# 1 કરિંથીઓનો પત્ર 04 સામાન્ય નોંધો ## આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો ### અભિમાન કરિંથીઓ અભિમાની હોવાની સાથે પ્રેરીતો નમ્ર હોવાનો પાઉલ વિરોધાભાસ દર્શાવે છે. કરિંથના વિશ્વાસીઓ પાસે અભિમાન કરવાનું કોઈ કારણ નહોતું. તેમની પાસે જે બધુ હતું અને તેઓ જે હતા તે સર્વ ઈશ્વરની એક ભેટ હતી. (જુઓ: [[rc://*/tw/dict/bible/kt/apostle]]) ## આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર ### રૂપકો પાઉલ આ અધ્યાયમાં ઘણા રૂપકોનો ઉપયોગ કરે છે. તે પ્રેરિતોને સેવકો તરીકે વર્ણવે છે. પાઉલ વિજયકૂચની વાત કરે છે જ્યાં પ્રેરિતો કેદીઓ છે અને તેઓની હત્યા કરવામાં આવશે. તે સજા માટે લાકડીનો ઉપયોગ કરે છે. તે પોતાને તેમના પિતા કહે છે કારણ કે તે તેઓનો ""આત્મિક પિતા"" છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]] અને [[rc://*/tw/dict/bible/kt/spirit]]) ### વક્રોક્તિ પાઉલ કરિંથીઓને અભિમાની હોવાને લીધે શરમાવવા માટે વક્રોક્તિનો ઉપયોગ કરે છે. કરિંથના વિશ્વાસીઓ શાસન કરી રહ્યા છે પરંતુ પ્રેરિતો યાતના ભોગવી રહ્યા છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-irony]]) ### અલંકારિક પ્રશ્નો પાઉલ આ અધ્યાયમાં ઘણા અલંકારિક પ્રશ્નોનો ઉપયોગ કરે છે. તે કરિંથીઓને શીખવે છે ત્યારે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ભાર મૂકવા માટે તે તેનો ઉપયોગ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)