ જેઓ લગ્ન જમણમાં જવા માટે તૈયાર થઇ તેમની સાથે જે થયું તેના જેવું હશે. તેઓએ તેમના દીવા લઈને વરરાજાને આવવાની રાહ જોવાની હતી.
\v 2 હવે તેઓમાંની પાંચ કુમારિકાઓ મૂર્ખી હતી, અને પાંચ સમજુ હતી.
\v 3 મૂર્ખ કુમારિકાઓએ તેમના દીવા લીધા, પરંતુ તેઓએ તેમની માટે વધારાનું જૈતૂન તેલ લીધું નહિ.
\v 4 પરંતુ સમજુ કુમારિકાઓએ તેમની સાથે બાટલીમાં તેમ જ તેમના દીવામાં તેલ લીધું.
\s5
\v 5 વરરાજાને આવવામાં ઘણો સમય લાગી રહ્યો હતો, અને રાત્રે ઘણું મોડું થયું. તેથી બધી કુમારિકાઓને ઊંઘ આવવા લાગી અને તેઓ સૂઈ ગઈ.
\v 6 મધ્યરાત્રે કોઈએ તેમને બુમ પાડીને ઉઠાડી કે, 'તે અહીં છે! વરરાજા આવી રહ્યા છે! તેમને મળવાને માટે બહાર જાઓ!'
\s5
\v 7 તેથી બધી જ કુમારિકાઓ ઊઠી અને તેમના દીવા સળગાવ્યા.
\v 8 મૂર્ખ કુમારિકાઓએ સમજુઓને કહ્યું, 'તમારું થોડું તેલ અમને આપો, કારણ કે અમારા દીવા હોલવાઈ જાય છે!'
\v 9 સમજુ કુમારિકાઓએ ઉત્તર આપ્યો, 'ના, કારણ કે અમારા અને તમારા દીવાઓ માટે કદાચ પૂરતું તેલ નથી. વેચનારાઓ પાસે જાઓ અને તમારા માટે થોડું ખરીદી લો!'
\s5
\v 10 પરંતુ જ્યારે મૂર્ખ કુમારિકાઓ તેલ ખરીદવા ગઈ, ત્યારે વરરાજા આવી પહોંચ્યા. પછી સમજુ કુમારિકાઓ, કે જેઓ તૈયાર હતી, તેઓ તેમની સાથે લગ્નખંડમાં ગઈ, કે જ્યાં કન્યા રાહ જોતી હતી. પછી બારણું બંધ થઇ ગયું.
\v 11 પછી, બાકીની કુમારિકાઓ લગ્નખંડે આવી, અને તેઓએ વરરાજાને બોલાવ્યા, 'સાહેબ, અમારે માટે બારણું ખોલો!'
\v 12 પરંતુ તેમણે તેઓને કહ્યું, 'સત્ય એ છે કે હું તમને જાણતો નથી, તેથી હું તમારે માટે બારણું ખોલીશ નહિ!'"
\v 13 પછી ઈસુએ કહેવાનું ચાલુ રાખતાં કહ્યું, "તેથી, તમારી સાથે આવું ન બને તે માટે, તૈયાર રહો કારણ કે તે ક્યારે બનશે તે તમે જાણતા નથી."
\p
\s5
\v 14 જ્યારે માણસનો દીકરો સ્વર્ગમાંથી રાજા તરીકે પાછો ફરશે, ત્યારે તે એક માણસ જે લાંબી મુસાફરી પર જવાનો છે તેના જેવું હશે. તેણે તેના ચાકરોને એકઠા કર્યા અને તેમને દરેકને તેની સંપત્તિમાંથી થોડું રોકાણ કરવા અને તેના માટે વધુ નાણાં કમાવવા માટે આપ્યું.
\v 15 તેણે તેમને તેઓની વાપરવાની ક્ષમતા પ્રમાણે નાણાં આપ્યાં. ઉદાહરણ તરીકે, તેણે એક ચાકરને લગભગ એકસો પાંસઠ કિલો વજનની સોનાની પાંચ થેલીઓ, બીજાને લગભગ છાસઠ કિલો વજનની સોનાની બે થેલીઓ, અને ત્રીજાને લગભગ તેત્રીસ કિલો વજનની સોનાની એક થેલી આપી. પછી તે તેની મુસાફરી માટે રવાના થયો.
\v 16 જે ચાકરે પાંચ થેલી સોનું મેળવ્યું હતું તે તરત જ ગયો અને તે નાણાં બીજી પાંચ થેલી કમાવામાં વાપર્યા.
\s5
\v 17 તેવી જ રીતે, જે ચાકરે બે થેલી સોનું મેળવ્યું હતું તેણે કમાઈને બીજી બે થેલી મેળવી.
\v 18 પરંતુ જે ચાકરે એક થેલી સોનું મેળવ્યું હતું તે ગયો અને જમીનમાં ખાડો ખોદ્યો, અને તેને સાચવવા માટે તેણે તેને ત્યાં તે સોનું સંતાડી દીધું.
\p
\s5
\v 19 ઘણા સમય પછી તે ચાકરોનો માલિક પાછો ફર્યો. તેણે તેઓને તેમણે તેનાં નાણાંનું શું કર્યું તેનો હિસાબ લેવા માટે એકઠા કર્યા.
\v 20 જે ચાકરે પાંચ થેલી સોનું મેળવ્યું હતું તે તેની પાસે દસ થેલી લાવ્યો અને તેને કહ્યું, 'માલિક, તેં મને પાંચ થેલી સોનું સાચવવા આપ્યું હતું. જુઓ, મેં બીજી પાંચ મેળવી છે!'
\v 21 તેના માલિકે ઉત્તર આપ્યો, 'તું ઘણો સારો ચાકર છે! તું મને ઘણો વિશ્વાસુ રહ્યો છે. તેં થોડાં નાણાંનો ઘણો સારો વહીવટ કર્યો છે, તેથી હું તને ઘણી બાબતોની જવાબદારી સોંપીશ. આવ અને મારી સાથે ખુશ થા!'
\p
\s5
\v 22 જે ચાકરે બે થેલી સોનું મેળવ્યું હતુ તે પણ આવ્યો, અને તેણે કહ્યું, 'માલિક, તેં મને બે થેલી સોનું સાચવવા આપ્યું હતું. જુઓ, મેં બીજી બે મેળવી છે!'
\v 23 તેના માલિકે ઉત્તર આપ્યો, 'તું ઘણો સારો ચાકર છે! તું મને ઘણો વિશ્વાસુ રહ્યો છે. તેં થોડા નાણાંનો ઘણો સારો વહીવટ કર્યો છે, તેથી હું તને ઘણી બાબતોની જવાબદારી સોંપીશ. આવ અને મારી સાથે ખુશ થા!'
\p
\s5
\v 24 પછી જે ચાકરે એક થેલી સોનું મેળવ્યું હતું તે આવ્યો, અને તેણે કહ્યું, 'માલિક, હું તારાથી ડરતો હતો. હું જાણતો હતો કે જેમ ખેડૂત તેણે કંઈ પણ રોપ્યું ન હોવા છતાં ખેતરમાં લણણી કરવાનો પ્રયત્ન કરે છે, તેમ તું એવો માણસ છે કે જો તેં કંઈ પણ રોકાણ ન કર્યું હોય તોપણ ઘણાં નાણાં મેળવવાની આશા રાખે છે.
\v 25 હું ડરતો હતો કે જો તેં મને જે નાણાં રોકાણ કરવા આપ્યાં છે તે હું ખોઈ નાખીશ તો તું શું કરશે, તેથી મેં તેને જમીનમાં સંતાડ્યાં. તે હવે અહીં છે; મહેરબાની કરીને તે પાછા લે!'
\s5
\v 26 તેના માલિકે ઉત્તર આપ્યો, 'તું દુષ્ટ, આળસુ ચાકર! તું જાણતો હતો કે હું કંઈ પણ રોકાણ ન કર્યા છતાં નાણાં મેળવવાની આશા રાખું છું.
\v 27 તો પછી, તારે ઓછામાં ઓછુ મારા નાણાં પેઢીમાં થાપણ તરીકે મૂકવાં જોઈતાં હતાં, કે જેથી હું જ્યારે પાછો આવું ત્યારે તેને વ્યાજ સહિત પાછા મેળવી શક્યો હોત!'
