# પાઉલે તેનું સેવાકાર્ય પૂર્ણ કર્યું પાઉલે એફેસસમાં ઈશ્વરે આપેલું તેનું સેવાકાર્ય પૂર્ણ કર્યું # મક્દોનીયા અને અખાયા આ પ્રાંતો હાલના ગ્રીસમાં આવેલા છે # તેણે આત્મામાં નિર્ણય લીધો શક્ય અર્થ: ૧) “પાઉલે (પવિત્ર) આત્માની મદદથી નિર્ણય કર્યો” અથવા ૨) આત્માએ પાઉલને નિર્ણય લેવા માટે દોરવણી આપી # હું પણ રોમ જોંઉ “હું ચોક્કસપણે રોમ તરફ મુસાફરી કરું” # પણ તે પોતે એશિયામાં થોડો સમય રહ્યો નીચેની કલમોમાં એ પ્રતીત થાય છે કે પાઉલ એફેસસમાં રહ્યો હતો.