# તેઓ સઘળા એકજ સ્થળે ભેગા થયા હતા અહી “તેઓ” એટલે લુક ૧:૧૫ ૨૬ પ્રમાણે લગભગ ૧૨૦ વિશ્વાસીઓનું સંગઠિત થયેલું જૂથ. તેમાં બાર પ્રેરીતોનો પણ સમાવેશ થાય છે # આકાશમાંથી અવાજ સંભળાયો “આકાશમાંથી એવો અવાજ આવ્યો” # જાણે વેગવંતી અને વાવાઝોડા સાથેની આંધી “ખુબજ ભારે ગર્જનાઓ સાથેની આંધી” અથવા “ધસમસતી આંધી દ્વારા થતી ગર્જનાઓ” # સમગ્ર ઘર કદાચ અહિયાં આ ઘર અથવા મોટી ઈમારત દર્શાવે છે. # અગ્નિના જેવી જીભો આ પ્રમાણેના અર્થઘટન શક્ય છે ૧) એવી જીભો જે અગ્નિની હોય એવી લાગતી હતી અથવા ૨) નાની નાની અગ્નિની જ્વાળા જે જીભો જેવી લાગે. જયારે દીવો સળગાવામાં આવે છે ત્યારે તે નાની દીવાની જ્યોતનો આકાર જીભ જેવોજ લાગે છે # અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા આ એવી ભાષાઓ હતી જેને તેઓ જાણતાજ ન હતા