# જેમ “ત્યારે” # આંગણું સુલેમાનનું કહેવાતું “સુલેમાન નું આંગણું.” સુલેમાન તો ઇસ્રાએલના એક રાજાનું નામ હતું જે ઘણા વર્ષો પહેલા થઇ ગયો. આ આંગણું છાપરાથી ઢંકાયેલી સ્તંભોની હારમાળાથી બનેલી એક તરફ ખુલ્લી જગ્યા વાડી પરસાળ હતી. તેને “સુલેમાનના આંગણા” તરીકે પણ અનુવાદ કરી શકાય. સુલેમાનનું આંગણું ખુબજ વિશાળ જગ્યામાં વિસ્તરેલું હતું. # ખુબજ પ્રભાવિત થઇ ગયા “આશ્ચર્યથી ભરપુર” અથવા “સ્તબ્ધ બનીને” અથવા “અતિશય અવાકબનીને” # જયારે પિત્તરે આ જોયું “જયારે પિત્તરે જોયું કે લોકોની ભીડ વધી રહી છે” અથવા “જયારે પિત્તરે લોકોને જોયા” (UDB) # ઓ ઇસ્રાએલના માણસો “સાથી ઇઝરાયલીઓ” (UDB). ભીડને સંબોધીને પિત્તર બોલી રહ્યા હતા. “માણસો” એ શબ્દ અહી જેઓ હાજર હતા તે તમામને માટે વપરાયો છે (પુરુષો, સ્ત્રીઓ, બાળકો). # શા માટે તમે અચંબો પામ્યા? આ વાગચાતુર્યની શૈલીમાં પૂછાએલો પ્રશ્ન છે. તેનો એવો પણ અનુવાદ થઇ શકે કે “તમારે આટલો અચંબો પામવો ન જોઈએ” UDB # શા માટે તમારે આંખો અમારા પર સ્થિર કરવી જોઈએ આ વાગચાતુર્યની શૈલીમાં પૂછાએલો પ્રશ્ન નો એવો પણ અનુવાદ થઇ શકે કે “તમારે અમારા પર લક્ષ્ય ન રાખવું જોઈએ” અથવા “અમારા તરફ ધ્યાન આપવાનું કોઈ ખાસ કારણ નથી” # અમારા “અમારા” એ પિત્તર અને યોહાનને દર્શાવે છે, અહી તે વિશિષ્ઠ રીતે બે વ્યક્તિઓ માટે વપરાયેલું દ્વિ વચન છે. # અમે “અમે” એ પિત્તર અને યોહાનને દર્શાવે છે, અહી તે વિશિષ્ઠ રીતે બે વ્યક્તિઓ માટે વપરાયેલું દ્વિ વચન છે. # જાણે એને અમે અમારા બળથી કે અમારી ધાર્મિકતાથી ચાલતો કર્યો હોય? આ વાગ્ચાતુર્યની શૈલીમાં પૂછાએલો પ્રશ્ન નો એવો પણ અનુવાદ થઇ શકે કે “અમે અમારા બળથી કે અમારી ધાર્મિકતાથી તેને ચાલતો કર્યો નથી.”