\s5
\v 28 પછી તેના માલિકે તેના બીજા ચાકરોને કહ્યું, 'તેની પાસેથી સોનાંની થેલી લઇ લો અને જે ચાકર પાસે દસ થેલી છે તેને આપો!
\v 29 જેઓ તેમને જે મળ્યું છે તેનો સારો ઉપયોગ કરે છે, તેઓને ઈશ્વર વધારે આપશે, અને તેઓ પાસે પુષ્કળ હશે. પરંતુ જેઓ તેમણે જે મેળવ્યું છે તેનો સારો ઉપયોગ કરતા નથી તેઓ પાસેથી, તેમની પાસે જે છે તે પણ લઇ લેવાશે.
\v 30 વધુમાં, તે નકામા ચાકરને, કે જ્યાં જેઓ આક્રંદ કરે છે અને પીડામાં તેમના દાંત પીસે છે ત્યાં બહાર અંધકારમાં ફેંકી દો.'"
\p
\s5
\v 31 "જ્યારે માણસનો દીકરો પોતાના તેજસ્વી પ્રકાશમાં ફરીથી આવશે અને તેમના સર્વ દૂતોને લાવશે, ત્યારે તે તેમના સિંહાસન પર રાજા તરીકે સૌનો ન્યાય કરવા બેસશે.
\v 32 સર્વ લોકજૂથના દરેક તેમની આગળ એકઠાં થશે. પછી જેમ ઘેટાપાળક તેનાં ઘેટાંને તેનાં બકરાંથી અલગ પાડે છે, તેમ તેઓ લોકોને એકબીજાથી અલગ કરશે.
\v 33 તેઓ ઘેટાં અને બકરાંની જેમ જ, ન્યાયી લોકોને તેમની જમણી બાજુ અને અન્યાયીઓને તેમની ડાબી બાજુ રાખશે."
\p
\s5
\v 34 પછી જેઓ તેમની જમણી તરફ છે તેઓને કહેશે, 'તમને લોકોને મારા પિતા દ્વારા આશીર્વાદિત કરવામાં આવ્યા છો, આવો! આવો અને જે બધી સારી બાબતો તેઓ તમને આપશે તે મેળવો, કેમ કે તેઓ હવે તમને તેના શાસનના આશીર્વાદ આપશે.
\v 35 આ બાબતો તમારી છે, કારણ કે જ્યારે હું ભૂખ્યો હતો ત્યારે તમે મને ખાવા માટે આપ્યું. જ્યારે હું તરસ્યો હતો ત્યારે તમે મને પીવા માટે આપ્યું. જ્યારે હું તમારા શહેરમાં અજાણ્યો હતો, ત્યારે તમે મને તમારા ઘરોમાં રહેવા માટે આમંત્રણ આપ્યું.
\v 36 જ્યારે મને કપડાંંની જરૂર હતી, ત્યારે મને કપડાંં આપ્યાં. જ્યારે હું બીમાર હતો, ત્યારે તમે મારી સંભાળ લીધી. જ્યારે હું જેલમાં હતો, ત્યારે તમે મારી મુલાકાતે આવ્યા.'
\p
\s5
\v 37 પછી જે લોકોને ઈશ્વરે સારા જાહેર કર્યા છે તેઓ કહેશે, 'પ્રભુ, તમે ક્યારે ભૂખ્યા હતા અને અમે ક્યારે તમને જોયા અને તમને ખાવા માટે આપ્યું? તમે ક્યારે તરસ્યા હતા અને તમને પીવા માટે આપ્યું?
\v 38 તમે ક્યારે અમારા શહેરમાં અજાણ્યા હતા અને અમે તમને અમારાં ઘરોમાં રાખ્યા? તમને ક્યારે કપડાંની જરૂર હતી અને અમે તમને વસ્ત્રો આપ્યાં?
\v 39 તમે ક્યારે બીમાર કે જેલમાં હતા અને અમે તમારી મુલાકાતે આવ્યા? તમારા માટે અમે આ કંઈ પણ કર્યું હોય તેવું અમને યાદ નથી.
\p
\v 40 રાજા ઉત્તર આપશે, 'સત્ય એ છે કે તમે તમારા સાથી વિશ્વાસીઓમાંના એક પણ માટે, સૌથી બિનમહત્વપૂર્ણ વ્યક્તિ માટે પણ, જે કંઈ કર્યું તે તમે સાચે જ મારે માટે કર્યું.'
\p
\s5
\v 41 પણ પછી જેઓ તેમની ડાબી તરફ હતા તેમને કહેશે, 'તમે લોકો જેઓને ઈશ્વરે શ્રાપ આપ્યો છે, મારાથી દૂર જાઓ! શેતાન અને તેના દૂતો માટે ઈશ્વરે જે અનંતકાલિક અગ્નિ તૈયાર કર્યો છે તેમાં જાઓ!
\v 42 તમારે માટે ત્યાં જવું યોગ્ય છે, કારણ કે જ્યારે હું ભૂખ્યો હતો ત્યારે તમે મને કંઈ પણ ખાવા માટે આપ્યું નહિ. જ્યારે હું તરસ્યો હતો ત્યારે તમે મને કંઈ પણ પીવા માટે આપ્યું નહિ.
\v 43 જ્યારે હું તમારા શહેરમાં અજાણ્યો હતો, ત્યારે તમે મને તમારા ઘરોમાં રહેવા માટે આમંત્રણ આપ્યું નહિ. જ્યારે મને કપડાંંની જરૂર હતી, ત્યારે મને કોઈ કપડાંં આપ્યા નહિ. જ્યારે હું બીમાર કે જેલમાં હતો ત્યારે તમે મારી સંભાળ લીધી નહિ.'
\p
\s5
\v 44 તેઓ કહેશે, 'પ્રભુ, તમે ક્યારે ભૂખ્યા કે તરસ્યા કે અજાણ્યા કે કપડાંની જરૂરિયાતમાં કે બીમાર કે જેલમાં હતા, અને અમે તમને મદદ ન કરી?'
\p
\v 45 તેઓ ઉત્તર આપશે, 'સત્ય એ છે કે જ્યારે પણ તમે મારા લોકોમાંના એકને, સૌથી સામાન્ય વ્યક્તિને પણ, મદદ કરવા કંઈ પણ કર્યું નહિ, તો તે હું હતો કે જેમના માટે તમે તે ન કર્યું.'
\p
\v 46 પછી મારી ડાબી તરફના લોકો ઈશ્વર તેમને સદાકાળને માટે જ્યાં શિક્ષા કરશે ત્યાં જશે, પરંતુ ઈશ્વરની નજરમાં સારા લોકો જ્યાં તેઓ સદાકાળને માટે ઈશ્વર સાથે જીવશે ત્યાં જશે."
\s5
\c 26
\p
\v 1 ઈસુ તે બાબતો કહી રહ્યા ત્યારે તેમણે શિષ્યોને કહ્યું,
\v 2 "તમે જાણો છો કે બે દિવસ પછી આપણે પાસ્ખાપર્વનો તહેવાર ઉજવીશું. તે સમયે કોઈક વ્યક્તિ માણસના દીકરાને જેઓ તેમને વધસ્તંભે જડાવશે તેઓના હાથમાં સોંપી દેશે."
\p
\s5
\v 3 તે સમયે પ્રમુખ યાજક, જેનું નામ કાયાફા હતું તેના ઘરમાં મુખ્ય યાજકો અને યહૂદી વડીલો ભેગાં મળ્યાં.
\v 4 ત્યાં તેઓએ કપટથી ઈસુની ધરપકડ કેવી રીતે કરવી તેની યોજના બનાવી કે જેથી તેઓ તેમને મારી નંખાવી શકે.
\v 5 પરંતુ તેઓએ કહ્યું, "આપણે તે પાસ્ખાપર્વના તહેવાર દરમિયાન કરીશું નહિ, કારણ કે જો આપણે તે કરીશું તો, લોકો કદાચ હુલ્લડ કરે."
\p
\s5
\v 6 જ્યારે ઈસુ અને તેમના શિષ્યો બેથાનિયા ગામમાં હતા, ત્યારે તેઓ સિમોન, કે જેને ઈસુએ કુષ્ઠ રોગમાંથી સાજો કર્યો હતો તેના ઘરમાં જમ્યા.
\v 7 જમતી વખતે, એક સ્ત્રી ઘરમાં આવી. તેની પાસે અતિ મૂલ્યવાન અત્તરની સંગેમરમરની ડબ્બી હતી. જ્યારે ઈસુ જમી રહ્યા હતા ત્યારે તે ઈસુ પાસે ગઈ અને તેમના માથા પર બધું જ અત્તર રેડી દીધું.
