# પાઉલ “પાઉલ તરફથી.” તમારી ભાષામાં લેખકના પત્રને પ્રગટ કરવાની કોઈ ખાસ રીત હશે. આ રીતે પણ ભાષાંતર કરી શકાય “હું, પાઉલ, આ પત્ર લખ્યો છે.” # ઈશ્વરનો દાસ અને ખ્રિસ્ત ઈસુનો પ્રેરિત આ વાક્ય “હું” ગર્ભિત છે (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ). એ નવા વાક્ય સાથે સ્પષ્ટ કરી શકાય છે: “હું ઈશ્વરનો દાસ અને ખ્રિસ્ત ઈસુનો પ્રેરિત.” # વિશ્વાસ સ્થાપિત કરવો આ અલગ વાક્ય હોઈ શકે છે: “હું વિશ્વાસ સ્થાપવા કાર્ય કરુ છું’ અથવા “હું વિશ્વાસ વૃદ્ધિ કાર્ય કરું છું.” # ઈશ્વરના પસંદ કરેલા છે “ ઈશ્વરના પસંદ કરેલા લોક” અથવા “લોકો જે ઈશ્વર દ્વારા પસંદ કરાયા છે” # સ્થાપવા “સ્થાનમાં સ્થિર રીતે ગોઠવવું” # જે ભક્તિભાવ સાથે સહમત થાય છે “તે ઈશ્વરના નિયમો સાથે સહમત થાય છે” અથવા “જે પવિત્ર લોકો માટે સારું છે” # ઈશ્વર જે જૂઠ વગરના છે “ઈશ્વર જે કદી જૂઠું બોલતા નથી” # દરેક યુગ પહેલા “સમય આવતા પહેલા” # યોગ્ય સમયે “યોગ્ય સમય સાથે” # તેણે મારાં પર ભરોશો મૂક્યો બચાવવા માટે આ રીતે ભાષાંતર કરી શકાય “મને પ્રગટ કરવાનું સોપવામાં આવ્યું છે” અથવા “તેણે મને પ્રગટ કરવાની જવાબદારી આપી છે.” # ઈશ્વર આપણા ઉધ્ધારકર્તા “ઈશ્વર, જેમણે આપણને બચાવ્યા છે” (જુઓ: યુ ડી બી)