# વહાલાઓ તેનો અર્થ “મિત્રો” અથવા “ખ્રિસ્તમાં વહાલા વિશ્વાસીઓ” # હું તમને નવી આજ્ઞા લખતો નથી પરંતુ જુની આજ્ઞા ઈસુની એકબીજાને પ્રેમ કરવાની આજ્ઞા વિષે યોહાન લખી રહ્યો છે. તેનું ભાષાંતર “તમે એકબીજાને પ્રેમ કરો તેમ લખી રહ્યો છું. આ કઈ નવું કરવાનું નથી પરંતુ જૂની આજ્ઞા છે જે તમને કહેવામાં આવી હતી” # શરૂઆતથી “જ્યારથી તમે ઈસુ પર વિશ્વાસ કર્યો” (જુઓ સ્પષ્ટ અને અસ્પષ્ટ) # છતાં હું તમને નવી આજ્ઞા લખું છું તેનું ભાષાંતર “પરંતુ એક રીતે આ જે આજ્ઞા તમને લખું છું તે નવી છે” થઇ શકે છે. # કે જે ખ્રિસ્તમાં અને તમારામાં સત્ય છે તેનું ભાષાંતર “તે નવું છે કેમકે ખ્રિસ્તે જે કર્યું તે નવું છે અને તમે જે કરો છો તે નવું છે” # અંધકાર જઈ રહ્યો છે અને સાચો પ્રકાશ ક્યારનો પ્રકાશે છે અહિયાં “અંધકાર” દુષ્ટતા દર્શાવે છે અને “પ્રકાશ” સારાપણું દર્શાવે છે. તેનું ભાષાંતર “કેમકે તમે દુષ્ટતા કરવાનું છોડી રહ્યા છો અને તમે વધુ ને વધુ સારું કરો છો (જુઓ રૂપક)