ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું. # એમ પણ કહેલું હતું... કહેનાર તો દેવ છે. ઈસુ અહીં એ દર્શાવવા માટે પરોક્ષ વાણી વાપરે છે કે દેવ થવા દેવના વચન ની સાથે તે અસંમત થતા હોય એમ નથી. પરંતુ ઈસુનું કહેવું એમ છે કે સાચા કારણ ને લીધે થયેલા છૂટાછેડા જ માન્ય ગણાય. જો એમ ન હોય તો ભલે પુરુષ નિયમ પ્રમાણે છુટા છેડા નું પ્રમાણપત્ર લખી આપે તો પણ એ અયોગ્ય જ ગણાય. (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ) # તેની પત્ની ને મૂકી દે છૂટાછેડા માટે આ એક સૌમ્યોક્તિ છે. # તે આપે આ આજ્ઞા છે: “તેણે આપવું જ” # પણ હું તમને કહું અહીં જે “કહેવામાં આવ્યું છે” તેના કરતા ઈસુ કઈ અલગ કહેશે એવું સૂચવે છે. અહીં “હું” પર ભાર મુકવાનો અર્થ એવું સૂચવવાનો છે કે ઈસુ જે કહે છે તે જે “કહેવામાં” આવ્યું હતું તેના કરતા વધારે અગત્યનું છે. # તેણીની પાસે વ્યભિચાર કરાવે છે અહીં પુરુષ જો પોતાની સ્ત્રીને અયોગ્ય (કારણોને લીધે) ફારગતી આપે તો તે “તેણીની પાસે વ્યભિચાર કરાવે છે.” ઘણા બધા સમાજ માં પુનઃલગ્ન હવે સામાન્ય છે, પરંતુ જો છુટા છેડા અયોગ્ય હોય તો પુનઃલગ્ન એ વ્યભિચાર છે.