# હકીકતમાં "ખરેખર" અથવા "સાચે જ" # હવે હું ગણું છું "હવે" શબ્દ એની પર ભાર મુકે છે કે આગાઉથી તે ફરોશી હોવાથી પૌલ કેવીરીતે બદલાયો અને ખ્રિસ્તમાં વિશ્વાસી બન્યો. આ સ્પષ્ટ કરી શકાય: "હવે હું ખ્રિસ્તમાં વિશ્વાસ કરું છું" (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ માહિતી) # હું એ બધને નુકશાન ગણું છું પાઉલ એ કહે છે કે ખ્રિસ્ત કરતા બીજા કશામાં વિશ્વાસ કરવો નકામું છે. આ રીતે ભાષાંતર કરી શકાય "હું બધાને નકામું જ ગણું છું" # ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુના જ્ઞાનની શ્રેષ્ઠતાને લીધે "ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુ વધારે મૂલ્યવાન છે એ જાણવાને લીધે" # તેના લીધે મેં સઘળી બાબતોનો ત્યાગ કર્યો આ રીતે ભાષાંતર કરી શકાય "તેના લીધે મેં ઈચ્છાથી જે કંઈ હતું તે બધાનો નકાર કર્યો" # હું તેઓને કચરો જ ગણું છું પાઉલ એક વ્યક્તિ જે નકામી બાબતો પર વિશ્વાસસ કરે છે જેને ફેંકી દેવામાં આવે છે તે બધા સાથે તુલના કરે છે. તે ભાર મુકે છે કે તેઓ ખરેખર કેવા નકામા છે. તે ભાષાંતર થઇ શકે "હું તેઓને કચરો જ ગણું છું" અથવા "હું તેઓને પુરેપુરા નકામા જ ગણું છું"(જુઓ: રૂપક) # જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરું "જેથી હું ખ્રિસ્ત એકલાને પ્રાપ્ત કરું" # અને હું તેનામાં જડું "તેનામાં હું જડું" વાક્યાંશ નો અર્થ ગાઢ સંબંધ હોવો અથવા તેની સાથે એકરૂપ હોવું. આ સક્રિય ક્રિયાપદ રીતે ભાષાંતર કરી શકાય "હવે હું ખ્રિસ્ત સાથે સબંધમાં છું" અથવા "હવે હું તેની સાથે એકરૂપ છું" (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય) # નિયમથી મારું પોતાનું ન્યાયીપણું નથી "મારા પોતાના નિયમ પાલન કરવાથી હું ઈશ્વરને ખુશ કરવાનો પ્રયત્ન કરતો નથી " # આના બદલે, મારી પાસે "આના કરતા, મારી પાસે" અથવા "આનાથી તદ્દન વિરુદ્ધ મારી પાસે" # ઈશ્વરથી ન્યાયીપણું ખ્રીસ્તમાં વિશ્વાસ ધ્વારા મળે છે "ઈશ્વરે મારો સ્વીકાર કર્યો કારણકે મેં ખ્રીસ્તમાં વિશ્વાસ મુક્યો" # તેને જાણવો ન્યાયીપણું છે "આ રીતે ભાષાંતર કરી શકાય "હું ખ્રિસ્તને ઈચ્છું છું કે જેથી હું તેને જાની શકું" # તેના પુનરુત્થાનનું સામર્થ્ય "અને તેના સામર્થ્યને જાણો કે જે આપણને જીવન આપે છે" # તેના દુઃખની સહભાગીતા "અને તેના દુઃખના ભાગીદાર # અને હું તેની મૃત્યુની સમાનતામાં બદલાણ પામું "બદલાણ" જેનો અર્થ એકમાંથી બીજામાં બદલાણ થવું. ઈસુ નું મરણ અનંત જીવનમાં પરિણમ્યું. તેથી પાઉલ ઈસુના મરણ જેવું મરણ ઈચ્છે છે જેથી તે અનંત જીવન પ્રાપ્ત કરી શકે. ખ્રિસ્તે મને તેની મૃત્યુની સમાનતામાં બદલ્યો.(જુઓ:સક્રિય અથવા નિષ્ક્રિય) # તેથી ગમે તે રીતે મને મૃત્યુમાંથી પુનરુત્થાનનો અનુભવ કરવો છે "ગમે તે રીતે" જેનો અર્થ પાઉલ નથી જાણતો કે આ જીવનમાં તેની સાથે શું થવાનું છે, પણ જે કંઈ થશે તે અંતે અનંત જીવનમાં પરિણમશે. આરીતે ભાષાંતર કરી શકાય "મારા મૃત્યુ પછી હું મારા જીવન માં પાછો આવવાનો હોવાથી મને કશો ફરક પડતો નથી કે મારું શું થવાનું છે"