gu_tn/MAT/11/18.md

29 lines
3.9 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
ઈસુ લોકોના ટોળાની સાથે યોહાન બાપ્તિસ્મી સબંધીની વાત સંપન્ન કરે છે.
# રોટલી ખાતો નથી (ખાતો પીતો નથી/સામાન્ય ખોરાક ખાતો નથી): “ખોરાક ખાતો નથી.” આને “નિયમિત ઉપવાસ કરવો” અથવા “સારો ખોરાક ખાતો નથી” એમ પણ સમજી શકાય. (જુઓ: ) આનો મતલબ એવો નથી કે યોહાન કદી ખાતો જ નહોતો.
# તેઓ કહે છે ‘તેને ભૂત વળગ્યું છે’
લોકો યોહાન સબંધી જે કહેતા હતા તે ઈસુ અહીં ટાંકે છે. પરોક્ષ વાક્ય તરીકે તેને આ રીતે પણ સમજી શકાય: “તેઓ કહે છે કે તેનામાં ભૂત છે” અથવા “તેઓ એવું આળ મુકે છે કે તેને ભૂત વળગ્યું છે” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ અવતરણ)
# તેઓ
સર્વનામ “તેઓ” તે પેઢીના લોકોને ઉદ્દેશીને વપરાયું છે. (કલમ ૧૬).
# માણસનો દીકરો
ઈસુએ આ એ અપેક્ષાથી કીધું કે લોકો સમજે છે કે તે પોતે જ માણસનો દીકરો છે. આને આ રીતે પણ સમજી શકાય, “હું, માણસનો દીકરો”
# તેઓ કહે છે કે “જુઓ, કેવો ખાઉધરો માણસ
લોકો તેને એટલે કે માણસના દીકરા સબંધી જે કહેતા હતા તે ઈસુ અહીં ટાંકે છે. પરોક્ષ વાક્ય તરીકે આને આ રીતે પણ સમજી શકાય: “તેઓ કહે છે કે તે ખાઉધરો છે” અથવા “તેઓએ તેની પર એવું આળ મુક્યું કે તે અતિશય ખાય છે.”
# તે ખાઉધરો છે
“તે લચરો છે” અથવા “તેને બહુ જ ખાવાની આદત છે”
# દારૂબાજ
“દારૂડિયો” અથવા “જેને દારૂની લત લાગી હોય તેવો”
# પણ જ્ઞાન તેના કૃત્યોથી યથાર્થ ઠરે છે
આ કદાચિત્ એક કહેવત છે જે ઈસુ અહીં વાપરે છે, કારણ કે લોકો કે જે યોહાન અને ઈસુ બંનેનો નકાર કરે તેઓ જ્ઞાની નથી જ. આને પ્રત્યક્ષ વાણીમાં પણ સમજી શકાય. (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)
# જ્ઞાન યથાર્થ છે
આ અભિવ્યક્તિ કે જ્યાં જ્ઞાન નું વ્યક્તિત્વકરણ થયેલ છે, એ જ્ઞાન દેવ આગળ યથાર્થ ઠરે છે એ અર્થમાં નહીં પણ જ્ઞાન છેવટે સાચું/યથાર્થ સાબિત થાય છે તે અર્થમાં વપરાયું છે. (જુઓ: વ્યક્તિત્વકરણ)
# તેના કામ થી
સર્વનામ “તેના” વ્યક્તિ રૂપી જ્ઞાન માટે વપરાયું છે.