# (ઈસુ સતત દ્રષ્ટાંતોમા કહે છે.) # દાબી દીધા કાંટાઝાંખરાએ બધા જ પોષક તત્વો, પાણી, અને સૂર્ય પ્રકાશ લઈ લીધા, એટલે ખેડૂતનો પાક કેમ કરી પાકે. # પાક ઉત્પન્ન કરે “પાક વૃદ્ધિ પામ્યો” અથવા “વધારે બીજ ઉત્પન્ન કર્યા” # જેને સાંભળવાને કાન છે તે સાંભળે અમૂક ભાષામાં એ વધારે સ્પષ્ટ થશે કે તેઓ બીજો પુરુષ વાપરે: “તમે જેઓને કાન છે તે સાંભળો.” (જુઓ: પહેલો, બીજો, અને ત્રીજો પુરુષ) # જેણે સાંભળવાને કાન છે “જે કોઈ સાંભળી શકે છે” અથવા “જે કોઈ મને સાંભળી શકે છે” # તેને સાંભળવા દો “તેને ધ્યાનથી સાંભળવા દે” અથવા “હું જે કહું છું તે ધ્યાનથી સાંભળવા દો”