સ્તેફને પોતાના બચાવ માટે યહૂદીઓની સભામાં જે બોધ શરુ કર્યો હતો તેને ચાલુ જ રાખ્યો ૭:૨ # હાથોથી બનાવેલ “માણસોના હાથોથી બનાવેલ” એ અર્થલંકાર છે જે # આકાશ મારું રાજ્યાસન છે... પૃથ્વી મારું પાયાસન છે અહિયાં પ્રબોધક ઈશ્વરની હાજરી ખુબ જ વિશાળ છે એવું દર્શાવવા તેની સરખામણી સમગ્ર વિશ્વ અને આકાશના રાજ્યાસન સાથે કરે છે. વળી એમ દર્શાવે છે કે માણસો દ્વારા પૃથ્વી પર ઈશ્વરના વિશ્રામનું નિવાસસ્થાન બનાવવું એ કેટલું અશક્ય છે? કેમકે સમસ્ત વિશ્વ પણ ઈશ્વર આગળ કેવળ પગ મુકવાનું પાયાસન છે. # મારા માટે તમે કેવા પ્રકારનું ઘર બનાવશો? મારા માટે તમે કેવા પ્રકારનું ઘર બનાવશો? આ વાગચાતુર્ય રૂપી પૂછેલો પ્રશ્ન છે એમ દર્શાવે છે કે “તમે મારા માટે યોગ્ય એવું ઘર બનાવી શકશો નહી” # મારા વિશ્રામનું સ્થળ ક્યાં છે? “મારા વિશ્રામ માટેનું યોગ્ય કોઈ સ્થળ નથી!” # શું મારા હાથોએ આ સઘળું બનાવ્યું નથી? આ વાગચાતુર્ય નો પ્રશ્ન એ દર્શાવે છે કે “મારા હાથોએ આ સઘળું બનાવ્યું છે!”