સ્તેફને પોતાના બચાવ માટે યહૂદીઓની સભામાં જે બોધ શરુ કર્યો હતો તેને ચાલુ જ રાખ્યો ૭.૨ # તેઓએ એક વાછરડું બનાવ્યું “તેઓએ એક મૂર્તિ બનાવી જે વાછરડાં જેવી દેખાતી હતી” # સ્વર્ગના સૈન્યોની સેવા કરવા “આકાશની જ્યોતિઓની સેવા કરવા” # ઓ ઇસ્રાએલના કુટુંબના આ એક ઉપમાલંકાર છે જે સમગ્ર ઇસ્રાએલ દેશ માટે વપરાયો છે. # શું તમે મને મરેલા પશુઓ અને બલિદાનો ચઢાવ્યા... આ વાગચાતુર્યનો પ્રશ્ન છે જે જણાવે છે કે તેમના બલિદાનો એ ઈશ્વરને માટે અર્પણો ન હતા. તેને આ રીતે પણ લઇ શકાય “તમે મને મરેલા પશુઓ અને બલિદાનો ચઢાવ્યા ન હતા...”