# અમે ત્યાંથી દરિયાઈ મુસાફરીએ આગળ વધ્યા અહિયાં “અમે” એટલે પાઉલ, લુક અને તેઓના સાથીદારો” # ખિયોસ ટાપુ ખિયોસ ટાપુ હાલના તુર્કી ના એજિયન દરિયા કિનારાનો વિસ્તાર છે. # સામોસના ટાપુઓમાં થઈને પહોચ્યાં સામોસ એ ખિયોસની દક્ષીણે આવેલો ટાપુ છે અને તે એજિયન સમુદ્રના દરિયા કિનારે આવેલો વિસ્તાર છે જ્યાં હાલનું તુર્કી છે. બીજી રીતે તેનો આવો અનુવાદ થઇ શકે “અમે સામોસના ટાપુઓ સુંધી આવી પહોચ્યાં.” # મિલેતસ શહેર મિલેતસ એ બંદર શહેર હતું જે એશિયા માઈનોર પશ્ચિમમાં આવેલું હતું. તે મીન્દેર નદીના મુખ પાસે આવેલું શહેર હતું. # પાઉલે એફેસસને બાજુ પર મુકીને હંકારવાનો નિર્ણય કર્યો હતો પાઉલ જયારે પસાર થયો ત્યારે એફેસસના બંદર શહેર તેની દક્ષીણેથી ગયા જેથી તે મિલેતસમાં થોભી શકે.