ઈસુ લોકોના ટોળાની સાથે યોહાન બાપ્તિસ્મી સબંધી વાત આગળ વધારે છે. # પણ તમે બહાર શું જોવા ગયા ઈસુ યોહાન બાપ્તિસ્મી સબંધી પ્રશ્નોનો સિલસિલો જારી રાખે છે. (જુઓ: વક્તવ્યપૂર્ણ પ્રશ્ન) # પણ તમે બહાર શું જોવા ગયા પ્રબોધક ને? હા, હું તમને કહું અહીં બહુવાચક સર્વનામ “તમે” બંને વખત ટોળાને સંબોધીને વપરાયું છે. # પ્રબોધક કરતાં જે ઘણો અધિક છે તેને “કોઈ સામાન્ય પ્રબોધક ને નહીં” અર્થ “જે કોઈ સામાન્ય પ્રબોધક કરતાં વધારે મહત્વપૂર્ણ છે તે” # તે એ જ છે અહીં “તે” યોહાન બાપ્તિસ્મી માટે વપરાયું છે. # તેના સબંધી એમ લખેલ છે કે અહીં “તેના” સર્વનામ “મારા દૂત” માટે વપરાયું છે જે આગળ ના વાક્ય માં છે. # જુઓ હું મારા દૂતને તારા મોં આગળ મોકલું છું, જે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે. માલાખી પ્રબોધકના પુસ્તક માંથી ઈસુ અહીં ટાંકે છે અને કહે છે કે જે દૂતની વાત માલાખી 3:૧ માં છે તે યોહાન જ છે. # હું મારા દૂત ને મોકલું છું સર્વનામ “હું” અને “મારા” દેવ ને દર્શાવે છે. જુના કરારની આ ભવિષ્યવાણી માં દેવે જે કીધું તેને આ લેખક લખી લે છે. # તારા મોં આગળ “તારી આગળ” અથવા “તારી અગાઉ જવા સારુ.” સર્વનામ “તારી” એકવચન છે, કારણ કે દેવબાપ ખ્રિસ્ત(મસીહા) સાથે જે વાત કરે છે તેને ટાંકવામાં આવી છે. (જુઓ: )