\v 8 જ્યારે શિષ્યોએ તે જોયું, ત્યારે તેઓ ખૂબ ગુસ્સે થયા. તેઓમાંના એકે કહ્યું, "આ અત્તરનો બગાડ થયો તે ભયંકર બાબત છે!
\v 9 આપણે તેને વેચીને તેનાથી ઘણાં નાણાં મેળવી શક્ય હોત! પછી તે નાણાં આપણે ગરીબ લોકોને આપી શક્યા હોત."
\s5
\v 10 ઈસુ જાણતા હતા કે તેઓ શું કહી રહ્યા હતા, તેથી તેમણે તેઓને કહ્યું, "તમારે આ સ્ત્રીને હેરાન ન કરવી જોઈએ! તેણે મારા માટે ઉત્તમ કાર્ય કર્યું છે.
\v 11 ધ્યાનમાં રાખો કે ગરીબ લોકો હંમેશાં તમારી મધ્યે હશે, તેથી જ્યારે પણ તમે ઇચ્છો ત્યારે તેમને મદદ કરી શકો છો. પરંતુ હું હંમેશાં તમારી સાથે હોઈશ નહિ!
\s5
\v 12 જ્યારે તેણે આ અત્તર મારા શરીર પર રેડ્યું, ત્યારે તે એવું હતું કે જાણે તે જાણતી હોય કે હું ટૂંક સમયમાં મરણ પામવાનો છું. અને તે એવું છે કે જાણે તેણે મારા શરીર પર દફનને માટે તેલ ચોળ્યું હોય.
\v 13 હું તમને કહું છું કે: આખા જગતમાં જ્યાં કહીં લોકો મારા વિષેના શુભ સમાચારનો ઉપદેશ કરશે, ત્યાં તેઓ આ સ્ત્રીએ મારા માટે જે કર્યું છે તે કહેશે, અને તેના પરિણામે, લોકો હંમેશા તેને યાદ રાખશે."
\p
\s5
\v 14 પછી યહૂદા ઇશ્કરિયોત, તે બાર શિષ્યોમાંનો હોવા છતાં, મુખ્ય યાજકો પાસે ગયો.
\v 15 તેણે તેઓને પૂછ્યું, "જો હું તમને ઈસુની ધરપકડ કરવા મદદ કરું, તો તમે મને કેટલા નાણાં આપવાની ઇચ્છા રાખો છો?" તેઓ તેને ત્રીસ ચાંદીના સિક્કા આપવા સંમત થયા. તેથી તેઓએ સિક્કાઓ ગણ્યા અને તેને આપ્યા.
\v 16 તે સમયથી યહૂદા તક શોધવા લાગ્યો કે ક્યારે તેઓ ઈસુની ધરપકડ કરી શકે.
\p
\s5
\v 17 બેખમીર રોટલીના એક અઠવાડિયા જેટલાં લાંબા પર્વને પહેલે દિવસે, શિષ્યો ઈસુ પાસે ગયા અને પૂછ્યું, "તમે અમારી પાસે પાસ્ખાપર્વની ઉજવણીનું જમણ ક્યાં તૈયાર કરાવવા ઇચ્છો છો કે જેથી અમે તમારી સાથે જમી શકીએ?"
\v 18 તેમણે શું કરવું તે વિષે ઈસુએ બે શિષ્યોને સૂચના આપી. તેમણે તેઓને કહ્યું, "શહેરમાં એક વ્યક્તિ પાસે જાઓ કે જેની પાસે મેં અગાઉથી જ આ વ્યવસ્થા કરી છે. તેને કહેજો કે હું, ગુરુજી, આ કહું છું: 'મેં જે સમય વિષે તને કહ્યું હતું તે નજીક છે. હું મારા શિષ્યો સાથે તારા ઘરે પાસ્ખાપર્વ ઉજવવાનો છું, અને મેં આ બંનેને જમણ તૈયાર કરવા મોકલ્યા છે.'"
\v 19 તેથી તે બે શિષ્યોએ ઈસુએ તેમને જેમ કહ્યું હતું તેમ કર્યું. તેઓ ગયા અને પાસ્ખાપર્વનું જમણ તે માણસના ઘરમાં તૈયાર કર્યું.
\p
\s5
\v 20 જ્યારે તે સાંજ પડવા આવી, ત્યારે ઈસુ તેમના બાર શિષ્યો સાથે જમણ જમી રહ્યા હતા.
\v 21 તેમણે તેઓને કહ્યું, "આને ધ્યાનપૂર્વક સાંભળો: મારા દુશ્મોનો મને પકડે માટે તમારામાંનો એક તેમને મદદ કરશે."
\v 22 શિષ્યો ખૂબ દુઃખી થયા. તેઓ તેમને, એક પછી એક કહેવા લાગ્યા, "પ્રભુ, અવશ્ય તે હું નથી!"
\s5
\v 23 તેમણે ઉત્તર આપ્યો, "જે મને મારા દુશ્મનોનાં હાથમાં પકડાવી દેશે તે તમારામાંનો એ છે જે મારી સાથે થાળીમાંના રસમાં રોટલી બોળી રહ્યો છે.
\v 24 એ ચોક્કસ છે કે હું, માણસનો દીકરો, મરણ પામીશ, કારણ કે શાસ્ત્ર મારા વિષે એમ જ કહે છે. પરંતુ જે માણસ મને મારા દુશ્મનોનાં હાથમાં પકડાવી દેશે તેને તો ભયંકર શિક્ષા થશે! જો તે માણસ જન્મ્યો જ ન હોત તો તે તેને માટે સારું થાત!"
\v 25 પછી યહૂદા, કે જે તેમનો વિશ્વાસઘાત કરવાનો હતો તેણે, કહ્યું, "ગુરુજી, સાચે જ હું તે નથી!" ઈસુએ ઉત્તર આપ્યો, "હા, તું તે કબૂલ કરે છે."
\s5
\v 26 જ્યારે તેઓ જમતા હતા, ત્યારે ઈસુએ રોટલી લીધી અને તેના માટે ઈશ્વરનો આભાર માન્યો. તેમણે તેને ટુકડા કરીને ભાંગી, પોતાના શિષ્યોને આપી, અને કહ્યું, "આ રોટલી લો અને ખાઓ. તે મારું શરીર છે."
\s5
\v 27 પછી તેમણે દ્રાક્ષારસનો પ્યાલો લીધો અને તેને માટે ઈશ્વરનો આભાર માન્યો. પછી તેમણે તેઓને આપ્યો અને કહ્યું, "તમે બધા, આ પ્યાલામાંથી પીઓ.
\v 28 આ પ્યાલામાંનો દ્રાક્ષારસ એ મારું લોહી છે. જે થોડા સમયમાં મારા શરીરમાંથી વહેવાનું છે. આ લોહી નવા કરારનું ચિહ્ન થશે કે જે ઈશ્વર ઘણા લોકોનાં પાપ માફ કરવા કરી રહ્યા છે.
\v 29 ધ્યાનપૂર્વક આની નોંધ લો: જ્યાં સુધી હું નવા અર્થમાં તમારી સાથે તે પીઉ તે સમય આવે ત્યાં સુધી હું ફરીથી આ રીતે દ્રાક્ષારસ નહિ પીઉં. જ્યારે મારા પિતા સંપૂર્ણપણે રાજ કરશે ત્યારે તે બનશે."
\s5
\v 30 ભજન ગાયા બાદ, તેઓએ જૈતૂન પર્વત તરફ જવાનું શરૂ કર્યું.
\v 31 રસ્તામાં, ઈસુએ તેમને કહ્યું, "મને જે થશે તેના કારણે આજે રાત્રે તમે બધા મને છોડી દેશો! આ ચોક્કસ બનશે કારણ કે ઈશ્વરે આ જે શબ્દો કહ્યા છે તે શાસ્ત્રમાં લખેલા છે:
\q 'હું માણસોને ઘેટાંપાળકને મારી નાખવા દઈશ,
\q અને તેઓ બધાં ઘેટાંને વિખેરી નાખશે.
\v 32 પરંતુ મારા મરણ પામ્યા અને સજીવન થયા પછી, હું તમારી આગળ ગાલીલમાં જઈશ અને તમને ત્યાં મળીશ."
