ઈસુ દરિયા કાંઠે હોડીમાં બેસીને મોટી જનમેદનીને દેવનું રાજ્ય શાના જેવું છે તે જુદા જુદા દ્રષ્ટાંતો દ્વારા કહી રહ્યા છે. ઈસુ યશાયાની પ્રબોધવાણી ઉચ્ચારે છે જે ૧૪ મી કલમથી શરૂ થઇ. # આ લોક ના હૃદય મંદ થયાં છે “આ લોકો કઈ પણ શીખવા માંગતા નથી” (જુઓ: ) # તેમનાં કાન સાંભળવાને મંદ થયાં છે “તેઓ કઈ સાંભળવા ચાહતા નથી” (જુઓ: ). # તેમની આંખો તેમણે બંધ કરી દીધી છે “તેમણે જોવાનો ઇનકાર કર્યો છે.” # રખેને પોતાની આંખો થી જોઇને તેઓ જાણે અને પોતાને કાને સાંભળીને તેઓ હૃદયમાં સમજે અને ફરી પાછા ફરે “કે જેથી જેઓ પોતાની આંખો વડે જુએ નહીં, કાનો વડે સાંભળે નહીં, તેમનાં હૃદયમાં સમજે કે જેથી પાછા ફરી જાય.” # પાછા ફરે “પાછા વળે” અથવા “પસ્તાવો કરે” # અને હું તેમને સાજા કરું “અને મને તેમને સાજા કરવા દે.” વૈકલ્પિક ભાષાંતર: “કે જેથી હું તેમનો ફરીથી સ્વીકાર કરી શકું.” (જુઓ: રૂપક)