યહૂદી અધિકારીની દીકરીને સાજી કરવા જતા રસ્તામાં એક બીજી સ્ત્રીને ઈસુ સાજાપણું આપે છે, અહીં તેનું વર્ણન છે. # જુઓ અહીં “જુઓ” આ વાર્તામાં ઉમેરાતા નવા પાત્ર તરફ આપણું ધ્યાન દોરે છે. # લોહીવા હતો “અતિશય રક્તસ્ત્રાવ હતો.” જ્યારે તેનો દિવસો ન હોય ત્યારે પણ તેને ખુબ જ રક્તસ્ત્રાવ રહેતો હશે. ઘણા બધા સમાજ માં આને માટે અલગ અલગ (સારા) શબ્દો વપરાતા હોય છે. (જુઓ: સૌમ્યોક્તિ) # જો હું તેના લૂગડાં ને અડકીશ તો હું સાજી થઈશ જો કે લૂગડાં પર નહીં પણ તેનો વિશ્વાસ ઈસુમાં હતો. (જુઓ: વ્યક્તિત્વકરણ) # લૂગડાં ઝભ્ભો # પણ “એના બદલે.” આ સ્ત્રીએ જે થવાની આશા રાખી હતી તે પ્રમાણે થયું નહીં. # દીકરી તે જોકે તે ઈસુની સગી દીકરી નથી પણ ઈસુ તેની પર પ્રેમ દર્શાવે છે.