# પરંતુ શરીરમાં જીવવું જો મારા કામનું ફળ હોય તો "ફળ" શબ્દ અહીંયા પાઉલના કામના સારા પરિણામના સંદર્ભમાં છે. આ રીતે ભાષાંતર કરી શકાય "પરંતુ મારું સાંસારિક શરીરમાં જીવવું મને લોકોને ઉત્તેજન આપીને ખ્રિસ્તમાં વિશ્વાસ કરાવાને તકો આપે છે." (જુઓ: રૂપક) # કેમ કે હું આ બંને પસંદગી સાથે ખેચાયો છું "હું ચિંતામાં છું, જો કે મારે જીવવાનું પસંદ કરવું જોઈએ કે મરવાનું." # મારી ઈચ્છા છે અલગ થઈને ખ્રિસ્ત સાથે રહેવું "અલગ થવું" એ "મરી જવું" કહેવાની એક અલગ રીત છે. આ રીતે ભાષાંતર કરી શકાય "મને મરવાનું ગમશે જેથી હું ખ્રિસ્ત સાથે જઈને રહીશ." (જુઓ: સૌમ્યોક્તિ) # અત્યારે મારે દેહમાં રહેવું તમારી માટે વધારે અગત્યનું છે. "અત્યારે મારે સાંસારિક શરીરમાં રહેવું તમને વધારે મદદરૂપ છે."