# વહાલા બાળકો ૨:૧નું તમે કરેલું ભાષાંતર જુઓ # તમારા પાપ તમને માફ થયા છે તેનું ભાષાંતર એક સક્રિય કલમ તરીકે થઇ શકે છે. “ઈશ્વરે તમારા પાપ માફ કર્યા છે” (UDB). (જુઓ સક્રિય અથવા નિષ્ક્રિય) # ખ્રિસ્તના નામની ખાતર “ખ્રિસ્તના નામ” એ મુહાવરો ખ્રિસ્ત માટે અને તેમણે જે કર્યું છે તે માટે છે. તેનું ભાષાંતર “કેમકે ખ્રિસ્તે તમારા માટે જે કર્યું છે તેને લીધે” (UDB) થઇ શકે છે. (જુઓ મુહાવરો) # પિતાઓ, તમને લખું છું “પિતાઓ” શબ્દ રૂપક છે કે જે પરિપક્વ વિશ્વાસીઓ માટે છે. તેનું ભાષાંતર “હું તમને પરિપક્વ વિશ્વાસીઓને લખું છું” થઇ શકે છે. # તમે જાણો છો “તમારો તેની સાથે સંબંધ છે” # તેમને જે આરંભથી છે “તેમને જેઓ હમેશા જીવે છે” અથવા “તેમને જેઓ હમેશા અસ્તિત્વમાં છે”. તે “ઈસુ” અથવા “ઈશ્વરપિતા” માટે દર્શાવામાં આવ્યું છે.(જુઓ અસ્પષ્ટતા) # જુવાન પુરુષો આ રૂપક જેઓ નવા વિશ્વાસી નથી અને જેઓ આત્મિક પરિપક્વતામાં વૃધ્ધી પામી રહ્યા છે તેમના માટે છે. તેનું ભાષાંતર “જુવાન વિશ્વાસીઓ” થઇ શકે છે. # ઈશ્વરનું વચન તમારામાં રહે તેનું ભાષાંતર “તમે ઈશ્વરનું વચન જાણો છો” થઇ શકે છે. # જીતો “જીતેલા” અથવા “ના ઉપર વિજય” અથવા “હારેલા” (UDB)