આ વિભાગ ગાલીલ માં ઈસુએ કરેલી સેવાની શરૂઆતનું વર્ણન આગળ વધારે છે. # તેઓ પોતાની જાળો સાંધતા હતા “તેઓ” માં કદાચ ને બે ભાઈઓ અને ઝબદીનો સમાવેશ થાય, અથવા ફક્ત બે ભાઈઓ માટે વપરાયું હોય. # તેઓને તેડ્યા “ઈસુએ યોહાન અને યાકુબને તેડ્યા.” આ વાક્યાંશ મતલબ પણ ઈસુએ તેમને તેની પાછળ ચાલવા, તેની સાથે રહેવા, અને તેના શિષ્યો બનવા તેડું આપ્યું એમ થાય છે. # તરત જ “પળવાર માં જ” # પોતાની હોડી મુકીને... તેની પાછળ ગયા અહીં એક વાત સ્પષ્ટ છે કે આ તેમના જીવનનો એક બદલાવ છે. આ માણસો હવે માછીમાર નહીં પણ જીવનપર્યંત ઈસુની પાછળ ચાલવા પોતાનો પરિવાર અને કામધંધો મૂકી દઈને ચાલી નીકળે છે.