યોહાન બાપ્તિસ્મી નો ઉપદેશ આગળ વધે છે. # અને હમણાં જ ઝાડોની જડ પર કુહાડો મુકાયો છે. માટે દરેક ઝાડ જે સારુ ફળ નથી આપતું તે કપાય છે ને અગ્નિ માં નંખાય છે. આ એક રૂપક છે જેનો મતલબ “જો તમે તમારાં દુષ્કૃત્યો થી પાછા નહીં ફરો તો જેમ કોઈ માણસ ઝાડને કાપી નાખવા સારુ તેની જડ પર કુહાડો મુકે તેમ જ દેવ તમને શિક્ષા કરશે.” (જુઓ: રૂપક). # હું તમારું બાપ્તિસ્મા કરું છું ખરો યોહાન જે લોકો પસ્તાવિક મન સાથે આવે તેમનું બાપ્તિસ્મા કરે છે. # પણ જે મારી પાછળ આવે છે એ વ્યક્તિ ઈસુ છે જે યોહાન ની પાછળ આવે છે. # તે તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્મા થી અને અગ્નિ થી કરશે આ એક રૂપક છે જેનો મતલબ “દેવ તમારામાં પોતાનો પવિત્ર આત્મા મુકશે, અને ન્યાય અને શુધ્ધતા સારુ તમને અગ્નિ માંથી ચલાવી દેવના રાજ્યમાં પ્રવેશ પમાડશે.” (જુઓ: રૂપક) # તે તમારું બાપ્તિસ્મા કરશે ઈસુ તમારું બાપ્તિસ્મા કરશે. # તેનું સૂપડું તેના હાથમાં છે, ને તે પોતાની ખળી ને પુરેપુરી સાફ કરશે આ રૂપક ખ્રિસ્ત જે રીતે ન્યાયી અને અન્યાયી લોકોને અલગ કરશે તેની સરખામણી એક માણસ સાથે કરે છે જે પોતાની ખળી માં ઘઉં અને ભૂસું અલગ કરે છે. આ બે સરખામણી ને આવી ઉપમા સાથે પણ રજુ કરી શકાય: “ખ્રિસ્ત એક એવા વ્યક્તિના જેવો છે કે જેના હાથમાં પોતાનું સૂપડું છે.” (જુઓ: ઉપમા) # તેનું સૂપડું તેના હાથમાં છે વૈકલ્પિક ભાષાંતર: “ખ્રિસ્તે પોતાના હાથમાં સૂપડું લીધું છે કેમ કે તે (ખ્રિસ્ત) હવે તૈયાર છે.” # સૂપડું આ એક ઓજાર છે જેના વડે ઘઉંને હવામાં ઉછાળવામાં આવે છે જેથી ઘઉં અને ભૂસું અલગ થઇ જાય. ઘઉં વજનમાં થોડા ભારે હોવાથી નીચે ઢગલો થઇ જાય છે પણ બિનજરૂરી ભૂસું પવનમાં ઊડી જાય છે. # તેની ખળી આ એ જગા છે જ્યાં ઘઉં અને ભૂસું અલગ કરાય છે. વૈકલ્પિક ભાષાંતર: “તેનું મેદાન” અથવા “તેની ભૂમિ જ્યાં તે ઘઉં ને ભૂસું અલગ કરે છે.” # પોતાના ઘઉં ભંડાર માં ભરશે...ભૂસું કદી ન હોલવાનાર અગ્નિમાં તે બાળી નાખશે દેવ ન્યાયીઓને દુષ્ટો થી કેવી રીતે અલગ કરશે તેનું આ રૂપક છે. જેમ ઘઉં ખેડૂતના ભંડારમાં જાય તેમ જ ન્યાયીઓ સ્વર્ગમાં જશે અને જે લોકો ભૂંસા સમાન હોય તેમને દેવ કદી ન હોલવાનાર અગ્નિમાં બાળી નાખશે. (જુઓ: રૂપક)