# (ઈસુ તેમના શિષ્યો સાથે વાત કરે છે.) # પાંચ ચકલીઓ બે નાના સિક્કામાં વેચી શકાતી નથી? આ અલંકારિક પ્રશ્ન છે. (જુઓ: અલંકારિક પ્રશ્ન). આ રીતે ભાષાંતર કરી શકાય “ચકલીઓ વિષે વિચાર કરો. તેઓનું મુલ્ય કેટલું ઓછું છે કે તેઓને બે સિક્કાથી ખરીદી શકાય છે” (યુ ડી બી). # ચકલીઓ ચકલીઓ નાના પક્ષીઓ છે જેઓ દાણા ખાય છે. # ઈશ્વર પોતાની દ્રષ્ટિમાં કોઈને પણ ભૂલતા નથી “ઈશ્વર કોઈને ભૂલતા નથી!” (યુ ડી બી) અથવા “ઈશ્વર કોઈપણ ચકલીનો નકાર કરતા નથી!” # તમારા માથાના વાળ પણ ગણેલા છે “ઈશ્વર એ પણ જાને છે કે તમારા માથામાં કેટલા વાળ છે” # બીશો નહિ “લોકોથી બીશો નહિ” અથવા એટલે જે લોકો તમને નુકસાન કરે છે તેઓથી બીશો નહિ” # તમે ઘણી ચકલીઓ કરતા મૂલ્યવાન છો “ઈશ્વર તમને ચકલીઓ કરતા વધારે મૂલ્યવાન ગણે છે”