\p
\s5
\v 33 પિતરે ઉત્તર આપ્યો, "જ્યારે તેઓ જુએ કે તમારી સાથે શું બની રહ્યું છે ત્યારે કદાચ બાકીના બધા જ શિષ્યો તમને છોડી દે, પરંતુ અવશ્ય હું તમને ક્યારેય છોડીશ નહિ!"
\v 34 ઈસુએ તેને ઉત્તર આપ્યો, "સત્ય એ છે કે આજે રાત્રે, મરઘો બોલ્યા અગાઉ, તું ત્રણ વખત કહીશ કે તું મને જાણતો નથી!"
\v 35 પિતરે તેમને કહ્યું, "જ્યારે હું તમારો બચાવ કરું ત્યારે જો કે તેઓ મને મારી નાંખે, તો પણ હું ક્યારેય નહિ કહું કે હું તમને ઓળખતો નથી!" બાકીના બધા શિષ્યોએ પણ તે પ્રમાણે જ કહ્યું.
\p
\s5
\v 36 ત્યારબાદ ઈસુ શિષ્યો સાથે ગેથસેમાને કહેવાતા એક સ્થળે ગયા. ત્યાં તેમણે કહ્યું, "હું ત્યાં જઈને પ્રાર્થના કરું ત્યાં સુધી અહીં રહો."
\v 37 તેમણે પિતર, યાકૂબ, અને યોહાનને તેમની સાથે લીધા. તેઓ અત્યંત દુઃખિત થયા.
\v 38 પછી તેમણે તેઓને કહ્યું, "હું ખૂબ જ દુઃખિત છું, એટલો બધો કે જાણે હું મરવાનો છું એવું અનુભવું છું! અહીં રહો અને મારી સાથે જાગતા રહો!"
\s5
\v 39 થોડે દૂર ગયા પછી, તેઓ જમીન પર ઉંધા મુખે પડ્યા. તેમણે પ્રાર્થના કરી, "મારા પિતા, મારે જે રીતે સહન કરવું પડશે તે હું જાણું છું, જો શક્ય હોય તો તેમ થવા દેશો નહીં. પરંતુ જેમ હું ઇચ્છું છું તેમ કરશો નહીં. તેના બદલે, તમે જે ઇચ્છો છો તેમ થાઓ!"
\v 40 પછી તેઓ ત્રણ શિષ્યોની પાસે પાછા ફર્યા અને જોયું કે તેઓ ઊંઘી રહ્યા હતા. તેમણે પિતરને જગાડ્યો અને તેને કહ્યું, "તમે લોકો ઊંઘી ગયા અને થોડા સમય માટે પણ મારી સાથે જાગવા સક્ષમ નથી તેથી હું નિરાશ છું!
\v 41 તમારે સાવધાન રહેવું જોઈએ અને પ્રાર્થના કરો કે જ્યારે કોઈ તમને પાપ કરવા પ્રેરે ત્યારે તમે સામનો કરી શકો. હું જે કહું છું તે તમે કરવા ઇચ્છો છો પરંતુ ખરેખર તે કરવા માટે તમે પૂરતા બળવાન નથી."
\p
\s5
\v 42 તેઓ બીજી વખત દૂર ગયા. તેમણે પ્રાર્થના કરી, "મારા પિતા, જો મારા માટે સહન કરવું અનિવાર્ય હોય, તો તમે જે ઇચ્છો છો તેમ થાઓ!"
\v 43 જ્યારે તેઓ ત્રણ શિષ્યો પાસે પાછા આવ્યા, ત્યારે તેમણે જોયું કે તેઓ ફરીથી ઊંઘતા હતા. તેઓ પોતાની આંખો ખુલ્લી રાખી શકતા ન હતા.
\v 44 તેથી તેઓ તેમને છોડીને ફરીથી દૂર ગયા. જે બાબતો અગાઉ પ્રાર્થના કરતાં જણાવી હતી તે કહેતાં તેમણે ત્રીજી વાર પ્રાર્થના કરી.
\s5
\v 45 ત્યારબાદ તેઓ બધા જ શિષ્યો પાસે પાછા આવ્યા. તેમણે તેઓને જગાડ્યા અને તેઓને કહ્યું, "તમે હજુ ઊંઘો છો અને આરામ કરો છો માટે હું નિરાશ છું! જુઓ! કોઈ વ્યક્તિ મને માણસના દીકરાને પાપી માણસો પકડે માટે મદદ કરવાની છે!
\v 46 ઊઠો! ચાલો આપણે તેમને મળવા જઈએ! જે મને તેઓના હાથમાં પકડાવી દેશે તે આવી રહ્યો છે!"
\s5
\v 47 જ્યારે ઈસુ હજુ બોલતા હતા, તેટલામાં યહૂદા આવ્યો. જો કે તે બાર શિષ્યમાંનો એક હતો, તેમ છતાં તે ઈસુના દુશ્મનોને તેમને પકડાવી દેવડાવવા માટે આવ્યો હતો. તરવારો અને લાકડીઓ લઈને એક મોટું ટોળું તેની સાથે આવી રહ્યું હતું. મુખ્ય યાજકો અને વડીલોએ તેમને મોકલ્યા હતા.
\v 48 યહૂદાએ અગાઉથી તેમને સંકેત આપવા માટે ગોઠવણ કરી હતી. તેણે તેમને કહ્યું હતું, "હું જે માણસને ચુંબન કરીશ તે તમે જેને પકડવા ઇચ્છો છો તે જ છે!"
\s5
\v 49 તે તરત જ ઈસુ પાસે ગયો અને કહ્યું, "ગુરુજી, સલામ!" પછી તેણે ઈસુને ચુંબન કર્યું.
\v 50 ઈસુએ ઉત્તર આપ્યો, "મિત્ર, તું જે કરવાનો છે, તે જલદી કર." પછી જે માણસો યહૂદા સાથે આવ્યા હતા તેઓ આગળ આવ્યા અને ઈસુને પકડી લીધા.
\s5
\v 51 અચાનક, ઈસુની સાથે હતા તેમાંના એક માણસે મ્યાનમાંથી તેની તરવાર કાઢી. તેણે પ્રમુખ યાજકના એક ચાકરને મારી નાખવા માટે તે તરવાર મારી, પરંતુ માત્ર તેનો કાન કપાયો.
\v 52 ઈસુએ તેને કહ્યું, "તરવાર પાછી તેના મ્યાનમાં નાખ. જે બધા બીજાઓને તરવારથી મારી નાંખવાનો પ્રયત્ન કરે છે તેઓને બીજું કોઈક તરવારથી મારી નાખશે!
\v 53 શું તું એવું વિચારે છે કે જો હું મારા પિતાને કહું, તો તેઓ તરત જ સ્વર્ગદૂતોના બાર સૈન્યો કરતાં વધારે મને મદદ કરવા નહિ મોકલે?
\v 54 પરંતુ જો મેં તેવું કર્યું હોત, તો પ્રબોધકોએ શાસ્ત્રમાં મસીહ સાથે શું બનશે તે વિષે જે લખ્યું છે તે પૂર્ણ ન થાત."
\s5
\v 55 તે સમયે ઈસુએ જે ટોળાએ તેમને પકડ્યા હતા તેઓને કહ્યું, "જાણે હું લૂંટારો હોઉં તેમ તમે અહીં તરવારો અને લાકડીઓ સાથે મને પકડવા આવ્યા છો! લોકોને શીખવવા હું દરરોજ ભક્તિસ્થાનના આંગણામાં બેસતો હતો. ત્યારે તમે મારી ધરપકડ કેમ ન કરી?
\v 56 પરંતુ આ બધું પ્રબોધકોએ મારા વિષે શાસ્ત્રમાં જે લખ્યું તે પૂર્ણ થાય માટે બની રહ્યું છે." પછી બધા જ શિષ્યો ઈસુને છોડીને નાસી ગયા.
\p
\s5
\v 57 જે માણસોએ ઈસુની ધરપકડ કરી હતી તેઓ તેમને જે ઘરમાં, પ્રમુખ યાજક કાયાફા, રહેતા હતા ત્યાં લઇ ગયા. જે માણસો યહૂદી નિયમો શીખવતા હતા તેઓ તથા યહૂદી વડીલો ત્યાં અગાઉથી જ એકઠા થયા હતા.
\v 58 પિતર ત્યાંથી થોડાંક અંતરે ઈસુની પાછળ જઈ રહ્યો હતો. તે પ્રમુખ યાજકના આંગણામાં આવ્યો. તે આંગણામાં પ્રવેશ્યો અને શું બનશે તે જોવા ચોકીદારો સાથે નીચે બેઠો.
