# માટે પાઉલે દલીલો કરી “દલીલ” એટલે કે દ્વિમાર્ગીય વાર્તાલાપ. બીજું શક્ય ભાષાંતર: “પાઉલ વાદવિવાદ કરતો” અથવા “પાઉલ ચર્ચાવિચારણા કરતો.” # તેને સમજાવ્યા તેનો આ પ્રમાણે અનુવાદ કરી શકાય “તેણે તેઓને સમજાવવાનો સતત પ્રયત્ન કર્યો” # આત્માએ તેને ફરજ પાડી સક્રિય ક્રિયાપદમાં આ રીતે અનુવાદ કરી શકાય “આત્માએ તેને ફરજ પાડી” # પોતાના વસ્ત્ર ખંખેરી નાખ્યા આ સાંકેતિક ક્રિયા એવું દર્શાવે છે કે પાઉલ અવિશ્વાસી યહુદીઓ સાથે પોતે સંબંધ તોડે છે અને તેઓને ઈશ્વરના ન્યાય ચુકાદા આગળ રજુ કરે છે. # “તમારું લોહી તમારા પોતાન માથે;” આ દ્રષ્ટાંત છે. જે એમ દર્શાવે છે કે યહુદી લોકો પોતાની હઠીલાઈના કારણે તેમજ પસ્તાવાનો અસ્વીકાર કરવાના કારણે ઈશ્વરના ન્યાય ચુકાદાનો સામનો કરવા તેઓ પોતેજ જવાબદાર ઠરશે.