આ અધ્યાય માં ઈસુ દરિયા કાંઠે હોડીમાં બેસીને મોટી જનમેદનીને દેવનું રાજ્ય શાના જેવું છે તે જુદા જુદા દ્રષ્ટાંતો દ્વારા કહી રહ્યા છે. # તે દિવસે આગળના અધ્યાય માં અને અહીં જે બાબતો બની તે બધું એક જ દિવસે બન્યું. # ઘરમાંથી નીકળીને ઈસુ કોના ઘરમાં રહ્યાં તેનો ઉલ્લેખ કરેલ નથી. # હોડીમાં ચઢી ગયો આ કદાચને એક લાકડાની ખુલ્લી શઢવાળી હોડી હતી.