\p
\s5
\v 59 મુખ્ય યાજકો અને બાકીની યહૂદી ન્યાયસભા એવા લોકોને શોધી રહ્યા હતા કે જેઓ ઇસુ વિષે જુઠ્ઠું બોલે જેથી તેઓ તેમને મારી નાખી શકે.
\v 60 પરંતુ ઘણા લોકો તેમના વિષે જુઠ્ઠું બોલ્યા હોવા છતાં, તેઓ એવી કોઈ પણ વ્યક્તિ શોધી શક્યા નહિ કે જેણે કંઈક કામનું કહ્યું હોય. છેવટે બે માણસો આગળ આવ્યા
\v 61 અને કહ્યું, "આ માણસે એવું કહ્યું કે, 'હું ઈશ્વરના ભક્તિસ્થાનનો નાશ કરીને તેને ત્રણ દિવસમાં બાંધવા માટે સમર્થ છું.'"
\s5
\v 62 પછી પ્રમુખ યાજક ઊભા થયા અને ઈસુને કહ્યું, "શું તમે ઉત્તર આપવાના નથી? તેઓ તમારા પર આરોપ મૂકવા જે કહી રહ્યા છે તે બાબતો વિષે તમે શું કહો છો?"
\v 63 પરંતુ ઈસુ મૌન રહ્યા. પછી પ્રમુખ યાજકે તેમને કહ્યું, "અમને સત્ય કહેવા માટે હું તમને આદેશ આપું છું; તમે જાણો છો કે સર્વ-શક્તિમાન ઈશ્વર તમને સાંભળી રહ્યા છે: શું તમે મસીહ, ઈશ્વરના દીકરા છે?"
\v 64 ઈસુએ ઉત્તર આપ્યો, "હા, તમે જે કહો છો તે પ્રમાણે છે. પરંતુ હું પણ તમને બધાને આ કહીશ: કોઈક દિવસે તમે માણસના દીકરાને સર્વ-શક્તિમાન ઈશ્વરની જમણી તરફ બેઠેલા અને રાજ કરતા જોશો. તમે તેમને સ્વર્ગમાંથી વાદળો પર આવતા પણ જોશો!"
\s5
\v 65 પ્રમુખ યાજક એટલો બધો ગુસ્સે થયો કે તેણે પોતાનો ઝભ્ભો ફાડ્યો. પછી તેણે કહ્યું, "આ માણસે ઈશ્વરનું અપમાન કર્યું છે! તે ઈશ્વરની સમાન હોવાનો દાવો કરે છે! નિશ્ચે આપણને આ માણસ વિરુદ્ધ બીજા કોઈની સાક્ષીની જરૂર નથી! તેમણે જે કહ્યું તે તમે સાંભળ્યું છે!
\v 66 તમે શું વિચારો છો?" યહૂદી આગેવાનોએ ઉત્તર આપ્યો, "અમારા નિયમો અનુસાર, તે દોષિત છે અને મારી નાખવાને લાયક છે!"
\s5
\v 67 પછી તેઓમાંના કેટલાંક તેમના મુખ પર થૂંક્યા. બીજાઓએ પોતાની મુઠ્ઠીઓ વડે તેમને મુક્કા માર્યા. બીજાઓએ તેમને તમાચા માર્યા
\v 68 અને કહ્યું, "જ્યારે તું મસીહ હોવાનો દાવો કરે છે, તો અમને કહે કે તને કોણે માર્યો!"
\s5
\v 69 પિતર બહાર આંગણામાં બેઠો હતો. ત્યાં એક દાસી તેની પાસે આવી અને તેની સામે જોયું. તેણે કહ્યું, "તું પણ ઈસુ, કે જે ગાલીલના જીલ્લાનો છે તેની સાથે હતો!"
\v 70 પરંતુ જ્યારે ત્યાં દરેક જણ સાંભળતા હતા, ત્યારે તેણે તે નકાર્યું. તેણે કહ્યું, "તું શાના વિષે વાત કરે છે તે હું જાણતો નથી!"
\s5
\v 71 પછી તે આંગણાના પ્રવેશદ્વારની બહાર ગયો. બીજી છોકરી કે જે ચાકર હતી તેણે તેને જોયો અને આસપાસ ઊભેલા લોકોને કહ્યું, "આ માણસ ઈસુ, કે જે નાસરેથનો છે તેની સાથે હતો."
\v 72 પરંતુ પિતરે ફરીથી નકાર કર્યો. તેણે કહ્યું, "જો હું જુઠ્ઠું બોલું તો ઈશ્વર મને શિક્ષા કરો! હું તમને કહું છું, હું તે માણસને જાણતો પણ નથી!"
\s5
\v 73 થોડા સમય પછી, જે લોકો ત્યાં ઊભા રહ્યા હતા તેઓ પિતરની પાસે આવ્યા અને તેને કહ્યું, "તે ચોક્કસ છે કે તું તેઓમાંનો એક છે કે જેઓ તે માણસની સાથે હતા. અમે તારી બોલી પરથી કહી શકીએ છીએ કે તું ગાલીલનો છે."
\v 74 પછી પિતર મોટેથી જાહેર કરવા લાગ્યો કે જો તે જુઠ્ઠું બોલતો હોય તો ઈશ્વર તેને શ્રાપ આપે. તેણે સ્વર્ગમાંના ઈશ્વરને સાક્ષી આપવા કહ્યું કે તે સત્ય બોલતો હતો અને કહ્યું, "હું તે માણસને જાણતો નથી!" તરત જ મરઘો બોલ્યો.
\v 75 પછી પિતરને ઈસુએ તેને જે શબ્દો કહ્યા હતા તે યાદ આવ્યાં, "મરઘો બોલ્યા અગાઉ, તું ત્રણ વખત કહીશ કે તું મને ઓળખતો નથી." અને પિતર ખૂબ જ રડતા રડતા આંગણાની બહાર ગયો કારણ કે તેણે જે કર્યું હતું તેથી તે ઘણો દુઃખી હતો.
\s5
\c 27
\p
\v 1 બીજે દિવસે વહેલી સવારે બધા જ મુખ્ય યાજકો અને યહૂદી વડીલોએ ઈસુને મારી નાખવા માટે રોમનોને કેવી રીતે મનાવવા તે નક્કી કર્યું.
\v 2 પછી તેઓએ તેમના હાથ બાંધ્યા અને તેમને પિલાત, જે રોમન રાજ્યપાલ હતો તેની પાસે લઇ ગયા.
\p
\s5
\v 3 પછી યહૂદા, કે જેણે ઈસુ સાથે વિશ્વાસઘાત કર્યો હતો, તેને ખ્યાલ આવ્યો કે તેઓએ નક્કી કર્યું હતું કે ઈસુએ મરણ પામવું જ જોઈએ. તેથી તેણે જે કર્યું હતું તે વિષે તે ખેદિત થયો. તે ત્રીસ સિક્કા તે મુખ્ય યાજકો અને વડીલો પાસે પાછો લઇ ગયો.
\v 4 તેણે કહ્યું, "મેં પાપ કર્યું છે. મેં જે માણસ નિર્દોષ છે તેની સાથે વિશ્વાસઘાત કર્યો છે." તેઓએ ઉત્તર આપ્યો, "અમારે માટે તેનો કંઈ અર્થ નથી! તે તારો પ્રશ્ન છે!"
\v 5 તેથી યહૂદાએ તે નાણાં લીધા અને તેને ભક્તિસ્થાનના આંગણામાં નાખી દીધાં. પછી તે ગયો અને પોતાને લટકાવી દીધો.
\p
\s5
\v 6 પ્રમુખ યાજકે તે નાણાં લીધાં અને કહ્યું, "આ તે નાણાં છે કે અમે માણસને મારવા માટે ચૂકવ્યાં, અને અમારો નિયમ અમને તે નાણાં ભક્તિસ્થાનના ભંડારમાં મૂકવા મંજૂરી આપતો નથી."
\v 7 તેથી તેઓએ તે નાણાંનો ઉપયોગ એક ખેતર ખરીદવા માટે કર્યો કે જે કુંભારનું ખેતર કહેવાતું હતું. તે ખેતરને તેમણે એવું સ્થળ બનાવ્યુ કે જ્યાં તેઓ યરુશાલેમમાં જેઓ અજાણ્યા હોય તેમને દફનાવે.
