# એપીકુરીયન ... તત્વજ્ઞાનીઓ એવા લોકો જેઓ માનતા હતા કે બધીજ બાબતો આપોઆપ થાય છે. તેઓ એવો પણ વિશ્વાસ ધરાવતા હતા કે દેવો આશીર્વાદિત અને આનંદિત થવામાં એટલા બધા વ્યસ્ત છે કે તેઓ ભ્રમાંડના સંચાલન વિશે ચિંતા કરતા નથી. તેઓએ પુનરૂત્થાનના સંદર્ભનો નકાર કર્યો. # સ્ટોઇક તત્વજ્ઞાનિયો આ લોકો એવો વિશ્વાસ ધરાવતા હતા ફે પોતાને નસીબના હાથમાં મૂકી દેવાથીજ સ્વતંત્રતા આવે છે. તેઓએ વ્યક્તિગત પ્રેમાળ ઈશ્વર અને પુનરૂત્થાન બંને નો અસ્વીકાર કર્યો. # તેનો સામનો કર્યો “પાઉલનો સામનો કર્યો” # અને કોઈકે કહ્યું “અને કોઈક તત્વજ્ઞાનીએ કહ્યું” # આ બબડાટ કરનાર કોણ છે “બબડાટ” આ શબ્દ (babbler) પક્ષીઓ દાણા ચણતા હોવાનું નિર્દેશ કરે છે. ગપસપ માટેનો નકારાત્મક ઉલ્લેખ છે. તત્વજ્ઞાનીઓ કહે છે કે પાઉલ પાસે કટકા જેટલી માહિતી છે અને જે સાંભળવી કશા કામની નથી. # બીજાઓએ કહ્યું “બીજા તત્વજ્ઞાનીઓએ કહ્યું” # તે તો ઉપદેશક જેવો લાગે છે “તે તો જાહેર કરનારા જેઓ લાગે છે” અથવા “આ સંદેશ ફેલાવવો એ તેનું યોજનાબધ્ધ સેવા કાર્ય હોય તેવું લાગે છે” # વિચિત્ર દેવો આ શબ્દ “વિલક્ષણ”ના અર્થ માં નથી, પરંતુ “વિદેશી” ના અર્થમાં છે, એટલે, ગ્રીક/રોમન ના હોય તેવા દેવો.