# ભાઈઓ, મારી સાથે જોડાઓ પાઉલ એ ભાવ વ્યક્ત કરે છે કે તે ફિલ્લીપ્પીના વિશ્વાસીઓને ખ્રિસ્તમાં તેના ભાઈ ગણે છે. # મને અનુસરો "હું જે કરું તે કરો" અથવા "હું જેમ જીવું તેમ જીવો" # નજીકથી જુઓ "ની તરફ કાળજીપૂર્વક જુઓ" # તેઓ જેઓ આપણા નમૂનાથી ચાલે છે "તેઓ જેઓ પહેલેથી જ હું જીવું છું તેમ જીવે છે" અથવા "તેઓ જેઓ પહેલેથી જ હું કરું છું તેમ કરે છે" # મેં તમને વારંવાર કહ્યું "મેં તમને ઘણી વાર કહ્યું" # અને હમણાં તમને રડતાં રડતાં કહુ છું "અને હમણાં તમને ઘણાં દુઃખ સાથે કહું છું" # કે ખ્રિસ્તના વધસ્તંભના શત્રુઓની જેમ ઘણા જીવે છે અહીંયા "ખ્રિસ્તનો વધસ્તંભ" ખ્રિસ્તના મરણ અને દુઃખનો ઉલ્લેખ કરે છે.જેઓ એવું કહે છે કે તેઓ ઈસુમાં વિશ્વાસ કરે છે પણ ઈસુએ જેમ કર્યું તેમ મરવા કે દુઃખ સહન કરવા ચાહતા નથી તેઓ શત્રુ છે. આ રીતે ભાષાંતર કરી શકાય "ઘણા લોકો કહે છે કે તેઓ ઈસુમાં વિશ્વાસ કરે છે પણ તેઓનું કાર્ય બતાવે છે કે તેઓ ઈસુ કે જેણે રાજીખુશીથી દુખ સહન કર્યું અને વધસ્તંભ પર મરણ પામ્યો તેની વિરુદ્ધ છે" (જુઓ:રૂપક) # વિનાશ તેઓનો અંત છે "કોઈ દિવસે ઈશ્વર તેઓનો નાશ કરશે" # ઉદર તેઓનો ઈશ્વર છે અહીંયા, "ઉદર" શબ્દ શારીરિક આનંદ માટે વ્યક્તિની ઇચ્છાઓના સંદર્ભમાં છે. આ રીતે ભાષાંતર કરી શકાય "તેઓની ઈશ્વરને આધીન થવાની ઈચ્છા કરતા વધારે ખોરાક અને બીજી સંસારિક આનંદોની ઈચ્છા રાખે છે " # શરમમાં તેમનું અભિમાન છે "તેઓ બાબતોમાં અભિમાન કરે છે જેના લીધે તેમને શરમાવું જોઈએ" # તેઓ પૃથ્વીની વાતો વિષે વિચારે છે અહિયાં "પૃથ્વી" એ બધું જે સાંસારિક આનાનાદ આપે છે અને ઈશ્વરને માન આપતું નથી તેના સંદર્ભમાં છે. આ રીતે ભાષાંતર કરી શકાય "તેઓ ઈશ્વરને પ્રસન્ન કરે તેના કરતા તેમને પ્રસન્ન કરે તેના વિષે વિચારે છે "