ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું. # અંગત રીતે તેમની સાથે શું થઇ શકે તે સબંધી ઈસુ અહીં એક જનસમૂહને સંબોધી રહ્યાં છે. જેટલા પણ “તું” અને “તારા” વપરાયા છે તે એકવચનમાં છે જોકે જેને બહુવચનમાં પણ સમજી શકાય. # શરીરનો દીવો તે આંખ છે “દીવાની માફક જ આંખ આપણને બધું સ્પષ્ટ રીતે જોવા માટે મદદરૂપ છે. (જુઓ: રૂપક) # માટે જો તારી આંખ નિર્મળ હોય તો તારું આખું શરીર પ્રકાશે ભરેલું હશે જો તારી આંખો તંદુરસ્ત હોય ને તું જોઈ શકે તો તારા આખા શરીરની કામગીરી બરાબર ચાલે. એટલે તું ચાલી શકે, કામ કરી શકે વગેરે. દેવ જેમ જુએ છે તેમ બધી બાબતો જોવાને માટેનું આ રૂપક છે, ખાસ કરી ને ઉદારતા અને લોભની બાબતમાં. (જુઓ: ) # આંખ આને આપણે બહુવચન “આંખો” પણ ગણી શકીએ. # પ્રકાશે ભરેલી હોય “ડહાપણ ભરેલી/સમજપૂર્વકની” (આંખો) માટે આ રૂપક વાપર્યું છે. # જો તારી આંખ ભૂંડી હોય અહીં કોઈ જાદુટોણાં ની વાત નથી. વૈકલ્પિક ભાષાંતર: “દેવ જેમ જુએ છે તેમ તું જોતો નથી.” આ લોભ/લાલચ માટેનું રૂપક પણ હોય શકે. # તારામાં જે અજવાળું છે તે જો અંધકાર હોય “તું જેને પ્રકાશ માને છે તે જ જો અંધકારરૂપ હોય.” જ્યારે કોઈ એમ માને કે તે પોતે દેવ જેમ સઘળી બાબતો જુએ છે તેમ જ જુએ/સમજે છે પણ એવું હોતું નથી તેને માટે આ રૂપક વાપરેલ છે. # તે અંધકાર કેટલો મોટો! અંધકાર માં હોવું એક ખરાબ બાબત છે. અંધકારમાં હોવા છતાં જો કોઈ પોતે અજવાળામાં છે એવું માનતો હોય તે એથી પણ ખરાબ છે. # કેમ કે તે એક પર દ્વેષ કરશે અને બીજા પર પ્રીતિ કરશે, અથવા તે એકના પક્ષનો થશે અને બીજાનો તિરસ્કાર કરશે આ બે વાક્યો પણ એક જ બાબત દર્શાવે છે દેવની અથવા દ્રવ્યની, એમ બંને પર એક જ સમયે પ્રીતિ કરવી અને આધીન થવું શક્ય નથી. (જુઓ: ) # દેવની તથા દ્રવ્યની સેવા તમારાથી કરાય નહીં “એક જ સમયે દેવ અને પૈસા એમ બંનેની ભક્તિ થઇ શકે નહીં”