આ વિભાગ ગાલીલ માં ઈસુએ કરેલી સેવાની શરૂઆતનું વર્ણન આગળ વધારે છે. # જાળ નાખતા “જાળ ફેંકતા” # મારી પાછળ આવો ઈસુ સિમોન અને આન્દ્રિયા ને તેની પાછળ ચાલવા, તેની સાથે રહેવા, અને તેના શિષ્યો બનવા માટે તેડું આપે છે. વૈકલ્પિક ભાષાંતર: “મારા શિષ્યો બનો.” # હું તમને માણસોના પકડનારા કરીશ. વૈકલ્પિક ભાષાંતર: “જેમ તમે માછલીઓ પકડીને એકઠી કરો છો તેમ માણસોને દેવને સારુ પકડીને એકઠા કરતા હું તમને શીખવીશ.” (જુઓ: રૂપક)