તેર્તુલુસ હાકેમ ફેલિક્ષની સમક્ષ બોલવાનું ચાલુ જ રાખે છે. # જેથી કરીને હું તારી અટકાયત ન કરું શક્ય અર્થઘટન ૧) જેથી કરીને હું તારો ઘણો સમય ન લઉ (UBD) અથવા ૨) “જેથી કરીને હું તને કંટાળારૂપ ન બનું # ટૂંકમાં સાંભળી લે “મારી ટૂંકી રજૂઆતને સાંભળી લે” # અમને આ માણસ મળ્યો છે “અમે પાઉલનું નિરીક્ષણ કર્યું” અથવા “અમને ખબર પડી કે પાઉલ”. અહિયાં ‘અમને’ એટલે અનાન્યા, બીજા વડીલો અને તેર્તુલુસ # સમગ્ર વિશ્વના યહુદીઓ “ઘણા યહુદીઓ સમગ્ર વિશ્વમાં (વિખેરાયેલા) હતા” # મંદિરને ભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કરતા હતા “ધાર્મિક રીતે મંદિરને અપમાનીત કરવા માંગતા હતા” # કલમ ૬બ ૮અ કેટલાક પ્રાચીન હસ્તપ્રતોમાં અલગ રીતે લખવામાં આવ્યું છે. “\[૬બ] અને અમે તેનો આપણા પોતાના કાયદા વડે ન્યાય કરવા માંગતા હતા. \[૭] પણ લીસીયાસ સેનાપતિ આવ્યો, અને અતિશય હિંસાત્મક રીતે તેને અમારા હાથોમાંથી ઝુંટવી લઇ ગયો. \[૮બ] તેણે તેના પ્રતિવાદીઓને આપની સમક્ષ હજાર થવાનો હુકમ કર્યો.”