# આખું જગત આ અતિશયોક્તિ છે અને જે જગતને તેઓ જાણે છે તેને દર્શાવે છે, અહીના સંદર્ભમાં તે જગત રોમન સામ્રાજ્ય છે. # માટે દેવ મારો સાક્ષી છે પાઉલ ભારપૂર્વક ઉમેરવા માંગે છે કે તે તેમને માટે પ્રામાણિકતાથી પ્રાર્થના કરે છે અને દેવે તેને પ્રાર્થના કરતા જોયો છે. ઘણીવાર "માટે" શબ્દનુ ભાષાંતર કરવામાં આવતું નથી. # હું તમારું સ્મરણ કરું છું " હું તમારી માટે દેવને વાત કરું છું " # મારી પ્રાર્થનાઓમાં હંમેશા વિંનંતી કરું છું કે... હું સફળ થાઉં...તમારી પાસે આવી શકું તે માટે " જયારે પણ હું પ્રાર્થના કરું છુ, હું દેવને કહું છું કે ... હું સફળ થાઉં .. તમારી મુલાકાત કરવામાં. # કોઈપણ રીતે " જે પણ રસ્તો દેવ મંજુર કરે " # આખરે " છેવટે " અથવા " છેલ્લે " અથવા " અંતમાં " # દેવની ઇચ્છા દ્વારા " કારણકે દેવ તેની ઈચ્છા રાખે છે "