# 2 પિતર 01 સામાન્ય નોંધો ## માળખું અને ગોઠવણી પિતર 1-2 કલમોમાં આ પત્રનૉ ઔપચારિક પરિચય રજૂ કરે છે. પ્રાચીન પૂર્વના નજીકના દેશોમાં લેખકો ઘણીવાર આ રીતે પત્રોની શરુઆત કરતા હતા. ## આ પત્રના વિશિષ્ટ ખ્યાલો ### ઈશ્વરનું જ્ઞાન ઈશ્વરનું જ્ઞાન હોવું એટલે કે ઈશ્વરના હોવું, અથવા તેમની સાથે સંબંધ હોવો. અહિંયા ""જ્ઞાન""નો અર્થ એવો થાય કે મગજમાં ઈશ્વરનું જ્ઞાન હોય તે કરતાં કંઇ વિશેષ. એ એવું જ્ઞાન છે જે દ્વારા ઈશ્વર લોકોને બચાવે છે અને તેને કૃપા તેમજ શાંતિ આપે છે. (જુઓ: [[rc://*/tw/dict/bible/other/know]]) ### ઈશ્વરમય જીવન જીવવું પિતર શિક્ષણ આપે છે કે ઈશ્વરે તેના લોકોને ઈશ્વરમય જીવન જીવવા માટેની સર્વ જરૂરી બાબતો આપી છે. તેથી, વિશ્વાસીઓએ ઈશ્વરને વધુને વધુ આધીન થવા સઘળું કરી છૂટવું. જો વિશ્વાસીઓ આ કરવાનું ચાલુ રાખશે, તો તેઓ ઈસુ સાથેના સંબંધ દ્વારા અસરકારક અને ફળવંત થશે. તોપણ, જો વિશ્વાસીઓ ઈશ્વરમય જીવન જીવવાનું ચાલુ રાખતા નથી, તો તેઓ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરે તેમને બચાવવા માટે કરેલા કાર્યોને ભૂલી ગયા છે. (જુઓ: [[rc://*/tw/dict/bible/kt/godly]] અને [[rc://*/tw/dict/bible/kt/save]]) ## આ પત્રમાં અનુવાદમાં નડતી અન્ય સંભવિત મુશ્કેલીઓ ### શાસ્ત્રનું સત્ય પિતર શીખવે છે કે શાસ્ત્રમાં આપેલ ભવિષ્યવાણીઓ મનુષ્યપ્રેરિત નથી. પવિત્ર આત્માએ માણસૉને ઈશ્વરનો સંદેશો પ્રગટ કર્યો જે તેઓ બોલ્યા અથવા લખી લીધો. ઉપરાંત, પિતર અને બીજા પ્રેરિતોએ ઈસુ વિષે વાર્તાઓ બનાવીને લોકોને કહી નથી. તેઓ ઈસુએ કરેલાં કામોના સાક્ષીઓ છે તેમજ ઇસુ મારો વ્હાલો દીકરો છે એમ કહેતાં ઈશ્વરને સાંભળ્યા છે.