# કેમકે ઈબ્રાહિમને અને તેના વંશજોને વચન આપવામાં આવ્યું હતું કે તેઓ જગતના વારસ થશે. સક્રિય ક્રિયાપદ સાથે આનું ભાષાંતર આવું થાય : કેમકે દેવે ઇબ્રાહિમ અને તેના વંશજોને વચન આપ્યુકે તેઓ જગતનો વારસો મેળવશે. (જુઓ : સક્રિય કે નિષ્ક્રિય ) # પરંતુ વિશ્વાસના ન્યાયીપણા દ્વારા " દેવે વચન આપ્યું" એ શબ્દો આ વાક્યમાંથી કાઢી નાખ્યા છે પણ તે વાક્ય પાછળ છે એમ સમજવામાં આવે છે. વૈકલ્પિક ભાષાંતર : " પરંતુ દેવે વચન આપ્યુકે તે વિશ્વાસથી ન્યાયી ગણશે." (જુઓ : ) # જો નિયમને માનનારા વારસ હોય તો વૈકલ્પિક ભાષાંતર : " જો એમ હોય કે જેઓ નિયમને આધીન છે તેઓ પૃથ્વીનો વરસો મેળવશે. # વિશ્વાસએ નિરર્થક અને વચન નકામું છે " વિશ્વાસની કોઈ કિમત નથી અને વચન પણ અર્થહીન છે. # પરંતુ જ્યાં નિયમ નથી ત્યાં ઉલ્લંઘન પણ નથી. " પરંતુ જયારે નિયમ જ નથી તો પછી ત્યાં એવું કશું નથી કે જેનું પાલન ન થાય/કરવામાં આવે." આનું હકારાત્મક વિધાનમાં આ રીતે ભાષાંતર થાય : " કારણકે જ્યાં નિયમ હોય છે ત્યાં લોકો તેને તોડે જ છે. " ( જુઓ : )