\v 8 તેથી તે સ્થળ હજુ પણ "લોહીનું ખેતર" કહેવાય છે.
\s5
\v 9 તે ખેતર ખરીદવા દ્વારા, યર્મિયા પ્રબોધકે ઘણા સમય અગાઉ જે લખ્યું હતું તેને તેઓએ સત્ય ઠરાવ્યું: "તેમણે ચાંદીના ત્રીસ સિક્કા લીધા કે જે તેમને માટે ઇઝરાયલના આગેવાનોએ જે કિંમત નક્કી કરી તે એ હતી
\v 10 અને તે નાણાંથી તેમણે કુંભારનું ખેતર ખરીદ્યું. પ્રભુએ મને જે આદેશ આપ્યો હતો તે પ્રમાણે તેમણે કર્યું."
\p
\s5
\v 11 પછી ઈસુ રાજ્યપાલની સામે ઊભા રહ્યા. રાજ્યપાલે તેમને પૂછ્યું, "શું તું કહે છે કે તું યહૂદીઓનો રાજા છે?" ઈસુએ ઉત્તર આપ્યો, "હા, તેં જે પ્રમાણે કહ્યું તે તેમ જ છે."
\p
\v 12 પરંતુ જ્યારે મુખ્ય યાજકો અને વડીલોએ ઈસુ પર ઘણી ખોટી બાબતો કરવાનો આરોપ મૂક્યો, ત્યારે તેમણે ઉત્તર ન આપ્યો.
\v 13 તેથી પિલાતે તેમને કહ્યું, "તું સાંભળે છે કે તેઓ તારા પર કેટલી બધી બાબતો વિષે આરોપો મૂકે છે; શું તું ઉત્તર નહિ આપે?"
\v 14 પરંતુ ઈસુએ કંઈ પણ કહ્યું નહિ. તેમણે જે બાબતો કે જેના વિષે તેઓ તેમના પર આરોપો મૂકતા હતા તે વિષે કંઈ જ ઉત્તર આપ્યો નહિ. તેના પરિણામે, તે રાજ્યપાલ ઘણું જ આશ્ચય પામ્યો.
\p
\s5
\v 15 હવે રાજ્યપાલનો એવો રિવાજ હતો કે દર વર્ષે પાસ્ખાપર્વની ઉજવણી દરમિયાન એક વ્યક્તિ કે જે જેલમાં હોય તેને મુક્ત કરવો. લોકો ઇચ્છે તેવા કોઇપણ કેદીને તે મુક્ત કરતો.
\v 16 તે સમયે યરુશાલેમમાં એક પ્રખ્યાત કેદી હતો જેનું નામ બારાબાસ હતું.
\s5
\v 17 તેથી જ્યારે ટોળું એકઠું થયું, ત્યારે પિલાતે તેઓને પૂછ્યું, "તમારા માટે હું કયા કેદીને મુક્ત કરું: બારાબાસને કે ઈસુ, જેને તેઓ મસીહ કહે છે તેને?"
\v 18 તેણે તે પ્રશ્ન પૂછ્યો કારણ કે તેને ખ્યાલ આવ્યો કે મુખ્ય યાજકોને ઈસુની અદેખાઈ આવતી હતી માટે તેઓ ઈસુને તેની પાસે લાવ્યા હતા. અને પિલાતે વિચાર્યું કે ટોળું એવું પસંદ કરશે કે તે ઈસુને મુક્ત કરે.
\p
\v 19 જ્યારે પિલાત ન્યાયાધીશની બેઠક પર બેઠો હતો, ત્યારે તેની પત્નીએ તેને આ સંદેશ મોકલ્યો: "આજે વહેલી સવારે તે વ્યક્તિના કારણે મને ખરાબ સ્વપ્ન આવ્યું હતું. તેથી તે ન્યાયી વ્યક્તિને દોષિત ઠરાવીશ નહિ!"
\p
\s5
\v 20 પરંતુ મુખ્ય યાજકો અને વડીલોએ ટોળાને સમજાવ્યું કે તેઓ પિલાતને બારાબાસને મુક્ત કરવા અને ઈસુને મારી નાખવાનો હુકમ આપવા માટે કહે.
\v 21 તેથી જ્યારે રાજ્યપાલે તેઓને પૂછ્યું, "બેમાંથી જે વ્યક્તિને હું તમારા માટે મુક્ત કરું તે વિષે તમે શું ઇચ્છો છો?" તેઓએ ઉત્તર આપ્યો, "બારાબાસને!"
\v 22 પિલાતે તેઓને પૂછ્યું, "તો ઈસુ કે જેઓને તમારામાંના કેટલાંક મસીહ કહે છે તેને હું શું કરું?" તે બધાએ જવાબ આપ્યો, "હુકમ આપ કે તારા સૈનિકો તેને વધસ્તંભે જડાવે!"
\s5
\v 23 પિલાતે ઉત્તર આપ્યો, "શા માટે? તેમણે શો ગુનો કર્યો છે?" પરંતુ તેઓએ હજુ મોટેથી બૂમો પાડી, "તેને વધસ્તંભે જડાવો!"
\p
\v 24 પિલાતને લાગ્યું કે તે કંઈ પણ ઉકેલ લાવી શકતો ન હતો. તેનાથી ઊલટું તેણે જોયું કે લોકો હુલ્લડ કરવાની શરૂઆત કરી રહ્યા હતા. તેથી તેણે પાણીની કથરોટ લીધી અને ટોળાની નજર સામે પોતાના હાથ ધોયા. તેણે કહ્યું, "મારા હાથ ધોવા દ્વારા હું દર્શાવી રહ્યો છું કે જો તે વ્યક્તિ મરણ પામે, તો તે તમારો વાંક છે, મારો નહિ!"
\s5
\v 25 અને બધા જ લોકોએ જવાબ આપ્યો, "તેના મરણ માટે અમે, અને અમારાં બાળકો પણ, અપરાધી ઠરો!"
\v 26 પછી તેણે તેના સૈનિકોને લોકો માટે બારાબાસને મુક્ત કરવા માટે હુકમ આપ્યો. પરંતુ તેણે હુકમ આપ્યો કે તેના સૈનિકો ઈસુને કોરડા મારે. અને પછી તેણે ઈસુને સૈનિકોને સોંપી દીધા કે જેથી તેઓ ઈસુને વધસ્તંભે જડે.
\p
\s5
\v 27 પછી રાજ્યપાલના સૈનિકો ઈસુને સૈનિક છાવણીમાં લઇ ગયા. આખુ સૈન્યદળ તેમની આસપાસ એકઠું થયું.
\v 28 તેઓએ તેમના વસ્ત્રો ખેંચી કાઢ્યા, અને તેઓ રાજા હોય તેવો ડોળ કર્યો, અને તેમને લાલ તેજસ્વી લાંબો ઝભ્ભો પહેરાવ્યો.
\v 29 તેઓએ કાંટા સહિત કેટલીક ડાળીઓ લીધી અને મુગટ બનાવવા માટે તેમને ગૂંથીને તેને તેમના માથા પર મૂકી. તેઓએ તેમના જમણા હાથમાં જેમ રાજા પોતાનો રાજદંડ પકડે છે તેવી લાકડી મૂકી. પછી તેઓ તેમની આગળ ઘૂંટણે નમ્યા અને તેમની મશ્કરી કરતા, કહ્યું, "યહૂદીઓના રાજાને સલામ!"
\s5
\v 30 તેઓ તેમના પર થૂંકતા રહ્યા. તેઓએ સોટી લીધી અને તેના વડે તેમના માથા પર મારતા રહ્યા.
\v 31 જ્યારે તેઓએ તેમની મશ્કરી કરવાનું પૂરું કર્યું, ત્યારે તેઓએ તેમનો લાંબો ઝભ્ભો ઉતારી લીધો અને તેમના પોતાના વસ્ત્રો પહેરાવ્યા. પછી તેઓ તેમને જે સ્થળે વધસ્તંભે જડવાના હતા ત્યાં લઇ ગયા.
\p
\s5
\v 32 ઈસુએ તેમનો વધસ્તંભ થોડા અંતર માટે ઊંચક્યા પછી, સૈનિકોએ સિમોન નામના માણસને જોયો, કે જે કુરેની શહેરનો હતો. તેઓએ તેને ઈસુ માટે વધસ્તંભ ઊંચકવા ફરજ પાડી.
