# મારી પાસે બધી બાબતો ભરપૂરીપણામાં છે, હું ભરાયેલો છું "મને જેની જરૂર છે તે છે અને વધારે છે" # તેઓ સુગંધીદાર ધૂપ છે, ઈશ્વરને પ્રસન્ન કરનાર માન્ય અર્પણ છે. પાઉલ ફિલ્લીપીની મંડળીના દાનને જુના કરારના બલિદાન સાથે સરખાવે છે. યાજક અર્પણને બાળે છે અને તે ઈશ્વરને પ્રસન્ન કરનાર સુગંધ હોય છે. પાઉલ ભાર મુકે છે કે મંડળીનું દાન પ્રભુ માટે ઘણું કિંમતી હોય છે. આ રીતે ભાષાંતર કરી શકાય "હું તમને ખાતરી આપું છું કે આ દાનો પ્રભુને ઘણા પ્રસન્ન કરનારા છે" (જુઓ:રૂપક) # તમારી દરેક જરૂરત પુરી પાડશે "તમને જે જરૂર છે તે સર્વ પૂરું પાડશે" # ખ્રિસ્ત ઈસુમાં મહિમાની સંપત પ્રમાણે આ રીતે ભાષાંતર કરી શકાય "તેના મહિમાવંત જે ખ્રિસ્ત ઇસુમાં તે આપે છે." # હવે આપણો ઈશ્વર "હવે" શબ્દ પ્રાર્થનાના અંતની નોંધ લે છે અને પત્રના વિભાગની અંતની નોંધ લે છે.