ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું. # એ માટે “એ કારણ થી” # એક ડાહ્યો માણસ કે જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું જેઓ તેની વાણી સાંભળીને તેને આધીન થાય તેમને ઈસુ એક એવા વ્યક્તિ ની સાથે સરખાવે છે કે જેણે પોતાનું ઘર ત્યાં બનાવ્યું કે જ્યાં તેને કોઈ પણ હાનિ ન થઇ શકે. નોંધવા જેવી વાત કે વરસાદ, વાવાઝોડાં ને રેલ (પુર) એ ઘર સુધી પહોંચ્યા તો ખરા, પણ ઘર પડ્યું નહીં. (જુઓ: ઉપમા) # ખડક આ જમીન ની અંદર ખોદતાં ઊંડે જોવા મળતા ખડક ના થર ની વાત છે, જમીન પર જોવા મળતાં મોટા પથ્થર અથવા શિલા ની નહીં.