\v 33 તેઓ ગલગથા નામની એક જગ્યા પાસે આવ્યા. તે નામનો અર્થ "ખોપરીની જગ્યા" એવો થાય છે.
\v 34 જ્યારે તેઓ ત્યાં ગયા, ત્યારે તેઓએ દ્રાક્ષારસ સાથે કંઇક જે ખૂબ કડવું લાગે તે ભેળવ્યું. તેઓએ ઈસુને તે પીવા માટે આપ્યું કે જેથી તેઓ જ્યારે તેમને વધસ્તંભે જડે ત્યારે તેઓ ખૂબ પીડા અનુભવે નહિ. પરંતુ જ્યારે તેમણે તે ચાખ્યું, ત્યારે તેમણે તે પીવાની ના પાડી. કેટલાક સૈનિકોએ તેમના વસ્ત્રો લઇ લીધા.
\s5
\v 35 પછી તેઓએ તેમને વધસ્તંભે જડી દીધા. ત્યારપછી, તેઓએ તેમના વસ્ત્રો પાસા વડે જુગાર રમીને અરસપરસ વહેંચી લીધા કે જેથી દરેકને એક ટુકડો મળે.
\v 36 પછી કોઈ વ્યક્તિ તેમને બચાવવાનો પ્રયત્ન કરે તો તેને રોકવા માટે સૈનિકો ત્યાં તેમની ચોકી કરવા બેઠા.
\v 37 તેઓએ વધસ્તંભ પર ઈસુના માથાની ઉપર એક નિશાની બાંધી કે જેના પર તેઓને શા માટે વધસ્તંભે જડવામાં આવ્યા હતા તે લખ્યું હતું. પરંતુ જે તેના પર લખ્યું હતું તે એવું જણાવતું હતું કે, 'આ યહૂદીઓના રાજા ઈસુ છે.'
\s5
\v 38 તેઓએ બે લુંટારાઓને પણ વધસ્તંભે જડ્યા. તેઓએ એક વધસ્તંભ ઈસુની જમણી બાજુ અને બીજો ડાબી બાજુ પર મૂક્યો.
\v 39 જાણે કે તેઓ દુષ્ટ માણસ હોય તેમ જે લોકો પસાર થતા હતા તેઓ પોતાના માથાં હલાવીને તેમનું અપમાન કરતા હતા.
\v 40 તે લોકોએ કહ્યું, "તેં કહ્યું કે તું ભક્તિસ્થાનનો નાશ કરીને ત્રણ દિવસમાં તેને ફરીથી બાંધીશ! જો તું તે કરી શકતો હોય, તો તું પોતાને બચાવવા સમર્થ હોવો જોઈએ! જો તું ઈશ્વરનો દીકરો હોય, તો વધસ્તંભ પરથી નીચે ઊતરી આવ!"
\p
\s5
\v 41 તેવી જ રીતે, મુખ્ય યાજકો, જે વ્યક્તિઓ યહૂદી નિયમો શીખવતા હતા તેઓ, અને વડીલોએ તેમની મશ્કરી કરી. તેઓએ ઘણી બાબતો કહી જેવી કે,
\v 42 "તેણે બીજાઓને તેમની બીમારીમાંથી બચાવ્યા, પરંતુ તે પોતાને સહાય કરી શકતો નથી!" "તે કહે છે કે તે ઇઝરાયલનો રાજા છે. તેથી તેણે વધસ્તંભ પરથી નીચે ઊતરી આવવું જોઈએ. પછી અમે તેના પર વિશ્વાસ કરીશું!"
\s5
\v 43 "તે કહે છે કે તે ઈશ્વર પર ભરોસો રાખે છે, અને તે એવી વ્યક્તિ છે કે જે ઈશ્વર પણ છે. તેથી જો ઈશ્વર તેનાથી પ્રસન્ન હોય, તો ઈશ્વરે તેને હમણાં જ બચાવવો જોઈએ!"
\v 44 અને બે લૂંટારાઓ કે જેઓ તેમની સાથે વધસ્તંભો પર હતા તેઓએ પણ તેવી જ બાબતો કહીને તેમનું અપમાન કર્યું.
\p
\s5
\v 45 બપોરે આખી ભૂમિ પર અંધારું થઇ ગયું. બપોરના ત્રણ વાગ્યા સુધી અંધારું જ રહ્યું.
\v 46 આશરે ત્રણ વાગ્યે ઈસુએ મોટેથી બૂમ પાડી, "એલી, એલી, લમા શબકથની?" તેનો અર્થ છે, "મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને શા માટે મૂકી દીધો છે?"
\v 47 જ્યારે ત્યાં ઊભેલા કેટલાક લોકોએ "એલી" શબ્દ સાંભળ્યો, ત્યારે તેઓએ વિચાર્યું કે તેઓ એલિયા પ્રબોધકને બોલાવી રહ્યા છે.
\s5
\v 48 તરત જ તેઓમાંનો એક દોડ્યો અને વાદળી લઇ આવ્યો. તે તેણે ખાટા દ્રાક્ષારસથી ભરી. પછી તેણે તે વાદળી એક લાકડીની ટોચ પર મૂકી અને ઊંચી કરી કે જેથી ઈસુ તેમાં જે દ્રાક્ષારસ હતો તે ચૂસી શકે.
\v 49 પરંતુ જે બીજા લોકો ત્યાં હતા તેઓએ કહ્યું, "થોભો! ચાલો આપણે જોઈએ કે એલિયા તેને બચાવવા આવે છે કે નહિ!"
\v 50 પછી ઈસુએ ફરીથી મોટેથી બૂમ પાડી અને ઈશ્વરને પોતાનો આત્મા સોંપીને તેઓ મરણ પામ્યા.
\s5
\v 51 તે સમયે ભારે જાડો પડદો જે ભક્તિસ્થાનના પરમપવિત્ર સ્થાનને ઢાંકતો હતો તે ઉપરથી નીચે સુધી બે ટુકડાઓમાં ચિરાઈ ગયો. પૃથ્વી હાલી, અને કેટલાક મોટા પથ્થરોના ચિરાઈને બે ભાગ થઇ ગયા.
\v 52 કબરો ખૂલી ગઈ, અને ઘણા લોકોનાં શરીરો કે જેઓએ ઈશ્વરને માન આપ્યું હતું તેઓ જીવિત થઇ ગયા.
\v 53 તેઓ કબરોની બહાર આવી ગયા, અને ઈસુના સજીવન થયા પછી, તેઓ યરુશાલેમમાં ગયા અને ત્યાં ઘણા લોકોને દેખાયા.
\p
\s5
\v 54 જે સૈનિકોએ ઈસુને વધસ્તંભે જડ્યા હતા તેઓની ઉપર નજર રાખતો એક અધિકારી નજીકમાં ઊભો હતો. તેના સૈનિકો કે જેઓ વધસ્તંભની ચોકી કરતા હતા તેઓ પણ ત્યાં જ હતા. જ્યારે તેમને ધરતીકંપ અનુભવ્યો અને બીજી બાબતો બનતી જોઈ, ત્યારે તેઓ ગભરાયા. તેઓએ કહ્યું, "ખરેખર તેઓ ઈશ્વરના દીકરા હતા!"
\p
\v 55 ત્યાં ઘણી સ્ત્રીઓ થોડા અંતરેથી જોઈ રહી હતી. તેઓ એ સ્ત્રીઓ હતી કે જેઓ ઈસુની જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવા માટે ગાલીલથી તેમની સાથે હતી.
\v 56 આ સ્ત્રીઓમાં મગ્દલાની મરિયમ, યાકૂબની તથા યોસેની મા મરિયમ અને યાકૂબ તથા યોહાનની મા હતી.
\p
\s5
\v 57 જ્યારે લગભગ સાંજ પડી, ત્યારે યૂસફ નામનો એક ધનવાન માણસ ત્યાં આવ્યો. તે અરિમથાઈ નગરનો હતો. તે પણ ઇસુનો શિષ્ય હતો.
\v 58 તે પિલાત પાસે ગયો અને પિલાતને ઈસુનું શરીર લઇને દફનાવવા માટે પરવાનગી માંગી. પિલાતે તેના સૈનિકોને તેને શરીર લઇ જવા માટે પરવાનગી આપવા હુકમ આપ્યો.
\s5
\v 59 તેથી યૂસફ અને બીજાઓએ શરીર લઇને તેને સ્વચ્છ સફેદ કપડાંમાં લપેટ્યુ.
\v 60 પછી તેઓએ તેને યૂસફની પોતાની નવી કબર કે જેને કામદારોએ પથ્થરના ખડકમાં ખોદી કાઢી હતી તેમાં મૂક્યું. તેઓએ કબરના પ્રવેશદ્વાર આગળ એક મોટો સપાટ ગોળાકાર પથ્થર ગબડાવી દીધો. પછી તેઓ ચાલ્યા ગયા.
\v 61 મગ્દલાની મરિયમ તથા બીજી મરિયમ ત્યાં કબરની સામેની બાજુએ બેસીને આ બધું જોઈ રહી હતી.
\p
\s5
\v 62 બીજો દિવસ શનિવાર એટલે કે યહૂદી વિશ્રામનો દિવસ હતો. મુખ્ય યાજકો અને કેટલાક ફરોશીઓ પિલાત પાસે ગયા.
\v 63 તેઓએ કહ્યું, "સાહેબ, અમને યાદ છે કે જ્યારે તે છેતરનાર જીવતો હતો, ત્યારે તેણે કહ્યું હતું, 'મારા મરણના ત્રણ દિવસ પછી હું સજીવન થઈશ.'
\v 64 તેથી અમે તમને સૈનિકોને ત્રણ દિવસ માટે કબરની ચોકી કરવાનો હુકમ આપવા માટે કહીએ છીએ. જો તમે તેમ નહિ કરો, તો તેના શિષ્યો કદાચ આવીને તેનું શરીર ચોરી જશે. પછી તેઓ લોકોને એમ કહી શકે કે ઈસુ સજીવન થયા છે. જો તેઓ આવું કહીને લોકોને છેતરે તો, તે તો તેઓ અગાઉ છેતરતા હતા તેના કરતાં પણ ખરાબ થશે."
\s5
\v 65 પિલાતે ઉત્તર આપ્યો, "તમે કેટલાક સૈનિકોને લઇ જઈ શકો છો. કબરે જાઓ અને તમને લાગે તેટલી રીતે તેને સુરક્ષિત બનાવો."
\v 66 તેથી તેઓ ગયા અને કબરના પ્રવેશદ્વાર આગળના પથ્થરને દોરડાથી ખડકની બંને બાજુએ બાંધીને બંધ કરીને કબરને સુરક્ષિત બનાવી. તેઓએ ત્યાં કેટલાક સૈનિકોને પણ કબરની ચોકી કરવા માટે રહેવા દીધા.
\s5
\c 28
\p
\v 1 વિશ્રામવાર પૂરો થયા પછી, રવિવારની સવારે પરોઢિયે, મગ્દલા નગરની મરિયમ તથા બીજી મરિયમ ઈસુની કબરને જોવા ગઈ.
\v 2 ત્યારે મોટો ધરતીકંપ થયો કારણ કે ઈશ્વરનો દૂત સ્વર્ગમાંથી નીચે આવ્યો. તે કબર પાસે ગયો અને પથ્થરને પ્રવેશદ્વારથી દૂર ગબડાવી દીધો. પછી તે પથ્થર પર બેઠો.
\s5
\v 3 તેનું શરીર વીજળી જેવું તેજસ્વી હતું અને તેના વસ્ત્રો બરફ જેવા સફેદ હતા.
\v 4 ચોકીદારો ધ્રુજી ગયા કારણ કે તેઓ ખૂબ ગભરાયા હતા, અને તેઓ મૃત માણસોની જેમ નીચે પડી ગયા.
\p
\s5
\v 5 દૂતે તે બે સ્ત્રીઓને કહ્યું, "તમારે ગભરાવું જોઈએ નહિ! હું જાણું છું કે જેમને વધસ્તંભે જડવામાં આવ્યા હતા તે ઈસુને તમે શોધો છો.
\v 6 તેઓ અહીં નથી! જેમ ઈસુએ તમને કહ્યું હતું કે ઈશ્વર કરશે તેમ જ ઈશ્વરે તેમને સજીવન કર્યા છે! અહીં આવો અને જ્યાં તેમનું શરીર મુકેલું હતું તે જગા જુઓ!
\v 7 તેથી જલદી જાઓ અને તેમના શિષ્યોને કહો, 'તેઓ મરણમાંથી ઉઠ્યા છે! તેઓ તમારી અગાઉ ગાલીલના જીલ્લામાં જશે. તમે તેમને ત્યાં જોશો.' મેં તમને જે કીધું છે તે ધ્યાનમાં રાખજો!"
\p
\s5
\v 8 તેથી સ્ત્રીઓ ઝડપથી કબરેથી ગઈ. તેઓ ગભરાયેલી હતી, પરંતુ તેઓ ઘણી આનંદીત પણ હતી. જે બન્યું હતું તે શિષ્યોને કહેવા તેઓ દોડી ગઈ.
\v 9 અચાનક, જ્યારે તેઓ દોડતા હતા, ત્યારે ઈસુ તેમને દેખાયા. તેઓએ કહ્યું, "તમને સલામ!" સ્ત્રીઓ તેમની નજીક આવી. તેઓ ઘૂંટણે પડી અને તેમના પગ પકડીને તેમની આરાધના કરી.
\v 10 પછી ઈસુએ તેઓને કહ્યું, "ગભરાશો નહિ! જાઓ અને મારા સર્વ શિષ્યોને કહો કે તેઓ ગાલીલમાં જાય. તેઓ મને ત્યાં જોશે."
\p
\s5
\v 11 જ્યારે સ્ત્રીઓ જઈ રહી હતી, ત્યારે કેટલાક સૈનિકો કે જેઓ કબરની ચોકી કરતા હતા તેઓ શહેરમાં ગયા. તેઓએ જે બધુ બન્યું હતું તેનો અહેવાલ મુખ્ય યાજકોને આપ્યો.
\v 12 તેથી મુખ્ય યાજકો અને યહૂદી વડીલો ભેગા મળ્યા. તેઓએ કબર કેમ ખાલી હતી તે સમજાવવાના રસ્તા વિષે વિચાર્યું. તેઓએ સૈનિકોને લાંચ તરીકે ઘણાં નાણાં આપ્યાં.
\v 13 તેઓએ કહ્યું, "લોકોને કહો, 'રાત્રિ દરમિયાન તેના શિષ્યો આવ્યા અને જ્યારે અમે ઊંઘતા હતા ત્યારે તેનું શરીર ચોરી ગયા.'
\s5
\v 14 જો રાજ્યપાલ આ વિષે સાંભળશે, તો અમે પોતે ખાતરી રાખીશું કે તે ગુસ્સે ન થાય અને તમને શિક્ષા ન કરે. તેથી તમારે ચિંતા કરવી નહિ."
\v 15 તેથી સૈનિકોએ નાણાં લીધાં અને તેમને જેમ કહેવામાં આવ્યું હતુ તેમ કર્યું. અને આજ દિવસ સુધી આ વાત યહૂદીઓ મધ્યે કહેવામાં આવે છે.
\p
\s5
\v 16 પછી અગિયાર શિષ્યો ગાલીલના જીલ્લામાં ગયા. જ્યાં ઈસુએ તેમને જવાનું કહ્યું હતું ત્યાં પર્વત પર તેઓ ગયા.
\v 17 તેઓએ તેમને ત્યાં જોયા અને તેમની આરાધના કરી. પરંતુ કેટલાકે શંકા કરી કે તેઓ ખરેખર ઈસુ હતા અને સજીવન થયા હતા.
\s5
\v 18 પછી ઈસુ તેઓની નજીક આવ્યા અને તેઓને કહ્યું, "મારા પિતાએ મને સ્વર્ગમાંની અને પૃથ્વી પરની દરેક બાબતો અને વ્યક્તિઓ પર સર્વ અધિકાર આપ્યો છે.
\v 19 તેથી જાઓ, અને સર્વ લોકજાતિઓના લોકોને મારો સંદેશ શીખવવા માટે મારા અધિકારનો ઉપયોગ કરો કે જેથી તેઓ મારા શિષ્યો બને. તેઓને પિતા, પુત્ર અને પવિત્ર આત્માના અધિકાર હેઠળ રહેવા બાપ્તિસ્મા આપો.
\s5
\v 20 મેં તમને જે આજ્ઞાઓ આપી છે તે સર્વ પાળવા માટે તેઓને શીખવો. અને યાદ રાખો કે આ યુગના અંત સુધી, હું હંમેશા તમારી સાથે છું."